Atmadharma magazine - Ank 053
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948). Entry point of HTML version.


Combined PDF/HTML Page 1 of 1

PDF/HTML Page 1 of 17
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૫
સળંગ અંક ૦૫૩
Version History
Version
Number Date Changes
001 Jan 2006 First electronic version.

PDF/HTML Page 2 of 17
single page version

background image
। ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે ।
વર્ષ પાંચમું : સંપાદક : ફાગણ
રામજી માણેકચંદ દોશી
અંક પાંચમો વકીલ ૨૪૭૪
શ્રી સીમંધર પ્રભુજીનાં ભાવ ભર્યાં સન્માન
(રાગ – સારંગ, દેશી – માતા મરૂ દેવીનાનંદ)
તમે તો ભલે બિરાજોજી.... તમે તો ભલે બિરાજોજી
સુવર્ણપુરમાં સીમંધર જિનજી ભલે બિરાજોજી. (ટેક)
મંગલ આગર કરુણા સાગર, સાગર જેમ ગંભીર;
જગતના આધાર દીનદયાળુ, ઉતારો ભવજલ તીર... તમે૦ ૧
નાથ નિરંજન ભવભયભંજન, શરણાગત આધાર;
તરણ તારણ બિરૂદ ધરાવો, વંદું હું વારંવાર. તમે૦ ૨
નિરવિકારી શાંત મનોહર, મુદ્રા નિરખી આજ;
એહવી અન્ય દેવની જગમાં, દીઠી નહિ જિનરાજ... તમે૦ ૩
પુષ્કલા વતી વિજય વસીયા, પિતાશ્રી શ્રેયાંસ પૂજ્ય;
આનંદ દાયક સત્ય માતાના, સમરૂં અહોનિશ તુજ... તમે૦ ૪
પુરણ શશી સમ મુખ મનોહર, નિરખી હર્ષ અપાર;
કેવલજ્ઞાન અનંત ગુણાકાર, પ્રગટ્યા પૂર્ણાનંદ... તમે૦ ૫
સંવત ઓગણીશ સત્તાણું સાલે ફાગણ શુદિ બીજ;
સીમંધર જિનના દરિશન કરીને, સેવક થાયે લીન... તમે૦ ૬
(શ્ર સ્ . )
મહત્સવ
ફાગણ સુદ–૧: ભગવાનશ્રી કુંદકુંદ–પ્રવચન
મંડપના ઉદ્ઘાટનનો બીજો વાર્ષિક મહોત્સવ ફાગણ
સુદ ૧ ને ગુરુવારે છે.
ફાગણ સુદ–૨: મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજમાન
ત્રિલોક પૂજ્ય શ્રીસીમંધરપ્રભુ આદિ જિનેન્દ્રદેવોની
વીતરાગી પ્રતિમાની સોનગઢના શ્રીજિનમંદિરમાં
પ્રતિષ્ઠા થઈ, તેનો આઠમો વાર્ષિક મહોત્સવ ફાગણ
સુદ ૨ ને શુક્રવારે છે.
ફાગણ સુદ–૭ થી ૧પ: અષ્ટાહ્નિકા પર્વ: શ્રી
નંદીશ્વર દ્વિપે શાશ્વત જિનબિંબો રત્નમય છે.
અષ્ટાહ્નિકા પર્વમાં દેવો ત્યાં જઈને ભક્તિનો મોટો
ઉત્સવ કરે છે. ફા. સુ. ૭ બુધવારથી ફા. સુ. ૧૫
બુધવાર સુધી આ પર્વ છે. આ પર્વ શાશ્વત છે.
ફાગણ વદ–૧: શ્રી જૈન સ્વાધ્યાય મંદિરમાં ‘“’
ની દસમી વર્ષગાંઠ ફા. વ. ૧ ને ગુરુવારે છે.
ફાગણ વદ–૯: આદિજિનેશ શ્રીઋષભદેવ
ભગવાનનો જન્મકલ્યાણક અને તપકલ્યાણક
ઉત્સવ ફા. વ. ૯ ને શુક્રવારે છે.
ઉપરના ઉત્સવદિનો દરેક સાલ મુજબ ઊજવાશે.
આત્મધર્મ કાર્યાલય – મોટા આંકડિયા – કાઠિયાવાડ

PDF/HTML Page 3 of 17
single page version

background image
: ૬૬ : આત્મધર્મ : ફાગણ : ૨૪૭૪ :
વર્ષ પાંચમું : સળંગ અંક : ફાગણ
અંક ૫ાંચમો : ૫૩ : ૨૪૭૪
ભેદવિજ્ઞાન
શ્રી સમયસાર – મોક્ષઅધિકારના વ્યાખ્યાનોમાંથી
આત્માની છાપ (–લક્ષણ) ચૈતન્ય–સ્વરૂપ છે, તે ચૈતન્યસ્વરૂપી આત્માને બદલે કોઈ અજ્ઞાનીઓ
વિકારને આત્મા તરીકે ઓળખેતો તેથી કાંઈ આત્માનો સ્વભાવ વિકારમય થઈ જતો નથી. પરંતુ જ્યાંસુધી
આત્માને વિકારી માને ત્યાંસુધી જીવનું દુઃખ ટળે નહિ. ચૈતન્ય જેનું ચિહ્ન છે એવા આત્માના સ્વભાવમાં કોઈ
રાગ કે વિકારનો પ્રવેશ નથી, તેથી ચૈતન્યસ્વભાવમાંથી તે સર્વેને ભેદી શકાય છે, પણ ચૈતન્ય તો આત્મા સાથે
અભેદ છે તેથી તેને ભેદી શકાતું નથી. આત્માને કઈ રીતે ગ્રહણ કરવો અને બંધભાવને કઈ રીતે છોડવા તેનો
ઉપાય દર્શાવતાં આચાર્યભગવાન શ્રી સમયસારજીના ૧૮૨ માં કલશમાં કહે છે કે જે કાંઈ ભેદી શકાય તે સર્વને
સ્વલક્ષણના બળથી ભેદીને, જેનો ચિન્મુદ્રાથી અંકિત નિર્વિભાગ મહિમા છે એવો શુદ્ધ ચૈતન્ય જ હું છું. –એમ
પ્રજ્ઞાવડે આત્માને ગ્રહણ કરાય છે. પ્રજ્ઞાવડે ભેદી શકાય તે સર્વને ભેદવું એટલે કે–આત્માને અને રાગાદિ
બંધભાવોને ભેદી શકાય છે માટે તેને ભેદવા–જુદા જાણવા. પણ જ્ઞાન અને આત્મને ભેદી શકાતા નથી, તે તો
નિર્ભેદ છે; માટે તે ગુણ–ગુણી ભેદનું પણ લક્ષ ન કરવું. આત્મસ્વભાવનો નિર્વિભાગ–મહિમા છે એટલે
અનંતકાળથી પર્યાયમાં વિકાર હોવા છતાં સ્વભાવનો મહિમા જરા પણ ઘટ્યો નથી, અને વિકાર કદી એક સમય
માત્ર કરતાં જરા પણ વધી ગયો નથી. આત્મામાં કાંઈ વિકારનાં પડ ઉપર પડ ચડતાં નથી અર્થાત્ એક કરતાં
વધારે પર્યાયોનો વિકાર કાંઈ ભેગો થતો નથી; તેનો સ્વભાવમહિમા તો સદાય પૂરેપૂરો વિકાર રહિત વર્તમાન
વર્તે છે. પણ પોતે ઊંધી માન્યતા કરીને બંધભાવવડે એક સમયનો સંસાર ઉભો કર્યો છે, છતાં સ્વભાવે તો
ત્રિકાળ શુદ્ધ ચૈતન્યમૂર્તિ પરમાત્મા છે. સમ્યગ્જ્ઞાનવડે શુદ્ધસ્વભાવ અને બંધભાવ વચ્ચેના ભેદને જાણીને બંધને
જુદો પાડી શકાય છે, અને સ્વભાવનું ગ્રહણ થઈ શકે છે.
જીવનો સંસાર અર્થાત્ બંધભાવ કોઈ પર પદાર્થના કારણે નથી, તેમજ ચૈતન્યના સ્વભાવમાં પણ તે નથી;
માત્ર એક સમય પુરતી પોતાની લાયકાતથી સ્વભાવની એકતા તોડીને એકેક સમય બંધભાવમાં ટકીને અનંતકાળ
કાઢ્યો છે. જો સ્વભાવનાં લક્ષે એક સમય માત્ર પણ બંધભાવ સાથેના એકત્વપણાની માન્યતા ઉડાડી દીએ તો તેના
બંધભાવનો અવશ્ય નાશ થાય જ. પરંતુ ચૈતન્યસ્વભાવ અને બંધભાવને ભિન્નપણે ન જાણે અને સ્વભાવ તરફ
લક્ષ ન કરે તો કાંઈ બંધભાવો એની મેળે ટળી જાય નહિ. પોતાના સ્વભાવસામર્થ્યને જાણ્યા વગર જીવે
અનંતકાળથી પોતાનું નિર્માલ્ય પણું જ માન્યું છે કે ‘કર્મો મને હેરાન કરે છે અને મારે પર પદાર્થોની સહાય જોઈએ.’
પરંતુ જ્ઞાનીઓ તેને ભેદજ્ઞાન કરાવે છે કે હે ભાઈ, તું તો ચૈતન્ય સ્વભાવ છો, તારા સ્વભાવમાં વિકારનો પણ
પ્રવેશ નથી તો પછી જડ કર્મો તો હોય જ ક્યાંથી? માટે કર્મોનું અને વિકારનું પણ લક્ષ છોડી દઈને તું તારા ચૈતન્ય
સ્વભાવને જો. એક વાર અંતરથી મહિમા લાવીને તું તારા ચૈતન્ય સામર્થ્યની હા પાડ. આત્મા આત્મામાં છે, કર્મો
કર્મમાં છે, જ્યાં એક દ્રવ્યમાં અન્ય દ્રવ્યોનો પ્રવેશ જ નથી તો પછી અન્ય દ્રવ્યો સાથે તારે શું પ્રયોજન છે? તને દુઃખ
તારી પોતાની અજ્ઞાનદશાનું છે, કર્મનું દુઃખ તને નથી. દુઃખનું કારણ જે તારી વિકારી દશા છે તે પણ તારું સ્વરૂપ
નથી માટે તને વિકાર અને આત્મા વચ્ચે ભેદજ્ઞાન બતાવીએ છીએ, એ ભેદજ્ઞાન જ દુઃખ ટાળવાનો ઉપાય છે.
પ્રશ્ન:– ચૈતન્યસ્વરૂપ આત્માનું જ ગ્રહણ કરવાનું કહ્યું, પરંતુ ‘હું ચૈતન્ય સ્વરૂપ આત્મા છું’ એમ લક્ષમાં લેવા
જતાં પણ ભેદનો વિકલ્પ તો આવ્યા વગર રહેતો જ નથી? તો પછી વિકલ્પરહિત આત્માનું ગ્રહણ કઈ રીતે કરવું?
ઉત્તર:– પ્રથમ ભૂમિકામાં ગુણ–ગુણીભેદ વગેરેનો વિચાર આવશે ખરો, પણ આત્માના ચૈતન્ય લક્ષણથી
તેને જુદા જાણીને અભેદ ચૈતન્ય તરફ ઢળજે. ભલે ભેદ વચ્ચે આવો, પણ મારા ચૈતન્યમાં તો ભેદ નથી. ‘ચૈતન્ય
અવસ્થાનો હું કર્તા, ચૈતન્યમાંથી હું કરું, ચૈતન્યવડે કરું’ ઈત્યાદિ છ કારક ભેદના વિચાર ભલે આવે પણ
યથાર્થપણે છએ કારકોમાં ચૈતન્યવસ્તુ એક જ છે, તે ચૈતન્યમાં કોઈ ભેદ નથી. આમ, ચૈતન્યસ્વભાવની મુખ્યતા
કરીને અને ભેદને ગૌણ કરીને સ્વરૂપસન્મુખ થઈને ભાવના કરતાં જ ચૈતન્યનું ગ્રહણ થાય છે, તે જ સમ્યગ્દર્શન
છે, અને તે જ ઉપાયથી મોક્ષ થાય છે.

PDF/HTML Page 4 of 17
single page version

background image
: ફાગણ : ૨૪૭૪ : આત્મધર્મ : ૬૭ :
અષ્ટપ્રાભૃત – પ્રવચન: લેખાંક ૮
અષ્ટપ્રાભૃત ઉપર પૂજ્ય શ્રી કાનજીસ્વામીના વ્યાખ્યાનોનો ટૂંક સાર: આત્મધર્મ અંક ૫૧ થી ચાલુ
વર સ. ૨૪૭૨ વશખ વદ – ૧૨
(ગાથા – ૧૬)
() મ્ગ્ર્ ? : સમ્યગ્દર્શન થતાં જ સમ્યગ્જ્ઞાન થાય છે અને સમ્યગ્જ્ઞાનથી
કલ્યાણ અકલ્યાણનું સ્વરૂપ જણાય છે–એમ પંદરમી ગાથામાં કહ્યું; હવે કલ્યાણ અકલ્યાણનું સ્વરૂપ જાણવાથી શું
થાય છે તે સોળમી ગાથામાં કહે છે. જે પુરુષ કલ્યાણ અને અકલ્યાણ માર્ગનું સ્વરૂપ જાણવાવાળા છે તે, જેણે
મિથ્યાત્વસ્વભાવને ઊડાડી દીધો છે એવા અર્થાત્ મિથ્યાત્વનો અભાવ કર્યો છે એવા હોય છે; તેમ જ શીલવંત
કહેતાં સમ્યક્સ્વભાવયુક્ત પણ હોય છે તથા તે સમ્યક્સ્વભાવના ફળ વડે શુદ્ધતામાં વૃદ્ધિ પામે છે, અને
સાધકદશામાં જે રાગ રહી જાય તેનાથી સમ્યગ્દ્રષ્ટિને લાયક તીર્થંકર–ચક્રવર્તી આદિ ઉચ્ચ પદો પણ પામે છે. અને
તે અભ્યુદય થયા પછી નિર્વાણને પામે છે–સિદ્ધદશા પામે છે.
જીવ જ્યારે ભલા–બૂરા માર્ગનું સ્વરૂપ જાણે ત્યારે, અનાદિ સંસારથી માંડીને જે મિથ્યાત્વરૂપ પરિણતિ છે
તે બદલીને સમ્યક્સ્વભાવરૂપ પરિણતિ થાય છે, તે પરિણતિ થતાં વિશિષ્ટ પુણ્ય બંધાય છે અને તેથી તીર્થંકર
વગેરેની અભ્યુદયરૂપ પદવી પામીને જીવ નિર્વાણ પામે છે. તીર્થંકરગોત્ર વગેરે અલૌકિક પુણ્ય સમ્યગ્દ્રષ્ટિ જીવોને
જ હોય છે.
() મ્ગ્ર્ િિ ર્ : એક માત્ર સમ્યગ્દર્શનના ફળમાં સિદ્ધદશા પ્રગટે છે, અને
સમ્યગ્દર્શન વગર જે કાંઈ ભાવો કરે તે બધાય સંસારનું જ કારણ છે, તેનાથી આત્માને કિંચિત્ ધર્મ થતો નથી.
નગ્ન દિગંબર મુનિ થઈને પંચમહાવ્રત પાળે અને કોઈ બાળી નાંખે તોય તેના ઉપર ક્રોધની લાગણી ન કરે–એવી
ક્ષમા પાળે તોપણ આત્માના ભાન વગર તેને કિંચિત્ ધર્મ નથી.
() જ્ઞ િક્ત : પ્રશ્ન:– એટલું બધું સહન કરવાની શક્તિ છે તેથી આત્માની કાંઈક
ઓળખાણ તો હશે ને? જો આત્માની ઓળખાણ ન હોય તો આટલી બધી સહન શક્તિ ક્યાંથી હોઈ શકે?
ઉત્તર:– એ સહન શક્તિ પર લક્ષે છે. લોકોમાં પણ અનેક સ્ત્રીઓ સ્વમાનની ખાતર બળી મરે છે અને
જરાય ઊંકારો કરતી નથી, તે પણ સહનશક્તિ તો છે ને! જેમ તે અશુભના લક્ષે સહન કરે છે તેમ એ દ્રવ્યલિંગી
મુનિ પણ આત્માના ભાન વગર શુભરાગના લક્ષે સહન કરે છે અને ક્ષમાની શુભલાગણી આત્માને લાભ કારક
છે–એમ માને છે, તેને કિંચિત્ આત્મલાભ નથી. સ્વમાનના અશુભરાગની ખાતર સહન કરનાર સ્ત્રી અને
શુભરાગને ખાતર સહન કરનાર દ્રવ્યલિંગી મુનિ–એ બંને પરમાર્થે એક જ જાતના છે, બેમાંથી એકેયને કલ્યાણ
થતું નથી. અજ્ઞાનીઓને એમ લાગે કે અહોહો, એ મુનિએ ઘણું સહન કર્યું! પણ ખરેખર તેણે શુભ રાગ અને
તેના અભિમાન સિવાય કાંઈ કર્યું નથી.
તે દ્રવ્યલિંગી મુનિને આત્માનું તો લક્ષ નથી તેથી “ગમે તેવા સંયોગોમાં પણ રાગ કરવાનો મારો
સ્વભાવ જ નથી હું તો જ્ઞાન સ્વરૂપ છું” એમ જ્ઞાનસ્વભાવની પ્રતીતિપૂર્વક તેને ક્ષમાભાવ પ્રગટતા નથી; પરંતુ
‘મારા પૂર્વકર્મના ઉદય છે તેથી આ પ્રતિકૂળતા આવી છે અને જો અત્યારે ક્રોધ કરીશ તો ફરી પાછાં કર્મ બંધાશે’
–એવા ભયથી કર્મના લક્ષે તે જીવ ક્ષમાભાવ રાખે છે; પણ સંયોગોથી અને વિકારથી રહિત જ મારો સ્વભાવ
છે–એમ સ્વભાવદ્રષ્ટિથી તે સહન કરતો નથી. તેની તે ક્ષમા શુભબંધનું જ કારણ છે, પણ ધર્મનું કારણ નથી. પર
લક્ષે થતો કોઈ પણ ભાવ કાં તો શુભ હોય, અને કાંતો અશુભ હોય, પણ તે ધર્મભાવ તો હોય જ નહિ. તે
અજ્ઞાની દ્રવ્યલિંગી જીવ એમ માને છે કે ‘આ મારા પૂર્વકર્મનું ફળ છે’ એટલે તે જીવ પૂર્વકર્મનો અર્થાત્ પૂર્વના
વિકારી ભાવોનો અને તેના ફળનો ધણી થયો, અને વર્તમાનમાં એ સહન કરવાથી મને ધર્મ થશે–એમ માન્યું
એટલે કે પરલક્ષે ક્ષમાની શુભલાગણીને ધર્મ માન્યો તે જ મિથ્યાત્વ છે. તેણે માત્ર શુભભાવ કર્યો છે, તેથી
અધિક કાંઈ જ કર્યું નથી. ઊલ્ટું તે શુભભાવનું અભિમાન કરીને અને તેમાં ધર્મ માનીને તેણે આત્માના
અકલ્યાણની પુષ્ટિ કરી છે.
() ર્ત્ િક્ત : ધર્માત્મા જીવને ક્ષમાની લાગણી થાય ત્યારે તેઓ એમ જાણે છે કે મારા
સ્વભાવમાં ક્રોધની કે ક્ષમાની

PDF/HTML Page 5 of 17
single page version

background image
: ૬૮ : આત્મધર્મ : ફાગણ : ૨૪૭૪ :
લાગણી નથી, સ્વભાવમાં રહીને શુભ કે અશુભ લાગણી કર્યા વગર જાણવું તે જ મારૂં સ્વરૂપ છે. જે શુભ
લાગણી થઈ તે મારું કર્તવ્ય નથી અને તેનાથી આત્માનું કલ્યાણ નથી. મારા સ્વભાવના લક્ષે જેટલી વીતરાગતા
થઈ તેટલો મને લાભ છે. ક્રોધની કે ક્ષમાની લાગણી કોઈ પરના કારણે થતી નથી. ધર્મીને કદાચ ક્રોધ થઈ આવે
તો પણ જાણે છે કે ખરેખર આ ક્રોધનો હું જ્ઞાતા છું, પણ તેનો કર્તા નથી.
ક્ષણિક ક્રોધની લાગણી થઈ તે મારા સ્વરૂપની ચીજ નથી. અને પરને કારણે ક્રોધ થયો નથી, તેથી તેઓ
તે વખતે ખરેખર ક્રોધની લાગણી પ્રત્યે ઉદાસીન વર્તે છે. ‘હું ક્રોધનો જ્ઞાતા છું’ એમ વારંવાર ગોખવું પડતું નથી,
પરંતુ વીતરાગી જ્ઞાન સ્વભાવનું ભાન થતાં એવું પરિણમન સહજ હોય છે. જ્ઞાનસ્વભાવમાં જ એકત્વપણે
પરિણમે છે તેથી ક્રોધાદિ સર્વે ભાવોના જ્ઞાતા જ છે. ક્રોધ થતાં તેમને સ્વરૂપમાં સંદેહ પડતો નથી તેમ જ
સમ્યગ્દર્શનાદિમાં પણ શંકા પડતી નથી, પણ તે જ વખતે ક્રોધથી ભિન્નપણાનું ભાન ચાલુ છે–એટલે તે અપેક્ષાએ
તો ક્રોધ વખતે પણ તેમને સ્વભાવના લક્ષે અંશે સહનશીલતા પ્રગટ છે.
() િક્ત સ્રૂ : આત્માના જ્ઞાનસ્વભાવની ઓળખાણ વગર પરમાર્થે સહન શક્તિ હોય જ
નહિ. ‘સહન કરવું’ તે દુઃખરૂપ નથી પણ આનંદ અને વીતરાગતારૂપ છે. જેટલે અંશે શુભ કે અશુભ રાગ થાય
તથા દુઃખ લાગે તેટલે અંશે સહનશક્તિનો અભાવ છે. સ્વભાવના ભાનપૂર્વક આનંદની એકાગ્રતાથી જેટલા
રાગદ્વેષ ક્રોધાદિ ટળ્‌યા તેટલી સાચી સહનશક્તિ છે. પરંતુ જેઓ શુભરાગમાં સંતોષ માને છે તેઓને સાચી
સહનશક્તિ નથી, કેમકે પુણ્ય પ્રત્યે રાગ અને પાપ પ્રત્યે દ્વેષ એવો વિષમભાવ તેને સદાય વર્તે છે. પુણ્યની રુચિ તે
જ સ્વરૂપ ઉપરનો મહા ક્રોધ છે. પુણ્ય–પાપ રહિત સ્વભાવના ભાનપૂર્વક જે પુણ્ય–પાપનો અને સંયોગનો માત્ર
જ્ઞાતા રહી ગયો તેને જ સાચો સમતાભાવ છે અને તેને જ સાચી સહનશક્તિ છે. એવી વીતરાગી સહનશક્તિ
સમ્યગ્દર્શન વગર હોય નહિ. શુભભાવરૂપ ક્ષમા તો જીવે અનંતવાર કરી છે પણ પુણ્ય અને પાપ બંને મારૂં સ્વરૂપ
નથી, જ્ઞાન સ્વરૂપમાં રાગ કરવાપણું નથી, એમ સ્વભાવના લક્ષે વીતરાગી ક્ષમા કદી પણ કરી નથી.
() મ્ગ્ર્ : એક સેકંડનું સમ્યગ્દર્શન અનંત જન્મમરણનો નાશ કરે છે.
સમ્યગ્દર્શન પ્રગટ કરતાં જ આત્માનું પરિણમન નિર્મળ થવા માંડે છે, અને અલ્પકાળે મોક્ષ થાય છે. તે
સમ્યગ્દર્શનનો ઉપાય આત્માની સાચી સમજણ કરવી તે જ છે, પરંતુ કોઈ રાગની ક્રિયા વડે કે કરોડો રૂપિયા
ખરચવાથી સમ્યગ્દર્શન થતું નથી. સમ્યગ્દર્શન સહજ છે, પોતાના સ્વભાવ સાથે તેનો સંબંધ છે. જે ભાવ
જરાપણ કષ્ટદાયક લાગે કે અરુચિકર લાગે તે ભાવમાં ધર્મ નથી, ધર્મ ભાવ તો શાંતિદાયક છે.
–૧૬–
વીર સં. ૨૪૭૨ : વૈશાખ વદ ૧૪
(ગાથા – ૧૭)
(૧૭૫) સમ્યગ્દશન કરણરૂપ જનવચન : – સમ્યર્ગ્દશન તે કલ્યાણનું મૂળ છે, એમ કહ્યું. હવે
શ્રીઆચાર્યદેવ કહે છે કે આવું સમ્યગ્દર્શન જિનવચનથી પમાય છે, માટે તે જિનવચન જ સર્વ દુઃખને હરનાર છે.
જિનવચન છે તે ઔષધ છે; તે ઔષધ અનાદિથી જીવને ઈન્દ્રિયોના વિષયભૂત પદાર્થોમાં જે સુખબુદ્ધિ છે તે
છોડાવે છે. તે જિનવચનો અમૃત સરખાં છે કેમકે તે જન્મ–જરા–મરણરૂપી રોગને હરનારાં છે અને સર્વ દુઃખોનો
ક્ષય કરનારાં છે. અહીં માત્ર યથાર્થ નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે, પણ તે નિમિત્તથી સમ્યગ્દર્શન થાય છે એમ
સમજવું નહિ. પણ જે જીવ સમ્યગ્દર્શન પ્રગટ કરે તેને નિમિત્ત તરીકે જિનવચન જ હોય છે એમ સમજવું.
જીવ પોતાના સ્વરૂપને ભૂલીને વિષયોમાં સુખબુદ્ધિ કરે છે તેથી તે દુઃખી થાય છે. જિનવચનવડે સ્વ–
પરનું ભેદવિજ્ઞાન થતાં વિષયોમાં સુખબુદ્ધિ ટળી જાય છે; એ રીતે જિનવચનરૂપી ઔષધવડે અજ્ઞાન–મિથ્યાત્વનું
વિરેચન થાય છે. જેમ રોગોમાં ઔષધિ નિમિત્ત છે તેમ વિષય સુખનું વિરેચન કરાવવામાં જિનવચનો રૂપી
ઔષધ નિમિત્ત છે, તેને ઉપચારથી ઉપકારી પણ કહેવાય છે. સમ્યગ્દર્શન વડે આત્મસ્વભાવના સુખનો અનુભવ
પ્રગટે ત્યારે વિષયો પ્રત્યે સહજે વૈરાગ્ય થાય છે. જ્યાંસુધી સમ્યગ્દર્શનવડે સ્વભાવસુખને ન અનુભવે ત્યાંસુધી
વિષયો પ્રત્યે સાચો વૈરાગ્ય આવે નહિ.
() િ મ્ગ્ર્ ? : અહીં આચાર્યભગવાન સમ્યગ્દર્શનના સાચા
નિમિત્તને ઓળખાવે છે. સમ્યગ્દર્શનમાં નિમિત્તરૂપ કોઈ કુદેવ–કુગુરુ–કુશાસ્ત્રના વચનો ન હોય પણ જિનદેવનાં
વચનો

PDF/HTML Page 6 of 17
single page version

background image
: ફાગણ : ૨૪૭૪ : આત્મધર્મ : ૬૯ :
જ નિમિત્ત હોય. સમ્યગ્જ્ઞાનીઓ જે કહે છે તે પણ જિનવચન અનુસાર જ હોય છે, તેથી તેમનાં વચનો પણ
સમ્યગ્દર્શનનું નિમિત્ત હોય છે. ‘આ જિનવચન છે અને આ જિનવચન નથી’ એમ પહેલાંં પોતે નક્કી કરે અને
પછી જિનવચનો શું કહે છે–એનો આશય જીવ સમજે તો તેને સમ્યગ્દર્શન પ્રગટે અને મિથ્યાત્વાદિ રોગ ટળે. એ
રીતે જિનવચન તે ઔષધરૂપ છે. પરંતુ જે જીવ જિનવચનના રહસ્યને સમજે નહિ તે જીવને સમ્યગ્દર્શન થાય
નહિ અને તેને માટે જિનવચનને ઔષધરૂપ કહેવાય નહિ.
() િ ? : સમ્યગ્જ્ઞાન વડે આત્મસ્વભાવ ઓળખાય છે. શ્રીજિનવચનો સમ્યગ્જ્ઞાનવડે
આત્મસ્વભાવ ઓળખાવે છે. આત્મસ્વભાવ ઓળખતાં સ્વવિષયમાં રુચિ થાય છે અને ઈન્દ્રિયોના વિષયો પ્રત્યે
વૈરાગ્ય થાય છે, તેમાં સુખબુદ્ધિ કદાપિ થતી નથી. આથી શ્રીજિનવચનો વડે કલ્યાણ–અકલ્યાણનું સ્વરૂપ જાણતાં
વિષયો પ્રત્યે વૈરાગ્ય થાય છે. શ્રીમદ્રાજચંદ્રજીએ કહ્યું છે કે–
વચનામૃત વીતરાગનાં પરમ શાંત રસ મૂળ
ઔષધ જે ભવરોગનાં (પણ) કાયરને પ્રતિકૂળ.
શ્રી વીતરાગનાં વચનો આત્માના પરમશાંતરસનું મૂળ છે અને ભવરોગને ટાળવા માટે અમૃત સમાન
ઔષધ છે. તે વચનો સમજતાં જીવને ભવની શંકા રહેતી નથી, કેમકે આત્માનો સ્વભાવ ભવરહિત છે અને તે
સ્વભાવ જિનવચનો દર્શાવે છે. જેને ભવની શંકા છે તે જિનવચનોને જ સમજ્યો નથી. પોતાના શાંતસ્વભાવને
ભૂલીને પરમાં સુખ માનવું તે તદ્ન રોગ છે, તે રોગને જિનવચનો ક્ષણમાત્રમાં દૂર કરે છે. જિનવાણી સ્વતંત્ર
આત્મસ્વભાવને બતાવીને સ્વ–પરનું ભેદજ્ઞાન કરાવે છે અને એ રીતે વિષયોમાં સુખબુદ્ધિનું વિરેચન કરાવે છે.
વિષયોમાં સુખબુદ્ધિ ટળતાં કર્મબંધ થતો નથી, અને તેથી જન્મ–જરા–મરણરૂપી રોગ દૂર થાય છે.
() મ્ગ્જ્ઞ ? : શ્રી આચાર્ય ભગવાને પૂર્વની ગાથામાં કહ્યું હતું કે સમ્યગ્દર્શન થતાં
સમ્યગ્જ્ઞાન થાય છે અને સમ્યગ્જ્ઞાન થતાં કલ્યાણ અકલ્યાણનો નિર્ણય થાય છે; હવે આ ગાથામાં તેનું ફળ
બતાવ્યું છે કે–સમ્યગ્જ્ઞાનવડે સ્વ–પર પદાર્થોનું સ્વરૂપ જાણવાથી આત્માના સ્વભાવમાં રુચિ થાય છે અને
વિષયોમાં સુખબુદ્ધિનું વિરેચન થાય છે. વિષયો પ્રત્યે વૈરાગ્ય થાય છે અને કર્મબંધ અટકી જાય છે, તેથી જન્મ–
મરણરૂપી રોગ દૂર થઈને મોક્ષ થાય છે. આથી સિદ્ધ થયું કે મોક્ષનું મૂળ સમ્યગ્દર્શન જ છે, અને તે સમ્યગ્દર્શનનું
કારણ શ્રી જિનવચનો છે, માટે શ્રી જિનવચનોને અમૃતસમાન જાણીને તેને અંગીકાર કરવાં અને તેનું રહસ્ય
સમજવું.
–૧૭–
ગાથા – ૨૦
() િશ્ચ વ્ મ્ગ્ર્ વ્ખ્ : હવે આચાર્યદેવ નિશ્ચય સમ્યગ્દર્શન અને વ્યવહાર
સમ્યગ્દર્શનની વ્યાખ્યા કરે છે. જીવાદિ પદાર્થોનું શ્રદ્ધાન તે વ્યવહારથી સમ્યક્ત્વ છે અને નિશ્ચયથી તો પોતાના
આત્માનું જ શ્રદ્ધાન તે સમ્યક્ત્વ છે–એમ જિનદેવે કહ્યું છે. તત્ત્વાર્થનું શ્રદ્ધાન તે તો વ્યવહારથી સમ્યગ્દર્શન છે.
પોતાના આત્મસ્વભાવનો અનુભવ, તેની શ્રદ્ધા–પ્રતીતિ–રુચિ તે નિશ્ચયથી સમ્યગ્દર્શન છે; આ સમ્યગ્દર્શન
આત્માથી જુદી કોઈ વસ્તુ નથી પણ આત્માના જ શુદ્ધ પરિણામ છે તેથી તે આત્મા જ છે; આ રીતે સમ્યક્ત્વ
અને આત્મા એક જ વસ્તુ છે–એવો નિશ્ચયનો આશય જાણવો.
() િશ્ચમ્ગ્ર્ ્ય પ્ર? : આત્માનો સ્વભાવ છએ દ્રવ્યો અને નવ તત્ત્વોને સંપૂર્ણપણે
જાણવાનો છે, તેથી પ્રથમ છ દ્રવ્યો અને નવ તત્ત્વોની યથાર્થ પ્રતીતિ વગર પોતાના જ્ઞાતાસ્વભાવની શ્રદ્ધા હોઈ
શકે જ નહિ. જ્ઞાતાસ્વભાવની પ્રતીતિ તે નિશ્ચય સમ્યગ્દર્શન છે અને નવ તત્ત્વની પ્રતીતિ તે વ્યવહારસમ્યગ્દર્શન
છે. નવ તત્ત્વની તો પ્રતીતિ કરે પણ જો જ્ઞાતાસ્વભાવની પ્રતીતિ ન કરે તો નિશ્ચયસમ્યગ્દર્શન પ્રગટે નહિ.
જ્ઞાનનો સ્વભાવ રાગરહિત રહીને જાણવાનો છે, તેથી જ્યાં સુધી રાગરહિત નવ તત્ત્વોને જાણે ત્યાં–સુધી વિકલ્પ
છે, ત્યાં નિશ્ચયસમ્યગ્દર્શન નથી. જ્ઞાનમાં જ્યાં સુધી એકત્વબુદ્ધિપૂર્વકનો રાગ–વિકલ્પ છે ત્યાં સુધી સમ્યગ્દર્શન
થતું નથી, પણ રાગથી ખસીને સ્વભાવ તરફ ઢળીને પ્રતીતિ કરતાં રાગ સાથેની એકત્વબુદ્ધિ તૂટી જાય છે અને
સ્વભાવ સાથે એકતા થતાં નિશ્ચયસમ્યગ્દર્શન પ્રગટે છે. સમ્યગ્દર્શન પ્રગટ્યા પછી જે રાગ–વિકલ્પ હોય છે તેમાં
સમ્યગ્દ્રષ્ટિ જીવને એકત્વબુદ્ધિ નથી હોતી; તેથી ત્યાં વિકલ્પ હોવા છતાં નિશ્ચયસમ્યગ્દર્શન હોય છે. આવું
નિશ્ચયસમ્યગ્દર્શન ચોથા ગુણસ્થાનથી જ હોય છે.

PDF/HTML Page 7 of 17
single page version

background image
: ૭૦ : આત્મધર્મ : ફાગણ : ૨૪૭૪ :
() િશ્ચમ્ગ્ર્ , વ્ િ. : જેને નિશ્ચયસમ્યગ્દર્શન પ્રગટ
કર્યું હોય તે જીવને, વ્યવહાર સમ્યગ્દર્શનમાં દોષ (–અતિચાર) હોવા છતાં તેને તે દર્શનમોહના બંધનું કારણ થતું
નથી. કેમકે નિશ્ચયસમ્યગ્દર્શનના સદ્ભાવમાં મિથ્યાત્વસંબંધી બંધન થતું નથી. અને કોઈ જીવને વ્ય્વહાર
સમ્યગ્દર્શન તો બરાબર હોય, તેમાં જરાય અતિચાર પણ ન લાગવા દેતો હોય, પરંતુ જો તેને નિશ્ચયસમ્યગ્દર્શન
ન હોય તો તેને મિથ્યાત્વમોહ બંધાયા જ કરે છે. સમ્યગ્દર્શનનો જે વ્યવહાર છે તે સમ્યકત્વના દોષને ટાળવા
સમર્થ નથી પણ સમ્યગ્દર્શનનો જે નિશ્ચય છે તે મિથ્યાત્વનું બંધન થવા દેતો નથી. એટલે એમ સિદ્ધાંત છે કે
નિશ્ચય તે બંધનો નાશક છે અને વ્યવહાર તે બંધનો નાશ કરવા સમર્થ નથી.
(૧૮૨) વ્યવહારસંબંધી દોષો હોવા છતાં નિશ્ચયના જોરે નિર્જરા જ થઈ જાય છે પણ તે દોષોથી નવું
. : નિશ્ચય સમ્યગ્દર્શનના જોરે સમ્યકત્વ સંબંધી જે વ્યવહાર દોષો છે તેની નિર્જરા જ થઈ જાય
છે, પણ સમ્યગ્દ્રષ્ટિને તે બંધનું કારણ થતું નથી. કેમકે સમ્યગ્દર્શન સંબંધી નિશ્ચય પ્રગટી ગયો છે–અર્થાત્
નિશ્ચયસમ્યગ્દર્શન પ્રગટી ગયું છે તેથી તેમને મિથ્યાત્વનું બંધન થતું નથી, પણ નિર્જરા જ છે. ચોથા ગુણસ્થાને
ક્ષયોપશમ સમ્યગ્દ્રષ્ટિ જીવને સમ્યગ્દર્શનમાં કિંચિત્ સૂક્ષ્મ દોષ હોય છે, અને ત્યાં તેને ‘સમ્યક્મિથ્યાત્વમોહનીય’
નામની કર્મ પ્રકૃતિનો ઉદય હોય છે, પરંતુ તે વખતે પણ તેને મિથ્યાત્વ પ્રકૃતિનું બંધન થતું નથી; જુઓ, જીવને
પણ કંઈક દોષ છે અને કર્મનો ઉદય પણ છે, છતાં તે કર્મનું બંધન થતું નથી; કેમકે નિશ્ચય–સમ્યગ્દર્શનના જોરે
સમ્યકત્વ સંબંધી જે વ્યવહાર દોષો છે તેની નિર્જરા જ થઈ જાય છે પણ સમ્યગ્દ્રષ્ટિને તે બંધનું કારણ થતું નથી.
‘સમ્યક્–મિથ્યાત્વમોહનીય’ પ્રકૃતિનો સ્વભાવ જ એવો છે કે તેનો બંધ કોઈ પણ જીવને થાય નહિ; જ્યારે તેનો
ઉદય હોય (અને જીવને કિંચિત્ દોષ હોય) તે વખતે પણ મિથ્યાત્વ પ્રકૃતિનું બંધન થતું જ નથી.
‘સમ્યક્મિથ્યાત્વ મોહનીય’ નામની કર્મ પ્રકૃતિનો ઉદય સમ્યગ્દ્રષ્ટિ જીવને જ હોય છે પરંતુ તેને
નિશ્ચયસમ્યકત્વના જોરમાં તે બંધનું કારણ થતી નથી પણ નિર્જરા જ થઈ જાય છે.
(૧૮૩) હ જીવ! ત નશ્ચયસમ્યગ્દશન પ્રગટ કર : – જ્ઞાનનો સ્વભાવ રાગથી જુદાપણે રહીને સ્વતંત્રપણે
જાણવાનો છે. શાસ્ત્ર વગેરેના લક્ષે સાતતત્ત્વોને જાણે તે તો રાગરહિત જાણ્યું છે, પણ રાગથી ભિન્ન પડીને
સ્વભાવની પ્રતીતિ કરે તો નિશ્ચયસમ્યગ્દર્શન પ્રગટે છે. છ દ્રવ્યના અથવા સાત તત્ત્વોના વિકલ્પોને તોડીને
પોતાના શુદ્ધ આત્માની વિકલ્પરહિત શ્રદ્ધા તે જ સમ્યગ્દર્શન છે. આચાર્યદેવ પ્રેરણા કરે છે કે હે જીવ! તું એ
સમ્યગ્દર્શન પ્રગટ કરીને પરમ ચક્ષુઓવડે તારા પવિત્ર સ્વભાવને જો. દયા–ભક્તિ વગેરે કોઈ પ્રકારનો રાગભાવ
તારા આત્મસ્વભાવની જાત નથી.
–૨૦–
ગાથા – ૨૧
() મ્ગ્ર્ પ્ર : હવે આ ગાથામાં આચાર્યભગવાન સમ્યગ્દર્શનનો મહિમા
બતાવીને, તેને ધારણ કરવા માટે ભવ્ય જીવોને પ્રેરણા કરે છે. પૂર્વોક્ત–રીતે શ્રી જિનેન્દ્રદેવે કહેલું દર્શનરત્ન છે,
તે સર્વે ગુણોમાં અને દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ રત્નત્રયીમાં સાર છે–ઉત્તમ છે; વળી મોક્ષરૂપી મહેલમાં ચઢવા માટે
પ્રથમ પગથિયું છે. તેથી આચાર્યદેવ કહે છે કે હે ભવ્ય જીવો! તમે તે સમ્યગ્દર્શનને અંતરંગ ભાવથી ધારણા કરો;
બાહ્ય ક્રિયા વગેરેથી જે માન્યું તે પરમાર્થ નથી. અંતરંગમાં આત્માની રુચિવડે સમ્યગ્દર્શન ધારણ કરવું તે મોક્ષનું
કારણ છે.
શ્રી આચાર્યદેવ કહે છે કે હે જીવ! તું ભાવથી આવા શુદ્ધ સમ્યગ્દર્શનને ધારણ કર. જેમ ખાનદાન પિતા
પોતાના પુત્રને શિખામણ આપે તેમ અહીં ધર્મપિતા આચાર્યદેવ શિખામણ આપે છે કે–પરમ પિતા શ્રી
સિદ્ધભગવાનના વીતરાગી સંતાન થવાને લાયક એવા હે ભવ્ય જીવો! તમે આત્મકલ્યાણને માટે પવિત્ર
સમયગ્દર્શનને ઓળખીને અંતરંગ ભાવથી ધારણ કરો. ચૈતન્યભાવ સન્મુખ થઈને સમ્યગ્દર્શન પ્રગટ કરો.
() સ્શ્ર મ્ગ્ર્ : વિકલ્પથી, દેવ–ગુરુ–શાસ્ત્ર ઉપરના રાગથી કે શાસ્ત્રના
જાણપણાથી સમ્યગ્દર્શન થતું નથી;–એ બધું તો અભવ્ય જીવો પણ કરે છે, પરંતુ તેને પરાવલંબનની શ્રદ્ધા રહ્યા
કરે છે. વસ્તુસ્વભાવ સ્વાધીન પૂરો છે, તેની શ્રદ્ધા વગર સમ્યગ્દર્શન થતું નથી. એક સાથે સમસ્ત લોકાલોક

PDF/HTML Page 8 of 17
single page version

background image
: ફાગણ : ૨૪૭૪ : આત્મધર્મ : ૭૧ :
જણાય તોય જે જ્ઞાન થાકી જતું નથી અને જ્ઞાનમાં વિકલ્પ પણ ઊઠતો નથી–એવો જ્ઞાનસ્વભાવ છે, એટલે કે
જ્ઞાનસ્વભાવ સદાય પૂરો અને વિકાર રહિત છે, એવા જ્ઞાનસ્વભાવને જરા પણ પરાશ્રયવાળો માનવો તે સાચી
માન્યતા નથી. વિકલ્પનો એક અંશ પણ વસ્તુસ્વભાવમાં નથી; એવા સ્વભાવનો આશ્રય તે મુક્તિનું કારણ છે;
અને વિકલ્પનો એક અંશ પણ મારો છે એવો પરાશ્રયભાવ તે મિથ્યાત્વ છે, ને સંસારનું કારણ છે.
() મ્ગ્દ્રિષ્ટ જી : સમ્યગ્દ્રષ્ટિને જે સ્વાશ્રયભાવ પ્રગટ્યો હોય છે તે ભાવ સિદ્ધ
ભગવાનની જાતનો હોય છે. સિદ્ધભગવંતોને સંપૂર્ણપણે સ્વાશ્રયભાવ પ્રગટ્યો છે અને સમ્યગ્દ્રષ્ટિ વગેરેને અંશે
સ્વાશ્રયભાવ પ્રગટ્યો છે–એથી તેમનામાં સાધ્ય–સાધકનો ભેદ છે, પરંતુ બંનેના ભાવની જાત એક જ છે.
પૂર્ણભાવનો સાધકભાવ પણ પૂર્ણની જાતનો જ હોય છે. નાટક–સમયસારમાં સમ્યગ્દ્રષ્ટિને જિનેશ્વરદેવના
લઘુનંદન કહેલ છે, તે શ્લોક નીચે પ્રમાણે છે–
ભેદવિજ્ઞાન જગ્યો જિન્હકે ઘટ, શીતલ ચિત્ત ભયો જિમ ચંદન
કેલિ કરૈ શિવમારગમૈં, જગમાંહિ જિનેશ્વર કે લઘુનંદન.
અર્થ:– જેમના હૃદયમાં સ્વ–પરનો વિવેક પ્રગટ થયો છે, જેમનું ચિત્ત ચંદન સમાન શીતળ થયું છે અર્થાત્
કષાયોનો આતપ નથી અને સ્વ–પરનો વિવેક હોવાથી જેઓ મોક્ષમાર્ગમાં કેલિ (–મોજ) કરે છે એવા
સમ્યગ્દ્રષ્ટિ જીવો આ જગતમાં જિનેશ્વરદેવના લઘુ પુત્ર છે અર્થાત્ થોડા જ કાળમાં તેઓ અરિહંત પદ પ્રાપ્ત
કરવાના છે.–ઈત્યાદિ સમ્યગ્દર્શનનો મહિમા કરીને પં. બનારસીદાસજીએ સમ્યગ્દ્રષ્ટિ જીવોની શાત પવિત્ર દશાને
નમસ્કાર કર્યા છે.
() િ : અહીં આચાર્યદેવ કહે છે કે–હે જીવો, તમે સમ્યગ્દર્શનને
અંતરંગભાવથી ધારણ કરો. અંતરંગભાવ એટલે શું? અંતરસ્વભાવના આશ્રયે પરિણતિ પ્રગટ કરવી તે
અંતરંગભાવ છે; એવી પરિણતિ અંશે પ્રગટ કરવી તે સમ્યગ્દર્શન છે. નવતત્ત્વની શ્રદ્ધા વગેરે રાગભાવ છે, તે
અંતરંગભાવ નથી પણ બહિરંગભાવ છે, એટલે કે તેનાથી સમ્યગ્દર્શન થતું નથી. બહારના લક્ષે જે કોઈ ભાવ
થાય તે બધોય બહિરંગભાવ છે. આત્મસ્વભાવ શુદ્ધ ચૈતન્યમય છે તેના અંતરના અંગમાંથી પરિણતિ પ્રગટ કર.
આ જડ શરીરમાંથી સમ્યગ્દર્શન પ્રગટવાનું નથી, તેમ જ દેવ–ગુરુ–શાસ્ત્રમાંથી કે નવતત્ત્વના વિકલ્પમાંથી પણ
તારૂં સમ્યગ્દર્શન પ્રગટવાનું નથી. માટે તે બધાનું લક્ષ છોડીને તારા ચૈતન્યરૂપી શરીરમાંથી સમ્યગ્દર્શન કાઢ. જે
પુણ્ય–પાપના પરિણામ થાય તે તારૂં ચૈતન્યઅંગ નથી પણ કાર્મણઅંગ છે. વ્યવહાર સમ્યગ્દર્શન પણ કાર્મણઅંગ
છે, ચૈતન્યને ચૂકીને કર્મના સંબંધે જે ભાવ ઉત્પન્ન થાય તે બહિરંગભાવ છે, તે અંતરંગભાવ નથી, અને તેમાંથી
સમ્યગ્દર્શનની ઉત્પત્તિ નથી.
‘અંતરંગભાવ’ કહીને આચાર્યદેવે બધા પરભાવોનો નિષેધ કર્યો છે. શરીરાદિની ક્રિયા તો જડ છે અને
વ્રત, તપ, પૂજા, ભક્તિ, પડિમા વગેરેનો શુભરાગ તે બહિરંગભાવ છે–વિકાર છે, તેનાથી આત્મકલ્યાણ થતું
નથી. માટે તે જડની ક્રિયામાં અને બહિરંગભાવોમાં એકત્વબુદ્ધિ છોડીને (અર્થાત્ પરભાવોમાં આત્મબુદ્ધિ
છોડીને) એકલા આત્મસ્વભાવનો આશ્રય કરવો તે અંતરંગભાવ છે અને એવા ભાવથી સમ્યગ્દર્શન પ્રગટ થાય
છે, તે જ આત્માનું કલ્યાણ છે.
() મ્ગ્ર્ સ્શ્ર : શ્રી સર્વજ્ઞદેવે કહેલા આત્માના જ્ઞાનાદિ બધા ધર્મોમાં
સમ્યગ્દર્શન પ્રધાન છે, સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગમાં સૌથી પ્રધાન સમ્યગ્દર્શન છે, એના વગર
મોક્ષમાર્ગ હોતો નથી. એવું સમ્યગ્દર્શન અંતરંગ સ્વભાવના અવલંબને પમાય છે, પરંતુ વીતરાગદેવની વાણીનું
શ્રવણ કે નવતત્ત્વના વિચારો ઈત્યાદિ બહિરંગભાવોથી પમાતું નથી. પહેલી ભૂમિકામાં સત્નું શ્રવણ, મનન,
વિચાર ઈત્યાદિ ભાવો હોય ખરા; પરંતુ પહેલેથી જ જો અંતરંગ સ્વાશ્રિતસ્વભાવનો નિર્ણય કરવાનું લક્ષ હોય તો
તે રાગાદિ બહિરંગ ભાવોનો નિષેધ કરીને સ્વભાવ–સન્મુખ થઈને સ્વાશ્રિતભાવવડે સમ્યગ્દર્શન પ્રગટ કરે. પરંતુ
પહેલેથી જ જો તે શ્રવણ–વિચાર વગેરેના શુભરાગને સમ્યગ્દર્શનનું ખરૂં કારણ માની લ્યે તો તે રાગમાં જ
એકત્વબુદ્ધિ કરીને અટકી જાય, તેથી રાગનો નિષેધ કરીને સ્વાશ્રય સ્વભાવ માં ઢળે નહિ અને તે જીવને
સમ્યગ્દર્શન થાય નહિ. માટે ‘
दंसणरयणं धरेह भावेण અર્થાત્ હે જીવ! તું સમ્યગ્દર્શનરૂપી રત્નને અંતરંગભાવથી
ધારણ કર! ’ એમ કહીને આચાર્યભગવાને સમ્યગ્દર્શનનો ઉપાય પણ જણાવી દીધો છે. –૨૧–

PDF/HTML Page 9 of 17
single page version

background image
: ૭૨ : આત્મધર્મ : ફાગણ : ૨૪૭૪ :
પંચમકાળનાં અજ્ઞાની જીવોને – ધર્મનો ઉપદેશ
શ્રી સમયસારજી મોક્ષઅધિકાર ગા. ૨૯૮ – ૨૯ ઉપરનાં વ્યાખ્યાનમાંથી
(૧) ધર્મી થવું હોય તો ચૈતન્યને સમજ
પંચમ આરામાં થયેલા મુનિ પંચમ આરાના જીવોને ધર્મ સમજાવે છે કે હે જીવ! જો તું તારા
ચૈતન્યસ્વભાવને સમજ તો તારા ભવના છેડા આવશે. જેઓ ચોથા આરામાં થઈ ગયા તેમને કે જેઓ સમજી
ગયા છે એવા જ્ઞાનીઓને સંબોધીને આ કહેતા નથી પણ જે સત્ય સમજીને આત્મકલ્યાણ કરવાના જિજ્ઞાસુ છે
એવા જીવોને સંબોધીને કહ્યું છે. ‘તું બીજાની સેવા–ભક્તિ કર તો ધર્મ થાય અથવા તો કંદમૂળ–વગેરે ખાવાનો
ત્યાગ કર તો તેટલાથી ધર્મ થઈ જાય’–એમ કહ્યું નહિ, પણ આત્મસ્વભાવનું જ અનેક પ્રકારે વ્યાખ્યાન કરીને તે
જ સમજવાનું કહ્યું અને તે સમજણથી જ ધર્મ થાય એમ કહ્યું છે. જેવો ચૈતન્યસ્વભાવ કહ્યો તેવો જ તારા
જ્ઞાનમાં સમજ અને પછી તેમાં સ્થિરતા કર તો જ તારા ઉપવાસ, દયા, ભક્તિ, વ્રત વગેરે બધું સાચું થાય; પરંતુ
ત્યાં પણ જે સમજણ અને સ્થિરતા છે તે જ ધર્મ છે, વ્રતાદિનો રાગ તે ધર્મ નથી.
(૨) સ્વભાવની સમજણ વગર ત્યાગ હોય નહિ
જો સેવા–ભક્તિના ભાવથી કે કંદમૂળાદિના ત્યાગથી ધર્મ થતો હોય તો અજ્ઞાની અને અભવ્યને પણ ધર્મ
થાત, કેમ કે તેઓ પણ સેવા ભક્તિના શુભભાવ અને કંદમૂળાદિનો ત્યાગ કરે છે. આચાર્ય ભગવાન કહે છે કે જો
તારે ધર્મ કરવો હોય તો સત્સમાગમે સાચા પ્રયત્નવડે તું તારા ચૈતન્ય સ્વભાવને સમજ. સાચી સમજણ થતાં તેમાં
જ વિશેષ સ્થિરતાવડે રાગ ટળે છે અને રાગ ટળતાં તેનાં નિમિત્તો પણ હોતાં નથી. એ રીતે સાચી સમજણપૂર્વક
પરથી ઉદાસીન થઈને રાગ ટાળ્‌યો ત્યાં ‘બહારનો ત્યાગ કર્યો’ એમ ઉપચારથી કહેવાય છે. પ્રથમ આત્માના
સ્વભાવને જાણ્યા વગર અને તેનો મહિમા આવ્યા વગર પરથી ખરી ઉદાસીનતા આવે નહિ; અને અંતરથી ખરી
ઉદાસીનતા આવ્યા વગર ત્યાગ કઈ રીતે કહેવો? જેમ આંધળો વણે અને વાછડો ચાવે તેમ હે અજ્ઞાની! તું ગમે
તેટલી શુભક્રિયા કર પણ તારી બધી શુભક્રિયાને મિથ્યાત્વરૂપી વાછડો ચાવી જાય છે. તું ગમે તેટલા શુભભાવ કર
પણ તેનાથી મિથ્યાત્વનું મોટું પાપ ટળવાનું નથી. મિથ્યાત્વનું પાપ તો સાચી સમજણથી જ ટળે છે.
(૩) જ્ઞાની શું કરે છે?
બોલવાની રીત બહારથી હોય પણ સમજણની રીત તો સ્વભાવમાં છે. જ્ઞાનીની ભાષામાં પણ એમ આવે કે
મેં આ લીધું–આ દીધું–આ કામ કર્યું. પણ ખરેખર તો તે વાણી બોલવાનું કામ પણ જ્ઞાનીએ કર્યું નથી અને પરવસ્તુ
લેવા દેવાનું કામ પણ તે પોતાનું માનતા નથી, એણે તો જ્ઞાન જ કર્યું છે. અજ્ઞાનીને એમ લાગે છે કે જ્ઞાની આમ કેમ
બોલે? અથવા આમ કેમ કરે? પણ ભાઈ, એ તો તેં બહારની રીતે જોયું, તને અંતર સ્વભાવની રીત જોતાં ન
આવડયું. તારી બાહ્યદ્રષ્ટિથી તને બહારની ક્રિયા અને બહુ તો રાગ દેખાણો, પણ જ્ઞાનીનો અંતર અભિપ્રાય શું છે
અને જ્ઞાનીનું જ્ઞાન શું કામ કરે છે એની તને ખબર પડી નહિ. બહારની ક્રિયા તો તદ્ન સ્વતંત્ર છે અને જે રાગ
જ્ઞાનીને દેખાય છે તે રાગનો પણ તેઓ સ્વભાવમાં સ્વીકાર કરતા નથી તેથી તેઓ રાગને કરતા જ નથી, પણ
સ્વભાવને અને રાગને જુદા પણે જાણે જ છે. જ્યાં સુધી તને પોતાને સ્વભાવ અને રાગ વચ્ચે ભેદજ્ઞાન ન થાય
તથા જડની ક્રિયા સ્વતંત્ર ન ભાસે ત્યાં સુધી, જ્ઞાની શું કરે છે તેના અંતરની તને ખબર પડશે નહિ.
(૪) જેઓ આત્માની સમજણની ના પાડે છે તેઓ ધર્મક્રિયાની જ ના પાડે છે.
ધર્મને માટે યથાર્થ સમજણ એ જ પહેલી ક્રિયા છે. હજી તો આત્માની યથાર્થ વાત સમજવાની જ જેઓ ના
પાડે છે અને શરીરની ક્રિયાને જ જેઓ ઉપવાસ–પ્રતિક્રમણાદિ માની રહ્યા છે અને તેમાં ધર્મ માની રહ્યા છે, તેઓ
સાચી ધર્મક્રિયાનો અનાદર કરનારા છે, તેઓ આત્માને નહિ માનનારા પણ જડને માનનારા છે; તેથી તેમને જડ
શરીરની ક્રિયા ભાસે છે પણ આત્માની ચૈતન્યક્રિયા ભાસતી જ નથી. એવા જીવોને ધર્મ ક્યાંથી થાય?
(૫) જે પોતાને પવિત્રસ્વરૂપે જાણે તેને પવિત્રતા પ્રગટે, અને વિકારસ્વરૂપે જાણે તેને વિકાર પ્રગટે
પોતાનો સ્વભાવ જ કોઈ અમૂલ્ય અચિંત્ય છે, પરથી નિરપેક્ષ છે, જ્ઞાન–આનંદ સ્વરૂપ છે. નિરપેક્ષ
એટલે શું? પરના સંબંધ વિનાનો, એટલે કે પોતાથી જ પૂરો એક–

PDF/HTML Page 10 of 17
single page version

background image
: ફાગણ : ૨૪૭૪ : આત્મધર્મ : ૭૩ :
રૂપ છે. એવા સ્વરૂપના ભાન વિના સંસારનો અંત નથી. શુભ કરી કરીને કદી પણ સંસારના નીવેડા નહિ આવે.
શુભભાવ કાંઈ મોક્ષપણે થતા નથી મોક્ષપણે થનાર તો પવિત્ર સ્વભાવ છે; તે સ્વભાવને પવિત્રપણે જાણે તો
પવિત્રતા થાય. જે વસ્તુ મોક્ષપણે થાય છે તે વસ્તુને જાણે નહિ તો મોક્ષ ક્યાંથી થાય? ક્ષણિક વિકાર તે
આત્માનું સ્વરૂપ નથી, આત્માનું સ્વરૂપ તો ત્રિકાળ વિકાર વગરનું પવિત્ર છે, તેમાંથી જ પવિત્ર મોક્ષદશા પ્રગટે
છે. જો પોતાના આત્માને પવિત્ર સ્વરૂપે જાણે તો અપવિત્રભાવોનો નાશ કરીને પવિત્રદશા પ્રગટ કરે. અને જો
પોતાના આત્માને વિકાર વાળો જ માને તો વિકારની દ્રષ્ટિથી વિકાર જ કર્યા કરે, પણ તેને ટાળે નહિ. જો
પોતાના આત્માને જડનો કર્તા માને, શરીરવાળો માને તો જડ–શરીરનો સંબંધ તૂટે નહિ. પોતાને જડરૂપે
માનવાથી જીવ પોતે જડ તો ન થઈ જાય પણ તેને જડનો સંબંધ અને તેનું લક્ષ ન છૂટે. આથી, જડનાં સંયોગથી
રહિત અને વિકારી ભાવોથી પણ રહિત એવા પોતાના પવિત્ર જ્ઞાનસ્વભાવને જાણવો તે જ પવિત્ર થવાનો
ઉપાય છે. ‘પવિત્ર સ્વરૂપને જાણવું’ એ સિવાય મોક્ષનો બીજો ઉપાય નથી. તેથી આ મોક્ષઅધિકારમાં કહ્યું કે–
જ્ઞાતા–દ્રષ્ટાભાવ તે જ હું છું એટલે કે હું મારા સ્વરૂપનો જ જાણનાર અને દેખનાર છું, જાણનાર–દેખનાર ભાવ
સિવાય બીજા જે કોઈ ભાવો છે તે બધાય મારા સ્વરૂપથી પર છે–આમ પ્રજ્ઞાવડે અંતરમાં જુદાપણું દેખવું. અને
પછી તે પ્રજ્ઞાવડે જ આત્મામાં એકાગ્ર થવું ને પુણ્ય–પાપરૂપ સર્વે ભાવો છોડવા. આ રીતે ‘પ્રજ્ઞા’ તે જ મુક્તિનો
માર્ગ છે. કોઈ જીવ અશુભ છોડીને શુભભાવ કરે તો તેટલું કરવાની તેને જ્ઞાનીઓ ના નથી કહેતા, પરંતુ
એનાથી એ જીવનું કલ્યાણ નથી, ધર્મ નથી. આ કાંઈ શુભનો માર્ગ નથી, આ તો સ્વભાવનો માર્ગ છે. જે માર્ગે
અનંતકાળથી ચાલ્યો છે તેના કરતાં જુદી જાતનો માર્ગ છે.
(૬) શ્રી ગણધરદેવ કેવી સામાયિક કરે છે?
શ્રીગણધરદેવો, ઈન્દ્રો, ચક્રવર્તીઓ, વાસુદેવ–બળદેવ ઈત્યાદિ બધાય મહાન પુરુષો આ માર્ગને જાણીને આ
જ માર્ગનો આદર કરે છે. ધર્માત્મા જીવો એક જ્ઞાયકભાવ સિવાય અન્ય કોઈ ભાવોનો આદર કરતા નથી, ને
તેને પોતાના માનતા નથી. શ્રીગણધરદેવ પણ સામાયિક કરે છે, પરંતુ એ સામાયિક કેવી? અજ્ઞાની જીવો જેને
સામાયિક માને છે તેવી એ નથી હોતી, પણ પોતાના છૂટા ચૈતન્યતત્ત્વના સ્વાનુભવની મસ્તીમાં લીન થતાં
પરભાવોથી તદ્ન ઉદાસીનતા થઈ જાય છે એવી તે સામાયિક હોય છે; ત્યાં પુણ્યપાપ ભાવોરૂપ વિષમતા
અનુભવાતી નથી પણ એકલો સમભાવ–જ્ઞાતાભાવ જ અનુભવાય છે. પહેલાંં પુણ્ય–પાપથી જુદા સ્વભાવને
જાણ્યો હોય તો તેમાં ઠરે ને? બહારના લક્ષે જે પરભાવ થાય તે મારા સ્વભાવની જાતથી જુદા છે એમ જેણે
જાણ્યું નથી અને પરભાવને જ પોતાની જાત માનીને તેમાં જે લીન થઈ રહ્યો છે તે જીવ પરભાવોથી ખસીને
સ્વભાવમાં ઠરશે કેવી રીતે? સ્વભાવમાં ઠર્યા વગર પરભાવોથી ઉદાસીનતા કેમ થશે? અને પરભાવોથી
ઉદાસીનતા થયા વગર સ્વભાવરૂપ સામાયિક ક્યાંથી હોય? પોતાની જે વસ્તુ છે તેને જાણ્યા વગર એકે પ્રકારનો
ધર્મ હોય જ નહિ. ધર્મની રીત એ જ છે કે–પોતાની જ્ઞાનશક્તિવડે પહેલાંં આત્માને એમ જાણવો કે–જે જ્ઞાન–
દર્શનવડે ચેતનારો તે જ નિશ્ચયથી હું છું, બીજા બધા જે ભાવો છે તે હું નથી.
(૭) જ્ઞાનીઓ શેનાથી પોતાની મોટપ માને છે?
જેને પુણ્યની રુચિ છે તેને જડની રુચિ છે પણ આત્માની રુચિ નથી. કેમ કે પુણ્યનું ફળ જડનો સંયોગ
છે. દેવપદ મળે તેનાથી જ્ઞાનીઓ આત્માની મોટપ નથી માનતા. દેવપદ એટલે શું? દેવપદ તો રાગનું ફળ,
વિકારનું ફળ. અને દેવપદનું શરીર તો જડ. શું હું વિકારરૂપે કે જડરૂપે થઈશ? શું વિકારથી ને જડથી આત્માની
શોભા છે? ના, ના. મારી મોટપ તો મારી સ્વભાવદશાથી જ છે. આમ જ્ઞાનીને સ્વભાવની રુચિ છે, ને વિકાર
તથા સંયોગ પ્રત્યે ઉદાસીનતા પ્રવર્તે છે. પણ જેને પુણ્યની કે દેવપદની હોંશ છે તેને આત્માના સ્વભાવની રુચિ
નથી, એટલે કે ધર્મની જ રુચિ નથી. જ્ઞાની કહે છે કે હું રાગવાળો નહિ થાઉં, સ્વર્ગનો દેવ નહિ થાઉં, પણ હું તો
મારા સ્વભાવમાં રહીને જડના સંયોગરહિત સિદ્ધ થઈશ.
શૂદ્રની મૂડીનો ધણી શૂદ્ર થાય, પણ વાણિયાનો પુત્ર શૂદ્રની મૂડીનો ધણી થવા ન જાય. તેમ આત્માનો
ઉત્તમ–જ્ઞાનસ્વભાવ છે, તેનાથી ખસીને પુણ્ય કરીને જે દેવ થવાની ભાવના કરે છે તે શૂદ્ર જેવો વિકારનો ધણી
થાય છે, અને જડનો ધણી થાય છે, તે જડ જેવો મૂઢ થઈ જશે.
જ્ઞાનીને કોઈ પુણ્યના કે જડના ધણી ઠરાવે તો જ્ઞાની તે માનતા નથી. પણ કોઈ કહે કે ‘તમે ભગવાન
થશો’ તો ઉલ્લાસપૂર્વક અંતરથી હકાર આવે છે કે મારી

PDF/HTML Page 11 of 17
single page version

background image
: ૭૪ : આત્મધર્મ : ફાગણ : ૨૪૭૪ :
અધૂરીદશાને અલ્પકાળમાં પૂર્ણતાએ પહોંચાડવાનો છું. હું ભગવાન થવાનો છું પણ રાગવાળો થવાનો નથી.
જ્ઞાની સમ્યગ્દ્રષ્ટિ તો આત્મસ્વભાવપણે જ રહે છે. આ રીતે સ્વભાવનો આદર અને વિકારનો નિષેધ–એવું જે
ભેદજ્ઞાન તે જ મુક્તિનો ઉપાય છે.
(૮) અજ્ઞાની જીવોને ભેદજ્ઞાન કરવા માટેનો ઉપદેશ
જ્ઞાનીઓ સદાય પોતાને રાગથી ભિન્ન સ્વભાવપણે અનુભવે છે, પણ વિકારપણે કે વિકારના ફળપણે
જ્ઞાનીઓ પોતાને કદી અનુભવતા નથી. જેમને સ્વભાવનું ભાન નથી એવા અજ્ઞાનીઓ પોતાને રાગના અને
જડના સ્વામી માને છે, તેથી તેઓ વિકારને જ અનુભવે છે પણ સ્વભાવને અનુભવતા નથી. અહીં
આચાર્યભગવાન એવા જીવોને કહે છે કે– જ્ઞાતાદ્રષ્ટા શક્તિ તે જ તું છો, રાગ તું નથી પણ જ્ઞાન જ તું છો, જ્ઞાન
ને આત્મા એકમેક છે પણ રાગ સાથે તારે એકપણું નથી, માટે તારી ભેદજ્ઞાન શક્તિ પ્રગટ કરીને તું તારા
ચેતકસ્વભાવને અનુભવ. મારો સ્વભાવ ‘ચેતક’ છે પણ રાગ નથી, માટે હું સદા ચેતક–જ્ઞાતાદ્રષ્ટા–પણે જ
રહીશ, પણ વિકારપણે નહિ થાઉં. આમ, વિકારને અને સ્વભાવને જુદાપણે જાણીને, પૂરા જ્ઞાતાદ્રષ્ટાપણે જ રહી
જવું અને વિકારપણે ન થવું તે જ મોક્ષ છે.
(૯) પુણ્ય અનંતવાર કર્યા છે, પણ સાચી સમજણ એકેય વાર કરી નથી: પુણ્ય કર્તવ્ય નથી પણ સાચી
સમજણ જ કર્તવ્ય છે.
સાચી સમજણ તે જ મોક્ષનો ઉપાય છે, પુણ્ય તે મોક્ષનો ઉપાય નથી એમ ધર્મનું સાચું સ્વરૂપ સાંભળીને
ઘણા અજ્ઞાની જીવો કહે છે કે, ‘પહેલાંં પુણ્ય કરીને દેવલોકમાં તો જવા દો, મોક્ષ અત્યારે ક્યાં છે? પંચમકાળે મોક્ષ
તો છે નહિ, મફતના શામાટે સમજવાની વાત કરી કરીને પુણ્યથીયે રખડાવી મારો છો? અત્યારે માનવભવ
પામ્યા છીએ તો નિરાંતે પુણ્ય કરી લઈએ, પછી સત્ સમજશું. પુણ્ય કરતાં કરતાં ક્યારેક સત્ સમજાઈ જશે.’
જ્ઞાની તેને કહે છે કે–અરે ભાઈ, ભાઈ! પુણ્યની હોંશ કરી કરીને, તું માંડ માંડ મળેલો આ મનુષ્યભવ
હારી જવાનો છે. સત્ય સમજણરૂપી દોરો પરોવ્યા વગર તારી સોય (તારો આત્મા) ચોરાશીના ઊકરડામાં
ક્યાંય ખોવાઈ જશે. અને જો સાચી સમજણરૂપી દોરો પરોવી લઈશ તો ગમે ત્યાં જતાં પણ તારી સોય ખોવાશે
નહિ. અનંત સંસારમાં રખડતાં તેં પુણ્ય તો અનંતવાર કર્યાં છે પણ આત્મા શું? તેની સાચી સમજણ એકેય વાર
નથી કરી. આ માનવભવમાં સમજવાની ના પાડી તો બીજે ક્યાં જઈને સમજીશ? પુણ્ય વડે આત્માની સમજણ
થવાની નથી, અને ભવનો અંત આવવાનો નથી. માટે આ પંચમકાળે પણ આત્માની સમજણ એ જ કર્તવ્ય છે,
એ જ ધર્મ છે, અને એ અત્યારે પણ થઈ શકે છે.
અત્યારે પુણ્ય કરીને અહીંથી દેવ થશું અને પછી સીમંધર ભગવાન પાસે જઈને સમજશું અને મોક્ષ જશું–
એમ કહે છે, પણ અરે ભાઈ, જો તને ધર્મની રુચિ ખરેખર હોય તો અત્યારે અહીં જ ધર્મ સમજી લેને! તારો
ભગવાન તો તારામાં અત્યારે વિદ્યમાન છે, તારો પુણ્ય–પાપ રહિત પૂર્ણ સ્વભાવ છે તે જ ભગવાન છે, અહીં
તેની શ્રદ્ધા કરવાની તો ના પાડે છે તો દેવના ભવમાં સંયોગમાં ગૂંચવાઈને ભગવાન પાસે જઈશ જ શેનો? અને
કદાચ જઈશ તો ભગવાન પાસે જઈને પણ તું શું કરવાનો હતો? ‘સીમંધર’ એટલે પોતાના સ્વરૂપની મર્યાદાને
ધારી રાખનાર. તું તારા સ્વભાવની મર્યાદાને ધારી રાખનાર છો, તારે તારા રાગરહિત ચૈતન્ય સ્વરૂપની શ્રદ્ધા
કરવી તે જ પરમાર્થે સીમંધર ભગવાનનો ભેટો છે. સીમંધર ભગવાન પણ સ્વભાવનો જ ઉપદેશ કરે છે. અહીંથી
જ સ્વભાવનો નકાર કરીને અને પુણ્યનો આદર કરીને મિથ્યાત્વભાવને પોષતો જાય છે તો ત્યાં જઈને તને સત્
સ્વભાવ સાંભળવાનો અવકાશ જ ક્યાંથી રહેશે?
(૧૦) પુણ્ય કરતાં કરતાં ધર્મ થાય કે નહિ?
કેટલું ઝેર ભેગું કરવાથી અમૃત થાય? લાખગણું કરો કે અનંતગણું કરો પણ ઝેરના સરવાળાથી અમૃત ન
જ આવે. તેમ પુણ્ય ગમે તેટલું ભેગું કરો પણ ધર્મ ન થાય. કેમ કે પુણ્ય તો વિકાર છે ને સ્વભાવ તો અવિકાર છે,
વિકારના ગુણાકારથી સ્વભાવની પ્રાપ્તિ ન થાય. એટલે કે પુણ્ય કરતાં કરતાં કોઈ કાળે ધર્મ થાય નહિ.
(૧૧) આત્મામાં શું વધારવું ને શું બાદ કરવું?
જેવો પોતાનો ગુણ છે તેવો ઓળખીને તે ગુણના આકારે પોતાની પરિણતિ કરે તો તે સાચો ગુણાંકાર છે.
અને જે પુણ્ય પાપના પરિણામ થાય છે તે બધાયને આત્મામાંથી બાદ કરીને એકલો સ્વભાવ બાકી રાખવો તે સાચી
બાદબાકી છે. ગુણની વૃદ્ધિ અને દોષની હાનિ કરતાં કરતાં જેવો છે તેવો પૂરો સ્વભાવ રહી ગયો અને દોષ ટળી
ગયા તેનું નામ મોક્ષ છે. જેણે પહેલાંં ભેદજ્ઞાન વડે ગુણ–દોષને જાણ્યાં હોય એટલે કે સ્વભાવ અને વિકારને જુદા

PDF/HTML Page 12 of 17
single page version

background image
: ફાગણ : ૨૪૭૪ : આત્મધર્મ : ૭૫ :
ઓળખ્યાં હોય તે જીવ ગુણનાઅંશની વૃદ્ધિ અને રાગની હાનિ કરીને પૂર્ણતા પ્રગટ કરે છે. પણ જેણે ગુણ–દોષ
જુદા સ્વરૂપે ઓળખ્યા નથી તેને તો આત્મા સાથે કોનો ગુણાકાર કરવો ને કોને બાદ કરવું–એનું જ ભાન નથી.
(૧૨) જ્ઞાનીઓએ ભેદજ્ઞાનને જ મોક્ષનો ઉપાય જાણ્યો છે
અહીં આચાર્યભગવાન મહાન કૃપા કરીને કહે છે કે–બીજી બધી વાત કાઢી નાંખ અને કબુલ કર કે
જ્ઞાતાદ્રષ્ટાભાવ જ હું છું, ને રાગનો અંશ પણ મારો નથી. એકવાર પણ પ્રજ્ઞાછીણી વડે બે કટકા કરીને, રાગથી
જુદાપણાનો અનુભવ કર્યા પછી જે કોઈ રાગની વૃત્તિ આવે તે બધી જ્ઞાતાદ્રષ્ટાબુદ્ધિની ભૂમિકામાં પુરુષાર્થની
નબળાઈથી આવે છે પણ કર્તાબુદ્ધિએ નહિ. માટે તું ભેદજ્ઞાનવડે ભિન્ન ચેતનને પકડીને તેમાં જ લીન થા. એ જ
મુક્તિનો ઉપાય છે. બંધનના નાશનો અને મોક્ષની પ્રાપ્તિનો ઉપાય એ ભેદજ્ઞાન જ જ્ઞાનીઓએ જાણ્યો છે.
(૧૩) જાણવાનું કામ કરનાર પર્યાય છે, ગુણ નથી.
ભેદ જ્ઞાન તે પર્યાય છે, ગુણ નથી. જાણવાનું કામ પર્યાય કરે છે, ગુણ પોતે જાણવાનું કામ કરે નહિ.
ગુણનું પરિણમન ક્ષણે ક્ષણે થયા કરે છે એટલે કે ગુણની વર્તમાન હાલત પલટાયા કરે છે. પલટાતી હાલત તો
ત્રિકાળી ગુણને જાણે પણ આખો ગુણ છે તે પર્યાયને જાણે નહિ. આખો ગુણ તો બધા જીવોને છે, પણ જે
જીવોએ તેની ઓળખાણ કરીને પર્યાયમાં જેટલું જ્ઞાનસામર્થ્ય પ્રગટ કર્યું તેટલું જાણવાનું કામ કરે છે. અવસ્થા
પોતે અધૂરા સામર્થ્યવાળી હોય છતાં તે પોતે પરિપૂર્ણ ગુણને જાણે છે. વર્તમાન વર્તી રહેલો અંશ ત્રિકાળમાંથી
આવે છે અને તે વર્તમાન અંશ ત્રિકાળ પૂર્ણ સ્વભાવને કબુલે છે–એમ અહીં બતાવવું છે. વર્તમાન અંશ તો દરેક
જીવને પ્રગટ છે, તે અંશદ્વારા જ કાર્ય થાય છે. તે અંશ જો અંતરમુખ થઈને ત્રિકાળી સ્વભાવને કબુલે તો તેના
અવલંબને પર્યાયમાં વૃદ્ધિ થઈને પૂર્ણતા પ્રગટે છે;–એ જ મોક્ષ છે, અને તે અંશ જો બહિરમુખ થઈને પોતાને
વિકારીપણે જ કબુલે તો પર્યાયમાં વિકાર જ થયા કરે છે. એ જ સંસાર છે.
(૧૪) પર્યાયનું કારણ દ્રવ્ય છે, તેના અવલંબને મુક્તિ પ્રગટે છે.
અવસ્થા પોતે અંશ છે, કાર્ય છે, વર્તમાન પુરતો ભાવ છે. અંશ પૂર્ણતા વગરનો ન હોય, કાર્ય કારણ
વગરનું ન હોય અને વર્તમાન, ત્રિકાળી વગર હોય નહિ. અવસ્થારૂપી કાર્ય ક્યા કારણમાંથી આવે છે? વર્તમાન
પુરતા કારણમાંથી આવે છે કે ત્રિકાળી કારણમાંથી આવે છે? ત્રિકાળી દ્રવ્યસ્વભાવ જ ત્રણે કાળના પર્યાયનું
કારણ છે. અહીં પર્યાયનું કારણ ત્રિકાળી દ્રવ્યને કહ્યું છે કેમકે ત્રિકાળી દ્રવ્યનું પરિણમન થઈને જ પર્યાય પ્રગટે
છે. પરંતુ, પર્યાયમાં જે રાગ–દ્વેષ–અજ્ઞાનરૂપ ભાવો હોય તે વિકારભાવોનું કારણ કાંઈ ત્રિકાળીદ્રવ્ય નથી, પણ તે
પર્યાય પોતે પરસન્મુખ થઈને વિકારી પરિણમે છે. પોતાનો પર્યાય પ્રગટવા માટે કોઈ પર કારણની અપેક્ષા નથી
પણ સ્વભાવમાંથી જ પ્રગટે છે,–એમ સમજીને જો પર્યાયમાં પોતાના ત્રિકાળી કારણસ્વભાવનું અવલંબન લ્યે તો
પર્યાયની કાર્યશક્તિ પૂરી પ્રગટે છે. સ્વદ્રવ્યના અવલંબનથી મુક્તિ છે, ને પરદ્રવ્યના અવલંબનથી બંધન છે.
(૧૫) જ્ઞાન પોતાનું છે, રાગ પોતાનો નથી
સ્વદ્રવ્ય તો જ્ઞાનમય છે, રાગ પણ પર દ્રવ્ય છે. જ્ઞાન અને રાગ ખરેખર એકમેક થઈને વર્તતા નથી, પણ
જુદા વર્તે છે. જ્ઞાન રાગને કરતું નથી પણ જાણે છે. કોઈ પર જીવ મરે કે બચે તેને જ્ઞાન જાણે છે, પણ જ્ઞાન
કોઈને મારી કે બચાવી શકતું નથી. પહેલાંં પર સાથે સંબંધ માનીને તીવ્ર રાગ–દ્વેષ કરતો હોય, પછી એમ
ભાવના થાય કે અહો, મારે પર સાથે શું સંબંધ છે, મારા રાગ દ્વેષ મને જ દુઃખદાયક છે;– એથી રાગ–દ્વેષ ઓછા
કર્યાં પહેલાંં ઘણા રાગ દ્વેષ હતા અને હવે ઓછા રાગ–દ્વેષ છે–એમ બંનેને જ્ઞાન જાણે છે. પહેલાંંના રાગદ્વેષ ટળી
ગયા છે પણ તેનું જ્ઞાન ટળી ગયું નથી. કેમ કે રાગદ્વેષ પોતાનાં નથી ને જ્ઞાન પોતાનું છે.
(૧૬) જ્ઞાનમાં રાગ નથી, ને રાગમાં જ્ઞાન નથી.
જ્યારે તીવ્ર રાગ હતો ત્યારે પણ જ્ઞાન તેનાથી જુદું હતું અને મંદ રાગ વખતે પણ જ્ઞાન તેનાથી જુદું છે.
બંને પર્યાયો વખતે જ્ઞાન જાણનારપણે સળંગ રહ્યું છે. અને જાણવાનું કાર્ય જ્ઞાને પોતે જ પરિણમીને કર્યું છે.
‘આ રાગ–દ્વેષ છે’ એમ જાણવાની તાકાત રાગ–દ્વેષમાં નથી પણ જ્ઞાનની તાકાતથી જ તે જણાય છે. પહેલાંં તીવ્ર
રાગ–દ્વેષને જાણવારૂપ જ્ઞાનપર્યાય હતો, પછી મંદ રાગ–દ્વેષને જાણવારૂપ જ્ઞાન–પર્યાય થયો, એ રીતે જ્ઞાન પોતે
પરિણમી પરિણમીને જાણે છે. જુઓ, સામે રાગ–દ્વેષ ઘટવા માંડયા છતાં અહીં જ્ઞાન તો વિશેષ ખીલવા માંડ્યું.
અને જ્ઞાન વધ્યું

PDF/HTML Page 13 of 17
single page version

background image
: ૭૬ : આત્મધર્મ : ફાગણ : ૨૪૭૪ :
પણ રાગ વધ્યો નહિ. માટે રાગથી જ્ઞાન નથી થતું અને જ્ઞાનથી રાગ નથી થતો; પણ ત્રિકાળી જ્ઞાનમય એક
વસ્તુ છે તેમાંથી જ્ઞાન પ્રગટે છે, અને તે ત્રિકાળી વસ્તુમાં રાગનો અભાવ છે. આ પ્રમાણે રાગ અને સ્વભાવ
વચ્ચે યથાર્થ ભેદજ્ઞાન કરીને આત્માનો અનુભવ કરવો તે જ મોક્ષનો ઉપાય છે, તે જ ધર્મ છે.
(૧૭) નિમિત્તને લીધે રાગ–દ્વેષ નથી અને જ્ઞાનને લીધે પણ રાગ–દ્વેષ નથી.
કોઈએ ગાળ દીધી અને તે તરફ લક્ષ જતાં તીવ્ર દ્વેષ થયો; તે દ્વેષ ગાળને કારણે થયો નથી, તેમ જ
ગાળને જાણી તે કારણે પણ થયો નથી. કેમ કે પરદ્રવ્ય રાગદ્વેષનું કારણ નથી અને જ્ઞાન પણ રાગદ્વેષનું કારણ
નથી. પણ પોતે જ્ઞાનની એકાગ્રતાથી ખસ્યો તેથી જ રાગ–દ્વેષ થાય છે. કેવળીભગવાન પણ તે ગાળને જાણે છે
અથવા તો વીતરાગી સંતમુનિ પણ તે ગાળને જાણતા હોય, છતાં તેઓને રાગ–દ્વેષ થતો નથી, કેમ કે તેઓ
જ્ઞાનની એકાગ્રતાથી ખસતા નથી. આ ન્યાયથી એમ સિદ્ધ કર્યું કે પરના કારણે રાગ–દ્વેષ થતો નથી પણ
પોતાના જ્ઞાનના લક્ષના ફેરે જ રાગ–દ્વેષ થાય છે. અને જ્ઞાનસ્વભાવમાં તે રાગ–દ્વેષ નથી. એટલે નિમિત્ત જુદું,
રાગ–દ્વેષ જુદા અને જ્ઞાનસ્વભાવ જુદો.
(૧૮) જ્ઞાન અને રાગનું જુદાપણું અનુભવીને, જ્ઞાનનું ગ્રહણ અને રાગનો ત્યાગ કરવો તે મોક્ષનો
ઉપાય છે.
આ પ્રમાણે, કોઈ પર પદાર્થના કારણે રાગ–દ્વેષ થતા નથી પણ પોતાના જ પર વલણથી થાય છે એમ
નક્કી કર્યું, એટલે પોતાનો વિચાર પરમાંથી ખસીને પોતા તરફ વળ્‌યો. જ્યાં સ્વ તરફનો વિચાર કરવા માંડયો
ત્યાં રાગદ્વેષ તો ઘટવા માંડયા ને જ્ઞાન વધવા માંડ્યું. માટે રાગ અને જ્ઞાન તો જુદાં જ છે. કેમ કે જો રાગ અને
જ્ઞાન એક હોત તો જેમ જેમ રાગદ્વેષ વધે તેમ તેમ જ્ઞાન પણ વધે અને જેમ જેમ રાગદ્વેષ ઘટે તેમ તેમ જ્ઞાન પણ
ઘટી જાય. પરંતુ અહીં તો ઊલટું જ દેખાય છે અર્થાત્ જેમ જેમ સ્વભાવના લક્ષે જ્ઞાન વધતું જાય છે તેમ તેમ
રાગદ્વેષ ટળતા જાય છે, માટે રાગદ્વેષ તે જ્ઞાનનો ઉપાય નથી અને જ્ઞાનમાં રાગદ્વેષ નથી. બીજી રીતે કહીએ તો
જ્ઞાન રાગદ્વેષનું કર્તા નથી, રાગદ્વેષ તે આત્માનું કાર્ય નથી. રાગના આધારે મારું જ્ઞાન થતું નથી પણ મારા
ત્રિકાળ કારણસ્વભાવમાંથી જ્ઞાનનું કાર્ય પ્રગટે છે. આવા ભેદજ્ઞાનનો સાક્ષાત્ અનુભવ કરવો તે જ આત્માનું
ગ્રહણ અને રાગાદિબંધનો ત્યાગ છે. આત્મા અને બંધ વચ્ચે ઉપર પ્રમાણે વહેંચણી કરીને જે સ્વભાવને
પોતાપણે અનુભવ્યો તે સ્વભાવમાં અભેદ થઈને જ પૂર્ણતા થાય છે. આત્માના સ્વભાવને જાણીને તેનું ગ્રહણ
કરવું તે જ પહેલો–વચલો અને છેલ્લો ઉપાય છે,–શરૂઆતમાં પણ તે છે, પછી પણ તે છે અને છેવટે પણ તે જ
છે. વચ્ચે બીજા બંધભાવ આવે તો તે ઉપાય નથી પણ તે બંધભાવને, ‘સ્વભાવથી જુદા છે’ એમ જાણીને છોડી
દેવા તે મુક્તિનો ઉપાય છે.
(૧૯) પરદ્રવ્યને કારણે રાગ નથી, ને વાંચન–શ્રવણના રાગને કારણે જ્ઞાન નથી, પણ જ્ઞાનની
એકાગ્રતાથી જ જ્ઞાન થાય છે.
કોઈ ગાળ આપે તેને લીધે ક્રોધ થતો નથી તેવી જ રીતે કોઈ પણ પરદ્રવ્યથી રાગ કે દ્વેષ થતો નથી. એ
તો પરદ્રવ્યોથી પોતાનું છૂટાપણું બતાવ્યું. પરંતુ અહીં તો ‘આત્મામાં રાગ–દ્વેષ નથી, અને રાગ–દ્વેષમાં આત્મા
નથી’ એમ આત્મા અને રાગનું જુદાપણું સમજાવવું છે. આમ જુદાપણું જાણીને સ્વ સન્મુખ થતાં રાગદ્વેષ તૂટયા
ને જ્ઞાનની નિર્મળતા વધી. સ્વસન્મુખ જ્ઞાનની એકતા થઈને જે નિર્મળભાવ પ્રગટ્યો તે ગુણ નથી પણ પર્યાય
છે, તે વર્તમાન નવો પ્રગટ્યો છે, પૂર્વની અવસ્થામાંથી તે નિર્મળ અવસ્થા આવી નથી કેમ કે પહેલી અવસ્થા તો
ઓછી નિર્મળ હતી, ઓછી નિર્મળદશામાંથી વધારે નિર્મળતા આવે નહિ. પણ જ્ઞાનસ્વભાવ એટલે કે જાગૃત
ચેતનસત્તા કાયમ પૂર્ણ નિર્મળ છે તેમાંથી જ વિશેષ નિર્મળદશા થઈ છે.
કોઈ કહે કે ઘણું વાંચવાથી જ્ઞાન વધે અથવા ઘણું સાંભળવાથી જ્ઞાન વધે–તો તેની વાત ખોટી છે. અને
તેમ માનનારને રાગમાં એકતાબુદ્ધિ છે પણ રાગ અને જ્ઞાન વચ્ચે ભેદજ્ઞાન નથી. જેમ જેમ શ્રવણ કે વાંચન વધે
તેમ તેમ જ્ઞાન વધતું નથી પણ જેમ જેમ જ્ઞાનસ્વભાવમાં એકાગ્ર થઈને રાગ તોડે છે તેમ તેમ જ્ઞાન વધે છે.
વાંચન અને શ્રવણ તરફની વૃત્તિ તો રાગ છે, શું રાગ વધારવાથી જ્ઞાન વધે? જે જાતનું કાર્ય હોય તે જ જાતનું
તેનું કારણ હોય. જ્ઞાનનું કારણ રાગમય ન હોય પણ જ્ઞાનનું કારણ જ્ઞાનમય જ હોય. જ્ઞાનરૂપી કાર્યનું કારણ તો
અંદર જે શક્તિ પડી છે તે છે. તે શક્તિસ્વભાવના અવલંબને ભેદજ્ઞાન થાય છે, ને તેના જ અવલંબને

PDF/HTML Page 14 of 17
single page version

background image
(૧૦) भेद विज्ञान जग्यो जिन्हके घट
शीतल चित्त भयौ जिम चंदन।
केलि करै शिवमारगमें
जगमांहि जिनेसुरके लधुनंदन।।
सत्य सरूप सदा जिन्हके
प्रगट्यो अवदात मिथ्यात–निकंदन।
सांत दशा तिन्हकी पहिचानी
करै कर जोरि बनारसी वंदन।।
–नाटक–समयसार–
(૧૧) સુર–અસુર–નરપતિ વંદ્યને, પ્રવિનષ્ટ ઘાતિકર્મને,
પ્રણમન કરું હું ધર્મકર્તા તીર્થ શ્રીમહાવીરને. ૧.
વળી શેષ તીર્થંકર અને સૌ સિદ્ધ શુદ્ધાસ્તિત્વને,
મુનિ જ્ઞાન–દ્રગ–ચારિત્ર–તપ–વીર્યાચરણ સંયુક્તને. ૨.
તે સર્વને સાથે તથા પ્રત્યેકને પ્રત્યેકને.
વંદું વળી હું મનુષ્યક્ષેત્રે વર્તતા અર્હંતને ૩.
–પ્રવચનસાર–
(૧૨)
: ફાગણ : ૨૪૭૪ : આત્મધર્મ : ૭૭ :
મોક્ષદશારૂપી કાર્ય પ્રગટે છે તથા ભેદનું લક્ષ ને રાગ તૂટી જાય છે. પરદ્રવ્ય તો જુદાં છે જ.
(૨૦) મોક્ષાર્થીને કોનું આલંબન છે? :– એક માત્ર ચૈતન્યતત્ત્વ સિવાય બીજા કોઈનું આલંબન મોક્ષાર્થીને નથી.
મારા ચૈતન્યતત્વની એકાગ્રતાવડે જેટલી જ્ઞાતાદ્રષ્ટાભાવની નિર્મળતા વધતી જાય છે તેટલો જ હું છું, અને
રાગાદિ નાશ થતા જાય છે માટે તે હું નથી. આમ ભેદ પાડીને ચૈતન્યસ્વભાવના અનુભવમાં લીનતા કરવી તે જ
પરમાનંદથી ભરપૂર મોક્ષ દશાનો ઉપાય છે.
આ પ્રમાણે પંચમકાળના જીવોને મુક્તિનો માર્ગ આચાર્ય ભગવાને કરુણાથી ઉપદેશ્યો છે અને
પંચમકાળના જીવો તે સમજીને મુક્તિમાર્ગ પ્રગટ કરી શકે છે.
‘શ્રી મંડપ’ની દીવાલેથી
ભગવાનશ્રી કુન્દકુન્દ – પ્રવચન મંડપની દીવાલો પર લખાયેલાં
જ્ઞાન, ધ્યાન, ભક્તિ અને વૈરાગ્યથી ભરપૂર
પુરુષાર્થપ્રેરક વચનામૃત
(૧) હે શિવપુરીના પથિક! :– પ્રથમ ભાવને જાણ. ભાવરહિત લિંગથી તારે શું પ્રયોજન છે? શિવપુરીનો પંથ
જિનભગવંતોએ પ્રયત્નસાધ્ય કહ્યો છે.
–ભાવપ્રાભૃત–
(૨) સુણી ‘ઘાતિકર્મવિહીનનું સુખ સૌ સુખે ઉત્કૃષ્ટ છે’ શ્રદ્ધે ન તેહ અભવ્ય છે ને ભવ્ય તે સંમત કરે. –પ્રવચનસાર–
(૩) હે ભાઈ, જો તારી શક્તિ હોય તો અહો! ધ્યાનમય પ્રતિક્રમણાદિક કરજે અને જો એટલી શક્તિ ન હોય તો ત્યાં
સુધી શ્રદ્ધા તો જરૂર કરજે. –નિયમસાર–
(૪) કુંદપુષ્પની પ્રભા ધરનારી જેમની કીર્તિવડે દિશાઓ વિભૂષિત થઈ છે, જેઓ ચારણોના (ચારણઋદ્ધિધારીમહા
મુનીઓના) સુંદર હસ્તકમળોના ભ્રમર હતા અને જે પવિત્રાત્માએ ભરત ક્ષેત્રમાં શ્રુતની પ્રતિષ્ઠા કરી છે, તે વિભુ
કુંદકુંદ આ પૃથ્વીપર કોનાથી વંદ્ય નથી? –અર્થાત્ સર્વથી વંદ્ય છે. (ચંદ્રગિરિ પર્વતપરનો શિલાલેખ)
(૫) યતીશ્વર (શ્રીકુંદકુંદસ્વામી) રજઃસ્થાનને–ભૂમિતળને છોડીને ચાર આંગળ ઉંચે આકાશમાં ચાલતા હતા, તે દ્વારા
હું એમ સમજું છું કે, તેઓશ્રી અંદરમાં તેમ જ બહારમાં રજથી (પોતાનું) અત્યંત અસ્પૃષ્ટપણું વ્યક્ત કરતા હતા.
(અંદરમાં તેઓ રાગાદિક મળથી અસ્પૃષ્ટ હતા અને બહારમાં ધૂળથી અસ્પૃષ્ટ હતા.) (વિધ્યગિરિ શિલાલેખ)
(૬) આત્મામાં સ્થિર થવાથી મોક્ષ થાય છે માટે તમે તે આત્માને પ્રયત્નવડે જાણો અને તેને ત્રિવિધે શ્રદ્ધો કે જેથી
મોક્ષની પ્રાપ્તિ થાય. –ભાવપ્રાભૃત–
(૭) જિનેન્દ્રદેવોએ જિનશાસનમાં એમ કહ્યું છે કે પૂજાદિકમાં અને વ્રતથી પુણ્ય છે તથા મોહ અને ક્ષોભરહિત એવો
આત્માનો પરિણામ તે ધર્મ છે. –ભાવપ્રાભૃત–
(૮) નહિ માનતો–એ રીત પુણ્યે પાપમાં ન વિશેષ છે, તે મોહથી આચ્છન્ન ઘોર અપાર સંસારે ભમે. –પ્રવચનસાર–
(૯) હે ભાઈ! તું કોઈ પણ રીતે મહા કષ્ટે અથવા મરીને પણ તત્ત્વોનો કૌતૂહલી થઈ આ શરીરાદિ મૂર્ત દ્રવ્યોનો એક
મુહૂર્ત (બે ઘડી) પાડોશી થઈ આત્માનો અનુભવ કર કે જેથી પોતાના આત્માને સર્વ પરદ્રવ્યોથી જુદો વિલસતો દેખી
આ શરીરાદિ મૂર્તિક પુદ્ગલ દ્રવ્ય સાથે એકપણાના મોહને તું તુરત જ છોડશે. –આત્મખ્યાતિ–
आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानादन्यत्करोति किम्।
परभावस्य कर्तात्मा मोहोऽयं व्यवहारिणाम्।।

PDF/HTML Page 15 of 17
single page version

background image
: ૭૮ : આત્મધર્મ : ફાગણ : ૨૪૭૪ :
અર્થ:– આત્મા જ્ઞાનસ્વરૂપ છે, પોતે જ્ઞાન જ છે, તે
જ્ઞાન સિવાય બીજું શું કરે? આત્મા પરભાવનો કર્તા છે
એમ માનવું તે વ્યવહારી જીવોનો મોહ છે.
–આત્મખ્યાતિ–
(૧૩) જીવ બંધ બન્ને, નિયત નિજ નિજ લક્ષણે
છેદાય છે, પ્રજ્ઞા છીણી થકી છેદતાં બન્ને જુદા પડી જાય
છે. જીવ બંધ જ્યાં છેદાય એ રીતે નિયત નિજ નિજ
લક્ષણે, ત્યાં છોડવો એ બંધને જીવ ગ્રહણ કરવો શુદ્ધને.
–સમયસાર–
(૧૪) વિદ્વજ્જનો ભૂતાર્થ તજી વ્યવહારમાં વર્તન
કરે, પણકર્મક્ષયનું વિધાન તો પરમાર્થ આશ્રિત સંતને.
–સમયસાર–
(૧૫) સંયમ–નિયમ–તપ ધારતાં આત્મા સમીપ છે
જેહને, સ્થાયી સામાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને.
–નિયમસાર
(૧૬) જેમના જ્ઞાનદર્પણમાં સમસ્ત સ્વ–પર જ્ઞેયો
અત્યંત સ્પષ્ટપણે–પ્રત્યક્ષપણે પ્રતિભાસે છે એવા શ્રી
સીમંધરાદિ ત્રણે કાળના જગદુદ્વારક તીર્થંકર ભગવંતોને
પરમોત્કૃષ્ટ ભક્તિથી નમસ્કાર.
(૧૭) હે પરમોપકારી કહાન ગુરુદેવ! આપશ્રીએ
વીતરાગ પ્રણીત સત્શાસ્ત્રમાં નિરૂપિત દ્રવ્ય–ગુણ–
પર્યાયની સ્વતંત્રતા, નિશ્ચયવ્યવહારનું ગહન રહસ્ય
અને સમ્યગ્દર્શનનો પરમ મહિમા પ્રગટ કરી અનાદિ
કાળનું ભયંકર ભવ ભ્રમણ છેદી શાશ્વત સ્વરૂપ સુખ
પ્રાપ્ત કરાવનારૂં સત્જ્ઞાન સમજાવ્યું તે અર્થે આપને પરમ
ભક્તિથી નમસ્કાર કરીએ છીએ.
(૧૮) નથી અપ્રમત્ત કે પ્રમત્ત નથી જે એક
જ્ઞાયકભાવ છે, એ રીતે ‘શુદ્ધ’ કથાય ને જે જ્ઞાત તે તો
તે જ છે. ૬. ચારિત્ર, દર્શન, જ્ઞાન પણ વ્યવહાર–કથને
જ્ઞાનીને; ચારિત્ર નહિ, દર્શન નહિ, નહિ જ્ઞાન, જ્ઞાયક
શુદ્ધ છે. ૭.
(૧૯) यह निचोर या ग्रंथकौ,
यहै परम रस पोख।
तजै सुद्धनय बंध है,
गहै शुद्धनय मोख।।
–नाटक–समयसार–
(૨૦) જો ક્રોધ–પુદ્ગલકર્મ–જીવને પરિણમાવે
ક્રોધમાં, કયમ ક્રોધ તેને પરિણમાવે જે સ્વયં નહિ
પરિણમે? અથવા સ્વયં જીવ ક્રોધભાવે પરિણમે–તુજ
બુદ્ધિ છે, તો ક્રોધ જીવને પરિણમાવે ક્રોધમાં–મિથ્યા બને.
–સમયસાર–
(૨૧) આ (જ્ઞાનસ્વરૂપ) પદ કર્મથી ખરેખર
દૂરાસદ છે અને સહજ જ્ઞાનની કળાવડે ખરેખર સુલભ
છે; માટે નિજ જ્ઞાનની કળાના બળથી આ પદને
અભ્યાસવાને જગત સતત પ્રયત્ન કરો. –આત્મખ્યાતિ–
(૨૨) અશુચિપણું વિપરીતતા એ આસ્રવોનાં
જાણીને, વળી જાણીને દુઃખ કારણો એથી નિવર્તન જીવ
કરે. સમયસાર
(૨૩) उपादान निज गुण जहां,
तहां निमित्त पर होय;
भेदज्ञान परवांन विधि, विरला बूझे कोय।
उपादान बल जहँ तहां, नहि निमित्तको दाव;
एक चक्रसों रथ चलै, रविको यहै स्वभाव.
सबै वस्तु असहाय जहां, तहां निमित्त है कौन?
ज्यों जहाज परवाहमैं, तिरै सहज विन पौंन.
उपादान विधि निरवचन, है निमित्त उपदेश;
बसे जु जैसे देशमें करे सु तैसे भेष.
–बनारसी–विलास–
(૨૪) જે જાણતો અર્હંતને ગુણ, દ્રવ્ય ને પર્યયપણે,
તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે. ૮૦.
જીવ મોહને કરી દૂર, આત્મસ્વરૂપ સમ્યક્ પામીને, જો
રાગ–દ્વેષ પરિહરે તો પામતો શુદ્ધાત્મને. ૮૧. અર્હંત સૌ
કર્મોતણો કરી નાશ એ જ વિધિ વડે, ઉપદેશ પણ એમ
જ કરી, નિર્વૃત થયા, નમું તેમને. ૮૨. –પ્રવચનસાર–
(૨૫) દર્શન–જ્ઞાન–ચારિત્રની વૃદ્ધિને અર્થે હે
મુનિ! દીક્ષાપ્રસંગની તીવ્ર વિરતી દશાને, કોઈ
રોગોત્પત્તિ પ્રસંગની ઊગ્ર વૈરાગ્ય–અવસ્થાને, કોઈ
દુઃખ પ્રસંગે પ્રગટેલી ઉદાસીનતાની ભાવનાને, કોઈ
સત્ ઉપદેશપ્રસંગે થયેલી પરમ આત્મિકભાવનાને કોઈ
પુરુષાર્થના ધન્ય પ્રસંગે જાગેલી પવિત્ર અંતર
ભાવનાને સ્મરણમાં રાખજે, નિરંતર સ્મરણમાં રાખજે,
ભૂલીશ નહિ. –ભાવપ્રાભૃત–
(૨૬) શ્રામણ્યમાં સત્તામયી સવિશેષ આ દ્રવ્યો
તણી શ્રદ્ધા નહિ, તે શ્રમણ ના; તેમાંથી ધર્મોદ્ભવ નહિ.
આગળ વિષે કૌશલ્ય છે ને મોહ દ્રષ્ટિ વિનષ્ટ છે,
વીતરાગ–ચરિતારૂઢ છે તે મુનિ–મહાત્મા ‘ધર્મ’ છે.
પ્રવચનસાર
ભૂલ સુધારો
‘આત્મધર્મ’ના ગયા (પરમાં) અંકમાં પૃષ્ઠ–૫૩,
પહેલી કોલમની ૨૦–૨૧ મી લીટીમાં નીચે મુજબ
સુધારીને વાંચવું–
‘રાગમાં એકાગ્ર થવું તે આત્મધ્યાન છે’ એમ
છાપ્યું છે તેને બદલે ‘રાગમાં એકાગ્ર થવું તે આર્ત્તધ્યાન
છે’ એમ વાંચવું.

PDF/HTML Page 16 of 17
single page version

background image
: ફાગણ : ૨૪૭૪ : આત્મધર્મ : ૭૯ :
ચિત્રો
ભગવાન શ્રી કુન્દકુન્દ પ્રવચનમંડપની દીવાલો પર ૨૯ સુંદર ચિત્રો છે, જે જોતાં મહા પવિત્ર સંતોના સ્મરણ
થાય છે અને જ્ઞાન – ધ્યાન – ભક્તિ – વૈરાગ્ય ને અડોલતાના પુરુષાર્થપ્રેરક દ્રશ્યો જોઈ જોઈને જિજ્ઞાસુનો આત્મા ડોલી
ઊઠે છે. તે ચિત્રોની ટૂંકી વિગત અહીં આપવામાં આવી છે.
૧. ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ વનમાં તાડપત્ર ઉપર સમયસારશાસ્ત્ર લખે છે.
૨. પરમપૂજ્ય પરમોપકારી સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામી.
૩. શ્રી ધરસેન આચાર્યદેવ શ્રી પુષ્પદંત તથા ભૂતબલિ નામના મુનિવરોને ષટ્ખંડાગમનું જ્ઞાન આપે છે. (આચાર્ય
દેવનું સ્વપ્ન તથા મુનિઓની મંત્ર–સાધનાનો પણ દેખાવ છે.)
૪. શ્રી શ્રેયાંસકુમાર મુનિદશામાં વર્તતા શ્રી ઋષભદેવ ભગવાનને પડગાહન કરીને નવધાભક્તિપૂર્વક ઈક્ષુરસનું
આહારદાન દે છે.
૫. શાશ્વતતીર્થ શ્રી સમ્મેદ શિખરજી.
૬. શ્રી નેમનાથ ભગવાનનીલગ્ન યાત્રા અને દીક્ષા પ્રસંગ.
૭. શ્રી સીમંધર ભગવાનનાં માતાજીને આવતાં ૧૬ સ્વપ્ન તથા ગર્ભકલ્યાણક–પ્રસંગે ઈન્દ્ર, ઈન્દ્રાણી વગેરે દિવ્ય
વસ્ત્રાભૂષણથી માતા પિતાનું પૂજન કરે છે તે દ્રશ્ય.
૮. શ્રી સીમંધર ભગવાનનાં જન્મકલ્યાણક પ્રસંગે ઈન્દ્રો ઐરાવત હાથી ઉપર બેસી ભગવાનને હાથમાં તેડી મેરુ ઉપર
જઈ જન્માભિષેક કરાવે છે.
૯. શ્રી સીમંધર ભગવાનનો દીક્ષાકલ્યાણક પ્રસંગ
૧૦. શ્રી સીમંધર ભગવાનનો કેવળ–કલ્યાણક પ્રસંગ.
૧૧. ચેલણા રાણી શ્રીયશોધર મુનિ રાજનો ઉપસર્ગ દૂર કરે છે અને શ્રેણીક રાજા જૈન ધર્મના શ્રદ્ધાળુ બને છે.
૧૨. લંકા જીતી સીતાજીને પાછાં મેળવીને તુરત જ શ્રીશાંતિનાથ ભગવાનના મંદિરમાં રામચંદ્રજી, સીતાજી, લક્ષ્મણ,
વિશલ્યા હનુમાન, સુગ્રીવ અને ભામંડળ મહા ભક્તિપૂર્વક, વાજીંત્રો સાથે ભગવાનની સ્તુતિ કરે છે.
૧૩. સ્મશાનમાં ધ્યાનસ્થ સુદર્શન શેઠને દાસી મારફત તેડી મંગાવી, પોતાની દુષ્ટ માગણીમાં ન ફાવતાં, અભયારાણી
આળ મૂકે છે; રાજાની આજ્ઞાથી શિરચ્છેદ કરવા જતાં તરવાર ચાલતી નથી અને શેઠ દીક્ષિત થાય છે.
૧૪. સુકૌશલના પિતા કીર્તિધરમુનિને આહાર લેવા નગરમાં આવતા દેખીને સુકૌશલની માતા સહદેવી તે મુનિને નગર
બહાર કઢાવી મૂકે છે; મુનિ નગર બહાર જઈ ધ્યાનમાં બેસે છે. રૂદન કરતી ધાવમાતા પાસેથી મુનિની વિગત સાંભળી
સુકૌશલકુમાર તે મુનિ પાસે દોડી જાય છે, ત્યાં અશ્રુપાત કરે છે અને દીક્ષિત થાય છે. સહદેવી અતિ દુઃખી થઈ મરણ
પામી વાઘણ થાય છે, ને ધ્યાનમગ્ન સુકૌશલમુનિને ખાય છે. સુકૌશલ અંતકૃત કેવળી થાય છે. વાઘણ કીર્તિધરમુનિના
ઉપદેશથી જાતિસ્મરણ જ્ઞાન પામી, સંન્યાસ ધારણ કરી દેવલોકમાં જાય છે.
૧૫. નવ પરિણીત વજ્રબાહુકુમાર, તેમનાં રાણી મનોદયા અને તેમના સાળા ઉદય સુંદર મનોદયાના પિતાને ત્યાં જવા
નીકળે છે. રસ્તે જંગલમાં ધ્યાનસ્થ મુનિને દેખી વજ્રબાહુકુમાર એકીટસે તેમના સામે જોઈ રહે છે. ત્યારે ઉદય સુંદર મશ્કરી
કરે છે, વજ્રબાહુ દીક્ષિત થાય છે, સાથે ઉદયસુંદર તથા ૨૬ રાજકુમારો દીક્ષિત થાય છે, ને મનોદયા અર્જિકા થાય છે.
૧૬. કૈલાસ પર્વત ઉપર ભરત ચક્રવર્તીવડે પ્રતિષ્ઠાપિત ગત, વર્તમાન અને ભાવી ચોવીશીનાં જિનબિંબો તથા ભરત
ચક્રવર્તીવડે મુનિશ્રી બાહુબલિજીનું પૂજન અને કેવળજ્ઞાનને પ્રાપ્ત બાહુબલીજીનું દ્રશ્ય.
૧૭. મહાવીર ભગવાનનો જીવ પૂર્વે દસમા ભવે સિંહ પર્યાયમાં હતો; અને હરણનો શિકાર કરતો હતો. તે વખતે બે
ચારણઋદ્ધિધારી મુનિઓ આકાશમાંથી ઊતરી જોરથી ઉપદેશ આપે છે, અને કહે છે કે– ‘અરે, સિંહ! તું દસમા ભવે
તીર્થંકર થવાનો છે. ’ તે વખતે સિંહને જાતિસ્મરણજ્ઞાન થાય છે, આંખમાંથી ચોધાર આંસુ વહે છે, ને સમ્યગ્દર્શન પામી
નિરાહાર વ્રત અંગીકાર કરે છે.
૧૮. શ્રી સીમંધર ભગવાન, શ્રીકુંદકુંદાચાર્યદેવ, શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ, સદ્ગુરુદેવશ્રી કાનજી સ્વામી અને શ્રોતા જનો.
૧૯. શ્રીસુકુમારજી ગોખમાંથી મુનિરાજના દર્શન કરી નીચે ઉતરે છે, ને મુનિરાજ પાસેથી ‘પોતાનું માત્ર ત્રણ દિવસનું
આયુષ્ય બાકી છે’ એમ સાંભળી, તરત જ દીક્ષિત થાય છે, ને જંગલમાં જઈ ધ્યાન કરે છે, ત્યાં શિયાળીયા તેમને ખાય છે.
૨૦. શ્રીશાંતિનાથ પ્રભુ પૂર્વે પાંચમા ભવે વિદેહક્ષેત્રમાં શ્રીક્ષેમંકર તીર્થંકરના પુત્ર વજ્રયુધચક્રવર્તી હતા. ઈન્દ્રસભામાં
તેમના જ્ઞાનની પ્રશંસા સાંભળીને એક દેવ પરીક્ષા કરવા આવે છે અને તેમના જ્ઞાનસામર્થ્યને જોઈને આશ્ચર્ય પામે છે,
ને સ્તુતિ કરે છે. તથા શ્રી શાંતિનાથ પ્રભુ પૂર્વે ત્રીજા ભવે વિદેહક્ષેત્રમાં શ્રીધનરથ તીર્થંકરના પુત્ર હતા. તે પૌષધોપવાસ
કરી વનમાં મેરુસમાન અડગ થઈ ધ્યાન કરે છે. ત્યારે, ઈન્દ્રસભામાં તેમના શીલની પ્રશંસા સાંભળીને બે દેવીઓ
પરીક્ષા કરવા આવે છે, અને તેમના શીલથી આશ્ચર્ય પામીને નમસ્કાર કરે છે.

PDF/HTML Page 17 of 17
single page version

background image
ATMADHARMA With the permison of the Baroda Govt. Regd. No. B. 4787
order No. 30 - 24 date 31 - 10 - 4
૨૧. શ્રીસીતાજીની અગ્નિ–પરીક્ષા પછી તેમને શ્રીરામચંદ્રજી
ઘરે પધારવાનું કહે છે, પણ સીતાજી તેનો અસ્વીકાર કરીને
અર્જિકા બને છે.
૨૨. પૂર્વભવે જે શ્રીકંઠરાજાનો ભાઈ હતો તે ઈન્દ્ર, દેવોસહિત
અષ્ટાહ્નિકાના દિવસોમાં નંદીશ્વરદ્વીપે (શ્રીકંઠ–રાજાના મહેલ
ઉપર થઈને) જાય છે, તેને દેખી શ્રીકંઠરાજા પણ ભક્તિને વશ
થઈ રાણી સહિત વિમાનમાં બેસીને નંદીશ્વરદ્વીપ તરફ જાય છે.
પણ માનુષોત્તરદ્વીપ પાસે આવતાં જ રાજાનું વિમાન અટકી
જાય છે તેથી તે વૈરાગ્ય પામીને ત્યાં જ મુનિ થઈ જાય છે.
૨૩. દુષ્ટ બલિરાજા અકંપનાચાર્ય આદિ ૭૦૦ મુનિઓને
અગ્નિનો ઉપસર્ગ કરે છે. શ્રીવિષ્ણુકુમાર મુનિ
વૈક્રિયઋદ્ધિથી, બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને તે ઉપસર્ગને
શાંત કરે છે, અને તેમની પાસે બલિરાજા ક્ષમા માંગે છે.
૨૪. રામ–લક્ષ્મણ–સીતા વનમાં સુગુપ્તિ–ગુપ્તિ નામના
ચારણ મુનિઓને આહારદાન દે છે.
૨૫. વેદ ધર્મની ચર્ચા કરતા ઈન્દ્રભૂતિને તેડીને બ્રાહ્મણ–
રૂપધારી ઈન્દ્ર મહાવીર પ્રભુના સમવસરણ તરફ જાય છે.
માનસ્થંભને દેખતાં જ ઈન્દ્રભૂતિનું માન ગળી જાય છે, ને
સમવસરણની અંદર જતાં તે જ ગૌતમ–ગણધર બને છે.
૨૬. શીકું કાપીને મેળવેલી વિદ્યાદ્વારા અંજનચોર અકૃત્રિમ
ચૈત્યાલયે જાય છે, ત્યાં જિનદત્ત શેઠ પણ પૂજા કરે છે. પછી
તેઓ બંને મુનિ પાસે જઈને ઉપદેશ શ્રવણ કરે છે. અને
અંજન મુનિ થઈ, ધ્યાન ધરીને કેવળજ્ઞાન પામે છે.
૨૭. શ્રીમદ્ રાજચંદ્ર (શ્રી સિદ્ધશિલા, ઈડર–નું દ્રશ્ય)
૨૮. સુભદ્રા શેઠાણીએ ચંદનાસતીને સાંકળવડે બાંધી છે; તે
મહાવીર ભગવાનને આહારદાન કરવાની ભાવના ભાવે
છે, ભાવના ભાવતાં ભાવતાં તેનાં બંધન તૂટી પડે છે.
અને ચંદનાસતી ભગવાનને પડગાહન કરીને
નવધાભક્તિથી આહારદાન દે છે, દેવો પુષ્પવૃષ્ટિ કરે છે;
પછી ચંદના અર્જિકા બને છે.
૨૯. પાંચ પાંડવો મુનિદશામાં શત્રુંજય પર્વત ઉપર
ધ્યાનમગ્ન દશામાં સ્થિત છે. ત્યાં દુર્યોધનનો ભાણેજ
ક્રોધાવિષ્ઠ થઈને તેમને લોખંડના ધગધગતા આભૂષણો
(કડાં) પહેરાવીને ઉપસર્ગ કરે છે.
આ ઉપરાંત શ્રીમંડપના મૂળ પ્રવેશદ્વાર ઉપર શ્રી
કુંદકુંદપ્રભુજીની એક સુંદર કલામય, ધ્યાનસ્થ, શાંત મૂર્તિ
કોતરેલી છે, તેનું દ્રશ્ય બહુ ભવ્ય ને આકર્ષક છે.
ગયા અંકમાં પૂછેલા પ્રશ્નોના જવાબ
જવાબ ૧. અત્યારે પણ જીવ અને શરીર જુદા જ છે.
જીવમાં જ્ઞાન છે, શરીરમાં જ્ઞાન નથી. જીવ જાણે છે, શરીર
જાણતું નથી. જીવ અરૂપી છે, શરીર રૂપી છે. સાચાજ્ઞાનવડે
અત્યારે પણ જીવ અને શરીરનું જુદાપણું જાણી શકાય છે.
જવાબ ૨. આનંદ અને રાગ જીવમાં હોય છે; પ્રકાશ અને
ગળપણ અજીવમાં હોય છે. વસ્તુત્વગુણ જીવ અને અજીવ
બંનેમાં હોય છે. પ્રકાશ તો અજીવ વસ્તુ છે, પુદ્ગલની દશા
છે, જીવમાં પ્રકાશ હોતો નથી.
જવાબ ૩. () સાચા જ્ઞાન વગર ‘ધર્મ’ થતો નથી.
() સાચા જ્ઞાન વગર ‘અધર્મ’ થાય છે. () પુણ્ય
કરવાથી સાચું સુખ ‘મળતું નથી.’ () આત્માના
સ્વભાવમાં સુખ ‘છે.’
આ વખતે કુલ ૯૩ બાળકોનાં જવાબ આવ્યા હતા. તેમાંથી
નીચેના ૫૯ બાળકોના જવાબ સાચા હતા–
(૧–૧૪) વીંછીયા, મધુકાન્તાબેન, મંજુલાબેન,
દલસુખરાય, મંછાબેન, કાન્તિલાલ, ઈન્દુમતીબેન,
ઉત્તમલાલ રસિકલાલ–હ, ન્યાલચંદ, ચંપકલાલ, રસિકલાલ–
અ, ચંદ્રકાન્ત, રમાલક્ષ્મીબેન, ભુપેન્દ્ર. (૧૫–૨૦) અમરેલી:
જયંતિલાલ, જ્યોત્સનાબેન, વિનોદરાય, પ્રફુલચંદ્ર, કૈલાસ,
સુશીલાબેન. (૨૧–૨૬) વઢવાણશહેર: મંજુલાબેન,
રસિકલાલ, વિનોદચંદ્ર, નગીનદાસ, વિનયચંદ્ર,
ભાનુમતીબેન(૨૭–૨૯) સાવરકુંડલા: વસંતરાય,
કુસુમબેન, રાજેન્દ્ર. (૩૦–૩૧) લાઠી: ધીરજલાલ,
કાન્તિલાલ, (૩૨–૩૩) વઢવાણકેમ્પ: કંચનબેન,
મનહરલાલ, (૩૪–૩૫) જામનગરઃહસમુખલાલ,
મંજુલાબેન. (૩૬–૪૧) મુંબઈ: ભુપતરાય, કીર્તિકુમાર
ધીમંતકુમાર સરોજબાળા, જગદિશચંદ્ર, ઈન્દીરાબેન. (૪૨–
૪૪) અમદાવાદ: અજબલાલ, કિરીટકુમાર, હરિહરભાઈ.
(૪૪) વીરબાળા–બોરસદ. (૪૫) હિંમતલાલ–પાલેજ.
(૪૬) ઇંદુલાલ–મોરબી. (૪૭) નંદુબેન–વાસણાચૌધરી.
(૪૮) મનહરલાલ–ધૂલીઆ. (૪૯) અરૂણકુમાર–રાજકોટ.
(૫૦–૫૫) સોનગઢ: દિનેશચંદ્ર, સુશીલાબેન, શ્રીકાન્ત,
સુધાબેન મંજુલાબેન, અનિલચંદ્ર. (૫૬) કાન્તિલાલ–
રાણપુર. (૫૭) સૂર્યકાન્ત–મદ્રાસ. (૫૮) કેલાસચંદ્ર–દાહોદ
(૫૯) દલીચંદ–શાન્તાક્રૂઝ.
– નવા પ્રશ્નો –
(૧) અજીવ વસ્તુઓમાં ગુણ હોય કે નહિ?
(૨) જીવ ક્યાં વસે છે? અને જ્ઞાન ક્યાં વસે છે?
(૩) નીચેની વસ્તુઓમાંથી જીવમાં શું હોય ને અજીવમાં શું
હોય તે બતાવો:–સામાયિક, રબરનો ઉંદર, ખોટું જ્ઞાન,
શાસ્ત્રનું જ્ઞાન, સંસાર, મોક્ષ, પુણ્ય અને પાપ.
મુદ્રક: ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, મોટા આંકડિયા, સૌરાષ્ટ્ર તા. ૬ – ૩ – ૪૮
પ્રકાશક: શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા,કાઠિયાવાડ
ચૌદ વર્ષ સુધીના બાળકોએ, નામ અને સરનામા સાથે, ફાગણ સુદ ૧૫ સુધીમાં મળી જાય એ રીતે, નીચેના સરનામે
ઉપરના પ્રશ્નોના જવાબ મોકલવા –
આત્મધર્મ: બાલવિભાગ: સોનગઢ: કાઠિયાવાડ