Atmadharma magazine - Ank 377
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 37
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૩૨
સળંગ અંક ૩૭૭
Version History
Version
Number Date Changes
001 Jan 2005 First electronic version.

PDF/HTML Page 2 of 37
single page version

background image
* આત્મામાં ધર્મચક્ર ચાલુ કરો *
દુઃખથી થાકેલો ને અંદરથી ધા નાખતો જિજ્ઞાસુ જીવ
અતીન્દ્રિય આનંદનો તીવ્ર ચાહક બન્યો છે. તેને સંસારનો
કલબલાટ છોડી અંતરમાં આત્મપ્રાપ્તિનું એક જ ધ્યેય છે.
દુનિયાના કોલાહલથી કંટાળેલું તેનું ચિત્ત આત્મશાંતિને
નજીકમાં દેખીને તે તરફ એકદમ ઉલ્લસે છે. જેમ માતાને
તલસતું બાળક માતાને દેખતાં આનંદથી ઉલ્લસે છે ને દોડીને
તેને ભેટી પડે છે, તેમ આત્મા માટે તલસતું મુમુક્ષુનું ચિત્ત
આત્માને દેખીને આનંદથી ઉલ્લસે છે ને જલ્દી અંદરમાં જઈને
તેને ભેટે છે. તે મુમુક્ષુ બીજા જ્ઞાનીઓની અનુભૂતિની વાત
પરમ પ્રીતિથી સાંભળે છે: અહો, આવી અદ્ભુત અનુભૂતિ!–
આમ પરમ ઉત્સાહથી તે પોતાના સ્વકાર્યને સાધે છે. તેના
આત્મામાં ધર્મચક્ર ચાલુ થાય છે.
સાધર્મીઓ! વીરનિર્વાણના આ અઢીહજારવર્ષીય
મહાન ઉત્સવમાં આવી મંગલમય જ્ઞાનદશા પ્રગટ કરીને
આત્મામાં ધર્મચક્ર ચાલુ કરો, ને મહાવીરપ્રભુના માર્ગમાં
આવી જાઓ.
તંત્રી : પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદક : બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૫૦૧ ફાગણ (લવાજમ : છ રૂપિયા) વર્ષ ૩૨ : અંક ૫

PDF/HTML Page 3 of 37
single page version

background image
અમે પંચપરમેષ્ઠીના ભક્ત છીઅ
એક માણસે કોઈ ધર્મી–શ્રાવકને પૂછયું: તમે સાધુને માનો છો?
ધર્મી–શ્રાવકે વિવેકથી કહ્યું: જી! અમે પાંચે પંચપરમેષ્ઠીભગવંતોને
માનીએ છીએ; જે સાધુ પંચપરમેષ્ઠીભગવંતોમાં આવી જતા હોય તેમને જરૂર
માનીએ છીએ...તે પંચપરમેષ્ઠીની પંક્તિમાં છે કે નહીં–તેનો વિચાર તો તમે જ
કરો.
જગતમાં અનંત સિદ્ધભગવંતો, લાખો અરિહંતભગવંતો, તથા કરોડો
મુનિભગવંતો–તેમને જ્ઞાનમાં સ્વીકારીને દરરોજ (પંચનમસ્કારમંત્રદ્વારા)
પરમભક્તિથી તેમને નમસ્કાર કરીએ છીએ.
અરે, પંચપરમેષ્ઠીભગવંતો–અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ,–
તે તો જગતમાં સર્વોત્તમ મંગળરૂપ છે,–એને કોણ ન માને? કોણ ન વંદે? એવો
તે ક્્યો જૈન–બચ્ચો છે–કે જે પંચપરમેષ્ઠીને ન માને! ઈન્દ્રો અને ચક્રવર્તીઓનું
શિર પણ જેમના ચરણે ઝુકી જાય એવા રત્નત્રયવંત ભગવંતો–તેમને ક્્યો
ધર્માત્મા ન આદરે? અહો! તેમના સાક્ષાત્ દર્શનની તો શી વાત! તેમના
નામનું સ્મરણ પણ મંગળરૂપ છે.
અહા, આવા પંચપરમેષ્ઠીપદમાં જે બિરાજતા હોય, એને વળી ‘બીજા
મને માને છે કે નથી માનતા’ એની ચિંતા કેવી? ચૈતન્યપદમાં લીનતા આડે,
બહારમાં ઈંદ્રાદિ કોણ નમે છે! ને કોણ મિથ્યાદ્રષ્ટિઓ નથી નમતા–એ જોવાની
ફૂરસદ જ કોને છે? તે તો નિરપેક્ષ છે; પરંતુ બીજા જીવને તેમનાં ગુણો દેખીને
પ્રમોદ જરૂર આવે છે...ગુણને દેખીને પ્રમોદ ન આવે–એને ધર્મપ્રેમ કેવો? આવા
પંચપરમેષ્ઠી પદ તે તો જગતપૂજ્ય છે, આત્માના પરમ ઈષ્ટ પદ છે. આવા
પંચપરમેષ્ઠીને દેખીને પણ તેમના ચરણોમાં જેનું શિર ન ઝુકે તે જૈન કેવો? તે
મુમુક્ષુ કેવો? જૈન મુમુક્ષુનું હૃદય તો પંચપરમેષ્ઠીને દેખતાં જ તેમના ગુણો પ્રત્યે
પરમભક્તિથી નમી પડે છે: અહો રત્નત્રયના ભંડાર! તમારા જેવા ગુણોની
પ્રાપ્તિ માટે હું તમને નમસ્કાર કરું છું.

PDF/HTML Page 4 of 37
single page version

background image
(સંપાદકીય)
(સમ્યક્ આત્મભાવોની પ્રાપ્તિ એ જ સાચો મહોત્સવ)
અત્યારે આપણે સૌ મહાવીર ભગવાનના નિર્વાણનો
અઢીહજારવર્ષીય મહાનઉત્સવ ઊજવી રહ્યા છીએ. ભગવાનનું ધર્મચક્ર
ભારતમાં ઠેરઠેર પ્રવર્તી રહ્યું છે, ને સમસ્ત જનતા એકમેક થઈને
અત્યંત ઉત્સાહથી તેનું સ્વાગત કરી રહી છે.
અહા, જગતને હિતકારી એવો ધર્મોપદેશ દેતાદેતા, ને ચૈતન્યના
અપરંપાર મહિમાને પ્રસિદ્ધ કરતા–કરતા વીરનાથપ્રભુ જ્યારે ધર્મચક્ર
સહિત આ ભરતક્ષેત્રમાં વિચરતા હતા...તેની થોડીક ઝાંખી અત્યારે થઈ
રહી છે. આપણે પણ પ્રભુના શાસનમાં છીએ, ને પ્રભુએ ચલાવેલું
ધર્મચક્ર આજે પણ ચાલી રહ્યું છે.
પ્રભુના ધર્મચક્રનો ઉત્સવ ઉજવતાં આપણી,–સૌ જૈનોની મુખ્ય
જવાબદારી એ છે કે આપણા ભગવાનનો ઉત્સવ ઉજવતાં આપણા
સૌમાં વીતરાગભાવની જ વૃદ્ધિ થાય; ઉત્સવને લગતા વર્ષભરના
કાર્યક્રમોમાં કે પ્રચારમાં એવું કાંઈ ન થાય કે જેથી ક્્યાંય કલેશ થાય;
–અપિ તુ જુની કોઈ કટુતા હોય તો તે પણ દૂર થઈને, પરસ્પર પ્રેમ–
વાત્સલ્ય વધે એમ કરીને આપણે સૌએ ઉત્સવને શોભાવવાનો છે.
વીરનાથના શાસનમાં રહેલા આપણા સૌનો ઉદ્દેશ એક જ છે–
પછી કલેશનું કારણ જ ક્્યાં છે? જાગૃત રહો–કે આપણે ભગવાનનો
ઉત્સવ ઉજવીને તેમના માર્ગે જવાનું છે. આપણે સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રવડે ભગવાનના માર્ગમાં જેટલા ચાલીશું તેટલી જ ઉત્સવની
સફળતા થશે. ઉત્સવમાં લાખો માણસો કે કરોડો રૂપિયા ભેગા થાય
એના કરતાં બે–પાંચ વ્યક્તિ પણ સમ્યક્ ભાવોને પ્રાપ્ત કરે તે વધુ
મહત્ત્વનું છે. ‘સમ્યક્ આત્મભાવોની પ્રાપ્તિ–એ જ મહાવીરનો સાચો
મહોત્સવ છે’–આ મહત્ત્વના મંત્રને સામે રાખીને આપણે ભગવાનનો
ઉત્સવ ઉજવીએ.
જય મહાવીર.

PDF/HTML Page 5 of 37
single page version

background image
: ૨ : આત્મધર્મ : ફાગણ : ૨૫૦૧
(સમ્યક્ત્વ–લેખમાળા લેખાંક ૯)
સમ્યક્ત્વ માટે મુમુક્ષુ જીવનું જીવન કેવું હોય? સમ્યક્ત્વની
ભાવના વખતે અંદર કેવા ભાવો હોય? ને સમ્યક્ત્વ પછી કેવું
સુંદર જીવન હોય? તે સંબંધી આઠ વિવિધ લેખોનું સમ્યક્ત્વ–
લેખમાળામાં સંકલન કરવામાં આવ્યું છે. આ સંકલન દરેક
જિજ્ઞાસુઓને ખૂબ જ ગમ્યું છે. પ્રથમના આઠ લેખો આત્મધર્મમાં
તેમ જ ‘સમ્યગ્દર્શન’–પુસ્તકના પાંચમા ભાગમાં છપાઈ ગયા છે.
ત્યારપછીના બીજા આઠ લેખો અહીં આપવામાં આવશે. (સં.)
* * * * *
આત્મસન્મુખ થયેલ જીવને પહેલે જ ધડાકે રાગનાં પોષક એવા કુદેવ–કુગુરુનું
સેવન અંતરથી છૂટી જાય છે, એટલે તેને ગૃહીત–મિથ્યાત્વ છૂટી ગયેલ હોય છે; અને
સાચા દેવ–ગુરુ–ધર્મ કે જેઓ આત્માની સાચી શાંતિનો માર્ગ બતાવે છે તે તેને ગમી
જાય છે, એટલે જ્ઞાનમાં તેમના સ્વરૂપનો બરાબર નિર્ણય કરીને તેમના પ્રત્યે અર્પણતા
કરી હોય છે. નવ તત્ત્વના ભિન્ન ભિન્ન ભાવોને જેમ છે તેમ વિચારે છે; શુભરાગ વગેરે
બંધભાવને નિર્જરામાં ખતવતો નથી, તેમજ તેને સમ્યગ્દર્શનાદિ–સંવર–નિર્જરાનું કારણ
માનતો નથી; એ રીતે નવતત્ત્વ જેમ છે તેમ બરાબર જ્ઞાનમાં જાણે છે.
જે જિજ્ઞાસુને પાંચે ઈન્દ્રિયોના વિષયોમાંથી સુખબુદ્ધિ ઘટી ગયેલ હોય છે, ને
આત્માના સુખનો રંગ લાગેલ હોય છે. માંસ–મધ–ઈંડા કે દારૂને તો તે અડતો પણ નથી,
ને જુગાર–સિનેમા–રાત્રિભોજન વગેરે તીવ્રપાપથી પણ તે દૂર રહે છે. અરે, જેમાં
શાંતિની ગંધ પણ નથી એવા નિષ્પ્રયોજન પાપકાર્યો તે શાંતિના ચાહક જીવને કેમ
ગમે? સત્સમાગમ, વીતરાગની પૂજા–ભક્તિ, આત્મશાંતિના પોષક ગ્રંથોનું વાંચન,
મનન તેને ખૂબ ગમે છે. તેમાં જે શુભપરિણામ થાય છે તેને અને તે વખતના
જ્ઞાનરસના ઘોલનને તે જુદા–જુદા ઓળખે છે; તેમાંથી તે રાગના ભાગને ધર્મનું સાધન
માનતો નથી; તે રાગ

PDF/HTML Page 6 of 37
single page version

background image
: ફાગણ : ૨૫૦૧ આત્મધર્મ : ૩ :
સિવાયનો જ્ઞાનરસ કેવો છે, તે જ્ઞાની પાસેથી તથા શાસ્ત્રથી સમજીને પોતાના વેદનથી
તેનો નિર્ણય કરે છે.
જ્ઞાનીની અનુભૂતિ–અનુસાર ભેદજ્ઞાનના અભ્યાસ વડે વારંવાર પોતાના
નિર્ણયને ઘૂંટે છે, તેનો રસ વધતો જાય છે, અને બહારની બીજી વાતમાંથી રસ ઓછો
થતો જાય છે.–આ રીતે મોહનું જોર તૂટતું જાય છે ને જ્ઞાનનું જોર વધતું જાય છે. આ
પ્રકારે પરિણામને બીજા કાર્યોમાંથી નિવૃત્ત કરીકરીને અંતરમાં ભેદજ્ઞાનની સ્ફુરણા કરતો
જાય છે. જેમકે, હું એક શુદ્ધજ્ઞાયક છું; મારા જ્ઞાયકતત્ત્વની પરિણતિ પણ જ્ઞાનરૂપ છે;
તેમાં દ્રવ્યકર્મ–ભાવકર્મ કે નોકર્મ નથી. હું અસંખ્યપ્રદેશે ભરેલા મારા અનંતગુણથી
સ્વતંત્ર છું; હું મારા દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવથી પૂરો છું અને પરવસ્તુના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–
ભાવની સાથે મારે કાંઈ સંબંધ નથી,–હું તથા પરદ્રવ્ય બધાય સ્વતંત્ર છીએ તેથી
પરદ્રવ્યનું કાંઈ કરી શકું નહીં, તેમજ પરદ્રવ્ય મને કાંઈ લાભ કે નુકશાન કરી શકે નહીં.
–આવી સમજણને લીધે તેને પરપ્રત્યે નિરપેક્ષવૃત્તિ હોય છે, એટલે પરમાં રાગ–દ્વેષ કે
ક્રોધ–માનાદિ કષાયોનો રસ ઘણો જ ઘટી ગયેલ હોય છે, તેને બહારના કાર્યોમાં હઠાગ્રહ
રહેતો નથી પણ સમાધાન કરતો હોય છે, તેથી તેને આકુળતા ઓછી થાય છે; પોતાના
જોરને તે ચૈતન્ય તરફ જ કેન્દ્રિત કરવા મથે છે.
આ પ્રમાણે આત્માનું સ્વરૂપ જ્ઞાની પાસેથી જાણીને વારંવાર અભ્યાસ કરીને
આત્માનો મહિમા દ્રઢ કરતો જાય છે અને પછી તેના જ ધ્યાનમાં એકાગ્રચિત્તે આત્માનો
વારંવાર અભ્યાસ કરતાં–કરતાં આત્મામાં લીન થવાની તલપ લાગે છે. અન્ય
નિષ્પ્રયોજન વિચારોથી દૂર ખસીને એક આત્મા સંબંધી જ ચિંતનમાં તે ઊંડો ઊતરે છે.
હજી ગુણ–ગુણીના ભેદના વિકલ્પ છે, પણ તે વિકલ્પથી જુદું જ્ઞાન લક્ષમાં લીધું છે એટલે
વિકલ્પમાં અટકવા માંગતો નથી, પણ વિકલ્પથી પાર એવા જ્ઞાનનો સ્વાદ લેવા માંગે
છે.–આ રીતે તે જીવ જ્ઞાનસ્વભાવને આંગણે આવ્યો છે. હજી નિર્વિકલ્પ સ્વસંવેદન
થયેલ નથી, પણ સ્વભાવમાં જવા માટે પુરુષાર્થ તૈયાર થવા માંડયો છે. રાગ કરતાં
જ્ઞાન તરફનું જોર વધતું જાય છે. આવો વારંવાર પુરુષાર્થ કરતાં આત્મમહિમાનો
ચૈતન્યરસ જ્યારે પરાકાષ્ટાએ પહોંચે છે ત્યારે તેનો ઉપયોગ સૂક્ષ્મ વિકલ્પથી પણ
એકાએક જુદો પડીને, ઈન્દ્રિયાતીત અંર્ત–સ્વભાવમાં અભેદ થાય છે એટલે કે નિર્વિકલ્પ
થઈ જાય છે. આવી નિર્વિકલ્પ અનુભવદશાપૂર્વક ભગવાન આત્માનું સમ્યગ્દર્શન થાય
ત્યારે તેની સાથે કોઈ અપૂર્વ આનંદ ને અપાર શાંતિ વેદાય છે. બસ, ત્યારથી તે જીવ
મોક્ષમાર્ગમાં દાખલ થઈ જાય છે.
અહા, એ દશા ધન્ય છે........કૃત્યકૃત્ય છે;
એ દશાવાળા આરાધક જીવો વંદનીય છે.

PDF/HTML Page 7 of 37
single page version

background image
: ૪ : આત્મધર્મ : ફાગણ : ૨૫૦૧
હવે સમ્યગ્દર્શન થયા પછી તેની રહેણી–કરણી
તથા વિચારધારા કેવા પ્રકારની હોય તે જોઈએ–
જ્યારે જીવને સમ્યગ્દર્શન થાય છે ત્યારે, તેને પૂર્વમાં કોઈ વખત ન આવ્યો હોય
તેવો અપૂર્વ આનંદ પ્રગટે છે. આત્માનો અનુભવ થતાં પોતાને અને પરને બરાબર જુદા
જાણે છે, અને પોતાના પરથી જુદાપણાની પ્રતીત તેને ચોવીસે કલાક રહે છે. તે જગતના
પરજ્ઞેયોને પણ પહેલાંં કરતાં અપૂર્વ રીતે દેખે છે, કેમકે પરને ખરેખર પરરૂપે પહેલાંં કદી
જાણ્યું ન હતું; હવે પરમાં મારાપણાની ભ્રાન્તિ ટળી ગયેલ હોય છે, તેથી પરને જાણતાં
છતાં તેનાથી વિરક્ત રહે છે; તે પરભાવનો કર્તા થતો નથી પણ તેનાથી ભિન્ન ચેતનાવડે
જ્ઞાતા જ રહે છે, ચૈતન્યસુખનો સ્વાદ ચાખી લીધો હોવાથી હવે પરમાં ક્્યાંય સુખબુદ્ધિ
કે ઈષ્ટપણાની બુદ્ધિ સ્વપ્નેય થતી નથી. તે સ્વસમય અને પરસમયને બરાબર
અનુભવસહિત જુદા જાણે છે, તેને કેવળજ્ઞાનનું બીજ પ્રગટી ગયેલ છે, અતીન્દ્રિય
આનંદના અંકૂરા પણ ફૂટયા છે; તેની દ્રષ્ટિમાં આખા આત્માનો સ્વીકાર થઈ ગયો છે;
તેને અનંત ગુણોના નિર્મળ અંશથી ભરેલી અનુભૂતિ નિરંતર વર્તે છે. હજી જેટલી
અધૂરાશ કે રાગ–દ્વેષ બાકી છે તેને પણ જ્ઞાની પોતાનો અપરાધ જાણે છે. રાગને જાણવા
છતાં જ્ઞાન રાગથી જુદું જ રહે છે. બહારમાં તેની રહેણી–કરણી યથાપદવી હોય છે. જેમકે
વીતરાગ પરમાત્મા તથા નિર્ગ્રંથગુરુઓના સ્વરૂપની ઓળખાણ, તેમનું બહુમાન,
જિનવાણીની સ્વાધ્યાય, ધર્માત્મા–સાધર્મીઓ પ્રત્યે પ્રેમ, વારંવાર આત્મસ્વરૂપનું મનન
તેને હોય છે; તેમજ ગૃહકાર્ય તથા વેપાર–ધંધા કે રાજપાટ વગેરે સંબંધી બહારના
કાર્યોમાં પણ જોડાયેલ હોય છે, તે સંબંધી અશુભપરિણામો પણ થાય છે–પણ તેમાં
અનંતરસ હોતો નથી. બહારનાં કાર્યો તો, અજ્ઞાનીના તથા સમ્યગ્દ્રષ્ટિના સ્થૂળપણે
સરખાં લાગે, પણ અંતરના અભિપ્રાયમાં તથા પરિણામના રસમાં તે બંનેમાં ઘણો જ
આંતરો હોય છે.
અજ્ઞાનીને ચૈતન્યસુખના સ્વાદની તો અનુભૂતિ થઈ નથી, એટલે ક્્યાંય બીજે તે
સુખ માને છે; અને જ્યાં સુખ માને ત્યાં આત્મબુદ્ધિ કરે જ; એટલે અજ્ઞાની દેહ તે હું,
પરનાં કાર્ય હું કરું છું તથા પરમાંથી સુખ આવે છે–એમ ભ્રમથી સમજતો હોય છે. પણ
જ્ઞાનીને તે ભ્રમણા સર્વથા છૂટી ગઈ હોવાથી તેના અંતરંગ આચરણમાં એક મોટો ફેર
પડી ગયો હોય છે–કે જે બાહ્યદ્રષ્ટિથી દેખાય તેવો નથી. જ્ઞાનીને સ્વરૂપના અસ્તિત્વનું
બરાબર જ્ઞાન હોવાથી તે પોતાને પોતાપણે, અને પરને પરસ્વરૂપે બરાબર જાણે છે.
તેથી

PDF/HTML Page 8 of 37
single page version

background image
: ફાગણ : ૨૫૦૧ આત્મધર્મ : ૫ :
પર સાથે એકત્વબુદ્ધિનું બંધન તો તેને થતું જ નથી. ચારિત્ર અપેક્ષાએ જેટલા રાગ–દ્વેષ
છે તેટલું બંધન થાય છે, પણ તે અલ્પ છે, તેનાથી અનંત સંસાર વધતો નથી. જ્યારે
અજ્ઞાનીને શુભભાવ હોય તોય તે રાગથી ભિન્ન ચૈતન્યને જ જાણતો હોવાથી તેને
મિથ્યાત્વને લીધે અનંત સંસાર ઊભો છે.
ચોથા ગુણસ્થાને જીવને એકવાર શુદ્ધોપયોગપૂર્વક સ્વરૂપનું વેદન થઈ ગયેલ છે,
તે તેને ભૂલાતું નથી; અરે ફરીફરી તેવા નિર્વિકલ્પ ઉપયોગ માટે તેને ભાવના રહ્યા કરે
છે, તથા ક્્યારે સંસારથી વિરક્ત થઈને મુનિ થાઉં અને સ્વરૂપમાં લીન થઈને પૂર્ણ
સુખમય બની જાઉં–એવી અંતરંગભાવના નિરંતર હોય છે. સર્વજ્ઞ–સ્વભાવનો અને
વસ્તુમાં ક્રમબદ્ધ–પરિણમનનો પણ તેને બરાબર નિર્ણય વર્તે છે. જ્યાંસુધી પૂર્ણપદ ન
પમાય ત્યાંસુધી ભેદજ્ઞાન ચાલુ છે, અને પૂર્ણતાના લક્ષે ઊપડ્યો છે તેની સાધના ચાલુ
છે, તે થોડાક વખતમાં પૂર્ણપદને જરૂર પામશે જ.–સમ્યગ્દર્શનનો આ પ્રતાપ છે.
जय सम्यग्दर्शन
આત્મમસ્ત ધર્મી જીવ....
....તાકો વંદના હમારી હૈ
ધર્મીજીવ અંતરઅનુભવથી પોતાના સ્વભાવને દેખીને પરમ પ્રસન્ન
થાય છે...ચૈતન્યના અનુભવની ખુમારી એના ચિત્તને બીજે ક્્યાંય લાગવા
દેતી નથી. સ્વાનુભવના શાંતરસથી તે તૃપ્ત–તૃપ્ત છે; ચૈતન્યના આનંદની
મસ્તીમાં તે એવા મસ્ત છે કે હવે બીજું કાંઈ કરવાનું રહ્યું નથી...હું જ જ્ઞાન–
દર્શન–ચારિત્ર છું, હું જ મોક્ષ છું, હું જ સુખ છું; મારો સ્વભાવ વૃદ્ધિગત જ
છે, પરભાવનો મારામાં પ્રવેશ નથી. હું મારા ચૈતન્યવિલાસસ્વરૂપ છું.
ચૈતન્યમાં બીજા કોઈની ચિન્તા નથી. એકત્વ ચૈતન્યના ચિન્તનમાં પરમ
સુખ છે. સર્વ સુખ–સંપત્તિનો નિધાન એવો હું છું. મારા સ્વરૂપને દેખીદેખીને
જો કે પરમ તૃપ્તિ અનુભવાય છે, તોપણ એ અનુભવની કદી તૃપ્તિ થતી નથી,
–એમાંથી બહાર આવવાની વૃત્તિ થતી નથી. સ્વરૂપનો બધો મહિમા
સ્વાનુભવમાં સમાય છે.–આવી જેની અનુભવદશા...તે જીવ ધર્મી...
– ताको वन्दना हमारी है।

PDF/HTML Page 9 of 37
single page version

background image
: ૬ : આત્મધર્મ : ફાગણ : ૨૫૦૧
(નવીન સ્વાધ્યાય: પાહુડ–દોહા)
(૩)

૬૭. તું ગુણનિલય આત્માને છોડીને ધ્યાનમાં અન્યને ધ્યાવે છે, પરંતુ હે મૂર્ખ! જે
અજ્ઞાનથી મિશ્રિત છે તેમાં કેવળજ્ઞાન ક્્યાંથી હોય?
૬૮. કેવળ આત્મદર્શન તે જ પરમાર્થ છે, બીજું બધું વ્યવહાર છે. ત્રણલોકનો જે સાર
છે એવા એક આ પરમાર્થને જ યોગિઓ ધ્યાવે છે.
૬૯. આત્મા જ્ઞાનદર્શનમય છે, બીજી બધી તો જંજાળ છે;–આમ જાણીને હે
યોગીજનો! તમે માયાજાળને છોડો.
૭૦. જગતિલક આત્માને છોડીને પરદ્રવ્યમાં રમે છે,...તો શું મિથ્યાદ્રષ્ટિ ને માથે
શીંગડા હોતાં હશે? (–શ્રેષ્ઠ આત્માને છોડીને પરમાં રમણતા કરે છે તે
મિથ્યાદ્રષ્ટિ જ છે.)
૭૧. હે મૂઢ! જગતિલક આત્માને છોડીને તું અન્ય કોઈનું ધ્યાન ન કર.–જેણે
મરકતમણિને જાણી લીધો તેને શું કાચની કાંઈ કિંમત છે?
૭૨. હે વત્સ! શુભપરિણામથી ધર્મ (–પુણ્ય) થાય છે, અને અશુભપરિણામથી
અધર્મ (–પાપ) થાય છે; (–એ બંનેથી તો જન્મ થાય છે.) પણ એ બંનેથી
વિવર્જિત જીવ ફરીને જન્મ ધારણ કરતો નથી,–મુક્તિ પામે છે.
૭૩. હે યોગી! કર્મો તો સ્વયં ભેગાં થાય છે ને વળી વિખૂટા પડી જાય છે
(–ક્ષણભંગુર છે,)–એમ નિઃશંક જાણ.–શું ચંચળ સ્વભાવના પથિકોથી તે ક્્યાંય
ગામ વસતું હશે? (પથિકો તો રસ્તામાં ભેગા થાય ને છૂટા પડે, તેમનાથી કાંઈ
ગામ વસે નહિ, તેમ સંયોગ–વિયોગરૂપ એવા ક્ષણભંગુર પુદ્ગલ કર્મોવડે
ચૈતન્યનું નગર વસે નહિ. આત્માને એ કર્મોના સંયોગ–વિયોગથી ભિન્ન જાણો.
૭૪. હે જીવ! જો તું દુઃખથી બીતો હો તો અન્યને જીવ ન માન (અન્ય જીવને
તારાથી ભિન્ન જાણ), અને અન્યનું ચિંતન ન કર. કેમકે તલનાં ફોતરાં જેટલું
પણ શલ્ય જરૂર વેદના કરે છે.
૭૫. જેમ સૂર્ય ઘોર અંધકારને નિમિષમાત્રમાં નષ્ટ કરી નાંખે છે, તેમ આત્માની
ભાવના વડે પાપો એકક્ષણમાં નષ્ટ થઈ જાય છે.

PDF/HTML Page 10 of 37
single page version

background image
: ફાગણ : ૨૫૦૧ આત્મધર્મ : ૭ :
૭૬. હે યોગી! જેના હૈયામાં જન્મ–મરણથી રહિત એવા એક પરમ દેવ નિવાસ કરે છે
તે પરલોકને (–સિદ્ધપદને) પામે છે.
૭૭. જે જીવ, પુરાણા કર્મોનો ક્ષય કરે છે, અભિનવ કર્મોને આવવા નથી દેતો, અને
પરમ નિરંજનતત્ત્વને નમે છે, તે જીવ પરમાત્મા થઈ જાય છે.
૭૮. આત્મા જ્યાંસુધી નિર્મળ થઈને પરમ નિરંજનસ્વરૂપને નથી જાણતો ત્યાંસુધી જ
તે પાપરૂપ પરિણમે છે ને ત્યાંસુધી જ કર્મોને બાંધે છે.
૭૯. આત્મા જ ઉત્કૃષ્ટ નિરંજન દેવ છે; આત્મા જ દર્શન–જ્ઞાન છે; આત્મા જ સાચો
મોક્ષપંથ છે;–એમ હે મૂઢ! તું જાણ.
૮૦. લોકો કુતીર્થમાં ત્યાંસુધી પરિભ્રમણ કરે છે, અને ધૂર્તતા ત્યાંસુધી કરે છે,–કે જ્યાં
સુધી ગુરુના પ્રસાદથી તેઓ દેહમાં જ રહેલા દેવને નથી જાણતા.
૮૧. હે જીવ! ત્યાંસુધી જ તું લોભથી મોહીત થઈને વિષયોમાં સુખ માને છે–કે જ્યાં
સુધી ગુરુપ્રસાદથી અવિચલ બોધને નથી પામતો.
૮૨. જેનાથી વિબોધ (ભેદજ્ઞાન) ઉત્પન્ન ન થાય–એવા ત્રણલોક સંબંધી જ્ઞાનવડે
પણ જીવ બહિરાત્મા જ રહે છે, અને તેનું પરિણામ અસુંદર છે,–સારૂં નથી.
૮૩. આત્મા અને કર્મ વચ્ચે ભેદજ્ઞાનની દ્રઢ રેખા દોરવી જોઈએ, અર્થાત્ જેવું ભણ્યો
તેવું કરવું જોઈએ; અને ચિત્તને જ્યાં–ત્યાં ભમાડવું ન જોઈએ,–આમ કરે તેને
આત્મામાંથી કર્મ દૂર થઈ જાય છે.
૮૪. જે વિદ્વાન આત્માનું વ્યાખ્યાન કરે છે પણ પોતાનું ચિત્ત તેમાં જોડતો નથી, તો
તેણે અનાજનાં કણ છોડીને ઘણાં ફોતરાં ભેગાં કરવા જેવું કર્યું.
૮૫. પંડિતોમાં હે પંડિત એવા હે પંડિત! જો તું ગ્રંથ અને તેના અર્થોમાં જ સંતોષાઈ
ગયો છે અને પરમાર્થ–આત્માને જાણતો નથી તો તું મૂર્ખ છો; તેં કણને છોડીને
ફોતરાં જ કૂટયા છે.
૮૬. જે મોક્ષના સાચા કારણને તો જાણતો નથી, અને માત્ર અક્ષરના જ્ઞાનવડે જ
ગર્વિત થઈને ફરે છે તે તો, જેમ વંશ વગરનો વૈશ્યાપુત્ર જ્યાં–ત્યાં હાથ
લંબાવીને ભીખ માંગતો ભટકે,–તેના જેવો છે.
૮૭. હે વત્સ! બહુ પઢવાથી શું છે? તું એવી જ્ઞાનચિનગારી પ્રગટાવતાં શીખ–કે જે
પ્રજ્વલિત થતાં જ પુણ્ય અને પાપને ક્ષણમાત્રમાં ભસ્મ કરી નાંખે.
૮૮. સૌ કોઈ સિદ્ધત્વને માટે તરફડે છે; પણ તે સિદ્ધત્વની પ્રાપ્તિ ચિત્તની નિર્મળતા
વડે થાય છે.
૮૯. મલ રહિત એવા કેવળી અનાદિ સ્થિત છે, તેમના અંતરમાં (જ્ઞાનમાં) સમસ્ત
જગત સંચાર કરે છે, પરંતુ તેનાથી

PDF/HTML Page 11 of 37
single page version

background image
: ૮ : આત્મધર્મ : ફાગણ : ૨૫૦૧
બહાર કોઈ પણ જઈ શકતું નથી.
૯૦. આત્મા આત્મામાં જ પરિસ્થિત થતાં તેને કંઈ લેપ લાગતો નથી, અને તેને જે
કાંઈ મહાન દોષ હોય તે પણ બધા છેદાઈ જાય છે.
૯૧. હે યોગી! યોગ લઈને પછી જો તું ધંધામાં નહિ પડ, તો જેમાં તું રહે છે તે દેહરૂપ
કૂટિરનો ક્ષય થઈ જશે, ને તું તો અક્ષય રહીશ.
૯૨. અરે મનરૂપી હાથી! તું ઈંદ્રિયવિષયના સુખોમાં રતિ ન કર. જેનાથી નિરંતર
સુખ ન થાય તેને તું ક્ષણમાત્રમાં છોડી દે.
૯૩. ન રાજી થા, ન રોષ કર, ન ક્રોધ કર. ક્રોધથી ધર્મનો નાશ થાય છે; ધર્મના
નાશથી નરકગતિ થાય છે, અને મનુષ્યજન્મ નિષ્ફળ જાય છે.
૯૪. સાડાત્રણ હાથની દેરીમાં સંત–નિરંજન વસે છે; બાલજીવો તેમાં પ્રવેશ કરી
શકતા નથી; તું નિર્મળ થઈને તેને ગોત.
૯૫. મનને સહસા પાછું વાળી લેતાં આત્મા અને પરની ભેળસેળ થતી નથી, પરંતુ
જેનામાં આટલીયે શક્તિ નથી–તે મૂર્ખ યોગી શું કરશે?
૯૬. યોગી જે નિર્મળ જ્યોતિને જગાવે છે તે યોગ છે; પણ જે ઈંદ્રિયોને વશ થઈ જાય
છે તે તો શ્રાવકલોક છે.
૯૭. હે જીવ! તું ઘણું પઢયો....પઢી–પઢીને તાળવુ પણ સુકાઈ ગયું,–છતાં તું મૂર્ખ જ રહ્યો.
–એના કરતાં તો તે એક જ અક્ષરને પઢ કે જેનાથી શિવપુરીમાં ગમન થાય.
૯૮. શ્રુતિઓનો પાર નથી, કાળ થોડો છે, અને આપણે મંદબુદ્ધિ છીએ; તેથી એટલું
જ શીખવા યોગ્ય છે કે જેનાથી જન્મ–મરણનો ક્ષય થાય.
૯૯. નિર્લક્ષણ (ઈંદ્રિયગ્રાહ્ય લક્ષણોથી પાર), સ્ત્રીથી રહિત, અને જેને કોઈ કૂળ નથી
–એવો આત્મા મારા મનમાં વસી ગયો છે; તે કારણે હવે, ઈંદ્રિયવિષયોમાં
સંસ્થિત મારું મન ત્યાંથી પાછું વળી ગયું છે.
૧૦૦. હું સગુણ છું, અને મારા પિયુ તો નિર્ગુણ, નિર્લક્ષણ તથા નિઃસંગ છે; તેથી, તે
એક જ અંગમાં વસતાં હોવા છતાં એકબીજાના અંગે–અંગનું મિલન નથી થતું.
(રજોગુણ–તમોગુણ વગેરે ગુણવાળી વિકારી પર્યાય, અને શુદ્ધ આત્મ–પિયુ–એ
બંને એક વસ્તુમાં રહેતાં હોવા છતાં તેમને એકરૂપતા થતી નથી.–આવો ભાવ
સમજાય છે.

PDF/HTML Page 12 of 37
single page version

background image
: ફાગણ : ૨૫૦૧ આત્મધર્મ : ૯ :
અપૂર્વ શાંતિ પામવા
(લેખાંક ત્રીજો)
દુનિયામાં ક્્યાંય શાંતિ–ખરેખરી શાંતિ હોય તો તે
આત્મામાં જ છે, ને આત્માને જાણવાથી જ તેનું વેદન થાય છે.
જિનમાર્ગી સન્તો આવી અપૂર્વ શાંતિને પામ્યા છે, ને એવી
શાંતિના પિપાસુ ભવ્યજીવોને કહે છે કે તમે પણ અપૂર્વ શાંતિ
પામવા માટે આત્માને ઓળખો. આત્માની ઓળખાણ કરાવનારું
સુગમ શાસ્ત્ર ‘સમાધિશતક’ તેનાં પ્રવચનોનું દોહન આપ વાંચી
રહ્યા છો.
(– સં)

જે જીવ બાહ્યદ્રષ્ટિવાળો અવિદ્ધાન છે, ચેતન અને જડની ભિન્નતાનું જેને ભાન
નથી, તે નરદેહમાં રહેલા આત્મને નર માને છે; એ જ પ્રમાણે તિર્યંચ શરીરમાં રહેલા
આત્માને તિર્યંચ માને છે, દેવશરીરમાં રહેલા આત્માને દેવ માને છે, તથા નારકશરીરમાં
રહેલા આત્માને નારક માને છે; પરંતુ આત્મા તો તે દેહથી જુદો અનંતાનંત જ્ઞાનાદિ
શક્તિસંપન્ન, સ્વસંવેદ્ય અચલ સ્થિતિવાળો છે, તેને તે જાણતો નથી. શરીર તો ટૂંકી
મુદતવાળું જડ છે, ને આત્મા તો સળંગ સ્થિતિવાળો ચૈતન્યશક્તિસંપન્ન છે,–એમ બંનેની
ભિન્નતાને અજ્ઞાની ઓળખતો નથી. એ પ્રમાણે ચિદાનંદશક્તિસંપ
ન્ન આત્માને જે
ઓળખતો નથી તે ભલે શાસ્ત્રો ભણેલો મોટો વિદ્ધાન ગણાતો હોય તો પણ ખરેખર તે
અવિદ્વાન જ છે, ચૈતન્યવિદ્યાની તેને ખબર નથી. જ્ઞાની તો પોતાને દેહથી ભિન્ન, એક
ચૈતન્યભાવરૂપે જ સદા અનુભવે છે.
દેહથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ જીવને જે ઓળખતો નથી તે, હાથીનું શરીર જુએ
ત્યાં ‘આ જીવ હાથી છે’ એમ આત્માને જ હાથી વગેરે તિર્યંચરૂપે માને છે; દેવ શરીરમાં
આત્મા રહ્યો ત્યાં, આત્મા જ જાણે કે દેવશરીરરૂપે થઈ ગયો–એમ તે અજ્ઞાની માને છે;
અને એ જ પ્રમાણે મનુષ્ય કે નારકશરીરમાં રહેલા આત્માને, મનુષ્ય કે નારકીરૂપ માને

PDF/HTML Page 13 of 37
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : ફાગણ : ૨૫૦૧
છે; પણ આત્મા તો અરૂપી, જ્ઞાન–આનંદસ્વરૂપ છે, એમ તે અજ્ઞાની જાણતો નથી.
આત્મા તો દેહથી તદ્ન ભિન્ન છે; જુદાજુદા શરીરો ધારણ કરવા છતાં આત્મા પોતાના
ચૈતન્યસ્વરૂપે જ રહ્યો છે, ચૈતન્યસ્વરૂપથી છૂટીને જડરૂપ કદી થયો જ નથી.











આત્મા પોતે તો જ્ઞાનસ્વરૂપ જ છે, તે કાંઈ મનુષ્ય વગેરે દેહરૂપે થયો નથી.
મનુષ્ય–તિર્યંચ–દેવ–નારક એવાં નામ તો આ શરીરના સંયોગથી છે; કર્મની ઉપાધિથી
રહિત આત્માના સ્વરૂપને જુઓ તો તે જ્ઞાન–આનંદસ્વરૂપ જ છે; મનુષ્ય વગેરે શરીર કે
તેની બોલવા–ચાલવાની ક્રિયા તે કાંઈ આત્મા નથી, તે તો અચેતન જડની રચના છે.
દેહથી ભિન્ન, અનંત ચૈતન્યશક્તિસંપન્ન અરૂપી આત્મા છે, તે આંખ વગેરે ઈન્દ્રિયોથી
દેખાતો નથી, તે તો અંતરના અતીન્દ્રિય સ્વસંવેદનથી જ જણાય છે.
દેહાદિથી ભિન્ન ચિદાનંદસ્વરૂપ આત્મા શ્રીગુરુએ બતાવ્યો છે; તે સ્વરૂપને જે
સમજે તેને શ્રીગુરુ પ્રત્યે બહુમાનનો યથાર્થ ભાવ આવે છે કે અહો! ચિદાનંદસ્વરૂપ
આત્મા શ્રીગુરુએ મને પરમ અનુગ્રહ કરીને બતાવ્યો. પોતાને સ્વસંવેદન થાય ત્યારે
જ્ઞાની–ગુરુની ખરી ઓળખાણ થાય અને તેમના પ્રત્યે ખરી ભક્તિ આવે. શુભરાગવડે
પણ ચિદાનંદસ્વરૂપ આત્મા ઓળખાય તેવો નથી, અને પોતાના આત્માને ઓળખ્યા
વગર સામા આત્માની ઓળખાણ પણ થાય નહિ.

PDF/HTML Page 14 of 37
single page version

background image
: ફાગણ : ૨૫૦૧ આત્મધર્મ : ૧૧ :
સમ્યગ્દ્રષ્ટિ–અંતરાત્મા પોતાના આત્માને દેહાદિથી ભિન્ન એવો જાણે છે કે હું તો
અનંત જ્ઞાન અને આનંદ શક્તિથી ભરેલો છું, મારા જ્ઞાનાનંદસ્વરૂપમાં હું અચલ છું,
મારા જ્ઞાનાનંદસ્વરૂપથી હું કદી ચ્યુત થતો નથી. આવા જ્ઞાનાનંદસ્વરૂપની જે સમ્યક્શ્રદ્ધા
અને જ્ઞાન થયું તેનાથી ડગાવવા હવે જગતની કોઈ પ્રતિકૂળતા સમર્થ નથી;
જ્ઞાનસ્વરૂપના આશ્રયે જે સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન થયા તે હવે આત્માના જ આશ્રયે અચલ
ટકી રહે છે, કોઈ સંયોગના કારણે શ્રદ્ધા–જ્ઞાન ચલાયમાન થતા નથી. આવા
સ્વસંવેદનથી આત્મના વાસ્તવિક સ્વરૂપની ઓળખાણ કરવી તે બહિરાત્મપણાથી
છૂટવાનો ને અંતરાત્મા (ધર્માત્મા) થવાનો ઉપાય છે, અને પછી આત્માના
ચૈતન્યસ્વભાવમાં લીન થઈને પોતે પરમાત્મા બની જાય છે.
આત્મા ચૈતન્યસ્વરૂપ છે, ને આ દેહ તો જડ છે, આત્મા અને શરીર એક
જગ્યાએ સાથે રહેલા હોવા છતાં બંનેના પોતપોતાના ભાવો જુદા છે, એટલે ભાવે
ભિન્નતા છે. જેમ એક કષાઈ જેવો જીવ અને બીજો સજ્જન–એ બંને એક ઘરમાં ભેગા
રહ્યા હોય, પણ બંનેના ભાવો જુદા જ છે; તેમ આ લોકમાં જડ શરીરાદિ અને આત્મા
એકક્ષેત્રે રહ્યા હોવા છતાં બંનેના ભાવો તદ્ન જુદા છે, આત્મા પોતાના જ્ઞાન–આનંદ
વગેરે ભાવમાં રહ્યો છે, ને કર્મ–શરીરાદિ તો પોતાના અજીવ–જડ ભાવમાં રહ્યા છે,
બંનેની એકતા કદી થઈ જ નથી. સદાય અત્યંત ભિન્નતા જ છે.
અરે ભાઈ! તારા આત્માનું વાસ્તવિકરૂપ શું છે તેને એકવાર જાણ તો ખરો!
દેહથી પાર, રાગથી પાર, અંતરમાં જ્ઞાનાદિ અનંતગુણસ્વરૂપ પોતાનો આત્મા છે, તેની
સાથે એકતા કરીને તેના આનંદનું જ્યાં સ્વસંવેદન કર્યું ત્યાં બાહ્ય પદાર્થો અંશમાત્ર
પોતાના ભાસતા નથી, ને તેમાં ક્્યાંય સુખબુદ્ધિ રહેતી નથી. ચૈતન્યનું સુખ ચૈતન્યમાં
જ છે–એનો સ્વાદ જાણ્યો ત્યાં સંયોગની ભાવના રહેતી નથી.
ધર્મી જાણે છે કે દેવ–મનુષ્ય વગેરે હું નથી, તેમાં રહેલું જે ચૈતન્યપણું છે તે જ હું
છું; જ્ઞાનસ્વરૂપ આત્મા તો હું છું, ને શરીર–કર્મ વગેરે તો જડસ્વરૂપ છે, તે હું નથી. રાગ
પણ ઉપાધિરૂપ ભાવ છે, તે મારા જ્ઞાનદર્શનસ્વરૂપથી ભિન્ન છે. સાચી શાંતિ જોઈતી હોય
તો હે જીવો! આવા આત્માને તમે ઓળખો.
જ્ઞાનીને તો એક પોતાનો ચૈતન્ય ભગવાન જ વહાલો છે, એ સિવાય સમસ્ત
બાહ્ય પદાર્થોને પોતાથી ભિન્ન જાણે છે, તેમાં ક્્યાંય તે મૂછાર્તા નથી. અજ્ઞાની તો
પોતાના શરીરને આત્મા માને છે, એટલે તેમાં જ તે મૂર્છાયેલો છે; પણ શરીરથી ભિન્ન
ચૈતન્ય–

PDF/HTML Page 15 of 37
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : ફાગણ : ૨૫૦૧
સ્વરૂપ આત્માને તે જાણતો નથી. આત્મા તો સદા જ્ઞાન–આનંદસ્વરૂપ જ છે–એમ
પોતાના અંર્તવેદનથી જ જણાય છે.
અતીન્દ્રિયજ્ઞાનવડે ચૈતન્યસ્વરૂપ આત્માને તો જાણ્યો નહિ, ને ઈન્દ્રિયજ્ઞાનવડે
માત્ર અચેતન શરીરને જ જાણ્યું, ત્યાં અજ્ઞાનીને ‘શરીર જ હું છું’ એવી દેહબુદ્ધિ થઈ
ગઈ; અને જેમ પોતામાં શરીરને આત્મા માને છે તેમ બીજાના અચેતન શરીરને દેખીને
તેને પણ તે બીજાના આત્મા જ માને છે. એ રીતે મૂઢ જીવ પોતામાં ને પરમાં અચેતન
શરીરને જ આત્મા માને છે; દેહથી ભિન્ન આત્માને તે દેખતો નથી, ઓળખતો નથી.
તેને શાંતિ ક્્યાંથી મળે? માટે જો સાચી શાંતિ જોઈતી હોય તો આત્માને આત્મસ્વરૂપે
ઓળખો.
જ્ઞાનીનો આત્મા તો જ્ઞાતા–દ્રષ્ટા છે, દેહથી પાર છે ને રાગનો પણ કર્તા તે નથી,
તે તો આનંદ અને જ્ઞાનરૂપ પરિણમે છે–એમ ઓળખે તો જ જ્ઞાનીની સાચી ઓળખાણ
થાય; પણ એને તો અજ્ઞાની ઓળખતો નથી; તે તો શરીરની ચેષ્ટાને તથા રાગને દેખે
છે. પોતાના આત્માને નહિ દેખનારો અંધ બીજાના આત્માને ક્્યાંથી દેખી શકે?
દેહાદિ સંયોગથી ભિન્ન મારું ચૈતન્યતત્ત્વ છે–એમ જો ઓળખે તો બધા
સંયોગમાંથી રાગ–દ્વેષનો અભિપ્રાય છૂટી જાય, ને ચૈતન્યની અપૂર્વ શાંતિ થઈ જાય.
અરે ભાઈ! ભ્રમથી દેહને જ આત્મા માનીને તું અત્યાર સુધી અનંત જન્મ–
મરણમાં રખડયો, હવે દેહથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ આત્માને જાણીને એ ભ્રમબુદ્ધિ છોડ...
બહિરાત્મદશા છોડ...ને અંતરાત્મા થા.
દેહને આત્મા માનનારો જીવ ભ્રાંતિથી કેવો દુઃખી થાય છે તેનું દ્રષ્ટાંત–
એક માણસ નિદ્રામાં સૂતો હતો; તેને સ્વપ્ન આવ્યું કે ‘હું મરી ગયો છું’. આ
રીતે પોતાનું મરણ દેખીને તે જીવ ઘણો દુઃખી ને ભયભીત થયો.
કોઈ સજ્જને તેને જગાડયો; જાગતાંવેંત તેણે જોયું કે અરે, હું તો જીવતો જ આ
રહ્યો. હું કાંઈ મરી નથી ગયો! સ્વપ્નમાં મેં મને મરેલો માન્યો તેથી હું બહુ દુઃખી થયો,
પણ ખરેખર હું જીવતો છું. આમ પોતાને જીવતો જાણીને તે આનંદિત થયો ને મૃત્યુ
સંબંધી તેનું દુઃખ મટી ગયું. અરે, જો તે મરી ગયો હોત તો ‘હું મરી ગયો’ એમ જાણ્યું
કોણે? જાણનારો તો જીવતો જ છે.
તેમ મોહનિદ્રામાં સૂતેલા જીવ, દેહાદિના સંયોગ–વિયોગથી સ્વપ્નની માફક એમ
માને છે કે હું મર્યો, હું જન્મ્યો; હું મનુષ્ય થઈ ગયો, હું તિર્યંચ થઈ ગયો. તે માન્યતાને

PDF/HTML Page 16 of 37
single page version

background image
: ફાગણ : ૨૫૦૧ આત્મધર્મ : ૧૩ :
લીધે તે બહુ દુઃખી થાય છે. પણ જ્ઞાનીએ જડ–ચેતનની ભિન્નતા બતાવીને તેને
જગાડયો, જાગતાં જ તેને ભાન થયું કે અરે, હું તો અવિનાશી ચેતન છું ને આ શરીર
જડ છે, તે કાંઈ હું નથી. મેં ભ્રમથી મને શરીરરૂપ માન્યો, પણ હું કાંઈ ચૈતન્ય મટીને
જડ થઈ ગયો નથી. શરીરના સંયોગ–વિયોગે મારું જન્મ–મરણ નથી. આવું ભાન થતાં
જ તેનું દુઃખ દૂર થયું ને તે આનંદિત થયો કે વાહ! જન્મ–મરણ મારામાં નથી, હું તો
સદા જીવંત ચૈતન્યમય છું. હું મનુષ્ય કે તિર્યંચ થઈ ગયો નથી, હું તો શરીરથી જુદો
ચૈતન્ય જ રહ્યો છું. જો હું શરીરથી જુદો ન હોઉં તો શરીર છૂટતાં હું કેમ જીવી શકું? હું
તો જાણનાર સ્વરૂપે સદાય જીવંત છું.
જેમ સ્વપ્નમાં પોતાને મરેલો ભાસ્યો પણ જાણતાં તો જીવતો જ છે, તેમ
અજ્ઞાનદશામાં પોતાને દેહરૂપ માન્યો તે જ્ઞાનદશામાં જુદો જ અનુભવે છે.
સ્વપ્નમાં મૃત્યુની માફક, સ્વપ્નમાં કોઈ દરિદ્રી જીવ પોતાને સુખી કે રાજા માને,
પણ જ્યાં જાગે ત્યાં તો ખબર પડી કે એ સુખ સાચું ન હતું. તેમ મોહનિદ્રામાં સૂતેલો
જીવ બાહ્ય સંયોગોમાં–પુણ્યમાં–રાગમાં જે સુખ માને છે તે તો સ્વપ્નાના સુખ જેવું છે.
જ્યાં ભેદજ્ઞાન કરીને જાગ્યો ત્યાં ભાન થયું કે અરે, બાહ્યમાં–રાગમાં ક્્યાંય મારું સુખ
નથી; તેમાં સુખ માન્યું તે તો ભ્રમ હતો, સાચું સુખ મારા આત્મામાં છે–આવા ચૈતન્યનું
ભાન કરે તો મિથ્યા માન્યતારૂપી રોગ ટળે, ને સમ્યગ્દર્શનાદિ નિરોગતા પ્રગટે,–તે જ
સુખ છે.
હું તો ચૈતન્યસ્વરૂપ અસંયોગી શાશ્વત છું–આવી ભેદજ્ઞાનની ભાવનાથી
આત્મજ્ઞાન કરે તો અવિદ્યાના સંસ્કારનો નાશ થઈ જાય છે જેમ કૂવા ઉપરના કાળા
કઠણપત્થરા પર દોરીના વારંવાર ઘસારાથી ઘસાઈ–ઘસાઈને તેમાં લિસોટા થઈ જાય છે,
તેમ દેહથી ભિન્ન ચિદાનંદતત્ત્વની વારંવાર ભાવનાના અભ્યાસથી અનાદિ અવિદ્યાના
સંસ્કારનો નાશ થઈને ભેદજ્ઞાન થાય છે, ને અપૂર્વ જ્ઞાનસંસ્કાર પ્રગટે છે.
શરીર તે હું એવી મિથ્યાબુદ્ધિને લીધે જ જીવ સંસારમાં નવા નવા દેહ ધારણ
કરીને જન્મ–મરણ કરે છે. દેહને પોતાથી ભિન્ન જાણીને, ચિદાનંદસ્વરૂપ આત્માને જે સેવે
છે,–તેને મોક્ષ થતાં શરીર છૂટી જાય છે,–ફરીને શરમજનક દેહનો સંયોગ થતો નથી.
અશરીરી આત્માને ચૂકીને શરીરને જેણે પોતાનું માન્યું તે જ ચાર ગતિમાં પરિભ્રમણ
કરે છે. પણ અશરીરી ચૈતન્યસ્વભાવને ઓળખીને તેને જે આરાધે છે તે અશરીરી સિદ્ધ
થઈ જાય છે. યોગીન્દુસ્વામી કહે છે કે–

PDF/HTML Page 17 of 37
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : ફાગણ : ૨૫૦૧
ધ્યાનવડે અભ્યંતરે દેખે જે અશરીર,
શરમજનક જન્મો ટળે, પીએ ન જનની–ક્ષીર.
જ્ઞાન–આનંદસ્વરૂપ આત્મા છે, તે શરીરથી જુદો જ્ઞાતાદ્રષ્ટા છે; આત્મા શરીરનો
જાણનાર છે પણ પોતે શરીર નથી. અરે જીવ! આ શરીર તું નથી, તું તો ચૈતન્યસ્વરૂપી
અરૂપી છે; દેહથી ભિન્ન તારા સ્વરૂપને જાણ તો તને શાંતિ થશે.
આ શરીરને તો ‘ભવમૂર્તિ’ કીધી છે. આત્મા ચિદાનંદસ્વરૂપ છે તે આનંદની
મૂર્તિ છે, ને આ દેહ તો ભવની મૂર્તિ છે; તેની પ્રીતિથી તો ભવ થશે, આનંદ નહિ થાય.
અને આત્માને દેહથી ભિન્ન ઓળખતાં આનંદની પ્રાપ્તિ સહિત ભવનો અંત થશે.–
કાયાની વિસારી માયા.....સ્વરૂપે સમાયા એવા.....
નિર્ગ્રંથનો પંથ ભવ–અંતનો ઉપાય છે.....
આવો મનુષ્ય–અવતાર પામવો અનંતકાળે દુર્લભ છે. આવો મનુષ્ય–અવતાર
અને તેમાંય ઉત્તમ સત્સંગ પામીને અરે જીવ! તું વિચાર તો કર કે “હું કોણ છું? ”
ક્્યાંથી થયો? ને મારું વાસ્તવિક સ્વરૂપ શું છે? કોની સાથે મારે સંબંધ છે? ”
–આ દેહ તો હમણાં થયો; ખોરાક–પાણીથી તે ઢીંગલું રચાણું; હું તે નથી, હું તો
આત્મા છું. મારો આત્મા કાંઈ નવો થયો નથી; શરીરનો સંયોગ નવો થયો છે. આ
આત્મા પહેલાંં (પૂર્વભવે) બીજા શરીરના સંયોગમાં હતો, ત્યાંથી તે શરીરને છોડીને
અહીં આવ્યો,–એ રીતે આત્મા તો ત્રિકાળ ટકનાર તત્ત્વ છે, ને દેહ તો ક્ષણિક સંયોગી
છે.
મારું સ્વરૂપ તો જ્ઞાન–આનંદસ્વરૂપ છે, શરીર–ઈન્દ્રિયો તે મારું સ્વરૂપ નથી, તે
તો જડનું રૂપ છે; તે શરીરાદિ સાથે મારે વાસ્તવિક કાંઈ સંબંધ નથી, તેની સાથેનો
સંબંધ તોડીને જ્ઞાનાનંદસ્વરૂપ સાથે જ મારે સંબંધ જોડવા જેવો છે. મારા ચિદાનંદતત્ત્વ
સિવાય જગતના કોઈ પદાર્થો સાથે મારે એકતાનો સંબંધ કદી પણ નથી.–આમ
સર્વપ્રકારે વિચાર કરીને, અંતર્મુખ ચિત્તથી જ્ઞાનાનંદસ્વરૂપ પોતાના આત્માનો નિર્ણય
કરવો ને દેહાદિકને પોતાથી બાહ્ય–ભિન્ન જાણવા, તે સિદ્ધાંતનો સાર છે.–આ રીતે
આત્માને ઓળખવો તે જ પરમસુખનો ઉપાય છે.

PDF/HTML Page 18 of 37
single page version

background image
: ફાગણ : ૨૫૦૧ આત્મધર્મ : ૧૫ :
દેહ–અંતકે સમયમેં
એક મુમુક્ષુ જીવ, જીવન દરમિયાન કેવી વીતરાગીભાવના
ભાવતો હોય છે! ધર્મનું રટણ, ભવ–તન–ભોગથી વિરક્તિ, શત્રુ–
મિત્ર પ્રત્યે સમભાવ કરીને, કષાયોના શલ્યથી દૂરતા, અને અખંડ
સમ્યક્ત્વપાલન સહિતની સમાધિ–તેની ભાવનારૂપ આ વૈરાગ્યભજન
સૌને ગમશે. જીવન હો કે મરણ હો, મુમુક્ષુજીવ ક્્યારેય
જિનભગવાનને કે આત્મસ્વરૂપને ભૂલતો નથી.
દિનરાત મેરે સ્વામી...મૈં ભાવના યે ભાવું;
દેહ–અંત કે સમયમેં...તુમકો ન ભૂલ જાઉં.. દિનરાત૦
શત્રુ અગર કો હોવે સંતુષ્ટ ઉનકો કરદું,
સમતાકા ભાવ ધરકે સબસે ક્ષમા કરાઉં... દિનરાત૦
ત્યાગું આહાર પાની ઔષધ વિચાર અવસર,
તુટે નિયમ ન કોઈ દ્રઢતા હૃદયમેં ધારું... દિનરાત૦
જાગે નહિ કષાયેં નહિ વેદના સતાવે;
તુમસે હી લો લગી હો, દુર્ધ્યાનકો હટાઉં... દિનરાત૦
આત્મસ્વરૂપકા ચિંતન આરાધના વિચારું;
અરહંત–સિદ્ધ–સાધુ રટના યહી લગાઉં... દિનરાત૦
ધર્માતમા નિકટ હો ચરચા ધરમ સુનાવે,
વો સાવધાન રકખેં ગાફલ ન હોને દેવે... દિનરાત૦
જીનેકી હો ન વાંછા મરનેકી હો ન ખ્વાહિશ
પરિવાર મિત્ર જનસે મેં મોહકો ભગાઉં... દિનરાત૦
ભોગ્યા જો ભોગ પહલે ઉનકા ન હોવે સુમરન
મૈં રાજસંપદા યા પદ ઈન્દ્રકા ન ચાહું... દિનરાત૦
સમ્યક્ત્વ કા હો પાલન હો અંતમેં સમાધિ,
‘શિવરામ’ પ્રાર્થના યહ જીવન સફલ બનાઉં... દિનરાત૦

PDF/HTML Page 19 of 37
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : ફાગણ : ૨૫૦૧
ચેતન અને કાયા
(શ્રીગુરુ ન્યાય કરીને તેનો ફેંસલો આપે છે.)

ચેતનમય આત્મા, અને પુદ્ગલમય શરીર,–એ બંનેનું સ્વરૂપ એકબીજાથી તદ્ન
જુદું જ છે. અનાદિ કર્મસંયોગે આત્મા અને શરીર એકક્ષેત્રે ભેગા રહ્યા હોવા છતાં
બંનેનું પરિણમન સ્વતંત્ર જુદેજુદું છે. અનાદિથી અજ્ઞાની એક શરીરને છોડીને બીજી
ગતિમાં જાય છે પણ શરીર કાંઈ તેની સાથે નથી જતું.–આવી ભિન્નતાને નહિ જાણનારો
એક અજ્ઞાની, શરીરને પોતાનું માનીને મરતાં પણ તેને સાથે રાખવા માંગે છે ને
શરીરને વિનવે છે કે હે શરીર! તું મારી સાથે ચાલ!
*
પણ કાયા ના પાડે છે કે હું બળી જઈશ, પણ તારી સાથે નહિ આવું.
* આત્મા કહે છે કે હે કાયા! મેં જીવનભર તારું પોષણ કર્યું, તારા ખાતર અનેક
પાપો કર્યાં, માટે હવે મારી સાથે જરૂર ચાલ.
* શરીર કહે છે કે ના; મારો તો એવો જ સ્વભાવ છે કે જીવની સાથે ન જવું; જુદા
જ રહેવું.
–આમ જીવ અને શરીર બંને વાદવિવાદ કરતાં કરતાં વાદી અને પ્રતિવાદીરૂપે
શ્રીગુરુ પાસે આવ્યા અને સામસામે પોતપોતાની દલીલો રજુ કરીને ન્યાય માંગ્યો.
ત્યારે શ્રીગુરુએ બંને પક્ષની દલીલો સાંભળીને સત્ય ન્યાય આપ્યો.–શું ન્યાય આપ્યો?
તે આપ આ કાવ્યમાં વાંચશો.
ચેતન અને કાયાના વાદવિવાદરૂપે આ રોચક અને બોધપ્રેરક પદરચના કવિ
શ્રી છોટેલાલજી જૈન દ્વારા રચિત છે. આ રચના બાળકો નાટકરૂપે પણ ભજવી શકે
તેવી છે, તેના સંવાદો આકર્ષક છે. સોલાપુરના કંકુબાઈ શ્રાવિકાશ્રમની બાળાઓએ
આ સંવાદ નાટકરૂપે ભજવ્યો હતો, અમે મરાઠી–‘
सन्मति’ પત્રિકામાંથી તે સાભાર
અહીં આપીએ છીએ. બાળકો, તમે પણ આ સંવાદ નાટકરૂપે ભજવશો તો સૌને
આનંદ થશે. (–સં.)

PDF/HTML Page 20 of 37
single page version

background image
: ફાગણ : ૨૫૦૧ આત્મધર્મ : ૧૭ :
प्रस्तावना
काया चेतनमें हुआ, एक दिन तकरार।
श्री मुनिवरके निकट जा, चेतन करी पुकार।।
()
चेतन – हे नाथ! काया यों कहती, नहीं साथ तुम्हारे चलती हूँ
तुम्हारा मेरा साथ यहीं तक, अब मे यहींपर रहती हूँ।
कैसे छोडू मैं इसको, हा! बडे प्यारसे पाला था
इसके खातिर स्वामी मैंने, घरघर डाका डाला था।।
इस प्रकार ये झगड रही है, मूरख नादानीको।
हाय! कहो अब कैसे छोडू, अपनी प्रीत पुरानीको?
()
गुरुदेव–चेतनकी करुणा भरी, श्रीगुरु सुनी पुकार
कायासे पूछत गुरु, यों मृदु वचन उचार।
ये काया! क्या बात है, चेतनके प्रतिकूल,
तुम भी अपनी बातको, बतलाओ अनुकूल।।
()
काया–बोली काया हे गुरु! सुनो हमारी बात।
ये चेतन तो मूरख है, करै अनाडी बात।।
‘चलो हमारे साथ तुम, ’ ये चेतन यों कहता है।
मेरे कुलकी रीत अनादि, यह सब मेटन चाहता है।।
इन्द्र नरेन्द्र धरणेन्द्रके संग, नहीं गयी सब जानत है।
ये चेतन मूरख अभिमानी, मुझसे प्रीति ठानत है।।
એક દિવસ, જ્યારે જીવને પરલોકમાં જવાની તૈયારી થઈ ત્યારે, કાયા અને ચેતન વચ્ચે તકરાર
થઈ; ત્યારે શ્રી મુનિરાજની પાસે આવીને ચેતને પોકાર કર્યો: હે નાથ! અમે (જીવ અને કાયા)
આખો ભવ ભેગા રહ્યા, હવે હું પરલોકમાં જઉં છું ત્યારે આ કાયા એમ કહે છે કે હું તારી સાથે નહીં
આવું! મારો ને તારો સથવારો અહીં સુધી જ હતો, હવે હું તો અહીં જ રહીશ. તો હે નાથ! ઘણા
પ્રેમથી જેનું મેં જીવનભર પાલન કર્યું તેને હવે હું કેમ છોડું? એને ખાતર તો મેં અનેક ઘરમાં ચોરી
કરી; હવે તે મૂરખ–કાયા નાદાન થઈને મારી સાથે ઝગડી રહી છે. હાય! આ કાયાની પુરાણી પ્રીતને
હવે હું કેમ છોડું? (૧–૨)
શ્રીગુરુએ ચેતનની કરુણાભરી વાત સાંભળીને પછી મધુર વચનથી કાયાને પૂછયું: હે
કાયા! તારી વિરુદ્ધ ચેતનની આ શી વાત છે? તું પણ તારે જે કહેવું હોય તે કહે.
કાયાએ કહ્યું: હે ગુરુ! મારી વાત સાંભળો! આ ચેતન તો મૂરખ છે, તે પાગલ જેવી
અનાડી વાત કરે છે કે ‘તું મારી સાથે ચાલ! ’–આમ કહીને તે મારા કુળની અનાદિની રીતને
તોડવા માંગે છે. જગત આખું જાણે છે કે હું ઈન્દ્ર નરેન્દ્ર કે ધરણેન્દ્રની સાથે પણ કદી ગઈ નથી. છતાં
આ અભિમાની ચેતન મૂરખ થઈને