Atmadharma magazine - Ank 384
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 6

PDF/HTML Page 1 of 106
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૩૨
સળંગ અંક ૩૮૪
Version History
Version
Number Date Changes
001 Jan 2005 First electronic version.

PDF/HTML Page 2 of 106
single page version

background image
ધર્મચક્ર ધારક પ્રભો! કર્યો ધરમ–ઉદ્યોત;
વંદું છું તુમ ચરણમાં, પ્રગટે આતમજ્યોત.
આત્મ ધર્મ
અહા, ચૈતન્યમાં લીન રહીને કેવા મજાના
અતીન્દ્રિય આનંદને જ આપ ધ્યાવી રહ્યા
છો! એ મહા આનંદનું સ્મરણ
પણ આનંદ–મંગલકારી છે.
તંત્રી : પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદક : બ્ર. હરિલાલ જૈન
(૩૮૪)

PDF/HTML Page 3 of 106
single page version

background image



રુ રુ
મહાવીર – વંદના
पणमामि वड्ढमाणं तिथ्थं धम्मस्स कत्तारं
ઉપરોક્ત સૂત્રદ્વારા કુન્દકુન્દસ્વામીએ જે પરમાત્માને
પ્રણામ કર્યો છે, જેઓ પ્રવર્તમાન ધર્મ–તીર્થના નાયક છે અને
જેમના નિર્વાણગમનના અઢીહજારવર્ષનો મંગલઉત્સવ એક
વર્ષથી આપણે ઊજવી રહ્યા છીએ, તે સર્વજ્ઞ પરમદેવ વર્દ્ધમાન
મહાવીરપ્રભુ પ્રત્યે સમ્યક્ભક્તિની અંજલિરૂપે આ વિશેષાંક
પ્રગટ કરતાં મારું હૃદય હર્ષ–આનંદ અને તૃપ્તિ અનુભવે છે.
ભરતક્ષેત્રમાં ધર્મચક્રનું પ્રવર્તન કરનારા વીરપ્રભુ તો
અઢીહજાર વર્ષ થયા મોક્ષપુરીમાં પધારી ગયા...ધ્રુવ–અચલ ને
અનુપમ એવી સિદ્ધગતિને તેઓ પામ્યા....આજે અઢીહજાર વર્ષ
બાદ પણ આપણે માટે એ પરમ હર્ષનું કારણ છે કે–શ્રી
વીરપ્રભુએ બતાવેલો મોક્ષનો માર્ગ આજે પણ ચાલી રહ્યો છે,
ને એ માર્ગમાં આપણને અપુનર્ભવના હેતુની પ્રાપ્તિ થાય છે.
અહા, કેવો આનંદમય માર્ગ!
–આવા સુંદર માર્ગના પ્રણેતા પ્રભુ મહાવીરદેવને
સમ્યક્સ્વરૂપે ઓળખીને, ‘આનંદપૂર્વક તે પ્રભુના મંગલમાર્ગે
જઈએ–એવી ભાવનાસહિત, પરમ ઉપકારી શાસનનાયક પ્રભુ
પ્રત્યે મોક્ષકલ્યાણકની અંજલિ અર્પીએ છીએ. –હરિ.....

PDF/HTML Page 4 of 106
single page version

background image
: આસો : ૨૫૦૧ આત્મધર્મ : ૧ :
સર્વજ્ઞની સ્તુતિ
સ્વયંભૂ–સ્તોત્રમાં મુનિસુવ્રત ભગવાનની સ્તુતિ કરતાં
ભાવતીર્થંકર એવા શ્રી સમન્તભદ્રસ્વામી કહે છે કે–
स्थिति–जनन–निरोधलक्षणं चरमचरं च जगत प्रतिक्षणम्।
इति जिन! सकलज्ञ–लाञ्छनं वचनमिदं बदतांवरस्य ते।।४।।
પ્રવક્તાઓમાં શ્રેષ્ઠ એવા હે જિનેન્દ્રદેવ! ‘ચર અને અચર એવું
આ સમસ્ત જગત પ્રત્યેક ક્ષણે સ્થિતિ–ઉત્પત્તિ અને વ્યયલક્ષણવાળું છે.’
–આપનું આ વચન આપની સર્વજ્ઞતાનું ચિહ્ન છે.
ભગવાને સમસ્ત વસ્તુને, એક જ સમયમાં ધ્રુવ–ઉત્પાદ–વ્યય
એવા ત્રણ સ્વરૂપે દેખી અને તેવું જ સ્વરૂપ બતાવ્યું–તે જ સર્વજ્ઞતાની
નિશાની છે. સર્વજ્ઞ સિવાય બીજા કોઈ, વસ્તુને એકસમયમાં ઉત્પાદ–
વ્યય–ધ્રુવરૂપ જાણી શક્યા નથી, કે કહી શક્યા નથી; એટલે ઉત્પાદ–
વ્યય–ધ્રુવરૂપ વસ્તુસ્વરૂપને જેઓ જાણે છે તેઓ જ સર્વજ્ઞની સાચી સ્તુતિ
કરી શકે છે; એકાંતવાદીઓ સર્વજ્ઞની સાચી સ્તુતિ કરી શકતા નથી.
સર્વજ્ઞદેવે કહેલા ઉત્પાદ–વ્યય–ધ્રુવસ્વરૂપની ઓળખાણ તે જ સર્વજ્ઞની
સાચી સ્તુતિ છે.

PDF/HTML Page 5 of 106
single page version

background image
: ૨ : આત્મધર્મ : આસો : ૨૫૦૧
વૈરાગ્ય ભીની વિદાય
હે બંધુજનો! હું તમારી વિદાય લઉં છું.....જેને
જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ છે એવો આ આત્મા આજે
આત્મારૂપી જે પોતાનો અનાદિબંધુ તેની પાસે જાય છે.
જ્ઞાનતત્ત્વના નિર્ણય ઉપરાંત મોક્ષાર્થીજીવ જ્યારે ચારિત્ર
દશા અંગીકાર કરવા જાય છે ત્યારે કુટુંબ પરિવાર પાસે તત્ત્વજ્ઞાન
સહિત અતિશય વૈરાગ્યપૂર્વક વિદાય લ્યે છે–તેનું વર્ણન મુમુક્ષુના
ચિત્તને સંસારથી એકદમ ઊઠાડી મુકે છે....ને પછી દુઃખથી સર્વથા
છૂટવાનો અભિલાષી તે મોક્ષાર્થી જીવ જ્યારે ચારિત્રવંત
કુંદકુંદસ્વામી જેવા આચાર્યભગવંત પાસે જઈને, તેમના ચરણે
પડીને ઈષ્ટની પ્રાર્થના કરે છે કે પ્રભો! શુદ્ધાત્માની ઉપલબ્ધિરૂપ
સિદ્ધિથી મને અનુગૃહીત કરો! પછી શ્રી ગુરુ તેને દીક્ષા આપે છે
કે–, આ શુદ્ધાત્માની ઉપલબ્ધિરૂપ સિદ્ધિ! બસ, પછી દીક્ષિત
થયેલો તે જીવ નિર્વિકલ્પધ્યાનવડે મુનિ થઈને મોક્ષમાર્ગમાં વિચરે
છે.–આવા દીક્ષામહોત્સવનું આનંદકારી વર્ણન સાંભળતાં આત્મા
પ્રશાંતરસમાં ઝુલવા માંડે છે...અહા! જાણે મુનિવરોના ટોળાં
આપણી સન્મુખ બિરાજતા હોય! ને શાંતરસના ફૂવારા ચારેકોર
ઊછળી રહ્યા હોય!–તેની વચ્ચે બેઠા હોઈએ! એવી શાંતઉર્મિઓ
ગુરુદેવના પ્રવચન સાંભળતાં ઊલ્લસતી હતી...અને એવી
ભાવના જાગતી હતી કે અહા, પરમાત્માના પંથે વિચરતા એવા
કોઈ વીતરાગ સંતમુનિ પધારે ને તેમની પાછળ–પાછળ તેમના
માર્ગે ચાલ્યા જઈએ...
અહા, ગુરુદેવ કહે છે કે જેને મોક્ષ સાધવો હોય તેણે આવી
મુનિદશાનું ચારિત્ર અંગીકાર કર્યે છૂટકો છે, જેની અંદર
શુદ્ધોપયોગનું જોર છે ને જે અતીન્દ્રિય આનંદથી ભરપૂર છે
–એવી મુનિદશાના અપાર મહિમાપૂર્વક આ પ્રવચન વાચો...ને
એવી મુનિભાવનાની મંગલ મોજ જાણો. (સં.)

PDF/HTML Page 6 of 106
single page version

background image
: આસો : ૨૫૦૧ આત્મધર્મ : ૩ :
પ્રવચનસારમાં પહેલાં બે અધિકાર દ્વારા જ્ઞાનતત્ત્વ અને સ્વ–પર
જ્ઞેયતત્ત્વોનું સ્વરૂપ બતાવીને આચાર્યદેવ કહે છે કે, અમારો આત્મા આ
સંસારના દુઃખથી મુક્ત થવાનો અર્થી હતો; તેથી અમે આવા જ્ઞાનતત્ત્વ અને
જ્ઞેયતત્ત્વોનો યથાર્થ નિર્ણય કર્યો છે. પંચપરમેષ્ઠી ભગવંતોને ભાવનમસ્કાર
કરીને સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન ઉપરાંત શુદ્ધોપયોગ વડે વીતરાગી
સામ્યભાવરૂપ મુનિદશા પ્રગટ કરી છે. અમે અમારા અનુભવથી કહીએ છીએ કે
હે જીવો! દુઃખથી છૂટવા માટે તમે પણ આ જ માર્ગને અંગીકાર કરો. જેનો
આત્મા દુઃખથી મુક્ત થવાનો અર્થી હોય તે અમારી જેમ સમ્યગ્દર્શન–જ્ઞાનપૂર્વક
ચારિત્રદશાને અંગીકાર કરો. તે ચારિત્રદશા અંગીકાર કરવાનો જે યથાનુભૂત
–અનુભવેલો માર્ગ, તેના પ્રણેતા અમે આ ઊભા!
(વાહ, જાણે આચાર્ય ભગવાન સામે સાક્ષાત્ જ ઊભા હોય, ને
શિષ્યજનને મુનિદીક્ષાની પ્રેરણા કરતા હોય! એવું અદ્ભુત વૈરાગ્યરસભીનું
વર્ણન આ ચારિત્ર અધિકારમાં છે.)
અહા જુઓ, આ દુઃખથી છૂટવાનો માર્ગ! સાધુદશા શું ચીજ છે તેની
લોકોને ખબર નથી. અંતરમાં જેણે ચૈતન્યનિધાન દેખ્યા હોય, જેને જ્ઞાનજ્યોતિ
પ્રગટી હોય ને ચૈતન્યના નિધાનને ખોલવાના પ્રયત્નમાં જેઓ સતત પરાયણ
વર્તતા હોય–એવા જીવોને ચૈતન્યમાં લીનતાથી ચારિત્રદશા ને સાધુદશા હોય છે.
આચાર્યભગવાન નિઃશંકતાથી કહે છે કે એવી દશા અમને પ્રગટી છે, અમારા
સ્વાનુભવથી અમે તેનો માર્ગ જાણ્યો છે...બીજા જે મુમુક્ષુઓ દુઃખથી છૂટવા માટે
ચારિત્રદશા લેવા માગતા હોય–તેમને માર્ગ દેખાડનારા અમે આ ઊભા!
જેને સમ્યગ્દર્શન થયું હોય, જ્ઞાનજ્યોતિ ઝળકી હોય, અને હવે મુનિ
થઈને ચૈતન્યના પૂર્ણાનંદને સાધવા માગતો હોય, કષાયોના કલેશરૂપ દુઃખોથી
અત્યંતપણે છૂટીને ચૈતન્યની પરમશાંતિમાં ઠરવા માંગતો હોય, તે જીવ શું કરે
છે? પંચપરમેષ્ઠી ભગવંતોને ફરી ફરી નમસ્કાર કરીને, જે મુનિ થવા ઈચ્છે છે તે
મુમુક્ષુ પ્રથમ તો વૈરાગ્યપૂર્વક બંધુવર્ગની વિદાય લે છે: અહો, આ પુરુષના
શરીરના બંધુવર્ગમાં વર્તતા આત્માઓ! આ પુરુષનો આત્મા જરાપણ તમારો
નથી–એમ નિશ્ચયથી તમે જાણો. જ્ઞાનતત્ત્વના નિશ્ચયવડે સર્વત્ર મમતા છોડીને
હવે હું તમારી વિદાય લઉં છું. જેને જ્ઞાનજ્યોતિ પ્રગટી છે એવો હું આજે
આત્મારૂપી મારો જે અનાદિબંધુ તેની પાસે જાઉં છું. અરે, સમસ્ત અન્ય
દ્રવ્યોથી ભિન્ન, હું તો એક જ્ઞાનસ્વરૂપ

PDF/HTML Page 7 of 106
single page version

background image
: ૪ : આત્મધર્મ : આસો : ૨૫૦૧
અનાદિઅનંત ચૈતન્ય છું, મારો ખરો બંધુવર્ગ તો જ્ઞાન–આનંદ વગેરે અનંત
ગુણો છે કે જે સદાય મારી સાથે જ છે. બહારના આ બંધુવર્ગ–સગાંસંબંધી તે
ખરેખર અમારાં નથી, અમે હવે નિર્મોહ થઈને ચૈતન્યની શુદ્ધતાને સાધવા માટે
જંગલમાં જશું. જુઓ, આ ધર્મીનો વૈરાગ્ય! ચૈતન્યની મસ્તી જાગી, વૈરાગ્યનો
પાવર ફાટ્યો....તે હવે સંસારના પીંજરામાં નહીં રહે. અમારો અમારા
સંસારના કલેશથી થાક્યો છે....અમારું સ્થાન હવે વનમાં.... ચૈતન્યની શાંતિમાં
જ છે. વનના સિંહ અને વાઘની વચ્ચે જઈને અમે અમારા ચૈતન્યને સાધશું....
ને સમભાવમાં રહેશું. ચૈતન્યતત્ત્વનું ભાન અને અનુભૂતિ તો પહેલાંં થયા છે,
હવે તેની પૂર્ણતાને સાધવા માટે આ રીતે વૈરાગ્યપૂર્વક મોક્ષાર્થી જીવ મુનિ થાય
છે.
અહો, બંધુવર્ગના આત્માઓ! હું જરાય તમારો નથી, ને તમે જરાય મારાં
નથી–એમ નિશ્ચયથી તમે જાણો...એક જ્ઞાનસ્વભાવ જ અમારો છે, જગતમાં બીજું
કાંઈ અમારું નથી–એમ મેં જાણ્યું છે, જ્ઞાનજ્યોતિ મને પ્રગટ થઈ છે. મારો
ચૈતન્યસ્વરૂપ આત્મા જ મારો સાચો બંધુ છે, એને મેં ઓળખ્યો છે–તેથી મારા
અનાદિના સાચા બંધુ પાસે જ હવે હું જાઉં છું....એટલે હવે તમારી વિદાય લઉં છું.
હવે અમે મોહરહિત થઈને અમારા ચૈતન્યની શાંતિમાં ઠરશું ને સિદ્ધપદને સાધશું.
જુઓ, આ જ્ઞાનીનો વૈરાગ્ય! આ ચારિત્રદશાની તૈયારી! તે વૈરાગીજીવ
પિતા તથા માતા પાસે જઈને વૈરાગ્યપૂર્વક કહે છે કે હે પિતા! હે માતા! આ
પુરુષનો આત્મા તમારા આત્માથી ઉત્પન્ન થયો નથી–એમ નિશ્ચયથી તમે જાણો. મેં
મારા આત્માને બધાથી ભિન્ન જાણ્યો છે, તેથી હવે બધા સાથેનો મોહસંબંધ છોડીને,
વૈરાગ્યથી હું મારા આત્માને સાધવા માંગું છું; માટે તમે મને રજા આપો. જેને
જ્ઞાનજ્યોતિ પ્રગટી છે એવો આ આત્મા આજે પોતાના આત્મા પાસે જાય છે.
એટલે કે પોતે પોતામાં લીન થાય છે. આત્મા જ પોતાનો અનાદિનો જનક છે
–પોતે જ પોતાની નિર્મળપર્યાયરૂપ પ્રજાનો ઉત્પાદક છે. આવા અમારા આત્માને
અને અનુભવમાં લીધો છે ને હવે મુનિ થઈને આત્માના કેવળજ્ઞાન–નિધાનને
ખોલશું.–આવી ભાવનાથી પિતા–માતા પાસે વિનયથી રજા લે છે.
અહા, ધર્મકાળમાં તો આવા ઘણાઘણા પ્રસંગો બનતા. નાના
કલૈયાકુંવર જેવા રાજપુત્રો પણ અંદર આત્માનો અતીન્દ્રિયઆનંદ દેખીને
વૈરાગ્ય પામતા ને દીક્ષા લેતા. નાના હાથમાં નાનકડું કમંડળ ને નાનકડી
મોરપીંછી લઈને મહાન ચૈતન્યની

PDF/HTML Page 8 of 106
single page version

background image
: આસો : ૨૫૦૧ આત્મધર્મ : ૫ :
ધૂનમાં મસ્ત એ મુનિ ચાલ્યા આવતા હોય...અહા! એ તો જાણે નાનકડા સિદ્ધ–
ભગવાન! અત્યારે અહીં તો એવા મુનિરાજના દર્શન પણ દુર્લભ થઈ ગયા છે.
અરે, તત્ત્વજ્ઞાન પણ જ્યાં દુર્લભ થઈ ગયું છે ત્યાં મુનિદશાની તો શી વાત! મુનિ–
દશા પાછળ તો જ્ઞાયકતત્ત્વના શ્રદ્ધા–જ્ઞાનનું અપાર બળ છે, તે ઉપરાંત
શુદ્ધોપયોગી વીતરાગપરિણામ થાય ત્યારે મુનિદશા હોય છે. મુનિદશા એ તો
પરમેષ્ઠી પદ છે; ઈન્દ્રો અને ચક્રવર્તીઓ પણ ભક્તિથી તેનો આદર કરે છે.
કેવળજ્ઞાન લેવાની જેમાં તૈયારી છે–એ મુનિદશાના મહિમાનું શું કહેવું! આચાર્યદેવ
કહે છે કે દુઃખથી જેને મુક્ત થવું હોય તેઓ આવી ચારિત્રદશા અંગીકાર કરો.
આવી દશા વગર મોક્ષ થતો નથી.
આત્મજ્ઞાન ઉપરાંત પરમવૈરાગ્યથી જે મુનિ થવા ઉદ્યમી થયો છે તે મુમુક્ષુ
પિતા–માતા–સ્ત્રી–પુત્રાદિ પાસે રજા માંગે છે. કોઈ જીવો ઘરે રજા માંગવા ન આવે
ને સીધા જ મુનિ થઈ જાય–એમ પણ બને છે. પણ જેને એવો પ્રસંગે હોય તે જીવ
બંધુવર્ગ પાસે કેવા વૈરાગ્યથી રજા માંગે છે–તેનું આ વર્ણન છે. તે જીવે પોતાના
આત્માને જેમ દેહથી ભિન્ન જાણ્યો છે તેમ સામા આત્માઓને પણ દેહથી ભિન્ન
જાણ્યા છે, તેથી તે આત્માને સંબોધીને કહે છે કે હે રમણીના આત્મા! આ મારા
જ્ઞાનમય આત્માને રમાડનાર તું નથી–એમ તું નિશ્ચયથી જાણ. મેં મારા ચૈતન્યના
અતીન્દ્રિયસુખને જાણ્યું છે, તે સુખમાં જ હવે હું રમીશ. બાહ્યવિષયોમાં સ્વપ્નેય
સુખ ભાસતું નથી. હવે તો મારી સ્વાનુભૂતિરૂપી જે અનાદિ રમણી–તેમાં જ
રમણતા કરીશ...જેને જ્ઞાનજ્યોતિ પ્રગટી છે–એવો હું આજે મારી સ્વાનુભૂતિ પાસે
જાઉં છું.–માટે તું મને વિદાય આપ!
એ જ રીતે પુત્ર કે ભાઈ–બેન વગેરે હોય તેના આત્માને પણ કહે છે કે
હે આત્માઓ! આ આત્મા તમારો જરાપણ નથી, ને તમે આ આત્માના
જરાપણ નથી, મેં જનક થઈને પુત્રના આત્માને ઉપજાવ્યો નથી. હે પુત્ર! તારો
આત્મા અનાદિ સત્પદાર્થ, તેને મેં ઉપજાવ્યો નથી, તેથી તું ખરેખર મારો જન્ય
નથી.–આમ જાણીને તું આ આત્માનો મોહ છોડ! મારો ખરો જન્ય, જે નિર્મળ
પર્યાયરૂપી સંતતિ, તેની પાસે હું જાઉં છું. મને જ્ઞાનજ્યોતિ પ્રગટી છે, મારો
આત્મા જ મારો અનાદિ જન્ય છે,–તે જ અનાદિ બંધુ છે–તેને મેં જાણ્યો છે; હવે
હું તેની પાસે જાઉં છું,–તેમાં લીન થવા મુનિ થાઉં છું. માટે હે બંધુજનો! તમે
આ આત્માના મોહને છોડો....ને વિદાય આપો.

PDF/HTML Page 9 of 106
single page version

background image
: ૬ : આત્મધર્મ : આસો : ૨૫૦૧
એ રીતે બંધુજનોની વિદાય લઈને તે મુમુક્ષુજીવ પંચાચારને અંગીકાર
કરે છે....ને ઉત્તમ ગુણવંત આચાર્ય પાસે જઈને વિનયથી દીક્ષા માંગે છે. દીક્ષા
માટે જતાં પહેલાંં જ્યારે તે મુમુક્ષુ વૈરાગ્યથી કુટુંબીજનોને સંબોધીને રજા માંગે
છે ત્યારે તેનાં તત્ત્વજ્ઞાન ભરેલાં વૈરાગ્યવચનો સાંભળીને બીજા સુપાત્ર જીવો
પણ જ્ઞાન–વૈરાગ્ય પામે છે.
જેનો આત્મા જાગ્યો છે અને જેની અંર્તપરિણતિમાં વૈરાગ્યના ધોધ
ઊછળ્‌્યા છે–તે કાંઈ બીજાને કારણે સંસારમાં રોકાતા નથી; એને માતા–પિતા–
ભાઈ–બેન પુત્ર–સ્ત્રી વગેરેની મમતા છૂટી ગઈ છે એટલે એ તો બધાને
છોડીને, મુનિ થઈને કેવળજ્ઞાન સાધવા માટે વનમાં જાય છે. પીંજરેથી છૂટેલા
સિંહ પાછા પીંજરે પૂરાય નહિ, તેમ આત્માના જ્ઞાનપૂર્વક જેણે મોહનું પીજરું
તોડ્યું તે હવે સંસારમાં રહે નહિ.
એ રીતે વૈરાગ્યપૂર્વક બંધુજનોની વિદાય લઈને મુનિ થવા નીકળેલા તે
ધર્માત્મા જ્ઞાન–દર્શન–ચારિત્ર–તપ અને વીર્યના વ્યવહાર– પંચાચારને અંગીકાર
કરે છે,–પણ કઈ રીતે અંગીકાર કરે છે?–કે શુદ્ધ આત્માથી તેમને ભિન્ન જાણીને
હેયબુદ્ધિથી અંગીકાર કરે છે,–ત્યાં સુધી જ કે જ્યાંસુધી શુદ્ધાત્મામાં લીન ન
થવાય. શુદ્ધાત્મામાં એકાગ્ર થતાં તે પંચાચારના વિકલ્પ છૂટી જશે. જ્ઞાનાચારમાં
જ્ઞાનનું બહુમાન ગુરુવિનય વગેરે ભાવ હોય છે, દર્શનાચારમાં ધર્મવાત્સલ્ય
વગેરે અંગો છે, ચારિત્રાચારમાં પંચમહાવ્રતના પાલનનો ભાવ, એ જ રીતે
વીર્ય તથા તપના આચાર સંબંધી શુભભાવો, તેઓ શુદ્ધ આત્માથી ભિન્ન છે
–એમ તો પહેલેથી સ્વાનુભૂતિવડે જાણ્યું છે; નિશ્ચયથી તે પંચાચારના વિકલ્પો
આત્માનું સ્વરૂપ નથી પણ શુદ્ધાત્માની ઉપલબ્ધિ ન થાય ત્યાંસુધી
ભૂમિકાઅનુસાર અંશે શુદ્ધપરિણતિની સાથે તેવા વિકલ્પો પણ હોય છે,–ને
તેનાથી વિપરીત વિકલ્પો હોતાં નથી; તેથી વ્યવહારથી તેને અંગીકાર કરે છે
–એમ કહ્યું છે. પણ તે અંગીકાર કરતી વખતે જ મુનિ થનારને ભાન છે કે આ
મારા આત્માનું વાસ્તવિક સ્વરૂપ નથી. જ્યાં શુદ્ધ પરિણતિ તો થઈ છે પણ
હજી શુદ્ધોપયોગ વડે અંદરમાં લીનતા ટકતી નથી, જરીક કષાયપરિણતિ બાકી
રહી ગઈ છે ત્યાં, અશુભપરિણામના અભાવમાં એવા જ શુભપરિણામ
(પંચાચાર વગેરેના) હોય છે. પછી શુદ્ધપરિણતિની ઉગ્રતા થતાં તે પણ છૂટી
જાય છે. તેથી ઉપચારથી એમ કહ્યું કે–હે પંચાચાર! તમારા પ્રસાદથી શુદ્ધ–
આત્માની ઉપલબ્ધિ કરું ત્યાંસુધી જ તમને અંગીકાર કરું છું. પંચાચારને રાગ

PDF/HTML Page 10 of 106
single page version

background image
: આસો : ૨૫૦૧ આત્મધર્મ : ૭ :
કાયમ રાખવાની ભાવના નથી, પણ શુદ્ધસ્વરૂપમાં લીનતાની જ ભાવના છે. જો
રાગથી જ લાભ માની લ્યે એટલે તેમાં ઉપાદેયબુદ્ધિ કરે તો કાંઈ તેના પ્રસાદથી
શુદ્ધાત્માની પ્રાપ્તિ ન થાય, પણ અજ્ઞાન થાય. અહીં તો જેણે પહેલેથી પોતાના
જ્ઞાનતત્ત્વને સમસ્ત પરભાવોથી જુદું જાણ્યું છે–અનુભવ્યું છે ને હવે તેમાં જ
એકાગ્ર થઈને જે પ્રશાંત થવા તૈયાર થયો છે–એવા સમ્યગ્દ્રષ્ટિ–ધર્માત્માને
મુનિદશામાં ચારિત્રની શુદ્ધપરિણતિ સાથે પંચાચાર વગેરે કેવો વ્યવહાર હોય તેની
ઓળખાણ કરાવી છે. તેનું વિસ્તૃત વર્ણન આ પ્રવચનસારના ચારિત્રઅધિકારમાં
અલૌકિક રીતે આચાર્યદેવે કર્યું છે.
એ રીતે, દુઃખથી મુક્ત થવાનો અભિલાષી મુમુક્ષુજીવ, વૈરાગ્યપૂર્વક
કુટુંબ પરિવારની વિદાય લે છે, પંચાચારને અંગીકાર કરે છે, ને પછી
શુદ્ધાત્માની ઉપલબ્ધિને સાધનારા મહાગુણવાન આચાર્યભગવાન પાસે જઈને,
વંદન કરે છે ને વિનયપૂર્વક પ્રાર્થના કરે છે કે–
‘મુજને ગ્રહો’ કહી પ્રણત થઈ....
“હવે પ્રભો! આ સંસારનાં દુઃખોથી છૂટવા....અને શુદ્ધાત્માની પ્રાપ્તિ
કરવા હું આપના આશ્રયે આવ્યો છું; માટે શુદ્ધ આત્માની ઉપલબ્ધિરૂપ સિદ્ધિથી
મને અનુગૃહીત કરો.”
ત્યારે આચાર્ય ભગવાન તેના ઉપર અનુગ્રહ કરીને તેને મુનિદશા આપે
છે કે–‘લે, આ પ્રમાણે આ તને શુદ્ધાત્મતત્ત્વની ઉપલબ્ધિરૂપ સિદ્ધિ! ’

PDF/HTML Page 11 of 106
single page version

background image
: ૮ : આત્મધર્મ : આસો : ૨૫૦૧
વાહ, જુઓ તો ખરા, જાણે સાક્ષાત્ મુનિદશાને અંગીકાર કરવાનો
પ્રસંગ અત્યારે જ બની રહ્યો હોય! કુંદકુંદસ્વામી અત્યારે જ ચારિત્રદશા
અંગીકાર કરાવી રહ્યા હોય! એવું ભાવભીનું વર્ણન છે. આ રીતે, મુમુક્ષુ શિષ્યે
પ્રાર્થના કરીને માગેલી ઈષ્ટ મુનિદશા આચાર્ય ભગવાને તેને આપીને
અનુગૃહીત કર્યો....
પછી–
પરનો ન હું, પર છે ન મુજ, મારું નથી કંઈ પણ જગે,
–એ રીત નિશ્ચિત ને જિતેંદ્રિય સાહજિક–રૂપધર બને. ૨૦૪.
હું પરનો નથી, પર પદાર્થો મારાં નથી; આ લોકમાં મારું કાંઈ પણ નથી,
પરની સાથે મારે તત્ત્વત: કાંઈપણ સંબંધ નથી; હું તો શુદ્ધ જ્ઞાનમાત્ર છું.
છદ્રવ્યથી ભરેલા આ લોકમાં મારા એક જ્ઞાનતત્ત્વ સિવાય બીજું કાંઈપણ મારું
નથી.–આવા નિશ્ચયવાળો તે જીવ, પર સાથેનો સંબંધ તોડીને એટલે કે ઈન્દ્રિય
અને મનને જીતીને,–તેના તરફથી ઉપયોગ પાછો ખેંચીને, જિતેન્દ્રિય થઈને,
ઉપયોગને પોતાના શુદ્ધાત્મતત્ત્વમાં લીન કરતો થકો શુદ્ધાત્માને ઉપલબ્ધ કરે
છે.....અપ્રમત્ત થઈને મુનિદશા પ્રગટ કરે છે....આત્મદ્રવ્યનું જેવું સહજ શુદ્ધ
સ્વરૂપ છે તેવું પ્રગટ કરીને યથાજાત–રૂપધર બને છે.–આવી ચારિત્રદશા તે
મોક્ષની સાધક છે.
નમસ્કાર હો તે ચારિત્રવંત મુનિભગવંતના ચરણોમાં.

PDF/HTML Page 12 of 106
single page version

background image
: આસો : ૨૫૦૧ આત્મધર્મ : ૯ :
* વીતરાગ – વિજ્ઞાન – પ્રશ્નોત્તર *
(ગતાંકથી ચાલુ)
૫૦. અજ્ઞાની પુણ્ય કરીને સ્વર્ગે જાય તો તે સુખી છે?
ના; તે પણ અનાદિની સંસારની ચાલ છે.
૫૧. તો મોક્ષમાર્ગની ચાલ કઈ છે?
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે મોક્ષમાર્ગની ચાલ છે.
૫૨. અહીં સમ્યગ્જ્ઞાનને કોનું કાર્ય કહ્યું છે?
સમ્યગ્જ્ઞાન તે સમ્યગ્દર્શનનું કાર્ય છે.
૫૩. સમ્યગ્જ્ઞાનને શુભરાગનું કાર્ય કેમ ન કહ્યું?
કેમકે રાગ વડે તે થતું નથી. રાગ તો સમ્યગ્જ્ઞાનથી વિરુદ્ધ જાત છે.
૫૪. સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનનું લક્ષણ શું છે?
આત્માનું સ્વરૂપ, જેમ છે તેમ શ્રદ્ધવું તે સમ્યગ્દર્શનનું લક્ષણ છે, ને
જેમ છે તેમ જાણવું તે સમ્યગ્જ્ઞાનનું લક્ષણ છે.
૫૫. ધર્માત્માનું સ્વસંવેદન કેવું છે?
અતીન્દ્રિય, આનંદરૂપ છે, મોક્ષનું કારણ છે.
૫૬. એવું સ્વસંવેદન કયા ગુણસ્થાને થાય?
ચોથા ગુણસ્થાનથી તે શરૂ થઈ જાય છે.
૫૭. સ્વસંવેદન થતાં શું થાય છે?
એકસાથે અનંતગુણમાં નિર્મળતા થવા માંડે છે.
૫૮. સમ્યગ્જ્ઞાન શું કરે છે?
બધાને જાણીને, પરભાવોથી ભિન્ન આત્માને સાધે છે.
૫૯. કોને દેખવાથી સમ્યગ્દર્શન થાય?
આત્માના સાચા સ્વરૂપને દેખવાથી સમ્યગ્દર્શન થાય છે.
૬૦. સમ્યગ્દર્શન–પર્યાય ક્યાંથી થશે?
આત્મા પોતે તે–રૂપે પરિણમશે.

PDF/HTML Page 13 of 106
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : આસો : ૨૫૦૧
૬૧. સમ્યગ્દર્શન કેવું છે?
તે આત્માનું નિજસ્વરૂપ છે, જુદું નથી.
૬૨. સમ્યક્ત્વાદિ કોઈ ગુણ રાગમાં છે?
–ના; એટલે રાગથી તે પ્રગટે નહિ.
૬૩. સમ્યગ્દર્શન થતાં શું થયું?
અનંતગુણમય પોતાનું સ્વઘર જીવે દેખી લીધું.
૬૪. આ વાત કેવી રીતે સાંભળવી?
સ્વભાવની હોંશથી સાંભળવી.
૬૫. આ સમજતાં શું થાય છે?
મોક્ષ તરફનું પરિણમન શરૂ થાય છે.
૬૬. સમ્યગ્દર્શન–જ્ઞાન–આનંદની ખાણ ક્્યાં છે?
જડમાં નથી, રાગમાં નથી, આત્મામાં છે.
૬૭. આત્માનું શુદ્ધસ્વરૂપ કેવું છે?
રાગની ભેળસેળ વગરનું, શુદ્ધ જ્ઞાનમય છે.
૬૮. સમ્યગ્દ્રષ્ટિ કેવી વસ્તુને જાણે છે?
સામાન્ય–વિશેષસ્વરૂપ જાણે છે.
૬૯. સમ્યગ્દ્રષ્ટિને સન્દેહ હોય?
આત્માના સ્વરૂપમાં કે અનુભવમાં સંદેહ ન હોય.
૭૦. સમ્યગ્જ્ઞાનની સાથે શું હોય છે?
સમ્યગ્દર્શન, અતીન્દ્રિયસુખ વગેરે હોય છે.
૭૧. સમ્યગ્જ્ઞાનીને શું નથી હોતું?
તેને શંકાદિ દોષ કે મરણાદિ ભય હોતાં નથી.
૭૨. મારે અનંતભવ હશે–એવી શંકા કોને હોય?
મિથ્યાદ્રષ્ટિને હોય; સમ્યગ્દ્રષ્ટિને ન હોય.
૭૩. જ્ઞાનની સાથે રાગ હોય?
અલ્પ હોઈ શકે; અનંત ભવ થાય એવો રાગ ન હોય.
૭૪. જ્ઞાનના અસ્તિત્વમાં રાગનું અસ્તિત્વ છે?
ના; જ્ઞાન જ્ઞાનપણે છે, રાગપણે નથી.

PDF/HTML Page 14 of 106
single page version

background image
: આસો : ૨૫૦૧ આત્મધર્મ : ૧૧ :
૭૫. ધર્મીને જે અલ્પરાગ છે તે કેવો છે?
તે પણ બંધનું જ કારણ છે, મોક્ષનું નહિ.
૭૬. જ્ઞાનમાંથી શું આવે?
જ્ઞાનમાંથી મોક્ષ આવે; જ્ઞાનમાંથી સંસાર ન આવે.
૭૭. અપૂર્વ સમ્યગ્જ્ઞાન શું કરે છે?
તે સંસારચક્રને બંધ કરીને મોક્ષચક્રને ચાલુ કરે છે.
૭૮. પુણ્ય કરે પણ આત્મજ્ઞાન ન કરે તો શું મળે?
એનાથી સ્વર્ગ મળે પણ જન્મ–મરણનો અંત ન આવે.
૭૯. મોક્ષને સાધવા માટેની કળા કઈ છે?
સમ્યગ્જ્ઞાન તે મોક્ષને સાધવાની અપૂર્વ કળા છે.
૮૦. જન્મ–મરણના દુઃખને મટાડનારું અમૃત કયું છે?
સમ્યગ્જ્ઞાન જન્મ–મરણ મટાડનાર પરમઅમૃત છે.
૮૧. વીતરાગી ભેદજ્ઞાન ક્યાંસુધી ભાવવું.
કેવળજ્ઞાન થાય ત્યાં સુધી ભેદજ્ઞાનને ભાવવું.
૮૨. સમ્યક્દર્શન–જ્ઞાનને કારણ–કાર્યપણું કઈ રીતે છે?
સહચર અપેક્ષાએ કારણ–કાર્યપણું છે.
૮૩. રાગાદિને સમ્યગ્જ્ઞાનનું કારણ કેમ ન કહ્યું?
તે અશુદ્ધ છે; રાગના અભાવમાં પણ સમ્યગ્જ્ઞાન રહે છે, તેથી રાગ
તેનું કારણ નથી.
૮૪. જેમ શ્રદ્ધા–જ્ઞાનને કારણ–કાર્યપણાનો વ્યવહાર છે, તેવો બીજો ક્્યો
દાખલો છે? –અતીન્દ્રિયજ્ઞાન તે અતીન્દ્રિયસુખનું કારણ છે.
૮૫. આ કારણ–કાર્યમાં સમયભેદ છે?........ના
૮૬. સમ્યક્ચારિત્રનું મૂળ કારણ કોણ છે?
સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાનને ચારિત્રનું મૂળ કારણ કહ્યું છે, પણ રાગને
ચારિત્રનું કારણ નથી કહ્યું.
૮૭. સમ્યગ્જ્ઞાન વગર જીવે શું કર્યું?
કોટિ જન્મમાં તપ તપ્યો, પણ શાંતિ ન પામ્યો.

PDF/HTML Page 15 of 106
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : આસો : ૨૫૦૧
૮૮. સમ્યગ્જ્ઞાન કેવું છે?
તે વીતરાગ–વિજ્ઞાન છે; ત્રણ લોકમાં સાર છે.
૮૯. જગતમાં સુખનું કારણ કોણ છે?
જ્ઞાન સિવાય બીજું કોઈ જગતમાં સુખનું કારણ નથી.
૯૦. પુણ્યને સુખનું કારણ કેમ ન કહ્યું?
કેમકે તેના ફળમાં સંયોગ મળે છે, સુખ નહીં.
વીતરાગ–વિજ્ઞાન વડે સુખ મળે ને દુઃખ ટળે.
૯૩. કેવળજ્ઞાન કેવું છે?
અદ્ભુત અચિંત્ય મહિમાથી ભરેલું છે ને મહાન અતીન્દ્રિયસુખ સહિત
છે.
૯૪. કેવળજ્ઞાનને ઓળખતાં જીવને શું થાય છે?
અહા, કેવળજ્ઞાનને ઓળખતાં અતીન્દ્રિય જ્ઞાનસ્વભાવની પ્રતીત
સહિત સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન ને અતીન્દ્રિયસુખનું વેદન થાય છે.
૯૫. ચોથાગુણસ્થાનનું સમ્યગ્જ્ઞાન કેવું છે?
તે પણ આનંદમય છે, તેનો પણ અપૂર્વ મહિમા છે.
૯૬. મતિ–શ્રુતજ્ઞાન પણ ક્યારે પ્રત્યક્ષ છે?
આત્મસન્મુખ થઈને સ્વાનુભૂતિ વખતે તે પ્રત્યક્ષ છે.
૯૭. એવું પ્રત્યક્ષ, અતીન્દ્રિયજ્ઞાન ગૃહસ્થને થાય?
હા, ધર્મી ગૃહસ્થને એવું જ્ઞાન થાય છે.
૯૮. સમ્યગ્દર્શન પ્રગટ થતી વખતે મતિ–શ્રુતજ્ઞાન કેવાં છે?
તે વખતે મતિ–શ્રુતજ્ઞાન સ્વસંવેદન–પ્રત્યક્ષ છે.
૯૯. આત્માને જાણવામાં ઈન્દ્રિયનું નિમિત્ત છે?
ના; કેમકે આત્મા અતીન્દ્રિય છે.
૧૦૦. આત્માને જાણવામાં રાગનું નિમિત્ત છે?
ના; રાગથી જુદું પડેલું જ્ઞાન જ આત્માને જાણે છે.
૧૦૧. મોક્ષમાર્ગની શરૂઆત કયા જ્ઞાનથી થાય છે?

PDF/HTML Page 16 of 106
single page version

background image
: આસો : ૨૫૦૧ આત્મધર્મ : ૧૩ :
અતીન્દ્રિય જ્ઞાનવડે જ મોક્ષમાર્ગ શરૂ થાય છે.
૧૦૨. આત્માને કઈ રીતે જોવો?
આત્મા આંખથી ન દેખાય, ઈન્દ્રિયાતીત જ્ઞાનથી દેખાય.
૧૦૩. અંધારામાં ‘આત્મા છે’ એમ કઈ રીતે જણાય?
‘આ અંધારું છે’ એમ જે જાણે છે તે આત્મા જ છે.
૧૦૪. અંધકારને જાણનારો પોતે આંધળો છે કે દેખતો?
અંધકારને જાણનાર પોતે આંધળો નથી, તે તો જાગૃત ચૈતન્યસત્તા છે.
૧૦૫. આત્માનો સાક્ષાત્કાર ક્યારે થાય?
તેનો અત્યંત રસ અને અત્યંત મહિમા આવે ત્યારે.
૧૦૬. પૈસામાંથી જીવને કદી સુખ મળવાનું છે?
–ના, એમાં સુખ છે જ નહિ પછી ક્યાંથી મળે?
૧૦૭. આંખથી નજરે દેખાય તે પ્રત્યક્ષજ્ઞાન છે–એ બરાબર છે?
ના; આંખથી દેખાય તે પરોક્ષ; આંખ વગર દેખાય તે પ્રત્યક્ષ.
૧૦૮. અંતરમાં એકાગ્ર થઈને અનુભવ કરતાં શું થાય છે?
અહા, અતીન્દ્રિય આનંદરસની ધારા ઉલ્લસે છે.
૧૦૯. સિંહને આત્માનો અનુભવ થાય?
હા; સિંહ વાઘ હાથી વાનર સર્પ હરણ વગેરેને પણ થાય.
મહાવીર પ્રભુના આત્માએ સિંહના ભવમાં આત્મઅનુભવ કર્યો હતો,
ને પારસનાથ પ્રભુના જીવે હાથીના ભવમાં કર્યો હતો.
૧૧૦. દુનિયામાં આત્મજ્ઞાનવાળા કેટલા માણસો હશે?
દુનિયામાં સમ્યગ્દ્રષ્ટિ–મનુષ્યોની સંખ્યા સાત અબજ જેટલી છે.
૧૧૧. હાથી વગેરેને પૂર્વભવનું જાતિસ્મરણ થાય?
હા, આત્મજ્ઞાન થાય ને જાતિસ્મરણજ્ઞાન પણ થાય.
૧૧૨. એવું જ્ઞાન ક્્યા હાથીને થયું હતું?
ત્રિલોકમંડન હાથીને, તેમજ પારસનાથના જીવને થયું હતું.
૧૧૩. બધા સાધક જીવોને કયા જ્ઞાન હોય?
સમ્યક્ મતિ–શ્રુતજ્ઞાન બધા સાધકજીવોને નિયમથી હોય છે.

PDF/HTML Page 17 of 106
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : આસો : ૨૫૦૧
૧૧૪. સામાના મનની વાત જાણી લ્યે તો?
–એ કાંઈ આશ્ચર્યની વાત નથી; એવું જાણપણું (વિભંગજ્ઞાન)
અજ્ઞાનીને પણ હોય છે; મોક્ષમાર્ગમાં તેની કિંમત નથી.
૧૧૫. મોક્ષમાર્ગમાં શેની કિમત છે?
સ્વસંવેદનરૂપ વીતરાગ–વિજ્ઞાનનો પરમ મહિમા છે; તેના વડે
મોક્ષમાર્ગ સધાય છે; તે આનંદરસમાં તરબોળ છે.
૧૧૬. કેવળજ્ઞાન કોને હોય છે?
સિદ્ધ તથા અરિહંત ભગવંતોને.
૧૧૭. કેવળજ્ઞાની ભગવંતો કેટલા છે?
અનંતાનંત
છે.
૧૧૮. પરમઅવધિ, સર્વઅવધિ, વિપુલમતિ–મન પર્યય કોને હોય?
ચરમશરીરી મુનિવરોને જ હોય છે.
૧૧૯. પરમાત્મા થયા તેઓ પહેલાં કેવા હતા?
તેઓ પણ પહેલાંં બહિરાત્મા હતા.
૧૨૦. પછી તેઓ કેવા થયા?
તેઓ જ અંતરાત્મા થઈને પરમાત્મા થયા.
૧૨૧. અંતરાત્મપણું અને પરમાત્મપણું કેવી રીતે થયું?
શુદ્ધોપયોગ વડે; વીતરાગ–વિજ્ઞાન વડે.
૧૨૨. ‘નમો અરિહંતાણં’ માં શું આવવું જોઈએ?
તેમાં સર્વજ્ઞસ્વભાવી આત્માની પ્રતીત આવવી જોઈએ.
૧૨૩. અત્યારે મનુષ્યલોકમાં કેટલા અરિહંતભગવંતો છે?
સીમંધરાદિ આઠલાખ જેટલા અરિહંતો વિચરે છે.
૧૨૪. કેવળજ્ઞાન શુભરાગ વડે થાય?
ના; શરૂઆતનું સમ્યગ્જ્ઞાન પણ શુભરાગ વડે નથી થતું.
૧૨૫. રાગવડે જ્ઞાન થવાનું માને તો?
તો તેણે કેવળ–જ્ઞાનને ઓળખ્યું નથી, અરિહંતને ઓળખ્યા નથી;
તેણે રાગ અને જ્ઞાનની ભેળસેળ કરી છે.

PDF/HTML Page 18 of 106
single page version

background image
: આસો : ૨૫૦૧ આત્મધર્મ : ૧૫ :
૧૨૬. રાગને કેવળજ્ઞાનનું કારણ માને તો?
તો કેવળજ્ઞાન પણ રાગવાળું ઠરે! કેમકે કારણ અને કાર્ય એક જાતના
હોય.
૧૨૭. કેવળજ્ઞાનનું કારણ કોણ છે?
રાગ અને જ્ઞાનની ભિન્નતાનો અનુભવ કરવો તે.
૧૨૮. કેવળજ્ઞાનનો સ્વીકાર રાગવડે થઈ શકે?
ના; જ્ઞાનસ્વભાવની સન્મુખતાથી જ થાય.
૧૨૯. સર્વજ્ઞની સાચી ઓળખાણ ક્યારે થઈ?
પોતામાં ભેદજ્ઞાન થઈને સમ્યગ્જ્ઞાન થયું ત્યારે.
૧૩૦. તે સમ્યગ્જ્ઞાનની સાથે શું છે!
તેની સાથે રાગવગરનું વીતરાગી સુખ છે.
૧૩૧. ધર્માત્માના મતિ–શ્રુતજ્ઞાન કેવા છે?
તે કેવળજ્ઞાનની જાતના છે; રાગથી જુદા છે.
૧૩૨. સમ્યગ્જ્ઞાન કેવું છે?
કેવળજ્ઞાન સાથે કેલિ કરનારું, મોક્ષસુખ દેનારું પરમઅમૃત છે.
૧૩૩. જીવન શેના માટે છે?
સ્વહિત સાધવા માટે જ મુમુક્ષુનું જીવન છે.
૧૩૪. અજ્ઞાની સ્વર્ગમાં જવા છતાં સુખ કેમ ન પામ્યો?
કેમકે, સુખનું કારણ જ્ઞાન તેની પાસે ન હતું.
૧૩૫. તે જીવ, પંચમહાવ્રત તો પાળતો હતો?
પંચમહાવ્રતનો રાગ તે કાંઈ સુખનું કારણ નથી.
૧૩૬. સુખ માટે શું કરવું?
સુખ માટે બીજું કાંઈ શોધ મા, સમ્યગ્જ્ઞાન કર.
૧૩૭. રાગમાં, પુણ્યમાં કે પુણ્યફળમાં સુખ માને તે કેવો છે?
તેને સાચા જ્ઞાનની કે સાચા સુખની ખબર નથી.
૧૩૮. જ્ઞાનમાં વધુ સુખ, ને વિષયોમાં થોડું સુખ–એમ છે?
ના; સમ્યગ્જ્ઞાનમાં સુખ છે, બીજે ક્્યાંય સુખ નથી.
૧૩૯. સમ્યગ્જ્ઞાનને અમૃત કેમ કહ્યું?
કેમકે અમર એવું મોક્ષપદ તેનાવડે પમાય છે.

PDF/HTML Page 19 of 106
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : આસો : ૨૫૦૧
૧૪૦. તે સમ્યગ્જ્ઞાન ક્યાંથી આવે છે?
આત્મામાંથી જ આવે છે; તે આત્માનો સ્વભાવ છે.
૧૪૧. જિનવચન કેવાં છે?
અમૃતપદને દેખાડનારા હોવાથી તે પણ અમૃત છે.
૧૪૨. આત્માનું જ્ઞાન કેવું છે?
આનંદસહિત છે; જેમાં આનંદ નહિ તે જ્ઞાન નહીં.
અચ્છિન્નધારાથી ભેદજ્ઞાનને નિરંતર ભાવવું.
૧૪૬. ભેદજ્ઞાની જીવ શું કરે છે?
આત્માના આનંદના કેલિ કરતો–કરતો મુક્તિમાં જાય છે.
૧૪૭. ધર્મીજીવ આત્મસાક્ષીથી શું જાણે છે?
હવે મને જ્ઞાનકળા ઉપજી છે ને હું સિદ્ધપદને સાધી રહ્યો છું.
૧૪૮. આ જડ–માટીના ઘરમાં રહેવું આત્માને શોભે છે?
ના; આત્મા તો અનંત ચૈતન્યગુણમાં વસનારો છે.
૧૪૯. સમ્યગ્જ્ઞાનના પ્રસાદથી જીવને શું થશે?
તે અશરીરી થઈને સિદ્ધાલયમાં રહેશે; ફરીને કદી શરીરમાં કે
સંસારમાં નહીં આવે.
૧૫૦. શરીરથી ભિન્ન આત્માને ન જાણે તો શું થાય?
તે શરીરરહિત એવા સિદ્ધપદને પામી ન શકે. નવા નવા શરીર ધારણ
કરીને સંસારમાં જ રખડે.
૧૫૧. સમ્યગ્જ્ઞાન વગરના તપથી જીવને સુખ મળે?
ના; સમ્યગ્જ્ઞાન જ આત્માને સુખનું કારણ છે.
૧૫૨. ચિંતામણિ જેવો મનુષ્યઅવતાર પામીને શું કરવું?
‘आपो लख लीजे’ –કોઈપણ રીતે આત્માને જાણો. (ક્રમશ:)

PDF/HTML Page 20 of 106
single page version

background image
: આસો : ૨૫૦૧ આત્મધર્મ : ૧૭ :
(લેખાંક: ૧૦)
જે જીવને સમાધિ એટલે કે
આત્મિકશાંતિની ચાહના હોય તેને તેની
પ્રાપ્તિ કેમ થાય? એ વાત પૂજ્યપાદ
સ્વામીએ ‘સમાધિતંત્ર’માં બતાવી છે.
સ્વદ્રવ્ય અને પરદ્રવ્યને જે ભિન્ન જાણે છે, તે
જીવ સ્વદ્રવ્યના સ્વભાવની અદ્ભુતતામાં
એવો તૃપ્ત થઈ જાય છે કે સંયોગમાંથી કાંઈ
લેવાની બુદ્ધિ તેને રહેતી નથી; એટલે સર્વ
સંયોગોમાં તે નિજસ્વરૂપથી સંતુષ્ટ રહે છે,
તેથી તેને સમાધિરૂપ અપૂર્વ આત્મશાંતિ
હોય છે. તેનું વર્ણન આ પ્રવચનોમાં આપ
વાંચશો.
અજ્ઞાનીનો વિષય જ બાહ્ય છે એટલે બાહ્ય પદાર્થોમાં જ તે ગ્રહણ–
ત્યાગની બુદ્ધિ કરે છે; આ બાહ્ય પદાર્થો ઈષ્ટ છે માટે તેને ગ્રહણ કરું, ને આ
બાહ્ય પદાર્થો અનિષ્ટ છે માટે તેને છોડું,–આ રીતે બાહ્ય પદાર્થોમાં બે ભાગ
પાડીને તેને ગ્રહણ–ત્યાગ કરવા માંગે છે, તેમાં એકલો રાગ–દ્વેષનો જ
અભિપ્રાય છે એટલે તેને અસમાધિ જ છે.
જ્ઞાનીનો સ્વવિષય અંતરમાં પોતાનો આત્મા જ છે; સમસ્ત બાહ્યપદાર્થોને
તે પોતાથી ભિન્ન જ જાણે છે એટલે કોઈ બાહ્ય પદાર્થને હું ગ્રહું કે છોડું–