Atmadharma magazine - Ank 379
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 53
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૩૨
સળંગ અંક ૩૭૯
Version History
Version
Number Date Changes
001 Jan 2005 First electronic version.

PDF/HTML Page 2 of 53
single page version

background image

મહાવીર પ્રભુના જ્ઞાનગગનથી અમૃતધારા વરસે છે;
વિપુલગિરિ પર મંગલવાજાં દિવ્યધ્વનિનાં વાગે છે.
બાગ ખીલ્યાં છે રત્નત્રયનાં આનંદ–આનંદકાર છે;
અહો પ્રભુજી! શાસન તારું ભવથી તારણહાર છે.
તંત્રી : પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદક : બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૫૦૧ વૈશાખ (લવાજમ : છ રૂપિયા) વર્ષ ૩૨ : અંક ૭
[૩૭૯]

PDF/HTML Page 3 of 53
single page version

background image
* આત્મધર્મ: (આપનું પ્રિય માસિક) *
ગુજરાતી તેમજ હિંદીમાં પ્રકાશિત થાય છે. ગુજરાતી–પ્રકાશન દર મહિનાની
વીસમી તારીખે પ્રગટ થાય છે. કારતકથી આસો સુધીનું વાર્ષિક લવાજમ રૂા.
૬)– છે. : આત્મધર્મ કાર્યાલય, સોનગઢ (સૌરાષ્ટ્ર)
સંપાદક ઉપરના યોગ્ય પત્રોનો જવાબ અપાય છે; યોગ્ય પ્રશ્નોના સમાધાન
આત્મધર્મ દ્વારા પણ અપાય છે. સંપાદક સાથેના પત્રવ્યવહારનું સરનામું–
બ્ર. હરિલાલ જૈન, સંપાદક આત્મધર્મ: સોનગઢ ()
ચૈત્ર માસનો સુંદર વિશેષાંક વાંચીને ઘણા જિજ્ઞાસુઓએ પ્રમોદ વ્યક્ત કર્યો છે.
આત્મધર્મ એટલે જિનવાણીનો ઘર–ઘર પ્રચાર કરતું મુમુક્ષુનું પ્રિય મુખપત્ર.–
જેન દેખતાં જ મુમુક્ષુનું ચિત્ત પ્રસન્ન થઈ જાય છે. અહા, પોતાના આંગણે
જિનવાણી દેખીને કોને પ્રસન્નતા ન થાય? તમારા મિત્રોને પણ જરૂર તે
પહોંચાડીને તેને હિતમાર્ગની પ્રેરણા આપો.
આત્મધર્મ દેશ–પરદેશના બધા મુમુક્ષુઓની પ્રિય પત્રિકા છે; ભગવાન
મહાવીરના શાસનનો તે પરમ ભક્તિભાવથી ઉદ્યોત કરે છે. આત્માર્થીતાની
પુષ્ટિ કરવી, સાધર્મીનું વાત્સલ્ય વધારવું, દેવ–ગુરુ–ધર્મ–શાસ્ત્રની સેવા કરીને
તેનો મહિમા પ્રસિદ્ધ કરવો, બાળકોમાં ઉત્તમ ધર્મસંસ્કાર રેડવા–તે આ પત્રિકાનો
ઉદ્દેશ છે. સાધર્મીઓના હાર્દિક સહકારને લીધે આ પત્રિકા ગૌરવશીલ છે. આ
પત્રિકામાં જિનશાસ્ત્રાનુસાર પૂ. શ્રી કાનજીસ્વામીનાં પ્રવચનો, તત્ત્વચર્ચાઓ,
શાસ્ત્રની અવનવી વાતો, તીર્થોનો મહિમા, ધર્મપ્રભાવનાના સમાચાર,
વૈરાગ્યપ્રેરક વિશેષ લેખ–ભજન તથા શંકાસમાધાન અને બાલવિભાગ
આપવામાં આવે છે. એનું સંપાદન સપૂર્ણ મધ્યસ્થતાથી ને સમ્યક્ભાવથી થાય
છે. તેની ઉદાર અને ગંભીર સંપાદન શૈલીથી સર્વે સાધર્મીજનો પ્રસન્ન છે.
આ વર્ષ “ભગવાન મહાવીરના અઢીહજારવર્ષીય નિર્વાણમહોત્સવ”ના
હર્ષોપલક્ષમાં આત્મધર્મમાં જે વિશિષ્ટ આનંદકારી વિવિધ સાહિત્ય પીરસાય છે
તે આપની સમક્ષ જ છે. અહો! આ તો હું મારું પરમ સૌભાગ્ય સમજુંં છે કે
ભગવાન મહાવીરના અપૂર્વ ઉપકારને પ્રસિદ્ધ કરવા માટે મારા જીવનમાં મને
આ અભૂતપૂર્વ સુઅવસર પ્રાપ્ત થયો છે. પ્રભુ મહાવીરે બતાવેલો સ્વાનુભૂતિનો
માર્ગ ભવ્યજીવોમાં પ્રસિદ્ધ થાઓ–એવી મારી ભાવના છે.
“जय महावीर” – બ્ર હરિલાલ જૈન

PDF/HTML Page 4 of 53
single page version

background image
: વૈશાખ : ૨૫૦૧ આત્મધર્મ : ૧ :
વાર્ષિક લવાજમ વીર સં. ૨૫૦૧
છ રૂપિયા વૈશાખ:
વર્ષ ૩૨ ઈ. સ. 1975
અંક ૭ May
જેમ આરાધક સંતોની પરિણતિ મોક્ષને ભેટવા દોડે, તેમ
યાત્રાસંઘની મોટરો વીરનાથના મોક્ષધામને ભેટવા દોડી રહી છે.
વીરપ્રભુના વિહારથી પાવન થયેલી આ ભૂમિમાં ગુરુદેવ સાથે
યાત્રાવિહાર કરતાં મન આનંદિત થાય છે. આ પવિત્ર મોક્ષભૂમિ હૃદયના
ઊંડાણમાંથી–ગંભીર વૈરાગ્યવાળા અર્જિકામાતાની જેમ–વીરપ્રભુના
વિહારની મંગલગાથા જાણે વિરહના વેદનપૂર્વક સંભળાવી રહી છે; એ
સાંભળતાં યાત્રિકોનું હૃદય ક્ષણવારમાં અઢીહજાર વર્ષને વીંધીને
વીરનાથની સ્મૃતિના ઊંડાણમાં ચાલ્યું જાય છે.
દૂરથી પાવાપુરી દેખાણી, સરોવર વચ્ચે શોભતું જલમંદિર પણ
દેખાયું, અહા, આ તો આપણા ભગવાનનું મુક્તિધામ!–અને આ રહ્યા
ભગવાન! દૂરથી પણ મહાવીર ભગવાનની મુક્તિનગરી જોતાં યાત્રિકોને
આનંદ થયો,–જેમ સાધકને સિદ્ધિનાં દર્શનથી આનંદ થાય તેમ.
આપણા ભગવાન આ સ્થળ ઉપર સિદ્ધભગવંતોના દેશમાં
મુક્તિપુરીમાં બિરાજી રહ્યા છે (–વિરહ નથી, અત્યારે પણ બિરાજી જ
રહ્યા છે); આ એ જ મુક્તિધામ છે....આપણે ભગવાનના દેશમાં આવી
ગયા છીએ ને સંસારને ભૂલી ગયા છીએ. ભગવાનના દેશમાં કોને આનંદ
ન હોય! પાવાપુરીનું વાતાવરણ મંગલમય છે, હૃદયને પ્રસન્ન કરે છે.
ઘણા વર્ષોથી સાંભળેલી અને ચિત્રમાં જોયેલી વીરનાથની નિર્વાણભૂમિને
સાક્ષાત્ નીહાળતાં, અને એ ભૂમિમાં વિચરતાં મુમુક્ષુ અનેરો આહ્લાદ
અનુભવે છે.–જેમ ઘણા વર્ષોથી સાંભળેલું ને ભાવેલું ચૈતન્યતત્ત્વ
અનુભૂતિમાં સાક્ષાત્ દેખીને મુમુક્ષુ પરમ આનંદિત થાય છે તેમ!
(અનુસંધાન પાનું ૨૨)

PDF/HTML Page 5 of 53
single page version

background image
: ૨ : આત્મધર્મ : વૈશાખ : ૨૫૦૧
૮૬ રત્નોની મંગલ માળ
(ગતાંકથી ચાલુ)
૫૦. અહા, છએ કારકોની સ્વાધીનતાથી શોભતો આ ચૈતન્યભગવાન
પોતે મોટો દાતાર છે;–એવો દાતાર છે કે અંતર્મુખ થતાં
સમ્યગ્દર્શનથી માંડીને સિદ્ધપદ સુધીનાં અમૂલ્ય રત્નો આપે.
૫૧. જ્યાં અતર્મુખ થયો ત્યાં ચૈતન્યદાતાર કહે છે કે માગ....માગ! તારે
જે જોઈએ તે માગ! આ રહ્યો ચૈતન્યભંડાર, તેમાંથી તારે જે
જોઈએ તે નિર્મળ પર્યાય લે.
૫૨. આત્મા અંતર્મુખ થઈને પોતામાંથી રાગને લ્યે એવો નથી, પણ
નિર્મળભાવને જ લ્યે છે. પોતે જ દાતાર ને પોતે જ લેનાર,–પછી
પોત મલિનતા શા માટે લ્યે?
૫૩. અરે, કલ્પવૃક્ષ પાસે જઈએ ને વાંછિતફળ ન આપે તો એ કલ્પવૃક્ષ
શેનું?–આ ચૈતન્ય–કલ્પવૃક્ષ પાસે જતાં કેવળજ્ઞાન અને મોક્ષફળ
જો તે ન આપે તો એ ચૈતન્યનો મહિમા શો?
૫૪. ચૈતન્ય પાસે જાય (એટલે કે અંતર્મુખ થાય) તે ખાલી હાથે પાછો
આવે જ નહીં, તેને સમ્યગ્દર્શનાદિ નિર્મળ ભાવ મળે જ.
૫૫. ઉત્પાદ–વ્યયરૂપ ભાવો ક્ષણ ક્ષણે પલટતા હોવા છતાં, આત્મા
પોતાની

PDF/HTML Page 6 of 53
single page version

background image
: વૈશાખ : ૨૫૦૧ આત્મધર્મ : ૩ :
અપાદાનશક્તિથી ધ્રુવપણે ટકી રહે છે. આવા ઉત્પાદ–વ્યય–
ધ્રુવસ્વરૂપી આત્મામાંથી ધર્મનો પ્રવાહ આવ્યા જ કરે છે.
૫૬. ધર્મી જાણે છે કે ષટ્કારકોથી સ્વતંત્ર પ્રભુ–એવો જે મારો આત્મા,
તેમાંથી જ હું મારા સમ્યગ્દર્શનાદિ કાર્ય લઉં છું.
૫૭. મારા ધર્મની ધ્રુવખાણ મારો આત્મા જ છે, કોઈ પરદ્રવ્ય કે રાગાદિ
તે મારા ધર્મની ખાણ નથી; માટે ધર્મનું સાધન બહાર શોધવાની
વ્યગ્રતા મને નથી.
૫૮. અપાદાનશક્તિથી આત્માની ધ્રુવતા બતાવીને આચાર્યદેવ કહે છે કે
ભાઈ, આવી અનંત શક્તિવાળા આત્મામાંથી તું ધર્મ લે; બહારમાં
ન શોધ.
૫૯. તારો આત્મા તે જ તારા ધર્મનો ધીંગધણી છે; જ્યાં એ
ચૈતન્યસ્વભાવને ધીંગધણીપણે ધાર્યો ત્યાં તેની નિર્મળદશાને કોઈ
રોકી શકે નહીં.
૬૦. ધર્મી જાણે છે કે જ્ઞાન અને સુખસ્વરૂપ એવો મારો ધ્રુવ આત્મા જ મારું
શરણ છે. બીજું કોઈ એવું નથી કે જે ધ્રુવ ટકીને મને શરણ આપે.
૬૧. નિર્મળપર્યાય થાય તેમાં કાંઈ રાગ લંબાઈને ધુ્રવપણે નથી રહેતો, પણ
ચિદાનંદસ્વભાવ જ ધ્રુવપણે રહે છે.–આવી શક્તિવાળા આત્માને
ઓળખે તો રાગનો આશ્રય છૂટીને સ્વભાવનો આશ્રય થાય.
૬૨. છ કારકોમાં છેલ્લું અધિકરણ છે; આત્મામાં સમ્યગ્દર્શન વગેરે ક્રિયા
થવાનો આધાર કોણ? કે ભગવાન આત્મા જ અધિકરણશક્તિવડે
તેનો આધાર થાય છે, બીજા કોઈ આધાર નથી.
૬૩. ભક્તિમાં નિમિત્તથી એમ કહેવાય કે હે ગુરુ! આપનો જ આધાર
છે....આપના જ આધારે અમે ધર્મ પામ્યા....આમ ધર્માત્મા પણ
કહે; છતાં અંતરમાં પોતાની અધિકરણશક્તિનું ભાન છે કે આ
મારો સ્વભાવ જ મારા ધર્મનો આધાર છે; બીજો આધાર નથી.
૬૪. ભાઈ, દેહના આધારે તો તારો ધર્મ નથી, રાગના આધારે પણ તારો
ધર્મ નથી, તારો ધર્મ તો તારા આત્મસ્વભાવના આધારે જ છે.
૬૫. સંયોગ છૂટે ત્યાં નિરાધાર થઈ ગયા–એમ ધર્મી માનતા નથી.
અમારા ધર્મનો ધ્રુવ આધાર અમારામાં જ પડ્યો છે–એવી નિઃશંક
પ્રતીત તેને વર્તે છે.

PDF/HTML Page 7 of 53
single page version

background image
: ૪ : આત્મધર્મ : વૈશાખ : ૨૫૦૧
૬૬. અહા, ધર્મને માટે પોતાનો આત્મા જ આધાર છે. અમારો ધર્મ
કાંઈ સંયોગના આધારે આવ્યો નથી, આત્માના જ આધારે આવ્યો
છે, એટલે તેને હણવાની કોઈ સંયોગની તાકાત નથી.
૬૭. ભાઈ, આધાર થવાની શક્તિ તારા આત્મામાં જ છે, તેનો જ તું
આધાર લે. અંદર શુભરાગનો વિકલ્પ ઊઠે તે પણ તારા ધર્મનો
આધાર નથી.
૬૮. શું સિદ્ધભગવાન લોકાકાશના આધારે રહ્યા છે?–ના; તે તો
પોતાના આત્મ–પ્રદેશોના આધારે જ રહ્યા છે. એ રીતે
સિદ્ધભગવંતોની જેમ સમ્યગ્દર્શનાદિ બધી પર્યાયો આત્માના જ
આધારે છે.
૬૯. અહા, આવી છ કારકની સ્વાધીનતા જાણે તો આત્મામાં કેટલું
સમાધાન! કેટલી શાંતિ! કેટલો સ્વાશ્રય! એને આકુળતા–કલેશ કે
વ્યગ્રતાની બુદ્ધિ રહે નહિ.
૭૦. આત્માનો ચેતનસ્વભાવ પોતાની નિર્મળતાનો આધાર છે પણ
મલિનતાનો આધાર તે નથી. અરે, રાગ થાય તેનો આધાર પણ આત્મા
નથી. આત્મા સમ્યગ્દર્શન–જ્ઞાન–આનંદ વગેરેનો જ આધાર છે.
૭૧. હે જીવ! તારા ધર્મનો આધાર તારામાં જ છે–એમ સ્વશક્તિને
ઓળખીને તું તારા આત્માનું જ અવલંબન લે ને બીજાના
અવલંબનની બુદ્ધિ છોડ,
૭૨. એ રીતે છ કારકથી સ્વાધીન એવી ચૈતન્યપ્રભુતા બતાવી. આ
ચૈતન્યચક્રવર્તી પોતાના સ્વાશ્રિત છ કારકોથી શોભી રહ્યો છે,–એવું
સ્વાશ્રિતભાવરૂપ પરિણમન–એ જ ભગવાન મહાવીરનું ધર્મચક્ર છે.
૭૩. આવી અનંતશક્તિરૂપ સ્વભાવ તે જ આત્માનું સ્વ છે, ને તેનો જ
આત્મા સ્વામી છે. એ સિવાય બીજું કાંઈ આત્માનું સ્વ નથી, ને
આત્મા તેનો સ્વામી નથી.
૭૪. આમ જેણે પોતાના સ્વભાવ સાથે સ્વ–સ્વામીપણું જાણ્યું, તેણે
પરિણતિને સ્વ સાથે જોડીને વિકાર સાથે તોડી.–એનું નામ
ધર્મચક્રનું પરિણમન, ને એ જ મોક્ષમાર્ગ!
૭૫. આ સ્વભાવશક્તિઓ જાણીને, પરથી વિભક્તપણું અને નિજસ્વભાવનું
સ્વામીપણું પ્રગટ કરીને હે જીવ! તું સ્વાનુભવ કર. તે સ્વાનુભવના

PDF/HTML Page 8 of 53
single page version

background image
: વૈશાખ : ૨૫૦૧ આત્મધર્મ : ૫ :
ધર્મચક્રમાં જ્ઞાન–આનંદ વગેરે અનંત શક્તિઓ એક સાથે
પરિણમતી તને અનુભવમાં આવશે.
૭૬. આત્માના છ કારકોની સ્વાધીનતા ઉપરનાં અદ્ભુત પ્રવચનોમાંથી
ગૂંથેલી આ ૭૨ પુષ્પોની મંગલમાળા જે જીવ પહેરશે–એટલે કે
અંતરમાં પરિણમાવશે–તે જીવ ચૈતન્યનું ચક્રવર્તીપદ પામશે.
૭૭. અરેરે જીવ! હવે તારે આ દુઃખથી છૂટવું જ છે,–તો વાર શું
લગાડવી! આ ક્ષણે જ છૂટી જા ને! આનંદ તો તારામાં હાજર જ
છે–તેમાં આવી જા ને!
૭૮. મુમુક્ષુને દરેક પ્રસંગે પોતાને આત્મિકભાવનાનું ઘોલન થાય, ને
ચેતનરસ વધતો જાય–તે મહત્ત્વનું છે. આત્માર્થી જીવ બધાય
પ્રસંગોને પોતાના ચેતનરસની વૃદ્ધિનું જ કારણ બનાવે છે.
૭૯. સમ્મેદશિખર વગેરે તીર્થધામોની યાત્રા, કે જિનેન્દ્રદેવના
પંચકલ્યાણકના દર્શન–એ બધા પ્રસંગે મુમુક્ષુને આત્મકલ્યાણની ને
આત્માના અદ્ભુત મહિમાની ઉત્તમ ભાવનાઓ જાગે છે; નવી–
નવી ભાવનાઓ ઘૂંટતો–ઘૂંટતો તે પોતાના આત્માને
વીતરાગમાર્ગમાં આગળ ને આગળ લઈ જાય છે.
૮૦. બહારમાં સુનકાર વાતાવરણ હોય, ચારે બાજુ ઉદાસી છવાઈ ગઈ
હોય એવા પ્રસંગે ધર્મીને મુનિઓનો સહવાસ યાદ આવે છે: જાણે
મુનિઓના વાસમાં રહેતા હોઈએ–એમ પરમ વૈરાગ્યરૂપ
આત્મભાવનાઓ જાગે છે.
૮૧. સાધક જીવનું ચિત્ત સદાય સર્વજ્ઞભગવંતો સાથે કેલિ કરતું હોય છે.
એની આત્મસાધનાના અતીન્દ્રિય–તાર સર્વજ્ઞસ્વભાવ સાથે
જોડાયેલા છે,–તે કદી તૂટતા નથી.
૮૨. એકત્વ આત્માનો પરમ ગંભીર મહિમા જાણી, તેની ઊંડી
ભાવનામાં ઊતરીને આત્મઅનુભૂતિ સુધી પહોંચવું–તે વીરનાથનો
માર્ગ છે; ને જેણે એમ કર્યું તે જીવ પંચપરમેષ્ઠીનો સાધર્મી થયો.
૮૩. વીતરાગરસમાં ઝૂલતા પંચપરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર! અહો
પંચપરમેષ્ઠીના પ્રસાદથી પ્રાપ્ત સુંદર ચૈતન્યતત્ત્વ કેવું શોભી રહ્યું છે!!
૮૪. દુનિયા દુનિયાની રીતે ચાલી રહી છે; વૈરાગ્ય જગાડે છે; ચૈતન્યની
અદ્ભુતતા વગર મુમુક્ષુને બીજે ક્્યાંય ચેન પડે તેવું નથી.

PDF/HTML Page 9 of 53
single page version

background image
: ૬ : આત્મધર્મ : વૈશાખ : ૨૫૦૧
૮૫. શાંતિ ને ઠંડક (–અકષાય–વેદન) આપનારી વસ્તુ બહારમાં ક્યાં
છે? અહા, ચૈતન્યદેવ! શાંતિ દેવાની તાકાત એક તારામાં જ છે.
ચૈતન્યની આરાધનાના અદ્ભુત પ્રભાવની શી વાત!!
૮૬. હે સાધર્મી! ભગવાનનો આત્મા દરેક પ્રસંગે (ગર્ભથી તે મોક્ષસુધી)
કેવા ચૈતન્યભાવે પરિણમી રહ્યો છે–તેને તું ઓળખ. એકલા
સંયોગને કે પુણ્યના ઠાઠને, કે રાગ–દ્વેષને જોઈને ન અટક! આત્મિક
ગુણોદ્વારા પ્રભુની સાચી ઓળખાણ કર, તો તનેય સમ્યક્ત્વાદિ
થશે, ને તું પણ પ્રભુના મોક્ષના માર્ગમાં પ્રવેશી જઈશ.
જે જાણતો મહાવીરને ચેતનમયી શુદ્ધ ભાવથી;
તે જાણતો નિજાત્મને સમકિત લ્યે આનંદથી.
આત્મહિત – ભાવના
(રાત્રે સૂતી વખતે જીવન–અવલોકન)
આજ મારા જીવનમાં શું–શું કર્યું મેં હિતનું?
શું કાર્ય કરવું રહી ગયું, ક્ષણ ક્ષણ અરેરે! આત્મનું?
કયા દોષ છોડ્યા આત્મથી, કયા ગુણની પ્રાપ્તિ કરી?
કઈ ભાવી ઉજ્વળ ભાવના સમ્યક્ત્વ–આદિક ભાવની?
કઈ–કઈ ક્ષણે ચિંતન કર્યું નિજ આત્મના શુદ્ધ ગુણનું?
કઈ–કઈ રીતે સેવન કર્યું મેં દેવ–ગુરુ–ધર્મનું?
રે! જીવન મોંઘું જાય મારું, શીઘ્ર સાધું ધર્મને,
ફરીફરી છે દુર્લભ અરે! આ પામવો નરદેહને.
સમ્યક્ત્વ સાધું, જ્ઞાન સાધું, ચરણ સાધું આત્મમાં;
એ રત્નત્રયના ભાવથી કરું સફળતા આ જીવનમાં.
પ્રમાદ છોડીને હવે હું ભાવું છું નિજ આત્માને,
નિજ આત્મના ભાવન વડે કરું નાશ આ ભવચક્રને.

PDF/HTML Page 10 of 53
single page version

background image
: વૈશાખ : ૨૫૦૧ આત્મધર્મ : ૭ :
દુઃખથી ત્રાસીને શાંતિ માટે
ધા નાખતો જિજ્ઞાસુ વેગપૂર્વક
આનંદધામ તરફ દોડે છે.
(સમ્યક્ત્વજીવન–લેખમાળા : લેખાંક–૧૩)
સમ્યક્ત્વને ઝંખતો જીવ પ્રથમ એટલો વિશ્વાસ કરે છે કે
જગતમાં સુખનું ધામ કોઈ હોય તો તે મારું ચૈતન્યપદ જ
છે. આવા વિશ્વાસના જોરે જેમ–જેમ તેની લગની વધતી
જાય છે તેમ તેમ આનંદનું ધામ તેને પોતાની અંદર નજીક
ને નજીક દેખાતું જાય છે...ને અંતે જેમ તરસ્યું હરણું
પાણીના સરોવર તરફ દોડે તેમ તેની પરિણતિ વેગપૂર્વક
આનંદમય સ્વધામમાં પ્રવેશીને સમ્યક્ત્વ વડે તે આનંદિત
થાય છે. (સં.)
સમ્યગ્દર્શન થતાં પહેલાંં આત્મસન્મુખ જીવની રહેણી–કરણી તથા વિચારધારા
કેવા પ્રકારની હોય? તથા સમ્યગ્દર્શન થયા પછી તેની રહેણી–કરણી અને વિચારધારા
કેવા પ્રકારની હોય? એ જાણવાનું જિજ્ઞાસુને માટે ખૂબ જ ઉપયોગી અને જરૂરી છે.
સમ્યગ્દ્રષ્ટિના અંતરમાં વહેતા ભેદજ્ઞાનના ભાવોને બહુ વિરલ જીવો જ ઓળખે છે, પણ
જે ઓળખે છે તે ન્યાલ થઈ જાય છે.
જેની અંતરંગ પરિણતિ ચૈતન્યની શાંતિને ઝંખી રહી છે, ચોવીસ કલાક સતત
જેને આત્મસ્વરૂપની જ લગન છે, કષાયોની અશાંતિથી જે અત્યંત થાક્્યો છે, જેનું
વૈરાગી હૃદય ભવ–તન–ભોગોથી પાર એવા કોઈ પરમતત્ત્વને શોધી રહ્યું છે,–તે માટે
સર્વ પરભાવોથી દૂર–......અતિદૂર એવી નિજ–ગૂફામાં પ્રવેશવા તત્પર બન્યું છે, સાચી
શાંતિનો માર્ગ બતાવનારાં દેવ–શાસ્ત્ર–ગુરુ ઉપર જેને પૂર્ણ વિશ્વાસ છે, અને તેમની
પાસે જઈ, બીજી બધી અભિલાષા છોડી મહાન નિજવૈભવની પ્રાપ્તિ માટે જેનો પોકાર
છે,–આવી અંતરંગ વિચારધારાવાળો જીવ આત્મસન્મુખધારા વડે થોડા જ વખતમાં

PDF/HTML Page 11 of 53
single page version

background image
: ૮ : આત્મધર્મ : વૈશાખ : ૨૫૦૧
તે જીવ વિચારે છે કે અરેરે! અજ્ઞાનભાવથી દેહને અર્થે તો અનંત જીવન
–આમ અંદરથી ધા નાંખતો જિજ્ઞાસુ અતીન્દ્રિય આનંદનો તીવ્ર ચાહક
બન્યો હોય, તેને બીજે ક્યાંય રસ આવે નહિ. ચૈતન્યનો જ પરમ રસ પોષાતો
હોય; તેને સંસારનો કલબલાટ છોડી અંતરમાં આત્મપ્રાપ્તિનું એક જ ધ્યેય હોય;
આત્માના અનુભવ માટે તેના અંદરમાં ઊથલપાથલ થતી હોય, અનાદિથી જે
વિષયકષાયોમાં મગ્ન હતો તે હવે એકદમ રસહીન લાગે, અને અનાદિથી જે
આત્મસ્વરૂપ એકદમ અપરિચિત હતું તે હવે પરિચિત લાગવા માંડે, વારંવાર
તેના પરિચયનું મન થાય. દુનિયાના કોલાહલથી કંટાળેલું તેનું ચિત્ત
આત્મશાંતિને નજીકમાં દેખીને એકદમ ઉલ્લસતું હોય, જેમ માતાને તલસતું બાળક
માતાને દેખતાં આનંદથી ઉલ્લસે છે, ને દોડીને તેને ભેટી પડે છે; તેમ આત્મા માટે
તલસતું મુમુક્ષુનું ચિત્ત આત્માને દેખીને આનંદથી ઉલ્લસે છે–ને જલદી અંદરમાં
જઈને તેને ભેટે છે. જેમ તરસ્યું હરણું પાણીના તળાવ તરફ દોડે તેમ તેની
પરિણતિ શાંતિના ધામ તરફ વેગપૂર્વક દોડે છે. તે મુમુક્ષુ બીજા જ્ઞાનીઓની
અનુભૂતિની વાત પરમ પ્રીતિથી સાંભળે છે. અહો! આવી અદ્ભુત અનુભૂતિ!
એમ તેનું ચિત્ત તેમાં જ તત્પર બને છે. બસ, હવે અનુભવને વાર નથી,–કામ
ચાલું થઈ ગયું છે, ઘણા જ ટૂંકા સમયમાં કાર્યસિદ્ધિ થશે–સમ્યગ્દર્શન થશે,–આમ
પરમ ઉત્સાહથી તે પોતાના કાર્યને સાધે છે.
(અનુસંધાન પાનું ૧૯)

PDF/HTML Page 12 of 53
single page version

background image
: વૈશાખ : ૨૫૦૧ આત્મધર્મ : ૯ :
ર...ત્ન...ત્ર...ય...ની
આ...રા...ધ...ના
મહાવીરપ્રભુએ રાજગૃહીમાં વિપુલાચલ પરથી
આત્માના ઈષ્ટસ્વભાવનો જે ઉપદેશ દીધો તે ઝીલીને
અનેક જીવો આવા આનંદમય રત્નત્રયને પામ્યા....
આપણે પણ આજે એ જ ઉપદેશને પામીને આત્મામાં
રત્નત્રય પ્રગટ કરીએ. રત્નત્રયના ભાવોવડે જ
વીરપ્રભુનું ધર્મચક્ર ચાલી રહ્યું છે ને હજારો વર્ષ સુધી
ચાલ્યા કરશે.

સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની આરાધના તે જિનમુદ્રા છે, તે વીતરાગી જિનમુદ્રા
જ મોક્ષના કારણરૂપ છે ને તે પોતે સિદ્ધિસુખ છે, મોક્ષસુખના કારણરૂપ જે રત્નત્રય–

PDF/HTML Page 13 of 53
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : વૈશાખ : ૨૫૦૧
સ્વરૂપ જિનમુદ્રા તેને જ મોક્ષસુખ કહ્યું છે. જેમ પ્રવચનસારના પંચરત્નમાં ભાવલિંગી
મુનિને જ મોક્ષતત્ત્વ કહ્યું છે, તેમ અહીં રત્નત્રયની આરાધનારૂપ જિનમુદ્રા તે મોક્ષ–
સુખનું કારણ હોવાથી, તેમાં જ કાર્યનો ઉપચાર કરીને તેને જ મોક્ષસુખ કહ્યું છે.
જિનમુદ્રા કેવી છે? કે ભગવાને જેવી આરાધી અને કહી તેવી છે; સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રના આરાધક, વીતરાગતાના પિંડ મુનિ ચાલ્યા આવતા હોય–એ તો જાણે સાક્ષાત્
મોક્ષતત્ત્વ આવ્યું! અહા, આવી મુનિદશારૂપ જિનમુદ્રા જેને ન રુચે તેને આરાધનાનો જ
પ્રેમ નથી. આવી જિનમુદ્રાધારક મુનિના સાક્ષાત્ દર્શન થતાં મુમુક્ષુજીવનું હૃદય
આરાધના પ્રત્યેની ભક્તિથી ઊછળી જાય છે. અરે, સ્વપ્નમાં પણ જેને આવી મુનિદશા
પ્રત્યે અણગમો આવે, કે તેની અરુચિ થાય, તે જીવ ગહન ભવવનમાં ભટકે છે, કેમકે
તેને આરાધના પ્રત્યે તીરસ્કાર છે. ધર્મીને તો સ્વપ્નમાં પણ વીતરાગી સંત–ધર્માત્માનું
બહુમાન આવે, સ્વપ્નમાં પણ મુનિ વગેરે ધર્માત્માના દર્શન થતાં ભક્તિથી તેના રોમ
રોમ ઉલ્લસી જાય!
સમ્યગ્દર્શન સહિતની ચારિત્રદશા હોય ત્યાં બહારમાં પણ દિગંબર દ્રવ્યલિંગ
હોય; આ રીતે અંતરમાં ને બહાર વીતરાગ જિનમુદ્રા ધારણ કરનારા સંતમુનિઓ
સ્વાધીન આત્મસુખને અનુભવે છે. આચાર્યદેવ પોતે આવા સ્વાધીન સુખને અનુભવે
છે. આવી જિનમુદ્રાધારક ધર્માત્મા મુનિઓના દર્શનથી જેને પ્રમોદ અને ભક્તિ નથી
આવતા તે જીવ આરાધનાથી ભ્રષ્ટ વર્તતો થકો સંસારમાં જ રખડે છે. ધર્મી જીવ તો
આવા આરાધકમુનિને જોતાં પ્રમોદિત થાય કે વાહ! ધન્ય આપની આરાધના!! ધન્ય
આપની ચારિત્રદશા!! ધન્ય આપનો અવતાર!! સાક્ષાત્ મોક્ષનું સાધન આપ કરી
રહ્યા છો.–આમ પ્રમોદથી ધર્મીજીવ રત્નત્રયની આરાધનાની ભાવના પુષ્ટ કરે છે.
રત્નત્રયના આરાધક ભાવલિંગી મુનિઓ આ લોક કે પરલોક બંનેના
લોભરહિત નિરપેક્ષવૃત્તિથી અંતરમાં ચિદાનંદ પરમતત્ત્વના ધ્યાનમાં મગ્ન હોય છે, તેઓ
વર્તમાનમાં જ મોક્ષસુખમાં મહાલી રહ્યા છે, ને અલ્પકાળે પૂર્ણ મોક્ષસુખને પામશે. જેના
અંતરમાં લોભ રહે, આ લોકની સગવડતાની આકાંક્ષા રહે, પ્રતિકૂળતાનો ભય રહે, કે
પરલોક સંબંધી આકાંક્ષા રહે તે જીવ પરમાત્મતત્ત્વના ધ્યાનમાં રહી શકતો નથી. અરે,
મોક્ષસુખની ઈચ્છા તે પણ લોભ છે, તે પણ દોષ અને આસ્રવ છે, ને તેટલો લોભ પણ
મોક્ષસુખને રોકનાર છે. માટે ભાવલિંગી મુનિવરો તો નિર્લોભ થઈને પરમાત્મતત્ત્વને
ધ્યાવે છે, તેમાં પરમ આનંદરસનો જ પ્રવાહ વહે છે. નીચેની ભૂમિકામાં ધર્મીને

PDF/HTML Page 14 of 53
single page version

background image
: વૈશાખ : ૨૫૦૧ આત્મધર્મ : ૧૧ :
જરાક રાગ હોય છે, પણ તેને તે રાગનો લોભ નથી, આ રાગ ઠીક છે–એવો લોભ નથી,
રાગના ફળમાં ઈન્દ્રપદ મળશે–એવો લોભ નથી, વિદેહક્ષેત્રમાં અવતાર થાય તો સારૂં–
એવો પણ લોભ નથી; નિર્લોભ એવા પરમાત્મતત્ત્વને તેણે જાણ્યું છે. સર્વ પ્રકારના
લોભરહિત થઈને પરમાત્મતત્ત્વના ધ્યાનમાં લીનતાથી મોક્ષ થાય છે. મોક્ષ પ્રાપ્તિનો
લોભ પણ મોક્ષને અટકાવે છે, તો બીજા લૌકિક પદાર્થના કે રાગના લોભની તો શી
વાત? અરે જીવ! આવા વીતરાગભાવરૂપ આરાધના તે મોક્ષનું કારણ છે.
મુનિવરોની મતિ દ્રઢ સમ્યક્ત્વવડે ભાવિત છે, એટલે દર્શનશુદ્ધિની દ્રઢતાપૂર્વક
તેમને જ્ઞાનની પણ શુદ્ધતા પ્રગટી છે, આવા સમ્યગ્દર્શન અને જ્ઞાન સહિત દ્રઢચારિત્ર
હોય છે, ગમે તેવા પરીષહ આવે તોપણ આત્મધ્યાનથી ડગે નહિ,–એવી સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્રની દ્રઢ આરાધના વડે આત્માને ધ્યાવતાં ધ્યાવતાં તેઓ મોક્ષપદને સાધે છે,
પરમાત્મપદને પામે છે.
વાહ! આરાધક જીવોનું સ્વરૂપ બતાવીને આચાર્યદેવ ભવ્ય જીવોને આવી
આરાધનામાં જોડે છે. આરાધક જીવોનું વર્ણન સાંભળતાં આરાધના પ્રત્યે ઉત્સાહ અને
ભક્તિ જાગે છે. આ રત્નત્રયની આરાધના તે સર્વ ઉપદેશના સારભૂત છે.
મહાવીરપ્રભુએ રાજગૃહીમાં વિપુલાચલ પરથી આત્માના ઈષ્ટસ્વભાવનો જે
ઉપદેશ દીધો તે ઝીલીને અનેક જીવો આવા આનંદમય રત્નત્રયને પામ્યા....આપણે પણ
આજે એ જ ઉપદેશને પામીને આત્મામાં રત્નત્રય પ્રગટ કરીએ. રત્નત્રયના ભાવોવડે જ
વીરપ્રભુનું ધર્મચક્ર ચાલી રહ્યું છે ને હજારો વર્ષ સુધી ચાલ્યા કરશે.
જય મહાવીર.....જય રત્નત્રય....જયધર્મચક્ર.
સુખનો સ્વાદ
ખાખરાની ખીસકોલી સાકરનો સ્વાદ ક્યાંથી જાણે?
તેમ ઈન્દ્રિયજ્ઞાનમાં જ લુબ્ધ પ્રાણી અતીન્દ્રિયસુખના સ્વાદને
ક્્યાંથી જાણે? જેણે જ્ઞાનને અંતરમાં વાળીને અતીન્દ્રિય
વસ્તુને કદી લક્ષગત કરી નથી તેને એ અતીન્દ્રિયવસ્તુના
અતીન્દ્રિયસુખની કલ્પના પણ ક્્યાંથી આવે? જ્ઞાનીએ
ચૈતન્યના અતીન્દ્રિયસુખનો અપૂર્વ સ્વાદ ચાખ્યો છે.

PDF/HTML Page 15 of 53
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : વૈશાખ : ૨૫૦૧
સ્વયંભૂ
આત્માને જ્ઞાનરૂપ–આનંદરૂપ–સમ્યક્ત્વરૂપ કે કેવળજ્ઞાનરૂપ
થવામાં બીજા કોઈની આધીનતા નથી, સ્વયં–ભવીને પોતે
તે–રૂપ થાય છે તેથી તે ‘સ્વયંભૂ’ છે.
શુદ્ધોપયોગરૂપ પરિણમન થતાં તેના પ્રભાવથી આત્મા પોતે કેવળજ્ઞાન અને
‘શુદ્ધ ઉપયોગની ભાવનાનો પ્રભાવ’–એ વાત છએ કારકમાં લાગુ પાડવી.
(૧) કર્તા;–શુદ્ધોપયોગરૂપે પરિણમેલો આત્મા પોતે સ્વયં કર્તા થઈને
કેવળજ્ઞાનને કરે છે. કોઈ શુભરાગે કેવળજ્ઞાન કરાવ્યું કે વજ્રસંહનનવાળું શરીર
સાધન થયું–એમ નથી; તે સમયે પર્યાયમાં આત્મા પોતે કર્તા થઈને કેવળજ્ઞાનને
કરે છે.

PDF/HTML Page 16 of 53
single page version

background image
: વૈશાખ : ૨૫૦૧ આત્મધર્મ : ૧૩ :
શુદ્ધ અનંતશક્તિવાળો જ્ઞાયકસ્વભાવ હોવાથી આત્મામાં સ્વતંત્રપણે કેવળજ્ઞાનનો કર્તા
થવાની તાકાત છે; શરીરમાં કે રાગમાં એવું સામર્થ્ય નથી કે કેવળજ્ઞાનનું કર્તા થાય.
(૨) કર્મ:–શુદ્ધ અનંત શક્તિવાળા જ્ઞાનરૂપે પરિણમવાના સ્વભાવને લીધે આત્મા
પોતે જ કેવળજ્ઞાનરૂપે પ્રાપ્ત થતો હોવાથી પોતે જ કર્તા છે. કેવળજ્ઞાનરૂપ કાર્યનો
અનુભવ આત્મા પોતે કરે છે, પોતે તેરૂપે સ્વયં થાય છે. જેમ ‘જ્ઞાનરૂપે પરિણમવાનો
સ્વભાવ’ કહ્યો તેમ ‘સુખરૂપે પરિણમવાનો સ્વભાવ, સમ્યક્ત્વરૂપે પરિણમવાનો
સ્વભાવ–એમ સર્વે ગુણોની નિર્મળપર્યાયરૂપે પરિણમવાનો આત્માનો સ્વભાવ છે, તે
સ્વભાવને લીધે સ્વયંભૂ છકારકરૂપ થઈને કેવળજ્ઞાનાદિ રૂપે પરિણમે છે.
(૩) સાધન અર્થાત્ કરણ: શુદ્ધ અનંતશક્તિવાળા જ્ઞાનરૂપે પરિણમવાના
સ્વભાવને લીધે આત્મા પોતે જ સાધકતમ છે. શુદ્ધોપયોગના પ્રભાવથી આત્મા પોતે
સાધકતમ થઈને કેવળજ્ઞાનરૂપ પરિણમે છે. સાધકતમ કહેતાં સાધનનું અનન્યપણું
બતાવ્યું છે; શુદ્ધોપયોગરૂપ પરિણમતો આત્મા–તે જ એક ઉત્કૃષ્ટ સાધન છે ને બીજું
સાધન નથી એવા અર્થમાં ‘સાધકતમ’ કહેલ છે. અજ્ઞાની અંતરના સ્વભાવને
ભૂલીને બહારના સાધનને ઢૂંઢે છે ને મોહથી દુઃખી થાય છે. ભાઈ! સાધન થવાની
તાકાત તારા સ્વભાવમાં છે–તેમાં ઉપયોગને જોડ, તો આત્મા પોતે સાધન થઈને
કેવળજ્ઞાનરૂપે પ્રગટ થશે. શરીર કે શુભરાગ સાધન થાય–એ તો વાત જ નથી. મતિ–
શ્રુતજ્ઞાનમાંય એવી તાકાત નથી કે કેવળજ્ઞાનનું સાધન થાય, ત્યાં શુભરાગની શી
વાત?–એ તો વિરુદ્ધ જાત છે. તે સમયે આત્મા પોતે જ કેવળજ્ઞાનનું સાધન થઈને
કેવળજ્ઞાનરૂપે પરિણમે છે, એનાથી જુદું એનું સાધન નથી. પર્યાયે તે સમયે પોતાના
અનંતશક્તિવાળા સ્વભાવનું અવલંબન લીધું છે–તેમાં જ સાધન વગેરે છએ કારક
સમાઈ જાય છે.
(૪) સંપ્રદાન: શુદ્ધ અનંતશક્તિવાળા જ્ઞાનરૂપે પરિણમવાના સ્વભાવને લીધે
આત્મા પોતે કેવળજ્ઞાનવડે સમાશ્રિત થાય છે, કેવળજ્ઞાનરૂપી કાર્ય આત્મા પોતે પોતાને
જ આપે છે, તેથી આત્મા જ કેવળજ્ઞાનનું સંપ્રદાન છે. પોતે જ સ્વયં સંપ્રદાન થઈને
કેવળજ્ઞાનરૂપ થયો છે તેથી આત્મા સ્વયંભૂ છે. અહો, આવો ‘સ્વયંભૂ’ ભગવાન
આત્મા પોતે છે, તે ભૂલીને બહારના સાધનવડે પોતાને જ્ઞાન કે સુખ થવાનું માનીને
બહારમાં ઢૂંઢે છે, તે માત્ર મોહ છે, વ્યગ્રતા છે, દુઃખ છે, સ્વયંભૂ સ્વભાવ પરમસુખથી
ભરેલો છે તેમાં ઉપયોગ જોડતાં જ અતીન્દ્રિયસુખ અનુભવાય છે. બીજું કોઈ તેનું
સાધન છે જ નહીં.

PDF/HTML Page 17 of 53
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : વૈશાખ : ૨૫૦૧
(૫) અપાદાન: આત્મા કેવળજ્ઞાનરૂપે પરિણમ્યો ત્યારે પૂર્વની અપૂર્ણ
(૬) અધિકરણ: કેવળજ્ઞાન કોના આધારે થાય? શું વજ્ર શરીરના આધારે કે
આ રીતે, શુદ્ધોપયોગના પ્રસાદથી જે કેવળજ્ઞાન પ્રગટ થયું તેમાં સ્વતંત્રપણે
આચાર્યદેવ કહે છે કે અહો જીવો! આત્માના આવા ‘સ્વયંભૂ’ સ્વભાવને તમે
જાણો. બધાય આત્મા આવા ‘સ્વયંભૂ’ સ્વભાવવાળા છે. પોતાનું કેવળજ્ઞાનાદિ કાર્ય
કરવા માટે આત્માને પરની સાથે કારકપણાનો જરાય સંબંધ નથી. આવા
સ્વાધીનસ્વભાવને જાણે તો શુદ્ધાત્મસ્વભાવની પ્રાપ્તિ માટે (એટલે સમ્યગ્દર્શનથી
માંડીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે) કોઈ પણ બાહ્યસાધનની ઓશિયાળ રહેતી નથી.
સ્વભાવની સન્મુખ શુદ્ધોપયોગ વડે જ શુદ્ધતાની પ્રાપ્તિ થાય છે. તેને બદલે મોહથી
બાહ્યસામગ્રી શોધવાની વ્યગ્રતા કરી કરીને અજ્ઞાની જીવો દુઃખી થાય છે, પોતાના
શુદ્ધાત્મસ્વભાવની પ્રાપ્તિ પરને આધીન માની તે પરતંત્રતા છે, ને પરતંત્રતા તે દુઃખ

PDF/HTML Page 18 of 53
single page version

background image
: વૈશાખ : ૨૫૦૧ આત્મધર્મ : ૧૫ :
છે. સ્વાધીનસ્વભાવ સ્વયંભૂ સર્વતંત્ર સ્વતંત્રપણે જ કેવળજ્ઞાનાદિરૂપે પરિણમે છે. આવી
સ્વાધીનદ્રષ્ટિ તે સ્વસન્મુખ શુદ્ધોપયોગનું કારણ છે, તેમાં જ સ્વતંત્રતા ને સુખ છે. સુખ
માટે આવા પોતાના આત્મસ્વભાવને અવલંબો ને બાહ્યસામગ્રી શોધવાનો મોહ છોડો–
એમ આચાર્યદેવનો ઉપદેશ છે.
* * * * *
રે....અનિત્યતા!
વૈરાગ્ય! વૈરાગ્ય! વૈરાગ્ય!
(સર્વે મૂંઝવણ મટાડવાનો અમોઘ મંત્ર)
એક બાળક આ સંસારમાં જન્મે અને હજી તો તેની
માતા તેને ગોદમાં લ્યે ત્યારપહેલાંં તો તે અનિત્યતાની
ગોદમાં આવ્યો છે, ને તેના આયુષ્યમાંથી અસંખ્ય સમય
ઓછા થઈ ગયા છે. અરે, તે પુત્ર છે કે પુત્રી–એ તેની માતાને
ખબર પડે ત્યારપહેલાંં તો તેનું આયુષ્ય ઘટવા માંડ્યું છે. આ
સંસારમાં સવારે જે રાજપુત્રનો રાજ્યાભિષેક થતો જોવામાં
આવે, સાંજે તે જ રાજપુત્રનો દેહ ચિતામાં બળતો જોવામાં
આવે છે. રે! સંસારની આવી ક્ષણભંગુરતા, અશરણતા, અને
અસારતા! તેને જાણીને પરમ સારભૂત અને અવિનાશી એવા
પોતાના ચૈતન્યનું જ શરણ કરવા જેવું છે.
રે જીવ! દુર્લભ અને ક્ષણભંગુર મનુષ્યપણું પામીને
એને તું વેડફી નાંખીશ નહિ, ક્ષણે–ક્ષણે અત્યંત જાગૃત રહીને
તારા હિતને સાધી લેજે. બહુ મુંઝવણોથી ભરેલા આ
સંસારમાં તું આત્મભાવનાને ચુકીશ નહિ. સુંદર આત્મતત્ત્વની
ભાવના અને વૈરાગ્ય એ સર્વે મુંઝવણ મટાડનારો ને શાંતિ
આપનારો અમોઘ મંત્ર છે.

PDF/HTML Page 19 of 53
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : વૈશાખ : ૨૫૦૧
તારા અતીન્દ્રિય–
– આનંદનું ધામ
(વીસ વર્ષ પહેલાંંની વૈશાખ સુદ એકમનું પ્રવચન: પ્રવચનસાર ગા. ૨૬)

શ્રી આચાર્યભગવાન આત્માના અતીન્દ્રિયઆનંદમાં ઝૂલી
રહ્યા છે......અતીન્દ્રિયઆનંદમાં ઝૂલતા એ સંતોની વાણીમાં પણ
અતીન્દ્રિયઆનંદ નીતરી રહ્યો છે........
રે ભાઈ! શું તને એમ નથી લાગતું કે આત્મામાં અંદર જોતાં
શાંતિનું વેદન થાય છે ને બહારમાં દ્રષ્ટિ કરતાં અશાંતિ વેદાય છે!!
શાંતિથી વિચારતાં તને એમ જ દેખાશે; માટે નક્કી કર કે શાંતિનું–
સુખનું–આનંદનું ક્ષેત્ર મારામાં જ છે, મારાથી બહાર ક્યાંય સુખ–શાંતિ
કે આનંદ નથી...નથી...ને નથી. બાહ્ય ભાવોની અપેક્ષા વગર એકલી
પરમ શાંતિના વેદનસ્વરૂપ હું પોતે જ છું–એમ અનુભવ કર.
(પૂ. ગુરુદેવ)
આત્માનો જ્ઞાનસ્વભાવ છે. જિનવર ભગવાનને તે જ્ઞાનસ્વભાવ પૂરેપૂરો ખીલી
જેટલા ક્ષેત્રમાં સુખનું સંવેદન થાય છે તેવડો જ આત્મા છે, અને તે આત્મા
જેવડું જ જ્ઞાન છે. હવે જીવ! જેટલા ક્ષેત્રમાં આનંદનું વેદન થાય છે તેટલા ક્ષેત્રમાં જ તું
છો, તારા ક્ષેત્રથી બહાર તારો આનંદ નથી. આત્માને પોતાના અસંખ્ય પ્રદેશોમાં જ
આનંદનું વેદન થાય છે, તે આનંદનો વિસ્તાર થઈને કાંઈ બહારમાં ફેલાતો નથી, એટલે
આત્માથી બહાર કોઈ પદાર્થોમાં આનંદ નથી, ને તે કોઈ પદાર્થોના આશ્રયે

PDF/HTML Page 20 of 53
single page version

background image
: વૈશાખ : ૨૫૦૧ આત્મધર્મ : ૧૭ :
તેનું સમાધાન–એક તો અહીં સર્વજ્ઞની વાત છે; લોકાલોકને જે જ્ઞાન જાણે તે જ્ઞાનની
સાથે એકાંત સુખ જ હોય છે, તે જ્ઞાનની સાથે દુઃખ હોતું જ નથી. અને બીજું–જેને
આવા સર્વજ્ઞની ને જ્ઞાનસ્વભાવની પ્રતીત થઈ છે એવા સાધકને પોતાના સ્વસંવેદનમાં
આનંદ છે,–સુખ છે, તેથી પોતાના સ્વસંવેદનજ્ઞાનથી તે નક્કી કરે છે કે અહો! મારા
જ્ઞાન અને સુખનું ક્ષેત્ર મારા આત્મામાં જ છે, મારો આત્મા જ જ્ઞાન અને સુખનું ધામ
છે; મારા જ્ઞાન અને સુખ માટે બીજા કોઈ પદાર્થની અપેક્ષા મને નથી, મારું સ્વક્ષેત્ર જ
સ્વયં જ્ઞાન અને સુખસ્વભાવથી ભરેલું છે.
ભાઈ! તને એમ નથી લાગતું કે આત્મામાં અંદર જોતાં શાંતિનું વેદન થાય છે ને
બહારમાં દ્રષ્ટિ કરતાં અશાંતિ વેદાય છે! માટે નક્કી કર કે શાંતિનું–સુખનું–આનંદનું ક્ષેત્ર
તારામાં જ છે, તારાથી બહાર ક્્યાંય સુખ–શાંતિ કે આનંદ નથી....નથી...ને નથી.
બહારમાં પર લક્ષે તને જે આકુળતા વેદાય છે તે આકુળતાનું (અશાંતિનું દુઃખનું) ક્ષેત્ર
પણ તારામાં જ છે, કાંઈ બહારથી તે આકુળતા નથી આવતી. તેમ અંર્તમુખ થઈને
એકાગ્ર થતાં અનાકુળ શાંતિનું–અતીન્દ્રિય આનંદનું જે વેદન થાય છે તે પણ આત્માના
સ્વક્ષેત્રપ્રમાણમાં જ થાય છે, બહારથી તે આનંદ નથી આવતો, તેમ જ તે આનંદનો
વિસ્તાર થઈને આત્માથી બહાર પણ નીકળી જતો નથી. આ રીતે આનંદના પ્રમાણમાં
આત્મા છે, ને આત્માના પ્રમાણમાં જ્ઞાન છે. કેવળી ભગવાનને પરિપૂર્ણ આનંદ ને
પરિપૂર્ણ જ્ઞાન છે તે પણ પોતામાં છે, તેનું ક્ષેત્ર બહાર નથી. પહેલાંં થોડું જ્ઞાન ને થોડું
સુખ હતું પછી કેવળજ્ઞાન થતાં ઘણું જ્ઞાન અને ઘણું સુખ થયું માટે તે આત્માથી જરાય
બહાર નીકળી ગયું–એમ નથી. સ્વક્ષેત્રમાં જ પરિપૂર્ણ જ્ઞાન અને સુખની તાકાત ભરી
છે. અહો! પૂર્ણજ્ઞાન ને પૂર્ણ આનંદનું ક્ષેત્ર અહીં મારા આત્માના અસંખ્ય પ્રદેશમાં જ છે,
પ્રદેશે પ્રદેશે જ્ઞાન આનંદ ભર્યો છે, કોઈ પ્રદેશ જ્ઞાન–આનંદ વગરનો ખાલી નથી;
અત્યારે (સાધકદશામાં) મને મારા જ્ઞાન કે આનંદનું વેદન મારા આત્મામાં જ થાય છે,
તો આ જ્ઞાન ને આનંદ વધીને જ્યાં પૂર્ણ થયા ત્યાં (–સર્વજ્ઞદશામાં) પણ તે જ્ઞાન ને
આનંદ આત્મામાં જ વ્યાપીને રહેલા છે;–આમ સાધકને પોતાના આનંદના
સ્વસંવેદનપૂર્વક સર્વજ્ઞનો નિર્ણય છે. જે જીવ આત્માના જ્ઞાન–આનંદસ્વભાવનો આવો
નિર્ણય કરે તેને પોતામાં સ્વભાવના આશ્રયે અતીન્દ્રિય આનંદનું સ્વસંવેદન થયા વિના
રહે નહિ, ને તેને વિકારથી પણ ભેદ પડી જાય. સાધકદશામાં અલ્પ વિકાર હોય છે, તે
વિકારનું અને જ્ઞાન–આનંદનું એક જ ક્ષેત્ર હોવા