Atmadharma magazine - Ank 043
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 25
single page version

background image
આત્મધર્મ
વર્ષ ચોથું
સળંગ અંક ૪૩
Version History
Version
NumberDateChanges
001July 2003First electronic version.

PDF/HTML Page 2 of 25
single page version

background image
।। ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છे ।।
વર્ષ ચોથુંવૈશાખ
અંક સાત
સંપાદક
રામજી માણેકચંદ દોશી
વકીલર૪૭૩
भक्ति
શ્રીમંત્ શેઠ સર હુકમીચંદજીના સુપુત્રી શ્રી ચંદ્રપ્રભાબેને ફાગણ સુદ ૩ ની રાત્રે
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર સોનગઢમાં ગાયેલું સ્તવન
यहा धरा पर आत्म रवी का उदय सदा जयवंत रहो,
ज्ञानपूंज उस आत्मज्योतिको बारबार सब नमन कहो।
धन्य धन्य तुम गुरुवर मेरे आत्म ज्योतिको जगा दिया,
कोटि जन्म के अंध ज्ञानका पल भरमें ही नाश किया।
भेद् ज्ञान जगा अन्तर में निज–पर का है भेद लिया,
मैं ही स्व हूं ये सब पर है समयसार का मनन किया।
नहि करता मैं पर वस्तु का जो नहीं मेरी अपनी चीज,
गुरु वचनामृतकी धारा से तू ज्ञान वेल अब अपनी सींच।
केवल मैं करता हूं अपना अपना ज्ञान जगाऊंगा,
नय प्रमाण की चक्की में निज का तत्त्व छूडाऊंगा।
भिन्न भिन्न जो तत्त्व कहे हैं निज कर्मों के करता है,
अपने अपने गुण के कारण ये अपने अपने भरता हैं।
ये कयों विघ्न रूप हो मूझको मैं आतम तत्त्व निराला हूं,
नित्य निरंजन ज्ञान स्वरूपी ज्ञान धर्म ऊजियाला हूं।
परका राग घटे तत्क्षण जिस क्षण यह विश्वास जगे,
नित्य सुखी होने में मूझको नहि कभी आयास लगे।
चूर चूर अभिमान गलेगा मैं त्यागी हूं त्याग किया,
प्रथक आप पर हो जायेंगे गुरु वाणी से ज्ञान लिया।
कुंदकुंद मुनिराज चरण में चंद्रप्रभा का कोटि प्रणाम,
और कानजी सद्गुरु में भी अर्पीत करती भक्तिललाम।
વાર્ષિક લવાજમ૪૩છુટક અંક
અઢી રૂપિયાશાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસિક પત્રચાર આના
* આત્મધર્મ કાર્યાલય–મોટા આંકડિયા કાઠિયાવાડ *

PDF/HTML Page 3 of 25
single page version

background image
ઃ ૧૨૨ઃ આત્મધર્મઃ ૪૩
વર્ષ ચોથુંસળંગ અંકવૈશાખઆત્મધર્મ
અંક સાત૪૩ર૪૭૩
સમયસાર પ્રતિષ્ઠા
વૈશાખ વદ ૮ એટલે શ્રી સ્વાધ્યાય મંદિર સોનગઢમાં સમયસાર પ્રતિષ્ઠા દિન
(શ્રી ખીમચંદ જેઠાલાલ શેઠ)
તાપથી જીવન કરમાઈ જાય એમ કોણ કહે છે? ઉનાળાના ધોમ તડકા પડી રહ્યા છે ત્યારે આજુબાજુનાં
વૃક્ષો ઉપર દ્રષ્ટિ કરીશું તો તે નવપલ્લવિત થયેલાં દેખાશે. સખત તાપ હોવા છતાં વૃક્ષો કરમાતાં નથી પણ વિકસિત
થાય છે, અગ્નિનો તાપ આપતાં આપતાં સુવર્ણ શુદ્ધ થતું જાય છે. એ દ્રષ્ટાંતોથી બોધપાઠ મળે છે કે સંસારમાં આધિ,
વ્યાધિ, ઉપાધિરૂપ ત્રિવિધ તાપ હોવા છતાં જે પોતાના આત્મમંદિરમાં સમયસારની પ્રતિષ્ઠા કરે છે અર્થાત્ આત્માના
શુદ્ધ સ્વરૂપને ઓળખી, તેમાં સ્થિરતા કરે છે તે પોતાના શુદ્ધ સ્વરૂપમાં વિકાસ પામે છે; તાપ તેમાં કિંચિત્ માત્ર
વિઘ્ન કરી શકતો નથી.
અહો સમયસાર! અંતરમાં તારી પ્રતિષ્ઠા કરનાર જડની–શારીરિક નિરોગતા, લક્ષ્મી, કુટુંબ, કીર્તિ ઇત્યાદિની–
પ્રતિષ્ઠા ક્યારેય પણ થવા દે નહિ; અરે! દેવ–ગુરુ–શાસ્ત્ર કે જે પર છે તેની પણ પ્રતિષ્ઠા કરે નહિ; દયા, દાન, પૂજા,
ભક્તિ કે જે શુભભાવ છે–વિકાર છે તેની પણ પ્રતિષ્ઠા કરે નહિ; જ્ઞાન દર્શનાદિ ગુણોના ઊણા પર્યાયની પ્રતિષ્ઠા પણ
કરે નહિ. આ રીતે તે સર્વ સંયોગી પદાર્થો, વિકારી શુભાશુભ ભાવો કે અપૂર્ણ નિર્મળ પર્યાયની ક્યારેય પણ પ્રતિષ્ઠા
કરે નહિ; તે માત્ર એક પરમ પારિણામિક સ્વભાવ ભાવની જ પ્રતિષ્ઠા કરે.
દરેક મુમુક્ષુ પોતાના આત્મમંદિરમાં સમયસારની આવી પ્રતિષ્ઠા માત્ર એક વૈશાખ વદ ૮ ના દિવસે જ નહિ
પણ જીવનની પ્રત્યેક ક્ષણે કરો–એ ભાવના...
* * * * *
સમ્યગ્દર્શનનો અપરંપાર મહિમા – સમયસાર પ્રવચનના આધારે
(૧) માત્ર સત્દેવ–ગુરુ–શાસ્ત્ર ઉપરના લક્ષે જ્ઞાનનો ક્ષયોપશમ જો કે વધે છે, પણ તે સમ્યગ્જ્ઞાન નથી. દેવ–
ગુરુ–શાસ્ત્ર વગેરે તો પરદ્રવ્ય છે તેના લક્ષે કષાયમંદ પાડતાં જ્ઞાનનો જે ક્ષયોપશમ થાય છે તે જ્ઞાન આત્માના
સમ્યગ્જ્ઞાનનું કારણ થાય નહિ. જ્યારે તે પર ઉપરનું લક્ષ છોડીને જ્ઞાનને સ્વસન્મુખ વાળે ત્યારે જ સમ્યગ્જ્ઞાન થાય છે.
એટલે કે સમ્યગ્જ્ઞાન સ્વસન્મુખપણે થાય છે અને પછી પણ સ્વસન્મુખ વલણ વડે સમ્યક્જ્ઞાનનો વિશેષ વિકાસ
થાય છે. પણ પર તરફના વલણ વડે સમ્યગ્જ્ઞાનનો વિકાસ થતો નથી.
(૨) જ્ઞાનનું કાર્ય સ્વ–પરને જેમ છે તેમ જાણવાનું છે. પર જીવને દુઃખ થાય છે અને પોતાને તીવ્ર કષાય
ભાવ છે, તેને જાણવાની દરકાર કર્યા વગર પરને દુઃખ દેવાના ભાવરૂપ તીવ્ર કષાય કરે તેને તીવ્ર જ્ઞાનાવરણીય બંધાય
છે. વળી ‘હું પરને સુખી કરૂં’ એમ માને છે પરંતુ પર જીવ સુખી તો તેના ભાવથી જ થાય છે–એમ યથાર્થ જ્ઞાન કરે
તો
શુભભાવ હોવા છતાં જ્ઞાનાવરણીય બંધાય છે, અને અજ્ઞાનદશા વધતી જાય છે.
(૩) જ્ઞાનનું યથાર્થ કાર્ય સ્વસન્મુખ થઈને આત્મસ્વભાવમાં એકાગ્ર થવાનું છે, તેને બદલે જેટલે અંશે જ્ઞાન
સ્વને ચૂકીને પરમાં રોકાય તેટલે અંશે જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. જ્યારે સ્વને તદ્ન ચૂકીને એકલા પર તરફ જ
જ્ઞાન એકાગ્ર થાય ત્યારે મિથ્યા જ્ઞાનદશા છે; સ્વ તરફનું જ્ઞાન હોવા છતાં જેટલે અંશે પર તરફ ઉપયોગ એકાગ્ર થાય
તેટલે અંશે જ્ઞાનનું પરિણમનહીણું છે–તે સાધકદશા છે, ત્યાં જ્ઞાન સમ્યક્ છે પણ અપૂર્ણ છે. અને જ્ઞાન જ્યારે સંપૂર્ણ
સ્વસન્મુખ થઈને સ્વભાવમાં સંપૂર્ણ એકાગ્ર થાય ત્યારે તેનું પરિણમન પરિપૂર્ણ થઈને કેવળજ્ઞાન થાય છે. એટલે
કહેવાનો આશય એ છે કે પર તરફના વલણ વડે જ્ઞાનનો વિકાસ થાય નહિ અને જ્ઞાનાવરણ કર્મનો નાશ થઈ શકે
નહિ, પણ સ્વભાવ તરફના વલણ વડે જ્ઞાનનો વિકાસ થાય અને જ્ઞાનાવરણ કર્મનો નાશ થાય છે.
(૪) જ્ઞાનનું ફળ તો સ્વસન્મુખપણે સ્વભાવની એકતા કરવી તે જ છે; તે સિવાયનું જ્ઞાન ભારરૂપ છે અથવા
તો તે સંસારનું કારણ છે. “અનંતકાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે જ્ઞાનને એક સમયમાં જાતિ અંતર કરીને
ભવનિવૃત્તિરૂપ કરનાર કલ્યાણમૂર્તિ શ્રી સમ્યગ્દર્શનને નમસ્કાર”
(શ્રીમદ્ રાજચંદ્ર) એટલે કે સમ્યગ્દર્શન વગર
૧૧ અંગ ને ૯ પૂર્વ ભણ્યો હોય તોપણ તેનું તે જ્ઞાન ભવનું કારણ છે, ‘અને સમ્યગ્દર્શન થતાં ‘માસ, તુષ
શબ્દનું
જ્ઞાન ન હોવા છતાં તેનું જ્ઞાન ભવનિવૃત્તિરૂપ છે. અહા! જુઓ, સમ્યગ્દર્શનનો અપરંપાર મહિમા!

PDF/HTML Page 4 of 25
single page version

background image
વૈશાખઃ૨૪૭૩ઃ ૧૨૩ઃ
વસ્તુ સ્વભાવ
આ જગતમાં જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ છ દ્રવ્યો છે. તે છએ
દ્રવ્યો પોતપોતાના ગુણ–પર્યાય સહિત પોતપોતાના સ્વભાવમાં છે; એક જગાએ તેઓની
સ્થિતિ છે પરંતુ કોઈ એક બીજામાં મળી જતાં નથી. એવો જ અનાદિ વ્યવહાર છે કે કોઈ
દ્રવ્ય અન્ય દ્રવ્ય સાથે મળી જતું નથી, કોઈના ગુણ અન્યના ગુણ સાથે મળી જતા નથી,
કોઈની પર્યાય અન્યની પર્યાય સાથે મળી જતી નથી. આવી ઉદાસીન વૃત્તિ છે.
જેમ એક ગુફામાં છ મુનિરાજ બહુ કાળથી રહે છે. પરંતુ કોઈ કોઈથી મોહિત નથી,
ઉદાસીનતા સહિત એક ક્ષેત્રમાં રહે છે; તેવી જ રીતે છ દ્રવ્યો એક લોક ક્ષેત્રમાં જાણવા.
(અહીં વીતરાગી–મુનિઓના દ્રષ્ટાંતથી વસ્તુનો નિરપેક્ષ સ્વભાવ સમજાવ્યો છે. જેમ એક
ગૂફામાં રહેલા છ વીતરાગી મુનિઓ પોત–પોતાના સ્વરૂપ સાધનમાં જ લીન છે, કોઈને
કોઈ ઉપર મોહ નથી, બીજા મુનિ શું કરે છે કે તેમનું શું થાય છે તેનું લક્ષ નથી. કોઈને
આહારની વૃત્તિ ઊઠે અને આહાર લેવા ચાલ્યા જાય, પણ બીજા મુનિઓ અપ્રમત્તદશામાં
લીન હોય તેમને તેનું લક્ષ પણ ન હોય. કોઈને સિંહ ફાડી ખાતા હોય પણ અન્ય મુનિઓને
તે તરફનો કાંઈ વિકલ્પ ન હોય. એ રીતે તે વીતરાગી મુનિઓ એક બીજાથી નિરપેક્ષપણે
સ્વરૂપ સાધનમાં જ લીન છે. તેમ આ લોકરૂપી ગુફામાં છએ દ્રવ્યો વીતરાગી મુનિઓની
માફક એક બીજાથી નિરપેક્ષપણે રહેલાં છે. કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યની અપેક્ષા રાખતું નથી,
બધા દ્રવ્યો પોત–પોતાના ગુણ–પર્યાયમાં જ રહેલાં છે.)
તે છ દ્રવ્યોમાં જીવ સિવાયના પાંચ તો અજીવ દ્રવ્યો છે, તે પાંચ અજીવ દ્રવ્યોના ગુણ પણ અજીવ છે અને
પર્યાયો પણ અજીવ છે. એક જીવ દ્રવ્ય ચેતન છે, તેના ગુણો અને પર્યાયો પણ ચેતનરૂપ છે. માટે હે ભવ્ય આત્મા!
આ જીવ દ્રવ્ય જ્ઞાનસ્વરૂપ દેખવા–જાણવારૂપ છે તેને તું દેખ. તે અનાદિકાળના પરદ્રવ્ય પ્રત્યેના મોહથી, પરમાં મમત્વ
ભાવ ધારીને, પોતાના સ્વભાવને ભૂલીને, પરદ્રવ્યને પોતાનું ઇષ્ટ જાણીને પરરૂપે પોતાને માની રહ્યો છે. પોતે તો
અમૂર્તિક છે તે ભૂલીને પોતાને મૂર્તિક જડભાવરૂપ માની રહ્યો છે, પરંતુ પોતે જડ થઈ ગયો નથી; પોતે પોતાના
ચેતનાના વ્યવહારને કદી છોડતો નથી.
જેમ કોઈ નટ મનુષ્ય લોભને વશીભૂત થઈને પોતાના શરીર ઉપર સિંહનું ચામડું ઓઢી સિંહનો સ્વાંગ
ધારણ કરીને આવ્યો અને અનેક પ્રકારની ચેષ્ટા, કૂદવું, ત્રાડ પાડવી વગેરે પણ કરે છે. તેને દેખીને અજાણ ભોળા
જીવો તેને સિંહ જાણીને ભયભીત થાય છે; પરંતુ તે (મનુષ્ય) સિંહ નથી. લોભને વશીભૂત થઇને તે નટે પોતાનું રૂપ
પશુનું બનાવ્યું છે અને પોતે પોતાને પશુ માનીને પશુ જેવી પ્રવૃત્તિ કરે છે, પરંતુ તે પશુ નથી, મનુષ્ય જ છે. તેમ આ
સંસારી જીવ પોતાની અનાદિ ભૂલથી જે ગતિમાં ગયો તે જ ગતિરૂપ પોતાને માનીને રહ્યો. ચારે ગતિનાં અનેક
પૌદ્ગલિક શરીર ધારણ કરીને પોતાને દેવ–નારકાદિ આકારે માન્યો. ‘હું દેવ છું, હું નારકી છું, હું પશુ છું, હું મનુષ્ય
છું, હું આ સંયોગથી સુખી છું, હું આ સંયોગથી દુઃખી છું, આ ધનધાન્ય કુટુંબી વગેરે મારાં છે, હું મોટા શરીરવાળો
છું–એ પ્રકારે પોતાને કર્મનિમિત્તથી જડ સમાન, પૌદ્ગલિક શરીરમાં રહેનાર, અચેતનની ચેષ્ટારૂપ માનવા લાગ્યો,
પરંતુ ત્યાં પણ પોતાનો ખાસ દેખવા–જાણવારૂપ ચૈતન્યભાવ તો છૂટતો નથી; પોતે તો જીવ જ છે. (દ્રષ્ટાંતમાં પશુનો
સ્વાંગ લીધો છે. જે અજ્ઞાની પોતાને જડરૂપે–પરરૂપે માને છે તે પશુ સમાન અવિવેકી છે.) જેમ તે નટ સિંહનું ચામડું
છોડીને સિંહના સ્વાંગથી દૂર થયો ત્યારે સર્વેનો ભ્રમ ટળ્‌યો, બધા તેને નર માનવા લાગ્યા, તે પણ નર જ રહ્યો અને
પહેલાં પણ નર જ હતો, માત્ર ભ્રમથી સિંહ માન્યો હતો. તેમ શરીરરૂપી ખોળિયાથી ભિન્ન જાણ્યો–માન્યો ત્યારે શુદ્ધ
આત્મા થયો. એવું જીવ અજીવનું સ્વરૂપ છે, તે હે ભવ્ય! તું નિશ્ચય કરીને જાણ.
જેવું જીવ અજીવનું સ્વરૂપ કહ્યું તેવો જ વિચાર સમ્યકત્વ થતાં સહજ જ થાય છે, પર વસ્તુઓથી મમત્વ
છૂટી, ભ્રમ ટળી શુદ્ધ શ્રદ્ધાન થાય છે. જે અમૂર્તિક

PDF/HTML Page 5 of 25
single page version

background image
ઃ ૧૨૪ઃ આત્મધર્મઃ ૪૩
શુદ્ધાત્મા સિદ્ધ ભગવાન તેનું સ્વરૂપ સમ્યગ્દ્રષ્ટિ પોતાના અનુભવમાં એવું વિચારે છે. ચૌદમા ગુણસ્થાને પૌદ્ગલિક
શરીરના સંયોગમાં રહેલા આત્મા તે શરીરને છોડીને પોતાની શુદ્ધ પરિણતિ વડે શરીરાકાર પોતે ચેતનરૂપ સિદ્ધ દેવ
થઈને રહે છે. તેમ સમ્યગ્દ્રષ્ટિ પણ પોતાના સ્વભાવને એમ વિચારે છે કે દિવ્યદ્રષ્ટિથી (અંતર સ્વભાવ દ્રષ્ટિથી)
નિશ્ચય કરીને જોતાં હું પણ મારા ચૈતન્યભાવ વડે આ પૌદ્ગલિક શરીરથી ભિન્ન છું. એમ ભિન્નપણું વિચારે છે કે
વર્તમાનમાં જે આ શરીર સાથે એક ક્ષેત્રે રહેલો છું, તેમાં જે દેખવા– જાણવાનો ગુણ છે તે તો મારો છે, આ શરીર તો
જડ છે. આયુ પૂર્ણ થતાં તેમ જ સિદ્ધ દશા થતાં તે શરીર છૂટી જાય છે અને હું તો એવોને એવો સ્વક્ષેત્રમાં સ્થિત જ
છું. આ શરીરના ચામડી, હાડકાં, માંસ, નસ વગેરે પૌદ્ગલિક આકારરૂપ મૂર્તિક છે, તે મારું અંગ નથી. હુંં તો ચૈતન્ય
અમૂર્તિક છું. આ શરીરની ચામડી, માંસ, હાડકા સ્કંધ વગેરે ખરી જાય તો ભલે ખરી જાવ, હું તો દેખનાર–જાણનાર
મારા સ્થાનમાં (સ્વભાવમાં) રહું છું. મારા આત્મપ્રદેશો સાથે એક ક્ષેત્રે રહેલા સર્વે પૌદ્ગલિક મૂર્તિક પરમાણુઓ
ખરી જતાં પણ હું દેખનાર–જાણનાર સિદ્ધ સમાન આત્મા રહી જાઉં છું. સમ્યકત્વ થતાં સ્વ–પરનો વિચાર આવો જ
થાય છે. એવો વિચાર થતાં સમ્યગ્દ્રષ્ટિને શરીરાદિ પરવસ્તુઓથી મમત્વ છૂટી જાય છે. પરવસ્તુઓથી મમત્વ છૂટતાં
નિરાકૂળતા સહજ જ પ્રગટ થાય છે. નિરાકૂળતા પ્રગટ થતાં ચારિત્રની વૃદ્ધિ થાય છે, ચારિત્રની વૃદ્ધિ થતાં
વિશુદ્ધતાની વિશેષ વૃદ્ધિ થાય છે, વિશુદ્ધતાની વૃદ્ધિ થતાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને કેવળજ્ઞાન થતાં સંસાર
ભ્રમણ ટળીને સર્વ પ્રકારે શુદ્ધ સિદ્ધપદ પામીને જીવ સંપૂર્ણ સુખી થાય છે અને સિદ્ધ સ્થાને બિરાજી અકલંક નિર્દોષ
સિદ્ધ થાય છે, અને જગત્પૂજ્ય પદ ધારીને અવિનાશી સુખરૂપ થાય છે. એવા સિદ્ધપદને અમારા નમસ્કાર હો, તેમની
ભક્તિના પ્રસાદથી અમને એવા પદની પ્રાપ્તિ હો.
(સુદ્રષ્ટિ તરંગિણી પા. ૧૨૨ થી ૧૨૪)
***
જૈન દર્શનનો વ્યવહાર–
શ્રી સમયપ્રાભૃત ગાથા ૨૭૬–૨૭૭ના વ્યાખ્યાનોમાંથી કારતક સુદ ૯–વીર સંવત ૨૪૭૩
જૈનદર્શન જેવી શ્રદ્ધા, જૈનદર્શન જેવું જ્ઞાન અને જૈનદર્શન જેવું ચારિત્ર અન્ય કોઈ મતમાં હોઈ શકે નહિ.
પરમાર્થ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તો અન્યને હોય જ નહિ પણ જૈનદર્શનમાં કહેલાં વ્યવહાર શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર
પણ અન્ય મતમાં હોઈ શકે નહિ. નવ તત્ત્વની શ્રદ્ધા, સત્શાસ્ત્રોનું જ્ઞાન અને છકાય જીવોની દયા–તે જૈનનો વ્યવહાર
છે. જૈન સિવાય અન્ય કોઈ મતમાં નવ તત્ત્વ વગેરેનો સ્વીકાર નથી. વીતરાગ શાસનમાં કહેલાં સત્શાસ્ત્રો સિવાય
બીજાના આધારે કદી વ્યવહાર જ્ઞાન પણ થાય નહિ. જૈનદર્શનના શાસ્ત્રોનું જ્ઞાન તે વ્યવહાર જ્ઞાન છે અને તે પણ
પુણ્યનું કારણ છે, પણ ધર્મ નથી. ધર્મ તો પોતાના આત્મસ્વભાવની શ્રદ્ધા, તેનું જ જ્ઞાન અને તેમાં જ સ્થિરતા રૂપ
છે, એ નિશ્ચય શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર છે. અને તેના સદ્ભાવમાં નવ તત્ત્વની શ્રદ્ધાને વ્યવહાર શ્રદ્ધા કહેવાય છે,
સત્શાસ્ત્રોના જ્ઞાનને વ્યવહાર જ્ઞાન કહેવાય છે અને છકાય જીવોની દયાને વ્યવહાર ચારિત્ર કહેવાય છે.
લોકો બાહ્ય ક્રિયામાં અને રાગમાં વ્યવહાર માને છે, પરંતુ તે તો વ્યવહાર પણ નથી. સાચા દેવ–ગુરુ–
શાસ્ત્રની શ્રદ્ધા, નવ તત્ત્વનું જ્ઞાન અને છકાય જીવોની દયા તે વ્યવહાર છે, અને તે પણ ધર્મનું કારણ નથી. કેમ કે જો
તે ધર્મનું કારણ હોય તો અભવ્ય જીવને પણ તે વ્યવહાર તો હોય છે તો તેને પણ ધર્મ થવો જોઈએ. આ વ્યવહાર
પુણ્ય બંધનું કારણ છે. આવા વ્યવહાર વગર ઊંચા પુણ્ય પણ બંધાય નહિ.
નવ તત્ત્વની શ્રદ્ધાને જ વ્યવહાર શ્રદ્ધા કહી છે; અન્ય કોઈ દર્શનમાં નવ તત્ત્વ આવતા જ નથી. જૈનદર્શન
પ્રમાણે નવ તત્ત્વની શ્રદ્ધા કરવાથી જ જીવને નિશ્ચય સમ્યકત્વ થઈ જતું નથી પરંતુ તે વ્યવહારનું લક્ષ છોડીને અભેદ
સ્વભાવમાં ઢળે તો જ નિશ્ચય સમ્યકત્વ થાય છે. નિશ્ચય શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રના વર્ણન સાથે જૈનદર્શનનો વ્યવહાર
પણ કેવો હોય તે જ્ઞાનીઓ સિદ્ધ કરતાં જાય છે. અગિયાર અંગનું જ્ઞાન, નવ તત્ત્વની શ્રદ્ધા અને છકાયની દયાનું
પાલન તે વ્યવહાર દર્શન–જ્ઞાન–ચારિત્ર છે, તે વ્યવહારને નિશ્ચયને લક્ષે સ્વીકાર્યા વગર સાચી શ્રદ્ધા ન થાય; તેમજ
માત્ર તે વ્યવહારને માનવાથી પણ સાચી શ્રદ્ધા થાય નહિ. જેટલા વ્યવહારના ભાવો છે તે બધા પુણ્ય બંધનનું કારણ
છે. આત્મસ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન–

PDF/HTML Page 6 of 25
single page version

background image
વૈશાખઃ ૨૪૭૩ઃ ૧૨પઃ
ચારિત્રરૂપ નિશ્ચય તે જ મુક્તિનું કારણ છે. વ્યવહારના બધા ભાવોનું લક્ષ પર ઉપર અને ભેદ ઉપર છે. જે જીવો
નવમી ગ્રૈવેયક સુધી જાય છે તે બધાને આવો જ વ્યવહાર હોય છે. સાચા નિમિત્તનો જેણે જ્ઞાનમાં સ્વીકાર કર્યો નથી
તેને ઊંચા પુણ્ય હોઈ શકે નહિ.
શ્રી સમયસારજી ગાથા એકના પ્રવચનના કેટલાક પ્રશ્નોત્તર
(પહેલાના ૮પ પ્રશ્નોત્તર માટે જુઓ અંક ૩પ, ૩૯, ૪૦ તથા ૪૨)
૮૬. પ્ર.–જેને પોતાના આત્માની સિદ્ધદશા પ્રગટ કરવી છે તેની ગતિ (પરિણમન) કઈ તરફ હોય? ને કેવી હોય?
ઉ.–જેને પોતાની સિદ્ધદશા પ્રગટ કરવી હોય તે પ્રથમ તો સિદ્ધ જેવા પોતાના પરિપૂર્ણ આત્માને ઓળખીને
તેની પ્રતીત કરે; તેનું પરિણમન પોતાના પરિપૂર્ણ સ્વભાવ તરફ હોય, અવસ્થામાં રાગાદિ વિકાર હોવા છતાં તે
તરફની રુચિ ન હોય તેમજ તેને પોતાનું સ્વરૂપ માનીને તે રૂપે પરિણમે નહિ. આ રીતે તેમનું વલણ સ્વભાવ તરફ
હોય છે. તે પરિણમન શીઘ્ર હોય છે. સંસાર દશામાં અનંતકાળ અજ્ઞાનપણે ગાળ્‌યો પરંતુ તે દશા ફરીને સ્વભાવ
તરફના વલણથી જે સાધકદશા પ્રગટી તે સાધકપણામાં અનંતકાળ ન લાગે, કેમ કે સ્વભાવ તરફની ગતિ
(પરિણમન) શીઘ્ર હોય છે, તેથી સાધકદશા અલ્પકાળમાં પૂરી થઈને સિદ્ધદશા પ્રગટે છે. જ્યારે ખેડુત ઘરેથી ખેતરમાં
કામ કરવા માટે જતો હોય ત્યારે બળદ ધીમા ધીમા ચાલે, પણ જ્યારે કામથી છૂટીને સાંજે ઘર તરફ આવે ત્યારે
દોડતા દોડતા આવે; કેમ કે ઘર તરફ જતાં હોંશ છે. તેમ જીવ સંસાર દુઃખોથી છૂટીને સ્વભાવ તરફ જ્યારે પરિણમન
કરે છે ત્યારે તેને સ્વભાવનો ઉત્સાહ હોય છે અને ઘણો પુરુષાર્થ હોય છે. વિકાર તરફ પરિણમનમાં મર્યાદિત પુરુષાર્થ
હતો પણ સ્વભાવ તરફ પરિણમનમાં અમર્યાદિત પુરુષાર્થ પ્રગટે છે.
૮૭. પ્ર.–આચાર્યદેવે કહ્યું છે કે–‘હું સિદ્ધ અને તું પણ સિદ્ધ,’ તો આ વાત સિદ્ધદશા થાય ત્યારની છે કે સિદ્ધદશા થયા
પહેલાની?
ઉ.–જેને સિદ્ધદશા પ્રગટ થઈ ગઈ તેને સમજાવવાનું ન હોય. અહીં તો સિદ્ધદશા પ્રગટ થયા પહેલાં
સિદ્ધસમાન પરિપૂર્ણ આત્માની પ્રતીત કરાવે છે. આચાર્યદેવ કહે છે કે–પર્યાયમાં રાગ હોવા છતાં પ્રથમ તું તારા
સિદ્ધપણાની હા પાડ. તારા આત્મામાં સિદ્ધપણાનો સત્કાર કરતાં રાગ ટળી જશે અને સિદ્ધદશા પ્રગટ થશે.
૮૮. પ્ર.–વાણીના મુખ્ય વક્તા કોણ છે?
ઉ.–શ્રી અરિહંત તીર્થંકરદેવ વાણીના મુખ્ય વકતા છે, તેમની વાણીમાં એકેક સમયે પરિપૂર્ણ કથન આવે છે.
૮૯. પ્ર.–પ્રભુની વાણી સર્વાંગથી કેમ છૂટે?
ઉ.–પ્રભુનું જ્ઞાન અખંડ પરિપૂર્ણ થઈ ગયું છે, તે જ્ઞાન વાણીમાં નિમિત્ત છે તેથી નિમિત્તરૂપ વાણી પણ અખંડ
સર્વાંગ પ્રદેશથી છૂટે છે. તે વાણીમાં ક્રમરૂપ અક્ષરો હોતા નથી. જ્યાં ક્ષયોપશમ જ્ઞાન હોય ત્યાં વાણી વગેરેમાં ક્રમ પડે
છે અને તે નિયત સ્થાન દ્વારા જ થાય છે, જેમ કે જોવાનું કામ આંખના પ્રદેશદ્વારા જ થાય, સૂંઘવાનું કામ નાકના
પ્રદેશદ્વારા જ થાય, બોલવાની ક્રિયા મુખદ્વારા જ થાય; પરંતુ જ્યાં જ્ઞાનની પૂર્ણતા થઈ ગઈ ત્યાં વાણી પણ સર્વાંગ
છૂટે છે.
૯૦. પ્ર.–શ્રી સર્વજ્ઞદેવની વાણીનો અધિક આશય કોણ સમજે?
ઉ.–શ્રી ગણધરદેવ સર્વથી અધિક આશય સમજે છે; તેથી તેઓને શ્રેષ્ઠ શ્રોતા કહેવાય છે.
૯૧. પ્ર.–અત્યારે અહીં સાક્ષાત્ અર્હંત નથી તો અત્યારે અહીં સત્ય ઉપદેશ કેવી રીતે હોઈ શકે?
ઉ.–અત્યારે સાક્ષાત્ અર્હંતદેવ નથી પરંતુ ગુરુ પરંપરાદ્વારા અર્હંત્પ્રવચનનો અવયવ વિદ્યમાન છે, તેમાંથી
૨૦૦૦ વર્ષ પહેલાં આચાર્યદેવે સમયપ્રાભૃત વગેરેની રચના કરી છે. તેથી અત્યારે પણ અવિચ્છિન્નપણે સતિનો
ઉપદેશ મળી શકે છે.
૯૨. પ્ર.–રાગાદિ શેમાં થાય છે અને તે કયારથી છે?
ઉ.–રાગાદિ વિકાર આત્માની અવસ્થામાં થાય છે. તે એક સમય પૂરતા જ છે; પ્રવાહે અનાદિથી છે પરંતુ એક
પર્યાયના રાગ દ્વેષ બીજી પર્યાયમાં આવતા નથી.
૯૩. પ્ર.–નાશ કોનો થાય?
ઉ.–જે સ્વભાવભૂત ન હોય પણ વિભાવવડે જેની ઉત્પત્તિ થઈ હોય તેનો નાશ થાય. જે સ્વભાવભૂત હોય
તેનો નાશ ન થાય. સિદ્ધદશા આત્માની સ્વભાવભૂત હોવાથી પ્રગટયા પછી તે ધ્રુવ–અવિનાશી છે.

PDF/HTML Page 7 of 25
single page version

background image
ઃ ૧૨૬ઃ આત્મધર્મઃ ૪૩
૯૪. પ્ર.–રાગાદિ ભાવો આત્માનો સ્વભાવ નથી તો
પછી ક્યાંથી થયા? નિમિત્તે કરાવ્યા કે નહિ?
ઉ.–રાગાદિ ભાવો આત્માનો સ્વભાવ નથી એ
ખરું, પણ નિમિત્તે તે કરાવ્યા નથી. જીવની પર્યાયની
યોગ્યતાથી તે થાય છે, તેનું કારણ ત્રિકાળી સ્વભાવ નથી
તેમ જ પરદ્રવ્ય પણ નથી. વર્તમાન પર્યાય પોતે પોતાની
યોગ્યતાથી પર લક્ષે રાગાદિરૂપે પરિણમે છે.
૯પ. પ્ર.–ધર્મના ઉપદેશક અને ધર્મના વિરોધક કયારથી
થયા?
ઉ.–બંને અનાદિથી છે.
૯૬.–પ્ર.–શબ્દ બ્રહ્મ એટલે શું? તેની ઉત્પત્તિનું મૂળ કારણ
કોણ છે?
ઉ.–પર બ્રહ્મસ્વરૂપ આત્માને જે બતાવે તે
શબ્દબ્રહ્મ છે, અને સર્વ પદાર્થોના સમૂહને સાક્ષાત્
જાણનાર સર્વજ્ઞ અરિહંતદેવ તેની ઉત્પત્તિનું કારણ છે,
અર્થાત્ અરિહંતભગવાનની દિવ્યવાણીને શબ્દબ્રહ્મ
કહેવાય છે.
૯૭. પ્ર.–કેવળજ્ઞાન થયા પછી દિવ્યવાણી છૂટે જ–એવા
કોણ?
ઉ.–તીર્થંકરોને કેવળજ્ઞાન થયા પછી દિવ્યવાણી
છૂટે જ છે.
૯૮. પ્ર.–દ્રવ્યથી અને ભાવથી કેવળી–ભગવાનના
નિકટવર્તી કોણ છે?
ઉ.–પ્રભુની સમીપ રહીને તેમની વાણીનું સીધું
શ્રવણ કરનારા જીવો દ્રવ્યથી કેવળી ભગવાનના
નિકટવર્તી છે અને જેઓ આત્માના સમ્યગ્દર્શન–
જ્ઞાનપૂર્વક સ્થિરતા વડે કેવળજ્ઞાન લેવાની તૈયારીવાળા
છે તેઓ ભાવથી કેવળી ભગવાનના નિકટવર્તી છે.
૯૯. પ્ર.–આ આત્મા સર્વજ્ઞ ભગવાને કહ્યો છે તેવો જ છે
તેમ પોતાને ક્યારે સાબિત થાય?
ઉ.–સત્સમાગમ વડે આત્માનું સ્વરૂપ જાણીને
તેના વિશેષ અભ્યાસવડે જ્યારે સ્વાનુભવ કરે ત્યારે
જેવો સર્વજ્ઞ ભગવાને કહ્યો તેવો જ આત્મા પોતાની
પ્રતીતમાં આવે છે.
સર્વજ્ઞ ભગવાને જેવો આત્મા કહ્યો છે તેવો
આત્માનો અનુભવ કરવા માટે પ્રથમ તો સર્વજ્ઞદેવે કહેલા
આગમને અને સાચા ગુરુને યથાર્થપણે ઓળખવાં
જોઈએ.
૧૦૦. પ્ર.–આ સમયસારશાસ્ત્ર સિવાયના કુંદકુંદાચાર્યદેવે
રચેલાં અન્ય કયા કયા શાસ્ત્રો હાલ વિદ્યમાન છે?
ઉ.–શ્રી પ્રવચનસાર, શ્રી નિયમસાર, શ્રી અષ્ટપ્રાભૃત,
શ્રી પંચાસ્તિકાય શ્રી રયણસાર અને શ્રી
બારસ્સઅણુપ્રેક્ષા–એ શાસ્ત્રો વિદ્યમાન છે.
૧૦૧. પ્ર.–આચાર્યદેવે આ શાસ્ત્રો કોનાં હિત માટે રચ્યાં?
ઉ.–સંસારી નિકટ ભવ્ય જીવો શુદ્ધાત્મસ્વરૂપની પ્રાપ્તિવડે
પોતાનું હિત કરે તે માટે શાસ્ત્રો રચ્યાં છે.
૧૦૨. પ્ર.–અરિહંત થવા યોગ્ય જીવ કોણ છે?
ઉ.–જે જીવોએ અરિહંતને દ્રવ્યગુણ–પર્યાય વડે
જાણ્યા છે અને તેમના સમાન પોતાના શુદ્ધ આત્માને
જાણ્યો છે–એવા સમ્યગ્દ્રષ્ટિ જીવો અરિહંત થવાને લાયક
છે. જેમને સમ્યગ્દર્શન પ્રગટયું હોય એવા જીવો અલ્પકાળે
કેવળજ્ઞાન પ્રગટ કરી અરિહંતદશા પામે છે.
૧૦૩. પ્ર.–અરિહંત અને તીર્થંકર તેમાં શું ફેર?
ઉ.–અરિહંત્ પદ તે પવિત્રતાની અપેક્ષાએ છે,
અને તીર્થંકર પદ તે પુણ્યની અપેક્ષાએ છે. મુક્ત થનાર
દરેક જીવને અરિહંત પદ (તેરમું ગુણસ્થાન) તો અવશ્ય
આવે જ, પણ તીર્થંકરપદ બધાને ન આવે. તે તો કોઈક
જ જીવને આવે. અરિહંત અને તીર્થંકર એ બંને પવિત્રતા
અપેક્ષાએ સરખાં છે, પુણ્ય અપેક્ષાએ ફેર છે.
૧૦૪–પ્ર.–જૈનધર્મ શું છે?
ઉ.–જૈનધર્મ તે રાગદ્વેષ અજ્ઞાનને જીતનાર
આત્મસ્વભાવ છે. વાડો કે વેશ નથી. તેથી જેટલે અંશે
રાગ–દ્વેષ–અજ્ઞાનનો નાશ કરે તેટલે અંશે જિનપણું છે.
જિનપણાની શરૂઆત સમ્યગ્દર્શનથી જ થાય છે.
૧૦પ–પ્ર.–બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણ શું છે?
ઉ.–એ ત્રણે આત્માના જ વિશેષણો છે.
આત્માથી જુદા કોઈ બ્રહ્મા, વિષ્ણુ કે મહેશ નથી, બ્રહ્મા,
વિષ્ણુ ને મહેશનું સ્વરૂપ નીચે પ્રમાણે છે.
બ્રહ્મા=સર્જનહાર; પોતાની સ્વાધીન સુખમય
અવસ્થાને ઉત્પન્ન કરનાર. આત્મા દરેક સમયે નવી
નવી પર્યાયને ઉત્પન્ન કરે છે તેથી તે સ્વ
સ્વભાવપરિણમનરૂપ સૃષ્ટિનો કર્તા છે, એ દ્રષ્ટિએ દરેક
જીવ પોતે બ્રહ્મા છે.
વિષ્ણુ=રાગ–દ્વેષ મોહરૂપ વિકાર રહિત પોતાના
શુદ્ધસ્વભાવને ટકાવે અથવા વિભાવથી પોતાને બચાવે,
નિજગુણની રક્ષા કરે તો દરેક સમયે પોતાના અનંતગુણ
સામર્થ્યની સત્તાથી નિજ ધ્રુવ શક્તિને સળંગ ટકાવી
રાખનાર હોવાથી દરેક આત્મા સ્વભાવે વિષ્ણુ છે.
મહેશ=રાગ–દ્વેષ અજ્ઞાનનો ધ્વંસ કરનાર;
આત્મા દરેક સમયે પોતાની પૂર્વવર્તી પર્યાયનો નાશ કરે
છે તેથી તે મહેશ છે.
આ રીતે આત્મા પોતે જ પોતાની નવી પર્યાય રૂપ
સૃષ્ટિનો સરજનહાર, ગુણ–પર્યાયને ટકાવી રાખનાર
અને જુની પર્યાયનો નાશ કરનાર હોવાથી તે પોતે જ
બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે.

PDF/HTML Page 8 of 25
single page version

background image
વૈશાખઃ૨૪૭૩ઃ ૧૨૭ઃ
૧૦૬. પ્ર.–પહેલી ગાથા ઉપરથી નિશ્ચય–વ્યવહાર
કઈ રીતે સમજી શકાય છે?
ઉ.–સિદ્ધ સમાન પોતાનો ત્રિકાળ સ્વભાવ છે તે
નિશ્ચય અને તે સ્વભાવના ભાનપૂર્વક શ્રદ્ધા જ્ઞાન
ચારિત્રરૂપ મોક્ષમાર્ગ પ્રગટયો તે વ્યવહાર છે, અને
સિદ્ધભગવાનને નમસ્કાર કર્યા તે પણ વ્યવહાર છે.
૧૦૭. પ્ર.–આ સમયસાર શાસ્ત્રમાં અભિધેય,
સંબંધને પ્રયોજન શું છે?
ઉ.–શુદ્ધઆત્માનું સ્વરૂપ તે અભિધેય છે,
શુદ્ધાત્માના વાચક આ ગ્રંથના શબ્દો છે તેમનો અને
શુદ્ધાત્માનો વાચ્યવાચકરૂપ સંબંધ તે સંબંધ છે અને શુદ્ધ
આત્માના સ્વરૂપની પ્રાપ્તિ થવી તે પ્રયોજન છે.
૧૦૮. પ્ર–પહેલી ગાથા સાંભળીને જિજ્ઞાસુ જીવને
શું આકાંક્ષા થાય છે?
ઉ.–પહેલી ગાથામાં સમય પ્રાભૃત કહેવાની પ્રતિજ્ઞા
કરી, ત્યાં જિજ્ઞાસુને એ આકાંક્ષા થાય છે કે ‘સમય’ એટલે
શું! તેથી બીજી ગાથામાં આચાર્યદેવે ‘સમય’ નું (–જીવનું)
સ્વરૂપ વર્ણવ્યું છે.
***
નયાભાસ અથવા મિથ્યાનયોનું
સ્વરૂપ
(અંક ૪૦ થી ચાલું)
નયાભાસોનું નિરુપણ કરવાની પ્રતિજ્ઞા
अथ सन्ति नयाभासा यथोपचाराख्य हेतु द्रष्टान्ताः।
अत्रोच्यन्ते केचिद्धेयतया वा नयादिशुद्धयर्थम्।। ५६६।।
અન્વયાર્થઃ–(અથ) હવે (યથોપચારાખ્ય
હેતુદ્રષ્ટાન્તાઃ) જેના સંજ્ઞા, હેતુ દ્રષ્ટાંત અને ઉપચારને
અનુકૂળ છે એવા જે (નયાભાસ સન્તિ) નયાભાસો છે
તેમાંથી (કેચિત્ત્) કેટલાક નયાભાસો (હેયતયા)
ત્યાજ્યપણે (વા) અને (નયાદિશુદ્ધયર્થં) નય વગેરેની
શુદ્ધિ માટે (અળ્‌ ઉચ્યતે) અહીં કહે છે.
ભાવાર્થઃ– ‘જીવને વર્ણાદિવાળો કહેવો તે અસદ્ભૂત–
વ્યવહારનય છે’ એવા શંકાકારના પ્રતિપાદનને પૂર્વ
ગાથામાં નયાભાસ સિદ્ધ કરીને હવે, નયની પરુપણાની
વિશુદ્ધિને માટે હેયરૂપમાં કેટલાક નયાભાસોનું સ્વરૂપ બતાવે
છે. કેવાં છે તે નયાભાસો? કે જેઓમાં નયનું વાસ્તવિક
લક્ષણ તો ઘટતું નથી પરંતુ ઉપચાર, સંજ્ઞા, હેતુ અને દ્રષ્ટાંત
દ્વારા તેઓ નય જેવા પ્રતિભાસિત થયા કરે છે. આ
કથનદ્વારા ગ્રંથકારે નયાભાસનું સ્વરૂપ પણ બતાવી દીધું છે
અર્થાત્ જેનામાં નયનું લક્ષણ તો લાગુ પડે નહિ પરંતુ
ઉપચાર, સંજ્ઞા, હેતુ તથા દ્રષ્ટાંત દેખાય તેને નયાભાસ
કહેવાય છે.
પહેલા નયાભાસનું સ્વરૂપ
अस्ति व्यवहारः किल लोकानामयमलब्ध बुद्धित्वात्।
येऽयं मनुजादिवपुर्भवति
सजीवस्ततोप्यनन्यत्वात्।। ५६७।।
सोऽयं व्यवहारः स्यादव्यवहारो यथापसिद्धांतात्।
अप्यपसिद्धांतत्त्वं नासिद्धं स्यादनेकधर्मित्वात्।।५६८।।
અન્વયાર્થઃ–(લોકાનં અલબ્ધબુદ્ધિત્વાત્) સર્વ
સાધારણ લોકો અલબ્ધ બુદ્ધિવાળા હોવાથી અર્થાત્ તત્ત્વના
જાણકાર ન હોવાથી તેમને (કિલ) ખરેખર (અયં વ્યવહારઃ
અસ્તિ) આવો વ્યવહાર હોય છે કે, (યઃ) જે (અયં) આ
(મનુજાદિવપુઃ) મનુષ્ય વગેરે શરીર છે (સઃ) તે જ (જીવઃ
ભવતિ) જીવ છે કેમ કે (તતઃ અપિ અનન્યત્વાત્)
શરીરથી પણ જીવ અનન્ય છે. પરંતુ (સઃ અયં વ્યવહારઃ)
તેમનો આ વ્યવહાર (યથાપસિદ્ધાન્તાત્) અપસિદ્ધાંત જેવો
જ હોવાથી અર્થાત્ સિદ્ધાંત વિરુદ્ધ હોવાથી (અવ્યવહારઃ
સ્યાત્) અવ્યવહાર જ છે; તથા (અનેકધર્મિત્વાત્) (શરીર
અને જીવને) અનેકધર્મીપણું હોવાથી (અપસિદ્ધાંતત્ત્વ) તેનું
અપસિદ્ધાંતપણું પણ (અસિદ્ધ ન સ્યાત્) અસિદ્ધિ નથી.
ભાવાર્થઃ–તત્ત્વને નહિ સમજનારા સાધારણ લોકો
‘મનુષ્ય વગેરે ગતિ સંબંધી જે શરીર છે તે જીવનાં છે,
ઇત્યાદિ પ્રકારે જે વ્યવહાર કરે છે તે અસદ્ભુત વ્યવહારનય
છે એમ કોઈનું કહેવું છે; પરંતુ તે બરાબર નથી. તેમ જ
એવા લોકવ્યવહારને વ્યવહાર જ કહી શકાતો નથી. કેમ કે
નયનું લક્ષણ ‘તદ્ગુણસંવિજ્ઞાન’ ઇત્યાદિ માનવામાં આવ્યું
છે, તેથી ગુણગુણીમાં ભેદકલ્પના વગેરેનું નામ જ નય છે.
જ્યાં ધર્મી (–પદાર્થ) જુદા જુદા હોય ત્યાં નય કહેવો તે
સિદ્ધાંત વિરુદ્ધ છે. તેથી ઉપરના કથનમાં અપસિદ્ધાંત નામનો
દોષ આવે છે. મનુષ્યાદિ શરીર અને જીવમાં ભિન્નતા છે,
ભિન્ન ભિન્ન વસ્તુ છે, તેથી શરીરને જીવનું કહેવામાં,
‘તદ્ગુણસંવિજ્ઞાન’ વગેરે જે નયનું લક્ષણ છે તે લાગુ પડતું
નહિ હોવાથી, અપસિદ્ધાંત નામનો દોષ આવે છે.
શરીર અને જીવને એકક્ષેત્રાવગાહપણું હોવાથી એકત્વની
આશંકા કરવી તેમાં અતિવ્યાપ્તિ દોષ આવે છે.

PDF/HTML Page 9 of 25
single page version

background image
ઃ ૧૨૮ઃ આત્મધર્મઃ ૪૩
नाशंक्यं कारणमिदमेक क्षेत्रावगाहिमात्रं यत्।
सर्वद्रव्येषु यतस्थावगाहाद्भवेदतिव्याप्तिः।। ५६९।।
અન્વયાર્થઃ– (यत् इदं एकक्षेत्रावगाहिमात्रं) અહીં “તે બંને (–શરીર અને જીવ) એકક્ષેત્રાવગાહી છે,
માટે જે આ એકક્ષેત્રાવગાહીપણું છે તે (कारणं) મનુષ્યાદિ શરીરને જીવનું કહેવારૂપ વ્યવહારમાં કારણ થશે.” એવી
(न आशक्यं) આશંકા પણ કરવી નહિ, (यतः) કેમ કે (सर्वद्रव्येषु) બધા દ્રવ્યોમાં (तथावगाहात्)
એકક્ષેત્રાવગાહપણું હોવાથી (अतिव्याप्तिः भवेत्) (ઉપર્યુક્ત કથનમાં) અતિવ્યાપ્તિ થઈ જશે.
ભાવાર્થઃ–પ૬૭–પ૬૮ ગાથામાં કહેલો અપસિદ્ધાંતપણાનો દોષ દૂર કરવા માટે ‘મનુષ્યશરીર અને જીવ એ
બંને એકક્ષેત્રાવગાહી છે તેથી તેમનામાં એકપણાનો વ્યવહાર આવી શકશે’ એવી આશંકા કરવી ન જોઈએ; કેમ કે
એક ક્ષેત્રમાં તો છ યે દ્રવ્યો રહે છે, તેથી જો એક ક્ષેત્રે રહેવાથી જ એકપણાનો વ્યવહાર માનશો તો છયે દ્રવ્યોમાં
એકત્વપણાનો પ્રસંગ આવી પડશે. માટે એકક્ષેત્રાવગાહીપણાને લીધે શરીરને જીવનું કહેવામાં અતિવ્યાપ્તિ દોષ
આવે છે.
શરીર અને આત્મામાં બંધ્ય બંધકભાવ છે એવી આશંકા કરવી ન જોઈએ
अप भवति बन्ध्यबन्धकभावो यदिवानयोर्न शंक्यमिति।
तदनेकत्वे नियमात्तद्वन्धस्य स्वतोप्य सिद्धत्वात्।।५७०।।
અન્વયાર્થઃ–(यदिवा) અથવા “(अनयोः) શરીર અને આત્મામાં (बन्ध्यबन्धकभावो भवति)
બંધ્યબંધકભાવ છે” (इति अपि न शंकयं) એવી આશંકા પણ કરવી ન જોઈએ, કેમ કે (नियमात
) નિયમથી
(तत् अनेकत्वे) તે બંનેમાં અનેકપણું હોવાથી (અર્થાત્ શરીર અને આત્મા જુદા હોવાથી) (तद् बन्धस्य अपि) તે
બંનેનો બંધ પણ (स्वतः असिद्धत्वात्) સ્વયં અસિદ્ધ છે.
ભાવાર્થઃ–શરીર અને આત્મામાં બંધ્યબંધકભાવને કારણે એકધર્મીપણું છે એવી આશંકા પણ કરવી નહિ; કેમ
કે બે પદાર્થોમાં એકત્વબુદ્ધિજનક સંબંધ વિશેષને બંધ કહેવાય છે. શરીર અને આત્મામાં એકત્વબુદ્ધિજનક સંબંધ ન
હોવાથી આત્મા અને શરીરમાં બંધ્યબંધકભાવ પણ નથી. માટે કોઈપણ પ્રકારે એકધર્મીપણું લગાડીને શરીરને જીવનું
કહેવું તે સંબંધમાં નયપણું આવી શકતું નથી.
જીવ અને શરીરમાં નિમિત્ત–નૈમિત્તિક ભાવ પણ નથી
अथ चेदवश्यमेतन्निमित्तनैमित्तिकत्वमास्ति मिथः।
न यतः स्वयं स्वतो वा परिणममानस्य किं निमित्ततया।। ५७१।।
અન્વયાર્થઃ–(अथ चेत्) જો કદાચિત એમ કહેવામાં આવે કે ‘(एतत् परस्पर) એ બંનેમાં પરસ્પર
(निमित्त नैमित्तिकत्वं) નિમિત્તનૈમિતિકપણું (अवश्यं अस्ति) અવશ્ય છે’–તો આ પ્રકારનું કથન પણ ()
બરાબર નથી; (यतः) કેમ કે (स्वयं वा स्वतः) સ્વયં અથવા સ્વતઃ (परिणममानस्य) પરિણમનારી વસ્તુને
(निमित्ततया) નિમિત્તપણાથી (किं) શું ફાયદો છે? અર્થાત્ સ્વતઃ પરિણમન શીલ વસ્તુને નિમિત્તકારણથી કાંઈ જ
પ્રયોજન નથી.
ભાવાર્થઃ–કદાચિત એમ કહેવામાં આવે કે “શરીર અને જીવને એકક્ષેત્રાવગાહિપણાથી કે બંધ્યબન્ધકભાવથી
ભલે એક ધર્મીપણું આવી શકતું નથી અર્થાત્ તેમાં નયનું ‘તદ્ગુણસંવિજ્ઞાન’ , ઇત્યાદિ લક્ષણ લાગુ પાડીને નયપણું
લાવી શકાતું નથી, તો પણ શરીર અને આત્માને પરસ્પર નિમિત્તનૈમિત્તિક ભાવ છે તેથી તે કારણે શરીરને જીવનું
કહેવું–એ રીતે તેમાં નયપણું આવી જશે.” તો તેનો ઉત્તર આમ છે કે–દરેક દ્રવ્ય સ્વતઃ પરિણમનશીલ છે. તો તેને
માટે નિમિત્તની શું જરૂરિયાત છે? માટે, મનુષ્ય વગેરે શરીરને જીવનું કહેવું તેમાં એકધર્મીપણું સિદ્ધ ન હોવાથી અને
અનેકધર્મીપણું સિદ્ધ હોવાથી તેમનામાં નયનો વ્યવહાર કરી શકાતો નથી. તેથી તે નિમિત્ત–નૈમિત્તિક સંબંધને પણ
અસદ્ભુત વ્યવહાર કહી શકતો નથી. માટે નિમિત્ત–નૈમિત્તિક સંબંધ નયાભાસ છે.
આ પ્રમાણે એક નયાભાસનું સ્વરૂપ કહ્યું, હવે બીજા નયાભાસનું સ્વરૂપ કહે છે.
બીજા નયાભાસનું સ્વરૂપ
अपरोपि नयाभासो भवति यथा मूर्तस्य तस्य सतः।
कर्त्ता भोक्ता जीवः स्यादपि नोकर्म कर्म कृतेः।।५७२।।
અન્વયાર્થઃ–(अपरोऽपि नयाभासः भवति) બીજા નયાભાસ પણ છે, (यथा) જેમ કે–(तस्य
मूर्तस्यसतः) તે મૂર્તિક વસ્તુના (नोकर्मकर्मकृतेः) નોકર્મ તથા કર્મરૂપ કાર્યનો (અર્થાત્ પરમાણુઓની નોકર્મ તથા
કર્મરૂપ અવસ્થાનો) (कर्ता अपि भोक्ता) કર્તા અને ભોક્તા (जीवः स्यात्) જીવ છે;–અર્થાત્ જીવને મૂર્તિક કર્મો

PDF/HTML Page 10 of 25
single page version

background image
વૈશાખઃ૨૪૭૩ઃ ૧૨૯ઃ
તથા નોકર્મોનો કર્તા તથા ભોક્તા કહેવો તે બીજો નયાભાસ છે.
ભાવાર્થઃ–જીવને મૂર્તિક કર્મો તથા નોકર્મોનો કર્તા તથા ભોક્તા કહેવો તે બીજો નયાભાસ છે. ત્રેવીસ
પ્રકારની પુદ્ગલવર્ગણાઓમાંથી પાંચ પ્રકારની વર્ગણાઓનો આત્મા સાથે સંબંધ છે; તેમાંથી આહારવર્ગણા,
તૈજસવર્ગણા, ભાષાવર્ગણા અને મનોવર્ગણા નોકર્મરૂપે પરિણમે છે, અને કર્મવર્ગણા કર્મરૂપે પરિણમે છે.
ઉપરની ગાથામાં કહેલા નયાભાસપણાનો ખુલાસો
नाभासत्त्वसिद्ध स्यादपसिद्धांततो नयस्यास्य।
सदनेकत्वे सति कलि गुणसंक्रांतिः कुत प्रमाणाद्वा।।५७३।।
गुणसंक्रातिमृते यदि कर्त्ता स्यात्कर्मणश्च भोक्तात्मा।
सर्वस्य सर्वसंकरदोषः स्यात् सर्वशून्यदोषश्च।।५७४।।
અન્વયાર્થઃ–(अपसिद्धांततः) અપસિદ્ધાંત હોવાથી (अस्य नयस्य) આ ઉપર કહેલા નયનું (आभासत्त्वं)
નયાભાસપણું (असिद्धं न स्यात्) અસિદ્ધ નથી, કેમ કે (सत् अनेकत्वे सति) વસ્તુને અનેકપણું હોવાથી અર્થાત્
જીવ અને કર્મો જુદા જુદા હોવાથી (किल) ખરેખર–નિશ્ચયથી (कुतः प्रमाणात् वा) કયા પ્રમાણવડે
(गुणसंक्रातिः) (તેમનામાં) ગુણોનું સંક્રમણ થઈ શકે? (બે જુદી વસ્તુઓના ગુણોનું એકબીજામાં સંક્રમણ થઈ શકે
નહિ.) અને (यदि) જો (गुणसंक्रातिं ऋते) ગુણ–સંક્રમણ વગર જ (आत्मा) આત્મા (कर्मणः) કર્મોનો (कर्ता
च भोक्ता स्यात्) કર્તા તથા ભોક્તા થાય તો (सर्वस्य सर्वसंकरदोषः) બધા પદાર્થોમાં સર્વ–સંકરદોષ (
सर्वशून्यदोषः) તેમજ સર્વ–શૂન્યદોષ (स्यात्) આવી પડશે.
ભાવાર્થઃ– જીવને કર્માદિકનો કર્તા તથા ભોક્તા કહેનારા નયમાં નયાભાસપણું અસિદ્ધ કહી શકાતું નથી;
કારણ કે જીવ અને કર્મ–નોકર્મરૂપ પુદ્ગલ ભિન્ન ભિન્ન દ્રવ્ય છે. ભિન્ન દ્રવ્યને ભિન્ન દ્રવ્યનું કર્તા–ભોક્તા કહેનારો
જે નય છે તેમાં, ‘તદ્ગુણ સંવિજ્ઞાન’ એવા નયના લક્ષણનું બહિર્ભૂતપણું (–અભાવ) હોવાથી, અપસિદ્ધાંતપણું છે;
કેમ કે ગુણોના સંક્રમણ વગર કર્તા–ભોક્તાપણું બની શકતું નથી અર્થાત્ કર્તા અને ભોક્તાપણું હોવાને માટે ગુણોમાં
પરિણમન હોવું જોઈએ (–જો એક દ્રવ્યના ગુણોનું બીજા દ્રવ્યના ગુણોરૂપે પરિણમન થાય તો જ એક દ્રવ્ય બીજા
દ્રવ્યનું કર્તા–ભોક્તા થઈ શકે; પરંતુ તેમ બની શકતું નથી.) જો સંક્રમણ વગર જ–અર્થાત્ એક દ્રવ્યના ગુણોનું બીજા
દ્રવ્યના ગુણરૂપે પરિણમન થયા વગર જ કોઈ એક દ્રવ્યને કોઈ બીજા દ્રવ્યનું કર્તા તથા ભોક્તા માનવામાં આવશે તો
ગમે તે એક દ્રવ્ય ગમે તે બીજા દ્રવ્યનું કર્તા–ભોક્તા થઈ જશે અને કર્તા–ભોક્તાપણાનો કોઈ નિયમ રહેશે નહિ.
જીવને કર્મ વગેરેનો કર્તા–ભોક્તા કહેવામાં ભ્રમનું કારણ અને તેનું સમાધાન
अस्त्यत्र भ्रमहेतुर्जी वस्याशुद्धपरिणतिं प्राप्य।
कर्मत्वं परिणमते स्वयमपि मूर्तिमद्यतो द्रव्यम्।।५७५।।
इदमत्रं समाधानं कर्त्ता यः कोपि सः स्वभावस्य।
परभावस्य न कर्त्ता भोक्ता व तन्निमित्तमात्रेऽपि।।५७६।।
અન્વયાર્થઃ– (यतः मूर्तिमत् द्रव्यं) કેમ કે મૂર્તિમાન એવું પુદ્ગલ દ્રવ્ય (स्वयं अपि) પોતાની મેળે જ,
(जीवस्य अशुद्धपरिणतिं प्राप्य) જીવની અશુદ્ધ પરિણતિને પામીને (અર્થાત્ જીવની અશુદ્ધપરિણતિની હાજરીમાં),
(कर्मत्वं परिणमते) કર્મરૂપે પરિણમી જાય છે–(अत्र भ्रम हेतु अस्ति) તે અહીં ભ્રમનું કારણ છે. (अत्र इदं
समाधान) તેનું સમાધાન અહીં આ પ્રમાણે છે કે (यः कोऽपि कर्ता) જે કોઈ પણ કર્તા છે તે (सः स्वभावस्य)
પોતાના સ્વભાવનો જ કર્તા છે, પરંતુ–(तन्निमित्तनात्रेऽपि) તે નિમિત્તમાત્ર હોવા છતાં પણ– (परभावस्य)
પરભાવનો (न कर्त्ता वा भोक्ता) કર્તા કે ભોક્તા નથી.
ભાવાર્થઃ– જીવને કર્માદિકોનો કર્તા તથા ભોક્તા કહેવા સંબંધી જે ભ્રમ છે તેનું કારણ આ પ્રમાણે છે કે–
કાર્મણવર્ગણારૂપ પુદ્ગલો કર્મપણાને પ્રાપ્ત થાય તેમાં જીવની અશુદ્ધપરિણતિ નિમિત્તમાત્ર છે; તેથી લોકોને એવો ભ્રમ થાય
છે કે જડ કર્મોનો કર્તા જીવ છે. પણ ખરેખર જીવની અશુદ્ધ પરિણતિ કર્મરૂપ પરિણમનમાં ફક્ત નિમિત્તમાત્ર છે; કર્મોનો
કર્તા કર્મ જ છે. ફક્ત નિમિત્તમાત્રપણાથી તેનું કાંઈ પણ કર્તાપણું જીવને આવી જતું નથી. કેમ કે જે કોઈપણ કર્તા હોય છે તે
પોતાના સ્વભાવનો જ કર્તા હોય છે. ફક્ત નિમિત્તમાત્રપણાથી કોઈ પણ પદાર્થ પરભાવનો કર્તા થઈ શકતો નથી.
હવે આ કર્તા–ભોક્તાપણા સંબંધી દ્રષ્ટાંત આપે છે.
भवति स यथा कुलालः कर्त्ता भोक्ता यथात्म भावस्य।
न तथा परभावस्य च कर्त्ता भोक्ता कदापि कलशस्य।। ५७७।।
અન્વયાર્થઃ– (स यथा) તે કર્તા–ભોક્તાપણું આ પ્રમાણે છે કે, (यथा कुलालः) જેમ કુંભાર (आत्मभा–

PDF/HTML Page 11 of 25
single page version

background image
૧૩૦ઃ આત્મધર્મઃ ૪૩
वस्य) પોતાના ભાવનો (कर्ता भोक्ता भवति) કર્તા તથા ભોક્તા છે (तथा परभावस्य कलशस्य) તેમ
પરભાવરૂપ ઘડાનો (कर्ता च भोक्ता) કર્તા કે ભોક્તા તો (कदापि न) કોઈ પણ સમયે નથી.
ભાવાર્થઃ–જેમ કુંભાર ખરેખર પોતાના ભાવોનો કર્તા તેમજ ભોક્તા છે, તેમ પરભાવરૂપ જે ઘડો છે તેનો
કર્તા કે ભોક્તા તો તે કદી પણ થઈ શકતો નથી; પરંતુ માટીને જ ઘડાની કર્તા કહી શકાય છે, કારણ કે યથાર્થપણે
દરેક અવસ્થામાં દરેક દ્રવ્ય પોતાની પર્યાયનું કર્તા છે. ઘડો થયો ત્યારે કુંભાર તો નિમિત્તમાત્ર છે; તેથી ફક્ત
નિમિત્તમાત્રપણાથી તેમાં કર્તાપણાનું કથન થઈ શકતું નથી.
કર્તા કર્મને તન્મયપણું હોય છે એમ હવે ખુલાસો કરે છે
तदभिज्ञानं च यथा भवति घटो मृत्तिकास्वभावेन।
अपि मृण्मयो घटः स्यान्न स्यादिह घटः कुलालमयः।। ५७८।।
અન્વયાર્થઃ–(तदभिज्ञान च) અને, કર્તા ભોક્તા–સંબંધી જે દ્રષ્ટાંત કહ્યું તેનું ઉદાહરણ આ પ્રમાણે છે કે–
(यथा इह घटः) જેમ ઘડો (स्वभावेन मृत्तिका भवति) સ્વભાવથી માટીરૂપ છે તેથી (घटः) તે ઘડો (मृण्मयः
अपि स्यात्) માટીમય અર્થાત્ માટીરૂપ પણ કહેવાય છે, (પરંતુ માટીની જેમ) (घटः कुलालमयः न स्यात्)
કુંભાર મય ઘડો કહેવાતો નથી.
ભાવાર્થઃ–પ૭૭મી ગાથામાં કહેલા કથનનો ખુલાસો આ પ્રમાણે છે કે–જેમ ઘડો સ્વભાવથી માટી સ્વરૂપ છે
તેથી તે ઘડો ‘માટીમય’ કહી શકાય છે, પરંતુ તેમ ઘડાને કુંભારમય કહી શકાતો નથી; અથવા જેવી રીતે, ઉપાદાનરૂપ
ધર્મ પોતાની પર્યાયમાં વ્યાપક થઈ જતો હોવાથી તે ઉપાદાન ધર્મને કર્તા માની શકાય, પરંતુ ઉપાદાનની માફક
નિમિત્તને પણ કર્તા કહી શકાતો નથી. જેમ કે–ઘડો માટીમય છે અથવા ઘડાનું ઉપાદાન કારણ માટીના પરમાણુઓની
તે સમયની ઘડારૂપ થવાની લાયકાત છે–તેથી માટી કર્તા, કુંભાર નિમિત્તમાત્ર અને ઘડો કાર્ય–એ પ્રમાણે છે. આ
પ્રમાણે અહીં જેમ ઘડાને માટીમય કહી શકાય છે તેમ તેને કુંભારમય કહી શકાતો નથી.
હવે, ઘડાનો કર્તા કુંભાર કહેવાય છે–એ વગેરે જે લોકવ્યવહાર છે તે પણ નયાભાસ છે એમ દર્શાવે છેઃ–
अथ चेद्धटकर्तासौ घटकारो जनपदोक्तिकेशोऽयम्।
दुर्वारो भवतु तदा कानो हार्नियदा नयाभासः।।५७९।।
અર્થઃ– (असौ घटाकारः) આ કુંભાર (घटकर्ता)–ઘડાનો કર્તા છે–(अयं जनपदोक्तिलेशः) એવો
લોકવ્યવહાર (दुर्वारः भवतु) દુર્નિવાર થઈ જશે’ (यदा अथ चेत्) આ પ્રમાણે જ્યારે શંકાકાર કહે (तदा) ત્યારે
તેનો ઉત્તર આ છે કે–ભલે, તે લોકવ્યવહાર દુર્નિવાર રહો, (का ना हानिः) તેમાં અમને (વસ્તુ સ્વરૂપને) શું હાનિ
છે?–કેમ કે (नयाभासः) તે લોકવ્યવહાર નયાભાસ છે.
ભાવાર્થઃ–જો કદાચિત્ત આમ કહેવામાં આવે કે ‘લોકમાં ઘડાનો કર્તા કુંભાર કહેવામાં આવે છે, માટે એક
પદાર્થનો કર્તા બીજો પદાર્થ થઈ શકે છે’–તો આ કથનથી પણ અમારા કથનમાં કાંઈ બાધા આવતી નથી; કેમ કે જો
આ પ્રકારના વ્યવહારને અમે નય કહ્યો હોત તો અમારા કથનમાં બાધા આવત, પરંતુ અમે તો તેને નય ન કહેતાં
નયાભાસ કહીએ છીએ. તેથી ‘કુંભાર ઘડાનો કર્તા છે’ એવા પ્રકારના લોકવ્યવહાર નયાભાસ હોવાને લીધે અમારા
કથનનો બાધક કોઈ પણ રીતે થઈ શકતો નથી.
માટે જીવને કર્મ વગેરે પર પદાર્થોનો કર્તા ભોક્તા કહેવો તે નયાભાસ જ છે; તેમાં કોઈ નય લાગુ પડતો
નથી. આ પ્રમાણે બીજા નયાભાસનું સ્વરૂપ કહ્યું.
ત્રીજા નયાભાસનું સ્વરૂપ
अपरे बहिरात्मानो मिथ्यावादं वदन्ति दुर्मतयः।
यदबद्धेपि परस्मिन् कर्ताभोक्ता परोपि भवति यथा।। ५८०।।
सद्वेद्योदयभावान्
गृहधनधान्यं कलत्रपुत्रांश्च।
स्वयमिह करोति जीवो भुनक्ति वा स एव जीवश्च। ५८१।।
અન્વયાર્થઃ– (अपरे दुर्मतयः बहिरात्मनः) કોઈ ખોટી બુદ્ધિવાળા. મિથ્યાદ્રષ્ટિ જીવ (मिथ्यावादं वदन्ति)
આ પ્રમાણે મિથ્યા કથનનું પ્રતિપાદન કરે છે કે–(यत् अबध्धे परस्मिन् अपि) જેઓ બન્ધને (એકપણાને) પ્રાપ્ત
નથી થતા એવા પરપદાર્થોમાં પણ (परः कर्ता अपि भोक्ता भवति) અન્ય પદાર્થ અન્ય પદાર્થનો કર્તા તેમ જ
ભોક્તા થાય છે, (यथा इह) જેમ કે–(सद्वेद उदयभावान्) સાતા વેદનીય કર્મના નિમિત્તે જેમનો સદ્ભાવ છે
એવા (गृहधनधान्यं च कलत्र पुत्रान
) ઘર, ધન, ધાન્ય, સ્ત્રી, પુત્ર, વગેરેને (
जीवः स्वयं करोति) જીવ સ્વયં કરે
છે (वा) અને स एव जीवश्च भुनक्ति) વળી તે જીવ તેમને ભોગવે છે.
ભાવાર્થઃ– કોઈ કોઈ બહિરાત્મા મિથ્યાદ્રષ્ટિ દુર્મતિ જીવ, જેમની સાથે ખરેખર આત્માને કોઈ પ્રકારે એક–

PDF/HTML Page 12 of 25
single page version

background image
વૈશાખઃ૨૪૭૩ઃ ૧૩૧ઃ
પણું (–બન્ધ) નથી એવા પર પદાર્થોમાં પણ આત્માના કર્તા ભોક્તાનો વ્યવહાર કરે છે; જેમ કે–તેઓ કહે છે કે,
ઘર, ધન, ધાન્ય, સ્ત્રી, પુત્ર વગેરેને જીવ ઉત્પન્ન કરે છે અને તે જ જીવ ભોક્તા હોવાથી તેમને ભોગવે છે.
ઉપરની માન્યતા પણ નયાભાસ જ છે. જીવનો વ્યવહાર પર પદાર્થમાં હોતો નથી પણ પોતામાં જ હોય છે.
જીવને પર દ્રવ્ય સાથે સંબંધ બતાવનારા બધા કથનો નયાભાસ છે.
શંકા
ननु सति गृहवनितादौ भवति सुखं प्राणिनामिहाध्यक्षात्।
असति च तत्र न तदिदं तत्तत्कर्ता स एव तद्भोक्ता।।५८२।।
અન્વયાર્થઃ–(ननु) શંકાકાર કહે છે કે, (इह प्राणिनां) આ જગતમાં પ્રાણીઓને (गृहवनितादौ सति)
ઘર, સ્ત્રી વગેરેના હોવાથી (अध्यक्षात् सुखं भवति) પ્રત્યક્ષપણે સુખ થાય છે, (च तत्र असति) અને તે ઘર, સ્ત્રી,
વગેરેના ન હોવાથી (तत् इदं न) તેમને તે સુખ થતું નથી; (तत्) તે કારણે (स एव) જીવ જ (तत्कर्ता
तद्भोक्ता) તે ઘર, સ્ત્રી વગેરેનો કર્તા અને તેમનો ભોક્તા છે.
ભાવાર્થઃ–શંકાકાર એમ કહે છે કે, ‘જીવ પર વસ્તુનો કર્તા તથા ભોક્તા છે’ એવા કથનને નયાભાસ કહેવું
તે બરાબર નથી, કેમ કે આ વાત તો પ્રત્યક્ષ છે કે ઘરબાર, સ્ત્રી, પુત્ર વગેરેના હોવાથી જ જીવને સુખ થાય છે અને
તેમના ન હોવાથી સુખ થતું નથી; માટે જીવ જ તે પદાર્થોનો કર્તા–ભોક્તા છે અર્થાત્ જીવ જ પોતાની સુખસામગ્રીનો
(–બાહ્ય પદાર્થોનો) કર્તા તથા ભોક્તા છે–એમ માનવામાં શું દોષ છે?
સમાધાન
सत्यं वैषयिकमिदं परमिह तदपि न परत्र सापेक्षम्।
सति बहिरर्थेपि यतः किल केषांचिद सुखादिहेतुत्वात्।।५८३।।
અન્વયાર્થઃ– (सत्य) ઠીક છે–(इह) આ જગતમાં (इदं) આ સાંસારિક સુખ (परं वैषयिकं) કેવળ
વૈષયિક છે અર્થાત્ વિષયોમાં સુખની માત્ર કલ્પના કરી છે, (तदपि) છતાં પણ (परत्र सापेक्ष न) તે કલ્પિત સુખ
પર વિષયોની અપેક્ષાથી નથી (यतः) કેમ કે (किल) નિશ્ચયથી (बर्हि अर्थे सति अपि) તે બાહ્ય પદાર્થો હાજર
હોવા છતાં પણ (केषांचित्त्) કોઈને તે ગૃહ, સ્ત્રી વગેરે (असुखादिहेतुत्वात्) અસુખાદિકના હેતુ થાય છે.
ભાવાર્થઃ– એ બધા સાંસારિક સુખ વૈષયિક છે–વિષયોમાં કલ્પેલા છે; અને તે વૈષયિક સુખોમાં એવો મેળ
નથી રહેતો કે બાહ્ય પદાર્થરૂપ સ્ત્રી, પુત્ર વગેરેના રહેવાથી બધાને સુખ જ પ્રાપ્ત થાય. કેમ કે જ્યારે અશુભ અઘાતિ
કર્મના ઉદયથી દુષ્ટ સ્ત્રી, પુત્ર વગેરેનો સંયોગ થાય છે ત્યારે તેમના કારણે (–નિમિત્તથી) દુઃખ પણ થતું દેખાય છે.
માટે તે બાહ્યપદાર્થો સાથે સુખની પ્રાપ્તિ (સુખનો મેળ) નથી; અને તેમના રહેવાથી બધાને સુખ થાય જ છે એવા
કથનને પણ નિર્દોષ કહી શકાતું નથી. આ રીતે સિદ્ધ થાય છે કે જીવને પર પદાર્થોનો કર્તા તથા ભોક્તા કહેવો તે નય
નથી પરંતુ નયાભાસ છે.
હવે ગ્રંથકાર આ બધા કથનનું તાત્પર્ય જણાવે છે અને પછી અન્ય નયાભાસ વર્ણવે છે.
તાત્પર્ય
इदमत्र तु तात्पर्यं भवतु स कर्ताथ वा च मा भवतु।
भोक्ता स्वस्य परस्य च यथाकथंचित्त्चिदात्मको जीवः।।५८४।।
અન્વયાર્થઃ–(सः स्वस्य च परस्य) તે જીવ સ્વનો કે પરનો (कर्ता च भोक्ता) કર્તા તથા ભોક્તા (भवतु
अथवा मा भवतु) હો કે ન હો પરંતુ (अत्र इदं ताप्तर्यं तु) અહીં તાત્પર્ય આ છે કે, (जीवः) જીવ
(यथाकथंचित्त्) કોઈ પણ પ્રકારથી–ગમે તે રીતે (चिदात्मकः) જ્ઞાનસ્વરૂપ જ છે (તેથી જ્ઞાન સિવાય બીજું કાંઈ
તેનું કર્તવ્ય નથી.)
ભાવાર્થઃ–સારાંશ એ છે કે વ્યવહારમાં જીવ પર પદાર્થોનો કર્તા તથા ભોક્તા કહેવાય કે ન કહેવાય– તેનાથી
અમને કાંઈ પ્રયોજન નથી; પરંતુ અહીં અધ્યાત્મવાદથી અમને ફક્ત એટલું જ પ્રયોજન છે કે જીવ કોઈપણ પ્રકારથી
જ્ઞાન સ્વરૂપ જ છે. જીવની બધી જ પર્યાયો કદી પોતાના ચેતનપણાને છોડતી નથી માટે વાસ્તવિકપણે જીવના
નિજભાવોનો કર્તા અધ્યાત્મવાદથી આત્મા જ છે અને કર્તાની જેમ નિજભાવોનો ભોક્તા પણ આત્મા જ છે.
નોંધઃ– ‘વ્યવહારમાં જીવ પર પદાર્થોનો કર્તા તથા ભોક્તા સિદ્ધ હો કે ન હો તેનાથી અમને કાંઈ પ્રયોજન
નથી’ એમ અહીં કહ્યું છે, તેથી તે વાત શંકાશીલ રાખી છે–એમ ન સમજવું, પરંતુ એમ આશય સમજવો કે પરાશ્રિત
વ્યવહારને અપ્રયોજનભૂત ઠરાવીને તેનું જ લક્ષ છોડાવ્યું છે, અને સ્વાશ્રિત જ્ઞાનસ્વભાવ તે જ પ્રયોજનવાદ ભૂત
હોવાથી તેનું લક્ષ ઠરાવ્યું છે.

PDF/HTML Page 13 of 25
single page version

background image
ઃ ૧૩૨ઃ આત્મધર્મઃ ૪૩
હવે ચોથા નયાભાસનું સ્વરૂપ કહે છે
अयमपि च नयाभासो भवति मिथो बोध्यबोधसम्बन्धः।
ज्ञानं ज्ञेयगतं वा ज्ञानगतं ज्ञेयमेतदेव यथा।।५८५।।
અન્વયાર્થઃ–(अयं अपि च नयाभासः भवति) આ પણ નયાભાસ છે કે–(मिथः) જ્ઞાન અને જ્ઞેયને
પરસ્પર (बोध्यबोधक सम्बन्धः) બોધ્યબોધક સમ્બન્ધ છે, (यथा) જેમ કે (ज्ञानं ज्ञेयगतं) જ્ઞાન જ્ઞેયગત છે
(वा) અને (एतत् ज्ञेयं एव ज्ञानगत
) તે જ્ઞેય પણ જ્ઞાનગત છે.’
ભાવાર્થઃ– જ્ઞેય–જ્ઞાયક સમ્બન્ધને લીધે જ્ઞાનને જ્ઞેયગત કહેવું તથા જ્ઞેયને જ્ઞાનગત કહેવા તે પણ નયાભાસ છે.
સમ્યગ્દ્રષ્ટિની પ્રશંસા –
સજ્જન સમ્યગ્દ્રષ્ટિની પ્રશંસા કરતાં શ્રી બનારસીદાસજી કહે છે કે–
ભેદ વિજ્ઞાન જગ્યો જિનકે ઘટ શીતલ ચિત્ત ભયો જિમ ચંદન;
કેલિ કરે શિવ મારગમેં જગમાંહિ જિનેશ્વર કે લઘુનંદન.
સત્ય સ્વરૂપ સદા જિન્હ કે પ્રગટયો અવદાત મિથ્યાત નિકંદન,
શાંત દશા તિનકી પહિચાન કરૈ કર જોરિ બનારસી વંદન.
(નાટક સમયસાર)
અર્થઃ–જેના અંતરમાં ભેદવિજ્ઞાનનો પ્રકાશ પ્રગટ થયો છે તેનું હૃદય ચંદન સમાન શીતળ થયું છે, તે
મોક્ષમાર્ગમાં ક્રીડા–કેલિ કરે છે અને આ જગતમાં તે જિનેશ્વર દેવના લઘુનંદન (યુવરાજ) છે.
સમ્યગ્દર્શન વડે જેના આત્મામાં સત્ય સ્વરૂપ પ્રકાશમાન થયું છે અને મિથ્યાત્વનું નિકંદન કાઢી નાખ્યું છે
એવા સમ્યગ્દ્રષ્ટિ ભવ્ય આત્માની શાંતિને જોઈને હું તેમને હાથ જોડીને નમસ્કાર કરું છું–એમ બનારસીદાસજી કહે છે.
(આ કાવ્યથી જણાય છે કે કવિવરનું હૃદય કેટલું વિશાળ અને ઉદાર છે; તેમને કોઈ વ્યક્તિના પક્ષનો મોહ
નથી, પણ જેમના હૃદયમાં આત્મવિજ્ઞાનના તરંગો ઉછળે છે એ જ તેમના ઉપાસ્ય છે. કાવ્યમાં ‘जिनेश्वर के
लघुनंदन’ એ શૈલી ઘણી જ સુંદર અને ગંભીર છે...તે પ્રશંસનીય છે.)
(જૈન કવિયોં કા ઈતિહાસ પા. પ૨)–કવિવર બનારસીદાસજી
ઉપર્યુક્ત કથન નયાભાસ કેમ છે તેનું કારણ
चक्षु रूपं पश्यति रूपगतं तन्न चक्षुरेव यथा।
ज्ञानं ज्ञेयमवैति च ज्ञेयगतं वा न भवति तज्ज्ञानम्।। ५८६।।
અન્વયાર્થઃ–(यथा चक्षु रूप पश्यति) જેમ આંખ રૂપને દેખે છે પરંતુ (तत् चक्षुः एव रूपगतं न) તે
આંખ જ પોતે રૂપમાં પ્રવેશી જતી નથી, તે જ પ્રમાણે (ज्ञानं ज्ञेयं अवैति च) જ્ઞાન જ્ઞેયોને જાણે છે તો પણ (तत्
ज्ञानं ज्ञेयगतं न वा भवति) તે જ્ઞાન જ પોતે જ્ઞેયોમાં પ્રવેશી જતું નથી.
ભાવાર્થઃ– જેમ આંખ રૂપને દેખે છે, પરંતુ તેટલા માત્રથી તે આંખ કાંઈ રૂપમાં પ્રવેશી જતી નથી, તે જ રીતે
જ્ઞાન જ્ઞેયોને જાણે છે, પરંતુ તેટલા માત્રથી તે જ્ઞાન કાંઈ જ્ઞેયોમાં પ્રવેશી જતું નથી. માટે, જ્ઞેયજ્ઞાયક સંબંધને લીધે
જ્ઞાનને જ્ઞેયગત કહેવું તે નયાભાસ છે. અહીં ગ્રંથકારે જ્ઞેયને જ્ઞાનગત કહેવા સંબંધમાં જો કે લખ્યું નથી, પણ એમ
સમજવું કે, જેમ જ્ઞાનનો પ્રવેશ જ્ઞેયોમાં નથી તેમ જ્ઞેયોનો પણ જ્ઞાનમાં પ્રવેશ નથી.
ઉપસંહાર
इत्यादिकाश्च बहवः सन्ति यथालक्षणा नयाभासाः।
तेषामयमुद्रेशो भवति विलक्ष्यो नयान्नयाभासः।। ५८७।।
અન્વયાર્થઃ–(इत्यादिकाः च बहवः) ઇત્યાદિ બીજા પણ ઘણા (यथालक्षणा नयाभासाः सन्ति)
પોતપોતાના લક્ષણ અનુસાર નયાભાસ છે (और) અને (नयात् नयाभासः विलक्ष्यो भवति) નય કરતાં
નયાભાસ વિલક્ષણ હોય છે (अयं तेषां उद्देशः) આ તેનો (ઉપર્યુક્ત સર્વ કથનનો) ઉદ્રેશ છે અર્થાત્ નયથી જે
વિરુદ્ધ લક્ષણવાળા હોય તેને નયાભાસ કહેવાય છે.
ભાવાર્થઃ– અહીં ચાર નયાભાસો વર્ણવ્યા છે; તે સિવાય, પોતપોતાનાં લક્ષણ અનુસાર બીજા પણ જે અનેક
નયાભાસો છે તે સર્વને નય સમજવા ન જોઈએ પણ નયોથી વિરુદ્ધ લક્ષણવાળા હોવાથી તેમને નયાભાસ જાણવા
જોઈએ. જે નયની સમાન તો માલુમ પડે પરંતુ જેનામાં ‘
तद्गुणसंविज्ञान (વસ્તુના પોતાના ગુણને દર્શાવવું તે)
‘ઇત્યાદિ નયનું વાસ્તવિક લક્ષણ બંધ બેસતું ન હોય તેને નયાભાસ કહે છે.
જીવને પરદ્રવ્યો સાથે સંબંધ બતાવનારા બધા કથનો નયાભાસ છે.
આ પ્રમાણે સમ્યક્નયનું તથા મિથ્યાનયનું સ્વરૂપ બતાવ્યું. * * *

PDF/HTML Page 14 of 25
single page version

background image
વૈશાખઃ૨૪૭૩ઃ ૧૩૩ઃ
– રુચિનું વલણ –
સંયોગ પડખાંથી ચૈતન્ય પડખું ભિન્ન છે. રાગાદિ તે પણ ચૈતન્યપડખું નથી પણ સંયોગપડખું છે. જો
સંયોગની અપેક્ષા છોડીને એકલા ચૈતન્યને લક્ષમાં લ્યો તો તે પરિપૂર્ણ જ છે, તેમાં રાગાદિ નથી. આત્માનો માર્ગ
એકલા આત્મા સાથે જ સંબંધ રાખે છે. એકલો આત્મા એટલે પરિપૂર્ણ આત્મા; ચૈતન્ય પડખાંને ચૂકીને જે સંયોગની
અનુકૂળતામાં કે પ્રતિકૂળતામાં લીન થઈ જાય છે તેને સંયોગની જ રુચિ છે પણ આત્માના ચૈતન્યસ્વરૂપની રુચિ
નથી. હું પરનું કરી શકું અને સંયોગ અનુકૂળ હોય તો મને ઠીક પડે–એવી માન્યતા તે જ સંયોગની લીનતા અને
ચૈતન્યની અરુચિ છે. પ્રતિકૂળતા વખતે ચૈતન્યને ચૂકીને જેને અંતરંગમાં અણગમો થાય છે તેને અનુકૂળતા વખતે
પણ તે સંયોગની જ રુચિ છે. અનુકૂળ સંયોગ હો કે પ્રતિકૂળ સંયોગ હો, તે બંનેથી મારું ચૈતન્યસ્વરૂપ ભિન્ન છે અને
સંયોગના લક્ષે જે રાગ–દ્વેષ થાય તેનાથી પણ મારું ચૈતન્યસ્વરૂપ ભિન્ન છે. મારું ચૈતન્યસ્વરૂપ પરનું તો કાંઈ કરે
નહિ અને રાગદ્વેષ કરવાનો પણ તેનો સ્વભાવ નથી–આમ જેને ભિન્ન ચૈતન્ય સ્વભાવનું ભાન હોય તે કોઈ પણ
સંયોગમાં ચૈતન્યને ચૂકીને લીન ન થાય. પર્યાયમાં ક્ષણિક રાગદ્વેષ હોવા છતાં રુચિનું વલણ કઈ બાજુ છે તેની
અહીં વાત છે. રુચિના વલણ અનુસાર ધર્મ કે અધર્મ થાય છે.
જેમ કોઈએ બે જુદા જુદા માણસને રૂપિયા ધીર્યા હોય અને જ્યારે પાછા લેવા જાય ત્યારે એક એમ કહે છે
કે–‘રૂા. નથી આપવાનો, તારાથી થાય તે કરી લેજે.’ અને બીજો એમ કહે છે કે–‘ભાઈ! તમારા રૂા. પાછા
આપવાનું હું ભૂલ્યો નથી, પણ હમણાં સગવડ નથી તેથી આપી શકતો નથી; થોડા વખતમાં હું રૂા. પાછા આપી
દઈશ.’ ત્યાં જો કે બાહ્યમાં તો બંને માણસોએ રૂા. આપ્યા નથી છતાં એક ના પાડે છે અને બીજો હા પાડે છે–એ
કેટલો ફેર છે? તેમ જ્ઞાનીઓ કહે છે કે ‘આત્મા જ્ઞાનસ્વરૂપ છે, રાગદ્વેષ તેનો સ્વભાવ નથી.’ ત્યારે, પર્યાયમાં રાગ–
દ્વેષ હોવા છતાં એક એમ સ્વીકારે છે કે “હું ચૈતન્યસ્વરૂપ જ છું અને આ રાગ–દ્વેષ મારું સ્વરૂપ નથી. અત્યારે
નબળાઈને લીધે પર્યાયમાં રાગ–દ્વેષ છે, પણ મારું સ્વરૂપ તેનાથી ભિન્ન છે એવી ચૈતન્યની જાગૃતિ હું ભૂલ્યો નથી.”
અને બીજો એમ માને છે કે ‘અત્યારે આ રાગ–દ્વેષ કરવા જેવા છે, એટલે રાગ–દ્વેષ આત્માનું સ્વરૂપ છે.’ ત્યાં
પર્યાયમાં બંનેને રાગ–દ્વેષ હોવા છતાં એક રાગ–દ્વેષનો નકાર કરીને ચૈતન્યસ્વભાવનો સ્વીકાર કરે છે, અને બીજો
રાગ–દ્વેષને પોતાનાં માનીને ચૈતન્યસ્વભાવનો નકાર કરે છે. આટલું આકાશ–પાતાળ જેવું અંતર સત્ના હકાર અને
નકારમાં છે. સત્સ્વભાવનો હકાર લાવનાર સાધક થઈને રાગ–દ્વેષ ટાળીને સિદ્ધ થશે અને સત્સ્વરૂપનો નકાર
લાવનાર રાગાદિનો આદર કરી તદ્ન હીણીપર્યાય પામશે. સત્ની રુચિ અને હકાર આવવો તેમાં જ્ઞાનની ક્રિયા છે તે
જગતને ભાસતી નથી. હજી જેનું રુચિનું વલણ પરથી ખસીને ચૈતન્ય તરફ ઢળ્‌યું નથી તે ધર્મ ક્યાં કરશે? ચૈતન્યની
જાગૃતિ ચૂકીને જેને વિષયોમાં રાગ–દ્વેષ છે તેને વિષયેચ્છા છે, ત્યાગી થાય અને વ્રત તપ કરે તોપણ તે સંસાર ભોગ
હેતુએ જ છે. જ્ઞાનીને નિરંતર પ્રતિસમય સ્વરૂપનો સમભાવ વર્તે છે અને તેટલે અંશે તેમને સ્વરૂપનું અખંડ આચરણ
ખીલ્યું છે. આ રીતે ચૈતન્યસ્વભાવની યથાર્થ રુચિ તે જ સમ્યગ્દર્શન છે અને તે જ ધર્મનું મૂળ છે.
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
– મિથ્યાદ્રષ્ટિનું વર્ણન –
ધરમ ન જાનત વખાનત ભરમ રૂપ
ઠૌર ઠૌર ઠાનત લડાઈ પક્ષપાત કી,
ભૂલ્યો અભિમાનમેં ન પાંવ ધરે ધરનીમૈં
હિરદમેં કરની વિચારે ઉત્પાત કી.
ફિરૈ ડાંવાડોલ સો કરમ કે કલોલનિ મેં
હવૈ રહી અવસ્થા જયૂં વ ભૂલ્યા કૈસે પાતકી
જાકી છાતી તાતી કારી કૂટિલ કુવાતી ભારી
એસો બ્રહ્મ–ઘાતી હૈ મિથ્યાતી મહા પાતકી.
(નાટક સમયસાર)
અર્થઃ–જે પોતે ધર્મને જરાપણ જાણતો નથી અને ધર્મના સ્વરૂપનું ભ્રમરૂપ વ્યાખ્યાન (વર્ણન) કરે છે, ધર્મના
નામે દરેક પ્રસંગે પક્ષપાતની લડાઈ કર્યા કરે છે, જે અભિમાનમાં મસ્ત થઈને ભાન ભૂલ્યો છે અને જમીન પર પગ મૂકતો
નથી (અર્થાત્ પોતાને મહાન સમજે છે), જે પોતાના હૃદયમાં હંમેશા ઉત્પાતની કરણી જ વિચારે છે, તૂફાનમાં પડેલા
પાંદડાની જેમ જેની હાલત શુભાશુભ કર્મોના તરંગમાં ડામાડોળ થઈ રહી છે, કૂટિલ પાપની આગથી જેનું અંતર તપી રહ્યું
છે–એવો મહા દુષ્ટ, કૂટિલ, પોતાના આત્મસ્વરૂપનો ઘાત કરવાવાળો મિથ્યાદ્રષ્ટિ મહા પાતકી છે.
(જૈન કવિયોંકા ઈતિહાસ પા. પ૩)–કવિ બનારસીદાસજી

PDF/HTML Page 15 of 25
single page version

background image
ઃ ૧૩૪ઃ આત્મધર્મઃ ૪૩
* રાણપુરમાં શ્રી જિનમંદિરની તૈયારી *
વીંછીયા અને રાજકોટ પછી, રાણપુરમાં શ્રી જિનમંદિર તથા શ્રી સ્વાધ્યાયમંદિર બંધાવવાનો નિર્ણય ત્યાંના
સત્ધર્મપ્રેમી મુમુક્ષુઓએ ઘણા ઉલ્લાસપૂર્વક કર્યો છે અને તે માટે નીચે મુજબ રૂા. ૧૨૦૦૦ નક્કી થયા છે–૬૦૦૦)
શેઠ નારણદાસ કરશનજી–રાણપુર. ૪૦૦૦) શેઠ પ્રેમચંદ મગનલાલ–રાણપુર. ૨૦૦૦) શેઠ છોટાલાલ નારણદાસ–
રાણપુર. કુલ્લે ૧૨૦૦૦) આ મહા મંગળ કાર્યની શરૂઆત માટે તે મુમુક્ષુઓને ધન્યવાદ ઘટે છે. ઉપર્યુક્ત જાહેરાત
સુવર્ણપુરીમાં શ્રી અખિલ ભારતવર્ષિય દિ. જૈન વિદ્વત્ પરિષદના ત્રીજા અધિવેશન પ્રસંગે થઈ હતી.
* બોટાદમાં શ્રી જિનમંદિની તૈયારી *
બોટાદ શહેરના સત્ધર્મપ્રેમી મુમુક્ષુઓ તરફથી શાહ જેઠાલાલ સંઘજીભાઈએ
ચૈત્ર સુદ ૧૦ તા. ૩૧–૩–૪૭ના રોજ નીચે મુજબ જાહેરાત કરી હતી.
“પરમ પૂજ્ય સદ્ગુરુદેવના ચરણમાં અત્યંત ભક્તિ ભાવે નમસ્કાર કરીને નમ્રતાપૂર્વક બે શબ્દો બોલવાની
રજા લઉં છું.
પૂજ્ય ગુરુદેવ! આપનો બોટાદ ઉપર અનહદ ઉપકાર છે. વ્યક્તિગત રીતે કહું તો મારા પ્રત્યે અને મારા
કુટુંબ પ્રત્યે આપનો ખૂબ જ કરુણાભાવ છે. હું જ્યારે જ્યારે આપના દર્શન અર્થે આવું છું ત્યારે ત્યારે આપ મને
વારંવાર સંબોધીને કેટલાક મીઠા શબ્દો સંભળાવો છો તે મારું અહોભાગ્ય છે. આ બધું એ સૂચવે છે કે આપના
હૃદયમાં મારા માટે ખૂબ જ અનુકંપા છે અને કોઈ પણ રીતે આ જીવ સદ્ધર્મ પામે અને તેનો ઉદ્ધાર થાય– તેવો
ભાવ આપના હૃદયમાં વરતે છે.
આપના પ્રવચનોની અમૃતધારા અહોનિશ વહી રહી છે અને તે ઝીલવા હિંદુસ્તાનના ખૂણે ખૂણેથી મુમુક્ષુ
ભાઈઓ આ તીર્થધામમાં આવે છે અને એ રીતે સનાતન જૈનધર્મનો પ્રચાર, એકલા કાઠિયાવાડમાં જ નહિ પણ
આખા હિંદુસ્તાનમાં થઈ રહ્યો છે, અને સદ્ધર્મનો વિજય ડંકો વાગી રહ્યો છે.
હિંદભરના વિદ્વાન પંડિતો આપના ચરણમાં શીષ નમાવી તેઓ નવું ચેતન પ્રાપ્ત કરી ગયા છે, એમ તેઓના
ભાષણો અને ઠરાવો વાંચતા સ્પષ્ટ જણાય છે. શ્રી વિદ્વત્ પરિષદમાં આપને શ્રદ્ધાંજલિ અર્પતો જે ઠરાવ સર્વાનુમતે
થયો છે તે વાંચી મારું હૃદય ઉલ્લસિત થયું છે.
વળી મેં જાણ્યું કે વીંછીયા જેવા ગામમાં જિનમંદિર અને સ્વાધ્યાય મંદિરના પાયા નંખાયા...રાજકોટ શહેરમાં
પણ જિનમંદિર અને સ્વાધ્યાયમંદિરનો ફાળો થયો. રાણપુરમાં પણ તે અંગે ફાળાની શરૂઆત થઈ છે. હવે મુખ્યત્વે
બાકી રહ્યું અમારું બોટાદ. ખરી રીતે બોટાદે તો પહેલ કરવી જોઈએ; તે તો ગુરુદેવનું ખૂબ જ ઋણી છે. તેમના
ઉપકારનો બદલો તો અમે કઈ રીતે વાળી શકીએ? છતાં અમારો ભક્તિભાવ પ્રદર્શિત કરવા પહેલામાં પહેલી તકે
બોટાદમાં જિનમંદિર અને સ્વાધ્યાય મંદિર થવા જ જોઈએ...આવો ભાવ મારા હૃદયમાં કેટલાક દિવસોથી ઘોળાયા
કરતો હતો; તે ભાવને આજે આપની સમક્ષ ઉલ્લાસપૂર્વક જાહેર કરવા રજા લઉં છું.
બોટાદ માટે જિનમંદિર અને સ્વાધ્યાય મંદિરના ફાળાની પહેલ કરતાં હું મારા કુટુંબ તરફથી રૂા. ૨૦૦૦૧)
અંકે વીસ હજાર ને એક (શાહ જેઠાલાલ સંઘજીભાઈ તરફથી ૪૦૦૧) તેમના ધર્મપત્ની દુધીબેન તરફથી ૪૦૦૦)
સમતાબાઈ માણેકલાલ તરફથી ૪૦૦૦) બાબુભાઈ માણેકલાલ શાહ તરફથી ૪૦૦૦) અને નૌતમલાલ જેઠાલાલ
શાહ તરફથી ૪૦૦૦) એ રીતે એકંદર રૂા. ૨૦૦૦૧) જાહેર કરૂં છું. હું આશા રાખું છું કે બોટાદના બીજા ભાઈઓ
તેમજ આપણા સૌ મુમુક્ષુ ભાઈઓ આ સત્કાર્યમાં પોતાનો યોગ્ય ફાળો નોંધાવી આ માંગળિક કાર્ય પરિપૂર્ણ
કરશે...” ...
ઉપર્યુક્ત ભાષણ પૂરું થતાં બોટાદના ગાંધી રાયચંદ રતનશી તરફથી રૂા. ૩૦૦૧) અને ગાંધી ચત્રભુજ
રતનશી તરફથી ૨૦૦૧) જાહેર કરવામાં આવ્યા હતા.
બોટાદના ભાઈઓએ આ સત્કાર્ય માટે જે શરૂઆત કરી છે તે ઘણી જ સુંદર છે...અત્યાર સુધીમાં વીંછીયા,
રાજકોટ, રાણપુર અને બોટાદ એ ચાર શહેરમાં શ્રી જિનમંદિર અને શ્રી સ્વાધ્યાય મંદિરની તૈયારી થઈ છે, આવા
મહાન સત્કાર્ય માટે ઉલ્લાસ દર્શાવવા બદલ તે ચારે ગામના સર્વે મુમુક્ષુભાઈઓને ઘણા અભિનંદન અને વધાઈ
ઘટે છે.
* * *

PDF/HTML Page 16 of 25
single page version

background image
વૈશાખઃ૨૪૭૩ઃ ૧૩પઃ
ભગવાન મહાવીરે શું કર્યું અને શું કહ્યું
–વીર સંવત્ ૨૪૭૩ ચૈત્ર સુદ ૧૩ ના દિવસે–
(સમયસારજી ગાથા ૭૭ ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીનું વ્યાખ્યાન)
* * * * * * *
જે મહાવીર ભગવાનના જન્મ કલ્યાણકનો દિવસ છે. ખરેખર ધર્મીનો જન્મ કોને કહેવાય અને ધર્મ શું
ચીજ છે તે સમજવું જોઈએ. કોઈ ભગવાન અવતાર ધારણ કરતા નથી પણ જગતનો કોઈ જીવ આત્મસ્વરૂપનું ભાન
કરીને સાધનામાં આગળ વધતાં વધતાં પૂર્ણ દશા પ્રગટ કરે છે, તે જ ભગવાન છે. દરેક આત્મા પોતાના સ્વભાવનું
ભાન કરીને તેવી દશા પ્રગટ કરી શકે છે.
આત્માનો ધર્મ આત્મામાં હોય, પરમાં ન હોય. શ્રી સમયસારની ૭૭મી ગાથામાં કહે છે કે ધર્મી જીવો પર
દ્રવ્યપણે ઉપજતા નથી. આ સિદ્ધાંત જન્મ કલ્યાણકમાં પણ લાગુ પડશે. શરીર, મન વગેરે તો જડ છે અને પુણ્ય–
પાપના ભાવો તે વિકાર છે, એ કોઈ આત્માનું સ્વરૂપ નથી, તેમાં આત્માનો ધર્મ નથી. આત્માનો ધર્મ તો પોતાની
નિર્મળ પર્યાયમાં છે; આત્માનો ત્રિકાળ સ્વભાવ સચ્ચિદાનંદ છે, તે સ્વભાવની ઓળખાણ થઈને લીનતા કરવી તે જ
ધર્મીનો ધર્મ છે. ધર્મી જીવો શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રરૂપ નિર્મળદશાપણે જ ઉપજે છે–નિર્મળદશાને જ ગ્રહે છે અર્થાત્ ધર્મી
જીવનો જન્મ (ઉત્પાદ્) પોતાની નિર્મળ પર્યાયરૂપે જ થાય છે, પણ વિકારપણે કે જડ શરીરપણે ધર્મી જીવો કદી
ઉપજતા નથી, તેમ જ તેને પોતાપણે ગ્રહતા નથી. અજ્ઞાનીઓ જડ શરીરના જન્મને ભગવાનનો જન્મ માને છે,
જ્ઞાનીઓ નિર્મળ પર્યાયના જન્મને જ ભગવાનનો જન્મ માને છે. વ્યવહારે એટલે કે જડના સંયોગની અપેક્ષાએ
કથન કરીએ તો ભગવાનનો જન્મ થયો એમ કહેવાય, પણ ખરેખર ભગવાને જન્મને ગ્રહણ કર્યો જ નથી.
ભગવાન તો ધર્માત્મા હતા, જડથી અને વિકારથી ભિન્ન ચૈતન્ય સ્વભાવને ઓળખનારા હતા. ધર્માત્માનું લક્ષણ
વર્ણવતાં આ ૭૭મી ગાથામાં કહ્યું કે ધર્મીઓ કદી પર દ્રવ્યને ગ્રહણ કરતા નથી, પર દ્રવ્યપણે ઉપજતા નથી. તો પછી
મહાવીર ભગવાનનો આત્મા જડ શરીરને કેમ ગ્રહણ કરે? ધર્માત્મા તો પોતાના આત્મામાં નિર્મળદશાને ગ્રહે છે,
પરંતુ જન્મને આત્મામાં ગ્રહતા નથી. જન્મને તો જડ પરમાણુઓ ગ્રહે છે. જડ શરીરપણે જડ પરમાણુઓ જ ઉપજ્યાં
છે, પણ ભગવાન તે રૂપે ઉપજ્યાં નથી. વર્તમાનમાં અલ્પ રાગાદિ છે પણ તેને જ્ઞાની ગ્રહતા નથી, તે રહિત શુદ્ધ
આત્મ પર્યાયને જ ગ્રહે છે. આમ સાચું ભેદજ્ઞાન કરવું તે જ સાચો જન્મકલ્યાણક ઉત્સવ છે, અને તે જ આ આત્માને
કલ્યાણનું કારણ છે.
આજના દિવસે લોકો મહાવીર ભગવાનના નામે અનેક ઊંધી પરૂપણા કરશે. કોઈ કહેશે કે ભગવાને
કહ્યું છે કે ‘જીવો અને જીવવા દો, સક્રિય કામ કરી બતાવો.’ વગેરે અનેક પ્રકારની ઊંધી વાતો ચાલી રહી છે.
પરંતુ એ બધામાં આત્માને ભૂલીને વાત છે. મહાવીર ભગવાને તો એમ જાહેર કર્યું છે કે–જગતના બધા જીવ
અને જડ પદાર્થો સ્વતંત્ર છે; એક પદાર્થ બીજા પદાર્થને કાંઈ જ કરવા સમર્થ નથી. પર જીવને જીવાડવો કે
મારવો તે આ જીવ કરી જ શકતો નથી. માટે આત્મસ્વભાવની ઓળખાણ કરવાનું અને પર પદાર્થોના
કતૃત્વનો અહંકાર છોડવાનું ભગવાને કહ્યું છે.
આત્મા સ્વતંત્ર સુખ સ્વરૂપ છે, રાગ–દ્વેષ તેના સ્વરૂપમાં નથી. આત્માનો આનંદ ક્યાંય બહારમાં નથી. શું
શરીરમાં કે સ્ત્રી–પૈસામાં સુખ છે? તેમાં ક્યાંય સુખ છે નહિ, કદી જોયું પણ નથી, છતાં અજ્ઞાનીએ કલ્પનાથી સુખ
માન્યું છે. જો એ બધી વસ્તુઓમાં સુખ ખરેખર હોય તો તેની હાજરીમાં પણ જીવ કેમ દુઃખી થાય છે? સ્ત્રી, પૈસામાં
સુખ કલ્પ્યું હોય પણ જ્યારે ઝેરી વીંછી કરડે ત્યારે, પૈસા વગેરે એમ ને એમ હોવા છતાં સુખની કલ્પના ટળીને
દુઃખનું વેદન કરે છે. માટે પરમાં સુખ તો નથી, પરંતુ પરમાં સુખની જે કલ્પના કરી હતી તેમાં પણ સુખ નથી. તેથી
તે કલ્પના તથા રાગ–દ્વેષ પણ જીવનું સ્વરૂપ નથી. આત્મા જ્ઞાનસ્વભાવી છે; તે જ્ઞાન પોતે દુઃખરૂપ ન હોઈ શકે
એટલે જ્ઞાન પોતે જ સુખરૂપ છે. પહેલાં જ્ઞાનસ્વભાવને ભૂલીને આત્માનું લક્ષ પૈસા ઉપર હતું અને તેમાં સુખની
કલ્પના કરી હતી, પછી વીંછી કરડયો અને શરીર ઉપર લક્ષ જતાં પોતે તેમાં દુઃખની કલ્પના કરી. જેમ શરીરના લક્ષે
પૈસામાં સુખની કલ્પના ફેરવી, તેમ આત્મસ્વભાવના લક્ષે

PDF/HTML Page 17 of 25
single page version

background image
ઃ ૧૩૬ઃ આત્મધર્મઃ ૪૩
તે કલ્પનાનો નાશ કર કે મારું સુખ તો મારામાં છે શરીરમાં કે પૈસામાં ક્યાંય મારું સુખ નથી. આવું સ્વભાવનું
શ્રદ્ધા–જ્ઞાન કરવું તે જ ધર્મ છે, અને ભગવાને તે જ કરવાનું કહ્યું છે.
‘હું તો સ્વતંત્ર આત્મા છું, શું હું શરીરરૂપે ઉપજું? શું હું શરીરને લઈને સુખી? શરીરથી તો ભિન્ન છું, પણ
શરીરના લક્ષે જે પુણ્ય–પાપની લાગણીઓ થાય તેમાં પણ મારું સુખ નથી.’–એમ જેણે ભાન કર્યું છે તે જીવ કદી
જન્મતો નથી. ખરેખર આજે મહાવીર ભગવાન જન્મ્યા નથી, ભગવાન ત્રિશલા માતાના શરીરમાં આવ્યા અને સવા
નવ મહિને જન્મ્યા એમ કહેવું તે ઉપચાર છે, ખરેખર તો તે આત્માએ પોતાની પહેલી નિર્મળદશા ફેરવીને બીજી
વિશેષ નિર્મળદશા ગ્રહણ કરી છે, અને તે નિર્મળદશારૂપે ઉપજતા થકા તેમાં જ તેઓ વ્યાપ્યા છે, પણ જડ શરીરમાં
તેઓ વ્યાપ્યા નથી.
ભગવાનના જન્મ કલ્યાણકનું સાચું સ્વરૂપ શું અને તે ક્યારે ઉજવ્યો કહેવાય તે બતાવાય છે. ભગવાનનો
આત્મા નિર્મળદશારૂપે ઉપજ્યો તે જ પરમાર્થે જન્મ કલ્યાણક છે. ભગવાન પોતાને ત્રિશલા રાણી અને સિદ્ધાર્થ
રાજાના પુત્ર પણ માનતા નથી અને શરીરને પણ પોતાનું માનતા નથી. ભગવાન તો પોતાને આત્મા જાણે છે; શું
આત્મા કે તેની પર્યાય કોઈ બીજાથી ઉપજે? આત્માને માતા–પિતા હોય નહિ. આત્મસ્વભાવમાંથી જે નિર્મળદશા
ઉપજી તે જ આત્માની પ્રજા છે. જ્યારે શરીર વડે ભગવાનને ઓળખાવવા હોય ત્યારે એમ બોલાય કે ત્રિશલાદેવી
અને સિદ્ધાર્થ રાજાના પુત્ર મહાવીર હતા. પણ એ તો બાહ્ય છે; ધર્માત્મા તો પોતાના ચૈતન્ય–સ્વભાવમાં રમે છે. અને
તે સ્વભાવમાંથી આનંદની પર્યાયરૂપી પુત્રનો જન્મ થાય છે. પોતાની નિર્મળ પર્યાયને છોડીને ધર્માત્મા બીજે ક્યાંય
ઉપજતા નથી. જેઓએ આત્મસાક્ષાત્કાર કર્યો છે એવા જ્ઞાની પુરુષો ચોથા ગુણસ્થાને હોય અને રાગ હોય તો પણ
તેઓ ક્યાંય બહારમાં કે રાગમાં ઉપજતા નથી પણ શુદ્ધ પર્યાયમાં જ ઉપજે છે.
મહાવીર ભગવાનનો આત્મા પણ પહેલા તો સંસાર દશામાં હતો. રાગ–દ્વેષ રહિત પરિપૂર્ણ જ્ઞાનસ્વભાવ
દરેક આત્મામાં છે–તે સ્વભાવનું ભાન કરીને તેઓ પોતાની નિર્મળ અવસ્થારૂપે ઉપજ્યા–એ જ સાચો જન્મ છે.
અનાદિથી અજ્ઞાનને લીધે વિકારનું કર્તૃત્વ માનીને વિકારપણે ઉપજતો હતો તેને બદલે હવે સ્વભાવના ભાન વડે
વિકારનું કર્તૃત્વ છોડીને પોતાની નિર્મળ પરિણતિરૂપે જ ઉત્પાદ થયો–એ જ સાચો જન્મકલ્યાણક છે. સાધક
ધર્માત્માને રાગાદિ હોય ખરા પણ તેને પોતાપણે માનીને તેના કર્તા થતા નથી, પણ અંતરદ્રષ્ટિ વડે પોતાની વિશેષ
નિર્મળ જ્ઞાનદશાને જ કરે છે. ભગવાને પૂર્વે તીર્થંકર ગોત્રના પુણ્ય બાંધ્યા અને ત્રિશલામાતાની કુંખે જન્મ થયો–એમ
બોલાય, પણ ખરેખર ભગવાને પૂર્વના પુણ્ય પણ કર્યા નથી. અવતાર થાય એવા કર્મો ધર્માત્માના હોય નહિ,
ધર્માત્મા તો વિકારમાં કે શરીરમાં ઉપજતા જ નથી, તે તો જડનું કાર્ય છે. અજ્ઞાની જીવો પુણ્યથી અને પુણ્યના ફળથી
ભગવાનનો મહિમા માને છે અને ભગવાનને પણ જડના તથા પુણ્યાદિ વિકારના સ્વામી ઠરાવે છે. આત્માના શુદ્ધ
સ્વભાવની પ્રતીત અને અનુભવ કરતાં જે નિર્મળ પર્યાય પ્રગટી તે નિર્મળ પર્યાયરૂપી કાર્યને જ જ્ઞાની કરે છે. મારા
સુખ માટે મારે કોઈ પર સંગની જરૂર નથી. અને વિકારભાવમાં પણ મારું સુખ નથી, મારા સ્વભાવમાંથી જે
નિર્મળદશા પ્રગટી તે સુખરૂપ છે–આવી આત્મા વડે પ્રતીત કરે તે ધર્માત્મા છે. અજ્ઞાનીઓએ મૂઢપણે નિર્મળ
ચૈતન્યપરિણતિને વલોવી નાખીને પરમાં સુખની કલ્પના કરી છે તે જ જન્મ–મરણનું કારણ છે.
જેમ ઘડારૂપે માટી ઉપજે છે, કુંભાર તે રૂપે ઉપજતો નથી, તેમ જડ શરીરપણે પરમાણુઓ ઉપજે છે, આત્મા
તે રૂપે ઉપજતો નથી. જ્ઞાની પોતાના જ્ઞાનપણે જ ઉપજે છે, પણ પરપણે ઉપજતા નથી. સમ્યગ્દર્શન પ્રગટ થયું તે
નિર્મળ પર્યાયને જ ગ્રહે છે, બાહ્યથી ભલે તે સ્વર્ગમાં હો કે નરકમાં હો, કે માતાના પેટમાં હો પણ તે કોઈને ગ્રહતા
નથી. પોતાના આત્મસ્વભાવથી બાહ્ય સ્થિત કોઈ પણ પદાર્થોને ધર્માત્મા પોતાનો માનતા નથી તેમજ તેના કર્તા
થતા નથી. પણ પોતાના શુદ્ધ ભાવના જ કર્તા થાય છે. સ્વર્ગમાંથી ચ્યવન કરીને ત્રિશલામાતાની કુંખે આવ્યા તે
વખતે રસ્તામાં પણ ધર્માત્મા મહાવીરે પોતાની નિર્મળ પર્યાયને જ ગ્રહણ કરી છે, પણ પુણ્યના પરમાણુઓનું કે
વિકારનું ગ્રહણ કર્યું નથી.
લોકો અંતર આત્મસ્વભાવને ઓળખતા નથી અને બાહ્ય કલ્પનાથી ધર્મ માની રહ્યા છે, તેથી ભગવાન
મહાવીરની મહત્તા પણ બહારથી જ માને છે, તેમના

PDF/HTML Page 18 of 25
single page version

background image
વૈશાખઃ૨૪૭૩ઃ ૧૩૭ઃ
આત્માને ભૂલીને જડના સંયોગથી તેમને ઓળખે છે! તેમના શરીરનું બળ, માતા–પિતા કે પુણ્યનો ઠાઠ વગેરે
સંયોગથી ઓળખવા તે તો બહિદ્રષ્ટિ છે–મિથ્યાત્વ છે. અને તેમના આત્માની નિર્મળ પર્યાયથી ઓળખવા તે યથાર્થ
ઓળખાણ છે. ભગવાન મહાવીર આત્માનું ભાન સાથે લઈને આવ્યા છે અને આજ ભવે પૂર્ણ શુદ્ધતા પ્રગટ કરી
જન્મનો અંત લાવી સિદ્ધ થવાના છે–તેથી તેઓની મહત્તા છે. શું પુણ્યના જડ પરમાણુથી આત્માની મહત્તા હોય?
ખાવા પીવાની ક્રિયા બહારમાં થતી હોય અને રાગ પણ થતો હોય છતાં ધર્માત્મા સમ્યગ્દ્રષ્ટિ તે વખતે પણ આત્માની
નિર્મળતા સિવાય બીજું કાંઈ ગ્રહતા નથી.
સમ્યગ્દ્રષ્ટિઓને સદાય આત્માની રુચિમાં જ લીનતા હોય છે. સ્વપ્ને પણ પરની રુચિ નથી તેથી તેનું ગ્રહણ
કરતા જ નથી, પણ સમયે સમયે સ્વભાવની રુચિ વડે શુદ્ધતાનું જ ગ્રહણ કરે છે. ૬૦ વર્ષની વૃદ્ધ વયે કોઈને એક જ
પુત્ર હોય તેનું મૃત્યુ થઈ જાય તે વખતે, પુત્રને જ જીવનનું સર્વસ્વ માની રાખ્યું હોય તેથી પુત્ર પ્રેમને લીધે જે
અંતરથી આઘાત લાગે તેનું કોઈ રીતે સમાધાન થાય નહિ. સ્ત્રી–પૈસા–આબરૂ–શરીર વગેરે બધું હોવા છતાં ‘મારો
પુત્ર’ એવી રુચિની ધૂનમાં એકાકાર થઈને તે બધાયને ભૂલી જાય છે. બસ, તેમ ધર્માત્માઓએ પોતાનું સર્વસ્વ
પોતાના સ્વભાવમાં જાણ્યું છે–માન્યું છે. તેથી વિકાર ભાવ આજે છતાં સ્વભાવની રુચિની ધૂનમાં તે કોઈને ગ્રહણ
કરતા નથી. ધર્માત્મા પોતાના સ્વભાવ સિવાય અન્યને સ્વપ્ને પણ ગ્રહણ કરવાની ભાવના કરતા નથી. પોતાના
આત્મસ્વભાવને જ યાદ કરતાં કોઈ લક્ષ્મી, શરીર, જન્મ–મરણ કે વિકારને યાદ કરતા નથી. જેમ અજ્ઞાની પુત્રને
પોતાનો માનીને તે પુત્રની ધૂનમાં લક્ષ્મી વગેરેને ભૂલી જાય છે તેમ જ્ઞાનીઓ એવી પ્રતીત કરે છે કે મારા સ્વભાવની
દ્રષ્ટિથી જે સ્વભાવદશા થઈ તેમાં હું, પરમાં કે પરના લક્ષે જે વિકાર થાય તેમાં હું નહિ. આવી દ્રષ્ટિના જોરથી
જ્ઞાનીઓને સમયે સમયે શુદ્ધતા વધે છે અને તેઓ કદી વિકારમાં કે પરની રુચિમાં પકડાતા નથી.
લોકોએ વિકારમાં અને જડની ક્રિયામાં ધર્મ મનાવીને ધર્મનું સ્વરૂપ કૂબડું અને કાળુંમશ કરી નાખ્યું છે.
ખરેખર ધર્મનું સ્વરૂપ તો ત્રિકાળ જેમ છે તેમ જ છે, તે લોકોએ માત્ર પોતાના ભાવ બગાડયા છે. આત્માના
સ્વભાવનું ભાન કર્યા વગર બીજા કોઈ ઉપાયથી જન્મ–મરણનો અંત આવે નહિ. પૈસા આપવાના ભાવથી ધર્મ થાય
નહિ. મેં પૂર્વે પુણ્ય બાંધ્યું તેના ફળમાં સારો અવતારો મળ્‌યો–એમ ધર્માત્મા કદી માનતા નથી; પણ પુણ્ય અને તેનું
ફળ એ બંનેમાં હું નથી, હું તો મારા સ્વભાવમાં છું–એમ સ્વભાવદ્રષ્ટિથી માને છે.
જગતમાં પાપ વધી જાય ત્યારે કોઈ ઈશ્વર અવતાર ધારણ કરે છે એ વાત ખોટી છે. જેઓ સિદ્ધ ભગવાન
થઈ ગયા છે તેમને અવતાર હોઈ શકે નહિ. મહાવીર જન્મ્યા ત્યારે કાંઈ તેઓ ભગવાન ન હતા, ત્યારે તો તેઓ
છદ્મસ્થ જ્ઞાની હતા. જ્યારે જગતમાં ઘણા લાયક જીવો આત્મહિત કરવા માટે તૈયાર થયા હોય ત્યારે સંસારમાંથી
કોઈ જીવ પોતાના ઉન્નત્તિક્રમને સાધતો સાધતો આગળ વધીને તેઓને નિમિત્ત થાય, એવો મેળ છે; છતાં ઉપાદાન
અને નિમિત્ત બંને સ્વતંત્ર છે.
મહાવીરને પૂર્વે તીર્થંકર ગોત્ર બંધાયું, રાજકૂળમાં જન્મ થયો અને સમવસરણ રચાણાં તથા ઇન્દ્રોએ પૂજા
કરી–એ બધા કાર્યોમાં ક્યાંય ધર્માત્મા મહાવીર વ્યાપ્યા ન હતા. મહાવીર તો દરેક સમયે પોતાની નિર્મળ પર્યાયમાં
વ્યાપતા હતા.
કોઈ એમ માને કે–ભલે પુણ્યથી ધર્મ ન થાય, પરંતુ અત્યારે પુણ્ય કરીએ, તેના ફળમાં ભવિષ્યમાં
ભગવાનના દિવ્યધ્વનિનો જોગ મળશે અને ત્યારે ધર્મ સમજાશે.–એ વાત માનનાર મિથ્યાદ્રષ્ટિ છે, કેમ કે તે
ચૈતન્યસ્વરૂપ આત્માને પુણ્યમાં અને જડમાં વ્યાપનારો માને છે. જેને અત્યારે જ ચૈતન્ય સ્વભાવની રુચિ નથી પણ
પુણ્યની રુચિ છે તે ભગવાનની વાણી સાંભળીને પણ આત્માની સ્વતંત્રતા સમજશે નહિ. દિવ્યધ્વનિમાંથી પણ
આત્માનો શુદ્ધસ્વભાવ સમજવો છે કે બીજું કાંઈ? પણ જેને સ્વતંત્ર આત્માની રુચિ નથી તેને પુણ્યની રુચિ ખસતી
નથી; અહીં તો આચાર્યદેવ કહે છે કે જે પુણ્યભાવ થાય તેમાં આત્મા વ્યાપતો નથી પણ જડ વ્યાપે છે.
પ્રશ્નઃ– જે પુણ્યભાવ છે તે તો આત્માની પર્યાયમાં થાય છે, જડની પર્યાયમાં થતા નથી, છતાં અહીં
પુણ્યભાવમાં જડ વ્યાપે છે એમ કઈ રીતે કહ્યું છે?
ઉત્તરઃ– પુણ્યભાવ જો કે આત્માની પર્યાયમાં થાય છે પરંતુ તે વિકાર છે અને અહીં તો વિકારરહિત
આત્મસ્વભાવ દર્શાવવાનું પ્રયોજન છે. આત્મસ્વભાવ અને વિકાર–

PDF/HTML Page 19 of 25
single page version

background image
ઃ ૧૩૮ઃ આત્મધર્મઃ ૪૩
ભાવ વચ્ચે ભેદજ્ઞાન કરાવવા માટે, જે નિમિત્તના લક્ષે વિકાર થયો તે નિમિત્તની મુખ્યતા કરીને વિકારમાં તેને જ
વ્યાપક કહી દીધું છે. વિકારભાવ આત્માના લક્ષે થતા નથી પણ જડના લક્ષે થાય છે માટે તે વિકારભાવમાં જડ જ
વ્યાપે છે.
પ્રશ્નઃ– જેમ અહીં નિમિત્તની મુખ્યતા કરીને જીવના વિકારભાવને જડનો માન્યો, તેમ નિમિત્તની મુખ્યતા
કરીને કોઈ વાર એક જડના કાર્યનો બીજા જડને કર્તા કેમ ન મનાય? અથવા ‘ગુરુથી જ્ઞાન થયું’ એમ નિમિત્તની
મુખ્યતા કેમ ન મનાય?
ઉત્તરઃ– જીવમાં તો વિકારભાવથી ભેદજ્ઞાન કરાવવાનું પ્રયોજન સિદ્ધ કરવા તે વિકારભાવને જડનો માન્યો
છે, પરંતુ પુદ્ગલમાં એમ કરવાનું કાંઈ પ્રયોજન નથી, કેમકે જડને કાંઈ ભેદજ્ઞાન કરાવવું નથી અને જ્ઞાન તો જીવનો
સ્વભાવ જ છે, તેથી તેમાં પણ નિમિત્તની મુખ્યતા કરવાનું પ્રયોજન નથી; માટે ગુરુથી જ્ઞાન થયું એમ મનાય નહિ,
કેમકે તે માન્યતામાં સ્વ–પરનું ભેદજ્ઞાન થતું નથી પણ સ્વ–પરની એકત્વબુદ્ધિ થાય છે. માત્ર વિકારીભાવો તે જીવનો
સ્વભાવ નથી એમ બતાવવા માટે તેમાં નિમિત્તની મુખ્યતા કરીને તેને જડના માનવામાં આવે છે. વળી સમ્યગ્દર્શન
વગેરે શુદ્ધભાવમાં જડનું લક્ષ હોતું નથી તેથી જડની મુખ્યતા કરીને તેમાં જડ વ્યાપક છે એમ કહી શકાય નહિ. પણ
શુદ્ધસ્વભાવના લક્ષે જ શુદ્ધભાવ થાય છે તેથી શુદ્ધભાવમાં તો આત્મા પોતે વ્યાપે છે. આવું ભેદવિજ્ઞાન કરવું તે જ
ધર્મ છે.
કાઠિયાવાડના એક ગામમાં એક ગરાસદારને તેના ગરાસના ભાગમાં એક વર્ષમાં ચાર પાઈની ઉપજ થતી
હતી; હવે જો તેને મોટું રાજ મળી જાય તો શું તે ચાર પાઈની ઉપજનો વહીવટ કરવા રોકાય? તેમ ધર્માત્મા જીવોને
આત્માના પરિપૂર્ણ સ્વભાવની પ્રાપ્તિ હોવાથી તેઓ કદી વિકારના કર્તા થતા નથી. અજ્ઞાની બહારમાં સુખ માને છે.
પોતે જ સુખસ્વરૂપ છે તે ભૂલીને બહારમાં ઝાંવા નાંખે છે. જ્ઞાની જાણે છે કે મારૂં સુખ પર પદાર્થોમાં ક્યાંય નથી, હું
જ પોતે સુખરૂપ છું.
આજે તો મહાવીર જન્મ કલ્યાણક છે અને અહીં તો ‘ભગવાન અવતર્યા જ નથી, ભગવાન જન્મપણે
ઉપજ્યા જ નથી’–એમ કહેવાય છે, આમાં શું મેળ છે? આત્મા પરદ્રવ્યનો કર્તા નથી અને વિકારનો પણ કર્તા નથી
એટલે કે પરદ્રવ્યપણે કે વિકારપણે આત્મા ઉપજતો નથી, પણ પરથી અને વિકારથી ભિન્ન એવા પોતાના
સ્વભાવભાવપણે જ ઉપજે છે. આવી સ્વભાવદ્રષ્ટિપૂર્વક જે નિર્મળ દશાનો જન્મ થયો તે જ આત્માને માટે કલ્યાણક
છે. જે જીવો આત્માનું ભાન કરે છે તેઓ ઉપચારથી કાળને માંગળિક કહે છે, પણ ખરેખર ધર્માત્માને તો પોતામાં
સદાય માંગળિક જ છે. શરીરના સંયોગ વિયોગથી આત્માની વાસ્તવિક ઓળખાણ નથી.
અજ્ઞાનીઓ પુણ્યમાં અને પુણ્યના ફળમાં સુખ માને છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ માત્ર ૧૬ વર્ષની વયે કહ્યું છે કે–
બહુ પુણ્ય કેરા પૂંજથી શુભ દેહ માનવનો મળ્‌યો, તો યે અરે! ભવચક્રનો આંટો નહિ એ કે ટળ્‌યો; સુખ પ્રાપ્ત કરતાં
સુખ ટળે છે લેશ એ લક્ષે લહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો?
અજ્ઞાનીઓ આમાં પુણ્યનો મહિમા સમજે છે, પણ તેમાં તો મનુષ્યપણાની દુર્લભતા બતાવીને જલ્દી આત્મ
સમજણ કરાવવાના હેતુથી કથન છે. હે ભાઈ! તું આ માનવ જન્મ પામીને એટલું તો લક્ષમાં લે કે આ મનુષ્યપણામાં
પુણ્યનાં ફળમાં મારું સુખ નથી, પુણ્યના ફળમાં સુખ માનવાથી મારૂં સાચું આત્મસુખ ટળી જાય છે. આટલું પણ
સમજ તોય તારા મનુષ્યપણાની સફળતા છે. સ્વભાવનો ભરોસો છોડીને બહારમાં સુખ માની રહ્યો છો તેથી તો તારૂં
અંતરનું સુખ ટળી જાય છે અને અજ્ઞાનને લીધે ક્ષણે ક્ષણે ભયંકર ભાવમરણ કરી રહ્યો છે. તેથી આત્માને સમજવા
માટે કહ્યું છે, પણ પુણ્યના ફળનો કે આ જડ શરીરનો મહિમા બતાવીને તેમાં પકડાઈ જવા માટે કહ્યું નથી.
બાહ્યમાં ભગવાનના જે પંચકલ્યાણક જગત ઉજવે તે તો પુણ્યનું ફળ છે. ખરેખર જીવની નિર્મળ પર્યાય તે
જ મંગળ છે. મહાવીર ભગવાન તો તીર્થંકર હતા આજે તેઓશ્રીનું શાસન વર્તી રહ્યું છે. પરંતુ જે જે જીવો મુક્ત થાય
તે બધા તીર્થંકરો જ થાય એમ નથી; તીર્થંકરપણું ન હોવા છતાં આત્માના ભાનપૂર્વક સ્વરૂપ સ્થિરતા કરીને દરેક જીવ
મુક્તિ પામી શકે છે. પૂર્વે પુણ્ય બાંધ્યા તેના ધણી ધર્માત્મા નથી, તે પુણ્યના ફળમાં જે સંયોગ આવ્યો તેના ધણી પણ
ધર્માત્મા નથી અને વર્તમાનમાં પુણ્યના ભાવ થાય તેના ધણી પણ ધર્માત્મા થાય નહિ. વિકાર અને તેના ફળની
શરૂઆતમાં હું નથી, તેની મધ્યમાં હું નથી તેમ જ તેના અંતમાં પણ હું નથી, હું તો મારી નિર્મળ પર્યાયના આદિ–
મધ્ય–અંતમાં છું આવી અંતરદ્રષ્ટિ ધર્માત્માને હોય છે.

PDF/HTML Page 20 of 25
single page version

background image
વૈશાખઃ ૨૪૭૩ઃ ૧૩૯ઃ
નિશ્ચયથી ધર્માત્મા મહાવીર જન્મ્યા નથી, છતાં વ્યવહારે જન્મ્યા કહેવાય છે કેમકે હજી સંપૂર્ણદશા પ્રગટી
નથી અને વિકાર તથા શરીરના સંયોગની લાયકાત છે. એ વ્યવહાર હોવા છતાં સ્વભાવની દ્રષ્ટિથી તેમને તેનો
નિષેધ વર્તે છે. હું તો ત્રિકાળ ચૈતન્યરૂપ આત્મા છું, હું જન્મું પણ નહિ અને મારે મરણ પણ હોય નહિ, એ બંને
જડનાં કામ છે. જ્ઞાનીઓ સંયોગનું અને વિકારનું જ્ઞાન કરે છે પણ તેના કર્તા થતા નથી, પરને જાણનારૂં જે પોતાનું
જ્ઞાન છે તે જ્ઞાનના કર્તા થાય છે.
ધર્મી જીવ પોતાના જ્ઞાનપર્યાયને અને પુદ્ગલને જાણે છે, છતાં જેમ જ્ઞાનપર્યાયના કર્તા છે તેમ પુદ્ગલના
પણ કર્તા થતા નથી. આવું જેને ભાન છે તે ધર્માત્મા સમયે સમયે પોતાની નિર્મળદશામાં વૃદ્ધિ કરે છે, એ સિવાય
બીજું કાંઈ કાર્ય ધર્મીનું નથી. આચાર્યદેવે અંતરદ્રષ્ટિ કરાવવા માટે અહીં દ્રવ્ય–દ્રષ્ટિની મુખ્યતાથી ભેદવિજ્ઞાન
કરાવ્યું છે.
ભગવાન સંપૂર્ણ જ્ઞાનના ધારક અને વીતરાગી છે, કોઈની ભક્તિથી તેઓ પ્રસન્ન થતા નથી અને કોઈની
નિંદાથી તેઓને દ્વેષ થતો નથી, તેઓ તો સાક્ષી–જ્ઞાતા છે. એવા ભગવાનને જે યથાર્થપણે ઓળખે તે પોતાના
આત્મસ્વભાવને જાણે અને આત્મસ્વભાવને જાણતાં તે બધાય પદાર્થોનો સાક્ષી થઈ જાય છે, પણ કોઈ પદાર્થોનો
કર્તા થતો નથી. આવા જ્ઞાનીને માતા, પિતા, જન્મ, મરણ, પુણ્ય વગેરેનો સંબંધ પરમાર્થે લાગુ પડતો નથી. તે જ્ઞાની
પોતાના સ્વભાવમાં કૃતકૃત્ય હોય છે.
સંસારમાં અજ્ઞાની પર પદાર્થના અહંકાર કરે છે, અજ્ઞાનીને મરતાં પણ તેનાં કામ પૂરાં થતાં નથી, પણ તે
લોલૂપતાથી જ મરે છે. પોતાને સાચું આત્મજીવન જીવતાં ન આવડયું તેથી બીજો અવતાર કરવા જાય છે. ધર્માત્માનાં
કાર્યો કદી અધૂરાં રહેતાં જ નથી, તેઓ જાણે છે કે મારો સ્વભાવ મારામાં છે, પરનાં કાર્યોનો હું કર્તા નથી. જ્યારે
રામચંદ્રજી સીતાને વનમાં મોકલે છે ત્યારે સીતાજી તેમને કહેવડાવે છે કે જેમ લોકનિંદાના ભયથી મને છોડી દીધી
તેમ લોકનિંદાના ભયથી આત્માના ધર્મને કદી ન છોડશો. પરંતુ આ વખતે પણ અંતરમાં ભાન છે કે–પતિ ધર્મમાં
ટકી રહે એવી જે શુભરાગની લાગણી છે તે મારૂં કર્તવ્ય નથી, પતિ પણ મારે નથી, હું તો આત્મા છું. આઠ વર્ષની
ધર્માત્મા બાલિકાને પણ આવી માન્યતા હોય છે. અજ્ઞાની એમ માને છે કે મારી અવસ્થા વૃદ્ધ થઈ–હું વૃદ્ધ થયો; એમ
માનીને તે શરીરની અવસ્થાનું ગ્રહણ કરે છે; ધર્માત્મા સદાય આત્મસ્વભાવના ભાવને જ ગ્રહે છે.
રાગરહિત પરિપૂર્ણ જ્ઞાન સ્વભાવની રુચિ થતાં જ્ઞાનીને અન્ય કોઈ કાર્યની રુચિ નથી; પરથી
ભિન્નપણાનું ભાન થયું અને પરનું અકર્તાપણું માન્યું એટલે પરથી અત્યંત ઉદાસીન વર્તે છે. જેમ મડદાની ઠાંઠડીને
હાર વગેરેથી ગમે તેટલી શણગારવામાં આવે પણ મડદાંને શું? તેને કાંઈ હર્ષ–શોક નથી, તેમ સંસારના કાર્યો પ્રત્યે
જ્ઞાની મડદાંની માફક અત્યંત ઉદાસીન છે. મારી શાંતિ, મારી શોભા, મારો આનંદ મારા અંતર આત્મામાં છે,
પુણ્યમાં નથી. જેને આવું ભાન છે તે ધર્માત્મા છે, અને એવા ધર્માત્મા કદી જન્મપણે ઉપજતા નથી કેમકે જન્મ–
મરણ તો વિકારનું ફળ છે, ધર્માત્મા વિકારના કર્તા નથી, અને તેના ફળના સ્વામી પણ નથી. ભગવાન મહાવીરને
પ્રથમથી જ એવું ભાન હતું, તેઓ પોતાના નિર્મળ પર્યાયરૂપે જ પરિણમતા હતા, તેને જ ગ્રહતા હતા અને તે રૂપે
જ ઉપજતા હતા, પરંતુ જડ શરીરની અવસ્થાપણે તેઓ પરિણમતા ન હતા, તેને ગ્રહતા ન હતા અને તે રૂપે
ઉપજતા ન હતા. જે જે આત્માઓ આવું સ્વભાવનું ભાન કરે તે તે બધા આત્માઓ જ્યાં હોય ત્યાં આવા જ હોય
છે, ગમે તે ક્ષેત્રે હોય પણ પોતાના આત્માની નિર્મળદશારૂપે જ રહે છે. આ એકલા મહાવીરના જ આત્માની વાત
નથી પણ બધા આત્માનું સ્વરૂપ આવું જ છે. પોતે પોતાના આત્મસ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર વડે પૂર્ણ દશા
પ્રગટ કરીને ભગવાન થઈ શકે છે.
જીવનનાં છેલ્લા શ્વાસ ચાલતા હોય એવા વખતે અજ્ઞાનીને એમ ભણકાર લાગે છે કે–અરેરે! હમણાં આ
પૈસા–સ્ત્રી–ઘર–શરીર બધુંય છૂટી જશે, તેની દ્રષ્ટિ જ પરાધીન હોવાથી સંયોગની રુચિથી અસમાધિભાવે મરીને
સંસારમાં રખડે છે; તેવા સમયે જ્ઞાની ધર્માત્માને એવી આત્મભાવના જાગે છે કે–હવે હું અલ્પકાળમાં પરમાત્મા
થઈશ. આ પરમાત્મદશા માટેનાં છેલ્લા શ્વાસ છે–અલ્પકાળમાં આ અપૂર્ણતા, વિકાર અને પરનો સંયોગ છૂટી જશે
અને હું મારી પૂર્ણ પરમાત્મદશા પામીશ. મારી નિર્મળ પરિણતિ અંતરમાં સમાવાની છે, આ બહારના કોઈ ભાવો
સાથે મારે સંબંધ નથી. આ રીતે ધર્માત્મા જીવો આત્મસ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન અને સ્થિરતા કરીને સંસારથી પાર
થઈને જન્મ–મરણ રહિત પરમાત્મદશા પ્રગટાવે છે...તે જ મંગળ છે.
*