Atmadharma magazine - Ank 040
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ચોથું
સળંગ અંક ૪૦
Version History
Version
NumberDateChanges
001July 2003First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
।। ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે ।।
વર્ષ ચોથુંમાઘ
અંક ચોથો
સંપાદક
રામજી માણેકચંદ દોશી
વકીલર૪૭૩
કલ્યાણની મૂર્તિ।। ।। શ્રી સર્વજ્ઞાય નમઃ ।।
।। શ્રી વીતરાગાય નમઃ ।।
હે જીવો! જો તમે આત્મકલ્યાણને ચાહતા હો તો સ્વતઃ શુદ્ધ અને સમસ્ત પ્રકારે પરિપૂર્ણ
આત્મસ્વભાવની રુચિ અને વિશ્વાસ કરો, તેનું જ લક્ષ અને આશ્રય કરો. એ સિવાય બીજું જે કાંઈ
છે તે સર્વની રુચિ, લક્ષ અને આશ્રય છોડો. કેમ કે સુખ સ્વાધીન સ્વભાવમાં છે, પરદ્રવ્યો તમને
સુખ કે દુઃખ કરવા સમર્થ નથી. તમે તમારા સ્વાધીન સ્વભાવનો આશ્રય છોડીને પોતાના દોષથી
જ પરાશ્રયવડે અનાદિથી પોતાનું અમર્યાદિત અકલ્યાણ કરી રહ્યા છો. માટે હવે સર્વ પર દ્રવ્યોનું
લક્ષ અને આશ્રય છોડીને સ્વ દ્રવ્યનું જ્ઞાન, શ્રદ્ધાન તથા સ્થિરતા કરો. સ્વ દ્રવ્યમાં બે પડખાં છે–
એક તો ત્રિકાળ શુદ્ધ સ્વતઃ પરિપૂર્ણ નિરપેક્ષ સ્વભાવ છે અને બીજું ક્ષણિક વર્તમાન વર્તતી વિકારી
હાલત છે. પર્યાય પોતે અસ્થિર છે તેથી તેના લક્ષે પૂર્ણતાની પ્રતીતરૂપ સમ્યગ્દર્શન નહિ પ્રગટે, પણ
જે ત્રિકાળી સ્વભાવ છે તે સદા શુદ્ધ છે, પરિપૂર્ણ છે અને વર્તમાન પણ તે પ્રકાશમાન છે તેથી તેના
આશ્રયે, લક્ષે પૂર્ણતાની પ્રતીતરૂપ સમ્યગ્દર્શન પ્રગટ થશે. એ સમ્યગ્દર્શન પોતે કલ્યાણ સ્વરૂપ છે
અને તે જ સર્વ કલ્યાણનું મૂળ છે. જ્ઞાનીઓ સમ્યગ્દર્શનને ‘કલ્યાણની મૂર્તિ’ કહે છે. માટે હે જીવો,
તમે સર્વ પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ કરવાનો અભ્યાસ કરો.
વાર્ષિક લવાજમ૪૦છુટક અંક
અઢી રૂપિયાશાશ્ચત સુખનો માર્ગ દર્શાવતું માસિક પત્રચાર આના
* આત્મધર્મ કાર્યાલય–મોટા આંકડિયા કાઠિયાવાડ *

PDF/HTML Page 3 of 21
single page version

background image
વર્ષ ચોથુંસળંગ અંકમાઘઆત્મધર્મ
અંક ચોથો૪૦ર૪૭૩
દુઃખનું કારણ અને તે ટાળવાનો ઉપાય
(મોક્ષ અધિકાર ગાથા–૨૯૭ના વ્યાખ્યાનોમાંથી)
પ્રશ્નઃ– સુખ આત્મામાં છે, પૈસા વગેરેમાં સુખ નથી, તો પછી તે છોડીને ચાલી
નીકળવું તે સુખનો ઉપાય છે ને?
ઉત્તરઃ– પૈસા વગેરે પરદ્રવ્ય છે, પરદ્રવ્યનું ગ્રહણ કે ત્યાગ આત્મા
કરી શકતો નથી. દુઃખથી છૂટવા માટે દુઃખનાં કારણો જાણીને તેનો ત્યાગ
કરવો જોઈએ. પૈસા વગેરે પરદ્રવ્યમાં દુઃખ નથી, તેમજ તેના અભાવથી
દુઃખનો અભાવ થતો નથી, આ કથનનો અર્થ એવો ન સમજવો કે પૈસા
વગેરેનો પ્રેમ રાખી મૂકવાનું કહે છે! પૈસા વગેરે પ્રત્યેની રુચિ તે તો તીવ્ર
દુઃખ છે. પરંતુ પૈસા વગેરેનો સંયોગ છૂટવા માત્રથી દુઃખથી છૂટાતું નથી.
ખરેખર દુઃખનું મૂળ કારણ અજ્ઞાન છે તે અજ્ઞાનને જ પહેલાં છોડવું જોઈએ.
પૈસા વગેરે પરદ્રવ્યોનો ત્યાગ આત્મા કરતો નથી પણ પૈસામાં સુખ એવી
મિથ્યામાન્યતા અને મમતાભાવ તે જ ફેંકી દેવા જેવા છે; આ રીતે મોહ
ટાળવો તે જ દુઃખ ટાળવાનો ઉપાય છે.
એ ધ્યાન રાખવું કે જે જીવને પૈસા,
સ્ત્રી, આહાર વગેરે પ્રત્યેનો રાગ ટળી ગયો હોય તેને તે પ્રકારનો સંયોય
સ્વયમેવ હોતો જ નથી. જો દુઃખ અને તેનું કારણ પોતાની અવસ્થામાં માને
તો પોતામાંથી તે ટાળવાનો ઉપાય કરે, પણ જો દુઃખ અને તેનું કારણ
પોતામાં ન માને તો તે ટાળવાનો ઉપાય કેમ કરે? દુઃખ આત્માની
અવસ્થામાં જ છે અને તેનું કારણ અજ્ઞાન તથા રાગદ્વેષ છે; તે ટાળવાનો
ઉપાય સમ્યગ્જ્ઞાન અને વીતરાગતા જ છે–એમ જ્ઞાનીઓએ દર્શાવ્યું છે.
* * * * * * * * *
જીવનનું કર્તવ્ય
અધ્યાત્મતત્ત્વની વાત સમજવા આવનાર જિજ્ઞાસુને વૈરાગ્ય અને કષાયની મંદતા તો હોય જ. જેને
કષાયની મંદતા અને વૈરાગ્ય હોય તેને જ આત્મસ્વરૂપ સમજવાની જિજ્ઞાસા જાગે. મંદ કષાયની વાત તો બધાય
કરે છે, પણ જે સર્વ કષાયથી રહિત છે એવું પોતાના આત્મતત્ત્વનું સ્વરૂપ તે સમજીને જન્મ–મરણના અંતની
નિઃશંકતા આવી જાય તેની વાત અહીં જિનધર્મમાં છે. અનંતકાળે તત્ત્વ સમજવાના ટાણાં આવ્યા અને દેહ
છૂટવાનાં ટાણાં આવ્યાં એવા કાળે જો કષાયને મૂકીને આત્મસ્વરૂપ નહિ સમજે તો ક્યારે સમજશે? પુરુષાર્થ–
સિદ્ધઉપાયમાં તો કહ્યું છે કે જિજ્ઞાસુ જીવને પહેલાં સમ્યગ્દર્શનપૂર્વક મુનિપણાનો ઉપદેશ આપવો; તો અહીં તો
હજી પહેલાં સમ્યગ્દર્શન પ્રગટ કરવાની વાત છે. ભાઈ, માનવજીવનની દેહસ્થિતિ પુરી થતાં જો સ્વભાવની રુચિ
અને પરિણતિ સાથે ન લઈ જાય તો તેં તારા જીવનમાં કાંઈ આત્મકાર્ય કર્યું નથી. દેહ છોડીને જતાં જીવની સાથે
શું આવશે? જો જીવનમાં તત્ત્વ સમજવાની દરકાર કરી હશે તો મમતારહિત સ્વરૂપની રુચિ અને પરિણતિ સાથે
લઈ જશે. અને જો તે દરકાર નહિ કરી હોય તથા પરનાં મમત્વ કરવામાં જ જીવન કાઢયું હશે તો તેને માત્ર
મમતાભાવની આકુળતા સિવાય બીજું કાંઈ સાથે જવાનું નથી. કોઈપણ જીવને પર વસ્તુઓ સાથે આવતી નથી,
માત્ર પોતાનો ભાવ જ સાથે લઈ જાય છે.

PDF/HTML Page 4 of 21
single page version

background image
માઘઃ ૨૪૭૩ઃ ૬૩ઃ
માટે અહીં આચાર્યદેવ કહે છે કે ચેતનાવડે આત્માનું ગ્રહણ કરવું. જે ચેતનાવડે આત્માનું ગ્રહણ કર્યું છે તે સદા
આત્મામાં જ છે. જેણે ચેતના વડે શુદ્ધ આત્માને જાણ્યો છે તે કદી પર પદાર્થને કે પરભાવોને આત્માના સ્વભાવ
તરીકે ગ્રહણ કરતા નથી પણ શુદ્ધાત્માને જ પોતાપણે જાણીને તેનું જ ગ્રહણ કરે છે, એટલે તે સદાય પોતાના
આત્મામાં જ છે. કોઈ પૂછે કે– કુંદકુંદ પ્રભુ ક્યાં છે? તો જ્ઞાની ઉત્તર આપે છે કે–ખરેખર કુંદકુંદ પ્રભુ સ્વર્ગાદિ બાહ્ય
ક્ષેત્રોમાં નથી પણ તેમના આત્મામાં જ છે. જેણે કદી કોઈ પરપદાર્થોને પોતાના માન્યાં નથી અને એક
ચેતનાસ્વભાવને જ સ્વપણે અંગીકાર કર્યો છે, તે ચેતનાસ્વભાવ સિવાય બીજે ક્યાં જાય! જેણે ચેતનાવડે આત્માનું
ગ્રહણ કર્યું છે તે સદા પોતાના આત્મામાં ટકી રહે છે. જેમાં જેની દ્રષ્ટિ પડી છે તેમાં જ તે કાયમ રહેલા છે. પોતાની
ચૈતન્યભૂમિકાથી બહાર ખરેખર કોઈ જીવ રહેતો નથી, પોતાની ચૈતન્ય ભૂમિકામાં જેવા ભાવ કરે તેવા ભાવમાં તે
રહે છે, જ્ઞાની જ્ઞાનભાવમાં રહે છે અને અજ્ઞાની અજ્ઞાનભાવમાં રહે છે. બહારમાં ગમે તે ક્ષેત્ર હોય પણ જીવ પોતાની
ચૈતન્યભૂમિકામાં જે ભાવ કરે તે ભાવ ને જ તે ભોગવે છે, બહારના સંયોગને ભોગવતો નથી.
(શ્રીસમયપ્રાભૃત ગાથા ૨૯૭ના વ્યાખ્યાનમાંથી)
* * * * * * * * * *
શ્રી સર્વજ્ઞાય નમઃ ।। ।। શ્રી વીતરાગાય નમઃ
શ્રાવણ વદ ૧૩ થી ભાદરવા સુદ પ સુધીના ધાર્મિક દિવસો દરમિયાન થયેલા
શ્રી સમયસારજી ગાથા ૧૩ તથા શ્રી પદ્મનંદી પંચવિંશતિકા શાસ્ત્રના ઋષભજિનસ્તોત્ર ઉપરનાં
વ્યાખ્યાનો અને ચર્ચાઓનો ટૂંકસાર લેખાંકઃ ૪
(આ લેખના નં. પ૪ સુધીના ફકરા અંક ૩૯માં આવી ગયા છે, ત્યાર પછી અહીં આપવામાં આવે છે)
(પપ) હે જિનેશ! આપશ્રી નિષ્કારણ વૈદ છો, હું અનંતકાળથી રોગી છું. મારા આત્માની સમજણ વગર
અનંતકાળથી ભાવમરણ વડે દુઃખી થઈ રહ્યો છું. અનંતકાળથી સંસારમાં રખડતાં મારો કોઈ સાથી ન હતો, હવે હે
શ્રી સર્વજ્ઞ ભગવાન, આપ સાથી મળ્‌યા છો, મેં આપને પરમવૈદ તરીકે ઓળખ્યા છે; આપની સેવાથી મારો ભાવરોગ
અવશ્ય દૂર થશે.
(પ૬) હે જીવ! સર્વજ્ઞના ધર્મ સિવાય આ જગતમાં કોઈ શરણભૂત નથી, માટે સર્વજ્ઞદેવે કહેલા
આત્મસ્વભાવનું આરાધન કર. શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે કે–સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ
આણી; અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાંહ્ય સ્હાશે.
હે ભાઈ! સર્વજ્ઞ ભગવાને કહેલા આત્મસ્વભાવને સત્ય શરણભૂત જાણીને, અંતરમાં તેનો મહિમા લાવીને
તેનું આરાધન કર, આરાધન કર! સ્વભાવના આરાધનથી જ અનાથપણું ટળીને સનાથપણું થશે. તેના સિવાય કોઈ
શરણભૂત થશે નહિ. સર્વજ્ઞ ભગવાન અને તેઓએ કહેલા આત્માના સ્વરૂપને ઓળખ્યા વગર જીવ કોના શરણે ધર્મ
કરશે?
(પ૭) અજ્ઞાનીને વીતરાગનું ખરું બહુમાન આવે નહિ અને વીતરાગને શુભરાગ હોય નહિ. અજ્ઞાની તો
વીતરાગને યથાર્થપણે ઓળખતો નથી. સાધક ધર્માત્માને વીતરાગની યથાર્થ ઓળખાણ અને બહુમાન છે, પણ હજી
પોતાને સંપૂર્ણ વીતરાગતા થઈ નથી તેથી વીતરાગ પ્રત્યેની ભક્તિનો શુભરાગ આવે છે. જેમ યોગીઓને લક્ષ્મી
ભોગવવાનો ભાવ જ હોતો નથી, અને જે મરવાની તૈયારીમાં છે તેનામાં લક્ષ્મી ભોગવવાની તાકાત નથી, તેમ જેઓ
વીતરાગ થઈ ગયા છે તેમને ભક્તિનો રાગ હોતો નથી, અને જે કુદેવાદિને માને છે, સાચા દેવ–ગુરુ–ધર્મને
ઓળખતો નથી તે તો અસાધ્ય–દુર્ગતિમાં જવાની તૈયારીવાળો છે, તેને પણ વીતરાગી દેવ–ગુરુ–ધર્મ પ્રત્યે ભક્તિ
આવતી નથી. સાધક ધર્માત્માને વીતરાગની ઓળખાણ છે અને પોતાના વીતરાગ સ્વભાવનું ભાન છે, તેમને રાગ
વર્તે છે ત્યાં સુધી વીતરાગતા પ્રત્યે ભક્તિ–બહુમાન આવ્યા વગર રહેતું નથી. વીતરાગદેવને રાગનો સંપૂર્ણ ત્યાગ છે,
અને અજ્ઞાનીને રાગનો ત્યાગ કરવાનું જ ભાન નથી. જ્ઞાનીને સંપૂર્ણ રાગથી રહિત આત્માનું ભાન છે અને રાગનો
ત્યાગ કરતાં શુભરાગ રહી જાય છે તેથી વીતરાગની ભક્તિ કરે છે. પરંતુ તેઓ ભક્તિના શુભ રાગને પણ ઇચ્છતા
નથી. શુભરાગવડે વીતરાગદેવની ભક્તિ કરવી તે તો ભેદ ભક્તિ છે, તે મોક્ષનું સાધન નથી, પણ રાગ તૂટીને જેટલી
સ્વરૂપમાં એકાગ્રતા વધે છે તેટલી અભેદ ભક્તિ છે, અભેદભક્તિ જ મોક્ષનું સાધન છે.
(પ૮) હે નાથ, સર્વજ્ઞદેવ! જન્મ–મરણનો નાશ કરવા માટે આપ જ વૈદ છો કેમકે અમારા નિરોગ

PDF/HTML Page 5 of 21
single page version

background image
ઃ ૬૪ઃ આત્મધર્મઃ ૪૦
સ્વરૂપને અને રોગને દર્શાવનારા આપ જ છો. ‘પર્યાયમાં રાગ–દ્વેષ–મોહરૂપી રોગ હોવા છતાં તું વસ્તુસ્વભાવે
પરિપૂર્ણ, રાગ–દ્વેષ–મોહથી રહિત છે; માટે નિર્દોષ વસ્તુ સ્વરૂપને જાણીને તેના અવલંબને ભાવ રોગ ટાળીને પૂર્ણ
થા.’–આમ દર્શાવનારા વીતરાગસર્વજ્ઞદેવ અને જ્ઞાની ગુરુ જ છે.
(પ૯) શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે કે–
આત્મ ભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ સુજાણ;
ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન.
(આત્મસિદ્ધિ ગાથા–૧૨૯)
જીવને પોતાના સ્વરૂપની ભ્રાંતિ સમાન બીજો કોઈ રોગ નથી. શરીરમાં રોગ આવે તેનાથી જીવને દુઃખ
નથી, અને રાગ–દ્વેષ થાય તે પણ જીવને અનંત જન્મ–મરણનું કારણ નથી પરંતુ પોતાના સ્વરૂપનું અજાણપણું તે જ
સૌથી મોટો રોગ છે અને તે જ અનંત જન્મ–મરણનું કારણ છે. મૂળ રોગને જાણ્યા વગર બીજા ઉપાય કરવાથી રોગ
મટે નહિ. આત્મસ્વરૂપની સમજણ કરે નહિ અને શુભ પરિણામની ક્રિયા કરે, કાયકલેશ કરે પરંતુ તે તો ‘પખાલીને
ગૂમડું ને પાડાને ડામ’ એના જેવી ઊંધાઈ છે. પોતાની મેળે સ્વચ્છંદે ગમે તેટલા ઉપાય કરે તોપણ આત્મભ્રાંતિનો
રોગ ટળે નહિ. આત્મસ્વરૂપની સમજણ માટે સાચા ગુરુને ઓળખીને તેને અર્પાઈ જાય, મારું બધું ખોટું છે, હું કાંઈ
જ સમજ્યો નથી, હું પામર છું–એમ સ્વચ્છંદને છોડીને જ્ઞાનીના બહુમાનવડે સત્સમાગમ કર્યા વગર સત્ સમજાય
નહિ, માટે કહ્યું છે કે ‘સદ્ગુરુ વૈદ્ય સુજાણ.’ વળી બીજે ઠેકાણે શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે કે ‘પાવૈ નહિ ગુરુ ગમ
વિના, એહી અનાદિ સ્થિત.
સત્ સમજનાર જીવને એકવાર તો સત્ નિમિત્તો મળે જ. કાં તો વર્તમાન જ્ઞાની ગુરુ
હોય અને કાં તો પૂર્વે જ્ઞાનીનું નિમિત્ત મળ્‌યું હોય, તે પૂર્વના સંસ્કાર વર્તમાન યાદ આવે. પરંતુ પૂર્વના સંસ્કાર વગર
કે વર્તમાનમાં કોઈ જ્ઞાની મળ્‌યા વગર, હું મારી મેળે જ્ઞાન પામ્યો એમ જો કોઈ જીવ માને તો તે સ્વચ્છંદી છે.
જ્ઞાનીના નિમિત્ત વગર કોઈ જીવ સત્ સમજી શકે નહિ એથી પરાધીનતા આવતી નથી, પરંતુ અનાદિ વસ્તુ સ્વભાવ
જ એવો છે કે સત્માં સત્ નિમિત્ત જ હોય. સત્ નિમિત્ત વગર સત્ સમજાય નહિ. પરંતુ ‘નિમિત્તની કાંઈ અસર
થાય છે’ એમ ન સમજવું.
(૬૦) સાત વ્યસનોના પાપો કરતાં પણ મિથ્યાત્વ પાપ સૌથી મોટું છે. રાગ થાય તે તો ચારિત્રનો દોષ છે
અને રાગથી લાભ માનવો તે શ્રદ્ધાનો દોષ છે. શ્રદ્ધાનો દોષ એટલે આત્મસ્વરૂપની ભ્રાંતિ; તે આત્મસ્વરૂપની
ભ્રાંતિરૂપ મહા રોગ ટાળવા માટે પ્રથમ તો સાચા ગુરુને ઓળખીને નક્કી કરવા જોઈએ અને તેઓ જે પ્રમાણે
આત્મસ્વરૂપ કહે છે તે જ પ્રમાણે પોતે અંતરમાં નિર્ણય કરીને સમજવું જોઈએ. પોતે જાતે સત્નો વિચાર અને ધ્યાન
કરવું તે જ રોગ ટાળવા માટેનું ઔષધ છે.
(૬૧) જન્મ–મરણમાં અજ્ઞાનભાવે અનંત દુઃખ છે. જ્યાં શરીરની એક આંગળી તૂટે ત્યાં, જાણે કે મારૂં જ
એક અંગ કપાઈ ગયું એમ તીવ્ર મમત્વબુદ્ધિપૂર્વક રાડ નાખે છે તો પછી વિચાર કરો કે જેને ભિન્ન આત્માનું ભાન
નથી અને શરીરમાં જ એકત્વબુદ્ધિ છે તેને આખું શરીર જ્યારે ભીંસાઈને છૂટી જશે ત્યારે મમત્વબુદ્ધિને લીધે કેટલું
દુઃખનું વેદન થતું હશે? જીવને અજ્ઞાન ભાવે આવાં મરણ અનંતકાળથી ચાલ્યાં જ કરે છે. આમાં સંયોગ–વિયોગનું
દુઃખ નથી પણ પોતાના પરિપૂર્ણ સ્વભાવને જાણ્યો નથી, સ્વભાવમાં સંતોષ માન્યો નથી અને શરીરાદિમાં જ
એકત્વપણે સુખ માની રાખ્યું છે તે માન્યતા જ અનંતદુઃખમય છે. શરીર તો જડ છે, તે આવે કે જાય તેનું દુઃખ નથી
પણ અજ્ઞાનભાવે મમતાનું દુઃખ છે. જીવનમાં કદી ચૈતન્યની જાતને જાણી નથી, વીતરાગી દેવ–ગુરુ–શાસ્ત્રને
ઓળખ્યા નથી અને આત્માનો મહિમા લાવીને શરીરથી ઉદાસ થઈ કદી વૈરાગ્ય કર્યો
* * * * * * *
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તરફથી પ્રકાશિત ગ્રંથો નીચેના સ્થળોએથી પણ મળશે...
૧. મુંબઈઃ– “શ્રી કુંદકુંદ સ્ટોર્સ.” સ્વદેશી માર્કેટ, શમી ગલી, કાલબાદેવી રોડ.
૨. અમદાવાદઃ– શાહ ન્યાલચંદ મલુકચંદઃ કાળુપુર પોસ્ટ ઓફિસ પાસે, અમૃત ભુવન, ત્રીજે માળે.
૩. કરાંચીઃ– શેઠ મોહનલાલ વાઘજી. સુતાર સ્ટ્રીટ, રણછોડ લાઈન.
૪. ગોંડલઃ– ખત્રી વનમાળી કરસનજી. કાપડના વેપારી
આ ઉપરાંત વીંછીયા, લાઠી, વઢવાણ કેમ્પ અને વઢવાણ શહેરના શ્રી જૈન સ્વાધ્યાય મંદિરેથી પણ મળી
શકશે.

PDF/HTML Page 6 of 21
single page version

background image
માઘઃ ૨૪૭૩ઃ ૬પઃ
નથી એવા જીવને મરતાં દુઃખ થાય છે. જ્ઞાનીઓને ભિન્ન ચૈતન્યનું ભાન છે કે મારું સર્વસ્વ મારામાં જ છે, વીતરાગી
દેવ–ગુરુ–શાસ્ત્ર સિવાય અન્યને જીવનમાં કદી માન્યા નથી અને કદી કોઈ પર દ્રવ્યોમાં સુખબુદ્ધિ કરી નથી તેથી દેહ
છોડવા ટાણે પણ તેઓને સ્વભાવની શાંતિ વર્તે છે. પોતે અસંગ ચૈતન્ય છે તેને ચૂકીને જેણે સંગમાં પોતાપણું માન્યું
છે તેને જન્મ–મરણમાં અનંત દુખ છે. અનંત જન્મ–મરણના દુઃખોથી ભયભીત થાય, અને જન્મ–મરણથી ઉગારનાર
(ઉગરવાનો માર્ગ દર્શાવનાર) શ્રી સર્વજ્ઞદેવ જ છે એમ ઓળખીને તેમના પ્રત્યે અપાર ભક્તિ ઉછળે, અને જ્યારે
ભક્તિ વગેરેના રાગથી પણ ભિન્ન પોતાના અસંગ સ્વાધીન સ્વભાવનો અંતરમાં મહિમા લાવીને તેનો અભ્યાસ
કરે ત્યારે અલ્પકાળમાં જન્મ–મરણનો અંત લાવીને મુક્તદશા પામવા માટેની પાત્રતા પ્રગટે છે.
(૬૨) હે જિનેન્દ્ર દેવ! જીવોને જન્મ–મરણથી ઉગારનાર આપ જ છો. સંસારમાં ભ્રમણ કરતા જીવને કોઈ
પ્રકારે મહા દુર્લભપણે આપની પ્રાપ્તિ થાય છે. અનંતકાળથી કુદેવાદિના પોષણ કરી કરીને જન્મ–મરણ કર્યાં. ઘણા
પુણ્યના યોગે સત્દેવ–ગુરુ–ધર્મની પ્રાપ્તિ થઈ છે. હે વીતરાગ! જગતમાં અનેક પ્રકારની ઊંધી માન્યતાની ભંગ જાળ
ચાલી રહી છે તે બધાને ઓળંગીને તારા સુધી પહોંચતા જીવોને ઘણી મહેનત પડે છે. અનંતકાળથી માનેલાં કુદેવ–
કુગુરુ–કુધર્મને છોડીને આપના સુધી ઓળખાણ કરીને આવતાં ઘણી મહેનત પડે છે...પરંતુ હે નાથ! આપના શરણે
જે પહોંચ્યા તેને મુક્તિ જ છે, નિઃસંદેહ છે. ભગવાન પોતે કાંઈ બીજાને મુક્તિ કરાવી દેતા નથી પરંતુ ભક્તો પોતે
પોતાના આત્માની નિઃશંકતાથી ભગવાન ઉપર આરોપ કરીને કહે છે કે હે નાથ, તારા શરણે આવ્યા, હવે અમારી
મુક્તિ જ છે.
(૬૩) હે નાથ! તારા ચરણ–કમળને પામીને ભક્તો કૃતકૃત્યો થઈ જાય છે...તારા નિમિત્તે આત્માની
પ્રસન્નતા થાય છે અને ચિદાનંદ સ્વભાવની પ્રતીતિ તથા પ્રાપ્તિ થાય છે; ખરેખર તેઓએ પોતાના આત્માને જ
ભગવાનપણે જોયો એટલે તેઓ કૃતકૃત્ય થઈ ગયા છે. પરની ઉપેક્ષા કરીને, જ્ઞાન સ્વભાવ પરિપૂર્ણ છે એવી
ઓળખાણપૂર્વક જેને આપનો ભેટો થયો તેને જગતનાં કોઈ કામ કરવાનાં રહેતાં નથી કેમ કે તેને ભાન છે કે હું
પરનો અકર્તા છું. પહેલાં અજ્ઞાનપણે પરનું કર્તૃત્વ માનતો, પણ હવે સાક્ષીરૂપ જ્ઞાન સ્વભાવને જાણીને સ્વભાવમાં
સમાય છે. જ્ઞાની સદા કૃતકૃત્ય જ છે કેમકે તેઓ જાણે છે કે–મારો આત્મસ્વભાવ પોતે જ અચિંત્ય શક્તિવાળો દેવ
છે, હું ચિન્માત્ર ચિંતામણિ છું, મારા સર્વ કાર્યો મારાથી જ સિદ્ધ છે, પછી મારે અન્ય વસ્તુથી શું પ્રયોજન છે?
અજ્ઞાનીને પોતાના આત્માનું ભાન નથી અને પરનાં કામ કરવાની બુદ્ધિ ટળી નથી તેથી તે સદાય અતૃપ્ત–દુઃખી
જ છે.
(૬૪) હે વીતરાગદેવ! જેણે પોતાના અંતરમાં જ તારી પ્રાપ્તિ કરી અર્થાત્ પોતાના આત્માને જ વીતરાગી
સ્વભાવે જાણ્યો તેણે કરવા યોગ્ય સર્વ કામ કરી લીધાં અને મેળવવા યોગ્ય સર્વ મેળવી લીધું. વીતરાગી જ્ઞાન
સ્વભાવને જાણ્યા પછી, જ્ઞાતાપણે જાણવાનું જ રહ્યું અને જ્ઞાનમાં જ ઠરવાનું રહ્યું કેમ કે આત્માનો સ્વભાવ જ્ઞાન જ
છે. તે જ્ઞાનસ્વભાવની એકતા વડે જ્ઞાનની કચાશ હોય તે પૂરી કરીને મુક્તિ થાય છે.
(ઋષભજિન સ્તોત્ર–ગાથા–પપ–)
(૬પ) હવે સ્તુતિકાર શ્રી પદ્મનંદી આચાર્યદેવ ભગવાનના કેવળજ્ઞાનની સ્તુતિ કરે છે; તેમાં આચાર્યદેવ
પોતાની કેવળજ્ઞાનની ભાવનાને લડાવે છે.
હે આદિ જિનેન્દ્ર શ્રી ઋષભદેવ ભગવંત! આપ અત્યંત સૂક્ષ્મ કેવળજ્ઞાનના ધારક છો. પરમાણુ પર્યંત સૂક્ષ્મ
વસ્તુને પ્રત્યક્ષ જાણનાર જીવો પણ આપને જોઈ શકતાં નથી. અજ્ઞાનીને તો પરમાણુને જાણે એવું અવધિજ્ઞાન હોય
નહિ, પણ કોઈ જીવ આત્મજ્ઞાન પામીને અવધિજ્ઞાન વડે પરમાણુને પ્રત્યક્ષ જાણે છતાં તે જ્ઞાનમાં આપનું કેવળજ્ઞાન
પ્રત્યક્ષ જણાય નહિ. હે નાથ! અમે છદ્મસ્થ જીવ ગમે તેવું સૂક્ષ્મજ્ઞાન કરીએ તો પણ કેવળજ્ઞાનથી અધુરું છે.
આચાર્યદેવની મીટ કેવળજ્ઞાન ઉપર છે, જ્ઞાનાનંદ સ્વરૂપમાં લીનતા કરીને, ભગવાન પ્રત્યેના વિકલ્પને તોડીને
કેવળજ્ઞાન લેવાની ભાવના ભાવે છે. પોતાને કેવળજ્ઞાનની પ્રતીત તો છે પરંતુ સાક્ષાત્ કેવળજ્ઞાન દેખાતું નથી,
કેવળજ્ઞાન પ્રગટયા વગર કેવળજ્ઞાન સાક્ષાત્ દેખાય નહિ, તેથી આચાર્યદેવ કેવળજ્ઞાનની ભાવના કરે છે.
શુદ્ધિ
આત્મધર્મ અંક ૩૯ પાનું ૬૦ બીજી લાઈનમાં “આ ચોવીશીમાં સૌથી
પ્રથમ મોક્ષ જનાર શ્રી બાહુબલિજીના બંધુ” એમ છાપેલ છે તેને બદલે “આ
ચોવીશીમાં સૌથી પ્રથમ મોક્ષ જનાર શ્રી અનંતવીર્યના બંધુ” એમ વાંચવું.

PDF/HTML Page 7 of 21
single page version

background image
ઃ ૬૬ઃ આત્મધર્મઃ ૪૦
(૬૬) હે પ્રભો! અવધિજ્ઞાનનાં બળવડે આપ સાક્ષાત્ જણાતા નથી. અવધિજ્ઞાન થયા પછી પણ અનંત
પુરુષાર્થ કરવાનો બાકી રહે છે. આત્મભાન હોવા છતાં હજી કેવળજ્ઞાનને જાણવા માટે રાગરહિત થઈને કેવળજ્ઞાન જ
પ્રગટ કરવું જોઈએ. આપના સમાન પરિપૂર્ણ સ્વરૂપને શ્રદ્ધા–જ્ઞાનમાં સ્વીકાર્યું છે પરંતુ પુરુષાર્થની કચાશથી અંતરની
રમણતા અધૂરી રહી જાય છે તેથી કેવળજ્ઞાનને પહોંચી શકતો નથી. જો રાગ ન હોય તો હે નાથ! હું ભક્તિ કેમ કરું?
જ્યારે સંપૂર્ણ સ્વરૂપ રમણતા વડે રાગ તોડીશ ત્યારે ભક્તિ પૂરી થશે અને મારી પર્યાય પણ પૂરી થશે. આ રીતે,
ભક્તિ કરતાં કરતાં આચાર્યદેવ પૂર્ણ સ્વભાવને પહોંચી વળવાનો ઊગ્ર પુરુષાર્થ ઉપાડે છે.
(૬૭) આત્મજ્ઞાન હોવા છતાં, અને અવધિજ્ઞાન હોવા છતાં સાધક જીવો હજી પૂર્ણતા માનતા નથી પણ
પામરતા માને છે. અહા! આવા સાધક જ્ઞાની પુરુષ કયા રાગમાં પોતાપણું માનશે? કયા જડ પદાર્થનો અહંકાર
કરશે? રાગની અને જડની વાત તો દૂર રહો પરંતુ પોતાના ક્ષયોપશમજ્ઞાનનો અહંકાર કરીને રોકાવું તેમને
પાલવતું નથી. અપૂર્ણજ્ઞાનમાં તેઓ સંતોષ માનતા નથી. જડનો સંયોગ, શુભરાગ કે અધુરું જ્ઞાન એ કોઈથી
કેવળજ્ઞાન થતું નથી, પરંતુ એ બધાનું લક્ષ છોડીને એકલા જ્ઞાનસ્વરૂપમાં સ્થિરતા કરવી તે જ કેવળજ્ઞાનનું કારણ
છે. હે નાથ! અમે અમારા શુદ્ધ સ્વભાવના ભાનપૂર્વક પૂર્ણ પુરુષાર્થને જોયો છે, પૂર્ણને પ્રતીતમાં લીધો છે, અને તે
પૂર્ણનો અંશ પ્રગટયો છે પણ હજી ઘણો પુરુષાર્થ કરવાનો બાકી છે. પ૪મી ગાથામાં કૃતકૃત્યપણું કહ્યું હતું, ત્યાં પૂર્ણ
સ્વભાવની દ્રષ્ટિએ વાત હતી; અહીં પર્યાયની વાત છે તેથી પામરતા વર્ણવે છે. હે જિનેશ! હું આપના જેવો
કૃતકૃત્ય છું એવી ઓળખાણ થઈ છે પણ હજી સ્થિરતાની ક્રિયા બાકી છે. શ્રદ્ધા અપેક્ષાએ કૃતકૃત્ય છું અને ચારિત્ર
અપેક્ષાએ પામરતા છે.
(૬૮) જગતમાં પરમાણુ સૂક્ષ્મ કહેવાય છે પણ હે વીતરાગ! આપ તો તેનાથી પણ સૂક્ષ્મ છો. કેમ કે
અવધિજ્ઞાન વડે પરમાણુને પ્રત્યક્ષ જાણનાર પણ આપને પ્રત્યક્ષ જાણી શકતા નથી.
(૬૯) આ રીતે પ્રથમ, છદ્મસ્થના જ્ઞાનમાં પ્રત્યક્ષ નથી જણાતા તે અપેક્ષાએ કેવળજ્ઞાની પરમાત્માને સૂક્ષ્મ
કહ્યા; હવે કહે છે કે કેવળજ્ઞાનમાં લોકાલોક સમાઈ જાય છે એટલું તે મોટું છે. આમ, કેવળજ્ઞાનને સૂક્ષ્મ અને મોટું
બંને વિશેષણથી ઓળખીને તેનો મહિમા અને સ્તુતિ કરી છે.
(૭૦) હે નાથ! આપનું કેવળજ્ઞાન અતિ સૂક્ષ્મ હોવા છતાં તે એટલું મહાન છે કે તેમાં સમસ્ત લોકાલોક
એક સાથે સમાઈ જાય છે. આ ચૌદ રાજલોકથી અનંતગણું આકાશ છે પણ આપનું જ્ઞાન તો આકાશથી અનંતગણું
છે. પરમાણુને પ્રત્યક્ષ જાણનાર પણ આપને ન જાણે એવા સૂક્ષ્મ હોવા છતાં આપનું જ્ઞાન એટલું બધું વિશાળ છે કે
ત્રણ કાળ અને ત્રણ લોક આપના જ્ઞાનમાં એક સમયમાં સમાઈ જાય છે. પ્રભો! મારા જ્ઞાનની પૂર્ણ પર્યાયનું સામર્થ્ય
પણ એટલું જ છે. જે જીવ આવા મોટા જ્ઞાનસ્વભાવને પોતાપણે સ્વીકારે તે રાગાદિને કદાપિ પોતાના માને નહિ,
અપૂર્ણતાને પોતાનું સ્વરૂપ સ્વીકારે નહિ, અને જ્ઞાનસ્વભાવ સિવાય અન્ય કોઈનું કર્તાપણું સ્વીકારે નહિ. પૂર્ણ–
સ્વભાવના લક્ષે પુરુષાર્થ ઉપાડયો તે અપૂર્ણતાને તોડીને અલ્પકાળમાં પૂર્ણતા લાવે જ.
(૭૧) અહો! મારો પુરો જ્ઞાનસ્વભાવ, જેમાં બધું એક સાથે જણાય છતાં વિકલ્પ પણ ન ઊઠે, અનંત
પદાર્થોને એક સાથે જાણે છતાં જ્ઞાનની એકતામાં ભંગ ન પડે, અનંત આકાશને જાણે છતાં જ્ઞાનને લંબાવું ન પડે,
ત્રણકાળનું જાણે છતાં જાણતાં વાર ન લાગે, આવા પૂર્ણ જ્ઞાનસ્વભાવની પ્રતીતપૂર્વક જે ભગવાનની સ્તુતિ કરે તે જ
સાચી સ્તુતિ છે અને એવી સ્તુતિ કરનારા જીવો સ્તુતિના રાગને પોતાના સ્વભાવમાં સ્વીકારતા નથી તેથી
અલ્પકાળે પૂર્ણ સ્વભાવના અવલંબનવડે તે રાગને તોડીને પૂર્ણ થાય છે. હે નાથ! જ્યાંસુધી આવી દશા ન પ્રગટે
ત્યાંસુધી મારી ભક્તિમાં અધૂરાશ છે. મારી પૂર્ણતા થશે ત્યારે ભક્તિ પણ પૂરી થશે, પછી ભક્તિનો વિકલ્પ નહિ
ઊઠે.
(૭૨) ગૃહસ્થોએ હંમેશાં કરવાના છ કર્તવ્યો આ જ શાસ્ત્રમાં કહ્યાં છે, તે આ પ્રમાણે–
देवपूजा गुरुपास्ति स्वाध्याय संयमस्तपः।
दानश्चेति गृहस्थानां षट्कर्माणि दिनेदिने।। ७।।
(પદ્મનંદિપંચવિંશતિકા–શ્રાવકાચાર)
અર્થઃ– જિનેન્દ્રદેવની પૂજા, સદ્ગુરુની ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન એ છ કર્તવ્યો શ્રાવકોએ
પ્રતિદિન કરવા યોગ્ય છે.
(ચાલું...)

PDF/HTML Page 8 of 21
single page version

background image
માઘઃ ૨૪૭૩ઃ ૬૭ઃ
નયાભાસ અથવા મિથ્યાનયોનું સ્વરૂપ
૧. જૈનશાસ્ત્રોમાં કથન બે પ્રકારે છે–એક આગમરૂપ અને બીજું અધ્યાત્મરૂપ. જેમાં સામાન્ય– વિશેષપણે
છ એ દ્રવ્યોનું પ્રરૂપણ હોય તે કથન આગમરૂપ છે અને જેમાં એક આત્માના જ આશ્રયે પ્રરૂપણ હોય તે કથન
અધ્યાત્મરૂપ છે.
૨. આગમ કથનમાં છએ દ્રવ્યોનું પ્રરૂપણ હોવાથી તેમાં, દરેક ‘દ્રવ્ય પોતપોતાથી દ્રવ્યે–ગુણે અને પર્યાયે
સ્વતંત્ર છે એમ બતાવવા ઉપરાંત, દરેક દ્રવ્યની પર્યાય સાથે બીજા દ્રવ્યની પર્યાયને મેળ છે કે નહિ અને હોય તો તે
કેવા પ્રકારે છે તે બતાવવાની જરૂર પડે છે; કેમ કે તે જાણ્યા વિના છએ દ્રવ્યોનું યથાર્થ જ્ઞાન થતું નથી. આમ હોવાથી
આગમ કથનમાં તે સંબંધ બતાવવામાં આવે છે, પરંતુ તેથી કોઈ દ્રવ્યની પર્યાય બીજા દ્રવ્યની પર્યાય કરી શકે કે તેને
મદદ, શરણ કે આલંબન આપી શકે તેમ બનતું નથી; અગર તો એક દ્રવ્યની પર્યાયનું કાર્ય કોઈ વખતે તે દ્રવ્યની
પોતાની મુખ્યતાથી થાય અને કોઈ વખતે પરદ્રવ્યની મુખ્યતાથી તેનું કાર્ય થાય એમ બનતું નથી; આથી તે પર દ્રવ્ય
સાથેના મેળને જ્ઞાનનું જે પડખું જાણે છે તે પડખાને ‘અસદ્ભુત વ્યવહારનય’ કહેવાય છે; તેને અસદ્ભૂત કહેવાનો
હેતુ એ છે કે, એક દ્રવ્યની પર્યાય બીજું દ્રવ્ય કરી શકે છે, મદદ કરી શકે છે આલંબન આપી શકે છે અથવા કોઈ
વખતે પરદ્રવ્યની મુખ્યતાથી કાર્ય થાય છે. એમ લોકો માને છે તેમજ બોલે છે તેથી શાસ્ત્રોમાં પણ તેમ કથન કરવામાં
આવે છે, પણ તે અસત્ય છે, અસદ્ભૂતનો અર્થ અસત્ય થાય છે. તેથી તે અસત્ય કથનને જાણનારું જ્ઞાનનું પડખું તેને
અસત્ય તરીકે જાણતું હોવાથી તે નયને અસદ્ભૂત વ્યવહારનય કહેવામાં આવે છે.
૩. આ સંબંધમાં શ્રી પ્રવચનસારશાસ્ત્રના પહેલા અધ્યાયની સોળમી ગાથાના ભાવાર્થમાં નીચે મુજબ કહ્યું
છે–
“વ્યવહાર છ કારકો ઉપચાર અસદ્ભૂત નયથી સિદ્ધ કરવામાં આવે છે તે કારણે અસત્ય છે. નિશ્ચય છ
કારકો પોતામાં જ જોડવામાં આવે છે માટે સત્ય છે; કારણ કે વાસ્તવિક રીતે કોઈ દ્રવ્યનો કર્તા કે હર્તા નથી તેથી
વ્યવહારકારક અસત્ય છે.”
૪. આ પ્રમાણે આગમ શાસ્ત્રોમાં ઉપાદાન કારણથી કાર્ય થાય છે અને નિમિત્ત કારણ અસત્ય છે એમ
જણાવ્યું છે; તે નિમિત્ત નૈમિત્તિક સંબંધ ભેદજ્ઞાન કરાવવા માટે જણાવ્યો હોવા છતાં પણ મંદબુદ્ધિ જીવો ‘નિમિત્ત
અપેક્ષાએ તો કર્તાપણું છે ને!’ એમ કહીને પોતાનું વલણ અને વજન નિમિત્ત તરફથી ખેંચીને સ્વભાવ તરફ વાળતા
નથી.
પ. આ કારણે, પર વલણથી છોડાવીને અધ્યાત્મશાસ્ત્રોનું પ્રયોજન આત્માને સ્વ તરફ વાળવાનું હોવાથી,
આગમ શાસ્ત્રોએ જે કથન ‘અસદ્ભૂત–અસત્ય’ કહ્યું છે તેને વિશેષ બળવાનપણે સમજાવવા માટે, પર સાથે સંબંધ
બતાવનારાં બધાંય કથનો સમ્યક્નય નથી પણ મિથ્યાનય છે તેથી તેને નયાભાસ કહે છે.
આ વિષય શ્રી પંચાધ્યાયશાસ્ત્રના પહેલા અધ્યાયમાં પ૬૧ થી પ૮૭ ગાથામાં લેવામાં આવ્યો છે, તે ગાથાઓ
અહીં આપવામાં આવે છે. પ્રથમ તે ગાથાઓનો ટૂંક સાર નીચે જણાવવામાં આવે છે–
(૧) સમ્યક્નય અને મિથ્યાનયની વ્યાખ્યા આપી છે કે, જે આત્માના ગુણનો બોધક હોય તથા આત્માને લાભ
થાય તેવા ઉદાહરણ, હેતુ અને પ્રયોજનસહિત હોય તે સમ્યક્નય છે, અને બીજા બધા મિથ્યાનય છે. (ગાથા–પ૬૧)
(૨) જેમ પ્રમાણ જ્ઞાનથી આત્માને શુદ્ધિનો લાભ થાય છે તેમ નયનું ફળ પણ પર તરફથી ખસીને પોતાના
આત્મા તરફ વલણ વડે આત્માની શુદ્ધિ થાય તેવું હોવું જોઈએ; કેમ કે પ્રમાણનો અંશ તે જ નય છે. (ગાથા–પ૬૨)
(૩) જે વસ્તુમાં જે ગુણ નથી તેમાં તે ગુણનો આરોપ કરવારૂપ વ્યવહાર–અર્થાત્ આત્માને શરીરવાળો
ઈન્દ્રિયવાળો, રંગવાળો ઇત્યાદિ પ્રકારે કહેવો તે–ઉપાદેય નથી કેમ કે તેનાથી કાંઈ ઇષ્ટ ફળની સિદ્ધિ થતી નથી; માટે
તે મિથ્યાનય છે. (ગાથા–પ૬૩)
(૪) જીવની ભૂમિકામાં શરીરનો પ્રવેશ થતો નથી, પણ ક્રોધાદિ
* * * * * *
આત્મધર્મ ફાઈલ
આપ આત્મધર્મની શરૂઆતથી જ ગ્રાહક ન થયા હો તો આપની પાસે પહેલા બીજા કે ત્રીજા જે વર્ષની
ફાઈલ ન હોય તે તુરત જ મગાવો. પહેલા વર્ષની થોડી જ ફાઈલ બાકી છે.
મૂલ્ય રૂા. ૩–૪–૦ ટ. ખ. ૦–૯–૦
આત્મધર્મ કાર્યાલય, મોટા આંકડિયા, કાઠિયાવાડ.

PDF/HTML Page 9 of 21
single page version

background image
૬૮ઃ આત્મધર્મઃ ૪૦
વિકાર પોતાના દોષથી પોતાની અવસ્થામાં થાય છે, તેથી તેને ટાળવા માટે અસદ્ભૂતવ્યવહારનયથી આત્માના
જાણવા તે સમ્યક્નય છે. (ગાથા પ૬૪–પ૬પ) જીવ પોતાના દોષથી તે વિકાર કરે છે પણ તે વિકાર અસદ્ભૂત છે
તેથી પોતે ટાળે તો તે ટાળી શકાય છે એવું જ્ઞાન થતાં પોતે વિકાર ટાળે છે, તે આ નયનું ફળ છે.
(પ) નયાભાસોનું નિરૂપણ કરવાની ભૂમિકા બાંધી છે. (ગાથા–પ૬૬) શરીર અને જીવ ભિન્ન દ્રવ્યો છે
છતાં શરીરને જીવનું માનવું તે અપસિદ્ધાંત છે. જીવ અને શરીરનો સંબંધ કોઈ નયે સાચો છે એમ જ્યાં સુધી જીવ
જાણે ત્યાં સુધી તેને અનાદિથી ચાલી આવતી શરીર સાથેની એકત્વબુદ્ધિ ટળે નહિ, માટે જીવને શરીરવાળો કહેનારો
નય મિથ્યાનય છે. (ગાથા–પ૬૭–પ૬૮)
(૬) જીવ અને શરીર એક ક્ષેત્રાવગાહી હોવાને લીધે તેને એક કહેવાં તે મિથ્યાનય છે; તેમાં અતિ વ્યાપ્તિ
દોષ આવે છે કેમ કે એકક્ષેત્રાવગાહપણે તો બધાય દ્રવ્યો છે. (ગાથા– પ૬૯)
(૭) જીવ અને શરીરને બંધ્ય–બંધકભાવ છે એમ કહેવું તે પણ મિથ્યાનય છે, કેમ કે તે ભિન્ન દ્રવ્યો છે
અને ભિન્ન દ્રવ્યોેનો જો બંધ થઈ જાય તો બે મળીને એક દ્રવ્ય થઈ જાય. (ગાથા–પ૭૦)
(૮) જીવને શરીર સાથે નિમિત્ત–નૈમિત્તિકભાવ કહેવો તે પણ મિથ્યાનય છે, કેમ કે દરેક વસ્તુ સ્વયં
પરિણમનારી છે, તો તેમાં અન્યના નિમિત્તપણાથી શું ફાયદો છે? સ્વતઃ પરિણમનશીલ વસ્તુને માટે નિમિત્ત–
કારણનું કાંઈ પ્રયોજન નથી. (ગાથા–પ૭૧)
(૯) જીવ નોકર્મ અને કર્મના કાર્યનો કર્તા–ભોક્તા છે એમ કહેવું તે પણ નયાભાસ છે. (ગાથા–પ૭૨)
(૧૦) ઉપર કહેલા નય મિથ્યાનયો શા માટે છે તેનાં કારણો બતાવીને, તે માન્યતા સિદ્ધાંત વિરુદ્ધ છે એમ
જણાવ્યું છે. (ગાથા–પ૭૩–પ૭૪)
(૧૧) જીવને પરદ્રવ્યનો કર્તા ભોક્તા કહેવાના ભ્રમનું કારણ અને તેનું સમાધાન. (ગાથા–પ૭પ–પ૭૬)
(૧૨) કુંભાર પોતાના ભાવનો કર્તા–ભોક્તા છે, પણ કુંભાર ઘડાનો કર્તા–ભોક્તા નથી. કુંભાર ઘડાનો કર્તા
છે–એવો લોકવ્યવહાર તે મિથ્યાનય છે. (ગાથા–પ૭૭–પ૭૮–પ૭૯)
(૧૩) ઘર, ધન, ધાન્ય, સ્ત્રી, પુત્ર વગેરે પરપદાર્થોનો કર્તા–ભોક્તા જીવ છે એમ કહેવું તે પણ મિથ્યાનય
છે. (ગાથા–પ૮૦ થી પ૮૪)
(૧૪) બોધ્યબોધક (જ્ઞેય–જ્ઞાયક) સંબંધથી જ્ઞાનને જ્ઞેયગત કહેવું તે મિથ્યાનય છે. (ગાથા–પ૮પ થી પ૮૭)
૭. શ્રી પંચાધ્યાયીની આ પ૬૧ થી પ૮૭ સુધીની ગાથાઓ ઘણી ઉપયોગી હોવાથી તે ગાથાઓ શબ્દાર્થ તથા
ભાવાર્થ સાથે નીચે આપી છે; મુમુક્ષુઓએ તે બરાબર વાંચીને તેના ભાવ યથાર્થ સમજવાની જરૂર છે. નિમિત્ત
નૈમિત્તિક સંબંધને યથાર્થ પણે સમજ્યા વિના તે સંબંધી જે જુઠી માન્યતાઓ ચાલી રહી છે તે આ સમજવાથી ટળી
જશે. ‘એક દ્રવ્યની પર્યાય બીજા દ્રવ્યની વ્યાપ્ય–વ્યાપકભાવે કર્તા નથી એ ખરું પણ નિમિત્ત નૈમિત્તિકભાવે તો કર્તા
છે! અથવા કોઈ વખતે ઉપાદાન કારણની મુખ્યતાથી કાર્ય થાય અને કોઈ વખતે નિમિત્ત કારણની મુખ્યતાથી કાર્ય
થાય’–એવો જે મિથ્યાભ્યાસ જીવોને રહ્યા કરે છે તે આ ગાથાઓને યથાર્થપણે સમજવાથી ટળી જ જશે, માટે આ
ગાથાઓને કાળજીપૂર્વક વાંચીને તેના ભાવ યથાર્થપણે સમજવા.–સંપાદક
સમ્યક્ તથા મિથ્યાનયનું લક્ષણ
तद्गुणसंविज्ञान सोदाहरणः सहेतुरथ फलवान्।
यो हि नयः स नयः स्याद्विपरीतो नयो नयाभासः।। ५६१।।
અન્વયાર્થઃ– (हि) નિશ્ચયથી (यः नयः) જે નય(तद्गुण–संविज्ञानः)* તદ્ગુણસંવિજ્ઞાન,
(सोदाहरणः) ઉદાહરણ સહિત [सहेतु] સહેતુક [अथ] અને [फलवान्] ફળવાન હોય (सः नयः) તે નય છે,
તથા (विपरीतः नयः) તેનાથી વિપરીત નય છે તે (नयाभासः स्यात्ः) નયાભાસ છે.
ભાવાર્થઃ– જે નય તદ્ગુણસંવિજ્ઞાન અર્થાત્ તદ્ગુણનો બોધક (વસ્તુના પોતાના ભાવને બતાવનાર) હોય તથા
ઉદાહરણ, હેતુ અને પ્રયોજન સહિત હોય છે તે વિકલાદેશાત્મક (વસ્તુના એક પડખાંને બતાવનાર) વાસ્તવિકનય કહેવાય
છે, તથા તેનાથી વિપરીત એટલે કે તદ્ગુણપણું, ઉદાહરણ, હેતુ અને ફળનો જેમાં અભાવ હોય તે નયાભાસ કહેવાય છે.
પ્રમાણની જેમ નય પણ ફળવાન હોવો જોઈએ
फलवत्वेन नयानां भाव्यमवश्यं प्रमाणवद्धि यतः।
स्यादवयविप्रमाणं स्युस्तदवयवा नयास्तदंशत्वात्।। ५६२।।
* તદ્ગુણ– જીવના–ભાવો તે જીવના તદ્ગુણ છે, પુદ્ગલનાભાવો તે પુદ્ગલના તદ્ગુણ છે.

PDF/HTML Page 10 of 21
single page version

background image
માઘઃ૨૪૭૩ઃ ૬૯ઃ
અન્વયાર્થઃ– (प्रमाणवत हि) ખરેખર પ્રમાણની જેમ (नयानां) નય (अवश्यं भाव्यं फलवत्वेन) અવશ્ય
ફળવાન હોવો જોઈએ (यतः) કેમ કે (प्रमाण अवयवी स्यात) પ્રમાણ અવયવી છે અને; (तत् अंशत्वात्) તે
પ્રમાણનો અંશ હોવાથી, (नया तत् अवयवाः स्युः) નય અવયવ છે.
ભાવાર્થઃ– પ્રમાણની માફક નય પણ ફળવાન જરૂર હોવો જોઈએ, કેમકે પ્રમાણ અવયવી છે અને અંશ–
અંશીભાવસંબંધથી નય તેનો અવયવ છે અર્થાત્ પ્રમાણનો એક દેશ તે જ નય છે. તેથી પ્રમાણની જેમ નયો પણ
ફળવાન જરૂર હોવા જોઈએ.
ઉપરના કથનનો સિદ્ધાંત
तस्यादनुपादेयोव्यवहारोऽतद्गुणे तदारोपः।
इष्टफलाभावादिह न नयो वर्णादिमान् यथा जीवः।।५६३।।
અન્વયાર્થઃ– (तस्मात्)–માટે અર્થાત્ નય તે પ્રમાણનો જ અંશ હોવાથી જરૂર ફળવાન હોવો જોઈએ તેથી
(अतद्गुणे तदारोपः व्यवहारः) અતદ્ગુણમાં તદારોપણ કરવારૂપ વ્યવહાર એટલે કે જે વસ્તુમાં જે ગુણ ન હોય તે
વસ્તુમાં તે ગુણનો આરોપ કરવારૂપ વ્યવહારો (इष्टफल अभावात्) તેમાં ઇષ્ટફળનો અભાવ હોવાથી, (अन् उपादेयः)
ઉપાદેય નથી; (यथा) જેમ કે (इह जीवः वर्णादिमान्) અહીં જીવને વર્ણાદિવાળો કહેવો તે (नयः न) નય નથી.
ભાવાર્થઃ– જીવમાં જે ગુણ નથી તે ગુણનો આરોપ કરીને પણ જીવને વર્ણાદિવાળો કહેવાથી કાંઈ ફળ
નીકળતું નથી તેમજ તેનાથી ઇષ્ટની સિદ્ધિ પણ થતી નથી માટે તેને સમ્યક્નય કહી શકાતો નથી અર્થાત્ જીવમાં
વર્ણાદિનો આરોપ કરીને જીવને વર્ણાદિવાળો કહેવો તે નયાભાસ છે.
શંકા
ननु चैवं सति नियमादुक्तासद्भूतलक्षणो न नयः।
भवति नयाभासः किल क्रोधादिनामतद्गुणारोपात्।।५६४।।
અન્વયાર્થઃ– (ननु च) શંકાકાર કહે છે કે (ऐवं सति) એમ માનવાથી તો (नियमात्) ચોક્કસપણે, (उक्त
असद्भूतलक्षणः) કહેવામાં આવેલ અસદ્ભૂત લક્ષણનય પણ (नयः न) નય નહિ ઠરી શકે પણ (किल) ખરેખર
(क्रोधादिनां अतद्गुण आरोपात्) ક્રોધાદિનો અતદ્ગુણમાં આરોપ હોવાથી અર્થાત્ ક્રોધાદિ જીવના ગુણ ન હોવા છતાં
પણ તેનો જીવમાં આરોપ કરીને કહેવામાં આવતો અસદ્ભૂતવ્યવહારનય પણ (नया भासः भवति) નયાભાસ જ ઠરશે!
ભાવાર્થઃ–શંકાકાર કહે છે કે–‘તદ્ગુણસંવિજ્ઞાન, ઉદાહરણસહિત’ ઇત્યાદિ નયના લક્ષણ પ્રમાણે, જો જીવને
વર્ણાદિવાળો કહેવામાં, અતદ્ગુણ આરોપ હોવાથી નયનું લક્ષણ લાગુ પડી શકતું નથી અર્થાત્ જીવને વર્ણાદિવાળો
કહેવો તે નયાભાસ છે તો પછી આપના તે કથન અનુસાર અસદ્ભૂત વ્યવહારનયના વિષયભૂત બુદ્ધિપૂર્વક થનારા
ક્રોધાદિકને જીવના કહેવા તે પણ વાસ્તવિકનય નહિ ઠરતાં નયાભાસ જ ઠરશે કેમ કે જીવને ક્રોધાદિવાળો કહેવો ત્યાં
પણ અતદ્ગુણનો જ આરોપ છે અર્થાત્ ક્રોધ તે જીવનો ગુણ ન હોવા છતાં તેને આરોપથી જીવનો કહેવામાં આવ્યો
છે માટે બુદ્ધિપૂર્વક થનારા ક્રોધાદિકને જીવના કહેવા તે પણ સમ્યક્નય કહી શકાશે નહિ.
સમાધાન
नैवं यतो यथा ते क्रोधाद्याः जीवसंभवा भावाः।
न तथा पुद्गलवपुषः सन्ति च वर्णादयो हि जीवस्य।।५६५।।
અન્વયાર્થઃ– (न ऐवं) એ પ્રકારનું કહેવું બરાબર નથી, (यतः) કેમકે (यथा ते क्रोधाद्याः भावाः
जीवसंभवा) જે રીતે તે ક્રોધાદિકભાવ જીવના સંભવે છે (तथा पुद्गलवपुषः वर्णादयः) તે રીતે પુદ્ગલાત્મક
શરીરના વર્ણાદિક (हि जीवस्य न च सन्ति) જીવના સંભવી શકતા જ નથી.
ભાવાર્થઃ– ઉપર કહેલી શંકા બરાબર નથી, કારણ કે તે ક્રોધાદિકભાવ તો જીવમાં થનારા ઔદયિકભાવરૂપ છે
તેથી તે જીવના તદ્ગુણ છે; તે જીવનો–નૈમિત્તિકભાવ હોવાથી તેને સર્વથા પુદ્ગલનો કહી શકાતો નથી. અને જીવને
વર્ણાદિવાળો કહેવામાં આવે ત્યાં તો વર્ણાદિક સર્વથા પુદ્ગલના જ હોવાથી તેને જીવના કઈ રીતે કહી શકાય?
વળી બુદ્ધિપૂર્વક થનારા ક્રોધાદિભાવને જીવના કહેવામાં તો એ પ્રયોજન છે કે–પરલક્ષે થનારા ક્રોધાદિકભાવો
ક્ષણિક હોવાથી અને આત્માનો સ્વભાવ નહિ હોવાથી તે ઉપાદેય નથી–માટે તેને ટાળવા જોઈએ આવું સમ્યગ્જ્ઞાન
થાય છે, તેથી ક્રોધને જીવનો કહેવો તેમાં તો ઉપર્યુક્ત સમ્યક્નય લાગુ પડી શકે છે; પરંતુ જીવને વર્ણાદિવાળો
કહેવામાં તો કાંઈ પણ પ્રયોજનની સિદ્ધિ થઈ શકતી નથી. માટે જીવને ક્રોધાદિવાળો કહેનારા અસદ્ભૂતવ્યવહારમાં
તો નયાભાસપણાનો દોષ આવતો નથી પણ જીવને વર્ણાદિવાળો કહેવામાં તે દોષ આવે છે તેથી તે નયાભાસ છે.
(ચાલું...)

PDF/HTML Page 11 of 21
single page version

background image
ઃ ૭૦ઃ આત્મધર્મઃ ૪૦
श्री सर्वज्ञाय नमः।। ।। श्री वीतरागाय नमः
ઉપાદાન–નિમિત્ત સંવાદ
ભૈયા ભગવતીદાસજી કૃત–લેખાંક ચોથો
(આ ઉપાદાન–નિમિત્ત સંવાદના ૪૭ દોહાનું વ્યાખ્યાન વીર સં. ૨૪૭૧ના પર્યુષણ દરમિયાન વંચાઈ ગયેલ છે
તેમાંથી ૨૨ થી ૩૧ દોહાનું વ્યાખ્યાન આત્મધર્મ માસિકના ૩૯ માં અંકમાં આવી ગયેલ છે.
અહીં ત્યાર પછી આગળના દોહાઓનું વ્યાખ્યાન આપવામાં આવે છે.
નિમિત્ત કહે છે કેઃ–
કહૈ નિમિત્ત જગમૈં બડો, મો તૈં બડો ન કોય;
તીન લોકકે નાથ સબ, મો પ્રસાદતૈં હોય. ૩૨.
અર્થઃ–નિમિત્ત કહે છે– જગતમાં હું મોટો છું, મારાથી મોટો કોઈ નથી; ત્રણ લોકનો નાથ પણ મારી કૃપાથી
થાય છે.
નોંધઃ–સમ્યગ્દર્શનની ભૂમિકામાં જ્ઞાની જીવને શુભ વિકલ્પ આવતાં તીર્થંકર નામકર્મ બંધાય છે, તે દ્રષ્ટાંત
રજુ કરીને નિમિત્ત પોતાનું બળવાનપણું આગળ ધરે છે.
આત્મસ્વભાવનો અજાણ અને રાગ તરફનો પક્ષકાર કહે છે કે–ભલે, સમ્યગ્દ્રષ્ટિ જીવો શુભરાગનો આદર
નથી કરતા, તેને પોતાનો નથી માનતા, છતાંપણ ત્રણલોકના નાથ થાય એવું જે તીર્થંકરપદ તે તો મારી જ
(નિમિત્તની) મહેરબાનીથી થાય છે એટલે કે નિમિત્ત તરફના લક્ષ વગર તીર્થંકરગોત્ર બંધાતું નથી માટે ત્રણ લોકના
નાથ તીર્થંકરદેવ પણ મારા જ કારણથી તીર્થંકર થાય છે. આવી નિમિત્ત તરફની દલીલ છે પરંતુ તેમાં ભૂલ છે.
નિમિત્તની મહેરબાનીથી (પર લક્ષે રાગથી) તો જડ પરમાણુઓ બંધાય છે પરંતુ તેનાથી કાંઈ તીર્થંકર પદ એટલે
કેવળજ્ઞાન પ્રગટતું નથી. તીર્થંકરપદ તો આત્માની વીતરાગ–સર્વજ્ઞદશા છે. નિમિત્તાધીન પરાશ્રિત દ્રષ્ટિવાળો માને છે
કે તીર્થંકરગોત્રના પુણ્યના પરમાણુઓ બંધાણા તેનાથી મોટપ છે– એમ તે પુદ્ગલની ધૂડથી આત્માની મોટાઈ બતાવે
છે; પરંતુ નિમિત્ત તરફના જે ભાવથી તીર્થંકરગોત્રના જડ પરમાણુઓ બંધાય તે રાગ મોટો? કે ઉપાદાન
તરફના જે ભાવે તે રાગ ટાળીને પૂર્ણ વીતરાગતા અને કેવળજ્ઞાનદશા પ્રગટે તે ભાવ મોટો?
એટલું ધ્યાન રાખવું કે તીર્થંકરગોત્રના પરમાણુઓ બંધાય તે રાગભાવથી બંધાય છે, પરંતુ વીતરાગતા અને
કેવળજ્ઞાન એ કાંઈ તે તીર્થંકરગોત્રબંધના રાગ ભાવથી થતા નથી, પરંતુ તે રાગભાવ ટાળીને સ્વભાવની સ્થિરતાથી
જ ત્રિલોક પૂજ્ય અરિહંતપદ પ્રગટે છે. માટે રાગ મોટો નથી, પરંતુ રાગ ટાળી પૂર્ણપદ પામી સ્વરૂપ પ્રગટ કરે છે તે
જ મહાનપદ છે. –૩૨–
ઉપાદાન ઉત્તર આપતાં નિમિત્તને બરાબર ઢંઢોળે છેઃ–
ઉપાદાન કહૈ તું કહા, ચહું ગતિમેં લે જાય;
તો પ્રસાદતૈં જીવ સબ, દુઃખી હો હિં રે ભાય. ૩૨.
અર્થઃ– ઉપાદાન કહે છે–અરે નિમિત્ત! તું કોણ? તું તો જીવને ચારે ગતિમાં લઈ જાય છે. ભાઈ, તારી કૃપાથી
સર્વે જીવો દુઃખી જ થાય છે.
નિમિત્ત તો એમ કહેતું હતું કે મારી કૃપાથી જીવ ત્રણ લોકનો નાથ થાય છે, તેની વિરુદ્ધમાં ઉપાદાન તો એમ
કહે છે કે તારી કૃપાથી તો જીવ સંસારની ચાર ગતિમાં રખડે છે. જે ભાવે તીર્થંકરગોત્ર બંધાય તે ભાવ પણ સંસારનું
કારણ છે. ધ્યાન રાખીને બરાબર સમજજો, કડક પડે તેવું છે. જે ભાવે તીર્થંકરગોત્રનું આત્માને બંધન થયું તે ભાવ
વિકાર છે–સંસાર છે, કેમ કે જે ભાવે નવું બંધન થયું તે રાગના કારણે તો જીવને નવો ભવ કરવો પડે છે, માટે
નિમિત્તની કૃપાથી (રાગથી) તો જીવ ચાર ગતિમાં રખડે છે. રાગનું ફળ જ સંસાર છે. જો કે તીર્થંકરગોત્ર બંધાય
એવી જાતનો આત્મભાનસહિતનો રાગ તો સમ્યગ્દ્રષ્ટિને જ હોઈ શકે, તોપણ તીર્થંકરગોત્ર બંધાય તે રાગથી તેઓ
રાજી થતા નથી પરંતુ તેને નુકશાન કર્તા જ માને છે. જે ભાવે તીર્થંકરગોત્ર બંધાય તે ભાવે તીર્થંકરપદ પ્રગટે નહિ
પણ તે ભાવના નાશથી કેવળજ્ઞાન અને તીર્થંકરપદ પ્રગટે છે.
નિમિત્તે દલીલ કરી હતી રાગ તરફથી અને ઉપાદાન દલીલ કરે છે સ્વભાવ તરફથી. સમ્યગ્જ્ઞાન દ્વારા
ખુલાસો એમ થાય છે કે નિમિત્તના લક્ષે થતો તીર્થં–

PDF/HTML Page 12 of 21
single page version

background image
માઘઃ ૨૪૭૩ઃ ૭૧ઃ
કરગોત્રનો રાગભાવ તો સંસારના ભવનું કારણ છે અને ઉપાદાન સ્વરૂપના લક્ષે સ્થિરતા તે જ મોક્ષનું કારણ છે.
નિમિત્ત તરફના લક્ષે થતો ભાવ ઉપાદાન સ્વરૂપની સ્થિરતાને રોકનાર છે. કોઈ પણ પ્રકારનો રાગ ભાવ તે સંસારનું
જ કારણ છે, પછી ભલે તે રાગ તિર્યંચ ગોત્રનો હો કે તીર્થંકર ગોત્રનો હો. જુઓ! શ્રેણિક રાજાને આત્મભાન હતું
છતાં રાગમાં અટકયા હતા તેથી, તીર્થંકર ગોત્ર બંધાણું હોવા છતાં, બે ભવ કરવા પડશે.
પ્રશ્નઃ– બે ભવ કરવા પડે એ સારૂં નહિ તે તો ઠીક; પરંતુ જે ભવ તીર્થંકરગોત્ર બાંધે તે જ ભવે મોક્ષ પામે તો
તો જે ભાવે તીર્થંકરગોત્ર બંધાણું તે ભાવ સારો કે નહિ?
ઉત્તરઃ– સિદ્ધાંતમાં ફેર ન પડે. ઉપર જ કહ્યું છે કે ‘કોઈપણ પ્રકારનો રાગભાવ તે સંસારનું જ કારણ છે.’
ભલે કોઈ જીવ જે ભવે તીર્થંકરગોત્ર બાંધે તે જ ભવે મોક્ષ જાય, તોપણ જે ભાવથી તીર્થંકરગોત્ર બંધાણું તે તો
રાગભાવ જ છે અને તે રાગભાવ તો કેવળજ્ઞાન અને મોક્ષને અટકાવનારો જ છે. જ્યારે તે રાગ ટળે ત્યારે જ તે
કેવળજ્ઞાની તીર્થંકર થાય.
પ્રશ્નઃ– ભલે તીર્થંકરગોત્રનો રાગ તો ખરાબ છે, પરંતુ તીર્થંકરગોત્ર જે જીવે બાંધ્યું તે જીવને કેવળજ્ઞાન
અવશ્ય થાય જ. તીર્થંકરગોત્ર બાંધવાથી એટલું તો નક્કી થઈ જ ગયું કે તે જીવ કેવળજ્ઞાનનો અને મોક્ષ પામવાનો
જ–માટે એટલું તો નિમિત્તનું જોર કહેશો કે નહિ?
ઉત્તરઃ– ભાઈ રે! કેવળજ્ઞાન અને મોક્ષદશા તો આત્માના સમ્યગ્દર્શનાદિ ગુણોથી થાય છે કે જે ભાવથી
તીર્થંકરગોત્ર થયું તે રાગભાવથી થાય છે? રાગભાવથી મોક્ષ થવાનું નક્કી થયું નથી પરંતુ તે જીવને સમ્યગ્દર્શનનું
અપ્રતિહત જોર છે તેના કારણે, અલ્પકાળમાં મુક્તિ પામવાનો છે–એમ નક્કી થયું છે. જે રાગથી ધર્મ માને અને
રાગથી કેવળજ્ઞાન માને તે તીર્થંકરગોત્ર તો ન બાંધે પરંતુ તેતર ગોત્ર બાંધે... કેમકે તેની માન્યતામાં રાગનો આદર
હોવાથી વીતરાગ સ્વભાવનો અનાદર કરતો કરતો તે પોતાની જ્ઞાન શક્તિને હારી જઈને હલકી ગતિમાં ચાલ્યો જશે.
વળી, આપણ એક સમજવા જેવો ન્યાય છે કે, જે કારણે તીર્થંકરગોત્રપ્રકૃતિ બંધાણી તે કારણને (–રાગને)
ટાળ્‌યા વગર તે પ્રકૃતિ ફળ પણ આપતી નથી. જે તીર્થંકર પ્રકૃતિ બંધાણી તે તો ઘણો વખત સુધી ફળ પણ આપતી
નથી. ક્યાં સુધી તે ફળ નથી આપતી? કે જે રાગભાવે તીર્થંકરગોત્ર બાંધ્યું તેથી વિરુદ્ધભાવવડે તે રાગભાવનો
સર્વથા ક્ષય કરી કેવળજ્ઞાન પ્રગટ કરે ત્યારે તે પ્રકૃતિનું ફળ આવે અને તે ફળ પણ આત્મામાં તો ન આવે, પરંતુ
બહારમાં સમવસરણાદિની રચના થાય. આ રીતે તીર્થંકરગોત્ર જે ભાવે બાંધ્યુ તે ભાવ તો કેવળજ્ઞાન થતાં છૂટી જ
ગયો છે, કાંઈ તે ભાવ કેવળજ્ઞાનદશામાં રહેતો નથી. તો જે ભાવ પોતે નાશ પામી ગયો તે ભાવે કેવળજ્ઞાનમાં શું
મદદ કરી? માટે અરે નિમિત્ત! તારા ઉપરની દ્રષ્ટિથી જીવ ત્રણલોકનો નાશ તો થતો નથી પરંતુ ત્રણલોકમાં તે
અજ્ઞાનભાવે રખડે છે–તેથી તું જીવને ચાર ગતિમાં લઈ જાય છે.
ઉપાદાનદ્રષ્ટિઃ–સ્વાધીન સ્વભાવની કબુલાત; હું પરિપૂર્ણ સ્વરૂપ છું, મારી પવિત્રદશારૂપી કાર્યને કોઈની
મદદ વગર હું જ મારી શક્તિથી કરું છું–આવું પોતાના સ્વભાવની શ્રદ્ધાનું જોર તે ઉપાદાન દ્રષ્ટિ છે અને તે
મુક્તિનો ઉપાય છે.
નિમિત્તદ્રષ્ટિઃ– પોતાના સ્વભાવને ભૂલીને પર દ્રવ્યાનુસારી ભાવ; સ્વાધીન આત્માનું લક્ષ ચૂકીને જે કોઈ
ભાવ થાય તે બધા ભાવો પરાશ્રિત છે અને તે પરાશ્રિત ભાવ સંસારનું કારણ છે. સાક્ષાત્ તીર્થંકરના લક્ષે જે ભાવ
થાય તે ભાવ પણ દુઃખરૂપ અને સંસારનું જ કારણ છે. પુણ્યનો રાગ તે પણ પર લક્ષે જ થતો હોવાથી દુઃખ અને
સંસારનું જ કારણ છે. માટે પરાધીન–દુઃખરૂપ હોવાથી નિમિત્તદ્રષ્ટિ છોડવા જેવી છે અને સ્વાધીન–સુખરૂપ હોવાથી
ઉપાદાન સ્વભાવદ્રષ્ટિ જ અંગીકાર કરવા જેવી છે.
ભાઈ રે! આ તો શ્રીભગવાન પાસેથી આવેલા હીરા સરાણ પર ચઢે છે. એક પણ ન્યાયની જો ઊંધી
સમજણ પકડે તો સંસાર થાય અને જો યથાર્થસંધિ કરીને બરાબર સમજે તો મુક્તિ થાય. અહો! આ વાત તો
વીતરાગ ભગવાન જ કરે...વીતરાગના જે સેવકો તે પણ વીતરાગ જ છે ને! વીતરાગ અને વીતરાગના સેવકો
સિવાય આ વાત કરવા કોઈ સમર્થ નથી.
ત્રિકાળી સ્વતંત્રસ્વભાવી હોવા છતાં અનાદિથી આ આત્મા કેમ સંસારમાં રખડી રહ્યો છે? અનાદિથી
પોતાની ભૂલને જીવે ઓળખી નથી. બંધ–મુક્ત પોતે પોતાના ભાવે જ થાય છે છતાં પરના કારણે પોતાને

PDF/HTML Page 13 of 21
single page version

background image
ઃ ૭૨ઃ આત્મધર્મઃ ૪૦
બંધન–મુક્તિ તે માને છે; અનાદિનું મહા ઊંધુંં શલ્ય રહી ગયું છે કે પુણ્યથી અને નિમિત્તોથી લાભ થાય, પરંતુ બાપુ!
આત્માને પોતામાં અનાદિથી કઈ જાતની ભૂલ છે અને તે કયા કારણે છે તે જાણીને તે ટાળ્‌યા વગર છૂટકારા થાય
તેમ નથી. પુણ્ય સારૂં અને પાપ ખરાબ એમ જીવ માને છે પરંતુ મારો સ્વભાવ સારો અને સર્વ વિભાવ ખરાબ એમ
સ્વભાવ–પરભાવ વચ્ચેના ભેદને તે જાણતો નથી. ખરેખર તો પુણ્ય અને પાપ બંને એક પ્રકારના ભાવો
(વિભાવરૂપભાવો) છે, તે બંને આત્માના જ્ઞાનાનંદસ્વરૂપને ચૂકીને નિમિત્ત ઉપરના વલણવાળા જે ભાવ થાય તેના
જ પ્રકારો છે, તેમાંથી એકે ભાવ સ્વભાવ તરફના વલણવાળો નથી. એક દેવ–ગુરુ–શાસ્ત્ર તરફનો શુભભાવ અને
બીજો સ્ત્રી–કુટુંબ–પૈસા તરફનો અશુભભાવ –એ બંને પર તરફ ઢળતા ભાવોથી પોતાનું જ્ઞાન આનંદ સ્વરૂપ ભિન્ન
છે એમ સમજ્યા વિના અનાદિથી મહાન ભૂલરૂપ અજ્ઞાન ટળે નહિ. સત્ય સમજણમાં સાચા જ દેવ–ગુરુ–શાસ્ત્ર
નિમિત્તરૂપે હોય છે. જો સાચા દેવ–ગુરુ–શાસ્ત્રને નિમિત્તરૂપે ન ઓળખે તો અજ્ઞાની છે અને જો તેમનાથી પોતાને
લાભ થાય એમ માને તોય મિથ્યાત્વ છે. કોઈપણ નિમિત્ત મારું કાંઈ કરી દીએ એવી માન્યતા તે જ મહાન ભૂલ છે
અને તેનું ફળ દુઃખ જ છે, માટે નિમિત્તના લક્ષે જીવ દુઃખી જ થાય, સુખી થાય નહિ. એ બરાબર સમજવું કે
નિમિત્તના લક્ષે દુઃખ છે, પરંતુ નિમિત્તથી દુઃખ નથી. પૈસા–સ્ત્રી વગેરે તો નિમિત્ત છે, તેનાથી જીવ દુઃખી નથી પણ
‘આ વસ્તુ મારી છે, તેમાં મારું સુખ છે, હું તેનું કરી શકું છું’ આવા પ્રકારે નિમિત્તનું લક્ષ કરીને જીવ દુઃખી થાય છે.
નિમિત્તનું લક્ષ કરવું તે પોતાનો દોષ છે. ઉપાદાનના લક્ષે પરમ આનંદ હોય અને નિમિત્તના લક્ષે દુઃખ હોય; કોઈપણ
પરનિમિત્તનું લક્ષ તે દુઃખ જ છે–માટે જ્ઞાન આનંદસ્વરૂપથી પરિપૂર્ણ પોતાના ઉપાદાનને ઓળખીને તેના લક્ષે
એકાગ્રતા કરવી તે જ પરમસુખ છે અને આ જ મુક્તિનું કારણ છે. –૩૩–
જીવ કુદેવાદિના લક્ષથી અશુભભાવને લીધે દુઃખી થાય જ, પરંતુ સાચા દેવ–ગુરુ–શાસ્ત્રના નિમિત્તના લક્ષે
શુભભાવથી પણ જીવ દુઃખી થાય છે એમ કહ્યું–તો હે ઉપાદાન! જીવને સુખ કઈ રીતે થાય? એમ હવે નિમિત્ત પૂછે
છેઃ–
કહૈ નિમિત્ત જો દુઃખ સહૈ સો તુમ હમહિ લગાય,
સુખી કૌન તૈ હોત હૈ, તાકો દેહુ બતાય. ૩૪.
અર્થઃ– નિમિત્ત કહે છે કે હે ઉપાદાન! જીવ જે દુઃખ સહન કરે છે તેનો દોષ તું અમારા ઉપર લગાવે છે તો
જીવ સુખી શાથી થાય છે તે બતાવી દે!
નિમિત્તનું લક્ષ કરીને અશુભભાવ કરવાથી તો જીવ દુઃખી થાય જ, પરંતુ શુભભાવ કરીને પુણ્ય બાંધે તોય
જીવ દુઃખી થાય છે, એમ કહ્યું તો પછી જીવ સુખી કઈ રીતે થાય? જો ઉપાદાનનું લક્ષ કરીને તેને ઓળખે તો જ જીવ
સુખી થાય. જ્યારે આત્મા સમ્યગ્દર્શન દ્વારા પોતાના સ્વભાવને ઓળખીને પોતામાં ગુણ પ્રગટ કરે ત્યારે અધૂરી
અવસ્થામાં શુભરાગ આવે છે અને જ્યાં રાગ હોય ત્યાં પર નિમિત્ત હોય જ છે, કેમકે સ્વભાવના લક્ષે રાગ હોય
નહિ. જો આત્મસ્વભાવનું ભાન હોય તો તે શુભરાગને અને શુભરાગના નિમિત્તોને (સત્દેવ–ગુરુ–શાસ્ત્ર વગેરેને)
વ્યવહારથી ધર્મનું કારણ કહેવાય, પરંતુ શુભ રાગ, નિમિત્તો કે વ્યવહાર એ કોઈ આત્માને ખરેખર લાભ કરે કે
મુક્તિનું કારણ થાય એ વાત ખોટી છે. રાગ, નિમિત્ત અને વ્યવહાર રહિત આત્માના શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન
અને રમણતા તે જ મોક્ષનું સાચું કારણ છે.
જે ભાવે સર્વાર્થસિદ્ધિનો ભવ મળે કે તીર્થંકરગોત્ર બંધાય તે ભાવ, સ્વભાવનું વલણ ચૂકીને થતો હોવાથી
દુઃખ જ છે. જે ભાવથી ભવ મળે અને મુક્તિ રોકાય તે ભાવ વિકાર છે–દુઃખ છે. જેટલા દુઃખ આપે તો બધાય ભાવ
નિમિત્ત તરફના વલણથી થાય છે. નિમિત્તો તો પરવસ્તુ છે, તે દુઃખ આપતા નથી પરંતુ સ્વનું લક્ષ ચૂકીને પરના લક્ષે
જીવ દુઃખી થાય છે, આમ ઉપાદાને પ્રબળપણે સિદ્ધ કર્યું તેથી હવે નિમિત્તે પ્રશ્ન ઉપાડયો છે કે મારા તરફના તો બધાય
ભાવોથી જીવ દુઃખી જ થાય છે તો સુખી કોનાથી થાય છે એ બતાવી દે? –૩૪–
આના ઉત્તરમાં ઉપાદાન કહે છે કેઃ–
જો સુખકો તું સુખ કહૈ, સો સુખ તો સુખ નાહિં,
યે સુખ દુઃખકે મૂલ હૈ, સુખ અવિનાશી માંહિં. ૩પ.
અર્થઃ– ઉપાદાન કહે છે–જે સુખને તું સુખ કહે છે તે સુખ જ નથી. એ સુખ તો દુઃખનું મૂળ છે. આત્માના
અંતરમાં અવિનાશી સુખ છે.
આગલા દોહામાં નિમિત્તનો એમ કહેવાનો આશય હતો કે–એક આત્માને સ્વને ભૂલીને પર તરફ વિચાર

PDF/HTML Page 14 of 21
single page version

background image
માઘઃ ૨૪૭૩ઃ ૭૩ઃ
જાય તો તે દુઃખી થાય–તો સુખી કોને લઈને થાય? અર્થાત્ જીવ પર નિમિત્તના લક્ષે શુભભાવ કરીને પુણ્ય બાંધીને
તેના ફળમાં સુખી થાય છે માટે જીવને સુખી થવામાં પણ નિમિત્તની જ મદદ છે. આના જવાબમાં ઉપાદાન તેની
મૂળભૂત ભૂલ બતાવે છે કે હે ભાઈ! તું જે પુણ્યના ફળને સુખ કહે છે તે સુખ જ નથી, પરંતુ એ તો દુઃખનું જ મૂળ
છે. પુણ્યને અને પુણ્યના ફળને પોતાનું સ્વરૂપ માનીને જીવ મિથ્યાત્વની મહાપુષ્ટિ કરીને અનંત સંસારમાં દુઃખી થાય
છે માટે અહીં પુણ્યને દુઃખનું જ મૂળ કહ્યું છે. પાંચ ઇન્દ્રિયના વિષય તરફનું વલણ તો દુઃખ છે જ પણ પંચમહાવ્રતોના
ભાવ તે પણ આસ્રવ છે–દુઃખનું મૂળ છે.
સ્વભાવ તરફનો ભાવ તે સુખનું મૂળ છે અને નિમિત્ત તરફનો ભાવ તે દુઃખનું મૂળ છે. ઊંચામાં ઊંચા
પુણ્યપરિણામ પણ નાશવાન છે, માટે પુણ્ય તે સુખરૂપ નથી. આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર એ જ સુખરૂપ છે.
શ્રીપ્રવચનસારજીમાં સ્વર્ગના સુખને ઊના ધગધગતા ઘી સમાન કહ્યાં છે; જેમ ઘી પોતાના સ્વભાવથી તો શીતળતા
કરનારૂં છે પરંતુ અગ્નિનું નિમિત્ત પામીને પોતે વિકૃત થતાં તે જ ઘી દઝાડવાનું કાર્ય કરે છે; તેમ આત્માનો અનાકૂળ
જ્ઞાન સ્વભાવ પોતે સુખરૂપ છે, પરંતુ જ્યારે તે સ્વભાવમાંથી ખસીને પોતે નિમિત્તનું લક્ષ કરે છે ત્યારે આકુળતા
થાય છે, તેમાં જો શુભરાગ હોય તો પુણ્ય છે અને અશુભરાગ હોય તો પાપ છે; પરંતુ પુણ્ય તે ધગધગતા ઘીની માફક
જીવને આકુળતામાં બાળનારા છે અને પાપથી તો સાક્ષાત્ અગ્નિ સમાન નરકાદિમાં જીવ અત્યંત દુઃખી થાય છે. માટે
હે ભાઈ નિમિત્ત! તું પુણ્યના સંયોગથી જીવને સુખ માને છે પરંતુ તેમાં સુખ નથી. પુણ્યના ફળમાં મળેલા પાંચ
ઇન્દ્રિયોના વિષયોના સંયોગથી જીવને કઈ રીતે સુખ થાય? ઊલટું પાંચ ઇન્દ્રિયોના વિષયનું લક્ષ કરવાથી જીવ
આકુળિત થઈને દુઃખ ભોગવે છે. સુખ તો આત્માના અંતર સ્વભાવમાં છે. અવિનાશી જ્ઞાયક સ્વભાવના લક્ષે, તેની
શ્રદ્ધા–જ્ઞાન અને સ્થિરતાથી જીવ સુખી થાય છે, માટે અવિનાશી ઉપાદાન સ્વભાવને ઓળખીને તેના લક્ષે ઠરવું
જોઈએ અને નિમિત્તનું લક્ષ છોડવું જોઈએ. –૩પ–
આત્માને સુખ જોઈએ છે, આત્માને પોતાના સુખ માટે શું કોઈ બીજા પદાર્થની મદદની જરૂર છે કે પોતાને
પોતાના સ્વરૂપની શ્રદ્ધા–જ્ઞાન કરીને તેમાં રમણતા કરવાની જરૂર છે? સુખી થવા માટે પ્રથમ તેનો ઉપાય તો નક્કી
કરવો પડશે ને! એ નક્કી કરવા માટે આ ઉપાદાન–નિમિત્તનો સંવાદ ચાલે છે.
અહીં આ હજારો આત્માઓ આવ્યા છે તે બધા શા માટે આવ્યા છે? સુખનો માર્ગ સમજીને સુખી થવા
માટે જ બધા આવ્યા છે. કાંઈ કોઈ આત્મા નરકમાં જવા અને દુઃખી થવા ઇચ્છે નહિ. સુખી થનારનું સુખ તો
સ્વાધીનપણામાં હોય કે પરાધીનપણામાં? જો સુખ પરને આધીન હોય તો તે નાશ પામી જાય અને દુઃખ આવે,
પરંતુ સ્વાધીન સુખ છે અને તે આત્મામાં જ સ્વતંત્રપણે છે. કોઈ પર ચીજની હાજરીવડે આત્માને સુખ મળે એ
માન્યતા ખોટી છે, પરાધીનદ્રષ્ટિ છે અને મહા દુઃખ આપનારી છે. પૈસા વગેરેથી મને સુખ મળે અગર તો સાચા
દેવ–ગુરુ–શાસ્ત્રથી આત્માને ધર્મ થાય એવી જે પરપદાર્થને આધીનપણાની માન્યતા તે આત્માને પોતાની
શક્તિમાં લૂલો–પાંગળો બનાવનારી છે, એવું થવું કોને ગમે? જે જીવ પરવસ્તુથી પોતાને સુખ–દુઃખ માને છે તે
જીવે પોતાને શક્તિહીન લૂલો, પાંગળો માન્યો છે. જેને નિમિત્તાધીન દ્રષ્ટિ છે તેને આત્મશક્તિની સંભાળ નથી
અને તેથી તેવા જીવો ચાર ગતિમાં દુઃખી થઈ રહ્યા છે. જગતના જીવો પોતાના આત્માના સામર્થ્યની સંભાળ
કરતા નથી અને આત્માને પરનું અવલંબન માનીને, તેનાથી શાંતિ–સુખ માને છે પરંતુ તે માન્યતા સાચી નથી,
પરના અવલંબને સુખ–શાંતિ છે જ નહિ. સ્વતંત્રતાની સાચી માન્યતા ન હોય તો તેમાંથી સ્વતંત્ર સુખ ન જ
આવે, માટે પરતંત્રપણાની (નિમિત્ત આધીનપણાની) શ્રદ્ધામાં દુઃખ જ છે. ધર્મ અથવા સુખ આત્માની
ઓળખાણ દ્વારા જ થાય છે.
આ ઉપાદાન–નિમિત્તના સંવાદમાં ગઈકાલે ૩પ દોહા પૂરા થયા છે. નિમિત્તની છેલ્લી દલીલ એમ હતી કે–
ભાઈ! બધા દુઃખના પોટલા મારા ઉપર ઢોળ્‌યા, તો સુખ–શાંતિ શેમાંથી મળે! બધી અનુકુળતા હોય તો સુખ થાય
ને! ત્યારે ઉપાદાને તેની દલીલનો નકાર કરતાં કહ્યું કે અનુકુળ સામગ્રીમાં આત્માનું સુખ છે જ નહિ. ‘શરીર સરખું
હોય, નિરોગતા હોય, ઉંમર પાકટ થાય, ભુક્ત–ભોગી થઈએ એમ બધું પાર કરીને પછી મરવા ટાણે નિરાંતે ધર્મ
થાય’ આવી મહા પરાધીન દ્રષ્ટિથી આત્મા પોતે જીવનમાં કદી સત્સમાગમે અંતરથી ધર્મ સમજવાનો ઉપાય ન કરે
તો તેને ધર્મ

PDF/HTML Page 15 of 21
single page version

background image
ઃ ૭૪ઃ આત્મધર્મઃ ૪૦
થાય નહિ અને મુક્તિનો ઉપાય ન મળે, તે સંસારમાં રખડે. સત્ સમજવાનાં અપૂર્વ ટાણે જેણે સમજવાની ના પાડી
તે પોતાના સ્વભાવનો અનાદર કરીને સંયોગ બુદ્ધિથી અસત્નો આદર કરીને અનંત સંસારમાં દુખિત થઈને રખડે
છે; અને જેણે સમજવાનો અંતરથી ઉલ્લાસ લાવીને સ્વભાવનો સત્કાર કર્યો તે ઉપાદાનના જોરે અલ્પકાળમાં
સંસારમુક્ત થઈને પરમસુખને પામશે.
અહીં એમ સ્વાધીનતા સમજાવે છે કે હે ભાઈ! તું તારી અવસ્થામાં ભૂલ કરે છે તે ભૂલ તને કોઈ બીજું
કરાવતું નથી, પરંતુ તેં પોતાને ભૂલીને મને પરથી સુખ થાય’ એવી ઉંધી માન્યતા કરી છે તેથી જ દુઃખ છે. ભૂલનો
કરનાર પણ તું છો અને ભૂલનો ભાંગનાર પણ તું જ છો. સ્વભાવને ભૂલીને જે ભૂલ તેં કરી છે. તે ભૂલને
સ્વભાવની ઓળખાણ કરીને કાઢી નાંખ તો સુખ તો તારા અવિનાશી સ્વરૂપમાં જ ભર્યું છે તે તને પ્રગટ થાય. આ
રીતે ઉપાદાન સ્વાધીનપણે કાર્ય કરે છે.
નિમિત્તની દલીલઃ–
અવિનાશી ઘટ ઘટ બસૈં સુખ કયોં વિલસત નાહિં;
શુભ નિમિત્તકે યોગ બીન પરે પરે વિલલાહિં. ૩૬.
અર્થઃ– નિમિત્ત કહે છે–અવિનાશી સુખ તો ઘટ ઘટ–દરેક જીવમાં વસે છે, તો જીવોને સુખનો વિલાસ–
ભોગવટો કેમ નથી? શુભ નિમિત્તના યોગ વગર જીવ ક્ષણે ક્ષણે દુઃખી થઈ રહ્યો છે.
અરે ઉપાદાન! જો નિમિત્તથી સુખ નથી અને અવિનાશી ઉપાદાનથી જ સુખ છે એમ તું કહે છે, તો બધા
આત્માના સ્વભાવમાં અવિનાશી સુખ તો છે છતાં કેમ તેઓ તે મેળવી શકતા નથી? સારાં નિમિત્ત નથી માટે! જો
આત્મામાં જ સુખ અવિનાશી ભર્યું હોય તો તેને કેમ ન ભોગવે? અને જીવ બહારમાં સુખનાં ઝાંવાં કેમ નાખે?
ઉપાદાન તો બધાને છે પરંતુ સારાં નિમિત્ત મળે ત્યારે સુખી થાય.–આવા નિમિત્ત તરફના અજ્ઞાનીઓના પ્રશ્નો
અનાદિના છે, અને ઉપાદાનની ઓળખાણના જોરે તે પ્રશ્નને ઉડાવી દેનાર જ્ઞાનીઓ પણ અનાદિના છે.
જેને આત્માના સ્વાધીન સુખસ્વરૂપની ખબર નથી તે એમ શંકા કરે છે કે જો સુખ આત્મામાં જ હોય તો
કયા જીવને સુખ ભોગવવાની ભાવના નથી? અને તો પછી તે સુખ કેમ ન ભોગવે? માટે સુખને ખાતર સારાં
નિમિત્તો જોઇશે. અને એ નિમિત્તના આધારે જ આત્માનું સુખ છે. માનવદેહ, આઠ વર્ષનો કાળ, સારૂં ક્ષેત્ર,
નિરોગશરીર અને સત્ સંભળાવનાર સંત પુરુષનો સમાગમ આ બધા જોગ હોય તો જીવ ધર્મ પામીને સુખી થાય
પરંતુ જીવને સારાં નિમિત્ત નથી મળ્‌યાં તેથી જ સુખ નથી અને નિમિત્તના અભાવમાં એક પછી એક દુઃખ ભોગવે છે,
માટે સુખ લેવામાં જીવને નિમિત્તની મદદની જરૂર છે.–આવી નિમિત્ત તરફની દલીલ છે. –૩૬–
ઉપરની દલીલનો ઉપાદાન જવાબ આપે છેઃ–
શુભ નિમિત્ત ઇહ જીવકો, મિલ્યો કંઈ ભવસાર;
પૈ ઈક સમ્યક્દર્શ બિન, ભટકત ફિર્યો ગંવાર. ૩૭.
અર્થઃ– ઉપાદાન કહે છે–શુભ નિમિત્ત આ જીવને ઘણા ભવોમાં મળ્‌યું, પણ એક સમ્યગ્દર્શન વિના આ જીવ
ગમારપણે (અજ્ઞાનભાવે) ભટકયા કરે છે.
આ દોહામાં નિમિત્તાધીન દ્રષ્ટિવાળા જીવને ગમાર કહ્યો છે. જે જીવને સમ્યગ્દર્શન નથી તે ગમાર છે–
અજ્ઞાની છે. પરમસત્ય ભાષા છે. શ્રી સર્વજ્ઞ ભગવાનના પક્ષથી અને સ્વભાવની સાક્ષીથી અનંત સમ્યગ્જ્ઞાનીઓ કહે
છે કે હે ભાઈ! જીવને સમ્યગ્દર્શન વગર જ સુખ નથી. પોતે જ પોતાના આખા સ્વભાવને ભૂલી ગયો અને પર સાથે
સુખ–દુઃખનો સંબંધ માન્યો તેથી જ જીવ રખડે છે, અને દુઃખી થાય છે. આ અનંત સંસારમાં રખડતા જીવને સારાં–
ઉત્કૃષ્ટ નિમિત્તો મળ્‌યાં, સાક્ષાત્ શ્રી તીર્થંકર ભગવાન, તેમનું સમવસરણ જેમાં ઇન્દ્રો, ચક્રવર્તી, ગણધરો અને સંતો–
મુનિઓનાં ટોળાં આવતાં એવી ધર્મસભા તથા દિવ્યધ્વનિનો ધોધમાર ઉપદેશ વરસતો હતો– આવાં સર્વોત્કૃષ્ટ
નિમિત્તો પાસે અનંતવાર જઈને બેઠો અને ભગવાનની દિવ્ય વાણી સાંભળી છતાં પણ તું તારી અંતરની રુચિના
અભાવે ધર્મ ન સમજ્યો, નિમિત્તો હોવા છતાં તેં ઉપાદાનની જાગૃતિ કરી નહિ તેથી સમ્યગ્દર્શન ન પામ્યો. ભાઈ રે!
વસ્તુસ્વભાવ જ જ્યાં સ્વતંત્ર છે તોપછી નિમિત્ત તેમાં શું કરે? જો જીવ પોતે પોતાના સ્વભાવની ઓળખાણ કરે તો
કોઈ નિમિત્તો રોકવા સમર્થ નથી અને જો જીવ પોતાના સ્વભાવની ઓળખાણ ન કરે તો કોઈ નિમિત્તો તેને
ઓળખાણ આપવા સમર્થ નથી.
અનંતકાળથી સંસારમાં રખડતાં રખડતાં દરેક જીવ મોટો રાજા થયો અને સમવસરણમાં બિરાજમાન
સાક્ષાત્ ચૈતન્યદેવ શ્રી અરિહંત ભગવાનની હીરાના થાળમાં કલ્પવૃક્ષના ફળ–ફૂલથી પૂજા કરતાં ઇન્દ્રોને જોયાં અને
પોતે

PDF/HTML Page 16 of 21
single page version

background image
માઘઃ ૨૪૭૩ઃ ૭પઃ
પણ સાક્ષાત્ ભગવાનની પૂજા કરી પરંતુ–જ્ઞાનસ્વભાવી રાગરહિત પોતાના નિરાલંબન આત્મસ્વરૂપને સમજ્યો નહિ
એટલે સમ્યગ્દર્શન પ્રગટ કર્યું નહિ તેથી જ ગમાર થઈને–અજ્ઞાનીપણે અનંત સંસારમાં રખડયો. ભગવાન જુદા અને
હું જુદો, મારા સ્વરૂપથી હું પણ ભગવાન જ છું આવી સાચી ઓળખાણ વગર ભગવાનની પૂજા કરે તો તેનાથી
ધર્મનો લાભ થાય નહિ કાંઈ ભગવાન કોઈને સમ્યગ્દર્શન આપી દે તેમ નથી, ધર્મ કોઈના આશીર્વાદથી મળતો નથી,
માત્ર પોતાની ઓળખાણથી જ ધર્મ થાય છે, તે સિવાય બીજા કોઈ ઉપાયથી ધર્મની શરૂઆત થતી નથી.
હું આત્મા સ્વતંત્ર ભગવાન છું, કોઈ પર વસ્તુ મારું કલ્યાણ કરી દે તેમ નથી, મારી ઓળખાણ દ્વારા હું જ
મારું કલ્યાણ કરું છું–આવું સમજ્યા વગર જૈનનો દ્રવ્યલિંગી સાધુ થયો, ક્ષમા કરી, ભગવાન પાસે ગયો, શાસ્ત્રો
ભણ્યો છતાં આત્માની રુચિ અને ભાન કર્યા વગર અનંત દુઃખી થઈને સંસારમાં રખડયો. ઉપાદાન સ્વરૂપ આત્માનું
ભાન પોતે ન કરે તો નિમિત્તો શું કરવા સમર્થ છે? જૈનનું દ્રવ્યલિંગ અને ભગવાન એ તો નિમિત્ત છે અને ખરેખર
તો ક્ષમાનો શુભરાગ તેમજ શાસ્ત્રનું જ્ઞાન તે પણ નિમિત્ત છે, તે બધાં નિમિત્તો હોવા છતાં પોતાની ભૂલના કારણે જ
જીવને સુખ થતું નથી. એક માત્ર સમ્યગ્દર્શન સિવાય બીજું કોઈ આ જીવને સુખી કરવા સમર્થ નથી.
“જો નિમિત્ત જીવને સુખી ન કરતું હોય અને ઉપાદાનથી જ સુખ પ્રગટતું હોય તો, બધા જીવોના સ્વભાવમાં
અવિનાશી સુખ તો ભર્યું છે–તેને તેઓ કેમ ભોગવતા નથી? આવો નિમિત્તનો પ્રશ્ન છે તેનો ઉત્તર ચાલે છે.
અરે ભાઈ! બધા જીવોના સ્વભાવમાં અવિનાશી સુખ છે એ વાત ખરી, પરંતુ એ તો શક્તિરૂપ છે, શક્તિનો
ભોગવટો નથી; પરંતુ જે જીવો પોતાની શક્તિની સંભાળ કરે છે તેઓ જ તે સુખને ભોગવે છે. જો નિમિત્તથી સુખ
પ્રગટતું હોય તો નિમિત્ત તો ઘણા જીવોને છે છતાં બધાને કેમ તે પ્રગટતું નથી?
અનંત સંસારમાં રખડતાં ઘણા ભવોમાં આ જીવને *શુભ નિમિત્તો મળ્‌યાં પરંતુ એક પવિત્ર સમ્યગ્દર્શન
વગર જીવ ગમારપણે સંસારમાં રખડી રહ્યો છે. જેને પોતાના સ્વાધીન સ્વભાવની ઓળખાણ નથી અને મારું સુખ
મને દેવ–ગુરુ–શાસ્ત્ર કે શુભરાગ વગેરે પર નિમિત્તો આપી દેશે એમ જે માને છે તેને અહીં ગ્રંથકારે ‘ગમાર’ મૂર્ખ
કહ્યા છે. અરે. ગમાર! તું સ્વભાવને ભૂલીને નિમિત્તાધીનદ્રષ્ટિથી જ રખડયો છો, તારા જ દોષથી તું રખડયો છો.
તારામાં સ્વતંત્ર સુખ છે એમ તું માનતો જ નથી તેથી જ તને સુખનો અનુભવ નથી, પરંતુ કર્મોએ તારું સુખ દાબી
રાખ્યું નથી. માટે તું તારી માન્યતા ફેરવ.
નિમિત્તાધીનદ્રષ્ટિવાળાને અહીં ‘ગમાર’ કહ્યો, તેમાં દ્વેષ નથી પણ કરુણા છે. અવસ્થાની ભૂલ છે તે
બતાવવા ગમાર કહ્યો છે, સાથે એમ સમજાવે છે કે હે ભાઈ! તારું ગમારપણું તારી અવસ્થાની ભૂલથી છે, સ્વભાવે
તો તું ભગવાન છો માટે તારા સ્વભાવની ઓળખાણ વડે તું તારી પર્યાયનું ગમારપણું ટાળ. પરંતુ જે પોતાની ભૂલને
જ સ્વીકારે નહિ અને નિમિત્તોનો દોષ કાઢયા કરે તે પોતાની ભૂલને ટાળવાનો પ્રયત્ન કરે નહિ અને તેથી તેનું
ગમારપણું ટળે નહિ. સમ્યગ્દર્શનના અભાવે મિથ્યાદ્રષ્ટિપણે ગાંડા જેવો થઈને સ્વભાવને ભૂલ્યો અને નિમિત્તોની
શ્રદ્ધા કરી પરંતુ સ્વસન્મુખ થઈને પોતાની શ્રદ્ધા કરી નહિ તેથી જ અનંતસંસારમાં અવતાર કરીને દુઃખ ભોગવ્યું છે.
‘અમુક નિમિત્ત હોય તો આમ થાય અને અમુક નિમિત્ત હોય તો તેમ થાય’ એ પ્રમાણે પરાધીનદ્રષ્ટિ જ રાખી તેથી
સુખ થયું નહિ, પરંતુ ‘હું સ્વતંત્ર છું, મારા ઉપાદાનથી હું મારું જે કરું તે થાય, મને રોકવા કોઈ સમર્થ નથી’ આમ
ઉપાદાનની સાચી સમજણથી પરાધીનદ્રષ્ટિનો નાશ કરતાં જ જીવને પોતાના સુખનો વિલાસ (ભોગવટો) થાય છે,
માટે હે નિમિત્ત! એક ઉપાદાનની જાગૃતિથી જ જીવને સુખ થાય છે, જીવને સુખી થવામાં નિમિત્તોની કાંઈ જ મદદ
નથી. જેમ ચક્રવર્તી પુરુષ હોય ત્યાં પટાવાળા હાજર જ હોય પરંતુ તે પુરુષનું ચક્રવર્તીપણું કાંઈ પટાવાળાને લીધે
નથી, તેમ જીવ જ્યારે પોતાની જાગૃતિથી સમ્યગ્દર્શનાદિ પ્રગટ કરી સુખી થાય ત્યારે નિમિત્તો હાજર સ્વયં હોય છે
પરંતુ જીવના સુખના તેઓ કર્તા નથી. જીવ પોતે જો સાચી સમજણ ન કરે તો કાંઈ નિમિત્તો તેને સુખી કરવા સમર્થ
નથી.
સાચા નિમિત્ત મળ્‌યા વગર સમ્યક્જ્ઞાન ન થાય એટલું એક પડખું નિમિત્તનું બરાબર છે, એટલે કે જીવ પોતે
જ્યારે જ્ઞાન કરે ત્યારે સાચા નિમિત્તોની હાજરી હોય છે–આટલું બરાબર છે પરંતુ બીજા સાચાં
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
* શુભનિમિત્ત–સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર; કુદેવાદિ તો અશુભ નિમિત્ત છે. તેને તો સુખના નિમિત્ત તરીકે પણ કહી શકાતા
નથી. સાચા દેવ–ગુરુ–શાસ્ત્રને માનનાર પણ નિમિત્તના લક્ષે અટકે છે તેની વાત છે.

PDF/HTML Page 17 of 21
single page version

background image
ઃ ૭૬ઃ આત્મધર્મઃ ૪૦
પડખાનું જ્ઞાન તે (નિમિત્ત દ્રષ્ટિવાળો) છોડી દે છે કે–જો પોતે ન સમજે અને જ્ઞાન ન પ્રગટાવે તો સત્સમાગમ
વગેરેનો સંયોગ કાંઈ જ કરવા સમર્થ નથી. માટે ક્યારેય કોઈ પણ કાર્ય નિમિત્તથી થતું જ નથી, બધાંય કાર્યો સદાય
ઉપાદાનથી જ થાય છે, તેથી સુખ પણ ઉપાદાનની જાગૃતિ વડે સમ્યગ્દર્શનથી જ થાય છે.
આ રીતે, સુખ જીવના સમ્યગ્દર્શનથી જ પ્રગટી શકે છે એવી ઉપાદાનની વાત પાત્ર જીવોએ સમજીને
સ્વીકારી અને નિમિત્તની હાર થઈ. જિજ્ઞાસુ પાત્ર જીવ ઉપાદાન–નિમિત્તના સંવાદ ઉપરથી એક પછી એક વાતનો
નિર્ણય કરતો આવે છે અને નિર્ણય પૂર્વક સ્વીકાર કરે છે. આ પ્રમાણે અહીં સુધી તો નિમિત્તની હાર થઈ, હવે થોડીક
વારમાં નિમિત્ત હારી જશે અને તે પોતે પોતાની હાર સ્વીકારી લેશે. –૩૭– (ચાલું...)
* * *
શ્રી સમયસારજી ગાથા એકના પ્રવચનના આધારે કેટલાક પ્રશ્નોત્તર
ઃ (પહેલાના ૭૩ પ્રશ્નોત્તર માટે જુઓ અંક ૩પ તથા ૩૯)ઃ
૭૪. પ્ર.–પાંચ ગતિમાં કથંચિત્ સરખાપણું કઈ કઈ ગતિઓને છે?
ઉ.–સિદ્ધગતિને તો અન્ય ચારે ગતિઓથી વિલક્ષણપણું છે એટલે કે સિદ્ધગતિને તો અન્ય કોઈ ગતિ સાથે
સરખાપણું નથી. પણ અન્ય ચારે ગતિઓને પરસ્પર કથંચિત્ સરખાપણું છે કેમ કે તે ચારે ગતિઓ વિકારનું જ ફળ
છે.
૭પ. પ્ર.–સ્વર્ગનાં સુખ કરતાં મોક્ષનાં સુખ અનંતગણાં છે–એ ખરૂં છે?
ઉ.–એ વાત ખોટી છે, કેમ કે સ્વર્ગમાં તો આકુળતાનું દુઃખ છે; સ્વર્ગ કરતાં અનંતગણું મોક્ષમાં સુખ છે એમ
માન્યુ તેનો અર્થ એ થયો કે જેટલી આકુળતા સ્વર્ગમાં છે તેના કરતાં અનંતગુણી આકુળતા મોક્ષમાં છે!! પરંતુ
મોક્ષદશા તો આકુળતા રહિત સ્વભાવ સુખવાળી છે અને સ્વર્ગમાં તો આકુળતા છે, તેથી સ્વર્ગના સુખ સાથે મોક્ષનાં
સુખ સરખાવી શકાય નહિ. ગુણની સાથે ગુણની સરખામણી થાય પણ દોષની સાથે ગુણની સરખામણી કેમ થાય?
એમ કહી શકાય કે–સમ્યગ્દ્રષ્ટિ જીવના સુખ કરતાં અનંતગણું સુખ સિદ્ધ ભગવાનને છે. એ ધ્યાન રાખવું કે
સમ્યગ્દ્રષ્ટિને પણ સ્વર્ગાદિ પર દ્રવ્યોમાં સુખ નથી, ઊલ્ટું તે પ્રત્યેની રાગની લાગણી તે તો દુઃખ જ છે; પરંતુ
સમ્યગ્દર્શનપૂર્વક જેટલે અંશે અનાકુળભાવ વર્તે છે તેટલે અંશે જ સુખ છે.
૭૬. પ્ર.–જેણે સિદ્ધ ભગવંતોની વસ્તીમાં દાખલ થવું હોય તેણે શું આદરવું ને શું છોડવું?
ઉ.–જે જીવને સિદ્ધોની વસ્તીમાં દાખલ થવું હોય એટલે કે સિદ્ધ થવું હોય તેણે સિદ્ધ અને પોતાના આત્મામાં
કાંઈ ફેર માનવો ન જોઈએ; જે કાંઈ સિદ્ધ ભગવાનમાં છે તેટલું જ મારા આત્માનું સ્વરૂપ છે અને જે કાંઇ
સિદ્ધભગવાનમાં નથી તે બધું મારા આત્માનું સ્વરૂપ નથી. આ પ્રમાણે પોતાના આત્માની ઓળખાણપૂર્વક
સ્વભાવનો આદર (શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર) કરવો જોઈએ અને મિથ્યાત્વ, રાગ–દ્વેષાદિ વિભાવોને છોડવા જોઈએ.
૭૭. પ્ર.–સ્વભાવનો અભ્યાસ કઈ રીતે થાય?
ઉ.–સંપૂર્ણ સ્વભાવને પામેલા સિદ્ધભગવાનને ઓળખીને, તેમના જેવા જ સંપૂર્ણ સ્વભાવે પોતાના આત્માને
ભાવવો–તે સ્વભાવનો અભ્યાસ છે.
૭૮. પ્ર.–સિદ્ધ ભગવાન મનથી અને રાગથી પાર છે, તેમનું ધ્યાન કઈ રીતે થઈ શકે?
ઉ.–પ્રથમ તો, જેનું ધ્યાન કરવું હોય તેનું જ્ઞાન કરવું જોઈએ. સિદ્ધ ભગવાનને દ્રવ્ય–ગુણ–પર્યાયથી
યથાર્થપણે ઓળખવા અને પોતાના આત્માનો સ્વભાવ પણ એવો જ છે એમ પોતાના આત્માના સ્વભાવને
ઓળખીને ધ્યાન કરવું તે જ સિદ્ધનું ધ્યાન છે; કેમ કે જેવો સિદ્ધનો સ્વભાવ છે તેવો જ આ આત્માનો સ્વભાવ છે.
પોતાના આત્મસ્વભાવને ઓળખ્યા વગર સિદ્ધભગવાનનું સ્મરણ કર્યા કરે તે શુભરાગ છે, તેને
સિદ્ધભગવાનનું ધ્યાન કહી શકાય નહિ.
સિદ્ધ ભગવાનના ધ્યાનથી સિદ્ધપણું થાય, પરંતુ એ પરદ્રવ્યનું ધ્યાન નહિ, પણ સિદ્ધ જેવા પોતાના
સ્વભાવનું ધ્યાન કરતાં કરતાં સિદ્ધદશા થાય છે. સમ્યગ્દર્શન વગર સ્વભાવનું ધ્યાન હોઈ શકે નહિ.
૭૯. પ્ર.–સિદ્ધ ભગવાનના આત્મામાં અને આ આત્મામાં સમાનતા તથા અસમાનતા કઈ રીતે છે?
ઉ.–દ્રવ્ય સ્વભાવ અપેક્ષાએ સિદ્ધને અને આ આત્માને સમાનપણું છે.

PDF/HTML Page 18 of 21
single page version

background image
માઘઃ ૨૪૭૩ઃ ૭૭ઃ
દ્રવ્ય અપેક્ષાએ તો બધા જ આત્મા સરખા છે; અને પર્યાય અપેક્ષાએ સિદ્ધભગવાન સંપૂર્ણ શુદ્ધ છે, આ આત્માને
પર્યાયમાં અશુદ્ધતા છે. સિદ્ધ ભગવાનને જ્ઞાન, સુખ ઇત્યાદિ ગુણોની પર્યાય પરિપૂર્ણ છે અને રાગાદિનો સર્વથા
અભાવ છે, આ આત્માને જ્ઞાનાદિ ગુણોની અધૂરી પર્યાય છે તથા રાગાદિ પણ છે. આ રીતે. પર્યાય અપેક્ષાએ અંતર
છે.
૮૦. પ્ર.–સિદ્ધને અને આ આત્માને પર્યાય અપેક્ષાએ જે અંતર છે તે અંતર કઈ રીતે ટળે?
ઉ.–પર્યાય અપેક્ષાએ અસમાનતા હોવા છતાં દ્રવ્ય અપેક્ષાએ તો આ આત્મા પણ સિદ્ધ સમાન જ છે; માટે
પર્યાય દ્રષ્ટિને ગૌણ કરીને શુદ્ધ દ્રવ્ય દ્રષ્ટિનો આશ્રય કરતાં આત્માની શુદ્ધ પર્યાય પ્રગટે છે. દ્રવ્ય દ્રષ્ટિનો આશ્રય
કરવાથી પ્રથમ સિદ્ધ સમાન પોતાના આત્માની શ્રદ્ધા પ્રગટે છે અને પછી તેમાં સ્થિરતા કરતાં સાક્ષાત્ સિદ્ધદશા પ્રગટે
છે એટલે આત્મા પોતે સિદ્ધ થાય છે.
પરંતુ જીવ જો પોતાના સિદ્ધ સ્વભાવને ન માને, ન ઓળખે અને માત્ર પર્યાય જેટલો જ પોતાને માની લે
તો તે પર્યાયનું લક્ષ છોડીને દ્રવ્યસ્વભાવનું લક્ષ કરે નહિ અને દ્રવ્યસ્વભાવના લક્ષ વગર અશુદ્ધતા ટળે નહિ.
સિદ્ધભગવાન પર દ્રવ્યનું કાંઈ જ કરતા નથી, અને પુણ્યની લાગણી પણ તેમનામાં નથી, માટે હું પણ કોઈ
પરદ્રવ્યનું કંઈ જ કરતો નથી અને પુણ્ય તે મારૂં સ્વરૂપ નથી.
પર્યાયમાં વિકાર છે પણ તે મારૂં સ્વરૂપ નથી કેમ કે સિદ્ધને વિકાર નથી–એમ ઓળખીને, તે વિકારરહિત
સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન–સ્થિરતા કરવાથી વિકાર ટળીને સિદ્ધ દશા પ્રગટે છે. (ચાલું...)
***
અષ્ટપ્રાભૃત
પ્રવચનોનો ટૂંકસાર લેખાંકઃ ૪
વૈશાખ વદ ૬ શ્રી સમવસરણ વાર્ષિક પ્રતિષ્ઠા મહોત્સવ દિન તા. ૨૨–પ–૪૬.
(અંક ૩૮ થી ચાલુ) દર્શનપ્રાભૃત ગાથા–૭
(૭૭) આ અષ્ટપાહુડ શાસ્ત્ર ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવે રચ્યું છે, સર્વજ્ઞના માર્ગનું આમાં કથન છે.
અત્યારે દર્શન પ્રાભૃત વંચાય છે. તેમાં આચાર્યદેવ કહે છે કે સમ્યગ્દર્શન એ જ બધા ધર્મનું મૂળ છે. બધા ધર્મ કહેતાં
આત્માની શુદ્ધચેતનારૂપ ધર્મના પૂર્વે જે ચાર પ્રકાર બીજી ગાથામાં કહ્યા હતા તે સમજવા. સર્વજ્ઞદેવે કહેલા સનાતન
જૈનધર્મ સિવાય અનેક પ્રકારના કલ્પિત મતો છે તે સત્ય સ્વરૂપ નથી.
(૭૮) બીજી ગાથામાં કહ્યું હતું કે ધર્મની પ્રરૂપણા ચાર પ્રકારે છે–
૧. વસ્તુસ્વભાવ તે ધર્મ–આત્મા જ્ઞાનાનંદ મૂર્તિ છે, તેનો સ્વભાવ જ્ઞાન–દર્શનમય ચેતના છે, તે ચેતના
શુદ્ધતારૂપે પરિણમે અર્થાત્ સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન–રમણતારૂપે પરિણમે તે ધર્મ છે. આત્મા ત્રિકાળ શુદ્ધ ચેતના
સ્વરૂપ વસ્તુ છે અને વિકાર ક્ષણિક છે–એવા ભેદજ્ઞાનપૂર્વક આત્મસ્વભાવની પ્રતીત અને અનુભવ તે સમ્યગ્દર્શન છે
અને તે જ વસ્તુસ્વભાવનું મૂળ છે.
૨. દસ લક્ષણરૂપ ધર્મ–સમ્યગ્દર્શનવડે શુદ્ધ આત્મસ્વભાવની શ્રદ્ધા કરીને તેનું જ્ઞાન અને સ્થિરતા પ્રગટ
કરીને આત્માને કષાય ભાવોથી બચાવી લેવો તે જ ઉત્તમ ક્ષમાદિ ધર્મ છે. તે ઉત્તમ ક્ષમાદિ ધર્મો સમ્યગ્દર્શન વગર
હોય નહિ. સમ્યગ્દર્શન વગર દ્રવ્યલિંગી મુનિ થાય અને કોઈ બાળી મૂકે છતાં ક્રોધ ન કરે, સિંહ ખાઈ જાય છતાં બોલે
નહિ અને શુભ પરિણામ રાખે તો પણ તેને ‘ઉત્તમ ક્ષમા’ કહેવાય નહીં. કેમ કે તે સમ્યગ્દર્શન રહિત જીવ એમ માને
છે કે મેં આ ઘણું કર્યું અને શુભપરિણામ રાખ્યા તેથી હવે મને ધર્મ થશે. જેણે શુભભાવને સારા માન્યા અને તેનાથી
આત્માને લાભ માન્યો તે જીવને શુભાશુભ રહિત શુદ્ધચૈતન્ય સ્વભાવ ઉપર ક્રોધ (–અરુચિ) છે, તેને અનંતાનુબંધી
ક્રોધ કહેવાય છે. માટે સમ્યગ્દર્શન જ ઉત્તમ–ક્ષમાદિ દસ ધર્મોનું મૂળ છે.
૩. રત્નત્રયરૂપી ધર્મ–પોતાના શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર તે રત્નત્રયધર્મ છે, તેનું મૂળ પણ
સમ્યગ્દર્શન જ છે.
૪. જીવરક્ષારૂપ ધર્મ–જ્ઞાનદર્શન સ્વરૂપ આત્મા છે, તેની પુણ્ય–પાપના વિકારી ભાવોથી રક્ષા કરવી એટલે કે
પુણ્ય–પાપના ભાવોને આત્માનો સ્વભાવ ન માનવો પણ પુણ્ય–પાપથી ભિન્ન શુદ્ધ જ્ઞાનદર્શનમય આત્મસ્વભાવને
શ્રદ્ધામાં, જ્ઞાનમાં અને સ્થિરતામાં ટકાવી રાખવો તે જ સાચી જીવરક્ષા છે. પર જીવને હું બચાવી શકું એમ માનવું
તથા પુણ્ય–પાપના પરિણામો વડે આત્માને લાભ માનવો તે જ સ્વ જીવની હિંસા છે. પર જીવની રક્ષા કે હિંસા તો
કોઈ કરી શકતા જ નથી, કેમ કે પરજીવનાં જીવન કે મરણ તે આ જીવને આધીન નથી. સમ્યગ્દર્શન વડે પોતાના શુદ્ધ

PDF/HTML Page 19 of 21
single page version

background image
ઃ ૭૮ઃ આત્મધર્મઃ ૪૦
સ્વભાવને ઓળખીને તેને જેટલે અંશે વિકારથી બચાવી લે તેટલે અંશે જીવરક્ષારૂપધર્મ છે. આનું મૂળ પણ
સમ્યગ્દર્શન જ છે.
આ રીતે સર્વજ્ઞદેવે કહેલા આત્માના બધા ધર્મોનું મૂળ સમ્યગ્દર્શન છે. જેમ મૂળિયા વગર ઝાડ ન ઊગે અને
પાયા વગર મકાન ન થાય તેમ સમ્યગ્દર્શન વગર કોઈ પ્રકારનો ધર્મ હોતો નથી–એમ બીજી ગાથાનો સાર છે.
(૭૯) ત્રીજી ગાથામાં કહ્યું છે કે જીવ કદાચિત્ ચારિત્રથી રહિત હોય પરંતુ જો સમ્યગ્દર્શન સહિત હોય તો
તે અલ્પકાળે ચારિત્ર પ્રગટ કરીને અવશ્ય મુક્તિ પામશે. પરંતુ જે સમ્યગ્દર્શનથી જ ભ્રષ્ટ છે તે તો ભષ્ટમાં ભષ્ટ છે,
તેને મુક્તિની પ્રાપ્તિ નથી. જેમ દોરો પરોવ્યા વગરની સોય હાથ આવે નહિ, પણ દોરો પરોવેલી સોય હોય તો તે
ખોવાય નહિ, તેમ જે જીવોએ પોતાની પર્યાયમાં સમ્યગ્દર્શનરૂપી દોરી પરોવી છે તેવા જીવો અલ્પકાળે મુક્ત થાય છે
અને સંસારસમુદ્રમાં ડુબતા નથી. પણ જે જીવો સમ્યગ્દર્શન રહિત છે તેઓ બાળતપ અને બાળવ્રત કરતાં છતાં પણ
મુક્તિ પામતા નથી અને સંસારસમુદ્રમાં રખડે છે.
(૮૦) કોઈ જીવ ઘણા શાસ્ત્રો ભણે પણ જો સમ્યક્ત્ત્વરત્નથી ભ્રષ્ટ હોય તો તે આરાધના રહિત હોવાથી
સંસારમાં જ ભમે છે. શાસ્ત્રોમાં કાંઈ આત્મા રહેલો નથી. આત્મા ચૈતન્યમય સ્વતંત્ર છે, તેની ઓળખાણ વગર
શાસ્ત્રો ભણે તોપણ તે મિથ્યાદ્રષ્ટિ છે અને સંસારમાં રખડે છે. આત્મા સ્વતંત્ર છે. રાગનો એક અંશ પણ આત્માના
સ્વભાવમાં નથી, પર્યાયમાં જે રાગદ્વેષ થાય તે પોતાની વર્તમાન લાયકાતથી પોતાના જ દોષથી થાય છે, કર્મ વગેરે
કોઇ પર દ્રવ્ય દોષ કરાવનાર નથી–એવું જેને સ્વતંત્રતાનું જ્ઞાન નથી તે ગમે તેટલાં શાસ્ત્રો ભણ્યો હોય પણ તેનાં
ભણતર ખોટાં છે. એક માત્ર સમ્યગ્દર્શન વગર તેના સંસારનો અંત આવતો નથી, એ ચોથી ગાથાનો સાર છે.
(૮૧) ત્યાર પછી પાંચમી ગાથામાં કહ્યું કે આત્માની શ્રદ્ધા અર્થાત્ સમ્યગ્દર્શન વગર કોઈ જીવ ઊગ્ર તપ
આચરે તો પણ તે ‘બોધિ’ એટલે કે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રમય પોતાનો સ્વભાવ તેને પામતો નથી. સમ્યગ્દર્શન
વગર કરોડો વર્ષ તપ કરે તોય સ્વરૂપની પ્રાપ્તિ ન થાય. સમ્યગ્દર્શન વડે સત્ય સ્વભાવનો સ્વીકાર કર્યા વગર જીવ
જે કરે તે બધું ખોટું જ હોય. દિગંબર મુનિ થાય, પંચ મહાવ્રતનું કડકપણે પાલન કરે, ક્રોડો વર્ષ તપ કરે અને દેવ–
ગુરુ–શાસ્ત્રને માટે પ્રાણ આપે તો પણ–જો નિરાલંબી આત્માનું સાચું ભાન ન હોય તો તે જીવોને ધર્મનો લાભ જરા
પણ થતો નથી.
(૮૨) છઠી ગાથાનો સાર એ છે કે–આત્માના ભાન સહિત જીવને બધું જ સફળ છે. સમ્યગ્દ્રષ્ટિ જીવને
જ્ઞાન, દર્શન, વીર્ય આદિ ગુણો વર્દ્ધમાન છે. જે પુરુષ સમ્યકત્વ, જ્ઞાન, દર્શન અને વીર્યથી વૃદ્ધિગત છે અને આ
કલિયુગના કલુષિત પાપોથી રહિત છે તે જીવો થોડા જ કાળમાં ઉત્કૃષ્ટ જ્ઞાની–કેવળજ્ઞાની થાય છે. સમ્યગ્દ્રષ્ટિને
જ્ઞાનાદિ બધું સફળ છે અને મિથ્યાદ્રષ્ટિને જ્ઞાન, વ્રતાદિ બધું નિષ્ફળ છે. નિર્વિકાર અબંધ જ્ઞાનસ્વભાવ છે તેની
પ્રતીતના જોરે સમ્યગ્દ્રષ્ટિને ક્ષણે ક્ષણે આત્મશુદ્ધિ વધે છે, વિકાર ઘટે છે અને પૂર્વ કર્મો ઝરી જાય છે; સમ્યગ્દર્શન પૂર્વક
જ્ઞાન તથા ચારિત્ર પ્રગટ કરી અલ્પકાળમાં કેવળજ્ઞાની થાય છે. આ પંચમકાળમાં થયેલા વિરાધક જીવો દ્વારા જિન
માર્ગથી વિરુદ્ધ જે અનેક પ્રકારના કુપંથો નીકળી પડયા છે તેની કુવાસના જે જીવને બેઠી નથી અને પોતાના શુદ્ધ
સમ્યક્ત્વને જેણે નિર્મળપણે ટકાવી રાખ્યું છે તે જીવ અલ્પકાળમાં તીર્થંકરાદિ પદવી પામીને મોક્ષ પામશે. જિન
માર્ગના નામે, દેવ–ગુરુ–શાસ્ત્રનું સ્વરૂપ જિનમાર્ગથી વિરુદ્ધ કલ્પ્યું તે કલિકાળની કુવાસના છે; અને કર્મોને લઈને
આત્માને દોષ થાય એમ માનનાર પણ મિથ્યાદ્રષ્ટિ છે.
(૮૩) વીતરાગી સર્વજ્ઞ જિનદેવ, વીતરાગી નિર્ગ્રંથ સાધક સંતમુનિ અને વીતરાગી સત્શાસ્ત્રોને જેઓ નથી
ઓળખતા અને નથી માનતા તેઓ મિથ્યાદ્રષ્ટિ છે. વળી શ્રી કુંદકુંદપ્રભુ કહે છે કે–જેને નિજ શુદ્ધાત્મતત્ત્વની પ્રાપ્તિ
થઈ નથી અને સત્દેવ–ગુરુ–શાસ્ત્રનો પણ જે વિરોધ કરે છે એવા જીવોને વંદન કર્યે, તથા સાધુ–શ્રાવક કે સમ્યગ્દ્રષ્ટિ
માન્યે અનંત સંસારનું કારણ એવું મિથ્યાપાપ લાગે છે. જિનમતમાં સત્ય અસત્યનો વિવેક તો પહેલાં જ કરવો પડશે.
શ્રી કુંદકુંદભગવાને આ કથન ભય દેખાડવા માટે કર્યું નથી પરંતુ સમ્યગ્દર્શનનું સ્વરૂપ સમજાવ્યું છે. સમ્યગ્દર્શનમાં
એટલું જોર છે કે અસત્યનો અંશ પણ તેને સ્વીકાર્ય નથી. તેથી અખંડ સત્ને બેધડકપણે જણાવીને આ દર્શનપાહુડમાં
સત્ય માર્ગને ખુલ્લો મૂકયો છે.

PDF/HTML Page 20 of 21
single page version

background image
માઘઃ ૨૪૭૩ઃ ૭૯ઃ
(૮૪) ‘જૈન’ કહેવાતા જીવોમાં પણ અત્યારે સાચાં જ્ઞાનશ્રદ્ધાનને એક બાજુ મૂકીને માત્ર બાહ્ય
ક્રિયાકાંડમાં ધર્મ માનનારો મોટો ભાગ છે. અરેરે! હજી સ્વરૂપ શું તેની શ્રદ્ધાનું તો ઠેકાણું નથી ત્યાં વ્રત અને પડિમા
વગેરે માની લેનારા જીવો ઘણા મળી આવે છે, પરંતુ સ્વભાવની સાચી શ્રદ્ધારૂપ સમ્યગ્દર્શન તો લાખોમાં કોઈક
વિરલ જીવને હોય તો! બાકી તો આત્માની સ્વસન્મુખ થઈને સમ્યગ્દર્શન–જ્ઞાન કર્યા વગર કોઈ ઘણા શાસ્ત્રો ભણીને
પંડિત નામ ધરાવે, કે કોઈ પડિમા, વ્રત ધારીને ત્યાગી નામ ધરાવે–પણ સ્વ આત્માની શ્રદ્ધા–જ્ઞાન વગર તે
મિથ્યાદ્રષ્ટિ છે.
(૮પ) જેઓ કુદેવાદિને માને છે તેઓ તો મિથ્યાદ્રષ્ટિ છે જ, પરંતુ સાચા દેવ–ગુરુ–શાસ્ત્રને માનનારા
જીવોમાં પણ આત્માના જ્ઞાન–શ્રદ્ધાનને ભૂલીને જેઓ બાહ્ય ક્રિયાકાંડમાં ધર્મ માને છે તેઓ પણ મિથ્યાદ્રષ્ટિ છે.
શુદ્ધાત્માના શ્રદ્ધા–જ્ઞાન કર્યા પછી જેમ જેમ જીવ શુદ્ધતા વધારે છે તેમ તેમ રાગ ટળતો જાય છે અને રાગ ટળતાં તે
ભૂમિકાને યોગ્ય બાહ્ય ત્યાગ પણ સહજ પણે હોય છે. અમુક ભૂમિકાએ અમુક વસ્તુ ખપે અને અમુક ન ખપે–એ તો
સહજમાર્ગ છે; જ્ઞાનીને તે બાહ્યનો હઠાગ્રહ હોતો નથી. જે જીવ બાહ્ય ત્યાગ ઉપરથી કે વ્રત–પડિમા ઉપરથી જ
આત્માની શુદ્ધતાનું માપ કાઢે છે પણ અંતરંગ શ્રદ્ધા–જ્ઞાનને જાણતો નથી તે બહિરદ્રષ્ટિ અથવા તો સંયોગદ્રષ્ટિ છે.
હજી પોતાનો શુદ્ધ આત્મસ્વભાવ કેવો છે તેની ઓળખાણ નથી અને ચોથી ભૂમિકાના સમ્યગ્દર્શનનું પણ ભાન નથી,
ત્યાર પહેલાં તો પાંચમી અને છઠ્ઠી ભૂમિકાને યોગ્ય બહારની પડિમા અને ત્યાગ વગેરે કરવા માંડે છે, પરંતુ
સમ્યગ્દર્શન વગરના તે જીવો સાચા ત્યાગી કે સાચા વ્રતી નથી–એમ શ્રી કુંદકુંદ ભગવાનનો પોકાર છે.
(૮૬) જેણે સમ્યગ્દર્શન વડે પરિપૂર્ણ આત્મસ્વભાવને પ્રતીતમાં લીધો છે તે અલ્પકાળે પૂર્ણતા પ્રગટ કરી
મુક્તિ પામશે. પરંતુ તે જીવો સમ્યગ્દર્શન પ્રગટ કર્યા વગર શાસ્ત્રાભ્યાસ અને ત્યાગમાં ધર્મીપણું માની બેઠા છે
તેઓએ સાચું તત્ત્વ સમજવું મુશ્કેલ થઈ પડયું છે. આચાર્યદેવ તો કહે છે કે એ કલિકાલની વાસના છે, કેમકે આ
કાળમાં વિરાધક વૃત્તિના જીવોની મુખ્યતા છે. જેમ મોટા સમૂહમાંથી એક હંસ જુદો પડી જાય અને અજાણ્યા દેશમાં
આવી પડે, તેમ અત્યારે આ ભરતમાં કોઈ વિરલ ધર્માત્મા હોય છે. બહુ થોડા જીવો એવા છે કે જેમના અંતરમાં
કલિકાળની વાસના બેઠી નથી. સત્ સમજનારા જીવો વિરલ હોય છે પણ જે હોય છે તેઓ નક્કર દ્રઢતાવાળા હોય છે,
ત્રણકાળ ત્રણલોક પ્રતિકૂળ થાય તોપણ તેઓ સત્થી ચ્યૂત થતા નથી અને વિપરીતપણે માનતા નથી. પંચમકાળના
જે જીવો કુમાર્ગમાં નથી પડયા, અને પોતાના સમ્યક્ત્વને સ્વપ્ને પણ જેણે મલિન કર્યું નથી–એવા ધર્માત્મા જીવોને
વર્તમાન ત્યાગ–પડિમા ન હોય છતાં પણ તે એક–બે ભવમાં મુક્તિ પામશે. એ સમ્યગ્દર્શનનું માહાત્મ્ય છે.
કુંદકુંદાચાર્યદેવે આ અષ્ટપાહુડમાં જે સત્ને જાહેર કર્યું છે તે ધીરા થઈને મધ્યસ્થપણે સમજવું. ત્રણકાળમાં આ વાત
ફરે તમ નથી. આખી દુનિયાથી વિરોધી છે પરંતુ વસ્તુ સ્વભાવ સાથે તેનો મેળ છે. જો વસ્તુનો સ્વભાવ અને
કેવળીનું જ્ઞાન ફરે તો આચાર્યદેવની આ વાત ફરે.
આ રીતે છઠ્ઠી ગાથાનો સાર કહ્યો.
(૮૭) હવે આ સાતમી ગાથા આજના મંગળ દિવસે શરૂ થાય છે. આ ગાથામાં કહે છે કે–જે પુરુષના
હૃદયમાં સમ્યક્ત્વરૂપી જળનો પ્રવાહ નિરંતર પ્રવર્તે છે તેને કર્મરજનું આવરણ લાગતું નથી અને પૂર્વે બંધાયેલા કર્મો
પણ નષ્ટ થાય છે.
(૮૮) આત્મા ચૈતન્યભાવ વડે માત્ર જ્ઞાતા–દ્રષ્ટા છે, દેહાદિ પરદ્રવ્યોનો નિમિત્તપણે પણ હું કર્તા નથી. અને
મારો જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવ વિકારનો પણ કર્તા નથી. બધા ભાવોથી જુદું રહીને જ્ઞાન બધાને જાણે છે–આમ જેને
ભેદજ્ઞાન છે તેના હૃદયમાં સમ્યક્ત્વરૂપી જળનો પ્રવાહ નિરંતર વહે છે, તેથી તેને કર્મનો મેલ લાગતો નથી, પણ
સમ્યક્ત્વના જોરે પર્યાયે પર્યાયે શુદ્ધતા વધતી જાય છે.
(૮૯) અહો! જગતને આ સમ્યગ્દર્શનનો મહિમા ખ્યાલમાં જ નથી આવતો, અને બહારમાં જ વ્રત–તપાદિ
માનીને સંતોષાઈ જાય છે, પણ તે બહિરાત્મદ્રષ્ટિ છે. ‘હું આત્મા શિવસ્વરૂપ જ છું, મારો સ્વભાવ કદી વિકાર થયો
નથી અને પરદ્રવ્યો સાથે મારે કાંઈ સંબંધ જ નથી,’–આમ સ્વભાવ સાથેનો સંબંધ જોડીને અને પર સાથેનો તોડીને
અંતરદ્રષ્ટિથી જુએ તો સમ્યગ્દર્શન થાય. ઉપવાસ વગર અને વ્રત–ત્યાગ વગર એકલા સમ્યગ્દર્શનનું જ અહીં જોર
આપ્યું છે, કેમ કે લોકો તે મૂળ જ ભૂલી ગયા છે. વ્રત, ઉપવાસાદિ વગરનું