Atmadharma magazine - Ank 056
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 25
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૫
સળંગ અંક ૦૫૬
Version History
Version
Number Date Changes
001 Jan 2006 First electronic version.

PDF/HTML Page 2 of 25
single page version

background image
। ધ મ ન મ ળ સ મ્ય ગ્દ શ ન છ।
પૂ. ગુ રુ દેવ શ્રીનો
જન્મહત્સવ
વર્તમાન કાળમાં
ભરતભૂમિમાં ધર્મયુગના
સરજનહાર પૂ. સદ્ગુરુદેવ શ્રી
કાનજી સ્વામીનો જન્મ દિવસ
વૈશાખ સુદ ૨ નો છે. પૂ.
ગુરુદેવશ્રીનો જન્મ તે જગતના
જીવોના ઉદ્ધારનું કારણ છે તેથી
તે પ્રસંગ મહાન મહોત્સવપૂર્વક
આ વર્ષે ઉજવવાનું નક્કી થયું
હતું અને આ ૫૯મો જન્મોત્સવ
વૈશાખ સુદ ૧–૨–૩ એ ત્રણ
દિવસ સુધી મુમુક્ષુઓએ ઘણા
મોટા ઉત્સાહથી ઉજવ્યો હતો.
જ્યારથી આ
મહાપુરુષની જન્મજયંતિનો
મહોત્સવ ખાસ વિશેષપણે
ઉજવવાનું નક્કી થયું ત્યારથી જ
મુમુક્ષુસંઘના હૃદયોમાં આનંદ
અને ઉત્સાહનું મોજું
(વધુ માટે પાછળ જુઓ)
વાર્ષિક લવાજમ છુટક અંક
ત્રણ રૂપિયા ચાર આના
આત્મધર્મ કાર્યાલય – મોટાઆંકડીયા – કાઠિયાવાડ

PDF/HTML Page 3 of 25
single page version

background image
ફરી વળ્‌યું, અને તે માટે તૈયારીઓ થવા માંડી. મુમુક્ષુઓ તે ઉજજવળ દિનની અતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે
જે દિવસે તેમના તારણહાર આ ભરતમાં ઉતર્યા હતા.
વૈશાખ સુદ એકમ આવી.... સવારમાં જ ‘સદ્ધર્મપ્રભાવક દુદુંભી મંડળી’ના વાજિંત્રો મંગળનાદથી ગાજી
ઉઠયાં... અને નજીક આવી પહોંચેલા એ મહામંગળ પ્રસંગની વધામણી સર્વત્ર પહોંચાડી દીધી. તરત જ
મુમુક્ષુઓનાં ટોળાં પૂ. ગુરુદેવશ્રીના દર્શને આવ્યા, તેમની સ્તુતિ કરી, જયકાર કર્યો. પછી જિનમંદિરમાં
સમૂહપુજન કર્યું. ત્યાર પછી સર્વે મુમુક્ષુઓનો સંઘ ભેગો થઈને ગાજતે–વાજતે પૂ. ગુરુદેવશ્રીની વાણીનું શ્રવણ
કરવા આવ્યો અને પૂ. ગુરુદેવશ્રીની અમૃતવાણીનું સતતપણે એક કલાક શ્રવણ કર્યા બાદ પોણો કલાક સુધી
જન્મોત્સવ સંબંધી ભક્તિભાવનાઓ કરવામાં આવી હતી. તેમજ પૂ. ગુરુદેવશ્રીના અધ્યાત્મ તત્ત્વજ્ઞાનનો આખા
જગતમાં પ્રચાર થાય અને આ ૫૯ મી જયંતિનો મહોત્સવ ચિરંજીવ બની રહે તે માટે ૫૯ નાં મેળવાળો એક
ફાળો શરૂ થયો હતો. જેમાં એકંદર લગભગ ૨૪૦૦/– રૂા. થયા હતા. (જેની વિગત આ અંકમાં અન્યત્ર
આપવામાં આવી છે.) ત્યારબાદ લગભગ ૧૦ વાગે પૂ. ગુરુદેવશ્રી આહાર માટે પધાર્યા હતા. આ દિવસે
આહારદાન શેઠ શ્રી નાનાલાલભાઈને ત્યાં થયું હતું. આહારદાન પ્રસંગની ભક્તિ એ એક ખાસ પ્રસંગ હતો,
આખો સંઘ ઉલ્લાસિત હતો, અને શેઠશ્રી નાના–લાલભાઈ વગેરે પૂ. ગુરુદેવશ્રી પાસે ભક્તિથી નાચી ઉઠયા હતા.
બપોરે વ્યાખ્યાન પછી જિનમંદિરમાં ભક્તિ વખતે, હંમેશ કરતાં વિશિષ્ટ એક પ્રસંગ એ બન્યો કે ભક્તિ વખતે
પૂ. પવિત્ર બન્ને બહેનો પ્રભુસન્મુખ ઊભા ઊભા ભક્તિ ગવરાવતા હતા. એ વખતની તેઓશ્રીની ઉત્કટ ભક્તિ
ભાવનાનો ખ્યાલ તો, તે વખતે જેણે તેમની મૂદ્રા નિહાળી હોય તેને જ આવી શકે.
રાત્રે, મુમુક્ષુમંડળનું મુખ્ય ઘર ૫૯ દીપકોની જ્યોતિથી જગમગી રહ્યું હતું. સોનગઢ જેવા ગામડામાં
આટલા દીપકો પહેલી જ વાર થયા હશે.
× × × ×
વૈશાખ સુદ બીજ
વૈશાખ સુદ એકમ આવી અને પૂજ્ય ગુરુદેવશ્રીના જન્મોત્સવની વધામણી આપીને ચાલી ગઈ. વૈશાખ
સુદ બીજનો સૂર્ય ઉદય થઈને જગતના અંધકારનો નાશ કરે ત્યાર પહેલાંં તો, જગતના અજ્ઞાન અંધકારને નાશ
કરવા માટે ‘કહાન–સૂર્ય’નો જગતમાં ઉદય થયો. ધર્મને નામે ચાલી રહેલા પાખંડોને જડમૂળથી ઉખેડી નાંખવા
માટે ‘જ્ઞાન–ભાનુ’નો અવતાર થયો; ભરતને જેવા ધર્મ યુગસર્જક પુરુષની જરૂર હતી તેવા જ પુરુષનો જન્મ
થયો.... મંગળ વાજિંત્રોના નાદથી એની વધામણી સર્વત્ર પહોંચી ગઈ. સ્વાધ્યાયમંદિર ૫૯ દીપકોથી ઝગમગી
ઊઠયું. આખો મુમુક્ષુસંઘ “શું છે શું છે ભરત મોઝાર!– ભરતે જનમ્યા કહાન ગુરુરાજ... સદ્ગુરુવંદન જઈએ....”
એમ ગાતો ગાતો ઉલટભેર ગુરુદેવશ્રીના દર્શને આવી પહોંચ્યો.... પ્રથમ સ્વાધ્યાયમંદિરને ત્રણ પ્રદક્ષિણા કરીને
તેમાં પ્રવેશ કર્યો. શ્રી ગુરુદેવશ્રીની ખૂબ ભાવભીની સ્તુતિ કરી... અને એ ભક્તિરૂપી જળવડે ભાવથી
જન્માભિષેક કર્યો. આ પવિત્ર પ્રસંગે આખા ગામમાં ઘેર ઘેર સાકર વહેંચાણી. સવારમાં શ્રીજિનમંદિરમાં
મહાપૂજન થયું. પૂજન બાદ પ્રદક્ષિણા કરીને તરત જ શ્રી સમયસારજીની રથયાત્રા નીકળી અને આખા ગામમાં
ફરી. રથયાત્રા પછી પૂ. ગુરુદેવશ્રીએ એવો અપૂર્વ કલ્યાણકારી તત્ત્વોપદેશ સંભળાવ્યો કે જે સાંભળતાં,
‘જ્ઞાનીઓનો જન્મ જગતના જીવોના ઉદ્ધારને માટે જ છે’ એ વાતની સિદ્ધિ આપોઆપ થઈ જતી હતી.
વ્યાખ્યાન પૂરું થયા બાદ તરત જ, પૂજ્ય ગુરુદેવશ્રી જેવા દિવ્ય આત્મા આપણને મળ્‌યા તે માંગળિક દિવસ
આજે હોવાથી, સકલસંઘની વતી શ્રીમાન્ પ્રમુખશ્રી રામજીભાઈ, હિંમતભાઈ, ખીમચંદભાઈ, નેમીચંદભાઈ
પાટની અને પ્રેમચંદભાઈએ પોતાના વક્તવ્ય–દ્વારા આ મહા પ્રસંગની ખુશાલી અને પૂ. ગુરુદેવશ્રી પ્રત્યેની મહા
ભક્તિની જાહેરાત કરી હતી. જેનો સાર આ અંકમાં આપવામાં આવ્યો છે તે વાંચીને એ મહાન દિવસના
ઉત્સવનો ઝાંખો ઝાંખો ખ્યાલ વાંચકોને આવશે. આ ઉપરાંત ૫૯ ની રકમના મેળવાળું ફંડ પણ આગળ ચાલ્યું
હતું. લગભગ દસ વાગે પૂ. ગુરુદેવશ્રી આહાર માટે પધાર્યા હતા. આજે આહારદાન પ્રસંગ પૂ. બેનશ્રી બેન તથા
શ્રી ગંગા બેનના ઘેર થયો હતો. તે પ્રસંગે ગઈ કાલના જેવા ઉત્સાહથી ભક્તિ કરવામાં આવી હતી.
બપોરે ૧।। થી ૨।। સુધી, જન્મોત્સવ નિમિત્તે બાલિકાઓએ સંવાદ કર્યો હતો. સંવાદ દ્વારા, ‘દેવલોકમાં
મુદ્રક: ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, મોટા આંકડિયા, સૌરાષ્ટ્ર તા. ૫ – ૬ – ૪૮
પ્રકાશક: શ્રી જૈન સ્વાધ્યાય મન્દિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા, કાઠિયાવાડ

PDF/HTML Page 4 of 25
single page version

background image
જેઠ : ૨૪૭૪ આત્મધર્મ : ૧૩૧ :
પણ ગુરુદેવશ્રીનો જન્મોત્સવ થાય છે’ એવું દ્રશ્ય બતાવવામાં આવ્યું હતું. તે વખતે ઈન્દ્ર અને દેવીઓના રૂપમાં
બાલિકાઓની ભક્તિ વગેરે જોતાં, જાણે કે ગુરુદેવશ્રીનો જન્મોત્સવ ઉજવવા માટે દેવલોકની દેવીઓ જ પોતે
પ્રવચનમંડપમાં ઊતરી પડી હોય–એવું લાગતું હતું. ૩ થી ૪ ના વ્યાખ્યાન પછી જિનેન્દ્રદેવની આરતીનું ઘી
બોલાયું. જેમાં સીમંધરપ્રભુની આરતીનું ઘી ૨૦૧ મણ થયું. એક વખત પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગ સિવાય, આટલું
ઘી કદી થયું નથી. આરતીનું ઘી બોલાયા પછી ભક્તિ થઈ. જિનમંદિરમાં સમાવેશ થઈ શકતો નહિ હોવાથી
આજની ભક્તિ શ્રી પ્રવચન મંડપમાં થઈ હતી. આજે ભક્તિ વખતે ત્રણ સ્તવનો ગવાયાં હતા. ભક્તિ સાથે
સાથે ઇંદ્રવેશમાં ભાઈઓ દાંડિયા–રાસ ખેલતા હતા.
સાંજે આરતી થઈ. આરતી પછી, આજે રાત્રે પૂ. ગુરુદેવશ્રીની ભક્તિભાવના કરવા માટે ૮।। થી ૯।।
સુધી એક ખાસ સભા કરવામાં આવી હતી. રાત પડતાં સ્વાધ્યાયમંદિર ૫૯ દીપકોથી શોભતું હતું. તેમ જ
મંડળનું મુખ્ય ઘર પણ ૫૯ દીપકોથી ઝગમગતું હતું. ૮।। વાગે સભાની શરૂઆતમાં ભાઈશ્રી હિંમતલાલભાઈએ
મંગળાચરણ કરીને, વૈરાગ્ય અને ભક્તિથી ભરપૂર બે કાવ્યો ગાયા હતા. ત્યાર પછી પૂ. બેનશ્રીબેને બે ભક્તિ
સ્તવનો ગવડાવ્યા હતા અને ભાઈઓએ રાસ લીધો હતો.
એ રીતે વૈશાખ સુદ બીજનો દિવસ બહુ જ ઉત્સાહથી ઉજવાયો હતો.
વૈશાખ સુદ ત્રીજના દિવસે સવારના વ્યાખ્યાન બાદ જ્ઞાન–પૂજન રાખવામાં આવ્યું હતું. એ સિવાયનો
બીજા બધો કાર્યક્રમ પહેલા દિવસ મુજબ જ ઉત્સાહથી ઉજવાયો હતો.
આ રીતે, પરમ ઉપકારી પૂજ્ય સદ્ગુરુદેવશ્રીની જન્મજયંતિનો કલ્યાણકારી દિવસ ખાસ મહોત્સવપૂર્વક
ઉજવવાની શરૂઆત થઈ છે, આ વર્ષે ઘણા ઉત્સાહપૂર્વક એ મંગળ ઉત્સવ ઉજવાયો હતો. આથી પણ વિશેષ
વિશેષ ઉત્સાહપૂર્વક પૂ. ગુરુદેવશ્રીની સેંકડો વર્ષગાંઠ ઉજવાઓ... ભરતના ભવ્ય જીવોનો ઉદ્ધાર કરનાર ગુરુદેવ
ચિરંજીવ રહો... અમર રહો... જયવંત વર્તો... નમસ્કાર હો તે મંગલસ્વરૂપ મહાત્માને!
[શ્રીમાન રામજીભાઈ માણેકચંદ દોશીના ભાષણનો સાર]
આજનો દિવસ પરમ માંગળિક છે. આજે પરમપૂજ્ય સદ્ગુરુદેવશ્રીને ૫૮ મું વર્ષ પૂરું થઈને ૫૯ મું વર્ષ
બેસે છે. તેઓશ્રી જૈનધર્મનો પરમ સત્ય ઉપદેશ સતતપણે આપી રહ્યા છે અને અનેક અનેક જીવો એક અથવા
બીજી રીતે તેનો લાભ લઈ રહ્યા છે. પૂ. ગુરુદેવશ્રી દ્વારા જૈનધર્મની મહાન પ્રભાવના થઈ છે અને મુમુક્ષુ જીવોને
આત્મકલ્યાણના સાચા માર્ગનો લાભ મળી રહ્યો છે.
પૂ. ગુરુદેવશ્રીના પ્રતાપે અત્યારે મહાન ધર્મકાળ વર્તી રહ્યો છે. ભૂતકાળ તરફ નજર લંબાવતાં આવી
ધર્મપ્રભાવના આ દેશમાં ઘણા કાળમાં દેખાતી નથી. આ સૌરાષ્ટ્ર દેશમાં તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાનનું
સમોસરણ હતું તે કાળ બાદ કરીને જોતાં, ત્યાર પછી એવો કોઈ કાળ જોવામાં આવતો નથી કે જ્યારે સૌરાષ્ટ્ર
દેશમાં વીતરાગધર્મનો આવો ઉપદેશ અવિરતપણે ઘણા વર્ષો સુધી હજારો જીવોને મળ્‌યો હોય. આજે ગુરુદેવશ્રી
એકધારાએ પરમ સત્ય ઉપદેશ આપી રહ્યા છે અને આપણે બધા તે ઉપદેશનો લાભ લઈએ છીએ તે આપણા
પરમ ભાગ્યની નિશાની છે.
કેવળજ્ઞાનનું સ્વરૂપ શું અને પાત્ર જીવો તે કેવી રીતે પામી શકે તેનું રહસ્ય અત્યારે જ પૂ. ગુરુદેવશ્રીએ
આપણને વ્યાખ્યાનમાં સમજાવ્યું છે. જેમ પૂ. ગુરુદેવશ્રીએ ઠેઠ કેવળજ્ઞાન પામવા સુધીનો ઉપાય આપણને
સમજાવ્યો તેમ કેવળજ્ઞાન પામતાં સુધી પણ પૂજ્ય ગુરુદેવશ્રી આપણને સાથે ને સાથે રાખે–તેઓશ્રીની સાથે
રહીને આપણે પણ કેવળજ્ઞાન પામીએ–એવી આપણી ભાવના છે.
ઘણા લાંબા કાળથી આ દેશમાં જૈનધર્મના નામે અજૈન વાતો અને અજૈન ઉપદેશ ચાલી રહ્યો છે અને
જૈનધર્મના બહાનાં હેઠળ અજ્ઞાન અંધકાર છવાઈ રહ્યો છે;–એવા આ વિષમકાળમાં પરમ પૂજ્ય સદ્ગુરુદેવે
સમ્યગ્જ્ઞાન જ્યોતિ આગળ ધરીને લોકોને ઊંધા માર્ગથી થંભાવીને, જૈનધર્મનું ખરૂં સ્વરૂપ શું છે તે સમજાવ્યું છે,
અને સમજાવી રહ્યા છે. ‘ પુણ્યથી ધર્મ થાય, જડ શરીરની ક્રિયાથી ધર્મ થાય ’– એવા એવા જૈનધર્મના નામે
ચાલતા પોકળ ઉપદેશનું મિથ્યાપણું તેઓશ્રીએ પ્રગટપણે બતાવ્યું છે. દિન પ્રતિદિન ગુરુદેવશ્રીના ઉપદેશનો

PDF/HTML Page 5 of 25
single page version

background image
: ૧૩૨ : આત્મધર્મ જેઠ : ૨૪૭૪
લાભ લેનારા જીવો એટલા બધા વધતા જાય છે કે બે જ વર્ષમાં આ પ્રવચનમંડપ પણ ટૂંકો પડશે.
ઘણા જીવો ધર્મ પામે છે અને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર વડે મોક્ષમાર્ગ સાધીને પોતાનું આત્મહિત કરે છે;
પરંતુ પવિત્રતા સાથે મહા પુણ્ય હોય તેવા જીવો થોડા હોય છે. એવા ઘણા થોડા ધર્માત્મા જીવો હોય છે કે જેઓ
પોતે તો ધર્મ પામે અને તે ઉપરાંત તેમને એવા પુણ્યનો યોગ હોય કે તેમના ઉપદેશવડે સંખ્યાબંધ પાત્ર જીવો
ધર્મ પામે. એવા ધર્માત્મા જીવો કાં તો તીર્થંકર યાતો તીર્થંકરવત્ હોય છે. પૂ. ગુરુદેવશ્રીને પવિત્રતા સાથે મહાન
પ્રભાવના ઉદય પણ વર્તે છે. પાત્ર જીવોને પૂજ્ય સદ્ગુરુદેવનો આવો ઉપદેશ સદ્ભાગ્યે મળી રહ્યો છે, તેથી
મુમુક્ષુ જીવોની ફરજ છે કે તેમનો ઉપદેશ સાંભળીને, તે પોતાના આત્મામાં પરિણમાવવો અને તેમની સાથે સાથે
જ સિદ્ધ ગતિ સુધી પહોંચી જવું.
પૂજ્ય સદ્ગુરુદેવે આપણને અનેકાંત, નિશ્ચય–વ્યવહાર ઉપાદાન–નિમિત્ત, નિમિત્ત–નૈમિત્તિકસંબંધ,
કર્તાકર્મ સંબંધ, દ્રવ્ય–ગુણ–પર્યાય, ક્રમબદ્ધ પર્યાય વગેરેનું રહસ્ય અને તેમાં રહેલો દ્રવ્યદ્રષ્ટિનો અનંત પુરુષાર્થ
બહુ જ સારી રીતે સમજાવ્યો છે. દ્રવ્યદ્રષ્ટિ વિના કોઈ પણ જીવ ધર્મ પામી શકે નહિ. ધર્મની શરૂઆતથી પૂર્ણતા
સુધી સાધક જીવોને દ્રવ્યદ્રષ્ટિનો આશ્રય હોય છે. એ વીતરાગી વિજ્ઞાનનો સિદ્ધાંત ઘણી સ્પષ્ટ રીતે જુદા જુદા
પડખાંઓ અને દલીલોથી તેઓશ્રી આપણને સમજાવી રહ્યાં છે. જૈનધર્મનું રહસ્ય એવી સરળ, મીઠી–મધુર
ભાષામાં સમજાવ્યું છે કે નાના બાળકથી શરૂ કરીને વૃદ્ધ સુધીના સર્વે પોતાની દેશભાષામાં ઘણી સરળતાથી
સમજી શકે છે; એ તેમનો મહાન ઉપકાર છે. જૈનતત્ત્વોનું સૂક્ષ્મ રહસ્ય એવી તો સરળ અને ઘરગથ્થુ ભાષામાં
સમજાવવામાં આવે છે કે શાસ્ત્રોની પરિભાષાનું રહસ્ય પાત્ર જીવો એકદમ સમજી લે છે.
છેલ્લાં ચૌદ વર્ષો થયાં તેઓશ્રી એક કલાક સવારે તથા એક કલાક બપોરે–એમ સામાન્યપણે હંમેશા બે
પ્રશ્નો પૂછે ત્યારે તેનું સરળ રીતે સમાધાન આપે છે, તથા હમેશા રાત્રે એક કલાક મુમુક્ષુભાઈઓના પ્રશ્નોના
ખુલાસા માટે રાખવામાં આવ્યો છે. તેથી અનેક જિજ્ઞાસુ જીવોને અપૂર્વ લાભ મળી રહ્યો છે. આ બધો પૂ.
ગુરુદેવશ્રીનો આપણા ઉપરનો મહાન ઉપકાર છે.
પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રીની અનેક અનેક જન્મ જયંતિના ઉત્સવો ઉજવવાનો સુયોગ આપણને પ્રાપ્ત
થાય–એવી ભાવના સાથે વિરમું છું.
[કિસનગઢના ભાઈશ્રી નેમિચંદજી પાટનીના ભાષણનો ટૂંકો સાર]
પરમ ઉપકારી અનાદિ કાલસે નહિં પ્રાપ્ત કરા ઐસે આત્મસ્વરૂપકો પ્રાપ્ત કરાનેવાલે પૂજ્ય મહાપુરૂષકો
અત્યંત અત્યંત ભક્તિભાવસે કોટિ કોટિ પ્રણામ.
આજ મેરા પરમ સૌભાગ્ય હૈ કિ ઈસ ૫૯વીં જન્મ–જયંતિ ઉત્સવ–જો વિશેષ સમારોહકે સાથ મનાયા જા
રહા હૈ,–મેં ભાગ લે રહા હૂં તથા મેરે હૃદયકે ઉદ્ગાર પ્રગટ કરનેકા સૌભાગ્ય ભી મુઝે પ્રાપ્ત હુઆ હૈ.
પૂજ્ય મહારાજ સાહબકે જીવનકે બારેમેં, મૈં યહાંસે ૫૦૦ મીલ દૂર રહનેવાલા વ્યક્તિ કયા કહ સકતા હૂં?
બસ ઈતના હી કહના પર્યાપ્ત હૈ કિ યે ભૂતકાલીન મહાપુરુષ હૈ, વર્તમાનમેં યુગપ્રધાન મહાપુરુષ હૈ, તથા
ભવિષ્યત્ કે ત્રિલોક પૂજ્ય મહાવિભૂતિ હૈં.
પૂજ્યશ્રી કે ગુણોંકે બારેમેં કુછભી કહના સૂર્યકો દીપકકી ઉપમા દેના હૈ, બાહ્યદ્રષ્ટિસે ભી ઈનકા અસાધારણ
વ્યક્તિત્વ હૈ; અત્યંત પ્રતિભાસંપન્ન, તેજસ્વી, પ્રભાવશાળી મુખમુદ્રા હોનેપર ભી અત્યંત શાન્ત; ઓજસ્વી સિંહ
જેસી ગર્જના હોને પર ભી અત્યંત મિષ્ટ ભાષી; અપને સિદ્ધાંતોંમેં અત્યંત નિઃશંક એવં કટ્ટર તથા નિર્ભયતા દ્રઢતા
આદિ અનેક ગુણ હૈ જો સબ હી કિસી એક વ્યક્તિમેં નહિ પાયે જાતે જો ઈનમેં કૂટ કૂટ કર ભરે હૈં.
મૈં દ્રઢતાપૂર્વક કહ સકતા હૂં કિ યથાર્થ આત્મધર્મ કે જ્ઞાતા પુરુષોં કા ઈસ ભરતક્ષેત્રમેં આજ અભાવ જૈસા
હી હૈ, જગહ જગહ યથાર્થ ધર્મ કે નામ પર કલ્પિત ધર્મોં કા પ્રચાર હો રહા હૈ, અનાદિ કાલસે નહિં પ્રાપ્ત કિયા
ઐસે આત્માકા સ્વરૂપ આપકે દ્વારા હમ મુમુક્ષુઓંકો પ્રાપ્ત હો રહા હૈ યહ બડા સૌભાગ્ય હૈ. મુઝે તો પૂજ્ય
મહારાજ સાહબકા ૮–૯ માહકાહી સમાગમ પ્રાપ્ત હો પાયા હૈં આપ લોગ ધન્ય હૈં જો આજ બહુત વર્ષોસે ઈસ
ઉપદેશકો પ્રાપ્ત કર રહે હૈં, જિસમેં પરિવર્તન કે બાદ ૧૩ વર્ષસે તો સોનગઢમેં હી સતત ધારાવાહી લાભ મિલ
રહા હૈ.

PDF/HTML Page 6 of 25
single page version

background image
જેઠ : ૨૪૭૪ આત્મધર્મ : ૧૩૩ :
ભગવાન મહાવીર સ્વામી કે મોક્ષ જાનેકે કરીબ ૫૦૦ વર્ષ બાદ પૂજ્ય શ્રી કુન્દકુન્દ સ્વામી હુયે, ઉન્હોંને
વિદેહક્ષેત્રમેં ભગવાન્ સીમંધર સ્વામી કે પાસ જાકર ૮ દિવસ રહકર વાપસ ભરતક્ષેત્ર આનેકે બાદ સૂત્રરૂપમેં શ્રી
પરમાગમ સમયસારકી રચના કી, ઉસકે કરીબ ૧૦૦૦ વર્ષ બાદ શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યને ઉસપર વિશેષ વિસ્તૃત
રૂપસે આત્મખ્યાતિ નામકી ટીકા બનાઈ ઉસકે કરીબ ૧૦૦૦ વર્ષ બાદ હી આજ ઉસ ટીકા કે ઉપર વિસ્તૃત વિશદ
રૂપસે પૂજ્ય શ્રી સ્વામીજી દ્વારા પ્રવચન હો રહા હૈ જો સમયસારકી પરમ્પરા આગે ચાલુ રહને કે લિયે મૂલભૂત
કારણ હૈ. પૂજ્ય કુંદકુંદ ભગવાન્ કી રચના સૂત્રરૂપમેં હુઈ, આજ હમ મંદ બુદ્ધિ જીવોંકો અગર અમૃતચન્દ્ર
સ્વામીને ઈતની સ્પષ્ટ વ્યાખ્યા નહિ કી હોતી, તથા મહારાજ સાહબને ન સમઝાયા હોતા તો ઈસકા સમઝના
અશક્ય થા ઔર આગામી જીવ હમસે ભી મંદ ક્ષયોપશમ વાલે હોંગે, ઉનકે લિયે યહ ‘પ્રવચન’ રૂપમેં અભીસે
તયારી હો ગઈ હૈ–યહ એક સહજ નિમિત્ત–નૈમિત્તિક સબંધ બતાતા હૈ કિ આગામી ભી પાત્ર જ્ઞાની જીવ
હોનેવાલે હૈં, ભગવાનકા વાક્ય હૈ કિ પંચમકાલકે અંત તક ભી જ્ઞાની જીવ હોંગે. અત: ભૂતકાલમેં હુયે જ્ઞાની
જીવ, વર્તમાનકે જ્ઞાની મહાત્મા પુરૂષ તથા ભવિષ્યતમેં હોનેવાલા જ્ઞાની આત્માઓકો અત્યંત અત્યંત ભક્તિ
ભાવસે નમસ્કાર.
આત્માકે મૂલ ધર્મકા સર્વોત્કૃષ્ટ વિવેચન તો સમયસારમેં હી હૈ અત: ઈસહી કી પરંપરાસે યથાર્થ ધર્મ
ટિકેગા. ઈસ પ્રકાર પૂજ્ય શ્રી આત્માકે મૂલ ધર્મકી પરંપરાકો ટિકાનેકે લીયે એક મૂલભુત સ્તંભ કે રૂપમેં હૈં.
પૂર્વકે ઈતિહાસસે માલુમ હોતા હૈ કિ પૂર્વ સેંકડો વર્ષોમેં દિગમ્બર પરંપરામેં અનેક અધ્યાત્મરસિક
વિભૂતિયાં હુઈ હૈં લેકિન કિસીકે સમયમેં ઈતના જોરોંસે અધ્યાત્મકા પ્રચાર નહિ હોસકા. જૈસા કિ શાહ દીપચંદજી
જો શ્રી ટોડરમલ્લજીસે ભી પહલે હુયે હૈં અપની કૃતિ ‘ભાવ દીપિકા’ કે અંતમેં ઐસા લીખતે હૈં કિ “સત્યવક્તા
સાચા જિનોક્ત સૂત્રકે અર્થગ્રહણ કરાવનેહારે કોઈ રહા નાહીં, તાતૈં સત્ય જિનમતકા તો અભાવ ભયા તબ ધર્મ
તૈં પરાન્મુખ ભયે, તબ કોઈ કોઈ ગૃહસ્થ સુબુદ્ધિ સંસ્કૃત પ્રાકૃતકા વેત્તા ભયા, તાકરિ જિનસૂત્ર કો અવગાહા,
તબ એસા પ્રતિભાસતા ભયા જો સૂત્રકે અનુસાર એકભી શ્રદ્ધાન–જ્ઞાન–આચરણનકી પ્રવૃત્તિ ન કરૈ હૈ, ઉર બહુત
કાલ મિથ્યાશ્રદ્ધાન–જ્ઞાન–આચરણકી પ્રવૃત્તિકોં તાકરિ અતિગાઢતાને પ્રાપ્ત ભઈ, તાતેં મુખ કરી કહી માનેં નહીં
તબ જીવનકા અકલ્યાણ હોતા જાનિ કરૂણાબુદ્ધિ કરિ દેશભાષા વિષેં શાસ્ત્ર રચના કી.”
એસા હી પંડિત જયચંદ્રજી છાવડા ભી અપની સમયપ્રાભૃતકી દેશવચનિકાકે અંતમેં લિખતે હૈં કિ “કાલ
દોષસે ઈન ગ્રંથોકી ગુરુ સંપ્રદાયકા વ્યુચ્છેદ હો ગયા હૈ, ઈસસે જિતના બનતા હૈ ઉતના અભ્યાસ હોતા હૈ. લેકિન
આજ તો સેંકડોંકી તાદાદમેં મુમુક્ષુ જીવ નિરંતર રહકર ધર્મ શ્રવણ કરતે હૈં, હજારોંકી તાદાદમેં શ્રદ્ધાલુ હો ચુકે હૈં
તથા લાખોંકી તાદાદમેં અધ્યાત્મ ગ્રંથ પ્રકાશિત હોતે હૈં ઓર તુરંત હી ખપ જાતે હૈં, ઈતની પાત્ર જીવોંકી તૈયારી
હો રહી હૈ.
શ્રી સ્વામી જયસેનાચાર્યને સમયસારકે સંવર અધિકારકે અંતકી ગાથાઓંકે અર્થમેં લિખા હૈ કિ
“ચતુર્થકાલમેં ભી કેવલી ભગવાન કયા આત્માકો હાથમેં લેકર દિખા દેતે થે? ઉનકે દ્વારા ભી દિવ્યધ્વની મેં
ઉપદેશ હોતા થા, ઈસલિયે શ્રવણ કાલમેં શ્રોતાઓંકો આત્મા પરોક્ષ હોતા થા પશ્ચાત્ સમાધિ કે સમય પ્રત્યક્ષ
હોતા થા, જૈસા કિ ઈસ કાલમેં ભી હોતા હૈ.” ઉસ કથનકી સત્યતા યહાં પ્રત્યક્ષ અનુભવમેં આતી હૈ. પૂજ્ય
સ્વામીજીકા વ્યાખ્યાન ઈતનાં સરલ ઔર સ્પષ્ટ હોતા હૈ ઔર સીધા પ્રયોજનભૂત તત્ત્વકો લિયે હુયે હોતા હૈ કિ
શુદ્ધ હૃદયસે યદિ જીવ ગ્રહણ કર લેવે તો આત્મ–સાધનાકે લીયે પર્યાપ્ત હૈ.
ઈસ સૌરાષ્ટ્ર દેશકો ધન્ય હૈ, ઉસ ગ્રામકો, ઉન માતાપિતાકો ધન્ય હૈ જહાંસે એસે યુગપ્રધાન મહાપુરૂષકા
જન્મ હુઆ તથા આપલોગોંકો ધન્ય હૈ જો ધારાવાહિ નિરંતર ઉન ઉપદેશોંકા લાભ લે રહે હૈં.
મેરે ઉપર પૂજ્ય સ્વામીજી મહારાજકા બહુત બહુત ઉપકાર હૈ જિનકા મૈં કિન્હીં શબ્દોંમેં વર્ણન નહિ કર
સકતા, અનાદિ કાલસે ઈસ આત્માકા સ્વરૂપ નહિ સમઝા થા વહ ગુરૂદેવકી કૃપાસે સમજા હૈ ઔર પૂર્ણ વિશ્વાસ
હૈ કિ પૂજ્યશ્રી કે ચરણ સાન્નિધ્યસે નિશ્ચયસે સંસારકા અંત હોકર નિઃશ્રેયમ અવસ્થા પ્રાપ્ત હોગી.
હમારી ભાવના હૈ કિ પૂજ્ય મહારાજ સાહબ શત શત વર્ષ રહકર સબ મુમુક્ષુઓંકી આત્મ જિજ્ઞાસાકો
તૃપ્ત કરતે રહેં.

PDF/HTML Page 7 of 25
single page version

background image
: ૧૩૪ : આત્મધર્મ જેઠ : ૨૪૭૪
[ભાઈશ્રી હિંમતલાલ જેઠાલાલ શાહ (B. Sc.) ના ભાષણનો સાર]
કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનનું અપાર માહાત્મ્ય છે. ગુરુદેવે ઘણાં વર્ષો પહેલાંં રાજકોટમાં શ્રીમદ્રાજચંદ્રજીની
જયંતિ પ્રસંગે કહ્યું હતું કે ‘સમ્યગ્દ્રષ્ટિ બળદની ખરી જે વિષ્ટા ઉપર પડે તે વિષ્ટા પણ ધન્ય છે. ’ પ્રત્યેક પદાર્થને
પોતાના સ્પર્શમાત્રથી ધન્ય બનાવનાર સમ્યગ્દ્રષ્ટિ મહાપુરુષની જન્મજયંતિ ઉજવવાનો આજનો પ્રસંગ આપણા
માટે અતિ આનંદોલ્લાસનો પ્રસંગ છે. ગુરુદેવનું આંતરિક જીવન ભેદજ્ઞાનમય પરમ પવિત્ર હોવા ઉપરાંત
બાહ્યમાં પણ તેમને આશ્ચર્યકારક પરમોપકારી પ્રભાવનાયોગ વર્તે છે જેને લીધે ભારતવર્ષમાં એક આધ્યાત્મિક
યુગ પ્રવર્ત્યો છે. ‘સમયસારપ્રવચનો’ની પ્રસ્તાવનામાં પોતાને માટે ‘યુગપ્રધાન’ શબ્દ લખાયેલો વાંચીને ગુરુદેવે
નિર્માનતાને લીધે કહ્યું હતું કે ‘મારે માટે બહુ મોટો શબ્દ લખી નાખ્યો છે. ’ પરંતુ આજથી એકાદ અઠવાડિયા
પહેલાંં જ પંડિત લાલનજીએ કાંઈક વાતથી ઉલ્લાસ આવી જતાં કહ્યું કે ‘ગુરુદેવ, આપ યુગપ્રધાન નથી પણ
યુગસ્રષ્ટા છો. ’ આ રીતે પં. લાલનજીને ગુરુદેવને માટે ‘યુગપ્રધાન’ શબ્દ મોટો નહિ પણ નાનો લાગે છે;
‘યુગસ્રષ્ટા’ શબ્દ યોગ્ય લાગે છે. ખરેખર ગુરુદેવે આ કાળમાં જ્ઞાનમૂર્તિ આત્માનો, સમ્યગ્દર્શનના મહિમાનો
નિશ્ચયનયની મુખ્યતાનો, દ્રવ્યના સંપૂર્ણ સ્વાતંત્ર્યનો, ઉપાદાન–નિમિત્તના યથાર્થ તત્ત્વજ્ઞાનનો, આધ્યાત્મિક
વસ્તુવિજ્ઞાનનો અને સમયસારનો યુગ સર્જ્યો છે.
ઘણા કાળથી લોકો કર્મપ્રકૃતિના જ્ઞાનને જ્ઞાન સમજતા, આત્મશ્રદ્ધા વિનાની ‘વીતરાગે કહેલો માર્ગ
સાચો છે’ એવી આંધળી શ્રદ્ધાને સમ્યગ્દર્શન સમજતા, ઉપવાસાદિ દૈહિક કષ્ટને ચારિત્ર સમજતા, જેમ ભીનું
વસ્ત્ર તડકે સૂકવવાથી પાણી ઝરી જાય છે તેમ શરીર તડકે તપાવવા વગેરેની કષ્ટક્રિયાથી કર્મો નિર્જરી જશે–
આવી આવી તત્ત્વજ્ઞાનશૂન્ય માન્યતાઓ પ્રવર્તતી. અબાધિત સુવિજ્ઞાનસિદ્ધાંતોની કસોટીમાંથી પાર ઉતરી શકે
એવો વીતરાગપ્રણીત સદ્ધર્મ વૈજ્ઞાનિક ભૂમિકા ઉપરથી સરી પડીને રૂઢિચૂસ્ત સાંપ્રદાયિકતામાં અને ક્રિયાકાંડમાં
અટવાઈ ગયો હતો. ‘વીતરાગે આમ કહ્યું છે માટે તે ખરું હશે, આપણે અલ્પજ્ઞ શું જાણીએ? ’ એવી ઢીલી વાતો
કરનારા લોકો જ ચારે તરફ દેખાતા. પણ ‘મેરો ધની નહિ દૂર દિસંતર, મોહિમેં હૈ મોહિ સૂઝત નીકે’ એવો
અનુભવ કરીને ‘હું જ્ઞાનમૂર્તિ ભગવાન છું’ એમ છાતી ઠોકીને કહેનાર કોઈ દેખાતું નહોતું. એવા સમયમાં
ગુરુદેવે સમયસાર દ્વારા પરમ ચમત્કારિક આત્મપદાર્થને અનુભવ્યો અને અનુભવજનિત શ્રદ્ધાના વજ્ર–ખડક
ઉપર ઊભા રહીને જગતને ઘોષણા કરી કે ‘અહો જીવો! પરભાવોથી અને વિકારથી ભિન્ન જ્ઞાનમૂર્તિ
આત્મપદાર્થના અનુભવથી કહીએ છીએ કે અમે જે માર્ગે ચાલીએ છીએ અને જે માર્ગ દર્શાવીએ છીએ તે માર્ગે
ચાલ્યા આવો અને જો મોક્ષ ન મળે તો એ દોષ અમે અમારા શિર પર લઈએ છીએ. આત્મામાં ભવ છે જ નહિ
એવો અનુભવ કર્યા વિના જ્ઞાન કેવું? દર્શન કેવું? અને એ શુદ્ધાત્મભૂમિકા પ્રાપ્ત કર્યા વિના તમે ચારિત્રનાં
ચિત્રામણ શેના પર કરશો? આ જે અમે કહીએ છીએ તે વાત ત્રણ કાળમાં ત્રણ લોકમાં ફરે એમ નથી. સર્વ
તીર્થંકરોએ એ જ વાત કરી છે અને સર્વ અનુભવી પુરુષો ત્રણ કાળે એ જ વાત કહેવાના છે. ’ અનુભવની વજ્ર
ભૂમિ ઉપર ઊભા રહીને અત્યંત અત્યંત નિઃશંકપણે તેમ જ કોઈ દિવસ લેશ પણ કંટાળા વિના, સદા આનંદ–
સાગરને ઉછાળતા, અત્યંત પ્રમોદપૂર્વક ચૈતન્ય ભગવાનનાં ગાણાં ગાતાઅધ્યાત્મ–ઉપદેશ વરસાવતા ગુરુદેવ આ
કાળે એક અજોડ લોકોત્તર વ્યક્તિ છે. જગતને બાહ્ય પદાર્થો જ દેખાય છે પણ તે બધાનો દેખનાર મહા પદાર્થ
દેખાતો નથી. એવા જગતને ગુરુદેવ પડકાર કરે છે કે ‘અહો જીવો! જે બધાના ઉપર તરતો ને તરતો રહે છે
એવો આ પ્રત્યક્ષ અનુભવગમ્ય પ્રધાન પદાર્થ જેની આગળ બીજું બધું શૂન્ય જેવું છે તે જ તમને કેમ દેખાતો
નથી? આત્મા જ એક પરમ અલૌકિક સર્વોત્કૃષ્ટ મહિમાવંત પદાર્થ છે જેના વિના જગતમાં સર્વત્ર અંધકાર
છે........... આ બધું અમે આગમાધારે કહીએ છીએ એમ નહિ પણ પ્રત્યક્ષ અનુભવથી કહીએ છીએ. એમ છતાં
તે અનુભવ આગમથી સર્વથા અવિરુદ્ધ છે. ’ વસ્તુ–વિજ્ઞાન સમજાવવાની ગુરુદેવની શૈલી પણ અનોખી છે.
‘સત્નો કદી નાશ ન થાય, શૂન્યમાંથી સત્ કદી ઉત્પન્ન ન થાય, કારણ–કાર્ય ભિન્ન ભિન્ન પદાર્થોમાં ન હોય’
ઈત્યાદિ પરમ વૈજ્ઞાનિક સત્યોને ગુરુદેવ અત્યંત

PDF/HTML Page 8 of 25
single page version

background image
જેઠ : ૨૪૭૪ આત્મધર્મ : ૧૩૫ :
સ્પષ્ટ અને સુંદર રીતે સમજાવે છે, તેના ઉપર પોતાના અનુભવની વજ્ર–મહોર મારે છે અને આગમની અને
પૂર્વાચાર્યોની સાખ આપે છે. એ રીતે ગુરુદેવે શુદ્ધાત્મ–અનુભવથી, આગમથી અને અબાધ્ય યુક્તિથી જગતમાં
એક યુગ પ્રવર્તાવ્યો છે અને તે પણ એક સામાજિક કે રાજકીય યુગ નહિ પણ ભવભ્રમણને છેદનારો, પરમ
કલ્યાણકારી લોકોત્તર યુગ પ્રવર્તાવ્યો છે. શ્રી. હીરાભાઈના નાના શા મકાનમાં દશવીશ ધર્મપ્રેમી જીવોથી માંડીને,
ક્રમે કરીને સ્વાધ્યાય મંદિરમાં સેંકડો જીવો ઉપર અને પ્રવચનમંડપમાં હજારો જીવો ઉપર ગુરુદેવના કલ્યાણકારી
ઉપદેશનું મોજું પથરાયું અને આજે તો ‘આત્મધર્મ’ દ્વારા સમસ્ત ભારતવર્ષને–આખા મુમુક્ષુ જગતને એ
ઉપદેશસાગરના કલ્લોલો પાવન કરે છે, આસપાસના સંયોગો જોતાં એમ લાગે છે કે જે કોઈ જીવ આ કાળે
મોક્ષમાર્ગ સમજશે તે જીવ પ્રાય: ગુરુદેવની જ સીધી કે આડકતરી અસરથી સમજશે. જગતમાં આવા લોકોત્તર
યુગના સૃષ્ટા ગુરુદેવના ચરણકમળમાં આજે તેમની જન્મજયંતિનાં પ્રસંગે આપણા કોટિ કોટિ વંદન હો.
આપણે જેઓ તેમના નિરંતર સત્સંગમાં રહીએ છીએ અથવા અવારનવાર તેમના સત્સંગનો લાભ લેતા
રહીએ છીએ તેમના પર તો ગુરુદેવનો અકથ્ય ઉપકાર છે. આપણા આખા જીવનને તેઓશ્રીએ ઘડયું છે.
આપણામાં જે કાંઈ શુભેચ્છા હોય, જે કાંઈ વૈરાગ્ય હોય, જે કાંઈ જ્ઞાનમૂર્તિ ભગવાનનો આદર હોય, તે બધુંય
ગુરુદેવને આભારી છે. આપણા શુભ ભાવોના, વૈરાગ્ય જીવનના, મંથનજીવનના, શ્રદ્ધાજીવનના–બધાયના
ગુરુદેવ જ સ્વામી અને નિર્માતા છે. હંમેશા પ્રવચનો દ્વારા અને તેમના જીવનની છાપ દ્વારા તેઓ આપણું જીવન
ઘડી રહ્યા છે. જ્યાં આપણને આત્માની શંકા થાય ત્યાં ‘અરે ભાઈ! એ શંકાનો કરનાર તું છો કોણ એ તો જો!’
એમ કહીને આપણું શ્રદ્ધાજીવન ગુરુદેવ ટકાવે છે. ‘શરીરને હું હલાવું છું’ એમ થઈ જાય ત્યાં ‘અરે ભાઈ! નેત્ર
જેવું જ્ઞાન પર પદાર્થને હલાવી શકે છે એવો ભ્રમ તને ક્યાંથી પેઠો?’ એમ કહીને ફરી શ્રદ્ધામાં સ્થાપિત કરે છે.
આ રીતે ગુરુદેવ આપણા સમગ્ર જીવનના ઘડવૈયા છે.
આવા પરમોપકારી ગુરુદેવને આજે આ માંગલિક પ્રસંગે આપણે કઈ વિધિથી પૂજીએ? જે ગુરુદેવ
નિરંતર જ્ઞાન પ્રકાશ ફેલાવી રહ્યા છે તેમની મણિરત્નના દીવાથી આરતી ઉતારીએ તો પણ એ ઉપકારભાનુ
આગળ એ દીવાઓ અત્યંત ઝાંખા લાગે છે; જે ગુરુદેવ હંમેશા આપણને આત્મિક સુધારસમાં તરબોળ કરી રહ્યા
છે તેમને ક્ષીરસાગરના નીરથી અભિષેક કરીએ તો પણ એ અભિષેક એ ઉપકારસાગર આગળ એક બિંદુમાત્ર
જેટલો પણ લાગતો નથી; અને જે ગુરુદેવ મુક્તિફળદાયક મોક્ષમાર્ગ દર્શાવી રહ્યા છે, તેમનું કલ્પવૃક્ષનાં ફળથી
પૂજન કરીએ તો પણ એ ઉપકારમેરૂ આગળ તુચ્છ લાગે છે, આ રીતે દૈવી સામગ્રીથી પૂજન કરતાં પણ ભાવના
તૃપ્ત થાય એમ નથી. પરમોપકારી ગુરુદેવ પ્રત્યેની ભક્તિભાવના ત્યારે તૃપ્ત થશે કે જ્યારે આત્મિક સામગ્રીથી
ગુરુદેવનું પૂજન કરીએ–જ્યારે આત્માના અસંખ્ય પ્રદેશે કેવળજ્ઞાનના દીવડા પ્રગટાવી ગુરુદેવની આરતી
ઉતારીએ, આત્માના પ્રદેશે પ્રદેશે સુખસિંધુ ઉછાળી ગુરુદેવનો અભિષેક કરીએ, આત્માના સર્વ પ્રદેશોને સર્વથા
મુક્ત કરીને એ મુક્તિફળથી ગુરુદેવનું પૂજન કરીએ. આવું પૂજન કરવાનું સામર્થ્ય આપણને પ્રાપ્ત થાય ત્યાં
સુધી ગુરુદેવ આપણું કાંડું ન છોડે અને સદા સર્વદા એમના પડખે જ રાખે એવી ગુરુદેવ પાસે આપણી નમ્ર અને
દીન યાચના છે.
[ભાઈશ્રી ખીમચંદ જેઠાલાલ શેઠના ભાષણનો સાર]
યુગસૃષ્ટા, તીર્થપ્રવર્તક, પરમોપકારી, પૂજ્ય સદ્ગુરુદેવશ્રીની આજે ૫૯મી જન્મજયંતિ છે. તે પ્રસંગે
આપણને અનેરો, અપૂર્વ ઉલ્લાસ થાય છે તેનું કારણ શું તે ૫૯ના અંક ઉપરથી સૂચિત થાય છે.
૫૯નો અંક ૫ અને ૯ એમ બે અંકનો બનેલો છે. પ નો અંક પંચ પરમેષ્ઠીપણું સૂચવે છે; અરિહંત ને
સિદ્ધ સાધ્ય છે, આચાર્ય ઉપાધ્યાય, સાધુ સાધક છે. પૂજ્ય ગુરુદેવશ્રી સાધકદશામાં આગળ વધીને પૂર્ણ
સાધ્યદશાને પ્રાપ્ત થશે એ પ ના અંકથી સૂચિત થાય છે. ૯ નો અંક અભેદઅખંડ છે. ક્ષાયિકભાવ પણ ૯ છે,
તેથી તેઓ ક્ષાયિક સમ્યક્ત્વ, ક્ષાયિક ચારિત્ર, ક્ષાયિક જ્ઞાન, ક્ષાયિક દર્શન, ક્ષાયિક દાન–લાભ–વીર્ય–ભોગ–
ઉપભોગની પ્રાપ્તિ કરશે એમ ૯ના અંકથી સૂચિત થાય છે વળી પ અને ૯નો સરવાળો કરતાં ૧૪ થાય છે તે

PDF/HTML Page 9 of 25
single page version

background image
: ૧૩૬ : આત્મધર્મ જેઠ : ૨૪૭૪
એમ સૂચવે છે કે તેઓશ્રી ૧૪મા ગુણસ્થાનને પ્રાપ્ત થશે. ૫૯નો અંક અવિભાજ્ય પણ છે તેથી તેઓ ગુણ–
ગુણીનું અવિભાજ્યપણું જ્યાં નિરંતર વર્તે છે એવી અખંડિત–અભેદ મોક્ષદશાને પ્રાપ્ત થશે. આ તેમના
આત્મગુણોની અપેક્ષાની વાત થઈ.
હવે આપણા ઉપર તેમનો શો ઉપકાર વર્તે છે તેનો થોડો વિચાર કરીએ:
‘દીસત જંગલ મંગલકારી રે,
મનુષ્યના પરિતાપ નિવારી રે.’
આ બાહ્ય ક્ષેત્ર જે જંગલ જેવું હતું ત્યાં જે મંગલ વર્તી રહ્યું છે તે તો સંયોગ માત્ર છે તેથી તેની વાત
કરવી નથી. પણ આપણું આંતરિક ક્ષેત્ર ઉજડ જંગલમય હતું કારણ કે આપણે અગાઉ માનતા હતા કે પુણ્યથી
ધર્મ થાય, શુભ કરતાં કરતાં શુદ્ધતા પ્રગટે, નિમિત્ત મળતાં ઉપાદાનમાં વિલક્ષણ પર્યાય પ્રગટે, વ્યવહારથી નિશ્ચય
પમાય, પરદ્રવ્યના પર્યાયમાં આપણે નિમિત્તરૂપ તો થઈએ–આવી આવી અનેક મિથ્યા માન્યતાઓથી આપણું
અંતર ઉજડ વેરાન સમાન હતું, તે માન્યતાઓને જડમૂળથી ઉખેડી નાખી તેની જગ્યાએ શુદ્ધોપયોગથી જ ધર્મ
થાય, નિશ્ચય એક જ ધર્મનું સાધન છે, દરેક દ્રવ્ય સ્વતંત્ર છે–નિરપેક્ષ છે વગેરે બાબતોનો નિર્ણય કરાવી આપણા
અંતર જંગલને મંગલમય બનાવવામાં જેઓ નિમિત્તરૂપ બન્યા તે પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રીનો આપણા ઉપર
પરમ ઉપકાર વર્તે છે.
શ્રીસીમંધર ભગવાન મહાવિદેહ ક્ષેત્રમાં હાલ બિરાજે છે. તેમના જેવા તીર્થંકરોના દિવ્યધ્વનિનો આ ક્ષેત્રે
આપણને વિરહ છે પણ તે વિરહને પૂજ્ય સદ્ગુરુદેવ પોતાના શ્રુતજ્ઞાનના દિવ્યધ્વનિ દ્વારા ભૂલાવી દે છે. શ્રી
કુંદકુંદાચાર્ય દેવને આપણે પ્રત્યક્ષ જોયા નથી, માત્ર તેમની ગાથાઓ આપણી પાસે છે; શ્રી અમૃતચંદ્રાચાર્યને પણ
આપણે પ્રત્યક્ષ જોયા નથી, તેમની સંસ્કૃત ટીકાઓ આપણી પાસે છે; તેથી તે સર્વેનો આપણા ઉપર પરોક્ષ
ઉપકાર છે. પણ તે બધાનો સુમેળ જેમાં વર્તે છે એવા જીવંતમૂર્તિ શ્રી સદ્ગુરુદેવનો તો આપણા ઉપર પ્રત્યક્ષપણે
અનંત ઉપકાર છે. તેથી તેઓ દીર્ઘાયુ ભોગવો અને આપણા જીવનપંથને ઉજાળ્‌યા કરો એ જ અભ્યર્થના.
[ભાઈશ્રી પ્રેમચંદ મગનલાલ શેઠના ભાષણનો સાર]
અહો! અહો! શ્રી સદ્ગુરુ કરુણા સિંધુ અપાર,
આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર.
આજે આપણા સદ્ગુરુદેવની જન્મજયંતિનો મહાન માંગલિક દિવસ છે. તેઓશ્રીનો જન્મ આપણા સૌ
મુમુક્ષુઓના ભાગ્ય ઉદયને લઈને જ થયો છે. તેઓશ્રીનો જન્મ સં. ૧૯૪૬ના વૈશાખ સુદ ૨ ને રવિવારે પરોઢિયે
ઉમરાળા ગામમાં થયો હતો. તેઓશ્રીએ કરેલા ઉપકારોનું વર્ણન કોઈ રીતે થઈ શકે તેમ નથી. અનાદિકાળથી
અજ્ઞાનઅંધકારમાં પડી રહેલા જીવને માટે તત્ત્વસ્વરૂપ પ્રગટ કરીને તેઓશ્રીએ સાચા સુખનો ઉપાય દર્શાવીને
આપણને સૌને દુઃખમુક્ત કર્યા છે. જીવનું શું સ્વરૂપ, પુણ્ય–પાપનું શું સ્વરૂપ, આસ્રવ–સંવરનું શું સ્વરૂપ વગેરે
બાબતો ઘણી ઘણી સ્પષ્ટ રીતે સમજાવીને આપણા ઉપર અનહદ ઉપકાર કર્યો છે.
અજ્ઞાની જીવો પોતાની માનેલી ઊંધી દ્રષ્ટિથી જડની ક્રિયામાં જ પુણ્ય–પાપ તથા સંવર–નિર્જરા માની
રહ્યા છે. અને પોકાર કરી રહ્યા છે કે ‘આત્મા જડની ક્રિયા કરે છે તે પ્રત્યક્ષ દેખાય છે. ’ પણ જેમ ‘આપો’ કહે
કે મેં ‘વછેરાનાં ઇંડાં’ નજરો નજર જોયા–એના જેવી તેમની વાત છે. વછેરાંનાં ઇંડાં જગતમાં કદી હોય જ નહિ,
તેમ જડ શરીરની ક્રિયામાં આત્માના પુણ્ય–પાપ કે સંવર–નિર્જરા છે જ નહિ. અજ્ઞાનીઓના જ્ઞાનચક્ષુ બિડાઈ
ગયેલાં છે. તેઓ ચર્મચક્ષુથી જોનારા છે, તેથી આત્માને દેખી શકતા નથી. બિડાઈ ગયેલા જ્ઞાનચક્ષુઓનું શ્રી
સદ્ગુરુદેવ પાસે ઓપરેશન કરાવીને અંતરના જ્ઞાનચક્ષુઓ ઉઘાડયા વિના એક પણ વાત સ્પષ્ટ સાચી જાણી
શકાય તેમ નથી.
પૂ. ગુરુદેવ સંબંધી બોલવા માટે અંતરમાં કાંઈક કાંઈક ઉમળકા હોય છે, પણ બોલવા જતાં અન્ય જ કાંઈ
બોલાઈ જવાય છે, ને ઉમળકા અંદરને અંદર જ રહી જાય છે. કેમકે સત્પુરુષની ગહનતાના વિચારો વારંવાર
જુદા જુદા સ્ફૂર્યા કરે છે.
ગુરુદેવશ્રીનો આપણા ઉપર અનહદ ઉપકાર છે. મારી ભાવના છે કે જ્યાં જ્યાં તેઓશ્રી હોય ત્યાં
ત્યાં આપણને સૌને હમેશને માટે સાથે ને સાથે રાખે, અને આપણે તેમની છત્રછાયામાં આપણું
આત્મહિત પૂરું કરીએ.

PDF/HTML Page 10 of 25
single page version

background image
જેઠ : ૨૪૭૪ આત્મધર્મ : ૧૩૭ :
પરમ પૂજ્ય શ્રી સદ્ગુરુદેવના ૫૯ મા જન્મોત્સવ પ્રસંગે થએલા
ફંડની યાદી
૫૦૭૪/–શેઠ કાલીદાસ રાઘવજીના કુટુંબ તરફથી રાજકોટ ૧૧૮/– મોદી હરગોવન દેવચંદ સોનગઢ
૮૮૫/– શેઠ નાનાલાલ કાલીદાસ ,, ૧૧૮/– શા છોટાલાલ રાયચંદ ચુડા
૫૯૦/– જડાવ બહેન ,, ૧૧૮/– શા જીવણલાલ મુળજીભાઈ વ. કેમ્પ
૮૮૫/– શેઠ બહેચરલાલભાઈ કાલીદાસ ,, ૧૧૮/– એન કાશીબેન પાનાચંદ કરાંચીવાળા
૫૯૦/– હરકુંવર બહેન ,, ૧૧૮/– શા પ્રેમચંદ લક્ષમીચંદ વીંછીઆ
૮૮૫/– શેઠ મોહનલાલ કાલીદાસ ,, ૧૧૮/– શા રતીલાલ લક્ષમીચંદ ભાવનગર
૫૯૦/– શીવકુંવર બહેન ,, ૧૧૮/– શા મંગળદાસ કેશવલાલ અમદાવાદ
૧૧૮/– આણંદલાલભાઈ નાનાલાલભાઈ ,, ૧૧૮/– શા શાંતીલાલ નરોતમદાસ ,,
૧૧૮/– અં. સૌ. જયાલક્ષમી ,, ૪૭૨/– શા નારણદાસ કરશનજી રાણપુર
૧૧૮/– અં સૌ. લીલા બહેન ,, ૨૯૫/– શેઠ નેમીચંદજી પાટની કીસનગઢ
૫૯/– ,, અનુ બહેન ,, ૨૯૫/– લાઠીના ભાઈઓ તરફથી લાઠી
૫૯/– ,, તારા બહેન ,, ૭૭/– શા ફૂલચંદ બોઘાભાઈ વીંછીયા
૫૯/– વસુ બહેન ,, ૫૯/– શા મનસુખલાલ જાદવજી જામનગર
૫૯/– જ્યોતી બહેન ,, ૫૯/– શા મણીલાલ વેલચંદ પાલનપુર
૫૯/– અં. સૌ. વીજુ બહેન હા. સુહાસ ,, ૫૯/– શમુબેન હા. મણીલાલ વેલચંદ ,,
૫૦૭૪/– ૫૯/– વીજ્યાબેન પ્રાણજીવન પોરબંદર
૧૦૦૧/– શેઠ મણીલાલ જેશંગભાઈ અમદાવાદ ૫૯/– શા ધનજી લહેરાભાઈ વીંછીયા
૧૧૮૦/– શેઠ કેસવજી સવચંદભાઈ માંગરોળ ૫૯/– શા શીવલાલ ચત્રભુજ ગારીયાધર
૧૧૮૦/– શા વાઘજી ગુલાબચંદ મોરબી ૫૯/– શા ચુનીલાલ લક્ષમીચંદ વ. શહેર
૧૪૭૫/– શેઠ ખીમચંદ જેઠાલાલ રાજકોટ ૫૯/– ગોપાણી શીવલાલ મુળચંદ બોટાદ
૬૪૯/– શા મોહનલાલ વાઘજીભાઈ ધ્રોળ ૫૯/– ભાયાણી હરીલાલ જીવરાજ ભાવનગર
૫૯૦/– શેઠ દામોદર ચત્રભુજ લાખાણી રાજકોટ ૫૯/– માસ્તર હીરાચંદ કશળચંદ સોનગઢ
૫૯૦/– શેઠ મુળજીભાઈ ચત્રભુજ લાખાણી રાજકોટ ૫૯/– શા ઉજમશી નથુભાઈ વીંછીયા
૫૯૦/– શેઠ નેમીદાસ ખુશાલદાસ પોરબંદર ૫૯/– શા રામજી રૂપસી ઢીચડા
૨૯૫/– બહેન કંચન બહેન તે શેઠ નેમીદાસ ૫૯/– શા હીમતલાલ પરમાણંદ ભાવનગર
ખુશાલદાસના ધર્મપત્ની ,, ૫૯/– સમજુ બહેન ધ્રાંગધ્રાવાળા
૨૯૫/– શા છોટાલાલ નારાયણદાસ ઝોબાળીઆ સોનગઢ ૫૯/– શા હરગોવનદાસ મુળચંદ રાણપુર
(નાગનેશવાળા) ૫૯/– શા મોનજી વીરજી ,,
૧૪।।। કુસંબા બહેન ખીમચંદ,, ,, ૫૯/– શા આણંદજી નાગરદાસ પાલેજ
૧૪।।। મંજુલા બેન ચીમનલાલ,, ,, ૫૯/– રૂપાળી બહેન ,,
૫૯૦/– શેઠ પરસુરામભાઈ (પોર્ટરી વકર્સવાળા) ,, ૫૯/– ગોદાવરી બહેન ,,
૧૧૮/– શેઠ ફુલચંદ ચતુરભાઈ વઢવાણ કેમ્પ ૨૯૫/– દેસાઈ મોહનલાલ ત્રીકમજી જેતપુર
૧૧૮/– શેઠ જગજીવન ચતુરભાઈ ,, ૨૯૫/– શા પ્રેમચંદ મગનલાલ રાણપુર
૫૯/– કાન્તા બહેન ,, ૧૧૮/– પારેખ લીલાધર ડાહ્યાભાઈ સોનગઢ
૫૯/– લીલાવંતી બહેન ,, ૫૯/– શા વચ્છરાજ ગુલાબચંદ ,,
૧૧૮/– શા દલીચંદ હકુભાઈ મોરબી ૫૯/– પૂ. પવિત્ર બેન શ્રી ચંપાબેન ,,
૧૧૮/– કામદાર પુરૂષોતમ શીવલાલ ભાવનગર ૫૯– પૂ. પવિત્ર બેન શ્રી શાંતાબેન ,,
૧૧૮/– લીલી બહેન ઉદાણી રાજકોટ ૧૧૮/– ગાંધી પરમાણંદ મોતીચંદ ભાવનગર
હા. હરકુંવરબેન

PDF/HTML Page 11 of 25
single page version

background image
: ૧૩૮ : આત્મધર્મ જેઠ : ૨૪૭૪
૫૯/– શા રાયચંદ જીવરાજ રાણપુર ૫૯/– બહેન સવીતાબેન ધીરજલાલ વ. શહેર
૫૯/– ગાંધી જયંતીલાલ પાનાચંદ વ્યારા ૫૯/– બહેન મરઘાબેન ધીરજલાલ વ. કેમ્પ
૫૯/– સંઘવી રતીલાલ માણેકચંદ મોરબી ૧૪।।। બહેન ચંપાબેન ખીમચંદ સોનગઢ
૫૯/– ચંચળબેન ઉજમશી બરવાળાવાળા સોનગઢ ૧૧૮/– બહેન ઝબકબેન ધ્રોળવાળા ,,
૫૯/– સમજુબેન ઉજમશી ,, ૫૯/– વોરા ચુનીલાલ દેવકરણ જામનગર
૫૯/– વકીલ વીરજીભાઈ તારાચંદના જામનગર ૧૧૮/– વોરા અમૃતલાલ દેવકરણ સોનગઢ
કુટુંબ તરફથી ૨૯૫/– દોશી ધનજીભાઈ ગફલદાસ વ. કેમ્પ
૫૯/– એક ગ્રહસ્થ તરફથી વ. શહેર ૧૧૮/– દોશી રામજીભાઈ માણેકચંદ સોનગઢ
૫૯/– કામદાર કાલીદાસ હકમચંદ બોટાદ ૫૧૨/– પુજ્ય બહેન શ્રી હથુ આવ્યા સોનગઢ
હા. નાનીબેન ૫૯/– વિજ્યાબેન અમરચંદ ,,
૫૯/– છબલબેન ફુલચંદ પારેખ સોનગઢ ૫૯/– પારવતીબેન મગનલાલ રાજકોટ
૧૪।।। કાનજીભાઈ જેઠાલાલ શાહ વ. શહેર ૫૯/– રળીઆતબેન પાનાચંદ ,,
૧૪।।। વ્રજકુંવરબેન હરીલાલ સુંદરજી જેતપુર ૫૯/– શા તલકચંદ અમરચંદ લાઠી
૫૯/– ઝવેરીબેન ઘડીઆળી વ. કેમ્પ ૫૯/– શા તલકચંદભાઈના ધર્મપત્ની ,,
૧૫/– જેકુંવરબેન ગઢડાવાળા ગઢડા ૧૫/– રંભાબહેન અમરેલી
૫૯/– કમળાબેન રાજકોટ ૧૪।।। રૂપાળી બહેન મગનલાલ વીંછીઆ
૫૯/– જડાવબેન ,, ૨૯।। શા સોમચંદ ભુરાભાઈ ,,
૧૭૭/– વકીલ લીલાધરભાઈની દીકરીઓ સોનગઢ ૧૪।।। મોદી જેઠાલાલ દેવચંદ સોનગઢ
હા. ગુલાબબેન ૧૧૮/– શા ગોકળદાસ જમનાદાસ અમદાવાદ
૧૧૮/– શા કેશવલાલ ગુલાબચંદ દેહગામ ૧૧૮/– શા ભોગીલાલ પોપટલાલ ,,
તથા ચંદન બહેન ૫૯/– શા પ્રેમચંદભાઈ મહાસુખરામ ,,
૫૯/– મોતીબેન રાયચંદ બોરસદ ૪૧૩/– ઝીણી બહેન હરજીવનદાસ પોરબંદર
૨૯૫/– દોશી બાઉચંદ જાદવજી કુંડલા ૫૯/– સંઘવી શીવલાલ વરવાભાઈ વ. શહેર
૫૯/– મહેતા જગજીવનદાસ કરસનજી ,, ૫૯/– ઝવેરી બ્હેન તે ઝોબાળીઆ
૫૯/– સમજુ બહેન વ. શહેર ગુલાબચંદભાઈના ધર્મપત્ની નાગનેશ
૧૪।।। ગોદાવરી બહેન વળાવાળા ૫૯/– એક ગ્રહસ્થ હા. ડો. પી. વી. શાહ કુંડલા
૧૧૮/– ગંગા બહેન (ખુશાલભાઈ મોતીચંદ) સોનગઢ ૫૯/– શાહ છગનલાલ કહળચંદ બાબરા
૫૯/– મોદી નાગરદાસ દેવચંદ ,, ૨૯।। શા ડાહ્યાભાઈ કરશનજી વીંછીયા
૧૪।।। શા ભુરાભાઈ ગોકળદાસ ગઢડા ૨૯।। શા રતીલાલ કાલીદાસ દામનગર
૫૯/– દેસાઈ મુળશંકર કાલીદાસ સોનગઢ ૨૯।। શા સવાઈલાલ પરમાણંદ ભાવનગર
૧૫ વૈદ જટાશંકર નથુભાઈ બોટાદ ૧૪।।। શા પ્રાણજીવન દામોદર વીંછીયા
૫૯/– પ્રેમીબેન પાનાચંદ લાઠી ૧૪।।। શેઠ નાગરદાસ દામોદર વ. શહેર
૫૯/– પારેખ પ્રભુલાલ દેવકરણ રાજકોટ ૧૪।।। શેઠ પાનાચંદ છગનલાલ વીંછીયા
૧૧/– માસ્તર ચુનીલાલ વેણીચંદ ભાવનગર ૧૪।।। શેઠ કેશવલાલ છગનલાલ ,,
૨૦૧/– શેઠ ભગવાનલાલ છગનલાલ ,, ૧૪।।। શા ગીરધરલાલ નાનચંદ બોટાદ
૫૯/– કાશી બહેન દલીચંદ રાજકોટ ૫૯/– બેન શાંતાબેન મુંબઈ
૫૯/– મણી બહેન રણછોડ ,, ૧૧૮/– બેન દીવાળીબેન વઢવાણ કેમ્પ
૧૧૮/– ભાઈ રસીકલાલ ત્રંબકલાલ ,, ૨૪૦૩૧।।।
૫૯/– શેઠ માણેકલાલ પ્રેમચંદ અમદાવાદ એકંદર ચોવીસ હજાર,
૧૫/– શા સોમચંદ અમથાલાલ કલોલ એકત્રીસ રૂપીયા, પંદર આના.
૫૯/– બહેન મણીબેન દલપતભાઈ સોનગઢ [ફાળો ચાલુ છે.
૫૯/– બ્રહ્મચારીભાઈઓ ,,
૧૪।।। શા તરભોવન વસ્તા ,,

PDF/HTML Page 12 of 25
single page version

background image
જેઠ : ૨૪૭૪ આત્મધર્મ : ૧૩૯ :
શ્રી પરમાત્મ – પ્રકાશ પ્રવચનો
[ત્પ્ર સ્ત્ર . શ્ર રુશ્ર વ્ખ્ ]
સં: ૨૪૭૩ દ્વિ. શ્રાવણ વદ–૯ : સોમવાર
ગાથા–૧ ચાલુ
(૧૯) નયોના પ્રકાર અને તેના વિષયો
આત્માનો જે ત્રિકાળ પરમ પારિણામિકસ્વભાવ છે તેના ધ્યાનદ્વારા જ રાગદ્વેષ વિકાર ટળે છે. રાગાદિ
ભાવો સ્વમાં છે તેથી ‘નિશ્ચય’ છે, પણ તે વિકાર છે તેથી ‘અશુદ્ધ નિશ્ચય’ છે. વિકાર ભાવ હતા અને ટળ્‌યા
એનું જ્ઞાન થયું તે ‘અશુદ્ધનિશ્ચયનય’ છે. પણ તે અશુદ્ધ–નિશ્ચયનયના આલંબનથી વિકાર ટળ્‌યો નથી,
શુદ્ધસ્વભાવને જાણનાર નિશ્ચયનયના આલંબનથી જ વિકાર ટળ્‌યો છે. તેમ ધ્યાનથી કર્મો ટળ્‌યાં તેને જાણવું તે
અસદ્ભૂત અનુપચરિત વ્યવહારનય છે. અસદ્ભૂત એટલે કે આત્મામાં તે કર્મો નથી, અનુપચરિત એટલે કે તે
આત્મા સાથે એકક્ષેત્રે નિમિત્તનૈમિત્તિકસંબંધવાળા છે, અને આત્માથી પર છે માટે વ્યવહાર છે. એને જાણવું તે
અસદ્ભૂત અનુપચરિતવ્યવહારનય છે.
જ્ઞાનની જે પર્યાય ત્રિકાળી શુદ્ધ સ્વભાવને અને વર્તમાન પર્યાયને જાણે તે પ્રમાણજ્ઞાન છે. અને તેમાંથી
એક ત્રિકાળી શુદ્ધસ્વભાવને જાણે તે શુદ્ધનિશ્ચયનય છે–અને તેનો આશ્રય જ કર્મ ટાળવાનો ઉપાય છે. અને જે
નિર્મળ પર્યાય પ્રગટી તેને જાણવું તે એકદેશ શુદ્ધ નિશ્ચયનય છે, અહીં તેને અશુદ્ધનયમાં સમાવી દીધો છે. રાગાદિ
વિકાર છે તે પર્યાયને જાણવી તે ‘અશુદ્ધ–નિશ્ચયનય’ છે. અને કર્મ ટળ્‌યાં એને જાણવું તે
અસદ્ભુતઅનુપચરિતવ્યવહારનય છે. મિથ્યાજ્ઞાનમાં નય હોય નહિ, અને પૂર્ણ જ્ઞાનમાં નય હોય નહિ, નય તો
સાધકને હોય છે; સાધકજીવને પ્રમાણ જ્ઞાન પછી નય તો એક પછી એક જ હોય, એકસાથે બધા નયો ન હોય,
જ્યારે તે સાધકજીવ દ્રવ્યસ્વભાવને જાણવામાં રોકાય ત્યારે તેને શુદ્ધ નિશ્ચયનય વર્તતો હોય, અને વિકારને જાણે
ત્યારે અશુદ્ધનિશ્ચયનય વર્તતો હોય. કર્મ ટળ્‌યા એમ જાણવું તે અનુપચરિતવ્યવહારનય છે. અને ઘર મકાન
વગેરે ટળ્‌યાં તેને જાણવું તે તો ઉપચરિતવ્યવહારનય છે;–ઉપચરિત એટલે આત્મા સાથે તેનો એકક્ષેત્રાવગાહરૂપ
સંબંધ નથી, તે તો દૂર જ છે.
ખરેખર અધ્યાત્મનયોથી તો રાગદ્વેષને આત્માના કહેવા તે ઉપચારનય છે, કેમકે તે આત્માનો સ્વભાવ
નથી. અને મોક્ષ પર્યાય તે પણ સદ્ભૂતવ્યવહાર છે. એકલો ત્રિકાળી પરમશુદ્ધ અભેદ સ્વભાવ તે જ શુદ્ધ
નિશ્ચયનયનો વિષય છે, તેમાં બંધ–મોક્ષ પણ નથી.
પ્રશ્ન:–નયના જ્ઞાનવગર સમ્યગ્દર્શન થાય કે નહિ?
ઉત્તર:–કદાચ કોઈ જ્ઞાનીને નયના શબ્દોનું જ્ઞાન ન હોય પણ તેના વિષયનું જ્ઞાન તો હોય જ છે. અનેક
પ્રકારના પડખાંથી ગૃહીતમિથ્યાત્વરૂપ જે ઊંધી માન્યતા પકડી છે તે સમ્યગ્જ્ઞાનના અનેક પડખાં જાણ્યા વગર
(–અર્થાત્ નયોના જ્ઞાન વગર) ટળશે નહિ. નયોના અનેક પ્રકાર સમજવાથી જ્ઞાનની નિર્મળતા પણ વધે છે.
જે નિર્મળપર્યાય દ્રવ્યનો વિષય કરે છે તે પર્યાય પણ શુદ્ધદ્રવ્યાર્થિકનયના વિષયમાં અભેદપણે સમાઈ
ગઈ છે, ત્યાં દ્રવ્ય–પર્યાય એકાકાર થઈ ગયા છે. નય હોય ત્યાં મુખ્ય–ગૌણપણું હોય જ. જો મુખ્ય–ગૌણ ન હોય
તો કાં તો પૂર્ણ જ્ઞાન થઈ ગયું હોય અને કાં તો એકાંતરૂપ મિથ્યાજ્ઞાન હોય. સાધક જ્યારે દ્રવ્યસ્વભાવને જાણે છે
ત્યારે તેને શુદ્ધ દ્રવ્યાર્થિકનય વર્તે છે; તે વખતે પર્યાય ગૌણ છે તથા જ્યારે રાગાદિને જાણે છે અને શુદ્ધ દ્રવ્યનું
જ્ઞાન ગૌણ છે, તે વખતે અશુદ્ધનિશ્ચયનય (–અશુદ્ધદ્રવ્યાર્થિકનય) વર્તે છે. નયોનું જ્ઞાન તે શુદ્ધતાની પ્રાપ્તિ અને
વૃદ્ધિનું જ કારણ છે. સાધકની પર્યાય ક્ષણે ક્ષણે બદલતી જાય છે તેમાં પર્યાયે પર્યાયે શુદ્ધતા વધતી જાય છે; જો
પર્યાય બદલતી જાય તેમ શુદ્ધતા ન વધે તો શુદ્ધ સિદ્ધદશાનો સાધક કેમ કહેવાય?
(૨૦) દ્રવ્યનમસ્કાર તથા ભાવનમસ્કાર અને તેને લાગુ પડતા નયો
અહીં ગ્રંથકાર કહે છે કે શુદ્ધ નિત્ય નિરંજન જ્ઞાનમય સિદ્ધને નમસ્કાર કરીને હું આ ગ્રંથ કહું છું. અહીં
નમસ્કારરૂપ વચન તે દ્રવ્યનમસ્કાર છે અને સિદ્ધઆત્માના કેવલજ્ઞાનાદિ અનંતગુણોનું સ્મરણ કરવારૂપ જે
ભાવ છે તે ભાવનમસ્કાર છે. અનંતગુણોનું સ્મરણ કોણ કરી શકે? કે જેણે અનંતગુણસ્વરૂપ આત્મા ઓળખ્યો
હોય તેવો સમ્યગ્જ્ઞાની જીવ અનંતગુણનું સ્મરણ કરી શકે.

PDF/HTML Page 13 of 25
single page version

background image
: ૧૪૦ : આત્મધર્મ જેઠ : ૨૪૭૪
જે શુદ્ધતાનો અંશ પ્રગટ્યો છે અને ભાવનમસ્કારનો વિકલ્પ છે–તે બંનેને અહીં અશુદ્ધનિશ્ચયનયનો વિષય
ગણ્યો છે. એક અંશ શુદ્ધતા તે ત્રિકાળ સ્વભાવ નથી માટે અશુદ્ધનિશ્ચયનયનો વિષય છે. વાણીથી નમસ્કાર
કહેવા તે અસદ્ભૂત વ્યવહારનયનો વિષય છે.
દ્રવ્યસંગ્રહમાં તો જે શુદ્ધતાનો અંશ પ્રગટ્યો છે તેને ભાવનમસ્કાર કહ્યો છે અને તેને એકદેશ
શુદ્ધનિશ્ચયનો વિષય ગણ્યો છે. જેવું સિદ્ધનું સ્વરૂપ છે તેવું પોતાના જ્ઞાનમાં યથાર્થ જાણીને પોતે જેટલે અંશે
સ્વભાવ તરફ ઢળે તેટલા ભાવનમસ્કાર છે, અને વિકલ્પ તેમજ વાણી તે દ્રવ્યનમસ્કાર છે. આ ગ્રંથની
કથનશૈલીમાં દ્રવ્યસંગ્રહ કરતાં જુદી અપેક્ષા છે.
શુદ્ધનિશ્ચયનયના વિષયમાં તો વંદ્ય વંદકભાવના ભેદ જ નથી. વંદ્ય–વંદકભાવ તે અશુદ્ધનયનો વિષય છે.
અહીં અંશે શુદ્ધતા પ્રગટી તેને અશુદ્ધતા સાથે અભેદ ગણીને અશુદ્ધનયના વિષયમાં જ ગણેલ છે. અને
દ્રવ્યસંગ્રહમાં તેને શુદ્ધતાની વિવક્ષાથી એકદેશ શુદ્ધનિશ્ચયનયનો વિષય ગણેલ છે.
વીર સં. ૨૪૭૩ દ્વિ. શ્રાવણ વદ–૧૦ : મંગળવાર
(૨૧) પાંચ પ્રકારે શાસ્ત્રોના અર્થ સમજવાની રીત
પહેલી ગાથામાં સિદ્ધ ભગવાનને નમસ્કાર કરતાં તેમનું સ્વરૂપ જણાવ્યું છે. અહીં શાસ્ત્રને સમજવા માટે
પાંચ પ્રકારે અર્થ કરવાનું કહે છે–શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ, આગમાર્થ અને ભાવાર્થ.
પહેલી ગાથામાં તે પાંચ પ્રકાર નીચે મુજબ છે.
૧–શબ્દાર્થ આ પ્રમાણે છે–‘જેઓ ધ્યાનરૂપી અગ્નિવડે કર્મકલંકને દગ્ધ કરીને નિત્ય નિરંજન જ્ઞાનમય
થયા છે તે પરમાત્માને હું નમસ્કાર કરું છું.’
૨–નયાર્થ આ પ્રમાણે છે–શુદ્ધનિશ્ચયનયથી આત્મા પરમાનંદસ્વરૂપ છે; રાગાદિ ટળ્‌યાં તે
અશુદ્ધનિશ્ચયનયનો વિષય છે. કર્મો ટળ્‌યાં તે અસદ્ભુત અનુપચરિતવ્યવહારનયનો વિષય છે. આમ દરેક ઠેકાણે
નયથી સમજવું જોઈએ. નય ન સમજે તો વાસ્તવિક અર્થ ન સમજાય. બધાયમાં નય લાગુ પડે છે, કેમકે નય તો
જ્ઞાન છે. કયા પદાર્થને જાણવામાં જ્ઞાન ન હોય? દરેક જ્ઞેયને જાણવામાં જ્ઞાન તો હોય જ, અને યથાર્થ જ્ઞાનમાં
સાધકને નય હોય જ.
‘જ્ઞાનાવરણીકર્મે જ્ઞાનને રોકયું’ તેવું વાક્ય હોય ત્યાં ‘જ્ઞાનાવરણીય નામનું જડકર્મ છે તેણે જ્ઞાનને
રોકયું’ એવો શબ્દાર્થ છે; જ્ઞાનાવરણ જડ છે અને જ્ઞાન તો જીવની પર્યાય છે, પર દ્રવ્ય જ્ઞાનને રોકે એમ કહ્યું છે–
માટે તે વ્યવહાર કથન છે. બે દ્રવ્યનો સંબંધ બતાવ્યો છે માટે વ્યવહાર નયનું કથન છે. દરેકેદરેક વિષયોને
ભેદીને જ્ઞાન બરાબર જાણે છે. ‘નય’ લાગુ પાડવો તે જ્ઞાનનો પેચ (યુક્તિ) છે; જેમ તાળું ઉઘાડવા માટે
ચાવીનો પેચ લાગુ પડે છે તેમ શાસ્ત્રના સાચા રહસ્યને ખોલવા માટે નયો લાગુ પડે છે. નયાર્થ સમજ્યા વગર
ચરણાનુયોગનાં કથન પણ સમજાય નહિ. ગુરુનો ઉપકાર માનવાનું કથન આવે ત્યાં સમજવું કે ગુરુ પરદ્રવ્ય છે
માટે તે વ્યવહારનયનું કથન છે; તે અસદ્ભૂત અનુપચરિતવ્યવહારનય છે. ચોથી ગાથામાં અસદ્ભૂતનો અર્થ
‘મિથ્યા’ એમ કરશે.
આ પાંચ પ્રકારે શાસ્ત્રના અર્થ કરવાની વાત પંચાસ્તિકાય, દ્રવ્યસંગ્રહ, સમયસાર વગેરે શાસ્ત્રોની
ટીકામાં પણ આવે છે. કોઈક શાસ્ત્રોમાં તે ન કહ્યું હોય તો પણ એ પાંચ પ્રકાર દરેક શાસ્ત્રના દરેક કથનમાં લાગુ
પાડીને તેના ભાવ સમજવા.
શાસ્ત્રમાં જ્યાં ચરણાનુયોગની વાતમાં પર દ્રવ્ય છોડવાની વાત આવે ત્યાં સમજવું કે એ કથન રાગ
છોડાવવા માટે છે. પ્રવચનસારમાં શુદ્ધતાને અને શુભ રાગને મૈત્રી કીધી છે ત્યાં ખરેખર તેમને ‘મૈત્રી’ નથી પણ
રાગ તો શુદ્ધતાનો વેરી છે–પણ ચરણાનુયોગથી તેમ કહ્યું છે, એ કથન વ્યવહારનયનું છે. જ્યારે સમ્યગ્દ્રષ્ટિને
સ્થિરતા નથી થતી ત્યારે શુભ રાગમાં જોડાય છે અને અશુભથી બચે છે માટે તે શુભને નિમિત્ત તરીકે
વીતરાગતા સાથે મૈત્રી કહી છે; તેનો ભાવાર્થ તો એ છે કે ખરેખર તે વીતરાગતાનો વેરી છે. પણ ત્યાં
ચરણાનુયોગનું કથન છે તેથી એમ જ કથન હોય છે. જેવો નય હોય તે સમજીને તેનો અર્થ કરે તો જ બરાબર
સમજણ થાય.
૩–મતાર્થ–અન્ય વિરુદ્ધમતો કઈ રીતે ખોટા છે તેનું વર્ણન કરવું તે મતાર્થ છે. ચરણાનુયોગમાં કહેલા
વ્યવહાર વ્રતાદિ કરવાથી ધર્મ થાય એવી માન્યતાવાળા અન્યમત છે, જિનમત નથી. અહીં બૌદ્ધ, નૈયાયિક
વગેરેમાં જે એકાંત માન્યતા છે તે જણાવીને તેનું અયથાર્થપણું જણાવ્યું તે મતાર્થ છે. એ પ્રમાણે જૈનમતમાં
રહેલા જીવોમાં પણ જે પ્રકારની ઊંધી માન્યતા ચાલી રહેલી હોય તે જણાવીને તેમાં શું ભૂલ છે તે જણાવવું તે
મતાર્થ છે.
૪–આગમાર્થ–સિદ્ધાંતમાં જે કહ્યું હોય તેની સાથે

PDF/HTML Page 14 of 25
single page version

background image
જેઠ : ૨૪૭૪ આત્મધર્મ : ૧૪૧ :
અર્થ મેળવવો તે આગમાર્થ છે. સિદ્ધાંતમાં પ્રસિદ્ધ હોય તે આગમાર્થ છે.
૫–ભાવાર્થ–એટલે કે એ કથનનો સરવાળો શું?–સાર શું? પરમાત્મસ્વરૂપ વીતરાગી આત્મદ્રવ્ય જ ઉપાદેય છે,
એ સિવાય કોઈ રાગ–વિકલ્પ વગેરે ઉપાદેય નથી; એ બધું માત્ર જ્ઞાન કરવા જેવું છે. એક પરમ શુદ્ધસ્વભાવ તે જ
આદરવાલાયક છે. ભાવનમસ્કારરૂપ પર્યાય પણ પરમાર્થે આદરણીય નથી. એ રીતે પરમ શુદ્ધાત્મ–સ્વભાવને જ
ઉપાદેયપણે અંગીકાર કરવો તે જ ભાવાર્થ છે. ઉપર કહેલા પાંચ પ્રકાર મુજબ દરેકે દરેક શાસ્ત્રના કથનનો અર્થ
સમજવો.
(૨૨) નિર્મળપર્યાય ઉપાદેય છે કે નહિ?
પ્રશ્ન:–નિર્મળપર્યાય કેમ આદરણીય નથી? આપણને દ્રવ્ય તો છે, પણ મોક્ષપર્યાય જોઈએ છે, માટે તે પર્યાય
આદરણીય કેમ નથી?
ઉત્તર:–અહીં દ્રવ્યદ્રષ્ટિ બતાવવી છે. દ્રવ્યદ્રષ્ટિ કરતાં શુદ્ધપર્યાય ઊઘડી જાય છે. શુદ્ધપર્યાયનો આધાર શું છે? તે
શેમાંથી પ્રગટે છે?–એ જાણવું જોઈએ. દ્રવ્યસ્વભાવને જાણીને ત્યાં એકાગ્રતા કરવી તે જ નિર્મળપર્યાય પ્રગટવાનો
ઉપાય છે. પર્યાયના લક્ષે નિર્મળતા પ્રગટતી નથી માટે પર્યાયને પરમાર્થે ઉપાદેય કહેવામાં આવતી નથી. નિર્મળ–
પર્યાયને ઉપાદેય કહેવી તે પર્યાયાર્થિકનયથી છે.।। ।।
(૨૩) ભવિષ્યના અનંત સિદ્ધોને નમસ્કાર
પહેલી ગાથામાં સામાન્યપણે સિદ્ધભગવાનને નમસ્કાર કર્યા; હવે બીજી ગાથામાં ભવિષ્યના સિદ્ધોને
નમસ્કાર કરે છે.
ગાથા–૨
ते वंदउं सिरि–सिद्धगण होसहिं जे वि अणंत।
सिवमय णिरूवम णाणमय परम समाहि भजंत।।२।।
અર્થ:–ભવિષ્યમાં જે અનંત સિદ્ધો થશે તે સિદ્ધસમૂહને હું નમસ્કાર કરું છું.–તે સિદ્ધભગવંતો કેવા થશે? પરમ
કલ્યાણમય અનુપમ અને જ્ઞાનમય થશે.–શું કરવાથી તેઓ સિદ્ધ થશે? રાગાદિ વિકલ્પ રહિત પરમ સમાધિ (–
નિર્વિકલ્પ ધ્યાન) નું સેવન કરવાથી સિદ્ધ થશે.
ભવિષ્યમાં સિદ્ધ થનારા અનંત જીવો અત્યારે તો નિગોદમાં પણ પડ્યા હોય, છતાં અહીં ગ્રંથકારમુનિ કહે છે કે
ભવિષ્યમાં જેઓ સિદ્ધ થશે તેમને નમસ્કાર હો. ખરેખર પોતાને ભવિષ્યમાં સિદ્ધદશા થવાની છે તેને જ્ઞાનમાં નિકટ
લાવે છે–પોતાની ભવિષ્યની પર્યાયને નિકટ લાવે છે. દ્રવ્યદ્રષ્ટિથી ભવિષ્યને અને વર્તમાનને એક કરે છે. ભવિષ્યમાં જે
સિદ્ધદશા થશે તેને હું અનુમોદન આપું છું, પણ કોઈ વિકલ્પને અનુમોદન આપતો નથી.
(૨૪) સિદ્ધદશાનો ઉપાય
ભવિષ્યમાં કેવા સિદ્ધ થશે? કેવળજ્ઞાનાદિ મોક્ષ લક્ષ્મી સહિત અને સમ્યગ્દર્શનાદિ આઠગુણો સહિત થશે–
સમ્યકત્વાદિ તે ખરેખર ગુણ નથી પણ સંપૂર્ણ નિર્મળ પર્યાય છે. ભવિષ્યમાં જેઓ સિદ્ધ થવાના છે તેઓ પણ
વ્યવહારના અવલંબને કે રાગથી સિદ્ધ નહિ થાય, પણ નિજ શુદ્ધાત્મસ્વરૂપની ભાવનાથી રાગાદિને તોડીને સિદ્ધ થશે.
શ્રેણીકરાજા વગેરે જીવો ભવિષ્યમાં સિદ્ધ થશે, તેઓ આ જ રીતે સિદ્ધ થશે. શું કરતાં કરતાં સિદ્ધ થશે?
વીતરાગસર્વજ્ઞદેવે પ્રરુપેલ માર્ગવડે પહેલાંં તો દુર્લભસમ્યગ્જ્ઞાન પામીને, નિજશુદ્ધાત્માની ભાવનાથી સિદ્ધદશા પામશે.
પોતનો ત્રિકાળી જ્ઞાનદર્શનમયસ્વભાવ છે, તે સ્વભાવ રત્નત્રયથી પૂર્ણ છે, એવા પોતાના શુદ્ધાત્માની ભાવનાથી
વીતરાગી સહજ આનંદ પ્રગટ કરીને અને સંસારમાં સ્વાર્ગાદિ દુઃખોનો નાશ કરીને, પરમસમાધિરૂપ જહાજના સેવનથી
સિદ્ધદશા થાય છે. એવા ઉપાયથી ભવિષ્યમાં અનંતાનંત જીવો સિદ્ધભગવાન થવાના છે.
અનંતકાળ પછી નિગોદમાંથી નીકળીને જે સિદ્ધ થશે તેને પણ વર્તમાન નમસ્કાર કર્યા છે. અનંત
પદ્ગલપરાવર્તન પછી જે સિદ્ધ થશે તેને વર્તમાનમાં નમસ્કાર કર્યા છે. એમાં પોતાને દ્રવ્યદ્રષ્ટિનું જોર છે. આ રીતે બીજી
ગાથામાં ભાવિ સિદ્ધોને નમસ્કાર કર્યા; તેથી સિદ્ધસમાન પરમશુદ્ધ આત્મસ્વરૂપ જ આદરણીય છે–એ ભાવાર્થ છે.
ત્રિકાળના સિદ્ધોને મારા જ્ઞાનની એક પર્યાયમાં સમાડું–એવો મારો સ્વભાવ છે; એ સ્વભાવની એકાગ્રતાવડે
સિદ્ધોને નમસ્કાર કર્યા છે. અહો, એ સિદ્ધપદ જ સંપૂર્ણ પદ છે. એ સિવાય કોઈ પદ મારે આદરણીય નથી.।। ।।
(૨૫) વર્તમાનમાં જેઓ સિદ્ધ થાય છે તેઓને નમસ્કાર
હવે, વર્તમાન બિરાજમાન શ્રી સીમંધરાદિ ભગવંતોને નમસ્કાર કરે છે–
ગાથા–૩
ते हउं वंदउं सिद्धगण अच्छहिं जे वि हवंत।
परमसमाहि महग्गियए कम्मिंधणइं हुणंत।।३।।
અર્થ:–હું તે સિદ્ધ સમૂહને નમસ્કાર કરું છું કે જેઓ વર્તમાનમાં (અર્હંતપદે) બિરાજી રહ્યા છે, અને પરમ
સમાધિરૂપી મહાઅગ્નિવડે કર્મરૂપી લાકડાંને ભસ્મ કરી રહ્યા છે. [ચાલુ–

PDF/HTML Page 15 of 25
single page version

background image
: ૧૪૨ : આત્મધર્મ જેઠ : ૨૪૭૪
જયત ઉત્સવ વખત
(વૈશાખ સુદ બીજની રાત્રે ગવાયેલ)
ભારે બન્યો મસ્તાનો...ઉજમ બા, તમારો કાનો કાનો;
જ્ઞાન મહીં મસ્તાનો ઉજમ બા, તમારો કાનો કાનો.
વાત કરે છે જ્ઞાન તણી એ, દિલડાં હરે છે લોકોનાએ;
કુંદ સુત કેસરી જાગ્યો ઉજમ બા, તમારો કાનો કાનો.
સીમંધર પ્રભુના સંદેશા લાવ્યો, દિવ્યધ્વનિનો નાદ ગજાવ્યો;
ભવ્યોનો તારણહારો ઉજમ બા, તમારો કાનો કાનો.
એકાકી સત્ શોધી કાઢ્યું, અસત્ મિટાવી સત્ય પ્રકાશ્યું;
ધુરંધર મસ્તાનો ઉજમ બા, તમારો કાનો કાનો.
જગમાં કોઈ અન્ય ન માનું, ધૂન મચાવી અલખ જગાવું;
સીમંધર લાડકવાયો ઉજમ બા, તમારો કાનો કાનો.
જૈન ધરમની જ્યોત જગાવી, અજ્ઞાન અંધારા દૂર હટાવી;
જગમાં માનો ન માનો ઉજમ બા, તમારો કાનો કાનો.
ટચલી આંગળીએ મેરૂ તોળ્‌યો,
+સંતોનો કાંઈ ગર્વ ઉતાર્યો;
તોયે કહે હું નાનો ઉજમ બા, તમારો કાનો કાનો.
+ દંભી ત્યાગીઓનો
(વૈશાખ સુદ એકમની વહેલી સવારમાં ગવાયેલું)
ભરતે આજે મંગળ દિન ચાલો વંદન જઈએ
સ્વર્ણે સીમંધર ભગવાન ચાલો વંદન જઈએ
બિરાજે મહાવિદેહી નાથ ચાલો વંદન જઈએ
ભરત ભૂમિના આંગણ આજ ચાલો વંદન જઈએ
જનમ્યા જીનેશ્વર લઘુનંદ ચાલો વંદન જઈએ
ધન્ય ધન્ય ઉજમબા કુખ નંદ
પિતાશ્રી મોતીચંદભાઈ કુળ ચંદ
ઉમરાળા જનમ્યા કહાન ગુરુરાજ ચાલો વંદન જઈએ
એ છે શાસનના શિરતાજ ચાલો વંદન જઈએ...ભરતે
સુરેન્દ્રો આસન ડોલ્યા આજ
શું છે? શું છે? ભરત મોઝાર
ભરતે જનમ્યા કહાન ગુરુરાજ ચાલો વંદન જઈએ
ભરતના જનમ્યા તારણહાર ચાલો વંદન જઈએ... ભરતે
સ્વર્ગમાં જન્મોત્સવ
(વૈશાખ સુદ બીજની બપોરે
બાલિકાઓએ કરેલો સંવાદ)
[ઈન્દ્રનું સિંહાસન ડોલે છે]
ઈન્દ્ર––(આશ્ચર્ય પામીને કહે
છે) અરે, આશું? મારું સિંહાસન કેમ
ડોલ્યું? (અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકી
જુએ છે) વાહ, વાહ, (કહી હર્ષીત
હૃદયે તાળી પાડે છે. ચારે દિશાએથી
ચાર દેવી નવાઈ પામતી આવે છે.)
પહેલી દેવી––દેવ, શું આશ્ચર્ય
થયું?
ઈન્દ્ર––ભરત ક્ષેત્રમાં શ્રી કહાન
ગુરુનો જન્મ થયો છે.
બીજી દેવી––શું તે એટલા
બધા પુન્યશાળી છે?
ઈન્દ્ર––હા, જેટલા પુન્યશાળી
છે તેટલા પવિત્ર પણ છે.
ત્રીજી દેવી–દેવ શ્રી કહાન
ભરત ક્ષેત્રમાં શું મહાન કાર્યો કરશે?
ઈન્દ્ર––જગતના ગુરુ, જ્ઞાનના
ધોરીયા વહેવડાવનાર થશે અને
પંચમકાળના અનેક જીવોને સનાથ
બનાવશે.
ચોથી દેવી––તેના વખતમાં શું
શું બનાવો બનશે?
ઈન્દ્ર––લાખો જીવો ધર્મશ્રવણ
માટે આતુર રહેશે. હજારો જીવોનો
ઉદ્ધાર થશે. અનેક જિનમંદિરો બનશે.
દેવ–ગુરુ–શાસ્ત્ર માટે પ્રાણ પથરાશે.
શ્રી કહાન મિથ્યામતના નાશક અને
ખંડનમંડન કરી સત્ય માર્ગના
સ્થાપનાર થશે.
દેવી––જુઓ જુઓ પ્રતીન્દ્ર
પધારે છે.
(પ્રતીન્દ્ર આવે છે, દેવીઓ આવકાર
આપે છે).

PDF/HTML Page 16 of 25
single page version

background image
જેઠ : ૨૪૭૪ આત્મધર્મ : ૧૪૩ :
કહાન પ્રભુ જન્મોત્સવના ગાન
ગાતાં સુરેન્દ્રો ઉતરે આજ
ઉમરાળે જય જયકાર ગવાય ચાલો વંદન જઈએ
લળી લળી ઈન્દ્રો પ્રણમે પાય ચાલો વંદન જઈએ....ભરતે
કુમકુમ થાળ ભરીને આજ
વધાવું હીરલે કહાન (હું) ગુરુરાજ
કહાન પ્રભુ ચરણે વારી વારી જાઉં ચાલો વંદન જઈએ
આજે ઘર ઘર મંગળ માળ ચાલો વંદન જઈએ
જય જયકાર જગતમાં આજ ચાલો વંદન જઈએ
સ્વર્ણે જન્મોત્સવ ઉજવાય ચાલો વંદન જઈએ....ભરતે
(દેવી સમૂહ નૃત્ય કરતાં કરતાં ભક્તિ કરે છે.)
જનમ્યા કાન પ્રભુજી........જનમ્યા કાન પ્રભુજી
આત્મ નિરંજન, પરદુઃખ ભંજન
સત્યપંથ દેખાડના ... ૨.
મિથ્યા–ખંડન, સત્ય સરજન
ભક્તકો હૈ પ્યારા.......જનમ્યા.
જેની નયનોમાં કરુણા ભરી, કરુણા ભરી
સમકીત દાતા, ભાગ્ય વિધાતા
જિન આજ્ઞાધારી (૨)........જનમ્યા.
ભક્તિ કરું તોરી ઉમંગ ભરી ભરી, ઉમંગ ભરી ભરી
જય જય ગાન કરું તુજ જગમેં
જૈન શાસનકે રક્ષપાલ.........જનમ્યા.
જુગ જુગ જ્યોતિ જીવનકી, અંધ દુનિયાને પ્રકાશે
અખંડ રહો, અમર રહો
ઓ સંત સૂવર્ણપુર વાસી.........જનમ્યા.
જનમ્યા કાન પ્રભુજી, જનમ્યા કાન પ્રભુજી
દેવી:–દેવ! ચાલો હવે આપણે સૌ રાસ રમીએ...
(ઈન્દ્ર, પ્રતીન્દ્ર દેવીઓ રાસ રમે છે)
(રાસ લેતાં લેતાં ભક્તિ કરે છે)
હાંહારે ગુરુ વર વાણી સરિતામાં નાહીએ
હાંરે એના નિર્મળ નીરમાં તરબોળ રહીએ
જંગલમાં મંગલ કર્યું કહાને બહુ સુંદર
હાંરે સમીપ રહીને આત્મ બંસરી સૂણીએ... હાંહારે
કહાનનું જ્ઞાન, દીસે છે મહાન
હાંરે એની ભાવ ભીની ભક્તિ અમે ચિત્ત ધરીએ........
તારો વિશાળ ભક્તવૃંદ તેનો એક તું ભગવંત
હાંરે એ કાનનો ઉપકાર અમે કેમ ભૂલીએ
ઈન્દ્ર––બોલો પ્રતીન્દ્ર, સીમંધર
પરમાત્મા પાસેથી શા સમાચાર
લાવ્યા છો? ભરતમાં આજે
કહાનદેવનો જન્મ થયો છે, તેને વિષે
કાંઈ સમાચાર આપશો?
પ્રતીન્દ્ર––શ્રી સીમંધર
પરમાત્મા પાસેથી સાંભળેલ સંદેશો
તમારે જાણવો છે?
ઈન્દ્ર–ઘણી ખુશીથી.
પ્રતીન્દ્ર–કુંદકુંદ પ્રભુ સીમંધર
પ્રભુના સમવસરણમાં પધાર્યા અને
દિવ્યધ્વનિ સાંભળી રચેલ સમયસાર
સમજી પંચમકાળના અનેક જીવોને
અદ્ભુત આત્મખજાનો દેખાડનાર,
જગતમાં સત્ધર્મનો જયજયકાર
ફેલાવનાર છે.
દેવી–જુઓ, જુઓ, મહાદેવી
પધારે છે. (મહાદેવી પ્રવેશ કરે છે)
બીજીદેવી–(મહાદેવી તરફ
જોઈને) દેવી, શીદ ફરી આવ્યા?
મહાદેવી–દેવી, હું ભરત
ક્ષેત્રમાં હમણાં જ જઈ આવી, ત્યાં તો
પુન્યથી ધર્મ માને છે, ઉપાદાન–
નિમિત્તને સરખા ગણે છે, જડની
ક્રિયાને આત્માની માને છે, પરંતુ
આજે ત્યાં કહાન ગુરુનો જન્મ થયો છે
તે મોટા મોટા પંડિતો અને
ત્યાગીઓનો ગર્વ ઉતારશે અને
ગલીએ, ગલીએ નર, નારી, બાળકો
સર્વ અધ્યાત્મચર્ચા કરી રહેશે.
ભરતક્ષેત્રમાં માનવો અધ્યાત્મયોગી
શ્રી કહાન પ્રભુની પ્રાપ્તિથી મહાન
ભાગ્યશાળી છે.
ત્રીજીદેવી–દેવી, રાગ હોવા
છતાં જ્ઞાની કેમ મુક્ત કહેવાતા હશે?
મહાદેવી–અહો એ જ
સમ્યક્જ્ઞાનનો મહિમા છે.
ઈન્દ્ર––જ્ઞાનીને પોતાના
પુરુષાર્થની નબળાઈથી પર્યાયમાં રાગ
હોય છે ખરો, પરંતુ તેનું વલણ
ત્રિકાળી સ્વભાવ તરફ હોવાથી તેને
ખરેખર

PDF/HTML Page 17 of 25
single page version

background image
: ૧૪૪ : આત્મધર્મ જેઠ : ૨૪૭૪
ધન્ય તુજ માતકુળ ધન્ય તુજ કાળ અનુપ
હાંરે ધન્ય ધન્ય હો તુજ ભક્ત વૃંદ વૃંદ...
હાંહારે ગુરુવર વાણી સરિતામાં નાહીએ
હાંરે એના નિર્મળ નીરમાં તરબોળ રહીએ....
ઈન્દ્ર:–બોલો બોલો કહાન જન્મ જયંતીકી
સમૂહ:– જય હો......
બોલો ભક્તોંકી ભક્તિકી
જય હો........
લીલા લ્હેર
(વૈશાખ સુદ એકમની સવારે વ્યાખ્યાન પછી ગવાયેલું)
ઠેર ઠેર ઠેર આનંદ મંગળ ઘેર ઘેર
આજ કાન ગુરુજી જનમ્યા છે
થયાં લીલા લ્હેર લ્હેર...............૧
જ્ઞાન ગંગા વહેવડાવનારા
તરણ તારણ બિરુદ ધરાવ્યા
જીનવરના છે ભક્ત પ્યારા..........
હું તનથી હું મનથી હું તન મન ધનથી ભક્તિ કરું
કરો પ્રભુજી મ્હેર
થયાં લીલા લ્હેર લ્હેર.........૨
આત્મસુખથી ભરપુર રહીશું
દેવ–ગુરુને ચરણે રહીશું
હું તનથી હું મનથી હું તન મન ધનથી ભક્તિ કરું
કરો પ્રભુજી મ્હેર
થયાં લીલા લ્હેર..........૩
કનકમય થાળમાં અર્ધ્ય લઈને
કાન પ્રભુ પૂજને જઈશું
જીવન ધન્ય બનાવીશું
હું તનથી, હું મનથી, હું તન મન ધનથી ભક્તિ કરું
કરો પ્રભુજી મ્હેર
થયાં લીલા લ્હેર લ્હેર........૪
ઠેર ઠેર ઠેર આનંદ મંગળ ઘેર ઘેર...........
બંધ થતો નથી. કારણકે તે પોતાના
સ્વભાવથી જ મુક્ત છે, તેથી તે
મુક્ત છે.
પ્રતીન્દ્ર––આપણે ક્યારે એ
પરમ મહિમાધારી સમ્યગ્દર્શનમાં
નિરંતર તરબોળ રહીશું?
મહાદેવી:–ધન્ય, ધન્ય કાન
પ્રભુનો! તે પણ આ જ ધર્મ લોકોને
સમજાવનાર છે.
બીજીદેવી––આપણે ક્યારે
સમ્યગ્દર્શન–જ્ઞાનપૂર્વક બાહ્ય
અભ્યંતરથી નિર્ગ્રંથ થઈ મુનિધર્મ
અંગીકાર કરીશું? તે કાળને ધન્ય છે,
તે પળને ધન્ય છે, તે જીવનને પણ
ધન્ય છે.
ઈન્દ્ર––દેવીઓ, ચાલો આપણે
સ્વર્ગમાં રહી શ્રી કહાનદેવનું પૂજન
કરીએ.
(મહાદેવી સ્તોત્ર ભણાવે છે
અને બધા દેવીદેવીઓ સમૂહ પૂજન
કરી શ્રી કહાનદેવને પૂજી અર્ધ્ય સ્વાહા
કરે છે.)
ઈન્દ્ર––બોલો બોલો શ્રી કાન
પ્રભુનો.........
(દેવોનો સમૂહ કહે છે) જય
હો.....
ઈન્દ્ર––બોલો ભક્તોના
આતમના આધાર શ્રી કહાન
ગુરુરાજનો
જય હો.......
મહાદેવી:––બોલો ભવ્યોના
તારણહાર શ્રી કહાન દેવનો જય હો.
ઈન્દ્ર––ચાલો દેવી, હવે કાન
પ્રભુની ભક્તિ કરો.
સમૂહ:––જેવી આજ્ઞા.
આભાર
આત્મધર્મનો વૈશાખ માસનો અંક ‘શ્રી સદ્ગુરુદેવ જન્મજયંતિ અંક’ તરીકે વધારે પાનાંનો પ્રસિદ્ધ કરવા
ભાઈ શ્રી મોહનલાલ ત્રીકમજી દેશાઈ તરફથી ૫૦૦/–રૂા. મળ્‌યા હતા. તેમાંથી ગયા અંકમાં ૧૬ પાનાં વધુ
આપ્યા હતા અને વધેલી રકમનો ઉપયોગ આ અંકમાં કરીને આ અંકમાં ૮ પાનાં વધુ આપવામાં આવ્યા છે.

PDF/HTML Page 18 of 25
single page version

background image
જેઠ : ૨૪૭૪ આત્મધર્મ : ૧૪૫ :
દુનિયાનો ભાણ
(વૈશાખ સુદ બીજની સવારે વ્યાખ્યાન પછી ગવાયેલું)
ઉગ્યો સૂર્ય આ ભારતનાં ભાગ્યનો જનમ્યાં એ
લાડીલા કાન
ભક્તના ભગવાન કે પંથ દેખાડનાર,
હૃદયના આધાર
તેનું જીવન અમર રહેજો જ્યોત અખંડ રહેજો
એમ રહેજો એ કાનનો જય...
ત્યાગીઓની મંડળીમાં પંડિતોની હારમાં
કાનનું જ્ઞાન આબાદ
ધરતી ખુંદી અમે ઠેર ઠેર જોયું
કાન દુનિયાનો “ભાણ”
જેણે હલાવ્યું હિંદને, જગાડયું જગને
એ ઉજાળ્‌યું જૈન શાસન.........
એની વાણીના સૂરે ભક્તોના વૃંદ ઝુલે
નયનોના નૂર પૂરે
જનમ જનમના ઉતરતા થાક ત્યાં
મોક્ષના મંડપ રોપાય
સહુ ચાલો નિહાળવા ચાલોને વંદવા
એ ચાલો ગુરુને પૂજવા........
સ્વાધીન સ્વતંત્ર તુજ અમર સંદેશો
સીમંધર સભામાં વખણાય
આવ્યા એ કાન વિદેહ ક્ષેત્રથી
આનંદ આનંદ થાય
જેણે પ્રકાશ્યો માર્ગને, સમજાવ્યા ષટ્ દ્રવ્યને
એ ઓળખાવ્યો આતમારામ...
ઉગ્યો સૂર્ય આ ભારતના ભાગ્યનો જનમ્યાં એ
લાડીલા કાન....
બહુ તારા ઉપકાર....
(કોઈનો લાડકવાયો–એ રાગ)
(વૈશાખ સુદ બીજને દિવસે સવારમાં ગવાયેલું)
ગુરુજી બહુ તારા ઉપકાર પ્રભુજી બહુ તારા ઉપકાર
તારા ગુણનો નાવે પાર.................. ગુરુજી.
જન્મ જન્મના દુઃખીયા જીવો તારી શરણમાં આવે,
ભવ દુઃખીયાનો તું વિસામો શાંતિ રસ પાન કરાવે;
એવા ભવદુઃખભંજનહાર........ગુરુજી.
ટળવળતાં અંધકારમાં ન્હોતું અમને ભાન,
જ્ઞાન જ્યોતિ પ્રગટાવીને ઉગાર્યો ભગવાન;
એવા અમ અંધતણા આધાર.......ગુરુજી.
ભવ્ય જીવોની ભીડ ભાંગવા ભેટયા છો ભગવાન,
આત્મ સ્વરૂપનો ભેટો કરાવી દૂર કરે અજ્ઞાન,
એવા જ્ઞાનામૃત પાનાર.......ગુરુજી.
અજબ શૌર્યતાથી ભરેલી અદ્ભુત વાણી તારી,
આત્મ તૃષિત જીવોને માટે અપૂર્વ મંગલકારી:
એવા શ્રુતજ્ઞાન ધરનાર.......ગુરુજી.
અધ્યાત્મ રસથી વહે ઉછરતું આંતર જીવન તારું,
આત્માર્થીને અર્પે જીવન આત્મહિત કરનારું
એવા આત્મ જીવન દેનાર.........ગુરુજી.
શુદ્ધાત્મ સ્વરૂપે મસ્ત બન્યો તું ક્ષાયક ભક્તિ અપાર,
જૈનશાસનનો ડંકો ગજાવી વરતાવ્યો જયકાર;
એવા શ્રેષ્ઠ ગુણ ભંડાર........ગુરુજી.
સ્વરૂપ સ્થિત “શ્રી કહાન ગુરુની” જગમાં ન મળે જોડ,
એવા યોગી અમ આંગણે આજે પૂર્ણ થશે અમ કોડ;
એવા સ્વરૂપ જીવન જીવનાર..........ગુરુજી.
પ્રભુ તુલ્ય માની ગુરુને વર્તું આજ્ઞાધાર,
શુદ્ધાત્મ સ્વરૂપનું ભાન કરાવ્યું મુક્ત થવા સંસાર;
એવા સ્વરૂપ દાન દાતાર......ગુરુજી.
દેવપરી
(વૈશાખ સુદ બીજને દિવસે બાલિકાએ નૃત્ય વખતે ગાયેલું)
દેવ પરીરે હું તો દેવપરી
ગગન મંડળમાં રમતી ઘુમતી
માણેક મોતીના થાળ ભરી નીસરી..........દેવપરી
સીમંધર પ્રભુ ને, કુંદ–કાન દેવના
દેશ વિદેશે સંદેશ પૂછતી
કહો મને કિહા (મારા) સીમંધર પ્રભુજી....દેવપરી
ભરત ભૂમિનાં સુવર્ણપુરમાં
જિનમંદિર ત્યાં નયને નીરખી
હર્ષ ભરી જિન દ્વારે ઉતરી..............દેવપરી
અહો, અદ્ભૂત પ્રભુ મુદ્રા તારી!
ભક્તિ ભાવે તુજ વંદન (પૂજન) કરતી
વિધ–વિધ ભાવે હું તો નૃત્યો કરતી.......દેવપરી
સ્વાધ્યાય મંદિરે ગુરુવંદન ચલી
વંદન કરીને મીઠી વાણી સુણી
વાણી સુણીને હું તો ઘેલી બની
ઘેલી બનીરે હું ઘેલી બની................. દેવપરી.
પ્રભુ ચરણે નમી શરણું લેતી
કુંદ–કાન દેવના ચરણોમાં નમતી
સંતોના મંગળ ગીત ગાતી
ગુરુ ચરણે હું તો નમીરે નમી...............દેવપરી.

PDF/HTML Page 19 of 25
single page version

background image
: ૧૪૬ : આત્મધર્મ જેઠ : ૨૪૭૪
બાલવિભાગ
શ્રી વજ્રબાહુકુમારનો વૈરાગ્ય
વજ્રબાહુકુમાર નામના એક રાજકુમાર હતા. એકવાર તે પોતાની મનોદયા રાણી સહિત પોતાના સાળા
ઉદયસુંદરની સાથે તેના ઘરે જતા હતા. રસ્તે જતાં જંગલમાં એક મહાવીતરાગી મુનિ દીઠા. વજ્રબાહુકુમાર એકી
ટસે તેમની સામે જોઈ રહ્યા. એ જોઈને ઉદયસુંદરે મશ્કરી કરીને કહ્યું–કુમારજી! ક્યાંક તમે પણ એમના જેવા ન
થઈ જતા?
વજ્રબાહુકુમારે કહ્યું–ભાઈ, હું એજ ભાવના કરતો હતો. તમે ઠીક મારા મનની વાત કહી દીધી. હવે
તમારા મનની વાત શું છે તે કહો?
ઉદયસુંદરે કહ્યું–મારા વિચાર પણ તમારા જેવા જ છે. બસ, ત્યાંને ત્યાંજ વજ્રબાહુકુમારે દીક્ષા લઈ લીધી
સાથે ઉદયસુંદરે પણ દીક્ષા લઈ લીધી. તેમ જ બીજા પણ છવીસ રાજકુમારો એ દીક્ષા લઈ લીધી. અને મનોદયા
પણ આર્જિકાઓની પાસે દીક્ષા લઈને આર્જિકા થયા.
બાળકો, જુઓ રાજકુમારોનો વૈરાગ્ય!
રાજવૈભવમાં હોવા છતાં આવું વૈરાગ્યજીવન તેઓ જીવતા હતા; એનું કારણ એજ હતું કે તેઓને
શરીરથી જુદા આત્માનું ભાન હતું. આત્મિક સુખનો અનુભવ હતો. જેને આત્મભાન હોય છે તેને અંતરમાં
આખા સંસાર પ્રત્યે વૈરાગ્ય હોય છે. અને આત્મભાન વગરનો વૈરાગ્ય સાચો હોતો નથી. તમે પણ ઝટ ઝટ
આત્માની સમજણ કરીને વૈરાગ્યજીવન જીવજો.
[એ વજ્રબાહુકુમાર વગેરેની દીક્ષાનું એક સુંદર ચિત્ર ‘ભગવાનશ્રી કુંદકુંદપ્રવચન મંડપ’માં છે. તમે
સોનગઢ આવો ત્યારે જોવાનું ભૂલતા નહિ.]
પ્રમેયત્વગુણની સમજણ
અસ્તિત્વ, વસ્તુત્વ અને દ્રવ્યત્વ એ ત્રણ સામાન્ય–ગુણોની સમજણ અપાઈ ગઈ છે. ચોથો સામાન્યગુણ
‘પ્રમેયત્વ’ છે. સામાન્યગુણ જીવમાં પણ હોય છે ને અજીવમાં પણ હોય છે.
જેમ જીવનો સ્વભાવ જાણવાનો છે તેમ જગતના બધા દ્રવ્યોમાં જણાવાનો સ્વભાવ છે. ‘ન જણાય’
એવા સ્વભાવવાળું કોઈ દ્રવ્ય નથી. જેમ સ્વચ્છ અરિસાની સામે કોઈ વસ્તુ રાખો તો અરિસામાં તેનું પ્રતિબિંબ
દેખાય છે તેમ આત્માના જ્ઞાનમાં છએ દ્રવ્યો દેખાય એવો દરેક દ્રવ્યનો સ્વભાવ છે. આને ‘પ્રમેયત્વગુણ’
કહેવાય છે.
જાણવાનો સ્વભાવ તો એકલા જીવમાં જ છે. પણ પ્રમેય થવાનો (–જણાવાનો) સ્વભાવ છએ દ્રવ્યોમાં
છે. જીવનું જ્ઞાન પૂરું થાય ત્યારે તેના જ્ઞાનમાં કોઈ પણ પદાર્થ જાણવાનો બાકી રહેતો નથી, બધા જ પદાર્થો
એકીસાથે એકજ સમયે જણાય છે.
કોઈ જીવ એમ ઈચ્છે કે, કેવળીભગવાનના જ્ઞાનથી હું છૂપો રહી જઉં તો તેમ બની શકે નહિ. કેમ કે તે
જીવમાં પ્રમેયત્વ ગુણ છે, તેથી તે જ્ઞાનમાં જણાયા વગર રહી શકે નહિ.
ઘણા અજ્ઞાની લોકો એમ માને છે કે આત્મા તો અરૂપી છે તેથી તેને જાણી શકાય નહિ. તેમની વાત પણ
ખોટી છે. આત્મામાં પણ પ્રમેયત્વ ગુણ રહેલો છે તેથી તે કોઈને કોઈ જ્ઞાનમાં જરૂર જણાય છે. એટલું ખરૂં છે કે
આત્મા અરૂપી હોવાથી આંખ વગેરે ઈન્દ્રિયોથી જણાતો નથી પણ સાચા જ્ઞાનથી તો આત્મા જરૂર જણાય છે.
‘આત્મા કોઈ રીતે જાણી ન શકાય’ એમ જે માને છે તે આત્માના પ્રમેયત્વ ગુણને જાણતો નથી તેમજ આત્માના
જ્ઞાનગુણને પણ જાણતો નથી. આત્મામાં જ્ઞાન અને પ્રમેયત્વ એ બંને ગુણ હોવાથી આત્મા પોતે પોતાને જાણી
શકે છે.
આત્માનો જ્ઞાનગુણ તે વિશેષગુણ છે ને પ્રમેયત્વગુણ તે સામાન્યગુણ છે. જગતના કોઈ પદાર્થો પોતાનું
સ્વરૂપ જણાવવાની ના પાડતા નથી, છતાં જીવ પોતે તેને જાણતો નથી તે પોતાના જ્ઞાનનો જ દોષ છે. પોતાના
જ્ઞાનનો સ્વભાવ બધાયને જાણવાનો છે એમ સમજીને,–પોતાના પૂરા જ્ઞાનનો વિશ્વાસ કરે તો જીવનું જ્ઞાન વિકાસ
પામે. અને તેના જ્ઞાનમાં બધાય પદાર્થો જણાય એટલે તેને આકુળતા ટળીને શાંતિ થાય, ને તેનો મોક્ષ થાય.
ગયા અંકના પ્રશ્નોના જવાબ
(૧) જે પોતાના આત્માના સ્વભાવને ભગવાન જેવો ઓળખે, અને સમ્યગ્જ્ઞાન પ્રગટ કરે, તે જીવ ખરેખર
પંડિત છે. તે શાસ્ત્રો ભણેલો ન હોય તોપણ પંડિત છે.
અને જે જીવ પોતાના આત્માને ભગવાન જેવો ન જાણે પણ ઉલટો એ વાતનો વિરોધ કરે તે જીવ મૂર્ખ

PDF/HTML Page 20 of 25
single page version

background image
જેઠ : ૨૪૭૪ આત્મધર્મ : ૧૪૭ :
છે. ભલે તે ઘણા શાસ્ત્રો જાણતો હોય તોપણ તે મૂર્ખ છે.
(૨) ૧. પૈસાને લીધે જીવને સુખ થતું નથી પણ સાચા
જ્ઞાનથી જ સુખ થાય છે.
૨. જે જીવ સાચું જ્ઞાન કરે તે સુખી થાય. (સાચું
જ છે.)
૩. જ્ઞાની પાસે પૈસા હોય કે ન હોય તોપણ
સાચા જ્ઞાનને લીધે તેઓ સુખી જ છે. જીવને પોતાના
સુખ માટે પૈસાની જરૂર નથી.
૪. નિરોગ શરીર હોય તો ધર્મ ઝટ થાય–એ વાત
ખોટી છે. શરીરમાં રોગ હોય તોપણ, સાચી સમજણથી
ધર્મ થઈ શકે છે. શરીર સાથે ધર્મનો સંબંધ નથી.
૫. શરીરની ક્રિયાથી ધર્મ થતો નથી કેમ કે તે તો
જડ છે. ધર્મ તો આત્માના જ્ઞાનની ક્રિયાથી થાય છે.
(૩) દ્રવ્યત્વગુણને ઓળખવાથી એમ સમજાય
છે કે, જગતની બધીયે વસ્તુઓ પોતાની હાલત પોતાની
મેળે જ બદલાવ્યા કરે છે, કોઈ પદાર્થની હાલત બીજો
પદાર્થ કરતો નથી. અજીવની હાલત જીવ ન બદલાવે, ને
જીવની હાલત અજીવ ન બદલાવે. આમ દરેક વસ્તુની
સ્વતંત્રતા ઓળખાય છે, અને બીજા ઉપરનો મોહ ટળે
છે ને પોતાનું સાચું જ્ઞાન પ્રગટ થાય છે.
(૪) સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને
સમ્યક્ચારિત્ર એ ત્રણ રત્નોમાંથી જો સમ્યગ્દર્શન રત્ન
ન હોય તો બાકીનાં બે રત્નો પણ હોતા નથી. કેમ કે
સમ્યગ્દર્શન વગરનું જ્ઞાન તે મિથ્યાજ્ઞાન છે અને
સમ્યગ્દર્શન વગરનું ચારિત્ર તે મિથ્યાચારિત્ર છે.
આ વખતે એકંદર ૬૫ બાળકોના જવાબ આવ્યા
હતા, તેમાંથી ૨૫ બાળકોના જવાબ સાચા હતા.
નવા પ્રશ્નો
[પ્રશ્નઃ૧] “આત્મા અરૂપી વસ્તુ છે તેથી પોતે પોતાને
જાણી શકે નહિં” એ વાત ખોટી છે કે સાચી? તે
ન્યાયથી સમજાવો.
[પ્રશ્નઃ૨] નીચેના વાક્યોમાં ખાલી જગ્યા પૂરી કરો–
૧. અરૂપી વસ્તુઓ પણ જ્ઞાનમાં જણાય છે કેમ
કે તેનામાં..........ગુણ છે.
૨. આત્માને કોઈએ બનાવ્યો નથી અને તેનો
કદી નાશ થતો નથી કેમ કે તેનામાં........ગુણ છે.
૩. આત્માની અજ્ઞાનદશા ટાળીને જ્ઞાનદશા
પ્રગટ કરી શકાય છે કેમ કે તેનામાં..........ગુણ છે.
૪. આત્મા બધા પદાર્થોને જાણી શકે છે કેમ કે
આત્મામાં...........ગુણ છે.
૫. શરીરમાં સુખ–દુઃખ થતાં નથી કેમ કે
તે.....છે.
[પ્રશ્નઃ૩] નીચે લખેલ વસ્તુઓમાંથી જે
જીવમાં અને અજીવમાં બંનેમાં હોય તેને શોધી કાઢો–
ગુણ, જ્ઞાન, રાગ, રંગ, સુખ–દુઃખ, અસ્તિત્વ.
વધારાનો પ્રશ્ન:–મહાવીર ભગવાન પછી થઈ
ગયેલા સાચા મુનિઓમાંથી ગમે તે પાંચ મુનિઓના
નામ લખો.
જવાબો જેમ બને તેમ વેલાસર નીચેના
સરનામે મોકલી દેવા:
“આત્મધર્મ બાલવિભાગ.”
સોનગઢ : સૌરાષ્ટ્ર
– સંચય –
આત્મસ્વભાવનો મહિમા અને જૈન –
દર્શનું પ્રયોજન
દ્રવ્ય–ગુણ–પર્યાય અને તેના દરેક અંશની
સ્વતંત્રતા, અસ્તિ–નાસ્તિરૂપ અનેકાંત, સ્વથી પૂર્ણતા,
પરથી નાસ્તિ–એવો તારો સ્વભાવ જ છે. જે કહેવાય
છે તે તારો સ્વભાવ જ કહેવાય છે. પરનો મહિમા
નથી, ખરેખર સર્વજ્ઞની વાણીનો મહિમા નથી પણ
આત્મસ્વભાવનો જ મહિમા છે. સર્વજ્ઞની
દિવ્યવાણીમાં પણ, જે આત્મસ્વભાવ છે તેનું જ વર્ણન
કર્યું છે, કાંઈ નવું કહ્યું નથી.
હે જીવ! જૈનદર્શન મહાભાગ્યે પામ્યો છો, હવે
તું તારી અંતર રિદ્ધિ–સિદ્ધિના ભંડાર તો જો. સર્વજ્ઞની
દિવ્યવાણી સિવાય બીજા કોઈ જેને પૂરો કહેવા સમર્થ
નથી અને સર્વજ્ઞના શાસનમાં સમ્યગ્જ્ઞાનીઓ સિવાય
કોઈ જેને યથાર્થપણે સમજવા સમર્થ નથી–એવો તારો
અંતર–સ્વભાવ છે. પણ પોતે પોતાના સ્વભાવનો
મહિમા કદિ જાણ્યો નથી. તેથી જે તે પરપદાર્થોનો
મહિમા કરીને અટકી જાય છે. અહો, આત્માનો મહિમા
અપરંપાર છે અને એને જાણનાર જ્ઞાનનું સામર્થ્ય પણ
અપાર છે. સર્વજ્ઞની વાણીમાં અને જૈનશાસનમાં
જેટલું જેટલું વર્ણન છે તે બધુંય આત્મસ્વભાવ
સમજાવવા માટે જ