Atmadharma magazine - Ank 045a
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 29
single page version

background image
આત્મધર્મ
વર્ષ ચોથું
સળંગ અંક પ્રથમ શ્રાવણ ખાસઅંક
Version History
Version
NumberDateChanges
001July 2003First electronic version.

PDF/HTML Page 2 of 29
single page version

background image
।। ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છे ।।
વર્ષ ચોથુંપ્રથમ–શ્રાવણ
ખાસ અંક
સંપાદક
રામજી માણેકચંદ દોશી
વકીલર૪૭૩
હે જીવ, તું વિચાર કર!!
૧. હે જીવ, પૂર્વે અનંત જન્મોમાં તેં પુણ્ય કર્યા અને એ પુણ્યથી ધર્મ થશે એમ માન્યું, પરંતુ હજી સુધી
તને ધર્મનો અનુભવ થયો નથી અને તારા સંસારનો અંત આવ્યો નથી. માટે તું વિચાર કર કે પુણ્ય તે ધર્મનો
ઉપાય નથી પણ તેનાથી જુદો કાંઈક બીજો ઉપાય છે.
૨. પૂર્વે અનંત જન્મોમાં પુણ્યના ફળરૂપે સ્વર્ગનો દેવ થયો અને ત્યાંની સામગ્રીમાં તેં સુખ
માન્યું...પણ અનંતવાર એ સામગ્રીઓ ભોગવી છતાં તારા દુઃખનો અંત ન આવ્યો અને સુખ થયું નહિ, માટે
વિચાર કર કે સુખ બહારની સામગ્રીઓમાં નથી, પણ સામગ્રી રહિત તારા જ્ઞાન સ્વભાવમાં સુખ છે.
૩. અનાદિથી તું શરીરને પોતાનું માને છે, એ શરીર વગેરેનાં કામ હું કરી શકું એમ માને છે, અને એ
શરીર વગેરેને સાચવવા માટે અનંતકાળથી તું ભાવ કરી રહ્યો છો, પરંતુ અનંત જન્મો વીત્યા છતાં એક પણ
શરીર કે કોઈ બીજી વસ્તુ તારી સાથે રહી નથી, અનંત શરીરો આવ્યાં અને તારી તેને છોડવાની ઇચ્છા ન
હોવા છતાં તે બધાંય ચાલ્યાં ગયાં, એક પરમાણુ પણ તારો થઈને રહ્યો નથી; માટે હે જીવ, તું વિચાર કર કે
શરીર વગેરે પર વસ્તુઓ ઉપર તારું સ્વામીત્વ નથી, શરીર વગેરે કોઈ પદાર્થો તારાં નથી અને તેનાં કામોનો
કર્તા તું નથી. પણ શરીરથી જુદા સ્વભાવવાળું એવું કોઈ તત્ત્વ તું છો, તે તત્ત્વની ઓળખાણ નહિ હોવાથી જ
તું દુઃખી છો. માટે વિચાર કે એવું શું તત્ત્વ તારામાં છે કે જેને જાણ્યા વગર તું અનંતકાળથી દુઃખી થયો? પૂર્વે
તને લક્ષ્મી, સ્ત્રી વગેરેનો સંયોગ અનેકવાર મળી ગયો છતાં તું સુખી થઈ શક્યો નથી. માટે તું નક્કી કર કે
તારૂં સુખ ક્યાંય પર દ્રવ્યોમાં નથી, પણ તારા આત્મામાં જ છે. એ આત્માને જાણવાનો તું પ્રયત્ન કર...પૂર્વે
આત્માને જાણ્યો ન હતો તેથી જ દુઃખી હતો.
હે જીવ! સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર તને પૂર્વે અનંતવાર મળી ગયાં છે, છતાં તું ધર્મ પામી શક્યો નથી.
માટે વિચાર કર કે એ દેવ–ગુરુ–શાસ્ત્ર તને કાંઈ કરવા સમર્થ નથી, પણ તારા આત્માના સત્ય પુરુષાર્થથી જ
તું ધર્મ પામી શકે છે. દેવ–ગુરુ–શાસ્ત્ર તો તને તારો આત્મા સમજવાનું જણાવે છે, પણ તેં કદી તારા આત્મા
તરફ જોયું નથી તેથી સાચા દેવ–ગુરુ–શાસ્ત્રના સંયોગે પણ તારું અજ્ઞાન ટળ્‌યું નથી. માટે હે જીવ! હવે તું
અંતરંગમાં વિચાર કરીને, સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર જે રીતે કહે છે તે રીતે તારા આત્માને અવલોકન કર. તારા
આત્માને અવલોકન કરવાથી જ તારું અજ્ઞાન દુઃખ અને અધર્મ ટળીને તને જ્ઞાન–સુખ અને ધર્મની પ્રાપ્તિ
થશે.
* * * * * *
* આત્મધર્મ કાર્યાલય–મોટા આંકડિયા કાઠિયાવાડ *

PDF/HTML Page 3 of 29
single page version

background image
ઃ ૧૮૬ઃ આત્મધર્મઃ ખાસ અંક
વર્ષ ચોથુંપ્રથમ શ્રાવણઆત્મધર્મ
ખાસ અંકર૪૭૩
જીવ દયાનું સ્વરૂપ
૧. જીવ શું અને જીવની દયા એટલે શું–એ પ્રથમ સમજવું જોઈએ. જીવ તો ચૈતન્ય સ્વરૂપ છે, શરીરાદિ
અજીવ છે તેનાથી જીવ જુદો છે. અને ચૈતન્ય સ્વરૂપ જીવને વિકારી ભાવોથી બચાવવો તેનું નામ જીવ દયા છે. પરંતુ
જીવ અને શરીર જુદા પડે તે જીવ હિંસા તથા જીવ અને શરીરનો સંયોગ રહે તે જીવ દયા–એવી વ્યાખ્યા સાચી નથી.
વિકારથી ભિન્ન શુદ્ધ જીવ સ્વભાવને જે ન જાણે તે જીવ પોતાને વિકારથી કઈ રીતે બચાવી શકે? એટલે પોતાના
શુદ્ધ સ્વભાવને જાણ્યા વગર જીવ દયા પાળી શકાય નહિ.
૨. સમ્યગ્દ્રષ્ટિઓ જ સાચી જીવ દયા પાળી શકે, મિથ્યાદ્રષ્ટિ જીવ સાચી જીવ દયા પાળી શકે નહિ. દયા તો
જીવની પાળવી છે, તેથી જેઓ જીવને ન ઓળખતા હોય તેઓ જીવની દયા ક્યાંથી પાળી શકે?
૩. જીવને શરીરનો સંયોગ ચાલુ રહે તો જીવ દયા થઈ કહેવાય એમ જે માને છે તે જીવ સ્વભાવને જાણતો
નથી, એટલે તે જીવના રક્ષણને જીવદયા માનતો નથી પણ શરીરના રક્ષણને જીવદયા માને છે.
૪. વળી જીવની દયા પાળવી છે એટલે કે વિકારી ભાવોથી જીવને બચાવવો છે; તો પછી જે
શુભાશુભભાવને પોતાનું કર્તવ્ય માને તે જીવ તે શુભાશુભભાવોથી જીવને કેમ બચાવી શકે? જ્યાં સુધી શુભાશુભ
વિકારીભાવોને પોતાના માને ત્યાંસુધી જીવની દયા ન પાળી શકે પણ વિકારની (પુણ્ય–પાપની) દયા પાળે એટલે કે
વિકારને પોતાનો માનીને વિકારનું (પુણ્ય–પાપનું) રક્ષણ કરે અને જીવના ચૈતન્ય પ્રાણની હિંસા કરે. એટલે જેને
જીવ સ્વભાવ અને વિકાર વચ્ચેનું ભેદજ્ઞાન પ્રગટયું ન હોય તે જીવ કદી પણ જીવહિંસાથી બચી શકે નહિ અને
જીવદયા પાળી શકે નહિ.
પ. જીવદયામાં પહેલાં ‘જીવ’ શબ્દ છે, જીવ પદાર્થને જાણે તો તેની દયા પાળી શકે. શરીર તો જડ છે, તેની
કાંઈ દયા કે હિંસા હોય નહિ. ‘એકેન્દ્રિય જીવ’ એમ કહ્યું તેમાં ‘એકેન્દ્રિય’ તે તો ખરેખર શરીર છે–જડ છે, અને
જીવ તો એકેન્દ્રિય શરીરથી જુદો ચૈતન્યસ્વરૂપી છે. એમ પ્રથમ જડને અને જીવને જુદા જાણવા જોઈએ.
૬. હવે જગતના જેટલા જીવ દ્રવ્યો છે તે બધાય પોતપોતાના ગુણપર્યાય સહિત છે, શરીરથી તો તેઓ
ત્રિકાળ ભિન્ન જ છે અને જીવ પણે જ તેઓ ત્રિકાળ અસ્તિરૂપ છે, તેના જીવપણાનો કદી નાશ થતો નથી; તેથી હું તે
પર જીવોને બચાવી શકું નહિ કે મારી શકું નહિ. શરીરના વિયોગથી જીવનો નાશ તો થતો નથી તો પછી બીજો જીવ
તેને બચાવે અથવા તો મારે–એ વાત જ ક્યાંથી બને? હવે તે જીવની પર્યાય તેના પોતાથી જ થાય છે. તેની
પર્યાયમાં તે જેટલો વિકાર કરે તેટલી તેની હિંસા છે, અને વિકારથી પોતાને બચાવે તે તેની જીવદયા છે. જો આમ
જીવને ઓળખે અને જીવદયાનું સ્વરૂપ સમજે તો–હું પર જીવોને મારું કે બચાવું એવી મિથ્યા–માન્યતા ટળી જાય.
અને પોતે પોતાના જીવસ્વભાવને પરથી અને વિકારથી ભિન્નપણે શ્રદ્ધામાં ટકાવી રાખે–એ જ સાચી જીવદયા છે.
શ્રદ્ધા અપેક્ષાએ સમ્યગ્દ્રષ્ટિઓને પરિપૂર્ણ જીવદયા છે, કેમકે તેઓ વિકારના એક અંશને પણ જીવનો માનતા નથી.
અને ચારિત્ર અપેક્ષાએ જેટલો વિકાર છે તેટલી હિંસા છે.
૭. જેણે જીવ તત્ત્વને વિકારરૂપે કલ્પી લીધું છે તેણે વિકારથી ભિન્ન જીવ તત્ત્વનો નાશ કર્યો છે એટલે કે
આખા જીવ તત્ત્વની હિંસા કરી છે. ભલે તે જીવના નિમિત્તે બહારમાં કોઈ જીવોની હિંસા ન થતી હોય અને તેને
અશુભભાવ ન વર્તતા હોય તોપણ, જ્ઞાનીઓ કહે છે કે તે જીવ હિંસક છે. જેમ તેણે પોતાના જીવ તત્ત્વને વિકારથી
લાભ માન્યો એવી જ રીતે તેણે બધાય જીવોને વિકારથી લાભ થાય એમ માન્યું એટલે કે બધાય જીવોને વિકારી
માન્યા પણ શુદ્ધ ચૈતન્યરૂપી માન્યા નહિ, તેની એ ઊંધી માન્યતામાં તેણે અનંત જીવોની હિંસા કરી છે.
૮. ‘જીવદયા’ માં જીવને ટકાવી રાખવો છે કે વિકારને? જીવને જીવ પણે ટકાવી રાખવો અને વિકારપણે
ન થવા દેવો એનું નામ જીવદયા છે, અને જીવને જીવપણે ન ઓળખતાં વિકારી માનવો અને શરીરવાળો માનવો તેનું
જ નામ જીવ હિંસા છે. જીવ કોને કહેવાય તે તને ખબર છે? જીવ તો પોતાના જ્ઞાન, દર્શન, આનંદ આદિ અનંત
ગુણોનો પિંડ છે, દરેક જીવ પોતાના ગુણથી પૂરો છે. એ પર જીવો પોતપોતાના સ્વભાવને ઓળખીને પર્યાયમાં
શુદ્ધતા પ્રગટ કરે તો તેમની દયા થાય, પણ મારું તેમાં કાંઈ ચાલે નહિ.–આમ જાણીને જ્ઞાનીઓ પોતાના આત્માને
વિકારથી બચાવે છે–એ જ જીવદયા છે.

PDF/HTML Page 4 of 29
single page version

background image
પ્રથમશ્રાવણઃ૨૪૭૩ઃ ૧૮૭ઃ
૯. અજ્ઞાની પોતાના જીવસ્વભાવને જાણતો નથી તેથી તેને ક્ષણેક્ષણે પર્યાયમાં જીવહિંસા થઈને વિકારની
ઉત્પત્તિ થયા કરે છે. અને જ્ઞાની જીવને વિકારથી ભિન્ન પોતાના જીવ સ્વભાવનું ભાન છે, તેથી વિકાર વખતે પણ
તેઓ જીવસ્વભાવને વિકારથી ભિન્ન ટકાવી રાખે છે, તેથી તેમને ક્ષણે ક્ષણે નિર્મળદશાની વૃદ્ધિ અને વિકારનો નાશ
થાય છે–એ જ જીવદયા છે.
૧૦. જે જીવ પુણ્યથી ધર્મ થાય એવો ઉપદેશ આપે તે જીવ વિકારી ભાવ સાથે જીવતત્ત્વને એકમેક મનાવે છે,
પણ વિકારથી જીવને ભિન્ન મનાવતા નથી એટલે ખરેખર તેઓ જીવ હિંસાના ઉપદેશક છે, નહિ કે જીવદયાના.
૧૧. કોઈપણ વિકારી લાગણીથી જીવને ધર્મ થાય જ નહિ, કેમકે વિકારથી જીવનો સ્વભાવ ભિન્ન છે–
એમ યથાર્થ સમજવું તેનું નામ જીવદયા છે. જીવ સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન–સ્થિરતા વડે વિકારની ઉત્પત્તિ ન થવા
દેવી એનું નામ ‘જીવદયા’ છે અને એવી જીવદયા તે ધર્મ છે; પણ પર જીવોને બચાવવાની શુભ લાગણીને
અજ્ઞાનીઓ જીવદયા કહે છે, વાસ્તવિક રીતે તે શુભભાવથી જીવદયા નથી પણ જીવહિંસા જ છે, અને તે
શુભભાવથી આત્માને લાભ માનવો અથવા તો પર જીવને હું બચાવી શકું એવી મિથ્યામાન્યતા તે તો સૌથી
મહાન જીવહિંસા છે.
૧૨.–માટે જેઓ અનંતકાળથી ચાલી આવેલી મહાન જીવહિંસા ટાળીને સાચી જીવદયા પ્રગટ કરવા માગતા
હોય તેઓએ સૌથી પ્રથમ સમ્યગ્દર્શન વડે પોતાના જીવસ્વભાવને વિકારથી ભિન્નપણે ઓળખવો
જોઈએ...સમ્યગ્દર્શનથી જ સાચી જીવદયાની શરૂઆત થઈ શકે છે. * * * * *
જિનશાસનની પ્રભાવના
(અષ્ટપ્રાભૃત ગાથા ૧૧ ઉપર પ્રવચનઃ વૈશાખ વદ–૮ વીર સં. ૨૪૭૨)
આ જગતમાં ચેતન તેમ જ જડ વસ્તુઓ સત્ છે, સત્ વસ્તુને બીજાની મદદની જરૂર હોય નહિ. સત્ વસ્તુ
પોતાથી સ્વતંત્ર છે. સત્ વસ્તુને બીજા પદાર્થોની જરૂર જે માને તેણે સ્વતંત્ર સત્ને જાણ્યું નથી. વસ્તુને સ્વતંત્ર કહેવી
અને વળી તેને બીજા પદાર્થોની મદદ છે એમ કહેવું તે પ્રત્યક્ષ વિરુદ્ધ છે. જે વસ્તુ સત્ હોય તે અન્ય વસ્તુઓથી
નિરપેક્ષ હોય, પોતાના કાર્ય માટે તેને પર વસ્તુની જરૂર હોય નહિ. વસ્તુ પોતાના સ્વભાવથી જ ઉત્પાદ–વ્યય–
ધ્રુવરૂપ છે.
“આપણા જીવનમાં આપણે બીજા જીવોનું કંઈક ભલું કરીએ તો આપણું જીવન કામનું; ભલે જીવનમાં
આપણું ભલું ન થાય પણ આપણાથી જિનશાસનની પ્રભાવના થાય અને સમાજનું કલ્યાણ થાય તથા બીજા જીવો
ધર્મ પામે–એવી પ્રવૃત્તિ કરવી.”–એમ અજ્ઞાની જીવ માને છે; તેની દ્રષ્ટિ જ પર ઉપર છે, અને પર પદાર્થોનું હું કરી
દઊં–એવા મહા અહંકારથી તે ભરેલો છે; તેથી તે એમ માને છે કે અમે જિનશાસનને ટકાવી રાખવા ઘણું કરીએ
છીએ. પણ ભાઈ, તેં શું કર્યું? પર જીવોમાં તો તેં કાંઈ કર્યું નથી, માત્ર તારામાં તેં શુભરાગ કર્યો, અને પરજીવોના
કર્તૃત્વનું અભિમાન કરીને મિથ્યાત્વ ભાવને પોષ્યો. શુભરાગ વડે તેં જિનશાસનની પ્રભાવના માની પણ જિનશાસન
તો વીતરાગતામય છે, વીતરાગી જિનશાસનની પ્રભાવના તેં રાગ વડે માની એટલે કે વીતરાગતામય જિન શાસનને
તેં રાગમય મનાવીને ઊલટી તેની અપ્રભાવના જ કરી છે. રાગના એક અંશથી પણ સ્વને કે પરને લાભ મનાવે તો
તે જીવ વીતરાગી જિનશાસનનો વિરોધી છે.
વળી જિનશાસન તો સ્વતંત્રતામાં છે કે પરાધીનતામાં? દરેકે દરેક વસ્તુ સંપૂર્ણ સ્વતંત્ર છે, તેમ ન માનતાં
‘મારે લીધે પર જીવોનું હિત થાય’ એમ જેણે માન્યું તેણે પર જીવોને સ્વતંત્ર ન માન્યા એટલે કે જિનશાસનને જ ન
માન્યું, એટલે કે વસ્તુસ્વભાવને જ ન માન્યો. એક વસ્તુ બીજી વસ્તુને કાંઈ પણ કરે એ વાત જિનશાસનને સંમત
નથી.
વીતરાગ જિનશાસનને રાગમય માને, અને શુભરાગ વડે શાસનની પ્રભાવના કરૂં છું–એમ અજ્ઞાની
માને, પણ રાગ વડે વીતરાગી શાસન ટકે જ નહિ. જૈનશાસન તો વીતરાગ ભાવથી ટકે કે રાગ ભાવથી? અને
જૈનશાસન તો સ્વતંત્રતા છે કે પરતંત્રતા? જેણે શુભરાગ વડે જિનશાસન ટકે એમ માન્યું અથવા તો હું પર
જીવોને ધર્મ સમજાવી દઉં એમ માન્યું તેણે જિનશાસનની અપ્રભાવના કરી છે એટલે કે પોતાના
આત્મસ્વભાવની વિરાધના કરી છે. પણ, પરનું હું કાંઈ કરી શકું નહિ અને રાગથી લાભ થાય નહિ એમ પરથી
જુદા અને રાગરહિત પોતાના સ્વભાવના ભાનપૂર્વક જેટલે અંશે રાગ ટાળીને જીવે વીતરાગતા પ્રગટ કરી તેટલે
અંશે જિનશાસનની પ્રભાવના છે.
*

PDF/HTML Page 5 of 29
single page version

background image
ઃ ૧૮૮ઃ આત્મધર્મઃ ખાસ અંક
વનયાત્રા
જેઠ સુદ પૂર્ણિમાના દિવસે સવારે ૭.. વાગે પૂજ્ય
ગુરુદેવશ્રીની સાથે ‘વન યાત્રા’ કરવાનું મહાભાગ્ય
મુમુક્ષુઓને પ્રાપ્ત થયું હતું. વિદ્વત્પરિષદના વિદ્વાન
ભાઈઓએ સોનગઢનું મૂળ નામ ‘શ્રમણ ગઢ’ હોવાનું
જણાવ્યું હતું તે સાર્થક જણાયું હતું.
જેમ અંતરંગમાં ભાવઅધ્યાત્મધામ તરીકે
સોનગઢ પ્રસિદ્ધ છે, તેમ સોનગઢનું બાહ્ય ક્ષેત્ર પણ
અધ્યાત્મને અનુકૂળ છે. રમણીય વનઘટાઓ ત્યાં છે,
તેમાં હજારો આંબાના વૃક્ષો છે, તેથી તે વનને ‘સહસ્ર
આમ્રવન’ (સહેસાવન) ની ઉપમા આપવામાં આવી છે.
એ વનની વચ્ચે થઈને ‘ઉતાવળી’ નામની નદી
વહે છે; તે જોતાં મનમાં એમ લાગતું હતું કે–જાણે એ
વનમાં વિચરતા સંતોની આત્મપરિણતિ જ ઉતાવળી
ઉતાવળી મોક્ષમાર્ગ તરફ વહન કરી રહી હોય!...એ
નદીમાં જે પ્રવાહ હતો તે પાણીનો ન હતો, પરંતુ પૂર્વે તે
વન–જંગલમાં જે સંતોના ટોળાં વિચરતાં હશે તેઓને
સ્વાનુભવવડે પોતાના આત્મિક આનંદરસ અતિ અતિ
વધી ગયો હશે અને તે છલકાઈને તેના મોટા પ્રવાહો
વહેવા માંડયા હશે,–એનો જ એ પ્રવાહ ચાલતો હશે!
જેમ જેમ વનયાત્રામાં આગળ વધતાં હતાં તેમ
તેમ મુમુક્ષુઓના હૃદયમાં વનવિહારી સંત મુનિઓનાં
સંસ્મરણો જાગૃત થતાં હતાં. અને એવી ભાવના જાગૃત
થતી હતી કે–અહો! પૂર્વે આ ભૂમિમાં સંતોના ટોળાં
વિચરતાં હશે. અને અનેક મહાભાગ્યવંતોના દીક્ષા પ્રસંગો
થતા હશે! વન–જંગલમાં હજારો પરિષહો આવતા હશે
પરંતુ એ સંતો તો અંતરના ગુણો રૂપી જંગલમાં વિચરતા
સ્વાનુભવમાં નિમગ્ન રહેતા હશે. અહા, આજે એવા દ
ીક્ષા
પ્રસંગો કે સંતમુનિઓ આ ક્ષેત્રમાં વિહરતા નથી,
પરંતુ જે ભૂમિમાં સંતોએ આત્મસાધન સાધ્યું તે ભૂમિ
તો આજે પણ અહીં પડી છે. પૂર્વ સંતોના પવિત્ર
ચરણોથી પાવન થયેલી એ ભૂમિ આજે સંતોના
વિરહથી ખાલી પડેલી છે. ‘આપણે (–સર્વે નિકટ
ભવ્ય મુમુક્ષુઓ) અપૂર્વ અંતરાત્મસાધન વડે સંતદશા
પ્રગટ કરીને સંતદશાના તૂટેલા પ્રવાહને ફરીથી ચાલુ
કરીએ અને સંતોના ટોળાં વન–વિહારમાં વિચરતા
હોય, એ સંતોના વિહારથી ફરીથી આ વન શોભી
ઊઠે’–એવો ધન્ય કાળ અને ધન્ય પ્રસંગ ક્યારે
આવશે?–ઇત્યાદિ અંતરભાવના ભાવતા ભાવતા
મુમુક્ષુઓ ધારેલા સ્થાને પહોંચી ગયા અને એક
આમ્રવૃક્ષ નીચે બેઠા. મુમુક્ષુઓના આગમનને અને
તેમની અંતર ભાવનાને જોઈને તે વૃક્ષ પણ જાણે કે
પ્રફુલ્લિત બની ગયું હોય એમ લાગતું હતું. એ ઝાડ
નીચે પૂ. ગુરુદેવશ્રી બિરાજતા હતા અને તેમની ચારે
ગઈ.
મંગલાચરણ
૮–પ મિનિટે મંગળિક તરીકે બાલબ્રહ્મચારી
ભાઈઓએ નીચેનું સ્તવન ગાયું હતું.
પ્રભુનું ધ્યાન ત્યાં હોજો શીરે ફરમાન ત્યાં હોજો
તમારી શિવભૂમિ જ્યાં અમારો વાસ ત્યાં હોજો
નથી રાગી નિરાગી છે નથી દ્વેષી ખૂબી જિનની
રહીશું ત્યાંં સેવીશું ત્યાં જીવન ઉપહાર ત્યાં હોજો. પ્રભુનું
ફળ્‌યાં સીમંધર તણા ચરણો થતી જ્યાં ધ્યાનની કેલી
ફળ્‌યાં પ્રભુ કુંદનાં ચરણો, થતી જ્યાં ધ્યાનની કેલી
ફળ્‌યાં સંતો તણાં ચરણો થતી જ્યાં ધ્યાનની કેલી.
ફળ્‌યાં સદ્ગુરુ તણાં ચરણો થતી જ્યાં ધ્યાનની કેલી
જનમ એ ધામમાં મારો દયાના નાથ ત્યાં હોજો
અનંત સુખ જ્યાં ભરીયું ખૂબી એ પુન્ય ભૂમિની
પ્રભુ એ ધામ દિખાદો સેવક સુખકાર ત્યાં હોજો. પ્રભુનું
રહીશું અહીં સેવીશું અહીં જીવન ઉપહાર અહીં હોજો
શ્રી કુંદકુંદ દેવની ચારિત્ર માટેની પ્રેરણા
સ્તવન પૂરું થતાં તરત જ ભાઈશ્રી હિંમતલાલ
ભાઈએ ઉભા થઈને શ્રી પ્રવચનસારજીના ચારિત્ર
અધિ–
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
આત્મધર્મની પ્રભાવના
ગયા માસના આત્મધર્મમાં અધિક શ્રાવણ
માસના આત્મધર્મના પ્રકાશન અંગેની સૂચના
વાંચીને તરત જ ભાઈ મોહનલાલ ત્રીકમજી દેસાઈએ
આત્મધર્મની પ્રભાવના કરવા માટે તારથી જણાવ્યું
હતું અને ‘આત્મધર્મ’ નો આ ખાસ અંક પ્રસિદ્ધ
કરવા માટે નીચે મુજબ સહાયતા તેઓએ મોકલી છે
તે સાભાર સ્વીકારવામાં આવી છે–
૩૦૦) સ્વ. શાહ કાળીદાસ કરસનજી (મેંદરડા)
હા. મોહનલાલ ત્રીકમજી દેસાઈ.
૧૦૦) પારેખ વૃજલાલ વાઘજીના ધર્મપત્ની
અ. સૌ. જેકુંવરબેન પારેખ (મુંબઈ)
હા. મોહનલાલ ત્રીકમજી દેસાઈ
૨પ૧) મોહનલાલ ત્રીકમજી દેસાઈના ધર્મપત્ની
અ. સૌ. કાન્તા દેસાઈ (જેતપુર)
–––––
૬પ૧) અંકે રૂપિયા છસો એકાવન.

PDF/HTML Page 6 of 29
single page version

background image
પ્રથમશ્રાવણઃ૨૪૭૩ઃ ૧૮૯ઃ
કારની પહેલી બે ગાથાઓનું ગુજરાતી ભાષાંતર વાંચી
સંભળાવ્યું હતું. જે ઘણું જ સુંદર અને ચારિત્રદશાની
ભાવનાથી ભરપૂર હતું. વનમાં ચારિત્ર અધિકારની એ
બે ગાથાઓ વડે ખરેખર ચારિત્રદશાનાં જ મહા મંગળ
રોપાણાં હતાં...એ વખતે બધા મુમુક્ષુઓ સ્તબ્ધ થઈને
ચારિત્ર ભાવનામાં ઝુલતા હતા..તે વખતે વંચાયેલી બે
ગાથાઓ નીચે મુજબ છે–
ચરણાનુયોગસૂચક ચૂલિકા
હવે બીજાઓને ચરણાનુયોગ સૂચવનારી ચૂલિકા છે.
(તેમાં પ્રથમ શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ શ્લોક દ્વારા
હવેની ગાથાની ઉત્થાનિકા કરે છેઃ)
(ઇન્દ્રવજ્રા છંદ)
द्रव्यस्य सिद्धौ चरणस्य सिद्धिः द्रव्यस्य सिद्धिश्चरणस्य सिद्धौ।
बुध्वेति कर्माविरताः परेऽपि द्रव्याविरुद्धं चरणं चरंतु।।१३।।
–इति चरणाचरणे परान् प्रयोजयति
અર્થઃ– દ્રવ્યની સિદ્ધિમાં ચરણની સિદ્ધિ છે અને
ચરણની સિદ્ધિમાં દ્રવ્યની સિદ્ધિ છે–એમ જાણીને, કર્મથી
(શુભાશુભ ભાવોથી) નહિ વિરમેલા બીજાઓ પણ
દ્રવ્યથી અવિરુદ્ધ ચરણ (ચારિત્ર) આચરો.
–આમ (શ્રીમદ્ ભગવત્કુંદકુંદાચાર્યદેવ હવેની ગાથા
દ્વારા) બીજાઓને ચરણ આચરવામાં જોડે છે.
(હવે ગાથા શરૂ કર્યા પહેલાં તેની સાથે સંધીને અર્થે
શ્રી અમૃતચંદ્રાચાર્ય દેવે પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવા
માટે જ્ઞાન–તત્ત્વ–પ્રજ્ઞાપન અધિકારની પહેલી ત્રણ
ગાથાઓ લખી છે.)
સુર અસુર–નરપતિવંદ્યને, પ્રવિનષ્ટઘાતિકર્મને,
પ્રણમન કરું હું ધર્મકર્તા તીર્થ શ્રી મહાવીરને; ૧.
વળી શેષ તીર્થંકર અને સૌ સિદ્ધ શુદ્ધાસ્તિત્વને,
મુનિ–જ્ઞાન–ગ–ચારિત્ર–તપ–વીર્યાચરણસંયુક્તને. ૨.
તે સર્વને સાથે તથા પ્રત્યેકને પ્રત્યેકને,
વંદું વળી હું મનુષ્યક્ષેત્રે વર્તતા અર્હંતને. ૩.
(હવે આ અધિકારની ગાથા શરૂ કરવામાં આવે છે.)
ए रीत प्रणमी सिद्ध, जिनवरवृषभ, मुनिने फरी फरी
श्रामण्य अंगीकृत करो, अभिलाष जो दुःखमुक्तिनी।२०१।।
અર્થઃ– જો દુઃખથી પરિમુક્ત થવાની ઇચ્છા હોય તો,
પૂર્વોક્ત રીતે (જ્ઞાનતત્ત્વ–પજ્ઞાપનની પહેલી ત્રણ
ગાથાઓ પ્રમાણે) ફરી ફરીને સિદ્ધોને, જિનવર વૃષભોને
(અર્હંતોને) તથા શ્રમણોને પ્રણમીને (જીવ) શ્રામણ્યને
અંગીકાર કરો.
ટીકાઃ– દુઃખથી મુક્ત થવાના અર્થી એવા મારા
આત્માએ જે રીતે ‘किच्चा अरहंताणं सिद्धाणं तह णमो
गणहराणं। अज्झावयवग्गाणं साहूणं चेदि सव्वेसिं।।
तेसिं विशुद्धदंसणणाणपहाणासमं समासेज्ज।
उवसंपयामि सम्मंजत्तो णिव्वाणसंपत्ती।।’
એમ અર્હંતો, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાયો તથા
સાધુઓને પ્રણામ–વંદનાત્મક નમસ્કારપૂર્વક વિશુદ્ધદર્શન
જ્ઞાનપ્રધાન સામ્ય નામના શ્રામણ્યને કે જેમાં આ ગ્રંથની
અંદર આવી ગયેલા (જ્ઞાન–તત્ત્વ–પ્રજ્ઞાપન અને જ્ઞેય
તત્ત્વ–પ્રજ્ઞાપન નામના) બે અધિકારની રચના વડે
સુસ્થિતપણું (સારી રીતે સ્થિરપણું) પ્રાપ્ત થયું છે તેને–
અંગીકાર કર્યું, તે રીતે બીજાનો આત્મા પણ, જો તે
દુઃખથી મુક્ત થવાનો અર્થી હોય તો, તેને અંગીકાર કરો.
તેને (શ્રામણ્યને) અંગીકાર કરવાનો જે યથાનુભૂત (–
જેવો અમે અનુભવ્યો છે તેવો) માર્ગ તેના પ્રણેતા અમે
આ ઉભા.
।। २०१।।
હવે શ્રમણ થવા ઇચ્છનાર પહેલાં શું શું કરે છે તે
ઉપદેશે છે.
निज बंधु वर्ग–विदाय लई, स्त्री–पुत्र–वडीलोथी छूटी,
ग–ज्ञान–तप–चारित्र वीर्याचार अंगीकृत करी।।२०२।।
અર્થઃ– બધું વર્ગની વિદાય લઈને, વડીલો સ્ત્રી અને
પુત્રથી મુક્ત કરવામાં આવ્યો થકો, જ્ઞાનાચાર,
દર્શાનાચાર ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારને
અંગીકાર કરીને...
ટીકાઃ– જે શ્રમણ થવા ઇચ્છે છે, તે પહેલાં જ બંધુ
અને
–––––––––––––––––––––––––––––––––––––
– એક પ્રસ્તાવ –
– ગુજરાતી ભાષાંતર ૮પ મિયાના સ્ટ્રીટ, મૈનપુરી,
(યુ. પી.)
તા. ૧૪ જુન ૧૯૪૭
“શ્રી જૈન સાહિત્ય સભા–મૈનપુરી એવો ઠરાવ કરે છે
કે સુવર્ણપુરી–સોનગઢમાં એક વાયુ પ્રવચન સ્થાન
(બ્રોાદચાસતનિગ સ્તાતિોન) સ્થાપિત કરવામાં આવે,
જેના દ્વારા વર્તમાન સમયના ઉત્કૃષ્ટ જૈન તત્ત્વવેત્તા શ્રી
કાનજી સ્વામીનાં પરમોપકારી આધ્યાત્મિક પ્રવચન
આખા જગતને સહેલાઈથી મળી શકે અને જેથી
જગતના મુમુક્ષુઓનું કલ્યાણ થાય.”
(સર્વ મતે પસાર)
મહતાબચંદ્ર જૈન (મંત્રી)
શ્રી જૈન સાહિત્ય સભા, મૈનપુરી
તા. ૨૩–૬–૪૭ના રોજ ઉપર્યુક્ત પ્રસ્તાવ શ્રી જૈન
સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ ઉપર આવ્યો હતો, જે મુમુક્ષુઓની
જાણ માટે અહીં પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.
–––––––––––––––––––––––––––––––––––––

PDF/HTML Page 7 of 29
single page version

background image
૧૯૦ઃ આત્મધર્મઃ ખાસ અંક
પુત્રથી પોતાને છોડાવે છે, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, તથા વીર્યાચારને અંગીકાર કરે છે. તે આ
પ્રમાણેઃ–
આ રીતે બંધુવર્ગની વિદાય લે છે; અહો આ પુરુષના શરીરના બંધુવર્ગમાં વર્તતા આત્માઓ! આ પુરુષનો
આત્મા જરા પણ તમારો નથી. એમ નિશ્ચયથી તમે જાણો. તેથી હું તમારી વિદાય લઉં છું. જેને જ્ઞાન જ્યોતિ પ્રગટ
થઈ છે એવો આ આત્મા આજે આત્મારૂપી જે પોતાનો અનાદિ બંધુ વર્ગ તેની પાસે જાય છે.
અહો આ પુરુષના શરીરના જનકના આત્મા! અહો આ પુરુષના શરીરની જનનીના આત્મા! આ પુરુષનો
આત્મા તમારાથી જનિત નથી એમ નિશ્ચયથી તમે જાણો. તેથી આ આત્માને તમે છોડો. જેને જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ
છે એવો આ આત્મા આજે આત્મારૂપી જે પોતાનો અનાદિ જનક તેની પાસે જાય છે. અહો આ પુરુષના શરીરની
રમણીના આત્મા! આ પુરુષના આત્માને તું રમાડતો નથી એમ નિશ્ચયથી તું જાણ. તેથી આ આત્માને તું છોડ. જેને
જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ છે એવો આ આત્મા આજે સ્વાનુભૂતિરૂપી જે પોતાની અનાદિ રમણી તેની પાસે જાય છે.
અહો આ પુરુષના શરીરના પુત્રના આત્મા! આ પુરુષના આત્માનો તું જન્ય નથી એમ નિશ્ચયથી તું જાણ. તેથી આ
આત્માને તું છોડ. જેને જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ છે એવો આ આત્મા આજે આત્મારૂપી જે પોતાનો અનાદિ જન્ય તેની
પાસે જાય છે. આ રીતે વડીલો, સ્ત્રી અને પુત્રથી પોતાનો આત્મા છોડાવે છે.
(અહીં એમ સમજવું કે, જે કોઈ જીવ મુનિ થવા ઇચ્છે છે, તે કુટુંબથી સર્વ પ્રકારે વિરક્ત જ હોય છે તેથી
કુટુંબની સંમતિથી જ મુનિ થવાનો નિયમ નથી. એમ કુટુંબના ભરોંસે રહેવાથી તો, જો કુટુંબ કોઈ રીતે સંમતિ ન જ
આપે તો મુનિ જ ન થઈ શકાય. આમ કુટુંબને રાજી કરીને જ મુનિપણું ધારણ કરવાનો નિયમ નહિ હોવા છતાં,
કેટલાક જીવોને મુનિ થતાં પહેલાં વૈરાગ્યના કારણે કુટુંબને સમજાવવાની ભાવનાથી પૂર્વોક્ત પ્રકારના વચનો નીકળે
છે. એવાં વૈરાગ્યનાં વચનો સાંભળી કુટુંબમાં કોઈ અલ્પ સંસારી જીવ હોય તો તે પણ વૈરાગ્યને પામે છે.)
(હવે નીચે પ્રમાણે પંચાચારને અંગીકાર કરે છેઃ)
(જેવી રીતે બંધુવર્ગની વિદાય લીધી, વડીલો, સ્ત્રી અને પુત્રથી પોતાને છોડાવ્યો) તેવી રીતે–અહો કાળ,
વિનય, ઉપધાન, બહુમાન, અનિહ્નવ, અર્થ, વ્યંજન અને તદુભયસંપન્ન જ્ઞાનાચાર! શુદ્ધ આત્માનો તું નથી એમ
નિશ્ચયથી હું જાણું છું, તોપણ ત્યાં સુધી તને અંગીકાર કરું છું કે જ્યાં સુધીમાં તારા પ્રસાદથી શુદ્ધ આત્માને ઉપલબ્ધ કરું.
અહો નિઃશંકિતતત્ત્વ, નિઃકાંક્ષિત્વ, નિર્વિચિકિત્સત્વ, નિર્મૂઢદ્રષ્ટિત્વ, ઉપબૃંહણ, સ્થિતિકરણ વાત્સલ્ય અને પ્રભાવના
સ્વરૂપ દર્શનાચાર! શુદ્ધ આત્માનો તું નથી એમ નિશ્ચયથી હું જાણું છું, તોપણ ત્યાં સુધી તને અંગીકાર કરું છું કે જ્યાં
સુધીમાં તારા પ્રસાદથી શુદ્ધ આત્માને ઉપલબ્ધ કરું. અહો મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિના કારણભૂત, પંચમહાવ્રત સહિત કાય–
વચન–મન–ગુપ્તિ અને ઇર્યા–ભાષા–એષણા–આદાન નિક્ષેપણ– પ્રતિષ્ઠા પન સમિતિસ્વરૂપ ચારિત્રાચાર! શુદ્ધ
આત્માનો તું નથી એમ નિશ્ચયથી હું જાણું છું, તોપણ ત્યાં સુધી તને અંગીકાર કરૂં છું કે જ્યાંસુધીમાં તારા પ્રસાદથી શુદ્ધ
આત્માને ઉપલબ્ધ કરું. અહો અનશન, અવમૌદર્ય, વૃત્તિપરિસંખ્યાન, રસપરિત્યાગ, વિવિક્ત શય્યાસન, કાયકલેશ,
પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગસ્વરૂપ તપાચાર! શુદ્ધ આત્માનો તું નથી એમ નિશ્ચયથી હું
જાણું છું તોપણ ત્યાં સુધી તને અંગીકાર કરૂં છું કે જ્યાં સુધીમાં તારા પ્રસાદથી શુદ્ધ આત્માને ઉપલબ્ધ કરું. અહો
સમસ્ત ઇતર આચારમાં પ્રવર્તાવનારી સ્વશક્તિના અગોપનસ્વરૂપ વીર્યાચાર! શુદ્ધ આત્માનો તું નથી એમ નિશ્ચયથી
હું જાણું છું, તોપણ ત્યાં સુધી તને અંગીકાર કરૂં છું કે જ્યાં સુધીમાં તારા પ્રસાદથી શુદ્ધ આત્માને ઉપલબ્ધ કરું.–આ રીતે
જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર તથા વીર્યાચારને અંગીકાર કરે છે.
(સમ્યગ્દ્રષ્ટિ જીવ પોતાના સ્વરૂપને જાણે છે–અનુભવે છે, અન્ય સમસ્ત વ્યવહારભાવોથી પોતાને ભિન્ન
જાણે છે. જ્યારથી તેને સ્વ–પરના વિવેકરૂપ ભેદવિજ્ઞાન પ્રગટ થયું હતું ત્યારથી જ તે સકલ વિભાવભાવોનો ત્યાગ
કરી ચૂકયો છે અને ત્યારથી જ એણે ટંકોત્કીર્ણ નિજભાવ અંગીકાર કર્યો છે. તેથી તેને નથી કાંઈ ત્યાગવાનું રહ્યું કે
નથી કાંઈ ગ્રહવાનું–અંગીકાર કરવાનું રહ્યું. સ્વભાવ–દ્રષ્ટિની અપેક્ષાએ આમ હોવા છતાં, પર્યાયમાં તે પૂર્વબદ્ધ
કર્મોના ઉદયના નિમિત્તે અનેક પ્રકારના વિભાવભાવો રૂપે પરિણમે છે. એ વિભાવ પરણતિ નહિ છૂટતી દેખીને તે
આકુળ વ્યાકુળ પણ થતો નથી તેમ જ સમસ્ત

PDF/HTML Page 8 of 29
single page version

background image
પ્રથમશ્રાવણઃ૨૪૭૩ઃ ૧૯૧ઃ
વિભાવપરિણતિને ટાળવાનો પુરુષાર્થ કર્યા વિના પણ
રહેતો નથી. સકલ વિભાવ પરિણતિ રહિત
સ્વભાવદ્રષ્ટિના જોરરૂપ પુરુષાર્થથી ગુણસ્થાનોની
પરિપાટીના સામાન્ય ક્રમ અનુસાર તેને પહેલાં અશુભ
પરિણતિની હાનિ થાય છે અને પછી ધીમે ધીમે શુભ
પરિણતિ પણ છૂટતી જાય છે. આમ હોવાથી તે શુભ
રાગના ઉદયની ભૂમિકામાં ગૃહવાસનો અને કુટુંબનો
ત્યાગી થઈ વ્યવહારરત્નત્રયરૂપ પંચાચારોને અંગીકાર
કરે છે. જો કે જ્ઞાન ભાવથી તે સમસ્ત શુભાશુભ
ક્રિયાઓનો ત્યાગી છે તોપણ પર્યાયમાં શુભ રાગ નહિ
છૂટતો હોવાથી તે પૂર્વોક્ત રીતે પંચાચારને ગ્રહણ કરે છે.
।। २०२।।
અપૂર્વ અવસરની ભાવના
લગભગ ૮–૨૦ મિનિટે તે વાંચન પૂરું થઈ ગયું હતું.
ત્યારબાદ “અપૂર્વ અવસર એવો ક્યારે આવશે” એ
કાવ્ય હિંમતલાલભાઈ ગવડાવતા હતા અને મુમુક્ષુઓ
ઝીલતા હતા. તેમણે લગભગ ૮ ગાથા ગવડાવ્યા બાદ
પૂજ્ય ગુરુદેવશ્રીએ ગવડાવવાનું શરૂ કર્યું હતું. અપૂર્વ
અવસરની ભાવના વખતનું એ દ્રશ્ય ઘણું સુંદર–વૈરાગ્ય
પ્રેરક હતું. તેમાં જ્યારે ‘એકાકી વિચરતો’ એ ગાથા
આવી ત્યારે તો એમ થતું હતું કે–જાણે પર દ્રવ્યો અને
પરભાવોના સંગથી છૂટો પડીને આત્મા પોતાના એકાકી
સ્વરૂપમાં જ વિચરવા માંડયો હોય! અન્ય એ એકાકી
દશા. જેમ વનવિહારી મુનિઓ એકબીજાથી નિરપેક્ષ હોય
છે તેમ તે વખતે સર્વે મુમુક્ષુઓ પણ એક બીજાથી
નિરપેક્ષ થઈને પોતપોતાની ભાવનામાં મસ્ત હતાં.
જંગલ વસાવ્યું રે જોગીએ
૯–૦ વાગે અપૂર્વઅવસરની ભાવના પૂરી થઈ હતી.
ત્યારબાદ પૂજ્ય બેનશ્રીબેને નીચેનું પ્રસંગોચિત્ત સ્તવન
ગવડાવ્યું હતું.
(ભરથરી રાગ)
જંગલ વસાવ્યું રે જોગીએ, તજી તનડાની આશજી,
વાત ન ગમે આ વિની આઠે પહોર ઉદાસજી. જં. ૧
સેજ પલંગ પર પોઢતાં, મંદિર ઝરૂખા માંયજી;
તેને નહિ તૃણ સાથરો, રહેતા તરૂતલ છાંયજી–જં. ૨
સાલ દુશાલા ઓઢતાં, ઝીણા જરકશી જામજી;
તેણે રે ન રાખ્યું તૃણ વસ્ત્રનું, સહે શીર શીત
ઘામજી. જં. ૩
હાજી કહેતાં હજાર ઉઠતાં, ચાલતાં લશ્કર લાવજી;
તે નર ચાલ્યા રે એકલા, નહિ પેંજાર પાવજી–જં. ૪
ભલો રે ત્યાગ રાજા રામનો, ત્યાગી અનેક નારજી;
મંદિર–ઝરૂખા મેલી કરી, આસન કીધલાં દૂરજી–જં. પ
ધન્ય ધન્ય શ્રી સુકુમાર મુનિ, ગ્રહ્યું સ્વરૂપ નિર્ગ્રંથજી;
રાજ સાજ સુખ પરિહરી વેગે ચાલિયા વનજી–જં. ૬
એ વૈરાગ્ય વંતને જાઉં વારણે, બીજાં ગયા રે અનેકજી;
ધન્ય રે જનો એ અવનિ વિષે તેને કરું હું નમનજી–જં. ૭
વનયાત્રામાંથી પાછા ફરતાં
લગભગ ૯–૨૦ મિનિટે એ સ્તવન પૂરું થયા બાદ શ્રી
સીમંધર ભગવાન અને વનવાસી સંતોના જયજયકાર
ગજાવતાં સમસ્ત મુમુક્ષુમંડળ ત્યાંથી પાછું ફર્યું હતું. જાણે
વનમાં શ્રી સીમંધર ભગવાનનો દીક્ષા કલ્યાણક ઊજવીને
જ પાછાં આવતાં હોય,–એવી રીતે પાછા ફરતી વખતે
રસ્તામાં સીમંધર ભગવાનના દીક્ષાકલ્યાણકનું સ્તવન
ગવાતું હતું, તેની મુખ્ય બે કડીઓ નીચે મુજબ છે.
(સુંદર સુવર્ણપુરીમાં...એ રાગ)
વંદો વંદો પરમ વિરાગી ત્યાગી જિનને રે...
થાયે જિન દિગંબર મુદ્રાધારી દેવ–
શ્રી સીમંધર પ્રભુજી તપોવનમાં સંચર્યા રે...
જગત પ્રકાશક શાંતિધારી અહો તુજ દિવ્યતા રે..વંદો
સાધ્યું ધ્યાન ધ્યેય ને ધ્યાતા એકાકાર,
એવા વનવિહારી પ્રભુજી વીતરાગી થયા રે...વંદો
લગભગ ૯–૩૦ મિનિટે સ્વાધ્યાય મંદિર પહોંચ્યા
બાદ ત્યાં થોડી વાર ધૂન લેવાણી હતી.
એ રીતે મહાન વન યાત્રા થઈ અને જંગલમાં મંગળ થયું.
સુવર્ણપુરીનું સહેસાવન
સાંજે ભક્તિ વખતે પણ નીચેના પદો દ્વારા એ
પ્રસંગનો ઉત્સાહ વ્યક્ત થતો હતો–
તીર્થધામ શ્રી સુવર્ણપુરીમાં, સહેસાવન બહુ સોહે છે...
સદ્ગુરુદેવના ચરણ કમળથી સહેસાવન બહુ સોહે રે...
સહેસાવનમાં ભક્ત વૃંદોમાં સદ્ગુરુદેવ બહુ સોહે રે...
સહેસાવનમાં સદ્ગુરુદેવને ચારિત્ર ભાવના ઉલ્લસી રે...
સહેસાવનમાં અપૂર્વ ભક્તિ સદ્ગુરુદેવની સુણી રે...
પૂ. ગુરુદેવશ્રી સાથેની એ વનયાત્રા વખતે
ગીરનારની યાત્રાના સંસ્મરણો તાજાં થયાં હતાં, એ
વનયાત્રા આત્માર્થીઓના હૃદયમાં ચિરંજીવ બની રહેશે.
ધન્ય સંતો તમારૂં વનવિહારી જીવન! અને
ધન્ય એ જીવનની ભાવના.

PDF/HTML Page 9 of 29
single page version

background image
ઃ ૧૯૨ઃ આત્મધર્મઃ ખાસ અંક
ગોસળીયાનું દ્રષ્ટાંત આપીને શ્રીગુરુ સમજાવે છે
આત્મસ્વભાવ
વીર સં. ૨૪૭૩, વૈશાખ વદ ૮ના વ્યાખ્યાનમાંથી
શ્રીમદ્ રાજચંદ્રજીએ એક વખત ‘ગોસળીયા’ નો દાખલો આપ્યો હતો. એક ગામડામાં એક બાઈ હતી, તેને
ગોસળીયા નામનો છોકરો હતો. તે છોકરાનો બાપ ગુજરી ગયો હતો, અને બાઈ સાધારણ સ્થિતિની હતી. જ્યારે
ગોસળીયો દસ–બાર વર્ષની ઉંમરનો થયો ત્યારે તેની બાએ તેને થોડાક રૂપિયા આપીને કહ્યું કે તું બાજુના શહેરમાં
જઈને કાંઈક માલ લાવીને વેપાર કર, જેથી ગુજરાન ચાલે. ગોસળીયાએ કહ્યું–બા, હું મોટા શહેરની બજારમાં જાઉં ને
ત્યાં બજારમાં ઘણા માણસોની ભીડ વચ્ચે ગોસળીઓ ખોવાઈ જાય તો? આ સાંભળતાં જ તેની માએ વિચાર્યું કે–
અરરર! ગજબ થઈને! તું પોતે ગોસળીયો, ને તું ખોવાઈ જા? માતાએ કહ્યું–જો ભાઈ! તું પોતે ગોસળીયો છો,
ગોસળીયો ક્યાંય ખોવાય જાય નહિ; છતાં જો તને ગોસળીયો ખોવાઈ જવાની શંકા પડે તો તારા હાથમાં આ દોરો
બાંધી દઉં છું તે દોરો જોઈને નક્કી કરી લેજે. એમ કહીને માતાએ તેના હાથે દોરો બાંધી દીધો અને ગોસળીયાભાઈ
તો બાજુના શહેરમાં ખરીદી કરવા ઉપડયા.
ગોસળીયા પાસે થોડા જ રૂપિયા હતા તેથી તેને હળદર, મરચાં વગેરે પરચુરણ ચીજો લેવાની હતી. શહેરમાં
જઈને ગોસળીયાએ વિચાર્યું કે–અહીં (હળદર વગેરેની દુકાનો પાસે) તો થોડા માણસો છે તેથી ભાવ વધારે હશે;
અને જ્યાં સટોડિયાની બજાર હતી ત્યાં ઘણા માણસો જોઈને વિચાર્યું કે અહીં ઘણા માણસો છે તેથી સસ્તો ભાવ હશે.
એમ ધારીને તે ત્યાં ગયો. એને લેવા’ તા હળદર, મરચાં, ને ગયો સટાબજારમાં! સટાબજારમાં ઘણાં માણસોની
દોડાદોડી વચ્ચે તેના હાથનો દોરો છૂટી ગયો.
સટ્ટાબજારમાં હળદર–મરચાં નથી મળતાં, એમ ધારીને પાછો હળદર મરચાંવાળાની દુકાને ગયો. ત્યાં
માણસોની ભીડ ઓછી હતી. ત્યાં આવીને ગોસળીયાએ વિચાર્યું કે ત્યાં ઘણા માણસો વચ્ચે ગોસળીયો ખોવાઈ
તો નથી ગયોને? માટે લાવ દોરો તપાસી જોઊં...હાથ સામે જોતાં દોરો ન દેખાણો...‘હાય, હાય! ગોસળીયો
ક્યાંય ખોવાઈ ગયો!’ એમ ધારીને એ તો આખા શહેરમાં ગોસળીયાને શોધવા મંડયો...સાંજ સુધી રખડયો
પણ શહેરમાં ક્યાંય ગોસળીયો જડયો નહિ. કેમકે તેની માએ કહ્યું હતું કે જેને હાથે દોરો બાંધ્યો હોય તેને
ગોસળીયા તરીકે ઓળખી લેજે. પણ એને દોરો દેખાણો નહિ. ગોસળીયો પોતે અને શોધે બહારમાં, એ તો ક્યાંથી જડે? છેવટે સાંજે તેણે વિચાર્યું કે આ શહેરની ભીડથી કંટાળીને ગોસળીયો તેના ગામડામાં પાછો ચાલ્યો
ગયો હશે, માટે હવે ગામડામાં જઈને શોધું. એમ ધારીને તે પાછો ગામડામાં ગયો, અને ઘેર જઈને માતાને
કહ્યું–અરે બા! ગોસળીયો તો ખોવાઈ ગયો! ઘણી તપાસ કરી પણ પાછો જડયો નહિ. તેની માતાએ કહ્યું–
ભાઈ! તું થાકી ગયો હઈશ તેથી સૂઈ જા, પછી આપણે ગોસળીયાને ગોતશું. ગોસળીયો સૂઈ ગયો; ત્યારે તેની
માએ તેના હાથે દોરો બાંધી દીધો. થોડીવારે ગોસળીઓ જાગ્યો અને હાથ તરફ જોયું તો ત્યાં દોરો દેખાણો તરત
જ તે બોલી ઉઠયો– એ બા, ગોસળીયો જડી ગયો. માતાએ કહ્યું–અરે દીકરા! ગોસળીયો ક્યાંય ખોવાણો ન
હતો, ગોસળીયો તો ગોસળીયામાં જ હતો. દોરા વખતે તે જ હતો. અને દોરો છૂટયો ત્યારે પણ તે જ હતો. પણ
તને ભ્રમ પડી ગયો હતો તેથી તું બહારમાં શોધતો હતો.
આ તો દ્રષ્ટાંત છે, હવે તેનો સિદ્ધાંત આત્મા ઉપર ઉતરે છે.
ગોસળીયો એટલે અજ્ઞાની જીવ; અનાદિથી પોતાના સ્વરૂપની તેને ખબર નથી. જ્યારે તેને ધર્મશ્રવણની
જિજ્ઞાસા થઈ ત્યારે સદ્ગુરુએ તેને કહ્યું ભાઈ, ધર્મની સમજણ કરો; ધર્મ સમજ્યાં વગર ક્યાં રખડશો? માટે કાંઈક
ધર્મનો વેપાર કરો તો શાંતિ પ્રગટે. આ સાંભળીને હજી આત્માની સમજણની કાંઈ મહેનત કર્યા પહેલાં તો ગોસળીયા
જેવો અજ્ઞાની જીવ કહે છે કે–પ્રભુ! ધર્મ તો સમજવો છે પરંતુ પછી ઘણા કર્મનો ઉદય આવે અને આત્માને ભૂલી
જવાય તો?–ધર્મનો વેપાર કરતાં કરતાં કર્મની ભીડ વચ્ચે હું આખો આત્મા પોતે જ ખોવાઈ જઊં તો? હજી ધર્મ
કર્યા પહેલાં જ અજ્ઞાનીને આવી શંકા ઊઠે છે તો તે ધર્મ કેવી રીતે કરશે? સદ્ગુરુ તેને કહે છે કે અરે નમાલા! તને
તારા આત્માની શ્રદ્ધા નથી, તારા ચૈતન્ય તત્ત્વનું જોર ભાસતું નથી

PDF/HTML Page 10 of 29
single page version

background image
પ્રથમશ્રાવણઃ૨૪૭૩ઃ ૧૯૩ઃ
અને તને તારા પુરુષાર્થનો ભરોસો નથી. જીવની પ્રતીતિવાળાને પડવાની શંકા ન હોય. પોતાના જીવ સ્વભાવને
ભૂલીને પોતાને વિકારી અને અજીવ માને તો પડે. જે જીવો પડયા હોય તેઓ જીવને ચૂકયા તેથી પડયા છે. જીવ
દ્રવ્યની પ્રતીતિ કરીને અજીવથી જુદાપણે પોતાના સ્વભાવમાં ટકયો અને એમ પ્રતીત કરી કે મારા તત્ત્વમાં અજીવનો
પ્રવેશ ત્રણકાળમાં નથી. એવી પ્રતીતવાળાને પડવાની શંકા ન હોય...છતાં અજ્ઞાની કહે છે કે આગળ જતાં કર્મનો
તીવ્ર ઉદય આવે અને પડી જઈએ તો! ત્યારે શ્રીગુરુ કહે છે કે હે ભાઈ, અમે તને સાચી શ્રદ્ધારૂપી દોરો બાંધી દઈએ
છીએ, તેના વડે તારા આત્માને વિકારથી અને કર્મથી જુદો ઓળખી લેજે. પરમપારિણામિક નિર્મળ સ્વભાવ તે તું
છો, તું જ્ઞાન સ્વરૂપ છો, તારા જ્ઞાનમાં અજ્ઞાન ન હોય, પુણ્યપાપ ન હોય, મિથ્યાત્વ ન હોય, કર્મ ન હોય. એવા તારા
જ્ઞાન સ્વભાવને બધાયથી જુદાપણે પ્રતીતમાં ટકાવી રાખજે, તેથી તારો આત્મા ખોવાય નહિ જાય, તારામાં
અજ્ઞાનનો પ્રવેશ નહિ થાય અને મુક્તિમાર્ગે જતાં તું પાછો પડીશ નહિ.
–પરંતુ અજ્ઞાનીને રાગમાં પોતાપણાનો ભ્રમ પડી જાય છે, એટલે કે રાગ એ જ જાણે કે આત્મા હોય એમ તે
માને છે અને રાગથી ભિન્ન આત્મસ્વભાવને ભૂલી જાય છે. તેને ભ્રમ પડે છે કે આ રાગ થયો તેમાં મારો આત્મા
ખોવાઈ ગયો. જ્ઞાનીઓ તેને કહે છે કે ભાઈ તું શાંત થઈને તારા સ્વરૂપને જો. રાગ વખતે પણ તારો સ્વભાવ તો
એવો ને એવો જ છે, પણ તને રાગમાં એકત્વપણાનો ભ્રમ પડયો છે તેથી તારો ભિન્ન સ્વભાવ તારા અનુભવમાં
આવતો નથી. તારો સ્વભાવ તો ત્રિકાળ ચૈતન્ય સ્વરૂપ છે, એ ચૈતન્ય સ્વરૂપ લક્ષણ વડે તું તારા આત્માને ઓળખી
લે. એ ચૈતન્યલક્ષણરૂપ તારો આત્મા તો રાગ થાય તે વખતે પણ તેથી જુદા સ્વભાવે ટકનારો છે. માટે આત્મા
ખોવાઈ જાય અર્થાત્ આત્મા વિકારી છે–એવો ભ્રમ તું છોડ અને તારા સ્વભાવને માન.
–આમ જ્યારે શ્રીગુરુ વારંવાર સમજાવે છે ત્યારે પાત્ર જીવ સ્વસન્મુખ થઈને ચૈતન્યસ્વભાવની દ્રષ્ટિથી
પોતાનું સ્વરૂપ સમજે છે; ત્યારે તેને ભાન થાય છે કે અહો! હું આત્મા તો સદાય પરિપૂર્ણ શુદ્ધ સ્વભાવવાળો જ
છું, મારો સ્વભાવ કદી કોઈમાં ભળી ગયો ન હતો તેમજ વિકારી થયો ન હતો. એમ ત્રિકાળી સ્વભાવ સમજ્યા
પછી અને તેની પ્રતીતિ કર્યા પછી તેને કર્મથી પડવાની શંકા કદી થતી નથી. જેમ દોરો છૂટયો ત્યારે પણ
ગોસળીયો જ હતો અને દોરો હતો ત્યારે પણ તે તો તે જ હતો, પણ તે ભ્રમથી ભૂલી ગયો હતો, તેમ વિકાર
વખતે પણ જીવનો સ્વભાવ તો એવોને એવો જ છે, અજ્ઞાની તેને ભૂલી રહ્યો છે, જ્ઞાની તેને તે બતાવે છે. ભ્રમ
ટળીને સાચું ભાન થતાં પોતે પોતાના પારિણામિકભાવને ઓળખે છે અને તે પારિણામિકભાવના લક્ષે
અનાદિનો ઔદયિકભાવ ટળીને ઔપશમિક વગેરે ભાવો પ્રગટે છે. શ્રીગુરુ એ પારિણામિકભાવને ઓળખાવે છે,
જીવ જો પોતાના પારિણામિકભાવની શ્રદ્ધારૂપી દોરો આત્મા સાથે બાંધી દ્યે તો તે સંસારમાં ખોવાઈ જાય નહિ–
અર્થાત્ તેની અવશ્ય મુક્તિ જ થાય.
* * * * *
– આજીવન બ્રહ્મચર્ય–
માલવાણ ગામના રહીશ ભાઈ દેવશીભાઈ રામજી શાહ તથા તેમના ધર્મપત્ની ચંચળબેન–એ બન્નેએ,
શ્રુતપંચમીના દિવસે પૂજ્ય સદ્ગુરુદેવશ્રી પાસે આજીવન–બ્રહ્મચર્ય અંગીકાર કર્યું છે.
સમયસાર–પ્રવચનો ભાગ–૪
આ ભાગમાં સમયસારજીના કર્તાકર્મ અધિકાર (ગા. ૬૯ થી ૧૪૪) ઉપરના પ્રવચનોનો સમાવેશ થાય છે.
આ પુસ્તકમાં પપ૦ પાનાં છે. તેની પડતર કિંમત લગભગ રૂા. ૩–૮–૦ હોવા છતાં તેની કિંમત રૂ. ૩–૦–૦
રાખવામાં આવી છે. કર્તાકર્મ સંબંધી આવું સ્પષ્ટીકરણ અન્યત્ર કોઈ ગ્રંથમાં નથી...એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ ન
કરી શકે–ઇત્યાદિ જૈનદર્શનના મુળભૂત સિદ્ધાંતો દ્વારા વસ્તુ સ્વરૂપ સમજવા માટે આ પુસ્તક મુમુક્ષુઓને અત્યંત
ઉપયોગી છે.
બાલ પદ્મપુરાણ
હિંદી બાલપદ્મપુરાણના આધારે ગુજરાતી અનુવાદ કરીને છપાવેલ છે આમાં શ્રીરામચંદ્રજીનું જીવનચરિત્ર છે.
પાનાં–૬૪ કિંમત ૦–૬–૦ છે. બાળકોને વિશેષ ઉપયોગી છે.
પ્રાપ્તિસ્થાન–શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ–સોનગઢ–કાઠિયાવાડ

PDF/HTML Page 11 of 29
single page version

background image
ઃ ૧૯૪ઃ આત્મધર્મઃ ખાસ અંક
સ્વતંત્રતા ત્યાં યથાર્થતા ને યથાર્થતા ત્યાં વીતરાગતા
(વૈશાખ વદ–૧૨, તા. ૧૭, પ, ૪૭ના રોજ પંચાસ્તિકાય ગાથા પ૮ ઉપર પૂ. ગુરુદેવશ્રીનું વ્યાખ્યાન)
જ્યાં સ્વતંત્રતા છે ત્યાં યથાર્થતા છે અને જ્યાં યથાર્થતા છે ત્યાં વીતરાગતા છે.
વસ્તુ છે, તે સ્વતંત્ર છે. વસ્તુનો સ્વભાવ જ સ્વતંત્ર છે જો વસ્તુ પરને આધીન કહો તો તેની સ્વતંત્રતા
રહેતી નથી, અને તેથી તે વસ્તુનું યથાર્થ સ્વરૂપ નથી, વસ્તુનું યથાર્થ સ્વરૂપ જાણ્યા વગર જ્ઞાનમાં યથાર્થતા થતી
નથી. અને જ્ઞાનમાં યથાર્થતા થયા વગર વીતરાગતા થતી નથી.
વસ્તુની સ્વતંત્રતા છે, તે સ્વતંત્રતાને યથાર્થ જાણવાનું ફળ વીતરાગતા છે. વસ્તુની સ્વતંત્રતા જાણતાં
પરાધીનભાવ ટળીને સ્વાધીનભાવ પ્રગટે છે, અને સ્વાધીન ભાવ તે યથાર્થભાવ છે, યથાર્થભાવ તે વીતરાગ
ભાવ છે.
સૌથી પહેલાં એમ નક્કી કરવું જોઈએ કે બધી વસ્તુ સ્વતંત્ર છે, હું સ્વતંત્ર વસ્તુ છું, પરથી ભિન્ન છું, મારા
ભાવ હું સ્વતંત્રપણે કરું છું. આમ સ્વતંત્રતા માનીને, વિકારમાં પર વસ્તુ નિમિત્ત છે એમ પરનું જ્ઞાન કરે તેમાં પણ
સ્વતંત્રતા રાખીને જ્ઞાન કરવું જોઈએ. રાગમાં પરવસ્તુ નિમિત્ત છે એટલે કે મારા ત્રિકાળી સ્વભાવના લક્ષે વિકાર
થતો નથી પણ પરના લક્ષે ક્ષણિક વિકાર થાય છે, તે વિકાર મારો ત્રિકાળી સ્વભાવ નથી.
સ્વતંત્રતાના ભાન વડે પહેલાં પોતાને પરથી ભિન્ન જાણ્યો અને પછી વિકારથી પણ ભિન્ન પોતાનો
સ્વભાવ જાણ્યો. પરથી તો ભિન્ન છું, અને મારા સ્વભાવના આશ્રયે વિકારની ઉત્પત્તિ નથી માટે મારા સ્વરૂપમાં
વિકાર નથી, એમ ત્રિકાળી વિકારરહિત સ્વભાવને જાણ્યો અને તેના આશ્રયે સ્વતંત્ર ભાવ પ્રગટયો; તે યથાર્થભાવ
છે અને તે વીતરાગભાવ છે.
જો પરવસ્તુ આત્માને વિકાર કરાવતી હોય તો આત્માની સ્વતંત્રતા જ ન રહે. અને જો પરના લક્ષ વગર
એકલા આત્માના લક્ષે વિકાર થતો હોય તો વિકાર તે આત્માનો સ્વભાવ જ થઈ જાય, તો પછી તે વિકાર કોના લક્ષે
ટળે? આત્મામાં પાંચ ભાવો છે તે દરેક સ્વતંત્ર છે. ૧– વિકારી, ૨–કાંઈક વિકારી ને કાંઈક શુદ્ધ ૩–જેમાં વિકાર
દબાઈ ગયો હોય અને શુદ્ધતા પ્રગટ હોય એવો, ૪–જેમાં સંપૂર્ણ શુદ્ધતા પ્રગટી છે ને વિકારનો ક્ષય થઈ ગયો છે
એવો અને પ–ત્રિકાળ એકરૂપ–એવા પાંચ પ્રકારના ભાવો આત્મામાં છે, તેને ક્રમસર ઔદયિક, ક્ષાયોપશમિક,
ઔપશમિક, ક્ષાયિક અને પારિણામિકભાવ કહેવાય છે. વિકારી હો કે અવિકારી હો–તે દરેકભાવ સ્વતંત્ર છે. જો પાંચે
ભાવમાં જીવ સ્વતંત્રતા ન માને તો તેના જ્ઞાનમાં યથાર્થતા થાય નહિ અને જ્ઞાનમાં યથાર્થતા થયા વગર સ્વભાવ
લક્ષે પરથી ખસીને વીતરાગતા થાય નહિ.
આત્માની પર્યાયમાં રાગ થાય અને તે રાગને પોતાનો સ્વભાવ માને તો તે ઊંધા ભાવ કરવામાં પણ
સ્વતંત્ર છે, રાગ થાય પણ રાગરહિત શુદ્ધસ્વભાવ છે એવું ભાન કરે તો તે ભાવ કરવામાં પણ જીવ સ્વતંત્ર છે, રાગ
મારૂં સ્વરૂપ નથી એવા ભાનપૂર્વક રાગને ડાટે (દાબી દે) તેમાં પણ જીવ સ્વતંત્ર છે, અને સ્વભાવના ભાનપૂર્વક
શુદ્ધતા પ્રગટ કરીને રાગનો સર્વથા નાશ કરે તેમાં પણ જીવ સ્વતંત્ર છે. આવી સ્વતંત્રતા તે જ યથાર્થતા છે. એ
સ્વતંત્રતામાં જરાય પરાધીનતા માનવી તે અયથાર્થતા છે, અને એ અયથાર્થતામાં એકલો રાગ છે પણ તેમાં
વીતરાગતા નથી, એટલે તેમાં પરાશ્રયભાવ છોડીને સ્વાશ્રય તરફ ઢળવાનો ભાવ પ્રગટતો નથી.
સ્વતંત્રતા, યથાર્થતા ને વીતરાગતામાં સમ્યગ્દર્શન જ્ઞાન–ચારિત્ર આવી જાય છે. વસ્તુની સ્વતંત્રતા માનવી
તે સાચી શ્રદ્ધા છે, સાચી શ્રદ્ધા થતાં જ્ઞાનમાં યથાર્થતા થાય છે, અને તેના ફળરૂપે વીતરાગતા પ્રગટે છે. પહેલાં
આત્માના સ્વતંત્ર સ્વભાવનું ભાન કરતાં વીતરાગી દ્રષ્ટિ પ્રગટે છે, વીતરાગી દ્રષ્ટિ થતાં જ્ઞાન પણ વીતરાગી થાય છે,
અને પછી તે સ્વતંત્ર સ્વભાવમાં લીન થતા વીતરાગી ચારિત્ર પ્રગટે છે.
મારા આત્માની પર્યાયમાં જે વિકાર થાય છે તે મારી પર્યાયના કારણે થાય છે, પરલક્ષે વિકાર થાય છે પણ
પર વસ્તુ વિકાર કરાવતી નથી, એક સમય પૂરતો જે સ્વતંત્ર વિકાર છે, તે મારા ત્રિકાળી સ્વભાવમાં નથી. એમ
વિકારનું લક્ષ છોડીને સ્વભાવના લક્ષે વીતરાગી દ્રષ્ટિ થાય છે. પહેલાં સ્વતંત્રતા ન સમજે તો વીતરાગી દ્રષ્ટિ થાય
નહિ, અને વીતરાગી દ્રષ્ટિ થયા વગર વીતરાગી ચારિત્ર પ્રગટે નહિ.
બધાય પરદ્રવ્યોની અવસ્થા તેના જ કારણે થાય છે, તેઓ બધા સ્વતંત્ર છે અને હું પણ સ્વતંત્ર છું, મારી
અવસ્થા મારાથી થાય છે. આમ જ્યાં સુધી જીવ સ્વતંત્રતા નક્કી ન કરે ત્યાંસુધી પર વસ્તુના લક્ષથી ખસીને
સ્વભાવના લક્ષ તરફ તે ઢળે નહિ અને જ્ઞાનમાં યથાર્થતા પ્રગટ થાય નહિ. જેને આત્માની સ્વતંત્રતા પ્રગટ કરવી
હોય તેણે પ્રથમ વસ્તુની સ્વતંત્રતા સમજવી જોઈએ.

PDF/HTML Page 12 of 29
single page version

background image
પ્રથમશ્રાવણઃ૨૪૭૩ઃ ૧૯પઃ
વિકાર સ્વતંત્ર છે, પરવસ્તુ વિકાર કરાવતી નથી, એટલું પરથી ભિન્નપણું માને તો તે યથાર્થતા છે અને
તેમાં પરપ્રત્યે ઉદાસ થઈને પર લક્ષ છોડયું તેટલી વીતરાગતા છે. પછી, જે વિકાર થાય છે તે ક્ષણિક અવસ્થામાં છે,
તે ક્ષણે ક્ષણે નાશ પામે છે, મારા આખા સ્વભાવમાં વિકાર નથી–એમ સ્વભાવ સન્મુખ થઈને જે નિર્ણય કર્યો તે
વીતરાગીદ્રષ્ટિ થઈ. સ્વતંત્ર સ્વભાવમાં રાગ નથી, તે સ્વભાવના નિર્ણયમાં રાગ નથી અને રાગવડે તે સ્વભાવનો
નિર્ણય થતો નથી. વિકાર રહિત શુદ્ધ ચૈતન્ય સ્વભાવનો નિર્ણય કર્યો એટલે વિકારથી ઉદાસીન થઈ ગયો. આ
વીતરાગીદ્રષ્ટિ સ્વતંત્ર છે એટલે તેમાં પરની અપેક્ષા નથી અને વિકારભાવથી કલ્યાણ થાય એવી માન્યતા રહી નથી.
હજી વીતરાગી ચારિત્રભાવ પ્રગટયો નથી અને વિકાર ટળ્‌યો નથી પરંતુ વીતરાગી દ્રષ્ટિવડે વિકારભાવ પ્રત્યે ઉદાસ
થઈ ગયો છે.
વિકાર કરું હું અને અવિકારી સ્વભાવના ભાન વડે વિકાર ટાળું પણ હું–એમ વિકાર અને અવિકાર ભાવમાં
પોતાની સ્વતંત્રતા માને તો યથાર્થતા થાય છે અને તે યથાર્થતામાં સ્વભાવનો આદર અને વિકારનો અનાદર છે–
એવો વીતરાગભાવ થાય છે. એ રીતે સ્વતંત્રતા સમજતાં યથાર્થતા થાય છે અને યથાર્થતા થતાં વીતરાગતા થાય છે,
અને વીતરાગતા તે મુક્તિનું કારણ છે. આ સ્વતંત્રતા તે જ જૈનદર્શન છે; સ્વતંત્રતા તે વસ્તુનો સ્વભાવ છે અને
વસ્તુનો સ્વભાવ તે જ જૈનદર્શન છે; આમાં જરા પણ ફેર માને તો તે માન્યતામાં જૈનદર્શન રહેતું નથી.
જૈનદર્શન શું બતાવે છે? જૈનદર્શન વસ્તુની સ્વતંત્રતા બતાવે છે. દરેક વસ્તુ સ્વતંત્ર છે. વસ્તુ પોતાથી
અસ્તિ રૂપ અને પરથી નાસ્તિરૂપ–એમ અનેકાંત સ્વરૂપ છે એટલે કે દરેક વસ્તુ પોતાથી સ્વતંત્ર પરિપૂર્ણ છે અને તે
વસ્તુને અન્ય કોઈ વસ્તુઓ સાથે કાંઈ સંબંધ નથી,–એમ જૈનદર્શન દરેક વસ્તુને સ્વતંત્ર બતાવે છે. એક વસ્તુ બીજી
વસ્તુમાં કોઈ પ્રકારે કાંઈ કરી શકે નહિ, કેમ કે બધી જ વસ્તુ સ્વતંત્ર છે. જો એક વસ્તુમાં બીજી વસ્તુ કાંઈ પણ કરે
તો વસ્તુની સ્વતંત્રતા જ રહેતી નથી. વસ્તુ પોતે જ સ્વતંત્ર સ્વરૂપ છે એ સ્વતંત્રતાને જે જાણે તેના જ્ઞાનમાં
યથાર્થતા છે અને એ યથાર્થતા જ વીતરાગતાનું કારણ છે. રાગ કરે તેમાં સ્વતંત્ર, રાગ હોવા છતાં રાગરહિત
સ્વભાવનો નિર્ણય કરવામાં સ્વતંત્ર, રાગ ટાળીને વીતરાગતા પ્રગટ કરવામાં સ્વતંત્ર અને સાદિ અનંતકાળ
આનંદનો અનુભવ કરવામાં પણ સ્વતંત્ર. એ રીતે જીવ પોતાના દરેક ભાવમાં સ્વતંત્ર છે. કર્મો જીવને કાંઈ પણ ભાવ
કરાવતાં નથી, કે જીવ ઉપર કાંઈ પ્રભાવ પાડતાં નથી.
રાગ એટલે પરનો સંબંધ અને વીતરાગતા એટલે પરના સંબંધ રહિત સ્વતંત્રતા. જેણે પરનો સંબંધ માન્યો
તેને રાગની જ ઉત્પત્તિ છે અને જેણે સ્વતંત્ર સ્વભાવ માન્યો તેને વીતરાગતાની જ ઉત્પત્તિ છે. પરનો સંબંધ માનતાં
રાગની ઉત્પત્તિ થાય છે પરંતુ તે રાગ પર વસ્તુ કરાવતી નથી, તે રાગ પણ પોતે સ્વતંત્રપણે કરે છે. સ્વતંત્રતા
જાણવી તે યથાર્થતા છે અને તેમાંથી વીતરાગતાની ઉત્પત્તિ છે; અને પર સાથેનો સંબંધ માનવો તે મિથ્યાત્વ છે અને
તેમાંથી રાગની ઉત્પત્તિ છે.
સ્વતંત્રતાની પ્રતીતિ તે જ મુક્તિના ઉપાયની કળા છે. સ્વતંત્રતા સમજતાં જીવ સ્વભાવની અસ્તિના
ભાનપૂર્વક પરથી ઉદાસ થાય છે. પરથી ભિન્ન સ્વભાવની દ્રષ્ટિ થતાં વિકારથી ઉદાસ અને પરથી સર્વથા ઉદાસ ભાવ
થયો, એવી સમ્યક્ વીતરાગી શ્રદ્ધા તે જ મુક્તિની પહેલી કળા છે.
વસ્તુ પોતાના સ્વભાવથી ટકેલી છે, તેને પરનો આધાર નથી એટલે કે વસ્તુ સ્વતંત્ર છે. સ્વતંત્રતત્ત્વના
ભાન વગર એમ માની લ્યે કે આ રાગ હું નહિ ને શરીર હું નહિ, તો તે યથાર્થતા નથી. શરીર તું નહિ અને રાગ તું
નહિ, તો શરીર અને રાગથી ભિન્ન એવું સ્વતંત્ર તત્ત્વ શું છે? પોતાના સ્વતંત્ર સત્–અસ્તિ–સ્વભાવના ભાન વગર
નાસ્તિરૂપ શું છે તેની ખબર પડે નહિ. સ્વભાવ છે એવી સત્ની પ્રતીતિમાં, વિકાર અને પર નથી એવું ભાન પણ
સાથે જ છે. સ્વભાવની દ્રષ્ટિમાં રાગની નાસ્તિ માની એ જ વીતરાગી દ્રષ્ટિ છે. સ્વભાવના લક્ષે રાગ મારા
સ્વભાવમાં નથી એમ નિર્ણય ન કરે ત્યાં સુધી સ્વતંત્રતા અને વીતરાગતાનો ઉપાય પ્રગટયો નથી.
જ્ઞાનસ્વભાવને ચૂકીને પર લક્ષે વિકાર કરે તેમાં આત્માની સ્વતંત્રતા છે. વિકારની સ્વતંત્રતા માને તો
જ્ઞાનને પરથી પાછું વાળીને સ્વભાવ તરફ લંબાવે; સ્વભાવના લક્ષે વિકારરહિત સ્વભાવવાળો હું છું એવી
પ્રતીતિ કરવામાં પણ સ્વતંત્ર છે. પણ કર્મના ઉદયને લીધે રાગાદિ થાય એમ માને તો સ્વભાવને પરથી જુદો
કેમ જાણવો તેની તેને ખબર નથી. હજી પરથી પણ જે ખસતો નથી તે વિકારથી પણ ખસીને સ્વભાવની શ્રદ્ધા
શી રીતે કરશે?

PDF/HTML Page 13 of 29
single page version

background image
ઃ ૧૯૬ઃ આત્મધર્મઃ ખાસ અંક
વ્યાકરણના નિયમથી ‘કર્તા’ ની વ્યાખ્યા એમ છે કે સ્વતંત્રપણે જે કરે તે કર્તા. વસ્તુનો સ્વભાવ જ સ્વતંત્ર
છે. આત્મા પોતાના ભાવને સ્વતંત્રપણે કરે છે. તેથી ઉદય, ઉપશમ વગેરે પાંચ ભાવોનું સ્વરૂપ સમજાવતાં જ્ઞાનીઓ
કહે છે કેઃ–
હે આત્મા! તું સ્વતંત્ર છો. તારા પાંચે પ્રકારના ભાવ સ્વતંત્ર છે. તેમાં તારા ત્રિકાળ શુદ્ધ પારિણામિક
સ્વભાવની ઓળખાણ કરીને તેના લક્ષે એકાગ્રતા કર તો આનંદનો અનુભવ થાય. તારો વીતરાગી આનંદ તારામાં
જ સ્વતંત્ર છે. તારે તારા આનંદ માટે પરના અવલંબનની જરૂર પડે એવી તારામાં પરાધીનતા નથી. માટે તું
પરાધીનપણાની માન્યતા અને પરનું લક્ષ છોડીને તારા સ્વાધીન સ્વભાવની પ્રતીતિ કર.
શરીર સારૂં હોય તો આનંદ થાય, પૈસા હોય તો સુખ પ્રગટે–એમ જો તું તારા આનંદમાં પર વસ્તુઓની
જરૂર માન તો તેમાં તારી સ્વતંત્રતા ન રહી. અને સ્વતંત્રતા વગર તારા ભિન્ન તત્ત્વની યથાર્થતા ન રહી અને
યથાર્થતા વગર વીતરાગતા ન રહી.
જીવ પરનો કર્તા છે એમ માને તો સ્વતંત્રતા રહી નહિ. કર્મ જીવને વિકાર કરાવે એમ માને તો સ્વતંત્રતા
રહી નહિ. વિકારથી ધર્મ થાય અથવા તો પુણ્યભાવ કરતાં કરતાં આત્માને લાભ થાય અથવા તો વ્યવહાર કરતાં
કરતાં નિશ્ચય પ્રગટે એમ માને તો પણ જીવની સ્વતંત્રતા રહી નહિ. એમાં સ્વતંત્રતા ન રહી એટલે તે માન્યતામાં
યથાર્થતા ન આવી, યથાર્થતા ન આવી એટલે વીતરાગતા ન આવી, વીતરાગતા ન આવી એટલે જૈનમાર્ગ ન
આવ્યો...એટલે કે તે પરાધીનતા માનનાર જીવને પોતાના સ્વભાવની ઓળખાણ કરીને વિકારભાવને ટાળવાનો
અને સ્વતંત્રતા પ્રગટ કરવાનો ઉપાય પ્રગટયો નહિ. જો પોતાના ભાવની સ્વતંત્રતા માને તો સ્વાધીન–સ્વભાવના
આશ્રયે વિકાર ટાળે અને સ્વતંત્ર સુખરૂપ મુક્તદશા પ્રગટે. તેથી અહીં આચાર્યભગવાન સમજાવે છે કે હે ભાઈ, તારી
પર્યાયમાં ઔદયિકાદિ ચાર ભાવો થાય છે તે ભાવોનો કર્તા તું છો. એમ તું તારા ભાવોની સ્વતંત્રતા સ્વીકાર તો તે
યથાર્થતા છે અને એ દ્રષ્ટિ જ વીતરાગતા પ્રગટ થવાનું કારણ છે.
તારી હૈયાતિ તારાથી સ્વતંત્રપણે છે કે બીજાથી? અને તારૂં રૂપાંતર તારાથી સ્વતંત્રપણે થાય છે કે બીજાથી?
તારી હૈયાતિ તારાથી સ્વતંત્રપણે છે અને ચાર ભાવોરૂપ પરિણમન પણ તારી સ્વતંત્રતાથી જ થાય છે. કર્મ
પરમાણુઓ પોતાની સ્વતંત્રશક્તિથી ઉદયાદિરૂપે પરિણમે છે, તેમાં તારૂં કર્તવ્ય નથી.
બધી વસ્તુઓ તો સ્વતંત્ર જ છે, કોઈ વસ્તુને પરાધીન કરવા કોઈ સમર્થ નથી. પરંતુ કોઈ જીવ પોતાની
માન્યતામાં વસ્તુની સ્વતંત્રતા ન માને તો તેથી કાંઈ વસ્તુનું સ્વતંત્રપણું ટળી જતું નથી. પણ તે જીવના જ્ઞાનમાં
અયથાર્થતા થાય છે. જડ ચેતન સમસ્ત વસ્તુઓ સત્ છે, સત્ વસ્તુઓનું રૂપાંતર (પરિણમન) તેનાથી સ્વયં થાય
છે. બસ, વસ્તુ સત્ છે, ને સત્ છે તે સ્વતંત્ર છે, એ સ્વતંત્રતાની શ્રદ્ધા થતાં વીતરાગી દ્રષ્ટિ થાય છે, વીતરાગી દ્રષ્ટિ
થતાં જ્ઞાનમાં યથાર્થતા થાય છે અને એ જ વીતરાગતાનું કારણ છે. માટે સ્વતંત્રતા તે યથાર્થતા છે અને યથાર્થતા તે
વીતરાગતા છે.
વસ્તુની સ્વતંત્રતા છે, એ કાંઈ નવી કરવી નથી. પરંતુ અનાદિથી વસ્તુની સ્વતંત્રતાના ભાન વગર
પરાવલંબન માનીને જીવ રખડયો છે, તે ઊંધી માન્યતા છોડીને સ્વતંત્રતાને ઓળખે અને સ્વાવલંબનમાં ટકે તો
મુક્તદશા પ્રગટે. વસ્તુની સ્વતંત્રતાના ભાન વગર યથાર્થતા થશે નહિ અને જ્ઞાનમાં યથાર્થતા થયા વગર પર
પદાર્થોથી સાચી ઉપેક્ષા થશે નહિ, સ્વભાવલક્ષે પરની ઉપેક્ષા વગર વીતરાગતા થશે નહિ.
વસ્તુ સ્વભાવની સ્વતંત્રતાનું ભાન થતાં સ્વ–પરની ભિન્નતાનું ભાન થાય છે એટલે કે જ્ઞાનમાં યથાર્થતા
પ્રગટે છે, જ્ઞાનમાં યથાર્થતા પ્રગટતાં સ્વભાવના લક્ષે પર ભાવથી ઉદાસ થાય છે એટલે કે વીતરાગતા થાય છે; અને
વીતરાગતા થતાં મુક્તિ થાય છે; માટે સ્વતંત્રતાની દ્રષ્ટિ તે જ મુક્તિનું કારણ છે; અને સ્વતંત્ર તત્ત્વને પરાધીન
માનવું તે જ સંસારનું કારણ છે.
હું અને પર બધાં પદાર્થો સ્વતંત્ર છે, હું રાગ કરું તેના કારણે પર પદાર્થોમાં કાંઈ જ થતું નથી; ઉલટું તે
રાગભાવથી મારી પર્યાયનો વિકાસ અટકે છે એમ જે સમજે તે સર્વે પરદ્રવ્યોથી તો ઉદાસ થઈ ગયો અને વિકારથી
પણ ઉદાસ થઈ ગયો. પર–દ્રવ્યો પ્રત્યેની તીવ્ર ચિંતા ટળી ગઈ અને વિકારની રુચિ પણ ટળી ગઈ. સ્વભાવના લક્ષે
રાગનું જોર તૂટી ગયું. સ્વભાવની સ્વતંત્રતાના લક્ષે ક્ષણે ક્ષણે વિકારભાવ તૂટતો જાય છે અને વીતરાગતા વધતી
જાય છે; અને છેવટે સ્વતંત્ર સિદ્ધદશા પ્રગટ થાય છે.
આ રીતે, વસ્તુ સ્વભાવ સ્વતંત્ર છે, તે સ્વતંત્રતાની પ્રતીતમાં જ્ઞાનની યથાર્થતા છે અને તે યથાર્થતામાં
વીતરાગતા છે. માટે સ્વતંત્રતાની પ્રતીતિ કરો.... * * * * *

PDF/HTML Page 14 of 29
single page version

background image
પ્રથમશ્રાવણઃ૨૪૭૩ઃ ૧૯૭ઃ
અષ્ટ પ્રાભૃત પ્રવચના
–ટૂંકસારઃ લેખાંકઃ ૬
(શ્રી સમયસારજી પ્રતિષ્ઠા મહોત્સવ દિન વૈશાખ વદ ૮ વીર સં. ૨૪૭૨. દર્શન પાહુડ ગાથા ૮)
–આત્મધર્મ અંક ૪૨ થી ચાલુ–
(૧૧૭) ઉપદેશકે નિઃશંકપણે સત્નું સ્થાપન અને અસત્નું ઉથાપન કરવું જોઈએ.
આ અષ્ટપ્રાભૃતમાં દર્શનપ્રાભૃત વંચાય છે; તેમાં સમ્યગ્દર્શનનું સ્વરૂપ વર્ણવ્યું છે. અનંતકાળથી અજ્ઞાની
જીવો સમ્યગ્દર્શનના શરણ વગર અનંત–અનંત જન્મ–મરણ કરી ચૂકયા છે; એ જન્મ–મરણ ટાળવાનો મૂળ ઉપાય
સમ્યગ્દર્શન જ છે. જગતના જીવો સમ્યગ્દર્શનનું સાચું સ્વરૂપ જાણે અને ખોટી શ્રદ્ધા તથા ખોટી શ્રદ્ધાવાળાનું સેવન
છોડે તે માટે આચાર્યદેવ સમ્યગ્દર્શનનું સ્વરૂપ બતાવે છે. શ્રી કુંદકુંદ ભગવાન સત્ને સ્થાપે છે અને અસત્ને ઉથાપે
છે. જો એમ ન કરે તો જીવોને સત્ કઈ રીતે સમજાય? જગતમાં એવું કાંઈ નથી કે જે બધાયને સારૂં લાગે...સાચી
વાત કહેતાં ઠગને તે ન રુચે, પણ તેથી કાંઈ સાચી વાત કહેનારનો દોષ નથી.
સર્વજ્ઞ વીતરાગદેવની દિવ્યવાણીમાં વસ્તુનું સાચું સ્વરૂપ કહેવાય છે તેમ જ ૩૬૩ પાખંડી મતોનો નિષેધ પણ
આવે છે. વસ્તુ સ્વરૂપની સાચી ઓળખાણ આપતાં કોઈક જીવોને ખોટું લાગે તો તેમાં કોનો દોષ? તેમાં સત્ય
ઉપદેશનો દોષ નથી. મદિરાપાનનું વ્યસન ખરાબ છે એમ કહીને તેનો નિષેધ કરવામાં આવે ત્યારે કલાલને દુઃખ
થાય, બ્રહ્મચર્યનો ઉપદેશ આપવામાં આવે ત્યારે વેશ્યાને દુઃખ થાય, પરંતુ તેથી કાંઈ બ્રહ્મચર્ય વગેરેનો ઉપદેશ
આપવાનું તો બંધ ન કરાય. તેમ જગતના જીવોએ અનંતકાળથી એક સેકંડ માત્ર પણ સત્ સાંભળ્‌યું નથી અને
અનેક પ્રકારની ઊંધી માન્યતા જ પોષી છે, તેથી જ્યારે જ્ઞાનીઓ સત્ સ્વરૂપ સમજાવીને ઊંધી માન્યતાઓનો નિષેધ
કરે છે ત્યારે કેટલાક અજ્ઞાની જીવોને દુઃખ થાય છે. પરંતુ એ દુઃખ તો તેમને પોતાની ઊંધી માન્યતાનું જ છે. જેઓ
અજ્ઞાની છે તેઓ તો અનાદિથી પોતાની ઊંધી માન્યતા વડે દુઃખી જ છે, તેથી સત્યના ઉપદેશથી તેમને કાંઈ નવું
નુકશાન થવા સંભવ નથી. અને સત્ય સાંભળતાં તે સમજીને જેઓ ઊંધી માન્યતા છોડે છે તેઓને સમ્યગ્દર્શનનો
અપૂર્વ લાભ થાય છે. તેથી સત્ય ઉપદેશ જીવોને લાભનું જ કારણ છે, માટે સત્યની નિઃશંકપણે જાહેરાત કરવી
જોઈએ.
(૧૧૮) સત્ને સત્ અને અસત્ને અસત્ કહેવામાં રાગ–દ્વેષ નથી.
શ્રી મોક્ષમાર્ગ–પ્રકાશકમાં સત્ય ધર્મનું સ્વરૂપ ઓળખાવવા માટે ખોટી શ્રદ્ધાવાળા મતોનું સ્વરૂપ બતાવીને
તેનો નિષેધ કર્યો છે. અને ત્યાં પ્રશ્નોત્તર વડે નીચે મુજબ ખુલાસો કર્યો છે.
પ્રશ્નઃ–તમને રાગ–દ્વેષ છે તેથી તમે અન્ય મતોનો નિષેધ કરી પોતાના મતને સ્થાપન કરો છો?
ઉત્તરઃ–વસ્તુના સ્વરૂપનું યથાર્થ પ્રરૂપણ કરવામાં રાગ–દ્વેષ નથી, પણ પોતાનું કાંઈ પ્રયોજન વિચારી
અન્યથા પ્રરૂપણ કરીએ તો રાગ–દ્વેષ નામ પામે. સાચાને સાચું સ્થાપતાં અને અસત્ને અસત્ સ્થાપતાં જો રાગ–દ્વેષ
હોય તો વીતરાગ અર્હંતદેવને પણ રાગ–દ્વેષ ઠરે, કેમ કે તેઓશ્રીની વાણીમાં પણ સત્ને સત્ તરીકે અને અસત્ને
અસત્ તરીકે કહેવાય છે.
(૧૧૯) સત્ અને અસત્ને સમાન જાણવું તે સામ્યભાવ નથી પણ અજ્ઞાન છે.
પ્રશ્નઃ–જો રાગ–દ્વેષ નથી, તો અન્ય મત બૂરા અને જૈનમત ભલો એમ કેવી રીતે કહો છો? જો સામ્યભાવ
હોય તો સર્વને સમાન જાણો, મત પક્ષ શા માટે કરો છો?
ઉત્તરઃ–બૂરાને બૂરો કહીએ તથા ભલાને ભલો કહીએ, એમાં રાગ–દ્વેષ શો કર્યો? બૂરા–ભલાને સમાન
જાણવા એ તો અજ્ઞાનભાવ છે, પણ કાંઈ સામ્યભાવ નથી. જૈનધર્મ કોઈ વ્યક્તિને ભલી–બૂરી કહેતો નથી પણ
ગુણને ભલા અને અવગુણને બૂરા કહે છે. જો ગુણ–અવગુણનો વિવેક ન કરે તો તો મૂઢભાવ છે.
(૧૨૦) બધા મતોનું પ્રયોજન એક નથી.
પ્રશ્નઃ– સર્વ મતોનું પ્રયોજન તો એક જ છે, તેથી સર્વને સમાન જાણવાં.
ઉત્તરઃ–સર્વેનું પ્રયોજન એક નથી. સર્વેનું પ્રયોજન જો એક જ હોય તો જુદા જુદા મત શા માટે કહો છો?
એક મતમાં તો એક જ પ્રયોજન સહિત અનેક પ્રકારે વ્યાખ્યાન હોય છે, જિનમતમાં આત્માનું સ્વાધીન પરિપૂર્ણ
સ્વરૂપ બતાવીને વીતરાગભાવ પોષવા

PDF/HTML Page 15 of 29
single page version

background image
ઃ ૧૯૮ઃ આત્મધર્મઃ ખાસ અંક
માટે અનેક પ્રકારે કથન હોય છે તેને જુદા જુદા મત કોણ કહે છે? પરંતુ જૈનધર્મ અને અન્ય મતનું તો પ્રયોજન જ
ભિન્ન ભિન્ન છે.
(૧૨૧) જૈનમત અને અન્ય મતોના પ્રયોજનમાં તફાવત
જૈનમતમાં એક વીતરાગભાવ પોષવાનું પ્રયોજન છે, કથાઓમાં, લોકાદિકના નિરૂપણમાં, આચરણમાં કે
તત્ત્વોમાં જ્યાં–ત્યાં વીતરાગતાનું જ પોષણ કર્યું છે. પણ અન્ય મતોમાં સરાગભાવ પોષવાનું પ્રયોજન હોવાથી,
કષાયી જીવ અનેક યુક્તિ બનાવી કલ્પિત રચના કરી, કષાયભાવને જ પોષે છે. જેમ કે કોઈ સર્વને બ્રહ્મ માનીને,
કોઈ સર્વ કાર્યોને પ્રકૃતિનાં જ માનીને અને જીવને સર્વથા શુદ્ધ અકર્તા માનીને, કોઈ માત્ર તત્ત્વોને જાણી લેવાથી જ
સિદ્ધ માનીને, કોઈ કષાયજનિત આચરણને ધર્મ માનીને, કોઈ વસ્તુને સર્વથા ક્ષણિક માનીને તથા કોઈ પરલોક
વગેરેને નહિ માનીને વિષયભોગાદિરૂપ કષાય કાર્યોમાં સ્વચ્છંદી થવાનું જ પોષણ કરે છે. જો કે તેઓ કોઈ ઠેકાણ
કોઈ કષાય ઘટાડવાનું પણ નિરૂપણ કરે છે પરંતુ એ છળવડે કોઈ ઠેકાણે અન્ય કષાયનું પોષણ કરે છે. જેમ કે–
ગૃહકાર્ય છોડીને પરમેશ્વરનું ભજન કરવું ઠરાવ્યું, પણ પરમેશ્વરનું સ્વરૂપ જ સરાગી મનાવીને તેના આશ્રયે પોતાના
વિષય કષાયને પોષણ કરે છે. ત્યારે જૈનધર્મમાં દેવ, ગુરુ, ધર્માદિનું સ્વરૂપ વીતરાગ જ નિરૂપણ કરીને કેવળ
વીતરાગતાને જ પોષણ કરે છે, અને તે પ્રગટ છે.
માટે જેમાં વીતરાગ ભાવનું જ પ્રયોજન છે એવો જૈનમત જ ઇષ્ટ છે, પણ જેમાં સરાગભાવનું પ્રયોજન
પ્રગટ કર્યું છે એવા અન્યમતો અનિષ્ટ છે; તે બન્નેને સમાન કેમ મનાય? માટે સત્ને સત્ તરીકે અને અસત્ને
અસત્ તરીકે બરાબર ઓળખાવવું જોઈએ.
(૧૨૨) ભવ્ય જીવોના હિત માટે સત્નો ઉપદેશ
બરાબર દેવો જોઈએ, ઊંધા જીવોને દુઃખ લાગે
એ કારણે સત્ને ઢંકાઈ નહિ.
પ્રશ્નઃ– એ તો સાચું, પરંતુ અન્ય મતોની નિંદા કરતાં અથવા તેને ખોટા કહેતાં અન્યમતિ દુઃખ પામે અને
બીજાઓની સાથે વિરોધ થાય, તેથી નિંદા શા માટે કરો છો?
ઉત્તરઃ– જો કષાયપૂર્વક નિંદા કરવામાં આવે કે અન્યને દુઃખ ઉપજાવવામાં આવે તો તો તે દોષ જ છે;
પણ અહીં તો અન્યમતના શ્રદ્ધાનાદિક વડે જીવોને અતત્ત્વશ્રદ્ધાન દ્દઢ થાય અને તેથી તેઓ સંસારમાં દુઃખી થાય,
તેથી કરૂણાભાવ વડે સત્ય તત્ત્વાર્થશ્રદ્ધાન કરાવવા અહીં યથાર્થ નિરૂપણ કર્યું છે. છતાં કોઈ દોષ વિના પણ દુઃખ
પામે, વિરોધ ઉપજાવે તો તેમાં અમે શું કરીએ? જેમ મદિરાની નિંદા કરતાં કલાલ દુઃખ પામે. કુશીલની નિંદા
કરતાં વેશ્યા દુઃખ પામે તથા સાચું–ખોટું ઓળખવાની પરીક્ષા બતાવતાં ઠગ દુઃખ પામે, તેમ સત્ય–અસત્ય
ધર્મનો વિવેક સમજાવતાં અસત્ માનવાવાળા દુઃખી થાય તો તેમાં અમે શું કરીએ? એ પ્રમાણે જો પાપી જીવોના
ભયથી ધર્મોપદેશ ન આપીએ તો જીવોનું ભલું કેમ થાય? એવો તો કોઈ ઉપદેશ નથી કે જે વડે સર્વ જીવોને ચેન
થાય. વળી સત્ય કહેતાં કોઈ અજ્ઞાનીઓ વિરોધ ઉઠાવે, પરંતુ વિરોધ તો પરસ્પર ઝગડો કરતાં થાય; પણ અમે
લડીએ નહિ, તો તેઓ પોતાની મેળે જ ઉપશાંત થઈ જશે, તેમના ભાવોનું ફળ તેમને મળશે, અમને તો અમારા
પરિણામોનું જ ફળ થશે.
(૧૨૩) મિથ્યાશ્રદ્ધા છોડવા માટે સત્ અસત્ સમજવું જોઈએ.
પ્રશ્નઃ– પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વોનું અયથાર્થ શ્રદ્ધાન કરતાં તો મિથ્યાદર્શનાદિક થાય છે, પણ અન્ય મતોનું
શ્રદ્ધાન કરતાં મિથ્યાદર્શનાદિક કેવી રીતે થાય?
ઉત્તરઃ– અન્યમતોમાં વિપરીત યુક્તિ પ્રરૂપી છે, જીવાદિ તત્ત્વોનું સ્વરૂપ યથાર્થ ન ભાસે તેવા ઉપાય કર્યા છે,
તે શા માટે કર્યા છે? તે અન્ય મતોનું શ્રદ્ધાન કરવાથી જીવાદિ તત્ત્વોનું સ્વરૂપ પણ અન્યથા ભાસે છે અને તેથી
મિથ્યાત્વાદિક જ થાય છે. જો જીવાદિ તત્ત્વોનું યથાર્થ સ્વરૂપ ભાસે તો, વીતરાગભાવ થતાં જ મહંતપણું દેખાય; પણ
જે જીવો વીતરાગી નથી અને પોતાની મહંતતા ઇચ્છે છે તેઓ, સરાગભાવ હોવા છતાં પોતાની મહંતતા મનાવવા
માટે કલ્પિત યુક્તિ વડે અન્યથા નિરૂપણ કરે છે. તેથી અયથાર્થ શ્રદ્ધા છોડાવવા માટે અન્યમતોનું અયથાર્થપણું પ્રગટ
જણાવ્યું છે. જો અન્યમતોનું અયથાર્થપણું ભાસે અને જિનમતનું યથાર્થપણું ભાસે તો તત્ત્વશ્રદ્ધાનમાં રુચિવાન્ થાય
અને તેને સાચી શ્રદ્ધા વડે સમ્યગ્દર્શન પ્રગટે. એ સમ્યગ્દર્શન જ ધર્મનું મૂળ છે. સમ્યગ્દર્શન વગર ધર્મ હોતો નથી. એ
માટે શ્રી કુંદકુંદાચાર્યદેવ આ દર્શન પ્રાભૃતમાં સમ્યગ્દર્શનનું સાચું સ્વરૂપ અને મહિમા સમજાવે છે. અત્યારે

PDF/HTML Page 16 of 29
single page version

background image
પ્રથમશ્રાવણઃ૨૪૭૩ઃ ૧૯૯ઃ
આઠમી ગાથા ચાલે છે, તેમાં કહે છે કે સમ્યગ્દર્શનથી જે ભ્રષ્ટ છે એવા જીવોની સંગતિ પણ ધર્મબુદ્ધિએ કરવા યોગ્ય
નથી. જે સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ છે તે ધર્મથી જ ભ્રષ્ટ છે, અને જે પોતે જ ધર્મથી ભ્રષ્ટ છે તે અન્યને ધર્મનું કારણ કઈ
રીતે થાય? માટે તેવા જીવોની સંગતિ યોગ્ય નથી.
જિનમતના નિશ્ચય શ્રદ્ધા–જ્ઞાન ચારિત્રથી તો જે ભ્રષ્ટ છે પરંતુ વ્યવહાર શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રથી પણ જે ભ્રષ્ટ
છે તે તો નિરર્ગલ સ્વેચ્છાચારી છે. જે રીતે તે પોતે ભ્રષ્ટ છે તે રીતે અન્ય લોકોને પણ ઉપદેશાદિક વડે ભ્રષ્ટ કરે છે
તથા તે જીવની પ્રવૃત્તિ દેખીને લોકો સ્વયમેવ ભ્રષ્ટ થાય છે; માટે એવા તીવ્ર કષાયી જીવ નિષેધ યોગ્ય છે, તેની
સંગતિ કરવી પણ ઉચિત નથી.
આ વાત આજની નથી, લોકોને આવી સ્પષ્ટ વાત આજે સાંભળવા મળે એટલે તેમને નવું લાગે છે. પણ
આ મૂળ સૂત્રો તો બે હજાર વર્ષ પહેલાં કુંદકુંદાચાર્યદેવ રચી ગયા છે, અને તેના આશયને જયચંદ્રજી પંડિતે દોઢસો
વર્ષ પહેલાં ભાવાર્થ દ્વારા સ્પષ્ટ કર્યો છે. એ જ આજે વંચાય છે. જે મૂળ સત્ય છે તે સમજાવ્યું છે. લોકોએ મધ્યસ્થપણે
અભ્યાસ કરીને નિર્ણય કરવો જોઈએ. જ્યાં સુધી સત્–અસત્નો નિર્ણય સ્વયં ન કરે ત્યાં સુધી ધર્મ કઈ રીતે થાય?
(૧૨૪) અસત્નું સેવન છોડવું જોઈએ
બહારમાં રાગ–દ્વેષ–કષાયની ઘણી મંદતા હોવા છતાં જેની પ્રરૂપણા શ્રી વીતરાગ જિનમાર્ગથી વિરુદ્ધ છે
તેમને કાળા નાગ જેવા જાણીને છોડવા જેવા છે. નાગના નિમિત્તે તો એક ભવમાં મરણ થાય પણ સત્ અને
સ્વતંત્રતાને નહિ માનનારા અને નહિ બતાવનારા એવા કુગુરુ વગેરેના નિમિત્તે મિથ્યાત્વભાવની પુષ્ટિ થતાં અનંત
ભવમાં મરણ થાય છે. બાહ્યમાં મુનિ હો, ત્યાગી હો કે વ્રતધારી ભલે હો પણ જેઓને અંતરમાં આત્માની સ્વતંત્રતાનું
ભાન ન હોય, અને આત્માની સ્વતંત્રતા ન બતાવે તેની પાસે ધર્મ નથી, તે ધર્મનું સ્થાન નથી. ત્રણેકાળના દરેક
સમયની પર્યાયમાં આત્મા સમજણ કરીને વીતરાગતા કરવા સ્વતંત્ર છે, તેમ જ વિકાર કરે તેમાં પણ તે સ્વતંત્ર છે
એવી ભેદવિજ્ઞાનરૂપી પ્રરૂપણાને બદલે, પરદ્રવ્યથી આત્માને કાંઈ થાય એમ સ્વ–પરનું એકત્વ મનાવે તે મિથ્યાદ્રષ્ટિ
છે. કોઈ પરદ્રવ્યની નિંદાના હેતુથી આ કહ્યું નથી, પણ જો જીવને પોતામાં આવો ઊંધો ભાવ હોય તો તે ટાળવો
જોઈએ–એ માટે કથન છે. પરદ્રવ્યના દોષ એની પાસે રહ્યા, પરંતુ એ દોષને દોષ તરીકે જાણીને પોતામાં તે દોષ હોય
તો છોડી દેવા જોઈએ. પોતાનું હિત કરવા માટે આ વાત સમજવાની જરૂર છે. જ્ઞાનીઓ જો સત્ય–અસત્યને ન
સમજાવે તો સત્ય–અસત્યનો વિવેક જિજ્ઞાસુઓને કેમ થાય? સત્નો સત્ તરીકે અને અસત્નો અસત્ તરીકે સ્વીકાર
કરતાં પણ જેને ભય લાગે છે તે જીવ અસત્ છોડીને સત્યનું ગ્રહણ શી રીતે કરશે? બોકડા કાપનાર કષાઈને માંસની
નિંદા સાંભળીને ખરાબ લાગે, તેમાં કોઈ શું કરે? તેમ અનંત જન્મ–મરણનું કારણ જે મિથ્યાત્વભાવ તેના સેવનનો
જ્ઞાનીઓ તદ્ન નિષેધ કરે ત્યારે અજ્ઞાની કુગુરુઓને તે ન રુચે, તેમાં કોઈ શું કરે? જ્ઞાનીઓ તો કહે છે કે એ પણ
સ્વતંત્ર છે. એની ભૂલ એ પોતે ટાળે તો ટળે. ઊંધાઈમાં પણ સ્વતંત્ર છે, તીર્થંકરો પણ એની ઊંધાઈને છોડાવવા
સમર્થ નથી, અને એક ક્ષણમાત્રમાં ઊંધાઈ ટાળીને સવળું સમજી શકે–એમાં પણ તે સ્વતંત્ર છે.
(૧૨પ) અધર્મી પાસેથી ધર્મની પ્રાપ્તિ થાય નહિ
આચાર્યદેવ કહે છે કે જેમના આત્મામાં પ્રગટપણે સમ્યગ્દર્શન છે તે જ જીવો ધર્મી છે. એ સમ્યગ્દર્શનથી જેઓ
ભ્રષ્ટ છે તેવા જીવોની સંગતિ ધર્મબુદ્ધિએ કરવી ઉચિત નથી. સ્વતંત્ર વસ્તુનો કર્તા બીજાને માને, રાગ વડે ધર્મ
મનાવે એવા જીવોના સંગમાં સત્ધર્મની પ્રાપ્તિ નથી. કાંઈ પણ દ્રવ્ય તો આ જીવને નુકશાન કરતાં નથી. પણ અસત્
નિમિત્તોનો સંગ કરવાનો પોતાનો ભાવ જ નુકશાન કરે છે. જેને અસત્ નિમિત્તોના સંગની રુચિ છે તેને અસત્ની
રુચિ છે. એ અસત્ તરફનો ભાવ છોડાવવા માટે તે નિમિત્તોનો સંગ છોડવાનું કહ્યું છે.
(૧૨૬) મિથ્યાદ્રષ્ટિ જીવોની માન્યતાના કેટલાક કારણો
શ્રી જિનેન્દ્ર દેવની વીતરાગી પ્રતિમા એ પણ ધર્મનું નિમિત્ત છે, એ ધર્મના નિમિત્તને જેણે ઉથાપ્યું તેણે
ખરેખર પોતાના આત્માના ધર્મને જ ઉથાપ્યો છે તે મિથ્યાદ્રષ્ટિ છે. જેઓ વીતરાગી પ્રતિમાને ન માને અને તેમની
ભક્તિ, પૂજા, દર્શન વગેરેમાં પાપ મનાવે તે બધા મહા મિથ્યાદ્રષ્ટિ છે, તેઓ જૈન નામને પણ લાયક નથી. અને બીજા
કોઈ ભગવાનની વીતરાગી પ્રતિમાને વસ્ત્ર–મુગટ વગેરે રાગના ચિહ્નો સહિત માનીને રાગરૂપ માને તથા તેમની
ભક્તિ–પૂજા વગેરેના શુભરાગથી ધર્મ

PDF/HTML Page 17 of 29
single page version

background image
ઃ ૨૦૦ઃ આત્મધર્મઃ ખાસ અંક
મનાવે, પર સંગથી આત્માને લાભ મનાવે, આત્માને જડનો કર્તા ઠરાવે, વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પ્રગટશે એમ
મનાવે કે સમજ્યા વગર ક્રિયાકાંડ કરતાં કરતાં ધર્મ મનાવે–એ બધાય મિથ્યાદ્રષ્ટિ છે, તે બધાનો સંગ ધર્મબુદ્ધિથી
છોડવા જેવો છે. વળી કોઈ જીવો વીતરાગી જિનપ્રતિમાને માને, પરંતુ તેને લીધે પોતાને શુભભાવ કે ધર્મ થાય એમ
માને તે પણ સમ્યગ્દ્રષ્ટિ નથી. ધર્મ કરવા માટે આ જ પહેલી રીત છે. પોતાના અનાદિના અસત્ માન્યતારૂપી લાકડાં
રાખીને ધર્મ થઈ શકે તેમ નથી.
આત્માની સ્વતંત્રતાને ન સમજતાં જે સત્–અસત્નો ખીચડો કરે છે તે મિથ્યાદ્રષ્ટિ છે. જેણે શુભભાવના
નિમિત્તોને યથાર્થ ન સ્વીકાર્યા તેણે શુભભાવને જ ઉડાડયો છે, શુભભાવ કરે ત્યારે કોઈ વખતે બાહ્ય નિમિત્તો હાજર
હોય છે અને કોઈ વખતે હાજર નથી હોતા; સિદ્ધભગવાનનું ચિંતવન કરે ત્યારે તે સાક્ષાત્ હાજર ન હોય, અને કોઈ
વાર શુભભાવ વખતે પુણ્યના કારણે સાક્ષાત્ શ્રી જિનદેવ કે શ્રી જિનપ્રતિમા નિમિત્તરૂપે સ્વયં હાજર હોય પણ ખરી.
પરંતુ એકતાપણે એમ માને કે જિનમતમાં પ્રતિમા છે જ નહિ તો તે મિથ્યાદ્રષ્ટિ છે તેને શુભ રાગનું અને તે રાગના
નિમિત્તોનું જ્ઞાન નથી. હવે કોઈ યથાર્થ જિનપ્રતિમાને તો માને પણ તેમના પ્રત્યેના શુભરાગથી ધર્મ મનાવે અથવા
તો તે નિમિત્તથી રાગ મનાવે તો તે પણ મિથ્યાદ્રષ્ટિ છે. એવા મિથ્યાદ્રષ્ટિઓનો સંગ ન કરવો.
(૧૨૭) મિથ્યાદ્રષ્ટિનો સંગ ન કરવો–તેનો ખુલાસો અને જિજ્ઞાસુઓનો વિવેક
અહીં મિથ્યાદ્રષ્ટિઓનો સંગ કરવાની ના કહી તેથી એમ ન સમજવું કે તેની સાથે કલેશ કરવાનું કહ્યું છે.
મિથ્યાદ્રષ્ટિઓની શ્રદ્ધા–જ્ઞાનવડે–ધર્મબુદ્ધિથી સંગ કરવાની ના કહી છે. પરંતુ સંસારમાં તો કોઈ વાર પતિ મિથ્યાદ્રષ્ટિ
હોય અને પત્ની ધર્માત્મા હોય, ત્યાં શું પત્ની તેના પતિ સાથે કલેશ કરે? નહિ, સંસારના સંબંધ ખાતર સંગ હોય તે
જુદી વાત છે, પણ તે પત્ની પોતાના પતિ પાસેથી ધર્મની આશા ન રાખે. વળી કોઈ શેઠ મિથ્યાદ્રષ્ટિ હોય અને
સમ્યગ્દ્રષ્ટિ તેને ત્યાં નોકરી કરતા હોય–એમ પણ બને, પરંતુ ત્યાં ધર્મબુદ્ધિ નથી. જિજ્ઞાસુઓમાં સજ્જનતા અને
વિવેક તો હોય જ. સત સમજવાની તૈયારીવાળા જિજ્ઞાસુઓ પ્રત્યે જિજ્ઞાસુને વાત્સલ્યભાવ હોય જ. જેને જિજ્ઞાસુઓ
પ્રત્યે પ્રેમ નથી અને ઉલટો તેની નિંદા કરે છે તે પોતે સત્નો જિજ્ઞાસુ નથી, તેને ધર્મનો જ આદર નથી; ધર્મબુદ્ધિએ
એવાઓનો સંગ તે કુસંગ છે અને સાધર્મીઓ સાથે વાત્સલ્ય, ધર્મચર્ચા તથા ધર્માત્માઓનો સંગ એ સત્સંગ છે.
જેને પોતાને સત્ની દ્રઢતા હોય અને જ્ઞાનશક્તિ ઉપર વિશ્વાસ હોય તે અન્ય પાત્ર જીવોને સમજાવવા ધર્મ
ચર્ચા કરે એ જુદી વાત છે. તથા કોઈ પ્રસંગે શાસનની પ્રભાવના ખાતર અન્યમતિઓની સાથે વાદવિવાદ પણ કરે,
પરંતુ ત્યાં સામાના શ્રદ્ધા–જ્ઞાનને સત્ માનીને તેની સંગતિ કરતા નથી.
પ્રશ્નઃ– બધા જીવો સિદ્ધસમાન છે છતાં તે જીવોની સંગતિ કરવાની ના કેમ કહો છો?
ઉત્તરઃ– એકાંતે બધા જીવો સિદ્ધસમાન નથી. બધા જીવો સિદ્ધસમાન છે એ તો શક્તિ અપેક્ષાએ છે, પણ
વર્તમાન પર્યાયમાં તો ફેર છે. મિથ્યાદ્રષ્ટિ જીવો સ્વભાવનો અનાદર કરી રહ્યા છે માટે તેવા પ્રકારના ભાવ
છોડાવવાના હેતુથી જિજ્ઞાસુને તેનો સંગ છોડવા કહ્યું છે–એ નિમિત્તથી કથન છે. વળી પર્યાયમાં ફેર છે તેને જાણીને
વિવેક તો કરવો જોઈએ. જો પર્યાય અપેક્ષાએ પણ કાંઈ જ ફેર ન માનતો હોય તો હલકા માણસો સાથે કેમ
વ્યવહારમાં સંબંધ નથી રાખતો? સ્ત્રીને ભગવાન તરીકે માનીને પગે કેમ નથી લાગતો? પર્યાયનો વિવેક કરવો
જોઈએ; તેમ ધર્મમાં પણ કોણ ધર્મી છે અને કોણ અધર્મી છે તેનો વિવેક કરવો જોઈએ. રાગ–દ્વેષમાં ધર્મ છે એવી
માન્યતા છોડવા જેવી છે અને એવી માન્યતાવાળાનો સંગ પણ છોડવા જેવો છે. જેને ત્રિકાળી દ્રવ્યનું લક્ષ થયું તેને
પર્યાયનો વિવેક ન હોય એમ બને જ નહિ.
(૧૨૮) નિશ્ચય અને વ્યવહાર ક્યારે હોય?
આ તો બધા હજી વ્યવહાર શુદ્ધિનાં ઉપાય છે. જો અંતરમાં પરમાર્થ સ્વભાવનું લક્ષ ન હોય તો આ વ્યવહાર
પણ યથાર્થ નથી. પોતાના શુદ્ધસ્વભાવના લક્ષ પૂર્વક આ વ્યવહાર હોય છે, પણ કોઇ અજ્ઞાનીઓ એમ માને છે કે
પહેલાં એકલો વ્યવહાર હોય અને એ વ્યવહાર નિશ્ચયનું કારણ થાય. એમ માનનાર જીવ વ્યવહારનો પક્ષ છોડીને
કદી પરમાર્થ સ્વભાવનું લક્ષ કરી શકશે નહિ. નિશ્ચય વગર વ્યવહાર હોય જ નહિ. માટે પહેલાં વ્યવહાર અને પછી
નિશ્ચય એ માન્યતા ખોટી છે. પણ જ્યાં નિશ્ચયરૂપ સ્વભાવનો આશ્રય હોય ત્યાં જ સાચો

PDF/HTML Page 18 of 29
single page version

background image
પ્રથમશ્રાવણઃ૨૪૭૩ઃ ૨૦૧ઃ
વ્યવહાર હોય છે, એ માન્યતામાં નિશ્ચય સ્વભાવના આશ્રયનું જોર આવ્યું અને વ્યવહાર ગૌણપણે સાથે રહ્યો એ જ
સમ્યગ્જ્ઞાનીની માન્યતા છે.
(૧૨૯) વ્યભિચારિણી બુદ્ધિ
સ્વાશ્રય વડે પોતાના નિશ્ચય સ્વભાવના ભાન વગર સાચા દેવ, ગુરુ, શાસ્ત્રને જીવ અનંતવાર માની ચૂકયો
છે, પરંતુ એ તો બધો પરાશ્રય છે. એકવાર સ્વાશ્રિત વલણવડે બધા પરાશ્રયને લક્ષમાંથી ન છોડે ત્યાં સુધી
સમ્યગ્દર્શન થાય નહિ અને ભવનો અંત આવે નહિ. નવમી ગ્રૈવેયકે જનારા સાધુ આગમના બધાય વ્યવહાર
કથનોને દ્રઢપણે પકડતા હોય, અને નિશ્ચયના કથનોને જાણે ખરા પણ તે તરફ અંતરથી આદર ભાવ ન કરે, તેથી
પરાશ્રિત વ્યવહારમાં જ અટકી જાય છે. ચિદાનંદ આત્માના આશ્રય વગરની જે આગમ અનુસારિણી બુદ્ધિ છે તેને
વ્યભિચારિણી બુદ્ધિ કહી છે. ‘શાસ્ત્રમાં સાચા દેવ, ગુરુ, ધર્મનું સ્વરૂપ આમ કહ્યું છે અને રાગથી ધર્મ ન થાય એમ
કહ્યું છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ ન કરી શકે એમ કહ્યું છે–ઇત્યાદિ પ્રકારે એકલા શાસ્ત્રથી માને છે, તે પણ
પરાશ્રિત બુદ્ધિ છે. ‘શાસ્ત્રમાં કહ્યું છે’ તેથી માને છે પરંતુ વસ્તુ સ્વભાવ જ એવો છે એમ પોતાના શ્રદ્ધા–જ્ઞાનમાં
લાવીને તે સ્વાશ્રયે માનતો નથી. પરમાં તો જેની બુદ્ધિ રોકાઈ રહે છે પણ સ્વતંત્ર ચૈતન્ય સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન
કરવામાં જેની બુદ્ધિ સ્વાશ્રયે વળતી નથી તેઓ વ્યવહારની કુથલીમાં પડેલા વ્યભિચારિણી બુદ્ધિવાળા છે.
(૧૩૦) સ્વાશ્રિતભાવ અને પરાશ્રિતભાવ
કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રના આશ્રયે તો અધર્મ છે, અધર્મનું સેવન છોડીને ધર્મસન્મુખ થનાર જીવને કુદેવાદિની
શ્રદ્ધા છૂટીને સાચા દેવ–ગુરુ–ધર્મની શ્રદ્ધા થાય પરંતુ એટલાથી ધર્મ નથી, દેવ–ગુરુ–શાસ્ત્રના આશ્રયે પણ ધર્મ નથી,
કેમ કે તે પણ પરાશ્રય છે. નવમી ગ્રૈવેયક જનાર અભવ્ય જીવને સાચા દેવ–ગુરુ–શાસ્ત્રની શ્રદ્ધામાં તો રંચમાત્ર ફેર
ન હોય અને બાહ્ય ક્રિયા એવી કરે કે અત્યારે આ ભરત ક્ષેત્રમાં તેવી ક્રિયા કોઈને ન હોય. પણ એ બધોય પરાશ્રિત
ભાવ છે, સ્વાશ્રયભાવે આત્માની શ્રદ્ધા વિના તે કોઈ ભાવથી કલ્યાણ નથી ધર્મ નથી. અને સ્વાશ્રિત આત્માના
અનુભવસહિત શ્રદ્ધા–જ્ઞાનવડે એકાવતારી થનાર જીવો ગૃહસ્થાશ્રમમાં પણ અત્યારે હોય છે. ત્યાગ, વ્રત, વગેરે ન
હોવા છતાં સમ્યગ્દર્શનના જોરે તે એકાવતારી થાય છે. તેથી સમ્યગ્દર્શનનું અપાર માહાત્મ્ય છે, તે પરિપૂર્ણ સ્વાશ્રિત
સ્વભાવને જ સ્વીકારે છે.
(૧૩૧) બહારની ક્રિયાથી અને વિકારથી ધર્મ મનાવે તે વીતરાગદેવના વિરોધી છે
જેઓ જૈન નામ ધરાવે છે પણ તત્ત્વથી ભ્રષ્ટ થયા છે અને દેવ, ગુરુ, શાસ્ત્રને અન્યથા માનવા લાગ્યા છે
તેમની પણ સંગતિ કરવી નહિ. વીતરાગી દેવ, ગુરુ, શાસ્ત્રો કહે છે કે પોતાના આત્મસ્વભાવની સમજણથી ધર્મ થાય
છે. તે વગર ક્રિયાકાંડથી ધર્મ થતો નથી. ત્યારે વીતરાગી દેવ, ગુરુ, શાસ્ત્રોનો વિરોધ કરીને જેઓ બહારની ક્રિયાથી
અને વિકારથી છડે ચોક ધર્મ મનાવી રહ્યા હોય તે જિનમાર્ગથી ભ્રષ્ટ સમજવા.
(૧૩૨) સમ્યગ્દર્શનનો મહિમા
શ્રેણિક રાજાને વ્રત, પડિમા કે ત્યાગ કંઈ ન હતું છતાં અંતરંગમાં સમ્યગ્દર્શન હતું, રાગના એક અંશને પણ
પોતાનો માનતા ન હતા; એક સમ્યગ્દર્શનના જોરે ગૃહસ્થાવસ્થામાં પણ એકાવતારીપણું પ્રગટ કર્યું અને તીર્થંકરગોત્ર
બાંધ્યું, અલ્પ કાળમાં તેઓ જગત્ગુરુ તીર્થંકર થશે. આ બધો સમ્યગ્દર્શનનો મહિમા છે.
(૧૩૩) આખી દુનિયા ફરી જાય પણ સમ્યગ્દ્રષ્ટિની શ્રદ્ધા ફરે નહિ
ધર્મ કરવા માટે સૌથી પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ કરવું જોઈએ. સમ્યગ્દર્શન જ આત્મ કલ્યાણકારી છે. એ
સમ્યગ્દર્શનને જાળવતાં આખી દુનિયા વેચવી પડે તો વેચાય, પણ સાચી શ્રદ્ધા છોડાય નહિ. પ્રથમ તો સાચા દેવ,
ગુરુ, શાસ્ત્રની ઓળખાણ પૂર્વક એવી શ્રદ્ધા હોય કે આખું જગત વિરુદ્ધ થઈ જાય તો પણ દેવ, ગુરુ, શાસ્ત્રની શ્રદ્ધાથી
ચ્યુત ન થાય, પ્રાણ જાય પણ બીજાને માને નહિ. જગતને રૂડું લગાડવા તો અનંતકાળથી પ્રયત્ન કર્યો છે પણ
આત્માની દરકાર અનંત કાળથી કરી નથી. જગતને સારૂં લાગે કે માઠું લાગે, આખી દુનિયા ફરી જાય પણ સમ્યગ્દ્રષ્ટિ
જીવની શ્રદ્ધા ફરે નહિ; તેનું સમ્યગ્દર્શન એ કાંઈ કોઈ પારકા આશ્રયે પ્રગટયું નથી. પણ પોતાના ત્રિકાળી સ્વભાવના
આશ્રયે જ પ્રગટયું છે.
।। ।।
–(ગાથા ૯)–
(૧૩૪) પાપી જીવો શું કરે છે?
અષ્ટ પાહુડ શાસ્ત્રમાં દર્શનપ્રાભૃતની આઠ ગાથા પૂરી થઈ; હવે નવમી ગાથામાં કહે છે કે–જે પોતે

PDF/HTML Page 19 of 29
single page version

background image
ઃ ૨૦૨ઃ આત્મધર્મઃ ખાસ અંક
ધર્મથી ભ્રષ્ટ છે તે જીવ ધર્માત્માઓની પણ નિંદા કરીને તેમને ભ્રષ્ટ કહે છે. પાપી જીવોનો એવો જ સ્વભાવ છે કે
પોતાનું અભિમાન પોષવા માટે, જે પ્રકારે પોતે પાપી છે તે પ્રકારે ધર્માત્માઓમાં પણ દોષ લગાડીને પોતા સમાન
કરવા ચાહે છે; એવા પાપી જીવોની સંગતિ કરવી નહિ.
(૧૩પ) સંતોની નિંદા અને કુંદકુંદ ભગવાનનો ઉપકાર
સનાતન જૈનમાર્ગમાં મુનિઓ નિર્ગ્રંથ જ હોય છે. સનાતન જૈનમાર્ગથી ચ્યુત થઈને જે નવા અન્ય પંથો
નીકળ્‌યા તેઓએ મુનિદશા વગેરેનું સ્વરૂપ અન્યથા મનાવીને સનાતન નિર્ગ્રંથ સંતમુનિઓની નિંદા કરી હતી. બે
હજાર વર્ષ પહેલાં શ્રી કુંદકુંદપ્રભુ થયા તે વખતે પણ નવા નીકળેલા પંથવાળાઓ મુનિ ધર્માત્માઓનો અનાદર કરતા
હતા. સંત–મુનિઓ તો પોતાના સ્વભાવનું સાધન કરનારા હતા. પરંતુ જેઓ સ્વભાવને ન સમજી શક્યા અને બાહ્ય
દ્રવ્યલિંગથી પણ મુનિપણું ન પાળી શક્યા તેઓએ ભ્રષ્ટ થઈને જ્ઞાનીઓની અને અનાદિ જૈનધર્મની વિરુદ્ધ પ્રરૂપણા
કરી. “આ લોકો તો વસ્ત્ર સહિત મુનિપણું માનતા નથી, પણ ભગવાનને ય વસ્ત્ર હતું, વળી શરીરની ક્રિયામાં ધર્મ
મનાવતા નથી” ઇત્યાદિ પ્રકારે કહીને ભ્રષ્ટ થયા અને ચોરાશીમાં રખડયા. એ વખતે કુંદકુંદભગવાને સનાતન
જૈનધર્મના સિદ્ધાંત સ્પષ્ટપણે રચ્યા, અને સત્ને સત્ તરીકે સ્થાપ્યું, તથા અસત્ને ઉથાપ્યું. જો એમ ન કરે તો લોકો
ભ્રમમાં પડી જાય અને સત્–અસત્ને સમજી શકે નહિ. માટે કુંદકુંદ ભગવાને શાસનને ટકાવીને ભવ્ય જીવો પર
મહાન ઉપકાર કર્યો છે.
(૧૩૬) સંતોનો સ્વભાવ
આત્મા જાણનાર છે, જે વિકાર દેખાય છે તે તો ક્ષણિક છે, તે જાણનાર સ્વરૂપમાં નથી. રાગ ઘટાડી શકાય
છે. તે રાગને ઘટાડનારી વસ્તુમાં તદ્ન રાગ નથી. એવા સ્વભાવના ભાનમાં અને લીનતામાં સંતોનો સ્વભાવ જ
રાગરહિત સ્વભાવને સાધવાનો છે, અને એવી સાધકદશામાં વસ્ત્ર હોતાં જ નથી; કેમકે અતીન્દ્રિય– અશરીરી ચૈતન્ય
સ્વભાવની ઊગ્ર સાધનામાં–શરીર ઉપરનો રાગ ટળી ગયો છે, તેથી વસ્ત્રાદિવડે શરીર ઢાંકવાની વૃત્તિ રહી નથી,
શરીર અર્થે કોઈપણ જાતનો પરિગ્રહ રાખતા નથી.
(૧૩૭) ચારિત્રની ભૂલ અને શ્રદ્ધાની ભૂલ
પરંતુ જેઓ એવી રાગરહિત સ્વભાવદશા ન સાધી શક્યા અને ‘અમે મુનિ છીએ’ એવો અહંકાર ન છોડી
શક્યા તેઓએ વસ્ત્ર ધારણ કરીને મુનિપણું મનાવ્યું, એ રીતે બે પંથ પડી જતાં ખોટાઓએ સત્ય જ્ઞાનીઓની નિંદા
કરી, સત્ય ઉથાપીને અસત્ય સ્થાપ્યું. એવા જીવોની દ્રષ્ટિમાં ધર્માત્માઓ સાચા ન જ લાગે. તેઓ ચારિત્રથી તો ભ્રષ્ટ
થયા અને સાચા શ્રદ્ધા–જ્ઞાનથી પણ ભ્રષ્ટ થયા. ભલે, ચારિત્ર ન પાળી શક્યા પણ જો યથાર્થ માર્ગની શ્રદ્ધા–તથા
જ્ઞાન ટકાવી રાખ્યું હોત તોપણ અલ્પકાળે ઊગારો થાત. પણ દ્રષ્ટિની જ ઊંધાઈથી આખો માર્ગ જ ઊંધી રીતે માન્યો.
ચારિત્રની ભૂલ પાલવશે પણ શ્રદ્ધા–જ્ઞાનની ભૂલ નહિ પાલવે અર્થાત્ શ્રદ્ધા–જ્ઞાન સાચા ટકાવી રાખે પણ
ચારિત્ર ન પાળી શકે તો તેથી તે કાંઈ ધર્મથી ભ્રષ્ટ નથી. શ્રદ્ધા જ્ઞાનના જોરે અલ્પકાળમાં ચારિત્ર પૂરું કરીને તે તો
મુક્તિ પામશે. પણ પરમાર્થ સ્વભાવના શ્રદ્ધા–જ્ઞાનથી જે ભ્રષ્ટ છે તેનો તો અનંતકાળે ઊગારો નથી. કષાય હોવા
છતાં
સમ્યગ્દર્શનને ટકાવી રાખે તો અલ્પકાળમાં મુક્ત થશે, અને મંદકષાય હોવા છતાં જો સમ્યગ્દર્શન નથી તો
તેનું ક્યાંય કલ્યાણ નથી.
વસ્ત્ર હોય તે જુદી વાત છે અને વસ્ત્રસહિત મુનિદશા માનવી તે જુદી વાત છે. ધર્માત્માઓને પણ વસ્ત્ર તો
હોય પણ તેઓ એમ માને છે કે હજી મને મુનિદશા નથી, રાગ છે તેથી નિમિત્તપણે આ વસ્ત્રનો સંયોગ તેના કારણે
રહ્યો છે, સ્વરૂપ સ્થિરતાવડે મુનિદશા પ્રગટ કરૂં તો રાગ ન રહે અને રાગના નિમિત્ત તરીકે વસ્ત્રાદિનો સંયોગ પણ
ન રહે. તો એ ધર્માત્માને ચારિત્રનો દોષ હોવા છતાં શ્રદ્ધા–જ્ઞાન સાચા છે–તે મોક્ષ માર્ગસન્મુખ છે. પરંતુ જે વસ્ત્ર
રાખીને એમ મનાવે કે આ વસ્ત્ર હોવા છતાં અમે મુનિ છીએ, તો એમ માનનાર શ્રદ્ધા–જ્ઞાનથી જ ભ્રષ્ટ છે, તે
મોક્ષમાર્ગથી જ ભ્રષ્ટ છે.
(૧૩૮) વીતરાગી સંતોની નિંદા કરવી તે પાપ છે.
ચૈતન્ય સ્વભાવના શ્રદ્ધા–જ્ઞાનસહિત જેઓ સ્વરૂપ–સાધનામાં તત્પર છે, છકાય જીવોની રક્ષા સ્વરૂપના
ભાન સહિત સહજપણે કરે છે, સ્વરૂપની એકાગ્રતા વડે બાર પ્રકારના તપ આચરે છે–એવા ધર્માત્મા સંત જીવો ઉપર
અજ્ઞાનીઓએ દોષનાં આરોપણ કર્યા છે. અ રે રે!

PDF/HTML Page 20 of 29
single page version

background image
પ્રથમશ્રાવણઃ૨૪૭૩ઃ ૨૦૩ઃ
ધર્મ સાધનારા ધર્માત્માઓને શ્રદ્ધા ભ્રષ્ટ કહે, તેમના પવિત્ર ચારિત્ર ઉપર જુઠ્ઠા કલંક લગાવે, તેમને શાસનના વેરી
કહે અને તેમની કલ્યાણકારી પવિત્ર વાણીને આગમથી વિરુદ્ધ કહીને તેમનો અનાદર કરે–એવા જીવો મહા પાપ કરે
છે, તેઓ સત્નો બેહદ અનાદર કરી રહ્યા છે. પાપી જીવોનો સ્વભાવ જ એવો છે કે પોતે તો સાચી શ્રદ્ધા–જ્ઞાન કરે
નહિ અને જ્ઞાનીઓને પણ ખોટા કહીને પોતાની સમાન બનાવવા ચાહે, એવા પાપીઓની સંગતિ પણ કરવી નહિ.
(૧૩૯) સમ્યગ્જ્ઞાન ખાતર નિર્ભયપણે સત્–અસત્નો નિર્ણય કરવો જોઈએ.
ભાઈ! જેને ધર્મ કરવો છે તેને સત્ય–અસત્યનો વિવેક કર્યા વગર કેમ ચાલશે? સામી વ્યક્તિના દોષ તે
વ્યક્તિ પાસે રહ્યા, પરંતુ જીવે પોતાના જ્ઞાનને નિર્દોષ કરવા માટે સત્–અસત્ની બરાબર પરીક્ષા કરવી જોઈએ.
છાશ લેવા જાય અને દોણી ન સંતાડાય એ કહેવતની જેમ, ધર્મ કરનારે સત્ને ન છૂપાવાય અને અસત્ને ન ચલાવી
લેવાય. જો સત્ અસત્નો વિવેક ન કરે અથવા તો સત્ સ્વીકારતાં ભય લાગે તો તેનું જ્ઞાન સાચું નથી, અને સાચું
જ્ઞાન થયા વગર ધર્મ હોઈ શકે નહિ.
(૧૪૦) સત્–અસત્નો નિર્ણય તે રાગદ્વેષનું કારણ નથી.
પ્રશ્નઃ– જો આવી સ્પષ્ટ વાત માનીએ તો રાગ–દ્વેષ વધી પડશે?
ઉત્તરઃ– સત્ને સત્ અને અસત્ને અસત્ માનવું તેમાં રાગ–દ્વેષ શેનો? સત્–અસત્નો નિર્ણય તો
સમ્યગ્જ્ઞાન અને વીતરાગતાનું કારણ છે. કોઈ જીવો દ્વેષ કરે તો તેના ભાવ તેની પાસે રહ્યા. તીર્થંકરોની હૈયાતિ
વખતે તેમના ઉપદેશનો વિરોધ કરનારા પણ હતા, તેથી શું સત્ને છૂપાવાય? અથવા તો તેને અન્યથા કહેવાય?
ખાવામાં કાંકરો આવે તો તેને ઝટ કાઢી નાખે છે, ત્યાં રાગ–દ્વેષ કેમ નથી માનતો? ખોરાક ખાય પણ કાંકરા ન
ખાય, તે ખાવાનો વિવેક છે. તેમ સાચાં શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રને જ ગ્રહણ કરવાં પણ ઊંધી શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રને
ગ્રહણ ન કરવા તે રાગ–દ્વેષ નથી પણ ધર્મનો વિવેક છે.
(૧૪૧) ધર્માત્માની ભાવના કેવી હોય? તથા પાત્ર–અપાત્રનું લક્ષણ
મૂર્ખ સ્ત્રીઓ જ્યારે ગર્ભવતી થાય ત્યારે તેઓને પત્થરા અને માટી ખાવાની ઇચ્છા થાય છે, પણ ધર્માત્મા
સતિ સ્ત્રીઓને તો તેવા પ્રસંગે ધર્મના ઉત્તમ કોડ ઊઠે છે. સતિ સીતા ધર્માત્મા હતા, તેઓ જ્યારે સગર્ભાવસ્થામાં
હતા ત્યારે તેમને કૃત્રિમ–અકૃત્રિમ સર્વ જિનમંદિરોના દર્શન કરવાની ભાવના જાગી હતી. પોતે તો ધર્માત્મા છે અને
ગર્ભમાં આવનારા જીવ પણ અનંગલવણ અને મદનાંકુશ જેવા બે ધર્માત્માઓ છે, બન્ને તે ભવે જ મોક્ષ જવાના છે.
તેથી ધર્માત્માને ભાવના જ ધર્મની હોય...પણ જેને સાચા ધર્મનું ભાન નથી, ધર્માત્માઓનો આદર નથી અને ઊલટો
તેની નિંદા કરે છે તેને ધર્મના વિચાર પણ ક્યાંથી આવે? ભલે પોતે હજી ધર્મ ન પામ્યો હોય પરંતુ ધર્માત્માઓનું
અને સત્નું બહુમાન તથા વિનય લાવીને જે સમજવા માગે છે તે પણ ધર્મ પામવાને પાત્ર છે. પરંતુ જે પોતે ધર્મ
સમજ્યો નથી, ધર્માત્માઓનો તથા સત્નો વિનય કે બહુમાન પણ નથી તે તો ધર્મ પામવા માટે પાત્ર પણ નથી.
(૧૪૨) જેને સમ્યગ્દર્શન નથી તેને ધર્મ નથી
જે જીવ પોતે સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ છે અને ધર્માત્માઓને આળ ચઢાવે છે તે પાપી જ છે, તેને ધર્મ નથી. જેને
સમ્યગ્દર્શન જ નથી તેનું ધર્મનું મૂળ સડેલું છે, તેને કોઈ જાતનાં ફળની પ્રાપ્તિ નથી, પણ તેને સંસાર જ છે. ।। ।।
અહીં નવમી ગાથા પૂરી થઈ.
–(ગાથા ૧૦)–
(૧૪૩) ધર્મનું મૂળ સમ્યગ્દર્શન
હવે દસમી ગાથામાં કહે છે કે–જેનું મૂળિયું નષ્ટ થઈ ગયું હોય તે ઝાડને જેમ પરિવારની વૃદ્ધિ થતી નથી
અને તેને ફૂલ–ફળ આવતાં નથી; તેમ ધર્મરૂપી વૃક્ષનું મૂળિયું સમ્યગ્દર્શન છે, તે સમ્યગ્દર્શનરૂપી મૂળિયું જેને નષ્ટ થયું
છે તેને ધર્મની ઉત્પત્તિ થતી નથી, ચારિત્રરૂપી ફૂલ અને મોક્ષરૂપી ફળ તેને પ્રાપ્ત થતું નથી.
(૧૪૪) વસ્તુ સ્વભાવની સ્વતંત્રતા અને સમ્યગ્દર્શનપ્રગટ કરવાનો ઉપાય
કોઈ જીવ બાહ્યથી તો મુનિપણું પાળે, મૂળગુણ ધારણ કરે. પીંછી અને કમંડળ સિવાય કાંઈ ન રાખે, દેવ–
ગુરુ–શાસ્ત્રની શ્રદ્ધા કરે, પરંતુ જો વસ્તુ સ્વભાવની સ્વતંત્રતા ન સમજે અને એક દ્રવ્ય બીજા દ્રવ્યને આધીન માને
તો તેને તત્ત્વની યથાર્થ શ્રદ્ધા નથી અને તેના આત્માને ધર્મનો લાભ કિંચિત્ નથી, આત્માના કલ્યાણનો માર્ગ તેણે
જાણ્યો નથી.