Atmadharma magazine - Ank 382
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 55
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૩૨
સળંગ અંક ૩૮૨
Version History
Version
Number Date Changes
001 Jan 2005 First electronic version.

PDF/HTML Page 2 of 55
single page version

background image
સર્વજ્ઞમહાવીરનું ધર્મચક્ર જગતના જીવોને મંગલકારી છે
[૩૮ર]
* પ્રશમમૂર્તિ ભગવતી પૂજ્ય બહેનશ્રી ચંપાબેન *
(શ્રાવણ વદ બીજ, –૬૨ મી જન્મજયંતી)
વૈરાગી અંતર્મુખી, મંથન પારાવાર;
જ્ઞાતાનું તલ સ્પર્શીને, કર્યો સફળ અવતાર.
તંત્રી: પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદક: બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૫૦૧ શ્રાવણ (લવાજમ: છ રૂપિયા) વર્ષ ૩૨: અંક ૧૦

PDF/HTML Page 3 of 55
single page version

background image
જન્મવધામણાં
[રાગ :– પુરનો મોરલો હો રાજ]
જન્મવધામણાં હો રાજ! હૈડાં થનગન થનગન નાચે;
જન્મ્યાં કુંવરી ચંદ્રની ધાર, મુખડાં અમીરસ અમીરસ સીંચે.
(સાખી)
કુંવરી પોઢે પારણે, જાણે ઉપશમકંદ;
સીમંધરના સોણલે મંદ હસે મુખચંદ.
હેતે હીંચોળતાં હો રાજ! માતા મધુર મધુર મુખ મલકે!
ખેલે ખેલતાં હો રાજ! ભાવો સરલ સરલ ઉર ઝળકે.....જન્મ
(સાખી)
બાળાવયથી પ્રૌઢતા, વૈરાગી ગુણવંત;
મેરુ સમ પુરુષાર્થથી દેખ્યો ભવનો અંત.
હૈયું ભાવભીનું હો રાજ! હરદમ ‘ચેતન’ ‘ચેતન’ ધબકે;
નિર્મળ નેનમાં હો રાજ; જ્યોતિ ચમક ચમક અતિ ચમકે.....
જન્મ
(સાખી)
રિદ્ધિસિદ્ધિ–નિધાન છે ગંભીર ચિત્ત ઉદાર;
ભવ્યો પર આ કાળમાં અદ્ભુત તુજ ઉપકાર.
ચંપો મ્હોરિયો હો રાજ! જગમાં મઘમઘ મઘમઘ મ્હેકે;
‘ચંપા’ –પુષ્પની સુવાસ, આ ઉર મઘમઘ મ્હેકે.....જન્મ

PDF/HTML Page 4 of 55
single page version

background image
ઊજવી આનંદે શ્રાવણની બીજલડી
શ્રાવણની બીજલડી એટલે શ્રાવણ વદ બીજ–પ્રશમમૂર્તિ ભગવતી
પૂજ્ય બહેનશ્રી ચંપાબેનની જન્મજયંતીનો મંગલ દિવસ.
તીર્થનાયક શ્રી મહાવીરભગવાનનો અઢીહજાર–વર્ષીય
નિર્વાણમહોત્સવ સાનંદોલ્લાસ સમગ્ર ભારતવર્ષમાં ઉજવાઈ રહ્યો છે. તે
દેવાધિદેવ સર્વજ્ઞવીતરાગ પરમહિતોપદેશી શ્રી જિનેન્દ્રભગવાનની
દિવ્યધ્વનિ દ્વારા વહેલો પરમ પાવન અધ્યાત્મપ્રવાહ, કે જે વીર નિર્વાણની
પચીશમી શતાબ્દિમાં લુપ્તપ્રાય થઈ ગયો હતો તે મંગલ પ્રવાહને
પુનર્જીવિત કરનાર અધ્યાત્મયુગસ્ત્રષ્ટા આત્મજ્ઞસંત પરમોપકારી પૂજ્ય
ગુરુદેવ શ્રી કાનજીસ્વામીની સમ્યક્ત્વજનની શુદ્ધાત્મદર્શી સાતિશય વિમલ
વાણીના સુપ્રતાપથી જેમણે લઘુવયમાં પોતાની અંતઃપરિણતિ
સ્વરૂપોન્મુખી કરી, જ્ઞાનવૈરાગ્યમય અમૃતબોધને પોતાના જીવનમાં ઉતારી
અનુપમ આત્મસાધના સાધી છે; અને જેમની ધીર ગંભીર નિર્મળ
સ્વાનુભૂતિમય પવિત્ર દશાની પૂજ્ય ગુરુદેવ ભરસભામાં અનેક વાર
ગરિમાપૂર્ણ પ્રશંસા કરે છે તથા ‘ભગવતી’ , ‘જગદમ્બા’ વગેરે
મહિમાદ્યોતક અસાધારણ વિશેષણોથી ખાસ વિશેષિત કરીને જેમના
અપ્રતિમ આદર્શ જીવન પ્રત્યે સમગ્ર મુમુક્ષુસમાજને ગુરુદેવે શ્રદ્ધા, ભક્તિ
અને બહુમાન જગાડયાં છે તે પ્રશાંતમૂર્તિ ભગવતી પૂજ્ય બહેનશ્રી
ચંપાબેનનો પણ, પૂ. ગુરુદેવની સાથે, આપણા મુમુક્ષુસમાજ ઉપર મહાન
ઉપકાર છે.
પૂજ્ય બહેનશ્રી, આપણા મુમુક્ષુસમાજનું અનુપમ ધર્મરત્ન છે.
આત્મમંથન, સુદ્રઢ તત્ત્વશ્રદ્ધા અને અતીન્દ્રિય આનંદસ્ત્રવી નિજાનુભૂતિથી
સુસમૃદ્ધ તેમનો પાવન અંતર્વૈભવ ગહન અને મહાન છે; અવિચલિત
ચેતનાવિલાસથી વિભૂષિત તેમની અધ્યાત્મધારા દુર્ગમ છે; ખ્યાતિ–લાભ–
પૂજા આદિ બાહ્ય તરલ તથા તુચ્છ વૃત્તિઓથી અલિપ્ત, અતિ પવિત્ર,
સહજ જ્ઞાનવૈરાગ્યમય તેમનું જીવન છે; સાતિશય અંતઃપુરુષાર્થ દ્વારા
આવિર્ભૂત તેમની સુવિશુદ્ધ દશા ગૌરવપૂર્ણ છે; અને મતિની નિર્મળ
એકાગ્રતાથી સધાયેલું તેમનું જાતિસ્મરણજ્ઞાન પણ ચમત્કારપૂર્ણ છે. જેમ
તેમની આંતર પવિત્રતા–સ્વાનુભૂતિમંડિત અંતઃસાધના–સાધકનો આદર્શ
છે, તેમ તેમનું વાસ્તવસ્પર્શી સ્મરણજ્ઞાન અને તેના દ્વારા સુસ્મૃત, ગત
ભવમાં શ્રી સીમંધરનાથની સભામાં પ્રત્યક્ષ સાંભળેલું, પૂજ્ય ગુરુદેવના
ભવોનું આશ્ચર્યકારી મહિમાપૂર્ણ સંધિવૃત મુમુક્ષુસમાજને મહાન ઉપકારરૂપ છે.

PDF/HTML Page 5 of 55
single page version

background image
પૂજ્ય બહેનશ્રીએ સ્વાનુભૂતિયુક્ત જાતિસ્મરણજ્ઞાન દ્વારા
આપણને પૂજ્ય ગુરુદેવનું તીર્થંકરદ્રવ્યત્વ ઓળખાવી, તેમની ચમત્કારિક
વિશેષતાઓને પ્રકાશમાં લાવીને તેમનો લોકોત્તર મહિમા પ્રસિદ્ધ કર્યો છે;
આપણામાં તેમના પ્રત્યે અગાધ શ્રદ્ધા, ભક્તિ તથા બહુમાન પ્રજ્વલિત
કર્યાં છે. અહો! સનાતન જિનેન્દ્રમાર્ગની સત્યતાના સાક્ષીભૂત સાતિશય
વિમળ જ્ઞાન દ્વારા જિનશાસનની આ રીતે અનુપમ પ્રભાવના કરીને પૂજ્ય
બહેનશ્રીએ આપણા ઉપર ખરેખર અસાધારણ ઉપકાર કર્યો છે.
આવા અનેકવિધ ઉપકારોથી આર્દ્ર ભક્તહૃદયો પૂજ્ય બહેનશ્રી
પ્રત્યે ભક્તિબહુમાન વ્યક્ત કરવા–તેમની જન્મજયંતીનો સુઅવસર
ઊજવવા–થનગની રહે તે સ્વાભાવિક છે.
અહો! સ્વાનુભૂતિસંપન્ન એકભવતારી શકે્રન્દ્ર પણ જો ઠાઠમાઠથી
રચેલી ‘તાંડવ લીલા’ દ્વારા બાળતીર્થંકરની અતિ થનગનાટભરી ભક્તિ
કરે છે, તો પ્રાથમિકભૂમિકોન્મુખ મુમુક્ષુગણ જન્મજયંતી જેવા મંગળ
અવસરે ઉપકારીની ભક્તિ કેમ ચૂકે? –‘न हि कृतमुपकारं साधवो
विस्मरन्ति। ’ આવા અવસરે તો ભક્ત જીવો તન–મન–ધનથી
સર્વસ્વાર્પણભાવે થનગની ઊઠે છે. નિર્મળ રત્નત્રયના આરાધક,
શુદ્ધાત્માનુભૂતિસંપન્ન ઉપકારી ધર્માત્માની યથાર્થલક્ષી વિવિધ ભક્તિના
આવા વિશેષ પ્રસંગે ભક્તહૃદયો આનંદવિભોર થઈ અંતર્બાહ્ય ઊછળી પડે
તેમાં વિસ્મય શો?
આ મંગળ મહોત્સવ સકલ મુમુક્ષુસમાજે સુવર્ણપુરીમાં નિમ્ન
પ્રકારે ઊજવ્યો હતો:–
* વાત્સલ્યપર્વ –શ્રાવણી પૂર્ણિમા–થી પ્રારંભ થતા ત્રણ દિવસના આ
જન્મોત્સવમાં, મંગલ કામનાના પ્રતિકરૂપે, ’ શ્રી પંચપરમેષ્ઠી–
મંડલવિધાનપૂજા ’ સુરેન્દ્રનગરનિવાસી શ્રી જગજીવનદાસ
ચતુરભાઈ શાહના પરિવાર તરફથી રાખવામાં આવી હતી.
* ઉત્સવના ત્રણેય દિવસ સુવર્ણપુરીનું વાયુમંડળ મધુરાં ગીત–
વાદનથી ગુંજતું હતું. શ્રી જિનમંદિર, પરમાગમમંદિર,
સ્વાધ્યાયમંદિર તથા બ્રહ્મચર્યાશ્રમ ઉપર ઉત્સવની સુશોભાર્થ
રચાયેલી વિવિધરંગી વિદ્યુજ્જ્યોતિઓ જાણે શુદ્ધાત્મરંગી,
વિમલવિજ્ઞાનજ્યોર્તિધરના પ્રશમસ્યંદી તેજસ્વી કિરણોનો લાભ
લેવા જગતને બોલાવતી હોય તે રીતે અતિશય દીપતી હતી.
* શ્રાવણ વદ બીજના–જન્મજયંતીના–દિવસે વહેલા પ્રભાતે
પ્રાતઃદર્શન સમયે આંનદભેરી સાથે–

PDF/HTML Page 6 of 55
single page version

background image
“જન્મવધાઈના રે કે સૂર મધુર ગાજે સાહેલડી,
તેજબાને મંદિરે કે ચોઘડિયાં વાગે સાહેલડી;
કુંવરીના દર્શને રે કે નરનારી હરખે સાહેલડી,
વીરપુરી ધામમાં રે કે કુમકુમ વરસે સાહેલડી.”
–આવાં જન્મવધાઈનાં વિવિધ સુમધુર ગીતોથી તથા જયકારના
મંગલ નાદોથી બ્રહ્મચર્યાશ્રમ આનંદવિભોર થઈ ગુંજતો હતો.
* પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાં બહેનશ્રી પધાર્યાં ત્યારે દુંદુંભિવાદન
તથા જયકારના ઉચ્ચ નાદોથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
તે શુભ પ્રસંગે જમશેદપુરનિવાસી શ્રી હેમકુંવરબેન કામાણીએ
તથા રાજકોટનિવાસી શ્રી નાનાલાલભાઈ જસાણીના પરિવારે
પરમ આદરણીય પૂજ્ય બહેનશ્રીના અધ્યાત્મજ્ઞાનપ્રતિભાયુક્ત
તેજસ્વી લલાટમાં કેસરનું તિલક કરીને, હીરા વગેરે વિવિધ
રત્નોથી વધાવવાની વિધિથી, પૂજ્ય ગુરુદેવના મંગલ સાન્નિધ્યમાં
વિશાળ મુમુક્ષુસમુદાયની ઉપસ્થિતિમાં પૂ. બહેનશ્રીનું વિશિષ્ટ
બહુમાન કર્યું હતું. આ મનોહારી પ્રસંગનું ભક્તિપૂર્ણ દ્રશ્ય નિહાળી
પ્રેક્ષકોનાં હૈયાં આનંદોલ્લાસથી નાચી ઉઠયાં હતાં; પૂજ્ય ગુરુદેવ
પણ ગદ્ગદ્ થઈ આશિષભરી અમીદ્રષ્ટિથી આ ભક્તિદ્રશ્યને
પ્રસન્નતાપૂર્વક અવલોકી રહ્યા હતાં; મંગલ ગીતો તથા
હર્ષોલ્લાસભર્યા મધુરા નાદોથી વાયુમંડલ ગાજી ઊઠયું હતું;
પ્રફુલ્લતા અને પ્રસન્નતાથી સર્વનાં હૈયાં આનંદવિભોર થઈ ગયાં હતાં.
* આજના જન્મોત્સવના મંગલપ્રસંગે પૂજ્ય ગુરુદેવે પ્રવચનના
પ્રારંભમાં જ બહેનશ્રીની પવિત્રતા, નિર્મળ સ્વાનુભૂતિ અને
જાતિસ્મરણજ્ઞાનને વિશેષ પ્રકાશિત કરીને તેમનો મહિમા પ્રસિદ્ધ
કર્યો હતો. બહેનશ્રીને સં. ૧૯૮૯ માં સ્વાનુભૂતિ પ્રગટ થઈ હતી;
તે વખતે તેમને પુરુષાર્થનું ઘણું જોર હતું; સં. ૧૯૯૩ માં ધ્યાનમગ્ન
દશામાંથી બહાર આવતાં તેમને જાતિસ્મરણજ્ઞાનની પ્રથમ સ્ફુરણા
થઈ હતી; અને ત્યાર પછી ધર્મ સાથે સંબંધવાળી ઘણી વિગતો
જાતિસ્મરણજ્ઞાનમાં ખૂલી હતી; –ઈત્યાદિ વિષયો પર ગુરુદેવે
પ્રકાશ પાડયો હતો. પ્રસન્નચિત્તે ધીર–ગંભીરપણે પંદર મિનિટ
સુધી પૂજ્ય ગુરુદેવના શ્રીમુખેથી વરસેલી મહિમાદ્યોતક
અમૃતવર્ષાથી મંત્રમુગ્ધ શ્રોતાસમુદાય ખૂબ આનંદિત થઈ ગયો હતો.
* પ્રવચન પછી શ્રી ગિરધરલાલ નાગરદાસ શાહ, શ્રી બાબુભાઈ
ચુનિલાલ મહેતા, શ્રી ચંપકભાઈ ડગલી તથા શ્રી મણિભાઈ
મુનઈવાળાએ પોતપોતાના સંક્ષિપ્ત વક્તવ્ય દ્વારા પૂ. બહેનશ્રીને
આ શુભ પ્રસંગે ભાવાર્દ્ર શ્રદ્ધાંજલિ સમર્પિત કરી હતી. ત્યાર પછી
જન્મજયંતીની ખુશાલીમાં ભક્તિપુષ્પરૂપે મુમુક્ષુઓ દ્વારા

PDF/HTML Page 7 of 55
single page version

background image
સમર્પિત ‘૬૨’ આંકના એકમથી રૂા. ૪૦, ૦૦૦ ઉપરાંતની રકમો
જ્ઞાનપ્રચાર ખાતે જાહેર થઈ હતી.
* પૂ. બહેનશ્રીની ૬૨ મી જન્મજયંતીના આ શુભ અવસરે સંસ્થાને
સમર્પિત કરવામાં આવેલી કલાકૃતિઓ–શ્રી સુરેશભાઈ સંઘવી તરફથી
પૂજ્ય ગુરુદેવનાં ભવોનાં યંત્રમઢેલાં ફરતાં મનોહર રંગીન ચિત્રો, શ્રી
ચંપકભાઈ ડગલી તરફથી દર્પણ–કાચમાં કોતરેલું, સીમંધરનાથની
સભામાં કુંદકુંદાચાર્યના આગમન સમયે વિદેહના રાજકુમાર વગેરેની
ઉપસ્થિતિ દર્શાવતું કલામય સુંદર ચિત્ર અને શ્રી નાનાલાલભાઈ
જસાણીના પરિવાર તરફથી પૂજ્ય બહેનશ્રીની મુદ્રાવાળા ચાંદીના સિક્કા,
વગેરે દર્શનીય વસ્તુઓ મહોત્સવની શોભામાં અભિવૃદ્ધિ કરતી હતી.
* આજના મંગલ દિવસે બહેનશ્રીબેનના ઘરે કૃપાળુ ગુરુદેવની
મંગલ પધરામણી તથા આહારદાનના આનંદકારી પ્રસંગ પછી આશ્રમના
સ્વાધ્યાયભવનમાં પૂ. બહેનશ્રીનાં પુનિત દર્શનથી પાવન થવા તથા
જન્મોત્સવ–અભિવાદન કરવા સમગ્ર મુમુક્ષુસમાજ ઉપસ્થિત થયો હતો.
તે પ્રસંગે મુમુક્ષુભાઈઓ તરફથી બે શબ્દો કહેવા માટે વિનંતિ કરવામાં
આવતાં બહેનશ્રીએ પૂ. ગુરુદેવનો ખૂબ મહિમા તથા ઉપકાર પ્રસ્તુત
કરીને ગુરુદેવે બોધેલા સ્વ–પરભેદવિજ્ઞાનને તથા પરથી જુદા
નિજશુદ્ધાત્માને સાધવાની મુમુક્ષુજીવની અંદરની ધગશ વગેરે આત્માર્થને
સ્પર્શતી ગંભીર વાતો મીઠી અને સુંદર શૈલીથી અતિ સંક્ષેપમાં પ્રકાશી
હતી. અભિવંદનાનો આ શુભ પ્રસંગ પણ ભક્તિગીતો તથા જયનાદોથી
ચિત્તને પ્રસન્ન કરતો હતો. અનન્યશરણ ધર્મમાતા પ્રત્યે સર્વસ્વાર્પણભાવે
શ્રદ્ધા–ભક્તિ દ્વારા અભિવ્યક્ત થતો બ્રહ્મચારી બહેનોનો ઉમંગ ઉત્સવને
દીપાવતો હતો.
* આ આનંદોત્સવની ખુશાલીમાં આજે સૂરતનિવાસી શ્રી વ્રજલાલ
ભાઈલાલ ડેલીવાળા તરફથી ‘સાધર્મીવાત્સલ્ય’ હતું. શ્રી હસમુખલાલ
કાંતિલાલ ગાંધી–બોટાદવાળા તરફથી શ્રીફળની પ્રભાવના થઈ હતી.
* રાત્રે મુમુક્ષુ મહિલાસમાજમાં પૂજ્ય બહેનશ્રીનું
અધ્યાત્મતત્ત્વસ્પર્શી પ્રશમરસઝરતું વાંચન થયું હતું; ત્યારબાદ પૂજ્ય
બહેન શાંતાબેનના અધ્યાત્મ વાંચન પછી બ્રહ્મચારી બહેનો વગેરે દ્વારા
ભક્તિનાં ગીતો તથા રાસગરબા ઈત્યાદિ પ્રસ્તુત કરવામાં આવ્યાં હતાં.
આ રીતે ભક્તજનોએ આજનો આ મંગલમય ઉત્સવ સુવર્ણપુરીમાં
અત્યાનંદોલ્લાસપૂર્વક ઊજવ્યો હતો.

PDF/HTML Page 8 of 55
single page version

background image
પૂ. શ્રી ચંપાબેન
આ કાળે પ્રભુ મહાવીરનાં શાસનને શોભાવનાર, ગુરુદેવની
મંગલ પ્રભાવનામાં પૂર્વસંસ્કાર બળે નિઃશકતાદિના સાથિયા પૂરનાર,
ને સ્વાનુભૂતિ–માર્ગના પ્રણેતા ચૈતન્યસાધક પૂ. બેનશ્રી ચંપાબેનને,
તેઓશ્રીની ૬૨ મી જન્મ જયંતીના મંગલ પ્રસંગે ભારતના મુમુક્ષુજીવો
આત્મિક શાંતિની ભાવનાપૂર્વક અભિવંદના કરે છે.

PDF/HTML Page 9 of 55
single page version

background image
: શ્રાવણ : ૨૫૦૧ આત્મધર્મ : ૧ :
વાર્ષિક લવાજમ વીર સં. ૨૫૦૧
છ રૂપિયા : શ્રાવણ :
વર્ષ ૩૨ ઈ. સ. 1975
અંક ૧૦ AUGUST
• ર્ધમાત્માનો ઉત્સવ •
ધર્માત્માનો ઉત્સવ એટલે આરાધકજીવનો ઉત્સવ,
આરાધકજીવનો ઉત્સવ એટલે આરાધનાનો જ ઉત્સવ.
એ ઉત્સવ ઉજવતાં આરાધક જીવો પ્રત્યે ને આરાધના પ્રત્યે બહુમાન
જાગે, પોતાને આરાધનાનો લાભ થાય ને તેમાં વૃદ્ધિ થાય–તે પ્રયોજન
હોય છે.
જેમ જિનેન્દ્રોનાં પંચકલ્યાણક ઉત્સવો ઘણા જીવોને આરાધનાના લાભનું
નિમિત્ત થાય છે; અને તે લાભ, માત્ર રાગવડે નહિ પરંતુ તે વખતે
તેમના ગુણોની ઓળખાણનો જે રાગથી અધિક જ્ઞાનભાવ વર્તે છે તેને
લીધે થાય છે, તેથી જ તે સમ્યક્ઉત્સવ છે. ઈન્દ્રને જન્મકલ્યાણક વગેરે
ઉત્સવો વખતે રાગથી અધિક, ગુણોની સમ્યક્ ઓળખાણનું બળ છે તે જ
તેના ઉત્સવને મંગળરૂપ બનાવે છે. આ રીતે ધર્માત્માના ગુણની
ઓળખાણ, અને તેવા ગુણોની પોતામાં ઉપલબ્ધિ તે ધર્માત્માના ઉત્સવનું
સમ્યક્ ફળ છે. (
वन्दे तद्गुणलब्धये)
શ્રી ગુરુપ્રતાપે આપણને વારંવાર એવા સમ્યક્ઉત્સવો ઉજવવાનું ભાગ્ય
મળે છે: શ્રાવણ વદ બીજે જ્ઞાનચેતનાસંપન્ન પૂ. બેનશ્રી ચંપાબેનનો એવો
મંગલ ઉત્સવ આવી રહ્યો છે. આવો સાધર્મીઓ! રાગ–દ્વેષથી પાર
એમની જ્ઞાનચેતનાને ઓળખો, તેનું બહુમાન કરો ને રાગ–દ્વેષથી દૂર
થઈને એવી જ્ઞાનચેતનારૂપ પરિણમો. એ જ ધર્માત્માના આશીષ છે...ને
એ જ તેમનો ઉત્સવ છે.
(– બ્ર. હ. જૈન)

PDF/HTML Page 10 of 55
single page version

background image
: : આત્મધર્મ : શ્રાવણ : ૨૫૦૧
સ્વાનુભૂતિ મંગળ છે; સ્વાનુભૂતિ–સમ્પન્ન ધર્માત્મા મંગળ છે;
એવા ધર્માત્માના સન્માનનો ઉત્સવ મુમુક્ષુઓ ઊજવે–તેમાં પણ
સ્વાનુભૂતિ તરફના વલણની પ્રધાનતા હોય છે. અહા, આ કાળે
સ્વાનુભૂતિવાળા મહાત્મા જોવા મળવા–એ પણ મહાન ભાગ્ય છે, ને
એમની સ્વાનુભૂતિને ઓળખીને જે પોતે તેની આરાધના કરે એનું તો
અપૂર્વ કલ્યાણ થાય છે; તે સજ્જનો પોતાના ઉપર કરાયેલા ઉપકારને
કદી ભૂલતા નથી.
–એવા પરમ ઉપકારી, સ્વાનુભૂતિસંપન્ન ધર્માત્મા અને આ
બાળકના ધર્મમાતા, પૂ. બેનશ્રી ચંપાબેનના જન્મોત્સવ પ્રસંગે આપણે
તેમના સન્માનનો ઉત્સવ ઉજવીએ છીએ. એક સાધક જીવનું ખરૂં
સન્માન કરવા માટે, તેમણે કરેલી આત્મસાધનાને અને તેમનામાં વર્તતા
ચૈતન્યરૂપ સાધકભાવને ઓળખવા જોઈએ. એવી ઓળખાણ માટે અહીં
૬૨ બોલ પૂ. ગુરુદેવના પ્રવચનોમાંથી આપીએ છીએ. તેના દ્વારા
અચિંત્ય મહિમાવંત જ્ઞાનીની પરિણતિને જે ઓળખશે તેનું કલ્યાણ થશે.
(–બ્ર. હ. જૈન)
૧. હે સાધક! હે પૂર્ણાનંદસ્વરૂપના પથિક! વીરનાથના શાસનમાં આવીને,
અંર્તસ્વભાવમાં પેસીને સમ્યગ્દર્શન વડે નિર્વિકલ્પ ચૈતન્યના અજવાળા પ્રગટ
કર્યા...એ તો તેં મહાન કાર્ય કર્યું.
૨. ધર્માત્માએ અનુભૂતિરૂપી ગૂફામાં પેસીને ચૈતન્યના ગુપ્ત ચમત્કારને નીહાળ્‌યો છે;
સાધ્યને અંતરમાં દેખ્યું છે; ને સાધન પણ પોતામાં જ છે.
૩. પૂર્ણ ચૈતન્યતેજની પ્રતીત કરીને તે ધર્માત્મા અલ્પકાળમાં કેવળજ્ઞાન લેવા માટે
પરમાત્માની પેઢીએ ચડયો; તેનું જ્ઞાન સુજ્ઞાનપણે ઝળકી ઊઠયું.
૪. જેની પ્રીતિ–રુચિ–વહાલપ અંતરના પૂર્ણ ચૈતન્યસ્વભાવમાં જ પેસી ગઈ છે ને
બીજે બધેથી વહાલપ હટી ગઈ છે–તે જ્ઞાની છે, તેનું અંર્તપરિણમન
પરમાત્મપદ તરફ ઢળેલું છે.

PDF/HTML Page 11 of 55
single page version

background image
: શ્રાવણ : ૨૫૦૧ આત્મધર્મ : ૩ :
૫. જ્ઞાની–ધર્માત્માને પંડિતવીર્યની સ્ફુરણા થઈ છે ને પરભાવોથી ભિન્નતા થઈ છે;
અનાદિની બાલબુદ્ધિ ટળીને સાધકદશારૂપ યુવાપણું થયું છે.
૬. હે સાધક સંત! તારા પૂર્ણ ચૈતન્યતેજ જેવા તને પ્રતીતમાં ને અનુભવમાં આવ્યા
છે તેવા જ્યાંસુધી પૂર્ણ પ્રગટ ન થાય ત્યાંસુધી નિરંતર તે ચૈતન્યતેજનું ધ્યાન
કરજે.
૭. રાગ હોવા છતાં, ધર્મીને રાગથી ચૈતન્યની ભિન્નતાનું ભાન છે; મારો
આત્મસ્વભાવ જિનસ્વરૂપ વીતરાગ છે–એવું સ્વસંવેદન તેને થઈ ગયું છે.
૮. વાંદરાનું નાનું બચ્ચું હોય, ચકલું હોય કે આઠ વર્ષની બાલિકા હોય, તેને પણ
અંતરમાં સ્વસંવેદન થતાં આવી અપૂર્વ દશા થાય છે. હે ભવ્યજીવો! એવી
ધર્મદશા દેખીને તેની તમે અનુમોદના કરજો.
૯. જરાક પણ રાગ રહે તે કેવળજ્ઞાનને રોકનાર છે, માટે હે સાધક! ચૈતન્યના ઉગ્ર
ધ્યાનવડે સંપૂર્ણ રાગ નષ્ટ કરવા યોગ્ય છે.
૧૦. સાધક ધર્માત્માને તો આવું ભાન અને પ્રયત્ન ચાલુ જ છે, પણ તેને સંબોધન
કરવાના બહાને બીજા જીવોને તેની અલૌકિકદશા ઓળખાવે છે, કે સાધકદશા
કેવી હોય! સાધકના અંતરમાં તો સદાય મોક્ષના આનંદનો મહોત્સવ ચાલે છે.
૧૧. સમ્યગ્દર્શન પ્રગટવાનો પંથ પણ આ જ છે કે રાગની વહાલપ છોડીને, અત્યંત
સુંદર એવા ચૈતન્યસ્વરૂપમાં પ્રવેશીને તેનું ધ્યાન કરવું; ને તેવી દશાવાળા
ધર્માત્માઓને ઓળખવા.
૧૨. અહા, જ્ઞાનીની દશા અચિંત્ય છે! ચૈતન્યશક્તિના સ્પર્શ વડે શ્રદ્ધા–જ્ઞાન–
ચારિત્રનું સુંદર પરિણમન તેને થયા કરે છે; તેમાં બીજા કોઈનું અવલંબન છે જ
નહીં. –અહો, નિરાલંબી ચૈતન્યતત્ત્વ અદ્ભુત છે!
૧૩. આવા નિરાલંબી ચૈતન્યની પૂર્ણપરિણતિને પામેલા પરમાત્મા (અરિહંત
ભગવાન અને સિદ્ધભગવાન) પણ નિરાલંબીપણે ગગનમાં બિરાજે છે.
અરિહંતદેવ ગંધકૂટીને સ્પર્શતા નથી.
૧૪. સમ્યગ્દર્શન થયું ત્યારથી જ જ્ઞાનની ધારા સમ્યક્પણે વર્તે છે. ત્યાં રાગ અને
વિકલ્પ હોવા છતાં જ્ઞાનીની જ્ઞાનધારા ને રાગને સ્પર્શતી નથી.
૧૫. ‘હું શુદ્ધ જ્ઞાન છું’ એવા જ્ઞાનમયભાવપણે જે જ્ઞાન પરિણમ્યું તેમાં હવે વચ્ચે
રાગાદિ નહિ આવે; રાગ જુદા જ્ઞેયપણે રહેશે પણ જ્ઞાન તેમાં તન્મય નહિ થાય.

PDF/HTML Page 12 of 55
single page version

background image
: : આત્મધર્મ : શ્રાવણ : ૨૫૦૧
૧૬. જ્ઞાનીનું કાર્ય જ્ઞાનમય જ છે, જ્ઞાનીનું કાર્ય રાગમય નથી. જ્ઞાનકાર્ય અને
રાગકાર્ય બંનેનો કર્તા એક ન હોય. જ્ઞાનમય એવો જ્ઞાની રાગનો અકર્તા જ છે.
૧૭. જ્ઞાનીને સ્વાનુભવપૂર્વક જ્ઞાનની જે સમ્યક્ધારા પ્રગટી તે સવિકલ્પદશા વખતેય
ચાલુ રહે છે. સમકિતીને અવિરતી ગૃહસ્થદશામાંય જ્ઞાનધારા સતત વર્તી રહી
છે, ‘તે જ્ઞાનધારા નિરંતર નિર્વિકલ્પ છે. ’
૧૮. નિર્વિકલ્પ ઉપયોગની શ્રેણી (સાતમા ગુણસ્થાનથી ઉપરની દશા) અત્યારે આ
કાળના જીવોને નથી, પણ સમ્યગ્જ્ઞાનની અપ્રતિહતધારા અત્યારના કોઈ–કોઈ
જીવોને છે; તે પણ ધન્ય છે...તેમનું દર્શન પણ મંગળ છે.
૧૯. અત્યારે પણ સમકિતી ગૃહસ્થને કે સ્ત્રીને એવું ધારાવાહી જ્ઞાન હોય છે કે વચ્ચે
અજ્ઞાન આવ્યા વિના અપ્રતિહતધારાએ કેવળજ્ઞાન લીધે છૂટકો. –અહો, એવા
ધર્મી જીવો ધન્ય છે.
૨૦. સાધકની જ્ઞાનધારા કેવી હોય તે સમયસારમાં અલૌકિક રીતે આચાર્યદેવે
ઓળખાવ્યું છે; તે ઓળખે તો પોતામાં જ્ઞાન અને રાગની ધારા અત્યંત જુદી
પડી જાય.
૨૧. અહો, આ ‘સમયસાર’ એટલે વર્તમાનમાં સાક્ષાત્ તીર્થંકરદેવના દિવ્યધ્વનિનો
સાર! એમાં તો ભેદજ્ઞાનના એવા મંત્ર ભર્યા છે–કે જે મંત્ર એક ક્ષણમાં જ્ઞાન
અને રાગની એકતાને તોડી નાંખે.
૨૨. નિજસ્વરૂપના મહિમામાં લીન થવાથી શુદ્ધાત્માની અનુભૂતિ થાય છે. આવી
અનુભૂતિ થતાં આત્મા સમસ્ત પરદ્રવ્યો અને પરભાવોથી દૂર વર્તે છે.
૨૩. જ્ઞાનીને જ્યારથી સમ્યગ્દર્શન થયું ત્યારથી જ મિથ્યાત્વરૂપ પરપરિણતિ તો તેણે
છોડી છે, અને અસ્થિરતારૂપ પરપરિણતિને છોડવા માટે તે વારંવાર
નિજસ્વરૂપને સ્પર્શે છે.
૨૪. અહો, આવા સાધકજીવનું સ્વરૂપ વિરલા જ જાણે છે. એનું શ્રવણ પણ દુર્લભ છે.
આ ચૈતન્યહીરો કોણ છે તેની કિંમત કરનારા જીવો સદાય વિરલા છે; –છતાં
અત્યારેય વિદ્યમાન છે ખરા.
૨૫. સાધક જ્ઞાનીની દશાને યથાર્થપણે ઓળખે તો સ્વરૂપને સાધવાનો માર્ગ
ખ્યાલમાં આવે. જ્ઞાની કઈ રીતે નિજસ્વરૂપને સાધી રહ્યા છે તે ઓળખતાં
પોતાને પણ તેવો માર્ગ જરૂર પ્રગટે.

PDF/HTML Page 13 of 55
single page version

background image
: શ્રાવણ : ૨૫૦૧ આત્મધર્મ : ૫ :
૨૬. જે જીવ રાગની રુચિ કરે છે તે જીવ, રાગથી ભિન્ન એવી જ્ઞાનીની પરિણતિને
ઓળખી શકતો નથી. પોતે રાગથી જુદો પરિણમે તો જ જ્ઞાનીની પરિણતિને
સાચી રીતે ઓળખાય.
૨૭. આ બાજુ જ્ઞાનાનંદસ્વભાવ, સામી બાજુ રાગાદિ પરભાવ; આ બાજુ આવ્યો તે
મુક્ત થાય છે, ને રાગાદિ પરભાવ તરફ વળ્‌યો તે બંધાય છે.
૨૮. સંતો અંતરની ચૈતન્યગૂફામાં આનંદના અનુભવમાં ઝૂલતા ઝૂલતા મોક્ષને સાધી
રહ્યા છે...પરમાત્મા એમની દ્રષ્ટિમાં તરવરે છે; તેમણે પરમ–આત્મા સાથે ગોષ્ઠી
બાંધીને રાગ સાથેની ગોષ્ઠી તોડી નાંખી છે.
૨૯. જ્ઞાની રાગથી દૂર થઈ પરમાત્મસ્વભાવમાં પેઠા ત્યાં બંધન તો બહાર રહ્યું.
પરમાત્મસ્વભાવમાં કર્મનો પ્રવેશ નથી; તેથી શુદ્ધનયવડે જે પરમાત્મસ્વભાવમાં
ઊંડા ઊતર્યા તેને બંધન નથી, એ તો મુક્તિસુખનો સ્વાદ ચાખે છે.
૩૦. અહો, આ શુદ્ધાત્માનું અવલંબન તે જ પરમ શાંતરસનું પોષક છે. સંતોએ
સ્વાનુભવ વડે પ્રસિદ્ધ કરીને તે સુગમ કરી દીધું છે. –એવા સંતોના ઉપકારને
સજ્જનો કેમ ભૂલે?
૩૧. સ્વભાવનો આશ્રય કરીને જેણે શુદ્ધઅનુભૂતિ પ્રગટ કરી તેણે પરમ શાંત
અતીન્દ્રિય ચૈતન્યરસ ચાખ્યો, અને સર્વશાસ્ત્રનું રહસ્ય તેણે પ્રાપ્ત કરી લીધું.
૩૨. સમ્યગ્દ્રષ્ટિનું ચિત્ત શુદ્ધનયથી ઓપતું–દીપતું છે; બહારમાં દેહ ભલે સુંદર હો કે
અસુંદર, –પણ જેને અંતરમાં નિર્મળઅનુભૂતિ પ્રગટી તે કૃતકૃત્ય છે, મહાન છે,
ચૈતન્યની અત્યંત સુંદરતાથી તે શોભે છે.
૩૩. શુદ્ધ આત્માને અવલંબનારી ધર્માત્માની ચેતનાપરિણતિ અત્યંત ધીર છે, ઉદાર
છે, ગંભીર છે, પવિત્ર છે, અને એવી બળવાન છે કે સમસ્ત કર્મોને મૂળમાંથી
ઉખેડી નાંખે છે.
૩૪. ધર્માત્માનું સાધકપણું ને સાધ્ય એ બંને અંતરમાં જ સમાય છે. સાધ્ય, સાધક ને
સાધન ત્રણે નિર્વિકલ્પપણે પોતામાં જ સમાય છે, વચ્ચે બીજું કોઈ સાધન નથી.
૩૫. આ દેહમાં રહેલો ચૈતન્યપ્રભુ, બેહદ જ્ઞાન–આનંદની પ્રભુતાથી ભરેલો છે, તેનું
અંતરભાન કરીને જ્ઞાનીએ રાગથી ભિન્ન ચૈતન્યભગવાનના ભેટા કર્યા છે, તે
અપૂર્વ ધર્મ છે.

PDF/HTML Page 14 of 55
single page version

background image
: : આત્મધર્મ : શ્રાવણ : ૨૫૦૧
૩૬. જ્યાં ચૈતન્યની અત્યંત સુંદરતાને જાણી ત્યાં જ્ઞાનીને ધર્મધારા ચાલી, તે ધારા
એવી અતૂટ છે કે શુભાશુભપરિણામ વખતેય તે જ્ઞાનધારા છૂટતી નથી; તે
જ્ઞાનધારા અપ્રતિહતપણે આગળ વધીને કેવળજ્ઞાન સાથે ‘જોડણી’ કરશે.
૩૭. શુદ્ધ ઉપયોગ ન હોય ત્યારે પણ, અરે! ઊંઘ વખતેય ધર્મીને જ્ઞાનધારાનો પ્રવાહ
સતત ચાલે જ છે, તેનું જ્ઞાન અજ્ઞાનરૂપ થઈ જતું નથી. તેની શ્રદ્ધા અને ચેતના
સદાય નિર્વિકલ્પ છે; તેનું ઈષ્ટ કાર્ય ચાલુ જ છે.
૩૮. સમ્યગ્દર્શન થયું ત્યારથી જ જ્ઞાનની ધારા સમ્યક્પણે વર્તે છે. વિકલ્પ હોવા છતાં
તેનાથી ભિન્નપણે જ્ઞાનધારા વર્તે છે; આવી જ્ઞાનધારામાં અશુદ્ધતાનો ને કર્મનો
અભાવ છે.
૩૯. ‘હું શુદ્ધ જ્ઞાન છું’ –એવા અનુભવપણે જે જ્ઞાન પરિણમ્યું તે હવે જ્ઞાનપણે જ
રહેશે, તેમાં વચ્ચે રાગ નહિ આવે; રાગ જુદા જ્ઞેયપણે રહેશે પણ જ્ઞાન તેમાં
તન્મય નહિ થાય.
૪૦. સ્વરૂપમાં નિર્વિકલ્પ ઉપયોગ ગણધરદેવ જેવાનેય અંતર્મુહૂર્ત કરતાં વધારે કાળ
રહેતો નથી; પરંતુ જ્ઞાનની સમ્યક્ધારા તો સવિકલ્પદશામાંય સમકિતી–
અવિરતીગૃહસ્થોને પણ સતત ચાલુ રહે છે.
૪૧. અહો વીરનાથ! આપનો માર્ગ ખરેખરો વીરતાનો જ માર્ગ છે; આપના માર્ગમાં
રાગની કાયરતા છૂટીને વીતરાગી–વીરતા જાગે છે, ને વીરપણે આત્મા મોક્ષને
સાધે છે.
૪૨. પ્રભો! આપના માર્ગમાં ચાલી રહેલા નાનામાં નાના સમકિતીની દશા પણ કોઈ
અદ્ભુત આશ્ચર્યકારી શાંતિમય હોય છે; –તેને ઓળખનારા પણ ધન્ય બની જાય
છે.
૪૩. અહો, ધર્માત્માની અનુભૂતિ કેવી હોય, અને પોતાને તેવી અનુભૂતિ કેમ પ્રગટે?
તે સમજવાની જેને ધગશ છે એવા શિષ્યને આચાર્યદેવ કહે છે કે નિજસ્વરૂપના
મહિમામાં લીન થવાથી શુદ્ધાત્માની અનુભૂતિ થાય છે.
૪૪. શુભાશુભરાગના એક અંશને પણ જ્ઞાન સાથે ન ભેળવવો, અને જ્ઞાનને આત્મા
સાથે અત્યંત તન્મય અનુભવવું, –આવું ભેદજ્ઞાન તે સંવરનું મૂળ સાધન છે.
૪૫. જ્ઞાનીનો જે ભાવ ચિદાનંદસ્વભાવમાં તન્મય થઈને પરિણમ્યો તે ભાવ જ્ઞાનમય
છે, તેમાં રાગ–દ્વેષ–મોહ નથી. સ્વભાવના પરિણમનની ધારામાં વિભાવ કેમ
હોય? વાહ રે વાહ! સાધકની જ્ઞાનધારા! –ઘણી ગંભીર છે.

PDF/HTML Page 15 of 55
single page version

background image
: શ્રાવણ : ૨૫૦૧ આત્મધર્મ : ૭ :
૪૬. જેમ વીજળી પડે ને પર્વતના કટકેકટકા થઈ જાય ને ફરીને સંધાય નહિ, તેમ
ભેદજ્ઞાનરૂપી વીજળીના પ્રહાર વડે જ્ઞાનીને જ્ઞાન અને રાગની એકતા તૂટી તે
ફરીને કદી સંધાવાની નથી.
૪૭. અહા, અંતરના અપૂર્વ પુરુષાર્થથી ભેદજ્ઞાન કરતાં જ્યાં પોતાના અંતરમાં જ
પરમાત્માનો ભેટો થયો ત્યાં હવે પામર જેવા પરભાવો સાથે સંબંધ કોણ રાખે?
રાગથી જુદી જ્ઞાનધારા ઉલ્લસી તે ઉલ્લસી, હવે પરમાત્મપદને ભેટયે છૂટકો.
૪૮. જુઓ તો ખરા, આ સ્વભાવના સાધકનું જોર! પંચમકાળના મુનિરાજે પણ
ક્ષાયિક જેવા અપ્રતિહત ધારાવાહી ભેદજ્ઞાનની આરાધના બતાવી છે. આવા
જ્ઞાનની અંતરમાં વીરતાથી કબુલાત આવવી જોઈએ.
૪૯. અરે, આવી ચૈતન્યઅનુભૂતિનો કેટલો મહિમા છે, ને એવો અનુભવ કરનાર
ધર્માત્માની શી સ્થિતિ છે! તેની લોકોને ખબર નથી. એ ધર્માત્માએ પોતાના
આંગણે મોક્ષના માંડવા નાખ્યા છે.
૫૦. –એ અનુભવીના અનુભવમાં બારે અંગનો સાર સમાઈ ગયો છે, બાર અંગરૂપ
શ્રુતસમુદ્રમાં રહેલું શ્રેષ્ઠ ચૈતન્યરત્ન તેણે પ્રાપ્ત કરી લીધું છે; સંસારનું મૂળ તેને
છેદાઈ ગયું છે.
૫૧. અવિરતિ સમકિતીના અંતરમાં પણ ભેદજ્ઞાનના બળે ક્ષણે–ક્ષણે સિદ્ધપદની
આરાધના ચાલી રહી છે. જેમ મુનિવરો મોક્ષના સાધક છે તેમ આ ધર્માત્મા પણ
મોક્ષના સાધક છે.
૫૨. જીવના પરિણામના બંધ અને મોક્ષ એવા બે ભાગ પાડો તો સમ્યક્ત્વપરિણામ
તે મોક્ષસ્વરૂપ જ છે, તેમાં જરાય બંધન નથી; અને રાગાદિ બંધ ભાવો જરાપણ
મોક્ષનું કારણ નથી.
૫૩. અરે જીવ! એકવાર તો જ્ઞાનના સ્વાશ્રયે ઊભો થા! અને ભેદજ્ઞાનરૂપી વજ્રવડે
એકવાર તો જ્ઞાન અને રાગ વચ્ચેની સંધિને તોડી નાંખ–તને બહુ મજા આવશે.
૫૪. અરે જીવ! સાચા ભાવથી આત્માની લગનીમાં લાગ્યો રહે ને તેમાં ભંગ ન
પડવા દે તો છ મહિનાથી પણ ઓછા વખતમાં તને નિર્મળ અનુભૂતિ
(સમ્યગ્દર્શન) જરૂર થઈ જશે. ઘણા જીવોને થયું છે તેમ તને પણ થશે.
૫૫. ભેદજ્ઞાનનો તીવ્ર અભ્યાસ તે આત્મપ્રાપ્તિનો ઉપાય છે. ભેદજ્ઞાનના અભ્યાસથી
જરૂર આત્મપ્રાપ્તિ થશે; –એક શરત, કે બીજો બધો કોલાહલ છોડીને... ’ (એટલે
કે આત્માની એકની જ લગની લગાડીને...) અભ્યાસ કરવો.

PDF/HTML Page 16 of 55
single page version

background image
: : આત્મધર્મ : શ્રાવણ : ૨૫૦૧
૫૬. જીવમાં અચિંત્ય તાકાત છે; જ્યારે તે પોતાની તાકાતને ફોરવીને અંતર્મુખ થાય
છે ત્યારે તે સમ્યગ્દર્શનાદિ પામે છે, તેમાં બીજું કોઈ કારણ નથી; તે અકારણીય
છે. અથવા આત્મા મુમુક્ષુ થઈને શાંતિ માટે જાગ્યો એ જ તેનું કારણ.
૫૭. શ્રી આચાર્યદેવ અને જ્ઞાની સંતો ફરીફરીને મીઠાસથી કહે છે કે હે ભવ્ય! બીજી
બધી ચિંતાને છોડીને એક ચિદાનંદતત્ત્વની પ્રાપ્તિના પ્રયત્નમાં તારા ઉપયોગને
જોડ. –એ જ સૌથી સુંદર કામ છે. અત્યારે જ તેનો ઉત્તમ અવસર છે.
૫૮. જ્ઞાન–આનંદમય ભેદજ્ઞાનજ્યોતિ સદાય વિજયવંત છે, તે સાદિઅનંત જયવંત
વર્તે છે. જેણે ભેદજ્ઞાન પ્રગટ કર્યું તેણે આત્મામાં વિજયનો ધર્મધ્વજ ફરકાવ્યો.
૫૯. અહો, આવું ભેદજ્ઞાન અચ્છિન્નધારાથી નિરંતર ભાવવા યોગ્ય છે. હે સત્પુરુષો!
આવું ભેદજ્ઞાન કરીને તમે મુદિત થાઓ....રાગથી અત્યંત ભિન્ન ચૈતન્યના
અનુભવવડે આનંદિત થાઓ.
૬૦. ભેદજ્ઞાનવડે શુદ્ધાત્માની અનુભૂતિ પ્રગટી તે અપૂર્વ મંગળ છે; અને જેને એવી
દશા પ્રગટી છે તે સન્તો પણ મંગળરૂપ છે, ને તેઓ અન્ય જીવોને પણ મંગળનું
કારણ છે.
૬૧. ચૈતન્યની જ્ઞાનદશા પામવા માટે અંતરમાં ઘણી પાત્રતા ને ઘણો પ્રયત્ન જોઈએ.
અહા, કેટલી તૈયારી! કેટલી ધગશ! કેટલી જાગૃતી!! અને એનું ફળ તો કેવું
મધુરું!
૬૨. જ્ઞાનીની પરિણતિ અચિંત્ય મહિમાવંત છે, તેના આત્મામાં સાધકભાવની
મંગળમાળા ગૂંથાયા જ કરે છે. આવા સાધક સંતોને નમસ્કાર હો.
દુનિયામાં ગમે ત્યાં હોય,
ગમે તેવો પ્રસંગ હોય,
–મુમુક્ષુ જીવ પોતાના આત્મહિતના ધ્યેયને
કદી ભૂલતો નથી, કે ઢીલું કરતો નથી.

PDF/HTML Page 17 of 55
single page version

background image
: શ્રાવણ : ૨૫૦૧ આત્મધર્મ : ૯ :
અપૂર્વ શાંતિ પામવા આત્માને ઓળખો
[લેખાંક ૮ ]
સમાધિશતકના ૩૮ મા શ્લોકમાં કહ્યું કે જેનું ચિત્ત પોતાના
ચૈતન્યમાં સ્થિર નથી તેને જ માન–અપમાનના વિકલ્પો સતાવે છે; માન–
અપમાનના વિકલ્પો દૂર કરવાનો ઉપાય એ જ છે કે ચિત્તને પોતાના
ચૈતન્યમાં સ્થિર કરવું. બહાર ભમતું ચિત્ત માન–અપમાનના પ્રસંગમાં દુઃખી
થયા વગર રહેતું નથી; પણ જો તેવા પ્રસંગે ચિત્તને સ્વસ્થ કરીને
શુદ્ધઆત્માની ભાવનામાં જોડે તો રાગ–દ્વેષ ક્ષણમાત્રમાં શાંત થઈ જાય છે.
આ રીતે આત્માની ભાવના તે જ માન–અપમાન સંબંધી રાગ–દ્વેષને
જીતવાનો ઉપાય છે.
(–સં.)
પહેલાંં તો રાગાદિથી રહિત તેમજ પરથી રહિત એવા શુદ્ધ
જ્ઞાનાનંદસ્વરૂપની ઓળખાણ કરવી જોઈએ; પછી અંતર્મુખ ઉપયોગ વડે તેને જ
વારંવાર ભાવતાં રાગાદિ અલોપ થઈ જાય છે, ને તત્ક્ષણ ઉપશાંતરસની ધારા
વરસે છે. –આનું નામ વીતરાગી સમાધિ છે. સમ્યગ્જ્ઞાન વગર આવી સમાધિ કે
શાંતિ થાય નહિં.
જીવને શાંતિ માટે અંદરમાં ખટક જાગવી જોઈએ કે મારા આત્માને શાંતિ
કઈ રીતે થાય? શાંતિના વેદન વગર બીજે ક્્યાંય એને ચેન ન પડે. અરે જીવ!
તારા આત્મા સિવાય બીજું કોઈ તને શરણ નથી. અંદર એક સમયમાં
જ્ઞાનાનંદથી પરિપૂર્ણ સત્ એવો તારો આત્મા જ તને શરણ છે; તેને ઓળખ,
ભાઈ!
બે સગા ભાઈ હોય; પાપ કરીને બેય નરકમાં એકસાથે ઉપજ્યા હોય.
ત્યાં એક સમકિતી હોય, બીજો મિથ્યાદ્રષ્ટિ હોય. તેમાં સમકિતીને તો નરકની
ઘોર પ્રતિકૂળતાની

PDF/HTML Page 18 of 55
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : શ્રાવણ : ૨૫૦૧
વચ્ચે પણ ચૈતન્યની શાંતિનું અંશે વેદન પણ સાથે વર્તી રહ્યું છે; ને મિથ્યાદ્રષ્ટિ એકલા
સંયોગોની સામે જોઈને દુઃખની વેદનામાં તરફડે છે...તેના ભાઈને પૂછે છે કે ‘અરે
ભાઈ! કોઈ શરણ? આ ઘોર દુઃખમાં કોઈ સહાયક? –કોઈ આ વેદનાથી છોડાવનાર?
–હાય! આ અસહ્ય વેદનાથી કોઈ બચાવનાર? ’
ત્યાં સમકિતી–ભાઈ કહે છે કે અરે બંધુ! કોઈ સહાયક નથી. અંદરમાં ભગવાન
ચૈતન્ય જ આનંદથી ભરેલો છે, તેની ભાવના જ આ દુઃખથી બચાવનાર છે.
ચૈતન્યભાવના વિના બીજું કોઈ દુઃખથી બચાવનાર નથી, બીજું કોઈ સહાયક નથી. આ
દેહ ને આ પ્રતિકૂળ સંયોગો એ બધાયથી પાર ચૈતન્યસ્વરૂપી આત્મા છે, –આવા
ભેદજ્ઞાનની ભાવના સિવાય જગતમાં કોઈ બીજું તને દુઃખથી બચાવનાર નથી, કોઈ
શરણ દેનાર નથી. માટે હે ભાઈ! એકવાર સંયોગને ભૂલી જા...ને અંદર ચૈતન્યતત્ત્વ
આનન્દસ્વરૂપ છે તેની સન્મુખ જો. તે એક જ શરણ છે. પૂર્વે આત્માની દરકાર કરી
નહિ, પાપ કરતાં પાછું વાળીને જોયું નહિ તેથી આ નરકમાં અવતાર થયો....હવે આ જ
સ્થિતિમાં હજારો–લાખો વર્ષનું આયુષ્ય પૂરું કર્યે જ છૂટકો. સંયોગ નહિ ફરે, તારું લક્ષ
ફેરવી નાંખ. સંયોગથી આત્મા જુદો છે તેના ઉપર લક્ષ કર. સંયોગમાં તારું દુઃખ નથી;
તારા આનંદને ભૂલીને તેં જ મોહથી દુઃખ ઊભું કર્યું છે, માટે એકવાર સંયોગને અને
આત્માને ભિન્ન જાણીને, સંયોગની ભાવના છોડ ને ચૈતન્યની ભાવના કર. હું તો
જ્ઞાનમૂર્તિ–આનંદમૂર્તિ છું, આ સંયોગ અને આ દુઃખ બંનેથી જુદો મારો આત્મસ્વભાવ
જ્ઞાન–આનંદની મૂર્તિ છે. –આમ આત્માનો નિર્ણય કરીને ભાવના કરવી તે જ દુઃખના
નાશનો ઉપાય છે.
ચૈતન્યની ભાવનામાં દુઃખ કદી પ્રવેશી શકતું નથી. “જ્યાં દુઃખ કદી ન પ્રવેશી
શકતું ત્યાં નિવાસ જ રાખીએ” ...ચૈતન્યસ્વરૂપ આત્માની ભાવનામાં આનંદનું વેદન
છે. તેમાં દુઃખનો પ્રવેશ નથી...એવા ચૈતન્યમાં એકાગ્ર થઈને નિવાસ કરવો તે જ દુઃખથી
છૂટકારાનો ઉપાય છે. કષાયોથી સંતપ્ત આત્માને પોતાના શુદ્ધસ્વરૂપનું ચિંતન જ શાંતિ
આપનાર છે. માટે ‘જિનેન્દ્રબુદ્ધિ’ શ્રી પૂજ્યપાદસ્વામી કહે છે કે હે અંતરાત્મા! રાગ–
દ્વેષાદિ વિભાવોની ઉત્પત્તિ અટકાવવા માટે સ્વસ્થ થઈને શાંતચિત્તે તારા શુદ્ધ આત્માની
ભાવના કર...તેના ચિંતનથી તારા વિભાવો ક્ષણમાત્રમાં શાંત થઈ જશે.
અજ્ઞાની જીવોને સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે પણ ચૈતન્યની ભાવના કરવી એ
જ ઉપાય છે.–

PDF/HTML Page 19 of 55
single page version

background image
: શ્રાવણ : ૨૫૦૧ આત્મધર્મ : ૧૧ :
એના વિચાર વિવેકપૂર્વક શાંતભાવે જો કર્યા,
તો સર્વ આત્મિકજ્ઞાનનાં સિદ્ધાંતતત્ત્વો અનુભવ્યા.
જેમ ધોમ તડકાથી સંતપ્ત પ્રાણીઓ વૃક્ષની શીતળ છાયાનો આશ્રય લે છે, તેમ
આ સંસારના ઘોર સંતાપથી સંતપ્ત જીવોને ચિદાનંદસ્વભાવની શીતળ છાયા જ
શરણરૂપ છે, તેના આશ્રયે જ શાંતિ થાય છે.
ધર્મી જાણે છે કે અહો! મારા ચૈતન્યવૃક્ષની છાયા એવી શાંત શીતળ છે કે તેમાં
મોહસૂર્યના સંતપ્ત કિરણો પ્રવેશી શકતા નથી. માટે મોહજનિત વિભાવોના આતાપથી
બચવા હું મારા શાંત–શીતળ–ઉપશાંત–આનંદઝરતા ચૈતન્યતત્ત્વની છાયામાં જ જાઉં છું,
–એવા ચૈતન્યસ્વભાવની જ ભાવના કરું છું.
જડ–શરીરનો પ્રેમ છોડ....જ્ઞાયકશરીરમાં પ્રેમ જોડ!
સમાધિશતક શ્લોક ૪૦ માં કહે છે કે હે જીવ! રાગ–દ્વેષના વિષયરૂપ જે અચેતન
શરીર તેનો પ્રેમ છોડ, અને તેનાથી ભિન્ન એવા ઉત્તમ જ્ઞાયકશરીરી આત્મામાં પ્રેમ જોડ.
શુદ્ધાત્મસ્વરૂપમાં ચિત્ત જોડતાં તેનાથી બાહ્ય એવા શરીરાદિ પ્રત્યેનો સ્નેહ નષ્ટ
થઈ જાય છે. ચૈતન્યના આનંદમાં જેનું ચિત્ત લાગ્યું તેનું ચિત્ત જગતના કોઈપણ વિષયમાં
લાગતું નથી. ચૈતન્યના અતીન્દ્રિય આનંદરસ પાસે જગતના બધાય રસ તેને નીરસ
લાગે છે; ચૈતન્યના ઉત્સાહ પાસે દેહાદિની ક્રિયા તરફનો ઉત્સાહ ઊડી જાય છે. જ્યાંસુધી
આ જીવને પોતાના નિજાનંદમય નિરાકુળ શાંત ઉપવનમાં ક્રીડા કરવાનો અવસર નથી
મળતો ત્યાંસુધી જ તે મળમૂત્ર અને માંસથી ભરેલા એવા આ અપવિત્ર શરીરમાં ને
ઈંદ્રિયવિષયોમાં આસક્ત થઈને ક્રીડા કરે છે. પરંતુ પુરુષાર્થના અપૂર્વ અવસરે જ્યારે તે
સમ્યગ્દર્શન પામે છે અને તેનું વિવેકજ્ઞાન જાગૃત થાય છે ત્યારે તે પોતાના ઉપશાંત
ચૈતન્યવનમાં નિજાનંદમય સુધારસનું પાન કરવા લાગે છે, અને બાહ્ય ઈન્દ્રિયવિષયોને
અત્યંત નીરસ, પરાધીન અને હેય સમજીને તેમનાથી અત્યંત ઉદાસીન થઈ જાય છે.
વારંવાર ચૈતન્યના અનુભવમાં ઉપયોગ જોડતાં, બાહ્યપદાર્થો પ્રત્યેનો પ્રેમ સર્વથા છૂટીને
તે વીતરાગ થઈ જાય છે, ને પછી પૂર્ણ પરમાનંદ પ્રગટ કરીને પરમાત્મા થઈ જાય છે.
માટે હે મુમુક્ષુ! તું પણ તારા ચિત્તના ઉપયોગને વારંવાર ચૈતન્યસ્વરૂપમાં જોડ.
અહા, કોઈ ભાવલિંગી સંત–મુનિના સમાધિમરણનો અવસર હોય, આસપાસ
બીજા મુનિઓ બેઠા હોય, ત્યારે વીતરાગી આરાધનાનો કોઈ અનેરો ઉત્સવ હોય છે.
ત્યાં તે ક્ષપકમુનિને અનેક દિવસથી આહાર–પાણી છૂટી ગયા હોય, ગરમીના દિવસ
હોય, ને

PDF/HTML Page 20 of 55
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : શ્રાવણ : ૨૫૦૧
કોઈવાર તે મુનિને કદાચ પાણી પીવાની જરાક વૃત્તિ ઊઠી જાય ને પાણીને યાદ કરે...
ત્યાં બીજા મુનિઓ તેને અત્યંત વાત્સલ્યથી વૈરાગ્યસંબોધન કરીને શૂરવીરતા જગાડે છે
કે અરે મુનિરાજ! અંતરમાં જઈને નિર્વિકલ્પરસનાં પાણી પીઓ! અંતરમાં અતીન્દ્રિય
આનંદના સાગરમાંથી અમૃત પીઓ....ને આ પાણીની વૃત્તિ છોડો....અત્યારે સમાધિનો
અવસર છે. અનંતવાર દરિયા ભરાય એટલાં જળ પીધાં...છતાં તૃષા ન છીપી...માટે એ
પાણીને ભૂલી જાઓ....ને અંતરના નિર્વિકલ્પ અમૃતનું પાન કરો....આરાધનામાં શૂરવીર
થઈને નિર્વિકલ્પ આનંદમાં લીન થાઓ. અત્યારે તેનો અવસર છે.
તે મુનિરાજ પાણીની વૃત્તિ તોડીને અતીન્દ્રિય આનંદના નિર્વિકલ્પ અમૃત પીએ છે.
નિર્વિકલ્પ–ચૈતન્યગૂફામાંથી ઝરતા
निर्विकल्पसमुत्पन्नं ज्ञानमेव सुधारसम्
विवेकंअंजुलिंकृत्वा तत्पिबंति तपस्विनः
[સમાધિમરણની તૈયારીવાળા ક્ષપકમુનિને રત્નત્રયની અખંડ આરાધનામાં
ઉત્સાહિત કરવા, અને ઉપસર્ગ–પરિષહાદિથી રક્ષા કરવા, બીજા મુનિરાજ વીતરાગ
ઉપદેશરૂપી બખ્તર પહેરાવે છે; તેનું અદ્ભુત ભાવભીનું વર્ણન ભગવતીઆરાધનાના
‘કવચ’ અધિકારમાં શિવકોટિ આચાર્યદેવે કર્યું છે. તે ભાવભીના પ્રસંગનું વર્ણન વાંચતા
જાણે આરાધક મુનિવરોનો સમૂહ નજર સામે જ બેઠો હોય, ને મુનિરાજ આરાધનાના
ઉપદેશની કોઈ અખંડ ધારા વહેવડાવી રહ્યા હોય એવી ઊર્મિઓ જાગે છે, ને એ
આરાધક સાધુ ભગવંતો પ્રત્યે હૃદય નમી પડે છે; આરાધના પ્રત્યે અચિંત્ય મહિમા અને
બહુમાન જાગે છે. વિશેષ વર્ણન માટે ‘શૂરવીર સાધક’ નામનું પુસ્તક વાંચો
]
રાગ–દ્વેષ ટાળવાનો ઉપાય શું?
–કે ચૈતન્યસ્વરૂપમાં ઉપયોગને જોડવો તે જ રાગ–દ્વેષને ટાળવાનો ઉપાય છે. આ