Atmadharma magazine - Ank 044
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ચોથું
સળંગ અંક ૪૪
Version History
Version
NumberDateChanges
001July 2003First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
।। ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છे ।।
વર્ષ ચોથુંજેઠ
અંક આઠ
પંચમકાળે શ્રુતજ્ઞાનના અમૃતમેહ વરસાવનાર
શ્રુત કેવળી ભગવંત શ્રી કાનજી સ્વામીનાં
ચરણારવિંદમાં ત્રિકાળ નમસ્કાર હો!!!ર૪૭૩
–आत्मानी क्रिया–
ત્માની ક્રિયા આત્મામાં જ સમાય છે. લોકો કહે છે કે મનમાં
પરણ્યો ને મનમાં જ રાંડયો, તેમાં સગાંવહાલાં, માંડવો, જમણ, ઢોલ વગેરે
કાંઈ નહિ, તેમ ચૈતન્યમાં જ સમજ્યો અને ત્યાં જ લીન થઈ મુક્ત થયો.
પ્રથમ ચૈતન્ય સ્વરૂપને ભેદના વિકલ્પોથી ભિન્ન જાણ્યું અને પછી તે અભેદ
ચૈતન્યમાં જ લીન થઈને ભેદને તોડીને મુક્ત થયો. ચૈતન્યની બહારમાં કાંઈ
ન કર્યું. આત્માની ક્રિયા આત્મામાં જ સમાઈ જાય છે, આત્માની સંસાર ક્રિયા
કે મોક્ષક્રિયા શરીરમાં થતી નથી. શરીર તો જડ છે. વિકાર પણ આત્મામાં થાય
અને મુક્તિ પણ આત્મામાં થાય.
માર્ગ જ આત્માનો છે, આત્મા સાથે જ તેનો સંબંધ છે.
આત્મામાંથી જ શરૂઆત થાય છે અને પૂર્ણતા પણ આત્મામાં જ સમાય છે.
આમાં જ એ આવી ગયું કે એકલા આત્મા સિવાય બીજા જે કોઈ ભેદના
વિકલ્પ વચ્ચે આવે તેને તોડીને અભેદ આત્મામાં લીન થવું તે જ મુક્તિનો
ઉપાય છે.
(શ્રી સમયસાર–મોક્ષ અધિકાર ઉપરના વ્યાખ્યાનોમાંથી)
* * * * * * *
વાર્ષિક લવાજમ૪૪છૂટક અંક
અઢી રૂપિયાશાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસિક પત્રચાર આના
* આત્મધર્મ કાર્યાલય–મોટા આંકડિયા કાઠિયાવાડ *

PDF/HTML Page 3 of 21
single page version

background image
ઃ ૧૪૬ઃ આત્મધર્મઃ ૪૪
વર્ષ ચોથુંસળંગ અંકજેઠઆત્મધર્મ
અંક આઠ૪૪ર૪૭૩
આત્મધર્મવર્ષ ચોથુંઃ સળંગ અંકઃ જેઠ
અંક આઠમો૪૪ર૪૭૩
* * * * * *
શ્રુત પંચમી અને આપણી ભાવના
જેઠ સુદ પ ના રોજ શ્રુતપંચમીનો મહામંગળ દિવસ છે. સત્શ્રુતની આરાધનાવડે આત્મામાં સમ્યક્ શ્રુતજ્ઞાન
પ્રગટ કરીને એકાવતારીપણું પ્રગટ કરવું તે જ મંગળ છે.
‘શ્રુત’ કહેતાં લોકોની દ્રષ્ટિ બાહ્યમાં શાસ્ત્રના લખાણ ઉપર જાય છે; શાસ્ત્રના લખાણને આધારે શ્રુતને
ટકેલું માને છે; પરંતુ શ્રુત એ તો જ્ઞાન છે અને જ્ઞાન તો આત્માના આધારે છે–એમ અંતરાત્મદ્રષ્ટિ કોઈ વિરલા જ
કરે છે.
પ્રશ્નઃ– ભરતક્ષેત્રમાં અત્યારે કેટલું શ્રુતજ્ઞાન વિદ્યમાન છે?
ઉત્તરઃ– ભરતક્ષેત્રમાં વિચરતા સમ્યગ્જ્ઞાની જીવોમાં જે જીવના શ્રુતજ્ઞાનનો ઉઘાડ સર્વથી વધારે હોય તેટલું
શ્રુતજ્ઞાન વિદ્યમાન છે અને બાકીનું વિચ્છેદ છે. ભલે શાસ્ત્રમાં શબ્દો લખેલા વિદ્યમાન હોય, પરંતુ જો તેનો આશય
સમજનાર કોઈ જીવ વિદ્યમાન ન હોય તો તે વિચ્છેદરૂપ જ છે. એટલે ‘શ્રુત’ આત્માના આધારે ટકેલું છે, નહિ કે
શબ્દોના આધારે.
સમ્યગ્જ્ઞાની જીવો શ્રુતની સાક્ષાત્ મૂર્તિ છે, તેવા જીવોની વાણીની ઉપાસના તે શ્રુતની જ ઉપાસના છે.
શ્રુતજ્ઞાની જીવની વાણી તે જ શ્રુતનું સીધું નિમિત્ત છે.
સાક્ષાત્ શ્રુતની મૂર્તિ એવા સમ્યગ્જ્ઞાની પુરુષ પાસેથી જ સત્શ્રુતની પ્રાપ્તિ થાય. એક વખત પણ સાક્ષાત્
શ્રુતજ્ઞાની પાસેથી સત્ સાંભળ્‌યા વગર એકલા શાસ્ત્રમાંથી પોતાની મેળે કોઈ પણ જીવ સત્ સમજી શકે નહિ. જો
વર્તમાન તેવા શ્રુતજ્ઞાનીનો સમાગમ ન મળ્‌યો હોય તો પૂર્વે કરેલા શ્રુતજ્ઞાનીના સમાગમના સંસ્કાર યાદ આવવા
જોઈએ. પણ શ્રુતજ્ઞાનીનો ઉપદેશ સાંભળ્‌યા વગર કોઈ પણ જીવને સમ્યગ્દર્શન થાય જ નહીં.
શ્રુતજ્ઞાનનું પ્રયોજન શુદ્ધાત્માને જાણવાનું છે; શ્રુતજ્ઞાનવડે જે જીવ પોતાના શુદ્ધાત્માને જાણે છે તેઓને
કેળવીભગવાનો ‘શ્રુત કેવળી’ કહે છે; એમ સમયસારજીમાં કહ્યું છે. કેમ કે બાર અંગ અને ચૌદ પૂર્વનો સાર જે
શુદ્ધાત્મા તેને જાણી લીધો તેથી તે (દર્શન અપેક્ષાએ) શ્રુતકેવળી છે. અમુક શાસ્ત્રોને જાણે તે શ્રુતકેવળી–એ વ્યાખ્યા
(જ્ઞાન અપેક્ષાએ) છે, પણ બધા શાસ્ત્રોનો સાર શુદ્ધાત્મા છે તેને જાણે તે શ્રુતકેવળી–એ વ્યાખ્યા (દર્શન અપેક્ષાએ)
છે. એવા નિશ્ચય–શ્રુતકેવળી આત્માઓ અત્યારે આ ભરતક્ષેત્રમાં વિરલ વિરલ પણ જોવામાં આવે છે. ભરતક્ષેત્રના
ભવ્ય જીવોને એવા વિરલા શ્રુતજ્ઞાનીઓ પાસેથી સત્શ્રુતની પ્રાપ્તિ કરવાનું સૌભાગ્ય હજી તપી રહ્યું છે–અને
અચ્છિન્નપણે રહેવાનું છે.
ભલે આજે ભરતક્ષેત્રમાં બાર અંગ–ચૌદ પૂર્વના જ્ઞાતા વિદ્યમાન નથી, તોપણ બાર અંગ અને ચૌદપૂર્વનું
એકમાત્ર પ્રયોજન જે શુદ્ધાત્માનું જ્ઞાન તેના ધારક શ્રુતજ્ઞાનીઓ તો આજે પણ વિદ્યમાન છે. એ શ્રુતવડે એકાવતારી
આજે પણ થઈ શકાય છે. બાર અંગ ચૌદ પૂર્વના જ્ઞાતાઓને જેવું શુદ્ધાત્માનું જ્ઞાન હતું તેવું જ શુદ્ધાત્માનું જ્ઞાન આજે
પણ શ્રુતજ્ઞાનીઓને છે અને પ્રગટ થઈ શકે છે.–એ સ્વાત્માના શ્રુતજ્ઞાનની અપેક્ષાએ એ બંનેમાં કાંઈ ફેર નથી. બાર
અંગ ચૌદ પૂર્વના જ્ઞાતા શ્રુતજ્ઞાનીઓ જેવા શુદ્ધાત્માને જાણતા હતા, તેવા જ શુદ્ધાત્માનું જ્ઞાન આજે પણ થઈ શકે છે.
માટે ભવ્ય જીવો અંતરંગમાં પ્રમોદ કરો કે આજે પણ સત્શ્રુત જયવંત વર્તે છે!
–આ થઈ નિશ્ચય શ્રુતની વાત. નિશ્ચય શ્રુત એટલે શ્રુતજ્ઞાન વડે શુદ્ધાત્માનું જ્ઞાન. એ શુદ્ધાત્માનું જ્ઞાન તો
પંચમકાળના છેડા સુધી અવિચ્છિન્નપણે રહેવાનું છે, તેનો જરા પણ વિચ્છેદ નથી.
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
મુદ્રકઃ ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, દાસકુંજ, મોટા આંકડિયા, કાઠિયાવાડ
પ્રકાશકઃ શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા તા. ૨૧–પ–૪૭

PDF/HTML Page 4 of 21
single page version

background image
જેઠઃ ૨૪૭૩ઃ ૧૪૭ઃ
હવે વ્યવહાર શ્રુતજ્ઞાન અપેક્ષાએ જોઈએ તો અત્યારે શ્રુતનો ઘણો મોટો ભાગ વિચ્છેદ થઈ ગયો છે અને
તેનો અંશ વિદ્યમાન છે. આજ બાર અંગ ચૌદ પૂર્વના જ્ઞાતા તો નથી પણ એક અંગના પણ પૂર્ણપણે જ્ઞાતા
નથી...છતાં–આજે આપણી પાસે શ્રુતનો જે નાનકડો અંશ વિદ્યમાન છે તે સર્વજ્ઞ પરંપરાથી અવિચ્છિન્નપણે આવેલો
હોવાથી તેનું બિંદુ પણ સિંધુનું કાર્ય કરે છે.
આજે જે પવિત્ર સત્શ્રુત વિદ્યમાન છે તેમાં ‘श्रीषट्खंडागम’ સૌથી પ્રાચીન અને સર્વજ્ઞ પરંપરાથી ચાલી
આવેલા છે. આપણા સૌરાષ્ટ્ર દેશમાં ગીરનાર પર્વતની ચંદ્ર ગુફામાં એક મહામુનિ ધરસેનાચાર્ય ધ્યાન કરતા હતા.
તેઓ અંગો અને પૂર્વોના એકદેશના જ્ઞાતા હતા. તેઓ મહા વિદ્વાન અને શ્રુતવત્સલ હતા. એક વાર તેઓશ્રીને એવો
ભય ઉત્પન્ન થયો કે હવે અંગ–શ્રુત વિચ્છેદ થઈ જશે...આથી તેઓને વિકલ્પ ઉઠયો કે શ્રુતજ્ઞાન અવિચ્છિન્નપણે
જયવંત રહે!...અને શ્રુતનું અવિચ્છિન્નપણે વહન કરી શકે એવા પુષ્પદંત આચાર્ય અને ભૂતબલિ આચાર્ય એ બે
સમર્થ મુનિરાજો ધરસેનાચાર્ય પાસે આવ્યા, તેઓને આચાર્યદેવ પાસેથી જે શ્રુત મળ્‌યું તે તેઓએ પુસ્તકારૂઢ કર્યું,
અને લગભગ ૨૦૦૦ વર્ષ પહેલાં જેઠ સુદ પ ના રોજ એ પુસ્તક (ષટ્ખંડાગમ) ની શ્રી ભૂતબલિ આચાર્યદેવે
ચતુર્વિધ સંઘ સહિત પૂજા કરી હતી. ત્યારથી તે તિથિએ શ્રુતની પૂજા અને મહોત્સવ ઊજવાય છે અને તે દિવસ
શ્રુતપંચમી તરીકે પ્રસિદ્ધ છે. જૈનશાસનમાં પ્રથમ લખાણરૂપે ષટ્ખંડાગમ લખાયા છે. આચાર્ય ભગવંતોની પરમ
કૃપાથી એ પવિત્ર શ્રુતનો લાભ આજે પણ આપણને મળે છે.
ત્યારપછી અધ્યાત્મ શાસ્ત્રો રચાયાં. આજથી લગભગ ૨૦૦૦ વર્ષ પહેલા મહા સમર્થ આચાર્ય ભગવાન શ્રી
કુંદકુંદાચાર્યદેવે સમયસાર વગેરે પરમ અધ્યાત્મ શાસ્ત્રોની રચના કરી તેમાં સર્વજ્ઞદેવોની દિવ્યવાણીનું રહસ્ય સમાવી
દીધું. અને એ અપૂર્વ શ્રુતની પ્રતિષ્ઠા વડે તેઓશ્રીએ બાર અંગ અને ચૌદ પૂર્વના વિચ્છેદને ભૂલાવી દીધો.
આ રીતે, જેમ નિશ્ચય શ્રુતજ્ઞાન આજે અવિચ્છિન્નપણે વર્તે છે તેમ, વ્યવહાર શ્રુત (દ્રવ્યશ્રુત) પણ
અવિચ્છિન્નપણે વર્તી રહ્યું છે. પરંતુ–
આજે આપણી પાસે વિપુલ શ્રુત ભંડાર શાસ્ત્રરૂપે વિદ્યમાન હોવા છતાં,–તેનો અંતરંગ મર્મ તો શ્રુતજ્ઞાની
પુરુષોના હૃદયમાં ભરેલો છે. એકાવતારી જ્ઞાની પુરુષ શ્રીમદ્ રાજચંદ્રજી કહી ગયા છે કે શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, પણ
તેનો મર્મ જ્ઞાનીને સોંપ્યો છે એટલે કે એકલા શાસ્ત્ર વાંચીને તેનો મર્મ નહિ સમજાય. પણ જ્ઞાનીના સમાગમે
શાસ્ત્રનો મર્મ સમજાશે અને સત્શ્રુતની પ્રાપ્તિ થશે.
णवी होदि अप्पमत्तो ण पमत्तो जाणओ दु जो भावो।
एवं भणंति सुद्धं णाओ जो सो उ सो चेव।। ६।।
સત્શ્રુતના આ એક જ સૂત્રમાં ભરેલા બાર અંગ અને ચૌદ પૂર્વના મૂળભૂત રહસ્યોને તો સાક્ષાત્ શ્રુતમૂર્તિ
જ્ઞાનીઓ જ પ્રગટ કરી શકે. આજે એવા શ્રુતમૂર્તિ સદ્ગુરુદેવ પાસેથી આપણને એ શ્રુતનું રહસ્ય મળી રહ્યું છે તે
આપણું પરમ સૌભાગ્ય છે...એવા શ્રુતમૂર્તિની ઉપાસના વડે આપણને સત્શ્રુતની શીઘ્ર પ્રાપ્તિ થાવ... અને...આત્મ
હિતકારી સત્શ્રુત સદાય જયવંત રહીને જગતનું કલ્યાણ કરો–એ જ મંગળ ભાવના!!!
* * * * * * *
જો કે વ્યવહારનય અભૂતાર્થ છે તો પણ
વ્યવહારનય વ્યવહારી જીવોને પરમાર્થનો કહેનાર છે તેથી, અપરમાર્થભૂત હોવા છતાં પણ ધર્મ તીર્થની પ્રવૃત્તિ
કરવા માટે (વ્યવહારનય) દર્શાવવો ન્યાયસંગત જ છે. (સમયસાર ગાથા ૪૬ ટીકા)
(તા. ૧પ–૧૨–૪૪ના રોજ થયેલ વ્યાખ્યાનમાંથી)
નિશ્ચય અને વ્યવહાર એ બે નયો છે, તેમાં નિશ્ચયનય એમ બતાવે છે કે કોઈ દ્રવ્યને કોઈ દ્રવ્યનો સંબંધ
નથી. એટલે કે દ્રવ્ય શુદ્ધ જ છે, તોપણ–વ્યવહારનય એક દ્રવ્યને બીજા દ્રવ્યનો સંબંધ વર્તમાન પૂરતો બતાવે છે
એટલે કે અવસ્થામાં અશુદ્ધતા છે એમ જણાવે છે. આ રીતે નિશ્ચય અને વ્યવહાર (દ્રવ્ય અને પર્યાય) બંને ન માને
તો જ્ઞાન ખોટું છે, વ્યવહારનય પણ અસ્તિરૂપ છે. વ્યવહારનય છે ખરો પણ તે વ્યવહાર જાણવા પૂરતો છે. જો
વ્યવહારનયને આદરણીય માને તો તેની દ્રષ્ટિ ખોટી છે, અને જો વર્તમાન પૂરતો વ્યવહાર છે તેને ન જ માને તો
જ્ઞાન ખોટું છે. હેય બુદ્ધિએ પણ વ્યવહારને જાણવો પડશે. નિશ્ચયથી વ્યવહાર હેય હોવા છતાં વર્તમાન પૂરતો
વ્યવહારને જાણવો તો પડશે જ. વ્યવહારનું જ્ઞાન વ્યવહારનું જોર બતાવવા

PDF/HTML Page 5 of 21
single page version

background image
ઃ ૧૪૮ઃ આત્મધર્મઃ ૪૪
માટે નથી પણ નિશ્ચય બતાવવા માટે છે વ્યવહારનય પરમાર્થનો કહેનાર છે (પરમાર્થનું લક્ષ કરાવવા માટે
વ્યવહારનો ઉપદેશ છે.)
વ્યવહારનય અભૂતાર્થ છે તોપણ...એટલે કે આત્માને કર્મનો સંબંધ કહેવો તે અપરમાર્થ છે તોપણ વચ્ચે
ज्ञान करवा माटे તે આવે છે તેથી વ્યવહાર કહ્યા વગર ચાલતું નથી. “ભાઈ! સર્વજ્ઞ ભગવાને કહેલા તત્ત્વોનું
શ્રવણ કર, તું આત્માની ઓળખાણ કર” એ વગેરે ઉપદેશ વ્યવહાર વગર થઈ શકે નહિ. જો વ્યવહારે પણ આત્માને
કર્મનો સંબંધ ન જ હોય તો આ રાગ–દ્વેષ અને સંસાર કોના? સમ્યગ્દર્શન પછી પણ વ્યવહારનું અવલંબન
અવસ્થાની નબળાઈના કારણે આવે છે ખરૂં તેને જ્ઞાનીઓ જેમ છે તેમ જાણે છે, જો વ્યવહારનું અવલંબન સર્વથા ન
આવતું હોય તો વીતરાગતા પ્રગટ હોય.
‘નિશ્ચયથી તો જ્ઞાન જ્ઞાનમાંથી જ આવે છે, દેવ–ગુરુ–શાસ્ત્રના આધારે જ્ઞાન આવતું નથી’–આવું નિશ્ચયનું
વાક્ય સાંભળી કોઈ શ્રવણ–મનન–વાંચનનો શુભભાવ છોડી જ દે તો તે ઊલટો અશુભ ભાવમાં જોડાશે. સત્
સમજવામાં પહેલાં સત્સમાગમ, શ્રવણ, મનન વગેરે શુભભાવરૂપ વ્યવહાર આવ્યા વગર રહે નહિ. છતાં તે શુભરાગ
જ્ઞાનનું કારણ નથી; પરંતુ કોઇ શુષ્કજ્ઞાની–નિશ્ચયાભાસી પહેલી ભૂમિકામાં તે શુભભાવમાં નહિ જોડાય તો, હજી
વીતરાગ તો થયો નથી તેથી, અશુભમાં જોડાશે અને હલકી ગતિમાં રખડશે.
“જો વ્યવહાર ન દર્શાવવામાં આવે તો પરમાર્થે શરીરથી જીવ ભિન્ન દર્શાવવામાં આવતો હોવાથી, જેમ
ભસ્મને મસળી નાખવામાં હિંસાનો અભાવ છે તેમ, ત્રસ–સ્થાવર જીવોનું નિઃશંકપણે મર્દન કરવામાં પણ હિંસાનો
અભાવ ઠરશે અને તેથી બંધનો જ અભાવ ઠરશે.”
જો વ્યવહારે શરીર અને જીવને કાંઈ પણ સંબંધ ન જ હોય તો, તથા અવસ્થામાં પણ રાગ–દ્વેષ ન જ હોય
તો “સામા જીવની હિંસા કરું” એવો વિકલ્પ જ ન હોઈ શકે. પણ સામા જીવને શરીર ઉપર રાગ છે અને તેથી શરીર
સાથે તેને નિમિત્ત–નૈમિત્તિક સંબંધ રૂપ વ્યવહાર છે તથા પોતે પણ હજી વીતરાગ નથી થયો એટલે અવસ્થામાં રાગ–
દ્વેષ છે તે વ્યવહાર છે તેથી સામા જીવને હણવાનો વિકલ્પ આવે છે. સામાને હણવાનો વિકલ્પ ઊઠે છે તે તારો
વ્યવહાર છે, તે વિકલ્પ પણ ક્યારે ઊઠે છે? સામા જીવને શરીર ઉપર મમતા ભાવ છે એટલે કે તેને શરીર સાથે
નિમિત્ત–નૈમિત્તિક સંબંધ વર્તમાનમાં છે તે તેનો વ્યવહાર છે–એ વ્યવહારને જાણ્યો એટલે સામાને મારવાનો ભાવ
તને થયો. નિશ્ચયમાં હિંસાનો વિકલ્પ હોઈ શકે નહિ, કેમકે નિશ્ચયથી કોઈ જીવ મરતો નથી, જીવ અને શરીર જુદાં જ
છે અને જડને મારવામાં હિંસા નથી એટલે નિશ્ચયમાં તો હિંસાનો વિકલ્પ જ ન હોય. હવે જો વ્યવહાર ન જ હોત તો
સામાને મારવાનો વિકલ્પ ન જ આવત. મારવાનો જે વિકલ્પ આવે છે તે જ વ્યવહાર છે. પોતાને અને સામાને
બંનેને વ્યવહાર છે ત્યારે જ વિકલ્પ ઊઠે છે. જો પોતે વીતરાગ જ હોત તો મારવાનો વિકલ્પ ન હોત, તથા જો સામો
જીવ વીતરાગ હોત તો પણ તેને મારવાનો વિકલ્પ તને ન આવત. “સિદ્ધને મારી નાખું” એવો ભાવ કોઈને આવે
નહિ કેમકે તેઓ વીતરાગ છે–તેમને વ્યવહારનું અવલંબન રહ્યું નથી. તથા તે જ કારણે સિદ્ધ ભગવાનને “હું અમુક
જીવને મારૂં” એવો કોઈ વિકલ્પ નથી. વ્યવહારના અવલંબન વગર વિકલ્પ ઊઠે નહિ શરીર વગેરેની ક્રિયા આત્મા
કરી શકે એવી માન્યતાને લોકો વ્યવહાર કહે છે, પરંતુ તે વ્યવહાર નથી. એ માન્યતા તો મિથ્યાત્વ છે.
સમ્યક્દ્રષ્ટિ થતાં શ્રદ્ધામાં કર્મનો સંબંધ, નિમિત્ત, વિકાર અને અવસ્થા એ બધું છૂટી જાય છે તોપણ
સમ્યક્જ્ઞાન તો સંયોગ, નિમિત્ત અને અવસ્થા વગેરે બધું જેમ છે તેમ જાણે છે.
વસ્તુદ્રષ્ટિમાં અવસ્થાનું લક્ષ નથી. એટલે વસ્તુદ્રષ્ટિએ બધા જીવ સરખા છે, છતાં પણ નિગોદનો જીવ
વર્તમાન અવસ્થાથી સિદ્ધ નથી, એ અવસ્થા જો વ્યવહારે પણ ન માનવામાં આવે તો નિગોદ અને સિદ્ધમાં કાંઈ ભેદ
જ રહેતો નથી.
વસ્તુદ્રષ્ટિથી બધાય પરમાણુઓ સરખાં જ છે, છતાં પણ ‘રોટલા ખવાય અને માંસ ન ખવાય’ એવો
વિકલ્પ કેમ આવે છે? જો વ્યવહાર ન જ હોત–અવસ્થા ન જ હોત તો ‘આ ખવાય અને આ ન ખવાય’ એવો પર
તરફનો વિકલ્પ હોઈ શકે નહિ; પરંતુ અવસ્થા છે, વ્યવહાર છે, એ વ્યવહારને જાણે છે ત્યારે ‘આ ખવાય અને આ
ન ખવાય” એમ અવસ્થાનો વિવેક કરે છે, તે વ્યવહાર છે.

PDF/HTML Page 6 of 21
single page version

background image
જેઠઃ ૨૪૭૩ઃ ૧૪૯ઃ
“અરિહંતનો આત્મા વંદન કરવા યોગ્ય છે” આવું વાક્ય છે. હવે નિશ્ચયથી તો (દ્રવ્ય અપેક્ષાએ) અરિહંત
દેવોનો આત્મા અને હજારો ગાયો કાપનાર કષાઈનો આત્મા સરખાં જ છે; છતાં કષાઈને કોઈ વંદન કરતું નથી અને
અરિહંતને વંદન કરે છે. હવે વિચારો કે તે વંદન વસ્તુદ્રષ્ટિએ કરે છે કે અવસ્થાદ્રષ્ટિએ? જો વસ્તુ દ્રષ્ટિ હોત તો,
વસ્તુદ્રષ્ટિમાં બધા આત્મા સરખા હોવાથી વંદનનો વિકલ્પ જ ન હોત. પણ પોતાની અપૂર્ણ અવસ્થા ઉપર લક્ષ જતાં
વંદનનો વિકલ્પ આવે છે. પોતાની અવસ્થાદ્રષ્ટિ જતાં સામે પણ અવસ્થાનો વિવેક કરીને અરિહંતને વંદન કરે છે
અને કષાઈને વંદન કરતો નથી. આ રીતે વ્યવહાર છે, તે વ્યવહારને જ અવસ્થામાં જેમ છે તેમ તે અવસ્થામાં
ઓળખવો પડશે.
નિશ્ચયથી જોતાં બધી સ્ત્રીઓ સરખી જ છે, સ્ત્રી અને માતા બંને નિશ્ચયથી સરખાં છે, છતાં જે રીતે સ્ત્રી
સાથે વર્તે છે તે રીતે માતા સાથે વર્તતો નથી કેમકે અવસ્થાદ્રષ્ટિએ બંનેમાં અંતર છે, અવસ્થાનો વિવેક છે કરે છે, એ
વ્યવહાર છે.
પોતાના આત્માની અપેક્ષાએ તો પાડો અને બાપ બંને નિશ્ચયથી સરખાં છે; જો તું વ્યવહાર ન માનતો હો
તો પાડાને ‘બાપો’ કહીને કેમ નથી બોલાવતો? અવસ્થામાં વ્યવહાર છે કે નહિ? જો અવસ્થામાં પણ વ્યવહાર ન
જ હોય તો ‘પાડો’ અને ‘બાપો’ તેમાં કાંઈ ભેદ રહેતો નથી; પરંતુ અવસ્થા પૂરતો સંબંધ બતાવવા માટે વ્યવહાર
છે.
व्यवहार छे खरो पण आदरणीय नथी. ‘વ્યવહાર છે’ એમ કહેતાં જો વ્યવહારને જ આદરણીય માની બેસે
તો તે ત્રિકાળી તત્ત્વનું ખૂન કરે છે; અને જો વ્યવહારને વ્યવહાર તરીકે પણ ન જાણે તો ચૈતન્યમૂર્તિ સીમંધર
ભગવાનની પ્રતિમામાં અને અન્ય મતમાં મનાતી કુલીંગી પ્રતિમામાં ભેદ જ નહિ પાડે. આ સીમંધર ભગવાનની
પ્રતિમા પણ જડની છે અને કુલીંગી પ્રતિમા પણ જડની છે, બંને પ્રતિમાઓ જડની હોવા છતાં સ્થાપના નિક્ષેપની
અપેક્ષાએ બંનેમાં ફેર છે. “આ પ્રતિમા સીમંધર ભગવાનની છે’ એમ સ્થાપના નિક્ષેપે કહેવાય છે. તે સ્થાપના
નિક્ષેપને જેમ છે તેમ જાણીને વ્યવહારનો વિવેક કરે છે તેથી જ સીમંધર ભગવાનની પ્રતિમાને વંદન કરે છે અને
કુલીંગી પ્રતિમાને વંદન કરતો નથી. (સ્થાપના નિક્ષેપ પોતે વ્યવહાર છે, તેને જાણ્યા વિના જે કુલીંગને પણ નમસ્કાર
કરે છે તેને ગૃહિતમિથ્યાત્વનો ત્યાગ નથી.)
હવે પુસ્તકોનો વિષય લઈએ. નિશ્ચયથી જોતાં તો આ શ્રી સમયસાર શાસ્ત્ર પણ જડ છે અને બીજા કુશાસ્ત્રો
પણ જડ છે. બંને જડ હોવા છતાં સમયસાર શાસ્ત્રને વંદન કરવું અને કુશાસ્ત્રોને વંદન ન કરવું તેનું શું કારણ? તેનું
કારણ ત્યાં અવસ્થાનો વિવેક છે. આ સમયસાર શાસ્ત્રરૂપ પરિણમેલા પરમાણુઓમાં સત્સમજણનું નિમિત્ત થવાની
લાયકાતરૂપ વર્તમાન અવસ્થા છે અને અન્ય કુશાસ્ત્રોમાં તે લાયકાતરૂપ અવસ્થા નથી–એ રીતે અવસ્થાને જાણીને
શ્રી સમયસારને વંદન કરે છે, ત્યાં વ્યવહારનો વિવેક છે.
જેને દેવ–ગુરુ–શાસ્ત્ર તરફના શુભભાવનું વલણ પણ નથી અને જે સંસારનો કામી, તીવ્ર, લોલૂપી, તીવ્ર
ગૃદ્ધિ અને તીવ્ર રાગ–દ્વેષ સહિત છે તેને તો તત્ત્વ સમજાશે જ નહિ. કોઈ નિશ્ચયની મુખ્યતા સહિતનો ઉપદેશ
સાંભળીને દેવ–ગુરુ–શાસ્ત્રની ઓળખાણ, ભક્તિ, વિનય પૂજાદિરૂપ વ્યવહાર નહિ માને તો તેને પણ પરમાર્થ
તત્ત્વની શ્રદ્ધા થઈ શકશે નહિ. અને કોઈ દેવ–ગુરુ–શાસ્ત્રની ભક્તિ આદિરૂપ વ્યવહારને જ પરમાર્થ માની લ્યે તો
પણ તે પરમાર્થ સમજ્યો નથી, તેની દ્રષ્ટિ ખોટી છે.
परमार्थ स्वरूपनी द्रष्टि मुख्य राखीने अवस्थाना व्यवहारनो
विवेक चूकवो न जोइए.
નિશ્ચયથી રાગ મારૂં સ્વરૂપ નથી, વસ્તુસ્વરૂપમાં રાગ છે જ નહિ, વસ્તુ તો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ છે એમ
વસ્તુ સ્વભાવને લક્ષમાં લેનાર પરમાર્થદ્રષ્ટિના વિષયમાં તો નિર્મળ પર્યાય પણ આવતી નથી; પણ વસ્તુ અને
વસ્તુને લક્ષમાં લેનાર પરમાર્થદ્રષ્ટિ એ બંનેને જાણનારૂં જે સમ્યક્જ્ઞાન છે તે જ્ઞાન ત્રિકાળ સ્વભાવ અર્થાત્ નિશ્ચય
અને વર્તમાન અવસ્થા અર્થાત્ વ્યવહાર એ બંનેને જેમ છે તેમ જાણે છે. એ પ્રમાણે સમ્યગ્જ્ઞાનવડે નિશ્ચય–વ્યવહાર
બંનેને જાણીને નિશ્ચયને આદરવા યોગ્ય અને વ્યવહારને જાણવા યોગ્ય માનવો તેનું નામ
यथार्थ श्रद्धा છે.
(તા. ૧૬–૧૨–૪૪ ગાથા ૪૬ ટીકા ચાલુ)
એકલા સ્વ સાથે સંબંધ બતાવે એટલે કે પરમાર્થ–સ્વરૂપ બતાવે તે નિશ્ચય છે અને પર સાથે સંબંધ બતાવે
તે વ્યવહાર છે. આત્મામાં કર્મની અપેક્ષા ન લેવામાં આવે તો બંધ મોક્ષ ન હોઈ શકે; એક લાકડામાં બીજાની અપેક્ષા
લીધા વગર “આ નાનું છે કે મોટું” એ કહી શકાશે નહિ અર્થાત્ એકમાં નાના મોટાના ભેદ પડી શકશે નહિ. એકલી
આત્મવસ્તુમાં બે ભેદ ન હોય,

PDF/HTML Page 7 of 21
single page version

background image
ઃ ૧પ૦ઃ આત્મધર્મઃ ૪૪
એકલી વસ્તુ તે દ્રષ્ટિનો વિષય છે. વ્યવહારનય પરની અપેક્ષા બતાવે છે તેથી
अपरमार्थ भूत છે તોપણ ધર્મતીર્થની
પ્રવૃત્તિ કરવા માટે વ્યવહારનય દર્શાવવો ન્યાયસંગત જ છે. અહીં “દર્શાવવો ન્યાય સંગત જ છે” એમ કહ્યું છે, પણ
“આદરવો ન્યાયસંગત જ છે” એમ કહ્યું નથી; એટલે વ્યવહારનય આદરણીય નથી, પણ જાણવા યોગ્ય છે.
वस्तुद्वारा वस्तु समजाती नथी पण पर्याय द्वारा वस्तु समजाय छे; અને વસ્તુ સમજનાર પર્યાય તે
વ્યવહાર છે. એટલે જો તે વ્યવહારરૂપ પર્યાયને નહિ માને તો વસ્તુ સમજશે કોણ? પર્યાયને સ્વીકાર્યા વગર પુરુષાર્થ
ક્યાં કરશે? એટલે વ્યવહારને નહિ માનો તો પણ વસ્તુ સમજાશે નહિ અને જો તે વ્યવહારનું જ લક્ષ રહેશે તો પણ
અખંડ વસ્તુ કે જે નિશ્ચયનો વિષય છે તે ખ્યાલમાં આવશે નહિ. વ્યવહાર સમજ્યા વગર પરમાર્થ સમજશે ક્યાંથી?
અને પરમાર્થ નહિ સમજે તો વ્યવહાર કામનો શું?
(તા. ૧૭–૧૨–૪૪. ગાથા–૪૬ ટીકા ચાલુ)–નિશ્ચય વ્યવહાર બંને નયોનું સ્યાદ્વાદ દ્વારા વિરોધ મટાડીને
શ્રદ્ધાન કરવું તે સમ્યક્ત્વ છે. બંને નયોનો પરસ્પર વિરોધ કઈ રીતે છે? કે નિશ્ચયનય વસ્તુને અખંડ, એકરૂપ,
રાગ–દ્વેષરહિત, કર્મના સંયોગ રહિત, અને પર્યાયના ભેદ રહિત
निरपेक्ष બતાવે છે, અને વ્યવહારનય પરની
અપેક્ષા, ભેદ, અવસ્થાની ઊણપ, રાગ–દ્વેષ, કર્મનો સંયોગ એ બધું બતાવે છે–આ રીતે નિશ્ચય–વ્યવહારનો
પરસ્પર વિરોધ છે; ત્યાં વ્યવહારનય તો અવસ્થામાં જેમ છે તેમ જાણે છે, દેવ–ગુરુ–શાસ્ત્રનું નિમિત્ત છે, રાગ
છે, ઊણપ છે, કર્મનો સંગ છે, શરીરનો સંયોગ છે–એ બધું જાણે છે અને નિશ્ચયનય ત્રિકાળસ્વભાવનું જ લક્ષ
કરે છે, ત્રિકાળ સ્વભાવમાં રાગ–દ્વેષ નથી, સંયોગ નથી, નિમિત્ત નથી, ઊણપ નથી, શરીર નથી, કર્મ નથી–એમ
સ્વભાવ દ્રષ્ટિના જોરમાં નિશ્ચયનય બધું ઉડાડી દે છે, અને વ્યવહારનય તે બધું જેમ છે તેમ બતાવે છે; એ
વ્યવહારને જાણવો અને નિશ્ચયને જાણીને આદરવો–તે જ બંને નયોનો વિરોધ મટાડવાનો ઉપાય છે અને એ જ
રીતે યથાર્થ શ્રદ્ધાન થાય છે, તે જ સમ્યક્ત્વ છે. પણ બંને નયોના કથનને સમાન જાણવું અર્થાત્ બંનેને
આદરણીય માનવા તે યથાર્થ શ્રદ્ધાન નથી. બંને નયોને ન માને અને એકને જ માને, અથવા તો બંને નયોને
આદરણીય માની લે તો શ્રદ્ધા અને જ્ઞાન બંને ખોટા છે.
* * * * * *
* પુણ્ય બાંધ્યું *
‘પુણ્ય બાંધ્યું’ એ સાંભળીને અજ્ઞાનીને હોંશ આવે છે; પણ ભાઈ રે! ‘પુણ્ય બાંધ્યું’ એટલે શું? પુણ્ય બાંધ્યું
એટલે પુણ્ય બંધન વડે आत्मा बंधायो અને એ બંધનનું ફળ સંસાર છે...તો જેનાથી આત્મા બંધાય અને સંસારમાં
રખડે એવા તે પુણ્યની હોંશ કેમ કરાય?
અજ્ઞાનીની દ્રષ્ટિ આત્મા ઉપર નથી પણ જડ સંયોગ ઉપર છે, તેથી ‘પુણ્ય બાંધ્યું’ એ વાક્યમાં આત્માને
બંધન થયું એ વાત છોડી દઈને પુણ્યની હોંશ કરે છે. પુણ્યથી આત્મા બંધાય છે એ વાત ભૂલી જઈને પુણ્યના ફળમાં
સારા સારા સંયોગોની પ્રાપ્તિ થશે એમ માનીને તે પુણ્યની હોંશ કરે છે. પુણ્યની હોંશ કરતાં મુક્ત આત્મ સ્વભાવનો
અનાદર થાય છે અને અનંત સંસારનો આદર થાય છે તેનું અજ્ઞાનીને લેશ માત્ર ભાન નથી. પરંતુ બાહ્યદ્રષ્ટિ છોડીને,
આત્મામાં તે પુણ્ય ભાવનું ફળ શું આવે છે તે સમજવાની જો દરકાર કરે તો, આત્મામાં તો પુણ્યભાવથી દુઃખની જ
ઉત્પત્તિ છે એમ તેને સમજાય, તેથી તે કદી પુણ્યમાં હોંશ ન કરે અને પુણ્યમાં કદી ધર્મ ન માને...તેમજ તેને ધર્મનો
હેતુ ન માને. કેટલાક કહે છે કે–પુણ્ય ધર્મ નથી એ તો ખરૂં, પણ તે ધર્મનું કારણ અર્થાત્ હેતુ છે. તેમની એ માન્યતા
પણ મિથ્યા છે.
આ સંબંધમાં પંચાધ્યાયીના બીજા ભાગની ૭૬૩ મી ગાથા અગત્યની હોવાથી અહીં આપવામાં આવી છે.
नोह्यं प्रज्ञापराधत्वानिर्जरा राहेतुरंशतः।
अस्ति नाबन्ध हेतुर्वा शुभोनाप्य शुभावहात्।।
અર્થઃ– પ્રજ્ઞાના અપરાધથી અર્થાત્ અજ્ઞાનથી એવી શંકા પણ ન કરવી જોઈએ કે ‘શુભોપયોગ એક અંશે
નિર્જરાનું કારણ થઈ શકે છે.’ કારણ કે ખરેખર શુભોપયોગ પણ સંસારનું કારણ હોવાથી તે અબંધપણાનો હેતુ (–
નિર્જરાદિનું કારણ) થઈ શકતું નથી અને તેને ‘શુભ’ પણ કહેવાતું નથી. ભાવાર્થઃ– શુભોપયોગને નિર્જરાનું કારણ
માનવું ન જોઈએ, કારણ કે શુભોપયોગ પણ બંધનું જ કારણ છે; તેથી તેને માત્ર વ્યવહારથી ‘શુભ’ કહેવાય છે;
ખરેખર તો જેનાથી સંવર–નિર્જરા થાય તેને જ ‘શુભ’ કહેવાય છે, શુભોપયોગથી જે શુભબંધ થાય છે તે પણ બંધ
જ છે તેથી શુભોપયોગ પણ ‘અશુભ’ જ છે–શુભ નથી.

PDF/HTML Page 8 of 21
single page version

background image
જેઠઃ૨૪૭૩ઃ ૧પ૧ઃ
નિમિત્ત
(૧)
–કયું જ્ઞાન નિમિત્તને યથાર્થ જાણે?–
જ્યારે જ્ઞાન સ્વ તરફ વળે છે ત્યારે તે સમ્યગ્જ્ઞાન થાય છે, અને સમ્યગ્જ્ઞાન સ્વ–પરને યથાર્થપણે જાણે છે;
તેથી જે જ્ઞાને સ્વનો નિર્ણય કર્યો છે તે જ્ઞાન ‘પર નિમિત્ત છે’ એનો સ્વીકાર યથાર્થ કરે છે. સ્વના નિર્ણય વગર
પરનો નિર્ણય યથાર્થ થઈ શકે નહિ. જે જ્ઞાન સ્વભાવ તરફ વળ્‌યું તે જ્ઞાન પરનો પણ યથાર્થ વિવેક કરે છે.
જ્ઞાન પરના લક્ષથી ખસીને જ્યારે સ્વભાવ તરફ ઢળે ત્યારે જ તે સ્વ–પરના ભેદને જાણે છે. ત્યાં અમુક
વિકલ્પ છે–રાગ છે, પણ સમ્યગ્જ્ઞાન તેનું નામ કે જે રાગને જાણે ખરૂં પણ રાગને પોતાનો ન સ્વીકારે અને રાગનો
નિષેધ કરીને રાગરહિત સ્વભાવ તરફ જ ઢળે. એવા જ્ઞાનમાં જ રાગને અને નિમિત્તને જેમ છે તેમ યથાર્થ જાણવાની
તાકાત છે. પરંતુ જે જ્ઞાન રાગરહિત સ્વભાવ તરફ ઢળ્‌યું જ નથી અને રાગમાં જ અટકી ગયું છે તે જ્ઞાન સ્વ–પરને
યથાર્થ જાણવાનું કાર્ય કરી શકશે નહિ.
અજ્ઞાનીની દ્રષ્ટિ જ પરાધીન હોવાથી, સ્વભાવનો નિર્ણય કર્યા વગર તે પરને જાણવા માગે છે. ‘કોઈ કાર્ય
થાય ત્યારે પર નિમિત્ત તો છે ને, સમ્યગ્દર્શન થાય તેમાં સદ્ગુરુ વગેરે નિમિત્ત તો છે ને!–ઇત્યાદિ પ્રકારે તે પરના
સંયોગને જુએ છે; પરંતુ સમ્યગ્દર્શન રૂપે તો તે સમયની પર્યાય પોતે પરથી નિરપેક્ષ સ્વતંત્રપણે જ પરિણમી છે–એમ
સ્વાધીનદ્રષ્ટિ ઉઘડયા વગર નિમિત્તાશ્રિતદ્રષ્ટિ ટળે નહિ.
(૨)
ઉપાદાનની લાયકાત અને નિમિત્તની લાયકાત
વસ્તુમાં જ્યારે કાર્ય થાય છે ત્યારે પર વસ્તુઓ તો બધી જેમ છે તેમ છે, તેમાંથી કોઈ પણ પર વસ્તુ
ઉપાદાનના કાર્યમાં કાંઈ મદદ કરતી નથી કે પ્રભાવ પાડતી નથી. તેમાંથી કઈ પર વસ્તુમાં નિમિત્તપણાનો આરોપ
કરવો તે તો કર્તાના પરિણામ ઉપર આધાર રાખે છે અર્થાત્ કર્તા પોતે જેવા કાર્યરૂપે પરિણમે તે અનુસાર પર
વસ્તુમાં આરોપ કરીને તેને નિમિત્ત કહેવાય છે. તે પર વસ્તુમાં પણ તે પ્રકારની (નિમિત્તપણાની) સ્વતંત્ર લાયકાત
છે. કોઈને પ્રશ્ન ઊઠે કે–કોઈ પર વસ્તુ તો કાર્યમાં કાંઈ કરતી નથી, તો પછી તે વસ્તુઓમાંથી એકને નિમિત્ત કહેવું
અને બીજીને ન કહેવું તેનું શું કારણ? તેનો ઉત્તર એ છે કે–જેમ ઉપાદાન વસ્તુમાં સ્વયં કાર્યરૂપે પરિણમવાની
યોગ્યતા છે તેમ તે પર વસ્તુમાં પણ એવી જ નિમિત્તપણાની યોગ્યતા છે કે જેથી તેને જ નિમિત્ત કહેવાય. ઉપાદાન
અને નિમિત્ત બંનેની સ્વતંત્ર લાયકાત છે.
પર દ્રવ્યને નિમિત્ત કહેવું તે તો આરોપ છે, પરંતુ પહેલાં તો દરેક દ્રવ્ય, દરેક ગુણ અને દરેક સમયની પર્યાય
સ્વતંત્ર છે એવી નિરપેક્ષદ્રષ્ટિ (અનારોપ દ્રષ્ટિ) થયા વગર આરોપને કોણ જાણશે? પોતાના સ્વતંત્ર સ્વભાવના
યથાર્થ વિવેક વગર પરમાં ક્યાંય પાર પડે તેમ નથી. જેને પોતાના સ્વભાવની સ્વતંત્રદ્રષ્ટિ ખીલી છે તેનું જ્ઞાન ચૌદ
બ્રહ્માંડના ભાવોનો વિવેક કરી લેશે.
(૩)
નિમિત્તપણાનો ઉપચાર કોણ કરે?
જ્યારે જીવે સ્વભાવનું ભાન કર્યું ત્યારે આરોપથી ભગવાનને નિમિત્ત કહેવાય છે. પણ ‘ભગવાન નિમિત્ત
છે’ એવો આરોપ કોણ કરે છે? તે આરોપ કાંઈ ભગવાન પોતે કરતા નથી કે ‘હું તારા કાર્યમાં નિમિત્ત છું’ પરંતુ
જીવ પોતે અનારોપ–નિરપેક્ષ સ્વભાવને સમજ્યા પછી વિકલ્પથી આરોપ કરે છે કે ‘ભગવાન મને નિમિત્ત હતા.’
પૂર્વે પોતાનું લક્ષ ભગવાન ઉપર હતું એમ જ્ઞાન કરીને વર્તમાન વિકલ્પ વડે ભગવાનમાં નિમિત્તપણાનો આરોપ
કરે છે.
હું પરના કાર્યમાં નિમિત્ત થાઉં છું–એમ જેની દ્રષ્ટિ છે તે મિથ્યાદ્રષ્ટિ છે કેમ કે તેની દ્રષ્ટિ વસ્તુના સ્વભાવ
ઉપર નથી પણ સંયોગ ઉપર છે. કાર્ય તો વસ્તુના સ્વભાવથી જ થાય છે. હું પરને નિમિત્ત થાઉં એટલે કે જાણે પર
દ્રવ્ય મારી અપેક્ષા રાખીને પરિણમતું હોય–એમ અજ્ઞાની માને છે. ખરેખર તો જે જીવ સ્વયં સત્ સમજ્યો છે તે જીવ
પોતાને વિકલ્પ ઊઠતાં નિમિત્તને જાણીને એમ આરોપ કરે છે કે ‘આ મને નિમિત્ત હતું.’ આ રીતે, સ્વતંત્ર કાર્ય થાય
ત્યાં પરમાં નિમિત્તનો આરોપ કરવામાં આવે છે પરંતુ કોઈ જીવ પરના કાર્યમાં નિમિત્ત થવા માગે તો તેની દ્રષ્ટિ
પરાશ્રિત છે.

PDF/HTML Page 9 of 21
single page version

background image
ઃ ૧પ૨ઃ આત્મધર્મઃ ૪૪
(૪) –પર્યાયનું જ્ઞાન અને નિમિત્તનું જ્ઞાન–
આત્માનો સ્વભાવ શુદ્ધ જ્ઞાનરૂપ, પરથી અને વિકારથી ભિન્ન છે. આત્મામાં રાગાદિ થાય તેનું પહેલાં જ્ઞાન
કરવું કે આ રાગાદિ મારા પર્યાયમાં થાય છે, કર્મો તે કરાવતા નથી પણ મારા પુરુષાર્થના દોષથી તે થાય છે. આટલું
સ્વીકાર્યા પછી ત્રિકાળી સ્વભાવની દ્રષ્ટિથી તે રાગનો પણ નિષેધ કરવો કે રાગ મારા સ્વભાવમાં છે જ નહિ;
સ્વભાવદ્રષ્ટિથી હું રાગનો કર્તા નથી.
જો જીવ પોતાની પર્યાયમાં રાગને ન સ્વીકારે તો તેનો નિષેધ કરીને સ્વભાવમાં કેમ ઢળે? રાગ જડની
પર્યાયમાં જ થાય છે એમ માને અથવા તો કર્મો રાગ કરાવે છે એમ માને તો તે જીવ કદી રાગનો નિષેધ કરી શકે
નહિ. અને રાગ કરતાં કરતાં ધર્મ થશે એમ માને તો તે પણ રાગનો નિષેધ કરી શકે નહિ. માટે, પ્રથમ પોતાના
પર્યાયમાં ક્ષણિક રાગ થાય છે એમ જાણીને પછી સ્વભાવ દ્રષ્ટિ વડે તેનો નિષેધ કરવો. આ સમ્યગ્દર્શન અને
સમ્યગ્જ્ઞાનનો ઉપાય છે.
પ્રશ્નઃ– જેમ રાગાદિનું પહેલાં જ્ઞાન કરીને પછી તેનો નિષેધ કરવાનું કહ્યું તેમ ‘પર દ્રવ્યના કાર્યમાં હું નિમિત્ત
છું’ એવા પ્રકારના નિમિત્ત નૈમિત્તિક સંબંધને પહેલાં જાણીને પછી તેનો નિષેધ કરવો–તે રીત યોગ્ય છે કે નહિ?
ઉત્તરઃ– નહિ, એ ઊંધી દ્રષ્ટિ છે; કેમ કે સ્વદ્રવ્યમાં પર દ્રવ્યોનો અભાવ જ છે તેથી પહેલાં પરથી ભિન્ન અને
પરના સંબંધરહિત નિરપેક્ષ દ્રવ્યનું જ્ઞાન કર્યા પછી પર દ્રવ્યનું અને પર દ્રવ્ય સાથેના નિમિત્ત–નૈમિત્તિક સંબંધનું
યથાર્થ જ્ઞાન થાય. જ્યાં સુધી સ્વ દ્રવ્ય યથાર્થ ન જાણે ત્યાં સુધી જ્ઞાનનું સ્વ પર પ્રકાશક સામર્થ્ય ખીલે નહિ.
જે રાગાદિ ભાવો થાય છે તે તો પોતાની પર્યાયમાં થાય છે, માટે જો તેને ન જાણે તો પૂરી વસ્તુનું જ્ઞાન થતું
નથી, તેથી તેને તો પહેલાં જાણવા જોઈએ. પણ પર દ્રવ્યો તો પોતાથી ભિન્ન જ છે તેથી તેની સાથેના સંબંધનો
पहेलां निषेध अने पछी ज्ञान करवुं તે યોગ્ય છે. પર્યાયમાં રાગ તે તો સ્વ વસ્તુમાં થતો હોવાથી તેનું पहेलां ज्ञान
करीने पछी निषेध કરવો તે યોગ્ય છે. રાગનો નિષેધ કરીને જે જ્ઞાન અખંડ સ્વભાવમાં ઢળ્‌યું તે જ્ઞાનમાં સ્વ–પરને
યથાર્થ જાણવાનું સામર્થ્ય છે.
(પ) ‘નિમિત્ત’ ક્યારે કહેવાય?
વસ્તુમાં સ્વયં કાર્ય થાય તો જ યોગ્યવસ્તુને નિમિત્ત કહેવાય છે. પણ કાર્ય થયા વિના કોઈને નિમિત્ત
કહેવાતું નથી. જ્યાં કાર્ય થાય ત્યાં નિમિત્ત હોય, પરંતુ જ્યાં કાર્ય જ નથી ત્યાં નિમિત્ત કોનું?
કોઈ એમ માને કે અમુક નિમિત્ત હોવાથી કાર્ય ન થયું; અને નિમિત્ત આવ્યું ત્યારે કાર્ય થયું–એ માન્યતા
ખોટી છે. કાર્ય થયા વગર નિમિત્ત કોનું કહેવું? કાર્ય થયું ત્યારે જે પદાર્થને નિમિત્ત કહેવાય છે તે पदाथર્ તો પહેલાં
પણ હતો, પરંતુ તે વખતે ઉપાદાનમાં કાર્ય થવાની લાયકાત નહિ હોવાથી કોઈ પર પદાર્થને ખરી રીતે નિમિત્ત
કહેવામાં આવ્યું નહિ, પણ જ્યારે
कार्य थयुं त्यारे निमित्त कहेवायु
–એમ યથાર્થ સમજવું જોઈએ; કેમ કે ‘નિમિત્ત’
કહેતાં જ તે કોઈ ઉપાદાનમાં થતાં કાર્યની અપેક્ષા રાખે છે, જ્યાં કાર્ય જ ન હોય ત્યાં નિમિત્ત ક્યાંથી હોય?
(૬) સાચું અને ખોટું
‘નિમિત્ત’ છે જ નહિ એમ માને તો તે ખોટું છે, ‘નિમિત્ત’ છે પણ તે નિમિત્તથી ઉપાદાનમાં કાંઈ કાર્ય થાય
એમ માને તો તે ખોટું છે. નિમિત્તનો ઉપાદાન ઉપર કાંઈ પ્રભાવ પડે છે અથવા તો તે ઉપાદાનને કાંઈ મદદ, અસર કે
લાભ–નુકશાન કરે છે એમ માનવું તે પણ ખોટું છે.
જે વખતે ઉપાદાનમાં કાર્ય થાય તે વખતે નિમિત્તપણાને લાયક પર વસ્તુને ‘નિમિત્ત’ કહેવાય છે, એ રીતે
કાર્ય વખતે નિમિત્ત હોય છે ખરૂં; પણ તેનાથી ઉપાદાનમાં કાંઈ કાર્ય થતું નથી. ઉપાદાન પોતે પોતાનું કાર્ય પોતામાં
કરે છે અને નિમિત્ત પોતે પોતાનું કાર્ય પોતામાં કરે છે; ઉપાદાન નિમિત્તને આધીન નથી અને નિમિત્ત ઉપાદાનને
આધીન નથી–આવું જાણવું તે સાચું છે.
मूल में भूल
ભૈયા ભગવતીદાસજી તથા વિદ્વદ્વર્ય પંડિત શ્રી બનારસીદાસજી કૃત ઉપાદાન–નિમિત્ત દોહા ઉપર પરમ પૂજ્ય
સદ્ગુરુદેવશ્રી કાનજી સ્વામીના પ્રવચનોનું હિંદી ભાષાંતર ‘મૂલ મેં ભૂલ’ નામક પુસ્તકાકારે વૈશાખ વદ ૮ ના દિવસે
પ્રસિદ્ધ થયેલ છે. જેઓ હિંદી ભાષા સારી રીતે વાંચી સમજી શકતા હોય તેઓ માટે અત્યંત ઉપયોગી છે. મૂલ્ય બાર
આનાઃ ટ. ખ. માફ
ઃ પ્રાપ્તિસ્થાનઃ ઃ આત્મધર્મ કાર્યાલયઃઃ મોટા આંકડિયા (કાઠિયાવાડ)ઃ

PDF/HTML Page 10 of 21
single page version

background image
જેઠઃ૨૪૭૩ઃ ૧પ૩ઃ
જ્ઞાની અને અજ્ઞાની વચ્ચેનું મહાન અંતર
પોતાની ઉપર કોઈ દુશ્મન ચડી આવ્યો હોય તેવા પ્રસંગે દુશ્મનને મારવાનો ભાવ (અર્થાત્ વિરોધિની
હિંસાનો ભાવ) જ્ઞાની તથા અજ્ઞાની બંનેને થાય, તે વખતે તે બંનેના અંતરંગ અભિપ્રાયમાં કેટલું મોટું અંતર છે
તેનો ખ્યાલ નીચેની બાબતોથી આવી જશે.
(૧) જ્ઞાની એમ માને છે કે, આ દુશ્મન આવ્યો માટે મને હિંસાનો ભાવ થયો–એમ નથી, પણ મારા
પુરુષાર્થની નબળાઈને લીધે હિંસાનો ભાવ થઈ આવ્યો છે.
અજ્ઞાની એમ માને છે કે, આ દુશ્મન આવ્યો માટે જ મને હિંસાનો ભાવ થઈ આવ્યો, જો તે ન આવ્યો હોત
તો ન થાત.
જ્ઞાની સ્વપર્યાયનો દોષ જાણે છે, અજ્ઞાની સ્વપર્યાયના દોષને ન સ્વીકારતાં પરનો દોષ કાઢે છે. ખરેખર
જ્ઞાની કોઈ પરને દુશ્મન માનતા નથી.
(૨) જ્ઞાની એમ વિચારે છે કે–આ વિરોધિની હિંસાનો ભાવ પણ મારે કરવા જેવો નથી. દુશ્મનની હાજરી
હોવા છતાં, એ જ ક્ષણે જો પુરુષાર્થની ઊગ્રતા વડે વીતરાગતા થઈ શકે તો મારે તે ભાવ છોડવા જેવો છે.
અજ્ઞાની એમ વિચારે છે કે–દુશ્મન આવીને હેરાન કરે તેવે વખતે તો વિરોધીની હિંસાનો ભાવ કરવો જ
જોઇએ.
જ્ઞાનીને તે હિંસાભાવ છોડવાની ભાવના છે, અજ્ઞાનીને તે હિંસાભાવ કરવાની ભાવના છે. જ્ઞાનીને તે
ભાવનો અનાદર અને ખેદ વર્તે છે, અજ્ઞાનીને તે ભાવનો આદર અને હોંશ વર્તે છે.
(૩) જ્ઞાની એમ માને છે કે વિરોધભાવ થતાં દુશ્મન સાથેની લડાઈમાં હાર કે જીત થવી તે પુણ્ય–પાપના
નિમિત્તથી થાય છે, પણ મારા પુરુષાર્થને લીધે હાર–જીત થતી નથી; અને લડાઈમાં શરીરની ક્રિયાનો કર્તા પોતાને
માનતા નથી.
અજ્ઞાની એમ માને છે કે–દુશ્મન સાથે લડાઈમાં હું મારા પુરુષાર્થ વડે જીતું છું અથવા ઓછા પુરુષાર્થને લીધે
હારૂં છું; અને લડાઈમાં શરીરની ક્રિયા મારી શક્તિથી થાય છે.
જ્ઞાનીઓ પોતાનો પુરુષાર્થ પરમાં માનતા નથી એટલે કે પોતાના પુરુષાર્થથી પરનાં કામ થાય એમ માનતા
નથી અને તેથી તેઓ પરનું અભિમાન કરતા નથી. અજ્ઞાની જીવ પોતાના પુરુષાર્થથી પરનાં કામ થાય એમ માને છે
અને પરનાં અભિમાન કરે છે.
(૪) જ્ઞાનીઓ દુશ્મન સાથેની હાર–જીતને પોતાની માનતા નથી. પણ જેટલે અંશે રાગ–દ્વેષ થયા તેટલે
અંશ હાર માને છે અને રાગરહિત સ્વભાવની શ્રદ્ધા જ્ઞાન ટકાવી રાખ્યા તેટલે અંશે જીત માને છે. રાગને પોતાનો
માનવો તે જ મોટી હાર છે; બહારની હારજીતથી પોતાને નુકશાન–લાભ માનતા નથી.
અજ્ઞાની જીવ દુશ્મન સાથેની હાર–જીતને પોતાની માને છે, પણ રાગ–દ્વેષ થાય છે તે જ પોતાની હાર છે
તથા તે રાગને પોતાનું કર્તવ્ય માને છે તે મોટી હાર છે–એને જાણતો નથી. પણ બહારની હાર–જીતથી પોતાને
નુકશાન–લાભ માને છે.
જ્ઞાની પોતાના પર્યાયથી જ લાભ–નુકશાન માને છે, પણ પરથી લાભ–નુકશાન માનતા નથી; અજ્ઞાની
પોતાની પર્યાયના લાભ–નુકશાનને જાણતો નથી અને પરથી લાભ નુકશાન માને છે. જ્ઞાની પોતાના પર્યાયના
વિકારને દૂર કરવા માગે છે, અજ્ઞાની બહારના સંયોગને દૂર કરવા માગે છે.
આ રીતે જ્ઞાની તથા અજ્ઞાની બંનેને વિરોધિની હિંસાનો ભાવ સમાન હોવા છતાં, અને બાહ્ય ક્રિયા પણ
સમાન હોવા છતાં, જ્ઞાનીને તે વખતે અલ્પ પાપ અને ઘણી નિર્જરા થાય છે અને અજ્ઞાનીને અનંતુ પાપ થાય છે.
જ્ઞાનીને તે વખતે પણ સાચા અભિપ્રાયને લીધે સંસાર ઘટતો જાય છે, અજ્ઞાનીને ઊંધા અભિપ્રાયને લીધે અનંત
સંસાર વધે છે. સમ્યગ્દર્શન થતાં જીવનો અભિપ્રાય ફરી જાય છે, તે કદી વિકાર ભાવોની ભાવના કરતો નથી અને
પરવસ્તુનો કર્તા પોતાને માનતો નથી. આવા સમ્યક્ અભિપ્રાયવાળા ધર્માત્માને વ્રત, તપ, ત્યાગ પડિમા ન હોવા
છતાં સાચા અભિપ્રાયના જોરે તેણે સંસારના મૂળને છેદી નાખ્યું છે. ઊંધા અભિપ્રાયનું જે અનંતુ પાપ છે તે પાપ
શુભભાવ વડે ટળી શકતું નથી પણ સાચી સમજણ વડે જ ટળી શકે છે; માટે સાચો અભિપ્રાય અર્થાત્ સમ્યગ્દર્શન તે
જ પ્રથમ અપૂર્વ ધર્મ છે.
* * * * * * *

PDF/HTML Page 11 of 21
single page version

background image
૧પ૪ઃ આત્મધર્મઃ ૪૪
અહિંસા અને હિંસા
પુરુષાર્થ સિદ્ધિ ઉપાય ગાથા ૪૨ થી ૯૦ના આધારે
ज्यांंसुधी हिंसा–अहिंसाना वास्तविक स्वरूपने जीव न जाणे त्यांसुधी ते कदी पण खरी अहिंसानो
उपासक थई शके ज नहि अने हिंसा टाळी शके नहि. ઘણા લોકો બહારથી અહિંસા કે હિંસા માને છે, પરંતુ
અહિંસા કે હિંસા બહારમાં નથી પણ આત્માના ભાવમાં જ છે. વળી દેશ અને કાળના ફેરફાર અનુસાર અહિંસાના
સ્વરૂપમાં પણ ફેરફાર થાય છે–એમ ઘણા લોકો માને છે, પરંતુ તે સત્ય નથી કેમ કે અહિંસા કોઈ દેશ કે કાળને
આધારે નથી પણ આત્માના ભાવને જ આધારે હોવાથી તેનું સ્વરૂપ સદાય એકસરખું જ છે. મહાસમર્થ ગણધરતૂલ્ય
શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે અહિંસા તથા હિંસાનું સ્વરૂપ ઘણી જ અલૌકિક રીતે સ્પષ્ટપણે પુરુષાર્થસિદ્ધિ ઉપાય શાસ્ત્રમાં
વર્ણવ્યું છે, તેમાંથી નીચેના વિષયો અહીં આપવામાં આવે છે–
(૧) પોતાના શુદ્ધોપયોગરૂપ પરિણામનો ઘાત તે જ ખરી હિંસા છે. પોતામાં રાગાદિ ભાવોની ઉત્પત્તિ થવી
તે હિંસા છે અને રાગાદિની ઉત્પત્તિ ન થવી તે અહિંસા છે. સમ્યગ્દર્શન પ્રગટ કર્યા સિવાય કોઈ પણ જીવ સાચો
અહિંસક થઈ શકે જ નહિ. પોતાના ભાવ પ્રાણોનો ઘાત તે હિંસા છે. (ગાથા–૪૨ થી ૪૪)
(૨) પર જીવોને પીડા થવા છતાં જો જીવને કષાય ભાવ ન હોય તો તે અહિંસા છે, પર જીવોને પીડા ન
થવા છતાં જો જીવને કષાય ભાવ હોય તો તે હિંસા જ છે. પોતાના કષાય ભાવથી જ પોતાના ચૈતન્ય પ્રાણનો ઘાત
થાય છે અને તે જ હિંસા છે, પર જીવોના કારણે આ જીવને જરા પણ હિંસા નથી. (ગા. ૪પ થી ૪૯)
(૩) શૂષ્ક જીવનું લક્ષણ (ગા. પ૦)
(૪) બાહ્ય હિંસા ન હોવા છતાં હિંસક, બાહ્ય હિંસા હોવા છતાં અહિંસક, બાહ્ય હિંસા થોડી દેખાય છતાં
અંતરમાં ઘણી હિંસા, બાહ્ય હિંસા ઘણી દેખાય છતાં અંતરમાં થોડી હિંસા, બે પુરુષોને બાહ્ય હિંસા સમાન હોવા છતાં
અંતર હિંસામાં ફેર–ઇત્યાદિ પ્રકારો દ્વારા હિંસા–અહિંસાના સ્વરૂપનું સ્પષ્ટીકરણ. (ગા. પ૧ થી પ૩)
(પ) તીવ્ર હિંસાના સ્થાનોનું વર્ણન અને તે છોડવાનો ઉપદેશ.
૧. મદિરા સેવનમાં હિંસા (ગા. ૬૧ થી ૬૩)
૨. માંસ ભક્ષણમાં હિંસા (ગા. ૬પ થી ૬૮)
૩. મધ ભક્ષણમાં હિંસા (ગા. ૬૯ થી ૭૦)
(૬) મધ, માંસ, મદિરા વગેરેનો ખોરાક જે જીવને હોય તે જીવ જિનધર્મની દેશના સાંભળવાને પણ લાયક
નથી. સમ્યગ્દર્શન પ્રગટ કરવા માગતા જિજ્ઞાસુ જીવને પણ માંસ, મધ વગેરેનો ખોરાક હોય જ નહિ, તો પછી
સમ્યગ્દ્રષ્ટિઓને તે ન જ હોય–એ દેખીતું છે. (ગા. ૭૪ થી ૭પ)
(૭) હિંસા–અહિંસાનું માપ બાહ્ય સામગ્રી ઉપરથી થઈ શકે નહિ; ધર્મના હેતુથી કોઈ પણ જીવને મારી
નાખવો, અથવા દુઃખ મુક્ત કરવાના હેતુથી દુઃખી જીવને મારી નાખવો, અથવા ક્ષુધાતૂર પ્રાણીને માંસનું દાન કરવું–
એવા પ્રકારના બધા ભાવો તીવ્ર હિંસા જ છે. (ગા. ૭૮ થી ૮૯)
(૮) પરમ અહિંસામય જિનમતમાં પ્રરૂપેલ હિંસા–અહિંસાનું સ્વરૂપ જે જીવ જાણી ગયો છે તે જીવ કદાપિ
હિંસામય મતોમાં શ્રદ્ધા કરતો નથી. (ગા. ૯૦)
હવે આ ગાથાઓના અર્થ ભાવાર્થ સહિત આપવામાં આવે છે.
હિંસાનું સ્વરૂપ ગાથા–૪૨
અર્થઃ– આત્માના શુદ્ધોપયોગરૂપ પરિણામોનો ઘાત થતો હોવાથી આ (હિંસા, જુઠું, ચોરી, મૈથુન, પરિગ્રહ)
બધા હિંસા જ છે; અસત્ય વચન વગેરે ભેદો માત્ર શિષ્યોને સમજાવવા માટે ઉદાહરણરૂપ કહેલ છે.
ભાવાર્થઃ– જુઠું, ચોરી વગેરે સર્વે પાપ ભાવો હિંસામાં જ ગર્ભિત છે કેમ કે તે બધામાં આત્માના
શુદ્ધપરિણામનો ઘાત થાય છે. આચાર્યદેવે આ ગાથામાં ‘आत्माना शुद्धोपयोगनो जे घात करे ते हिंसा छे’ એમ
હિંસાનું સ્વરૂપ ટૂંકામાં જણાવી દીધું છે.
એક જીવ બીજા જીવને મારી શકતો નથી તેમજ તેનું રક્ષણ કરી શકતો નથી; અને પર જીવોનું ભલું–બૂરું કરી
શકતો નથી. પણ તેવા ભાવથી જીવ પોતાની જ હિંસા કરે છે. પોતાના શુદ્ધસ્વરૂપનું અભાન તે સૌથી મહાન હિંસા છે.

PDF/HTML Page 12 of 21
single page version

background image
જેઠઃ ૨૪૭૩ઃ ૧પપઃ
ગાથા–૪૩
અર્થઃ– નિશ્ચયથી કષાય સહિત યોગથી જે દ્રવ્ય અને ભાવરૂપ બે પ્રકારના પ્રાણોનો ઘાત કરવો તે ખરેખર
હિંસા છે.
ભાવાર્થઃ– જીવના પરિણામમાં જે કષાય પ્રગટ થયો તેનાથી પ્રથમ તો પોતાના શુદ્ધોપયોગરૂપ
ભાવપ્રાણનો ઘાત થયો; પોતાના ભાવપ્રાણના ઘાતથી પહેલાં પોતાની હિંસા તો થઈ જ ગઈ, ત્યાર પછી બીજા
જીવનું મરણ વગેરે થાય કે ન પણ થાય. અર્થાત્ દ્રવ્ય–હિંસા ન થાય તો પણ કષાય પરિણામ વડે પોતાની ભાવ
હિંસા તો થઈ જ ગઈ છે.
અહિંસા તથા હિંસાનું લક્ષણ
ગાથા–૪૪
અર્થઃ– जीवना परिणाममां रागादिक भावोनुं प्रगट न थवुं ते ज खरेखर अहिंसा छे अने जीवना
परिणाममां रागादि भावोनी उत्पत्ति थवी ते ज हिंसा छे–आ जिनसिद्धांतनुं टूंकु रहस्य छ
.
ભાવાર્થઃ– परम अहिंसा धर्मनुं प्रतिपादन करनार जैनधर्मनुं आ ज रहस्य छे के–રાગાદિ ભાવોથી
પોતાના શુદ્ધોપયોગરૂપ પ્રાણનો ઘાત થાય છે તેથી રાગાદિક ભાવોનો અભાવ તે જ અહિંસા છે અને તે રાગાદિક
ભાવોનો સદ્ભાવ તે જ હિંસા છે.
હું પર જીવોને મારી શકું તથા હું પર જીવોને બચાવી શકું–એવો મિથ્યા અભિપ્રાય હોય તે જીવ કદી પણ
અહિંસક હોય જ નહિ, પણ હિંસક જ હોય. કેમ કે જેના અભિપ્રાયમાં પર જીવોને હું મારૂં અને પર જીવોને હું જીવાડું–
એવી બુદ્ધિ છે તેને અનંત પર જીવો પ્રત્યે રાગ અને દ્વેષ હોય જ, અને તેથી તે જીવ હિંસક જ છે. પરના કર્તૃત્વરૂપ
મિથ્યા અભિપ્રાય અને અહિંસકપણું એ બંને કદી સાથે હોઈ જ ન શકે. મિથ્યા–અભિપ્રાય ટળી ગયા પછી ક્રમે ક્રમે
જીવને કષાયભાવ અવશ્ય ટળતા જાય છે. અને જ્યાં પોતાના ભાવમાં કષાય ન હોય ત્યાં બીજા જીવોને મારવાનો કે
દુઃખ દેવાનો ભાવ પણ હોય જ નહિ. આથી મિથ્યાત્વ એ જ હિંસાનું મૂળ છે અને સમ્યક્ત્વ એ જ અહિંસાનું મૂળ છે.
પ૨ જીવોને પીડન થવા છતાં અહિંસા
ગાથા–૪પ
અર્થઃ– નિશ્ચયથી યોગ્ય આચરણવાળા સંતપુરુષને રાગાદિક ભાવોના અભાવમાં માત્ર પર જીવોના પ્રાણ
પીડનથી હિંસા કદી પણ થતી નથી.
ભાવાર્થઃ– કોઈ મુનિજન કે ધર્માત્મા પુરુષ સાવધાનીથી ગમનાદિ કરતા હોવા છતાં, તેના શરીરના નિમિત્તે
કોઈ જીવોને પીડા થઈ જાય તો પણ તે પુરુષને હિંસા–દૂષણ કદાપિ લાગતું નથી કેમ કે તેના પરિણામ કષાયયુક્ત
નથી; અને હિંસાનું લક્ષણ તો
कषाय सहित योगथी પ્રાણ પીડન થવું–તે છે. જીવના ભાવની અપેક્ષા રાખ્યા વગર,
જો માત્ર પર જીવોના પ્રાણપીડનને જ હિંસા ગણવામાં આવશે તો અતિવ્યાપ્તિ દૂષણ આવી પડશે.
પર જીવોને પીડા ન થવા છતાં હિંસા
ગાથા–૪૬
અર્થઃ– જીવ રાગાદિક ભાવોને વશ થઈને પ્રવર્તતાં અયત્નાચારરૂપ પ્રમાદ કરે તે વખતે પર જીવ મરે કે ન
મરે પરંતુ તેને હિંસા તો ચોક્કસ થાય જ છે.
ભાવાર્થઃ– જે પ્રમાદી જીવ કષાયોને વશીભૂત થઈને ગમનાદિ ક્રિયા યત્નાચારપૂર્વક નથી કરતો તે અવશ્ય
હિંસા દોષનો પાત્ર થાય છે; ત્યાં પર જીવ મરે કે ન મરે તેની સાથે કાંઈ સંબંધ નથી. હિંસા તો જીવના કષાય ભાવથી
જ થાય છે.
કોઈ પણ જીવોના પ્રાણોનો ઘાત થયા વગર હિંસા કેમ થઈ?–એવા પ્રશ્નનું સમાધાન કરે છે–
ગાથા–૪૭
અર્થઃ– કષાયભાવો સહિત જીવ પ્રથમ તો પોતાની મેળે ચૈતન્ય પ્રાણનો (અર્થાત્ ભાવપ્રાણનો) ઘાત કરે
છે,–એ જ હિંસા છે; પછી ત્યાં અન્ય જીવોની હિંસા હોય કે ન હોય.
ભાવાર્થઃ– ‘હિંસા’ શબ્દનો અર્થ ‘ઘાત કરવું’ એવો થાય છે. ઘાત બે પ્રકારના છે–એક આત્માનો ઘાત અને
બીજો પરનો ઘાત. જે સમયે જીવમાં કષાય ભાવની ઉત્પત્તિ થાય છે તે જ સમયે આત્મઘાત તો થઈ જ જાય છે–અને
આત્મઘાત તે જ હિંસા છે. ત્યાં અન્ય જીવો તેના આયુષ્ય પ્રમાણે જીવે કે મરે, તેનું જીવન–મરણ તેના આયુષ્યને
આધીન છે, પરંતુ આત્મઘાત રૂપ હિંસા તો કષાયભાવ થતાં જ થઈ જાય છે. ‘પરનો ઘાત’ એ ઉપચાર કથન છે,
કેમકે શરીર અને જીવનો વિયોગ થાય તેમાં બેમાંથી એકેયનો નાશ થતો નથી તેથી તે ખરેખર ઘાત નથી; પોતાની
પર્યાયમાં વિકાર કરીને આત્મા પોતે પોતાના શુદ્ધોપયોગને હણે છે તે જ સાચો ઘાત છે. પર જીવોને દુઃખ દેવાના
ભાવ કરે ત્યાં ખરે–

PDF/HTML Page 13 of 21
single page version

background image
ઃ ૧પ૬ઃ આત્મધર્મઃ ૪૪
ખર પરનો ઘાત કર્યો નથી પણ કષાય પરિણામ વડે
પોતે પોતાના શુદ્ધોપયોગનો જ ઘાત કર્યો છે; તેવી જ
રીતે પરને દુઃખ ન દેવાનો ભાવ કરે ત્યાં ખરેખર તે
પરના કલ્યાણ માટે નથી પણ પોતાના જ આત્મકલ્યાણ
માટે છે, પર જીવોનું ભલું–બૂરું તો કોઈ કરી શકતો
નથી.
અમુક સંયોગોને પ્રતિકૂળ માનીને જે જીવો
દુઃખી થાય છે તે જીવો તેમની પોતાની શરીર ઉપરની
મમતાને કારણે દુઃખી થાય છે, પરંતુ અનુકૂળ કે
પ્રતિકૂળ કલ્પેલા સંયોગ સુખ–દુઃખનું કારણ નથી.
ખરી રીતે શરીરાદિ પર દ્રવ્યોની કોઈ પણ અવસ્થાને
અનુકૂળ કે પ્રતિકૂળ માનવી તે પણ ભૂલ છે–વાસના
છે. શરીરાદિ કોઈ પણ પર દ્રવ્યોની અવસ્થા જીવને
અનુકૂળ કે પ્રતિકૂળ છે જ નહિ, માત્ર જીવ પોતાની
જુઠ્ઠી કલ્પનાથી તેવી માન્યતા કરે છે. પોતાના સાચા
આત્મસ્વરૂપનું અભાન તથા રાગ–દ્વેષ એ જ ખરેખર
જીવને પ્રતિકૂળ છે અને તે જ દુઃખરૂપ છે તથા તે જ
હિંસા છે. અને પોતાના આત્મસ્વભાવની સાચી શ્રદ્ધા
તથા વીતરાગ ભાવ એ જ જીવને અનુકૂળ છે, અને તે
જ સુખરૂપ છે તથા તે જ અહિંસા છે.
ગાથા–૪૯
અર્થઃ– ખરેખર કોઈ પર વસ્તુના કારણે
આત્માને જરા પણ હિંસા લાગતી નથી; તો પણ પોતાના
પરિણામોની નિર્મળતાને માટે હિંસાના સ્થાનોથી પોતાના
ભાવની નિવૃત્તિ કરવી યોગ્ય છે.
ભાવાર્થઃ– રાગાદિક કષાય ભાવો તે જ હિંસા
છે, પર વસ્તુ સાથે તેનો કાંઈ સંબંધ નથી. પરંતુ
રાગાદિક પરિણામ પરિગ્રહાદિકના અવલંબનથી થાય છે
તેથી પરિણામોની વિશુદ્ધતા અર્થે પરિગ્રહાદિ તરફનું
વલણ છોડવું જોઈએ.
ગાથા–પ૦
અર્થઃ– જે જીવ નિશ્ચયના સ્વરૂપને જાણતો નથી
પણ ‘હું નિશ્ચયને જાણું છું’ એવું અભિમાન કરે છે તે
જીવ શુદ્ધભાવ અને શુભભાવ બંનેથી ભ્રષ્ટ થઈને અશુભ
પરિણામરૂપ પ્રવર્તે છે. અથવા જે જીવ નિશ્ચયનયના
સ્વરૂપને જાણતો નથી અને બાહ્ય પરિગ્રહના ત્યાગને જ
ખરેખર મોક્ષમાર્ગ માને છે તે મૂર્ખ જીવ શુદ્ધોપયોગરૂપ
આત્માની દયાને નષ્ટ કરે છે.
ભાવાર્થઃ– એવો જ નિયમ છે કે જેટલા
પ્રમાણમાં જીવને અંતરંગ હિંસા ભાવ છૂટી જાય તેટલા
પ્રમાણમાં હિંસાની બાહ્ય પ્રવૃત્તિઓ પ્રત્યેનું વલણ પણ
સ્વયમેવ છૂટી જાય છે. જે પુરુષ આમ જાણતો નથી અને
કહે છે કે–
“મારા અંતરંગ પરિણામ તો સ્વચ્છ છે
તેથી બાહ્ય પરિગ્રહ રાખવાથી કે ભ્રષ્ટ આચરણ
કરવાથી મને દોષ લાગતો નથી” –એમ કહેનાર
પુરુષ મિથ્યાદ્રષ્ટિ છે જો કષાયભાવ ટળી ગયો
હોય તો તેને કષાયના નિમિત્તોનું અવલંબન હોય
જ નહિ.
ગાથા–પ૧
અર્થઃ– નિશ્ચયથી કોઈ જીવ બાહ્ય હિંસા ન કરવા
છતાં હિંસાના ફળને ભોગવવાનું પાત્ર થાય છે અને
અન્ય કોઈ જીવથી બાહ્યહિંસાનું કાર્ય થવા છતાં પણ
હિંસાના ફળને ભોગવવાનું પાત્ર થતો નથી.
ભાવાર્થઃ– બાહ્યમાં હિંસાનું કાર્ય ન થાય
તોપણ જે જીવને હિંસા–પરિણામ થાય તે જીવ
હિંસાના ફળને ભોગવશે, અને કોઈ ઠેકાણે બાહ્યમાં
તો હિંસાનું કાર્ય થયું પણ જો જીવના પરિણામમાં
હિંસાના ભાવ ન થાય તો તે જીવ હિંસા દોષને પાત્ર
કદાપિ થતો નથી.
ગાથા–પ૨
અર્થઃ– કોઈ જીવને તો બાહ્ય હિંસા થોડી હોય
પણ ભાવમાં તીવ્ર કષાય હોય તો તે ઉદય કાળમાં ઘણા
ફળને આપે છે, અને કોઈ જીવને બાહ્ય હિંસા ઘણી હોય
છતાં ભાવમાં તીવ્ર કષાય ન હોય તો તે ઉદયકાળમાં ઘણું
થોડું ફળ આપે છે.
ભાવાર્થઃ– હિંસા બાહ્યના આધારે નથી પણ
અંતરંગ કષાય તે જ હિંસા છે; તેથી કોઈ પુરુષને
બાહ્યહિંસા તો થોડી દેખાતી હોય પરંતુ પોતાના
પરિણામોમાં હિંસાભાવથી ઘણો લિપ્ત હોય તો તેને તીવ્ર
કર્મબંધ થશે અને કોઈ પુરુષને બાહ્ય હિંસા તો અધિક
દેખાય છે પરંતુ અંતરંગમાં હિંસાના અધિક ભાવ નથી
તો તેને મંદ કર્મબંધ થશે.
ગાથા–પ૩
અર્થઃ– બે પુરુષોએ સાથે મળીને કરેલી
બાહ્યહિંસા પણ ઉદયકાળમાં વિચિત્રતાને પ્રાપ્ત થાય છે
અર્થાત્ એકને તો તે તીવ્રફળ આપે છે અને બીજાને
અલ્પ ફળ આપે છે.
ભાવાર્થઃ– બે પુરુષો મળીને કોઈ હિંસા કરે છતાં
પરિણામમાં ફેર પડે છે. જેના પરિણામ તીવ્ર કષાયરૂપ
હોય તેને તીવ્ર હિંસા છે અને તે જ વખતે જેના
પરિણામ મંદ કષાયરૂપ હોય તેને અલ્પહિંસા છે.
આથી એમ નિશ્ચય સમજવું કે બાહ્ય ક્રિયાઓનું ફળ
આત્માને

PDF/HTML Page 14 of 21
single page version

background image
જેઠઃ ૨૪૭૩ઃ ૧પ૭ઃ
નથી પણ પોતાના પરિણામનું જ ફળ આત્માને છે. બાહ્ય ક્રિયાઓ તો આત્માથી ભિન્ન હોવાથી આત્મા તેનો કર્તા
પણ નથી અને ભોક્તા પણ નથી.
हिंसानुं तथा अहिंसानुं स्वरूप समजाव्या पछी तीव्र हिंसाना स्थानोनो त्याग कराववा माटे
आचार्यप्रभु तेनुं वर्णन करे छे–
ગાથા–૬૧
અર્થઃ– હિંસાનો ત્યાગ કરવાની કામનાવાળા પુરુષોએ પ્રથમ જ પુરુષાર્થદ્વારા શરાબ, માંસ, મધ અને પાંચ
ઉદુમ્બર ફળોનો ત્યાગ કરવો જોઈએ.
ગાથા– ૬૨–૬૩
અર્થઃ– મદિરા અર્થાત્ શરાબ મનને મોહિત થવામાં નિમિત્ત છે અને મોહિતચિત્તપુરુષ ધર્મને ભૂલી જાય છે,
તથા ધર્મને ભૂલી ગયેલો જીવ નિઃશંકપણે હિંસામય આચરણ કરે છે. વળી મદિરા ઘણા રસમાં ઉત્પન્ન થયેલા જીવોનું
ઉત્પત્તિસ્થાન (યોનિ) કહેવાય છે, તેથી જે મદિરાનું સેવન કરે છે તેને તે જીવોની હિંસા અવશ્ય લાગે છે.
ગાથા– ૬પ–૬૬–૬૭–૬૮
અર્થઃ– કેમ કે પ્રાણીઓના ઘાત વગર માંસની ઉત્પત્તિ થઈ શકતી નથી તેથી માંસ ભક્ષી પુરુષને ચોક્કસપણે
હિંસા લાગે છે. સ્વયમેવ મરી ગયેલાં ભેંસ વગેરેનું માંસ હોય છે તેમાં પણ તે જાતિના જીવો રહેલા હોય છે, તેની
હિંસા થાય છે. મરેલા જીવના માંસમાં પણ તે જીવની જાતિના અનંત જીવો રહેલા હોય છે તેથી તેના ભક્ષણમાં અનંત
જીવોની હિંસા થાય છે.
પાકયા વગરના, પાકી ગયેલા તેમજ પાકતા હોય તેવા માંસમાં પણ તે તે જાતિના સંમૂર્છન જીવોની નિરંતર
ઉત્પત્તિ થયા કરે છે. માંસની સર્વ અવસ્થાઓમાં તે તે જાતના નવા નવા અનંત જીવોની ઉત્પત્તિ થયા જ કરે છે.
એટલે કે માંસ કદાપિ અચેતન થઈ જ શકતું નથી. જે જીવ કાચા કે પાકા માંસનું ભક્ષણ કરે છે અથવા તો તેનો સ્પર્શ
પણ કરે છે તે જીવ નિરંતર એકત્રિત થએલા અનેક જાતિના જીવોના સમૂહની હિંસા કરે છે.
ગાથા–૬૯–૭૦
આ જગતમાં મધનું એક બિંદુ પણ માખીઓની હિંસાથી ભરેલું છે તેથી જે મુર્ખ બુદ્ધિ પુરુષ મધનું ભક્ષણ કરે
છે તે અત્યંત હિંસક છે. મધપૂડામાંથી કપટવડે અથવા તો માખીઓ દ્વારા સ્વયમેવ છોડવામાં આવેલ મધનું ગ્રહણ
કરવામાં પણ તેના આશ્રયભૂત જીવોના ઘાતથી હિંસા થાય છે.
મદ્ય, માંસ, મદિરા વગેરે પદાર્થો પ્રત્યેનો રાગ તે અનંતાનુબંધી હિંસા છે, જેના એવા પદાર્થો ગ્રહણ કરવાની
લાગણી હોય તે મિથ્યાદ્રષ્ટિ જ હોય. મદ્ય, માંસ, મદિરા જેવી વસ્તુઓનો સ્પર્શ કરવામાં પણ મહાપાપ છે.
ગાથા–૭૪–૭પ
અર્થઃ– દુઃખદાયક, દુસ્તર અને પાપોના સ્થાનભૂત એ આઠ પદાર્થોનો પરિત્યાગ કરીને નિર્મળબુદ્ધિવાળો જીવ
જિન ધર્મની દેશના સાંભળવાને પાત્ર થાય છે.
ભાવાર્થઃ– મદ્ય, માંસ, મદિરા અને પાંચ ઉદુમ્બર ફળો પ્રત્યેનો રાગ મહાપાપ છે, અને જેને તેવો તીવ્ર રાગ
ભાવ વિદ્યમાન હોય તે જીવ જિનધર્મની દેશના સાંભળવાને લાયક નથી; તેથી તેનો ત્યાગ કરવાથી જ જીવ સત્ધર્મ
ઉપદેશ સાંભળવાને પાત્ર થાય છે.
આ સંબંધમાં પંચાધ્યાયી શાસ્ત્રના બીજા અધ્યાયની ૭૨૪–૭૨પ–૭૨૬ ગાથાઓમાં નીચે પ્રમાણે કહ્યું છે–
(ગા. ૭૨૪)
અર્થઃ– એ આઠ મૂળગુણ (મદ્યાદિકનો ત્યાગ) સ્વભાવથી અથવા કુળપરંપરાથી ગૃહસ્થને પ્રાપ્ત હોય છે,
અને એ સ્પષ્ટ છે કે એ મૂળગુણો વગર જીવને કોઈ પ્રકારના વ્રત કે સમ્યક્ત્વ થઈ શકતા નથી.
(ગા. ૭૨પ)
અર્થઃ– એ મૂળગુણો વગર જીવ નામ માત્રથી પણ શ્રાવક થઈ શકતો નથી, તો પછી પાક્ષિક, ગૂઢ, નૈષ્ઠિક
અથવા સાધક શ્રાવક તો કઈ રીતે હોઈ શકે?
(ગા. ૭૨૬)
અર્થઃ– મદ્ય, માંસ, મધુ અને પાંચ ઉદુમ્બર ફળોનો ત્યાગ કરવાવાળા ગૃહસ્થ નામથી શ્રાવક કહેવાય છે,
પરંતુ તેનું સેવન કરવાવાળા ગૃહસ્થ નામથી પણ શ્રાવક કહેવાતા નથી.
વળી પૂજ્યપાદ શ્રાવકાચારની ૧૩ મી ગાથામાં કહ્યું છે કે–
અર્થઃ– મદ્ય, માંસ, અને મધ એ ત્રણ ‘મ’ કાર અને પાંચ ઉદુમ્બર ફળોનો મરણ પર્યંત ત્યાગ કરવો તે
ગૃહસ્થના આઠ મૂળગુણ છે. જે જીવ સંપૂર્ણ અહિંસા સ્વરૂપ વીતરાગ ધર્મનું શ્રવણ કરીને પણ સ્થાવર જીવોની
હિંસાનો પરિત્યાગ કરવા અસમર્થ હોય તે પણ ત્રણ જીવોની હિંસા તો અવશ્ય છોડો.

PDF/HTML Page 15 of 21
single page version

background image
ઃ ૧પ૮ઃ આત્મધર્મઃ ૪૪
ગાથા–૭૮
અર્થઃ– મોક્ષના કારણભૂત પરમ અહિંસારૂપી રસાયણ પ્રાપ્ત થયા પછી, કોઈ અજ્ઞાની જીવોના અસંગત
વર્તાવને દેખીને ધર્માત્માપુરુષોએ વ્યાકુળ થવું યોગ્ય નથી.
ભાવાર્થઃ– કોઈ જીવને હિંસા કરવા છતાં બાહ્યમાં અનુકૂળ સામગ્રી દેખીને અને પોતે અહિંસા ધર્મનું પાલન
કરતો હોવા છતાં પોતાને પ્રતિકૂળ સામગ્રી દેખીને અથવા તો મિથ્યાદ્રષ્ટિઓને હિંસામાં ધર્મ મનાવતા તથા તે
માન્યતાને પુષ્ટ કરતા દેખીને ધર્માત્મા પુરુષોએ અહિંસામય જિનધર્મથી (આત્મ સ્વરૂપના શ્રદ્ધા જ્ઞાન–ચારિત્રથી)
ચલાયમાન થવું યોગ્ય નથી.
એ ધ્યાન રાખવું કે વર્તમાનમાં હિંસક ભાવ કરતા જીવને કદાચ અનુકૂળ સામગ્રી હોય તો, તે તેના વર્તમાન
હિંસા ભાવનું ફળ નથી. હિંસાભાવના ફળમાં તો તે પોતે વર્તમાનમાં જ તીવ્ર આકુળતાનું દુઃખ વેદી રહ્યો છે તેના
શુદ્ધોપયોગનો ઘાત થાય છે, તથા તેના બાહ્ય ફળ તરીકે ભવિષ્યમાં નરકાદિ દુર્ગતિમાં જશે. વર્તમાન જે અનુકૂળતા
દેખાય છે તે પૂર્વ પુણ્યનું ફળ છે. તેવી જ રીતે કોઈ અહિંસક ધર્માત્માને કદાચ વર્તમાનમાં પ્રતિકૂળ સંયોગ દેખાય તો
તેનું કારણ વર્તમાન અહિંસાભાવ નથી પણ પૂર્વના અશુભ કર્મનો ઉદય છે. વર્તમાન જે શુદ્ધ અહિંસાભાવ છે તેના
ફળરૂપે તો તે જ વખતે અનાકુળતારૂપ સુખનું વેદન છે અને શુદ્ધોપયોગની વૃદ્ધિ થાય છે તથા તેના ફળમાં મોક્ષની
પ્રાપ્તિ છે અને તે શુદ્ધભાવ સાથે અપૂર્ણદશામાં જે શુભભાવરૂપ અહિંસા હોય છે તેનું ફળ સ્વર્ગ છે. માટે બાહ્ય
સામગ્રી ઉપરથી હિંસા અહિંસાનું માપ બિલકુલ થઈ શકે નહિં, પણ જીવના પોતાના ભાવ ઉપરથી જ તેનું માપ થાય
છે. તેનું ફળ પણ તે જ વખતે જીવને પોતાના ભાવમાં વેદાય છે.
ગાથા–૭૯
અર્થઃ– ભગવત્–ધર્મ અર્થાત્ જ્ઞાન સહિત ધર્મ સૂક્ષ્મ છે; ‘ધર્મના હેતુથી હિંસા કરવામાં દોષ નથી. એમ
ધર્મમૂઢતા વડે ભ્રમરૂપ હૃદય સહિત કદી પણ શરીરધારી જીવની હિંસા કરવી યોગ્ય નથી.
ભાવાર્થઃ– જ્યાં હિંસાબુદ્ધિ છે ત્યાં ધર્મ કદી પણ હોતો નથી.
ગાથા–૮૨
અર્થઃ– ‘ઘણા પ્રાણીઓના ઘાતવડે ઉત્પન્ન થયેલા ભોજન એક જીવના ઘાતથી ઉત્પન્ન થયેલું ભોજન સારૂં
છે’ એવા વિચારથી કદી પણ પાડા વગેરે મોટા જીવોની હિંસા કરવી જોઈએ નહિ.
ભાવાર્થઃ– ‘અન્ન વગેરેના આહારમાં અનેક જીવો મરે છે તેથી તેને બદલે એક મોટા જીવને મારીને ભોજન
કરી લેવું ઠીક છે’–એવો કુતર્ક કરવો તે પણ અજ્ઞાનતા જ છે; કેમ કે હિંસા કષાયપૂર્વક પ્રાણઘાતથી થાય છે,
એકેન્દ્રિયની અપેક્ષાએ પંચેન્દ્રિય જીવને દ્રવ્યપ્રાણ તથા ભાવપ્રાણ વધારે હોય છે તથા પંચેન્દ્રિય જીવનો ઘાત કરવાનો
ભાવ તે ઘણો તીવ્ર કષાય છે, તેથી તેમાં તીવ્ર હિંસા પાપ છે, એકેન્દ્રિય જીવના ઘાત કરતાં બેઈન્દ્રિય જીવને ઘાતવાના
ભાવમાં અસંખ્યાતગણું પાપ છે, તો પછી પંચેન્દ્રિય જીવને ઘાતવાનો જે ભાવ તેના પાપની તો વાત જ શું કરવી?
ગાથા–૮૩
અર્થઃ– “આ એક જ જીવને મારવાથી ઘણા જીવોની રક્ષા થાય છે”–એમ માનીને પણ હિંસક જીવોની હિંસા
કદી કરવી ન જોઈએ.
ભાવાર્થઃ– કોઈ જીવો ‘સિંહ, સર્પ, વીંછી વગેરે હિંસક પ્રાણીઓને મારી નાખવા જોઈએ’ એમ માને છે, તે
અજ્ઞાની જ છે. કેમકે જે જીવ હિંસાભાવ કરે છે તે પોતે અશુભ બંધનો ભાગીદાર થાય છે, તો પછી આપણે તેને
મારવાના ભાવ કરીને પાપનું ઉપાર્જન શા માટે કરવું?
કોઈ જીવ પર જીવને તો મારી શકતો નથી, પણ પર જીવોને મારી નાખવાનો ભાવ મિથ્યાત્વ તથા અનંત
સંસારના કારણરૂપ કષાયનો પોષક હોઈને જીવને પોતાને જ નુકશાન કરે છે. કોઈ પણ જીવ મારી નાખવા જેવો છે
એવી બુદ્ધિ તે સંકલ્પી હિંસા છે, અને તે હિંસાભાવ મિથ્યાદ્રષ્ટિને જ હોય છે, તે ભાવથી પોતાની જ મહાહિંસા થાય
છે. માટે હિંસક જીવોને પણ મારી નાખવાનો ભાવ છોડી દેવો જોઈએ.
ગાથા–૮૪
અર્થઃ– ‘ઘણા જીવોનો ઘાત કરનાર આ જીવ જો જીવતો રહેશે તો અધિક પાપ બાંધશે’ એવા પ્રકારે દયા
કરીને પણ હિંસક જીવને હણવો ન જોઈએ.
ગાથા–૮પ
અર્થઃ– વળી, ‘અનેક દુઃખોથી પીડિત થઈ રહેલા જીવને મારી નાખવાથી તે જલ્દી દુઃખથી મુક્ત થઈ જશે’
એવા પ્રકારની વાસનારૂપી તલવાર અંગીકાર કરીને દુઃખી જીવને પણ કદી મારવો ન જોઈએ.

PDF/HTML Page 16 of 21
single page version

background image
જેઠઃ ૨૪૭૩ઃ ૧પ૯ઃ
ભાવાર્થઃ– દુઃખી જીવને મારી નાખવાથી તે દુઃખમુક્ત થઈ જશે–એ માન્યતા નાસ્તિકની છે. શરીરનો ત્યાગ
કરવાથી, કાંઈ જીવ દુઃખથી છૂટી જતો નથી, કેમ કે દુઃખ તો પોતાના કષાયભાવનું છે. તેથી દુઃખી જીવને પણ મારી
નાખવાનો ભાવ તે મહાન અજ્ઞાન અને હિંસા છે. જીવને સુખ તો સાચી સમજણ પૂર્વક સત્ય ધર્મના આરાધનથી જ થાય
છે. જે જીવ દુઃખી થઈ રહ્યો છે તે તેના પોતાના અજ્ઞાન અને કષાય ભાવથી જ થઈ રહ્યો છે, તેથી જો તે પોતાનું અજ્ઞાન
અને કષાય ટાળે તો જ તેનું દુઃખ ટળે. એટલે સુખનો ઉપાય સાચી સમજણ અને વીતરાગ ભાવ છે.
ગાથા–૮૯
અર્થઃ– ભોજન માટે સમીપ આવેલા ક્ષુધાતૂરને દેખીને તેને તુરત પોતાના શરીરના માંસનું દાન આપવા માટે
પોતાનો પણ ઘાત કરવા યોગ્ય નથી.
ભાવાર્થઃ– કોઈ માંસભક્ષી જીવ ભોજનની યાચના કરે તો તેને માંસનું દાન દેવું યોગ્ય નથી; માંસાદિ વસ્તુઓનું
દાન શાસ્ત્રથી અને ધર્મથી વિરુદ્ધ છે, અમુક રાજાએ પોતાના શરીરનું માંસ કાપીને પણ અમુક પક્ષીને ખવરાવીને જીવાડયું–
એમ કહીને તે રાજાના વખાણ કરવા તે ધર્મમૂઢતા જ છે. માંસાહારનું પોષણ કે માંસનું દાન તે મહાપાપ છે.
ગાથા–૯૦
સમ્યગ્જ્ઞાનના ભેદોને જાણવામાં (અર્થાત્ નયભંગોને જાણવામાં) પ્રવીણ એવા શ્રીગુરુઓની
ઉપાસનાવડે જિન મતના રહસ્યને જાણનાર, નિર્મળ બુદ્ધિધારી અને અહિંસા સ્વરૂપ ધર્મને જાણીને તેને અંગીકાર કરનાર
ભવ્યાત્માઓમાં એવો કોણ હોય કે જે પૂર્વે કહેલાં હિંસકમતોથી મૂઢતા પામે?
ભાવાર્થઃ– જે પુરુષ પરમ અહિંસામય જિનધર્મને જાણી ગયો છે તે કુતર્કિયોના હિંસામય મિથ્યામતોમાં કોઈ કાળે
પણ શ્રદ્ધા કરતો નથી.
હિંસા અહિંસાનું સાચું સ્વરૂપ જાણ્યા વગર કોઈ પણ જીવ કદી અંશે પણ અહિંસક થઈ શકે નહિ. પરંતુ ઉલટો
પોતાને અહિંસાવાદી માનીને મિથ્યાત્વભાવરૂપ મહા પાપને પોષણ આપે. માટે આત્માર્થી જીવોએ હિંસા–અહિંસાનું સાચું
સ્વરૂપ જાણીને હિંસામય ભાવોને છોડવા જોઈએ.
ભૈયા ભગવતીદાસજી કૃત
ઉપાદાન–નિમિત્ત સંવાદ
પર પ. પૂ. શ્રી કાનજી સ્વામીના પ્રવચનો
(૩૯ દોહા સુધીના પ્રવચનો અંક ૨પ–૩૯–૪૦–૪૨માં છપાયા છે)
(અહીં જીવની મુક્તિ થાય એ જ પ્રયોજન હોવાથી મુખ્યપણે જીવના ધર્મ ઉપર જ ઉપાદાન–નિમિત્તનું
સ્વરૂપ ઉતાર્યું છે. પરંતુ તે મુજબ જ જીવનો અધર્મભાવ પણ જીવ પોતે પોતાના ઉપાદાનની જ યોગ્યતાથી કરે છે
અને જગતની બધી જડ વસ્તુઓની ક્રિયા પણ તે તે જડ વસ્તુના ઉપાદાનથી થાય છે, શરીરનું હલન ચલન, શબ્દો
બોલવા કે લખાવા, એ બધુંય પરમાણુના ઉપાદાનથી જ થાય છે, નિમિત્ત તેમાં કાંઈ જ કરતું નથી–એમ સર્વત્ર
સમજવું.)
હવે, આ બધી વાત સ્વીકારીને નિમિત્ત પોતાનો પરાજય કબુલે છે.
તબ નિમિત્ત હાર્યો તહાં, અબ નહિ જોર બસાય;
ઉપાદાન શિવ લોક મેં, પહુંચ્યો કર્મ ખપાય. ૪૦.
અર્થઃ– ત્યારે નિમિત્ત હારી ગયું, હવે તે કાંઈ જોર કરતું નથી. અને ઉપાદાન કર્મનો ક્ષય કરીને શિવલોકમાં
(સિદ્ધપદમાં) પહોંચ્યું.
આ ઉપાદાન–નિમિત્તના સંવાદ ઉપરથી અનેક પ્રકારે આત્માના સ્વતંત્ર સ્વરૂપની પ્રતીતિ કરીને ઉપાદાન
દ્રષ્ટિવાળો જીવ પોતાની સહજ શક્તિને પ્રગટ કરીને મુક્તિમાં એકલો શુદ્ધ સંયોગરહિત રહી ગયો. જે પોતાના
સ્વભાવથી જ શુદ્ધ થયો તેણે પોતાના સ્વભાવમાંથી જ શુદ્ધતા પ્રાપ્ત કરી છે, પરંતુ કોઈ સંયોગમાંથી કે રાગ દ્વેષ
વિકલ્પ ઇત્યાદિ જે છૂટી ગયા તેમાંથી શુદ્ધતા પ્રાપ્ત કરી નથી. કર્મ અને વિકારી ભાવનો નાશ કરીને, તથા મનુષ્યદેહ,
પાંચ ઇન્દ્રિયો અને દેવ–ગુરુ–શાસ્ત્ર વગેરે બધાના લક્ષને છોડીને ઉપાદાન સ્વરૂપની એકાગ્રતાના બળે જીવે પોતાની
શુદ્ધદશા પ્રગટ કરી લીધી. એ જ ઉપાદાનની જીત છે.
પ્રશ્નઃ– આ દોહામાં કહ્યું છે કે ‘અબ નહિ જોર બસાય’ એટલે કે જીવની સિદ્ધદશા થયા પછી નિમિત્તનું જોર
ચાલતું નથી; પરંતુ જીવની વિકાર દશા વખતે તો નિમિત્તનું જોર ચાલે છે ને?
ઉત્તરઃ– નહિ, નિમિત્ત તો પર વસ્તુ છે. આત્મા ઉપર પર વસ્તુનું જોર કદાપિ ચાલી શકતું નથી. પરંતુ

PDF/HTML Page 17 of 21
single page version

background image
ઃ ૧૬૦ઃ આત્મધર્મઃ ૪૪
પહેલાં અજ્ઞાનદશા વખતે જીવ નિમિત્તનું જોર માની રહ્યો હતો, અને હવે પોતાના સ્વભાવની યથાર્થ પ્રતીતિ થતાં
તેણે ઉપાદાન નિમિત્ત બંનેને સ્વતંત્ર જાણી લીધા અને પોતાની સ્વતંત્ર શક્તિને સંભાળીને સ્વયં સિદ્ધદશા પ્રગટ
કરી. ‘નિમિત્ત હારી ગયું’ એનો અર્થ એ છે કે અજ્ઞાનદશામાં નિમિત્ત ઊપર જ દ્રષ્ટિ હતી; જ્ઞાનદશા થતાં અજ્ઞાનનો
નાશ થયો અને નિમિત્તદ્રષ્ટિ ટળી ગઈ, તેથી ‘નિમિત્ત હાર્યું’ એમ કહ્યું છે. ૪૦.
આ રીતે નિમિત્તાધીન દ્રષ્ટિનો નાશ થતાં ઉપાદાનને પોતામાં શું લાભ થયો તે હવે કહે છે–
ઉપાદાન જીત્યો તહાં, નિજબલ કર પરકાશ;
સુખ અનંત ધ્રુવ ભોગવે અંત ન બરન્યો તાસ. ૪૧.
અર્થઃ– આ રીતે પોતાના ઢાળનો પ્રકાશ કરીને ઉપાદાન જીત્યું, (તે ઉપાદાન હવે) ધ્રુવપણે અનંત સુખ
ભોગવે છે, તેનો અંત કહ્યો નથી.
આત્માનો સ્વભાવ શુદ્ધ, ધ્રુવ, અવિનાશી છે તે સ્વભાવના જોરે ઉપાદાને પોતાના કેવળજ્ઞાનનો પ્રકાશ કર્યો
અને હવે તે સ્વાધીનપણે અનંત ધ્રુવ સુખ ભોગવે છે. પહેલાં નિમિત્તાધીન દ્રષ્ટિથી પરાધીનપણે (–પર લક્ષ કરીને)
દુઃખ ભોગવતો, હવે સ્વભાવને ઓળખીને ઉપાદાન દ્રષ્ટિથી સ્વાધીનપણે સિદ્ધદશામાં સુખનો અનુભવ અનંતકાળ
કર્યા કરે છે; સિદ્ધદશા થયા પછી સમયે સમયે સ્વભાવમાંથી જ આનંદનો ભોગવટો થયા જ કરે છે. પોતાના સુખ
માટે જીવને શરીર પૈસા વગેરે પરદ્રવ્યની જરૂર નથી, કેમકે તે કાંઈ ન હોવા છતાં સિદ્ધ ભગવાન સ્વાધીનપણે સંપૂર્ણ
સુખી છે.
જુઓ આમાં કહ્યું છે કે ઉપાદાન પોતાના બળનો પ્રકાશ કરીને સુખ પામ્યું છે. પોતામાં જે શક્તિ હતી તેની
ઓળખાણદ્વારા તે બળને પ્રગટ કરીને જ સુખ પામ્યું છે, પરંતુ કોઈ નિમિત્તની મદદથી સુખ પામ્યું નથી. ૪૧.
હવે તત્ત્વસ્વરૂપ કહે છે, તેમાં બહુ સરસ ન્યાય છે–
ઉપાદાન અરુ નિમિત્ત યે સબ જીવન પૈ વીર;
જો નિજ શક્તિ સંભાર હી સો પહુંચે ભવતીર. ૪૨.
અર્થઃ– ઉપાદાન અને નિમિત્ત એ બધા જીવોને છે, પણ જે વીર પોતાની ઉપાદાનશક્તિને સંભાળે છે તે
ભવનો પાર પામે છે.
બધા આત્માઓ ભગવાન છે અને અનંતગુણવાળા છે, બધા આત્માની उपादाननी शक्ति સરખી છે અને
બધા આત્માને બહારના નિમિત્ત પણ છે; આ રીતે ઉપાદાન અને નિમિત્ત એ બંને ત્રિકાળ બધા આત્માને છે એવો
કોઈ આત્મા નથી કે જેનામાં ઉપાદાન સામર્થ્યની પૂર્ણતા ન હોય, તેમજ એવો કોઈ આત્મા નથી કે જેને નિમિત્ત
નથી. જેવું કાર્ય જીવ પોતે કરે તે વખતે તેને અનુકૂળ નિમિત્ત હોય જ છે, નિમિત્ત હોય છે ખરું, પણ ઉપાદાનના
કાર્યમાં તે કાંઈ પણ કરતું નથી. ઉપાદાન અને નિમિત્ત બંને અનાદિઅનંત છે. જે પોતાના ઉપાદાનની જાગૃતિ કરીને
ધર્મ સમજે તેને સત્ નિમિત્ત હોય છે અને જે જીવ ધર્મ ન સમજે તેને કર્મ વગેરે નિમિત્ત કહેવાય છે, સિદ્ધને પણ
પરિણમન વગેરેમાં કાળ, આકાશ વગેરેનું નિમિત્ત છે, અને જ્ઞાનમાં જ્ઞેય તરીકે આખું જગત્ નિમિત્ત છે અથવા તો
સ્વમાં નાસ્તિપણે આખું જગત્ નિમિત્ત છે. કોઈ પણ ઠેકાણે એકલું ઉપાદાન ન જ હોય. કેમકે જ્ઞાન સ્વ પરને
જાણવાના સામર્થ્યવાળું છે તેથી તે ઉપાદાન અને નિમિત્ત બંનેને જાણે છે;
जो उपादान निमित्त बंनेने जाणे नहि तो
ज्ञान खोटुं छे। छतां ए खास ध्यानमां राखवुं के उपादान निमित्त बंने स्वतंत्र पदार्थो छे, एक बीजानुं कंइ ज
करता नथी
. ઉપાદાન નિમિત્ત બંને વસ્તુઓ હયાતીરૂપ છે. જે જીવ પોતાની ઉપાદાન શક્તિને સંભાળે છે તેને જ
સમ્યગ્દર્શનાદિ ગુણો પ્રગટીને મોક્ષ થાય છે; પરંતુ જે જીવ ઉપાદાનને ભૂલીને નિમિત્ત તરફ લક્ષ કરે છે તે, પોતાની
શક્તિને ભૂલીને પરમાં ભીખ માગનાર ચોરાશીનો ભીખારી છે, પરલક્ષે તે ભીખારાપણું ટળે નહિ અને જીવ સુખી
થઈ શકે નહિ. જો પોતાના સ્વભાવની સ્વાધીનતાને પ્રતીતમાં લ્યે તો સર્વ પર દ્રવ્યોની ઓશિયાળ ટળી જાય અને
સ્વભાવનો સ્વાધીન આનંદ પ્રગટે.
જ્યારે સ્વલક્ષ કરીને ઉપાદાનશક્તિની સંભાળ કરી ત્યારે તે શક્તિ પ્રગટી એટલે સુખ થયું. ઉપાદાન શક્તિ
તો ત્રિકાળ છે તે મુક્તિનું કારણ નથી પરંતુ ઉપાદાન શક્તિની સંભાળ તે મુક્તિનું કારણ છે. ઉપાદાનશક્તિની
સંભાળ તે જ દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગ છે. પહેલાં ઉપાદાનસ્વભાવની શ્રદ્ધા કરી કે હું સ્વયં અનંત ગુણ
શક્તિનો પિંડ છું, પરથી છૂટો છું, મારે પરમાંથી કાંઈ જ લેવું નથી પણ મારા સ્વભાવમાંથી જ પ્રગટે છે. આવી પ્રતીત
અને જ્ઞાન કરીને પછી તે સ્વભાવમાં સ્થિરતા કરવી તે ઉપાદાનશક્તિની સંભાળ છે અને તે જ મોક્ષનું કારણ છે.

PDF/HTML Page 18 of 21
single page version

background image
જેઠઃ ૨૪૭૩ઃ ૧૬૧ઃ
ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ એ બંને પર્યાયરૂપ છે, દ્રવ્ય–ગુણ ત્રિકાળી છે તેમાં નિમિત્ત ન હોય.
त्रिकाळी शक्ति ते उपादान छे अने ते त्रिकाळी शक्तिनी वर्तमान पर्याय ते उपादान कारण छे. ઉપાદાન કારણ
પોતાની પર્યાયમાં કેવું કાર્ય કરે છે તથા તે વખતે કેવા પ્રકારનો પર સંયોગ હોય છે તે ઓળખાવવા પર વસ્તુને
નિમિત્ત કારણ કહેવાય છે. પર વસ્તુને ‘નિમિત્ત’ કહીને તેનું જ્ઞાન કરાવ્યું છે, કેમકે જ્ઞાનનું સામર્થ્ય સ્વપરને
જાણવાનું છે; પરંતુ પરદ્રવ્યનું કાંઈ પણ જોર બતાવવા તેને નિમિત્ત કહ્યું નથી. ‘જીવે જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું’ એમ
કહેવાય છે ત્યાં ખરેખર એમ બતાવવાનો આશય છે કે જીવે પોતાની પર્યાયમાં જ્ઞાનની હીનતા કરી. પરંતુ ‘જીવ જડ
પરમાણુઓનો કર્તા છે’ એમ બતાવવાનો આશય નથી.
પ્રશ્નઃ– ઉપાદાન તો બધા જીવોને ત્રિકાળ છે એમ આ દોહામાં બતાવ્યું છે; અને એકલા ઉપાદાનની શક્તિથી
જ કાર્ય થાય છે એમ આ સંવાદમાં કહેતા આવ્યા છો; જો એકલા ઉપાદાનથી જ કાર્ય થતું હોય તો, અનંતકાળથી
ઉપાદાન હોવા છતાં પૂર્વે કદી શુદ્ધકાર્ય પ્રગટ ન કર્યું અને અત્યારે જ પ્રગટ કર્યું તેનું શું કારણ?
ઉત્તરઃ– ઉપાદાન જે ત્રિકાળ છે તે તો દ્રવ્યરૂપ છે, તે બધા જીવોને છે, પરંતુ કાર્ય તો પર્યાયમાં થાય છે. જ્યારે
જે જીવે પોતાની ઉપાદાનશક્તિની સંભાળ કરી ત્યારે તે જીવને શુદ્ધતા પ્રગટી. દ્રવ્યની શક્તિ ત્રિકાળ છે પણ ज्यारे
पोते परिणति जागृत करी त्यारे ते शक्ति पर्यायरूप व्यक्त थई. જ્યારે પોતે સ્વ તરફની રુચિ અને વલણવડે
પોતાની પરિણતિ જાગૃત કરે ત્યારે થાય છે, તેમાં કોઈ કારણ નથી; એટલે કે ખરેખર તો જેમ દ્રવ્ય–ગુણ અકારણીય
છે તેમ શુદ્ધ કે અશુદ્ધ પર્યાય પણ અકારણીય છે, શુદ્ધ કે અશુદ્ધ પર્યાય તે તે સમયે સ્વયં પોતે કરે છે, તેમાં પૂર્વ–
પછીની દશા કે કોઈ પર દ્રવ્ય કારણ નથી. પર્યાયનું કારણ પર્યાય પોતે જ છે, પર્યાય પોતાની તાકાતથી જે સમયે
જાગૃત થાય તે સમયે જાગૃત થઈ શકે છે. જે પર્યાયમાં જેટલું સ્વભાવ તરફનું જોર આપે (અર્થાત્ જેટલે અંશે
સ્વસમયરૂપ પરિણમે) તે પર્યાયમાં તેટલી શુદ્ધતા પ્રગટે. કારણ–કાર્ય એક જ સમયે અભેદ છે. આમાં તો પર્યાયે
પર્યાયે પુરુષાર્થની સ્વતંત્રતા બતાવી છે. પહેલી પર્યાય મિથ્યાત્વરૂપ હોવા છતાં બીજા સમયે સ્વરૂપનું ભાન કરી
સમ્યક્ત્વરૂપ પર્યાય પ્રગટી શકે છે; ત્યાં કોઈ પૂછે કે સમ્યક્ત્વ પહેલી પર્યાયમાં ન હોતું અને બીજી પર્યાયમાં ક્યાંથી
આવ્યું? તેનો ઉત્તર એ છે કે–તે સમયની પર્યાયનું સ્વતંત્ર સામર્થ્ય પ્રગટવાથી સમ્યક્ત્વ થયું છે. પૂર્વની પર્યાય તે
નવી પર્યાયની કર્તા નથી, પરંતુ નવી પ્રગટતી અવસ્થા પોતે જ પોતાના પુરુષાર્થની યોગ્યતાથી સમ્યક્ત્વરૂપ થઇ છે.
જે સમયે પુરુષાર્થ કરે તે સમયે સમ્યગ્દર્શન થાય છે, તેમાં કોઈ કારણ નથી, પર્યાયનો પુરુષાર્થ પોતે જ સમ્યગ્દર્શનનું
કારણ છે, અને તે પર્યાય દ્રવ્યમાંથી પ્રગટતી હોવાથી અભેદવિવક્ષાએ દ્રવ્યસ્વભાવ જ સમ્યગ્દર્શનનું કારણ છે. ૪૨.
ઉપાદાનનો મહિમા
ભૈયા મહિમા બ્રહ્મકી કૈસે વરની જાય?
વચન અગોચર વસ્તુ હૈ કહિબો વચન બતાય? ૪૩.
અર્થઃ– ગ્રંથકાર ભૈયા ભગવતીદાસજી આત્મસ્વભાવનો મહિમા કરતાં કહે છે કે–હે ભાઈ! બ્રહ્મનો
(આત્માના સ્વભાવનો) મહિમા કેમ વર્ણવી શકાય? તે વસ્તુ વચનથી અગોચર છે, તેને કયા વચનો વડે બતાવાય?
જે જીવ વસ્તુના સ્વતંત્ર ઉપાદાન સ્વભાવને સમજે તેને વસ્તુ સ્વભાવનો મહિમા આવ્યા વગર રહે નહિ.
અહો, આવો સરસ ઉપાદાન સ્વભાવ! અનાદિ અનંત સંપૂર્ણ સ્વતંત્રપણે વસ્તુ ટકી રહી છે. આવા વસ્તુ સ્વભાવને
વચનથી કેમ વર્ણવી શકાય? વચનથી તેનો મહિમા પાર પડે તેમ નથી, જ્ઞાન વડે જ તેનો યથાર્થ મહિમા જણાય છે;
સ્વભાવનો મહિમા ઘણો છે, વચનથી પેલે પાર છે છતાં તેને વચન વડે કહેવો તે પૂરો કઈ રીતે કહેવાય? માટે હે,
ભાઈ! તું તારા જ્ઞાન સામર્થ્ય વડે તારા સ્વભાવનો પાર પામ. એક જ સમયમાં અનાદિ સંસારનો નાશ કરી પરમ
પવિત્ર પરમાત્મદશા જેના જોરે પ્રગટ થાય એવા ભગવાન આત્માના સ્વભાવના મહિમાને અમે ક્યાં સુધી કહીએ?
હે ભવ્ય જીવો! તમે જાતે સ્વભાવને સમજો!! ૪૩.
હવે ગ્રંથકાર આ સંવાદનું સુંદરપણું બતાવે છે અને આ સંવાદથી જ્ઞાની તથા અજ્ઞાનીને કઈ જાતની અસર
થશે તે પણ બતાવે છે–
ઉપાદાન અરુ નિમિત્તકો સરસ બન્યો સંવાદ;
સમદ્રષ્ટિકો સરલ હૈ, મૂરખકો બકવાદ. ૪૪.

PDF/HTML Page 19 of 21
single page version

background image
ઃ ૧૬૨ઃ આત્મધર્મઃ ૪૪
અર્થઃ– ઉપાદાન અને નિમિત્તનો આ સુંદર સંવાદ બન્યો છે; સમ્યગ્દ્રષ્ટિને તે સહેલો છે અને મૂર્ખ
(મિથ્યાદ્રષ્ટિ) ને તે બકવાદરૂપ લાગશે.
ઉપાદાન નિમિત્તનું સાચું સ્વરૂપ બતાવનાર અને આત્માના સહજ સ્વતંત્ર સ્વભાવનું આ વર્ણન બહુ જ
સરસ છે; જે જીવો વસ્તુનું સ્વાધીન સ્વરૂપ સમજે છે તેવા સાચી દ્રષ્ટિવાળા જીવોને તો આ સુગમ છે, તેઓ તો
આવી વસ્તુની સ્વતંત્રતા સમજીને પ્રમોદ કરશે, પરંતુ જેને વસ્તુની સ્વતંત્રતાનું ભાન નથી અને આત્માને જે
પરાધીન માને છે એવા મૂર્ખ અજ્ઞાનીને તો આ વાત બકવાદરૂપ લાગશે, પરંતુ તેને વસ્તુના સ્વતંત્ર સ્વભાવનો
મહિમા આવશે નહિ. જ્ઞાનીઓ વસ્તુને ભિન્ન ભિન્ન સ્વભાવપણે જોનારા છે પરંતુ અજ્ઞાની સંયોગ બુદ્ધિથી જોનારો
છે એટલે તે સંયોગને લીધે કાર્ય થાય એમ મિથ્યા માને છે; વસ્તુ પરથી ભિન્ન અસંયોગી છે અને તેનું કાર્ય પણ
સ્વતંત્ર પોતાની શક્તિથી જ થાય છે–એ તો જ્ઞાની જ યથાર્થપણે જાણે છે. અજ્ઞાનીને તો એમ લાગશે કે આ તો કોની
વાત માંડી છે? શું આત્માને કોઈ મદદ ન કરી શકે? ...પણ ભાઈ રે! આ વાત તારા જ સ્વરૂપની છે. પોતાના
સ્વરૂપના ભાન વગર અનાદિથી દુઃખમાં રખડી રહ્યો છો, તારું તે રખડવું કેમ ટળે અને સાચું સુખ પ્રગટીને મુક્તિ
કેમ થાય તે બતાવાય છે. સંયોગ બુદ્ધિથી પર પદાર્થની મદદ માનીને તો તું અનાદિથી રખડી રહ્યો છો, હવે તને તારું
પરથી ભિન્ન સ્વાધીન સ્વરૂપ બતાવીને તે ઊંધી માન્યતા છોડવાનો જ્ઞાનીઓ ઉપદેશ આપે છે.
જ્ઞાનીઓ તને કાંઈ આપતા નથી, તું જ તારો તારણહાર છો; તું અણસમજણથી તારું બગાડ અને સાચી
સમજણથી તારું સુધાર. જો જીવ આવી પોતાની સ્વાધીનતા સમજે તો તેને પોતાનો મહિમા આવે પણ જેને પોતાની
સ્વાધીનતા ન સમજાય તેને આ બકવાદરૂપ લાગશે. જેને જેનો મહિમા આવે તેની વાત તે હોંશથી સાંભળે, પરંતુ
જેનો મહિમા ન આવે તેની વાત રુચે નહિ. આ બાબતમાં ઓડનું દ્રષ્ટાંત–
આગળના વખતમાં ઓડ લોકો આખો દિવસ મજુરી કરતા અને સાંજે ઘેર આવીને બધા ભેગા મળીને
બેસતા; તે વખતે તેમનો બારોટ તેમના બાપદાદાની જુની વાતો તેને સંભળાવે કે તમારા ચોથી પેઢીના બાપ તો
મોટા અમલદાર હતા. ઓડ લોકો તો આખો દિવસ કામ કરવાથી થાકી ગયા હોય એટલે, જ્યારે બારોટ તેમના
બાપદાદાની વાત કરતો હોય ત્યારે ઝોકાં ખાય, અને બારોટને કહે કે “હા બાપા, લવતી ગલા.” ઓડલોકો
સાંભળવાનું લક્ષ ન આપે ત્યારે બારોટ કહે કે–અરે, સાંભળો તો ખરા, આ તમારા બાપદાદાની મોટાઈની વાત કરું
છું. ત્યારે પણ ઓડ કહે કે ‘લવતી ગલા.’ એટલે કે તમે તમારે બોલ્યે રાખો; ત્યારે બારોટ કહે કે અરે ભાઈ! આ
તમને સંભળાવવા માટે કહેવાય છે, મને તો બધી ખબર છે!
તેમ–અહીં સંસારના થાકથી થાકેલા જીવોને જ્ઞાનશ્રીગુરુ તેમના સ્વભાવનો અપૂર્વ મહિમા બતાવે છે. પરંતુ
જેને સ્વભાવના મહિમાની ખબર નથી અને સ્વભાવના મહિમાની હોંશ (રુચિ) નથી એવા ઓડ જેવા જીવને
સ્વભાવનો મહિમા સાંભળવાનો ઉલ્લાસ આવતો નથી, એટલે તેને તો ઉપાદાન શું, નિમિત્ત શું, વસ્તુની સ્વતંત્રતા
કેવી છે–એ બધું બકવાદરૂપ લાગે છે, તેઓ આત્માની દરકાર વગરના ઓડ જેવા સંસારના મજુર છે. જ્ઞાનીઓ કહે
છે કે હે ભાઈ! તારો સ્વભાવ શું, વિકાર શું અને તે વિકાર કેમ ટળે એ તને સમજાવીએ છીએ, માટે તું તારા
સ્વભાવનો મહિમા લાવીને, વિવેક કરીને સમજ, તો તારું સંસાર પરિભ્રમણનું દુઃખ ટળે અને તને શાંતિ થાય. આ
તારા જ સુખ માટે કહેવાય છે અને તારા જ સ્વભાવનો મહિમા બતાવાય છે માટે તું બરાબર નિર્ણય કરીને સમજ.
જે જીવ જિજ્ઞાસુ છે તેને તો શ્રીગુરુની આવી વાત સાંભળતાં જરૂર સ્વભાવનો મહિમા આવે છે, અને તે બરાબર
નિર્ણય કરીને જરૂર સમજે છે.
જિજ્ઞાસુ જીવોએ આ ઉપાદાન–નિમિત્તનું સ્વરૂપ સમજવા પ્રત્યે દુર્લક્ષ કરવા જેવું નથી, આમાં મહાન સિદ્ધાંત
છે, બરાબર સમજીને આનો નિર્ણય કરવો જોઈએ. ઉપાદાન–નિમિત્તની સ્વતંત્રતાના નિર્ણય વગર કદાપિ સમ્યગ્દર્શન
થાય નહિ, અને સમ્યગ્દર્શન વગર જીવને ધર્મ થાય નહિ. ૪૪
હવે છેલ્લી ભલામણ કરતાં ગ્રંથકાર કહે છે કે જે આત્માના ગુણને ઓળખે તે જ આ સંવાદનું રહસ્ય જાણે છે.
જો જાનૈ ગુણ બ્રહ્મ કે સો જાનૈં યહ ભેદ;
સાખ જિનાગમસો મિલૈ, તો મત કીજ્યો ખેદ. ૪પ
અર્થઃ– જે જીવ આત્માના ગુણને (સ્વભાવને) જાણે તે આનો (આ સંવાદનો, ઉપાદાન–નિમિત્તનો) મર્મ

PDF/HTML Page 20 of 21
single page version

background image
જેઠઃ ૨૪૭૩ઃ ૧૬૩ઃ
જાણે. ઉપાદાન નિમિત્તના આ સ્વરૂપની સાક્ષી શ્રી જિનાગમથી મળે છે માટે ખેદ કરવો નહિ–શંકા કરવી નહિ.
ઉપાદાન અને નિમિત્ત બંને પદાર્થો ત્રિકાળ છે ખરા, બેમાંથી એકેય અભાવરૂપ નથી. સિદ્ધદશામાં પણ
આકાશ વગેરે નિમિત્ત છે. અરે, જ્ઞાન અપેક્ષાએ આખું લોકાલોક નિમિત્ત છે. જગતમાં સ્વ અને પર પદાર્થો છે (સ્વ
તે ઉપાદાન અને પર તે નિમિત્ત–એમ બંને પદાર્થો જગતમાં છે) જગતમાં સ્વ–પર પદાર્થો છે અને જ્ઞાનનો સ્વભાવ
સ્વ–પર પ્રકાશક છે, તેથી જો જ્ઞાન સ્વ–પરના યથાર્થ સ્વરૂપને ન જાણે તો તે મિથ્યાજ્ઞાન છે. જ્ઞાનનો સ્વભાવ સ્વ–
પરને જાણવાનો છે તેથી સ્વ અને પરને જેમ છે તેમ જાણવા. ઉપાદાનને સ્વ તરીકે જાણવું અને નિમિત્તને પર તરીકે
જાણવું ખરૂં, બંનેને જેમ છે તેમ તેના ગુણ વડે જાણીને પોતાના ઉપાદાન સ્વભાવને ઓળખવો–લક્ષમાં લેવો.
(૧) ઉપાદાન નિમિત્તને જાણવાં, પરંતુ નિમિત્તને લીધે ઉપાદાનમાં કાંઈ કાર્ય થાય કે નિમિત્ત ઉપાદાનનું
કાંઈ કાર્ય કરે એમ સમજવું નહિ.
(૨) એકલા ઉપાદાનથી જ કાર્ય થાય છે, નિમિત્ત કાંઈ કરતું નથી; માટે નિમિત્ત કાંઈ છે જ નહિ– એમ પણ
ન માનવું.
(૩) નિમિત્તને જાણવું ખરું, પરંતુ તે (નિમિત્ત) ઉપાદાનથી ભિન્ન પદાર્થ હોવાથી ઉપાદાનમાં તે કાંઈ જ
મદદ કે અસર કરી શકે નહિ–આમ સમજવું તે સમ્યગ્જ્ઞાન છે; પરંતુ જો નિમિત્તની હાજરી ન કબુલે અગર તો
નિમિત્તની હાજરીને લીધે કાર્ય થયું એમ માને તો મિથ્યાજ્ઞાન છે.
આ રીતે આ સંવાદ દ્વારા એમ સિદ્ધ કરવામાં આવ્યું કે–ઉપાદાન તે વસ્તુની નિજશક્તિ છે અને પર સંયોગ
તે નિમિત્ત છે. નિમિત્તો જીવનું (ઉપાદાનનું) કાંઈ જ કાર્ય કરતા નથી પરંતુ ઉપાદાન પોતે જ પોતાના કાર્યને કરે છે.
આખા સંવાદમાં ક્યાંય પણ ‘નિમિત્તથી કાર્ય થાય’ એ વાત સ્વીકારવામાં આવી નથી. ઊંધાઈમાં વિકાર પણ જીવ
પોતે જ કરે છે, નિમિત્ત વિકાર કરાવતું નથી; પરંતુ આ સંવાદમાં તો મુખ્યપણે સવળાઈની વાત લીધી છે.
સમ્યગ્દર્શનથી સિદ્ધદશા સુધીમાં જીવની જ શક્તિથી કાર્ય થાય છે એમ સિદ્ધ કર્યું પરંતુ નિમિત્તનું બળવાનપણું ક્યાંય
માનવામાં આવ્યું નથી. આથી કોઈ જીવ પોતાની અણસમજણને લીધે એમ માની બેસે કે આ તો એકાંત થઈ જાય
છે, સર્વત્ર ઉપાદાનથી જ કાર્ય થાય અને નિમિત્તથી ક્યાંય ન થાય–એમાં અનેકાંતપણું ક્યાં આવ્યું? તો ગ્રંથકાર હવે
ભલામણ કરે છે–આમાં સ્વતંત્ર વસ્તુસ્વભાવને સિદ્ધ કર્યો છે અને નિમિત્તનો પક્ષ કર્યો નથી. (નિમિત્તનું યથાર્થ
જ્ઞાન છે પરંતુ તેનો પક્ષ નથી–તે તરફ લક્ષનું જોર નથી) માટે ખેદ ન કરશો, પરંતુ હોંશથી સમજીને આ વાત
સ્વીકારજો. કેમકે આ વાતની શાખ શ્રી જિનાગમથી મળે છે.
શ્રી જિનાગમ વસ્તુને સદા સ્વતંત્ર બતાવે છે, વસ્તુ સ્વરૂપ જ સ્વતંત્ર છે. જિનેન્દ્રદેવનું દરેક વચન
પુરુષાર્થની જાગૃતિની વૃદ્ધિ માટે જ છે. જો જિનેન્દ્રના એક પણ વચનમાંથી પુરુષાર્થમાં પાછો પડવાનો આશય કાઢે તો
તે જીવ જિનેન્દ્રના ઉપદેશને સમજ્યો જ નથી. નિમિત્તોનું અને કર્મોનું જ્ઞાન પુરુષાર્થમાં અટકવા માટે કહ્યું નથી પરંતુ
નિમિત્તરૂપ પરવસ્તુઓ છે અને પર લક્ષે થતા જીવના પરિણામો પણ અનેક પ્રકારે વિકારી થાય છે એમ જાણીને
પોતાના નિજ પરિણામની સંભાળ કરવા માટે નિમિત્ત–નૈમિત્તિક સંબંધનું જ્ઞાન કરાવ્યું છે; તે જ્ઞાન સત્યપુરુષાર્થની
વૃદ્ધિ માટે જ છે. પરંતુ “તીવ્ર કર્મનો ઉદય આવીને મને હેરાન કરશે તો મારો પુરુષાર્થ નહિ ચાલે શકે!” એમ જે કહે
છે તે જીવને પોતાને પુરુષાર્થ કરવો નથી તેથી જ તે પુરુષાર્થ હીનપણાની વાતો કરે છે. અરે ભાઈ! પહેલાં તને જ્યારે
કર્મોની ખબર ન હતી ત્યારે તું આવા તર્ક નહોતો કરતો, અને હવે કર્મોનું જ્ઞાન થતાં તું પુરુષાર્થની શંકા કરે છે; તો શું
હવે નિમિત્તનું સાચું જ્ઞાન થવાથી તને નુકશાન થશે? માટે હે જીવ! નિમિત્ત કર્મો તરફનું લક્ષ છોડીને તું તારા જ્ઞાનને
ઉપાદાનના લક્ષમાં જોડીને સાચો પુરુષાર્થ કર! જેટલો તું પુરુષાર્થ કરીશ તેટલું કાર્ય આવશે જ, તારા પુરુષાર્થને
રોકવા જગતમાં કોઈ સમર્થ નથી. જગતમાં બધું જ સ્વતંત્ર છે, રજકણથી માંડીને સિદ્ધ સુધીના સર્વ જડ ચેતન
પદાર્થો સ્વતંત્ર છે; એક પદાર્થને બીજા પદાર્થ સાથે જરાપણ સંબંધ જ નથી, તો પછી ગમે તેવા નિમિત્ત પદાર્થ હોય
તોપણ તે ઉપાદાનને શું કરે? ઉપાદાન પોતે જે પ્રકારે પરિણમે તે પ્રકારે પર પદાર્થમાં નિમિત્તનો આરોપ આવે છે.
નિમિત્ત તો આરોપ માત્ર છે, તેની ઉપાદાનમાં તો નાસ્તિ છે; અસ્તિ–નાસ્તિરૂપ આવું અનેકાન્ત વસ્તુસ્વરૂપ છે;
પરંતુ એક પદાર્થ બીજા પદાર્થમાં કાંઈ કરે એવી માન્યતામાં તો પદાર્થોની સ્વતંત્રતા રહેતી નથી અને એકાંત થઈ
જાય છે. માટે ઉપાદાન–નિમિત્તના સંવાદદ્વારા જે વસ્તુ સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે તે જાણીને હે ભવ્ય જીવો તમે
ખેદને છોડો, કાંઈક પર દ્રવ્યની મદદ જોઈએ એવી માન્યતાને છોડો પોતાના આત્માને પરાધીન માનવો તે જ સૌથી
મોટો ખેદ છે, હવે આત્માના સ્વાધીન સ્વરૂપને જાણીને તે ખેદ તમે છોડો...કેમકે શ્રીજિનાગમનું દરેક વચન વસ્તુ
સ્વરૂપને સ્વતંત્ર જાહેર કરે છે, અને જીવને સત્ય પુરુષાર્થ કરવા પ્રેરે છે.