Atmadharma magazine - Ank 006
(Year 1 - Vir Nirvana Samvat 2470, A.D. 1944). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 29
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૧
સળંગ અંક ૦૦૬
Version History
Version
Number Date Changes
001 Nov 2005 First electronic version.

PDF/HTML Page 2 of 29
single page version

background image
સમ્યકત્વની પ્રતિજ્ઞા
[શ્રીમદ્ રાજચંદ્ર]
“મને ગ્રહણ કરવાથી, ગ્રહણ
કરનારની ઈચ્છા ન થાય તોપણ મારે
તેને પરાણે મોક્ષ લઈ જવો પડે છે; માટે
મને ગ્રહણ કરવા પહેલાંં એ વિચાર
કરવો કે મોક્ષે જવાની ઈચ્છા ફેરવવી
હશે તોપણ કામ આવવાની નથી. મને
ગ્રહણ કરવા પછી તો મારે તેને મોક્ષ
પહોંચાડવો જોઈએ. ગ્રહણ કરનાર
કદાચ શિથિલ થઈ જાય તોપણ બને તો
તે જ ભવે અને ન બને તો વધારેમાં
વધારે પંદર ભવે મારે તેને મોક્ષે
પહોંચાડવો જોઈએ. કદાચ મને છોડી
દઈ મારાથી વિરુદ્ધ આચરણ કરે
અથવા પ્રબલમાં પ્રબલ એવા મોહને
ધારણ કરે તો પણ અર્ધ પુદ્ગલ
પરાવર્તનની અંદર મારે તેને મોક્ષે
પહોંચાડવો એ મારી પ્રતિજ્ઞા છે!”
વાર્ષિક લવાજમ છુટક નકલ
અઢી રૂપિયા ચાર આના
શિષ્ટ સાહિત્ય ભંડાર * મોટા આંકડિયા * કાઠિયાવાડ

PDF/HTML Page 3 of 29
single page version

background image
જ્ઞાન સમ્યક્ ક્યારે થયું?
પુ. શ્રી સદ્ગુરુદેવે તા. ૨૪ – ૨ – ૪ ની રાત્રે કહેલા અપુર્વ ન્યાયો
આત્મા વસ્તુ છે. તેમાં અનંત ગુણો છે; તેમાં દર્શનનો વિષય અભેદ–નિર્વિકલ્પ છે. જ્ઞાન વિશેષ અર્થાત્
સ્વ–પરને જાણનારૂં છે. શાસ્ત્રમાં જ્યારે જ્ઞાનની મુખ્યતાથી અધિકાર ચાલતો હોય ત્યારે ભેદથી કથન આવે. દર્શન
અભેદ છે એટલે કે દર્શન પોતાને (દર્શનગુણને) કે પરને જાણતું નથી. દર્શનનો વિષય અખંડ દ્રવ્ય છે. એક
સમયમાં બધા ગુણોનો પિંડ જે દ્રવ્ય છે તે દર્શનનો વિષય છે, એક સમયના દર્શનના વિષયમાં આખું દ્રવ્ય છે.
જ્ઞાનની પર્યાયમાં દર્શનને અને દર્શનના વિષયને (અભેદ દ્રવ્યને) જાણતાં તેમાં (જ્ઞાનની પર્યાયમાં)
આખું દ્રવ્ય અને બધા સંયોગો જણાય છે. જ્ઞાન અનંત ગુણોને અને પોતાને જાણે છે તેથી જ્ઞાનનું સ્વ–પર
પ્રકાશક સામર્થ્ય છે. જ્ઞાનને નક્કી કરતાં તેની એક સમયની પર્યાયમાં આખું દ્રવ્ય અને દ્રવ્યના દર્શન વગેરે
અનંત–ગુણો આવી જાય છે–જણાય છે.
જ્ઞાનના એક સમયમાં પર્યાય અને પૂર્ણ દ્રવ્ય આવી જાય છે; જેવું કેવળજ્ઞાનમાં જણાય તેવું જ જ્ઞાનની
એક સમયની પર્યાયમાં જણાય છે. જ્ઞાનની લોક–અલોકને જાણવાની શક્તિને પણ એક સમયની જ્ઞાનની પર્યાયે
નક્કી કરી છે.
એક જ્ઞાનની પર્યાયમાં વસ્તુપણે તો કૃતકૃત્ય છું [પુરુષાર્થની નબળાઈના કારણે પર્યાયમાં ક્રમ પડે તે
વાત ગૌણ છે.] એમ નક્કી કરતું જ્ઞાન તે સ્વ–પર પ્રકાશક છે.
દર્શનના સ્વભાવને નક્કી કરતું જ્ઞાન તે સાચું જ્ઞાન છે. જ્યાં દર્શન પ્રધાનતાથી વર્ણન ચાલતું હોય ત્યાં તે
પણ જ્ઞાનનો જ વિષય છે, કારણકે દર્શન પોતે પોતાથી જણાતું નથી, પણ દર્શનને જાણનારું જ્ઞાન છે.
દર્શનનો વિષય નક્કી કરે તે જ્ઞાન સમ્યક્ છે; દર્શનનો વિષય અખંડ છે; તે નિમિત્ત, પર્યાય કે ભેદને
સ્વીકારતું નથી. અને જો જ્ઞાનમાં નિમિત્તને ન માને તો જ્ઞાનની ભૂલ થાય છે; છતાં પણ જ્ઞાન તો દર્શનને જાણે
છે અને દર્શનમાં નિમિત્ત પર્યાય કે ભેદનો નકાર છે એમ પણ જાણે છે. આ રીતે બધા ગુણોથી વસ્તુને નક્કી કરે
તે જ્ઞાન સમ્યક્ છે.
આત્માનું લક્ષણ ચેતના; ચેતનામાં બે ભેદ–૧–દર્શન અને ૨–જ્ઞાન. (તેને ગ્રહણ કરવું એકાગ્ર થવું– તે
ચારિત્ર છે.)
દર્શનના વિષયે અભેદ વસ્તુ લક્ષમાં લીધી છે. અને જ્ઞાને દર્શનના આખા વિષયને નક્કી કર્યો છે, જ્ઞાને
દર્શન ગુણને નક્કી કરતાં તેમાં દર્શનના વિષયને પણ નક્કી કર્યો છે.
‘આ રીતે જ્ઞાને દર્શનને જાણ્યું અને દર્શનના વિષયમાં આખું દ્રવ્ય આવ્યું છે તેથી જ્ઞાનમાં બધું આવી
જાય છે. ’
પર્યાય કે નિમિત્ત તે જ્ઞાનમાં પણ ગૌણ થાય છે. પર્યાય ખીલવાની છે કે ખીલી છે એવા ભેદને જ્ઞાન જાણે
છે, દર્શન તો માત્ર ‘નિર્વિકલ્પ અસ્તિ’ છે.
દર્શન જે ઉપયોગ રૂપ ગુણ છે તેનો સામાન્ય વિષય છે. તેને [દર્શનને] પણ જ્ઞાને નક્કી કર્યું છે, અને
તેના અભેદ વિષયને પણ જ્ઞાને નક્કી કર્યું છે. જ્ઞાન સવિકલ્પ છે.–એટલે કાંઈ રાગ વાળું નથી, પણ તેનું સ્વ–
પરને જાણવાનું સામર્થ્ય છે. જ્ઞાનમાં દર્શનને નક્કી કરતાં દર્શનનો અભેદ વિષય પણ નક્કી થઈ જાય છે.
દર્શનના વિષયમાં તો શુદ્ધ પર્યાય થવી તે છે જ નહીં અને જ્ઞાનના વિષયમાં પણ પર્યાય ગૌણ છે.
આત્મામાં જે અનંત ગુણો છે, તે બધાને જાણનાર તો જ્ઞાન જ છે. બીજા બધા તો અસ્તિરૂપે જ છે. જ્ઞાને જે
જાણ્યું તેમાં આખી વસ્તુ એકજ ક્ષણમાં આવી જાય છે. વર્તમાન ઊણી પર્યાય છે તેને પણ જ્ઞાન જાણે છે અને
જ્ઞાનની એક સમયની પર્યાય પરિપૂર્ણ દ્રવ્યને પણ જાણે છે; આ રીતે જ્ઞાન દ્રવ્ય–પર્યાય બન્નેને જેમ છે તેમ જાણે છે.
જે સમયે જ્ઞાન સમ્યક્રૂપે પરિણમ્યું ત્યારે પણ નિમિત્ત અને રાગનું જ્ઞાન કરવાનું તેનું સામર્થ્ય છે.
(અનુસંધાન પાન ૧૦૮–છેલ્લું)

PDF/HTML Page 4 of 29
single page version

background image
પરમ પૂજ્ય સદ્ગુરુદેવ,
એ ધન્યદિનને આજે ૫૪ વર્ષ પૂરાં થયાં કે જે દિને
અમ અનાથોના નાથનો જન્મ થયો. આજે આપ પપ માં
વર્ષમાં પ્રવેશ કરો છો. આજના સુપ્રભાતે અમ સૌ શિષ્ય
જનોની અમારા એ તરણ તારણને ભાવપૂર્વકની ત્રિકાળ
વંદના હો.
આપશ્રીનો અમારા ઉપર અનહદ ઉપકાર છે, ઘોર
અંધકારમાંથી આપ અમોને સૂર્ય સમા ઉજ્વળ અને ચંદ્ર સમા
શીતળ પ્રકાશમાં લાવ્યા છો. ધર્મબુદ્ધિએ આપના પરિચયમાં
આવેલા અનેક મુમુક્ષુ જીવોના આપ ઉદ્ધારક નિવડયા છો.
કૃપાળુદેવ! જગતમાં બૂડતાં સત્યને ઉપર લાવી
વિશ્વધર્મ અને તેનું સ્વરૂપ શું છે તે આપે સ્પષ્ટપણે બાળક
પણ સમજી શકે તેવી ઘરગથ્થુ, સરળ અને મધુરી ભાષામાં
બતાવી જગત પાસે ધર્યું છે.
દુઃખ, દુઃખ અને દુઃખના પોકારો કરતી, સુખને માટે જ્યાં ત્યાં આથડતી માનવ જાતને આપ
શાશ્વત સુખનો રાજમાર્ગ બતાવી રહ્યા છો, કદી ન સાંભળેલી, ન ગળે ઉતરેલી એવી અપૂર્વ વાણી
આપ સંભળાવી રહ્યા છો.
પ્રભુ! અનંત જ્ઞાનીઓએ જગતના જીવોને મરતા બચાવવા માટે આપેલી સંજીવનીની આપ
લ્હાણી કરી રહ્યા છો. પરંતુ ખામી છે અમારા પુરુષાર્થની કે અમો એ અમૃતને પુરેપૂરૂં ઝીલી નથી
શકતાં. છતાં ગુરુદેવ! આપ કરુણા ભીના હૃદયે અમ બાળ જીવોને એ જ્ઞાન સરિતા દર્શાવી રહ્યા છો
તે માટે અમો સદૈવ આપના ઋણી છીએ.
આજના આ સુભાગી દિને આજ સુધીમાં આપની કંઈ એ અશાતના થઈ હોય તો ક્ષમા
યાચીએ છીએ અને જુગ જુગ જીવી એ સનાતન જૈન ધર્મની પ્રભાવના કરો એમ પ્રાર્થીએ છીએ.
પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજી સ્વામીએ વિહાર કરતાં (રાજકોટ પરા) લાખાણી
ભુવનમાં આપેલો ઉપદેશ
આત્મા સ્વતંત્ર વસ્તુ છે. અનાદિ અનંત શુધ્ધ વસ્તુ છે. માત્ર વર્તમાન વર્તતી ક્ષણીક
અવસ્થામાં રાગદ્વેષ છે તે ત્રિકાળ સ્વભાવમાં નથી; વસ્તુ નિરપેક્ષ છે. પર્યાયમાં પરની અપેક્ષાએ
થતા રાગ દ્વેષ તે સ્વરૂપમાં નથી; આત્મા અને દરેક વસ્તુ સ્વતંત્ર–પરથી નાસ્તિરૂપ અને સ્વથી
અસ્તિરૂપ છે; આ રીતે વસ્તુને જાણ્યા વિના–શ્રધ્ધા કર્યા વિના–કદી પણ સ્વતંત્ર સુખદશા કોઈને
પ્રગટી નથી, પ્રગટતી નથી અને પ્રગટશે નહિ. આ અનંત સિધ્ધ ભગવંતોએ (સર્વજ્ઞ ભગવાનોએ)
અને ત્રણે કાળના જ્ઞાનીઓએ કહેલી વાત તે જગતને માન્યે જ છૂટકો છે.
આત્મા વસ્તુ સ્વતંત્ર છે. ‘સ્વથી અસ્તિ’ તે સ્વભાવે– નિશ્ચય છે. ‘પરથી નાસ્તિ’ તે
વ્યવહાર છે કેમકે તેમાં પરની અપેક્ષા આવે છે. ફાગણ વદ ૩
• શાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસિક •
વષ ૧ અક ૬ : વશખ ૨૦
આત્મધર્મ

PDF/HTML Page 5 of 29
single page version

background image
: ૮૪ : આત્મધર્મ : વૈશાખ : ૨૦૦૦
ત્રિહુજગવંદન ત્રિસલાનંદન ભગવાન શ્રી મહાવીર સ્વામીનું
જીવન ચરત્ર
• લેખક: – રામજીભાઈ માણેકચંદ દોશી •
તીર્થંકરનો જન્મ ક્યારે થાય?
કર્મભૂમિમાં આત્માનું સ્વરૂપ સમજવાને પાત્ર ઘણા જીવો હોય છે ત્યારે એક જીવ પોતાનો ઉન્નતિક્રમ
સાધતો સાધતો તે ભવે પોતાના ગુણો પૂરા કરનાર તથા પુણ્યમાં પણ પૂરો એવો, મનુષ્યપણે જન્મે છે. તે જીવ
કેવળજ્ઞાન પામે ત્યાર પછી પાત્ર જીવો આત્માના સ્વરૂપનો તેમનો ઉપદેશ (તેમનો ઉપદેશ ઈચ્છાપૂર્વક હોતો
નથી) સાંભળી, સ્વરૂપની ભ્રમણા ટાળી ધર્મ પામે છે અને વિકારના મહાસમુદ્રને તેઓ તરી જાય છે. તેમજ
તીર્થંકર ભગવાનના નિર્વાણ પછી ધર્મ પામવાને લાયક જીવો હોય છે, ત્યાં સુધી એના ઉપદેશ અને આગમના
અભ્યાસ વડે ધર્મ પામે છે અને ત્યાં સુધી દરેક તીર્થંકરનું શાસન ચાલે છે. તે કારણે તેવા કેવળજ્ઞાની પુરુષને
તીર્થંકર કહેવામાં આવે છે. વર્તમાન ચોવીશીમાં ભરત ભૂમિમાં તેવા જીવો ચોવીશ થયા છે, તેમાં
શ્રીવર્ધમાનસ્વામી છેલ્લા થયા છે.
મહાવિદેહ અને આ ક્ષેત્રનો ફેર
કર્મભૂમિમાં મહાવિદેહ ક્ષેત્રમાં આત્માનું સ્વરૂપ સમજવાને પાત્ર જીવો હંમેશા હોય છે. અને તેથી ત્યાં તીર્થંકરો
પણ હંમેશાં હોય છે. ભરત અને ઈરવતમાં તેવા લાયક જીવો કેટલીક વખતે હોય છે અને કેટલીક વખતે હોતા નથી.
કાળ ક્રમમાં જ્યારે તેવા લાયક જીવો આ ક્ષેત્રે હોય છે ત્યારે તીર્થંકર જન્મે છે, અને જીવો ધર્મ પામે છે.
તીર્થંકર ભગવાનના નિર્વાણ પછી પણ તેમનો ઉપદેશ સમજીને ધર્મ પામનારા જીવ જ્યાંસુધી હોય ત્યાં સુધી તે
તીર્થંકરનું શાસન ચાલે છે. કેટલોક વખત ધર્મવિચ્છેદ પણ અહીં થઈ જાય છે. તેવા આંતરા ચોથા કાળમાં તીર્થંકર
ભગવાનશ્રી સુવિધિનાથથી શરૂ કરીને સાતતીર્થોમાં આવેલાં હતાં.
ચાલતા કાળમાં ધર્મશાસન
પંચમકાળમાં ધર્મવિચ્છેદ નથી, ધર્મ તે પાંચમા આરાના છેડાસુધી એટલે કે ૨૧૦૦૦ વર્ષ સુધી ચાલશે
અને તેમાંથી હાલ ૨૫૦૦ વર્ષ જ ગયાં છે. ચોથાના ધર્મવિચ્છેદ કાળની અપેક્ષાએ આ કાળ સારો છે. ધર્મ આ
આરાના છેડાસુધી રહેશે તેથી તેવા લાયક જીવો હાલ આ જગતમાં છે અને હવે પછી પણ થશે એ સ્પષ્ટ છે.
ધર્મના સ્વરૂપને નહીં સમજનારાઓ, ધર્મના નાયકો અને અગ્રેસરો થઈ બેસે ત્યારે જિજ્ઞાસુ પાત્રજીવોને
ધર્મ પામવાની અડચણો ઘણી છે. (આ વખતનું વર્ણન છેવટ આપવામાં આવ્યું છે) તે અપેક્ષાએ આ કાળને
હલકો કહેવામાં આવે છે, છતાં આ કાળમાં ધર્મ પામનારા જીવો અત્યારે છે અને ભવિષ્યમાં પામશે માટે જીવોએ
નિરુત્સાહી થવા કારણ નથી. એ પ્રકારે ભગવાન શ્રી વર્ધમાન સ્વામીનું શાસન આ ક્ષેત્રે હાલ પ્રવર્તે છે.
ભગવાન મહાવીરના માતા પિતા, જન્મસ્થાન અને મિતિ.
ભગવાન મહાવીરનો જન્મ વિક્રમસંવત્ પૂર્વે ૫૪૩ ના વર્ષે ચૈત્ર સુદ ૧૩ ના રોજ વૈશાળી દેશમાં કુંડલપુર
મધ્યે રાજા સિદ્ધાર્થને ઘેર થયો હતો. તેમની માતાનું નામ ત્રિસલાદેવી હતું. ભગવાન મહાવીરના પૂજ્ય પિતા
ઈક્ષ્વાકુ યા નાથ વંશના મુકુટમણી સમાન ગણાતા હતા. ભગવાનના માતા ત્રિસલાદેવી લિચ્છવી ક્ષત્રીઓના
નેતા રાજા ચેટકનાં પુત્રી હતા.
ભગવાને તીર્થંકર નામકર્મનો બંધ
ભગવાન મહાવીર આગલા ત્રીજા ભવમાં છત્રાકાર નગરના નંદરાજા હતા. તેઓ સમ્યગ્દ્રષ્ટિ હતા અને
નિઃશંકાદિસહિત સમ્યક્ત્વના આઠ આચાર તેઓએ પ્રગટ કર્યા હતા; અને શ્રાવકના સાચા બાર વૃત અંગીકાર
કર્યા હતા. ત્યાર પછી મહામુનિ પ્રૌષ્ઠિલના ઉપદેશથી યથાર્થ સાધુપણું અંગીકાર કર્યું હતું; તે નંદ મુનીશ્વરે
ભાવસહિત સોળ ભાવના ભાવતાં તીર્થંકર નામકર્મ બાંધ્યું હતું.
પછી અચ્યુત સ્વર્ગનાં ઈન્દ્ર
આયુષ્ય પૂરું થતાં તેઓ અચ્યુત સ્વર્ગનાં ઈન્દ્ર તરીકે જન્મ્યા.

PDF/HTML Page 6 of 29
single page version

background image
: વૈશાખ : ૨૦૦૦ આત્મધર્મ : ૮૫ :
ત્યાં સમ્યગ્દર્શન સહિત સમ્યગ્દ્રષ્ટિ ના આઠ આચારનું સેવન કર્યું. સ્વર્ગનાં ભોગને સડેલ તરણાં સમાન ગણતા,
એ રીતે આયુષ્ય પૂર્ણ થતાં સમાધિમરણ કર્યું.
તેમના જન્મ પહેલાં છ માસ રત્નો વરસાદ
અચ્યુતસ્વર્ગના ઈન્દ્ર તરીકે ભગવાનનું છ માસ આયુષ્ય રહ્યું ત્યારે સૌધર્મ સ્વર્ગના ઈન્દ્રે કુબેરને જણાવ્યું
કે ભરતક્ષેત્રમાં સિદ્ધાર્થ રાજાને ઘેર કુંડલપુરમાં અંતિમ જિનેશ શ્રીવર્ધમાન ભગવાનનો જન્મ થવાનો છે. માટે
નગરની શોભા કરી અને રત્ન વરસાવો. કુબેરે તે હુકમ માથે ઉઠાવી તેનો અમલ કર્યો. એ પ્રમાણે રત્નનો
વરસાદ વરસ્યો.
માતાજીનાં ગર્ભમાં આવું
છ માસ પૂરા થતાં એકરાત્રે પાછલે પહોરે અશાડ સુદ ૬ ના રોજ જગપ્રસિધ્ધ સોળ સ્વપ્ના ભગવાનનાં
માતાજી ત્રિસલા દેવીને આવ્યાં. ત્યારપછી તેઓએ સિદ્ધાર્થ રાજા પાસે આવી પોતાને સોળ સ્વપ્ના આવ્યાનું
જણાવ્યું અને તેનું ફળ રાજાજીને પૂછયું, તે ઉપરથી રાજાજીએ દરેક સ્વપ્નાનું ફળ કહ્યું, અને જણાવ્યું કે તમારા
ગર્ભમાં અંતિમ જિન આવ્યા છે, એ સાંભળી હર્ષ પામી માતાજી વિદાય થયાં. ભગવાનનો ગર્ભકલ્યાણક
ઉજવવા દેવો કુંડલપુર આવ્યા–ભગવાનની માતાની સેવામાં ૫૬ દેવીઓ રહ્યાં, તેઓ ભગવાનની માતાને ધર્મ
સંબંધી અનેક પ્રશ્નો અને વાર્તાઓ કરતી.
જન્મ કલ્યણક
ચૈત્રસુદ ૧૩ને દીવસે ભગવાનનો જન્મ થયો. ભગવાનનું શરીર દીપાયમાન તથા ઉદ્યોતમાન હોય છે.
તેમના જન્મ વખતે આખા વિશ્વમાં પ્રકાશ થાય છે, અને નારકીના જીવ પણ થોડા વખત માટે સાતા અનુભવે
છે. તે વખતે ચારે પ્રકારના દેવોના આસન કંપ્યા અને દેવલોકનો અનાહત ઘંટનો અવાજ થયો. સૌધર્મનાં ઈન્દ્ર
વગેરે દેવો અને દેવીઓ ભગવાનનો જન્મ ઉજવવા માટે આવ્યાં. ભગવાનને મેરૂપર્વત ઉપર લઈ જઈ જન્મ
અભિષેક કર્યો, ત્યાંથી પાછા આવી ભગવાનને તેમના માતાજી પાસે મૂકી તેમના માતા પિતાનું સન્માન કરી
સૌધર્મઈન્દ્રે તાંડવ નૃત્ય કર્યું.
• • • અજીવન બહ્મચયવત • • •
વીંછીઆમાં બીજા ત્રણ મુમુક્ષુભાઈઓ–શેઠ ડાયાલાલ કરશનજી, શાહ ભાઈચંદ કસળચંદ,
અને વાણંદ ઘેલાભાઈ હાવા–એ પ્રમાણે ત્રણેએ સાં. ૨૦૦૦ ના ચૈત્ર સુદ ૨ રવિવાર [તા. ૨૬–૩–
૪૪] ના રોજ સવારે સજોડે આજીવન બ્રહ્મચર્યવ્રત પરમ પૂજ્ય શ્રી સદ્ગુરુદેવ પાસે ગ્રહણ કર્યું છે.
કેટલાક ખુલાસા
આ બાબતના અપરિચિત કેટલાક જીવોએ આ કથન સાંભળ્‌યું ન હોય તેથી સમજવા માટે વિશેષ
સ્પષ્ટતાની જરૂર છે. આ ક્ષેત્રમાં હાલ જે જીવો છે તેઓમાં લૌકિક પુણ્યવાળા કેટલાક હોય છે, તેઓએ પૂર્વ
ભવોમાં આત્માનું દુર્લક્ષ કરી કંઈક મંદકષાય કર્યો હોવાથી તેમને હલકા પુણ્યના ઉદયના ફળ તરીકે સગવડવાળા
બાહ્ય સંયોગો આજે પણ જોવામાં આવે છે. ધનવાનોની પત્નીઓ કે રાણીઓના ગર્ભની રક્ષા કરવા માટે
નોકરો, દાસીઓ, દવા, વૈદો વગેરેની સગવડો જોવામાં આવે છે. બાળકના જન્મ વખતે પણ અનેક પ્રકારની
સગવડો જોવામાં આવે છે.
સાધારણ સ્થિતિના પુરુષને ત્યાં પુત્ર જન્મના અવસરથી શરૂ કરતાં એક ચક્રવર્તીને ત્યાં પુત્ર જન્મનો
ઉત્સવ ઉત્તરોત્તર વધવા છતાં પણ પરિપૂર્ણતાને પામતો નથી, જેને ત્યાં તીર્થંકર પુત્રનો જન્મ થાય તેને ત્યાં તે
ઉત્સવ પરિપૂર્ણ થાય છે.
તીર્થંકરનો જન્મમાત્ર મનુષ્યોનેજ આનંદિત કરે છે એમ નથી, પણ ત્રણે લોકનાં પ્રાણીઓને (મનુષ્યો,
તિર્યંચ–દેવ તથા નારકી સર્વેને) આનંદિત કરે છે. સાથે સાથે તેનો જન્મ કલ્યાણક મહોત્સવ કરવા માટે
મોટામોટા ચક્રવર્તી અને ઈન્દ્ર વગેરે સર્વે પરિવાર સહિત આવે છે, અને પોતાને ધન્ય માને છે; કારણ કે
તીર્થંકરનો જન્મ સંસારના પ્રાણીઓનો ઉદ્ધારક નિવડે છે. આ કાળના ચોવીશ તીર્થંકરોમાંથી ચોવીશમા તીર્થંકર
ભગવાન મહાવીર સ્વામી છે. તેમનો જન્મ થતાં ત્રણેલોકમાં શાંતિનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. જાતિ વિરોધી
પ્રાણી પણ ક્ષણભરને માટે શાંતિમાં ઓતપ્રોત થયા હતાં.
પૂર્વદિશા જેમ સૂર્યને જન્મ આપી અંધકારનો નાશ કરે છે તેથી પણ અન્ય પ્રકારે ઘણો જ અધિક, કુંડલપુરના
મહારાજા સિધ્ધાર્થની મહારાણી ત્રિસલા દેવી (પ્રિયકારિણી) એ ભગવાન મહાવીરને જન્મ આપી સંસારના

PDF/HTML Page 7 of 29
single page version

background image
: ૮૬ : આત્મધર્મ : વૈશાખ : ૨૦૦૦
મહાન અજ્ઞાનાંધકારનો નાશ કરાવ્યો હતો, તેના જેવો નાશ અનંત સૂર્યોદ્વારા ત્રણે કાળમાં થવો સર્વથા અશક્ય છે.
ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકના મહોત્સવનું વર્ણન બીજા સંસારી પ્રાણીઓના
જન્મોત્સવથી સર્વથા લોકોત્તર અનુપમ અને અસાધારણ છે અને પ્રાણી માત્રના કલ્યાણનું તે કારણ છે.
સમ્યગ્દ્રષ્ટિને એટલેકે આત્મ સન્મુખ ભાવ રાખનાર જીવને જ્યારે પોતાના સ્વરૂપમાં સ્થિર રહી શકે નહિ
અને ધર્માનુરાગમાં કર્તૃત્વભાવ વિના જોડાવાનું થાય છે ત્યારે કોઈને તીર્થંકર નામ પદની પુણ્ય પ્રકૃતિનો બંધ
અવાંછિતવૃત્તિથી થાય છે, જગતમાં એ સર્વોત્તમ પુણ્ય છે. પુણ્યનું કોઈ પદ તેનાથી ઉંચું નથી. તેવા પુણ્યવાળા
જીવના માતા પિતા પણ ઉંચા પુણ્યવાળા હોય છે. તેવા પુણ્યવાળા જીવના ગર્ભકલ્યાણક જન્મ કલ્યાણક સર્વોત્કૃષ્ટ
રીતે ઉજવાય તે ન્યાયસર છે. સૌધર્મના ઈન્દ્ર તથા બીજાં ઘણા દેવો સમ્યગ્દ્રષ્ટિ હોય છે. તેઓ ભરતખંડમાં
કેવળજ્ઞાનનો સૂર્ય હવે થોડાવખતમાં ઉગવાનો છે એમ જાણતાં તેમને ધર્મ રુચિ હોવાથી, આવા મહાન ધર્મીજીવના
કલ્યાણકો પોતાના લાભ માટે ઉજવે છે. સમ્યગ્દ્રષ્ટિ પૂર્ણ વીતરાગ ન થાય ત્યાંસુધી તેને સત્ દેવ–સત્ગુરુ અને
સત્ધર્મ તરફ આવો રાગ આવ્યા વિના રહે નહિ, અને તે રાગથી પોતાને ધર્મ થશે એમ કદી માને નહિ.
• • • નશ્ચય વ્યવહરન સ્વરૂપ • • •
ોર્ નિશ્ચય–સ્વાવલંબી ભાવ વ્યવહાર–પરાવલંબી ભાવ
મુમુક્ષુઓ વિચારો કે–બેમાંથી કયો ભાવ આત્માને સુખનું કારણ થાય––એકજ ઉત્તર હોઈ શકે કે
પરાવલંબી ભાવથી આત્માને લાભ થાય નહિ, અને સ્વાવલંબીથી આત્માને સુખ થયા વગર રહે નહિ.
પુર્વ ભવના જ્ઞાનોનું ભગવાને ચાલુ રહેવું
ભગવાન તેમની માતાના ગર્ભમાં આવે ત્યારે તેઓ સમ્યગ્દ્રષ્ટિ હોય છે, અને તેમને સુમતિ, સુશ્રુત અને
સુઅવધિ એમ ત્રણ જ્ઞાનો હોય છે, અને જન્મે ત્યારે પણ તે ત્રણે જ્ઞાનો સહિત જન્મે છે.
ભગવાના શરીરની રચના
ભગવાનના શરીર ઉપર ૧૦૦૮ ઉત્તમ ચિહ્નો હોય છે. તેમના શરીરમાં બાળક, તરુણ કે વૃદ્ધપણું હોતું
નથી. બાળકની માફક અજ્ઞાનતા, યુવાનની માફક મદાન્ધપણું અને વૃદ્ધની માફક જિર્ણ દેહ હોતા નથી; આખી
જિંદગી તેમના શરીરનું અત્યંત સુંદરરૂપ અને અતુલ બળ રહે છે. તેમનું શરીર પસીનો, લાળ વગેરે રહિત હોય
છે. જો કે કેવળજ્ઞાન પામતાં સુધી અશનપાન હોય છે તો પણ જન્મથી નિહાર હોતો નથી. તેમની માતાને
ઋતુશ્રાવ હોતો નથી.
ભગવાના જન્મના દશ અતિશયો
ભગવાનને ચોત્રીશ અતિશયો હોય છે, તેમાં દશ જન્મના અતિશયો છે, દશ કેવળજ્ઞાનથી ઉપજતા
અતિશયો હોય છે, અને ચૌદ દેવકૃત હોય છે. તેમાંથી જન્મના દશ અતિશયોનાં નામ નીચે પ્રમાણે છે.
(૧) મળમૂત્રનો અભાવ. (૨) પસીનાનો અભાવ (૩) ધોળું લોહી (૪) સમચતુરસ્ર સંસ્થાન, (૫)
વજ્ર રૂષભનારાચ સંહનન (૬) સુંદર રૂપ (૭) સુગંધી શરીર (૮) સુલક્ષણતા (૯) અતુલબળ (૧૦)
હિતમિષ્ટવચન.
સમ્યગ્દર્શનની ભૂમિકામાં તીર્થંકર કર્મ પ્રકૃતિ બંધાય એવો ભાવ આવે છે, તે શુભભાવ છે. તેને
સમ્યગ્દ્રષ્ટિ પોતાનાં ગુણની હાનિ માને છે, પુણ્યથી ધર્મ થાય એમ માનનારને સમ્યગ્દર્શન પ્રગટે નહિ, એ
મુમુક્ષુઓએ લક્ષમાં રાખવાની જરૂર છે. પુણ્યનું આ કથન પુણ્યનું સ્વરૂપ સમજવા માટે શાસ્ત્રોમાં આપ્યું છે.
આત્માને તેથી લાભ થાય છે એમ મનાવવા માટે આપ્યું નથી.
ભગવાની બાલ્યાવસ્થા
તીર્થંકર પોતાના કાળમાં સર્વોકૃષ્ટ હોય છે, તેઓ ગૃહસ્થ અવસ્થામાં તે પદના ગૃહસ્થોમાં સર્વોત્કૃષ્ટ હોય
છે; તેમનો પુરુષાર્થ હંમેશા આત્મા તરફ વળતો હોય છે. આઠમે વરસે તેમણે પરાવલંબન વૃત્તિ પુરુષાર્થથી
એટલી તોડી હોય છે કે તેઓને પંચમ ગુણસ્થાનની શુદ્ધિ પ્રગટે છે; અને શુભભાવમાં બારવ્રતનું ગ્રહણ પ્રગટે છે.
તેમને સમ્યગ્જ્ઞાન પૂર્વકનો વૈરાગ્ય હોય છે. ભગવાન શુદ્ધને લક્ષે ધર્મ ભાવનામાં તલ્લીન રહેતા,

PDF/HTML Page 8 of 29
single page version

background image
: વૈશાખ : ૨૦૦૦ આત્મધર્મ : ૮૭ :
તેથી તેમનો રાગ અતિમંદ થયો હતો.
ભગવાનો સમ્યગ્જ્ઞાન પૂર્વકનો ત્યાગભાવ.
કુમાર કાળથી જ ભગવાન વિલાસિપણાથી દૂર હતાં. અનિત્યાદિ બાર અનુપ્રેક્ષાનું સતત ચિંતવન કરતા.
તેમનાં પિતા માતા દ્વારા રાજા જિતશત્રુની કન્યા જશોદાની સાથે ભગવાનનું સગપણ કરવાનો વિચાર જાણ્યો
ત્યારે ભગવાને તેમ કરવાની ના પાડી. તે વખતે તેમની ઉમર ૩૦ વર્ષની હતી. ભગવાને અવધિજ્ઞાન વડે જોયું
તો પોતાનું આયુષ્ય ૪૨ વર્ષનું બાકી છે એમ માલુમ પડ્યું. અને તેથી ભાવ સાધુપણું તુરત પ્રગટાવવા નિર્ણય
કર્યો. ભગવાનને ૩૦ મેં વર્ષે ક્ષાયિક સમ્યગ્દર્શન પ્રગટ્યું. (–પુરાણ પાનું ૧૩૪.)
ભગવાનું તપ (દિક્ષા) કલ્યાણક
બ્રહ્મસ્વર્ગમાં લોકાંતિક દેવો હોય છે. તેઓ એકાવતારી હોય છે. ભગવાનની પર્યાયની શુદ્ધતા,
સાધુપણાની લાયકાત માટેની તૈયારી હોય છે, ત્યારે તેઓ ભગવાન પાસે આવી દિક્ષા ગ્રહણ કરી કેવળજ્ઞાન રૂપ
સૂર્યનો પ્રકાશ કરવા વિનવે છે. તે રીતે ભગવાન મહાવીરની પાસે લોકાંતિક દેવો સંબોધન માટે આવ્યા
ભગવાને દિક્ષા ગ્રહણ કરવા નિશ્ચય કર્યો તેથી ચારે પ્રકારના દેવોને આનંદ થતાં તે ઉત્સવ ઉજવવા માટે આ ક્ષેત્રે
આવ્યા, અને ભગવાને માગસર વદી ૧૦ ના રોજ સાધુપણું ગ્રહણ કર્યું. અને કેશ લુંચન કર્યું અને પછી સાધુપણે
વિચરવા લાગ્યા.
ભગવાનો પહેલો આહાર
સર્વથી પહેલો આહાર ફૂલનગરના રાજા ફૂલે ભગવાનને હસ્તપાત્રમાં આપ્યો હતો. જે જીવને સાતમું
ગુણસ્થાન પ્રગટી, છઠ્ઠે અને સાતમે ગુણસ્થાને હજારો વાર આવે છે તેઓ સાચા સાધુઓ કહેવાય છે. તેઓને સ્પર્શ
ઈન્દ્રિય ઉપરની આસક્તિ હોતી નથી, તેથી શરીરને ઢાંકવાની વૃત્તિ આવતી નથી ત્યાં નિષ્પરિગ્રહ દશા હોવાથી
યથાજાત સ્વરૂપમાં ભગવાન અને દરેક ભાવ સાધુ હોય છે, તે કારણે ભગવાનને વસ્ત્ર કે પાત્ર હોઈ શકે નહિ.
ચન્દન સત
ચેટકરાજાને સાત દીકરી હતી તેમાં એક ભગવાનની માતા ત્રિસલા બીજી જયેષ્ઠાને રુદ્ર વેરે અને ત્રીજી
ચેલણા તે શ્રેણીક રાજા વેરે હતી. ચોથી મશક નામની હતી; પાંચમી ચંદના હતી; તે ઘણી રૂપવાન હતી. તેને
રૂપાળી જાણી કોઈ વનચર લઈ ગયો અને કૌશમ્બી નગરીમાં વૃષભસેનને ત્યાં આપી. તેને એક સુભદ્રા નામે
સ્ત્રી હતી, તેને ઝેર (દ્વેષ) આવતાં ચન્દનાને બંધનમાં રાખી દુઃખ દેવા લાગી. ત્યાં પણ ચંદના ધર્મ ધ્યાનમાં
રહેતી. એકવાર એમ બન્યું કે ભગવાન આહારને માટે ગામમાં પધાર્યા. ત્યાં પ્રભુના દર્શન ચન્દનાને થતાં,
પુણ્યના ઉદયે શરીરના બધાં બંધન ત્રુટી ગયાં, ચન્દનાનો તમામ શોક ચાલ્યો ગયો અને ચિત્તમાં પરમ ઉલ્લાસ
આવ્યો, અને હાથ જોડી મસ્તક નમાવી ભગવાનને વંદના કરી; અને વિધિ પૂર્વક ભક્તિ ભાવથી પડગાહન કર્યું,
(પ્રભુ– અહીં આહાર માટે પધારો એમ ત્રણ વખત કહ્યું.) ત્યાં જે છાશ અને કોદરાનો આહાર હતો તે ખીરનાં
ચોખાપણે થઈ ગયો, અને માટી પાત્ર હતું, તે સોનાનું થયું. ભગવાનની નવ પ્રકારે વિધિપૂર્વક તેણીએ પૂજા કરી
પછી પ્રાસુક આહાર પ્રભુને આપ્યો. તેથી સ્વર્ગ લોકમાં દેવોને આશ્ચર્ય લાગ્યું અને તેઓએ રત્નાદિકોની વર્ષા
કરી. ચંદનાએ આગળ જતાં અર્જિકાપદ ધારણ કર્યું.
ભગવાને રુદ્રે આપેલો ઉપસર્ગ
ભગવાનને ઘણાં ઉપસર્ગો આવેલ પણ ભગવાન ડગ્યા નહિ. એક–વખત ભગવાન છદ્મસ્થ દશામાં
વિહાર કરતાં કરતાં નગરમાં પધાર્યા! ત્યાં સ્મશાનમાં રુદ્રે ભગવાનને સૌથી મોટો ઉપસર્ગ કર્યો. અહીં ખાસ
ધ્યાન રાખવું જોઈએ કે જે જીવને ગુણ પ્રગટ્યો હોય તે બીજાને જણાયજ એમ ન બને, બીજાને ગુણ ન પણ
જણાય. તેની ચૌભંગી નીચે પ્રમાણે છે:–
• • • નશ્ચય વ્યવહરન સ્વરૂપ • • •
ોર્ નિશ્ચય–સ્વાશ્રિતભાવ. વ્યવહાર–પરાશ્રિતભાવ.
મુમુક્ષુઓ વિચારો કે એ બેમાંથી ક્યો ભાવ આત્માને લાભ કરે. તેનો એકજ જવાબ આવશે કે
સ્વાશ્રિતભાવ પ્રગટે અને પરાશ્રિત ભાવ ટળે તે જ લાભદાયક હોઈ શકે.

PDF/HTML Page 9 of 29
single page version

background image
: ૮૮ : આત્મધર્મ : વૈશાખ : ૨૦૦૦
• • • નશ્ચય વ્યવહરન સ્વરૂપ • • •
ોર્ નિશ્ચય–સ્વતંત્રભાવ વ્યવહાર–પરતંત્રભાવ
મુમુક્ષુઓ કહો–સ્વતંત્રથી સુખ થાય કે પરતંત્રતાથી?
જવાબ–સ્વતંત્રતાથી જ
(૧) એક જીવ ગુણી હોય તે બીજાને જણાય. (૨) એક જીવ ગુણી હોય તે બીજાને ન જણાય. (૩)
એક જીવ ગુણી ન હોય તે બીજાને ગુણી જણાય. (૪) એક જીવ ગુણી ન હોય તે બીજાને ગુણી ન જણાય. આ
ચૌભંગીને ઘણાં લોકો હાલ–એક બાજુ મૂકી દે છે. ઉદારતાના સંબધમાં પણ આ ચૌભંગી જ લાગુ પડે છે. એથી
વિરુદ્ધ માનવું તે મહાન દોષ છે. આ કાળમાં આ ક્ષેત્રે જે મનુષ્યો હતા તેમાં સર્વોત્કૃષ્ટ ગુણી ભગવાન મહાવીર
હતાં છતાં રુદ્રને તેમ ન ભાસ્યું; અને ભગવાન ઉજ્જૈન નગરીના સ્મશાનમાં ધ્યાનમાં બેઠા હતા, ત્યાં સાત્યિક
અંતિમ રુદ્રે પ્રભુને દીઠા અને ‘દુષ્ટ છે’ એમ જાણી તે ક્ષણે જ ઉપસર્ગ કર્યો, પોતાની બળવિદ્યાનો આરંભ કર્યો,
અતિ વિકરાળ સ્વરૂપ ધારણ કયું, ક્ષણમાં સ્થુળ ક્ષણમાં સૂક્ષ્મ થવા માંડયો. ક્ષણમાં ગાય, ક્ષણમાં રોવે, નખ અને
દાંત ઘણાં વધારે, મોઢામાંથી જવાલા કાઢે પણ ભગવાન અડોલ રહ્યા; ત્યારે ભયાનક સિંહનું રૂપ ધારણ કર્યું,
જોરદાર ગર્જના કરવા લાગ્યો. પોતાનાં હાથને વિકરાળ શસ્ત્ર બનાવવા લાગ્યો, વળી ફણીન્દ્રનાગનું રૂપ કરી
જેમ તેમ ફેણ ચલાવતો, વળી આયુધ ધારી સેનાનો અધિકાર બતાવ્યો, ‘મારું મારું’ વગેરે જોરથી બોલવા
લાગ્યો, પણ ભગવાન પોતાના આત્મામાં લીન રહ્યા. અને પાપી રુદ્ર પાપનો કર્તા થયો.
ભગવાના ઉપવાસનું સ્વરૂપ
ભગવાનને સમ્યગ્દર્શન પૂર્વકનું ચારિત્ર હતું અને તે ચારિત્રની રમણતામાં એવા એકાગ્ર રહેતા કે તેમને
આહાર લેવાની વૃત્તિ ઉત્પન્ન થતી નહીં. ‘જેટલે દરજ્જે રાગ છૂટે છે તેટલે દરજ્જે તેને લાયકનો બહાર સંયોગ
હોતો નથી’ એ નિયમને અનુસરીને ભગવાનને આહાર લેવાની વૃત્તિ નહિ ઊઠેલી હોવાથી આહારનો બાહ્ય
સંયોગ ન હતો; તેવા સમ્યક્ભાવમાં ટકી ઈચ્છાનો નિરોધ એટલે કે શુભાશુભ ભાવનો નિરોધ ભગવાને કર્યો–
તેને તપ કહેવામાં આવે છે. તે પ્રમાણે ઈચ્છાનો નિરોધ થતાં, બબ્બે દિવસના અંતરે ત્રીજે ત્રીજે દિવસે આહાર
લેવાની વૃત્તિ આવી તેથી ભગવાને છઠ્ઠને પારણે છઠ્ઠના ઉપવાસો કર્યા એમ કહેવામાં આવે છે.
અનેક બાધાઓ ઉપસ્થિત થવા છતાં પણ સ્વપરિણામોમાં ચંચળતા પેદા થવા ન દેવી તેનું નામ જ
તપસ્યા છે. જેટલી ચંચળતા હોય તેટલી તપમાં ખામી છે.
ભગવાન એ પ્રમાણે જ્ઞાન ધ્યાનની રમણતામાં બાર વર્ષ રહ્યાં.
કેવળજ્ઞાની ઉત્પત્તિ
તેને પરિણામે જંભિકા ગામની બહાર ઋજુકુલા નદીના તટ પર શાલવૃક્ષની નીચે ધ્યાન કરતાં કરતાં
કેવળજ્ઞાની થતાં અરિહંત અવસ્થા વૈશાક સુદ ૧૦ ના રોજ પ્રગટી.
ભગવાની દિવ્યધ્વનિું છાંસઠ દી નહીં છૂટવું.
મહાવીર પ્રભુને કેવળજ્ઞાન દશા પ્રગટી પણ છાંસઠ દિવસ સુધી ધ્વનિ ન છૂટી, તેનું કારણ એ હતું કે તે
વખતે સભામાં ભગવાનની વાણી ઝીલી શકે તેવો મહાન પાત્ર જીવ કોઈ હાજર ન હતો. ધર્મસભામાં હાજર
રહેલા ઈન્દ્રે વિચાર્યું તો માલમ પડ્યું કે ભગવાનની વાણી ઝીલી શકે એવો સર્વોત્કૃષ્ટ પાત્ર જીવ આ સભામાં
હાજર નથી. તેવો પાત્ર જીવ ઈન્દ્રભૂતિ છે એમ તેણે પોતાના અવધિજ્ઞાનથી નક્કી કર્યું; તેથી તેઓ નાના
બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને ઈન્દ્રભૂતિ (ગૌતમ) પાસે ગયા. તેમનામાં (ગૌતમમાં) તીર્થંકર ભગવાનના વજીર
થવાની એટલે કે ગણધર પદવીની યોગ્યતા હતી; પણ તે વખતે યથાર્થ ભાન ન હતું. હજારો શિષ્યોની વચ્ચે
તેઓ યજ્ઞ કરતા હતા; ત્યાં બ્રાહ્મણના વેશમાં જઈ ઈન્દ્રે પ્રશ્ન કર્યો કે “પાંચ અસ્તિકાય, છ જીવ નિકાય, પાંચ
મહાવ્રત, આઠ પ્રવચનમાતા, બંધ અને મોક્ષનું સ્વરૂપ શું છે અને તેનાં કેટલાં કારણો છે” એ પ્રશ્ન સાંભળી
ગૌતમ મહાવીર પ્રભુ પાસે જવા નીકળ્‌યા; માનસ્થંભ પાસે પહોંચતાં જ તેમનું માન ગળી ગયું, અને ભગવાનને
વંદના કરી ત્યારે ધર્મ પામી પાંચ મહાવ્રત લીધા. મહાવ્રત લીધાપછી ભગવાનની વાણી છૂટી, અને ગણધર
પદવી મળી. ચાર જ્ઞાન અને અનેક લબ્ધીઓ પ્રગટી.

PDF/HTML Page 10 of 29
single page version

background image
: વૈશાખ : ૨૦૦૦ આત્મધર્મ : ૮૯ :
ગણધર પદ મળ્‌યા પછી તેમણે તે જ દિવસે (અષાડ વદી એકમે) રાત્રિના આગલા પાછલા બે પહોરને એકેક
અંતમુહૂર્તમાં જ બાર અંગ અને ચૌદપૂર્વની રચના કરી.
કેવળ જ્ઞાના અતિશયો
કેવળજ્ઞાન પ્રગટતાં દશ અતિશયો કેવળજ્ઞાની ભગવંતોને પ્રગટે છે તે પ્રમાણે ભગવાન મહાવીરને
પ્રગટ્યા, તે દશ અતિશયોનાં નામ નીચે પ્રમાણે છે:–
૧–ઉપસર્ગનો અભાવ, ૨–અદયાનો અભાવ, ૩–શરીરનો પડછાયો પડે નહીં, ૪–ચતુર્મૂખ દેખાય, ૫–
સર્વવિદ્યાનું પ્રભુત્વ, ૬–નેત્રના ટમકાર નહીં, ૭–એકસો યોજનમાં સુકાળ, ૮–આકાશગમન, ૯–કવળાહારનો
અભાવ– ૧૦–નખ કેશ વધે નહીં.
તીર્થંકર ભગવાને દેવકૃત ૧૪ અતિશય હોય છે.
તીર્થંકર ભગવાનને ૩૪ અતિશય હોય છે; તેમાં દશ જન્મના અને દશ કેવળજ્ઞાનના કહેવામાં આવ્યા;
બાકીના ચૌદ દેવકૃત છે તેના નામ નીચે પ્રમાણે છે.
(૧) સકલ અર્ધમાગધી ભાષા (૨) બધા જીવોમાં મૈત્રી ભાવ (૩) સર્વે ઋતુના ફળ ફુલ ફળે (૪)
દર્પણ સમાન ભૂમિ (૫) કંટક રહિત ભૂમિ (૬) મંદ સુગંધી પવન (૭) ગંધોદક વૃષ્ટિ (૮) વિહાર વખતે પાદ
તળે કમલ રચના (૯) સર્વ ધાન્યની નિષ્પત્તિ (૧૦) દશે દીશાની નિર્મળતા (૧૧) દેવોના આવ્હાનન શબ્દ
(૧૨) આગળ ધર્મચક્ર ચાલે (૧૩) અષ્ટમંગળ દ્રવ્ય આગળ ચાલે (૧૪) સર્વેને આનંદ.
દિવ્યધ્વનિું સ્વરૂપ
ભગવાન વીતરાગ થયા હોવાથી તેઓ ઈચ્છા રહિત છે. પણ પૂર્વે બંધાયેલ વચનવર્ગણા આત્માના સર્વ
પ્રદેશોથી છૂટે છે; તેનો ઓમકાર ધ્વનિ હોય છે, તે એકાક્ષરી અથવા નિરક્ષરી કહેવાય છે, દરેક સમયે તેમાં સંપૂર્ણ
જ્ઞાનનું કથન હોય છે, સાંભળનારાઓ જે વસ્તુ સમજવાનો ભાવ કરે તે દિવ્યધ્વનિ સાંભળી સમજી લે છે પોત
પોતાની ભાષામાં સમજી લે છે તેથી દિવ્યધ્વનિને ‘સાક્ષરી’ પણ કહેવામાં આવે છે.
ભગવાન ઉપદેશદાતા અથવા ધર્મપ્રરૂપક
ભગવાનને ઈચ્છા હોતી નથી તેથી તેઓ ઉપદેશ આપતા નથી. સહેજ સ્વભાવે વચન–વર્ગણા દિવ્ય
ધ્વનિરૂપે છૂટે છે, તેને સાંભળી જીવો પોતાની પાત્રતાથી ધર્મ પામે છે, તે અપેક્ષાએ દિવ્યધ્વનિ નિમિત્ત થતાં
ભગવાનને ઉપચારથી ઉપદેશદાતા કહેવામાં આવે છે. જેને લાભ થાય છે તે વિનયથી કહે છે કે ભગવાન ઉપદેશ
દાતા છે, તે અપેક્ષા લક્ષમાં રાખી કથન માત્રથી તેમ કહેવાની પધ્ધત્તિ છે.
ભગવાન સંઘના સ્થાપક
ભગવાન રાગરહિત છે. તેને સંઘ સ્થાપવાનો ભાવ હતો એમ માનવું ન્યાય વિરુદ્ધ છે. દિવ્યધ્વનિનો
ઉપદેશ પાત્ર જીવોએ સાંભળ્‌યો તેને પરિણામે ચાર પ્રકારના ભાવસાધુઓ થયા તેથી ભગવાને
ચતુર્વિધસાધુસંઘની સ્થાપના કરી એમ વિનયથી કહેવામાં આવે છે; તે માત્ર ઉપચાર છે; તે ઉપદેશ સાંભળીને
ધર્મ પામનારા જીવોના બીજી રીતે ચાર વિભાગ–સાધુ, અર્જિકા, શ્રાવક અને શ્રાવિકા થયા, તેને પણ ચતુર્વિધ
સંઘ કહેવામાં આવે છે.
• • • નશ્ચય વ્યવહરન સ્વરૂપ • • •
ોર્ નિશ્ચય–સ્વાધીન ભાવ વ્યવહાર–પરાધીન ભાવ
મુમુક્ષુઓ વિચારો કે–પરાધીન ભાવ આત્માને લાભ કરે, કે પરાધીન ભાવ ત્રુટે અને
સ્વાધીન ભાવ પ્રગટે તે આત્માને લાભ કરે?
દિવ્યધ્વનિમાં કહેવામાં આવેલ વસ્તુનું ટૂંકું સ્વરૂપ.
૧–જીવ અનંત છે; દરેક જીવ સ્વયંસિધ્ધ પૂર્ણ ચૈતન્ય સ્વરૂપ વસ્તુ છે.
૨–અનાદિથી પરવસ્તુઓથી મને લાભ નુકસાન થાય છે એમ પોતાની અવસ્થામાં માને છે તેથી તે દુઃખી છે.
૩–દરેક જીવ પોતે નિત્ય પરિણામી વસ્તુ છે (પોતાની વર્તમાન અધૂરી પર્યાય–હાલત–વિકલ્પ કે નિમિત્ત
ઉપર લક્ષ ન આપતાં) જો પોતાના નિત્ય, ધુ્રવ ચૈતન્ય સ્વભાવ તરફ લક્ષ આપે તો ભ્રમણા ટળે અને સુખ પ્રગટે.
૪–જડ કર્મો અને શરીર સાથે તારા આત્માને એક ક્ષેત્રાવગાહ માત્ર સંબંધ છે.
૫–જે એમ માને છે કે હું પર જીવોને જીવાડું છું અને પરજીવો મને જીવાડે છે–તે મૂઢ

PDF/HTML Page 11 of 29
single page version

background image
: ૯૦ : આત્મધર્મ : વૈશાખ : ૨૦૦૦
છે, અજ્ઞાની છે, જ્ઞાની તેથી વિપરીત છે.
૬–જે એમ માને છે કે હું પર જીવોને હણું છું અને પર જીવો મને હણે છે–તે મૂઢ છે, અજ્ઞાની છે, જ્ઞાની
તેથી વિપરીત છે.
૭–જે એમ માને છે કે હું પર જીવોને સુખી કે દુઃખી કરી શકું, પર જીવો મને સુખી દુઃખી કરી શકે–તે મૂઢ
છે, અજ્ઞાની છે, જ્ઞાની તેથી વિપરીત છે.
૮–હે ભાઈ! હું જીવોને સુખી–દુઃખી કરી શકું, હું જીવોને ધર્મ પમાડી શકું, તેને મોક્ષ પમાડી શકું, તેને
બંધમાં નાંખી શકું એ તારી મૂઢમતિ છે તેથી તે મિથ્યા છે.
૯–દરેક દ્રવ્યના દ્રવ્ય–ગુણ–પર્યાય પરથી જુદા છે, દરેકના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવ પરથી તદ્ન જુદા
હોવાથી, બીજા સાથે એકરૂપ થઈ શકે નહીં, તેથી કોઈ કોઈને કાંઈ પણ કરી શકે નહીં; માત્ર અજ્ઞાનીઓ પર
ઉપર લક્ષ કરે છે તેથી તેને વિકાર થાય છે. વિકારપણે જીવ થતાં જડ કર્મ પોતાના કારણે ત્યાં આવે છે, ‘જીવે
કર્મ બાંધ્યા’ અથવા ‘પરનું કર્યું’ એવો (સ્વભાવથી ભ્રષ્ટ) અજ્ઞાનીઓનો વિકલ્પ છે–ભ્રમ છે; અનાદિ અજ્ઞાનને
લીધે એમ કહેવાનો પ્રસિધ્ધ રુઢ વ્યવહાર છે તેથી જ્ઞાનીઓ તેમની ભાષામાં એમ કહે છે, પણ શબ્દો પ્રમાણે અર્થ
થતો નથી, પણ ભાવ પ્રમાણે અર્થ થાય છે.
૧૦–જીવે પ્રથમ મિથ્યાદર્શન ટાળી સમ્યગ્દર્શન પ્રગટ કરવું જોઈએ, તે વિના સાચું જ્ઞાન કે ચારિત્ર હોતાં નથી.
૧૧–જે સમ્યગ્દર્શન સહિત હોય તેને જ સાચાં વ્રત, દાન કે તપ, શીલ હોઈ શકે, અજ્ઞાનીને હોય નહીં.
૧૨–જડ દ્રવ્યના પાંચ ભેદ છે, તેમાં ચાર અરૂપી છે અને એક પુદ્ગલ રૂપી છે તેના વિશેષ ગુણ સ્પર્શ,
રસ, ગંધ અને વર્ણ છે, શબ્દ તેની પર્યાય છે.
૧૩–જીવ પોતાનું સ્વરૂપ સમજવા જે વખતે પુરુષાર્થ કરે તે વખતે પોતે સમજી શકે; પોતે પાત્ર હોય ત્યારે
નિમિત્ત પોતના (નિમિત્તના) કારણે હાજર હોય છે નિમિત્ત પરનું કાંઈ કરી શકતું નથી–માત્ર હાજરરૂપ હોય છે.
ચૈત્ર વદી ૧૧ બુધવાર તા. ૧૯ એપ્રીલ ૧૯૪૪ ના રોજ સદ્ગુરુદેવની સોનગઢમાં પધરામણી થએલી છે
માટે તેઓશ્રીની અમૃત વાણીનો લાભ લેવા માટે સર્વ મુમુક્ષુ ભાઈ–બ્હેનોએ હવેથી ત્યાં લાભ લેવા જવું.
“સત્તા સ્વરૂપ” પુસ્તક ચૈત્ર શુદ ૧૩ ના રોજ બહાર પડ્યું છે તેની કીંમત ૦–૯–૦ આના છે માટે જેમને
જોઈતું હોય તેમણે સોનગઢથી મંગાવી લેવું.
૧૪–કિંચિત્ માત્ર આજ સુધી પરને (જીવને કે જડને) લાભ કે નુકશાન તેં કર્યું જ નથી.
૧પ–આજ સુધી કોઈએ (જડ કે જીવે) કિંચિત્ માત્ર તને લાભ કે નુકશાન કર્યું નથી.
૧૬–હે જીવ! તું શા માટે ડરે છે; જગતની કોઈ વસ્તુ
[જડ કે ચેતન] તને દુઃખી–સુખી કરી શકે તેમ
નથી તું પોતે પૂર્ણ સુખથી નિત્ય ભરેલો છો, તું શા માટે તારા સુખને માટે જગતની ચીજ [જડ કે ચેતન]
પાસેથી આશા રાખી રહ્યો છો?
૧૭–જ્યારે પરથી તને સુખ દુઃખ નથી ત્યારે તારે પરમાં હર્ષ
કે શોક, ઈષ્ટ કે અનિષ્ટપણું રાગ કે દ્વેષ કરવાનું શું કારણ?
બસ! જો તું આટલું યથાર્થ સમજ–તારા અખંડ ધુ્રવસ્વરૂપ ચૈતન્યસ્વભાવ તરફ લક્ષ કર તો તને
સમ્યગ્દર્શન પ્રગટ થશે અને ક્રમેક્રમે રાગદ્વેષ ટાળી સંપૂર્ણ વીતરાગ થઈ જઈશ.
૧૮ ધર્મની શરૂઆત સમ્યગ્દર્શનથી થાય છે. પોતાનું સ્વરૂપ યથાર્થ સમજ્યા વગર સમ્યગ્દર્શન થાય
નહીં–માટે સ્વરૂપ યથાર્થપણે સમજી સમ્યગ્દર્શન પ્રગટ કરવું. અભવ્ય જ તે પ્રગટ કરી શકે નહિ (પ્રગટ કરવાનો
પુરુષાર્થ તે ન કરે) ભવ્ય વૃદ્ધ, બાળ, રોગી, નિરોગી, સધન, નિર્ધન બધા તે પ્રગટ કરી શકે.
૧૯ સમ્યગ્દર્શન પ્રગટ કર્યા સિવાય કોઈ જીવ ખરો અહિંસક–ખરો સત્યાવલંબી, ખરો અચૌર્યભાવી, ખરો
બ્રહ્મચારી કે ખરો અપરિગ્રહી અંશે કે પૂર્ણતાએ થઈ શકે નહીં.
૨૦ (સમ્યક્) દર્શન તે ધર્મનું મૂળ છે, મિથ્યાત્વ તે સંસારનું મૂળ છે. માટે જીવના વિકારી ભાવ (પુણ્ય–
પાપ, આસ્રવ બંધ) અને અવિકારી ભાવ (સંવર–નિર્જરા અને મોક્ષ) સમજી શુદ્ધતા પ્રગટ કરવી

PDF/HTML Page 12 of 29
single page version

background image
: વૈશાખ : ૨૦૦૦ આત્મધર્મ : ૯૧ :
અનકન્ત સ્વરૂપ
કેટલાકો કહે છે કે ભગવાનને કેવળ જ્ઞાન થયું ત્યારે જગતમાં જે ધર્મની માન્યતાઓ ચાલતી હતી તેનો
સમન્વય કરવા અનેકાન્તવાદની ભગવાને રચના કરી; પણ ભગવાન તો વીતરાગ છે, તેને રચના કરવાનું હોય જ શું?
ભગવાને કેવળજ્ઞાનમાં દરેક વસ્તુનું સ્વરૂપ અનેકાંત (અનેક ધર્મમય) છે એમ દીઠું અને તેથી અનેકાન્ત
સ્વરૂપ દિવ્યધ્વનિમાં આવ્યું.
અનેકાન્તનો અર્થ જેમ જેને ફાવે તેમ કરે છે, તેથી જે ખરું સ્વરૂપ છે તે અહીં આપવામાં આવે છે:–
ભગવાન અમૃતચંદ્ર આચાર્ય અનેકાન્તનું સ્વરૂપ ઘણી સુંદર રીતે નીચેના શબ્દોમાં કહે છે:–
“એક વસ્તુમાં વસ્તુપણાની નીપજાવનારી પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું પ્રકાશવું તે અનેકાન્ત છે.”
અનેકાન્તના બે પ્રકાર છે. (૧) સમ્યક્ અનેકાન્ત (૨) મિથ્યા અનેકાન્ત; ત્યાં એક વસ્તુમાં, પોત
પોતાના પ્રતિપક્ષી સહિત અનેક ધર્મોનું યુક્તિ આગમથી વિરોધ રહિત નિરુપણ કરે તે સમ્યક્ અનેકાન્ત છે;
અને તત્ અતત્ સ્વભાવની શૂન્ય કલ્પના કરે તે મિથ્યા અનેકાન્ત છે. પોતાનું પ્રયોજનભૂત તત્ સ્વરૂપ જે પ્રકારે
છે તે પ્રકારે, અને અતત્ સ્વરૂપ જે પ્રકારે છે તે પ્રકારે તે જાણે નહીં અને ખોટી અનેક કલ્પનાઓ કર્યા કરે તે
મિથ્યા અનેકાન્ત છે.
એકાન્ત પણ બે પ્રકારના છે– (૧) સમ્યક્ એકાન્ત (૨) મિથ્યા એકાન્ત; તેમાં હેતુ વિશેષના સામર્થ્યની
અપેક્ષાએ પ્રમાણથી પરુપણા કરેલા પદાર્થના એક દેશ (ભાગ) ને કહેવો તે સમ્યક્ એકાન્ત છે, અને એક જ
ગુણ છે એમ નિશ્ચય કરી બીજા અન્ય સમસ્ત ગુણોને ન માનવા તે મિથ્યા એકાન્ત છે.
સમ્યક એકાન્ત સંબંધે શ્રી સમયસારજીમાં નીચે પ્રમાણે કહ્યું છે:–
“આત્માનો, કર્મ જેનું નિમિત્ત છે એવા મોહ સાથે સંયુક્તપણારૂપ અવસ્થાથી અનુભવ કરતાં સંયુક્તપણું
ભૂતાર્થ છે–સત્યાર્થ છે, તો પણ પોતે એકાંત બોધ બીજરૂપ સ્વભાવ છે તેની [ચૈતન્ય ભાવની] સમીપ જઈને
અનુભવ કરતાં સયુક્તપણું અભૂતાર્થ છે–અસત્યાર્થ છે.” (ગુજરાતી સમયસાર પાનું ૩૩)
વૈશાખ માસમાં પાળવાની તીથીઓ
સુદ ૨ સોમ તા. ૨૪ એપ્રીલ વદ ૨ બુધ તા. ૧૦ મે
,, ગુરુ ,, ૨૭ ,, ,, શનિ ,, ૧૩ ,,
,, રવિ ,, ૩૦ ,, ,, સોમ ,, ૧૫ ,,
,, ૧૧ બુધ ,, મે ,, ૧૧ ગુરુ ,, ૧૮ ,,
,, ૧૪ રવિ ,, ,, ,, ૧૪ રવિ ,, ૨૧ ,,
,, ૧૫ સોમ ,, ,, ,, ૦)) સોમ ,, ૨૨ ,,
“સિધ્ધ ભગવાનને એકાંત સુખ છે.” એમ કહેવામાં આવે છે તે સમ્યક એકાન્ત છે, કેમકે તેમાં સમ્યક્
અનેકાન્ત નીચે પ્રમાણે આવે છે:–
‘સિધ્ધ ભગવાનને એકાન્ત સુખ છે એટલે કે ભગવાનને સુખ અસ્તિરૂપે છે, સંસારી સુખ–દુઃખ નથી
એટલે કે નાસ્તિરૂપે છે; એ રીતે અસ્તિ–નાસ્તિ, પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું પ્રકાશવું સિધ્ધ ભગવાનને ખરું
સુખપણું નિપજાવે છે.’
શ્રી પ્રવચનસારમાં ‘એકાંત દ્રષ્ટિ’ અને ‘અનેકાંત દ્રષ્ટિ’ ના નીચે પ્રમાણે અર્થ કર્યા છે:–
એકાંત દ્રષ્ટિનું સ્વરૂપ અને તેનો વ્યવહાર
જે જીવ સર્વ અવિદ્યાનું મૂળકારણ જીવ–પુદ્ગલ સ્વરૂપ અસમાન જાતિવાળા દ્રવ્યની પર્યાયને પોતાની
માને છે અને આત્મ સ્વભાવની ભાવનામાં નપુંસક સમાન અશક્તિ (નિર્બળપણું) ધારણ કરે છે તે ખરેખર
નિરર્ગલ એકાન્ત દ્રષ્ટિ જ છે.
હું મનુષ્ય છું. આ મારું શરીર છે, એ પ્રકારના જુદાજુદા પ્રકારના અહંકાર અને મમકારથી વિપરીત,
જ્ઞાની થઈ અવિચલિત આત્મ વ્યવહારને ધારણ કરવાને બદલે સમસ્ત નિંદ્ય ક્રિયા સમૂહને અંગીકાર કરવાથી
પુત્ર, સ્ત્રી, મિત્રાદિ મનુષ્ય વ્યવહારનો આશ્રય કરી રાગદ્વેષી થાય છે અને પરદ્રવ્ય–કર્મોની સંગતે પરસમય
(વિકારભાવ) માં રત થાય છે.
અનેકાંત દ્રષ્ટિ અને તેનો વ્યવહાર
જે જીવ પોતાના દ્રવ્ય, ગુણ, પર્યાયોની અભિન્નતાથી સ્થિર છે, સમસ્ત વિદ્યાઓના મૂળભૂત ભગવાન
આત્માના સ્વભાવને પ્રાપ્ત

PDF/HTML Page 13 of 29
single page version

background image
: ૯૨ : આત્મધર્મ : વૈશાખ : ૨૦૦૦
થયા છે, આત્મ સ્વભાવની ભાવનાથી પર્યાય (શરીર– વર્તમાન અવસ્થા) માં રત નથી અને આત્મ સ્વભાવમાં
જ સ્થિરતા વધારે છે, જે જીવ સ્વાભાવિક અનેકાન્ત દ્રષ્ટિથી, એકાંતદ્રષ્ટિરૂપ પરિગ્રહને દૂર કરવાવાળા છે,
મનુષ્યાદિ ગતિઓમાં શરીર સંબંધી અહંકાર–મમકાર ભાવોથી રહિત છે, જેમ અનેક ગૃહોમાં સંચાર કરવાવાળો
રત્નનો દીવો એક જ છે તેવી રીતે એકરૂપ આત્માને પ્રાપ્ત થયેલ છે, અચલિત ચૈતન્ય વિલાસરૂપ આત્મવ્યવહારને
કરે છે, તે અનેકાંતદ્રષ્ટિ છે. અયોગ્ય ક્રિયાનું મૂળકારણ–મનુષ્ય વ્યવહાર તેને તે અંગીકાર કરતો નથી.
અનેકાન્ત દ્રષ્ટિ અને એકાન્ત દ્રષ્ટિ અને તેમના નિશ્ચયના વ્યવહારના ઉપર કહ્યા તેમાંથી નીકળતા
સિદ્ધાંતો:–
અનેકાન્ત દ્રષ્ટિ સંબંધી ૧
૧– સંસારનું મૂળ અવિદ્યા (મિથ્યાદર્શન) છે અને તેનું ફળ શરીરની પ્રાપ્તિ છે.
૨–મનુષ્ય શરીરને પોતાનું માને, હું મનુષ્ય છું તેમ માને શરીર તે હું છું અને શરીર મારું એમ માને
એટલે કે શરીરનું કાંઈ કાર્ય કરી શકે એમ માને, તે આત્મા અને અનંત રજકણોને એકરૂપ માનતો હોવાથી
[અનંતના મેલાપને એક માનતો હોવાથી એકાન્ત દ્રષ્ટિ છે, તે નિશ્ચય કુનય છે.
૩–એકાન્ત દ્રષ્ટિનો વ્યવહાર હું મનુષ્ય છું એવો ભાવ કરવો તે મિથ્યા દ્રષ્ટિનો વ્યવહાર છે–તે વ્યવહાર
કુનય છે.
૪–ઉપર કહી તે એકાન્ત દ્રષ્ટિને ભગવાન પરિગ્રહ કહે છે.
અનેકાન્ત દ્રષ્ટિ સંબંધી
શુદ્ધિ
ચૈત્ર અંક પ ની શુદ્ધિ:– પાનું–૧૪ કોલમ બીજું. પેલી લીટી
“જો કે હું મિથ્યાત્વ મુક્ત છું તો પણ...” તેને બદલે “જો કે હું મિથ્યાત્વ યુક્ત (સહિત)
છું તો પણ...” એ પ્રમાણે વાંચવું.
૧–સમસ્ત સાચી વિદ્યાનું મૂળરૂપ ભગવાન આત્માના સ્વભાવને પ્રાપ્ત થવું, આત્મ સ્વભાવની ભાવના
(અભ્યાસ) માં જોડાવું અને આત્મ સ્વભાવમાં સ્થિરતા વધારવી તેનું નામ અનેકાન્ત દ્રષ્ટિ છે.
૨–જીવનો સ્વભાવ અનેકાન્ત દ્રષ્ટિ છે. હું અને શરીર જુદા છે, શરીરનું હું કાંઈ કરી શકું નહીં; શરીરનું હું
કાંઈ કરી શકું એમ માનવું તે એકાન્ત દ્રષ્ટિરૂપ પરિગ્રહ છે, તે માન્યતાને હું દૂર કરનારો છું એમ માનતો હોવાથી
તે અનેકાન્ત દ્રષ્ટિ છે; તે જીવને અને રાગદ્વેષ તથા પરવસ્તુને અનેક (જુદી) ગણે છે, તેથી તે અનેકાંતદ્રષ્ટિ છે.
૩–તે પોતાના એકરૂપ (ધુ્રવ સ્વભાવરૂપ) આત્માનો આશ્રય કરે છે, તે તેનો નિશ્ચયનય છે.
૪–અચલિત ચૈતન્ય વિલાસરૂપ આત્મવ્યવહારને તે અંગીકાર કરે છે તે તેનો વ્યવહાર નય છે.
જ્ઞેયનાં જાુદા જાુદા પડખાનું જ્ઞાન (નય)
દરેક વસ્તુમાં ત્રિકાળ ટકી રહેવાપણાની સાથે સમયે સમયે સમર્થ અવસ્થાંતર થવાનો સ્વભાવ છે. વળી
એક વસ્તુ પોતાથી હોવારૂપ છે. પરથી નહીં હોવારૂપ છે; તેમજ દરેક વસ્તુમાં અનંત ગુણો અને તે ગુણોની સમયે
સમયે એકેક અવસ્થા હોવાથી સમયે સમયે બધા ગુણોની (અવસ્થા) સાથે લેતાં અનંત અવસ્થા થાય છે. એ
રીતે જાણવા યોગ્ય પદાર્થોમાં ઘણા વિભાગો (પડખાં) પડે છે. એક વિભાગ (પડખાં) નો વિચાર અપૂર્ણ જીવ
જ્યારે કરે છે ત્યારે તે બીજા વિભાગો હોવાં છતાં તેનો વિચાર એકી સાથે કરી શક્તો નહીં હોવાથી જે પડખું
જ્ઞાનમાં લીધું તેણે તે વિભાગનું જ્ઞાન કર્યું કહેવાય, તે જ્ઞાન અંશિક
[એક ભાગનું] છે. હવે જો તે વખતે બીજા
પણ પડખાં છે એમ તેને જ્ઞાનમાં ગૌણપણે હોય તો જે વિભાગને જ્ઞાનમાં પ્રધાન કર્યો તે આખા જ્ઞાનનો અંશ
હોવાથી તેને ‘નય’ કહેવાય છે.
સપ્ત ભંગીનું સ્વરૂપ
દરેક વસ્તુને સમજવા માટે તેનું સાત પ્રકારે જ્ઞાન થઈ શકે છે, તેથી તેને ‘સપ્ત ભંગી’ કહેવામાં આવે છે.
તેના બે પેટા ભેદ. પ્રમાણ સપ્તભંગી અને નયસપ્તભંગી એવા ભગવાને જણાવ્યા છે. તેમાં પ્રથમના બે ભંગ
‘અસ્તિ–નાસ્તિ’ છે, તે મુમુક્ષુએ

PDF/HTML Page 14 of 29
single page version

background image
: વૈશાખ : ૨૦૦૦ આત્મધર્મ : ૯૩ :
સમજવાની ખાસ જરૂર છે. પોતે હોવા રૂપ કઈ રીતે છે અને પોતે કઈ રીતે નથી એમ બે ભંગ યથાર્થપણે જીવ
જાણે તો તેના ખ્યાલમાં આવે કે હું સ્વપણે છું અને પરપણે નથી. હું સ્વપણે– મારા પોતાના દ્રવ્યે, ક્ષેત્રે, કાળે
અને ભાવે છું એટલે હું પરને લાભ–નુકસાન કરી શકું નહીં કે પર મને કરી શકે નહીં. હું પોતે જ મારા ભલા–
ભૂંડાનો કરનાર છું; મને દોષ મારાથી થાય છે છતાં પરનો દોષ કાઢવો તે ઊંધાઈ છે માટે દરેક જીવે તે સ્વરૂપ
સમજી ઊંધાઈ ટાળવી જોઈએ; એવો ઉપદેશ આ ભંગોદ્વારા ભગવાને આપ્યો છે.
ભગવાને પરૂપેલી અહિંસા
અહિંસા તે ચારિત્રનું અંગ છે અને સમ્યક્ ચારિત્ર સમ્યગ્દર્શન વગર હોઈ શકે નહીં, તેથી મિથ્યાદ્રષ્ટિને
ખરી અહિંસા હોતી નથી.
લૌકિક માન્યતા એવી છે કે–પર જીવોની હિંસા ન કરવી એવો ધર્મ ભગવાને ઉપદેશ્યો છે; પણ એ
માન્યતા ભૂલવાળી છે. ‘કોઈ જીવને મારવો નહીં, દુઃખ દેવું નહીં.’ એવો ઉપદેશ દરેક ઘરમાં લોકો આપે છે.
શાળાઓમાં પણ તે ઉપદેશ ઓછે કે વધારે અંશે મળે છે; હવે જો તેને ભગવાને ધર્મ કહ્યો હોય તો ભગવાનને
લૌકિક પુરુષ ગણવા જોઈએ; પણ ભગવાનને તેમનું અનંત વીર્ય પ્રગટ્યા પછી જે દિવ્યધ્વનિ પ્રગટ થાય છે
તેમાં તો એવો ઉપદેશ હોય છે કે, આ લૌકિક માન્યતા ખોટી છે; કોઈ કોઈની હિંસા કરી શકે નહીં, પણ હિંસાના
વિકારી ભાવ જીવ કરી શકે અને તે રીતે જીવ પોતાની હિંસા અનાદિથી કરી રહ્યો છે. ભગવાને અહિંસાનું સ્વરૂપ
નીચે જણાવ્યા મુજબ કહ્યું છે:–
તા. ૪ થી મે ૧૯૪૪ ગુરુવારથી એક માસ માટે જૈન દર્શનના અભ્યાસ માટે એક વર્ગ ખોલવાનો
છે, વર્ષ ૧૪ થી ઉપરની ઉંમરના ઉમેદવારોને દાખલ કરવામાં આવશે. ભોજન તથા રહેવાની સગવડ
સમિતિ તરફથી થશે. ઉમેદવારે નીચેના સરનામે લખવું.
શ્રી જૈન અતિથિ સેવા–સમિતિ
સોનગઢ (કાઠિયાવાડ)
જીવમાં મોહ (મિથ્યાદર્શન) અને રાગ–દ્વેષનું ઉત્પન્ન થવું તે હિંસા છે, અને તે પેદા ન થતાં આત્મ
સ્વરૂપમાં સ્થિત રહેવું તે અહિંસા છે; એ અહિંસા જ ખરો ધર્મ છે. દ્રવ્યપ્રાણોનો ઘાત પણ ભાવહિંસા વિના
કહેવાતો નથી. જે જીવો ઉક્ત અહિંસાનું સર્વથા પાલન કરી શકે તે જેટલે અંશે તે સાચી અહિંસાને પાળી શકે
તેટલે જ અંશે અહિંસક છે અને શેષ અંશે હિંસાના ભાગી છે. એ ધ્યાન રાખવાની વાત છે કે “ (જેટલે અંશે)
વીતરાગ ભાવ છે તે જ અહિંસા છે, અને શુભરાગ પણ હિંસા છે.” આ અહિંસા તે મહાવીરે પરૂપેલ છે.
ભગવાન અલૌકિક આત્મા હતા તેથી તેમણે બતાવેલી અહિંસા પણ અલૌકિક હોય તે જ ન્યાયસર છે.
પોતાનું સ્વરૂપ યથાર્થપણે સમજીને મિથ્યાદર્શન ટાળ્‌યા સિવાય કોઈપણ જીવ અહિંસક, સત્યરૂપ,
અચૌર્યરૂપ, બ્રહ્મચર્યરૂપ કે અપરિગ્રહરૂપ અંશે કે પૂર્ણતાએ થઈ શકે નહીં; સ્પષ્ટપણે દિવ્ય ધ્વનિથી જ્યારે તે
જગજાહેર થતું હતું, ત્યારે શાસનના ભક્ત દેવો દુદુંભિના નાદથી તેને વધાવી લેતા હતા.
ત્ત્ પ્ર .
ભગવાનનો આ ઉપદેશ સાંભળી ઘણા ભવ્ય જીવો ધર્મ પામ્યા–એટલે કે સમ્યગ્દ્રષ્ટિ થયા;
સમ્યક્દર્શનપૂર્વક સમ્યક્ચારિત્રીની થયા; તેઓ જ્યારે શુદ્ધભાવમાં ન રહી શકતા ત્યારે અશુભ ભાવ ટાળી
શુભમાં રહેતા; કોઈ જીવની હિંસા કરવાનો ભાવ તે પાપભાવ હોવાથી તેવા ભાવો તેમણે ટાળ્‌યા. જેઓ સ્વરૂપ
ન સમજ્યા પણ સ્વરૂપ સમજવાની રુચિવાળા થયા તેઓએ પણ હિંસાના તીવ્ર અશુભ ભાવને ટાળ્‌યા. જેઓને
સ્વરૂપ સમજવા તરફ વલણ ન થયું તેઓ મંદકષાય તરફ પ્રેરાયા અને તેથી તેઓએ પણ અશુભ ભાવ કેટલેક
અંશે છોડયા. વ્યવહારી (અજ્ઞાની) લોકોની ભાષામાં–પરજીવોની હિંસા તે કારણે અટકી તે કાર્યને અહિંસા
વધી–જીવો બચ્યા–એમ કહેવાનો રૂઢ પ્રસિધ્ધ વ્યવહાર છે; તેથી ‘ભગવાનના ઉપદેશથી પર જીવોની હિંસા
અટકી’ એમ લૌકિક રીતે કહી શકાય, પણ શબ્દ પ્રમાણે કોઈ તેનો અર્થ કરે તો ભગવાન પરના કર્તા ઠરે–કે જે
અસત્ય છે.

PDF/HTML Page 15 of 29
single page version

background image
: ૯૪ : આત્મધર્મ : વૈશાખ : ૨૦૦૦
ગણધરપદની સ્થાપનાનો વિરોધ
પાર્શ્વનાથ તીર્થંકર ભગવાનના શાસનમાં દીક્ષા લીધેલ એક કાશ્યપ નામના મુનિ હતા, તે ભગવાન
મહાવીરના સમોસરણમાં ધર્મ ઉપદેશ સાંભળવા ગયેલ, તેની માન્યતા એવી હતી કે ‘પોતે ગણધરપદને લાયક છે
તેથી ગણધર તરીકે પોતાની સ્થાપના થશે;’ પણ બન્યું તેથી વિરુદ્ધ– શ્રી ઈન્દ્રભૂતિ (ગૌતમ) ને ગણધરપદ મળ્‌યું
તેથી નારાજ થઈ તે મુનિ સમોસરણ બહાર નીકળી ‘ભગવાન મહાવીર તીર્થંકર જ નથી, એક માયા જાળીઓ છે;
જો તે ખરો તીર્થંકર હોય તો મને ગણધર પદ મળત’ વગેરે કહી વિરોધ કરવા લાગ્યો. સત્યનું સ્વરૂપ જ એવું છે કે
તેથી વિરુદ્ધ અસત્ય જગતમાં હોય જ, અને અસત્ય ભાવનું પ્રગટપણું સત્ના વિરોધમાં જ હોઈ શકે.
જૈન શાસન
જૈનશાસન શું કહેવાય તે સંબંધમાં ઘણી વિધવિધ પ્રકારની અને વિચિત્ર માન્યતાઓ હાલપ્રચલિત
જોવામાં આવે છે. જિાજ્ઞાસુઓ સાચું સ્વરૂપ સમજી શકે તે માટે આ સંબંધે ભગવાન શ્રી કુંદકુંદાચાર્યે શું કહ્યું છે તે
જણાવવામાં આવે છે:–
जो पस्सदि अप्पाणं अबद्धपुठ अणण्णमविशेषं।
अपदेश सन्त मज्झं पस्सदि जिणशासणं सव्वं।।
१५।।
અબદ્ધસ્પૃષ્ટ, અનન્ય જે અવિશેષ દેખે આત્મને
તે દ્રવ્ય તેમ જ ભાવ જિનશાસન સકલ દેખે ખરે. ૧૫
અર્થ:– જે પુરુષ આત્માને અબદ્ધસ્પૃષ્ટ (બંધરહિત ને પરના સ્પર્શ રહિત) અન્યપણારહિત, વિશેષરહિત
(તથા અધ્યાહારથી ચળાચળતા રહિત, અન્યના સંયોગ રહિત) દેખે છે તે સર્વ જિનશાસનને દેખે છે કે જે
જિનશાસન બાહ્ય દ્રવ્યશ્રુત તેમ જ અભ્યંતર જ્ઞાનરૂપ ભાવશ્રુતવાળું છે.
ખુલાસો–ઉપર કહ્યા તેવા પાંચ ભાવો સ્વરૂપ આત્માની અનુભૂતિ તે જ સમસ્ત જિનશાસનની અનુભૂતિ છે.
જ્ઞાન છે તે આત્મા છે અને આત્મા છે તે જ્ઞાન છે; આ પ્રમાણે ગુણી–ગુણની અભેદ દ્રષ્ટિમાં આવતું જે
સર્વ પર દ્રવ્યોથી જુદું, પોતાના પર્યાયોમાં એક રૂપ નિશ્ચળ, પોતાના ગુણોમાં એકરૂપ, પરનિમિત્તથી ઉત્પન્ન
થયેલ ભાવોથી ભિન્ન પોતાનું સ્વરૂપ તેનું અનુભવન તે જ્ઞાનનું અનુભવન છે, અને આ અનુભવન તે
ભાવશ્રુત જ્ઞાનરૂપ જિનશાસનનું અનુભવન છે; એટલે ભાવશ્રુત જ્ઞાનરૂપ જિનશાસન છે; આત્માની અનુભૂતિ
તે જ ભાવ જિનશાસન છે.
આ સંબંધે ભાવપાહુડમાં ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય દેવ નીચે પ્રમાણે કહે છે:–
पुजादिषु व्रतसहितं पुण्यं हि जिनैशासने भणितम्।
मोह क्षोभ विहीनः परिणामः आत्मनः धर्मः।।
८३।।
અર્થ:–જિનશાસનવિષે જિનેન્દ્ર દેવે એમ કહ્યું છે કે– પૂજાદિક તથા વ્રતસહિતપણું છે તે તો પુણ્ય છે, પણ
મોહ [મિથ્યાદર્શન] અને ક્ષોભ [ચારિત્રમોહ] રહિત જે આત્માનું પરિણમન તે ધર્મ છે.
ભાવાર્થ:–લૌકિક તથા કોઈ અન્યમતિ કહે છે કે, ‘જે પૂજાદિક શુભક્રિયા તેને વિષે અને વ્રતક્રિયાસહિત છે
તે જૈનધર્મ છે,” પણ તેમ નથી. જૈનમતમાં જિન ભગવાને એમ કહ્યું છે કે:–જે પૂજાદિક વિષે અને વ્રતસહિત હોય
તે તો પુણ્ય છે. ત્યાં પૂજા પછી “ આદિક–અને ” એ શબ્દથી ભક્તિ, વંદના, વૈયાવૃત્ય આદિક લેવાં, તે તો દેવ–
ગુરુ–શાસ્ત્ર પ્રત્યે થાય છે. વળી ઉપવાસ આદિક વ્રત છે તે શુભક્રિયા છે તેમાં આત્માના રાગસહિત શુભ
પરિણામ છે, તે વડે પુણ્ય કર્મ નિપજે છે તેથી તેને પુણ્ય કહે છે. તેનું ફળ સ્વર્ગાદિક ભોગની પ્રાપ્તિ છે.
‘મોહ અને ક્ષોભરહિત આત્માના પરિણામ’ કહ્યા; તેમાં મોહનો અર્થ અતત્ત્વ શ્રધ્ધાન છે; વળી ક્રોધ,
માન, શોક, અરતિ, ભય, જુગુપ્સા એ છ દ્વેષ છે અને માયા, લોભ, હાસ્ય, રતિ, પુરુષ–સ્ત્રી કે નપુંસક એ ત્રણ
વિકાર એમ સાત રાગ છે. એ તેર પ્રકૃતિના નિમિત્તે આત્માના જ્ઞાન–દર્શન સ્વભાવ વિકારસહિત
(મોહક્ષોભરૂપ) ચલાચલ–વ્યાકુળ થાય છે, પણ તે વિકારથી રહિત શુદ્ધ દર્શન જ્ઞાનરૂપ જે ખરો ભાવ છે તે
આત્માનો ધર્મ છે, એ ધર્મથી આગામી કર્મના આસ્રવ રોકાતાં સંવર થાય છે અને પૂર્વે બાંધેલા કર્મની નિર્જરા
થાય છે, સંપૂર્ણ નિર્જરા થતાં મોક્ષ પ્રગટે છે. જેને સમ્યગ્દર્શન પ્રગટ્યું હોય અને અંશે ચારિત્ર મોહ હોય તેના
શુભ પરિણામને ઉપચારથી ધર્મ કહેવાય છે.
[ઉપચારથી એટલે ખરેખર નહીં, પણ અંશે શુધ્ધ ભાવ હોય ત્યારે
જે શુભભાવ છે તેને અજ્ઞાનીના શુભ

PDF/HTML Page 16 of 29
single page version

background image
: વૈશાખ : ૨૦૦૦ આત્મધર્મ : ૯૫ :
ભાવથી જુદો પાડવા માટે નિમિત્ત કે ઉપચાર કહેવાય છે.] પણ જે કેવળ શુભ પરિણામને જ ધર્મ માની સંતુષ્ટ
છે તેને ધર્મની પ્રાપ્તિ નથી. શુભ કરતાં કરતાં શુદ્ધ પરિણામ પ્રગટશે એમ માનનારા વિકાર કરતાં કરતાં
અવિકારપણું થશે એમ માને છે; અને તેથી તે ભૂલ છે. એ પ્રમાણે જૈનશાસનનો ઉપદેશ છે.
(જુઓ અષ્ટપાહુડ પાનું–૨૧૯–૨૨૦)
श्रध्धाति च प्रत्येति च रोचते च तथा पुनरपि स्पर्शति।
पुण्यं भोगनिमित्तं नहि तत् कर्म क्षय निमित्तम्।। ૮૪।।
અર્થ:–જે જીવ પુણ્યને ધર્મ જાણી શ્રધ્ધાન કરે છે, વળી પ્રતીતિ કરે છે, વળી રુચિ કરે છે, વળી સ્પર્શે છે તે
પુણ્ય ભોગનું કારણ હોવાથી સ્વર્ગાદિક ભોગ પામે છે, પણ પુણ્ય કર્મક્ષયનું કારણ નથી એ પ્રગટ જાણો.
ભાવાર્થ:–શુભક્રિયારૂપ પુણ્યને ધર્મ જાણી તેનું શ્રધ્ધાન, જ્ઞાન, આચરણ કરે છે તેને પુણ્ય–કર્મ–બંધ
હોવાથી તે વડે સ્વર્ગાદિ ભોગની પ્રાપ્તિ થાય છે, પણ તેનાથી કર્મના ક્ષયરૂપ સંવર, નિર્જરા, મોક્ષ થતાં નથી.
ભગવાનો વિહાર
ભગવાન વીતરાગ હોઈને તેમને કાંઈપણ ઈચ્છા હોય નહીં. ભગવાનના સેવકો ઈન્દ્રો વગેરે, ભવ્ય
જીવોનાં હિત માટે તથા ધર્મની પ્રભાવના માટે ભગવાનને વિહારની પ્રાર્થના કરે એવો તેમનો આચાર છે. જે જે
જગોએ લાયક જીવો હોય ત્યાં ઈચ્છા રહિતપણે ભગવાનનો વિહાર થાય છે. તે મુજબ આર્યદેશોમાં ભગવાનનો
વિહાર થયો હતો.
રાજગૃહીના વિપુલાચલ પર ભગવાન પધારતાં ત્યાં સમોસરણની રચના ઈન્દ્રે કરી હતી અને ત્યાં રાજા
શ્રેણીક વંદના તથા ધર્મોપદેશ શ્રવણ માટે ગયા હતા.
શ્રેણીક રાજાએ સમ્યગ્દર્શન પામ્યા પછી સોળ ભાવના ભાવતાં ભગવાન સમીપે તીર્થંકરનામકર્મ બાંધ્યું
હતું. તેઓને વ્રત, સંયમ નિયમ કાંઈ પણ ન હતું–પણ તેઓ સમ્યગ્દ્રષ્ટિ હતા એ લક્ષમાં રાખવું. આવતી
ચોવીશીમાં તેઓ પહેલાંં તીર્થંકર થવાનાં છે;
જ્ઞપ્તિક્રિયાની વ્યાખ્યા
જ્ઞપ્તિ ક્રિયા:–જ્ઞાનની વિકાર રહિત નિર્મળ ક્રિયા એટલે જ્ઞાનની એકાગ્રતા [–અર્થાત્ જ્ઞાન સ્વભાવી
આત્મામાં પુણ્ય–પાપ રહિત જ્ઞાનની એકાગ્રતા] તે જ્ઞપ્તિ ક્રિયા છે.
કરોતિક્રિયાની વ્યાખ્યા
કરોતિક્રિયા:–જડનું કર્તવ્ય મારું, પુણ્ય–પાપના ભાવનું કર્તવ્ય મારું, જડની અવસ્થા મારા હાથમાં છે એવી
જે માન્યતા એટલે કે હું જડની ક્રિયા કરી શકું અને વિકારી પરિણામ મારાં એવો અભિપ્રાય તે કરોતિક્રિયા છે.
નોટ:–(૧) જડની અવસ્થા મારાથી થાય છે એવો ભાવ અને પુણ્ય–પાપના પરિણામ મારાં એવો ભાવ
અર્થાત્ કરોતિક્રિયા જ્ઞાનીને હોતી નથી, પણ જ્ઞપ્તિક્રિયા (જ્ઞાનક્રિયા) હોય છે.
(૨) જીવ પરનું કાંઈ કરી શકતો નથી તેથી પરની કોઈ ક્રિયા તે જીવની ક્રિયા નથી.
ભગવાને મહાવીરનું ઉપનામ
શ્રી વર્ધમાન સ્વામીનું સમ્યગ્દ્રષ્ટિપણું તો આગલા ભવોથી ચાલ્યું આવ્યું હતું; તેવી દ્રષ્ટિ પૂર્વક આત્માની
સ્થિરતામાં લીન રહેવા માટે ભગવાન મહાન પુરુષાર્થ કરતા હતા. “પોતાના પુરુષાર્થ વગર ધર્મ થઈ શકે નહિ”
એ સિદ્ધાંત ભગવાને અમલમાં મૂકેલો હોવાથી ઈન્દ્રો વગેરે ભગવાનના સેવકો ભગવાનને ‘મહાવીર’ ના
ઉપનામથી કહેવા લાગ્યા, અને તેથી તેઓ મહાવીર ભગવાનના નામથી આજે પણ ઓળખાય છે.
ભગવાનું મોક્ષગમન
આયુષ્ય પુરું થતાં ભગવાનનો આત્મા સંપૂર્ણ શુધ્ધ થતાં શરીર એકક્ષેત્રાવગાહ સંબંધ બંધ પડ્યો; અને
આત્મા છૂટો પડતાં (વજન વગરનો હોઈ) તેના ઊર્ધ્વગમન સ્વભાવના કારણે લોકને અગે્ર સ્થિત થયો.
ભગવાન કારતક વદી ૦)) (ગુજરાતી આસો વદી ૦))) ના રોજ વદી ૧૪ ના પાછલા ભાગમાં પ્રાતઃકાળમાં
મુક્ત થયા. ભગવાનના નિર્વાણની આ ખબર વીજળીની માફક તુરત બધે ફેલાઈ ગઈ થોડી જ વારમાં દેવેન્દ્રો,
રાજાઓ, સાધારણ દેવો અને મનુષ્યોના સમૂહ ભક્તિથી ગદ્ગદ્ થઈ નિર્વાણ સ્થાન (પાવાપુરી) માં પહોંચ્યા.
તે વખતે પ્રાતઃકાળમાં કાંઈક અંધારૂં હોવાથી ભક્તિથી રત્નના તથા ઘી વગેરેના દીવાઓ કરવામાં આવ્યા હતા.

PDF/HTML Page 17 of 29
single page version

background image
: ૯૬ : આત્મધર્મ : વૈશાખ : ૨૦૦૦
ભગવાન મહાવીર વિશ્વ–ઉપકારક અને મહાન તીર્થના પ્રર્વતક તીર્થંકર મહાપુરુષ હતા તેથી તેમના
નિર્વાણ કલ્યાણક માટે અગણિત પ્રદિપોની હારો થાય એ યોગ્ય જ છે. જન સમૂહ ભગવાનના નિર્વાણ દિવસની
સમાપ્તિ માટે ‘દિવાળી’ ઉજવે એ સ્વાભાવિક છે.
ભગવાના શાસની હાલની સ્થિતિ
ભગવાનનું શાસન ૨૧૦૪૨ વર્ષ સુધી ચાલવાનું છે; તેમાંથી માત્ર ૨૫૦૦ વર્ષ થયાં છે, એટલે હજુ
લાંબો વખત ચાલવાનું છે. તે બતાવે છે કે:–સમ્યગ્દર્શન જીવો પામે તેવો આ વખત છે.
છતાં આ કાળે ભગવાનના તત્ત્વજ્ઞાનના અભ્યાસ તરફ અરુચિ જૈન સમાજમાં જોસબંધ પ્રવર્તે છે અને
તે પ્રાપ્ત કરવાનો ઉપદેશ પણ વીરલ જીવો જ કરે છે. કેટલોક ભાગ બાહ્ય ક્રિયા ઉપર વજન આપનારો છે,
જ્યારે બીજા ભાગનું વલણ વ્યવહારિક કેળવણી તરફ વિશેષ છે. જૈન–સમાજની વર્તમાન સ્થિતિ શ્રીમદ્રાજચંદ્રે
નીચે મુજબ હોવાનું જણાવ્યું છે; તે કેટલે દરજ્જે સત્ય છે તેનો વાંચકોએ જ નિર્ણય કરી લેવો ઘટે છે.
શ્રીમદ્રાજચંદ્ર નીચે મુજબ કહે છે:–
૧–આશ્ચર્યકારક ભેદ પડી ગયા છે.
૨–ખંડિત છે.
૩–સંપૂર્ણ કરવાનું કાર્ય દુર્ગમ્ય દેખાય છે. ૪–તે પ્રભાવને વિષે મહત અંતરાય છે.
પ–દેશ, કાળાદિ ઘણા પ્રતિકૂળ છે. ૬–વીતરાગોનો મત લોક પ્રતિકૂળ થઈ પડ્યો છે.
૭–રૂઢીથી જે લોકો તેને માને છે તેના લક્ષમાં પણ તે પ્રતીત જણાતો નથી; અથવા અન્ય મતને
વીતરાગનો મત સમજી પ્રવર્ત્યે જાય છે.
૮–યથાર્થ વીતરાગોનો મત સમજવાની તેમનામાં યોગ્યતાની ઘણી ખામી છે.
૯–દ્રષ્ટિરાગનું પ્રબળ રાજ્ય વર્તે છે.
૧૦–વેષાદિ વ્યવહારમાં મોટી વિટંબના કરી મોક્ષમાર્ગનો અંતરાય કરી બેઠા છે.
૧૧–તૂચ્છ પામર પુરુષો વિરાધક વૃત્તિના ધણી અગ્રભાગે વર્તે છે.
૧૨–કિંચિત્ સત્ય બહાર આવતાં પણ તેમને પ્રાણઘાત તુલ્ય દુઃખ લાગતું હોય તેમ દેખાય છે.
(પા. ૭૦૨)
નોટ:–
તેથી જિજ્ઞાસુએ નિરુત્સાહ થવાનું નથી, પણ સત્ય પુરુષાર્થ કાળજીપૂર્વક કરવાનું આ કારણ છે
એમ સમજવું.
સદ્ગુરુનો સંસર્ગ હોવો દુર્લભ છે
સદ્ગુરુના સંસર્ગની જરૂરિયાત
સદ્ગુરુ યથાર્થ જ્ઞાનરૂપી નેત્રના ધારક છે, સંપૂર્ણ પ્રાણીઓમાં તે દયા કરે છે, તે લાભની કે સત્કાર–
પુરસ્કારની અપેક્ષા રાખતા નથી; ચતુર્ગતિઓમાં હજારો યાતનાઓ ભોગવે છે તે દેખીને તેમના અંતઃકરણમાં
દયાનો પ્રવાહ વહે છે, “અહો! આ અજ્ઞજન મિથ્યાદર્શનાદિ અશુભ પરિણામોથી ગતિઓ ઉત્પન્ન કરવાવાળા
કર્મોનો બંધ કરી રહ્યા છે, એ કર્મોથી છૂટવાનો ઉપાય તેઓ જાણતા નથી તેથી એ દીન પ્રાણી દુઃખરૂપી સમુદ્રમાં
પ્રવેશ કરી દુઃખ ભોગવી રહ્યાં છે.” એવો વિચાર સદ્ગુરુ કરે છે. એવા સદ્ગુરુનો સંસર્ગ હોવો દુર્લભ છે.
જ્ઞાનની પ્રાપ્તિ વિના સાચી દેવપૂજા વગેરે નથી; જીવ જો સદ્ગુરુની સેવા નથી કરતો તો તેને જ્ઞાનની
પ્રાપ્તિ થતી નથી; જ્ઞાનવિના આત્માનું હિત કરવાવાળી દેવપૂજા, સ્વાધ્યાય વગેરે કાર્યોનું સ્વરૂપ જાણવામાં
આવતું નથી અને તેથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી.
સત્પુરુષનો ઉપદેશ સાંભળવો
દૈવયોગથી સત્પુરુષનો સહવાસ પણ પ્રાપ્ત થયો–પણ તેમની પાસેથી હિતનો ઉપદેશ ન સાંભળ્‌યો તો
તેનો સહવાસનો ફાયદો જીવને મળતો નથી એમ જ સમજવું.

PDF/HTML Page 18 of 29
single page version

background image
: વૈશાખ : ૨૦૦૦ આત્મધર્મ : ૯૭ :
• • • • આત્મધર્મની પ્રભાવના કરો • • • •
જો આપણે ખેતરમાં બી ન વાવ્યું અને વૃષ્ટિ થઈ તો તે વૃષ્ટિથી કાંઈ ફાયદો નથી, તેમ સત્પુરુષનો
ઉપદેશ ન સાંભળ્‌યો તો તેનો સહવાસ વ્યર્થ જ થયો એમ સમજવું.
શ્રોતાઓએ અરુચિ છોડવી.
સત્પુરુષોનો ઉપદેશ સાંભળવા માટે જઈને કોઈ ત્યાં સુવે છે અથવા પોતાની પાસે બેઠેલા માણસો સાથે
વાતો કરે છે અથવા તેની વાત સાંભળે છે–સત્પુરુષના ઉપદેશ તરફ તેનું લક્ષ જતું નથી અથવા તેની અરુચિ થઈ
જાય છે.
સ્ સ્રૂ ક્ષ્
સત્પુરુષનાં વચન સાંભળવાં છતાં તેનો અભિપ્રાય ધ્યાનમાં રાખવો દુર્લભ છે કેમકે જીવાદિ વસ્તુઓનું
સ્વરૂપ સૂક્ષ્મ હોવાથી તથા પૂર્વ કાળમાં કદી સાંભળવામાં નહીં આવવાથી તેનો અભિપ્રાય મનમાં સમજવો કઠણ છે.
શ્રધ્ધા પ્રગટ કરવી દુર્લભ છે.
કદી બુદ્ધિના ઉઘાડથી જીવાદિનું સ્વરૂપ જાણે–ધર્મનું સ્વરૂપ જાણે તો પણ જીવાદિ સ્વરૂપમાં તથા ધર્મ
સ્વરૂપમાં શ્રધ્ધા ઉત્પન્ન કરવી દુર્લભ છે.
ધર્મનું સ્વરૂપ સમજવામાં મહા પુરુષાર્થની જરૂર.
મનુષ્યને સત્ધર્મનું સ્વરૂપ મહા પુરુષાર્થથી સમજાય છે. જ્ઞાન થયા પછી ધર્મમાં પ્રવૃત્તિ કરવામાં તેનાથી
પણ અધિક પુરુષાર્થની જરૂર છે. જીવાદિ તત્ત્વનું સ્વરૂપ જેણે જાણ્યું છે એવા મનુષ્યોએ ધર્મનું સ્વરૂપ જાણીને
તેમાં સ્થિર થવું જોઈએ. ધર્મનું આચરણ કરવામાં પ્રમાદને છોડી દેવો જોઈએ, એક ક્ષણ પણ તેનો આશ્રય નહીં
કરવો જોઈએ.
ત્ત્જ્ઞ ર્ક્ષત્ર.
તત્ત્વજ્ઞ મનુષ્ય, મોક્ષનું મૂળ એવા સદ્ધર્મમાં પોતાનું હૃદય સ્થિર કરે છે.
મૂઢ મનુષ્ય અહિત કાર્યમાં જ પ્રયત્ન કરે છે અને પરમહિતકર ધર્મમાં હંમેશાં આળસુ રહે છે અને તે
યોગ્ય જ છે. જો એવા મનુષ્ય એ પ્રવૃત્તિ ન કરે તો તેનું સંસારમાં ભ્રમણ કેમ થાય?
સાચી સંલ્લેખના – (સાચો સંથારો)
જેને પોતાના રત્નત્રયમાં લાગેલા દોષો દૂર કરવાની ભાવના છે તેઓ સદ્ગુરુઓનો આશ્રય કરે છે. જો
રત્નત્રય નિર્મળ કરવાની ભાવના જ નથી તો આ સાધુનું લીંગ વ્યર્થ શા માટે ધારણ કર્યું?
ચાર પ્રકારના આહારનો ત્યાગ કરવા માત્રથી સંલ્લેખના થતી નથી, પરંતુ કષાયોના ત્યાગ કરવાથી
સંલ્લેખના થાય છે અને તે સંલ્લેખના હોય તો જ સંવર–નિર્જરા થાય છે, કષાયોથી નવીન કર્મોનું ગ્રહણ થાય
છે–બંધ
થાય છે–સ્થિતિ થાય છે. (ભગવતી આરાધના)
જૈન ધર્મનું ટૂંક સ્વરૂપ
પરાનુગ્રહ પરમ કારુણ્ય વૃત્તિ કરતાં પણ પ્રથમ ચૈતન્ય જિન પ્રતિમા થા, ચૈતન્ય જિન પ્રતિમા થા!
(શ્રીમદ્ રાજચંદ્ર)
ભગવાનના વખતમાં ધર્મ પામેલા મહાન આત્માઓની સંખ્યા:–
કેવળી ૭૦૦ પૂર્વધારી ૩૦૦ મનઃપર્યવજ્ઞાની ૫૦૦ વિક્રિયાઋદ્ધિધારી ૯૦૦ અવધિજ્ઞાની ૧૩૦૦ આચાર્ય–
૪૦૦ ઉપાધ્યાય–૯૯૦૦ શ્રાવકો ૧ લાખ શ્રાવિકા ૩ લાખ અર્જિકાઓ–૩૬૦૦૦ અને ઋષિ (સાધુ) ઓ ૧૪૦૦૦.
ઉપર મુજબ ભગવાન મહાવીરના વખતમાં હતા, એ ઉપરાંત સમ્યગ્દ્રષ્ટિ પામેલા જીવો ઘણાં હતાં.
વીતરાગ કથની તીવ્રતા સમજવા માટે હાલ પ્રાપ્ત સાધનો
અનંત તીર્થંકરોએ કહેલી આત્માના સ્વરૂપની તીવ્રતા સમજવા માટેના હાલ સાધનો; શ્રી સમયસાર
પરમાગમ, શ્રી પ્રવચનસાર, શ્રી પંચાસ્તિકાય, શ્રી નિયમસાર, શ્રી તત્ત્વાર્થસૂત્ર, શ્રી તત્ત્વાર્થ સાર, શ્રી બૃહદ્ દ્રવ્ય–
સંગ્રહ, શ્રી પદ્મનંદીપંચવીશી, શ્રી ગોમટ્ટસાર, શ્રી સર્વાર્થસિધ્ધિ, શ્રી રાજવાર્તિક, શ્રી લબ્ધિસાર, શ્રી ક્ષપણાસાર,
શ્રી પુરુષાર્થ સિદ્ધિ ઉપાય, શ્રી અષ્ટપાહુડ, શ્રી ત્રિલોક પ્રજ્ઞપ્તિ તથા શ્રી આત્માનુશાસન આદિ શાસ્ત્રો છે.

PDF/HTML Page 19 of 29
single page version

background image
: ૯૮ : આત્મધર્મ : વૈશાખ : ૨૦૦૦
આ બાબતનું સર્વથી પ્રાચીન સાહિત્ય “ષટ્ખંડ આગમ” શ્રી ભૂતબલી તથા શ્રી પુષ્પદંત મુનિ કૃત છે. તે ઉપર
ધવલ ટીકા થઈ છે તે હાલમાં હીંદિમાં પ્રસિધ્ધ થાય છે, તેના છ ભાગ છપાઈને બહાર પડી ગયા છે. તે ઉપરાંત
શ્રી જયધવલ તથા શ્રી મહાધવલ શાસ્ત્રો છે તેમાંથી શ્રી જયધવલ છપાઈ પ્રસિધ્ધ થતું જાય છે, તેનો પહેલો
ભાગ છપાઈને હમણાં જ બહાર પડ્યો છે.
આ શાસ્ત્રો સંબંધે શ્રીમદ્રાજચંદ્ર નીચે મુજબ કહે છે:–
“દિગંબરના તીવ્ર વચનોને લીધે કંઈ રહસ્ય સમજી શકાય છે.” (આવૃત્તિ પાંચમી) પાનું–૧૧૫
ઉપરના શાસ્ત્રમાંથી શ્રી સમયસાર, આત્માનુશાસન ગુજરાતીમાં પ્રસિધ્ધ થયા છે અને પ્રવચનસાર
ગુજરાતીમાં પ્રસિધ્ધ કરવાની યોજના થઈ ગઈ છે.
તત્ત્વજ્ઞાનના રસિક જીવોએ આ શાસ્ત્રોનો તટસ્થપણે અભ્યાસ કરવાની જરૂર છે.
જૈનધર્મ કોઈ વ્યક્તિના કથન, પુસ્તક, ચમત્કાર કે વિશેષ વ્યક્તિ પર નિર્ભર નથી. તે તો સત્યનો અખંડ
ભંડાર, વિશ્વનો ધર્મ છે. અનુભવ તેનો આધાર છે, યુક્તિવાદ તેનો અત્મા છે. એ ધર્મને કાળની મર્યાદામાં કેદ
કરી શકાય નહીં, પદાર્થોના સ્વરૂપનો તે પ્રદર્શક છે. ત્રિકાળ અબાધિત સત્યરૂપ છે. વસ્તુઓ અનાદિ અનંત છે
તેથી તેનું સ્વરૂપ પ્રકાશક તત્ત્વજ્ઞાન પણ અનાદિ અનંત છે.
• • •
ભરતના ચંદાજી તમે જાજોરે તમે જાજોરે મહા વિદેહના દેશમાં,
ત્યાં સીમંધર તાતને કેજો એટલડું કેજો એટલડું જઈને કેજો કે તેડા મોકલે
જંબુ ભરતે છે દાસ તુમારો, એ ઝંખી રહ્યો છે દીનરાતો; ત્યાં કોણ છે એને આધારો કે તેડા મોકલે
વીર પ્રભુ થયા છે સિધ્ધ, આતમની ઘટી છે રિધ્ધ; નહિ આચાર્ય મુનીના જુથ્થ, કે તેડા મોકલે
જેમ માત વિહુણો બાળ, અરહો પરહો અથડાય; પછી આકુળ વ્યાકુળ થાય, કે તેડા મોકલે
ધન્ય ધન્ય વિદેહના આતમા, જેણે હોંસે સેવ્યા પરમાત્મા; હું ભળું પ્રભુ એ ભાતમાં, કે તેડા મોકલે
પ્રભુ સંયમ લઈ રહું સાથે, નિજ સ્વરૂપ સ્થિરતાની ગાઢે; એવો અવસર ઝટ મુને આપે, કે તેડા મોકલે ૬
પ્રભુ દાસ બીજું નવ માગે, એક આતમ ઈચ્છું તુમ સાખે; એવી અંતરની ઉંડી અભિલાષે, કે તેડા મોકલે ૭
ભરતક્ષેત્રે ભવ્યજીવોની ભીડ ભાંગવા માટે ભગવાને ભોમિયો મોકલ્યો છે
ભેટશો, કોઈ ભેટશો, અરે! કોઈ ભેટશો?

પરમ પૂજ્ય અધ્યાત્મયોગી શ્રી કાનજીસ્વામીનો શુભ જન્મ વિ. સં. ૧૯૪૬ ના વૈશાખ સુદ બીજ ને
રવિવારના દિવસે કાઠિયાવાડના ઉમરાળા ગામમાં સ્થાનકવાસી જૈન સંપ્રદાયમાં થયો હતો. તેઓશ્રીનાં
માતુશ્રીનું નામ ઉજમબાઈ અને પિતાશ્રીનું નામ મોતીચંદભાઈ હતું. જ્ઞાતિએ તેઓ દશા શ્રીમાળી વણિક હતા.
બાળવયમાં તેઓશ્રીના વિષે કોઈ જોષીએ કહ્યું હતું કે આ કોઈ મહાપુરુષ થશે. બાળપણથી જ તેઓશ્રીના મુખ
પર વૈરાગ્યની સૌમ્યતા અને નેત્રોમાં બુદ્ધિ ને વીર્યનું તેજ દેખાતું. તેઓશ્રીએ ઉમરાળાની જ નિશાળમાં અભ્યાસ
કર્યો હતો. જોકે નિશાળમાં તેમ જ જૈનશાળામાં તેઓશ્રી પ્રાય: પ્રથમ નંબર રાખતા તોપણ નિશાળમાં અપાતા
વ્યાવહારિક જ્ઞાનથી તેમના ચિત્તને સંતોષ થતો નહીં, અને તેમને ઊંડે ઊંડે એમ રહ્યા કરતું કે ‘હું જેની શોધમાં

PDF/HTML Page 20 of 29
single page version

background image
: વૈશાખ : ૨૦૦૦ આત્મધર્મ : ૯૯ :

છું તે આ નથી.’ કોઈ કોઈ વાર આ દુઃખ તીવ્રતા ધારણ કરતું; અને એક વાર તો, માતાથી વિખૂટા પડેલા
બાળકની જેમ, તે બાળ મહાત્મા સત્ના વિયોગે ખૂબ રડયા હતા.
નાની વયમાં જ માતાપિતા કાળધર્મ પામવાથી તેઓશ્રી આજીવિકા અર્થે તેમના મોટા ભાઈ ખુશાલભાઈ
સાથે પાલેજમાં ચાલુ દુકાનમાં જોડાયા. ધીમે ધીમે દુકાન સારી જામી. વેપારમાં તેમનું વર્તન પ્રમાણિક હતું. એક
વાર (લગભગ ૧૬ વર્ષની વયે) તેમને કોઈ કારણે વડોદરાની કોર્ટમાં જવું પડ્યું હતું. ત્યાં તેઓશ્રીએ અમલદાર
સમક્ષ સત્ય હકીકત સ્પષ્ટતાથી જણાવી દીધી હતી. તેમના મુખ પર તરવરતી નિખાલસતા, નિર્દોષતા ને
નીડરતાની અમલદાર પર છાપ પડી અને તેમણે કહેલી સર્વ હકીકત ખરી છે એમ વિશ્વાસ આવવાથી બીજા
આધાર વિના તે સર્વ હકીકત સંપૂર્ણપણે માન્ય રાખી.
પાલેજમાં તેઓશ્રી કોઈ કોઈ વખત નાટક જોવા જતા; પરંતુ અતિશય આશ્ચર્યની વાત તો એ છે કે
નાટકમાંથી શ્રુંગારિક અસર થવાને બદલે કોઈ વૈરાગ્યપ્રેરક દ્રશ્યની ઊંડી અસર તે મહાત્માને થતી અને તે
કેટલાય દિવસ સુધી રહેતી. કોઈ કોઈ વખત તો નાટક જોઈને આવ્યા પછી આખી રાત વૈરાગ્યની ધૂન રહેતી.
એકવાર નાટક જોયા પછી ‘શિવરમણી રમનાર તું, તું હી દેવનો દેવ’ એ લીટીથી શરૂ થતું કાવ્ય તેમણે બનાવ્યું
હતું. સાંસારિક રસનાં પ્રબળ નિમિત્તોને પણ મહાન આત્માઓ વૈરાગનાં નિમિત્ત બનાવે છે!
આ રીતે પાલેજની દુકાનમાં વેપારનું કામકાજ કરતાં છતાં તે મહાત્માનું મન વેપારમય કે સંસારમય થયું
નહોતું. તેમનો અંતર્વ્યાપાર તો જુદો જ હતો. તેમના અંતરનો સ્વાભાવિક ઝોક હંમેશાંં ધર્મ અને સત્યની શોધ
પ્રતિ જ રહેતો. ઉપાશ્રયે કોઈ સાધુ આવે કે તેઓ તે સાધુની સેવા તેમ જ તેમની સાથે ધાર્મિક વાર્તાલાપ માટે
દોડી જતા અને ઘણો સમય ઉપાશ્રયે ગાળતા. ધાર્મિક અભ્યાસ પણ ચાલુ હતો. તેમનું ધાર્મિક જીવન અને સરળ
અંતઃકરણ જોઈને તેમના સંબંધીઓ તેમને ‘ભગત’ કહેતા. તેમણે તેમના મોટા ભાઈ ખુશાલ ભાઈને સ્પષ્ટ
જણાવી દીધું હતું કે ‘મારું વેવિશાળ કરવાનું નથી; મારા ભાવ દીક્ષા લેવાના છે.’ ખુશાલભાઈએ તેમને ઘણું
સમજાવ્યા કે– ‘ભાઈ, તું ન પરણે તો ભલે તારી ઈચ્છા, પરંતુ તું દીક્ષા ન લે. તારે દુકાને ન બેસવું હોય તો ભલે
તું આખો દિવસ ધાર્મિક વાંચનમાં ને સાધુઓના સંગમાં ગાળ, પણ દીક્ષાની વાત ન કર.’ આમ ઘણું સમજાવવા
છતાં તે મહાત્માના વૈરાગી ચિત્તને સંસારમાં રહેવાનું પસંદ પડ્યું નહિ. દીક્ષા લીધા પહેલાંં તેઓશ્રી કેટલાક
મહિનાઓ સુધી આત્માર્થી ગુરુની શોધ માટે કાઠિયાવાડ, ગુજરાત ને મારવાડમાં અનેક ગામો ફર્યા, ઘણા
સાધુઓને મળ્‌યા પણ ક્યાંય મન ઠર્યું નહિ, ખરી વાત તો એ હતી કે પૂર્વ ભવની અધૂરી મૂકેલી સાધનાએ
અવતરેલા તે મહાત્મા પોતે જ ગુરુ થવાને યોગ્ય હતા. આખરે બોટાદ સંપ્રદાયના હીરાચંદજી મહારાજના હાથે
દીક્ષા લેવાનું નક્કી થયું અને સં. ૧૯૭૦ ના માગશર સુદ ૯ ને રવિવારને દિવસે ઉમરાળામાં મોટી ધામધૂમથી
દીક્ષા મહોત્સવ થયો.
દીક્ષા લઈને તુરત જ મહારાજશ્રીએ શ્વેતાંબર શાસ્ત્રોનો સખત અભ્યાસ કરવા માંડયો; તે એટલે સુધી કે
આહારાદિ શારીરિક આવશ્યકતાઓમાં વખત જતો તે પણ તેમને ખટકતો. લગભગ આખો દિવસ ઉપાશ્રયના
કોઈ એકાંત ભાગમાં અભ્યાસ કરતા તેઓ જોવામાં આવતા. ચારેક વર્ષમાં લગભગ બધાં શ્વેતાંબર શાસ્ત્રો
તેઓ વિચારપૂર્વક વાંચી ગયા. તેઓ સંપ્રદાયની રીત પ્રમાણે ચારિત્ર પણ કડક પાળતા. થોડા જ વખતમાં તેમની
આત્માર્થિતાની, જ્ઞાનપિપાસાની અને ઉગ્ર ચારિત્રની સુવાસ કાઠિયાવાડમાં ફેલાઈ. તેમના ગુરુની
મહારાજશ્રીપર બહુ કૃપા હતી મહારાજશ્રી પ્રથમથી જ તીવ્ર પુરુષાર્થી હતા. કેટલીક વખત તેમને કોઈ
ભવિતવ્યતા પ્રત્યે વલણવાળી વ્યક્તિ તરફથી એવું સાંભળવાનો પ્રસંગ બનતો કે ‘ગમે તેવું આકરું ચારિત્ર
પાળીએ પણ કેવળી ભગવાને જો અનંત ભવ દીઠા હશે તો તેમાંથી એક પણ ભવ ઘટવાનો નથી. ’ મહારાજશ્રી
આવાં પુરુષાર્થહીનતાનાં મિથ્યા વચનો સાંખી શકતા નહિ અને બોલી ઊઠતા કે ‘જે પુરુષાર્થી છે તેના અનંત
ભવો કેવળી ભગવાને દીઠા જ નથી. જેને પુરુષાર્થ ભાસ્યો છે