Atmadharma magazine - Ank 055
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 33
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૫
સળંગ અંક ૦૫૫
Version History
Version
Number Date Changes
001 Jan 2006 First electronic version.

PDF/HTML Page 2 of 33
single page version

background image
। ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે ।
વર્ષ પાંચમું : સંપાદક : વૈશાખ
રામજી માણેકચંદ દોશી
અંક સાતમો વકીલ
૨૪૭૪
[શ્રી ખીમચંદ જેઠાલાલ શેઠ]
ગુણ–પર્યાયનો પિંડ તે આત્માનું સ્વદ્રવ્ય, અસંખ્યાત
પ્રદેશીપણું તે આત્માનું સ્વ–ક્ષેત્ર, આત્મામાં સમયે સમયે
થતા પર્યાયો તે તેનો સ્વ–કાળ, અને ત્રિકાળી શક્તિઓ તે
આત્માનો સ્વભાવ–આ રીતે સુરાષ્ટ્ર સ્વરૂપ આત્માને
પોતાનાં દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવની સાથે સર્વદા સર્વથા
એકમ–ઐક્ય છે. તે એક્ય જેણે સાધ્ય કર્યું તે સર્વ પ્રકારે
સુખી છે. તે કોઈ પણ પરપદાર્થ સાથે ઐક્ય કરવા ઈચ્છતો
નથી, કારણ કે પર સાથે ઐક્ય થઈ જ શકતું નથી, ને તેથી
તેવા પ્રકારની ઈચ્છામાં પણ ખેદ–ખિન્નતા છે.
સમ્યક્દર્શન–જ્ઞાન–ચારિત્રનું ઐક્ય તે જ મોક્ષમાર્ગ
છે અને તેની પૂર્ણતા તે મોક્ષ છે.
પરની સાથે ઐક્ય કરી શકાતું જ નથી, છતાં ઐક્ય
કરવાની અજ્ઞાનભાવે માન્યતા કરીને અનાદિથી જીવ દુઃખી
થઈ રહ્યો છે. તે દુઃખ દૂર કરવા માટે અનંત ગુણો જેનો
ત્રિકાળ સમાજ છે તેવા ભગવાન આત્માની સેવા દરેક જીવે
નિરંતર કરવી જોઈએ.
વાર્ષિક લવાજમ શાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસિક પત્ર છુટક અંક
ત્રણ રૂપિયા
ચાર આના
આત્મધર્મ કાર્યાલય–મોટા આંકડિયા–કાઠિયાવાડ

PDF/HTML Page 3 of 33
single page version

background image
અંક સાતમો : ૫૧ : ૨૪૭૪
શાસનપ્રભાવક
પૂજ્ય શ્રી કાનજીસ્વામી
[શ્રી ખીમચંદ જેઠાલાલ શેઠ]
ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય દેવે શ્રી સમયસાર,
પ્રવચન–સાર, પંચાસ્તિકાય આદિ શાસ્ત્રોની રચના
આજથી લગભગ બે હજાર વર્ષ પૂર્વે કરી. તેની દરેક
ગાથામાં અતિ ગાંભીર્ય–ગૂઢ રહસ્ય ભરેલું છે. ત્યાર
બાદ લગભગ એક હજાર વર્ષે ભગવાન
શ્રીઅમૃતચંદ્રાચાર્ય થયા. તેમણે તે તે શાસ્ત્રોની દરેક
ગાથામાં જે રહસ્ય ગુપ્ત પડ્યું હતું તેને દોહીને અર્થાત્
તેના ઉપર ટીકા રચીને રહસ્ય પ્રગટ કર્યું. તે પછી
લગભગ એક હજાર વર્ષે પૂજ્ય શ્રી કાનજી સ્વામી
થયા. જેમ ભેંસના આઉમાં અર્ધો મણ દૂધ ભયુૃર્ં હોય
તેને દોહીને બહાર કાઢ્યું હોય તો તે દોહનારનું કેટલું
સામર્થ્ય છે તે જણાવે છે, તેમ તેઓ શ્રી સમયસારાદિ
શાસ્ત્રોની મૂળ ગાથા, ટીકા તથા કળશો ઉપર સહજ–
સુગમ–સરળ–છતાં ઉચ્ચ તત્ત્વને પ્રગટ કરતું વિસ્તૃત
વિવેચન કરે છે, તેથી તેમનામાં જ્ઞાનાનુભવનું કેટલું
સામર્થ્ય છે તેની સાબિતી તેમનાં પ્રવચનોનાં પ્રત્યક્ષ
શ્રવણથી તથા પ્રસિદ્ધ થયેલા તેમનાં પ્રવચનગ્રન્થો
ઉપરથી મળી આવે છે.
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવે ઉત્તમ અધ્યાત્મ
શાસ્ત્રોની રચના કરીને જૈન શાસનનો પાયો નાખ્યો,
શ્રી અમૃતચંદ્રાચાર્ય દેવે તેના ઉપર ટીકા રચી મંદિર
ચણ્યું તથા કળશોની રચના કરી કળશ ચડાવ્યો ને
પૂજ્ય શ્રી કાનજી સ્વામીએ તેના ઉપર પ્રવચનો કરી
ધ્વજા ફરકાવી. આ રીતે તેઓશ્રીનો જગતના ભવ્ય
જીવો ઉપર મહાન ઉપકાર વર્તે છે.
તેથી જયવન્ત વર્તો તે શાસનપ્રભાવક–
યુગપ્રધાન મહાત્માઓ તથા તેમની સ્વરૂપસંપદામાંથી
પ્રગટતા પામતી શાસન પ્રભાવના! ભક્તિભાવે
નમસ્કાર હો તે યુગાવતાર ભગવન્તોને!!
અસ્તિ નાસ્તિ સ્વભાવ
[શ્રી સમયસાર–મોક્ષ અધિકાર
ઉપરના વ્યાખ્યાનમાંથી]
જ્ઞાની એમ સમજે છે કે–હું ચૈતન્ય વસ્તુ છું,
બીજી બધી વસ્તુઓ મારી અપેક્ષાએ ‘અવસ્તુ’ છે.
મારી અપેક્ષાએ આખું જગત અવસ્તુ છે અને
આખા જગતની બધી વસ્તુઓની અપેક્ષાએ હું
અવસ્તુ છું. ‘અવસ્તુ’ એટલે શું? દરેક વસ્તુ
પોતાના અસ્તિ–નાસ્તિ સ્વભાવમાં રહેલી છે;
પોતાના નાસ્તિ સ્વભાવમાં રહેલું દ્રવ્ય તે પર
પદાર્થોની અપેક્ષાએ અવસ્તુ છે. એ રીતે
અવસ્તુપણું અર્થાત્ નાસ્તિપણું એ દરેક વસ્તુનો
એક ધર્મ છે. ચૈતન્ય વસ્તુનો ‘નાસ્તિ’ ધર્મ એવો
છે કે તે કદી પરમાર્થે વિકારપણે કે જડપણે થતો
નથી. એવાં ત્રિકાળી ચૈતન્ય સ્વભાવની શ્રદ્ધા તેનું
જ્ઞાન અને તેમાં સ્થિરતા રૂપ ચારિત્ર તે જ
મોક્ષમાર્ગ છે. આત્માની અવસ્થા પણ ચૈતન્યરૂપ
છે; આત્માની અવસ્થા સ્વપણે છે, પર દ્રવ્યની
અવસ્થાપણે નથી. આ રીતે આત્માને પરદ્રવ્યો
સાથે નાસ્તિત્વ સંબંધ છે એટલે કે પરદ્રવ્યો અને
આત્મા તો સદાય ભિન્ન છે.
વીતરાગી સગપણ એવું છે કે દરેક દ્રવ્યો
સ્વતંત્ર છે, એક દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે કાંઈ સંબંધ
નથી. બધા પદાર્થોથી ભિન્ન પોતાના સ્વભાવ સાથે જ
સંબંધ (–એકતા) કરીને શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતા
કરવાં તે જ ધર્મ છે. પર સાથે તો કદી સંબંધ નથી;
વિકાર સાથે ક્ષણિક સંબંધ છે, પણ ચૈતન્યસ્વભાવમાં
અભેદ થતાં પર્યાય ચૈતન્યસ્વભાવમાં ભળી ગઈ અને
વિકાર સાથેનો ક્ષણિક સંબંધ પણ ન રહ્યો. અસ્તિ–
નાસ્તિના ભાવનો વિસ્તાર કરતાં તેમાંથી
વીતરાગભાવ પ્રગટે છે; કેમકે અસ્તિધર્મ સ્વભાવ સાથે
એકતા કરાવે છે અને નાસ્તિધર્મ પર ભાવો સાથેની
એકતાને તોડાવે છે.
–આભાર–
વૈશાખ સુદ બીજને દિવસે મહાન ઉપકારી પૂજ્ય શ્રી કાનજી સ્વામીનો મંગળ જન્મદિન છે, તે જન્મ–
મહોત્સવ પ્રસંગના નિમિત્તે આત્મધર્મના ગ્રાહકોને પૂજ્ય શ્રી કાનજી સ્વામીની અમૃતવાણીનો વિશેષ લાભ મળે
તે માટે, અમરેલીના ભાઈશ્રી મોહનલાલ ત્રીકમજી દેશાઈએ આત્મધર્મનો આ વૈશાખ માસનો અંક ૩૨ પાનાનો
કાઢવા જણાવ્યું છે, ને તેમાં જે વધારાનું ખર્ચ થાય તે તેમના તરફથી આપવામાં આવ્યું છે. આ માટે તેમનો
આભાર માનવામાં આવે છે.

PDF/HTML Page 4 of 33
single page version

background image
વૈશાખ : ૨૪૭૪ : ૯૯ :
वस्तुस्वभावनी साची श्रद्धानुं फळ

પ્રશ્ન:–પરજીવોનું જીવન કે મરણ તેના કારણે થાય છે, ‘હું તેનું કાંઈ ન કરી શકું, હું તો માત્ર જાણનાર
છું,’ એવી શ્રદ્ધા રાખશે તો જીવનાં પરિણામ નિષ્ઠુર નહિ થઈ જાય?
ઉત્તર:–અરે ભાઈ, વસ્તુસ્વભાવ જેમ છે તેમ તેની શ્રદ્ધા કરવાનું ફળ તો વીતરાગતા છે.
ચૈતન્યસ્વભાવની શ્રદ્ધાપૂર્વક જો દયાદિના પરિણામ છોડીને માત્ર જ્ઞાતા રહેશે તો વીતરાગ થશે. પછી
અજ્ઞાનીઓ ભલે તેને નિષ્ઠુર કહે. સંસારમાં પણ એકનો એક વીસ વર્ષનો પુત્ર મરી જાય ત્યાં કાંઈ તેનો બાપ
સાથે મરી જતો નથી, તો તેને કેમ નિષ્ઠુરતા કહેતા નથી? એ નિષ્ઠુરતા નથી પણ તે પ્રકારનો વિવેક છે.
જગતના જીવો પણ વિકારના લક્ષે નિષ્ઠુર (લાગણી રહિત) થઈ જાય છે. ઘરમાં વીસ વર્ષની જુવાન બાઈ
વિધવા થઈ હોય અને ૬૦ વર્ષનો ડોસો વિષયમાં લીન થઈ રહ્યો હોય, જુઓ તો ખરા! તેનાં પરિણામ કેટલા
નિષ્ઠુર છે? અજ્ઞાનીઓ કષાયના લક્ષે નિષ્ઠુર–લાગણીહીન થાય છે, જ્યારે જ્ઞાનીઓ પોતાના ચૈતન્યસ્વભાવના
લક્ષે એકાગ્ર થઈને વિકારી લાગણીઓથી રહિત સિદ્ધ થાય છે, તેઓને તો વીતરાગી કહેવાય છે. જે જીવો વિકારી
લાગણી કરે છે તે પરને માટે કરતા નથી પણ પોતાને તે જાતનો કષાય હોવાથી તે લાગણી થાય છે. એ
લાગણીને જે કરવા જેવી માને–ફરજ માને તે મિથ્યાદ્રષ્ટિ છે.
એક વખત કોઈ શેઠને ત્યાં લગ્ન પ્રસંગ હતો, ત્યારે શેઠ–શેઠાણી તો હરખથી ખાય–પીએ અને શણગાર
કરે, પરંતુ તેનો નાનો ભાઈ ગુજરી ગયેલ, તેની નાની ઉમરની વિધવા સ્ત્રી પોતાના પતિને યાદ કરીને રૂએ.
‘નાનાભાઈની સ્ત્રી આપણો હરખ સહન નહિ કરી શકે’ એમ ધારીને ખરા પ્રસંગે શેઠે તેને પીયર મોકલી દીધી,
અને પોતે મોજ શોખથી હરખ પૂરાં કર્યાં. જુઓ, સ્વાર્થીનાં નિષ્ઠુર પરિણામ! પોતાને જે રાગ રુચ્યો છે તે
સાધવા માટે પરની દરકાર કરતો નથી. તેમ જ્ઞાનીઓ પોતાના વીતરાગસ્વભાવને સાધવા માટે પરની દરકાર
કરતા નથી. દયાદિ વિકારી વૃત્તિ થઈ જાય તો તેના પ્રત્યે એમ વિચારે છે કે અમારા મોક્ષદશાનાં હરખ
(વીતરાગી ભાવ) તમારાથી સહન નહિ થાય માટે તમે બધા વિકલ્પો તમારા ઘરમાં ચાલ્યા જાવ. એ રીતે બધા
ભેદવિકલ્પોને તોડવાની ભાવના કરે છે. જો રાગરહિત થઈને આ જ ક્ષણે ચૈતન્યસ્વરૂપમાં લીન થવાતું હોય તો
મારે દયા કે ભક્તિની લાગણીઓ પણ જોઈતી નથી.
લગ્નની મુદત વખતે ગમે તેમ થાય તો પણ તે લગ્ન ફરતા નથી. અરે, ઘરમાં બાપનું મુડદું પડ્યું
હોય અને પુત્ર માંડવે પરણવા જાય–એમ પણ બને છે. આમાં સગાની દરકાર ક્યાં રહી? બધાની દરકાર
મૂકીને પોતાને જે ગોઠ્યું તે કરવા માગે છે. સગા સંબંધીનો રાગ ગોઠયો ત્યાં સુધી રાખ્યો અને જ્યાં
રુચિ બીજે ફરી ત્યાં તે રાગ તોડયો. તેમ જ્ઞાનીઓને પુરુષાર્થની નબળાઈથી અલ્પ રાગ થાય છે, પણ
ખરા પ્રસંગે પુરુષાર્થની ઊગ્રતા વડે તે તોડીને સ્વભાવમાં સમાઈ જાય છે. ફેર એટલો છે કે અજ્ઞાનીને
રાગથી ભિન્ન ચૈતન્યસ્વભાવનું ભાન નહિ હોવાથી તે પરલક્ષે રાગને બદલ્યા કરે છે, અને જ્ઞાનીઓને
રાગથી ભિન્ન ચૈતન્યસ્વભાવનું ભાન હોવાથી તેઓ ચૈતન્ય સ્વભાવના લક્ષે રાગનો અભાવ કરે છે.
જ્ઞાનીઓ જગતની દરકારમાં કે રાગમાં રોકાતા નથી, હું કોઈ પરદ્રવ્યનો કર્તા નથી અને વિકલ્પનો પણ
કર્તા નથી, હું તો ચેતક સ્વભાવ વડે જાણનાર જ છું. એમ જ્ઞાનીઓ સ્વભાવની ભાવનામાં પરની દરકાર
કરતા નથી, એ નિષ્ઠુરતા નથી, પરંતુ સ્વભાવદશા છે, વીતરાગતાની સાધક દશા છે, અને તેનું ફળ
વીતરાગતા ને કેવળજ્ઞાન છે.
જેણે પોતાના આત્મામાં સમ્યક્શ્રદ્ધારૂપી માંડવા રોપી દીધાં છે એવા જ્ઞાનીઓ ભાવના કરે છે કે, હવે અમારી
મુક્તદશાનાં પ્રસંગ આવ્યા, આ રાગ તો મડદા સમાન છે તેને ખાતર હવે અમે રોકાવાના નથી. અમે તો અમારા
ચૈતન્ય સ્વભાવની જાગૃતિ કરીને મુક્ત પરિણતિને વરવાને માટે અપ્રતિહતપણે આગળ ચાલીએ છીએ. જ્ઞાનીઓને
પોતાનો સ્વભાવ રુચે છે તેથી તેઓ સ્વભાવને ખાતર અન્ય સર્વ પ્રકારના રાગનો નાશ કરવા માગે છે.
[શ્રી સમયસાર મોક્ષ અધિકાર ઉપરના વ્યાખ્યાનોમાંથી]

PDF/HTML Page 5 of 33
single page version

background image
: ૧૦૦ : આત્મધર્મ : ૫૫
મોક્ષાર્થીઓએ ક્યા સિદ્ધાંતનું સેવન કરવું?
– શાર્દૂલ વિક્રીડિત –
सिद्धांतोऽयमुदार चित्तचरितैर्मोक्षार्थिभिः सेव्यतां
शुद्धं चिन्मयमेकमेव परमं ज्योतिः सदैवास्म्यहम्।
एते ये तु समुल्लसंति विविधा भावाः पृथग्लक्षणा–
स्तेऽहं नास्मि यतोऽत्र ते मम परद्रव्यं समग्रा अपि।।
[શ્રી સમયસાર–કલશ: ૧૮૫]
અર્થ:–જેમના ચિતનું ચરિત્ર ઉદાત્ત (–ઉદાર, ઉચ્ચ, ઉજ્જવળ) છે એવા મોક્ષાર્થીઓ આ સિદ્ધાંતને સેવન
કરો કે–‘હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ જ સદાય છું; અને આ જે ભિન્ન લક્ષણવાળા વિવિધ પ્રકારના
ભાવો પ્રગટ થાય છે તે હું નથી, કારણ કે તે બધાય મને પરદ્રવ્ય છે.’
[ઉપરના કલશ ઉપર પરમ પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું પ્રવચન.] ફાગણ વદ ૬
જે ભવ્ય જીવને સંસાર દુઃખદાયક ભાસ્યો છે ને તેનાથી છૂટીને જ્ઞાનસ્વરૂપમાં આવવાની ઝંખના જાગી
છે એવા મોક્ષાર્થીઓને શ્રી આચાર્યદેવ આદેશ કરે છે કે, જેમના જ્ઞાનનો અભિપ્રાય ઉદાર છે એવા હે મોક્ષાર્થી
જીવો! તમે એક આ જ સિદ્ધાંતને સેવન કરો કે ‘હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ જ સદાય છું; એ
સિવાય બધાય ભાવો હું નથી, તે બધાય ભાવો મારાથી જુદા છે. દયા વગેરે પુણ્યભાવો કે હિંસા વગેરે પાપ
ભાવો હું નથી, જાણવામાં ક્રમ પડે તે પણ હું નથી, હું જાણનાર એક અભેદ છું, એકાકાર પરમ જ્ઞાન જ્યોતિ છું.
’ આવા સ્વભાવના સેવનથી મુક્તિ થાય છે, બીજા કોઈ ભાવના સેવનથી મુક્તિ થતી નથી.
આત્માનો મોક્ષ પ્રગટ કરવા માટે કયા સિદ્ધાંતનું સેવન કરવું તે આચાર્યદેવ બતાવે છે. આચાર્યદેવે કોઈ
શુભભાવનું સેવન કરવાનું કહ્યું નથી, વ્યવહારનું સેવન કરતાં કરતાં મોક્ષ થાય એમ કહ્યું નથી; ‘હું એક શુદ્ધ
ચૈતન્યસ્વભાવ છું’ એવા જ સિદ્ધાંતનું સેવન કરવાનું કહ્યું છે. ‘હું પોતે સદાય ચૈતન્યમય છું, હું બીજા પાસેથી
સમજનાર નથી ને બીજાનો સમજાવનાર નથી, બીજા કોઈ સાથે મારે સંબંધ જ નથી;’–જેમના સમ્યગ્જ્ઞાનનો ઉદાર
અભિપ્રાય છે એવા મોક્ષાર્થીઓ આવા સિદ્ધાંતનું સેવન કરો. ‘હું પુણ્ય–પાપનો કર્તા છું, વ્યવહાર કરતાં કરતાં ધર્મ
થાય, સત્ નિમિત્તના આશ્રયે લાભ થાય’ એવી જે જીવની માન્યતા છે તે જીવનો અભિપ્રાય ઉદાર નથી પણ કંજુસ
છે, ઉદાર સ્વાધીન જ્ઞાનમાં તેનું ચરિત્ર નથી. તે જીવ વિકારનું–વ્યવહારનું–પરાશ્રયનું સેવન કરે છે તેથી તેને બંધન
થાય છે. સર્વ પ્રકારે જ્ઞાનમયભાવ તે જ હું છું, ત્રણે કાળે એક જ્ઞાનમયભાવ સિવાય બીજા કોઈ ભાવો મારા સ્વરૂપમાં
નથી, પુણ્ય–પાપનો હું કર્તા નથી, પુણ્ય–પાપ મારામાં છે જ નહિ, વ્યવહારથી ધર્મ નથી, વ્યવહારનો આશ્રય મને નથી,
કોઈ પણ પર નિમિત્તો સાથે મારે કાંઈ સંબંધ નથી–આવી જેની માન્યતા છે તે જીવનો અભિપ્રાય ઉદાર છે, સ્વતંત્ર
જ્ઞાનસ્વભાવમાં તેનું આચરણ છે તેથી તેનું ચરિત્ર ઉદાર છે. એ જ સિદ્ધાંત મોક્ષાર્થીઓએ સેવવા યોગ્ય છે.
હે જીવ! ‘હું પરનું કરું, વિકાર તે હું’ એવી બુદ્ધિ કરીને તેં તારા જ્ઞાનને વિકારમાં સંકોચી દીધું છે, હવે
ચૈતન્યભાવ તે જ હું, બીજા બધાય ભાવો મારાથી જુદા છે’ એમ સ્વભાવની પક્કડ કરીને તારા જ્ઞાનને ઉદાર
બનાવ. બધાય પરભાવોને જ્ઞાનમાંથી છોડી દે. મારા ચૈતન્યસ્વરૂપમાં શરીરનો સંગ નથી, પુણ્ય–પાપરૂપ વિકાર
ભાવોનો પ્રવેશ નથી અને અધૂરા જ્ઞાનભાવ જેટલો હું નથી–એમ ઉદાર ચરિત્ર કરીને જ્ઞાનમાંથી તેબધાયને કાઢી
નાંખ. જે જ્ઞાન વિકારમાં એકતા કરીને અટકતું તે જ્ઞાન સંકોચાયેલું હતું, સ્વભાવ અને પરભાવને જુદા
ઓળખીને જે જ્ઞાન પોતાના સ્વભાવમાં વળ્‌યું તે જ્ઞાન વિકારમાંથી છૂટીને મુક્ત થયું, તે જ્ઞાનમાં વિકારની પક્કડ
નથી, તેથી તે ઉદાર છે; જેને એવું જ્ઞાન છે તે જ મોક્ષાર્થી છે. કોઈ જીવ બાહ્યમાં ત્યાગી કે સાધુ થાય પણ
અંતરમાં એમ માને કે વ્યવહાર કરતાં કરતાં મારી મુક્તિ થઈ જશે, તો તે જીવ મોક્ષાર્થી નથી, તેનો ત્યાગ અને
વ્રતાદિ મોક્ષાર્થે નથી પણ સંસારને અર્થે જ છે. તેના જ્ઞાનમાંથી વિકારની પક્કડ છૂટી નથી, તેથી તેનું જ્ઞાન ઉદાર
નથી. જે છૂટા હાથે કરોડો રૂપિયાનું દાન કરે તે ઉદાર–એમ અહીં કહ્યું નથી. રૂપિયા તો જડ છે, ‘તેનો કર્તા હું છું’
એમ માનનાર મહા મિથ્યાત્વી છે. અને દાનના શુભભાવ કરીને તેની હોંશ કરે તે પણ ઉદાર નથી, તેનું જ્ઞાન
કંજુસ છે; તેને પોતાની ચૈતન્ય મૂડીનો ઉપયોગ કરતાં આવડતો નથી તેથી તે વિકારીભાવોની પક્કડ કરે છે.
ભગવાનશ્રી અમૃતચંદ્રાચાર્યદેવ કહે છે કે હે મોક્ષાર્થીઓ! તમે એમ સમજો કે હું સદાય એકરૂપ ચૈતન્યમય

PDF/HTML Page 6 of 33
single page version

background image
વૈશાખ : ૨૪૭૪ : ૧૦૧ :
છું; મેં કદી વ્યવહાર કર્યો જ નથી, રાગરૂપે હું કદી થયો જ નથી, પૂર્વે અનંત કાળમાં હું સદાય ચૈતન્યમય જ હતો, હું વિકારી
થયો જ નથી. હું ત્રણેકાળે ચૈતન્યમય શુધ્ધ જ્ઞાયક જ્યોતિ છું, સંસારભાવને બાળનાર છું પણ તેને ટકાવનાર નથી.
જેમ અગ્નિ પાસે ઉધઈ બળી જાય છે તેમ ચૈતન્યજ્યોત પાસે વિકાર નષ્ટ થઈ જાય છે. હું ચૈતન્યમય
પરમજ્યોતિ છું, રાગનો કરનાર કે રાગનો ટાળનાર હું નથી. મારા સ્વભાવમાં રાગ હોય તો ટાળુંને?
સ્વભાવમાં કદી રાગ છે જ નહિ માટે હું રાગનો ટાળનાર પણ નથી. ચૈતન્યમય સ્વભાવ સદાય શુદ્ધ છે. આમ
પોતાના સ્વભાવનું સેવન કરવાથી વિકાર સ્વયં ટળી જાય છે અને મોક્ષ દશા પ્રગટે છે. માટે મોક્ષાર્થીઓએ આ
સિદ્ધાંતનું જ સેવન કરવું, તેમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર ત્રણે સમાઈ જાય છે.
શ્રી આચાર્યદેવે અહીં મોક્ષાર્થીઓને જ સંબોધન કર્યું છે, સ્વચ્છંદી જીવોની વાત લીધી નથી. જેઓ વ્યવહારથી
પણ ભ્રષ્ટ થઈને પોતાના સ્વચ્છંદે પ્રવર્તે છે તેઓ તો મહા પાપી અનંતસંસારી છે. વ્યવહારના સેવનથી ધર્મ થતો
નથી, તો પણ મુમુક્ષુ જીવોને પહેલી ભૂમિકામાં વ્યવહાર હોય છે. સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર પ્રત્યેની અત્યંત ભક્તિ–
બહુમાન, વિનય, એકદમ નમ્રતા, અર્પણતા મુમુક્ષુને હોય જ, જગત પાસેથી માન લેવાની દરકાર ન હોય. જેની
પાસેથી એક અક્ષર મળે તેનો પણ વિનય ભૂલાય નહિ, તો જે સદ્ગુરુએ આખો આત્મા સમજાવ્યો તેમના પ્રત્યે
મુમુક્ષુને કેટલી અર્પણતા અને વિનય હોય! સદ્ગુરુના વિનયને લોપે તે મહા સ્વચ્છંદી છે. શાસ્ત્રોનું જ્ઞાન મેળવીને
તેનાથી જે સાંસારિક પ્રયોજન પોષે છે તે પણ મહા પાપી અનંતસંસારમાં રખડી મરનાર છે. સત્શાસ્ત્રોના જ્ઞાનનું
પ્રયોજન તો વીતરાગભાવ કરવાનું હતું તેને બદલે તેનાથી જ રાગભાવને અને સ્વચ્છંદને જે પોષે છે તે જીવ
આત્માનો મહા વિરાધક છે. એવા જીવોની તો વાત જ નથી. તેઓ તો આવી મોક્ષની વાતનું શ્રવણ કરવાને પણ
લાયક નથી. આત્માર્થી જીવ તો દેવ–ગુરુ પાસે એકદમ નિર્માન–નિર્માન થઈ જાય, જાણે કે હું મરી ગયો છું–મડદું છું–
એવી નિર્માનતા હોય. અનંતકાળથી હું મારા સ્વભાવનો અજાણ છું, મારે આત્મા સિવાય કાંઈ જોઈતું નથી, હું અત્યંત
પામર છું, હું કાંઈ જ જાણતો નથી, મને સ્વભાવનો લાભ કેમ થાય? એમ અત્યંત પાત્ર થઈને, સ્વચ્છંદતાને સર્વથા
છોડીને, ઝંખના કરતો કરતો સદ્ગુરુના ચરણે અર્પાઈ ગયો છે–એવા મોક્ષાર્થીને આચાર્યદેવ આ વાત કરે છે અને
એવો મોક્ષાર્થી ચોક્કસ આ વાત સમજીને સ્વભાવ પામી જાય છે.
વ્યવહારને લીધે નિશ્ચય પમાય એ માન્યતા ખોટી છે, પરંતુ ‘દેવ–ગુરુ–શાસ્ત્રના વિનય વગર હું મારી
મેળે નિશ્ચય પામી જઉં’ એમ માનીને જે વ્યવહારથી જ ભ્રષ્ટ થઈને સ્વચ્છંદ સેવે છે તે તો મહા અપાત્ર છે. ઊંચી
અધ્યાત્મની વાત જ્યારે પ્રચારમાં આવી છે અને ઘણું આધ્યાત્મિક સાહિત્ય બહાર આવ્યું છે, ત્યારે તે સાંભળીને
કે વાંચીને અનેક જીવો પોતાના નામે લોકો પાસે વાત કરવા મંડી પડ્યા છે અને એ રીતે પોતાનું માન પોષી
રહ્યા છે, તે જીવો એકલા સ્વચ્છંદી છે, અને મહા મોહનીયકર્મ બાંધીને અનંત ભવમાં ભટકવાના છે.
સદ્ગુરુ જ્ઞાનીના ચરણે વિનય અને અર્પણતા વગર પોતાની મેળે એક અક્ષર પણ સવળો પરિણમવાનો નથી.
વૈશાખ અને જેઠ માસના માંગળિક દિવસો
વૈશાખ સુદ ૨ સોમવાર: પરમ પૂજ્ય પરમ ઉપકારી વૈશાખ વદ ૮ સોમવાર: શ્રી શાંતિનાથ પ્રભુનાં
શ્રી કાનજી સ્વામીની ૫૯મી જન્મ જયંતિ. જન્મ–તપ તથા મોક્ષ કલ્યાણકનો દિવસ અને
વૈશાખ સુદ ૩ મંગળવાર: અક્ષયત્રીજ. દાનતીર્થ શ્રી જૈન સ્વાધ્યાયમંદિર–સોનગઢ–ના ઉદ્ઘાટનનો
પ્રવર્તનનો દિવસ. ભગવાન શ્રી ઋષભદેવને તથા તેમાં શ્રી સમયસાર શાસ્ત્રજીની
શ્રેયાંસકુમારે સૌથી પહેલું આહારદાન કર્યું. સ્થાપનાનો ૧૧ મો વાર્ષિક ઉત્સવ.
વૈશાખ સુદ ૧૦ મંગળવાર: શ્રીમહાવીર ભગવાનનો જેઠ સુદ પ શુક્રવાર: શ્રુતપંચમીઃશ્રી ભૂતબલી
કેવળજ્ઞાનકલ્યાણક દિવસ. આચાર્યદેવે ચતુર્વિધ સંઘસહિત શ્રી ષટ્ખંડાગમની
વૈશાખ વદ ૬ શનિવાર: સોનગઢના પૂજાનો ઉત્સવ કર્યો હતો તે દિવસ.
સમવસરણમંદિરમાં શ્રીસીમન્ધર ભગવાનની જેઠ વદ ૨ બુધવાર: શ્રી ઋષભદેવ
ચૌમુખી પ્રતિમાની તથા શ્રીકુંદકુંદાચાર્યદેવની ભગવાનના ગર્ભ–કલ્યાણકનો દિવસ.

PDF/HTML Page 7 of 33
single page version

background image
: ૧૦૨ : આત્મધર્મ : ૫૫
સ્વચ્છંદે સમસાર વાંચે કે કરોડો શાસ્ત્રો વાંચે તોય કાંઈ સમજાય નહિ. સ્વચ્છંદને લીધે બધું જ ઊંધુંં પરિણમશે.
શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે કે–
‘નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો માત્ર મનનો આમળો’
પોતાના સ્વચ્છંદથી કરોડો શાસ્ત્રો ભણી જાય તે કાંઈ જ્ઞાન નથી. એવું શાસ્ત્ર જ્ઞાન તો અભવ્ય જીવને
પણ હોય છે. અહીં ‘મોક્ષાર્થીઓ’ કહીને આચાર્યદેવે સાચા મુમુક્ષુ જીવ કેવા હોય તે બતાવ્યું છે. જેના અંતરમાં
સંસારનો ત્રાસ જાગ્યો છે, સ્વચ્છંદ છોડી દીધો છે, સત્સમાગમે અર્પણતા પ્રગટી છે, ધર્મના નામે સંસારનં કાંઈ
પણ પ્રયોજન પોષતો નથી, એકલા મોક્ષનો જ અર્થી છે એવા જીવને શ્રીગુરુ કહે છે કે–હે મોક્ષાર્થી જીવ! તું તારા
આત્માના શુદ્ધ ચૈતન્યસ્વભાવની પ્રતીતિ કરીને તેનું જ સેવન કર. તું ઘણું શ્રવણ કરવામાં રોકાજે, કે ઘણા
શાસ્ત્રોનું વાંચન કરજે–એમ નથી કહ્યું પણ પોતાના શુદ્ધાત્માનું સેવન કરજે એમ કહ્યું છે. ‘હું શુદ્ધ ચૈતન્યમય
સદાય એક પરમ જ્યોતિ છું’ એવા સિદ્ધાંતનું સેવન કરવું તે મોક્ષનો ઉપાય છે. સિદ્ધાંતનું સેવન એટલે શું?
શબ્દોની વાત નથી પણ એ સિદ્ધાંત વડે જે વસ્તુ સ્વભાવ બતાવ્યો છે તે વસ્તુ સ્વભાવની જ રુચિ–જ્ઞાન–
અનુભવ ને લીનતા કરવી.
મોક્ષાર્થી જીવના ચિત્તનું ચરિત્ર ઉદાર છે, ઊંચું છે, ઊજ્જવળ છે. અહીં મુનિદશાના ચારિત્રની વાત નથી
પણ સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાનના ચારિત્રની વાત છે. ઘરમાં રહેલા ગૃહસ્થને ય આવી દશા હોય છે. શ્રદ્ધા અને જ્ઞાનનું
આચરણ સુધારવાની વાત છે. ચોથું ગુણસ્થાન કેમ પ્રગટે તેની વાત છે. ‘હું સદાય જાણનાર સ્વભાવ છું, પુણ્ય–
પાપ ના કોઈ ભાવો હું નથી’ એવા સિદ્ધાંતનું સેવન કરો–એટલે એવી શ્રદ્ધા કરો, એવું જ્ઞાન કરો ને એવી
સ્થિરતા પ્રગટ કરો.–એ જ મોક્ષાર્થી જીવની ક્રિયા છે.
હું ત્રિકાળી શુદ્ધ છું એવી દ્રષ્ટિનું સેવન કરો, એટલે પુણ્યભાવ થાય તેનું પણ સેવન ન કરો. જે પાત્ર
જીવને પુણ્યભાવમાં પણ હોંશ નથી તે જીવ પાપ પ્રવૃત્તિમાં સ્વચ્છંદે વર્તે–એમ કેમ બને? પુણ્યભાવનો પણ જે
નિષેધ કરે છે તે શું પાપભાવનો આદર કરશે? એમ કદી બને નહિ. કોઈ જીવ ‘હું ત્રિકાળ શુદ્ધ છું, મને બંધન
નથી’ એમ માત્ર વાતોડિયો થાય અને સ્વચ્છંદે ગમે તેમ પ્રવર્તે, ધર્મના બહાને સ્ત્રીઓ સાથે પરિચય બાંધે, માન
પોષે, પર્યાયનો વિવેક ભૂલીને માત્ર શૂષ્કતા સેવે એ તો મહાન વિરાધક છે, તેવા જીવોને શુદ્ધ આત્માનું સેવન
હોઈ શકે નહિ, તેઓ તો સ્વચ્છંદતાનું સેવન કરી રહ્યા છે. જેઓ ઘણી લાયકાત પ્રગટ કરીને આત્મા ખાતર જ
સત્ સમજવા પ્રયત્ન કરે છે એવા આત્માર્થી–મોક્ષાર્થી જીવો આવા જ સિદ્ધાંતનું સેવન કરો.
ભગવાનની ભક્તિ કરતાં કરતાં ચારિત્ર સુધરે એમ મિથ્યાદ્રષ્ટિ જીવો માને છે. ભક્તિ તો શુભરાગ છે,
શું રાગ કરવાથી ચારિત્ર સુધરતું હશે? વળી કેટલાક અજ્ઞાનીઓ કહે છે કે ‘આપણે પહેલાંં ચારિત્ર સુધારવા
માંડો અને ત્યાગ કરો, સમ્યગ્દર્શન તો કોઈક ભાગ્યશાળીને જ થાય. ’ અરે ભાઈ, સમ્યગ્દર્શન વગર ચારિત્રનો
સુધારો કેવો? ને ત્યાગ કેવો? સમ્યગ્દર્શન ન થાય અને ચારિત્ર સુધરી જાય એ તો મૂઢ જીવની વાત છે. અહીં
આચાર્યદેવ સીધો અને સત્ય ઉપાય બતાવે છે કે જે મોક્ષાર્થી હોય તે બધાય જીવો, ‘હું શુદ્ધ ચૈતન્યમય આત્મા છું
ને અનેક પ્રકારના જે વિકારી ભાવો છે તે બધાય મારાથી જુદા છે’ એવા સિદ્ધાંતનું સેવન કરો. આ ત્રિકાળી
સિદ્ધાંત છે. જે પુણ્ય પરિણામ થાય તેનો પણ આમાં નકાર આવ્યો તો સ્વચ્છંદે પાપ સેવવાનું તો નામ જ શેનું
હોય? પાપ પરિણામ સેવે અને માને કે મને દોષ લાગતો નથી–એવા સ્વચ્છંદી જીવો તો આ સૂત્ર સાંભળવાને ય
લાયક નથી. જેનાં અંતરમાં કોઈ છાંદા નથી, માત્ર એક આત્માર્થનું જ કામ છે એવા મોક્ષાર્થી જીવોને માટે આ
વાત છે. જેમ કેરીના ગોટલાને વાવીને તેનું પોષણ કરવાથી કેરી પાકે છે તેમ ‘હું સદાય શુદ્ધ ચૈતન્યસ્વભાવ છું’
એવા સાચા અભિપ્રાયવડે આત્માનું સેવન કરવાથી મોક્ષફળ પાકે છે. જેને શુદ્ધ આત્માની શ્રદ્ધાનું જ ઠેકાણું નથી
અને વિકારપણે જ આત્માને સેવે છે તે જીવને વિકાર વધતાં–વધતાં અત્યંત હીનદશા પ્રાપ્ત થાય છે અર્થાત્ તે
નિગોદ જાય છે.
અહીં પર જીવોની ભાવના નથી પણ આત્માર્થી જીવ પોતાના સ્વભાવ સન્મુખ થઈને પોતાની જ
ભાવના કરે છે. કેવી ભાવના કરે છે? ‘હું શુદ્ધ ચૈતન્ય છું. સદાય એવો ને એવો જ છું–’ એમ ત્રિકાળી
સ્વભાવની ભાવના કરે છે. હું સદાય ચૈતન્યમય છું–એ અસ્તિ પડખું બતાવ્યું. હવે નાસ્તિ પડખું શું છે તે બતાવે
છે–અર્થાત્ કેવા ભાવોનો નિષેધ કરીને સ્વભાવ તરફ ઢળે છે તે બતાવે છે. ‘આ જે ભિન્ન લક્ષણવાળા વિવિધ
પ્રકારના ભાવો પ્રગટ થાય છે તે હું નથી, કારણ કે તે બધાય મને

PDF/HTML Page 8 of 33
single page version

background image
વૈશાખ : ૨૪૭૪ : ૧૦૩ :
પરદ્રવ્ય છે.’ પોતાના પર્યાયમાં જે ભાવો થાય છે તેનો નિષેધ કરે છે. પર્યાયદ્રષ્ટિ છોડીને દ્રવ્યદ્રષ્ટિ કરે છે.
ચૈતન્યપણું તે મારું લક્ષણ છે, અને જે વિવિધ પ્રકારના રાગાદિ ભાવો થાય છે તે ચૈતન્યથી જુદા લક્ષણવાળાં છે,
હું ચૈતન્ય એક પ્રકારનો છું અને પર્યાયના વિકારભાવો અનેક પ્રકારના છે, હું ત્રિકાળ શાશ્વત છું અને આ
પર્યાયના વિકારભાવો ક્ષણે ક્ષણે નવા નવા પ્રગટ થતા જાય છે, માટે તે હું નથી. જ્ઞાની સમજે છે કે પર્યાયમાં
વિકાર છે, પણ શુદ્ધચૈતન્યદ્રવ્યસ્વભાવની ભાવનાના જોરે તેનો નિષેધ કરે છે. મારા પર્યાયમાં પણ વિકાર થતો
નથી એમ માનીને સ્વચ્છંદતા સેવે તે તો મોટો પાપી છે.
જે આત્માર્થી જીવ છે તેને કષાયની મંદતા હોય છે અને માત્ર મોક્ષની અભિલાષા છે. એવા જીવને
સ્વચ્છંદ તો હોતો જ નથી; પણ દેવ–ગુરુ પ્રત્યેની ભક્તિ–બહુમાન વગેરે જે શુભભાવ થાય તે પણ હું નથી, તે
ભાવો તો ક્ષણિક છે, મારા ચૈતન્યભાવમાંથી તેની ઉત્પત્તિ થઈ નથી. મારું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સદાય એક સરખું
છે, ને પર્યાયમાં જે અનેક પ્રકારના શુભ કે અશુભ ભાવો દેખાય છે તે નવા નવા પ્રગટ થાય છે, તે ભાવ મારું
સ્વરૂપ નથી.–આમ અભિપ્રાય કરીને પોતાના જ્ઞાનને શુદ્ધસ્વભાવમાં પરિણમાવો. ત્રિકાળી શુદ્ધસ્વભાવનો
આશ્રય કરવો, સ્વભાવનો આશ્રય કરતાં વ્યવહારભાવોનો નિષેધ થઈ જાય છે–આવું મોક્ષાર્થી જીવનું સ્વરૂપ છે.
મારું ચૈતન્યસ્વરૂપ એક પ્રકારનું છે ને આ દયા–ભક્તિ વગેરે ભાવો અનેક પ્રકારના છે–વિવિધ છે,
ચૈતન્યનું એકપણું તે આત્માનું સ્વરૂપ છે અને વિવિધપણું તે વિકારનું સ્વરૂપ છે, એમ બંનેને જુદા ઓળખીને
પોતાના ચૈતન્ય સ્વભાવમાં પરિણમીને તેનું જ સેવન કરો. અને બીજા બધાય ભાવોને ચૈતન્યથી જુદા જાણીને
છોડો–એમ મોક્ષાર્થી જીવોને ઉપદેશ છે. એક શુદ્ધ ચૈતન્યમયભાવ સિવાય બીજા બધાય ભાવો નવા નવા પ્રગટ
થાય છે, તે હું નથી. ‘ચૈતન્ય સ્વભાવ તે હું છું’ એમ અસ્તિધર્મ અને ‘વિકારભાવો હું નથી’ એમ નાસ્તિધર્મ–એ
રીતે અસ્તિ–નાસ્તિધર્મ વડે પોતાના સ્વભાવને સિદ્ધ કરવો તે જ અનેકાંતધર્મ છે.
આત્માનું શુદ્ધચૈતન્ય સ્વરૂપ બતાવ્યું ને પર્યાયમાં વિકાર છે તેનું જ્ઞાન કરાવ્યું. ત્રિકાળી શુદ્ધસ્વભાવ અને
વર્તમાન પર્યાયનો વિકાર એ બંનેનું જ્ઞાન કરીને સ્વભાવનો સ્વીકાર અને વિકારનો નિષેધ કરવો કે શુદ્ધ ચૈતન્ય
તે હું છું ને વિકારીભાવો હું નથી. ચૈતન્યસ્વરૂપ તે જ સ્વદ્રવ્ય છે, ને બધાય વિકારી ભાવો મારા માટે પરદ્રવ્ય છે,
તે કોઈ ભાવો મને સુખનું કારણ નથી, મારે તે ભાવોનો આશ્રય નથી. જેમ શરીર વગેરે જડ વસ્તુઓનો
આત્મામાં અત્યંત અભાવ છે તેમ ચૈતન્યસ્વભાવી આત્મામાં વિકારનો અત્યંત અભાવ છે–એમ મોક્ષાર્થી
અનુભવે છે. જે વિકારને સ્વદ્રવ્યપણે અનુભવે છે તે જીવ કદી વિકારથી મુક્ત થતો નથી. સ્વભાવમાં વિકાર
નથી, જ્યારે પોતાના સ્વભાવમાં ઢળે છે ત્યારે વિકારનો અનુભવ હોતો નથી. માટે મોક્ષાર્થી જીવોએ એમ
અનુભવ કરવો કે શુદ્ધ એક ચૈતન્ય જ હું છું, વિકાર મારામાં નથી. વિકારભાવો છે માટે હું સ્વભાવમાં ઢળું છું–
એમ નથી, પણ વિકારનો અભાવ કરીને સ્વભાવમાં ઢળું છું. જ્યારે હું સ્વભાવમાં ઢળું છું ત્યારે વિકારનો
અભાવ (–નિષેધ) થઈ જાય છે, તેથી તે મારાથી પરદ્રવ્ય છે. નાનામાં નાનો ધર્મી જીવ પણ આવા જ
અભિપ્રાયનું સેવન કરે છે. આવા અભિપ્રાયથી જ ધર્મની શરૂઆત થાય છે. અને ત્યારપછી પણ આવા
સ્વભાવના સેવનથી જ જ્યારે ચૈતન્યમાં વિશેષ લીનતા થતાં રાગ અલ્પમાં અલ્પ થઈ જાય ત્યારે મુનિદશા
પ્રગટે છે, ત્યાં બાહ્ય અને અંતરમાં નિર્ગ્રંથપણું હોય છે.
પંડિત નામ ધરાવીને કોઈ જીવ તો એમ માને છે કે ‘પહેલાંં મુનિ થઈએ પછી સમ્યગ્દર્શન થવાનું હશે તો
થઈ જશે,–’ તે તદ્દન અજ્ઞાન છે. જેમ–ચૂલા ઉપર ત્રણ હાંડલા મૂક્યાં હોય અને કોઈ કહે કે સૌથી નીચલાં
હાંડલાનું પાણી તો જરાય ઊનું થયું નથી અને ઉપલા હાંડલાની વસ્તુ બરાબર પાકી ગઈ છે; તો એની વાત
તદ્દન ખોટી છે. તેમ–મોક્ષમાર્ગમાં એવો ક્રમ છે કે પહેલાંં સમ્યગ્દર્શન થાય પછી સમ્યક્ચારિત્ર થાય. તેને બદલે
અજ્ઞાની જીવ કહે છે કે પહેલાંં ચારિત્ર કરો. પણ સમ્યક્દર્શન વગર ચારિત્ર હોઈ જ શકે નહિ. સમ્યગ્દર્શન થયું
નથી અને ચારિત્ર તથા મુનિદશા થઈ ગઈ છે એમ માનનાર મિથ્યાદ્રષ્ટિ છે. પર્યાયમાં રાગ હોવા છતાં ધર્મ થાય
છે. રાગ પોતે ધર્મ નથી પણ રાગ વખતે જ રાગરહિત ચૈતન્યસ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન ટકાવી રાખવાં તે ધર્મ છે હું
પરથી અને વિકારથી છૂટો છું એવો સિદ્ધાંત સેવે તો વિકારથી મુક્તિ થાય, પણ હું પરના સંબંધવાળો ને વિકારી
છું એવા સિદ્ધાંતનું સેવન કરે તો વિકારનો અને પરનો સંબંધ છૂટે નહિ ને મુક્તિ થાય નહિ. હે આત્માર્થી જીવ!
જો તારે કાર્યસમયસાર–પરમાત્મા

PDF/HTML Page 9 of 33
single page version

background image
: ૧૦૪ : આત્મધર્મ : ૫૫
થવું હોય તો તું તારા કારણ સમયસાર–પરમાત્માનું સેવન કર. પછી તેમાં લીનતા થતા રાગ–દ્વેષનો અભાવ
થઈને પરમાત્મદશા પ્રગટે છે.
અહીં તો, જેને પર્યાયમાં રાગાદિ થાય છે તેને સમજાવે છે. રાગાદિ વિકાર છે તેને સ્વીકારે છે તથા તે
વિકારથી છૂટવાની જેને ઝંખના છે અને સ્વચ્છંદતા છોડીને ગુરુ પાસે અર્પાઈ ગયો છે એવા શિષ્યે મોક્ષ માટે
ક્યા સિદ્ધાંતનું સેવન કરવું જોઈએ તે સમજાવાય છે; મોક્ષાર્થી જીવને કેવો નિયમ હોય? ત્રિકાળ શુદ્ધ ચૈતન્યમય
સ્વભાવ છું–એમ માનવું તે જ સાચો નિયમ છે. પણ આત્માને વિકારી કે રાગવાળો માનવો તે નિયમ નથી.
આત્મા ત્રિકાળ શુદ્ધ પરમ ચૈતન્યમય છે–તે ત્રિકાળ નિયમ છે. આ જ નિયમના સેવનથી ધર્મ થાય છે. આઠ
વર્ષની બાલિકા પણ એ નિયમના સેવનથી ધર્મ પામે છે, ને સો વર્ષનો દ્રવ્યલિંગી સાધુ પણ આ નિયમના સેવન
વગર ધર્મ પામતો નથી. માટે મોક્ષાર્થીઓએ એ જ નિયમનું સેવન કરવું.
આ કળશમાં આચાર્યદેવે નિશ્ચયસ્વભાવનો આદર અને વ્યવહારનો નિષેધ જણાવ્યો છે. સાધક જીવને
પરમાર્થનો આદર ને વ્યવહારનો નિષેધ તે મુક્તિનો ઉપાય છે. રાગ મંદ પડે તે પુણ્ય છે, તેનાથી ધર્મ નથી. હું
ચૈતન્યસ્વરૂપ છું, મારામાં રાગ નથી–એવી સ્વભાવદ્રષ્ટિ તે ધર્મ છે.
અહીં એવા મોક્ષાર્થીજીવની વાત છે કે જેને એક આત્માર્થ જ સાધવો છે, જેને અંતરમાં બીજો કોઈ રોગ
નથી, જગતના માન–આબરૂ જોઈતાં નથી, લોકની અનુકૂળતા જોઈતી નથી, આચાર્ય–ઉપાધ્યાયપણાની પદવી
જોઈતી નથી. લોકોમાં પંડિત કહેવરાવવું નથી, સંસાર માત્રનું કોઈ પ્રયોજન નથી, પોતાના જાણપણાનું
અભિમાન નથી, સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર પ્રત્યે અર્પણતા થઈ ગઈ છે, જ્ઞાનીઓ પાસેથી એક અક્ષર સાંભળતા
ઉલ્લાસ ને આનંદ આવી જાય છે.–એવા આત્માર્થી જીવો મોક્ષનો માર્ગ સમજે છે.
અહો, આચાર્યદેવોએ અંતરમાં અનુભવીને તેનું રહસ્ય શાસ્ત્રોમાં ઉતાર્યું છે. કુંદકુંદ આચાર્યદેવે ચોથી
ગાથામાં કહ્યું કે કામ–ભોગ–બંધનની વાત જીવોએ સાંભળી છે, પણ શુદ્ધ આત્માની વાત પૂર્વે કદી સાંભળી નથી.
અહીં સાંભળવાનું કહ્યું છે એટલે શ્રીગુરુ પાસેથી શુદ્ધાત્માનું શ્રવણ કરતી વખતે જે વિનય, બહુમાન જોઈએ અને
સ્વચ્છંદનો ત્યાગ જોઈએ તે તેમાં આવી જાય છે. જેને શુદ્ધાત્માનો પ્રેમ હોય તે જીવને, શુદ્ધાત્માના સંભળાવનાર
જ્ઞાનીઓ પ્રત્યે બહુમાન અને વિનય હોય જ. ગુરુ પાસેથી શુદ્ધાત્માનું શ્રવણ કરતાં કેટલો કેટલો વિનય હોય! હું
સમજીને જગતના જીવોને સમજાવી દઉં–એવી જેની બુદ્ધિ નથી પણ મારે મારા પોતાના માટે સમજીને આત્માર્થ
કરવો છે એમ પોતાની જ દરકાર છે, જેને બહુ જ ગંભીરતા છે, મારે સત્ પ્રત્યે અર્પણતા સિવાય બીજું કાંઈ
કામ નથી–એમ જે સ્વછંદ મૂકીને નમ્રતાથી એકદમ કોમળ થઈ ગયો છે અને જેને મોક્ષનું જ પ્રયોજન છે એવા
જીવોને આચાર્યદેવ આદેશ કરે છે કે હે મોક્ષાર્થીઓ! તમે આવા સિદ્ધાંતનું સદાય સેવન કરો કે હું શુદ્ધ જ્ઞાનમય
પરમજ્યોતિ છું. સામા જીવમાં તેમ કરવાની પાત્રતા છે તેથી આચાર્યદેવે આદેશ–વચન કહ્યું છે. મોક્ષાર્થી જીવોના
જ્ઞાનનો અભિપ્રાય ઉદાર હોય છે. ‘શુદ્ધ આત્મા’ તે સર્વજ્ઞદેવના કહેલા અનંત શાસ્ત્રોનો સાર છે. હે મોક્ષાર્થીઓ,
અનંત શાસ્ત્રોના સારભૂત આ સિદ્ધાંતનું સેવન કરો કે ‘ હું ચિદ્રૂપ આત્મા છું, વિકાર મારું સ્વરૂપ નથી. ’ જે
જીવ આ સિદ્ધાંત સમજ્યો તે જીવે સર્વ શાસ્ત્રોનો સાર સમજી લીધો. શુદ્ધઆત્મસ્વરૂપની સન્મુખ અભિપ્રાય થયો
તે જ મુક્તિના રસ્તે પ્રયાણ છે, તે અપ્રતિહતભાવ પાછો ન ફરે. પરનું કાંઈ કરવાની તો વાત જ નથી કેમ કે તે
તો કોઈ જીવ કરી શકતો જ નથી. અને પર્યાયમાં જે રાગ થાય તે કરવાની પણ વાત નથી, સાધકદશામાં તે હો
ભલે, પણ તેનાથી ધર્મ નથી. ધર્મી જીવ તેને પોતાનું સ્વરૂપ માનતા નથી. આ સિવાય બીજી રીતે આત્માનું
સ્વરૂપ માને તેને ધર્મ નથી.
આ કળશમાં આચાર્યદેવે મોક્ષ માટેનો મંત્ર આપ્યો છે; કેવા અભિપ્રાયથી ધર્મ થાય છે તે બહુ જ ટૂંકી
રીતે આચાર્યદેવે બતાવ્યું છે. જેમ જિનમંદિર ઉપર સોનાનો કળશ ચઢાવે તેમ શ્રી કુંદકુંદ ભગવાનની રચના ઉપર
શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે આ કળશ ચઢાવ્યો છે. અસ્તિ નાસ્તિથી સરસ કથન કર્યું છે. પર્યાયમાં વ્યવહારનું
અસ્તિપણું તો બતાવ્યું પણ ચૈતન્યના શુદ્ધજ્ઞાયક સ્વભાવમાં તેનો નકાર કર્યો.
પ્રશ્ન:–આ ધર્મમાં ત્યાગ કરવાની વાત આવી કે નહિ?
ઉત્તર:–એક શુદ્ધ ચૈતન્યસ્વભાવ તે હું ને ચૈતન્યથી વિલક્ષણ એવા સર્વે પર ભાવો તે હું નહિ, તે બધાય

PDF/HTML Page 10 of 33
single page version

background image
વૈશાખ : ૨૪૭૪ : ૧૦૫ :
મારાથી જુદા છે–આવા અભિપ્રાયમાં બધાય પરભાવોનો ત્યાગ આવી ગયો, અને શુદ્ધાત્માનું ગ્રહણ થયું, આ
ચોથા ગુણસ્થાનની–સમ્યગ્દર્શન પામવાની–ધર્મી થવાની વાત છે. જ્યાં સુધી આવા શુદ્ધ આત્મસ્વભાવને ન
સમજે ત્યાં સુધી જીવનાં બધા સાધન ખોટાં છે.
હું આત્મતત્ત્વનો અત્યંત અજાણ છું; દેવ–ગુરુ–શાસ્ત્રના અને ધર્માત્માના દાસનો પણ હું દાસ છું, તેમના
ચરણની રજનો પણ હું દાસ છું–એવી અર્પણતા વગર તત્ત્વનું પરિણમન થાય નહિ. કોઈક પાસેથી સાંભળીને કે
શાસ્ત્રો વાંચીને વાતો કરે તેથી કાંઈ અંતરમાં પરિણમે નહિ. જ્ઞાનીઓ પાસેથી શ્રવણ કરેલી વાત પોતાના નામે
ચડાવીને જગતને કહેવા માંડે અને એ રીતે માન પોષે તે તો મોટા સ્વચ્છંદી છે, અનંત સંસારી છે. આ તો
અધ્યાત્મના અજર પ્યાલા છે, અપાત્ર જીવ તે પચાવી શકે નહિ. અંતરમાં જેને આત્માની ખટક છે, આત્માના
હિત સિવાય બીજું કાંઈ જ પ્રયોજન નથી, સમજીને બીજા પાસેથી મોટાઈ નથી લેવી પણ પોતાના આત્મા માટે
જ સમજે છે એવા મોક્ષાર્થી જીવની વાત છે. આ જેટલી કહેવાણી તેટલી બરાબર પાત્રતા પ્રગટ કરે પછી જ
શુદ્ધાત્માનું અંતર પરિણમન થાય. સત્ સાંભળીને તેના વડે જે વિષયકષાયને પોષે છે તે મહા પાપી અનંત
સંસારી છે, સત્નું શ્રવણ કરવાને પણ તે પાત્ર નથી, તેને તો વ્યવહારની લાયકાત પણ નથી, એ તો સીધા
દુર્ગતિમાં જાય છે.
જેણે તીવ્ર પાપ છોડી દીધું છે, સ્વચ્છંદ છોડી દીધો છે, પુણ્યભાવ પણ જતા કરવા છે, વિષયોમાં જેને
ઉત્સાહ નથી, સદ્ગુરુના લક્ષે–તેમની આજ્ઞામાં વર્તે છે અને બધું જતું કરીને એક શુદ્ધચૈતન્યસ્વભાવ જ રાખવો
છે તે જ આત્માર્થી છે, અને તે જીવ શુદ્ધાત્માનું સેવન કરીને મોક્ષ પામે છે. આત્મામાંથી સ્વચ્છંદતા છોડે નહિ તે
જીવ ‘હું શુદ્ધાત્મા છું’ એવા સમ્યક્અભિપ્રાયનું સેવન કરી શકે નહિ. માટે સ્વચ્છંદને જેણે અત્યંતપણે છોડી દીધો
છે એવા મોક્ષાર્થી જીવોએ શુદ્ધાત્માની ઓળખાણ કરીને તેનું જ સેવન કરવું. શુદ્ધાત્માની ઓળખાણ વગર જીવ
અનંતવાર દ્રવ્યલિંગી સાધુ થયો અને મેરું પર્વત જેવડો ઢગલો થાય એટલા મોરપીંછી ને કમંડળ ધારણ કર્યા,
પણ શુદ્ધાત્માનું સેવન ન કર્યું તેથી આત્માનું જરાય કલ્યાણ થયું નહિ. એક શુદ્ધાત્માના સેવન સિવાય બીજા
બધાય ભાવોનું સેવન જીવે અનંતકાળથી કર્યું છે. વ્યવહારના જેટલા પ્રકાર છે તેનું સેવન કર્યું છે પણ
નિશ્ચયસ્વભાવ એકરૂપ ચૈતન્યમય પરિપૂર્ણ છે તેનું કદી સેવન કર્યું નથી. શુદ્ધાત્મા સિવાય તીર્થંકરગોત્ર પણ
સેવવાયોગ્ય નથી. તીર્થંકરગોત્ર તો જડ કર્મ છે તે તો પરદ્રવ્ય છે જ, પણ જે ભાવથી તીર્થંકરગોત્ર બંધાય તે
ભાવ પણ મારા આત્માથી પરદ્રવ્ય છે; હું તો શુદ્ધ ચિન્માત્ર છું. એવા સિદ્ધાંતનું સેવન કરવું તે મુક્તિનો ઉપાય
છે. માટે શ્રી આચાર્યદેવ કહે છે કે–
હે મોક્ષાર્થી જીવો! તમે આ સિદ્ધાંતનું સેવન કરો કે ‘ હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમજ્યોતિ જ સદાય છું;
અને આ જે ભિન્ન લક્ષણવાળા વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય છે તે હું નથી, કારણ કે તે બધાય મને
પરદ્રવ્ય છે. ’
આત્માનો સુખ સ્વભાવ
શ્રી પ્રવચનસાર ગાથા ૬૭–૬૮ ઉપર પરમ પૂજ્ય શ્રી કાનજી સ્વામીના વ્યાખ્યાનનો સાર
:::– સાં. ૨૪૭૨ : પોષ સુદ પ –:::
આત્મા પોતાની મેળે જ સુખ પરિણામની શક્તિવાળો છે, તેથી બહારના વિષયો તેને કાંઈ જ કરતા
નથી. એમ બતાવે છે–
જો દ્રષ્ટિ પ્રાણીની તિમિરહર, તો કાર્ય છે નહિ દીપથી;
જ્યાં જીવ સ્વયં સુખ પરિણમે, વિષયો કરે છે શું તહીં? ૬૭.
અર્થ:–જો પ્રાણીની દ્રષ્ટિ તિમિરહર હોય તો (એટલે કે અંધારામાં દેખી શકે એવી જ આંખ હોય તો)
દીવાથી કાંઈ પ્રયોજન નથી અર્થાત્ દીવો કાંઈ કરતો નથી, તેમ જ્યાં આત્મા સ્વયં સુખરૂપ પરિણમે છે ત્યાં
વિષયો શું કરે છે?
જીવ પોતાની દશાથી જ સુખરૂપ થાય છે. સામગ્રીઓ તેને કાંઈ કરતી નથી. અહીં ‘આનંદ–અધિકાર’
હોવાથી સુખની વાત કરી છે. સુખની જેમ દુઃખરૂપે પણ જીવની દશા થાય છે, તેમાં પ્રતિકૂળ સામગ્રી કાંઈ કરતી
નથી. જે જીવની આંખની શક્તિ જ અંધારાને હણનારી છે તેને પદાર્થો જાણવા માટે દીપકની જરૂર નથી, તે

PDF/HTML Page 11 of 33
single page version

background image
: ૧૦૬ : આત્મધર્મ : ૫૫
સીધો આંખ વડે જ પ્રકાશે છે. તેમ જે જીવ સ્વયમેવ પોતાના સ્વભાવમાં ઢળીને સુખી થયો તેને કોઈ અન્ય
સામગ્રીની જરૂર નથી. જીવ સુખરૂપ કે દુઃખરૂપ સ્વતંત્રપણે થાય છે. કોઈ માણસ છાતી ઉપર ચડી બેસે અને
છરાવડે છાતીમાં ઘા મારે તે વખતે પણ જીવને સુખરૂપ પરિણમવું કે દુઃખરૂપ પરિણમવું તેમાં તે સ્વતંત્ર છે.
અનુકૂળ સંયોગો હોય તો જ સુખ થાય ને પ્રતિકૂળ હોય તો દુઃખ થાય–એમ નથી. અનુકૂળ સંયોગ કાંઈ જીવને
સુખી કરી દેતા નથી ને પ્રતિકૂળ સંયોગ કાંઈ જીવને દુઃખી કરી દેતા નથી. જીવ પોતે સ્વભાવમાં જ્ઞાનપણે
પરિણમે તે વખતે બહારમાં ભલે પ્રતિકૂળ સંયોગ હોય, પણ તે કાંઈ જીવના સુખને રોકતા નથી.
સિદ્ધભગવાન સ્વયં પૂર્ણ જ્ઞાન અને સુખરૂપે પરિણમી ગયા છે, તેમને સામગ્રીનું શું કામ છે? કેવળજ્ઞાન
અને વીતરાગભાવે પરિણમીને આત્મા પોતે સુખરૂપ થયો ત્યાં મુક્તિશીલા વગેરે સામગ્રી કે પરમૌદારિક
શરીરાદિ અકિંચિત્કર છે. પરંતુ ઉપાદાન નિમિત્તનો મેળ એવો છે કે જીવ જ્યારે કેવળજ્ઞાન પ્રગટ કરે ત્યારે શરીર
પરમૌદારિકપણે સ્વયં પરિણમે જ. તેવી જ રીતે અજ્ઞાન અને રાગ ભાવે પરિણમીને જીવ પોતે જ દુઃખી થાય છે,
રોગ વગેરે બાહ્ય પ્રતિકૂળ સામગ્રી તેમાં અકિંચિત્કર છે.
અજ્ઞાની જીવ પોતે પરમાં એકત્વ બુદ્ધિનાં રાગવડે વિષયોમાં સુખની કલ્પના કરે છે, તે કલ્પિત સુખરૂપે
પોતે જ પરિણમે છે અને બહારની સામગ્રીમાં સુખપણાનો મિથ્યા આરોપ કરે છે. જીવે બહારમાં સુખ માન્યું છે
પણ તે માન્યતામાં પણ પર વસ્તુઓ તો અકિંચિત્કર જ છે. તે જીવ ભલે વિષયોમાં સુખ માને પણ ખરેખર તો
વિષયો તરફની આકુળતાથી તે દુઃખી જ છે. અજ્ઞાન અને રાગદ્વેષરૂપે પરિણમીને જીવ પોતે જ દુઃખી થાય છે,
પ્રતિકૂળ સામગ્રીમાં દુઃખનો મફતનો આરોપ કરે છે. અહીં આચાર્યદેવ આત્માના સ્વાભાવિક સુખનું વર્ણન કરતાં
બતાવે છે કે આત્માનું સાચું સુખ બહારના બધાય પદાર્થોથી નિરપેક્ષ છે. અજ્ઞાનીઓ પોતે સ્વયં સુખરૂપે
પરિણમતા નથી તેથી બહારની વસ્તુમાં સુખનો આરોપ કરે છે. આરોપ એટલે મિથ્યા. એટલે કે પરમાં તેણે જે
સુખ માન્યું છે તે મિથ્યા છે, તે દુઃખ જ છે. સિદ્ધભગવાન તો સ્વયં જ્ઞાન અને વીતરાગપણે પરિણમીને
સુખસ્વરૂપ થયેલ છે, તેથી તેમને પારમાર્થિક સુખ છે; અને પારમાર્થિક સુખ હોવાથી ક્યાંય બહારમાં સુખનો
આરોપ નથી. માટે સિદ્ધભગવાનની જેમ બધાય જીવોને બહારના પદાર્થો સુખનું કારણ નથી.
કોઈ પરવસ્તુઓમાં આત્માનું સુખ છે તો નહિ, પણ અજ્ઞાનીઓ ઇંદ્રિયોના વિષયોમાં સુખની કલ્પના
કરી છે. બહારમાં સુખની જે કલ્પના કરી છે તે કલ્પનાનું સાધન ઇંદ્રિયો કે બહારના પદાર્થો નથી.
પ્રશ્ન:–સારા સારા પદાર્થો ભોગવતાં પ્રત્યક્ષ મજા તો આવે છે?
ઉત્તર:–આત્મા સિવાય બહારના કોઈ પદાર્થને ભોગવવાની વૃત્તિ તે આકુળતા છે, દુઃખ છે. ઇંદ્રિયના
વિષયોમાં જરા પણ સુખ નથી, પણ કલ્પનાથી તેમાં ફોગટ અધ્યાસ કરીને સ્વયમેવ સુખની કલ્પનારૂપે પરિણમે
છે. જેમ વિષ્ટામાં સુખ છે નહિ પણ વિષ્ટાનો પ્રેમી ભમરો તેમાં સુખની કલ્પના કરે છે, તે કલ્પનાના સુખરૂપે
પોતે પરિણમે છે, કાંઈ વિષ્ટા તેને સુખનું સાધન થતી નથી. તેમ આત્માના જ્ઞાનસ્વભાવ સિવાય બહારમાં કોઈ
વિષયોમાં કે શુભાશુભભાવમાં સુખ નથી, છતાં ‘આમાં મારું સુખ છે’ એવી ફોગટ બુદ્ધિવડે અજ્ઞાની જીવ
વિષયોનો સંગ કરે છે, પરંતુ વિષયો તેને કાંઈ જ કરતા નથી, તે પોતે જ સ્વયમેવ સુખની કલ્પનારૂપે પરિણમે
છે. સિદ્ધભગવાનને ઇંદ્રિયો અને ઇંદ્રિયોના વિષયો નથી, પોતે જ સ્વયમેવ પૂર્ણ સુખમય થઈ ગયા છે. આત્માનો
સ્વભાવ જ સુખ છે, તે સુખમાં કોઈ બીજાની અપેક્ષા નથી. લોકાલોકના સમસ્ત પદાર્થો સિદ્ધભગવાનના
જ્ઞાનના વિષયો છે અર્થાત્ સિદ્ધભગવાન આખા લોકાલોકને જાણે છે, તેમને વિષયોમાં સુખની કલ્પના નથી
પણ તેમનો આત્મા સ્વભાવથી સ્વયમેવ સુખી થઈ ગયો છે. ઇંદ્રિયો હોય તો જ સુખ હોય–એમ નથી. સિદ્ધોને
પોતાના સુખમાં પરવસ્તુઓ કારણ નથી. જ્ઞાનમાં પરવસ્તુઓ જણાય તે કાંઈ સુખનું કે દુઃખનું સાધન નથી.
કેવળી ભગવાનોને પોતાના જ્ઞાનમાં નરકનાં દુઃખ–નિગોદનાં દુઃખ–સ્વર્ગનાં કલ્પિત સુખ અને અનંત
કેવળજ્ઞાનીઓના પારમાર્થિક સુખ–એ બધુંય જણાય છે, પણ તે કોઈ પદાર્થો તેમને સુખ–દુઃખનું કારણ નથી,
પોતે સ્વયં પારમાર્થિક સુખી છે. પોતાના આત્મસ્વભાવના સુખમાં કોઈ પર વિષયોની અપેક્ષા નથી પણ
અજ્ઞાનીને તેનું ભાન નથી તેથી તે જીવ વિષયોમાં સુખની કલ્પના કરીને આકુળતાથી દુઃખી થાય છે. તેને પણ
પર વિષયો સુખનું કે દુઃખનું સાધન થતી નથી.

PDF/HTML Page 12 of 33
single page version

background image
વૈશાખ : ૨૪૭૪ : ૧૦૭ :
સંસારમાં કે મુક્તિમાં આત્મા પોતે દુઃખ કે સુખરૂપે પરિણમે છે, વિષયો તેને કાંઈ કરતા નથી. સંસારી
જીવને કે મુક્ત જીવને શરીર–ઇંદ્રિયો કે લોકાલોકના કોઈ પદાર્થો સુખનું સાધન કદી નથી. સ્વયમેવ સ્વભાવથી
જ આત્મા સુખી થાય છે.
અહીં આત્માનો સુખસ્વભાવ ઓળખાવીને શ્રી આચાર્યદેવ વિષયો પ્રત્યેની સુખબુદ્ધિથી અજ્ઞાનીઓને
છોડાવે છે. અજ્ઞાનીઓ વિષયોને સુખનાં સાધન માનીને નકામા તેમને અવલંબે છે અને આકુળિત થાય છે.
અહીં તેવા જીવોને વિષયોની સુખબુદ્ધિથી છોડાવીને સ્વભાવ તરફ વાળે છે; અરે અજ્ઞાની! જેમ સિદ્ધભગવાન
કોઈ પણ પર વિષય વગર સ્વભાવથી જ સુખી છે તેમ તારા આત્માનું સુખ પણ બહારના પદાર્થોની અપેક્ષા
વગરનું છે. બહારમાં સુખ લાગે છે તે તો તેં તારા રાગને લીધે માત્ર કલ્પના કરી છે. રાગ વગરનું એકલું જ્ઞાન
જ સુખરૂપ છે. રાગમાં સુખ નથી ને રાગના વિષયભૂત પદાર્થોમાં ય સુખ નથી. અજ્ઞાનથી તેં જે પરમાં સુખ
માન્યું છે તેમાં પણ તને બહારના પદાર્થો સાધનરૂપ નથી, તો તારા ધર્મમાં અર્થાત્ સ્વાભાવિક સુખમાં તો કોઈ
પરવસ્તુ સાધનરૂપ શેની હોય? પરવસ્તુ તો તેમાં સાધનરૂપ નથી, ને પરવસ્તુ પ્રત્યેનો શુભ કે અશુભ રાગ થાય
તે પણ તારા ધર્મમાં સાધનરૂપ જરાય નથી. સર્વે પર વિષયો અને શુભ–અશુભભાવોથી ભિન્ન તારો
જ્ઞાનસ્વભાવ સમજીને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ પરિણમન કર, તે જ તાર ધર્મનું ને પારમાર્થિક સુખનું
સાધન છે. તારા ધર્મ માટે દેવ–ગુરુ–શાસ્ત્ર કે શરીર–પૈસા–સ્ત્રી વગેરે કોઈ વસ્તુ સાધન નથી. આમ જાણીને, હે
જીવ! તું તારા જ્ઞાનસ્વભાવમાં જ સુખ માન ને વિષયોમાં સુખબુદ્ધિ છોડ. ભાઈ! વિષયો તારા સુખનું સાધન
નથી.
।। ૬૭।।
હવે શ્રી આચાર્યદેવ દ્રષ્ટાંતવડે એ વાત દ્રઢ કરે છે કે આત્માનો સુખસ્વભાવ જ છે, સુખ આત્માના
સ્વભાવથી જ થાય છે–
જ્યમ આભમાં સ્વયમેવ ભાસ્કર ઉષ્ણ, દેવ, પ્રકાશ છે,
સ્વયમેવ લોકે સિદ્ધ પણ ત્યમ જ્ઞાન, સુખ ને દેવ છે. ૬૮.
અર્થ:–જેમ આકાશમાં સૂર્ય સ્વયમેવ તેજ, ઉષ્ણ અને દેવ છે, તેમ લોકમાં સિદ્ધભગવાન પણ સ્વયમેવ
જ્ઞાન, સુખ અને દેવ છે.
અહીં શ્રી સિદ્ધભગવાનનું સ્વયમેવ જ્ઞાન અને સુખપણું બતાવીને આચાર્યદેવ એમ સમજાવે છે કે, જેમ
સિદ્ધભગવાન પોતે જ જ્ઞાન અને સુખ છે તેમ જગતના બધાય આત્માઓનું જ્ઞાન અને સુખ પોતાના
સ્વભાવથી જ છે. જીવનાં જ્ઞાન અને સુખ કોઈ બીજી વસ્તુઓથી (અર્થાત્ વિષયોથી) નથી. માટે આત્માને
એવા વિષયોથી બસ થાવ! વિષયોથી આત્માને સુખ છે એવી મિથ્યા માન્યતા નાશ પામો, અને જ્ઞાન અને
સુખમય એવા આત્મસ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન કરીને તેને જ અવલંબો. એ જ સાચા સુખનો ઉપાય છે.
આત્માને પોતાના સ્વભાવથી જ જ્ઞાન અને સુખ છે, તેમાં કોઈ પણ બીજા પદાર્થોનું અવલંબન નથી
એમ, અહીં સૂર્યનું દ્રષ્ટાંત આપીને સમજાવ્યું છે. સૂર્ય સ્વયં પોતાથી જ ઉષ્ણ છે, સૂર્યને ઉષ્ણતા માટે અગ્નિ–
કોલસા વગેરે કોઈ અન્ય સાધનોની જરૂર નથી તથા સૂર્ય પોતે પ્રકાશરૂપ છે, પોતાના પ્રકાશ માટે તેને કોઈ
ઈલેકટ્રીસીટીની કે તેલ વગેરેની જરૂર નથી, અને સૂર્ય પોતે જ્યોતિષ દેવ છે. તેમ સિદ્ધભગવાનનો આત્મા પોતે
જ જ્ઞાનસ્વરૂપ છે, પોતે જ નિરાકુળ સુખસ્વરૂપ છે અને અનંત દિવ્ય શક્તિવાળો હોવાથી પોતે જ દેવ છે.
જેવી રીતે આકાશમાં અન્ય કોઈ પણ કારણની અપેક્ષા રાખ્યા વગર સૂર્ય પોતે જ પુષ્કળ પ્રભાસમૂહવડે
વિકસીત પ્રકાશવાળો છે તેથી તે પોતે જ પ્રકાશ છે. તેવી રીતે લોકમાં ભગવાન આત્મા પણ કોઈ ભિન્ન કારણની
અપેક્ષા રાખ્યા વગર પોતે જ જ્ઞાન છે. આત્માનું જ્ઞાન સ્વ–પરને પ્રકાશવા માટે કોઈ પણ ભિન્ન સાધનની અપેક્ષા
રાખતું નથી. જેમ સિદ્ધ ભગવાન સ્વયમેવ કેવળજ્ઞાનરૂપ છે, તેમને જ્ઞાન માટે જુદા કોઈ કારણની અપેક્ષા જ નથી,
તેમ બધાય આત્માઓનું જ્ઞાન કોઈ જુદા કારણની અપેક્ષા રાખ્યા વગર પોતાથી જ થાય છે. મતિશ્રુતજ્ઞાનને પણ
જુદા કોઈ કારણની–ઈન્દ્રિયો, શરીર, પ્રકાશ કે રાગ વગેરેની જરૂર નથી; અધૂરા જ્ઞાન વખતે તે ઇંદ્રિયાદિ ભલે હાજર
હો, પરંતુ તેનાથી જ્ઞાન જાણતું નથી. આ રીતે ભગવાન આત્મા સ્વયમેવ જ્ઞાન છે. સ્વ–પરને પ્રકાશવામાં સમર્થ એવી
સાચી અનંત શક્તિવાળા સહજ સ્વસંવેદન સાથે એકમેક હોવાથી આત્મા પોતે જ જ્ઞાન છે. આત્માની જ્ઞાનશક્તિ
સહજ છે. જે જ્ઞાનપણે આત્મા પરિણમ્યો તે જ્ઞાનશક્તિ સહજ પોતાજી જ છે, તેને કોઈ કારણની જરૂર નથી. આત્માને
જ્ઞાનની સાથે એકતાં છે, પણ જે લોકાલોક જ્ઞાનમાં જણાય છે તેની સાથે આત્માને એકતા નથી. પરપદાર્થો તેમજ
રાગાદિ વિકારીભાવો સાથે આત્માને એકતા નથી પણ જુદાઈ છે. તેથી આત્માનું

PDF/HTML Page 13 of 33
single page version

background image
: ૧૦૮ : આત્મધર્મ : ૫૫
જ્ઞાન ઇંદ્રિયો કે રાગાદિથી થતું નથી પણ આત્મા પોતે જ સહજ જ્ઞાનસ્વભાવે પરિણમીને સર્વને જાણે છે.
આત્માને જ્ઞાન સાથે જ એકપણું હોવાથી આત્મા સ્વયમેવ જ્ઞાન છે. આ રીતે, જેમ સૂર્ય પોતાની
સ્વભાવશક્તિથી સ્વયમેવ પ્રકાશવાળો છે તેમ આત્મા પોતાની સ્વ–પર પ્રકાશક સહજ શક્તિ સાથે એકમેક
હોવાથી પોતે જ જ્ઞાન છે–એમ એક વાત સિદ્ધ કરી.–૧.
હવે બીજા બોલમાં આત્મા પોતે સ્વભાવથી જ સુખ છે–એ વાત જણાવે છે. જેમ–લોખંડનો ગોળો કોઈક
વાર અગ્નિનું નિમિત્ત પામીને ઉષ્ણ થાય છે પરંતુ સૂર્ય તો કોઈના નિમિત્ત વગર પોતાના સ્વભાવથી જ સદાય
સ્વયમેવ ઉષ્ણતારૂપે જ પરિણમેલો છે તેમ આ ભગવાન આત્મા કોઈ પણ નિમિત્તોની અપેક્ષા રાખ્યા વગર
પોતાના સ્વરૂપથી જ, આત્મતૃપ્તિથી ઉપજતું જે સંપૂર્ણ અનાકુળ સુખ તેમાં સુસ્થિત હોવાને લીધે, સુખ છે.
આત્માનું સાચું સુખ પોતાના સ્વરૂપમાં તૃપ્તિથી જ છે, કોઈ પરદ્રવ્યના ભોગવટાથી આત્મતૃપ્તિ થતી નથી ને
સુખ થતું નથી. જેને પોતાની આત્મતૃપ્તિ થતી નથી તે જીવ વિષયોથી તૃપ્તિ કરવાનું માને છે, અને વિષયોની
આકુળતાથી દુઃખી થાય છે. આત્મતૃપ્તિથી પરિનિર્વૃત્તિ ઉપજે છે એટલે કે વિષયોથી પરાગ્મુખ થઈને
આત્મસ્વરૂપમાં સ્થિરતા કરવાથી સંપૂર્ણ મોક્ષસુખ ઉપજે છે, તે સંપૂર્ણ આકુળતારહિત છે. સમ્યગ્દ્રષ્ટિ જીવોને
આત્માના સ્વયમેવ સુખ સ્વભાવનું ભાન થયું હોય છે ને અંશે તેવું સુખ અનુભવ્યું હોય છે. સાધક ધર્માત્માને
પોતાના પૂર્ણ નિવૃત્ત સ્વરૂપની શ્રદ્ધા–જ્ઞાન ને અનુભવ હોય છે પણ હજી પરિનિર્વૃત્તિ નથી કેમ કે સંપૂર્ણ
સ્વરૂપસ્થિરતા નથી. સિદ્ધ ભગવંતોને પોતાના નિવૃત્ત આત્મસ્વરૂપમાં સંપૂર્ણ સ્થિરતા વડે સુખની પરિપૂર્ણતા
થઈ છે, તેનાથી જે સંપૂર્ણ અનાકુળતા પ્રવર્તે છે તેમાં આત્મા પોતે જ તન્મય છે તેથી આત્મા પોતે જ સુખ છે.
અજ્ઞાની જીવ વિષયોમાં સુખબુદ્ધિને લીધે વિષયોમાં જ સ્થિત છે અર્થાત્ પરને ભોગવવાની આકુળતામાં
જ તે સ્થિત છે. જ્ઞાની જીવો તો આત્મતૃપ્તિથી ઉપજતું જે વિષયાતીત સુખ તેમાં જ સુસ્થિત છે. સિદ્ધભગવંતો
સદાય એમ ને એમ અનાકુળતામાં જ સ્થિત હોવાથી તેઓ પોતે જ સુખ છે. જે પોતે જ સુખ છે તેને સુખ માટે
બીજા કોની જરૂર હોય? ‘ સિદ્ધ દશામાં તો શરીર નથી, કુટુંબ નથી, લાડી નથી, વાડી નથી, પૈસા નથી, બાગ–
બગીચા કે મોટર નથી, ખાવાપીવાનું કાંઈ નથી, રાગ નથી, એકલા આત્મસ્વભાવ સિવાય બીજુ કાંઈ નથી.
સ્વભાવથી જ આત્મા સુખી છે. ’ એમ સાંભળીને જે જીવ કહે છે કે– ‘બસ, એકલો આત્મા? એકલા આત્માને
અદ્ધર લટકી રહેવું તેમાં શું સુખ? સારી સારી વસ્તુઓના ભોગવટા વગર આત્માને સુખ કઈ રીતે હોય? –’
તેણે (–એમ કહેનાર જીવે) આત્માને જ કબુલ્યો નથી, તેને આત્માના સ્વભાવ સુખનો વિશ્વાસ નથી પણ
ઈન્દ્રિયોના વિષયોમાં સુખનો વિશ્વાસ છે. આત્માનો પોતાનો સ્વભાવ જ સુખ છે ને આત્મા પોતે સુખરૂપ થાય
છે એની મૂઢ અજ્ઞાનીને ખબર નથી એટલે તે પર સંયોગને જુએ છે. જેણે એક પણ પર વિષયમાં સુખ માન્યું છે
તે જીવને અનંતા પર વિષયોમાં આસકિત છે. અજ્ઞાની જીવને પણ સંયોગના કારણે સુખની કલ્પના નથી એ
વાત તો પ્રથમ જ સિદ્ધ કરી છે. અજ્ઞાની પોતે જ મિથ્યા કલ્પનાથી પરમાં સુખ માનીને તે કલ્પનારૂપે પરિણમે
છે, પણ કાંઈ તે સાચા સુખરૂપે પરિણમતો નથી. ને વિષયો તેને સુખનું કારણ થતા નથી. જે કલ્પનારૂપ સુખ છે
તે પણ કાયમી નથી, એક જ્ઞેય પદાર્થનું લક્ષ છૂટીને બીજા જ્ઞેય પદાર્થ ઉપર લક્ષ જતાં તે સુખની કલ્પના બદલી
જાય છે. અજ્ઞાની જુદા જુદા વિષયોનું લક્ષ કરીને તેમાં સુખ કલ્પે છે, ખરેખર તો તે વર્તમાન જ અત્યંત દુઃખી
છે. જો દુઃખી ન હોય તો તેનો ઉપયોગ વિષયોમાં કેમ ભમે? વિષયોને ગ્રહણ કરવાની આકુળતાનું દુઃખ તેને એક
જ પ્રકારનું છે, માત્ર તેનો વિષય બદલાવ્યા કરે છે. જ્ઞાનીઓ પ્રથમ તો, આત્માનો સુખ સ્વભાવ જ છે, ને કોઈ
પણ પર પદાર્થોમાં સુખ નથી–એમ ભેદજ્ઞાનવડે જાણીને, આત્મસ્વભાવમાં સંપૂર્ણ સ્થિરતા પ્રગટ કરીને આત્માથી
જ સ્વયં સુખરૂપ થાય છે. ત્યાં સુખની કલ્પના નથી પણ આત્મા પોતે સ્વભાવથી જ સાક્ષાત્ સુખરૂપે પરિણમી
ગયો છે. આત્માના સુખમાં કોઈ પણ પર પદાર્થો કાંઈ જ કરતા નથી. આ રીતે, સૂર્યની ઉષ્ણતાની માફક આત્મા
પોતે જ સુખ છે.–૨.
એ રીતે, આત્મા સ્વયમેવ જ્ઞાન છે અને આત્મા સ્વય–મેવ સુખ છે એ બે વાત સમજાવી. હવે કહે છે કે–
જેમ આકાશમાં, કોઈ બીજા કારણની અપેક્ષા રાખ્યા વગર, સૂર્ય સ્વયમેવ દેવગતિ નામકર્મના ધારાવાહી ઉદયને
વશવર્તી સ્વભાવ વડે દેવ છે તેમ ભગવાન આત્મા પણ, બીજા કોઈ પણ કારણની અપેક્ષા રાખ્યા વગર
સ્વયમેવ, પોતે દિવ્ય આત્મસ્વરૂપવાળો હોવાને લીધે દેવ છે. જેમ સિદ્ધ

PDF/HTML Page 14 of 33
single page version

background image
વૈશાખ : ૨૪૭૪ : ૧૦૯ :
ભગવાન દેવ છે તેમ બધાય આત્માઓ દિવ્યસ્વરૂપવાળા હોવાને લીધે સ્વયમેવ દેવ છે.
ભગવાન આત્મા દેવ છે. દિવ્ય આત્મસ્વરૂપને દેવ તરીકે કોણ સ્તવે છે? જેમને આત્મતત્ત્વની ઉપલબ્ધિ
નિકટ છે એવા બુધ જનોના મનરૂપી શિલાસ્તંભમાં દિવ્યઆત્મસ્વરૂપની અતિશય દ્યુતિની સ્તુતિ કોતરાયેલી છે.
આત્મા પોતે સ્વયમેવ દેવ છે. અજ્ઞાની જીવને આત્મસ્વરૂપની દિવ્યતા ભાસતી નથી, તેથી તેના હૃદયમાં
દિવ્યઆત્મસ્વરૂપવાળા દેવની સ્તુતિ હોતી નથી. તે તો અજ્ઞાનપણે વિષયોમાં સુખ માનીને મિથ્યાત્વને સ્તવે છે.
જેમને આત્મસ્વરૂપની દિવ્યતાની શ્રદ્ધા–જ્ઞાન અને અનુભવ થયો છે અને જેમને પોતાની કેવળજ્ઞાન દશા તદ્ન
નજીક છે એવા મહાન સંત–મુનિવરો, ગણધરો વગેરે સર્વે સાધક જીવોના હૃદયમાં શુદ્ધસિદ્ધાત્મા સમાન દેવ
સમાણાં છે, ને તે જીવોના હૃદયમાં તેની સ્તુતિ નિરંતર વર્તે છે. જેમ પત્થરના થાંભલામાં સિદ્ધ ભગવાનની મૂર્તિ
કોતરાઈ ગઈ હોય તેમ સાધક જીવોના શ્રદ્ધા–જ્ઞાનરૂપ શિલાસ્થંભમાં આત્માના સિદ્ધસ્વરૂપની દિવ્યતાની સ્તુતિ
કોતરાયેલી છે. અહીં આચાર્ય પ્રભુ એ બતાવે છે કે સાધક જીવોના અંતરમાં પોતાના આત્મસ્વરૂપનો જ આદર
છે, બીજા કોઈનો આદર હોતો નથી. જ્ઞાની જનોને આત્માનું અતીંદ્રિય સુખ અનુભવમાં આવી ગયું છે, અને
પોતાનો આત્મા સિદ્ધ ભગવાન જેવો જ દિવ્યસ્વરૂપી છે એના શ્રદ્ધા–જ્ઞાન–અનુભવ થયા છે, તેથી તેમના
જ્ઞાનરૂપી શિલાસ્થંભમાં પોતાના આત્મસ્વરૂપની દિવ્યતાનો જ મહિમા કોતરાઈ ગયો છે કે અહો, આત્મસ્વરૂપી
દિવ્યતા! કોઈ પણ પદાર્થોની અપેક્ષા વગર પોતે પોતાથી જ પરિપૂર્ણ જ્ઞાન અને સુખવાળો છે. હું જ સ્વયમેવ
જ્ઞાન–સુખ ને દેવ છું. મારા જ્ઞાન અને સુખને કોઈ પણ અન્ય દ્રવ્યની સહાય નથી. પહેલાંં અજ્ઞાનપણે દિવ્ય
આત્મસ્વરૂપને ભૂલીને બહાર વિષયોમાં સુખ કલ્પ્યું હતું, પણ જ્યારે જ્ઞાની સંતો પાસેથી એમ સાંભળ્‌યું કે ‘
ઇંદ્રિયોના વિષયરહિત, આત્માને જ્ઞાનપરિણમનથી સંપૂર્ણ સુખ હોય છે;’ અને પોતાને એવા આત્મસ્વભાવની
શ્રદ્ધા–જ્ઞાન–અનુભવ થઈને વિષયોમાંથી સુખબુદ્ધિ ટળી ગઈ ત્યારથી ધર્માત્માના હૃદયરૂપી શિલાસ્થંભમાં દિવ્ય
સિદ્ધસ્વરૂપની સ્તુતિ કોતરાઈ ગઈ છે. પહેલાંં વિષયોમાં એકતાબુદ્ધિ હતી તેને બદલે હવે હૃદયસ્થંભમાં પોતાના
ભગવાન આત્માના દિવ્યસ્વરૂપની સ્તુતિ કોતરાઈ ગઈ. જેમ પત્થરના સ્થંભમાં કોતરેલી મૂર્તિ ભૂંસાય નહિ તેમ
ધર્મી જીવોના શ્રદ્ધા–જ્ઞાનરૂપી સ્થંભમાં આત્મસ્વરૂપની જે સ્તુતિ કોતરાઈ ગઈ છે તે કદી ભૂંસાય નહિ એટલે કે
આત્મસ્વરૂપના જે શ્રદ્ધા–જ્ઞાન કર્યા તે કદી ભૂંસાય નહિ, અપ્રતિહત શ્રદ્ધા–જ્ઞાન ટકીને અલ્પ કાળમાં કેવળજ્ઞાન
પામે.–આવા ભાવો આચાર્યદેવની કથનીમાં ભરેલા છે.
નિર્લેપ સર્વજ્ઞ સુખસ્વભાવનું માહાત્મ્ય તો જ્ઞાનીઓને જ હોય છે, જ્ઞાનીઓને પુણ્ય–પાપનું કે શરીરાદિનું
માહાત્મ્ય હોતું નથી. અજ્ઞાની જીવોને પુણ્ય–પાપનું અને શરીરાદિ બાહ્ય પદાર્થોનું માહાત્મ્ય આવે છે પણ અંતરંગ
શુદ્ધાત્મસ્વભાવનું માહાત્મ્ય આવતું નથી. જેને કાંઈ પણ વ્રત–તપ નથી એવા સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્માથી માંડીને શ્રી
તીર્થંકર પ્રભુના ધર્મ વજીર–તે ભવે મોક્ષગામી શ્રી ગણધરદેવ પર્યંત બધાય સાધક જીવોના જ્ઞાનમાં સિદ્ધની
સ્તુતિ કોતરાઈ ગઈ છે. જેને અલ્પકાળમાં સિદ્ધ થવું છે એવા સાધક જીવો જ સિદ્ધને ઓળખીને તેની સ્તુતિ કરે
છે. પોતાનું દિવ્ય આત્મસ્વરૂપ છે તે જ ખરેખર સિદ્ધ, દેવ છે. એવા પોતાના સિદ્ધસ્વરૂપની દિવ્યશક્તિનું
માહાત્મ્ય જ્ઞાની ધર્માત્માઓના હૃદયમાં કોતરાઈ ગયું હોવાથી, જ્ઞાનીઓને પોતાનો આત્મા જ સ્વયમેવ દેવ છે.
સિદ્ધ ભગવાન એટલે કે આત્માનું સંપૂર્ણ શુદ્ધસ્વરૂપ તે જ્ઞાનીઓના દેવ છે. સિદ્ધભગવાન અજ્ઞાનીના દેવ નથી
પણ જ્ઞાનીઓના જ દેવ છે. અજ્ઞાનીના દેવ તો પુણ્ય અને તેના ફળરૂપ વિષયો છે કેમ કે શુદ્ધાત્માની તેને રુચિ
નથી પણ વિષયોમાં સુખબુદ્ધિ છે, તેથી તેને પુણ્યનો અને તેના ફળનો મહિમા ભાસે છે. આત્માની દિવ્યતાનો
મહિમા ભાસતો નથી. જ્ઞાનીને કોઈ પણ બાહ્ય વિષયોનો મહિમા નથી; તેમને સાધક દશામાં શુભ પરિણામ થતા
હોવા છતાં તેની તુચ્છતા ભાસે છે, ને પોતાના ચૈતન્યસ્વભાવનો જ મહિમા છે.
જેમ બાળકના અંતરમાં તેની માતાનું જ રટણ હોય છે, માતાથી વિખૂટો પડેલો બાળક રડતો હોય તે
વખતે કોઈ તેને રમકડાં કે સારું સારું ખાવાનું આપે, પણ સંતોષાય નહિ, ‘બસ મારી બા, મારી બા’ એમ
પોકાર કરતો હોય. તેમ અલ્પ કાળમાં જેઓ કેવળજ્ઞાન લેવાના છે એવા ધર્મી જીવના અંતરમા ‘મારા સિદ્ધ–
ભગવાન, મારી સિદ્ધ દશા’ એમ જ રટણ થઈ રહ્યું છે. પોતાના સ્વભાવ સિવાય બીજા કોઈ પણ ભાવથી તેઓ
સંતોષાતા નથી. અહો, પૂર્ણ સ્વભાવ સુખનો વિરહ તે

PDF/HTML Page 15 of 33
single page version

background image
: ૧૧૦ : આત્મધર્મ : ૫૫
નબળાઈ છે; તે નબળાઈમાં તીર્થંકરગોત્રનાં પુણ્ય થાય તો તેની પણ જ્ઞાનીને પ્રીતિ નથી, તેનો મહિમા નથી.
સ્વરૂપની પૂર્ણાનંદ દશાની ઝંખના અને મહિમા છે. પર્યાયમાં અલ્પ દ્વેષ કે રાગભાવ થઈ જાય તો તેનાથી
પોતાનું દિવ્યસ્વરૂપ હણાઈ જશે એવી શંકા કદી જ્ઞાની કરતા નથી, પણ પોતાના હૃદયમાં સિદ્ધને સ્થાપ્યા છે તેની
સ્તુતિના જોરે તે રાગ–દ્વેષને હણી નાખે છે.
લોકોમાં એવી વાત આવે છે કે શ્રીહનુમાને છાતી ચીરી ત્યાં અંદરથી ભણકાર ઊઠયા કે શ્રીરામ.....
શ્રીરામ! તેમ ધર્માત્માના અંતરમાં પર્યાયે પર્યાયે ભણકાર ઊઠે છે કે સિદ્ધ ભગવાન.... સિદ્ધ ભગવાન. મોહરૂપી
પડદાને–ચીરીને અંતરમાં શુદ્ધ આત્મારામના ભણકાર ઊઠયા છે. સદાય પરિપૂર્ણ સુખ અને જ્ઞાનમય દિવ્ય
શક્તિવાળો પોતાનો સિદ્ધસ્વભાવ ધર્મીના હૃદયમાં કોતરાઈ ગયો છે. સિદ્ધ જેવો ત્રિકાળ પરિપૂર્ણ સ્વભાવ છે તે
સિવાય બીજા કોઈ ભાવોના ભણકાર ધર્મીના હૃદયમાં નથી, અર્થાત્ પર્યાય ઉપર દ્રષ્ટિ જ નથી. ધર્મીના હૃદયમાં
અધૂરા પર્યાયને સ્થાન નથી. કોઈ પુણ્ય વચ્ચે આવી જાય તો તેને ય સ્થાન નથી. ધર્મીના હૃદયમાં તો એક
ચૈતન્યમય સિદ્ધબિંબ જ બિરાજમાન છે; જ્ઞાની તો સિદ્ધદશાની પ્રાપ્તિ કરવા માટે જ ઉત્સાહિત છે, સિદ્ધદશાને
પ્રાપ્ત કરવાના ઉત્સાહમાં વચ્ચે બીજા કોઈ ભાવોનો મહિમા આવવા દેતા નથી. એક સિદ્ધ, સિદ્ધ ને સિદ્ધ, બીજી
વાત નહિ. સાધકદશામાં ગમે તેવા ઊંચા પુણ્ય–ભાવ આવે તેની સ્તુતિ જ્ઞાનીઓ કદાપિ કરતા નથી. આ
ભગવાન આત્મા પોતે દિવ્ય આત્મશક્તિવાળો છે અને તેની દિવ્યતાની સ્તુતિ જ્ઞાનીઓનાં હૃદયમાં કોતરાઈ ગઈ
છે તેથી પોતે (–આત્મા) સ્વયમેવ દેવ છે, તેમાં કોઈ અન્ય કારણની અપેક્ષા નથી.–૩.
સિદ્ધદશામાં, શરીર અને રાગાદિથી ભિન્ન એવું આ આત્મતત્ત્વ પોતે જ જ્ઞાન છે, પોતે જ સુખ છે ને પોતે
જ દિવ્ય શક્તિવાળો દેવ છે. સ્વયમેવ જ્ઞાન, સુખ ને દેવરૂપે થયેલા તે આત્મતત્ત્વને પોતાના જ્ઞાન, સુખ કે
દિવ્યતા માટે કોઈ બીજા કારણોની જરૂર નથી, પુણ્યની જરૂર નથી, સંયોગની જરૂર નથી, શરીરની જરૂર નથી.
જે આવા સિદ્ધને ઓળખે તે જીવ પોતાના આત્માને પણ તેવા જ્ઞાન, સુખ અને દિવ્ય શક્તિમય સ્વરૂપે ઓળખે,
તેવા સમ્યગ્દ્રષ્ટિ જીવના હૃદયમાં સિદ્ધની સ્તુતિ કોતરાઈ ગઈ છે, કોઈ પુણ્યની કે સ્ત્રી આદિ સંયોગની જરા પણ
સ્તુતિને અવકાશ નથી. એક સિદ્ધસ્વરૂપ સિવાય બીજા કોઈ પણ ભાવોને જ્ઞાની ઉપાદેય સમજતા નથી. અહો!
જ્ઞાનીઓના અંતરમાં સમ્યક્શ્રદ્ધા–જ્ઞાનરૂપી થાંભલામાં જેની અતિશય ભવ્યતાની સ્તુતિ કોતરાયેલી છે એવો આ
ભગવાન શુદ્ધાત્મા પોતે જ દિવ્યશક્તિ–સ્વરૂપ દેવ છે, એના માહાત્મ્યને લીધે જ્ઞાનીઓને પુણ્ય વગેરેનું માહાત્મ્ય
સહજપણે જ ટળી ગયું છે, અને વિષયોમાં સુખની માન્યતા જ્ઞાનીઓને સ્વપ્ને પણ હોતી નથી.
ધર્મીના અંતઃકરણમાં સિદ્ધ ભગવાનની દિવ્યતાની સ્તુતિ નિરંતર કોતરાયેલી છે; ધર્મી જીવો કદી સંસારી
જીવના પુણ્યનાં કે પુણ્યના ફળનાં વખાણ અંતરથી કરતા નથી. જ્ઞાનમૂર્તિ પરમાનંદ સિદ્ધદશા એ જ મારે
આદરણીય છે, પુણ્યભાવ થાય તે મારે આદરણીય નથી, તો પછી પાપભાવ તો આદરણીય હોય જ ક્યાંથી?
મોટા દેવો ને ઇંદ્રો આવીને ધર્મી જીવની સેવા કરે તોપણ ધર્મી જીવ તેનાથી પોતાનો મહિમા માનતા નથી,
ઈન્દ્રપદવીની પ્રશંસા કરતા નથી. તેમના અંતરમાં તો સિદ્ધપણું કોતરાઈ ગયું છે કે હું સિદ્ધ છું, મારા અને સિદ્ધના
સ્વરૂપમાં ફેર નથી. અહો, હું તો સિદ્ધસમાન. ‘
सिद्ध समान सदा पद मेरो’ મારું પદ ત્રણે કાળ સિદ્ધસમાન જ
છે. સિદ્ધદશા સિવાય બીજો કોઈ ભાવ મારું સ્વરૂપ નથી. હું તો સિદ્ધ ભગવાનનો નંદન છું. હું કોઈ સંસારી
બાપનો પુત્ર નથી પરંતુ પરમ પિતા સિદ્ધ ભગવાનનો પુત્ર છું.
જેમ લૌકિકમાં પતિવ્રતા સ્ત્રીના હૃદયમાં એક પતિને જ સ્થાન છે, અને જેનું જીવન સટ્ટામય છે એવા
સટોડિયાને સ્વપ્ના પણ સટ્ટાનાં આવે છે, તેમ ધર્માત્માના હૃદયમાં એક સિદ્ધ ભગવાન સિવાય બીજા કોઈને
સ્થાન નથી, પોતાના પરિપૂર્ણ શુદ્ધાત્મસ્વરૂપની જ તેને પ્રીતિ–રુચિ છે, સ્વપ્નમાં પણ સિદ્ધપણું ભાળે છે,
સિદ્ધદશાનાં સ્વપ્ના આવે છે, ‘હું સિદ્ધ છું’ એવો ભણકાર ઊઠે છે, વાતો પણ સિદ્ધદશાની જ વારંવાર હોંશથી કરે
છે. આવા ધર્માત્મા જ્ઞાનીઓ આત્મસ્વભાવ સિવાય બીજે ક્યાંય સુખ માનતા નથી. વિષયોની અપેક્ષા વગરના
સ્વાભાવિક સુખને તેઓ અનુભવે છે. અહીં આચાર્યદેવ કહે છે કે, જો આત્માને પોતાના સ્વભાવથી જ સુખ છે,
ને વિષયોથી સુખ નથી તો પછી એવા વિષયોથી બસ થાઓ.

PDF/HTML Page 16 of 33
single page version

background image
વૈશાખ : ૨૪૭૪ : ૧૧૧ :
કોઈ પણ બીજા કારણોની અપેક્ષા રાખ્યા વગર આ આત્મા પોતે જ જ્ઞાન, સુખ ને દેવ છે, માટે એવા
આત્માનું જ સેવન કરો, ને સુખસાધનાભાસ એવા વિષયોથી બસ થાઓ.
બહારના પદાર્થોમાં સુખ તો છે નહિ, પણ અજ્ઞાનીને તેમાં સુખનો મિથ્યા આભાસ થાય છે. બહારના
પદાર્થો સુખના આભાસમાત્ર છે અર્થાત્ બહારના પદાર્થો આત્માને સુખનાં સાધન ખરેખર નથી છતાં અજ્ઞાની
જીવને તેમાં સુખના સાધનપણાની મિથ્યા કલ્પના થઈ છે. પરંતુ, જેમ મૃગજળ તે ખરેખર પાણી નથી પણ
પાણીના આભાસમાત્ર છે, અને તેને પાણી માનીને તેનાથી તૃષા છીપાવવા માટે તે તરફ દોડનારા મૃગલાને તૃષા
વધારવાનું જ તે કારણ છે, તેમ આ આત્માને બહારના વિષયો શાંતિનું સાધન નથી પણ અજ્ઞાની જીવને
શાંતિના આભાસમાત્ર છે. પર વિષયો આભાસમાત્ર સુખનાં સાધનો દૂરથી (અજ્ઞાન–ભાવે) દેખાય છે પણ
ખરેખર તે દુઃખનાં જ નિમિત્તો છે. વિષયોને સુખનાં સાધન માનીને, તેના વડે પોતાની આકુળતા મટાડવા માટે
જે જીવ આત્મસ્વભાવથી ચ્યૂત થઈને પર વિષયો તરફ પોતાના ઉપયોગને દોડાવે છે તે જીવને માત્ર
આકુળતારૂપ દુઃખ જ થાય છે. માટે એવા ઈન્દ્રિય વિષયોથી બસ થાવ, બસ થાવ.
હે જગતના ભવ્ય જીવો! આત્મસ્વભાવને જ સુખના કારણપણે જાણીને, વિષયોમાં જે સુખની રુચિ કરી
છે તે ફેરવી નાંખો, આત્માના અતીન્દ્રિય સુખની રુચિ કરો. –એ આચાર્ય પ્રભુના કથનનું પ્રયોજન છે.
સમ્યગ્દ્રષ્ટિ જીવે આત્માના અતીન્દ્રિય સુખનો સ્વાદ ચાખ્યો છે, તે ગૃહસ્થ–દશામાં હોય તોપણ અંતરમાં યોગી
જેવા છે, આખા વિશ્વના બધાય પદાર્થોમાંથી સુખબુદ્ધિ ઊડી ગઈ છે, એક આત્મસ્વરૂપના સુખ સિવાય બીજે
ક્યાંય તેમની રુચિ ઠરી શકતી નથી.–આવી આત્મદશા પ્રગટે તેનું જ નામ ધર્મ છે, અને અલ્પકાળમાં જ સંપૂર્ણ
પારમાર્થિક સુખ પ્રગટવાનું તે સાધન છે. હે આત્મા! કાંઈ બહારના પદાર્થોમાં તારા સુખનો ભંડાર ભરેલો નથી,
તારો આત્મા પોતે જ સુખનો ભંડાર છે. પોતાના આત્માને છોડીને બહારના પદાર્થોમાં સુખ માટે ઝાંવા નાંખવા
તે તો આકુળતા છે–દુઃખ છે. પોતાના આત્માને ઓળખીને તેમાં એકમેક થાય તો પોતાના પૂર્ણ સુખનો પ્રગટ
અનુભવ થાય.
જેમ બાળક રમત ગમત કરતો હોય તોપણ થોડી થોડી વારે પોતાની માતા પાસે જઈને તેનું મોઢું જોઈ
આવે છે, તેમ ધર્માત્મા સાધક જીવ ગૃહસ્થદશામાં હોય અને વ્યાપાર કે રાજપાટ વગેરે કાર્યો બહારમાં હોય પણ
તે કોઈ સંયોગની કે રાગની પ્રીતિ ધર્માત્માને નથી, એ બધાયને લક્ષમાંથી છોડી દઈને વારંવાર પોતાના
પરમાનંદમય સ્વભાવમાં ઢળી જવાનો પ્રયત્ન કરે છે. સ્વભાવનો જ આદર કરતા કરતા અને રાગ રહી જાય
તેનો નિષેધ કરતા કરતા ધર્માત્મા જીવ સાધકભાવમાં આગળ વધે છે. અને છેવટે સ્વભાવની એકાગ્રતાના જોરે
સંપૂર્ણ રાગાદિનો અભાવ કરીને પોતે પૂર્ણ સુખી સિદ્ધ થઈ જાય છે.
સિદ્ધ ભગવાન કોઈ બાહ્ય કારણની અપેક્ષા વિના પોતાની મેળે જ સ્વપરપ્રકાશક જ્ઞાનરૂપ છે, અનંત
આત્મિક આનંદરૂપ છે અને અચિંત્ય દિવ્યતારૂપ છે. સિદ્ધ ભગવાન જેવો જ સર્વે જીવોનો સ્વભાવ છે. તેથી
સુખાર્થી જીવો વિષયાલંબી ભાવ છોડીને નિરાલંબી પરમાનંદ સ્વભાવે પરિણમો.
સિદ્ધ ભગવાન જેવો જ બધા આત્માઓનો સ્વભાવ છે. સિદ્ધ ભગવંતો કોઈ પણ પર વિષયો વગર,
સ્વભાવથી જ સંપૂર્ણ સુખી છે. અહીં શ્રી સિદ્ધ ભગવંતોને આદર્શરૂપ રાખીને આચાર્યદેવ ભવ્યજીવોને સંબોધન–
કરે છે કે – હે જગતના સુખાર્થી જીવો! વિષયોમાંથી આત્માને સુખ નથી મળતું, પણ આત્માને પોતાના
સ્વભાવથી જ સુખ છે એમ બરાબર સમજો અને વિષયાલંબી સુખબુદ્ધિ છોડીને આત્માની રુચિ કરીને આત્માના
નિરાલંબી પરમાનંદમય સ્વાધીન સુખરૂપે પરિણમો. એકલા નિજ ચૈતન્યસ્વરૂપને અવલંબનારો ભાવ તે જ સત્ય
સુખ છે, તેમાં આકુળતા નથી. એ સિવાય જગતના બધાય પદાર્થોને અવલંબનારો ભાવ તે દુઃખ જ છે, શરીર–
પૈસા–સ્ત્રી આદિને અવલંબતો ભાવ હો કે દેવ–ગુરુ–શાસ્ત્ર ને અવલંબતો ભાવ હો – તે ભાવ પોતે પરાધીન
અને દુઃખરૂપ છે, વિષયાલંબી કોઈ ભાવમાં સુખ નથી. દિવ્યધ્વનિનું શ્રવણ કરવાનો ભાવ તે પણ વિષયાલંબી
ભાવ છે ને તેમાંય આકુળતા છે, માટે સર્વ વિષયોથી ભિન્ન અને વિષયાલંબી ભાવોથી પણ ભિન્ન એવા,
સ્વયમેવ જ્ઞાન અને સુખરૂપ નિજ આત્મતત્ત્વને ઓળખીને સ્વાવલંબી ભાવ વડે આત્માના સાચા સુખને પામો.
એક પોતાનો આત્મા જ સુખનું સાધન છે, માટે આત્માની ઓળખાણ કરીને શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર વડે તેનું જ
અવલંબન કરો. તે જ ધર્મ છે અને તે જ આત્માના પારમાર્થિક સુખનો ઉપાય છે.

PDF/HTML Page 17 of 33
single page version

background image
: ૧૧૨ : આત્મધર્મ : ૫૫
ધર્માત્માનો સમભાવ–
‘ભગવાનશ્રી કુંદકુંદ પ્રવચન મંડપોદ્ઘાટન’ વાર્ષિકોત્સવ દિને
પરમાત્મ–પ્રકાશ ગાથા ૧૦૪ ઉપર પરમ પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું પ્રવચન
ધર્મી જીવની દ્રષ્ટિ આત્માના સ્વભાવ ઉપર હોય છે તેથી તેને બધાય ભાવો ઉપર સમભાવ હોય છે. તે
આત્માના ત્રિકાળી સ્વરૂપને માને છે, પણ પર્યાય જેટલું સ્વરૂપ માનતો નથી, અને બીજા જીવોને પણ પર્યાય
જેટલા સ્વરૂપે માનતો નથી, તેથી તે કોઈ જીવને શત્રુ કે મિત્ર તરીકે જોતો નથી. માટે તેને બીજાને દેખીને રાગ–
દ્વેષ થતા નથી, પણ સમભાવ જ રહે છે.
હું બીજાનું કરી શકું કે બીજા મારું કાંઈ કરી શકે એમ તો કદી બનતું જ નથી. હું કોઈનો શત્રુ કે મિત્ર
નથી, ને બીજા કોઈ મારા શત્રુ કે મિત્ર નથી, કેમકે હું તો જાણનાર જ્ઞાયકમૂર્તિ સ્વભાવસંપન્ન તત્ત્વ છું, ને બધાય
જીવો પણ તેવા જ છે. –આમ ધર્માત્મા જાણે છે. ધર્મી જીવને આવી સ્વભાવદ્રષ્ટિમાં પુણ્ય–પાપનો પણ સ્વીકાર
નથી. પર્યાયમાં અસ્થિરતાને લીધે અલ્પ રાગ દ્વેષ થાય છે, પણ તે બીજાને શત્રુ કે મિત્ર માનીને થતા નથી, ને
તેને સ્વભાવમાં સ્વીકારતા નથી, અને તે રાગ–દ્વેષ વખતેય જ્ઞાન સ્વભાવની એકતા ને શ્રદ્ધા છૂટતી નથી; તેથી
ખરેખર તો જ્ઞાનીને રાગદ્વેષ થતા જ નથી પણ સ્વભાવની એકતા જ થાય છે.
જ્ઞાની જીવને પોતાના સ્વભાવની શ્રદ્ધા ને એકાગ્રતા છૂટીને રાગ–દ્વેષ થતા નથી, રાગ–દ્વેષ થાય તે
પર્યાય જેટલો આત્માને માનતા નથી; એ રીતે પોતામાં પર્યાયદ્રષ્ટિ ટળી ગઈ છે તેથી પર જીવને પણ પર્યાય
જેટલો જાણતા નથી, માટે પરની પર્યાય દેખીને જ્ઞાનીને રાગદ્વેષ થતા નથી. આ રીતે જ્ઞાનીને પર્યાયબુદ્ધિનું કાર્ય
આવતું નથી માટે જ્ઞાની જીવ પર્યાયને દેખે છે–એમ ખરેખર કહી શકાતું નથી. પોતાના આત્મામાં પર્યાયબુદ્ધિ
ટળીને સ્વભાવદ્રષ્ટિ થઈ છે તેથી, હું રાગ–દ્વેષ કરનાર છું’ એમ જ્ઞાનીને ભાસતું નથી; માટે પર જીવોમાં પણ
રાગાદિ પર્યાય દેખીને તેમને રાગ–દ્વેષ થતો નથી, તેમનું જ્ઞાન રાગથી અધિક જ રહે છે. આનું જ નામ સમભાવ
છે, ને આજ ધર્મ છે.
અજ્ઞાની જીવને પર્યાયબુદ્ધિમાં એકલા રાગદ્વેષ જ ભાસે છે. રાગદ્વેષ રહિત પોતાનો ત્રિકાળી સ્વભાવ છે
તેને બુદ્ધિમાં લીધો નથી તેથી તે પોતાને પર્યાય જેટલો જ ભાળે છે. ‘આ રાગ થયો તે હું, રાગ મેં કર્યો, હું
રાગરૂપ થયો, હું માણસ, અમુક જીવ મારો મિત્ર, અમુક જીવ મારો શત્રુ’ એમ અજ્ઞાની જીવને પર્યાયબુદ્ધિ જ છે
અને તેથી તેને પર્યાયબુદ્ધિના અનંત રાગદ્વેષ થાય છે. પર્યાયબુદ્ધિને લીધે જ ભગવાનને દેખીને રાગ ને
નિગોદાદિને દેખીને દ્વેષ થાય છે. જ્ઞાની જીવોને પર્યાયનું જ્ઞાન તો થાય છે પરંતુ પર્યાયબુદ્ધિ થતી નથી. તેથી તે
બધાય જીવોને પરમાત્મા જ જાણે છે. –આ સમ્યગ્દ્રષ્ટિનું ચિન્હ છે. જ્ઞાની જીવને, પર્યાયને જાણવા છતાં
પર્યાયબુદ્ધિના રાગાદિ જરા પણ થતા નથી, માટે ખરેખર તો જ્ઞાની જીવો પર્યાયને જાણતા જ નથી–એમ અહીં
સ્વભાવદ્રષ્ટિનું જોર છે.
આત્મ સ્વભાવ ઉપર જેની દ્રષ્ટિ નથી તે જીવ બધા આત્માઓને સમાન જાણતો નથી, પણ શરીરના
ભેદથી તે જીવમાં ભેદ પાડે છે, તેથી તે બીજાને શત્રુ અને મિત્ર માને છે. તેને કોઈ રીતે સમભાવ હોતો નથી. હું
જ્ઞાન સ્વભાવ છું ને બધાય જીવો જ્ઞાનસ્વભાવી જ છે–એવી દ્રષ્ટિમાં જ્ઞાનીને બધાય ઉપર સમભાવ જ છે, કોઈ
પણ જીવને જોતાં તેના ઉપર રાગ–દ્વેષ થતો નથી, કેમ કે તે જાણે છે કે જ્ઞાનસ્વભાવમાં કોઈ પર દ્રવ્ય લાભ કે
નુકશાન કરતું જ નથી.
પોતાના સ્વભાવના આશ્રયે જ બધા ઉપર સમભાવ રહે છે. ભગવાનની મહેરબાની થાય તો મને
સમભાવ રહે–એમ માનનાર ગૃહીત મિથ્યાદ્રષ્ટિ છે. હું અને બધા જીવો પૂર્ણ પરમાત્મ સ્વરૂપે જ છીએ એવી
દ્રવ્યદ્રષ્ટિ વગર સમભાવ રહી શકે નહિ. ભગવાનની કૃપા થાય તો મને સમભાવ રહે એમ માનનારે પોતાના
પરિણામનું સ્વાધીનપણું માન્યું નથી. વર્તમાન પર્યાયની સ્વાધીન હયાતી પણ ન માની, ને પર્યાયના આધારભૂત
ત્રિકાળી દ્રવ્યને તો શેનો માને? ત્રિકાળીદ્રવ્યના આધાર વગર પર્યાયબુદ્ધિ ટળે નહિ ને સમભાવ આવે નહિ. શત્રુ
પ્રત્યેના દ્વેષ પરિણામ કે મિત્ર પ્રત્યેના રાગ પરિણામ તે વિકાર છે, તે આત્માની હાલતમાં થાય છે, ને આત્મા તે
કરે છે, અને તે ટાળીને સમભાવરૂપ વીતરાગ પરિણામ પણ આત્મા જ

PDF/HTML Page 18 of 33
single page version

background image
વૈશાખ : ૨૪૭૪ : ૧૧૩ :
કરે છે. તેને બદલે પોતાના સમભાવનું કે રાગદ્વેષનું કારણ પરને માને તે જીવ તો પોતાના પર્યાયની સ્વતંત્રતા
પણ નથી માનતો. તેથી શત્રુને દેખીને એકતાબુદ્ધિનો દ્વેષ ને મિત્રને દેખીને એકતાબુદ્ધિનો રાગ તેને થાય છે, તેને
અનંતો વિષમભાવ છે. જ્ઞાની જાણે છે કે મારા આત્મસ્વભાવમાં વિકાર નથી, પરને કારણે વિકાર થતો નથી,
મારી વર્તમાન દશાની નબળાઈથી રાગ–દ્વેષ થાય છે, તેટલો હું નથી. આવી માન્યતાથી જ્ઞાનીને સમભાવ છે.
આત્માના શાંતિરૂપ પરિણામ તે સમભાવ છે. આત્મા શાંતિનો કંદ છે, પોતે કર્તા થઈને સ્વતંત્ર પણે
સ્વભાવના આધારે સમભાવે પરિણમે છે. સ્વભાવનો આશ્રય છોડીને બીજાના આધારે સમભાવ માને તેને કદી
સમભાવ ન હોય.
કોઈ જીવ, ભગવાન મને સમભાવ રખાવે–એમ તો ન માને, પણ ભગવાનના નિમિત્તે મને સમભાવ રહે
અથવા ભગવાનના લક્ષે હું સમભાવ રાખું–એમ માને તો તે પણ અજ્ઞાની છે. ભગવાનના લક્ષે સમભાવ રહે
એમ માન્યું એટલે ભગવાન ઉપર રાગભાવ અને બીજા ઉપર દ્વેષભાવ એવો વિષમભાવ તેના અભિપ્રાયમાં જ
આવી ગયો.
જ્ઞાની જાણે છે કે ભગવાન તો સમભાવ રખાવે નહિ, કોઈ બીજા નિમિત્ત થઈને મને સમભાવ રખાવે
એમ પણ નહિ; મારો સમભાવ કોઈ બીજાની અપેક્ષાથી નથી પણ મારા સ્વભાવના લક્ષે જ મારો સમભાવ છે.
મારો સમભાવ શરીરના આશ્રયે નથી, દેવ–ગુરુ–શાસ્ત્રના આધારે નથી, રાગના આધારે નથી, ને તે બધાયને
જાણનારું જે વર્તમાન જ્ઞાન છે તે જ્ઞાનના આધારે પણ નથી કેમ કે હું તે ક્ષણિક જ્ઞાન જેટલો નથી પણ ત્રિકાળી
સ્વતંત્ર વિકારરહિત પૂરો જ્ઞાનસ્વભાવ છું. આ રીતે પરની દ્રષ્ટિ છોડીને, વિકારની દ્રષ્ટિ છોડીને અને પર્યાયની
દ્રષ્ટિ પણ છોડીને પોતાના એકરૂપ સ્વભાવને જ્ઞાની દેખે છે અને બીજા આત્માઓને પણ તેવા જ દેખે છે તેથી
જ્ઞાનીને બધાય ઉપર સમભાવ છે; પોતાનો કે પરનો પર્યાય દેખીને તેમને પર્યાયબુદ્ધિના રાગદ્વેષ થતા નથી કેમ
કે તેમને પર્યાયમાં એકતાબુદ્ધિ નથી, પર્યાય જેટલો જ આત્મા તેઓ માનતા નથી.
સમભાવની વાત આવતાં અજ્ઞાનીનું લક્ષ પર ઉપર જાય છે. પણ પરાશ્રયે સમભાવ કદી હોય નહિ.
અહીંતો પોતાના પૂર્ણ સ્વભાવમાં પર્યાય પરિણમી ગઈ ને પર્યાયબુદ્ધિ છૂટી ગઈ તે જ સમભાવ છે. ભગવાન
આત્માની પ્રતીતિ કરીને તેના આશ્રયે જે સમભાવ પ્રગટ્યો તેનો કર્તા આત્મા પોતે છે, બીજો કોઈ સમભાવ
કરાવનાર નથી. ક્ષણિક પર્યાય જેટલો જ આત્માને ન માનતાં આત્માના ત્રિકાળી સ્વભાવને માનવો તેને શાસ્ત્રો
દ્રવ્યદ્રષ્ટિ કહે છે, તે જ સમભાવ છે, તે જ ધર્મ છે. અનાદિ અનંત જ્ઞાન–મૂર્તિ આત્મા છે તે જ હું છું, વર્તમાન
હાલતમાં જે રાગ–દ્વેષ થાય તે મારું કાયમનું સ્વરૂપ નથી, બીજો કોઈ તે રાગદ્વેષ કરાવતો નથી, મારા પુરુષાર્થની
નબળાઈથી તે રાગ–દ્વેષ થાય છે પણ તે નબળાઈ કે રાગદ્વેષનો મારા સ્વભાવમાં સ્વીકાર નથી–આમ પોતાના
સ્વભાવના આશ્રયે ધર્મી જીવ કોઈને પણ શત્રુ કે મિત્ર માનતા નથી, પણ બધાય આત્માઓને પોતાના જેવા
પરિપૂર્ણ ચૈતન્યમૂર્તિ જ માને છે, તેથી તેને સર્વે ઉપર સમભાવ જ છે.
જ્ઞાનીને જે અલ્પ રાગદ્વેષ હોય છે તેમાં એકત્વબુદ્ધિ હોતી નથી તેથી તેની ગણતરી નથી. પરને કારણે
રાગ માનતા નથી, સ્વભાવમાંથી રાગ આવતો નથી, અને જે રાગ થાય છે તેમાં એકતા માનતા નથી પણ
પોતાના સ્વભાવને તે રાગથી જુદો ને જુદો જ અનુભવે છે, તેથી જ્ઞાનીને ખરેખર રાગ થતો જ નથી. પણ
સ્વભાવની એકતા જ વધે છે.
બધાય જીવો પરિપૂર્ણ સિદ્ધસમાન છે, એવી દ્રષ્ટિથી જોનારને બીજાનું ભલું–બૂરું કરવાની માન્યતા ક્યાં
રહી? તેને કોઈના ઉપર રાગ–દ્વેષ કરવાનો અભિપ્રાય ન રહ્યો એટલે તેને અભિપ્રાયમાં અનંત સમભાવ
પ્રગટ્યો. ત્રણ કાળમાં કોઈ કોઈનું ભલું કે બૂરું કરવા સમર્થ નથી, સ્વભાવથી બધાય આત્માઓ સમાન છે.
આવી શ્રદ્ધા જ્યાં સુધી જીવ ન કરે ત્યાં સુધી તેને સાચી સમતા ન હોય– એટલે કે ધર્મ ન હોય. કોઈ શરીરના
કટકા કરી નાખે છતાં. ‘ભગવાનની મરજી પ્રમાણે થાય’ એમ માનીને શુભ ભાવ રાખે. ક્રોધ ન કરે, તોપણ તેને
ખરેખર સમભાવ નથી, ક્ષમા નથી. ભગવાન મને સમભાવ રખાવે એમ જે માને છે તેને આત્માની પ્રતીતિ
નથી. અથવા કોઈ જીવ ભગવાનને તો કર્તા ન માને પણ સંયોગોથી મને લાભ કે નુકશાન થાય એમ માને તો
તેને પણ સમભાવ હોય નહિ. રાગ–દ્વેષ રહિત સાક્ષી–સ્વરૂપ મારો સ્વભાવ જ છે, –એમ સ્વભાવની પ્રતીત–
વગર સાચી સમતા હોતી નથી.
જ્ઞાની ધર્માત્મા કોઈને શત્રુ કે મિત્ર માનતા નથી. અને ખરેખર આત્માનું જીવન–મરણ પણ માનતા
નથી. દેહ જ મારો નથી, દેહનો સંયોગ કે વિયોગ તે હું

PDF/HTML Page 19 of 33
single page version

background image
: ૧૧૪ : આત્મધર્મ : ૫૫
નથી, દેહની અવસ્થા તેના પોતાના કારણે થાય છે, દેહની અવસ્થાને ટકાવવા કે ટાળવા કોઈ સમર્થ નથી,
ત્રિકાળી આનંદ જ્ઞાનમૂર્તિ તે જ મારું સ્વરૂપ છે–આવી બુદ્ધિમાં જ્ઞાનીને શરીરનાં જીવન–મરણ દેખીને રાગદ્વેષ–
થતો નથી, તેથી તેમને જીવન–મરણ ઉપર સમભાવ છે.
આત્માને ધર્મ કઈ રીતે થાય તેની આ વાત ચાલે છે. ક્યાંય બહારમાં આત્માનો ધર્મ થતો નથી, અંતરમાં
જેવો પોતે છે તેવો માને તો ધર્મ થાય છે. કોઈ આત્મા કદી પણ બીજાને જીવાડી કે મારી શકતો નથી. શરીરનો
સંયોગ કે વિયોગ થાય તેથી આત્માનું જીવન કે મરણ નથી, ને તેના કારણે રાગ કે દ્વેષ થતા નથી. ધર્મી જીવને
પોતામાં ત્રિકાળી સ્વભાવની દ્રષ્ટિ છે તેથી જીવન મરણ રહિત જ બધાયને દેખે છે, માટે તેમને પર્યાયમાં જીવન
મરણ દેખીને રાગ–દ્વેષ થતા નથી. અજ્ઞાની જીવ પરનાં જીવન મરણને દેખીને તેના કારણે રાગદ્વેષ માને છે, તેના
રાગદ્વેષ પરમાં એકત્વબુદ્ધિસહિત છે, જ્ઞાનીને તેવા રાગ–દ્વેષનો અભાવ છે.
પ્રશ્ન:–ભગવાનની મરજી પ્રમાણે થાય એમ માનીને કોઈક જીવ ક્રોધ ન કરે તો તેને સમભાવ છે કે નહિ?
કેમ કે તેમાં તો પોતાને નિરભિમાનતા આવે છે.
ઉત્તર:–ભગવાનની મરજી પ્રમાણે થાય એટલે કે ભગવાન મારા પરિણામના કર્તા છે–એ માન્યતા મહાન
અજ્ઞાન ભરેલી છે, તેમાં અંશમાત્ર સમભાવ કે નિરભિમાનતા નથી. પોતે સ્વતંત્ર તત્ત્વ છે તેને ન માન્યું.
ભગવાન મારા કર્તા ને હું પરનો કર્તા–એ માન્યતામાં અનંત પર દ્રવ્યનો અહંકાર રહેલો છે. ધર્મી જીવ સમજે છે
કે મારા પરિણામ હું જેવા કરું તેવા થાય છે. મારા પરિણામનો કોઈ કર્તા નથી ને હું બીજા કોઈનો કર્તા નથી;
તેથી જ્ઞાનીઓને જ સાચી નિરભિમાનતા હોય છે. હું બીજાને લાભ–અલાભ કરું કે બીજા મને લાભ–અલાભ કરે
એમ જ્ઞાની માનતા નથી. ધર્મીને અંતર સ્વભાવની દ્રષ્ટિ છે, પોતાના પર્યાયની દ્રષ્ટિ પણ નથી. જેટલી
સ્વભાવમાં એકાગ્રતા થાય તેટલો ધર્મીનો લાભ છે, પૈસા કે રાજ–પાટથી ધર્મી લાભ માનતા નથી. ક્ષાયક
સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા રાજા હોય, ચક્રવર્તી હોય ને છ ખંડની સાધના કરે પરંતુ તેનાથી આત્માને લાભ નથી
માનતા. પરથી લાભ છે એવી માન્યતાપૂર્વક જ્ઞાનીને કિંચિત્ રાગ થતો નથી, અને પરથી નુકશાન છે એવી
માન્યતાપૂર્વક કિંચિત્ દ્વેષ થતો નથી, તેથી લાભ કે અલાભમાં જ્ઞાનીને ખરેખર સમભાવ છે.
આ કઈ રીતે સમભાવ કહેવાય છે તે ખાસ સમજવાયોગ્ય છે. અહીં સ્વભાવદ્રષ્ટિ સિદ્ધ કરી છે.
સ્વભાવદ્રષ્ટિનું કાર્ય બધા ઉપર સમભાવ છે. પરની ક્રિયા મારી નથી, બીજાને મારાથી લાભ–નુકશાન નથી, મારી
અવસ્થામાં રાગ થાય તે સમયપૂરતો છે, ત્રિકાળી સ્વભાવમાં તે રાગ નથી, હું જ્ઞાનસ્વભાવે એકરૂપ છું–એમ
સ્વભાવદ્રષ્ટિના જોરમાં સ્વભાવની એકતા વધતી જાય છે માટે જ્ઞાનીને બધા ઉપર સમભાવ છે.
શરીર વગેરે તો અજીવતત્ત્વ છે, દયા–ભક્તિ વગેરે પરિણામ થાય તે પુણ્ય છે અને હિંસા–ચોરી વગેરે
પરિણામ થાય તે પાપ છે, એ પુણ્ય અને પાપ બંને આસ્ત્રવતત્ત્વ છે, તેનાથી જીવતત્ત્વ જુદું છે. અને જાણવાની
જે દશા છે તે એક સમયપૂરતી છે, તે એક સમયની દશા જેટલું જીવતત્ત્વ નથી. ત્રણેકાળે એકરૂપ રહેનાર ચૈતન્ય–
સ્વભાવ રૂપ દ્રવ્ય છે તે જીવતત્ત્વ છે; એવા જીવતત્ત્વને ઓળખવાથી ધર્મ થાય છે. ત્રિકાળી જીવતત્ત્વની દ્રષ્ટિ
હોવાથી જ્ઞાનીને પર્યાયદ્રષ્ટિ નથી અર્થાત્ જ્ઞાનીઓ પર્યાય જેટલો જ જીવને માનતા નથી, તેથી તેમને
પર્યાયબુદ્ધિના રાગદ્વેષ થતા જ નથી. પર્યાયને જાણવા છતાં દ્રવ્યસ્વભાવમાં એકતાની વૃદ્ધિ જ કરે છે,
પર્યાયબુદ્ધિમાં અટકતા નથી, માટે તેમને કોઈ પર્યાય ઉપર વિસમભાવ નથી પણ બધા પર્યાયો ઉપર સમભાવ
છે. સિદ્ધપર્યાય કે નિગોદપર્યાય–બધાને જાણતાં સમભાવ ક્યારે રહે? જેની બુદ્ધિ પર્યાયમાં જ રોકાયેલી છે તેને
સિદ્ધપર્યાય દેખીને રાગ અને નિગોદ પર્યાય દેખીને દ્વેષ થયા વગર રહેશે નહિ, એટલે પર્યાયના આશ્રયે
સમભાવ રહી શકે નહિ. સ્વભાવદ્રષ્ટિવાળો જીવ સિદ્ધ પર્યાય વખતે પણ તેના પૂરા સ્વભાવને દેખે છે ને નિગોદ
પર્યાય વખતે પણ પૂરા સ્વભાવને જ દેખે છે, તેથી તેને બધા પર્યાયો ઉપર સમભાવ રહે છે. કદાચ અલ્પ
રાગદ્વેષ થાય તો તે વખતે પણ પોતાના સ્વભાવની એકતા છૂટતી નથી, તેથી ખરેખર તેમને રાગદ્વેષ થયો નથી
પણ સ્વભાવની એકતા જ થઈ છે. સ્વભાવબુદ્ધિનો હકાર ને પર્યાયબુદ્ધિનો નકાર તે જ સમભાવ છે
આત્મા વર્તમાનભાવ જેટલો નથી પણ ત્રિકાળ અખંડ જ્ઞાનમૂર્તિ છે–એવી શ્રદ્ધા તે દ્રવ્યબુદ્ધિનો સ્વીકાર
છે ને પર્યાયબુદ્ધિનો અસ્વીકાર છે. ત્રિકાળી સ્વભાવની બુદ્ધિથી આત્માને માનનાર સમ્યગ્દ્રષ્ટિ છે અને
પર્યાયબુદ્ધિથી આત્માને માનનાર મિથ્યાદ્રષ્ટિ છે. સમ્યગ્દ્રષ્ટિને ગૃહસ્થાશ્રમમાં

PDF/HTML Page 20 of 33
single page version

background image
વૈશાખ : ૨૪૭૪ : ૧૧૫ :
રાજપાટ અને હજારો રાણીઓનો સંયોગ પણ વર્તતો હોય અને તે સંબંધી રાગ હોય, છતાં તે વખતેય અખંડ
સ્વભાવની દ્રષ્ટિ ખસતી નથી પણ સ્વભાવની અધિકતા જ છે, તેથી તેમને સમભાવ જ વર્તે છે.
અહીં રાગદ્વેષ ટળીને વીતરાગદશા થાય તેની વાત નથી, પણ ધર્મીને રાગદ્વેષ હોવા છતાં સમ્યક્શ્રદ્ધારૂપ
સમભાવ કેવો હોય તેની વાત છે. મુનિઓને વિશેષ સમભાવ હોય છે, તેથી તેમને પરમસામાયિક કહેવાય છે.
ગૃહસ્થને પણ સમ્યક્શ્રદ્ધા–જ્ઞાનપૂર્વક જેટલો સમભાવ છે તેટલી સામાયિક છે. જ્ઞાનસામાયિક, દર્શનસામાયિક,
દેશવિરતસામાયિક અને સર્વવિરતસામાયિક–એમ ચાર પ્રકારની સામાયિક છે. પોતાના પૂર્ણ જ્ઞાનસ્વભાવનો
આદર ને વિકારનો આદર નહિ તે જ્ઞાન–દર્શનરૂપ સામાયિક છે. પહેલાંં મિથ્યાત્વને લીધે એમ માનતો કે ‘પુણ્ય
સારાં ને પાપ ખરાબ અમુક મને લાભ કરે ને અમુક નુકશાન કરે, ’ તેથી શ્રદ્ધા અને જ્ઞાનમાં વિષમભાવ હતો.
હવે, કોઈ પર મને લાભ નુકશાન કરનાર નથી, ને પુણ્ય તથા પાપ બંને મારું સ્વરૂપ નથી એવી સ્વભાવના
આશ્રયે સમ્યક્શ્રદ્ધા થતાં જ્ઞાનદર્શનમાં સમભાવ પ્રગટ્યો. દયાભાવ હો કે હિંસાભાવ હો, તે મારું સ્વરૂપ નથી,
ત્રિકાળ ચૈતન્યભાવ તે હું છું–એમ સ્વભાવની શ્રદ્ધા અને જ્ઞાન કરવાં તે શ્રદ્ધા–જ્ઞાનરૂપ સામાયિક છે. આરંભ–
પરિગ્રહમાં રહેલા સમ્યગ્દ્રષ્ટિને પણ તે સામાયિક હોય છે. એ સામાયિક બે ઘડીની જ નથી હોતી, પણ સદાય વર્તે
છે. ત્યાર પછી સ્વભાવની લીનતારૂપ ભાવ પ્રગટે ને રાગાદિ ટળે ત્યારે દેશવિરતિરૂપ સામાયિક હોય છે અને
ઘણી સ્વભાવલીનતા પ્રગટ થતાં સર્વસંગ પરિત્યાગી મુનિદશા પ્રગટે છે તે સર્વવિરતિરૂપ સામાયિક છે. ‘करेमि
मंते–सामयिय’ એવી ભાષામાં સામાયિક નથી, તે વાણી તો જડ છે. હું તે વાણી બોલું છું–એમ જે માને તે
મિથ્યાદ્રષ્ટિ છે. અને સામાયિક તરફનો વિકલ્પ તે પણ રાગ છે, તે રાગને ધર્મ માને તો મિથ્યાત્વ છે. વાણી અને
વિકલ્પ રહિત જ્ઞાનસ્વભાવ તે હું છું એવી શ્રદ્ધા–જ્ઞાન તે દર્શન–જ્ઞાનરૂપ સામાયિક છે. જેને આવી સામાયિક હોય
તે જીવો બધાય જીવોને સમાન જાણે છે; જગતમાં કોઈ શત્રુ–મિત્ર નથી, એકેન્દ્રિય–પંચેંદ્રિય વગેરે આત્મા નથી
પણ બધાય જ્ઞાનદર્શનની મૂર્તિ છે. આમ જોનારને કોનાં કારણે રાગ થાય? ને કોનાં કારણે દ્વેષ થાય? પરને
દેખવાના કારણે જે રાગ–દ્વેષ માનતો તે રાગદ્વેષ ટળી ગયા, ને બધા ઉપર સમભાવ થઈ ગયો. આ ધર્મ છે, આ
મુક્તિનો ઉપાય છે.
જ્ઞાની અને અજ્ઞાનીની દેખવાની રીત જુદી છે. જ્ઞાનીઓ પર્યાયને નથી જોતા પણ કાયમી સ્વભાવને
જુએ છે, તેથી પર્યાયબુદ્ધિના ફળરૂપ રાગદ્વેષ તેમને થતા જ નથી. અજ્ઞાની જીવો કાયમી સ્વભાવને જાણતા નથી
પણ પર્યાયને જુએ છે, તેથી પર્યાયબુદ્ધિથી તેમને રાગદ્વેષ થાય જ છે. જ્ઞાની જીવ સ્વભાવદ્રષ્ટિથી બધાય જીવોને
સમાન જાણે છે તેથી સામા જીવોના પર્યાયમાં જે ફેર છે તે કાંઈ મટી જતો નથી. પર્યાયથી તો સિદ્ધ તે સિદ્ધ છે ને
નિગોદ તે નિગોદ છે. સિદ્ધને સિદ્ધ તરીકે અને નિગોદને નિગોદ તરીકે જાણવું તે કાંઈ વિષમભાવનું કારણ નથી.
પણ સિદ્ધને સિદ્ધપર્યાય જેટલા જ માનીને તેના ઉપર રાગ અને નિગોદને નિગોદપર્યાય જેટલો જ માનીને તેના
ઉપર દ્વેષ કરવો–એવી પર્યાયબુદ્ધિ જ વિષમભાવનું કારણ છે. જ્ઞાની પરને જાણે તે વખતે ય સ્વભાવની એકતા
ટળતી નથી તેથી સમભાવ છે. કેવળી ભગવાન બધાય જીવોને અને બધાય પર્યાયોને જાણતા હોવા છતાં તેમને
સ્વભાવની સંપૂર્ણ એકતા હોવાથી સમભાવ જ છે, પર્યાયને જાણવા છતાં પર્યાયમાં એકતાબુદ્ધિ થતી નથી તેથી
ખરેખર કેવળી ભગવાન બધા જીવોને શુદ્ધસ્વભાવે જ જાણે છે–એમ કહેવાય છે. કેવળી ભગવાનની જેમ સાધક
સમ્યગ્દ્રષ્ટિ જીવો પણ પોતાની સ્વભાવ સત્તાને શુદ્ધ જાણતા થકા બીજા બધાને પણ શુદ્ધ જ દેખે છે. રાગાદિવાળો
હું નથી, ને બીજા જીવો પણ રાગાદિવાળા નથી, બધાય શુદ્ધ ચૈતન્ય સત્તાવાળા છે. આવી દ્રષ્ટિમાં
, ધર્મી જીવ
બીજાના પર્યાયને જોતાં તે પર્યાય જેટલો જ જીવને નથી માનતા, કેમ કે ધર્મીને પર્યાય દ્રષ્ટિથી દેખવાનું નથી.
સ્વભાવદ્રષ્ટિ એ જ ધર્મ છે. ધર્મી જીવો સ્વભાવદ્રષ્ટિ રાખીને પર્યાયને જાણે છે ત્યાં તેમને સ્વભાવદ્રષ્ટિના ફળની
જ વૃદ્ધિ છે, પર્યાયદ્રષ્ટિનું ફળ (અર્થાત્ વિષમભાવ) તેમને નથી.
જ્ઞાનીના અભિપ્રાયમાં કોઈ જીવ શત્રુ કે મિત્ર નથી, તેથી કોઈ પરના કારણે તેમને રાગદ્વેષ થતા નથી.
ચારિત્ર દોષના જે અલ્પ રાગદ્વેષ થાય છે તેનાથીયે સ્વભાવ અધિક છે. સ્વભાવની અધિકાઈ રાખીને, જાણે કે
બધાય આત્મા શુદ્ધ પરમેશ્વર છે એમ જ્ઞાની જુએ છે.
પ્રશ્ન:–સમ્યગ્દ્રષ્ટિ જીવ સ્ત્રીને અને માતાને પણ શું સમાન ગણે છે?
ઉત્તર:–અહીં સ્વભાવદ્રષ્ટિની વાત છે, ને સ્વભાવદ્રષ્ટિમાં બધાય જીવો સમાન છે. સ્ત્રીનો જીવ તે સ્ત્રી
પર્યાય જેટલો