Atmadharma magazine - Ank 049
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948). Entry point of HTML version.


Combined PDF/HTML Page 1 of 1

PDF/HTML Page 1 of 17
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૫
સળંગ અંક ૦૪૯
Version History
Version
Number Date Changes
001 Jan 2006 First electronic version.

PDF/HTML Page 2 of 17
single page version

background image
। ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે ।


વર્ષ પાંચમું : સંપાદક : કારતક
રામજી માણેકચંદ દોશી
અંક પહેલો વકીલ ૨૪૭૪
આત્મ – ભાવના
– દરેક જીવોએ કરવાયોગ્ય એકમાત્ર કર્તવ્ય –
सहजशुद्धज्ञानानंदैकस्वभावोऽहं, निर्विकल्पोऽहं, उदासीनोऽहं, निज–
निरंजनशुद्धात्मसम्यक्श्रद्धानज्ञानानुष्ठानरूपनिश्चयरत्नत्रयात्मकनिर्विकल्पस
माधिसंजातवीतरागसहजानंदरूपसुखानुभूतिमात्रलक्षणेन स्वसंवे–दनज्ञानेन
स्वसंवेद्यो गम्यः प्राप्यो भरितावस्थोऽहं, रागद्वेषमोहक्रोधमानमायालोभ–
पंचेन्द्रिय विषयव्यापार–मनो–वचनकायव्यापार–भावकर्मद्रव्यकर्मनोकर्मख्याति–
पूजालाभद्रष्टश्रुतानुभूतभोगाकांक्षारूपनिदानमायामिथ्याशल्यत्रयादिसर्वविभा
वपरिणामर हितशून्योऽहं; जगत्त्रये कालत्रयेऽपि मनोवचन कायैः
कृतकारितानुमतैश्च शुद्धनिश्चयनयेन। तथा सर्वेऽपि जीवाः, इति निरंतरं
भावना कर्तव्येति।।
જુઓ:– શ્રી સમયસાર–હિંદી, જયસેનાચાર્યકૃત ટીકા. પૃ. ૩૭૮–૯ તથા ૫૫૮ થી ૫૬૭;
અને શ્રી પરમાત્મ પ્રકાશમાં ટીકાકારનું અંતિમ કથન.
ગુજરાતી ભાષાંતર
હું સહજ શુદ્ધ જ્ઞાન ને આનંદ જેનો એક સ્વભાવ છે એવો છું; હું નિર્વિકલ્પ છું; હું ઉદાસીન છું; હું નિજ
નિરંજન શુદ્ધ આત્માના સમ્યક્ શ્રદ્ધાન–જ્ઞાન–અનુષ્ઠાનરૂપ નિશ્ચયરત્નત્રયાત્મક જે નિર્વિકલ્પ સમાધિ તેનાથી
ઉત્પન્ન વીતરાગ–સહજાનંદરૂપ સુખની અનુભૂતિ માત્ર જેનું લક્ષણ (–સ્વરૂપ) છે એવા સ્વસંવેદન જ્ઞાન વડે
સ્વસંવેદ્ય (પોતાથી વેદાવાયોગ્ય) –ગમ્ય (જણાવાયોગ્ય) –પ્રાપ્ય (પ્રાપ્ત થવા યોગ્ય) –એવો ભરિતાવસ્થ (–
ભરેલી અવસ્થાવાળો, પરિપૂર્ણ સ્વરૂપ) છું; હું રાગ–દ્વેષ–મોહ, ક્રોધ–માન–માયા–લોભ, પાંચ ઈન્દ્રિયોનો
વિષયવ્યાપાર, મન–વચન–કાયાનો વ્યાપાર, ભાવકર્મ–દ્રવ્યકર્મ–નોકર્મ, ખ્યાતિ–પૂજા–લાભની તેમજ દ્રષ્ટ–શ્રુત–
અનુભૂત ભોગોની આકાંક્ષારૂપ નિદાન, માયા તથા મિથ્યારૂપ ત્રણ શલ્ય–ઈત્યાદિ સર્વ વિભાવ પરિણામરહિત
શૂન્ય છું. ત્રણે લોકમાં, ત્રણે કાળે શુદ્ધ નિશ્ચયનયે હું આવો છું તથા બધાય જીવો એવા છે–એમ મન–વચન–
કાયાથી તથા કૃત–કારિત–અનુમોદનથી નિરંતર ભાવના કર્તવ્ય છે.
વાર્ષિક લવાજમ છુટક અંક
ત્રણ રૂપિયા ચાર આના
• આત્મધર્મ કાર્યાલય – મોટા આંકડિયા – કાઠિયાવાડ •

PDF/HTML Page 3 of 17
single page version

background image
: ૨ : આત્મધર્મ : કારતક : ૨૪૭૪ :

વર્ષ પાંચમું : સળંગ અંક : કારતક
અંક ૫હલો : ૪૯ : ૨૪૭૪
શ્રી વીર પ્રભુનો નિર્વાણ કલ્યાણક મહોત્સવ અને
તેઓશ્રીનું અછિન્ન શાસન
(સુંદર સ્વર્ણપુરીમાં. એ રાગ)
આજે વીર પ્રભુજી નિર્વાણપદને પામીયા રે....
શ્રી ગૌતમ ગણધરજી પામ્યા કેવળજ્ઞાન, –
સુર–નર આવે નિર્વાણ કલ્યાણકને ઊજવવા રે.... આજે૦ ૧.
[સાખી]
ચરમ તીર્થંકર વીર પ્રભુ ચોવીશમાં જિનરાય,
ભારતના વીતરાગજી વિરહ પડ્યા દુઃખદાય.
આજે પાવાપુરમાં સમશ્રેણી પ્રભુ આદરી રે...
મુક્તિમાં બિરાજ્યા આજ પ્રભુ ભગવંત, –
અહીં ભરતક્ષેત્રે તીર્થંકર વિરહ પડ્યા રે... આજે૦ ૨.
ત્રીસ વર્ષે તપ આદર્યા લીધાં કેવળજ્ઞાન
અગણિત ભવ્ય ઊગારીને પામ્યા પદ નિર્વાણ.
પ્રભુજી આપે તો આપનો સ્વારથ સાધીયો રે....
અમ બાળકની આપે લીધી નહિ સંભાળ, –
અમને કેવળના વિરહામાં મૂકી ચાલીયા રે.... આજે૦ ૩.
તોપણ તુજ શાસનમહીં પાકયા અમૌલિક રત્ન,
કુંદ–અમૃત ગુરુ કહાન છે શાસન ધોરી નાથ.
જેણે તુજ શાસનને અણમૂલ ઓપ ચડાવીયા રે....
જે છે અમ સેવકના આતમ રક્ષણહાર, –
જેણે ભારતના ભવ્યોને ચક્ષુ આપીયા રે... આજે૦ ૪.
ભરતે વીર પ્રભુનું શાસન આજે ઝૂલી રહ્યું રે....
તે છે કહાન ગુરુનો પરમ પરમ પ્રતાપ, –
–જેણે વીર પ્રભુનો મુક્તિમાર્ગ શોભાવીઓ રે....
–જેની વાણીથી જયકાર નાદો ગાજતા રે.... આજે૦ પ.
(શ્રી જિનેન્દ્ર સ્તવન મંજરી. નવી આવૃત્તિ પૃ. ૪૨૯)
પુસ્તકો મંગાવનારાઓને
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર–સોનગઢ–થી રેલ્વે દ્વારા કે પોસ્ટ દ્વારા
પુસ્તકો મંગાવનારા મુમુક્ષુઓને વિનંતિ છે કે તેઓ પોતાનું પૂરું
સરનામું અને રેલ્વે સ્ટેશન સ્પષ્ટ જણાવે.
રેલ્વે સ્ટેશન ન જણાવેલું હોય તેવા પ્રસંગમાં પુસ્તક રવાના
કરવામાં ઘણી મુશ્કેલી પડે છે.
જિનવર પંથે.
અમે તો જિનવરનાં સંતાન...
જિનવર પંથે વિચરશું....
ગાતાં પ્રભુજીનાં ગુણગાન....
ઉજ્જવલ આત્માને વરશું...
જીવન વીતાવ્યું સ્વ–અર્થે જેણે,
રાજ–પૃથ્વી ત્યાગી એણે,
પામી પૂરણ દશા જ્યાં માન....
જિનવર પંથે... ૧.
સ્વતંત્રતાનાં સૂત્ર શીખવ્યાં,
ભૂલ્યા પંથીને પંથ બતાવ્યાં,
છે જ્યાં જ્ઞાન–દર્શ તપ ભાવ....
જિનવર પંથે.... ૨.
ધર્મોપદેશ દીધાં એણે,
ચાર તીર્થ સ્થાપીને જેણે,
દીધાં દ્રવ્ય–પર્યાયનાં જ્ઞાન....
જિનવર પંથે.... ૩.
રાગ–દ્વેષ જીત્યા જયકારી,
થયા આત્મ–લક્ષ્મીના સ્વામી,
પામી પ્રભુજી કેવળજ્ઞાન....
જિનવર પંથે.... ૪.
શ્રી જિનેન્દ્રસ્તવનાવલી – ચોથી આ૦ પૃ – ૯૭
સુધારો – અંક – ૪૮
પૃ. ૨૬૦ કોલમ ૨ લાઈન ૨૧–
૨૨ “ઉપાદાન–નિમિત્તનો યથાર્થ
નિર્ણય.......... આવી જાય છે” એમ
છાપેલું છે, તેને બદલે આ પ્રમાણે
સુધારીને વાંચવું; “ઉપાદાન–નિમિત્તનો
યથાર્થ નિર્ણય કરે તો તેમાં સમ્યક્
નિયત્વાદનો પણ યથાર્થ નિર્ણય આવી
જાય છે.”

PDF/HTML Page 4 of 17
single page version

background image
આ અંકના મુખપૃષ્ઠ ઉપર છાપેલા લખાણ ઉપર પૂજ્ય
સદ્ગુરુદેવશ્રીએ ‘આત્મધર્મ’ ના પાંચમા વર્ષની શરૂઆતમાં
માંગળિક તરીકે આપવા માટે કરેલું વ્યાખ્યાન: આસો સુદ ૫ રવિ.
આત્મ – ભાવના
(૧) સર્વજ્ઞના બધા શાસ્ત્રોનું તાત્પર્ય વીતરાગભાવ છે, અર્થાત્ સ્વ પદાર્થના આશ્રયરૂપ સ્વભાવભાવ
અને પર પદાર્થોની ઉપેક્ષા એ જ બધાનો સાર છે.
આ સમયસાર શાસ્ત્ર ખરેખર આત્માનો સ્વભાવ બતાવવાનું સાધન છે. આ શાસ્ત્ર જાણીને ભવ્ય જીવોએ
શું કર્તવ્ય કરવું? તે જયસેનાચાર્યદેવે બતાવ્યું છે, અને પરમાત્મ–પ્રકાશમાં પણ એ જ પ્રમાણે કહ્યું છે. બધા
શાસ્ત્રોનો સાર શું અથવા ભવ્ય જીવોનું કર્તવ્ય શું? શું પૂજા–ભક્તિ કે પર જીવની દયા વગેરે ક્રિયાઓ કર્તવ્ય છે?
તેનો ખુલાસો કરતાં આચાર્યદેવ જણાવે છે કે ભવ્ય જીવોએ નીચે મુજબ નિરંતર ભાવના રાખવી એ કર્તવ્ય છે.
(૨) सहजशुद्धज्ञानानंदैकस्वभावोऽहं એટલે કે હું સહજ શુદ્ધ જ્ઞાન ને આનંદ જેનો એક સ્વભાવ છે એવો
છું. આમ પોતાના આત્માની ભાવના ભાવવી. હું સહજ સ્વાભાવિક વસ્તુ છું. હું સ્વાભાવિક વિકારરહિત આત્મા છું.
શુદ્ધ જ્ઞાન અને આનંદ જ મારો સ્વભાવ છે, અને તે સહજ છે; મારા જ્ઞાન આનંદ માટે પરની અપેક્ષા નથી. શુદ્ધ
જ્ઞાન આનંદ સ્વભાવ છે તેની જ ભાવના કરવા જેવી છે. પર્યાયમાં અશુદ્ધતા, અધુરું જ્ઞાન કે આકુળતા છે તેની
ભાવના કરવા જેવી નથી. અશુદ્ધ પર્યાયની ભાવના છોડીને સહજ શુદ્ધજ્ઞાન સ્વભાવની જ ભાવના કરવી. જ્ઞાન
સ્વભાવ આનંદ સહિત છે. એવો જે જ્ઞાન અને આનંદરૂપ એક સ્વભાવ તે જ હું છું, મારામાં આકુળતા કે દુઃખ નથી.
અહીં (મૂળ લખાણમાં) પહેલાંં સ્વભાવ બતાવ્યો છે અને પછી વિભાવથી રહિતપણું બતાવ્યું છે. સહજ
પરિપૂર્ણ સ્વભાવ છે–તે પહેલાંં બતાવ્યો છે.
મારો સ્વભાવ એક જ છે, મારો સહજ જ્ઞાન આનંદ સ્વભાવ સદા એકરૂપ છે. વધારે રાગને મંદ રાગ
અથવા ઓછું જ્ઞાન ને વધારે જ્ઞાન–એવા જે પર્યાયના અનેક પ્રકાર છે તે મારું સ્વરૂપ નથી. હું એક જ સહજ
સ્વભાવવાળો છું. આવી ભાવનાથી પોતાના આત્માને ભાવવો, અને બધા આત્માનો સ્વભાવ પણ આવો જ
છે–એમ ભાવના કરવી. હું સહજ જ્ઞાન આનંદ સ્વરૂપ છું અને જગતના બધા આત્માઓ પણ એવા જ છે. રાગ–
દ્વેષ કે અપૂર્ણતા કોઈ આત્માનું સ્વરૂપ નથી. આ પ્રમાણે સહજ જ્ઞાનાનંદ એક સ્વરૂપે પોતાના આત્માને ભાવવો
એ જ સદા કર્તવ્ય છે અને તે જ મુક્તિની ક્રિયા છે.
(૩) निर्विकल्पोऽहं એટલે કે હું નિર્વિકલ્પ છું–આમ પોતાના આત્માની ભાવના ભાવવી. હું સંકલ્પ–
વિકલ્પથી રહિત–નિર્વિકલ્પ છું; દયા–ભક્તિના કે હિંસાદિના કોઈ વિકલ્પ મારા સ્વરૂપમાં નથી. દયાદિની લાગણી થાય
તે હું–એવો સંકલ્પ મારામાં નથી, અને જ્ઞેયોના ભેદને લીધે મારા જ્ઞાનમાં પણ ભેદ પડી જાય છે–એવી માન્યતારૂપ
વિકલ્પ પણ મારામાં નથી. હું સંકલ્પ–વિકલ્પરહિત નિર્વિકલ્પ સ્વભાવ છું; અને જગતના બધા જ આત્મા આવા જ
છે. હું મારા સહજસ્વભાવમાં ઢળીને મારા આત્માને તો નિર્વિકલ્પ અનુભવું છું, અને જ્યારે પર લક્ષ થાય ત્યારે
જગતના બધા આત્માનો પણ નિર્વિકલ્પસ્વભાવ છે એમ હું જાણું છું. તેના વર્તમાન પર્યાયમાં દોષ હોય તે તેનું સ્વરૂપ
નથી. જીવનું સ્વરૂપ તો સર્વ સંકલ્પ–વિકલ્પરહિત છે. આવા આત્મસ્વભાવની ભાવના સદા કરવા યોગ્ય છે.
(૪) उदासीनोऽहं એટલે કે હું ઉદાસીન છું–આમ પોતાના આત્માની ભાવના ભાવવી. હું બધાય પર દ્રવ્યોથી
ઉદાસીન છું. મારો સ્વભાવ કર્મોથી ઉદાસીન છે, દેવ–ગુરુ–શાસ્ત્રથી ઉદાસીન છે અને રાગાદિ વિકારથી પણ ઉદાસીન
છે. મારા સહજ જ્ઞાનાનંદ સ્વભાવને કોઈની અપેક્ષા નથી, કોઈ નિમિત્તની પણ અપેક્ષા નથી; હું તદ્ન નિરપેક્ષ છું.
(૫) સહજ શુદ્ધ જ્ઞાન–આનંદ સ્વરૂપ, નિર્વિકલ્પ અને ઉદાસીન એવો જે પોતાનો સ્વભાવ છે તેનું વેદન–
જ્ઞાન ને પ્રાપ્તિ કઈ રીતે થાય–તેની ભાવના હવે કહે છે–
ખાસ વિનંતિ
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તરફથી ગુજરાતી ‘આત્મધર્મ’ માસિકના પ્રચારની તથા એક પુસ્તિકાના
પ્રચારની યોજના કરવામાં આવી છે, તે માટે ૫૦૦૦ સરનામાની જરૂર છે; તેથી આત્મધર્મના સર્વ વાચકોને અને
શ્રી જૈન અતિથિ સેવા સમિતિના સર્વે મેમ્બરોને વિનંતિ છે કે–જેટલાં મળી શકે તેટલાં તત્ત્વપ્રેમી મુમુક્ષુઓનાં,
ધાર્મિક સંસ્થાઓનાં, ત્યાગીઓનાં ઉપદેશકોનાં, વિદ્વાનોનાં, તેમજ ડોકટરો, વકીલો અધિકારીઓ, શિક્ષકો, તથા
વાંચનાલયોના પૂરા નામો તથા સરનામાઓ વહેલાસર આત્મધર્મ કાર્યાલય મોટા આંકડિયા તરફ મોકલી આપે.
રામજી માણેકચંદ દોશી પ્રમુખ શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ

PDF/HTML Page 5 of 17
single page version

background image
: ૪ : આત્મધર્મ : કારતક : ૨૪૭૪ :
निजनिरंजनशुद्धात्मसम्यक्श्रद्धानज्ञानानुष्ठानरूपनिश्चय–रत्नत्रयात्मकनिर्विकल्पसमाधिसं जात–
वीतरागसहजानंदरूपसु–स्वानुभूतिमात्रलक्षणेन स्वसंवेदनज्ञानेन स्वसंवेद्यो गम्यः प्राप्यो भरितावस्थोऽहं
એટલે કે હું નિજનિરંજન શુદ્ધ આત્માના સમ્યક્શ્રદ્ધાન–જ્ઞાન–અનુષ્ઠાનરૂપ નિશ્ચયરત્નત્રયાત્મક જે નિર્વિકલ્પ
સમાધિ તેનાથી ઉત્પન્ન વીતરાગસહજાનંદરૂપ સુખની અનુભૂતિ માત્ર જેનું લક્ષણ (–સ્વરૂપ) છે એવા
સ્વસંવેદનજ્ઞાન વડે સ્વસંવેદ્ય ગમ્ય પ્રાપ્ય–એવો ભરિતાવસ્થ છું. –આમ પોતાના આત્માની ભાવના ભાવવી.
મારો પરિપૂર્ણ સ્વભાવ છે તે મારા જ સ્વસંવેદન જ્ઞાનથી અનુભવાય છે, જણાય છે ને પ્રાપ્ત થાય છે, તેમાં અન્ય
કોઈની જરૂર નથી. મારી જેમ જગતમાં અનંત આત્માઓ છે તેમનો સ્વભાવ પણ પરિપૂર્ણ છે, અને તેમને પણ
સ્વસંવેદનજ્ઞાનથી જ તેની પ્રાપ્તિ થાય છે, બીજો કોઈ ઉપાય નથી.
પહેલાંં કહ્યું કે ‘નિજ’ એટલે કે મારો આત્મા; જગતમાં અનંત આત્માઓ છે તે નહિ પણ મારો જ
આત્મા; તે કેવો છે? નિરંજન છે. રાગ–દ્વેષ–મોહરૂપી ભાવ–કર્મ, દ્રવ્યકર્મ તેમ જ નોકર્મથી રહિત મારો સ્વભાવ
છે. એવા મારા શુદ્ધ આત્મસ્વભાવની સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન–સ્થિરતા તે જ નિશ્ચયરત્નત્રય છે. એવા
નિશ્ચયરત્નત્રયસ્વરૂપ નિર્વિકલ્પ સમાધિ વડે જે સ્વસંવેદન જ્ઞાન થાય છે તેનાથી જ આત્મા વેદાય છે–જણાય છે–
ને પ્રાપ્ત થાય છે; બીજી કોઈ રીતે શુદ્ધાત્મા વેદાતો નથી–જણાતો નથી ને પ્રાપ્ત થતો નથી. પોતાના નિરંજન
સ્વરૂપની સાચી શ્રદ્ધા જ્ઞાન અને તેમાં જ લીનતારૂપ–તન્મયતારૂપ ચારિત્ર એવા નિશ્ચયરત્નત્રય જ
આત્મસ્વભાવની પ્રાપ્તિનો ઉપાય છે, વ્યવહારરત્નત્રય પણ ઉપાય નથી. વ્યવહાર રહિત–વિકલ્પ રહિત–મનના
અવલંબન રહિત–ગુણ ભેદ રહિત એવા નિજ સ્વભાવની શાંતિથી ઉત્પન્ન થયેલો જે સહજ આનંદનો અનુભવ તે
જ આત્માનું સ્વસંવેદન છે. અને એવા આત્મસ્વભાવના સ્વસંવેદન વડે જ વેદાઉ છું–જણાઉં છું તે પ્રાપ્ત થાઉં છું.
હું મારી જ નિર્મળ અવસ્થાથી વેદાઉં છું–જણાઉં છું ને પ્રાપ્ત થાઉં છું, કોઈ અન્યથી હું જણાતો–વેદાતો કે
પ્રાપ્ત થતો નથી, તેથી હું ભરિત–અવસ્થ છું, મારા સ્વભાવથી હું પરિપૂર્ણ છું.
જગતના બધા જીવો પણ ભરિતાવસ્થ–પરિપૂર્ણ છે; તેઓ પણ પોતાના આત્માની નિશ્ચયરત્નત્રયાત્મક
અનુ–ભૂતિથી જ સંવેદ્ય છે, જણાવાયોગ્ય છે ને પ્રાપ્ત થવા યોગ્ય છે. હું સહજ શુદ્ધ જ્ઞાનાનંદ છું, હું પરથી પ્રાપ્ત
થવા યોગ્ય નથી, ને મારાથી પર પદાર્થો પ્રાપ્ત થવા યોગ્ય નથી. હું મારા સ્વભાવના સ્વસંવેદન જ્ઞાન વડે જ
ગમ્ય છું, પણ મનના વિકલ્પોથી, દેવ, ગુરુ, શાસ્ત્રની શ્રદ્ધાથી, અગીઆર અંગના જ્ઞાનથી કે પંચ મહાવ્રતથી
જણાઉં તેવો હું નથી. આવી ભાવના જ કર્તવ્ય છે. નિશ્ચયરત્નત્રયસ્વરૂપ સ્વસંવેદન જ્ઞાન સિવાય બધા વ્યવહાર
અને ક્રિયાકાંડના આમાં મીંડા વળે છે, આ જ સાચી ક્રિયા છે.
મારા આત્માના જ સ્વસંવેદન જ્ઞાનથી જણાવાયોગ્ય, વેદાવાયોગ્ય અને પ્રાપ્ત થવા યોગ્ય એવો હું ભરિત–
અવસ્થ છું–અવસ્થાઓથી ભરપૂર છું અને પરિપૂર્ણ સ્વરૂપે છું. આવું પરિપૂર્ણ સ્વરૂપ છે તે જ ભાવના કરવા
યોગ્ય છે, અપૂર્ણતા કે વિકારની ભાવના કરવા જેવી નથી.
(૬) આ રીતે, પહેલાંં ‘સ્વભાવથી ભરેલો–પરિપૂર્ણ છું’ એમ અસ્તિથી કહ્યું, હવે ‘મારો સ્વભાવ સર્વ
વિભાવોથી ખાલી–શૂન્ય છે’ એમ નાસ્તિથી કથન કરે છે. સ્વભાવથી ભરપૂર અને વિકારથી શૂન્ય એમ અસ્તિ–
નાસ્તિ દ્વારા આત્મસ્વભાવની ભાવનાનું વર્ણન છે.
रागद्वेषमोह–क्रोधमानमायालोभ–पंचेन्द्रियविषयव्यापार–मनोवचनकायव्यापार–भावकर्मद्रव्यकर्मनो–
कर्मख्यातिपूजालाभ–द्रष्टश्रुतानुभूतभोगाकांक्षारूपनिदानमायामिथ्याशल्यत्रयादिसर्व–विभावपरिणामरहित
शून्योऽहं
એટલે કે હું રાગદ્વેષ મોહ, ક્રોધમાનમાયાલોભ, પાંચ ઈન્દ્રિયોનો વિષયવ્યાપાર–મનવચનકાયાનો
વ્યાપાર, ભાવકર્મ–દ્રવ્યકર્મનોકર્મ, ખ્યાતિપૂજાલાભની તેમ જ દ્રષ્ટશ્રુત અનુભૂત ભોગોની આકાંક્ષારૂપ
નિદાનમાયા મિથ્યારૂપ ત્રણ શલ્ય–ઈત્યાદિ સર્વ વિભાવ પરિણામરહિત શૂન્ય છું. –આમ પોતાના આત્માની
ભાવના ભાવવી.
રાગ–દ્વેષ અને મોહ એટલે કે સ્વરૂપમાં અસાવધાની તે મારું સ્વરૂપ નથી. મારું સ્વરૂપ રાગ–દ્વેષ–મોહથી
ખાલી છે. વ્યવહાર શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રરૂપ પરિણામ પણ મારું સ્વરૂપ નથી. વ્યવહારરત્નત્રયની વૃત્તિ ઊઠે તે
આત્માનો વેપાર નથી. ક્રોધ, માન, માયા, લોભથી પણ હું ખાલી છું; ક્રોધાદિ આકુળભાવ મારામાં નથી.
હું પાંચ ઈન્દ્રિયોના વિષય વ્યાપારથી રહિત છું. જેટલા પાંચ ઈન્દ્રિયોના વિષય છે તે હું નથી. પાંચ
ઈન્દ્રિયો વડે જે જ્ઞાન થાય તે પણ મારું સ્વરૂપ નથી,

PDF/HTML Page 6 of 17
single page version

background image
: કારતક : ૨૪૭૪ : આત્મધર્મ : ૫ :
અને તે જ્ઞાનવડે જે જણાય તે પણ હું નથી. વળી મન–વચન–કાયાનો વેપાર મારામાં નથી. શરીરની ક્રિયાઓ,
વાણીની પ્રવૃત્તિ કે મનના વિકલ્પો–એ બધાથી હું ખાલી છું. મનના લક્ષે જે વિકલ્પો થાય તે હું નહિ; હું નિર્વિકલ્પ
છું, મારો વેપાર ચૈતન્ય છે.
હું ભાવકર્મ–દ્રવ્યકર્મ ને નોકર્મથી રહિત છું. કોઈ પણ વિકારી ભાવ થાય તે મારા સ્વભાવમાં નથી; નોકર્મ
એટલે શરીરાદિ હું નથી. અને આઠ પ્રકારના દ્રવ્યકર્મ પણ હું નથી.
અહીં ‘હું આવો છું અને આવો નથી’ એમ માત્ર વિકલ્પની વાત નથી, પણ દ્રવ્યદ્રષ્ટિના જોરે પર્યાયદ્રષ્ટિ
છોડાવે છે. પર્યાયદ્રષ્ટિ છોડીને પરિપૂર્ણ સ્વભાવનો અનુભવ કરવો તે જ બધાનો સાર છે, તે જ કર્તવ્ય છે. અહીં
અસ્તિ–નાસ્તિવડે સ્વભાવની ભાવનાનું વર્ણન કર્યું છે.
મારા આત્મામાં ખ્યાતિ–પૂજા–લાભની આકાંક્ષા નથી. ખ્યાતિ એટલે પ્રસિદ્ધિ; મારું સ્વરૂપ જ મારામાં
પ્રસિદ્ધ છે, બાહ્ય પ્રસિદ્ધિની કાંક્ષાથી હું શૂન્ય છું. બહારમાં પ્રસિદ્ધિની આકાંક્ષારૂપ પરિણામ થાય તે હું નથી,
મારામાં તે પરિણામની નાસ્તિ છે. પૂજા કે લાભની આકાંક્ષા પણ મારામાં નથી. પર્યાયમાં અમુક વિભાવ
પરિણામ થતા હોય, છતાં તેનો સ્વભાવની ભાવનામાં નિષેધ છે. પર્યાયમાં વિકાર થાય તેની ભાવના ન હોય,
ભાવના તો પરિપૂર્ણ શુદ્ધ સ્વભાવની જ હોય.
દેખેલા, સાંભળેલા કે અનુભવેલા એવા જે ભોગ તેની ઈચ્છારૂપી નિદાનશલ્યથી હું ખાલી છું. ‘દેખેલા’
કહેતાં દર્શન આવ્યું, ‘સાંભળેલા’ કહેતાં શ્રુતજ્ઞાન આવ્યું અને ‘અનુભવેલ’ કહેતાં ચારિત્ર આવ્યું. શ્રદ્ધા–જ્ઞાન
અને ચારિત્ર વડે સ્વરૂપના સહજ સુખનો ભોગવટો કરવો તે મારું કર્તવ્ય છે, હું પરપદાર્થોના ભોગની
આકાંક્ષાથી રહિત છું. વળી મારામાં માયા કે કપટરૂપી શલ્ય નથી. સ્વરૂપને પ્રાપ્ત કરવામાં શલ્યરૂપ મિથ્યાત્વ,
માયા ને નિદાન તેઓ મારામાં નથી.
ઉપર કહ્યા તે વિભાવો અને બીજા પણ સર્વે વિભાવોથી હું ખાલી છું ને સ્વભાવથી પૂરો છું. ત્રિકાળ હું આવો
જ છું, વર્તમાનમાં–અત્યારે પણ હું આવો જ છું. મારામાં રાગાદિ નથી. બધા આત્માઓ પણ આવા જ છે–એમ
ભાવના કરવી તે કર્તવ્ય છે. આ જ સર્વજ્ઞના શાસનનો સાર છે, દિવ્યધ્વનિનું તાત્પર્ય છે, બાર અંગનો નિચોડ છે.
હું સ્વભાવથી ભરપૂર ને સર્વ વિભાવથી ખાલી છું, હું સ્વભાવની ભાવના સિવાય બીજી સર્વ ભાવનાથી
રહિત છું, મારા આત્મામાં કોઈ પણ ફળની વાંછા નથી. સહજ સ્વરૂપથી હું જ્ઞાન–આનંદમય છું, સર્વ વિભાવથી
રહિત–વિકારથી રહિત, ઉપાધિથી રહિત, દયા, દાન, જપ, તપ, વ્રત વગેરેથી રહિત, હિંસાદિથી રહિત, નિમિત્તોની
અપેક્ષાથી રહિત અને વ્યવહાર–રત્નત્રયથી રહિત છું. ભરિત–અવસ્થા એટલે મારા સ્વભાવથી ભરેલો–પરિપૂર્ણ છું
અને વિભાવથી શૂન્ય છું. આવી જ સ્વભાવ–ભાવના બધા સમ્યગ્દ્રષ્ટિઓ ભાવે છે, આવી જ ભાવના ભાવવાથી
સમ્યગ્દ્રષ્ટિ થવાય છે. આવા સ્વભાવની ભાવના સિવાય બીજી કોઈ ભાવનાથી સમ્યગ્દર્શન થાય નહિ.
(૭) આ ભાવનામાં બે ભાગ આવ્યા. પહેલાં ભાગમાં પરિપૂર્ણ સ્વભાવની અસ્તિ બતાવી, ને બીજા
ભાગમાં સર્વ વિભાવની નાસ્તિ બતાવી. એ રીતે અસ્તિ–નાસ્તિ વડે પૂરો સ્વભાવ બતાવ્યો–એ જ અનેકાંત છે.
આમાં પૂરો આત્મસ્વભાવ બતાવતાં ગૌણપણે નિર્મળ પર્યાયનું અને વિકારી પર્યાયોનું પણ વર્ણન આવી ગયું. શું
આદરવા જેવું છે ને શું છોડવા જેવું છે તે પણ આવી ગયું. કોની ભાવના કર્તવ્ય છે તે પણ આવી ગયું. સર્વસત્–
શાસ્ત્રોનો પ્રયોજનભૂત સાર આમાં આવી જાય છે.
(૮) ‘ઉપર જેવા પરિપૂર્ણ આત્માની ભાવના કરવાનું કહ્યું તેવો પરિપૂર્ણ તો સિદ્ધદશામાં હોય, અત્યારે
તો રાગી ને અપૂર્ણ જ છે’ –એમ કોઈ માને તો તેના સમાધાન માટે વિશેષ ખુલાસો કરે છે; અને ઉપર કહેલી
ભાવના જ નિરંતર કર્તવ્ય છે એમ હવે કહે છે:–
जगत्त्रये कालत्रयेऽपि मनोवचनकायैः कृतकारितानुमतैश्च शुद्धनिश्चयनयेन तथा सर्वेऽपि जीवाः
इति निरंतर भावना कर्तव्येति એટલે કે ત્રણ લોકમાં, ત્રણે કાળે શુદ્ધનિશ્ચયનયે હું આવો (–સ્વભાવથી ભરેલો
અને વિભાવથી ખાલી) છું તથા બધા જીવો એવા છે–એમ મન–વચન–કાયાથી તથા કૃત–કારિત–અનુમોદનાથી
નિરંતર ભાવના કર્તવ્ય છે.
સિદ્ધ થાઉં ત્યારે જ નહિ પણ ત્રણે લોકમાં અને ત્રણે કાળમાં હું સ્વભાવથી પરિપૂર્ણ જ છું; પૂર્વે નિગોદ
દશા વખતે પણ હું પુરો જ હતો. પહેલાંં મારી આંખ બંધ હતી (અજ્ઞાન હતું) તેથી મને મારી પૂર્ણતાનું ભાન ન
હતું, પણ જ્યાં આંખ ઉઘડી (સમ્યગ્જ્ઞાન થયું) ત્યાં પૂર્ણતાનું ભાન થયું, અજ્ઞાનદશા વખતે પણ હું તો

PDF/HTML Page 7 of 17
single page version

background image
: ૬ : આત્મધર્મ : કારતક : ૨૪૭૪ :
પૂરો જ હતો. શુદ્ધ નિશ્ચયનયથી હું સદાય સર્વત્ર પરિપૂર્ણ છું અને સર્વે જીવો પણ એવા જ છે–આમ ભાવના
કરવી. જ્યાં બધા જ જીવો પરિપૂર્ણ છે–રાગાદિ ભાવો કોઈ પણ જીવનું સ્વરૂપ નથી–તો પછી કયા જીવ ઉપર હું
રાગ કરું? ને કયા જીવ ઉપર હું દ્વેષ કરું? એટલે એ ભાવનામાં વીતરાગતાનો જ અભિપ્રાય આવ્યો.
પ્રશ્ન:– પર્યાયમાં દોષ તો છે, તો એ પર્યાય ક્યાં ગયો?
ઉત્તર:– ભાઈ, પર્યાયમાં દોષ છે તેની તો જ્ઞાનીને ખબર છે, પરંતુ દોષની ભાવના કરવાથી તે દોષ ટળે?
કે દોષરહિત પૂરા સ્વભાવની ભાવનાથી દોષ ટળે? પર્યાયમાં દોષ હોવા છતાં સ્વભાવ પરિપૂર્ણ છે ને દોષરહિત
છે, એ સ્વભાવની જ ભાવના કર. સ્વભાવની ભાવના વડે પર્યાયના દોષને છોડાવે છે. શુદ્ધ નિશ્ચયનયથી પૂરો
સ્વભાવ છે તેની ભાવના કર્તવ્ય છે, ને વ્યવહારની ભાવના છોડવા જેવી છે. વ્યવહાર શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રની
ભાવનાને પણ ઉડાડી દે. અવસ્થામાં વ્યવહાર છે–પણ તેની અહીં ભાવના જ નથી, સ્વભાવની જ ભાવનાથી
અવસ્થાના વિકલ્પને ઉડાડે છે. જ્યાં અવસ્થા પોતે જ સ્વભાવની ભાવનામાં લીન થઈ ત્યાં દોષ ક્યાં રહ્યો?
ત્રણે કાળે અને ત્રણે લોકમાં હું શુદ્ધ જ્ઞાન–આનંદ સ્વરૂપ જ છું અને બધાય જીવનો અસલી સ્વભાવ
પૂરેપૂરો અને વિકારથી શૂન્ય છે, વિકારને અમે જીવ કહેતા જ નથી. આવી રીતે આત્મસ્વરૂપની ભાવના ભાવવી.
મનથી વચનથી ને કાયાથી એ જ ભાવના ભાવવી વિકલ્પ ઊઠે તો પરિપૂર્ણ સ્વભાવનો જ મહિમા કરવો,
વચન વડે પણ પરિપૂર્ણ સ્વભાવની જ ભાવના કરવી ને શરીરની ચેષ્ટામાં પણ એ જ ભાવના કરવી. પરિપૂર્ણ
સ્વભાવ સિવાય કોઈ પુણ્ય–પાપની, વ્યવહારની કે પરદ્રવ્યની ભાવના મનથી કરવી નહિ, વાણીથી કહેવી નહિ, ને
શરીરની ચેષ્ટાથી પણ તેની ભાવના બતાવવી નહિ. પર જીવ તરફનો વિકલ્પ ઊઠે તો તે જીવ પણ પરિપૂર્ણ
સ્વભાવવાળો છે–એમ ભાવના કરવી નિગોદ કે સર્વાર્થ–સિદ્ધિ, એકેન્દ્રિય કે પંચેન્દ્રિય, દીન કે મોટો રાજા, નિર્ધન કે
સધન, મૂર્ખ કે પંડિત, બાળક કે વૃદ્ધ, નારકી કે દેવ, તિર્યંચ કે મનુષ્ય–એ બધાય આત્માઓનો સ્વભાવ સહજ
જ્ઞાનાનંદમય પરિપૂર્ણ જ છે, પર્યાયનો વિકાર તે તેમનો સ્વભાવ નથી. મન–વચન–કાયાથી પોતાના તેમ જ પરના
આત્માને આવી જ રીતે ભાવવો. પોતે આવી ભાવના કરવી, ને બીજા પાસે પણ આવી જ ભાવના કરાવવી અને
અનુમોદન પણ આવી જ ભાવનાનું કરવું. કોઈ વ્યવહારની ભાવના કરવી નહિ, કરાવવી નહિ ને અનુમોદવી
નહિ. મનથી સારી માનવી નહિ, વચનથી તેનાં વખાણ કરવા નહિ ને કાયાની ચેષ્ટાથી તેને સારી બતાવવી નહિ.
સર્વ પ્રકારે પોતાના પરિપૂર્ણ સ્વભાવની જ ભાવના કરવી. આવી ભાવના જ નિરંતર કર્તવ્ય છે.
(૯) સમયસાર શાસ્ત્ર જાણીને આવી ભાવના જ ભવ્યજનોનું કર્તવ્ય છે. જિનેન્દ્રદેવે કહેલા બધા શાસ્ત્રો
જાણીને આ જ કરવાનું છે. પ્રશ્ન:– આવી ભાવના કરે પછી તો વ્રત–તપ આવે કે નહિ? ઉત્તર:– પરિપૂર્ણ આત્મ–
સ્વભાવની ભાવના એ જ ધર્મીનું કર્તવ્ય છે. વ્રત–તપના શુભરાગની ભાવના કર્તવ્ય નથી. એકલા સ્વભાવની
ભાવનાથી જ સમ્યગ્દર્શન અને મુક્તિ થાય છે. જીવનમાં આ જ કર્તવ્ય છે. સ્વભાવની ભાવના સિવાય બીજી
કોઈ ભાવના ધર્માત્માનું કર્તવ્ય નથી.
બાર અંગ અને ચૌદ પૂર્વ જાણીને આ જ કર્તવ્ય છે. આત્મસ્વભાવની ભાવના એ જ સર્વનો સાર છે. એ
સિવાય વ્રત–તપ–ત્યાગ–શાસ્ત્રનું ભણતર એ બધું નિષ્ફળ છે. પહેલેથી છેલ્લે સુધી આ જ કર્તવ્ય છે. બધાય
તીર્થંકરો, ગણધરો, સંતો, શ્રાવકો અને સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્માઓ આ જ કર્તવ્ય કરીને મુક્તિ પામ્યા છે. આ જ
ભાવના ભાવવાથી સમ્યગ્દર્શન પ્રગટે છે. માટે નિરંતર આ ભાવના જ બધાં ય જીવોનું કર્તવ્ય છે.
(૧૦) શ્રી મહાવીર ભગવાનનો નિર્વાણ કલ્યાણક મહોત્સવ નજીક આવે છે. આજે પચીસ દિવસ પહેલાંં
તે મહા માંગળિક ઉત્સવનો માંડવો નાખ્યો. મહાવીરપ્રભુએ પણ આવી ભાવનાથી જ સિદ્ધદશા સાધી હતી.
આવી જ ભાવનાથી પરમાત્મસ્વભાવ જણાય છે, ને એ જાણ્યા પછી પણ આ ભાવના જ કર્તવ્ય છે, બીજું જે
કાંઈ વચ્ચે આવી પડે તે કર્તવ્ય નથી. જેને આવા સ્વભાવનો વિવેક થાય તેને જ બધાય વ્યવહારનો વિવેક થઈ
જાય, પણ આવા ભાન વગર વ્યવહારની પણ સાચી ખબર પડે નહિ. આવી સ્વભાવ ભાવનામાં જ દયા,
સામાયિક, વગેરે સર્વ ધર્મની ક્રિયાઓ સમાઈ જાય છે; આના વગર સામાયિક પૌષધ–દયા વગેરે જે કાંઈ કરે તે
બધું ચક્કરડાં છે–તેમાં ધર્મ નથી–કલ્યાણ નથી–માટે–
દરેક જીવોએ સદાય સર્વ પ્રકારે ઉપર મુજબ પોતાના આત્મસ્વભાવની ભાવના ભાવવી એ જ કર્તવ્ય છે
અને એ જ મહાન મંગળ છે.

PDF/HTML Page 8 of 17
single page version

background image
પંડિત પ્રવર શ્રી ટોડરમલજી કૃત :– મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથ ઉપર
પરમ પૂજ્ય શ્રી કાનજી સ્વામીએ આપેલા પ્રવચનોમાંથી
: કારતક : ૨૪૭૪ : આત્મધર્મ : ૭ :
અનેરી વાણી.
જ્ઞાની સમજાવે છે કે – આત્માના સ્વભાવમાં રાગદ્વેષ નથી
એક વખત એક માણસને ડાબા પગે ગૂમડું થયું, વાણંદ તેને હમેશાં પાટો બાંધવા આવે. જ્યારે તે ડાબા
પગને અડે ત્યારે તે માણસ બૂમ પાડવા માંડે, એમ કરતાં કરતાં ડાબા પગનું ગૂમડું લગભગ રુઝાઈ ગયું છતાં
તેને બૂમ પાડવાની ટેવ પડી ગઈ તેથી બૂમ પાડે. એક વખત તે વાણંદ તે માણસના જમણા પગને પડ્યો, તો
ત્યાં પણ તેણે રાડ પાડી.... ત્યારે વાણંદે તેને કહ્યું કે અરે ભાઈ! તારા ડાબા પગનું ગૂમડું કાંઈ જમણા પગે ન
આવી જાય, તું મફતનો રાડ પાડે છે, તને ખોટી રાડ પાડવાની ટેવ પડી ગઈ છે. પોતાને પીડા થાય છે કે નથી
થતી તે જાણવાની દરકાર કરતો નથી, પણ માત્ર હાથ અડે ત્યારે દુઃખ માનીને રાડ પાડવાની ટેવ પડી ગઈ છે.
જેમ જમણા પગનું ગૂમડું ડાબા પગે ન આવે તેમ પૂર્વની પર્યાયના રાગ–દ્વેષ વર્તમાન પર્યાયમાં આવતા
નથી, પોતે વર્તમાન–વર્તમાન નવા નવા રાગ–દ્વેષ કરતો આવે છે. પણ જો વર્તમાનમાં જ સ્વભાવના લક્ષે
એકાગ્ર થાય તો રાગદ્વેષ થાય નહિ. આત્માના સ્વભાવમાં રાગદ્વેષ નથી, પર વસ્તુ રાગ–દ્વેષ કરાવતી નથી
તેમજ એક પર્યાયના રાગદ્વેષ લંબાઈને બીજી પર્યાયમાં આવી જતા નથી. પણ અજ્ઞાનીને રાગરહિત
આત્મસ્વભાવની દ્રષ્ટિ નહિ હોવાથી તે એમ માની બેઠો છે કે પૂર્વ પર્યાયના રાગદ્વેષ ચાલ્યા આવે છે. તેની એવી
માન્યતાને લીધે તેનો પુરુષાર્થ રાગદ્વેષમાં જ અટકી ગયો છે અને તેને ત્યાં જ એકત્વબુદ્ધિ થઈ ગઈ છે તે
એકત્વબુદ્ધિ છોડાવીને સ્વભાવમાં અભેદદ્રષ્ટિ કરાવવા માટે જ્ઞાનીઓ તેને સમજાવે છે કે, હે ભાઈ તારા
સ્વભાવમાં રાગ–દ્વેષ નથી, અને વર્તમાન પર્યાયમાં રાગ–દ્વેષ થાય તેનો બીજા સમયે અભાવ જ થઈ જાય છે, તું
મફતનો ભ્રમથી રાગ–દ્વેષને તારું સ્વરૂપ માની રહ્યો છો. તું વિચાર કે એ રાગાદિ પરિણામો કેટલાં અનિત્ય છે?
કોઈ પણ વૃત્તિ ટકી રહેતી નથી, માટે એવું તારું સ્વરૂપ ન હોઈ શકે. એમ જો તું તારા રાગ રહિત ચૈતન્ય
સ્વભાવનો વિશ્વાસ કર તો તારી પર્યાયમાંથી પણ રાગ–દ્વેષ ટળવા માંડશે. તારા સ્વભાવના લક્ષે પર્યાયમાં પણ
વીતરાગતાની જ ઉત્પત્તિ થશે. માટે તું રાગ–દ્વેષ રહિત શુદ્ધ જ્ઞાયક સ્વભાવની ઓળખાણ અને શ્રદ્ધા કર. –એ જ
દુઃખ ટાળવાનો ઉપાય છે. જીવે કદી પોતા તરફ જોવાની દરકાર જ કરી નથી કે, આ રાગ–દ્વેષ તો નવા થાય છે કે
એકને એક જ સદાય ચાલ્યાં આવે છે? અને એમ રાગ–દ્વેષ સ્વભાવમાં છે કે નથી? રાગ–દ્વેષ પોતાના ઊંધા
પુરુષાર્થથી નવા નવા થાય છે અને સ્વભાવમાં તે નથી–એમ નક્કી કરીને જો સ્વભાવ તરફ ઢળે તો રાગથી
ભિન્ન સ્વભાવ કેવો છે તેનો અનુભવ થાય.
માત્ર ઉપયોગ બદલાવાનો છે.
આ ધર્મમાં શું કરવાનું આવ્યું? પ્રથમ, જડનું તો કાંઈ આત્મા કરતો નથી, અને જડમાં કાંઈ આત્માનો
ધર્મ થતો નથી. અમુક પુણ્ય કર કે દાન કર કે ભક્તિ કર–એમ પણ કહ્યું નહિ, કેમકે તે બધાય વિકાર છે–ધર્મ
નથી. પણ, પોતાના ચૈતન્ય ઉપયોગને પર તરફ વાળીને ત્યાં લીન થઈ રહ્યો છે
ते उपयोगने स्वभाव तरफ
वाळीने त्यां ज लीन करवानो छे। ‘પુણ્ય–પાપ મારાં’ એવી માન્યતા કરીને પોતાના ઉપયોગને ત્યાં રોકી દીધો
છે, તે જ અધર્મ છે; તે ઉપયોગને સ્વભાવમાં વાળીને ‘શુદ્ધ ચૈતન્યમૂર્તિ સ્વભાવ તે જ હું’ એવી સ્વભાવ તરફની
શ્રદ્ધા જ પ્રથમ કરવાની છે અને તે જ પહેલો ધર્મ છે. અને ત્યારપછી પણ બહારમાં કાંઈ કરવાનું આવતું નથી
તેમ જ વ્રત–તપાદિના શુભરાગ આવે તે પણ ધર્મીનું કર્તવ્ય નથી પરંતુ જે શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા કરી છે તે જ
શુદ્ધ સ્વભાવમાં ઉપયોગને લીન કરવો તે જ સમ્યક્ચારિત્ર અને કેવળજ્ઞાનનો માર્ગ છે. ધર્મની શરુઆતથી
પૂર્ણતા સુધી એક જ ક્રિયા છે કે ‘શુદ્ધાત્મસ્વભાવમાં ચૈતન્ય ઉપયોગને લીન કરવો;’ એ સિવાય બીજી કોઈ ક્રિયા
ધર્મમાં આવતી નથી. જેટલી સ્વભાવમાં લીનતા તેટલો ધર્મ છે–લીનતાની કચાશ તેટલો દોષ છે.
બોમ્બમારો ને તેનાથી બચવાનો ઉપાય
અજ્ઞાની જીવ જગતમાં ક્યાં બોમ્બ પડ્યો અને કયા દેશનો ક્યો બંગલો ભસ્મીભૂત થયો–એને તો
હોંશથી જાણવાની દરકાર કરે છે, પરંતુ અનંત ગુણરૂપી બંગલાથી

PDF/HTML Page 9 of 17
single page version

background image
: ૮ : આત્મધર્મ : કારતક : ૨૪૭૪ :
ભરેલા પોતાના આત્મપ્રદેશમાં ક્ષણે ક્ષણે ઊંધી માન્યતારૂપી ભયંકર બોમ્બ પોતે ફેંકી રહ્યો છે અને
આત્માની અનંતી શક્તિનો ઘાત કરી રહ્યો છે તેને તો જોવાની દરકાર કરતો નથી અને એ બોમ્બમારાથી
બચવાનો પ્રયત્ન કરતો નથી. હે જીવ! બહારમાં બોમ્બ પડે તેનું નુકશાન તારા આત્માને કાંઈ નથી, પણ તારા
આત્મામાં ઊંધી માન્યતારૂપી બોમ્બથી તારી જ્ઞાનશક્તિ હણાય છે તેનું જ તને નુકશાન છે, એનાથી બચવા તું
સાચી શ્રદ્ધાનો પ્રયત્ન કર. તારી અંદર ચૈતન્ય ગુફાનો આશ્રય કર તો તેમાં કોઈ બોમ્બ લાગી શકે નહિ.
જગતમાં જડ ઉપર બોમ્બમારા થાય તેનાથી તો બચવાનો પ્રયત્ન (ભાવ) કરે છે, પરંતુ પોતાના આત્માની
સાચી ઓળખાણના અભાવે ગુણ સ્વરૂપ ઉપર બોમ્બ પડી રહ્યા છે અને ક્ષણે ક્ષણે ગુણની શક્તિ ઘટતી જાય છે
તેની તો સંભાળ કર. બહારના બોમ્બથી બચવાનો તારો પ્રયાસ તો નિષ્ફળ છે, બહારના બોમ્બથી બચી જવાનું
થઈ જાય તોપણ તેનાથી તારા આત્માને કિંચિત્ લાભ નથી. અંતરમાં ઊંધી માન્યતારૂપી બોમ્બથી બચવું તે જ
સાચું આત્મકલ્યાણ છે.
જગતના ઘણાં જીવોને આત્મકલ્યાણની દરકાર જ નથી. માત્ર દેહદ્રષ્ટિ જ હોવાથી બહારના બોમ્બથી
અને પ્રતિકૂળતાથી બચવા પ્રયત્ન કરે છે અને તે માટે વલખાં મારે છે પરંતુ અંતરમાં સમ્યગ્દર્શનના અભાવે
મિથ્યાત્વનો બોમ્બમારો થઈ રહ્યો છે અને તેને લીધે અનંત કાળથી અનંતભવથી અપાર દુઃખ ભોગવી રહ્યા છે
અને એ મિથ્યાત્વને લીધે ભવિષ્યમાં પણ અનંત દુઃખ ભોગવવું પડશે–એનાથી બચવા માટે તો વીરલ જીવો જ
સત્સમાગમે પ્રયત્ન કરે છે. “હું આત્મા કોણ અને મારું શું થશે, મારું સુખ કેમ પ્રગટે, અનંત અનંતકાળથી દુઃખી
થઈને રઝળી રહ્યો છું તેનાથી ઉગરવાનો ઉપાય શું હશે’ એવી ધગશ જાગીને જ્યાં સુધી પોતાની દરકાર ન થાય
ત્યાં સુધી પરલક્ષે જીવને જ્ઞાનનો જેટલો ઉઘાડ હોય તે અપ્રયોજનભૂત પદાર્થને જ જાણવામાં અટકી રહે છે પરંતુ
પ્રયોજનભૂત આત્મસ્વભાવને જાણવાનો પ્રયત્ન–અભ્યાસ કરતો નથી અને તેથી તેનું અજ્ઞાન અને દુઃખ રહ્યા જ
કરે છે; માટે સૌથી પહેલાંં અપ્રયોજન–ભૂત પરદ્રવ્યોને જાણવાની રુચિ છોડી દઈને, પોતાના પરમ આત્મતત્ત્વને
જાણવાની રુચિ કરવી જોઈએ; એ જ કલ્યાણનો માર્ગ છે.
સમ્યક્ ચારિત્ર
આત્માનો સ્વભાવ જ્ઞાતા–દ્રષ્ટા છે. જ્ઞાતાદ્રષ્ટાપણામાં રાગ–દ્વેષ ન હોય, એટલે જ્ઞાતા–દ્રષ્ટા સ્વભાવ અને
રાગ–દ્વેષ જુદા છે એમ ભેદજ્ઞાન કરીને કોઈ પરદ્રવ્યમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ ન કરવી પણ રાગ–દ્વેષ રહિત જ્ઞાતા–
દ્રષ્ટા રહેવું તેનું નામ સમ્યક્ચારિત્ર છે. અથવા તો જ્ઞાતા–દ્રષ્ટા સ્વભાવને રાગથી જુદો જાણીને તેમાં સમ્યક્પ્રકારે
પ્રવૃત્તિ અને રાગથી નિવૃત્તિ તે સમ્યક્ચારિત્ર છે. આ આત્માનો જ વીતરાગભાવ છે અને તે સુખરૂપ છે. મારો
સ્વભાવ સુખરૂપ છે, કોઈ પણ સંયોગી પદાર્થ કે સંયોગી ભાવમાં મારું સુખ નથી, અસંયોગી સ્વતઃસિદ્ધ જ્ઞાતા
દ્રષ્ટા વસ્તુ હું આત્મા છું અને મારામાં જ મારું સુખ છે એમ જે સ્વરૂપને નથી જાણતો તે જીવને સ્વભાવમાં
પ્રવૃત્તિ હોય નહિ, પણ પરભાવમાં જ તેની પ્રવૃત્તિ હોય. સ્વભાવમાં પ્રવૃત્તિ તે સમ્યક્ચારિત્ર છે, અને પરભાવમાં
પ્રવૃત્તિ તે મિથ્યાચારિત્ર છે. જીવને રાગ–દ્વારા સમાધાન અને શાંતિ થતી નથી પણ સ્વરૂપ એકાગ્રતા કરતાં જ
વીતરાગભાવ અને બધા સમાધાન–શાંતિ સહજ થાય છે, સર્વ સમાધાન સ્વરૂપ મોક્ષ છે.
જેઓ આત્માની સમજણ કરતા નથી ને બહાનાં બતાવે છે તેઓ
વેદિયા – મૂર્ખ છે. સમજણ માટે સદાય મંગળીક કાળ જ છે
આત્મતત્ત્વની સમજણ વર્તમાનમાં જ કરવી યોગ્ય છે, એવા પવિત્ર કાર્યમાં ક્ષણ માત્રની મુદત મારવી તે
યોગ્ય નથી. જેને આત્માની દરકાર નથી એવા મૂર્ખ અજ્ઞાની જીવો એમ માને છે કે હમણાં અમુક બહારનાં કામો
કરી લેવા, અથવા તો હમણાં પુણ્ય કરી લેવા, પછી ભવિષ્યમાં સાચી સમજણ કરશું. –તેઓ આત્માની
સમજણનો વર્તમાનમાં જ અનાદર કરી રહ્યા છે. અરે ભાઈ, અનંત અનંત કાળથી સંસાર સમુદ્રમાં ડુબકાં ખાઈ
રહ્યો છો અને અત્યારે સત્સમાગમે આત્મસ્વભાવ સમજીને સંસાર સમુદ્રમાંથી ઉગરવાના અવસર આવ્યા, તે
વખતે સમજવાની આડ મારવી તે મૂર્ખતા છે. આત્મસ્વભાવ શુદ્ધપરિપૂર્ણ છે એમ જ્ઞાનીઓ બતાવે છે તે તો
સમજતો નથી અને ‘શાસ્ત્રમાં શું કહ્યું છે તે જોઈ લઉં’ એમ

PDF/HTML Page 10 of 17
single page version

background image
: કારતક : ૨૪૭૪ : આત્મધર્મ : ૯ :
જે માને છે તેને શાસ્ત્રનો અધ્યાસ થઈ ગયો છે, તેઓ વેદિયા જ્યોતિષની માફક મૂર્ખ છે. વેદિયા જ્યોતિષનું
દૃષ્ટાંત–એક વખત એક કૂવામાં કોઈ બાઈ પડી ગઈ, ત્યાં કેટલાક જ્યોતિષીઓ આવી ચડયા અને બાઈને
કૂવામાંથી કાઢવાનો વિચાર કરવા લાગ્યા. ત્યાં એક જણ બોલ્યો કે કૂવામાંથી તે બાઈને કાઢવા માટે અત્યારે
મૂરત સારું છે કે નહિ તે જોઈ લ્યો. ત્યાં બીજાએ કહ્યું હા, એ વાત ખરી, બાઈનું નામ કઈ રાશીમાં છે તે પહેલાંં
નક્કી કરો. ત્યાં વળી એક–બે જણા તો ગામમાંથી જ્યોતિષ શાસ્ત્રના પોથાં લેવા દોડયા. કોઈ તો ગોખેલા
શ્લોકમાંથી ક્યો શ્લોક લાગુ પડે છે તે યાદ કરીને બોલવા માંડયા, કોઈએ બાઈને હકીકત પૂછવા માંડી કે તમારું
નામ શું? કેટલા વાગે તમે કૂવામાં પડ્યા? વગેરે વગેરે! પણ બાઈ તો કહે, અરે ભાઈ, પહેલાંં મને બહાર તો
કાઢો, હું મરી જઈશ. ત્યારે વેદિયા જ્યોતિષ પંડિતો કહે કે પણ અમારા જ્યોતિષ શાસ્ત્રનો નિયમ મેળવવો
જોઈએ, તું ધીરજ રાખ, હમણાં તારું જ્યોતિષ જોઈને અને સારું ચોઘડિયું જોઈને તને કાઢીએ છીએ. ત્યાં કોઈ
ડાહ્યો સમજુ માણસ આવી પહોંચ્યો અને કહ્યું કે અરે મૂર્ખાઓ, શું આ ટાણા જ્યોતિષ જોવાના છે? એમ કહીને
પોતે તરત પાઘડી ઉખેળીને તેનાથી બાઈને બહાર કાઢી. તેમ આત્મ સ્વભાવ સમજવાના અવસરે અજ્ઞાનીઓ
કહે છે કે અત્યારે કાળ ક્યો છે? આ કાળે મુક્તિ છે કે નહિ? કર્મ કેવાં છે? શાસ્ત્રમાં શું શું કહ્યું છે? એમ બધા
પરાશ્રયો ગોતે છે. પણ જ્ઞાનીઓ તેને કહે છે કે અરે ભાઈ, આ અવસર કાળ ગુમાવવાનો નથી. તારે કાળનું શું
કામ છે? તું જે વખતે સમજ તે વખત તારે માટે મંગળિક કાળ જ છે. તારી મુક્તિ તારા આત્મસ્વભાવમાંથી
પ્રગટે છે માટે તેનો નિર્ણય કર. અને કર્મ કેવાં છે એ જોવાનું તારે પ્રયોજન છે કે તારો ચૈતન્ય સ્વભાવ કેવો છે
તે સમજવાનું પ્રયોજન છે? શાસ્ત્રોમાં અનંત અપેક્ષાઓનાં કથન હોય તેમાં સ્વચ્છંદે તારો કાંઈ પત્તો નહિ ખાય;
પણ જ્ઞાનીઓ કહે છે કે હજારો અને લાખો શાસ્ત્રના કથનમાં એક ચૈતન્યસ્વરૂપ આત્માની જ સમજણનું
પ્રયોજન છે. શાસ્ત્રરૂપી સમુદ્રના મંથનમાંથી એક ચૈતન્યરત્ન જ મેળવી લેવાનું છે. માટે હે ભાઈ! આવા અવસરે
તું આડાઅવળા દુર્વિકલ્પોમાં ન અટકતાં સત્પુરુષના કહેવા અનુસાર તારો સ્વભાવ સમજ. જો તું તારા
સ્વભાવને ઓળખ તો તારો ઉદ્ધાર થાય તેમ છે, બીજા કોઈ પણ જાણપણાથી તારા આત્માનો ઉદ્ધાર નથી.
અહીં એમ ન સમજવું કે શાસ્ત્રોના અભ્યાસનો નિષેધ કર્યો છે; શાસ્ત્રનો અભ્યાસ કરવાનો નિષેધ નથી
પરંતુ શાસ્ત્રાભ્યાસનું પ્રયોજન આત્મ સ્વભાવને સમજવાનું છે. જો આત્મસ્વભાવ ન સમજે તો શાસ્ત્રનું
જાણપણું તે જીવને માત્ર મનના ભાર રૂપ છે.
સાચી વિદ્યા [सा विद्या या विभुक्तये]
આ સંબંધમાં એક દૃષ્ટાંત આવે છે કે–કોઈવાર એક માણસ હોડીમાં બેસીને સામે પાર જતો હતો. તેણે
હોડીવાળાને પૂછયું કે અરે નાવિક, તને જ્યોતિષ વિદ્યા આવડે છે? નાવિકે કહ્યું–ના, પછી પૂછયું–કવિતા
બનાવતા આવડે છે? નાવિકે કહ્યું–ના. એમ અનેક પ્રકારે પૂછયું ત્યારે છેવટે નાવિકે કહ્યું–ભાઈ! અમને એવું
કાંઈ આવડે નહિ, અમે તો હોડી હંકારી જાણીએ અને પાણીમાં તરવાની કળા જાણીએ. ત્યારે તે માણસ પોતાનું
ડહાપણ બતાવીને કહેવા લાગ્યો કે મને તો બધું આવડે છે. તું એ કાંઈ ન શીખ્યો? –એના વગર તારા બધાય
વર્ષ પાણીમાં ગયા. એ વખતે તો નાવિક કાંઈ ન બોલ્યો. પછી આગળ જતાં એકાએક હોડીમાં પાણી ભરાયું
અને હોડી ડૂબવા લાગી. ત્યારે નાવિકે તે માણસને પૂછયું કે ભાઈ, જુઓ આ હોડી તો થોડીક વારમાં ડૂબી જશે;
તમને જ્યોતિષ વગેરે આવડે છે એ તો બધું જાણ્યું પરંતુ અત્યારે તમારું એ કાંઈ ડહાપણ કામ નહિ આવે, તમને
તરતાં આવડે છે કે નહિ? તે માણસને તરતાં નો’ તું આવડતું તેથી તે હેં–હેં–ફેં–ફેં થઈ ગયો. નાવિકે કહ્યું–બોલો
હવે કોનાં વરસ પાણીમાં જશે? મને તો તરતાં આવડે છે એટલે હું તો તરીને કાંઠે પહોંચી જઈશ, પણ તમને
તરતાં નથી આવડતું તેથી તમે અને ભેગી તમારી વિદ્યા બધુંય પાણીમાં જશે...
–તેમ અજ્ઞાની જીવો સમ્યગ્દર્શનરૂપી તરવાની કળા જાણતા નથી અને જ્ઞાનીઓ તે કળા બરાબર જાણે
છે. અજ્ઞાની કહે છે કે અમને તો કર્મપ્રકૃતિનું બરાબર જ્ઞાન છે, અને અધ્યાત્મિક શાસ્ત્રોના શ્લોક તો અમારી
જીભના ટેરવે રમે છે; અને વ્રત–તપાદિ પણ બહુ કરીએ છીએ. પણ જ્ઞાની કહે છે કે ભાઈ, તેં એ બધું ભલે જાણ્યું
પરંતુ આત્માનુભવ જાણ્યો છે કે નહિ? –એના વગરની તારી કોઈ કળાથી સંસારનો અંત આવે તેમ નથી, એ
કોઈ કળા તને આત્મશાંતિ આપવા સમર્થ નથી. અલ્પકાળમાં જીવન પૂરું થતાં સંસાર સમુદ્રમાં ડૂબી જઈશ

PDF/HTML Page 11 of 17
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : કારતક : ૨૪૭૪ :
અને તારું બધુંય જાણપણું ઢંકાઈ જશે. જ્ઞાનીઓ ભલે કર્મપ્રકૃત્તિ વગેરેને બહુ ન જાણતા હોય, યાદશક્તિ બહુ ન
હોય, અને તેમને વ્રત–તપ પણ ન હોય, પરંતુ આત્માનુભવની મૂળભૂત કળા તેઓ બરાબર જાણે છે, તેમને
જીવન પૂરું થવાના અવસરે આત્માનુભવની શાંતિ વધી જાય છે અને એ જ સત્ વિદ્યા વડે તેઓ અલ્પકાળે
સંસાર સમુદ્રનો પાર પામી જાય છે. માટે સાચી વિદ્યા એ જ છે.
આથી એમ સમજવું કે–મૂળ પ્રયોજનભૂત આત્મ–તત્ત્વનું જ્ઞાન પહેલાંં કરવું જોઈએ. આત્મસ્વભાવના
જ્ઞાનપૂર્વક જો વિશેષ શાસ્ત્રાભ્યાસ અને યાદશક્તિ હોય તો તે ઉત્તમ છે, આત્મજ્ઞાન પૂર્વકના વિશેષ
શાસ્ત્રાભ્યાસનો કાંઈ નિષેધ નથી, પરંતુ કદાચ કોઈ જીવને તેવા પ્રકારનું વિશેષ જ્ઞાન ન હોય તો પણ, જો
આત્માનું જ્ઞાન હોય તો, તેનું આત્મકલ્યાણ અટકતું નથી. અને આત્મસ્વભાવની જો ઓળખાણ ન કરે તો તેવા
જીવને હજારો શાસ્ત્રોનો અભ્યાસ પણ વ્યર્થ છે–આત્મકલ્યાણનું કારણ નથી. જીવ જો માત્ર શાસ્ત્રના જાણપણામાં
રોકાય પરંતુ શાસ્ત્ર તરફના વિકલ્પથી પાર એવો ચૈતન્ય આત્મસ્વભાવ છે તે તરફ વળે નહિ, તો તેને ધર્મ થતો
નથી, સમ્યગ્જ્ઞાન થતું નથી. અજ્ઞાની જીવ અગિયાર અંગ ભણે છતાં તેમાથી તેને કિંચિત્ આત્મકલ્યાણ નથી. માટે
જ્ઞાનીઓ એ જ કહે છે કે સૌથી પહેલાંં સમ્યક્ પુરુષાર્થ વડે આત્મસ્વરૂપને જાણો, તેની જ પ્રતીતિ–રુચિ–શ્રદ્ધા ને
મહિમા કરો;–બધાય તીર્થંકરોના દિવ્યધ્વનિનો અને બધાય સત્શાસ્ત્રોના કથનનો સાર એ જ છે.
શરીરથી જાુદા ચૈતન્ય સ્વરૂપને ઓળખીને તેનું જ શરણ કર
આ તો જડ પરમાણુઓનો પિંડલો છે, તે પરમાણુઓ આત્માથી જુદા છે, સ્વતંત્રપણે પરિણમે છે, એક
ક્ષણમાં અન્ય રૂપે પરિણમી જશે. આત્મા જાણનાર સ્વરૂપ છે–ચેતન વાળો છે; ચેતનભગવાન આત્માને જડ
શરીરનો આધાર નથી, પણ પોતાના ચૈતન્યપણાનો જ આધાર છે. ચૈતન્યને રાગનો આધાર પણ નથી. હે જીવ,
તને તારું ચૈતન્ય જ એક શરણ છે, શરીર કે રાગ કોઈ તારું શરણ નથી, માટે શરીરથી અને રાગથી જુદા એવા
તારા ચૈતન્ય સ્વરૂપને ઓળખીને તેનું શરણ કરી લે.
જેની સાથે સ્વપ્નેય સંબંધ નથી એવા આ જડ મડદાં સાથે સંબંધ માનીને અનાદિથી દુઃખી થઈ રહ્યો છે, હે
જીવ! હવે તે માન્યતા છોડ, છોડ! હું તો ચૈતન્ય છું, આ શરીર સાથે મારે કાંઈ સંબંધ નથી, પૂર્વે પણ તેની સાથે
કાંઈ સંબંધ ન હતો અને ભવિષ્યમાં પણ તેની સાથે કાંઈ સંબંધ થવાનો નથી. ચૈતન્ય અને જડ ત્રણે કાળે જુદાં જ
છે. ચૈતન્યને ભૂલીને પરના આશ્રયથી જ દુઃખી થયો છું માટે હવે સ્વાધીન ચૈતન્યને ઓળખીને હું મારું હિત સાધી
લઉં. જગત આખાનું ગમે તે થાવ, તેની સાથે મારે સંબંધ નથી, હું જગતનો સાક્ષી–ભુત, જગતથી ભિન્ન, મારામાં
અચળ એકરૂપ શાશ્વતજ્ઞાતા છું. ખરેખર જગતને અને મારે કાંઈ સંબંધ નથી, હું જ્ઞાતા મારો જ છું.
શરીર અને ચેતનાનું જાુદાપણું
આત્માની ચેતના અખંડ છે, અસંખ્યાત પ્રદેશી ચેતનાના કદી કટકા થતા નથી. શરીરના બે કટકા થાય
ત્યાં પણ ચેતનાના બે કટકા થતા નથી, કેમકે જ્ઞાન તો એવું ને એવું રહે છે. શરીરની એક આંગળી કપાય ત્યાં
કાંઈ જ્ઞાનમાંથી થોડોક ભાગ કપાઈ જતો નથી, કેમકે ચેતના તો અખંડ એક અરૂપી છે અને શરીર તો સંયોગ,
જડ, રૂપી પદાર્થ છે; બન્ને તદ્ન ભિન્ન છે. શરીરના લાખ કટકા થાય છતાં ચેતના તો અખંડ જ છે. ચેતના અને
શરીર કદી પણ એક થયા જ નથી.
શરીર કપાતાં જે જીવોને દુઃખ થાય છે તેઓને શરીર કપાયું તે દુઃખનું કારણ નથી પણ શરીર સાથેની
એકત્વબુદ્ધિ જ અજ્ઞાનીને દુઃખનું કારણ છે; અને સાધક જીવોને જો અલ્પ દુઃખ થાય તો તેમને પોતાના
પુરુષાર્થની નબળાઈથી જે રાગ છે તેને કારણે દુઃખ છે. જો શરીર કપાય તે દુઃખનું કારણ હોય તો આત્માના
સ્વતંત્ર પરિણામ તે વખતે શું રહ્યા? શરીર કપાતું હોય છતાં તે જ વખતે વીતરાગી સંતોને દુઃખ થતું નથી પણ
સ્વરૂપમાં ઠરીને કેવળજ્ઞાન પામી જાય છે. માટે શરીર અને આત્મા સદાય જુદાં જ છે.
જ્ઞાનું સ્વતંત્રપણું
પરાધીન થયેલું જ્ઞાન પણ પોતે સ્વયં પરાધીન થયું છે, કોઈ બીજાએ તેને પરાધીન કર્યું નથી તેથી તે
સ્વતંત્ર–પણે સ્વાધીન થઈ શકે છે. જ્ઞાન તો આત્માનું નિજસ્વરૂપ છે અને ક્રોધાદિક થાય તે વિભાવ છે.
રાગદ્વેષ–ક્રોધાદિને

PDF/HTML Page 12 of 17
single page version

background image
: કારતક : ૨૪૭૪ : આત્મધર્મ : ૧૧ :
–લીધે જ્ઞાનની પ્રવૃત્તિ પરાધીન થઈ રહી છે. જ્ઞાન પોતે રાગાદિમાં અટક્યું છે તેથી જ્ઞાનની શક્તિ હીન થઈ ગઈ
છે, તે જ્ઞાનનો જ અપરાધ છે. જો જ્ઞાન પોતે રાગમાં ન અટકતાં સ્વસ્વભાવમાં લીન થાય તો તેની શક્તિનો પૂર્ણ
વિકાસ થાય છે. જ્ઞાનનો વિકાસ કોઈ રાગાદિ ભાવથી થતો નથી પણ જ્ઞાન સ્વભાવના જ અવલંબનથી થાય છે.
જૈનદર્શનો સાર – ભેદજ્ઞાન ને વીતરાગતા
જૈનધર્મ વસ્તુના યથાર્થ સ્વરૂપનું નિરૂપણ કરે છે. સત્ને સત્ તરીકે સ્થાપે છે અને અસત્ને અસત્ તરીકે
સ્થાપે છે. પરંતુ બધાને સમાન કહેતો નથી. વીતરાગતારૂપ ભાવને ભલો કહીને તેનું સ્થાપન કરે છે અને રાગ–
દ્વેષ–અજ્ઞાનભાવોને બૂરા કહીને તેનો નિષેધ કરે છે. અર્થાત્ તેને છોડવાનું પ્રરૂપણ કરે છે. પરંતુ એ કોઈ
વ્યક્તિને ભલી–બૂરી કહેતો નથી, ગુણને ભલા કહે છે અને અવગુણને બૂરા કહે છે. ગુણને ભલા તથા અવગુણને
બૂરા જાણવા તેતો યથાર્થ જ્ઞાન છે, તેમાં કાંઈ રાગ–દ્વેષ નથી. જૈનોમાં ગુણની અપેક્ષાએ પૂજા સ્વીકારવામાં
આવી છે. જૈનદર્શનનું મૂળ ભેદ–વિજ્ઞાન છે; તે માટે પ્રથમ ગુણને ગુણ તરીકે અને અવગુણને અવગુણ તરીકે
જાણવા જોઈએ. જ્યાં ગુણને અને અવગુણને બરાબર ન ઓળખે ત્યાં સુધી ભેદજ્ઞાન થાય નહિ, તથા ગુણ પ્રગટે
નહિ ને અવગુણ ટળે નહિ. સમ્યક્પ્રકારે પૂર્ણતાના લક્ષે શરૂઆત કરીને ક્રમેક્રમે રાગ–દ્વેષ ટાળીને વીતરાગતા
પ્રગટ કરવી એ જ જૈનધર્મનું પ્રયોજન છે. અજ્ઞાન કે રાગ દ્વેષનો અંશ પણ થાય તે જૈનધર્મનું પ્રયોજન નથી.
જેટલો રાગાદિભાવ સમ્યક્પ્રકારે ટળ્‌યો તેટલો લાભ અને જેટલો રહ્યો તેનો નિષેધ એવી સાધકદશા છે.
જૈનમતમાં અન્ય મિથ્યા મતોનું ખંડન કરવામાં આવે છે ત્યાં વાદવિવાદનું પ્રયોજન નથી પરંતુ સત્
નિર્ણયનું જ પ્રયોજન છે. પોતાના જ્ઞાનને પ્રામાણિક અને સ્પષ્ટ બનાવવા માટે તેમજ સત્ની દ્રઢતા માટે તે
જાણવું યોગ્ય છે; રાગદ્વેષની વૃદ્ધિ કરવા માટે તે નથી.
જૈનધર્મ તો વીતરાગ ભાવ સ્વરૂપ છે. પહેલાંં સમ્યગ્દર્શનરૂપી જૈનધર્મ પ્રગટતાં શ્રદ્ધામાં વીતરાગભાવ
પ્રગટે છે અને પછી સમ્યક્ચારિત્રરૂપ જૈનધર્મ પ્રગટતાં રાગ ટળીને સાક્ષાત્ વીતરાગભાવ પ્રગટે છે. પરંતુ જ્યાં
સુધી શ્રદ્ધામાં વીતરાગતા ન પ્રગટે અને રાગના એક કણિયાને પણ સારો માને તો ત્યાં સુધી જીવને જૈનધર્મનો
અંશ પણ પ્રગટે નહિ. જૈનદર્શન, પહેલાંં તો શ્રદ્ધામાં વીતરાગભાવ કરાવે છે અને પછી ચારિત્રમાં વીતરાગભાવ
કરાવે છે; પહેલેથી છેલ્લે સુધી જે રાગ થાય તેને તે છોડાવે છે. આ રીતે વીતરાગભાવ એજ જૈનદર્શનનું પ્રયોજન
છે અથવા તો વીતરાગભાવ પોતેજ જૈનધર્મ છે–રાગ તે જૈનધર્મ નથી.
મૃત્યુનો ભય કોને ટળે
મરણનો ભય ક્યારે ટળે? આયુષ્યનો અભાવ તેને લોકો મરણ કહે છે. આયુષ્ય કર્મ તે પુદ્ગલ
પરમાણુઓની અવસ્થા છે. પુદ્ગલની અવસ્થા એક જ સમય પુરતી છે; તેની અવસ્થાનો ઉત્પાદ પહેલાંં આયુષ્યરૂપે
હતો. પછી બીજી અવસ્થામાં તેનું પરિણમન ફરી ગયું અને તે આયુષ્યરૂપે ન પરિણમતાં અન્યરૂપે પરિણમી ગયા,
અને તે જ વખતે શરીરના પરમાણુઓનું પરિણમન પણ ફરી ગયું, તથા આત્માના વ્યંજન પર્યાયની તે ક્ષેત્રે
રહેવાની યોગ્યતા પૂરી થઈ ને તે અન્ય ક્ષેત્રે ચાલ્યો ગયો. –એ રીતે કર્મ, શરીર અને આત્મા એ ત્રણેની અવસ્થાનું
સ્વતંત્ર પરિણમન સમયે સમયે થઈ રહ્યું છે. પરંતુ એ ત્રણેમાંથી કોઈ (–કર્મ, શરીર કે આત્માનો વ્યંજનપર્યાય)
જીવને દુઃખનું કારણ નથી; દુઃખનું કારણ તો પોતાનો અજ્ઞાન ભાવ જ છે. જેને કર્મ અને શરીરથી ભિન્ન પોતાના
ચૈતન્ય સ્વભાવનું ભાન છે તે તો તેના જ્ઞાતા જ રહે છે, તે શરીરાદિના વિયોગથી આત્માનું મરણ કે દુઃખ માનતા
નથી પણ સંયોગથી ભિન્નપણે પોતાના ત્રિકાળી ચૈતન્ય સ્વભાવને સદાય અનુભવે છે. પણ જેને કર્મ અને શરીરથી
જુદા પોતાના ચૈતન્યસ્વભાવનો અનુભવ નથી તેવા અજ્ઞાની જીવ શરીરાદિના વિયોગથી આત્માનું મરણ અને દુઃખ
માનીને આકુળતા અને રાગ–દ્વેષ વડે દુઃખી થાય છે. એ રીતે તે જીવો અજ્ઞાનભાવ વડે પોતાના ચૈતન્યભાવનો ઘાત
કરે છે તે જ મરણ છે–હિંસા છે. માટે શુદ્ધ ચૈતન્ય–સ્વભાવને જે જાણે તેને જ મરણનો ભય ટળે છે.
જીવ ધર્મકાર્ય ક્યારે કરે?
ભાઈ, તું આત્મા છો, તારું લક્ષણ ચૈતન્ય છે, તું અમૂર્ત છો, અને આ શરીર જડ છે, તે મૂર્ત છે, તારાથી
જુદું છે. આત્મા પોતાની અવસ્થામાં કાર્ય કરી શકે પણ શરીરાદિ પરપદાર્થોની અવસ્થામાં આત્મા કાર્ય કરી શકે
નહિ. આમ સમજીને જીવ જો પોતાના

PDF/HTML Page 13 of 17
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : કારતક : ૨૪૭૪ :
સ્વભાવમાં રહે તો તે વિકારી કાર્યનો કર્તા પણ થાય નહિ, પણ શુદ્ધપર્યાયનો જ કર્તા થાય. શુદ્ધપર્યાય એ જ
ધર્મકાર્ય છે.
જ્ઞાનીઓ ભેદજ્ઞાન કરાવે છે
જડ અને ચેતન પદાર્થનું પરિણમન સ્વતંત્ર છે, જડપદાર્થોને પરિણમનમાં ચેતન ગુણની જરૂર નથી, જડ
પદાર્થોમાં ચેતનગુણ ન હોવા છતાં તેનું પરિણમન તેના પોતાથી જ થાય છે, કેમકે પરિણમવું તે દરેક વસ્તુનો
સ્વભાવ છે. જડ ચેતનનું ભેદજ્ઞાન અને તેનું ફળ વીતરાગતા. બિલાડી ઉંદરને પકડે છે એમ બોલાય છે, હવે ત્યાં
ખરેખર ભેદજ્ઞાનથી જોઈએ તો બિલાડીનો આત્મા અને તેનું શરીર જુદાં છે; તેમાં બિલાડીના આત્માએ તો ઉંદરનું
જ્ઞાન કર્યું છે અને સાથે સાથે તેને મારીને ખાવાનો અત્યંત તીવ્ર ગૃદ્ધિભાવ કર્યો છે, અને મોઢાદ્વારા ઉંદર પકડવાની
ક્રિયા જડ પરમાણુઓના સ્વતંત્ર કારણે થઈ છે. આમ સર્વત્ર જડ ચેતનની સ્વતંત્રતા છે. જડ–ચેતનનાં આવા
ભેદજ્ઞાનની સમજણનું ફળ વીતરાગતા છે. સાચું સમજે તો પરથી અત્યંત ઉદાસ થઈ જાય, પરંતુ કોઈ એમ બોલે
કે ‘ખાવું–પીવું વગેરે બધી શરીરની ક્રિયા છે’ અને અંતરથી તો તે પ્રત્યે જરાપણ ઉદાસીનતા થાય નહિ, તીવ્ર
ગૃદ્ધિભાવ જ પોષ્યા કરે તો તેને યથાર્થપણે સ્વ–પરનું ભેદજ્ઞાન જ થયું નથી, તે માત્ર સ્વછંદ પોષવા માટે વાતો
કરે છે. જો કે જડની ક્રિયા તો જડથી જ થાય છે, પરંતુ જો ખરેખર તેં તારા આત્માને પરથી ભિન્ન જાણ્યો હોય તો
તને પરદ્રવ્યોને ભોગવવા તરફ રુચિ ભાવ જ કેમ થાય છે? એક તરફ જડથી ભિન્ન–પણાની વાતો કરવી અને
પાછું જડની રુચિમાં એકાકારપણે તલ્લીન વર્ત્યા કરવું–એ તો ચોકખો સ્વચ્છંદ છે, પણ ભેદ જ્ઞાન નથી.
પ્રશ્ન:– આવું ઝીણું જ્ઞાન કરાવીને શું કરવું છે?
ઉત્તર:– તારો આત્મ સ્વભાવ કેવો છે તે તને ઓળખાવવો છે. જ્ઞાનીઓ સ્વયં આત્માને પરથી ભિન્નપણે
અનુભવીને કહે છે કે હે ભાઈ, તું આત્મા છો ચૈતન્ય સ્વરૂપ છો, જગતનું સ્વતંત્ર છુટું તત્ત્વ છો, અને જડ
શરીરનાં રજકણો પણ જગતનાં સ્વતંત્ર તત્ત્વો છે, તેની અવસ્થા તેની સ્વતંત્ર તાકાતથી થાય છે, તું તનો કર્તા
નથી. તું તારી પર્યાયમાં જે જ્ઞાન તથા ક્રોધાદિ ભાવો કરે છે તે તને શરીર કરાવતું નથી; તું જુદો અને પરમાણુ
જુદા તારી શક્તિ જુદી અને પરમાણુની શક્તિ જુદી. તારું કામ જુદું અને પરમાણુનું કામ જુદું.
आम सर्व प्रकारे
जडथी भिन्नता छे माटे तुं तारा चैतन्य स्वभावने जो, अने परनी क्रिया तारे आधीन नथी माटे तेनुं
धणीपणुं छोडी दे
. ‘હું આને લઉં ને આને મૂકું’ એમ તું અજ્ઞાનથી માની રહ્યો છો, પણ હરામ છે જો તારાથી
કોઈ પરમાં કાંઈ ઘાલમેલ થતી હોય તો! તારું કાર્ય તો માત્ર જ્ઞાન કરવાનું છે, વિકાર કરવાનું કામ પણ ખરેખર
તારું નથી. માટે પરના કર્તાપણાની માન્યતા છોડ, પરમાં મારું સુખ છે એવી માન્યતા છોડ, વિકાર મારું સ્વરૂપ
છે એવી માન્યતા પણ છોડ. અને પરથી તથા વિકારથી ભિન્ન માત્ર ચૈતન્યસ્વરૂપ એવા તારા આત્માની
ઓળખાણ કરીને તેની શ્રદ્ધા કર.
આત્મા પોતે ચૈતન્ય સ્વરૂપ હોવા છતાં તેની ભૂલ કેમ થઈ?
પ્રશ્ન:– આત્મા પોતે તો ચૈતન્ય સ્વરૂપ, જડથી જુદો હેવા છતાં ‘હું શરીરનો કર્તા છું અને વિકારનો કર્તા
છું’ એવી તેની ભૂલ કેમ થઈ?
ઉત્તર–આ આત્માને અનાદિકાળથી ઈન્દ્રિયજનિત જ્ઞાન છે, તે ઈન્દ્રિયજનિત જ્ઞાનવડે અમૂર્તિક
ચૈતન્યસ્વરૂપ એવો પોતે તો પોતાને ભાસતો નથી પણ મૂર્તિક એવું શરીર જ ભાસે છે અને તેથી–પોતે પોતાના
મૂળ સ્વરૂપને નહિ જાણ્યું હોવાથી કોઈ અન્યને આપરૂપ માનીને તેમાં અહંબુદ્ધિ અવશ્ય ધારણ કરે છે. પોતે
પોતાને પરથી જુદો ચૈતન્યસ્વરૂપી ન ભાસ્યો તેથી જડ શરીરમાં અને તે શરીરના લક્ષે થતા વિકારી ભાવોમાં જ
તે પોતાનું સ્વરૂપ માની રહ્યો છે. એ રીતે ઈન્દ્રિયજ્ઞાનના અવલંબનને લીધે પોતાના સાચા સ્વરૂપનું અજાણપણું
એજ સર્વ ભૂલનું મૂળ છે.
એ ભૂલ કેમ ટળે?
એ ભૂલ ટાળવા માટે આત્માનું સાચું સ્વરૂપ સમ્યગ્જ્ઞાન વડે જાણવું જોઈએ. માટે શ્રી ગુરુદેવ કહે છે કે–તું
ઈન્દ્રિયાશ્રિત જ્ઞાન છોડીને આત્માના આશ્રયે સમ્યગ્જ્ઞાનથી જો, તો આત્માનું શુદ્ધ સ્વરૂપ તને જણાય. જડથી
ભિન્ન આત્માનું સ્વરૂપ અને તેની ચૈતન્ય ક્રિયા સમ્યગ્જ્ઞાનથી જણાય, અને એ જણાતાં જડની અને વિકારી
ક્રિયાનું ધણીપણું છૂટી જાય. અંતર સ્વભાવ તરફ વળીને ધીરો થઈને, અતીન્દ્રિય જ્ઞાનથી અંદર જોતો નથી, અને
માત્ર ઈન્દ્રિય–જ્ઞાનથી પર તરફ જ જોયા કરે

PDF/HTML Page 14 of 17
single page version

background image
: કારતક : ૨૪૭૪ : આત્મધર્મ : ૧૩ :
સત્શ્રુતજ્ઞાની પ્રભાવના
સંપાદકીય
૧. શ્રી ‘આત્મધર્મ’ માસિક આજે પાંચમાં વર્ષમાં પ્રવેશ કરે છે, તેમાં મુખ્યપણે પરમ પૂજ્ય સદ્ગુરુદેવ
શ્રીકાનજીસ્વામીનાં વ્યાખ્યાનો આપવામાં આવે છે. પોતાની મધુર વાણીદ્વારા તેઓશ્રી સત્શ્રુતજ્ઞાનની જે
પ્રભાવના કરી રહ્યા છે તે આ ક્ષેત્રમાં આ કાળે અદ્વીતિય છે. જ્યારે જગતના લોકોમાં ધર્મના નામે સંસારપોષક
ઉપદેશ ચાલી રહ્યો છે ત્યારે તેઓશ્રી સંસારનો નાશ કરનાર એવા સત્યધર્મનો ઉપદેશ એકદમ સરળ ભાષામાં,
નાનામાં નાનું બાળક પણ સમજી શકે તેવી રીતે આપી રહ્યાં છે. મુમુક્ષુ જીવોનાં મહાન પુણ્યનો ઉદય છે કે
તેઓને આવા સદુપદેશનો યોગ સાંપડ્યો છે. તત્ત્વજ્ઞાનનો ઉપદેશ જ્યાંસુધી સત્પુરુષ પાસેથી સીધો સાંભળીને
પચાવવામાં ન આવે ત્યાંસુધી તેનો પુરતો લાભ ન મળી શકે–એમ જિજ્ઞાસુઓ જાણતા હોવાથી, (–વેપાર–ધંધા
વગેરે અનેક પ્રકારની તડામાર અને ચડસાચડસીના આ જમાનામાં પણ) સંખ્યાબંધ ભાઈ–બ્હેનો પૂ.
ગુરુદેવશ્રીના સદુપદેશનો સીધો લાભ લઈ રહ્યાં છે–એ એક ઘણા હર્ષની બિના છે.
૨. પણ બધા મુમુક્ષુઓ તેઓશ્રીના સદુપદેશનો સીધો લાભ હમેશા ન લઈ શકે, તેથી તેઓને પણ
ગુરુદેવશ્રીની કલ્યાણકારી વાણીનો લાભ મળે–એ હેતુથી આ ‘આત્મધર્મ’ પ્રસિદ્ધ કરવામાં આવે છે. અને તેનો
લાભ પણ ઘણા ભાઈ–બહેનો લઈ રહ્યાં છે. ગુજરાતી આત્મધર્મના આશરે ૨૦૦૦ અને હિંદીના આશરે ૧૦૦૦
ગ્રાહકો છે. સત્યધર્મની સાચી સમજણ (એટલે કે આત્માની ઓળખાણ) એ જ સાચા સુખનો ઉપાય છે. સાચા
અવિનાશી સુખની ઈચ્છા સર્વે જીવોને છે માટે જેમ બને તેમ વધારે સંખ્યામાં આ પત્રનો લાભ જીવોને મળે એ
હેતુથી તેના પ્રચારની એક યોજના કરવામાં આવી છે. આ ઉપરાંત, વસ્તુસ્વભાવને સરળ રીતે સમજાવતું એક
પુસ્તક પૂજ્ય ગુરુદેવશ્રીના વ્યાખ્યાનો ઉપરથી છપાવવામાં આવે છે, તેની ૫૦૦૦ ગુજરાતી તથા ૫૦૦૦ હિંદી–
એમ કુલ દશ હજાર પ્રત છપાશે. તેમાંથી ગુજરાતીની ૫૦૦૦ પ્રતો છાપવાનું કામ લગભગ પૂરું થવા આવ્યું છે.
આ પુસ્તક સત્ધર્મના પ્રચાર અર્થે તદ્ન મફત વહેંચવાની યોજના કરી છે. આ યોજના પાર પાડવા માટે ૫૦૦૦
પૂરા સરનામાની જરૂર છે, તે માટેની ખાસ વિનંતિ આ અંકમાં આપી છે.
૩. આત્મધર્મની ગુજરાતી તેમજ હિંદી આવૃત્તિ ઉપરાંત, આ સંસ્થા (શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ)
મારફત તત્ત્વજ્ઞાનના પુસ્તકોનો જે વિસ્તૃત પ્રચાર થયો છે, તે બધા ભાઈ–બહેનોના જાણવામાં ન હોય તેથી
તેઓની જાણ માટે તે પુસ્તકો સંબંધી જાણવા યોગ્ય વિગતોનું પત્રક આ અંકમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તે
ઉપરથી મુમુક્ષુઓને જણાશે કે આજ સુધીમાં પ્રચાર પામેલા પુસ્તકોની સંખ્યા
एकलाख बसो पचास છે, કે જેની
કિંમત રૂ. ૫૯૪૬૨–છે. (જે પુસ્તકો ભેટ તરીકે આપવામાં આવ્યા છે તેની કિંમત આમાં ગણી નથી.) ભેટ
પુસ્તકોની કિંમત રૂ
।। ૧૦૦૦૦/–દશ હજાર છે.
એ ઉપરાંત હિંદી ભાષાનાં તત્ત્વજ્ઞાનનાં પુસ્તકોનો પણ મોટો પ્રચાર અહીં થઈ રહ્યો છે. લગભગ
૧૦૨૫૦ હિંદી પુસ્તકોનો પ્રચાર થયો છે, જેની કિંમત લગભગ–રૂ।। ૨૫૦૦૦–થાય.
તેમજ ‘શ્રીમદ્ રાજચંદ્રજીના તત્ત્વજ્ઞાન સંબંધી સાહિત્યનો પણ અહીંથી ઘણો પ્રચાર થયો છે, લગભગ
૪૦૦૦ પુસ્તકોનો પ્રચાર થયો છે જેની કિંમત લગભગ રૂ।। ૫૦૦૦–થાય. એ રીતે આ સંસ્થા તરફથી આજ
સુધીમાં કુલ રૂ. ૯૯૪૬૨–ની કિંમતના પુસ્તકો પ્રચાર પામ્યાં છે. આ બધાં પુસ્તકો મુખ્યપણે પડતર ભાવે અને
ઘણાં તો પડતરથી પણ ઘણા ઓછા ભાવે આપવામાં આવ્યાં છે. પુસ્તકોની સંખ્યા કુલ ૧૧૪૫૦૦–અંકે એક લાખ
ચૌદ હજાર પાંચ સો થાય છે. આમાં હાલ સિલક રૂ
।। ૨૦૦૦૦/–વીશ હજાર આશરેનાં પુસ્તકો વેચાવાં બાકી છે.
૪. ‘આત્મધર્મ’ પંચમવર્ષમાં પ્રવેશ કરે છે તે પ્રસંગે માનવંતા મુમુક્ષુ ગ્રાહકોને કેટલીક સૂચનાઓ
કરવાની જરૂર લાગે છે તે નીચે મુજબ છે–

PDF/HTML Page 15 of 17
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : કારતક : ૨૪૭૪ :
(૧) આ પત્ર લૌકિક પત્ર નથી પણ અલૌકિક પત્ર છે, માટે તેને ઉપર–ઉપરથી નહિ વાંચતા ખૂબ
કાળજી પૂર્વક આત્મકલ્યાણના હેતુથી વાંચીને તેને વારંવાર અંતરગત કરશો.
(૨) આ પત્ર ઘણા ભાઈ–બહેનોને જરૂર વંચાવશો. તેમાં આવેલા વિષયોની અંદરોઅંદર ધર્મબુદ્ધિએ
ચર્ચા કરશો.
(૩) આ પત્રના ગ્રાહકો વધારવા માટે દરેક ગ્રાહકો પાંચ નવા ગ્રાહકો કરશો.
(૪) માત્ર આ પત્ર વાંચીને જ સંતોષ ન માનતાં પૂજ્ય ગુરુદેવશ્રીનો સીધો ઉપદેશ વારંવાર સાંભળવાનો
પ્રયત્ન કરશો. એમ કરવાથી આપને પણ વિશેષ લાભ થશે અને સત્શ્રુતજ્ઞાનની વિશેષ પ્રભાવના થશે.
(૫) આ પ્રમાણે વર્તમાન કાળમાં સત્શ્રુતજ્ઞાનની જે અજોડ પ્રભાવના થઈ રહી છે તે પરમ પૂજ્ય
સદ્ગુરુદેવશ્રીનો પ્રતાપ છે. આવો સુયોગ વારંવાર મળતો નથી અને વળી આ કલીકાળે તો મળવો મહા દુર્લભ
છે. –એવો સુયોગ મળ્‌યો છે, –માટે આત્મ કલ્યાણ કરવા માટે તેનો પૂરેપૂરો લાભ લેવા અને સત્શ્રુતની વિશેષ
પ્રભાવનામાં આપનો પણ હિસ્સો આપવા આપને વિનંતિ કરી વિરમું છું. રા. મા. દોશી
શ્ર સ્ત્ર ષ્
ક્રમાંક ગ્રંથનું નામ પ્રકાશન–સાલ કિંમત આવૃત્તિઓ તથા ભેટ અથવા ખાસ નોંધ
ગ્રંથ સંખ્યા વેચાણની ઉપજ
૧ સમયસાર–પ્રવચન ભા–૧લો ૨૦૦૦ ૩–૦–૦ ૨૦૦૦ ૬૦૦૦–૦–૦
૨ સમયસાર–પ્રવચન ભા–૩જો ૨૦૦૧ ૩–૦–૦ ૧૫૦૦ ૪૫૦૦–૦–૦
૩ પૂજા સંગ્રહ ૨૦૦૧ ૦–૬–૦ ૭૫૦ ૨૮૧–૪–૦
છ ઢાળા ૨૦૦૧–૦૩ ૦–૧૪–૦ બે આવૃત્તિ ૨૦૦૦ ૧૭૫૦–૦–૦
૫ સમવસરણ–સ્તુતિ ૨૦૦૧–૦૩ ૦–૩–૦ ૧૦૦૦ ૧૮૭–૮–૦
૬ અમૃતઝરણાં ૨૦૦૧ ૦–૪–૦ ૧૦૦૦ ૨૫૦–૦–૦
૨૦૦૧ ૦–૦–૦ ૨૦૦૦ ભેટ જગજીવન જસરાજ
૭ જિનેન્દ્ર સ્તવનાવલી ૨૦૦૧ ૦–૬–૦ ત્રીજી–ચોથી આ. ૩૭૫–૦–૦
૨૦૦૩ ૦–૮–૦ કુલ ૩૦૦૦ ૧૦૦૦–૦–૦
૮ નિયમસાર–પ્રવચન ૨૦૦૨ ૧–૮–૦ ૧૫૦૦ ૨૨૫૦–૦–૦
૯ આત્મસિદ્ધિ–મૂળગાથા ૨૦૦૨ ૦–૨–૦ ૧૦૦૦ ૧૨૫–૦–૦
૨૦૦૩ ૨૦૦૦ ૨૫૦–૦–૦
૧૦ સમયસાર પ્રવચન ભા–૨ જો ૨૦૦૨ ૧–૮–૦ ૨૦૦૦ ૩૦૦૦–૦–૦
૧૧ જૈનસિદ્ધાંત પ્રવેશિકા ૨૦૦૨ ૦–૮–૦ ૧૦૦૦ ૫૦૦–૦–૦
૧૨ આત્મસિદ્ધિ–સાર્થ ૨૦૦૩ ૦–૪–૦ ૨૦૦૦ ૫૦૦–૦–૦
૧૩ मुक्तिका मार्ग (हिंदी) ૨૦૦૩ ૦–૧૦–૦ ૧૫૦૦ ૯૩૭–૮–૦
૧૪ ધર્મની ક્રિયા ૨૦૦૩ ૧–૮–૦ ૧૦૦૦ ૧૫૦૦–૦–૦
૧૫ અનુભવ પ્રકાશ અને સત્તાસ્વરૂપ ૨૦૦૩ ૧–૦–૦ ૧૦૦૦ ૧૦૦૦–૦–૦
૧૬ સમ્યગ્જ્ઞાન દીપિકા ૨૦૦૩ ૧–૦–૦ ૧૦૦૦ ૧૦૦૦–૦–૦
૧૭ મોક્ષશાસ્ત્ર (તત્ત્વાર્થ સૂત્ર) ૨૦૦૩ ૩–૮–૦ ૧૦૦૦ ૩૫૦૦–૦–૦
૧૮ સમયસાર પ્રવચન ભા–૪ થો ૨૦૦૩ ૩–૦–૦ ૧૫૦૦ ૪૫૦૦–૦–૦
૧૯ मूलमें भूल (हिन्दी) ૨૦૦૩ ૦–૧૨–૦ ૧૦૦૦ ભેટ આત્મધર્મ કાર્યાલય
૨૩૦૦ ભેટ શ્રી. ટ્રસ્ટ તરફથી
૫૦૦ એક ગૃહસ્થની ૫૦૦
૧૨૦૦ ૯૦૦–૦–૦
૨૦ દ્રવ્યસંગ્રહ ૨૦૦૩ ૦–૭–૦ ૧૦૦૦ ૪૩૭–૮–૦
૨૧ બાલપદ્મ પુરાણ ૨૦૦૩ ૦–૦–૦ ૫૦૦ ભેટ
૦–૬–૦ ૫૦૦ ૧૮૭–૮–૦
૨૨ સમયસાર પદ્યાનુવાદ ૨૦૦૩ ૦–૪–૦ ૨૦૦૦ ૫૦૦–૦–૦
૨૩ જિનેન્દ્રસ્તવન મંજરી ૨૦૦૩ ૨–૦–૦ ૨૦૦૦ ૪૦૦૦–૦–૦
૨૪ સર્વસામાન્ય પ્રતિક્રમણ ૨૦૦૩ ૦–૮–૦ ૧૦૦૦ ૫૦૦–૦–૦
૪૧૭૫૦ ૩૯૯૩૧–૪–૦

PDF/HTML Page 16 of 17
single page version

background image
ક્રમાંક ગ્રંથનું નામ પ્રકાશન–સાલ કિં. આવૃત્તિઓ તથા ભેટ અથવા ખાસ નોંધ
ગ્રંથ સંખ્યા વેચાણની ઉપજ દાતાનું નામ
૧ આત્મજ્યોતિ ભાગ. ૧ લો વિ સં. ૧૯૯૩ ૧૦૦૦ ભેટ ગાંધી વસંતલાલ વૃજલાલ તથા
કામદાર ગોપાળજી લક્ષ્મીચંદ
૨ આત્મપ્રભા ૧૯૯૩ ૧૦૦૦ ભેટ શા. ફુલચંદ તથા શા. –
જગજીવન ચતુર
૩ આત્મસિદ્ધિ–નાની ૧૯૯૪ ૧૦૦૦ ભેટ શા. ચુનીલાલ લક્ષ્મીચંદ
૪ યોગીન્દ્ર દેવના દોહા ૧૯૯૪ ૦–૧–૦ ૧૦૦૦ ૬૨–૮–૦
૫ આત્મજ્યોતિ ભાગ–૨ જો ૧૯૯૫ ૧૦૦૦ ભેટ ગાંધી રાયચંદ રતનશીના
સુપુત્રો
૬ આત્મલક્ષ્મી ૧૯૯૫ ૧૦૦૦ ભેટ શેઠ ત્રીકમદાસ જૂઠાભાઈ
૭ આત્મસિદ્ધિ–મૂળ કાવ્ય ૧૯૯૬ ૦–૧–૦ ૧૦૦૦ ૬૨–૮–૦
૮ આત્મસિદ્ધિ–ગુટકા સાથે ૧૯૯૬–૯૭ ૪ આવૃત્તિ દરેક ભેટ દોશી રામજી માણેકચંદ
૧૯૯૯–૦૦ એક હજાર જસાણી નાનાલાલ કાળી–
૪૦૦૦ દાસ–મોહનલાલ કાળીદાસ
૯ સમયસાર પદ્યાનુવાદ (ગુજરાતી) ૧૯૯૬–૯૭ ૦–૨–૦ ૪ આવૃત્તિ ૬૨૫–૦–૦
૧૯૯૮–૦૦ ૫૦૦૦
૧૦ સમયસાર ગુજરાતી સાર્થ ૧૯૯૭ ૨–૮–૦ ૨૦૦૦ ૫૦૦૦–૦–
૧૧ સ્તવન મંજરી ૧૯૯૭ ૧–૦–૦ ૭૫૦ ૭૫૦–૦–૦
૧૨ સંગીત વિભાગ ૧૯૯૭ ૦–૦–૬ ૫૦૦ ૧૫–૧૦–૦
૧૩ સમાધિમરણ પત્ર પુંજ ૧૯૯૭ ૧૦૦૦ ભેટ ઝોબાળિયા છોટાલાલ
નારણદાસ નાગનેશવાળા
૧૪ સમયસાર–ગુટકા–સાથે ૧૯૯૭, ૯૯ ૦–૪–૦ બે આવૃત્તિયો ૨૫૦–૦–૦
૦–૫–૦ ૩૦૦૦ ૬૨૫–૦–૦
૧૫ પ્રણવ મંત્ર ૧૯૯૭ ૦–૦–૩ ૧૦૦૦ ૧૫–૧૦–૦
૧૬ જિનેન્દ્ર સ્તવનાવલી ૧૯૯૮, ૯૯ ૦–૬–૦ બે આવૃત્તિઓ ૭૫૦–૦–૦
૨૦૦૦
૧૭ સર્વ સામાન્ય પ્રતિક્રમણ ૧૯૯૮–૦૦ ૦–૮–૦ બે આવૃત્તિઓ ૧૦૦૦–૦–૦
૨૦૦૦
૧૮ સમવસરણ–સ્તુતિ ૧૯૯૯ ૦–૨–૦ ૧૦૦૦ ૧૨૫–૦–૦
૧૯ સંજીવની ૧૯૯૯–૦૦ ૦–૦–૦ ૨૦૦૦ ભેટ દેશાઈ વલમજી રામજી
૦–૬–૦ ૧૦૦૦ ૩૭૫–૦–૦ વવાણીયા
૨૦ અધ્યાત્મ પત્રાવલી ભાગ ૧ લો ૧૯૯૯ ૦–૨–૦ ૧૦૦૦ ૧૨૫–૦–૦
૨૧ દ્વાદશાનુપ્રેક્ષા ૧૯૯૯ ૧૦૦૦ ભેટ શેઠ નેમિદાસ ખુશાલદાસ
૨૨ આત્મસિદ્ધિ–પ્રવચન ૧૯૯૯–૦૦ ૨–૪–૦ ૧૦૦૦ ૨૨૫૦–૦–૦
૨–૮–૦ ૧૦૦૦ ૨૫૦૦–૦–૦
૨૩ અનુભવ–પ્રકાશ ૧૯૯૯ ૦–૬–૦ ૧૦૦૦ ૩૭૫–૦–૦
૨૪ પૂ. મહારાજશ્રી કાનજી સ્વામી
નું જીવન ચારિત્ર ૧૯૯૯ ૦–૪–૦ ૨૦૦૦ ૫૦૦–૦–૦
૨૫ જૈન સિદ્ધાંત પ્રવેશિકા ૧૯૯૯–૦૦ ૦–૦–૦ ૧૦૦૦ ભેટ નાનાલાલ કાળીદાસ
૨૦૦૧ ૦–૮–૦ ૧૦૦૦ ૫૦૦–૦–૦ રાજકોટ
૦–૮–૦ ૧૦૦૦ ૫૦૦–૦–૦
૨૬ અધ્યાત્મ પત્રાવલી ભા. ૨ જો ૨૦૦૦ ૦–૪–૦ ૧૦૦૦ ૨૫૦–૦–૦
૨૭ સત્તાસ્વરૂપ ૨૦૦૦ ૦–૯–૦ ૧૦૦૦ ૫૬૨–૮–૦
૨૮ અમૃત–વાણી ૨૦૦૧ ૦–૦–૦ ૧૫૦૦ ભેટ શા. જગજીવન જસરાજ
૨૯ અપૂર્વ–અવસર કાવ્યપર પ્રવચન ૨૦૦૧ ૦–૮–૦ ૨૦૦૦ ૧૦૦૦–૦–૦
૩૦ શિષ્ટ સાહિત્ય–પત્રિકા ૨૦૦૧ ૩૦૦૦ ભેટ શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય
મુદ્રક: ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, દાસકુંજ, મોટા આંકડિયા, કાઠિયાવાડ
પ્રકાશક: જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા. તા. ૮ – ૧ – ૪૭

PDF/HTML Page 17 of 17
single page version

background image
ATMADHARMA With the permision of Baroda Govt. Regd No. B. 4787
order No. 30 - 24 date 31 - 10 - 4
ક્રમાંક ગ્રંથનું નામ પ્રકાશન–સાલ કિં. આવૃત્તિઓ તથા ભેટ અથવા ખાસ નોંધ
ગ્રંથ સંખ્યા વેચાણની ઉપજ દાતાનું નામ
૩૧ આલોચના ૨૦૦૧ ૧૦૦૦ ભેટ શેઠ પ્રાણજીવન હરજીવનદાસ
૩૨ દ્રવ્યસંગ્રહ ૨૦૦૧ ૦–૭–૦ ૫૦૦ ૨૧૮–૧૨–૦
૩૩ પ્રવચનસાર પદ્યાનુવાદ ૨૦૦૨ ૦–૧–૦ ૧૫૦૦ ૯૩–૧૨–૦
૩૪ નિમિત્ત–ઉપાદાન–દોહા ૨૦૦૨ ૦–૧–૦ ૧૦૦૦ ૬૨–૮–૦
૩૫ પુરુષાર્થ ૨૦૦૨ ૦–૪–૦ ૫૦૦ ૧૨૫–૦–૦
૩૬ સામાન્ય–વિશેષ ૨૦૦૨ ૦–૨–૦ ૨૫૦ ૩૧–૪–૦
૩૭ પૂજા સંગ્રહ ૨૦૦૧ ૦–૫–૦ ૫૦૦ ૧૫૬–૪–૦
૩૮ અનિત્ય પંચાશત્ ૨૦૦૩ ૧૫૦૦ ભેટ ગાંધી શિવલાલ રાયચંદના
પુત્રો તરફથી.
૩૯ મોક્ષની ક્રિયા ૨૦૦૧ ૦–૧૦–૦ ૧૦૦૦ ૬૨૫–૦–૦
૫૮૫૦૦ ૧૯૫૩૧–૪–૦
૪૧૭૫૦ ૩૯૯૩૧–૪–૦
૧૦૦૦૨૫૦ ૫૯૪૬૨–૮–૦
કાર્તિક માસના મંગળ દિવસો
(૧) કારતક સુદ ૧–બેસતું વર્ષ (વીર નિર્વાણ
સંવત્ ૨૪૭૪ ની શરૂઆત).
(૨) કારતક સુદ ૩: શ્રી જયધવલા શાસ્ત્રના
સંપાદન કાર્યનો પ્રારંભ. (ભગવાનશ્રી મહાવીર
સ્વામીના દિવ્યધ્વનિની પરંપરાથી રચાયેલા
શ્રીકષાયપ્રાભૃત ઉપર શ્રી વીરસેન અને જિનસેન
આચાર્ય દેવોએ રચેલી ૬૦૦૦૦ શ્લોક પ્રમાણ
‘જયધવલા ટીકા’ છે, તે હિંદી ભાષાંતર સહિત
છપાવીને પ્રસિદ્ધ કરવા માટેના સંપાદન કાર્યની
શરૂઆત થઈ વીર. સં. ૨૪૬૮)
(૩) કારતક સુદ ૭: ‘વીર ટોડરમલ્લજી
સ્મૃતિદિન’ . (આ દિવસે પંડિતપ્રવર શ્રી ટોડરમલ્લજીએ
માત્ર ૨૮ વર્ષ જેટલી અલ્પ વયમાં જૈનશાસનને ખાતર
પોતાનું બલિદાન કર્યું. તેમણે મોક્ષમાર્ગ–પ્રકાશક વગેરે
શાસ્ત્રની રચના કરીને જૈન શાસન પર ઉપકાર કર્યો છે.)
(૪) કારતક સુદ ૧૩: શ્રીધવલા ટીકાની
પુર્ણાહૂતિનો દિવસ. (મહાવીર પ્રભુના દિવ્યધ્વનિના
પ્રવાહમાંથી રચાયેલાં ‘શ્રી ષટ્ખંડાગમ’ સિદ્ધાંતો ઉપર
શ્રીવીરસેનાચાર્યદેવે ૭૨૦૦૦ શ્લોક પ્રમાણ ‘ધવલા
ટીકા’ રચી, તેની પૂર્ણતાનો દિવસ. એ પ્રસંગ આજથી
૧૧૩૧ વર્ષો પહેલાંં થયો હતો.
(૫) કારતક સુદ ૧૫: સત્પુરુષ
શ્રીમદ્રાજચંદ્રજીનો જન્મદિવસ.
(૬) કારતક વદ ૧૦: ભગવાનશ્રી મહાવીર
સ્વામીનો દિક્ષા કલ્યાણિક મહોત્સવદિન. (પૂર્વભવનું
જાતિસ્મરણજ્ઞાન થતાં સદ્વૈરાગ્ય પામીને પ્રભુશ્રી
બાલબ્રહ્મચારીપણે, માત–પિતાની હયાતિમાં જ
રાજવૈભવ ત્યાગી વીતરાગી જિનમુનિ થયા. એ પવિત્ર
પ્રસંગને ૨૫૧૬ વર્ષ થયાં.)
ધર્માત્માની સ્વરૂપ – જાગૃતિ
સમ્યગ્દ્રષ્ટિ જીવને તો સદાય સ્વરૂપ જાગૃતિ
વર્તતી હોય છે. સમ્યગ્દર્શન થયા પછી ગમે તેવા
પ્રસંગમાં વર્તતા હોવા છતાં તે જીવને સ્વરૂપની
અનાકુળતાનું અંશે વેદન તો થયા જ કરે છે; કોઈ પણ
પ્રસંગમાં પર્યાય તરફનો વેગ એવો નથી હોતો કે જેથી
નિરાકૂળસ્વભાવના વેદનને તદ્ન ઢાંકીને એકલી
આકૂળતાનું જ વેદન રહે. સમ્યગ્દ્રષ્ટિને પ્રતિક્ષણે
નિરાકૂળસ્વભાવ અને આકૂળતા વચ્ચે ભેદજ્ઞાન વર્તે છે
અને તેના ફળરૂપે પ્રતિક્ષણે નિરાકૂળસ્વરૂપનું અંશે
વેદન તેઓ કરે છે. આવું ચોથા ગુણસ્થાને વર્તતા
ધર્માત્માનું સ્વરૂપ છે. બહારની ક્રિયા ઉપરથી
સ્વરૂપજાગૃતિનું માપ કાઢી શકાતું નથી. શરીરથી શાંત
બેઠો હોય તો જ અનાકુળતા કહેવાય અને લડાઈ કરતા
દેખાય તે વખતે અનાકુળતા જરાય હોઈ જ શકે નહિ–
એમ નથી. અજ્ઞાની જીવ બહારથી શાંત બેઠેલો દેખાય
છતાં અંતરમાં તો તે વિકારમાં જ તન્મય વર્તતો
હોવાથી એકાંતપણે આકૂળતા જ ભોગવે છે–તેને સ્વરૂપ
જાગૃતિ જરાય નથી. અને જ્ઞાની જીવો લડાઈ વખતે
પણ અંતરમાં તે વિકારભાવ સાથે તન્મયપણે વર્તતા
નથી, તેથી તે વખતે પણ તેમને અંશે આકૂળતારહિત
શાંતિનું વેદન હોય છે–એટલી સ્વરૂપજાગૃતિ તો
ધર્માત્માને વર્તતી જ હોય છે. આવી સ્વરૂપ–જાગૃતિ તે
ધર્મ છે, બીજો કોઈ ધર્મ નથી.