PDF/HTML Page 1 of 17
single page version
PDF/HTML Page 2 of 17
single page version
બંધભાવથી ભિન્ન સ્વભાવનો નિર્ણય કરતાં
ચૈતન્યને તે બંધભાવની લાગણીઓનો આધાર
રહેતો નથી, એકલા આત્માનો જ આધાર રહે
છે. આવા સ્વાશ્રયપણાની કબુલાતમાં ચૈતન્યનું
અનંત વીર્ય આવ્યું છે. પોતાની શક્તિદ્વારા જેણે
બંધરહિત સ્વભાવનો નિર્ણય કર્યો તેને
સ્વભાવની હોંશ અને પ્રમોદ આવે કે અહો!
આ ચૈતન્યસ્વભાવ પોતે ભવરહિત છે, તેનો
આશ્રય કર્યો તેથી હવે ભવના અંત નજીક
આવ્યા અને મુક્તિદશાનાં નગારાં વાગ્યાં.
પોતાના નિર્ણયથી જે નિઃશંકતા કરે તેને
ચૈતન્ય પ્રદેશોમાં ઉલ્લાસ થાય અને તેને
અલ્પકાળમાં મુક્તદશા થાય જ.
PDF/HTML Page 3 of 17
single page version
સ્વપર્યાયને કાળ કે કર્મો રોકે છે? નહિ, એ તો પરદ્રવ્યો છે, તે તારી પર્યાયને રોકવા સમર્થ નથી. માટે હે ભાઈ! તું
પરાધીન દ્રષ્ટિ છોડીને તારા સ્વભાવના લક્ષે પુરુષાર્થ કર. પુરુષાર્થવડે અવશ્ય મોક્ષમાર્ગની પ્રાપ્તિ થઈ શકે છે.
જોનારા છે તેઓ એમ જાણે છે કે ‘અત્યારના જીવો પોતે જ ઓછા પુરુષાર્થની લાયકાતવાળા છે માટે પંચમકાળ
કહેવાય છે. ’ આમાં એકની દ્રષ્ટિ કાળ ઉપર છે, બીજાની દ્રષ્ટિ આત્માના પુરુષાર્થ ઉપર છે, એ મોટો દ્રષ્ટિભેદ છે.
ઉપચાર કરવામાં આવે છે. પંચમકાળે ભરતક્ષેત્રમાં જન્મેલા જીવો મુક્તિ ન પામે એનો ખરો અર્થ એ છે કે તે તે
જીવોની વર્તમાન સ્વપર્યાયની લાયકાત જ મુક્તિ પામે એવી નથી અને તેથી જ કાળને તે પ્રકારનું (મુક્તિનું)
નિમિત્ત કહેવાતું નથી. પરંતુ મહાવિદેહક્ષેત્રના કોઈ મુનિને ઉપાડીને દેવો અહીં મૂકી જાય તો તે મુનિ અહીં પણ
મોક્ષ પામી શકે છે. આ જ ભરતક્ષેત્ર અને આ જ પંચમકાળ હોવા છતાં તે જીવ પોતાની સ્વપર્યાયની
લાયકાતવડે મોક્ષ પામી શકે છે. જો જીવની પોતાની સ્વપર્યાયની લાયકાત મોક્ષ પામવાની હોય તો તેને આ જ
ક્ષેત્ર અને આ જ કાળ મોક્ષનું નિમિત્ત કહી શકાય છે. સિદ્ધાંત એ છે કે ઉપાદાનની સ્વપર્યાયની લાયકાત મુજબ
પરદ્રવ્યમાં આરોપ કરીને તેને નિમિત્ત કહેવાય છે; પરંતુ પરદ્રવ્યને અનુસરીને ઉપાદાનની પર્યાય થતી નથી.
પોતાની દરેક સમયની પર્યાયની લાયકાત જીવ પોતે પોતાના તે તે સમયના પુરુષાર્થથી કરે છે. એટલે
લાયકાતમાં બીજું કોઈ કારણ નથી પણ તે વખતનો પુરુષાર્થ જ તે લાયકાતનું કારણ છે. જેવો પુરુષાર્થ કરે તેવી
લાયકાત તે સમયે થાય છે.
પર્યાય થાય છે. કદી કોઈ પર દ્રવ્ય આત્માની પર્યાયને વશ કરતું નથી, પણ આત્મા પોતે સવલક્ષ ચૂકીને પર
લક્ષમાં એકાગ્ર થાય છે, એ જ પરાધીનતા છે. અજ્ઞાનીઓ સ્વપર્યાયને ન જોતાં પરદ્રવ્યનો દોષ કાઢે છે. “પર
દ્રવ્યો તો સૌ પોતપોતાના ભાવમાં હતાં, પણ તું પોતે શા માટે સ્વભાવની એકાગ્રતાથી છૂટયો? ” એમ
જ્ઞાનીઓ કહે છે. પર દ્રવ્યના કારણે દોષ થયો નથી. રસ્તામાં કૂવો હોય અને તેમાં કોઈ માણસ પડે તો કોનો
દોષ? શું કૂવો વચ્ચે આવ્યો માટે તે પડ્યો? નહિ; તે પોતે શા માટે આંધળો થઈને (–બેદરકારીથી) તેમાં
પડ્યો? તેણે જોઈને સાવધાનીથી ચાલવું હતું; કૂવો તો તેના ઠેકાણે જ પડ્યો હતો, કૂવાએ કાંઈ માણસને પરાણે
ખેંચીને પાડયો ન હતો. જો માણસ પોતે કૂવાથી જુદા રસ્તે ચાલે તો કૂવો કાંઈ તેને બળજબરીથી પોતા તરફ
ખેંચી લાવતો નથી. તેમ કાળ અને કર્મો વગેરે બધાં પરદ્રવ્યો પોત પોતાના કારણે આ જીવથી ભિન્નપણે સ્થિત
છે, તે કોઈ આ જીવના પુરુષાર્થને બળજબરીથી રોકતા નથી, જીવ પોતે ઊંધા પુરુષાર્થવડે પોતાના ઉપયોગને તે
તરફ લઈ જઈને વિકારી થાય છે. જો સવળા પુરુષાર્થથી તે તરફના ઉપયોગને ખસેડીને પોતાના સ્વભાવ તરફ
પરિણમન કરે તો કાંઈ તે કાળ કે કર્મ વગેરે પરદ્રવ્યો તેને કાંડુ ઝાલીને ના પાડતા નથી. માટે જીવોએ પ્રથમ તો
પોતાના ચૈતન્ય સ્વભાવને પરથી ભિન્ન જાણીને, ચૈતન્યનો જે ઉપયોગ પર તરફ એકાગ્ર થઈ રહ્યો છે તે
ઉપયોગને પોતાના આત્મા તરફ એકાગ્ર કરવાનો છે, એટલે માત્ર પોતાનો ઉપયોગ બદલવાનો છે, એ જ
મુક્તિનો ઉપાય છે. ‘ઉપયોગ સ્વતરફ એકાગ્ર કરવો’ તેમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર ત્રણે સમાઈ જાય છે.
PDF/HTML Page 4 of 17
single page version
એમ સમજે છે કે મારો આત્મા રાગ–દ્વેષમય થઈ ગયો નથી, આત્મા તો રાગરહિત માત્ર જ્ઞાનદર્શનસ્વરૂપ છે. માત્ર
ભેગાં થઈને એક પરિણમન કદી થયું નથી, અને થઈ શકતું જ નથી. એ બે દ્રવ્યો છે અને તેમનું પરિણમન પણ બે રૂપ
અહીં કોઈ અજ્ઞાની એમ પ્રશ્ન કરશે કે દ્રવ્યમાં તો અનંત શક્તિ છે, તેમાં એક શક્તિ એવી પણ હોય કે એક દ્રવ્ય બે
જે અનંતશક્તિ છે તે પોતામાં કામ કરે છે, પરમાં તે કાંઈ કરતી નથી. આ સંબંધમાં શ્રી સમયસારનો કલશ નીચે મુજબ છે–
नैकस्य च क्रिये द्वे एकमनेके यतो न स्यात्।।
૧.
અચેતન ક્રિયા કરતો નથી.
જ્ઞાનાવરણાદિ કર્મોનો પણ તે કર્તા થાય અને પોતાના રાગદ્વેષમોહરૂપ અશુદ્ધચેતન–પરિણામનો પણ કર્તા થાય! પરંતુ
પરંતુ જ્ઞાનાવરણાદિ કર્મને કે પુદ્ગલ દ્રવ્યની કોઈ પણ પરિણતિને તો કોઈ રીતે જીવ કરતો નથી.
PDF/HTML Page 5 of 17
single page version
કર્મના પર્યાયોમાં પોતાપણાની બુદ્ધિ કરે છે–એવા મહાઅહંકારરૂપ તે મિથ્યાત્વ છે. શ્રી આચાર્યદેવ કહે છે કે જો
ભૂતાર્થને બરાબર ગ્રહણ કરવાથી (એટલે કે પરથી છૂટા પોતાના શુદ્ધસ્વરૂપના અનુભવથી) તે મિથ્યાત્વ એક
વાર પણ નાશ પામે તો, અહો! ફરીથી જ્ઞાનઘન આત્માને બંધન કેમ થાય?
કદી અજ્ઞાનભાવ થાય નહિ, કદી પણ પરમાં અહંબુદ્ધિ કરે નહિ. અજ્ઞાન ટળી ગયા પછી સંસારનું બંધન કઈ
રીતે રહે? ન જ રહે અર્થાત્ મોક્ષ જ થાય–એમ જાણવું. એનો ઉપાય શુદ્ધાત્મસ્વરૂપના અનુભવનો અભ્યાસ
કરવો તે જ છે. શ્રીતત્ત્વજ્ઞાન–તરંગિણીમાં કહ્યું છે કે–શુદ્ધ ચૈતન્યસ્વરૂપ મારા આત્મા સિવાયના બીજા કોઈ પણ
ચેતન કે અચેતન પદાર્થોને કોઈ રીતે, કોઈ કાળે કે કોઈ ક્ષેત્રે હું મારી ચેતનાથી સ્પર્શ પણ કરતો નથી.
વાત ખોટી છે. પરદ્રવ્યો જીવને રાગદ્વેષરૂપે પરિણમાવતા નથી, જીવ પોતે જ રાગ–દ્વેષાદિ ભાવે પરિણમે છે,
જીવની વિભાવ–પરિણામ શક્તિ જીવમાં છે તેને લીધે (અર્થાત્ પોતાની વિભાવશક્તિની વર્તમાન યોગ્યતાથી)
જીવ પોતે જ મિથ્યાત્વ અને રાગદ્વેષરૂપે પરિણમે છે, પર વસ્તુઓનો તેમાં કાંઈ સહારો (મદદ) નથી. એ વાત
આચાર્યદેવ કલશમાં કહે છે–
सर्वद्रव्योत्पत्तिरन्तश्चकास्ति व्यक्तात्यंतं स्वस्वभावेन यस्मात्।।
દ્વેષપરિણામને ઉપજાવવા સમર્થ નથી; કેમ કે ચેતન કે અચેતન બધાંય દ્રવ્યોની પરિણતિની ઉત્પત્તિ (–અખંડ
ધારારૂપ પરિણામ) પોત પોતાના ભાવથી જ–પોત પોતાના સ્વરૂપથી જ થાય છે, એ અત્યંત પ્રગટ છે.
બલાત્કારથી જીવમાં રાગ–દ્વેષ ઉત્પન્ન કરી દેતું નથી. જેમ–જેપાણીમાં ઉષ્ણતારૂપે થવાની લાયકાત છે તે જ અગ્નિના
સંયોગે ઉષ્ણ થાય છે, તેમ જે જીવમાં રાગદ્વેષ–મોહરૂપે પરિણમવાની લાયકાત છે તે જ તે–રૂપે પરિણમે છે, કાંઈ
કર્મોનો ઉદય તેને રાગ–દ્વેષ કરાવતો નથી.
PDF/HTML Page 6 of 17
single page version
શક્તિરૂપ પરમાત્મસ્વભાવ હતો; તે સ્વભાવની ઓળખાણ અને ધ્યાન કરીને પરમાત્મદશા પ્રગટ કરી. એ રીતે
નિર્દોષ શક્તિ, નિર્દોષ ઉપેય અને તેનો નિર્દોષ ઉપાય એ ત્રણેનું જ્ઞાન કરીને પરમાત્માને નમસ્કાર કર્યા છે.
તેનાથી વીતરાગી પરમાનંદ સમરસીભાવરૂપ સુખરસનો સ્વાદ ઉત્પન્ન થાય છે તે જ ધ્યાનનું લક્ષણ છે. કોઈ
છે. તે સંસારનું કારણ છે. આત્મસ્વભાવ સમજ્યા વગર કદી આત્માનું ધ્યાન હોય જ નહિ. સમ્યગ્દ્રષ્ટિને ચોથા
ગુણસ્થાને પણ આત્માનું ધ્યાન હોય છે. ધ્યાન સાધક જીવોને જ હોય છે, કેવળીભગવાનને ધ્યાન હોતું નથી
કેમકે તેમને તો પરમાત્મદશા પ્રગટ છે.
ભાવકર્મ (૨) દ્રવ્યકર્મ; ભાવકર્મ એટલે જીવમાં વિકાર થાય છે તે; અને જ્ઞાનાવરણાદિ કર્મો તે દ્રવ્યકર્મ છે.
ટાળવાનો ઉપાય નથી. ભાવકર્મો ટળ્યા–એમ કોણે જાણ્યું?– અશુદ્ધનિશ્ચયનયે તે જાણ્યું છે. આત્મામાં મલિનતા હતી
અને તે ટળી એ અશુદ્ધનિશ્ચયનયનો વિષય છે. અહીં સ્વ તે નિશ્ચય ને પર તે વ્યવહાર એ અપેક્ષા છે, તેથી રાગાદિ
સ્વપર્યાયને નિશ્ચયના ભેદમાં ગણી છે. ત્રિકાળી શુદ્ધસ્વભાવ તે શુદ્ધનિશ્ચયનયનો વિષય છે, સમ્યગ્દર્શનનો વિષય તે
ત્રિકાળીસ્વભાવ છે. પણ સમ્યગ્દર્શન પ્રગટ્યું તે તો નવી પર્યાય છે, તે આત્માની શુદ્ધપર્યાય છે. આ ગાથામાં શુદ્ધપર્યાય
પ્રગટી તેને નય લાગુ પાડ્યો નથી; આ ગાથામાં તો ત્રિકાળી સ્વભાવને જ શુદ્ધનિશ્ચયનયનો વિષય કહ્યો છે. પણ
જ્યારે ત્રિકાળી શુદ્ધસ્વભાવને પરમ શુદ્ધનિશ્ચય કહીએ ત્યારે નિર્મળ પર્યાયને શુદ્ધનિશ્ચયનયનો વિષય કહેવાય છે.
ઉત્તર:– ના, શુભરાગ થાય તે વડે શુદ્ધતા વધતી નથી. પણ ત્રિકાળસ્વભાવ તરફની દ્રષ્ટિના જોરપૂર્વક જો
પણ સ્વભાવના આશ્રય વગર અશુભમાંથી શુભ કરે તો ત્યાં કાંઈ શુદ્ધિ વધતી નથી. ‘ભાવ કર્મ આત્માએ
બાળ્યાં’ એમ જાણવું તે અશુદ્ધનિશ્ચયનય છે. આ ગ્રંથમાં સ્વ તે
PDF/HTML Page 7 of 17
single page version
ત્યાં મૂંઝાવું નહિ.
ઓળખે છે? ૧–ત્રિકાળી શુદ્ધઆત્મ સ્વભાવ છે તેને જાણવું તે પરમ શુદ્ધ નિશ્ચયનય છે. ૨–તે સ્વભાવની શ્રદ્ધા–
જ્ઞાન–સ્થિરતારૂપ મોક્ષમાર્ગ પ્રગટ્યો તેને જાણે તે એકદેશ શુદ્ધનિશ્ચયનય છે; પૂર્ણ મોક્ષદશા પ્રગટી તેને જાણે તે
કર્મો ટળ્યાં, એને જાણવું તે અસદ્ભુત અનુપચરિત વ્યવહારનય છે.
વિષયમાં ચાર પ્રકાર છે તેમ તેને જાણનાર જ્ઞાનમાં પણ ચાર પ્રકાર હોય છે–તે ઓળખાવે છે. સમયસારમાં પહેલી
બાર ગાથામાં અને પંચાધ્યાયીમાં જ્યાં નયોનું વર્ણન છે ત્યાં તો એકલા આત્માશ્રિત જ કથન છે, પર સાથે ત્યાં
જાણે તે અશુદ્ધનિશ્ચયનય છે, પણ તે જ નય ત્રિકાળીવસ્તુને જાણતો હોય તો ત્રિકાળી વસ્તુ જ અશુદ્ધ થઈ જાય.
પણ ત્રિકાળી વસ્તુને જાણનાર નય જુદો છે. એ રીતે ચાર પડખાં છે તે દરેકને જાણનાર નય જુદા છે.
ઉત્તર:– નહિ, આખી વસ્તુ અશુદ્ધ થાય જ નહિ. આખી વસ્તુ અશુદ્ધ થઈ એમ કહેવું તે ઉપચારથી છે.
તેથી તે આખી વસ્તુને જ અશુદ્ધ માને છે; એમ જાણીને જ્ઞાનીઓ અશુદ્ધ દ્રવ્યાર્થિકનયથી વસ્તુ અશુદ્ધ થઈ એમ
‘નય’ હોતા નથી.
શાસ્ત્રમાંથી નહિ જણાય; સ્વભાવથી જ જણાય તેમ છે. શું ત્રિકાળી શક્તિ વર્તમાનરૂપે થઈ ગઈ છે? ત્રિકાળી
અશુદ્ધપર્યાય વખતે પણ શુદ્ધ સ્વભાવ જ છે; એ સ્વભાવ ઈન્દ્રિયો, શાસ્ત્રથી કે ગુરુના અવલંબનથી જણાય તેમ
નથી, એ સ્વભાવદ્રષ્ટિનો વિષય છે. જીવનો સ્વભાવ તો ઈન્દ્રિયજ્ઞાનથી જણાતો નથી, પરંતુ પુદ્ગલનો સ્વભાવ
પણ ઈન્દ્રિયજ્ઞાનથી જણાતો નથી. માટે પર્યાયમાં વિકાર હોવા છતાં તે જ વખતે, જો ઈન્દ્રિય અને ઈન્દ્રિયના
વિષયભૂત પદાર્થોનું લક્ષ છોડીને પોતાના ત્રિકાળી સ્વભાવને અતીન્દ્રિય જ્ઞાનવડે જુએ તો, પોતાનો સ્વભાવ
શુદ્ધ છે તે અનુભવમાં આવે છે.
કમાઉ પુત્રને આદરણીય માને છે (૩) ઉડાઉ પુત્રને હેય જાણે છે અને (૪) નોકરને પર જાણે છે. તેમ
આત્મામાં– (૧) ત્રિકાળી શુદ્ધસ્વભાવ છે તે પિતારૂપ છે, એક પર્યાય થાય તેના જેટલો તે નથી પણ ત્રિકાળ છે.
(૨) નિર્મળ મોક્ષ–દશા કે મોક્ષમાર્ગદશા તે આદરણીય છે. (૩) મલિન અવસ્થા તે ટાળવા જેવી છે અને (૪)
કર્મ પર છે. તે ચારે પ્રકારને જાણનાર જ્ઞાનમાં પણ જુદા જુદા ચાર નય છે. (૧) ત્રિકાળી સ્વભાવને જાણે તે
પરમ શુદ્ધ નિશ્ચયનય છે. (૨) નિર્મળ પર્યાય તે આત્મા છે એમ જાણે તે શુદ્ધનિશ્ચયનય છે. (૩) રાગાદિ
અશુદ્ધભાવ આત્મામાં છે એમ જાણે તે અશુદ્ધનિશ્ચયનય છે અને (૪) કર્મ ટળ્યાં એમ જાણે તે અનુપચરિત
અસદ્ભુત વ્યવહારનય છે.–ચાલુ
PDF/HTML Page 8 of 17
single page version
આ વર્ષે સુપ્રભાતના માંગળિક તરીકે આ ગાથા આવી છે. ઘણીવાર પદ્મનંદીશાસ્ત્રમાંથી ‘સુપ્રભાત–
સુપ્રભાત છે. જે આત્માઓને કેવળજ્ઞાન પ્રગટ્યું હોય તેમને સ્વભાવથી જ જ્ઞાન અને સુખરૂપ પરિણમન હોય
છે, –એનું વર્ણન કરીને શ્રી કુંદકુંદાચાર્યદેવ પોતે આ ગાથામાં કેવળજ્ઞાનરૂપી સુપ્રભાતના ગાણાં ગાય છે.
‘સબ–રસ’ છે. જેમ મીઠું દરેક રસોઈમાં પ્રવેશીને તેને સ્વાદિષ્ટ બનાવે છે તેથી લોકો તેને સબરસ કહે છે; તેમ
આત્માનું કેવળજ્ઞાન પ્રગટ થતાં બધી જ વસ્તુમાં અંતર્ગત થઈને જ્ઞાન તેને જાણી લે છે અને તે જ્ઞાન
અનાકુળતારૂપ આનંદરસથી ભરેલું છે, તેથી ખરેખર તે જ સબરસ છે. જેમ મીઠું બધી વસ્તુમાં પ્રવેશીને તેને
સ્વાદવાળી બનાવે છે તેમ જ્ઞાન બધી વસ્તુઓથી જુદું રહેવા છતાં, જાણે કે તે વસ્તુમાં પ્રવેશી ગયું હોય તેમ સર્વે
વસ્તુના સ્વરૂપનો પાર પામી જાય છે. અને જેમ મીઠું રસ આપે છે તેમ કેવળજ્ઞાન પોતે આનંદરૂપ છે. એ રીતે,
બધાને જાણે છે માટે સબ અને આનંદ સહિત છે માટે રસ–એમ કેવળજ્ઞાન પોતે સબરસ છે. એવા આત્મિક
સબરસને યથાર્થ જાણવું–માનવું તે મંગળ છે. બેસતા વર્ષના મંગળ પ્રભાતે ખરી રીતે તે જ સબરસનું
(આત્માના જ્ઞાન–આનંદ સ્વભાવનું) સ્મરણ–જ્ઞાન–ધ્યાન કરવું જોઈએ. એવા નિર્મળ જ્ઞાન ને આનંદરૂપ જે
આત્મદશા તે જ સાચું સુપ્રભાત છે. આ કારતક સુદ ૧ ની તિથિ તો અનંત આવી અને ચાલી ગઈ, પરંતુ
તેનાથી આત્માનું કાંઈ હિત થયું નથી. માટે ખરેખર દિવસ તે સુપ્રભાત નથી પણ આત્માનો પવિત્ર ભાવ તે જ
સુપ્રભાત છે; કે જે સુપ્રભાત પ્રગટવાથી આત્મામાં સુખ–આનંદ પ્રગટે છે, અને જે કદી અસ્ત પામતું નથી. એવા
સુપ્રભાતનું વર્ણન શ્રી કુંદકુંદભગવાને આ ગાથામાં કર્યું છે.
આત્માનો પરિપૂર્ણ સ્વાભાવિક આનંદ પ્રગટ થયો, એ રીતે તેમને ‘સબ–રસ’ ની પ્રાપ્તિ થઈ. એવા સબરસની
પ્રાપ્તિની ભાવનાથી આજે પણ ભવ્ય જીવો પ્રભાતમાં તેનું સ્મરણ કરે છે. પ્રભાતમાં એટલે કે આત્માની દશામાં;
જે અજ્ઞાનરૂપી અંધારી રાત છે તેને જ્ઞાનપ્રકાશવડે દૂર કરવી તે જ સાચું પ્રભાત છે. પરિપૂર્ણ જ્ઞાનવડે બધાને
જાણનાર અને આનંદ રસથી ભરપૂર એવા આત્મસ્વભાવરૂપી સબરસની, પોતાના જ્ઞાનપ્રકાશરૂપી સુપ્રભાતમાં
પ્રતીત કરવી તે જ મંગળ પ્રભાત છે. ‘હું આત્મા પરિપૂર્ણ જ્ઞાન–આનંદ સ્વરૂપ છું, મારા સ્વભાવમાંથી
શુદ્ધોપયોગરૂપી કાર્યની જ ઉત્પત્તિ થાય છે’ એમ પોતાના શુદ્ધોપયોગસ્વભાવની શ્રદ્ધા અને અંતર–આચરણદ્વારા
કેવળજ્ઞાન પ્રગટ થાય છે, તે જ સુપ્રભાતમાંગળિક છે. પહેલાંં આવી શ્રદ્ધા કરવી તે પણ મંગળસ્વરૂપ છે. કારતક
સુદ એકમનો સૂર્ય તો અનંત વખત ઊગ્યો, પણ એના ઉદયથી આત્માનું હિત થતું નથી, અને એ તો પાછો અસ્ત
થઈ જાય છે. અને શદ્ધોપયોગવડે આત્મસ્વભાવમાંથી જે ચૈતન્ય પ્રકાશ પ્રગટ્યો– (કેવળજ્ઞાનરૂપી સૂર્ય
પ્રગટ્યો) તે પરિપૂર્ણ આનંદસ્વરૂપ છે અને તેનો કદી અંત આવતો નથી. એવું જે આત્મામાં નવું વર્ષ બેઠું તે
સાદિ–અનંત છે, એ જ સાચો મંગળમહોત્સવ છે.
PDF/HTML Page 9 of 17
single page version
મુનિને પવિત્ર ચારિત્રદશા વર્તી રહી છે. એ ચારિત્રદશાના અંતરઅનુભવને આ ગાથાઓમાં ઊતાર્યો છે.
લગભગ બે હજાર વર્ષો પહેલાંં તેઓશ્રીએ જે અક્ષરો વડે રચના કરી છે તે જ અક્ષરો આજે કાયમ છે. એમના
અંતરમાંથી જે શબ્દો નીકળ્યા હતા તે જ મૂળ શબ્દો આજે વંચાય છે. શબ્દો લખવાનો વળાંક ભલે જુદો હોય,
પરંતુ શબ્દોનો ધ્વનિ અને ઉચ્ચાર તો જે શ્રી કુંદકુંદ ભગવાન વખતે હતો તે જ છે. આ શબ્દો નથી પણ
કેવળજ્ઞાન માટેના મંત્રો છે; વિકલ્પ ઊઠતાં જ્ઞાતાપણે તે શબ્દોની રચના થઈ છે, તેનો વાચ્યભાવ તેઓશ્રીના
અંતરમાં હતો. આ ૩૭ અક્ષરના મહામંત્રમાં શું ભાવ ભરેલા છે તે જુઓ:–
जादो अदिं दिओ सो णाणं सोक्खं च परिणमदि।।
ઈન્દ્રિય–અતીત થયેલા આત્મા જ્ઞાનસૌખ્યેપરિણમે. ૧૯.
આત્માનો સ્વભાવ સમજવો.
શ્રીઆચાર્યદેવ કરે છે કે–શરીર અને ઈન્દ્રિયો કોઈ પણ જીવને જ્ઞાન કે સુખનું કારણ નથી. પરંતુ જીવ પોતે જ
જ્ઞાન અને આનંદસ્વરૂપ છે. સંસારી જીવોને જે ઈન્દ્રિયજનિત જ્ઞાન અને સુખ છે તે જ્ઞાન અને સુખરૂપે કાંઈ
શરીર કે ઈન્દ્રિયો પરિણમતી નથી, પણ શરીરાદિના લક્ષે તે જીવ પોતે જ કલ્પિત સુખ અને જ્ઞાનરૂપે પરિણમે છે.
જે જીવો–શરીર અને ઈન્દ્રિયોનું લક્ષ છોડીને શુદ્ધ ઉપયોગના પ્રભાવથી અતીન્દ્રિય થયા છે તેઓ પોતે સ્વયમેવ
જ્ઞાન અને આનંદરૂપે પરિણમે છે, તેમને જ્ઞાન અને આનંદ માટે કોઈ અન્ય પદાર્થની જરૂર નથી. કોઈપણ
આત્માનું જ્ઞાન કે સુખ પર પદાર્થોમાંથી આવતું નથી, પણ પોતાના સ્વભાવના ભાનપૂર્વક શુદ્ધોપયોગના
પ્રભાવથી આત્મા પોતે જ જ્ઞાન–આનંદ સ્વરૂપ થઈ જાય છે. –એ જ સુમંગળપ્રભાત છે.
આત્મામાં સુપ્રભાત પ્રગટ્યું. આ પહેલાં પ્રકારનું (જઘન્ય) સુપ્રભાત છે. ત્યાર પછી તે જ શુદ્ધોપયોગના બળે
સ્વરૂપમાં લીનતા કરતાં સમ્યક્ચારિત્રરૂપ સુપ્રભાત પ્રગટ્યું, અને અવ્રતરૂપ (શુભ–અશુભ ભાવરૂપ)
અંધકારનો નાશ થયો. આ બીજા પ્રકારનું (મધ્યમ) સુપ્રભાત છે. ત્યારપછી સંપૂર્ણ શુદ્ધોપયોગના પ્રભાવથી
વીતરાગતા થઈને ઘાતિકર્મો નષ્ટ થયાં એને આત્મામાં કેવળજ્ઞાનાદિ સ્વ ચતુષ્ટયનો પરિપૂર્ણ પ્રકાશ થયો. આ
માંગળિક તરીકે એવા સંપૂર્ણ સુપ્રભાતની વાત છે.
આત્મા પોતે પરિણમી ગયો. તેથી પોતે જે જ્ઞાન અને સુખરૂપે થયો તે પોતાથી કદી દૂર થાય નહિ, અને તેને માટે
PDF/HTML Page 10 of 17
single page version
સમજાવે છે. ટીકા નીચે મુજબ છે–
જ્ઞાનાવરણ અને દર્શનાવરણનો પ્રલય થયો હોવાથી અધિક જેનું કેવળજ્ઞાન અને કેવળદર્શન નામનું તેજ છે–એવો
આ (સ્વયંભૂ) આત્મા, સમસ્ત મોહનીયના અભાવને લીધે અત્યંત નિર્વિકાર શુદ્ધ ચૈતન્યસ્વભાવવાળા આત્માને
અનુભવતો થકો સ્વયમેવ (પોતે જ) સ્વપરપ્રકાશતાલક્ષણ જ્ઞાન અને અનાકુળતાલક્ષણ સુખ થઈને પરિણમે છે.
આ રીતે આત્માનો, જ્ઞાન અને આનંદ સ્વભાવ જ છે. અને સ્વભાવ તો પરથી અનપેક્ષ (–ઉદાસીન, સ્વતંત્ર)
હોવાથી ઈન્દ્રિયો વિના પણ આત્માને જ્ઞાન અને આનંદ હોય છે.”
કેવળજ્ઞાન અને કેવળદર્શનરૂપી બે ચક્ષુ બીડાયેલાં હતાં તે ચક્ષુઓ ઉઘડી ગયાં. બધા આત્મામાં કેવળજ્ઞાન,
કેવળદર્શન, અનંત આનંદ અને અનંત વીર્ય એ સ્વચતુષ્ટય શક્તિરૂપે તો ત્રિકાળ છે; પહેલાંં તેની શ્રદ્ધા અને
એકાગ્રતા નહિ હોવાથી તે ફૂલની કળીની જેમ સંકોચાયેલા હતા, જ્યારે તે શક્તિસ્વભાવની શ્રદ્ધા અને એકાગ્રતા
કરી ત્યારે તે સંપૂર્ણપણે ખીલી ગયા, શક્તિમાં હતા તે પરિણમનમાં પ્રગટ થયા. આવું મંગળ વર્ષ બેઠું તે બેઠું,
હવે ફરીથી તે પ્રાપ્ત કરવાનું રહ્યું નહિ. આત્મા કૃતકૃત્ય થઈ ગયો.
મંગળરૂપ છે. અને એવા આત્મસ્વભાવની શ્રદ્ધા તે પણ શરૂઆતનું મહા મંગળ છે. શુદ્ધોપયોગના સામર્થ્યથી જ
આત્મા કેવળજ્ઞાન અને અતીન્દ્રિય આનંદરૂપે પોતે સ્વયમેવ થઈ જાય છે. આમાં કોઈની મદદ નથી, રાગ કે
વિકલ્પનું આલંબન નથી, કાળ નડતો નથી, ગુરુકૃપાની અપેક્ષા નથી, કર્મની અપેક્ષા નથી, મનુષ્યદેહ કે
મહાવિદેહક્ષેત્રની મદદ નથી. બધાયથી નિરપેક્ષ સ્વયં પોતે જ જ્ઞાન અને સુખરૂપ થાય છે. આત્મસ્વરૂપની
પ્રતીતિના જોરે શુદ્ધોપયોગ થાય છે અને એ શુદ્ધોપયોગના સામર્થ્યથી આ દશા ખીલે છે. એકલા ચૈતન્યના
ઘોલનરૂપ જ્ઞાનદશા એટલે કે આત્મામાં જ રમણતારૂપદશા, તેનાથી જ કેવળજ્ઞાન પ્રગટે છે. કોઈ નિમિત્તથી
નહિ–સંયોગથી નહિ, કર્મો ખસ્યાં તેને લીધે નહિ, પહેલાંંની મલિનદશા ટળી તેને કારણે નહિ, અને પહેલાંંની
અધૂરી શુદ્ધદશાના કારણે પણ નહિ, માત્ર શુદ્ધોપયોગના વર્તમાન સામર્થ્યથી જ પોતાના શુદ્ધચૈતન્યસ્વભાવને
અનુભવતો થકો આત્મા પોતે જ જ્ઞાન અને સુખરૂપ પરિણમે છે.
અને શ્રદ્ધા કરે ત્યારથી શુદ્ધોપયોગ શરૂ થાય છે. અને પછી તેમાં જ સંપૂર્ણ એકાગ્રતારૂપ શુદ્ધોપયોગ પૂરો થતાં
કેવળજ્ઞાન અને અતીન્દ્રિયસુખ આત્મામાં પ્રગટે છે, તે જ મંગળ છે.
શુદ્ધપર્યાયના સામર્થ્યથી કેવળજ્ઞાન પ્રગટતું નથી. શુદ્ધોપયોગનું જ સામર્થ્ય છે, ને તેનો આત્મા કર્તા છે, પણ
જડકર્મના નાશનો કર્તા આત્મા નથી. શુદ્ધોપયોગે સ્વદ્રવ્યનું આલંબન લીધું એટલે કે વર્તમાન પર્યાય સ્વદ્રવ્યમાં
જ લીન થયો, ત્યાં તે પર્યાય પોતે અતીન્દ્રિયજ્ઞાન અને સુખરૂપે પરણમી ગયો. પહેલાંં આત્મસ્વરૂપનું
સમ્યક્દર્શન અને સમ્યગ્જ્ઞાન હતું ત્યારે પણ શુદ્ધોપયોગની શરૂઆત થઈ ગઈ હતી. પણ તે ઉપયોગ સંપૂર્ણપણે
સ્વદ્રવ્યના અવલંબનમાં ટકતો ન હતો પણ કંઈક પરમાં અટકતો હતો. હવે એકલા સ્વદ્રવ્યના અવલંબનવડે
ઉપયોગને પરમાંથી
PDF/HTML Page 11 of 17
single page version
કેવળજ્ઞાન રૂપે થઈ ગયો. સમ્યગ્દર્શન પણ શુદ્ધોપયોગથી પ્રગટે છે, ને કેવળજ્ઞાન પણ શુદ્ધોપયોગથી પ્રગટે છે.
ખરેખર શુદ્ધોપયોગ પ્રગટ કરવો એ જ જીવનો પુરુષાર્થ છે એટલે કે અવસ્થાને સ્વદ્રવ્યના અવલંબનમાં ટકાવવી
એ જ પુરુષાર્થ છે. જડ કર્મોનો નાશ કરવાનો જીવનો પુરુષાર્થ નથી, અને વિકારભાવનો નાશ કરવાનો પણ
ખરેખર પુરુષાર્થ નથી, કેમ કે જે વિકારભાવ છે તે તો સ્વયમેવ નાશ પામે છે. પોતે જ્યારે શુદ્ધ ઉપયોગનું
સામર્થ્ય પ્રગટ કર્યું–અર્થાત્ સ્વભાવના અવલંબનમાં પોતે ટક્યો ત્યારે અશુદ્ધતાની ઉત્પત્તિ જ થઈ નહિ, તેથી
એમ કહેવાય છે કે જીવે અશુદ્ધતાનો નાશ કર્યો અને તે વખતે ઘાતિકર્મો પણ પોતાની મેળે નાશ પામી ગયાં.
જ્યારે શુદ્ધોપયોગનું સામર્થ્ય ન હતું ત્યારે અશુદ્ધતા હતી અને ઘાતિકર્મો નિમિત્ત તરીકે હતા. અને જ્યારે
શુદ્ધોપયોગના સામર્થ્યથી સ્વદ્રવ્યમાં લીનતા કરી ત્યારે અશુદ્ધતાની ઉત્પત્તિ જ ન થઈ અને તે અશુદ્ધતાના
નિમિત્તરૂપ ઘાતિકર્મો પણ ટળી ગયાં આ રીતે ઉપાદાન–નિમિત્તની સંધિપૂર્વક કથન છે.
‘આ’ સ્વયંભૂ આત્મા પોતે જ સ્વપરપ્રકાશતાલક્ષણ જ્ઞાન અને અનાકુળતાલક્ષણ સુખ થઈને પરિણમે છે. અહો,
જુઓ આચાર્યપ્રભુની વર્ણન શૈલિ! જેમણે ઘાતિકર્મો ક્ષય કર્યાં છે તેમને વર્તમાન પોતાના જ્ઞાનમાં યાદ કરીને
અને પોતે પોતાની સ્વરૂપ રમણતાને તાજી કરીને, જાણે કે વર્તમાનમાં શુદ્ધોપયોગની રમણતાથી ઘાતિકર્મોનો
ક્ષય કરીને પોતે જ અતીન્દ્રિય જ્ઞાન અને સુખરૂપે પરિણમી જતા હોય! એવી શૈલિથી આચાર્યદેવ સુપ્રભાતનાં
ગાણાં ગાય છે–સ્વયંભૂ આત્માનો મહિમા કરે છે. અહો, આત્માની એ પળ અને એ ક્ષણને ધન્ય છે કે જે પળે ને
જે ક્ષણે ચૈતન્યના શુદ્ધ ઉપયોગના સામર્થ્યથી ઘાતિકર્મનો ક્ષય થઈને ચૈતન્યકળી સંપૂર્ણખીલીને પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ
આનંદ પ્રગટે છે ને સાદિઅનંત કાળ ટકી રહે છે. એ આત્મા ધન્ય છે કે જેણે એવા જ્ઞાન અને આત્માને પોતામાં
ટકાવી રાખ્યાં છે. એ જ્ઞાન અને આનંદ આત્માની જ ઉપાદાન શક્તિમાંથી પ્રગટેલાં છે તેથી સ્વાધીન છે, અને
કોઈ અન્ય વસ્તુની તેને અપેક્ષા નથી તેથી નિરપેક્ષ છે. જેનો ઉદય જ્ઞાનપ્રકાશથી ભરપૂર છે અને આનંદદાયક છે
એવા ચૈતન્યભાનુનો સુપ્રભાત કાળમાં જે ઉદય થયો તે થયો હવે તે કદી પણ આથમે નહિ.
તેમાં સ્વચતુષ્ટયરૂપ મહા મંગળ પ્રભાતનું વર્ણન છે. આત્માનો સ્વભાવ જ જ્ઞાન અને સુખ છે, તેથી જ્ઞાન અને
સુખરૂપે આત્મા જ સ્વયં પરિણમે છે. ઈન્દ્રિયો વિના જ આત્માને જ્ઞાન તથા સુખ હોય છે, કેમકે પોતાનો જે
સ્વભાવ છે તે પરની અપેક્ષા વગરનો છે. જેણે આવા નિરપેક્ષ જ્ઞાન અને સુખ સ્વભાવની શ્રદ્ધા કરી–જ્ઞાન કર્યું
તે આત્મા પરથી અને પર તરફના ભાવોથી ઉદાસીન થઈને પોતાના સ્વરૂપમાં પરિણમવા લાગ્યો. હવે જેમ જેમ
તેનો કાળ જાય છે તેમ તેમ તેનું કેવળજ્ઞાન નજીક નજીક આવતું જાય છે; તેના આત્મામાં જગમગતો ચૈતન્યસૂર્ય
ઊગવાની તૈયારી થઈ. સ્વભાવમાં જ તેનું પરિણમન હોવાથી જેમ જેમ અવસ્થા પરિણમતી જાય છે તેમ તેમ
કેવળજ્ઞાન નજીક આવતું જાય છે, એક સમયમાં એક પર્યાય પરિણમે છે ને એક સમય કેવળજ્ઞાન નજીક આવે
છે. આવી દશા આચાર્યદેવને પોતાને જ પરિણમી રહી છે. પોતાને કેવળજ્ઞાનના કારણરૂપ શુદ્ધોપયોગ વર્તે છે,
તેથી કારણ ભેગો કાર્યનો ‘કલાપ’ (–મહિમા, શોભા) પણ નજીક જ હોય ને!
પ્રગટ થતી જાય છે. પહેલાંં અજ્ઞાનદશામાં પોતાના ઉપયોગને રાગપરિણામસ્વરૂપ કરીને પરિણમતો હતો, પછી
ભેદજ્ઞાન થતાં ચૈતન્યપરિણામસ્વરૂપ પરિણમવા લાગ્યો. હવે જેમ જેમ પર્યાય પરિણમે છે તેમ તેમ ઉપયોગ
ચૈતન્યમાં એકાગ્ર થતો જાય છે. એવો આત્મા અનાદિ મોહનો સર્વથા ક્ષય
PDF/HTML Page 12 of 17
single page version
એમ પંદરમી ગાથામાં કહ્યું છે.
આત્મસ્વભાવને ઓળખીને, શુદ્ધોપયોગના સામર્થ્યથી, ચાર ઘાતિકર્મોનો નાશ થતાં જે પોતે જ જ્ઞાન અને
આનંદરૂપે પરિણમી ગયો છે એવા જીવને પોતાના જ્ઞાન અને આનંદ માટે ઈન્દ્રિયો વગેરે કોઈ પણ પદાર્થની શું જરૂર
છે? જે પોતે જ્ઞાન અને આનંદરૂપે પોતાના સ્વભાવથી જ થાય છે તેને તેમાં કોઈ અન્ય પદાર્થોની અપેક્ષા નથી.
જેને ઈન્દ્રિય અને મન વિદ્યમાન છે તે જીવ પણ તેમનાથી નથી જાણતો, પણ પોતે જ જ્ઞાનરૂપે પરિણમીને જાણે છે.
કષાય ઘટાડીને જે જ્ઞાન પ્રગટ્યું છે તે જ્ઞાનવડે જ જાણે છે. જેમને પાંચ ઈન્દ્રિય અને મન છે એવા બધા જીવોને
જ્ઞાન એક સરખું થતું નથી, પણ તેમના જ્ઞાનમાં ફેર છે, કેમકે જીવને ઈન્દ્રિય તથા મનથી જ્ઞાન થતું નથી પરંતુ
પોતાના પર્યાયમાં પોતે જે જ્ઞાનરૂપે પરિણમે છે તેનું જ જ્ઞાન થાય છે. આ રીતે જીવનું જ્ઞાન પરથી નિરપેક્ષ છે.
બધાય જીવોને સુખ એક સરખું હોવું જોઈએ. પણ તેમ દેખાતું નથી. ઈન્દ્રિયો વિદ્યમાન હોવા છતાં અજ્ઞાની જીવો
આકુળતાથી દુઃખી જ છે. સુખનું લક્ષણ તો અનાકુળતા છે. જેટલા અંશે આકુળતા ટાળે છે તેટલા અંશે સુખ હોય
છે. સિદ્ધભગવાન પોતાના સ્વભાવથી જ સંપૂર્ણ સુખરૂપે પરિણમી રહ્યા છે; આત્માનો સુખસ્વભાવ ઈન્દ્રિયોને
આધીન નથી.
ગાથામાં કહ્યું છે કે– ‘કેવળી ભગવાનને જ પારમાર્થિક (ઉત્કૃષ્ટ) સુખ હોય છે’ એવું વચન સાંભળીને જેઓ
હમણાં જ સ્વીકાર કરે છે તેઓ શિવશ્રી (મોક્ષલક્ષ્મી) નાં ભાજન–આસન્નભવ્યો છે, અને જેઓ તે સાંભળીને
સ્વીકાર કરતા નથી તેઓ મોક્ષસુખરૂપી સુધાપાનથી દૂરવર્તી અભવ્યો છે. જેને ઈન્દ્રિયવિષયોનું જ સુખ ભાસે છે
અને ઈન્દ્રિયરહિત આત્મસ્વભાવનું સુખ ભાસતું જ નથી–તે જીવ આત્માના સુખસ્વભાવને જ માનતો નથી,
અને આત્માના સ્વભાવને જ નહિ માનતો હોવાથી તેને કદી મુક્તિ થતી નથી.
જ્ઞાન અધૂરા છે, અને તેમાં ઈન્દ્રિય કે મન નિમિત્તરૂપે હોય છે. પરંતુ તે ક્ષાયોપશમિક જ્ઞાનો પણ ઈન્દ્રિય વગેરેથી
જાણવાનું કામ કરતા નથી, પણ જ્ઞાનના પ્રગટપણાથી જ જાણવાનું કામ કરે છે. તેવી જ રીતે સુખ પણ
ઈન્દ્રિયોથી થતું નથી. અજ્ઞાની જીવ ઈન્દ્રિયોના વિષયોની ઈચ્છા કરીને તેમાં સુખની કલ્પના કરે છે, તે સુખની
કલ્પના પણ ઈન્દ્રિયોથી થઈ નથી, પણ અજ્ઞાની જીવ પોતે તે કલ્પનારૂપે પરિણમ્યો છે. અને જ્ઞાની જીવ પોતાના
સ્વભાવથી જ સુખરૂપે પરિણમે છે. ક્ષાયોપશમિક જ્ઞાનવાળા જીવને નિમિત્ત તરીકે ઈન્દ્રિય–મનનું અવલંબન છે,
એવી તેમના જ્ઞાનની લાયકાત છે, પરંતુ કેવળી ભગવાનને તો પરિપૂર્ણ જ્ઞાનસ્વભાવ પ્રગટી જતાં
ક્ષાયોપશમિકજ્ઞાનરૂપ પરિણમન જ રહ્યું નથી. તેમને અધૂરું જ્ઞાન જ નહિ હોવાથી ઈન્દ્રિય–મનનું અવલંબન
નિમિત્ત તરીકે પણ રહ્યું નથી. ક્ષયોપશમજ્ઞાન વખતે ઈન્દ્રિયાદિને નિમિત્ત કહેવાતું, પણ પૂર્ણ જ્ઞાન થતાં હવે તેને
નિમિત્ત પણ કહેવાતું નથી. શુદ્ધોપયોગના જોરે આત્મા પોતે પૂર્ણજ્ઞાનરૂપે પરિણમી ગયો, ત્યાં અધૂરા
(ક્ષાયોપશમિક) જ્ઞાન સાથેનો સંબંધ તૂટી ગયો, અને ક્ષાયોપશમિકજ્ઞાન વખતે ઈન્દ્રિયો–મન અને કર્મો સાથે જે
નિમિત્તપણાનો સંબંધ હતો તે પણ તૂટી ગયો. કેવળજ્ઞાન તે સ્વભાવજ્ઞાન છે, તેમાં કર્મો કે ઈન્દ્રિય–મન કોઈનું
નિમિત્ત નથી.
PDF/HTML Page 13 of 17
single page version
કેવળજ્ઞાન ન હતું, અને કેવળજ્ઞાનરૂપે પરિણમ્યો ત્યારે ક્ષાયોપશમિકજ્ઞાન સાથે સંબંધ ન રહ્યો. અધૂરા જ્ઞાનદર્શન
વખતે ઈન્દ્રિય વગેરે નિમિત્ત હતાં પણ જ્યારે તે જ્ઞાન અને દર્શન સ્વભાવમાં જ સંપૂર્ણ એકાગ્ર થઈ ગયા ત્યારે
અધૂરા જ્ઞાન–દર્શન છૂટી ગયા, ને ઈન્દ્રિય વગેરે નિમિત્ત તરફનું વલણ પણ સર્વથા છૂટી ગયું, તેથી કેવળજ્ઞાન
અને કેવળદર્શન અતીન્દ્રિય છે, તેનો પ્રકાશ અસાધારણ છે.
જ્ઞાનનું આચરણ છે. અને પછી તે જ સ્વભાવમાં ઉપયોગની એકાગ્રતા કરવી તે ચારિત્રનું આચરણ છે. આ
આચરણથી જ ધર્મ થાય છે; બીજા કોઈ ધર્મનાં આચરણ નથી.
આવવાનું નથી. આચાર્ય ભગવાન અસ્તિ–નાસ્તિ બંને પડખાંનું કથન સાથે જ કરે છે. પહેલાંં એમ કહ્યું કે–
ભગવાન આત્મા પોતાના શુદ્ધોપયોગમાં લીન થયો ત્યાં કર્મોનો સંબંધ તૂટયો. ત્યાં શુદ્ધોપયોગની અસ્તિ અને
કર્મની નાસ્તિ બતાવી. બીજા બોલમાં કહ્યું કે અતીન્દ્રિયજ્ઞાન–દર્શનરૂપે પરિણમ્યો ત્યાં ક્ષાયોપશમિકજ્ઞાન–દર્શનનો
સંબંધ તૂટયો; એમાં પરિપૂર્ણ જ્ઞાન–દર્શનની અસ્તિ અને અધૂરા જ્ઞાન–દર્શનની નાસ્તિ બતાવી. કથનમાં ક્રમ પડે
છે પણ એક જ સમયના ભાવમાં આ બધું થઈ જાય છે.
જ્ઞાનમાં ભરોંસો થાય છે. જેના જ્ઞાનમાં એવો ભરોંસો થયો તેનું જ્ઞાન વિકારથી છૂટીને સ્વભાવમાં પરિણમવા
લાગ્યું એટલે કે તે જીવ પોતે કેવળજ્ઞાન અને મુક્તિ તરફ પરિણમવા માંડયો. આ જ ધર્મ છે. મારો સ્વભાવ
પરથી જુદો છે, ને ઈન્દ્રિય વગર જ મારાં જ્ઞાન અને સુખ થાય છે–આમ નક્કી કર્યું ત્યાં સ્વભાવ તરફ વળવાનું
જ આચરણ રહ્યું, ને વિકારથી પાછો ફર્યો. આવી પ્રતીતના ભાવો સહિતનું આ કથન છે. ખરેખર પોતાના જે
જ્ઞાનમાં કેવળીભગવાનની અને અતીન્દ્રિય સ્વભાવની ઓળખાણ અને પ્રતીતિ થઈ તે જ્ઞાનનો મહિમા છે.
સમજાય તેને, ‘ઈન્દ્રિયો–વિકાર કે અપૂર્ણજ્ઞાન મારું સ્વરૂપ નથી પણ પૂર્ણ–નિર્વિકાર જ્ઞાનસ્વભાવ જ હું છું’ એવી
સમ્યક્ પ્રતીતિ થાય જ. એ રીતે સમ્યક્પ્રતીતિ સહિત અનુભવ થતાં આત્મા તરફની જાગૃતિનો શુદ્ધોપયોગ થાય
જ. ‘મારાથી આ ન થાય’ એમ માનવું નહિ, બધા આત્માથી આ થઈ શકે છે, ને આ જ કરવા જેવું છે, માટે
બરાબર પ્રયત્ન કરીને આ સમજવું.
તો પૂર્ણતા નથી; ઊણા અને પૂરા વચ્ચે કેટલો વિરહ છે? તેનો જવાબ–અરે ભાઈ, વિરહ કેવા! ઊણું પોતે જ્યાં
પૂરા સ્વભાવમાં લીન થઈ ગયું ત્યાં ઊણા અને પૂરા વચ્ચે આંતરો જ નથી. પહેલા જ્યારે ઊણું જ્ઞાન
પર્યાયદ્રષ્ટિમાં જ અટકતું ત્યારે ઊણા અને પૂરા વચ્ચે અંતર હતું, પણ હવે અપૂર્ણતાનો જ નિષેધ કરતું–
પર્યાયદ્રષ્ટિ છોડતું તે પૂરા સ્વભાવમાં જ એકાગ્ર થઈ ગયું ત્યાં ઊણું અને પૂરું અભેદ થઈ ગયા, વિરહ તૂટી ગયો.
પર્યાયદ્રષ્ટિથી પૂર્ણતા ભાસતી ન હતી, પણ સ્વભાવમાં એકાગ્ર થઈને દ્રવ્યદ્રષ્ટિથી જોયું ત્યાં પૂર્ણસ્વભાવ જ ભાસે
છે, અપૂર્ણતા ભાસતી નથી. અધૂરીદશા ને પૂરીદશા એવો ભેદ તો પર્યાય અપેક્ષાએ છે, પણ દ્રવ્યસ્વભાવની
અપેક્ષાએ જુઓ તો દરેક સમયે પૂર્ણતા જ છે. આવા સ્વભાવ તરફના વલણમાં કેવળજ્ઞાન સાથેના વિરહ છે જ
ક્યાં? દ્રવ્યસ્વભાવ કેવળજ્ઞાનથી ભરેલો છે. જો દ્રવ્યસ્વભાવના વિરહ હોય તો કેવળજ્ઞાનના વિરહ હોય.
PDF/HTML Page 14 of 17
single page version
પરિપૂર્ણ સ્વભાવમાં રહીને ૩૩ સાગર કાળની સ્થિતિને જાણી છે, એટલે પોતાના નિર્મળજ્ઞાનને કેવળજ્ઞાન તરફ
લંબાવીને વિરહ તોડી નાખ્યો છે. કાળભેદને તોડીને ભવિષ્યના કેવળજ્ઞાનને વર્તમાનમાં જ જાણે છે. એ ખરેખર
સ્વભાવના આશ્રયે જ્ઞાન સામર્થ્ય જ લંબાણું છે અને વચલા ૩૩ સાગરની બધી દશાઓનો જ્ઞાતા થઈ ગયો છે.
જેને પોતાની પૂર્ણશક્તિની પ્રતીત થઈ છે તે જીવ વર્તમાન પૂર્ણસ્વભાવ ઉપર જ જોર આપે છે, પણ ૩૩
સાગરના કાળ ઉપર તેનું જોર જતું નથી. પૂર્ણસ્વભાવ ઉપરનું જોર પ્રગટ કર્યું તે સુપ્રભાત છે.
‘સબ’ માં (બધા પદાર્થોમાં) જ્ઞાનનો પ્રવેશ થાય છે અને આનંદનો ‘રસ’ હોય છે, તેથી તે જ ‘સબરસ’ છે,
અને આત્માના સુપ્રભાતમાં અંગીકાર કરવા યોગ્ય છે.
અનંત જેનું ઉત્તમ વીર્ય છે’ –એવો આ આત્મા સ્વયમેવ જ્ઞાન અને સુખ થઈને પરિણમે છે. ’ આત્માની બધી
કાર્ય–શક્તિમાં વીર્યબળ પ્રધાન છે તેથી પહેલાંં તેની વાત કરી છે. શુભ હો, અશુભ હો કે શુદ્ધ હો–તેમાં આત્માનું
વીર્યબળ જ કાર્ય કરે છે. કોઈ પણ પર્યાય આત્માના પુરુષાર્થ વગર થતો નથી. પહેલાંં જ્ઞાન–દર્શન ન લેતાં વીર્ય
લીધું કેમકે વીર્ય એટલે આત્મબળથી જ કેવળજ્ઞાન અને કેવળદર્શન થાય છે. શુદ્ધોપયોગનું સામર્થ્ય પૂર્ણ થતાં
આત્મશક્તિ નિર્વિઘ્ન પણે ખીલી ગઈ અને અંતરાયનો ક્ષય થઈ ગયો. હવે આત્મશક્તિમાં કોઈ વિઘ્ન નથી. આ
સિવાય બીજું શું મંગળ હોય?
લીનતા થતાં અંતરાયક્રર્મ સાથેના નિમિત્ત સંબંધને પણ તોડીને નિર્વિઘ્ન અનંત આત્મશક્તિ પ્રગટ થઈ છે. પહેલાંં
જે આત્મશક્તિ વિકારમાં અટકતી ને અપૂર્ણ પરિણમતી હતી તે હવે પોતાના સ્વભાવમાં પૂર્ણપણે પરિણમવા
લાગી. અહીં વીર્ય સાથે ‘ઉત્તમ’ વિશેષણ વાપર્યું છે. બધા આત્મામાં પુરુષાર્થ તો છે. પણ ઉત્તમ પુરુષાર્થ તેને
કહેવાય કે જે આત્મસ્વભાવનો આશ્રય કરીને કેવળજ્ઞાન પમાડે. શુદ્ધોપયોગના પુરુષાર્થમાં જે વીર્ય જોડાણું તે
ઉત્તમવીર્ય થઈ ગયું. ગમે તેવા ઊંચા શુભભાવનો પુરુષાર્થ કરે તો પણ તેને ઉત્તમવીર્ય કહેવાય નહિ. પણ જે
પુરુષાર્થવડે સ્વભાવનું કાર્ય થાય તે જ ઉત્તમવીર્ય છે. વળી અહીં પૂર્ણદશાના ઉત્તમવીર્યને ‘અનંત’ વિશેષણ
લગાડયું છે. પૂર્ણ દશામાં જે નિર્વિઘ્ન ઉત્તમવીર્ય પ્રગટ્યું છે તે કાળથી તો અનંત છે, પરંતુ તેનામાં વર્તમાનમાં જ
અનંત સામર્થ્ય છે. સાધકદશાનું જે ઉત્તમ વીર્ય છે તે કાળથી અનંત નથી, તેમજ પૂર્ણદશાનું અનંત સામર્થ્ય પણ
તેનામાં નથી. સ્વભાવનો પુરુષાર્થ એ જ ઉત્તમવીર્ય છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર ને કેવળજ્ઞાન એ કોઈ પુરુષાર્થ
વગર પમાતા નથી, માટે પહેલાંં જ પુરુષાર્થ વર્ણવ્યો છે. સ્વભાવમાંથી જે ઉત્તમ અને બેહદ વીર્ય પ્રગટે છે તે
જ્ઞાન–આનંદ વગેરે બધા ગુણોને પૂર્ણપણે ટકાવતું પ્રગટયું છે. આત્માની પૂર્ણજ્ઞાન અને આનંદથી ભરપૂર દશા
પ્રગટી પછી અવતાર હોતો નથી. સદાય પોતે પોતાના જ્ઞાન ને આનંદમાં જ બિરાજી રહે છે.–આ જ સુપ્રભાત છે,
ને એ જ સાદિ–અનંતકાળનું નવું બેસતું વર્ષ છે.
કોઈ સાથે લડવું છે? વળી એમ લખે કે શાલિભદ્રની રિદ્ધિ હજો. જુઓ તો ખરા, તૃષ્ણાને કેટલી લંબાવે છે?
સ્વભાવનું ભાન ન હોય તેથી સંયોગની ભાવના કરે છે. પણ તારા ચૈતન્યસ્વભાવને ઓળખીને એમ ભાવના
કર કે, સિદ્ધ આત્માને જે આત્મબળ પ્રગટ્યું તે આત્મબળ અમને પ્રગટ હોજો,
PDF/HTML Page 15 of 17
single page version
બાંધીને મોહનો નાશ કરવા તૈયાર થયો છું. મારા સ્વભાવની ઉગ્રતા વડે મોહ–અસ્થિરતાનો નાશ કરીને
પૂર્ણતા થાય છે. પર્યાયમાં જે કાંઈ પવિત્રતા થાય છે તે પૂર્ણસ્વભાવના આશ્રયે જ થાય છે. એવા સ્વભાવની
અપૂર્ણ જ્ઞાનનો નાશ થયો અને કેવળજ્ઞાન તથા કેવળદર્શનરૂપી બે ચક્ષુઓ ખૂલ્યાં; તેનાથી આત્મસ્વભાવના
દર્શનનું તેજ અધિક છે ઉત્કૃષ્ટ છે. મતિ–શ્રુત–અવધિ કે મનઃપર્યય જ્ઞાનથી કે ચક્ષુ–અચક્ષુ કે અવધિ દર્શનથી
જ્ઞાનદર્શનનો વિકાસ થઈને પૂર્ણતા પ્રગટે છે.
અભાવને લીધે અત્યંત નિર્વિકાર શુદ્ધ ચૈતન્યસ્વભાવવાળા આત્માને અનુભવતો થકો સ્વયમેવ (પોતે જ)
આનંદ છે, તેમાં શું વિઘ્ન હોય? ઈન્દ્રિયો વિના જ આત્મામાં જ્ઞાન અને સુખરૂપ પરિણમન છે. જ્ઞાન અને આનંદ
અને ઈન્દ્રિયોમાંથી સુખબુદ્ધિ ટળી જાય. પૂર્ણ જ્ઞાન અને સુખ માટેનો આ જ પહેલો ઉપાય છે. પોતાના અતીન્દ્રિય
વિષયો પ્રત્યે ખરેખરો વૈરાગ્ય હોય છે. પોતાના સ્વભાવમાં જ જ્ઞાન અને આનંદ છે તેને જે માનતો નથી તથા
છું–એમ સ્વભાવની સન્મુખ થઈને, શુદ્ધોપયોગથી જ્યાં ભગવાન આત્મા પોતામાં લીન થયો ત્યાં, અત્યંત
શુદ્ધોપયોગવડે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરવાથી જ જ્ઞાન ને સુખ થાય છે, તે વખતે ઈન્દ્રિયો તરફ કે તેના
પરને યથાર્થપણે જાણે છે. અને સુખ કેવું છે?
PDF/HTML Page 16 of 17
single page version
પરિણમીને સ્વને અને પરને જાણે છે. જેમ અંધકારમય કોટડીમાં રહેલો માણસ અંધારાને અને પોતાને જાણે છે,
પણ કાંઈ અંધારું જાણતું નથી. તેમ દેહમાં રહેલો ચૈતન્યસ્વરૂપ આત્મા પોતે પોતાને અને પરને જાણે છે, પણ
કાંઈ દેહ કે ઈન્દ્રિયો જાણતાં નથી. પહેલાંં ભેદજ્ઞાન–વડે પોતાના જ્ઞાનસ્વભાવને સ્વતંત્ર જાણીને તેમાં એકાગ્રતા
કરવાથી સ્વપર પ્રકાશકતા લક્ષણવાળું જ્ઞાન જેટલી હદવાળું છે તેટલી હદે તે સંપૂર્ણ પરિણમી ગયું, અને
અનાકુળતા લક્ષણવાળું સુખ પણ સંપૂર્ણ ખીલી ગયું. તે આત્મા પોતે જ્ઞાન અને સુખ સાથે એકમેકપણે પરિણમી
આત્માથી ભિન્ન કોઈ પદાર્થોમાંથી સુખ આવ્યું નથી પણ આત્મા પોતે જ સુખમય થયો છે અને તે સુખમાં કોઈ
પ્રકારનો કંટાળો નથી. તેથી અનંતકાળ સુધી એવું ને એવું સુખ અનુભવ્યા કરશે, કદી પણ ‘હવે સુખ નહિ’ એવું
નહિ થાય. જો આકુળતા હોય તો કંટાળો આવે પણ આ સુખ તો સ્વાભાવિક હોવાથી અનાકુળ છે, તેમાં કંટાળો
શો? ઈન્દ્રિય વિષયોમાં જે સુખ કલપ્યું છે તે આકુળતાજનિત છે તેથી તેમાં કંટાળો આવી જાય છે. અમુક દૂધપાક
ખાઈને પછી કંટાળી જાય છે, કોઈ પણ ઈન્દ્રિયોના વિષયમાં કંટાળો આવ્યા વગર રહેતો નથી, કેમકે ત્યાં
વાસ્તવિક સુખ નથી. અને સ્વભાવમાંથી પ્રગટેલું આ અતીન્દ્રિય સુખ વાસ્તવિક સુખ છે, તેમાં ગમે તેટલું
ભોગવે પણ કંટાળો નથી, પણ આનંદ છે, આહ્લાદ છે. કેવળજ્ઞાન પહેલાંં સાધકદશા વખતે અનાકુળ આનંદ
અંશે પ્રગટ્યો હતો, તેમાં પણ ‘આટલો આનંદ બસ, હવે વધારે ન જોઈએ’ એમ કદી કંટાળો થતો ન હતો; પણ
અનુભવવડે પોતે અમર્યાદિત સુખ સ્વરૂપે થઈ જાય છે, તે જ સુપ્રભાત છે.
છે. ’ પહેલાંં પોતાના આવા નિરપેક્ષસ્વભાવના શ્રદ્ધા–જ્ઞાન કરીને પછી શુદ્ધોપયોગના જોરે સમસ્ત ઘાતિકર્મો
તેમજ અધૂરા જ્ઞાનો સાથેનો સંબંધ તોડીને, ઈન્દ્રિયો અને શરીર વગર આત્મા પોતે જ જ્ઞાન અને આનંદરૂપે
પરિણમે છે. તેથી તે ‘સ્વયંભૂ’ આત્મા પોતે જ જ્ઞાન–આનંદસ્વભાવ છે. તેનો જ્ઞાન–આનંદ ક્યાંય બહારથી
લાવવો પડતો નથી. બધા આત્માનો સ્વભાવ આવો જ છે. પણ જ્યાં સુધી પોતે પોતાના આવા સ્વભાવને
સ્વકારતો નથી ત્યાં સુધી જીવને તે જ્ઞાન અને આનંદ વ્યક્ત થતા નથી. અને જ્યારે પોતાના સ્વભાવને
સ્વીકારીને તેમાં એકાગ્ર થાય છે ત્યારે, પોતાના જે જ્ઞાન અને આનંદ ત્રિકાળ શક્તિરૂપ છે તે જ પર્યાયરૂપે
વ્યક્ત થાય છે, અને પછી તે સદા એમ ને એમ રહે છે.
સ્વભાવનો મહિમા લાવી તે તરફના વલણથી શદ્ધોપયોગ પ્રગટ કરવો. કોઈ પણ આત્માનો સ્વભાવ અજ્ઞાનરૂપ
કે પુણ્ય–પાપરૂપ નથી. પણ જ્ઞાન અને સુખમય સ્વભાવ બધા આત્માનો છે. વસ્તુનો સ્વભાવ પરની અપેક્ષા
રાખતો નથી, તેથી આત્માનો જ્ઞાન અને આનંદસ્વભાવ પરથી નિરપેક્ષ છે. આત્માનો સ્વભાવ જ પવિત્ર છે, તે
પર્યાયમાં પૂર્ણ પ્રગટ્યો ત્યાં સ્વયમેવ જ્ઞાન ને સુખ હોય છે, તેમાં તેને કોઈ બીજાની જરૂર નથી. પૂર્ણ જ્ઞાન અને
સુખ પ્રગટ્યા ન હતા ત્યારે પણ બીજાની જરૂર ન હતી. પૂર્ણ પર્યાય હો કે અધૂરો પર્યાય હો, પણ સ્વભાવ તો
પરથી નિરપેક્ષ હોવાથી ભગવાન આત્માને જ્ઞાન–આનંદ ઈન્દ્રિય વગર જ હોય છે.
પોતે જ જ્ઞાન રૂપે અને આનંદરૂપે પરિણમી જાય છે, તે જ્ઞાન અને આનંદને પર સાથે સંબંધ નથી. સ્વદ્રવ્યમાં
પરિણમીને પોતે જેટલો અકષાયરૂપ થાય તેટલું જ્ઞાન ને સુખ થાય છે. આવો સ્વાવલંબી આત્મસ્વભાવ છે. તે
સ્વભાવની પ્રતીતિ પણ સ્વાવલંબી છે, તેનું જ્ઞાન સ્વાવલંબી છે, આનંદ સ્વાવલંબી છે, પુરુષાર્થ સ્વાવલંબી છે.
સ્વાવલંબીનું બધું સ્વાવલંબી છે. આવા સ્વભાવના અવલંબને જે શ્રદ્ધા અને સ્થિરતા પ્રગટી તેના જોરે
આત્મામાં સ્વકાળની પૂર્ણતા થાય છે અને સાદિ અનંતકાળ પૂર્ણ જ્ઞાનાનંદીપણે આત્મા પરિણમે છે, એ જ મહાન
સુપ્રભાત માંગળિક છે.
PDF/HTML Page 17 of 17
single page version
(૩) પુસ્તકમાંથી જ્ઞાન આવતું નથી પણ આત્મામાંથી આવે છે. પુસ્તક તો અજીવ છે.
હસમુખલાલ, લલિતાબેન, કંચનબેન. (૧૮–૨૦) સાવરકુંડલા–વસંતરાય, રાજેન્દ્ર, ગુણવંતી. (૨૧–૨૨) અમરેલી–
વસંતલાલ અનિલકુમાર, જસુમતીબેન. (૬૧) ઈન્દિરાબેન–મુંબઈ.