PDF/HTML Page 1 of 21
single page version
PDF/HTML Page 2 of 21
single page version
સમજણ નહિ કર ત્યાં સુધી તે ધંધો ચાલશે જ.
પ્રગટે, નુકસાન ટળે–અટળ લાભનો ધંધો થાય.
PDF/HTML Page 3 of 21
single page version
આમંત્રણ આપવામાં આવ્યું હતું. તે વખતે તેઓએ જે વ્યાખ્યાન આપેલું તે અહીં રજુ કરવામાં આવેલ છે.
આવે તો ખોટો છે. દા. ત. ‘ઈંગ્લાંડ જર્મની સામે લડે છે.’ આવું કથન લોકોમાં પ્રસિદ્ધ છે, પણ તેનો અર્થ શબ્દ
પ્રમાણે કરવામાં આવે તો તે અસત્યાર્થ છે, માટે તેનો પરમાર્થ શું છે તે સમજી પરમાર્થ અર્થ કરે તો ખરો છે;
નહીં તો અર્થ ખોટો છે, અને ખોટાને ખરો માનવામાં આવે તો અનાદિની ભ્રમણા ઊભી રહે; અને વ્યવહાર
વચનો જ જાણે નિશ્ચયનાં વચનો છે એવો શાસ્ત્રનો અર્થ કરી તે ભ્રમણાને પોષે તો પોતાને શાસ્ત્રનો અભ્યાસ
છે એવો ગર્વ આવ્યા વગર રહે નહીં. જૈન શાસ્ત્રનો અર્થ કેવી રીતે કરવો તેની રીત શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકમાં
પાને–૨૫૬ માં આપવામાં આવી છે અને તે નીચે મુજબ છે.
જાણવાનું નામ જ બન્ને નયોનું ગ્રહણ છે, પણ બન્ને નયોના વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી ‘આ પ્રમાણે
પણ છે, અને આ પ્રમાણે પણ છે’ એવા ભ્રમરૂપ પ્રવર્તવાથી તો બન્ને નયો ગ્રહણ કરવા કહ્યા નથી.”
ઉપરનું લક્ષ છોડી નિશ્ચય ઉપર લક્ષ આપવું અને તેવું લક્ષ આપતાં શુદ્ધ અવસ્થા પ્રગટે છે; જ્યારે ભેદ–ભંગ,
વિકાર, નિમિત્ત વગેરે ઉપર લક્ષ દેતાં વિકારી અવસ્થા પ્રગટે છે; નિમિત્તથી લાભ–નુકસાન માનવામાં આવે તો
પ્રતીતિ (દ્રષ્ટિ) નો દોષ આવે છે, અને નિમિત્ત છે જ નહીં એમ જે જાણે તે જ્ઞાનનો દોષ છે; માટે દર્શન અને
જ્ઞાન બન્ને દોષ રહિત હોવાં જોઈએ, એટલે કે તે સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાનરૂપ હોવા જોઈએ; એમ હોય ત્યારે જ
જીવનું ત્રિકાળી ટકતું ધુ્રવ સ્વરૂપ છે તે ઉપર લક્ષ (વલણ) રહ્યા કરે છે, અને તેથી સમ્યક્ ચારિત્ર પ્રગટે છે. જૈન
શાસ્ત્રોમાં જીવ, તેની વિકારી અવસ્થા, અવિકારી અવસ્થા, કર્મોની સાથેનો નિમિત્ત–નૈમિત્તિક સંબંધ અજીવ
વગેરે વૈજ્ઞાનિક રીતે સિદ્ધ કર્યું છે. જૈન તે કર્મવાદી દર્શન નથી પણ આત્મવાદી દર્શન છે.
હોય તો આ જગતમાં ‘અજ્ઞાન’ પણ ન હોય; અને સમ્યગ્જ્ઞાન કહો કે જૈન ધર્મ કહો, બન્ને એક જ છે અને તેથી
જૈનધર્મ અનાદિથી છે, અને અનંતકાળ સુધી રહેશે. મનુષ્ય ક્ષેત્રના અમુક કાળે તે ન હોય તે બને, પણ સર્વ
મનુષ્ય ક્ષેત્રે અને સર્વ કાળે અજ્ઞાન હોય તેમ બને નહીં; જો તેમ બને તો ‘અજ્ઞાન છે’ એમ નક્કી કોણે કર્યું?
સમ્યગ્જ્ઞાન જ સત્યજ્ઞાન અને અજ્ઞાનને નક્કી કરે છે. અમુક મનુષ્ય ક્ષેત્રે કેટલોક વખત સમ્યગ્જ્ઞાન ન હોય તેમ
બને, પણ તે ક્ષેત્રે વળી અમુક વખતે એક જીવ પોતાની ઉન્નતિ સાધતો સાધતો તેવો મનુષ્ય ક્ષેત્રમાં જન્મે અને
ત્યાં પોતાની ઉન્નતિ પૂરી કરી કેવળ જ્ઞાન પ્રગટે, તે વખતે તે
PDF/HTML Page 4 of 21
single page version
લોકમાં થાય નહિ, અહીં તો માન્યતાને બદલાવવાનો
સ્વભાવને ગુરુગમથી જાણી, સાચી સમજણનો અભ્યાસ
કરી, ખોટી માન્યતા છોડી, વિકારનો કર્તા નથી, પુણ્યના
પણ નથી, એમ માનીને તથા નિર્મળ પર્યાયના ભેદનું લક્ષ
લેવો તે શુદ્ધનયનો વિષય છે, અને તેનું ફળ મોક્ષ છે.
શુદ્ધનયનો આશ્રય કરવાથી સમ્યગ્દર્શન થાય છે. આ વાત
નથી, એવું સ્વભાવનું અપૂર્વ ભાન ગૃહસ્થ દશામાં પણ
થઈ શકે છે. મોટો રાજા હોય કે સામાન્ય માણસ હોય, સ્ત્રી
પણ બધાય પોતપોતાના સ્વભાવે સ્વતંત્ર પૂર્ણ પ્રભુ છે,
આત્મા નિરાવલંબી છે, એવું પૂર્ણ શુદ્ધ આત્માના
નહીં.
PDF/HTML Page 5 of 21
single page version
તેને જાણ્યા વિના કોઈપણ જાતના પુણ્ય–પાપના ભાવ થાય તે બધા આત્માને બંધન કર્તા છે. આત્માના ગુણને
નુકસાન કર્તા છે.
શરીર તે આત્મા નથી–પણ શરીરમાં રહેલો શરીરથી જુદો એક આત્મા છે. આત્મા વસ્તુ છે–જગતની અનાદિ
અનંત ચીજ છે, તેમાં અનંત ગુણો છે; જાણવું–માનવું આદિ આત્માના ગુણો છે. એવા આત્માનું સ્વરૂપ ન જાણે
અને ‘હું શરીર, પુણ્ય–પાપ મારાં, પુણ્યથી મને ધર્મ થાય’ એવો ભાવ તે બંધન કર્તા છે, તે આત્માના ગુણની
શક્તિને હણે છે.
ગુણો છે. હું જાણવાવાળો શુદ્ધ જ્ઞાનસ્વભાવી આત્મા છું એવું પોતાનું સ્વરૂપ ભૂલી જઈને ‘પુણ્ય પાપ તે હું.
શરીરાદિ તે હું’ એમ માનવું તે જ અજ્ઞાન છે–બંધનું કારણ છે.
આપે તો મારું ભલું ભુંડું થાય એમ જે પરથી ભલુ બુરું માની રહ્યો છે તે આત્માના સ્વતંત્ર સ્વભાવની હિંસા
કરી રહ્યો છે, તેને આત્માની સ્વતંત્રતાનો ભરોસો નથી; જો ભરોસો હોય તો ખ્યાલ હોવો જોઈએ કે ‘હું અનાદિ
અનંત સ્વતંત્ર વસ્તુ છું,’ પરાધીનતા મારામાં નથી.’
ઉત્તર:– કારણ કે–પોતાના વસ્તુ સ્વભાવની ખબર નથી. તેથી પરથી લાભ માને છે એટલે કે મારામાં તો
બંધનરૂપ કરી નાંખે છે.
ઉત્તર:– આત્માના ગુણને જે ભાવ રોકે તે બંધન છે. જે ભાવે આત્માના ગુણની શક્તિ રોકાય તે બંધન
વિષે જ છે; કોઈ પરથી આત્માના ગુણ નથી. જો આત્માના ગુણ કોઈ પરથી થાય તો આત્મામાં ગુણ નથી એમ
ઠરે અને જો ગુણ ન જ હોય તો કોઈ કારણે પ્રગટ થાય નહીં, અને જો છે તો કોઈ પરની મદદની જરૂર રહે નહીં.
PDF/HTML Page 6 of 21
single page version
માનવી તે જ અનંતા જન્મમરણનું કારણ છે.
માની તે પ્રગટ કરે ત્યારે આત્મા પોતે જ પરમાત્મા કહેવાય છે. પણ પોતાના વિકાર રહિત સ્વરૂપને માને નહીં
અને પરાધીન ભાવને પોતાનો માને અને કહે કે– ‘સ્વતંત્ર થવું છે.’ તો સ્વતંત્ર વસ્તુને જાણ્યા વગર સ્વતંત્ર
ક્યાંથી થશે? જેમ છે તેમ આત્માને નહીં માને તો બીજે ક્યાંક વસ્તુ તો માનશે ને? સ્વભાવની ખબર નથી
તેથી પુણ્ય–પાપ જેટલો હું પુણ્ય–પાપ તે હું, એમ માનશે! પણ જ્યાં સુધી પુણ્ય–પાપને પોતાનું સ્વરૂપ માને છે,
તેનાથી મદદ માને છે ત્યાં સુધી બંધન છે; અને પુણ્ય–પાપ તે મારું સ્વરૂપ નથી, પુણ્ય પણ મદદ કર્તા નથી એમ
પરાશ્રય રહિતની શ્રદ્ધા તે જ બંધનથી છૂટવાનો ઉપાય છે.
નિમિત્તે ઉષ્ણ થાય છે, પણ ઉષ્ણતા તેનો વાસ્તવિક સ્વભાવ નથી. પણ શીતળતા ગુણનો વિકાર છે–ગુણની
ઊંધાઈ છે; આત્મામાં જે ક્રોધાદિ વિકારી ભાવ છે તે એમ સુચવે છે કે તેની પાછળ ક્ષમા વગેરે ગુણો ત્રિકાળ
પડ્યા છે. વિકારી ભાવ તે અવિકારી ગુણની ઊંધી સ્થિતિ છે; જેટલો વિકાર દેખાય તે ગુણની ઊંધી અવસ્થા છે.
થાય નહીં. જે ક્રોધાદિ વિકાર જણાય છે તે આત્માના સ્વભાવનો ગુણ નથી પણ ક્ષમા ગુણની ઊંધાઈ છે. ગુણની
ઊંધાઈ કે પરથી લાભ માને તે જ બંધન છે, પુણ્ય–પાપના બધા વિકારી ભાવો આત્માના અવિકારી ગુણની
ઊંધાઈથી થાય છે. તે ઊંધા ભાવથી
ખરેખર તો પરાધીનતા છે, અને તેમાં સ્વપ્ને પણ સુખ નથી. સંસારના લાભમાં (ધન, સ્ત્રી આદિ તથા
પુણ્યમાં) લીન થઈ જાય, પણ તેના સરવાળે લાભમાં મીંડા અને પાપના ઢગલા છે. પુણ્ય–પાપનો બંધન ભાવ
અને તે રહિત સ્વાધીન સ્વભાવની વહેંચણી કરતાં ન આવડે ત્યાં સુધી સુખની ગંધ સ્વપ્ને પણ નથી.
સમજાય નહીં અને બંધન ટળે નહીં. પોતે જ્ઞાનાનંદ શુદ્ધ સ્વરૂપી છે તેને ભૂલીને જેટલો પરનો આધાર માને તે
બધું બંધન છે–દુઃખ છે.
PDF/HTML Page 7 of 21
single page version
કલ્યાણ નથી એવી પ્રતીતિ–શ્રદ્ધા થયા વગર ત્રણકાળમાં કોઈની મુક્તિ નથી ઉપર કહ્યું કે.......... ‘પાત્ર થવા
સેવો સદા, બ્રહ્મચર્ય મતિમાન.’ આમાં સિદ્ધાંત શું છે? કે આત્મા સિવાય પર તરફના વિષય (સંયોગી ભાવ)
માં જે તીવ્ર આસક્તિ વડે સુખ માની રહ્યા છે તેને જુદું તત્ત્વ અસંયોગી સ્વભાવ ખ્યાલમાં આવશે નહીં.
‘અબ્રહ્મ’ એટલે પર સંયોગના કારણે આત્મામાં જે ભાવ થાય તે સંયોગી ભાવને પોતાનું સ્વરૂપ માનવું તે.
સુધી પર ઉપર લક્ષ કરી તેમાં પોતાપણું માને છે ત્યાંસુધી પુણ્ય–પાપના ભાવ થાય છે પણ તે સ્વભાવમાં નથી
તેથી ટાળી શકાય છે; જો તે પુણ્ય–પાપના ભાવ સ્વભાવમાં હોત તો કદી તે ટાળીને મુક્ત થઈ શકાત નહીં.
રંગ જોઈએ; તેથી જેને અબ્રહ્મચર્ય વર્તે છે એટલે કે પર વસ્તુમાં જેને સુખ બુદ્ધિ માની છે તેને પરથી નિરાળા
શુદ્ધ આત્માની શ્રદ્ધા થવાની પાત્રતા નથી.
સિવાય કોઈ પરમાં–સ્વર્ગમાં કે રાજપદમાં ક્યાંય નથી, એવી પ્રતીતિ પછી રાગ–દ્વેષની અલ્પ અસ્થિરતા હોય
પણ સંયોગમાં સુખ બુદ્ધિ નથી; જ્યારે અજ્ઞાનીને તો ઊંડે ઊંડે પર સંયોગમાં સુખની તીવ્ર આસકિત પડી છે,
પુણ્યની મીઠાશ છે; તેને આત્મા શુદ્ધ ચૈતન્ય પરથી નીરાળો છે, તેની શ્રદ્ધાની પાત્રતા નથી.
આત્માની શ્રદ્ધા વગર સાચું હોય જ નહીં.
પૂર્વના પુણ્યના યોગે (જ્ઞાની પણ) ચક્રવર્તી રાજ્યમાં હોય; ભરત, શ્રેણિક ઋષભદેવ ભગવાન વગેરે સ્વરૂપના
ભાનસહિત ચક્રવર્તી–છ ખંડના ધણી અગર રાજાઓ હતા. સંસારમાં હોવા છતાં અને અમુક રાગ–દ્વેષ
(પુરુષાર્થની નબળાઈને લીધે) હોવા છતાં ‘આ મારું સ્વરૂપ નથી, હું ચિદાનંદ નિર્વિકારી પૂર્ણ શુદ્ધ છું.’ એવું
શુદ્ધ દ્રષ્ટિનું ભાન હતું. ભાન વગર કોઈ હજારો રાણીઓ તથા રાજપાટ છોડીને ત્યાગી (બાહ્યમાં) થઈ જાય તો
પણ ધર્મ ન થાય. પુણ્ય–પાપ રહિત સ્વરૂપની સ્વતંત્ર ઓળખાણ વગર તે બધું ‘એકડા વગરના મીંડા’ છે.
જ્ઞાનીઓ સંસારમાં રાજપાટ સ્ત્રી આદિના સંયોગમાં રહ્યા છતાં તે બધાને રોગરૂપ માને છે. સ્વરૂપનું જોર છે કે
મારા સ્વભાવનું સુખ મારામાં જ છે, આ બધા (પરસંયોગભાવ) સ્વતંત્રતાનું ખૂન કરનાર છે.
રોજ શ્રી ભગવાન સીમંધર પ્રભુના સનાતન જૈન મંદિરનો વાર્ષિક મહોત્સવ રાજકોટ
મુકામે ઉજવવાનો છે માટે સર્વે મુમુક્ષુ ભાઈ બહેનોને તે પ્રસંગનો લાભ લેવા વિનંતિ છે.
PDF/HTML Page 8 of 21
single page version
છે. જ્ઞાની અજ્ઞાની બન્નેની બહારની ક્રિયા સરખી દેખાય, પણ અંદર આસકિત ભાવમાં ઘણો ફેર છે. બિલાડી
તેનાં બચ્ચાને મોઢેથી પકડે છે અને ઊંદરને પણ મોઢેથી જ પકડે છે છતાં બચ્ચાં ઉપર વહાલ છે અને ઊંદરને
મારી નાંખવા માટે પકડ્યો છે, એમ બાહ્યમાં સરખું હોવા છતાં અંદર “પક્કડ પક્કડ મેં ફેર હૈ.”
વચ્ચેનો આંતરો મુમુક્ષુને જણાયા વગર રહેશે નહીં. સગી માતા અને ધાવ માતા બન્ને પુત્રનું પાલન સરખી
રીતે કરે છતાં અંતરમાં આંતરા છે, એકને તેમાં ઉપર ખરો પ્રેમ છે જ્યારે બીજી પૈસા માટે કરે છે, તે સમજે છે કે
“આ છોકરો મારો નથી; કમાઈને મને આપવાનો નથી.” તેમ જ્ઞાની એટલે ધર્મ બુદ્ધિવાળાને ‘આ શરીરાદિ
મારા ઘરની ચીજ નથી; તેમ જ આ પુણ્ય–પાપના કોઈ પણ ભાવ મારા સ્વભાવથી આવતા નથી માટે મારા
નથી.’ એમ અંતર દ્રષ્ટિમાં જ્ઞાનીને પરનો નકાર વર્તે છે; અને અજ્ઞાની પરના સંયોગમાં લાભ–નુકસાન માની
રહ્યો છે. એટલે પરને પોતાનું માની રહ્યો છે. બન્નેની દ્રષ્ટિમાં મોટું અંતર છે........ કહ્યું છે કે:– ‘
સ્વભાવ જે ધર્મ તે પણ અનાદિ અનંત છે. ‘
ચાલ્યો આવે છે. અનાદિથી ચાલ્યા આવતા ધર્મનો સત્પુરુષોએ પ્રકાશ પાડયો છે
અર્થાત્ ધર્મને સમજાવ્યો છે–કર્યો નથી. વિચાર દ્વારા કોઈએ ઉપજાવી કાઢ્યો નથી, પણ
જેમ છે તેમ સર્વજ્ઞ ભગવાનની વાણી દ્વારા જણાયો છે.
વસ્તુ ટકીને બદલતી હોવાથી અખંડ એકરૂપ વસ્તુ પ્રત્યે લક્ષ જાય તો શુદ્ધતા પ્રગટે છે,
અવસ્થા પ્રત્યે લક્ષ જાય તો અશુદ્ધતા પ્રગટે છે. વસ્તુ અને તેનો ધર્મ અભિન્ન હોવાથી
(શુદ્ધતા રૂપી) ધર્મ અંતરમાંથી પ્રગટે છે. બહારથી આવતો નથી (શક્તિરૂપે) છે તે
વ્યક્ત થાય છે. ધર્મ પ્રગટવા માટે માત્ર અંદરના સ્વભાવની પ્રતીતિ અને પ્રતીતિ
પ્રમાણે સ્વરૂપસ્થિરતાની જ જરૂર છે.
૧–તદ્ન અજ્ઞાની માત્ર વેષને જ જુએ છે.
૨–બીજા નંબરના અજ્ઞાની બાહ્ય પ્રવૃત્તિ
વસ્તુ છે, તેમાં દ્રષ્ટિની ઊંધાઈથી જ બંધન થાય છે. પ્રશ્ન:– ઊંધી માન્યતાનું લક્ષણ શું? ઉત્તર:– એક આત્મા
સિવાય કોઈપણ પર ચીજ મને લાભ નુકસાન કરે એમ માન્યું તે જ પરને પોતાનું માનવારૂપ ઊંધી માન્યતા છે;
નથી. જ્યાં સુધી સંયોગોમાં મીઠાશ વર્તે છે ત્યાં સુધી અસંયોગી આત્માના સ્વતંત્ર સુખ સ્વભાવની વાત બેસતી
નથી, તેથી પ્રથમ ‘પાત્ર થવા સેવો સદા, બ્રહ્યમચર્ય મતિમાન.’ એમ શ્રીમદે કહ્યું છે.
PDF/HTML Page 9 of 21
single page version
શબ્દ વાપર્યો છે. મતિ વગર–પરથી નિરાળા આત્માની શ્રદ્ધા વગર બ્રહ્મચર્ય પાળીને નવમી ગ્રૈવેયક સુધી જઈ
આવ્યો, પણ સાથે ‘કાંઈક પરની મદદ’ એવી ઊંધી માન્યતાને કારણે ચોરાશીના જન્મ–મરણ એકે ટળ્યા નહીં.
તેથી અહીં પરથી નિરાળા સ્વરૂપના ભાન સહિત બ્રહ્મચર્ય પાળે તે મતિમાન છે. વળી તેમણે જ કહ્યું છે કે:–
મન–વચન–કાયાએ કોઈ સેવતો હોય તે પ્રત્યે અનુભોદવું નહીં એ નવ પ્રકારે) બ્રહ્મચર્ય પાળે તે ‘નવવાડ
વિશુદ્ધથી’ છે. એવું શિયળ જે સેવે તેને ભવ રહે નહીં. અગર ‘લવ’ રહે એટલે એકાદ ભવ રહે. પ્રથમ આ
પાત્રતાની જરૂર છે; આત્મા તો ત્રિકાળ આનંદમૂર્તિ જ છે, તેમાં પુણ્ય–પાપતો ક્ષણિક વિકાર છે. તેને સ્વભાવ
પરાશ્રયે થાય છે, તે આત્માને લાભ કરી શકે નહીં. શુભભાવથી સ્વર્ગ કે રાજ્યાદિનો કોઈ સંયોગ મળે તે
આત્માની ચીજ નથી; આત્માનું સુખ–શાંતિ તો અંદર જ ભર્યું છે, તેની રુચિ વગર–સાચી પ્રતીત વગર–સ્વલક્ષ
વગર તે પ્રગટ થાય નહીં–બંધન તૂટે નહીં. જેટલે દરજ્જે એક આત્મા પોતાના સુખ માટે પરનો ઓશિયાળો
માને તેટલે દરજ્જે બંધન છે.
કોઈ દેવ–દેવી મને સંસારનો (ધન પુત્રાદિનો) કાંઈ પણ લાભ કરી દેશે એવી જેને માન્યતા છે તેને તો પુણ્યની
પણ શ્રદ્ધા નથી, એટલે મહાન ઊંધી દ્રષ્ટિ છે; જ્યાં જુઓ ત્યાં પૈસાની માંડી છે, પણ પૈસા ઉપર તથા પુણ્ય ઉપર
તો અહીં કોરડા પડે છે. પુણ્યના એક પણ કણીયાને ઈચ્છે તો તે મિથ્યા દ્રષ્ટિ છે. સમ્યગ્દ્રષ્ટિને પુણ્યની રુચિ હોય
નહીં, એક મ્યાનમાં બે તલવાર ન રહે તેમ સ્વરૂપની શ્રદ્ધા હોય અને પુણ્યની રુચિ પણ હોય એમ બને નહીં.
છતાં જ્ઞાનીને પણ વીતરાગ ન થાય ત્યાં સુધી શુભભાવ હોય ખરા–પણ અંતરમાં રુચિ નથી. ‘તે પુણ્ય ભાવ
સાચી શ્રદ્ધામાં સત્દેવ, સત્ગુરુ અને સત્શાસ્ત્રના નિમિત્તો આવે છે. તેમનું સ્વરૂપ:–
સદ્ગુરુ:– જેને આત્માના ભાન સહિત નિગ્રંથ દશા વર્તે છે તે સદ્ગુરુ.
સત્શાસ્ત્ર:– એકેક આત્માની સ્વાધીનતા તથા અનંત ગુણોની પૂર્ણતાની જે શાસ્ત્રમાં પરુપણા હોય તે
રમે છે તે રાખને માટે રત્નને બાળે છે.
PDF/HTML Page 10 of 21
single page version
(૨) અસ્તિ અને નાસ્તિનું સ્વરૂપ સમજ્યા વગર જીવનું સ્વરૂપ યથાર્થ સમજાય નહીં.
(૩) સમ્યગ્દ્રષ્ટિને જ યથાર્થ તપ હોય છે.
(૪) તત્ત્વની વાત પ્રતિપાદન થાય ત્યારે તેનો બધે પડખેથી વિચાર કરી નિર્ણય કરે તો જ
(૬) શાસ્ત્રોના અર્થ કરવાની પદ્ધતિ જાણવી જોઈએ.
એમ માનું છું; માટે તમે સંમત હો તો આપણે તે વિષય હાથ ધરીએ.
સ્વવશે છોડયા કેમ ન કહેવાય?
નાંખે અને આહાર ન લઈ શકીએ તો પરવશે આહાર છોડ્યો કહેવાય; પણ આપણને આહારની
સગવડ હોય, શરીર સારું હોય અને આહાર એક દિવસ ન લેવાનો નિયમ લઈએ તો સ્વવશે
આહાર ન લીધો કહેવાય એ વાત બરાબર છે.
કુટુંબમાં જન્મ્યા હોઈએ, ધર્મ સ્થાને જઈ, ગુરુ પાસેથી બાધા લઈએ તો ઉપવાસ કર્યો કહેવાય
છે; અને તેને લોકો તપ અને નિર્જરા કહે છે. ઘણા ઉપવાસ કરનારને લોકો તપસ્વી કહે છે; તે
બધું સ્વવશે થતું હોવાથી નિર્જરા થાય એમ ઘણા માને છે.
અને તેવા ઉપવાસ કરીએ તો તપ નિર્જરા થાય એમ માનવું એ ન્યાય વિરુદ્ધ છે.
આત્મજ્ઞાનીને જ સમ્યક્ તપ હોઈ શકે. આત્માને ઓળખે નહીં, ઓળખવાનો પ્રયત્ન કરે નહીં;
તેને સમ્યક્ ઉપવાસ કે તપ કેમ હોઈ શકે. આત્માને ઓળખતા ન હોય તેણે મંદ કષાયના હેતુથી
ઉપવાસ ન કરવો એમ અહીં કહેવાનો હેતુ નથી; તીવ્ર કષાય ને બદલે મંદ કષાય એ તો ઓછો
વિકાર છે, તેથી તેનો નિષેધ કરી તીવ્ર કષાય કરો અને ગૃદ્ધીપણું વધારો એમ કહેવાનો હેતુ હોઈ
શકે જ નહીં. આતો મંદ કષાયના ભાવને ધર્મ ન માનવો–એટલે ઊંધા અભિપ્રાયને–ઊંધી
માન્યતાને ફેરવી સાચી માન્યતા કરવા માટે આ કહેવાય છે.
જવાનું તમે કહો એ તો બને જ કેમ? તમે જે કહેશો તે ઉપર હું સુક્ષ્મતાથી મનન કરીશ એટલી
PDF/HTML Page 11 of 21
single page version
સ્વતંત્રતાનો ઉપાસક છું, માટે તમારી વાતની પૂરે પૂરી તુલના કરી, પરીક્ષા કરી સત્ય લાગે તો જ
હું ગ્રહણ કરીશ–નહીં તો ફરી પૂછીશ. (વિજ્ઞાનિક રીતે) ધર્મદ્રષ્ટિનો હું અભ્યાસી થવા માગું છું.
પછી ધર્મના સિદ્ધાંતો–તુલના કર્યા વગર ગ્રહણ કરી લેવાં તે ડહાપણ તો નથી પણ ભગવાનની
આજ્ઞા વિરુદ્ધ છે. વખત ઘણો થયો છે, એટલે હવે ફરી મળીશું ત્યારે આ વિષય વિશેષ ચર્ચીશું–
દેખીતું છે કે જે પોતાના આત્માને ઓળખતો ન હોય તે મિથ્યા ભાવને વશ હોય જ. તેને
તત્ત્વની યથાર્થ ખબર નથી, તેથી મિથ્યા (ઊંધી) માન્યતા પોતાના સ્વરૂપની તેને હોય જ.
એટલે તેનું કોઈ કાર્ય ‘સ્વવશ’ છે જ નહીં. તેનું દરેક કાર્ય મિથ્યાભાવને વશ હોવાથી તે
‘પરવશ’ છે. ઊંધી માન્યતાને વશ થવું તે જ મોટામાં મોટું ‘પરવશ’ પણું છે. આ સ્વરૂપ ન
સમજાય ત્યાં સુધી ‘પરવશ’ પણું મટે નહીં, અને તેથી સમ્યક્ ઉપવાસ કે તપ થાય નહીં.
રાખવાનું છે કે પુણ્ય અને પાપ એવા જે ભેદ પડે છે તે બહારના સંયોગો ભવિષ્યમાં જીવને મળે
તેમાં ભેદ હોવાથી પડે છે, પણ આત્માનો નિજ ગુણ–દર્શન જ્ઞાન ચારિત્ર
છે, તેને એવો ભાવ આવ્યો કે આપણે ઉપવાસ કરીએ તો લાણી મળશે, અને ધર્મી પણ કહેવાશું.
એવા ભાવથી જે ઉપવાસ કરે તેને અશુભભાવ છે કે કેમ તે તમે જ કહો.
વધારવા કર્યો, માટે તે અશુભ ભાવ છે. ત્યારે પ્રશ્ન એ ઊઠે છે કે એક દિવસ ઉપવાસ કર્યો તેથી
આહાર ન લીધો તેનું શું ફળ?
થતું નથી. પોતાના પરિણામથી જ લાભ નુકસાન થાય છે.
સત્ય એમ માનીએ છીએ તેથી શ્રાવક તો છઈએ.
કહો છો તેને શ્રાવક કહે છે એ ખરૂં, પણ વીતરાગ તો કહે છે કે, પોતાના આત્માના યથાર્થ
સ્વરૂપની સમજણ થઈ હોય અને તેવી સમજણ પૂર્વક પરાવલંબનનો રાગ ગૃહસ્થ અવસ્થામાં
યથાશક્તિ અંશે છોડે તે શ્રાવક કહેવાય. બીજાને નામ શ્રાવક કહેવામાં વાંધો નથી.
PDF/HTML Page 12 of 21
single page version
સ્વરૂપને કે તેમણે કહેલા ધર્મના સ્વરૂપને જાણતો નથી; તેમના સ્વરૂપને ન જાણું ત્યાં સુધી હું
ખરો અનુયાયી ન કહેવાઉં. આજે આપણે સારી ચર્ચા થઈ મારે બીજું અત્યારે કામ છે માટે
આપણે છુટા પડીશું?
પરને કોઈ આત્મા ભોગવતો નથી. પોતાના સંપૂર્ણ સ્વભાવની પરિપૂર્ણ અવસ્થાને ભોગવવાનો સ્વભાવ છે
તેની પ્રતીત કર્યા વગર આત્માની પ્રતીત પણ કરી નથી.
શું નાની–સુની કે ઊણી વસ્તુ તે આત્મા છે? આત્મા તો જ્ઞાન, દર્શન, વીર્ય આદિ અનંત ગુણોથી અખંડ
પુરુષાર્થ ઉગશે જ નહીં.
એક પણ વિકારનો પોતે કર્તા થાય નહીં. ઊણી ઊઘડેલી અવસ્થા જેટલો હું નહીં એવી માન્યતા પછી સ્વભાવની
સ્થિરતા સહિત આગળ વધે અને કષાયની ઓછપ થઈને વિશેષ સ્થિરતા થાય ત્યારે પાંચમી–શ્રાવકની ભૂમિકા
કહેવાય. ત્યાર પછી છઠ્ઠી ભૂમિકાએ નિર્ગં્રથ મુનિ દશા થઈ જાય. અસ્થિરતાનો ભાવ ઘણો ઘટી જાય; માતાએ
જન્મ્યા તેવા તદ્ન નિર્ગ્રંથમુનિ થઈ જાય (આ ભાન સહિતની વાત છે.) અને તત્ત્વજ્ઞાન પૂર્વક સ્વરૂપના જોરની
દ્રષ્ટિની એકાગ્રતામાં સ્થિરતા વધતાં શરીર ઉપરનું લક્ષ (વૃત્તિ) ઊઠી જાય, માત્ર આયુષ્ય બાકી છે અને શરીર
ટકવાનું છે તેથી આહારની વૃત્તિ રહી છે તે પણ સ્વરૂપ ચારિત્રના નભાવ માટે. ‘માત્ર સયંમના હેતુએ’ વર્તે છે.
ત્યાં (–છઠ્ઠા ગુણસથાને) સ્થિરતા થતાં ત્રણ કષાય ટળી ગયા છે, માત્ર શરીરના કારણે નિર્દોષ આહારની વૃત્તિ
હોય છે. એવો નિમિત્ત–નૈમિત્તિક સંબંધ છે. સમ્યગ્દર્શન વિના એટલે કે પરથી પરિપૂર્ણ નિરાળા સ્વરૂપના ભાન
વિના કોઈ શ્રાવક કે સાધુ હોઈ શકે નહીં.
આત્માઓનો સ્વત: વેગ વૈરાગ્યમાં ઝંપલાવવું એ છે.
PDF/HTML Page 13 of 21
single page version
પરિપુર્ણની રુચિ નથી અને રુચિ વગર વીર્ય નથી.
આત્મામાં બંધન પરપદાર્થના નિમિત્ત આધીન થતા ભાવથી થાય છે. સ્વાધીન સ્વભાવ ચૂકે અને આત્મા
જે રુચિ કે પ્રીતિ તે બંધનું કારણ છે. તે પરની રુચિ કેમ છૂટે અને નિર્મળ ભૂમિકા કેમ વધતી જાય, તથા કેવા
પ્રકારના સંયોગો છૂટતા જાય તે મુનિના દ્રષ્ટાંતથી સમજાવે છે.
નિર્ણય પ્રથમ કરવો જોઈએ. વસ્તુના સ્વભાવમાં પરિપૂર્ણતા જ છે. વર્તમાન ઊણપ દેખાય છે તે પરાધીન
ભાવથી દેખાય છે પરાધીન ભાવે તે વસ્તુનો સ્વભાવ નથી, તેથી વસ્તુમાં ઊણપ નથી. જેણે પરિપૂર્ણ
જ્ઞાનસ્વભાવ માન્યો તેણે રાગ–દ્વેષ પોતાના નથી એમ માન્યું.
જાણનાર છે; જેનો સ્વભાવ જાણવું તે આવતી કાલનું ન જાણી શકે એવો તેનો સ્વભાવ નથી. ‘ન જાણવું’ તે
સ્વભાવમાં જ નથી. વર્તમાન અવસ્થામાં જે જ્ઞાનની શક્તિ ઊણી દેખાય છે તે અવસ્થામાં વિકારને કારણેરાગ
દ્વેષ ભાવે જે જણાય તેને લઈને જ્ઞાન ઓછું જણાય છે. રાગ–દ્વેષ તે સ્વભાવ નથી, જ્ઞાન સ્વભાવ પરિપૂર્ણ છે
એમ જ્યારે નિર્ણય થાય ત્યારે આખો જ્ઞાન સ્વભાવ જાણ્યો કહેવાય.
સ્વભાવ પ્રગટ કરૂં તે હું; મારામાં વિકાર નહીં; પરિપૂર્ણ જ્ઞાન તે જ હું.
તે વિકારને કારણે જ્ઞાનની ઊણી અવસ્થા છે, પણ ઊણી અવસ્થા તે હું નહિ, અને રાગાદિ હું નહીં, મારો જ્ઞાન
સ્વભાવ પરિપૂર્ણ છે. સ્વભાવમાં હદ, ઊણપ કે રાગ–દ્વેષ નહીં. જેણે જ્ઞાન પરિપૂર્ણ માન્યું તેણે ‘રાગ–દ્વેષ નથી’
એમ માન્યું અને જેણે રાગાદિરૂપે પોતાને માન્યો તેણે પરિપૂર્ણ જ્ઞાન સ્વભાવ માન્યો નથી.
દર્શન:– દેખવાની પરિપૂર્ણ શક્તિ તે જ હું.
શ્રદ્ધા:– શ્રદ્ધા નામનો ગુણ આત્માને પરિપૂર્ણ જ માને છે. તેમ માનવું તે માનવાનો વિષય પરિપૂર્ણ અને
PDF/HTML Page 14 of 21
single page version
શ્રી કાનજી સ્વામીનું વ્યાખ્યાન તા. ૨૭–૧૨–૪૩
સ્વભાવ છે, તેમાં વર્તમાન જે ઉણપ દેખાય છે તે હું નહીં.
પરિપૂર્ણ સ્વરૂપને માન્યું નહીં. પરિપુર્ણ સ્વરૂપની શ્રદ્ધા પ્રગટ્યા વિના ધર્મની ગંધ પણ હોય શકે નહીં. અખંડ
પરિપૂર્ણની શ્રદ્ધા વગર વ્રત કે મહાવ્રત પણ સાચાં હોય નહીં.
અને મને દાન (એટલે મારા સ્વરૂપની પરિપુર્ણતાનું લેવું–દેવું) કરી શકું, અને એક ‘ક્ષણમાં જેવું દેવું એવું લેવું
કરી શકું છું.’ આમ માન્યું તેણે પરિપુર્ણ આત્માને માન્યો છે. જેને હજી પરિપુર્ણ સ્વભાવની શ્રદ્ધા જ નથી તેને
પરિપુર્ણની રુચિ નથી અને રુચિ વગર વીર્ય નથી. પરિપુર્ણ આત્મ સ્વભાવની શ્રદ્ધા અને પ્રતીત વગર
પરિપુર્ણનો પુરુષાર્થ હોઈ શકે નહીં.” હું જ્ઞાનાદિ અનંત ગુણોએ પરિપુર્ણ છું, ઊણપ તે મારું સ્વરૂપ નથી. આમ
જ્યાં સુધી ખરેખરું સ્વરૂપ ન માને ત્યાં સુધી ધર્મની શરૂઆત પણ નથી.
માને અને આત્મામાં પોતે પોતાને પરિપુર્ણ પર્યાયનું દાન આપે એવો રાગ–રહિત સ્વભાવ છે, તે પરિપુર્ણ
સ્વભાવને ન માને ત્યાં સુધી સમકિત નથી. તે વગર સાચાં વૃત–તપ કે ચારિત્ર હોય નહીં. પ્રથમ પરિપુર્ણની
શ્રદ્ધા જોઈએ પછી ક્રમે કરીને ચારિત્ર અને વીતરાગ થાય.
છું’ એવી પ્રતીતિ થાય નહીં............
દાન અને લાભનો એક ક્ષણમાં પરિપુર્ણ સ્વભાવ છે. જેણે ઊણો–અધૂરો સ્વભાવ માન્યો તેણે આત્માને જ
માન્યો નથી, અને આત્માને માન્યા વગર એક પણ નિર્મળ પર્યાય ઊઘડે નહીં.
તેની શ્રદ્ધા થતાં જે નિર્મળ પર્યાય ઉઘડે છે તે જ દાન છે, અને તે જ ખરો લાભ છે.
PDF/HTML Page 15 of 21
single page version
ઈન્દ્રિયાદિનું સુખ રુચે છે તેને ચોરાશીના દુઃખ રુચે છે અને જેને સંસાર સુખની રુચિ નથી પણ સ્વભાવનું ખરું
શાશ્વત સુખ રુચે છે તેની ઓળખાણ અને જ્ઞાન કેવાં હોય તેનો પ્રથમ નિર્ણય જોઈએ. કારણ કે કયા સુખની
રુચિ છે તે જાણવું જોઈએ.
ભાવની રુચિ પણ ખરા સુખના ઈચ્છનારને હોય નહીં. રાજ્યાદિ બધા સંસાર સુખના નિમિત્ત છે, તેની પણ
રુચિ હોય નહીં. જેણે જડમાં સુખ ન માન્યું હોય તેની માન્યતા કેવી હોય? કે જે પુણ્ય ભાવે સ્વર્ગાદિ તથા આ
સ્ત્રી, પૈસા વગેરેમાં સાચું સુખ નથી. આત્માનું સુખ પરમાં નથી જ. છતાં પરમાં માન્યું છે તે માન્યતાની ભૂલ છે;
તેને સાચી વાત સમજાણી નથી. જો સાચી વાત સમજાય તો સંસારની અનુકૂળતામાં પણ સુખ બુદ્ધિ થાય નહીં. જે
કારણથી સંસારની અનુકૂળતા મળે છે તે પુણ્ય છે. પાપભાવથી પ્રતિકૂળતા મળે અને પુણ્ય ભાવથી અનુકૂળતા મળે
તે સંસારની અનુકૂળતાની જેને રુચિ છે તેને પુણ્યની રુચિ છે, અને જેને પુણ્યની રુચિ છે તેને સંસારની રુચિ છે,
જેને આત્માના જ્ઞાન શ્રદ્ધાની રુચિ છે તેને આત્માની રુચિ છે, અને તેને જ ખરા સુખની રુચિ છે.
સાચું સુખ કેમ મળે અને સાચા સુખનો ઉપાય કરવાવાળાનાં જ્ઞાન અને શ્રદ્ધા કેવાં
હોય તથા જેને સંસારિક સુખ રુચતું હોય તેનાં જ્ઞાન અને માન્યતા કેવાં હોય?
પુજ્યસદ્ગુરુદેવ શ્રી કાનજી સ્વામીનું વ્યાખ્યાન તા. ૧૪–૨–૪૪
તો ભૂપ પણ સુખ જનક વિધવિધ ભોગ આપે પુરુષને;
તો કર્મ પણ સુખજનક વિધવિધ ભોગ આપે જીવને
PDF/HTML Page 16 of 21
single page version
તો ભૂપ પણ સુખજનક વિધવિધ ભોગને આપે નહિ;
તો કર્મ પણ સુખજનક વિધવિધ ભોગને દેતાં નથી.
તેને સુખ ઉત્પન્ન કરનારા અનેક પ્રકારના ભોગો આપે છે. (પણ તે સારાં નથી એમ અહીં કહેવું છે.)
ત્યાગી થાય કે સાધુ થાય પણ ‘આ ક્રિયા રાગની છે કે રાગ વિનાની છે? દયાદિ તે શુભ રાગની છે. તથા
હિંસાદિ તીવ્ર–રાગની–પાપની છે, તે રાગની ક્રિયાથી આત્માને લાભ થાય નહિ’ એમ જેણે રાગરહિત આત્માની
શ્રદ્ધા–રુચિ નથી તે જે કાંઈ વ્રત, તપ, દાન, પૂજા, ભક્તિ આદિ કરે છે તેમાં મંદ કષાયથી જે પુણ્ય થાય તે પુણ્યને
તે સંસારના સુખને માટે સેવે છે. અર્થાત્ તેને પુણ્યની રુચિ છે. પણ પુણ્યનું ફળ–સંસાર સુખ ભોગવવાનો જે
જડની રુચિ છે, પુણ્ય–પાપ રહિત આત્માની રુચિ નથી.
ક્રિયા આત્માને બંધન છે. જેને આત્માના પવિત્ર જ્ઞાનસ્વભાવનું ભાન નથી તે પુણ્યનો ભાવ તેમાં સુખ માનીને
કરે છે. જે ભાવે પુણ્ય બંધન થાય તે ભાવને સારો માને તો સમજવું કે તેને જડની રુચિ છે, આત્માની નથી.
સંસારના સુખ સામગ્રી મલે છે એવા પુણ્ય ભાવની રુચિ પણ ટળવી જ જોઈએ, અને જે ભાવે તે રુચિ ટળે એ
ભાવ સેવવો જોઈએ. જે ‘સાધુ’ ‘કે ધર્મી’ એવું નામ માત્ર ધરાવે છે, પણ પુણ્ય–પાપ રહિત આત્માના
સ્વરૂપની ખબર નથી તેને પુણ્યની રુચિ રહે છે. અહીં પુણ્ય કરવાં છોડી દો એમ નથી કહેવું, પાપથી બચવા
પુરતા પુણ્ય બરાબર છે, પણ તેની રુચિ ન હોવી જોઈએ; જેને પુણ્યની રુચિ છે તેને જડમાં સુખ બુદ્ધિ છે
એટલે જડની રુચિ છે.
આત્માનું સુખ જડમાં નથી. આત્મામાં જે શુભરાગ થાય તે જો રુચે તો સમજવું કે તેને સંસાર–સુખની
પુણ્ય–પાપના ભાવની રુચિ નથી ત્યાં સમજવું કે તેને સંસાર સુખની પૌદ્ગલિક સુખની રુચિ નથી–ઈચ્છા નથી
અને આત્માની રુચિ છે.
જે સારો માને છે તેને પ્રથમ જ સંસારિક સુખની ઈચ્છા છે, અને તેની રુચિ છે. જીવ જે પુણ્ય કે પાપના રાગ
ભાવ કરે છે તેમાં પાપ તો દુઃખનું કારણ છે જ તેની તો વાત
PDF/HTML Page 17 of 21
single page version
પણ તેને સુખ ઉત્પન્ન કરનાર ભોગો આપે છે; એટલે કે રાગની ક્રિયા કરતી વખતે શુભરાગની જેને રુચિ છે તે
શુભરાગના ફળમાં ભવિષ્યમાં તેને અનુકૂળ સામગ્રી મળશે અને તેને રાગની રુચિ છે, તેથી રાગમાં રંજિત થઈને
તે સામગ્રીઓને ભોગવશે અને પાપ બાંધી નરકાદિમાં જશે.
ભોગવી જાશે, નરકમાં! આ રીતે તેને (શુભ રાગની રુચિ વાળાને) નથી ધર્મ વર્તમાનમાં કે નથી ભવિષ્યમાં!
સાચા સુખના (પુણ્ય–પાપ રહિત) ઉપાયનો અને પૌદ્ગલિક સુખના ઉપાય (પુણ્ય) નો વિવેક પ્રથમ જ જોઈશે.
ખબર નથી તે પુણ્યમાં સુખ માન્યા વગર રહેશે નહીં.
તરફ તારી રુચિ ન હોવી જોઈએ. રાગ વગર બાહ્ય ક્રિયા થાય નહીં. જો અંતરસ્વરૂપની રુચિ મૂકીને
બાહ્યક્રિયામાં થતા રાગની રુચિ કરી તો તેને પુદ્ગલની રુચિ છે, એમ સમજવું.
રીતે ચોપડે તે ઉપર દૃષ્ટાંત કહે છે.
વહીવટદાર સાહેબને તો પાંચભાર અને નવટાંક એ સરખું જ છે એવું ભાન નહીં એટલે ખીજાઈને કહ્યું ‘મેં
પાંચભાર કહ્યું હતું ને નવટાંક કેમ લાવ્યો?’ ત્યારે પાસે બેઠેલો બીજો હજુરીયો (માખણ ચોપડવા વાળો) કહે
‘બરાબર સાહેબ, સાલાએ ભૂલ કરી’ ત્યારે ઘી લાવનાર પણ હા જી હા કરવાવાળો પોતાની ભૂલ નથી છતાં કહે
કે ‘હા સાહેબ, ભૂલ થઈ’ આમ માખણીયાની દ્રષ્ટિ રાજાને રાજી રાખવાની જ હોય છે.
ચાલ્યો જવાનો છે. ગોલ–ગોલીને ખબર નથી કે નિસ્પૃહપણે રહીશ તોય આપવું હશે તેટલું આપશે, રાજાને ખરૂં
કહેનાર પોસાય નહીં, અને માખણ નહીં ચોપડીએ તો કાંઈ મળશે નહીં એમ માન્યું છે. અહીં તો આચાર્ય દેવ કહે
છે કે હા–જી–હા કરવાવાળાને થાળ આદિ મળશે ખરા, પણ ખરી મૂડી નહિ મળે! એટલે કે આત્માની રુચિ
છોડીને જેને શુભરાગની રુચિ છે અને તેને સારું માને છે, તે જો કષાયમંદ કરશે તો પુણ્ય બાંધશે પણ આત્માનું
ખરું સુખ તેને મળશે નહીં.
તેને શુભરાગની રુચિ નથી. સુખ બુદ્ધિએ તે કર્મ રજને સેવતો નથી, નબળાઈના કારણે ઉદાસ ભાવે શુભમાં
જોડાવા છતાં અંતરમાં તેની રુચિ નથી.
PDF/HTML Page 18 of 21
single page version
રુચિ નથી તેને આત્માના જ્ઞાન ભાવની રુચિ છે એટલે તેને શુભરાગના ફળ એવાં ન આવે કે જે ભોગવતા ફરી
નવું બંધન થાય.
શુભ (અશુભથી બચવા પુરતું) કરવું પડે છે એમ અંતરમાં જ્ઞાનીને ભાન છે. અને કોઈ ભાન વિના ત્યાગી
થાય, ઘરબાર છોડીને જંગલમાં ચાલ્યો જાય તો પણ તેને અંદરમાં પુણ્યની પક્કડ છે એટલે સંસાર સુખની રુચિ
છે. અંતરમાં જેને જ્ઞાતા–દષ્ટા પૂર્ણ નિર્મળ સ્વત: સ્વભાવી આત્માની રુચિ નથી તથા રાગના જુદાપણાની જેને
ખબર નથી તે ત્યાગી હોય કે ધર્મી નામ ધરાવતો હોય પણ તે કર્મને (રાગને) પોતાના તરીકે માની તેના
ફળની રુચિ કર્યા વગર રહેશે નહીં.
‘
કરવામાં સવાયો થાય તો કહે કે બહુ ચાલાક છે–અને જો છોકરો ચોકખું કહી દે કે ‘બાપુ! દગાની વાત મારી
અમારા કરતા સવાયા પાપ કર! આમાં જે છોકરો દગા–પ્રપંચની હા એ હા ભણે છે તે પોતાના રાગને ખાતર
ભણે છે, અને નહીંતર ચોકખી ના કહી દે કે આ રાગને ખાતર આટલા દગા–પ્રપંચ? આ દેહે કેટલો કાળ
જીવવું? અને ક્યાં જવું? પુણ્ય હશે તો ગમે ત્યાંથી મળી રહેશે. આયુષ્ય હશે તો રોટલા ગમે તેમ મળી રહેશે.
અને નહિતર રોટલા ખાતાં છતાં બે કોળીઆ વધારે ખવાઈ જશે અને પેટ સલોસલ થઈ જશે તો મરી જઈશ! હું
તો નીતિસર જ કામ કરવાનો, રાગને માટે આ અનીતિ? નહીં રે નહીં, મારે અનીતિ ન જોઈએ. એમ કહેવાથી
કાંઈ તેનો હક્ક ચાલ્યો જતો નથી.
છપ્પનીઆના દુષ્કાળ વખતે રાંકા ભીખારા ગામ બહાર જઈને પાણીમાં માછલાં મારતાં હોય, અને જ્યારે
ગામમાં આવે ત્યારે પોતાના કપાળે સાધુ જેવું ટીલું કરે અને કહે કે “આ સંસાર અસાર છે, કોઈ કોઈનું નથી.”
એમ ભીખારા પણ કહે છે, પણ તે જો એમ ન કહે તો કોઈ કાંઈ આપે નહીં, તેથી પોતાને મળે એવા રાગની
અને પુણ્ય–પાપની રુચિ ટળશે નહીં; અને જેને રુચિ ફરી ગઈ કે આ વિકાર માત્ર મારૂં સ્વરૂપ નહીં, રાગ રહિત
જ્ઞાન સ્વભાવ તે જ હું એમ જ્યાં સ્વભાવની રુચિ થઈ અને પુણ્યની રુચિ ટળી પછી તે રાજપાટ ભોગવતાં
દેખાય છતાં અંતરમાં તેની રુચિ નથી, ભવિષ્યમાં અલ્પકાળમાં તે ત્યાગી થઈ, મુનિ થઈને પુર્ણ કેવળજ્ઞાન
લેવાનાં છે. અને જેને પુણ્યની રુચિ છે તે બાહ્ય આચરણ કરતાં કરતાં અંતર સ્વભાવ પ્રગટ થશે એવી દ્રષ્ટિમાં
સંસારિક સુખની રુચિ અર્થાત્ ઝેરની રુચિ પડી છે. આત્માના જ્ઞાન સ્વભાવના ભાન વગર કદી પૌદ્ગલિક
સુખની મીઠાશ ખસે નહીં.
PDF/HTML Page 19 of 21
single page version
હોતો નથી.
અને તે જ સત્ય ત્યાગ છે. બાકી તો જેને આત્માનું ભાન નથી તે તો માત્ર ‘આ બાયડી છોકરામાં સુખ નથી માટે
રાજા ચક્રવર્તી રાજમાં હોવા છતાં તેને વિવેકનું ભાન હતું. ઓળખાણ હતી કે નિર્મળ જ્ઞાન સ્વરૂપ નિર્વિકલ્પ છું
છતાં હજી અવસ્થામાં પુરુષાર્થની નબળાઈને કારણે શુભ–અશુભ રાગ હતો ત્યાં પણ અંતરથી તેની રુચિ ખસીને
આત્માની રુચિના જોરમાં એકાવતારી થઈ ગયા, એ રીતે અનંતા એકાવતારી થઈ ગયા છે. એટલે અવિકારી
સ્વભાવની ભાવના સહિત જેને રાગ–દ્વેષનો ત્યાગ છે તે જ ખરો ત્યાગી છે; અજ્ઞાની બહારનો ત્યાગી
તેથી રાગનો રંગ અંતરમાં ચડી જતો નથી, અજ્ઞાની તો રાગમાં લીન થઈ જાય છે, તેને રાગની રુચિમાં
આત્માની વાત રુચતી નથી.
ભાવમાં ધર્મ માને છે એથી તેને એકલા રાગની રુચિ છે, તેને રાગની રુચિમાં સંસાર ફળવાનો છે.
શુભભાવની તને રુચિ તો નથીને? જો તે શુભરાગના રંગમાં રંગાઈ જતો હો તો તે રાગની રુચિ જ તને બંધન
સ્વભાવનું ભાન હોય તેને જ અંતરનો ખરો ત્યાગ સૂઝે છે, પણ જેને અંતર સ્વભાવનું ભાન નથી તેની દ્રષ્ટિ
બાહ્ય ત્યાગ ઉપર પડી છે, એટલે વર્તમાન કદાચ ભોગ છોડવાની વાત હોય પણ ઊંડાણમાં તો તેને ‘ભવિષ્યમાં
આથી સારા ભોગ મળશે’ એવી રાગની રુચિ છે–ભોગની રુચિ છે, તે ખરેખર ત્યાગી નથી. વળી તે એમ માને
છે કે ‘બાયડી, છોકરાં, મકાન બંધન કર્તા છે માટે તેને છોડું;’ પણ તે તરફનો પોતાનો રાગ જ બંધન કર્તા છે
એમ તે જાણતો નથી જો ખરેખરે ત્યાગની ભાવના હોય તો તે પ્રત્યેના રાગને છોડને!
પુણ્ય–પાપનો કોઈપણ વિકાર મારા સ્વભાવમાં નથી એવા ભાન વિના પુણ્ય–પાપનો ત્યાગ ખરેખર
અજ્ઞાની વ્રત–તપ કરે છે તે પણ આગામી ભોગની મીઠાશના કારણે કરે છે. વર્તમાનમાં જે બાહ્ય ત્યાગ
આત્માની ખબર નથી તે રાગની રુચિમાં રંગાઈ જશે. અને જ્ઞાની જેને સ્વભાવની ખબર છે તેને વીતરાગ ન
થાય ત્યાં સુધી શુભનો વિકલ્પ આવે છતાં તેની રુચિ નહીં હોવાથી ઉદયાગત ભોગ તેને બંધનું કારણ નથી. અને
ભવિષ્યમાં તેનું વિશેષ ફળ મળવાનું નથી.
PDF/HTML Page 20 of 21
single page version
વધતા જતા તેવા પુરુષ જે ભાવે સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરે તે ભાવ બતાવે છે તેથી તેને ‘તીર્થંકર’ એટલે કે
શ્રીમાન્ ઋષભદેવ આદિ ચોવીશ તીર્થંકરો થયા. તેમના ઉપદેશથી હાલ ભરતક્ષેત્રમાં યથાર્થ ધર્મનું પ્રવર્તન છે;
તીર્થંકરો જ્ઞાન અને પુણ્ય બન્નેમાં પૂર્ણ હોય છે, તેઓ ઈચ્છાને ટાળી વીતરાગ થયા પછી સહજ રીતે (તેમની
ઈચ્છા વગર) વચન વર્ગણા (વચનના રજકણો) સર્વાંગે છૂટે છે તેને દિવ્યધ્વનિ કહેવામાં આવે છે અથવા ઓમ્
પણ કહેવામાં આવે છે. તેમની ધર્મસભામાં આવેલા દેવ–દેવીઓ, મનુષ્ય–મનુષ્યીણી, તિર્યંચ તિર્યંચીણી પોતે
પોતાની ભાષામાં સમજી લે છે. આ દિવ્યધ્વનિને ઉપચારથી તીર્થંકરનો ઉપદેશ કહેવામાં આવે છે.
બળભદ્ર શ્લાકા પુરુષો થયા હતા. ગીરનાર પર્વત જૈનોનું જાણીતું તીર્થ છે, આ ગીરનાર પર્વતની ગુફામાં
મુનિઓને આપ્યું, અને તે મુનિઓએ આગામિ બુદ્ધિની મંદતા જાણી ‘
‘તત્ત્વાર્થસૂત્ર’ સર્વમાન્ય છે તે પણ સૌરાષ્ટ્રમાં શ્રી ઉમાસ્વામી આચાર્યે રચ્યું હતું. પરમાગમ શ્રી સમયસાર
ગુજરાતી ભાષામાં પણ આ દેશમાં હાલમાં પ્રસિદ્ધ થયું છે
ગુજરાતમાં જૈનધર્મની અધ્યાત્મ વિદ્યાના બીજડાં રોપી તેનો પ્રચાર કર્યો છે. જૈનધર્મના યથાર્થ સ્વરૂપને સમજાવતા
તેમણે શિષ્યો ઉપર લખેલા પત્રો, હાથનોંધ વગેરે પ્રસિદ્ધ થયાં છે, અને મુમુક્ષુઓ તેનો યથાશક્તિ લાભ લે છે.
(પરમાત્મ પ્રકાશ ગાથા ૮૨ પાનું ૮૭–૮૮)
પણ વેશધારી નથી, તે એક જ્ઞાનસ્વરૂપ છે. (પરમાત્મ પ્રકાશ ગાથા ૮૮ પાનું૯૨–૯૩)