Atmadharma magazine - Ank 005
(Year 1 - Vir Nirvana Samvat 2470, A.D. 1944). Entry point of HTML version.


Combined PDF/HTML Page 1 of 1

PDF/HTML Page 1 of 18
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૧
સળંગ અંક ૦૦૫
Version History
Version
Number Date Changes
001 Jan 2006 First electronic version.

PDF/HTML Page 2 of 18
single page version

background image
પરમ પૂજ્ય સદ્ગુરુ દેવશ્રી કાનજી સ્વામીના
વ્યાખ્યાનમાંથી તારવેલાં વચનામૃતો.
આત્મા પોતાના જ ભાવોનો ગ્રહણ
કરનાર કે છોડનાર છે; જડ કર્મને આત્મા
ગ્રહતો કે છોડતો નથી; જડ કર્મની અવસ્થા
જડના કારણે થાય છે; કારણકે દરેક દ્રવ્યો
સ્વતંત્ર છે અને દરેક વસ્તુના ગુણ–પર્યાય
બીજી વસ્તુથી જુદા છે તેથી જડની બધી
અવસ્થાનો કર્તા જડ વસ્તુ અને આત્માની
અવસ્થાનો કર્તા આત્મા પોતે જ છે.
વર્ષ : અંક ૫ * * * * ચૈત્ર : ૨૦૦૦
તારી ભૂલે તું લૂટાણો છો, નહીં કે કર્મે
તને લૂટયો છે!!! તું જ અશુભભાવને
(અજ્ઞાનભાવે) ઉત્પન્ન કરીને તારા સ્વરૂપના
ખજાનાને લૂટાવી દેનારો છો. તથા તે અશુદ્ધ
ભાવને ટાળીને નિર્મળ સ્વરૂપ પ્રગટ કરનાર
પણ તું જ છો! કર્મ કાંઈ તને કરનાર નથી.
નિશ્ચયથી તું લૂટાયો જ નથી. શુદ્ધ જ છો.
સ્વરૂપમાં પ્રવૃત્તિ અને પર દ્રવ્યમાં
નિવૃત્તિ એ આત્માનો સ્વભાવ છે.
વાર્ષિક લવાજમ છુટક નકલ
રૂપિયા ૨–૮–૦ ચાર આના
શિષ્ટ સાહિત્ય ભંડાર * મોટા આંકડિયા * કાઠિયાવાડ

PDF/HTML Page 3 of 18
single page version

background image
સમજણ એજ ધર્મ અને અજ્ઞાન એજ સંસાર


સર્વ જીવો સુખ ઈચ્છે છે, પણ સુખનો સાચો
ઉપાય નહીં જાણતા હોવાથી–પરાશ્રયે સુખ માની બેસે
છે તેથી સુખને બદલે દુઃખ જ થઈ રહ્યું છે..
પરાધીનતા એજ દુઃખ છે–અને સ્વાધીનતા એજ સુખ
છે..........
સુખ–દુઃખનું સ્વરૂપ શું? યશોવિજ્યજી કહે છે કે,
સઘળુંય પરવશ તે દુઃખ કહીએ,
નિજવશ તે સુખ લહીએ રે.....
એ દ્રષ્ટિએ આતમગુણ પ્રગટે,
કહો સુખ તે કોણ કહીએ રે.....
ભવિકા વીર વચન અવધારો.....
અર્થ:–આત્માને પોતાના સુખ માટે પરની
ઈચ્છા તે જ દુઃખ છે, આત્માને આધીન હોય તે જ
સુખ કહેવાય. પુણ્ય–પાપ કે કોઈ પરને આધારે મારું
સુખ નથી એવી દ્રષ્ટિએ આત્માનો (સુખ) ગુણ પ્રગટે
છે; તો સુખ કોને કહેવું તેનો વિચાર કરો! હે ભવ્ય!
તમે વીર પ્રભુના વચનને સાંભળો એમ શ્રી
યશોવિજ્યજી કહે છે. ‘તું કોણ છો’ તે જાણ! તો તારા
ભાનમાં તને બંધન છે જ નહીં. અને ભાન વગર ગમે
તેમ કર તો પણ બંધન જ છે..... (પરદ્રવ્યથી પોતાને
કાંઈપણ લાભ–નુકસાન માનવું તે જ બંધન)
આત્મા સ્વત: સિદ્ધ વસ્તુ છે.... બંધનું કારણ
પર નથી. તારી માન્યતા જ છે. દરેક વસ્તુનો જેવો
સ્વભાવ છે તે તે વસ્તુથી જ સ્વતંત્રપણે છે, કોઈ
વસ્તુનો સ્વભાવ પરને આશ્રયે નથી...... પુણ્યને
આધારે ધર્મ નથી.....ધર્મ પોતાના જ આધારે છે....
આત્માની સ્વતંત્રતા કોઈ લૂટી શકે નહીં–શત્રુ
આવે તોય સવળા ભાવને ફેરવી શકે નહીં અને મિત્ર
આવે તો પણ ઊંધા ભાવને ટાળી શકે નહીં. પ્રભુ પોતે
જ છે.
[ભાન કરે તો] પ્રભુ, તારી પ્રભુતા તારામાં જ
છે.....સવળા અવળા ભાવ પોતે જ કરે છેે.
જે જ્ઞાનસ્વભાવમાં નિરંતર પરિણમે છે તેને
પુણ્ય પાપ કે કોઈ પરથી અજ્ઞાન થતું નથી. એટલે
તેનાથી તે પોતાને લાભ કે નુકસાન માનતા
નથી.....જ્ઞાની સર્વ સંયોગોમાં જ્ઞાનપણે જ પરિણમે
છે–કદી અજ્ઞાનપણે થતો નથી.....
જ્ઞાનીને કહે છે કે હે જ્ઞાની–સર્વ સંયોગોને
જાણી લે! તને કોઈ સંયોગો નુકસાન કરી શકે તમે
નથી.....માટે શંકા ન કર કે “પર મને નુકસાન તો
નહીં કરે ને!” સ્વતંત્રતાના ભાનવગર પંચમહાવ્રત
કરે તો પણ પાપી (અધર્મી)છે.....અને ભાન છે તે
રાજપાટમાં હોવા છતાં ધર્મી છે.....
કોઈ પર વસ્તુ બંધનું કારણ નથી. આત્માને
તેના ભાવનું જ લાભ કે નુકસાન છે, પર બંધનું કારણ
નથી. દ્રષ્ટિની ભૂલ એજ બંધનું કારણ–ભાવાર્થમાં
વસ્તુ દરેક સ્વતઃસિદ્ધ છે, દરેકનો સ્વભાવ પોતાને જ
આધીન છે. એક દ્રવ્ય બીજાને પરિણમાવી શકે નહીં.
આ બધું શા માટે કહેવાય છે લોકો પરથી
લાભ નુકસાન માને છે તે માન્યતા ટળે તથા..... તારા
ભાવમાં કોઈ ભાગીદાર નથી......તારા ભાવનું ફળ
સોએ સો ટકા તને જ છે.
જ્ઞાનીને કહે છે કે:– “પર સંયોગ વધારે છે
તેથી મને નુકસાન તો નહીં કરે ને? ” એવી શંકા ન
કર! કારણકે પરવસ્તુ નુકસાનનું કારણ નથી. તારો
અજ્ઞાન ભાવ જ નુકસાનનું કારણ છે. એક પદાર્થને
બીજા પદાર્થથી લાભ કે નુકસાન માનવું એ માન્યતા
જ બંધન છે.
અહીં કોઈ પ્રશ્ન કરે કે પર વસ્તુ બંધનું કારણ
નથી, તો સારું સારું ખાવા પીવામાં પણ વાંધો
નથીને? તેનો ઉત્તર:–જ્યાં તેં તહે ખાવાથી સુખ માન્યું
એટલે પરથી સુખ માન્યું તેમાં જ તારી ઊંધી
માન્યતાનું પાપ છે.....પરને ભોગવવાનો ભાવ તે જ
મિથ્યાત્વ. (જ્ઞાની કે અજ્ઞાની કોઈ પરને ભોગવી
શકતું નથી.)
પ્રતિકૂળ સંયોગ બંધનું કારણ નથી. પણ જો
તારા સ્વભાવને ચૂક્યો તો જ બંધન છે. જ્ઞાની
અનુકુળ અને પ્રતિકૂળ બન્ને જાતના સંયોગોથી લાભ
કે નુકસાન માનતા નથી, તેથી એકેમાં સલવાતા નથી.
તારો ધર્મ તારામાં–તારે આધીન છે તેને પરની મદદની
જરૂર નથી, નરકની અગવડતા ધર્મને રોકી શકે નહિ
કે સ્વર્ગની સગવડતા ધર્મમાં મદદ કરી શકે નહીં.
ધર્મી–જ્ઞાની ગમે તેવી અગવડતામાં પણ
મૂંઝાતા નથી; શંકા કરતા નથી, ગરીબ મજુરને પણ
ધર્મ થઈ શકે છે. સ્વભાવને જાણતો જ્ઞાની નિશંક છે કે
મારા સ્વભાવને હાનિ પહોંચાડવા કોઈ સમર્થ નથી.
(અનુસંધાન ટા. પા, ૭૯)

PDF/HTML Page 4 of 18
single page version

background image
• શાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસિક •
આત્મધર્મ
વષ ૧ : અક ૫
ચત્ર ૨૦
[પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજી સ્વામીના વ્યાખ્યાનમાંથી તારીખ ૨૯ – ૭ – ૪૩]
ચાર જ્ઞાના ધણી શ્રી ગણધરદેવ પણ નિરંતર
નિર્વિકલ્પ ધ્યાનમાં સ્થિર રહી શકતા નથી તેથી અશુભમાં ન
જવા માટે, વિશેષ જ્ઞાનું મન કરવા સાક્ષાત્ તીર્થંકર પ્રભુનો
ઉપદેશ વારંવાર સાંભળે છે તથા તેમની પદવી અનુસાર શુભ
ભાવમાં [છઠ્ઠા ગુણ સ્થાનમાં હોય છે ત્યારે] પણ પ્રવર્તે છે.
ગૃહસ્થોને તો અશુભ રાગનાં નિમિત્તો ઘણાં છે તેથી અશુભ
ર્ ત્ત્
કહ્યો તે શુભ વ્યવહાર અંગીકાર કરવો જોઈએ. પણ તે શુભ
રાગની હદ પુણ્ય બંધન જેટલી છે; તેનાથી ધર્મ નથી. તોપણ
પરમાર્થની રુચિમાં આગળ વધવા માટે વારંવાર ધર્મનું શ્રવણ,
મન કરવું પડે છે. જેને સંસારની રુચિ છે તે નાટક – સીનેમા
વારંવાર જાુએ છે, નોવેલો વારંવાર વાંચે છે. સાભળે છે, નવું
હોય તો જલદી જાણી લે છે; તેમ જેને ધર્મ તરફ રુચિ છે તે
ર્ત્ ર્ ત્ત્ િ ,
બચવા અને સ્વરૂપ તરફનું સ્થિર વલણ રાખવા, વારંવાર
સ્ત્ર સ્ધ્ , , િ પ્રિ
દર્શન, પૂજા, ગુરુભક્તિ વગેરે શુભાવમાં જોડાય છે અને
રાગ ટાળવાની દ્રષ્ટિ રાખી તેમાં વર્તે છે. વિશેષ રાગ ટાળવા
માટે પરદ્રવ્યનું અવલંબન છોડવારૂપ અણુવ્રત, મહાવ્રતાદિનું
ગ્રહણ કરી સમિતિ ગુપ્તિરૂપ પ્રવર્તન, પંચ પરમેષ્ટિનું ધ્યાન,
ત્, સ્ત્રભ્ ,
અને વીતરાગી ગુણની રુચિ વધારવા માટે છે.
શુધ્ધના લક્ષે શુભ રાગની હદ

PDF/HTML Page 5 of 18
single page version

background image
: ૬૮ : આત્મધર્મ ચૈત્ર : ૨૦૦૦
આત્મામાં જે એક સમય પુરતી આત્મામાં જે એક સમય પુરતી
વિકારી અવસ્થા તે સંસાર અને અવિકારી અવસ્થા તે મોક્ષ

આ નિર્જરા અધિકાર છે; ‘નિર્જરા’ એ જૈન દર્શનનો પારિભાષિક શબ્દ છે, તેનો અર્થ–આત્મામાં કર્મના
સંયોગાધીન થયેલી વિકારી અવસ્થાનો નાશ અને શુદ્ધ સ્વભાવની નિર્મળ અવસ્થાનું ઉત્પન્ન થવું તે નિર્જરા છે.
આત્મા આનંદમૂર્તિ છે, ત્રિકાળ સહજાનંદનો રસકંદ છે, પણ વર્તમાનકાળની એક સમયની અવસ્થા
દ્રષ્ટિએ [પર્યાય દ્રષ્ટિએ] બીજા ‘કર્મ’ નામના પદાર્થના સંયોગ આધીન થતો વિકારી ભાવ તેને લઈને સંસાર
છે, તે વિકારી ભાવ આત્માને વિષે ક્ષણિક–એક સમય પૂરતો છે. વર્તમાનમાં અનંત આત્માઓ છે તે બધા
ભગવાન સ્વરૂપ છે, પણ તેની વર્તમાન અવસ્થાદ્રષ્ટિએ એક સમય પૂરતી દુઃખ દશા દેખાય છે, તે એક સમય
પૂરતી વિકારી અવસ્થા સિવાય આખું ત્રિકાળી સ્વરૂપ નિર્વિકારી સુખરૂપ છે.
વસ્તુના બે વિભાગ પાડ્યા (૧) તત્ત્વદ્રષ્ટિ અથવા નિશ્ચયદ્રષ્ટિ, અને (૨) અવસ્થાદ્રષ્ટિ અથવા
વ્યવહાર દ્રષ્ટિ.
૧–નિશ્ચયદ્રષ્ટિ:–ત્રણે કાળે ભગવાન આત્માનો સ્વભાવ અખંડ પરિપૂર્ણ છે, તે સ્વભાવ ઉપરની દ્રષ્ટિ તે
શુદ્ધદ્રષ્ટિ–ધર્મદ્રષ્ટિ કે સુખદ્રષ્ટિ જે કહો તે બધાનો અર્થ એક જ છે.
૨–વ્યવહારદ્રષ્ટિ:–એક સમય પૂરતી પરાશ્રિત ભેદરૂપ અવસ્થાની દ્રષ્ટિ તે વ્યવહારદ્રષ્ટિ–દુઃખદાયકદ્રષ્ટિ કે
સંસારદ્રષ્ટિ છે.
આત્મામાં ત્રિકાળી સ્વભાવ તો અખંડાનંદ ભર્યો છે, તેમાં વિકાર એક સમયની અવસ્થા પૂરતો છે, તે
એક સમય બદલી પછી બીજે સમયે અને બીજો સમય બદલી ત્રીજે સમયે એમ અવસ્થા બદલી બદલીને થાય તે,
તે સમયનો નવો વિકાર છે. સંસાર પણ એક સમયની અવસ્થા પૂરતો છે, પહેલો સમય જાય ત્યારે બીજે સમયે
બીજો વિકાર થાય; અર્થાત્ એક સમયની પર્યાયનો વ્યય ત્યારે બીજા સમયની પર્યાયનો ઉત્પાદ, એમાં બે સમય
ભેગા થાય નહીં. વ્યવહારદ્રષ્ટિ એક સમયની અવસ્થા પૂરતી છે, તે દ્રષ્ટિ કષાય અને વિકાર ઉપર હોવાથી
વિકારી અવસ્થા એક સમયની જ હોવા છતાં તે દ્રષ્ટિમાં અસંખ્ય સમયે તેના ખ્યાલમાં આવે છે. વિકારી અવસ્થા
સમયે સમયે બદલીને અનાદિથી સળંગ પ્રવાહ રૂપે થતી આવે છે છતાં વિકારનો સમય એક કરતાં વધારે
સમયનો નથી.
તત્ત્વ દ્રષ્ટિ (નિશ્ચય દ્રષ્ટિ) માં આત્મા ત્રિકાળ એકરૂપ શુદ્ધ જ છે, તેમાં [તત્ત્વદ્રષ્ટિમાં] કાળ કે બીજું
કાંઈ પણ લાગુ પડે તેમ નથી. એક સમય પૂરતી વિકારી અવસ્થા પાછળ તે જ સમયે એક સમયમાં અખંડ
પરિપૂર્ણ ત્રિકાળી ધ્રુવ–સ્વભાવ ભર્યો છે, આ રીતે વસ્તુ એક સમયમાં પરિપૂર્ણ છે. દરેક સમયે દ્રવ્ય અખંડ ધ્રુવ
છે; તેમાં પરાશ્રિત એક સમય પુરતી વિકારી અવસ્થા અને તે સિવાય
[તે જ સમયે] અખંડ પરિપૂર્ણ શુદ્ધ
સ્વભાવ એ બન્ને થઈને આખું દ્રવ્ય છે.
એક સમયમાં જ્ઞાનાદિ અનંત ગુણનો રસકંદ, સામાન્ય ધ્રુવ તે વસ્તુ; વસ્તુનો સ્વભાવ કદી વિકારી થતો
નથી.
આ જીવ અગિયાર અંગ અને નવ પૂર્વ ભણી ગયો, પણ પોતાનું સ્વરૂપ શું? એકેક સમયે પરિપૂર્ણ
સ્વભાવ શું છે? તે કદી જોયું નથી; સ્વસન્મુખ અંતર વ્યાપાર કરીને અનાદિમાં એક સમય પણ ‘યથાર્થ હા’
પાડી નથી. આત્મા ત્રિકાળ આનંદ મૂર્તિ છે અને વિકાર તો એક સમય પુરતો છે તે મારા સ્વરૂપમાં નથી એમ
યથાર્થ સમજીને ‘હા’ લાવવી જોઈએ.
સમ્યગ્જ્ઞાન એ જ ભ્રાંતિના નાશનું કારણ છે. અને એ જ ધર્મ છે; સમ્યગ્જ્ઞાનના અવલંબન સિવાય બીજા
કોઈ ઉપાયથી નિર્જરા કે ભ્રમનો નાશ ત્રણકાળમાં નથી.
સંસારમાં અનંત આત્માઓ છે; દરેક આત્મા એક સમય પુરતી વિકારી અવસ્થા સિવાય તે જ સમયે
પરિપુર્ણ અખંડ શુદ્ધ સ્વભાવી છે; વિકારી એક સમય પુરતી પર્યાય તે સંસાર છે; અને ‘તે

PDF/HTML Page 6 of 18
single page version

background image
ચૈત્ર : ૨૦૦૦ આત્મધર્મ : ૬૯ :
વિકારી અવસ્થા હું નહીં, પરિપૂર્ણ અવિકારી સ્વભાવ તે જ હું’ એવી દ્રષ્ટિ તે મોક્ષમાર્ગ; તથા પૂર્ણ શુદ્ધ અવિકારી
પર્યાયનું પ્રગટપણું તે મોક્ષ છે. મોક્ષમાર્ગ બહારમાં કે પુણ્યાદિમાં નથી, પણ અરૂપી આત્મામાં જ છે.
વસ્તુ તો ત્રિકાળી શુધ્ધ જ છે, મોક્ષ વસ્તુનો થતો નથી, પણ અવસ્થામાં થાય છે. જે વિકારી પર્યાય હતી
તેનો નાશ થઈને શુદ્ધ અવિકારી પર્યાય થઈ તેનું નામ મોક્ષ.
• મોક્ષ કેમ થાય! •
પરિપૂર્ણ શુદ્ધદશા [–મોક્ષ] સમ્યક્ચારિત્ર વગર થાય નહીં; સમ્યક્ચારિત્ર તે સમ્યક્દર્શન તથા સમ્યગ્જ્ઞાન
વગર થાય નહીં; સમ્યક્દર્શન તથા સમ્યગ્જ્ઞાન તત્ત્વનો નિર્ણય સર્વજ્ઞના આગમના નિર્ણય વગર થાય નહીં;
સર્વજ્ઞના આગમનો નિર્ણય સર્વજ્ઞની સત્તાના નિર્ણય વગર થાય નહીં.
• સંસાર અને મોક્ષ •
આત્મામાં જે એક સમયપૂરતી વિકારી અવસ્થા તે સંસાર અને અવિકારી અવસ્થા તે મોક્ષ; વિકારી
અવસ્થા તે મારી છે–મારા સ્વરૂપની છે એવી માન્યતા તે ચોરાશીના જન્મ–મરણનો માર્ગ છે; પુણ્ય પાપની વૃત્તિ
જેટલો હું એમ માન્યું તેને સંસાર–પર્યાય છે. ક્ષણિક વિકારી અવસ્થા તે હું નહીં, હું તો એક સમયમાં આખો
ચૈતન્ય આનંદઘન સ્વભાવે છું એવું ભાન તે સમ્યકદર્શન–જ્ઞાન–ચારિત્રનો માર્ગ અથવા મોક્ષમાર્ગ; અનેપરિપુર્ણ
નિર્મળ દશાનું પ્રગટપણું તે મોક્ષ. મોક્ષ અર્થાત્ પુર્ણ દશા સમ્યકચારિત્ર વગર પ્રગટે નહીં સ્વરૂપની રમણતા તે જ
ચારિત્ર છે, બહારની ક્રિયામાં કે પુણ્ય–પાપમાં ચારિત્ર નથી.
• જન દશન અટલ! •
વસ્તુ અનાદિ અનંત છે, ધર્મ તે વસ્તુનો સ્વભાવ છે, તેથી ધર્મ અનાદિ છે કોઈ વ્યક્તિએ ધર્મ ઉત્પન્ન
કર્યો નથી; દરેક વસ્તુ પોતાના સ્વભાવે પરિપૂર્ણ છે તેનો પ્રદર્શક તે જૈનધર્મ; જૈનધર્મ એટલે વિશ્વધર્મ; આત્માનો
સ્વભાવ ત્રિકાળી છે તેમાં જે એક સમય પૂરતી વિકારી પર્યાય તેનું લક્ષ ગૌણ કરીને અખંડ પરિપુર્ણ સ્વભાવનું
દર્શન કરાવવું તે જૈનદર્શન. એક સમય પુરતો વિકાર સ્વરૂપમાં નથી. તત્ત્વનો નિર્ણય આગમજ્ઞાન વગર હોય
નહીં; અને આગમજ્ઞાન સર્વજ્ઞને જાણ્યા વગર હોય નહીં. એકેક આત્મા સર્વજ્ઞ સ્વરૂપ છે અને સર્વજ્ઞ થઈ શકે છે;
• સર્વજ્ઞ એટલે! •
એકેક આત્માના અનંતગુણ, તેમાં જ્ઞાન ગુણની એક સમયની એક પર્યાયમાં ત્રણકાળ–ત્રણલોકના અનંત
પદાર્થો તેમના ગુણ પર્યાય સહિત એક સાથે જાણે તે સર્વજ્ઞ. તે સર્વજ્ઞના મુખથી નીકળેલી વાણી તે આગમ, તે
આગમ દ્વારા તત્ત્વનો નિર્ણય થાય, તે તત્ત્વના નિર્ણય દ્વારા સમ્યક્દર્શન–સમ્યક્જ્ઞાન થાય અને સમ્યક્દર્શન–
જ્ઞાનદ્વારા ચારિત્ર થાય અને ચારિત્ર દ્વારા મોક્ષ થાય.
આ વાત સમજ્યા વગર કદી મોક્ષ થાય નહીં; સમ્યગ્જ્ઞાન સિવાય મોક્ષનો ઉપાય નથી. માણસો કહે યાદ
કેટલું રાખવું? પૈસાથી ધર્મ થતો હોય તો પાંચ લાખની મૂડીમાંથી પચાસ હજાર આપી દે એટલે ધર્મ થઈ જાય
અને બાકીના સાડાચાર લાખથી સંસાર પણ ચાલે! એટલે સંસાર અને મોક્ષ બન્ને સાથે! પણ પૈસાથી કદી ધર્મ
થાય નહીં. ધર્મ તો આત્માનો સ્વતંત્ર સ્વભાવ છે; પરાવલંબને ધર્મ નથી. વસ્તુનું સ્વરૂપ સર્વજ્ઞ મુખ દ્વારા
નીકળેલી વાણી (આગમ) દ્વારા જણાય. બધા સર્વજ્ઞોનું કથન એક જ પ્રકારે હોય, એક સર્વજ્ઞ કરતાં બીજા જુદું
કહે એવું કદી બને નહીં
‘એક હોય ત્રણકાળમાં પરમારથનો પંથ.’
ત્રણેકાળના સર્વજ્ઞોનું કથન એક જ પ્રકારે હોય છે.
સર્વજ્ઞના નિર્ણય વગર આગમનો નિર્ણય થઈ શકે નહીં;
આગમના નિર્ણય વગર તત્ત્વનો નિર્ણય થઈ શકે નહીં.

PDF/HTML Page 7 of 18
single page version

background image
: ૭૦ : આત્મધર્મ ચૈત્ર : ૨૦૦૦
તત્ત્વના નિર્ણય વગર સમ્યક્દર્શન–સમ્યગ્જ્ઞાન થઈ શકે નહીં.
સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન વગર સમ્યક્ચારિત્ર થઈ શકે નહીં; અને સમ્યક્ચારિત્ર વગર મોક્ષ થઈ શકે નહીં,
માટે પહેલાંં તો ભગવાનના આગમ દ્વારા સ્વરૂપનો નિર્ણય કરવો પડશે. આમાં આગમ તો નિમિત્ત છે–નિર્ણય
પોતાને કરવો પડશે. ભગવાનના આગમ દ્વારા પોતાના આત્માથી જાણીને આત્મ સ્વભાવભૂત એક જ્ઞાનનું જ
અવલંબન કરવું.
‘અખંડ ચૈતન્યમૂર્તિ જ્ઞાયક સ્વભાવ એ જ હું છું, જ્ઞાન સિવાય મારો સ્વભાવ નથી, પરિપૂર્ણ જ્ઞાન સ્વરૂપ
ચૈતન્ય જ્યોત છું’ એવા જ્ઞાનનું એકનું જ અવલંબન કરવું એ સિવાય બીજું પરનું અવલંબન કરવું તેમ કીધું
નહિ તે જ અનેકાન્ત છે.
ઉપરમાં ‘એકનું જ’ અવલંબન કરવું એમ ભાર દઈને કહ્યું છે, એટલે જ્ઞાનની જે મતિશ્રુત આદિ પાંચ
અવસ્થાના ભેદ તેનું લક્ષ તે ભેદ દ્રષ્ટિ છે–તેનું અવલંબન નહીં–પણ એકલો જ્ઞાનમૂર્તિ છું તેનું જ એકનું જ
અવલંબન કરવું તે જ્ઞાન સિવાય કદિ ધર્મ કે સમ્યક્દર્શન પણ થાય નહીં. અવલંબન એક જ્ઞાનનું જ છે.
અહીં કોઈ કહે કે વાડ વગર વેલો ચડે? અર્થાત્ પરાશ્રય વગર આગળ વધાય? તો એમ કહેનારની
(પરાશ્રયે ધર્મ માનનારની) દ્રષ્ટિ ઊંધી છે; જે વેલા ચડે છે તે લીલા ચડે છે કે સુકાયેલા? વાડ હોવા છતાં પણ
સુકાયેલો વેલો ચડી શકતો નથી માટે જે વેલો ચડે છે તે પોતાની જ શક્તિથી ચડે છે. અને જ્યાં વેલાને વધવાનું
હોય ત્યાં વાડ હોય જ! આ પ્રમાણે પરાશ્રયની દ્રષ્ટિ ફેરવી નાંખ!
જગતે ઓશિયાળું જીવન માન્યું છે એટલે ધર્મ પણ પરાશ્રયે માને છે, પણ આત્માનો સ્વતંત્ર સ્વભાવ
એજ ધર્મ છે. આ બધી વાત ગરીબ કે તવંગર કહેવાતા બધાને એક સરખી લાગુ પડે છે. આત્મા ગરીબ કે
તવંગર નથી. પૂર્વ કર્મના નિમિત્તે મળેલા સંયોગના ઢગલાના કારણે તેને “પૈસાવાળો” એવું નામ અપાય છે,
પણ બોલવા પ્રમાણે માને
[આત્માને પૈસાવાળો માને] તો તે મિથ્યા દ્રષ્ટિ છે. (લોકો પણ બોલણી પ્રમાણે અર્થ
કરતા નથી. ઘીનો ઘડો એમ બોલાય પણ તે શબ્દો પ્રમાણે અર્થ થાય નહીં.) જ્યાં વિકારી અવસ્થા પણ
આત્માની નથી તો પૈસાદિ જડ તો આત્માના ક્યાંથી હોય? આત્મા પૈસાવાળો નથી તેમ ગરીબ પણ નથી.
વસ્તુમાં ક્યાં ઊણપ છે? સંયોગની ઊણપના કારણે લોકો “ગરીબ” પણાનો આરોપ આપે છે, પણ વસ્તુમાં
ગરીબાઈ નથી.
પ્રભુ, તારી પ્રભુતા! એક સમયમાં જ્ઞાનાદિ અનંત ગુણોથી પરિપુર્ણ છો! એક ક્ષણ પુરતો વર્તમાન
અવસ્થાનો વિકાર તે પણ તારૂં સ્વરૂપ નથી. વર્તમાનમાં જ પરિપુર્ણ સ્વરૂપ છે. ઉપયોગ એક સમયમાં એક જ
હોય; અવસ્થા ઉપર લક્ષ ન આપતાં, જ્ઞાનીનું લક્ષ એક સમયમાં પરિપુર્ણ સ્વભાવ ઉપર છે જો વસ્તુ અને
વસ્તુના ગુણ વર્તમાન એક સમયમાં પૂરા ન હોય તો બીજે સમયે આવશે ક્યાંથી? એક સમયમાં પરિપૂર્ણ
જ્ઞાનગુણ તેમાં ‘વિકાર કે ભેદ’ (મતિ–શ્રુત વગેરે પર્યાય) ન લેતાં પૂર્ણ જ્ઞાનનું જ અવલંબન કરવું તેજ મોક્ષનો
ઉપાય છે.
વિકાર અને ભેદ એવા બે શબ્દો ઉપર વાપર્યા છે;
વિકાર:–જે ઊણી અધૂરી પર્યાય તેનું અવલંબન નહીં.
ભેદ:– મતિ શ્રુત કે કેવળ એ આદિ જે પાંચ ભેદ તેનું લક્ષ નહીં; વિકાર કે ભેદ રહિત એકલા જ્ઞાનના
અવલંબનથી જ મોક્ષની પ્રાપ્તિ છે.
અહો! શ્રી સમયસાર! અને તેમાં અમૃતચંદ્રાચાર્યની ટીકા! એક એક શબ્દે આનંદ–રસના [જ્ઞાનના] ઘન
ભર્યા છે. હું માત્ર જ્ઞાન જ કરૂં, જાણું; જાણવા સિવાય કાંઈપણ કરવા હું સમર્થ નથી, એવા ભાવમાં ભ્રાંતિનો
નાશ થાય છે. જ્ઞાન સિવાય કોઈ પર મને મદદ કરી દીએ કે વળાવીઓ થાય એવી પરાશ્રિત બુદ્ધિ તે એક
સમયમાં ત્રણેકાળના જુઠાણાનું સત્ત્વ અર્થાત્ તીવ્ર મિથ્યાત્વ છે; તે ભ્રાંતિ ભાવ– મિથ્યાત્ત્વભાવ માત્ર
સમ્યગ્જ્ઞાનથી જ નાશ પામે છે; તે ભ્રાંતિનો નાશ થતાં આત્માના શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિનો લાભ થાય છે એટલે
કે જ્ઞાન થયા પહેલાંં જે શુદ્ધતાનો લાભ પર્યાયમાં ન હતો તે જ્ઞાન થયા પછી પર્યાયમાં આત્માના સ્વભાવની
શુદ્ધદશાનો લાભ થયો. પર્યાયનો લાભ તે આત્માનો લાભ એવો આરોપ કરીને અહીં કહ્યું છે. પ્રથમ આત્માને
વિકારી અને પરા–

PDF/HTML Page 8 of 18
single page version

background image
ચૈત્ર : ૨૦૦૦ આત્મધર્મ : ૭૧ :
શ્રિત માનતો હતો તે માન્યતાનો, ભ્રાંતિનો નાશ થતાં આખી વસ્તુની (વસ્તુના સ્વરૂપની) ખબર પડી કે
વિકારીપણું કે પરાશ્રયપણું મારા સ્વરૂપમાં નથી, જો હું રાગાદિવાળો હોત તો...... તે ટળીને પૂર્ણ જ્ઞાનસ્વભાવનો
લાભ મને કેમ થાત? માટે તે રાગ મારું સ્વરૂપ ન હતું. તે ક્ષણિક હતો–અનાત્મા હતો.
અનાત્મા:–રાગ, પુણ્યાદિના વિકલ્પ તે બધા અનાત્મા છે,–કારણકે તે આત્માનું સ્વરૂપ નથી, જે આત્માનું
સ્વરૂપ નથી તે બધો અનાત્મા છે. સમ્યગ્જ્ઞાન થતાં તે અનાત્માનો પરિહાર નક્કી થાય છે. વ્રત–અવ્રતનો વિકલ્પ
કે જે બધો અનાત્મા જ છે તેનો પરિહાર નક્કી થાય છે કે “આ હું નહીં, પણ જ્ઞાન એજ હું.”
કોઈ અજ્ઞાની એમ માને કે પહેલાંં આપણે રાગ–દ્વેષ ઘટાડવા માંડો–એટલે છેલ્લે એકલો શુદ્ધ આત્મા રહી
જશે!
પણ સ્વરૂપના ભાન વગર રાગ–દ્વેષનો સર્વથા નાશ થઈ શકે નહીં; ક્ષણિક વિકારના લક્ષે ત્રિકાળી
સ્વભાવનો પુરુષાર્થ જાગે નહીં પણ શુદ્ધ સ્વભાવના લક્ષે “આ મારું નથી” એમ નક્કી થાય છે. એમ થવાથી કર્મ
જોરાવર થતું નથી. અર્થાત્ રાગાદિ રહિત શુદ્ધ સ્વભાવનું ભાન થતાં કર્મોનું અટકવું થાય છે. પ્રથમ
(ભ્રાંતિદશામાં) પોતે નિમિત્ત (પોતે નિમિત્તમાં જોડાઈને વિકારી ભાવ કરે ત્યારે નિમિત્ત આધીન થયો કહેવાય
પણ કર્મ પરાણે વિકાર કરાવતું નથી.) આધીન થઈને વિકાર કરતો હતો– પણ ભ્રાંતિ ટળ્‌યા પછી પોતે વિકાર
કરતો અટકે છે. એટલે કર્મ પણ અટકે છે. આત્મા પોતે જ્યાંસુધી વિકારને પોતાના માને છે ત્યાંસુધી તે કર્મો
આધીન પોતે વિકાર કરે છે, પણ કર્મો વિકાર કરાવતા નથી. જ્યાં દ્રષ્ટિનું જોર ફરી ગયું
[પર ઉપરથી સ્વ ઉપર
આવ્યું] ત્યાં કર્માધીન થતો નથી ત્યારે કર્મનું જોર નથી એમ કહેવાય છે.
આજીવન બ્રહ્મચર્યવ્રત
સાં – ૨૦ ના ફાગણ સુદ ૨ ના માંગળિક દિવસે
મુમુક્ષુમંડળના એક અગ્રસેવક રાજકોટના ભાઈ મોહનલાલ
કાળીદાસ જસાણી (ઉ. વ. ૫૨ – ૫૩) તથા તેમનાં પત્ની અ. સૌ.
શીવકુંવરબેન એ બન્નેએ આજીવન બ્રહ્મચર્યવ્રત પરમપૂજ્ય શ્રી
સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામી સમીપે અંગીકાર કર્યું છે.
પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામી પાસે વીંછીઆમાં ફાગણ
પ્ર ક્ષ્ જા જી
બ્રહ્મચર્યવ્રત ધારણ કર્યું.
અહો! સમયસાર ગ્રંથ! ૪૧૫ ગાથામાં તો સર્વજ્ઞની વાણીનો સાક્ષાત્ ધોધ ઊતારી દીધો છે! શ્રી કુંદકુંદ
પ્રભુએ સાક્ષાત્ ભગવાન ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમાત્મા પાસેથી સાંભળીને તેનો આ શાસ્ત્રોમાં ધોધ વહાવ્યો છે;
તે ત્રણ કાળ ત્રણ લોકમાં સત્ય જ છે; તે જ અહીં સમજાવાય છે, સમજાય તેમ સમજો.
આત્મા એક સમમાં જ્ઞાનથી પરિપૂર્ણ શુદ્ધ છે તેની શ્રદ્ધા થતાં સ્વભાવ આધીન થયો એટલે
કર્મ ‘જોરાવર’ થઈ શકતું નથી. અહીં ‘જોરાવર’ શબ્દ વાપર્યો છે એટલે હજી રાગાદિમાં અલ્પ જોડાણ છે, જો
સર્વથા છૂટી ગયા હોય તો વીતરાગ થઈ ગયા હોય. છઠા સાતમા ગુણસ્થાને ઝુલતાં મુનિને પણ અલ્પ
અસ્થિરતા હોય છે, પણ ત્યાં કર્મ જોરાવર થઈ શકતું નથી. છઠા–સાતમા ગુણસ્થાને ઝુલતાં મુનિને એક દિવસમાં
અનેકવાર છઠું–સાતમું બદલાય છે, ત્યાં છઠાનો કાળ સાતમા કરતાં ડબલ હોય છે.
આ તો બધા શાશ્વત ટંકોત્કિર્ણ શબ્દો છે, એટલે તે શબ્દોની પાછળનો ‘વાચ્ય ભાવ’ ત્રણ કાળમાં ભૂંસાય
તેમ નથી. આ નિર્જરા અધિકાર છે. સ્વરૂપના ભાન પછી રાગાદિમાં અલ્પ જોડાઈ જવાય છે, પણ ભાન છે કે
આ પુરુષાર્થની નબળાઈ છે. પહેલાંં જે ઊંધી માન્યતા હતી તે ખસી ગઈ, એટલે પછી કર્મના આધીન જોડાણ
હતું તે છૂટી ગયું. પણ હજી સર્વથા છૂટયું નહીં હોવાથી સર્વજ્ઞ દશા થઈ નથી. ભગવાન તીર્થંકર પણ છદ્મસ્થ
દશામાં હોય (તેજ ભવે મોક્ષ થવાનો હોય) ત્યારે તેમને પણ અલ્પ અસ્થિરતા કોઈવાર આવી જાય છે, અને
ઘણે ભાગે સ્થિરતા વર્તે છે; પણ કર્મ જોરાવર થઈ શકતું નથી.
આ બધું જ્ઞાનના અવલંબનનું જ ફળ આવે છે, ચૈતન્યજ્યોત જ્ઞાનથી જ ભરપૂર– તેના જ્ઞાનની જ વાત
છે, એક સમયમાં ચૈતન્ય પરિપૂર્ણ આનંદઘન ભરેલો છે, તેનું જ અવલંબન કરવાથી, સ્વભાવની સ્થિરતાના જોરે
નિમિ–

PDF/HTML Page 9 of 18
single page version

background image
: ૭૨ : આત્મધર્મ ચૈત્ર : ૨૦૦૦
ત્તાધીન ભાવ વિશેષ થતો નથી, સ્વભાવના જ્ઞાનના અવલંબનના ભાવે રાગ–દ્વેષ મોહ ઉત્પન્ન થતાં નથી,
જેટલું સ્વભાવનું જોર વધ્યું તેટલું મોહ–(ભ્રાંતિ, રાગ–દ્વેષ) નું જોર ઘટ્યું, અને રાગ–દ્વેષ તે પ્રમાદ છે, તે
પ્રમાદ ટળતાં ફરી રાગાદિ ઉત્પન્ન થતા નથી, અને રાગાદિ વિના ફરી આસ્રવ થતો નથી, આસ્રવ વગર ફરીને
કર્મ બંધાતું નથી, અને પૂર્વે બંધાયેલું કર્મ તે ભોગવાયું થકું નિર્જરી જાય છે. સ્વરૂપના ભાનમાં રસ્તે પડતાં
[એકાગ્ર થતાં] જૂના કર્મ ભોગવાઈને નિર્જરા થઈ જાય છે.
આત્મા કર્મને ભોગવતો નથી; ઘણીવાર કહેવાયું છે કે કર્મની અવસ્થા આત્મામાં નથી. આત્મા ચૈતન્ય
સ્વરૂપ અનંત ગુણોનો દળ છે; અને કર્મ તો અનંત જડરજકણોનું દળ છે; તે કર્મનું ફળ કર્મમાં (જડમાં) આવ્યું
છે, અજ્ઞાનીને પણ કર્મનું ફળ આત્મામાં આવતું નથી, માત્ર તેની દ્રષ્ટિ કર્મ ઉપર છે એટલે કહે છે કે:–
‘ઉદય મહા બળવાન હૈ નહીં પુરુષ બળવાન,
શક્તિ મરોળે જીવની, ઉદય મહા બળવાન.’
આ તો યથાર્થ ભાન પછી પર્યાયની નબળાઈનું ભાન કરાવવા માટે નિમિત્તથી કથન છે, કર્મને તો ખબર
પણ નથી કે પોતે કોણ છે અને કયાં છે? બધાને જાણનારો પોતે અને મહિમા કરે પરનો! જેની દ્રષ્ટિ કર્મ ઉપર
છે તે કર્મનું જોર માને છે, અને કહે છે કે– ‘નીકાચીત અને નિગત (ભોગાવળી) કર્મ બાંધ્યા તે કદી છૂટે? તે કર્મે
શક્તિને રોકી રાખી છે, ભગવાન મહાવીરને પણ કર્મો ભોગવવા પડ્યાં!’ ત્યાં ‘કર્મે આત્માની શક્તિને રોકી’
એવું કથન તો પુરુષાર્થની વર્તમાન નબળાઈ બતાવવા નિમિત્તથી છે; કર્મ આત્માના કોઈ ગુણને રોકી શકે એમ
ત્રણ કાળ ત્રણ લોકમાં બની શકતું નથી પણ જ્યારે પોતે પુરુષાર્થમાં અટક્યો ત્યારે કર્મને નિમિત્ત કહેવાયું. જે
વિકારી પર્યાય થાય છે તે કર્મના નિમિત્તે થાય છે માટે તારા સ્વરૂપમાં નથી, એમ બતાવીને નિર્વિકાર
સ્વભાવના પુરુષાર્થનું જોર બતાવવું છે, કર્મનું જોર બતાવવું નથી.
ભગવાન જે ઉપદેશ આપે છે તે ‘તું લાયક નથી પણ હું તને સમજાવું છું, તું સમજીશ નહીં છતાં કહું છું’
એમ કહીને ઉપદેશ આપ્યો નથી, પણ ‘હું અને તું સરખા છીએ, હું જે કહું છું તે તું બરાબર સમજી જઈશ’ એમ
કહીને કહ્યું છે. આચાર્ય દેવે પ્રથમ ગાથામાં જ બધાને સિદ્ધ સમાન સ્થાપીને શરૂઆત કરી છે; ‘તું નહીં સમજ
માટે કહું છું’ એમ કહ્યું નથી.
જૈનધર્મ એ વસ્તુ પ્રદર્શક ધર્મ છે, વસ્તુ ત્રિકાળ છે વસ્તુનો સ્વભાવ ત્રિકાળ છે, વસ્તુ પ્રદર્શક ધર્મને
કાળની કેદથી [મર્યાદાથી] રોકી શકાય નહીં; કારણકે વસ્તુ અને વસ્તુનો સ્વભાવ દેખાડનાર એ જૈન ધર્મ છે
અને વસ્તુ ત્રિકાળ છે તેથી ધર્મપણત્રિકાળ જ છે; ધર્મને કાળની મર્યાદામાં બાંધી શકાય નહીં; વસ્તુ ત્રિકાળ છે
માટે તેનો પ્રદર્શક ધર્મ પણ ત્રિકાળ હોય જ.
સત્ય તો નગ્ન જ છે, તે કોઈનું રાખે તેમ નથી, સત્ય ત્રિકાળ એક રૂપ જ છે; “એક હોય ત્રણ કાળમાં
પરમારથનો પંથ” પરમાર્થનો પંથ અર્થાત્ સત્યધર્મ ત્રિકાળ એક જ હોય, કાળની અસર તેમાં હોય નહીં;
મહાવીર ભગવાન વખતે બીજો માર્ગ અને ત્યારપછી તેનાથી જુદો માર્ગ એમ બને નહીં.
જૈનધર્મનું કથન ત્રિકાળી વસ્તુ સ્વભાવના આધારે છે, અનુભવ તે જૈન ધર્મનો પાયો છે, યુક્તિવાદ તે
જૈન ધર્મનો આત્મા છે; સત્યમાર્ગ કોઈથી રોકાય તેમ નથી, જે રોકવા માટે કરશે તે પોતે જ ચારગતિના
ભ્રમણમાં રોકાઈ જવાના! તત્ત્વ કોઈ વ્યક્તિના આધારે નથી કે કોઈથી તેની ઉપ્તત્તિ નથી; સર્વજ્ઞ થયા માટે ધર્મ
થયો નથી; વસ્તુ ત્રિકાળ છે, વસ્તુના ધર્મને રોકી શકનાર કોઈ નથી; ચોથો કાળ હોય કે પંચમકાળ હોય
કોઈ કાળ ધર્મને અસર કરી શકે નહીં. ધર્મ જેમ છે તેમ જ ત્રિકાળ છે.
સુખડી ત્રણે કાળ ઘી–ગોળ અને લોટ એ ત્રણ વસ્તુની જ બને, એ સિવાય કદી રેતી પાણી અને
કાંકરાની સુખડી બનતી નહતી અને કદી બનશે પણ નહીં. એમ મોક્ષમાર્ગ સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને
સમ્યક્ચારિત્ર એ ત્રણ થઈને જ છે, એ સિવાય પુણ્યાદિથી મોક્ષમાર્ગ ત્રણકાળ ત્રણલોકમાં નથી.
એકલા જ્ઞાનનું અવલંબન એ જ મોક્ષનો ઉપાય છે; એકલા ચૈતન્ય જ્ઞાન સ્વભાવના અવલંબન સિવાય
બીજા કોઈ ઉપાયે મોક્ષ નથી. એકલા જ્ઞાનના અવલંબને પૂર્વે બંધાયેલું કર્મ નિર્જરી જાય છે, અને સમસ્ત કર્મોનો
નાશ થતાં સાક્ષાત્ પરિપૂર્ણ મોક્ષદશા પ્રગટે છે. આવો સમ્યગ્જ્ઞાનનો મહિમા છે.

PDF/HTML Page 10 of 18
single page version

background image
ચૈત્ર : ૨૦૦૦ આત્મધર્મ : ૭૩ :
ત્રાસનું સામ્રાજ્ય
લેખક
રામજી માણેકચંદ દોશી
પહેલો મિત્ર–ભાઈ! આ જગતમાં જ્યાં જોઉં ત્યાં ત્રાસનું સામ્રાજ્ય ચાલી રહ્યું દેખાય છે–એ ખરૂં?
બીજો મિત્ર–તમે જે કહેવા માગતા હો તે દ્રષ્ટાંત આપી સ્પષ્ટ કરો.
પહેલો મિત્ર–જુઓ જગતમાં પ્રજાને રાજ્યનો ત્રાસ લાગે છે, મજૂરોને મૂડીવાદીનો ત્રાસ લાગે છે,
રાજ્યને બળવાખોરોનો ત્રાસ લાગે છે, મનુષ્યને શરીરના રોગનો, ભૂખમરાનો, દુશ્મનોને હિંસક પ્રાણીઓનો
ત્રાસ લાગે છે, એ ખરૂં છે?
બીજો મિત્ર–હા, લોકમાં જીવોને અનેક પ્રકારના ભયો હોય છે, તમે કહ્યાં તે તો થોડા છે, તેનો વિસ્તાર
કરીએ તો ઘણા થાય અને તેને ટુંકમાં કહીએ તો તેના નીચે જણાવેલા સાત પ્રકાર છે અને તે સાત પ્રકારના
ભયમાં જગતના તમામ ભયો (ત્રાસો) નો સમાવેશ થઈ જાય છે.
૧–આ ભવમાં જીવન પર્યંત અનુકૂળ સામગ્રી રહેશે કે નહીં તેનો ત્રાસ;
૨–મરણ થયા પછી પરભવ હશે કે નહીં અને હોય તો મારું શું થશે તેનો ત્રાસ;
૩–શરીરમાં રોગ થાય તેની વેદનાનો ત્રાસ;
૪–મને શરણ આપનારા–સગાવ્હાલાં, સંબંધીઓ કુટુંબીઓ, શેઠ, રાજ્ય વગેરે રક્ષણ આપશે કે કેમ, કે
કોઈ વખતે પ્રતિકુળ થવાનો ત્રાસ;
૫–મારી કોઈ વસ્તુ કોઈ ચોર વગેરે લઈ ન જાય તેમ ગોપવી રાખી છે તે ખાનગી બાબતની કોઈને
ખબર પડતાં મને નુકસાન પહોંચાડશે એવો ત્રાસ;
૬–ઈન્દ્રિઓ આદી શિથિલ થવી અને છેવટે મરણ થવાનો ત્રાસ;
૭–કાંઈક અણધાર્યું–એકાએક આકસ્મિક બનાવ બની જવાનો ત્રાસ.
પહેલો મિત્ર:–આ ત્રાસો મટાડવાના કોઈ ઉપાયો હશે કે નહીં?
બીજો મિત્ર:–જુઓ. ‘બરફ ઠંડો છે તેથી તેને અડીશું તો આપણે દાઝીશું ’ એવો ભય કે ત્રાસ કોઈને
થાય છે ખરો?
પહેલો મિત્ર:–બિલકુલ નથી થતો.
બીજો મિત્ર:–તેનું કારણ શું?
પહેલો દોસ્ત:–તેનું કારણ એ છે કે બરફનો સ્વભાવ જાણ્યો છે તેથી તે બાળશે એવો ત્રાસ થતો નથી.
બીજો મિત્ર:–તમે તમારા ઘરમાં દિવસે દોરડું દેખો તો તમને “આ કરડશે” એવો ત્રાસ લાગે?
પહેલો મિત્ર:–બિલકુલ નહીં, કેમકે મને ખબર છે કે તેને કરડવાનો સ્વભાવ નથી.
બીજો મિત્ર–અને તેજ દોરડું અંધારામાં દેખો તો તે સર્પ છે એમ માની ત્રાસ પામી દૂર ચાલ્યા જાઓ કે
કેમ?
પહેલો મિત્ર– હા, જરૂર ત્રાસના કારણે દૂર ભાગી જાઉં.
બીજો મિત્ર:–તેનું કારણ શું?
પહેલો મિત્ર–તેનું કારણ એ છે કે–એ વસ્તુ શું છે તેનું મને તે વખતે અજ્ઞાન છે અને તેથી તે અગવડ
આપે તો નુકસાન થાય એવો ભ્રમ થાય છે તેથી હું દૂર ભાગું છું.
બીજો મિત્ર– જુઓ ત્યારે, આ ઉપરથી એમ નક્કી થયું કે વસ્તુ ના સ્વભાવનું અજ્ઞાન હોય ત્યાં
અગવડતાના ભયથી ત્રાસ થાય છે.
પહેલો મિત્ર– એ વાત બરાબર છે; પણ કોઈ કોઈ વખતે જ્ઞાન થવાથી પણ ત્રાસ થાય છે અને અજ્ઞાન
હોય ત્યારે સુખ હોય છે.
બીજો મિત્ર–તેવો દાખલો આપો.
પહેલો મિત્ર–જુઓ; એક માણસનો દીકરો ગુજરી ગયો છે, પણ જ્યાં સુધી તેનું તેને જ્ઞાન નથી ત્યાં સુધી
દુઃખ થતું નથી, અને ખબર પડે છે ત્યારે દુઃખ થાય છે, તેથી ઇંગ્લીશમાં કહેવત પણ છે કે Ignorance is
bless એટલે કે ‘અજ્ઞાનતા એ સુખ છે.’
બીજો મિત્ર–તમોએ કહેલા દાખલામાં જ્ઞાન દુઃખનું કારણ નથી પણ ‘ દીકરો મારો છે ’ એ મમત્વના
કારણે–તેના તરફના

PDF/HTML Page 11 of 18
single page version

background image
: ૭૪ : આત્મધર્મ ચૈત્ર : ૨૦૦૦
રાગના કારણે તેના તરફથી સગવડ મળતી તે બંધ પડી તે કારણે, કે પોતાનો વંશ નહીં રહે તેવા કારણે, કે
ભવિષ્યમાં તે મારી સેવા કરત તે લાભ જતો રહ્યો એવી કોઈ માન્યતાને કારણે ત્રાસ થાય છે; વળી જો જ્ઞાનથી
ત્રાસ થાય તો જેણે જેણે જાણ્યું તે બધાને ત્રાસ થાય, મા અને બાપ બન્નેને તે ખબર પડે છે છતાં મા વધારે
રોવું–કૂટવું કરે અને બાપ ઓછું કરે અગર બાપ વધારે કરે અને મા ઓછું કરે એ કેમ બને?
પહેલો મિત્ર:–ત્યારે મેં કહી તે કહેવતનું શું?
બીજો મિત્ર–અજ્ઞાનીઓએ તે જોડી કાઢી છે, તેઓ પોતે પણ તે સાચી માનતા નથી કેમકે જો સાચી
માનતા હોય તો પોતે પોતાના ધંધામાં થતા લાભ નુકસાનથી શા માટે જાણીતા રહેવા માગે છે? તેમના દીકરાને
શા માટે ભણાવે છે? શું તેમને સુખ વ્હાલું નથી? જો તેઓ તે કહેવત સાચી માનતા હોય તો તેમ કરેજ નહીં.
પહેલો મિત્ર–ત્યારે આ બાબત કોઈ ખરી કહેવત છે?
બીજો મિત્ર–હા, Knowledge is power એવી કહેવત છે તેનો અર્થ ‘જ્ઞાન એ બળ છે’ એવો છે.
પહેલો મિત્ર–તે કહેવત તો ખોટી લાગે છે; કેમકે ઘણા કેળવણી પામેલા જગતમાં અક્કલવાળા અને ડાહ્યા
ગણાતા માણસો નબળા હોય છે અને અક્કલ વગરના શરીરે ‘તગડા’–બળવાન હોય છે, તે અક્કલવાળા
ડાહ્યાઓને ધક્કો મારે તો ગડથોલાં ખવડાવી દે.
બીજો મિત્ર–તમે કહેવતનો અર્થ સમજ્યા જ નથી.
પહેલો મિત્ર–ત્યારે ખરો અર્થ શું છે?
બીજો મિત્ર–તમે તો તમારા દાખલામાં જીવ અને શરીર એક માન્યા તેથી તમે સાચો અર્થ સમજ્યા નથી.
પહેલો મિત્ર–તમે તે વાત સાબિત કરો તો અમે માનીએ. કારણો જાણ્યા વિના પરીક્ષા કર્યા વિના ન
માનવું એમ તમે જ કહ્યું છે; માટે કારણો આપો.
બીજો મિત્ર–તમે કારણો માગો છો તે વ્યાજબી છે, કારણ કે અંધ શ્રદ્ધા શૂન્યવત્ છે. આપણે તે કારણો
હવે પછી ચર્ચીશું.
હિંસાનું સ્વરૂપ
આગમ ગ્રંથમાં હિંસાના વિષયમાં લખ્યું છે કે: –
રાગી, દ્વેષી અથવા મૂઢ બનીને આત્મા જે કાર્ય કરે છે તે હિંસા છે. પ્રાણીના પ્રાણોનો તો વિયોગ થયો,
પરંતુ રાગાદિક વિકારોથી આત્મા તે સમયે મલિન ન થયો તો તેથી હિંસા નથી થઈ એમ સમજવું – તે અહિં સક
જ રહ્યો છે.
અન્ય જીવના પ્રાણોનો વિયોગ થવાથી જ હિંસાથાય છે એવું નથી અથવા તેના પ્રાણોનો વિયોગ ન
થવાથી અહિંસા થાય છે એમ ન સમજવું. પરંતુ આત્મા જ હિંસા છે અને આત્મા જ અહિંસા છે એમ માનવું
અર્થાત્ પ્રમાદ પરિણામવાળો આત્મા જ સ્વયં હિંસા છે અને અપ્રમત્ત આત્મા જ અહિંસા છે.
આગમાં પણ કહ્યું છે કે: – આત્મા જ હિંસા છે અને આત્મા જ અહિંસા છે એમ જિનાગમાં નિર્ણય
કર્યો છે. પ્રમાદરહિત આત્માને અહિંસક કહે છે અને પ્રમાદ સહિત આત્માને હિંસક કહે છે. જીવના પરિણામોને
આધીન બંધ થાય છે. જીવમરણ થાય અથવા ન થાય પરિણામને વશથયેલો આત્મા કર્મથી બદ્ધ થાય છે એવી
ખરી દ્રષ્ટિ વડે બંધનું ટુંકામાં સ્વરૂપ કહ્યું..
(૨)
પહેલો મિત્ર–
“જ્ઞાન તે બળ, (સત્તા, અધિકાર) છે” એ કહેવતનો અર્થ તમે શું કરો છો?
બીજો મિત્ર–જ્ઞાન તે ત્રાસને જીતનારૂં બળ છે. જ્ઞાન તે કહેવાય કે જે ખરૂં હોય અને દોષ રહિત હોય–
સાચું જ્ઞાન તેજ ખરેખરૂં બળ છે કેમકે દ્રઢતા થતાં જીવને ત્રાસ થતો નથી, તેથી જીવને શાંતિ રહે છે.
પહેલો મિત્ર–તમે આગળ સાત પ્રકારના ત્રાસ કહ્યા હતા તે દરેક ત્રાસ શી રીતે જ્ઞાનથી ટળે તે સમજાવો.
બીજો મિત્ર–આ ભવમાં જીવન પર્યંત અનુકુળ સામગ્રી રહેશે કે નહિ તે આ લોકનો ભય છે. આ
ભય ટાળવાનું સાધન એ છે કે જ્ઞાનમાં નિર્ણય કરવો જોઈએ કે પર વસ્તુ મને અનુકુળ, કે પ્રતિકુળ થઈ શકેજ
નહિ. મારી સમજણમાં દોષ તે ખરી પ્રતિકુળતા છે. મારો ચૈતન્ય જ્ઞાનગુણ તેજ મારો લોક છે તે નિત્ય છે,
સર્વકાળે પ્રગટ છે. તે મારો ચૈતન્ય સ્વરૂપ લોક પર બગાડી શકતું નથી કે સુધારી શકતું નથી. મારો લોક હું પોતે
ચૈતન્યરૂપ

PDF/HTML Page 12 of 18
single page version

background image
ચૈત્ર : ૨૦૦૦ આત્મધર્મ : ૭૫ :
(શરીર–રાગ દ્વેષ–પુણ્ય, પાપથી પર) છું મારો લોક નિત્ય મારી સાથે જ છે. તેને આ લોકમાં કે પરલોકમાં ત્રાસ
આપનારી કોઈ વસ્તુ નથી, એમ જે સમજી દ્રઢ થાય તેને ત્રાસ થાય નહિ.
પહેલો મિત્ર–દોષ રહિત તે સાચું જ્ઞાન કહેવાય એમ કહો છો તેથી પ્રશ્ન ઉઠે છે કે જ્ઞાનમાં દોષ કેટલા?
બીજો મિત્ર– (૧) સંદેહ (૨) ઊંધાઈ અને (૩) અનિર્ણય એ ત્રણ જ્ઞાનના દોષો છે. જે જીવ એ
દોષોને ટાળે તેને જ સાચું જ્ઞાન થાય.
પહેલો મિત્ર–કેટલાકો કહે છે કે તમે તો જ્યાં હોય ત્યાં ‘સાચું જ્ઞાન–સાચું જ્ઞાન કરવું’ એમ જ કહ્યા કરો
છો?
બીજો મિત્ર– સાચા જ્ઞાન પ્રત્યે જેને અરુચિ હોય તેને એવા જ ભાવ આવે; સમજવાની રીત તો એવી છે
કે, સમજવાની બુદ્ધિથી પૂર્વે બાંધેલી બધી માન્યતાઓને થોડા વખત માટે એક બાજુ રાખી, જો જીવ સાંભળી
ખરૂં શું તે નક્કી કરે તો જ સાચો ઉપાય સમજાય. પોતે જે માન્યતાઓ બાંધી રાખી છે તે સાચી હોય તો
હાલસુધી ત્રાસ કેમ જતો નથી, શાંતિ કેમ થતી નથી? પરની કલ્પિત સગવડોથી જેને સુખ માનવું હોય તેણે
ખ્યાલમાં રાખવું પડશે કે પરથી કલ્પેલી સગવડો થોડા વખતમાં અદ્રશ્ય થઈ જશે અને કલ્પેલી અગવડતાના
ગંજ આવશે. કલ્પનાના ઘોડાઓ વડે ત્રાસ ટાળી શકાશે નહીં, કેમકે તે ઘોડાઓ પોતે ત્રાસ પેદા કરનારા છે,
પહેલો મિત્ર–જ્ઞાનથી લાભ થાય તેવી માન્યતા સંસારમાં પણ પ્રચલિત છે અને તેઓ તેમ વર્તે છે.
જેમકે:–
(૧) જ્ઞાન પ્રાધાન્ય ન હોય તો માણસો પોતાની પ્રજાને ભણાવે છે શા માટે?
(૨) પેટમાં દુઃખતાં તેના ઉપાય માટે વૈદ્યક જ્ઞાનના શાસ્ત્રી પાસે શા માટે જાય છે? ધારા શાસ્ત્રી પાસે
કેમ જતાં નથી?
(૩) કોઈ વ્યવહારિક કામમાં ઘુંચ (મુશ્કેલી) લાગે તો રસ્તો કાઢવા માટે તે કામના જ્ઞાતા (જાણકાર)
પાસે માણસો જાય છે.
(૪) સારું હાંડલું બનાવવું હોય તો તેના જાણકાર કુંભાર પાસે જાય છે, પણ તે માટે સારા ડોકટર, વૈદ્યકે
સારા ઝવેરી પાસે કોઈ જતું નથી. એ દ્રષ્ટાંતો ઉપરથી સિદ્ધાંત એ નીકળ્‌યો કે લોકો પણ અગવડો દૂર કરવાનો
ઉપાય સાચા જ્ઞાનને ગણે છે. આમ હોવાં છતાં કોઈ પ્રકારનું દુઃખ તો ઊભું જ રહે છે, તેનું કારણ શું?
બીજો મિત્ર–આત્માના સ્વરૂપનું સાચું જ્ઞાન શું તે લોકો પરીક્ષા કરી નક્કી કરતાં નથી.
પહેલો મિત્ર–કલ્પેલી સગવડો થોડા વખતમાં અદ્રશ્ય થઈ જશે એમ તમે કહો છો તેનું કારણ શું?
બીજો મિત્ર–પરથી સગવડો થાય તે કલ્પના પોતાના જ્ઞાનની વિકૃત [ઊંધી] અવસ્થા છે. અને વિકૃત
અવસ્થાઓનાં પડખાં ફર્યા કરે છે.
પહેલો મિત્ર–કેટલાક માણસોને અને રાજાઓને આખી જિંદગી અમુક પ્રકારની સગવડો તો રહે જ છે,
તેનું કેમ?
બીજો મિત્ર–મારું કહેવું તમે બરાબર સમજ્યાં નથી. તેથી [વધારે] સ્પષ્ટ કરવાની જરૂર છે.
પરવસ્તુથી તો સગવડ પણ નથી, અગવડ પણ નથી, પરવસ્તુ માત્ર જાણવા લાયક [જ્ઞેય] પદાર્થો છે.
પર વસ્તુની કોઈ અવસ્થા પોતાને સગવડવાળી છે એમ જીવ કલ્પના કરે છે. વળી કોઈ અગવડતાવાળી છે,
એમ જીવ કલ્પના કરે છે. પરવસ્તુનો સંયોગ એક સરખો કોઈ જીવને આખી જિંદગી રહે જ નહિ; કદી
કોઈ કોઈ વસ્તુઓનો રહે તો પણ તે વસ્તુની અવસ્થાઓ તો બદલે જ, તે કારણે પરવસ્તુથી સગવડ અગવડની
કલ્પના કરનારા જીવના કલ્પનાના ઘોડાઓ બદલ્યા વગર રહેજ નહિ.
પહેલો મિત્ર–ત્યારે સુખ દુઃખ તો મનની કલ્પના જ લાગે છે, ખરૂં સુખ તો લાગતું નથી.
બીજો મિત્ર–તમે નથી, સંસારિક સુખ દુઃખ તો પરવસ્તુથી સગવડ અને અગવડની કલ્પના છે, અને તે
કલ્પના કપોળ કલ્પિત હોવાથી માત્ર હવાઈ કિલ્લા જ છે. વધારે સ્પષ્ટ રીતે કહીએ તો તે ‘શેખચલ્લી’ ના
હવાઈ કિલ્લા જેવા છે. પોતાના સાચા જ્ઞાનની દ્રઢતાનું ફળ તે શાંતિરૂપ સાચું સુખ છે, તે નિશ્ચળ છે.
પહેલો મિત્ર–તમે આ લોક અને પરલોકનો ભય કેમ મટે તે સમજાવ્યું. બીજાં ભયો સંબંધીની ચર્ચા
આપણે હવે પછી મળીશું ત્યારે રાખીશું?
બીજો મિત્ર–બહુ સારું.

PDF/HTML Page 13 of 18
single page version

background image
: ૭૬ : આત્મધર્મ ચૈત્ર : ૨૦૦૦
મોક્ષ મેળવા માટે
સમ્યક્દર્શની ભાવના કરો
: સંગ્રાહક : રા. મા. દોશી
સમ્યગ્દર્શન સંપૂર્ણ દુઃખનો
નાશ કરે છે માટે હે જીવ, તું એમાં
પ્રમાદી ન થા.
શંકા–સમ્યગ્દર્શનથી સર્વે
દુઃખોનો નાશ કેવી રીતે થાય છે?
ઉત્તર–સમ્યગ્દર્શન તે જ્ઞાન,
ચારિત્ર, વીર્ય અને તપનો આધાર
છે, તેથી તે સંપૂર્ણ દુઃખનો નાશ કરે
છે એમ સમજવું.
શંકા–પરિણામ પરિણામિ
દ્રવ્યના આધારથી રહે છે, તેથી
અન્યોન્ય આધાર હોય નહીં, છતાં
આપ સમ્યક્ત્વ પરિણામ જ્ઞાનાદિ
પરિણામોનો આધાર છે એમ કેમ
કહો છો?
ઉત્તર–જેમ પરિણામશીલ
દ્રવ્ય વિના (આત્મા વિના)
જ્ઞાનાદિક રહેતાં નથી, તેમ જ્ઞાન,
ચારિત્ર, વીર્ય, અને તપને
સમ્યક્પણું સમ્યગ્દર્શન વિના પ્રાપ્ત
થતું નથી, તેથી સમ્યગ્દર્શનને
આધાર માન્યો છે.
જેમ નગરમાં પ્રવેશ
કરવાનો ઉપાય દરવાજો છે, તેમ
જ્ઞાન, ચારિત્ર, વીર્ય અને તપનો
આત્મામાં પ્રવેશ થવાને માટે
સમ્યગ્દર્શન દરવાજા સમાન છે;
અર્થાત્ જ્યારે આત્મામાં
સમ્યક્ત્વની ઉત્પત્તિ થાય છે, ત્યારે
તેમાં જ્ઞાનાદિકોનો પ્રવેશ થાય છે.
સમ્યગ્દર્શન વિના સમ્યગ્જ્ઞાન,
સમ્યગ્તપ, સમ્યગ્ચારિત્રાદિની
પ્રાપ્તિ થતી જ નથી. સમ્યગ્દર્શનની
પ્રાપ્તિ નહીં થવાથી, જીવને અવધિ
વગેરે વિશિષ્ટજ્ઞાન યથાખ્યાત ચારિત્ર,
કર્મની અતિશય નિર્જરા કરનારૂં તપ
પ્રાપ્ત થતું નથી. મોઢાને આંખોથી
જેમ સુંદરપણું પ્રાપ્ત થાય છે, તેમ
જ્ઞાનાદિકોમાં સમ્યગ્દર્શનથી
સમ્યક્પણું પ્રાપ્ત થાય છે. જેમ ઝાડને
મૂળથી દ્રઢતા આવે છે તેમ
જ્ઞાનાદિકોમાં સ્થિરતા અગર દ્રઢતા
સમ્યગ્દર્શનથી પ્રાપ્ત થાય છે.
જે જીવ સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ
છે તેને જ ભ્રષ્ટ સમજવા. દર્શનભ્રષ્ટ
જીવને મોક્ષની પ્રાપ્તિ થતી નથી.
ચારિત્ર ભ્રષ્ટ જીવ મુક્તિની પ્રાપ્તિ
કરી શકે છે, પરંતુ દર્શન ભ્રષ્ટ જીવને
મુક્તિલાભ થતો નથી.
જે જીવ સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ
છે તેને ભ્રષ્ટતમ કહેવામાં આવે છે.
ચારિત્રભ્રષ્ટ જીવ દર્શનથી ભ્રષ્ટ
માનવામાં આવતો નથી. અર્થાત્
ચારિત્ર ભ્રષ્ટ જીવથી દર્શન ભ્રષ્ટ જીવ
અતિશય ભ્રષ્ટ છે. જે ચારિત્રથી ભ્રષ્ટ
થાય છે, પણ સમ્યગ્દર્શનથી ચ્યુત
નથી થતા તેને સંસાર પતન નથી.
શંકા–અસંયમથી ઉત્પન્ન
થએલ પાપના ભારથી જીવને
સંસારમાં ભ્રમણ કરવું પડે જ છે,
છતાં ચારિત્ર ભ્રષ્ટ જીવને સંસાર
પતન નથી એમ આપ કેમ કહો છો?
ઉત્તર–ચારિત્ર ભ્રષ્ટ જીવ ચારે
ગતિઓમાં ભ્રમણ કરતા નથી. તેનો
સંસાર અલ્પ રહે છે, તેથી તેને સંસાર
નથી એમ કહેવામાં આવે છે, જેમ
કોઈની પાસે થોડું ધન હોય તો તે
ધની કહેવાતો નથી, પરંતુ
દર્શનભ્રષ્ટ મનુષ્ય અનંતકાળ
સંસારમાં ભ્રમણ કરે છે તેથી તે
અત્યંત નિકૃષ્ટ છે.
શંકા–કાંક્ષા, વગેરે
અતિચારોથી રહિત, અવિરત
સમ્યગ્દ્રષ્ટિને પણ તીર્થંકર નામ
કર્મનો બંધ થાય છે.
અપ્રત્યાખાનાવરણી ક્રોધ માન–
માયા અને લોભના ઉદયથી થતા
પરિણામોમાં હિંસાદિકથી વિરકતતા
ઉત્પન્ન ન થવા છતાં પણ એકલા
નિરતિચાર સમ્યગ્દર્શન ધારણ
કરવાવાળા મનુષ્યને, તીર્થંકર નામ
કર્મનો બંધ થાય છે.
શંકા–વિનય સંપન્નતા વગેરે
અન્ય કારણોથી પણ તીર્થંકરત્વની
પ્રાપ્તિ થાય છે, સમ્યગ્દર્શનમાં જ
થાય એવી શું વિશિષ્ટતા છે?
ઉત્તર–સમ્યગ્દર્શન હોય તો
વિનય સંપન્નતાદિક તીર્થંકર
કર્મબંધનું કારણ થાય છે, નહીં તો
તેમાં (વિનયસંપન્નતાદિમાં)
કારણતા નથી. માત્ર સમ્યગ્દર્શનની
સહાયતાથી જ શ્રેણીક રાજા
ભવિષ્ય કાળમાં અર્હંત થયા છે.
શંકા– શ્રેણીક રાજા
ભવિષ્ય કાળમાં અર્હંત થવાના છે
તેને અર્હંત અવસ્થા પ્રાપ્ત
થઈ ચૂકી નથી, છતાં તે અર્હંત
થઈ ગયા એમ કેમ કહો છો?

PDF/HTML Page 14 of 18
single page version

background image
ચૈત્ર : ૨૦૦૦ આત્મધર્મ : ૭૭ :
સંસાર ટાળવા માટે
મિથ્યાત્વનું વમન કરો
: સંગ્રાહક : રા. મા. દોશી
ઉત્તર–ભવિષ્યકાળનું
અર્હંતપદ અત્યારે નિષ્પન્ન નથી
થયું, છતાં તે ચોક્કસ થવાના છે
તેથી તે થઈ ગયા એ જ કહેવું
યોગ્ય છે.
આ નિર્મળ સમ્યગ્દર્શનની
ભૂમિકામાં રાગને કારણે ઈન્દ્રપદવી
ચક્રવર્તીપણું, અહમિંદ્રપણું, તથા
તીર્થંકરપદ એવી કલ્યાણ પરંપરા
ઉત્તરોત્તર પદવી મળે છે. આ
સમ્યક્ત્વ રત્ન એટલું કિંમતી છે કે
દેવ અને અસુરો સહિત આ સંપૂર્ણ
લોક પણ પ્રમાદ કરવામાં આવે તો
પણ તેની કિંમત
ભરપાઈ થઈ શકતી નથી, અર્થાત્
સંપૂર્ણ ત્રિલોક આપવા છતાં પણ
સમ્યક્ત્વ રત્ન મળતું નથી.
એક બાજુ સમ્યગ્દર્શનનો
લાભ અને બીજી બાજુ ત્રણ
લોકનો લાભ એ બે લાભોમાં
સમ્યગ્દર્શનનો લાભ શ્રેષ્ટ છે. ત્રણ
લોકનો લાભ મળવા છતાં તે થોડા
કાળને અંતરે નષ્ટ થાય છે. પરંતુ
સમ્યગ્દર્શનનો લાભ જીવને
અવિનાશી સુખને દેવાવાળી
મોક્ષની પ્રાપ્તિ કરાવે છે.
માટે સમ્યગ્દર્શનનો લાભ
ત્રણ લોકના લાભથી શ્રેષ્ટ છે માટે
તે મેળવવા દરેક જીવે કોશિશ કરવી
જોઈએ.
સંસારનું મૂળ કારણ
મિથ્યાત્વ જ છે, અર્થાત
મિથ્યા શ્રધ્ધા જ સંસારનું મૂળ છે.
માટે હે જીવ! તું તેનો ત્યાગ કર.
ગુણોથી યુક્ત એવી બુધ્ધિને પણ
મિથ્યાત્વ મુગ્ધ (મૂર્છિત) કરી દે છે.
શંકા–મિથ્યાત્વને આપ સર્વ
દોષોમાં પહેલો કહો છો તે યોગ્ય નથી.
જેમ મિથ્યાત્વ પોતાના કારણથી
ઉત્પન્ન થાય છે, તેમ અસંયમાદિની
ઉત્પત્તિ પણ પોત પોતાના કારણે
થાય છે; માટે મિથ્યાત્વનો દોષ પ્રથમ
અને ચારિત્રનો દોષ પછી ઉત્પન્ન
થાય છે, એમ કહેવું અસત્ છે કેમકે
હંમેશાં આત્મામાં આઠે કર્મોનો
સદ્ભાવ છે.
ઉત્તર–સામાન્યપણે સૂત્રકારે
‘मिथ्यात्वाविरति प्रमाद कषाय
योगा बंध हेतवः’
એ સૂત્રમાં મિથ્યાત્વનું પહેલું
સ્થાન આપ્યું છે; અર્થાત્ બંધના
કારણોમાં મિથ્યાત્વનો પ્રથમ ઉલ્લેખ
છે. સંસાર બંધ પૂર્વક છે અને
સંસારનું મૂળ કારણ મિથ્યાદર્શન છે.
આ મિથ્યાત્વ બુધ્ધિને
વિપરીત કરે છે. શુશ્રુષા–સાંભળવાની
ઈચ્છા શાસ્ત્ર શ્રવણ કરવું, શ્રવણ કરી
તેને હૃદયમાં ધારણ કરવું, કાળાંતરમાં
પણ ધારણ કરેલાને ન ભૂલવું એ
વગેરે બુદ્ધિના ગુણ છે. મિથ્યાત્વ તેને
પણ વિપરીત બનાવે છે, અર્થાત્
બુધ્ધિ અને શુશ્રૂષાદિક તેનાં કારણ
પણ મિથ્યાત્વના સહવાસથી વિપરીત
થાય છે.
માટે હે જીવ, તું એ
મિથ્યાત્વનો ત્યાગ કર અને
સમ્યક્ત્વની આરાધનામાં પોતાને
સ્થિર કર.
શંકા:–જે વસ્તુ જે સ્વરૂપની
ધારક નથી, તેને જ્ઞાન અન્યરૂપે
કેમ જાણે?
ઉત્તર–જ્ઞાન વિપરીત પણ
થાય છે, કેમકે જ્ઞાનને વિપરીત
કરવાનું કારણ મળે છે. દ્રષ્ટાંત–
સૂર્યના પ્રચંડ કિરણોથી જ્યારે
જમીન અત્યંત ગરમ થાય છે,
ત્યારે તેની ઉષ્ણતા સૂર્યના
કિરણોમાં મિશ્ર થઈ, પાણી સમાન
દેખાય છે. તૃષાથી જેની આંખો
સંતપ્ત થઈ રહી છે, એવાં હરણોને
તે સમયે સૂર્યના કિરણોમાં જલનો
આભાસ થવા લાગે છે, તેમ
મિથ્યાત્વ દશામાં આ જીવને
અસત્ય પદાર્થ પણ સત્ય ભાસવા
લાગે છે. અતત્ત્વને મિથ્યાત્વ
ગ્રસ્તજીવ તત્ત્વરૂપ સમજે છે.
મિથ્યાત્વથી ઉત્પન્ન થએલ
ભ્રમણા કરતાં, ધતુરાના સેવનથી
ઉત્પન્ન થતું ઉન્મતપણું સારું છે,
મિથ્યાત્વથી ઉત્પન્ન થએલું
ઉન્મતપણું અનેક કુયોનિઓમાં
જન્મમરણોની વૃધ્ધિ કરે છે.
ધતુરાના સેવનથી ઉત્પન્ન થતું
પાગલપણું જન્મમરણને વધારતું
નથી, તથા થોડા દિવસ સુધી
જીવમાં રહી શકે છે. તેથી
અનંતકાળ સુધી વિપરીત સ્વરૂપ
દેખાડનાર મિથ્યાત્વથી જન્ય મોહ
પરિણામ અત્યંત નિષ્કૃષ્ટ છે, એમ
સમજવું જોઈએ.
જન્મમરણના પ્રવાહથી
ડરવાવાળા હે જીવ! તું એ દુષ્ટ
મિથ્યાત્વનો ત્યાગ કર.

PDF/HTML Page 15 of 18
single page version

background image
: ૭૮ : આત્મધર્મ ચૈત્ર : ૨૦૦૦
અનાદિથીકાળથી જીવમાં
મિથ્યાત્વ ચાલ્યું આવ્યું છે. તેથી આ
જીવનું સમ્યક્ત્વમાં રમણ નથી. આ
મિથ્યાત્વનો જ સ્વાદ જીવને
અનાદિકાળથી આજ સુધી આવી
રહ્યો છે. તેથી આ જીવ સમ્યક્ત્વમાં
રમતો નથી. એ માટે સમ્યક્ત્વમાં
પ્રયત્ન કરવાનો જીવને વારંવાર
ઉપદેશ આચાર્ય કરે છે કે,
અનંતકાળથી મિથ્યાત્વનો અભ્યાસ
હોવાથી તેનો ત્યાગ કરવામાં ઘણા
જ પુરુષાર્થની જરૂર છે. જેમ સર્પ
પોતાના ચિર–પરિચિત (લાંબા
કાળના પરિચયવાળા) બીલમાં
જાતાં અટકાવવા છતાં, પણ પ્રવેશ
કરે છે, તેમ આ જીવને વારંવાર
મિથ્યાત્વનો ત્યાગ કરવા માટે અને
સમ્યક્ત્વમાં દ્રઢતા લાવવા માટે
વારંવાર મિથ્યાત્વ ત્યાગનો ઉપદેશ
કરવો અયોગ્ય નથી.
અગ્નિ, વિષ, અને
કાળાસર્પ વગેરે પદાર્થોથી પણ
જીવની તેટલી હાનિ થતી નથી, કે
જેટલી મોટી હાનિ મિથ્યાત્વથી થાય
છે, અર્થાત્ તત્ત્વમાં અશ્રદ્ધા
કરવાથી સંસારમાં ભ્રમણ કરવું પડે
છે.
અગ્નિ, વિષ અને કાળા
સર્પ વગેરે પદાર્થોથી જીવની હાનિ
એકજ ભવમાં થઈ શકે છે, પરંતુ
મિથ્યાત્વથી અનેક ક્રોડાક્રોડ
ભવોમાં હાનિ થાય છે.
ઝેરથી લેપાએલ બાણ
શરીરમાં દાખલ થતાં, તેનું ઝેર
આખા શરીરમાં ફેલાઈ–મનુષ્ય
પ્રાણરહિત થઈ જાય છે, અર્થાત્ એ
પુરુષ ઉપર કાંઈ ઈલાજ થઈ શકતો
નથી, તેમ મિથ્યાત્વના શલ્યથી
વિંધાએલ મનુષ્ય તીવ્ર વેદનાઓ
અનુભવે છે.
જો કે હું મિથ્યાત્વ યુક્ત છું તો
પણ મેં દુર્ધર ચારિત્રનું પાલન કર્યું છે,
માટે એ દીર્ઘ સંસારથી, મારું રક્ષણ
કરશે એવી આશા વ્યર્થ છે.
તેનું દ્રષ્ટાંત–શોભાવાળી કડવી
તુંબડીમાં નાખેલું દુધ કડવું થઈ જાય
છે, અર્થાત્ તેનું મધુરપણું નષ્ટ
થઈ જાય છે, પરંતુ શોભારહિત શુદ્ધ
તુંબડીમાં રાખેલું દુધ કડવું થતું નથી,
તે મધુર અને સુગંધિત રહે છે.
તેમ મિથ્યાત્વ એટલે વિપરીત
રુચિથી વિપરીત બનેલા જીવને તપ,
જ્ઞાન, ચારિત્ર અને વીર્ય એ ગુણ નષ્ઠ
થાય છે, અર્થાત્ મિથ્યાત્વરહિત તપ,
જ્ઞાન, ચારિત્ર અને વીર્ય એ મુક્તિનો
ઉપાય છે, પરંતુ એકેક તપાદિક
મુક્તિના ઉપાય નથી. જ્યારે
સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે, ત્યારે
તપાદિકમાં સમ્યકપણું આવે છે; તેના
અભાવમાં તપાદિમાં સમ્યકપણું
આવી શકતું નથી. મિથ્યાત્વનો ત્યાગ
કર્યો છે, એવા જીવમાં સમ્યગ્દ્રષ્ટિમાં
તપાદિક સદ્ગુણ સફળ થાય છે; એવા
તપશ્ચરણથી આલોકનું સુખ, અને ઇંદ્ર
પદની પ્રાપ્તિ થાય છે, અને મોક્ષ
સુખનો પણ લાભ થાય છે. પૂર્ણ શુદ્ધિ
થયાં પહેલાંં આયુષ્ય પૂરું થાય તો દેવ
થઈ મનુષ્યમાં દશાંગી સુખમાં જન્મી
સાધુપણું અંગીકાર કરી મોક્ષપદ પામે
છે, અને તેજ ભવે પૂર્ણ શુદ્ધિ કરે તો
તેજ ભવે મોક્ષ પામે છે.
૧૦
ભવ્ય અને અભવ્ય જીવ
અનંતવાર નવમી ગ્રૈવેકે ગયા, એ
શાસ્ત્રનું સામાન્ય કથન છે. ત્યારે હવે
પ્રશ્ન એ થાય છે કે જીવ શું કરે તો તે
નવમી ગ્રૈવેકે જાય? તેનો ઉત્તર
નીચે આપવામાં આવ્યો છે.
સમ્યગ્દર્શન વગર શીલ
અને તપથી પરિપૂર્ણ ત્રણ ગુપ્તિ
અને પાંચ સમિતિ પ્રત્યે સાવધાની
ભરેલું, અહિંસાદિ પાંચ મહાવ્રતરૂપ
વ્યવહાર ચારિત્ર પાળે તેનું ફળ
નવમી ગ્રૈવેક છે તે મિથ્યાદ્રષ્ટિનો
ઉત્કૃષ્ટ શુભભાવ છે; એટલે જીવે જે
કામ અનંતવાર કર્યું અને ફરીને તે
જ કામ કરે તો તેનું તેજ ફળ આવે,
એટલે કે સંસાર ઊભો રહે માટે
જીવે અનંતકાળમાં શું નથી કર્યું તે
વિચારવું જોઈએ.
તટસ્થ વિચારકને માલુમ
પડશે કે જીવ શુદ્ધાત્માનું સ્વરૂપ ન
સમજ્યો એટલે કે સમ્યગ્દર્શન પ્રગટ
ન કર્યું તેથી જ તે સંસારમાં
ભટક્યો–અર્થાત્ તેથી જ તેનું દુઃખ
ચાલુ રહ્યું. માટે સમ્યગ્દર્શન પ્રાપ્ત
કરવું તે (પૂર્વે કરેલું નહીં હોવાથી)
અપૂર્વ છે એમ નક્કી કરી તે પ્રાપ્ત
કરવા પુરુષાર્થ કરવો જોઈએ. આ
ઉપરથી એમ સમજવાનું નથી કે
પુણ્ય છોડીને પાપ કરવાનું
કહેવામાં આવે છે. શુદ્ધતા પ્રાપ્ત ન
થાય ત્યાંસુધી પાપ છોડી પુણ્યમાં
રહેવું, પણ તેને ધર્મ કે ધર્મનું
કારણ ન માનવું.
એ વસ્તુ લક્ષમાં રાખવાની
જરૂર છે કે જ્ઞાનનો ઉઘાડ તે
સમ્યગ્દર્શન નથી. જ્ઞાનનો ઉઘાડ
પણ જીવને અનંતવાર એવો થયો
છે કે–અગિયાર અંગનું જ્ઞાન
મેળવ્યું પણ ‘શુધ્ધ જ્ઞાનમય
આત્માના જ્ઞાનથી શુન્ય’ તે
(હોવાને લીધે) આત્માએ પોતાના
યથાર્થ સ્વરૂપને શ્રધ્ધયું નહીં.
જ્ઞાનનો ઉઘાડ અને સ્વરૂપની
યથાર્થ શ્રધ્ધા એ બે તદન જુદા
ગુણો છે.

PDF/HTML Page 16 of 18
single page version

background image
(અનુસંધાન ટા. પા. ૬૬ નું)
સર્વ સંયોગો વખતે એક ધ્યાન રાખકે એક
તત્ત્વ બીજા તત્ત્વને કાંઈ કરવા સમર્થ નથી–મારું
ચૈતન્ય સ્વરૂપ મારામાં છે, ચૈતન્ય સ્વભાવ ચૂકીને
પરમાં સારું માન્યું તેજ અનંતુ પાપ છે. સમજણ તે જ
ધર્મ–અને અજ્ઞાન એ જ સંસાર. દરેક જીવ જ્ઞાની કે
અજ્ઞાની સૌ સ્વતંત્ર છે. કોઈના અભિપ્રાય ફેરવી
શકવા બીજો કોઈ સમર્થ નથી. રુચિ તારા સ્વભાવની
કર! તારા બેહદ સ્વભાવને કોઈ પર દ્રવ્ય લાભ–
નુકસાન કરવા સમર્થ નથી.
ચૈતન્ય જ્યોત જ્ઞાનસ્વરૂપ મુક્ત જ છે!
પચાસ વરસ પહેલાંંના રાગનું જ્ઞાન કરવામાં જ્ઞાનમાં
કાંઈ રાગ આવતો નથી. રાગરહિત જ્ઞાન થઈ શકે છે.
જ્ઞાન સ્વરૂપ મુક્ત છે તેને જ્ઞાન કરવામાં કોઈ દ્રવ્ય–
ક્ષેત્ર–કાળ કે ભાવ નડતા નથી. મુક્ત સ્વરૂપમાં શંકા
તે જ સંસાર છે.
ભગવાન આત્મા કઈ જાત છે? જ્ઞાન સ્વરુપ
છે. જ્ઞાનમાં પર કોઈ નડતાં નથી તેથી પરને કારણે
જ્ઞાનમાં રાગાદિ ન રહ્યા. એકલા સ્વાશ્રયના
જ્ઞાનને ટકાવી રાખવું તેજ કેવળજ્ઞાન છે.
આવા તારા સ્વભાવમાં શંકા કરીશ તો તે
હાથ નહીં આવે. મુક્ત સ્વભાવનું જાણવું તે ધર્મ.
અનાદિથી પોતાની જ શ્રદ્ધા બેસતી નથી. અને
પર ઉપર, શરીરાદિ ઉપર લક્ષ કરે છે, પણ ખરેખર
તારા જ્ઞાન સ્વભાવમાં કોઈ પર કાંઈ કરવા સમર્થ
નથી. પૂર્વના કારણે બાહ્યસંયોગ કે અંદર ક્ષણિક
રાગાદિ તે સ્વભાવમાં નથી, જ્ઞાનનો ઉપાય જ્ઞાન જ
છે. અનંતકાળે નહીં કરેલ એવું સાચું ભાન કરવું તે જ
અપૂર્વ છે. અને તેમાં જ અનંતો પુરુષાર્થ છે. સર્વજ્ઞ
ભગવાને કહેલી તારા સ્વરૂપની સ્વતંત્રતા બતાવાય
છે.
પરદ્રવ્યથી લાભ નુકસાન નથી એમ કહીને
સ્વેચ્છાચારી બનવા કહ્યું નથી. સ્વેચ્છાચાર તો
સ્વભાવનો નાશ કરનાર છે. કોઈ પરને કાંઈ કરી શકે
નહીં–આમ હોવાથી પરને મારવા જીવાડવાનો કે
ભોગવવાનો ભાવ ટળી જવો જોઈએ. સ્વરૂપની રુચિ,
ભાન અને તે પ્રકારનું પરિણમન તે જ ધર્મ છે, આ
સમજે નહીં અને પોતાની ઊંધી માન્યતા છોડે નહીં;
પૂજ્ય ગુરુદેવ કહે છે કે શું થાય? સૌ સ્વતંત્ર છે; પ્રભુ
છે, ઊંધાઈમાં પણ સ્વતંત્ર છે. ખમા, તને ખમા! પ્રભુ
તારી અવસ્થા તું જ કર! તારા તર્કનું સમાધાન તું કર
ત્યારેજ થાય! અહીં તો તારી સ્વતંત્રતાના ઢંઢેરા
પીટાય છે. ‘તું પ્રભુ છો!’
શાશ્વત સુખ તારા સ્વભાવમાં છે. પરમાં
લેશમાત્ર સુખ નથી. આત્માનું સ્વરૂપ કેવું છે? સ્ત્રી–
બાળક, સધન–નિર્ધન, રાગી–દ્વેષી, માણસ–દેવ
કોઈ આત્માનું સ્વરૂપ નથી. સ્વરૂપનું ભાન એ જ
ઉદ્ધારના રસ્તા છે. અને ભાન વગર કોઈ રીતે
ઉધ્ધારના માર્ગ નીકળે તેમ નથી;
અનાદિથી યથાર્થ ચૈતન્ય સ્વરૂપ જાણ્યું નથી.
અને વસ્તુ સ્વરૂપ સમજ્યા વિના કદી નિવડા આવે
તેમ નથી. માટે સ્વભાવનું ભાન કર અને સ્વભાવના
જોરે રાગાદિ સામે એકલો ઝુર! તને કોઈ નુકસાન
કરવા સમર્થ નથી.
જ્યાં પરથી બંધ માન્યો ત્યાં જ આત્માને
પરાધીન માન્યો છે. કોઈ તીર્થંકર પણ તને મદદ કરી
શકે નહીં. નિમિત્તથી માત્ર બોલાય કે
तिथ्थयरा में
पसियंतु. પણ ખરેખર તીર્થંકર મદદ કરી શકે નહીં;
માત્ર વિનયથી બોલાય છે. વીતરાગ કોઈને મદદ
આપતા હશે?
પરથી ધર્મ નથી તેમ જ નુકસાન પણ નથી.
મફતનો પરનો અહંકાર કરમાં! પરથી ધર્મ માનવો તે
અજ્ઞાન છે. અજ્ઞાનીને નુકસાન તેના ભાવનું જ છે–
પરનું નહીં. તારી શંકાએ તને નુકસાન છે અને તારી
જ નિશંકતાએ તને ધર્મ છે. સાચી ઓળખાણ વગર
કદી નિશંકતા થાય નહિ. અહિં ઉપભોગને ભોગવ
એમ કહેતાં પરને ભોગવવાનું કહ્યું નથી, પણ જ્ઞાન
સ્વભાવની ઓળખાણ કરી તેમાં દ્રઢ રહેવાનું કહ્યું છે.
સ્વભાવની દ્રઢતા થતાં પર સંયોગ આવીને છૂટી જશે
જ્ઞાનીને કોઈ પર સંયોગનો આદર નથી.
જે ભાવે તીર્થંકર નામ કર્મ બંધાય તે ભાવનો
પણ જ્ઞાનીને દ્રષ્ટિમાં આદર નથી.
અહીં સ્વભાવની સ્વતંત્રતાનું વર્ણન કર્યું છે કે
બાપુ! તારા સ્વભાવના ભાનમાં કોઈ પણ પર વસ્તુ
તને નુકસાન કરવા સમર્થ નથી.
મુદ્રક: – ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય
મુદ્રણાલય વિજ્યાવાડી, મોટા આંકડિયા કાઠિયાવાડ.
તા. ૫ – ૪ – ૪
પ્રકાશક : – જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ, વતી
જમનાદાસ માણેકચંદ રવાણી, વિજ્યાવાડી,
મોટાઆંકડિયા કાઠિયાવાડ..

PDF/HTML Page 17 of 18
single page version

background image
ATMADHARMA Regd No. B. 4787
પ્રશ્નોત્તર
પ્રશ્ન–સંસારમાં રાજ્ય કોનું વર્તે છે?
ઉત્તર–પોતાના સ્વરૂપની ભ્રમણાનું.
પ્રશ્ન–સંસારમાં બહુમતી કોની?
ઉત્તર–સ્વરૂપની ભ્રમણાવાળા જીવોની.
પ્રશ્ન–તે ભ્રમણામાં આગેવાન કોણ?
ઉત્તર–દ્રવ્યલિંગી મુનિ; તેને સંસાર તત્ત્વ કહેવામાં આવે છે.
પ્રશ્ન–દ્રવ્યલિંગી પરજીવની હિંસા કરે?
ઉત્તર–બિલકુલ નહિ; તે છકાય જીવની દયા પાળે છે, અતિચાર વગરનું અહિંસાવ્રત તે પાળે છે.
પ્રશ્ન–દ્રવ્યલિંગી મુનિ અસત્ય બોલે, ચોરી કરે, મૈથુન સેવે કે પરિગ્રહ રાખે?
ઉત્તર–બિલકુલ નહિ; અતિચાર રહિત તે બધાં વ્રત પાળે છે.
પ્રશ્ન–આટલું કરવા છતાં ધર્મ કેમ ન થાય?
ઉત્તર–સ્વરૂપની ભ્રમણા હોવાથી ધર્મ ન થાય એ દેખીતું જ છે.
પ્રશ્ન–ત્યારે શું જીવદયા ન પાળે, અસત્ય બોલે, ચોરી કરે, અબ્રહ્મચર્ય સેવે અને પરિગ્રહ રાખે તો ધર્મ
થાય?
ઉત્તર–તમારો પ્રશ્ન અધિરાઈ અને આડાઈ બતાવે છે, તમે કહ્યું તે તો બધું પાપ છે, તેથી ધર્મ થાય જ
નહીં એમ તો આર્યાવર્તનું નાનું બચ્ચું પણ સમજે છે.
પ્રશ્ન– ત્યારે ધર્મ ક્યારે થાય?
ઉત્તર–પોતાના સ્વરૂપની યથાર્થ ઓળખાણ કરવી અને ભ્રમણા ટાળવી તે ધર્મની શરૂઆત છે, તે
સ્વરૂપમાં સ્થિર રહેવું તે સાધકદશા છે, અને સંપૂર્ણ સ્થિરતા થવી તે ધર્મની પૂર્ણતા છે.
પ્રશ્ન–દ્રવ્યલિંગી મુનિ ભવ્ય હોય કે અભવ્ય હોય?
ઉત્તર–ભવ્ય પણ હોય–અભવ્યય પણ હોય.
પ્રશ્ન–આ જીવ દ્રવ્યલિંગી મુનિ પૂર્વે કોઈવાર થયો હશે?
ઉત્તર–હા, અનંતવાર.
પ્રશ્ન–દ્રવ્યલિંગી મુનિને સંસાર તત્ત્વ કહેવામાં આવે છે તેનો કાંઈ આધાર છે?
ઉત્તર–હા. શ્રી પ્રવચનસારમાં ૩૬૨ મા પાને નીચે પ્રમાણે કહ્યું છે:–“હવે એ પાંચમાંથી પ્રથમ જ સંસાર
તત્ત્વને કહે છે–
ये अयथागृहितार्था एते
तत्त्वमिति निश्चता समये।
अत्यन्त फल समुद्धं भ्रमन्ति,
ते अतः परं कालम्।।७१।।
અર્થ:–જૈનમતમાં કહેલી દ્રવ્યલિંગ અવસ્થા તો ધારણ કરી છે પણ પદાર્થોનું સ્વરૂપ જાણી લીધું છે તેવું જ
સ્વરૂપ છે એવી મિથ્યા માન્યતા જે જીવ કરી બેઠો છે તે શ્રમણાભાસ મુનિ છે અને તે અનંત ભ્રમણરૂપી ફળથી
સમૃદ્ધ થઈ અનંતકાળ સુધી ભટકે છે.
ભાવાર્થ:– જે અજ્ઞાની મુનિ મિથ્યા બુદ્ધિથી પદાર્થોની શ્રદ્ધા કરતો નથી–અન્યની અન્ય કલ્પના કરે છે
અને સદા મોહમલ્લ (મિથ્યાદર્શન) ના કારણે ચિત્તની મલિનતાથી અવિવેકી છે, તેણે જો કે દ્રવ્યલિંગ ધારણ કર્યું
છે તોપણ પરમાર્થ (સાચા) મુનિપણાને તે પ્રાપ્ત થયો નથી. મુનિ જેવો તે માલુમ પડે છે તોપણ તે અનંતકાળ
સુધી અનંત પરાવર્તન કરી ભયાનક કર્મફળ ભોગવતો ભટકે છે, તેથી તે શ્રમણાભાસ મુનિને સંસાર તત્ત્વ
જાણવું. બીજો કોઈ સંસાર નથી પણ જે જીવ મિથ્યા બુદ્ધિવાળો છે તે જ સંસાર છે.
પ્રશ્ન–બહારના લિંગ ઉપરથી મુનિપણું કે જ્ઞાનીપણું નક્કી થઈ શકે કે કેમ?
ઉત્તર–ન જ થઈ શકે; તે ઉપર આવી ગયું છે.

PDF/HTML Page 18 of 18
single page version

background image
વિનતિ
આપને જણાવતા આનંદ થાય છે
કે ‘આત્મધર્મ’ માસિકનું વાંચન તેના વાંચકોને
ખૂબ ઉપયોગી નીવડે છે. અને હરહંમેશ તેની
ગ્રાહક સંખ્યા વધ્યા જ કરે છે. આજે ગ્રાહક
સંખ્યાનો આંકડો છસો (૬૦) એ પહોંચ્યો છે.
આશા છે કે થોડા વખતમાં એ સંખ્યા એક હજાર
(૧૦) ન થઈ જશ.
પરંતુ એટલી ગ્રાહક સંખ્યા એ કોઈ રીતે
પૂરતી ન જ કહેવાય.
આવું અદ્ભુત, કલ્યાણદાયી વાંચન જે
કોઈ શાશ્વત સુખના કામી છે તેમને, જેઓ
વાસ્તવિક જૈનદર્શન શું તે જાણવા ઈચ્છતા હોય
તેઓને, તેમજ અજ્ઞાને કારણે જૈનદર્શને
વિપરીત રીતે પ્રરૂપી રહ્યા છે તેવા જૈન બંધુઓને
નિયમિત મળે એ માટે ગ્રાહક બનાવાની
ભલામણ કરવાનું કાર્ય આત્મધર્મના વાંચકો કરે
અને એની ગ્રાહક સંખ્યા ૫૦ સુધી પહોંચાડે
એવી વિનતિ છે.
જમુ રવાણી