PDF/HTML Page 1 of 21
single page version
PDF/HTML Page 2 of 21
single page version
શરીરની ક્રિયાને જેમ છે તેમ સ્થાપે છે.
અવિકારી ક્રિયાને બરાબર સ્થાપે છે.
સ્થાપતા નથી.
તેઓ વિકારી ક્રિયાને વિકારી ક્રિયા તરીકે સ્થાપતા નથી.
અવિકારી ક્રિયા છે તેને તેઓ સ્થાપતા નથી.
PDF/HTML Page 3 of 21
single page version
નહિ જ, પણ સાદિ અનંતકાળ સુધી ટકી રહેવાનું. સ્વભાવમાં વિકાર નથી–ભવ નથી. માટે સ્વભાવની ઓળખાણ
કરનારને વિકાર ન હોય, ભવ ન હોય. પુરુષાર્થ દ્વારા સ્વભાવની વૃદ્ધિ થતાં થતાં અલ્પકાળમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ
થઈ જાય એ જ મંગલમય સુપ્રભાત છે. લોકો સાલમુબારક કરે છે પણ કેવળજ્ઞાન જ મુબારક છે–અન્ય કશું મુબારક
છે જ નહિ; માટે તેનું જ ધ્યાન ધર, તેનું જ ગાન કર અને તેનું જ બહુમાન કર.
સમયે સમયે તેમાં સમાતા જાય છે.
હોય છે. પગના ભાગમાં રહેલા આત્મપ્રદેશો ઓછા પવિત્ર ને મસ્તક કે જે ઉત્તમાંગ કહેવાય ત્યાં રહેલા આત્મપ્રદેશો
વિશેષ પવિત્ર–એવું નથી. તે તો સર્વાંગે પૂર્ણ પવિત્ર જ છે.
પણ રાખવા ઇચ્છતો નથી પણ તેને જલદીથી છોડી દઈને પૂર્ણ પવિત્ર બનવા ઇચ્છે છે.
PDF/HTML Page 4 of 21
single page version
PDF/HTML Page 5 of 21
single page version
અંતરંગમાં જો શુભ પરિણામ હોય તો પુણ્ય છે, પણ જો તે વખતે ઘર વગેરે સંબંધી અશુભ વિચાર કરતો હોય તો
પાપ છે. પુણ્ય–પાપ બન્ને વિકાર છે તેનાથી ધર્મ નથી–એવું જો તે વખતે આત્મભાન વર્તતું હોય તો તેટલે અંશે
અવિકારી ધર્મક્રિયા છે, તે મોક્ષની ઉત્પત્તિ કરનારી ક્રિયા છે. પુણ્ય–પાપ બન્ને બંધનની ક્રિયા છે તે સંસારની ઉત્પત્તિ
કરનારી ક્રિયા છે કોઈ જીવે અશુભ પરિણામ તો છોડયા અને જિનેન્દ્રદેવ, નિર્ગ્રંથ ગુરુ અને સત્શાસ્ત્રના લક્ષે
શુભરાગ કર્યો અને તેમાં ધર્મ માન્યો તો તે જીવ એકાંત બંધનની ક્રિયા જ કરી રહ્યો છે, તેને અધર્મક્રિયા જ વર્તે છે,–
પછી ભલે તે ચાલતો હોય કે સ્થિર હોય, ત્યાગી હોય કે ગૃહસ્થ હોય, ખાતો હોય કે ઉપવાસી હોય.
ક્રિયા અને અવિકારી ક્રિયા તેના સ્વરૂપનું જેને ભાન નથી તે ધર્મની ક્રિયા ક્યાંથી કરશે?
અવિકારી ત્રિકાળ સ્વભાવ ઉપર દ્રષ્ટિ હોય છે. વિકારી ક્રિયા તે પણ આત્માની વર્તમાન દશા છે. અને અવિકારી
ક્રિયા તે પણ આત્માની વર્તમાન દશા છે. આત્માની જે વર્તમાન દશા સ્વભાવ સાથેનું એકત્વ ચૂકીને પર લક્ષમાં અને
પુણ્ય–પાપમાં અટકે છે તે જ વિકારી ક્રિયા છે, તે સંસાર છે, મોક્ષની ઘાતક છે, સુખની ટાળનાર છે અને દુઃખની
દાતાર છે. અને આત્માની જે વર્તમાનદશા પર લક્ષથી ખસીને સ્વલક્ષે પોતાના ત્રિકાળી સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન–
સ્થિરતામાં ટકી છે તે જ અવિકારી ક્રિયા છે, તે ધર્મ છે, તે મોક્ષની ઉત્પાદક છે અને સંસારની ઘાતક છે, સુખની
દાતાર છે અને દુઃખની ટાળનાર છે.
જડનું કરવાની વાત તો બેમાંથી એકે ક્રિયામાં નથી. જડની ક્રિયા તો આ બન્નેથી જુદી સ્વતંત્ર છે, તેનાથી નથી
બંધન કે નથી મુક્તિ.
પુણ્ય–પાપ થાય તે પણ પર લક્ષે થતા હોવાથી વિકાર છે, તેના લક્ષે પણ મોક્ષ થાય નહિ. એટલે કે જડની ક્રિયાથી
અને વિકારી ક્રિયાથી મોક્ષ થાય નહિ. જડની ક્રિયાનો બાહ્ય સંયોગ હોવા છતાં અને પર્યાયમાં ક્ષણિક રાગ–દ્વેષ હોવા
છતાં, ‘હું આ જડથી ભિન્ન છું અને મારા શુદ્ધજ્ઞાનભાવમાં આ રાગ–દ્વેષ નથી એવું ભેદજ્ઞાન વર્તે તે શરૂઆતની
ધર્મની ક્રિયા છે, અને પછી શુદ્ધ જ્ઞાતા ભાવમાં સ્થિરતા કરતાં રાગદ્વેષ ટળતાં જાય છે. એ રીતે ધર્મની ક્રિયાના જોરે
વિકારની ક્રિયાનો નાશ થાય છે.
તો તેને અશુભ પરિણામ છે અને તે પરિણામથી પાપ બંધન છે. (૩) તે વખતે જો મંદ કષાય રાખે તો શુભપરિણામ
છે અને તે પરિણામથી પુણ્યબંધન છે. (૪) તે વખતે આહારનું, શરીરનું અને પુણ્ય–પાપનું લક્ષ છોડીને પોતાના
ત્રિકાળી આત્મસ્વભાવની ઓળખાણ પૂર્વક તેમાં સ્થિર થયો–અનુભવમાં એકાગ્ર થયો તે ધર્મ છે. આ ચાર પ્રકારમાં
નં. (૧) જડની ક્રિયા છે, નં. (૨) તથા (૩) તે વિકારની ક્રિયા છે અને નં. (૪) ધર્મની ક્રિયા અથવા અવિકારી
ક્રિયા છે.
ક્યાંથી કાઢશે? ધર્મની ક્રિયા શરીરમાં થાય કે આત્મામાં? જેની ભૂમિકામાં ધર્મની ક્રિયા થાય છે એવા
આત્મસ્વભાવનું જેને ભાન નથી તે ધર્મની ક્રિયા ક્યાં કરશે? માટે સૌથી પહેલાં આત્માના સ્વરૂપની સમજણ કરવી
તે જ શરૂઆતની ધર્મની ક્રિયા છે. એ સિવાય બીજી કોઈ ક્રિયા ધર્મની નથી. * * *
PDF/HTML Page 6 of 21
single page version
માટે કહ્યું નથી.
વળગી બેઠો તેથી જ અજ્ઞાન રહ્યું છે, માટે સ્વભાવ તરફ દ્રષ્ટિ કર અને નિમિત્તાધીન દ્રષ્ટિને છોડ.
ગોઠયું છે તેથી ભગવાનની વાણીમાંથી પણ તે પોતાના, પુરુષાર્થહીનપણાને જ પોષે છે. આત્મભાન સહિત ‘હું મારા
સંપૂર્ણ પુરુષાર્થવડે મારા સ્વભાવધર્મની પૂર્ણતા કરું અને સવી જીવ કરું શાસનરસી’ એવી ઉત્કૃષ્ટ શુભભાવના વડે
બંધાયેલ તીર્થંકરનામકર્મનો ઉદય થતાં સર્વજ્ઞદેવને રાગરહિત જે દિવ્યધ્વનિ પ્રગટે છે તે ધ્વનિમાં પણ સ્વભાવની
પૂર્ણતાનું જ નિમિત્તપણું છે, ભવ્યજીવોને તે પુરુષાર્થ પ્રેરે છે અને ઉપદેશે છે કે હે ભવ્ય જીવો! તમારો સ્વભાવ
પુરુષાર્થથી ભરેલો છે, સ્વભાવ ભાનવડે પુરુષાર્થની સંભાળ કરો, અલ્પ કાળમાં તમારી મુક્તિ જ છે. આ સત્ય
પુરુષાર્થવંત વીરોનો માર્ગ છે. આ પ્રમાણે જિનવાણી તો સત્ય પુરુષાર્થની જ હાકલ કરે છે; જેમ નિમિત્તરૂપ જે વાણી
છે તે પૂર્ણ પુરુષાર્થની ભાવનાના યોગે પ્રગટી છે તેમ સાંભળનારાઓના ઉપાદાનને પણ તે વાણી પૂર્ણ પુરુષાર્થની
ભાવનાનું જ નિમિત્ત છે આ રીતે ઉપાદાન–નિમિત્તની સંધિ પૂર્વક ધોખ જિનમાર્ગ પ્રવર્તે છે.
છે? નીકાચિત કર્મને પણ ક્ષણમાં ઉડાડી દ્યે એવો પુરુષાર્થ તારા સ્વભાવમાં છે એમ જણાવવા નીકાચિત કર્મનું જ્ઞાન
કરાવ્યું. તું પુરુષાર્થ કર તો શું કર્મો તને કાંડુ ઝાલીને ના પાડે છે? પોતાને સત્ય પુરુષાર્થ કરવો નથી તેથી જ કર્મના
નામે પુરુષાર્થહીનપણાને પોષણ આપે છે. પરંતુ કર્મો અને તેના નિમિત્તે થતા વિકારભાવ એ બધું મારા શુદ્ધસ્વરૂપમાં
નથી એમ શુદ્ધસ્વભાવના ભાનવડે સ્વભાવ ધર્મની વૃદ્ધિ માટે જ ભગવાનની વાણી છે. આત્માના સત્ય
પુરુષાર્થભાવને કોઈપણ પ્રકારે અંશમાત્ર પણ પરાધીન માને તે જીવોએ આત્મસ્વભાવને સ્વીકાર્યો નથી, ભગવાનની
વાણીને સ્વીકારી નથી અને અપ્રતિહત પુરુષાર્થવંત તીર્થંકરોને સ્વીકાર્યા નથી.
સ્વભાવની અરુચિવાળો અને કર્મોની રુચિવાળો છે, તેને પુરુષાર્થના સત્ નિમિત્તોની–દેવ, ગુરુ, શાસ્ત્રની યથાર્થ
શ્રદ્ધા નથી; જ્ઞાનીઓએ તે કર્મદ્રષ્ટિવાળાને સાચી સમજણમાંથી પણ ઉથાપી નાખ્યા છે, તો પછી તેને વ્રત કે ત્યાગ તો
હોય જ ક્યાંથી?
પ્રત્યે પુરુષાર્થવંત થાય છે તે જીવ મુક્ત થાય છે.
આવા ભાનમાં જ્ઞાનીને પર્યાયે પર્યાયે પુરુષાર્થની વૃદ્ધિ જ છે; આ બધો મહિમા ભગવતી પ્રજ્ઞાનો જ છે. ભગવતી
પ્રજ્ઞા સ્વતંત્ર આત્મસ્વભાવને બતાવનારી છે; કર્મ હેરાન કરે એમ જે માને છે તેઓ ભગવતી પ્રજ્ઞાથી રહિત છે,
શાસ્ત્રો તેને મિથ્યાદ્રષ્ટિ કહે છે.
PDF/HTML Page 7 of 21
single page version
દોષ કાઢે છે એવા જીવોને સાચી સમજણમાંથી ઉથાપી નાખ્યા છે, તે જીવો ભગવાનના દિવ્યધ્વનિના યથાર્થ આશયને
સમજનારા નથી, તેઓ ધર્મને માટે લાયક નથી.
રુચિ નથી, સ્વભાવનો પુરુષાર્થ કરવો નથી અને જેને સંસારની રુચિ છે, કર્મનું જોર માને છે એવા જીવોને કર્મની
વાતનો ઝટ વિશ્વાસ આવી જાય છે; “કર્મનો તીવ્ર ઉદય આવશે તો પડી જવાશે” એમ તેઓ શંકા કર્યા કરે છે કેમકે
સ્વભાવની નિઃશંકતા નથી, જ્ઞાની તો એમ નિઃશંક છે કે કર્મનો ગમે તેવો ઉદય મને પાડવા સમર્થ નથી, કર્મનો તીવ્ર
ઉદય આવશે તો તે કર્મમાં આવશે અને હું તો આત્મામાં તીવ્ર પુરુષાર્થ કરીને કેવળજ્ઞાન પામીશ, મારા પુરુષાર્થને કર્મ
રોકી શકતું નથી. જ્ઞાનીને સ્વભાવની નિઃશંકતા હોવાથી પડવાની શંકા નથી.
કરે છે પરંતુ ચેતનના સામર્થ્યનો ભરોસો કેમ કરતા નથી? ‘કર્મ ઉદયમાં આવશે તો પડી જઈશ!’ એમ જડના લક્ષે
શંકા કરે છે, પરંતુ ‘અલ્પકાળમાં હું પૂર્ણ પુરુષાર્થ કરીને વીતરાગ થઈ કેવળજ્ઞાન પામીશ અને ઉદય સામું પણ નહિ
જોઉ અર્થાત્ ઉદયનો અભાવ થશે’ એમ પોતાના સ્વભાવના લક્ષે પોતાના પુરુષાર્થની પ્રતીત કેમ નથી કરતા?–તેનું
કારણ એ જ છે કે તે જીવોને પોતાના આત્માની સાચી દરકાર જ નથી. કર્મના સ્પર્શરહિત ત્રિકાળ પરિપૂર્ણ
મોક્ષસ્વભાવ છે એવો પોતાના સ્વભાવનો વિશ્વાસ કરે તે જીવો જ ધર્મ પામવાને લાયક છે. જેને પોતાના
મોક્ષસ્વભાવનો વિશ્વાસ નથી અને કર્મનો વિશ્વાસ છે તે જીવો બંધસ્વભાવના (સંસારના) વિશ્વાસવાળા છે, તેવા
જીવો વીતરાગધર્મ સમજવાને લાયક નથી. અહીં તો સ્વભાવના લક્ષે વિશ્વાસ લાવી જે સાંભળવા આવ્યા તેવા
સાંભળનારા જીવોને પણ અલ્પકાળમાં મોક્ષ લેનારા જ સ્થાપ્યા છે, પોતાના મોક્ષસ્વભાવનો જેણે સ્વીકાર કર્યો તેને
મોક્ષ થતાં લાંબો કાળ લાગે જ નહિ. જેને આત્માના અપૂર્વ મહિમાનો સ્વીકાર નથી અને કર્મના જ્ઞાનમાં સંતોષ
માની બેઠા છે એવા જીવોને મોક્ષમાર્ગની પાત્રતાવાળા ગણ્યા નથી. આ તો તીર્થંકરોનો માર્ગ છે, સ્વભાવને રીઝવવો
છે, જગતને રીઝવવું નથી. સ્વભાવ માર્ગમાં ફેં ફેં ન ચાલે, અરેરે મારૂં શું થશે! એવી વાત સ્વભાવમાર્ગમાં ન ચાલે;
અંતરથી નિઃશંક શ્રદ્ધા આવવી જોઈએ કે “હું તો આત્મા છું, આત્માને ભવ હોય નહીં, ભવ તે આત્માનું સ્વરૂપ
નથી.” વિચાર પણ ભવરહિતપણાનો, સ્વપ્ન પણ સિદ્ધદશાનું!
અહીં પાપ ક્રિયાઓમાં મિથ્યાત્વનું સ્થાન સર્વ પ્રથમ જ ગણાવ્યું છે કેમકે જગતના સર્વ પાપોમાંસૌથી મોટું પાપ
મિથ્યાત્વ જ છે. સૌથી પહેલાં તે પાપ ટાળ્યા પછી જ અસંયમાદિ ટળે છે.
ભાનપૂર્વક જેટલા અંશે શુભ–અશુભનો અભાવ તેટલું ચારિત્ર છે.
PDF/HTML Page 8 of 21
single page version
પ્રભુ છે, તેને માનીને તેમાં જ ઠર! આત્મદર્શન તે જ જિનદર્શન છે. કહ્યું છે કે–
એ વચનસેં સમજ લે જિન પ્રવચનકા મર્મ.
જૈન નથી પણ અન્યમતિ છે; સમયસારના આ પુરુષાર્થમૂલક સૂત્રોવડે તેમની માન્યતાનું નિરાકરણ કર્યું છે.
માત્ર જડ કર્મોને જ માને તો બંધનનો છેદ કોના જોરે કરશે? જેને કર્મપ્રકૃતિનું લક્ષ છે અને ઉપાદાનના જોરની પ્રતીત
નથી તેણે સ્વભાવને સ્વીકાર્યો નથી. જ્યાં અંદરના સ્વભાવને સ્વીકાર્યો ત્યાં નિમિત્તાધીનપણાનો નકાર થયો–
પરાવલંબન છૂટયું–એટલે હવે એકલા સ્વભાવના લક્ષે ભવનો અભાવ જ છે. નિમિત્ત કર્મોનું લક્ષ કરવાથી મુક્તિ
થતી નથી પરંતુ સત્ય પુરુષાર્થ વડે ઉપાદાનનું લક્ષ, તેની પ્રતીત અને સ્થિરતા કરવાથી જ મુક્તિ થાય છે. માટે ચેતન
આત્મામાં જડકર્મની હૈયાતિ જ નથી એમ સમજીને આત્મસ્વરૂપ પ્રત્યેનો સ્વતંત્ર–સ્વાધીન સત્ય પુરુષાર્થ કરવો.
?
સાંભળ્યું અને માન્યું તે ખોટું?
સંસારભાવ છે માટે તેને સાચો કરવો છે? અનંતકાળનો સંસારભાવ ટાળીને એક ક્ષણમાં મોક્ષમાર્ગ (સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્ર ભાવ) પ્રગટ થઈ શકે છે. ત્યાં કોઈ એમ માને છે–“અમે તો અનંતકાળના સંસારી છીએ અને તમે તો હજી આ જ
ક્ષણે કેવળી થાય છો માટે તમારા કરતાં ઘણા કાળનો અમારો જુનો સંસાર સારો છે?” અરે ભાઈ! કેવળ પર્યાય નવી છે
તેથી શું? સંસાર તો બધા જીવને અનાદિનો છે તેમાં કાંઈ અપૂર્વતા નથી, પરંતુ જે જીવો સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પ્રગટ
કરીને, સંસાર ભાવ ટાળીને મુક્તિ પામ્યા, તેઓએ અપૂર્વ પવિત્રતા પ્રગટ કરી છે. ઘણો કાળ કે ઓછો કાળ તેના આધારે
સારૂં કે ખરાબ નથી, પરંતુ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર ભાવ તે જ સારો છે અને મિથ્યાત્વાદિ ભાવ તે જ ખરાબ છે.
અનંતકાળ પહેલાં, આજે કે અનંતકાળ પછી દરેક જીવને સમ્યગ્દર્શનાદિ ભાવથી જ ધર્મ થાય છે, તેના વગર કોઈ જીવને
ક્યારેય ધર્મ થતો નથી. એક જીવ અનંતકાળ પહેલાં સિદ્ધદશા પામ્યા હોય અને બીજા જીવ હમણાં જ સિદ્ધદશા પામ્યા હોય
તો તે બન્નેના ભાવની પવિત્રતા સમાન હોવાથી બન્નેને સરખું જ સુખ છે. પરંતુ–અનંતકાળ પહેલાં જે સિદ્ધ થયા તેમને
વધારે સુખ અને પાછળથી સિદ્ધ થયા તેમને ઓછું સુખ–એમ નથી.
PDF/HTML Page 9 of 21
single page version
નુકશાન છે, અને ‘હું જ્ઞાનસ્વરૂપ આત્મા છું, સાચા જ્ઞાનથી જ ધર્મ થાય છે, પુણ્યથી ધર્મ થતો નથી તેમજ શરીર
વગેરે પરદ્રવ્યોની ક્રિયા હું કરી શકતો નથી’ આવી સાચી સમજણ પૂર્વે કદી ન કરી હોવા છતાં જ્યારે તેવી સાચી
સમજણ વડે સમ્યગ્દર્શનાદિ પ્રગટ કરે ત્યારે તે ભાવ પવિત્ર હોવાથી તેનાથી ધર્મ થાય છે. પવિત્ર ભાવ તે જ ધર્મ છે.
કોઈ પણ જીવ જ્યારે અજ્ઞાન ટાળીને સાચું જ્ઞાન પ્રગટ કરે ત્યારે તે જીવને માટે તો તે નવું જ છે; પરંતુ અનાદિ
સનાતન માર્ગની અપેક્ષાએ જુઓ તો તે ભાવ નવો નથી, પણ પૂર્વે અનંત જીવો તે ભાવે ધર્મ પામ્યા છે, અને તે જ
ભાવે દરેક જીવ ધર્મ પામે છે. જેઓને આત્માના સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ પવિત્ર ભાવોની ઓળખાણ નથી
તેઓ વિકારથી અને જડથી આત્માનો મહિમા માને છે, પણ ભાઈ રે! જડથી કે વિકારથી ચૈતન્યપ્રભુનો મહિમા ન
હોય! એ તો કલંક છે.
કહે–મફતની તો તું આવી છો, મારા બાપે તો પ૦૦૦) રૂા. લીધા છે, હું તો પ૦૦૦) ની કિંમતે આવી છું. જેઠાણી
કહે–અરે મુર્ખી! તારા બાપે રૂા. લીધા તે તો તારા કૂળમાં કલંક લગાડયું છે. કલંક લગાડનારા કામ વડે મહિમા ન
હોય!
અમારા જેવો ત્યાગ, સામાયિક વગેરે તો કરી જુઓ! તમારે ઉપવાસ, વ્રત વગેરેના શુભભાવ કર્યા વગર મફતમાં
મોક્ષ જોઈએ!”
જન્મમરણનો અંત લાવનારૂં જે નિર્દોષ નિષ્કલંક વીતરાગી જ્ઞાન તેનો તને મહિમા નથી આવતો અને ચૈતન્યને કલંક
લગાડનારા રાગાદિ વિકારનો તને મહિમા આવે છે તે મિથ્યાત્વ છે. અનંતકાળે નહિ કરેલું એવું સમ્યગ્જ્ઞાન–કે જે
અનંત સંસારનો અંત લાવનારૂં છે–તે તને મફતિયું લાગે છે અને જ્ઞાન વગર શુભરાગની અને શરીરની ક્રિયામાં તને
હોંશ આવે છે! પણ તેં શું કર્યું? રાગ કરીને તેના વડે ચૈતન્યનો મહિમા કર્યો એટલે ચૈતન્યના વીતરાગી સ્વભાવનું
ખૂન કરીને વિકાર વડે તેં તારી મોટપ માની. સ્વભાવને કલંક લગાડીને પ્રગટેલી વિકાર પરિણતિમાં તેં ધર્મ માન્યો
અને સ્વભાવની વૃદ્ધિ કરનારી, નિર્દોષ, કલંક વિનાની સીધી પ્રગટેલી ચેતના પરિણતિરૂપ પવિત્ર ધર્મ છે તેનો
મહિમા ન આવ્યો–તો તને ધર્મ–અધર્મના સ્વરૂપની જ ખબર નથી. અજ્ઞાનીને વિકારવાળી ક્રિયા ગોઠે છે પણ વિકાર
વગરની જ્ઞાનક્રિયા ગોઠતી નથી. એક માત્ર સમ્યગ્જ્ઞાન વગર પૂર્વે અનંતવાર શુભકરણી કરી, વ્રત ઉપવાસાદિના
શુભરાગ કર્યા અને બાહ્ય ત્યાગી પણ થયો પરંતુ અજ્ઞાનરૂપી પાડો તે બધું ચાવી ગયો.
થાય છે. જ્ઞાનની સ્વરૂપમાં સ્થિરતા તે જ ચારિત્ર છે.
ઉત્તરઃ– કષ્ટ સહન કરવાં તે તો દુઃખ છે. કષ્ટ સહન કરવાં તે મોક્ષનું કારણ નથી પરંતુ મોક્ષનું કારણ તો
પ્રત્યાખ્યાન છે. પરંતુ બાહ્યથી જોનારાઓ માત્ર બાહ્યત્યાગને જ ચારિત્ર માને છે. અજ્ઞાન ટાળ્યું ત્યાં અનંત ભવ ટળી
ગયાં તે મહાન ત્યાગ તેમને ભાસતો નથી. સાચું જ્ઞાન કરવું તે જ પહેલું ચારિત્ર છે. હજી જે સાચા જ્ઞાનની જ ના
પાડે છે તે ચારિત્ર ક્યાંથી લાવશે? સમ્યગ્જ્ઞાન પ્રગટયા પછી જેમ જેમ તે જ્ઞાન આત્મસ્વરૂપમાં ઠરતું જાય છે તેમ
તેમ રાગ ટળતો જાય છે અને રાગ ટળતાં બાહ્ય ત્યાગ તો સ્વયં હોય છે.
PDF/HTML Page 10 of 21
single page version
નરદેહીકે નિમિત્ત બિન, જિય કયોં મુક્તિ ન જાહિં. ૧૬.
તેને કોઈ લૂંટનાર નથી. આત્મા પોતાની શક્તિથી પરિપૂર્ણ છે તેને કોઈ અન્ય વળાવિયાની જરૂર નથી. મનુષ્ય શરીર
જડ છે તે મુક્તિનું વળાવિયું નથી.
પ્રસિદ્ધપણે એવા વધારે મત મળશે કે–મનુષ્યદેહ વિના મુક્તિ ન થાય માટે મનુષ્યદેહથી જ મુક્તિ થાય છે; આ વાત
તો જગપ્રસિદ્ધ છે, હે ઉપાદાન! તેને તું તારા અંતરમાં વિચારી જો. શું કાંઈ દેવ કે નરકાદિ ભવમાં મુક્તિ થાય? ન જ
થાય, માટે મનુષ્યશરીર જ મુક્તિમાં કંઈક મદદ કરનારૂં છે. ભાઈ! આત્માને મુક્ત થવામાં કોઈક ચીજની મદદની તો
જરૂર પડે જ પડે. સો હળવાળાને પણ એક હળાવાળાની કોઈક વાર જરૂર પડે, માટે આત્માને મુક્તિ માટે તો ચોક્કસ
આ માનવદેહની મદદ જોઈએ.–૧૬–
ઉપાદાનકી શક્તિસોં, મુક્તિ હોત રે ભ્રાત. ૧૭.
દેહરૂપી પીંજરું તો જીવને શિવપુર જતાં રોકનારું નિમિત્ત છે.
PDF/HTML Page 11 of 21
single page version
શરીર આત્માને મુક્તિ કરવામાં મદદ કરે એ તારી વાત તદ્ન ખોટી છે.
નહિ અને પરાશ્રયમાં જ અટકી ગયો તેથી જ મુક્તિ થઈ નથી. કેવળજ્ઞાન અને મુક્તિ તે આત્માના સ્વાશ્રય ભાવથી
ઉપજેલી અવસ્થા છે, શરીરના કોઈ હાડકામાંથી કે ઇન્દ્રિયોમાંથી તે ઉપજતા નથી.
તેની જ શક્તિ તે માને છે. જ્ઞાનીની દ્રષ્ટિ પોતાના આત્મસ્વભાવ ઉપર છે, તેને ઉપાદાનની સ્વાધીન–શક્તિની ખબર
છે, તેથી તે જાણે છે કે જ્યાં પોતાનું સ્વભાવ સાધન હોય ત્યાં નિમિત્ત અનુકૂળ હોય જ; પરંતુ નિમિત્ત ઉપર જ્ઞાનીની
દ્રષ્ટિ નથી, જોર નથી. જો મનુષ્યદેહ ધર્મનું કારણ હોત તો મનુષ્યદેહ તો અનંતવાર મળ્યો ત્યારે જીવ ધર્મ પામી ગયો
હોત! પરંતુ ધર્મ તો જીવ પૂર્વે પામ્યો નથી કેમકે જો પૂર્વે ધર્મ પામ્યો હોય તો અત્યારે આવો સંસાર ન હોય. માટે
મનુષ્ય શરીર જીવને ધર્મ પામવામાં કિંચિત્ત પણ મદદગાર નથી.
ઉત્તરઃ– ભાઈ! સ્વ કોણ ને પર કોણ તેના નિર્ણય વગર ધર્મ ક્યાં કરીશ? ઉપાદાન અને નિમિત્ત બન્ને
કાઢી નાખવી જોઈએ. આત્મા જ પોતે પોતાને લાભ નુકશાન કરે છે–એવી સ્વાધીન દ્રષ્ટિ થતાં અસંયોગી
આત્મસ્વભાવની સાચી ઓળખાણ થાય છે તે જ ધર્મ છે અને તે જ આત્મકલ્યાણ છે. આ વાત સમજ્યા વગર જીવ
ગમે તેમ કરે તોપણ તેનું કલ્યાણ થાય નહિ.–૧૭
રોકે છે? જીવોને સારૂં નિમિત્ત નથી મળતું તેથી તેઓ મુક્તિમાં જતા નથી. મનુષ્યભવ, આર્યક્ષેત્ર, ઉત્તમકૂળ, પાંચ
ઇન્દ્રિયોની પૂર્ણતા, સારૂં ક્ષેત્ર, નિરોગી શરીર અને સાક્ષાત્ ભગવાનની હાજરી એ બધાય નિમિત્તો સારાં મળે તો
જીવને ધર્મ થાય. આંખોથી ભગવાનનાં દર્શન અને શાસ્ત્રનું વાંચન થઈ શકે છે માટે આંખ ધર્મમાં મદદગાર થઈને?
અને કાન છે તો ઉપદેશ સંભળાય છે ને! જો કાન ન હોય તો શું ઉપદેશ સંભળાય? માટે પણ મદદગાર થયા. આ
રીતે ઇન્દ્રિય વગેરેની સામગ્રી સારી હોય તો જીવની મુક્તિ થાય. એકેન્દ્રિ જીવને પણ ઉપાદાન તો છે તો પછી તે કેમ
મુક્તિ જતા નથી? તેને ઇન્દ્રિય વગેરે સામગ્રી સારી નથી માટે તે મુક્તિ પામી શકતા નથી, તેથી નિમિત્તનું જ જોર
છે...”–૧૮–
પોતે ન જાગે તો તેની મુક્તિ થતી નથી–એ મતલબે ઉપાદાન હવે ઉત્તર આપે છેઃ–
PDF/HTML Page 12 of 21
single page version
પણ તે પોતાના જ ઊંધા ભાવને કારણે જ્ઞાનશક્તિ હારી ગયો છે; ‘ઇન્દ્રિયો નથી માટે જ્ઞાન નથી’ –એમ નથી પરંતુ
‘પોતામાં જ જ્ઞાનશક્તિ હણાઈ ગઈ છે માટે નિમિત્ત પણ નથી’ આમ ઉપાદાન તરફથી લેવાનું છે. સારા કાન અને
સારી આંખ મળે તેથી શું? કાને ઉપદેશ પડવા છતાં જો ઉપાદાન ન જાગે તો તે ધર્મ સમજે નહિ; તેમ જ સારી આંખ
હોય અને શાસ્ત્રોના શબ્દો વંચાય પરંતુ જો ઉપાદાન પોતાની જ્ઞાનશક્તિથી ન સમજે તો તેને ધર્મ થાય નહિ.
આંખથી અને શાસ્ત્રથી જો ધર્મ થતો હોય તો મોટી આંખવાળા પાડા પાસે પોથાં મૂકો ને? સારાં નિમિત્ત હોવા છતાં
તે કેમ નથી સમજતો? ઉપાદાનમાં જ શક્તિ નથી તેથી તે સમજતો નથી; કર્મ વગેરે કોઇનું જોર આત્મા ઉપર છે જ
નહિ. ઉપાદાન અનાદિથી હોવા છતાં આત્મા પોતે અભાન દશામાં પોતાના ઊંધા પુરુષાર્થથી અટકયો છે, જ્યારે
આત્મભાન કરી સવળો થાય ત્યારે તે મુક્તિ પામે છે. નિમિત્તના અભાવે મુક્તિનો અભાવ નથી પરંતુ
ઉપાદાનની જાગૃતિના અભાવે મુક્તિનો અભાવ છે.
નિમિત્તની મદદ છે.
રોટલી બનતી નથી. અને લોટમાં રોટલી પણે થવાની જે સમયે લાયકાતરૂપે ઉપાદાન શક્તિ હોય છે તે સમયે તેને
અનુકૂળ નિમિત્તો હાજર હોય જ–પરંતુ રોટલી તો સ્વયં લોટમાંથી જ થાય છે. કાર્ય તો એકલા ઉપાદાનથી જ થાય
છે. આત્મામાં એકલા પુરુષાર્થથી જ કાર્ય થાય છે. મનુષ્યભવ, આર્યક્ષેત્ર, ઉત્તમકૂળ, પાંચ ઇન્દ્રિયોની પૂર્ણતા, નિરોગ
શરીર અને સાક્ષાત્ ભગવાનની હાજરી–એ કોઈથી જીવને લાભ થતો નથી, એ બધાં નિમિત્તો તો જીવને અનંતીવાર
મળ્યાં છતાં ઉપાદાન પોતે સૂલટયું નહિ તેથી જરાય લાભ થયો નહિ. પોતે જો સવળો પુરુષાર્થ કરે તો આત્માની
પરમાત્મ દશા પોતે જ પોતામાંથી પ્રગટ કરે છે–તેમાં તેને કોઈ નિમિત્તો મદદરૂપ થઈ શકતાં નથી, આમાં કેટલો
પુરુષાર્થ આવ્યો? એક આત્મસ્વભાવ સિવાય જગતની સમસ્ત પરવસ્તુની દ્રષ્ટિને પાંગળી બનાવી દીધી. મને મારા
આત્મા સિવાય જગતની કોઈ ચીજથી લાભ કે નુકશાન નથી. કોઈ ચીજ મને રાગ કરાવતી નથી અને મારા
સ્વભાવમાં રાગ છે નહિ–આવી શ્રદ્ધા થતાં જ, દ્રષ્ટિમાં રાગ ન રહ્યો, તેમજ પરનો કે રાગનો આધાર ન રહ્યો.
આધાર સ્વભાવનો રહ્યો; એટલે રાગ નિરાધાર લુલ્લો થઈ ગયો તે અલ્પકાળમાં ક્ષય થઈ વીતરાગતા થઈ જશે.
આવો અપૂર્વ પુરુષાર્થ આ સાચી સમજણમાં આવે છે.
કેવળજ્ઞાન પામે છે. આમાં નિમિત્તે શું કર્યું? એક દ્રવ્ય બીજા દ્રવ્યની અવસ્થાને રોકે કે મદદ કરે એ વાત સત્યના
જગતમાં (–અનંત જ્ઞાનીઓના જ્ઞાનમાં અને વસ્તુના સ્વભાવમાં) નથી; અસત્ય જગત (અનંત અજ્ઞાનીઓ)
તેમ માને છે તેથી તે સંસારમાં દુઃખી થઈને રખડે છે.
લીધે તે મનુષ્ય થાય છે. કર્મનું જોર ઓછું થતાં શુભભાવ થયા એ વાત પણ ખોટી છે. પર વસ્તુથી કાંઈ પુણ્ય–પાપ
થતાં જ નથી. જીવ પોતે જ મંદ ઊંધાવીર્યવડે શુભભાવ કરે છે. ઉપાદાન પોતે સવળો પડીને સમજે તો પોતે મુક્તિ
પામે છે. ઊંધો પડે ત્યારે પોતે જ રોકાય છે, કોઈ બીજું તેને રોકતું નથી.
પૂર્ણતાના નિમિત્તો મળે, પરંતુ જાગૃત થયેલો સાધક જીવ તે પુણ્યના લક્ષમાં ન રોકાતાં, સ્વભાવમાં આગળ
PDF/HTML Page 13 of 21
single page version
જીવને સાચી સમજણ થતી નથી. જો તે કાન વગેરેથી સમજણ થતી હોય તો જેને જેને તે નિમિત્તો મળે તે બધાને
એક સાથે સમજણ થઈ જવી જોઈએ–પરંતુ એમ તો થતું નથી; માટે મોક્ષ અને સંસાર, જ્ઞાન અને અજ્ઞાન, કે સુખ
અને દુઃખ એ બધું ઉપાદાનથી જ થાય છે. આ રીતે જીવને લાભ–નુકશાનમાં કોઈ પણ પરનું કિંચિત્ કારણ નથી.
એમ સચોટપણે સિદ્ધ કરીને, ‘નિમિત્તનું કાંઈ પણ જોર છે’ એવી મિથ્યામાન્યતારૂપ અજ્ઞાનને સોઈ ઝાટકીને કાઢી
હવે નિમિત્ત નવી દલીલ કરે છે–
જો પર નિમિત્ત વગર એકલા આત્માથી જ વિકાર થતો હોય તો તે આત્માનો સ્વભાવ જ થઈ જાય અને તેથી
સિદ્ધભગવંતોને પણ વિકાર થવો જોઈએ. પરંતુ વિકારી ભાવ બીજા નિમિત્ત વગર હોય નહિ કેમકે તે આત્માનો
સ્વભાવ નથી. જો નિમિત્ત વગર થાય તો વિકાર તે સ્વભાવ થઈ જાય; પરંતુ વિકારમાં નિમિત્ત તો હોય જ છે, માટે
ચંદ્ર દેખાય નહિ, માટે સામી બીજી ચીજ છે તેથી જ વિકાર થાય છે. તેમ આત્માને વિકારમાં બીજી ચીજની જરૂર પડે.
ઉપાદાન અને નિમિત્ત બે ભેગા થાય તો વિકાર થાય. આત્મા વિકાર કરે ત્યારે પરના લક્ષે કરે કે આત્માના લક્ષે?
એકલા આત્માના લક્ષે વિકાર થવાની લાયકાત જ નથી માટે વિકાર થવામાં હું (નિમિત્ત) પણ કંઈક કરૂં છું. ધ્યાન
રાખજો! આ તો બધી નિમિત્તની દલીલો છે. ઉપરથી જોરદાર લાગતી દલીલ અંદરથી તદ્ન ઢીલી છે, મૂળથી જ પાયો
ઐંસે હી જિનકેવળી, દેખે ત્રિભુવનરાય. ૨૧.
જિનભગવાન દેખે
છે; એટલે કે નિમિત્તની અસર વગર જ ઉપાદાનનો ઉપયોગ પોતાના કારણે ઊલ્ટો થયો છે; માટે તું કહે છે તેમ
આત્મા વિકાર કરે છે એ વાત બરાબર નથી. ભલે, વિકાર તે આત્માના સ્વભાવમાંથી આવતો નથી, પરંતુ વિકારની
ઉત્પત્તિ તો આત્માની જ અવસ્થામાં થાય છે, કોઈ નિમિત્તની અવસ્થામાંથી થતી નથી. બે બંગડી ભેગી થતાં ખખડે
છે તેમાં કાેઈ એક બીજાના કારણે ખખડતી નથી પણ દરેક બંગડી પોતાની શક્તિથી જ ખખડે છે. બે લાકડાં ભેગાં
થાય તો તે બંગડી જેવા નહિ ખખડે, કેમકે તેનામાં તે જાતની ઉપાદાન શક્તિ નથી. કોઈકવાર બે બંગડી અથડાતાં
ફૂટી પણ જાય છે, ત્યાં કેમ ખખડતી નથી? તેનામાં તેવો અવાજ થવાની ઉપાદાન શક્તિ નથી
PDF/HTML Page 14 of 21
single page version
પણ ફૂટવારૂપ લાયકાત છે તેથી તેમ થાય છે. વળી ચંદ્ર છે તેથી આડી આંખે બે ચંદ્ર દેખાય છે–એ વાત પણ ખોટી છે.
ચંદ્રના કારણે જો તેમ થતું હોય તો જે જે ચંદ્રને જુએ તે બધાયને બે ચંદ્ર દેખાવા જોઈએ; પરંતુ તેમ થતું નથી, કેમકે
તેમાં ચંદ્રનું કારણ નથી. એક જોનારને ચંદ્ર સ્પષ્ટ એક જ દેખાય અને બીજા જોનારાને ચંદ્ર બે દેખાય છે ત્યાં
જોનારાની દ્રષ્ટિમાં કાંઈક ફેર છે, જે જોનાર પોતાની આંખની આડાઈથી જુએ છે તેને બે ચંદ્ર દેખાય છે, બીજાને
દેખાતા નથી તેથી સિદ્ધ થયું કે નિમિત્ત અનુસાર કાર્ય થતું નથી પણ ઉપાદાન કારણની શક્તિ અનુસાર કાર્ય થાય છે;
જ્યારે જીવ સ્વરૂપને ભૂલીને આડી દ્રષ્ટિથી વિકાર કરે છે ત્યારે તે પોતે જ કરે છે, કોઈ પર કરાવતું નથી. સામે
નિમિત્ત તો એકને એક જ હોવા છતાં ઉપાદાનને કારણે પરિણામમાં ફેર પડે છે; તેનું દ્રષ્ટાંતઃ– કોઈ એક ખૂબસુરત
મરેલી વેશ્યા રસ્તા વચ્ચે પડી હતી, તેને સાધુ, ચોર, વિષયાસક્ત પુરુષ અને કૂતરો એ ચારેયે જોઈ, તેમાંથી સાધુને
એવો વિચાર આવ્યો કે અહો! આવો મનુષ્ય અવતાર પામીને પણ આત્માની સાચી સમજણ કર્યા વગર આ મરી
ગઈ. ચોરને એવો વિચાર આવ્યો કે જો અહીં કોઇ ન હોય તો આના શરીર ઉપરના દાગીના કાઢી લઉં. વિષયાસક્ત
પુરુષને એવો વિચાર આવ્યો કે જો આ જીવતી હોત તો આની સાથે ભોગ ભોગવત. અને કૂતરાને એવો વિચાર
આવ્યો કે જો અહીંથી બધા ચાલ્યા જાય તો આના શરીરનું માંસ ખાઉં. હવે જુઓ! સામે નિમિત્ત બધાને એક જ
સરખું હોવા છતાં દરેકના ઉપાદાનની સ્વતંત્રતાના કારણે વિચારમાં કેટલો ફેર પડયો? જો નિમિત્તની અસર થતી
હોય તો બધાના વિચાર સરખા થવા જોઈએ, પરંતુ તેમ થયું નહિ, એ જ સિદ્ધ કરે છે કે ઉપાદાનની સ્વાધીનતાથી જ
કાર્ય થાય છે. જીવ પોતે જ પાપરાગ, પુણ્યરાગ કે પુણ્ય પાપ રહિત શુદ્ધ વીતરાગ ભાવ જેવા ભાવ કરવા માગે તેવા
ભાવ તે કરી શકે છે.
ભૂમિકા છે. કલ્યાણ માટેની આ અપૂર્વ સમજણ છે, આ માત્ર શબ્દોની વાતો નથી પરંતુ આની પાછળના ભાવમાં તો
કેવળજ્ઞાન લેવાના કક્કા છે, માટે બરાબર રુચિપૂર્વક આ સમજવું જોઈએ.
ગાળ્યો દે તે ક્રોધનું કારણ નથી પરંતુ જીવ જો ક્ષમા છોડીને ક્રોધ કરે તો ગાળ્યને ક્રોધનું નિમિત્ત કહેવાય. જીવ જો
પોતાના ભાવમાં ક્ષમા જાળવી રાખે તો હજારો કે કરોડો ગાળ્ય હોવા છતાં તેને નિમિત્ત પણ કહેવાય નહિ.
ઉપાદાનના ભાવ પ્રમાણે સામી ચીજમાં નિમિત્તપણાનો આરોપ આવે છે, પરંતુ સામી ચીજના કારણે
ઉપાદાનના ભાવ થાય એમ બનતું જ નથી. ઉપાદાન જ્યારે સ્વાધીનપણે પોતાના કાર્યને કરે ત્યારે બીજી ચીજ
નિમિત્ત હાજર હોય જ છે એમ શ્રી સર્વજ્ઞદેવે જોયું છે, તો હે નિમિત્ત! તેની મારાથી કેમ ના પડાય? અહીં ઉપાદાન
એમ કહેવા માગે છે કે જગતની બીજી વસ્તુઓ હાજર છે તેને મારા જ્ઞાનમાં જાણું ખરો, બીજી વસ્તુને જાણવામાં કાંઈ
વાંધો નથી પરંતુ બીજી ચીજ મારામાં કાંઈ કરે એ વાત મારે માન્ય નથી. જગતમાં અનંત પરદ્રવ્યો સૌ સ્વતંત્ર
ભિન્ન ભિન્ન છે એમ જે ન માને તો જ્ઞાન ખોટું છે, અને એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરે એમ માને તોય જ્ઞાન ખોટું
જ છે. જીવ તીવ્ર રાગદ્વેષ કરે તેના નિમિત્તથી જે કર્મો બંધાય તે કર્મનો જ્યારે ઉદય આવે ત્યારે પાછા તીવ્ર રાગદ્વેષ તે
જીવને કરવા જ પડે–એ વાત તદ્ન ખોટી અને જીવની સ્વાધીનતાનું ખૂન કરનારી છે. જીવ રાગદ્વેષ કરે ત્યારે કર્મનું
નિમિત્ત હોય છે ખરૂં, પરંતુ કર્મ જીવને રાગદ્વેષ કરાવતાં નથી. જીવ દ્રવ્ય કે પુદ્ગલ દ્રવ્ય બંને સ્વતંત્ર દ્રવ્યો છે અને
પોતપોતાની અવિકારી કે વિકારી અવસ્થા પોતે જ સ્વતંત્રણે કરે છે, કોઈ એક બીજાના કર્તા નથી. આવા સ્વતંત્ર
વસ્તુ સ્વભાવની ઓળખાણ કરવી તે પહેલો ધર્મ છે. – ૨૧– (ચાલુ...)
નથી.
PDF/HTML Page 15 of 21
single page version
કરતા નથી, તેમને જ્ઞાનીઓ કહે છે કે ભાઈ, તારા આત્મકલ્યાણમાં તને કર્મ, દેશ, કાળ વગેરે કોઈ નડતાં નથી, માટે
૧૦. પ્રશ્નઃ– આત્માના સુખના સાધન કયા કયા નથી?
ગુરુ–શાસ્ત્ર પણ આ આત્માથી જુદા છે તેથી તેઓ પણ આ આત્માના સુખનાં સાધન નથી. પૈસા, શરીર, મકાન,
ભોજન વગેરે જડ પદાર્થો આત્માના સુખનું સાધન નથી. ટૂંકમાં કહીએ તો વિકારભાવ અને પરવસ્તુઓ તે કોઈ પણ
૧૧. પ્રશ્નઃ– તો પછી આત્માનું સુખનું સાધન શું છે?
સમ્યગ્દર્શનને કલ્યાણમૂર્તિ કહે છે. ત્રણે કાળે આ જગતમાં જીવનું સર્વોત્કૃષ્ટ હિત કરનાર સમ્યગ્દર્શન જ છે. જેટલે
અંશે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તેટલે અંશે જ સુખ છે, અને તેનો અભાવ તે જ દુઃખ છે. તેથી સુખી થવા માટે સર્વ
શુભરાગ વડે કેવળજ્ઞાન થતું નથી કેમકે તે વિકાર છે. મુનિરાજ પણ જ્યારે શુભરાગના વિકલ્પને તોડીને સ્વભાવમાં
ઠરે છે ત્યારે કેવળજ્ઞાન પામે છે. માટે પહેલાં કેવળજ્ઞાનના સાચા ઉપાયની પ્રતીત કરવી જોઈએ. જેને કેવળજ્ઞાનના
ઉપાયની પ્રતીત અને રુચિ ન થાય અને શુભરાગની રુચિ થાય તેને વિકારની રુચિ છે પણ આત્માના ધર્મની રુચિ
૧૩. પ્રશ્નઃ– જ્ઞાન સાથે વણાયેલી શક્તિઓના નામ કહો.
રહેતું હોવાથી પોતે જ ચારિત્ર છે, આ રીતે જ્ઞાન માત્રને જ સિદ્ધપણું છે. જેમ સિદ્ધને વિકાર વગેરે નથી તેમ
૧પ. પ્રશ્નઃ– જ્ઞાન માત્રમાં સ્થાપેલી દ્રષ્ટિ વડે ખરેખર એક આત્મા જ દેખાય છે–તેનો ભાવાર્થ સમજાવો.
શકું એમ માને નહિ, વિકાર થાય તેનો ‘જ્ઞાનમાત્ર’ માં સ્વીકાર કરે નહિ, એટલે તેનું લક્ષ પરથી અને વિકારથી
ખસી ગયું અને એકલા જ્ઞાતા–દ્રષ્ટા સુખમય સ્વભાવી પોતાના આત્મા ઉપર તેનું લક્ષ થયું. આવું જેને આત્મભાન
થાય તેણે પોતાની દ્રષ્ટિ જ્ઞાનમાત્રમાં
PDF/HTML Page 16 of 21
single page version
સ્થાપી કહેવાય, તેથી કહ્યું કે જ્ઞાન માત્રમાં સ્થાપેલી દ્રષ્ટિ વડે ખરેખર એક આત્મા જ દેખાય છે. તે દ્રષ્ટિમાં ગુણ–
૧૬. પ્રશ્નઃ– ધર્મમાં પ્રથમ શું અને છેલ્લું શું?
૧૮. પ્રશ્નઃ– અધૂરામાંથી પૂરું થયું–તે શું? દ્રવ્ય, ગુણ કે પર્યાય?
૧૯. પ્રશ્નઃ– આત્મા, રાગ, સુખ, શ્રદ્ધા, પુણ્ય, શરીરની ક્રિયા–એમાંથી જ્ઞાન સાથે અવિનાભાવપણું કોને છે?
કોઈ જ્ઞાનનું સ્વરૂપ નથી તેથી તેઓ જ્ઞાનથી ભિન્ન છે. તેથી જે જ્ઞાનને ઓળખે તે આત્માને ઓળખે, રાગને પોતાનું
૨૦. પ્રશ્નઃ– આત્મામાં અનંત ધર્મો છે, તેમાંથી મુખ્ય થોડાક ગણાવો.
શૂન્યત્વ. ૧૪. ઉત્પાદ, વ્યય ધ્રુવત્વ. ૧પ. અસ્તિત્વ. ૧૬. અમૂર્તત્વ. ૧૭. અકર્તૃત્વ. ૧૮. અભોક્તૃત્વ. ૧૯. નિષ્ક્રિયત્વ.
૨૦. સર્વધર્મવ્યાપકત્વ. ૨૧. અનંતધર્મત્વ. ૨૨. વિરુદ્ધધર્મત્વ. ૨૩. તત્ત્વશક્તિ. ૨૪. અતત્ત્વશક્તિ. ૨પ. એકત્વ
શક્તિ. ૨૬. અનેકત્વ શક્તિ. ૨૭. ભાવશક્તિ. ૨૮. અભાવશક્તિ. ૨૯. ક્રિયાશક્તિ. ૩૦. કર્મશક્તિ. ૩૧. કર્તૃત્વશક્તિ.
૩૨. કરણશક્તિ. ૩૩. સંપ્રદાન શક્તિ. ૩૪. અપાદાન શક્તિ. ૩પ. અધિકરણ શક્તિ. ૩૬. સ્વભાવમાત્ર
સ્વસ્વામીત્વમયી સંબંધ શક્તિ. (‘શક્તિ’ અને ‘ધર્મ’–એ બંને શબ્દો અહીં એકાર્થવાચક છે.) આ સિવાય બીજા
અનંતધર્મો આત્મામાં રહેલા છે; અનંત અન્યત્વ અને અનંત અગુરુલઘુત્વ ધર્મો છે. અહીં કહેલી શક્તિઓનું
૨૧. પ્રશ્નઃ– અજ્ઞાનીઓ પ્રથમ સમ્યગ્દર્શનને બદલે બાળતપ શા માટે કરે છે?
આત્મ–સ્વભાવની દ્રષ્ટિ અજ્ઞાનીને નથી તેથી તે શુભરાગને ધર્મ માને છે. પરંતુ શુભરાગ તો વિકાર છે. અજ્ઞાનીને
વિકાર કરવો સહેલો લાગે છે, તેમજ બહારની ક્રિયા હું કરી શકું એમ તે માને છે, પરંતુ આત્માનો સ્વભાવ પરનું કાંઈ
કરવાનો નથી–એવી સાચી સમજણ કરવી તેને અઘરી લાગે છે તેથી તેઓ પ્રથમ સમ્યગ્દર્શન કરવાને બદલે તેમણે
માની લીધેલો તપ કરવો ઠીક માને છે. પરંતુ સમ્યગ્દર્શન વગર સાચો તપ કદી હોય જ નહિ. આત્મસ્વભાવમાં
૨૨. પ્રશ્નઃ– પરિગ્રહ એટલે શું? સૌથી મોટો પરિગ્રહ કયો?
સ્વરૂપ માને છે, વળી પુણ્યથી મને લાભ થાય એમ માન્યું તેણે ત્રણે કાળના વિકારભાવનો પરિગ્રહ રાખ્યો છે. અને
જે જ્ઞાનીને આત્મભાન વર્તે છે
PDF/HTML Page 17 of 21
single page version
તેઓ કોઈ વિકારને પોતાનું સ્વરૂપ માનતા નથી તેથી ત્રણેકાળના વિકારનું સ્વામીત્વ તેઓએ છોડી દીધું છે.
બહારની વસ્તુના સંયોગ ઉપરથી પરિગ્રહનું માપ નથી. બહારમાં ત્યાગી હોવા છતાં જેને અંતરમાં મિથ્તાત્વ છે અને
પુણ્યાદિથી લાભ માને છે, પરવસ્તુનું હું કરૂં એમ માને છે તેને ત્રણેકાળના વિકારનો અને પરદ્રવ્યનો પરિગ્રહ છે.
અને બહારમાં છ ખંડનું રાજ્ય અને છન્નું હજાર રાણીઓનો સંયોગ હોવા છતાં અંતરમાં જેને આત્મભાન વર્તે છે
અને પુણ્ય મારૂં સ્વરૂપ નથી, પુણ્યથી મને લાભ નથી, પરનું હું કાંઈ કરી શકતો નથી એવી પ્રતીત છે તેણે
અભિપ્રાયમાંથી ત્રણેકાળના વિકારનો અને પરદ્રવ્યોનો ત્યાગ કર્યો છે. સૌથી મોટો પરિગ્રહ મિથ્યાત્વ છે તે
સમ્યગ્દર્શન વડે જ ટળે છે. બહારમાં સમોસરણનો સંયોગ હોવા છતાં કેવળી ભગવાન નિષ્પરિગ્રહી છે. કેમકે તેમને
મોહ નથી. અને મોહ તે જ પરિગ્રહ છે.
અને એ સમજણની દ્રઢ પ્રતીતિ–સાચી શ્રદ્ધા કરવી જોઈએ. આટલું કરશો તો આત્મધર્મનું વાંચન આપને ખૂબ
આનંદદાયી–રસદાયી લાગશે.
‘સમ્યક્ત્વ ન માનવું’ એવો ઊંધો નિર્ણય તો તું કરી શક્યો કે નહિ? તો પછી ‘સમ્યક્ત્વ છે’ એવો સવળો નિર્ણય
પણ જ્ઞાની પોતાથી જરૂર કરી શકે છે. પોતાને સમ્યક્ત્વ છે કે નહિ– તે બીજાને પૂછવું ન પડે. સમ્યક્ત્વનો નિર્ણય
નથી થઈ શકતો એમ સર્વથા એકાંત માનવું તે મિથ્યાત્વ છે. સમ્યક્ત્વના સૂક્ષ્મ પરિણામને કેવળી ભગવાન સીધા
જાણે અને છદ્મસ્થને પરોક્ષ જ્ઞાનમાં સ્વસંવેદનવડે પોતાને પોતાના સમ્યક્ત્વનો નિર્ણય થાય છે–એમ પ્રત્યક્ષ અને
પરોક્ષ બંને પ્રમાણને માનવા જોઈએ. પણ એકાંત કેવળી જ જાણી શકે અને પોતે કોઈ રીતે ન જાણી શકે એમ માનવું
નહિ. સમ્યગ્દર્શન થતાં જીવને પોતાને સ્વભાવની નિઃશંકતા થાય છે અને પોતાના સમ્યગ્દર્શનનો પોતાને નિઃસંદેહ
નિર્ણય થાય છે. આ શ્રદ્ધાનું અર્થાત્ સમ્યગ્દર્શનનું સાચું સ્વરૂપ ઓળખાવાય છે. સમ્યગ્દ્રષ્ટિને પણ પોતાના
સમ્યક્ત્વનો નિર્ણય ન થઈ શકે એમ જે માને છે તેઓ સમ્યગ્દર્શનના સ્વરૂપને સમજ્યા નથી.
સ્વરૂપનો અનુભવ થયો અને પોતાને તેની ખબર ન પડે એમ બને જ નહિ. ચૈતન્ય એવો આંધળો નથી કે પોતાને
પોતાના સ્વસંવેદનની ખબર ન પડે! અલ્પ કાળે નિઃસંદેહ મુક્તિ છે એવી પ્રતીત સમ્યગ્દર્શન થતાં જીવને પોતાને
થાય છે.
પોતાની મિથ્યાદ્રષ્ટિ જ માને તો પછી સાધકપણું ક્યાં રહ્યું? માટે પોતાને સ્વાનુભવની પ્રતીત વડે સમ્યગ્દર્શનનો
નિર્ણય થયા પછી શંકા ન કરવી.
PDF/HTML Page 18 of 21
single page version
રીતે રહે? સાચા દેવ–ગુરુ–શાસ્ત્રનો નિર્ણય પણ શી રીતે થાય? વંદ્યવંદકભાવ ભલે પરમાર્થે આદરણીય નથી
પરંતુ સાધક જીવે તેનો નિર્ણય તો કરવો જ પડશે ને? જો સમ્યક્ત્વનો નિર્ણય ન થાય તો કોણ કુગુરુ છે ને
કોણ સુગુરુ છે, કોણ વંદ્ય છે ને કોણ વંદ્ય નથી–એનો નિર્ણય શી રીતે થાય? કેવળી થાય તે જ પોતાને
સમ્યગ્દ્રષ્ટિ માને અને બીજા બધા પોતાને મિથ્યાદ્રષ્ટિ માને તો પછી ધર્મની વાત કોણ કરશે? પોતાને
મિથ્યાદ્રષ્ટિ પણ માને અને વળી ધર્મની વાત કરે એ બંને કેમ બને? પોતાને સમ્યગ્દ્રષ્ટિ માન્યા વગર સત્યની
નિઃશંક પ્રરુપણા કરી શકે નહિ.
તો તે જ્ઞાન આગળ શી રીતે વધશે? ગુરુ સમ્યગ્દ્રષ્ટિ છે કે નહિ–એમ જો જીવ સાચા ગુરુનો નિર્ણય નહિ કરી
શકે તો સાચા નિમિત્તની શ્રદ્ધા પણ નહિ થાય અને સાચા નિમિત્તને ઓળખ્યા વગર વ્યવહારતીર્થ શી રીતે
રહેશે? જો પોતાને મિથ્યાદ્રષ્ટિ જ માને તો વ્રતાદિ અંગીકાર કરવાનું ક્યાંથી બને? જેની જે ભૂમિકા હોય તે
પ્રમાણે જો તેની પ્રતીત નહિ કરે તો, આગળ વધેલા કોણ–એ જાણ્યા વગર કોનો વિનય કરવો એ નિયમ રહેશે
નહિ. માટે સમ્યક્ત્વ વડે આત્માની પ્રતીતિ થયા પછી તેમાં શંકા ન કરવી. સ્વાનુભવવડે સમ્યક્્શ્રદ્ધા પ્રગટ
થતાં તેની નિઃશંક પ્રતીત કરવી. જેનું વીર્ય સામર્થ્ય અનંત ભવની શંકામાં ઝૂલી રહ્યું હોય અને સમ્યગ્દર્શનનો
નિર્ણય કરવામાં પણ કાર્ય ન કરતું હોય તે જીવ નિઃશંક પ્રરુપણા શી રીતે કરશે? ‘સમ્યગ્દર્શનનો નિર્ણય ન
થાય’ એનો અર્થ એવો થયો કે સત્ય તત્ત્વની નિઃશંક પ્રરુપણા પણ ન થઈ શકે. જેને જડ ચેતનના
ભિન્નપણાની જ પ્રતીત નથી તેને ધર્મની જ પ્રતીત નથી. સમ્યગ્દર્શન જ બધા ધર્મનું મૂળ છે. જેનાથી
અલ્પકાળે મુક્તિ થાય એવી પ્રતીત થાય અને જેના આત્મામાંથી કર્મો જઊં–જઊં થઈ રહ્યા હોય, જેની
પરિણતિનું પરિણમન મુક્તસ્વભાવ પ્રત્યે ઢળી રહ્યું હોય તેને પોતાની દશાની પ્રતીત ન થાય એમ બને જ
નહિ. સમ્યગ્દર્શન થતાં જ પોતાના આત્મામાં તેની નિઃશંક પ્રતીત અવશ્ય થાય છે.
સહિત મુનિપણું મનાવ્યું તે પણ અન્યમત છે. આ તો સત્ સ્વરૂપ છે, જિજ્ઞાસુઓએ સત્ને મીઠાશથી સાંભળવું
જોઈએ. સત્યની પ્રરુપણાથી જેને માઠું લાગે તેને સત્યની રુચિ નથી. જે કેવળીને આહાર, સ્ત્રીને મુક્તિ કે
મુનિને વસ્ત્રાદિકનો રાગ માને તે જૈનનામધારી પણ મિથ્યાદ્રષ્ટિ છે. અન્યમતિ એટલે જૈન સિવાયના બીજા તે
તો અન્યમત છે જ, પરંતુ જૈન સંપ્રદાયમાં પણ જેઓ પુણ્યથી ધર્મ માને છે તે પણ પરમાર્થે અન્યમતિ છે. પરમ
પવિત્ર સર્વજ્ઞ પદને વિપરીતપણે મનાવે તે જૈનમતની બહાર છે. ૩૬૩ પાખંડ તો સ્થૂળ અન્યમત છે, જૈનમાં
દેવ–ગુરુ–શાસ્ત્રના સ્વરૂપમાં ભૂલ કરી તે પણ સ્થૂળ અન્યમતિ (–ગૃહિતમિથ્યાદ્રષ્ટિ) છે અને સાચા દેવ–
ગુરુ–શાસ્ત્રને માનનારા પણ પુણ્યાદિથી ધર્મ માને કે નિમિત્ત ઉપાદાનના કાર્યમાં ખરેખર મદદ કરે ઇત્યાદિ
માને તો તે પણ અન્યમત સમાન છે, એ બધા મિથ્યાદ્રષ્ટિ છે.
કમળમાં નમી પડે છે એવા સર્વોત્કૃષ્ટ પુણ્યના ધારક તીર્થંકરને રોગ કે દવા હોય જ કેમ? છતાં જે અરિહંતને
રોગ કે દવા મનાવે તેઓ અરિહંતના પુણ્યને પણ ઓળખી શક્યા નથી, તો પછી તેમની પવિત્રતાને તો
ઓળખે જ ક્યાંથી?
તેને ચારિત્ર દશાની પ્રતીત અને ભાવના થઈ.
PDF/HTML Page 19 of 21
single page version
કરના ઉત્કૃષ્ટ પુણ્યમાં એવો કોઈ તીવ્ર પાપરાગ હોય નહિ કે જેથી ‘બે બાપવાળો’ એવું ખરાબ વચન સાંભળવાનો
પ્રસંગ આવે.
(૬૨) પોતે વિચાર કરીને સમજવું; આ બીજાને માટે વાત નથી, પણ પવિત્રદશા વધતાં કેવા કેવા પ્રકારના
સ્વભાવની શ્રદ્ધા થાય છે. આ કોઈ સંપ્રદાયની પક્કડની વાત નથી પણ રાગ રહિત પવિત્ર આત્મપદ કેવાં હોય તેની
પ્રતીત કરવાની વાત છે. મુમુક્ષુઓએ આ સમજવાની જરૂર છે.
તુલ્ય છે તેવા પવિત્ર સતિને જે ગ્રંથકાર પાંચ પતિ મનાવે તે મિથ્યાદ્રષ્ટિ છે. દિયર પોતાની ભોજાઈને જનેતા તુલ્ય
માને છે તેને બદલે તેને પતિ ઠરાવે તે જૈનમાર્ગ નથી પણ લૌકિકમાર્ગ છે.
રાગ રહિત સાચા દેવ–ગુરુ–શાસ્ત્રની પ્રતીત થઈ તેને રાગરહિત આત્માની જ પ્રતીત છે અને રાગરહિત પવિત્ર
પદમાં પણ જે રાગ મનાવે તેણે આત્માને જ રાગવાળો માન્યો છે, તે અન્યમતિ છે.
સ્વાનુભવ વડે પ્રતીત ન થઈ હોય અને સંદેહ હોય તો યથાર્થ નિર્ણય અને અભ્યાસ કરવો. સંદેહ હોવા છતાં પોતાને
સમ્યગ્દ્રષ્ટિ માની લેવો નહિ. સૌથી પહેલાં સમ્યગ્દર્શનને જ નક્કી કરવું કેમ કે આત્માના ધર્મનું મૂળ સમ્યગ્દર્શન જ છે.
યથાર્થપણે સાચા દેવ–ગુરુ–ધર્મને ઓળખે તેને પોતાના આત્માની પ્રતીત થયા વગર રહે જ નહિ–એવી શૈલિની વાત
છે. જ્યાં સુધી સંદેહ હોય ત્યાં સુધી સત્સમાગમે યથાર્થ અભ્યાસ કરીને નિર્ણય કરવો; પરંતુ આત્માની ખબર ન પડે
માટે આપણે વ્રત કરવા–એમ માને તે મિથ્યાદ્રષ્ટિ છે. તેથી ધર્મને માટે સૌથી પહેલાં સમ્યગ્દર્શનનો જ મુખ્ય
ઉપદેશ છે.
હવે વ્યવહાર તત્ત્વાર્થ શ્રદ્ધાનને સમ્યગ્દર્શનના બાહ્ય ચિહ્ન તરીકે વર્ણવે છે. જ્ઞાન અપેક્ષાએ નવ તત્ત્વોની યથાર્થ શ્રદ્ધા
તે સમ્યગ્દર્શનનું બાહ્ય ચિહ્ન છે. બાહ્ય ચિહ્ન કહેતાં આત્માથી પર દ્રવ્યો ન સમજવા, પણ જે જ્ઞાન ગુણ છે તે શ્રદ્ધા
ગુણથી બીજો ગુણ છે તેથી તેને બાહ્ય ચિહ્ન કહેલ છે; તે વડે સમ્યગ્દર્શનનો નિર્ણય થઈ શકે છે. જ્યાં સમ્યગ્દર્શન હોય
ત્યાં તેની સાથે રહેલું સમ્યગ્જ્ઞાન નવ તત્ત્વોને યથાર્થપણે જાણે છે. વ્યવહાર તત્ત્વાર્થ શ્રદ્ધાન પણ ક્યારે કહેવાય? કે
પુણ્યને પુણ્ય માને પણ પુણ્યને ધર્મ ન માને, જડની ક્રિયાનો કર્તા ચેતનને ન માને–તો વ્યવહાર તત્ત્વાર્થ શ્રદ્ધાન છે, તે
તો સમ્યગ્દર્શનનું બાહ્ય ચિહ્ન છે. ખરેખર જે નવતત્ત્વની શ્રદ્ધા છે તે વ્યવહાર સમ્યગ્દર્શન છે અને નવના વિકલ્પ
છોડીને એક શુદ્ધાત્માની શ્રદ્ધા તે નિશ્ચયસમ્યગ્દર્શન છે. અહીં વ્યવહાર સમ્યગ્દર્શનને નિશ્ચય સમ્યગ્દર્શનનું બાહ્ય ચિહ્ન
કહેલ છે. વ્યવહાર સમ્યગ્દર્શન તે શ્રદ્ધાગુણની પર્યાય નથી પણ જ્ઞાનગુણની પર્યાય છે, તેમાં ભેદથી આત્માની પ્રતીત
હોવાથી તે સમ્યગ્દર્શનનું બાહ્ય ચિહ્ન છે અને જ્યારે અભેદ સ્વભાવ તરફ ઢળીને પ્રતીત કરે ત્યારે નિશ્ચય સમ્યગ્દર્શન
છે, તે શ્રદ્ધાગુણની જ પર્યાય છે.
સ્વાનુભૂતિરૂપ જે જ્ઞાન છે તે રાગરહિત છે, તે સ્વાનુભૂતિ સાથે સમ્યગ્દર્શન અવશ્ય હોય જ છે. સમ્યગ્દર્શન પોતે તો
શુદ્ધપ્રતીતિરૂપછે અને તેની સાથે રહેલી અનુભૂતિ તે જ્ઞાનની પર્યાય છે. આ રીતે શ્રદ્ધા અને જ્ઞાન ગુણ જુદા
PDF/HTML Page 20 of 21
single page version
હોવા છતાં જ્ઞાન લક્ષણ વડે શ્રદ્ધા (સમ્યગ્દર્શન) ને ઓળખાવવું તે વ્યવહાર છે. આ રીતે જ્ઞાન લક્ષણને શ્રદ્ધાના
બાહ્ય ચિહ્ન તરીકે વર્ણવ્યું.
સમ્યગ્દર્શન છે અને તે જ આત્માની બધી નિર્મળ–દશાઓનું મૂળ છે.
એક સમય માત્ર પ્રતીત કરતાં અનંત જન્મમરણનો નાશ થઈ જાય છે. અનંત સંસારના અભાવનું મૂળ કારણ
સમ્યગ્દર્શન છે. આવું સમ્યગ્દર્શન સનાતન જૈનદર્શન સિવાય ક્યાંય નથી. જૈનદર્શનમાં પણ સાચા દેવ–ગુરુ–શાસ્ત્રને
માનવા માત્રથી આ સમ્યગ્દર્શન થતું નથી. પણ સર્વજ્ઞદેવે જેવો જાણ્યો અને કહ્યો તેવા પોતાના પરિપૂર્ણ સ્વાધીન
નિરપેક્ષ સ્વભાવની પ્રતીતિનો સત્કાર તે જ સમ્યગ્દર્શન છે. સત્સ્વભાવના સ્વીકાર વિના માનવ ભવ પૂરો કરીને
અનંત સંસારમાં રખડશે. મિથ્યાદ્રષ્ટિ સદાય દુર્ગતિમાં જ પડયો છે. ચારે ગતિ દુર્ગતિ જ છે, સ્વર્ગમાં હોય તોપણ
મિથ્યાદ્રષ્ટિ દુર્ગતિમાં જ પડયો છે. દ્રવ્યથી સ્વતંત્ર, ગુણથી સ્વતંત્ર અને પર્યાયથી પણ સ્વતંત્ર એવા સ્વભાવની
પ્રતીતિ તે જ જૈનધર્મનું મૂળ છે. સ્વતંત્ર કહ્યું એટલે પરની અપેક્ષા વગરનું, પરની અપેક્ષા ન લ્યો તો એકલું દ્રવ્ય
પોતે પોતાથી સમસ્તપ્રકારે પરિપૂર્ણ જ છે–એવા સ્વભાવનો શ્રદ્ધામાં સ્વીકાર કરવો તે જ સમ્યગ્દર્શન ધર્મ છે.
પહેલાં જ્ઞાનગુણવડે સમ્યગ્દર્શનને ઓળખાવવાનો વ્યવહાર કહ્યો હતો, અહીં ચારિત્રગુણવડે ઓળખાવવાનો વ્યવહાર
કહે છે.
ઉત્તરઃ– સમ્યગ્દર્શન થતાં અનંત સંસારનું કારણ જે અનંતાનુબંધી કષાય તેનો અભાવ થાય છે, તે પ્રશમનું
એકાંતરૂપ મિથ્યા છે તેની માન્યતા ન કરે, તેને સત્ય ન માને, તેનો આદર ન કરે. જે અન્ય એકાંત મતોને સત્ય માને
છે કે તેની પ્રશંસા કરે છે તેને અનંતાનુબંધી કષાયનો સદ્ભાવ છે, તેને પ્રશમ નથી; તે મિથ્યાદ્રષ્ટિ છે.
પણ ધર્મનું ખરું કારણ માને તો તે પણ અનંતાનુબંધી કષાય છે; તે કષાય જેને ન હોય તેને પ્રશમ છે. આ પ્રશમ
ઉપરથી સમ્યગ્દર્શનનો નિર્ણય થઈ શકે છે, આ પ્રશમ તે ચારિત્રગુણની પર્યાય છે તેથી તે સમ્યગ્દર્શનનું બાહ્ય
ચિહ્ન છે.
માનવો તે જ પરિપૂર્ણદશા થવાનું મૂળ છે.
સ્વાધીન સ્વભાવના લક્ષે સત્સમાગમ કરવો તે સમ્યગ્દર્શનનો ઉપાય છે.
પ્રતીત પણ ભેગી જ છે. બધી પર્યાયોના પિંડરૂપ દ્રવ્યની પ્રતીત કરતું સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. જો સમ્યગ્દર્શન પ્રગટ
થતાં તે જ વખતે કેવળજ્ઞાનની પ્રતીત ન થાય તો પછી ક્યારે થાય? દ્રવ્યની પ્રતીતથી જ સમ્યગ્દર્શન થાય છે અને
દ્રવ્યની પ્રતીત ભેગી જ કેવળજ્ઞાનની પ્રતીત છે.