Atmadharma magazine - Ank 042
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ચોથું
સળંગ અંક ૪૨
Version History
Version
NumberDateChanges
001July 2003First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
।। ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે ।।
વર્ષ ચોથુંચૈત્ર
અંક છઠ્ઠો
સંપાદક
રામજી માણેકચંદ દોશી
વકીલર૪૭૩
श्री महावीर स्तुति
[चाल–तेरे पूजनको भगवान बना मन मंदिर आलीसान]
जय जय महावीर भगवान। सदा तुम चरणाम्बुज का ध्यान।।
बाल–पने गृहवास न कीना। बाल–ब्रह्मचारी–रस भीना।।
हुये दिगम्बर यती महान। सदा तुम चरणाम्बुज का ध्यान।। जय०
मन इन्द्रिय को वश निज किना। रागद्वेष का रस नहीं लीना।।
हना मोह सुभट बलवान। सदा तुम चरणाम्बुज का ध्यान।। जय०
घाति–कर्मका नाश हुआ जब। लोकालोक प्रकाश ज्ञान तब।।
भये आप अरहंत महान। सदा तुम चरणाम्बुज का ध्यान।। जय०
समवसरण की हुई तियारी। ऋषि मुनि खग सब मंझारी।।
खिरै अनक्षर ध्वनि अमलान। सदा तुम चरणाम्बुज का ध्यान।। जय०
सब जन सुनें वैर नहिं आनें। वाणी सब के चित्त में सानै।।
सुनै अहिंसा–धर्म प्रधान। सदा तुम चरणाम्बुज का ध्यान।। जय०
कर विहार जिन धर्म बताया। धर्मादिक पुरुषार्थ सुझाया।।
किया अपूर्व जगत कल्यान। सदा तुम चरणाम्बुज का ध्यान।। जय०
शुक्ल ध्यान से लीन हुये जब। पंच–लघुक्षर शेष समय तब।।
हुये आप सब सिद्ध–समान। सदा तुम चरणाम्बुज का ध्यान।। जय०
देख जयन्ती का उत्सव दिन। गावो सब मिल निज गुण निशिदिन।।
भक्त–जन्म का हो अवसान। सदा तुम चरणाम्बुज का ध्यान।। जय०
(श्री कुन्दकुन्द भजनावली में से)
વાર્ષિક લવાજમ૪૨છુટક અંક
અઢી રૂપિયાશાશ્ચત સુખનો માર્ગ દર્શાવતું માસિક પત્રચાર આના
* આત્મધર્મ કાર્યાલય–મોટા આંકડિયા કાઠિયાવાડ *

PDF/HTML Page 3 of 21
single page version

background image
૧૦૨ આત્મધર્મઃ ૪૨
વર્ષ ચોથુંસળંગ અંકચૈત્રઆત્મધર્મ
અંક છઠ્ઠોે૪૨ર૪૭૩
अध्यात्म धाम सोनगढ
(સોનગઢ વિદ્વત્પરિષદનું ત્રીજું અધિવેશન થયું તેના પ્રમુખ પં. શ્રી કૈલાસચંદ્રજી સિદ્ધાંતશાસ્ત્રી હતા.
સોનગઢમાં પૂ. ગુરુદેવશ્રી પાસે આધ્યાત્મિક ચર્ચા તથા વ્યાખ્યાનોથી તેમને જે મહાન લાભ થયો છે તેનું તેઓએ
ઘણા જ હૃદયોલ્લાસથી પોતાના ભાષણમાં વર્ણન કર્યું છે. અને સાથે સાથે સોનગઢમાં રહેનારા મુમુક્ષુઓનું વર્ણન
પણ કર્યું છે. પૂ. સદ્ગુરુદેવશ્રીના સંબંધમાં અંતરથી જે પ્રશંસાપૂર્ણ ઉદ્ગારો કહ્યા છે તે વડે વિદ્વત્પરિષદના પ્રમુખશ્રીએ
સત્ધર્મના પ્રચારમાં અત્યંત વેગ આપ્યો છે. તેમના ભાષણનો ટૂંક ભાગ અહીં આપવામાં આવે છે–)
यहां पर परिषदका अधिवेशन करने से हम सबको महाराजश्री के पासमें अध्यात्मका बहुत लाभ
मिला है। अधिवेशन में उपस्थित सभी विद्वानों कह रहे हैं कि हमको महाराजश्री के आध्यात्मिक उपदेश से
बहुत लाभ हुआ है। हम सब के परिणाम में भेद हो गये हैं। परिषद् अपना अधिवेशन का कार्य तो किसी
भी स्थान पर कर सकती थी, किन्तु महाराजश्री का आध्यात्मिक उपदेश का लाभ लेने के मुख्य हेतु से इस
स्थान को पसंदगी दी गई।
१९९६ की साल में जुनागढ में जब महाराजश्री से मेरा एक घंटे तक परिचय हुआ तबसे ही मेरे
हृदय में ऐसी छाप पडी हुई थी कि महाराजश्री का उपदेश अवश्य सुनना चाहिए इसलिये हम सब विद्वान
भाइओं को एक साथ ऐसा लाभ मिले–यह हेतु से इस अवसर पर यहां आनेका प्रसंग मिला है। तीन दिन
महाराजश्री का आध्यात्मिक व्याख्यान सुनकर मुझे ऐसा आत्मवेदन हुआ है कि अभी मैनें आत्मा का कूछ
नहि किया, केवल शरीर का किया है। जब हम विद्यार्थीओं को शास्त्राभ्यास कराते थे तब प्रवचनसारादि में
चिदानंद शुद्ध आत्माकी जो अध्यात्म बात आती थी उसको तो छोड देते और उद्धर्वांश कल्पनादि बात हम
शीखाते थे। [आ बोलती वखते सभापतिजी घणा गळगळा थई गया हता।]
यह सोनगढ जैसा वातावरण अन्यत्र कहीं पर भी नही है। एक बाई पानी भरने के लिये जा रही
थी, उससे किसीने पूछा कि ‘मंडनमिश्र का घर कहां है?’ तब बाईने उत्तर दिया कि ‘जिस घरमें तोता
भी शास्त्रार्थ कर रहा हो कि–स्वतः प्रमाणः परतः प्रमाणः उस घर मंडनमिश्र का जानना’ उसी तरह यदि
कोई पूछे कि सोनगढ कहां है? तो हम भी उत्तर देते हैं कि–जिस स्थानमें घरघरमें भाई–बहिनों छोटे–बडे
सब के बिच दिनतरात अध्यात्म की चर्चा सुनाई पडती हो वही सोनगढ है। यहां के छोटे बच्चोंके पास भी
हमें अध्यात्म की चर्चा सुननेमें आती है। रास्ते में चलते चलते अजैन डाॉकटर भी हमारी साथ तत्त्वचर्चा
करने लगता हैं, इससे हमको ऐसा लगा कि जो शरीर का डाॉकटर था वे सोनगढ में आत्मा का भी
डाॉकटर बन गये। एक पोलीसपटल जो कि महाराज का उपदेश सुनने को आते हैं और जो मुस्लिम बंधु है
वे भी रास्ते में हमको पूछते थे कि आपको महाराज की वाणी कैसी लगती हैं। रात्रिको सोते समय पिछली
बारिमें से बहिनों में उपादान–निमित्त की चर्चा का आवाज सुननेमें आता था। यहां रहने वाले सब भाई–
बहिनों का आध्यात्मिक जीवन देखकर हमको अति आनंद होता है। यह सब प्रभाव महाराजश्री का उपदेश
का ही है और यहां के सब को एक दूसरे पर प्रेम है–छोटे को बडे पर, बडे को छोटे पर, यह देखकर भी
हम प्रसन्न हुए हैं।
जब हम यहां आ रहे थे तब तो ऐसा विचार था कि वहां के भाई–बहिनों कुछ हमारे शिक्षणका
अनुकरण करेगा, किन्तु उल्टा ऐसा हुआ कि हमारे ही यहां से शिक्षा लेने योग्य बना है। यहां महाराज की
पास में हम सब को नई द्रष्टि मिली है हमारी भावना यह है कि हम नित्य यहां पर ही ठहर जाय, और
महाराजश्री का उपदेश सुनकर अपना आत्मकल्याण करें। हम भगवान से प्रार्थना करते हैं कि हम फिर
फिर इधर आयें।
आज दो हजार वर्ष के बाद भी मैं महाराजश्री को कुंदकुंद स्वामी के मूर्तिमंतरूप में देख रहा
हूं और मेरी पुनः पुनः यही भावना है कि महाराजजी को साक्षात् कुंदकुंदके ही रूप में देखूं।

PDF/HTML Page 4 of 21
single page version

background image
ચૈત્રઃ ૨૪૭૩ઃ ૧૦૩ઃ
ક્રમાંક श्री सर्वज्ञाय नमः।। ।। श्री वीतरागाय नमः (૬)
શ્રાવણ વદ ૧૩ થી ભાદરવા સુદ પ સુધીના ધાર્મિક દિવસો દરમિયાન થયેલા શ્રી સમયસારજી ગાથા ૧૩ તથા શ્રી
પદ્મનંદી પંચવિંશતિકા શાસ્ત્રના ઋષભજિનસ્તોત્ર ઉપરનાં વ્યાખ્યાનો અને ચર્ચાઓનો
ટૂંકસાર
(આ લેખના નં. ૯૬ સુધીના ફકરા અંક ૪૧માં આવી ગયા છે ત્યાર પછી અહીં આપવામાં આવે છે)
(૯૭) વીતરાગધર્મ એ કોઈ પક્ષ નથી, વાડો નથી, કલ્પના નથી, પણ આત્માનું સ્વરૂપ જ વીતરાગ છે.
આત્માનો વીતરાગ સ્વભાવ પોતે જ એમ કહે છે કે વીતરાગતા એ જ ધર્મ છે, જેટલી વ્રત વગેરેની લાગણી ઊઠે તે
રાગ છે–ધર્મ નથી. આવું વીતરાગધર્મ અને રાગનું ભિન્નપણું સમજીને જો વીતરાગને સ્તવે તો તેની સ્તુતિ સાચી છે.
જેને વીતરાગ સ્વભાવનું ભાન છે અને રાગને ધર્મ માનતા નથી એવા જીવોને સાધકદશામાં જ્યારે ભક્તિ–સ્તુતિનો
ભાવ આવે ત્યારે તેમાં વીતરાગી દેવ–ગુરુ–શાસ્ત્રનું જ નિમિત્ત હોય, રાગી, દેવ, કુગુરુ કે કુશાસ્ત્ર પ્રત્યે તેમને કદાપિ
ભક્તિ જાગે જ નહિ.
(૯૮) તત્ત્વના ભાન વગર ભગવાનની સ્તુતિના પાઠ બોલે પણ તેના ભાવ તો સમજે નહિ. ભાવ
સમજ્યા વગર માત્ર શબ્દો બોલી જાય તેનાથી લાભ થાય નહિ. ‘લોગસ્સસૂત્ર’ માં ચોવીસ તીર્થંકરોનું સ્તવન છે
તેમાં આવે છે કે ‘
विहुयरयमला.’ આ પ્રાકૃત ભાષા છે તેનું સંસ્કૃત ‘विधुय रजमला’ એ પ્રમાણે છે. એટલે કે હે
વીતરાગ દેવ! આપે પૂર્ણ આત્મસ્વભાવની શ્રદ્ધા જ્ઞાન અને સ્થિરતા વડે ‘विधुय’ એટલે ધોઈ નાખ્યું છે, શું ધોઈ
નાખ્યું છે? કે ‘रजमला’ એટલે રજ અને મળને ધોઈ નાખ્યાં છે. રજ એટલે દ્રવ્યકર્મ અને મળ એટલે ભાવકર્મ.
આમ અર્થ સમજે નહિ અને रयमलाને બદલે કાંઈના કાંઈ પાઠ બોલે તે ભગવાનની સ્તુતિ કહેવાય નહિ. અને જેમ
હોય તેમ પાઠ બોલે તોપણ, જો ભાવ ન સમજે તો, તે પણ ભગવાનની સ્તુતિ નથી. હે જિન! જેમ આપ રાગાદિ
મળનો નાશ કરીને રાગાદિથી રહિત થયા છો તેમ મારો સ્વભાવ પણ તેવો જ છે અને હું પણ તે જ સ્વભાવની
ભાવના વડે રાગાદિ મળને ધોઈને જે પરમાત્મપદને આપ પામ્યા છો તે જ પરમાત્મપદને પામવાનો છું. આવી
યથાર્થ સમજણ જેને હોય તે જ જીવ ભગવાનની સાચી સ્તુતિ કરવાને લાયક છે. ભયથી, ડરથી કે લોકસંજ્ઞાથી કોઈ
પણ કુદેવાદિને માને, તેને માથું નમાવે તે કેવળી ભગવાનનો દુશ્મન છે, સત્યનો અનાદર કરનાર છે. અંશે પણ
વીતરાગની ભક્તિ તેને નથી. સત્ અને અસત્ બંને માર્ગમાં એક સાથે પગ નહિ ચાલે. જેને સત્નું સેવન કરવું હોય
તેણે અસત્નું સેવન છોડવું પડશે. જેમ અડધું દૂધ અને અડધું ઝેર એમ બંને ભેગા કરીને સેવન કરે તો તે એકલા
ઝેરરૂપે જ પરિણમે, તેમ સત્ અને અસત્ બંનેને જે માને તેને એકલા અસત્નું જ સેવન છે. સંસારના લૌકિક કાર્યો
ખાતર જે સત્ને ગૌણ કરીને અસત્નો આદર કરે છે તેને સત્ના અનાદરનું મહાપાપ છે.
(૯૯) વીતરાગ–સર્વજ્ઞ ભગવાનને કોઈની દરકાર ન હતી, તેમણે પોતાના સર્વજ્ઞપણામાં જેવો
આત્મસ્વભાવ જાણ્યો તેવો જ વાણી દ્વારા કહેવાયો છે. સર્વજ્ઞ ભગવાને કહેલી આત્મસ્વભાવની વાત ત્રણકાળમાં ફરે
તેમ નથી. એનાથી અંશ માત્ર પણ જે વિરુદ્ધ માને તે વીતરાગદેવનો પાકો દુશ્મન છે. દુશ્મન કઈ રીતે? વીતરાગદેવને
તો નુકશાન કરવાનો કોઈ સમર્થ નથી પરંતુ જ્યારે વીતરાગદેવને એકેય ભવ નથી ત્યારે આને અનંત ભવ છે.
વીતરાગદેવને અનંત સુખ છે ત્યારે આને અનંતદુખ છે, એ રીતે વીતરાગદેવને જેટલા ગુણો છે તેનાથી વિરુદ્ધ દોષો
તેનામાં (ઊંધી માન્યતાવાળા જીવમાં) છે માટે તે વીતરાગનો વેરી છે.
(૧૦૦) આત્મા વસ્તુ ત્રિકાળ સત્ સ્વયંસિદ્ધ છે, તે પરિપૂર્ણ જ્ઞાનસ્વરૂપ છે, તેના સ્વરૂપમાં રાગાદિ વિકાર
નથી. દેહની ક્રિયાથી કે રાગભાવથી જેઓ આત્માનો ધર્મ માને તેઓ આત્મસ્વરૂપને જાણનારા નથી, તેઓ
વીતરાગના સાચા ભક્ત નથી. વીતરાગતા અને રાગ તો એકબીજાથી વિરુદ્ધ છે, જે વીતરાગતાનો ઉપાસક છે તેને
રાગનો આદર નથી અને જેને રાગનો આદર છે તે વીતરાગતાનો ઉપાસક નથી. વીતરાગતાનો આદર કરનાર
મોક્ષને સાધે છે અને રાગનો આદર કરનાર સંસારને વધારે છે. વીતરાગ સ્વભાવી આત્મતત્ત્વનો વિરોધ કરનારને
એક પણ ભવ સારો મળવાનો નથી.
(૧૦૧) આ શ્રીઋષભદેવ ભગવાનની સ્તુતિ ચાલે છે, ભગવાનના ગુણોની ઓળખાણ સહિત સ્તુતિ કેવી
હોય અને સ્તુતિ કરનાર ભક્ત કેવા હોય તેનું વર્ણન ઘણું કહેવાયું છે. આ સ્તુતિ (ઋષભજિનસ્તોત્ર) ના રચનાર
શ્રી પદ્મનંદિ

PDF/HTML Page 5 of 21
single page version

background image
ઃ ૧૦૪ઃ આત્મધર્મઃ ૪૨
આચાર્ય વન–જંગલમાં વસનારા નિર્ગ્રંથ સંત મુનિ હતા, તેઓને બ્રહ્મચર્યનો અદ્ભુત પ્રેમ હતો. આ પદ્મનંદી
પંચવિંશતિમાં પચીસ અધિકાર પૂરા કર્યા પછી છેવટમાં એક ખાસ ‘બ્રહ્મચર્ય–અષ્ટક’ નામનો અધિકાર વર્ણવ્યો છે.
જેઓ અપ્રમત્ત અને પ્રમત્ત ભૂમિકાની સહજ ભૂમિકામાં ઝુલી રહ્યા છે, જેઓને કેવળજ્ઞાન લેવાના કોડ ઉઠયા છે, પણ
એક અલ્પ રાગનો વિકલ્પ બાકી રહ્યો છે એવા વીતરાગી સંત આ સ્તુતિ કરે છે. આ સ્તુતિમાં કુલ ૬૧ ગાથા છે,
તેમાંથી પ૮ ગાથા પૂરી થઈ.
(૧૦૨) હવે પ૯ મી ગાથામાં આચાર્યદેવ કહે છે કે–
હે ત્રિભુવન ગુરુ, જિનેન્દ્ર! આપના અનંત ગુણોના સમૂહરૂપી આકાશમાં ગમન કરવાવાળી આ
શુભવિકલ્પરૂપી પંખીણિ ગમે તેટલે દૂર જાય તોપણ તે આપના અનંત ગુણોના પારને પામવા સમર્થ નથી. આત્માના
સ્વભાવનો પાર તો સ્વભાવ ભાવથી જ પમાય છે પણ વિકલ્પો વડે સ્વભાવનો પાર પામી શકાતો નથી. હે નાથ!
અમે તારા લક્ષે ગમે તેટલી સ્તુતિ કરીએ, પણ તેમાં તો રાગ આવે છે, તે રાગવડે અમે અમારા સ્વભાવની પૂર્ણતા
પામવાના નથી, પણ જ્યારે રાગ તોડીને સ્વરૂપમાં ઠરશું ત્યારે સ્વભાવની પૂર્ણતા થઈને કેવળજ્ઞાન પ્રગટ થશે અને
તે કેવળજ્ઞાન વડે જ આપના અનંત ગુણોના પારને પમાશે.
(૧૦૩) હે પ્રભો! અમે રાગી કે અપૂર્ણ જીવોને દેવ તરીકે સ્વીકાર્યા નથી પણ પરિપૂર્ણ વીતરાગ અને
સંપૂર્ણ જ્ઞાની એવા આપને દેવ તરીકે સ્વીકાર્યા છે. હું તમારો નંદન, તમારો દાસ છું, પતિના ઓઢણાં ઓઢે, પતિનું
અન્ન ખાય, પણ પતિની આજ્ઞા માને નહિ–એ તે કાંઈ પત્ની કહેવાય? તેવું અહીં ચાલે તેમ નથી. અહીં તો જે પોતે
ભગવાનનો ભક્ત થયો–તે પોતે ભગવાન થાય એવો માર્ગ છે. પોતાને વીતરાગનો ભક્ત કહેવરાવે અને રાગમાં
ધર્મ માને–એ તે કાંઈ વીતરાગને માન્યા કહેવાય? ‘હે વીતરાગ! જેવા આપ છો તેવો જ હું મારા સ્વભાવે છું રાગ
થાય તેને હું મારા સ્વભાવમાં સ્વીકારતો નથી’–આમ જે માને તે વીતરાગનો ભક્ત છે. અને વીતરાગની રુચિ–
બહુમાન વડે રાગનો નાશ કરીને અલ્પકાળે પોતે વીતરાગ થાય છે. હે નાથ! આપને પૂર્ણ સ્વભાવદશા પ્રગટ છે,
તેની ઓળખાણ અને બહુમાન વડે હવે હું પણ કુદેવાદિની માન્યતા છોડીને અને રાગાદિમાં ધર્મની માન્યતા છોડીને
(–અર્થાત્ ગૃહીત અને અગૃહીત મિથ્યાત્વને છોડીને) પૂર્ણ આત્મ સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન અને સ્થિરતાના બળથી
આપ સમાન થવાનો છું–આવી નિઃશંકતા ભગવાનના ભક્તને હોય છે; તે જ જૈન છે.
(૧૦૪) શ્રી આચાર્ય મહારાજ કહે છે કે–હે નાથ, હું આત્મસ્વભાવના ગાણાં ગાવા તૈયાર થયો છું, પણ
વિકલ્પ વડે આત્મસ્વભાવની સ્તુતિ પૂરી નહિ થાય, પંખી ઊડી ઊડીને ગમે તેટલું દૂર જાય પણ આકાશ તો અનંત
છે, તેનો પાર પામે તેમ નથી, તેમ સત્દેવ–ગુરુ શાસ્ત્રોએ જેવો પરિપૂર્ણ આત્મસ્વભાવ દર્શાવ્યો તેવો જ હું છું,
આત્મસ્વભાવ અનંત ગુણોથી પરિપૂર્ણ છે, તેની સ્તુતિ આ વિકલ્પવડે પૂરી થશે નહિ, પણ જ્યારે આ વિકલ્પ તોડીને
સ્વભાવમાં ઠરીશ ત્યારે સ્તુતિ પૂરી થશે અને કેવળજ્ઞાન પ્રગટ થશે. માટે આ સ્તુતિના વિકલ્પના પણ અમે કર્તા
નથી. અજ્ઞાની જીવ જ્યાં ત્યાં વિકારનો કર્તા થાય છે પણ જ્ઞાનીની દ્રષ્ટિ તો બધેથી ઊઠીને એક સ્વભાવમાં જ છે,
તેથી જ્ઞાનીઓ ભક્તિની શુભલાગણીના કર્તા થવા માગતા નથી. તો હવે નિરાધાર થયેલી એવી તે વિકારી લાગણી
ક્યાં સુધી ટકશે? જ્ઞાનીઓ અલ્પકાળે સ્વભાવસ્થિરતાની શ્રેણીવડે તે લાગણી તોડીને સ્વભાવનો પાર પામી જાય છે.
તે લાગણી વડે સ્વભાવ પમાય તેમ નથી.
(૧૦પ) જ્ઞાનીઓ ભગવાનની ભક્તિ કરે છે કે–હે જિનેશ! અમારી સાધક દશા હોવાથી જો કે આ
ભક્તિનો વિકલ્પ ઊઠે છે. પરંતુ અમારી રુચિમાં શુદ્ધ જ્ઞાયક આત્મસ્વભાવ સિવાય અન્ય કોઈને સ્થાન નથી. પૂર્ણ
શુદ્ધઆત્માની દ્રઢ રુચિમાં જે ભક્તિનો વિકલ્પ ઊઠયો છે તે કેટલીક વાર ટકવાનો છે? પંખિણી ગમે તેટલી ઊંચે જાય
પણ આકાશનો અંત પામવાની નથી, છેવટે તો થાકીને નીચે જ આવવાની છે, તેમ ગમે તેવા શુભ વિકલ્પ કરે પણ
તે વિકલ્પથી સ્વભાવની પૂર્ણતા થવાની નથી, અંતે તો વિકલ્પ તોડીને સ્વરૂપમાં સમાઈ જવાનું છે, ત્યારે જ પૂર્ણતા
થશે. વિકલ્પરૂપી પંખિણી આત્મામાં સમાવા લાયક નથી. પોતાના આત્મામાં વીતરાગ સર્વજ્ઞદેવને ઓળખીને અને
આત્મસ્વભાવનું ભાન પ્રગટ કરીને સાધકદશા પ્રગટ કર્યા પછી પૂર્ણતાની ભાવના કરતાં વચ્ચે ભક્તિની વૃત્તિ ઊઠે છે
તેને પણ જ્ઞાની છોડવા માગે છે અને સ્વભાવના પુરુષાર્થવડે વૃત્તિને તોડીને સ્વરૂપમાં સમાવા માગે છે.
અનંતગુણસ્વરૂપ આત્મસ્વભાવ છે તેનો પાર વિકલ્પથી કેમ પામવો? જ્ઞાનસ્વભાવ વડે જ તેનો ખ્યાલ આવે છે.

PDF/HTML Page 6 of 21
single page version

background image
ચૈત્રઃ ૨૪૭૩ઃ ૧૦પઃ
(૧૦૬) રાગમિશ્રિત હોવા છતાં જે જ્ઞાન એક સમયમાં અનંતને ખ્યાલમાં લ્યે છે તે જ્ઞાન જો રાગને તોડી
નાખીને સ્વભાવના જ અવલંબને જાણે તો અનંત લોકાલોકને એક સાથે પ્રત્યક્ષ જાણે એવી તાકાતવાળું છે. આવા
સામર્થ્યને ધારણ કરનાર જ્ઞાનસ્વભાવને વિકલ્પવડે અનુભવી શકાતો નથી.
(૧૦૭) પરવસ્તુને લક્ષમાં લેવી ત્યાં રાગ આવે છે. સમ્યગ્દ્રષ્ટિ જીવ હોય અને સાચા દેવ–ગુરુ–શાસ્ત્રનું
લક્ષ હોય તોપણ તેને પર તરફની લાગણી તે રાગ જ છે, તેનાથી ધર્મ નથી. જ્યાં સાચા દેવ–ગુરુ–શાસ્ત્રના લક્ષે પણ
રાગ જ છે તોપછી કુદેવાદિને માને તેની તો વાત જ શું? જેને યથાર્થ ગુણોવડે જિનદેવનું સાચપણું ભાસ્યું નથી તે જ
કુદેવને માને છે. અત્યારે તો લોકો જૈન નામ ધરાવીને પણ ઘરમાં લોકપાલ, પીર, ક્ષેત્રપાલ, શીતળા, ગોત્રીજ વગેરે
અનેક પ્રકારે કુદેવને માને છે તે મહા અજ્ઞાન છે. જ્યાંસુધી કુદેવાદિને સાક્ષાત્ આત્માનો ઘાત કરનાર ન માને
ત્યાંસુધી જીવને જ્ઞાનની પ્રાપ્તિ થવાની નથી.
(૧૦૮) આર્ય માણસ વ્યવહારમાં પણ માંસ ખાય નહિ. આર્ય માણસને કોઈ માંસાહારી રાજા સાથે સંબંધ
થયો હોય અને કોઈ વાર તે રાજા એમ કહે કે ‘આજે તો આપણે ભેગા બેસીને જમીએ, મારું મન રાખવા થોડીક
માંસવાળી કઢી ચાખો.’ તો રાજાને સારું લગાડવા ખાતર પણ શું આર્ય માણસ તેમ કરશે? નુકશાન થાય તો ભલે
થાય પરંતુ વ્યવહારમાં સારું લગાડવા માટે પણ આર્ય માણસ તે માંસ સામું જુએ નહિ. પાંચ હજાર રૂપિયા આપવા
પડે તો તે આપે પરંતુ માંસ તો ન જ ખાય. તેમ જિજ્ઞાસુ જીવ લોક વ્યવહારમાં કે ઘરમાં સારું લગાડવા માટે
કુદેવાદિને કદી માને નહિ. વ્યવહારે ઘરમાં પણ કોઈ પ્રકારના કુદેવને માને નહિ. કોઈ પ્રકારે કુદેવને માનવા તે ઘોર
પાપ છે. જો કે પરદ્રવ્ય લાભ–નુકશાન કરતું નથી, પરંતુ પોતાનો ઊંધો અભિપ્રાય જ મહા નુકશાનનું કારણ છે.
(૧૦૯) હે જીવ! જો તારે ધર્મ કરવો હોય તો પહેલાં નક્કી કર કે સાચા ધર્મનું સ્વરૂપ દર્શાવનાર કોણ છે?
કેમકે જીવ અનાદિથી ધર્મ સમજ્યો નથી તેથી પોતે સ્વચ્છંંદે ધર્મ સમજી શકે નહિ, માટે સત્ય ધર્મને દર્શાવનારા દેવ–
ગુરુ–શાસ્ત્ર કોણ છે તે પરીક્ષા કરીને નક્કી કરવું જોઈએ. દેવ–ગુરુ–શાસ્ત્રને ઓળખ્યા પછી પણ જો પોતે સ્વાશ્રયે
પોતાના સ્વભાવનો અભ્યાસ, પરિચય અને અનુભવ પ્રગટ ન કરે, પણ દેવ–ગુરુ–શાસ્ત્રના જ અવલંબનમાં અટકી
રહે તો તે મુક્તિના માર્ગે વળ્‌યો નથી પણ સંસારમાર્ગે જ છે.
(૧૧૦) અહીં તો જેને સાચા દેવ–ગુરુ–શાસ્ત્રની ઓળખાણ થઈ છે અને સ્વાશ્રયવડે જેણે સમ્યગ્દર્શન–
જ્ઞાન તથા ચારિત્ર દશા પ્રગટ કરી છે એવા સંત મુનિને ભગવાનની સ્તુતિનો વિકલ્પ ઊઠયો છે, પણ વિકલ્પનો
અનાદર કરતાં કહે છે કે હે નાથ! આત્મસ્વભાવ વિકલ્પગમ્ય નથી પણ જ્ઞાનગમ્ય છે. જ્યારે વિકલ્પ તોડીને
સ્વાનુભવમાં લીન થશું ત્યારે રાગનો અભાવ થતાં સ્તુતિ પૂરી થશે અને સ્તુતિના ફળરૂપે પરમ વીતરાગ
કેવળજ્ઞાનદશા પ્રગટ થશે. –પ૯–
(૧૧૧) હવે બે ગાથા બાકી છે, તેમાં આ ૬૦મી ગાથામાં આચાર્યદેવ પોતાની નમ્રતા દર્શાવીને ક્ષમા માગે
છે કે–હે ગુણાગાર પ્રભો! આપના ગુણોનું સ્તવન કરવામાં ઇન્દ્ર પણ અસમર્થ છે, હું અલ્પબુદ્ધિ છું છતાં મેં આપનું
સ્તોત્ર રચવાનું જે સાહસ કર્યું છે તે માટે મને ક્ષમા કરજો.
(૧૧૨) આચાર્યદેવે કયા દોષની ક્ષમા માગી છે? પૂર્ણ વીતરાગી જ્ઞાનઘન સ્વભાવના અનુભવમાં ભંગ
પડીને આજે વિકલ્પ ઊઠયો છે તે દોષ થયો છે અને તેની આચાર્યદેવ ક્ષમા માગે છે–એમ ગૂઢાર્થ છે. હે નાથ! આપનું
કેવળજ્ઞાન અનંત પૂરું છે અને હું તો મતિશ્રુત જ્ઞાનવાળો છું, મારું જ્ઞાન અલ્પ છે, આ અલ્પજ્ઞાનના લક્ષે પૂર્ણતા
પ્રગટવાની નથી, પણ વિકલ્પ અને અપૂર્ણતાનું લક્ષ છોડીને જ્યારે પૂર્ણ સ્વભાવના અનુભવમાં એકાગ્ર થશું ત્યારે તે
પૂર્ણસ્વભાવના અવલંબને જ પૂર્ણતા પ્રગટ થશે. આ રીતે સંત–મુનિ પોતાની નિર્માનતા વ્યક્ત કરે છે અને વિકલ્પ
તોડીને પૂર્ણતા કરવાની ભાવના કરે છે.
(૧૧૩) શ્રીમદ્ રાજચંદ્રજીએ આ શાસ્ત્રને વંદ્ય કહ્યું છે. આ એક શાસ્ત્રના ભાવ બરાબર સમજે તો
અલ્પકાળે મુક્તિ પામે.
(૧૧૪) હે જિનેન્દ્ર! મારા નાનકડા જ્ઞાનમાં મોટી–કેવળજ્ઞાન લેવાની વાત કરી છે, તે માટે ક્ષમા
કરજો...આમાં ખરેખર પોતાના આત્મા પ્રત્યે કહે છે કે હે આત્મન્! હવે આ વિકલ્પથી ખસી જા, રાગથી ખસી જા,
જ્ઞાનમૂર્તિ સ્વરૂપમાં ઠરી જા.

PDF/HTML Page 7 of 21
single page version

background image
ઃ ૧૦૬ઃ આત્મધર્મઃ ૪૨
(૧૧પ) આત્માનો વીતરાગ સ્વભાવ તે મન, વાણી કે વિકલ્પનો વિષય નથી, પણ એ તો સમ્યગ્દર્શન,
સમ્યગ્જ્ઞાન, અને સ્વાનુભૂતિનો વિષય છે. એવા સ્વભાવના શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર–રૂપ સાધકદશા પ્રગટી છે, પણ હજી
પૂર્ણતા નથી પ્રગટી ત્યાં પૂર્ણદશાના સ્વરૂપનો જે વિકલ્પ ઊઠે છે તે વિકલ્પ પણ પૂર્ણદશાને રોકનારો છે. આચાર્યદેવ
કહે છે કે, જેમ હરણી પોતાના બચ્ચાનાં પ્રેમને લીધે તેને બચાવવા વાઘ સામી થાય તેમ પૂર્ણસ્વભાવના બહુમાન વડે
હું અલ્પબુદ્ધિ આ વિકલ્પ વડે તેનું સ્તવન કરવા તૈયાર થયો છું. પરંતુ જેમ હરણી વાઘને ન પહોંચી શકે તેમ આ
વિકલ્પવડે સ્વભાવનું સ્તવન થઈ શકતું નથી. આ જે વિકલ્પ ઉઠયો તે મારો અપરાધ છે. હે નાથ! આપ રાગ
વગરનાં છો તેથી આપની સ્તુતિ કરતાં મારે પણ રાગરહિતપણું પ્રગટ કરવું જોઈએ તેને બદલે મેં જે રાગ કર્યો તે
અપરાધ કર્યો છે. આ રાગને અપરાધ તરીકે કોણ માને? સમ્યગ્દ્રષ્ટિ સિવાય કોઈ આમ માને નહિ. જેને રાગરહિત
નિરપરાધ સ્વભાવનું ભાન થયું છે તે જ રાગને અપરાધ તરીકે જાણીને છોડે છે.
(૧૧૬) પ્રશ્ન–જ્યાં સંપૂર્ણ સ્વરૂપસ્થિરતા ન હોય ત્યાં આવો અપરાધ કરવો પડે ને?
ઉત્તર–જ્ઞાનીને અપૂર્ણદશામાં અપરાધ હોય પણ તેને તે છોડવાની ભાવના હોય છે. અપૂર્ણદશામાં અપરાધ
કરવો પડે એમ માન્યું તેને અપરાધ કરવાની ભાવના છે. જેને અપરાધ કરવાની ભાવના છે તે મિથ્યાદ્રષ્ટિ છે. પ્રથમ
અપરાધ રહિત સ્વભાવ શું અને અપરાધ શું તેની ઓળખાણ તો કરો. નિરપરાધ સ્વરૂપની ઓળખાણ પછી ધર્માત્મા
સમ્યગ્દ્રષ્ટિને જે અલ્પ અપરાધ થાય તેના તે ખરેખર કર્તા નથી પણ જ્ઞાતા જ છે. અજ્ઞાનીને તો અપરાધ અને
નિરપરાધ વચ્ચેના ભેદની જ ખબર નથી, તેણે તો અપરાધથી પાર એવી નિરપરાધ ભૂમિકાને દેખી જ નથી, તેથી
તેને તો એકાંત અપરાધ જ વર્તે છે. અહીં તો જ્ઞાનીની વાત છે, જ્ઞાનીને નિરપરાધ સ્વભાવનું ભાન છે અને અપરાધ
કરવાની ભાવના નથી છતાં જે અલ્પરાગ રહી જાય છે તેને ટાળવા માટે ક્ષમા માગે છે કે, હે વીતરાગ આત્મસ્વભાવ
પરિણતિ! હવે આ વિકલ્પજાળને તોડીને તું સ્વભાવમાં સમાઈ જા. પોતાની પરિણતિમાં જે રાગ છે તે જ અપરાધ છે
અને પોતાની વીતરાગ પરિણતિ વડે તે અપરાધની ક્ષમા થાય છે.
(૧૧૭) હવે આચાર્યદેવ છેલ્લી ગાથા કહીને આ ‘ઋષભ જિનસ્તોત્ર’ પૂરું કરે છે. ‘હે જિનેશ, હે પ્રભો!
આપ ભવ્યજીવોરૂપી પદ્મકમળને આનંદ દેનારા, તેજના નિધાન અને નિર્દોષ સૂર્ય સમાન છો, તેથી મોહરૂપી
અંધકારનો નાશ કરવા માટે આપના ચરણો સદા પ્રસન્ન રહે! હે નાથ! હું ‘પદ્મ’ છું અને આપ
સૂર્યસમાન છો. મારા આત્મકમળને વિકસાવવા માટે આપના ચરણો સદા પ્રસન્ન રહો.
(૧૧૮) આ શાસ્ત્રમાં આચાર્યદેવે ‘દાન અધિકાર’ સુંદર વર્ણવ્યો છે, તે પણ વીર સં. ૨૪૭૦માં રાજકોટ
વંચાયો હતો. તેમાં છેવટે આચાર્યદેવે કહ્યું હતું કે, અજ્ઞાની જીવોને લોભરૂપી ઊંડા કૂવામાંથી બહાર કાઢવા માટે આ
દાન અધિકાર વર્ણવ્યો છે. પણ તે કોને રુચશે? જેને આત્માની દરકાર હશે તેવા કોમળ હૃદયવાળા ભવ્ય જીવોને તો
આ સાંભળતા ઉલ્લાસ આવશે, પણ જેઓ લક્ષ્મી વગેરેના તીવ્ર લોલૂપી હશે તેવા જીવોને આ ઉપદેશ નહિ રુચે.
ભ્રમર ગૂંજાવર કરતો કરતો જ્યારે ફૂલ ઉપર બેસે ત્યારે, જે કમળનું ફૂલ હોય તે તો ફડાક ખીલી ઊઠે, પણ જે
પત્થરનું ફૂલ હોય તે ખીલે નહિ. તેમ આ અધ્યાત્મરસના ગૂંજારવથી ભરેલો દાન અધિકાર સાંભળતાં જે કમળ જેવા
કૂણાં હૃદયવાળા ભવ્યાત્મા હશે તેનું હૃદયકમળ તો હર્ષથી ખીલી ઊઠશે, પણ જે પત્થર જેવા કઠણ કાળજાવાળા હશે
તેને આ તત્ત્વથી ભરેલા દાનના ઉપદેશની કાંઈ અસર નહિ થાય.
(૧૧૯) હે નાથ! આપ સર્વ ભવ્ય જીવોને આનંદના જ દેનારા છો. ‘દરેક આત્મા પરિપૂર્ણ છે, વિકાર
રહિત સ્વભાવે છે, પોતાના સ્વાધીન સ્વભાવના અવલંબનથી દરેક જીવ પરમાત્મા થઈ શકે છે,’ આમ પોતાના
સ્વભાવનું માહાત્મ્ય આપના શ્રીમુખેથી સાંભળીને ભવ્ય જીવો નાચી ઊઠે છે કે–અહા! હું પરમાત્મા છું, મારે મારા
પરમાત્મપદ માટે કોઈ બીજાની ઓશિયાળ નથી, હું સ્વભાવે પરિપૂર્ણ છું, તે સ્વભાવના અવલંબને હવે સંસાર નથી.
મારા આત્મામાં કેવળજ્ઞાનરૂપી તેજનાં નિધાન ભર્યાં છે. જેમાં જે નિધાન હોય તેમાંથી તે પ્રગટે. આત્માનાં
સ્વભાવમાં પૂરાં જ્ઞાનનિધાન ભર્યાં છે, તે નિધાન બહારની ક્રિયાથી કે રાગથી પ્રગટવાનાં નથી પણ સ્વભાવની રુચિ
અને લીનતાથી જ પ્રગટવાનાં છે. આ જે રાગનો વિકલ્પ ઊઠે તે મારા ચૈતન્યનિધાનમાંથી પ્રગટેલી ચીજ નથી.
આત્મા તો એકલા ચૈતન્યનું જ

PDF/HTML Page 8 of 21
single page version

background image
ચૈત્રઃ ૨૪૭૩ઃ ૧૦૭ઃ
નિધાન છે, તેનામાં રાગનાં નિધાન નથી. રાગનાં નિધાન ખોદતાં કેવળજ્ઞાન પ્રગટશે નહિ, પણ ચૈતન્ય નિધાન
ખોદતાં કેવળજ્ઞાન થાય છે. મારા જે પરિપૂર્ણ ચૈતન્ય સ્વભાવનું અંતરધ્યાન કરતાં કરતાં જ કેવળજ્ઞાન પ્રગટવાનું છે
તે ચૈતન્ય સ્વભાવની મેં પ્રતીત કરી છે. અને કેવળજ્ઞાન તથા સિદ્ધપદ તે ચૈતન્ય દ્રવ્યમાં જ શક્તિપણે ભર્યા છે, તેમાં
જ લીન થઈને હું કેવળજ્ઞાન પ્રગટ કરવાનો છું.
(૧૨૦) હે નાથ! અમારા અજ્ઞાન અને મોહાંધકારનો ધ્વંસ કરવા માટે આપ સૂર્ય સમાન છો. જેમ સૂર્ય
પાસે અંધારું રહી ન શકે તેમ હવે અમારામાં મોહાંધકાર રહી શકશે નહિ. અમારી દ્રષ્ટિમાં સદાય ચૈતન્ય સ્વભાવ જ
પ્રગટ રહો. જ્ઞાન–દર્શનરૂપી આપના ચરણ કમળ સદા પ્રસન્ન રહો. સૂર્ય તો સદા પ્રકાશનો જ કરનાર છે તેમ હે
પ્રભુ! આપ અમને આનંદમાં જ નિમિત્ત છો. તમે વીતરાગ છો, રાગમાં તમારું નિમિત્ત નથી પણ વીતરાગપણામાં જ
તમારું નિમિત્ત છે.–આમ જ્ઞાનીઓ વીતરાગભાવને જ જુએ છે તેથી ભગવાનમાં પણ વીતરાગતાના જ નિમિત્ત
તરીકે આરોપ આપે છે.
(૧૨૧) આચાર્યદેવે છેવટ એ માગણી કરી છે કે હે જિનેન્દ્રદેવ! આપના ચરણકમળ સદા પ્રસન્ન રહે.
અત્યારે પોતાનું કેવળજ્ઞાન અટકે છે અને અહીંથી સ્વર્ગમાં જવાના છે, તેથી આચાર્યદેવ કહે છે કે અમે સ્વર્ગમાં જશું
ત્યાં આ ચારિત્રદશા નહિ રહે, પરંતુ હે જિનેશ! સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનરૂપી બે ચરણ કમળ તો સદા પ્રસન્ન
રહેશે, અમારાં સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન તો અપ્રતિહતપણે ટકી રહેશે. એ દર્શન–જ્ઞાનનાં જોરે, મનુષ્યભવમાં ચારિત્રની
પૂર્ણતા કરીને કેવળજ્ઞાન લે’શું. ભગવાનના ચરણો પ્રસન્ન રહો એમ વ્યવહારે ઉપચારથી કહ્યું છે, ખરી ભાવના તો
એ છે કે અત્યારે કેવળજ્ઞાન અટકે છે તોપણ પૂરા સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાનરૂપી બે ચરણો કેવળજ્ઞાન થતાં સુધી
અપ્રતિહતપણે સદા ટકી રહો. પંચમકાળમાં ચારિત્રનો ભંગ પડે છે. પરંતુ સંત–મુનિ તે ભંગ ઉપર લક્ષ ન દેતાં દર્શન–
જ્ઞાનની અપ્રતિહત ભાવનાના જોરે કેવળજ્ઞાન સાથે વર્તમાનમાં સંધિ કરે છે...અને...એ રીતે શ્રીઋષભદેવ
ભગવાનની સ્તુતિ પૂરી થાય છે...
– ઋષભ જિનસ્તોત્ર સંપૂર્ણ –
* * * *
– श्रीमत् जिनवर स्तोत्र –
(૧૨૨) હવે આ પદ્મનંદી શાસ્ત્રમાં ‘શ્રીમત્ જિનવર સ્તોત્ર’ છે, તેની એક ગાથા વંચાય છે–‘હે જિનેશ, હે
પ્રભો! આપના દર્શનથી મારા નેત્ર સફળ થાય છે તથા મારું મન અને શરીર, જાણે કે અમૃતથી શીઘ્ર સીંચાઈ ગયાં
હોય એમ ભાસે છે.’
આમાં એકલી જિનપ્રતિમાની વાત જ ન સમજવી, પણ પોતાના આત્માનું દર્શન તે જ પરમાર્થ જિનવર
દર્શન છે. હે નાથ! સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનરૂપી નેત્રોવડે આપને દેખવાથી મારી શ્રદ્ધા–જ્ઞાન પર્યાય સફળ થઈ
ગઈ. બહારમાં જિનવરદેવની પ્રતિમાના દર્શનથી બહારની આંખો સફળ થઈ અને અંતરંગમાં જિનવર સ્વભાવી
આત્માને દેખતાં જ અંતરના શ્રદ્ધા–જ્ઞાનરૂપી ચક્ષુ સફળ થયાં. હે જિન! આપને જોતાં હું મને સફળ માનું છું. વિકલ્પ
થાય તેને હું જોતો જ નથી. તારા દર્શનથી મારી આંખો સફળ થઈ, અવતાર સફળ થયો અને અનંતકાળે નહિ થયેલો
એવો અપૂર્વ આત્મભાવ પ્રગટ થયો. તારી ઓળખાણથી મારું જીવન સફળ થયું, ધન્ય થયું. હે નાથ! તારા દર્શનથી
આત્મા આનંદમય થયો–અમૃતથી સીંચાઈ ગયો, પરંતુ શરીર અને મન પણ અમૃતથી સીંચાઈ ગયાં છે. જેમ ઘણાં
લાંબા કાળે પોતાના પુત્રને જોતાં જ સાચી માતાના હૃદયમાં હર્ષ ઉભરાઈ જાય, પુત્ર પ્રેમથી છાતી ફૂલાઈ જાય અને
વસ્ત્રની કસ તૂટી જાય, તથા સ્તનમાંથી દૂધની ધાર છૂટે...તેમ હે ચૈતન્ય ભગવાન! અનંતકાળે તારા દર્શન મળ્‌યાં,
તારા દર્શનવડે સ્વભાવ સમજવાથી મારો આત્મા ઉલ્લસિત થયો, મને અમૃત મળ્‌યું, હું કૃતકૃત્ય થયો. અહા! એમ ન
સમજશો કે આચાર્યદેવે આ વાણીનો વિલાસ કર્યો છે, આ તો યથાર્થ ઓળખાણના ભાવનો જ્ઞાનીનો ઉલ્લાસ છે.
અસંખ્ય આત્મપ્રદેશ આનંદથી પ્રફુલ્લિત થયાં છે. હે નાથ! તારા દર્શન કરતાં મારો આત્મા તો અમૃતરસથી સીંચાઈ
ગયો પરંતુ આત્માની પાડોશમાં રહેનારાં આ શરીર, મન ને વાણીને પણ તેની છાંટ લાગી તેથી તે પણ અમૃતરસથી
ભીંજાઈ ગયાં છે. આમ જેને સ્વભાવ પ્રત્યે અને જિનદેવ પ્રત્યે યથાર્થ ઓળખાણ સહિત ઉલ્લાસ આવે તેણે જ
ભગવાનના દર્શન અને સારી ભક્તિ કરી.
સંપૂર્ણ
* * * *

PDF/HTML Page 9 of 21
single page version

background image
ઃ ૧૦૮ઃ આત્મધર્મઃ ૪૨
–તીર્થધામ શ્રી ‘સોનગઢ’ માં દિ. જૈન વિદ્વત્ પરિષદના ત્રીજા અધિવેશનની–
.... અભૂતપૂર્વ સફળતા
તા. ૭–૮–૯ માર્ચ ૧૯૪૭
મહાન ઉપકારી શ્રી સદ્ગુરુદેવના પુનિત્ પ્રતાપે આજે પવિત્ર જૈનદર્શનની જે મહા પ્રભાવના થઈ રહી છે
તેને લીધે સોનગઢ સર્વત્ર પ્રસિદ્ધિ પામ્યું છે; અને તેથી જ પૂ. સદ્ગુરુદેવશ્રીના પવિત્ર અધ્યાત્મ ઉપદેશનો લાભ મળે
એવી ઉત્કંઠાથી આકર્ષાઈને, શ્રી દિ. જૈન વિદ્વત્ પરિષદે પોતાનું ત્રીજું વાર્ષિક અધિવેશન તા. ૭–૮–૯ માર્ચના રોજ
સોનગઢના સુવર્ણ આંગણે ભર્યું હતું. પરિષદનું સ્વાગત કરતાં સ્વાગત પ્રમુખશ્રીએ કરેલું ભાષણ પણ આ અંકમાં
આપ્યું છે.
પરિષદમાં ૩૨ વિદ્વાન ભાઈઓ આવ્યા હતા, જેઓ બનારસ, કટની, મથુરા, સરસાવા (સહારનપુર),
આરા, દિલ્હી, બીના, કોસીકલાં, બડૌત (મેરઠ), રોહતક (પંજાબ), સાગર, લખનૌ, ઉજેડિયા, મહરૌની, લલિતપુર
(ઝાંસી), સુરત, જસવંતનગર અને અમ્બાલા છાવણી (પંજાબ)–એ શહેરોના હતા. બનારસના
સ્યાદ્વાદ્મહાવિદ્યાલયના પ્રધાન અધ્યાપક પં. કૈલાસચંદ્રજી શાસ્ત્રીને પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. પધારેલા
વિદ્વાન ભાઈઓના નામની યાદી આ અંકમાં આપવામાં આવી છે.
પરિષદના ત્રણ દિવસો દરમિયાન પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનો સાંભળીને અને સતત્ તત્ત્વચર્ચાથી સર્વે વિદ્વાન
ભાઈઓએ ઘણો જ પ્રમોદ અને આદરભાવ વ્યક્ત કર્યો છે. કદી નહિ સાંભળેલા અપૂર્વ ન્યાયો સાંભળીને તેઓ ઘણા
પ્રભાવિત થયા છે. ઘણી વાર વિદ્વાન ભાઈઓ કહેતા હતા કે અહીં સોનગઢમાં અમારે પરિષદ્ના કાર્યની તો ગૌણતા
છે, અને શ્રી કાનજી મહારાજના ઉપદેશ અને તત્ત્વચર્ચાનો લાભ લેવો તે જ કાર્યની મુખ્યતા છે. અને ખરેખર થયું છે
પણ તેમ જ. સર્વે વિદ્વાન ભાઈઓએ અધ્યાત્મ ઉપદેશનો અને તત્ત્વચર્ચાનો લાભ લીધો છે. સાથે સાથે પરિષદનું
અધિવેશન પણ શાંતિથી પૂર્ણ કર્યું છે.
આ વર્ષના અધિવેશન પ્રસંગે પરિષદ્ના ઠરાવોમાં સૌથી વિશેષ મહત્ત્વ ધરાવતો એક ઠરાવ શ્રી કાનજી
મહારાજ સંબંધી મૂકાયો હતો, અને સર્વે વિદ્વાન ભાઈઓએ તેને અત્યંત આદરપૂર્વક વધાવી લીધો હતો. પરિષદે
પોતાનો તે ઠરાવ ‘આત્મધર્મ’ માં પ્રસિદ્ધ કરવા માટે આપ્યો છે અને તે આ અંકમાં છાપવામાં આવ્યો છે.
તે ઠરાવને અનુમોદન આપતાં પં. મહેન્દ્રકુમારજી, પં. પરમેષ્ઠીદાસજી, અને પં. રાજેન્દ્રકુમારજીએ અત્યંત
હૃદયદ્રાવક પ્રવચન કર્યા હતા; અને છેવટે પ્રમુખશ્રી પં. કૈલાસચંદ્રજીએ આત્મવેદનપૂર્વક ઘણું જ સુંદર ભાષણ આપ્યું
હતું.
પં. મહેન્દ્રકુમારજીએ પોતાના વકતવ્યનો ટૂંક સાર લખી આપેલ છે તે આ અંકમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.
પરિષદના મંત્રીજી પં. ફુલચંદ્રજી અહીં આઠ દિવસ ઉપરાંત રહ્યા હતા, તેઓ અહીંના પરિચયથી ઘણા જ
સંતુષ્ટ થયા છે, અને પૂ. ગુરુદેવશ્રી પ્રત્યે તેમને અપાર ઉલ્લાસ થયો છે. તેઓ વારંવાર કહેતા હતા કે “આ
યુગપ્રવર્તક પુરુષ છે, આ શાસક છે, અસાધારણ વ્યક્તિ છે–એ નિઃસંદેહ છે.” અહીં તેઓએ ઘણા મુમુક્ષુઓનો
પરિચય કર્યો છે, ઘણી તત્ત્વચર્ચા અને નિરીક્ષણ કર્યું છે, તે સર્વેથી તેઓને જે પ્રેમ અને આનંદ થયો છે તે તો તેઓ
પોતે જ પોતાના લેખમાં પ્રગટ કરવાના છે.
પોતાને પ્રાપ્ત થયેલા પરમ સત્ય તત્ત્વજ્ઞાનનો અત્યંત વિસ્તૃત પ્રચાર કરવા માટે દરેકે દરેક વિદ્વાન ભાઈઓ
ઘણા ઉત્કંઠિત છે, કેમકે પરિષદ્નો મૂળ ઉદ્દેશ જ સત્ય તત્ત્વજ્ઞાનનો પ્રચાર કરવાનો છે. આવા પવિત્ર ઉદ્દેશને માટે
પરિષદ અભિનંદનને પાત્ર છે.
આ રીતે સોનગઢમાં મળેલી વિદ્વત્ પરિષદની જે અભૂતપૂર્વ સફળતા થઈ છે તેના ફળ રૂપે જૈન શાસનના
પવિત્ર સિદ્ધાંતોનો ભારતભરમાં પ્રચાર થશે અને તે ઘેર ઘેર પહોંચી જશે. પૂ. ગુરુદેવશ્રીના મહાપ્રભાવના ઉદયને
લીધે સમસ્ત ભારતમાં જૈનશાસનના વિજયડંકા વાગી રહ્યા છે...
‘જૈન મિત્ર’ પત્ર તા. ૧૩ માર્ચના અંકમાં વિદ્વત્ પરિષદના સમાચાર આપતાં એવી મતલબે જણાવે છે કે
‘તા. ૭ના રોજ સાંજે પા વાગે જિનમંદિરમાં મુમુક્ષુઓ દ્વારા એક સ્વર–તાલથી જિનેન્દ્ર સ્તુતિ થઈ, જે સાંભળીને
જનતા મંત્રમુગ્ધ થઈ ગઈ અને આ પ્રણાલિકાની મુક્તકંઠથી પ્રશંસા કરવા લાગી. હંમેશા સવારે ૮
।। થી ૯।। અને
બપોરે ૩।। થી ૪।। સુધી શ્રી કાનજી મહારાજનું આધ્યાત્મિક ગૌરવાન્વિત મહત્ત્વપૂર્ણ પ્રવચન થતું હતું તથા રાત્રે ૮
થી ૯ તત્ત્વચર્ચા થતી હતી તેમાં સમાજના પ્રકાંડ વિદ્વાનોની નિશ્ચયનય સંબંધી વિવિધ પ્રકારની શંકાઓ થતી હતી.

PDF/HTML Page 10 of 21
single page version

background image
ચૈત્રઃ૨૪૭૩ઃ ૧૦૯ઃ
તેને શ્રી કાનજી મહારાજ ઘણી જ શાંતિથી અને સરલ શબ્દોમાં સમજાવતા હતા, જે સાંભળીને વિદ્વાનોનું સમાધાન
થઈ જ જતું હતું. એ સમાધાનથી વિદ્વાનોને મહાન હર્ષ થતો નથી.’
આભાર–
શ્રી વિદ્વત પરિષદના અધિવેશન પ્રસંગે શ્રી ખીમચંદભાઈ જેઠાલાલ શેઠે સ્વાગત મંત્રી તરીકે કાર્ય કરવામાં,
બ્ર. ગુલાબચંદભાઈએ પત્રવ્યવહાર કરવામાં અને શ્રી જમુભાઈ રવાણીએ સર્વે વ્યવસ્થા કરવામાં જે પરિશ્રમ લીધો
છે તે બદલ ટ્રસ્ટ તરફથી તેમનો આભાર માનવામાં આવે છે.
–રા. મા. દોશી
* * * *
વિદ્વત પરિષદના અધિવેશનમાં પધારેલા વિદ્વાન ભાઈઓ
.पं. कैलासचन्द्रजी शास्त्री (प्रधान)स्याद्वाद महाविद्यालय, भदैनीबनारस(यू. पी.)
.पं. जगन्मोहनलालजी शास्त्री,जैन विद्यालयकटनी(सी. पी.)
.पं. राजेन्द्रकुमारजी शास्त्री,दि. जैनसंघचौरासी मथुरा(यू. पी.)
.पं. महेन्द्रकुमारजी न्यायाचार्यभारतीय ज्ञानपीठ दुर्गाकुण्डरोडबनारस(यू. पी.)
.पं. दरबारीलालजी न्यायाचार्यवीरसेवामन्दिर,सरसावा
(सहारनपुर)(यू. पी.)
.पं. परमानन्दजी शास्त्रीवीरसेवामन्दिर (यू. पी.)
.पं. परमानन्दजी साहित्याचार्यजैनबाला विश्राम धुनुपुराआरा(बिहार)
.पं. नेमिचन्दजी जयोतिषाचार्यजैनसिद्धांत भवन,आरा(बिहार)
.पं. खुशालचन्द्रजी एम.. साहित्याचार्यकाशीविद्यापीठ,बनारस(यू. पी.)
१०.पं. पन्नालालजी जैन काव्यतीर्थहिन्दूविश्वविद्यालयबनारस(यू. पी.)
११.पं. लालबहादुरजी शास्त्रीस्याद्वाद महाविद्यालय भदैनीबनारस(यू. पी.)
१२.पं. फूलचन्द्रजी सिद्धांतशास्त्रीस्याद्वाद महाविद्यालय भदैनीबनारस(यू. पी.)
१३.पं. विजयमूर्तिजी एम.. दर्शनाचार्यहिन्दु विश्व विद्यालयबनारस(यू. पी.)
१४.पं. परमेष्ठिदासजी न्यायतीर्थऋषिभवनदेहली फैजबाजार
१५.पं. घनश्यामजी जैनस्याद्वाद महाविद्यालय भदैनीबनारस(यू. पी.)
१६.पं. इन्द्रचन्द्रजी शास्त्रीदि. जैनसंघचौरासी मथुरा(यू. पी.)
१७.पं. पन्नालालजी काव्यतीर्थजैनगुरुकुलचौरासी मथुरा(यू. पी.)
१८.पं. शंकरलालजी जैन शास्त्रीजैन स्कूल कोसीकलां(मथुरा)(यू. पी.)
१९.पं. राजकुमारजी साहित्याचार्यजैन इण्टरकालिजबडौत (मेरठ) (यू. पी.)
२०.पं. बाबूलालजी जमादारजैन अनाथाश्रम दरियागंजदेहली
२१.पं. चन्द्रमौलिजी शास्त्रीजैन अनाथाश्रम दरियागंजदेहली
२२.पं. रवीन्द्रनाथजी शास्त्रीजैन स्कूलरोहतक(पंजाब)
२३.पं. पन्नालालजी साहित्याचार्यजैन सत्तर्क विद्यालयमोराजी सागर(सी. पी.)
२४.पं. वंशीधरजी व्याकरणाचार्यजैन सत्तर्क विद्यालयबीना (सागर) (सी. पी.)
२५.पं. दामोदरदासजी जनरल मरचेण्टबडा बाजारसागर(सी. पी.)
२६.पं. भुवनेन्द्रकुमारजी शास्त्रीreadymade cloth merchant
राजाबाजारलखनऊ(यू. पी.)
२७.पं. रतनचन्द्रजी जैनजैन पाठशालाउजेडिया
२८.पं. गोबिन्दरामजी न्यायतीर्थजैन पाठशालामहरोनी(सागर)
२९.पं. हीरालालजी जैन शास्त्रीक्षेत्रपालललितपुर(झांसी)
३०.पं. ज्ञानचन्द्रजी जैन स्वतंत्रजैन मित्र कार्यालय चंदावाडीसूरत
३१.श्री अमरचन्द्रजी जैन रईस,जसवन्तनगर(इटावा)
३२.बा. जयचन्द्रजी जैन बी..अम्बाला
(पंजाब)

PDF/HTML Page 11 of 21
single page version

background image
ઃ ૧૧૦ઃ આત્મધર્મઃ ૪૨
–શ્રી દિગંબર જૈન વિદ્વત્પરિષદ તૃતીય અધિવેશન–
સ્થાનઃ ભગવાન શ્રી કુંદકુંદ પ્રવચન મંડપ, સોનગઢ
સ્વાગતાધ્યક્ષનું વક્તવ્ય
માનનીય પ્રમુખશ્રી તથા સભ્યો,
આજથી બાર વર્ષ પહેલાં જે સૌરાષ્ટ્રભૂમિમાં દિગંબર જૈન ધર્મ લુપ્તપ્રાય સ્થિતિમાં હતો તે ભૂમિમાં આજે
દિગંબર જૈન સમાજની અગ્રગણ્ય સંસ્થાનું ભાવભર્યું સ્વાગત કરતાં અમને અતિ હર્ષ થાય છે. આપે લાંબા પ્રવાસ
વગેરેની તકલીફ વહોરીને પણ અમારું આમંત્રણ સ્વીકાર્યું તે માટે અમે આપ સૌના ઋણી છીએ.
એક વખત જ્યાં જૈન ધર્મનો ભારે જુવાળ હતો, પવિત્ર ભૂમિમાં દેવાધિદેવ શ્રી નેમનાથ ભગવાનનાં
કલ્યાણકો ઇન્દ્રોએ ઊજવ્યાં હતાં. શ્રુતગંગાનાં વહેણ વહેતાં રાખનાર મહાસમર્થ આચાર્યદેવ શ્રી ધરસેનાચાર્યનાં
પવિત્ર ચરણકમળની રજથી જે ભૂમિ પુનિત થઈ હતી, પ્રસિદ્ધ કથાનુસાર જે ભૂમિમાં આચાર્ય મહારાજશ્રી
ઉમાસ્વામીના પવિત્ર હસ્તથી મહાન મોક્ષશાસ્ત્રની રચના થઈ હતી, તે ભૂમિમાં, ખેદનો વિષય છે કે, કાળ જતાં
યથાર્થ જૈન દર્શનની ભારે ઓટ આવી. તે એટલે સુધી કે દિગંબર જૈન ધર્મ લગભગ નષ્ટ જેવો થયો. એમ ધર્મના
લાંબા વિરહકાળ પછી (વિ. સં. ૧૯૨૪માં) મોરબી પાસે વવાણિયા ગામમાં મહાન તત્ત્વજ્ઞાની શ્રીમદ્ રાજચંદ્રજી
નામના એક નરરત્નનો જન્મ થયો–જેમણે યથાર્થ જૈન દર્શનના રહસ્યને પામી, તેમનાં પત્રો દ્વારા તેમજ પરમશ્રુત
પ્રભાવક મંડળની સ્થાપના દ્વારા વાસ્તવિક જૈન દર્શનના પ્રચારનાં પ્રગરણ માંડયાં.
અત્યારે યથાર્થ જૈન દર્શનનો જે વ્યાપક પ્રચાર કાઠિયાવાડમાં જોવામાં આવે છે તેના પ્રણેતા પરમ પૂજ્ય
અધ્યાત્મયોગી શ્રી કાનજી મહારાજ છે. વિ. સં. ૧૯૭૮માં ગ્રંથાધિરાજ શ્રી સમયસાર ગુરુદેવના હસ્તકમળમાં આવતાં
આનંદોદધિ ઉલ્લસ્યો; સમયસારના પરમ ગંભીર ભાવો ભાવુક હૃદયમાં પચાવતાં અમૃતસાગરનો અનુભવ થયો.
‘અહો! સ્વતંત્ર દ્રવ્ય, સ્વતંત્ર ગુણ, સ્વતંત્ર પર્યાય! દેહથી ભિન્ન, વિકારથી ભિન્ન, પરમ અદ્ભુત આનંદનિધાન!’
તે આનંદનિધાન બતાવનાર શ્રી સમયસારનું અને દિગંબર જૈન ધર્મનું સામ્રાજ્ય ગુરુદેવના હૃદયકમળમાં સ્થપાયું.
બસ, એ પવિત્ર પ્રસંગરૂપ મૂળિયામાંથી દિગંબર ધર્મના વ્યાપક પ્રચારનું વૃક્ષ આજે ફાલ્યું છે–જેના પરિણામે હજારો
ભવ્ય જીવો સત્ધર્મ પ્રત્યે પ્રેરાયા છે, લાખ ઉપરાંત સત્ધર્મનાં પુસ્તકો પ્રકાશન પામ્યાં છે અને જેના પરિણામે અમારા
આંગણે આજે દિગંબર જૈન ધર્મના અગ્રણી વિદ્વાનોનો વાત્સલ્યપૂર્ણ સત્કાર કરવા અમે ભાગ્યશાળી થયા છીએ.
આપની મહા સંસ્થાનો એક મુખ્ય ઉદ્દેશ જૈન ધર્મની સંસ્કૃતિનો પ્રચાર છે. આપનો એ ઉદ્દેશ સંપૂર્ણ રીતે
ફળીભૂત થાઓ એમ અમારી હાર્દિક ભાવના છે અને એ કાર્યમાં યથાશક્તિ સહકાર આપવા પણ અમે તૈયાર છીએ.
અહો! જૈન દર્શન એ તો વસ્તુદર્શન છે કે જેનું જ્ઞાન થતાં જીવ પરાધીન દ્રષ્ટિથી છૂટી સ્વદ્રવ્યમાં સંતુષ્ટ થઈ શાશ્વત
સુખનિધિને પામે છે. એ પરમ કલ્યાણકારી દર્શનનું હાર્દ દરેક દ્રવ્યની સ્વતંત્રતા છે. તે સ્વતંત્રતાને પ્રકાશિત કરનાર
જ્ઞાનાંશનું–નિશ્ચયનયનું–નિરૂપણ કરીને વીતરાગ ભગવંતોએ આપણા પર પરમ ઉપકાર કર્યો છે. આપણને સૌને
ખેદની વાત છે કે જૈન દર્શનનું એ એક મુખ્ય અંગ–નિશ્ચયનય–આજે પક્ષઘાતથી પીડાઈ રહ્યું છે. જૈનસમાજમાં એ
નિશ્ચયનયના જ્ઞાનની ભારે ઉણપ વર્તી રહી છે. સમાજનો મોટો ભાગ એવી ભ્રમણામાં પડયો છે કે ‘જડ કર્મ
આત્માને હેરાન કરે છે,’ ‘વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પમાશે,’ ‘શુભ કરતાં કરતાં શુદ્ધતા થશે,’ ‘ઉપાદાનમાં
કાર્ય થવા માટે નિમિત્તની રાહ જોવી પડે છે.’ આવી અનેક માન્યતાઓ લોકોમાં જડ ઘાલીને પડી છે. આપણે
જાણીએ છીએ કે જ્યાં સુધી લોકોને નિશ્ચયનું જ્ઞાન નહિ થાય ત્યાંસુધી દ્રવ્યનું પરમ સ્વાતંત્ર્ય તેમને ખ્યાલમાં નહિ
આવે અને ત્યાંસુધી આવી ભ્રામક માન્યતાઓ નહિ ટળે તથા ખરું જૈનત્વ પ્રાપ્ત નહિ થાય. માટે જીવના
ત્રસસ્થાવરાદિ અને ગુણસ્થાનમાર્ગણાદિ ભેદો ઉપર તેમ જ કર્મની સ્થિતિ વગેરે ઉપર જે લક્ષ અપાય છે તે કરતાં
ઘણું વધારે લક્ષ જ્યારે ભેદવિજ્ઞાનના કારણભૂત અધ્યાત્મશાસ્ત્રોના જ્ઞાન ઉપર અપાશે તે દિવસ ધન્ય હશે, તે દિવસે
જ જૈન ધર્મની સંસ્કૃતિનો ખરો પ્રચાર થશે. અમારી પ્રભાવના પ્રેમ પ્રેરિત એ ભાવના છે કે આપ સમા જૈન દર્શનના
વિદ્વાનો દ્વારા સ્વતંત્ર દ્રવ્ય–ગુણ–પર્યાયનું જ્ઞાન વિશેષ વિશેષ પ્રચાર પામો, નાની નાની પુસ્તિકાઓના પ્રકાશક
મારફત પાઠશાળાના વિદ્યાર્થીઓ પણ એ

PDF/HTML Page 12 of 21
single page version

background image
ચૈત્રઃ ૨૪૭૩ઃ ૧૧૧ઃ
જ્ઞાન પામો, કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનનો પરમ મહિમા જનસમાજમાં વિસ્તારો અને નયાધિરાજ નિશ્ચયનયનો
વિજયડંકો દિગંત સુધી ગાજો.
છેવટે, આપને હૃદયના ભાવથી સત્કારતો, આપની સેવાબરદાસમાં જે કાંઈ ત્રુટિયો હોય તે માટે આપ
ઉદારચિત્ત મહાનુભાવો પાસે ક્ષમા યાચતો અને જૈન દર્શનના પ્રચારકાર્યમાં સફળતા ઇચ્છતો, હું વિરમું છું.
શુક્રવાર તા. ૭–૩–૪૭ રામજી માણેકચંદ દોશી
– શ્રી દિ. જૈન વિદ્વત્ પરિષદનો–મહત્વપૂર્ણ ઠરાવ
આત્માર્થી શ્રી કાનજી મહારાજ દ્વારા દિ. જૈનધર્મનું જે સંરક્ષણ અને સંવર્દ્ધન થઈ રહ્યું છે તેનું વિદ્વત પરિષદ્
શ્રદ્ધાપૂર્વક અભિનંદન કરે છે; તથા પોતાના સૌરાષ્ટ્રના સાધર્મી બહેનો ભાઈઓના સદ્ધર્મ પ્રેમથી પ્રમોદિત થતી થકી
હૃદયથી તેમનું સ્વાગત કરે છે. વિદ્વત્ પરિષદ્ તેને પરમ સૌભાગ્ય અને ગૌરવનો વિષય માને છે કે–આજ બે હજાર
વર્ષ બાદ પણ મહારાજે શ્રી ૧૦૦૮ વીર પ્રભુના શાસનના મૂર્તિમંત પ્રતિનિધિ ભગવાન કુંદકુંદની વાણીને સમજીને,
માત્ર પોતાને જ ઓળખ્યા છે એમ નહિં પરંતુ હજારો અને લાખો મનુષ્યોને એક જીવ ઉદ્ધારના સત્યમાર્ગ પર
ચાલવાનો ઉપાય દર્શાવી દીધો છે. પરિષદનો દ્રઢ વિશ્વાસ છે કે મહારાજનાં પ્રવચન, ચિંતન તથા મનન દ્વારા દિ. જૈન
ધર્મના સિદ્ધાંતોનું જે સ્પષ્ટીકરણ તથા વિવેચન થઈ રહ્યું છે તે માત્ર સાધર્મીઓની દ્રષ્ટિને અંતર્મુખ કરીને જ નહિ
અટકે પરંતુ તે સતત્ જ્ઞાન આરાધકોને અપ્રમત્તતાના સાક્ષાત્ પરિણામ આચરણ પ્રત્યે પણ પ્રયત્નશીલ બનાવશે,
તેમજ સર્વે મનુષ્યોને અંતર તથા બાહ્ય પરાધીનતાથી છોડાવનાર રત્નત્રયની પ્રાપ્તિ કરાવનારું વાતાવરણ સહજ જ
ઉત્પન્ન કરશે. તેથી આ અવસર પર અભિનંદન અને સ્વાગતની સાથે સાથે પરિષદ એ પણ ઘોષિત કરે છે કે, જે
તેઓશ્રીનું કર્તવ્ય છે તે અમારું જ છે તેથી આ પ્રવૃત્તિમાં અમે તેમની સાથે છીએ.
ઃ સમર્થકઃઃ પ્રસ્તાવકઃ
પં. મહેન્દ્રકુમારજી જૈન ન્યાયાચાર્યપ્રો. ખુશાલ જૈન
પં. પરમેષ્ઠીદાસજી જૈન ન્યાયતીર્થ
પં. રાજેન્દ્રકુમારજી જૈન ન્યાયતીર્થકૈલાશચંદ્ર
(પ્રમુખ, શ્રી દિ. જૈન વિદ્વત્ પરિષદ)
તા. ૮–૩–૪૭
श्री दि. जैन विद्वत् परिषद् का महत्वपूर्ण प्रस्ताव
आत्मार्थी श्री कानजी महाराज द्वारा जो दि० जैनधर्म का संरक्षण और संवर्द्धन हो रहा है विद्वत्
परिषद उसका श्रद्धापूर्वक अभिनन्दन करती है। तथा अपने सुराष्ट्री साधर्मी बहिनों भाईयों के सद्धर्म प्रेम से
प्रमुदित होती हुई उनका हृदय से स्वागत करती है। वह इसे परम सौभाग्य और गौरव का विषय मानती
है कि आज दो हजार वर्ष बाद भी महाराजने श्री १००८ वीर प्रभु के शासन के मूर्तिमान प्रतिनिधि भगवान
कुन्दकुन्द की वाणी को समझ कर अपने को ही नहीं पहचाना है अपितु हजारों और लाखों मनुष्यों को एक
जीव उद्धार के सत्मार्ग पर चलने की सुविधाएं जुटा दी हैं। प्रिषद का द्रढ विश्वास है कि महाराज के
प्रवचन, चिन्तन तथा मनन द्वारा होने वाला दि० जैन धर्म की मान्यताओं का विश्लेषण तथा विवेचन न
केवल साधर्मियों की द्रष्टि को अन्तर्मुख करेगा अथवा सतत् ज्ञानाराधकों को अप्रमत्तता के साक्षात् परिणाम
आचरण के प्रति तथैव प्रयत्नशील बनायेगा, अपितु मनुष्य मात्र को अन्तर तथा बाह्य पराधीनता से छुडाने
वाले रत्नत्रय की प्राप्ति कराने वाले वातावरण को सहज की उत्पन्न कर देगा। अतएव इस अवसर पर
अभिनन्दन और स्वागत के साथ साथ परिषद यह भी घोषित करती है कि यतः आप का कर्तव्य हमारा है
अतः इस प्रवृत्ति में हम आप के साथ हैं।
ः समर्थकःः प्रस्तावकः
पं. महेन्द्रकुमारजी जैन न्यायाचार्यप्रो. खुशाल जैन
पं. परमेष्ठीदासजी जैन न्यायतीर्थ
पं. राजेन्द्रकुमारजी जैन न्यायतीर्थकैलासचंद्र
(अध्यक्ष, श्री दि. जैन विद्वत् परिषद)
ता. ८–३–४७

PDF/HTML Page 13 of 21
single page version

background image
ઃ ૧૧૨ઃ આત્મધર્મઃ ૪૨
અધ્યાત્મની જયોતિ – (ગુજરાતી ભાષાંતર)
(અભિનંદનના ઠરાવના સમર્થન વખતે આપેલા વકતવ્યની તેમણે લખી આપેલી ટૂંક નોંધ)
આત્માર્થી સત્પુરુષ શ્રી કાનજી મહારાજના પ્રવચનો સાંભળીને અમારું હૃદય આશ્ચર્યચક્તિ થઈ ગયું. અમને
અધ્યાત્મદ્રષ્ટિનું સ્પષ્ટ ભિંજાયેલું વિવેચન સાંભળવા મળ્‌યું. બધા સત્સંગી ભાઈઓના સત્સંગનો લાભ થયો. અમે
અમારી પ્રસન્નતા કયા શબ્દોમાં વ્યક્ત કરીએ? શ્રી કાનજી મહારાજ જગતમાં સ્થાયી શાંતિનો મૂળ મંત્ર–સ્વદ્રષ્ટિ–
સ્વાધિકારનું વિવિધરૂપ નિરૂપણ કરે છે. જગતમાં અશાંતિનું મૂળ કારણ એ છે કે પ્રત્યેક દ્રવ્ય બીજા દ્રવ્ય ઉપર
અધિકાર જમાવવા ચાહે છે, તેને પોતાને અનુકૂળ પરિણમન કરાવવા ચાહે છે, દ્રવ્ય પોતાના જ ગુણ–પર્યાયોનું
સ્વામી છે અને પોતાના જ રૂપમાં પરિણમન કરે છે. પર દ્રવ્ય ઉપર કે તેના પરિણમન ઉપર તેનો કોઈ અધિકાર
નથી. પરંતુ મૂઢ પ્રાણી હંમેશા એમ ઇચ્છે છે કે જગતના બધા પદાર્થો મારી અનુકૂળતાએ પરિણમન કરે અને પર
પદાર્થોનું પરિણમન પોતાને અનુકૂળ કરાવવાની ધૂનમાં અનેક પ્રકારે હિંસા અને સંઘર્ષની ઉત્પત્તિ કરે છે. સંક્ષેપમાં–
પર પદાર્થોને પોતાને અનુકૂળ પરિણમાવવાની વૃત્તિ તે જ હિંસા છે અને સ્વાધિકાર–સ્વગુણપર્યાયાધિકાર તે જ
અહિંસા છે.
શાંતિના એ જ મૂલમંત્રનું સતત્ વ્યાખ્યાન આ આધ્યાત્મિક ભૂમિ પર થાય છે. ભગવાન કુંદકુંદના
વચનામૃતને ભવ્યજનો અતિ મંદકષાયપૂર્વક સાંભળે છે–એ વિશેષ સંતોષની વાત છે. અમારા સાધર્મી બંધુ તરીકે
અમે તે બધાને અભિનંદન આપીએ છીએ અને ભગવાન જિનેન્દ્રદેવ પાસે પ્રાર્થના છે કે શ્રી કાનજી મહારાજ સો વર્ષ
સુધી ચિરજીવન પ્રાપ્ત કરે અને આપણને બધાને લાભ પહોંચાડતા રહે. અમે આપને ફરથી અભિનંદન કરીએ છીએ.
મહેન્દ્રકુમાર જૈન
* * * *
अष्टप्राभृत
પ્રવચનોનો ટૂંકસાર લેખાંકઃ પ
(૯૧ સુધીના ફકરા અંક ૪૦માં આવી ગયા છે તે પછીથી અહીં આપવામાં આવે છે.)
(૯૨) સમ્યગ્દ્રષ્ટિઓ શુભાશુભ લાગણી રહિત નિરાકૂળ આત્મસ્વભાવને જાણે છે અને અનુભવે છે.
નિરાકૂળ સ્વભાવથી બહાર લક્ષ જઈને જે શુભ–અશુભ લાગણી થાય તેને પોતાનું સ્વરૂપ માનતા નથી પણ
દુઃખદાયક માને છે. અશુભ લાગણીઓ તે તો ધગધગતા ડામ જેવી દુઃખદાયક છે, તેનાથી આત્માનો નિરાકૂળ આનંદ
લૂંટાય છે; અને શુભલાગણીથી પણ આત્માનો નિરાકૂળ આનંદ લૂંટાય છે, તેથી તે પણ દુઃખદાયક છે. આ
સમ્યગ્દ્રષ્ટિનું અંતરપરિણમન છે તે બહારથી દેખાય નહીં.
(૯૩) પ્રશ્નઃ–જો સમ્યગ્દ્રષ્ટિ શુભ–અશુભ બંનેને દુઃખદાયક જ માને છે, તો તેને તે કેમ થાય છે? કોણે તેને
એમ કરવાનું કહ્યું હતું? કે શું કર્મો જોરાવરીથી કરાવે છે?
ઉત્તર–કોઈના કહેવાથી તે ભાવ થતા નથી, તેમ કર્મોની જોરાવરીથી પણ થતા નથી; પણ સમ્યગ્દર્શન વડે
તેમને આત્મસ્વભાવનું ભાન થયું હોવા છતાં પુરુષાર્થની મંદતાને લીધે હજી વીતરાગ થયા નથી તેથી રાગ રહ્યો છે,
તે કારણે શુભ–અશુભવૃત્તિઓ આવી જાય છે, પરંતુ જ્ઞાની તેને સ્વપણે સ્વીકારતા નથી, તેથી તેમાં સુખબુદ્ધિ કેમ
હોય? પુરુષાર્થની નબળાઈ અને રાગ દ્વેષ તેને પણ આત્મામાં સ્વીકારતા નથી, સંયોગ તો પરદ્રવ્ય જ છે, એ પ્રમાણે
જ્ઞાની તો પોતાને એક જ્ઞાયક ભાવ જ માને છે. સમ્યગ્દર્શન થતાં તુરત જ જીવને વિષયાદિની આસક્તિ છૂટી જ જાય
એમ નથી, કેમ કે વિષયની આસક્તિ ટળવી તે તો ચારિત્રનું કાર્ય છે, પરંતુ વિષયાદિની રુચિ, સુખબુદ્ધિ તો અવશ્ય
ટળી જ જાય. (રુચિ તે શ્રદ્ધાનો દોષ છે અને વિષયની આસક્તિ તે ચારિત્રનો દોષ છે. શ્રદ્ધાનો દોષ ટળતાં
ચારિત્રનો દોષ પણ સાથે ટળી જ જાય– એવો નિયમ નથી. સમ્યગ્દર્શન થતાં શ્રદ્ધાનો દોષ તો ટળે છે, તેથી
પરદ્રવ્યમાં સુખબુદ્ધિ કે રુચિ હોતી નથી, છતાં આસક્તિનો રાગ હોય છે, તે ચારિત્રની અસ્થિરતા છે.)

PDF/HTML Page 14 of 21
single page version

background image
ચૈત્રઃ૨૪૭૩ઃ ૧૧૩ઃ
(૯૪) આ સમ્યગ્દર્શનની વાત ચાલે છે. સમ્યગ્દર્શન તે સ્વભાવદશા છે, પૂરા સ્વભાવને સ્વીકાર્યા વગર
સમ્યગ્દર્શન થાય નહિ. ચોથા ગુણસ્થાને સમ્યગ્દ્રષ્ટિને આત્મભાન હોવા છતાં વિષયાદિની વૃત્તિ થાય પણ તેને વિકાર
જાણીને છોડવા માગે છે અને તેનું સ્વામીત્ત્વ માનતા નથી. જેમ કોઈને દસ્ત જવાનું થયું હોય, પણ તે જગ્યા દૂર હોય
તેથી ત્યાં જતાં સુધી કેટલોક વખત દસ્ત પેટમાં હોય, છતાં તેને તે દસ્તનું સ્વામીપણું નથી પણ જલ્દી છોડવા માગે
છે. તેમ સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા જીવ પણ પુણ્ય–પાપ ભાવોને વિષ્ટારૂપ માનીને છોડવા માગે છે. ‘પુણ્ય–પાપ મારું
કર્તવ્ય છે, અથવા પુણ્યથી મને લાભ છે’ એવી માન્યતારૂપ બંધકોષ તો છૂટી ગયા છે પરંતુ હજી સ્થિરતાની કચાશને
લીધે પર્યાયમાં કેટલોક વખત તે પુણ્ય–પાપ રહી જાય છે, તેને જલ્દી છોડવાની ભાવના છે, તે હવે અલ્પકાળમાં જ
ટળી જવાના છે, સ્વભાવદ્રષ્ટિનું એવું જોર છે કે તે ઊર્ધ્વગતિએ સ્વભાવમાં પરિણમીને કેવળજ્ઞાન જ પ્રગટ કરે. જેને
સ્વભાવદ્રષ્ટિ થાય તેને સ્વભાવના જોરે પ્રતીત થાય કે સમયે સમયે મારી પર્યાયમાં શુદ્ધતા વધતી જ જાય છે, અને
વિકાર ટળતો જ જાય છે; એ કાર્ય સ્વભાવદ્રષ્ટિનું છે.
(૯પ) પ્રશ્નઃ–તો સમ્યગ્દ્રષ્ટિને જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય અને અસ્થિરતા રહે ત્યાં સુધી વિકાર કરવાની
છૂટ છે ને?
ઉત્તરઃ–અરે ભાઈ, તને પોતાને વિકારની રુચિ છે તેથી તને વિકાર જ દેખાય છે અને સમ્યગ્દર્શનનું નિર્મળ
પરિણમન ઓળખાતું નથી. તેથી જ તને આવો ઊંધો પ્રશ્ન ઊઠયો છે. સમ્યગ્દ્રષ્ટિના અંતરમાં વિકારની જરા પણ રુચિ
નથી, અને તેને વિકાર કરવાની ભાવના નથી. ખરેખર તે વિકાર કરતા નથી પણ સમ્યગ્દર્શનના જોરે સમયે સમયે
વિકારને ટાળે જ છે. અનંત ગુણોથી પરિપૂર્ણ સ્વભાવ છે અને તેના સર્વ પ્રયોજન સ્વયં પોતાથી જ સિદ્ધ છે, એવા
પોતાના સ્વભાવની રુચિ અને વિશ્વાસ થયા પછી જ્ઞાનીને અન્ય ભાવોની રુચિ કેમ હોય? સ્વભાવમાં કાંઈ
અધૂરાશ નથી, દરેક સમયે પરિપૂર્ણ સ્વભાવ છે, તે સ્વભાવની રુચિ પાસે એક વિકલ્પ માત્રની રુચિ સમ્યગ્દ્રષ્ટિને
સ્વપ્ને પણ હોતી નથી.
(૯૬) પ્રશ્નઃ–આટલું બધું સમજવાનું શું કામ છે? છેવટે તો આપણે વિકાર ટાળવો છે ને? તો પછી રાગ
ઘટાડવા માંડો, તેથી ધીમે ધીમે વિકાર ટળી જશે.
ઉત્તરઃ–વિકારરહિત શુદ્ધ આત્માનું સ્વરૂપ શું છે તે સાચું સમજ્યા વગર કોઈ જીવને વહેલો કે મોડો
ક્યારેય વિકાર ટળે નહિ. ‘પુણ્યથી લાભ થાય અને પુણ્ય–પાપ જ મારું કર્તવ્ય છે’ એમ અજ્ઞાની માને છે, તો જેને
પોતાનું કર્તવ્ય માને તેને છોડે શી રીતે? માટે રાગરહિત સ્વરૂપની સાચી સમજણ વગર ખરેખર વિકાર છૂટે નહિ.
જેણે પુણ્યાદિ એક પણ વિકારને પોતાનો માન્યો તેને નિરંતર વિકારની જ ઉત્પત્તિ છે. સમ્યગ્દ્રષ્ટિ વિકારના એક
અંશને પણ આત્માનો માનતા નથી પણ વિકારરહિત જ્ઞાનસ્વભાવ છે તેને જ પોતાનો માને છે, તેથી તેમને
જ્ઞાનભાવની જ ઉત્પત્તિ છે. ચારિત્રની નિર્બળતાને લીધે જે અલ્પ રાગાદિ થાય છે તેનો અહીં શ્રદ્ધાના વિષયમાં
સ્વીકાર નથી. સમ્યગ્દર્શનરૂપી નિર્મળ જળપ્રવાહથી વિકાર અને કર્મરૂપી મેલને ક્ષણે ક્ષણે ધોઈ નાંખે છે.
(૯૭) જેમ ઘરમાં સર્પ હોય તેની ખબર પડે અને તે સર્પને પકડી લ્યે, પરંતુ સર્પ વગેરેને છોડવાની જગ્યા
ઘરથી દૂર હોય તેથી તેને મૂકવા જતાં વાર લાગે; અને તેથી થોડો વખત સર્પ ઘરમાં રહે પરંતુ પકડાયેલો સર્પ હવે
ઘરમાં રહેવાનો નથી અને ઘરના માણસો પણ તેને જલ્દી બહાર કાઢવા ઇચ્છે છે. તેમ જ્ઞાનીઓએ પોતાના શુદ્ધ
સ્વભાવની ઓળખાણના જોરથી સર્વ પુણ્ય–પાપને વિકાર તરીકે જાણી લીધા છે. પહેલાં અજ્ઞાન અંધકારને લીધે
અવિકાર સ્વભાવ અને વિકારભાવ વચ્ચેના ભેદની ખબર ન હતી પણ જ્ઞાનપ્રકાશ વડે તે ભેદ જાણ્યા પછી જ્ઞાનીઓ
વિકારને જલ્દી છોડવાની ભાવના કરે છે. પુરુષાર્થની અસ્થિરતાને લીધે સર્વ પુણ્ય–પાપ દૂર કરતાં થોડો કાળ લાગે
છે; પરંતુ તે ભાવોને વિકાર તરીકે જાણી લીધા હોવાથી હવે તે આત્મામાં લાંબો કાળ ટકી શકશે નહિ. સમ્યગ્દર્શન વડે
પૂર્ણસ્વભાવની ભાવના અને એકાગ્રતાના જોરે અલ્પકાળમાં મુનિદશા અને કેવળજ્ઞાન પ્રગટ કરીને સર્વ વિકારનો
ક્ષય કરશે. આ સમ્યગ્દર્શનનું માહાત્મ્ય છે.
(૯૮) શાસ્ત્રોમાં કોઈ વાર કહે કે ભોગ ભોગવવાની વખતે પણ સમ્યગ્દ્રષ્ટિને નિર્જરા થાય છે ત્યાં
સમ્યગ્દર્શનનું માહાત્મ્ય બતાવ્યું છે સમ્યગ્દ્રષ્ટિને વિશેષ ચારિત્રદશા ન હોવા છતાં સમ્યક્શ્રદ્ધા અને સમ્યગ્જ્ઞાનનું
પરિણમન થયા કરે છે તેથી ભોગની લાગણી વખતે પણ તેનાથી ભિન્ન ચૈતન્ય સ્વભાવના શ્રદ્ધા–જ્ઞાનપણે જે
પરિણમન છે તે ખરેખર નિર્જરાનું કારણ છે; પણ જે વિકારની લાગણી છે તે

PDF/HTML Page 15 of 21
single page version

background image
ઃ ૧૧૪ઃ આત્મધર્મઃ ૪૨
દોષ છે. ભોગ ભોગવવાને મુક્તિ થશે–એમ સમ્યગ્દ્રષ્ટિ કદાપિ માનતા નથી, પણ તેઓ જાણે છે કે જ્યારે ભોગની
લાગણીઓને તોડીને, સર્વ સંગ પરિત્યાગી થઈ સ્વરૂપની સાધક નિર્ગ્રંથ મુનિદશા અંગીકાર કરી સ્વરૂપ સ્થિરતા
કરીશ ત્યારે જ મુક્તિ થશે. સમ્યગ્દ્રષ્ટિને કષાયમાં સ્વામીત્વ રહ્યું નથી, તેઓએ પોતાના અકષાય જ્ઞાનસ્વભાવને
જાણ્યો છે અને અકષાય દશાની ભાવના કરે છે કે–અહો! ક્યાં મારું સિદ્ધપદ! મારું પરમ શાંત, પરમ વીતરાગસ્વરૂપ
તેના વેદનનો અનાકુળ પરમાનંદ ક્યાં અને આ કષાયની આકુળતાનું વેદન ક્યાં?
(૯૯) આ દશા તો દેવ–ગુરુ–શાસ્ત્રના વિવેક પછી આત્મસ્વભાવના વિવેકની છે. જેને દેવ–ગુરુ–શાસ્ત્રનો
જ વિવેક ન હોય તેને તો આવી સમ્યક્ત્વ દશા હોય જ નહિ, અને સાચા દેવ–ગુરુ–શાસ્ત્રનો વિવેક કર્યા પછી પણ
જો ત્યાં જ આશ્રય માનીને અટકી જાય અને પોતાના સ્વભાવના આશ્રય તરફ ન ઢળે તો તેને પણ સમ્યકત્વ દશા
પ્રગટે નહિ. આ સમ્યગ્દર્શન પોતે જ ધર્મ છે. જે સ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શન પ્રગટયું તે જ સ્વભાવના વિશેષ
આશ્રયે કેવળજ્ઞાન અને સિદ્ધ દશા પ્રગટે છે, સ્વભાવના આશ્રય સિવાય અન્ય કોઈ ઉપાય નથી.
(૧૦૦) ઘણા જીવો પ્રથમ સ્વભાવની સમજણનો–સમ્યગ્દર્શનનો–ઉપાય તો કરતા નથી અને પોતાને વ્રત–
તપ કરનારા માને છે. હવે વ્રત–તપ તો સમ્યગ્દર્શન પછી ચારિત્રદશામાં હોય. જેણે સમ્યગ્દર્શન પહેલાં વ્રત–તપ
માન્યાં તેણે સમ્યગ્દર્શન ધર્મ કઠણ અને ચારિત્ર ધર્મ તેના કરતાં સહેલો–એમ માન્યું. તેણે સ્વભાવ દશાની ના પાડી
અને વિકારભાવની હા પાડી–એટલે તેને સ્વભાવની અરુચિ અને વિકારની રુચિ છે, તે મિથ્યાદ્રષ્ટિ છે. વ્રતાદિ પહેલાં
સમ્યગ્દર્શન હોવું જોઈએ. એ સમ્યગ્દર્શનથી જ ધર્મની શરૂઆત છે, તેના વગર ધર્મ હોતો જ નથી, એટલે કે
સમ્યગ્દર્શન વગર જે કરે તે બધું અધર્મ છે અને સંસારનું કારણ છે.
(૧૦૧) ઘણા જીવો કષાય ઘટાડવાની વાતો કરે છે, પણ કષાય વગરનો આત્મસ્વભાવ છે તેને માન્યા
વગર કષાય ખરેખર ઘટે જ નહિ. ગોમટ્ટસારાદિ સિદ્ધાંત શાસ્ત્રોમાં તો મિથ્યાદ્રષ્ટિને (પહેલા, બીજા અને ત્રીજા
ગુણસ્થાને) અશુભભાવ જ ગણવામાં આવ્યા છે. મિથ્યાદ્રષ્ટિજીવ પૂજા, ભક્તિ, દાન વગેરેના ભાવ કરે, પરંતુ ‘આ
શુભરાગથી મને લાભ છે’ એવા તેના મિથ્યા અભિપ્રાયમાં અનંતાનુબંધી કષાયને તે પોષી રહ્યો છે, તો તેને ખરેખર
મંદ કષાય પણ કેમ કહેવો? તેને ખરેખર તો સદા તીવ્ર કષાય જ છે. વાસ્તવિકપણે મંદ કષાય પણ ત્યારે જ થાય કે
જ્યારે કષાયને જ પોતાનું સ્વરૂપ ન માને અને પોતાના કષાયરહિત જ્ઞાનસ્વભાવને ઓળખે. આત્માની પ્રતીત થયા
પછી સમ્યગ્દ્રષ્ટિને તીવ્ર કલુષતા થતી નથી. સમ્યગ્દ્રષ્ટિને લડાઈનો કષાય હોવા છતાં પણ તે તીવ્ર કષાય નથી; કેમકે
આ કષાય મારું સ્વરૂપ નથી અને તે મારું કર્તવ્ય નથી એવું ભિન્ન સ્વભાવનું ભાન હોવાથી સ્વભાવની હદ ચૂકીને
કષાય થતો નથી એટલે તે કષાય મર્યાદિત છે. અજ્ઞાની જીવ પૂંજણીથી પૂંજતો હોય અને દયાભાવ કરતો હોય તો
પણ તેને તે રાગ–કષાય સાથે એકત્વબુદ્ધિ હોવાથી સ્વભાવની હદ ચૂકીને તે કષાય છે અને તેથી તીવ્ર કષાય છે. માટે
કષાય ટાળવાનો સાચો ઉપાય પણ સમ્યગ્દર્શન જ છે.
(૧૦૨) સમ્યગ્દ્રષ્ટિને પૂર્વના અઘાતિકર્મના કારણે લડાઈ વગેરેનો સંયોગ હોય અને વર્તમાન પુરુષાર્થના
દોષથી દ્વેષભાવ પણ થાય, છતાં તેને વ્યક્તિ પ્રત્યે વિરોધ નથી. તેની શ્રદ્ધાના અભિપ્રાયમાં તો તે દ્વેષની લાગણીને
કે જડની ક્રિયાને પોતાનું કર્તવ્ય માનતા નથી, અને એમ સમજે છે કે બધા આત્મા મારા સમાન જ ચિદ્સ્વરૂપ છે,
મારો કોઈ શત્રુ કે મિત્ર નથી. આવા સમ્યક્ અભિપ્રાયના જોરે તેમને જુનાં કર્મો અને વિકાર પણ ખરી જ જાય છે
અને શુદ્ધતા વધતી જાય છે; એ મહિમા સમ્યગ્દર્શનનો જ છે. જે અલ્પ બંધ થાય છે તે અસ્થિરતાના કારણે થાય છે,
પણ તેમાં સમ્યગ્દર્શનનો દોષ નથી.
(૧૦૩) એ ધ્યાન રાખવું કે સમ્યગ્દ્રષ્ટિને પણ જે રાગદ્વેષરૂપ ભાવ છે તે ચારિત્રનો દોષ હોવાથી ચારિત્ર
અપેક્ષાએ તો બંધનું જ કારણ છે. પરંતુ ત્યાં શ્રદ્ધાનો દોષ નહિ હોવાથી સમ્યગ્દ્રષ્ટિને શ્રદ્ધા અપેક્ષાએ તો નિર્જરા જ
છે. અહીં ‘સમ્યગ્દ્રષ્ટિને કષાય થાય તો વાંધો નહિ’ એમ બતાવવું નથી પરંતુ કષાય વખતે પણ સમ્યક્ત્વનું
પરિણમન કેવું શુદ્ધ હોય છે તે બતાવીને સમ્યગ્દર્શનના કાર્યનો મહિમા જણાવવો છે.
(૧૦૪) સમ્યગ્દ્રષ્ટિને અનંતાનુબંધી કષાય રહિત ઉજ્જવલ પરિણામ હોય છે. સામે ગમે તેવો વિરોધી
હોવા છતાં હું મારા પરિણામ એક ક્ષણથી પલટાવી શકું છું, વિરોધીના કારણે મને અશુભપરિણામ થતા નથી–એમ

PDF/HTML Page 16 of 21
single page version

background image
ચૈત્રઃ૨૪૭૩ઃ ૧૧પઃ
સમ્યગ્દ્રષ્ટિ જીવ પોતાના પરિણામને સ્વાધીન માનતા હોવાથી, સામો વિરોધીજીવ મારી નાખવા જેવો છે એવા તીવ્ર
હિંસક ભાવ તેમને કદી થતા નથી અર્થાત્ સમ્યગ્દ્રષ્ટિને સંકલ્પી હિંસા કદી હોતી નથી. કોઈ એકેન્દ્રિય જીવ પણ
મારી નાખવા જેવો છે એવો હિંસાનો સંકલ્પ (–અભિપ્રાય) સમ્યગ્દ્રષ્ટિને ન હોય. સમ્યગ્દ્રષ્ટિને કદાચિત્ વિરોધિની,
ઉદ્યોગિની કે આરંભી હિંસાના પરિણામ હોય, પરંતુ તે પણ કરવાનો અભિપ્રાય તો તેમને હોતો નથી, અને હિંસાના
જે પરિણામ થાય તેને તેઓ પાપ સમજે છે. ‘ચોથા ગુણસ્થાને તો વિરોધિની વગેરે હિંસાનો સદ્ભાવ કહ્યો છે માટે
આપણને જે જીવો પ્રતિકૂળ હોય તેને મારવા તે આપણી ફરજ છે અને તેમાં પાપ નથી.”–એમ જે માને તે તો
મિથ્યાત્વ સહિતના તીવ્ર પાપપરિણામવાળો છે અથવા તો તે હિંસાધર્મી (હિંસામાં ધર્મ માનનારો) છે.
વળી ‘અમુક જીવ રોગાદિ પીડાથી અત્યંત દુઃખી થઈ રહ્યો છે માટે તેને મારી નાખો, તેથી તે દુઃખમુક્ત થઈ
જાય’–એવા અભિપ્રાયથી કોઈ જીવને મારવાનો ભાવ તે પણ મહા સંકલ્પી હિંસા છે; અહીંથી મરી જાય એટલે જીવ
દુઃખમુક્ત થઈ જાય છે–એમ માને તેણે પુનર્જન્મ માન્યો નથી એટલે તે નાસ્તિક છે. માંસ વગેરેનો આહાર કે
પંચેન્દ્રિય જીવોની હિંસાના પરિણામ સમ્યગ્દ્રષ્ટિને તો ન હોય, પરંતુ આર્ય માણસને પણ ન હોય.
(૧૦પ) જો આ મનુષ્ય જીવનમાં સત્દેવ–ગુરુ–શાસ્ત્રનો અને આત્મસ્વભાવનો નિર્ણય જીવ ન કરે તો
અનંત સંસારમાં કોઈ આધારભૂત નથી. ભગવાનને ‘તરણતારણહાર’ કહેવાય, પણ ખરેખર ભગવાન કોઈને
તારતા નથી. ભગવાન કોઈના થયા નથી, ભગવાને અન્યનું કાંઈ કર્યું નથી, પણ જે જીવ પોતે સ્વભાવને સમજીને
તરવાનો ઉપાય કરે છે તે વિનયથી ભગવાનમાં ઉપચાર કરીને તેમને ‘તરણતારણહાર’ કહે છે. જેમ ખાલી બારદાન
હોય, તેમાં જો સાકર ભરો તો તેને ‘સાકરનો કોથળો’ કહેવાય અને જો કડવું કરિયાતું ભરો તો ‘કડવા કરિયાતાનો
કોથળો’ કહેવાય; જેવો માલ ભરે તેવો કોથળો કહેવાય, પણ ખરેખર તો કોથળો સાકરનો પણ નથી અને કડવા
કરિયાતાનો પણ નથી, કોથળો તો શણનો છે; તેમ દેવ–ગુરુ–શાસ્ત્ર તો બારદાન સમાન છે. જેવો માલ પોતે ભરે
તેવો તેમનામાં આરોપ કરાય. જો પોતે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પ્રગટ કરે તો તેમને ‘તરણતારણહાર’ ઇત્યાદિ
ઉપચારથી કહેવાય અને જો રાગ કરે તો રાગના નિમિત્ત કહેવાય છે.
(૧૦૬) સ્વભાવની પ્રતીતિને લીધે સમ્યગ્દ્રષ્ટિને ઉજ્જવળ–પરિણામરૂપી પાણીનો પ્રવાહ ચાલે છે. તેથી
ઉદયગત કર્મને ભોગવવા છતાં તેઓ કર્મથી લેપાતા નથી. ‘ઉદયગત કર્મને ભોગવે છે’ એ ભાષા માત્ર અજ્ઞાનીને
સમજાવવા માટે છે; ખરેખર જ્ઞાનીઓ પરને ભોગવવાનું માનતા જ નથી, અને રાગ થાય તેની પણ તેમને રુચિ
નથી, એટલે નિશ્ચયથી તો તેઓ રાગના ભોક્તા પણ નથી. સમ્યગ્દ્રષ્ટિ જીવો રાગાદિ વિકારને વિષ્ટા સમાન જાણીને
છોડવા માગે છે. જેમ કોઈને પેટમાં આંતરની ગતિ ઉલટી થઈ જાય અને મોઢેથી ઉલટી દ્વારા વિષ્ટા નીકળે તો કોઈ
માણસ તેની રુચિ કરતો નથી તેમ જ તેના સ્વાદનો ભોક્તા પોતાને માનતો નથી પણ તે ઝટ કાઢી નાંખવા માગે છે.
તેમ સમ્યગ્દ્રષ્ટિને પુરુષાર્થની મંદતાથી જે રાગાદિ વિકાર થાય છે તેને તે વિષ્ટા સમાન જાણે છે, ચારિત્રનું ઊલટું
પરિણમન થઈને તેની ઉત્પત્તિ થઈ છે, જ્ઞાની તે વિકારના સ્વાદને પોતાનો માનતો નથી, તેની રુચિ નથી; અનાકુળ
સ્વભાવના સ્વાદ પાસે તે વિકારનો સ્વાદ વિષ્ટા સમાન જાણે છે. ચારિત્રસ્વભાવની સવળી ગતિથી તે ભાવ ઉત્પન્ન
થયો નથી પણ ઊંધી ગતિએ તેની ઉત્પત્તિ થઈ છે.
(૧૦૭) આત્માની શ્રદ્ધા થયા પછી વિકાર થાય તો વાંધો નહિ–એમ જો કોઈ માને તો તેને વિકારની હોંશ
છે પણ સ્વભાવની ભાવના નથી, તે મિથ્યાદ્રષ્ટિ છે. સમ્યગ્દ્રષ્ટિને તો વિકાર થાય તેનો ખેદ હોય છે અને તે ટાળવાની
ભાવના હોય છે. જ્ઞાનીઓને કોઈ પણ પ્રકારના રાગ પ્રત્યે રુચિ ઉપજતી નથી માટે તેમનો રાગ નિર્જરા ખાતે જ છે
અને તેમને કર્મ લાગતું નથી.
(૧૦૮) છઠ્ઠી ગાથામાં કહ્યું હતું કે ‘જે જીવ સમ્યગ્દર્શન–જ્ઞાન વગેરેથી ગુણોથી વર્દ્ધમાન છે અને
કલિકલુષપાપથી રહિત છે તે શીઘ્ર કેવળજ્ઞાની થાય છે.’ કલિકલુષપાપ એટલે આ પંચમકાળમાં કુદેવ–કુગુરુ–
કુશાસ્ત્રની માન્યતારૂપ પાપ; તેનું વર્ણન પહેલાં આવી ગયું છે. આ કાળમાં કુદેવ–કુગુરુ–કુશાસ્ત્રની માન્યતા બહુ વધી
પડી છે, તેને અહીં ‘કલિકલુષપાપ’ કહ્યું છે.
(૧૦૯) જેને પરિગ્રહના પોટલાનો પાર નથી એવા જીવોને મુનિ માને, અને તેને મુનિ માનીને નમસ્કાર
કરે તો તેમાં જીવને મહા મિથ્યાત્વપાપનું પોષણ છે;

PDF/HTML Page 17 of 21
single page version

background image
ઃ ૧૧૬ઃ આત્મધર્મઃ ૪૨
તેવા જીવને કલિયુગના કલુષપાપની વાસના છૂટી નથી. મુનિપદ તો નિષ્પરિગ્રહ–નિર્ગ્રંથ છે. સાચું મુનિપદ પોતે
પ્રગટ ન કરી શકે તો તેથી કાંઈ સમ્યગ્દર્શનમાં દોષ નથી, પરંતુ જો મુનિપણાનું સ્વરૂપ જ અન્યથા માને તો તે
સમ્યગ્દર્શન–ભ્રષ્ટ છે.
(૧૧૦) વાડા અને કુપંથમાં જીવો ગળા સુધી ખૂંચી ગયા છે. કુગુરુઓના સેવનને છોડયા વગર તેમાંથી
જીવ છૂટી શકતો નથી અને આત્મકલ્યાણના સાચા માર્ગમાં લાગી શકતો નથી. શ્રીમદ્ રાજચંદ્રજીએ તો સ્પષ્ટ કહ્યું છે
કે–“કુગુરુઓએ લોકને અવળો માર્ગ બતાવી ભૂલાવ્યા છે; મનુષ્યપણું લૂંટી લીધું છે એટલે જીવ માર્ગમાં કેમ
આવે?” જગતના જીવોને મિથ્યાત્વપાપથી છોડાવવા માટે ભગવાન શ્રીકુંદકુંદાચાર્યદેવે કરુણા કરીને આ
દર્શનપાહુડમાં બેધડકપણે સત્યને જાહેર કર્યું છે, માટે સત્–અસત્નો નિર્ણય કરીને સત્યનો હકાર લાવો.
(૧૧૧) આજે (–વૈશાખ વદ ૬) સમવસરણની પ્રતિષ્ઠાનો માંગલિક દિવસ છે; સમવસરણમાં શ્રી જિનેન્દ્ર–
પ્રભુનો દિવ્યધ્વનિ છૂટે છે તેમાં જે વસ્તુસ્વરૂપ જાહેર થાય છે, તે જ વસ્તુસ્વરૂપ શ્રીકુંદકુંદાચાર્યદેવે કહ્યું છે; એ સિવાય
સત્યમાર્ગનું બીજું સ્વરૂપ કદાપિ છે જ નહિ.
(૧૧૨) ગરીબ માણસ હોય અને પોતાના સગાંને ત્યાં છાશ લેવા જાય, તો ત્યાં દોણકી સંતાડીને ઊભો ન
રહે, છાશ લેવા જાય અને દોણી સંતાડે તે ચાલે નહિ, તેમ જે જીવોએ આત્મકલ્યાણ પ્રાપ્ત કરવું હોય તેઓએ
દેવગુરુ–શાસ્ત્રની માન્યતા સંતાડાય નહિ અર્થાત્ તેમાં ગોટા કે અનિર્ણય ન ચાલે, પણ સત્દેવ–ગુરુ–શાસ્ત્રનો
નિર્ણય કરીને અસત્ દેવ–ગુરુ–શાસ્ત્રને પ્રગટપણે છોડી દેવા જોઈએ.
(૧૧૩) પ્રશ્નઃ–ધર્મના નામે કુદેવ–કુગુરુને ન માને પરંતુ લૌકિક ખાતર માને તો કોઈ દોષ છે?
ઉત્તરઃ–જો કુદેવ–કુગુરુને ધર્મના નામે ન માને તો પછી લૌકિક શું પ્રયોજન છે? શું એની પાસેથી પૈસા કે
પુત્રાદિની આશાથી તેને માનો છો?–તો એ પણ ગૃહીત મિથ્યાત્વ જ છે. લૌકિક ખાતર રાજા વગેરેને માનવાનું બને
તો તેથી મિથ્યાત્વ દોષ નથી. પણ નિર્ગ્રંથ મુનિ સિવાય બીજાનો સાચા સાધુ તરીકે આદર થઈ શકે નહિ. જો પરિગ્રહ
સહિતને મુનિ માને તો મિથ્યાત્વ દોષ છે. કોઈ પણ હેતુથી કુદેવ–કુગુરુને માને તો તેમાં મિથ્યાત્વ જ છે. સત્ધર્મના
માર્ગમાં સમ્યગ્દ્રષ્ટિઓ સિવાય અન્ય કોઈને પણ વંદન થઈ શકે નહિ. આમાં કોઈ વ્યક્તિ પ્રત્યે વિરોધ નથી, સામો
જીવ અજ્ઞાની હોય તો તેના ભાવનું નુકશાન તેને છે, એના ભાવ સાથે બીજા જીવને સંબંધ નથી. આ તો સત્યનો
પક્ષ છે. પોતાના જ્ઞાનમાં સત્યનો નિર્ણય અવશ્ય કરવો જોઈએ.
(૧૧૪) કોઈને વ્યાપાર વગેરે પ્રસંગોમાં માંસાહારી માણસ સાથે મિત્રતા થઈ હોય અને કોઈ પ્રસંગે
મુસલમાન તેને માંસની કઢી ખાવાનો આગ્રહ કરે; તો શું આર્યમાણસ, સંબંધ જાળવવા ખાતર પણ માંસ ખાશે? ત્યાં
તો પોતાની યોગ્યતાનો વિચાર કરીને ચોકખી ના પાડે છે, પણ સંબંધ રાખવા માટે ય થોડું માંસ ખાતો નથી. ત્યાં
સમજે છે કે માંસાહારી મનુષ્ય સાથે ખાવા–પીવાનો સંબંધ મારે ન હોય. તેમ જે જીવને ધર્મ કરવો છે તેણે
મિથ્યાત્વની પુષ્ટિ કરનારા તત્ત્વોને ઓળખીને તેની સાથેનો સંબંધ છોડી દેવો જોઈએ. મિથ્યાત્વનું પાપ માંસભક્ષણ
સમાન જ છે.
વળી કોઈ માંસાહારી રાજા સાથે સંબંધ થયો હોય અને કોઈ પ્રસંગે રાજા માંસસહિત આહાર માટેનું
આમંત્રણ કરે; તો તેવા પ્રસંગે આર્ય માણસ રૂા. પ૦૦૦) દંડ ભરવા પડે તો ભરે પરંતુ માંસ ન ખાય. રૂપિયા જાય કે
પ્રાણ જાય આર્ય માણસને માંસનો આદર કરવાની વૃત્તિ જ થાય નહિ. તેમ સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા જીવો ગમે તેમ થાય
તો પણ આત્માની શ્રદ્ધારહિત જીવોને નમસ્કાર કરે નહિ.
(૧૧પ) ભાઈ, પહેલાં આત્માની ઓળખાણ કરો. આત્મસ્વભાવની ઓળખાણ થતાં, સત્ નિમિત્તો કેવાં
હોય તે પણ જણાયા વગર રહેશે નહિ. આ તો નિસ્પૃહ જૈન દર્શન છે, તેનો કોઈ સંબંધી નથી અને તેનો કોઈ દુશ્મન
નથી. પોતાના જ્ઞાનમાં સત્યભાવ તે જ મિત્ર છે અને જ્ઞાનમાં મિથ્યાત્વ તે જ શત્રુ છે. એક આત્માની નિંદા કરવા
કોઈ પર આત્મા સમર્થ નથી. કોણ કોની નિંદા કરે! બધાયના ભાવ પોતપોતાની પર્યાયમાં જ કાર્ય કરે છે. જગતમાં
કોઈ કોઈનો વેરી નથી–વિરોધી નથી, મિત્ર નથી–સંબંધી નથી. પણ પોતાના આત્મા માટે જ્ઞાનને સમ્યક્ કરવા
માટેની આ વાત છે, પરને માટે વાત નથી, સમ્યગ્દ્રષ્ટિઓ સ્વપ્ને પણ પરને વેરી કે મિત્ર માનતા નથી. પરંતુ તેથી
કરીને એમ ન સમ–

PDF/HTML Page 18 of 21
single page version

background image
ચૈત્રઃ૨૪૭૩ઃ ૧૧૭ઃ
જવું કે તેઓ સત્ય અને અસત્યને સમાન ગણે છે. તેઓ સત્ય અસત્યનો બરાબર વિવેક કરીને અસત્યનો આદર
જરા પણ કરતા નથી. તેથી–
(૧૧૬) અહીં એ સમ્યગ્દર્શનનું માહાત્મ્ય જણાવ્યું છે કે જેના આત્મામાં શુદ્ધાત્માની શ્રદ્ધારૂપી સમ્યકત્વ જળ
પ્રવાહ નિરંતર વહે છે અને તેને અતિચાર લગાવતો નથી–કુદેવાદિને માનતો નથી, તેને સમ્યગ્દર્શનને લીધે નવાં કર્મો
બંધાતા નથી અને જુનાં કર્મો પણ ટળી જાય છે.
અષ્ટપ્રાભૃતમાં પહેલાં દર્શનપ્રાભૃતની સાતમી ગાથા પૂરી થઈ. (क्रमशઃ)
* * * *
श्री सर्वज्ञाय नमः।। ।। श्री वीतरागाय नमः
ભૈયા ભગવતીદાસજી કૃત
ઉપાદાન–નિમિત્ત સંવાદ
લેખાંક પાંચમો
(આ ઉપાદાન–નિમિત્ત સંવાદના ૪૭ દોહાનું વ્યાખ્યાન વીર સં. ૨૪૭૧ના પર્યુષણ દરમિયાન વંચાઈ
ગયેલ છે તેમાંથી ૩૭ દોહા સુધીનું વ્યાખ્યાન અંક ૪૦માં આવી ગયેલ છે. અહીં ત્યારપછી આગળના
દોહાઓનું વ્યાખ્યાન આપવામાં આવે છે.)
* * * *
સમ્યગ્દર્શન સુધી તો વાત આવી છે કે–સમ્યગ્દર્શનથી જ જીવને સુખ થાય છે અને સાચા નિમિત્તો હોવા
છતાં સમ્યગ્દર્શન ન હોવાને લીધે જ જીવને દુઃખ છે. સમ્યગ્દર્શનની વાત સ્વીકાર્યા પછી હવે સમ્યક્ચારિત્ર સંબંધી
નિમિત્ત તરફની દલીલ મૂકે છે–
સમ્યક્દર્શ ભયે કહા ત્વરિત મુક્તિમેં જાહિં?
આગે ધ્યાન નિમિત્ત હૈ, તે શિવકો પહુંચાહિ. ૩૮.
અર્થઃ– સમ્યગ્દર્શન થવાથી શું તરત જ જીવ મુક્તિમાં જાય છે? (ના.) આગળ પણ ધ્યાન નિમિત્ત છે, તે
શીવપદમાં (મોક્ષ) પહોંચાડે છે–આમ નિમિત્તની દલીલ છે.
નિમિત્ત કહે છે કે સમ્યગ્દર્શનથી જ જીવને સુખનો ઉપાય પ્રગટે છે એ વાત સાચી; સમ્યગ્દર્શનથી મુક્તિનો
ઉપાય થાય પણ નિમિત્તના લક્ષે રાગાદિ ભાવથી મોક્ષનો ઉપાય ન થાય. આ રીતે, પંચમહાવ્રતની ક્રિયામાં ધર્મ થાય,
દેવ–ગુરુ–શાસ્ત્ર કે પુણ્યથી લાભ થાય, તીર્થંકર ગોત્રનો ભાવ સારો–એવા પ્રકારની ઊંધી માન્યતાની દલીલ તો હવે
નિમિત્તે છોડી દીધી છે પણ ઉપરની દશામાં નિમિત્તનો આધાર છે એવી દલીલ કરે છે.
સમ્યગ્દર્શન પછી પણ નિમિત્તનું જોર છે. એકલા સમ્યગ્દર્શનથી મુક્તિ થઈ જતી નથી, સમ્યગ્દર્શન પછી પણ
ધ્યાન કરવું પડે છે; એ ધ્યાનમાં ભેદનો વિકલ્પ ઊઠે છે–રાગ થાય છે, માટે તે પણ નિમિત્ત આવ્યું કે નહિ?
આત્માની સાચી ઓળખાણ પછી સ્થિરતા થતાં ભલે મહાવ્રતાદિના વિકલ્પને છોડી દો, પરંતુ વસ્તુને ધ્યાનમાં ધારવી
તો પડશેને? વસ્તુમાં સ્થિરતા કરવા જતાં રાગમિશ્રિત વિચાર આવ્યા વગર રહેશે જ નહિ. માટે રાગ પણ
નિમિત્તરૂપે આવ્યો કે નહિ? જુઓ નિમિત્ત ક્યાં સુધી પહોંચ્યું? ઠેઠ સુધી નિમિત્તની જરૂર પડી છે–એથી નિમિત્તનું જ
જોર છે–આ નિમિત્તની છેલ્લી દલીલ છે.
નિમિત્તે જે દલીલ કરી તે ભેદના પક્ષની દલીલ છે. સમ્યગ્દર્શન પછી સ્થિરતા કરતાં વચ્ચે ભેદનો વિકલ્પ
આવ્યા વગર રહેતો નથી, વચ્ચે વિકલ્પરૂપ વ્યવહાર આવે છે એ વાત ખરી છે, પરંતુ તે વિકલ્પ મોક્ષમાર્ગમાં કિંચિત્
મદદગાર નથી; નિમિત્તદ્રષ્ટિવાળો તો તે વિકલ્પને જ મોક્ષમાર્ગ સમજી લે છે એ જ દ્રષ્ટિની ભૂલ છે.
આત્માના સ્વભાવની દ્રષ્ટિવંત જીવ અભેદના પક્ષથી સમજે છે એટલે જે ભેદ પડે અને રાગ થાય તેને તે જાણે
છે પણ મોક્ષમાર્ગમાં મદદગારપણે તેને સ્વીકારતા નથી. અને નિમિત્તની પક્કડવાળો અજ્ઞાની ભેદના પક્ષથી વાત કરે છે,
તેને અભેદસ્વભાવનું ભાન નથી એટલે તે એમ માને છે કે ધ્યાન કરતાં વચ્ચે ભેદ ભંગનો વિકલ્પ આવ્યા વગર રહેતો
નથી માટે તે વિકલ્પ જ ધ્યાનમાં મદદગાર છે. આ રીતે જ્ઞાની અને અજ્ઞાનીની દ્રષ્ટિમાં જ અંતર છે.
એક ગુણને લક્ષમાં લઈને વિચાર કર્યા વગર ધ્યાન થશે નહિ અને એક ગુણને લક્ષમાં લઈને વિચાર કરવો
તે તો ભેદ–ભંગ છે એ ભેદ ભંગ વચ્ચે આવે જ છે–માટે તે ભેદના રાગની મદદથી જ મોક્ષ થાય છે– એમ નિમિત્તની
દલીલ છે. આ દલીલમાં હવે પરની કાંઈ લપસપ રાખી નથી, હવે તો અંદરમાં જે વિકલ્પરૂપ

PDF/HTML Page 19 of 21
single page version

background image
ઃ ૧૧૮ઃ આત્મધર્મઃ ૪૨
વ્યવહાર વચ્ચે આવે છે તે વ્યવહારને મોક્ષમાર્ગ તરીકે જે અજ્ઞાની માને છે તેની આ દલીલ છે. –૩૮–
હવે ઉપાદાન તેની (–નિમિત્તની) દલીલનું ખંડન કરે છે–
છોર ધ્યાનકી ધારણા મોર યોગકી રિતિ;
તોર કર્મકે જાલકો જોર લઈ શિવપ્રીતિ. ૩૯.
અર્થઃ–ઉપાદાન કહે છે કે ધ્યાનની ધારણાને છોડીને, યોગની રીતને સમેટીને, કર્મની જાળને તોડીને, જીવ
પોતાના પુરુષાર્થ વડે શિવપદની પ્રાપ્તિ કરે છે.
અરે નિમિત્ત! ભેદનો વિકલ્પ ઊઠે તેને તું મોક્ષનું કારણ કહે છે પરંતુ તે તો બંધનું કારણ છે, જ્યારે તે
વિકલ્પને જીવ છોડે છે ત્યારે જ મોક્ષ થાય છે. સમ્યગ્દર્શન પછી ધ્યાનનો વિકલ્પ આવે છે પરંતુ તે છોડીને મુક્તિ
થાય છે, તે વિકલ્પ રાખીને કદી મુક્તિ થઈ શકતી નથી. ધ્યાનની ધારણા છોડીને એટલે કે ‘સ્વભાવમાં ઠરું’ એનો
વિકલ્પ ઊઠે તે વિકલ્પ છોડીને અભેદસ્વરૂપમાં ઠરતાં કેવળજ્ઞાન અને મોક્ષ થાય છે; માટે એકલા ઉપાદાનના જોરથી
જ કાર્ય થાય છે, પરંતુ નિમિત્તથી કાર્ય થતું નથી. અહીં ઉપાદાન તે નિશ્ચય અને નિમિત્ત તે વ્યવહાર એ રીતે લીધું છે.
સ્વભાવમાં એકાગ્રતારૂપ અભેદ પરિણતિ તે નિશ્ચય છે, તે જ ઉપાદાન છે, તે જ મોક્ષનું કારણ છે અને ભેદરૂપ
વિકલ્પ ઊઠે તે વ્યવહાર છે, તે નિમિત્ત છે, તે મોક્ષનું કારણ નથી. ધ્યાનની ધારણા છોડવાથી કેવળજ્ઞાન થાય છે, તેમ
જ કેવળજ્ઞાન થયા પછી પણ મન, વચન, કાયાના યોગનું કંપન હોય છે તે પણ મોક્ષનું કારણ નથી, તે યોગની
ક્રિયાને મચકોડીને–મરડીને મોક્ષ થાય છે.
મન, વચન, કાયા તરફના વિકલ્પને તોડી–મરડીને અને કર્મ તરફના વલણને તોડીને, સ્વરૂપની અંદર
પુરુષાર્થ કરી રાગથી છૂટીને અભેદસ્વરૂપમાં ઠરતાં કેવળજ્ઞાન અને છેવટે મુક્તિ થાય છે.
ઉપાદાને સ્વભાવ તરફથી દલીલ કરીને નિમિત્તની પરાધીનપણાની દલીલ તોડી નાખી.
આ રીતે ૩૯ દોહા સુધી ઉપાદાન નિમિત્તે સામ સામી દલીલો કરી, તે બંનેની દલીલોને બરાબર જાણીને
સમ્યગ્જ્ઞાનરૂપી ન્યાયાધીશ ચૂકાદો આપે છે કે–ઉપાદાન આત્મા તરફથી સ્વાશ્રિત વાત કરનાર છે અને નિમિત્ત
આત્માને પરાશ્રિત બતાવે છે. તેમાં આત્માને અને દરેક વસ્તુઓને સ્વાધીન બતાવનાર ઉપાદાનની વાત તદ્ન સાચી
જ છે અને આત્માને તથા દરેક વસ્તુઓને પરાધીન બતાવનાર નિમિત્તની વાત તદ્ન ખોટી છે, માટે નિમિત્તનો
પરાજય થાય છે.
નિમિત્તપક્ષવાળા તરફથી છેવટની અપીલ કરવામાં આવે છે કે–નિમિત્તની વાત ખોટી કેમ! અને નિમિત્તનો
પરાજય કેમ! જુઓ, અમે બધા અહીં સત્સમાગમે આવ્યા તેથી અમને સારા ભાવ થયા અને જો ઘરે હોઈએ તો
આવા સારા ભાવ ન થાય. સારૂં નિમિત્ત મળ્‌યું તેથી સારા ભાવ થયા, માટે નિમિત્તનું કંઈક બળ રાખો!
ઉપાદાન તે અપીલનું ખંડન કરે છે કે–ભાઈ રે, પોતાના ફેરવવાથી પોતાના ભાવ ફર્યા છે પરંતુ નિમિત્તને
લીધે કોઈના ભાવ ફર્યા નથી. ઉપાદાનના કામમાં નિમિત્તનું કાંઈ જ–અંશમાત્ર પણ બળ નથી. ઉપાદાનના કામમાં
તો નિમિત્તની નાસ્તિ છે. ઉપાદાનની બહાર જ તે લોટે છે, પરંતુ ઉપાદાનમાં તે પ્રવેશતું નથી તેમ જ દૂરથી પણ તે
કાંઈ જ અસર, મદદ કે પ્રેરણા આપતું નથી. કોઈ એમ કહે કે “નિમિત્ત ઉપાદાનને કાંઈ કરતું નથી પરંતુ જેવું નિમિત્ત
આવે તેને અનુસાર ઉપાદાન સ્વયં પરિણમે છે”–તો એ વાત પણ તદ્ન મિથ્યા અને વસ્તુને પરાધીન બતાવનારી
છે. નિમિત્ત હોય તે અનુસાર ઉપાદાન પરિણમતું નથી–પરંતુ ઉપાદાન પોતે પોતાની તાકાતથી સ્વાધીનપણે જ
પરિણમે છે.
સત્સમાગમના નિમિત્તનો સંયોગ થયો માટે તમારા ભાવ સુધાર્યા–એમ નથી. સત્સમાગમનું નિમિત્ત હોવા
છતાં કોઈ જીવને પોતાના ભાવમાં સાચી વાત ન બેસે અને ઊલ્ટો સત્નો વિરોધ કરીને દુર્ગતિ જાય– કેમકે
ઉપાદાનના ભાવ સ્વતંત્ર છે.
સત્ નિમિત્તનો સંગ હોવા છતાં ઉપાદાન પોતે સ્વયં જાગૃતિ ન કરે તો સાચું સમજાય નહિ અને જે સાચું
સમજે છે તે સૌ પોતાના ઉપાદાનની જાગૃતિ કરીને જ સમજે છે. શ્રી ભગવાનના સમવસરણમાં કરોડો જીવો વાણી
સાંભળતા હોય, ત્યાં વાણી તો બધાને માટે સરખી જ છે છતાં જે જીવો પોતાના ઉપાદાનની જાગૃતિ કરી જેટલું
સમજ્યા તે જીવોને તેટલું નિમિત્ત કહેવાણું; કોઈ બાર અંગનું જ્ઞાન કરે તો તેને બાર અંગ માટે ભગવાનની વાણીનું
નિમિત્ત કહેવાય, કોઈ જરાય ન સમજે તો તેના માટે જરાય નિમિત્ત ન કહેવાય, કોઈ ઊંધુંં સમજે તો તેની ઊંધી
સમજણમાં નિમિત્ત કહેવાય.

PDF/HTML Page 20 of 21
single page version

background image
ચૈત્રઃ૨૪૭૩ઃ ૧૧૯ઃ
આથી સિદ્ધ થાય છે કે ઉપાદાન સ્વાધીનપણે જ કાર્ય કરે છે, નિમિત્ત તો માત્ર આરોપ રૂપ જ છે. શ્રીભગવાન પાસે
અને સાચા ગુરુ પાસે અનંતવાર ગયો પણ ભડનો દીકરો પોતે જાગૃત થઈને પોતની ભૂલ કાઢે ત્યારે સાચું સમજેને?
કાંઈ દેવ કે ગુરુ તેના આત્મામાં પ્રવેશી જઈને તેની ભૂલને બહાર કાઢે? જેમ સિદ્ધ ભગવાનનું જ્ઞાન લોકાલોકને
પરિણમનમાં નિમિત્ત છે, પરંતુ શું સિદ્ધ ભગવાન લોકાલોકના કોઈ પદાર્થને પરિણમાવે છે? કે તેની કાંઈ અસર
પરદ્રવ્યો ઉપર થાય છે? તેમ કાંઈ થતું નથી; સિદ્ધ ભગવાનના જ્ઞાનની જેમ, સર્વત્ર સમજી લેવું કે નિમિત્ત માત્ર
હાજરરૂપ છે, તે કોઈને પરિણમાવતું નથી કે તેની અસર ઉપાદાન ઉપર જરાપણ થતી નથી. માટે ઉપાદાનનો જ
વિજય છે. દરેક જીવ પોતપોતાના એકલા સ્વભાવના અવલંબને જ ધર્મ પામે છે, કોઈપણ જીવ પરના અવલંબને
ધર્મ પામતો નથી. –૩૯–
(ચાલુ...)
* * * *
શ્રી સમયસારજી ગાથા એકના પ્રવચનના આધારે કેટલાક પ્રશ્નોત્તર
(પહેલાના ૮૦ પ્રશ્નોત્તર માટે જુઓ અંક ૩પ, ૩૯ તથા ૪૦)
૮૧–પ્ર.–સિદ્ધ થવાનો ઉપાય ક્યારે પ્રગટે?
ઉ.–જ્યારે આત્મા અને સિદ્ધમાં સરખાપણું સ્વીકારે ત્યારે. જ્યાં સુધી સિદ્ધમાં અને આત્મામાં કાંઈ ફેર માને
ત્યાંસુધી સિદ્ધ થવાનો ઉપાય પ્રગટે નહિ. સમ્યગ્દર્શનથી જ તે ઉપાયની શરૂઆત થાય છે.
૮૨–પ્ર.–સિદ્ધ પ્રભુ શું કરે અને સંસારી જીવો શું કરે?
ઉ.–સિદ્ધ પ્રભુ સંપૂર્ણ જ્ઞાનવડે પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે, તેઓને રાગાદિ નથી તથા પરદ્રવ્યનું કાંઈ
કરતા નથી, તેઓ જ્ઞાન કરે છે, અને સંપૂર્ણ સુખ વેદે છે; સંસારી અપૂર્ણ જીવો પરદ્રવ્યનું તો કાંઈ કરતા નથી, ફક્ત
જ્ઞાન કરે છે અને સાથે રાગ કરીને તે રાગને વેદે છે. અજ્ઞાની જીવો રાગ અને જ્ઞાનને એકમેકપણે અનુભવે છે તેમજ
પર દ્રવ્યનું હું કરૂં એમ તે મિથ્યા માને છે, જ્ઞાની જીવને રાગ હોવા છતાં તેઓ રાગ અને જ્ઞાનને ભિન્નપણે જાણતા
હોવાથી જ્ઞાન સ્વભાવને જ પોતાપણે અનુભવે છે, રાગને પોતાનું સ્વરૂપ માનતા નથી અને પરનું હું કરું એમ માનતા
નથી. દરેક જીવ પોતાના ભાવને કરે છે અને પોતાના ભાવને તે જ વખતે વેદે છે.
૮૩. પ્ર.–જીવની મોટપ (શોભા) શેમાં છે.
ઉ.–જગતને આત્માની પવિત્રતાની ઓળખાણ નથી અને જડના સંયોગથી માપ કરે છે, તેની દ્રષ્ટિમાં તો
પુણ્યવંત માણસ મોટો લાગે છે, પણ ખરેખર તે મોટો નથી. શું આત્માની મોટપ જડના સંયોગથી હોય? આત્માને
પર સંયોગથી મોટપ કે હીણપ નથી પણ પોતાના જ ભાવથી મોટપ કે હીણપ છે. જેઓએ પોતાના આત્માને
સમ્યગ્દર્શનાદિ પવિત્ર ભાવોવડે શોભિત કર્યા તે જ જીવ ત્રણ જગતમાં મોટા છે, અને મિથ્યાદર્શનાદિ ભાવો વડે
પોતાના આત્માને મલિન કર્યા તે જ જીવ હીણપવાળા છે. સમ્યગ્દ્રષ્ટિ જીવનો મહિમા અપાર છે મિથ્યાદ્રષ્ટિ જીવ
પુણ્યને કારણે કદાચ સંસારમાં મોટો કહેવાય તોપણ તે ખરી મોટપ નથી. પુણ્ય તે વિકાર છે–દોષ છે, તેના વડે જીવને
ખરેખર શોભા નથી, પણ સમ્યગ્દર્શનાદિ ગુણો વડે જ જીવની શોભા છે. સંસારની મોટપ પુણ્યના આધારે છે, ધર્મમાં
મોટપ ગુણના આધારે છે.
૮૪.–પ્ર.–આ આત્માની અને સિદ્ધના આત્માની શક્તિમાં અલ્પ અંતર માને તો શું વાંધો?
ઉ.–આ આત્માની અને સિદ્ધના આત્માની શક્તિમાં જરા પણ અંતર નથી. જો આત્માને સિદ્ધ સમાન
પરિપૂર્ણ શક્તિવાળો ન માને અને કાંઈ અંતર માને તો તેણે પોતાના આત્માને અપૂર્ણ માન્યો, અપૂર્ણતા હોય ત્યાં
વિકાર પણ હોય એટલે તેણે પોતાના આત્માને વિકારીસ્વભાવવાળો માન્યો. જે પોતાના આત્માને વિકાર
સ્વભાવવાળો માને તે વિકારનો આદર કરે એટલે તે મિથ્યાદ્રષ્ટિ જ છે. સિદ્ધને અને આ આત્માને પર્યાયમાં ફેર હોવા
છતાં ત્રિકાળી શક્તિમાં જરા પણ ફેર નથી. જો પરમાર્થે સિદ્ધભગવાનની અને આ આત્માની શક્તિમાં કાંઈ ફેર માને
તો તે અનંત સંસારમાં રખડે. પોતાના આત્માને સિદ્ધસમાન પરિપૂર્ણ માન્યા વગર પર્યાયમાં સિદ્ધ થવાની લાયકાત
પ્રગટે નહિ.
૮પ.–પ્ર–આત્મામાં ટળે તે શું અને ન ટળે એવું શું?
ઉ.–જે આત્માનો સ્વભાવ ન હોય પણ વિભાવ હોય તે ટળી જાય, પણ જે આત્માનો સ્વભાવ હોય તે ટળે
નહિ. રાગાદિ વિકાર અને અપૂર્ણતા તે વિકાર હોવાથી ટળી જાય છે, અને સિદ્ધદશા આત્માના સ્વભાવ– ભાવરૂપ
હોવાથી તે પ્રગટયા પછી તેનો કદી નાશ થતો નથી.
(ચાલુ...)