PDF/HTML Page 1 of 17
single page version
PDF/HTML Page 2 of 17
single page version
ભવ્યજનોના હૈયે હર્ષાનંદ અપાર–
–શ્રીકુંદકુંદપ્રભુજી શાસન શિરોમણી થયારે.... આજે. ૧.
વીરશાસનનો તું થાંભલો, થંભાવ્યો મુક્તિનો રાહ.
જેને આચાર્યની પદવી આજે શોભતી રે,
જેની જળહળ જ્યોતિ ઝળકે દશ દિશિમાંય–
–જેને જોવાને ઇંદ્રોના ટોળાં ઊતર્યા રે. . . . . આજે. ૨.
જેની આત્મશક્તિની કરવી શું વાત?
તેના ચરણોમાં મસ્તક મારું ઝૂકી પડે રે.... આજે. ૩.
જેની વાણી સુણવા આવે ચારે તીર્થ–
એવા સંતોના ચરણની ઈચ્છું સેવના રે... આજે. ૪.
કુંદહૃદયને ઓળખાવનાર ગુરુ કહાન છે રે,
જેના મુખ કમળથી વરસે અમૃતમેહ–
–સુણવા ભક્તજનોના ટોળાં ‘સ્વર્ણે’ ઊતરે રે,
–એવા સદ્ગુરુદેવની સેવક ઈચ્છે સેવના રે.... આજે. પ.
કર કે જેથી પોતાના આત્માને સર્વ પરદ્રવ્યોથી જુદો વિલસતો દેખી આ શરીરાદિ
મૂર્તિક પુદ્ગલદ્રવ્ય સાથે એકપણાના મોહને તું તરત જ છોડશે.
PDF/HTML Page 3 of 17
single page version
હે જીવો! જો તમે તમારી સ્વતંત્રતા અને સુખ ચાહતા હો તો પરના આશ્રયે મારું સુખ છે એવી માન્યતા
બધાય પર પદાર્થોથી છૂટો છું, મારા જ્ઞાન સામ્રાજ્યમાં મને વિઘ્ન કરનાર કોઈ નથી અને હું મારા જ્ઞાન
સામ્રાજ્યવડે બધા પદાર્થોને જેમ જાણું છું તેમ જ તેમાં થાય છે’–આવી યથાર્થ ઓળખાણપૂર્વક પરાશ્રયભાવ
છોડીને સ્વાશ્રયભાવમાં ટકવું તે જ સ્વતંત્રતા છે–તે જ સુખ છે.
શકે! એવો સ્વાધીન સુખરૂપ તો આત્મસ્વભાવ છે. તે સ્વાધીનતા કોણ મેળવી શકે?–અને પરાધીનતાની
ગુલામી કોણ તોડી શકે?
પરવસ્તુના આધારે છે, અને પર સંયોગો અનુકૂળ હોય તો જ મારું સુખ ટકી શકે’ એમ માને છે; તેવા જીવો
સદાય પરાશ્રયપણે સંયોગોમાંથી સુખ ઈચ્છે છે–એટલે તેઓ સંયોગોના ગુલામ છે, તેઓ સ્વાધીન
આત્મસ્વભાવને નહિ જાણતા હોવાથી કદી પણ સ્વતંત્રતા પામતા નથી. પોતાના સુખ માટે પરાશ્રયપણું માનવું
તે જ મહાન ગુલામી છે અને તેનું જ અનંત દુઃખ છે, એ ગુલામી અજ્ઞાનપણે જીવ અનાદિથી કરતો આવે છે.
કરનાર કોઈ બીજો નથી.
પરાશ્રયરૂપ ગુલામીના બંધનને સર્વથા છેદીને, સંપૂર્ણ સ્વત્રંતદશામાં સિદ્ધ ભગવાનપણે બિરાજે છે.
એવી પરમસ્વતંત્રતા પ્રાપ્ત કરવાનો એક માત્ર ઉપાય ભેદજ્ઞાન છે, માટે આત્માની સાચી સ્વતંત્રતા અને
જેને ભેદજ્ઞાન છે તેઓને જ સ્વતંત્રતાની શરૂઆત થઈ છે, ને તેઓ પૂર્ણ સ્વતંત્રતાની સાધના કરીને સિદ્ધદશા
નથી, પણ રાગરહિતપણે બધાનું જ્ઞાયક રહેવું એ જ એક કર્તવ્ય માને છે.
PDF/HTML Page 4 of 17
single page version
શાસ્ત્રોને પણ પરમાનંદની ઉપમાં આપી છે. પરમાનંદ અને આનંદ તે આત્માની સ્વભાવ દશા જ છે, તેમાં
કારણભૂત ભગવાનની વાણી અને તેની પરંપરાથી રચાયેલા શાસ્ત્રો છે તેને પણ આચાર્યભગવાને પરમાનંદ ને
આનંદ કહી દીધા છે.
નથી, પણ તે આનંદના નિમિત્તભૂત જે દ્રવ્યો (શાસ્ત્રો) તેની આચાર્યભગવાને ભેટ આપી છે, તેને
‘દોગ્રંથિકપ્રાભૃત’ કહેવાય છે, અને તે ભેટદ્વારા આચાર્યભગવાને ભવ્ય જીવોને પરમાનંદની જ ભેટ ધરી છે.
આચાર્યદેવે પોતે પરમાનંદને અનુભવ્યો છે અને ‘જગતના જીવ પણ તે પામે’ એવી ભાવનાથી
આચાર્યભગવંતોએ આવા મહાન શાસ્ત્રો રચીને જગતને આનંદ તથા પરમાનંદની ભેટ કરી છે. ભગવાનની
વાણીદ્વારા પોતે પરમાનંદ પામીને, તે વાણી ભવ્યજીવોને પરમાનંદ પામવા માટે ભેટ કરી છે. જેને મોક્ષદશા
શાસ્ત્રોનો અક્ષરે અક્ષર આત્માના આનંદનું નિમિત્ત છે, તેમાં એક અક્ષરનો પણ ફેર નથી,–નથી.
ભેટ આપી છે, જેને આત્માના આનંદનું બહુમાન આવે તેને તેના નિમિત્ત તરીકે શાસ્ત્રોનું પણ બહુમાન આવે
જ, અને તેના બહુમાન–ભક્તિથી, જ્ઞાનની રુચિ કરીને તેની પ્રભાવના કરે.
લેનારા જીવો ન હોય એમ કદી બને જ નહિ. આનંદ પ્રગટ કરનારા જીવો છે, તે જ મંગળિક છે. આચાર્ય–
ભગવાન કહે છે કે અમે આનંદ લઈને એકાવતારી થઈ જઈએ છીએ, અને જગતને તે આનંદની ભેટ કરીએ
છીએ. જગતમાં આનંદ પ્રગટ કરનારા જીવો છે જ. મારો આનંદ સ્વભાવ જે પ્રગટયો તે પૂર્ણ થઈને સદાય
જયવંત રહો–એવી ભાવના વડે ‘જગત પણ તે આનંદ પામો’ એવો જે અમને વિકલ્પ ઊઠયો છે તે નિષ્ફળ નહિ
જ જાય. આચાર્યભગવાન પોતે જ ખાતરી આપે છે કે જગતમાં અમારી આનંદરૂપી ભેટને સ્વીકારનારા જીવો
પાકશે..
PDF/HTML Page 5 of 17
single page version
એનો હું કર્તા નથી અને તે મારી અવસ્થાનો કર્તા નથી; બસ! આવી ક્રમબદ્ધની શ્રદ્ધા થતાં સર્વ પરદ્રવ્યો પ્રત્યે
ઉદાસવૃત્તિ–વીતરાગભાવ–આવી ગયો. પર તરફ લક્ષ કરવાનું ન રહ્યું અને સ્વલક્ષે દ્રવ્યમાંથી જે પર્યાય પ્રગટે છે
નથી કેમકે દ્રવ્ય તો સદાય મુક્ત સ્વરૂપ જ છે, તેમાં બંધન અને મુક્તિ એવા ભેદ જ નથી. એક ગુણમાં અનંતી
નિર્મળ અવસ્થાની તાકાત છે અને એવા અનંતગુણથી વસ્તુ ભરેલી છે. તે વસ્તુની દ્રષ્ટિ થઈ ત્યાં વસ્તુમાંથી
મોક્ષ દશા ક્રમબદ્ધ આવે છે, એટલે વસ્તુ–દ્રષ્ટિ જ મોક્ષનું મૂળ કારણ છે; ક્રમબદ્ધપર્યાયના નિર્ણયમાં વસ્તુદ્રષ્ટિ જ
આવે છે. ‘વસ્તુદ્રષ્ટિ થઈ’ એમ કહો કે ‘ક્રમબદ્ધપર્યાયનો યથાર્થ નિર્ણય થયો’ એમ કહો તે બન્નેનો એક જ
ભાવ છે.
તેમાંથી ક્રમબદ્ધ મોક્ષદશા પ્રગટવાની છે, એ દ્રવ્યની તો તેને શ્રદ્ધા છે તેથી મોક્ષપર્યાય કયારે પ્રગટશે એવી
આકૂળતા ક્રમબદ્ધપર્યાયના યથાર્થ નિર્ણયવાળાને હોતી નથી.
પ્રતીતમાં દ્રવ્યની ત્રણે કાળની પર્યાયનો સ્વીકાર આવી ગયો અને ત્રણેકાળની પર્યાયોમાં મોક્ષપર્યાય પણ આવી
જ ગઈ. માટે દ્રવ્યની પ્રતીતવાળાને મોક્ષની શંકા હોય નહીં.
તે વર્તમાન વીર્યની જેને શ્રદ્ધા નથી તેને ‘ભવિષ્યમાં મારો મોક્ષ પ્રગટવાનો પુરુષાર્થ આટલું કામ કરશે’ એવી
શ્રદ્ધા કયાંથી આવશે? જે જ્ઞાનમાં સર્વજ્ઞને નક્કી કર્યા છે તે જ્ઞાનના વર્તમાન અનંતા વીર્યની જેને શ્રદ્ધા નથી
તેને ભવિષ્યના મોક્ષના અનંત વીર્યની શ્રદ્ધા થઈ શકે નહીં. જેણે યથાર્થપણે સર્વજ્ઞની શ્રદ્ધા કરી છે તેને વધારે
ભવ હોઈ શકે નહીં. સર્વજ્ઞના સામર્થ્યનો નિર્ણય કરનારની અથવા તો દ્રવ્યની ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય
નહીં. શ્રદ્ધામાં પરિપૂર્ણ દ્રવ્યનો સ્વીકાર કરવામાં વર્તમાન અનંતો પુરુષાર્થ છે, અને તે પુરુષાર્થમાં મોક્ષદશાની
પ્રતીત આવી જાય છે.
શ્રી જૈન અતિથિ સેવા સમિતિના સર્વે મેમ્બરોને વિનંતિ છે કે–જેટલાં મળી શકે તેટલાં તત્ત્વપ્રેમી મુમુક્ષુઓનાં,
ધાર્મિક સંસ્થાઓના, ત્યાગીઓનાં, ઉપદેશકોનાં, વિદ્વાનોનાં, તેમજ ડોકટરો, વકીલો, અધિકારીઓ, શિક્ષકો, તથા
વાંચનાલયોનાં પૂરા નામો તથા સરનામાઓ વહેલાસર આત્મધર્મ કાર્યાલય મોટા આંકડિયા તરફ મોકલી આપે.
PDF/HTML Page 6 of 17
single page version
નથી. ચારિત્ર કરતાં સમ્યગ્દર્શનમાં અલ્પ પુરુષાર્થ છે, માટે તું એ સમ્યગ્દર્શન તો અવશ્ય કરજે. સમ્યગ્દર્શનનો
એવો સ્વભાવ છે કે જે જીવ તેને ધારણ કરે તે જીવ ક્રમે ક્રમે શુદ્ધતા વધારીને અલ્પકાળે મુક્તદશા પ્રગટ કરે છે,
જીવને તે લાંબો કાળ સંસારમાં રહેવા દેતું નથી. આત્મકલ્યાણનું મૂળ કારણ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન–જ્ઞાન
ચારિત્રની એકતા તે પૂર્ણ મોક્ષમાર્ગ છે. હે ભાઈ, જો તારાથી સમ્યગ્દર્શનપૂર્વક રાગ છોડીને ચારિત્રદશા પ્રગટ
થઈ શકે તો તો તે ઉત્તમ છે, અને એ જ કરવા યોગ્ય છે; પણ જો તારાથી ચારિત્રદશા પ્રગટ ન થઈ શકે તો
મને ધર્મ નથી. આમ રાગરહિત સ્વભાવની શ્રદ્ધાપૂર્વક જો રાગરહિત ચારિત્રદશા થઈ શકે તો તો તે પ્રગટ કરીને
સ્વરૂપમાં ઠરી જજે; પણ જો તેમ ન થઈ શકે અને રાગ રહી જાય તો તે રાગને મોક્ષનો હેતુ ન માનીશ, રાગથી
પણ કરતો નથી તેને આચાર્યભગવાન કહે છે કે હે જીવ! તું પર્યાયદ્રષ્ટિ રાગને તારું સ્વરૂપ માની રહ્યો છે. પણ
પર્યાયમાં રાગ હોવા છતાં તું પર્યાયદ્રષ્ટિ છોડીને સ્વભાવ દ્રષ્ટિથી જો તો તારા રાગરહિત સ્વરૂપનો તને અનુભવ
થાય. જે વખતે ક્ષણિક પર્યાયમાં રાગ છે તે વખતે જ રાગરહિત ત્રિકાળીસ્વભાવ છે, માટે પર્યાયદ્રષ્ટિ છોડીને
વગર રાગ કદી ટળવાનો નથી.
એટલે કે પર્યાય સુધરે તો દ્રવ્યને માનું’ એવી જેની માન્યતા છે તે જીવ પર્યાયદ્રષ્ટિ છે–પર્યાયમૂઢ છે, તેને
સ્વભાવદ્રષ્ટિ નથી; અને તે તે મોક્ષમાર્ગના ક્રમને જાણતો નથી કેમકે તે સમ્યક્શ્રદ્ધા પહેલાં સમ્યક્ચારિત્ર ઈચ્છે
પર્યાયમાં નિર્મળતા પ્રગટે છે. મારો સ્વભાવ રાગરહિત છે એવા વીતરાગી અભિપ્રાયપૂર્વક (–સ્વભાવના લક્ષે
અર્થાત્ દ્રવ્યદ્રષ્ટિથી) જે પરિણમન થયું તેમાં ક્ષણે ક્ષણે રાગ તૂટતો જાય છે અને રાગનો અલ્પકાળે નાશ થાય
છે; એ સમ્યગ્દર્શનનો મહિમા છે. પણ જો પર્યાયદ્રષ્ટિ જ રાખીને પોતાને રાગવાળો માની લ્યે તો રાગ ટળે કઈ
રીતે? ‘હું રાગી છું’ એવા રાગીપણાના અભિપ્રાયપૂર્વક (–વિકારના લક્ષે અર્થાત્ પર્યાયદ્રષ્ટિથી) જે પરિણમન
થાય તેમાં તો રાગની જ ઉત્પત્તિ થયા કરે, પણ રાગ ટળે નહિ. તેથી પર્યાયમાં રાગ હોવા છતાં તે જ વખતે
પર્યાયદ્રષ્ટિ છોડીને સ્વભાવદ્રષ્ટિથી રાગ–રહિત ચૈતન્યસ્વભાવની શ્રદ્ધા કરવાનું આચાર્ય ભગવાન જણાવે છે;
અને એ જ મોક્ષમાર્ગનો ક્રમ છે.
તારા સ્વભાવને અન્યથા માનીશ નહિ.
નાશ કરનાર એવો પોતાનો સ્વભાવ છે, તેની શ્રદ્ધા કરવી એ નિર્મળ બુદ્ધિમાન જીવોનું કર્તવ્ય છે. તારા
ભવરહિત
PDF/HTML Page 7 of 17
single page version
પુરુષાર્થ વડે સમ્યગ્દર્શન પ્રગટ કર.
સમજણનો જ પ્રયત્ન કર્યા કરવો, એ જ સરળ અને સાચો ઉપાય છે. જો તને આત્મસ્વભાવની સાચી રુચિ છે
અને સમ્યગ્દર્શનનો મહિમા જાણીને તેની ઝંખના થઈ છે તો તારો સમજણનો પ્રયત્ન નકામો નહિ જાય.
સ્વભાવની રુચિપૂર્વક જે જીવ સત્ સમજવાનો અભ્યાસ કરે છે તે જીવને ક્ષણે ક્ષણે મિથ્યાત્વભાવ મંદ પડતો
જાય છે. એક ક્ષણ પણ સમજણનો પ્રયત્ન નિષ્ફળ જતો નથી, પણ ક્ષણે ક્ષણે તેનું કાર્ય થયા જ કરે છે.
સ્વભાવની હોંશથી જે સમજવા માગે છે તે જીવને અનંતકાળે નહિ થયેલી એવી નિર્જરા શરૂ થાય છે. શ્રી
પદ્મનંદી આચાર્યદેવે તો કહ્યું છે કે–આ ચૈતન્ય–સ્વરૂપ આત્માની વાત પણ જે જીવે પ્રસન્નચિત્તથી સાંભળી છે તે
જીવ મુક્તિને લાયક છે.
મમતા અને પાપ ટાળે તો જીવને શાંતિ અને સુખ થાય. જીવમાં મમતા કરવાની તાકાત છે તેમ તેને ટાળવાની
તાકાત પણ જીવમાં છે. જો મમતા ટાળે તો સુખ થાય.
કહે છે કે–‘હવે તમે નિવૃત્તિ લો એટલે એટલે કે મમતા ઘટાડો!’ તેથી છોકરાએ પણ એમ માન્યું કે મમતા
ઘટાડવી જોઈએ. વૃદ્ધદશામાં કે જુવાનદશામાં ગમે ત્યારે જીવમાં મમતા ઘટાડવાની શક્તિ છે. મમતા ઘટાડવાથી
જીવને પોતાનો આનંદ પ્રગટે છે. મમતાને લીધે જ જીવને દુઃખ થાય છે, ને મમતા ટાળે તો સુખ થાય. આ
આત્મા શરીરથી જુદો છે, ને પૈસામાં, સ્ત્રીમાં કે શરીર વગેરેમાં તેનું સુખ નથી, પણ પોતામાં જ સુખ છે–એમ
સમજે તો મમતા ટળે.
છે–એમ જો જાણે તો શરીરાદિ ઉપર મમતા ન કરે અને મમતા ન કરે તો તે સુખી થાય. ગમે તે વખતે પોતે
મમતા ઓછી કરી શકે છે એવી જીવમાં તાકાત છે. માંદો હોય ને ખાટલે પડયો હોય છતાં મમતા ઘટાડી શકે છે.
જો મમતા ન ઘટાડે તો શાંતિ થાય નહિ. માટે આત્મા અને શરીર જુદા છે એમ સમજીને મમતા ઘટાડે તો જ
જીવને શાંતિ થાય છે.
કરવાની તાકાત છે, જ્ઞાન અને શાંતિ જીવનો સ્વભાવ છે. તે સ્વભાવને ઓળખે તો તેને શાંતિ થાય ને મમતા
ટળી જાય. જેમ સાકરમાં કડવાશ સ્વભાવ નથી તેમ જીવમાં મમતા કરવાનો સ્વભાવ નથી, પણ મમતા ટાળીને
શાંતિ કરવાનો જ તેનો સ્વભાવ છે. માટે એવા પોતાના આત્માને જાણે અને મમતા ટાળે તો શાંતિ થાય ને સુખ
પ્રગટે, તેમાં કોઈ બીજાની મદદની જરૂર નથી.
PDF/HTML Page 8 of 17
single page version
નથી. તેનાથી તો આત્મા જુદો છે. આત્માનું જીવન કેવું હોય? તે આચાર્યદેવ બતાવે છે.
નામની શક્તિ પણ છે. આત્મામાં જ્ઞાન છે, દર્શન છે, સુખ છે, આનંદ છે, પુરુષાર્થ છે, શાંતિ છે, ને જીવ છે–એ
બધા ગુણો તે જ આત્માનું કુટુંબ છે, ને તે સદાય આત્મા ભેગું જ રહે છે. પોતાના અનંતગુણ તે જ પોતાનું કુટુંબ
છે, તેની જેને ખબર નથી તે જીવ બહારમાં કુટુંબ, શરીર ને પૈસા વગેરેને સદાય ટકાવી રાખવાની ભાવના કરે
છે, પણ તે અજ્ઞાન છે, ને દુઃખનું કારણ છે. મારી જીવનશક્તિથી હું સદાય જીવતો જ છું. જ્ઞાન–આનંદ વગેરે
અનંત ગુણોરૂપી મારું કુટુંબ છે. મારા બધા ગુણો સાથે મારું પૂરેપૂરું નિર્મળ–પવિત્ર જીવતર ટકી રહો–એવી
ભાવના આત્માર્થિ જીવો કરે છે. એ જ મહાન મંગળિક છે.–એમ શ્રી જ્ઞાની પુરુષો ફરમાવે છે.
જીવનશક્તિ આત્મામાં જીવનશક્તિ છે તેથી તે સદાય જીવતો જ છે; આ શરીરથી કે ઇંદ્રિયોથી આત્મા જીવતો
નથી પણ જ્ઞાન અને દર્શનરૂપ ચૈતન્યપ્રાણથી જ આત્મા જીવે છે. ‘આત્મદ્રવ્યને કારણભૂત એવા ચૈતન્યમાત્ર
ભાવનું ધારણ જેનું લક્ષણ અર્થાત્ સ્વરૂપ છે એવી જીવત્વશક્તિ’ –આત્મામાં ઊછળે છે. આત્મામાં ચૈતન્યપ્રાણ
છે, ને તેથી આત્મા સદાય જીવે છે. જો ચૈતન્યશક્તિનો નાશ થાય તો આત્મા મરે, પણ ચૈતન્યશક્તિ તો સદાય–
ત્રિકાળ–છે, તેથી આત્મા સદાય જીવે છે. એવી ચૈતન્યસ્વરૂપ જીવત્વશક્તિ આત્મામાં સદાય છે.
ને પુણ્યને આત્મા ધારતો નથી; શુદ્ધજ્ઞાન–દર્શનરૂપ ચૈતન્યપ્રાણને આત્મા ધારણ કરે છે. ને એનાથી જ આત્મા
જીવે છે. આત્મામાં ‘જીવત્વ’ નામની ખાસ શક્તિ છે, ત્રણેકાળે અને ત્રણે લોકમાં આત્મા ચૈતન્યપ્રાણોને ધારણ
કરીને જ જીવી રહ્યો છે; શરીરને આત્માએ કદી ધારણ કર્યું જ નથી, અને આત્માના સ્વભાવે કદી વિકારને પણ
ધારણ કર્યો નથી. શરીર અને વિકારથી જુદી એવી ચૈતન્ય–શક્તિને ધારણ કરીને જીવનું ટકી રહેવું તે જ
સુપ્રભાત છે. ચૈતન્યશક્તિરૂપ પોતાનું જીવન છે તેને ઓળખવું અને તેમાં જ ટકી રહેવું, પણ વિકારમાં ન ટકવું
તે જ સુપ્રભાત છે. એવા સુપ્રભાતની અહીં ભાવના છે.
શક્તિ વગર ન હોય. એ રીતે આત્માનું ગુણોરૂપી કુટુંબ સંકળાયેલું છે. એવું અનંત ગુણોસ્વરૂપી મારું કુટુંબ સદા
પવિત્રપણે શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રમાં ટકી રહો એમ ધર્મી જીવની ભાવના છે. અનંત ગુણોથી સદાય ભરેલા–પરિપૂર્ણ
પોતાના આત્મસ્વભાવનું જ્ઞાન અને તેમાં સ્થિરતા તે જ મુક્તિની ક્રિયા છે, એ ક્રિયાથી જ આત્માના અનંત
ચતુષ્ટય પ્રગટે છે, અને એ જ આત્માનું સુપ્રભાત છે.
PDF/HTML Page 9 of 17
single page version
મોક્ષનું કારણ છે. એ સિવાય બીજું કોઈ જ્ઞાન કે બીજી કોઈ ક્રિયા મોક્ષનું કારણ નથી. શાસ્ત્રોનું જ્ઞાન શરીર
વગેરેની ક્રિયા કે પુણ્યની ક્રિયા–એ કોઈ ધર્મ નથી, ને તેનાથી સંસારનો અંત આવતો નથી. પોતાના પૂર્ણ
શુદ્ધસ્વભાવની ઓળખાણ તે જ્ઞાન છે, ને તે સ્વભાવના આશ્રયે અશુદ્ધતાનો નાશ તે ક્રિયા છે; એ જ્ઞાન–ક્રિયા
વડે સંસાર–રાત્રિના અંધારાનો નાશ થઈને અનંતચતુષ્ટયના પ્રકાશની ઉત્પત્તિ થાય છે.
શુદ્ધ ચૈતન્ય સ્વભાવ ત્રિકાળ છે, તેના આશ્રયે જે પૂર્ણ શુદ્ધદશા પ્રગટી તેનો હવે કદી નાશ થાય નહિ. માટે
આત્માની સાચી ઓળખાણ અને સ્થિરતાના પુરુષાર્થવડે આત્મામાં જે અનંત ચતુષ્ટયરૂપ દશા પ્રગટી તે જ
સ્વકાળરૂપ સુપ્રભાત છે; તે સુપ્રભાત પ્રગટયા પછી આત્માને જન્મ–મરણ હોતાં નથી; તેને સ્વકાળની પૂર્ણતા
થઈ, આત્મામાં સાચું પ્રભાત ખીલ્યું; આત્માનો પ્રાતઃકાળ ઊગ્યો. પરમાર્થે આનું જ નામ બેસતું વર્ષ છે. એવા
બેસતા વર્ષના મંગળિક સુપ્રભાતનું શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ વર્ણન કરે છે:–
आनंदसुस्थितसदास्खलितैकरूप– स्तस्यैव चायमुदयत्यचलार्चिरात्म।।२६८।।
છે, ને ચાર ઘનઘાતિ કર્મો પણ નષ્ટ થાય છે. જેણે સ્વભાવના આશ્રયે પૂર્ણદશા પ્રગટ કરી તેને આખો આત્મા જ
ઉદય પામ્યો–એમ અહીં કહ્યું છે.
ઉપાય છે. કોઈ શુભરાગથી કે જડની ક્રિયાથી મોક્ષ પ્રગટતો નથી. પંડિત બનારસીદાસજી પણ કહે છે કે–
ता परिणतिको बुध कहे, ज्ञान क्रियासों मोख।।३७।।
તે પરિણતિ જ જ્ઞાન છે, ને અશુદ્ધતા ટળી તે પરિણતિ જ ક્રિયા છે, તેનાથી જ મોક્ષ થાય છે. ‘હું જ્ઞાન છું, હું
દર્શન છું, હું ચારિત્ર છું, એવા વિકલ્પ તે પણ રાગ છે, તે મોક્ષની ક્રિયા નથી, પણ હું ચૈતન્ય–ભાનુ છું,
મોક્ષની ક્રિયા છે.
ને ઓળખાણ થતાં અનાદિનો મિથ્યાત્વરૂપ અંધકાર ટળ્યો તે ફરીથી હવે કદી ઊપજે નહિ, અને જે સમ્યક્ત્વરૂપ
પ્રકાશ પ્રગટયો તે ફરીથી કદી નાશ થાય નહિ. સમ્યગ્દર્શન થયું તે હવે અપ્રતિહતપણે સિદ્ધદશા લીધે જ છૂટકો.
અત્યારે પણ ક્ષાયક જેવા અપ્રતિહત સમ્યક્ત્વના જ ભણકાર જીવ પ્રગટ કરી શકે છે. આત્મામાં સમ્યગ્દર્શનનો જે
PDF/HTML Page 10 of 17
single page version
અનંતકાળમાં અનંતવાર ઊગ્યાં ને પાછાં અસ્ત થઈ ગયાં, પણ સમ્યગ્દર્શનરૂપી પ્રભાત વગર જીવનું કાંઈ
કલ્યાણ થયું નહિ. આ સમ્યગ્દર્શન તો એવું સુપ્રભાત છે કે જે ઊગ્યું તે ઊગ્યું, ઊગ્યા પછી કદી નાશ થાય નહિ.
એવા સમ્યગ્દર્શનપૂર્વક જ્ઞાન અને ક્રિયાથી મોક્ષરૂપી સુપ્રભાત પ્રગટે છે.
તરફ ઢળ્યો ત્યાં પુણ્ય–પાપ–રૂપ વ્યવહારનો નાશ થવા માંડયો. પોતાના અસ્તિસ્વભાવ તરફ વલણ કર્યું, અને
પર્યાયમાં વિકાર હોવા છતાં તેના તરફથી વલણને ખેંચી લીધું, એટલે સ્વભાવની અસ્તિના જોરે વિકારની
નાસ્તિ થવા માંડી. એવા જીવને જરૂર સર્વે કર્મોનો નાશ થાય છે અને કેવળજ્ઞાનાદિ સ્વચતુષ્ટય સ્વરૂપે આત્મા
ઉદય પામે છે–તે જ સુપ્રભાત છે.
કેવળજ્ઞાનાદિ પ્રગટયા પહેલાં જ શક્તિસ્વભાવ પુરો છે, તેનો વિશ્વાસ કરે તો તેના આશ્રયે જ્ઞાન તે તરફ વળે,
અને જ્યાં જ્ઞાન સ્વાશ્રયે વળ્યું ત્યાં તેમાં પણ બેહદતા થઈ, અને સ્વભાવનો સંપૂર્ણ આશ્રય કરતાં અનંત
કેવળજ્ઞાન પ્રગટ થયું; તેમ પોતાનો આનંદ સ્વભાવ પરિપૂર્ણ છે તેની શ્રદ્ધા કરીને પૂર્ણ સ્વાશ્રય કરતાં પર્યાયમાં
અનંત પરિપૂર્ણ આનંદ પ્રગટ થયો; તેવી જ રીતે વીર્ય–પુરુષાર્થ (–આત્મબળ) પણ સ્વાશ્રયે પરિપૂર્ણ પ્રગટયું;
અને દર્શનને પણ સંપૂર્ણ સ્વાશ્રય મળતાં તે પણ પૂર્ણ પ્રગટયું.–એવા સ્વચતુષ્ટય તે અવિભક્ત આત્મ કુટુંબ છે,
તેમાં કદી ભેદ પડે નહિ. એ અનંતચતુષ્ટયરૂપ દશા પ્રગટે તે તો સંપૂર્ણ સુપ્રભાત મંગળ છે, અને પરિપૂર્ણ
શક્તિરૂપ સ્વચતુષ્ટયની શ્રદ્ધા કરવી તે પણ સુપ્રભાતમંગળ છે. અત્યારે જ હું પરિપૂર્ણ છું, સ્વચતુષ્ટયથી ભરેલો
જ ત્રિકાળ છું–એમ સ્વભાવદ્રષ્ટિથી જે માનતો નથી તે કદી સ્વાશ્રય કરતો નથી અને સ્વાશ્રય વગર આત્મામાં
સુપ્રભાત પ્રગટે નહિ.
તરફ વળીને જ્યારે પૂર્ણતાનો નિર્ણય કર્યો ત્યારે તે સમ્યક્ નિર્ણય અને જ્ઞાનરૂપ અવસ્થા સ્વભાવમાં ઢળી. તે
અવસ્થા પોતે સ્વભાવના આશ્રયે અનંતચતુષ્ટયરૂપ પરિણમી જાય છે, આત્મા પોતે જ તે પૂર્ણપર્યાયરૂપે
પરિણમી જાય છે, તેથી તે દશા આત્માથી કદી પણ જુદી પડતી નથી. પહેલાં પરિપૂર્ણ સ્વભાવને જાણીને, તેનો જ
આશ્રય કરવો એ અધૂરામાંથી પૂરા થવાનો ઉપાય છે.
નિષેધ કર્યો તેથી હવે પરાશ્રય છોડીને અવસ્થા સ્વાશ્રય તરફ વળી; આત્મા પહેલાં પરાશ્રયે ઓછી અને વિકારી
અવસ્થાને ધારણ કરતો હતો તેને બદલે હવે સ્વાશ્રયે પૂરી અને શુદ્ધ અવસ્થાને ધારણ કરે છે, તે અવસ્થા સંપૂર્ણ
જ્ઞાન, સંપૂર્ણ દર્શન, સંપૂર્ણ સુખ અને સંપૂર્ણ આત્મબળ સહિત છે, એને જ સંતો સુપ્રભાતનો વિલાસ કહે છે.
ગઈ, એટલે કે અશુદ્ધતા ટળતી ગઈ અને શુદ્ધતા વધતી ગઈ; આત્મા પોતે સ્વભાવમાં જ તન્મય થઈ ગયો.
પહેલાં અજ્ઞાનને લીધે વિકારી ભાવોને પોતાનું સ્વરૂપ માનીને તેમાં તન્મય થતો તેથી સ્વભાવ અને પર્યાયની
એકતા થતી ન હતી પણ ભેદ પડતો. હવે ભેદજ્ઞાનના બળથી વિકરની ઉપેક્ષા કરીને સ્વભાવમાં તન્મય થયો
તેથી સ્વભાવ અને પર્યાય વચ્ચેનો ભેદ ન રહ્યો, બંને અભેદ થયા, પર્યાય પોતે સ્વભાવમાં ભળી ગયો. હવે,
સ્વભાવમાં ઢળું–એવો વિકલ્પ પણ ન રહ્યો.–આવી અંતરદશાને સુપ્રભાત કહેવાય છે. એવા સુપ્રભાતસ્વરૂપે
આત્મા ઉદય પામે છે, તે મંગળ છે, તેનું આચાર્યદેવ વર્ણન કરે છે.
PDF/HTML Page 11 of 17
single page version
છે કે જેથી ચૈતન્યની જવાળા અચલ રહે છે, ફરીથી કદી ચલાયમાન થતી નથી. અજ્ઞાનદશામાં તો ચૈતન્યજ્વાળા
પ્રગટી જ ન હતી, વિપરીત હતી ને પુણ્ય–પાપથી દબાઈ જતી હતી, ત્યાં તો સુપ્રભાત પ્રગટયું જ ન હતું. સમ્યક્
આત્મજ્ઞાન થતાં ચૈતન્યજ્યોતિ ઉદય પામી–સુપ્રભાત શરૂ થયું, પરંતુ તે દશામાં જ્ઞાન–દર્શનની જ્યોતિ પર્યાયે
તન્મયતા થતાં આત્મામાં જે સુપ્રભાત ઉદય પામ્યું તેના કેવળજ્ઞાન અને કેવળદર્શનની જ્યોતિ અચલ છે, સ્થિર
છે, હવે તે કંપાયમાન થતી નથી. ‘અચલ’ કહેતાં એમ ન સમજવું કે કેવળજ્ઞાન– દશામાં પરિણમન જ હોતું
નથી. કેવળજ્ઞાનદશામાં ઉત્પાદ–વ્યયરૂપ પરિણમન હોવા છતાં, કેવળજ્ઞાન અને કેવળદર્શનના પ્રકાશમાં જરાય
વધારો કે ઘટાડો થતો નથી, પણ એવો ને એવો જ રહે છે માટે તેને અચલ કહેવામાં આવે છે.
સમ્યગ્દ્રષ્ટિ આત્માઓ દ્વારા બરાબર પટકવામાં આવતાં તે ભગવતી પ્રજ્ઞાછીણી સ્વભાવમાં જઈને રાગને છેદી
નાખે છે, ને જે કદી ફરે નહિ એવી જ્ઞાનની જ્યોતિને પ્રગટ કરે છે–અર્થાત્ કેવળજ્ઞાન પમાડે છે. કેવળજ્ઞાનરૂપી
સુપ્રભાતનું કારણ ભગવતી પ્રજ્ઞા જ (ભેદ વિજ્ઞાન જ) છે, તેથી તે પણ સુપ્રભાત છે અને મંગળરૂપ છે.
રાતના બાર વાગ્યા હોય, પણ આત્મામાં મિથ્યાત્વરૂપ પર્વતને ભેદીને સ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શન પ્રગટ કરી
ત્યારબાદ સ્થિરતા વડે કેવળજ્ઞાન થતાં જે ચૈતન્યનો ઝળહળતો પ્રકાશ ઉદય પામ્યો તે જ સુપ્રભાત છે, તેનો કદી
અસ્ત થતો નથી.
સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્માને નિર્જરારૂપ દશા હોય છે, તે દશા પવિત્ર છે, તેથી જો કે તેમને પણ સુપ્રભાત ઊગ્યું છે,
પરંતુ તે અપૂર્ણ દશા છે તેથી હજી પૂર્ણ સુપ્રભાત પ્રગટયું નથી, સ્વકાળ પૂર્ણ પ્રગટયો નથી; કેવળજ્ઞાન નથી થયું
પણ ભેદજ્ઞાન પ્રગટયું છે, તેથી તેમના આત્મામાં ધર્મકાળ વર્તે છે–સાધકદશા વર્તે છે. પૂર્ણના આશ્રયે જે
સાધકદશા શરૂ થઈ છે તે આગળ વધીને પૂર્ણ થવાની જ છે. તેથી એ સાધકદશા પણ મંગળરૂપ છે.
પોતાના સ્વદ્રવ્ય–ક્ષેત્ર–કાળ ને ભાવથી આત્માનો સ્વભાવ પરિપૂર્ણ છે. ભગવતી પ્રજ્ઞાવડે એ સ્વભાવનો આશ્રય
કરતાં સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન પ્રગટયાં તથા સ્વભાવનું વીર્ય પ્રગટયું અને સ્વભાવના સુખનો અંશ
પ્રગટયો, તે સ્વકાળની શરૂઆત છે, તે ધર્મકાળ છે, તે નિર્જરાનો કાળ છે, તે સાધક કાળ છે ને તે જ ધર્મની
યુવાનીનો કાળ છે. ત્યાં હજી જ્ઞાન–દર્શનનો પ્રકાશ અચલ નથી, પણ અલ્પકાળમાં જ, સ્વભાવનો સંપૂર્ણ આશ્રય
કરતાં તેને સર્વ અશુદ્ધતા અને કર્મોનો સર્વથા ક્ષય થઈને આત્મામાં સ્વચતુષ્ટયનો અચલ પ્રકાશ પ્રગટ થશે.
PDF/HTML Page 12 of 17
single page version
કે–આખા આત્મસ્વભાવમાં વિકાર જ નથી એવી શ્રદ્ધા અને જ્ઞાન કરજો. પર્યાયમાં ક્ષણિક વિકાર થાય તે મારા
સ્વભાવમાં નથી. –વિકારરહિત મારા આત્મસ્વભાવની ભાવના વડે એક ક્ષણમાં પર્યાયનો વિકાર તૂટી જશે. –
આમ જ્ઞાનીપુરુષો સ્વભાવની ભાવનાવડે અશુદ્ધતાનો નાશ કરે છે, અને આત્મામાં મંગળ–સુપ્રભાત પ્રગટ કરે છે.
તેવી રીતે આત્મામાં સુપ્રભાત થતાં ચૈતન્યસૂર્ય પ્રગટયો, તેની જ્યોતિનો એવો પ્રભાવ છે કે તેના તેજ–પ્રભાવમાં
રાગ કે દુઃખ આવી જ શકતા નથી. ચૈતન્ય–પૂંજનો જે પ્રતાપ તેના વિકારથી ભરપૂર એવા નિધાન સહિત
સુપ્રભાત ઉદય પામે છે. જડ નિધાન (લક્ષ્મી) માં આત્માનું સુખ નથી, પણ આત્માનો ચૈતન્ય નિધાનથી ભરેલો
વિકાસ થાય તે જ સુખ છે.
જ્ઞાનની એકરૂપ અચલ પરિણતિ તે જ ચૈતન્યનો પ્રતાપ છે, રાગમાં અટકવું તે ચૈતન્યનો પ્રતાપ નથી. ચૈતન્યની
સ્થિર પરિણતિનો પ્રકાશ ખીલી નીકળ્યો તે જ ચૈતન્યનું અખંડ નિધાન છે. જડ પૈસા વગેરેના નિધાનથી તો
આત્મા જુદો જ છે, એ જડ નિધાનનો સ્વામી આત્મા નથી, ને તે સંયોગનો અલ્પકાળમાં વિયોગ થઈ જાય છે,
આ સ્વાનુભવથી પ્રત્યક્ષ એવા જ્ઞાનસ્વભાવી ભગવાન આત્માની ઓળખાણ–પ્રતીતિ અને એકગ્રતા થતાં જે
રહે છે તેથી તે અક્ષય નિધાન છે.
અપૂર્ણતા ન થાય, ને તેમાં કદી વિકાર ન થાય.
પૂરી દશા પ્રગટવા માંડી ત્યારે શક્તિમાંથી કાંઈ ઓછું થઈ ગયું–એમ નથી. પૂર્ણ દશા પ્રગટી ત્યાં પણ શક્તિ પૂરી
જ છે, ને અધૂરી દશા વખતે પણ શક્તિ પૂરી છે. અધૂરી દશા હો કે પૂરી દશા હો–પણ શક્તિ તો પૂરી જ રહે છે.
એટલે આમાંથી તો એ સિદ્ધ થયું કે ત્રિકાળ–શક્તિસ્વભાવ નિરપેક્ષ છે, પર્યાયની તેને અપેક્ષા નથી.
છે, વર્તમાનમાં અવસ્થામાં ફેર છે. ચૈતન્યશક્તિની શ્રદ્ધા અને આશ્રયના જોરે સિદ્ધદશા પ્રગટ થાય છે, પણ કાંઈ
ચૈતન્યશક્તિ પોતે પ્રગટ થતી નથી. ચૈતન્યસ્વભાવને જાણીને તેનો આશ્રય કરતાં બધાય દ્રવ્ય–ગુણ–પર્યાયને
એક સાથે સ્પષ્ટપણે જાણવાની પર્યાયની તાકાત પ્રગટી અર્થાત્ પરમાર્થ સ્વભાવના આશ્રયે વ્યવહારને છેદીને
પૂર્ણ–દશા પ્રગટી, ત્યારે સ્વભાવ સામર્થ્યમાંથી કાંઈ પણ ઘટી ગયું નથી, તેમ વધ્યું પણ નથી. જે શક્તિસ્વભાવ
તેથી કાંઈ શ્રક્તિમાંથી ઘટી જતું નથી, અને પર્યાયમાં ઘણી પવિત્રતા હોય તેથી કાંઈ શક્તિમાં વધી જતું નથી.
તેમ જ જ્યારે પર્યાયમાં થોડું સામર્થ્ય પ્રગટ હોય ત્યારે શક્તિરૂપ ઘણું રહે–એમ નથી, અને પર્યાયમાં જ્યારે ઘણું
સામર્થ્ય પ્રગટે ત્યારે શક્તિમાંથી ઓછું થઈ જાય–એમ નથી. જે નિર્મળદશા પ્રગટી તેનું માહાત્મ્ય સમ્યગ્દર્શનમાં
(–સમ્યક્શ્રદ્ધામાં) નથી, પણ ત્રિકાળી એકરૂપ નિરપેક્ષ સ્વભાવનું જ–પરમ પરિણામિક ભાવનું જ–તેમાં
PDF/HTML Page 13 of 17
single page version
ત્રિકાળી પૂર્ણ ચૈતન્ય સ્વભાવ શક્તિપણે હતો, અને જ્યારે પૂર્ણ પર્યાય પ્રગટયો ત્યારે પણ તે ત્રિકાળી
શક્તિસ્વભાવ એવો જ છે. આવો જ કોઈ અચિંત્ય અગુરુલઘુસ્વભાવ છે, તે સ્વભાવના મહિમારૂપ આ
માંગળિક થાય છે. અધૂરો પર્યાય હો કે પૂરો પર્યાય હો, શક્તિસ્વભાવે આત્મા સદા પરિપૂર્ણ છે, એનો મહિમા
સ્વભાવ પરિપૂર્ણ નથી? પર્યાયના કાર્યનો ભેદ વ્યવહારથી છે પણ નિશ્ચયથી જુઓ તો નાના પર્યાયે કે મોટા
પર્યાયે (અધૂરા પર્યાયે કે પૂરા પર્યાયે) પરિપૂર્ણ દ્રવ્ય–ગુણને ટકાવી રાખ્યા છે. માટે ત્રિકાળી દ્રવ્ય–ગુણની
દ્રષ્ટિથી પર્યાયના કાર્યભેદનો સ્વીકાર નથી. અધૂરો કે પૂરો પર્યાય તે બંનેએ સ્વભાવને જ ટકાવવાનું કાર્ય કર્યું
અગુરુલઘુસ્વભાવ છે. નાનો પર્યાય અને મોટો પર્યાય એવા પર્યાયભેદના આશ્રયને છોડીને ત્રિકાળી સ્વભાવના
આશ્રયે પૂર્ણતાનો જે વિકાસ થાય છે તે જ મંગળ સુપ્રભાત છે.
તો હવે શક્તિમાં કાંઈ જ્ઞાનાદિ બાકી રહેશે કે નહિ?
ત્રણેકાળની અવસ્થાઓ ક્રમેક્રમે પ્રગટે છે, એવા માહાત્મ્યથી ભરેલો વસ્તુસ્વભાવ છે.
કે પર્યાયમાં પૂર્ણ જ્ઞાન–આનંદને ભોગવ્યા કરે તોપણ અનંતકાળે શક્તિમાંથી એક અંશ પણ ઘટે નહિ. અરે એ
ચૈતન્ય શક્તિની ઓળખાણ થતાં જે અંશે જ્ઞાન–આનંદરૂપદશા પ્રગટી, તે દશાને બેઠા બેઠા ભોગવ્યા કરે–
વિશેષદશાનો પુરુષાર્થ વર્તમાનમાં ન કરે તોપણ શક્તિ ખૂટી જતી નથી અને પ્રગટેલા અંશનો પણ નાશ થઈ જતો
નથી. આવા અક્ષય–અલૌકિક પોતાના ભંડારની ઓળખાણ કરવી તે જ સુપ્રભાત પ્રગટવાનો ઉપાય છે.
પૂરો કરીને કેવળજ્ઞાન પામે છે,–તેના આ મહોત્સવ છે. સ્વભાવની આરાધનાએ જે ચડયો તેને પૂર્ણતા થાય જ.
કરીને રડતા હતા. ત્યારે પ્રધાને તેમના હાથમાં અરિસો આપીને તેમાં ચંદ્રનું પ્રતિબિંબ બતાવ્યું. મહાપુરુષ છે
એટલે ઉપરથી ચંદ્રને હેઠે (પ્રતિબિંબરૂપે) ઊતાર્યો. તેમ જેઓને સિદ્ધ થવું છે એવા આત્માઓ સિદ્ધપદના પડકાર
કરે છે. સિદ્ધ ભગવાનને પોકાર કરે છે કે હે સિદ્ધ ભગવંતો! આપ ઉપરથી ઉતરો, મારે સિદ્ધ પદ જોઈએ છે. આ
જ્ઞાનબિંબમાં જો, તેમાં તને સિદ્ધભગવાનનું પ્રતિબિંબ દેખાશે. અમારા આત્મામાં અને તમારા આત્મામાં અમે
સિદ્ધભગવાનને સ્થાપીએ છીએ. ઉપરથી સિદ્ધને ઉતારીને પોતાના ભાવથી આત્મામાં સ્થાપ્યા છે–એટલે કે–પોતાનો
PDF/HTML Page 14 of 17
single page version
સ્થિર કરીને જો તો તને તેમાં જ સિદ્ધ દેખાશે. સિદ્ધદશાનાં વિરહને ભૂલી જા. તારાં સિદ્ધપદ તારામાં જ છે, એને
જો–દેખ, તેની પ્રતીતિ કર. એમ કરવાથી તારા આત્મામાં સિદ્ધદશા પ્રગટી જશે.–એ જ મહાસુપ્રભાત છે.
સ્વભાવના આશ્રયે જે સમ્યગ્દર્શનરૂપી સુપ્રભાત થયું તેનો પણ ફરીને અસ્ત થવાની વાત નથી તો પછી
કેવળજ્ઞાન–રૂપી સુપ્રભાતમાં તો પાછું ફરવાની વાત કયાંથી હોય?
અને આત્મબળ સહિત છે.
ચૈતન્ય–સ્વરૂપના અનુભવરૂપી અમૃતનું પાન કરી કરીને સાધક જીવો ડોલે છે, અને અજ્ઞાન તથા રાગ–દ્વેષરૂપી
ઝેરને સર્વથા છોડે છે, તે ઝેરના એક અંશને પણ ગ્રહણ કરતા નથી. આ ચૈતન્યસમુદ્ર એવો છે કે ભેદજ્ઞાનવડે
તેને વલોવવાથી એકલું જ અમૃત જ નીકળે છે.
‘
વિરહ નથી. જેમ આત્માનો કદી નાશ નથી તેમ તેના સ્વાભાવિક અતીન્દ્રિય આનંદનો પણ કદી નાશ નથી.
પૂર્ણદશાનો અતીન્દ્રિય આનંદ જો બહારથી આવ્યો હોય તો તેનો વિયોગ થઈ જાય, પણ પોતાનો સ્વભાવ જ
આનંદ અસ્ખલિત છે, તેમાં કદી સ્ખલના નથી–ભંગ નથી. વળી તે એકરૂપ છે. પરલક્ષે જે આકુળતામાં આનંદ
માન્યો હતો તે તો અનેક પ્રકારનો હતો, તથા સાધક દશાનો આનંદ પણ વધ–ઘટરૂપ અનેક પ્રકારનો હતો, પણ
પૂર્ણદશાનો આકુળતારહિત સ્વાભાવિક પૂરો આનંદ પ્રગટયો તે સદા એક જ પ્રકારનો છે, એકરૂપ છે.
સ્વભાવ રહ્યો નથી. આ કળશમાં શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે આત્માના ચતુષ્ટયને જ સુપ્રભાતરૂપે વર્ણવ્યા છે.
એકાગ્રતારૂપ ક્રિયા, એવા જ્ઞાન–ક્રિયાનો સુમેળ જે આત્મામાં વર્તે છે તે આત્મા જ તે સુપ્રભાતરૂપે ઉદય થાય છે
અને તે આત્મા સદાય આનંદમાં જ સ્થિત રહે છે.
તારો સ્વભાવ જ તારે ઉપાસવાયોગ્ય છે. જ્ઞાન અને આનંદ પ્રગટવાનું ઠેકાણું તારો આત્મા જ છે. તેને ઓળખ
અને તેમાં એકાગ્ર થા, તો સદાકાળ પૂરા ને પૂરા આનંદમાં જ તારો આત્મા સ્થિર રહેશે.
PDF/HTML Page 15 of 17
single page version
ધારણ કરવો બાકી છે, તેનો નકાર કરતાં આચાર્યશ્રી કહે છે કે) વસ્તુસ્વભાવ અમારો પૂરો છે તે જાશે કયાં?
પુરો સ્વ–ભાવ કદી ટળવાનો નથી અને એ પૂરા સ્વભાવના જે શ્રદ્ધા–જ્ઞાન પ્રગટયાં છે તે પણ કદી ટળવાનાં
નથી. એટલે હવે અપ્રતિહતભાવે પૂર્ણતા જ પ્રગટવાની છે. આ રીતે આચાર્યદેવોનાં અંતરમાં પૂર્ણ સુપ્રભાતની
ભાવનાનું જ રટણ થઈ રહ્યું છે.
માન્યતારૂપ જે પર્યાય છે તે આત્માનો બાલ્યકાળ છે, તે કાળ રાત્રિના અંધકાર જેવો છે. શુદ્ધચૈતન્યની શ્રદ્ધા–
જ્ઞાનરૂપ પર્યાય તે જ્ઞાનકાળ છે. ટૂંકામાં કહીએ તો સ્વસમય તે ધર્મ છે ને પરસમય તે અધર્મ છે.
અજ્ઞાનભાવને લીધે તારા આત્મામાં સદાય દુષ્કાળ જ છે. તું તારા આત્માના સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન કર તો
સુકાળ પ્રગટે એટલે કે તારામાં સમ્યક્ પ્રકારનું પરિણમન થાય, અને દુષ્કાળ એટલે ભૂંડું પરિણમન (–અશુદ્ધતા)
ટળે. એ જ તારા કલ્યાણનું કારણ છે. સાચી શ્રદ્ધા–જ્ઞાનરૂપી સુકાળ થતાં અને સ્વરૂપની એકાગ્રતાવડે
ચૈતન્યસૂર્યનું પ્રતપન થતાં ચારિત્રરૂપ પાક પાકયાં. અને તેના ખોરાકથી આત્મા પુષ્ટ–થયો–આત્મામાં સ્વકાળની
પૂર્ણતા થઈ–કેવળજ્ઞાન થયું. એ જ આત્માનું સાચું જીવતર છે. પરંતુ અનાજથી આત્મા જીવતો નથી, ને
અનાજને આત્મા ખાતો પણ નથી. આત્મા તો શુદ્ધ ચૈતન્યપણાથી સદા જીવંત છે, તેનો કદી નાશ નથી. પહેલાં
શરૂઆતમાં આત્માનું જીવન કેવું હોય તે બતાવ્યું અને પછી, ત્રિકાળ શક્તિસ્વભાવ સદા પૂરો છે તેનો મહિમા
વર્ણવ્યો તથા તે સ્વભાવમાં અગુરુલઘુપણું વર્ણવ્યું. એ રીતે આજે મહાન અપૂર્વ માંગળિક થયું છે.
જાકે ઘટ એસી દશા, સાધક તાકો નામ, જૈસે જો દીપક ધરે સો ઉજિયારો ધામ.
પરિણતિ દોડવા લાગી. હવે સ્વભાવના જ આશ્રયે આગળ વધતી વધતી, કર્મનો, વિકારનો અને વ્યવહારનો
ચૂરો કરતી કરતી, ક્રમે ક્રમે તે પૂર્ણ થાય છે. જેના અંતરમાં આવી દશા થઈ હોય તે જીવને જ સાધક જાણવો.
સ્વભાવના આશ્રયે જ સાધકદશા શરૂ થઈ છે, તેના જ આશ્રયે આગળ વધે છે, ને તેના જ આશ્રયે પૂર્ણતા થાય
છે. વચ્ચે જેટલો વ્યવહારનો આશ્રય આવી પડે છે તે સાધક નથી પણ બાધક છે. જ્યાં દીવો હોય ત્યાં ઉજાસ
હોય, તેમ જ્યાં ચૈતન્યભગવાન દીવારૂપે હોય ત્યાં કેવળજ્ઞાનરૂપી પ્રકાશ પ્રગટે છે–એટલે કે જ્યાં
ચૈતન્યસ્વભાવનો આશ્રય છે ત્યાં કેવળજ્ઞાન પ્રગટે છે, પણ પુણ્ય–પાપ પોતે અંધારાસ્વરૂપ છે, તેના આશ્રયથી
તો મિથ્યાત્વરૂપ અંધકારની જ ઉત્પત્તિ થાય છે, પણ સમ્યગ્જ્ઞાન પ્રકાશ પ્રગટતો નથી.
બે ચક્ષુઓ ફડાક ખૂલી ગયાં, એ ચક્ષુઓ ખૂલ્લાં થતાં પોતાના અચિંત્ય મહિમાવંત ભગવાન આત્માના અવાચ્ય
સ્વભાવને બરાબર જાણ્યો. વિકલ્પ કે વાણીના અવલંબને આત્મસ્વભાવ જાણી શકાતો નથી પણ સમ્યગ્દર્શન
PDF/HTML Page 16 of 17
single page version
નિર્વાણદશાને પામ્યો તે જ સુપ્રભાત છે. ભગવાનશ્રી મહાવીરપ્રભુ એવા જ ઉપાયથી એવી દશા પામ્યા તે તેમના
આત્માનું સુપ્રભાત છે, ને પોતે પોતાના આત્મામાં સાધક થઈને તેવી દશા પામે તે પોતાનું સુપ્રભાત છે.
કર્તવ્ય છે. મુક્તદશામાં આત્મામાંથી જ પૂર્ણ જ્ઞાન, સુખ ને આનંદ પ્રગટે છે, તે માટે તેને કદી કોઈ પરની જરૂર
પડતી નથી. કોઈ પણ આત્માને પોતાના જ્ઞાન, સુખ ને આનંદ માટે પરની જરૂર નથી. એવું સમ્યક્ પ્રભાત
ભગવાન આત્મામાં પ્રગટયું અને મોહરાત્રિ ટળી તે મહાન મંગળ છે, આ જ ધર્મીનું અપૂર્વ સુપ્રભાત છે.
પડે એવું સારું સારું લખાણ છપાશે. માટે તમે દરેક મહિને તે બરાબર વાંચજો, અને સમજજો...
મુનિરાજ થયા.... એનું નામ હતું ‘કુંદકુંદ.’ તેઓશ્રીને આજે આપણે ‘શ્રી કુંદ–કુંદાચાર્ય’ તરીકે પૂજીએ છીએ.
બાળક એક ઝાડ ઉપર ચડીને છાનોમાનો તે જોવા લાગ્યો. જોતાં જોતાં તેને એવા પ્રકારનો વિચાર આવ્યો કે
જીવ અને શરીર તો જુદાં છે, આનો જીવ ચાલ્યો ગયો તેથી શરીરને બાળી નાખે છે. જીવ તો પહેલાં કયાંકથી
ખબર પડી ગઈ એટલે કે ફક્ત સાત જ વરસની ઉંમર હતી ત્યારે તેને ‘જાતિસ્મરણ’ જ્ઞાન થયું. એ બાળકનું
નામ હતું ‘રાજ–ચંદ્ર’ ત્યાર પછી જ્યારે તેઓ મોટા થયા ત્યારે તેમને આત્માનું ભાન થયું. નજીકના ભવિષ્યમાં
તેઓ મોક્ષમાં જશે.
PDF/HTML Page 17 of 17
single page version
સોનાનું સમયસાર, ભગવાનની રતનની મૂર્તિ,
નામ અને સરનામા સાથે જવાબ એક પોસ્ટકાર્ડમાં