Atmadharma magazine - Ank 051
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948). Entry point of HTML version.


Combined PDF/HTML Page 1 of 1

PDF/HTML Page 1 of 17
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૫
સળંગ અંક ૦૫૧
Version History
Version
Number Date Changes
001 Jan 2006 First electronic version.

PDF/HTML Page 2 of 17
single page version

background image
। ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે ।
વર્ષ પાંચમું : સંપાદક : પોષ
રામજી માણેકચંદ દોશી
અંક ત્રીજો વકીલ ૨૪૭૪
જા ત્ત્ િજ્ઞ ર્
વસ્તુ વિજ્ઞાનસાર
જગતમાં સત્ય વસ્તુવિજ્ઞાનનો મહાન પ્રચાર પામે અને સત્યતત્ત્વજ્ઞાન જીવોના
ખ્યાલમાં આવે તેવી ભાવનાથી વસ્તુવિજ્ઞાનસાર નામના પુસ્તકની એકંદર દસ હજાર કોપી
છપાવી છે, અને તે વિનામૂલ્યે ભેટ મોકલવાની યોજના કરવામાં આવી છે.
જગતના ઘણા જીવો આત્મકલ્યાણ કરવાની ભાવનાવાળા હોય છે પરંતુ યથાર્થ
તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિના અભાવે તેઓ આત્માની ખરી સમજણ પામી શકતા નથી, એના
પરિણામે યા તો તેઓ મૂંઝાયા કરે છે. અગર તો ઊંધા માર્ગમાં ફસાઈ પડે છે.
–એવા આત્માર્થિ જીવો મૂળભૂત તત્ત્વજ્ઞાનને વાંચે, વિચારે, તેનો નિર્ણય કરીને
આત્માની સમજણ પામે અને નિઃશંકપણે પોતાના આત્મકલ્યાણના પંથે વિચરી શકે એવી
ઉત્કટ શુભભાવનાથી પ્રેરાઈને આ પુસ્તિકા છપાવવામાં આવી છે, એમાં અતિ અગત્યના
મૂળભૂત વસ્તુનિયમોનું દોહન કર્યું છે, જેને વિચારવાથી અને સમજવાથી અવશ્ય સ્વસન્મુખ
પરિણતિ પ્રાપ્ત થાય છે.
આ પુસ્તકમાં આવેલા વિષય સંબંધી પ્રસ્તાવનામાં લખવામાં આવ્યું છે, તે
પ્રસ્તાવના પણ આ અંકમાં આપવામાં આવી છે.
આ પુસ્તકની પ્રભાવનામાં ૩૯૩૧/–રૂ. ની સહાયતા જુદા જુદા મુમુક્ષુઓ તરફથી
મળી છે, તે સાભાર સ્વીકારવામાં આવી છે.
આ પુસ્તક મોકલવા માટે ૫૦૦૦ ગુજરાતી સરનામાની જરૂર છે. તો, જે જૈનો આ
પુસ્તક વાંચે અને વિચારે તેવા હોય તેમના સરનામા લખી મોકલવા આત્મધર્મના વાંચકોને
વિનંતિ છે.
વાર્ષિક લવાજમ છુટક અંક
ત્રણ રૂપિયા ચાર આના
• આત્મધર્મ કાર્યાલય – મોટા આંકડિયા – કાઠિયાવાડ •

PDF/HTML Page 3 of 17
single page version

background image
વસ્તુવિજ્ઞાનસારની : : : : :
પ્રસ્તાવના
યથાર્થ વસ્તુવિજ્ઞાનનું રહસ્ય પામ્યા વિના ગમે તેટલો પ્રયત્ન કરવામાં આવે, ગમે તેટલાં વ્રત–નિયમ–
તપ–ત્યાગ–વૈરાગ્ય–ભક્તિ–શાસ્ત્રાભ્યાસ કરવામાં આવે તોપણ જીવનો એક પણ ભવ ઘટતો નથી. માટે આ
મનુષ્યભવમાં જીવનું મુખ્ય કર્તવ્ય યથાર્થ રીતે વસ્તુવિજ્ઞાન પ્રાપ્ત કરી લેવાનું છે. વીતરાગ સર્વજ્ઞે સ્વયં પ્રત્યક્ષ
જાણીને ઉપદેશેલું વસ્તુ–વિજ્ઞાન વિશાળ છે અને તે અનેક આગમોમાં વિસ્તરેલું છે. તે વિશાળ વસ્તુવિજ્ઞાનના
રહસ્યભૂત સાર આ નાની પુસ્તિકામાં પ્રગટ કરવામાં આવ્યો છે, કારણ કે અનેક આગમોના અભ્યાસીહું પણ
ઘણી વાર તે વસ્તુવિજ્ઞાનનું ખરું રહસ્ય ખેંચી શકતા નથી.
નીચેની રહસ્યભૂત હકીકતો આમાં ખાસ સ્પષ્ટ કરવામાં આવી છે:–
વિશ્વનો દરેકે દરેક પદાર્થ સામાન્ય–વિશેષાત્મક છે. સામાન્ય પોતે જ વિશેષરૂપે ઊખળે છે–પરિણમે છે.
વિશેષરૂપે ઊખળવામાં બીજા કોઈ પદાર્થની તેને ખરેખર કિંચિત્માત્ર સહાય નથી. પદાર્થમાત્ર નિરપેક્ષ છે.
આમ સર્વ સ્વતંત્ર હોવા છતાં વિશ્વમાં અંધારું નથી–પ્રકાશ છે, અકસ્માત નથી–ન્યાય છે; તેથી
‘પુણ્યભાવ રૂપ વિશેષમાં પરિણમનાર જીવદ્રવ્યને અમુક (અનુકૂળ કહેવાતી) સામગ્રીનો જ સંયોગ થાય,
પાપભાવરૂપ વિશેષમાં પરિણમનાર જીવદ્રવ્યને અમુક (પ્રતિકૂળ કહેવાતી) સામગ્રીનો જ સંયોગ થાય,
શુદ્ધભાવરૂપ વિશેષમાં પરિણમનાર જીવદ્રવ્યને કર્માદિક સંયોગનો અભાવ જ થાય’ –ઈત્યાદિ અનેકાનેક પ્રકારનો
સહજ નિમિત્ત–નૈમિત્તિક સંબંધ વિશ્વના પદાર્થોમાં પ્રવર્તે છે. નિમિત્ત–નૈમિત્તિકપણે પ્રવર્તતા પદાર્થોમાં પરતંત્રતા
લેશ પણ નથી. સૌ પોતપોતાના વિશેષોરૂપે જ સ્વતંત્રપણે છતાં ન્યાયસંગતપણે ઊખળ્‌યા કરે છે.
આમ હોવાથી જીવદ્રવ્ય દેહાદિકની ક્રિયા તો કરી શકતું જ નથી, પોતાના વિશેષને માત્ર કરી શકે છે.
સંકલ્પવિકલ્પરૂપ વિશેષ તે દુઃખપંથ છે, વિપરીત પુરુષાર્થ છે; જગતનું સ્વરૂપ ન્યાયસંગત અને નિયત જાણી,
પરમાં પોતાનું કાંઈ કર્તૃત્વ નથી એમ નિર્ણય કરી, નિજદ્રવ્યસામાન્યની શ્રદ્ધારૂપે પરિણમી તેમાં લીન થઈ જવારૂપ
વિશેષ તે જ સુખપંથ છે, તે જ પરમ પુરુષાર્થ છે. અજ્ઞાનીઓને પરનો ફેરફાર કરી શકવામાં જ પુરુષાર્થ ભાસે છે,
સંકલ્પવિકલ્પોના ઉછાળામાં જ પુરુષાર્થ ભાસે છે, પરંતુ વિશ્વના સર્વભાવોના નિયતપણાનો નિર્ણય જેમાં ગર્ભિત
છે એવી દ્રવ્યસામાન્યની શ્રદ્ધા કરી તેમાં ડૂબી જવારૂપ જે યથાર્થ પરમ પુરુષાર્થ તે તેને ખ્યાલમાં જ આવતો નથી.
વળી જીવોએ આગમોમાંથી ઉપરોક્ત વાતોની ધારણા પણ અનંત વાર કરી લીધી છે પરંતુ સર્વ
આગમોના સારભૂત સ્વદ્રવ્યસામાન્યનો યથાર્થ નિર્ણય કરી તેની રુચિરૂપે પરિણમન કર્યું નથી. જો તે–રૂપે
પરિણમન કર્યું હોત તો સંસાર પરિભ્રમણ હોત નહિ.
–આવી વસ્તુવિજ્ઞાનની અનેક પરમહિતકારક રહસ્ય ભૂત સારરૂપ હકીકતો આ પુસ્તિકામાં સ્પષ્ટ રીતે
સમજાવવામાં આવી છે, તેથી આ પુસ્તિકાનું નામ ‘વસ્તુવિજ્ઞાનસાર’ રાખવામાં આવ્યું છે. પરમ પૂજ્ય
પરમોપકારી સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામી સોનગઢમાં હંમેશાંં મુમુક્ષુઓ સમક્ષ જે આધ્યાત્મિક પ્રવચનો કરે છે
તેમાંથી કેટલાંક વસ્તુ–વિજ્ઞાનના સારભૂત પ્રવચનો આમાં પ્રકાશિત કરવામાં આવ્યાં છે. જે મુમુક્ષુઓ તેમાં
કહેલા વિજ્ઞાનસારને અભ્યાસી, ચિંતન કરી, નિર્બાધ યુક્તિરૂપ પ્રયોગથી સિદ્ધ કરી, નિર્ણીત કરી,
ચૈતન્યસામાન્યની રુચિપણે પરિણમી તેમાં લીન થશે, તે અવશ્ય શાશ્વત પરમાનંદદશાને પામશે.
જે જીવો દૈહિક ક્રિયાકાંડમાં કે બાહ્ય પ્રવૃત્તિઓમાં ધર્મનો અંશ પણ માનતા હોય, જે જીવો વૈરાગ્ય–ભક્તિ
આદિ શુભ ભાવમાં ધર્મ માનતા હોય, જે જીવો શુભ ભાવમાં ધર્મનું કિંચિત્માત્ર કારણપણું માનતા હોય, જે જીવો
નિર્ણય વિના શાસ્ત્રોની માત્ર ધારણા કરવાથી કિંચિત્ ધર્મ માનતા હોય, તે તે સર્વ પ્રકારના જીવો આ
પુસ્તિકામાં કહેલા પરમપ્રયોજનભૂત ભાવોને જિજ્ઞાસુભાવે શાંતિથી ગંભીરપણે વિચારો અને અનંતકાળથી રહી
ગયેલી મૂળભૂત ભૂલ કેટલી સૂક્ષ્મ છે તેમ જ કયા પ્રકારનો અપૂર્વ પરમ સમ્યક્ પુરુષાર્થ માગે છે તે સમજી નિજ
કલ્યાણ કરો. તેમાં જ આ માનવજીવનનું સાફલ્ય છે.
રામજી માણેકચંદ દોશી
માગશર સુદ ૧૫ પ્રમુખ
વીર સં. ૨૪૭૪ શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ

PDF/HTML Page 4 of 17
single page version

background image
ઉપર પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી કાનજી સ્વામીનાં
પ્રવચનોનો ટૂંક સાર––––––
(લેખાંક–૧)
(અનુષ્ટુપ)
(દોહા)
વર્ષ પાંચમું : સળંગ અંક : પોષ
અંક ત્રીજો : ૫૧ : ૨૪૭૪
श्री परमात्माने नमस्कार श्री जिनवाणी माताने नमस्कार
श्री सद्गुरुदेवने नमस्कार श्री योगीन्द्र देवने नमस्कार
શ્ર પરમત્મ પ્રકશ
વીર સં. ૨૪૭૩ દ્વિ. શ્રાવણ વદ પ શુક્ર
[] ્રર્ : આ પરમાત્મપ્રકાશ ગ્રંથ છે, તેના રચનાર શ્રી યોગીન્દ્રદેવ જંગલમાં વસનાર નિર્ગ્રંથ સંતમુનિ
હતા, આત્માનુ–ભવદશામાં છઠ્ઠા–સાતમા ગુણસ્થાને ઝૂલતા હતા.
[૨] દવ્યધ્વન નમસ્કરરૂપ મગલચરણ : – શાસ્ત્રની શરુઆતમાં માંગળકિ તરીકે દવ્યિધ્વનિ “ને નમસ્કાર
કરવામાં આવે છે. આત્માનો પૂરો સ્વભાવ સમજીને પૂર્ણપરમાત્મદશા પ્રગટ કરવા માટે તે નિમિત્ત છે એટલે કે
સ્વભાવ સમજીને પૂર્ણદશા પ્રગટ કરે તેને નિમિત્ત પૂરું પાડનાર દિવ્યધ્વનિ છે; તેથી મંગળાચરણ તરીકે તેને પણ
નમસ્કાર કરવામાં આવે છે.
[] ્ર િ : આત્મા પરમાત્મસ્વરૂપ છે, શક્તિરૂપ પરમાત્મા છે, તેનો પ્રકાશ કઈ રીતે થાય
અર્થાત્ પરમાત્મદશા કઈ રીતે પ્રગટે તેનો ઉપાય આ શાસ્ત્રમાં બતાવ્યો છે તેથી તેનું નામ પરમાત્મપ્રકાશ છે.
કેવળજ્ઞાન–કેવળદર્શન–અનંત સુખને અનંત વીર્યરૂપ સ્વચતુષ્ટય પ્રગટે તે પરમાત્મદશા છે. આત્માના સ્વભાવમાં
શક્તિરૂપ અનંતચતુષ્ટય ત્રિકાળ છે, તેની શ્રદ્ધા કરીને ઘોલન કરવાથી આત્મા પોતે જ પરમાત્મદશારૂપે પ્રકાશ
પામે છે–પ્રગટ થાય છે; એવું વર્ણન આ શાસ્ત્રમાં છે.
[] : પ્રથમ મૂળ ગ્રંથકાર શ્રી યોગીન્દ્રદેવ મંગળાચરણ કરે છે–
जे जाया झाणग्गियए कम्मकलंक डहेवि।
णिच्च णिरंजन णाणमय ते परमप्प णवेवि।।
१।।
અર્થ:– ધ્યાનરૂપી અગ્નિથી ભાવકર્મ અને દ્રવ્યકર્મરૂપી કલંકને ભસ્મ કરીને જેઓ નિત્ય–નિરંજન–જ્ઞાનમય
સિદ્ધપરમાત્મા થયા છે તેઓને હું નમસ્કાર કરું છું.
આ ગ્રંથના ટીકાકાર શ્રી બ્રહ્મદેવજી છે, ટીકામાં તેમણે નયોનું ઘણું સ્પષ્ટીકરણ કર્યું છે. ટીકાકાર
મંગળાચરણ તરીકે સિદ્ધાત્માને નમસ્કાર કરે છે–
चिदानन्दैकरूपाय जिनाय परमात्मने ।
परमात्मप्रकाशाय नित्यं सिद्धात्मने नमः।।
१।।
અર્થ:– જેઓ માત્ર જ્ઞાન–આનંદસ્વરૂપ છે, જિન છે, પરમાત્મા છે એવા શ્રી સિદ્ધભગવાનને,
પરમાત્મપ્રકાશની પ્રાપ્તિ અર્થે સદા નમસ્કાર હો.
આ ગ્રંથના હિંદી ભાષાંતર કર્તા પંડિત શ્રી દૌલતરામજી છે. છહઢાળાના રચનાર પં. દૌલતરામજી અને
આ પં. દૌલતરામજી–બંને જુદા છે. ભાષાંતર કર્તા મંગળાચરણ કરે છે–
चिदानंद चिद्रूप जो, जिन परमातम देव।
सिद्धरूपसुविशुद्ध जो, नमों ताहि करी सेव।।
१।।
परमातम निजवस्तु जो, गुण अनंतमय सुद्ध।
ताहि प्रकासनके निमित्त वंदू देव प्रबुद्ध।।
२।।
અર્થ:– જેઓ જ્ઞાનાનંદસ્વરૂપ છે, જિન પરમાત્મા દેવ છે એવા સંપૂર્ણ શુદ્ધ સિદ્ધભગવંતને ભકિતથી
નમસ્કાર હો.... શા માટે નમસ્કાર કરવામાં આવે છે? પોતાનો સ્વભાવ અનંત ગુણમય શુદ્ધપરમાત્મસ્વરૂપ છે
તેના પ્રકાશનને માટે (અર્થાત્ પરમાત્મદશા પ્રગટ કરવા માટે) જ્ઞાનસ્વરૂપી દેવને હું નમસ્કાર કરું છું.

PDF/HTML Page 5 of 17
single page version

background image
: ૩૬ : આત્મધર્મ : પોષ : ૨૪૭૪ :
વીર સં. ૨૪૭૩: દ્વિં. શ્રાવણ વદ ૬ શનિવાર
[] ત્ પ્ર ધ્ . : “હું પરમાત્મા જ છું” એવી દ્રષ્ટિના જોરે પરમાત્મદશા
પ્રગટ કરવી તેનું નામ પરમાત્મપ્રકાશ છે. આત્મા ત્રિકાળ પરમાત્મા સ્વરૂપ જ છે, તે સ્વરૂપની દ્રષ્ટિ એ જ
મુક્તિનું કારણ છે. અહીં પરમાત્મસ્વરૂપ જે ત્રિકાળ છે તેનું ધ્યાન એ જ પરમાત્મદશાનો ઉપાય બતાવ્યો છે.
પરમાત્મશક્તિ ત્રિકાળ છે, તેનું ધ્યાન કરવાથી પરમાત્મદશા પ્રગટરૂપ થઈ; ‘પરમાત્મદશા પ્રગટી’ એ
કથન પર્યાયદ્રષ્ટિનું છે અને ‘ત્રિકાળ પરમાત્મ સ્વભાવ છે’ એ દ્રવ્યદ્રષ્ટિ છે. એ પરમાત્માની શ્રદ્ધા કરીને
સમ્યગ્દર્શન પ્રગટ કરવું તે પણ પરમાત્માનું નિર્વિકલ્પ ધ્યાન છે. સમ્યગ્દર્શન, જ્ઞાન ને ચારિત્ર ત્રણેય
પરમાત્માના ધ્યાનથી જ પ્રગટે છે અને તે ત્રણે નિર્વિકલ્પ જ છે.
[] દ્રવ્ર્ ખ્ ર્ િ. : પરમાત્મશક્તિ તો ત્રિકાળ છે, પણ અહીં તેનો
પર્યાય પ્રગટવાની વાત છે. દ્રવ્ય–ગુણ–પર્યાય એટલે શું? દ્રવ્ય તે ત્રિકાળી શક્તિ છે. તેની પ્રતીતિ વગર
પર્યાયમાં ધર્મ પ્રગટે નહિ. ધર્મ તો પર્યાયમાં છે. દ્રવ્ય–ગુણ–પર્યાયનું સ્વરૂપ જાણ્યા વગર ધર્મ ક્યાંથી કરશે
અને શેમાં કરશે?
જે પરમાત્મશક્તિ છે તે ત્રિકાળ છે, તે શક્તિ કદી નવી પ્રગટતી નથી અને તેનો કદી નાશ થતો નથી.
દ્રવ્ય અને તેની શક્તિ (અર્થાત્ ગુણો) ત્રિકાળ છે, તેનો પર્યાય નવો પ્રગટે છે. એ દ્રવ્યગુણપર્યાયને ઓળખ્યા
વગર ધર્મ થઈ શકે નહિ. કોઈ કહે કે ધર્મ કરવા માટે દ્રવ્ય–ગુણ–પર્યાયના જ્ઞાનની જરૂર નથી–તો તેની વાત
ખોટી છે. પોતાના દ્રવ્ય–ગુણ–પર્યાય સાથે જ ધર્મનો સંબંધ છે, માટે તેનું જ્ઞાન અવશ્ય કરવું જોઈએ.
[] િશ્ચ ક્ષર્ જી િત્રસ્રૂ : જે એકલો આત્મસ્વભાવ છે તે ઢંકાય પણ નહિ અને
પ્રગટે પણ નહિ. ઢંકાય અને પ્રગટે તે તો પર્યાય હોય છે. પરમાત્માનું ધ્યાન તે પર્યાય છે. નિશ્ચય સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્રરૂપ જે નિર્મળ પર્યાય છે.–મોક્ષમાર્ગ છે–તે પણ જીવનું ત્રિકાળી સ્વરૂપ નથી, તેને જીવનું સ્વરૂપ
કહેવું તે પણ ઉપચાર છે–વ્યવહાર છે, કેમ કે તેનો પણ નાશ થઈને પૂર્ણદશા પ્રગટે છે. જીવના મૂળ સ્વરૂપમાં
રાગ–દ્વેષ નથી. અને અધૂરો પર્યાય તે પણ જીવનું મૂળસ્વરૂપ નથી.
[] ર્ : અહીં મોક્ષમાર્ગરૂપ પર્યાયને કારણ સમયસાર કહેલ છે.
‘ત્રિકાળી સ્વભાવ તે કારણ સમયસાર છે’ એ વાત અહીં નથી લીધી. અહીં પર્યાયમાં મોક્ષમાર્ગની વાત છે.
મોક્ષમાર્ગ તે મોક્ષનું કારણ છે એટલે મોક્ષમાર્ગ તે કારણ સમયસાર છે, અને પૂર્ણ અનંત ચતુષ્ટયરૂપ પ્રગટદશા તે
કાર્ય સમયસાર છે. આ બન્ને પર્યાયો છે, તેથી વ્યવહાર છે; અને ત્રિકાળી પરમાત્મસ્વભાવરૂપ દ્રવ્ય છે તે નિશ્ચય
છે. કારણ સમયસાર કહો કે કારણ પરમાત્મા કહો–તે બંને એક જ છે; તેવી જ રીતે કાર્ય સમયસાર ને કાર્ય
પરમાત્મા એ બંને પણ એક જ છે.
[] દ્રવ્દ્રિષ્ટ ર્ દ્રિષ્ટ િ : દ્રવ્યદ્રષ્ટિથી તો આત્મા ત્રિકાળ સિદ્ધજેવો પૂર્ણ છે, તેમાં સિદ્ધદશા
ન હતી ને પ્રગટી–એવા બે ભેદ નથી. પણ પર્યાયદ્રષ્ટિથી અનાદિથી કદી સિદ્ધદશા ન હતી અને નવી પ્રગટે છે
તેથી ‘અભૂતપૂર્વ સિદ્ધદશા પ્રગટી’ એમ કહેવાય. અહીં પરમાત્મદશા પ્રગટવાનો ઉપાય નિર્વિકલ્પધ્યાન જ કહ્યું
છે, અજ્ઞાની ઊંધુ ધ્યાન કરે છે એટલે કે ‘રાગાદિ તે હું’ એવી ઊંધી શ્રદ્ધાથી ધ્યાન કરે છે તેથી તે રખડે છે. તે
રાગનો આશ્રય છોડીને ત્રિકાળી સ્વભાવની શ્રદ્ધા કરીને તેનું ધ્યાન કરવાથી સિદ્ધદશા પ્રગટે છે; તે સિદ્ધદશા
નવી પ્રગટે છે, માટે ‘અભૂતપૂર્વ’ છે. સંસારદશા ટળીને સિદ્ધદશા પ્રગટી તે કથન પર્યાયદ્રષ્ટિનું છે; ત્રિકાળી
સ્વભાવનું કથન નથી.
[] દ્રવ્િર્ ર્િર્ જા ? : વર્તમાન પર્યાયને જોનારી દ્રષ્ટિ તે પર્યાયદ્રષ્ટિ છે.
અને ત્રિકાળી સ્વભાવને જોનારી દ્રષ્ટિ તે દ્રવ્યદ્રષ્ટિ છે.
જે ત્રિકાળી દ્રવ્ય સ્વભાવને જાણે અને કહે તે દ્રવ્યાર્થિકનય છે. તેમાં ત્રિકાળી દ્રવ્યને જાણનાર જ્ઞાન છે
તે અંતરંગનય (અર્થનય અથવા ભાવનય) છે, અને તેને કહેનાર વચન તે બહિર્નય (–વચનાત્મકનય અર્થાત્
શબ્દનય) કહેવાય છે; અને જે જ્ઞાન વર્તમાન પર્યાયને જાણે છે તે જ્ઞાનને અને તેને કહેનાર વચનને
પર્યાયાર્થિકનય કહેવાય છે. તેમાં પર્યાયને જાણનારું જ્ઞાન તે અંતરંગનય છે અને તેને કહેનાર વચન તે
બહિર્નય છે.

PDF/HTML Page 6 of 17
single page version

background image
: પોષ : ૨૪૭૪ : આત્મધર્મ : ૩૭ :
સિદ્ધદશાને જાણનારું જ્ઞાન તે પર્યાયાર્થિકનય છે, પરંતુ સિદ્ધદશા પ્રગટવાનો ઉપાય પર્યાયદ્રષ્ટિ નથી.
દ્રવ્યદ્રષ્ટિ તે જ સિદ્ધદશા પ્રગટવાનો ઉપાય છે. પણ જે સિદ્ધદશા પ્રગટે તેને જાણનાર તો પર્યાયાર્થિકનય છે.
દ્રવ્યાર્થિકનય દ્રવ્યને મુખ્ય કરીને જાણે છે; અહીં ‘દ્રવ્ય’ એટલે શું? દ્રવ્ય અને પર્યાય બંને ભેગું થઈને
દ્રવ્ય કહેવાય છે તે નહિ, અર્થાત્ ગુણ–પર્યાયનો પિંડ તે દ્રવ્ય–એ અપેક્ષા અહીં નથી; પણ અહીં તો વર્તમાન
અંશને ગૌણ કરીને ત્રિકાળ શક્તિ તે દ્રવ્ય છે, તે સામાન્ય–સ્વભાવ છે, અને વર્તમાન અંશ તે વિશેષ છે–પર્યાય
છે. એ બે થઈને આખું દ્રવ્ય તે પ્રમાણનો વિષય છે. અને તેમાંથી સામાન્યસ્વભાવ તે દ્રવ્યાર્થિકનયનો વિષય છે,
વિશેષ પર્યાયતે પર્યાયાર્થિકનયનો વિષય છે. તેમાંથી દ્રવ્યાર્થિકનયની દ્રષ્ટિમાં પર્યાય ગૌણ છે એટલે એ નયની
દ્રષ્ટિમાં સિદ્ધદશા પ્રગટી તે વાત ન આવે; ત્રિકાળ શુદ્ધ જ્ઞાન સ્વભાવ છે તે દ્રવ્યદ્રષ્ટિનો વિષય છે, અને તેના જ
આશ્રયે નિર્મળપર્યાય પ્રગટે છે. દ્રવ્યનો વિશ્વાસ કરવાથી જ પર્યાયમાં નિર્મળ કાર્ય થાય છે.
દ્રવ્યાર્થિકનયથી આ જગતમાં જેટલા આત્માઓ છે તે દરેક આત્મા શુદ્ધ–બુદ્ધ પરમાત્મસ્વભાવ જ છે.
આખો લોક પરમાત્મસ્વભાવી શુદ્ધ–બુદ્ધ જીવોથી ઠાંસી ઠાંસીને ભરેલો છે. પરંતુ બધા આત્મા ભેગા થઈને
અદ્વૈતબ્રહ્મ છે–એમ ન સમજવું. લોકમાં સર્વત્ર આત્મા ભરેલા છે અને તે એકેક આત્મા દ્રવ્યદ્રષ્ટિએ પૂર્ણ
પરમાત્મા છે.
[] દ્રષ્ટ ત્સ્ : જેમ સુવર્ણપાષણમાં સોનું તો સદાય સોનું જ છે,
પત્થર સાથે છે તે વખતે પણ તેનું સોનાપણું ટળી ગયું નથી, અને જુદું પાડે ત્યારે પણ તે સોનું જ છે. સોનું
પ્રગટ્યું (અર્થાત્ શુદ્ધ થયું) તે તો પર્યાય અપેક્ષાએ છે, શક્તિ તો કાયમ છે. તેમ આત્મામાં પરમાત્મદશા
શક્તિરૂપે ત્રિકાળ છે. સંસારદશા વખતે પણ પરમાત્મ સ્વભાવ શક્તિરૂપે તો છે જ, એનો કદી નાશ થયો નથી
અને તે કદી નવો પ્રગટતો નથી. પણ એની ઓળખાણ અને શ્રદ્ધા કરવાથી પરમાત્મદશા નવી પ્રગટે છે, એ જ
સુખ છે.
[] રૂ :રૂ ? : જ્યાંસુધી અશુભગતિમાં તો દુઃખ ભાસે પણ આખો સંસાર જ દુઃખરૂપ છે
એમ ન ભાસે ત્યાંસુધી અજ્ઞાન છે, સંયોગની રુચિ છે. સ્વર્ગમાં મોટા દેવનો અવતાર થાય અને અનુકૂળ સામગ્રી
હોય તે પણ દુઃખરૂપ જ છે. આખો સંસાર જ દુઃખરૂપ છે અને પરમાત્મદશા જ પૂર્ણ સુખરૂપ છે–એમ ન માને
ત્યાંસુધી અજ્ઞાન છે. સ્વર્ગાદિ ગતિમાં પણ દુઃખ છે એમ જ્યાંસુધી ન માને ત્યાં સુધી નરક–તિર્યંચગતિમાં પણ
ખરેખર તેને દુઃખ ભાસ્યું નથી; પણ માત્ર પ્રતિકૂળતાનો ભય છે અને અનુકૂળતાની રુચિ છે. પણ પુણ્યનાં ફળ કે
પાપનાં ફળ બંને દુઃખરૂપ છે અને સ્વભાવ જ સુખરૂપ છે–એમ જેને ભાસતું નથી તેને સ્વભાવની રુચિ નથી પણ
સંયોગની રુચિ છે.
[] ્ય ? દ્રવ્ ર્? : અનંતસુખ છે તે દ્રવ્યમાં શક્તિરૂપ ત્રિકાળ છે અને
પર્યાયમાં પણ અનંત સુખ પ્રગટે છે. પર્યાયમાં અનંત આનંદ છે તે એક સમયનો છે અને એવા એવા અનંતાનંત
પર્યાયનો આનંદ શક્તિરૂપે દ્રવ્યમાં ત્રિકાળ છે, તે ત્રિકાળી દ્રવ્યની શ્રદ્ધા–જ્ઞાન–સ્થિરતા કરે ત્યારે પર્યાયમાં
અનંત આનંદનો અનુભવ થાય છે.
[] દ્ધ ત્ િત્ર દ્ધ , : પણ પર્યાયમાં શુદ્ધતા કેવી રીતે પ્રગટે?
શુદ્ધનયથી બધા આત્મા ત્રિકાળ શુદ્ધ છે; નિગોદના આત્મામાં પણ કેવળજ્ઞાનદશા પ્રગટવાની તાકાત
ત્રિકાળ છે. અહીં પહેલાંં આત્માનો ત્રિકાળશુદ્ધ સ્વભાવ બતાવે છે; તે ત્રિકાળ શુદ્ધસ્વભાવની શ્રદ્ધા કરીને
ધ્યાનરૂપી અગ્નિવડે જ પરમાત્મદશા પ્રગટ કરી શકાય છે.
શુદ્ધનયથી બધા આત્મા શુદ્ધ છે, ‘સર્વ જીવ છે સિદ્ધસમ’ એ શુદ્ધનયથી છે; અને ‘જેસમજે છે તે થાય’
એ પર્યાયની વાત છે. બધા આત્મા શુદ્ધનયથી શુદ્ધ પરમાત્મા છે, પણ તે પરમાત્મદશા પ્રગટે કેવી રીતે? જેમ
સુવર્ણપાષાણમાંથી સોનું કાઢવાનો ઉપાય તેને અગ્નિમાં તપાવવો તે છે, તેમ આત્મામાં પરમાત્મદશા પ્રગટાવવા
માટે ક્યો અગ્નિ છે? જે પરમાત્મસ્વભાવ ત્રિકાળ છે તેનું ધ્યાન તે જ પરમાત્મદશાનો ઉપાય છે. એ ધ્યાનરૂપી
અગ્નિવડે કર્મકલંકને ભસ્મ કરીને સિદ્ધદશા પ્રગટ થાય છે. ધ્યાન કહેતાં તેમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર ત્રણે
આવી જાય છે. પહેલેથી પૂર્ણદશા થતાં સુધી શુદ્ધ આત્માનું ધ્યાન એ જ ઉપાય છે.
• •

PDF/HTML Page 7 of 17
single page version

background image
: પરમત્મ પ્રકશ ગથ ૫૩ ૫ર :
પરમ પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું
– પ્રવચન –
: ૩૮ : આત્મધર્મ : પોષ : ૨૪૭૪ :
નિશ્ચય શ્રદ્ધાજ્ઞાન કેમ પ્રગટે?
આસો સુદ ૨ : વીર સં. ૨૪૭૩
દયા પાળવાના પરિણામવાળા ઘણા જીવો હોય, છતાં તેઓ શાસ્ત્રના સાચા અર્થ સમજી શકતા નથી;
માટે દયારૂપ પરિણામ તે શાસ્ત્ર સમજવાનું કારણ નથી. તેવી જ રીતે મૌન, સત્ય બોલવું અને બ્રહ્મચર્ય વગેરેના
પરિણામ કરે છતાં શાસ્ત્રના આશય સમજી શકતા નથી. એટલે અહીં એમ બતાવ્યું કે આત્માના શુદ્ધ ચૈતન્ય
સ્વભાવનો જ આશ્રય સમ્યગ્જ્ઞાનનો ઉપાય છે; કોઈ મંદ કષાયરૂપ પરિણામ તે સમ્યગ્જ્ઞાનનો ઉપાય નથી.
અત્યારે શુભપરિણામ કરું પછી સમ્યગ્જ્ઞાનનો ઉપાય થઈ જશે. એ મિથ્યા માન્યતા છે. અનંતવાર
શુભપરિણામ કરીને સ્વર્ગમાં જનાર જીવ પણ શાસ્ત્રના તાત્પર્યને સમજી શક્યા નહિ. અને વર્તમાનમાં પણ
એવા અનેક જીવો દેખાય છે કે શુભપરિણામ અને મંદ કષાય તથા વ્રત–પડિમા વર્ષો સુધી હોવા છતાં શાસ્ત્રના
સાચા અર્થને જાણતા નથી, એટલે કે તેમને જ્ઞાનની વ્યવહાર શુદ્ધિ પણ નથી. હજી જ્ઞાનની વ્યવહાર શુદ્ધિ વગર
ચારિત્રની વ્યવહાર શુદ્ધિ કરવા મથે છે, તે જીવો જ્ઞાનના પુરુષાર્થને સમજ્યા નથી.
તેમજ દયાદિના ભાવરૂપ મંદકષાયથી જ્ઞાનની વ્યવહારશુદ્ધિ પણ થતી નથી. અને જ્ઞાનની વ્યવહાર–
શુદ્ધિથી આત્મજ્ઞાન થતું નથી. આત્માના આશ્રયે જ સમ્યગ્જ્ઞાન થાય છે, એ જ ધર્મ છે. એ ધર્મનું ભાન તો ન
હોય પણ હજી વ્યવહારજ્ઞાન પણ ચોકખું ન હોય–શાસ્ત્રના સાચા અર્થ પણ ન સમજે તે જીવને સમ્યગ્જ્ઞાન થાય
નહિ. દયાદિરૂપ મંદકષાયના પરિણામથી વ્યવહાર જ્ઞાનની પણ શુદ્ધિ થતી નથી.
બહારની ક્રિયા ઉપર પરિણામનો આધાર નથી. અનેક દ્રવ્યલિંગી મુનિઓ સાથે રહેતા હોય અને
બાહ્યક્રિયા તેમને સરખી થતી હોય છતાં એક નવમી ગ્રૈવેયકે જાય અને બીજા પહેલા સ્વર્ગે જાય. કેમકે
પરિણામમાં કષાયની મંદતા બાહ્યક્રિયાથી થતી નથી.
હવે અંતરમાં જે શુભપરિણામ કરે તેનાથી વ્યવહાર–જ્ઞાનની શુદ્ધિ થતી નથી, પણ યથાર્થ જ્ઞાનના
અભ્યાસથી જ થાય છે.
જ્ઞાનની વ્યવહારશુદ્ધિથી પણ આત્મ સ્વભાવનું સમ્યગ્જ્ઞાન થતું નથી. પણ પોતાના પરમાત્મ
સ્વભાવને રાગરહિતપણે અનુભવે ત્યારે જ સમ્યગ્જ્ઞાન થાય છે; સમ્યગ્જ્ઞાનમાં કોઈ પરાશ્રય નથી,
સ્વભાવનો જ આશ્રય છે.
વસ્તુસ્વભાવ જ સ્વતંત્ર છે, ને પરિપૂર્ણ છે, તેને કોઈના આશ્રયની જરૂર નથી. સ્વભાવના જ આશ્રયે
સમ્યક્દર્શન થાય છે. નવમી ગ્રૈવેયકે જનાર જીવને દેવ–ગુરુ–શાસ્ત્રની યથાર્થ શ્રદ્ધા–અગીઆર અંગનું જ્ઞાન–ને
પંચમહાવ્રતનું ચોકખું પાલન–એવા પરિણામ હોવા છતાં ચૈતન્ય સ્વભાવની શ્રદ્ધા કરવા માટે તેને તે પરિણામ
કામ આવ્યાં નહિ. સ્વભાવના લક્ષ પૂર્વક મંદકષાય હોય ત્યાં પણ મંદકષાયની મુખ્યતા ન રહી, પણ
શુદ્ધસ્વભાવના લક્ષની મુખ્યતા રહી છે. સ્વભાવની શ્રદ્ધાને વ્યવહાર રત્નત્રયની સહાય નથી.
કષાયની મંદતારૂપ આચરણવડે શ્રદ્ધા–જ્ઞાનનો વ્યવહાર સુધરતો નથી. શાસ્ત્રમાં જડ–ચૈતન્યની
સ્વાધીનતા, ઉપાદાન–નિમિત્તની સ્વતંત્રતા બતાવી છે, એ સમજે નહિ તેને જ્ઞાનનો વ્યવહાર પણ સુધર્યો નથી.
ચૈતન્યસ્વભાવનું જ્ઞાન તો વ્યવહાર જ્ઞાનથી પણ પાર છે. આત્મજ્ઞાન તે પરમાર્થ જ્ઞાન છે, અને શાસ્ત્રના
આશયનું યથાર્થં જ્ઞાન તે જ્ઞાનનો વ્યવહાર છે. જેને જ્ઞાનનો વ્યવહાર પણ ખોટો છે તેને પરમાર્થ જ્ઞાન કેવું?
બાહ્યક્રિયા તો જ્ઞાનનું કારણ નથી, પણ અંતરમાં વ્યવહાર આચરણના મંદકષાયરૂપ પરિણામ હોય તે
પરિણામ પણ શાસ્ત્રના જ્ઞાનનું કારણ થતાં નથી. અને સ્વભાવનું જ્ઞાન તો તે શાસ્ત્રજ્ઞાનથી પણ પાર છે.
શાસ્ત્ર–જ્ઞાનના રાગનું અવલંબન તોડીને પરમાત્મસ્વભાવને અનુભવે છે તે વખતે સમ્યક્શ્રદ્ધા થાય છે. જે
સમયે રાગ તોડીને પરમાત્મસ્વભાવને જાણ્યો તે વખતે તે જીવને પરમાત્મા જ ઉપાદેય છે. આત્મા તો ત્રિકાળ
પરમાત્મા જ છે, પણ જ્યારે રાગરહિત થઈને તેને જાણે ત્યારે તે ઉપાદેયરૂપ થાય છે. રાગવડે તે જણાતો નથી.
કેટલી ભક્તિથી આત્મા સમજાય? ભક્તિથી આત્મા ન સમજાય. કેટલા ઉપવાસથી આત્મા સમજાય?
ઉપવાસના

PDF/HTML Page 8 of 17
single page version

background image
: પોષ : ૨૪૭૪ : આત્મધર્મ : ૩૯ :
શુભ પરિણામથી આત્મા ન સમજાય. કોઈ શુભ પરિણામ તે સમ્યગ્જ્ઞાનનો વિધિ નથી, પણ સ્વભાવના લક્ષે યથાર્થ
શાસ્ત્રના અર્થ સમજે ત્યારે તો જ્ઞાનનો વ્યવહાર સુધરે છે. આ જ્ઞાનનું આચરણ પહેલાંં સુધર્યા વિના ચારિત્રનાં
આચરણ સુધરે નહિ. સમ્યગ્જ્ઞાન અને સમ્યગ્દર્શનના વિધિને જ જાણે નહિ તો સમ્યગ્જ્ઞાન કે સમ્યગ્દર્શન ક્યાંથી
થાય? ઘણા જીવો આચરણના પરિણામ સુધારીને તેને જ્ઞાનનો ઉપાય માને છે, તેવા જીવો સમ્યગ્જ્ઞાનના ઉપાયને
સમજ્યા નથી, વ્યવહારનો નિષેધ કરીને પરમાર્થસ્વભાવ સમજ્યા વગર વ્યવહારનું સાચું જ્ઞાન પણ થાય નહિ.
કષાયની મંદતા વડે મિથ્યાત્વની જે મંદતા થાય તેને વ્યવહાર સમ્યગ્દર્શન કહેવાય નહિ. પણ સાચી
સમજણ તરફના પ્રયત્નથી જ વ્યવહાર સમ્યક્ત્વ થાય છે. પરંતુ એ વ્યવહાર સમ્યક્ત્વ પણ નિશ્ચય સમ્યગ્દર્શનનું
કારણ નથી. દેવ–ગુરુ–શાસ્ત્રના લક્ષે અટકે તો સમ્યગ્દર્શન થાય નહિ. જ્યારે ચિન્માત્ર સ્વભાવના આશ્રયે શ્રદ્ધા–
જ્ઞાન કરે ત્યારે જ સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન પ્રગટે છે. ચૈતન્યની શ્રદ્ધા ચૈતન્યવડે જ થાય છે–રાગવડે કે પરથી થતી નથી.
વીર સં. ૨૪૭૩ આસો સુદ – ૩
બહારની ક્રિયાના આશ્રયે કષાયની મંદતા થતી નથી. અને કષાયની મંદતાથી પર્યાયની સ્વતંત્રતાની
શ્રદ્ધા થતી નથી.
દયાદિના પરિણામનો પુરુષાર્થ તો કરે, પણ વર્તમાન પર્યાય સ્વતંત્ર છે એવી વ્યવહાર શ્રદ્ધાનો પ્રયત્ન
તેનાથી જુદી જાતનો છે. પર જીવને કારણે કે પરદ્રવ્યોના કારણે મારા દયાદિના પરિણામ થયા અથવા કર્મને
લીધે રાગાદિ થયા–એવી માન્યતાપૂર્વક કષાયની મંદતા કરે પણ તે મંદકષાયમાં વ્યવહાર શ્રદ્ધા કરવાની તાકાત
નથી, તો પછી તેનાથી સમ્યગ્દર્શન તો થાય જ ક્યાંથી?
મારા પરિણામ પરને લીધે થતા નથી, મારાથી જ હું કષાયની મંદતા કરું છું, પરને લીધે કે કર્મને લીધે
મારી પર્યાયમાં રાગાદિ થતા નથી–એવી પર્યાયની સ્વતંત્રતાની શ્રદ્ધા તે વ્યવહાર શ્રદ્ધા છે. મિથ્યાત્વનો રસ મંદ
પાડીને જેને પર્યાયની સ્વતંત્રતાની શ્રદ્ધા પણ કરવાની તાકાત નથી તે જીવને સમ્યગ્દર્શન થાય નહિ.
હજી પર્યાયની સ્વતંત્રતા માને ત્યારે મિથ્યાત્વ મંદ થાય છે. અને તેને વ્યવહાર સમ્યક્ત્વ કહેવાય છે;
માત્ર કષાયની મંદતા વડે મિથ્યાત્વની મંદતા થાય તેને વ્યવહાર સમ્યક્ત્વ કહેવાતું નથી. કેમકે શ્રદ્ધાની પર્યાય
જુદી છે, ને ચારિત્રની જુદી છે.
જડની ક્રિયા કે કર્મને લીધે આત્માના પરિણામ માને તે જીવે તો પરિણામની સ્વતંત્રતા પણ માની નથી.
તે શુભ ભાવ કરે તોપણ તેને મિથ્યાત્વની મંદતા યથાર્થ નથી. અને તે દ્રવ્યલિંગીથી પણ હલકો છે. જેને અશુભ
પરિણામ હોય એવા જીવની અત્યારે વાત નથી; પણ અહીં તો મંદકષાયવાળા જીવોની વાત છે. જે જીવ પોતાના
પરિણામની સ્વતંત્રતા જાણતો નથી તેને તો મંદકષાય હોવા છતાં વ્યવહારશ્રદ્ધા પણ થતી નથી.
જે જીવ પર્યાયની સ્વતંત્રતા માને છે પણ પર્યાય બુદ્ધિમાં અટક્યો છે, તે જીવ પણ મિથ્યાદ્રષ્ટિ છે.
અંશ સ્વતંત્ર છે એવી વ્યવહારશ્રદ્ધા કરવાની તાકાત કષાયની મંદતામાં નથી. મારા પરિણામમાં હું
અટક્યો છું તેથી જ વિકાર થાય છે–એમ અંશની સ્વતંત્રતા માને તો પોતે તેનો નિષેધ કરે. પણ જો પર વિકાર
કરાવે એમ માને તો પોતે તેનો નિષેધ કેમ કરે? નિમિત્ત કે સંયોગથી મારા પરિણામ થતાં નથી. એમ અંશની
સ્વતંત્રતા કરીને ત્રિકાળ સ્વભાવમાં તે અંશનો નિષેધ કરે છે એ જ નિશ્ચય શ્રદ્ધા–સમ્યગ્દર્શન છે.
કષાયની મંદતા તે તે સમયની પર્યાયનું સ્વતંત્ર કાર્ય છે, છતાં દેવગુરુશાસ્ત્રને લીધે લાભ કે કર્મને લીધે
નુકશાન માને તે જીવને વ્યવહારશ્રદ્ધા પણ નથી, તો તે અંશનો નિષેધ કરીને ત્રિકાળી સ્વભાવની શ્રદ્ધા કેમ
કરશે? કષાયની મંદતા તો અભવી પણ અનંતવાર કરે છે. પર્યાય સ્વતંત્ર છે–એવી અંશની સ્વતંત્રતાની
કબુલાત કર્યા વગર મિથ્યાત્વનો રસ યથાર્થપણે મંદ પણ પડતો નથી.
પ્રશ્ન:– કષાયની મંદતા કે મિથ્યાત્વ રસની મંદતા એ બંનેમાંથી કોઈ મોક્ષમાર્ગરૂપ તો નથી; તો તેમાં શું
ફેર છે?
ઉત્તર–અહીં બંનેના પુરુષાર્થનો ફેર બતાવવો છે. પરંતુ પર્યાયની સ્વતંત્રતા કબુલવાથી કાંઈ મોક્ષમાર્ગ
થઈ જતો નથી. પર્યાયની સ્વતંત્રતા પણ અનંતવાર માની, છતાં સમ્યગ્દર્શન થયું નહિ. પણ અહીં વ્યવહારથી તે
બંનેમાં જે ફેર છે તે બતાવવો છે.
કષાયની મંદતા કરવાથી કાંઈ વ્યવહાર શ્રદ્ધા થતી નથી, કેમકે તેનાથી વ્યવહારશ્રદ્ધાનો પુરુષાર્થ જુદો છે.
છે તો બંને પુણ્ય, અને બંને મિથ્યાત્વ. પરંતુ તેમાં મિથ્યાત્વના રસની અપેક્ષાએ ફેર છે.

PDF/HTML Page 9 of 17
single page version

background image
: ૪૦ : આત્મધર્મ : પોષ : ૨૪૭૪ :
જેમ કુદેવ–કુગુરુ–કુશાસ્ત્રની શ્રદ્ધા અને સુદેવાદિની શ્રદ્ધા–એ બંને મિથ્યાત્વ છે, છતાં કુદેવાદિની શ્રદ્ધામાં
તીવ્ર મિથ્યાત્વ છે, ને સુદેવાદિની શ્રદ્ધામાં મંદ છે એવી રીતે અહીં પણ સમજવું. બે જીવો શુભભાવ કરે છે,
તેમાંથી એક જીવ પોતાની પર્યાયને સ્વતંત્ર માનતો નથી અને બીજો જીવ શાસ્ત્રાદિના જ્ઞાનથી પર્યાયની
સ્વતંત્રતા માને છે, તેમાં પહેલા જીવને વ્યવહાર જ્ઞાન પણ ચોકખું નથી, બીજા જીવને વ્યવહાર જ્ઞાન છે. આ
અપેક્ષાએ બંનેના પુરુષાર્થમાં ફેર સમજવો. પરમાર્થથી તો બંને સરખા છે.
પહેલાંં પર્યાયને સ્વતંત્ર સમજ્યા વગર ત્રિકાળી સ્વભાવમાં ઢળશે કોણ? વ્યવહાર શ્રદ્ધા મોક્ષમાર્ગ નથી,
પણ પર્યાયની સ્વતંત્રતાનું જ્ઞાન પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવ તરફ વળવા માટે પ્રયોજનભૂત છે. વર્તમાન
પર્યાયની સ્વતંત્રતા નથી માનતો તે સર્વ વિભાવ રહિત ચૈતન્યને કેમ માનશે? રાગની સ્વતંત્રતા નથી માનતો
તે રાગરહિત સ્વભાવ માનશે નહિ.
અહીં તો એ બતાવ્યું કે માત્ર કષાયની મંદતામાં ઘણા જીવો લાગી જાય છે, પણ તેમને વ્યવહાર શ્રદ્ધાય
હોતી નથી, તેમને મિથ્યાત્વનો રસ યથાર્થમંદ થતો નથી, જે જીવ પર્યાયની સ્વતંત્રતા માને છે તે જીવને કષાયની
મંદતા તો સહજ હોય જ છે પણ તે મોક્ષમાર્ગ નથી. જ્યારે પોતાના સ્વભાવને સ્વથી પરિપૂર્ણ અને સર્વ
વિભાવોથી શૂન્ય માને અને પર્યાયનું લક્ષ ગૌણ કરી, ધુ્રવ ચૈતન્ય સ્વભાવનો આશ્રય લે ત્યારે સ્વભાવની
શ્રદ્ધાથી જ સમ્યગ્દર્શન થાય છે.
અત્યારે જોવામાં આવતા ત્યાગીઓ કે વ્રતધારીઓની વ્યવહાર શ્રદ્ધા પણ સાચી નથી; પોતાના પરિણામ
સ્વતંત્ર છે એમ જે જાણતા નથી, તેમને તો દર્શન શુદ્ધિનો વ્યવહાર પણ સાચો નથી–મિથ્યાત્વની મંદતા પણ
ખરેખર નથી. વસ્તુનું સ્વરૂપ જ એવું છે, તે કોઈની અપેક્ષા રાખતું નથી. ત્યાગાદિના શુભપરિણામવડે
વસ્તુસ્વરૂપ સાધી શકાય તેવું નથી.
ત્રિકાળી સ્વભાવ સ્વતંત્ર છે, તેનો અંશ પણ સ્વતંત્ર છે; મારા ત્રિકાળી સ્વભાવમાં રાગાદિ પરિણામ
નથી એમ સ્વભાવદ્રષ્ટિ કરીને પર્યાય બુદ્ધિ છોડે ત્યારે જ સમ્યગ્દર્શન થાય છે, અને ત્યારે જ મોક્ષમાર્ગ છે.
દ્રવ્યલિંગી જીવ પર્યાયને તો સ્વતંત્ર માને છે પણ પર્યાયબુદ્ધિ છોડતો નથી, ત્રિકાળી સ્વભાવનો આશ્રય કરતો
નથી તેથી તેને મિથ્યાત્વ રહે છે. તે જીવ શાસ્ત્રના લખાણથી બધું માને છે, પણ સ્વમાં આવતો નથી. પર લક્ષે
પર્યાયની સ્વતંત્રતા માને છે, પણ ખરેખર સ્વભાવમાં રાગાદિ પણ નથી એવી શ્રદ્ધા વગર અંશની સ્વતંત્રતા
પણ પરમાર્થે માની કહેવાય નહિ.
‘કર્મો વિકાર કરાવે અથવા તો નિમિત્તને આધીન થઈને વિકાર કરવો પડે’ ઈત્યાદિ પ્રકારે જેણે પર્યાયને
જ પરાધીન માની છે તે જીવે તો ઉપાદાન–નિમિત્તને એકમેક માન્યા છે. અને નિમિત્તને લીધે પોતાની પર્યાય ન
માને પણ સ્વતંત્ર છે એમ માને–પરંતુ–પર્યાયમાં જે વિકાર થાય તેને સ્વરૂપ માનીને અટકે તો પણ મિથ્યાત્વ છે.
ચૈતન્ય સ્વભાવમાં તેનો અભાવ છે–એમ શ્રદ્ધા કરે ત્યારે મિથ્યાત્વનો અભાવ થાય છે.
પરદ્રવ્યોની ક્રિયાથી પોતાના પરિણામ થાય છે એમ માને તેને મંદ કષાય હોવા છતાં મિથ્યાત્વનો રસ
ખરેખર મંદ પડતો નથી, અને શાસ્ત્રજ્ઞાન પણ સાચું હોતું નથી.
પર દ્રવ્યને લીધે મારી પર્યાય થતી નથી, મારી પર્યાય સ્વતંત્ર મારાથી થાય છે–એમ પર્યાયની સ્વતંત્રતા
માને ત્યારે મિથ્યાત્વનો રસ મંદ પડે છે, અને શાસ્ત્રજ્ઞાન સાચું થાય છે, તેને વ્યવહાર–શ્રદ્ધા–જ્ઞાન કહેવાય છે;
ત્યાં કષાયની મંદતા હોય જ છે. પરંતુ હજી પર્યાયદ્રષ્ટિ છે તેથી સમ્યગ્દર્શન થતું નથી.
ત્રિકાળી ચૈતન્યસ્વભાવ છે તે અંશ જેટલો (પર્યાય જેટલો) નથી, સ્વભાવથી પૂરો અને વિભાવથી
રહિત છે એવી શ્રદ્ધા તે જ સમ્યગ્દર્શન છે, તે અપૂર્વ પુરુષાર્થ છે, અને તે જ મોક્ષમાર્ગ છે. મંદકષાયનો પુરુષાર્થ તે
કાંઈ અપૂર્વ નથી, તે તો જીવે અનંતવાર કરેલ છે, તેથી તે તો શીખવ્યા વગર પણ જીવ કરે છે, એ કાંઈ નવું
શીખવાડવું પડે તેમ નથી. પરંતુ જીવે સમ્યગ્દર્શન–અને સમ્યગ્જ્ઞાનનો પ્રયત્ન કદી કર્યો નથી, તેથી તે જ અપૂર્વ
છે, અને એ જ કલ્યાણનું કારણ છે.
શ્રદ્ધા અને જ્ઞાનનો વ્યવહાર તો જીવોએ અનંતવાર સુધાર્યો છે, છતાં નિશ્ચય–શ્રદ્ધા–જ્ઞાનના અભાવને
લીધે તેનું હિત થયું નથી. મોટા ભાગના લોકો ધર્મના નામે બાહ્ય ક્રિયાકાંડમાં જ અટકી પડ્યા છે અને તેમને
વ્યવહાર શ્રદ્ધા–જ્ઞાન પણ સાચાં હોતાં નથી તેથી અહીં યથાર્થ સમજાવ્યું છે કે–વ્રત–પડિમા કે દયા–દાનાદિનાં
શુભપરિણામ તે કાંઈ વ્યવહાર શ્રદ્ધા–જ્ઞાનનો ઉપાય નથી. વ્યવહાર શ્રદ્ધા–જ્ઞાન કેમ થાય અને સમ્યગ્દર્શન–
સમ્યગ્જ્ઞાન કેમ પ્રગટે તે અહીં સમજાવ્યું છે.

PDF/HTML Page 10 of 17
single page version

background image
શ્ર ષ્ટપ્રસ્ત્ર પ્ર
– ઉતારેલો ટૂંકસાર –
: પોષ : ૨૪૭૪ : આત્મધર્મ : ૪૧ :
: : अष्ट प्रभत : :
વર સ. ૨૪૭૨ વશખ વદ ૯
[] મ્ત્ : આ દર્શન પ્રાભૃતની બારમી ગાથાના ભાવાર્થમાં જયચંદ્રજી પંડિતે
જણાવ્યું છે કે–જે જીવ દર્શનભ્રષ્ટ છે તે મિથ્યાદ્રષ્ટિ છે અને જે દર્શનના ધારક છે તે સમ્યગ્દ્રષ્ટિ છે. જે પોતે
મિથ્યાદ્રષ્ટિ છે અને સમ્યગ્દ્રષ્ટિઓ દ્વારા નમસ્કાર ચાહે છે અથવા તો પોતે સમ્યગ્દ્રષ્ટિઓને નમસ્કાર કરતો નથી
તે જીવ તીવ્ર મિથ્યાદ્રષ્ટિ છે અને પરભવ વિષે તે લૂલો–મૂંગો થાય છે, –કહેવાનો આશય એ છે કે તે એકેન્દ્રિય
થાય છે, તેને પગ કે ભાષા હોતી નથી તેથી પરમાર્થે તે લૂલો–મૂંગો છે; એવી રીતે તે મિથ્યાદ્રષ્ટિ જીવ એકેંદ્રિય
સ્થાવર થઈને નિગોદમાં વાસ કરે છે અને ત્યાં અનંતકાળ રહે છે; તે જીવને દર્શન–જ્ઞાન–ચારિત્રની પ્રાપ્તિ દુર્લભ
થઈ પડે છે. મિથ્યાત્વનું ફળ નિગોદ જ કહ્યું છે. આ પંચમકાળમાં મિથ્યામતના આચાર્ય થઈને લોકોદ્વારા વિનય,
પૂજાદિક ચાહે છે તે જીવને ત્રસ રાશિનો વખત પૂરો થયો છે અને હવે એકેન્દ્રિય થઈને નિગોદમાં વાસ કરશે–
એમ આચાર્ય ભગવાન જણાવવા માગે છે. એથી વિરુદ્ધ કહીએ તો જે જીવ સમ્યગ્દર્શનની આરાધના કરે છે તે
જીવને સંસારનો વખત પૂરો થવા આવ્યો છે અને તે અલ્પકાળમાં અતીન્દ્રિય સિદ્ધદશા પામશે. –૧૨–
[] િથ્ત્ : તેરમી ગાથામાં કહે છે કે–લજ્જા, ભય ઈત્યાદિ કારણેજો દર્શનભ્રષ્ટ જીવનો
કોઈ વિનય કરે તો તેમાં મિથ્યાત્વની અનુમોદના આવે છે. જ્યારે દર્શનભ્રષ્ટને ભલો જાણીને વંદન કરે ત્યારે
પોતે તો તેનાથી પણ હલકો થયો, તો પછી તેને બોધિ કઈ રીતે હોય? અર્થાત્ ન જ હોય–એમ જાણવું.
–૧૩– વીર સં. ૨૪૭૨ વૈશાખ વદ ૧૧
(ગથ ૧૪)
[] દ્રવ્સ્ ર્ િ . : જે આત્માના શુદ્ધ પરિપૂર્ણ રાગરહિત
ત્રિકાળી સ્વભાવને ઓળખે તે જીવને આત્માની પવિત્ર પૂર્ણદશા કેવી હોય અને તેની સાધકદશા કેવી હોય તથા
તેની અંતર–બાહ્ય સ્થિતિ કેવી હોય તેની ઓળખાણ પણ થાય જ. ત્રિકાળી દ્રવ્યની ઓળખાણ થાય અને
વર્તમાન પર્યાયનો વિવેક ન થાય એમ બને જ નહિ. જેને પર્યાયના સ્વરૂપમાં જ ભૂલ હોય તેને દ્રવ્યસ્વરૂપની
સમજણમાં પણ ભૂલ હોય જ.
[] જ્ઞ િ િથ્દ્રિષ્ટ ? : આત્માનો ત્રિકાળી સ્વભાવ તો
જ્ઞાનસ્વરૂપ છે, તેમાં રાગ છે જ નહિ, અને તેની પરિપૂર્ણ કેવળદશામાં પણ રાગનો અભાવ જ હોય છે, તેથી તે
દશામાં વર્તતા જીવને અશન
[–કવલાહાર] રોગ, દવા ઈત્યાદિ રાગનાં નિમિત્તો પણ હોતાં નથી. પૂર્ણ
કેવળજ્ઞાનદશામાં વર્તતા જીવને પણ જે એ આહારાદિ માને છે, તે પૂર્ણ દશાને પણ રાગ સહિત માને છે. તેથી
તેને પૂર્ણ પવિત્ર દશાના સ્વરૂપની ખબર નથી. જેને આત્માની એક પૂર્ણદશાનું પણ ભાન નથી. તેને આત્માના
ત્રિકાળી પૂરા સ્વભાવનું ભાન હોય જ નહિ, તેથી તે મિથ્યાદ્રષ્ટિ છે.
[] િ સ્ત્રિ િથ્દ્રિષ્ટ ? : વળી આત્માની પૂર્ણ પરમાત્મદશાની
સાધકરૂપ મુનિદશા છે. વીતરાગતાની સાધક હોવાથી તે દશામાં તીવ્ર રાગ હોય જ નહિ. અશરીરી સિદ્ધદશાની
સાધક–રૂપ અવસ્થામાં શરીર ઉપર તીવ્ર રાગ હોઈ શકે જ નહિ; અને તીવ્ર રાગના અભાવમાં વસ્ત્ર, પાત્ર
ઈત્યાદિ તીવ્ર રાગનાં નિમિત્તો પણ અવશ્ય ટળી જ જાય છે. આ રીતે જે જીવને મુનિદશા પ્રગટી હોય તે જીવને
વસ્ત્રાદિનો રાગ કે તેનો સંયોગ હોય નહિ. વસ્ત્રાદિનો તીવ્ર રાગ હોવા છતાં તેને જેઓ મુનિદશા માને છે તેઓ
પવિત્ર સાધક મુનિદશાના સ્વરૂપને જાણતા નથી. સાધકદશાના સ્વરૂપને જેઓ નથી જાણતા તેઓ સાધ્યદશાના
સ્વરૂપને જાણતા નથી અને ત્રિકાળ આત્મસ્વભાવને પણ તેઓ જાણતા નથી. આચાર્ય ભગવાન કહે છે કે એવા
જીવોને ધર્માત્મા તરીકે જેઓ માને અને તેમને વંદે તેઓ તીવ્ર મિથ્યાદ્રષ્ટિ છે.
[] રુ ત્ત્ . : જેણે દેવ–ગુરુના સ્વરૂપને
વિપરીત માન્યું તેની તત્ત્વશ્રદ્ધા જ વિપરીત છે. દેવપણું અને ગુરુપણું તે તો

PDF/HTML Page 11 of 17
single page version

background image
: ૪૨ : આત્મધર્મ : પોષ : ૨૪૭૪ :
આત્માની જ નિર્મળ પર્યાયો છે; જેણે આત્માની નિર્મળ પર્યાયોને વિપરીત માની તેણે આત્માને જ વિપરીત
સ્વરૂપે માન્યો છે, તેથી તે મિથ્યાદ્રષ્ટિ જ છે. આત્માની પૂર્ણદશામાં રાગ ન હોય છતાં તે દશામાં પણ જીવને
રાગનાં કાર્યો (આહારાદિ) મનાવે તેઓએ મોક્ષતત્ત્વને જ ઓળખ્યું નથી. સાધક મુનિદશામાં ઘણી જ
વીતરાગતા પ્રગટી હોય છે. તે દશામાં જીવને શરીર ઉપરના તીવ્ર રાગનો અભાવ હોય છે. ઋતુ વગેરેથી શરીરનું
રક્ષણ કરવાની વૃત્તિ જ તેઓને હોતી નથી. જેમ આત્મા વીતરાગી ભાવવડે વિકારથી સંકોચાઈને સ્વરૂપમાં ઠરી
ગયો હોય છે તેમ શરીરની ઈન્દ્રિયો પણ જાણે કે સંકોચાઈને અંદર ઠરી જતી હોય–એવી નિર્વિકારી દશા મુનિને
સહજ હોય છે. એ દશામાં વસ્ત્રાદિ ગ્રહણનો વિકલ્પ પણ હોતો નથી; છતાં એવી સાધકદશામાં વર્તતા પવિત્ર
આત્માઓને પણ જે વસ્ત્રાદિ મનાવે તેણે સંવર–નિર્જરાતત્ત્વને વિપરીત માન્યાં છે. એ રીતે તત્ત્વનું સ્વરૂપ
વિપરીત માને છે તે મિથ્યાદ્રષ્ટિ જ છે, એમ આચાર્ય ભગવાન કહે છે.
[] રુ ન્ : દેવપદ સંપૂર્ણ વીતરાગ છે, અને મુનિપદ
વસ્ત્રાદિના રાગથી રહિત જ છે; તીવ્ર રાગ સહિત દશા હોવા છતાં તેમાં રાગ રહિત એવી મુનિદશા જેઓ મનાવે
છે તેઓ વિકારમાં નિર્વિકારી પદ મનાવે છે, તેથી તેણે હજી નિર્વિકારી દશાનું તથા વિકારનું સાચું સ્વરૂપ જાણ્યું
નથી. આહારાદિ દોષ સહિત જીવને જેઓ દેવ તરીકે માને તેઓ કુદેવને માને છે અને વસ્ત્રાદિ પરિગ્રહ સહિત
જીવને જેઓ ગુરુ તરીકે (સાધુ તરીકે અર્થાત્ મુનિ તરીકે) માને તેઓ કુગુરુને માને છે. એ રીતે કુદેવ–કુગુરુને
માનવાથી અને તેને વંદવાથી પોતાના શ્રદ્ધા–જ્ઞાનમાં વિપરીતતા આવે છે અને આત્માની વિરાધના થાય છે,
તેનું પોતાને મહાપાપ છે, પરંતુ કોઈ પરના કારણે પોતાને નુકશાન નથી. પરના દોષ એની પાસે રહ્યા અને તે
એને નુકશાનનું કારણ છે, પણ પોતામાં તેવા કોઈ દોષ હોય તો તે ટાળવા જોઈએ એ દોષ ટાળ્‌યા વગર
આત્માનું કલ્યાણ થાય નહિ.
[] િથ્દ્રિષ્ટ : અજ્ઞાનીઓ ભગવાનને પણ કૂળદેવી મનાવે છે. અરે, ભગવાન
પોતે ત્રણલોક પૂજ્ય દેવાધિદેવ છે, ઈન્દ્રો પણ જેના ચરણોમાં શીર ઝૂકાવે છે, અને જન્મ કલ્યાણક વગેરે ઉજવે છે
તેમને વળી બીજી કોણ કૂળદેવી હોય! આત્માની શુદ્ધ ચૈતન્ય પરિણતિ એ જ આત્માની કૂળદેવી છે, એ સિવાય
બીજી કોઈ પણ કૂળદેવીને ધર્મબુદ્ધિથી કે લૌકિક બુદ્ધિથી માને તે મિથ્યાદ્રષ્ટિ છે.
[] દ્રવ્ર્ જ્ઞ િ : જો જીવ પોતાના ત્રિકાળી આત્મસ્વભાવને જાણે તો, આત્માની પૂર્ણ
નિર્મળદશા અને તેની સાધકદશા કેવી કેવી હોય તે પણ અવશ્ય જાણે. કેમ કે આત્મા તો ત્રિકાળી પર્યાયોનો પિંડ
છે, તેમાં કેવળીદશા અને મુનિદશા વગેરે બધી અવસ્થાઓ અભેદપણે આવી જાય છે, તેથી ત્રિકાળી આત્માના
યથાર્થ જ્ઞાન સાથે બધી પર્યાયોનું પણ યથાર્થ જ્ઞાન આવી જાય છે. તેથી જેને પર્યાયોના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન ન
હોય તેને ત્રિકાળી દ્રવ્યનું પણ યથાર્થજ્ઞાન હોય નહિ, એટલે કે તે મિથ્યાજ્ઞાની જ હોય.
[] ર્ ચ્ જી ? : મિથ્યાજ્ઞાની જીવને કોઈ જાતનો ધર્મ થઈ શકે નહિ. માટે
ધર્મ કરવાના ઈચ્છુક જીવોએ દેવ–ગુરુ–ધર્મ સંબંધી સાચી સમજણ કરીને આત્મસ્વભાવની સાચી ઓળખાણ વડે
સમ્યગ્દર્શન પ્રગટ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. કેમકે સમ્યગ્દર્શન જ ધર્મનું મૂળ છે.
–૧૪–
(ગથ ૧૫)
[] મ્ગ્ર્ લ્ િથ્ત્ લ્ . : હવે પંદરમી ગાથામાં કહે છે કે–
સમ્યગ્દર્શનથી જ કલ્યાણ થાય છે, કેમકે સમ્યગ્દર્શનથી જ્ઞાન સમ્યક્ થાય છે અને એ સમ્યગ્જ્ઞાનથી સર્વે
પદાર્થોના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન થાય છે. પદાર્થોનું સ્વરૂપ જાણવાથી હેય–ઉપાદેયનું અને કલ્યાણ–અકલ્યાણનું
સ્વરૂપ જણાય છે, કલ્યાણ તથા અકલ્યાણનું સ્વરૂપ જાણવાથી કલ્યાણના ઉપાયોનું ગ્રહણ અને અકલ્યાણના
ઉપાયોનો ત્યાગ જીવ કરી શકે છે. માટે સમ્યગ્દર્શનથી જ કલ્યાણની પ્રાપ્તિ થાય છે. જીવને જ્યાં સુધી ઊંધી
માન્યતારૂપ મિથ્યાત્વ હોય છે ત્યાં સુધી તેનું જ્ઞાન મિથ્યા છે, અને તેથી તે પદાર્થોના યાથાર્થ સ્વરૂપને જાણતું
નથી, કલ્યાણ અને અકલ્યાણના ઉપાયોને પણ યથાર્થપણે ઓળખતું નથી; તેથી મિથ્યાદ્રષ્ટિ જીવ કલ્યાણનું ગ્રહણ
અને અકલ્યાણનો ત્યાગ કરી શકતો નથી. માટે મિથ્યાત્વ એ જ અકલ્યાણ છે.
[] મ્ગ્ર્ જા : સમ્યગ્દર્શન વડે સ્વભાવનું ભાન કર્યા પછી જેમ જેમ

PDF/HTML Page 12 of 17
single page version

background image
: પોષ : ૨૪૭૪ : આત્મધર્મ : ૪૩ :
પર્યાયની નિર્મળતા વધતી જાય છે અને વિકાર ટળતો જાય છે. તેમ તેમ તે દશામાં વિકારનાં નિમિત્તો પણ
છૂટતાં જાય છે. જેમ કે જીવને સમ્યગ્દર્શન થતાં મિથ્યાત્વભાવ ટળી જાય છે અને તેથી મિથ્યાત્વનાં નિમિત્તો પણ
ટળી જ જાય છે. કુદેવ–કુગુરુ–કુધર્મ એ મિથ્યાત્વના નિમિત્તો છે, જીવને સમ્યગ્દર્શન થતાં તે નિમિત્તોનું અવલંબન
હોય જ નહિ. સમ્યગ્દર્શનની ભૂમિકામાં એ ત્યાગ હોય છે.
[] મ્ગ્ર્ : અહીં તો આચાર્ય ભગવાન સમ્યગ્દર્શનનું અપાર
માહાત્મ્ય વર્ણવતાં કહે છે કે સમ્યગ્દર્શન થતાં જીવને બધાય ભાવોની ઉપલબ્ધિ થાય છે, અર્થાત્ જ્ઞાનમાં તેનો
વિવેક થઈ જાય છે. કેવળજ્ઞાન ન હોવા છતાં કહે છે કે બધાય ભાવોની ઉપલબ્ધિ થઈ જાય છે. બધાય ભાવોની
સાક્ષાત્ ઉપલબ્ધિ તો કેવળી ભગવાનને થાય. સમ્યગ્દ્રષ્ટિ જીવને કેવળજ્ઞાન પ્રગટ્યું ન હોવા છતાં તેમને
કેવળજ્ઞાનની પ્રતીતિ પ્રગટી ગઈ છે, અંતરમાં કેવળજ્ઞાનનાં બીજડાં રોપાઈ ગયાં છે. કેવળજ્ઞાનનાં સ્વરૂપની
પ્રતીતિ થતાં કેવળીએ જાણેલા બધાય ભાવોની પણ પ્રતીતિ આવી ગઈ. સમ્યગ્દ્રષ્ટિને બધાય ભાવોમાં વિવેક
પ્રગટી ગયો, એટલે સમ્યગ્દર્શન થતાં જ કલ્યાણ રૂપ અને અકલ્યાણરૂપ ભાવોનું સાચું જ્ઞાન થાય છે અને
કલ્યાણની પ્રાપ્તિ થાય છે.
[] મ્ગ્દ્રિષ્ટ જી પ્ર ? લ્ ? : સત્ દેવ–ગુરુ–ધર્મના સમાગમે,
આત્માના સ્વભાવનો રુચિ અને મહિમાથી અભ્યાસ કરતાં કરતાં અપૂર્વ પુરુષાર્થ વડે જીવને સમ્યગ્દર્શન પ્રગટ
થાય છે. સમ્યગ્દર્શન થતાં સાચું જ્ઞાન થાય છે અને એ સાચું જ્ઞાન બધાય પદાર્થોના યથાર્થ સ્વરૂપને જાણે છે.
બધા પદાર્થોનું સ્વરૂપ જાણતાં તેને કલ્યાણ તથા અકલ્યાણની એવી પ્રતીતિ થાય છે કે–જે આ શુદ્ધ સ્વભાવ છે
તેનો આશ્રય કરવો તે જ કલ્યાણનું કારણ છે. મારા સ્વભાવમાં રાગાદિ ભાવો નથી, તે રાગાદિ ભાવો કલ્યાણનું
કારણ નથી. સ્વભાવને વિપરીતપણે માનવો તે મિથ્યાત્વભાવ જ અકલ્યાણનું કારણ છે.
કોઈ પર વસ્તુઓ કે દેવ–ગુરુ–શાસ્ત્ર આ જીવને કલ્યાણનું કે અકલ્યાણનું કારણ નથી. માત્ર પોતાની
પર્યાયમાં સાચી સમજણ અને સ્થિરતા તે જ કલ્યાણનું કારણ છે અને ઊંધી સમજણ તથા રાગાદિ તે જ
અકલ્યાણનું કારણ છે. જો કે રાગ તે પણ અકલ્યાણનું જ કારણ છે, પરંતુ જીવને રાગ ભાવથી જેટલું અકલ્યાણ
થાય છે તેના કરતાં અનંતગણું અકલ્યાણ ‘રાગથી આત્માને લાભ થાય’ એવી ઊંધી માન્યતાથી થાય છે.
‘રાગમાં ધર્મ છે’ એવી માન્યતા અકલ્યાણનું મૂળ છે. આચાર્ય કે સાધુ કે પંડિત નામ ધરાવીને પણ જેઓ
રાગાદિ વડે આત્માનું કલ્યાણ માનવાની જોસબંધ પ્રવૃત્તિ કરે છે તેઓની ત્રસ સ્થિતિ પૂરી થવા આવી છે–અને
તેવાઓને વંદનાદિ કરનાર જીવ મહા સંસારમાં રખડે છે–એમ આચાર્ય ભગવાન કહે છે.
[] જી લ્ ર્ ્ય પ્રીર્ : જીવ કોને કહેવો તે સમ્યગ્જ્ઞાન વગર જણાય નહિ. શરીર તે
જીવ નથી, હાલે–ચાલે તે જીવ નથી, અરે, રાગ કરે તે પણ જીવ નથી, એકલા જ્ઞાતાદ્રષ્ટા ભાવસ્વરૂપ જીવ છે.
રાગમાં ધર્મ માને તેણે જીવના જ્ઞાતાપણાને જાણ્યું નથી એટલે જીવને જ જાણ્યો નથી. જીવને ઓળખ્યા વગર ધર્મ
ક્યાંથી થાય? જેણે જીવાદિ પદાર્થોનું યથાર્થ સ્વરૂપ જાણ્યું નથી તે મિથ્યાદ્રષ્ટિ છે, તેને કલ્યાણના માર્ગનું ભાન નથી.
સમ્યગ્દર્શન વગર જીવનું યથાર્થ સ્વરૂપ સમજાય નહિ. સમ્યગ્દર્શન એ જ કલ્યાણનું મૂળ છે, તેના વગર
કલ્યાણ નથી. જ્યારે સમ્યગ્દર્શન પૂર્વકના સમ્યગ્જ્ઞાનથી પદાર્થોનું યથાર્થસ્વરૂપ જાણે ત્યારે જ જીવને કલ્યાણ–
અકલ્યાણ માર્ગનો નિર્ણય થાય અને તે નિઃશંકપણે કલ્યાણ માર્ગમાં પ્રવર્તી શકે. પણ જ્યાંસુધી જીવને કલ્યાણ–
અકલ્યાણના માર્ગનો જ નિઃશંક નિર્ણય ન થાય ત્યાંસુધી તે કલ્યાણના માર્ગે પ્રવર્તી શકે નહિ.
–૧૫–
– ભલામણ –
આત્મધર્મ માસિક ગુજરાતી ભાષામાં પાંચ વર્ષથી પ્રગટ થાય છે. એ વર્ષો
દરમિયાન આત્મધર્મમાં અનેક ધાર્મિક ન્યાયોની વિસ્તૃત છણાવટ થયેલી છે.
યથાર્થ ધર્મની રુચિ ધરાવતા જિજ્ઞાસુ જીવોને સહેલાઈથી સમજાય એવી સાદી અને
સરળ ભાષામાં ભગવાનની દિવ્ય ધ્વનિના ભાવોને આત્મધર્મ માસિકમાં રજુ કરવામાં
આવ્યા છે. એથી જેમની પાસે આત્મધર્મ માસિક ન હોય તેઓ જરૂર મંગાવી લે.
આત્મધર્મની પહેલા, બીજા, ત્રીજા તથા ચોથા વર્ષની બાંધેલી ફાઈલ દરેકની કિંમત
૩–૪–૦ ટપાલખર્ચ માફ
આત્મધર્મ કાર્યાલય – મોટા આંકડિયા – કાઠિયાવાડ

PDF/HTML Page 13 of 17
single page version

background image
: ૪૪ : આત્મધર્મ : પોષ : ૨૪૭૪ :
: : કેટલાક ખુલાસા : :
[સંપાદકીય]
(૧) ત્યાગ તે ધર્મ છે કે નહિ એ સંબંધી
પ્રશ્ન:– ત્યાગ તે જૈનધર્મ છે કે નથી?
ઉત્તર:– સમ્યગ્દર્શન પૂર્વકનો જેટલે અંશે વીતરાગ–ભાવ પ્રગટે તેટલે અંશે કષાયોનો ત્યાગ થાય છે તેને
ધર્મ કહેવાય છે. સમ્યગ્દર્શનાદિ અસ્તિરૂપ ધર્મ છે અને ત્યાં મિથ્યાત્વ અને કષાયનો ત્યાગ તે નાસ્તિરૂપ ધર્મ છે
પણ સમ્યગ્દર્શન વિનાના ત્યાગથી ધર્મ નથી; જો મંદ–કષાય હોય તો પુણ્ય થાય.
મિથ્યાદ્રષ્ટિને સમ્યક્શ્રુતજ્ઞાન હોતું જ નથી તેથી તેને નય હોય જ નહિ. શ્રી પંચાસ્તિકાયની ગા. ૧૬૮
ઉપરની જયસેનાચાર્યકૃત ટીકામાં કહ્યું છે કે–મિથ્યાદ્રષ્ટિનો શુભરાગ સમસ્ત અનર્થનું પરંપરા કારણ છે. માટે
મિથ્યાદ્રષ્ટિનો શુભરાગ ધર્મ કે ધર્મનું પરંપરા કારણ થઈ શકતો નથી.
મિથ્યાદ્રષ્ટિ કે સમ્યગ્દ્રષ્ટિ કોઈને શુભભાવ તે ધર્મ નથી, પણ સમ્યગ્દ્રષ્ટિને અભિપ્રાયમાં તે રાગનો નકાર
વર્તે છે તેથી ઉપચારથી તેને વ્યવહાર ધર્મ કહ્યો છે. આ સંબંધમાં નય–વિભાગ લક્ષમાં રાખી ‘આત્મધર્મમાં’
નીચે મુજબ કહ્યું છે–
‘નિશ્ચયધર્મ તો આત્માના નિર્વિકાર સ્વભાવને ઓળખીને સ્થિર થઈ જવું તે છે પરંતુ જ્યારે સંપૂર્ણ
સ્થિરતા ન થઈ શકે ત્યારે કુદેવાદિ તરફના અશુભ પાપ ભાવથી બચવા ભક્તિ આદિનો શુભરાગ આવે છે, અને
જ્ઞાનીને અભિપ્રાયમાં તે રાગનો નકાર વર્તે છે તેથી તેને ઉપચારથી વ્યવહારધર્મ કહ્યો છે. પરંતુ જેણે તે રાગમાં જ
ધર્મ માની લીધો છે અને રાગને જ આદરણીય માન્યો છે તેને ધર્મ તો નથી પરંતુ પોતાના વીતરાગસ્વભાવના
અનાદરરૂપ મિથ્યાત્વનું અનંતુ પાપ ક્ષણે ક્ષણે ઊંધી માન્યતાને લીધે થાય છે. રાગને પોતાનો ધર્મ માનવો તે
પોતાના વીતરાગસ્વરૂપનો અનાદર છે, તે મહાન પાપ છે. પરની ક્રિયા હું કરી શકું કે પુણ્યથી મારા સ્વભાવને
લાભ થાય એમ જે માને છે તે મિથ્યાદ્રષ્ટિ છે; તે ક્રિયાકાંડ કરીને કે ત્યાગ કરીને મરી જાય તો પણ સાધુ નથી,
ત્યાગી નથી, શ્રાવક નથી, જૈન નથી’
[જુઓ ગુજરાતી આત્મધર્મ અંક: ૨૪: પૃષ્ટ: ૧૯૫]
વળી તે જ લેખમાં ‘સાચી શ્રદ્ધા વગરના ત્યાગથી ધર્મીપણું નથી’ એવા મથાળા નીચે જણાવ્યું છે કે–
‘આત્માની શ્રદ્ધા વગર કોઈ બાહ્ય ત્યાગી થાય અને એક પરમાણુ માત્રનો ફેરફાર પણ મારાથી થાય એમ જો
માને તો, જૈનનો સાધુ કહેવાતો હોય તોપણ, તે મિથ્યાદ્રષ્ટિ છે–અજ્ઞાની છે–જૈન નથી. શરીરને હું ચલાવી શકું
એમ માન્યું તેણે જીવ અને શરીરને એક માન્યા, તે જૈનમતની બહાર છે.’
(જુઓ ગુજરાતી આત્મધર્મ અંક ૨૪ પૃષ્ટ ૧૯૫)
જ્યાં સમ્યગ્દર્શન–જ્ઞાન હોય ત્યાં અનંતાનુબંધી આદિ કષાયોનો સાચો ત્યાગ અને વૈરાગ્ય
ગુણસ્થાનાનુસાર હોય જ છે, અને એ ત્યાગ તે ધર્મ છે. પણ સમ્યગ્દર્શન વગરનો ત્યાગ કોઈ નયે ધર્મ નથી.
કેમકે સમ્યગ્દર્શન વગર સાચો ત્યાગ હોતો જ નથી આ કારણે મિથ્યાદ્રષ્ટિને નય–વિભાગ હોઈ શકે નહિ. આ
કથનનો અર્થ એવો નથી કે શુભભાવ છોડીને અશુભભાવ કરવા. પણ જે શુભભાવ થાય છે તે ધર્મ નથી પણ જે
વીતરાગભાવ છે તે ધર્મ છે–એવી માન્યતા કરવી–તે આ કથનનું પ્રયોજન છે–એટલે કે અહીં પહેલાંં માન્યતા
ફેરવવાની વાત છે.
સમ્યગ્દર્શન–જ્ઞાન વિના સાગાર કે અણગાર એકે ધર્મ હોતો નથી. સમ્યગ્દર્શન તો ચોથા ગુણસ્થાનથી
હોય છે અને સાગાર ધર્મ પાંચમા ગુણસ્થાને તથા અણગાર ધર્મ છઠ્ઠા ગુણસ્થાનથી હોય છે.
(૨) ક્રોધાદિ પણ પારિણામિકભાવે હોવા સંબંધી
પ્રશ્ન:– ક્રોધાદિ ભાવોને પારિણામિકભાવ કહેવા માટે કોઈ શાસ્ત્રાધાર છે?
ઉત્તર:– ક્રોધાદિ ભાવો કઈ અપેક્ષાએ પારિણામિક છે અને કઈ અપેક્ષાએ ઔદયિક છે તે ગુજરાતી
આત્મધર્મ અંક ૩૬ પૃષ્ટ ૨૨૦ માં સ્પષ્ટ જણાવ્યું છે.
ક્રોધાદિ વિકારીભાવો પારિણામિક ભાવે છે–એમ શ્રી જયધવલા પૃ. ૩૧૯ માં તથા શ્રીધવલા ભાગ–૫–પૃ.
૧૯૭ માં કહ્યું છે. અને કર્મના ઉદયની અપેક્ષાનું જ્ઞાન કરાવવા માટે તે ક્રોધાદિકને ઔદયિકભાવે કહેવામાં
આવ્યા છે. આ અપેક્ષાએ શ્રીતત્ત્વાર્થસૂત્રમાં તેને ઔદયિકભાવ કહ્યા છે. આ પ્રમાણે જુદી જુદી અપેક્ષાએ જીવના
વિકારી ભાવને પારિણામિક તથા ઔદયિક બંને પ્રકારે કહેવાય છે–એમ સમજવું. વિકારીભાવો જીવની પોતાની
યોગ્યતાથી થાય છે, નિશ્ચયથી કોઈ પર તેનું કારણ નહિ

PDF/HTML Page 14 of 17
single page version

background image
: પોષ : ૨૪૭૪ : આત્મધર્મ : ૪૫ :
હોવાથી તે નિષ્કારણ છે, અને તેથી તે પારિણામિક છે. અને વ્યવહારથી કર્મના ઉદયને તેનું કારણ માનીને તેને
ઔદયિકભાવ કહેવામાં આવે છે.
(૩) પર્યાયને ઉપાદાન કહેવા સંબંધી
પ્રશ્ન:– દ્રવ્ય જ ઉપાદાન કારણ હોઈ શકે, પર્યાય નહિ એ માન્યતા બરાબર છે?
ઉત્તર:– પર્યાય ઉપાદાન કારણ ન હોય પણ દ્રવ્ય જ ઉપાદાન કારણ હોઈ શકે–એ માન્યતા બરાબર નથી.
દ્રવ્યાર્થિકનયથી ઉપાદાન કારણ દ્રવ્ય છે એ વાત બરાબર છે, કેમકે દરેક પર્યાય દ્રવ્ય અને ગુણનું જ પરિણમન
છે. તે એટલું બતાવે છે કે આ પર્યાય આ દ્રવ્યનો છે. દ્રષ્ટાંત:– માટીમાં ઘડો થવાની સદા લાયકાત છે એમ
બતાવવું તે દ્રવ્યાર્થિકનયે છે, એટલે કે માટીનો ઘડો માટીમાંથી જ થઈ શકે, બીજા દ્રવ્યમાંથી ન થઈ શકે. પણ
પર્યાયાર્થિકનયે એટલે કે જ્યારે પર્યાયની યોગ્યતા બતાવવી હોય ત્યારે દરેક સમયની પર્યાયની યોગ્યતા તે
ઉપાદાન કારણ છે અને તે પર્યાય પોતે કાર્ય છે. સૂક્ષ્મતાથી વિચાર કરવામાં આવે તો કારણ–કાર્ય એક જ સમયે
હોય છે. (જુઓ તત્ત્વાર્થસાર મોક્ષ અધિકાર ગાથા ૩૫ તથા તેનો અર્થ પૃ. ૪૦૭) આનો અર્થ એવો છે કે દરેક
સમયે દરેક દ્રવ્યમાં એક જ પર્યાય થવાની લાયકાત હોય છે, પણ તેની પહેલાંંના સમયની કે પછીની પર્યાયમાં તે
લાયકાત હોતી નથી. આ કથન પર્યાયાર્થિકનયે સમજવું.
આ સંબંધમાં શ્રી પ્રવચનસાર અ. ૨ ગા. ૭ ની શ્રીઅમૃતચંદ્રાચાર્યકૃત ટીકા ઘણી ઉપયોગી છે, તે અહીં
વાંચવી. તેમાં છેલ્લી ચાર લીટી (પૃ. ૧૩૫–૬) અભ્યાસ કરવા યોગ્ય છે. તેમાં લખ્યું છે કે– ‘तथैव हि
परिगृहीतनित्यवृत्तिनिवर्तमाने द्रव्ये समस्तेष्वपि स्वावसरेषूच्चकासत्सु परिणामेषूत्तरोत्तरेष्ववसरेषूत्त–
रोत्तरपरिणामानुदयनात्पूर्व पूर्व–परिणामानामनुदयनात् सर्वत्रापि परस्परानुस्यूतिस्त्रकस्य प्रवाहस्याव–
स्थानात्त्रैलक्षण्यं प्रसिद्धिमवतरति।।
’ તેનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે (ગુજરાતી પ્રવ. પા. ૧૬૬) :–
‘જેણે નિત્યવૃત્તિ ગ્રહણ કરેલી છે એવા રચાતા (પરિણમતા) દ્રવ્યને વિષે, પોતપોતાના અવસરોમાં પ્રકાશતા
(પ્રગટતા) સમસ્ત પરિણામોમાં, પછી પછીના અવસરોએ પછી પછીના પરિણામો પ્રગટ થતા હોવાથી અને
પહેલાંં પહેલાંંના પરિણામો નહિ પ્રગટ થતા હોવાથી તથા બધેય પરસ્પર અનુસ્યૂતિ રચનારો પ્રવાહ અવસ્થિત
(–ટકતો) હોવાથી ત્રિલક્ષણપણું પ્રસિદ્ધિ પામે છે.’
વળી શ્રીપ્રવચનસાર અ. ૧ ગા. ૮ ની સંસ્કૃત ટીકામાં ૧૦ મા પાને શ્રીજયસેનાચાર્યે કહ્યું છે કે–‘तच्च
पुनरूपादानकारणं शुद्धाशुद्धभेदेन द्विधा। रागादिविकल्परहित स्वसंवेदनज्ञान–मागमभाषया शुक्लध्यानं वा
केवलज्ञानोत्पत्तौ शुद्धोपादानकारणं भवति। अशुद्धात्मा तु रागादिना अशुध्धनिश्चयेनाशुद्धोपादानकारणं
भवतीति सूत्रार्थः।।
’ તેનો અર્થ આ પ્રમાણે છે– ‘વળી તે ઉપાદાન કારણ પણ શુદ્ધ અને અશુદ્ધ એવા બે
પ્રકારના છે. રાગાદિ વિકલ્પ રહિત સ્વસંવેદનજ્ઞાન અથવા આગમ ભાષામાં શુક્લધ્યાન તે કેવળજ્ઞાન ઉત્પત્તિનું
શુદ્ધ ઉપાદાન કારણ છે. અને રાગાદિરૂપે પરિણમતો અશુદ્ધ આત્મા અશુદ્ધ નિશ્ચયથી અશુદ્ધ ઉપાદાન કારણ છે. આ
પ્રમાણે સૂત્રાર્થ છે. ’ અહીં શુદ્ધ–પર્યાયને તથા અશુદ્ધપર્યાયને બંનેને ઉપાદાન કારણ કહ્યાં છે.
વળી શ્રી સમયસાર ગા. ૧૦૨ ની ટીકામાં શ્રીજયસેના–ચાર્ય કહે છે કે (પૃ. ૧૬૭–૮) – ‘हे भगवन्
रागादिनामशुद्धोपादानरूपेण कर्तृत्वं भणितं तदुपादानं शुद्धाशुद्धभेदेन कथं द्विधा भवतीति। तत्कथ्यते–
औपाधिकमुपादानम–शुद्धम् तप्तायःपिंडवत्, निरूपाधिरूपमुपादानं शुद्धं पीतत्वादिगुणानां सुवर्णवत्
अनंतज्ञानादिगुणानां सिद्धजीववत् उष्णत्वादि गुणानामग्निवत्। इदं व्याख्यानमुपादानकारण–व्याख्यानकाले
शुद्धाशुद्धोपादानरूपेण सर्वत्र स्मरणीयमिति भावार्थः।
’ તેનો ગુજરાતી ભાવાર્થ આ પ્રમાણે છે– ‘અહીં શિષ્ય
પૂછે છે કે હે ભગવાન! જીવને રાગાદિનો કર્તા અશુદ્ધ ઉપાદાનરૂપે કહ્યો તો ઉપાદાન શુદ્ધ અને અશુદ્ધ એવા ભેદથી
બે પ્રકારનું કઈ રીતે છે? શ્રીગુરુ તેનું સમાધાન કરે છે કે–તપેલા લોઢાના ગોળાની જેમ જે ઔપાધિકઉપાદાન છે તે
અશુદ્ધ ઉપાદાન છે. અને જેમ સોનામાં પીળાશ વગેરે ગુણો છે, જેમ સિદ્ધ જીવમાં અનંતજ્ઞાન વગેરે ગુણો છે તથા
જેમ અગ્નિમાં ઉષ્ણતા વગેરે ગુણો છે તેમ જે નિરૂપાધિભાવરૂપ ઉપાદાન છે તે શુદ્ધઉપાદાન છે. ઉપાદાન કારણની
વ્યાખ્યા વખતે શુદ્ધ અને અશુદ્ધ ઉપાદાનરૂપે આ વ્યાખ્યાન બધી જગાએ યાદ કરવું. આ ભાવાર્થ છે.’
અહીં આચાર્યદેવે શુદ્ધ અને અશુદ્ધપર્યાયને ઉપાદાન–કારણ કહ્યું છે, અને સર્વ જગ્યાએ એમ સમજવાની
ભલામણ પણ કરી છે.
વળી એ જ પ્રમાણે શુદ્ધઉપાદાન અને અશુદ્ધઉપાદાન–કારણની વ્યાખ્યા સમયસાર ગા. ૮૦–૮૧–૮૨ ની
ટીકામાં પણ તેઓશ્રીએ કરી છે, ત્યાંથી સમજી લેવું.

PDF/HTML Page 15 of 17
single page version

background image
: ૪૬ : આત્મધર્મ : પોષ : ૨૪૭૪ :
બાલ વિભાગ
બાળકની સ્વાધ્યાય
(૧)
જીવનું બીજું નામ આત્મા છે.
હું એક જીવ છું–એટલે હું એક આત્મા છું.
હું આત્મા છું માટે હું શરીર નથી.
શરીર જડ છે માટે શરીર આત્મા નથી.
(૨)
અજીવ એટલે જડ; તેનું બીજું નામ અનાત્મા છે.
હું એક જીવ છું માટે હું જડ નથી.
હું એક જીવ છું માટે હું અનાત્મા નથી.
હું એક આત્મા છું માટે હું અનાત્મા નથી.
હું એક જીવ છું, હું એક આત્મા છું, માટે હું શરીર નથી,
હું જડ નથી, હું અજીવ નથી, હું અનાત્મા નથી.
(૩)
જે શરીર છે તે હું નથી, માટે હું અને શરીર જુદાં
છીએ.
જેમ હીરાની વીંટીમાં, હીરો અને વીંટી જુદા છે તેમ
હું અને શરીર જુદાં છીએ.
જેમ ડબામાં રહેલો ગોળ અને ડબો જુદાં છે તેમ હું
અને શરીર જુદાં છીએ.
(૪)
જેમ હીરાની વીંટીમાં, હીરો અને વીંટી એક જગાએ
છે તેમ હું અને શરીર એક જગાએ રહેલા છીએ, પણ–
જેમ હીરો અને વીંટી જુદી જુદી વસ્તુ છે તેમ હું
અને શરીર જુદી જુદી વસ્તુ છીએ.
જેમ ડબામાં ગોળ છે તેમ શરીરમાં હું છું.
જેમ ડબો અને ગોળ જુદી જુદી ચીજ છે તેમ હું અને
શરીર જુદી જુદી ચીજ છીએ. હું જીવ છું અને શરીર જડ છે.
(૫)
હું મારા જ્ઞાનથી જાણું છું.
જે જાણે તે કાળજી ન રાખે તો જાણવામાં ભૂલ કરે.
હું જાણું છું, માટે જો હું જ્ઞાનમાં કાળજી ન રાખું તો
જાણવામાં ભૂલ કરું છું.
જે ભૂલ કરે તે જ ભૂલને મટાડે.
મેં જાણવામાં ભૂલ કરી છે માટે હું જ તે ભૂલ મટાડું.
(૬)
શરીર અને હું જુદા છીએ–એમ મારે જાણવું જોઈએ.
છતાં–શરીરને હું મારું જાણું તે મારા જ્ઞાનની ભૂલ છે.
જ્ઞાનમાં ભૂલ કરવાથી દુઃખ થાય છે.
જ્ઞાનમાંથી ભૂલ ટાળવાથી સુખ થાય છે.
જડમાં જ્ઞાન હોતું નથી, તેથી તેમાં ભૂલ હોતી નથી,
અને તેને સુખ–દુઃખ હોતાં નથી.
(૭)
જે જીવો શરીરને પોતાનું માને છે તે જીવો દુઃખી છે.
શરીરને પોતાનું માનવું તે ઊંધી સમજણ છે.
ઊંધી સમજણ જીવ પોતાના જ્ઞાનમાં કરે છે, માટે જીવ
તેને ટાળી શકે.
બીજા જીવો મારા જ્ઞાનમાં ઊંધી સમજણ કરી શકે
નહિ, માટે મારી ઊંધી સમજણ બીજા ટાળી શકે નહિ.
જીવમાં ઊંધી સમજણ પોતે એકલો જ કરે છે, ને પોતે
એકલો જ તે ટાળે છે.
(૮)
જીવની ઊંધી સમજણ તે અધર્મ છે.
જીવની સાચી સમજણ તે ધર્મ છે.
હું સિદ્ધ બનું
હું અનંત ગુણનો દરિયો છું,
હું અનંત જ્ઞાનથી ભરિયો છું;
હું સુખ–શાંતિનો સાગર છું,
હું શિવ–નગરીનો નાગર છું.
હું મોહભાવને દૂર કરું,
હું જ્ઞાનભાવને પ્રાપ્ત કરું;
મુજ આત્મામાં હું લીન બનું,
મુજ સિદ્ધપદને હું પ્રાપ્ત કરું
માસ્તર હીરાચંદ કે. શાહ
ગયા અંકમાં પૂછેલા પ્રશ્નોનો જવાબ
(૧) અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ–
એ પાંચ પરમેષ્ઠિ છે.
તેમાં અરિહંત અને સિદ્ધ એ બે દેવ છે.
આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણ ગુરુ છે.

PDF/HTML Page 16 of 17
single page version

background image
: પોષ : ૨૪૭૪ : આત્મધર્મ : ૪૭ :
પંચ પરમેષ્ઠીમાં કોઈ શાસ્ત્ર નથી. પણ અરિહંત,
આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુ–એ ચારેની વાણીને શાસ્ત્ર
કહેવાય છે.
(૨)
સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન ને સમ્યક્ચારિત્ર–એ ત્રણ
વસ્તુથી આપણને જરૂર મોક્ષ મળે છે.
(૩)
ચારે વસ્તુમાં સમ્યગ્દર્શન જ મને ગમે છે. કેમકે તે
આત્માની વસ્તુ છે, ને તેનાથી સુખ મળે છે, બીજી ત્રણે
વસ્તુઓ તો આત્માથી જુદી છે.
નોંધ:– પહેલા જવાબમાં ઘણા બાળકોએ ‘સાધુ–
સાધ્વી’ એમ લખેલ છે, તેમની ભૂલ છે. પંચ પરમેષ્ઠીમાં
‘સાધ્વી’ (અર્થાત્ આર્જિકા) ગણાતાં નથી, કેમકે તેમને
મુનિદશા હોતી નથી.
આ વખતે કુલ ૬૩ બાળકોનાં જવાબ આવ્યાં હતાં.
તેમાંથી નીચે લખેલા ૨૯ બાળકોનાં જવાબ સંપૂર્ણ સાચા હતા.
(૧) કાન્તિલાલ, લાઠી (૨) ધીરજલાલ, લાઠી (૩)
હરસુખલાલ, જામનગર (૪) કિશોરચંદ્ર, સોનગઢ (૫)
મંજુલાબેન, સોનગઢ (૬) રજનિકાન્ત, સોનગઢ (૭)
ધીરજલાલ, રાજકોટ (૮) ચંદ્રકાન્ત, રાજકોટ (૯)
છબીલદાસ, કલકત્તા (૧૦) સુરેન્દ્ર, મુંબઈ (૧૧)
જગદીશચંદ્ર, મુંબઈ (૧૨) રમેશચંદ્ર, અમદાવાદ (૧૩)
મંજુલાબેન, વીંછીયા (૧૪) જસવંતીબેન, વીંછીયા (૧૫)
મધુકાન્તાબેન, વીંછીયા (૧૬) રસિકલાલ, વીંછીયા (૧૭)
કાન્તિલાલ, રાણપુર (૧૮) ચંદ્રકાન્ત, જોરાવરનગર
(૧૯) કૈલાસ, અમરેલી (૨૦) વીરબાળા, બોરસદ
(૨૧) મહેન્દ્રકુમાર, ઉજેડીઆ (૨૨) હિંમતલાલ, પાલેજ
(૨૩) જયંતિલાલ, મોડાસા (૨૪) વિનયચંદ્ર, વઢવાણ
શહેર (૨૫) ચંદનબાળા, વઢવાણ શહેર (૨૬) કંચનબેન,
વઢવાણ કેમ્પ (૨૭) વસંતલાલ સાવરકુંડલા (૨૮)
રાજેન્દ્ર, આમોદ (૨૯) વિજય, મુંબઈ
આ વખતે જવાબ મોકલનારા બધા જ બાળકોને
ઈનામ મોકલવામાં આવ્યું છે. હવેથી સંપૂર્ણ સાચા જવાબ
વાળાને જ ઈનામ મળશે.
જવાબ શોધી કાઢો
નીચેના ત્રણ પ્રશ્નોનો જવાબ શોધી કાઢીને લખી
મોકલજો, અને તમારા બાલ મિત્રોને પણ લખવાનું કહેજો.
પ્રશ્નો લખવાની જરૂર નથી, માત્ર જવાબો જ લખવા.
(૧)
નવ તત્ત્વના નામ લખો અને તેમાંથી તમને કયા કયા
તત્ત્વો ગમે છે તે જણાવો.
(૨)
નીચે લખેલી વસ્તુઓમાંથી કઈ કઈ વસ્તુઓ જીવમાં
હોય છે અને કઈ કઈ વસ્તુઓ શરીરમાં હોય છે તે શોધી
કાઢો–
જ્ઞાન, દુઃખ, રાગ, જન્મ, રોગ, સુખ.
(૩)
નીચેના વાકયોમાં ભૂલ સુધારો–
૧–એક માણસના શરીરમાં ઘણું જ્ઞાન હતું.
૨–જીવનું લક્ષણ શરીર છે.
૩–પુસ્તકમાંથી જ્ઞાન આવે છે.
૪–દુઃખ શરીરને થાય છે અને સુખ આત્માને થાય છે.
ચૌદ વર્ષ સુધીના બાળકોએ જ આમાં ભાગ લેવો.
નામ અને સરનામા સાથે જવાબ એક પોસ્ટકાર્ડમાં નીચેના
સરનામે મોકલવા–
“આત્મધર્મ બાલવિભાગ” સોનગઢ (કાઠિયાવાડ)
પોષ શુદ ૧૫ સુધીમાં જવાબ મળી જવા જોઈએ;
સંપૂર્ણ સાચા જવાબ હશે તેને ઈનામ આપવામાં આવશે.
બાળકો, તમે ઈનામની લાલચ ન રાખતા, પણ સાચા
તત્ત્વજ્ઞાન માટેની હોંશ રાખજો.
હિંદુસ્તાનની બહારના બાળકોના જવાબ પોષ વદ ૦))
સુધી સ્વીકારાશે.
સમન્ય અસ્તત્વ ગણન સમજણ
[માસ્તર હીરાચંદ કસળચંદ શાહ]
ગુરુજી–આજે રમણ કેમ નથી આવ્યો?
ચમન–સાહેબ, આજે તેના દાદાજી મરી ગયા છે તેથી
તે આવ્યો નથી;
ગુરુજી–ઠીક; મરી જવું એટલે શું તેની કોઈને ખબર છે?
છગન–સાહેબ, એ તો જગતમાં બધાય જાણે છે કે: મરી
જવું એટલે નાશ થવો.
ગુરુજી–જગત્ માને તેમ માની લેવું એ ન ચાલે. નાશ
કોનો થાય? એ વિચાર કરો. આ જગતમાં જીવ ને અજીવ
બે જાતની વસ્તુઓ છે તેમાંથી શું કોઈ નાશ પામે છે?
મગન–ના, જી. જીવ કે અજીવ કોઈ વસ્તુનો નાશ થતો
નથી, પણ દરેક વસ્તુ સદાય ટકી રહે છે. તેમાં ફેરફાર થાય
છે પણ તેનો નાશ થઈ જતો નથી.
ગુરુજી–વસ્તુનો નાશ કેમ નહિ થતો હોય?
સુરેશ–કેમ કે વસ્તુમાં ‘અસ્તિત્વ’ નામનો ગુણ છે.
ગુરુજી–અસ્તિત્વ એટલે શું?
દીનેશ–અસ્તિત્વ એટલે હોવાપણું. બધી વસ્તુ છે,
વસ્તુના હોવાપણાનો કદી નાશ થતો નથી. વસ્તુ સદાય છે,
છે ને છે.
ગુરુજી–કોઈ શાસ્ત્રમાં અસ્તિત્વગુણની વાત તમે
શીખ્યા છો?
રજનિ–જી, હા; ‘શ્રીજૈનસિદ્ધાંત પ્રવેશિકા’ ના ૧૧૮ મા
પ્રશ્નમાં તે વાત આવે છે. તેમાં કહ્યું છે કે–

PDF/HTML Page 17 of 17
single page version

background image
ATMADHARMA With the permisson of the Baroda Govt. Regd No. B. 4787
order No. 30-24 date 31-10-44
જે શક્તિને લીધે દ્રવ્યનો કદી નાશ ન થાય તેને
અસ્તિત્વગુણ કહે છે.
ગુરુજી–બરાબર; હવે વિચાર કરો કે ‘રમણના દાદા’
એ શું વસ્તુ હતી?
વસંત–રમણના દાદામાં એક જીવ અને એક શરીર હતું.
એ જીવ અને શરીર ભેગા રહેતા તેને લોકો ‘રમણના
દાદા’ તરીકે ઓળખતા હતા.
ગુરુજી–રમણના દાદા મરી ગયા–એટલે શું?
ભૂપત–રમણના દાદાનો જીવ અને શરીર છૂટા પડ્યા
તેને લોકો મરણ કહે છે.
ગુરુજી–તો રમણના દાદાનો જીવ નાશ પામ્યો કે નહિ?
ભરત–ના, જી. જીવમાં અસ્તિત્વપણું છે તેથી તે નાશ
પામે જ નહિ.
ગુરુજી–ત્યારે તે જીવ ક્યાં ગયો?
બાબુ–તે જીવ બીજી ગતિમાં અવતર્યો. તેમને ધર્મનો
પ્રેમ હતો તેથી તે સ્વર્ગમાં જાય.
ગુરુજી–જીવનો નાશ થાય નહિ એ વાત બરાબર, પણ
રમણના દાદાનું શરીર અજીવ હતું તેનો તો નાશ થયો ને?
મનસુખ–ના, જી. અજીવ વસ્તુઓમાં પણ અસ્તિત્વ
નામનો ગુણ છે, તેથી તેનો પણ નાશ થાય નહિ.
ગુરુજી–શરીર કઈ વસ્તુમાંથી બન્યું હશે?
કિશોર–પુદ્ગલ નામની અજીવ વસ્તુમાંથી શરીર બન્યું છે.
ગુરુજી–પુદ્ગલ તે શું હશે?
કાન્તિ–એ બહુ ઝીણા રજકણ છે, તે ભેગા થાય છે ને
છૂટા પડે છે.
ગુરુજી–રમણના દાદાના શરીરનું શું થયું?
ધીરજ–રમણના દાદાનું શરીર ઘણા રજકણ ભેગા
થઈને બન્યું હતું, તે બધા છૂટા પડી ગયા; તેથી લોકો કહે
છે કે ‘રમણના દાદાનું શરીર છૂટી ગયું. ’
ગુરુજી–તો શરીરમાંથી છૂટા પડેલા ભાગ તો હોવા
જોઈએ ને?
હરસુખ–જુઓ સાહેબ, તે શરીર સળગીને તેમાંથી
ઘણા રજકણની રાખ થઈ, ઘણાનો ધૂમાડો થયો ને ઘણા
હવામાં ઊડી ગયા.
ગુરુજી–જીવનો પણ નાશ થયો નહિ, ને અજીવનો પણ
નાશ થયો નહિ, તો પછી ‘રમણના દાદા મરી ગયા એમ
બધા લોકો કેમ બોલે છે?
ધરણિધર–લોકોમાં બધાને આવું જ્ઞાન હોય નહિ, તેથી
લોકોના વ્યવહારમાં ‘રમણના દાદા મરી ગયા’ એમ
કહેવાય છે.
ગુરુજી–તો વ્યવહારે જે કહેવાય છે તેનો સાચો અર્થ
શો?
જ્યોતિ–તેનો સાચો અર્થ એ કે ખરેખર કોઈ મરતું નથી,
કોઈ વસ્તુ નાશ પામતી નથી. પહેલાંં જીવ અને શરીર ભેગા
દેખાતા તે જુદા પડ્યાં. બસ, આટલો જ તેનો અર્થ છે.
ગુરુજી–કોઈ જીવ મરે?
ચંદ્રકાન્ત–ના.
ગુરુજી–કોઈ જીવ નવો થાય?
છબીલ–ના. કોઈ જીવ નવો થાય નહિ, એટલે કે કોઈ
જીવ જન્મે નહિ.
ગુરુજી–એમ શા માટે હશે?
સુરેન્દ્ર–કેમ કે વસ્તુમાં અસ્તિત્વ ગુણ છે, તેથી
જગતમાં જે વસ્તુ હોય તેનો કદી નાશ થાય નહિ. જે વસ્તુ
ન હોય તે કદી નવી બને નહિ. પણ જે વસ્તુ હોય તે સદા
ફર્યા કરે.
ગુરુજી–આ ઉપરથી તમે બધા શું સમજ્યા? તે કહો
જોઈએ.
બધા બાળકો સાથે બોલે છે–
હું એક જીવ છું. મારામાં અસ્તિત્વ ગુણ છે;
મારો કદી નાશ થતો નથી. હું કદી મરતો નથી.
હું કદી જનમતો નથી. હું મારા જ્ઞાનથી સદાય જીવું છું.
મારી હાલત જુદી જુદી થયા કરે છે.
અજીવ વસ્તુમાં પણ અસ્તિત્વ ગુણ છે;
તેનો કદી નાશ થતો નથી. હું જીવ છું; શરીર અજીવ છે.
મારામાં જ્ઞાન છે, શરીરમાં જ્ઞાન નથી. શરીર મારાથી
જુદું છે.
ગુરુજી–બાળકો તમે બહુ સારું સમજી ગયા છો. તમે
નાની ઉમરથી જ આવું શીખો છો તે જોઈને મને આનંદ
થયો છે, તેથી તમને બધાને એકેક શાસ્ત્ર ઈનામ આપું છું.
તમારામાં એક ‘વસ્તુત્વ’ નામનો સરસ ગુણ છે, તેની
સમજણ હવે આપીશ.
ઈનામ મળવાથી બધા બાળકો રાજી થયા અને
‘સીમંધર ભગવાનકી જય’ બોલાવીને બધા છૂટા પડ્યા.
રસ્તામાં પણ રમણના દાદાની અને અસ્તિત્વ ગુણની
વાતો કરતા કરતા બધાય ઘરે ગયા.
મુદ્રક: ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, મોટા આંકડિયા તા. ૧૧–૧–૪૮
પ્રકાશક: શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા, કાઠિયાવાડ.