Atmadharma magazine - Ank 048
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ચોથું
સળંગ અંક ૪૮
Version History
Version
NumberDateChanges
001July 2003First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
।। ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે ।।
વર્ષ ચોથુંઆસો
અંક બાર
સંપાદક
રામજી માણેકચંદ દોશી
વકીલર૪૭૩
આવે છે – આત્મ સ્વાધીનતાનો મહાન ઉત્સવ
આત્મસ્વાધીનતા તેને કહેવાય કે જેમાં આત્મા સ્વયં સંપૂર્ણ સુખી હોય. એવી સંપૂર્ણ
સ્વાધીનતા પ્રાતઃસ્મરણીય શ્રીસિદ્ધ ભગંવતોને છે...સિદ્ધદશા તે જ સંપૂર્ણ આત્મસ્વાધીનતા છે.
એવી આત્મસ્વાધીનતાની ધન્ય ધડીનો મહોત્સવ કરવો તે સ્વાધીનતાનો સાચો ઉત્સવ છે.
આજથી ૨૪૭૩ વર્ષ પહેલાં, આસો વદ ૧૪ ની રાત પછી–અમાસના સુપ્રભાતમાં
ભગવાન વર્દ્ધમાન પ્રભુએ અભૂતપૂર્વ સિદ્ધ દશા પ્રાપ્ત કરી... આત્મસ્વાધીનતા પ્રાપ્ત કરી.... અને
ભવ્ય જીવોએ તે પવિત્ર પ્રસંગનો મહાન ઉત્સવ કરીને તેને ચિરંજીવ કર્યો. એ પવિત્ર મહોત્સવ
નિકટ આવી રહ્યો છે.
અહીં એવી શંકા કોઈ કરે કે જે પવિત્ર પ્રસંગ હજારો વર્ષ પૂર્વે થઈ ગયો, તેની સાથે
અત્યારે શું સંબંધ છે?–તેનું સમાધાન એ છે કે–પોતાને રુચિકર ખાસ પ્રસંગનો દિવસ આવતાં
જીવોની સ્મૃતિ ભૂતકાળ સાથે એકતા ધારણ કરીને તે ઘટનાઓને ફરીથી જાગૃત કરે છે.
ભવ્યાત્માઓને સિદ્ધદશાની પ્રાપ્તિની પરમરુચિ હોય છે; તેથી પોતાના જ્ઞાનને લંબાવીને (–
ભૂતનૈગમનયથી) ભૂતકાલીન સિદ્ધદશાના ઉત્સવમાં વર્તમાનનો આરોપ કરે છે; તેથી, જો કે
મહાવીર પ્રભુજી તો ૨૪૭૩ વર્ષ પૂર્વે સિદ્ધ દશા પામ્યા છે તો પણ ભવ્યજીવો પોતાના જ્ઞાનને
લંબાવીને તે કાળભેદને તોડી નાંખે છે અને કહે છે કે ‘પ્રભુજી આજે જ સિદ્ધદશા પામ્યા.’ એમ
કહીને પોતે તે પવિત્ર પ્રસંગને વર્તમાનરૂપે મહાન આનંદથી ઉજવે છે. અને પોતાના આત્માને
સિદ્ધદશા સન્મુખ કરે છે.
દિપાવલીનું મંગળમયપર્વ તે આત્મીકસ્વાધીનતાનો ઉત્સવ છે. ભૂતકાળના સિદ્ધોને
વર્તમાન કરીને અને પોતાના ભાવિ સિદ્ધપર્યાયને જ્ઞાનમાં નિકટ કરીને ભવ્યાત્માઓ સિદ્ધદશાના
મંગળમહોત્સવને ઉજવે છે. એ રીતે આત્મીક સ્વાધીનતાના મહોત્સવો ખરી રીતે આત્મામાં જ
ઊજવાય છે......
આત્મીક સ્વાધીનતાના મહોત્સવને ઉજવવા માટે ભવ્યજીવો કટિબદ્ધ થાવ.
વાર્ષિક લવાજમ૪૮છુટક અંક
અઢી રૂપિયાશાશ્વતસુખનો માર્ગ દર્શાવતું માસિક પત્રચાર આના
* આત્મધર્મ કાર્યાલય–મોટા આંકડિયા કાઠિયાવાડ *

PDF/HTML Page 3 of 21
single page version

background image
ઃ ૨પ૪ઃ આત્મધર્મઃ ૪૮
આત્મધર્મ
વર્ષ ચોથુંઃ સળંગ અંકઃ આસો
અંક બારઃ ૪૮ઃ ર૪૭૩
‘આત્મધર્મ’
‘આત્મધર્મ’ એટલે, આત્માનો ધર્મ સમજાવીને શાત
સુખનો ઉપાય દર્શાવતું ભારતક્ષેત્રનું એકનું એક
આધ્યાત્મિક પત્ર...તેનો જન્મ વીર સં. ૨૪૭૦ ના
માગસર સુદ બીજે થયો....
જન્મકાળ વખતની પરિસ્થિતિ
... તે વખતે શાસનમાં મોટો ક્રાંતિકાળ ચાલી રહ્યો
હતો. પૂજ્ય ગુરુદેવશ્રી (કાનજીસ્વામી) ના કલ્યાણકારી
ઉપદેશનું શ્રવણ કરવા હજારો મુમુક્ષુઓ ઝંખી રહ્યા હતા;
કોઈ પણ રીતે તેઓ પૂજ્ય ગુરુદેવશ્રીની વાણી સાંભળવા
આતુર હતા....અને પૂજ્ય ગુરુદેવશ્રીની વાણીને પ્રગટ
કરતું કોઈ પત્ર શરૂ કરવાની યોજના વિચારાઈ રહી
હતી; છેવટે, મુમુક્ષુઓની ભાવનાથી આત્મધર્મની મંગળ
શરૂઆત થઈ....જેમ જેમ આત્મધર્મના અંકો પ્રગટ થતા
ગયા તેમ તેમ ઘેર બેઠાં પૂજ્ય ગુરુદેવશ્રીની વાણીનું પાન
કરીને મુમુક્ષુઓએ પોતાની ભાવનાને કંઈક અંશે તૃપ્ત
કરી. અને જેમ જેમ તેનો પ્રચાર થવા મંડયો તેમ તેમ
પૂજ્ય ગુરુદેવશ્રીની વાણીનું સાક્ષાત્ શ્રવણ કરવા માટે
મુમુક્ષુઓ વિશેષપણે આવવા લાગ્યા.
વિકાસ
પૂજ્ય ગુરુદેવશ્રીના તાજેતરના વિહારથી લોકોમાં
અધ્યાત્મ–જાગૃતિ ઘણી વૃદ્ધિ પામી હતી અને મુમુક્ષુ લોકો
અધ્યાત્મઉપદેશને માટે ઝંખતા હતા તેથી મુમુક્ષુઓએ
‘આત્મધર્મ’ ને ઘણા હર્ષથી વધાવી લીધું...દિન–પ્રતિદિન
તેનો વિકાસ અને વાંચન વિસ્તાર પામવા
લાગ્યા...અંદાજ પ૦૦ ગ્રાહકો થશે–એવી ધારણાથી શરુ
કરવામાં આવેલા આ માસિકના આજે લગભગ ૨૦૦૦
ગ્રાહકો છે અને તેની ૨પ૦૦ પ્રત છપાય છે.
આત્મધર્મ શરૂ થયું ત્યારે તેના લગભગ ૪૦૦
ગ્રાહકો હતા અને પહેલા વર્ષના અંતસુધીમાં ૯૦૦ થયા
હતા. બીજા વર્ષની શરૂઆતમાં ૮૦૦ હતા ને અંતસુધીમાં
૧૩૨પ થયા હતા ત્રીજા વર્ષની શરૂઆતમાં ૧પ૦૦ હતા
ને અંતમાં ૨૧પ૦ થયા હતા. ચોથા વર્ષની શરૂઆતમાં
૧૮૦૦ હતા, ને આ અંકે ચોથું વર્ષ પુરું થતાં–અત્યારે
તેના ૨૦૦૦ ગ્રાહકો છે. એક ખાસ વિશેષતા એ છે કે
આ ગ્રાહકોમાંથી લગભગ ૨પ૦ ગ્રાહકો આફ્રિકામાં છે.
હિદીમાં પ્રકાશન
ઘણા ટુંકા વખતમાં જ ગુજરાતી આત્મધર્મ
મુમુક્ષુઓમાં અત્યંત પ્રિય થયું અને સારાયે જૈનસમાજમાં
તેનો વ્યાપક પ્રચાર થઈ ગયો. બીજા જ વર્ષમાં તો
હિંદીવાંચકો તે પત્રની હિંદીઆવૃત્તિ કાઢવાની માગણી
કરવા લાગ્યા અને ગુજરાતી આવૃત્તિ પછી માત્ર દોઢ જ
વર્ષમાં (૨૪૭૧ ના વૈશાખ સુદ બીજે) હિંદી આત્મધર્મ
પણ શરૂ થયું. આજે તેના ૧૦૦૦ ગ્રાહકો છે. અને તેની
૧૬૨પ પ્રત છપાય છે, હિંદી તેમજ ગુજરાતી મુમુક્ષુ
વાંચકો તરફથી ‘આત્મધર્મ’ વાંચીને તેની પ્રશંસાના
એટલા બધા પત્રો આવેલા છે કે જો તે પત્રોને
છપાવવામાં આવ્યા હોય તો એક મોટું પુસ્તક થાય.
વિશિષ્ટતા
આત્માના ધર્મ સિવાય બીજા વિષયોને આત્મધર્મમાં
સ્થાન હોતું નથી...સંસાર પોષક લેખો–જાહેરખબરો કે
સમાચાર તેમાં હોતા નથી...સંસારની ઝંઝટોથી તે સદાય
અલિપ્ત રહે છે, તેનું દરેક પાનું–ને દરેક લીંટી
તત્ત્વજ્ઞાનથી જ ભરપૂર હોય છે. આ અંકે તે ચાર વર્ષ
પૂરા કરે છે અને આવતા અંકે પંચમ વર્ષમાં પ્રવેશ કરશે.
વિશેષ પ્રચારની ભાવના
જો કે જૈન જગતમાં આ માસિક ખૂબ પ્રચાર પામી
ચૂકયું છે...છતાં હજી તેનો વિશેષ–વિશેષ પ્રચાર થાય
અને દ્રુનિયામાં વધારે ને વધારે જીવો તત્ત્વજ્ઞાન પામે–
એવી સંચાલકોની ભાવના છે અને તે માટે આવતા વર્ષે
કુલ્લે ૨૦૦૦ વાંચકોને ત્રણ માસ સુધી નમૂનાર્થ
આત્મધર્મ મોકલી શકાય એવી યોજના કરી છે.
અધ્યાત્મરસિકોને વિનંતિ
આટલું જણાવ્યા બાદ, આત્મધર્મના અધ્યાત્મ રસિક
વાંચકોને અમે એક ખાસ નિવેદન કરીએ છીએ કે–
હે મુમુક્ષુઓ! આત્મધર્મમાં જે કાંઈ પીરસવામાં આવે
છે તે માત્ર સત્તત્ત્વના નમૂના રૂપ છે, પૂજ્ય
ગુરુદેવશ્રીના મુખેથી જે શ્રુતામૃતનો ધોધ વહે છે તેનું ટીપું
માત્ર તે છે; તેથી માત્ર આત્મધર્મ વાંચીને સંતોષ ન
માનતાં વિશેષ સ્પષ્ટ સમજવા માટે પૂજ્ય ગુરુદેવશ્રીની
અમૃતવાણીનું સીધે–સીધું પાન કરવા અમે આગ્રહભરી
ભલામણ કરીએ છીએ. કેમ કે જ્ઞાનીપુરુષના શ્રીમુખથી
આધ્યાત્મિક ઉપદેશનું સાક્ષાત્ શ્રવણ કરવું તે જ
આત્માર્થિઓને કલ્યાણનું મુખ્ય કારણ છે...એક વખત તો
સત્ની રુચિ પૂર્વક ચૈતન્યમૂર્તિ જ્ઞાનીપુરુષ પાસેથી
અવશ્ય શ્રવણ કરવું જોઈએ તેમ કરવાથી જ આત્મામાં
સત્નું પરિણમન થાય છે.
સહજચિદાનંદ સ્વભાવની જય હો.
મુદ્રકઃ ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, મોટા આંકડિયા, કાઠિયાવાડ
પ્રકાશકઃ શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા તા. ૧૪–૧૦–૪૭

PDF/HTML Page 4 of 21
single page version

background image
આસોઃ૨૪૭૩ઃ ૨પપઃ
..
પણ તેથી શું?
આત્મા કલ્યાણનો ઉપાય શું તે બતાવાય છે. વિકલ્પ માત્રનું અવલંબન છોડીને શુદ્ધાત્મસ્વભાવનો અનુભવ
જ્યાં સુધી જીવ ન કરે ત્યાં સુધી તેનું કલ્યાણ થાય નહિ. શુદ્ધાત્મસ્વરૂપનો અનુભવ કર્યા વગર જીવ જે કાંઈ કરે તે
બધું વ્યર્થ છે–તેનાથી આત્મકલ્યાણ થતું નથી.
કોઈ જીવો એમ માને કે આપણને પાંચ લાખ રૂપિયા મળી જાય તો આપણે સુખી થઈએ. પણ જ્ઞાની કહે છે
કે ભાઈ, પાંચ લાખ રૂપિયા મળ્‌યા તેથી શું? શું રૂપિયામાં આત્માનું સુખ છે? રૂપિયા તો જડ છે, તે કાંઈ આત્મામાં
પ્રવેશી જતા નથી, ને તેમાં કાંઈ આત્માનું સુખ નથી. સુખ તો આત્મસ્વભાવમાં છે તે સ્વભાવને અનુભવ્યો નથી તો
રૂપિયા મળ્‌યા તેથી શું? આત્માના સ્વભાવનું ભાન નથી તેથી રૂપિયામાં જ સુખ માનીને રૂપિયાના લક્ષે ઉલટો
આકુળતાનું જ વેદન કરીને દુઃખી થશે.
પ્રશ્ન–આત્માનો અનુભવ ન થાય ત્યાં સુધી વ્રત–તપ કરે તો કલ્યાણ થાય ને?
ઉત્તર–આત્માના ભાન વગર વ્રત–તપાદિના શુભરાગ કર્યા તેથી શું? એ તો રાગ છે, તેનાથી આત્માને
બંધન છે. અને તેમાં ધર્મ માનવાથી મિથ્યાત્વની પુષ્ટિ થાય છે. આત્માના અનુભવ વગર કોઈ રીતે સુખ નથી, ધર્મ
નથી, કલ્યાણ નથી.
પ્રશ્ન–બધી સગવડતાવાળા મોટાં બંગલા કરાવીને તેમાં રહે તો સુખી થાય ને?
ઉત્તર–મોટા બંગલામાં રહે તેથી શું? બંગલામાંથી આત્માનું સુખ આવે છે? બંગલો તો જડ પથરાનો છે,
આત્મા કાંઈ તેમાં પ્રવેશી જતો નથી. આત્મા તો પોતાની પર્યાયમાં વિકારને ભોગવે છે, પોતાના સ્વભાવને ભૂલીને
બંગલામાં સુખ માન્યું તે જ મહા પરાધીનતા ને દુઃખ છે; પછી તે જીવને બહારમાં મોટા બંગલાનો સંયોગ હોય તો
તેથી આત્માને શું? કોઈ જીવ સમ્યગ્દર્શન વગર ત્યાગી થાય ને વ્રત અંગીકાર કરે, પણ તેથી શું? સમ્યગ્દર્શન વગર
તેને ધર્મ નથી.
કોઈ જીવે શાસ્ત્રના જ્ઞાનવડે આત્માનું જાણપણું કર્યું અર્થાત્ ‘હું શુદ્ધ છું, સ્વરૂપમાં રાગદ્વેષ નથી, આત્મા
પરદ્રવ્યથી જુદો છે ને પરનું કાંઈ કરી શકતો નથી’–એ પ્રમાણે શાસ્ત્ર વાંચીને અને શ્રવણ કરીને જાણ્યું, તો પણ
આચાર્યભગવાન કહે છે કે તેથી શું? એ તો પરને લક્ષે જાણપણું થયું, એવું જાણપણું તો અનંતસંસારી અજ્ઞાની જીવ
પણ કરે છે; પરંતુ સ્વસન્મુખ પુરુષાર્થવડે વિકલ્પનું અવલંબન તોડીને પોતે જાતે સ્વાનુભવ ન કરે ત્યાં સુધી જીવને
સમ્યગ્દર્શન થાય નહિ અને કલ્યાણ થાય નહિ.
સમયસારની ૧૪૧ મી ગાથામાં કહ્યું કે–‘જીવમાં કર્મ બંધાયેલું છે ત્તથા સ્પર્શાયેલું છે એવું વ્યવહારનયનું
કથન છે અને જીવમાં કર્મ અણબંધાયેલું, અણસ્પર્શાયેલું છે એવું શુદ્ધનયનું કથન છે.’ ‘ટીકાઃ ××× જીવમાં કર્મ
બદ્ધસ્પૃષ્ટ છે એવો નિશ્ચયનયનો પક્ષ છે.’ ××× જીવમાં કર્મ અબદ્ધસ્પૃષ્ટ છે એવો નિશ્ચયનયનો પક્ષ છે.’
હવે આચાર્યદેવ કહે છે કે–
પણ તેથી શું? જે આત્મા તે બન્ને નયપક્ષોને ઓળંગી થયા છે તે જ સમયસાર છે,–એમ હવે ૧૪૨મી
ગાથામાં કહે છેઃ– (નોંધઃ આ ગાથા તેની ટીકા સાથે શ્રી સમયસારમાંથી વાંચી લેવી.)
પર દ્રવ્યોના સંયોગ–વિયોગથી આત્માને લાભ થાયએ માન્યતાનો તો પહેલાં જ નકાર કર્યો, અને પુણ્યથી
ધર્મ થાય એવી સ્થૂળ માન્યતાનો પણ નકાર કર્યો, એ રીતે પર તરફના વિચારને અને સ્થૂળ ખોટી માન્યતાને પણ
છોડીને હવે જે સ્વતરફ ઢળવા માગે છે એવો જીવ એક આત્મામાં ‘નિશ્ચયથી શુદ્ધ ને વ્યવહારથી અશુદ્ધ’ એવા બે
પડખાં પાડીને તેના વિચારમાં અટકયો છે પણ વિકલ્પથી પાર થઈને સાક્ષાત્ અનુભવ કરતો નથી તેને તે વિકલ્પ
છોડાવીને અનુભવ કરાવવા માટે આચાર્યદેવે આ (૧૪૨મી) ગાથા જણાવી છે. બીજા પદાર્થોનો વિચાર છોડીને એક
આત્મામાં બે પડખાંના વિચારમાં રોકાણો, પણ આચાર્યદેવ કહે છે કે તેથી શું? જ્યાંસુધી તે વિકલ્પના અવલંબનમાં
રોકાશે ત્યાંસુધી ધર્મ નથી, માટે જેવો સ્વભાવ છે તેવો જ અનુભવ કર, અનુભવ કરનારી પર્યાય પોતે દ્રવ્યમાં લીન–
એકાકાર થઈ જાય છે અને તે વખને વિકલ્પ તૂટી જાય છે, આવી દશા તે જ ‘સમયસાર’ છે, તે જ સમ્યગ્દર્શન છે ને
તેજ સમ્યગ્જ્ઞાન છે.
પરવસ્તુમાં સુખ છે કે પરનું કાર્ય હું કરી શકું ને મારું કાર્ય પરથી થાય–એ તો સ્થૂળ મિથ્યા માન્યતા છે, અને
આત્માને અમુક વસ્તુ ખપે ને અમુક ન ખપે એવો વિકલ્પ તે પણ સ્થૂળ પરિણામ છે–તેમાં ધર્મ નથી; પરંતુ ‘હું શુદ્ધ
આત્મા છું ને રાગ મારું સ્વરૂપ નથી’ એવા રાગ મિશ્રિત વિચાર કરવા તે પણ ધર્મ નથી. એ. રાગનું અવલંબન પણ
છોડીને આત્મસ્વભાવનો અનુભવ કરવો તે ધર્મ છે. એક વખત વિકલ્પ તોડીને શુદ્ધસ્વ–

PDF/HTML Page 5 of 21
single page version

background image
ઃ ૨પ૬ઃ આત્મધર્મઃ ૪૮
ભાવનો અનુભવ કર્યા પછી જે વિકલ્પ ઊઠે તે વિકલ્પોમાં સમ્યગ્દ્રષ્ટિ જીવને એકત્વબુદ્ધિ હોતી નથી, તેથી તે વિકલ્પો
માત્ર અસ્થિરતારૂપ દોષ છે પરંતુ તે સમ્યગ્દર્શન કે સમ્યગ્જ્ઞાનને મિથ્યા કરતા નથી; કેમકે વિકલ્પ વખતે પણ
સમ્યગ્દ્રષ્ટિને તેનો નિષેધ વર્તે છે.
કેટલાક અજ્ઞાનીઓ એમ શંકા કરે છે કે જો જીવને સમ્યગ્દર્શન થયું હોય, ને આત્માનું ભાન થયું હોય, તો
ખાવા–પીવા વગેરેનો રાગ કેમ થાય? પણ જ્ઞાની કહે છે કે સમ્યગ્દ્રષ્ટિને રાગ થાય તેથી શું?–એ રાગ વખતે તેનો
નિષેધ કરનાર સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન વર્તે છે કે નહિ? જે રાગ થાય છે તે શ્રદ્ધા–જ્ઞાન મિથ્યા કરતો નથી. જ્ઞાનીને
ચારિત્રની કચાશથી રાગ થાય છે, ત્યાં અજ્ઞાની તે રાગને જ જુએ છે. પરંતુ રાગનો નિષેધ કરનાર શ્રદ્ધા–જ્ઞાનને તે
ઓળખતો નથી.
મિથ્યાદ્રષ્ટિ જીવ સ્વભાવનો અનુભવ કરવા માટે એમ વિચારે છે કે ‘સ્વભાવથી હું અબંધ નિર્દોષ તત્ત્વ છું
ને પર્યાયદ્રષ્ટિથી બંધાયેલો છું’–એ રીતે મનના અવલંબને શાસ્ત્રના લક્ષે રાગરૂપ વૃત્તિનું ઉત્થાન કરે છે, પરંતુ
સ્વભાવના અવલંબને તે રાગરૂપ વૃત્તિ તોડીને અનુભવ કરતો નથી, ત્યાં સુધી તેને સમ્યગ્દર્શન નથી.
કોઈ જીવ જૈનદર્શનના ઘણા શાસ્ત્રો ભણીને–વાંચીને મોટા પંડિત થયા, કે કોઈ જીવ ઘણા વખતથી ત્યાગી
થયા અને એમાં ધર્મ માની લીધો, પણ જ્ઞાનીઓ કહે છે કે તેથી શું?–એમાં ક્યાં ધર્મ છે? પરના અવલંબનમાં
અટકીને ધર્મ માનવો એ તો મિથ્યાદ્રષ્ટિનાં કામ છે. રાગમાત્રનું અવલંબન છોડીને સ્વભાવના આશ્રયે નિર્ણય અને
અનુભવ કરવો તે જ સમ્યગ્દ્રષ્ટિનો ધર્મ છે. અને ત્યાર પછી જ ચારિત્રદશા હોય છે. રાગનું અવલંબન તોડીને
આત્મસ્વભાવનો નિર્ણય અને અનુભવ ન કરે અને દાન, દયા, શીલ, તપ વગેરે બધુંય કરે તો તેથી શું? એ તો બધો
રાગ છે, તેમાં ધર્મ નથી.
આત્મા જ્ઞાનસ્વરૂપ છે, રાગસ્વરૂપ નથી. જ્ઞાનસ્વરૂપમાં વૃત્તિનું ઉત્થાન જ નથી. ‘હું ત્રિકાળ અબંધ છું’
એવો વિકલ્પ પણ જ્ઞાનસ્વરૂપમાં નથી. જો કે નિશ્ચયથી આત્મા ત્રિકાળ અબંધ સ્વરૂપ જ છે–એ વાત તો એમ જ છે,
પરંતુ જે અબંધસ્વભાવ છે તે ‘હું અબંધ છું’ એવા વિકલ્પની અપેક્ષા રાખતો નથી, એટલે ‘અબંધ છું’ એવા
વિકલ્પનું અવલંબન અબંધસ્વભાવની શ્રદ્ધાને નથી. વિકલ્પ તે તો રાગ છે, વિકાર છે, તે આત્મા નથી; તે વિકલ્પના
અવલંબને આત્માનો અનુભવ થતો નથી.
‘હું અબંધસ્વરૂપ છું’ એવા વિચારનું અવલંબન તે નિશ્ચયનયનો પક્ષ (રાગ) છે અને ‘હું બંધાયેલો છું’
એવા વિચારનું અવલંબન તે વ્યવહારનો પક્ષ (રાગ) છે. આ નયપક્ષબુદ્ધિ તે મિથ્યાત્વ છે. આ વિકલ્પરૂપ
નિશ્ચયનયનો પક્ષ જીવે પૂર્વે અનંતવાર કર્યો છે, પરંતુ સ્વભાવના આશ્રયરૂપ નિશ્ચયનય જીવને કદી પ્રગટયો નથી.
સમયસારની ૧૧મી ગાથાના ભાવાર્થમાં કહ્યું છે કે ‘શુદ્ધનયનો પક્ષ કદી આવ્યો નથી’ ત્યાં ‘શુદ્ધનયનો પક્ષ’ કહ્યો
છે તે મિથ્યાત્વરૂપ કે રાગરૂપ નથી, કેમકે ત્રિકાળ શુદ્ધસ્વભાવનો આશ્રય કરવો તેને જ ત્યાં ‘શુદ્ધનયનો પક્ષ’ કહ્યો
છે અને તે જ સમ્યગ્દર્શન છે. ત્યાં જેને શુદ્ધનયનો પક્ષ કહ્યો છે તેને અહીં ‘નયાતિક્રાંત’ કહેલ છે, અને તે મુક્તિનું
કારણ છે; તથા અગીઆરમી ગાથામાં “પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિથી જ છે” એમ કહ્યું છે; ત્યાં
જેને ભેદરૂપ વ્યવહારનો પક્ષ કહ્યો છે તેમાં, આ ગાથામાં કહેલા બન્ને પક્ષનો સમાવેશ થઈ જાય છે. નિશ્ચયનયના
વિકલ્પનો પક્ષ કરવો તે પણ ભેદરૂપ વ્યવહારનો જ પક્ષ છે, માટે તે પણ મિથ્યાત્વ છે. જેવો શુદ્ધસ્વભાવ છે તેવા
સ્વભાવનો આશ્રય કરવો તે સમ્યગ્દર્શન છે, પણ ‘શુદ્ધસ્વભાવ છું’ એવા વિકલ્પની સાથે એકત્વબુદ્ધિ કરવી તે
મિથ્યાત્વ છે. આત્મા રાગસ્વરૂપ છે એમ માનવું તે તો વ્યવહારનો પક્ષ છે–સ્થૂળ મિથ્યાત્વ છે; અને ‘આત્મા
શુદ્ધસ્વરૂપ છે’ એવા વિકલ્પમાં અટકવું તે વિકલ્પાત્મકનિશ્ચયનયનો પક્ષ છે–રાગનો પક્ષ છે. શ્રી આચાર્યદેવ કહે છે કે
‘હું શુદ્ધ છું’ એવા વિકલ્પના અવલંબને આત્માનો વિચાર કર્યો તેથી શું? આત્માનો સ્વભાવ તો વચન અને
વિકલ્પાતીત છે. આત્મા શુદ્ધ ને પરિપૂર્ણ સ્વભાવી છે તે સ્વભાવ પોતાથી જ છે, પણ શાસ્ત્રના આધારે કે વિકલ્પના
આધારે તે સ્વભાવ નથી; અને તેથી તે સ્વભાવનો અનુભવ (નિર્ણય) કરવા માટે કોઈ શાસ્ત્રના લખાણના કે
વિકલ્પના આશ્રયની જરૂર નથી, પણ સ્વભાવના જ આશ્રયની જરૂર છે. સ્વભાવનો અનુભવ કરવા જતાં ‘હું શુદ્ધ
છું’ ઇત્યાદિ વિકલ્પ આવી જાય છે પરંતુ તે વિકલ્પમાં અટકે ત્યાં સુધી અનુભવ થતો નથી, જો તે વિકલ્પ તોડીને
નયાતિક્રાંત થઈને સ્વભાવનો આશ્રય કરે તો સમ્યક્નિર્ણય અને અનુભવ થાય, તે જ ધર્મ છે.
જેમ તિજોરીમાં પડેલા લાખ રૂપિયા હિસાબ–નામાની અપેક્ષાથી કે ગણતરીના વિચારને લીધે ટકેલા નથી,
પણ

PDF/HTML Page 6 of 21
single page version

background image
આસોઃ૨૪૭૩ઃ ૨પ૭ઃ
જેટલા રૂપિયા છે તે સ્વયં જ છે; તેમ આત્મસ્વભાવનો અનુભવ શાસ્ત્રના આધારે નથી તેમ જ તેના વિકલ્પ વડે પણ
થતો નથી, અનુભવ તો સ્વભાવના જ આશ્રયે છે. ખરેખર સ્વભાવ અને સ્વભાવની અનુભૂતિ અભેદ થવાથી એક
જ છે, જુદાં નથી. અને જેમ કોઈ પાસે રૂપિયાની મૂડી હોય નહિ પણ માત્ર નામું લખ્યા કરે ને વિચાર કર્યા કરે તેથી
કાંઈ તેની પાસે મૂડી થઈ જાય નહિ, તેમ આત્મસ્વભાવના આશ્રય વગર, માત્ર શાસ્ત્ર વાંચવાથી કે આત્મા સંબંધી
વિકલ્પ કરવાથી સમ્યગ્દર્શન પ્રગટે નહિ.
‘શાસ્ત્રોમાં આત્માનો સ્વભાવ સિદ્ધ જેવો શુદ્ધ કહ્યો છે’ એમ શાસ્ત્રોથી માને તેને યથાર્થ નિર્ણય નથી,
શાસ્ત્રોમાં કહ્યું છે માટે આત્મા શુદ્ધ છે–એમ નહિ, આત્માનો સ્વભાવ શુદ્ધ છે તેને શાસ્ત્રોની અપેક્ષા નથી, માટે
સ્વભાવના જ આશ્રયે સ્વભાવનો અનુભવ કરવો તે જ સમ્યગ્દર્શન છે.
આત્મસ્વભાવને અનુભવ્યા વગર કર્મગ્રંથો ભણે તેથી શું?–અને અધ્યાત્મગ્રંથો વાંચી જાય તો તેથી પણ શું?
એ કોઈ કાર્યથી આત્માનો ધર્મ થતો નથી. આત્મા કર્તા છે, તે કેવું કર્મ કરે (અર્થાત્ કેવું કાર્ય કરે) તો તેને ધર્મ થાય
તે આ કર્તાકર્મ અધિકારમાં બતાવ્યું છે. આત્મા જડ કર્મ બાંધે અને કર્મો આત્માને નડે–એ વાત તો અહીં છે જ નહિ.
પરંતુ ‘હું શુદ્ધ છું’ એવો જે મનનો વિકલ્પ તે પણ ધર્માત્માનું કાર્ય નથી. પણ સ્વભાવનો અનુભવ સ્વભાવના જ
આશ્રયથી થાય છે, માટે શુદ્ધસ્વભાવનો આશ્રય તે જ ધર્માત્માનું કાર્ય છે.
‘આત્મા શુદ્ધ છે, રાગ મારું સ્વરૂપ નથી’ એવા વિચારનું અવલંબન પણ સમ્યગ્દર્શનમાં નથી. તો પછી દેવ–
ગુરુ–શાસ્ત્રની ભક્તિ વગેરેથી સમ્યગ્દર્શનમાં થાય એ વાત ક્યાં રહી? અને પુણ્ય કરતાં કરતાં આત્માની ઓળખાણ
થઈ જાય, કે સારા નિમિત્તના અવલંબનથી આત્માને ધર્મમાં મદદ મળે–એવી સ્થૂળ મિથ્યામાન્યતા તો સમ્યગ્દર્શનથી
ઘણી ઘણી દૂર છે. દયા, દાન, ભક્તિ, વ્રત, ઉપવાસ, સાચા દેવ–ગુરુ–શાસ્ત્રની શ્રદ્ધા, જાત્રા, શાસ્ત્રનું જાણપણું–એ
બધા ખરેખર રાગના રસ્તા છે, તે કોઈના આશ્રયે આત્મસ્વભાવનો નિર્ણય થતો નથી, કેમ કે આત્મસ્વભાવનો
નિર્ણય તો અરાગી છે, શ્રદ્ધા–જ્ઞાનરૂપ છે; વીતરાગી ચારિત્રદશા પ્રગટયા પહેલાં વીતરાગીશ્રદ્ધા ને વીતરાગીજ્ઞાન વડે
સ્વભાવનો અનુભવ કરવો તે જ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે. અને એવો અનુભવ કરનાર જીવ જ સમયસાર છે.
એવો અનુભવ પ્રગટ ન કર્યો અને ઉપર જણાવેલ દયા, દાન, ભક્તિ, વ્રત, જાત્રા વગેરે બધું કર્યું તો તેથી શું?–એવું
તો અભવ્ય જીવ પણ કરે છે.
પ્રશ્નઃ– ‘સમ્યગ્દર્શન વગર વ્રત, તપ, દાન, ભક્તિ વગેરે કર્યા તેથી શું?’ એમ ‘તેથી શું–તેથી શું?’ કહીને તે
બધાને ઉડાડો છો, અર્થાત્ તે દયાદિમાં ધર્મ મનાવતા નથી; તો અમે પૂછીએ છીએ કે–એક આત્માની ઓળખાણ
કરીને સમ્યગ્દર્શન પ્રગટ કર્યું તેથી શું? માત્ર સમ્યગ્દર્શન પ્રગટ કર્યું તેમાં બધું આવી ગયું?
ઉત્તરઃ– ભાઈ, સમ્યગ્દર્શન થયું તેમાં જ આખો આત્મા આવી જાય છે, સમ્યગ્દર્શન થતાં પરિપૂર્ણ
આત્મસ્વભાવનો અનુભવ થાય છે; અનંતકાળે નહિ થયેલી એવી અપૂર્વ આત્મશાંતિનું વેદન વર્તમાનમાં થાય છે.
જેવો આનંદ સિદ્ધ ભગવાનનો છે તેવી જ જાતના આનંદ નો અંશ પોતાને વર્તમાનમાં અનુભવાય છે. સમ્યગ્દર્શન
થતાં અલ્પકાળમાં તે જીવ સિદ્ધ થવાના જ. વર્તમાનમાં જ પોતાના પરિપૂર્ણ સ્વભાવને પામીને સમ્યગ્દ્રષ્ટિ કૃતકૃત્ય
થઈ જાય છે, અને પર્યાયમાં ક્ષણે ક્ષણે વીતરાગી આનંદની વૃદ્ધિ થતી જાય છે. સ્વપ્ને પણ તેઓ પર પદાર્થને પોતાનું
માનતા નથી, ને પરમાં કે વિકારમાં સુખબુદ્ધિ હોતી નથી. આવું અપાર માહાત્મ્ય સમ્યગ્દર્શનનું છે. એ સમ્યગ્દર્શન જ
આત્માના ધર્મનું મૂળ છે. માટે જ્ઞાનીઓ કહે છે કે એ સમ્યગ્દર્શન વગર જીવે બધું કર્યું તેથી શું? સમ્યગ્દર્શન વગર
બધું થોથાં છે, રણમાં પોક સમાન છે, એકડા વગરના મિંડા સમાન છે. એ સમ્યગ્દર્શન કોઈ પણ પરના આશ્રયે કે
વિકલ્પના અવલંબને થતું નથી, પણ પોતાના શુદ્ધાત્મસ્વભાવના જ આશ્રયે થાય છે. સ્વભાવનો આશ્રય કરતાં જ
વિકલ્પનો આશ્રય છૂટી જાય છે. પણ વિકલ્પના લક્ષે વિકલ્પનો આશ્રય ટાળવા માગે તો ટળી શકે નહિ.
ધર્મી જીવનો ધર્મ સ્વભાવના આશ્રયે ટકેલો છે, તેના સમ્યગ્દર્શનાદિ ધર્મને કોઈ પરનો આશ્રય નથી. આમ
હોવાથી ધર્મી જીવને પૈસા–મકાન વગેરેનો સંયોગ ન હોય તેથી શું? અને ઘણા શાસ્ત્રોનું જ્ઞાન ન હોય તો તેથી શું?
ધર્મી જીવને તે ન હોય તેથી કાંઈ તેના ધર્મને વાંધો આવતો નથી, કેમકે ધર્મીનો ધર્મ કોઈ પરના આશ્રયે, રાગના
આશ્રયે કે શાસ્ત્રના જાણપણાના આશ્રયે ટકેલો નથી પણ પોતાના ત્રિકાળી સ્વભાવના જ આધારે ધર્મીનો ધર્મ
પ્રગટયો છે, તેના જ આધારે ટક્યો છે, ને તેના જ આધારે વૃદ્ધિગત થઈને પૂર્ણતા થાય છે.

PDF/HTML Page 7 of 21
single page version

background image
ઃ ૨પ૮ઃ આત્મધર્મઃ ૪૮
પુનિત સમ્યક્દર્શન
“આત્મા છે, પરથી જુદો છે, પુણ્ય–પાપરહિત જ્ઞાતા જ છે” આટલું માત્ર જાણવાથી સમ્યગ્દ્રષ્ટિપણું થઈ
શકતું નથી, કેમકે એવું તો અનંતસંસારી જીવ હોય તે પણ જાણે છે. જાણપણું તે તો જ્ઞાનના ઉઘાડનું કાર્ય છે, તેની
પાથે પરમાર્થે સમ્યગ્દર્શનનો સંબંધ નથી.
હું આત્મા છું અને પરથી જુદો છું–એટલું માત્ર માનવું તે યથાર્થ નથી, કેમકે આત્મામાં માત્ર અસ્તિત્વપણું જ
નથી, અને માત્ર જ્ઞાનપણું જ નથી. પરંતુ આત્મામાં તો જ્ઞાન, દર્શન, શ્રદ્ધા, સુખ, વીર્ય વગેરે અનંતગુણો છે, તે
અનંત ગુણો સ્વરૂપ આત્માના સ્વાનુભવવડે જ્યાંસુધી આત્મસંતોષ ન થાય ત્યાંસુધી સમ્યગ્દ્રષ્ટિપણું નથી.
નવતત્ત્વોનું જ્ઞાન તેમજ પુણ્ય–પાપથી આત્મા જુદો છે એવું જ્ઞાન તે બધાનું પ્રયોજન તો સ્વાનુભવ જ છે.
હજી સ્વાનુભવની ગંધ પણ ન હોય અને ફકત વિકલ્પવડે જ્ઞાનમાં જે જાણ્યું તેટલા જાણપણામાં જ સંતોષ માની લે
અને પોતાને સમ્યગ્દ્રષ્ટિ પોતે માને તો તે માન્યતામાં આખા પરમ આત્મસ્વભાવનો અનાદર છે. વિકલ્પરૂપ
જાણપણાથી અધિક કશું જ ન હોવા છતાં જે જીવ પોતાને સમ્યગ્દ્રષ્ટિપણું માની લ્યે તે જીવને પરમ કલ્યાણકારી
સમ્યગ્દર્શનના સ્વરૂપની જ ખબર નથી. સમ્યગ્દર્શન અભૂતપૂર્વ ચીજ છે, તે વિકલ્પવડે પ્રાપ્ત થઈ જાય એવું મફતિયું
નથી, પરંતુ પરમ પવિત્ર સ્વભાવની સાથે પૂરુપૂરો સબંધ ધરાવનારું સમ્યગ્દર્શન વિકલ્પોથી પેલે પાર
સહજસ્વભાવના સ્વાનુભવપ્રત્યક્ષપણાવડે પ્રાપ્ત થાય છે...જ્યાં સુધી સહજસ્વભાવનું સ્વાનુભવપણું સ્વભાવની
સાક્ષીએ ન આવે ત્યાં સુધી–તેટલામાં સંતોષ ન માની લેતાં સમ્યગ્દર્શન પ્રાપ્તિના પરમ ઉપાયમાં નિરંતર જાગૃત
રહેવું–એ નિકટભવ્યાત્માઓનું કર્તવ્ય છે; પરંતુ ‘મને તો સમ્યગ્દર્શન થઈ ગયું છે.
હવે તો ફક્ત ચારિત્રમોહ રહ્યો છે’ એમ માની બેસીને પુરુષાર્થહીનપણું–શુષ્કપણું ન સેવવું...જીવ જો એમ
કરશે તો સ્વભાવ તેને સાક્ષી નહિ આપે, અને સમ્યગ્દ્રષ્ટિપણાની ખોટી ભ્રમણામાં જ જીવનું જીવન વ્યર્થ ચાલ્યું
જશે....માટે જ્ઞાનીઓ ચેતાવે છે કે – “જ્ઞાન, ચારિત્ર અને તપ એ ત્રણે ગુણોને ઉજ્વળ કરનાર એવી એ સમ્યક્શ્રદ્ધા
પ્રધાન આરાધના છે. બાકીની ત્રણ આરાધના એક સમ્યક્ત્વના વિદ્યમાનપણામાંજ આરાધકભાવે પ્રવર્તે છે.
પ્રકારે સમ્યક્ત્વનો કોઈ અકથ્ય અને અપૂર્વ મહિમા જાણી તે પવિત્ર કલ્યાણમૂર્તિરૂપ સમ્યગ્દર્શનને
આ અનંત
અનંત દુઃખરૂપ એવા અનાદિ સંસારની આત્યંતિક નિવૃત્તિ અર્થે હે ભવ્યો! તમે ભક્તિ–પૂર્વક અંગીકાર કરો, સમયે
સમયે આરાધો
! (શ્રી આત્માનુશાસન પૃ. ૯ માંથી) નિઃશંકસમ્યગ્દર્શન થયા પહેલા સંતોષ માની લેવો અને તે
આરાધનાને પડતી મુકી દેવી–એમાં પોતાના આત્મસ્વભાવનો અને કલ્યાણમૂર્તિ શ્રી સમ્યગ્દર્શનનો મહા અપરાધ
અને અભક્તિ છે,–કે જેનું મહા દુઃખદાયી ફળ વર્ણવી શકાય તેમ નથી. જેમ સિદ્ધનું સુખ વર્ણવી શકાય તેમ નથી,
તેમ મિથ્યાત્વનું દુઃખ વર્ણવી શકાય તેમ નથી.
આત્મવસ્તુ એકલી દ્રવ્યરૂપ નથી. પરતું દ્રવ્ય–ગુણ–પર્યાય એ ત્રણસ્વરૂપ છે. “આત્મા અખંડ શુદ્ધ છે” એમ
તો સાંભળીને માને પરંતુ પર્યાયને સમજે નહિ, અશુદ્ધ અને શુદ્ધપર્યાયનો વિવેક કરે નહિ–એને સમ્યક્ત્વ હોઈ ન
શકે...કદાચિત્ જ્ઞાનના ઉઘાડવડે દ્રવ્ય–ગુણ–પર્યાયનું સ્વરૂપ (વિકલ્પજ્ઞાનવડે) જાણે– તોપણ તેટલા માત્રથી જીવનું
સાચું પ્રયોજન સિદ્ધ થતું નથી. કેમકે વસ્તુસ્વરૂપમાં એક જ્ઞાન ગુણ જ નથી પરતું શ્રદ્ધા, સુખ વગેરે અનંત ગુણો છે
અને જ્યારે તે બધાય ગુણો અંશે સ્વભાવરૂપ કાર્ય આપે ત્યારે જ જીવનું સમ્યગ્દર્શનરૂપી પ્રયોજન સિદ્ધ થાય
છે.
જ્ઞાનગુણે વિકલ્પવડે આત્માને જાણવાનું કાર્ય કર્યું પરંતુ ત્યારે શ્રદ્ધાગુણ તો મિથ્યાત્વરૂપ કાર્ય કરી રહ્યો છે, આનંદ
ગુણ તો આકૂળતાનું વેદન આપી રહ્યો છે–આ બધું ભૂલી જાય અને માત્ર જ્ઞાનથી જ સંતોષ માની લ્યે તો તેમ
માનનાર જીવ આખા આત્મ દ્રવ્યને માત્ર જ્ઞાનના એક વિકલ્પમાં જ વેચી દે છે.
સૂચના
તમામ ગ્રાહકોનું વાર્ષિક લવાજમ આ અંકે પૂરું થયું છે. આસો વદી ૧૩ સુધીમાં આપના તરફથી નવા વર્ષનું વાર્ષિક
લવાજમ નહીં આવે તો કારતક માસનો અંક વી. પી. થી મોકલવામાં આવશે. – વ્યવસ્થાપક

PDF/HTML Page 8 of 21
single page version

background image
આસોઃ૨૪૭૩ઃ ૨પ૯ઃ
ફક્ત દ્રવ્યથી સંતોષ ન માની લેવો–કેમકે મહિમાવંતપણું દ્રવ્ય–ગુણથી નથી પરંતુ નિર્મળ પર્યાયથી જ
મહિમાવંતપણું છે. દ્રવ્યગુણ તો સિદ્ધને અને નિગોદને બન્નેને છે, જો દ્રવ્ય–ગુણથી જ મહિમાવંતપણું હોય તો
નિગોદપણું પણ મહિમાવંત કેમ ન ઠરે! પરંતુ ના, ના, મહિમાવંતપણું તો પર્યાયથી છે. પર્યાયની શુદ્ધતા જ
ભોગવવામાં કામ આવે છે, કાંઇ દ્રવ્ય–ગુણની શુદ્ધતા ભોગવવામાં કામ આવતી નથી (–કેમકે તે તો અપ્રગટરૂપ છે–
શક્તિરૂપ છે). માટે પોતાની વર્તમાન પર્યાયમાં સંતોષાઈ ન જતાં–પર્યાયની શુદ્ધતા પ્રગટવા માટે પવિત્ર સમ્યગ્દ્રષ્ટિ
પ્રાપ્ત કરવાનો અભ્યાસ કરવો...
“અહો! હજી પર્યાયમાં તો તદ્ન પામરતા છે, મિથ્યાત્વને તો અનંતકાળની એંઠ સમાન જાણીને આ જ ક્ષણે
ઓંકી નાખવાની જરૂર છે, જ્યાં સુધી એ જુની એંઠ પડી હશે ત્યાં સુધી નવું મિષ્ટ ભોજન પચી નહિ શકે” આમ
પોતાની પર્યાયની પામરતા જ્યાંસુધી જીવને ન ભાસે ત્યાંસુધી તેની દશા સમ્યક્ત્વસન્મુખ પણ નથી....
અરેરે! પરિણામોમાં અનેક પ્રકારના ઝંઝાવાત થતા હોય, પરિણતિનું સહજપણે આનંદમયપણું હોવાને બદલે
એકલી કૃત્રિમતા અને ભય–શંકામાં ઝોક થતા હોય, એક એક ક્ષણે ક્ષણની પરિણતિ વિકારના ભાર નીચે દટાયેલી જ
હોય, કદાપી શાંતિ–આત્મસંતોષ–નો લવલેશ પણ અંતરમાં વર્તતો ન હોય છતાં પોતાને સમ્યગ્દર્શન માની લેવું એ તે
કેટલી હદનો દંભ! કેટલી અજ્ઞાનતા અને સ્વ આત્માની કેવી છેતરપીંડી?
સહજપણે પરિણમતા કેવળજ્ઞાનનું મૂળ કારણ સમ્યક્ત્વ જ છે..તો પછી તે સમ્યક્ત્વસહિત જીવનું પરિણમન
કેટલું સહજ હશે! નિરંતર એની આત્મજાગૃતિ કેવી વર્તતી હશે! ! !
જે અલ્પકાળે કેવળજ્ઞાન જેવી પરમ સહજ દશાની પ્રાપ્તિ કરાવે એવું આ કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શન–તેને
કલ્પના વડે કલ્પી લેવું એમાં તો અનંત કેવળીપ્રભુઓનો અને સમ્યગ્દ્રષ્ટિઓનો કેટલો બધો અનાદર છે? એ તો
પોતાના આત્માની પરમપવિત્રદશાઓનો જ અનાદર છે ને?
સમ્યક્ત્વ દશાની પ્રતીતિમાં આખો આત્મા આવી જાય છે, તે સમ્યક્ત્વ દશા થતાં પોતાને આત્મસાક્ષીએ
સંતોષ આવે છે, નિરંતર આત્મજાગૃતિ વર્તે છે, ક્યાંય પણ તેની આત્મપરિણતિ ફસાતી નથી, એના ભાવોમાં કદી
પણ આત્મા સિવાય અન્યત્ર ક્યાંય આત્મઅર્પણતા આવી જતી નથી...આવી દશાનું ભાન પણ ન હોય ત્યાં
સમ્યગ્દર્શન હોય જ નહિ.
ઘણા જીવો તો કુધર્મમાં જ અટક્યા છે, પરંતુ અહા, પરમસત્ય સ્વરૂપ સાંભળવા છતાં–વિકલ્પજ્ઞાનથી
જાણવા છતાં–અને આ સત્ય છે એવી પ્રતીત લાવીને પણ–પોતાનું અંતરપરિણમન તે રૂપ કર્યા વગર સમ્યક્ત્વની
પવિત્ર આરાધનાને અધૂરી મૂકીને તેમાં જ સંતોષ માની લેનારા જીવો પણ છે, તેઓ પણ તત્ત્વનો અર્પૂવ લાભ પામી
શકતા નથી....
આ માટે, હવે આત્માની દરકાર ખાતર પોતાની વર્તમાન વર્તતી યથાર્થદશા કેવી છે તે નક્કી કરવું અને ભ્રમ
ટાળી રત્નત્રયીની આરાધનામાં નિરંતર પ્રવર્તવું–એ પરમ પાવનકારી છે....*
ઉપાદાન–નિમિત્તની સ્વતંત્રતા
પૂજ્ય શ્રી કાનજી સ્વામી સાથે રાત્રિ ચર્ચામાંથી (વીર સંવત ૨૪૭૩ઃ શ્રાવણ વદી ૧)
(પ૩) સમર્થ કારણની વ્યાખ્યા
પ્રશ્ન–સમર્થ કારણ કોને કહે છે?
ઉત્તર–જ્યારે ઉપાદાનમાં કાર્ય થાય ત્યારે ઉપાદાન અને નિમિત્ત બન્ને સાથે હોય છે તેથી તે બન્નેને એક
સાથે સમર્થકારણ કહેવાય છે, અને ત્યાં પ્રતિપક્ષી કારણોનો અભાવ હોય જ છે. આથી એમ ન સમજવું કે ઉપાદાનના
કાર્યમાં નિમિત્ત કાંઈ કરે છે. જ્યારે ઉપાદાનની લાયકાત હોય ત્યારે નિમિત્ત હોય જ છે.
પ્રશ્ન–સમર્થ કારણ તે દ્રવ્ય, ગુણ કે પર્યાય?
ઉત્તર–વર્તમાન પર્યાય જ સમર્થ કારણ છે. પૂર્વ પર્યાય ને વર્તમાન પર્યાયનું ઉપાદાનકારણ કહેવું તે વ્યવહાર છે.
નિશ્ચયથી તો વર્તમાન પર્યાય પોતે જ કારણકાર્ય છે. અને એથી પણ આગળ વધીને કહીએ તો એક પદાર્થમાં કારણ ને
કાર્ય એવા બે ભેદ પાડવા તે પણ વ્યવહાર છે. ખરેખર તો દરેક સમયની પર્યાય અહેતુક છે.
(પ૪) ઉપાદાન કારણની વ્યાખ્યા
પ્રશ્ન–માટીને ઘડાનું ઉપાદાનકારણ કહેવાય છે તે બરાબર છે?
ઉત્તર–ખરેખર ઘડાનું ઉપાદાનકારણ માટી નથી, પણ જે સમયે ઘડો થાય છે તે સમયની અવસ્થા જ પોતે
ઉપાદાનકારણ છે. આમ હોવા છતાં માટીને ઘડાનું ઉપાદાનકારણ કહેવાનો હેતુ એ બતાવવાનો છે કે ઘડો

PDF/HTML Page 9 of 21
single page version

background image
ઃ ૨૬૦ઃ આત્મધર્મઃ ૪૮
થવા માટે માટીમાં જેવી સામાન્ય લાયકાત છે તેવી લાયકાત બીજા પદાર્થોમાં નથી. માટીમાં ઘડો થવાની વિશેષ
લાયકાત તો જે સમયે ઘડો થયો તે સમયે જ છે, ત્યાર પહેલાં તેનામાં ઘડો થવાની વિશેષ લાયકાત નથી; માટે વિશેષ
લાયકાત જ ખરું ઉપાદાનકારણ છે. આ વિષયને વધારે સ્પષ્ટ કરવા માટે જીવમાં લાગુ પાડીએઃ સમ્યગ્દર્શન
પ્રગટવાની સામાન્ય લાયકાત તો દરેકે દરેક જીવમાં છે, જીવ સિવાય અન્ય કોઈ દ્રવ્યમાં તેવી સામાન્ય લાયકાત
નથી; સમ્યગ્દર્શનની સામાન્ય લાયકાત (–શક્તિ) તો બધા જીવોમાં છે પણ વિશેષ લાયકાત તો ભવ્ય જીવોને જ
હોય છે, અભવ્યને તેમજ ભવ્ય જીવ જ્યાં સુધી મિથ્યાદ્રષ્ટિ રહે ત્યાંસુધી તેને પણ સમ્યગ્દર્શનની વિશેષ લાયકાત
નથી. વિશેષ લાયકાત તો જે સમયે જીવ પુરુષાર્થથી સમ્યગ્દર્શન પ્રગટ કરે તે સમયે જ હોય છે. સામાન્ય લાયકાત તે
દ્રવ્યરૂપ છે ને વિશેષ લાયકાત તે પ્રગટરૂપ છે; સામાન્ય લાયકાત કાર્ય પ્રગટવાનું ઉપાદાનકારણ નથી પણ વિશેષ
લાયકાત જ ઉપાદાનકારણ છે.
(પપ) ચારિત્રદશા અને વસ્ત્ર સંબંધી ખુલાસો
પ્રશ્ન– ‘ચારિત્રદશા પ્રગટે તેને કારણે વસ્ત્ર છૂટતાં નથી પણ વસ્ત્રના પરમાણુઓની લાયકાતથી જ તે છૂટે
છે’ એમ કહ્યું; પરંતુ કોઈ જીવને ચારિત્રદશા પ્રગટે અને વસ્ત્રમાં છૂટવાની લાયકાત ન હોય તો સવસ્ત્ર મુક્તિ થઈ
જશે!
ઉત્તર–ત્યાં સવસ્ત્ર મુક્તિ થવાની વાત નથી. ચારિત્રદશાનું સ્વરૂપ જ એવું છે કે ત્યાં વસ્ત્ર સાથે નિમિત્ત–
નૈમિતિક સંબંધ હોય જ નહિ. તેથી ચારિત્રદશામાં વસ્ત્રનો ત્યાગ સહજપણે હોય છે, વસ્ત્રનો ત્યાગ તે પરમાણુની
અવસ્થાની લાયકાત છે, તેનો કર્તા આત્મા નથી.
પ્રશ્ન–કોઈ મુનિરાજના શરીર ઉપર કોઈ જીવ વસ્ત્ર નાખી જાય તો તે વખતે તેમના ચારિત્રનું શું થાય?
ઉત્તર–કોઈ બીજો જીવ વસ્ત્ર નાખી જાય તેથી મુનિના ચારિત્રને બાધા નથી, કેમકે તે વસ્ત્ર સાથે તેમના
ચારિત્રનો નિમિત્તનૈમિત્તિક સંબંધ નથી પરંતુ ત્યાં તો વસ્ત્ર જ્ઞાનનું જ્ઞેય એટલે કે જ્ઞેયજ્ઞાયકપણાનો નિમિત્તનૈમિત્તિક
સંબંધ છે.
(પ૬) સમ્યક્નિયતવાદ શું છે?
વસ્તુની પર્યાય ક્રમબદ્બ જે સમયે જે થવાની હોય તે જ થાય–એવો સમ્યક્નિયતવાદ તે જૈનદર્શનનો
વાસ્તવિક સ્વભાવ છે–એજ વસ્તુસ્વભાવ છે. ‘નિયત’ શબ્દ તો શાસ્ત્રોમાં ઘણે ઠેકાણે આવે છે. પણ અત્યારે તો
શાસ્ત્રો ભણેલા પણ આ સમ્યક્નિયતવાદની વાત સાંભળીને ગોથાં ખાય છે, આનો નિર્ણય કરવો કઠણ પડે છે તેથી
કોઈ ‘એકાંતવાદ’ કહીને ઉડાડે છે. નિયત એટલે નિશ્ચિત–નિયમબદ્ધ; તે એકાંતવાદ નથી પણ વસ્તુનો યર્થાથ
સ્વભાવ છે,–તે જ અનેકાંતવાદ છે. સમ્યક્નિયતવાદનો નિર્ણય કરતી વખતે બહારમાં રાજપાટનો સંયોગ હોય તે
છૂટી જ જવો જોઈએ–એવો નિયમ નથી, પણ તેના પ્રત્યે યથાર્થ ઉદાસ ભાવ તો અવશ્ય થઈ જાય છે. બહારના
સંયોગમાં તો ફેર પડે કે ન પડે, પણ અંતરના નિર્ણયમાં ફેર પડી જાય. અજ્ઞાની જીવ નિયતવાદની વાતો કરે છે પણ
જ્ઞાન અને પુરુષાર્થને સ્વભાવ તરફ વાળીને નિર્ણય કરતો નથી. નિયતવાદનો નિર્ણય કરવામાં જે જ્ઞાન અને
પુરુષાર્થ આવે છે તેને જો જીવ ઓળખે તો સ્વભાવ આશ્રિત વીતરાગભાવ પ્રગટે, ને પરથી ઉદાસ થઈ જાય, કેમકે
સમ્યક્નિયતવાદનો નિર્ણય કર્યો એટલે પોતે બધાનો માત્ર જ્ઞાનભાવે જાણનાર–દેખનાર રહ્યો, પણ પરનો કે રાગનો
કર્તા ન થયો.
સ્વ ચતુષ્ટયમાં પર ચતુષ્ટયની નાસ્તિ જ છે તો પછી તેમાં પર શું કરે? ઉપાદાન–નિમિત્તનો યથાર્થ નિર્ણય
આવી જાય છે, કર્તૃત્વભાવ ઉડી જાય છે, અને વીતરાગીદ્રષ્ટિ પૂર્વકવીતરાગી સ્થિરતાની શરુઆત થઈ જાય છે.
અજ્ઞાનીઓ આ નિયતવાદને એકાંતવાદ ને ગૃહિતમિથ્યાત્વ કહે છે પણ જ્ઞાનીઓ કહે છે કે આ સમ્યક્નિયતવાદ તે જ
અનેકાંતવાદ છે ને તેના નિર્ણયમાં જૈનદર્શનનો સાર આવી જાય છે, ને તે કેવળજ્ઞાનનું કારણ છે.
(પ૭) કાંઈ અકસ્માત છે જ નહિ
પ્રશ્ન–સમ્યગ્દ્રષ્ટિને અકસ્માત ભય હોતો નથી એનું શું કારણ?
ઉત્તર–કેમકે સમ્યગ્દ્રષ્ટિને યથાર્થ નિયતવાદનો નિર્ણય છે કે જગતના બધા પદાર્થોની અવસ્થા તેની લાયકાત
પ્રમાણે જ થાય છે. ન થવાનું હોય એવું કાંઈ નવું બનતું જ નથી માટે કાંઈ અકસ્માત છે જ નહિ. આવી નિઃશંક
શ્રદ્ધાને લીધે સમ્યગ્દ્રષ્ટિને અકસ્માતભય હોતો નથી. વસ્તુની પર્યાયો ક્રમસર જ થાય છે એની અજ્ઞાનીને પ્રતીત નથી
તેથી તેને અકસ્માત લાગે છે.

PDF/HTML Page 10 of 21
single page version

background image
આસોઃ૨૪૭૩ઃ ૨૬૧ઃ
(પ૮) નિમિત્ત કોનું? અને ક્યારે?
જો નિમિત્તનું યર્થાથ સ્વરૂપ સમજે તો નિમિત્ત ઉપાદાનમાં કાંઈ કરે એ માન્યતા ટળી જાય. કેમ કે જ્યારે
કાર્ય થયું ત્યારે તો પરને તેનું નિમિત્ત કહેવાયું છે, કાર્ય થયા પહેલાં તો તેનું નિમિત્ત કોઈને કહેવાતું નથી.–જે કાર્ય
થઈ ગયું છે તેમાં નિમિત્ત શું કરે? અને કાર્ય થયા પહેલાં નિમિત્ત કોનું? કુંભાર કોનું નિમિત્ત છે?–જો ઘડારૂપી કાર્ય
થાય તો કુંભાર તેનું નિમિત્ત છે, પણ જો ઘડારૂપી કાર્ય જ ન થાય તો કુંભાર તેનું નિમિત્ત નથી. ઘડો થયા પહેલાં તો
કોઈને ‘ઘડાનું નિમિત્ત’ કહી શકાય જ નહિ. અને જો ઘડો થાય છે ત્યારે જ કુંભાર ને નિમિત્ત કહેવાય છે, તો પછી
કુંભારે ઘડામાં કાંઈ પણ ર્ક્યું એ વાત સ્વયમેવ અસ્ત ઠરે છે.
પ્રશ્ન–ઉપાદાનમાં કાર્ય ન થાય તો પરદ્રવ્યને નિમિત્ત કહેવાતું નથી એમ ઉપર કહ્યું; પરંતુ ‘આ જીવને
અનંતવાર ધર્મના નિમિત્તો મળ્‌યાં છતાં જીવ પોતે ધર્મ સમજ્યો નહિ’ એમ કહેવાય છે, અને તેમાં જીવને ધર્મરૂપી
કાર્ય થયું નથી છતાં પરદ્રવ્યોને ધર્મનાં નિમિત્ત તો કહ્યાં છે?
ઉત્તર– ‘આ જીવને અનંતવાર ધર્મનાં નિમિત્તો મળ્‌યાં પણ પોતે ધર્મ સમજ્યો નહિ’ એમ કહેવાય છે, ત્યાં
જો કે ઉપાદાનમાં (જીવમાં) ધર્મરૂપી કાર્ય થયું નથી તેથી ખરેખર તેને માટે તે પદાર્થો ધર્મનાં નિમિત્ત નથી. પરંતુ જે
જીવો ધર્મ પ્રગટ કરે છે તે જીવોને એવાં પ્રકારનાં નિમિત્તો જ હોય છે એવું જ્ઞાન કરાવવા માટે, કાર્ય ન થયું હોવા
છતાં સ્થૂળદ્રષ્ટિએ તેને નિમિત્ત કહેવામાં આવે છે.
(પ૯) અનુકૂળ નિમિત્ત
ઊકળતા તેલમાં હાથ દાઝયો ત્યાં હાથને દાઝવા માટે ઊકળતું તેલ અનુકૂળ નિમિત્ત છે; ઘડો ફૂટવામાં ધોકો
વગેરે અનુકૂળ નિમિત્ત છે. અમુક પદાર્થને અનુકૂળ નિમિત્ત કહ્યું તેથી તે સિવાયના બીજા પદાર્થો પ્રતિકૂળ છે–એમ ન
સમજવું. એકદ્રવ્ય બીજા દ્રવ્યને અનુકૂળ કે પ્રતિકૂળ તો છે જ નહિ. નિમિત્તને અનુકૂળ કહેવાનો અર્થ એટલો જ છે કે–
તે પદાર્થ કાર્ય થતી વખતે સદ્ભાવરૂપ હોય છે અને વ્યવહાર દ્રષ્ટિએ અનુકૂળતાનો આરોપ તેના ઉપર આવી શકે છે.
(૬૦) બે પર્યાયોની લાયકાત એક સાથે ન હોય
એક સમયમાં બે લાયકાત હોતી જ નથી. કેમકે જે સમયે જેવી લાયકાત છે તેવી પર્યાય પ્રગટ હોય છે, અને
તે જ વખતે જો બીજી લાયકાત પણ હોય તો એક સાથે બે પર્યાય થઈ જાય. પરંતુ એમ કદી બની શકે નહિ. જે સમયે
જે પર્યાય પ્રગટ હોય છે તે સમયે બીજી પર્યાયની લાયકાત હોતી જ નથી. લોટરૂપ અવસ્થાની લાયકાત વખતે
રોટલીરૂપ અવસ્થાની લાયકાત જ હોતી નથી. તો પછી નિમિત્ત ન મળ્‌યા માટે રોટલી ન થઈ એ વાતને અવકાશ ક્ય
ાં છે? અને જ્યારે રોટલી થાય છે ત્યારે તે પૂર્વની લોટ પર્યાયનો અભાવ કરીનેજ થાય છે, તોપછી બીજાને તેનું
કારણ કેમ કહેવાય? બહુબહુ તો લોટરૂપ પર્યાયનો વ્યય થયો તેને રોટલીરૂપ પર્યાયનું કારણ કહી શકાય.
(૬૧) ‘જીવ પરાધીન છે’ એટલે શું?
પ્રશ્ન–સમયસાર–નાટકમાં સ્યાદ્વાદઅધિકારના ૯ મા શ્લોકમાં જીવને પરાધીન કહ્યો છે; શિષ્ય પૂછે છે કે હે
સ્વામી! જીવ સ્વાધીન છે કે પરાધીન? ત્યારે શ્રીગુરુ ઉત્તર આપે છે કે–દ્રવ્યદ્રષ્ટિથી જીવ સ્વાધીન છે, ને પર્યાયદ્રષ્ટિથી
પરાધીન છે.–તો ત્યાં જીવને પરાધીન કેમ કહ્યો છે?
ઉત્તર–પર્યાયદ્રષ્ટિથી જીવ પરાધીન છે એટલે કે જીવ પોતે પોતાના સ્વભાવનો આશ્રય છોડીને, પર લક્ષે પોતે
સ્વતંત્રપણે પરાધીન થાય છે, પરંતુ પરદ્રવ્યો કાંઈ જીવ ઉપર બળજોરી કરીને તેને પરાધીન કરતા નથી. પરાધીન
એટલે પોતે સ્વતંત્રપણે પરને આધીન થાય છે–પરાધીનપણું માને છે, નહિ કે પર પદાર્થો તેને આધીન કરે છે.
(૬૨) દ્રવ્યાનુયોગ ને ચરણાનુયોગનો ક્રમ
પ્રશ્ન–આ ઉપાદાન–નિમિત્તની વાત તો દ્રવ્યાનુયોગની છે. પરંતુ પહેલાં તો જીવ ચરણાનુયોગ અનુસાર
શ્રદ્ધાની થાય અને તે ચરણાનુયોગ અનુસાર વ્રત–પડીમા વગેરે અંગીકાર કરે, ત્યાર પછી તે દ્રવ્યાનુયોગ અનુસાર
શ્રદ્ધાની થઈને સમ્યગ્દર્શન પ્રગટ કરે–એવી જૈનધર્મની પરિપાટી હોવાનું કેટલાક જીવો માને છે તે બરાબર છે?
ઉત્તર–ના. એવી જૈનમતની પરિપાટી નથી. પરંતુ જિનમતમાં એવી પરિપાટી છે કે પહેલાં સમ્યક્ત્વ હોય
પછી વ્રત હોય; હવે સમ્યકત્વ તો સ્વ–પરનું શ્રદ્ધાન થતાં થાય છે તથા તે શ્રદ્ધાન દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરતાં થાય
છે. માટે પહેલાં દ્રવ્યાનુયોગ અનુસાર શ્રદ્ધાન કરી સમ્યગ્દ્રષ્ટિ થાય અને ત્યાર પછી ચરણાનુયોગ અનુસાર વ્રતાદિક
કરી વ્રતી થાય. એ પ્રમાણે મુખ્યપણે તો નીચલી દશામાં જ દ્રવ્યાનુયોગ કાર્યકારી છે તથા ગૌણપણે જેને મોક્ષમાર્ગની
પ્રાપ્તિ થતી ન જણાય તેને પહેલાં કોઈ વ્રતાદિકનો ઉપદેશ આપવામાં આવે છે; માટે સર્વે જીવોએ મુખ્યપણે
દ્રવ્યાનુયોગ અનુસાર અધ્યાત્મઉપદેશનો અભ્યાસ કરવા યોગ્ય છે. આમ જાણીને નીચલી દશાવાળાઓએ પણ
દ્રવ્યાનુયોગના અભ્યાસથી પરાડમુખ થવું યોગ્ય નથી. (મો. મા. પ્ર. પા. ૨૯પ) *

PDF/HTML Page 11 of 21
single page version

background image
ઃ ૨૬૨ઃ આત્મધર્મઃ ૪૮
કયા ભાવે ધર્મ થાય અને કયા ભાવે અધર્મ થાય?
મંગળિક તરીકે પારિણામીક ભાવનો મહિમા
(વીર સં. ૨૪૭૩ વૈશાખ વદ ૬ શ્રીસમવસરણ જિન પ્રતિષ્ઠા મહોત્સવ દિને
પંચાસ્તિકાય ગાથા પ૬ ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન)
આ ગાથામાં જીવના પાંચ ભાવોનું વર્ણન છે. આત્મામાં પાંચ ભાવો છે; શરીર વગેરે જડ વસ્તુ છે, તે જડની
અવસ્થા તે તેનો ભાવ છે. જડના ભાવ જડમાં હોય છે, ને આત્માના ભાવ આત્મામાં હોય છે; અહીં આત્માના
ભાવની વાત છે. આજે સમવસરણમાં શ્રી સીમંધર ભગવાન અને શ્રી કુંદકુંદાચાર્યદેવની પ્રતિષ્ઠાનો મંગળદિન છે,
તેથી વ્યાખ્યાનમાં મંગળરૂપે જીવના પાંચ ભાવોમાંથી પારિણામિક ભાવનું વર્ણન સોથી પહેલાં થશે.
જીવને ધર્મ કરવો છે, પરંતુ જીવના ભાવ ક્યા ક્યા છે અને તેમાં ક્યા ભાવથી ધર્મ થાય છે તે સમજ્યા
વગર ધર્મ થાય નહિ. આત્મવસ્તુમાં પાંચ પ્રકારના ભાવ છે, એ પાંચ પ્રકારના ભાવોમાં અનાદિ અનંત બધા
આત્માઓનું વર્ણન આવી જાય છે. એ પાંચ ભાવોનું સ્વરૂપ સમજે તો ધર્મ–અધર્મનો વિવેક થાય. તે પાંચ ભાવોનું
સ્વરૂપ સમજ્યા વગર ધર્મ–અધર્મ સમજાય નહિ.
પારિણામિક, ઔદયિક, ઔપશમિક, ક્ષાયોપશમિક ને ક્ષાયિક એ પાંચ ભાવો આત્માના છે. એ પાંચમાંથી જે
પારિણામિક ભાવ છે તે દ્રવ્યસ્વભાવ છે. ઉદયાદિ ચાર ભાવો પર્યાયરૂપ છે–એક સમયપૂરતા છે અને પારિણામિક
ભાવ દ્રવ્યસ્વભાવરૂપ છે–ત્રિકાળ એકરૂપ છે. આત્માનો સત્તારૂપ ત્રિકાળી સ્વભાવ તે પારિણામિકભાવ છે. જેણે ધર્મ
કરવો હોય તેણે આત્માના આ પાંચ ભાવોને જાણવા જોઈએ. જો જીવે કદી પૂર્વે ધર્મ કર્યો હોત તો તેને આવી
સંસારદશા ન હોત. પણ પૂર્વે કદી ધર્મ સમજ્યો નથી તેથી અજ્ઞાનપણે રખડે છે. સૂક્ષ્મપણે તો આત્મામાં અનંત
પ્રકારના ભાવો છે, પણ જીવને ધર્મ કરવા માટે અનંતપ્રકારના ભાવોને પાંચ પ્રકારના ભાવોમાં વર્ણવ્યા છે, એ પાંચ
પ્રકારના ભાવો સમજવાથી જીવને ધર્મ–અધર્મનો વિવેક થઈ જાય છે. તેમાં સોથી પહેલાં મંગળ તરીકે
પારિણામિકભાવ વર્ણવીએ છીએ.
આત્મા ત્રિકાળ એકરૂપ નિરપેક્ષ સ્વરૂપે છે તે પારિણામિકભાવ છે. શરીર–મન–વાણીથી પાર, રાગદ્વેષથી
પાર અને નિર્મળ અવસ્થાની અપેક્ષાથી પણ પાર એવો આત્માનો નિરપેક્ષ સ્વભાવ છે; વિકાર કરવાથી તે સ્વભાવ
ઘટી જતો નથી અને અવિકાર પર્યાય કરવાથી તે સ્વભાવ વધી જતો નથી એવો જે સ્વભાવભાવ સદાય એકરૂપ છે
તે પારિણામિકભાવ છે; એ પારિણામિકભાવ ને જાણવાથી–માનવાથી સમ્યગ્દર્શન થાય છે, એ જ મહા મંગળ છે.
આત્માના પારિણામિક સ્વભાવમાં પરનો સંબંધ તો નથી, વિકારનો સંબંધ નથી, અને શુદ્ધપર્યાય પ્રગટે તેની
અપેક્ષા પણ નથી. અનાદિઅનંત આત્માના હોવાપણાના સામર્થ્યવાળો સ્વભાવભાવ તે પારિણામિકભાવ છે. પાંચ
ભાવથી અનાદિઅનંત આત્મસ્વરૂપ જણાઈ જાય છે. તે પાંચમાં સૌથી પહેલાં પારિણામિકભાવ વર્ણવવાનું કારણ એ
છે કે એ ભાવને જાણ્યા વગર અનાદિથી જીવે બધું કર્યું છે, પણ પોતાના સ્વભાવ સામર્થ્યરૂપ ત્રિકાળી
પારિણામિકસ્વભાવને જાણ્યો નથી. એ પારિણામિક સ્વભાવને જાણ્યા વગર જીવ અનાદિથી જે કાંઈ ભાવો કરે છે તે
વિકાર છે, અધર્મ છે, તેને ઔદયિકભાવ કહેવાય છે. તે પારિણામિકભાવને જીવ જાણે તો તેના લક્ષે ઔપશમિક વગેરે
ભાવો પ્રગટે, તે ધર્મ છે.
આત્માના ત્રિકાળી સ્વભાવને ધર્મ કે અધર્મની અપેક્ષા નથી; અનાદિથી અધર્મભાવ કરે છે તેથી કાંઈ
ત્રિકાળી સ્વભાવનો નાશ થઈ ગયો નથી અને ધર્મભાવ કરે તેથી કાંઈ તે નવો પ્રગટતો નથી. નવા પ્રગટે તે તો
ઔપશમિક ક્ષાયોપશમિક ને ક્ષાયિકભાવ છે. પારિણામિકભાવ તો ત્રિકાળ છે, તેમાં પ્રગટવું કે નાશ થવું એવી અપેક્ષા
નથી, તે ભાવના લક્ષે ધર્મદશા નવી પ્રગટે છે, પરંતુ તે ભાવ પોતે નવો પ્રગટતો નથી, એ તો સદાય પૂરો એકરૂપ છે.
આવો પારિણામિકસ્વભાવ ત્રિકાળ એકરૂપ બધાય આત્મામાં છે. પારિણામિકભાવ બધા આત્માનો સરખો છે,
પુદ્ગલ વગેરે સર્વે પદાર્થોમાં પારિણામિકભાવ છે. વસ્તુના અસ્તિત્વરૂપ, હોવાવાળો, સત્તાવાળો, નિરપેક્ષ ત્રિકાળ
સ્વભાવ તે પારિણામિકભાવ છે. એવા વસ્તુસ્વભાવને જાણ્યા વગર સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન થાય નહિ અને
સામાયિક વગેરે કાંઈ સાચું હોય નહિ. આવા પારિણામિક સ્વભાવનું બહુમાન, ઓળખાણ અને રુચિ કરવી તે
સમ્યગ્દર્શનનું કારણ છે, તે જ ધર્મ છે, તે જ મંગળ છે. આ રીતે પ્રથમ પારિણામિકસ્વભાવ ભાવનું બહુમાન કરીને
મંગળિક કર્યું.

PDF/HTML Page 12 of 21
single page version

background image
આસોઃ૨૪૭૩ઃ ૨૬૩ઃ
જ્ઞાનકાંડ અને કર્મકાંડ
સર્વજ્ઞદેવના શાસન સિવાય અન્ય કોઈ મતમાં આ પાંચ ભાવોનું સ્વરૂપ નથી. આ પાંચ ભાવોને બરાબર
ઓળખે તો અનેક પ્રકારની મિથ્યા માન્યતાઓ ટળી જાય.
ઔદયિકભાવ–શુભાશુભ કર્માના ઉદયથી આત્મામાં જે વિકારી ભાવ થાય તે ઔદયિકભાવ છે. ‘કર્મના
ઉદયથી થાય’ એ વ્યાખ્યા નિમિત્તથી છે, ખરેખર તો પોતાના સહજ ચૈતન્યભાવથી ચ્યૂત થઈને જે વિકારભાવ
આત્મા કરે તે ઔદયિકભાવ છે, અને તે વખતે કર્મની દશા ઉદયરૂપ હોય છે તે નિમિત્ત છે. પોતાના વીતરાગી આનંદ
સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન–એકાગ્રતા તે જ્ઞાનકાંડ છે અને તે સ્વભાવને ભૂલીને જે શુભાશુભભાવો કરે છે તે કર્મકાંડ છે,
કર્મકાંડ તે ઔદયિકભાવ અર્થાત્ અધર્મભાવ છે અને જ્ઞાનકાંડ તે ધર્મભાવ છે. દયા, ભક્તિ, વ્રત વગેરે સંબંધી
શુભભાવો તે બધા ઔદયિકભાવ છે, તેનાથી કર્મ બંધાય છે પણ ધર્મ થતો નથી. તે દયાદિના શુભભાવમાં જે ધર્મ
માને તે કર્મકાંડી છે–અજ્ઞાની છે. દેહની ક્રિયામાં ધર્મ માને તે તો જડવાદી સ્થૂળ મિથ્યાદ્રષ્ટિ છે. દેહની ક્રિયા તો નહિ
પણ આત્મામાં જે દયા ભક્તિના ભાવ થાય તે ભાવ પણ ક્રિયાકાંડ છે અને એ ક્રિયાકાંડમાં ધર્મ માને તો તે
મિથ્યાદ્રષ્ટિ છે. શુભભાવ અને અશુભ ભાવ તે બન્ને ક્રિયાકાંડ છે અને એ બન્ને ઔદયિક ભાવ છે. અનાદિથી બધા
જીવોને આ ભાવ હોય છે. તે કર્મરૂપ છે પણ ધર્મરૂપ નથી અથત તેનાથી બંધન થાય છે પણ ધર્મ થતો નથી. આમ
ઔદયિકભાવનું સ્વરૂપ જે સમજે તે પુણ્યથી કદી ધર્મ માને નહિ, કોઈ પણ શુભરાગથી આત્માને લાભ માને નહિ.
આત્મસ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રરૂપ જે જ્ઞાનકાંડ (અર્થાત્ જ્ઞાનની ક્રિયાનો સમૂહ) છે તેના વગર ધર્મ થાય
નહિ. વીતરાગી આનંદથી ભરપૂર એવો આત્માનો ત્રિકાળીસ્વભાવ તેમાં પરિણમવું તે ધર્મની ક્રિયા છે. ધર્મની ક્રિયા
એટલે જ્ઞાનકાંડ અને અધર્મની ક્રિયા એટલે ક્રિયાકાંડ.
અનાદિથી જીવને આ ઔદયિકભાવ છે, અને તે ભાવથી રહિત શુદ્ધ પારિણામિકસ્વભાવ પણ અનાદિથી
એકરૂપ છે. તે સ્વભાવને જાણે તો વિકારી ઔદયિકભાવોને પોતાનું સ્વરૂપ ન માને અને તેને પોતાનું કર્તવ્ય ન
સમજે. સૌથી પહેલાં જીવ જ્યારે આવી સમજણ કરે ત્યારે તેને ઔપશમિકભાવ પ્રગટે છે, તે જ ધર્મની શરૂઆત છે.
પુણ્ય–પાપના ઔદયિકભાવોથી રહિત આત્માના સ્વભાવભાવની શ્રદ્ધા–જ્ઞાન–સ્થિરતારૂપ જ્ઞાનક્રિયા તે ધર્મ
છે અને તે મુક્તિનો ઉપાય છે. અને જેટલા પ્રકારનો પુણ્ય–પાપનો રાગ છે તે બધોય કર્મકાંડ છે, તેના વડે કર્મ બંધાય
છે પણ આત્માના ધર્મની પુષ્ટિ થતી નથી. આત્માના સ્વભાવમાં રાગની પુષ્ટિ નથી, એટલે જે ભાવે રાગની ઉત્પત્તિ
થાય તે આત્માનો સ્વભાવ નથી. આત્માનો ચૈતન્યસ્વભાવ ત્રિકાળ નિરાલંબી છે, સ્વયંસિદ્ધ છે; આગમનો આધાર
તેને નથી. આગમમાં આત્માના સ્વભાવને શુદ્ધ વર્ણવ્યો માટે આત્મા એવો છે–એમ નથી પરંતુ આત્મા સ્વયં પોતાના
સ્વભાવથી સદાય શુદ્ધ છે, અને જે સ્વભાવ છે તે જ આગમમાં વર્ણવ્યો છે. એવા ચૈતન્ય સ્વભાવને અવલંબીને જે
ભાવ પ્રગટે તે ધર્મ છે. સહજ વીતરાગી આનંદથી ભરપૂર પ્રચંડ–અતિશય ઊગ્ર અખંડ ચૈતન્ય સ્વભાવની સન્મુખ
થઈને જે શ્રદ્ધા અને જ્ઞાનભાવ પ્રગટયો તેને જ્ઞાનકાંડ અથવા તો ધર્મની ક્રિયા કહેવાય છે. ઔપશમિક, ક્ષાયોપશમિક
અને ક્ષાયિક એ ત્રણે ભાવો ધર્મરૂપ છે. (જ્ઞાનનો ક્ષયોપશમભાવ અનાદિથી બધા જીવોને છે, પરંતુ મિથ્યાત્વને
કારણે તે ક્ષયોપશમભાવ ધર્મનું કારણ નથી. સમ્યગ્દર્શન પૂર્વક જ્ઞાનનો જે ક્ષયોપશમ હોય તેને સમ્યગ્જ્ઞાન કહેવાય છે
અને તે ધર્મરૂપ છે.)
શરીર, મન, વાણીની ક્રિયા તે તો જડની ક્રિયા છે, તેમાં તો આત્માનો અર્ધમ કે ધર્મ નથી. અને પુણ્ય–પાપ
તે કર્મકાંડ છે, રાગની ક્રિયાનો સમૂહ છે. જ્ઞાનીને તે ભાવ વિદ્યમાન હોય પણ જ્ઞાની તેને અશુદ્ધભાવ જાણે છે, તેનાથી
આત્માનો ધર્મ માનતા નથી, તેથી તે રાગ વખતે પણ જ્ઞાની તો સાચી શ્રદ્ધા જ્ઞાનરૂપ જ્ઞાનકાંડના જ કર્તા છે એટલે કે
તે ધર્મી છે. અને અજ્ઞાની જીવ આત્માના શુદ્ધભાવને જાણતો નથી પણ તે રાગાદિ કર્મકાંડ વડે આત્માનો ધર્મ થાય
એમ માને છે તેથી તે અધર્મી છે. કેમ કે તે જ્ઞાનકાંડને જાણતો નથી પણ કર્મકાંડનો જ કર્તા થાય છે.
આત્મા જ્ઞાનસ્વભાવની મૂર્તિ છે; જ્ઞાન સિવાય ‘કંઈક કરું’ એવી વૃત્તિ ઊઠે તે ક્રિયાકાંડ છે, તેમાં ધર્મનો
ભાવ નથી.–જો આમ સ્વભાવભાવને અને વિભાવભાવને ઓળખે તો પોતાના પરમસ્વભાવની રુચિ કરીને
વિભાવભાવોને હેય સમજીને તેને છોડે. પણ જો સ્વભાવ શું અને વિભાવ શું–એનું ભેદવિજ્ઞાન જ ન હોય તો જીવ
કોની રુચિ કરે? અને કોને છોડે? ત્રિકાળી આત્મસ્વભા–

PDF/HTML Page 13 of 21
single page version

background image
ઃ ૨૬૪ઃ આત્મધર્મઃ ૪૮
વને ઓળખીને જે અંતર્મુખ જ્ઞાનક્રિયા પ્રગટી તે જ્ઞાનકાંડ છે, એવા સ્વભાવની ભાવના રહિત અજ્ઞાની જીવ મન–
વચન–કાયાના લક્ષે રાગાદિ ક્રિયાકાંડરૂપ પરિણમે છે અને તેમાં ધર્મ માને છે; એ જ ઔદયિકભાવ છે, અને તે
અધર્મ છે.
જ્ઞાનકાંડ અને કર્મકાંડ ભિન્ન છે. ધર્મમાં ક્રિયાકાંડ આવતા હશે કે નહિ? ધર્મમાં ક્રિયાકાંડ તો આવે છે, પણ
તે કયા? જ્ઞાનરૂપી ક્રિયાકાંડ કે કર્મરૂપી ક્રિયાકાંડ? આત્માના સ્વભાવની ઓળખાણ–શ્રદ્ધા અને સ્થિરતા તે જ્ઞાનના
ક્રિયાકાંડ છે, એ જ્ઞાનરૂપી ક્રિયાકાંડ ધર્મમાં હોય છે? પરંતુ અજ્ઞાનીઓ તે અંતરંગક્રિયાને તો ઓળખતા નથી તેથી
તેઓ શરીરાદિની ક્રિયાને ધર્મના ક્રિયાકાંડ માની લે છે અને રાગાદિ કર્મકાંડવડે ધર્મ માને છે. તેની એ માન્યતા
મિથ્યા છે. જેને પોતાની માનેલી ક્રિયાનો આગ્રહ છે એવો અજ્ઞાની એમ બોલે છે કે–સાચું સમજ્યા પછી તો ધર્મમાં
અમારી ક્રિયા આવશેને? જ્ઞાની તેને કહે છે કે–હે ભાઈ, ધર્મમાં તેં માનેલી ક્રિયા તો કદાપિ આવવાની જ નથી.
સમજ્યા પછી પણ જે વ્રતાદિ ક્રિયા આવશે તે તારી માનેલી નહિ હોય. તેં જેટલી ક્રિયામાં ધર્મ માન્યો છે તે બધી
જડની ક્રિયાને વિકારી ક્રિયા (કર્મકાંડ) છે, પણ તેમાં ક્યાંય ધર્મ નથી. હજી જેને ધર્મનું ભાન નથી–આત્મા કોણ છે
તેનું ભાન નથી, તેને ધર્મની ક્રિયા કેવી હોય તેની ખબર ક્યાંથી પડે?
સ્વચ્છંદતા અને પાત્રતા
જ્ઞાની પાસેથી ધર્મની વાત સાંભળીને જે સ્વીકારતો નથી અને ઉલટો કહે છે કે જે રીતે તમે કહો છો તે રીતે
શાસ્ત્રમાં બતાવો તો માનું. એ રીતે, જ્ઞાનીના આત્માની સીધી વાત જે કબુલતો નથી અને શાસ્ત્રના લખાણ માગે છે
તે સ્વચ્છંદી છે. અહીં એમ કહેવાનો આશય નથી કે જ્ઞાની જે કહે તેને સમજ્યા વગર હાએહા પાડી દેવી. પરંતે
જ્ઞાનીના આત્મા પાસેથી સીધું સત્ સાંભળીને જે નિર્ણય ન કરી શક્યો તે શાસ્ત્રના લખાણ ઉપરથી નિર્ણય કેમ કરી
શકશે? માટે પહેલાં તો જ્ઞાની પાસેથી જ સત્ સમજવું જોઈએ. અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવને સમ્યગ્દર્શન થવામાં એકલા
શાસ્ત્રનું નિમિત્ત હોય નહિ, પણ સાક્ષાત્ સત્પુરુષનું જ નિમિત્ત હોય–એવો નિયમ છે.
શ્રીમદ્રાજચંદ્રજીએ એકવાર એક ‘મુનિ’ ને ઝાટકયા હતા કે અરે, આવી મુનિદશા હોય? પટારા રાખે ને
પરિગ્રહના પોટલાંનો પાર નહિ, આ તમારી મુનિદશા કહેવાય?
ત્યારે, તે મુનિને શ્રીમદ્રાજચંદ્રજી પ્રત્યે બહુમાન હતું અને પોતાનામાં પાત્રતા હતી તેથી તેમની વાતનો
વિરોધ ન જાગ્યો પણ અર્પણતા જાગી, અને કહ્યું–પ્રભુ! અમે સાધુ નથી, અમે મુનિ નથી, અમે તો દંભી છીએ.
બસ! શ્રીમદે જાણી લીધું કે આ પુરુષ પાત્ર છે, તેને સ્વચ્છંદ નથી પણ અર્પણતા છે, સત્ને સરળપણે
સ્વીકારી લ્યે છે. તરત જ ફરી પાછું તે મુનિને કહ્યું–નહિ, નહિ, તમે મુનિ છો.
આવું જોતાં અજ્ઞાનીને તો આશ્ચર્ય થાય કે હજી હમણાં જ મુનિ હોવાની ના પાડી, ને વળી કહે છે કે હા, તમે
મુનિ છો. આમ બે વાત સાંભળીને અજ્ઞાની તો મૂંઝાઈ જાય પણ તે જ્ઞાનીનું હૃદય જાણે નહિ. અને સંપ્રદાયની
મમતાવાળા તો એ સાંભળીને ભડકી ઊઠે કે–અરે, આ વસ્ત્રવાળાને મુનિ કેમ કહ્યા? પણ ભાઈ રે, તું વિચાર તો કર
કે જ્ઞાનીઓ કાંઈક આશયથી એમ કહેતા હશે! પહેલાં પરીક્ષા કરી અને તરત જ અંતરથી હા પાડીને સત્ વાત કબુલી
લીધી અને કહી દીધું કે હું મુનિ નથી. બસ, એ સત્નો હકાર જોઈને તેને નૈગમનયે મુનિ કહી દીધા. સત્ ભેટતાં જ હા
પાડી દીધી તેથી ભવિષ્યમાં મુનિદશાની પાત્રતા જોઈને મુનિ કહી દીધા. ત્યાં તેમને ખ્યાલ તો છે કે મુનિદશા
વસ્ત્રસહિત ન હોય. અને વર્તમાનમાં આ મુનિ નથી. પરંતુ તેમને ખ્યાલ આવી ગયો કે આ જીવ ભવિષ્યમાં એક–બે
ભવે મુનિદશા પ્રગટ કરશે એવી પાત્રતા છે.
‘અપૂર્વ અવસર’ કાવ્યમાં પોતે જ કહે છે કે ‘માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો...’ એટલે કે એવી મુનિદશા
ક્યારે આવશે કે જ્યારે એક માત્ર શરીર જ સંયમના હેતુથી હોય. શરીર સિવાય વસ્ત્રાદિ કાંઈ જ ન હોય. ત્યાં એમ
કહ્યું અને વળી અહીં તે મુનિને વસ્ત્ર હોવા છતાં તેને કહ્યું કે તમે મુનિ છો. પણ એમ કહેવાની જુદી અપેક્ષા છે.
સામાએ તરત સ્વચ્છંદ છોડીને અર્પણતા પ્રગટ કરી છે, તેથી તેનામાં લાયકાત જોઈને અને અંશની શરૂઆત જોઈને
નૈગમનયે વર્તમાનમાં જ મુનિ કહી દીધા. એક–બે ભવે તે મુનિદશા પ્રગટ કરશે. ક્રિયાકાંડથી જોનારા તો આવું જોઈને
ભડકી ઊઠે. પણ ધીરો થઈને સમજ્વા માગે તો જ્ઞાનીના અંતરની ગહનતા સમજાય. જ્ઞાનીના હૃદયનો અંશ પણ
પકડે ત્યારે તેની સત્ વાત સમજાય. સ્વભાવને જાણ્યા વગરના ક્રિયાકાંડ તે અધર્મ છે.
હે જીવ, તું યાદ રાખ! કે તારા શુદ્રસ્વભાવને જાણ્યા વગર તું જેટલા ક્રિયાકાંડ કરે તે બધા અધર્મ

PDF/HTML Page 14 of 21
single page version

background image
ઃ ૨૬પઃ આત્મધર્મઃ ૪૮
છે, તેનાથી તારા આત્માનું કિંચિત્ હિત થવાનું નથી. ક્રિયાકાંડ વડે આઠ કર્મો બંધાય છે. તું ગમે તેવા પુણ્યભાવ કરે
તો તેનાથી પણ મોહ વગેરે કર્મો બંધાય છે. માટે તું વિચાર કરે કે મુક્તિનો રસ્તો એ ક્રિયાકાંડથી જુદો છે.
ઔદયિકભાવ કર્મના ઉદયે કરાવ્યો નથી
રાગાદિ ઔદયિકભાવને જીવગુણ કહ્યો છે એટલે કે તે ભાવો જીવની પર્યાય છે. રાગાદિ જીવનો ભાવ હોવા
છતાં અહીં કર્મના ઉદયથી થાય છે એમ કહ્યું છે. તેમાં એમ જણાવવાનો આશય છે કે જીવના ઔદયિકભાવ વખતે
કર્મનો ઉદય નિમિત્તરૂપ હતો, તેથી વ્યવહારે એમ બોલાય કે તે કર્મના ઉદયથી જીવમાં ઔદયિકભાવ થયો. પરંતુ
વાસ્તવિકપણે તો તે ભાવ જીવે પોતે કર્યો છે, કર્મે કરાવ્યો નથી. કર્મ તો નિમિત્ત છે, નિમિત્ત એટલે પર, અને પરની
અપેક્ષાથી કથન કરવું તે વ્યવહાર એમ અહીં સમજવું. જે ઔદયિકભાવ છે તે બંધભાવ છે, અધર્મ છે, વિકાર છે,
છોડવા જેવો છે. પોતાનો પારિણામિક જીવસ્વભાવ ત્રિકાળ છે, વર્તમાન પણ એવો ને એવો જ સ્થિત છે એની
ઓળખાણ, મહિમા અને એકાગ્રતા કરવાથી તે ઉદયભાવ ટળી જાય છે.
ઔદયિકભાવ અને ધર્મભાવ
અહીં એમ કહ્યું કે–જે શુભ અને અશુભ પરિણામો છે તે બધાય ઔદયિકભાવ છે, તેનાથી ધર્મ થતો નથી.
આ સાંભળીને કોઈ અજ્ઞાની એમ માને છે કે જે જીવ જ્ઞાની થાય તેને શુભ અશુભ પરિણામ ન હોય અને શુભાશુભ
પરિણામ હોય તો તે જ્ઞાની નહિ. પરંતુ એની એ માન્યતા જુઠી છે. જો એમ હોય તો તો એકલા વીતરાગી જીવોને જ
ધર્મી કહેવાય અને બીજા કોઈ–ચોથા–પાંચમા–છઠ્ઠા વગેરે ગુણસ્થાનવાળા જીવોને ધર્મી કહી શકાય નહિ. પણ ભાઈ!
શુભભાવ તો મુનિને પણ હોય છે, અને કવચિત અશુભભાવ પણ હોય છે, છતાં તે શુભાશુભ ભાવ વખતે પણ
શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર ધર્મ તેમને ટકેલો છે. છતાં તેમને જે રાગ છે તે રાગ તો ધર્મ નથી જ, રાગ તો અધર્મ જ છે.
અને જો રાગને ધર્મ માને અથવા રાગ કરતાં કરતાં ધર્મ થશે એમ માને તો તે મિથ્યાદ્રષ્ટિ છે, તેને ધર્મ નથી.
ધર્માત્માને રાગ હોવા છતાં તેઓ તે રાગને ધર્મ માનતા નથી, તેથી સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્માને અશુભરાગ વખતે પણ
શ્રદ્ધા–જ્ઞાનરૂપી ધર્મ તો હોય છે. જીવ ગમે તેવી શુભક્રિયા કરે તે ઔદયિકભાવ છે–અધર્મ છે. અને તે ભાવથી જો
પોતે આત્માનું હિત માને તો તે મિથ્યાત્વરૂપી મહાપાપને પોષણ આપીને સંસારમાં રખડે. સમ્યગ્દ્રષ્ટિ મુનિને પણ
જેટલો શુભરાગ છે તેટલો ઔદયિકભાવ છે–પણ ધર્મભાવ નથી.
નીચલી ભૂમિકામાં સાધકજીવને વ્રતાદિનો શુભરાગ હોય એ જુદી વાત છે, પણ અજ્ઞાનીઓ તેને ધર્મ માને
છે. જે વ્રતાદિ શુભભાવોને સર્વજ્ઞવીતરાગ દેવો ઔદયિકભાવ કહે છે તે વ્રતાદિને અજ્ઞાનીઓ ધર્મભાવ મનાવે છે. શ્રી
કુંદકુંદાચાર્યદેવે અહીં પાંચ ભાવો વર્ણવ્યા છે અને તેમના શિષ્ય શ્રી ઉમાસ્વામીઆચાર્યદેવે મોક્ષશાસ્ત્રના બીજા
અધ્યાયના પહેલા સૂત્રમાં એ પાંચ ભાવો વર્ણવ્યા છે. અન્ય કોઈ મતમાં આ પાંચ ભાવોનું વર્ણન નથી.
ધર્મમાં પહેલો ક્યો ભાવ પ્રગટે?
મોક્ષશાસ્ત્ર (તત્ત્વાર્થસૂત્ર) માં પહેલાં ઔપશમિક ભાવ વર્ણવ્યો છે. કેમકે અનાદિ અજ્ઞાની જીવને ધર્મ કરતાં
સૌથી પ્રથમ ઔપશમિકભાવ પ્રગટે છે. અનાદિની અજ્ઞાનદશા છોડાવીને ધર્મદશા પ્રગટ કરાવવા માટે તે જ ભાવ
પહેલાં મૂક્યો છે. જેમ શાંત પાણીમાં મેલ નીચે દબાઈ જાય તેમ અનાદિ અજ્ઞાની જીવ જ્યારે ચૈતન્ય સ્વભાવમાં ઢળે
છે ત્યારે તેને મિથ્યાત્વાદિનો મોહભાવ દબાઈ જાય છે, તેને ઔપશમિક સમ્યગ્દર્શન કહેવાય છે. અનાદિ અજ્ઞાની
જીવને પહેલાં દર્શનમોહનો ઉપશમ જ થાય છે. એ ઔપશમિકભાવનો પુરુષાર્થ જણાવવા માટે મોક્ષશાસ્ત્રમાં પહેલાં
તેનું વર્ણન છે. જે જીવ એ ઔપશમિકભાવ પ્રગટ કરે તે જ ઔદયિક વગેરે ભાવોને યથાર્થપણે ઓળખે છે. અહીં
પાંચ ભાવોનું જ્ઞાન કરાવવું છે તેથી ઔદયિક વગેરે ભાવો ક્રમસર વર્ણવ્યા છે. પહેલાં ઔદયિકભાવનું વર્ણન કરતાં
કહ્યું છે કે જે ભાવ કર્મના ઉદયથી થાય તે ઔદયિક ભાવ છે, એટલે કે આત્માના જે ભાવ વખતે કર્મનો ક્ષય કે
ઉપશમ ન હોય પણ ઉદય હોય એવો વિકારી ભાવ તે ઔદયિકભાવ છે. એ ઔદયિકભાવના આશ્રયે ધર્મ નથી.
કયા ભાવ બંધનું કારણ અને કયા ભાવ મોક્ષનું કારણ?
જે ભાવથી તીર્થંકરનામકર્મ બંધાય તે કયો ભાવ હશે? તીર્થંકરનામકર્મ જે ભાવે બંધાય તે પણ
ઔદયિકભાવ જ છે. ઔદયિક ભાવ જ બંધનું કારણ છે, અન્ય કોઈ ભાવ બંધનું કારણ નથી. ઔપશમિકભાવ

PDF/HTML Page 15 of 21
single page version

background image
આસોઃ૨૪૭૩ઃ ૨૬૬ઃ
અને સમ્યગ્દ્રષ્ટિનો ક્ષાયોપશમિકભાવ–એ બે ભાવો મોક્ષમાર્ગરૂપ છે–એટલે કે મોક્ષનું કારણ છે, ક્ષાયિકભાવ
મોક્ષરૂપ છે એટલે જે ગુણનો ક્ષાયિકભાવ પ્રગટે તે ગુણની અપેક્ષાએ મોક્ષ થયો કહેવાય છે. જેમકે ક્ષાયિક
સમ્યગ્દર્શન પ્રગટ થતાં શ્રદ્ધાગુણનો ક્ષાયિકભાવ પ્રગટયો છે એટલે કે શ્રદ્ધાગુણ અપેક્ષાએ મોક્ષ છે. અને બધા
ગુણની સંપૂર્ણ અવિકારીદશા પ્રગટ થતાં દ્રવ્યનો મોક્ષ થાય છે; પારિણામિકભાવ બંધ–મોક્ષની અપેક્ષારહિત ત્રિકાળ
એકરૂપ છે, તે બંધ–મોક્ષનું કારણ નથી. પરંતુ તે પારિણામિકસ્વભાવના લક્ષે મોક્ષ પ્રગટે છે અને તેનું લક્ષ
ચૂકવાથી બંધભાવ પ્રગટે છે.
તીર્થંકરનામકર્મના કારણરૂપ સોળ ભાવનાનો ક્રમ
તીર્થંકરનામકર્મનો આસ્રવ થવાના કારણરૂપ જે સોળભાવના છે તેમા સૌથી પહેલાં દર્શનવિશુદ્ધિભાવના છે.
તેને બદલે કોઈ જીવો અર્હંત્ ભક્તિ પહેલાં મનાવે છે, તેની દ્રષ્ટિ ઊંધી હોવાથી પર તરફથી શરૂઆત કરી છે. અને
‘દર્શનવિશુદ્ધિ’ માં સ્વભાવ તરફથી શરૂઆત થાય છે.
તીર્થંકરનામકર્મનો ભાવ અધર્મ??
તીર્થંકરનામકર્મ તો જડ છે, પણ જે શુભભાવે તે બંધાય છે તે ઔદયિકભાવ છે, તેને જે ધર્મ માને અથવા તો
તેને ધર્મનું કારણ માને તે અધર્મી છે; તેને પાંચ ભાવોના સ્વરૂપની ખબર નથી તેથી તે બંધભાવોને આદરણીય માને
છે. જે ભાવે તીર્થંકર નામકર્મ બંધાય તે અધર્મભાવ! અરરર! અજ્ઞાનીનાં તો કાળજાં ધ્રુજી ઊઠે એવું છે. ઘણાં વર્ષો
પહેલાં એક વાર જ્યારે ભરસભામાં આ વાત જાહેર થઈ ત્યારે એક શ્રોતા તો સભામાંથી ઉભા થઈ ભાગી થયા.
તેનાથી એ વાત સહન થઈ શકી નહિ પછી સમજે તો ક્યાંથી? અત્યારે તો ઘણા જિજ્ઞાસુઓ આ વાત સમજતા થયા
છે. જે ભાવથી તીર્થંકર નામકર્મ બંધાય તે ભાવને પુણ્યભાવ કહો, અથવા શુભભાવ કહો, ઔદયિકભાવ કહો,
બંધભાવ કહો, કે અધર્મભાવ કહો,–તેમાં ફેર નથી.
ચૈતન્યના લક્ષે વિકારનો નાશ ને કર્મના લક્ષે ઉત્પત્તિ
પ્રશ્નઃ– ઔદયિકભાવની વ્યાખ્યા એમ કરી કે કર્મના ઉદયથી અર્થાત્ કર્મના લક્ષે જે શુભાશુભ ભાવ થાય તે
ઔદયિકભાવ છે. પરંતુ અજ્ઞાની તો કર્મને જોઈ શકતો નથી, તો તેણે કર્મનું લક્ષ કઈ રીતે કર્યું?
ઉત્તરઃ– જેની દ્રષ્ટિ પોતાના શુદ્ધસ્વભાવથી ચ્યૂત છે તેની દ્રષ્ટિ ક્યાંક બીજે અટકી છે. અજ્ઞાનીને વિકારરહિત
સ્વભાવનું લક્ષ નથી તેથી કર્મના ઉદયથી વિકાર થાય, એવી તેની ઊંધી માન્યતા હોવાથી તેને વિકાર થયા વગર
રહેશે જ નહિ. મારા ચૈતન્યસ્વભાવના લક્ષમાં ટકી રહું તો વિકારની ઉત્પત્તિ જ થાય નહિ, એમ સ્વભાવદ્રષ્ટિ કરવાને
બદલે ઊંધી દ્રષ્ટિ કરે છે કે કર્મનો ઉદય હોય તેથી વિકાર થાય જ. આ ઊંધી દ્રષ્ટિ જ વિકારની ઉત્પત્તિનું મૂળિયું છે.
સ્વભાવનું લક્ષ નથી તેથી વિકારભાવ થાય છે અને તે વિકારભાવમાં કર્મ નિમિત્ત છે તેથી કર્મના લક્ષે જ વિકાર થાય
છે એમ કહી દીધું છે. મિથ્યાદ્રષ્ટિ જીવ કર્મને જુએ છે એમ ત્યાં કહેવું નથી પરંતુ વિકારના નિમિત્તનું જ્ઞાન કરાવવા
માટે તે કથન છે. મિથ્યાદ્રષ્ટિ ભલે કર્મના ઉદયને ન દેખે, પરંતુ ‘કર્મના ઉદયથી મિથ્યાત્વ થાય’ એવો તેનો ઊંધો
અભિપ્રાય છે તેથી જ તેને ક્ષણે ક્ષણે મિથ્યાત્વભાવ થયા જ કરે છે. મારા આત્મસ્વભાવમાં કોઈ જાતનો વિકારભાવ
નથી, અને એ સ્વભાવના લક્ષે વિકારની ઉત્પત્તિ થતી નથી–એમ જો સ્વભાવ દ્રષ્ટિ કરે તો મિથ્યાત્વનો ઉત્પાદ થાય
નહિં ‘નંદિસેણ, આર્દ્રકુમાર વગેરે મોટા મોટા મુનિઓને પણ કર્મના તીવ્ર ઉદયે પાડી નાખ્યા’ એમ કહી જે જીવ કર્મનું
જોર માને છે તે જીવના ઊંધા અભિપ્રાયમાંથી ક્ષણે ક્ષણે વિકારભાવની જ ઉત્પત્તિ થાય છે. કર્મના ઉદય પ્રમાણે વિકાર
થયા કરે એમ જેણે માન્યું, તેને સ્વભાવ તરફ જોવાનું જ ક્યાં રહ્યું? વિકાર હું કરું છું અને મારા સ્વભાવ ભાવમાં
રહીને હું જ તેને ટાળું છું–એમ તો તેણે માન્યું નહિ તેથી સ્વભાવ તરફ તેનો પુરુષાર્થ જ વળશે નહિ. તેનો અભિપ્રાય
જ ચૈતન્યનું લક્ષ ચૂકીને કર્મના લક્ષવાળો છે. સ્વભાવની શુદ્ધતાનું લક્ષ તે ચૂક્યો છે તેથી તેને ક્ષણે ક્ષણે
ઔદયિકભાવની જ ઉત્પત્તિ છે. અને જે જીવ પારિણામિક ચૈતન્યસ્વભાવના લક્ષે ટક્યો છે તેને એમ શ્રદ્ધા છે કે મારો
સ્વભાવ શુદ્ધ છે, વિકારનો અંશ પણ મારા સ્વભાવમાં નથી, તેના એવા અભિપ્રાયમાં ક્ષણે ક્ષણે નિર્મળતાની જ
ઉત્પત્તિ અને વિકારનો નાશ છે.
કર્મનો ઉદય હોય તો તેના નિમિત્તે વિકાર થાય, એમ જેણે કર્મનો નિમિત્ત તરીકે સ્વીકાર કર્યો તેણે નૈમિત્તિક
તરીકે પોતાના વિકારીભાવને માન્યો, એટલે કે તેણે પોતાની લાયકાત વિકારપણે જ થવાની માની છે. તેણે પોતાની
ભૂલને ટકાવી રાખી પણ તે ભૂલથી ખસીને સ્વભાવમાં ટક્યો નહિ. જો સ્વભાવમાં ટકે તો ભૂલ રહે નહિ અને કર્મને
નિમિત્ત કહેવાય નહિ.

PDF/HTML Page 16 of 21
single page version

background image
ઃ ૨૬૭ઃ આત્મધર્મઃ ૪૮
પારિણામિકભાવ
સત્સમાગમે સ્વભાવની વાત સાંભળતાં, જેણે
પાત્ર થઈને ભૂલને સ્વીકારી તેને ભૂલ ટળ્‌યા વગર
રહે નહિ. મારો સ્વભાવ તો વિકાર રહિત પારિણામિક
એકરૂપ છે, તે પારિણામિકસ્વભાવની રુચિમાં હું ટકી
શકતો નથી એ પુરુષાર્થની કચાશ છે, એ મારી ભૂલ
છે–એમ જે પોતાના પારિણામિકસ્વભાવનો મહિમા
લાવીને પાત્રતાથી કબુલે છે તેને અલ્પ કાળે ભૂલ
ટળી ગયા વગર રહેશે નહિ.
ઉત્તમ ક્ષમાધર્મ
ઃઃઃ ભાદરવા સુદ પ શુક્રવારઃઃઃ
(ભાદરવા સુદ પ થી ૧૪ સુધીના ‘દશ લક્ષણ પર્વ’ ના
દસ દિવસો દરમિયાન શ્રી પદ્મનંદિપચીસીમાંથી
ઉત્તમક્ષમા વગેરે દશધર્મોનું ક્રમસર વ્યાખ્યાન પૂ.
ગુરુદેવશ્રીએ કર્યું હતું, તેમાંથી ઉત્તમક્ષમાના
વ્યાખ્યાનનો સાર)
૧. દશ લક્ષણ પર્વ
આજથી દશ લક્ષણ પર્વ શરૂ થાય છે. પહેલો દિવસ
ઉત્તમ ક્ષમાનો છે. ચારિત્રદશામાં વર્તતા મુનિઓને
ઉત્તમ ક્ષમાદિ દસ પ્રકારના ધર્મો હોય છે. એ ઉત્તમ
ક્ષમા વગેરેથી જ ચારિત્રદશા હોય છે, તે ચારિત્ર
મોક્ષનું કારણ છે. સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન તે
ચારિત્રનું કારણ છે. સમ્યગ્દર્શનજ્ઞાનને મોક્ષમાર્ગ કહેવો
તે ઉપચાર છે; કેમ કે જેને સમ્યગ્દર્શન–જ્ઞાન થયાં હોય
તેને સમ્યક્ચારિત્ર અલ્પકાળે અવશ્ય પ્રગટે છે, તેથી
સમ્યગ્દર્શન થતાં જ મોક્ષમાર્ગ કહી દીધો પણ મોક્ષ
માટે સાક્ષાત્ કારણ તો વીતરાગી ચારિત્રદશા છે. તે
ચારિત્રદશાના ઉત્તમક્ષમા વગેરે દસ પ્રકાર છે. એ
ઉત્તમક્ષમા વગેરે દશ પ્રકારના ધર્મની આરાધનાનું પર્વ
આજથી શરૂ થાય છે. ‘દશ લક્ષણ પર્વ’ એટલે
‘મોક્ષની આરાધનાનો મહોત્સવ.
ર. ઉત્તમક્ષમાની વ્યાખ્યા
આજનો દિવસ ‘ઉત્તમક્ષમા’ નો ગણાય છે.
સમ્યગ્દર્શન વગર ઉત્તમ ક્ષમા હોય જ નહિ. લૌકિકમાં
શુભભાવને ક્ષમા કહેવાય છે, તેનો નિષેધ કરવા માટે
અહીં ઉત્તમ ક્ષમા એમ કહ્યું. ઉત્તમક્ષમા એટલે
સમ્યગ્દર્શનપૂર્વક વીતરાગભાવરૂપ ક્ષમા.
નિશ્ચયથી પોતાનો આત્મસ્વભાવ ત્રિકાળ જ્ઞાયકમૂર્તિ
છે તેની ઓળખાણ અને બહુમાન કરવું તથા રાગ–દ્વેષ–
ક્રોધાદિની રુચિ છોડવી તે જ ઉત્તમક્ષમાની સાચી
આરાધના છે. આત્મસ્વભાવનો અનાદર કરીને પુણ્ય–
પાપની રુચિ કરવી તે જ ક્રોધ છે, અને આત્મસ્વભાવના
આદર વડે પુણ્ય–પાપની રુચિ છોડી દેવી તે જ ઉત્તમ
ક્ષમા છે.
૩. પર્વ કોનું?
દસ દિવસોને પર્વ કહેવું તે તો ઉપચાર છે, આત્માના
સ્વભાવની ઓળખાણપૂર્વક ચારિત્રધર્મની દસ પ્રકારે
આરાધના કરવી તે જ સાધક જીવનું સાચું પર્વ છે, પર્વ
એટલે આરાધના. તે આરાધનાનો આરોપ કરીને અમુક
દિવસને પણ ‘પર્વ’ કહેવું તે વ્યવહાર છે. પણ જે આત્મા
પોતામાં આરાધકભાવ પ્રગટ કરે તેને માટે દિવસને
વ્યવહારથી પર્વ કહેવાય. પણ જેને આત્માનું ભાન નથી
તેને પોતામાં જ પર્વ નથી, તો દિવસમાં પણ ઉપચાર
કોનો કરવો?
૪. ‘ઉત્તમક્ષમા’ કયારે હોય?
આત્માની પર્યાયમાં જે પુણ્ય–પાપ થાય તેની રુચિ
થાય તે જ અનંત ક્રોધ છે. જ્ઞાયકસ્વભાવની રુચિ વડે તે
ક્રોધનો નાશ કરવો તે જ ઉત્તમક્ષમારૂપ ચારિત્રદશા
પ્રગટવાનું બીજ છે. અને સ્વભાવની રુચિ પછી વિશેષ
સ્થિરતાવડે વીતરાગભાવ પ્રગટ કરીને પુણ્ય–પાપનો
નાશ કરવો તે ઉત્તમક્ષમા છે. આવી ક્ષમા મુનિદશામાં
હોય છે. આજે તે ઉત્તમક્ષમાની આરાધનાનો દિવસ છે.
ઉત્તમક્ષમાની આરાધના મુનિઓને તો સદાય હોય છે. તે
આરાધના તો ગમે ત્યારે જીવ કરી શકે છે, પરંતુ આજે
ખાસ વિશેષ પણે તેનું સ્મરણ કરીને સાધક જીવો તેની
ભાવના કરે છે.
પ. પદ્મનંદિ શાસ્ત્રમાંથી ઉત્તમક્ષમાધર્મનું સ્વરૂપ
આજે મંગળિક તરીકે શ્રી પદ્મનંદિ આચાર્યકૃત
પદ્મનંદિ પચ્ચીસીમાંથી ઉત્તમક્ષમાનું સ્વરૂપ વંચાય છે–
(માલિની)
जड जन कृत बाधा क्रोध हास प्रियाद्रव–
अपि सति न विकारं यन्मनो याति साधो।
अमल विपुलचितैरुत्तमा सा क्षमादौ
शिव पथ पथिकानां सत्सहायत्वमेति।।८२।।
(પદ્મનંદિ–પૃષ્ઠ–૪૨)
મૂર્ખ–અજ્ઞાની જનોદ્વારા બંધન, ક્રોધ, મશ્કરી, હાસ્ય
વગેરે કરવામાં આવે છતાં પણ સાધુ પોતાના નિર્મળ
અને ગંભીર ચિત્તથી વિકૃત થતા નથી, તે જ ઉત્તમક્ષમા
છે; એવી ઉત્તમક્ષમા મોક્ષમાર્ગના પથિક એવા તે સંતોને
ખરેખર સહાયતા કરનારી છે.
૬. ઉત્તમક્ષમા કોને હોય છે?
જે ઉત્તમક્ષમાદિ દશ ધર્મો છે તેમાં મુખ્યપણે તો ચારિત્રનું
જ આરાધન છે, એટલે કે તે દશધર્મોનું પાલન મુખ્યપણે
મુનિદશામાં જ હોય છે, શ્રાવકને ગૌણ–

PDF/HTML Page 17 of 21
single page version

background image
આસોઃ૨૪૭૩ઃ ૨૬૮ઃ
પણે પોતપોતાની ભૂમિકા અનુસાર અંશે હોય છે. મોક્ષમાર્ગ જ દર્શન–જ્ઞાન–ચારિત્રની એકતારૂપ છે, તે ચારિત્રદશામાં
જ હોય છે; સમ્યગ્દ્રષ્ટિ જીવોને નિયમથી ચારિત્ર પ્રગટવાનું જ છે તેથી ચોથા–પાંચમા ગુણસ્થાને પણ ઉપચારથી
મોક્ષમાર્ગ કહ્યો છે. ઉત્તમક્ષમા એટલે સમ્યગ્દર્શનપૂર્વકની ક્ષમા. ઉત્તમક્ષમા મિથ્યાદ્રષ્ટિને હોતી નથી.
૭. ઉત્તમક્ષમા સિવાયની બીજી ચાર ક્ષમાઓ
ક્ષમાના પાંચ પ્રકાર છે, તેમાંથી ચાર તો પુણ્યબંધનાં કારણરૂપ છે અને પાંચમી ક્ષમાને ‘ઉત્તમક્ષમા’ કહેવાય
છે, તે ધર્મ છે.
(૧) ‘જો હું ક્રોધ કરીશ તો મને નુકશાન થશે, જો અત્યારે હું સહન નહિ કરું તો મને ભવિષ્યમાં મોટું
નુકશાન કરશે’–એવા ભાવથી ક્ષમા કરે તે રાગરૂપ ક્ષમા છે. જેમ નિર્બળ મનુષ્ય સબળનો વિરોધ ન કરે તેમ, ‘હું
ક્ષમા કરું તો મને કોઈ હેરાન ન કરે’ એવા ભાવથી ક્ષમા રાખવી તે બંધનું જ કારણ છે. કેમકે તેમાં ક્રોધાદિ કરવાની
ભાવના તો ટળી નથી. મારું સ્વરૂપ જ કોઈ પ્રસંગે ક્રોધ કરવાનું નથી, ‘હું તો જ્ઞાન જ કરનાર છું’ એવા ભાન વગર
કદી પણ ક્ષમાધર્મ હોય નહિ; પણ શુભરાગરૂપ ક્ષમા હોય, તે બંધનું કારણ છે, પણ ધર્મ નથી.
(ર) ‘હું ક્ષમા કરું તો બીજા તરફથી મને લાભ થાય,–એવા ભાવથી શેઠ વગેરેનો ઠપકો સહન કરે, અને
ક્રોધ ન કરે, તે પણ ખરી ક્ષમા નથી.
(૩) હું ક્ષમા નહિ કરું તો કર્મ બંધાશે અને નરકાદિ દુર્ગતિમાં જવું પડશે, માટે હું ક્ષમા કરું તો કર્મબંધન
અટકે–એવા ભાવથી ક્ષમા કરે તે સાચી ક્ષમા નથી, તે ક્ષમા તો બંધનું કારણ છે.
(૪) ક્રોધાદિ ન કરવા એવી વીતરાગની આજ્ઞા છે અને શાસ્ત્રોમાં પણ તેમ કહ્યું છે. માટે મારે ક્ષમા કરવી
જોઈએ. જેથી મને પાપ ન બંધાય. આવા ભાવે ક્ષમા રાખવી તે પણ પરાધીનક્ષમા છે, રાગ છે, તેનાથી ધર્મ નથી.
૮. ઉત્તમક્ષમા ધર્મ
ઉપરની ચારે ક્ષમા બંધનું કારણ છે, તે ચારેમાં ક્યાંય સ્વઆત્માનું તો લક્ષ આવ્યું નહિ, પણ પર લક્ષે જ
રાગઘટાડીને ક્ષમા રાખી, તે સહજક્ષમા નથી. ઉત્તમક્ષમા તો સહજ વીતરાગતારૂપ છે. આત્માના સ્વરૂપને ભૂલીને
પુણ્ય પાપની રુચિ કરવી તે મહાન ક્રોધ છે, અને આત્માના ત્રિકાળી સ્વરૂપની રુચિવડે તે શુભાશુભની રુચિ છોડી
દેવાથી વીતરાગીક્ષમાભાવ પ્રગટે છે. મુનિદશામાં શરીરને સિંહ–વાઘ ખાઈ જતા હોય છતાં તે તરફની કોઈ લાગણી
જ ન ઊઠે–અશુભલાગણી તો ન ઊઠે અને શુભ લાગણી પણ ન ઊઠે–એવી જે આત્માની ઉત્કટ આનંદમય
વીતરાગીદશા તે જ ઉત્તમક્ષમા છે, તે જ ધર્મ છે. તેમાં દુઃખ નથી પણ આનંદ છે. આજે તે ઉત્તમક્ષમાધર્મનો દિવસ છે.
તેથી શ્રી પદ્મનંદીમુનિએ ઉત્તમક્ષમાનું જે વર્ણન કર્યું છે તે આજે વંચાય છે.
૯. સાધકની સહચારી ઉત્તમક્ષમા
આ ગાથામાં અજ્ઞાની જીવોને ‘જડ જન’ કહ્યા છે. જેમને ચૈતન્યસ્વરૂપ આત્માની ખબર નથી અને
રાગાદિને જ આત્મા માને છે તેને પરમાર્થે ‘જડ’ કહેવાય છે. એવા અજ્ઞાનીઓના કઠોર વચનો સ્વભાવના આશ્રયે
રહીને જ્ઞાનીઓ સહન કરે છે, તે ઉત્તમક્ષમા છે. સાધુઓ ગમે તેવા પ્રતિકૂળ પ્રસંગે પોતાના ધીર અને વીર સ્વભાવથી
ચ્યૂત થતા નથી. આત્મસ્વભાવની અરુચિ જેનું લક્ષણ છે એવો ક્રોધ છોડીને જેમણે સાધકદશા પ્રગટ કરી છે અને
પછી સ્થિરતાના વિશેષ પુરુષાર્થવડે ધીર થઈને જ્ઞાનસ્વરૂપમાં સમાઈ ગયા છે, એવા સંતોને, બાહ્યમાં કોણ પ્રતિકૂળ
છે કે કોણ અનુકૂળ છે તેની દરકાર હોતી નથી, પણ પોતાના પુરુષાર્થ સ્વભાવમાં જ સમેટીને જેઓ સમભાવરૂપ
પરિણમે છે તેમને ઉત્તમક્ષમા છે. મોક્ષમાર્ગે વિચરતા સાધુઓને તે ઉત્તમક્ષમા સૌથી પહેલાં સહાય કરનાર છે.
આત્માને મોક્ષમાર્ગમાં જતાં કોઈ પર પદાર્થ સહાયક નથી, પણ ઉત્તમક્ષમારૂપ પોતાનો નિર્મળપર્યાય તે જ
પોતાને સહાયક છે–એમ કહીને આચાર્યદેવે મંગળિક કર્યું.
૧૦. જ્ઞાનીની ક્ષમા મોક્ષનું કારણ અજ્ઞાનીની ક્ષમા સંસારનું કારણ
જેમણે પોતાના ચૈતન્યસ્વરૂપના ભાન વડે પુણ્ય–પાપ બન્નેને સમ ગણ્યા છે અને જ્ઞાયકદશા પ્રગટ થઈ છે
એવા મુનિનું ચિત્ત ધીર અને વીર હોય છે, પરિણતિમાં અનંત ધીરજ પ્રગટી છે તેથી મન ક્ષોભ પામતું નથી અને
પુરુષાર્થમાં વીરતા છે એટલે તે સ્વભાવમાં ઠરવાનું કાર્ય કરે છે. ‘બહારમાં કોઈ ગાળ દે તોપણ કોને? અને સ્તુતિ
કરે તો પણ કોની? બંધન કરે તો કોને? ને સેવા કરે તો કોની? આ શરીર તો હું નથી અને મારા આત્માને કોઈ
બંધનાદિવડે નુકશાન કરી શકતાં નથી.’ આવું ભાન તો સમ્યગ્દ્રષ્ટિને હોય છે, પરંતુ ત્યાર પછી વિશેષ પુરુષાર્થવડે
ચારિત્રદશા પ્રગટતાં વિકલ્પ પણ ન ઊઠે અને સહજ ક્ષમા પ્રગટે તે ઉત્તમક્ષમાધર્મ છે. પરંતુ કોઈ જીવ મને લાકડી
મારે ને શું સહન કરું

PDF/HTML Page 18 of 21
single page version

background image
ઃ ૨૬૯ઃ આત્મધર્મઃ ૪૮
એમ માનીને જે ક્ષમારાખે તે ધર્મ નથી. પહેલાં તો લાકડી શરીરને લાગે છે છતાં ‘મને લાકડી લાગી’ એમ
માનવું તે જ મિથ્યાત્વ છે. ઘણો લાઠીમાર સહન કરે અને બંદૂકની ગોળી ઉઘાડા શરીરે સહન કરે–અને એમ માને
કે ‘હું ઘણું સહન કરું છું તેથી બીજાનું હિત થશે, બીજાના હિત માટે જ હું ક્ષમા કરું છું.’ તો એમ માનનાર જીવ
મિથ્યાદ્રષ્ટિ જ છે, તેને કિંચિત્ ધર્મ નથી, પરમાર્થે તો તેને સ્વરૂપની અરુચિરૂપ મહાન ક્રોધ વર્તે છે. એવા
જીવોની રાગરૂપ ક્ષમા તે કદી મોક્ષની સહાયક નથી, પણ તે તો સંસારનું જ કારણ છે. અને ઉપર જે વીતરાગી
ઉત્તમક્ષમા જણાવી છે તે જ મોક્ષની સહાયક છે; તે ઉત્તમક્ષમારૂપ ચારિત્રવડે મુનિઓ સંપૂર્ણ વીતરાગતા મેળવવા
પ્રયત્ન કરે છે. જેમને સમ્યગ્દર્શન હોય તેમને ચારિત્રદશા પ્રગટ કરવા માટે અનંત પુરુષાર્થ કરવો બાકી છે.
ચારિત્ર તે ધર્મ છે; ધર્મ વીતરાગતારૂપ છે. સમ્યક્આત્મભાનપૂર્વક સ્વભાવની સેવના વડે વીતરાગતા પ્રગટ
કરવી તે આરાધના છે, ને તે મોક્ષમાર્ગ છે.
૧૧. પહેલાં ઓળખાણ પછી ભાવના
એવો ઉત્તમક્ષમાધર્મ પ્રગટ કરવા માટે પહેલાં તો ઉપયોગસ્વરૂપ આત્માને ક્રોધાદિથી ભિન્ન ઓળખવો
જોઈએ. એ ઓળખાણ પછી જ ઉત્તમક્ષમાદિ સાચી ભાવના હોઈ શકે છે. ।।૮૨।। –અપૂર્ણ
***
સોનગઢમાં દશલક્ષણપર્વ અને શ્રી જિનેન્દ્ર અભિષેકનો મહાન ઉત્સવ
પર્વ એટલે શું?
પર્વ એટલે મંગળ કાળ, પવિત્ર અવસર; ખરેખર પોતાના આત્મસ્વભાવની ઓળખાણ પૂર્વક જે નિર્મળ
વીતરાગી દશા પ્રગટ કરવી તે જ સાચું પર્વ છે, તે જ આત્માનો મંગળ કાળ છે, ને તે જ પવિત્ર અવસર છે. જ્યાં
આવું ભાવ–પર્વ હોય ત્યાં બાહ્ય દ્રવ્ય–ક્ષેત્ર–કાળને ઉપચારથી પર્વ કહેવામાં આવે છે. સાચી રીતે આત્માના શુદ્ધ
ભાવમાં જ પર્વ છે, રાગાદિમાં કે બાહ્ય પદાર્થોમાં પર્વ નથી. આટલું ભેદજ્ઞાન રાખીને જ દરેક કથનના અર્થો સમજવા.
પર્વોનુ પ્રયોજન આત્માના વીતરાગભાવની વૃદ્ધિ કરવાનું છે.
દશ લક્ષણ ધર્મ
મુનિરાજોને ચારિત્રદશામાં ઉત્તમક્ષમાદિ દશ પ્રકારના ધર્મો હોય છે. ભાદરવા સુદ પ થી ૧૪ સુધી દસ દિવસો
દરમિયાન એ દસ ધર્મોની ક્રમસર ભાવના ભાવવામાં આવે છે, તેથી તે દસ દિવસોને ‘દસ લક્ષણ ધર્મ’ કહેવામાં
આવે છે. જૈનસમાજમાં આ પવિત્ર પર્વાધિરાજ અત્યંત ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ વખતે સોનગઢમાં આ
દસ દિવસો ઉજવવામાં આવ્યા હતા; ભાદરવા સુદ પ તે ઉત્તમક્ષમાધર્મનો દિવસ હતો, તે દિવસે પદ્મનંદી
પચ્ચીશીશાસ્ત્રના ‘દશલક્ષણધર્મ અધિકાર’ માંથી ઉત્તમક્ષમાધર્મ ઉપર પૂ. ગુરુદેવશ્રીએ વ્યાખ્યાન કર્યું હતું, ને એ જ
પ્રમાણે દસે દિવસો દરમિયાન, જે દિવસે જે ધર્મ હોય તે દિવસે તે ધર્મનું સ્વરૂપ પૂ. ગુરુદેવશ્રી સમજાવતા હતા. તેમાં
તેઓશ્રીએ જણાવ્યું હતું કે ‘આ ભાદરવા સુદ પ વગેરે દિવસ તે તો કાળદ્રવ્યની દશા છે તેમાં ઉત્તમક્ષમાદિ ધર્મ નથી,
પણ આત્મામાં સમ્યગ્દર્શન પૂર્વક વીતરાગભાવ પ્રગટ કરવો તે જ ઉત્તમક્ષમાધર્મનું પર્વ છે, અને એ ભાવ ગમે તે
વખતે આત્મા પ્રગટ કરી શકે છે.’ ઉત્તમક્ષમાદિ ધર્મના વ્યાખ્યાનો આત્મધર્મમાં આપવામાં આવશે. ઘણા વખતથી
વિરહ થયેલ પોતાની વસ્તુનો ભેટો થતાં જેમ ઉલ્લાસ થાય તેમ આ પવિત્ર પર્વ ઉજવતાં મુમુક્ષુઓને અત્યંત ઉલ્લાસ
થતો હતો. કિસનગઢના ભાઈ શ્રી
कुंवर नेमिचंदजी पाटनी ઉત્સવમાં ખાસ આગળ પડતો ભાગ લેતા હતા અને
પર્વના દસે દિવસો દરમિયાન તેમના તરફથી મોટી પૂજા કરાવવામાં આવી હતી. તેમજ આ પર્વ દરમિયાન તેમના
તરફથી લગભગ રૂા. પ૦૧ તેઓએ દાનમાં કાઢયા હતા. અનંતચતુર્દશી (ભા. સુ. ૧૪) ને દિવસે બપોરે ૧ થી ર
સમયસાર–હરિગીતની સ્વાધ્યાય તથા સાંજે સંવત્સરિપ્રતિક્રમણ કરવામાં આવ્યું હતું. આ પર્વ દરમિયાન પૂ.
ગુરુદેવશ્રી અનેકવાર કહેતા હતા કે “સાચા પર્યુષણ આ જ છે; કાઠિયાવાડમાં આ પવિત્ર મહોત્સવ અત્યંત
ઉલ્લાસપૂર્વક મનાવાની માંગળિક શરૂઆત થઈ છે અને હવે તે દરેક વર્ષ ચાલુ રહેશે, તથા કાઠિયાવાડના દરેક
ગામોમાં આ પવિત્ર પર્વનો પ્રચાર થશે.”
એ રીતે ભાદરવા સુદ પ થી ૧૪ સુધી પર્યુષણપર્વ ઉજવાયા હતા, અને સાથે સાથે ભા. સુ. ૧૩ થી ૧પ સુધી
‘રત્નત્રય વ્રત’ માનવામાં આવ્યું હતું. xxx
શાસ્ત્રપૂજા અને જિનેન્દ્ર–અભિષેક
અપૂર્વ ઉત્સાહનો પ્રસંગ ભાદરવા વદ ૧ નો હતો. એ દિવસને ‘ક્ષમાવણીપર્વ’ કહેવાય છે. આ દિવસનો

PDF/HTML Page 19 of 21
single page version

background image
આસોઃ૨૪૭૩ઃ ૨૭૦ઃ
ઉત્સવ તો એક જ જુદી જ છટા અને આનંદનો હતો. સવારે વ્યાખ્યાન બાદ શ્રી શાસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું,
જેમાં રત્નત્રય સમાન કુંદકુંદભગવાનનાં ત્રણરત્નોની પૂજા કરવામાં આવી હતી.
બપોરે વ્યાખ્યાન બાદ શ્રીરત્નત્રયમંડળની વિધિપૂર્વક પૂજા તથા ૧૦૮ કળશોથી શ્રીજિનેન્દ્રદેવનો
મહાઅભિષેક ઉત્સવ થયો હતો. બપોરે બાર વાગ્યાથી જ એ બે મહાપ્રસંગની તૈયારી કરતાં મુમુક્ષુઓનો ઉત્સાહ
અપાર હતો. ૩
।। વાગે વ્યાખ્યાન પૂરું થતાં તુરત જ શ્રીરત્નત્રયમંડળ ની પૂજા કરવામાં આવી. ત્યારબાદ ૧૦૮
કળશોદ્વારા શ્રીસીમંધરભગવાનનો મહા અભિષેક વિધિપૂર્વક થયો. આ પ્રસંગ વખતનો સર્વેનો અપૂર્વ ઉત્સાહ અને
કાર્ય સંલગ્નતા તો નજરે જોયા હોય તે જ જાણે!! શ્રીજિનમંદિરમાં આવો મહાન પ્રસંગ આ પહેલો જ હતો.
અભિષેકનું દ્રશ્ય એવું અપૂર્વ હતું કે જે જોતાં મેરૂ પર્વત ઉપર શ્રીજિનેન્દ્રદેવના જન્મકલ્યાણકનો પવિત્ર પ્રસંગ દ્રષ્ટિ
સમક્ષ તરવરી આવતો હતો. અભિષેક વખતે, જિનમંદિરની મધ્યમાં ક્ષીરસમુદ્રની સ્થાપના કરી હતી, ત્યાંથી શરુ
થઈને પ્રભુજી સુધી બે બાજુ ઈંદ્રોની હાર હતી, તે ઈંદ્રો મુગટ વગેરેથી સજ્જિત હતા. પ્રભુશ્રીની એક બાજુ ઈશાન–
ઇન્દ્ર અને બીજી બાજુ સૌધર્મ–ઇન્દ્ર અભિષેક કરવા માટે ઉભા હતા. ૧૦૮ કળશ પહેલેથી શણગારી રાખ્યા હતા; ક્ષીર
સમુદ્રમાંથી તે કળશ ભરી ભરીને ઇન્દ્રો એકબીજાને હાથોહાથ આપતા હતા, ને છેવટે ઇન્દ્રો પ્રભુશ્રીનો અભિષેક કરતા
હતા. આ પ્રસંગે એક ઇન્દ્ર હાથમાં ચામર લઈને નાચતા હતા, બીજા દેવો વાજાં વગાડતાં હતાં. મુમુક્ષુઓ મંગળ
અભિષેક–પાઠ બોલતા હતા. પૂજ્ય ગુરુદેવશ્રી આ મંગળ પ્રસંગમાં પહેલેથી છેલ્લે સુધી ઉપસ્થિત રહ્યા હતા.
અભિષેકવિધિ સમાપ્ત થયા બાદ પણ ઇન્દ્રો અને ભક્તમંડળનો ઉત્સાહ અને ભક્તિ વધતાં જ જતાં હતાં, અને ઇન્દ્રો
નૃત્ય કરતા હતા તથા ભક્તો ધૂન લેતા હતા. છેવટે ક્ષમાપના પાઠ બોલીને વિસર્જન કરવામાં આવ્યું હતું.
કેટલાક મુમુક્ષુઓ વિખરાયા...પરંતુ...ત્યાં તો બાકીના મુમુક્ષુઓમાં ફરીથી એક અપૂર્વ ભક્તિનો જૂવાળ
આવ્યો અને ફરીથી અપૂર્વ ભક્તિનો એક સુંદર પ્રસંગ બની ગયો. શ્રીજિનેન્દ્રદેવના જન્મ કલ્યાણક વખતે અભિષેક
કરનારા સૌધર્મેન્દ્ર ને ઐશાનેન્દ્ર નિયમથી એકાવતારી જ હોય છે; અહીં પણ અભિષેકનું દ્રશ્ય જોતી વખતે નિકટ
ભવ્ય જીવોને પોતાના એકાવતારીપણાની ભાવના જાગૃત થયા વિના રહે જ નહિ એવો તે પ્રસંગ હતો. આ પ્રકારે,
આ પર્વ અપૂર્વ આનંદ, ઉત્સાહ અને નવીનતાપૂર્વક ઉજવાયું–તેનું પૂરું વર્ણન કરવા કલમ અને કાગળ સમર્થ નથી.
પર્વની સાર્થકતા ક્યારે?
શ્રીજિનેન્દ્રદેવના આત્માની પરિપૂર્ણતા ઓળખતાં આત્મસ્વભાવના બહુમાનને લીધે મુમુક્ષુ જીવો ઉલ્લાસથી
મહોત્સવ ઉજવે છે, ને ભક્તિ કરે છે. શ્રીજિનેન્દ્ર દેવ સમાન પોતાના પરિપૂર્ણ આત્મસ્વભાવના માહાત્મ્ય તરફ ઢળી
જતાં સમ્યગ્દર્શન પ્રગટે છે અને વીતરાગતાની વૃદ્ધિ થાય છે–તે જ પર્વની સાર્થકતા છે.*
લક્ષ્મી પૂજન
દિપાવલીનો મંગળ ઉત્સવ નજીક આવે છે. તે દિવસે લક્ષ્મી–પૂજન કરવાનો રિવાજ છે. પરંતુ કઈ લક્ષ્મીનું
પૂજન કરવું જોઈએ અને તે જ દિવસે તે પૂજન કેમ કરવામાં આવે છે–તેને ઘણા મોટા ભાગના લોકો જાણતા નથી;
તેથી તે સંબંધી પ્રકાશની જરૂર છે.
પ્રથમ તો, લક્ષ્મી ખરેખર તેને કહેવાય કે જેનો ભોગવટો આત્મા કરી શકે અને જેના ભોગવટાથી આત્માને
સુખ થાય. એવી જે કોઈ આત્મ લક્ષ્મી હોય તે જ પૂજનિક છે; પણ પૈસા–રૂપિયા વગેરે જડ લક્ષ્મી પૂજવી યોગ્ય નથી,
તેને પૂજવાથી મહાપાપ થાય છે, તે લક્ષ્મીને આત્મા ભોગવી શકતો નથી, પણ તેને ભોગવવાની કે મેળવવાની
ભાવનાથી પોતે દુઃખી જ થાય છે. માટે એટલું અવશ્ય નક્કી કરવું જોઈએ કે પૂજવાયોગ્ય જે લક્ષ્મી છે તે આત્મામાં જ
છે. એ લક્ષ્મી કઈ છે તે ઓળખવું જોઈએ. અજીવલક્ષ્મીનો સ્વામી અજીવ હોય, અજીવનો સ્વામી જીવ હોય નહિ.
જીવ તો ચૈતન્ય સ્વરૂપ છે ને જ્ઞાન જ તેની લક્ષ્મી છે. જ્ઞાન સિવાય બીજી કોઈ લક્ષ્મીનો સ્વામી જીવ નથી. વિકારી
ભાવો થાય તે ખરેખર જીવની લક્ષ્મી નથી. જ્ઞાન તે જ જીવની લક્ષ્મી છે, ને સંપૂર્ણ કેવળજ્ઞાન તે જીવની સંપૂર્ણ લક્ષ્મી
છે. પોતાના જ્ઞાન ભંડારને ઓળખીને સંપૂર્ણ જ્ઞાન લક્ષ્મી પ્રાપ્ત કરવાની ભાવના પૂર્વક તે લક્ષ્મીનું પૂજન કરવું–તેનું
જ નામ સાચું લક્ષ્મી પૂજન છે. પરંતુ પૈસા વગેરેની પૂજા કરવી તે તો જડ–પૂજન છે, તેનાથી આત્માની જ્ઞાનલક્ષ્મીનું
ખૂન થાય છે.

PDF/HTML Page 20 of 21
single page version

background image
ઃ ૨૭૧ઃ આત્મધર્મઃ ૪૮
હવે દિપાવલીના દિવસોમાં તે લક્ષ્મીપૂજન શા માટે કરવામાં આવે છે તે વિચારીએ–
દિપાવલીનો મંગળ દિવસ તે આત્મીકસ્વાધીનતાનું પર્વ છે, તે દિવસે (આસો વદ અમાસના રોજ) સંધ્યા સમયે
શ્રીવીરપ્રભુના મુખ્ય ગણધર શ્રીગૌતમપ્રભુજીને કેવળજ્ઞાનરૂપી અક્ષય લક્ષ્મી પ્રાપ્ત થઈ. તે વખતે દેવો અને મનુષ્યોએ
મહાન ઉત્સવ સાથે તે કેવળજ્ઞાનલક્ષ્મીની પૂજા કરી અને ત્યારથી લક્ષ્મી–પૂજન’ કરવાનો રિવાજ ચાલુ જ રહ્યો. તેથી
ખરી રીતે દિપાવલીના મંગળ પ્રભાતે કેવળજ્ઞાનરૂપી લક્ષ્મીનું પૂજન કરવું જોઈએ–આ યથાર્થ હકીકત નહિ જાણનારા
અને આત્મલક્ષ્મીને નહિ ઓળખનારા મૂર્ખ જીવો રૂપિયા–પૈસા વગેરેની પૂજા કરે છે. અને ચોપડાની શરૂઆતમાં પણ
એવી જ અજ્ઞાનમય ભાવનાને પોષણ આપે એવાં લખાણો લખે છે. પરંતુ–એક તરફ પ્રભુશ્રી મહાવીરભગવાનની
સિદ્ધદશા અને બીજી તરફ શ્રીગૌતમપ્રભુને કેવલજ્ઞાનલક્ષ્મીની પ્રાપ્તિ–એવી રીતે એ બે (સિદ્ધદશા અને અરિહંતદશાના)
સર્વોત્કૃષ્ટ મંગળ પ્રસંગો વખતે આત્માને આત્મભાવનાઓ વડે ઓતપ્રોત કરવો જોઈએ. અને ચોપડાની શરૂઆણમાં જે
સંસાર પોષક ભાવનાઓ લખાય છે તેને બદલે નીચેના ભાવવાળી ભાવનાઓ લખવી જોઈએ–
શ્રી મહાવીર પ્રભુની આત્મરિદ્ધિ અમને પ્રાપ્ત થાવ.
શ્રી ગૌતમપ્રભુની આત્મલક્ષ્મી અમને પ્રાપ્ત થાવ.
શ્રી નેમનાથભગવાનનો સદ્વૈરાગ્ય અમને પ્રાપ્ત થાવ.
શ્રી બાહુબલીજીનું અડગ આત્મબળ અમને પ્રાપ્ત થાવ.
શ્રી કુંદકુંદપ્રભુજીનું સ્વરૂપ–જીવન અમને પ્રાપ્ત થાવ.
શ્રી રત્નત્રયના ત્રણ અમૂલ્ય રત્નોનો અમને લાભ થાવ.
અમારું જીવન રત્નત્રયની આરાધનાથી પવિત્ર થાવ.
અમને આ વર્ષમાં આત્મલક્ષ્મીની ખૂબખૂબ વૃદ્ધિ થાવ અક્ષય ચૈતન્ય નિધાન મળો અને આ જડ–લક્ષ્મી
ઉપરનો મોહ સર્વથા નષ્ટ થઈ જાવ. ઉત્કૃષ્ટ જ્ઞાન–વૈરાગ્યરૂપી લક્ષ્મીથી સદાય અમારા જીવન–ભંડાર ભરપૂર રહો.
મુમુક્ષુઓનું જીવન ઉપર્યુક્ત ભાવનામય હોવું જોઈએ.
– પાછળના પાનાથી ચાલુ–
૭૧.ભગવાન શ્રી કુંદકુંદ પ્રવચન મંડપમાં મંગળ પ્રસંગ૯૩૯૪.શ્રીમંડપમાં માંગલિક પ્રવચન૯૬
૭૨.ભગવાન શ્રી સીમંધર જિન પ્રતિષ્ઠાનો છઠ્ઠો વાર્ષિક મહોત્સવ૯૨૯પ.શ્રુતપંચમી અને આપણી ભાવના૧૪૬
૭૩.ભગવાન શ્રી મહાવીરે શું કર્યું અને શું કહ્યું?૧૩પ૯૬.સ્વભાવની ભાવના
૭૪.ભક્તિ૧૨૧૯૭.સ્વભાવનો અનુભવ કરવાની રીત૧૧૨૩પ
૭પ.ભેદભક્તિ અને અભેદભક્તિ૪૧૯૮.સ્વતંત્રતા ત્યાં યથાર્થતા અને યથાર્થતા ત્યાં વીતરાગતાખાસ૧૯૪
૭૬.મહાવીર સ્તુતિ૧૦૧૯૯.સ્વતઃ સિદ્ધશક્તિને પરની અપેક્ષા નથી૧૧૨૩૬
૭૭.મિથ્યાદ્રષ્ટિનું વર્ણન૧૩૩૧૦૦.સત્ય પુરુષાર્થ–ભગવતી પ્રજ્ઞા૨પ
૭૮.મુક્તિનો ઉપાય૪૩૧૦૧.સનાતન જૈન–શિ. વર્ગખાસ૨૦૬–
૨૧૪
૭૯.મુમુક્ષુની આત્મજાગૃતિ૧૧૨૩૩૧૦૨.સમયસારજી ગાથા એકના પ્રવચનના આધારે કેટલાક
પ્રશ્નોત્તર ૩, ૪, ૬, ૬
પ૭,
૭૬,
૧૧૯,
૧૨પ
૮૦.મોક્ષશાસ્ત્ર અર્થાત્ તત્ત્વાર્થ સૂત્ર૮૧૧૦૩.સમયસાર પ્રશ્નોત્તર૩૪
૮૧.રાણપુર તથા બોટાદમાં શ્રી જિન મંદિરની તૈયારી૧૩૪૧૦૪.સમયસાર પ્રતિષ્ઠા.૧૨૨
૮૨.રુચિનું વલણ૧૩૩૧૦પ.સમ્યક દર્શનનો અપાર મહિમા૧૨૨
૮૩.લક્ષ્મીપૂજન૧૨૨૭૦૧૦૬.સમ્યગ્દર્શન ગુણ છે કે પર્યાય?૧૦૨૧પ
૮૪.વ્યવહારનું અસ્તિત્વ અને તેનું હેયપણું૧૦૭.સમ્યક્ દ્રષ્ટિની પ્રશંસા૧૩૨
૮પ.વ્યાખ્યાનો અને ચર્ચાઓનો ટૂંકસાર૧,
૩,
૪,
પ,
૧૦૩
૧૦૮.સાચું શું?૨૭
૮૬.વનયાત્રાખા
૧૮૮૧૦૯.સુવર્ણપુરી સમાચાર૪૦
૮૭.વસ્તુ સ્વભાવ૧૨૩૧૧૦.સુર્વણકી કસોટી૧૪૩
૮૮.વીંછીયામાં જૈન મંદિર અને સ્વાધ્યાય મંદિરનું ખાત મુહૂર્ત૯૧૧૧૧.સોનગઢ જૈસા વાતાવરણ સારા હિંદમેં ફૈલજાવે૧૨૦
૮૯.શ્રી દિ. જૈન વિદ્વત્ પરિષદ૮૧૧૧૨.હે જીવ, જ્ઞાનીઓનો ઉપદેશ તારા માટે છે૧૬૮
૯૦.શ્રી દિ. જૈન વિદ્વત્ પરિષદ્ તૃતિય અધિવેશન૧૧૦૧૧૩.હે જીવ તું વિચાર કર! !ખાસ૧૮પ
૯૧.શ્રી. દિ. જૈન વિદ્વત્ પરિષદ્નો મહત્ત્વપૂર્ણ ઠરાવ૧૧૧૧૧૪.જ્ઞાની સ્થાપે છે, અજ્ઞાની ઉથાપે છે.૨૧
૯૨.શ્રી મદ્ રાજચંદ્ર૧૦૨૧૭૧૧પ.જ્ઞાની અને અજ્ઞાનીનું મહાન અંતર૧પ૩
૯૩.શ્રી જીનવર સ્તોત્ર૧૦૭