Atmadharma magazine - Ank 041
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ચોથું
સળંગ અંક ૪૧
Version History
Version
NumberDateChanges
001July 2003First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
।। ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે ।।
વર્ષ ચોથુંફાગણ
અંક પાંચમો
સંપાદક
રામજી માણેકચંદ દોશી
વકીલર૪૭૩
સુવર્ણપુરીનાં સુવર્ણ આંગણે
શ્રી દિ. જૈન વિદ્વત્ પરિષદ
* ત્રીજું અધિવેશન *
હર્ષની વાત છે કે શ્રી દિગંબર જૈન વિદ્વત્ પરિષદે પોતાના ત્રીજા વાર્ષિક અધિવેશન
માટે સોનગઢના આમંત્રણને માન આપ્યું છે. સોનગઢમાં પૂ. સદ્ગુરુદેવશ્રી કાનજી સ્વામીના
પરિચયનો લાભ મળે– એ ખાસ હેતુપૂર્વક માર્ચ માસની તા. ૭–૮ના રોજ અહીં પરિષદ
પોતાનું વાર્ષિક અધિવેશન કરી રહી છે. આ પ્રસંગ પણ એક મહાન ધર્મપ્રભાવનાનું કારણ
થશે. પરિષદના પ્રમુખ શ્રીમાન પં. શ્રી કૈલાશચંદ્રજી છે. અને તેમના સ્વાગત પ્રમુખ શ્રી
રામજીભાઈ માણેકચંદ દોશી છે.
* * * * *
શ્રી કુંદકુંદ–કહાન જૈન શાસ્ત્રમાળા પુ. ૧૭
મોક્ષશાસ્ત્ર અર્થાત્ તત્ત્વાર્થસૂત્ર
* (ગુજરાતી ટીકા) *
શ્રીમાન માન્યવર રામજીભાઈએ ઘણો પરિશ્રમ લઈને આ ટીકાસંગ્રહ તૈયાર કર્યો છે.
તે ગ્રંથમાં પ૦ ઉપરાંત સત્શાસ્ત્રોના આધારો લેવામાં આવ્યા છે. ગ્રંથમાં એકંદર ૯૦૦ પાનાં
છે. તેમાં સેંકડો વિષયોનું સુંદર વિવેચનદ્વારા સ્પષ્ટીકરણ કર્યું છે. આ–બાળગોપાળ સર્વે
મુમુક્ષુઓને આ ગ્રંથ અત્યંત ઉપયોગી છે. પહેલા અધ્યાયના પરિશિષ્ટમાં સમ્યગ્દર્શન–સંબંધી
જે પરિશિષ્ટ છે તે તો મુમુક્ષુઓએ ખાસ અભ્યાસ કરવાયોગ્ય છે. આ ગ્રંથની લાગત કિંમત
લગભગ રૂા. પ–૮–૦ થાય છે છતાં તેની કિંમત માત્ર ૩–૮–૦ રાખવામાં આવી છે.
વાર્ષિક લવાજમ૪૧છુટક અંક
અઢી રૂપિયાશાશ્ચત સુખનો માર્ગ દર્શાવતું માસિક પત્રચાર આના
* આત્મધર્મ કાર્યાલય–મોટા આંકડિયા કાઠિયાવાડ *

PDF/HTML Page 3 of 21
single page version

background image
ઃ ૮૨ઃ આત્મધર્મઃ ૪૧
વર્ષ ચોથુંસળંગ અંકફાગણઆત્મધર્મ
અંક પાંચમો૪૧ર૪૭૩
દરેક દ્રવ્ય અને તેની દરેક પર્યાયની સ્વતંત્રતાનો
ઢંઢેરો
(તા. ૧૬–૧–૪૭ની વહેલી સવારે પૂજ્ય સદ્ગુરુદેવના ઉદ્ગારોને આધારે)
૧. દરેક દ્રવ્ય તે ત્રિકાળી પર્યાયોનો પિંડ છે, અને તેથી ત્રણેકાળની વર્તમાન પર્યાયોને લાયક છે; અને પર્યાય
એક એક સમયની છે તેથી દરેક દ્રવ્ય દરેક સમયે તે તે સમયની પર્યાયને લાયક છે; અને તે તે સમયની પર્યાય તે તે
સમયે થવા લાયક હોવાથી થાય છે; કોઈ દ્રવ્યની પર્યાય આઘી પાછી થતી જ નથી.
૨. માટી દ્રવ્ય(–માટીના પરમાણુઓ) પોતાની ત્રણે કાળની પર્યાયોને લાયક છે, છતાં ત્રણે કાળે તે ઘડો
થવાની જ તેમાં લાયકાત છે એમ માનવામાં આવે તો, માટી દ્રવ્ય એક પર્યાય પૂરતું જ થઈ જાય અને તેના
દ્રવ્યપણાનો નાશ થાય.
૩. માટી દ્રવ્ય ત્રણે કાળે ઘડો થવાને લાયક છે એમ કહેવામાં આવે છે તે, પરદ્રવ્યોથી માટીને જુદી પાડીને
એમ બતાવવા માટે છે કે માટી સિવાય બીજાં દ્રવ્યો માટીનો ઘડો થવાને કોઈ કાળે લાયક નથી. પરંતુ જે વખતે માટી
દ્રવ્યની તથા તેની પર્યાયની લાયકાતનો નિર્ણય કરવાનો હોય ત્યારે, ‘માટી દ્રવ્ય ત્રણે કાળે ઘડો થવાને લાયક છે’
એમ માનવું તે મિથ્યા છે; કેમ કે તેમ માનતાં, માટી દ્રવ્યની બીજી જે જે પર્યાયો થાય છે તે પર્યાયો થવાને માટી દ્રવ્ય
લાયક નથી તોપણ થાય છે–એમ થયું, કે જે સર્વથા ખોટું છે.
૪. ઉપરનાં કારણોએ, ‘માટી દ્રવ્ય ત્રણેકાળ ઘડો થવાને લાયક છે અને કુંભાર ન આવે ત્યાંસુધી ઘડો થતો
નથી’ એમ માનવું તે મિથ્યા છે; પણ માટી દ્રવ્યની પર્યાય જે સમયે ઘડાપણે થવાને લાયક છે તે એક સમયની જ
લાયકાત હોવાથી તે જ સમયે ઘડારૂપ પર્યાય થાય, આઘી–પાછી થાય નહિ. અને તે વખતે કુંભાર વગેરે નિમિત્તો
સ્વયં યોગ્ય સ્થળે હોય જ.
પ. દરેક દ્રવ્ય પોતે જ પોતાની પર્યાયનું સ્વામી હોવાથી તેની પર્યાય તે તે સમયની લાયકાત પ્રમાણે સ્વયં
થયા જ કરે છે; એ રીતે દરેક દ્રવ્યની પોતાની પર્યાય દરેક સમયે તે તે દ્રવ્યને જ આધીન છે, બીજા કોઈ દ્રવ્યને
આધીન તે પર્યાય નથી.
૬. જીવદ્રવ્ય ત્રિકાળ પર્યાયોનો પિંડ છે તેથી તે ત્રિકાળ વર્તમાન પર્યાયોને લાયક છે. અને પ્રગટ પર્યાય એક
સમયની હોવાથી તે તે પર્યાયને પોતે લાયક છે.
૭. જો એમ ન માનવામાં આવે તો, એક પર્યાય પુરતું જ દ્રવ્ય થઈ જાય. દરેક દ્રવ્ય પોતાની પર્યાયનું સ્વામી
હોવાથી તેની વર્તમાન વર્તતી એક એક સમયની પર્યાય છે તે તે દ્રવ્યને હાથ છે–આધિન છે,
૮. જીવને ‘પરાધીન’ કહેવામાં આવે છે તેનો અર્થ ‘પરદ્રવ્યો તેને આધીન કરે છે અથવા તો પરદ્રવ્યો તેને
પોતાનું રમકડું બનાવે છે’ એમ નથી, પણ તે તે સમયની પર્યાય જીવ પોતે પરદ્રવ્યની પર્યાયને આધીન થઈ કરે છે.
પરદ્રવ્યો કે તેની કોઈ પર્યાય જીવને કદી પણ આશ્રય આપી શકે, તેને રમાડી શકે, હેરાન કરી શકે કે સુખી–દુઃખી કરી
શકે–એ માન્યતા જુઠ્ઠી છે.
૯. દરેક દ્રવ્ય સત્ છે, માટે તે દ્રવ્યે–ગુણે ને પર્યાયે પણ સત્ છે અને તેથી તે હંમેશા સ્વતંત્ર છે. જીવ
પરાધીન થાય છે તે પણ સ્વતંત્રપણે પરાધીન થાય છે. કોઈ પરદ્રવ્ય કે તેની પર્યાય તેને પરાધીન કે પરતંત્ર
બનાવતાં નથી.
૧૦. એ રીતે શ્રીવીતરાગદેવોએ સંપૂર્ણ સ્વતંત્રતાનો ઢંઢેરો પીટયો છે.

PDF/HTML Page 4 of 21
single page version

background image
ફાગણઃ ૨૪૭૩ઃ ૮૩ઃ
અધ્યાત્મ શાસ્ત્રોની કથન પદ્ધતિ અથવા સાધક જીવની દ્રષ્ટિનું સળંગ ધોરણ
(પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રીનું પ્રવચન)
અધ્યાત્મશાસ્ત્રોમાં ‘અભેદ તે નિશ્ચયનય’ એમ કહ્યું નથી. જો અભેદ તે નિશ્ચયનય એવો અર્થ કરીએ તો
કોઈ વખતે નિશ્ચયનય મુખ્ય થાય અને કોઈ વખતે વ્યવહારનય મુખ્ય થાય, કેમ કે આગમ શાસ્ત્રોમાં કોઈ વખતે
વ્યવહારનયને મુખ્ય અને નિશ્ચયનયને ગૌણ કરીને કથન કરવામાં આવે છે. અધ્યાત્મશાસ્ત્રોમાં હંમેશા ‘મુખ્ય તે
નિશ્ચયનય’ છે, અને તેના જ આશ્રયે ધર્મ થાય–એમ સમજાવવામાં આવે છે; અને તેમાં નિશ્ચયનય સદા મુખ્ય જ
રહે છે. જ્યાં વિકારી પર્યાયોનું વ્યવહારનયથી કથન કરવામાં આવે ત્યાં પણ નિશ્ચયનયને જ મુખ્ય અને
વ્યવહારનયને ગૌણ કરવાનો આશય છે–એમ સમજવું. કારણ કે પુરુષાર્થ વડે પોતામાં શુદ્ધપર્યાય પ્રગટ કરવા અર્થાત્
વિકારી પર્યાય ટાળવા માટે હંમેશા નિશ્ચયનય જ આદરણીય છે; તે વખતે બંને નયોનું જ્ઞાન હોય છે પણ ધર્મ
પ્રગટાવવા માટે બંને નયો કદી આદરણીય નથી. વ્યવહારનયના આશ્રયે કદી ધર્મ અંશે પણ થતો નથી, પરંતુ તેના
આશ્રયે તો રાગ–દ્વેષના વિકલ્પો જ ઊઠે છે. છએ દ્રવ્યો તેના ગુણો અને તેની પર્યાયોના સ્વરૂપનું જ્ઞાન કરાવવા માટે
કોઈ વખતે નિશ્ચયનયની મુખ્યતા અને વ્યવહારનયની ગૌણતા રાખીને કથન કરવામાં આવે, અને કોઈ વખતે
વ્યવહારનયને મુખ્ય કરીને તથા નિશ્ચયનયને ગૌણ રાખીને કથન કરવામાં આવે; પોતે વિચાર કરે તેમાં પણ કોઈ
વખતે નિશ્ચયનયની મુખ્યતા અને કોઈ વખતે વ્યવહારનયની મુખ્યતા કરવામાં આવે. અધ્યાત્મશાસ્ત્રમાં પણ જીવની
વિકારી–પર્યાય જીવ સ્વયં કરે છે તેથી થાય છે અને તે જીવનાં અનન્ય પરિણામ છે–એમ વ્યવહારનયે કહેવામાં–
સમજાવવામાં આવે, પણ તે દરેક વખતે નિશ્ચયનય એક જ મુખ્ય અને આદરણીય છે એમ જ્ઞાનીઓનું કથન છે. કોઈ
વખતે નિશ્ચયનય આદરણીય છે અને કોઈ વખતે વ્યવહારનય આદરણીય છે–એમ માનવું તે ભૂલ છે. ત્રણે કાળે
એકલા નિશ્ચયનયના આશ્રયે જ ધર્મ પ્રગટે છે એમ સમજવું.
પ્રશ્નઃ– શું સાધક જીવને નય હોતા જ નથી?
ઉત્તરઃ– સાધક દશામાં જ નય હોય છે. કેમકે કેવળીને તો પ્રમાણ હોવાથી તેમને નય હોતા નથી, અજ્ઞાનીઓ
વ્યવહારનયના આશ્રયે ધર્મ થાય એમ માને છે તેથી તેમનો વ્યવહારનય તો નિશ્ચયનય જ થઈ ગયો, એટલે
અજ્ઞાનીને સાચા નય હોતા નથી. એ રીતે સાધક જીવોને જ તેમના શ્રુતજ્ઞાનમાં નય પડે છે. નિર્વિકલ્પદશા સિવાયના
કાળમાં જ્યારે તેમને શ્રુતજ્ઞાનના ભેદરૂપ ઉપયોગ નયપણે હોય છે ત્યારે અને સંસારના કામમાં હોય કે સ્વાધ્યાય,
વ્રત, નિયમાદિ કાર્યોમાં હોય, ત્યારે જે વિકલ્પો ઊઠે છે તે બધા વ્યવહારનયના વિષય છે; પરંતુ તે વખતે પણ તેમના
જ્ઞાનમાં નિશ્ચયનય એક જ આદરણીય હોવાથી (–અને વ્યવહારનય તે વખતે હોવા છતાં પણ તે આદરણીય નહિ
હોવાથી–) તેમની શુદ્ધતા વધે છે. એ રીતે સવિકલ્પ દશામાં નિશ્ચયનય આદરણીય છે અને વ્યવહારનય ઉપયોગ રૂપ
હોવા છતાં જ્ઞાનમાં તે જ વખતે હેયપણે છે, એ રીતે નિશ્ચયનય અને વ્યવહારનય–એ બંને સાધક જીવોને એક વખતે
હોય છે.
–માટે સાધક જીવોને નય હોતા જ નથી એ માન્યતા સાચી નથી, પણ સાધક જીવોને જ નિશ્ચય અને
વ્યવહાર–બંને નયો એકી સાથે હોય છે. નિશ્ચયનયના આશ્રય વિના સાચો વ્યવહારનય હોય જ નહિ. જેને
અભિપ્રાયમાં વ્યવહારનયનો આશ્રય હોય તેને તો નિશ્ચયનય રહ્યો જ નહિ, કેમકે તેને તો, જે વ્યવહારનય છે તે જ
નિશ્ચયનય થઈ ગયો.
ચારે અનુયોગમાં કોઈ વખતે વ્યવહારનયને મુખ્ય કરીને કથન કરવામાં આવે છે, અને કોઈ વખતે
નિશ્ચયનયને મુખ્ય કરીને કથન કરવામાં આવે છે, પણ તે દરેક અનુયોગમાં કથનનો સાર એક જ છે અને તે એ છે
કે–નિશ્ચય અને વ્યવહાર નય બંને જાણવાયોગ્ય છે, પણ શુદ્ધતા માટે આશ્રય કરવા યોગ્ય નિશ્ચયનય એક જ છે અને
વ્યવહારનય કદી પણ આશ્રય કરવા યોગ્ય નથી–તે હંમેશા હેય જ છે. એમ સમજવું.
વ્યવહારનયના જ્ઞાનનું ફળ તેનો આશ્રય છોડીને નિશ્ચયનયનો આશ્રય કરવો તે છે. જો વ્યવહારનયને
ઉપાદેય માનવામાં આવે તો તે વ્યવહારનયના સાચા જ્ઞાનનું ફળ નથી પણ વ્યવહારનયના અજ્ઞાનનું એટલે કે
મિથ્યાજ્ઞાનનું ફળ છે.
નિશ્ચયનયનો આશ્રય કરવો–તેનો અર્થ એ છે કે, નિશ્ચયનયના વિષયભૂત આત્માના ત્રિકાળી ચૈતન્યસ્વરૂપનો
આશ્રય કરવો; અને વ્યવહારનયનો

PDF/HTML Page 5 of 21
single page version

background image
ઃ ૮૪ઃ આત્મધર્મઃ ૪૧
આશ્રય છોડવો–તેને હેય સમજવો–તેનો અર્થ એ છે કે, વ્યવહારનયના વિષયરૂપ વિકલ્પ, પરદ્રવ્યો કે સ્વદ્રવ્યની
અધૂરી અવસ્થા તરફનો આશ્રય છોડવો.
અધ્યાત્મનું રહસ્ય
અધ્યાત્મનું મુખ્ય તે નિશ્ચય અને ગૌણ તે વ્યવહાર–એ ધોરણ હોવાથી તેમાં સદાય મુખ્યતા નિશ્ચયની જ છે,
ને વ્યવહાર સદાય ગૌણપણે જ છે. અર્થાત્ સાધક જીવનું આ ધોરણ છે. સાધક જીવની દ્રષ્ટિનું સળંગ ધોરણ એ જ
રીતે છે.
સાધક જીવો શરૂઆતથી અંત સુધી નિશ્ચયથી જ મુખ્યતા રાખીને વ્યવહારને ગૌણ જ કરતા જાય છે, તેથી
સાધકદશામાં નિશ્ચયની મુખ્યતાના જોરે સાધકને શુદ્ધતાની વૃદ્ધિ જ થતી જાય છે અને અશુદ્ધતા ટળતી જાય છે. એ
રીતે નિશ્ચયની મુખ્યતાના જોરે પૂર્ણ કેવળજ્ઞાન થતાં ત્યાં મુખ્ય–ગૌણપણું હોતું નથી અને નય પણ હોતા નથી.
વસ્તુસ્વભાવ અને તેમાં કઈ તરફ ઢળવું
વસ્તુમાં દ્રવ્ય અને પર્યાય, નિત્યપણું અને અનિત્યપણું ઇત્યાદિ જે વિરુદ્ધ ધર્મસ્વભાવ છે તે કદી ટળતો નથી.
પણ જે બે વિરુદ્ધ ધર્મો છે તેમાં એકના લક્ષે વિકલ્પ તૂટે છે અને બીજાના લક્ષે રાગ થાય છે, અર્થાત્ દ્રવ્યના લક્ષે
વિકલ્પ તૂટે છે અને પર્યાયના લક્ષે રાગ થાય છે, એથી બે નયોનો વિરોધ છે. હવે, દ્રવ્યસ્વભાવની મુખ્યતા અને
અવસ્થાની ગૌણતા કરીને સાધક જીવ જ્યારે સ્વભાવ તરફ ઢળી ગયો ત્યારે વિકલ્પ તૂટીને સ્વભાવમાં અભેદ થતાં
જ્ઞાન પ્રમાણ થઈ ગયું. હવે તે જ્ઞાન જો પર્યાયને જાણે તોપણ ત્યાં મુખ્યતા તો સદાય દ્રવ્યસ્વભાવની જ રહે છે. એ
રીતે, જે દ્રવ્યસ્વભાવની મુખ્યતા કરીને ઢળતાં જ્ઞાન પ્રમાણ થયું તે જ દ્રવ્યસ્વભાવની મુખ્યતા સાધકદશાની પૂર્ણતા
સુધી નિરંતર રહ્યા કરે છે. અને જ્યાં દ્રવ્યસ્વભાવની જ મુખ્યતા છે ત્યાં સમ્યગ્દર્શનથી પાછા પડવાનું કદી હોતું જ
નથી; તેથી સાધકજીવને સળંગપણે દ્રવ્યસ્વભાવની મુખ્યતાના જોરે શુદ્ધતા વધતાં વધતાં જ્યારે કેવળજ્ઞાન થાય છે
ત્યારે વસ્તુના પરસ્પર વિરુદ્ધ બંને ધર્મોને (દ્રવ્ય અને પર્યાયને) એક સાથે જાણે છે, પણ ત્યાં હવે એકની મુખ્યતા ને
બીજાની ગૌણતા કરીને ઢળવાનું રહ્યું નથી. ત્યાં સંપૂર્ણ પ્રમાણ થઈ જતાં બે નયોનો વિરોધ ટળી ગયો (અર્થાત્ નયો
જ ટળી ગયા) તોપણ વસ્તુમાં જે વિરુદ્ધ–ધર્મસ્વભાવ છે તે તો ટળતા નથી.
* * * * * * * * * *
નિવૃત્તિ પરાયણ શ્રી વનેચંદભાઈ શેઠ
“શ્રી લીલાધરભાઈ પારેખ જેવી મારી સ્થિતિ થાય તેવું લાગે છે”–એમ, જાણે પોતાના દેહવિલયનું આગાહી સૂચક
આ કથન ન હોય, તેમ શ્રી વનેચંદભાઈ શેઠ પોષ સુદ ૨ બુધવારે સવારે ઉપરોક્ત વાક્ય બોલેલા, ને તે જ દિવસે સાંજે (૬૮
વર્ષની વયે) સ્વર્ગવાસ પામ્યા. તે કેટલાકને અકસ્માત જેવું લાગે પણ તે તો ક્રમબદ્ધપર્યાયના નિયમ અનુસાર જ બનવા
પામ્યું હતું. આવા પ્રસંગો તો આપણને સંસારની અનિત્યતા–અશરણતાના બોધપાઠ શીખવે છે.
તેઓએ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામી પાસે સં. ૧૯૮૧માં બ્રહ્મચર્ય અંગીકાર કરેલું, અને ત્યાર પહેલાં (સં.
૧૯૭૯) થી તેઓ નિવૃત્તિપરાયણ જીવન ગાળતા હતા. પૂજ્ય શ્રીસદ્ગુરુદેવશ્રીનું ચાતુર્માસ જ્યાં જ્યાં થતું ત્યાં ત્યાં બની
શકતું ત્યારે તેઓશ્રીના સદુપદેશામૃતનો લાભ લેવા માટે તેઓ આવતા. તત્ત્વ સમજવાની તેમની જિજ્ઞાસુવૃત્તિ આથી જણાઈ
આવતી હતી. તત્ત્વજ્ઞાનના ઊંડા ન્યાયો સમજીને તેઓ પ્રમોદ દર્શાવતા હતા. શ્રીમાન્ સમીપ સમયવર્તી સમયજ્ઞ શ્રીમદ્
રાજચંદ્રજી પ્રત્યે તેમને ઉચ્ચ ભક્તિભાવ તો હતો જ, તેમ છતાં તેઓ વ્યક્તિપૂજામાં માનતા ન હોતા પણ ગુણ પૂજામાં
માનતા હતા. તેથી પૂજ્ય સદ્ગુરુદેવશ્રી પ્રત્યે તેમને આંતરિક ભક્તિ અત્યંત હતી જ અને કોઈ પ્રસંગે તો તે ભક્તિભાવ
એટલો ઉછળી જતો કે તેઓ નાચી ઊઠતા.
તેઓ છેલ્લા સંવત ૨૦૦૨ના અષાઢ માસમાં ૧૧ દિવસ સોનગઢ રહ્યા હતા ત્યારે પણ એક વખત જિનમંદિરમાં
ભક્તિ વખતે પૂજ્ય ગુરુદેવશ્રીની સમીપમાં હાથમાં ચામર લઈને ઘણા ઉત્સાહથી નાચી ઊઠયા હતા, તે વખતનું દ્રશ્ય અત્યંત
ભક્તિ પ્રેરક હતું અને જોનારના હૃદયમાં પણ ભક્તિ ઉછળી જતી હતી.
ધર્મ જિજ્ઞાસુઓ પ્રત્યે તેમનો અત્યંત વાત્સલ્યભાવ હતો તેથી તેમને માટે તેમના દ્વાર સદા ખુલ્લાં જ હતાં. શાસ્ત્રમાં
શ્રાવકના અભંગ દ્વારની વાત આવે છે તેનું આથી સ્મરણ થતું હતું. તેઓનો શાસ્ત્રાભ્યાસ પણ સારો હતો, ચર્ચા તથા
વાર્તાલાપ પણ તેને લગતો કરતા હતા.
તેમની ધર્મરુચિ, સજ્જનતા, નમ્રતા, નિરભિમાનતા, ઉદારતા, સરળતા, ગંભીરતા અનુકરણીય હતી. તેમની બુદ્ધિ
અને સ્મરણ શક્તિ તેજસ્વી હતી તેથી અધ્યાત્મ શાસ્ત્રોના ઊંડા ન્યાયો પણ તેઓ ગ્રાહ્ય કરી લેતા. તેમનું જીવન શુદ્ધ અને
સાદું હતું.
તેઓ વાંકાનેરના રહીશ હતા; તેમની નગર શેઠાઈ, વ્યાપારી નીતિ, સમાધાન શક્તિ, કુટુંબ પ્રેમ, રાજ્યમાન્યપણું
અને બીજી અનેક ઉચ્ચ સજ્જનને છાજે તેવી યોગ્યતા દર્શાવવાનું આ આધ્યાત્મિક પત્રમાં અસ્થાને હોવાથી તે છોડી દેવામાં
આવેલ છે.
તેમના કુટુંબીઓએ મોકલાવેલ પત્રિકામાં લખેલું કે “અમારે ભાઈ વનેચંદભાઈ પોષ સુદ ૨ ના રોજ સ્વર્ગવાસ
થતાં તેમનો મહોત્સવ માહ વદ ૮ ના રોજ કરવાનું રાખેલ છે.” અને એ સાચું જ છે કેઃ–

PDF/HTML Page 6 of 21
single page version

background image
ફાગણઃ ૨૪૭૩ઃ ૮પઃ
જિસે મોત હૈ ઉસકો હૈ મુઝકો કયાઅજર હૂં અમર હૂં ન મરતા કભી
મુઝે તો નહીં ફેર ભય મુઝકો કયા।।ચિદાનંદ શાશ્વત ન ડરતા કભી।।
મેરા નામ તો જીવ હૈ જીવ હૈકિ સંસારકે જીવ મરતે ડરે
ચિરંજીવ ચિરકાલ ચિરજીવ હૂં।।પરમ પદકા શિવલાલ વંદન કરેં।।
* * * * * * *
श्री सर्वज्ञाय नमः।। ।। श्री वीतरागाय नमः
શ્રાવણ વદ ૧૩ થી ભાદરવા સુદ પ સુધીના ધાર્મિક દિવસો દરમિયાન થયેલા શ્રી સમયસારજી ગાથા ૧૩ તથા
શ્રી પદ્મનંદી પંચવિંશતિકા શાસ્ત્રના ઋષભજિનસ્તોત્ર ઉપરનાં
વ્યાખ્યાનો અને ચર્ચાઓનો ટૂંકસાર–લેખાંકઃ પ
(આ લેખના નં. ૭૨ સુધીના ફકરા અંક ૪૦માં આવી ગયા છે. ત્યાર પછી અહીં આપવામાં આવે છે.)
(૭૩) આચાર્યદેવે અનેક પ્રકારે ભગવાનની ભક્તિ કરી. હવે ભક્તિના વિકલ્પને તોડીને સ્વરૂપમાં
સમાવાની ભાવના કરતાં આચાર્યદેવ કહે છે કે, હે નાથ! આત્મસ્વભાવ અનંતગુણ સ્વરૂપ છે, આ વિકલ્પ દ્વારા હું
કેટલાક ગુણો કહી શકું? વિકલ્પ દ્વારા આત્મા ખીલતો નથી. સરસ્વતી જે વીતરાગની વાણી તેના દ્વારા પણ કેવળી
ભગવાનના ગુણો પૂરા કહી શકાય નહિ.
હે ત્રણ ભુવનની સ્તુતિને પાત્ર જિનેન્દ્ર! આ જગતમાં સર્વોત્કૃષ્ટ વાણી સરસ્વતી આપની સ્તુતિ કરે છે તે
પણ જો આપના ગુણોના પારને પામી શકતી નથી તો અન્ય જે મુર્ખ પુરુષ (–છદ્મસ્થ પ્રાણી) તે સ્તુતિ વડે આપના
ગુણોના પારને કેમ પામી શકે? શ્રીમદ્ રાજચંદ્રજી પણ કહે છે કે–
જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં...
કહી શક્યા નહિ તે પણ શ્રી ભગવાન જો...
તેહ સ્વરૂપને અન્ય વાણી તો શું કહે...
અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો...અપૂર્વ. ૨૦
હે નાથ! હે અનંતગુણભંડાર આત્મન્! જેમને કેવળજ્ઞાન પ્રગટયું એવા વીતરાગની દિવ્યવાણી પણ તારા
સ્વરૂપને પરિપૂર્ણપણે કહેવા સમર્થ નથી, તો પછી અન્યની વાણીથી તો શું કહેવાય? તે તો માત્ર અનુભવગમ્ય છે.
સરસ્વતી પણ આત્માના સ્વરૂપને ન પામી શકે એટલે કે વાણી તરફના વિકલ્પ વડે આત્માનો સ્વભાવ ખીલતો
નથી, પણ વાણીનો વિકલ્પ છોડીને આત્માનો અનુભવ થાય છે, તેની અહીં ભાવના છે.
(૭૪) કોઈના અલ્પ ગુણને મલાવીને વિશેષપણે કહેવા તેને જગતમાં સ્તુતિ કહેવાય છે પરંતુ હે પ્રભો!
તારામાં જેટલા ગુણો છે તેટલા પણ અમે વાણીથી પૂરા વર્ણવી શકતા નથી, માટે વાણી દ્વારા તારું સ્તવન પૂરું થતું
નથી. તારા અનંત ગુણોના અપાર ભાવને આ સ્તુતિના વિકલ્પરૂપ હદવાળો રાગ પહોંચી શકતો નથી. માટે અમે
સ્તુતિના વિકલ્પને તોડીને, આ રાગ ટાળીને સ્વરૂપની નિર્વિકલ્પ શ્રેણી વડે જ્યારે કેવળજ્ઞાન પ્રગટ કરશું ત્યારે જ
સ્વભાવનો પાર પમાશે.
(૭પ) આમાં રાગ અને સ્વભાવનું ભેદજ્ઞાન જણાવ્યું છે. ભલે, સ્તુતિનો રાગ આવે છે પણ તેને
સ્વભાવના સાધન પણે વીતરાગના ભક્તો માનતા નથી. રાગ થાય છે છતાં તેનાથી કદાપિ વીતરાગતા થતી નથી.
વાણીમાં સર્વોત્કૃષ્ટ એવી સરસ્વતી પણ તારા ગુણો વર્ણવતાં હારી જાય છે. તો પછી અમે છદ્મસ્થ પામર જીવ તેને
કેવી રીતે વર્ણવી શકીએ? આ સ્તુતિકાર પોતે મહાન સંત નિર્ગ્રંથ મુનિ છે. છતાં ભગવાન પાસે કેટલી પામરતા
વર્ણવે છે! જેને પૂર્ણ સ્વભાવનો વિનય પ્રગટયો હોય તેને અધૂરી પર્યાયનો અહંકાર કેમ હોય? પંચમઆરાના સંત
મુનિ કેવળજ્ઞાન લેવાની તૈયારીવાળા છે પણ હજી વચ્ચે એક ભવ બાકી છે તેથી કેવળ માટે ઝંખે છે. આચાર્યદેવ આ
સ્તુતિ કરતાં ખરેખર તો પોતાના સ્વભાવનું બહુમાન લાવીને કેવળજ્ઞાનની ભાવના વધારે છે. હે નાથ! તારા અપાર
કેવળજ્ઞાન પાસે તો અમે મૂર્ખ છીએ, અમારા જેવા છદ્મસ્થ જીવોના જ્ઞાન ઉપર હજી આવરણ છે, જ્ઞાનનો પુરુષાર્થ
ઓછો છે, છતાં તમારી ઓથ લઈને–તમારા જેવો જ પરિપૂર્ણ સ્વભાવ સ્વીકારીને તેના જોરે કહીએ છીએ કે અધુરું
જ્ઞાન કે નબળો પુરુષાર્થ તે અમારું સ્વરૂપ નથી. કેવળજ્ઞાન જેટલો જ અમારો સ્વભાવ છે. આ રીતે દ્રવ્ય અને
પર્યાયની સંધિ વડે પૂર્ણતા પ્રત્યેનો પુરુષાર્થ ઉપાડે છે.

PDF/HTML Page 7 of 21
single page version

background image
ઃ ૮૬ઃ આત્મધર્મઃ ૪૧
(ભાદરવા સુદ ૪ સમયસાર ગાથા ૧૩)
(૭૬) કુદેવ–કુગુરુ–કુશાસ્ત્ર એવા અસત્ નિમિત્તોને માનવા તે તો બહારનું સ્થૂળ અસત્ય છે અને અંતરમાં
વિકલ્પ વડે લાભ થાય એવી માન્યતા તે પણ અસત્ છે, તે સૂક્ષ્મ મિથ્યાત્વ છે. કુદેવ–કુગુરુ–કુધર્મની માન્યતારૂપ
બહારનું સ્થૂળ અસત્ય છોડવાની વાત પણ જેને કઠણ પડે છે તે જીવ અંતરના વિકલ્પોથી રહિત આત્માની શ્રદ્ધા કેમ
કરશે? હજી ખોટા નિમિત્તોની માન્યતા પણ જે છોડતા નથી તે નિમિત્તોની અપેક્ષા રહિત નિરપેક્ષ સ્વભાવને તો કેવી
રીતે સ્વીકારશે? જેનામાં એક પાઈ આપવાની પણ તાકાત નથી તે લાખોનાં દાન કેમ કરશે? માંસભક્ષણ વગેરે સાત
વ્યસનોના આદર કરતાં કુદેવ–કુગુરુ–કુધર્મના આદરનું પાપ વધારે છે એમ જ્ઞાનીઓએ કહ્યું છે. આત્માના
સ્વભાવની વિપરીત માન્યતાને પોષણ આપનારા કુદેવાદિને માનવા તેના જેવું મોટું પાપ જગતમાં નથી. કુદેવાદિના
દોષ તો તેમની પાસે રહ્યા પરંતુ તેમને માનવાથી પોતે પોતાના સ્વભાવની વિરાધના કરીને આત્માનો ઘાત કરે છે.
જેણે સત્ય સ્વભાવથી વિપરીત માન્યતા કરી તેણે આત્માના અનંત ગુણોનો, અનંત કેવળી–તીર્થંકરોનો, સંત
મુનિઓનો ને જ્ઞાનીઓનો અનાદર કર્યો અને તેના વેરી કુદેવાદિનો આદર કર્યો, આવી જે અનંત ઊંધાઈનો આદર તે
જ અનંત પાપ છે.
(૭૭) પંડિતપ્રવરશ્રી ટોડરમલ્લજી મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહે છે કે–
“કુદેવ–કુગુરુ–કુશાસ્ત્ર સેવનમાં મિથ્યાત્વ ભાવની પુષ્ટતા થતી જાણીને અહીં તેનું નિરૂપણ કર્યું છે. શ્રી
અષ્ટપાહુડમાં પણ કહ્યું છે કે–જે કોઈ લજ્જા, ભય કે મોટાઈથી પણ કુત્સિત્ દેવ ધર્મલિંગને વંદન કરે છે તે મિથ્યાદ્રષ્ટિ
છે. માટે જે મિથ્યાત્વનો ત્યાગ કરવા ઇચ્છે છે તે કુદેવ–કુગુરુ–કુધર્મનો પહેલાં જ ત્યાગી થાય...વળી કુદેવાદિકના
સેવનથી જે મિથ્યાત્વભાવ થાય છે તે હિંસાદિ પાપોથી પણ મહાન પાપ છે. કારણ કે એના ફળથી નિગોદ–નર્કાદિ
પર્યાય પ્રાપ્ત થાય છે, ત્યાં અનંતકાળ સુધી મહા સંકટ પામે છે, તથા સમ્યગ્જ્ઞાનની પ્રાપ્તિ પણ મહા દુર્લભ થઈ જાય
છે.”
(મોક્ષમાર્ગ પ્રકાશક પા. ૧૯૮)
(૭૮) વાણીયા ચારે તરફના હિસાબ ગણે પણ ધર્મના બહાને ઠગાય છે. બોકડા કાપવાના કામમાં તો હિંસા
ભાસે અને તેમાં સાથ ન આપે પરંતુ મિથ્યાત્વનું મહાપાપ ભાસતું નથી અને ઊંધી માન્યતાને પોષનારા કુદેવાદિને
સાથ આપે છે. પરંતુ મિથ્યાત્વના સેવનમાં અનંત બોકડા કાપવાનો ભાવ ભર્યો છે. બાહ્ય ક્રિયાની વાત નથી પણ
અંતરમાં ઊંધા પરિણામનું મહા પાપ છે. સર્વજ્ઞથી વિપરીત એક પણ માન્યતા માને, કે સર્વજ્ઞ સિવાય કોઈ પણ દેવને
સાચા માને તો તેમાં અનંત જન્મમરણ છે.
(૭૯) જેમ સાચા–ખોટાની પરીક્ષા કર્યા વગર કોઈ માણસ હીરા–રત્ન વગેરે લેતો નથી, તેમ ધર્મ માટે
દેવ–ગુરુ–શાસ્ત્ર એ ત્રણ રત્નો છે, તેમાં સાચા–ખોટા વચ્ચે જેને વિવેક નથી–પરીક્ષા નથી તે મહા અજ્ઞાની છે, તેને
ધર્મની દરકાર નથી. કુદેવ–કુગુરુ–કુધર્મના સેવનનું જે મહાપાપ કહ્યું તે મહાપાપ છોડયા પછી અને સાચા દેવ–ગુરુ–
ધર્મની ઓળખાણ કર્યા પછી પણ જે નવતત્ત્વના વિકલ્પ ઊઠે તેની શ્રદ્ધાને છોડીને કેવળ એક ચૈતન્યમાત્ર
આત્મસ્વભાવ સન્મુખ થઈને પ્રતીતિ કરવી તે સમ્યગ્દર્શન છે એ વાત સમયસારજી શાસ્ત્રમાં છે. પરંતુ પ્રથમ કુદેવ–
કુગુરુ–કુધર્મનું સેવન છોડયા વગર એ વાત સમજવાની પાત્રતા આવે નહિ. માટે જેણે આત્મસ્વભાવની સમજણ
કરીને ધર્મ કરવો હોય તેણે પ્રથમ સત્દેવ–સદ્ગુરુ–સત્શાસ્ત્ર કોણ અને કુદેવ–કુગુરુ–કુશાસ્ત્ર કોણ તે ઓળખીને કુદેવ–
કુગુરુ–કુશાસ્ત્રના સેવનને સર્વથા છોડી દેવું. કુદેવાદિના સેવનથી મિથ્યાત્વના મહાપાપનું પોષણ થાય છે અને અનંત
સંસાર વધે છે.
(૮૦) કુદેવ–કુગુરુ–કુશાસ્ત્ર તે આત્માના સાક્ષાત્ ઘાતક છે એમ માન્યા વિના આત્મકલ્યાણના રસ્તે
કિંચિત્ ચડી શકાય નહિ. જગતના કાર્યોમાં ઓળખાણ કર્યા પછી માને છે અને આત્માના કાર્યમાં ગોટા ચલાવે તે
ચાલે નહિ. ભૂલને લીધે જ અનંત જન્મમરણમાં જીવ રખડે છે માટે ભૂલ ટાળીને નિર્દોષ અને નિઃશંક સમજણ કરવી
જોઈએ.
(૮૧) પ્રશ્નઃ–કુદેવ, કુગુરુ, કુધર્મનું ચિહ્ન શું?
ઉત્તરઃ–રાગથી ધર્મ મનાવે, આત્માને જડનો કર્તા ઠરાવે, પરથી લાભ–નુકશાન મનાવે ઇત્યાદિ બધા કુદેવ,
કુગુરુ, કુધર્મનાં ચિહ્ન છે.
(૮૨) આર્ય જીવો હિંસાદિના પરિણામોને તો પાપ તરીકે સમજે છે અને તેનો ખેદ કરે છે, પરંતુ કુદેવાદિનું
સેવન કરનાર તો તેમાં ધર્મ માને છે; તે ઊંધી માન્યતાનું ત્રિકાળી પાપ છે. હિંસા પરિણામ કરનાર જો તે પરિણામને
સારા માને તો તેમાં તે ઊંધી માન્ય–

PDF/HTML Page 8 of 21
single page version

background image
ફાગણઃ ૨૪૭૩ઃ ૮૭ઃ
તાનું ત્રિકાળી પાપ છે, કેમકે જેણે એક વિકારી પરિણામને સારા માન્યા તેણે ત્રણે કાળના સર્વે વિકારી પરિણામને
સારાં માન્યા, તે જ અનંત પાપ છે.
(૮૩) ચક્રવર્તીને ત્યાં ક્રોડો મણ શાકની બાહ્ય હિંસા થતી હોય છતાં તેમાં અલ્પ હિંસા છે કેમ કે તેને
સ્વભાવનું ભાન વર્તે છે. અને કુદેવાદિને માનનારો જીવ ત્યાગી હોય અને એક લીલોતરી પણ હણતો ન હોય છતાં
તેને અસતના પોષણનું અનંત પાપ છે, તે નિગોદના કારણને સેવી રહ્યો છે. અને આત્મસ્વભાવના ભાન વડે સતને
સત્ અને અસતને અસત્ માનવાથી જેના જ્ઞાનમાં વિવેક થઈ ગયો છે તેને પાપ પરિણામ વખતે પણ ભેદજ્ઞાન વર્તે
છે, તેથી તે મોક્ષના કારણને સેવી રહ્યો છે. કાંઈ પાપ પરિણામને મોક્ષનું કારણ કહેતા નથી પરંતુ અંતરમાં ભેદજ્ઞાન
વર્તે છે તે જ મોક્ષનું કારણ છે.
(૮૪) આત્માના સ્વભાવની ઓળખાણ કરવા માટે દેવ–ગુરુ–શાસ્ત્રનું સ્વરૂપ યથાર્થ સમજ્યા વગર જ્યાં
ત્યાં માથા નમાવશે તેને સંસારની દુર્ગતિમાં રખડવું પડશે. ધર્મના લોભે આખા આત્માને કુદેવ પાસે અર્પી દેનાર
ધર્મને બદલે ઉલ્ટું પાપ પોષે છે. મિથ્યાત્વ સિવાયના બીજાં પાપો તો અનંતમાં ભાગે છે. આત્માના શુદ્ધ સ્વભાવને
દયાદિ વિકારીભાવવાળો મનાવે, જડની ક્રિયાથી પુણ્ય–પાપ મનાવે, પુણ્યમાં ધર્મ મનાવે, વ્યવહાર કરતાં કરતાં
પરમાર્થને પમાશે એમ મનાવે તે બધા મિથ્યાદ્રષ્ટિ છે, આત્માના અનંત ગુણોનો અનાદર કરનારા છે અને તેઓ
અનંતકાળ સુધી મહા સંકટ પામે છે.
(૮પ) જીવોને મિથ્યાત્વથી છોડાવવા અને સાચું આત્મભાન પ્રાપ્ત કરાવવા માટે મિથ્યાત્વનું સ્વરૂપ
સ્પષ્ટ રીતે વર્ણવ્યું છે. કોઈ વ્યક્તિ પ્રત્યે જ્ઞાનીને દ્વેષ નથી પણ સત્યને સમજાવતાં અસત્યને અસત્ય તરીકે
બરાબર કહેવું પડે. જો સત્ને સત્ તરીકે અને અસત્ને અસત્ તરીકે ન કહેવામાં આવે તો જીવ સત્ અસત્નો
વિવેક કરી શકે નહિ અને અનંત કાળથી જે રીતે અસત્નું સેવન કરી રહ્યો છે તે જ રીતે ચાલ્યા કરે. માટે જ
જ્ઞાનીઓ અસત્નું સેવન છોડાવવા અર્થે કુદેવ–કુગુરુ–કુશાસ્ત્રનો નિષેધ કરે છે.
(૮૬) કોઈ જીવ સાચા દેવ–ગુરુ–શાસ્ત્રને ઓળખીને કુદેવાદિનું સેવન છોડે તો તેટલાથી કાંઈ ધર્મ થઈ
જતો નથી. તેણે હજી નિમિત્ત તરીકે સત્ને સ્વીકાર્યું છે, તેમાં હજી પરાવલંબન છે, તેથી પુણ્ય છે પણ ધર્મ નથી. જ્યારે
તે પરાવલંબનને છોડીને સ્વાવલંબન વડે પોતાના સત્ સ્વભાવને શ્રદ્ધા–જ્ઞાનમાં સ્વીકારે ત્યારે અનંતકાળે નહિ
પ્રગટેલ એવો અપૂર્વ ધર્મ પ્રગટે છે. કુદેવાદિને છોડયા પછી અને સાચા દેવગુરુધર્મને ઓળખ્યા પછી સમ્યગ્દર્શન કઈ
રીતે પ્રગટે તેની વાત આ તેરમી ગાથામાં ચાલે છે.
(૮૭) ‘જે કુત્સિત ધર્મમાં લીન છે, કુત્સિત પાખંડીઓની ભક્તિવડે સંયુક્ત છે તથા કુત્સિત તપ કરે છે તે
જીવ કુત્સિત અર્થાત્ માઠી ગતિ ભોગવવાવાળો થાય છે. માટે હે ભવ્ય! કિંચિત માત્ર લોભ વા ભયથી એ કુદેવાદિનું
સેવન ન કર! કારણ કે એનાથી અનંતકાળ સુધી મહાદુઃખ સહન કરવું થાય છે, માટે એવો મિથ્યાત્વભાવ કરવો
યોગ્ય નથી. જૈનધર્મમાં તો એવી આમ્નાય છે કે, પહેલાં મોટું પાપ છોડાવી પછી નાનું પાપ છોડાવવામાં આવે છે.
તેથી એ મિથ્યાત્વને સાત વ્યસનાદિથી પણ મહાન પાપ જાણી પહેલાં છોડાવ્યું છે. માટે જે પાપના ફળથી ડરતો હોય
તથા પોતાના આત્માને દુઃખ સમુદ્રમાં ડુબાડવા ન ઇચ્છતો હોય તે જીવ આ મિથ્યાત્વ પાપને અવશ્ય છોડો. નિંદા
પ્રશંસાદિના વિચારથી પણ શિથિલ થવું યોગ્ય નથી.’ (મોક્ષમાર્ગ પ્રકાશક પા. ૧૯૮)
(૮૮) આત્માનો સત્ સ્વભાવ શું અને કોણ સત્ કહેનાર છે તેની ઓળખાણ વગર ધર્મ થાય નહિ.
અજ્ઞાનપણામાં અનંત કાળ ગયો હવે આત્માના ભાન માટે કુદેવાદિને છોડો, કેમકે તે આત્મઘાતક છે. જો આત્માની
દરકાર હોય તો જગતની દરકાર છોડી દે. જગત શું બોલશે એની સામે ન જો, પણ પોતાનો આત્મસ્વભાવ શું કહે છે
તે સમજ. જગતથી નિરપેક્ષ આત્મસ્વભાવ છે.
(૮૯) “કોઈ નિંદે તો નિંદો, સ્તુતિ કરે તો સ્તુતિ કરો, લક્ષ્મી આવો વા જાઓ, તથા મરણ આજે જ થાઓ
કે યુગાંતરે થાઓ! પરંતુ...નિંદા પ્રશંસાદિના ભયથી વા લોભાદિકથી પણ અન્યથારૂપ મિથ્યાત્વપ્રવૃત્તિ કરવી યોગ્ય
નથી. અહો! દેવ–ગુરુ–ધર્મ તો સર્વોત્કૃષ્ટ પદાર્થ છે, એના આધારે તો ધર્મ છે, તેમાં શિથિલતા રાખે તો અન્ય ધર્મ
કેવી રીતે થાય? ઘણું શું કહેવું? સર્વથા પ્રકારે એ કુદેવ–કુગુરુ–કુધર્મના ત્યાગી થવું યોગ્ય છે. કારણ કે કુદેવાદિકનો
ત્યાગ ન કરવાથી મિથ્યાત્વ ભાવ ઘણો પુષ્ટ થાય છે. અને આ કાળમાં અહીં તેની

PDF/HTML Page 9 of 21
single page version

background image
ઃ ૮૮ઃ આત્મધર્મઃ ૪૧
પ્રવૃત્તિ વિશેષ જોવામાં આવે છે માટે અહીં તેના નિષેધરૂપ નિરૂપણ કર્યું છે. તેને જાણી મિથ્યાત્વભાવ છોડી પોતાનું
કલ્યાણ કરો!” (મોક્ષમાર્ગ પ્રકાશક પા. ૧૯૯)
(૯૦) જેને વ્યવહાર સત્ માન્યતાનું પણ ઠેકાણું નથી તેને પરમાર્થ સત્ય આત્મસ્વભાવ સમજાશે નહિ.
શ્રીમદ્ રાજચંદ્રજી લખે છે કે–“આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારવામાં લોકસંજ્ઞા, ઓઘસંજ્ઞા અને
અસત્સંગ એ કારણો છે;–જે કારણોમાં ઉદાસીન થયા વિના, નિઃસત્વ એવી લોક સંબંધી જપ–તપાદિ ક્રિયામાં સાક્ષાત્
મોક્ષ નથી,–પરંપરા મોક્ષ નથી,–એમ માન્યા વિના, નિઃસત્વ એવા અસત્ શાસ્ત્ર અને અસદ્ગુરુ–જે આત્મસ્વરૂપને
આવરણનાં મુખ્ય કારણો છે તેને, સાક્ષાત્ આત્મઘાતી જાણ્યા વિના જીવને જીવના સ્વરૂપનો નિશ્ચય થવો બહુ દુર્લભ
છે–અત્યંત દુર્લભ છે. જ્ઞાની પુરુષનાં પ્રગટ આત્મસ્વભાવને કહેતાં એવા વચનો પણ તે કારણોને લીધે જીવને
સ્વરૂપનો વિચાર કરવાને બળવાન થતાં નથી. હવે એવો નિશ્ચય કરવો ઘટે છે કે, જેને આત્મસ્વરૂપ પ્રાપ્ત છે–પ્રગટ
છે તે પુરુષ વિના બીજો કોઈ તે આત્મસ્વરૂપ યથાર્થ કહેવા યોગ્ય નથી, અને તે પુરુષથી આત્મા જાણ્યા વિના બીજો
કોઈ કલ્યાણનો ઉપાય નથી. તે પુરુષથી આત્મા જાણ્યા વિના આત્મા જાણ્યો છે એવી કલ્પના મુમુક્ષુ જીવે સર્વથા
ત્યાગ કરવી ઘટે છે.”
(આવૃત્તિ બીજી પત્ર નં.–૨૭૭ પાનું ૨પ૨)
(૯૧) અનંતકાળથી ઊંધુંં માની રાખ્યું હતું, અને હવે સત્ સાંભળતાં કોઈને એમ થાય કે હવે શું કરવું?
અત્યાર સુધી માનેલું મૂકી દેશું તો લોક શું કહેશે? પણ અરે ભાઈ! તું લોકસંજ્ઞા છોડીને તારા સ્વતત્ત્વનો આદર કર!
લોક ગમે તેમ બોલે, તું લોકસંજ્ઞાથી ઉદાસ થઈ જા; લોક મૂકે પોક. મરણ સમયે જેમ કોઈ સહાયકારી નથી તેમ તારા
સ્વતત્ત્વના આદર સિવાય આ જગતમાં અન્ય કોઈ શરણભૂત નથી. માટે દુનિયાની દરકાર છોડીને આત્માના
કલ્યાણનો માર્ગ લે. તું સદા તારા આત્મસ્વભાવમાં પ્રીતિવંત થા, તારા આત્મસ્વભાવમાં જ સંતુષ્ટ રહે અને તારા
આત્મસ્વભાવથી જ તૃપ્ત રહે; એમ કરવાથી તારા આત્મ– સ્વભાવનું સુખ તને અનુભવાશે. આત્મસ્વભાવની
શ્રદ્ધા–જ્ઞાન–સ્થિરતા સિવાય જપ–તપ વગેરે બાહ્યક્રિયામાં ધર્મ નથી, તેનાથી સાક્ષાત્ કે પરંપરાએ મોક્ષ નથી. કુદેવ–
કુગુરુને સાક્ષાત્ આત્મઘાતી જાણવા; તેના સેવનથી સદંતર આત્માને અધર્મની પુષ્ટિ થાય છે. કુદેવ–કુગુરુ કાંઈ આ
આત્માને નુકશાન કરતા નથી પરંતુ તે અસત્ નિમિત્તો તરફનો પોતાનો ભાવ તે મિથ્યાભાવ છે અને તે મિથ્યાભાવ
વડે આત્માનો ઘાત થાય છે. માટે કુદેવાદિનું સેવન આત્માને આવરણનું જ કારણ છે, તે છોડયા વગર જીવને પોતાના
સ્વરૂપનો નિર્ણય થવો અશક્ય છે. સત્સ્વરૂપને પ્રગટ કહેનારાં જ્ઞાનીપુરુષોના વચનો સાંભળવા છતાં પણ,
કુદેવાદિના સેવનને લીધે, જીવ પોતાના સ્વરૂપનો વિચાર કરતો નથી. જો એકવાર સ્વચ્છંદને છોડીને–પોતાના
આગ્રહને દૂર કરીને જ્ઞાની પુરુષે કહેલા સત્સ્વરૂપનો યથાર્થ વિશ્વાસ લાવીને પોતાના આત્મસ્વરૂપની રુચિ–શ્રદ્ધા કરે
તો અનંતકાળના જન્મ–મરણનો અંત આવે.
(૯૨) જિજ્ઞાસુઓને આ વાત અત્યારે બરાબર જરૂરની છે. જેને આત્માની રુચિ પ્રગટે તેને આ વાતનો
નિર્ણય તો સહજ થઈ જાય છે. આત્માના સ્વભાવની જેને ખબર ન હોય અને વિપરીતપણે માનીને જે વિરાધના કરી
રહ્યો હોય તેવાનો ધર્મબુદ્ધિએ આદર ન થાય. આ, વ્યક્તિનો વિરોધ નથી પરંતુ પોતાના સમ્યગ્જ્ઞાન ખાતર સત્
અસત્ સમજવું જોઈએ. સાચા દેવ–ગુરુ–શાસ્ત્રને માને તે પણ પુણ્ય છે, નવ તત્ત્વોને સમજે તે પણ પુણ્ય છે, આટલું
કરે તો પણ હજી મિથ્યાત્વ ટળે નહિ. જ્યારે દેવ–ગુરુ–શાસ્ત્રથી ભિન્ન અને નવતત્ત્વના ભેદથી પણ પરમાર્થે ભિન્ન
એવા એક અખંડ ચૈતન્યસ્વભાવને અનુભવમાં લઈને તેની પ્રતીતિ કરે ત્યારે સમ્યગ્દર્શન પ્રગટે છે. એ વાત
સમયસારની તેરમી ગાથામાં સમજાવી છે. (તેરમી ગાથાના પ્રવચનો માટે જુઓ ‘સમયસાર પ્રવચનો’ ભાગ ૧.)
(૯૩) આત્મસ્વરૂપની જેને જિજ્ઞાસા થઈ હોય તે જીવ ખોટા દેવ–ગુરુ–શાસ્ત્રને તો પહેલે ઘડાકે જ છોડે છે.
પરંતુ જ્યાં સુધી સાચા દેવ–ગુરુ–શાસ્ત્રના લક્ષે અટકે ત્યાં સુધી સમ્યગ્દર્શન ન થાય–ધર્મ ન થાય. દેવ–ગુરુ–શાસ્ત્રના
લક્ષે રાગ થાય છે તથા નવ તત્ત્વોનો વિચાર કરતાં પણ રાગ થાય છે, અને રાગ તે અભૂતાર્થ છે, તેથી દેવ–ગુરુ–
શાસ્ત્રની શ્રદ્ધા કે નવતત્ત્વની શ્રદ્ધા તે સાચું સમ્યગ્દર્શન નથી. ભૂતાર્થ સ્વરૂપના લક્ષે રાગ ટાળીને પરમાત્મસ્વરૂપ
પ્રગટ થાય છે. તે પરમાત્મસ્વરૂપ પ્રગટ કરવા શું કરવું? પ્રથમ દેવ–ગુરુ–શાસ્ત્ર અને નવતત્ત્વના વિચારનો રાગ
આવે ખરો, પણ તેના વડે એકત્વ આત્મસ્વભાવની પ્રાપ્તિ થતી નથી એમ નિર્ણય કરીને, શુદ્ધનય વડે અર્થાત્

PDF/HTML Page 10 of 21
single page version

background image
ફાગણઃ ૨૪૭૩ઃ ૮૯ઃ
ભૂતાર્થદ્રષ્ટિથી ત્રિકાળી તત્ત્વમાં ઢળીને એકપણું પ્રાપ્ત કરતાં શુદ્ધનયપણે સ્થપાયેલી દ્રષ્ટિથી આત્માની અનુભૂતિ
પ્રગટ થાય છે, આ અનુભૂતિ તે જ આત્મસાક્ષાત્કાર છે, તે જ સમ્યગ્દર્શન છે, તે જ સ્વાનુભવ છે, તે જ પ્રથમ ધર્મ
છે; પરમાત્મસ્વરૂપ પ્રગટ કરવાનો ઉપાય તે જ છે. આ અનુભૂતિનું લક્ષણ આત્મખ્યાતિ છે, એટલે કે જેવો આત્માનો
ભૂતાર્થ સ્વભાવ છે તેવો જ અનુભૂતિ વડે પ્રગટ થાય છે–ખ્યાતિ પામે છે–પ્રસિદ્ધ થાય છે. આવા આત્મસ્વભાવની
પ્રસિદ્ધિ વગર (–અર્થાત્ સમ્યગ્દર્શન વગર) પોતાનાં માનેલાં ત્યાગ, વ્રત, તપ જે કરે તે બધુંય રણમાં પોક છે,
તેનાથી સંસારની સિદ્ધિ છે, પણ આત્માની સિદ્ધિ નથી.
(૯૪) અહા! જ્યારે ભરતમાં ધોખ ધર્મકાળ વર્તતો હતો ત્યારે આઠ વર્ષની રાજકુમારી બાલિકાઓ પણ
આવા પરમાર્થ આત્મસ્વભાવને સમજી સમ્યગ્દર્શન પ્રગટ કરતી હતી. ઇન્દ્ર પરીક્ષા કરવા આવે તેને પણ ઘડાકાબંધ
તત્ત્વના જવાબો આપતી હતી. એવી નિઃશંક આત્મશ્રદ્ધા રાજપાટમાં રહેલી આઠ વર્ષની કુમારી પણ કરી શકતી હતી,
તો પછી મોટી ઉંમરના પુરુષોએ તો શરમાવું જોઈએ અને વિશેષ રુચિ વડે વધારે પુરુષાર્થ કરવો જોઈએ. ભાઈ!
કાળા બજારનાં પાપ કામોમાં તો બુદ્ધિ ચલાવો છો તો પછી પોતાના જ આત્માનું જ્ઞાન કરવા માટે બુદ્ધિ કેમ ન
ચાલે? પોતાના આત્માની સમજણ તો આબાલ–ગોપાળ સર્વે કરી શકે છે. જગતનાં ભણતર ન ભણ્યો હોય તોપણ
સત્સમાગમે આત્માની રુચિવડે આત્માની સમજણ કરીને ધર્મ પામી શકે છે.
(૯પ) હે જીવ! તેં જો શુદ્ધઆત્મસ્વરૂપની સમજણ વડે નિશ્ચય સમ્યગ્દર્શન પ્રગટ ન કર્યું તો માનવજીવન
પામીને તેં શું કર્યું? ધર્મ વગરનું જીવન ધૂળ સમાન છે. આ પરમાર્થ તત્ત્વ સમજ્યા વગર દ્રવ્યલિંગી દિગંબર મુનિ
થયા અને પાંચ મહાવ્રત પાળે તોપણ તેની મોક્ષસન્મુખ દશા નથી, તે અજ્ઞાની છે, સંસારસન્મુખ છે, મિથ્યાત્વના
અનંતપાપમાં પડેલો અધર્મી છે; અને જેણે પરમાર્થ આત્મસ્વભાવ જાણ્યો છે એવા સમ્યગ્દ્રષ્ટિ જીવ રાજપાટના
સંયોગમાં કે લડાઈમાં ઉભા હોવા છતાં તેઓ મોક્ષમાર્ગ સન્મુખ છે, આત્મસ્વભાવના આરાધક છે, ક્ષણે ક્ષણે સંસાર
તોડી રહ્યા છે અને સાધક ધર્માત્મા છે.
(૯૬) જિજ્ઞાસુને કુદેવાદિની ભક્તિ તો હોય જ નહિ; અને સાચા દેવ–ગુરુ–શાસ્ત્રની ભક્તિ તે પણ રાગ
છે, તેને તે ધર્મ માને નહિ. ખરેખર કોઈ પરની સ્તુતિ કરતું નથી પણ પોતાના ભાવમાં ગુણ ગોઠયાં છે તે ભાવનાં
પોતે ગાણાં ગાય છે. ગુણોની રુચિરૂપ જે ભાવ તે જ સ્તુતિ છે. પૈસાનો લોભી જીવ લક્ષ્મીવંત વગેરેનો આદર કરે છે
એમ કહેવાય છે, પણ ખરેખર તે લક્ષ્મીવંતનો આદર નથી કરતો, પણ પોતાને લક્ષ્મીની પ્રીતિ છે તે પોતાના ભાવનો
જ પોતે આદર કરે છે. જેને આત્માના વીતરાગભાવની રુચિ છે તે વીતરાગી દેવ–ગુરુ–શાસ્ત્રનાં ગાણાં ગાય છે અને
જેને આત્માના વીતરાગીસ્વભાવનો આદર નથી પણ રાગનો આદર છે તે જ કુદેવાદિને વંદન કરે છે. જે કુદેવાદિને
વંદન કરે છે તે વીતરાગ જિનદેવના પંથનો નથી. જેને પોતાના ભાવમાં જ રાગ ગોઠયો છે તે રાગી દેવને માને છે
વીતરાગદેવને રાગ કે રાગના નિમિત્તો (–આહાર, વસ્ત્ર, ઓષધ વગેરે) નથી, છતાં રાગની રુચિવાળા જીવો
તેમનામાં પણ રાગ અને રાગના નિમિત્તોની કલ્પના કરે છે; તે જીવો ખરી રીતે પોતાના વીતરાગ ભાવનો જ
અનાદર કરી રહ્યા છે અને વ્યવહારથી વીતરાગદેવનો અનાદર કરી રહ્યા છે. ખરી રીતે કોઈ જીવ પોતાની
ચૈતન્યભૂમિકામાં પરનો આદર કે અનાદર કરતો નથી પણ સાચી સમજણ વડે પોતાના જ ગુણનો આદર કરે છે અને
અણસમજણ વડે પોતાના જ ગુણનો અનાદર કરે છે. (ચાલુ...)
श्री पंचास्तिकाय समयसार
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ અને તેમના રચેલા શાસ્ત્રો પ્રત્યે જૈન સમાજને અત્યંત બહુમાન છે, અને
પૂ. સદ્ગુરુદેવશ્રી તેમના એક પછી એક શાસ્ત્રો પર પ્રવચનો કરીને તેના ગૂઢ ભાવોને ઘણી સહેલાઈથી
સમજાવી રહ્યાં છે; એ રીતે, ભગવાનશ્રી કુંદકુંદાચાર્યદેવ પ્રરૂપિત આધ્યાત્મિક તત્ત્વોની તેઓ ભરતમાં મહાન
પ્રભાવના કરી રહ્યા છે. ભરતની બહાર પણ સેંકડો મુમુક્ષુઓ તેમના પ્રવચનો વાંચે છે, અને સાક્ષાત્
સાંભળવા આતુર છે. છેલ્લા બે ત્રણ વર્ષોમાં શ્રી નિયમસાર, પ્રવચનસાર (ગુજરાતી ગા. ૧૧૬ સુધી) અને
અષ્ટપાહુડ વંચાઈ ગયા પછી હાલમાં માહ વદ ૬ થી સવારે ‘શ્રીપંચાસ્તિકાયસમયસાર’ નું વાંચન શરૂ કર્યું છે.
હંમેશા બપોરે શ્રી સમયપ્રાભૃત વંચાય છે, અત્યારે સમયસાર ઉપર આઠમી વખત પ્રવચન ચાલે છે, અને તેમાં
કર્તાકર્મ અધિકાર શરૂ થયો છે.

PDF/HTML Page 11 of 21
single page version

background image
ઃ ૯૦ઃ આત્મધર્મઃ ૪૧
ભગવાન શ્રી કુંદકુંદ પ્રવચન મંડપનું ઉદ્ઘાટન
ફાગણ સુદ–૧ના રોજ સવારે ૮ા વાગે ઇન્દોરના શ્રીમાન્ સર હુકમચંદજી શેઠના વરદ્ હસ્તે ‘શ્રીમંડપ’નું
ઉદ્ઘાટન થયું હતું. આ પ્રસંગે શેઠશ્રી સાથે તેમના ધર્મપત્ની દાનશીલા સૌ. કંચનબાઈ, સુપુત્ર રા. બ.
રાજકુમારસિંહજી, સુપૌત્ર રાજા બહાદુરસિંહજી, પુત્રવધુશ્રી પ્રેમકુમારીજી અને સુપુત્રી શ્રી ચંદાબેન–ઇત્યાદિ કુટુંબીજનો
અને અન્ય સદ્ગૃહસ્થો મળી ૪પ માણસો પધાર્યા હતા. પંડિતવર્ગમાં શ્રીમાન્ પં. શ્રી દેવકીનંદનજી અને પં. શ્રી
જીવંધરજી પધાર્યા હતા. શેઠશ્રીએ પોતાની આ મુસાફરીને ‘સોનગઢ–યાત્રા’ નામ આપ્યું હતું.
શેઠશ્રી ફાગણ સુદ ૧ના પરોઢિયે લગભગ ૨ વાગે સોનગઢ પહોંચ્યા હતા; સવારે ૭ાાા વાગે તેમના
બંગલેથી જાહેર સ્વાગત કરીને તેઓને ‘શ્રીમંડપે’ લાવવામાં આવ્યા હતા. અને ત્યાં મુમુક્ષુઓના ઘણા ઘણા ઉત્સાહ
વચ્ચે પૂ. ગુરુદેવશ્રીની હાજરીમાં તેમણે શ્રીકુંદકુંદ ભગવાનના જયકારનાદ પૂર્વક શ્રી મંડપના મંગળદ્વારોને ખૂલ્લાં કર્યા
હતા.
ઉદ્ઘાટન થતાં જ હોલ લગભગ ભરાઈ ગયો હતો. તરત જ શેઠશ્રી બોલવા માટે ઉભા થયા હતા, તેઓને
ઘણો ઉત્સાહ હતો. તેઓએ પોતા તરફથી રૂ. ૭૦૦૧) રા. બ. રાજકુમારસિંહજી તરફથી રૂા. ૭૦૦૧), રાજા
બહાદુરસિંહજી તરફથી રૂા. ૭૦૦૧), સૌ દાનશીલા શેઠાણી કંચનબેન તરફથી રૂ. ૭૦૦૧) અને સૌ. પ્રેમકુમારીબેન
તરફથી રૂા. ૭૦૦૧) એ રીતે કુલ રૂા. ૩પ૦૦પ) પાંત્રીસ હજાર પાંચની ઉદાર ભેટ શ્રીજૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટને
અર્પણ કરી હતી.
ત્યાર પછી તરત જ શ્રી સમયસારજીની સ્તુતિ થઈ હતી અને પછી ૮–૩પ કલાકે પૂ. સદ્ગુરુદેવશ્રીનું પ્રવચન
શરૂ થયું હતુ.
પ્રવચન પુરું થતાં શેઠશ્રી બોલવા માટે ઉભા થયા હતા અને કહ્યું હતું કે–હું તો બહુ અલ્પ લાભ લઈ શકું છું,
દેશ–પરદેશના આપ સર્વ મુમુક્ષુઓના બડા ધનભાગ્ય છે કે શ્રી કાનજી મહારાજના આવા પવિત્ર ઉપદેશનો વારંવાર
લાભ લઈ રહ્યા છો. આ સચ્ચા જૈનધર્મની વાત કેટલા મુમુક્ષુઓ સાંભળી રહ્યા છે! એ જોઈને મને હર્ષ થાય છે.
અનાદિ દુઃખ મટાડવાનો અને સાચું આત્મસુખ પ્રગટાવવાનો આ જ ઉપાય છે. હું મારા હૃદયમાં એમ સમજું છું કે
મારી સબ કુછ સંપત્તિ આ સત્ધર્મની પ્રભાવનાર્થે ન્યોછાવર કરી દઉં તો પણ ઓછું છે, છતાં પણ મારાથી તૂચ્છ ભેટ
થઈ છે તે બદલ હું ક્ષમા માંગું છું. અને આ સંસ્થા દ્વારા સત્ધર્મની વૃદ્ધિ દિનપ્રતિદિન થયા કરો–એવી ભાવના છે.
ત્યાર પછી માનદ્ પ્રમુખશ્રી રામજીભાઈએ શેઠશ્રી વગેરેના પધારવા બદલ તેઓશ્રીનો આભાર વ્યક્ત કર્યો
હતો. સાથે સાથે ભાવનગરના દીવાનસાહેબ તરફથી ગઢડાના નગર શેઠશ્રી મોહનલાલ મોતીચંદભાઈ મારફત
આવેલો એક શુભ સંદેશ આપ્યો હતો કે–ભાવનગરના દિવાન સાહેબ પોતે મુંબઈથી અહીં પહોંચવા માટે વાહનની
અગવડતા વગેરેના કારણે અહીં આવી શક્યા નથી, છતાં તેઓશ્રીએ સંદેશો મોકલાવ્યો છે કે ‘શ્રી કાનજી સ્વામી
મહારાજ જેવા પવિત્ર આત્મા અમારા રાજ્યમાં છે, તેમનાથી અમારૂં રાજ્ય મહાન ગૌરવવંત છે.’ શ્રી પ્રમુખ સાહેબે
સત્ધર્મ પ્રચારની ભાવના વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સત્ધર્મનો લાભ લેનારા મુમુક્ષુઓ દિનપ્રતિદિન ઘણા વધતા
જાય છે, આપણે તો એમ ઇચ્છીએ કે લાભ લેનારા મુમુક્ષુઓ અત્યંત વધે અને આ ‘શ્રીમંડપ’ પણ જલ્દી જલ્દી ટૂંકો
પડે અને આથી પણ વિશાળ નવો મંડપ બંધાવવાની જલ્દી જરૂર પડે. એ ચોક્કસ છે કે આ ‘મંડપ’ પણ થોડા જ
વખતમાં ટૂંકો પડશે.
‘શ્રી મંડપ’ ના ઉદ્ઘાટન મહોત્સવ પ્રસંગે સુવર્ણપુરીને સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું અને ઘણા
ઉલ્લાસપૂર્વક સફળતાથી ઉદ્ઘાટન થઈ ગયું હતું.
બીજે દિવસે દિવાનસાહેબના પ્રમુખપણા નીચે શેઠશ્રીને એક અભિનંદનપત્ર આપવામાં આવ્યું હતું. તેની
નકલ તથા તેના ઉત્તરમાં શેઠશ્રીએ કરેલું ભાષણ આ અંકમાં આપવામાં આવેલ છે.
વિશેષ મહત્વની વાત એ છે કે આ વખતે તત્ત્વચર્ચા ઘણી સંતોષપૂર્વક ચાલી હતી. પં. શ્રી જીવંધરજી તો પૂર્વે
બે વખત અત્રે આવી ગયેલા હતા. અને પં. શ્રી દેવકીનંદનજી પહેલી જ વાર આવ્યા હતા. તેમને તત્ત્વ

PDF/HTML Page 12 of 21
single page version

background image
ફાગણઃ ૨૪૭૩ઃ ૯૧ઃ
ચર્ચા સમજતાં ઘણો પ્રમોદ થયો હતો અને ઘણા ઉલ્લાસથી અનેક વખત પૂ. ગુરુદેવ પ્રત્યે તેઓ બોલ્યા હતા કે
અમારું તો બધું ભૂલવાળું હતું, આપે જ સત્ય સમજાવ્યું છે. અત્યાર સુધી અમારી દ્રષ્ટિએ શાસ્ત્રના અર્થો બેસાડતા,
પણ શાસ્ત્રના વાસ્તવિક અર્થ શું છે–તે આપે જ શીખવ્યું છે. અમારા શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, વ્રત, ત્યાગ વગેરે બધું
ભૂલવાળું હતું; તેમને ત્રણ દિવસના પરિચયથી ઘણો સંતોષ અને આદરભાવ થયો છે.
પૂ. ગુરુદેવશ્રી પણ કહેતા હતા કે–અત્યાર સુધીમાં ઘણા પંડિતો મળ્‌યા છે, પણ આવા સરળ કોઈ જોયા નથી.
સત્ય વાતને સ્વીકારતા તેમને વાર લાગતી નથી.
આ ઉપરાંત રાયબહાદુર રાજકુમારસિંહજી પણ તત્ત્વચર્ચામાં ઝીણવટથી ભાગ લેતા હતા, અને સૂક્ષ્મ
ન્યાયોને બરાબર બુદ્ધિગ્રાહ્ય કરતા હતા. શેઠશ્રીના સુપુત્રી ચંદાબહેને પણ તત્ત્વસ્વરૂપનું ઘણું સુંદર ગ્રહણ કર્યું હતું
અને સત્ પ્રત્યેનો ઉલ્લાસ આવતાં તેમણે પૂ. ગુરુદેવશ્રી પ્રત્યેની ભક્તિભાવના દર્શાવતું એક ઘણા ભાવવાળું કાવ્ય
બનાવીને ફાગણ સુદ ૩ ની રાત્રે ગાયું હતું. અને ત્યારપછી તે રાત્રે સ્પેશ્યલ ટ્રેઈનદ્વારા તેઓ બધા વીંછીયા પધાર્યા
હતા.
* * *
વીંછીયામાં શ્રી જિનમંદિર અને શ્રીસ્વાધ્યાયમંદિરનું
ખાતમુહૂર્ત
સોનગઢથી ફાગણ સુદ ૩ ની રાત્રે ૧૦ વાગે સ્પેશ્યલ ટ્રેઈન દ્વારા રવાના થઈને સર શેઠ હુકમીચંદજી વગેરે
વીંછીયા પધાર્યા હતા. અને ત્યાં તેમના તથા પોરબંદરના શ્રીમાન શેઠ નેમિદાસ ખુશાલચંદના શુભ હસ્તે શ્રી
જિનમંદિર તથા શ્રી જૈન સ્વાધ્યાયમંદિરનું ખાત મુહૂર્ત થયું હતું.
વીંછીયામાં ભવ્ય સ્વાગત થયા બાદ ત્યાં રચવામાં આવેલા મંડપમાં શ્રીમાન રામજીભાઈએ ભાષણ કરતાં
શ્રી જિનમંદિર અને શ્રી જૈન સ્વાધ્યાયમંદિરનું ખાસ મહત્વ સમજાવીને એવી મતલબે કહ્યું કે–મારી દ્રષ્ટિએ, આ
વીંછીયા જેવા નાના ગામમાં શ્રીમાન સર હુકમચંદજી શેઠ અને શ્રીમાન નેમિચંદભાઈ શેઠ જેવા બે મહાન શેઠીયાઓનું
સહકુટુંબ પધારવું અને તેમના શુભહસ્તે શ્રીજિનમંદિર અને સ્વાધ્યાયમંદિરનું ખાતમુહૂર્ત થયું–એ તો ઘણા કાળમાં
નહિ બનેલો એવો અદ્વિતીયપ્રસંગ છે. જૈન ધર્મ સનાતન વસ્તુસ્વભાવરૂપ સત્યમાર્ગ છે. તે સત્યધર્મનો પ્રકાશ અને
વિસ્તાર પૂ. સદ્ગુરુદેવશ્રી કાનજી સ્વામી કરી રહ્યા છે. તેનો જે વિસ્તૃત પ્રચાર થવા માંડયો છે તે વૃદ્ધિગત થઈને
સમગ્ર હિન્દુસ્તાનમાં ફેલાશે એમ કેવળજ્ઞાની ભગવાનના દિવ્યજ્ઞાનમાં ભાસેલું છે–એમાં શંકાને સ્થાન નથી.
ત્યારબાદ સર હુકમીચંદજી શેઠ ભાષણ કરતાં એવી મતલબે બોલ્યા હતા કે આવા પવિત્ર ધર્મપ્રસંગ માટે
ભાગ લેવા હું દિન–રાત તૈયાર છું. તમો જ્યારે કહો ત્યારે આવવા તૈયાર છું. હું દરેક સ્થાને મારી યત્કિંચિત્ સેવા
આપીશ. મારી તો ભાવના છે કે આખા કાઠિયાવાડમાં જિનમંદિર તથા સ્વાધ્યાય મંદિર બની જાય અને જૈનધર્મના
ડંકા સારા હિન્દુસ્તાનમાં વાગી જાય. આપ લોકોનો અતિ ઉત્સાહ અને ઉત્કટ ધર્મપ્રેમ જોઈને મારા હૃદયમાં હર્ષ
સમાતો નથી. જીવનભરમાં મેં આવી ધર્મભક્તિ દેખી નથી. મહારાજજીએ મોક્ષમાર્ગનું વાસ્તવિક સ્વરૂપ સ્પષ્ટપણે
નિરૂપણ કરીને હજારો ભવ્યજનોને સત્ધર્મમાં આકર્ષીત કર્યા છે. અમે હંમેશાં તેમની તારીફ કરીએ છીએ.
મહારાજશ્રીના પરિચયથી અમારા કુટુંબને ધર્મરુચિમાં વૃદ્ધિ થઈ છે–એ વાતનો ભારે હર્ષ છે. આપ લોકો ગામેગામ
જિનમંદિર અને સ્વાધ્યાય મંદિર બનાવો એવી ભાવના છે. જ્યારે મને યાદ કરશો ત્યારે અર્ધી રાતે ઊઠીને પણ
આવવા તૈયાર છું. આવા ધર્મકાર્ય તો મહાભાગ્યથી મળે છે. મહારાજશ્રી બધા આત્માને ભગવાન કહે છે, પોતાની
સાચી પ્રભુતાનો ખ્યાલ કરાવીને જે સ્વતંત્ર વસ્તુસ્વરૂપ છે તે જ પ્રકાશિત કરે છે.
ત્યારબાદ શ્રીમાન પં. દેવકીનંદનજીએ ઉભા થઈ ખૂબ હર્ષ જાહેર કર્યો અને પૂ. મહારાજશ્રી વિશે બોલતાં
એવી મતલબે જણાવ્યું કે આવા ધર્મપ્રભાવક, મહાન તત્ત્વજ્ઞ, તીર્થસ્થાપક, યુગપ્રધાન, મહર્ષી પુરુષ ઘણા વર્ષોમાં

PDF/HTML Page 13 of 21
single page version

background image
ઃ ૯૨ઃ આત્મધર્મઃ ૪૧
થયા નથી એમ હું મારા હૃદયથી માનું છું. શાસ્ત્રાધાર સહિત વસ્તુસ્વરૂપ બતાવવાની તેમની શૈલી મેં આજ સુધી
ક્યાંય જોઈ નથી. અમે લોકો આજ સુધી નિમિત્ત ઉપર દ્રષ્ટિ રાખીને શાસ્ત્રો પઢતા હતા, પણ સ્વામીજીએ વાસ્તવિક
દ્રષ્ટિથી–સ્વાશ્રિત નિશ્ચય તત્ત્વદ્રષ્ટિથી શાસ્ત્રના અર્થ કરવાની યથાર્થ શૈલી બતાવી–એ જ મારા માટે અપૂર્વ લાભ
થયો છે, અને તે બાબતનો મને અનહદ પ્રમોદ થયા કરે છે. ત્યારબાદ વીતરાગસ્વરૂપ ધર્મ અને મંગળિકનું સ્વરૂપ
કહીને, તથા તેનું મહત્પણું જણાવીને છેવટે પૂજ્ય મહારાજશ્રીનો ઉપકાર માન્યો.
ત્યારબાદ શેઠ શ્રી સર હુકમચંદજી તથા તેમના કુટુંબીજનો તરફથી એકંદર રૂા. ૭૪૭૧) ની ઉદાર સખાવત
શ્રી વીંછીયા સંઘને જાહેર થઈ.
આ પ્રસંગે શેઠશ્રી નેમિદાસભાઈએ પૂર્વે જે ૧૦૦૦૦) રૂા. જિનમંદિરના ખર્ચ માટે જાહેર કર્યા હતા, તેમાં
ઘણા ઉલ્લાસથી બીજા રૂા. ૨૦૦૦) ઉમેર્યા હતા; તથા તેમના ધર્મપત્ની શ્રી કંચનબેને પણ રૂા. ૨પ૦) વિશેષ ઉમેર્યા
હતા. તે ઉપરાંત મુમુક્ષુઓએ પણ ઘણા ઉત્સાહથી રકમો જાહેર કરી હતી, જે લગભગ ૧૧૦૦૦) થઈ હતી શ્રી સંઘના
આમંત્રણને માન આપીને જસદણ સ્ટેટના ના. ઠાકોર સાહેબ બપોરે પધાર્યા હતા અને તેઓએ આ ધર્મસ્થાન માટે
પોતા તરફથી રૂા. ૧૦૦૦) અર્પણ કરીને ઉત્સાહ પ્રદર્શિત કર્યો હતો. એ રીતે ખાતમુહૂર્ત પ્રસંગે લગભગ રૂા.
૨૨૦૦૦) ની ઉદાર સહાયત મળી હતી.
છેવટમાં, વીંછીયા સંઘના સમસ્ત મુમુક્ષુઓની વતી ત્યાંના એક અગ્રેસર ધર્મપ્રેમી શ્રી પ્રેમચંદભાઈએ શેઠશ્રી
વગેરે સર્વે મહેમાનોનો ખૂબ આભાર માન્યો. અને જણાવ્યું કે–આ જિનમંદિર થવામાં પ્રથમ પ્રેરણા કરનાર સદ્ગત
ભાઈશ્રી ધનજી ગફલભાઈ હતા, તે માટે પોતા તરફથી તેઓએ રૂા. ૩૦૦૦) ની ઉદાર સહાયતા આપી હતી.
ત્યારબાદ ગામના મુમુક્ષુઓએ પણ યથાશક્તિ મદદ કરી છે અને પોરબંદરના મહાન ભાવિક શેઠશ્રી નેમિદાસભાઈએ
પોતાના તરફથી રૂા. ૧૨૦૦૦) જેવી ઉદાર મદદની જાહેરાત કરીને પોતાના તરફથી જિનમંદિર બંધાય એથી ઉત્કટ
ભાવના વ્યક્ત કરી છે. અને સર શેઠશ્રી વગેરે મહેમાનોએ પણ ઘણી ઉદાર મદદ કરી છે–તે માટે તે સર્વેનો ઘણો
આભાર માનવામાં આવે છે.
આ રીતે શ્રી વીંછીયા ગામમાં પૂ. સદ્ગુરુદેવશ્રી કાનજી સ્વામીના પુનિત પ્રતાપે શ્રી જિનમંદિર તથા
સ્વાધ્યાય મંદિરના પાયા ઘણી સુંદર રીતે નંખાયા છે. અને એ રીતે ભગવાનશ્રી કુંદકુંદદેવના શાસનની મહાન
પ્રભાવના થઈ છે.
* * *
ભગવાનશ્રી સીમંધર જિન પ્રતિષ્ઠાનો છઠ્ઠો વાર્ષિક મહોત્સવ અને
શ્રી રાજકોટમાં જિનમંદિરની તૈયારી
ફાગણ સુદ ૨ ના દિવસ સવારમાં જિનમંદિરમાં સમૂહપૂજન તથા ધ્વજારોહણ થયું હતું. ત્યાર પછી પૂ.
ગુરુદેવશ્રીનું વ્યાખ્યાન થયું હતું. વ્યાખ્યાન બાદ માનવંતા શ્રી પ્રમુખસાહેબે રાજકોટ સમસ્ત મુમુક્ષુઓ તરફથી ઘણા
ઘણા ઉમંગથી જાહેરાત કરી હતી કે ‘રાજકોટમાં જેમ બને તેમ ટૂંકા વખતમાં શ્રી જિનમંદિર અને શ્રી સ્વાધ્યાય મંદિર
કરાવવામાં આવશે અને તે માટે
રૂા. ૮૦૦૦૦) એંશી હજાર નીચે મુજબ નક્કી થયા છે–
૪૦૦૦૦) શેઠશ્રી કાળીદાસ રાઘવજીના સુપુત્રો
(નાનાલાલભાઈ, બેચરદાસભાઈ તથા મોહનલાલભાઈ) તરફથી.
૨૦૦૦૦) શેઠશ્રી દામોદરદાસ ચત્રભુજ તથા મૂળજી ચત્રભુજ તરફથી.
૧પ૦૦૦) સ્વ. પારેખ લીલાધર ડાહ્યાભાઈના ધર્મપત્ની શ્રી જયાકુંવરબેન તરફથી.
પ૦૦૦) ભાઈશ્રી ખીમચંદ જેઠાલાલ શેઠ તરફથી.
ઉપર્યુક્ત જાહેરાત કરતી વખતે શ્રી રામજીભાઈ તથા શ્રી નાનાલાલભાઈ વગેરેની આંખમાં હર્ષના આંસુઓ
જણાઈ આવ્યા હતા. એ રીતે જેમ બને તેમ ટૂંક વખતમાં રાજકોટમાં શ્રી જિનમંદિર અને શ્રી સ્વાધ્યાય મંદિર થઈ
જશે.
ત્યાર પછી તરત જ શ્રી જિનેન્દ્રદેવની રથયાત્રા નીકળી હતી.
બપોરે ૧ાા થી ૨ાા ઉપાદાન–નિમિત્તનો સંવાદ લાઠી પાઠશાળાના વિદ્યાર્થીઓએ કર્યો હતો. બપોરે વ્યાખ્યાન
બાદ ભાવનગરના શ્રી દીવાનસાહેબ પધાર્યા હતા. અને

PDF/HTML Page 14 of 21
single page version

background image
ફાગણઃ ૨૪૭૩ઃ ૯૩ઃ
તેમના પ્રમુખપણા નીચે શેઠશ્રીને એક અભિનંદનપત્ર આપવામાં આવ્યું હતું. અભિનંદનપત્રના ઉત્તરમાં તેઓશ્રીએ
એક ટૂંકું ભાષણ કર્યું હતું. તે બંને આ અંકમાં છાપવામાં આવ્યા છે.
ત્યારબાદ પ્રમુખસ્થાનેથી શ્રી દીવાનસાહેબે ટુંકું ભાષણ કર્યું હતું.
બાકી બધો કાર્યક્રમ હર વખતના ધાર્મિક ઉત્સવો પ્રમાણે હતો.
* * *
ભગવાન શ્રીકુંદકુંદ પ્રવચન મંડપમાં મંગળ પ્રસંગ
‘ભગવાન શ્રીકુંદકુંદ પ્રવચન મંડપ’ નું ઉદ્ઘાટન થયું તે મંગળ પ્રસંગે રાજકોટના ભાઈશ્રી ખીમચંદ જેઠાલાલ
શેઠ (ઉ. વ. ૪૪) તથા તેમના ધર્મપત્ની જયાકુંવરબેન (ઉ. વ. ૪૦) એ બંનેએ સજોડે પૂ. ગુરુદેવશ્રી પાસે
આજીવન બ્રહ્મચર્ય અંગીકાર કર્યું છે. ભાઈશ્રી ખીમચંદભાઈ ઘણા શાંત, બુદ્ધિશાળી અને તત્ત્વપ્રેમી છે. આ ઉંમરે
તેઓએ બ્રહ્મચર્ય લઈને ઘણું સુંદર કાર્ય કર્યું છે. આ પ્રસંગને તેમના કુટુંબીઓએ અત્યંત ઉલ્લાસથી શોભાવ્યો હતો.
ભાઈશ્રી ખીમચંદભાઈ તથા જયાબેન આ કાર્યને માટે અભિનંદનને પાત્ર છે.
વળી એથી પણ વિશેષ હર્ષદાયક પ્રસંગ એ છે કે–જામનગરના રહીશ મહેતા નથુભાઈ પરશોત્તમના સુપુત્ર
ભાઈશ્રી અમૃતલાલ નથુભાઈ તથા મોરબીના રહીશ મહેતા અમૃતલાલ કાસીદાસના સુપુત્ર ભાઈશ્રી હરિલાલ
અમૃતલાલ–એ બંને ભાઈઓએ પૂ. સદ્ગુરુદેવશ્રી પાસે આજીવન–બ્રહ્મચર્ય અંગીકાર કર્યું છે. બંને ભાઈઓની ઉંમર
માત્ર ૨૩ વર્ષની છે, બંને કુમાર–બ્રહ્મચારી છે. લાંબા વખતથી પૂ. ગુરુદેવશ્રીના ચરણે રહીને તેઓ તત્ત્વનો અભ્યાસ
સતત્પણે કરી રહ્યા છે, બંને ઘણા તત્ત્વપ્રેમી, બુદ્ધિશાળી, અને વૈરાગ્યવંત છે, અને પૂ. ગુરુદેવશ્રીની તેમના ઉપર
કૃપાદ્રષ્ટિ છે. નાની ઉંમરે આવું મહાન કાર્ય કરવા બદલ બંને ભાઈઓને ઘણા અભિનંદન ઘટે છે.
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા આપતાં પૂ. ગુરુદેવશ્રીને પણ ઘણો ઉલ્લાસ હતો. અને આ ઘણો મંગળ પ્રસંગ છે એમ
તેઓએ જણાવ્યું હતું. આ ઉપરાંત તે જ વખતે બાલેસર (મારવાડ) ના રહીશ ભાઈશ્રી હસ્તીમલજી (ઉ. વ. ૪૨)
તથા ઘોડનદી ગામના રહીશ ભાઈ ગિરિધરલાલજી કે જેઓ દરજી જ્ઞાતિના છે–તે બંને ભાઈઓએ પણ આજીવન
બ્રહ્મચર્ય અંગીકાર કર્યું હતું ભાઈ હસ્તીમલજી પણ કુમાર બ્રહ્મચારી છે.
આ પ્રસંગે એક એ પણ જણાવવું યોગ્ય છે કે લાખણકાના રહીશ શાહ આણંદજી વલમજીના સુપુત્ર ભાઈશ્રી
ગુલાબચંદ આણંદજી (ઉ. વ. ૩પ) તેમણે પણ પૂજ્ય ગુરુદેવશ્રી પાસે સં. ૧૯૯પમાં આજીવન બ્રહ્મચર્ય અંગીકાર કર્યું
છે. બ્રહ્મચર્ય લીધું તે વખતે તેમની ઉંમર ૨૭ વર્ષની હતી. તેઓ છેલ્લા આઠેક વર્ષ થયા પૂ. ગુરુદેવશ્રીના ચરણોમાં
રહી તત્ત્વનો અભ્યાસ કરે છે. અને તેઓશ્રી પણ કુમાર–બ્રહ્મચારી છે, તેઓ ઘણા સેવાભાવી છે.
***
આજીવન બ્રહ્મચર્ય
તા. ૨૪–૧–૪૭ માહ સુદ ૧ ગુરુવારના રોજ મોરબીના રહીશ ભાઈશ્રી મનસુખલાલ જીવરાજ મહેતા તથા
તેમના ધર્મપત્ની નવલબેન–તેમણે સજોડે પૂ. ગુરુદેવશ્રી પાસે આજીવન બ્રહ્મચર્ય અંગીકાર કર્યું છે. ખાસ બ્રહ્મચર્ય
લેવા માટે મોરબીથી કુટુંબીજનો સહિત પૂ. ગુરુદેવ પાસે આવીને તેમણે પોતાની ભક્તિ પ્રદર્શિત કરી છે.
* * * *
નિયમસાર–પ્રવચનોઃ ભાગ ૧
ભગવાન શ્રીકુંદકુંદાચાર્યદેવ રચિત નિયમસાર ઉપર શ્રી પદ્મપ્રભમલધારિદેવની ટીકા એટલે તો અધ્યાત્મની
ટોચ! તેના ઉપર વિસ્તૃત પ્રવચનો કરીને પૂ. સદ્ગુરુદેવશ્રીએ અધ્યાત્મના અતિ ગહન વિષયોને સમજવા સુગમ કરી
દીધા છે. પહેલા જીવઅધિકાર (ગા. ૧ થી ૧૯) ઉપરનાં પ્રવચનો પ્રગટ થઈ ગયાં છે. અધ્યાત્મ રસિકજનોએ અવશ્ય
તેનો અભ્યાસ–મનન કરવા યોગ્ય છે, પૃષ્ટ ૩૨૦ કિંમત. રૂા. ૧–૮–૦

PDF/HTML Page 15 of 21
single page version

background image
ઃ ૯૪ઃ આત્મધર્મઃ ૪૧
અભિનંદનપત્ર।। ૐ શ્રી કુંદકુંદાચાર્યદેવાય નમઃ।।
શ્રીમાન, દાનવીર, તીર્થભક્તશિરોમણિ, જૈન દિવાકર,
જૈન સમ્રાટ, રાયબહાદુર, રાજ્યભુષણ, રાજ્યરત્ન
રાવરાજા, રઈસઉદ્રોલા, સર શેઠશ્રી હુકમચંદજી સાહેબ નાઈટ
અત્ર બિરાજતા પૂજ્ય આત્મસ્વરૂપસ્થ સદ્ગુરુદેવશ્રી કાનજી સ્વામી, સદુપદેશ દ્વારા વીતરાગી વિજ્ઞાનનો
પ્રચાર કરવામાં સતત પ્રયત્ન કરી રહ્યા છે તેવી હકીકત આપશ્રીના જાણવામાં આવતાં, આપ ધર્મપ્રેમી હોવાથી
સહકુટુંબ સંવત ૨૦૦૧માં પધારી સદ્ગુરુદેવશ્રીના પ્રવચન–શ્રવણનો લાભ લઈ પ્રમોદ પામ્યા અને તેના ઉત્સાહ
તરીકે તે જ સમયે આપે રૂા. ૧૨પ૦૧), આપના ધર્મપત્નીશ્રીએ રૂા. ૧૨પ૦૧), આપના સ્વર્ગસ્થ બંધુ કલ્યાણમલજી
સાહેબના ધર્મપત્નીશ્રીએ રૂા. પ૦૦૧) તથા સાથે પધારેલ માનવંતા શેઠશ્રી શેઠજીએ રૂા. પ૦૧) એ પ્રમાણે ઉદાર
સખાવત જાહેર કરી ધર્મપ્રભાવનામાં વૃદ્ધિ કરી છે.
એક વિશાલ પ્રવચન મંડપ ૧૦૦×પ૦ ફીટના માપનો બાંધવાનો નિર્ણય કરી, આપશ્રીને તે મંડપનું
શિલાન્યાસઆરોપણ કરવા અત્રે પધારવાનું આમંત્રણ આપવામાં આવ્યું અને તે આપે સહર્ષ સ્વીકારી અત્રે
પધારવાની તસ્દી લઈ શિલાન્યાસરોપણવિધિ કર્યો; તે માંગલિક પ્રસંગે પણ આપે રૂા. ૧૧૦૦૧) આપી ધર્મપ્રેમ
પ્રદર્શિત કર્યો છે. ત્યારબાદ આપશ્રી અહોનિશ સદ્ગુરુદેવ પ્રત્યે, અહીંના જિજ્ઞાસુઓ પ્રત્યે અને અહીંથી પ્રચાર
પામતા સત્ય ધર્મ પ્રત્યે સતત ભાવના, અનુમોદના સેવી રહ્યા છો તે ગુણોથી આકર્ષાઈ તે મંડપનું ‘ભગવાન
શ્રીકુંદકુંદ પ્રવચન મંડપ’ તરીકે નામકરણ સહ ઉદ્ઘાટન કરવાને પધારવા આપશ્રીને આમંત્રણ આપવામાં આવ્યું
અને તે આપે સપ્રેમ સ્વીકારી, પકવ ઉંમર અને નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ બહુ દૂરથી આપે, શ્રીમાન
રાયબહાદુર રાજકુમારસિંહજી સાહેબે, આપના સમસ્ત કુટુંબ અને મિત્રવર્ગે અત્રે પધારવા તસ્દી લીધી છે તે માટે
તથા ગઈકાલે આપશ્રીએ રૂા. ૭૦૦૧), આપના ધર્મપત્નીશ્રી સૌ. દાનશીલા કંચનબાઈજીએ રૂા. ૭૦૦૧, કુમારશ્રી
રાજકુમારસિંહજીએ રૂા. ૭૦૦૧), આપશ્રીના પૌત્ર રાજા બહાદુરસિંહજીએ રૂા. ૭૦૦૧) આપશ્રીના પુત્રવધુશ્રી સૌ.
પ્રેમકુમારીદેવીજીએ રૂા. ૭૦૦૧) જેવી ઉદાર સખાવત કરી છે તે માટે પણ અમે સૌ આપ સર્વનો હૃદયપૂર્વક ઉપકાર
માનીએ છીએ.
આપે આપની મુસાફરીને ‘સોનગઢ–યાત્રા’ નામ આપી સફળ કરી છે તથા સોનગઢ (સુવર્ણપુર) ની
‘તીર્થસ્થાન’ તરીકેની પ્રસિદ્ધિને વેગ આપ્યો છે.
આપ શ્રીસદ્દેવ–ગુરુ–શાસ્ત્ર પ્રત્યે સદા હાર્દિક ભક્તિ દર્શાવી રહ્યા છો તે સાથે આહારદાન, શાસ્ત્રદાન,
અભયદાન, ઔષધિદાનમાં લાખો રૂપિયાના દાનથી સંસ્થાઓ સ્થાપી પુણ્ય–કાર્યો કરી રહ્યા છો તે સુપ્રસિદ્ધ છે.
વિશેષ શું કહીએ? આપે અત્યાર સુધીમાં પંચોતેર લાખ રૂપિયા ઉપરાંતની બાદશાહી સખાવત કરી જૈન ધર્મનો
કીર્તિધ્વજ ફરકાવ્યો છે.
છેવટમાં આપ જેવા ઉદારચિત્ત, સદ્ધર્મપ્રેમી શ્રીમાનની, શ્રી રાજકુમારસિંહજીની, આપના સમસ્ત કુટુંબની
સદ્ધર્મ પ્રત્યેની અભિરુચિ તથા ધર્મ–પ્રભાવનાના કાર્યો કરવાની ઉમેદો દિનપ્રતિદિન વૃદ્ધિને પામો તેમ સહૃદય ઇચ્છી
આ ફુલપાંખડીરૂપ અભિનંદન પત્ર આપના કરકમલમાં અર્પણ કરી વિરમીએ છીએ.
સોનગઢ (સુવર્ણપુરી)અમે છીએ
વીર સં. ૨૪૭૩ ફાલ્ગુન શુક્લ ૨આપના ગુણાનુરાગી
શનિવાર, તા. ૨૨–૨–૪૭દોશી રામજી માણેકચંદ તથા
સોનગઢ, ભાવનગર, ગઢડા, બોટાદ, વીંછીયા, પોરબંદર, ગોરડકા, ઉમરાળા, રાણપુર, ચુડા, લીંબડી, વઢવાણ શહેર,
જોરાવરનગર, વઢવાણ કેમ્પ, વાંકાનેર, મોરબી, રાજકોટ, જામનગર, વવાણિયા, ગોંડલ, જેતપુર, લાઠી, અમરેલી,
દામનગર, ધ્રાંગધ્રા, અમદાવાદ, કલોલ, દેહગામ, પાલેજ, મુંબઈ, કરાંચી, સરદાર શહેર, ખસ, નાગનેશ, ચોટીલા,
ચલાળા, સમઢિયાળા, ખંભાત, ભડકવા, ચેલાચંગા, સુદામડા, થાન, મોટા આંકડિયા, લીલીયા, કુંડલા, બાબરા,
બરવાળા, સૂરત, બોરસદ, સાયલા, વડિયા, કલકત્તા, રંગુન તથા આફ્રિકાના નૈરોબી, કેનિયા, મોમ્બાસા આદિ
શહેરોના સમસ્ત મુમુક્ષુઓ.

PDF/HTML Page 16 of 21
single page version

background image
ફાગણઃ૨૪૭૩ઃ ૯પઃ
अभिनंदन पत्रका उत्तर
(अभिनंदन पक्रना उत्तर तरीके शेठश्रीए करेलुं भाषण ता. २२–२–४७)
भेद विज्ञान जग्यो जिनके घट, शीतल चित भयो जिम चंदन।
केलि करे शिव मारगमें जगमांहि जिनेश्वर के लघुनंदन।।
सत्य स्वरुप सदा जिनके प्रगटयो अवदात मिथ्यात निकंदन।
शांत दशा तिनकी पहिचान करुं करजोरि बनारसि बंदन।।
पूज्य गुरु वर्य्य कानजी स्वामी, श्रीमान आदरणीय दीवान साहब श्री अनंतराय पट्टणीजी, दोशी
रामजीभाई, अभिनंदन पक्र देनार अनेकों स्थान के भाईयों, बहिनों तथा सद्गृहस्थों!
आज आपने इस पविक्र भूमि सोनगढ व इस सद्ज्ञान प्रचार के स्थान प्रवचन होलमें मुझे अभिनंदन
पत्र देकर जो मेरा सम्मान बढाया है उसके लिये मैं आपका अत्यन्त आभार मानता हूं।
आपने जो मेरे द्वारा दिये गये दान व इस स्थान के लिये दिये गये द्रव्य की उल्लेखना कर उसकी
सराहना की यह आपका बडप्पन है अन्यथा मैं तो लक्ष्मी को चंचल और उसकी प्राप्ति की सफलता उसके
सद्उपयोगमें मानता हूं। द्रव्य उपार्जन की महिमा व महत्व उस ही में है कि वह पर उपकार व सम्यक्ज्ञान
के प्रचार में काम आवे उसको ही लक्ष्य कर तथा यह समझ कर कि यदि मैरे द्वारा दिया गया द्रव्य असली
मार्ग से विचलित–भूले हुओं को सच्चे ज्ञानी स्वामीजी
(कानजी स्वामी) द्वारा भगवान कुंदकुंदाचार्य के
अभिप्राय के उपदेशों द्वारा अपने सत्य स्वरुप का ध्यान दिला कर उस धर्म्म में प्रवृत्ति करा कर उनका
कल्याण कराने में सहायक हो तो मैं उसकी सार्थकता समझता हूं और अपना अहो भाग्य मानता हूं।
स्वामीजी वास्तव में सच्चे देव सच्चे शास्त्र व सच्चे गुरु के स्वरुप का बोध करा रहे हैं। जनता उसके
उपदेशामृत से जितना भी लाभ ले सके लेवें और अपना असली धर्म्म सच्चे दिगम्बरत्व में ही है यह पहिचान
कर उसके द्वारा अपना कल्याण करने में लगजावें और उस ही आत्मधर्म के सच्चे मार्ग का सहारा लेकर
उस सहजानन्द सच्चे सुख को प्राप्त करें।
यहां गुरु वर्य्य का समागम इस प्रान्त के लिये सौभाग्य की बात है और मैरी हार्दिक इच्छा है कि यह
संस्था श्रीमंत महाराजा साहब भावनगर स्टेट की छक्र छाया में दीवान साहब की शुभभावना व प्रान्त के
गृहस्थों के सतत् सहयोग से उत्तरोत्तर वृद्धि करती रहे और सम्यक्ज्ञान प्रचार से अखिल भारतवर्ष की
जनता को अधिकाधिक संस्थामें लाभ पहुंचावें।
अन्त में स्थानिय बहिन भाईयों का फिर से आभार मानता हूं कि जिन्होंने हमारे लिये इतना कष्ट
उठाया तथा हमें सम्मानित किया हम सबका सत्यधर्म्म को जानने की व अपना कल्याण कर सच्चा सुख
प्राप्त करने की शक्ति प्रगट हो यही शुभ भावना करते हुए अपना आसन ग्रहण करता हूं।
* * * *
અનુભવ પ્રકાશ અને સત્તાસ્વરૂપ (પુષ્પ–૧૪–૧પ)
(૧) અનુભવ પ્રકાશના રચનાર શ્રીમાન દીપચંદજી કાસલીવાલ જૈપુરી છે. આ ગ્રંથમાં આત્મઅનુભવનું
વર્ણન અને તેની પ્રેરણા છે. આત્મઅનુભવનો અભ્યાસ કરનારા અધ્યાત્મરસિકોએ આ ગ્રંથ અવશ્ય સ્વાધ્યાય કરવા
યોગ્ય છે. (૨) સત્તાસ્વરૂપના રચનાર શ્રીમાન પં. ભાગચંદ્રજી છે. આ ગ્રંથમાં પ્રથમ ગૃહિતમિથ્યાત્વ છૂટવાનો ઉપાય
જણાવ્યો છે અને પછી સર્વજ્ઞની સિદ્ધિ કરી છે. આ શાસ્ત્રમાં બીજા પણ અનેક વિષયો અભ્યાસ કરવા લાયક છે.
આ બંને ગ્રંથોનું ગુજરાતી ભાષાંતર છપાઈ ગયું છે. તેની પહેલી આવૃત્તિ ખલાસ થઈ જવાથી બીજી
આવૃત્તિ છપાયેલ છે. આ બંનેનું બાઈન્ડીંગ એક સાથે કરીને તેની કિંમત રૂા. ૧–૦–૦ રાખવામાં આવી છે. આ
પુસ્તક માહ સુદ પના રોજ પ્રગટ થયું હતું.

PDF/HTML Page 17 of 21
single page version

background image
ઃ ૯૬ઃ આત્મધર્મઃ ૪૧
શ્રીકુંદકુંદ ભગવાનને નમસ્કાર શ્રીમંડપમાં માંગળિક પ્રવચન
ફાગણ સુદ ૧ તા. ૨૧–૨–૪૭ નું પૂજ્ય સદ્ગુરુદેવશ્રીનું વ્યાખ્યાન
આજે ભગવાનશ્રી કુંદકુંદ પ્રવચન મંડપના ઉદ્ઘાટનનો માંગળિક દિવસ છે, મંગળ એટલે કે પવિત્રતાને
પમાડે તે; આ આત્મા પોતે જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે, તે ત્રિકાળ મંગળસ્વરૂપ છે. એ આત્માની રુચિ અને
અનુભવથી પર્યાયમાં આનંદ અને પવિત્રતા પમાય છે, તે જ માંગળિક છે.
આત્મા સિવાય બહારના કોઈ સાધનથી આનંદ પમાય એમ કહેવું તે ઉપચાર કથન છે; આત્મા તો મન,
વાણી, દેહથી પાર જ્ઞાન, દર્શન, આનંદની મૂર્તિ છે. શરીરાદિ બાહ્ય પદાર્થોની ક્રિયા તો જડ છે, તેનો કર્તા તો
અજ્ઞાનભાવે પણ આત્મા કદી નથી. શરીર વગેરે સર્વે પદાર્થો સત્તાવાળા છે, આત્માની સત્તા તેનાથી ભિન્ન છે.
પરદ્રવ્યોમાં કાંઈ ઘાલ–મેલ કરવા આત્મા સમર્થ નથી.
આત્માની પર્યાયમાં જે દયાદિ તથા હિંસાદિના શુભ–અશુભ ભાવો થાય તે વિકાર છે, અજ્ઞાની જીવ પોતાના
સ્વભાવને ચૂકીને તે ક્ષણિક વિકારી ભાવોનો કર્તા થાય છે અને તે વિકારી ભાવોને આત્માનું કર્મ (–કર્તવ્ય) માને
છે. પણ આત્માની પર્યાયમાં જે વિકાર થાય છે તેના આશ્રયે કદી પણ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પ્રગટ થતા નથી.
ધર્મ એ આત્માનો સ્વભાવ છે; જીવ પોતે પાત્ર થઈને સત્સમાગમે તે સ્વભાવ સમજે તો તેને ધર્મ પ્રગટે,
પણ અન્ય કોઈ–તીર્થંકર પણ સમજાવવા સમર્થ નથી. દરેક પદાર્થ સત્ છે, આત્મા પણ પોતાના દ્રવ્ય–ગુણ–પર્યાયથી
સત્ છે. ‘હું સત્ છું, મારું જ્ઞાન, આનંદ વગેરે મારામાં સત્ છે, પરદ્રવ્યો તેનામાં સત્ છે, પરદ્રવ્યમાં મારો કાંઈ
અધિકાર નથી, મારી સત્તા પરથી ભિન્ન છે, પર્યાયમાં જે પુણ્ય–પાપ થાય તે વિકાર છે, એ પણ એક સમય પૂરતા
સત્ છે અને મારો ત્રિકાળી સત્ સ્વભાવ તો પુણ્ય–પાપથી રહિત છે’ એમ પોતાના શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન અને
રમણતા તે જ અપૂર્વ આત્મધર્મ છે, અને તે પોતે જ મંગળ છે.
ભગવાનશ્રી કુંદકુંદાચાર્યદેવના અંતર હૃદયમાં અનંત સર્વજ્ઞ તીર્થંકરોનો આશય ભરેલો છે. અનંત તીર્થંકરો
અને કેવળી સંતોએ જે અનુભવીને કહ્યું છે તે જ જાતની વાત પોતાના અંતર અનુભવમાં ઉતારીને આચાર્યદેવે કરી
છે. તેઓ મુનિદશામાં વર્તતા હતા. માત્ર શરીરની નગ્ન દશા તે મુનિપણું નથી, પણ આત્મસ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન
પૂર્વક તે સ્વભાવમાં લીનતારૂપ સ્થિર પર્યાય થતાં ત્રણ કષાયના અભાવપૂર્વક જે અંતર અનુભવ દશા પ્રગટી એવી
આત્મપર્યાય તે જ મુનિદશા છે. ક્ષણે ક્ષણે અંતર આત્મઅનુભવમાં ઉતરી જાય છે અને વિકલ્પરહિત થઈ જાય છે
આવી ભાવલિંગી મુનિદશામાં શ્રીકુંદપ્રભુ ઝુલતા હતા.
આત્મા જ્ઞાનસ્વરૂપ છે, તેનામાં પુરેપુરું જ્ઞાનસામર્થ્ય છે, તેની શ્રદ્ધા અને એકાગ્રતા પૂર્વક તે પૂરું સામર્થ્ય
જેમને પર્યાયમાં પ્રગટ થયું હોય તેમને સર્વજ્ઞ કહેવાય છે. વર્તમાનમાં મહાવિદેહક્ષેત્રે શ્રી સીમંધર ભગવાન વગેરે
સર્વજ્ઞદેવો બિરાજે છે. શ્રી સીમંધર પરમાત્મા પાસે કુંદકુંદાચાર્યદેવ ગયા હતા અને ત્યાં આઠ દિવસ રહ્યા હતા. આમાં
શંકાને કદી સ્થાન નથી, શ્રીકુંદકુંદ ભગવાનને અંતર અનુભવ તો હતો જ, અને શ્રી સીમંધર ભગવાન પાસેથી વિશેષ
સમાધાન મેળવીને ભરતક્ષેત્રે આવ્યા; ત્યાર પછી સમયપ્રાભૃત, પ્રવચનસાર, નિયમસાર, પંચાસ્તિકાય, અષ્ટપાહુડ
વગેરે મહાન શાસ્ત્રોની રચના શાસનના મહદ્ભાગ્યે, કુંદકુંદપ્રભુના વિકલ્પના નિમિત્તથી અને પુદ્ગલ પરાવર્તનના
સ્વતંત્ર પરિણમનથી થઈ ગઈ. એમની દશા કેવળજ્ઞાનની અત્યંત નિકટ વર્તી રહી હતી. એવા શ્રીકુંદકુંદભગવાનનો
અનંત અનંત ઉપકાર વર્તે છે. તેમના અપાર ઉપકારોની જગતને જાહેરાત થાય એ માટે આ પ્રવચન–મંડપ સાથે
શ્રીકુંદકુંદ– ભગવાનનું પવિત્ર નામ જોડીને ‘ભગવાનશ્રી કુંદકુંદ–પ્રવચન મંડપ’ એમ નામ રાખ્યું છે. તેઓશ્રીએ આ
ભરતક્ષેત્રમાં અપૂર્વ શ્રુતની પ્રતિષ્ઠા કરી છે.
આત્મા જ્ઞાનાનંદમૂર્તિ છે, તે ત્રણ કાળ ત્રણ લોકમાં દેહાદિ જડ પદાર્થોનો કર્તા નથી. જડપદાર્થોનું હોવાપણું
સ્વતંત્ર છે. જે જીવ પોતાને જડનો કર્તા માને અને

PDF/HTML Page 18 of 21
single page version

background image
ફાગણઃ ૨૪૭૩ઃ ૯૭ઃ
જડના કાર્યોનો અહંકાર કરે અર્થાત્ જડના કાર્યોથી પોતાને લાભ–નુકશાન માને તે મિથ્યાદ્રષ્ટિ છે, આત્માના ચૈતન્ય
સ્વભાવનું ખૂન કરનાર છે.
કર્મો પણ જડ પદાર્થ છે, તે આત્માને કાંઈ કરી શકે નહિ. આત્મા પોતાની પર્યાયમાં જેવો પુરુષાર્થ કરે તેવું
કાર્ય થાય. પણ કર્મો કરે તેમ થાય–એવા પ્રકારની માન્યતા મિથ્યાદ્રષ્ટિની છે. આત્મા કદી પણ પર દ્રવ્યોને આધીન
નથી. પોતે પોતાના જ પુરુષાર્થના દોષથી અટકે છે. પરંતુ અજ્ઞાનીઓ વસ્તુની સ્વાધીનતાને જાણતા નથી તેથી
અનંતકાળથી પોતાના પુરુષાર્થનો દોષ ન જોતાં પર પદાર્થનો વાંક માને છે. જો પોતાની પર્યાયનો દોષ જાણે તો
દ્રવ્ય–સ્વભાવના જોરે તે ટાળવા પ્રયત્ન કરે. પરંતુ કર્મોનું જ જોર માને અને કર્મો મંદ પડે તો આત્મામાં ધર્મ કરવાની
પાત્રતા પ્રગટે એમ માને તો તે કદી પોતાનો સ્વાધીન પુરુષાર્થ ઉપાડી શકે નહિ. આત્મા પોતે ગુણ કે દોષ પોતાના જ
પુરુષાર્થથી કરે છે. આત્માને પુરુષાર્થ કરવામાં કર્મ વગેરે કોઈ પર પદાર્થો રોકતા નથી અને આત્મા પોતામાં ગમે
તેવો (સવળો કે ઊંધો) પુરુષાર્થ કરે પણ તે પર પદાર્થોમાં કાંઈ કરવા સમર્થ નથી. જડ પદાર્થની જે સમયે જે
અવસ્થા થવાની હોય તે સમયે તે અવસ્થા સ્વયં થયા જ કરે છે, તે વખતે અનુકુળપણે હાજર રહેલા પદાર્થને નિમિત્ત
કહેવાય, પણ તેણે તે જડના કાર્યમાં કિંચિતમાત્ર કર્યું નથી. અહીં તો ધર્મની વાત છે. પ્રથમ તો દરેક પદાર્થની
સ્વતંત્રતા છે તે સમજવી જોઈએ. હવે જડની અવસ્થા સાથે તો આત્માના ધર્મનો સંબંધ નથી. આત્માના ધર્મનો
સંબંધ તેની પોતાની પર્યાય સાથે છે. આત્માના સ્વભાવમાં પુણ્ય–પાપના વિકારીભાવો નથી, તે વિકારીભાવો
પુરુષાર્થની ઊંધાઈથી પોતે પર્યાયમાં નવા પ્રગટ કરે છે, તેમાં કર્મના ઉદયનું કાંઈ જ કાર્ય નથી. કર્મનો ઉદય જીવને
રાગ–દ્વેષ કરાવે–એ માન્યતા મિથ્યાત્વ છે. કર્મો વિકાર કરાવે નહિ અને પુરુષાર્થની નબળાઈથી પર્યાયમાં વિકાર થાય
તેનાથી લાભ નથી, પરમાર્થે તો પુણ્ય–પાપનો પણ જ્ઞાતા જ છું–એમ આત્માના સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન કરીને ચૈતન્ય
સ્વભાવનો અનુભવ કરવો તે જ ધર્મ છે. અનંતકાળથી સ્વતંત્ર ચૈતન્યસ્વભાવની રુચિ અને પ્રતીત કરી નથી. તે
રુચિ અને પ્રતીત કરીને આત્મામાં સમ્યગ્દર્શન પ્રગટ કરવું તે અપૂર્વ મંગળિક છે. તે જ પ્રવચનમંડપના મંગળિક છે.
ભગવાનશ્રી કુંદકુંદાચાર્યદેવ ભાવપ્રાભૃતની ૮૩મી ગાથામાં કહે છે કે– “જિનેન્દ્રદેવોએ જિનશાસનમાં એમ
કહ્યું છે કે પૂજાદિકમાં અને વ્રતથી પુણ્ય છે તથા મોહ અને ક્ષોભરહિત એવો આત્માનો પરિણામ તે ધર્મ છે.” દયા–
વ્રત–પૂજાદિના ભાવ તે જૈન ધર્મ નથી પણ રાગ છે–શુભબંધ છે. જૈન ધર્મ તો વીતરાગતારૂપ છે, રાગ તે જૈન ધર્મ
નથી. રાગરહિત સ્વભાવની શ્રદ્ધા, તેનું જ્ઞાન અને તેમાં જ રાગરહિત સ્થિરતા તે જ જૈનદર્શન અર્થાત્ આત્મદર્શન
છે, તે જ મોક્ષમાર્ગ છે. અને તે જ ધર્મ છે. એમાં કોઈનો પક્ષ નથી; એ કોઈ વાડો નથી; એ કોઈ વેષ નથી, એ
જડની ક્રિયા નથી, અને રાગાદિકના શુભ–અશુભભાવો પણ નથી, એ તો મોહ અને ક્ષોભરહિત આત્માના જ શુદ્ધ
પરિણામ છે.
પર જીવોને આ આત્મા કદી મારી કે બચાવી શકતો જ નથી. કેમ કે સામા જીવો અને શરીરાદિ એ બધા
પદાર્થો સ્વયં અસ્તિરૂપ છે અને તેઓ સ્વયં ઉત્પાદ–વ્યય–ધ્રુવ સ્વભાવવાળાં છે, તેઓ પોતપોતાનાં ગુણ–પર્યાયોને
ધરનારાં છે. તેમના ઉત્પાદ–વ્યય કોઈ બીજો કરી શકે નહિ. જીવ તો માત્ર પોતાની પર્યાયમાં શુભ કે અશુભ ભાવ
કરે. અને અજ્ઞાની તે ભાવનો કર્તા થાય છે, જ્ઞાની તેના જ્ઞાતા રહે છે, પણ તેને કર્તવ્ય માનતા નથી. સમ્યગ્દ્રષ્ટિઓને
પણ અશુભભાવથી બચવા માટે વ્રતાદિ શુભભાવ હોય છે, પણ તે ભાવને તેઓ રાગ સમજે છે અને તેનાથી કલ્યાણ
માનતા નથી.
પ્રશ્નઃ–આત્મા શુભભાવ કરે પણ પરનું કાંઈ ન કરી શકે–એમ આપ સમજાવો છો. પરંતુ એવું સમજ્યા પછી
પણ વ્યવહારમાં તો પરનાં કામ કરવાં પડે ને?
ઉત્તરઃ–પરનું કરી જ શકતો નથી એવો સ્વભાવ જ છે પછી ‘કરવું પડે’ એ પ્રશ્નને અવકાશ જ ક્યાં છે?
‘સસલાનાં શીંગડાં’ છે જ નહિ પછી તે કાપવાનો પ્રશ્ન જ ક્યાં છે? વસ્તુના નિશ્ચય વ્યવહાર તો વસ્તુમાં પોતામાં જ
હોય છે, કાંઈ વસ્તુથી બહાર હોતા નથી. માટે વ્યવહારમાં આત્મા પરનું કરી શકે એ માન્યતા પણ મિથ્યાદ્રષ્ટિની જ
છે. વ્યવહારે આત્મા શુભભાવે કરે પણ આત્માએ શુભભાવ કર્યો માટે બહારની ક્રિયા થાય છે–એમ નથી. પૂજા
વ્રતાદિનો ભાવ પણ પરમાર્થે હું નથી–એવા ભાનપૂર્વક તે શુભભાવને વ્યવહાર કહેવાય છે. અને એ વ્યવહાર પણ
કરવા જેવો તો છે જ નહિ. બહારની ક્રિયા તો કદી કરી શકતો જ નથી તેથી તે

PDF/HTML Page 19 of 21
single page version

background image
ઃ ૯૮ઃ આત્મધર્મઃ ૪૧
‘કરવી પડે કે ન કરવી પડે’ એ પ્રશ્નનો અવકાશ જ નથી.
વળી અજ્ઞાની એમ માને છે કે ભલે વ્યાપ્યવ્યાપકપણે (એકમેક થઈને) આત્મા પરનું કાંઈ ન કરી શકે, પણ
પરના કામમાં નિમિત્ત તો થાય ને? એમ માનનાર પણ નિમિત્તાધીન દ્રષ્ટિવાળો મિથ્યાત્વી છે. નિમિત્ત–ઉપાદાનના
નામે જીવોમાં ઘણા ગોટા ચાલે છે. જ્યારે જ્યારે જે વસ્તુની ક્રિયા થાય ત્યારે તેની સ્વતંત્ર પર્યાયથી જ તે થાય છે.
અને ત્યારે નિમિત્તરૂપ અનુકૂળ પદાર્થ હોય છે. પરંતુ એકવાર તો એવી સ્વતંત્ર દ્રષ્ટિ કરવી જોઈએ કે મારો ત્રિકાળી
સ્વભાવ કદી કોઈને નિમિત્ત પણ નથી–એમ નિરપેક્ષદ્રષ્ટિ વગર સમ્યગ્દર્શન થાય નહિ.
સમયસારની આત્મખ્યાતિ ટીકામાં શ્રી અમૃતચંદ્રસૂરિએ કહ્યું છે કે–
आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानादन्यत् करोति किम्।
परभावस्य कर्तात्मा मोहोऽयं व्यवहारिणाम्।।६२।।
આત્મા જ્ઞાન છે, પોતે જ જ્ઞાન છે, તે જ્ઞાન સિવાય બીજું શું કરે? આત્મા પરભાવનો કર્તા છે એમ માનવું
તે અજ્ઞાની–વ્યવહારીજીવોનો મોહ છે. વ્યવહારી અજ્ઞાની જીવો પોતાને પર પદાર્થના કર્તા માને છે. અજ્ઞાનભાવે પણ
આત્મા વિકાર કરે, પરંતુ પરમાં તો કાંઈ કરી શકે નહિ.
પ્રશ્નઃ–વ્યવહારને હેય કહો છો, તો શું સમ્યગ્દર્શન–જ્ઞાન અને ચારિત્ર એ ત્રણને જુદા કહેવારૂપ જે વ્યવહાર
છે તે પણ હેય છે?
ઉત્તરઃ–સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રને ભેદરૂપે જાણવા તે વ્યવહાર છે, વ્યવહારને જાણવો તે મિથ્યાત્વ નથી,
કેમકે વસ્તુના સ્વભાવમાં જ કથંચિત્ ગુણભેદ છે. પરંતુ તે ભેદને જાણતાં છદ્મસ્થને વિકલ્પ આવે છે, તે ભેદના
વિકલ્પનો આશ્રય કરવો તે મિથ્યાત્વ છે. ગુણભેદરૂપ વ્યવહાર તો વસ્તુમાં જ છે, પણ પરનું કરવાની તાકાત તો કોઈ
વસ્તુમાં નથી. પુણ્ય–પાપના ભાવને જાણવા તે વ્યવહારનય છે, પણ તે પુણ્ય–પાપ કે વ્યવહારના આશ્રયે સમ્યગ્દર્શન
નથી. સમ્યગ્દર્શન એવી ચીજ છે કે વાણી–વિકલ્પથી તે પકડાય તેમ નથી. સાચા દેવ–ગુરુ–શાસ્ત્રને માનવાથી પણ
વાસ્તવિક સમ્યગ્દર્શન નથી કેમ કે તે પણ પર વસ્તુ છે. અસંગી ચૈતન્યસ્વભાવની પ્રતીત વગર સમ્યગ્દર્શન થાય
નહિ.
જડની અવસ્થા જડથી સ્વતંત્ર જેમ થવાની હોય તેમ જ થાય, આવી માન્યતા તે નિયતવાદ નથી પણ
સમ્યક્શ્રદ્ધાનું કારણ છે કેમકે તેવો વસ્તુસ્વભાવ છે. જેમ જડની અવસ્થા સ્વતંત્ર ક્રમબદ્ધ છે, તેમ ચૈતન્યની અવસ્થા
પણ ક્રમબદ્ધ પોતાથી થાય છે. આત્મામાં જે સમયે જે પર્યાય થવાની હોય તે જ ક્રમબદ્ધ થવાની; આ શ્રદ્ધામાં અનંત
પુરુષાર્થ છે. જેણે એક સમયની પર્યાયનો સ્વીકાર કર્યો તેને કેવળજ્ઞાનની અને આત્માની પ્રતીત થઈ ગઈ. જડની
અવસ્થા તેના ક્રમબદ્ધ નિયમ પ્રમાણે થાય છે એવી શ્રદ્ધા થતાં જડનો તો જ્ઞાતા થઈને તે પ્રત્યે ઉદાસીન થયો. હવે
પોતામાં જે ક્રમબદ્ધ અવસ્થા થાય છે તેનો આધાર આત્મદ્રવ્ય છે–એમ દ્રવ્યદ્રષ્ટિ થઈ, એટલે પર્યાયદ્રષ્ટિ અને રાગની
દ્રષ્ટિ ટળી ગઈ. આ રીતે વસ્તુસ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન થયા વગર ક્રમબદ્ધ–પર્યાયની શ્રદ્ધા થાય નહિ, ક્રમબદ્ધ પર્યાય
કહો કે સ્વતંત્ર વસ્તુ સ્વભાવ કહો, તેની પ્રતીતમાં જ સમ્યગ્દર્શનનો અપૂર્વ પુરુષાર્થ છે.
જ્યાં બધા જ દ્રવ્યોની અવસ્થા ક્રમબદ્ધ પોતપોતાથી થાય છે, ત્યાં ‘નિમિત્ત હોય તો થાય’ એ વાત જ ક્યાં
રહી? પહેલાં સ્વતંત્ર સ્વભાવનું જ્ઞાન કરે અને દરેક પર્યાયને પણ સ્વતંત્ર કબુલે પછી જ નિમિત્તનું જ્ઞાન સાચું થાય.
જ્યાં સુધી સ્વતંત્ર દ્રવ્ય–ગુણ–પર્યાયને ન સમજે ત્યાં સુધી જીવને નિમિત્તનું જ્ઞાન પણ યથાર્થ હોય નહિ.
નિમિત્ત છે તે તો સમ્યગ્જ્ઞાનનો વિષય છે. સમ્યગ્જ્ઞાન સ્વ અને પર બંનેને જાણે છે. પહેલાં નિરપેક્ષ
સ્વભાવને દ્રષ્ટિમાં સ્વીકાર્યા વગર જ્ઞાન સમ્યક્ થાય નહિ અને જ્ઞાન સાચું ન થાય ત્યાં સુધી તે સ્વ–પરને યથાર્થ
જાણે નહિ. બીજી ચીજ છે પણ તેનાથી આ જીવમાં કાંઈ પણ વિકૃતિ થતી નથી, પોતાના પુરુષાર્થથી જ થાય છે.
ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્ય લોકમાં સર્વત્ર છે. જ્યારે પદાર્થ ચાલે ત્યારે તેને ધર્મદ્રવ્ય નિમિત્ત કહેવાય છે અને
સ્થિર રહે ત્યારે અધર્મદ્રવ્ય નિમિત્ત કહેવાય છે. જ્ઞાનીઓ વસ્તુની સ્વાધીન શક્તિને જુએ છે કે જે પદાર્થમાં તેવી
લાયકાત છે તે પોતાની શક્તિથી ચાલે છે અગર સ્થિર રહે છે, અજ્ઞાની પરાધીન દ્રષ્ટિથી જુએ છે કે નિમિત્ત છે માટે
આમ થાય છે અને નિમિત્ત નથી માટે આમ થતું નથી. આ દ્રષ્ટિમાં જ મહાન ભેદ છે. નિમિત્ત તો ‘ધર્માસ્તિકાયવત્’
છે. વસ્તુ પોતાની શક્તિથી જેવું કાર્ય

PDF/HTML Page 20 of 21
single page version

background image
ફાગણઃ ૨૪૭૩ઃ ૯૯ઃ
કરે તેવું તેને નિમિત્ત કહેવાય. આવી વસ્તુ સ્વભાવની સ્વાધીનતાનો ઢંઢેરો કુંદકુંદ ભગવાન અને અનંત કેવળીઓ
જાહેર કરી ગયા છે. અજ્ઞાનીની સંયોગી દ્રષ્ટિ છે, જ્ઞાનીની સ્વભાવદ્રષ્ટિ છે. અજ્ઞાની કહે છે યોગ્ય નિમિત્ત હોય તો
કાર્ય થાય. જ્ઞાની કહે છે કે વસ્તુમાં પોતાના સ્વભાવથી કાર્ય થાય ત્યારે અનુકુળ નિમિત્ત હોય જ. દરેક જડ કે ચેતન
પદાર્થની અવસ્થા તેની પોતાની તાકાતથી–(યોગ્યતાથી) થાય છે. વસ્તુની શક્તિ ત્રિકાળી હોય છે અને યોગ્યતા
એક સમય પૂરતી હોય છે.
જે સમયે જેવી યોગ્યતા હોય ત્યારે તેવું કાર્ય અવશ્ય થાય છે. દ્રષ્ટાંત તરીકે માટી દ્રવ્યને
અન્ય પદાર્થોથી જુદું બતાવવા એમ કહેવાય કે માટીમાં ઘડો થવાની લાયકાત છે. પણ જ્યારે માટી દ્રવ્યની જ
પર્યાયનો વિચાર કરવાનો હોય ત્યારે તો, માટીમાં જે સમયે ઘડો થવાની લાયકાત થાય છે ત્યારે જ તેમાં ઘડારૂપ
અવસ્થા થાય છે. ત્યાર પહેલાં તેનામાં પીંડરૂપ વગેરે અવસ્થાની લાયકાત હોય છે. આ રીતે, કાર્ય થવાની લાયકાત
એક જ સમય પૂરતી હોવાથી ‘કુંભાર આવ્યા પહેલાં માટીમાંથી ઘડો કેમ થયો નહિ’ એવા કોઈ પ્રશ્નનો અવકાશ
રહેતો નથી. તેમ આત્મામાં પણ દરેક પર્યાયની લાયકાત સ્વતંત્ર છે.
જે પર્યાયમાં પુણ્ય–પાપરૂપ વિકાર કરે છે તે પર્યાયમાં આત્માનો પુરુષાર્થ જ ત્યાં અટકી જાય છે. બીજી
પર્યાયમાં સ્વભાવદ્રષ્ટિના પુરુષાર્થથી તે લાયકાત ફેરવી નાંખે તો ફરી શકે છે. આ રીતે દરેક સમયની પર્યાય પણ
પારિણામિકભાવે સિદ્ધ થાય છે. પરપદાર્થો કારણ નથી તેમજ પૂર્વ પર્યાય કારણ નથી પણ તે જ સમયની લાયકાત
કારણ છે. કારણ–કાર્યમાં સમયભેદ નથી. વિકાર પર્યાય પણ પારિણામિકભાવે છે એમ નક્કી કર્યા પછી, નિમિત્તની
અપેક્ષાએ તેને ઉદયભાવ કહેવાય છે.
સમ્યગ્દર્શનમાં દેવ–ગુરુ–શાસ્ત્ર વગેરે બાહ્ય પદાર્થો નિમિત્ત ક્યારે કહેવાય? જે સ્વતંત્ર નિરપેક્ષ દ્રવ્યને
સમજે તેને તે આરોપથી નિમિત્ત કહેવાય, પણ જે સ્વતંત્ર દ્રવ્ય સમજે નહિ તેને માટે તો તે સમ્યગ્દર્શનનાં નિમિત્ત
પણ કહેવાય નહિ. સમ્યગ્દર્શનની ઉત્પત્તિમાં આત્માના અંતરંગ શુદ્ધ પરિણામ તે જ મૂળ કારણ છે.
નાટક–સમયસારમાં પં. બનારસીદાસજીએ કહ્યું છે કે–
શિષ્ય પ્રશ્ન કરે છે–‘આત્મા સ્વાધીન છે કે પરાધીન?’
ઉત્તરમાં શ્રીગુરુ કહે છે કે–દ્રવ્યદ્રષ્ટિએ આત્મા સ્વાધીન છે અને પર્યાયદ્રષ્ટિએ પરાધીન છે. અજ્ઞાનીઓ
પરાધીનતાનો અર્થ એવો કરે છે કે કર્મ વગેરે પર દ્રવ્યો આત્માને પરતંત્ર કરીને વિકાર કરાવે છે. પણ તેમ નથી.
આત્માને કોઈ પર દ્રવ્ય આધીન કરતું નથી પરંતુ આત્મા પોતે સ્વદ્રવ્યદ્રષ્ટિ ભૂલીને પર ઉપરની દ્રષ્ટિ કરે છે, ત્યારે તે
વિકારી થાય છે–આજ પરાધીનપણું છે. સ્વભાવ ઉપરની દ્રષ્ટિએ જીવને વિકાર થાય નહિ પણ પર ઉપરની દ્રષ્ટિએ
વિકાર થાય–એ અપેક્ષાએ પર્યાયદ્રષ્ટિથી આત્માને પરાધીન કહેવાય છે. ખરેખર દરેક પદાર્થ પોતાના દ્રવ્ય–ક્ષેત્ર–
કાળ–ભાવથી સત્ છે–સ્વતંત્ર છે. પોતાથી સત્ પદાર્થને પરથી કાંઈ પણ લાભ–નુકશાન થાય એ માન્યતા મિથ્યાબુદ્ધિ
છે. જો આત્મા સ્વભાવ દ્રષ્ટિ કરે તો સ્વાધીનતા પ્રગટે છે અને જો પર્યાયદ્રષ્ટિમાં અટકે તો પરાધીન–વિકારી થાય છે.
પરંતુ બંનેમાં પોતે સ્વતંત્ર છે. પર લક્ષ કરીને વિકારી થાય તોપણ પોતે સ્વતંત્રપણે જ થાય છે. કોઈ પર પદાર્થ તેને
પરતંત્ર બનાવતું નથી. આ વસ્તુસ્વભાવની સ્વતંત્રતાનો ઢંઢેરો સમજવાની ખાસ જરૂર છે અને તે સ્વતંત્રતા
સમજવી તે જ આત્માને માટે મંગળિક છે. તે સ્વતંત્રતા સમજવા માટે જ આ ‘ભગવાનશ્રી કુંદકુંદ પ્રવચન મંડપ’ છે.
***
સમ્યગ્જ્ઞાન–દીપિકા (પુષ્પ–૧૬)
શ્રીમાન ક્ષુલક બ્રહ્મચારી ધર્મદાસજી કૃત આ ગ્રંથમાં આત્માનુભવની અદ્ભુત પ્રેરણા છે. આ ગ્રંથ
અધ્યાત્મથી ભરપૂર છે, અને સમ્યગ્જ્ઞાનરૂપી દીપકવડે ચૈતન્યસ્વરૂપ આત્માનું દર્શન કરાવે છે. સેંકડો ટૂંકા દ્રષ્ટાંતો વડે
આત્મ–સ્વભાવનું વર્ણન કર્યું છે. તે ઉપરાંત આ ગ્રંથમાં લગભગ ૨૦ ચિત્રો આપ્યાં છે, અભ્યાસી મુમુક્ષુઓએ આ
ગ્રંથનું અત્યંત મનન અવશ્ય કરવા યોગ્ય છે. આ ગ્રંથનું ગુજરાતી ભાષાંતર છપાઈને ફાગણ સુદ ૧ના રોજ પ્રગટ
થયું છે. પડતર કિંમત રૂા. ૧–૪–૦ છે પણ તેની કિં. રૂા. ૧–૦–૦ રાખવામાં આવી છે.
* * *
અષ્ટાહ્નિકા મહોત્સવ
ફાગણ સુદ ૭ થી ૧પ સુધી અષ્ટાહ્નિકા મહોત્સવ છે. આ દિવસો દરમિયાન દેવો નંદીશ્વરદ્વીપમાં બિરાજમાન
શાશ્વત જિનપ્રતિમાઓનું પૂજન કરવા જાય છે અને ત્યાં ભક્તિપૂર્વક મહોત્સવ ઉજવે છે.