Atmadharma magazine - Ank 375
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 49
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૩૨
સળંગ અંક ૩૭૫
Version History
Version
Number Date Changes
001 Jan 2005 First electronic version.

PDF/HTML Page 2 of 49
single page version

background image
* કેવળીભગવાનની ક્ષાયિકી–ક્રિયા *
તેના નિર્ણયમાં જ્ઞાન ને ઉદયની ભિન્નતાનો નિર્ણય
અહો, સર્વજ્ઞ–તીર્થંકર દેવ! આપની દિવ્યતા ખરેખર
આશ્ચર્યકારી છે.....કર્મનો ઉદય પણ આપને મોક્ષનું કારણ થાય છે,
બંધનું કારણ નથી થતો. આપના કેવળજ્ઞાનના કોઈ અચિંત્ય પ્રભાવને
લીધે ઉદયની ક્રિયાઓ પણ આપને તો મોક્ષનું જ કાર્ય કરી રહી છે,
કેમકે ઉદયના કાળે આપને કર્મનું બંધન જરા પણ નથી થતું, પણ ઊલ્ટો
કર્મનો ક્ષય જ થતો જાય છે, એટલે તે ઉદયક્રિયાઓ પણ આપને માટે
તો ક્ષાયિકી–ક્રિયા જ છે.
–તો હે ભગવાન! આપના અચિંત્ય કેવળજ્ઞાનનો સ્વીકાર
કરનારું અમારું સમ્યગ્જ્ઞાન, તે પણ મોહનો ક્ષય કરતું–કરતું મોક્ષ તરફ
જાય–એમાં શું આશ્ચર્ય છે? પ્રભો! મોક્ષના માર્ગે ચડેલા અમારા જેવા
સાધકો જ આપની ક્રિયાઓને ક્ષાયિકી ક્રિયારૂપે સ્વીકારી શકે છે. હે
સર્વજ્ઞદેવ! ઉદય વખતે પણ આપના ક્ષાયિકભાવને જેણે ઓળખી લીધો
તેનું જ્ઞાન ઉદયભાવોથી છૂટું પડીને ક્ષાયિકભાવ તરફ ચાલ્યું.
(પ્રવચનસાર ગા. ૪૫)
તંત્રી: પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદક: બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૫૦૧ પોષ (લવાજમ: છ રૂપિયા) વર્ષ ૩૨: અંક ૩
(૩૭૫)

PDF/HTML Page 3 of 49
single page version

background image
વાર્ષિક લવાજમ વીર સં. ૨૫૦૧
છ રૂપિયા પોષ :
વર્ષ ૩૨ ઈ. સ. ૧૯૭૫
અંક ૩ જાન્યુ.
જીવો ઘણી–ઘણી ચિન્તાઓ કરી–કરીને દુઃખી થાય છે; પણ એકવાર
ચિન્તા છોડીને ઉપયોગને અંતરમાં જોડે તો એવી કોઈ અદ્ભુત નિજવસ્તુને
દેખે, ને એવું સુખ થાય–કે પછી ચિન્તાનું કોઈ કારણ ન રહે. શું આપ ચિન્તા
કરો છો?–હા.... તો આ ભજન વાંચો, ને બધી ચિન્તા છોડીને પરિણતિને
આત્મામાં જોડો.
ચિન્તા છોડો રે ભાઈ.... નિજમેં દેખો રે ભાઈ!
નિજમેં સુખકી ખાન ભરી હૈ, ક્યા પરકા ફિર કામ,
બાહરકે સંયોગમેં રે, દેખો ન આતમરામ. ચિન્તા૦
અનુભવકી ન્યારી દશા રે, આનન્દસે ભરપૂર,
જો નિજ અનુભવ કર સકો રે, ચિન્દા ભાગે દૂર. ચિન્તા૦
બાહરકી અનુકૂલતા હો, યા પ્રતિકૂલ સંયોગ,
જ્ઞાનીકો તો સુખસાગર રે અન્તરકા ઉપયોગ. ચિન્તા૦
શુદ્ધ અખંડ સ્વભાવમેં રે, ક્ષણિક વિભાવ અભાવ,
ચિન્તાકા કારણ બને રે અસત્ સંયોગી ભાવ. ચિન્તા૦
તૂ યદિ સુખકો ચાહતા રે, પરણતિ નિજમેં જોડ,
ચેતન! નિજ–વૈભવ તેરા રે, પરસે નાતા તોડ......
ચિન્તા છોડો રે ભાઈ, નિજમેં દેખો રે ભાઈ!
‘એક આત્માર્થી’ , ગૌહાટી–આસામ

PDF/HTML Page 4 of 49
single page version

background image
: પોષ : ૨૫૦૧ આત્મધર્મ : ૧ :
જીવનું સાચું જીવન ને મહાવીરનો સાચો સન્દેશ
ઉપયોગ લક્ષણ જીવ છે, ને એ જ સાચું જીવન છે;
એ જીવજો જીવડાવજો, પ્રભુ વીરનો ઉપદેશ છે.
ચેતન–જીવન વીરપંથમાં, નહિ દેહજીવન સત્ય છે;
ચેતન રહે નિજભાવમાં, બસ! એ જ સાચું જીવન છે.
જોરશોરથી પ્રચાર ચાલે છે કે ‘જીવો ને જીવવા દો’–એ
મહાવીરનો સંદેશ છે.–પરંતુ, તેમાં મૂળભૂત એક વાત સમજવી
જરૂરી છે કે ‘જીવનું જીવન’ શું છે? જીવનું સાચું જીવન શું છે તે
જાણ્યા વગર પોતે તેવું જીવન જીવશે કઈ રીતે? ને બીજાને તેવું
જીવન જીવવાનું બતાવશે કઈ રીતે?
જીવનું સાચું જીવન શું છે? શું આ શરીરમાં બેસી રહેવું,
શ્વાસ લેવા, કે હરવું–ફરવું તે જીવનું જીવન છે? શું આયુષ્યને
આધીન દેહપીંજરામાં પુરાઈ રહેવું તે જીવન છે?–ના, તો તો પછી
દેહ વગર આત્મા જીવી શકે જ નહિ. શું સિદ્ધ ભગવંતો દેહ અને
ખોરાક વગર જ જીવન નથી જીવતા? –જીવે છે, એટલું જ નહિ
પણ તેઓ જ સાચું સુખી જીવન જીવે છે.

PDF/HTML Page 5 of 49
single page version

background image
: ૨ : આત્મધર્મ : પોષ : ૨૫૦૧
શેનાથી જીવે છે?–ઉપયોગથી જીવે છે. ઉપયોગ એ જ
જીવનું સાચું જીવન છે. સર્વજ્ઞદેવનો સાચો સન્દેશ એ છે કે
ઉપયોગ એ જ જીવનું જીવન છે. ઉપયોગ વડે જ તમે જીવંત છો.
તમારે જીવવા માટે (જીવપણે રહેવા માટે) ઉપયોગ સિવાય
અન્ય કોઈ વસ્તુની જરૂર નથી. માટે સાચું સ્વાધીન અને સુખી
જીવન જીવવું હોય તો તમારા ઉપયોગસ્વરૂપ આત્માને ઓળખો;
ને દેહાદિ વડે જીવવાની બુદ્ધિ છોડો. દેહ અને ઉપયોગ એ બંને
તદ્ન ભિન્ન વસ્તુ છે. એવી ભિન્નતા જાણો ને શુદ્ધ ઉપયોગરૂપે
પરિણમીને આનંદમય જીવન જીવો.
ભગવાન આવું આનંદમય જીવન જીવે છે; ને
જગતના જીવોને એવું જીવન જીવવાનો ઉપદેશ દીધો છે.
આ છે મહાવીરનો સન્દેશ!
અમારો આફ્રિકાનો પત્ર–
આફ્રિકાથી નાઈરોબી મુમુક્ષુમંડળના ચેરમેન લખે છે કે
“આત્મધર્મ વાંચી પ્રમોદભાવે લખું છું. હું ચોવીસ વર્ષ થયા
આત્મધર્મ વાંચું છું અને નવો અંક ક્યારે હાથમાં આવે તેની રાહ
જોઉં છું. અમારા જેવા મુમુક્ષુઓને આવું અપૂર્વ આત્મધર્મ કોઈ
મહા પુણ્યના યોગે મળ્‌યું છે–નહિતર ભારત અને ભારત બહાર
વસતા મુમુક્ષુઓને સાચો જૈનમાર્ગ કોણ બતાવત? આ તો
વર્તમાનકાળે ગુરુદેવનો યોગ મળ્‌યો ને તત્ત્વજ્ઞાનની વાત મળી.
આત્મધર્મના સંપાદન દ્વારા તમે ખરેખર પ્રશંસનીય અને
જૈનધર્મની ખુબજ પ્રભાવના તથા ઉલ્લાસપૂર્વક સેવા કરો છો.
શ્રી ગુરુદેવના સાન્નિધ્યમાં રહીને જે અપૂર્વ લાભ લીધો તેથી તમે
ભાગ્યશાળી છો...ને આત્મહિત સાધી રહ્યા છો. આત્મધર્મ દ્વારા
જૈનસમાજને સત્ તત્ત્વજ્ઞાન પીરસ્યું છે. આપને ધન્યવાદ પાઠવું
છું. અમે આફ્રિકાથી છ વખત ગુરુદેવના દર્શન કરવા તથા
તેમના શ્રી મુખેથી નીકળતી સાક્ષાત્ ભગવાન મહાવીરની વાણી
સાંભળવા ભારત આવ્યા છીએ. ગુરુદેવના પ્રતાપે અપૂર્વ લાભ
મળ્‌યો છે; નહિતર આટલે દૂર દેશમાં રહીને આવો લાભ મળવો
દુર્લભ છે.’’ નાઈરોબી. (Po. Box 43129)
–લી. જેઠાલાલ દેવરાજ શાહ,

PDF/HTML Page 6 of 49
single page version

background image
: પોષ : ૨૫૦૧ આત્મધર્મ : ૩ :
સર્વજ્ઞસ્વભાવી આત્મા
દિવ્ય જ્ઞાનસ્વભાવી આત્મા તે જૈનશાસનનું મહાન રત્ન છે.
તેને જેણે જાણી લીધું તેણે સમસ્ત જૈનશાસનને જાણી લીધું
(પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનસાર ગાથા ૪૯ પરનાં પ્રવચનોમાંથી)
ઉપયોગસ્વરૂપી આત્મા, સર્વને જાણનાર એવા સર્વજ્ઞસ્વભાવી છે; આવા
પોતાના સર્વજ્ઞસ્વભાવને જે ન જાણે, ન અનુભવે તે સર્વ પદાર્થોને પણ જાણી શકતો
નથી. આત્મા સર્વજ્ઞસ્વભાવી છે–એમ જે સ્વસંવેદનથી જાણે છે તે જીવ બધાય જીવોને
જ્ઞાનસ્વરૂપી જાણે છે. જ્ઞાનઅપેક્ષાએ બધાય જીવો સાધર્મી–સમાનધર્મી છે.
‘સર્વ જીવ છે જ્ઞાનમય, એવો જે સમભાવ;
તે સામાયિક જાણવું, ભાખે જિનવરરાય.’
જે જ્ઞાન સામાન્ય છે તે પોતાના અનંતજ્ઞાન વિશેષોમાં વ્યાપનારું છે; જ્ઞાન
સામાન્ય પોતે અનંત વિશેષોરૂપે પરિણમે છે. કેવળજ્ઞાન અનંતવિશેષોરૂપ મહાન જ્ઞાન
છે, તેમાં જ્ઞાનસ્વભાવ વ્યાપે છે. જો કે મતિ–શ્રુતજ્ઞાનમાં પણ અનંત વિશેષો છે, પણ
કેવળજ્ઞાન સર્વોત્કૃષ્ટ છે; સમસ્ત પદાર્થોનો પ્રતિભાસ જેમાં એકસાથે ભર્યો છે એવું
અદ્ભુત અનંત વિશેષોસ્વરૂપ કેવળજ્ઞાન, તેમાં સર્વજ્ઞસ્વભાવી મહાસામાન્ય જ્ઞાન
વ્યાપેલું છે; ને તે આત્માનો સ્વભાવ જ છે.–આવા આત્માને જે સ્વાનુભવ–પ્રત્યક્ષ નથી
કરતો તેને સર્વજ્ઞપણું હોતું નથી.
જુઓ, ૮૦ મી ગાથામાં કહ્યા પ્રમાણે અરિહંતદેવના ચૈતન્યરૂપ દ્રવ્ય–ગુણ–
પર્યાયને જાણે તેમાં આવા સર્વજ્ઞસ્વભાવી આત્માનું જ્ઞાન ભેગું આવી જ જાય છે. અરે,
સર્વજ્ઞતાની તાકાતની શી વાત! રાગ જેને ઝીલી શકે નહિ, ને રાગનો કણ જેમાં સમાય
નહિ–એવા સર્વજ્ઞસ્વભાવને તો સ્વસન્મુખ અતીન્દ્રિયજ્ઞાન જ ઝીલી શકે છે. અરે, સર્વજ્ઞ
અરિહંતને પોતાના જ્ઞાનમાં સમાડવા–એ તે કાંઈ સાધારણ વાત છે!
ભાઈ, તારી જ્ઞાનપર્યાયમાં તારા જ્ઞાનસ્વભાવને જ વ્યાપેલો દેખ.
તારી જ્ઞાનપર્યાયમાં પરવસ્તુને કે રાગને વ્યાપેલો ન દેખ.
અહા, આવો જ્ઞાનસ્વભાવ નક્કી કરે ત્યાં તો પરથી ને રાગથી જ્ઞાન છૂટું પડી
જાય, ભેદજ્ઞાન થઈને મોક્ષમાર્ગ ઊઘડી જાય.

PDF/HTML Page 7 of 49
single page version

background image
: ૪ : આત્મધર્મ : પોષ : ૨૫૦૧
* ભાઈ, જાણવારૂપે તારું જ્ઞાન છે, તે જ્ઞાનમાં કોણ વ્યાપ્યું છે? જ્ઞાનમાં જણાતાં
શરીરાદિ બાહ્ય પદાર્થો કાંઈ જ્ઞાનમાં વ્યાપતા નથી, તે તો જ્ઞાનથી બહાર જ છે. જો
અચેતન પદાર્થો જ્ઞાનમાં વ્યાપીને તન્મય થાય તો જ્ઞાન પણ અચેતન થઈ જાય.
* રાગ–દ્વેષાદિ ભાવો–કે જેઓ જ્ઞાનમાં અન્યજ્ઞેયપણે જણાય છે, તે રાગ–દ્વેષભાવો
પણ જ્ઞાનમાં વ્યાપેલા નથી. જો જ્ઞાનમાં રાગ–દ્વેષ વ્યાપેલા હોય તો, તે રાગ–દ્વેષ
છૂટી જતાં જ્ઞાન પણ છૂટી જાય, રાગ–દ્વેષ વગર જ્ઞાનનું અસ્તિત્વ રહી ન શકે.–
પરંતુ રાગ–દ્વેષના અભાવમાંય જ્ઞાન તો પોતાના સર્વજ્ઞસ્વરૂપે શોભી રહે છે.
માટે જ્ઞાનમાં રાગ–દ્વેષ વ્યાપેલા નથી. પછી પૂજા–ભક્તિનો શુભરાગ હો, કે
વિષય–કષાયનો પાપ–રાગ હો, તે જ્ઞાનનું સ્વરૂપ નથી.
* હવે ત્રીજી વાત: પૂર્વની જે જ્ઞાનપર્યાય છે તે વ્યય થાય છે ને પછીની જ્ઞાનપર્યાય
ઉત્પન્ન થાય છે, ત્યાં પૂર્વની પર્યાય તે પછીની પર્યાયમાં વ્યાપતી નથી; મતિ–
શ્રુતજ્ઞાન છૂટીને કેવળજ્ઞાન થયું ત્યાં તે કેવળજ્ઞાનમાં મતિ–શ્રુતજ્ઞાનપર્યાય
વ્યાપતી નથી, એટલે પર્યાયના ખંડખંડ સામે જોવાનું રહેતું નથી. બે સમયની
પર્યાયો કદી એક થતી નથી.
* તો હવે કોણ બાકી રહ્યું–કે જે આત્માની વિશેષજ્ઞાનપર્યાયમાં વ્યાપે છે! અને તે
વિશેષજ્ઞાનપર્યાય જેને અવલંબીને પ્રવર્તે છે! વિશેષ વખતે જ આત્માનો
જ્ઞાનસામાન્યરૂપ મહાન સ્વભાવ છે તે જ વિશેષોમાં વ્યાપે છે. જ્યારે જુઓ
ત્યારે તે પોતામાં વિદ્યમાન જ છે. અનાદિઅનંતકાળની જે વિશેષ જ્ઞાનપર્યાયો
(–જેમાં ભવિષ્યની અનંત–કેવળજ્ઞાનપર્યાયો પણ આવી જાય છે–તે સમસ્ત
પર્યાયો) માં વ્યાપે એવો એક જ્ઞાનસ્વભાવી આત્મા હું છું–એમ ધર્મીજીવ
સ્વસંવેદનપ્રત્યક્ષ વડે પોતાના આત્માને જાણે છે. પોતાના સામાન્ય અને વિશેષ
બંનેમાં તેને જ્ઞાન જ દેખાય છે.
* આવો જ્ઞાનસ્વભાવી આત્મા–એ જૈનશાસનનું મહાન રત્ન છે; તે જેણે જાણી
લીધું તેણે સમસ્ત જૈનશાસનને જાણી લીધું. આત્માના જ્ઞાનસ્વભાવને જે
જાણતો નથી તે સર્વજ્ઞદેવને કે ગુરુને કે શાસ્ત્રના તાત્પર્યને પણ જાણી શકતો
નથી. પોતાના જ્ઞાનમાં જ્યાં પોતાનો સર્વજ્ઞસ્વભાવ જાણ્યો ત્યાં પંચપરમેષ્ઠીની
કે નવતત્ત્વોની સાચી ઓળખાણ થઈ. આવા સ્વભાવને જાણનારી
શ્રુતજ્ઞાનપર્યાયમાં પણ અતીન્દ્રિય શાંતિ–

PDF/HTML Page 8 of 49
single page version

background image
: પોષ : ૨૫૦૧ આત્મધર્મ : ૫ :
સહિતની કોઈ પરમઅદ્ભુત તાકાત ભરેલી છે. અને ધર્મીને તે પર્યાયમાં પણ
પોતાનો અખંડ સામાન્યજ્ઞાનસ્વભાવ વ્યાપેલો દેખાય છે.
* અરે, પોતાની પર્યાયની અંદર વ્યાપેલા પોતાના જ્ઞાનસ્વભાવને પણ જે ન જાણે,
તે પોતાની પર્યાયથી બહાર એવા પરદ્રવ્યને ક્યાંથી જાણે ? જે આંધળો પોતાના
શરીરને નથી દેખતો તે બીજાને ક્યાંથી દેખશે? સમ્યગ્દ્રષ્ટિ તો પોતાના
સર્વજ્ઞસ્વભાવી આત્માને ઈન્દ્રિયાતીત મતિશ્રુતજ્ઞાનવડે પ્રત્યક્ષ કરે છે, પછી તેની
વિશેષ ભાવનારૂપ એકાગ્રતા વડે શુદ્ધોપયોગી થઈ રાગ–દ્વેષનો ક્ષય કરી,
કેવળજ્ઞાનરૂપ પરિણમે છે. તે કેવળજ્ઞાન સંપૂર્ણ જ્ઞાન–વિશેષોવાળું પરિપૂર્ણ છે, ને
કેવળજ્ઞાની પ્રભુ એવા અનંત વિશેષોરૂપે પરિણમેલા સર્વજ્ઞસ્વભાવી આત્માને
કેવળજ્ઞાનવડે સાક્ષાત્–પ્રત્યક્ષ જાણે છે.
* ભગવાન મહાવીર આવા સર્વજ્ઞ છે; –એમ સર્વજ્ઞસ્વરૂપે તેમની ઓળખાણ તે જ
‘સર્વજ્ઞ મહાવીર’ ની સાચી ઓળખાણ છે. એવી ઓળખાણ કરનાર જીવ
આત્માને જાણીને મહાવીરના માર્ગે મોક્ષમાં જાય છે.
जय महावीर
શોધી કાઢો–‘એક મજાનું કામ!’
(જે તમે અત્યારે કરી રહ્યા છો)
એક કામ એવું સુંદર મજાનું ને હિતકાર છે કે જે તમે
એકલા–એકલા પણ કરી શકો છો; તે કામ કરતી વખતે
જાણે આપણે વહાલી માતાના ખોળામાં બેઠા હોઈએ એવી
શાંતિ થાય છે; તે કામ એવું મજાનું છે કે જે કરવાથી
આપણો થાક ઊતરી જાય છે; મુમુક્ષુ એકલો હોય ત્યારે આ
કામ તેનું ખાસ સાથીદાર બની જાય છે ને તેને આનંદ
પમાડે છે; આ કામ સદાય લાભકારક જ છે, તેનાથી કદી
નુકશાન થતું નથી. તે કામ સૌએ વખાણ્યું છે ને લગભગ
દરેક મુમુક્ષુ તે સારૂં કામ દરરોજ કરતો હોય છે; તે કામ એવું
નિર્દોષ છે કે મુનિઓ પણ તે કામ કરે છે; દિવસે તેમજ રાત્રે
પણ તે થઈ શકે છે. તેનો છેલ્લો અક્ષર ‘...ય’ છે. તમે પોતે
પણ અત્યારે તે કામ કરી જ રહ્યા છો.–
–કહો જોઈએ ક્યું છે તે કામ?

PDF/HTML Page 9 of 49
single page version

background image
: ૬ : આત્મધર્મ : પોષ : ૨૫૦૧
••
અધ્યાત્મ–કવિ પં. બનારસીદાસજીએ નાટક
સમયસારમાં છેલ્લે ૧૪ ગુણસ્થાનનું વર્ણન કર્યું છે; તેમાં
અણુવ્રતરૂપ પંચમગુણસ્થાનના વર્ણનમાં શ્રાવકનાં ૨૧ ગુણો
બતાવ્યા છે. તે સર્વે જિજ્ઞાસુઓને ઉપયોગી હોવાથી અહીં
આપીએ છીએ. દરેક મુમુક્ષુએ આ ગુણોનું સ્વરૂપ વિચારીને
પોતામાં ધારણ કરવા; તેના વડે જીવન શોભી ઊઠશે:–
(સવૈયા)
લજ્જાવંત, દયાવંત, પ્રશાંત, પ્રતીત્તવંત, પરદોષકો ઢકૈયા, પર–ઉપકારી હૈ;
સૌમ્યદ્રષ્ટિ, ગુણગ્રાહી, ગરિષ્ટ, સબકો ઈષ્ટ, શિષ્ટપક્ષી, મિષ્ટવાદી, દીરધ–વિચારી હૈ;
વિશેષજ્ઞ, રસજ્ઞ, કૃતજ્ઞ, તજ્ઞ ધરમજ્ઞ, ન દીન ન અભિમાની, મધ્ય વ્યવહારી હૈ;
સહજ વિનિત, પાપ ક્રિયાસોં અતીત ઐસો શ્રાવક પુનીત ઈકવીસ ગુણધારી હૈ.
૧. લજ્જાવંત:– કોઈ પણ પાપકાર્ય, અન્યાય, અનીતિ વગેરેમાં તેને શરમ આવે કે
અરે! હું જૈન; હું જિનવરદેવનો ભક્ત, હું આત્માનો જિજ્ઞાસુ, –તો
મને આવા પાપકાર્ય શોભે નહિ; મારું જીવન તો રત્નત્રયરૂપ ઉત્તમ
ભાવવાળું હોય.
૨. દયાવંત:– અરે, આ ઘોર દુઃખમય સંસાર, તેમાં જીવો કેવા દુઃખી છે!! મારા
નિમિત્તે કોઈ જીવને દુઃખ ન હો, કોઈને દુઃખ દેવાનો ભાવ મને ન હો
મારો આત્મા દુઃખથી છૂટે, ને જગતના જીવો પણ દુઃખથી છૂટે,–
એવી દયા ભાવના હોય છે.
૩. પ્રશાંત:– કષાય વગરના શાંત પરિણામ હોય; માન–અપમાનાદિના નજીવા
પ્રસંગોમાં વારંવાર ક્રોધ થઈ આવે, કે નજીવા પ્રસંગમાં હરખના
હીલોળે ચડી જાય–એવું તેને ન હોય; બંને પ્રસંગોમાં વિશેષ ક્રોધ કે
હરખ વગર શાંત–ગંભીર પરિણામવાળો હોય.

PDF/HTML Page 10 of 49
single page version

background image
: પોષ : ૨૫૦૧ આત્મધર્મ : ૭ :
૪. પ્રતીતવંત:– દેવ–ગુરુ–ધર્મ ઉપર તેમજ સાધર્મી ઉપર તેને પ્રતીત હોય છે. વાત–
વાતમાં સાધર્મી ઉપર સંદેહ કરવો તે શ્રાવકને શોભે નહિ પોતાનું
અપમાનાદિ થાય, પ્રતિકૂળતા આવે કે બીજાના માનાદિ વધી જાય
તેથી ધર્મમાં સન્દેહ કરતો નથી, દ્રઢ પ્રતીતિ રાખે છે.
૫. પરદોષને ઢાંકનાર:– અરેરે, દોષમાં તો જગતના જીવો ડુબેલા જ છે, ત્યાં પારકા દોષ
શું જોવા? મારે તો મારા દોષ મટાડવાના છે. કોઈ સાધર્મી કે અન્ય
જીવથી દોષ થઈ જાય તો તેની રક્ષા કરીને દોષ દૂર થાય તેમ કરવું
ઉચિત છે; પણ દોષ દેખીને નિંદા કરવી ઉચિત નથી.
૬. પરઉપકારી:– ધર્મબુદ્ધિવડે તેમજ તન–મન–ધનાદિવડે પણ પરજીવોનો ઉપકાર કરે
છે. જગતના જીવોનું હિત થાય, સાધર્મીઓને દેવ–ગુરુ–ધર્મના
સેવનમાં સર્વ પ્રકારે અનુકૂળતા આપું ને તેઓ નિરાકૂળપણે ધર્મને
આરાધે–એવી ઉપકારભાવના શ્રાવકને હોય છે.
૭. સૌમ્યદ્રષ્ટિવંત:– એની દ્રષ્ટિમાં સૌમ્યતા હોય છે; જેમ માતા બાળકને મીઠી નજરે જુએ
છે તેમ ધર્માત્મા બધા જીવોને મીઠી નજરે જુએ છે. એને જોઈને
બીજા ભયભીત થાય–એવી કઠોરતા હોય નહિ; પરિણામ ઘણા સૌમ્ય
હોય છે–જેનો સંગ બીજા જીવોને શાંતિ પમાડે છે.
૮. ગુણગ્રાહી:– ગુણનો ગ્રાહક હોય છે; સમ્યક્ત્વાદિ ગુણોને દેખીને તેની પ્રશંસા કરે
છે; અલ્પ ક્રોધાદિ દોષ દેખીને સમ્યક્ત્વાદિ ગુણો પ્રત્યે અનાદર કરતો
નથી, પણ ગુણોને ઓળખીને તેનો આદર કરે છે. પોતાનું કોઈ
અપમાનાદિ કરે તેથી તેના ગુણનો પણ અનાદર ન કરી નાંખે, પણ
એમ વિચારે કે મારું ભલે અપમાન કર્યું પણ એનામાં જૈનધર્મ
પ્રત્યેનો પ્રેમ–આદર છે; તે જૈનધર્મના ભક્ત છે, દેવ–ગુરુનો આદર
કરનારા છે, મારા સાધર્મી છે; એમ તેના ગુણનું ગ્રહણ કરે. આમ
ગુણનું ગ્રહણ કરવાથી તે સાધર્મી પ્રત્યે દ્વેષભાવ ન આવે, પણ પ્રેમ
અને વાત્સલ્ય આવે છે.
૯. ગરિષ્ટ (સહનશીલ):– સંસારમાં શુભાશુભ કર્મયોગે અનુકૂળતા પ્રતિકૂળતા તો
આવે; કંઈક પ્રતિકૂળતા આવી જાય કે અપમાનાદિ થાય, રોગ થાય,
ત્યાં ધૈર્યપૂર્વક સહન કરે ને ધર્મમાં દ્રઢતા રાખે; પ્રતિકૂળતામાં
ગભરાઈ ન જાય, આર્તધ્યાનથી ખેદખિન્ન ન થાય; પણ
સહનશીલતાપણે વૈરાગ્ય વધારે.

PDF/HTML Page 11 of 49
single page version

background image
: ૮ : આત્મધર્મ : પોષ : ૨૫૦૧
૧૦. સૌને પ્રિય:– બધા પ્રત્યે મધુર વ્યવહાર રાખે, કટુવ્યવહાર ન રાખે; સાધર્મીના
પ્રેમને લીધે, સજ્જનતાને લીધે, ન્યાય–નીતિ અને ધાર્મિકવૃત્તિને
લીધે સજ્જનોને તો વહાલો લાગે. ને કોઈ વિરોધી હોય તો તેના
પ્રત્યે પણ પ્રેમપૂર્ણ વ્યવહારથી તેનું દિલ જીતી લ્યે. પણ ક્યાંય પણ
કલેશ વધે એવો વ્યવહાર ન કરે.
૧૧. શિષ્ટપક્ષી:– સત્ય અને સદાચારનો પક્ષ કરનાર હોય. લૌકિક પ્રયોજન ખાતર,
માનથી કે ભયથી પણ સત્ય ધર્મને કે ન્યાય–નીતિને છોડે નહિ.ં
જ્યાં ધર્મ હોય, સત્ય હોય, ન્યાય હોય, તેનો પક્ષ કરે.
૧૨. મિષ્ટભાષી:– જેમાં સ્વ–પરનું હિત હોય એવી મધુર વાણી બોલે. જેનાથી પોતાને
કષાય થાય ને સામાનું દિલ દુભાય એવી કડવી કઠોર ભાષા ન
બોલે. શાંતિથી–મધુરતાથી કોમળતાથી સત્ય અને હિતની વાત કરે.
સત્ય વાત પણ કઠોરતાથી ન કહે. ‘દો દિનકે મહેમાન બોલી બિગાડે
કૌનસો? ’
૧૩. દીર્ઘ વિચારી:– દેશ–કાળનો વિચાર કરીને, પોતાના પરિણામનો તથા શક્તિનો
વિચાર કરીને, અને સ્વ–પરના હિતનો વિચાર કરીને યોગ્ય પ્રવૃત્તિ
કરે. જગતની દેખા–દેખીથી વગર વિચાર્યે જ્યાં–ત્યાં ન ઝંપલાવે.
જેનાથી વર્તમાનમાં ને ભવિષ્યમાં પોતાને શાંતિ રહે, તેમજ ધર્મની
શોભા વધે એવી પ્રવૃત્તિ વિચારપૂર્વક કરે.
૧૪. વિશેષજ્ઞ:– સંઘની સ્થિતિ, દેશ–કાળની સ્થિતિ વગેરેનો જાણકાર હોય. ધર્મમાં કે
ગૃહવ્યવહારમાં ક્યારે કેવી પરિસ્થિતિ થશે, કેવી જરૂર પડશે–તેનો
જાણકાર હોય, ને તેનો યોગ્ય ઉપાય કરે.
૧૫. રસજ્ઞ:– રસ એટલે તાત્પર્ય; શાસ્ત્રાભ્યાસ વગેરેમાં તેના શાંતરસરૂપ સાચા
રહસ્યને જાણતો હોય; તેણે ધર્મનો મર્મ જાણીને શાંતરસને તો
ચાખ્યો છે, તેથી તે પરમાર્થનો રસજ્ઞ છે; તેમજ વ્યવહારમાં પણ
કરુણારસ, રૌદ્રરસ વગેરેને યથાયોગ્ય જાણે છે.
૧૬. કૃતજ્ઞ:– અહો, દેવ–ગુરુ–ધર્મના પરમ ઉપકારની તો શી વાત! એનો તો
બદલો વળે તેમ નથી; તેમના માટે જે કરું તે ઓછું છે–એમ મહાન
ઉપકારબુદ્ધિથી દેવ–ગુરુ–ધર્મ પ્રત્યે વર્તે. તેમજ સાધર્મીજનોના
ઉપકારને કે અન્ય સજ્જનોના ઉપકારને પણ ભૂલે નહિ; ઉપકારને
યાદ કરીને તેમને યોગ્ય સેવા–સત્કાર કરે. પોતે કરેલા ઉપકારને યાદ
ન કરે, તેમજ બદલાની આશા ન રાખે.

PDF/HTML Page 12 of 49
single page version

background image
: પોષ : ૨૫૦૧ આત્મધર્મ : ૯ :
૧૭. તત્ત્વજ્ઞ:– તત્ત્વનો જાણકાર હોય; જૈનધર્મના મુખ્ય તત્ત્વ શું છે? તેને બરાબર
સમજીને તેના પ્રચારની ભાવના કરે. બુદ્ધિઅનુસાર કરણાનુયોગ
વગેરે સૂક્ષ્મ તત્ત્વોનો પણ અભ્યાસ કરે. ધર્મીશ્રાવક આત્મતત્ત્વને તો
જાણે છે, તે ઉપરાંત જૈનશાસ્ત્રોના અગાધ ગંભીર શ્રુતજ્ઞાનમાં કહેલાં
વિપરીતતા છે તે પણ જાણીને તે દૂર કરવા પ્રયત્ન કરે છે.
૧૮. ધર્મજ્ઞ:– ધર્મનો જાણનાર હોય; ક્યાં નિશ્ચયધર્મની પ્રધાનતા છે, ક્યાં
વ્યવહારધર્મની પ્રધાનતાથી વર્તવું યોગ્ય છે! એમ ધર્મના બધા
પડખા જાણીને, શાસનને શોભે તેવું વર્તન કરે. શ્રાવકનો ધર્મ શું?
મુનિનો ધર્મ શું? ધર્મમાં, તીર્થોમાં શાસ્ત્રાદિમાં કે સાધર્મીમાં ક્યારે
દાનાદિની જરૂર છે! તે સંબંધી શ્રાવકને જાણકારી હોય.
૧૯. દીનતા રહિત, તેમજ અભિમાન રહિત એવો મધ્યસ્થ–વ્યવહારી: – ધર્મનું ગૌરવ
સચવાય, તેમજ પોતાને અભિમાનાદિ ન થાય–તે રીતે મધ્યસ્થ
વ્યવહારથી વર્તે, વ્યવહારમાં જ્યાં ત્યાં દીન પણ ન થઈ જાય;
રોગાદિ પ્રસંગ હોય, દરિદ્રતાદિ હોય તેથી ગભરાઈને એવો દીન ન
થાય કે જેથી ધર્મની અવહેલના થાય! અરે, હું પંચપરમેષ્ઠીનો ભક્ત,
મારે દુનિયામાં દીનતા કેવી? તેમજ દેવ–ગુરુ–ધર્મના પ્રસંગમાં
સાધર્મીના પ્રસંગમાં અભિમાન રહિત નમ્રપણે પ્રેમથી વર્તે.
સાધર્મીની સેવામાં કે નાના સાધર્મી સાથે હળવા–મળવામાં હીણપ ન
માને. એ રીતે દીન નહિ તેમજ અભિમાની નહિ એવો
મધ્યસ્થવ્યવહારી શ્રાવક હોય.
૨૦. સહજ વિનયવંત:– વિનયનો પ્રસંગ હોય ત્યાં તેને સહેજે વિનય આવે. દેવ–ગુરુનો
પ્રસંગ, સાધર્મીનો પ્રસંગ, વડીલોનો પ્રસંગ, તેમાં યોગ્ય વિનયથી
વર્તે. સમ્યક્ત્વાદિ ગુણીજનોને દેખતાં પ્રસન્નતાથી વિનય–બહુમાન–
પ્રશંસા કરે; કોઈ પ્રત્યે ઈર્ષાભાવ ન આવે. શાસ્ત્ર પ્રત્યે, ધર્મસ્થાનો
પ્રત્યે, તેમજ લોકવ્યવહારમાં પણ વિનય–વિવેકથી યોગ્ય રીતે વર્તે,
કોઈ પ્રત્યે અપમાન કે તિરસ્કારથી ન વર્તે.
૨૧. પાપક્રિયાથી રહિત:– કુદેવ, કુધર્મના સેવનરૂપ મિથ્યાત્વાદિ પાપને તેમજ માંસાદિ
અભક્ષ્ય ભક્ષણના તીવ્ર હિંસાદિ પાપોને તો સર્વથા છોડ્યા જ છે, તે
ઉપરાંત આરંભ–પરિગ્રહ સંબંધી જે પાપક્રિયાઓ, તેનાથી પણ
જેટલો બને તેટલો છૂટવાનો ને નિર્દોષ શુદ્ધ જીવનનો અભિલાષી છે.
અને, આવો જૈનધર્મ ને આવું અદ્ભુત આત્મ–

PDF/HTML Page 13 of 49
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : પોષ : ૨૫૦૧
સ્વરૂપ,–તેને પામીને હવે કોઈ પાપ મને શોભતું નથી, –એમ અવ્રતજન્ય પાપોથી
અત્યંત ભયભીત વર્તે છે. મારા જીવનમાં કોઈ નાનું પાપ પણ ન હો, ને ઉજ્જવળ
વીતરાગી જીવન હો–એવી ભાવના હોય છે.
–આ પ્રમાણે શ્રાવક આ પુનિત ૨૧ ગુણના ધારક હોય છે. મુમુક્ષુએ પણ આ
દરેક ગુણનું સ્વરૂપ વિચારીને, પોતામાં પણ તે ગુણને ધારણ કરવા, એના વડે જીવન
પવિત્રતાથી શોભી ઊઠશે.
એક કરો.....એક નહિ
માન ઘટાડો.................... જ્ઞાન નહીં.
દાન વધારો......................... માન નહીં.
જ્ઞાન લો.................... કોઈનો જીવ નહીં.
ભાવના ધર્મની કરો............... ધનની નહીં.
જિનમાર્ગમાં ચાલો.................... કુમાર્ગમાં નહીં.
વીતરાગતાને ધર્મ સમજો...... રાગને નહીં.
પુન્યને સંસારનું કારણ સમજો મોક્ષનું નહીં.
જીવન યોગ માટે છે..... ભોગ માટે નહીં.
જિનબિંબને જુઓ.......... સિનેમા નહીં.
ગળેલું પાણી પીઓ.............. બીડ નહીં.
મોહને હણો.................... જીવને નહીં.
ધનને છોડો.................... ધર્મને નહીં.
દોષને ભૂલો.................... ગુણને નહીં.
ગુણીયલનું અનુસરણ કરો............... ઈર્ષા નહીં.
મોક્ષ કરો.................... બંધન નહીં.
મોહથી ડરો.................... મોતથી નહીં.

PDF/HTML Page 14 of 49
single page version

background image
: પોષ : ૨૫૦૧ આત્મધર્મ : ૧૧ :

એક જૈન સદ્ગૃહસ્થના ઘરમાં સૌ ઉત્તમ સંસ્કારી હતા;
તેમાં આનંદકુમાર–ભાઈ અને ધર્મવતી–બેન, તેઓ બહારની
વિકથા કે સિનેમા વગેરેમાં રસ લેવાને બદલે, દરરોજ રાત્રે
તત્ત્વચર્ચા કરતા, તેમજ મહાપુરુષોની ધર્મકથા કરીને આનંદ
મેળવતા. તે ભાઈ–બહેન કેવી ચર્ચા કરતા હતા તેનો નમુનો
અહીં આપ્યો છે. તમે પણ તમારા ભાઈ–બેન સાથે ધર્મચર્ચા
કરતા જ હશો. ન કરતા હો તો હવે જરૂર કરજો. આજે જ
મૂરત કરજો, ને શું ચર્ચા કરી તે અમને લખજો.
–‘જય મહાવીર’

ધર્મવતીબેન કહે: ભાઈ, અનંતકાળે આપણને આ મનુષ્ય–અવતાર મળ્‌યો; તો હવે આ
જીવનમાં શું કરવા જેવું છે?
આનંદકુમારભાઈ કહે: બહેન, મનુષ્યજીવનમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની આરાધના
કરવા જેવી છે.
બેન: હે ભાઈ! સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ રત્નત્રયની આરાધના કેવી રીતે થાય?
ભાઈ: બેન! એ રત્નત્રયના મુખ્ય આરાધક તો મુનિવરો છે; તેઓ ચૈતન્યસ્વરૂપમાં
લીનતા વડે રત્નત્રયને આરાધે છે.
બેન: ભાઈ! રત્નત્રયના ‘મુખ્ય’ આરાધક મુનિવરો છે તો શું ગૃહસ્થોને પણ
રત્નત્રયની આરાધના હોઈ શકે?
ભાઈ: હા, બેન! એક અંશરૂપે રત્નત્રયની આરાધના ગૃહસ્થોને પણ હોઈ શકે છે.
બેન: આપણા જેવા નાના બાળક પણ શું રત્નત્રયની આરાધના કરી શકે?
ભાઈ: હા, જરૂર કરી શકે; પણ તે રત્નત્રયનું મૂળ બીજ સમ્યગ્દર્શન છે; તેથી પહેલાંં
તેની આરાધના કરવી જોઈએ.

PDF/HTML Page 15 of 49
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : પોષ : ૨૫૦૧
બેન: અહા! સમ્યગ્દર્શનનો તો અપાર મહિમા સાંભળ્‌યો છે. ભાઈ, તે સમ્યગ્દર્શનની
આરાધના કેવી રીતે થાય?
ભાઈ: આત્માની ખરેખરી લગનીપૂર્વક, જ્ઞાન–સંતો પાસેથી તેની સમજણ કરવી જોઈએ,
અને પછી અંતર્મુખ થઈને તેનો અનુભવ કરવાથી સમ્યગ્દર્શન થાય છે.
બેન: આવું સમ્યગ્દર્શન થતાં આત્માનો કેવો અનુભવ થાય?
ભાઈ: અહા, એનું શું વર્ણન કરવું! સિદ્ધ ભગવાન જેવો વચનાતીત આનંદ ત્યાં
અનુભવાય છે.
બેન: હેં ભાઈ! મોક્ષશાસ્ત્રમાં કહ્યું છે કે ‘तत्त्वार्थश्रद्धानं सम्यग्द्रर्शनम्’ તે વ્યવહારશ્રદ્ધા
છે કે નિશ્ચય?
ભાઈ: તે નિશ્ચયશ્રદ્ધા છે; કેમકે ત્યાં મોક્ષમાર્ગ બતાવવો છે; અને ખરો મોક્ષમાર્ગ તો
નિશ્ચયરત્નત્રય જ છે.
છે.
બેન: આ નવ તત્ત્વોમાં ઉપાદેય તત્ત્વો કયા–ક્યા છે?
ભાઈ: નવ તત્ત્વોમાંથી શુદ્ધ જીવતત્ત્વ ઉપાદેય છે, તથા સંવર–નિર્જરા એક અંશે ઉપાદેય
છે ને મોક્ષતત્ત્વ સર્વથા ઉપાદેય છે.
હેય છે.
બેન: વાહ! આજે સમ્યગ્દર્શનની અને હેય–ઉપાદેયતત્ત્વની ઘણી સરસ ચર્ચા થઈ; આના
ઉપર ઊંડો વિચાર કરીને આપણે સમ્યગ્દર્શનનો પ્રયત્ન કરવા જેવું છે.
ભાઈ: હા, બેન! સૌએ એ જ કરવા જેવું છે; જીવનમાં તું એ જ પ્રયત્ન કરજે; એનાથી
જ જીવનની સફળતા છે.

PDF/HTML Page 16 of 49
single page version

background image
: પોષ : ૨૫૦૧ આત્મધર્મ : ૧૩ :
ભગવાન મહાવીરનો અદ્ભુત અનેકાન્તમાર્ગ
–જેમાં વસ્તુની એક જ સત્તામાં દ્રવ્ય–ગુણ–પર્યાયો સમાઈ જાય છે
(શ્રી પ્રવચનસાર ગાથા ૧૦૮ થી ૧૧૧)

* પોતાની પર્યાયને વસ્તુ પોતે કરે છે, કોઈ બીજું તેને કરતું નથી; વસ્તુ પોતે
પોતાના દ્રવ્ય–ગુણ–પર્યાયસ્વરૂપ એક સત્ છે. આવા સત્નું અનેકાન્તસ્વરૂપ
જિનપ્રવચનમાં જેવું પ્રકાશ્યું છે તેવું જગતમાં બીજે ક્યાંય નથી.
* ઘંટીના બે પડ જેમ પ્રદેશે પણ જુદા છે તેમ કાંઈ દ્રવ્ય અને પર્યાય જુદા નથી.
* વસ્તુના દ્રવ્ય–ગુણમાં ઘંટીનું દ્રષ્ટાન્ત લાગુ પાડવું હોય તો આ પ્રમાણે લાગુ પડે
કે–જેમ ઘંટી–વસ્તુ તે એકલા વજનરૂપ નથી, તેમાં બીજા અનેક ધર્મો (સ્પર્શ–
રંગ વગેરે) પણ છે; એ રીતે ઘંટી તે એકલી વજનરૂપે નથી, તેમજ એકલો
વજનગુણ તે જ આખી ઘંટી નથી;–આ પ્રકારે તે ઘંટીને અને વજનગુણને
લક્ષણભેદ છે, પણ સત્તાભેદ નથી. સત્તાએ તો ઘંટીને અને વજનને એકત્વ છે,
જુદાઈ નથી.
તેમ એક આત્મવસ્તુમાં દ્રવ્યપણું–ગુણપણું–પર્યાયપણું એકસાથે છે; તેમાં આખી
આત્મવસ્તુ કોઈ એક જ (જ્ઞાન વગેરે) ગુણરૂપ નથી, તેમાં બીજા (આનંદ
વગેરે) અનંત ધર્મો પણ છે; એ રીતે આખી વસ્તુ એક જ ગુણરૂપ નથી; તેમ જ
એક જ (જ્ઞાનાદિ) ગુણ તે આખી વસ્તુ નથી;–આ પ્રકારે વસ્તુને અને તેના
ગુણને લક્ષણભેદ ભલે હો, પણ સત્તાભેદ નથી; એક જ સત્તામાં બધું સમાઈ
જાય છે, એટલે સત્તા અપેક્ષાએ તો આત્મવસ્તુને અને તેના ગુણ–પર્યાયોને
એકત્વ છે, જુદાઈ નથી. આત્મા પરથી જુદો પડી શકે, (–જુદો જ છે) પણ
પોતાના સત્ ગુણ–પર્યાયોથી આત્મા જુદો પડી શકે નહિ. અભેદ અનુભૂતિમાં
પર્યાય ગૌણ છે પણ અભાવરૂપ નથી.
* જુઓ, આ ભગવાનનો અનેકાન્તમાર્ગ! પરથી તો આત્માને સર્વથા ભિન્નતા; ને
પોતામાં દ્રવ્ય–ગુણ–પર્યાયને કથંચિત્ ભિન્નતા ને કથંચિત્ એકતા.–અહો, આવું
અદ્ભુત વસ્તુસ્વરૂપ સર્વજ્ઞદેવે પ્રકાશ્યું છે, સમ્યગ્દ્રષ્ટિ જ તેને જાણે છે.
* ક્રમવર્તીભાવો ને અક્રમવર્તીભાવો–એવા બંને સ્વભાવોને એકસાથે ધારણ કરીને
વર્તે

PDF/HTML Page 17 of 49
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : પોષ : ૨૫૦૧
એવો આત્માનો સ્વભાવ છે. તેમાં જે ઉત્પાદ–વ્યયરૂપ ભાવ છે તે પોતે ધ્રુવ
નથી, અને જે ધ્રુવભાવ છે તે પોતે ઉત્પાદ–વ્યયરૂપ ભાવ નથી; પણ
વસ્તુઅપેક્ષાએ તો ઉત્પાદ–વ્યય–ધ્રુવ ત્રણે સ્વરૂપ એક જ અસ્તિત્વ છે, એક જ
આત્મા એક સાથે એવા ઉત્પાદ–વ્યય–ધ્રુવભાવે વર્તે છે.
* એક વસ્તુના ઉત્પાદ–વ્યય–ધ્રુવમાં બીજા બધાયનો સદાકાળ સર્વથા અભાવ છે;
પણ તેવો અભાવ ઉત્પાદ–વ્યય–ધ્રુવ વચ્ચે (કે દ્રવ્ય–ગુણ–પર્યાય વચ્ચે) નથી.
દ્રવ્યથી જુદા કોઈ ગુણ–પર્યાયો નથી; બધું એક ‘સત્’ છે.
* જેમ, ચેતનઆત્મા ને જડકર્મ;
તેમાં આત્માનો અભાવ તે કર્મ છે, કર્મનો અભાવ તે આત્મા છે;
ચેતનનો અભાવ તે જડ છે, જડનો અભાવ તે ચેતન છે.
* તેમ, દ્રવ્યનો અભાવ તે પર્યાય, ને પર્યાયનો અભાવ તે દ્રવ્ય–એમ નથી; એક જ
વસ્તુમાં દ્રવ્ય ને પર્યાય બંનેનો સદ્ભાવ રાખીને વાત છે. એક જ વસ્તુમાં રહેલાં
જે દ્રવ્ય ને પર્યાય તેમાં, દ્રવ્યપણું તે પર્યાય નથી ને પર્યાયપણું તે દ્રવ્ય નથી.
અંદરમાં એકબીજાપણે તત્પણાનો અભાવ (અતત્–ભાવ) એટલો ભેદ હોવા
છતાં વસ્તુપણે તેમને એકતા છે; વસ્તુમાં બંનેનો સદ્ભાવ છે.
* ચેતનનો અભાવ તે જડ, ને જડનો અભાવ તે ચેતન,
–એમ તેમને તો ભિન્નભિન્ન બે વસ્તુપણું છે.
* પણ તેવી રીતે કાંઈ–દ્રવ્યનો અભાવ તે ગુણ, ને ગુણનો અભાવ તે દ્રવ્ય, –એમ
તેમને ભિન્નભિન્ન બે વસ્તુપણું નથી.
* પણ એક જ વસ્તુની સત્તામાં રહીને તેમને અન્યોન્યઅભાવ છે. –જેમકે
જ્ઞાનગુણ તે સુખગુણ નથી; સુખગુણ તે જ્ઞાનગુણ નથી; પરંતુ આત્મવસ્તુ તો
જ્ઞાનગુણ તેમજ સુખગુણ એમ બધા ગુણસ્વરૂપે સત્ છે.
* વસ્તુમાંથી કોઈ ગુણ–પર્યાયને જુદા પાડી શકાય નહિ. તેથી અભેદવસ્તુની
દ્રષ્ટિથી તો જે જ્ઞાન છે તે જ સુખ છે; દ્રવ્ય તે ગુણપર્યાય છે, ગુણ–પર્યાયો તે દ્રવ્ય
છે, તેમને ભિન્ન સત્તા નથી.
* ગુણ–પર્યાય વગર વસ્તુ રહી શકતી નથી. વસ્તુ વગર–ગુણ–પર્યાયો રહી શકતા
નથી.

PDF/HTML Page 18 of 49
single page version

background image
: પોષ : ૨૫૦૧ આત્મધર્મ : ૧૫ :
–આમ બધુંય પોતામાં સમાવીને, ધર્મી જીવ પોતાની સત્તાને પોતામાં જ પરિપૂર્ણ
અનુભવે છે.
* અહો, આવી પરમ ગંભીર આત્મવસ્તુનું જ્ઞાન વીતરાગમાર્ગના સંતોએ પ્રસિદ્ધ
કર્યું છે. આવી વસ્તુનું જ્ઞાન થતાં અપૂર્વ આનંદ સહિત સમ્યગ્દર્શન પણ જરૂર
થાય છે. વસ્તુસ્વરૂપના આવા અપૂર્વ જ્ઞાનથી જુદું કાંઈ સમ્યગ્દર્શન નથી.
* જેમ શરીરને અને આત્માને બે વસ્તુપણું છે, તેમ આત્માને અને જ્ઞાનને કાંઈ બે
વસ્તુપણું નથી, તેની તો એક જ સત્તા છે.
* શરીર અને આત્માને બે વસ્તુપણું હોવાથી એકના અભાવે બીજાનો અભાવ
થતો નથી; (જેમકે સિદ્ધભગવાન, ત્યાં શરીર ન હોવા છતાં આત્માની સત્તા
છે.)
* જ્ઞાનને અને આત્માને બે વસ્તુપણું નથી પણ એક જ વસ્તુપણું છે, તેથી એકના
અભાવે બીજાનો પણ અભાવ હોય છે; આત્મા ન હોય ત્યાં જ્ઞાન ન હોય, જ્ઞાન
ન હોય ત્યાં આત્મા ન હોય. જ્ઞાન હોય ત્યાં આત્મા હોય, આત્મા હોય ત્યાં
જ્ઞાન હોય જ. –આ રીતે તેમને અવિનાભાવ–એકવસ્તુપણું છે; સ્વભાવથી જ
દરેક વસ્તુ પોતાના ગુણ–પર્યાયસ્વરૂપ છે, તેનાથી તેને જુદી પાડી શકાતી નથી.
* દ્રવ્યનો સ્વભાવ એટલે કે વસ્તુનું અસ્તિત્વ, દ્રવ્ય–ગુણ–પર્યાયમાં રહેલ છે. જ્યાં
વસ્તુ પોતે જ પોતાના દ્રવ્ય–ગુણ–પર્યાયરૂપ અસ્તિત્વવાળી છે, ત્યાં બીજાને
કારણે તેમાં કાંઈ થાય–એ વાત ક્્યાં રહે છે?
* ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્યાત્મક સત્ પરિણામ એ તો દ્રવ્યનો સ્વભાવ જ છે, એને
દ્રવ્યથી જુદા પાડી શકાય નહિ, તેમજ તેમાં બીજાનો પ્રવેશ થઈ શકે નહિ.
પોતાના દ્રવ્ય–ગુણ–પર્યાયરૂપ અસ્તિત્વ પોતામાં, ને પરના દ્રવ્ય–ગુણ–પર્યાયનું
અસ્તિત્વ પરમાં; –એમ સ્વરૂપની સ્વાધીન સત્તાનો નિર્ણય ‘હે વીરનાથ
ભગવાન! ’ આપના શાસનમાં જ થાય છે. યથાર્થ વસ્તુસ્વરૂપ બતાવીને આપે
મોક્ષમાર્ગ ખોલ્યો છે. તે આપનો મોટો ઉપકાર યાદ કરીને આપના નિર્વાણના
અઢીહજારવર્ષનો ઉત્સવ ઊજવીએ છીએ.
* જ્ઞાન, સુખ કે આનંદ, તે આત્માના અસ્તિત્વમાં છે, આત્માના અસ્તિત્વથી
બહાર નથી. પર્યાયમાં આનંદ, ગુણમાં આનંદ, દ્રવ્યમાં આનંદ–એમ ધર્મીને
પોતાના

PDF/HTML Page 19 of 49
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : પોષ : ૨૫૦૧
દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં આનંદ દેખાય છે. આનંદસ્વભાવની જેમ બધા
સ્વભાવો દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં છે. –આમ દ્રવ્ય–ગુણ–પર્યાયની પોતામાં
એકતા જાણનાર ધર્મીજીવ, પરના અસ્તિત્વથી અત્યંત ભિન્ન એવા પોતાના
અસ્તિત્વને, પોતામાં જ સમાપ્ત થતું અનુભવે છે; –આવી અનુભૂતિ ભગવાન
સર્વજ્ઞદેવના અનેકાન્તમાર્ગ સિવાય બીજે ક્્યાંય મળે તેમ નથી.
* ભાઈ, તારા દ્રવ્ય–ગુણ–પર્યાયના અસ્તિત્વથી બહાર ક્્યાંય તારો આનંદ શોધવા
જઈશ તો તે કદી નહિ મળે તારો આનંદ, તારું સુખ, તારો ધર્મ, તારું જ્ઞાન–એ
બધું તારા અસ્તિત્વમાં સમાય છે. દ્રવ્ય પોતાના ગુણ–પર્યાયથી જુદું વર્તતું નથી,
ને ગુણ–પર્યાયો દ્રવ્યથી જુદા વર્તતા નથી; –એ બધા સ્વયમેવ એક સત્તારૂપ છે.
એક જ સત્તા ઘણાંરૂપને (દ્રવ્ય–ગુણ–પર્યાય, ઉત્પાદ–વ્યય–ધ્રુવતા વગેરેને) એક
સાથે પોતાના અસ્તિત્વમાં ધારણ કરે છે.–જ્યારે જુઓ ત્યારે વસ્તુનું અસ્તિત્વ
પોતામાં જ પરિપૂર્ણ છે, –એ જૈનશાસનની અલૌકિક વાત છે. આવું જિનપ્રવચન
જે સમજે તે પોતાના સ્વરૂપ–અસ્તિત્વમાં જ સંતુષ્ટ રહેતો થકો, ને અન્યમાં નહિ
વર્તતો થકો, સ્વભાવથી જ જ્ઞાન–આનંદરૂપે પરિણમે છે. અહો, જ્ઞાન–આનંદનો
આવો માર્ગ બતાવીને વીતરાગીસંતોએ મહાન ઉપકાર કર્યો છે.
* હે ભાઈ, તારો સ્વભાવ કેવો છે? ને તારા અસ્તિત્વમાં શું–શું ભર્યું છે–તે તો જો!
તારા ઉત્પાદ–વ્યય–ધ્રુવપરિણામ તારામાં જ છે, તારા બધા દ્રવ્ય–ગુણ–પર્યાય
તારામાં જ છે; તારા જ્ઞાન–આનંદ વગેરે અનંત સ્વભાવો તારામાં જ ભર્યા છે.
તારા પૂરા અસ્તિત્વને તારામાં દેખતાં તને મહા આનંદ થશે, ને તારે બહારમાં
ક્યાંય જોવાનું નહિ રહે. તારામાંથી ને તારામાંથી તને તારા શ્રદ્ધા–જ્ઞાન–આનંદ
આવશે. –મહાવીર ભગવાનના જિનશાસનની આ વિશિષ્ટતા છે કે પોતાની
પૂર્ણતા પોતામાં જ બતાવે છે...ને એ રીતે અંતર્મુખ અભેદ પરિણામવડે જીવને
સ્વસમયમાં સ્થિત કરે છે. ‘જય મહાવીર’
હે ભવ્ય! તારા આત્માને તું આવા
મોક્ષમાર્ગમાં જોડ! ને બીજા ભાવોનું મમત્વ
છોડ! સ્વદ્રવ્યને આશ્રિત સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રરૂપ જે મોક્ષમાર્ગ તેમાંજ તારા
આત્માને જોડ–એમ સૂત્રની અનુમતિ છે.

PDF/HTML Page 20 of 49
single page version

background image
: પોષ : ૨૫૦૧ આત્મધર્મ : ૧૭ :
(ગતાંકમાં પૂછેલા પાંચ પ્રશ્નોનો ખુલાસો)

(૧) માગશર સુદ અગિયારસે જેઓ મુનિ થયા, ને પછી માગશર વદ બીજે જેઓ
કેવળજ્ઞાન પામ્યા, તે તીર્થંકર કોણ?
(ઉત્તર) મલ્લિનાથ ભગવાન. (મુનિ થયા પછી છ દિવસમાં જ કેવળજ્ઞાન પામ્યા.)
(૨) એક વખત એવું બન્યું કે, એક ભગવાન પાસે સુંદર વસ્તુ ત્રણ હતી તે વધીને
ચાર થઈ; બે વસ્તુ વધીને ત્રણ પૂરી થઈ; ને અસુંદર વસ્તુ બે હતી તે ઘટીને
એક જ રહી. આ બન્યું તે દિવસે માગશર સુદ ૧૧ હતી. તો તે કયા ભગવાન?
અને શું બન્યું?
(ઉત્તર) તે ભગવાન મલ્લિનાથ; અને બન્યું એવું કે માગશર સુદ અગિયારસે જાતિ
સ્મરણ થતાં ભગવાનને વૈરાગ્ય થયો ને દીક્ષા લીધી; દીક્ષા પછી ધ્યાનમાં
શુદ્ધોપયોગવડે સાતમું ગુણસ્થાન અને મનઃપર્યયજ્ઞાન પ્રગટ્યું; તે ભગવાન પાસે
પહેલાં સમ્યક્ મતિ–શ્રુત–અવધિ એ ત્રણ સુંદર જ્ઞાન હતા, તેમાં મનઃપર્યય
વધતાં ચાર જ્ઞાન થયા; સમ્યગ્દર્શન ને જ્ઞાન તો હતાં તેમાં સમ્યક્ચારિત્રદશા
વધતાં બેને બદલે ત્રણ રત્નો પૂરા થયા; અસુંદર–વસ્તુ એટલે કષાય ભાવો, તે
બે (પ્રત્યાખ્યાન તથા સંજ્વલન) હતા, તેમાંથી પ્રત્યાખ્યાનાવરણ કષાય છૂટી
જતાં માત્ર સંજ્વલન કષાય રહ્યો.
(૩) એકવાર એક જીવને એવું બન્યું કે, તે એક ગતિમાંથી બીજી ગતિમાં ગયો, તેની
આખી ગતિ પલટી ગઈ, ગતિ પલટવા છતાં તેનું જ્ઞાન એટલું ને એટલું જ રહ્યું;
ન વધ્યું; કે ન ઘટ્યું; જ્ઞાન એટલું ને એટલું રહેવા છતાં તેના ક્ષાયિકભાવો વધી
ગયા. આ વાત બની આસો વદ અમાસે તો તે જીવ કોણ? અને શું બન્યું?
(ઉત્તર:) આસો વદ અમાસે મહાવીર ભગવાન મોક્ષગતિને પામ્યા. ત્યારની આ વાત
છે. ભગવાન મનુષ્યગતિમાંથી સિદ્ધગતિમાં ગયા, એટલે તેમની ગતિ તો પલટી
ગઈ; ગતિ પલટવા છતાં તેમનું કેવળજ્ઞાન તો એમ ને એમ રહ્યું, તે ન વધ્યું કે
ન ઘટ્યું (કેમકે ક્ષાયિકભાવ સદા હાનિ–વૃદ્ધિથી રહિત હોય છે). જ્ઞાન એટલું ને
એટલું રહ્યું હોવા છતાં, અઘાતિકર્મોના ક્ષયને લીધે તેમને બીજા ગુણોમાં
ક્ષાયિકભાવ પ્રગટયો એટલે તેમને ક્ષાયિકભાવો વધી ગયા. પહેલાંં ચાર
અઘાતિકર્મના ઉદયને લીધે ઉદયભાવો હતા, હવે તે કર્મોનો ક્ષય થતાં ભગવાનને
સર્વે ગુણો ક્ષાયિકભાવરૂપ થઈ ગયા.