Atmadharma magazine - Ank 378
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 5

PDF/HTML Page 1 of 83
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૩૨
સળંગ અંક ૩૭૮
Version History
Version
Number Date Changes
001 Jan 2005 First electronic version.

PDF/HTML Page 2 of 83
single page version

background image
શ્રી જિનેન્દ્રદેવનું ધર્મચક્ર જગતનું કલ્યાણ કરો
હે વીરનાથ ભગવાન! આપના વીતરાગીશાસનના પ્રતાપે
ભરતક્ષેત્રના ભવ્યજીવોમાં આજે પણ ધર્મચક્ર ચાલી રહ્યું છે.
શ્રી મહાવીરજન્મોત્સવ અંક
શ્રી મહાવીરજન્મોત્સવ અંક
તંત્રી: પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદક: બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૫૦૧ ચૈત્ર (લવાજમ: છ રૂપિયા) વર્ષ ૩૨: અંક–૬

PDF/HTML Page 3 of 83
single page version

background image


સર્વજ્ઞમહાવીર–કે જેઓ આપણા ભરતક્ષેત્રમાં વર્તમાન
ચાલી રહેલા મોક્ષમાર્ગરૂપ ધર્મતીર્થના પ્રણેતા છે, જેમના તીર્થમાં
આપણને ધર્મની પ્રાપ્તિ થઈ છે, –તે પરમેશ્વરના પરમઉપકારને
પ્રસિદ્ધ કરવાનો અત્યારે મહાન પ્રસંગ છે. તેથી તે
સર્વજ્ઞમહાવીરના મહાન ગુણોને ઓળખીને તેમના ગુણગાન
વડે તેઓશ્રીનો મહાન ઉપકાર પ્રસિદ્ધ કરીએ છીએ. પ્રભુના
જન્મોત્સવ પ્રસંગે આ ખાસ અંકદ્વારા હૃદયની ઉર્મિઓથી
તેઓશ્રીને અભિવંદીએ છીએ.
મોક્ષરૂપ મહા સુખની જેનાથી પ્રાપ્તિ થાય એવા સમ્યગ્દર્શન
–જ્ઞાન–ચારિત્ર તે ધર્મતીર્થ છે, તે તીર્થવડે ભવસમુદ્રથી તરાય છે.
ભગવાન મહાવીર એવા ધર્મતીર્થના કર્તા છે. પોતાના આત્માને
તો શુદ્ધોપયોગરૂપ પરિણમાવીને પોતે ભવથી તર્યા છે, ને તેમના
તીર્થને પામીને આપણે ભવને તરી રહ્યા છીએ.
અહો, વર્દ્ધમાનદેવ! આપનું આવું મંગલ તીર્થ
વિપુલાચલથી વહેતું–વહેતું આજે અઢીહજારવર્ષથી ભારતદેશમાં
સર્વત્ર ચાલી રહ્યું છે ને તે તીર્થમાં સ્નાનવડે મિથ્યાત્વમેલ
ધોઈને આનંદરસના પાનથી અનેક જીવો પાવન થયા છે.
હે વીરનાથ–સર્વજ્ઞદેવ! આપના ઉપકારને અમે કેમ
ભૂલીએ? આપની પરંપરાથી આવી રહેલું, આપની સર્વજ્ઞતાના
પ્રસાદરૂપ સમ્યગ્જ્ઞાન આજેય અમને ભવદુઃખોથી છોડાવીને
અપૂર્વ મોક્ષસુખનો સ્વાદ ચખાડે છે; તે સર્વોત્કૃષ્ટ ઉપકારની
પ્રસિદ્ધિનો મહાન અવસર આજે આપના અઢીહજાર વર્ષીય
નિર્વાણમહોત્સવ પ્રસંગે અમને પ્રાપ્ત થયો છે. ત્યારે અંતરની
લાખલાખ ઉર્મિથી આપને અભિવંદીએ છીએ.
[બ્ર. હરિભાઈ દ્વારા લખાઈ રહેલ પુસ્તક “સર્વજ્ઞમહાવીર અને
તેમનો ઈષ્ટ ઉપદેશ”] માંથી

PDF/HTML Page 4 of 83
single page version

background image
ભગવાન–મહાવીર–મંગલજન્મોત્સવ–વિશેષાંક:
આત્મધર્મ: ચૈત્ર ૨૫૦૧
અહો વીરનાથ જિનેન્દ્ર! સર્વજ્ઞતા અને આનંદથી
શોભતા આપના આત્માને ચેતનભાવે ઓળખતાં
અમને પણ આનંદસહિત સમ્યક્ત્વ થાય છે.
[શ્રી પરમાગમ મંદિરમાં બિરાજમાન મહાવીર
ભગવાનની ભવ્યપ્રતિમાની વીતરાગમુદ્રાનું દર્શન
સાધકના અંતરમાં અનેરી આહ્લાદ–ઉર્મિઓ જગાડે છે.
]

PDF/HTML Page 5 of 83
single page version

background image
જે જાણતો મહાવીરને ચેતનમયી શુદ્ધ ભાવથી,
તે જાણતો નિજાત્મને સમકિત લ્યે આનંદથી.
* છ કારકોની સ્વાધીનતાથી શોભતો *
સમયસારની ૪૭ શક્તિઓમાં આત્માના છ કારકોનું
ઘણુ સરસ વર્ણન આચાર્યદેવે કર્યું છે. પોતાની નિર્મળ
સમ્યક્ત્વાદિ ક્રિયાના કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન
અને અધિકરણ–એ છએ કારકોરૂપે પોતે જ સ્વાધીનપણે
પરિણમતો થકો, આ ચૈતન્યચક્રવર્તી સ્વતંત્ર પ્રભુતાથી
શોભે છે. ચક્રવર્તીનું રાજ પણ જેની પાસે તદ્ન તુચ્છ છે–
એવું આ ચૈતન્ય–ચક્રવર્તીપણું છ કારકોના પ્રવચનમાં
અદ્ભુતપણે ગુરુદેવે ઓળખાવ્યું છે. એ પ્રવચનોના
રત્નાકરમાંથી ૮૬ રત્નો વીણીને ગૂંથેલી આ ૮૬ રત્નોની
મંગળમાળા વીરપ્રભુના જન્મોત્સવ પ્રસંગે સહર્ષ રજુ
કરવામાં આવી છે.
(બ્ર. હ. જૈન)

PDF/HTML Page 6 of 83
single page version

background image
: ચૈત્ર: ૨૫૦૧ આત્મધર્મ : ૧ :
* આત્મહિતને માટે હંમેશા વીતરાગશાસ્ત્રનું વાંચન કરીશ. *
૧. સ્વાધીન છ કારકોવડે સ્વયમેવ સર્વજ્ઞ થઈને જેઓ સિદ્ધપદ પામ્યા અને
આપણને પણ એવું ‘સ્વયંભૂ’ નિજપદ દેખાડયું–તે વીરનાથ જિનને વંદન હો.
૨. જેણે ધર્મ કરવો છે એટલે આત્માની શાંતિ જોઈએ છે તેને તે પોતાના
આત્મામાં દ્રષ્ટિ કર્યે જ મળે તેમ છે, ક્્યાંય બહારથી મળે તેમ નથી. શાંતિ
જ્યાં ભરી હોય ત્યાંથી જ મળેને!
૩. આત્માની શાંતિ–સુખ કે આનંદ આત્મામાં જ ભર્યો છે, બહારમાં નથી;
અને તે પ્રગટ કરવાનું સાધન પણ ક્્યાંય બહારમાં નથી; સાધન પણ
પોતામાં જ છે.
૪. અરે જીવ! તારો આત્મા ‘સ્વયંભૂ’ છે; તારું કેવળજ્ઞાન વગેરે થવાના
છએ કારકો તારામાં જ છે; સ્વભાવનું અવલંબન કરતાં તારો આત્મા
સ્વયમેવ છ કારકરૂપ થઈને કેવળજ્ઞાનપણે પ્રગટ થશે.
૫. સ્વસન્મુખ થઈને જ્યાં આત્મા નિર્મળજ્ઞાનપણે પરિણમ્યો, ત્યાં તે જ્ઞાન–
પરિણમનમાં આનંદ, પ્રભુતા વગેરેની જેમ કર્તાપણું; કર્મપણું, કરણપણું,
સંપ્રદાનપણું, અપાદાનપણું ને અધિકરણપણું–એવા છ કારકોનું પરિણમન
પણ ભેગું જ છે.
૬. આત્માના નિર્મળ પરિણમનમાં બહારના કોઈ કારકો છે જ નહિ, રાગના
કારકોનો પણ તેમાં અભાવ છે. પોતાની નિર્મળપરિણતિરૂપ ક્રિયાના છએ
કારકરૂપે આત્મા સ્વયમેવ થાય છે, તેથી તે ‘સ્વયંભૂ છે.
૭. ભાઈ, તારા ચૈતન્યમાં જ સંપૂર્ણ તાકાત ભરી છે, તેનો વિશ્વાસ લાવીને,
તેમાં તારી નજર ઠેરવ; બીજે ક્્યાંય નજર ઠરે તેમ નથી. તારા નિધાન
તો તારામાં જ છે; તેની સુંદરતા અદ્ભુત છે.
૮. સમ્યગ્દર્શન કે કેવળજ્ઞાન વગેરે કાર્યરૂપે થાય–એવી શક્તિ આત્મામાં જ
છે, આત્મા પોતે જ તે સમ્યગ્દર્શનાદિ કાર્યરૂપ પરિણમે છે;–પણ રાગ
પરિણમીને સમ્યગ્દર્શનાદિરૂપ થાય–એમ બનતું નથી. કેમકે નિર્મળકાર્યરૂપે
થવાની શક્તિ આત્માની છે, રાગની નહિ.

PDF/HTML Page 7 of 83
single page version

background image
: ૨ : આત્મધર્મ : ચૈત્ર : ૨૫૦૧
* મારા ઈષ્ટદેવને યાદ કરવા હું હંમેશા જિનમંદિરે જઈશ *
૯. રાગ કરતાં કરતા સમ્યગ્દર્શન થાય એમ જે માને તેણે સમ્યગ્દર્શનને
રાગનું કાર્ય માન્યું,–પણ જેનામાં સમ્યગ્દર્શનાદિ કાર્યરૂપ થવાની
‘કર્મશક્તિ ’ છે એવા આત્માને તેણે માન્યો નહિ; એટલે તેને નિર્મળ
કાર્ય થતું નથી.
૧૦. છ કારકોરૂપ જે સ્વભાવસામર્થ્ય, તેને અનુસરીને નિર્મળ પરિણતિ થાય
–તે આત્માની ક્રિયા છે. જ્યાં સ્વભાવને અનુસર્યો ત્યાં છ કારકરૂપે સ્વયં
થઈને સર્વજ્ઞતા તરફ ચાલ્યો...ને વિભાવથી વિમુખ થયો. –એનું નામ
સાધકદશા....એનું નામ ધર્મ....ને એનું નામ મોક્ષમાર્ગ.
૧૧. કોઈ કહે: “આત્મા આવી શક્તિવાળો છે તો તે દેખાતો કેમ નથી?’
–અરે ભાઈ! તું જુએ પર તરફ, ને કહે કે આત્મા દેખાતો નથી, –પણ
ક્યાંથી દેખાય? આત્મા તરફ જો તો આત્મા દેખાય ને! પર તરફ જોયે
આત્મા ક્્યાંથી દેખાય? માટે સ્વસન્મુખ થા...તો અનંતશક્તિવાળો
આત્મા તને સ્વાનુભવમાં આવશે.
૧૨. ઘણા જીવો ‘નમો અરિહંતાણં’ એમ કહીને સર્વજ્ઞ ભગવાનને નમસ્કાર
કરે છે, –પણ નમસ્કાર કરનારો પોતે, જ્યાંસુધી પોતામાં પણ સર્વજ્ઞ
જેવી અનંત શક્તિ છે–તેનો વિશ્વાસ કરીને સ્વશક્તિસન્મુખ ન નમે
ત્યાંસુધી સર્વજ્ઞદેવને પણ તેના પરમાર્થનમસ્કાર પહોંચતા નથી.
સ્વશક્તિની સન્મુખ થતાં જ સર્વજ્ઞને પરમાર્થ નમસ્કાર પહોંચી
જાય છે.
૧૩. જૈનશાસનની આ અદ્ભુતતા છે કે સર્વજ્ઞ સામે બહારમાં જોયા વગર
પણ સર્વજ્ઞને પરમાર્થનમસ્કાર થઈ જાય છે. વાહ રે વાહ આત્મસન્મુખી
માર્ગ!
૧૪. સર્વજ્ઞ થવાની શક્તિ મારામાં છે, –એમ પોતાના પૂરા ગુણોને જે નથી
સ્વીકારતો, તે સર્વજ્ઞ ભગવાનના પૂરા ગુણોને પણ ક્્યાંથી ઓળખશે?
–ને ઓળખ્યા વગર સાચા નમસ્કાર ક્્યાંથી થાય?
૧૫. અહા, આચાર્યદેવે આત્માની સ્વાધીન શક્તિઓ ઓળખાવીને અદ્ભુત
પ્રભુતા બતાવી છે....જેને ઓળખતાં પોતાની સ્વતંત્ર પ્રભુતાથી આત્મા
એવો શોભી ઊઠે કે તેના અખંડપ્રતાપને કોઈ હણી શકે નહીં.

PDF/HTML Page 8 of 83
single page version

background image
: ચૈત્ર : ૨૫૦૧ આત્મધર્મ : ૩ :
* રત્નત્રયવંત મુનિભગવંત...એને ઓળખતા આવ્યા ભવના અંત *
૧૬. છએ કારકોરૂપે થવાની શક્તિ આત્મામાં છે. સ્વસન્મુખ થઈને
આત્માએ પોતામાંથી જે સમ્યગ્દર્શનાદિ નિર્મળભાવ પ્રાપ્ત કર્યો, તે
ભાવમય આત્મા થાય–એવી તેની ‘કર્મશક્તિ’ છે. દરેક આત્મામાં
ત્રિકાળ આવી શક્તિ રહેલી છે.
૧૭. ‘મારે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપી કાર્ય કરવું છે,–પણ તે કાર્ય ક્્યાંથી
આવતું હશે? ’ –તો આચાર્યદેવ કહે છે કે ભાઈ, ક્્યાંય બહારથી તે કાર્ય
નથી આવતું, –પણ તારા આત્મામાં જ એવી તાકાત છે કે પોતે સ્વયં તે
કાર્યરૂપ પરિણમી જાય. પણ ક્્યારે? –કે સ્વસન્મુખ થાય ત્યારે.
૧૮. ધર્મરૂપી જે નિર્મળ કર્મ–તે રૂપે આત્મા સ્વયં થાય છે; શરીર કે રાગ તે
કોઈ ધર્મરૂપે થતા નથી. નિજશક્તિમાંથી નિર્મળભાવ પ્રાપ્ત કરીને
આત્મા સ્વયં તે રૂપે થાય છે,–એવી તેની કર્મશક્તિ છે.
૧૯. દ્રવ્યકર્મ તે પર છે; ભાવકર્મ તે વિભાવ છે; સમ્યગ્દર્શનાદિ
નિર્મળપર્યાયરૂપ કર્મ તે સ્વભાવનું કાર્ય છે. અને એવી ‘કર્મશક્તિ’ તે
ત્રિકાળ શુદ્ધસ્વભાવે છે. તે શુદ્ધસ્વભાવને ઓળખતાં વર્તમાન
નિર્મળપર્યાયરૂપ કર્મ પ્રગટે છે, ને રાગાદિ ભાવકર્મ તથા દ્રવ્યકર્મનો
સંબંધ છૂટી જાય છે.
–એનું નામ ધર્મ! ને એ જ આત્માનું કર્મ!–એ સિવાય કોઈ બીજું કર્મ
(–કાર્ય) તે ખરેખર આત્માનું નથી.
૨૦. જેમાં જે તન્મય હોય તે તેનું કાર્ય કહેવાય.
* શરીર–કર્મ–ભાષા વગેરે જડનું કર્મ છે, કેમકે તેમાં તે તન્મય છે.
* રાગાદિ વિકારીભાવ તે મિથ્યાદ્રષ્ટિનું કર્મ છે, કેમકે તેમાં તે તન્મય
છે.
* સમકિતીધર્માત્માનું કર્મ તો નિર્મળ શ્રદ્ધા–જ્ઞાન–આનંદરૂપ છે,
કેમકે તે તેમાં તન્મય છે.
૨૧. શું રાગ તે ધર્મીનું કાર્ય છે? –ના; કેમકે તેમાં તે તન્મય નથી. શું આઠકર્મ
તે જીવનું કાર્ય છે? –ના; કેમકે તેમાં તે તન્મય નથી. કર્તા જેમાં
તન્મયપણે વર્તે તે તેનું કાર્ય કહેવાય.

PDF/HTML Page 9 of 83
single page version

background image
: ૪: આત્મધર્મ : ચૈત્ર : ૨૫૦૧
અહો ઉત્તમ ક્ષમાના આરાધક સંતો! તમને નમસ્કાર છે...નમસ્કાર છે.
૨૨. ‘કર્તાનું ઈષ્ટ તે કર્મ ” –ધર્મીજીવ રાગને ઈષ્ટ બનાવતો નથી, તેથી તે
તેનું કર્મ નથી. તે તો સ્વભાવને જ ઈષ્ટ બનાવીને તેના આશ્રયે નિર્મળ
કાર્યરૂપે સ્વયં પરિણમે છે, તે જ તેનું કર્મ છે.
૨૩. અહીં તો સ્વભાવશક્તિ–સન્મુખ થયેલો આત્મા પોતાના છએ કારકોની
સ્વાધીનતાથી નિર્મળભાવોરૂપે જ પરિણમે છે, તેની વાત છે. કેમકે આ
તો ‘શક્તિ’ ની વાત છે, શક્તિમાં વળી ‘અશક્તિ’ (–વિભાવ) કેમ
હોય? સ્વભાવમાં વિભાવ કેમ હોય?
૨૪. જડકર્મ અને વિકારરૂપ ભાવકર્મ એ બંનેથી પાર એવી આ ‘કર્મશક્તિ’
છે, –કે જે શક્તિને લીધે આત્મા પોતે પોતાના સમ્યગ્દર્શનાદિ કાર્યરૂપે
પરિણમે છે.
૨૫. પ્રભુતારૂપે, આનંદરૂપે, સર્વજ્ઞતારૂપે, સ્વચ્છતારૂપે–એમ સર્વ શક્તિના
નિર્મળ કાર્યરૂપે સ્વયં પરિણમવાની આત્માની શક્તિ છે. કોઈ બીજામાં
(રાગાદિમાં કે દેહની ક્રિયામાં) એવી તાકાત નથી કે પ્રભુતારૂપે કે
આનંદ વગેરે કાર્યરૂપે પરિણમે.
૨૬. વાહ રે વાહ વીરપ્રભુ! આપનું શાસન પરાધીનવૃત્તિ છોડાવે છે,
બહારમાં ભટકતી વ્યગ્રબુદ્ધિ છોડાવે છે, ને સ્વાધીન–ચૈતન્યવૃત્તિથી
પરમ સુખ પમાડે છે. આપનું શાસન જ પરમ ઈષ્ટ છે.
૨૭. જે આવી શક્તિવાળા આત્માને પ્રતીતમાં લઈને તેની સન્મુખ થાય તેને
પોતાના સ્વભાવમાંથી જ બધા ગુણોનું નિર્મળકાર્ય પ્રગટે; સમ્યગ્દર્શન
પ્રગટે, સમ્યગ્જ્ઞાન પ્રગટે, સમ્યક્ચારિત્ર પ્રગટે, સુખ પ્રગટે, પ્રભુતા
પ્રગટે, સ્વચ્છતા પ્રગટે. –એમ અનંતાગુણોના નિર્મળ કાર્યરૂપે આત્મા
સ્વયં પરિણમે, એટલે પરમ ઈષ્ટપદની પ્રાપ્તિ થાય.
૨૮. અહા! આવો મહિમાવંત જે સ્વભાવ, તેને ન માનતાં ઊંધી રીતે માને
તો તે ઉત્તમ સ્વભાવનો અનાદર કરે છે, તેથી તે સ્વભાવની ઉર્ધ્વતારૂપ
સિદ્ધપદમાં કેમ જાય? સ્વભાવનો આદર કરીને તેનો આશ્રય કરે તો
જીવને ઊર્ધ્વ પરિણમન થઈને સિદ્ધદશારૂપ કાર્ય થાય. (અનુસંધાન
પાનું ૪૯)

PDF/HTML Page 10 of 83
single page version

background image
: ચૈત્ર : ૨૫૦૧ આત્મધર્મ : ૫ :
* ચેતનભાવ જ સાચું જીવન છે...દેહનો સંયોગ એ જીવન નથી.
મહાવીરના માર્ગને સેવો ને મહાનસુખને પામો.
અત્યારે ભગવાનના મોક્ષના અઢીહજાર વર્ષનો મંગલ ઉત્સવ ચાલે છે.
જેમ વડીલો મંગલ પ્રસંગે આશીર્વાદ આપે છે કે તમે સુખી થાઓ! તેમ
આનંદરસને પીનારા વીતરાગી–વડીલો મોક્ષને સાધવાના મંગલ પ્રસંગે
આશીર્વાદ આપે છે કે હે ભવ્ય! તું જ્ઞાનચેતનારૂપ થઈને સાદિઅનંતકાળ તારા
ચૈતન્યસુખને ભોગવ! તારા સુખસ્વભાવને ઓળખીને તું સુખી થા–એવો
સુખી થા કે ફરીને અનંતકાળમાં કદી દુઃખ આવે નહિ.
આત્માનું અતીન્દ્રિયજ્ઞાન તે એકાંતસુખ છે. જ્ઞાનસ્વભાવ જ્યાં છે ત્યાં
સુખસ્વભાવ પણ છે જ; એટલે ગુણભેદ ન પાડો તો જે જ્ઞાન છે તે જ સુખ છે.
જે અતીન્દ્રિયજ્ઞાનરૂપે પરિણમેલો આત્મા તે પોતે જ અતીન્દ્રિયસુખરૂપ છે.
આત્મામાં જ્ઞાનપરિણમનની સાથે સુખપરિણમન પણ ભેગું જ છે. સુખ
વગરનું જ્ઞાન, કે જ્ઞાન વગરનું સુખ હોતું નથી.
કોઈ કહે કે અમને આત્માનું જ્ઞાન નથી પણ અમે સુખી છીએ, –તો
અતીન્દ્રિયજ્ઞાન વગરનું તેનું સુખ તે સાચું સુખ નથી, તેણે માત્ર
બાહ્યવિષયોમાં સુખની કલ્પના કરી છે, ને તે કલ્પના ખોટી છે. –વિષયોની
આકુળતામાં સુખ કેવું ? સુખ તો અતીન્દ્રિયજ્ઞાનમાં છે; જ્ઞાન વગર સુખ હોય
નહિ.
તેમજ કોઈ કહે છે કે અમને જ્ઞાન ઘણું છે પણ સુખ નથી, –તો તેણે પણ
માત્ર ઈન્દ્રિયજ્ઞાનને જ જ્ઞાન માન્યું છે તે સાચું જ્ઞાન નથી. જ્ઞાન તો આકુળતા
વગરનું સુખસ્વરૂપ હોય. સુખના વેદન વગરનું જ્ઞાન કેવું? –એ જ્ઞાન નથી પણ
અજ્ઞાન છે.
આ રીતે જ્ઞાન ને સુખ–એ બંને આત્માનો સ્વભાવ છે પ્રભો! તારું જ્ઞાન
ને તારું સુખ બંને અચિંત્ય, ઈન્દ્રિયાતીત, અદ્ભુત છે; તેને ઓળખનારું જ્ઞાન
ઈન્દ્રિયોથી પાર થઈને અતીન્દ્રિય–મહાન જ્ઞાનસામાન્યમાં ઝુકીને તન્મય થાય
છે, અને ત્યારે પોતામાં જ તેને મહાન સુખનો અનુભવ થાય છે. અહો, આવું
અતીન્દ્રિયજ્ઞાન ને સુખ તો મારો સ્વભાવ જ છે; હું મારા સ્વભાવથી જ આવા
મહાન જ્ઞાન ને સુખરૂપે થાઉં છું; તેમાં જગતના બીજા કોઈની અપેક્ષા મને
નથી. અરે, સુખમાં તન્મય

PDF/HTML Page 11 of 83
single page version

background image
: ૬ : આત્મધર્મ : ચૈત્ર : ૨૫૦૧
સ્વાનુભૂતિ સહિત અવતરેલા ભગવાન મહાવીરે જગતને સ્વાનુભૂતિનો માર્ગ બતાવ્યો
થયેલી મારી જ્ઞાનચેતનાને જ્યાં રાગ સાથેય સંબંધ નથી ત્યાં બહારમાં બીજા
કોઈ સાથે સંબંધ કેવો? –આ રીતે ધર્મીજીવ પોતાની જ્ઞાનચેતનામાં કોઈપણ
પરભાવને ભેળવતો નથી; શુદ્ધજ્ઞાનઉપયોગરૂપે પરિણમતો–પરિણમતો તે
મોક્ષના મહાન આનંદને સાધે છે.
–આ છે મોક્ષનો મંગલ ઉત્સવ. –આ જ છે વીરપ્રભુનો મુક્તિમાર્ગ.
પરમાત્મા તેડાવે છે....ને સંતો આનંદિત થાય છે
જાણે કે સાક્ષાત્ પરમાત્માએ બોલાવ્યા હોય ને તેમને મળવા માટે જતા
હોય–તેમાં કેટલો આહ્લાદ હોય!! તેમ સ્વભાવની ભાવનામાં સાધકને પરમ
આહ્લાદ છે. એક સાધારણ રાજા મળવા માટે તેડાવે તોય લોકો કેવા ખુશી
થાય છે? ત્યારે અહીં તો અંદરમાં ભગવાન ભેટવા બોલાવે છે કે: આવો
આવો! આ આનંદમય ચૈતન્યધામમાં આવો! આવા ચૈતન્યના અનુભવમાં
એકલો આનંદનો આહ્લાદ જ ભર્યો છે. વાહ! ભગવાનના તેડાની આ વાત
સાંભળતાં પણ શ્રોતાઓ કોઈ અનેરો ઉલ્લાસ અનુભવે છે.
શુદ્ધ આનંદસ્વભાવનો જે ખરેખરો ઉલ્લાસ ને ઉમંગ આવવો જોઈએ, તે
ઉલ્લાસ અજ્ઞાનીને નથી આવતો તેથી તે બીજે અટકી જાય છે; જો ખરો
ઉલ્લાસ અને ઉમંગ આવે તો અનુભવ થયા વિના રહે નહિ. ચૈતન્યભગવાન
આનંદામૃતનો વેલો છે. આવી અદ્ભુત પોતાની સ્વવસ્તુ પ્રત્યે અસંખ્યપ્રદેશો
ઉલ્લસે ત્યાં પરિણતિ વિભાવથી પાછી ફરી જાય છે, સ્વાનુભવ થાય છે; તે
સ્વાનુભવમાં તેને પરમાત્માની પ્રાપ્તિ છે.–આવા સ્વાનુભવનું નામ
પરમાત્માની સ્તુતિ છે. ચૈતન્યના અનુભવના મહા સામર્થ્યવડે મોહનો ક્ષય
કરી નાંખે છે, તે પરમાત્માની ઉત્કૃષ્ટ સ્તુતિ છે; અલ્પકાળમાં તે સ્વયં
પરમાત્મા થાય છે. તે સાધકને પરમાત્માના તેડા આવી ગયા છે.
નિર્વિકલ્પધ્યાનવડે સાક્ષાત્ પરમાત્મા સાથે તેનું મિલન થાય છે. અહા,
ભગવાનના મિલનના આનંદની શી વાત!
(ગુરુદેવના પ્રવચનમાંથી)

PDF/HTML Page 12 of 83
single page version

background image
: ચૈત્ર : ૨૫૦૧ આત્મધર્મ : ૭ :
અહો સર્વજ્ઞ મહાવીર! આપ મોક્ષમાર્ગના નેતા છો....વિશ્વના જ્ઞાતા છો.
નાનકડા બાલતીર્થંકર વર્દ્ધમાનકુંવર અંતરમાં તો ચૈતન્યની
અનુભૂતિના આનંદઝુલે ઝૂલતા ’ તા....બહારમાં ત્રિશલામાતા એમને
દિવ્ય પારણે ઝુલાવતા ’ તા; એ વીરકુંવરને દેખીદેખીને એનું હૈયું કેવું ઠરતું
હતું! ને માતા–પુત્ર આનંદથી કેવી અવનવી વાતું કરતા હતા! તેનો નમુનો
ભગવાનના જન્મની ચૈત્ર સુદ તેરસના પ્રસંગે અહીં રજુ થાય છે...માતા–
પુત્રની અનેરી ચર્ચાથી સૌને ઘણો આનંદ થશે. (બ્ર. હ. જૈન)
માતાજી બેઠા છે, ત્યાં પારણામાંથી મંગલવાજાં જેવો મધુર અવાજ
સંભળાય છે–મા...ઓ...મા!
માતા આશ્ચર્યથી જવાબ આપે છે: હાં, બેટા વર્દ્ધમાન! બોલિયે.
• મા, શુદ્ધાત્મતત્ત્વનો મહિમા કેવો અગાધ છે! તેની તને ખબર છે?
અગાધ મહિમા મેં જાણી લીધો.
આત્માનો કેવો મહિમા જાણ્યો! મા, મને કહો.
બેટા, જ્યારથી અહીં આકાશમાંથી રત્નવૃષ્ટિ થવા માંડી, જ્યારથી મેં
દિવ્ય ૧૬ સ્વપ્નો દેખ્યા, ને તે સ્વપ્નના અદ્ભુત ફળ જાણ્યા ત્યારથી
મને થયું કે અહા, જેનાં પુણ્યનો આવો આશ્ચર્યકારી પ્રભાવ....તે
આત્માની પવિત્રતાની શી વાત! એવો આરાધક આત્મા મારા ઉદરમાં
બિરાજી રહ્યો છે. –એમ અદ્ભુત મહિમાથી આત્માના આરાધકભાવનો
વિચાર કરતાં કોઈ અચિંત્ય આનંદસહિત શુદ્ધાત્મતત્ત્વ મને ભાસ્યું.
બેટા મહાવીર! એ બધો તારો જ પ્રતાપ છે.
અહો માતા! તીર્થંકરની માતા થવાનું મહાભાગ્ય તને મળ્‌યું; તું
જગતની માતા કહેવાણી. ચૈતન્યના અદ્ભુત મહિમાને જાણનારી હે
માતા! તું પણ જરૂર મોક્ષગામી છો.

PDF/HTML Page 13 of 83
single page version

background image
: ૮ : આત્મધર્મ : ચૈત્ર : ૨૫૦૧
ભગવાન મહાવીરનો ઈષ્ટ ઉપદેશ ભેદજ્ઞાનવડે સર્વત્ર વીતરાગતા જ
કરાવે છે.
બેટા વર્દ્ધમાન! તારી વાત સત્ય છે. સ્વર્ગેથી તારું આગમન થયું ત્યારથી
અંતર અને બાહ્ય વૈભવ વૃદ્ધિગત થવા લાગ્યો છે....મારા અંતરમાં આનંદની
અપૂર્વ સ્ફુરણા થવા લાગી છે....મને તારા આત્માનો સ્પર્શ થયો ત્યારથી
આરાધકભાવ શરૂ થઈ ગયો છે, ને એક ભવે હું પણ તારી જેમ મોક્ષને
સાધીશ.
અહો, ધન્ય માતા! મારી માતા તો આવી જ શોભે. માતા, તારી વાત
સાંભળીને મને આનંદ થાય છે. હું આ ભવમાં જ મોક્ષને સાધવા અવતર્યો
છું, તો મારી માતા પણ મોક્ષને સાધનારી જ હોય ને!
બેટા, તું તો આખા જગતને મોક્ષમાર્ગ દેખાડનાર છો; તારા પ્રતાપે તો જગતના
ભવ્ય જીવો આત્માને જાણશે, ને મોક્ષમાર્ગને પામશે. –તો હું તારી માતા કેમ
બાકી રહું? હું પણ જરૂર મોક્ષમાર્ગે આવીશ. બેટા, તું ભલે આખા જગતનો
નાથ.....પણ મારો તો પુત્ર! તને આશીર્વાદ આપવાનો તો મારો હક્ક છે.
વાહ માતા! તારું હેત અપાર છે...માતા તરીકે તું પૂજ્ય છો....તારું વાત્સલ્ય
જગતમાં અજોડ છે.–
માતા મારી મોક્ષસાધિકા ધન્ય ધન્ય છે તુજને.....
તુજ હૈયાની મીઠી આશીષ વહાલી લાગે મુજને....
માતા! દરશન તારા રે...જગતને આનંદ કરનારા...
બેટા, તારો અદ્ભુત મહિમા સમ્યક્ હીરલે શોભે...
તારા દર્શન કરતાં ભવ્યો, મોહનાં બંધન તોડે....
બેટા! જન્મ તુમારો રે જગને આનંદ દેનારો....
માતા! તારી વાણી મીઠી, જાણે ફૂલડાં ખરતાં....
તારા હઈડે હેત–ફૂવારા ઝરમર–ઝરમર ઝરતાં....
માતા! દરશન તારા રે....જગતને આનંદ કરનારા...
(વાહ બેટા! તારી વાણી તો અદ્ભુત છે
ને ભવ્ય જીવોને મોક્ષનો માર્ગ દેખાડનાર છે.)

PDF/HTML Page 14 of 83
single page version

background image
તારી વાણી સુણતાં ભવ્યો, મુક્તિપંથે દોડે...
ચેતનરસનો સ્વાદ ચાખે ત્યાં રાજપાટ સબ છોડે...
બેટા! જન્મ તુમારો રે, જગતને મંગલકારી રે...
જાગે ભાવના માતા મુજને ક્યારે બનું વીરાગી...
બંધન તોડી રાગતણાં સૌ બનું પરિગ્રહ ત્યાગી...
માતા! દરશન તારા રે જગતને આનંદ કરનારા...
બેટા, તું તો બે જ વરસનો, પણ ગંભીરતા ભારી,
ગૃહવાસી પણ તું તો ઉદાસી, દશા મોહથી ન્યારી...
બેટા! જન્મ તુમારો રે...જગતને આનંદ દેનારો...
માતા! તું તો છેલ્લી માતા, માત બીજી નહિ થાશે,
રત્નત્રયથી કેવળ લેતાં જન્મ–મરણ દૂર જાશે...
માતા! દરશન તારા રે જગતને આનંદ કરનારા...
બેટા, તું તો જગમાં ઉત્તમ આત્મ–જીવન જીવનારો..
દિવ્યધ્વનિનો સંદેશ દઈને મુક્તિમાર્ગ ખોલનારો..
બેટા...ધર્મ તુમારો રે જગતનું મંગલ કરનારો..

PDF/HTML Page 15 of 83
single page version

background image
માતા! મુક્તિ મારગ ખુલ્લો ભવ્યો ચાલ્યા આવે....
ભરતક્ષેત્રમાં જયવંત શાસન આનંદમંગલ આપે....
માતા! દરશન તારા રે જગતને આનંદ કરનારા.
બેટા, તું છો વર્દ્ધમાન સાચો, ધર્મવૃદ્ધિ કરનારો,
મહાવીર પણ સાચો તું છો, મોહમલ્લ જીતનારો...
બેટા, ધર્મ તુમ્હારો રે...જગતનું મંગલ કરનારો...
માતા, કરું વીતરાગી વૃદ્ધિ નિજ પરમ પદ પામું,
જીવ બધા જિનધર્મને પામો..એવી ભાવના ભાવું...
માતા! દરશન તારા રે....જગતને આનંદ દેનારા....
બેટા, જગમાં ધર્મની વૃદ્ધિ થાશે તારા પ્રતાપે,
જે ચાલે તુજ પગલે પગલે મોક્ષપુરીમાં આવે....
બેટા, ધર્મ તમારો રે જગતને આનંદ દેનારો....
માતા! અનુભૂતિ ચેતનની અતિશય મુજને વહાલી,
અનુભૂતિમાં આનંદ ઉલ્લસે એની જાત જ ન્યારી....
માતા..દરશન તારા રે જગતને આનંદ દેનારા...
બેટા, તું તો સ્વાનુભૂતિની મસ્તીમાં નિત મ્હાલે....
હીંચોળું હીરલાની દોરે, ઉરનાં વહાલે–વહાલે...
બેટા, જન્મ તમારો રે જગતને આનંદ દેનારો....
[અહો, ત્રિશલામાતા અને બાલતીર્થંકર વર્દ્ધમાન–કુંવરની આ ચર્ચા
અદ્ભુત આનંદકારી છે. આજે ઉજવાઈ રહેલ વીરનાથ ભગવાનના
અઢીહજારમા નિર્વાણમહોત્સવનું આ મહાન વર્ષ જગતના જીવોને મંગલરૂપ
હો. વીરશાસનના પ્રતાપે ઘરેઘરે આવા ઉત્તમ સંસ્કારવાળા માતા અને
બાળકો જાગો ને આત્મકલ્યાણવડે જૈનશાસનને શોભાવો.
–જય મહાવીર]
[બ્ર. હરિભાઈ રચિત માતા–પુત્રનો આ સંવાદ અત્યંત મધુર સંગીત
સહિત ઘાટકોપરની ભજનમંડળીએ ટેપ–રેકર્ડ કરી આપેલ છે, જે સાંભળતાં
અત્યંત પ્રસન્નતા થાય છે. ]

PDF/HTML Page 16 of 83
single page version

background image
: ચૈત્ર : ૨૫૦૧ આત્મધર્મ : ૯ :
હે વીરનાથ ભગવાન! અંતરના આનંદમયમાર્ગે આપ શિવપુરીમાં પહોંચ્યા.
[લેખાંક: ચોથો]
અહો, ભગવાન મહાવીરે જે વીતરાગી
ઈષ્ટઉપદેશ અઢીહજાર વર્ષ પહેલાંં આપણને આપ્યો, તે
જ ઉપદેશનો વીતરાગી પ્રવાહ શ્રુતધર–સંતોએ ચાલુ
રાખ્યો છે, ને મહાભાગ્યે આજે પણ તે ઉપદેશ પામીને
આપણે આપણું આત્મહિત કરી શકીએ છીએ. શ્રુતનો
અપાર મહિમા આપ આ પ્રવચનમાં વાંચશો. દેહમાં
આત્મબુદ્ધિથી દુઃખી થઈ રહેલા જગતને અત્યંત
કરુણાપૂર્વક દેહથી જુદું ચૈતન્યતત્ત્વ દેખાડીને સંતોએ
મહાન ઉપકાર કર્યો છે...
‘અરે ખેદ છે કે પોતાની ચૈતન્યસમૃદ્ધિને ભૂલેલું આ જગત બાહ્ય
સંપત્તિમાં મૂર્છાઈ પડ્યું છે! ’ પોતે બહિરાત્મબુદ્ધિના અનંત દુઃખથી છૂટીને
ચિદાનંદતત્ત્વને જાણ્યું છે, અને જગતના જીવો પણ આવા આત્માને જાણીને
બહિરાત્મબુદ્ધિના અનંત દુઃખથી છૂટે એવી કરુણાબુદ્ધિથી પૂજ્યપાદસ્વામી કહે
છે કે ‘हा हतं जगत! ’ અરેરે! જગત બિચારું ભ્રમણાથી ઠગાઈ રહ્યું છે. ખેદ
છે કે ચૈતન્યની આનંદસંપદાને ભૂલીને જગતના બહિરાત્મજીવો બહારની
સંપત્તિને જ પોતાની માનીને હણાઈ રહ્યા છે; આત્માની સુધ–બુધ ભૂલીને આ
જગત અચેત જેવું થઈ ગયું છે, તેને દેખીને સંતોને કરુણા આવે છે.
અરે જીવો! તમે સમજો કે દેહાદિ બાહ્યપદાર્થો આત્માના નથી, આત્મા તો

PDF/HTML Page 17 of 83
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : ચૈત્ર : ૨૫૦૧
અહો સર્વજ્ઞ મહાવીર! આપ મોક્ષમાર્ગના નેતા છો....વિશ્વના જ્ઞાતા છો.
તેમનાથી જુદો જ્ઞાન ને આનંદસ્વરૂપ છે; આવા આત્માને જાણ્યે–માન્યે
અનુભવ્યે જ દુઃખ ટળીને શાંતિ–સમાધિ થાય છે.
મુનિવરો અને આચાર્યભગવંતો મુમુક્ષુ જીવોના ધર્મપિતા છે;
બહિરાત્મ જીવોને અજ્ઞાનથી ભાવમરણમાં મરતા દેખીને તેઓને કરુણા
આવે છે કે અરેરે! ચૈતન્યને ચૂકીને મોહથી જગત્ મૂર્છાઈ ગયું છે! તેને
પોતાના આત્માની સુધ–બુધ રહી નથી. અરે! ચૈતન્યભગવાનને આ શું
થયું કે જડ–કલેવરમાં મૂર્છાઈ ગયો? અરે જીવો! અંતરમાં પ્રવેશ કરીને
જુઓ...તમે તો ચિદાનંદસ્વરૂપ અમર છો.
જેમ રાજા પોતાને ભૂલીને એમ માને કે હું ભીખારી છું, તેમ આ
ચૈતન્ય રાજા પોતાના સ્વરૂપને ભૂલીને, દેહ તે જ હું છું–એમ માનીને
વિષયોનો ભીખારી થઈ રહ્યો છે; તેનું નામ ભાવમરણ છે. તેના ઉપર
કરુણા કરીને કહે છે કે અરે જીવો?
“ક્ષણક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો! રાચી રહો.”
એ દેહાદિમાં આત્મબુદ્ધિ છોડો, ને ભિન્ન ચૈતન્યસ્વરૂપને
ઓળખીને તેની શ્રદ્ધા કરો...કે જેથી આ ઘોર દુઃખોથી છૂટકારો થાય ને
આત્માનું નિરાકુળ સુખ પ્રગટે.
આત્માનું સ્વરૂપ ઓળખીને પછી તેને સાધતાં આત્મા પોતે
સ્વયમેવ પરમાત્મા બની જાય છે. સાધ્ય અને સાધન બંને પોતામાં છે,
પોતાથી બહાર કોઈ સાધ્ય કે સાધન નથી, માટે તમારી ચૈતન્યસંપદાને
સંભાળો....ને બાહ્યબુદ્ધિ છોડો–એવો સંતોનો ઉપદેશ છે.
[હવે આજે (જેઠ સુદ પાંચમે) શ્રુતપંચમીનો મહાન દિવસ
હોવાથી તેના મહિમા સંબંધી થોડુંક કહેવાય છે.]
શ્રુતપંચમીનો ઈતિહાસ આ પ્રમાણે છે:–
વીતરાગ સર્વજ્ઞ અંતિમ તીર્થંકર દેવાધિદેવ મહાવીર પરમાત્માના
શ્રીમુખથી દિવ્યધ્વનિદ્વારા જે હિતોપદેશ નીકળ્‌યો તે ઝીલીને
ગૌતમગણધરદેવે એક મુહૂર્તમાં બાર અંગની રચના કરી, બાર અંગમાં તો
અપાર શ્રુતજ્ઞાનનો દરિયો ભર્યો છે. મહાવીર ભગવાનના મોક્ષ પધાર્યા
બાદ ગૌતમસ્વામી, સુધર્મસ્વામી અને જંબુસ્વામી એ ત્રણ કેવળી, તથા
આચાર્ય વિષ્ણુ, નંદિ, અપરાજિત, ગોવર્દ્ધન અને

PDF/HTML Page 18 of 83
single page version

background image
: ચૈત્ર : ૨૫૦૧ આત્મધર્મ : ૧૧ :
* હે પ્રભો! આપનું અનેકાન્તશાસન સર્વેજીવોને માટે ભદ્રકારી છે. *
ભદ્રબાહુ એ પાંચ શ્રુતકેવલી ભગવંતો ૧૬૨ વર્ષમાં અનુક્રમે થયા.
ત્યારપછી બાર અંગનું જ્ઞાન પરંપરા ઘટતું–ઘટતું ચાલ્યું આવતું હતું. અને
તેનો કેટલોક ભાગ ધરસેનાચાર્યદેવને ગુરુપરંપરાથી મળ્‌યો હતો. મહાવીર
ભગવાન મોક્ષ પધાર્યા બાદ ૬૮૩ વર્ષે ધરસેનાચાર્યદેવ થયા. તેઓ
સૌરાષ્ટ્રના ગીરનારપર્વતની ચંદ્રગૂફામાં બિરાજતા હતા, તેઓ અષ્ટાંગ
મહાનિમિત્તના જાણનાર અને ભારે શ્રુતવત્સલ હતા. ભગવાનની
પરંપરાથી ચાલ્યા આવેલા શ્રુતના વિચ્છેદનો ભય થતાં તેમણે મહિમા–
નગરીમાં ધર્મોત્સવ નિમિત્તે ભેગા થયેલા દક્ષિણના આચાર્યો ઉપર એક
લેખ મોકલ્યો; તે લેખદ્વારા ધરસેનાચાર્યદેવના આશયને સમજીને તે
આચાર્યોએ શાસ્ત્રના અર્થને ગ્રહણ–ધારણ કરવામાં સમર્થ, મહા વિનયવંત,
શીલવંત એવા બે મુનિઓને ધરસેનાચાર્યદેવ પાસે મોકલ્યા; ગુરુઓ દ્વારા
મોકલવાથી જેમને ઘણી તૃપ્તિ થઈ છે, જેઓ ઉત્તમ દેશ, ઉત્તમ કુળ અને
ઉત્તમ જાતિમાં ઉત્પન્ન થયેલા છે, સમસ્ત કળાઓમાં પારંગત છે, એવા તે
બંને મુનિવરો ત્રણવાર આચાર્યભગવંતોની આજ્ઞા લઈને ધરસેનાચાર્યદેવ
પાસે આવવા નીકળ્‌યા.
જ્યારે તે બંને મુનિવરો આવી રહ્યા હતા ત્યારે, અહીં
ધરસેનાચાર્ય દેવે રાતના પાછલા ભાગમાં એવું શુભ સ્વપ્ન જોયું કે બે મહા
સુંદર સફેદ બળદ ભક્તિપૂર્વક ત્રણ પ્રદક્ષિણા દઈને નમ્રપણે ચરણોમાં નમી
રહ્યા છે. –આ પ્રકારનું મંગલ સ્વપ્ન દેખવાથી સંતુષ્ટ થઈને આચાર્યદેવે
‘जयवंत हो श्रुतदेवता’ એવા આશીર્વાદનું ઉચ્ચારણ કર્યું.
તે જ દિવસે પૂર્વોક્ત બંને મુનિવરો આવી પહોંચ્યા, ને ભક્તિપૂર્વક
આચાર્યદેવના ચરણોમાં વંદનાદિ કર્યા. મહાધીર ગંભીર અને વિનયની
મૂર્તિ એવા તે બંને મુનિઓએ ત્રીજે દિવસે ધરસેનાચાર્યદેવ પાસે
વિનયપૂર્વક નિવેદન કર્યું કે પ્રભો! આ કાર્યને માટે અમે બંને આપના
ચરણકમળમાં આવ્યા છીએ. તેઓએ આવું નિવેદન કર્યું ત્યારે ‘બહુ સારું,
કલ્યાણ હો’ એમ આચાર્યદેવે આશિષવચન કહ્યા.
ત્યારબાદ, જો કે શુભસ્વપ્ન ઉપરથી જ તે બંને મુનિઓની
વિશેષતા જાણી લીધી હતી છતાં ફરીને પરીક્ષા કરવા માટે, ધરસેનાચાર્યદેવે
તે બંને સાધુઓને

PDF/HTML Page 19 of 83
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : ચૈત્ર : ૨૫૦૧
* ઉપયોગ–લક્ષણ જીવ છે ને એ જ સાચું જીવન છે. *
બે મંત્રવિદ્યા આપીને કહ્યું કે, બે દિવસના ઉપવાસપૂર્વક આ વિદ્યાને સિદ્ધ
કરો. પરીક્ષા કરવા માટે આચાર્યદેવે એક વિદ્યાના મંત્રમાં વધારે અક્ષરો
આપ્યા હતા ને બીજામાં ઓછા અક્ષરો આપ્યા હતા. બંને મુનિઓને વિદ્યા
સિદ્ધ થતાં બે દેવીઓ દેખાણી, પણ તેમાં એકના દાંત બહાર નીકળેલા હતા,
ને બીજા કાણી હતી. તેને જોઈને મુનિઓએ વિચાર્યું કે ‘દેવતાઓ કદી
વિકૃતાંગ હોતાં નથી’ માટે જરૂર વિદ્યાના મંત્રમાં કંઈક ફેર છે. મહાસમર્થ
એવા તે મુનિવરોએ મંત્રાક્ષરો સરખા કર્યા, જેમાં વધારે અક્ષરો હતા તે
કાઢી નાંખ્યા, ને જેમાં ઓછા અક્ષરો હતા તે પૂરા કર્યા. પછી તે મંત્ર પઢતાં
બંને દેવીઓ સરખા રૂપમાં દેખાણી, ભગવાન ધરસેનાચાર્યદેવ પાસે જઈને
તેઓએ વિનયપૂર્વક સમસ્ત વૃતાંત કહેતાં આચાર્યદેવે સંતુષ્ટ થઈને તેમને
ભગવાનની સીધી પરંપરાથી ચાલ્યું આવેલું અગાધ શ્રુતજ્ઞાન ભણાવવું
શરૂ કર્યું, ને અષાડ સુદ અગીયારસે સવારે ગ્રંથ સમાપ્ત થતાં ભૂત જાતના
વ્યંતરદેવોએ આવીને વાજિંત્રનાદપૂર્વક તે બંનેની પૂજા કરી. ભૂત નામના
દેવોએ પૂજા કરી તેથી ધરસેનાચાર્યદેવે એકનું નામ ‘ભૂતબલિ’ રાખ્યું,
અને બીજા મુનિના દાંત દેવોએ સરખા કરી દીધા તેથી તેનું નામ ‘પુષ્પદંત’
રાખ્યું. અને એ રીતે ધરસેનાચાર્યદેવે શ્રુતજ્ઞાન ભણાવીને તરત તે પુષ્પદંત
અને ભૂતબલિ મુનિવરોને ત્યાંથી વિદાય આપી.
ત્યારબાદ તે બંને મુનિવરોએ તે શ્રુતજ્ઞાનને षट्खंडागम રૂપે
ગૂંથ્યું...ને અંકલેશ્વરમાં (લગભગ બે હજાર વર્ષ પહેલાંં) જેઠ સુદ પાંચમે
ચતુર્વિધ સંઘે તે શ્રુતજ્ઞાનના મહિમાનો ભારે મોટો ઉત્સવ કર્યો; એ રીતે
વીતરાગી સંતોએ શ્રુતજ્ઞાનનો પ્રવાહ વહેતો રાખ્યો. તેનો આજે દિવસ છે.
મહાવીર ભગવાને જે કહ્યું અને અત્યારે મહાવિદેહમાં સીમંધર
ભગવાન જે કહી રહ્યા છે તેનો અંશ આ શાસ્ત્રોમાં છે. રાગ–દ્વેષ–
મોહરહિત વીતરાગી પુરુષોએ રચેલી આ વાણી છે. સર્વજ્ઞ ભગવાનની
પરંપરાથી ચાલ્યું આવેલું આવું શ્રુતજ્ઞાન ટકી રહ્યું તેથી ચતુર્વિધ સંઘે ભેગા
થઈને અંકલેશ્વરમાં ઘણા જ મોટા મહોત્સવપૂર્વક જેઠ સુદ પાંચમે
શ્રુતજ્ઞાનનું બહુમાન કર્યું, ત્યારથી આ દિવસ ‘શ્રુતપંચમી’ તરીકે પ્રસિદ્ધ
થયો, અને દર વર્ષે તે ઉજવાય છે. અત્યારે તો

PDF/HTML Page 20 of 83
single page version

background image
: ચૈત્ર : ૨૫૦૧ આત્મધર્મ : ૧૩ :
* એ જીવજો, જીવડાવજો પ્રભુ વીરનો ઉપદેશ છે. *
તેનો વિશેષ પ્રચાર થતો જાય છે, ને ઘણે ઠેકાણે તો આઠ દિવસ સુધી
ઉત્સવ કરીને શ્રુતજ્ઞાનની પ્રભાવના થાય છે. આ શ્રુતપંચમીનો દિવસ ઘણો
મહાન છે. અહો, સર્વજ્ઞ ભગવાનની વાણી દિગંબર સંતોએ ટકાવી રાખી છે.
પુષ્પદંત અને ભૂતબલિ આચાર્યભગવંતોએ જે ષટ્ખંડાગમ રચ્યા
તેના ઉપર વીરસેનાચાર્યદેવે धवला નામની મહાન ટીકા રચી છે. તે
વીરસેનાચાર્ય પણ એવા સમર્થ હતા કે સર્વાર્થગામિની (–સકલઅર્થમાં
પારંગત) એવી તેમની નૈસર્ગિક પ્રજ્ઞાને દેખીને બુદ્ધિમાન લોકોને સર્વજ્ઞની
સત્તામાં સંદેહ ન રહેતો, અર્થાત્ તેમની અગાધ જ્ઞાનશક્તિને જોતાં જ
બુદ્ધિમાનોને સર્વજ્ઞની પ્રતીત થઈ જતી. આવી અગાધ શક્તિવાળા
આચાર્યદેવે ષટ્ખંડાગમની ટીકા રચી. આ પરમાગમ સિદ્ધાંતશાસ્ત્રો સેંકડો
વર્ષોથી તાડપત્ર ઉપર લખેલા મૂડબિદ્રીના શાસ્ત્રભંડારોમાં વિદ્યમાન છે.
થોડાંક વર્ષો પહેલાંં તો તેના દર્શન પણ દુર્લભ હતા...પણ પાત્ર જીવોના
મહાભાગ્યે આજે તે બહાર પ્રસિદ્ધ થઈ ગયા છે. (ગુરુદેવ સાથે દક્ષિણ
દેશના તીર્થોની યાત્રા વખતે આપણે રત્નપ્રતિમા સહિત આ તાડપત્ર–
લિખિત ધવલ સિદ્ધાંતના પણ દર્શન કર્યા હતા.) અને હવે તો તે
મૂળશાસ્ત્રો હિન્દી અનુવાદ સહિત પ્રસિદ્ધિમાં આવ્યા હોવાથી મુમુક્ષુજીવો
ઉલ્લાસથી તેનો અભ્યાસ કરી શકે છે.
આચાર્યભગવંતોએ સર્વજ્ઞભગવાનની વાણીનો સીધો નમૂનો આ
શાસ્ત્રોમાં ભર્યો છે. એ ઉપરાંત બીજા અનેક મહાસમર્થ આભના થોભ
જેવા કુંદકુંદાચાર્યદેવ વગેરે સંતો જૈનશાસનમાં પાકયા, ને તેમણે
સમયસારાદિ અલૌકિક મહાશાસ્ત્રો રચ્યાં.....તેનો એકેક અક્ષર આત્માના
અનુભવમાં કલમ બોળીબોળીને લખાયો છે. એ સંતાની વાણીના ઊંડાં
રહસ્યો ગુરુગમે સમજતાં અપૂર્વ આત્મતત્ત્વનો અપાર વૈભવ દેખાય છે.
મહાવીરભગવાનની પરંપરાથી કેટલુંક જ્ઞાન મળ્‌યું તથા પોતે સીમંધર
ભગવાનના ઉપદેશનું સાક્ષાત્ શ્રવણ કર્યું, તે બંનેને આત્માના અનુભવ
સાથે મેળવીને આચાર્યભગવાને શ્રી સમયસારમાં ભરી દીધું છે. ને એ રીતે
આત્માના સમસ્ત વૈભવથી એકત્વ–વિભક્ત આત્મસ્વરૂપ દેખાડયું છે.
આ સમાધિશતકનાં બીજડાં પણ સમયસારમાં જ ભર્યા છે.
પૂજ્યપાદસ્વામી પણ મહાસમર્થ સંત હતા, તેમણે આ સમાધિશતકમાં
ટૂંકામાં અધ્યાત્મભાવના ભરી દીધી છે. તે આપ આ લેખમાળામાં વાંચી
રહ્યા છો.