Atmadharma magazine - Ank 047
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ચોથું
સળંગ અંક ૪૭
Version History
Version
NumberDateChanges
001July 2003First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
।। ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છे ।।
વર્ષ ચોથુંભાદ્રપદ
અંક અગિયાર
સંપાદક
રામજી માણેકચંદ દોશી
વકીલર૪૭૩
કેવું જીવન ગાળવું?
હે જીવ, તેં આત્માને ભૂલીને દેહદ્રષ્ટિથી તો અનંત જીવન વીતાવ્યા
અને એની પાછળ પણ તારું ભવભ્રમણનું દુઃખ તો ઉભું જ રહ્યું; પણ હવે
સત્પુરુષોની આજ્ઞામાં આત્મદ્રષ્ટિથી એક જીવન તો એવું ગાળ કે જેની
પાછળ ભવ જ ધારણ કરવો ન પડે.
(રાજકોટ તા. ૨૪–૧૧–૪૪ ચર્ચામાંથી)
મુમુક્ષુની આત્મજાગૃતિ
મુમુક્ષુ જીવોને પરમ શાંત શુદ્ધ આત્મસ્વરૂપની જ રુચિ હોય છે, પણ વિકારની રુચિ હોતી નથી;
તેથી તેઓને સ્વરૂપની જાગૃતિ સદાય એવી વર્ત્યા કરે છે કે સ્વરૂપને ભૂલીને કોઈ કાર્યમાં એકાકાર થઈ
જતા નથી–તેમાં તન્મય બુદ્ધિ કરતા નથી. અંતરમાં આત્મા કરતાં શેનીયે કિંમત (–મહિમા) કદી વધતી
નથી. કષાય થાય ખરો, પણ કોઈ કાર્યમાં કષાય તરફનો વેગ ન આવવો જોઈએ. મુમુક્ષુઓને પર્યાય
તરફનો અર્થાત્ વિકાર તરફનો વેગ એટલો બધો તો ન જ હોય કે જેથી જ્ઞાનસ્વરૂપની રુચિ જ ઢંકાઈ
જાય. જ્ઞાન અને રાગની ભિન્નતા અનુભવવા માટેનો અભ્યાસ તેમને સદા જાગૃત હોય છે. મુમુક્ષુને
પરિણામમાં આકુળતા તો થાય પરંતુ કેવા પ્રસંગે પોતાના પરિણામમાં કેટલી આકુળતા થાય છે તે જોવા
માટે જ્ઞાનને જાગ્રત રાખે છે અને તે આકુળતા માટે ખેદ કરે છે. આ રીતે, જ્ઞાન અને આકુળતા વચ્ચેના
ભેદજ્ઞાનના વારંવાર અભ્યાસ વડે અલ્પકાળમાં તે જરૂર પરમશાંત આત્માનુભવને પામે છે. આવું
મુમુક્ષુદશાનું સ્વરૂપ છે. (–ચર્ચાના આધારે)
* * * * * * *
વાર્ષિક લવાજમ૪૭છૂટક અંક
ત્રણ રૂપિયાશાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસિક પત્રચાર આના
* આત્મધર્મ કાર્યાલય–મોટા આંકડિયા કાઠિયાવાડ *

PDF/HTML Page 3 of 21
single page version

background image
ઃ૨૩૪ઃ આત્મધર્મઃ ૪૭
વર્ષ ચોથુંસળંગ અંકભાદ્રપદઆત્મધર્મ
અંક ૧૧૪૭ર૪૭૩
जैन धमર્
મેરા જૈન ધરમ અણમોલા...મેરા જૈન ધરમ અણમોલા..
ઇસી ધરમમેં વીર પ્રભુને..મુક્તિકા મારગ ખોલા..મેરા.
ઇસી ધરમમેં કુંદુકુંદદેવને...શુદ્ધાતમ રસ ઘોલા...મેરા.
ઇસી ધરમમેં ઉમાસ્વામીને..તત્ત્વારથકો તોલા...મેરા.
ઇસી ધરમમેં અમૃતદેવને..કુંદહૃદયકો ખોલા...મેરા.
ઇસી ધરમમેં માનતુંગને...જેલકા ફાટક ખોલા...મેરા.
ઇસી ધરમમેં અકલંકદેવને..બૌદ્ધોંકો ઝકઝોલા...મેરા.
ઇસી ધરમમેં ટોડરમલને..પ્રાણ તજે વિન બોલા...મેરા.
ઇસી ધરમમેં કહાનગુરુને..અધ્યાત્મરસ ઘોલા...મેરા.
ઇસી ધરમમેં કહાનગુરુને...કુંદ–અમૃતરસ ઘોલા...મેરા.
* * * * *
* જૈન સમાજની વર્તમાન પરિસ્થિતિ ઉપર એક અવલોકન *
– સંપાદકીય –
નિશ્ચયનય અને વ્યવહારનય બન્નેનું યથાર્થ જ્ઞાન કરી નિશ્ચયનયનો આશ્રય (નિશ્ચયનયનો આશ્રય એટલે
કે નિશ્ચયનયના વિષયભૂત શુદ્ધાત્મસ્વભાવનો આશ્રય એમ સમજવું) કરવો અને વ્યવહારનયનો નિષેધ કરવો તે જ
જૈનતત્ત્વનું તાત્પર્ય છે. અને તેમ કરવાથી જ ધર્મની શરૂઆત, સાધકદશા અને પૂર્ણતા થાય છે, તે જ નિશ્ચયનય અને
વ્યવહારની અવિરોધ સંધિ છે...આમ હોવા છતાં હાલના જૈનસમાજમાં નયાધિરાજ નિશ્ચયનય પક્ષઘાતના તીવ્ર
રોગથી ઘેરાઈ ગયો છે; અને ઘણાઓ તે રોગનું સ્વરૂપ નહિ જાણતા હોવાથી તે રોગનું નિવારણ કરવાને બદલે ઉલટા
પોષણ આપીને તેની વૃદ્ધિ કરી રહ્યા છે; તેમજ જૈન સંપ્રદાયોના નામે પ્રસિદ્ધ થતાં મોટા ભાગનાં છાપાંઓ અને
વર્તમાનપત્રોનો સૂર પણ લૌકિક કથન અને સંસાર વધારનારા પ્રચાર તરફ બળપૂર્વક ચાલી રહ્યો દેખાય છે...એ
રીતે, જૈનશાસનની વર્તમાનદશા અંધાધુંધી ભરેલી અસ્તવ્યસ્ત અને ઊંધી થઈ રહી છે. સમાજ સાચા તત્ત્વજ્ઞાનથી
અને તેના યથાર્થ અભ્યાસથી લગભગ વંચિત છે. ધર્મના સાચા ઉપદેશકોની ઘણી મોટી અછત જોવામાં આવે છે.
લોકોને પણ ધર્મના નામે જે ઉપદેશક જે કંઈ કહે તેની પરીક્ષા કર્યા વગર તેને સાચું માની લેવાની કુટેવ પડી ગઈ છે.
તેમજ કૂળધર્મના નામે પ્રચલિત પુસ્તકો કે લેખોને પણ પરીક્ષા કર્યા વગર સત્ય માની લેવાની કુટેવ પડી ગઈ છે..
પણ એ કોઈ ઉપાય આત્માર્થનો નથી...નયાધિરાજ નિશ્ચયનયને લાગુ પડેલો રોગ તેનાથી મટવાનો નથી, અને એ
રોગ મટયા વગર આત્મકલ્યાણ થવાનું નથી. માટે–
હે આત્માર્થી જીવો!
જાગો, વિચારો, સમજો, તમારું પુરુષાતન સફળ કરો. અમૂલ્ય અવસર નિરર્થક ચાલ્યો જાય છે; આવો
અવસર વારંવાર મળતો નથી માટે તમારા જ્ઞાનની પરીક્ષા શક્તિને ફોરવીને સત્યનું સંશોધન કરો, તત્ત્વનો અભ્યાસ
કરો, તૂલનાત્મક શક્તિને કેળવો, તેનો વિકાસ કરો, આંધળી શ્રદ્ધાએ માનવાની કુટેવ છોડો, અને સત્ય–અસત્યનો
બરાબર નિર્ણય કરીને સત્યતત્ત્વજ્ઞાનને પામો...કે જેથી–
જૈન શાસનના નામે ચાલી રહેલા અજૈન પ્રચારનું જોર સ્વયં ટળી જાય, અને જૈનશાસન ઉન્નતિના પંથે
વળે. જો જૈન સમાજ સવેળા જાગૃત થઈને આ તરફ પોતાનું લક્ષ નહિ ફેરવે તો અમૂલ્ય વખત ચાલ્યો જશે અને
પરમ કલ્યાણકારી સાચા જૈનતત્ત્વજ્ઞાનની પ્રભાવના કરવાનો તેમજ નિજ આત્મકલ્યાણ કરવાનો આ પ્રાપ્ત થયેલો
મહાન સુઅવસર વ્યર્થ ગુમાવી બેસશે...માટે હે વીરના સંતાનો!
જાગો રે જાગો...સમજો રે સમજો.
* * * * *

PDF/HTML Page 4 of 21
single page version

background image
ભાદ્રપદઃ૨૪૭૩ઃ ૨૩પઃ
સ્વભાવનો અનુભવ કરવાની રીત
વીર સંવત ૨૪૭૩ઃ પ્ર. શ્રાવણ વદ ૮ શ્રીસમયસારજી કળશ ૧૦૯
ઉપર પૂ. સદ્ગુરુદેવશ્રીના વ્યાખ્યાનનો ટૂંક સાર
સિદ્ધ ભગવાન જ્ઞાનથી બધું માત્ર જાણે જ છે. જ્ઞાનમાં નથી તેમને વિકલ્પ, નથી રાગ–દ્વેષ, નથી કર્તૃત્વની
માન્યતા. સિદ્ધની જેમ બધા જ આત્માનો સ્વભાવ જ્ઞાતાપણે માત્ર જાણવાનો છે–આમ જે ઓળખે છે તે જીવ
પોતાના જ્ઞાનસ્વભાવમાં ઢળીને વિકલ્પાદિ સર્વનો નિષેધ કરે છે. તેને જ્ઞાનસ્વભાવમાં એકતાબુદ્ધિ પ્રગટી છે, ને
વિકલ્પમાં એકતાબુદ્ધિ તૂટી ગઈ છે; હવે જે વિકલ્પો આવે તે સર્વનો નિષેધ કરતો કરતો આગળ વધે છે. સાધક જીવ
એમ જાણ છે કે સિદ્ધનો અને મારો સ્વભાવ સરખો જ છે, તો પછી સિદ્ધમાં વિકલ્પાદિ નથી તે મારામાં પણ નથી,
તેથી હું અત્યારે જ મારા સ્વભાવના જોરે તેનો નિષેધ કરું છું. મારા જ્ઞાનમાં બધાય રાગાદિનો નિષેધ જ છે. જેમ
સિદ્ધભગવાન એકલા ચૈતન્ય છે તેમ હું પણ એકલા ચૈતન્યને જ અંગીકાર કરું છું.
ગમે ત્યારે પણ સ્વસન્મુખ થઈને સર્વ પુણ્ય–પાપ વ્યવહારનો નિષેધ કરવો એ જ મોક્ષમાર્ગ છે, તો પછી
હમણાં જ તેનો નિષેધ કરવો યોગ્ય છે; કેમકે તેના નિષેધરૂપ સ્વભાવ હમણાં જ પુરો છે. વર્તમાનમાં જ સ્વભાવની
પ્રતીતિ કરતાં પુણ્ય–પાપાદિ વ્યવહારનો નિષેધ સ્વયં થઈ જાય છે. વર્તમાનમાં તો પુણ્ય–પાપનો નિષેધ નથી કરતો
પણ પછી તેનો નિષેધ કરીશ–એમ જે માને છે તેને સ્વભાવની રુચિ નથી પણ પુણ્ય–પાપની જ રુચિ છે. જો તને
સ્વભાવની રુચિ હોય અને સર્વે પુણ્ય–પાપ–વ્યવહારના નિષેધની રુચિ હોય તો સ્વભાવ સન્મુખ થઈને હમણાં જ
નિષેધ કરવો યોગ્ય છે એમ નિર્ણય કર. રુચિને મુદત ન હોય. શ્રદ્ધા છે પણ શ્રદ્ધાનું કાર્ય નથી–એમ ન બને. શ્રદ્ધામાં
નિષેધ કર્યા પછી પુણ્ય–પાપને ટળતાં થોડો કાળ લાગે તે જુદી વાત છે, પણ જેને સ્વભાવની રુચિ છે અને પુણ્ય–
પાપના નિષેધની શ્રદ્ધા કરવા જેવી છે–એવી ભાવના છે–તો તે શ્રદ્ધામાં તો પુણ્ય–પાપનો નિષેધ વર્તમાનમાં જ કરે.
વર્તમાનમાં શ્રદ્ધામાં પુણ્ય–પાપનો આદર કરે તો તેને તેના નિષેધની શ્રદ્ધા જ ક્યાં રહી? શ્રદ્ધા તો પુરેપુરા સ્વભાવને
જ વર્તમાન માને છે.
જેને સ્વભાવની રુચિ થઈ–સ્વભાવનો આદર થયો અને પુણ્ય–પાપ વિકલ્પના નિષેધની રુચિ તથા આદર
થયો, તેને અંતરમાંથી અધીરજ તૂટી ગઈ. હવે આખા સ્વભાવની રુચિમાં વચ્ચે જે કોઈ પણ રાગ–વિકલ્પ આવે
તેનો નિષેધ કરીને સ્વભાવ તરફ ઢળવું–એ જ એક કાર્ય રહ્યું. સ્વભાવની શ્રદ્ધાના જોરે તેનો નિષેધ કર્યો તે કર્યો–હવે
એવો કોઈ પણ વિકલ્પ કે રાગ ન આવે કે જેમાં એકતાબુદ્ધિ થાય. અને એકત્વબુદ્ધિ વગર થતા જે પુણ્ય–પાપના
વિકલ્પો છે તેને ટાળવા માટે શ્રદ્ધામાં અધીરજ થતી નથી, કેમકે મારા સ્વભાવમાં તે કોઈ છે જ નહિ–એમ રુચિ થઈ
પછી તેને ટાળવાની અધીરજ શેની રહે? સ્વભાવ તરફ ઢળીને તેનો નિષેધ કર્યો છે તેથી તે અલ્પકાળમાં ટળી જ
જાય છે. ‘તેનો નિષેધ કરું’ એવો વિકલ્પ હોતો નથી પણ સ્વભાવમાં તે નિષેધરૂપ જ છે તેથી સ્વભાવનો અનુભવ–
વિશ્વાસ કરતાં તેનો નિષેધ સ્વયં થઈ જાય છે.
જ્યાં આત્માના સ્વભાવની રુચિ થઈ ત્યાં જ પુણ્ય–પાપના નિષેધની શ્રદ્ધા થઈ ગઈ. આત્માના સ્વભાવમાં
પુણ્ય–પાપ નથી તેથી આત્મામાં પુણ્ય–પાપનો નિષેધ કરવા જેવો છે–એવી રુચિ થઈ ત્યાં જ શ્રદ્ધામાં પુણ્ય–પાપ–
વ્યવહારનો નિષેધ થઈ જ ગયો. રુચિ અને અનુભવ વચ્ચે વાર લાગે તેનો પણ નિષેધ જ છે. જેને સ્વભાવની રુચિ
થઈ છે તેને વિકલ્પ તોડીને અનુભવ કરતાં વાર લાગે તોપણ તે વિકલ્પોનો તો તેને નિષેધ જ છે. જો વિકલ્પનો
નિષેધ ન હોય તો સ્વભાવની રુચિ શેની? અને જો સ્વભાવની રુચિ વડે વિકલ્પનો નિષેધ વર્તે છે તો પછી તે
વિકલ્પ તોડીને અનુભવ થવામાં તેને શંકા શેની? રુચિ થયા પછી જે વિકલ્પ રહે તેનો પણ રુચિ નિષેધ જ કરે છે
તેથી રુચિ અને અનુભવ વચ્ચે કાળભેદ નો સ્વીકાર નથી. જેને સ્વભાવની રુચિ થઇ છે તેને રુચિ અને અનુભવ
વચ્ચે જે અલ્પકાળ વિકલ્પ હોય તેનો રુચિમાં નિષેધ છે, એ રીતે જેને સ્વભાવની રુચિ થઈ છે તેને અંતરથી
અધીરજ હોતી નથી, પણ સ્વભાવની રુચિના જોરે જ બાકીના વિકલ્પો તોડીને અલ્પકાળમાં સ્વભાવનો પ્રગટ
અનુભવ કરે છે.

PDF/HTML Page 5 of 21
single page version

background image
ઃ ૨૩૬ઃ આત્મધર્મઃ ૪૭
આત્માના સ્વભાવમાં વ્યવહારનો, રાગનો,
વિકલ્પોનો નિષેધ છે–અભાવ છે, છતાં જે વ્યવહારને,
રાગને કે વિકલ્પને આદરણીય માને છે તેને સ્વભાવની
રુચિ નથી, અને તેથી તે જીવ વ્યવહારનો નિષેધ કરીને
સ્વભાવમાં કદી ઢળી શકશે નહિ. સિદ્ધ ભગવાનને
રાગાદિનો સર્વથા અભાવ જ થઈ ગયો છે તેથી તેમને
હવે વ્યવહારનો નિષેધ કરીને સ્વભાવમાં ઢળવાનું રહ્યું
નથી. પણ સાધક જીવને પર્યાયમાં રાગાદિ વિકલ્પો,
વ્યવહાર વર્તે છે તેથી તેને તે વ્યવહારનો નિષેધ કરીને
સ્વભાવમાં ઢળવાનું છે.
હે જીવ, જો સ્વભાવમાં સર્વ પુણ્ય–પાપ વગેરે
વ્યવહારનો નિષેધ જ છે તો પછી, ‘હમણાં કોઈ પણ
વ્યવહાર કે શાસ્ત્રાભ્યાસ વગેરે કરી લઉં–પછી તેનો
નિષેધ કરીશ’–એવું આલંબન મોક્ષાર્થીને નથી, માટે તું
પરાશ્રિત વ્યવહારનું આલંબન છોડીને સીધે સીધો તું
ચૈતન્યને સ્પર્શ, કોઈ પણ વૃત્તિના આલંબનના શલ્યમાં
ન અટક. સિદ્ધ ભગવાનની જેમ તારા સ્વભાવમાં એકલું
ચૈતન્ય છે તે ચૈતન્યસ્વભાવને જ સીધે સીધો સ્વીકાર,
તેમાં ક્યાંય રાગાદિ દેખાતા જ નથી; રાગાદિ છે જ નહિ
તો પછી તેના નિષેધનો વિકલ્પ કેવો? સ્વભાવની
શ્રદ્ધાને કોઈપણ વિકલ્પનું અવલંબન નથી. જે
સ્વભાવમાં રાગ નથી તેની શ્રદ્ધા પણ રાગથી થતી નથી.
એ રીતે સિદ્ધ સમાન પોતાના આત્માના ધ્યાન વડે
એકલું ચૈતન્ય છુટું અનુભવાય છે, ને ત્યાં સર્વ
વ્યવહારનો નિષેધ સ્વયમેવ થઈ જાય છે. આ જ
સાધકદશાનું સ્વરૂપ છે. *
સ્વતઃસિદ્ધ શક્તિને પરની અપેક્ષા નથી
(શ્રી જયધવલઃ ભાગ ૧ પૃષ્ટ ૨૩૮)
શંકા– શબ્દનો પદાર્થની સાથે કોઈ સંબંધ નથી તો તે
શબ્દ પદાર્થનો વાચક કઈ રીતે થઈ શકે છે?
સમાધાન– ‘પ્રમાણ અર્થાત્ જ્ઞાનનો જ્ઞેયપદાર્થોની
સાથે કોઈ સંબંધ નથી છતાં પણ તે જ્ઞાન પદાર્થોને કઈ
રીતે જાણે છે?’ આ વાત પણ ઉપરની શંકા જેવી છે.
અર્થાત્ જેવી રીતે જ્ઞાન અને જ્ઞેય પદાર્થોનો કોઈ સંબંધ
ન હોવા છતાં પણ જ્ઞાન જ્ઞેય પદાર્થોને જાણી લે છે, તેવી
રીતે જ શબ્દનો પદાર્થોની સાથે કાંઈ સંબંધ ન હોવા છતાં
પણ શબ્દ પદાર્થોનો વાચક (કહેનાર) હોય–તેમાં શું
આપત્તિ છે?
શંકા– જ્ઞાન અને જ્ઞેય પદાર્થોને તો જન્ય–જનક
લક્ષણવાળો સંબંધ છે.
સમાધાન– એમ નથી, કેમકે વસ્તુની શક્તિની બીજા
પદાર્થોદ્વારા ઉત્પત્તિ માનવામાં વિરોધ આવે છે. અર્થાત્
જે વસ્તુ જેવી છે તે વસ્તુને તેવા જ રૂપે જાણવાની
શક્તિને પ્રમાણ કહેવાય છે. એ જાણવાની શક્તિ
પદાર્થોદ્વારા ઉત્પન્ન થઈ શકતી નથી. અહીં આ વિષયમાં
ઉપયોગી શ્લોક આપવામાં આવે છે–
स्वतः सर्व प्रमाणानां प्रामाण्यमिति गृह्यताम्।
न हि स्वतो ऽ सती शक्तिः कर्तुमन्येत पार्यते।।
અર્થઃ– સર્વ પ્રમાણોમાં સ્વતઃ પ્રમાણતા સ્વીકાર કરવી
જોઈએ (–અર્થાત્ દરેક જ્ઞાન પોતાથી જ થાય છે એમ
સ્વીકારવું જોઈએ) કેમકે જે શક્તિ પદાર્થોમાં સ્વતઃ
વિદ્યમાન ન હોય તે શક્તિ બીજા પદાર્થોદ્વારા કરી શકાતી
નથી.
* * * * *
ઉપર આપેલા જયધવલના ભાગમાં વીરસેનાચાર્યદેવે
જે શ્લોક આપ્યો છે તેની બીજી લીટી, સમયસારશાસ્ત્રની
ગા. ૧૧૬ થી ૧૨૦ ની શ્રી અમૃતચંદ્રાચાર્ય દેવકૃત ટીકામાં
આવે છે. ત્યાં તેઓશ્રીએ નીચે મુજબ જણાવ્યું છે–
न हि स्वतो ऽ सती शक्तिः कर्तुमन्येन पार्येत
એટલે કે વસ્તુમાં જે શક્તિસ્વતઃ (પોતાથી જ) ન હોય
તેને અન્ય કોઈ કરી શકે નહિ. અને ‘
स्वयं परिणममानं
तु न परं परिणमयितारमपेक्षेत। न हि वस्तुशक्तयः
परमपेक्षंते
’ એટલે કે સ્વયં પરિણમતાને તો પર
પરિણમાવનારની અપેક્ષા ન હોય; કારણ કે વસ્તુની
શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી. ત્યાર પછી ગાથા.
૧૨૧ થી ૧૨પની ટીકામાં પણ અક્ષરશઃ એ જ શબ્દો કહ્યા
છે. *
સમાચાર
પરમાત્મ પ્રકાશ
દ્વિ. શ્રાવણ વદ પ ના દિવસે, સવારના વ્યાખ્યાનમાં
શ્રી પંચાસ્તિકાયનું વાંચન પૂરું થયું અને શ્રી
પરમાત્મપ્રકાશનું વાંચન શરૂ થયું છે. આ શાસ્ત્રના કર્તા
શ્રીયોગીન્દ્રદેવ છે અને ટીકાકાર શ્રીબ્રહ્મદેવ છે. આ શાસ્ત્ર
ઊચ્ચ આધ્યાત્મિક ભાવોથી ભરેલું છે. બપોરે
સમયસારનો આસ્રવઅધિકાર વંચાય છે.
દશલક્ષણપર્વ
ભાદરવા સુદ પ થી ૧૪ સુધી આ પર્વ ઉજવાય છે. આ
પર્વને ‘પર્યુષણપર્વ’ પણ કહેવાય છે. જૈનશાસનમાં આ
પર્વ સૌથી મુખ્ય છે. આ પર્વના દસ દિવસો દરમિયાન
આત્મભાનપૂર્વક ઉત્તમક્ષમા, નિરભિમાનતા,
માયારહિતપણું, નિર્લોભવૃત્તિ, સત્ય, સંયમ, તપ, ત્યાગ,
અકિંચન્યપણું તથા બ્રહ્મચર્ય–એ દશ ધર્મોની ભાવના
તેમજ તેના સ્વરૂપનું કથન, તેનું માહાત્મ્ય અને તેની
પ્રાપ્તિ માટેનો અભ્યાસ કરવામાં આવે છે.
***

PDF/HTML Page 6 of 21
single page version

background image
ભાદ્રપદઃ૨૪૭૩ઃ ૨૩૭ઃ
દુઃખથી છૂટવાની ને સુખી થવાની સાચી રીત
વીર સં. ૨૪૭૩ઃ અષાડ સુદ ૩ પંચાસ્તિકાય ગાથા ૧૦૪ ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીનું વ્યાખ્યાન
પોતે દુઃખી છે એમ જેને લાગે છે અને તે દુઃખ ટાળીને જે સુખી થવા માગે છે તેને દુઃખ નાશ કરીને સુખી
થવાનો ક્રમ શું છે તે આચાર્ય ભગવાન બતાવે છે. પહેલાં તો પોતે વર્તમાનમાં દુઃખી છે એમ ભાસવું જોઈએ. શરીર,
પૈસા, સ્ત્રી, માન, આબરૂ વગેરેની અનુકૂળતા હોય અને તેમાં સુખબુદ્ધિથી પોતાને સુખી જ માની લીધો હોય, તેવા
જીવો પોતાને દુઃખી માન્યા વગર દુઃખ ટાળવાનો ઉપાય જ કેમ કરે? આમાં પાત્રતાનું વર્ણન પણ આવી ગયું. કઈ
રીતે? શરીર, પૈસા વગેરેમાં જેને સુખ નથી ભાસતું, પણ સુખ કાંઇક એનાથી જુદું છે–એવો ભાસ થયો છે અને તેથી
શરીર, પૈસા, સ્ત્રી વગેરેમાંથી તીવ્ર રુચિ ટળી ગઈ છે અને સાચા સુખનો ઉપાય સમજવાનો કામી થયો છે; એ રીતે,
જેને સંસારમાં દુઃખ લાગ્યું છે ને તેનાથી મુક્ત થવાની જિજ્ઞાસા જાગી છે એવા પાત્ર જીવને સુખનો ઉપાય અહીં
બતાવે છે. સંસારની ચારેય ગતિમાં દુઃખ છે એટલે કે જે ભાવે સ્વર્ગનો ભવ કરવો પડે કે મનુષ્યનો ભવ કરવો પડે
તે ભાવ પણ દુઃખદાયક છે. ચૈતન્યના સહજ વીતરાગી આત્મ–આનંદનો જ્યાં વિરહ છે ત્યાં જ દુઃખ છે. એ દુઃખનું
કારણ કોઈ પર પદાર્થો નથી પણ પોતાનો અજ્ઞાન ભાવ તથા રાગ–દ્વેષ એ જ દુઃખનું મૂળ છે. અને તે દુઃખ ટાળવા
માટે કોઈ પદાર્થો દૂર કરવાના નથી પણ સાચી સમજણવડે પોતાનો અજ્ઞાનભાવ ને રાગ–દ્વેષ જ દૂર કરવાના છે.
‘અમુક પરવસ્તુ મને મળે તો હું સુખી થાઊં’ એ માન્યતા ખોટી છે, પરંતુ ‘પરવસ્તુમાં મારું સુખ છે જ નહિ તેથી
સ્વભાવની ઓળખાણવડે પરવસ્તુ ઉપરની મમતા છોડી દઊં તો હું સુખી થાઉં’–એ ઉપાય સાચો છે. પરવસ્તુ
મેળવીને સુખી થવાની જેને ભાવના છે તેને પોતાના સ્વાધીન સુખસ્વભાવનો વિશ્વાસ નથી.
આ ગ્રંથનું રહસ્ય શુદ્ધાત્મ પદાર્થ છે, તેનું પ્રથમ જ્ઞાન કરવું–તે જ સુખનો ઉપાય છે. પોતાનો અંતરસ્વભાવ
પૂરો છે તેને જાણવાનું જ જ્ઞાનનું પ્રયોજન છે, એ સિવાય બીજું બધું અપ્રયોજનભૂત છે. શાસ્ત્રોનું જ્ઞાન કરે પણ જો
શુદ્ધાત્મસ્વભાવને જ જાણે તો જીવનું કલ્યાણ થાય નહિ. આત્મસ્વભાવ જાણવામાં જે જ્ઞાન રોકાય છે તે જ્ઞાનમાં
અપૂર્વપુરુષાર્થ છે તે અજ્ઞાનીને ભાસતો નથી. અંતરસ્વભાવમાં જે જ્ઞાન વળે તેની કિંમત કે મહિમા અજ્ઞાનીને નથી
પણ બહારમાં ઘણા શાસ્ત્રો વગેરે જાણવામાં જે જ્ઞાન રોકાય તેની અજ્ઞાનીને કિંમત અને મહિમા લાગે છે, તેને
સ્વાશ્રય સ્વભાવની રુચિ નથી પણ પરાશ્રય અને વિકારની જ રુચિ છે. પરાશ્રયપણું છોડાવવા અહીં કહે છે કે છ
દ્રવ્યો, નવ પદાર્થો વગેરેને જાણવા તે આ ગ્રંથનું તાત્પર્ય નથી પણ શુદ્ધાત્માને જાણીને વીતરાગી ભાવ પ્રગટ કરવો તે
જ આ ગ્રંથનું તાત્પર્ય છે. શુદ્ધાત્મ પદાર્થને અનુલક્ષીને જ્ઞાન કરવું તે જ પ્રયોજન છે. પર પદાર્થનો આશ્રય નહિ,
પાપનો આશ્રય નહિ, પુણ્યનો પણ આશ્રય નહિ, ભેદ–વ્યવહારનો પણ આશ્રય નહિ, બધાયનો આશ્રય છોડીને
એકલા શુદ્ધાત્માને લક્ષમાં લઈને તેના આશ્રયમાં ટકવું તે જ કરવાનું છે. શુદ્ધાત્માને સમજીને તેને અનુસરીને જ
પરિણમન કરવાનો ઉદ્યમ તે જ એક કર્તવ્ય છે, તે જ સુખનો ઉપાય છે, ને તે જ સર્વ શાસ્ત્રોનો સાર છે. આત્માના
લક્ષ વગર પરને દેખવું–જાણવું તો અનાદિથી થાય છે, પછી પરને જાણવામાં શાસ્ત્રો હો કે દેવ–ગુરુ હો, પણ તેનાથી
જીવનું કલ્યાણ નથી, તેથી અહીં કહ્યું કે સ્વસન્મુખ થઈને શુદ્ધાત્માને જાણવો તે જ કલ્યાણનું કારણ છે.
અવ્રતભાવ અને આસક્તિભાવ છોડાવવા પહેલાં આત્મજ્ઞાન કરાવવાનું તત્ત્વાર્થસાર પા. ૩૦૨માં કહ્યું છે.
ત્યાં કહ્યું છે કે ‘કારણના નાશથી કાર્યનો નાશ થાય છે; તેથી વિષયાસક્તિ ઘટાડવા પહેલાં જ આત્મજ્ઞાન પ્રગટ
કરવાનો આચાર્યદેવ ઉપદેશ કરે છે.’ મિથ્યાત્વ એ જ આસક્તિનું મૂળ છે. પહેલાં તત્ત્વજ્ઞાન એટલે કે શુદ્ધાત્માનું જ્ઞાન
થયા વગર અવ્રત કે આસક્તિ છૂટે જ નહિ. દુઃખથી છૂટવાની રીત આ જ છે. જેને અજ્ઞાન અને રાગાદિમાં દુઃખ જ ન
લાગતાં હોય અને પૈસા વગેરે હોવાથી તેમાં જ તૃપ્ત–તૃપ્ત થઈ ગયો હોય તો એવા જીવો પણ સ્વતંત્ર છે,–એવા
અનંત સંસારીને તો તત્ત્વની વાત રુચતી નથી. પણ જેને અજ્ઞાનદશાનું દુઃખ ભાસે છે ને તેનાથી છૂટીને મુક્ત થવાની
જેને ઝંખના છે એવા અલ્પસંસારીને માટે ઉપાય બતાવે છે કે શુદ્ધાત્માને જાણવો એ જ મૂળ પ્રયોજન છે.
જેમ બગલું નદી કાંઠે જઈને એકાગ્ર થઈ જાય, પણ તેનું ધ્યાન ક્યાં છે?–માછલાં પકડવામાં. તેમ કોઈ જીવ
તત્ત્વનો ઉપદેશ સાંભળવા જાય પણ ત્યાં શુદ્ધ ચૈતન્યને તો ધ્યાનમાં કે લક્ષમાં લ્યે નહિ અને સંસારના કામોના
વિચારમાં તલ્લીન થઈ જાય–તો તેને કાંઈ લાભ થાય નહિ. પણ સંસારના વિચાર છોડીને શુદ્ધ સ્વભાવને લક્ષમાં
લઈને તે તરફ પરિણતિ કરીને ઉદ્યમી થવું તે જ દુઃખમુક્ત થવાનો ઉપાય છે.
ભેદવિજ્ઞાની જીવોએ સ્વાશ્રયની પ્રતીતિવડે મિથ્યાત્વનો તો અભાવ કર્યો છે; પછી શું કરે છે? પછી પણ કાંઈ
પરાશ્રય કરવાનું આવતું નથી પણ જે સ્વાશ્રયસ્વભાવની

PDF/HTML Page 7 of 21
single page version

background image
ઃ ૨૩૮ઃ આત્મધર્મઃ ૪૭
શ્રદ્ધાથી પરમાં સુખબુદ્ધિરૂપ મિથ્યાત્વનો અભાવ કર્યો તે જ સ્વભાવના આશ્રયે વિશેષ પુરુષાર્થવડે આત્માના
અનાકુળ શાંત ઉપશમરસમાં મગ્ન થઈને રાગ–દ્વેષથી રહિત થાય છે અને બંધનો નાશ કરીને મુક્તિ સુખને અનુભવે
છે. આ રીતે, ધર્મની શરૂઆતથી પૂર્ણતા સુધી સ્વાશ્રય જ છે, પરાશ્રયભાવે ધર્મ થતો નથી. આત્માના સ્વભાવને
લક્ષીને પ્રયત્ન કરવો તે ધર્મ પુરુષાર્થ છે, તે ધર્મની ક્રિયા છે, ને તે જ સુખી થવાનો ઉપાય છે. *
* * * * *
દ્રવ્યદ્રષ્ટિ અને પર્યાયદ્રષ્ટિ તથા તેમનું પ્રયોજન
ગુણ–પર્યાયોનો પિંડ તે દ્રવ્ય છે; આત્મદ્રવ્ય પોતાના સ્વભાવથી ટકેલું છે પણ રાગને લીધે તે ટકેલું નથી.
આત્માના સ્વરૂપમાં રાગ નથી તેમજ રાગવડે આત્માના સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી.
ત્રિકાળી દ્રવ્ય સ્વરૂપને સ્વીકાર્યા વગર સમ્યગ્દર્શન થાય નહિ. કેમકે પર્યાય તો એક સમય પુરતી જ છે,
બીજા સમયે તો તેની નાસ્તિ થઈ જાય છે, તેથી પર્યાયના લક્ષે એકાગ્રતા કે સમ્યગ્દર્શન થઈ શકતું નથી. કેવળજ્ઞાન
પણ એક સમય પુરતી પર્યાય છે, પરંતુ એવી અનંતઅનંત પર્યાયોને અભેદપણે સંઘરીને દ્રવ્ય પડયું છે, અર્થાત્
અનંતી કેવળજ્ઞાન પર્યાયો પ્રગટવાની શક્તિ દ્રવ્યમાં છે, માટે કેવળજ્ઞાનના માહાત્મ્ય કરતાં દ્રવ્યસ્વભાવનું માહાત્મ્ય
અનંતુ છે. આ સમજવાનું પ્રયોજન એ છે કે પર્યાયમાં એકત્વબુદ્ધિ છોડીને દ્રવ્યસ્વભાવમાં એકત્વબુદ્ધિ કરવી;
એકત્વબુદ્ધિ એટલે ‘આ જ હું’ એવી માન્યતા. પર્યાયના લક્ષે ‘આ જ હું’ એમ પર્યાય જેટલો જ પોતાને ન માનતાં,
ત્રિકાળી દ્રવ્યના લક્ષે ‘આ જ હું’ એમ દ્રવ્યસ્વભાવની પ્રતીત કરવી તે સમ્યગ્દર્શન છે. કેવળજ્ઞાનાદિ કોઈ પણ પર્યાય
એક સમય પુરતી અસ્તિરૂપે છે, બીજા સમયે તો તેની નાસ્તિ થઈ જાય છે, માટે પર્યાય જેટલો આત્માને માનવાથી
સમ્યગ્દર્શન થતું નથી. અને જે દ્રવ્યસ્વભાવ છે તે તો ત્રિકાળ એકરૂપ સત્ અસ્તિરૂપે છે, કેવળજ્ઞાન પ્રગટ હો કે ન હો
તેની પણ જેને અપેક્ષા નથી એવા તે સ્વભાવને માનવાથી જ સમ્યગ્દર્શન પ્રગટે છે.
એક અવસ્થામાંથી બીજી અવસ્થા આવતી નથી. પણ દ્રવ્યમાંથી જ આવે છે અર્થાત્ એક પર્યાય પોતે બીજી
પર્યાયરૂપે પરિણમતી નથી પણ ક્રમબદ્ધ એક પછી એક પર્યાયરૂપે દ્રવ્યનું જ પરિણમન થાય છે તેથી પર્યાયદ્રષ્ટિ
છોડીને દ્રવ્યદ્રષ્ટિ કરવાથી જ શુદ્ધતા પ્રગટે છે.
પર્યાય ખંડ–ખંડરૂપ છે, તે સદાય એક સરખી રહેતી નથી, અને દ્રવ્ય અખંડરૂપ છે, તે સદાય એક સરખું રહે
છે. માટે દ્રવ્યદ્રષ્ટિથી શુદ્ધતા પ્રગટે છે.
પર્યાય ક્ષણિક છે, દ્રવ્ય ત્રિકાળ છે; ત્રિકાળીના જ લક્ષે એકાગ્રતા થઈ શકે છે અને ધર્મ પ્રગટે છે, પણ
ક્ષણિકના લક્ષે એકાગ્રતા થતી નથી, તેમ જ ધર્મ પ્રગટતો નથી.
પર્યાય ક્રમવર્તી સ્વભાવવાળી હોવાથી, એક સમયે એક જ હોય છે અને દ્રવ્ય તો અક્રમવર્તી સ્વભાવવાળું
અનંત પર્યાયોનો અભેદ પિંડ છે, તે દરેક સમયે પુરેપુરું છે; છદ્મસ્થને વર્તમાન પર્યાય અપૂર્ણ છે અને દ્રવ્ય પુરું છે,
તેથી પરિપૂર્ણતાના લક્ષે જ સમ્યગ્દર્શન અને વીતરાગતા પ્રગટે છે પણ અપૂર્ણતાના લક્ષે સમ્યગ્દર્શન કે વીતરાગતા
પ્રગટતાં નથી, પરંતુ ઊલટો રાગ ઉત્પન્ન થાય છે. સમ્યગ્દર્શન પછી પણ જીવને પરિપૂર્ણતાના લક્ષે જ ક્રમે ક્રમે
ચારિત્ર વીતરાગતા ને સર્વજ્ઞતા પ્રગટે છે.
મુમુક્ષુઓએ ઉપર પ્રમાણે દ્રવ્ય અને પર્યાયનું યથાર્થ જ્ઞાન કરીને, ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ તરફ રુચિ
(ઉપાદેયબુદ્ધિ) કરીને ત્યાં જ એકતા કરવી યોગ્ય છે અને પર્યાયની એકત્વબુદ્ધિ છોડવી યોગ્ય છે. આ જ ધર્મનો
ઉપાય છે.
જેને પર્યાયદ્રષ્ટિ હોય તે જીવ રાગને પોતાનું કર્તવ્ય માને જ અને રાગથી ધર્મ માને જ, કેમકે પર્યાયદ્રષ્ટિમાં
તો રાગની જ ઉત્પત્તિ છે; અને રાગનો સંબંધ પરદ્રવ્યો સાથે જ હોવાથી, પર્યાયદ્રષ્ટિવાળો જીવ પરદ્રવ્યોના લક્ષે
પરદ્રવ્યોનો પણ કર્તા પોતાને માને–આનું જ નામ મિથ્યાત્વ છે, આ જ અધર્મ છે.
પણ, જેને દ્રવ્યસ્વભાવની દ્રષ્ટિ થઈ છે તે જીવ કદી રાગને પોતાનું કર્તવ્ય માને જ નહિ અને તેમાં ધર્મ માને
જ નહિ, કેમકે સ્વભાવમાં રાગનો અભાવ જ છે. પર્યાયના રાગનું કર્તાપણું પણ જે ન માને તે પરદ્રવ્યનું તો કર્તાપણું
માને જ કેમ? એટલે તેને પરથી અને રાગથી ભિન્ન સ્વભાવની દ્રષ્ટિમાં જ્ઞાન અને વીતરાગતાની જ ઉત્પત્તિ થયા
કરે–આનું જ નામ સમ્યગ્દ્રષ્ટિ છે, અને આ જ ધર્મ છે.
માટે બધાય આત્માર્થિ જીવોએ અધ્યાત્મના અભ્યાસ વડે દ્રવ્યદ્રષ્ટિ કરવી, એ જ પ્રયોજનભૂત છે. દ્રવ્યદ્રષ્ટિ
કહો કે શુદ્ધનયનું અવલંબન કહો, નિશ્ચયનયનો આશ્રય કહો–એ પરમાર્થે એક જ છે.
(નિયમસાર પ્રવચન વખતે ચર્ચા)

PDF/HTML Page 8 of 21
single page version

background image
ભાદ્રપદઃ૨૪૭૩ઃ ૨૩૯ઃ
જૈન શાસન–એટલે–સ્વાશ્રય અને વીતરાગતા
(વીર સંવત ૨૪૭૩ઃ જેઠ વદ ૧૪ પંચાસ્તિકાય ગાથા ૧૦૦ ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીનું વ્યાખ્યાન)
અજ્ઞાનીઓ એમ માને છે કે મારે અમુક પદાર્થો વગર ન ચાલે–રોટલા વગર ન ચાલે, પૈસા વગર ન ચાલે,
દેવ–ગુરુ–શાસ્ત્ર વગર ન ચાલે–એમ માને છે; એ પરાશ્રયપણાની માન્યતા જ દુઃખનું મૂળ છે. આત્માનો સ્વભાવ
પરથી જુદો જ છે અને ત્રણે કાળે તે પર પદાર્થો વગર સ્વયં પોતાથી ટકેલો છે.
આખી દુનિયા પર પદાર્થો વગર જ ચલાવે છે, કેમકે દરેક વસ્તુમાં પરનો તો અભાવ જ છે. દરેક આત્મા
પરના અભાવ સ્વરૂપ છે એટલે કે તે બધાયથી જુદો જ છે, ને બધાયથી જુદો પોતાથી જ ટકેલો છે. પોતામાં બધાય
પર દ્રવ્યોનો અભાવ જ છે, તો વિચારો કે કયા પદાર્થ વગર આત્માને નથી નભતું? કોઈ કહે કે ખોરાક વગર
આત્માને નથી નભતું. તો તેનું સમાધાનઃ–ખોરાકનો તો આત્મામાં અભાવ છે. શું ખોરાકના પરમાણુઓ આત્મામાં
પ્રવેશી જાય છે? ત્રણેકાળે ખોરાક આત્મામાં પ્રવેશતો જ નથી, આત્મા ખોરાક વગર જ ટકેલો છે. શું ચૈતન્યતત્ત્વને
નભવા માટે જડનો આશ્રય હોય? ચૈતન્યતત્ત્વ પોતાથી નભેલું છે, ખોરાકથી નહિ. ખોરાક ન હોય ત્યારે પણ શું
આત્મા નથી પરિણમતો? ખોરાકના અભાવમાં શું આત્માનું પરિણમન અટકી જાય છે?–તેમ તો થતું નથી, કેમકે
ચૈતન્યતત્ત્વને નભવા માટે ખોરાકની અપેક્ષા નથી. દરેક પદાર્થ પોતાના જ દ્રવ્યથી–ક્ષેત્રથી–કાળથી ને ભાવથી નભે
છે. જ્ઞાની કે અજ્ઞાની, સિદ્ધ કે નિગોદ, ને આત્મા કે પરમાણુ–બધાયને ત્રણે કાળ પર વગર જ નભે છે, માત્ર અજ્ઞાની
પોતાના સ્વાશ્રયને છોડીને પરાશ્રય માને છે, તે જ ભૂલ છે અને તેથી જ તે દુઃખી થાય છે.
આત્મા પોતે પોતાના અસંખ્ય પ્રદેશમાં રહેલો છે અને પોતાના ગુણથી પૂરો છે, તે પોતાની અવસ્થામાં જ
પરિણમે છે. તે સદાય પોતાના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવથી જ ટકેલ છે. પર્યાયમાં જે વિકાર થાય તે વિકાર પરના લક્ષે
થતો હોવા છતાં પણ પરના આશ્રયે ટકેલો નથી–કર્મના આશ્રયે વિકાર ટકેલો નથી પણ તે પર્યાયના જ આશ્રયે
વિકાર ટકયો છે. તેમ જ કર્મો પણ જીવના વિકારના આશ્રયે ટકેલાં નથી, તે સ્વયં તેની અવસ્થાથી ટકેલાં છે.
આમ છએ દ્રવ્યો સ્વતંત્ર છે, કોઈ કોઈના આશ્રયે ટકેલો નથી. છએ દ્રવ્યોનું નિરપેક્ષપણું જણાવીને
પરાશ્રયથી છોડાવીને સ્વાશ્રય સ્વભાવ તરફ ઢાળવાનું જ પ્રયોજન છે, પરંતુ છ દ્રવ્યોના લક્ષમાં અટકવાનું પ્રયોજન
નથી.
જીવ પર દ્રવ્યોના આશ્રયે તો નભેલો નથી, કેમકે જો પરના આશ્રયે તે નભતો હોય તો તેનું સ્વતંત્ર
અસ્તિત્વ શું? જીવ કોઈ પણ પરદ્રવ્યોથી નભતો નથી ને કોઈથી દુભાતો નથી. પોતાની પર્યાયમાં જે વિકાર થાય તે
વિકારના આશ્રયે પણ જીવ ટકેલો નથી. કેમ કે વિકારનો તો સર્વથા નાશ થઈ જાય છે, તેથી જો તેના આશ્રયે જીવ
નભેલો હોય તો વિકાર સાથે તેનો પણ નાશ થઈ જાય. જીવ તો પોતાના જ્ઞાનથી ટકેલો છે, જ્ઞાન વગર તેને એક
ક્ષણ પણ ચાલે નહિ. આમ જાણીને પરદ્રવ્યના આશ્રયની બુદ્ધિ તેમ જ વિકારના આશ્રયની બુદ્ધિ છોડીને સ્વભાવના
આશ્રયમાં ટકવું તે જ તાત્પર્ય છે.
ત્રણેકાળના તીર્થંકરોનો એક જ પ્રકારે ઉપદેશ છે કે તું સર્વનો જ્ઞાતાદ્રષ્ટા છો. તારી પર્યાયમાં જે રાગાદિ થાય
તેનો પણ તું જ્ઞાતા છો. તારા સ્વભાવમાં અભેદતા ને સ્થિરતા કરવી તે જ તારું પ્રયોજન છે. સ્વભાવમાં એકતા થાય
અને વિકાર ઉપર દ્રષ્ટિ ન જાય તે જ તાત્પર્ય છે. સ્વભાવમાં અભેદ થવાથી વિકાર તૂટી જાય છે. ‘વિકાર ટાળું’ એમ
જેની દ્રષ્ટિ છે તેને પર્યાય ઉપર દ્રષ્ટિ છે, પર્યાયદ્રષ્ટિ રાખવાથી વિકાર ટળતો નથી પણ સ્વભાવમાં દ્રષ્ટિ કરીને
એકાગ્રતા કરતાં જ વિકાર ટળી જાય છે. આત્મસ્વભાવ પરિપૂર્ણ છે, તેમાં વિકાર નથી ને ભેદ પણ નથી;–એમ અખંડ
સ્વભાવની દ્રષ્ટિ કરવાનું જ મૂળ પ્રયોજન છે. આ અખંડ સ્વભાવની દ્રષ્ટિ કરવી તે જ ‘કેવળી ભગવાને જોયું હોય
તેમ થાય’ એવી પ્રતીત છે, તે જ વસ્તુની ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધા છે, તે જ દ્રવ્યદ્રષ્ટિ છે, તે જ શુદ્ધનયના વિષયનું લક્ષ
છે, તે જ સમ્યગ્દર્શન છે, તે જ ધર્મ છે, એ જ અનંતા શાસ્ત્રોનું તાત્પર્ય છે, ને એ જ જીવનું પ્રયોજન છે. એના વગર
બીજી બધી વાત જુઠ્ઠી છે. બધામાંથી સાર કાઢીને જો એ પ્રયોજન સિદ્ધ કરે તો જ જીવનું બધું સાચું છે. અભેદ
સ્વભાવની મુખ્યતા ને ભેદની ગૌણતા અર્થાત્ આત્મસ્વભાવનો જ આદર–એ જૈનશાસનનો મૂળ પાયો છે.
જીવનું મૂળ પ્રયોજન વીતરાગભાવ છે; વીતરાગભાવના બે પ્રકાર છે– (૧) દ્રષ્ટિમાં વીતરાગતા અને (૨)
ચારિત્રમાં વીતરાગતા. પહેલાં દ્રષ્ટિમાં વીતરાગતા થાય છે. તે ક્યારે થાય? મારા અભેદ ચૈતન્ય સ્વભાવમાં રાગ
નથી, પર્યાયમાં રાગ થાય છે તે સમ્યગ્દર્શનનું–વીતરાગી દ્રષ્ટિનું કારણ નથી, પણ તે રાગ સાથેની એકતા તો
મિથ્યાત્વનું કારણ છે, અને તે રાગનો આશ્રય છોડીને સ્વભાવની એકતા

PDF/HTML Page 9 of 21
single page version

background image
ઃ ૨૪૦ઃ આત્મધર્મઃ ૪૭
કરવી તે સમ્યક્ત્વનું કારણ છે. એ પ્રમાણે જાણીને અભેદ સ્વભાવની મુખ્યતા કરતાં વીતરાગીદ્રષ્ટિ પ્રગટે છે, અને
ત્યાં રાગનો નિષેધ સ્વયં વર્તે છે. વ્યવહારનો આશ્રય માનવો તે મિથ્યાત્વ છે, ને સ્વભાવના આશ્રયે વ્યવહારના
આશ્રયનો લોપ કરવો તે સમ્યગ્દર્શન છે. ‘આત્મામાં જ્ઞાનાદિ અનંત ગુણો છે.’ એમ કહેતાં જો અભેદ
આત્મસ્વભાવને લક્ષમાં લ્યે તો તે પ્રયોજન છે, પણ ‘આત્મામાં અનંત ગુણ છે’ એમ કહેવું તે વ્યવહાર છે, તેનો
આશ્રય પ્રયોજનવાન નથી. પ્રયોજન તો તેનો નિષેધ કરીને અભેદ સ્વભાવમાં ઢળવાનું છે. જો અભેદ સ્વભાવ ન
સમજે અને તે ભેદને જ વળગી રહે તો તે જીવ પ્રયોજનને સમજ્યો નથી. પરને અને આત્માને સંબંધ નથી,–એ
સમજવાનું પ્રયોજન શું? પર સાથે સંબંધ નથી એટલે પર લક્ષે જે વિકાર થાય તે મારું સ્વરૂપ નથી એમ પર સાથેનો
સંબંધ તોડીને તેમજ પોતાની પર્યાયનું લક્ષ પણ છોડીને અભેદ સ્વભાવની દ્રષ્ટિ કરવી તે જ આત્માનું પ્રયોજન છે.
શાસ્ત્રમાં જ્ઞાનીના ભોગને પણ નિર્જરાનું કારણ કહ્યું હોય, ત્યાં પણ વીતરાગીદ્રષ્ટિ કરાવવાનું જ એક
પ્રયોજન છે, પરંતુ ભોગના રાગને પોષવાનું પ્રયોજન નથી. ભોગ વખતે પણ જ્ઞાનીની વીતરાગીદ્રષ્ટિ કેવી અબંધ
હોય છે, તે વખતે પણ તેને સ્વભાવની શ્રદ્ધા કેવી હોય છે–એ ઓળખાવવાનું પ્રયોજન છે.
ચરણાનુયોગ હો, કરણાનુયોગ હો કે કથાનુયોગ હો–તે બધાનું પ્રયોજન તો રાગથી છોડાવીને વીતરાગતા
પોષવાનું જ છે. ત્રિકાળી શુદ્ધ સ્વભાવની વીતરાગીદ્રષ્ટિ ન કરે તો તે કરણાનુયોગ વગેરે કોઈ વિધિને સમજ્યો નથી.
ઘણા વ્યવહારના આગ્રહી કહે છે કે ચરણાનુયોગમાં તો શુભરાગની ક્રિયાઓનું વર્ણન છે. પરંતુ તેનું તાત્પર્ય શું? શું
ચરણાનુયોગ રાગ કરવાનું કહે છે?–નહિ. ચારે અનુયોગોના કથનનું તાત્પર્ય વીતરાગી ભાવ જ છે.
બધા પદાર્થોની ક્રમબદ્ધ અવસ્થા થાય છે, મારો કોઈ પર પદાર્થોમાં અધિકાર નથી–એમ સમજીને સ્વાશ્રય
કરવો અને પર પ્રત્યે ઉદાસ થવું તે પ્રયોજન છે, ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધાવાળાને પોતાની પર્યાયમાં પણ ઉદાસીનતા
થઈને દ્રવ્યદ્રષ્ટિ થઈ હોય છે. કોઈ જીવ ક્રમબદ્ધ પર્યાયની વાત તો કરે પરંતુ પરથી જરાય ઉદાસ થાય નહિ ને
સ્વાશ્રયમાં ઢળે નહિ તો તે માત્ર વાતોડીઓ છે પણ તે તાત્પર્ય સમજ્યો નથી. કોઈ પણ એક સાચો ન્યાય સમજે તો
તેમાંથી
स्वाश्रय ને वीतरागता સિવાય બીજું કાંઈ નીકળતું નથી.
શાસ્ત્રમાં જે વ્યવહારની વાત આવે તેને જ વળગી રહે, પરંતુ વ્યવહારનું તાત્પર્ય તો પરમાર્થમાં લઈ જવાનું
છે–એ સમજે નહિ, તથા વ્યવહારનો આશ્રય છોડીને નિશ્ચયના આશ્રયે પ્રતીત ન કરે, વ્યવહારના નિષેધની હા ન
પાડે, પરમાર્થનો ઉલ્લાસ ન કરે અને પરમાર્થની વાતમાં વચ્ચે વ્યવહાર લાવીને મૂકે–એવા જીવો સત્નો ઉપદેશ
શ્રવણ કરવાને લાયક નથી. પુરુષાર્થસિદ્ધિ ઉપાયની છઠ્ઠી ગાથામાં કહ્યું છે કે–જે જીવ કેવળ વ્યવહારને જ પરમાર્થ
સમજી લ્યે છે તે જીવ ઉપદેશના શ્રવણને લાયક નથી. વ્યવહારનો હેતુ પરમાર્થ બતાવવાનો છે, તેને બદલે વ્યવહારમાં
જ જે અટકી ગયો, તે જીવ વીતરાગતા તરફ ઢળ્‌યો નહિ પણ રાગને જ પોષણ કર્યું. શુદ્ધસ્વભાવની શ્રદ્ધા અને
સ્થિરતારૂપ વીતરાગ ભાવ તથા રાગનો નિષેધ–એ જ પ્રયોજન છે.
કોઈ એમ માને કે ‘કોઈ બીજાને દુઃખ થાય તેમ ન કરવું–એ જ બધાનો સાર છે.’–તો એ વાત પણ
મિથ્યાદ્રષ્ટિની છે, તેમાં એકાંત પરાશ્રય ને પરલક્ષ આવ્યું. બીજા જીવોના સુખ–દુઃખ પોતાને આધીન છે જ નહિ. હું
મારા પરિણામમાં કષાય ન કરું, અને કષાય થાય તે છોડું–એમ માને તો તેને પોતા તરફ જોવાનો અવકાશ છે.
ખરેખર તો ‘પોતાને કષાય થાય તે છોડવો’ એ વાત પણ પર્યાયદ્રષ્ટિની છે, નાસ્તિની છે, ત્યાગની છે. કષાય છે
અને છોડું–એ બન્ને વાત પર્યાયદ્રષ્ટિની છે; પણ મારો ત્રિકાળી સ્વભાવ રાગરહિત જ છે–એવી વીતરાગી પ્રતીતિ
કરાવવાનો જ મૂળ હેતુ છે, એવી વીતરાગી પ્રતીતિ કરતાં રાગનો નિષેધ થઈ જાય છે.
આત્મા પરથી જુદો છે–એમ વાસ્તવિકપણે ક્યારે સમજાયું કહેવાય? હું પરથી જુદો છું એટલે મારે પરાશ્રય
નથી–એમ સમજીને પરાશ્રય છોડીને સ્વાશ્રય કરે તો જ પરથી જુદાપણાનું સાચું જ્ઞાન છે. જીવ પોતાના સ્વભાવમાં
ટકીને પરથી જુદાપણું સ્વીકારે છે, પરંતુ પરના આશ્રયમાં ટકીને પરથી જુદાપણું સ્વીકારી શકે નહિ. ‘હું પરથી જુદો
છું’ એટલે કે ‘મારા તત્ત્વને ટકવા માટે પરની જરૂર નથી, મારા જ આશ્રયે મારું તત્ત્વ ટકેલું છે, મારે કોઈ પરની
અપેક્ષા નથી.’ એવો સ્વાશ્રયભાવ કરવો તે જ વીતરાગતાનું મૂળ છે, અને તેમાં જ જીવનું સુખ છે. સ્વાશ્રયપણું અને
વીતરાગતા એ જ જૈનધર્મની વિશેષતા છે.
* * * * *

PDF/HTML Page 10 of 21
single page version

background image
ભાદ્રપદઃ૨૪૭૩ઃ ૨૪૧ઃ
ઉપાદાન–નિમિત્તની સ્વતંત્રતા
પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું વ્યાખ્યાન–ભાદરવા વદી ૧ વીર સંવત ૨૪૭૩
૧. ઉપાદાન–નિમિત્ત
ઉપાદાન કોને કહેવું? અને નિમિત્ત કોને કહેવું? આત્માની ત્રિકાળી શક્તિને ઉપાદાન કહેવાય છે તેમજ
પર્યાયની વર્તમાન શક્તિને પણ ઉપાદાન કહેવાય છે. જે અવસ્થામાં કાર્ય થાય છે તે સમયની તે અવસ્થા પોતે જ
ઉપાદાન કારણ છે; અને તે વખતે તેને અનુકૂળ પરદ્રવ્ય નિમિત્ત છે. નિમિત્તને લીધે ઉપાદાનમાં કાંઈ થતું નથી. આ
ઉપાદાન–નિમિત્ત સંબંધી ચાલતી અનેક પ્રકારની મિથ્યામાન્યતા દૂર થઈ જાય તે માટે આ ઉપાદાન–નિમિત્તનો
સિદ્ધાંત અનેક દ્રષ્ટાંતો સહિત સમજાવવામાં આવે છે.
૨. ગુરુની નિમિત્તથી જ્ઞાન થતું નથી
આત્મામાં જે જ્ઞાન થાય છે તે જ્ઞાન આત્માની પર્યાયની શક્તિથી થાય છે કે શાસ્ત્રના નિમિત્તથી થાય છે?
આત્માની પર્યાયની લાયકાતથી જ જ્ઞાન થાય છે, નિમિત્તથી જ્ઞાન થતું નથી. જે વખતે આત્માની પર્યાયમાં
પુરુષાર્થદ્વારા સમ્યગ્જ્ઞાન પ્રગટ કરવાની લાયકાત હોય અને આત્મા સમ્યગ્જ્ઞાન પ્રગટ કરે તે વખતે ગુરુને નિમિત્ત
કહેવાય છે. પણ ગુરુના નિમિત્તથી જ્ઞાન થયું નથી.
જ્યારે જીવમાં પ્રથમ સમ્યગ્જ્ઞાનનો પુરુષાર્થ હોય ત્યારે ગુરુની વાણીની જોગવાઈ હોય જ, પણ જ્યાં સુધી તે
વાણી ઉપર જીવનું લક્ષ છે ત્યાં સુધી રાગ છે, અને જ્યારે વાણીનું લક્ષ છોડીને સ્વભાવનો નિર્ણય કરે છે ત્યારે તે
નિર્ણયમાં ગુરુને નિમિત્ત કહેવાય છે. અને જીવને ગુરુના બહુમાનનો વિકલ્પ ઊઠે ત્યારે તે એમ પણ કહે કે મને
ગુરુથી જ્ઞાન થયું.
૩. ‘ગુરુથી જ્ઞાન થયું’ એમ કહેવું તે કપટ નથી પણ વ્યવહાર છે.
પ્રશ્નઃ– જ્ઞાન તો પોતાથી જ થયું છે, ગુરુથી થયું નથી–એમ જાણે છે છતાં ગુરુથી જ્ઞાન થયું એમ કહેવું તે
કપટ ન કહેવાય?
ઉત્તરઃ– વ્યવહારમાં એમ જ બોલાય, એ કપટ નથી પણ યથાર્થ સિદ્ધાંત છે. ગુરુના બહુમાનનો શુભ વિકલ્પ
ઊઠયો છે તેથી નિમિત્તમાં આરોપ અપાય છે.
પ્રશ્નઃ– ગુરુના બહુમાનનો વિકલ્પ ઊઠે તે તો બરાબર છે પણ ‘ગુરુથી જ્ઞાન થયું’ એમ શા માટે કહે છે?
ઉત્તરઃ– બહુમાનનો વિકલ્પ ઊઠયો છે તેથી નિમિત્તમાં આરોપ કરીને વ્યવહારે તેમ કહેવાય છે. આરોપની
ભાષા એવી જ હોય. પણ ખરેખર ગુરુથી જ્ઞાન થયું છે. એમ નથી અથવા તો ગુરુ ન હોત તો જ્ઞાન ન થાત એમ
પણ નથી. પોતે પુરુષાર્થથી જ્યારે જ્ઞાન કરે છે ત્યારે ગુરુ નિમિત્ત તરીકે ગણાય છે–એ સિદ્ધાંત છે.
૪. માટીમાં ઘડારૂપ પર્યાય થવાની લાયકાત કાયમની નથી પણ એક સમયની જ છે.
માટીમાંથી ઘડો થાય છે, તે તેની વર્તમાન પર્યાયની તે સમયની લાયકાતથી જ થયો છે, કુંભારના કારણે
થયો નથી. કોઈ એમ કહે કે ‘માટીમાં ઘડો થવાથી લાયકાત તો કાયમ છે પણ કુંભાર આવ્યો ત્યારે ઘડો થયો.’ –તો
એ માન્યતા ખોટી છે. માટીમાં ઘડારૂપે થવાની લાયકાત કાયમ નથી, પણ વર્તમાન એક જ સમયની પર્યાયની તે
લાયકાત છે, અને જે સમયે પર્યાયમાં લાયકાત હોય છે તે સમયે જ ઘડો થાય છે અન્ય પદાર્થોથી માટીને જુદી
ઓળખાવવા માટે ‘માટીમાં ઘડો થવાની લાયકાત છે’ એમ દ્રવ્યાર્થિકનયે કહેવાય છે. પણ ખરેખર તો જ્યારે ઘડો
થાય છે ત્યારે જ તેનામાં ઘડો થવાની લાયકાત છે, ત્યાર પહેલાં ઘડો થવાની લાયકાત નથી પણ બીજી પર્યાયો
થવાની લાયકાત છે.
પ. ગુરુને લીધે શ્રદ્ધા થતી નથી
આત્મા પુરુષાર્થથી સાચી શ્રદ્ધા કરે છે, તે તેની પર્યાયની વર્તમાન લાયકાત છે, ને ગુરુ પોતાના કારણે હાજર
હોય છે તે નિમિત્ત છે. જીવે શ્રદ્ધા કરી માટે ગુરુને આવવું પડયું–એમ નથી, તેમજ ગુરુ આવ્યા તેના કારણે શ્રદ્ધા થઈ
એમ પણ નથી; બન્ને પોતાના કારણે છે. જો ગુરુ આવ્યા માટે શ્રદ્ધા થઈ–એમ માનીએ તો, ગુરુ કર્તા અને શિષ્યને
શ્રદ્ધા થઈ તે તેનું કાર્ય–એમ બે દ્રવ્યોને કર્તાકર્મપણું થઈ જાય; અથવા તો શ્રદ્ધા કરી માટે ગુરુ આવ્યા એમ–માનીએ
તો, શ્રદ્ધા કર્તા અને ગુરુ આવ્યા તે તેનું કાર્ય–એમ બે દ્રવ્યોને કર્તાકર્મપણું થઈ જાય. પણ શ્રદ્ધા થઈ તે શ્રદ્ધાની
પર્યાયના કારણે, ને ગુરુ આવ્યા તે ગુરુની પર્યાયના કારણે,–બન્ને સ્વતંત્ર છે.

PDF/HTML Page 11 of 21
single page version

background image
ઃ ૨૪૨ઃ આત્મધર્મઃ ૪૭
૬. શાસ્ત્રથી જ્ઞાન થતું નથી
સામે શાસ્ત્ર આવ્યું માટે જ્ઞાન થયું–એમ નથી. પણ જે ક્ષણે પોતાની લાયકાત છે તે ક્ષણે જીવ પોતાની
શક્તિથી જ્ઞાન કરે છે અને ત્યારે નિમિત્ત તરીકે શાસ્ત્ર હોય છે. જ્ઞાન થવાનું હોય માટે શાસ્ત્રને આવવું જ પડે તેમ
નથી, અને શાસ્ત્ર આવ્યું માટે જ્ઞાન થયું–એમ પણ નથી.
આત્માના સામાન્ય જ્ઞાનસ્વભાવનું વિશેષરૂપ પરિણમન થઈને જ જ્ઞાન થાય છે; તે જ્ઞાન નિમિત્તના
અવલંબન વગર અને રાગના આશ્રય વગર સામાન્ય જ્ઞાનસ્વભાવના આશ્રયે જ થાય છે.
૭. કુંભારને લીધે ઘડો થયો નથી
માટીની જે સમયની પર્યાયમાં ઘડો થવાની લાયકાત છે તે જ સમયે તે પોતાના ઉપાદાનથી જ ઘડારૂપે થાય
છે, અને તે વખતે કુંભારની હાજરી (ઉપસ્થિતિ) તેના પોતાના કારણે હોય છે–તેને નિમિત્ત કહેવાય છે. ઘડો થાય તે
વખતે કુંભાર વગેરે ન હોય તેમ બને નહિ પણ કુંભાર આવ્યો માટે માટીની અવસ્થા ઘડારૂપે થઈ–એમ નથી; ઘડો
થવાનો હતો માટે કુંભારને આવવું પડયું એમ પણ નથી. માટીમાં સ્વતંત્ર તે સમયની પર્યાયની લાયકાતથી ઘડો થયો
છે અને તે વખતે કુંભાર પોતાની પર્યાયની સ્વતંત્ર લાયકાતથી હાજર છે; પણ કુંભારે ઘડો કર્યો નથી, તેમજ
કુંભારના નિમિત્તથી ઘડો થયો નથી.
૮. એક પર્યાયમાં બે પ્રકારની લાયકાત હોય જ નહિ.
પ્રશ્નઃ– જ્યાં સુધી કુંભારરૂપ નિમિત્ત ન હતું ત્યાંસુધી માટીમાંથી ઘડો કેમ ન થયો?
ઉત્તરઃ– અહીં એ ખાસ વિચારવાનું છે કે–જે વખતે માટીમાંથી ઘડો નથી થયો
ते वखत
તેનામાં શું ઘડો
થવાની યોગ્યતા છે? કે ઘડો થવાની યોગ્યતા જ નથી?
જો એમ માનવામાં આવે કે ‘માટીમાંથી ઘડો નથી થયો તે વખતે પણ માટીમાં ઘડો થવાની યોગ્યતા છે,
પરંતુ નિમિત્ત નથી માટે ઘડો નથી થતો,’ તો એ માન્યતા બરાબર નથી. કેમકે જ્યારે માટીમાં ઘડારૂપ અવસ્થા નથી
થઈ ત્યારે તેમાં પિંડરૂપ અવસ્થા છે, અને તે વખતે તે અવસ્થા થવાની જ તેની યોગ્યતા છે. જે સમયે માટીની
પર્યાયમાં પિંડરૂપ અવસ્થાની યોગ્યતા હોય તે જ સમયે તેમાં ઘડારૂપ અવસ્થાની પણ યોગ્યતા હોઈ શકે જ નહિ–
કેમકે
एक ज पर्यायमां एक साथे बे प्रकारनी योग्यता होई शके ज नहि। આ સિદ્ધાંત અત્યંત અગત્યનો છે, તે
દરેક ઠેકાણે લાગુ પાડવો.
આ સિદ્ધાંતથી નક્કી થયું કે માટીમાં જે વખતે પિંડરૂપ અવસ્થા હતી તે વખતે તેનામાં ઘડારૂપ અવસ્થાની
योग्यता ज न हती તેથી જ તેમાં ઘડો થયો નથી; પરંતુ કુંભાર ન હતો માટે ન થયો એ વાત ખોટી છે.
૯. ‘નિમિત્તો ન મેળવે તો કાર્ય ન થાય’ એ માન્યતાનું મિથ્યાપણું, અને તે સંબંધી પુત્રનું દ્રષ્ટાંત
‘કોઈને પુત્ર થવાનો હતો પણ વિષય રૂપ નિમિત્ત ન મળ્‌યું માટે ન થયો’ એ વાત મિથ્યા છે. જો પુત્ર
થવાનો જ હોય તો જે વખતે થવાનો હોય તે વખતે થાય જ, અને તે વખતે વિષયાદિ નિમિત્ત સ્વયં હોય. પુત્ર એટલે
કે એક આત્મા અને અનંત રજકણો આવવાના તો છે પણ પતિ–પત્ની બ્રહ્મચર્ય પાળે છે એટલે કે પુત્ર થવાનું
નિમિત્ત નથી મળતું તેથી તે આવતા અટકી ગયાં–એ માન્યતા મિથ્યાત્વ છે. પુત્ર થવાનો જ ન હતો અર્થાત્ તે જીવ
અને અનંત રજકણોની ક્ષેત્રાંતરરૂપ અવસ્થાની લાયકાત જ ત્યાં આવવાની ન હતી તેથી જ તે આવ્યા નથી.’ પુત્ર
આવવાની લાયકાત તો હતી પણ નિમિત્ત ન મળ્‌યું માટે ન આવ્યો, ને નિમિત્ત મળ્‌યું ત્યારે આવ્યો’–એ માન્યતાનો
અર્થ એ થયો કે નિમિત્ત કાર્ય કર્યું; એ બે દ્રવ્યની એકત્વબુદ્ધિ જ છે. અથવા તો માતા–પિતાએ નિમિત્તનો રસ્તો ન
લીધો માટે પુત્ર ન થયો એ વાત પણ મિથ્યા છે. પુત્ર થવાની લાયકાત હોય ત્યારે તે થાય છે અને તે વખતે
વિષયાદિનો અશુભ વિકલ્પ તથા શરીરની ભોગરૂપ ક્રિયા હોય છે–તેને નિમિત્ત કહેવાય છે. પણ પુત્ર આવવાનો હતો
તેના કારણે વિકલ્પ કે ક્રિયા નથી, અને ક્રિયા તથા વિકલ્પ થયો તેને કારણે પુત્ર આવ્યો નથી. વિષયનો અશુભ
વિકલ્પ આવ્યો માટે દેહની ક્રિયા થઈ–એમ નથી, દેહની ક્રિયા થવાની હતી માટે અશુભવિકલ્પ આવ્યો એમ પણ
નથી. દરેક દ્રવ્યે પોતાનું કાર્ય સ્વતંત્રપણે કર્યું છે.
૧૦. જીવ નિમિત્તોને મેળવી કે દૂર કરી શકે નહિ, માત્ર પોતાનું લક્ષ ફેરવી શકે
જીવ પોતામાં શુભભાવ કરી શકે; પણ શુભભાવ કરવાથી તે બહારના શુભનિમિત્તોને મેળવી શકે અથવા તો
અશુભનિમિત્તને દૂર કરી શકે–એમ નથી. જીવ પોતે અશુભનિમિત્ત ઉપરથી લક્ષ ફેરવીને શુભનિમિત્તો ઉપર લક્ષ કરે,
પણ નિમિત્તોને નજીક લાવવા કે દૂર કરવા તે જીવ કરી શકતો નથી. કોઈ જિનમંદિર વગેરે ધર્મસ્થાનનું શિલાન્યાસ
(ખાતમુહૂર્ત) કરવાનો શુભભાવ જીવે કર્યો,

PDF/HTML Page 12 of 21
single page version

background image
ભાદ્રપદઃ૨૪૭૩ઃ ૨૪૩ઃ
માટે જીવના ભાવને લીધે બહારમાં ખાતમુહૂર્તની ક્રિયા થઈ–એ વાત ખોટી છે. જીવ માત્ર નિમિત્ત ઉપર લક્ષ કરે
અથવા લક્ષ છોડે, પણ નિમિત્તરૂપ પરપદાર્થોમાં તે કાંઈ ફેરફાર કરી શકે નહિ. આવો વસ્તુનો સ્વભાવ જ છે; આ
સમજવું તે ભેદજ્ઞાન છે.
૧૧. પંચમહાવ્રતને કારણે ચારિત્રદશા નથી, ને ચારિત્રના કારણે વસ્ત્રનો ત્યાગ નથી.
જેને આત્માની નિર્મળ વીતરાગી ચારિત્ર દશા થાય તેને તે દશા થયા પહેલાં ચારિત્ર અંગીકાર કરવાનો
વિકલ્પ ઊઠે. જે વિકલ્પ ઊઠયો તે રાગ છે, તેના કારણે વીતરાગભાવરૂપ ચારિત્ર પ્રગટતું નથી; ચારિત્ર તો તે જ
સમયની પર્યાયના પુરુષાર્થથી પ્રગટયું છે.
ચારિત્રદશામાં શરીરની નગ્નદશા શરીરના કારણે હોય છે. આત્માને ચારિત્ર અંગીકાર કરવાનો વિકલ્પ
ઊઠયો તેના કારણે અથવા તો ચારિત્રદશા પ્રગટ કરી તેના કારણે શરીર ઉપરથી લૂગડાંં ખસી ગયાં–એમ નથી, પણ
તે સમયે લૂગડાંંનાં પરમાણુઓની અવસ્થામાં ક્ષેત્રાંતરની તેવી જ લાયકાત હતી તેથી જ તે ખસ્યાં છે. આત્માએ
વિકલ્પ કર્યો માટે તે વિકલ્પને આધીન લૂગડાંં છૂટી ગયાં–એમ જો હોય તો વિકલ્પ તે કર્તા થયો અને લૂગડાંં છૂટયાં
તે તેનું કર્મ થયું એટલે કે બે દ્રવ્યો એક થઈ જાય. તેવી જ રીતે લુગડાંં છૂટવાનાં હતાં માટે જીવને વિકલ્પ આવ્યો એમ
પણ નથી; કેમકે જો એમ હોય તો લુગડાંંની પર્યાય તે કર્તા ઠરે અને વિકલ્પ આવ્યો તે તેનું કર્મ ઠરે, એટલે કે બે દ્રવ્યો
એક થઈ જાય. પણ જ્યારે સ્વભાવના ભાનપૂર્વક ચારિત્રનો વિકલ્પ ઊઠે અને ચારિત્ર ગ્રહણ કરે ત્યારે વસ્ત્ર
છૂટવાનો પ્રસંગ સહજપણે તેના કારણે હોય છે. પણ ‘મેં વસ્ત્ર છોડયાં અથવા તો મારો વિકલ્પ નિમિત્ત થયો તેથી
વસ્ત્ર છૂટી ગયાં’ એવી માન્યતા તે મિથ્યાત્વ છે. વીતરાગીચારિત્ર પહેલાં પંચમહાવ્રતાદિનો વિકલ્પ આવ્યા વગર ન
રહે, પણ તે વિકલ્પના આશ્રયે ચારિત્રદશા પ્રગટતી નથી.
ચારિત્રમાં પંચમહાવ્રતના વિકલ્પને નિમિત્ત કહેવાય છે. વિકલ્પ તો રાગ છે તેનાથી સ્વભાવ તરફ ઢળાતું
નથી પણ વિકલ્પ છોડીને સ્વભાવ તરફ ઢળે ત્યારે પૂર્વના વિકલ્પને નિમિત્ત કહેવાય છે. પંચમહાવ્રતાદિના વિકલ્પને
ચારિત્રનું નિમિત્ત ક્યારે કહેવાય? જો સ્વભાવમાં લીનતાનો પુરુષાર્થ કરીને ચારિત્રદશા પ્રગટ કરે તો વિકલ્પને તેનું
નિમિત્ત કહેવાય. પણ પંચમહાવ્રતના વિકલ્પરૂપ નિમિત્ત કરું તો ચારિત્ર પ્રગટે–એવી માન્યતા તે મિથ્યાત્વ છે. તેવી
જ રીતે વ્યવહાર દર્શન વ્યવહાર જ્ઞાન ને વ્યવહાર ચારિત્રના પરિણામ કરું તો તેનાથી નિશ્ચય દર્શન–જ્ઞાન–ચારિત્ર
પ્રગટે એ માન્યતા પણ મિથ્યાત્વ છે.
૧૨. સમય સમયની સ્વતંત્રતા અને ભેદજ્ઞાન
આ વાત દરેક વસ્તુના સ્વતંત્ર સ્વભાવની છે. સ્વભાવની સ્વતંત્રતા ન સમજે અને ‘નિમિત્તથી થાય’ એમ
માને ત્યાં સમ્યક્શ્રદ્ધા નથી, અને સમ્યક્શ્રદ્ધા વગર જ્ઞાન સાચું નથી, શાસ્ત્રનાં ભણતર સાચાં નથી, વ્રત સાચાં નથી,
ત્યાગ સાચો નથી. દરેક વસ્તુમાં સમય–સમયની પર્યાયની સ્વતંત્રતા છે. દરેક પદાર્થમાં તેના કારણે સમય–સમયની
તેની પર્યાયની લાયકાતથી કાર્ય થાય છે. પર્યાયની લાયકાત તે ઉપાદાન કારણ છે. અને તે વખતે તે કાર્ય માટે
અનુકૂળતાનો આરોપ જેના ઉપર આવી શકે એવી લાયકાતવાળી બીજી ચીજ યોગ્ય ક્ષેત્રે હોય છે તેને નિમિત્ત કારણ
કહેવાય છે, પણ તેના કારણે વસ્તુમાં કાંઈ થતું નથી. આવું ભિન્નતાનું યથાર્થ ભાન તે ભેદજ્ઞાન છે.
આત્મા તેમજ દરેક પરમાણુની પર્યાય સ્વતંત્ર છે. જીવને વાંચવાનો વિકલ્પ ઊઠયો માટે પુસ્તક હાથમાં
આવ્યું એમ નથી, અથવા તો પુસ્તક આવ્યું માટે વિકલ્પ ઊઠયો–એમ નથી. તેમજ જ્ઞાન થવાનું હતું માટે વાંચવાનો
વિકલ્પ ઊઠયો–એમ નથી અને વાંચવાનો વિકલ્પ ઊઠયો માટે જ્ઞાન થયું–એમ પણ નથી. પણ દરેક દ્રવ્યે તે વખતે
સ્વતંત્રપણે પોતપોતાનું કાર્ય કર્યું છે. વીતરાગીભેદવિજ્ઞાન એમ જણાવે છે કે–દરેક સમયે દરેક પર્યાય પોતાના સ્વતંત્ર
ઉપાદાનથી જ કાર્ય કરે છે. ઉપાદાનનું કાર્ય નિમિત્ત આવે તો થાય–એવું પરાધીન વસ્તુસ્વરૂપ નથી. પણ ઉપાદાનનું
કાર્ય સ્વતંત્ર થાય છે ત્યારે નિમિત્ત તેની પોતાથી લાયકાતથી હોય છે.
૧૩. સુર્ય ઊગ્યો માટે છાયામાંથી તડકો થયો–એ વાત ખોટી
છાયામાંથી તડકો થવાની પરમાણુની અવસ્થામાં જે સમયે લાયકાત હોય તે જ સમયે તડકો થાય છે,
અને તે સમયે સૂર્ય વગેરે નિમિત્ત તરીકે હોય છે. પણ સૂર્ય વગેરે નિમિત્ત આવ્યું માટે છાયામાંથી તડકો થયો– એ
વાત ખોટી છે. તેમજ છાયામાંથી તડકારૂપે અવસ્થા થવાની હતી માટે સૂર્ય વગરેને આવવું પડયું–એ વાત પણ ખોટી
છે. સૂર્ય ઊગ્યો તે તેની તે વખતની લાયકાત છે, ને જે પરમાણુઓ છાયામાંથી તડકારૂપે થયા તેની તે સમયની તેવી
લાયકાત છે.

PDF/HTML Page 13 of 21
single page version

background image
ઃ ૨૪૪ઃ આત્મધર્મઃ ૪૭
૧૪. કેવળજ્ઞાન અને વજ્રર્ષભનારાચસંહનન–બન્નેની સ્વતંત્રતા
કેવળજ્ઞાન થાય ત્યારે વજ્રર્ષભનારાચસંહનન નિમિત્ત હોય છે. પણ તે વજ્રર્ષભનારાચસંહનન નિમિત્તરૂપે છે
માટે કેવળજ્ઞાન થયું છે–એમ નથી. અને કેવળજ્ઞાન થવાનું છે માટે વજ્રર્ષભનારાચસંહનનપણે પરમાણુઓને થવું
પડયું–એમ પણ નથી. જ્યાં જીવની પર્યાયમાં કેવળજ્ઞાનના પુરુષાર્થની જાગૃતિ હોય છે ત્યાં શરીરના પરમાણુઓમાં
વજ્રર્ષભનારાચસંહનનરૂપ અવસ્થા તેની લાયકાતથી હોય છે. બન્નેની લાયકાત સ્વતંત્ર છે, કોઈના કારણે કોઈ
નથી. જીવને કેવળજ્ઞાન પામવાની યોગ્યતા હોય ત્યારે શરીરના પરમાણુઓમાં વજ્રર્ષભનારાચસંહનનરૂપ અવસ્થાની
જ યોગ્યતા હોય–એવો મેળ સ્વભાવથી જ છે, કોઈ એકબીજાના કારણે નથી.
૧પ. પેટ્રોલ ખૂટયું માટે મોટર અટકી–એ વાત સાચી નથી.
એક મોટર ચાલતી હોય અને તેની પેટ્રોલની ટાંકી ફૂટી જતાં તેમાંથી પેટ્રોલ નીકળી જાય અને મોટર ચાલતી
અટકી જાય. ત્યાં પેટ્રોલ નીકળી ગયું માટે મોટર અટકી ગઈ–એમ નથી. જે સમયે મોટરમાં ગતિરૂપ અવસ્થાની
લાયકાત હોય તે સમયે તે ગતિ કરે છે, તે વખતે પેટ્રોલની અવસ્થા મોટરની ટાંકીના ક્ષેત્રમાં રહેવાની હોય છે. પણ
પેટ્રોલ છે માટે મોટર ચાલે છે–એ વાત ખોટી છે. મોટરના દરેક પરમાણુ પોતાની સ્વતંત્ર ક્રિયાવતી શક્તિની
લાયકાતથી ગમન કરે છે. અને પેટ્રોલ નીકળી ગયું માટે મોટરની ગતિ અટકી ગઈ–એમ નથી. જે ક્ષેત્રે જે સમયે
અટકવાની લાયકાત હતી તે જ ક્ષેત્રે અને તે જ સમયે મોટર અટકી છે, અને પેટ્રોલના પરમાણુઓ પણ પોતાની
લાયકાતથી જ છૂટા પડયા છે. પેટ્રોલ ખૂટયું માટે મોટર અટકી–એ વાત સાચી નથી.
૧૬. વાણી એની મેળે (–પરમાણુઓથી) બોલાય છે, જીવ તેનો કર્તા નથી
બોલવાનો વિકલ્પ–રાગ થયો માટે વાણી બોલાણી–એમ નથી અને વાણી બોલાવાની હતી માટે વિકલ્પ
થયો–એમ પણ નથી. રાગના કારણે જો વાણી બોલાતી હોય તો, રાગ કર્તા અને વાણી તેનું કર્મ–એમ ઠરે. અથવા
વાણી બોલાવાની હતી માટે રાગ થયો એમ હોય તો, વાણીના પરમાણુ કર્તા અને રાગ તેનું કર્મ–એમ ઠરે. પણ રાગ
તો જીવની પર્યાય છે અને વાણી તો પરમાણુની પર્યાય છે–તેમને કર્તાકર્મભાવ ક્યાંથી હોય? જીવની પર્યાયની
લાયકાત હોય તો રાગ થાય છે, ને વાણી તે પરમાણુનું તે વખતનું સહજ પરિણમન છે. પરમાણુઓ સ્વતંત્રપણે
વાણીરૂપે પરિણમે ત્યારે જીવને રાગ હોય તો તેને નિમિત્ત કહેવાય છે. કેવળી ભગવાનને વાણી હોય છતાં રાગ હોતો
નથી.
૧૭. શરીર એની પોતાની યોગ્યતાથી ચાલે છે, જીવની ઇચ્છાથી નહિ.
જીવ ઇચ્છા કરે માટે શરીર ચાલે છે–એમ નથી. અને શરીર ચાલે છે માટે જીવને ઇચ્છા થાય છે–એમ પણ
નથી. શરીરના પરમાણુઓમાં ક્રિયાવતી શક્તિની લાયકાતથી ગતિ થાય છે, ત્યારે કોઈ જીવને પોતાની અવસ્થાની
લાયકાતથી ઇચ્છા હોય છે અને કોઈને નથી પણ હોતી. કેવળીને શરીરની ગતિ હોવા છતાં ઇચ્છા નથી હોતી.
ઇચ્છાના નિમિત્તથી શરીર ચાલે છે–એ વાત ખોટી છે. અને ગતિના નિમિત્તથી ઇચ્છા થાય છે–એ વાત પણ ખોટી છે.
૧૮. વિકલ્પ નિમિત્ત છે માટે ધ્યાન જામે છે–એ વાત સાચી નથી.
ચૈતન્યના ધ્યાનનો વિકલ્પ ઊઠે તે રાગ છે; તે વિકલ્પરૂપી નિમિત્તના કારણે ધ્યાન જામે છે–એમ નથી, પણ
જ્યાં ધ્યાન જામવાનું હોય ત્યાં પહેલાં વિકલ્પ હોય છે. પણ વિકલ્પને કારણે ધ્યાન નથી, ને ધ્યાનને કારણે વિકલ્પ
નથી. જે પર્યાયમાં વિકલ્પ હતો તે તે પર્યાયની સ્વતંત્ર લાયકાતથી હતો અને જે પર્યાયમાં ધ્યાન જામ્યું તે તે
પર્યાયની સ્વતંત્ર લાયકાતથી જામ્યું છે.
૧૯. સમ્યક્નિયતવાદ અને તેનું ફળ
सम्यक् नियतवाद છે. મિથ્યા નિયતવાદ નથી. સમ્યક્ નિયતવાદ એટલે શું? જે પદાર્થમાં જે
સમયે જે ક્ષેત્રે જે નિમિત્તે જેમ થવાનું તેમ થવાનું જ છે, તેમાં કિંચિત્ ફેરફાર કરવા કોઈ સમર્થ નથી–એવો જ્ઞાનમાં
નિર્ણય કરવો તે સમ્યક્ નિયતવાદ છે, અને તે નિર્ણયમાં સ્વભાવ તરફનો અનંત પુરુષાર્થ આવી જાય છે. બધું જ
નિયત છે એમ જે જ્ઞાને નિર્ણય કર્યો તે જ્ઞાનમાં એમ પણ નિર્ણય થઈ ગયો કે કોઈ પણ દ્રવ્યમાં કાંઈ પણ ફેરવવા હું
સમર્થ નથી. એ રીતે, નિયતનો નિર્ણય કરતાં ‘હું પરનું કરી શકું’ એવો અહંકાર ટળી ગયો અને જ્ઞાન પરથી
ઉદાસીન થઈ સ્વભાવ તરફ વળ્‌યું.

PDF/HTML Page 14 of 21
single page version

background image
ભાદ્રપદઃ૨૪૭૩ઃ ૨૪પઃ
હવે પોતાની પર્યાય પણ ક્રમબદ્ધ જ છે, તે ક્રમબદ્ધપણાનો નિર્ણય કરનારું જ્ઞાન, રાગ હોવા છતાં તેનો નિષેધ કરીને
દ્રવ્યસ્વભાવ તરફ ઢળે છે. કઈ રીતે ઢળે છે? જ્યારે રાગને જાણે છે ત્યારે જ્ઞાનમાં એમ વિચારે છે કે, મારી ક્રમબદ્ધ
પર્યાયો મારા દ્રવ્યમાંથી પ્રગટે છે, ત્રિકાળી દ્રવ્ય જ એક પછી એક પર્યાયને દ્રવે છે, તે ત્રિકાળી દ્રવ્ય રાગસ્વરૂપ નથી,
માટે આ જે રાગ થયો છે તે પણ મારું સ્વરૂપ નથી અને હું તેનો કર્તા નથી. આ રીતે, સમ્યક્નિયતવાદનો પોતાના
જ્ઞાનમાં જેણે યથાર્થ નિર્ણય કર્યો તે જીવનું જ્ઞાન પોતાના શુદ્ધસ્વભાવ તરફ ઢળ્‌યું અને તેને સ્વભાવનાં શ્રદ્ધા–જ્ઞાન
થયાં, પરથી ઉદાસીન થયો, રાગનો અકર્તા થયો, ને પરથી તથા વિકારથી ખસીને બુદ્ધિ સ્વભાવમાં જ રોકાણી.–આ
સમ્યક્નિયતવાદનું ફળ છે; તેમાં જ્ઞાન અને પુરુષાર્થનો સ્વીકાર છે. પણ જે જીવ નિયતવાદને માને છે એટલે કે જેમ
થવાનું હશે તેમ થશે–એમ માને છે, પરંતુ નિયતવાદના નિર્ણયમાં પોતાનું જે જ્ઞાન અને પુરુષાર્થ આવે છે તેનો
સ્વીકાર કરતો નથી અર્થાત્ સ્વભાવ તરફ ઢળતો નથી તે મિથ્યાદ્રષ્ટિ છે; અને નિયતવાદ તે ગૃહીત મિથ્યાત્વનો ભેદ
છે તેથી તે ગૃહીતમિથ્યાદ્રષ્ટિ છે.
૨૦. સમ્યક્ નિયતવાદમાં પુરુષાર્થ વગેરે પાંચે સમવાય એક સાથે છે.
જે અજ્ઞાનીઓ યથાર્થ નિર્ણય ન કરી શકે તેમને એમ લાગે કે આ તો એકાંત નિયતવાદ થઈ જાય છે. પરંતુ
આ નિયતવાદનો યથાર્થ નિર્ણય કરતાં તો પોતાના કેવળજ્ઞાનનો નિર્ણય થઈ જાય છે. ગુરુ, શિષ્ય, શાસ્ત્ર વગેરે
બધાય પદાર્થોની જે સમયે જે લાયકાત હોય તે જ પર્યાય થાય છે એમ નક્કી કર્યું એટલે પોતે તેનો જાણનાર રહી
ગયો, જાણવામાં વિકલ્પ નહિ; અસ્થિરતાનો જે વિકલ્પ ઊઠે તેનો કર્તા નહિ. એ રીતે ક્રમસર પર્યાયની શ્રદ્ધા થતાં
દ્રવ્યદ્રષ્ટિ થઈને રાગનું કર્તાપણું ઉડી જાય છે. આવા સમ્યક્ નિયતવાદની શ્રદ્ધામાં જ પાંચે સમવાય એક સાથે સમાઈ
જાય છે. પ્રથમ તો સ્વભાવનું જ્ઞાન અને શ્રદ્ધા કરી તે પુરુષાર્થ, તે જ સમયે જે નિર્મળ પર્યાય પ્રગટવાનું નિયત હતું તે
જ પર્યાય પ્રગટી છે–તે નિયતિ, તે સમયે જે પર્યાય પ્રગટી તે જ સ્વકાળ, જે પર્યાય પ્રગટી તે સ્વભાવમાં હતી–તે જ
પ્રગટી છે તેથી તે સ્વભાવ, અને તે વખતે પુદ્ગલ કર્મનો સ્વયં અભાવ હોય છે તે અભાવરૂપ નિમિત્ત; અને સદ્ગુરુ
વગેરે હોય તે સદ્ભાવરૂપ નિમિત્ત છે. ક્રમબદ્ધપર્યાય જ થાય છે એની શ્રદ્ધા કરતાં અથવા તો સમ્યક્ નિયતવાદનો
નિર્ણય કરતાં જીવ જગતનો સાક્ષી થઈ જાય છે. આમાં સ્વભાવનો અનંત પુરુષાર્થ સમાય છે, આ જૈનદર્શનનું
મૂળભૂત રહસ્ય છે.
૨૧. સમ્યક્ નિયતવાદ ને મિથ્યા નિયતવાદ
ગોમટ્ટસાર કર્મકાંડ ગા. ૮૮૨માં જે નિયતવાદી જીવને ગૃહીત મિથ્યાદ્રષ્ટિ કહ્યો છે તે જીવ તો નિયતવાદની
વાત કરે છે પણ પોતાના જ્ઞાનમાં જ્ઞાતાદ્રષ્ટાપણાનો પુરુષાર્થ કરતો નથી. જો સમ્યક્નિયતવાદનો યથાર્થ નિર્ણય કરે
તો સ્વભાવનો જ્ઞાતા–દ્રષ્ટાપણાનો પુરુષાર્થ તેમાં આવી જ જાય છે. પણ તે જીવ તો એકલા પર લક્ષે જ નિયતવાદ
માની રહ્યો છે અને નિયતવાદના નિર્ણયમાં પોતાનું જે જ્ઞાન અને પુરુષાર્થ કાર્ય કરે છે તેને તે સ્વીકારતો નથી તેથી
તે જીવ મિથ્યા નિયતવાદી છે અને તેને જ ગૃહીતમિથ્યાત્વી કહ્યો છે. નિયતવાદનો સમ્યક્નિર્ણય તે તો ગૃહીત તેમજ
અગૃહીતમિથ્યાત્વનો નાશ કરનાર છે. સમ્યક્નિયતવાદ કહો કે સ્વભાવ કહો, તેમાં તે દરેક સમયની પર્યાયની
સ્વતંત્રતા સિદ્ધ થઈ જાય છે. જો આ ન્યાય જીવ બરાબર સમજે તો ઉપાદાન–નિમિત્ત સંબંધી બધા ગોટાળા પણ ટળી
જાય. કેમકે–જે વસ્તુમાં જે સમયે જે પર્યાય થવાની છે તે જ થાય છે, તો પછી ‘અમુક નિમિત્ત જોઈએ અથવા અમુક
નિમિત્ત વગર ન થાય’ એવી વાતને અવકાશ જ ક્યાં છે? સમ્યક્નિયતવાદનો નિર્ણય કરવામાં પુરુષાર્થ આવે છે,
સાચી શ્રદ્ધા–જ્ઞાન કાર્ય કરે છે. સ્વભાવમાં બુદ્ધિ રોકાય છે–છતાં તે બધાને જે જીવ નથી માનતો અને નિયતવાદની
વાત કરે છે તે જીવને એકાંતી ગૃહીત મિથ્યાદ્રષ્ટિ કહેવામાં આવ્યો છે. પણ જે જીવ નિયતવાદને માનીને પરના અને
રાગના કર્તાપણાનો અભાવ કરે છે તથા જ્ઞાતાદ્રષ્ટાપણાનો સાક્ષીભાવ પ્રગટ કરે છે તે જીવ તો અનંત પુરુષાર્થી
સમ્યગ્દ્રષ્ટિ છે.
૨૨. કોણ કહે છે–સમ્યક્ નિયતવાદ તે ગૃહીતમિથ્યાત્વ છે?
સમ્યક્ નિયતવાદ તે ગૃહીતમિથ્યાત્વ નથી પણ વીતરાગતાનું કારણ છે. જેઓ આવા સમ્યક્ નિયતવાદને
એકાંત મિથ્યાત્વ કહે છે તેઓ આ વાતને યથાર્થ સમજ્યા તો નથી, પણ આ વાત તેમણે બરાબર સાંભળી પણ નથી.
‘બધા જ પદાર્થોમાં જેમ બનવાનું હોય તેમ જ બને’ એ નિર્ણય કરતાં, એક પર્યાય ઉપરથી દ્રષ્ટિ છૂટીને ત્રિકાળ તરફ
દ્રષ્ટિ લંબાણી અર્થાત્ દ્રવ્યદ્રષ્ટિ થઈ, એટલે પરને

PDF/HTML Page 15 of 21
single page version

background image
૨૪૬ઃ આત્મધર્મઃ ૪૭
અને સ્વને વર્તમાન પર્યાય પુરતા જ ન માન્યા પણ કાયમના માન્યા. આત્માનો કાયમનો સ્વભાવ તો શુદ્ધ
રાગરહિત છે તેથી તે જીવ રાગનો અકર્તા થયો, અને પરપદાર્થોને કાયમના માન્યા એટલે કે તે પદાર્થોમાં તેની ત્રણે
કાળની પર્યાયની લાયકાત પડી છે, તે મુજબ જ તેની અવસ્થા સ્વતંત્રપણે થાય છે. આ રીતે સમ્યક્ નિયતવાદના
નિર્ણયમાં સ્વતંત્રતાની પ્રતીત થઈ. પોતાની અવસ્થાનો આધાર દ્રવ્ય છે, ને દ્રવ્યસ્વભાવ તો શુદ્ધ છે–એવી પ્રતીતિ
પૂર્વક ‘જે બનવાનું હોય તે બને’ એમ માને છે તે જીવ વીતરાગીદ્રષ્ટિ છે. આ નિયતવાદ તો વીતરાગતાનું કારણ છે.
નિયતવાદના બે પ્રકાર છે–એક સમ્યક્ નિયતવાદને બીજો મિથ્યાનિયતવાદ. સમ્યક્નિયતવાદતો
વીતરાગતાનું કારણ છે, એનું સ્વરૂપ ઉપર બતાવ્યું છે. કોઈ જીવ ‘જેમ બનવાનું હોય તેમ જ બને છે’ એમ
નિયતવાદને માને ખરો, પરંતુ પરનું લક્ષ અને પર્યાયદ્રષ્ટિ છોડીને સ્વભાવ તરફ ઢળે નહિ, નિયતવાદને જે નક્કી
કરનાર છે એવા પોતાના જ્ઞાન અને પુરુષાર્થની સ્વતંત્રતાને સ્વીકારે નહિ, પરનું અને વિકારનું કર્તાપણાનું
અભિમાન છોડે નહિ–એ રીતે પુરુષાર્થને ઉથાપીને સ્વછંદે પ્રવર્તે–એને ગૃહીતમિથ્યાદ્રષ્ટિ કહ્યો છે.
‘થવાનું હોય તે થાય છે’ એમ માત્ર પર લક્ષે માન્યું તે યથાર્થ નથી, ‘થવાનું હોય તે થાય છે’ એવો જો
યથાર્થ નિર્ણય હોય તો જીવનું જ્ઞાન પર પ્રત્યે ઉદાસીન થઈને પોતાના સ્વભાવમાં વળી જાય, અને તે જ્ઞાનમાં યથાર્થ
શાંતિ થઈ જાય. તે જ્ઞાન સાથે જ પુરુષાર્થ, નિયતિ, કાળ સ્વભાવ ને કર્મ–એ પાંચે સમવાય આવી જાય છે.
૨૩. મિથ્યા નિયતવાદના ઉપલક્ષણો
પ્રશ્નઃ– મિથ્યાનિયતવાદી જીવ પણ પર વસ્તુ ભાંગી જાય કે નષ્ટ થઈ જાય ત્યારે ‘જેમ બનવાનું હતું તેમ
બન્યું’ એમ માનીને શાંતિ તો રાખે છે? તો પછી તેને સમ્યક્નિયતવાદનો નિર્ણય કેમ નથી?
ઉત્તરઃ– તે જીવ જે શાંતિ રાખે છે તે યથાર્થ નથી પણ મંદકષાયરૂપ શાંતિ છે. જો નિયતવાદનો યથાર્થ નિર્ણય
હોય તો, જેવી રીતે તે એક પદાર્થનું જેમ બનવાનું હતું તેમ બન્યું તેવી રીતે બધાય પદાર્થોનું બનવાનું હોય તેમ જ
બને છે–એવો પણ નિર્ણય હોય. અને જો એમ હોય તો પછી ‘હું પરદ્રવ્યોને નિમિત્ત થાઉં તો તેનું કામ થાય, નિમિત્ત
હોય તો જ કામ થાય, નિમિત્તનું કોઈ વખતે જોર છે’ એવી બધી માન્યતા ટળી જાય છે. ‘બધું નિયત છે’ એટલે જે
કાર્યમાં જે સમયે જે નિમિત્તની હાજરી રહેવાની હોય તે કાર્યમાં તે સમયે નિમિત્ત સ્વયમેવ હોય જ. તો પછી
‘નિમિત્ત મેળવવું જોઈએ અથવા નિમિત્તની ઉપેક્ષા ન કરી શકાય અથવા તો નિમિત્ત ન હોય તો કાર્ય ન થાય’ એવી
માન્યતાઓને અવકાશ જ ક્યાં છે? જો સમ્યક્ નિયતવાદનો નિર્ણય હોય તો નિમિત્તાધીનદ્રષ્ટિ ટળી જાય છે.
૨૪. મિથ્યાનિયતવાદને ‘ગૃહીત’ મિથ્યાત્વ કેમ કહ્યું?
પ્રશ્નઃ– મિથ્યાનિયતવાદને ગૃહીતમિથ્યાત્વ કેમ કહ્યું છે?
ઉત્તરઃ–નિમિત્તથી ધર્મ થાય, રાગથી ધર્મ થાય, શરીરાદિનું આત્મા કરી શકે એવી માન્યતારૂપ
અગૃહીતમિથ્યાત્વ તો અનાદિનું હતું. અને જન્મ્યા પછી શાસ્ત્ર વાંચીને અથવા કુગુરુ વગેરેના નિમિત્તે
મિથ્યાનિયતવાદનો નવો કદાગ્રહ ગ્રહણ કર્યો તેથી તેને ગૃહીતમિથ્યાત્વ કહેવાય છે. પહેલાં જેને અનાદિનું
અગૃહીતમિથ્યાત્વ હોય તેને જ ગૃહીતમિથ્યાત્વ થાય. જીવો સાતાશીળિયાપણાથી, ઇન્દ્રિયવિષયોના પોષણ માટે,
‘થવાનું હશે તેમ થશે’ એમ કહી એક સ્વછંદતાનો માર્ગ શોધી કાઢે છે તેનું નામ ગૃહીતમિથ્યાત્વ છે, અને આ
સમ્યક્નિયતવાદ તો સ્વભાવભાવ છે, સ્વતંત્રતા છે, વીતરાગતા છે.
૨પ. સમ્યક્ નિયતવાદના નિર્ણયથી નિમિત્તાધીનદ્રષ્ટિ અને સ્વપરની એકત્વબુદ્ધિ ટળે છે.
જે વસ્તુમાં જે વખતે જેવી પર્યાય થવાની હોય અને જે નિમિત્તની હાજરીમાં થવાની હોય, તે વસ્તુમાં તે
વખતે તેવી પર્યાય થાય જ અને તે નિમિત્તો જ તે વખતે હોય. બીજી પર્યાય થાય નહિ અને બીજું નિમિત્ત હોય નહિ.
એ નિયમમાં ત્રણકાળ ત્રણલોકમાં ફેરફાર થાય નહિ. આ જ યથાર્થ નિયતનો નિર્ણય છે, તેમાં આત્મસ્વભાવના
શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર આવી જાય છે, અને નિમિત્ત ઉપરની દ્રષ્ટિ ટળી જાય છે. ‘હું પરનો કર્તા તો નથી પણ હું પરનો
નિમિત્ત થાઉં’ એવી જેની માન્યતા છે તે મિથ્યાદ્રષ્ટિ છે. પોતે નિમિત્ત છે માટે પરનું કાર્ય થાય છે–એમ નથી, પણ
સામી ચીજમાં તેની યોગ્યતાથી જે કાર્ય થાય છે તેમાં અન્ય ચીજને નિમિત્ત કહેવામાં આવે છે. ‘હું નિમિત્ત થાઉં’
તેનો અર્થ એવો થયો કે વસ્તુમાં કાર્ય થવાનું ન હતું પણ હું નિમિત્ત થયો ત્યારે તેમાં કાર્ય થયું. એટલે તે તો સ્વપરની
એકત્વબુદ્ધિ જ થઈ.
૨૬. લાકડું એની મેળે ઊંચું થાય છે, હાથના નિમિત્તથી નહિ
‘આ લાકડું છે તેનામાં ઊંચું થવાની લાયકાત છે પણ જ્યારે મારો હાથ તેને સ્પર્શે ત્યારે તે ઉપડે અર્થાત્

PDF/HTML Page 16 of 21
single page version

background image
ભાદ્રપદઃ૨૪૭૩ઃ ૨૪૭ઃ
જ્યારે મારો હાથ તેને નિમિત્ત થાય ત્યારે તે ઉપડે’–એમ માનનાર જીવો વસ્તુની પર્યાયને સ્વતંત્ર માનતા નથી
એટલે કે તેઓની સંયોગીદ્રષ્ટિ છે; તેઓ વસ્તુના સ્વભાવને જ માનતા નથી, તેથી મિથ્યાદ્રષ્ટિ છે. લાકડું જ્યારે ઊંચું
નથી થતું ત્યારે તેનામાં ઊંચું થવાની લાયકાત જ નથી, અને જ્યારે તેનામાં લાયકાત હોય છે ત્યારે તે સ્વયં ઊંચું
થાય છે; પણ હાથના નિમિત્તથી ઊંચું થતું નથી. પણ જ્યારે ઊંચું થાય ત્યારે હાથ વગેરે નિમિત્ત સ્વયમેવ હોય જ.
એવો ઉપાદાન–નિમિત્તનો મેળ કુદરતી સ્વભાવથી જ હોય છે. નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે ‘હાથના નિમિત્તે ઊંચું
થયું’ એમ કહેવાનો માત્ર વ્યવહાર છે.
૨૭. લોકચૂંબક સોયને ખેંચતો નથી.
લોકચૂંબક પત્થર તરફ લોઢાની સોય ખેંચાય છે, ત્યાં લોકચૂંબકે સોયને ખેંચી નથી પણ સોયે પોતાની
યોગ્યતાથી જ ગમન કર્યું છે.
પ્રશ્નઃ– જો સોય પોતાની યોગ્યતાથી જ ગમન કરતી હોય તો જ્યારે લોકચૂંબક પત્થર પાસે ન હતો ત્યારે કેમ
ગમન ન કર્યું? અને જ્યારે તે પત્થર નજીક આવ્યો ત્યારે જ કેમ ગમન કર્યું?
ઉત્તરઃ– પહેલા સોયમાં ગમન કરવાની યોગ્યતા જ ન હતી તેથી તે વખતે લોકચૂંબક પાસે (સોયને ખેંચાવા
યોગ્ય ક્ષેત્રમાં) હોય જ નહિ. અને જ્યારે સોયમાં ક્ષેત્રાંતર કરવાની યોગ્યતા હોય ત્યારે લોકચૂંબક અને તેના વચ્ચે
અંતરાય હોય જ નહિ. એવો જ ઉપાદાન–નિમિત્તનો સંબંધ છે કે બન્નેનો મેળ હોય. છતાં એકબીજાના કારણે કોઈની
ક્રિયા થઈ નથી. સોયની ગમન કરવાની યોગ્યતા થઈ માટે લોકચૂંબક નજીક આવ્યો– એમ નથી અને લોકચૂંબક
નજીક આવ્યો માટે સોય ખેંચાણી–તેમ પણ નથી. સોયની ક્ષેત્રાંતરની લાયકાત હોય છે તે જ વખતે લોકચૂંબકમાં તે
ક્ષેત્રે જ રહેવાની લાયકાત હોય છે–આનું નામ જ નિમિત્ત–નૈમિત્તિક સંબંધ છે.
૨૮. નિમિત્તપણાની લાયકાત
પ્રશ્નઃ– લોકચૂંબક પત્થર સોયમાં કાંઈ જ નથી કરતો તો તેને જ નિમિત્ત કેમ કહ્યું? અન્ય સામાન્ય પત્થરને
નિમિત્ત કેમ ન કહ્યું? જેમ લોકચૂંબક સોયને કાંઈ નથી કરતો છતાં તેને નિમિત્ત કહેવાય છે, તો પછી લોકચૂંબકની
જેમ અન્ય પત્થર પણ સોયને કાંઈ નથી કરતાં છતાં તેને નિમિત્ત કેમ નથી કહેવાતું?
ઉત્તરઃ– તે સમયે તે કાર્યમાં લોકચૂંબક પત્થરમાં જ નિમિત્તપણાની લાયકાત છે, અર્થાત્ ઉપાદાનના કાર્ય
માટે અનુકૂળતાનો આરોપ આપી શકાય તેવી લાયકાત લોકચૂંબક પત્થરની તે સમયની પર્યાયમાં છે, બીજા પત્થરમાં
તેવી લાયકાત તે સમયે નથી. જેમ સોયમાં ઉપાદાનપણાની લાયકાત છે તેથી તે ખેંચાય છે, તેમ તે વખતે જ
લોકચૂંબકપત્થરમાં
निमित्तपणानी लायकात છે તેથી તેને નિમિત્ત કહેવાય છે. એક સમયની ઉપાદાનની લાયકાત
ઉપાદાનમાં છે. અને એક સમયની નિમિત્તની લાયકાત નિમિત્તમાં છે. પણ બંનેની લાયકાતનો મેળ છે તેથી અનુકૂળ
નિમિત્ત કહેવાય છે. લોકચૂંબકમાં નિમિત્તપણાની જે લાયકાત છે તેને બીજા બધા પદાર્થોથી જુદી પાડીને ઓળખવા
માટે તેને ‘નિમિત્ત’ કહેવાય છે, પણ તેના કારણે સોયમાં કિંચિત્ વિલક્ષણતા થઈ નથી. ઉપાદાનમાં કાર્ય થાય ત્યારે
વ્યવહારે–આરોપથી બીજા પદાર્થને નિમિત્ત કહેવાય છે. જ્ઞાનનો સ્વભાવ સ્વપર પ્રકાશક છે તેથી તે ઉપાદાન અને
નિમિત્ત બન્નેને જાણે છે.
૨૯. નિમિત્તનું સ્વરૂપ સમજવા માટે ધર્માસ્તિકાયનું દ્રષ્ટાંત
બધાય નિમિત્તો ‘ધર્માસ્તિકાયવત્’ છે (જુઓ ઇષ્ટોપદેશ ગાથા ૩પ) ધર્માસ્તિકાય પદાર્થ તો લોકમાં સર્વત્ર
છે. જ્યારે વસ્તુ પોતાની યોગ્યતાથી ચાલે ત્યારે ધર્માસ્તિકાયને નિમિત્ત કહેવાય, અને વસ્તુ ન ચાલે તો તેને નિમિત્ત
કહેવાય નહિ. ધર્માસ્તિકાયની માફક જ બધા નિમિત્તોનું સ્વરૂપ સમજી લેવું. ધર્માસ્તિકાયમાં નિમિત્તપણાની એવી
લાયકાત છે કે પદાર્થો ગતિ કરે તેમાં જ તેને નિમિત્ત કહેવાય, પણ સ્થિતિમાં તેને નિમિત્ત કહેવાય નહિ, સ્થિતિમાં
નિમિત્ત કહેવાય–એવી લાયકાત અધર્માસ્તિકાયમાં છે.
૩૦. સિદ્ધ ભગવાન અલોકમાં કેમ નથી જતા?
સિદ્ધ ભગવાન પોતાની ક્ષેત્રાંતરની લાયકાતથી એક સમયમાં જ્યારે લોકાગ્રે ગમન કરે છે ત્યારે
ધર્માસ્તિકાયને નિમિત્ત કહેવાય છે, પરંતુ કાંઈ ધર્માસ્તિકાયના અભાવને લીધે તેમનું અલોકમાં ગમન થતું નથી એમ
નથી તેઓ લોકાગ્રે સ્થિત થાય છે તે પણ તેમની જ તેવી લાયકાત છે તે કારણે છે તે વખતે અધર્માસ્તિકાયને નિમિત્ત
કહેવાય છે.
પ્રશ્નઃ– સિદ્ધભગવાન લોકાકાશની બહાર કેમ ગમન કરતા નથી?
ઉત્તરઃ– તેમની લાયકાત જ તેવી છે; કેમકે તે લોકનું દ્રવ્ય છે અને તેની લાયકાત લોકના છેડા સુધી જ
જવાની

PDF/HTML Page 17 of 21
single page version

background image
ઃ ૨૪૮ઃ આત્મધર્મઃ ૪૭
છે, લોકાકાશની બહાર જવાની તેમનામાં લાયકાત જ નથી. ‘અલોકમાં ધર્માસ્તિકાયનો અભાવ છે માટે સિદ્ધ ત્યાં
ગમન કરતા નથી’ એ માત્ર વ્યવહાર નયનું કથન છે અર્થાત્ ઉપાદાનમાં સ્વયં લાયકાત અલોકમાં જવાની ન હોય
ત્યારે નિમિત્ત પણ ન હોય એવો ઉપાદાન–નિમિત્તનો મેળ બતાવવા માટે તે કથન છે.
૩૧. દરેક પદાર્થનું કાર્ય સ્વતંત્ર
કોઈએ પોતાના મુનીમ ઉપર પત્ર લખ્યો કે અમુક રૂપિયા બેંકમાં મૂકો. અને મુનીમે રૂા. બેંકમાં મૂકયા. તેમાં
જીવે પત્ર લખવાનો વિકલ્પ કર્યો માટે પત્ર લખાયો–એમ નથી, પત્ર આવ્યો માટે મુનીમને બેંકમાં રૂા. મૂકવાનો
વિકલ્પ આવ્યો–એમ નથી, અને મુનીમને વિકલ્પ આવ્યો માટે રૂા. બેંકમાં મૂકાયા તેમ પણ નથી. તેવી જ રીતે રૂા.
બેંકમાં મૂકાવાના હતા માટે મુનીમને વિકલ્પ આવ્યો–એમ નથી. એ પ્રમાણે દરેકમાં સમજી લેવું. જીવનો વિકલ્પ
સ્વતંત્ર, કાગળની અવસ્થા સ્વતંત્ર, મુનીમનો વિકલ્પ સ્વતંત્ર અને રૂા. ની અવસ્થા સ્વતંત્ર; મુનીમને વિકલ્પ આવ્યો
ત્યારે કાગળને નિમિત્ત કહેવાણું, તથા બેંકમાં જવાની રૂા. ની અવસ્થા થઈ ત્યારે મુનીમના વિકલ્પ ને તેનું નિમિત્ત
કહેવાયું.
૩૨. નિમિત્તને કારણે ઉપાદાનમાં વિલક્ષણદશા થતી નથી.
પ્રશ્નઃ– ઉપાદાનમાં નિમિત્ત કાંઈ કરતું નથી એ વાત તો સાચી, પણ નિમિત્ત હોય ત્યારે ઉપાદાનમાં વિલક્ષણ
અવસ્થા તો થવી જ જોઈએ ને! જેમકે અગ્નિરૂપી નિમિત્ત આવે ત્યારે પાણીને ઉષ્ણ થવું જ જોઈએ.
ઉત્તરઃ– એ વાત ખોટી છે; જે પાણીની પર્યાયનો સ્વભાવ તે જ વખતે ઉષ્ણ થવાનો હતો તે જ પાણી તે જ
અગ્નિના સંયોગમાં આવ્યું અને પોતાની લાયકાતથી પોતાની મેળે જ ઉષ્ણ થયું છે, અગ્નિના કારણે તેને વિલક્ષણ
થવું પડયું–તેમ નથી; અને અગ્નિએ પાણીને ઉષ્ણ કર્યું નથી.
૩૩. મિથ્યાદ્રષ્ટિ સંયોગને જુએ છે, સમ્યગ્દ્રષ્ટિ સ્વભાવને જુએ છે.
અગ્નિથી પાણી ઉષ્ણ થયું–એવી માન્યતા તે સંયોગાધીન પરાધીન દ્રષ્ટિ છે, અને પાણી પોતાની યોગ્યતાથી
જ ઉષ્ણ થયુ છે–એવી માન્યતા તે સ્વતંત્ર સ્વભાવદ્રષ્ટિ છે. સંયોગાધીન દ્રષ્ટિ તે મિથ્યાદ્રષ્ટિ છે, ને સ્વભાવદ્રષ્ટિ તે
સમ્યગ્દ્રષ્ટિ છે.
મિથ્યાદ્રષ્ટિ જીવ, વસ્તુના સ્વભાવની સમયસમયની યોગ્યતાથી જ દરેક કાર્ય થાય છે તે સ્વભાવને નથી
જોતો, પણ નિમિત્તના સંયોગને જુએ છે, એ જ તેની પરાધીનદ્રષ્ટિ છે અને તે દ્રષ્ટિથી પરમાં એકત્વબુદ્ધિ કદી ટળતી
નથી. સમ્યગ્દ્રષ્ટિ જીવ સ્વતંત્ર વસ્તુ સ્વભાવને જુએ છે કે, દરેક વસ્તુની સમય સમયની યોગ્યતાથી જ તેનું કાર્ય
સ્વતંત્રપણે થાય છે.
૩૪. ઉપાદાન અને નિમિત્ત બન્નેની સ્વતંત્ર લાયકાત (લૂગડું અને અગ્નિ)
લૂગડામાં જે વખતે જે ક્ષેત્રે જે સંયોગમાં બળવાની લાયકાત હોય તે વખતે તે ક્ષેત્રે તે સંયોગમાં તેની
બળવાની પર્યાય થાય છે, અને અગ્નિ તે વખતે સ્વયં હોય છે. અગ્નિ આવી માટે લૂગડું બળી ગયું–એમ નથી. અને
‘લૂગડામાં બળી જવાની અવસ્થા થવાની લાયકાય હોય પણ અગ્નિ કે બીજો યોગ્ય સંયોગ ન આવે તો તે અવસ્થા
અટકી જાય’–એમ પણ નથી; જે સમયે યોગ્યતા હોય તે સમયે જ તે બળે જ અને તે વખતે અગ્નિ પણ હોય જ.
છતાં અગ્નિની ઉપસ્થિતિના કારણે લૂગડાની અવસ્થામાં કાંઈ પણ વિલક્ષણતા થઈ નથી. અગ્નિએ લૂગડાંને બાળ્‌યું
તે માન્યતા મિથ્યાત્વ છે.
કોઈ પૂછે કે લૂગડું બળતી વખતે અમુક જ અગ્નિ હતો અને બીજો ન હતો તેનું શું કારણ? તો તેનો ઉત્તર એ
છે કે–તે વખતે જે અગ્નિ હતો તે જ અગ્નિની નિમિત્તપણાની લાયકાત હતી, બીજો અગ્નિ ન જ હોય કેમકે તેનામાં
નિમિત્તપણાની લાયકાત હતી જ નહિ. ઉપાદાન વખતે જે નિમિત્તની યોગ્યતા હોય તે નિમિત્ત જ હોય, બીજું હોય જ
નહિ. સૌના પોતાના કારણે સૌની અવસ્થા થઇ રહી છે, ત્યાં ‘નિમિત્તથી થયું અથવા નિમિત્તે કર્યું’ એમ અજ્ઞાની
માને છે.
૩પ. ઉપાદાન અને નિમિત્ત બન્નેની સ્વતંત્ર લાયકાત (આત્મા અને કર્મ)
આત્મા પોતાની પર્યાયમાં જ્યારે રાગ–દ્વેષ કરે ત્યારે કર્મના જે પરમાણુઓની યોગ્યતા હોય તે ઉદયરૂપ હોય
જ, કર્મ ન હોય તેમ ન બને; પણ કર્મ ઉદયમાં આવ્યું માટે જીવને રાગ–દ્વેષ થયા એ માન્યતા ખોટી છે. અને રાગદ્વેષ
કર્યા માટે કર્મ આવ્યું–એ માન્યતા પણ ખોટી છે. જીવને પોતાના પુરુષાર્થની નબળાઈથી રાગ–દ્વેષ થવાની યોગ્યતા
હતી તેથી જ રાગદ્વેષ થયા છે અને તે વખતે જે કર્મોમાં યોગ્યતા હતી તે કર્મો ઉદયમાં આવ્યા છે અને

PDF/HTML Page 18 of 21
single page version

background image
ભાદ્રપદઃ૨૪૭૩ઃ ૨૪૯ઃ
તેને જ નિમિત્ત કહેવાય છે; પણ તે કર્મના કારણે જીવની પર્યાયમાં રાગદ્વેષ કે વિલક્ષણતા થયા નથી.
જ્યારે જ્ઞાનની પર્યાય અપૂર્ણ હોય ત્યારે જ્ઞાનાવરણ કર્મમાં જ નિમિત્તપણાની લાયકાત છે. જીવની પર્યાયમાં
જીવ મોહ કરે ત્યારે મોહકર્મને જ નિમિત્ત કહેવાય એવી તે કર્મપરમાણુઓની યોગ્યતા છે. જેમ ઉપાદાનમાં સમયે
સમયે સ્વતંત્ર યોગ્યતા છે, તેમ નિમિત્ત તરીકેની મોહકર્મના તે તે દરેક પરમાણુમાં સમયસમયની સ્વતંત્ર યોગ્યતા છે.
પ્રશ્નઃ– જીવે રાગદ્વેષ કર્યા માટે પરમાણુમાં કર્મ અવસ્થા થઈને?
ઉત્તરઃ– નહિ; અમુક પરમાણુ જ કર્મરૂપે થયા અને જગતના બીજા પરમાણુ કેમ ન થયા?–માટે જે જે
પરમાણુઓમાં લાયકાત હતી તે જ પરમાણુઓ કર્મરૂપે પરિણમ્યા છે. તેઓ પોતાની લાયકાતથી જ કર્મરૂપે થયા છે,
જીવના રાગદ્વેષને કારણે નહિ.
૩૬. પર ઉપર જોવાનું નથી પણ સ્વઉપર જોવાનું છે
પ્રશ્ન–જ્યારે પરમાણુઓમાં કર્મરૂપે થવાની લાયકાત હોય ત્યારે આત્માને રાગ–દ્વેષ કરવા જ જોઈએ, કેમકે
પરમાણુમાં કર્મરૂપ થવાનું ઉપાદાન છે તેથી ત્યાં જીવના વિકારરૂપે નિમિત્ત પણ હોવું જ જોઈએ એ વાત બરાબર છે?
ઉત્તર–એ પ્રશ્ન જ અજ્ઞાનીનો છે. તારે તારા સ્વભાવમાં જોવાનું કામ છે કે પરમાણુમાં જોવાનું કામ છે? જેની
સ્વતંત્રદ્રષ્ટિ થઈ છે તે આત્મા ઉપર જુએ છે, અને જેની નિમિત્તાધીનદ્રષ્ટિ છે તે પર ઉપર જુએ છે. ‘જ્યારે જે
વસ્તુની જે અવસ્થા થવાની હોય તે જ થાય છે.’ એમ જેણે યથાર્થ નિર્ણય કર્યો તેને દ્રવ્યદ્રષ્ટિ થઈ–સ્વભાવદ્રષ્ટિ થઈ;
હવે સ્વભાવદ્રષ્ટિમાં તેને તીવ્રરાગાદિ થતાં જ નથી, અને તે જીવના નિમિત્તે તીવ્રકર્મરૂપે પરિણમે એવી લાયકાતવાળા
પરમાણુઓ જ આ જગતમાં હોતા નથી. જીવે પોતાના સ્વભાવના પુરુષાર્થથી સમયગ્દર્શન પ્રગટ કર્યું ત્યાં તે જીવને
માટે મિથ્યાત્વાદિ કર્મરૂપે પરિણમે એવી લાયકાત જગતના કોઈ પરમાણુઓમાં હોતી જ નથી. અને સમ્યગ્દ્રષ્ટિને જે
અલ્પ રાગ–દ્વેષ છે તે પોતાની વર્તમાનપર્યાયની યોગ્યતાથી રહ્યો છે, તે વખને અલ્પ કર્મરૂપે બંધાવાની પરમાણુની
પર્યાયમાં લાયકાત છે. આ રીતે સ્વલક્ષથી શરૂ કરવાનું છે.
‘જગતના પરમાણુઓમાં મિથ્યાત્વાદિ કર્મ થવાની લાયકાત છે માટે જીવને મિથ્યાત્વાદિ ભાવ થવા જ
જોઈએ’ એવી જેની માન્યતા છે તે જીવ સ્વદ્રવ્યના સ્વભાવને જાણતો નથી, અને તેથી તે તે જીવના નિમિત્તે
મિથ્યાત્વાદિરૂપ પરિણમવાને યોગ્ય પરમાણુઓ આ જગતમાં છે, એમ જાણવું. પરંતુ સ્વભાવદ્રષ્ટિથી જોનાર જીવને
મિથ્યાત્વ હોતું જ નથી અને તે જીવના નિમિત્તે મિથ્યાત્વાદિરૂપ પરિણમે એવી લાયકાત જ જગતના કોઈ પરમાણુમાં
હોતી નથી. સ્વભાવદ્રષ્ટિથી જ્ઞાની વિકારના અકર્તા થઈ થયા છે, તેથી ‘જ્ઞાનીને વિકાર કરવો પડે’ એ વાત જ ખોટી
છે. જે અલ્પ વિકાર હોય તે પણ સ્વભાવદ્રષ્ટિના જોરે પુરુષાર્થવડે ટળતો જ જાય છે. આવી સ્વતંત્ર સ્વભાવદ્રષ્ટિ
(સમ્યક્ શ્રદ્ધા) કર્યા વગર જીવ જે કાંઈ શુભભાવરૂપ વ્રત, તપ, ત્યાગ કરે તે બધુંય ‘રણમાં પોક’ ની જેમ
મિથ્યા છે.
૩૭. ‘ફુંકથી ડુંગર ઉડાડવાની વાત! ! !’
શંકાકાર– ‘વસ્તુમાં જ્યારે જે પર્યાય થવાની હોય તે થાય અને ત્યારે નિમિત્ત હોય જ, પણ નિમિત્ત કાંઈ કરે
નહિ કે નિમિત્તદ્વારા કાંઈ કાર્ય થાય નહિ’ એ તો ફૂંકથી ડુંગર ઉડાડવા જેવું છે! !
સમાધાન– અરે ભાઈ, અહીં તો ફૂંકથી પહાડ ઊડે એ વાત પણ નથી. પહાડના અનંત પરમાણુઓમાં
ઊડવાની લાયકાત હોય તો પહાડ એની મેળે ઉડે છે, પહાડને ઉડવા માટે ફૂંકની પણ જરૂર પડતી નથી. કોઈને એમ
થાય કે ‘અરે, આ તો કેવી વાત છે? શું પહાડ એની મેળે ઉડતા હશે?’ પરંતુ ભાઈ, વસ્તુ માં જે કામ થાય (–
અર્થાત્ જે પર્યાય થાય) તે તેની પોતાની જ શક્તિથી (લાયકાતથી) થાય છે. વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા
રાખતી નથી. પર વસ્તુનો તો તેમાં અભાવ છે તો તે શું કરે?
૩૮. ઉદાસીન નિમિત્ત અને પ્રેરક નિમિત્ત
પ્રશ્ન–નિમિત્તના બે પ્રકાર છે–એક ઉદાસીન અને બીજું પ્રેરક. તેમાંથી ઉદાસીન નિમિત્ત તો કાંઈ ન કરે પરંતુ
પ્રેરક નિમિત્ત તો ઉપાદાનને કાંઈક પ્રેરણા કરેને?
ઉત્તર–નિમિત્તના જુદા જુદા પ્રકાર ઓળખાવવા માટે એ બે ભેદ છે, પરંતુ તેમાંથી કોઈ પણ નિમિત્ત
ઉપાદાનમાં કાંઈ જ કરતું નથી, કે નિમિત્તના કારણે ઉપાદાનમાં કાંઈ વિલક્ષણતા આવતી નથી. પ્રેરક નિમિત્ત પણ
પ્રેરણા કરતું નથી. બધાં નિમિત્તો ધર્માસ્તિકાયવત્ છે.
પ્રશ્ન–પ્રેરકનિમિત્ત અને ઉદાસીનનિમિત્તની વ્યાખ્યા શું છે?
ઉત્તર– ઉપાદાનની અપેક્ષાએ તો બન્ને પર છે, બન્ને અકિંચિત્કર છે તેથી બન્ને સરખાં છે. નિમિત્તની

PDF/HTML Page 19 of 21
single page version

background image
ઃ ૨પ૦ઃ આત્મધર્મઃ ૪૭
અપેક્ષાએ એ બે ભેદ છે. જે નિમિત્ત પોતે ઈચ્છાવાળું કે ગતિમાન હોય તેને પ્રેરક નિમિત્ત કહેવાય છે. અને જે
નિમિત્ત પોતે સ્થિર કે ઈચ્છા વગરનું હોય તેને ઉદાસીન નિમિત્ત કહેવાય છે. ઈચ્છાવાળો જીવ અને ગતિમાન અજીવ
તે પ્રેરક નિમિત્ત છે તથા ઇચ્છા વગરનો જીવ અને ગતિ વગરના અજીવ તે ઉદાસીન નિમિત્ત છે. પરંતુ બન્ને પ્રકારના
નિમિત્તો પરમાં બિલકુલ કાર્ય કરતા નથી. ઘડો થાય તેમાં કુંભાર અને ચાક તે પ્રેરક નિમિત્ત છે અને ધર્માસ્તિકાય
વગેરે ઉદાસીન નિમિત્ત છે.
મહાવીર ભગવાનના સમોસરણમાં ગૌતમગણધર આવવાથી દિવ્યધ્વનિ છૂટયો અને પહેલાં છાંસઠ દિવસ
સુધી ન આવવાથી ધ્વનિ અટકયો હતો–એ વાત સાચી નથી. વાણીના પરમાણુઓમાં જે સમયે વાણીરૂપે
પરિણમવાની લાયકાત હતી તે સમયે જ તેઓ વાણીરૂપે પરિણમ્યા છે. અને તે વખતે જ બરાબર ગણધર દેવ હોય
જ. ગણધર આવ્યા માટે વાણી છૂટી–એમ નથી. ગણધર જે સમયે આવ્યા છે તે સમયે જ તેમની આવવાની લાયકાત
હતી. એવો જ સહજ નિમિત્ત–નૈમિત્તિક સંબંધ છે; તેથી ગૌતમ ગણધર ન આવ્યા હોત તો વાણી ન છૂટત ને?’
એવા તર્કને અવકાશ જ નથી.
૩૯. નિમિત્ત ન હોય તો....?
‘કાર્ય થવાનું હોય પણ નિમિત્ત ન હોય તો...? ’ એમ શંકા કરવાની સામે જ્ઞાનીઓ પૂછે કે ‘હે ભાઈ, તું
જીવ જ આ જગતમાં ન હોત તો?’ અથવા તો તું અજીવ હોત તો?’ શંકાકાર ઉત્તર આપે છે કે– ‘હું જીવ જ છું તેથી
બીજા તર્કને સ્થાન નથી.’ તો જ્ઞાની કહે છે કે–જેમ તું સ્વભાવથી જ જીવ છો તેથી તેમાં બીજા તર્કને સ્થાન નથી તેમ,
‘જ્યારે ઉપાદાનમાં કાર્ય થાય ત્યારે નિમિત્ત હોય જ છે’ એવો જ ઉપાદાન–નિમિત્તનો સ્વભાવ છે, તેથી તેમાં બીજા
તર્કને અવકાશ નથી.
૪૦. કમળમાં ખીલવાની લાયકાત હોય પણ સુર્ય ન ઊગે તો...?
કમળનું ખીલવું અને સૂર્યનું ઊગવું તેને સહજ નિમિત્ત–નૈમિત્તિક સંબંધ છે, પણ સૂર્ય ઊગ્યો તે કારણે કમળ
ખીલ્યું નથી, કમળ પોતાની તે પર્યાયની લાયકાતથી ખીલ્યું છે.
પ્રશ્ન–સૂર્ય ન ઊગે તો કમળ ન ખીલે ને?
ઉત્તર– ‘કાર્ય થવાનું હોય પણ નિમિત્ત ન હોય તો? એના જેવો આ પ્રશ્ન છે. તેનું સમાધાન ઉપરની યુક્તિ
પ્રમાણે સમજી લેવું જ્યારે કમળમાં ખીલવાની લાયકાત હોય ત્યારે સૂર્યમાં પણ પોતાના જ કારણે ઊગવાની લાયકાત
હોય જ–એવો સ્વભાવ છે. કમળમાં ખીલવાની લાયકાત હોય અને સૂર્યમાં ઊગવાની લાયકાત ન હોય–એમ કદી
બને જ નહિ. છતાં સૂર્યના નિમિત્તથી કમળ ખીલતું નથી અને કમળ ખીલવાનું છે માટે સૂર્ય ઊગે છે–એમ નથી.
૪૧. જ્યારે સુર્ય ઊગે છે ત્યારે જ કમળ ખીલે છે તેનું શું કારણ?
પ્રશ્ન–જો સૂર્યના નિમિત્તથી કમળ ન ખીલતું હોય તો– ‘સૂર્ય છ વાગે ઊગે તો કમળ પણ છ વાગે ખીલે, ને
સૂર્ય સાત વાગે ઊગે તો કમળ પણ સાત વાગે ખીલે’–એમ થવાનું શું કારણ?
ઉત્તર–તે વખતે જ કમળમાં ખીલવાની લાયકાત છે, તેથી ત્યારે જ તે ખીલે છે. પહેલાં તેના પોતામાંજ
ખીલવાની લાયકાત ન હતી, પણ તેની લાયકાત બીડાઈ રહેવાની જ હતી. એક સમયે બે વિરૂદ્ધ પ્રકારની પર્યાયની
લાયકાત તો હોઈ શકે નહિ.
૪૨. આ જૈનદર્શનનું મૂળ રહસ્ય છે
અહો, સ્વતંત્ર નિરપેક્ષ વસ્તુ સ્વભાવ છે; એ સ્વભાવને જ્યાં સુધી ન જાણે ત્યાં સુધી જીવને પરના
અહંકારથી સાચી ઉદાસીનતા આવે નહિ, વિકારનો ધણી તે મટે નહિ અને પોતાની પર્યાયનો ધણી (–આધાર) જે
આત્મસ્વભાવ તેની દ્રષ્ટિ થાય નહિ. આ સ્વતંત્રતા તે જૈનદર્શનનું મૂળ રહસ્ય છે.
૪૩. એક પરમાણુની સ્વતંત્ર તાકાત
દરેક જીવ તેમજ અજીવ દ્રવ્યોની પર્યાય સ્વતંત્રપણે પોતાથી થાય છે. એક પરમાણુ પણ પોતાની જ શક્તિથી
પરિણમે છે; તેમાં નિમિત્તનું શું પ્રયોજન છે? એક પરમાણુ પહેલા સમયે કાળો હોય અને બીજા સમયે ધોળો થઈ
જાય, તેમજ પહેલા સમયે એક અંશ કાળો ને બીજા સમયે અનંતગુણો કાળો થઈ જાય. તેમાં નિમિત્ત કોને કહેશો? તે
પોતાની યોગ્યતાથી સ્વયં પરિણમી જાય છે.
૪૪. ઇંદ્રિયો અને જ્ઞાનનું સ્વતંત્ર પરિણમનઃ નિમિત્ત–નૈમિત્તિક સબંધનું સ્વરૂપ
જડ ઈન્દ્રિયો છે માટે આત્માને જ્ઞાન થાય છે એ વાત જુઠ્ઠી છે. આત્માનો ત્રિકાળી સામાન્યજ્ઞાનસ્વભાવ
પોતાને કારણે સમયે સમયે પરિણમે છે, અને જે પર્યાયમાં જેવી લાયકાત હોય તેટલો જ્ઞાનનો ઉઘાડ હોય છે. પાંચ
ઈન્દ્રિય સંબંધી જ્ઞાનનો ઉઘાડ છે માટે પાંચ બાહ્ય

PDF/HTML Page 20 of 21
single page version

background image
ભાદ્રપદઃ૨૪૭૩ઃ ૨પ૧ઃ
ઈંદ્રિયો છે–એમ નથી, અને પાંચ ઈન્દ્રિયો છે માટે જ્ઞાનનો ઉઘાડ છે–એમ પણ નથી. જ્ઞાનની પર્યાયમાં જેટલી
લાયકાત હતી તેટલો ઉઘાડ થયો છે, અને જે પરમાણુઓમાં ઈન્દ્રિયોરૂપે થવાની લાયકાત હતી તેઓ સ્વયં ઈન્દ્રિયરૂપે
પરિણમ્યા છે. છતાં બન્નેનો નિમિત્ત–નૈમિત્તિક મેળ છે. જે જીવને એક ઈન્દ્રિયના જ્ઞાનનો ઉઘાડ હોય તેને એક જ
ઈન્દ્રિય હોય છે, બે વાળાને બે, ત્રણવાળાને ત્રણ, ચારવાળાને ચાર અને પાંચ ઈન્દ્રિયના ઉઘાડવાળાને પાંચ ઈન્દ્રિયો
જ હોય છે, ત્યાં બન્નેનું સ્વતંત્ર પરિણમન છે, એકના કારણે બીજામાં કાંઈ થયુ નથી.–આને જ
નિમિત્તનૈમિત્તિકસંબંધ કહેવાય છે.
૪પ. રાગ દ્વેષનું કારણ કોણ? –સમ્યગ્દ્રષ્ટિને રાગ દ્વેષ કેમ થાય છે?
પ્રશ્ન–જો કર્મ આત્માને વિકાર ન કરાવતાં હોય તો, આત્મામાં વિકાર થાય છે તેનું કારણ કોણ છે?
સમ્યગ્દ્રષ્ટિ જીવોને તો વિકાર કરવાની ભાવના હોતી નથી છતાં તેમને પણ વિકાર તો થાય છે, માટે કર્મ વિકાર
કરાવે છે ને?
ઉત્તર–કર્મ આત્માને વિકાર કરાવે એ વાત ખોટી છે. આત્માને પોતાની પર્યાયના દોષથી જ વિકાર થાય છે;
કર્મ વિકાર કરાવતું નથી પણ આત્માની પર્યાયની તેવી યોગ્યતા છે. સમ્યગ્દ્રષ્ટિને રાગ–દ્વેષ કરવાની ભાવના નથી
છતાં રાગદ્વેષ થાય છે તેનું કારણ ચારિત્ર ગુણની તેવી પર્યાયની લાયકાત છે. રાગ–દ્વેષની ભાવના નથી તે તો
શ્રદ્ધાગુણની પર્યાય છે અને રાગદ્વેષ થાય છે તે ચારિત્રગુણની પર્યાય છે. પુરુષાર્થની નબળાઇથી રાગ–દ્વેષ થાય છે
એમ કહેવું તે પણ નિમિત્તથી કથન છે. ખરેખર તો ચારિત્રગુણની જ તે તે સમયની યોગ્યતાને લીધે જ રાગદ્વેષ
થાય છે.
૪૬. સમ્યક્ નિર્ણયનું જોર
પ્રશ્ન–વિકાર થાય છે તે ચારિત્રગુણની પર્યાયની જ લાયકાત છે, તો પછી જ્યાં સુધી ચારિત્રગુણની પર્યાયમાં
વિકાર થવાની લાયકાત હોય ત્યાંસુધી વિકાર થયા જ કરે, એમ થતાં વિકારને ટાળવાનું જીવને આધીન રહ્યું નહિ?
ઉત્તર–એકેક સમયની સ્વતંત્ર લાયકાત છે એવો નિર્ણય કયા જ્ઞાનમાં કર્યો? ત્રિકાળીસ્વભાવ તરફ ઢળ્‌યા
વગર જ્ઞાનમાં એકેક સમયની પર્યાયની સ્વતંત્રતાનો નિર્ણય થઈ શકે નહિ. અને જ્યાં જ્ઞાન ત્રિકાળીસ્વભાવમાં ઢળ્‌યું
ત્યાં સ્વભાવની પ્રતીતિના જોરે પર્યાયમાંથી રાગ–દ્વેષ થવાની લાયકાત ક્ષણે ક્ષણે ઘટતી જ જાય છે. જેણે સ્વભાવનો
નિર્ણય કર્યો તેની પર્યાયમાં લાંબોકાળ રાગ–દ્વેષ રહે એવી લાયકાત હોય જ નહિ, એવું જ સમ્યક્નિર્ણયનું જોર છે.
૪૭. કાર્યમાં નિમિત્ત કાંઈ કરતું નથી છતાં તેને ‘કારણ’ કેમ કહ્યું?
કાર્યના બે કારણો કહેવામાં આવ્યા છે, તેમાં એક ઉપાદાનકારણ છે, તે જ યથાર્થ કારણ છે; બીજું નિમિત્ત–
કારણ તે આરોપીત કારણ છે. ઉપાદાન અને નિમિત્ત એ બે કારણ કહેવાનો આશય એવો નથી કે બન્ને ભેગા થઈને
કાર્ય કરે છે. જ્યારે ઉપાદાન કારણ પોતે કાર્ય કરે છે ત્યારે બીજી ચીજને આરોપ કરીને તેને નિમિત્તકારણ કહેવાય છે,
પણ તે ખરેખર કારણ નથી.
પ્રશ્ન– નિમિત્ત તે ખરેખર કારણ નથી છતાં તેને કારણ કેમ કહ્યું?
ઉત્તર–જેને નિમિત્ત કહેવાય છે તે પદાર્થમાં તેવા પ્રકારની (–નિમિત્તરૂપ હોવાની) લાયકાત છે; તેથી અન્ય
પદાર્થોથી તેને જુદું ઓળખાવવા માટે તેને ‘નિમિત્ત કારણ’ એવી સંજ્ઞા આપી છે. જ્ઞાનનો સ્વભાવ સ્વ–પરપ્રકાશક
છે તેથી તે પરને પણ જાણે છે, અને પરમાં નિમિત્તપણાની લાયકાત છે તેને પણ જાણે છે.
૪૮. કર્મના ઉદયના લીધે જીવને વિકાર થતો નથી
જીવની પર્યાયમાં જ્યારે વિકાર થાય ત્યારે કર્મ નિમિત્ત તરીકે હોય જ. પણ જીવની પર્યાય અને કર્મ એ
બન્ને ભેગા થઈને વિકાર કરતા નથી. કર્મના ઉદયને લીધે વિકાર થતો નથી, અને વિકાર કર્યો માટે કર્મો ઉદયમાં
આવ્યા–એમ નથી. અને જીવ વિકાર ન કરે ત્યારે કર્મો ખરી જાય છે તેને નિમિત્ત કહેવાય છે. પરંતુ જીવે વિકાર ન
કર્યો માટે કર્મો ખર્યા એ વાત બરાબર નથી, તે પરમાણુઓની લાયકાત જ તેવી હતી.
જે દ્રવ્યની જે સમયે, જે ક્ષેત્રે, જેવા સંયોગોમાં અને જે રીતે જેવી અવસ્થા થવાની હોય તેવી તે પ્રમાણે થાય
જ, તેમાં ફેર પડે જ નહિ–એ શ્રદ્ધામાં તો વીતરાગીદ્રષ્ટિ થઈ જાય છે, સ્વભાવની દ્રઢતા ને સ્થિરતાની એકતા છે અને
વિકારથી ઉદાસીનતા ને પરથી ભિન્નતા છે; તેમાં સમયે સમયે ભેદવિજ્ઞાનનું જ કાર્ય છે.
૪૯. નૈમિત્તિકની વ્યાખ્યા
પ્રશ્ન–નૈમિત્તિકનો અર્થ વ્યાકરણ પ્રમાણે તો ‘નિમિત્તથી થાય તે’ એવો થાય છે, અને અહીં તો કહ્યું કે
નિમિત્તથી નૈમિત્તિકમાં કાંઈ થતું નથી.
ઉત્તર– ‘નિમિત્તથી થાય તે નૈમિત્તિક છે અર્થાત્ નિમિત્ત જનક અને નૈમિત્તિક જ્ન્ય છે’ એ વ્યાખ્યા
વ્યવહારથી કહેવાય છે; ખરેખર નિમિત્તથી નૈમિત્તિક થતું નથી. પણ ઉપાદાનનું કાર્ય તે નૈમિત્તિક છે અને જ્યારે