Atmadharma magazine - Ank 376
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 47
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૩૨
સળંગ અંક ૩૭૬
Version History
Version
Number Date Changes
001 Jan 2005 First electronic version.

PDF/HTML Page 2 of 47
single page version

background image
મહાવીર–ધર્મચક્ર.....ગીરનારયાત્રા.... અંક
વીર સં. ૨૫૦૧ અહો, વર્દ્ધમાન દેવ!
વર્ષ ૩૨ સમ્યગ્દર્શન–જ્ઞાન– ચારિત્રરૂપ
અંક–૪ મંગલમાર્ગનો ઈષ્ટઉપદેશ આપીને
આપશ્રીએ પરમ ઉપકાર કર્યો છે; તેને
યાદ કરીને અમે આપનો મહાન
નિર્વાણોત્સવ ઉજવી રહ્યા છીએ.
–જય મહાવીર.

PDF/HTML Page 3 of 47
single page version

background image
* શ્રી નેમિ તીર્થેશ્વરની સ્તુતિ *
જિનવરદેવ પ્રત્યે ભક્તિની ઉત્સુકતા
શ્રી નેમિનાથ તીર્થંકરની સ્તુતિ કરતાં નિયમસારમાં શ્રી
પદ્મપ્રભમુનિરાજ કહે છે કે અહો પ્રભો નેમિ તીર્થેશ્વર! સર્વજ્ઞતાથી
શોભતું આપનું જ્ઞાનશરીર લોકાલોકનું નિકેતન છે; તેમાં લોકાલોક
સમાઈ જાય છે એવું તે મહાન છે. શંખના ધ્વનિથી આખી પૃથ્વીને
ધ્રુજાવનારા હે જિનેન્દ્ર! આપની દિવ્યધ્વનિના નાદથી અમારો મોહ
પણ બિચારો ધ્રુજી ઊઠીને ભાગવા માંડ્યો છે. અહો પ્રભો! આપનું
સ્તવન કરવા ત્રણલોકમાં કોણ મનુષ્યો કે દેવો સમર્થ છે? હે જિન!
આપના પ્રત્યે અતિ ઉત્સુક ભક્તિને લીધે હું આપને સ્તવું છું.
અહો આનંદભૂમિ નેમિનાથ! આપના કલ્યાણક–ધામ
ગીરનારને જોતાં આપશ્રીની સર્વોત્કૃષ્ટ વીતરાગી સર્વજ્ઞદશા પ્રત્યે
અમારું દ્રવ્ય નમી પડે છે.

PDF/HTML Page 4 of 47
single page version

background image
: ફાગણ : ૨૫૦૧ આત્મધર્મ : ૧ :
અસાર અસાર રે સંસાર.... ચેતન–પદ એક જ છે સાર,
સુનો સુનો આ સંસાર! સુંદર...જેમાં શાંતિ અપાર!
મને લાગે સંસાર અસાર... મને લાગે છે જિનપદ સાર,
ઝેરી સંસારમાં નહીં જાઉં.... અમૃત–પદમાં હું લીન થાઉં...
નહીં જાઉં નહીં જાઉં રે... લીન થાઉં...લીન થાઉં રે...
ચૈતન્યસાધનામય જેમનું જીવન છે, ચૈતન્યનો વીતરાગી
આનંદસ્વાદ જેમણે ચાખ્યો છે–એવા ભગવાન રાજકુમાર નેમિનાથ
લગ્નપ્રસંગે જ્યારે જુનાગઢ પધારી રહ્યા છે ત્યાં વચ્ચે બનાવટી હિંસાનું
દ્રશ્ય–બંધનગ્રસ્ત દુઃખી પશુઓનો કરુણ ચિત્કાર અને રાજ્ય માટે સંસારની
માયાજાળ દેખીને એકદમ ભવ–તન ભોગથી વિરક્ત થયા...ને વૈરાગ્યનું
ચિન્તન કરવા લાગ્યા કે અરે, આવો અસાર સંસાર! ને મારા લગ્ન
નિમિત્તે આ હિંસા!–આવો સંસાર મારે ન જોઈએ. જગતના ભોગ ખાતર
મારો અવતાર નથી, આત્માના મોક્ષ ખાતર મારો અવતાર છે!
બસ, એ તો ચાલ્યા ગયા ગીરનાર સહસ્રઆમ્રવનમાં! ને ચૈતન્યની
એવી શાંતિમાં લીન થયા.....કે શાંતિથી પ્રભાવિત થયેલું સહસ્રઆમ્રવન
આજે પણ તેની સાક્ષી પૂરી રહ્યું છે...
વાહ રે વાહ! નેમપ્રભુનું વૈરાગ્યજીવન! ને એમની અદ્ભુત
આત્મસાધના! એની મધુરી વાતો સાંભળવી હોય ને એ શાંતિનો નમુનો
જોવો હોય...તો આવો આ સહસ્રઆમ્રવનમાં!

PDF/HTML Page 5 of 47
single page version

background image
: : આત્મધર્મ : ફાગણ : ૨૫૦૧
અધ્યાત્મ ભાવનાનું ઘોલન
[નવીન સ્વાધ્યાય]
[૨]
અધ્યાત્મભાવનાનું ઘોલન થાય ને સ્વાધ્યાયમાં વિશેષ રસ
જાગે, તે માટે આ વર્ષથી કોઈ ને કોઈ નવીન શાસ્ત્રનો અનુવાદ
રજુ કરવાનું આપણે શરૂ કરેલ છે. તે અનુસાર ‘પાહુડ દોહા’ નો
અનુવાદ આપવાનું ચાલુ કરેલ છે. તેમાં આ બીજો લેખ છે.
જિજ્ઞાસુઓને આ લેખમાળા ગમી છે.
(સં.)
૪૯. મન તો પરમેશ્વરમાં મળી ગયું છે, અને પરમેશ્વર મન સાથે મળી ગયા છે; બંને
એકરસ થઈને રહ્યાં છે, તો હું પૂજાની સામગ્રી કોને ચઢાવું?
૫૦. હે જીવ! તું દેવનું આરાધન કરે છે;–પણ તારા પરમેશ્વર ક્યાં ચાલ્યા ગયા? જે
શિવ–કલ્યાણરૂપ પરમેશ્વર સર્વાંગમાં બિરાજી રહ્યા છે તેને તું કેમ ભૂલી ગયો?
૫૧. અહો, જે પર છે તે તો પર જ છે; પર કદી આત્માનું થતું નથી. શરીર તો દગ્ધ
થાય છે; ને આત્મા ઉપર જાય છે; તે પાછું વાળીને જોતો પણ નથી. (આ રીતે
દેહ અને આત્મા સર્વથા જુદા છે.)
૫૨. હે મૂઢ! આ બધુંય (શરીરાદિકનો સંબંધ) તો કર્મજંજાળ છે, એ કાંઈ નિષ્કર્મ
નથી. (અર્થાત્ સ્વભાવિક નથી.) દેખ, જીવ ચાલ્યો ગયો પણ દેહ–કૂટિર તેની
સાથે ન ગઈ.–આ દ્રષ્ટાંતથી બંનેની ભિન્નતા દેખ.
૫૩. દેહદેવળમાં જે શક્તિ સહિત દેવ વસે છે, હે યોગી! તે શક્તિમાન શિવ કોણ છે?
એનો ભેદ તું જલ્દી ગોતી કાઢ.
૫૪. જે જીર્ણ થતો નથી, મરતો નથી કે ઉત્પન્ન થતો નથી, જે બધાથી પર, કોઈ
અનંત છે, ત્રિભુવનનો સ્વામી છે ને જ્ઞાનમય છે,–તે શિવદેવ છે–એમ તું
નિર્ભ્રાન્તપણે જાણ.

PDF/HTML Page 6 of 47
single page version

background image
: ફાગણ : ૨૫૦૧ આત્મધર્મ : ૩ :
૫૫. શિવ વગર શક્તિનો વ્યાપાર થઈ શકતો નથી, ને શક્તિ વગરના શિવ કાંઈ કરી
શકતા નથી; બંનેનું મિલન થતાં મોહનો વિલય થઈને સકળ જગતનો બોધ
થાય છે. (ગુણ–ગુણી સર્વથા જુદા રહીને કંઈ કાર્ય કરી શકતા નથી; બંને અભેદ
થઈને જ કાર્ય કરી શકે છે,–એમ વસ્તુસ્વરૂપ અને જૈનસિદ્ધાંત છે.)
૫૬. તારો આત્મા જ્ઞાનમય છે, તેના ભાવને જ્યાં સુધી નથી દેખ્યો ત્યાંસુધી ચિત્ત
બિચારું દગ્ધ અને સંકલ્પ–વિકલ્પ સહિત અજ્ઞાનરૂપ વર્તે છે.
૫૭. નિત્ય નિરામય જ્ઞાનમય પરમાનંદસ્વભાવરૂપ ઉત્કૃષ્ટ આત્મા જેણે જાણી લીધો
તેને અન્ય કોઈ ભાવ રહેતો નથી. (અર્થાત્ અન્ય સમસ્ત ભાવોને તે પારકા
સમજે છે.)
૫૮. અમે એક જિનને જાણ્યા ત્યાં અનંત દેવને જાણી લીધા; એને જાણ્યા વિના
મોહથી મોહિત જીવ દૂર ભમે છે.
૫૯. કેવળજ્ઞાનમય આત્મા જેના હૈડામાં વસે છે, તે ત્રણલોકમાં મુક્ત રહે છે, ને તેને
પાપ લાગતું નથી.
૬૦. બંધનના હેતુને જે મુનિ ચિંતવતો નથી, કહેતો નથી કે કરતો નથી (અર્થાત્
મનથી–વચનથી–કાયાથી બંધના હેતુને સેવતો નથી) તે જ કેવળજ્ઞાનથી સ્ફૂરિત
શરીરવાળો પરમાત્મ–દેવ છે.
૬૧. જ્યાં અભ્યંતર ચિત્ત મેલું છે ત્યાં બહારના તપથી શું ફાયદો? માટે હે ભવ્ય!
ચિત્તમાં કોઈ એવા નિરંજન તત્ત્વને ધારણ કર–કે જેથી તે મેલથી મુક્ત થઈ જાય.
૬૨. વિષય–કષાયોમાં જતા મનને પાછું વાળીને નિરંજન તત્ત્વમાં સ્થિર કરો.–બસ!
આટલું જ મોક્ષનું કારણ છે; બીજા કોઈ તંત્ર કે મંત્ર મોક્ષનાં કારણ નથી
૬૩. અરે જીવ! ખાતાં પીતાં પણ જો તું શાશ્વત મોક્ષને પામી જા તો, ભટ્ટારક
ઋષભદેવે સકળ ઈન્દ્રિયસુખોને કેમ છોડ્યા?
૬૪. હે વત્સ! જ્યાંસુધી તારું ચિત્ત નિરંજન પરમતત્ત્વ સાથે સમરસ–એકરસ નથી
થતું ત્યાંસુધી જ દેહવાસના તને સતાવે છે.
૬૫. જેના મનમાં, સર્વે વિકલ્પોને હણનારું જ્ઞાન સ્ફૂરતું નથી, તે બીજા બધા ધર્મો કરે
તોપણ નિત્ય સુખને ક્્યાંથી પામે?
૬૬. સકળ ચિંતાઓને છોડીને જેના મનમાં પરમપદનો નિવાસ થયો તે જીવ આઠે
કર્મોને હણીને પરમ ગતિને પામે છે.

PDF/HTML Page 7 of 47
single page version

background image
: : આત્મધર્મ : મહા : ૨૫૦૧







જોગ ધરુંગી....બાબુલ હટ તજો....જૂઠા હૈ સંસાર....બાબુલ હટ તજો...૧
જોગ વિસારો....બેટી રાજમતી...મત જાઓ ગીરનાર...બેટી રાજમતી...૨
યે સંસાર અસાર હૈ બાબુલ...મોહજાલ દુઃખભાર....બાબુલ હટ તજો...૩
ઔર ઢુંઢાઉં વર અતિ સુંદર...ધન વૈભવ બલકાર....બેટી રાજમતી...૪
પતિ સતી કે એક હી હોતા...ઔર પિતા સુત ભ્રાત...બાબુલ હટ તજો...૫
જબ લગ સાત ફિરે નહીં ફેરે...તબ લગ કુંવારી માન...બેટી રાજમતી...૬
યે સબ થોથીં બાતેં બાબુલ....કુલ–મર્યાદ વિચાર....બાબુલ હટ તજો...૭
જીવનમેં સુખભોગ ભોગ કયોં.....દે રહી મૂઢ વિસાર...બેટી રાજમતી....૮
ભોગ રોગકા ઘર હૈ બાબુલ...ભોગ નરક કો દ્વાર....બાબુલ હટ તજો...૯
યે યૌવન...યે રૂપ સંપદા....મિલે ન વારંવાર....બેટી રાજમતી...૧૦
હાડ–માંસ પર ચામ ચમક હૈ...ક્ષણમેં વિણસનહાર..બાબુલ હટ તજો...૧૧
ક્યા યહી હૈ ધર્મ સુતાકા...કરે પિતાસેં રાડ....બેટી રાજમતી....૧૨
રાહ નહીં, હૈ ધર્મ સતીકા...હિતકર ધર્મ ચિતાર...બાબુલ હટ તજો....૧૩
કઠિન જોગ તપ ત્યાગ હૈ બેટી...ફિરસે સોચ વિચાર...બેટી રાજમતી...૧૪
ધન્ય ‘સૌભાગ્ય’ મિલા સંયમકા....સફલ કરું પર્યાય....બાબુલ હટ તજો...૧૫
ધન્ય હૈ તેરી દ્રઢતા બેટી...જાઓ ખુશી ગીરનાર...દેવી રાજમતી...૧૬

PDF/HTML Page 8 of 47
single page version

background image
: મહા : ૨૫૦૧ આત્મધર્મ : ૫ :
કોણ કહે છે–વરસાદ ઓછો છે? અરે, આખા ગીરનારને તો તમે
જુઓ!–આખોય ગીરનાર વૈરાગ્યના ધોધમાર વરસાદથી ભીંજાયેલો છે. એ
વર્ષાના વૈરાગ્યરસનું પાન કરતાં આત્માને જે તૃપ્તિ થાય છે–તેવી તૃપ્તિ હજારો
ઇંચ પાણીના વરસાદ વડે પણ થઈ શકતી નથી. નેમનાથ પ્રભુએ કેવળજ્ઞાન–
ગગનમાંથી ચૈતન્યનું ધોધમાર અમૃત વારંવાર વરસાવ્યું તેનાથી ભીંજાયેલો
વૈરાગ્યરસબોળ ગીરનારપર્વત આજેય આપણને જ્ઞાનવૈરાગ્યનું પાન કરાવે
છે...આવો....ગીરનારમાં આવો...ને શાંતિથી ધરાઈ–ધરાઈને એનું પાન
કરો...
પછી તો શ્રી ધરસેનસ્વામી અને કુંદકુંદસ્વામી જેવા સંતોએ પણ એ
મધુર ચૈતન્ય પ્રવાહમાં પ્રાણ પૂરીને એને વહેતો રાખ્યો છે. ને આજે પણ
આપણને એનો સ્વાદ શ્રીગુરુ પ્રતાપે મળી રહ્યો છે. તેનો નમૂનો આપ પણ
ચાખો...(બ્ર. હ. જૈન)
[ગીરનારધામના પ્રવચનોની પ્રસાદી]
વીર સં. ૨૪૮૭ માં (આજથી ૧૪ વર્ષ પહેલાંં) ગીરનારતીર્થની યાત્રા વખતે
માહ સુદ દસમે મંગલ પ્રવચનમાં નેમિનાથ ભગવાનને યાદ કરતાં કહ્યું–
આ ગીરનાર.....ભગવાન નેમિનાથની મંગલ ભૂમિ છે. ચૈતન્યના આનંદનું વેદન
અને આત્મભાન તો ભગવાનને પહેલેથી હતું...વિવાહ માટે તેઓ જાન લઈને અહીં
આવેલાં, ત્યાં વૈરાગ્ય પામીને સહેસાવનમાં દીક્ષા લીધી. દીક્ષા લઈને મુનિદશામાં
ભગવાન અહીં વિચર્યા....અને આત્માના ધ્યાનવડે ચૈતન્યનો પૂર્ણ આનંદ પ્રગટ કર્યો....
કેવળજ્ઞાન પણ ભગવાન અહીં જ પામ્યા...ને મોક્ષદશા પણ અહીં જ પામ્યા....
ભગવાનનો આત્મા મંગળ છે, ભગવાનની તે દશાઓ મંગળ છે, ને આ ગીરનાર પણ
મંગળ છે; તેની યાત્રા કરવા, ને તે દશાનાં સ્મરણો તાજા કરવા આવ્યા છીએ. ભગવાન
જે સહેસાવનમાં દીક્ષા લઈને

PDF/HTML Page 9 of 47
single page version

background image
: : આત્મધર્મ : મહા : ૨૫૦૧
આનંદના અનુભવમાં લીન થયા ને કેવળજ્ઞાન પામીને જ્યાં ચૈતન્યનું અમૃત વરસાવ્યું–
તે સહેસાવનમાં જશું...ને પછી જ્યાંથી ભગવાન મોક્ષ પધાર્યા તે પાંચમી ટૂંકે જશું. ત્યાં
સિદ્ધપદને યાદ કરીને તેની ભાવના ભાવશું.
[અહા, જે વનમાં ભગવાને દિવ્યધ્વનિવડે ચૈતન્યનું અમૃત વરસાવ્યું તે વનમાં
સહસ્રઆમ્રવૃક્ષમાં હજારો આંબા પાક્યા...તો તે પ્રભુના ઉપદેશને ઝીલનારા
ભવ્યજીવોના ચૈતન્યવનમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–આનંદના અતીન્દ્રિય આંબા પાકી જાય–
એમાં શું આશ્ચર્ય!
]
ભગવાનનું નામ પણ મંગળરૂપ છે; તેમનું આત્મદ્રવ્ય ત્રિકાળ મંગળરૂપ છે;
ભગવાન અહીં વિચર્યા તેથી આ ગીરનારક્ષેત્ર પણ મંગળરૂપ છે, ને આત્માની દશા
(સમ્યગ્દર્શનાદિ પણ મંગળરૂપ છે. આ રીતે ગીરનારયાત્રામાં મંગળ કર્યું. ભગવાનના
આત્માને ઓળખે તેને પોતામાં પણ મંગળ પ્રગટે; ને મોક્ષધામની યાત્રાનો પ્રારંભ થાય.
એ ખરી યાત્રા છે.
વીર સં. ૨૪૮૭ માં જામનગરમાં પંચકલ્યાણક પ્રતિષ્ઠામહોત્સવ ઊજવીને પૂ.
ગુરુદેવ હજાર ઉપરાંત યાત્રિકોના સંઘ સહિત શ્રી ગીરનારજી–તીર્થધામની યાત્રાએ
પધાર્યા....અને માહ સુદ ૧૧–૧૨ ના રોજ મહાન ઉલ્લાસ અને ભક્તિપૂર્વક તીર્થધામની
યાત્રા કરી. ગુરુદેવની સાથે જેમ જેમ જુનાગઢની નજીક આવતા હતા તેમ તેમ
ગીરનારધામને નીહાળી નીહાળીને નેમપ્રભુના સ્મરણો હૃદયમાં તાજા થતા હતા.
સૌરાષ્ટ્રનું સૌથી ઊંચું સ્થાન, અને નેમપ્રભુના ત્રણ કલ્યાણકથી પાવન હોવાને લીધે
સૌરાષ્ટ્રનું સૌથી મહિમાવંત ધામ તેને નીહાળતાં ઉન્નત–જ્ઞાન વૈરાગ્યભાવનાઓ જાગતી હતી.
માહ સુદ ૧૧ ની સવારમાં સાડાપાંચ વાગે નેમિનાથ ભગવાનના
જયજયકારપૂર્વક કહાન–ગુરુદેવે યાત્રા માટે ગીરનાર ઉપર પ્રસ્થાન કર્યું. ગુરુદેવ સાથે
ગીરનારયાત્રા કરતાં ભક્તોને ઘણો હર્ષ થતો હતો....યાત્રામાં ગુરુદેવના પગલે પગલે
ચાલતાં ભક્તોના હૃદયમાં એમ થતું કે આ યાત્રાની જેમ ભવોભવમાં ગુરુદેવની સાથે જ
રહીને સિદ્ધપદની યાત્રા પૂર્ણ કરીએ...પૂ. બેનશ્રીબેન પણ ભક્તિદ્વારા આનંદમંગલ
વ્યક્ત કરતા હતા. એ રીતે પહેલી ટૂંકે પહોંચ્યા પછી ગીરનાર ઉપરના દિ. જિનમંદિરમાં
જઈને સમૂહપૂજન કર્યું. તીર્થંધામમાં ગુરુદેવ પણ પૂજનમાં ભાગ લેતા હોવાથી ઘણો
ઉત્સાહ આવતો. પૂજન બાદ ત્યાં ચોકમાં ભક્તિ થઈ. નેમપ્રભુના ધામમાં નેમપ્રભુના
વૈરાગ્યપ્રસંગના સ્તવનો સાંભળતાં યાત્રિકોનું હૃદય વૈરાગ્યભરેલી ભક્તિથી ભીંજાઈ
જતું હતું.

PDF/HTML Page 10 of 47
single page version

background image
: મહા : ૨૫૦૧ આત્મધર્મ : ૭ :
બપોરે દોઢ વાગે પૂ. ગુરુદેવ સહેસાવન તરફ પધાર્યા....યાત્રિકોની વણઝાર પણ
ગુરુદેવની સાથે જ ચાલી....વચ્ચે “ગોમુખીગંગા” ના સ્થાને એક ગોખમાં ૨૪
તીર્થંકરોના ચરણપાદૂકા છે. ત્યાં દર્શન કરીને સૌ સહેસાવનમાં આવ્યા...સહેસાવન
એટલે ભગવાન નેમિનાથના વૈરાગ્યનું ધામ! ભગવાન સંસાર છોડીને અહીં મુનિ
થયા...અહીં આત્મધ્યાન કર્યું...ચોથું અને પાંચમું જ્ઞાન પણ ભગવાને અહીંજ પ્રગટ કર્યું.
છઠ્ઠું–સાતમું–આઠમું–નવમું–દશમું તથા બાર–તેર–ચૌદમું ગુણસ્થાન ભગવાનને આ
ગીરનારભૂમિમાં થયું. દિવ્યધ્વનિવડે જગતને મોક્ષનો માર્ગ ભગવાને અહીંથી બતાવ્યો.
ધન્ય આ ભૂમિ! ધન્ય અહીંના સંતો!....સહેસાવનનું વાતાવરણ એ બધી વાતો તાજી
કરાવે છે. ગુરુદેવ સહેસાવનમાં પધારતાં પ્રસન્ન થયા...ગુરુદેવ સાથે આવા સહેસાવનની
–તીર્થંકરના ચારિત્રધામની ને કેવળજ્ઞાન ધામની–યાત્રાનો ધન્ય અવસર મળતાં
ભક્તોને પણ ઘણો આનંદ થયો. ગુરુદેવ સાથે યાત્રાનો લાભ લેવા ભિન્ન ભિન્ન
પ્રાંતમાંથી આવેલા સવા હજાર જેટલા યાત્રિકોનો મેળો અહીં ભેગો થયો હતો....ને
સહેસાવનમાં અપાર ભીડ જામી હતી–કેમકે સૌને એવી ધૂન કે ગુરુદેવ સાથે યાત્રાનો
મહાન લાભ લઈએ! ખરું જ છે આવા મહાપુરુષો સાથે આવા મહાન તીર્થોની યાત્રાનો
ધન્ય અવસર જીવનની કોઈક સોનેરી પળેજ મળે છે...ને એવી યાત્રા જીવનનું એક
સોનેરી સ્મરણ બની જાય છે. ભીડ તો એવી જામી હતી કે,–જેમ ભગવાનની
વૈરાગ્યપરિણતિમાં સંસારને પ્રવેશવાનો અવકાશ જ ન હતો તેમ આ વૈરાગ્યવનમાં
યાત્રિકોની ભીડ વચ્ચે બીજાના પ્રવેશનો અવકાશ ન હતો.
અહીં ભક્તિ કરાવતાં કરાવતાં વચ્ચે ગુરુદેવે પ્રમોદથી કહ્યું કે ‘ઈન્દ્રો અને
ઈન્દ્રાણીઓ અહીં ભગવાનની ભક્તિ કરવા સ્વર્ગેથી ઊતર્યા હતા; ભગવાનના કલ્યાણક
ઊજવવા માટે અહીં આવ્યા હતા,; ને સમવસરણ અહીં રચાયા હતા...તેમાં ભગવાન
ઉપદેશ દેતા હતા..કૃષ્ણ અને બળભદ્ર અહીં આવીને નેમપ્રભુના ચરણે શીર ઝૂકાવતા
હતા ને ભક્તિથી ઉપદેશ સાંભળતા હતા. અહા, દેવાધિદેવ તીર્થંકરના અચિંત્ય મહિમાની
શી વાત!–એનાં સ્મરણો તાજા કરવા અહીં આવ્યા છીએ...ભગવાનની ભૂમિમાં આવતાં
નવાં અને તાજા સ્મરણો જાગે છે, તે હેતુએ આ જાત્રા છે. ભગવાનનું આત્મદ્રવ્ય
માંગળિક હતું. ભગવાન નેમિનાથ અહીં બિરાજતા તેને તો જો કે હજારો વર્ષ થઈ ગયા,
પરંતુ આપણો ભાવ ને આપણું જ્ઞાન તો વર્તમાનમાં છે ને! ” નેમપ્રભુની ભુમિમાં
ગુરુદેવના આવા ભક્તિ અને પ્રમોદભરેલા ઉદ્ગારો સાંભળતાં યાત્રિકો પોતાનો ઘણો
હર્ષ વ્યક્ત કરીને યાત્રાનો અનેરો લહાવો લેતા હતા.
[યાત્રાના વિશેષ લહાવા માટે જુઓ પાનું –૧૬]

PDF/HTML Page 11 of 47
single page version

background image
: : આત્મધર્મ : મહા : ૨૫૦૧
લેખાંક – ૨
દુનિયામાં ક્યાંય પણ શાંતિ–ખરેખરી શાંતિ હોય તો તે
આત્મામાં જ છે, ને આત્માને જાણવાથી જ તેનું વેદન થાય છે.
જિનમાર્ગી સન્તો આવી અપૂર્વ શાંતિને પામ્યા છે, ને એવી
શાંતિના પિપાસુ ભવ્યજીવોને કહે છે કે તમે પણ અપૂર્વ શાંતિ
પામવા માટે આત્માને ઓળખો. આત્માની ઓળખાણ
કરાવનારું સુગમ શાસ્ત્ર ‘સમાધિશતક’ તેનાં પ્રવચનોનું દોહન
આપ વાંચી રહ્યા છો. –સં.
સાચી શાંતિ પામવા આત્માને ઓળખવાનું કહ્યું; ત્યાં પ્રશ્ન ઊઠે છે કે આત્મા
કેટલા પ્રકારના છે? અને તેમાંથી કેવો આત્મા ઉપાદેય છે તથા કેવો આત્મા હેય છે?
તેના ઉત્તરમાં આત્માની ત્રણ દશા સમજાવીને, તેમાં હેય ઉપાદેય ક્યા પ્રકારે છે તે
બતાવે છે. સામાન્યપણે તો બધા આત્મા ઉપયોગસ્વરૂપ છે; પર્યાયઅપેક્ષાએ તેના ત્રણ
પ્રકાર છે–બર્હિઆત્મા; અંર્તઆત્મા, અને પરમાત્મા. તેમાંથી અંતરાત્મારૂપ ઉપાયવડે
પરમાત્મપણાને ઉપાદેય કરો ને બહિરાત્મપણાને તજો.
* બાહ્ય શરીરાદિ પદાર્થોને જ
આત્મા માને છે તે બહિરાત્મા છે.
* જેને અંતરમાં દેહાદિથી ભિન્ન
જ્ઞાનાનંદસ્વરૂપ આત્માનું ભાન છે
તે અંતરાત્મા છે.
* જેણે પરમ ચૈતન્યશક્તિ ખોલીને
પરમ સર્વજ્ઞપદ પ્રગટ કર્યું તે
પરમાત્મા છે.

PDF/HTML Page 12 of 47
single page version

background image
: મહા : ૨૫૦૧ આત્મધર્મ : ૯ :
–આવા ત્રણ પ્રકારમાંથી સર્વજ્ઞતા ને પરિપૂર્ણ આનંદરૂપ એવું પરમાત્માપણું
પરમ ઉપાદેય છે; અંતરાત્માપણું તે તેનો ઉપાય છે, અને બહિરાત્મપણું છોડવા જેવું છે.
પરમાત્મા થવાનું સાધન શું? કે અંતરાત્માપણું તે પરમાત્મા થવાનું સાધન છે. અંતરમાં
પરમાત્મશક્તિ ભરી છે, તેની પ્રતીત કરીને તેમાંથી જ પરમાત્મદશા પ્રગટે છે. એ
સિવાય બહારમાં બીજું કોઈ તેનું સાધન છે જ નહિ. આત્માના અંર્તઅવલોકનમાં કોઈ
બહારની ચીજ સહાયક પણ નથી ને વિઘ્નકારી પણ નથી. આવા અંર્ત સ્વભાવની દ્રષ્ટિ
કરે તો અંતરાત્મપણું થાય ને બાહ્યમાં આત્મબુદ્ધિરૂપ બહિરાત્મપણું છૂટી જાય. અને જે
અંતરાત્મા થયો તે હવે અંર્તશક્તિમાં એકાગ્ર થઈને પરમાત્મા થઈ જશે. આ રીતે
હેયરૂપ એવા બહિરાત્મપણાને છોડવાનો તથા ઉપાદેયરૂપ એવું પરમાત્મપણું પ્રગટ
કરવાનો ઉપાય અંતરાત્મપણું છે. અને તે અંતરાત્મપણું કર્માદિથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ
આત્માને જાણવાથી જ થાય છે, માટે અહીં ભિન્ન આત્માનું સ્વરૂપ કહેવામાં આવે છે.
બહિરાત્મપણું છોડી.....અંતરાત્મા થઈ....પરમાત્માને ધ્યાવો.
આ બહિરાત્મા, અંતરાત્મા ને પરમાત્મા એ ત્રણ દશામાંથી એક વખત એક દશા
વ્યક્ત હોય છે. બહિરાત્મદશા વખતે અંતરાત્મપણું કે પરમાત્પણું વ્યક્ત ન હોય;
અંતરાત્મદશા વખતે પરમાત્મપણું કે બહિરાત્મપણું ન હોય; અને પરમાત્મદશા વખતે
બહિરાત્માપણું કે અંતરાત્મપણું ન હોય. અરિહંત અને સિદ્ધભગવાન તે પરમાત્મા છે;
ચોથા ગુણસ્થાનથી માંડીને બારમા ગુણસ્થાન સુધીના સાધક જીવો તે બધાય અંતરાત્મા
છે; અને મિથ્યાદ્રષ્ટિજીવો બહિરાત્મા છે.
બહિરાત્મદશા વખતે પણ આત્માની શક્તિમાં પરમાત્મા થવાની તાકાત પડી છે.
ભગવાને સમવસરણમાં એવી દિવ્ય ઘોષણા કરી છે કે અહો જીવો! તમારા આત્મામાં
પરમાત્મશક્તિ ભરેલી છે, તે શક્તિનો વિશ્વાસ કરો. જે જીવ પોતાની પરમાત્મશક્તિનો

PDF/HTML Page 13 of 47
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : મહા : ૨૫૦૧
વિશ્વાસ કરે છે તેને બહિરાત્મપણું છૂટીને તે અંતરાત્મા થાય છે, ને તે પોતાની ચૈતન્ય
શક્તિમાં લીન થઈને તેમાંથી પરમાત્મદશા પ્રગટ કરે છે.
આ રીતે પહેલાંં જેઓ બહિરાત્મા હતા તેઓ જ પોતાની શક્તિના અવલંબને
અંતરાત્મા થયા. આવી પરમાત્મા થવાની તાકાત દરેક આત્મામાં છે.
મારા આત્મામાં પરમાત્મા થવાની તાકાત છે ને તેમાંથી પરમાત્મદશા પ્રગટ
કરવી તે ઉપાદેય છે. આવી શક્તિની પ્રતીત કરતાં બહિરાત્મપણું છૂટીને અંતરાત્મપણું
થાય છે ને તે પરમાત્મા થવાનો ઉપાય છે. આ રીતે બહિરાત્મપણું છોડવા જેવું છે,
પરમાત્મપણું પ્રગટ કરવા જેવું છે ને અંતરાત્મપણું તેનો ઉપાય છે.
જુઓ, પરમાત્મા થવાનો એટલે કે મોક્ષસુખની પ્રાપ્તિનો ઉપાય પોતામાં જ
બતાવ્યો; શુદ્ધસ્વભાવના અનુભવરૂપ જે અંતરાત્મદશા છે તે જ મોક્ષસુખનો ઉપાય છે.
એ સિવાય બહારના કોઈ ભાવો તે મોક્ષસુખનો ઉપાય નથી.
હું શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપ છું, જ્ઞાનદર્શનસ્વરૂપ એક શાશ્વત આત્મા જ મારો છે, એ
સિવાય સંયોગલક્ષણરૂપ કોઈ ભાવો મારા નથી, તેઓ મારાથી બાહ્ય છે–એમ ભેદજ્ઞાન
કરીને, આત્માના અંર્તસ્વભાવમાં આત્મબુદ્ધિ કરવી તે અંતરાત્મપણું છે. આવા
અંતરાત્મપણારૂપ સાધન વડે પરમાત્મદશા પ્રગટ કરવાનો ઉપાય કરવો જોઈએ.
*
શરીરાદિ બાહ્ય પદાર્થોમાં ‘આત્મા’ ની ભ્રાંતિ જે કરે છે તે બહિરાત્મા છે.
* રાગ–દ્વેષાદિ દોષો તથા ચૈતન્યસ્વરૂપ આત્મા–તેમના સંબંધમાં જે ભ્રાંતિથી રહિત
છે, અંતરમાં આત્માને જ આત્મારૂપે જાણે છે–તે અંતરાત્મા છે. તે રાગાદિ દોષને
દોષરૂપે જાણે છે, ને પોતાના ચૈતન્યસ્વભાવને સ્વભાવરૂપે જાણે છે; તેને
રાગાદિમાં ‘આત્મા’ ની ભ્રાંતિ થતી નથી, ને મલિનતાથી ભિન્ન પોતાના
શુદ્ધસ્વભાવને તે નિઃશંકપણે જાણે છે.
* જે અત્યંત નિર્મળ છે, જેમના રાગાદિ દોષો સર્વથા ટળી ગયા છે ને સર્વજ્ઞ
પરમપદ જેમને પ્રગટી ગયું છે, તે પરમાત્મા છે. એ પ્રમાણે ત્રણ પ્રકારના
આત્માનું સ્વરૂપ જાણનાર જીવ બહિરાત્મભાવ છોડીને અંતરાત્મભાવ પ્રગટ કરે છે,
ને પરમાત્મપદને સાધે છે. માટે હે જીવો! અપૂર્વ શાંતિ પામવા આત્માને ઓળખો.
ગૃહસ્થપણામાં રહેલો જીવ પણ જ્ઞાનાનંદસ્વરૂપે આત્માનું ભાન કરીને અંતરાત્મા
થઈ શકે છે; હજી રાગ–દ્વેષ હોવા છતાં, આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ છે એવું સમ્યક્ભાન

PDF/HTML Page 14 of 47
single page version

background image
: મહા : ૨૫૦૧ આત્મધર્મ : ૧૧ :
*
જીવ તો જ્ઞાન–દર્શન–આનંદસ્વરૂપ છે.
* દેહ વગેરે તો અજીવ છે, તે જીવથી ભિન્ન છે.
* રાગ–દ્વેષ–અજ્ઞાન તે દુઃખરૂપ ભાવો છે, એટલે કે તે આસ્રવ અને બંધરૂપ છે.
* સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રરૂપ ભાવ તે જીવને સુખરૂપ છે, તે સંવર–નિર્જરા–
મોક્ષનું કારણ છે.
–આમ બધા તત્ત્વોને જેમ છે તેમ જાણીને, એક જ્ઞાનાનંદસ્વરૂપ પોતાના
આત્મામાં જ આત્મબુદ્ધિ કરે છે, દેહાદિને પોતાથી બાહ્ય જાણે છે, રાગ–દ્વેષ–અજ્ઞાનને
દુઃખરૂપ જાણીને છોડે છે, ને સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રને સુખરૂપ જાણીને આદરે છે;–
આવા જીવને અંતરાત્મા કહે છે. આવું અંતરાત્મપણું ચોથા ગુણસ્થાનથી શરૂ કરીને
બારમા ગુણસ્થાન સુધી હોય છે.
ચૈતન્યસ્વભાવને દેહાદિથી ભિન્ન જાણીને તેના અવલંબને સર્વજ્ઞતા ને આત્માનો
સ્વાધીન અતીન્દ્રિય આનંદ ભગવાને પ્રગટ કર્યો. તે ભગવાન પરમાત્મા સર્વજ્ઞ–
વીતરાગ અને પરમ હિતોપદેશક છે. પોતે સર્વજ્ઞ–વીતરાગ થયા, ને બીજા જીવોને પણ
અંતરંગસ્વરૂપના અવલંબને સર્વજ્ઞ–વીતરાગ થવાનો જ ઉપદેશ આપ્યો.
ભગવાનનો ઉપદેશ વીતરાગતાનો છે, રાગ રાખવાનો ભગવાનનો ઉપદેશ નથી.
જો રાગથી લાભ થાય તો ભગવાન પોતે રાગ છોડીને વીતરાગ કેમ થયા? અને જે
વીતરાગ થયા છે તે રાગથી લાભ થવાનું કેમ કહે? રાગથી લાભ થાય એવો
ભગવાનનો ઉપદેશ છે જ નહીં. રાગથી લાભ થાય–એવો ઉપદેશ તે હિતોપદેશ નથી પણ
અહિતોપદેશ છે, કેમકે રાગ તો અહિત છે, હિત તો વીતરાગતા જ છે.
આ અપૂર્વ હિતોપદેશ છે;–જીવે પૂર્વે કદી આવા આત્માની શ્રદ્ધા કે ઓળખાણ
કરી નથી. જ્ઞાનસ્વભાવનું લક્ષ કરવું તે જ પરમહિતનો માર્ગ છે, ને એવા હિતનો જ
ઉપદેશ ભગવાને કર્યો છે એટલે કે જ્ઞાનસ્વભાવ તરફ વળવાનો જ ભગવાનનો ઉપદેશ
છે. પરાશ્રયનો ભગવાનનો ઉપદેશ નથી, તે તો છોડવાનો ભગવાનનો ઉપદેશ છે.

PDF/HTML Page 15 of 47
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : મહા : ૨૫૦૧
આવો નિર્ણય કરે તેણે ભગવાન પરમાત્માને અને તેમના હિતોપદેશને જાણ્યો છે. પણ
જે રાગાદિથી લાભ માને તેણે હિતોપદેશી સર્વજ્ઞ–વીતરાગ પરમાત્માને માન્યા નથી,
તેમના ઉપદેશને જાણ્યો નથી.
સમયસારમાં કહ્યું છે કે એકત્વ–વિભક્ત આત્માનો અનુભવ તે જૈનશાસન છે.
કર્મના બંધન વિનાનો ને પરના સંબંધ વગરનો એવો જે શુદ્ધ જ્ઞાયકસ્વભાવ તેની
સન્મુખ થઈને તેનો અનુભવ કરવો તે જ જૈનશાસન છે અને જે પોતાના આવા
આત્માનો અનુભવ કરે તેને જ પરમાત્માની પરમાર્થ ઓળખાણ થાય કે અહો! રાગથી
જુદો પડીને જે અતીન્દ્રિય આનંદનો અંશ મને વેદનમાં આવ્યો તે જ જાતનો (પણ તેથી
અનંતગુણો) પરિપૂર્ણ આનંદ પરમાત્માને પ્રગટી ગયો છે, ને તેઓ સર્વથા રાગરહિત
થઈ ગયા છે. આ રીતે અંશના વેદનપૂર્વક પૂરાનું ભાન થતાં સાધકને તેના પ્રત્યે ખરી
ભક્તિ અને બહુમાન આવે છે. પરમાત્મા પ્રત્યે જેવા ભક્ત–બહુમાન જ્ઞાનીના અંતરમાં
હોય તેવા અજ્ઞાનીને ન હોય.
જૈનશાસનમાં ગુણને ઓળખીને નમસ્કાર કરવામાં આવે છે. ગુણવાચક તરીકે
બધાય પરમાત્મા–જિનવરોને–‘સીમંધર’ અથવા ‘મહાવીર’ કહેવાય છે, કેમકે બધાય
ભગવંતો સ્વરૂપની સીમાને ધારણ કરનારા છે ને મહાન વીર્યના ધારક છે.–આ રીતે
ગુણના સ્વરૂપથી પરમાત્માને ઓળખવાની પ્રધાનતા છે. અને, પરમાત્માને જેટલાં
ગુણવાચક નામો લાગુ પડે છે તે બધાંય નામો આ આત્માને પણ સ્વભાવઅપેક્ષાએ
લાગુ પડે છે, કેમકે સ્વભાવથી તો આ આત્મા પણ પરમાત્મા જેવો જ છે. પરમાત્માના
ગુણોને ઓળખીને પરમાત્માનું સ્વરૂપ જે જાણે તેને આત્માનું પરમાર્થ સ્વરૂપ પણ જરૂર
ઓળખાય છે, ને તેને ભવદુઃખનો અંત આવે છે.
જુઓ, ભાઈ! દુઃખ તો કોને પ્રિય છે! જગતમાં કોઈને દુઃખ વહાલું નથી.
જ્ઞાનીઓને જગતના દુઃખી પ્રાણીઓ ઉપર કરુણાબુદ્ધિ વર્તે છે. પોતે અજ્ઞાનથી જે
દુઃખનો ત્રાસ ભોગવ્યો ને હવે તે દુઃખથી છૂટ્યા,–તે દુઃખ બીજા પામે એવી ભાવના
જ્ઞાનીને કેમ હોય? જ્ઞાનીને તો એવી સહજ કરુણા આવે છે કે અરેરે! આ જીવો
બિચારા પોતાના સ્વરૂપને ભૂલી જઈને અજ્ઞાનને લીધે મહાન દુઃખમાં ડૂબેલા છે,
એનાથી છૂટવાના ઉપાયની પણ તેમને ખબર નથી! હું જે પરિપૂર્ણ સુખને પ્રાપ્ત કરવા
ચાહું છું તે સુખ બીજા જીવો પણ પામે–એમ જ્ઞાનીને તો અનુમોદના છે...કરુણા છે.

PDF/HTML Page 16 of 47
single page version

background image
: મહા : ૨૫૦૧ આત્મધર્મ : ૧૩ :
હે ભાઈ! મિથ્યાત્વનું આકરું ફળ છે, એમ જાણીને તું તે મિથ્યાત્વનું સેવન છોડી
દે, ને આત્માનું સ્વરૂપ સમજ–જેથી તારું હિત થાય. આમ હિત માટે જ જ્ઞાનીનો
ઉપદેશ છે.
જે જીવો સત્ય સમજે તેની બલિહારી છે...તેના સંસારનો એક–બે ભવમાં અંત
આવી જશે.
આત્માનો પરિપૂર્ણ આનંદ જેમને પ્રગટી ગયો છે તે પરમાત્મા છે. તે પરમાત્મા
પરિપૂર્ણ જ્ઞાનસહિત છે; અનાદિ અનંત કાળને જેમ છે તેમ પોતાના દિવ્યજ્ઞાનમાં પ્રત્યક્ષ
જાણે છે. જેનો ક્યાંય છેડો નથી એવા અનંત અલોકાકાશને પણ પ્રત્યક્ષપણે પરિપૂર્ણ
જાણે છે, એવું જ દિવ્યજ્ઞાનનું કોઈ અચિંત્ય સામર્થ્ય છે. જ્ઞાને અનાદિઅનંત આકાશને
પ્રત્યક્ષ જાણી લીધું માટે જ્ઞાનમાં તેનો છેડો આવી ગયો–એમ કાંઈ નથી; જો છેડો આવી
જાય તો અનાદિ–અનંતપણું ક્્યાં રહ્યું? માટે જ્ઞાને તો અનાદિઅનંતને
અનાદિઅનંતરૂપે જ જેમ છે તેમ જાણ્યું છે.–આ જ્ઞાનનો કોઈ અચિંત્ય મહિમા છે.
અજ્ઞાનીને અનાદિઅનંત કાળની મહાનતા ભાસે છે, પણ જ્ઞાનસામર્થ્યમાં તેના કરતાં
અનંતગણી મહાનતા છે–તે તેને ભાસતી નથી; અને જ્ઞાનસ્વભાવનો મહિમા પ્રતીતમાં
આવ્યા વગર આ વાતનું કોઈ રીતે સમાધાન થાય તેમ નથી. કાળનું અનાદિઅનંતપણું
તેને મોટું લાગે છે પણ જ્ઞાનનું અનંત સામર્થ્ય તેને મોટું નથી લાગતું, એટલે જ
‘અનાદિઅનંતને જ્ઞાન કઈ રીતે જાણે? ’ એમ તેને શંકા પડે છે; તેમાં ખરેખર તો
જ્ઞાનસામર્થ્યની જ શંકા છે. કાળના અનાદિઅનંતપણા કરતાં જ્ઞાનસામર્થ્ય મોટું છે–એમ
જો વિશ્વાસ આવે તો જ, તેને અનાદિઅનંતનું જ્ઞાન કઈ રીતે થાય છે તે ખ્યાલમાં આવે.
અહા! અચિંત્ય જ્ઞાનસામર્થ્યમાં અનાદિઅનંતકાળ તો ક્્યાંય સમાઈ જાય છે, ને કાળ
કરતાંય અનંતગણું આકાશ પણ તેમાં પરિપૂર્ણ જણાઈ જાય છે. આવું મહાન જ્ઞાન અને
અતીન્દ્રિય આનંદ જેમને પરિપૂર્ણ પ્રગટી ગયા છે એવા પરમાત્માને ઓળખતાં અપૂર્વ
ભેદજ્ઞાન અને શુદ્ધાત્મઅનુભૂતિ થાય છે.
સર્વજ્ઞની સ્તુતિ કરતાં સાધક કહે છે કે હે અરિહંત પરમાત્મા! આપ પોતે
મોક્ષમાર્ગની વિધિ (અર્થાત્ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર) ને ધારણ કરીને મુક્તિ પામ્યા
ને બીજા જીવોને પણ તે મુક્તિમાર્ગનું વિધાન કર્યું તેથી આપ જ અમારા વિધાતા છો;
અમને મોક્ષમાર્ગમાં દોરી જનારા નેતા પણ આપ છો. (–મોક્ષ માર્ગસ્ય નેતારં...)

PDF/HTML Page 17 of 47
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : મહા : ૨૫૦૧
અતીન્દ્રિય આત્માથી વિરુદ્ધ ઈન્દ્રિયો, તેના વડે આત્મા ક્્યાંથી જણાય?
બહિરાત્મા પોતાના આત્મજ્ઞાનથી પરાંગ્મુખ વર્તતો થકો, ઈન્દ્રિયોદ્વારા શરીરાદિ બાહ્ય
પદાર્થોને જ જાણવામાં તત્પર છે. આત્માને તો તે દેખતો નથી, તેથી તે શરીરને જ
આત્મા તરીકે માની લે છે. તેને દેહાધ્યાસ થઈ ગયો છે, તેથી દેહથી પોતાનું જુદાપણું
તેને ભાસતું જ નથી. જ્ઞાનને બહારમાં જ જોડે છે,–પણ અંદરમાં વાળતો નથી. બહારમાં
ઈન્દ્રિયોના અવલંબને તો જડ દેખાય, કાંઈ આત્મા ન દેખાય; તેથી તે બહિરાત્માને
શરીરથી પૃથક્ આત્માનું અસ્તિત્વ ભાસતું જ નથી, તે તો શરીરને જ આત્મા માને છે.
અરે! કેવી ભ્રમણા! કે પોતાનું અસ્તિત્વ જ પોતે ભૂલી ગયો! ને જડમાં જ પોતાનું
અસ્તિત્વ માની બેઠો!–એને સમાધિ ક્્યાંથી થાય?
જીવસ્વરૂપનું જ્ઞાન તો અતીન્દ્રિય–અંતર્મુખ જ્ઞાનથી જ થાય છે. બહિર્મુખ–
ઈન્દ્રિયજ્ઞાનથી થતું નથી. અજ્ઞાની પોતાના જ્ઞાનસ્વભાવને જાણતો નથી, પણ ઈન્દ્રિયોને
જ જ્ઞાનનું સાધન માને છે, એટલે ઈન્દ્રિયદ્વારા જણાતા આ દેહાદિને જ પોતાનું સ્વરૂપ
માને છે. દેહાદિક તો જડ છે, તે કાંઈ આત્મા નથી, આત્માથી અત્યંત ભિન્ન છે. પણ
અજ્ઞાનીને ઈન્દ્રિયજ્ઞાનદ્વારા દેહથી જુદો આત્મા દેખાતો નથી, તે દેહાદિ બાહ્ય પદાર્થને જ
આત્મા માને છે,–માટે તે બહિરાત્મા છે. જ્ઞાનને અંતર્મુખ કરીને જાણે તો તે અતીન્દ્રિય
જ્ઞાનવડે દેહાદિથી ભિન્ન ચિદાનંદસ્વરૂપ આત્માનું સ્વસંવેદન થાય, એટલે બહિરાત્મપણું
ટળીને અંતરાત્મપણું થાય.
ઈન્દ્રિયોથી પાર એવા અતીન્દ્રિય–આત્મસન્મુખી જ્ઞાનવડે જ આત્મા
સ્વસંવેદનમાં આવે છે, ને ત્યાં અતીન્દ્રિય શાંતિરૂપ સમાધિ પ્રાપ્ત થાય છે. બીજી કોઈ
રીતે આત્માને સમાધિ કે શાંતિ થાય નહીં.
ભલે અભણ હોય–લખતાં વાંચતાંય આવડતું ન હોય, પણ જ્ઞાનને અંતર્મુખ
કરીને ચૈતન્યવિષયને જો જાણે છે તો તેનું જ્ઞાન સાચું છે. તેનું જ્ઞાન મોક્ષનું કારણ છે. જે
જ્ઞાન મોક્ષનું કારણ થાય તે જ સાચી વિદ્યા છે; એ સિવાય લૌકિક વિદ્યા ગમે તેટલી
ભણે તો પણ આત્મવિદ્યામાં તો તે નપાસ જ છે, તેનું ભણતર કુવિદ્યા જ છે. અરે!
પોતાના ચૈતન્યતત્ત્વને ચૂકીને દેહાદિમાં જ આત્મબુદ્ધિથી તે અજ્ઞાની જીવ ક્ષણે ક્ષણે
ભયંકર ભાવમરણમાં મરી રહ્યો છે. એનાથી છૂટવાની ને આત્માનો આનંદ પામવાની
જેને પિપાસા જાગી હોય, તેને દેહાદિથી વિવિક્ત આત્માનું સ્વરૂપ બતાવીને સંતો કહે છે
કે–અપૂર્વ શાંતિ પામવા માટે આત્માને ઓળખો.

PDF/HTML Page 18 of 47
single page version

background image
: મહા : ૨૫૦૧ આત્મધર્મ : ૧૫ :
વીરનિર્વાણમહોત્સવમાં વીરબાળકોનો ઉત્સાહ
“અહો, અમારા જીવનમાં અમારા ભગવાનનો અઢીહજારવર્ષીય
નિર્વાણમહોત્સવ ઉજવવાનો આ સોનેરી સુઅવસર અમને મળ્‌યો છે”
–એવા ઉલ્લાસભાવથી જૈનશાસનના નાના–મોટા બાળકો
નિર્વાણમહોત્સવમાં જે સુંદર સાથ આપી રહ્યા છે તે નીહાળીને અમને
ઘણો હર્ષ થાય છે અને અંતરમાં ભાવ જાગે છે કે ‘વાહ! બાળકો વાહ.... ’
ધન્યવાદ! આ પ્રસંગે નીચેના બાળકો દ્વારા અઢીહજાર પૈસા (રૂા. ૨૫)
આત્મધર્મ બાલવિભાગની યોજનામાં આવ્યા છે, તેઓનાં નામ અહીં
આપવામાં આવ્યાં છે.
(તા. ૧૧–૧–૭૫ થી–) ૪૯૨ દિલીપકુમાર વૃજલાલ જૈન વાંકાનેર
૪૭૭ નીતીન ચીમનલાલ શાહ અમદાવાદ ૪૯૩ શતીષકુમાર વૃજલાલ જૈન વાંકાનેર
૪૭૮ દાતારામ જૈન ૪૯૪ શૈલાબેન ચંદ્રકાંત (ચેમ્બુર) મુંબઈ
૪૭૯ બ્ર. ઉષાબેન મયાચંદ શાહ સોનગઢ ૪૯૫ નૈશદ હીરાલાલ ચીમનલાલ અમદાવાદ
૪૮૦ ભારતીબેન સી. દેસાઈ કલકત્તા ૪૯૬ વસંતબેન છબીલદાસ ડગલી (મલાડ) મુંબઈ
૪૮૧ શ્રી નિવાસ જૈન મેરઠ ૪૯૭ શીરામણીબેન રત્નબહાદૂર જૈન
૪૮૨ વિનોદકુમાર પ્રદિપકુમાર જૈન જબેરા ૪૯૮ સ્વાધીનબેન પ્રકાશચંદ્ર જૈન ખંડવા
૪૮૩ અભયકુમાર સંતોષકુમાર જૈન જબેરા ૪૯૯ શ્રીમતી વિમળાબેન જૈન જબેરા
૪૮૪ કિરણકુમાર ચંદુલાલ સંઘવી અમદાવાદ ૫૦૦ વિજયકુમાર પન્નાલાલ જૈન જબેરા
૪૮૫ જ્યોતિબેન ચંદુલાલ સંઘવી અમદાવાદ ૫૦૧ મહેશકુમાર તથા મુકેશકુમાર જૈન અમદાવાદ
૪૮૬ મુકેશકુમાર મનસુખલાલ જોબાળીયા સોનગઢ ૫૦૨ રતનલાલ જૈન રતલામ
૪૮૭ ચીમનલાલ છોટાલાલ જોબાળીયા સોનગઢ ૫૦૩ હરકુંવર જયંતિલાલ દોશી ઘાટકોપર મુંબઈ
૪૮૮ ક્ષમાદેવી જૈન દિલ્હી ૫૦૪ જીનેશકુમાર જૈન મુંબઈ
૪૮૯ જાનકીબાઈ ધર્મપત્ની નેમીચંદજી શીવપુરી ૫૦૫ બાબુલાલ જ્ઞાનચંદ જૈન બાંસગઢ
૪૯૦ મનોજકુમાર પુત્રશ્રી નેમીચંદજી શીવપુરી ૫૦૬ હરિચરણદાસ જૈન બાંસગઢ
૪૯૧ રેખાબેન અનોપકુમાર અમેરીકા ૫૦૭ મણીબેન સોમચંદ ડગલી વીંછીયા
[અનુસંધાન પૃષ્ઠ ૧૭ ઉપર]

PDF/HTML Page 19 of 47
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : મહા : ૨૫૦૧
(પૃ. ૭ થી ચાલુ)
[ગુરુદેવદ્વારા ભક્તિ પૂર્ણ થયા બાદ તેઓશ્રીની આજ્ઞાનુસાર બેનશ્રી–બેને પણ ઘણા
ઉલ્લાસપૂર્વક ભક્તિ કરાવીને, પ્રભુની વૈરાગ્યદશાનો આબેહુબ ચિતાર સહેસાવનમાં ખડો કરી
દીધો હતો. ત્યારબાદ ગુરુદેવ સાથેની આ તીર્થયાત્રામાં હર્ષોપલક્ષમાં સેંકડો યાત્રિકોએ
તીર્થયાત્રાફંડમાં દાનની રકમોની એવી રમઝટ બોલાવી કે તે લખવામાં પહોંચી ન શકાયું....
અંતે ફાળો લખવાનું બંધ કરીને ભક્તિ શરૂ કરવી પડી...અજમેરની ભજનમંડળીએ ભક્તિ
કરાવી હતી. ત્યારબાદ નેમપ્રભુના ચરણની પૂજા થઈ હતી.
]
સહેસાવનમાં એક ઘૂમટી (દેરી) છે, તેના પાછળના ભાગમાં નેમિનાથપ્રભુના
પ્રાચીન ચરણપાદૂકા છે. પૂ. ગુરુદેવ વગેરેએ ભક્તિપૂર્વક નેમચરણનો અભિષેક કર્યો.
સહેસાવનના ઉપલા ભાગમાં એક બીજી ઘૂમટી છે,–જેમાં કેવળજ્ઞાન–કલ્યાણક તરીકેના શ્રી
નેમનાથ ચરણોની સ્થાપના છે. ત્યાં પણ દર્શન કર્યાર્. આ રીતે ચારિત્રધામ અને
કેવળજ્ઞાનધામની યાત્રા ગુરુદેવ સાથે કરીને આનંદ–મંગળનાં ગીત ગાતાં ગાતાં સૌ પહેલી
ટૂંકે આવ્યા.
રાત્રે જિનમંદિરના ચોકમાં ખડ્ગાસન પ્રતિમાસન્મુખ ભક્તિ થઈ. તેમાં ‘दरबार
तुमारा मनहर है...गीरनार तुमारा मनहर है...सिद्धिधाम प्रभुका मनहर है–ઈત્યાદિ
ભજનો ઉપરાંત રાજુલ–બાબુલનો સંવાદ પણ ગાયો હતો. રાજીમતીના આ વૈરાગ્યધામમાં
રાજુલના વૈરાગ્યપ્રસંગનો સંવાદ (રાજુલ–બાબુલ સંવાદ) શ્રોતાઓને વૈરાગ્યભાવનામાં
ઝૂલાવતો હતો. વિવાહ કરવા આવેલા નેમનાથ જ્યારે પાછા ફરી જાય છે...ને મુનિદીક્ષા
ધારણ કરે છે, ત્યારે સતી રાજીમતી વિલાપ કે આર્તધ્યાન નથી કરતી પરંતુ પોતે પણ વૈરાગ્ય
પામીને પિતાજીને કહે છે કે: મારા નાથ જે માર્ગે ગયા...હું પણ તે જ માર્ગે જઈશ. ભગવાને
સહેસાવનમાં જઈને ચારિત્રનો માર્ગ લીધો તો હું પણ તે જ માર્ગે જઈને અર્જિકા બનીશ....ને
સ્ત્રીપર્યાય છેદીને એક ભવમાં મોક્ષને સાધીશ....ધન્ય છે કે મને સંયમનો અવસર મળ્‌યો....
અહા, ગીરનાર ઉપરની ભક્તિમાં નેમ–રાજુલના પાવનજીવનની વૈરાગ્યરસઝરતી
ઝરમર આખાય પર્વતના વાતાવરણને શાંત–ગંભીર વૈરાગ્યમય બનાવી રહી હતી. કેવા
મહાન આદર્શરૂપ છે–એ બંનેના જીવન! ત્રણ કલ્યાણકધામની યાત્રા પ્રસંગે ખરેખર અહીં
જ્ઞાન–વૈરાગ્યભક્તિની ત્રિપુટીનો જીવંત ત્રિવેણીસંગમ થયો હતો....જે આત્માર્થીઓના
જીવનને પાવન કરતો હતો.
આમ ગીરનાર ઉપરનો પ્રથમ દિવસનો કાર્યક્રમ પૂરો થયો....ને બીજે દિવસે સવારના
મોક્ષધામમાં જવા માટે યાત્રિકો કટિબદ્ધ થયા....

PDF/HTML Page 20 of 47
single page version

background image
: મહા : ૨૫૦૧ આત્મધર્મ : ૧૭ :
ગીરનાર યાત્રા –
[ચાલુ]
વીર સં. ૨૪૮૭ ના મહા સુદ ૧૨ ની સવારમાં પાંચમી ટૂંક તરફ યાત્રિકોએ
પ્રસ્થાન કર્યું; નેમનાથપ્રભુ જ્યાંથી પંચમગતિ પામ્યા એવી આ પાંચમી ટૂંકનું વાતાવરણ
દુન્યવી વાતાવરણથી પર છે.....અને જાણે કે સંસારથી જુદી જ જાતનું એવું મોક્ષપદનું
ધામ છે–એમ તે દર્શાવી રહ્યું છે.
સવારમાં પવનના સખત વાવાઝોડાંની વચ્ચે પણ ગુરુદેવ સાથે યાત્રિકોની
વણઝાર પાંચમી ટૂંક તરફ ચાલી...ખરેખર, જિનમાર્ગમાં સંતોની સાથે મોક્ષધામને
સાધવા નીકળેલા આત્માર્થીઓને સંસારના ગમે તેવા વાવાઝોડાં પણ રોકી શકતા
નથી...સૌને એક જ ધૂન હતી કે ગુરુદેવ સાથે સિદ્ધિધામમાં જવું. ઘણા તો વેલાવેલા
પાંચમી ટૂંકે જઈને ગુરુદેવની રાહ જોતા બેઠા હતા...
આખાય ગીરનારનું દ્રશ્ય ખૂબ જ ગૌરવશાળી છે...એ જેવો ઉન્નત છે એવો જ
ભવ્ય છે. બોંતેર કરોડ અને સાતસો મુનિઓની મોક્ષસાધનાનો ઈતિહાસ જેણે પોતાના
ઉદરમાં સમાવી દીધો છે.–એની ગંભીરતાની શી વાત! જ્યાં તીર્થંકરના ત્રણ કલ્યાણક
ઊજવાયા, જ્યાંથી નેમ–રાજુલે જગત સમક્ષ મહાન પવિત્ર આદર્શો રજુ કર્યા, જ્યાં
ધરસેનસ્વામી જેવા અનેક સન્તોએ શ્રુતની સાધના કરી, કુંદકુંદાચાર્ય જેવા સમર્થ
આચાર્યોએ સંઘ સહિત જેની યાત્રા કરીને દિ. જૈનધર્મના જયનાદ ફેલાવ્યા...એવા આ
ગીરનારના ગૌરવની શી વાત! એના ઊંચા ઊંચા શિખરો, ઊંડી ઊંડી ગૂફાઓ, અને
હજારો આમ્રવૃક્ષોથી શોભતા ઉપશાંત વનો ભવિકહૃદયને મુગ્ધ બનાવે છે...તેમાંય
ગુરુદેવ જેવા સંતો સાથે આત્માની ભાવના ભાવતાં ભાવતાં આ ગીરનારનો ખોળો
ખૂંદતા હોઈએ..તે પ્રસંગની ઉર્મિઓની શી વાત! દૂરદૂરથી જ્યારે એ મોક્ષધામ દેખાયું
ત્યારે ખ્યાલ આવ્યો કે આપણે કેટલે ઊંચે જવાનું છે! પરંતુ ગુરુ જેના માર્ગદર્શક હોય...
ગુરુ જેને પોતાની સાથે જ લઈ જતા હોય તે શિષ્યને ઈષ્ટધામમાં પહોંચતાં શી વાર! ને
ગુરુદેવ સાથેના ઉત્સાહમાં થાક પણ શેનો લાગે! થોડી જ વારમાં ગુરુદેવ સાથે પાંચમી
ટૂંકે પહોંચી ગયા. ભગવાનના મોક્ષકલ્યાણકનું આ ધામ! અહીંથી બરાબર ઉપર
(સમશ્રેણીએ) સિદ્ધાલયમાં ભગવાન બિરાજે છે. અહીં ગુરુદેવ સાથે મોક્ષધામ
નીહાળવા માટે ભક્તોની ભીડ અપાર હતી....
પાંચમી ટૂંકે દેરીમાં નેમનાથ પ્રભુના ચરણોની સ્થાપના છે; તથા બાજુમાં