PDF/HTML Page 1 of 17
single page version
PDF/HTML Page 2 of 17
single page version
स्वयमपि निभृतः स्रन् पश्य षण्मासमेकम्।
हृदयसरसि पुं सः पुद्गलाद्भिन्नधाम्नो
ननु किननुपलब्धिर्भाति किंचोपलब्धि।।
નિશ્ચળ લીન થઈ દેખ; એવો છ મહિના અભ્યાસ કર અને જો
(તપાસ) કે એમ કરવાથી પોતાના હૃદયસરોવરમાં, જેનું તેજ,
પ્રતાપ, પ્રકાશ પુદ્ગલથી ભિન્ન છે એવા આત્માની પ્રાપ્તિ નથી થતી કે
થાય છે.
સ્વરૂપ તો મોજૂદ છે, પણ ભૂલી રહ્યો છે; જો ચેતીને દેખે તો પાસે જ
છે. અહીં છ મહિનાનો અભ્યાસ કહ્યો તેથી એમ ન સમજવું કે
એટલો જ વખત લાગે. તેનું થવું તો મુહૂર્તમાત્રમાં જ છે, પરંતુ
શિષ્યને બહુ કઠિન લાગતું હોય તો તેનો નિષેધ કર્યો છે. જો
સમજવામાં બહુ કાળ લાગે તો છ મહિનાથી અધિક નહિ લાગે;
તેથી અન્ય નિષ્પ્રયોજન કોલાહલ છોડી આમાં લાગવાથી જલદી
સ્વરૂપની પ્રાપ્તિ થશે એવો ઉપદેશ છે.
PDF/HTML Page 3 of 17
single page version
છઠ્ઠો પ્રદેશત્વ ગુણ છે. આ છએ ગુણો દરેક વસ્તુમાં રહેલા છે તેથી તેને સામાન્ય ગુણ કહેવાય છે. આ છ સિવાય
બીજા પણ અનેક સામાન્ય ગુણો છે, પણ તેમાંથી આ છ ગુણોની સમજણ કરવાની ખાસ જરૂર છે.
દેખવામાં આવતી નથી. દરેક વસ્તુને પોતાનો આકાર હોય છે. રૂપિયાનો આકાર ગોળ છે, બે–આનીનો ચોરસ
આકાર છે, તેમ આત્માને પણ આકાર છે. દરેક વસ્તુમાં એવી એક શક્તિ છે કે તેથી તેને કોઈ ને કોઈ આકાર
હોય જ છે; એ શક્તિને ‘પ્રદેશત્વ ગુણ’ કહેવાય છે.
આકાર અરૂપી હોય છે, ને રૂપી વસ્તુનો આકાર રૂપી હોય છે. આત્માનો આકાર અરૂપી હોવાથી તે આંખથી
દેખી શકતો નથી, પણ જ્ઞાનથી તેની ઓળખાણ થઈ શકે છે.
છે, ગોળ ઠામમાં રહેલા પાણીનો આકાર ગોળ હોય છે. તેમ આત્મા પણ જેવા જેવા શરીરમાં રહ્યો હોય તેવો
તેવો તેનો આકાર હોય છે. હાથીના શરીરમાં રહેલા જીવનો આકાર હાથી જેવો મોટો, ને કીડીના શરીરમાં રહેલા
જીવનો આકાર કીડી જેવો નાનો હોય છે. પણ શરીરનો અને આત્માનો આકાર જુદો જુદો જ છે, શરીરનો
આકાર શરીરમાં છે ને આત્માનો આકાર આત્મામાં છે. જડનો આકાર જડ છે, ને ચેતનનો આકાર ચેતન છે.
અરૂપીનો આકાર અરૂપી છે ને રૂપીનો આકાર રૂપી છે.
પ્રદેશ કહેવાય છે. એવા પ્રદેશથી જીવને માપીએ તો દરેક જીવ અસંખ્ય–પ્રદેશવાળો છે. હાથીના જીવમાં કોઈ
વધારે પ્રદેશ નથી ને કીડીના જીવમાં કાંઈ ઓછા પ્રદેશ નથી–બંનેમાં સરખા છે. જે નાનો–મોટો આકાર છે તે
બંને પ્રદેશત્વ ગુણનો ફેરફાર (પર્યાય) છે–
સિદ્ધભગવાનને ‘નિરાકાર’ કહેવાય છે, ત્યાં એમ સમજવું કે–તેમને આંખેથી દેખાય તેવો આકાર નથી તેથી
તેઓને નિરાકાર કહેવાય છે. પણ તેમને આત્મામાં પ્રદેશત્વ ગુણને લીધે ચોક્કસ આકાર હોય છે. જો આકાર ન
હોય તો વસ્તુ જ ન હોય.
મૂળ પ્રદેશોની સંખ્યામાં વધઘટ થતી નથી. જેમ રબ્બરના ફૂગામાં પવન ભરતાં
PDF/HTML Page 4 of 17
single page version
પોતાના પુરુષાર્થના જોરે કર્મનો ક્ષય કરીને પૂર્ણદશા પામ્યા છે તેમ હું પણ મારા પુરુષાર્થના જોરે કર્મનો ક્ષય
કરીને પૂર્ણદશા પામવાનો છું, વચ્ચે કોઈ વિઘ્ન નથી. જે અરિહંતની પ્રતીતિ કરે તે અરિહંત થાય જ છે. આ ૮૦મી
ગાથા અને તેની ટીકા ઉપરના વિસ્તૃત વ્યાખ્યાનો આત્મધર્મના અંક ૨૯–૩૦–૩૧માં આવી ગયા છે. હવે તે
ગાથાનો ભાવાર્થ વંચાય છે.
ભગવાનના) સ્વરૂપને મન વડે પ્રથમ સમજી લે તો “આ જે ‘આત્મા, આત્મા’ એવો એકરૂપ (કથંચિત્ સદ્રશ)
ત્રિકાળિક પ્રવાહ તે દ્રવ્ય છે તેનું જે એકરૂપ રહેતું ચૈતન્યરૂપ વિશેષણ તે ગુણ છે અને તે પ્રવાહમાં જે ક્ષણવર્તી
વ્યતિરેકો તે પર્યાયો છે” આમ પોતાનો આત્મા પણ દ્રવ્ય–ગુણ–પર્યાયપણે તેને મન વડે ખ્યાલમાં આવે છે.”
(પ્રવચનસાર પૃ. ૧૧૯–૧૨૦)
દ્રવ્ય છે. બધાય પર્યાયોમાં દ્રવ્ય તો એક સરખું રહેનાર છે. અને તે દ્રવ્યનું એકરૂપ રહેતું જે ‘ચૈતન્ય, ચૈતન્ય’
એવું વિશેષણ તે ગુણ છે અને દ્રવ્યના પ્રવાહમાં જે ક્ષણવર્તી ભેદો તે પર્યાયો છે. એ રીતે, અરિહંત ભગવાનને
દ્રવ્ય–ગુણ–પર્યાયથી ઓળખતાં પોતાનો આત્મા પણ વિકલ્પ વડે જ્ઞાનમાં આવે છે.
અંતર્ગત કરીને કેવળ હારને જ જાણવામાં આવે છે તેમ–આત્મપર્યાયોને અને ચૈતન્ય ગુણને આત્મામાં જ
અંતર્ગર્ભિત કરીને કેવળ આત્માને જાણતાં પરિણામી–પરિણામ–પરિણતિના ભેદનો વિકલ્પ નાશ પામતો જતો
હોવાથી જીવ નિષ્ક્રિય ચિન્માત્રભાવને પામે છે અને તેથી મોહ (દર્શનમોહ) નિરાશ્રય થયો થકો વિનાશ પામે છે.”
માત્ર ભાવનો કર્તા થયો. હવે જ્ઞાનમાં જ્ઞાનને એકાગ્ર કરવાની જ ક્રિયા કરવાનું રહ્યું. તે એકાગ્રતાની ક્રિયા પૂરી
થતાં જ કેવળજ્ઞાન–અરિહંતદશા પ્રગટે છે.
PDF/HTML Page 5 of 17
single page version
સ્વભાવમાં ઢળતાં રાગરહિત નિષ્ક્રિય જ્ઞાનમાત્ર ભાવ પ્રગટે છે અને મિથ્યાત્વ નાશ પામે છે. ‘જ્ઞાનમાત્ર ભાવને
પામે છે’ અને ‘મોહ ક્ષય થાય છે’ એમ અસ્તિ–નાસ્તિથી કથન છે. અજ્ઞાનને આશ્રયે મોહ હતો, હવે એકલો
જ્ઞાનભાવ પ્રગટતાં મોહ નિરાશ્રય થયો, તેથી તે નાશ પામે છે.
કરતાં સંપૂર્ણ જ્ઞાનમાત્ર ભાવ–કેવળજ્ઞાન પ્રગટે છે અને મોહનો સર્વથા ક્ષય થઈ જાય છે.
આ ૮૦ મી ગાથામાં શુદ્ધ આત્માનો નિર્ણય કરીને સમ્યગ્દર્શન પ્રગટાવવાનો ને દર્શનમોહ ટાળવાનો ઉપાય
વાત ૮૧મી ગાથામાં કરશે. દયા–વ્રત–અહિંસા વગેરેના વિકલ્પો તે મોહની સેના છે. અરિહંત ભગવાન જેવા
પોતાના શુદ્ધાત્માને ઓળખવો અને શુદ્ધોપયોગ વડે તેમાં લીન થવું તે મોહની સેનાને નાશ કરવાનો ઉપાય છે.
સ્વરૂપની રુચિ વિના તે પુરુષાર્થ થાય નહિ. અંતરમાં સ્વભાવનો મહિમા આવ્યા વગર તે સ્વભાવને પ્રપ્ત
કરવાનો પ્રયત્ન કરે નહિ. અરિહંત જેવું પોતાનું શુદ્ધ સ્વરૂપ જે પ્રાપ્ત કરવા માગે તે અવશ્ય કરી શકે છે.
સારું કર્યું છે. અરિહંત ભગવાને કઈ રીતે સારું કર્યું? પહેલાંં તો પોતાના આત્મસ્વભાવને અરિહંત જેવો જાણ્યો
ને તેમાં લીન થઈને મોહનો ક્ષય કરી વીતરાગતા ને કેવળજ્ઞાન પ્રગટ કર્યા, તેથી તેઓ સુખી છે. તેમના
દ્રવ્યગુણ તારામાં છે, તે તારા સ્વભાવની શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતા તું કર, તો તારા દ્રવ્યગુણમાંથી પૂરી
કેવળજ્ઞાનદશા પ્રગટે. આ જ સારું કરવાનો ઉપાય છે. દુનિયામાં સારામાં સારું કરનારા તો અરિહંત છે, તેમને જ
તું આદર્શરૂપ રાખ. જ્યાં તું તારા પૂરા સ્વભાવ સામર્થ્યની ઓળખાણ કરીને તેમાં લીન થયો ત્યાં પૂર્ણ શુદ્ધ દશા
પ્રગટી એટલે કે પૂર્ણ સારું પ્રગટ થયું ને નરસાપણું ન રહ્યું.
છે. એવા શ્રીઅરિહંત દેવ છે. જગતના જીવોને દુઃખી દેખીને કે જગતનું કાંઈ કરવા માટે અરિહંત ભગવાન
અવતાર લેતા નથી. તેમણે પોતાના આત્મામાં સંપૂર્ણ સારું કરી લીધું છે તેથી તેઓ કૃતકૃત્ય છે. જગતના અન્ય
જીવો તો રાગ–દ્વેષ–મોહથી દુઃખી થઈ રહ્યા છે. અહો! જેમને મોહ નથી, અવતાર નથી, મરણ નથી, વિકલ્પ
નથી, પરની ઉપાધિ નથી, ભૂખ–તરસ નથી, સંપૂર્ણ કેવળજ્ઞાન જેમને પ્રગટ થયું છે એવા અરિહંત ભગવાનનો
જાણતાં પરમાર્થે પોતાના સ્વરૂપનું પ્રતિબિંબ જ જણાય છે. અરિહંત ભગવાન જેવા દ્રવ્ય–ગુણ તો મારામાં
ત્રિકાળ છે, ને પર્યાયમાં જ્યાં સુધી અરિહંત
PDF/HTML Page 6 of 17
single page version
આત્મા પર દ્રવ્યનું કાંઈ કરી શકે નહિ. પરથી જુદા પોતાના આત્મસ્વભાવને જાણીને તેમાં જ સ્થિર થયા ને
કેવળજ્ઞાન પ્રગટ કર્યું. એ સિવાય ભગવાને બીજું કાંઈ કર્યું નથી.
પ્રગટ થયું ને મોહનો ક્ષય થયો. તે જીવને અરિહંત ભગવાન જેવી પૂર્ણ શુદ્ધતા પ્રગટ કરવાનો ઉપાય પ્રગટ્યો.
અનંત તીર્થંકરોએ આ જ ઉપાય કર્યો છે અને દિવ્યધ્વનિમાં પણ એ જ ઉપદેશ કર્યો છે.
નથી–આમ જે જીવ નક્કી કરે છે તે જીવને આત્મ–સ્વભાવનું સમ્યક્દર્શન થાય છે. અરિહંતના સ્વરૂપમાં અને આ
આત્માના સ્વરૂપમાં પરમાર્થે ફેર નથી. અરિહંત ભગવાન પૂર્ણ સ્પષ્ટ સ્વરૂપે હોવાથી આ આત્માને તે આદર્શ
તરીકે છે. અરિહંત ભગવાનને દ્રવ્ય અને ગુણ પૂરા છે ને પર્યાય પણ પૂરો પ્રગટ્યો છે, તે પર્યાય દ્રવ્યગુણમાંથી
આવ્યો છે. એવા દ્રવ્ય–ગુણ–પર્યાય સ્વરૂપને ઓળખે તો પોતાના દ્રવ્ય–ગુણના આધારે વર્તમાન પર્યાયની અધૂરાશ
ટાળવાનો ઉપાય કરે. અધૂરાશ કે વિકાર તે હું નહિ પણ અરિહંત જેવો જ હું છું એમ પહેલાંં અરિહંતના લક્ષે
પોતાના આત્માનો વિચાર ઉપાડીને પછી સ્વમાં પોતાના આત્મા તરફ ઢળીને નિર્ણય કરતાં સમ્યગ્દર્શન થાય છે.
દેવ–ગુરુ–શાસ્ત્રના લક્ષે નિર્ણય કરનારી અવસ્થાને પોતાના સ્વભાવમાં સમાડી એટલે કે સ્વમાં વાળી, ત્યાં પરમાં
અને વિકારમાં એકતાની માન્યતા છૂટીને પોતામાં દ્રવ્ય–પર્યાયની એકતા થઈ એટલે મોહનો નાશ થયો ને
સમ્યગ્દર્શન થયું. સ્વાશ્રયની એકતા વડે સમ્યગ્દર્શન થતાં જ પરાશ્રયની એકતારૂપ મોહનો નાશ થાય છે.
પૂર્ણજ્ઞાન છે. અરિહંત જેવો જ મારો આત્મા છે. આમ નિર્ણય કરતાં રાગમાં એકત્વબુદ્ધિ ટળી જાય છે, ને
પોતાના સ્વભાવનો આશ્રય થાય છે. પહેલાંં નિમિત્તો સાથે અને વિકાર સાથે એકતા માનતો તેથી પોતામાં
દ્રવ્ય–પર્યાયનો ભેદ પડીને અવસ્થામાં અજ્ઞાન હતું, તે સંસારનું મૂળ હતું. હવે રાગાદિથી રહિત પોતાના ચિન્મય
સ્વરૂપમાં એકતા કરતાં દ્રવ્ય–પર્યાયનો ભેદ તૂટી જવાથી (–પર્યાય દ્રવ્યમાં જ લીન થવાથી), મિથ્યાત્વ અને
અજ્ઞાન નિરાશ્રય થયા થકા નાશ પામે છે. દ્રવ્યમાં મિથ્યાત્વ અને અજ્ઞાન નથી, અને તે દ્રવ્યમાં પર્યાયની એકતા
થઈ તેથી મિથ્યાત્વ અને અજ્ઞાનને તે પર્યાયનો આશ્રય ન રહ્યો, પર્યાય પોતે સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન રૂપે
પરિણમી ગયો ને મિથ્યાત્વ તથા અજ્ઞાનનો લય થયો. આ જ મોહના નાશનો એટલે કે ધર્મનો ઉપાય છે.
આત્માના જ્ઞાનની જ ક્રિયા છે, બહારનું કાંઈ નથી. આત્માનું જે વીર્ય વિકારમાં કામ કરતું હતું તે વીર્ય વિકારની
એકતાથી છૂટીને પોતાના સ્વભાવમાં વળ્યું ત્યાં પરનું અવલંબન ન રહ્યું એટલે કે મિથ્યાત્વ જ ન રહ્યું. ભેદના
આશ્રયે મિથ્યાત્વ રહે છે ને સ્વભાવની અભેદતાના આશ્રયે મિથ્યાત્વનો નાશ થયા પછી ચારિત્રમોહનો નાશ
કેમ થાય તે હવેની ગાથામાં કહેશે. શુભભાવનું અવલંબન પણ મોહ છે, તેથી તેનો પણ જ્યારે છેદ કરે છે ત્યારે
સંપૂર્ણ શુદ્ધ આત્મા પ્રગટે છે.
PDF/HTML Page 7 of 17
single page version
વળે છે. અરિહંત તરફનું લક્ષ છોડી સ્વમાં એમ વિચાર કર્યો કે મારે સમ્યગ્દર્શનાદિ માટે મારા દ્રવ્યગુણનો જ
આશ્રય છે, કોઈ પરનો આશ્રય નથી. એમ વારંવાર સ્વાશ્રયની ભાવના અને અભ્યાસ કરે છે, અને
સ્વાશ્રયભાવમાં ઢળતાં શુદ્ધ આત્માનો સાક્ષાત્ અનુભવ થયો, ક્ષાયક જેવું સમ્યગ્દર્શન થયું, પરાશ્રયભાવનો તથા
મિથ્યાત્વનો નાશ થયો.
–એમ ભેદજ્ઞાન વડે પોતાના સ્વભાવમાં પર્યાયને વાળ્યો ત્યાં આત્મા મિથ્યાત્વ–રાગાદિનું કારણ ન રહ્યો. શુદ્ધ
સ્વભાવની પ્રતીતિ કરીને તે સ્વભાવના આશ્રયે આત્મા રહ્યો તેથી મિથ્યાત્વ અને અજ્ઞાન ટળી ગયા; કેમકે
સ્વભાવના આશ્રયે મિથ્યાત્વાદિ વિકારની ઉત્પત્તિ થાય નહિ. અરિહંત જેવું પોતાનું પવિત્ર આત્મસ્વરૂપ ભાસતા
જીવને મોહનો નાશ કરવાનો ઉપાય પ્રાપ્ત થયો.
પણ ક્ષયની ભાવના કરે છે. મિથ્યાત્વમોહનો ક્ષય તો કર્યો જ છે.
ચૈતન્યચિંતામણિ પ્રાપ્ત કર્યો છે. મેં પરિપૂર્ણ ચૈતન્યચમત્કાર ચિંતામણિ પ્રાપ્ત કર્યો છે, ચૈતન્યસ્વભાવને જ્ઞાનમાં
રાખીને જેવી ભાવના કરું એવી વીતરાગતા પ્રગટે. એ ચૈતન્યચિંતામણિ સ્વભાવમાં શુદ્ધોપયોગવડે એકાગ્ર થઈને
રાગદ્વેષનો ક્ષય કરીને કેવળજ્ઞાન પામું. જો શુભોપયોગમાં અટકું તો ચૈતન્યચિંતામણિ ચોરાઈ જાય છે–કેવળજ્ઞાન
અટકે છે. પોતાના ચૈતન્યસ્વરૂપને ભૂલીને અનાદિથી પરમાં ને વિકારમાં પોતાનું અસ્તિત્વ માન્યું હતું, હવે
વિકારરહિત શુદ્ધચૈતન્યસ્વભાવે પોતાનું અસ્તિત્વ જાણ્યું અને સ્વભાવ તરફ વળેલી અવસ્થામાં ચૈતન્ય
ચિંતામણિની પ્રાપ્તિ થઈ. અહો! હવે શુદ્ધોપયોગ વડે હું જેટલો ચૈતન્યમાં એકાગ્ર થાઉં તેટલા રાગ–દ્વેષ ટળીને
ઘણી વીતરાગતા થઈ છે, પણ હજી જે અલ્પ શુભરાગ રહ્યો છે તેને ય સર્વથા ટાળીને સંપુર્ણ શુદ્ધોપયોગ પ્રગટ
કરીને સંપૂર્ણ શુદ્ધઆત્માની પ્રાપ્તિની ભાવના કરે છે. ‘એ રીતે મેં ચિંતામણિ પ્રાપ્ત કર્યો હોવા છતાં પ્રમાદ ચોર છે’
એમ વિચારી જાગૃત રહે છે. ૮૦ મી ગાથામાં જે રીતે કહ્યો તે રીતે મોહક્ષયનો ઉપાય જાણીને અને તે રીતે
મોહનો ક્ષય કરીને મેં ચૈતન્ય ચિંતામણિ પ્રાપ્ત કર્યો છે. ચૈતન્ય સ્વભાવને પ્રાપ્ત કરીને પણ જો તેમાં હું સંપૂર્ણ
એકાગ્ર થાઉં તો જ રાગ–દ્વેષનો ક્ષય થાય ને શુદ્ધ આત્માની (કેવળજ્ઞાનની) પ્રાપ્તિ થાય. દ્રવ્ય–ગુણ–પર્યાયથી
મારો આત્મસ્વભાવ જાણીને, જેટલો દ્રવ્યગુણમાં મારા પર્યાયને એકાગ્ર કરું તેટલો શુદ્ધાત્મ–અનુભવ પ્રગટે,
તેટલો શુદ્ધોપયોગ થાય ને રાગદ્વેષ ટળે. શુદ્ધ ચૈતન્યસ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન પ્રગટ કરીને હવે મારા સ્વભાવમાં જ
એકાગ્રતા પ્રગટ કરું તે જ મુક્તિનું કારણ છે. ચારિત્રદશા પ્રગટી હોવા છતાં હજી સંપૂર્ણ શુદ્ધોપયોગથી સ્વરૂપમાં
કેવળજ્ઞાન પ્રગટ કરવા માટે કટિબદ્ધ થયા છે.
PDF/HTML Page 8 of 17
single page version
રહે તો મને નુકશાન છે–પ્રમાદરૂપી ચોર મારી શુદ્ધતા ચોરી જવાનો સંભવ છે. જેટલો પરમાં વલણભાવ થાય છે
હવેની ગાથામાં કહે છે.
जहदि जदि रागदोसे सो अप्पाणं लहदि सुद्धं।।
અર્થ:– જેણે મોહને દૂર કર્યો છે અને આત્માના સમ્યક્ તત્ત્વને (સાચા સ્વરૂપને) પ્રાપ્ત કર્યું છે એવો જીવ
જો રાગદ્વેષને છોડે છે તો શુદ્ધાત્માની પ્રાપ્તિ કરે છે. આચાર્યદેવ અસ્તિ–નાસ્તિથી કથન કરે છે. મોહનો નાશ કર્યો
તે નાસ્તિ અને સાચું આત્મસ્વરૂપ પામ્યો તે અસ્તિ છે. ત્યારપછી રાગદ્વેષ છોડવા તે નાસ્તિ અને શુદ્ધાત્માની
પ્રાપ્તિ તે અસ્તિ. જે શુદ્ધાત્મા જાણ્યો તે તરફ જેટલો ઢળું તેટલો લાભ છે, જેટલો પરાશ્રયભાવ થાય તેટલો
શુદ્ધોપયોગ લૂંટાય છે. સમ્યક્ આત્મતત્ત્વની પ્રાપ્તિ અને મિથ્યાત્વનો નાશ કર્યા પછી શુદ્ધાત્મસ્વરૂપમાં
એકાગ્રતારૂપ જે શુદ્ધભાવ છે તે જ શુદ્ધાત્માનું તત્ત્વ છે, જેટલા પુણ્ય–પાપભાવો થાય છે તે શુદ્ધાત્માનું તત્ત્વ નથી,
તે તો આત્માના શુદ્ધોપયોગને લૂંટનારા છે. પુણ્યપાપ રહિત આત્મતત્ત્વને પામીને જો શુભ અને અશુભ
ઉપયોગને છોડી દે છે તો જીવ શુદ્ધ આત્માને પામે છે. દર્શનમોહનો નાશ કરીને આખો આત્મા પ્રાપ્ત કર્યો છે પણ
હજી પર્યાયમાં પૂર્ણ શુદ્ધતા પ્રગટી નથી. પૂર્ણ શુદ્ધદશા તો રાગ–દ્વેષના નાશથી થાય છે. અહીં પૂર્ણ શુદ્ધદશા પ્રગટે
છે, એ અપેક્ષાએ ત્યાં શુદ્ધઆત્મ તત્ત્વનો અનુભવ નથી એમ કહ્યું છે. સમ્યગ્દર્શન થતાં જ આખો
શુદ્ધાત્મસ્વભાવ તો પ્રાપ્ત થઈ ગયો. પરંતુ જ્યાં સુધી જીવ રાગ–દ્વેષને ન છોડે ત્યાં સુધી દ્રવ્ય–ગુણ–પર્યાયથી શુદ્ધ
આત્માનો અનુભવ થતો નથી. મૂળમાં તો આચાર્યદેવે અસ્તિથી જ વાત કરી છે કે જીવ જો રાગ–દ્વેષને છોડે છે
તો તે શુદ્ધાત્માને પામે છે. એટલે કે જેમણે પોતાના સમ્યક્ આત્મસ્વરૂપને પ્રાપ્ત કર્યું છે એવા જીવો રાગ–દ્વેષ છોડે
જ છે ને શુદ્ધાત્માને પામે જ છે.
બતાવ્યા પછી ચારિત્રમોહના નાશનો ઉપાય બતાવે છે. મિથ્યાત્વનો નાશ કરીને સમ્યક્ આત્મતત્ત્વની શ્રદ્ધા
પ્રગટ કરીને પણ, જો પર્યાયમાંથી શુદ્ધોપયોગવડે રાગદ્વેષને છોડે છે તો જ જીવ મુક્તિ પામે છે. રાગદ્વેષમાં એકતા
માનવાથી ધર્મ થતો નથી અને સ્વભાવમાં એકતા કરવાથી ધર્મ થાય છે–એમ સમ્યક્શ્રદ્ધા કરીને પણ જીવ
પોતાના ઉપયોગને સ્વદ્રવ્યમાં જ લીન કરે છે તો જ તે શુદ્ધ આત્માના અનુભવને પામે છે.
થાય છે તેટલો અશુદ્ધતાનો અનુભવ પણ હોય છે; માટે
PDF/HTML Page 9 of 17
single page version
કહ્યો છે. પહેલાંં અરિહંતના દ્રવ્ય–ગુણ–પર્યાયનું સ્વરૂપ જાણીને તેવા જ પોતાના આત્માની શ્રદ્ધા કરી હતી અને
હવે પોતાનો આત્મા સાક્ષાત્ તેવો થઈ ગયો. જેવા અરિહંતના દ્રવ્ય–ગુણ–પર્યાય છે તેવા જ પોતાના દ્રવ્ય–ગુણ–
પર્યાય થઈ ગયા.
શુભ કે અશુભભાવમાં જોડાય તો તે પ્રમાદ છે. શુભભાવ પણ પ્રમાદ છે. સમ્યગ્દર્શનપૂર્વક મુનિદશામાં જે પંચ–
મહાવ્રતની લાગણી તે પણ પ્રમાદ જ છે, તે પ્રમાદના તંત્રને આધીન થવાથી શુદ્ધ આત્મતત્ત્વના સ્વરૂપના વેદન
રૂપ ચૈતન્યચિંતામણિ ચોરાઈ જાય છે. માટે શુભભાવ તે ચૈતન્ય ચિંતામણીનો ચોર છે. તો પછી અશુભ
લાગણીની તો વાત જ શું કરવી? આચાર્યદેવને વર્તમાનકાળે મુનિદશા તો વર્તે છે પરંતુ કેવળજ્ઞાન પ્રગટ થાય
તેવો શુદ્ધોપયોગ નથી અને કંઈક શુભોપયોગ રહી જાય છે, તેનો નકાર કરીને તેઓશ્રી સંપૂર્ણ શુદ્ધોપયોગની
શુભને દૂર કરીને શુદ્ધોપયોગ જ્યારે પ્રગટ કરે છે ત્યારે જ મોહનો સંપૂર્ણ ક્ષય થઈને પૂર્ણદશા પ્રગટે છે.
સમ્યગ્દર્શન તો પહેલાંં જ સ્થાપીને પછીની આ વાત છે.
છે–રાગદ્વેષરૂપે પરિણમે છે, તો પ્રમાદ–આધીનપણાને લીધે શુદ્ધાત્મતત્ત્વના અનુભવરૂપ ચિંતામણિ ચોરાઈ
જવાથી અંતરમાં ખેદ પામે છે.
પ્રગટ્યા છતાં પણ જીવ જો શુભ લાગણીને ફરી ફરીને અનુસરે તો શુદ્ધાત્માના અનુભવરૂપ ચિંતામણિ ચોરાઈ
જવાથી અંતરમાં ફરી ફરીને ખેદ પામે છે. શુદ્ધ ઉપયોગ તે જ એક જીવને સુખદાયક છે, શુભ ઉપયોગ તે દુઃખ છે.
છઠ્ઠાગુણસ્થાને શુભ વિકલ્પ ઊઠે છે તે દુઃખ છે, ખેદકારક છે. અહા, નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગદશા અટકે છે ને
શુભ–અશુભ ઉપયોગમાં જોડાણ થાય છે તે ખેદ છે, તેનાથી નિર્વિકલ્પ શુદ્ધાત્મ રમણતા ચોરાઈ જાય છે.
સહજાનંદ સ્વભાવમાં ઉપયોગની સંપૂર્ણ લીનતા ન થતાં, વિપરીત દશા થઈ ત્યારે રાગદ્વેષરૂપ અશુદ્ધઉપયોગ
થયો, તેનાથી આત્મસ્વરૂપમાં રમણતાનો ભંગ પડે છે. શુભવૃત્તિ થાય તેનાથી ધર્માત્મા મુનિને પણ અંતરમાં
દુઃખ છે–ખેદ થાય છે. જો સ્વરૂપની રમણતામાં જ ટકીને શુદ્ધ ઉપયોગ પ્રગટ ન કરું તો પ્રમાદથી શુભ ઉપયોગમાં
આવી જાઉં છું અને મારા કેવળજ્ઞાનના કારણરૂપ અનુભવચિંતામણિ ચોરાઈ જાય છે. તેથી મારે રાગદ્વેષને
થાય છે તેટલું ચૈતન્ય અનુભવરત્ન ચોરાઈ જાય છે. માટે સર્વે શુભ અશુભથી રહિત થઈને સ્વરૂપમાં સંપૂર્ણ
જાગૃત રહેવું તે જ મોક્ષ પામવાનો ઉપાય છે.
વગેરેનું પ્રતિક્રમણ છે. સૌથી પહેલાંં મિથ્યાત્વના પ્રતિક્રમણ વગર એકે પ્રકારનું પ્રતિક્રમણ હોય જ નહિ. અહીં તો
સંપૂર્ણ મોહનો ક્ષય કરીને મોક્ષદશા પ્રગટ કરવાના ઉપાયની વાત ચાલે છે. સમ્યગ્દર્શન થયા છતાં જો જીવ
રાગદ્વેષને ન છોડે તો તે મુક્તિ પામતો નથી.
PDF/HTML Page 10 of 17
single page version
પોતાનું પરમાર્થ સ્વરૂપ જાણીને તેની શ્રદ્ધા કરે અર્થાત્ પુણ્ય–પાપ રહિત પોતાનો અભેદ ચૈતન્યમય સ્વભાવ છે
પાપ રહિત શુદ્ધાત્મસ્વરૂપને જાણ્યા છતાં પુણ્ય–પાપમાં ઉપયોગની એકતા કરવી તે ચારિત્ર અપેક્ષાએ અધર્મ છે.
અને સમ્યગ્દર્શન પ્રગટ કરીને શુદ્ધ આત્મદ્રવ્યમાં જ પર્યાયની એકતા કરવી તે ચારિત્રધર્મ છે.
જીવને રાગદ્વેષ ટાળીને સ્વરૂપમાં અત્યંત જાગૃત રહેવું યોગ્ય છે. આચાર્યદેવે અહીં શુભ ઉપયોગને તરછોડીને
શુદ્ધ ઉપયોગની ઉગ્રતા બતાવી છે.
લાગણીથી શુદ્ધ ચારિત્ર લૂંટાય છે; માટે તે શુભોપયોગના અંશોને પણ છોડવા માટે હું અત્યંત પુરુષાર્થ વડે
જાગૃત રહું છું. જો આચાર્યદેવને સંપૂર્ણ શુદ્ધોપયોગની જાગૃતિ હોય તો ‘હું જાગૃત રહું’ એવી વૃત્તિ પણ કેમ
હોય? ‘હું જાગૃત રહું’ એવી લાગણી પોતે જ અજાગૃતિરૂપ પ્રમાદ છે. આચાર્યદેવને શુભ લાગણી વર્તે છે પણ તે
તોડવાની ભાવના કરે છે. અહો! જે રીતે અરિહંતોએ મોહનો ક્ષય કર્યો તેવી રીતે અમે પણ અત્યારે સંપૂર્ણ શુદ્ધ
ઉપયોગ જાગૃત કરી મોહનો સર્વથા ક્ષય કરીએ અને અરિહંત જેવો શુદ્ધ આત્મઅનુભવ કરીએ! મારા
શુદ્ધસ્વભાવની પૂર્ણ સ્થિરતાને આ શુભ ઉપયોગ લૂંટી જાય છે, માટે તે શુભ ઉપયોગરૂપ મોહને નાશ કરવા માટે
મારે સ્વરૂપમાં અત્યંત જાગૃત રહેવું યોગ્ય છે. અહો, કેવી આચાર્ય ભગવાનની અંતર દશા છે!!
પ્રરૂપણા સાંભળીને ‘આ ખોટું છે’ એમ અંતરમાં તલાક (તિરસ્કાર, ઉત્થાપવાનો ભાવ) ન આવે તો તે જીવને
સમ્યગ્દર્શન ભૂમિકાનો આશ્રય પણ રહેતો નથી. પરંતુ જ્યાંસુધી તે વૃત્તિ આવે ત્યાંસુધી સ્વરૂપ સ્થિરતાની
ભૂમિકા અટકે છે.
સ્વરૂપ સ્થિરતા ન થતી હોય ત્યારે જો સત્નું બહુમાન છોડીને બીજાનું બહુમાન આવે તો તે જીવનું સમ્યકત્વ જ
લૂંટાઈ જાય છે. પોતાને વીતરાગતા થઈ નથી અને રાગદ્વેષરૂપ વિકલ્પો તો ઊઠે છે છતાં જો સત–અસતનો
વિવેક કરીને સત્ના બહુમાનનો અને અસત્ના ઉત્થાપનનો વિકલ્પ ન ઊઠે તો તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે. અસત્–
પ્રરૂપણા સાંભળીને ‘આ અસત્ છે’ એમ ખ્યાલ આવે છે છતાં જે જીવને અંતરથી તેના ઉત્થાપનની વૃત્તિ નથી
થતી અને અન્યત્ર તો રાગદ્વેષ થાય છે તે જીવને સમ્યગ્દર્શનની ભૂમિકાના રાગનો વિવેક નથી, તેને સમ્યગ્દર્શન
ભૂમિકા જ નથી. સમ્યગ્દ્રષ્ટિને જ્યારે વિકલ્પ હોય ત્યારે તેને સતના બહુમાન તરફ જ વલણ થાય છે. જો વિકલ્પ
તોડીને શુદ્ધોપયોગથી આત્મામાં લીન થઈ જાય તો તો પૂર્ણતા પ્રગટે છે. તેને તો કોઈ પ્રત્યે રાગદ્વેષની વૃત્તિ
હોતી જ નથી, પણ સમ્યગ્દર્શન પછી અસ્થિરદશામાં રાગદ્વેષની વૃત્તિઓ થતી હોય ત્યારે તો સતનું બહુમાન
PDF/HTML Page 11 of 17
single page version
સંપૂર્ણ શુદ્ધચારિત્ર દશાને અટકાવે છે–કેવળજ્ઞાનને અટકાવે છે. માટે અહીં આચાર્યદેવ કહે છે કે મારે રાગદ્વેષને
ટાળવા માટે અત્યંત જાગૃત રહેવું યોગ્ય છે.
પરિણમતો નથી, તે જ અભેદરત્નત્રયપરિણત જીવ શુદ્ધ–બુદ્ધ–એક સ્વભાવ આત્માને પ્રાપ્ત કરે છે–મુક્ત થાય છે.”
સમ્યગ્દર્શન પ્રગટ કરવાનો ઉપાય બતાવીને પછી રાગ–દ્વેષ ટાળવાની વાત કરી છે. સમ્યગ્દર્શન પછી જો
સ્વરૂપના અનુભવમાં જ જીવ પોતાનો ઉપયોગ લીન કરે છે, તો તેને ફરી ફરી રાગાદિ થતા નથી; તે જીવ
અભેદરત્નત્રયરૂપ પરિણમેલ છે, તેને રાગદ્વેષરૂપ વિકલ્પ તૂટીને સ્વરૂપની એકાગ્રતા થતાં રત્નત્રયનો ભેદ તૂટીને
રત્નત્રયની અભેદતા થઈ એટલે તેને શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રની સ્વમાં જ એકતા થઈ. એવો તે જીવ શુદ્ધ–બુદ્ધ એક
જ્ઞાનસ્વભાવી આત્માને પ્રાપ્ત કરે છે અર્થાત્ તે જીવ કેવળજ્ઞાન પામીને મુક્ત થાય છે.
વડે ત્રણ પ્રકારના કષાયોનો નાશ કરીને–છઠ્ઠું ગુણસ્થાન (સરાગ ચારિત્ર દશા) પ્રગટ કરે તોપણ ત્યાં જે રાગનો
અંશ છે તે આત્માની શુદ્ધતાને રોકે છે તેથી તે રાગના નિવારણ માટે અર્થાત્ પ્રમાદરૂપી ચોરથી શુદ્ધોપયોગનું
રક્ષણ કરવા માટે સ્વરૂપમાં અત્યંત સાવધ રહેવું યોગ્ય છે.
બધાય તીર્થંકરોએ પોતે કર્યો અને તેઓએ જગતના ભવ્ય જીવોને એનો જ ઉપદેશ કર્યો. તેઓને નમસ્કાર હો!
किच्चा तधोवदेसं णिव्वादा तेणमो तेसिं।।
ઉપદેશ પણ એમ જ કરી, નિર્વૃત થયા; નમું તેમને.
તીર્થંકરોએ શું કર્યું અને ઉપદેશમાં જગતને શું કહ્યું? તે તેમાં સ્પષ્ટપણે ભગવાન શ્રીકુંદકુંદાચાર્યદેવે બતાવ્યું છે.
PDF/HTML Page 12 of 17
single page version
બીજા ધર્મો હોય જ નહિ, ને અગિયારસને દિવસે તપ ધર્મ જ હોય. ખરેખર તો આત્માના વીતરાગભાવમાં
ઉત્તમ ક્ષમાદિ દસે ધર્મો એક સાથે જ છે. એક દિવસે એક ધર્મ અને બીજા દિવસે બીજો ધર્મ–એમ નથી. પરંતુ
એક સાથે દસે ધર્મોનું વ્યાખ્યાન થઈ શકે નહિ તેથી ક્રમસર એકેક ધર્મનું વ્યાખ્યાન કરવાની પદ્ધત્તિ છે. પાંચમ–
છઠ્ઠ વગેરે દિવસો તે તો કાળની અવસ્થા છે–જડ છે, તેમાં કાંઈ ઉત્તમ ક્ષમાદિ ધર્મ રહેલો નથી. સમ્યગ્દર્શનપૂર્વક
ઉત્તમક્ષમાદિ એકેય ધર્મ હોતાં નથી. ઉત્તમ ક્ષમાદિ ધર્મો તે સમ્યક્ચારિત્રના ભેદો છે. મુખ્યપણે મુનિદશામાં આ
ધર્મો હોય છે. શ્રી પદ્મનંદી આચાર્યદેવ ઉત્તમ તપધર્મનું વર્ણન કરે છે–
तद्द्वेधा द्वादशधा जन्माम्बुधियानपात्रमिदम्।।
તેનાથી નાશ થાય છે. જે ભાવથી શુભ–કે અશુભ કર્મો બંધાય તે ખરેખર તપ નથી, પણ જે ભાવથી જ્ઞાન–
દર્શનની શુદ્ધિ પ્રગટે ને કર્મનો ક્ષય થાય તે તપ છે; એ તપ આત્માનું વીતરાગી ચારિત્ર છે. નિશ્ચયથી તો
ત્યાં શુભરાગરૂપ વ્યવહાર તપ હોય છે. તે વ્યવહાર તપના સામાન્યપણે બે પ્રકાર છે. એક બાહ્યતપ ને બીજો
આભ્યંતર તપ. તથા વિશેષપણે ૧–અણશન, ૨–અવમૌદર્ય, ૩ વૃત્તિપરિસંખ્યાન, ૪–રસપરિત્યાગ, પ–વિવિક્ત
શય્યાસન, ૬–કાયકલેશ, ૭–પ્રાયશ્ચિત, ૮–વિનય, ૯–વૈયાવૃત્ય, ૧૦–ન્યુત્સર્ગ, ૧૧–સ્વાધ્યાય અને ૧૨–ધ્યાન એ
બાર ભેદ છે. તેમાં પહેલાંં છ પ્રકારો બાહ્યતપના ભેદો છે અને પછીના છ પ્રકારો આભ્યંતર તપના ભેદો છે. એ
ધ્યાનમાં રાખવું કે આ બધાય પ્રકારના તપ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન પછી જ હોય છે. સમ્યગ્દર્શન વગર
કાયકલેશ, અણશન કે સ્વાધ્યાય વગેરે કરે તેને નિશ્ચયથી કે વ્યવહારથી કોઈ રીતે તપ કહી શકાતો નથી. ઉત્તમ
તપ તે સમ્યક્ચારિત્રનો ભેદ છે, સમ્યક્ચારિત્ર સમ્યગ્દર્શન વગર હોતું નથી; પુણ્ય કે પાપરૂપ કોઈ ઈચ્છા
આત્મસ્વભાવમાં નથી. ઈચ્છારહિત નિર્મળ ચૈતન્યસ્વરૂપને ઓળખીને તેના અનાકુળ આનંદના અનુભવમાં
अतोहि निरूपद्रवश्चरति तेन धर्मश्रिया यतिः समुपलक्षितः पथि विमुक्तिपुर्याः सुखम्।।
થઈ જાય છે. સમ્યગ્દર્શન જ્ઞાન–ચારિત્રરૂપી રત્નો સાથે રાખીને મોક્ષમાર્ગમાં ચાલનારા મુનિવરોને જો તપરૂપી
રક્ષક સાથે ન હોય તો વિષયકષાયરૂપી ચોર તેની લક્ષ્મીને
PDF/HTML Page 13 of 17
single page version
સમ્યગ્જ્ઞાન થયા પછી પણ વિષય–કષાયોને જીતવા દુર્લભ છે, પરંતુ મુનિવરો પરદ્રવ્યોથી પરાઙમુખ થઈને જ્યારે
સ્વરૂપમાં ઠરે છે ત્યારે તે વિષયકષાયો ક્ષણમાત્રમાં નષ્ટ થઈ જાય છે. માટે મોક્ષમાર્ગમાં ગમન કરી રહેલા
યોગીઓને ભગવાનની ભલામણ છે કે હે મુનિઓ! વિષય–કષાયરૂપી ચોરોથી તમારી રત્નત્રયરૂપી લક્ષ્મીને
મોક્ષ તરફ ગમન કરતાં સ્વભાવની સ્થિરતાના પુરુષાર્થને સાથે રાખવાથી, વચ્ચે કોઈ વિઘ્ન કરવા સમર્થ નથી.
स्तोकं तेन प्रसभमखिलकृच्छ्रलब्धे नरत्वे यद्येतर्हि स्खलसि तदहो का क्षतिजीव ते स्यात्।।
કણીયાની ગણતરી નથી તેમ, સમ્યક્તપના અનાદરથી મિથ્યાત્ત્વને લીધે જે અનંતુ દુઃખ થશે તેની પાસે તપના
અલ્પ દુઃખની ગણતરી કાંઈ નથી. તપ તે ચારિત્રધર્મ છે અને તે તો પરમ આનંદનું કારણ છે, તે દુઃખનું જરાપણ
કારણ નથી, પણ તેની સાથે જે રાગ રહી જાય છે તેનું અલ્પ દુઃખ છે–એમ સમજવું. અહીં તો જેને ચારિત્રદશામાં
અલ્પ ખેદ થાય છે ને નિરૂત્સાહી થઈ જાય છે તેને સમજાવવા કહે છે કે હે જીવ! આ તપમાં તો તને બહુ અલ્પ
છે. એની પાસે તો તારા તપમાં જે પ્રતિકૂળતા છે તેની કાંઈ ગણતરી નથી. છતાં તું તપથી કેમ ભયભીત થાય
છે? અહો! સાદિ અનંત પરમાનંદના કારણભૂત એવા ઉત્તમ તપને ધારણ કરવામાં તને શું હાનિ છે? સમ્યક્
તપનું પાલન કરતાં બહારમાં પ્રતિકૂળતા આવે તેનાથી ખેદ ન પામ, સમ્યક્ તપ તને જરાય દુઃખનું કારણ નથી
પણ મોક્ષદશાના પરમ સુખનું કારણ છે.
કોઈક મંદ પુરુષાર્થી જીવને પ્રતિકૂળતા વગેરેમાં લક્ષ જતાં ખેદ થતો હોય અને કઠણ લાગતું હોય, તેથી સહેજ
અણગમો થઈ જતો હોય, તો તે અણગમાને લીધે તેને જરાક દુઃખ લાગે છે. એ અપેક્ષાએ ઉપચારથી તપમાં
નથી. અલ્પ કલેશની ગણતરી મુખ્ય કરીને રત્નત્રય સહિત ઉત્તમ તપધર્મમાં ઉત્સાહ ઘટાડવો ઠીક નથી.
મારું સ્વરૂપ નથી, આ વૃત્તિ થઈ તે ચારિત્રનો ભાગ નથી પણ દોષ છે. વિશેષ સહનશીલતા નથી ને ખેદ થાય
છે તેનો આરોપ કરીને તપમાં અલ્પ દુઃખ કહ્યું છે. અને ચારિત્ર સ્થિર રહેવા માટે કહ્યું કે અત્યારે જરાક દુઃખથી
ડરીને જો ચારિત્રનો જ અનાદર કરી નાખીશ તો મિથ્યાત્વ થશે અને તેના ફળમાં જે અનંત દુઃખ મળશે, તેને તું
કેમ સહન કરી શકીશ? અત્યારે અલ્પદુઃખ સહન કરીશ તો સમ્યક્ તપના ફળમાં અનંત મોક્ષસુખને પામીશ.
લીન થઈ જતાં ઈચ્છા તૂટી જાય તે ઉત્તમ તપ ધર્મ છે. આચાર્યદેવ એવા ઉત્કૃષ્ટ તપ માટેની પ્રેરણા કરે છે.
स त्यागो वपुरादि निर्ममतया नो किंचनास्ते यते–
ज्ञकिंचन्यमिदं च संसृतिहरो धर्मः सतां सम्मतः।।
PDF/HTML Page 14 of 17
single page version
સમ્યગ્જ્ઞાનપૂર્વક અત્યંત નિકટ શરીરમાં પણ મમતાનો ત્યાગ કરીને શુદ્ધસ્વરૂપમાં રમણતા પ્રગટ કરે ત્યાં
મુનિઓને સર્વે પર ભાવોનો ત્યાગ થઈ જાય છે. આત્માના ભાનપૂર્વક શરીરાદિ સર્વે પદાર્થો ઉપરની મમતાનો
ત્યાગ કર્યો તેમાં ઉત્તમ આકિંચન્યધર્મ પણ આવી જાય છે. એક જ શ્લોકમાં આચાર્યદેવે બે ધર્મોનું વર્ણન કર્યું છે.
છે, તે જ ઉત્તમ ત્યાગ છે. શ્રુતની વ્યાખ્યા કરતી વખતે વાણી કે વિકલ્પ હોય તે કાંઈ ધર્મ નથી. શ્રુતનું રહસ્ય તો
આત્મસ્વભાવ છે, વીતરાગભાવ એ જ સર્વશ્રુતનું પ્રયોજન છે. વિકલ્પ હોવા છતાં તે વખતે વીતરાગી
જ્ઞાનસ્વભાવના આશ્રયે સમ્યક્શ્રુતની વૃદ્ધિ થાય છે, અને રાગ ટળતો જાય છે. –આ જ ધર્મ છે. જેવું વસ્તુસ્વરૂપ
છે તેવું વ્યાખ્યાન કરતાં– એટલે કે આત્માના સ્વભાવામાં વિપરીતતા ન થાય એવી રીતે સમ્યગ્જ્ઞાનનું ઘોલન
કરતાં મુનિઓને ઉત્તમ ત્યાગધર્મ હોય છે. ગૃહસ્થોને પણ આત્મસ્વભાવના લક્ષે શ્રુતનું ઘોલન–સ્વાધ્યાય કરતાં
શ્રુતજ્ઞાનની નિર્મળતા વધે છે. ને રાગ તૂટતો જાય છે, તેથી તેટલે અંશે તેને પણ ત્યાગધર્મ છે. મિથ્યાદ્રષ્ટિને તો
એકલો અધર્મ જ હોય છે. સમ્યગ્દર્શન થયા પછી જ સાધકજીવને નિશ્ચયધર્મ અને વ્યવહારધર્મ એવા બે પ્રકાર
છે. જેટલો વીતરાગભાવ થયો છે તેટલો ખરેખર ધર્મ છે, ને શુભરાગ રહ્યો તે ખરેખર ધર્મ તો નથી, પણ ધર્મી
જીવને તે રાગનો નિષેધ વર્તે છે તેથી ઉપચારથી તેને ધર્મ કહેવાય છે.
જ્ઞાનનું જ્ઞાનમાં જેટલું ઘોલન થાય છે તેટલો પરમાર્થત્યાગ છે. પરમાર્થે તો શ્રુતજ્ઞાન તે આત્મા જ છે, તેથી
આત્મસ્વભાવનું ઘોલન રહે તે જ નિશ્ચયથી શ્રુતની વ્યાખ્યા છે અને એ જ ઉત્તમ ત્યાગ ધર્મ છે. ત્યાગના નવ
પ્રકાર કે ઓગણપચાસ પ્રકાર તો વ્યવહારથી છે. શુભરાગ વખતે કેવા કેવા પ્રકારના નિમિત્તો હોય છે અને રાગ
તોડીને જ્ઞાયકસ્વભાવમાં લીનતા થતાં કેવાકેવા પ્રકારના નિમિત્તો ઉપરથી લક્ષ છૂટી જાય છે તે બતાવવા માટે
બહારના ભેદોથી વર્ણન છે. જે જીવો મૂળભૂત વસ્તુસ્વરૂપ ન સમજે તેઓ ભંગ–ભેદના કથનમાં અટકી પડે છે.
ઉત્તર:– ઉપદેશમાં કથનો તો નિમિત્ત અપેક્ષાએ હોય, પરંતુ દરેક વસ્તુ સ્વતંત્ર છે એવું ભેદજ્ઞાન રાખીને
અને રાગ જુદા છે, રાગને કારણે વચનો બોલવાની ક્રિયા થતી નથી. બાહ્ય વચનો તો નિમિત્તમાત્ર છે, અને તે
વચનો તરફનો રાગ પણ ખરેખર ત્યાગધર્મ નથી, પરંતુ તે વખતે સ્વભાવના આશ્રયે જે જ્ઞાનસામર્થ્ય વધતું
જાય છે, તે જ ત્યાગ છે. રાગનો ત્યાગ ત્યાં થઈ જાય છે. યથાર્થ ભેદવિજ્ઞાન વગર ધર્મનું આરાધન થઈ શકે
નહિ અને સાચી ક્ષમાપના થાય નહિ. મિથ્યાત્વ એ જ સૌથી મોટો ક્રોધ છે, સમ્યગ્દર્શનવડે તે મિથ્યાત્વ ટાળ્યા
વગર ક્ષમાધર્મ પ્રગટે નહિ.
કરીને વીતરાગભાવ પ્રકટ કરું અને રાગના એક અંશથી પણ સ્વભાવને ખંડિત ન કરું. આનું નામ સાચી ક્ષમા
ક્રોધ કરનાર છે.
ધર્માત્માઓ ટકે ને સમ્યક્શ્રુતજ્ઞાનની વૃદ્ધિ થાય’ એવી ભાવનારૂપ વિકલ્પ તે પણ રાગ છે. આત્મા તેનો કર્તા
નથી. અંતરમાં પરિપૂર્ણ શુદ્ધ ચૈતન્ય સ્વભાવના
PDF/HTML Page 15 of 17
single page version
જ્ઞાનમાં ઠર્યું તે જ ત્યાગ છે, આત્માએ રાગને છોડ્યો એ પણ ઉપચારથી છે. પર્યાયમાં રાગ હતો અને છોડ્યો
એ કથન વ્યવહારનયનું છે–પર્યાય અપેક્ષાનું છે. સ્વભાવથી તો આત્માએ રાગ કર્યો પણ નથી ને છોડ્યો પણ
નથી. રાગ આત્માના સ્વભાવમાં હતો નહિ, તો પછી તેનો ત્યાગ કઈ રીતે કહેવો? રાગ તો પર્યાયદ્રષ્ટિ માં હતો,
જયાં પર્યાયદ્રષ્ટિ જ ટળી ગઈ ને સ્વભાવદ્રષ્ટિ થઈ ત્યાં રાગ છે જ નહિ. તેથી રાગનો ત્યાગ કરનાર આત્માને
કહેવો તે ઉપચાર કથન છે. વળી જે સમયે રાગ થાય છે તે સમયે તો તેનો ત્યાગ હોતો નથી, પણ આત્મા જ્યારે
સ્વભાવમાં એકાગ્ર રહે છે ત્યારે રાગની ઉત્પત્તિ જ થતી નથી, એથી ‘રાગનો ત્યાગ કર્યો’ એમ કહેવાય છે.
સ્વભાવની લીનતામાં રહેતાં રાગની ઉત્પત્તિ જ ન થઈ તેનું નામ જ રાગનો ત્યાગ છે. રાગરહિત જ ત્રિકાળ
સ્વભાવ છે–એવી શ્રદ્ધા થતાં સર્વે રાગનો શ્રદ્ધામાંથી તો ત્યાગ થઈ જ ગયો. રાગરહિત ત્રિકાળી સ્વભાવ છે
એના અનુભવ વગર પર્યાયમાંથી રાગનો ત્યાગ થઈ શકે નહિ. રાગને પોતાનું સ્વરૂપ માનતો હોય તે જીવ
રાગનો ત્યાગ કરી શકે જ નહિ.
જ્ઞાનસ્વભાવ છે. પરદ્રવ્યને પર જાણ્યું, પછી પરભાવનું ગ્રહણ નહિ તે જ ત્યાગ છે. એ રીતે સ્થિર થયેલું જ્ઞાન તે
જ પ્રત્યાખ્યાન છે. આ નિશ્ચયથી ત્યાગનું સ્વરૂપ છે. એકલા જ્ઞાનસ્વભાવમાં ઠરતાં રાગ થતો જ નથી તેથી તે
જ્ઞાન પોતે જ રાગના ત્યાગસ્વરૂપ છે. આત્માએ રાગને છોડ્યો એમ કહેવું તે પણ વ્યવહાર છે.
આત્મસ્વભાવમાં સ્થિરતા ન રહે ત્યારે કેવા પ્રકારનો શુભરાગ હોય તે જણાવ્યું અને તે રાગ વખતે જે
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર વર્તે છે તેનો ઉપચાર શુભરાગને ત્યાગધર્મ કહ્યો છે. ખરેખર તો અંતરમાં જ્ઞાનનું
ઘોલન થતાં વીતરાગભાવની વૃદ્ધિ થાય તે જ ત્યાગ છે. પુસ્તક દેવા–લેવાની કે બોલવાની ક્રિયાનો ખરેખર
આત્મા કર્તા છે એમ જે માને તે મિથ્યાદ્રષ્ટિ છે, તેને તો પરનો અહંકાર છે, તેથી તેને સાચો ત્યાગ હોતો નથી.
જ્ઞાનીઓને સ્વભાવના બહુમાનના જોરે જ્ઞાનની એકાગ્રતામાં વૃદ્ધિ થઈ તેથી, તે વખતે બહારમાં વર્તતી શાસ્ત્રાદિ
લેવા–દેવાની ક્રિયામાં ઉપચાર કરીને તેને ત્યાગધર્મ કહ્યો છે. બહારની ક્રિયા વખતે તેમ જ રાગ વખતે જ્ઞાનીનો
અંતરંગ અભિપ્રાય શું છે તે સમજવું જોઈએ. જો રાગથી ભિન્ન આત્માના જ્ઞાનસ્વભાવનો વિશ્વાસ આવે તો
જ્ઞાનીનું અંતર–હૃદય સમજાય. જે પોતે રાગાદિ સાથે જ્ઞાનસ્વભાવને એકમેક માને છે તેને જ્ઞાનીનું હૃદય યથાર્થ
સમજાય નહિ. જ્ઞાનીનું જ્ઞાન રાગથી અને જડની ક્રિયાથી જુદું છે. લોકોની ભાષામાં તો બહારથી બોલાય કે આ
લીધું ને આ દીધું, પણ ખરેખર જ્ઞાની કોઈ બહારની ક્રિયામાં નથી, રાગમાં પણ નથી, જ્ઞાની તો ચૈતન્ય
સ્વભાવમાં જ છે, આવું ભેદજ્ઞાન પોતાના આત્મામાં કરવું તે જ સમાધાન છે. પોતે ભેદજ્ઞાન કરે તો જ્ઞાની શું
કરે છે તે જાણે. કોઈ એમ કહે કે–આ તો બીજાને નિરૂત્તર કરવાનું સાધન છે. –તો કહે છે કે–ભાઈ, આ નિરૂત્તર
કરવા માટે નથી પણ વસ્તુસ્થિતિ જ એવી છે. ઊલટું તને એમ કહ્યું કે તું પહેલાંં તારા જ્ઞાનને રાગથી જુદું
ઓળખ, એટલે કે તું પોતે જ્ઞાની થા, તો તને ખબર પડે કે જ્ઞાની શું કરે છે? જ્ઞાની જ્ઞાનભાવ જ કરે છે, રાગ
થાય છે તેને સ્વભાવ તરીકે સ્વીકારતા નથી તેથી તેઓ ખરેખર રાગને કરતા નથી પણ છોડે છે. આવું
વસ્તુસ્વરૂપ જાણવું તે જ અનંતકાળના મિથ્યાત્વના ત્યાગનો ઉપાય છે. બાહ્યદ્રષ્ટિ જીવો બહારના ત્યાગને દેખે
છે, પણ આત્મસ્વભાવની સાચી ઓળખાણ કરતાં, અનંતકાળે નહિ થયેલ એવો મિથ્યાત્વનો અપૂર્વ ત્યાગ
ધર્માત્માને હોય છે, તેને તેઓ દેખતા નથી. જ્ઞાની કદી પરની ક્રિયાના કર્તા થતા જ નથી, જ્ઞાની તો પોતાના
જ્ઞાનનું જ કાર્ય કરે છે, જ્ઞાની રાગને ધર્મ માનતા નથી, જ્ઞાનમાં ઠરતાં રાગનો અભાવ થાય છે તેનું નામ
ખરેખર ઉત્તમ ત્યાગધર્મ છે. અહો, જૈનશાસનમાં જ્ઞાન અને રાગની જુદાઈ ચોકખી જ કહી છે, પણ અજ્ઞાની
તેમને જુદા ન દેખે તેથી શું થાય?
PDF/HTML Page 16 of 17
single page version
જેટલી વીતરાગતા તેટલો જ ધર્મ છે. પણ કેવા પ્રકારના વિકલ્પથી ખસીને વીતરાગભાવમાં એકાગ્ર થાય છે!
અર્થાત્ વીતરાગભાવ પૂર્વે કેવા પ્રકારનો વિકલ્પ હતો તે બતાવવા માટે આ દસ ભેદો છે. ક્ષમા સંબંધી વિકલ્પ
તોડીને વીતરાગ સ્વભાવમાં ઠરે તો તેને ‘ઉત્તમક્ષમાધર્મ’ કહ્યો. એ રીતે અનેક પ્રકારે રાગરહિત આત્માને સમજે
અને રાગનાં અનેક પ્રકારો છે તેને સમજે તો જ્ઞાનની દ્રઢતા થાય. રાગરહિત ચૈતન્ય સ્વભાવની શ્રદ્ધાપૂર્વક
આરાધના કરતાં વચ્ચે પ્રમાદ થતાં વિકલ્પ ઊઠે છે, તે પ્રમાદને દૂર કરીને સ્વભાવના અવલંબને વિશેષ સ્થિરતા
કરવી તેને અહીં ઉત્તમ ત્યાગધર્મ કહ્યો છે. આવો ત્યાગ મુખ્યપણે સાતમા ગુણસ્થાનથી હોય છે અને ગૌણપણે
તો ચોથા ગુણસ્થાનથી શરૂ થાય છે.
આવે ત્યારે વિશેષ પ્રમાદ ન થવા દેવો અને તે વિકલ્પ તોડીને વીતરાગી એકાગ્રતા પ્રગટ કરવી–એવા વિશેષ
ત્યાગ માટે આ વાત છે. જેટલી દશા પ્રગટી છે ત્યાંને ત્યાં પ્રમાદ કરીને ન અટકતાં, સ્વભાવની સ્થિરતાના
જોરપૂર્વક પ્રમાદનો પરિહાર કરીને આગળ વધવા માટેના આ દસ પ્રકારના ઉત્તમ ધર્મોનો ઉપદેશ છે. અહીં
બહારના ત્યાગની વાત જ નથી, મુનિને બાહ્યમાં સર્વ પરિગ્રહનો ત્યાગ હોય છે–એવા બાહ્ય ત્યાગની વાત નથી,
અંતરમાં મુનિને ઘણો વિભાવ ટળી ગયો છે તેટલો ત્યાગધર્મ તો પ્રગટ્યો છે, પણ તેની વાત અહીં નથી. સ્વરૂપ
આગળ વધે–તે ઉત્તમ ત્યાગ ધર્મ છે.
ઊઠે છે તેનો ત્યાગ કરીને વીતરાગભાવ પ્રગટ કરવાની વાત છે. છતાં અહીં નિમિત્તની અપેક્ષાએ કથન છે. તેથી
કહ્યું છે કે મુનિઓ શ્રુતનું વ્યાખ્યાન કરે તે ઉત્તમ ત્યાગ છે. ખરેખર વાણી જડ છે, શબ્દો જડ છે, અને
ભાવનાના જોરે જે જ્ઞાનની એકાગ્રતા વધે છે ને રાગ તૂટે છે–તે જ ત્યાગધર્મ છે.
ને તે જ ઉત્તમ ત્યાગ છે. માત્ર શાસ્ત્રની વ્યાખ્યા તો અજ્ઞાની પણ કરે; અભવ્ય જીવ અગિઆર અંગ ભણી જાય
આત્માની ભાવનાના જોરે નિશ્ચય ચારિત્રદશા વધે છે ને રાગ તૂટે છે તે ધર્મ છે. બહારના નિમિત્તથી અહીં કથન
કર્યું છે.
વિકલ્પ તોડી નાંખીને સ્વભાવમાં ઠરી જાય છે. સ્વભાવના જોરે વિકલ્પનો નકાર છે તેનું નામ ત્યાગ છે. ત્યાં
વાંચવા આપે છે. પણ ‘આ નવા શાસ્ત્રમાં શું વિષયો છે તે પહેલાંં હું જોઈ લઉં, પછી તેમને આપું’ –એવો
આગ્રહ થતો નથી. કેમકે શાસ્ત્રનું પ્રયોજન તો વીતરાગભાવ છે. ને પોતે પણ શાસ્ત્ર તરફનો વિકલ્પ તો તોડવા
જ માંગે છે. અંતરમાં સ્વભાવના જોરે વાંચવાની વૃત્તિનો વેગ તોડી નાખે છે તેનું નામ ઉત્તમ ત્યાગધર્મ છે.
PDF/HTML Page 17 of 17
single page version
તે મુનિનો ઉત્તમ ત્યાગધર્મ છે. પુસ્તક વાંચવામાં પણ જ્ઞાનની વૃદ્ધિનું અને રાગ ઘટાડવાનું પ્રયોજન હતું, તે જ
કેવળજ્ઞાનને નિકટ કરે છે. સ્વભાવના ભાનપૂર્વક ગૃહસ્થોને પણ પોતાની ભૂમિકા મુજબ ઉત્તમ ત્યાગધર્મ હોય છે.
પૃષ્ઠના આ પુસ્તકની કિંમત રૂ
શ્રાવણ સુદ ૧૫: ગુરુ: આ દિવસે શ્રી વિષ્ણુકુમારે અકંપનાચાર્યાદિ ૭૦૧ મુનિઓની ઉપસર્ગથી રક્ષા કરી હતી.
શ્રાવણ વદ ૭ ગુરુ: શ્રીશાંતિનાથ ગર્ભકલ્યાણક.
ભાદરવા સુદ પ: મંગળવારથી ભાદરવા સુદ ૧૪ શુક્રવાર સુધી દશ લક્ષણી પર્વ.
દિવસો ગણવામાં આવશે. પરમાગમ શ્રી પ્રવચનસારજી શાસ્ત્રનું ગુજરાતી પ્રકાશન પણ એ દિવસો દરમિયાન
થશે.
આત્માનો આકાર મોટો હોય કે નાનો હોય પણ તેના પ્રદેશોમાં વધ–ઘટ થતી નથી.
રોકે છે; પરમાણુ સૌથી નાની ચીજ છે. જેટલી જગ્યાને એક પરમાણુ રોકે તેટલી જગ્યાને ‘એક પ્રદેશ’
કહેવાય છે. પરમાણુને એક જ પ્રદેશ છે તેથી તેનો આકાર નાનો–મોટો થતો નથી. સંસારદશામાં જીવનો
સમજણ ન કરે તો ધર્મ પામતો નથી. માટે નાના–મોટા આકાર ઉપર ન જોતાં આત્માના જ્ઞાનસ્વભાવને
સમજવો.
આકાર કુંભાર બનાવતો નથી પણ માટીના પ્રદેશત્વગુણથી જ તે આકાર થાય છે. મકાનનો આકાર કડિયો
કરતો નથી પણ પત્થરના પ્રદેશત્વગુણથી જ તે આકાર થાય છે–એમ સમજવું.