Atmadharma magazine - Ank 381
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 53
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૩૨
સળંગ અંક ૩૮૧
Version History
Version
Number Date Changes
001 Jan 2005 First electronic version.

PDF/HTML Page 2 of 53
single page version

background image
• •
[૩૮૧]
અષાડ વદ એકમ એટલે ભગવાન મહાવીરના ધર્મચક્ર–પ્રવર્તનનો
મંગલ દિવસ! અહા, એ દિવસે રાજગૃહીમાં વિપુલાચલ ઉપર કેવો મહાન
અપૂર્વ આનંદકારી ધર્મોત્સવ ઉજવાયો હશે! પ્રભુના જે દિવ્યધ્વનિનો એક
નાનકડો અંશ પણ આજે (અઢીહજાર ને એકત્રીસ વર્ષ પછી પણ) આપણને
આવો મહાન આનંદ અને શાંતિ આપે છે તે પ્રભુની સર્વજ્ઞતાની ને તેમના
ઈષ્ટઉપદેશની શી વાત!! આ અષાડ વદ એકમે ધર્મચક્રપ્રવર્તનનો એ
મંગલદિવસ આવી રહ્યો છે...સૌ આનંદથી વીરપ્રભુને યાદ કરીને શાંતરસનું
પાન કરશું.
તંત્રી : પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદક : બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૫૦૧ અષાઢ (લવાજમ : છ રૂપિયા) વર્ષ ૩૨ : અંક ૯

PDF/HTML Page 3 of 53
single page version

background image
પરમાગમને જાણીને પરમાતમને અનુભવો
(પરમાગમમંદિર–પ્રતિષ્ઠા વખતનો આત્મધર્મનો એક લેખ)
પરમાગમ સમયસારમાં શુદ્ધાત્માનું સ્વરૂપ દેખાડતાં પ્રભુ કુંદકુંદસ્વામી ખાસ ભલામણ
કરે છે કે ‘હું આ જે શુદ્ધ આત્મા દેખાડું છું તે તમે તમારા સ્વાનુભવથી પ્રમાણ કરજો.
જિનાગમ એ માત્ર જોવાની, કે એકલા બાહ્ય શોભા–શણગારની જ વસ્તુ નથી, એના અંતર–
હાર્દ સુધી પહોંચીને સ્વાનુભવ કરવાનો છે. એટલે માત્ર પરમાગમ–મંદિરનો ભવ્ય ઉત્સવ
કરીને અટકશો નહિ, જે પરમાગમ તેમાં કોતરાયા છે તે પરમાગમના અભ્યાસમાં નિરંતર
ચિત્તને જોડીને, તેના ઊંડા હાર્દ સુધી પહોંચીને, આનંદમય પરમાત્મતત્ત્વને અનુભૂતિગમ્ય
કરજો.–એ જિનવાણીની સર્વોત્તમ ભક્તિ છે, ને એ વીતરાગગુરુઓની ભલામણ છે.
સમયસાર–જિનાગમના અંતમાં ‘આનંદમય વિજ્ઞાનઘન આત્માને પ્રત્યક્ષ કરતું આ અક્ષય
જગતચક્ષુ પૂર્ણતાને પામે છે’ એમ કહીને ‘આત્માનો પ્રત્યક્ષ અનુભવ’ તે આ આગમનું ફળ
બતાવ્યું છે.
“ભક્તિપૂર્વક શ્રુતની ઉપાસના તે જિનની જ ઉપાસના છે. જિનદેવમાં ને શ્રુતદેવતામાં
કાંઈ અંતર નથી, તેથી જે ભક્તિથી શ્રુતને ઉપાસે છે તે જિનદેવને જ ઉપાસે છે. આપણે
હંમેશાં દેવ–ગુરુ સાથે શાસ્ત્રની પણ પૂજા કરીએ છીએ, ને ત્રણ રત્નોમાં (દેવ–શાસ્ત્ર–ગુરુ
તીન) તેને પણ ગણીએ છીએ. પરંતુ, શાસ્ત્રને માત્ર ઉત્તમ કપડાવડે બાંધવાથી કે સારા સારા
પૂંઠા ચડાવવાથી જ શ્રુતપૂજા સમાપ્ત થઈ જતી નથી; વાસ્તવિક શ્રુતપૂજા તો એકાગ્રચિત્તથી
તેનું અધ્યયન કરવું ને તેના ભાવ સમજવા તે જ છે. આવી ભાવપૂજામાં દેવ અને શાસ્ત્રની
એકતા થઈ જાય છે, અત્યારે આપણને આ ક્ષેત્રે જિનદેવના સાક્ષાત્કારનું સૌભાગ્ય તો નથી,
પરંતુ જિનવાણીનો તો થોડોક સાક્ષાત્કાર થાય છે ને તેના અભ્યાસવડે આત્માનો પણ
સાક્ષાત્કાર થઈ શકે છે.
સોના કે હીરા–માણેકવડે જેની કિંમત આંકી ન શકાય–એવા ગંભીર આત્મભાવો (કે
જે વીતરાગી સંતોના અનુભવમાંથી નીકળેલા રત્નો છે–) તે સમયસારાદિ પરમાગમોમાં
ભર્યા છે, અને તેથી જ આપણા જૈન પરમાગમોની મહાનતા તથા પૂજ્યતા છે, જિનાગમોમાં
જે ગંભીર ચૈતન્યભાવો ભર્યા છે તે બીજા કોઈ શાસ્ત્રોમાં નથી. –આમ પરમ બહુમાનપૂર્વક
જિનાગમનું સેવન કરો....તમને આત્માના અમૂલ્ય નિધાન મળશે. મુમુક્ષુની નિરંતર ભાવના
હોય છે કે–
આગમકે અભ્યાસમાંહી પુનિ ચિત્ત એકાગ્ર સદીવ લગાવું;
દોષવાદમેં મૌન રહું ફિર પુન્યપુરુષ–ગુણ નિશદિન ગાવું.

PDF/HTML Page 4 of 53
single page version

background image
: અષાઢ : ૨૫૦૧ આત્મધર્મ : ૧ :
વાર્ષિક લવાજમ વીર સં. ૨૫૦૧
છ રૂપિયા : અષાઢ :
વર્ષ : ૩૨ ઈ. સ.
1975
અંક ૯ JULY
સ્વાનુભૂતિ
આત્મઅનુભવથી મોટું કોઈ શાસ્ત્ર આ જગતમાં
નથી. સમસ્ત શાસ્ત્રોના સંગ્રહમાંથી જો કસ અને
ફોતરાંનું પૃથક્કરણ કરવામાં આવે, એટલે કે જ્ઞાન અને
રાગ ને બંનેની વહેંચણી કરવામાં આવે, તો માત્ર
સ્વાનુભવરસરૂપી કસ જ બાકી રહે છે. એટલે બધાય
શાસ્ત્રોનો રસ–કસ સ્વાનુભવમાં સમાય છે.
સર્વજ્ઞદેવે સ્વાનુભૂતિને જિનશાસન કહ્યું છે.
જ્ઞાનની અનુભૂતિ તે આત્માની અનુભૂતિ છે,
અને તે જ જિનશાસનનું વિધાન છે. તે અનુભૂતિથી
ઊંચું ખરેખર કાંઈ જ નથી; તે જ સમયનો સાર છે.
ધર્મનો પ્રાણ અને ધર્મનું જીવન એટલે
સ્વાનુભૂતિ. ધર્માત્માનું અંતરંગ જીવનચરિત્ર...એટલે
સ્વાનુભૂતિ. મોક્ષમાર્ગ સ્વાનુભૂતિમાં સમાય છે. અહા, તે
સ્વાનુભૂતિને અતીન્દ્રિય–આનંદની છાપ લાગેલી છે.
સાધકનું ચિહ્ન શું? સિદ્ધપ્રભુ શું કરે છે?
સ્વાનુભૂતિ સ્વાનુભૂતિ
[नमः समयसाराय स्वानुभूत्या चकासते]

PDF/HTML Page 5 of 53
single page version

background image
: ૨ : આત્મધર્મ : અષાઢ : ૨૫૦૧
ગંભીર સ્વભાવી અનંત જ્ઞેયો.તેને જાણનારા જ્ઞાની
ગંભીર તાકાત! તે જ્ઞાનમાં આનંદ છે, તે જ્ઞાન નિર્વિકલ્પ છે.
[પ્રવચનસારના પ્રવચનોમાંથી જ્ઞાનમહિમાનું મધુર ઝરણું]
* જ્ઞાનસ્વભાવી આત્મા છે, તેના જ્ઞાનમાં સર્વજ્ઞેયોને જાણવાની તાકાત છે. જ્ઞાન
તે આત્માનો અસાધારણ સ્વભાવ છે, તેની તાકાત પણ અસાધારણ છે.
* અનંતા જીવો, અનંતાનંત પુદ્ગલો, એકેકપ્રદેશી અસંખ્ય કાળદ્રવ્યો,
અનંતાનંતપ્રદેશી એક આકાશદ્રવ્ય, ને ધર્મ–અધર્મ દ્રવ્ય, –આવા અનંત
જ્ઞેયપદાર્થો પોતપોતાના અનંત ગંભીર સ્વભાવસામર્થ્ય સહિત છે.
* આવા સમસ્ત ગંભીરસ્વભાવી જ્ઞેયોને એકસાથે જાણવાની તાકાત જ્ઞાનની એક
પર્યાયમાં છે. અહા, જ્ઞાનની એ તાકાતની શી વાત!
* વિકલ્પમાં કે ઈન્દ્રિયમાં કાંઈ જાણવાની તાકાત નથી. જાણવાની તાકાત જ્ઞાનમાં
જ છે. અને તે પણ અતીન્દ્રિય સ્વસન્મુખ થયેલું જ્ઞાન જ આવા ગંભીરસ્વભાવી
જ્ઞેયોને જાણી શકે છે. વિકલ્પમાં કે ઈન્દ્રિયમાં અટકેલું જ્ઞાન તે જ્ઞેયોના સ્વભાવને
પણ જાણી નથી શકતું.
* સ્વ–પરના જ્ઞેયોના ગંભીરસ્વભાવને જાણનારું અતીન્દ્રિયજ્ઞાન આનંદની મહોર–
છાપવાળું છે. અનંતગુણના સ્વાદથી ભરેલ આનંદનો વિસ્તાર, તે સમ્યગ્જ્ઞાનનું
ચિહ્ન છે. જીવને જ્યાં સમ્યગ્જ્ઞાન થાય ત્યાં તેના ઉપર અતીન્દ્રિય આનંદના
સ્વસંવેદનની છાપ લાગી જાય છે. સાચું જ્ઞાન કદી આનંદ વગરનું હોતું નથી.
* અનંતા જીવો આ જગતમાં છે,–તેમાં તો અનંતા સિદ્ધભગવંતો પણ આવી ગયા. તે
સિદ્ધભગવંતો અતીન્દ્રિયજ્ઞાનનો વિષય છે. તેનો નિર્ણય કરવા જાય ત્યાં જ્ઞાન
સ્વસન્મુખ થઈને નિર્વિકલ્પ થઈ જાય છે ને અનંતગુણના સ્વાદનું વેદન કરે છે.
* કોઈપણ જ્ઞેયના સ્વભાવને જાણી શકે એવી વિકલ્પમાં તાકાત છે જ નહિ. જે
જ્ઞાન સ્વસન્મુખ અતીન્દ્રિય થઈને પોતાના આત્માને સ્વજ્ઞેય બનાવે, તે જ જ્ઞાન
આકાશ–કાળ વગેરે પરજ્ઞેયોને જાણી શકે.
* છએ પ્રકારના દ્રવ્યનો સ્વભાવ પરમાર્થે અતીન્દ્રિય છે; પરમાણુ–પુદ્ગલ ભલે
મૂર્ત છે પરંતુ તે છૂટો પરમાણુ ઈન્દ્રિયગમ્ય નથી. આ રીતે અતીન્દ્રિયજ્ઞાનથી જ
જાણી શકાય એવો છએ દ્રવ્યનો સ્વભાવ છે.

PDF/HTML Page 6 of 53
single page version

background image
: અષાઢ : ૨૫૦૧ આત્મધર્મ : ૩ :
* આકાશદ્રવ્ય–સર્વવ્યાપક, જેની અનંતતાનો ક્્યાંય પાર નહિ, તેનો સ્વીકાર જે જ્ઞાન
કરે તે જ્ઞાનમાં આત્માના અનંત સર્વજ્ઞસ્વભાવનો સ્વીકાર હોય જ. સર્વજ્ઞસ્વભાવની
સન્મુખ થઈને તેના સ્વીકાર વગર અનંતઆકાશનો સ્વીકાર થઈ શકતો નથી.
* એ જ રીતે અત્યંત સૂક્ષ્મ એવું એકપ્રદેશી કાળદ્રવ્ય, ને તેની પર્યાયરૂપ એક
સમય,–તેને પણ સર્વજ્ઞ જ પ્રત્યક્ષ જાણે છે, એટલે સર્વજ્ઞસ્વભાવના સ્વીકાર
વગર તે સૂક્ષ્મ દ્રવ્યોનો સ્વીકાર પણ થઈ શકતો નથી.
* છએ દ્રવ્યોનો સ્વભાવ અતીન્દ્રિયજ્ઞાનનો વિષય છે. જે જ્ઞાન સ્વસંવેદનવડે
અતીન્દ્રિય થયું, આનંદરૂપ થયું, સમ્યક્ત્વસહિત થયું, તે જ જ્ઞાન જ્ઞેયપદાર્થોને
યથાર્થ જાણી શકે છે. તે જ્ઞાનનું અપાર માહાત્મ્ય છે. પદાર્થોના ગંભીર સ્વભાવને
જ્ઞાન વગર કોણ જાણે? તે જ્ઞાન પોતે પણ અનંતગુણના સ્વાદથી ગંભીર છે.
* આકાશના એક જ પ્રદેશમાં અનંતા પુદ્ગલ–પરમાણુઓ રહે છતાં તે પ્રદેશના
અનંત ભાગ નથી પડતા.
કાળના એક જ સમયમાં, એક જીવ કે પરમાણુ અનેક પ્રદેશોને ઓળંગી
જાય–તેથી કાંઈ તે સમયના અનેક ભાગ પડતા નથી. એક પરમાણુ એક જ સમયમાં
પાંચ પ્રદેશોને ઓળંગે છતાં સમયના પાંચ ભાગ નથી પડતા. –એ તો પરમાણુનો જ
એવો વિશિષ્ટ ગતિસ્વભાવ છે. જીવ મોક્ષ પામે ત્યારે એક સમયમાં અહીંથી લોકાગ્રે
પહોંચી જાય–એવો તેનો કોઈ ગતિસ્વભાવ છે, પણ તેથી કાંઈ ‘સમય’ના અસંખ્ય
ભાગ કલ્પી શકાતા નથી. અહો, વસ્તુના સ્વભાવો એવા છે કે વિકલ્પો તેનો પાર
નથી પામી શકતા. વીતરાગી જ્ઞાન જ તેનો પાર પામે એવી તાકાતવાળું છે. જ્યાં
ગંભીર સ્વભાવ નક્કી કરવા જાય ત્યાં જ્ઞાન નિર્વિકલ્પ થઈ જાય છે.
* સર્વજ્ઞતાની એકપર્યાયમાં અનંતાનંત સામર્થ્ય છે. આકાશની અનંતતા પણ જેની
પાસે સાવ નાની લાગે છે, આકાશની અનંતતા વડે પણ જેની અનંતતાનું માપ
થઈ શકતું નથી,–એવી ગંભીરતા જ્ઞાનસ્વભાવમાં ભરી છે, ને ‘આવો
જ્ઞાનસ્વભાવ હું છું’ એમ ઓળખતાં જ જ્ઞાન નિર્વિકલ્પ થઈ જાય છે, અતીન્દ્રિય
આનંદના વેદનની છાપ તેને લાગી જાય છે; જ્ઞેયોને જાણવા છતાં તે પોતાના
ચૈતન્યના પ્રશમરસમાં મગ્ન રહે છે.
* અહા, એવો જ્ઞાનસ્વભાવ–એ પણ એક જ્ઞેય છે; ને બીજા અનંતા જ્ઞેયતત્ત્વો છે.
આવા સ્વ–પર જ્ઞેયસ્વભાવો તેને જાણતાં તેમાં ક્્યાંય રાગ–દ્વેષ નથી રહેતા પણ
પ્રશમભાવ જ પુષ્ટ થાય છે. વાહ રે વાહ! વીતરાગી

PDF/HTML Page 7 of 53
single page version

background image
: ૪ : આત્મધર્મ : અષાઢ : ૨૫૦૧
જિનશાસન! તારી બલિહારી છે, સર્વજ્ઞભગવંતોના માર્ગની શી વાત! આવો માર્ગ
દિગંબર સંતોએ ટકાવી રાખ્યો છે, ને જગતના જીવો ઉપર મહાન ઉપકાર કર્યો છે.
* અરે જીવ! તારા જ્ઞાનનું સ્વરૂપ અને સામર્થ્ય તો જો! એ જ્ઞાનમાં ક્્યાંય રાગ–
દ્વેષ–વિકલ્પો સમાય તેમ નથી; જ્ઞાન તો રાગ–દ્વેષથી જુદું પ્રશાંતસ્વરૂપી છે.
અનંતાનંત જ્ઞેયોને જાણવા છતાં ક્્યાંય રાગ–દ્વેષ કરે એવું જ્ઞાનનું સ્વરૂપ નથી.
* જેમ એક આકાશપ્રદેશમાં, ખંડ પડ્યા વગર અનંતાનંત પરમાણુઓને એકસાથે
જગ્યા દેવાની કોઈ અચિંત્ય તાકાત છે, તેમ એક જ્ઞાનપર્યાયમાં, રાગ–દ્વેષ વગર
અનંતાનંત જ્ઞેયોને જાણી લેવાની અચિંત્ય તાકાત છે. એ જ્ઞાનમાં કેટલી શાંતિ!
અનંતગુણની કેટલી ગંભીરતા એમાં ભરી છે! –એને જાણતાં સમ્યગ્દર્શન થાય છે.
* ભાઈ, સર્વજ્ઞદેવનું શાસન પામીને આત્માને પ્રાપ્ત કરવાની આ મોસમ આવી છે.
જેમ ઉદ્યમી ખેડુત વરસાદની મોસમ ચુકે નહિ તેમ જિનપ્રવચનની આ મધુર
વર્ષામાં તું આત્માને સાધવાનું ચુકીશ નહીં.
અહા, જુઓ તો ખરા, જીવના જ્ઞાનની તાકાત!
અનંતા જ્ઞેયોને જાણે છતાં તે જ્ઞાનમાં રાગ–દ્વેષનો જરાય થડકારો પણ થતો નથી
ને પોતાના સમભાવરૂપ સ્વભાવમાં સ્થિર રહે છે. અનંતા વિધવિધ જ્ઞેયોનું જ્ઞાન
એકસાથે થવા છતાં તે જ્ઞાનમાં એક વિકલ્પ પણ થતો નથી. વિકલ્પ એ કાંઈ જ્ઞાનનું
કાર્ય નથી; ને વિકલ્પમાં કાંઈ જ્ઞાનનું કામ કરવાની તાકાત નથી.
ક્્યાં જ્ઞાનની અગાધ તાકાત! ને ક્્યાં વિકલ્પ! બંનેને અત્યંત જુદાઈ છે.
* વિકલ્પ તો અચેતન જેવો છે,–તે નથી જાણતો સ્વને કે નથી જાણતો પરને.
* જ્ઞાન તો સ્વ–પર બધાને વિકલ્પ વગર જાણે, અને સ્વસંવેદનમાં ચૈતન્યની
અનંતગુણોની શાંતિને વેદે–એવી તેની તાકાત છે.
આવું જ્ઞાન તે જ આત્માનું સ્વરૂપ છે; તે જ્ઞાનસ્વભાવમાં ઘણી ગંભીરતા છે,
અનંતગુણનો વીતરાગીસ્વાદ જ્ઞાનની અનુભૂતિમાં સમાયેલો છે. આવી જ્ઞાનઅનુભૂતિ
કરવી તે જ જૈનશાસનમાં ભગવાન તીર્થંકરોનું ફરમાન છે; જ્ઞાનઅનુભૂતિ તે જ મોક્ષનો
ઉપાય ને તે જ જૈનધર્મ.
આવી અનુભૂતિસ્વરૂપ જૈનધર્મ જયવંત હો.
આવી અનુભૂતિ તે જ જૈનધર્મનું ધર્મચક્ર્ર છે.
મહાવીર ભગવાનનું ધર્મચક્ર જગતનું કલ્યાણ કરો.

PDF/HTML Page 8 of 53
single page version

background image
: અષાઢ : ૨૫૦૧ આત્મધર્મ : ૫ :
• ગંભીરસ્વભાવી જ્ઞેયોને વીતરાગીજ્ઞાન જ જાણે છે;
વિકલ્પમાં સ્વ કે પરને જાણવાની તાકાત નથી. •
અનેકાન્તસ્વરૂપી જ્ઞેયપદાર્થોનું સ્વરૂપ એવું અગાધ ગંભીર
છે કે જેને સ્વસન્મુખ અતીન્દ્રિય જ્ઞાનપૂર્વક જ જાણી શકાય છે. તે
જ્ઞાન મહાન આનંદને ભોગવતું થકું જયવંત વર્તે છે. આવું
આનંદમય જ્ઞાન ભગવાન વીરનાથના શાસનમાં જ પમાય છે, તેથી
સત્પુરુષો ભગવાનના ઉપકારને ભૂલતા નથી.
* જગતના જીવ–અજીવ સમસ્ત તત્ત્વોમાં મહિમાવંત તત્ત્વ કયું?
આત્મતત્ત્વ સૌથી મહિમાવંત છે કેમકે જ્ઞાન ને સુખ આત્મતત્ત્વમાં જ છે, અન્ય
તત્ત્વોના અસ્તિત્વને પણ તે જ જાણે છે.
* જગતમાં આત્મા કેટલા છે?
જગતમાં ભિન્ન ભિન્ન અનંતાનંત આત્માઓ છે.
* જગતમાં સંખ્યા અપેક્ષાએ સૌથી વધુ દ્રવ્યો કયા છે?
પુદ્ગલ–પરમાણુઓ અનંતાનંત છે. જીવો કરતાં પણ પુદ્ગલોની સંખ્યા
અનંતગુણી છે.
* ક્ષેત્ર અપેક્ષાએ સૌથી મોટું દ્રવ્ય કયું છે?
આકાશદ્રવ્ય સૌથી મોટું છે, સર્વવ્યાપી છે.
ક્ષેત્ર અપેક્ષાએ સૌથી નાનાં દ્રવ્યો કયા છે?
કાળદ્રવ્ય અને પરમાણુદ્રવ્ય,–તેઓ એક જ પ્રદેશી છે, તેથી સૌથી નાનાં છે.
* મધ્યમક્ષેત્રી દ્રવ્ય કયું છે?
જીવદ્રવ્યના પ્રદેશો અસંખ્ય છે, તેથી તે મધ્યમક્ષેત્રવાળું છે.
* જીવ જેટલા જ પ્રદેશોવાળા બીજા કયા દ્રવ્યો છે?
ધર્મદ્રવ્ય તથા અધર્મદ્રવ્ય એ બંનેના પ્રદેશો જીવના પ્રદેશ જેટલા જ છે.
* સંખ્યા અપેક્ષાએ સૌથી ઓછા દ્રવ્ય કયા છે?
આકાશદ્રવ્ય એક જ છે,–સૌથી મોટું હોવા છતાં તે એક જ છે; ધર્મદ્રવ્ય તથા
અધર્મદ્રવ્ય પણ એકેક જ છે. કાળદ્રવ્યો અસંખ્યાત છે; જીવદ્રવ્યો અનંત છે;
પુદ્ગલ દ્રવ્યો તેનાથી પણ અનંતગુણા છે.

PDF/HTML Page 9 of 53
single page version

background image
: ૬ : આત્મધર્મ : અષાઢ : ૨૫૦૧
* કાળઅપેક્ષાએ સૌથી મોટું દ્રવ્ય કોણ?
કાળઅપેક્ષાએ બધાય દ્રવ્યો અનાદિઅનંત ત્રિકાળવર્તી હોવાથી સરખાં છે, કોઈ
પહેલાંં–પછી નથી એટલે નાનું–મોટું નથી.
* ભાવઅપેક્ષાએ સૌથી મહાન કોણ?
આમ તો બધાય દ્રવ્ય પોતપોતાના અનંતગુણરૂપ સ્વભાવવાળાં છે; પણ તેમાં
આત્માના કેવળજ્ઞાનસ્વભાવનું સામર્થ્ય કોઈ અચિંત્ય વિશિષ્ટ છે, તેથી
ભાવઅપેક્ષાએ કેવળજ્ઞાનસ્વરૂપી આત્મા સર્વોત્કૃષ્ટ તત્ત્વ છે.
* આવા સર્વોત્કૃષ્ટ આત્મતત્ત્વનો નિર્ણય કરતાં શું થાય છે?
જ્ઞાન નિર્વિકલ્પ થઈને અતીન્દ્રિય આનંદરૂપ પરિણમે છે.
* વિકલ્પ વડે આત્માનું સ્વરૂપ સમજાય?
ના; કેમકે વિકલ્પ આત્માનું સ્વરૂપ નથી. વિકલ્પ બર્હિમુખ છે, જ્ઞાન અંતર્મુખ છે.
* વિકલ્પ વડે પરનું સ્વરૂપ સમજાય?
ના; સ્વ–પર બંનેનું સ્વરૂપ સમ્યગ્જ્ઞાનથી જ સમજાય છે. જેણે આત્માને
સમ્યગ્જ્ઞાનવડે નથી જાણ્યો તેને પરનું પણ સાચું જ્ઞાન હોતું નથી. સ્વ–પરનું
સાચું જ્ઞાન તેને જ હોય છે કે જેણે રાગ અને જ્ઞાનનું ભેદજ્ઞાન કર્યું હોય. જ્યાં
રાગ અને જ્ઞાનની ભેળસેળ હોય ત્યાં શુદ્ધજ્ઞાન એટલે કે સાચું જ્ઞાન હોય નહિ,
ને સાચા જ્ઞાન વગર સ્વપરને કોણ જાણે?
* અનેકાન્તરૂપી જ્ઞેયપદાર્થોનું સ્વરૂપ એવું ગંભીર છે કે જેને સ્વસન્મુખ
અતીન્દ્રિયજ્ઞાનપૂર્વક જ જાણી શકાય છે. તે જ્ઞાન મહાન આનંદને ભોગવતું થકું
જયવંત વર્તે છે. આવું આનંદમય જ્ઞાન ભગવાન વીરનાથના શાસનમાં જ
પમાય છે, તેથી સત્પુરુષો ભગવાનના ઉપકારને ભૂલતા નથી.
* તલવારના પ્રહાર પણ અહિંસક જીવને ડગાવી નથી શકતા;
તલવારની તાકાત કરતાં અહિંસાની તાકાત ઘણી મહાન છે.
જીવોને શાંતિ અહિંસામાંથી મળશે, તલવાર વડે નહિ.
* આત્માની શાંતિ તે જ સાચી ક્રાંતિ છે. જેમાં શાંતિ ન મળે એ
ક્રાંતિ નથી, એ તો ભ્રાંતિ છે.

PDF/HTML Page 10 of 53
single page version

background image
: અષાઢ : ૨૫૦૧ આત્મધર્મ : ૭ :
• નિર્વાણમહોત્સવની નિબંધયોજનામાં
ભાગ લેનારા ભાઈ – બહેનો •
શ્રી મહાવીર ભગવાનનો અઢીહજાર વર્ષીય–નિર્વાણ મહોત્સવ ચાલી
રહ્યો છે; તેના અનુસંધાનમાં, મુમુક્ષુ જીવોને આત્મહિતની ભાવનાપુષ્ટ થાય
તથા ત્યાગભાવના પણ જાગે–એવા લક્ષથી ‘મુનિવરોની સાથે’ અને ‘શ્રી
આર્યિકા માતાની સાથે’–એ વિષય ઉપર નિબંધ લખવાની યોજના આત્મધર્મ–
બાલવિભાગ દ્વારા રજુ કરવામાં આવી હતી, તેમાં કુલ ૬૭ નિબંધો
(ગુજરાતી–હિંદીમાં) આવ્યા હતા. નિબંધ લખનારા ભાઈ–બહેનોનાં નામ
ધન્યવાદ સાથે અહીં આપવામાં આવ્યા છે. નિબંધો તપાસવાનું ચાલુ છે, તે પૂરું
થતાં તેની સૂચના આત્મધર્મમાં પ્રકાશિત થશે. (– સંપાદક)
“ શ્રી મુનિરાજ સાથે” “અર્જિકા માતાની સાથે”
લેખ નં. નામ ગામ લેખ નં. નામ ગામ
પ્રદિપ પ્રાણલાલ જૈન દાદર બ્ર. મૈનાબેન જૈન સોનગઢ
શાંતિલાલ કપુરચંદ શાહ કલકત્તા ભાનુમતિ વછરાજ પારેખ રાજકોટ
પ્રકાશ મનસુખલાલ જૈન કલકત્તા કંચનબેન વાલજીભાઈ જૈન લીંબડી
ઈન્દુલાલ રતિલાલ સંઘવી મોરબી હર્ષાબેન પ્રફૂલ્લચંદ્ર જૈન મલાડ
અમૃતલાલ જે. શાહ પ્રાંતિજ લલિતાબેન જૈન રાણપુર
શાંતિલાલ માણેકચંદ મહેતા જામનગર સમતાબેન રતિલાલ હોલકર સોનગઢ
रूपचंदसा बालचंदसा जैन मलकापुर ब्र ़ ताराबेन जैन खैरागढ
કાંતિલાલ રતિલાલ શાહ લીંબડી સવિતાબેન કોઠારી બેંગ્લોર–૩
વસંતરાય જે. મહેતા વાંકાનેર ભારતીબેન નંદલાલ શાહ લીંબડી
૧૦ અશ્વિન ડાહ્યાભાઈ મહેતા સુરત–૩ ૧૦ હર્ષાબેન હિંમતલાલ શેઠ લીંબડી

PDF/HTML Page 11 of 53
single page version

background image
: ૮ : આત્મધર્મ : અષાઢ : ૨૫૦૧
“ શ્રી મુનિરાજ સાથે”
લેખ નં. નામ ગામ લેખ નં. નામ ગામ
૧૧ જયેશ હિંમતલાલ શેઠ લીંબડી २१ अरुणकुमार बाबूलालजी गुना
૧૨ જીતેન્દ્ર મનસુખલાલ અજમેરા સોનગઢ ૨૨ મહાકાંત રમણીકલાલ સંઘવી સુરેન્દ્રનગર
૧૩ લલિત મનસુખલાલ અજમેરા સોનગઢ ૨૩ હિંમતલાલ વરજીવનદાસ વકીલ બોરસદ
१४ भानुकुमार जैन ललितपुर ૨૪ પ્રકાશ અમૃતલાલ શાહ ફતેપુર
૧૫ શશીકાંત શાંતિલાલ મહેતા મુંબઈ–૭૭ ૨૫ રમણિકભાઈ ફૂલચંદ મહેતા વલસાડ
१६ गुलाबचन्द पांडया भोपाल २६ प्रमोदकुमार केशरीचन्द जैन खण्डवा
૧૭ રવજીભાઈ ગોવિંદભાઈ પટેલ મુંબઈ–૬૬ ૨૭ શૈલેશ અનંતરાય ગાંધી સોનગઢ
૧૮ મનસુખલાલ દાનજીભાઈ ગોહિલ ભાવનગર २८ चन्द्रकुमार जैन शिवपुरी
१९ मोतीलालजी सिंधई दमोह ૨૯ વાડીલાલભાઈ જૈન વઢવાણસીટી
૨૦ જેઠાલાલ હીરાચંદ શાહ ચોરીવાડ
“અર્જિકા માતાની સાથે”
લેખ નં. નામ ગામ લેખ નં. નામ ગામ
૧૧ મંગળાબેન વાડીલાલ જૈન લીંબડી ૨૫ નિલાબેન ત્રિકમલાલ શાહ સુરેન્દ્રનગર
१२ मालतीबेन रमेशचन्द्र जैन छिन्दवाडा २६ शान्तिबेन जैन सागर
૧૩ પ્રફૂલ્લાબેન લાલચંદ જૈન લીંબડી २७ मीनाबेन सुमेरचन्दजी सिंधई दमोह
१४ सुधाबेन वी ़ पाटनी छिन्दवाडा ૨૮ શકરીબેન છોટાલાલ મહેતા નિકોડા
१५ उषाबेन संधी जयपुर ૨૯ ચદીબેન વાડીલાલ મહેતા નિકોડા
१६ शकुंतलाबेन चौधरी उदयपुर ૩૦ ચંપાબેન ચંદુલાલ જૈન નિકોડા
૧૭ સવિતાબેન ભોગીલાલ શાહ અમદાવાદ–૨૨ ૩૧ રંજનબેન ચંદુલાલ જૈન નિકોડા
૧૮ કલ્પનાબેન લાલચંદ જૈન લીંબડી ૩૨ મંગુબેન અમૃતલાલ શાહ ફતેપુર
૧૯ સુવર્ણાબેન લાલચંદ જૈન ३३ मैनादेवी चौधरी देवास
૨૦ કીર્તિદાબેન અમરચંદ મહેતા વાંકાનેર ३४ मीनुबेन चौधरी देवास
२१ कुन्तीकुमारी सुमेरचंदजी सिंधई दमोह ૩૫ રંજનબેન જીવરાજભાઈ પારેખ લીંબડી
२२ कृष्णादेवी चौधरी उदयपुर ૩૬ ચંદ્રીકાબેન એસ. શાહ મુંબઈ–૨
૨૩ મંજુલાબેન મનસુખલાલ અજમેરા ભાવનગર ૩૭ હંસાબેન પ્રમોદરાય મહેતા મુંબઈ–૫૬
૨૪ કસ્તુરબેન એન લોદરીયા સોનગઢ ३८ जयश्रीबेन केशरीचन्द्र जैन खण्डवा

PDF/HTML Page 12 of 53
single page version

background image
: અષાઢ : ૨૫૦૧ આત્મધર્મ : ૯ :
• અપૂર્વ શાંતિ પામવા આત્માને ઓળખો •
લેખાંક : ૭
અષાડ વદ એકમ એટલે ભગવાન મહાવીરના
ધર્મચક્રપ્રવર્તનનો મંગલ દિવસ! અહા, એ દિવસે
રાજગૃહીમાં વિપુલાચલ ઉપર કેવો મહાન અપૂર્વ
આનંદકારી ધર્મોત્સવ ઉજવાયો હશે! પ્રભુના જે
દિવ્યધ્વનિનો નાનકડો અંશ પણ આજે (અઢીહજાર ને
એકત્રીસ વર્ષ પછી પણ) આપણને આવો મહાન આનંદ
અને શાંતિ આપે છે–તે પ્રભુની સર્વજ્ઞતાની ને તેમના ઈષ્ટ
ઉપદેશની શી વાત!! અષાડ વદ એકમે એ મંગલ દિવસ
છે; સૌ આનંદથી વીરપ્રભુને યાદ કરીને શાંતરસને પીજો.
ભગવાન મહાવીર કેવળજ્ઞાન પામ્યા, ને વિપુલાચલપર દિવ્યધ્વનિવડે નિર્વાણનો
માર્ગ બતાવ્યો; નિર્વાણનો માર્ગ તો અંતરમાં આત્માના આધારે છે. આત્માની શક્તિને
જે જાણતો નથી તે પરાધીનપણે સંસારમાં રખડે છે. આત્મા દૈવી ચૈતન્યશક્તિવાળો દેવ
છે, પોતે જ પોતાનો આરાધ્ય દેવ છે...તેની આરાધના તે જ નિર્વાણનો મહોત્સવ છે.
જ્ઞાયકમૂર્તિ આત્મા જ મારે ઉપાદેય છે, એમ જાણીને સ્વભાવનું સાધન કર્યા
વગર બીજો કોઈ મોક્ષનો ઉપાય નથી.
માટે મુમુક્ષુ–મોક્ષાર્થીજીવને દેહથી ભિન્ન સ્વસંવેદ્ય જ્ઞાનાનંદતત્ત્વ જાણવાનો
ઉપદેશ છે.
મોક્ષ તો દેહરહિત છે–રાગરહિત છે. દેહને તથા રાગને જ જે આત્માનું સ્વરૂપ
માને તે તેનાથી કેમ છૂટે? ચૈતન્યસ્વભાવ દેહથી ને રાગથી પાર છે, એનું સ્વસંવેદન તે
જ મોક્ષનો ઉપાય છે.
ચેતનસ્વરૂપ આત્માના અંતરંગ પરિચય વગર શુભ રાગથી ગમે તેટલાં વ્રત–તપ

PDF/HTML Page 13 of 53
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : અષાઢ : ૨૫૦૧
કરે તોપણ મુક્તિનો ઉપાય હાથ આવતો નથી. દેહથી ને રાગથી છૂટું પડવું છે તેને બદલે
તે દેહને ને રાગને જ આત્મા માને તે તેનાથી છૂટો ક્્યારે પડે? દેહથી ને રાગથી ભિન્ન,
હું તો ચૈતન્યસ્વરૂપ છું–એવું જ્ઞાન કરીને તેમાં એકાગ્રતાવડે જ જીવ મુક્ત થાય છે.
જ્ઞાનાનંદસ્વરૂપ આત્મામાં એકાગ્રતા વગર બધું નિરર્થક છે, તેના વડે નિર્વાણપદ પમાતું
નથી.
જ્ઞાની જાણે છે કે અંતરમાં સ્વાનુભવથી પ્રસિદ્ધ એવું જે મારું પરમાત્મતત્ત્વ છે તે
જ હું છું, અને જે હું છું તે જ પરમાત્મતત્ત્વ છે. આ પ્રમાણે પરમાત્મતત્ત્વમાં અભેદતા
હોવાને કારણે હું જ મારો ઉપાસ્યદેવ છું, મારાથી ભિન્ન બીજું કોઈ મારે ઉપાસ્ય નથી–
આવી વસ્તુસ્થિતિ છે. આરાધ્ય–આરાધકભાવની વ્યવસ્થા પોતાના સ્વતત્ત્વમાં
સમાય છે.
જીવ રાગાદિ વિકારથી તો છૂટવા માંગે છે; જેનાથી છૂટવા માંગે છે તે કાંઈ
છૂટવામાં મદદ કરે? ના. રાગાદિ વિકારથી તો છૂટવું છે તો તે છૂટવામાં રાગ કેમ મદદ
કરે? રાગ કરતાં કરતાં છૂટકારો (મોક્ષમાર્ગ) થશે એમ જે માને છે તેને ખરેખર રાગથી
છૂટવાની ભાવના નથી. પુણ્ય કરતાં કરતાં મોક્ષનાં દ્વારા ખૂલી જશે–એમ માનનારને
મોક્ષની ખરી ભાવના જ નથી, મોક્ષને તે ખરેખર ઓળખતો પણ નથી.
જો રાગથી લાભ થવાનો ભગવાનનો ઉપદેશ હોય તો તે ભગવાન પોતે રાગમાં
કેમ ન રોકાણા? ભગવાન રાગ છોડીને વીતરાગ કેમ થયા? ભગવાન પોતે રાગ
છોડીને સ્વરૂપમાં ઠર્યા તે જ એમ બતાવે છે કે રાગ છોડવાનો જ ભગવાનનો ઉપદેશ છે;
રાગથી લાભ થાય એમ જે માને તે ભગવાનના ઉપદેશને માનતો નથી.
રાગથી ધર્મ માનીને રાગને જે આરાધે છે તે ભગવાનના માર્ગે ચાલનારો નથી.
અરે જીવ! તારે સર્વજ્ઞ ભગવાનના માર્ગે ચાલવું હોય–પ્રભુજીના પગલે–પગલે ચાલવું
હોય તો રાગની ભાવના છોડીને ચિદાનંદસ્વભાવની જ ભાવના કર...તેની ભાવનામાં
એકાગ્ર થઈને ચૈતન્ય–જિનપ્રતિમા થા...આવો પરમાત્માનો માર્ગ છે; જે આવા માર્ગે
ચાલે છે તે પોતે પરમાત્મા થઈ જાય છે.
આત્મા અને દેહના ભેદજ્ઞાનવડે, ચૈતન્યમાં એકાગ્ર થયેલા ધર્માત્મા તો આનંદથી
આહ્લાદિત છે, તે તો ચૈતન્યના આનંદમાં ઝૂલે છે, અનાકુળ શાંતિરસના વેદનમાં ડુબકી
મારીને લીન થયા છે; ત્યાં અનેક ઉપવાસાદિ તપશ્ચરણ સહેજે થઈ જાય છે, તેમાં તેમને
ખેદ થતો નથી પણ ચૈતન્યના આનંદનો વિષયાતીત આહ્લાદ આવે છે. અરે! ચૈતન્યના
અનુભવમાં દુઃખ કેવું? ઋષભદેવ પ્રભુ છ મહિના સુધી ધ્યાનમાં એવા લીન રહ્યા કે
ચૈતન્યના આનંદમાં વચ્ચે આહારની વૃત્તિ જ ન ઉઠી. ત્યાં કાંઈ તેમને દુઃખ ન હતું.

PDF/HTML Page 14 of 53
single page version

background image
: અષાઢ : ૨૫૦૧ આત્મધર્મ : ૧૧ :
ત્યાર પછી બીજા છ મહિના પણ તપ કર્યો. લગભગ એક વર્ષના ઉપવાસ થયા, છતાં
પરિણામમાં જરાય ખેદ ન હતો; આત્માના આનંદમાં ઘણી લીનતા હતી. આનંદમાં
લીનતાવડે જ્ઞાની મુક્તિને સાધે છે. મુક્તિને સાધતાં દુખ લાગે તો તેણે મુક્તિના માર્ગને
જાણ્યો નથી. મુક્તિ તો પરમાનંદની પ્રાપ્તિ છે, ને તેનો ઉપાય પણ આનંદમય છે, તેના
ઉપાયમાં ગમે તેવી ઘોર પ્રતિકૂળતા આવી પડે તોપણ આત્માના આનંદથી આનંદિત
સંતોને જરાય દુઃખ કે ખેદ થતો નથી દેહને અને સંયોગને પોતાથી ભિન્ન જાણીને જેઓ
આત્મામાં જ લીન થયા છે તેમને દુઃખ કેવું? ગમે તેવા બાહ્ય સંયોગો આવી પડો પણ
જ્યાં બાહ્ય વિષયો સંબંધી ચિંતા જ નથી ત્યાં દુઃખ કેવું? ચૈતન્યનો સ્વભાવ જ આનંદ
છે–‘
आनंद ब्रह्मणो रूपं’ તેના ચિંતનમાં દુઃખ કેમ હોય? અહો! જ્ઞાનીને તો
આત્મસ્વરૂપમાં અપૂર્વ આનંદનો અનુભવ છે, પણ સંયોગદ્રષ્ટિવાળા મૂઢ અજ્ઞાની જીવને
જ્ઞાનીના અંતરની ખબર નથી, પ્રતિકૂળ સંયોગોથી જ્ઞાનીને દુઃખ થતું હશે–એમ તે
મૂઢતાથી માને છે. સિંહ આવીને ધ્યાનસ્થ મુનિના શરીરને ફાડી ખાતો હોય ત્યાં જેને
એમ લાગે કે “અરેરે! મુનિને મહાદુઃખ થતું હશે” અરે મૂઢ! સંતો તો અંતરમાં
ચૈતન્યસ્વરૂપની લીનતાથી મહા સુખી છે, મહા આનંદી છે; શરીરને સિંહ ફાડી ખાય
તેમાં શું થયું? શરીરથી આત્માને ભિન્ન જાણીને સંતો તો ચૈતન્યમાં લીન થઈને
આનંદને જ અનુભવે છે.
સાધક સંતો ઉપર ઉપસર્ગ આવે ત્યાં તે દૂર કરવાની વૃત્તિનો ભાવ ધર્મી
ભક્તોને આવ્યા વિના રહે નહિ, પરંતુ ત્યાં સામા સંતોને દુઃખી માનીને તે ભાવ નથી
આવતો, પણ પોતાના રાગને લીધે–ભક્તિભાવને લીધે તેવી વૃત્તિ આવે છે. જેને સંયોગ
તરફ ઝૂકાવ થઈને રાગ–દ્વેષ થાય છે તેને જ દુઃખ થાય છે, પણ જેને સંયોગ તરફ ઝૂકાવ
નથી ને સ્વભાવ તરફ જ ઝૂકાવ છે એવા સંતોને રાગ–દ્વેષ થતા નથી, અને તેથી ગમે
તેવા સંયોગથી પણ તેમને દુઃખ થતું નથી, આનંદનો જ અનુભવ છે; ને એ રીતે
ચૈતન્યના આનંદમાં લીન થઈને તે મુક્તિને સાધે છે.
જ્યાં સુધી બાહ્ય પદાર્થોમાં આ મને ઈષ્ટ અને આ મને અનિષ્ટ એવી રાગ–
દ્વેષની બુદ્ધિરૂપ કલ્લોલોથી જીવ ચંચળ છે ત્યાં સુધી તેને ચૈતન્યના આનંદનો અનુભવ
થતો નથી.
જેનું ચિત્ત સમસ્ત બાહ્ય પદાર્થોથી ભિન્ન પોતાના જ્ઞાનાનંદસ્વરૂપ આત્મામાં
વળ્‌યું છે તે જીવ રાગ–દ્વેષાદિ કલ્લોલોથી રહિત સ્થિર છે, ને એવા સ્થિર શાંત ચિત્તવાળો
જીવ જ પરમ આનંદમય આત્મતત્ત્વને દેખે છે. શાંત ઉપયોગવાળો જીવ જ પોતાના
પરમતત્ત્વને દેખે છે, બીજા જનો દેખી શકતા નથી.

PDF/HTML Page 15 of 53
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : અષાઢ : ૨૫૦૧
અંતરના ચૈતન્યનું નિર્વિકલ્પ વેદન ન થાય ત્યાં સુધી તો સમ્યગ્દર્શન પણ હોતું
નથી. સંકલ્પ–વિકલ્પોથી વિમુખ શાંતચિત્ત થઈને ચૈતન્યસ્વભાવ તરફ ઝૂકીને નિર્વિકલ્પ
વેદન કરે ત્યારે જીવને સમ્યગ્દર્શન થાય છે. સમ્યગ્દર્શન પછી મુનિદશા કે સમાધિ થાય
છે. સમ્યગ્દર્શન થતાં અમુક શાંતિ ને સમાધિ તો થઈ છે, પણ હજી મુનિદશાની વિશેષ
સમાધિ નથી. આત્માનું સમ્યગ્જ્ઞાન પ્રગટ કર્યા પછી પણ જ્યાંસુધી રાગ–દ્વેષના
કલ્લોલોથી જ્ઞાનજળ ચંચળ વર્તે છે ત્યાંસુધી નિર્વિકલ્પ આનંદનું વિશેષ વેદન થતું નથી.
અતીન્દ્રિય આત્મસ્વરૂપની સન્મુખતાવડે રાગ–દ્વેષાદિ તરંગો શાંત થઈ જાય છે.
ચૈતન્યસ્વભાવની સન્મુખતા વગર બીજા કોઈ ઉપાયથી રાગદ્વેષના તરંગો શાંત થતા
નથી–બહારની અનુકૂળતાના લક્ષે જે શાંતપરિણામ લાગે તે ખરી શાંતિ નથી.
અંર્તસ્વભાવના લક્ષે રાગ–દ્વેષનો અભાવ થતાં જ ખરી શાંતિ હોય છે. અંતર્મુખ
ઉપયોગ વખતે નિર્વિકલ્પ દશામાં પરમાત્મતત્ત્વ આનંદ સહિત સ્ફૂરાયમાન થાય છે,
–પ્રગટ અનુભવમાં આવે છે. જેમ જેમ આવો અનુભવ વધતો જાય છે તેમ તેમ રાગ–
દ્વેષ છૂટતા જાય છે ને વીતરાગી સમાધિ થતી જાય છે. પછી બહારની ગમે તેવી
પ્રતિકૂળતા કે અનુકૂળતાથી પણ તેનું ચિત્ત ચલાયમાન થતું નથી. સ્વરૂપલીનતામાં જે
અચિંત્ય આનંદ છે તેને ધર્મી પોતે જ જાણે છે, બીજા બાહ્યદ્રષ્ટિજીવો તેને જાણતા નથી.
માટે હે જીવ! તું તારા જ્ઞાનને અંતર્મુખ સ્થિર કરીને તારા ચૈતન્યસ્વરૂપને આનંદથી
દેખ.
બાહ્યવિષયોમાં વર્તતું સંકલ્પ સહિત મન તે સંસારનું કારણ છે, ને ચૈતન્યમાં
ઠરેલું નિર્વિકલ્પ મન તે મોક્ષનું કારણ છે. બાહ્યવિષયોનું મનન–ચિંતન કરનારું મન તે
સંસારનું કારણ છે; અને ચૈતન્યવિષયનું મનન કરનારું મન તે મોક્ષનું કારણ છે માટે
ચૈતન્યસ્વરૂપમાં મનને સ્થિર કરવાનો દ્રઢ પ્રયત્ન કરો, એમ પૂજ્યપાદસ્વામીનો ઉપદેશ
છે. (મન એટલે જ્ઞાન)
જ્યાં સુખ લાગે ત્યાં જ્ઞાન ઠરે...પરમાં જેને સુખ લાગતું હોય તેનું જ્ઞાન પરથી
હઠીને સ્વમાં ઠરે નહિ; રાગમાં જેને સુખ લાગતું હોય તેનું જ્ઞાન રાગથી ખસીને
સ્વભાવમાં ઠરે નહિ. આનંદ તો આત્માનો સ્વભાવ જ છે એટલે આત્મા પોતે જ
આનંદસ્વરૂપે પરિણમે છે–આવો નિર્ણય કરીને જે જીવ અંતર્મુખ થાય છે તેનું ચિત્ત
અવિક્ષિપ્ત થાય છે, રાગાદિથી તે વિક્ષિપ્ત થતું નથી.
અહા! વાસ્તવિક આનંદ શું છે તેની પણ જગતના જીવોને ખબર નથી, ને
ભ્રમણાથી બાહ્યવિષયોમાંથી આનંદ લેવા માટે તે તરફ જ જ્ઞાનને જોડે છે, એટલે તેનું

PDF/HTML Page 16 of 53
single page version

background image
: અષાઢ : ૨૫૦૧ આત્મધર્મ : ૧૩ :
ચિત્ત સદાય બાહ્યવિષયો પ્રત્યેના રાગદ્વેષથી વિક્ષિપ્ત જ રહે છે. અને જેનું ચિત્ત અંતર્મુખ
થઈને ચૈતન્યના અતીન્દ્રિય આનંદના વેદનમાં જોડાયેલું છે તેનું ચિત્ત અવિક્ષિપ્ત રહે છે,
કોઈપણ વિષયોથી વિક્ષિપ્ત થતું નથી, કેમકે બાહ્યવિષયો તરફ તેનું વલણ જ નથી.
આત્માનો આનંદ ‘નિર્વિષય’ છે એટલે કે બાહ્યવિષયો વિનાનો છે. અહા! જ્યાં
અંતરના આનંદમાં અનુભવમાં લીન થયો ત્યાં જગતના બાહ્યવિષયો તેને શું કરે?
જગતનો કોઈ અનુકૂળ વિષય તેને લલચાવવા સમર્થ નથી, તેમ જ ગમે તેવો પ્રતિકૂળ
વિષય પણ તેને ડગાવવા સમર્થ નથી; તેના ચિત્તમાં કોઈ પ્રત્યેના રાગદ્વેષનો વિક્ષેપ જ
રહ્યો નથી, સમભાવમાં તેનું ચિત્ત સ્થિર થયું છે. આવું અવિક્ષિપ્ત ચિત્ત તે મોક્ષનું કારણ
છે; માટે હે ભવ્ય જીવો! આનંદસ્વરૂપ આત્માને ઓળખીને ચિત્તને તેમાં સ્થિર કરો
એવો સંતોનો ઉપદેશ છે.
પોતાના જ્ઞાનતત્ત્વના દ્રઢ સંસ્કારવડે સ્વરૂપમાં સ્થિર થતાં રાગ–દ્વેષનો નાશ થઈ
જાય છે.
જ્ઞાનસ્વભાવની ભાવનાથી જેણે પોતાના ચિત્તને સ્વરૂપમાં એકાગ્ર કરીને
અવિક્ષિપ્ત કર્યું છે તેને માન–અપમાનથી વિક્ષેપ થતો નથી; અને જેનું ચિત્ત
ચૈતન્યભાવનામાં એકાગ્ર નથી થયું તેને જ માન–અપમાનથી ચિત્તમાં વિક્ષેપ–ક્ષુબ્ધતા
થાય છે.
‘આણે મને બહુમાન આપ્યું’ આણે મારું અપમાન કર્યું, આણે મારો તિરસ્કાર
કર્યો, આણે મારી નિંદા કરી’–આવી માન–અપમાનની કલ્પના જીવને ત્યાં સુધી જ
સતાવે છે કે જ્યાં સુધી તેનું ચિત્ત પોતાના જ્ઞાનમાં ઠરતું નથી. ચૈતન્યના આનંદમાં લીન
થતાં, કોણ મારી સ્તુતિ કરે છે કે કોણ મારી નિંદા કરે છે–એનો વિકલ્પ જ ઊઠતો નથી,
સર્વત્ર સમભાવ જ વર્તે છે–
જુઓ, આ સંતોની સમાધિદશા!–પણ આવી વીતરાગી સમાધિ કઈ રીતે થાય?
કે જ્ઞાનસ્વભાવનું ભાન કરીને તેમાં એકાગ્રતાના દ્રઢ સંસ્કારથી આવી વીતરાગી સમાધિ
થાય છે.
મારા જ્ઞાનસ્વભાવ સિવાય બીજું કોઈ મારું નથી, ઈન્દ્રિયોનો મને આધાર નથી,
રાગનું મને શરણ નથી,–આવી ભાવનાવાળા જ્ઞાનીને પરદ્રવ્યથી પોતાનું માન–અપમાન
લાગતું નથી. મારી મહત્તા તો મારા જ્ઞાનસ્વભાવથી જ છે, મારા સ્વભાવની મહત્તાને
તોડવા જગતમાં કોઈ સમર્થ નથી.
–આમ પોતાના સ્વભાવની મહત્તા જેને નથી ભાસતી ને પરસંયોગવડે જેણે

PDF/HTML Page 17 of 53
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : અષાઢ : ૨૫૦૧
પોતાની મહત્તા માની છે એવા અજ્ઞાનીને માન–અપમાન લાગ્યા વગર રહેતું નથી. કોઈ
અપમાન કરે–નિંદા કરે–દ્વેષ કરે ત્યાં જાણે કે મારો સ્વભાવ જ હણાઈ ગયો–એમ
અજ્ઞાનીને અપમાન લાગે છે, અને બહારમાં જ્યાં અનુકૂળતા ને માન મળે ત્યાં જાણે કે
મારો સ્વભાવ વધી ગયો–એમ મૂઢ જીવ માને છે. આવી માન–અપમાનની વૃત્તિ
અજ્ઞાનીને થાય છે. જ્ઞાનીને આવા પ્રકારની માન–અપમાનની વૃત્તિ થતી નથી, કેમકે
પરસંયોગવડે પોતાના આત્માની મહત્તા કે હીનતા તે માનતા નથી.
કોઈ નિંદા કરે કે પ્રશંસા કરે, તે બંને વખતે હું તો તેનાથી જુદો જ્ઞાનસ્વરૂપ છું,
નિંદાના કે પ્રશંસાના શબ્દો મારામાં આવતા નથી, નિંદા કરનાર તેના પોતાના
દ્વેષભાવને કરે છે, પ્રશંસા કરનાર તેના પોતાના રાગભાવને કરે છે, પણ મારા
જ્ઞાનસ્વભાવમાં તે કાંઈ કરતા નથી–આવા ભાનમાં ધર્મીને માન–અપમાનની બુદ્ધિ છૂટી
ગઈ છે.
સ્વભાવભાવનાવડે તેમને માન–અપમાનની વૃત્તિ ટળીને સમાધિ–શાંતિ થાય છે.
ભરત અને બાહુબલી બંને ચરમશરીરી સમકિતી હતા; ભરતચક્રવર્તીએ બાહુબલીને
નમવાનું કહ્યું, ત્યાં બાહુબલીને એમ થયું કે અમારા પિતાજીએ (ઋષભદેવ ભગવાને)
અમને બંનેને રાજ આપ્યું છે, ભરત રાજા છે તેમ હું પણ રાજા છું–તો હું ભરતને કેમ
નમું? એમ જરાક માનની વૃત્તિ આવી; બંને વચ્ચે લડાઈ થતાં ભરત હારી ગયા; ત્યાં
તેને જરાક અપમાનની વૃત્તિ થઈ; છતાં તે બંને ધર્માત્માને તે વખતેય જ્ઞાનસ્વભાવની
જ ભાવના છે, જ્ઞાનસ્વભાવની ભાવના છૂટીને રાગદ્વેષની વૃત્તિ થઈ નથી,
જ્ઞાનભાવનાની જ અધિકતા છે; માન–અપમાનની વૃત્તિ થઈ માટે તે વખતે તે અજ્ઞાની
હતા–એમ નથી; અંદર જ્ઞાનભાવનાનું જોર પડ્યું છે, તેથી માન–અપમાનરૂપે તેમનું
જ્ઞાન પરિણમતું જ નથી, એ વાતની અજ્ઞાનીને ઓળખાણ નથી.
જ્ઞાનસ્વભાવની ભાવનામાં જ્ઞાનીને જ્ઞાનનું જ પરિણમન થાય છે, માન–અપમાન
થતું નથી; જરાક રાગદ્વેષની વૃત્તિ થાય ત્યાં તે વૃત્તિને પણ જ્ઞાનથી ભિન્નરૂપ જ જાણે છે
ને જ્ઞાનસ્વભાવની જ ભાવનાવડે જ્ઞાનની અધિકતારૂપે જ પરિણમે છે. જ્ઞાનીની આવી
આત્મભાવનાને અજ્ઞાની ઓળખતો નથી, એટલે જ્ઞાનીને જરાક રાગ–દ્વેષની વૃત્તિ દેખે ત્યાં
તેને એવો ભ્રમ થાય છે કે જ્ઞાની આ રાગ–દ્વેષને જ કરે છે. પણ જ્ઞાની તો તે વખતે રાગ–
દ્વેષથી અધિક જ્ઞાનભાવરૂપે જ પરિણમે છે તેને ખરેખર જ્ઞાની જ ઓળખે છે.
ગમે તેવા પ્રતિકૂળ પ્રસંગમાં કે અનુકૂળ પ્રસંગમાં પણ ચૈતન્યભાવનાવાળો જીવ
પોતાના સમ્યગ્દર્શનાદિથી ચ્યૂત થતો નથી, જ્ઞાનભાવથી ચ્યૂત થતો નથી. આ રીતે જ્ઞાન–

PDF/HTML Page 18 of 53
single page version

background image
: અષાઢ : ૨૫૦૧ આત્મધર્મ : ૧૫ :
સ્વભાવની ભાવના જ વીતરાગી સમાધિનો ઉપાય છે, માટે તે જ ભાવના કરવા જેવી
છે, એમ પૂજ્યપાદ–પ્રભુનો ઉપદેશ છે.
જ્ઞાની તો જાણે છે કે માનનો પ્રસંગ હો કે અપમાનનો પ્રસંગ હો, હું તો જ્ઞાન જ
છું; અનુકૂળ પ્રસંગ વખતે પણ હું તો ‘જ્ઞાન’ જ છું, ને પ્રતિકૂળ પ્રસંગ વખતે પણ હું તો
‘જ્ઞાન’ જ છું; એમ સર્વ પ્રસંગે હું તો જ્ઞાનસ્વભાવ જ છું–એવી જ્ઞાનભાવના જ્ઞાનીને
વર્તે છે, ને તે જ્ઞાનભાવનાના જોરે તેને રાગ–દ્વેષનો નાશ જ થતો જાય છે, એટલે તેને
સમાધિ–શાંતિ થાય છે. માટે–
[હવે માન–અપમાન સંબંધી વિકલ્પો દૂર કરવાનો ઉપાય બતાવશે.]
* * * * *
• સોનગઢમાં જૈનદર્શન–શિક્ષણવર્ગ •
સોનગઢમાં દરવર્ષની માફક શ્રાવણ માસમાં
તત્ત્વજિજ્ઞાસુ જૈન ભાઈઓ માટેનો શિક્ષણવર્ગ વીસ દિવસ
ચાલશે. શ્રાવણ સુદ પાંચમને સોમવાર તા. ૧૧–૮–૭૫ થી
શરૂ કરીને શ્રાવણ વદ આઠમને શનિવાર તા. ૩૦–૮–૭૫
સુધી ચાલશે. શિક્ષણવર્ગમાં મોક્ષમાર્ગપ્રકાશક, દ્રવ્યસંગ્રહ
અને જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાળા ચાલશે; જેમની પાસે તે
પુસ્તકો હોય તેમણે સાથે લાવવા. શિક્ષણવર્ગમાં લાભ લેવા
જેમની ઈચ્છા હોય તેમણે નીચેના સરનામે જણાવવા ખાસ
સૂચના છે.–
“શિક્ષણવર્ગ” શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર
સોનગઢ ()

PDF/HTML Page 19 of 53
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : અષાઢ : ૨૫૦૧
પોપટિયા જ્ઞાનવડે દુઃખમાંથી
આત્માની રક્ષા નહિ થાય.
ચૈતન્યપરિણમન વડે જ આત્માની રક્ષા થશે.
આત્માને સમજાય અને જે સમજતાં આત્માને શાંતિ થાય–એવી આ વાત છે,
એકકોર વીતરાગી શાંતરસનો દરિયો, બીજીકોર સંસારના રાગરૂપી દાવાનળ,–તે બંનેને
ભિન્ન જાણનારું સમ્યગ્જ્ઞાન રાગના દાવાનળને બુઝાવી નાંખે છે, ને આત્માને શાંતિમાં
ઠારે છે. જ્યાં આવું સમ્યગ્જ્ઞાન થયું ત્યાં જ્ઞાનીને રાગની મજા ઊડી ગઈ, હવે તેને
જ્ઞાનની અતીન્દ્રિય શાંતિમાં જ મજા આવે છે. આવી શાંતિના વેદન વગર આત્માને કદી
કષાયો શાંત પડે જ નહીં,–ભલે ત્યાગી થાય, વ્રત પાળે કે શાસ્ત્રોનું રટણ કરે,–એ તો
બધું પોપટિયું જ્ઞાન છે.
* પોપટીયું જ્ઞાન એટલે શું?
એક હતો પોપટ. તેના માલિકે તેને બોલતાં શીખડાવ્યું કે ‘બિલ્લી આવે તો ઊડી
જવું....બિલ્લી આવે તો ઊડી જવું....’ એકવાર ખરેખર બિલાડી આવી, ને પોપટને
મોઢામાં પકડ્યો, તોપણ બિલાડીના મોઢામાં પડ્યો–પડ્યો પણ તે પોપટ ગોખે છે કે
‘બિલ્લી આવે તો ઊડી જવું....બિલ્લી આવે તો....’ એ ગોખવું શું કામનું! એ
ગોખણપટ્ટીથી કાંઈ પોતાની રક્ષા થતી નથી. તેમ અંદર ચૈતન્યતત્ત્વ શું છે તેના ભાન
વગર “શાસ્ત્રમાં આમ કહ્યું છે, રાગને દુઃખદાયક કહ્યો છે, આત્માને જ્ઞાનસ્વરૂપ કહ્યો
છે” એમ પોપટની જેમ રટયા કરે કે અંદર તેવા વિકલ્પો કર્યા કરે, પણ ખરેખર
વિકલ્પથી પાર થઈને અંતરના ચૈતન્યતત્ત્વમાં પરિણામ જોડે નહિ તો શાંતિ ક્્યાંથી
થાય? બિલાડીના મોઢાની જેમ તે મિથ્યાત્વના મોઢામાં જ ઊભો રહીને ગોખે છે કે
‘વિકલ્પથી જુદા પડવું...જ્ઞાનરૂપ થવું’ પણ ખરેખર જુદો તો પડતો નથી, જ્ઞાનરૂપ થતો
નથી, તો એકલા શાસ્ત્ર ગોખ્યે કાંઈ શાંતિનું વેદન થાય નહીં; અંદર તેવા ભાવરૂપ
પરિણમન થવું જોઈએ. અને જેની ચેતના રાગથી જુદી પડી ગઈ છે ને સમ્યગ્જ્ઞાનરૂપ
પરિણમન થયું છે તેણે ‘રાગથી જુદો છું...’ એમ ગોખવું ન પડે; જ્ઞાનને ટકાવવા માટે
વિકલ્પ ન કરવા પડે. જેમ કોઈ પોપટને ‘બિલાડી આવે તો ઊડી જવું’ એમ બોલતાં
ભલે ન આવડે,–પણ બિલાડીનો પ્રસંગ આવે ત્યાં પોતે દૂર ભાગી જાય તો તેની રક્ષા જ
થાય છે; તેમ શાસ્ત્રભણતર ભલે ઝાઝું ન હોય, પણ રાગ અને જ્ઞાનની ભિન્નતા જાણીને
જેની પરિણતિ ચૈતન્યભાવરૂપે પરિણમી ગઈ છે તેનું જ્ઞાન તો દરેક પ્રસંગે વિકલ્પથી
જુદાપણે જ ચૈતન્યમાં વર્તે છે, એટલે જન્મ–મરણથી તેની રક્ષા થાય છે.

PDF/HTML Page 20 of 53
single page version

background image
: અષાઢ : ૨૫૦૧ આત્મધર્મ : ૧૭ :
* આત્માને સમસ્ત અન્ય દ્રવ્યોથી જુદો પાડનારું *
આત્માનું સ્વરૂપ – અસ્તિત્વ કેવું છે?
શ્રી પ્રવચનસાર ગા. ૧૫૪ માં આત્માના ભિન્ન
અસ્તિત્વનું સ્વરૂપ બતાવતાં આચાર્ય દેવ કહે છે કે
પોતાના ચૈતન્યમય અસ્તિત્વમાં રહેલા એવા ઉત્પાદ–
વ્યય–ધ્રુવતા કે દ્રવ્ય–ગુણ–પર્યાય એવા ત્રિવિધ સ્વભાવને
જે જાણે છે તે જીવ અન્ય દ્રવ્યમાં મોહને પામતો નથી;
કેમકે તે પોતાના સમસ્ત દ્રવ્ય–ગુણ–પર્યાયને પોતામાં દેખે
છે, ને પરના દ્રવ્ય–ગુણ–પર્યાયને પરમાં દેખે છે, તેનો
સંબંધ પોતાની સાથે નથી–એમ તે જાણે છે, એટલે તેને
પરમાં ક્્યાંય એકત્વબુદ્ધિરૂપ મોહ થતો નથી.
જગતમાં એક પોતાનો આત્મા સ્વતત્ત્વ, અને બીજા અનંતા જીવ–અજીવ–
પરતત્ત્વો, એવા સ્વ–પરજ્ઞેયો વિદ્યમાન સત્ છે.
તેમાં આ આત્માનું અસ્તિત્વ બીજા બધાથી જુદું સ્વતંત્ર છે એમ પોતાની ચેતના
વડે જણાય છે. આત્મા ચૈતન્યસ્વરૂપ છે–એ જ તેનું સ્વરૂપ–અસ્તિત્વ છે.
તે ચૈતન્યરૂપ આત્માનું અસ્તિત્વ કેવું છે?
પોતાના ચૈતન્યરૂપ દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં રહેલું છે, અથવા પોતાના
ચૈતન્યરૂપ ઉત્પાદ–વ્યય–ધ્રુવતામાં રહેલું છે; આ રીતે પોતાના ત્રિવિધસ્વભાવમાં
આત્માનું અસ્તિત્વ છે. એનાથી બહાર બીજે ક્્યાંય આત્માનું અસ્તિત્વ નથી.
જુઓ, અસ્તિત્વમાં દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણે સમાઈ જાય છે, અથવા ઉત્પાદ–
વ્યય–ધ્રુવતા ત્રણે સમાઈ જાય છે,–પણ તે ત્રણે ચૈતન્યસ્વરૂપ છે.–આવા સ્વરૂપે પોતાના
આત્માને ઓળખવો જોઈએ.