Atmadharma magazine - Ank 383
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 45
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૩૨
સળંગ અંક ૩૮૩
Version History
Version
Number Date Changes
001 Jan 2005 First electronic version.

PDF/HTML Page 2 of 45
single page version

background image
[૩૮૩]
* આ રા ધ ના – ભા વ ના *
સમ્યક્ત્વ દર્શન જ્ઞાન ચારિત્ર સદા ચાહૂં ભાવસોં,
દસલક્ષણી મૈં ધર્મ ચાહૂં મહા હર્ષ ઉછાવસોં,
મૈં સાધુ જનકો સંગ ચાહૂં, પ્રીતિ મનવચકાયજી,
આરાધના ઉત્તમ સદા ચાહૂં સૂનો જિનરાયજી.
તંત્રી: પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદક: બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૫૦૧ ભાદરવો (લવાજમ: છ રૂપિયા) વર્ષ ૩૨: અંક ૧૧

PDF/HTML Page 3 of 45
single page version

background image
* પર્યુષણપર્વ......ઉત્તમક્ષમાનું આરાધન *
શ્રી જિનશાસનની મંગલછાયામાં દેવ–ગુરુ–ધર્મની ભક્તિપૂર્વક
અને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની ભાવનાપૂર્વક દશલક્ષણી–પર્યુષણપર્વ
ભારતભરમાં આપણે સૌએ આનંદથી ઉજવ્યા...વીરનાથનું વીતરાગી
શાસન ધાર્મિકભાવનાઓની ઝળકી ઉઠયું. આ વીતરાગી પર્વની પૂર્ણતા
પ્રસંગે પરમ ભક્તિપૂર્વક દેવ–ગુરુ–શાસ્ત્ર પ્રત્યે, તથા અત્યંત
ધર્મવાત્સલ્યપૂર્વક સમસ્ત સાધર્મીજનો પ્રત્યે હાર્દિક ક્ષમાપના ચાહું છું.
વીરનાથપ્રભુના નિર્વાણના અઢીહજારવર્ષની પૂર્ણતાનું જે મહાન
વર્ષ આપણે ઉજવી રહ્યા છીએ તે વર્ષનું આ મંગલ પર્વ આપણને સદાય
આરાધનાનો ઉત્સાહ તથા પ્રેરણા આપ્યા કરો, ધર્મલાભ સૌને થાઓ, ને
સર્વત્ર આનંદમય ધર્મપ્રેમનું મધુરું વાતાવરણ પ્રસરી રહો–એમ પ્રાર્થીએ
છીએ.
અહા, ધન્યભાગ્ય છે કે આજે આપણને વીરનાથપ્રભુનો માર્ગ
મળ્‌યો છે...તેમની જ વાણીનું રહસ્ય આજે ગુરુદેવ દ્વારા આપણને પ્રાપ્ત
થાય છે...અને તે જ વીરવાણી ‘આત્મધર્મ’ માં પીરસાય છે. દેવ–ગુરુ–
ધર્મના મહિમાને અને તેમના માર્ગને પ્રસિદ્ધ કરવાનું કાર્ય આત્મધર્મ
આજ ૩૨ વર્ષોથી કરી રહ્યું છે, ને હજારો મુમુક્ષુઓ ગૌરવપૂર્વક તેનો
લાભ લઈ રહ્યા છે...તેના દ્વારા ભારતના હજારો મુમુક્ષુઓનો એક સુંદર
સાધર્મી–પરિવાર રચાઈ ગયો છે.
મુમુક્ષુને પોતામાં કષાય નથી ગમતો ને શાંતિ ગમે છે, એટલે
જેમ પોતામાં ધર્મ વહાલો છે, તેમ બહારમાં સાધર્મીઓ પણ તેને એવા
જ વહાલા છે. ‘આ મારા સાધર્મી છે’ એટલી માત્ર હૃદયની ઊર્મિ પણ
ગમે તેવા કષાયભાવને તોડી નાંખવા સમર્થ છે. સાધર્મિકતાના સ્નેહમાં
દુન્યવી પ્રસંગો અંતરાય કરી શકતા નથી. ક્ષમા અને ધર્મપ્રેમના શાંત
ભાવવાળું શસ્ત્ર, પરમ અહિંસક હોવા છતાં સામાના હૃદયને એવું વીંધી
નાંખે છે કે તે વશ થઈ જાય છે...ને પરસ્પર એકબીજાના
આરાધકભાવની પ્રશંસા–પ્રેમ–પ્રોત્સાહનવડે મિત્રતાનું અનોખું
વાતાવરણ સરજી દે છે. સૌના હૃદયની મધુર વીણા એકતાન થઈને ગુંજી
ઊઠે છે કે–
આરાધના જિનધર્મમાં અદ્ભુત આનંદકાર;
સર્વ જીવમાંં મિત્રતા, વેરભાવ નહિ ક્્યાંય.

PDF/HTML Page 4 of 45
single page version

background image
: ભાદરવો : ૨૫૦૧ આત્મધર્મ : ૧ :
વાર્ષિક લવાજમ
વીર સં. ૨૫૦૧
છ રૂપિયા : ભાદરવો :
વર્ષ ૩૨ ઈ. સ. 1975
અંક ૧૧ SEPT.
મંગલ
ચુકશો
અવસર નહીં
ભગવાન મહાવીરપ્રભુ દિવ્યધ્વનિ વડે રત્નત્રય–તીર્થનું પ્રવર્તન
કરીને મુક્તિપુરીમાં પધાર્યા...અઢીહજારવર્ષ એ વાતને વીતી ગયા...તેનો
ભવ્યમહોત્સવ આ આખાય વર્ષ દરમિયાન આપણે હર્ષાનંદપૂર્વક ઊજવી
રહ્યા છીએ...જૈન સમાજમાં જાગૃતીનો એક જુવાળ આવ્યો છે...ને
મહાવીરશાસન આજેય સર્વત્ર કેવું ચાલી રહ્યું છે–તે સર્વત્ર દેખાય છે.
મહાવીરભગવાન ઉપર આખું જગત જાણે ફિદા–ફિદા છે.
હવે તો વાર્ષિક–ઉત્સવ પૂર્ણતા તરફ પહોંચવાની તૈયારી છે:
અહા, આવો ઉત્સવ આપણા જીવનમાં આવ્યો....આપણે વીરના ભક્ત
અને વારસદાર બન્યા...મોંઘી ત્રસપર્યાય, તેમાંય સંજ્ઞીપણું ને મનુષ્યપણું,
ભારત જેવો ઉત્તમ દેશ, શ્રાવકનું કૂળ ને જૈનધર્મના દેવ–ગુરુ, તેમાં વળી
આત્માનું સ્વરૂપ સમજાવનારી જિનવાણીનું શ્રવણ–સમયસાર જેવા
પરમ અધ્યાત્મશાસ્ત્રો–આટલી બધી દુર્લભ–દુર્લભ વસ્તુઓ અત્યારે મળી
છે, આત્મહિતની બુદ્ધિ પણ જાગી છે...તો હે જીવ! પ્રભુના શાસનમાં
તારા આત્મહિતના આ મહાન અવસરને ચુકીશ નહિ...સમ્યગ્જ્ઞાન વડે
પરમસુખની પ્રાપ્તિ કરી લેજે. –એમ શ્રીગુરુની પ્રેરણા છે.

PDF/HTML Page 5 of 45
single page version

background image
: ૨ : આત્મધર્મ : ભાદરવો : ૨૫૦૧
ભાદરવા સુદ પાંચમ: આજથી દશલક્ષણી પર્યુષણપર્વ શરૂ થાય છે તેમાં આજે
ઉત્તમક્ષમાનો પહેલો દિવસ છે. ઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સત્ય, સંયમ, તપ,
ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય એવા દશ ઉત્તમ વીતરાગીધર્મોને હે જીવ! તું
ભક્તિપૂર્વક જાણ.
આ દશે ધર્મો તે ચારિત્રના પ્રકાર છે. તેની આરાધના મુનિવરોને હોય છે; ને
ધર્મી ગૃહસ્થોને સમ્યગ્દર્શનપૂર્વક તેની એકદેશ આરાધના હોય છે. પ્રથમ તો ક્રોધ
વગરનો શાંત–ક્ષમાભાવી આત્મા છે–તેનું ભાન થાય એટલે સમ્યગ્દર્શન થાય; તેને
વિશેષ વીતરાગતા થતાં, ક્રોધરહિત એવો ક્ષમાભાવ પ્રગટે છે કે–તિર્યંચ મનુષ્ય વગેરે
દ્વારા ઘોર ઉપદ્રવ થાય તોપણ પોતાની ક્ષમાની શાંતિથી ડગતા નથી ને ક્રોધ કરતા નથી.
શરીર ઉપર ઘોર ઉપસર્ગ થતો હોય, ઘોર નિંદા થતી હોય, ઘાણીમાં પીલાતા હોય–છતાં
ઉપસર્ગ કરનાર પ્રત્યે ક્રોધની વૃત્તિ ન જાગે, પોતે પોતાના આત્માની વીતરાગી શાંતિના
વેદનમાં રહે તેને ઉત્તમક્ષમાધર્મની આરાધના હોય છે.
જુઓ, આવો ક્ષમાધર્મ અને આવા ધર્મની ઉપાસનારૂપ સાચા પર્યુષણપર્વ
આજથી શરૂ થાય છે. આવા ધર્મોનું સ્વરૂપ વીતરાગી દેવ–શાસ્ત્ર–ગુરુ પાસે જ હોય છે.
જેના દેવ–શાસ્ત્ર–ગુરુ ખોટા હોય ત્યાં સાચા ધર્મોની ઉપાસના હોતી નથી એટલે ધર્મની
પર્યુષણા હોતી નથી. અરે, ક્રોધ અને ચૈતન્યની ભિન્નતાનું ભેદજ્ઞાન જ્યાં ન હોય ત્યાં
ક્ષમાધર્મ ક્્યાંથી હોય? માટે પ્રથમ ક્રોધ અને ઉપયોગનું ભેદજ્ઞાન કરી, જ્ઞાનમાત્ર
ઉપયોગસ્વરૂપ હું છું–એવી અનુભૂતિ કરીને ધર્મીજીવે વીતરાગી ચારિત્રરૂપ ક્ષમાધર્મની
ભાવના–ઉપાસના કરવા યોગ્ય છે. સમ્યગ્દર્શન થયું ત્યાં અનંતાનુબંધી ક્રોધનો તો
અભાવ થયો ને વીતરાગી ક્ષમાના એક અંશનો સ્વાદ ચાખ્યો. આવા
સમ્યગ્દર્શનપૂર્વકની વીતરાગીક્ષમા તે ઉત્તમ ક્ષમા છે. અહો, મુનિવરો તો ક્ષમાની મૂર્તિ
છે...એમની ચારિત્રદશાની શી વાત! અત્યંત ભક્તિપૂર્વક તેને ઓળખીને તેની ભાવના
ભાવવી...તે પર્યુષણ છે.
[આજે પર્યુષણપર્વના મંગલ પ્રારંભ નિમિત્તે ભગવાન જિનેન્દ્રની ભવ્ય
રથયાત્રા નીકળી હતી; રથયાત્રા બાદ પરમાગમ–મંદિરમાં વીરનાથ–મહાદેવ સમક્ષ
ભક્તિભીનું પૂજન થયું હતું. દશલક્ષણ પૂજન વિધાન (ભાઈશ્રી હિંમતલાલ
હરગોવિંદદાસ ભાવનગરવાળા

PDF/HTML Page 6 of 45
single page version

background image
: ભાદરવો : ૨૫૦૧ આત્મધર્મ : ૩ :
તરફથી) થયું હતું. વીતરાગી ધર્મની આરાધનારૂપ પર્યુષણના આ દિવસોમાં ચારિત્રવંત
મુનિ–ભગવંતોનો પરમ મહિમા ક્ષણે ને પળે પ્રસિદ્ધ થતો હતો....ને પ્રવચન વખતે તો
કુંદકુંદસ્વામી, અમૃતચંદ્રસ્વામી, પદ્મપ્રભસ્વામી જેવા રત્નત્રયવંત મુનિભગવંતો જાણે
સામે જ બિરાજતા હોય–એવા ભાવથી ગુરુદેવ તેમના તરફ હાથ લંબાવીને બતાવતા,
અને કહેતા કે જુઓ, આ વીતરાગી સંતોની વાણી!! –વાહ! જાણે વીતરાગી સંતોની
વાણી સાંભળતા હોઈએ! એવા ભાવો ઉલ્લસતા હતા, ને એ રત્નત્રયધારી મુનિભગવંતો
પ્રત્યે પરમ ભક્તિથી હૃદય નમી જતું હતું.
]
બપોરના પ્રવચનમાં નિયમસારની પાંચરત્નો જેવી પાંચ (૭૭ થી ૮૧) ગાથાઓ દ્વારા
સમસ્ત પરભાવોથી ભિન્ન શુદ્ધસ્વરૂપની ભાવનાનું ઘોલન ચાલતું હતું. શ્રી મુનિરાજ
પોતે કહે છે કે આ પંચરત્નો દ્વારા જેણે સમસ્ત વિષયોના ગ્રહણની ચિંતાને છોડી છે
અને નિજ દ્રવ્ય–ગુણ–પર્યાયના સ્વરૂપમાં ચિત્તને એકાગ્ર કર્યું છે, તે ભવ્યજીવ
નિજભાવથી ભિન્ન એવા સકળ વિભાવને છોડીને અલ્પકાળમાં મુક્તિને પ્રાપ્ત કરે છે.
ભેદજ્ઞાન વડે શુદ્ધજીવાસ્તિકાયના અભ્યાસ વડે એટલે કે વારંવાર અનુભવ વડે ચારિત્ર–
દશા પ્રગટ થાય છે. સમ્યગ્દ્રષ્ટિ શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાયસ્વરૂપ પોતાના શુદ્ધ
જીવાસ્તિકાયમાં અન્ય સકળ પરભાવોના કર્તૃત્વનો અભાવ જાણે છે; સહજ ચૈતન્યના
વિલાસ સ્વરૂપે જ તે પોતાને ભાવે છે. શ્રેણીક રાજા ક્ષાયિકસમ્યગ્દ્રષ્ટિ છે, તીર્થંકરપ્રકૃતિ
બાંધે છે, અત્યારે પહેલી નરકમાં હોવા છતાં તેઓ એમ જાણે છે કે આ નરકપર્યાયના
કર્તૃત્વ–ભોક્તૃત્વથી પાર સહજ ચૈતન્યના વિલાસરૂપ આત્મા હું છું –આવી પરિણતિનું
પરિણમન તેમને વર્તી જ રહ્યું છે. તિર્યંચ હોય, સિંહ હોય, ને આત્માનું જ્ઞાન પામે ત્યાં
તે પણ એમ જાણે છે કે સહજ ચૈતન્યસ્વરૂપશુદ્ધ જીવાસ્તિકાય જે મારું સ્વરૂપ છે–તેમાં
આ તિર્યંચપર્યાયના કર્તૃત્વનો ભાવ નથી. તિર્યંચ પર્યાયનું કર્તૃત્વ મારામાં નથી; સહજ
ચૈતન્યનો જે વિલાસ છે તેનો જ હું કર્તા છું. –આવી શુદ્ધચેતનાપરિણતિ તેને વર્તે છે,
–એનું નામ સાચું પ્રતિક્રમણ છે.
મનુષ્ય અને દેવપર્યાયમાં પણ જે સમ્યગ્દ્રષ્ટિ–ધર્માત્મા જીવો છે તેઓ પોતાના આત્માને,
તે–તે વિભાવગતિપર્યાયના કર્તૃત્વથી રહિત જ્ઞાનચેતનારૂપ એવા શુદ્ધજીવાસ્તિકાયપણે
જ જાણે છે. ચારગતિ તે વિભાવપર્યાય છે, તેના કારણરૂપ ભાવો તે પણ વિભાવભાવો
છે; એ બધા વિભાવભાવોથી પાર અતીન્દ્રિયજ્ઞાનચેતના છે, એવી જ્ઞાનચેતનારૂપે
પરિણમતા ધર્માત્મા પોતાના આત્માને સહજ ચૈતન્યના વિલાસરૂપ અનુભવે છે.
–આવો અનુભવ તે સાચા પર્યુષણ છે. એવો અનુભવ કરનાર જીવને પોતામાં સદાય
પર્યુષણ જ છે.

PDF/HTML Page 7 of 45
single page version

background image
: ૪ : આત્મધર્મ : ભાદરવો : ૨૫૦૧
• •
પર્યુષણમાં ભાદરવા સુદ છઠ્ઠે ઉત્તમમાર્દવ એટલે વીતરાગી નિર્માનતાનો બીજો
દિવસ હતો. અહો, મુનિવરોના વીતરાગચારિત્રધર્મની શી વાત!! એવા ઉત્તમ
મુનિવરોને વિશેષ શાસ્ત્રજ્ઞાન હોય, મહાન તપસ્વી હોય, અનેક લબ્ધિ પ્રગટી હોય–પણ
તેઓ માન કરતા નથી, નિર્માનતા રાખે છે. જેને સર્વજ્ઞસ્વભાવની મહાનતાની ખબર
નથી તે જ અલ્પ જાણપણામાં અભિમાન કરે છે. અરે, સર્વજ્ઞો અને બારઅંગધારી
શ્રુતકેવળીભગવંતો પાસે તો મારું આ જ્ઞાન ઘણું અલ્પ છે; ચૈતન્યનો સ્વભાવ તો
સર્વજ્ઞપદ પ્રગટે તેવડો છે; તેમાં અલ્પજ્ઞાનનો ગર્વ કેવો? –એવા ભાવમાં ધર્મીજીવ
નિર્મદ રહે છે. પ્રતિકૂળતા કે અનુકૂળતામાં તે પોતાના ઉપશાંતભાવમાં રહે છે, માન–
અપમાનમાં સમભાવે રહે છે. માન કરતા નથી તેમ અપમાનના પ્રસંગમાં ખેદખિન્ન પણ
થઈ જતા નથી.
અહા, આત્માનો સર્વજ્ઞસ્વભાવ જેની પ્રતીતમાં આવ્યો છે તે જીવ અલ્પજ્ઞતાનું
ગૌરવ કેમ કરે? આ રીતે આત્માના પૂર્ણ સ્વભાવની મહત્તા જાણીને તેની આરાધના
વડે વીતરાગતા અને નિર્માનતા થાય છે, તેનું નામ ઉત્તમ માર્દવધર્મ છે. તેની ઉપાસના
ને પર્યુષણા છે. આવા વીતરાગધર્મની ઉપાસના મુખ્યપણે મુનિઓને હોય છે, ને ધર્મી
ગૃહસ્થોને પણ પોતાની ભૂમિકાઅનુસાર આવા ધર્મની ઉપાસના હોય છે. માટે
આચાર્યદેવ કહે છે કે હે ભવ્યજીવો! તમે આવા દશધર્મોને પરમ ભક્તિપૂર્વક જાણીને
તેની ઉપાસના કરો.
• •
પાંચરત્નોદ્વારા જૈનશાસનના સારભૂત આત્માનું પરમાર્થસ્વરૂપ બતાવીને કહે છે
કે –નિર્મળ દ્રવ્ય–ગુણ–પર્યાયરૂપ જે સ્વતત્ત્વ, તેમાં ભેદની ચિંતા છોડીને, અભેદદ્રષ્ટિથી જે
એકાગ્ર થયો, તે ભવ્યજીવ નિજસ્વરૂપમાં એકાગ્રતાવડે અલ્પકાળમાં મોક્ષને પામે છે.
જુઓ, શુદ્ધદ્રવ્ય–ગુણ–પર્યાયસ્વરૂપ નિજતત્ત્વ કહ્યું; તે મોક્ષનું કારણ છે. શુદ્ધતાનું કારણ
થવાનો સ્વભાવ તો દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં છે; પણ રાગાદિ અશુદ્ધતાનું કારણ થવાનો
સ્વભાવ દ્રવ્ય–ગુણમાં નથી, તેનું કારણ માત્ર તે ક્ષણિકપર્યાયમાં જ છે, એટલે તે
ભૂતાર્થસ્વભાવ નથી; ત્યારે શુદ્ધપર્યાયની પાછળ તો શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણે
કારણપણે ઉભા છે; તેના આશ્રયે શુદ્ધપર્યાય થઈ; આવા શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાયથી
એકાકારસ્વરૂપ નિજતત્ત્વમાં એકાગ્રતા વડે મોક્ષપદ પમાય છે. (નિયમસાર–કળશ ૧૦૯)
૧૪ ગુણસ્થાનભેદો કે ૧૪ માર્ગણાસ્થાનભેદો તે કોઈ ભેદોને સમ્યગ્દર્શન સ્વીકારતું નથી,
તેથી તે બધા ભેદોને પરભાવો કહ્યા. અભેદરૂપ આત્મા તે પરમતત્ત્વ છે, તેને જ
સમ્યગ્દર્શન સ્વીકારે છે; ને તેના સ્વીકારવામાં જે શુદ્ધપર્યાય વર્તે છે–તે મોક્ષનું કારણ છે.

PDF/HTML Page 8 of 45
single page version

background image
: ભાદરવો : ૨૫૦૧ આત્મધર્મ : ૫ :
હે ભવ્ય! જિનવચનવડે તું આ પરમ સત્યને જાણ કે–
સિદ્ધના જીવો અને તારો જીવ
પરમાર્થે સરખાં છે.
[નિયમસાર ગા. ૪૭–૪૮ ના પ્રવચનમાંથી]
* સિદ્ધજીવો અને સંસારી જીવો, તેમના પરમસ્વભાવમાં કોઈ તફાવત નથી–
કેમકે પરમાર્થે જેવા ગુણો સિદ્ધજીવોમાં છે તેવા જ ગુણો સંસારીજીવોમાં
વિદ્યમાન છે. –આવા પરમસ્વભાવને હે ભવ્ય! જિનવચનવડે તું જાણ.
* આવા પોતાના પરમસ્વભાવને પરમગુરુના પ્રસાદથી જાણીને જીવો સિદ્ધપદને
પામ્યા છે. જેવા કારણસ્વભાવરૂપ હતા, તેની આરાધના કરી ત્યારે તેવા
શુદ્ધકાર્યરૂપ થયા.
આ રીતે પરમસ્વભાવની ઉપાસના તે જ પરમપદનો ઉપાય છે.
* સિદ્ધજીવો તો અષ્ટમહાગુણના આનંદની સમૃદ્ધિસહિત છે, તેમને ઓળખતાં
પરમાર્થે તેમના જેવો પોતાનો આત્મા પણ અષ્ટમહાગુણના આનંદથી ભરેલો છે,
–તે ઓળખાય છે, ને તેની અનુભૂતિવડે જીવ સિદ્ધપદને પામે છે.
જુઓ, શ્રી ગુરુઓએ પ્રસન્ન થઈને આવો પરમસ્વભાવ બતાવ્યો, ને પરમાગમોએ
પણ આવા પરમસ્વભાવને પ્રસિદ્ધ કર્યો છે; પરમગુરુના પ્રસાદથી ને પરમાગમના
અભ્યાસથી, સહજ વૈરાગ્યમય અંતર્મુખ પરિણતિ વડે આવા કારણ સમયસારરૂપ
પરમતત્ત્વને જે જાણે છે તેને સમ્યક્ત્વાદિરૂપ શુદ્ધકાર્ય પણ તેની સાથે વર્તે જ છે, તે જીવ
અત્યંત આસન્નભવ્ય છે એટલે મોક્ષમાર્ગી છે; અને સંસારના કલેશથી તેનું ચિત્ત અત્યંત
થાકેલું છે. પરમ ચૈતન્યતત્ત્વ સિવાય બીજે ક્્યાંય તેને ગમતું નથી, ક્્યાંય તેનું ચિત્ત ઠરતું
નથી.
સંસારમાં ક્્યાંય ગમે તેવું નથી, એક પરમ ચૈતન્યતત્ત્વ આત્મા જ એવો છે કે જેમાં
મુમુક્ષુને ગમે છે. ધર્મીને સ્વભાવની અનુભૂતિવડે ચૈતન્યપદ એક જ સારરૂપ લાગ્યું છે, ને
સર્વે પરભાવરૂપ સંસાર તેને અસાર લાગે છે.
કારણસ્વભાવનો સ્વીકાર ક્્યારે થાય? કે તેમાં અંતર્મુખ થઈને સ્વાનુભવવડે
જેની પર્યાય શુદ્ધકાર્યરૂપ થઈ છે તેને જ કારણનો સાચો સ્વીકાર છે કે ‘આ મારા શુદ્ધકાર્યનું
કારણ છે.’ કાર્ય વગર કારણ કોનું? કારણ–કાર્ય એકસાથે છે. શુદ્ધસ્વભાવ ભલે અનાદિથી
જ છે, પણ ‘કારણ’ તરીકે તેનો સ્વીકાર ત્યારે જ થયો કે જ્યારે તેના અનુભવ વડે

PDF/HTML Page 9 of 45
single page version

background image
: ૬ : આત્મધર્મ : ભાદરવો : ૨૫૦૧
શુદ્ધકાર્ય થયું. એટલે, ભૂતાર્થસ્વભાવનો સ્વીકાર કરનારી પર્યાયને પણ અભેદપણે
ભૂતાર્થ કહેવામાં આવી છે. રાગાદિક તે અભૂતાર્થ છે, ને સ્વભાવમાં વળેલી જ્ઞાનપર્યાય
તે ભૂતાર્થ છે, તેને ‘ભૂતાર્થધર્મ’ પણ કહ્યો છે. અજ્ઞાની તે ભૂતાર્થધર્મને જાણતો નથી.
અહા, પોતાની સ્વાનુભૂતિથી મેં મારા આવા પરમ તત્ત્વને જાણ્યું છે, ને બીજા
બધા જીવોમાં પણ આવું પરમાત્મતત્ત્વ છે–એમ શુદ્ધનયથી મેં જાણ્યું છે, –તો હવે હું
સુબુદ્ધિ તેમજ કુબુદ્ધિ જીવોમાં ભેદ કયા નયથી જાણું? પર્યાયના ભેદે શુદ્ધસ્વભાવમાં ભેદ
હું કેમ જાણું? વાહ! જુઓ આ શુદ્ધનયની મસ્તી! આવા શુદ્ધનયથી બધા જીવોને
પરમાત્મસ્વરૂપે જોનારો હું તેમનામાં ભેદ કયા પ્રકારે દેખું? વ્યવહારથી જોતાં પર્યાયમાં
ભેદ છે, પણ શુદ્ધનયમાં તે પર્યાયના ભેદને હું કેમ દેખું? –વાહ રે વાહ! પોતાનો પરમ
સ્વભાવ અનુભૂતિમાં લીધો ત્યાં બીજામાં પણ એકલી પર્યાયને નથી દેખતો, તેમનામાં
પણ અષ્ટમહાગુણથી શોભતો કારણસમયસાર બિરાજી રહ્યો છે–એમ ધર્મી દેખે છે. અને
તેઓ જ્યારે પોતાના કારણસમયસારને જાણશે ત્યારે તેમને પણ પર્યાયમાં શુદ્ધકાર્ય
પ્રગટ થશે.
હે જીવ! તું આવા પોતાના સ્વભાવની શ્રદ્ધા તો જરૂર કર! આ દગ્ધ
પંચમકાળમાં પણ એની શ્રદ્ધા થઈ શકે છે. ગા. ૧૫૪ માં આચાર્યદેવ કહે છે કે–અરે, આ
દગ્ધકાળ (પંચમકાળ) રૂપ અકાળમાં તું હીન શક્તિવાળો હો તોપણ નિજ
પરમાત્મતત્ત્વના શ્રદ્ધા–જ્ઞાન તો જરૂર કરજે. ‘આ કાળમાં મોક્ષ નથી’ –એમ કહીને
શ્રદ્ધામાં પણ ઢીલો થઈશ મા.
અશરીર ને અવિનાશ છે, નિર્મળ અતીન્દ્રિય શુદ્ધ છે,
જ્યમ લોક અગ્રે સિદ્ધ, તે રીતે જાણ સૌ સંસારીને. ૪૮.
અહા, જેવા સિદ્ધભગવાન સિદ્ધાલયમાં બિરાજમાન છે તેવો જ પરમાર્થે હું છું–એમ
સ્વાનુભૂતિથી ધર્મીજીવે પરમ સ્વભાવને જાણ્યો છે, અને બધાય જીવો પરમાર્થે એવા જ
છે–એમ પણ શુદ્ધનયના બળથી તે જાણે છે. સિદ્ધાલયમાં જેવા ગુણોથી સિદ્ધભગવંતો
અલંકૃત છે–એવા જ ગુણોથી બધાય જીવોનો સ્વભાવ અલંકૃત છે. –અહો, જિનેશ્વર
ભગવાનનું શુદ્ધવચન બુદ્ધપુરુષોને આવો આત્મસ્વભાવ દેખાડે છે. જિનવચનમાં આવો
શુદ્ધસ્વભાવ પ્રસિદ્ધ છે તેને હે ભવ્ય! તું જાણ!

PDF/HTML Page 10 of 45
single page version

background image
: ભાદરવો : ૨૫૦૧ આત્મધર્મ : ૭ :
ચારિત્ર વગર મોક્ષ નથી
જેણે સર્વકષાયોથી અત્યંત જુદા એવા ઉપયોગસ્વભાવને જાણીને સમ્યગ્દર્શન
અને ભેદજ્ઞાન કર્યું છે તેને પછી વીતરાગભાવની વૃદ્ધિ થતાં શ્રાવકપણું તથા મુનિપણું
હોય છે; એવી મુનિદશાપૂર્વક જ મોક્ષને સાધી શકાય છે.
શુભ–અશુભ, પુણ્ય–પાપ, હર્ષ–શોક તે બધા સંસારના દ્વંદ છે; તે બધાયથી ભિન્ન
ચેતનાસ્વરૂપ આત્મા છે. એવા આત્માને જાણવો–શ્રદ્ધવો–ધ્યાવવો તે જ શાસ્ત્રની લાખો
વાતોનો સાર છે; માટે આવો નિશ્ચય કરીને અંતરમાં તમે સદા આત્માને ધ્યાવો–એમ
કહ્યું. આ રીતે પ્રથમ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનની આરાધના જેણે પ્રગટ કરી છે તેને
મોક્ષમાર્ગમાં આગળ વધતાં શું થાય છે! તેનું આ વર્ણન છે.
સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનમાં જે આત્મસ્વરૂપ અનુભવમાં આવ્યું છે તે
જ્ઞાનાનંદસ્વરૂપમાં એકાગ્ર થતાં આત્મશાંતિ વધે ને રાગાદિ કષાયભાવો છૂટે, તેના
પ્રમાાણમાં ચારિત્રદશા હોય છે. તે ચારિત્ર રાગરૂપ નથી પણ વીતરાગભાવરૂપ છે, તેમાં
કષાય નથી પણ પરમ શાંતિ છે; તે સ્વર્ગના ભવનું કારણ નથી પણ મોક્ષનું કારણ છે.
આવી ચારિત્ર દશા સાથે જે રાગ બાકી રહી જાય તે કેવો મર્યાદિત હોય! તેનું વર્ણન
વ્રતના કથનદ્વારા કર્યું છે.
ચોથાગુણસ્થાને અંશે વીતરાગભાવ થયો છે પણ વ્રતભૂમિકાને યોગ્ય
વીતરાગભાવ હજી ત્યાં નથી હોતો તેથી તેને ‘અવિરત’ કહેવાય છે. ચોથાગુણસ્થાને
સમ્યગ્દ્રષ્ટિને અનંતાનુબંધી ક્રોધ–માન–માયા–લોભના અભાવરૂપ ‘સ્વરૂપાચરણ’ તો છે,
તથા તેટલી આત્મશાંતિ તો નિરંતર વર્તે છે; પણ હિંસાદિ પાપોના નિયમથી ત્યાગરૂપ
ચારિત્ર શ્રાવકને તથા મુનિઓને હોય છે, તેમાં શ્રાવકને પાંચમાગુણસ્થાને જોકે એકદેશ
ચારિત્ર હોય છે, છતાં સર્વાર્થસિદ્ધિના દેવો કરતાંય તે વધારે સુખી છે. –અહો,
ચારિત્રદશા કેવી મહિમાવંત છે!
ચારિત્રમાં
સમ્યક્પણું સમ્યગ્દર્શન–જ્ઞાન વગર આવે નહિ; આ અપેક્ષાએ
સમ્યગ્દર્શન તથા સમ્યગ્જ્ઞાનને સમ્યક્ચારિત્રનાં કારણ કહ્યાં છે. સમ્યગ્દર્શન વગરનાં
એકલા બાહ્ય ક્રિયાકાંડો કે શુભરાગરૂપ વ્રતો તે કાંઈ સાચું ચારિત્ર નથી, એટલે તે કાંઈ
મોક્ષમાર્ગમાં કામ આવતું નથી; એવું રાગરૂપ ચારિત્ર તો અજ્ઞાન સહિત જીવે અનંતવાર
કરી લીધું છે. આઠ કષાયના અભાવરૂપ એકદેશ વીતરાગીચારિત્ર (દેશચારિત્ર) સમ્યગ્દ્રષ્ટિ
શ્રાવકને જ હોય છે; ને પછી સકલચારિત્ર તો બારકષાયના અભાવવાળા નિર્ગ્રંથ–દિગંબર
મુનિઓને જ હોય છે. આવું ચારિત્ર તે મોક્ષનું કારણ છે; તેનો મહિમા અપાર છે.

PDF/HTML Page 11 of 45
single page version

background image
: ૮ : આત્મધર્મ : ભાદરવો : ૨૫૦૧
ચારિત્ર વગર મોક્ષ થાય નહિ–એ વાત તદ્ન સાચી છે. –પણ તે ચારિત્ર કયું? કે
ઉપર કહ્યું તેવું વીતરાગી. ચૈતન્યસ્વરૂપમાં એકાગ્રતાથી જ વીતરાગભાવરૂપ ચારિત્ર
થાય છે. –આવા ચારિત્રનું સ્વરૂપ ઓળખીને સમ્યગ્દર્શન–જ્ઞાન પછી પરિણામની
શુદ્ધતાઅનુસાર દ્રઢચારિત્ર ધારણ કરવું. વધારે શક્તિ ન હોય તો ઓછું ચારિત્ર લેવું પણ
ચારિત્રમાં શિથિલાચાર ન રાખવો. દ્રઢ પાલનપૂર્વક તેમાં આગળ ને આગળ વધાય તેમ કરવું.
ધર્મી–શ્રાવકને જોકે મુનિ જેવું ચારિત્ર નથી હોતું પરંતુ તેને ભાવના તો
મુનિપણાની હોય છે. તેની ભાવનાપૂર્વક તે હિંસાદિ પાપોને નિયમપૂર્વક છોડીને
અહિંસાદિક વ્રતોનું પાલન કરે છે. અને તે અહિંસા વગેરેની પુષ્ટિ માટે ત્રણ ગુણવ્રત
તથા ચાર શિક્ષાવ્રત પાળે છે.
દિગ્વ્રત, દેશવ્રત અને અનર્થદંડ–પરિત્યાગવ્રત–એ ત્રણ ગુણવ્રતો છે કેમકે તેઓ
વ્રતના પાલનમાં ગુણ કરનારાં છે.
* દશે દિશા સંબંધમાં મર્યાદા નક્કી કરીને તેનાથી બહારના ક્ષેત્રમાં જીવનપર્યંત ન
જવું તેમજ પત્ર–વ્યવહાર વગેરે દ્વારા પણ તેની સાથે વેપાર વગેરેનો સંબંધ ન
રાખવો તેનું નામ દિગ્ (–દિશા) વ્રત છે.
* દિગ્વ્રતમાં જેટલી છૂટ હોય તેમાંથી પણ અમુક ક્ષેત્રમાં જવાનો અમુક સમય સુધી
ત્યાગ કરવો તે દેશાવકાશ–વ્રત છે.
* વગર પ્રયોજને પાપની પ્રવૃત્તિઓ–જેવી કે લડાઈની વાતો, બીભત્સ ફિલ્મો
જોવાનું, ભૂમિ ખોદવી, વગર મફતનું ધોધમાર પાણી ઢોળવું, ફૂલ–ઝાડ તોડવા,
પ્રાણીઓને દુઃખ થાય તેવી રમત રમવી, કોઈ લડતા હોય તેને ઉત્તેજન આપવું,
કે બીજાની નિંદામાં રસ લેવો–એવા પ્રકારની અનર્થરૂપ પાપ પ્રવૃત્તિનો ત્યાગ તે
અનર્થદંડ–પરિત્યાગ વ્રત છે. (અનર્થદંડ વ્રત એમ ટૂંકામાં બોલાય છે, પણ પૂરું નામ
‘અનર્થદંડ–પરિત્યાગ’ છે. એ જ રીતે ‘ચોવિયાર’ ટૂંકામાં કહેવાય છે ખરેખર ચૌવિધ–
આહારનો ત્યાગ તે પ્રત્યાખ્યાન છે. –એમ દરેક ભાવ સમજવા જરૂરી છે.)
ત્યાર પછી, સામાયિક, પ્રૌષધઉપવાસ, ભોગોપભોગ–પરિણામ અને
અતિથિસંવિભાગ (–મુનિ વગેરેને આહાર દાનની ભાવના) –એ ચાર શિક્ષાવ્રત છે,
તેના અભ્યાસ વડે શ્રાવક મુનિપણાની ભાવના પુષ્ટ કરે છે. તેને દર્શનપડિમા અને
વ્રતપડિમા ઉપરાંત આગળ વધતાં સામાયિક પડિમા, પ્રૌષધઉપવાસ, સચિત્તત્યાગ,
રાત્રિભોજનત્યાગ, બ્રહ્મચર્ય, આરંભત્યાગ, પરિગ્રહત્યાગ, ઉદ્ષ્ટિ ભોજનત્યાગ, અને
અનુમતિત્યાગ–એમ–કુલ ૧૧ પડિમા હોય છે. જો કે આમાં રાત્રિભોજનત્યાગ વગેરે
સદાચારો તો સામાન્ય ગૃહસ્થોનેય હોય છે પણ પડિમાવાળા શ્રાવકને તે બધું અતિચાર
રહિત, પ્રતિજ્ઞાપૂર્વક હોય છે. શ્રાવકને વસ્ત્રધારણ હોય છે, પરંતુ મુનિ થયા પછી શરીર
પર કોઈ પણ પ્રકારનું વસ્ત્રધારણ રહેતું નથી. માટે જૈનમુનિને નિર્ગ્રંથ કહેવાય છે. આવી
દશા વગર મોક્ષ થતો નથી.

PDF/HTML Page 12 of 45
single page version

background image
: ભાદરવો : ૨૫૦૧ આત્મધર્મ : ૯ :
[ભગવાન મલ્લિનાથના જીવે પૂર્વભવમાં કરેલ રત્નત્રયવ્રત–ઉપાસના]
સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન–સમ્યકચારિત્ર...જૈનધર્મના સર્વોત્તમ ત્રણરત્નો....
આત્માને મહાન આનંદ આપનારાં ત્રણરત્નો....એનો મહિમા લોકોત્તર છે. આ રત્નત્રય
એ સર્વે મુમુક્ષુઓનો મનોરથ છે; તે રત્નત્રય લેવા માટે ચક્રવર્તીઓ છખંડના સામ્રાજ્યને
તથા ૧૪ રત્નોને પણ અત્યંત સહેલાઈથી છોડી દે છે; ઈન્દ્રો પણ એને માટે તલસી રહ્યા
છે. જીવને આ રત્નત્રયની પ્રાપ્તિ તે જૈનશાસનનો સાર છે. તે જ જૈનધર્મ છે. વાહ,
આવા સમ્યક્રત્નત્રયના એક અંશની પ્રાપ્તિથી પણ જીવનો બેડો પાર છે.
અહા, જે મૂલ્ય વડે જીવને અનંતકાળનું મોક્ષસુખ મળે તે રત્નત્રયની શી વાત!
સમસ્ત જિનવાણીનો સાર એક શબ્દમાં કહેવો હોય તો, તે છે ‘રત્નત્રય’. તેનો જ
વિસ્તાર, અને તેની જ પ્રાપ્તિનો ઉપાય–જિનાગમમાં ભર્યો છે. આ રત્નત્રય એટલે
સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન ને સમ્યક્ચારિત્ર; –એ ત્રણેય રાગ વગરનાં છે. સિદ્ધાંતસૂત્રોમાં
તો તેમને ‘જ્ઞાનનું પરિણમન’ કહીને રાગ વગરનાં બતાવ્યાં જ છે, ને રત્નત્રય–
પૂજનના પુસ્તકમાં પહેલી જ પંક્તિમાં તેમને ત્રણેયને રાગ વગરનાં બતાવીને પછી જ
તેના પૂજનની શરૂઆત કરી છે:–
सरधो जानो पालो भाई, तीनोंमें कर राग जुदाई।
सरधो जानो भावा लाई, तीनोंमें ही रागा नांई।
(જુઓ, પં. ટેકચંદજીકૃત રત્નત્રયવિધાન પૂજા)
વાહ, વીતરાગ રત્નત્રય! જીવની શોભા માટે તમારા સમાન સુંદર આભૂષણ
બીજું કોઈ નથી. આવા રત્નત્રય વડે આત્માને આભૂષિત કરવા માટે સમયસારમાં
કુંદકુંદસ્વામી કહે છે કે હે ભવ્ય! દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષપંથમાં આત્માને જોડ.
જિનભગવંતો દર્શન–જ્ઞાન–ચારિત્રને મોક્ષમાર્ગ કહે છે. દર્શન–જ્ઞાન–ચારિત્ર જ મોક્ષમાર્ગ
છે, કેમકે તેઓ આત્માશ્રિત હોવાથી સ્વદ્રવ્ય છે. જે જીવ પોતાના ચારિત્રદર્શનજ્ઞાનમાં
સ્થિત છે તે સ્વસમય છે–એમ હે ભવ્ય! તું જાણ...ને એ જાણીને તું પણ સ્વસમય થા.
આ જગતની

PDF/HTML Page 13 of 45
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : ભાદરવો : ૨૫૦૧
બધી દુર્લભ વસ્તુઓમાં રત્નત્રય સૌથી દુર્લભ છે. રત્નત્રયધર્મની આરાધના નહિ
કરવાથી જીવ દીર્ઘ સંસારમાં રખડયો. રત્નત્રયધર્મની આરાધના કરનાર જીવ આરાધક
છે, અને તેની આરાધનાનું ફળ કેવળજ્ઞાન છે.
આવા રત્નત્રયની આરાધનામાં, અને તેની વ્રતકથામાં ભગવાન મલ્લિનાથના
પૂર્વભવનું ઉદાહરણ પ્રસિદ્ધ છે; તે અહીં આપ વાંચશો.
• •
[તેમણે પૂર્વભવમાં કરેલી રત્નત્રયવ્રત–ઉપાસના]
મિથિલાપુરીના મહારાજા કુંભ અને મહારાણી સુપ્રભા, તેમના પુત્ર મલ્લિકુમાર,
–કે, જેઓ આ ભરતક્ષેત્રના ૧૯ મા તીર્થંકર થયા, તેઓ પૂર્વભવમાં વિદેહક્ષેત્રમાં
વૈશ્રવણ નામના રાજા હતા; ત્યાં તેમણે આઠ અંગ સહિત સમ્યગ્દર્શન, આઠ અંગ સહિત
સમ્યગ્જ્ઞાન, તથા તેર અંગસહિત સમ્યક્ચારિત્ર–એવા રત્નત્રયધર્મનું સ્વરૂપ એક
મુનિરાજ પાસેથી સાંભળ્‌યું હતું, ને મુનિરાજના ઉપદેશઅનુસાર તે રત્નત્રયવ્રતનું
વિધાન કરીને પરમ બહુમાનથી તેનું ઉદ્યાપન કર્યું હતું; પછી પોતે પણ સંસારથી વિરક્ત
થઈ, રત્નત્રયધર્મ પ્રગટ કરી, દર્શનવિશુદ્ધિઆદિ ૧૬ ઉત્તમ ભાવનાપૂર્વક તીર્થંકરનામકર્મ
બાંધી, ત્રીજા ભવે મલ્લિનાથ તીર્થંકર થઈને મોક્ષપુરીમાં પધાર્યા, તેમની આ કથા છે...તે
રત્નત્રય–ધર્મના બહુમાનપૂર્વક તમે વાંચો....સાંભળો.
જંબુદ્વીપના દક્ષિણ ભાગમાં આ ભરતક્ષેત્રમાં આપણે રહીએ છીએ; તેના પૂર્વ
ભાગમાં પૂર્વ–વિદેહક્ષેત્ર છે, ત્યાં વીતશોકા નામની એક સુંદર નગરી છે. મોક્ષાભિલાષી
ધર્માત્માઓથી ભરેલી તે નગરીમાં અનેક મુનિવરો વિચરે છે. ઊંચા ઊંચા અનેક
જિનમંદિરો ઉપર ધર્મધ્વજા ફરકી રહી છે...ને ફરફરાટ વડે જાણે કે દેવોને તે સાદ પાડી
રહી છે કે હે ભાઈ દેવો! દેવલોકમાં તમને મોક્ષ ન પ્રાપ્ત થતો હોય તો તે પ્રાપ્ત કરવા
અહીં આવો....આ નગરીમાં કેવળીભગવંતો સદાય વિચરે છે. વીતરાગી દેવ–શાસ્ત્ર–ગુરુ
સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ અહીં દેખાતી નથી...એક શુદ્ધ જૈનધર્મ જ અહીં નિરંતર વર્તે છે.
તમને પ્રશ્ન થશે કે આવી સુંદર નગરીના રાજા કોણ હશે! –સુંદર નગરીના રાજા
પણ સુંદર જ હોય ને! તીર્થંકર મલ્લિનાથના આત્મા પોતે પૂર્વભવમાં આ મનોહર
વીતશોકા નગરીના રાજા હતા...તેમનું નામ વૈશ્રવણ. તેઓ આત્માને જાણનારા હતા, ને
તેમનું ચિત્ત સદા રત્નત્રયની ભાવનામાં લીન રહેતું. એક વખત તેઓ રાજસભામાં બેઠા
હતાં, ત્યાં ઉદ્યાનનો માળી આનંદપૂર્વક આવીને કહેવા લાગ્યો–હે સ્વામી! હું એક ઉત્તમ

PDF/HTML Page 14 of 45
single page version

background image
: ભાદરવો : ૨૫૦૧ આત્મધર્મ : ૧૧ :
વધામણી લાવ્યો છું. આપણી નગરીના ચંદનવનમાં આજ સુગુપ્તિ નામના મહાન
મુનિરાજ પધાર્યા છે; જેમ સાધકજીવોના બગીચા રત્નત્રય–વડે ખીલી ઊઠે તેમ, આખું
ઉદ્યાન મોસમ વગર પણ કેરી વગેરે સુંદર ફળ–ફૂલથી અત્યંત ખીલી ગયું છે, ને અદ્ભુત
શોભા થઈ ગઈ છે.
તે સાંભળતાં જ અત્યંત હર્ષિત થઈને રાજાએ તે માળીને ઈનામ આપ્યું અને
પોતે સિંહાસન પરથી ઊતરીને મુનિરાજને પરોક્ષ નમસ્કાર કર્યા; ત્યારબાદ આનંદભેરી
વગડાવીને નગરજનો સહિત ધામધૂમથી મુનિરાજની વંદના કરવા લાગ્યા. ભક્તિપૂર્વક
વંદન–પૂજન કરીને બેઠા.
શ્રી મુનિરાજે તેને આશીર્વાદ આપતાં કહ્યું–હે રાજન! તમને મોક્ષના કારણરૂપ
રત્નત્રય–ધર્મની વૃદ્ધિ હો.
મુનિરાજના આશીર્વાદથી રાજા પ્રસન્ન થયા અને કહ્યું–હે પ્રભો! આપના
શ્રીમુખથી રત્નત્રયધર્મનું સ્વરૂપ સાંભળવાની મને ચાહના થઈ છે, તો કૃપા કરીને
રત્નત્રયનું સ્વરૂપ સંભળાવો.
મુનિરાજના શ્રીમુખથી જાણે અમૃત ઝરતું હોય–તેમ વાણી નીકળી: હે રાજન!
સાંભળો! અનેક પ્રકારનાં દુઃખોથી ભરેલો આ સંસાર, તેનાથી છોડાવીને અનંત સુખના
ધામ એવા મોક્ષને પમાડે તેનું નામ ધર્મ છે. તે ધર્મ એટલે કે મોક્ષમાર્ગ–સમ્યગ્જ્ઞાન,
સમ્યગ્દર્શન–સમ્યક્ચારિત્ર એવા ત્રિરત્નસ્વરૂપ છે; તેને ઓળખીને તેનું આરાધન કરો.
રાજાએ પૂછયું: પ્રભો! તે રત્નત્રયધર્મમાંથી પ્રત્યેક ધર્મનું સ્વરૂપ જાણવાની
સભાને આકાંક્ષા છે.
શ્રી મુનિરાજે કહ્યું : સાંભળો! રત્નત્રયમાં સૌથી પ્રથમ સમ્યગ્દર્શન છે;
સર્વજ્ઞવીતરાગ જિનવરદેવ, નિર્મોહી–નિર્ગ્રંથ–રત્નત્રયવંત ગુરુ અને તેમણે કહેલાં જીવ–
અજીવાદિ સાત તત્ત્વોનું સ્વરૂપ બરાબર ઓળખીને, તેમાંથી સારભૂત (ભૂતાર્થ)
પોતાના શુદ્ધાત્મતત્ત્વને અનુભૂતિમાં લઈને તેની પ્રતીતિ કરવી તે સમ્યગ્દર્શન છે.
‘શુદ્ધનય ભૂતાર્થ છે’ એટલે કે શુદ્ધનય અને તેના વિષયરૂપ શુદ્ધઆત્મા, તેને અભેદ
કરીને ‘ભૂતાર્થ’ કહેલ છે, ને તે ભૂતાર્થનો આશ્રય કરનાર જીવ સમ્યગ્દ્રષ્ટિ હોય છે.
(भूयत्थमस्सिदो खलु सम्माइट्ठी हवइ जीवो)
તે સમ્યગ્દર્શનના આઠ અંગ છે:–
• તલવારની તીખી ધાર જેવો શ્રેષ્ઠ જિનમાર્ગ, તે સન્માર્ગ છે, તેમાં કોઈ શંકા
વગર નિશ્ચલ રુચિ કરવી તે નિઃશંકતા–અંગ છે. (૧)

PDF/HTML Page 15 of 45
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : ભાદરવો : ૨૫૦૧
ધર્મના ફળમાં સંસારસુખની વાંછા ન કરવી, કોઈપણ વિષયોમાં (પુણ્યફળમાં)
સુખ ન માનવું–તે નિઃકાંક્ષા છે. (ર)
સ્વભાવથી જ મલિન એવા શરીરાદિને દેખીને ધર્માત્મા પ્રત્યે ઘૃણા ન કરવી પણ
તેના ગુણોમાં પ્રીતિ કરવી તે નિર્વિચિકિત્સા છે. (૩)
• સુખકર એવો જિનમાર્ગ, અને દુઃખકર એવા અન્ય મિથ્યામાર્ગો, તેમનું સ્વરૂપ
ઓળખવું; ને મિથ્યામાર્ગમાં કોઈ પ્રકારે સમ્મતિ ન દેવી કે તેની પ્રશંસા ન
કરવી, તે અમૂઢદ્રષ્ટિ છે. (૪)
• અન્ય સાધર્મીના અવગુણને ઢાંકવા, વીતરાગભાવરૂપ જિનધર્મની વૃદ્ધિ કરવી,
તથા ધર્મ કે ધર્માત્માની નિંદાના પ્રસંગને કોઈપણ ઉપાયથી દૂર કરવો તે
ઉપગૂહન છે. (પ)
• કોઈપણ તીવ્રદુઃખ વગેરે કારણે પોતાનો કે પરનો આત્મા ધર્મમાં શિથિલ
થવાનો પ્રસંગ ઊભો થાય તો વૈરાગ્યભાવના વડે તથા જિનધર્મના મહિમા વડે
તેને ધર્મમાં નિશ્ચલ–સ્થિર કરવો તે સ્થિતિકરણ છે. (૬)
પોતાના સાધર્મી ભાઈ–બહેનો પ્રત્યે હૃદયમાં ઉત્તમ ભાવ રાખીને તેમનો આદર
સત્કાર કરવો–તે વાત્સલ્ય છે. (૭)
• પોતાની શક્તિવડે જૈનધર્મની શોભા વધારવી, અજ્ઞાનને દૂર કરીને અને
સમ્યગ્જ્ઞાનનો મહિમા પ્રસિદ્ધ કરીને જિનશાસનને દીપાવવું તે પ્રભાવના છે. (૮)
વૈશ્રવણ રાજાએ કહ્યું: હે સ્વામી! સમ્યગ્દર્શનના આઠ અંગ અને તેનો મહિમા
સાંભળતાં ઘણી પ્રસન્નતા થઈ; હવે સમ્યગ્જ્ઞાનનું અને તેના આઠ અંગોનું સ્વરૂપ કૃપા
કરીને કહો.
મુનિરાજે કહ્યું: જિનમાર્ગના દેવ–ગુરુ–શાસ્ત્ર, તથા તેમના કહેલાં જીવાદિ
નવતત્ત્વો, તેનું સ્વરૂપ ઓળખીને, પરભાવોથી ભિન્ન પોતાના જ્ઞાનમય શુદ્ધાત્માની
અનુભૂતિરૂપ જ્ઞાન તે સમ્યગ્જ્ઞાન છે. સમ્યગ્દર્શનની સાથે જ આવું સમ્યગ્જ્ઞાન નિયમથી
હોય છે. તે સમ્યગ્જ્ઞાન આઠ પ્રકારના વિનયથી શોભે છે:– શબ્દની શુદ્ધિ, અર્થની શુદ્ધિ,
શબ્દ તેમજ અર્થ બંનેની શુદ્ધિ, યોગ્યકાળે અધ્યયન, ઉપધાન અર્થાત્ કોઈ નિયમ–
તપસહિત અધ્યયન, શાસ્ત્રના વિનયપૂર્વક અધ્યયન, ગુરુ પ્રત્યે ઉપકારબુદ્ધિ પ્રગટ
કરવી, એટલે જ્ઞાનદાતા ગુરુનાં નામાદિ ન છૂપાવવાં–તે અનિહ્નવ, અને સ્તુતિ–પૂજા
વગેરે સમારોહ દ્વારા દેવ–ગુરુ–આગમનું બહુમાન પ્રસિદ્ધ કરવું. –આ પ્રમાણે આઠ
પ્રકારનાં વિનય–આચાર વડે સમ્યક્–

PDF/HTML Page 16 of 45
single page version

background image
: ભાદરવો : ૨૫૦૧ આત્મધર્મ : ૧૩ :
જ્ઞાન શોભે છે. સમ્યગ્જ્ઞાન તે અમૃત સમાન છે, તે જ મોક્ષમાર્ગી જીવની આંખ છે;
સમ્યગ્જ્ઞાનચક્ષુ વડે આખું જગત જણાય છે, ને વસ્તુસ્વરૂપ ઓળખીને મોક્ષમાર્ગ સધાય
છે. તેનું નિત્ય આરાધન કરો.
રાજાએ પ્રસન્નતાપૂર્વક કહ્યું: હે પ્રભો! હવે સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનપૂર્વક,
જેનું પાલન આપના જેવા વીતરાગ મુનિવરો કરે છે એવા સમ્યક્ચારિત્રનું સ્વરૂપ કૃપા
કરીને કહો.
ચારિત્રધારી મુનિરાજે સમ્યક્ચારિત્રનું સ્વરૂપ બતાવતાં કહ્યું: હે રાજન!
સાંભળો! સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનપૂર્વક શુદ્ધોપયોગ વડે આત્મસ્વરૂપમાં લીન થવું–
ચરવું તે ચારિત્ર છે. તે ચારિત્રમાં રાગ નથી. મુનિઓને આવા શુદ્ધભાવરૂપ ચારિત્રની
સાથે, હિંસાદિ સમસ્ત પાપોનો અભાવ, અને અહિંસાદિ મહાવ્રતોનું પાલન હોય છે;
એટલે વ્યવહારથી ચારિત્રના ૧૩ પ્રકાર છે: અહિંસા, સત્ય, દત્ત, બ્રહ્મચર્ય, અપરિગ્રહ
(એ પાંચ મહાવ્રત), મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ (એ ત્રણ ગુપ્તિ), ઈર્યા, ભાષા,
એષણા, આદાનનિક્ષેપણ અને પ્રતિષ્ઠાપન (એ પાંચ સમિતિ). –સર્વસંગત્યાગી નિર્ગ્રંથ
–મુનિવરોને રત્નત્રયની શુદ્ધપરિણતિ સહિત આવા તેર પ્રકારના ચારિત્રનું પાલન હોય
છે. –આ સમ્યક્ચારિત્ર સાક્ષાત્ મોક્ષસુખ દેખારું છે...એનો મહિમા અપાર છે.
હે ભવ્ય! આ રીતે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રનું સ્વરૂપ બતાવ્યું; તે ત્રણેને તું
રાગ વગરનાં જાણ. ‘सरधो जानो भावा लाई, तीनोमें ही रागा नांही! ’ હે મુમુક્ષુ
જીવો! રત્નત્રયનો અચિંત્ય મહિમા જાણીને તેનાથી આત્માને અલંકૃત કરો.
સમ્યગ્દર્શનરૂપી હારને તો ગળે લગાવો, સમ્યગ્જ્ઞાનનાં કુંડળ કાનમાં પહેરો, ને
સમ્યક્ચારિત્રરૂપી મુગટને મસ્તક ઉપર ધારણ કરો. સિદ્ધાંતનું સર્વસ્વ આ રત્નત્રય છે,
રત્નત્રય એ જ જીવનું સાચું જીવન છે. તેમાં નિશ્ચયરત્નત્રય શુદ્ધઆત્માના જ આશ્રયે
હોવાથી પરમ ઉત્તમ છે, ને તે મોક્ષનું સાક્ષાત્ કારણ છે; ધ્યાનમાર્ગ વડે તેની પ્રાપ્તિ થાય
છે. માટે મુમુક્ષુ જીવોએ અવશ્ય પ્રયત્નપૂર્વક તેનું આરાધન કરવું જોઈએ.
રત્નત્રયનો આવો સુંદર મહિમા સાંભળીને વૈશ્રવણ રાજાએ કહ્યું:– હે સ્વામી!
આવા રત્નત્રય ધારણ કરવાની મારી ભાવના છે, પરંતુ અત્યારે હું અસમર્થ છું. અત્યારે
તો સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાનની આરાધનાપૂર્વક ચારિત્રની ભાવના ભાવું છું. હે પ્રભો!
એ રત્નત્રય પ્રત્યે પરમભક્તિ–બહુમાનપૂર્વક ઠાઠમાઠથી તેની મહાન પૂજા કરવાની મારી
ભાવના છે, તો તે રત્નત્રયવ્રતનું વિધાન મને સમજાવો. તેના વડે હું રત્નત્રયની ભક્તિ
કરીશ, અને ભવિષ્યમાં રત્નત્રયની સાક્ષાત્ આરાધના કરીને ચારિત્રપદ અંગીકાર
કરીશ.

PDF/HTML Page 17 of 45
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : ભાદરવો : ૨૫૦૧
શ્રી મુનિરાજે કહ્યું: હે રાજા! તમે ભવ્ય છો, તમારી ભાવના ઉત્તમ છે, આગામી
મનુષ્યભવમાં તમે ભરતક્ષેત્રના તીર્થંકર થવાના છો. રત્નત્રય પ્રત્યેની તમારી ભક્તિ
પ્રશંસનીય છે. તે રત્નત્રયની ઉપાસના માટેનું વ્રતવિધાન હું સંક્ષેપમાં કહું છું–તે
સાંભળો.
ભાદ્રમાસમાં સુદ ૧૩–૧૪–૧૫ એ ત્રણ દિવસો રત્નત્રયવિધાનના ઉત્તમ દિવસો
છે. રત્નત્રયવ્રતનો ઉપાસક જીવ શ્રદ્ધાભક્તિપૂર્વક આગલે દિવસે જિનમન્દિરમાં જઈ
પૂજન કરે, શ્રીગુરુ પાસે જઈને આત્મહિતકારી આગમ સાંભળે, મુનિરાજનો સુયોગ
બની જાય તો તેમને તથા અન્ય સાધર્મીઓને આદરથી આહારદાનાદિ કરે, ને
રત્નત્રયવ્રતનો સંકલ્પ કરીને અત્યંત આનંદ ઉલ્લાસપૂર્વક તેનો પ્રારંભ કરે. પછી ૧૩–
૧૪–૧૫ ત્રણે દિવસે ઉપવાસ (અથવા શક્તિમુજબ એકાશન વગેરે) કરે; આરંભકાર્યો
છોડી ગૃહવાસથી વિરક્તપણે રહે, સત્સંગમાં ને ધર્મધ્યાનમાં વિશેષપણે રહીને
રત્નત્રયના સ્વરૂપનું ચિંતન કરે, તેની પ્રાપ્તિ કેમ થાય તેનો ઉપાય વિચારીને અંદર
તેનો વિશેષ પ્રયત્ન કરે. પ્રતિદિન જિનમંદિરે જઈ સાધર્મીજનોના સમૂહ સાથે ઠાઠમાઠથી
જિનદેવની પૂજા ઉપરાંત રત્નત્રયધર્મની સ્થાપનાપૂર્વક મહાન ઉલ્લાસપૂર્વક તેનું પૂજન
કરે. (જાપ વગેરે વિશેષ વિધિનો યોગ બને તો તે વિધિ પણ કરવી.) (સુવિધા
અનુસાર માહ અને ચૈત્રમાસના ત્રણ દિવસોમાં પણ રત્નત્રય–ઉપાસનાની વિધિ
કરવી.) ઉપાસનાના દિવસોમાં હંમેશાંં પ્રાતઃકાળમાં વીતરાગતાના અભ્યાસરૂપ (એટલે
કે શુદ્ધોપયોગના પ્રયોગરૂપ) સામાયિક કરવી. દિવસે તેમજ રાત્રે પ્રમાદ છોડીને
આત્મસન્મુખભાવોનો અભ્યાસ કરવો, રત્નત્રયવંત મુનિઓનું જીવન ચિંતવીને તેની
ભાવના કરવી; તથા રત્નત્રયવંત જીવો પ્રત્યે બહુમાનથી રત્નત્રયની આનંદમય ભક્તિ
ચર્ચા વગેરે કરીને, આત્માને રત્નત્રય પ્રત્યે ઉત્સાહિત કરવો.
–આ રીતે શુદ્ધરત્નત્રય પ્રત્યે તીવ્ર ભક્તિ ને પ્રેમના ગદ્ગદ્ભાવે મહાન આનંદ
ઉલ્લાસપૂર્વક ત્રણ દિવસ પૂજનાદિ કરીને, ચોથા દિવસે તેની પૂર્ણતા નિમિત્તે મહાન
ઉત્સવપૂર્વક જિનેન્દ્રદેવનો અભિષેક કરવો. પૂજન, શાસ્ત્રશ્રવણ, ધર્માત્માઓનું સન્માન–
આહારદાનાદિ કરીને પછી પ્રસન્નચિત્તે પોતે પારણું કરવું; ને આ પ્રસંગે દાનાદિ દ્વારા
ધર્મપ્રભાવના કરવી. –આ પ્રમાણે ત્રણ વર્ષ સુધી (અગર ભાવના મુજબ પાંચ કે તેર
વર્ષ સુધી કરીને પછી દેવ–ગુરુ–ધર્મના મહાન ઉત્સવ–ભક્તિપૂર્વક તેનું ઉદ્યાપન કરીને,
તન–મન–ધનથી–શાસ્ત્રથી અનેક પ્રકારે ઉલ્લાસપૂર્વક રત્નત્રયધર્મનો ઉદ્યોત થાય, ને
સર્વત્ર તેનો મહિમા પ્રસરે –એ રીતે પ્રભાવના કરવી. જિનમંદિરમાં ત્રણ છત્ર, ત્રણ
કળશ, ત્રણ શાસ્ત્ર વગેરે અનેક પ્રકારની ત્રણ–ત્રણ વસ્તુઓનું દાન કરવું, સાધર્મીઓનું
સન્માન કરવું. (દેશ–કાળની પરિસ્થિતિ અનુસાર વર્તવું ને જ્ઞાન–શાસ્ત્રપ્રચારની
મુખ્યતા રાખવી.) હે રાજન! આ પ્રમાણે રત્નત્રયવંતનું વિધાન જાણો.

PDF/HTML Page 18 of 45
single page version

background image
: ભાદરવો : ૨૫૦૧ આત્મધર્મ : ૧૫ :
શ્રી મુનિરાજ પાસેથી રત્નત્રયવ્રતનું વિધાન સાંભળીને વૈશ્રવણરાજાને ઘણો હર્ષ
થયો. ને મુનિરાજને વંદન કરીને રાજમહેલે આવ્યો. તેણે રત્નત્રયવ્રત–વિધાનનો મહાન
ઉત્સવ કરીને, તેના ઉદ્યાપન વડે જૈનધર્મની મહાન પ્રભાવના કરી.
–એ રીતે ધર્મનું આચરણ કરતા–કરતા એક દિવસ તે વૈશ્રવણરાજા વનવિહાર
કરવા ગયા; જતી વખતે રસ્તામાં એક સુંદર વડનું ઝાડ દેખ્યું ને પાછા ફરતાં તે ઝાડ
વીજળી પડવાથી ભસ્મીભૂત થઈ ગયેલું જોયું. –આવી ક્ષણભંગુરતા દેખીને રાજાનું ચિત્ત
એકદમ સંસારથી વિરક્ત થઈ ગયું. ઉત્તમ બાર વૈરાગ્યભાવનાપૂર્વક, સંસાર–ભોગ
છોડીને, શરીરનું પણ મમત્વ છોડીને, શ્રીનાગ નામના મુનિરાજ સમીપ જઈને જિનેશ્વરી
દીક્ષા અંગીકાર કરી ને આત્મધ્યાનમાં શુદ્ધોપયોગવડે સમ્યક્રત્નત્રયદશા પ્રગટ કરી;
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર વડે મોક્ષના સાક્ષાત્ આરાધક થયા.
રત્નત્રયધારી તે વૈશ્રવણ મુનિરાજે દર્શનશુદ્ધિ વગેરે ૧૬ ભાવના વડે
તીર્થંકરનામકર્મ બાંધ્યું; બાર અંગના જ્ઞાન વડે તેઓ શ્રુતકેવળી થયા; પછી અનુક્રમે
સમાધિમરણ કરી, અપરાજિત વિમાનમાં અહમિન્દ્ર થઈ, આ ભરતક્ષેત્રમાં બંગપ્રાંતની
મિથિલા નગરીમાં અવતાર લઈ, રત્નત્રયધર્મના પ્રતાપે ૧૯ મા મલ્લિનાથ તીર્થંકર થયા,
અને દિવ્યધ્વનિવડે જગતના જીવોને રત્નત્રયધર્મનો માર્ગ બતાવ્યો. તે માર્ગ આજે પણ
જયવંત વર્તે છે.
તે મલ્લિનાથ તીર્થર્ંકરને નમસ્કાર હો.
રત્નત્રય–ધર્મ જયવંત વર્તો.
સમ્યગ્દ્રષ્ટિ–ધર્માત્માને નિદ્રાઅવસ્થા વખતે ચક્ષુ વગેરે
ઈન્દ્રિયવિષયોમાં ભલે પ્રતિબંધ હો, પરંતુ તે વખતેય
અતીન્દ્રિયસ્વભાવી પોતાનો આત્મા, તેની પ્રતીતરૂપ આત્મદર્શનમાં
તેને કોઈ પ્રતિબંધ નથી. જાગતી વખતે જેવી આત્મશ્રદ્ધા છે, ઊંઘતી
વખતે પણ તેવી જ આત્મશ્રદ્ધા વર્તી રહી છે. માટે જ્ઞાનીને સદા જાગૃત
કહ્યા છે...તેની જ્ઞાનચેતના એવી જાગૃત છે કે પોતાના સ્વકાર્યને ઊંઘ
વખતેય તે છોડતી નથી. “વાહ જ્ઞાની! ધન્ય તારી જાગૃત ચેતના! ”

PDF/HTML Page 19 of 45
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : ભાદરવો : ૨૫૦૧
વીરનાથના ઉપદેશમાં આત્માને ઉપયોગસ્વરૂપ કહ્યો છે.
સાચું જીવન એટલે ચેતનમય જીવન; તે જીવવાની રીત
આત્માનો સ્વભાવ સદા શુદ્ધ ચેતનાલક્ષણરૂપ છે; તે ચેતનાને જ શુદ્ધધર્મ
ભગવાને કહ્યો છે. તેમાં રાગરૂપ ભાવકર્મ નથી, તેમ જ જડકર્મ પણ નથી. આ રીતે
કર્મથી વિમુક્ત ચેતનાસ્વરૂપે આત્માને ચેતવો–અનુભવવો તે જ શુદ્ધધર્મ છે.
શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી જોતાં બધા આત્મા સદા શુદ્ધ ચેતનાલક્ષણસંપન્ન છે. આવા
આત્માના અનુભવરૂપ ચેતનાધર્મ તે મોક્ષમાર્ગ છે.
રાગાદિ વિકલ્પમાં ચેતના નથી, ને ચેતનામાં રાગાદિ નથી. રાગાદિ તે કાંઈ
આત્માનું સ્વલક્ષણ નથી. રાગ વગરનો આત્મઅનુભવ સંભવે છે પણ ચેતના વગરનો
આત્મઅનુભવ અસંભવ છે.
–આ રીતે સ્પષ્ટ ભેદજ્ઞાન કરીને, રાગથી જુદી પરિણમતી જે જ્ઞાનચેતના તેના
વડે આત્મા લક્ષમાં આવે છે, ને તે ચેતના જ આત્માનું લક્ષણ છે. આવા સ્વધર્મરૂપ
લક્ષણ વડે આત્મા લક્ષિત થાય છે–એમ જિનશાસનમાં સર્વજ્ઞદેવે કહ્યું છે.
સર્વજ્ઞ–જ્ઞાનવિષે સદા ઉપયોગલક્ષણ જીવ છે;
તે કેમ પુદ્ગલ થઈ શકે કે ‘મારું આ’ તું કહે અરે!
(સમયસાર ગાથા. ૨૪)
ઉપયોગલક્ષણ વડે અંદરમાં શરીરથી વિલક્ષણ તારા આત્માને શોધ,
ચૈતન્યભાવમાં કેલિ કરતું તારું સત્ત્વ દેખીને તને મહા આનંદ થશે.
ચેતના તે આત્માનો અસલી સ્વભાવભૂત ધર્મ છે. રત્નત્રયધર્મનું લક્ષણ પણ
ચેતના જ છે; ચેતનાના અનુભવમાં રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ સમાય છે. મુક્તિ તે
સર્વકર્મથી તેમ જ સર્વ રાગથી રહિત ચૈતન્યદશા છે, તે મુક્તિનો ઉપાય પણ
શુભાશુભરાગ વગરનો તેમ જ જડકર્મના સંબંધ વગરનો એવો શુદ્ધ ચૈતન્યભાવ છે.
શુદ્ધનયથી આત્માનો સ્વભાવ સર્વકર્મથી વિમુક્ત ઉપયોગસ્વરૂપ છે, તેને
ઓળખીને તેમાં એકાગ્ર થતાં શુદ્ધ સમ્યગ્જ્ઞાન–દર્શન–ચારિત્ર પ્રગટ્યા તે મોક્ષમાર્ગ છે. તેને
શુદ્ધચેતના પણ કહેવાય છે. આવો ધર્મ તે કર્મથી છૂટવાનો માર્ગ છે. આવી શુદ્ધાત્માની

PDF/HTML Page 20 of 45
single page version

background image
: ભાદરવો : ૨૫૦૧ આત્મધર્મ : ૧૭ :
ઉપાસનાનું અલૌકિક વર્ણન સમયસારમાં છે. અહો, સમયસારમાં તો બહુ ગંભીરતા છે.
મોક્ષના માર્ગરૂપ જે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે તે ત્રણેય શુદ્ધ ચેતનારૂપ છે,
રાગરૂપ નથી કે દેહની ક્રિયારૂપ નથી. આવા રત્નત્રયરૂપ શુદ્ધચેતના તે આત્માનો ધર્મ
છે, આત્માનો સ્વભાવ છે. ‘ચેતના’ ને રત્નત્રયધર્મનું લક્ષણ કહ્યું છે પણ રાગને લક્ષણ
નથી કહ્યું; રાગનો તો તેમાં અભાવ છે, એટલે રત્નત્રયમાં ક્યાંય રાગ ન આવે;
રત્નત્રય રાગ વગરનાં છે અને તે જ મોક્ષનું સાધન છે. આવા રાગ વગરનાં રત્નત્રય
તે જ મહાવીરપ્રભુનો વીતરાગમાર્ગ છે; તે માર્ગે મોક્ષ પમાય છે.
જુઓ, મોક્ષમાર્ગમાં રત્નત્રયને રાગ વગરનાં લીધા છે, ને તેને ચેતનાનો ધર્મ
કહ્યો છે. વ્યવહાર રત્નત્રયમાં જે રાગનો ભાગ છે તે કાંઈ ચેતનાનો ધર્મ નથી. રાગ તે
આત્માનો સ્વભાવ નથી પણ બંધનો સ્વભાવ છે; તે તો કર્મ બાંધનાર છે, તે કાંઈ
જીવને કર્મથી છોડાવનાર નથી. અને ચેતનારૂપ રત્નત્રયધર્મ તો કર્મથી વિવર્જિત છે.
પૂજા–દાન વગેરેના શુભરાગને ભગવાને લૌકિકધર્મ કહ્યો છે પણ મોક્ષના કારણરૂપ
પરમાર્થધર્મ તે નથી; પરમાર્થધર્મ તો રાગ વગરનો છે. આવા રાગ વગરના રત્નત્રયની
આરાધના તે મહાવીરપ્રભુનો માર્ગ છે, તે જૈનશાસન છે.
જૈનશાસનમાં ત્રણેકાળે ધર્મનું આવું સ્વરૂપ ઓળખવું. ભરતમાં ઐરવતમાં કે
વિદેહક્ષેત્રમાં સદાય આવો ચેતનાલક્ષણરૂપ આત્મધર્મ છે, તેમાં રત્નત્રય સમાય છે ને તે
જ મોક્ષમાર્ગ છે. આવા માર્ગને ઓળખીને ચેતનાના અનુભવની નિરંતર ભાવના કરવા
જેવી છે. તે જ અહિંસાધર્મનો મૂળ પાયો છે.
• • •
ઉપયોગસ્વરૂપની અનુભૂતિ એ જ સાચું જીવન છે.
આયુકર્મ વગર જીવી શકાય?
–હા, સાચું જીવન આયુકર્મ વગર જ જીવી શકાય છે. અનંત સિદ્ધભગવંતો
આયુ વગર એવું જીવન જીવે છે. જીવના પ્રાણ ચૈતન્ય છે. (आत्मद्रव्यहेतुभूत
चैतन्यमात्र भावधारणलक्षणा जीवत्व शक्तिः।) ચૈતન્યમાત્ર ભાવને ધારણ કરીને સદા
જીવે એવી આત્માની જીવત્વશક્તિ છે, એટલે જીવ સદા ચૈતન્ય–જીવનથી જીવનારો છે,
આયુકર્મથી નહિ.
જો આયુકર્મથી જીવ જીવતો હોત તો બધા સિદ્ધભગવંતો મરી જાત.
આયુના અભાવમાં કાંઈ જીવનો અભાવ હોતો નથી.