Atmadharma magazine - Ank 060
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948). Entry point of HTML version.


Combined PDF/HTML Page 1 of 1

PDF/HTML Page 1 of 17
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૫
સળંગ અંક ૦૬૦
Version History
Version
Number Date Changes
001 Jan 2006 First electronic version.

PDF/HTML Page 2 of 17
single page version

background image
વર્ષ પાંચમું : સંપાદક : આસો
રામજી માણેકચંદ દોશી
અંક બાર વકીલ ૨૪૭૪
શ્રી ગુરુ શું કરે?
वीतरागं वीतरागं जीवस्य निजस्वस्वरूपो वीतरागं।
मुहुर्मुह गृणनाति वीतरागं स गुरुपदं भासति सदा।।
જીવનું પોતાનું નિજસ્વરૂપ વીતરાગ છે, વીતરાગ છે, વીતરાગ છે; જેઓ તે
વીતરાગ સ્વરૂપનું વારંવાર કથન કરે છે તે જ સદા ગુરુપદે શોભે છે.
××× ××× શ્રીગુરુ જ્ઞાનને સ્થિરિભૂત કરીને પોતાના આત્માને તો
વીતરાગસ્વરૂપ અનુભવે છે; અને જ્યારે કોઈને ઉપદેશ પણ આપે છે ત્યારે અન્ય સર્વે
દૂર કરીને એક જીવનું નિજસ્વરૂપ વીતરાગ છે તેનું જ વારંવાર કથન કરે છે. વીતરાગ
સ્વરૂપ સિવાય બીજો કોઈ અભ્યાસ તેમને નથી, વીતરાગ સ્વરૂપનો જ અભ્યાસ છે.
પોતે પણ અંતરંગમાં પોતાને વીતરાગ સ્વરૂપે અભ્યાસે છે–અનુભવે છે, અને બાહ્યમાં
પણ જ્યારે બોલે છે ત્યારે ‘આત્માનું વીતરાગ સ્વરૂપ છે’ એ જ બોલ બોલે છે. એવા
વીતરાગનો (–વીતરાગી ગુરુનો અથવા વીતરાગ સ્વરૂપી આત્માનો) ઉપદેશ
સાંભળતાં આસન્નભવ્ય જીવને ચોક્કસપણે પોતાના વીતરાગ સ્વરૂપની ઓળખાણ થાય
છે, તેમાં જરા ય સંદેહ નથી. જેમના વચન વિષે વીતરાગતાનું જ કથન છે એવા જૈની
સાધુને આસન્નભવ્ય જીવો ગુરુ કહે છે; કેમ કે તેમના સિવાય બીજા કોઈ પુરુષ એવા
વીતરાગી તત્ત્વનો ઉપદેશ કરતા નથી, તેથી એ પુરુષને જ (–વીતરાગ સ્વરૂપનો
અનુભવ તથા ઉપદેશ કરનારને જ) ગુરુની પદવી શોભે છે, બીજાને શોભતી નથી.–
આમ નિઃસંદેહપણે જાણવું.
–શ્રી આત્મ–અવલોકન પૃ. ૬–૮
છુટક અંક વાર્ષિક લવાજમ
ચાર આના ત્રણ રૂપિયા
• અનેકાન્ત મુદ્રણાલય: મોટા આંકડિયા: કાઠિયાવાડ •

PDF/HTML Page 3 of 17
single page version

background image
વિદ્યાર્થીના ઉત્તરો
શ્રી સનાતન જૈન શિક્ષણ વર્ગના છઠ્ઠા વર્ષના બીજી
શ્રેણીના વિદ્યાર્થીઓની પરીક્ષા તા. ૨૬–૫–૪૮ના
લેવામાં આવેલી. તેમને પૂછાએલા પ્રશ્નો તથા તેમણે
આપેલા ઉત્તરો અહીં આપવામાં આવ્યા છે.
પ્રશ્ન– ઘડો, વસ્ત્ર વગેરે જણાય છે પણ આત્મા
ક્યાંય જણાતો નથી માટે આત્મા છે જ નહિ–એવી
શંકાનું સમાધાન તમે શું આપશો?
ઉત્તર–હે ભાઈ! ઘડો, વસ્ત્ર વગેરે તું જાણે છે
તેથી તેને માને છે પરંતુ ઘડો, વસ્ત્ર વગેરેને જાણનાર
જે આત્મા છે તેને કેમ માનતો નથી? આ ઘડો, વસ્ત્ર
વગેરેને જે જાણે છે તે જ આત્મા છે, એમ તું નક્કી કર.
પ્રશ્ન–પુણ્ય અને પાપના ફળનું દ્રષ્ટાંત આપી
જીવનું ભોક્તાપણું સાબિત કરો.
ઉત્તર–જગતમાં આપણે જોઈએ છીએ કે કોઈ
જીવ રંક છે, કોઈ રાજા છે, કોઈ રોગી છે, કોઈ નિરોગી
છે, કોઈ કુરૂપ છે, કોઈ સુરૂપ છે. આવી બધી જે
વિચિત્રતા વર્તે છે તેનો વિચાર કરતાં જણાય છે કે આ
બધાં અનુકૂળ–પ્રતિકૂળ ફળ મળે છે તેનું કારણ તે
જીવોએ પૂર્વે કરેલાં પુણ્ય અને પાપ છે. આથી સિદ્ધ
થાય છે કે જીવ જે કંઈ પુણ્ય કે પાપના ભાવો કરે છે તે
પ્રમાણે તેને અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગની અવશ્ય
પ્રાપ્તિ થાય છે.
પ્રશ્ન– બધી વસ્તુઓ ક્ષણે ક્ષણે પલટાય છે માટે
આત્મા નિત્ય નથી–એવી શિષ્યની શંકાના સમાધાન
માટે ગુરુએ જે શ્લોક કહ્યો હોય તે લખો.
ઉત્તર–આત્મા દ્રવ્યે નિત્ય છે, પર્યાયે પલટાય;
બાળાદિ વય ત્રણ્યનું. જ્ઞાન એકને થાય.
પ્રશ્ન– મતાર્થી જીવ ગુરુ સંબંધીની પોતાની
માન્યતામાં કેવી ભૂલ કરે છે તે બતાવો.
ઉત્તર–જેમને ફક્ત બહારનો ત્યાગ હોય પરંતુ
આત્માના સાચા સ્વરૂપનું કાંઈ જ્ઞાન ન હોય તેને
મતાર્થી જીવ ગુરુ માને છે અથવા તો પોતાના વડીલો
જે વ્યક્તિને ગુરુ માનીને પૂજતા હોય છે તેને કાંઈ પણ
ગુણદોષની પરીક્ષા વગર જ ગુરુ માને છે અથવા તો
પોતાના ધર્મની માનેલી ક્રિયા અને વેશ ધારણ કર્યા
હોય તેને જ ગુરુ માને છે. આ પ્રમાણે કાંઈ સત્ય–
અસત્યની પરીક્ષા વિના જ મતાર્થી જીવ, અજ્ઞાની કે
બાહ્ય ત્યાગીઓને ગુરુ માનીને પોતાના મિથ્યાત્વની
પુષ્ટિ કરતો થકો અનંત સંસાર સાગરમાં ડૂબી મરે છે.
પ્રશ્ન– દેહ તે જ આત્મા છે–એમ માનીએ તો શું
વિરોધ ઊભો થાય છે?
ઉત્તર–દેહને જ જો આત્મા માનવામાં આવે તો
જાડા શરીરવાળાને ઘણી બુદ્ધિ હોય તથા પાતળા
શરીરવાળાને થોડી બુદ્ધિ હોય; પરંતુ જગતમાં આવું
કાંઈ નિયમપૂર્વક જોવામાં આવતું નથી. તેથી સિદ્ધ થાય
છે કે દેહ અને આત્મા ત્રિકાળ જુદા છે.
પ્રશ્ન–સમ્યક્ત્વ, શ્રુતજ્ઞાન, કેવળદર્શન,
અધર્માસ્તિકાય, અન્યોન્યાભાવ, સામાન્ય
અગુરુલઘુત્વગુણની વ્યાખ્યા લખો.
ઉત્તર–જે ગુણના પ્રગટ થવાથી પોતાના
શુદ્ધાત્માનો પ્રતિભાસ થાય, તેને સમ્યક્ત્વ ગુણ કહે છે.
મતિજ્ઞાનથી જાણેલા પદાર્થના સંબંધને લઈને
થયેલા કોઈ બીજા પદાર્થના જ્ઞાનને શ્રુતજ્ઞાન કહે છે. જેમકે–
‘આકાશ’ શબ્દ સાંભળ્‌યા પછી જેનો વિસ્તાર અનંત અનંત
છે અને જેમાં જીવાદિ દ્રવ્યો રહે છે તેવા આકાશનું જ્ઞાન થવું.
કેવળજ્ઞાનની સાથે થનાર સામાન્ય
અવલોકનને કેવળદર્શન કહે છે.
ગતિપૂર્વક સ્થિતિરૂપ પરિણામને પ્રાપ્ત થયેલા
જીવ અને પુદ્ગલને જે સ્થિતિમાં સહાયકારી હોય, તેને
અધર્માસ્તિકાય કહે છે. જેમકે–પથિકને વૃક્ષની છાયા.
પુદ્ગલદ્રવ્યના એક વર્તમાન પર્યાયમાં બીજા
પુદ્ગલ–દ્રવ્યના વર્તમાન પર્યાયના અભાવને
અન્યોન્યાભાવ કહે છે.
જે શક્તિના નિમિત્તથી દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે
અર્થાત્ એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપ ન પરિણમે, અથવા એક
ગુણ બીજા ગુણરૂપ ન પરિણમે તથા એક દ્રવ્યના અનેક
અથવા અનંત ગુણો વિખરાઈને જુદા જુદા ન થઈ જાય,
તેને સામાન્ય અગુરુલઘુત્વગુણ કહે છે.
પ્રશ્ન–શરીરો કેટલા પ્રકારનાં છે? તેમનાં નામ
લખો અને ક્યા જીવને વધારેમાં વધારે કેટલાં શરીર
હોય અને તે ક્યા ક્યા તે લખો.
ઉત્તર–શરીરો પાંચ પ્રકારનાં છે–(૧) ઔદારિક,
(૨) વૈક્રયિક, (૩) આહારક, (૪) તૈજસ, (૫) કાર્માણ.
કોઈ છઠ્ઠા ગુણસ્થાનવર્તી મુનિને તત્ત્વમાં શંકા
પડતાં કેવલી કે શ્રુતકેવલી પાસે સમાધાન કરવા
જવાને જે એક હાથનું પૂતળું નીકળે છે ત્યારે તે મુનિને
વધારેમાં વધારે ચાર શરીર હોય છે. તે આ પ્રમાણે:
ઔદારિક આહારક, તૈજસ અને કાર્માણ.
મુદ્રક:–ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, મોટા આંકડિયા, સૌરાષ્ટ્ર
પ્રકાશક:–શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા તા. ૧–૯–૪૮

PDF/HTML Page 4 of 17
single page version

background image
: આસો : ૨૪૭૪ : આત્મધર્મ : ૨૧૧:
પ્રવચનસાર
[શ્રી પ્રવચનસાર ઉપર પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનોમાંથી પ્રસાદી]
શ્રી મહાવીર ભગવાનની પરંપરાથી ગુરુગમે અને શ્રી સીમંધરભગવાન પાસેથી જે જ્ઞાન મળ્‌યું તેના મેળથી
અને પોતાના અંતરના અનુભવમાંથી આચાર્યદેવની આ વાણી આવેલી છે. શ્રી જિનપ્રવચનનો સાર આ પ્રવચનસારમાં
ભરેલો છે. ગુજરાતી ભાષામાં અક્ષરશ: અનુવાદ સહિત આ પરમાગમશાસ્ત્ર પહેલી જ વાર પ્રસિદ્ધ થાય છે.
પ્રવચનસારની શરૂઆતમાં વર્તમાન વર્તતા સીમંધરાદિ તીર્થંકર ભગવંતોને વર્તમાન પ્રત્યક્ષરૂપ કરીને નમસ્કાર
કરતાં આચાર્યદેવ કહે છે કે: અહો પ્રભુ! હું મોક્ષલક્ષ્મીના સ્વયંવર સમાન પરમ નિર્ગ્રંથતાની દીક્ષાનો ઉત્સવ કરું છું, અને
તેમાં મંગળાચરણરૂપે મારી સન્મુખ સર્વે તીર્થંકર ભગવંતોની હાર બેસાડીને એકેકના ચરણે નમસ્કાર કરું છે.
શ્રી આચાર્યદેવે મંગળાચરણમાં પંચ પરમેષ્ઠી ભગવંતોને એવી રીતે નમસ્કાર કર્યા છે કે જાણે સાક્ષાત્
પંચ પરમેષ્ઠી ભગવંતો પોતાની સન્મુખ બિરાજતા હોય અને પોતે તેમની સન્મુખ શુદ્ધોપયોગરૂપ સામ્યભાવમાં
લીન થઈ જતા હોય!
આ શાસ્ત્રની ૮૦ અને ૮૧ મી ગાથામાં મોહનો ક્ષય તથા શુદ્ધાત્માની પ્રાપ્તિ કેમ થાય તેનો ઉપાય
બતાવીને પછી ૮૨ મી ગાથામાં કહે છે કે: બધાય અર્હંત ભગવંતો એ જ વિધિથી કર્માંશોનો ક્ષય કરીને તથા એ જ
પ્રકારે ઉપદેશ કરીને મોક્ષ પામ્યા છે. અહો, તે અર્હંત ભગવંતોને નમસ્કાર હો.
આ શાસ્ત્રના કર્તા આચાર્યભગવાન વીતરાગ અને સરાગચારિત્ર વચ્ચે ઝૂલતી દશામાં વર્તી રહ્યા છે;
તેમના આત્માના શુદ્ધોપયોગમાં લીન થતાં થતાં આ શાસ્ત્ર લખાયું છે, તેથી પદે પદે શુદ્ધોપયોગરસ નીતરી રહ્યો
છે. જેનાથી સીધી શીવપ્રાપ્તિ થાય એવા શુદ્ધોપયોગ માટે આચાર્યદેવની ઝંખના છે તે આ શાસ્ત્રમાં જણાઈ
આવે છે. વર્તમાન વર્તતી સરાગ ચારિત્ર–દશાનો નિષેધ કરીને–તેને દૂરથી જ ઓળંગી જવાની પ્રતિજ્ઞા કરીને,
જ્ઞાયક ભાવમાં ડૂબકી મારીને સદાય તેમાં જ સમાઈ રહીને આત્મા સંપૂર્ણ શુદ્ધોપયોગરૂપે પરિણમી જાય એવી
અંતર ભાવનાને ઘૂંટી છે.
મહાન આચાર્ય શ્રી અમૃતચંદ્રસુરિ આ શાસ્ત્રના મૂળ ટીકાકાર છે. ટીકાની શરૂઆતમાં જ તેઓશ્રી જણાવે
છે કે: પરમાનંદરૂપી સુધારસના પિપાસુ ભવ્ય જીવોના હિતને માટે, તત્ત્વને જે પ્રગટ કરે છે એવી પ્રવચનસારની
આ ટીકા કરવામાં આવે છે. પરમાનંદના પિપાસુ જીવો આ કાળે છે ને તેઓ પરમાનંદને પ્રાપ્ત કરવાના છે.
આચાર્યદેવે પંચ પરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર કરીને આ પ્રવચનસાર શરૂ કર્યું છે, અને શરૂઆતમાં જ
વીતરાગ ચારિત્રરૂપ સાક્ષાત્ મોક્ષમાર્ગને પ્રાપ્ત કરવાની પ્રતિજ્ઞા કરી છે. પોતાને પરમેષ્ઠીપદ–આચાર્યપદ તો
વર્તમાનમાં વર્તે છે, પરંતુ હજી સરાગચારિત્રદશા પણ વર્તે છે, સંપૂર્ણ શુદ્ધોપયોગરૂપે પરિણમન થતું નથી તેથી
સંપૂર્ણ શુદ્ધોપયોગરૂપ સામ્યભાવને પ્રાપ્ત કરવાની ઝંખના છે; તે માટે શરૂઆતમાં જ પ્રતિજ્ઞા કરતાં કહે છે કે હે
નાથ! પંચ પરમેષ્ઠી ભગવંતો! આપને નિર્મળદશા પ્રગટ થઈ છે તે માટે હું આપને નમસ્કાર કરું છું. બધાય
ભગવંતોને પ્રત્યક્ષરૂપ કરીને સર્વેને એક સાથે નમસ્કાર કરું છું તેમજ દરેકને પ્રત્યેક પ્રત્યેકને નમસ્કાર કરું છું.
અને એ રીતે નમસ્કાર કરીને હું વીતરાગી ચારિત્રને અંગીકાર કરું છું–આત્માના શુદ્ધોપયોગમાં લીન થાઉં છું.
સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનપૂર્વકના ચારિત્રથી પરમેષ્ઠીપદ હોય છે સમ્યગ્દર્શન–જ્ઞાનપૂર્વકનું ચારિત્ર તે
ધર્મ છે. તે ચારિત્રરૂપે આત્મા પરિણમે છે, ચારિત્ર પરિણામમાં પરિણમેલો આત્મા જ ચારિત્ર છે. સરાગ ચારિત્ર
બંધનું કારણ છે ને વીતરાગચારિત્ર મોક્ષનું કારણ છે. વીતરાગચારિત્ર તે શુદ્ધોપયોગ છે. શુદ્ધોપયોગ વખતે
શુભ–અશુભ ઉપયોગ હોતા નથી. આત્મા તે તે સમયના પોતાના ઉપયોગ–પરિણમનથી ટકે છે. જે વખતે જે
પરિણામ થાય છે તે વખતે તે પરિણામ રૂપે આત્મા થાય છે. પરિણામ રૂપે ત્રિકાળી વસ્તુ પરિણમે છે. પરિણામ
સાથે જ પરિણામી અભેદ છે, પરિણામની એકતા પરિણામી દ્રવ્ય સાથે છે, કોઈ બીજા સાથે તેને સંબંધ નથી.
આમ જાણીને પોતાના ત્રિકાળી પરિણામીસ્વભાવનો આશ્રય કરીને જીવ પરિણમે તો સ્વભાવના આશ્રયે
પરિણમતાં પરિણમતાં તે પરમાત્મા થાય છે.

PDF/HTML Page 5 of 17
single page version

background image
: ૨૧૨ : આત્મધર્મ : ૬૦
વસ્તુના પરિણામ પરવસ્તુના આશ્રયે થતા નથી, પણ વસ્તુ પોતે પરિણામ સ્વભાવ વાળી છે; પરિણામી
પદાર્થ જ પરિણામરૂપે પરિણમી જાય છે એટલે ખરેખર તો પારિણામિકભાવ જ પરિણમે છે, દરેક સમયના
પરિણામ પારિણામિકભાવે જ થાય છે. સ્વભાવનો આશ્રય કરીને પરિણમનાર સાધક આત્મા પ્રતિ સમય વધતા
વધતા નિર્મળ પરિણામે ઊપજે છે એટલે કે સ્વભાવના આશ્રયે જેમ જેમ પર્યાય પરિણમે છે તેમ તેમ પવિત્રતા
વધતી જાય છે.
વસ્તુ પરિણમન સ્વભાવ વાળી છે, સમયે સમયે પરિણમવું–બદલવું તે દરેક વસ્તુનો સ્વભાવ છે;
પરિણામ તે ઉપાધિ નથી પણ વસ્તુનું સ્વરૂપ છે. પરિણમન વગરની કોઈ વસ્તુ હોતી નથી. આત્મા પણ
પરિણામસ્વભાવી છે તેથી સમયે સમયે જુના પરિણામનો નાશ કરીને નવા પરિણામરૂપે પોતે ઊપજે છે. જો
નાનામાં નાનાકાળમાં વસ્તુ એક પરિણામ છોડીને બીજા પરિણામરૂપે ન પરિણમતી હોય તો કદી સંસારદશા
ટળીને મોક્ષદશારૂપે આત્મા પરિણમી શકે નહિ. આચાર્યભગવાન કહે છે કે આખી વસ્તુ પોતે જ પરિણામરૂપે
ઊપજે છે. જે જીવ પોતાનું કલ્યાણ કરવા માગે છે તે લાંબા કાળે કલ્યાણ થાય એવું નથી ઈચ્છતો, પણ નાનામાં
નાના કાળે તે પોતાનું કલ્યાણ કરવા માગે છે. નાનામાં નાના કાળમાં દરેક વસ્તુ પોતાની એક હાલત છોડીને
બીજી હાલતરૂપે ઊપજે છે; તેથી એક જ સમયમાં જીવ પોતાનું અકલ્યાણ ટાળીને કલ્યાણ કરી શકે છે. મોક્ષદશા
પ્રગટ કરવા માટે અનંતકાળસુધી પુરુષાર્થ કરવો પડતો નથી, પણ સ્વભાવનો આશ્રય કરીને પરિણમતાં
અલ્પકાળમાં જ મોક્ષદશા પ્રગટે છે. સ્વભાવનો આશ્રય કરવા છતાંય જો અનંતકાળ સુધી સંસારમાં રખડવું પડતું
હોય તો સ્વભાવનો કાંઈ મહિમા રહેતો નથી. અને મોક્ષ માટે જો અનંતકાળ સુધી સાધન કરવું પડતું હોય તો
એવા મોક્ષની કિંમત રહેતી નથી, અને એવા મોક્ષને કોઈ સાધી શકે નહિ. અહો! એકેક સમયમાં આખો આત્મા
જ નવો ઊપજે છે, એમ કહીને એકેક સમયના પરિણામમાં ત્રિકાળી વસ્તુ અભેદ બતાવે છે. જો ત્રિકાળી વસ્તુનો
આશ્રય કરીને જીવ ઊપજે તો અલ્પકાળે તે મોક્ષરૂપે પરિણમી જાય.
વસ્તુ પોતે પોતાના પરિણામ સ્વભાવવાળી હોવાથી પરિણામરૂપ છે. વસ્તુ સમસ્ત પ્રકારે–દ્રવ્યથી,
ક્ષેત્રથી, કાળથી ને ભાવથી પોતાના પરિણામમાં નમે છે–વળે છે–પરિણમે છે. પોતાના પરિણામથી વસ્તુ જુદી
રહેતી નથી. શુદ્ધોપયોગરૂપ પરિણામે એક સમયમાં આત્મા પરિણમી જાય છે; શુદ્ધોપયોગરૂપે પરિણમેલો આત્મા
જ શુદ્ધોપયોગ છે. અહીં આચાર્ય ભગવાન પર્યાય અને વસ્તુને અભેદરૂપે સમજાવે છે કે ધર્મરૂપે આત્મા જ
ઊપજે છે અર્થાત્ આત્મા પોતે જ ધર્મ છે. ધર્મ પરિણામ અને આત્મા જુદા નથી.
અહીં કેવળી ભગવાનના અભાવમાં આચાર્યભગવંતોએ કેવળીનાં કામ કરી દીધાં છે. સમય સમયના
પરિણામરૂપે તારું દ્રવ્ય પરિણમે છે એટલે કે દરેક સમયના પરિણામ સ્વતંત્ર છે. તારા પરિણામ તું કરે તેવા થશે.
સ્વદ્રવ્યનો આશ્રય કરીને જો શુદ્ધ ઉપયોગરૂપે પરિણમે તો કેવળજ્ઞાન થાય છે. દરેક સમયમાં વસ્તુ પોતાના પૂર્વ
પરિણામથી અભાવરૂપ થાય છે, નવા પરિણામરૂપે ઊપજે છે અને દ્રવ્યપણે દરેક પરિણામમાં ધુ્રવ રહે છે. આમ
પરિણામને અને પરિણામી વસ્તુને ઓળખીને, જો સ્વભાવના આશ્રયે પરિણમે તો સંસારનો અંત આવી જાય
છે, સિદ્ધદશા ઊપજે છે અને આત્મદ્રવ્ય ધુ્રવ રહે છે.
જીવને પહેલા સમયે ‘પુણ્ય–પાપ તે જ હું’ એવી માન્યતારૂપ મિથ્યાત્વદશા હતી અને બીજા સમયે
‘ચૈતન્યસ્વભાવ જ હું છું, ચૈતન્યસ્વભાવમાં પુણ્ય–પાપ નથી’ એવી માન્યતારૂપ સમ્યકત્વદશા થઈ, ત્યાં એક જ
સમયમાં સ્વભાવ–આશ્રિત જીવ પોતે તે દશારૂપે ઊપજ્યો છે. જો એકેક સમયમાં જૂના પર્યાંયરૂપે વ્યય થઈને
નવા પરિણામરૂપે વસ્તુ ન ઊપજતી હોય તો કદી મિથ્યાત્વ ટળીને સમ્યકત્ત્વ થઈ શકે નહિ, રાગ ટળીને
વીતરાગી–ચારિત્રદશા ઉપજી શકે નહિ–ટકી શકે નહિ ને વધી શકે નહિ. તેમ જ સંસારદશા બદલીને મોક્ષદશા
પણ થાય નહિ. એ રીતે, જો વસ્તુ પરિણમતી ન હોય તો જીવમાં મિથ્યાત્વ, રાગ ને સંસાર જ સદા એમ ને એમ
રહ્યા કરે. તથા પુદ્ગલમાં પણ કર્મરૂપ અવસ્થા જ સદા એમ ને એમ રહ્યા કરે. અર્થાત્ વિકારના નિમિત્તરૂપ કર્મો
સદા એમ ને એમ રહ્યા કરે એટલે ઉપાદાનમાં વિકાર પણ સદા એવો ને એવો જ રહ્યા કરે, ને જીવને કદી
અવિકારી ધર્મ થાય નહિ. આથી એમ સમજવું કે, જેઓ વસ્તુનું પરિણમન જ નથી માનતા– અગર તો પરના
કારણે વસ્તુના પરિણામ માને છે–તેઓ કદી પોતાના વિકાર પરિણામને બદલાવીને અવિકારી ધર્મદશા પ્રગટ કરી
શકતા નથી, તેમના પરિણામમાં સદા અધર્મ અને સંસાર રહે છે.

PDF/HTML Page 6 of 17
single page version

background image
આસો : ૨૪૭૪ : ૨૧૩:
‘હું સાધક છું ને મારે પૂર્ણતાને સાધવી છે’ એમ કહેતાં જ વસ્તુનું પરિણમન સિદ્ધ થઈ જાય છે. જો વસ્તુનું
પરિણમન ન માને તો, સાધક થઈને પૂર્ણતાને સાધવી છે–એવી વાત ટકી શકતી નથી. ભલે અજ્ઞાની જીવ વસ્તુનું
પરિણમન માને નહિ પરંતુ તે પોતે પણ સમયે સમયે પરિણમ્યા વગર તો રહેતો જ નથી. વસ્તુના પરિણમનને જે
નથી માનતો તેને અધર્મ દશા પલટાવીને ધર્મરૂપે પરિણમવાની રુચિ નથી. ત્રિકાળી વસ્તુનું પરિણમન સ્વીકારીને
જો વસ્તુઆશ્રિત પરિણમે તો એક જ સમયમાં અધર્મ ટાળીને વસ્તુ પોતે ધર્મરૂપે પરિણમી જાય છ. ધર્મ તે
પરિણામ છે–અવસ્થા છે, એક સમયની દશા છે. આત્મામાં ધર્મ અનાદિથી નથી પણ નવો થાય છે.
દરેક જીવ અધર્મ ટાળીને ધર્મ કરવા માગે છે અર્થાત્ અકલ્યાણ ટાળીને કલ્યાણ કરવા માગે છે અને તે
નાનામાં નાના કાળમાં–ઝટ થઈ જાય એમ ચાહે છે; તે એમ દર્શાવે છે કે આત્મવસ્તુ એક જ સમયમાં (નાનામાં
નાના કાળમાં) અધર્મ–અકલ્યાણદશામાંથી ગૂલાંટ મારીને ધર્મ–કલ્યાણ રૂપે પરિણમી જાય એવો તેનો સ્વભાવ
છે. જે જીવ નાનામાં નાના કાળમાં વસ્તુનું પરિણમન માને–એટલે કે–આત્મા પોતાના સ્વભાવના આશ્રયે એક
સમયમાં વિકાર ટાળીને પૂર્ણ અવસ્થારૂપે પરિણમી જાય–એવો સ્વભાવ છે, તેને જે સ્વીકારે તે જીવ સ્વભાવ–
આશ્રિત પરિણમીને કેવળજ્ઞાનમય થઈ જાય. જો આત્મા દરેક સમયે એક અવસ્થામાંથી બીજી અવસ્થારૂપે ન
પરિણમી જતો હોય તો આત્મામાં ધર્મ જ ન થઈ શકે. આથી એમ સમજવું કે આત્મામાં જે પરિણમન ન માને
તેને ધર્મ થાય નહિ.
અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય ને સાધુ એ પાંચ પરમેષ્ઠીપદ છે, તે પાંચેય પર્યાયો છે, તે પર્યાયરૂપે
આત્મા જ થાય છે, તે તે પર્યાયરૂપે આત્મા જ પોતે પરિણમે છે. ત્રિકાળ પરિણમનરૂપ વસ્તુસ્વભાવ છે; વસ્તુ
પરની મદદ વગર સ્વયં પરિણમે છે. આમ સમજીને, પરનો આશ્રય છોડીને સ્વસન્મુખ થઈને વસ્તુસ્વભાવને
સ્વીકારે તો પોતાના સ્વભાવના આશ્રયે પરિણમીને શુદ્ધોપયોગથી સ્વરૂપમાં રમણતા કરે અને વીતરાગચારિત્ર
પ્રગટ કરી કેવળજ્ઞાન પામે.
વસ્તુમાં પરિણમનક્રિયા સ્વતંત્ર છે, સ્વતંત્રપણે બદલવાનો વસ્તુનો સ્વભાવ છે. આવા સ્વતંત્ર
પરિણમન સ્વભાવની પ્રતીતિ થતા સાધકને વિશ્વાસ છે કે ત્રિકાળી વસ્તુના આશ્રયે પરિણમતાં, આ અધૂરું
પરિણમન છે તે પલટીને એવું પરિણમન થશે કે પૂર્ણતારૂપે જ વસ્તુ પરિણમશે, અને એવું પૂરું પરિણમન સદાય
થયા કરશે. આત્મા કેવળજ્ઞાનરૂપે પરિણમી ગયા પછી તેને તે જ કેવળજ્ઞાનપરિણામ સદા રહેતો નથી, પણ
સમયે સમયે નવા નવા કેવળજ્ઞાનપરિણામરૂપે આત્મા ઊપજે છે. પહેલા સમયનો જે કેવળજ્ઞાનપરિણામ છે તે
પોતે જ બીજા સમયે હોતો નથી; પહેલા સમયનો કેવળજ્ઞાનપરિણામ બીજા સમયે નાશ પામે છે અને નવા
કેવળજ્ઞાનપરિણામરૂપે આત્મા પરિણમે છે. એ રીતે શુદ્ધોપયોગના ફળરૂપે સાદિ અનંતકાળ આત્મા કેવળજ્ઞાનરૂપે
જ પરિણમ્યા કરે છે.
શ્રીકુંદકુંદાચાર્યદેવ અને શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ–એ બંને આચાર્ય ભગવંતો મુનિદશામાં ઝૂલે છે, સરાગ–
વીતરાગચારિત્રદશા તેમને વર્તે છે, ઘડીકમાં શુદ્ધ ઉપયોગ પ્રગટ કરી સાતમા ગુણસ્થાને વીતરાગ અનુભવમાં લીન
થાય છે, ને વળી પાછો શુભોપયોગ થતાં છઠ્ઠા ગુણસ્થાને પંચમહાવ્રતાદિ વિકલ્પ ઊઠે છે, તેનો આચાર્યદેવ નિષેધ
કરે છે કે આ ન જોઈએ, આ સરાગચારિત્ર અનિષ્ટફળવાળું છે. વીતરાગચારિત્રનું ફળ મોક્ષ છે તે જ ઈષ્ટ છે.
વર્તમાન સરાગચારિત્ર છે તેનો અને રાગના ફળમાં સ્વર્ગમાં જવાના છે તેનો આચાર્યદેવ વર્તમાનમાં નિષેધ કરે છે;
છતાં પંચમકાળ હોવાથી અને સરાગચારિત્ર હોવાથી સ્વર્ગમાં જશે, પણ તેનો આદર નથી, સરાગચારિત્રનો પણ
આદર નથી; વીતરાગચારિત્રની જ ભાવના છે. એક જ સ્વભાવનું આરાધન છે, મહાવ્રતનું આરાધન પણ નથી;
મહાવ્રતને અંગીકાર કરવાની પ્રતિજ્ઞા નથી કરી પણ તેને ઓળંગી જઈને વીતરાગચારિત્રરૂપ સામ્યભાવને અંગીકાર
કરવાની પ્રતિજ્ઞા કરી છે. એ રીતે એકલા શુદ્ધસ્વભાવનું જ આરાધન કરીને અલ્પકાળે ચારિત્ર પૂરું કરીને મુક્ત થશે
એવા આચાર્યભગવંતોની વાણી આ પ્રવચનસાર–શાસ્ત્રમાં છે.
સાભાર સ્વીકાર
અમદાવાદના શેઠ મણીલાલ જેસંગભાઈ તરફથી શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટને રૂા. ૧૦૦૦्र– જ્ઞાન
પ્રચાર માટે મળ્‌યા છે. જોરાવરનગરના શાહ અમુલખ લાલચંદભાઈ તરફથી રૂા. ૫૦૧्र– જ્ઞાનખાતામાં તથા
રૂા. ૫૦૧्र– જૈન અતિથિ સેવા સમિતિમાં આવ્યા છે.

PDF/HTML Page 7 of 17
single page version

background image
: ૨૧૪ : આત્મધર્મ : ૬૦
૧૦. ઉત્તમ બ્રહ્મચર્યધર્મ
લેખાંક : ૭
[શ્રી પદ્મનંદિપચીસીમાંથી દશ લક્ષણ ધર્મનાં વ્યાખ્યાનો] (અંક ૫૯થી ચાલુ)
આજે દશ લક્ષણ પર્વનો છેલ્લો દિવસ છે. આજે ઉત્તમ બ્રહ્મચર્યધર્મનો દિવસ ગણાય છે. ‘બ્રહ્મ’ એટલે
આત્માનો સ્વભાવ, તેમાં ચરવું–પરિણમવું–લીન થવું–તે બ્રહ્મચર્ય છે. વિકાર અને પરના સંગરહિત આત્મસ્વભાવ
કેવો છે તે જાણ્યા વગર ઉત્તમ બ્રહ્મચર્ય હોય નહિ. લૌકિક બ્રહ્મચર્ય તે શુભરાગ છે, ધર્મ નથી, અને ઉત્તમ બ્રહ્મચર્ય તે
ધર્મ છે–રાગ નથી. શુદ્ધ આત્મસ્વભાવની રુચિ વગર વિષયોની રુચિ છૂટે નહિ. મારા સ્વભાવમાંથી જ મારી સુખદશા
પ્રગટે છે, મારી દશા પ્રગટવા માટે મારે કોઈની અપેક્ષા નથી–એમ પરથી ભિન્ન સ્વભાવની દ્રષ્ટિ થયા વગર વિષયોની
રુચિ છૂટે નહિ. બહારમાં વિષયો છોડે પણ અંતરમાંથી વિષયોની રુચિ ન છોડે તો તે બ્રહ્મચર્ય નથી, સ્ત્રી–ઘરબાર
છોડીને ત્યાગી થઈ જાય, અશુભભાવ છોડીને શુભ કરે, પરંતુ તે શુભભાવમાં જેને રુચિ અને ધર્મબુદ્ધિ છે તેને
ખરેખર વિષયોની રુચિ છૂટી નથી. શુભ કે અશુભ વિકાર પરિણામમાં એકતાબુદ્ધિ તે જ અબ્રહ્મ પરિણતિ છે, અને
વિકારરહિત શુદ્ધ આત્મામાં પરિણામની એકતા તે જ બ્રહ્મ પરિણતિ છે. એ જ પરમાર્થ બ્રહ્મચર્ય ધર્મ છે.
અહીં સમ્યગ્દર્શનપૂર્વક મુનિની ચારિત્રદશાના બ્રહ્મચર્યની વાત છે. જગતના સર્વ વિષયોથી ઉદાસીન
થઈને આત્મસ્વભાવમાં ચર્ચા પ્રગટી છે તેબ્રહ્મચર્ય છે અને તેના ફળમાં તેમને પરમાત્મપદ મળ્‌યે જ છૂટકો.
સ્વભાવમાં એકતા કરી અને પરથી નિરપેક્ષ થયા ત્યાં જે વીતરાગભાવ પ્રગટ્યો તે બ્રહ્મચર્યધર્મ છે. અહીં શ્રી
પદ્મનંદિ મુનિરાજ બ્રહ્મચર્યધર્મનું વર્ણન કરે છે–
સ્ત્રગ્ધરા
यत्संगाधारमेतच्चलति लघु च यत्तीक्ष्णदुःखौघधारं
मृत्पिण्डीभूतभूतं कृतबहुविकृति भ्रान्ति संसारचक्रम्।
ता नित्यं यन्मुमुक्षुर्यतिरमलमतिः शान्तमोहः प्रपश्ये–
ज्जामीः पुत्रीः सवित्रीरिवहरिणद्रशस्तत्परं ब्रह्मचर्यम्।।१०४।।
આ શ્લોકમાં ‘अमलमति’ શબ્દ ઉપર વજન છે. અમલમતિ એટલે પવિત્ર જ્ઞાન–સમ્યગ્જ્ઞાન. જેને
સમ્યગ્જ્ઞાન થયું છે એવા આત્માઓ કદાપિ સ્ત્રી આદિમાં સુખબુદ્ધિ ન કરે. આત્મામાં એકાગ્ર રહેનારા મુમુક્ષુઓ
અને મુનિઓ કદી સ્ત્રીનો સંગ–પરિચય ન કરે. સ્ત્રી આદિ વિષયોમાં સુખબુદ્ધિથી જીવ સંસારમાં રખડે છે, તેથી
અહીં આચાર્યદેવ કહે છે કે જેમ કુંભારના ચાકનો આધાર ખીલી છે અને તે ચાક ઉપર રહેલા માટીના પિંડના
અનેક આકાર થાય છે તેમ આ સંસારરૂપી ચાકનો આધાર સ્ત્રી છે અને સંસારમાં જીવ અનેક પ્રકારના વિકાર
કરીને ચાર ગતિમાં રખડે છે. જે મોક્ષાભિલાષી જીવ સમ્યગ્જ્ઞાનપૂર્વક વિષયોની રુચિ છોડીને તે સ્ત્રીઓને માતા
સમાન, બહેન સમાન કે પુત્રી સમાન જાણે છે તેને જ ઉત્તમ બ્રહ્મચર્યધર્મનું પાલન થાય છે. જેની નિર્મળ બુદ્ધિ
થઈ છે અને જેનો મોહ શાંત થઈ ગયો છે એવા બ્રહ્મચારી આત્માઓ કદાપિ સ્ત્રીસંગ ન કરે.
ઉપદેશમાં નિમિત્તની મુખ્યતાથી વચનો આવે, ત્યાં તેનો સાચો ભાવાર્થ સમજી લેવો જોઈએ. અહીં સ્ત્રીને
સંસારનો આધાર કહ્યો તે નિમિત્તની અપેક્ષાથી છે, ખરેખર સ્ત્રી કાંઈ જીવને રખડાવતી નથી પણ પોતાના
સ્વભાવથી ખસીને સ્ત્રીની સુંદરતામાં અને વિષયમાં જીવને રુચિ થઈ તે મિથ્યાત્વ પરિણતિ છે અને તે જ
સંસારનો આધાર છે. સ્વભાવની અપેક્ષા ને પરની ઉપેક્ષા તે બ્રહ્મચર્ય છે, ને તે મોક્ષનો આધાર છે. સમ્યગ્દર્શન
પહેલાંં પણ જિજ્ઞાસુ જીવોને વિષયોની મીઠાશ છૂટીને બ્રહ્મચર્યનો પ્રેમ હોય. જેને અંતરમાં વિષયોની મીઠાશ પડી
છે તે જીવને ચૈતન્યતત્ત્વની પ્રીતિ નથી. ચૈતન્યનો સહજાનંદ વિષયરહિત છે. તે સહજ–આનંદમય
ચૈતન્યસ્વરૂપની રુચિ છૂટીને જેને ઇંદ્રાણી વગેરે પ્રત્યેના રાગમાં મીઠાશ આવે છે તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે.
નિમિત્તોની ઉપેક્ષા કરીને સ્વભાવમાં એકતા કરવી તે બ્રહ્મચર્ય છે, તે મુક્તિનું કારણ છે; અને આત્માને
નિમિત્તોની અપેક્ષા છે એવી પરાશ્રિતદ્રષ્ટિ તે વિષય છે અને તે સંસારનું કારણ છે.
આત્મસ્વભાવના ભાન વગર સ્ત્રી છોડીને બ્રહ્મચર્ય પાળે તો તે પુણ્યનું કારણ છે. પણ તે ઉત્તમ
બ્રહ્મચર્યધર્મ નથી, ને તેનાથી કલ્યાણ નથી. વિષયોમાં સુખબુદ્ધિ અથવા નિમિત્તની અપેક્ષાનો ઉત્સાહ તે સંસારનું
કારણ છે. અહીં જેમ પુરુષને માટે સ્ત્રીને સંસારના કારણરૂપ કહી છે તેમ સ્ત્રીઓને પણ પુરુષની રુચિ તે
સંસારનું કારણ છે.

PDF/HTML Page 8 of 17
single page version

background image
આસો : ૨૪૭૪ : ૨૧૫:
આચાર્યદેવ કહે છે કે જો આ જગતમાં સ્ત્રી ન હોત તો સંસાર ન હોત એટલે કે જો જીવની દ્રષ્ટિ સ્ત્રી
આદિ નિમિત્ત ઉપર ન હોત તો તેની દ્રષ્ટિ સ્વભાવ ઉપર હોત, ને સ્વભાવદ્રષ્ટિ હોત તો સંસાર ન હોત.
સ્વભાવદ્રષ્ટિથી સ્વભાવનો આનંદ પ્રગટ્યા વગર રહે નહિ. સ્વભાવદ્રષ્ટિ છોડીને મિથ્યાત્વથી સ્ત્રી આદિમાં સુખ
માન્યું ત્યારે સ્ત્રીને સંસારનું કારણ કહેવાયું. સ્ત્રી આદિ નિમિત્તના આશ્રયે રાગ કરીને એમ માને કે ‘આમાં શું
વાંધો છે?’ અથવા તો ‘આમાં સુખ છે’–એમ માનનાર જીવ સ્વભાવનો આશ્રય ચૂકીને સંસાર–માં રખડે છે.
આત્માનો શુદ્ધ ઉપાદાન સ્વભાવ તો પરમ આનંદનું કારણ છે; પણ તેને ભૂલીને નિમિત્તનો આશ્રય કર્યો તેથી તે
નિમિત્તને જ સંસારનું કારણ કહ્યું છે. એ ક્ષણિક સંસારભાવ જીવના સ્વભાવના આધારે થતા નથી–પણ
નિમિત્ત–ના આધારે થાય છે એમ બતાવવા માટે સ્ત્રીને સંસારનો આધાર કહ્યો છે. જેમ નાની ખીલીના આધારે
ચાક ઘૂમે છે તેમ પોતાની પરિણતિમાં ઊંડે ઊંડે પરાશ્રયમાં સુખ માને છે, તે માન્યતારૂપી ધરી ઉપર જીવ અનંત
પ્રકારના સંસારમાં ભમે છે, જીવના સંસારચક્રની ધરી મિથ્યાત્વ છે.
શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે કે–
‘આ સઘળા સંસારની રમણી નાયક રૂપ,
એ ત્યાગી ત્યાગ્યું બધું કેવળ શોક સ્વરૂપ.’
એ તો નિમિત્તની અપેક્ષાએ વાત છે. ખરેખર સ્ત્રી સંસારનું કારણ નથી. પૂર્વે અનંતવાર દ્રવ્યલીંગી સાધુ
થઈને સ્ત્રીનો સંગ છોડ્યો અને બ્રહ્મચર્યવ્રત પાળ્‌યું છતાં કલ્યાણ થયું નહિ. પોતાના સ્વભાવનો આશ્રય ચૂકીને
નિમિત્તનો–પુણ્ય–નો–વ્યવહારનો આશ્રય માન્યો તે જ મૈથુન છે; પુણ્ય–પાપ ભાવોની રુચિ તે જ મહાન ભોગ
છે. તેને બહારમાં સંયોગ કદાચ ન દેખાય પણ અંતરમાં તો ક્ષણે ક્ષણે વિકારનો જ ભગવટો કરે છે.
પૂર્ણ વીતરાગી બ્રહ્મચર્યદશા પુરુષને જ હોઈ શકે છે તેથી પુરુષની મુખ્યતાથી કથન છે, સ્ત્રીને પાંચમા
ગુણસ્થાન સુધીની દશા હોય છે, વિશેષ ઊંચી દશા હોતી નથી, પંચપરમેષ્ઠીપદમાં તેનું સ્થાન નથી; તેથી
શાસ્ત્રોમાં તેની વાત મુખ્યપણે હોતી નથી, પણ ગૌણપણે તેની ભૂમિકા મુજબ સમજવું. સ્ત્રીને માટે પુરુષના
સંગની રુચિ તે સંસારનું કારણ છે.
શાસ્ત્રોમાં બ્રહ્મચર્યની નવ વાડ કહી છે, તે નવ વાડ તેવા પ્રકારના રાગથી બચવા માટે છે, પણ ‘પરદ્રવ્ય
નુકશાન કરે છે’ એમ બતાવવા માટે કહ્યું નથી. ‘આપણા ભાવ શુદ્ધ છે ને પરદ્રવ્ય તો નુકશાન કરતું નથી માટે
વાડ તોડવામાં શું વાંધો છે? સ્ત્રી આદિના પરિચયમાં શું વાંધો છે’–આવા કુતર્કથી જો રુચિપૂર્વક બ્રહ્મચર્યની વાડ
તોડે તો તે જીવ જિન–આજ્ઞાનો ભંગ કરનાર મિથ્યાદ્રષ્ટિ છે. ‘પરદ્રવ્ય નુકશાન કરતું નથી માટે બ્રહ્મચર્યની
વાડનો ભંગ કરવામાં બાધ શું છે?’ એટલે કે સ્વદ્રવ્યનું અવલંબન છોડીને પરદ્રવ્યને અનુસરવામાં બાધ શું
છે?–આવી બુદ્ધિવાળો જીવ મિથ્યાદ્રષ્ટિ છે. હે સ્વચ્છંદી! પરદ્રવ્ય નુકશાન કરતું નથી–એ વાત તો એમ જ છે
પરંતુ એ જાણવાનું પ્રયોજન તો પરદ્રવ્યથી પરાઙમુખ થઈને સ્વભાવમાં વળવાનું હતું કે પરદ્રવ્યોને સ્વચ્છંદપણે
અનુસરવાનું હતું? જેમ પરદ્રવ્ય નુકશાન કરતું નથી તેમ પરદ્રવ્યથી તને લાભ પણ થતો નથી–આમ
સમજનારને પરના સંગની ભાવના જ કેમ હોય? પરથી નુકશાન નથી માટે પરનો સંગ કરવામાં બાધ નથી–
આવી જેની ભાવના છે તે સ્વચ્છંદી મિથ્યાદ્રષ્ટિ છે, તે તત્ત્વને સમજ્યો નથી. જે તત્ત્વજ્ઞાન વીતરાગતાને પોષે છે
તે તત્ત્વજ્ઞાનની ઓથે સ્વચ્છંદી જીવ પોતાના રાગને પોષે છે, તેને કદી તત્ત્વજ્ઞાન સાચું પરિણમતું નથી. ‘અહો!
મારા આત્માને પરથી કાંઈ લાભ કે નુકશાન નથી’ એમ સમજતાં તો પરની ભાવના છૂટીને સ્વભાવની ભાવના
થાય. તેને બદલે, જેને સ્વભાવની ભાવના ન થઈ ને પરના સંગની રુચિ થઈ–તે મિથ્યાદ્રષ્ટિ છે, વીતરાગ
માર્ગથી ભ્રષ્ટ છે, તેણે વિકારને વિઘ્નકારક માન્યો નથી. પહેલાંં તો સ્ત્રી આદિના સંગથી પાપ માનીને તેનાથી
ભયભીત રહેતો, અને હવે તો પરથી નુકશાન નથી એમ માનીને ઊલટો નિઃશંકપણે રાગના પ્રસંગમાં જોડાઈને
સ્વચ્છંદને પોષે છે, તેવા જીવને વિકાર અને સ્વભાવનું ભેદજ્ઞાન કરવાનો મહિમા નથી. તેનામાં સત્ સમજવાની
કે સાંભળવાની પણ પાત્રતા નથી.
જ્ઞાનમૂર્તિ ચૈતન્યસ્વભાવના ભાનપૂર્વક જે નવ વાડ છે તે તેવા પ્રકારના અશુભરાગનો અભાવ બતાવે
છે. બ્રહ્મચારી જીવને તેવા પ્રકારનો અશુભરાગ સહેજે ટળી ગયો હોય છે. બ્રહ્મચારી હોય અને સ્ત્રીના પરિચયનો
ભાવ આવે–એમ બને નહિ. કોઈ જીવ બ્રહ્મચર્યની વાડ તોડીને સ્ત્રીનો સંગ–પરિચય કરે, તેની સાથે એકાંતવાસ

PDF/HTML Page 9 of 17
single page version

background image
: ૨૧૬ : આત્મધર્મ : ૬૦
સેવે અને એમ કહે કે ‘હું તો બ્રહ્મચર્યની પરીક્ષા કરું છું!’ તો એવો જીવ પરાશ્રયની રુચિથી સંસારમાં રખડશે. હે
ભાઈ! તને સ્ત્રીનો પરિચય કરવાની હોંશ થઈ ત્યાં જ તારી પરીક્ષા થઈ ગઈ છે કે તને બ્રહ્મચર્યનો ખરો રંગ
નથી. તારે પરીક્ષા કરવી હોય તો સ્વભાવના આશ્રયે કેટલો વીતરાગભાવ ટકે છે તે ઉપરથી પરીક્ષા કર.
અહીં તો સમ્યગ્દર્શનપૂર્વક મુનિઓને કેવું ઉત્તમ બ્રહ્મચર્ય હોય તેની ઉત્કૃષ્ટ વાત છે. ખરેખર તો
વીતરાગભાવ તે જ ધર્મ છે, પણ તેની પૂર્વે નિમિત્તરૂપે બ્રહ્મચર્યનો શુભરાગ હતો. તેને છોડીને વીતરાગભાવ
થયો એમ બતાવવા તે વીતરાગભાવને ઉત્તમ બ્રહ્મચર્યધર્મ કહ્યો છે. મુનિરાજને જ્યારે શુદ્ધોપયોગમાં રમણતા ન
રહે અને વિકલ્પ ઊઠે ત્યારે બ્રહ્મચર્ય વગેરે પંચમહાવ્રત પાળે છે; તે વખતે કદાચ સ્ત્રી તરફ લક્ષ જાય તો કોઈ
અશુભવૃત્તિ ન થતાં તે પ્રત્યે માતા, બહેન કે પુત્રી તરીકેનો વિકલ્પ થાય અને તે શુભવિકલ્પનો પણ નિષેધ
વર્તતો હોય છે. તેથી ત્યાં પણ ઉત્તમ બ્રહ્મચર્યધર્મ છે. સ્ત્રી આદિ પરલક્ષે જે શુભવિકલ્પ ઊઠ્યો છે તે તો રાગ છે,
તે પરમાર્થે બ્રહ્મચર્ય નથી, પણ ત્રિકાળી શુદ્ધસ્વભાવની રુચિના જોરે તે સ્ત્રીઆદિ તરફના વિકલ્પની રુચિ
ઉડાડતો વિકલ્પ થયો છે તેથી તેને બ્રહ્મચર્ય કહેવાય છે. અને તે વિકલ્પ પણ છેદીને સાક્ષાત્ વીતરાગભાવ
પ્રગટાવવો તે પરમાર્થે ઉત્તમ બ્રહ્મચર્યધર્મ છે, તે કેવળજ્ઞાનનું સાક્ષાત્ કારણ છે.
સ્વભાવદ્રષ્ટિ છોડીને જેણે સ્ત્રીમાં જ સુખ માન્યું છે તેને અનંત સંસારનું ભ્રમણ થાય છે, અને તેને માટે સ્ત્રી
જ સંસારનું કારણ છે એમ કહેવામાં આવે છે. ભરતચક્રવર્તી ગૃહસ્થદશામાં ક્ષાયિકસમ્યગ્દ્રષ્ટિ હતા અને હજારો
રાણીઓ હતી છતાં તેમાં સુખની માન્યતા સ્વપ્નેય ન હતી; તેમજ તેમાં જે રાગ હતો તેને પણ પોતાનું સ્વરૂપ માનતા
નહિ. તેથી સ્વભાવદ્રષ્ટિના જોરે તે રાગ છેદીને ત્યાગી થઈ તે જ ભવે કેવળજ્ઞાન અને મુક્તિ પામ્યા.
એક દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે સંબંધ છે–એવી જે બે પદાર્થના સંબંધની બુદ્ધિ તે વ્યભિચારિણી બુદ્ધિ છે, તે
મિથ્યાત્વ છે, તે જ અબ્રહ્મચર્ય છે અને તે જ ખરેખર સંસારપરિભ્રમણનો આધાર છે. જેને એક પણ અન્ય
દ્રવ્યની સાથે સંબંધની વૃત્તિ છે તેને ખરેખર બધાય પદાર્થોમાં એકત્વબુદ્ધિ રહેલી છે, તેને ભેદજ્ઞાન નથી, અને
ભેદજ્ઞાન વગર બ્રહ્મચર્યધર્મ હોતો નથી. માટે, આચાર્યદેવ કહે છે કે, સ્વપરનું ભેદજ્ઞાન કરીને,–સ્ત્રી આદિમાં સુખ
કિંચિત્ નથી એમ સમજીને બ્રહ્મચારી–સંતો–મુમુક્ષુઓએ સ્ત્રી આદિ સામું જોવું નહિ. તેનો પરિચય–સંગ કરવો
નહિ. સર્વ પર દ્રવ્યો તરફની વૃત્તિ તોડીને સ્વભાવમાં સ્થિરતાનો અભ્યાસ કરવો:
હવે આચાર્યદેવ વીતરાગી બ્રહ્મચારી પુરુષોનો મહિમા બતાવે છે–
માલિની
अविरतमिह तावत्पुण्यभाजो मनुष्या
हृदिविरचितरागाः कामिनीनां वसन्ति।
कथमपि न पुनस्ता जातु येषां तदंघ्री
प्रतिदिनमतिनमास्तेऽपि नित्यं स्तुवन्ति।।१०५।।
આચાર્યદેવ પુણ્ય અને પવિત્રતાને જુદા પાડીને સમજાવે છે. આ સંસારમાં જેને સ્ત્રીઓ ચાહે એવું સુંદર
રૂપ વગેરે છે તે પુણ્યવંત છે; પરંતુ એવા પુણ્યવંતો–ઇંદ્રો, ચક્રવર્તીઓ વગેરે–પણ, જેમના હૃદયમાં સ્ત્રી સંબંધી
જરાપણ વિકલ્પ નથી એવા વીતરાગી સંતના ચરણમાં શીર ઝૂકાવી ઝૂકાવીને નમસ્કાર કરે છે. માટે પુણ્ય કરતાં
પવિત્રતાજ શ્રેષ્ઠ છે. તેથી જીવોએ પુણ્યની અને તેના ફળની–સ્ત્રી આદિની–રુચિમાં ન રોકતાં આત્માના
વીતરાગી સ્વભાવની રુચિ અને મહિમા કરવો.
જે પુરુષનું શરીર રૂપાળું છે તેનો સ્ત્રીના હૃદયમાં વાસ છે અને તે પુણ્યવંત છે. પણ એવા પુણ્યવંતો ય
પવિત્રતા પાસે નમી જાય છે. જેમના હૃદયમાં સ્ત્રીઓ સ્વપ્ને પણ વાસ કરતી નથી, સ્ત્રી–સંબંધી જેને વિકલ્પ
નથી અર્થાત્ આત્મભાનપૂર્વક સ્ત્રી આદિનો રાગ છોડીને જેઓ વીતરાગી મુનિ થયા છે તે પુરુષો જ આ
જગતમાં ધન્ય છે. જેને સ્ત્રીઓ ચાહે છે એવા ઇંદ્રો અને ચક્રવર્તી વગેરે મોટા પુરુષો પણ, જેના હૃદયમાંથી સ્ત્રી
ટળી ગઈ છે એવા પવિત્ર પુરુષોને નમસ્કાર કરે છે–સ્તવે છે. સ્ત્રીઓ પુણ્યવંતને ચાહે છે અને પુણ્યવંતો
ધર્માત્મા સંતને નમે છે, માટે પુણ્ય કરતાં પવિત્રતાનો–ધર્મનો પુરુષાર્થ ઊંચો છે.
ઇંદ્રાણી ઇંદ્રને ચાહે છે, પદ્મિણી સ્ત્રી (સ્ત્રી રત્ન) ચક્રવર્તીને ચાહે છે, એ રીતે સ્ત્રીઓ પુણ્યવંતને ચાહે છે
અને પુણ્યવંતને જગતના જીવો શ્રેષ્ઠ માને છે, પરંતુ તે ચક્રવર્તી વગેરે પુણ્યવંત પુરુષો પણ મુનિરાજ વગેરે

PDF/HTML Page 10 of 17
single page version

background image
આસો : ૨૪૭૪ : ૨૧૭:
પવિત્ર પુરુષોને નમી પડે છે માટે પવિત્રતા જ શ્રેષ્ઠ છે. પવિત્રતા ઈચ્છવા યોગ્ય છે, પુણ્ય ઈચ્છવા યોગ્ય નથી.
પૂર્વના પુણ્ય ઊંચા? કે વર્તમાનમાં સ્વભાવનો આશ્રય કરીને પુણ્યનો વિકલ્પ તોડી નાંખ્યો છે તે ઊંચો?
અહીં આચાર્યદેવ એમ બતાવે છે કે જેણે આત્માના સ્વભાવનો આશ્રય કરવાનો પુરુષાર્થ કર્યો છે તે જ શ્રેષ્ઠ છે,
પુણ્ય કરીને સ્ત્રી આદિને પ્રિય થાય તેમાં કાંઈ આત્માની શ્રેષ્ઠતા નથી, તે આદરણીય નથી. પૂર્વે પુણ્ય કરીને
તેના ફળમાં સ્ત્રી આદિ મળી તેના રાગમાં અટકવું તે સારું નથી, પણ પુણ્યને તરણાં તૂલ્ય જાણીને અને સ્ત્રી
પ્રત્યેના રાગને છોડીને સ્વભાવના આશ્રયે વીતરાગતા પ્રગટ કરવી તે જ શ્રેષ્ઠ છે. માટે હે જીવ! તું સ્ત્રી આદિ
સંયોગની તેમ જ પુણ્યની પ્રશંસા છોડીને સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન–એકાગ્રતાનો પુરુષાર્થ કર, તે ધર્મ છે.
ચૈતન્યરૂપી જહાજમાં ચડીને જેઓ સંસાર સમુદ્રનો પાર પામી રહ્યા છે એવા સંતોના ચરણમાં ઈન્દ્રો–
ચક્રવર્તીઓ પણ નમસ્કાર કરે છે, તે સંતોને સ્વભાવની લીનતાથી પર તરફનો રાગ જ તૂટી ગયો છે, તેનું જ
નામ ઉત્તમ બ્રહ્મચર્ય છે. પર લક્ષે બ્રહ્મચર્યનો શુભરાગ તે તો પુણ્યબંધનું કારણ છે, તે ઉત્તમ બ્રહ્મચર્યધર્મ નથી.
પુણ્ય અને તેનાં ફળ તો નાશવાન છે અને વર્તમાન પણ આકુળતા–દુઃખનાં કારણો છે, પુણ્યરહિત
આત્મસ્વભાવ ધુ્રવ છે, તેના આશ્રયે જે બ્રહ્મચર્ય પ્રગટ્યું તે જ પ્રશંસનીય છે, પુણ્ય પ્રશંસનીય નથી. બ્રહ્માનંદ–
આત્માના જ્ઞાનસ્વરૂપનો આનંદ–તેનું સેવન કરીને મુનિઓ મોક્ષરૂપી સ્ત્રીને સાધે છે. પુણ્યવંતને તો જેટલો કાળ
પુણ્ય હોય તેટલો કાળ તે સ્ત્રીના હૃદયમાં પ્રિય લાગશે, પણ ચૈતન્યના આશ્રયે જેણે બ્રહ્મચર્ય પ્રગટ કર્યું છે તેને
મોક્ષરૂપી સ્ત્રીની સદાકાળ પ્રાપ્તિ રહે છે અને ઇંદ્ર વગેરે સર્વે ઉત્તમ જીવો પણ તેને નમસ્કાર કરે છે. માટે તે જ
ભવ્ય જીવોએ આદરણીય છે. પહેલાંં જ, આત્મસ્વભાવમાં સુખ છે ને સ્ત્રી આદિ કોઈ વિષયોમાં સુખ નથી–એમ
સાચી શ્રદ્ધા તથા સાચું જ્ઞાન કરવું તે ધર્મ છે. –અહીં ઉત્તમ બ્રહ્મચર્યધર્મનું વ્યાખ્યાન પૂરું થયું.
આ રીતે ઉત્તમ ક્ષમાદિ દશ ધર્મોનું વર્ણન કરીને હવે આચાર્યદેવ તે ધર્મોનો મહિમા બતાવે છે–
સ્ત્રગ્ધરા
वैराग्यत्यागदारुकृतरुचिरचना चारु निश्रेणिका यैः
पादस्थानैरुदारैर्दशभिरनुगता निश्चलैर्ज्ञानद्रष्टेः।
योग्या स्यादारुरुक्षोः शिवपदसदनं गन्तुमिष्येतु केषाम्
नो धर्मेषु त्रिलोकीपतिभिरपि सदा स्तूयमानेषु द्रष्टिः।।१०६।।
શ્રી આચાર્યદેવ કહે છે કે–ત્રણ લોકના સ્વામી એવા ઇંદ્રોથી પણ જે વંદનીક છે એવા આ દશ ઉત્તમ
ધર્મોને ધારણ કરવામાં કોને હર્ષ ન થાય? સર્વે મોક્ષાર્થી જીવો તેનું હર્ષસહિત પાલન કરે છે. મુનિદશામાં આ દશ
ધર્મો હોય છે. મુનિદશા મોક્ષમહેલની સીડી છે, તેની એક બાજુ વૈરાગ્યરૂપી અને બીજી બાજુ ત્યાગરૂપી સુંદર
અને મજબૂત કાષ્ઠ લાગેલાં છે, તથા દશ ધર્મરૂપી દશ મોટા મજબૂત પગથિયાં છે. મોક્ષમહેલમાં ચડવાની
ભાવનાવાળા પુરુષોએ આવી સીડી ચડવા યોગ્ય છે. અર્થાત્ આ દશ ધર્મોના પાલનથી જીવ મુક્તિ પામે છે.
આવા ઉત્તમ દશ ધર્મો પ્રત્યે કયા મોક્ષાર્થીને ઉલ્લાસ ન આવે?
આચાર્યદેવ કહે છે કે અહો! વીતરાગી દશ ધર્મોનું આવું સુંદર વર્ણન સાંભળીને કોને વ્રતાદિની ભાવના નહિ
ઊછળે? રાગરહિત ચૈતન્યસ્વભાવના આશ્રયની ભાવના કોને નહિ થાય? પોતે હોંશથી દશ ધર્મોને પાળે છે તેથી
આચાર્યદેવ કહે છે કે આ દશ ધર્મ સાંભળતાં આખી દુનિયાને હર્ષ થશે. બધા જીવોને આ દશ ધર્મ સાંભળીને નિશ્ચલ
સમ્યગ્દર્શન–જ્ઞાનપૂર્વક ઉત્તમ ત્યાગ–વૈરાગ્યાદિની હોંશ થશે. એમ માંગળિકપૂર્વક આ અધિકાર પૂરો થાય છે.
દશ લક્ષણ ધર્મના વ્યાખ્યાનો પૂર્ણ થયા.
ધર્મ :
ધર્મ વાડીએ ન નીપજે, ધર્મ હાટે ન વેચાય;
ધર્મ વિવેકે નીપજે, જો કરીએ તો થાય.
–ભાવાર્થ– ધર્મ કોઈની વાડીમાં ઊગતો નથી, કોઈના ખેતરમાં ધર્મનાં ઝાડ ઊગતાં નથી. અને બજારમાં
કોઈની દુકાને ધર્મ વેચાતો મળતો નથી. ધર્મ તો વિવેકથી થાય છે. વિવેક એટલે સ્વ અને પરના જુદાપણાનું
જ્ઞાન, તેનાથી જ ધર્મ થાય છે. અને એવો ધર્મ જીવ પોતે કરે તો થાય છે.
આત્મધર્મ અંક ૫૯ માં સુધારો : અંક ૫૯ પૃ. ૧૯૩ કોલમ ૧ લાઈન ૩૩માં ‘વ્યવહાર રત્નત્રયથી પણ
ધર્મ ન થાય.’ એમ છાપ્યું છે તેને બદલે ‘વ્યવહારરત્નત્રયથી પણ ધર્મ થાય.’ એમ સુધારીને વાંચવું.

PDF/HTML Page 11 of 17
single page version

background image
: ૨૧૮ : આત્મધર્મ : ૬૦
છ સામાન્ય ગુણો
આત્મધર્મના બાલવિભાગમાં છ સામાન્ય
ગુણોનું સુંદર વર્ણન આવી ગયું છે; તેના સારરૂપે આ
છ સામાન્ય ગુણોનું કાવ્ય આપવામાં આવે છે.
તત્ત્વપ્રેમી બાળકોને આ કાવ્ય મોઢે કરવું સહેલું પડશે.
[હરિગીત જેવો રાગ]
[] મિથ્યામતિ જે માનતા ‘કરનાર ઈશ્વર એક છે,’
કર્તા–ન હર્તા ઈશ કો, અસ્તિત્વગુણ પ્રસિદ્ધ છે.
જન્મે–મરે નહિ કોઈ વસ્તુ, ધુ્રવ સ્વાધીનતા ધરે,
સ્વાતંત્ર્યને પામો સદા, અસ્તિત્વની શ્રદ્ધા વડે.
[] વસ્તુત્વગુણના કારણે સૌ અર્થ ક્રિયાને કરે,
સ્વાધીન ગુણ–પર્યાયનું નિજ દ્રવ્યમાં વસવું રહે;
જગમાં નથી કો દ્રવ્ય નિષ્ક્રિય, સૌ કરે નિજ કામને,
નિજ આત્મમાં જાગૃત કરો, સુખરૂપ સમ્યક્ જ્ઞાનને.
[] દ્રવ્યત્વગુણના કારણે હાલત સદા પલટાય છે,
કર્તા ન કોઈ કોઈનો, સૌ ટકીને બદલાય છે.
એમ જાણી–માનીને લહો સ્વાધીન સુખ નિજ કારણે,
હણી રાગ–દ્વેષ બનો સુખી, દ્રવ્યત્વની શ્રદ્ધા વડે.
[] પ્રમેયત્વગુણના કારણે સૌ જ્ઞાનના વિષયો બને,
બધું જાણતો ગુણ જ્ઞાન તે નહિ કોઈથી રોકાય છે.
આત્મા અરૂપી જ્ઞેય મારો, જ્ઞાન જાણે તેહને;
છે સ્વ–પર જ્ઞેયો સૌ પ્રગટ, જ્ઞાયક! તું જાગી જોઈ લે.
[] અગુરુલઘુના કારણે દ્રવ્યો સદા નિજરૂપ રહે,
કો દ્રવ્ય બીજામાં ન બદલે; –સ્વતંત્રતા સાબિત કરે.
કો ગુણ બીજા ગુણમાં ન ભળે, ન વીખરી જાય છે,
કર્તા–ન હર્તા કોઈ તેનો, જે વ્યવસ્થિત નિત્ય છે.
[] પ્રદેશત્વગુણના કારણે આકાર વસ્તુ માત્રને,
નિજ ક્ષેત્રમાં વ્યાપકપણે સ્વાધીનતા રાખી રહે.
આકારથી ડા’પણ નથી, નિજ જ્ઞાન મહિમામાં રહો,
સામાન્ય ગુણ જાણ્યા હવે વિશેષની સિદ્ધિ કરો.
શ્રાવણ માસના પ્રશ્નોના જવાબ
બાલવિભાગ
(૧) પોતાના આત્માની સાચી ઓળખાણ કરવાથી
ધર્મ થાય છે. પોતાના આત્માને ઓળખ્યા
સિવાય કોઈ રીતે ધર્મ થતો નથી.
(૨) . જ્ઞાનગુણ જીવમાં જ છે ને અજીવમાં નથી,
કેમકે જ્ઞાનગુણ જીવ દ્રવ્યનો વિશેષગુણ છે.
. સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ એટલે કે રૂપીપણું
અજીવ–પુદ્ગલમાં જ છે, જીવમાં નથી. કેમકે તે
પુદ્ગલનો વિશેષગુણ છે.
. અસ્તિત્વ વગેરે ગુણો જીવમાં પણ છે ને
અજીવમાં પણ છે, કેમકે તે સામાન્ય ગુણો છે.
(૩) ભૂલ સુધારવાનું હતું તે નીચે મુજબ–
. જ્યારે શરીરમાં જીવ રહેલો હોય ત્યારે પણ
શરીર કાંઈ જાણતું નથી પણ જીવ જ જાણે છે.
શરીર તો જડ છે, તેનામાં જાણવાનો ગુણ નથી.
જીવમાં જ્ઞાનગુણ છે તેથી જીવ જ જાણે છે. અને
ખરેખર જીવ શરીરમાં રહ્યો નથી પણ પોતાના
ગુણોમાં જ રહ્યો છે.
. આત્મા કદી જડ થતો નથી પણ સદાય
આત્મા જ રહે છે અને જડ વસ્તુ કદી આત્મા
થતી નથી પણ સદાય જડરૂપે જ રહે છે–એટલી
વાત સાચી છે; પરંતુ, એનું કારણ દ્રવ્યત્વગુણ
નથી પણ અગુરુલઘુત્વગુણ છે. અગુરુ–
લઘુત્વગુણને લીધે જીવ સદા જીવરૂપે રહે છે ને
અજીવ સદાય અજીવરૂપે રહે છે.
શબ્દોના અર્થ
(૧) પરમાર્થ=આત્માનો ત્રિકાળી સ્વભાવ.
(૨) દેહાધ્યાસ=શરીર અને આત્મા એક છે એવી
મિથ્યા માન્યતા અર્થાત્ શરીરાદિનું હું કરી શકું એવો
ખોટો અભિપ્રાય.
(૩) અસંગ=શરીર, કર્મ અને વિકાર રહિત.
(૪) સ્ફુરણા=પરપદાર્થ તરફ વલણ.
(પ) સુધર્મ=સમ્યક્ દર્શન–જ્ઞાન–ચારિત્ર.
(૬) સમદર્શિતા=પરદ્રવ્ય મને કદી લાભ કે નુકશાન
કરી શકે નહિ એવી સમતા.
(૭) આત્માર્થી=મારા આત્માનું કેમ ભલું થાય એવી
જેને અંતરમાં ખટક હોય, આત્માનો ખપી જીવ.

PDF/HTML Page 12 of 17
single page version

background image
આસો : ૨૪૭૪ : ૨૧૯:
સુવર્ણપુરીના સમાચાર
શ્રાવણ વદ ૧૩ થી ભાદરવા સુદ પ સુધીના દિવસોમાં ઊજવાયેલા ધાર્મિક ઉત્સવના કાર્યક્રમની ટૂંક
માહિતી અત્રે જણાવવામાં આવે છે.
ઉત્સવના આઠે દિવસો દરમિયાન સામાન્યપણે નીચે મુજબ કાર્યક્રમ હતો:–
સવારે પાાા
–૬ શ્રી સદ્ગુરુવંદન
૬ાા –૭ાા શ્રીજિનમંદિરમાં દર્શન–પૂજનાદિ
૮–૯ પૂ. ગુરુદેવશ્રીનું વ્યાખ્યાન (શ્રીસમયસારજી ગાથા ૩૯૦ થી ૪૦૪ ઉપર)
બપોરે ૧ાા –૨ાા સમયસાર તથા પ્રવચનસારના હરિગીતની સ્વાધ્યાય (શ્રાવણ વદ ૦)) થી
ભાદરવા સુદ ૪ સુધીના પાંચ દિવસ).
૩–૪ શ્રી પદ્મનંદિ પચીસીમાંથી દેશવ્રત ઉદ્યોતન અધિકાર ઉપર પૂ. ગુરુદેવશ્રીનું વ્યાખ્યાન
૪–૫ શ્રી જિનેન્દ્ર દેવની ભક્તિ. ૬ાા–૭ આરતિ
૭–૮ પ્રતિક્રમણ ૮–૯ રાત્રિચર્ચા (શ્રાવણ વદ ૦)) ને
દિવસે રાત્રિચર્ચાને બદલે આત્મસિદ્ધિની સ્વાધ્યાય.)
એ સિવાય નીચેના ખાસ પ્રસંગો બન્યા હતા:–
() : િ : પરમાગમ શ્રી પ્રવચનસારજીશાસ્ત્રનું ગુજરાતી ભાષામાં પ્રકાશન થયું હતું.
અને શ્રી જિનેન્દ્રદેવ તથા પ્રવચનસારજીની રથયાત્રા નીકળી હતી.
(૨) બહેનોને વાંચન–તત્ત્વચર્ચા–પ્રતિક્રમણાદિ કરવા માટે કોઈ સ્વતંત્ર જગ્યા નહિ હોવાને લીધે ઘણા
વખતથી ઉત્સવ દરમિયાન ઘણી મુશ્કેલી પડતી હતી. આ મુશ્કેલી વહેલી તકે દૂર કરવા માટે, બહેનો માટે એક
સ્વતંત્ર મકાન કરાવવા ચૂડાના ભાઈશ્રી ગોકળદાસ શીવલાલના ધર્મપત્ની શ્રી લેરી બહેને રૂપિયા ૫૦૦૧/–
પોતાના તરફથી આપવાનું જાહેર કર્યું હતું. એ રીતે બહેનોના સ્વતંત્ર મકાન માટેના ફંડની શરૂઆત થઈ હતી.
અને ત્યારપછી અન્ય મુમુક્ષુઓએ પણ તેમાં રકમો ભરી હતી. (અત્રે એ યાદ આપવું જરૂરી છે કે બે વર્ષ પહેલાંં
પોરબંદરના શેઠશ્રી નેમિદાસ ખુશાલભાઈએ મુમુક્ષુ બહેનોને માટે મકાન બંધાવવા રૂપિયા ૫૦૦૨/–શ્રી જૈન
સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટને અર્પણ કર્યા હતા; તે રકમનો ઉપયોગ સદરહુ મકાન માટે કરવામાં આવશે.)
(૩) બપોરે દાન અધિકારનું વ્યાખ્યાન પછી–શેઠશ્રી નેમિદાસ ખુશાલચંદભાઈએ, પોતાના આંગણે પૂ.
ગુરુદેવ શ્રી વગેરેના આહારદાનનો લાભ મળ્‌યો તેના ઉલ્લાસથી, તેમ જ ગુજરાતી–પ્રવચનસારનું અપૂર્વ
પ્રકાશન આજે થયું તેની ખુશાલીમાં રૂપિયા ૫૦૦૨/–શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટના પ્રમુખશ્રીને યોગ્ય લાગે
તેમ વાપરવા અર્પણ કર્યા હતા. તેમાં રૂપિયા ૨૫૦૧/–પોતાના નામથી અને રૂપિયા ૨૫૦૧/–પોતાના
ધર્મપત્નીના નામથી આપ્યા હતા.
(૪) મુંબઈમાં શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર વગેરે માટે જે ફંડ થાય છે તેમાં પણ કેટલીક નવી રકમો
ભરાણી હતી. આ ફંડ લગભગ એક લાખ રૂપિયા સુધી પહોંચી ગયું છે.
(૫) રાજકોટના જિનમંદિર માટેના ફંડમાં પણ કેટલીક રકમો ભરાઈ હતી.
(૬) આ ઉપરાંત, આ વર્ષે વરસાદની ખેંચને કારણે ઢોરોને ઘાસચારાની ઘણી મુશ્કેલી હોવાથી, ઢોરોના
ઘાસચારા માટેનું એક ફંડ થયું હતું.
ભાદરવા સુદ પ બુધવાર
(૭) સવારના વ્યાખ્યાન પછી શ્રી શ્રુતજ્ઞાનનું પૂજન થયું હતું.
(૮) બપોરે બાળકોનો સંવાદ થયો હતો. સંવાદમાં ઉપાદાન–નિમિત્ત તેમજ ગૃહીતમિથ્યાત્વ વગેરે
બાબતો ગોઠવવામાં આવી હતી.
(૯) બપોરના વ્યાખ્યાનમાં શ્રી પદ્મનંદિઆચાર્યકૃત આલોચના વાંચવામાં આવી હતી. આલોચના બાદ
પરમ પૂ. ગુરુદેવશ્રીની સ્તુતિ કરવામાં આવી હતી. ત્યારબાદ સર્વે મુમુક્ષુઓની વતી શ્રીમાન્ પ્રેમચંદભાઈએ
પૂજ્ય ગુરુદેવશ્રીના અપૂર્વ–અપૂર્વ ઉપકારોને તેમજ પવિત્ર ધર્માત્માઓના પરમ ઉપકારોને અત્યંત ભક્તિભાવે
વ્યક્ત કર્યા હતા; તેમજ માનનીય પ્રમુખશ્રીનો અને વિદ્વાન્ ભાઈશ્રી હિંમતલાલભાઈ વગેરેનો આભાર વ્યક્ત
કર્યો હતો. સાંજે લગભગ ૫ાા
થી ૮ સુધી સંવત્સરિ–પ્રતિક્રમણ થયું હતું.

PDF/HTML Page 13 of 17
single page version

background image
: ૨૨૦ : આત્મધર્મ : ૬૦
સનાતન જૈનશાસનના દશલક્ષણધર્મની આજથી શરૂઆત થઈ હતી. આજે ઉત્તમ ક્ષમાધર્મનો દિવસ હતો.
(૧૦) પર્યુષણના આઠ દિવસના વ્યાખ્યાનો પ્રસિદ્ધ કરવા માટે કુંડલાના શાહ બાવચંદ જાદવજીભાઈ
તરફથી રૂપિયા ૭૦૧/–શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટને અર્પણ કરવામાં આવ્યા હતા.
(૧૧) ભાદરવા સુદ ૬ને દિવસે સવારે શ્રી શાસ્ત્રજીની ટૂંકી રથયાત્રા નીકળી હતી. આજે દશલક્ષણ
ધર્મમાં ઉત્તમ માર્દવ ધર્મનો દિવસ હતો તેથી, રથયાત્રા બાદ માંગળિક સંભળાવીને પછી પૂ. ગુરુદેવશ્રીએ ઉત્તમ
માર્દવ (નિરભિમાનતા) નું સુંદર વર્ણન કર્યું હતું. અને ત્યારબાદ ભાઈશ્રી હિંમતલાલભાઈએ શ્રી પ્રવચનસાર
પરમાગમમાંથી શ્રી અમૃતચંદ્રસૂરિકૃત કલશો અર્થસહિત વાંચી સંભળાવ્યા હતા............બપોરે વ્યાખ્યાનને બદલે
શ્રી યોગસારના તથા ઉપાદાન–નિમિત્તના દોહાઓની સ્વાધ્યાય હતી.
* * * * * *
આ વખતના ઉત્સવમાં બધાથી જુદી તરી આવે એવી સૌથી મોટી વિશેષતા એ હતી કે, પૂ. ગુરુદેવશ્રીના
સવારના પ્રવચનો (શ્રી સમયસારજી ગા. ૩૯૦ થી ૪૦૪ ઉપરના) અનોખી શૈલીના હતા; મુમુક્ષુઓના મહાભાગ્યે
સાત દિવસ સુધી એક ધારી અપૂર્વ વાણી વરસી ગઈ હતી. એ વ્યાખ્યાનો છપાઈને જો કે પ્રસિદ્ધ તો થવાના છે,
પરંતુ–તે ગમે તેવા લખાયા હોય તો પણ સાક્ષાત્ શ્રવણના કરતાં ૧૦૦ મા ભાગનો પણ લાભ તે વાંચવામાં
મળવો મુશ્કેલ છે! અંતરંગ તત્ત્વનું અપૂર્વ ઘોલન થઈને આવતા એ ન્યાયોનો પૂરો મહિમા કઈ કલમ વર્ણવી શકે?
છેવટે : –
પાન કરાવ્યું છે તેથી પણ વિશેષ વિશેષ સૂક્ષ્મ અંતરંગતત્ત્વના ન્યાયોથી ભરેલી પાવનકારી વાણી સદાકાળ
તેઓશ્રી વર્ષાવ્યા કરે. અને અપૂર્વ આત્મિક સંપદાનું દાન આપણને આપ્યા કરે–એ જ તેઓશ્રીના ચરણમાં
ભાવના છે.
જયવંત વર્તો મુમુક્ષુઓના સ્વસન્મુખ પુરુષાર્થને જાગૃત કરતી એ કલ્યાણકારી વાણી, અને તે વાણીના
દાતાર કલ્યાણમૂર્તિ પૂ. શ્રી સદ્ગુરુદેવ!
ર્ : અનંત ચતુર્દશી એટલે દશ લક્ષણ ધર્મનો અંતિમ દિવસ. તે દિવસે પૂજા–ભક્તિ વગેરે સુંદર
રીતે, ઉત્સાહપૂર્વક થયા હતા. દસ લક્ષણ પર્વના વ્યાખ્યાનોરૂપી મહેલના શિખર ઉપર, આ દિવસનું વ્યાખ્યાન
ધ્વજ સમાન હતું. પૂ. ગુરુદેવશ્રી અંતરમાં શ્રુતસમુદ્રમાં ડૂબકી મારીને, અંતરમંથનદ્વારા તેમાંથી કોઈ કોઈ અપૂર્વ
ન્યાયરૂપી રત્નો મેળવીને, પછી અપૂર્વ વાણી દ્વારા હોંશથી મુમુક્ષુઓને તે અણમોલ ન્યાયરત્નોનું દાન કરે છે. આ
દિવસનું વ્યાખ્યાન પણ એક એવું જ અંતરમંથનદ્વારા મેળવેલું રત્ન હતું. શ્રુતસમુદ્રના મંથન વખતે જ્ઞાનીઓના
અંતરમાં જે આનંદનો સહજ અનુભવ થતો હશે તેને તો તેના અનુભવનાર જ જાણે, કે તેમના જેવા બીજા
અનુભવી હોય તે જાણે. અનંતચતુર્દશીના પવિત્ર દિવસે પૂ. ગુરુદેવશ્રીએ અનંત પ્રકાશથી ભરેલું જે દિવ્યરત્ન
મુમુક્ષુઓને ભેટ કર્યું છે, તે રત્નનાં મૂલ્યાંકન તો અહો! કોઈ વિરલા ‘ઝવેરી’ જ કરી શકે?
શ્ર િિ ર્ : સૌરાષ્ટ્ર દેશમાં સત્દેવ–ગુરુ–શાસ્ત્રની પ્રભાવના દિન–પ્રતિદિન ખૂબ વધતી જાય
છે; અને યથાર્થ તત્ત્વ–જ્ઞાનમાં હજારો જીવો રસ લઈ રહ્યા છે. લાંબા કાળમાં નજરે નથી પડતી એવી
જૈનશાસનની મહાન પ્રભાવના અત્યારે ઉદય પામી છે.
એ મહા પ્રભાવનાના જ એક ફળસ્વરૂપ, લાઠીમાં શ્રાવણ સુદ ૯ના મંગળ દિવસે શ્રી જિનમંદિરનું ખાતમુહૂર્ત
થયું છે. તે દિવસે લાઠી (કલાપીનગર) ના સર્વેમુમુક્ષુઓએ ઉત્સાહથી આનંદ અને ભક્તિભાવપૂર્વક ખાતમુહૂર્તની
વિધિ–પૂજન વગેરે કર્યું હતું. આ માંગળિક કાર્યની શરૂઆત કરવા બદલ લાઠીના સર્વે મુમુક્ષુઓને વધાઈ!!!
: આ અંશથી આત્મધર્મ માસિકના પાંચમા વર્ષના ગ્રાહકોનું લવાજમ પૂરું થાય છે. કારતક માસનો અંક
ગ્રાહકોને વી. પી. થશે. પરંતુ અહીંની બ્રાન્ચ પોસ્ટ ઓફિસ રોજના ૨૫–૩૦ના હિસાબે વી. પી. સ્વીકારતી
હોવાથી બધા ગ્રાહકોને વી. પી. કરતાં સહેજે બે–અઢી માસ થાય તો ગ્રાહકોને પોતાનાં લવાજમો મનીઓર્ડરથી
આ અંક મળે કે તુરત જ મોકલી આપવા વિનંતી છે.
વ્યવસ્થાપક
અનેકાંત મુદ્રણાલય

PDF/HTML Page 14 of 17
single page version

background image
આસો : ૨૪૭૪ : ૨૨૧:
માસિકના અંક ૪૯ થી ૬૦
સુધીમાં આવેલા લેખોની
વિષય અંક પાનું વિષય અંક પાનું
અ ચ
અક્ષય ત્રીજ ૫૫ ૧૨૦ ચિત્રો (‘શ્રી મંડપ’ ની દીવાલેથી) ૫૩ ૭૯
અનેરી વાણી ૪૯ ૭ ચૈત્ર અને વૈશાખ માસના માંગળિક દિવસો ૫૪ ૯૪
અષાઢ અને શ્રાવણ માસના માંગળિક દિવસો ૫૭ ૧૫૬
અષ્ટ પ્રાભૃત–પ્રવચનો ૫૧–૪૧, ૫૩–૬૭, ૫૪ ૮૨ છ સામાન્ય ગુણો (કાવ્ય) ૬૦ ૨૧૮
અષ્ટાહિનકા મહોત્સવ ૫૦ ૧૯
અસ્તિનાસ્તિસ્વભાવ ૫૫ ૯૮ જડ–ચેતનનું ભેદજ્ઞાન અને તેનું ફળ–વીતરાગતા ૫૬ ૧૪૯
જયંતિ ઉત્સવ વખતના સ્તવનો ૫૬ ૧૪૨
જિનવર પંથે (સ્તવન) ૪૯
આચાર્ય ભગવાન જગતને ભેટ આપે છે ૫૦ ૧૯ જીવદ્રવ્ય ઉત્તમ છે ૫૪ ૯૪
આતમ દેવ ૫૪ ૯૫ જીવ ધર્મકાર્ય ક્યારે કરે? ૪૯ ૧૧
આત્મધર્મના ગ્રાહકોને ભેટ ૫૪ ૮૩ જેઓ આત્માની સમજણ કરતા નથી અને બહાનાં
આત્મભાવના ૪૯–૧, ૪૯.૩, બતાવે છે તેઓ વેદિઆ–મૂર્ખ છે,–સમજણ માટે
આત્મસ્વભાવનો મહિમા અને જૈનદર્શનનું પ્રયોજન ૫૬ ૧૪૭ સદાય માંગળિક કાળ જ છે ૪૯
આત્મા તરફ પ્રેમ ક્યારે જાગે? ૫૬ ૧૫૦ જેને વિકારનો પ્રેમ છે તેને સ્વભાવનો અનાદર છે ૫૬ ૧૫૧
આત્માની ભાવના કે આત્માનું ધ્યાન ક્યારે થઈ શકે? ૫૬ ૧૫૦ જૈનદર્શનના શાસ્ત્રોના ભાવ સમજવા માટે અવશ્ય
આત્માને શું ખપે ને શું ન ખપે એની કોને ખબર પડે? ૫૬ ૧૪૮ લક્ષમાં રાખવા યોગ્ય નિયમો
૫૬ ૧૪૮
આત્માનો જ્ઞાન સ્વભાવ ૫૯ ૨૦૩ જૈનદર્શનનો સાર–ભેદજ્ઞાન ને વીતરાગતા ૪૯ ૧૧
આત્માનો સુખ સ્વભાવ ૫૫ ૧૦૫ જૈનદર્શન શિક્ષણવર્ગ ૫૪–૯૦, ૫૭ ૧૬૧
આત્મા પોતે ચૈતન્યસ્વરૂપ હોવા છતાં તેની ભૂલ કેમ થઈ? ૪૯ ૧૨ જૈનદર્શન શિક્ષણવર્ગ (પ્રૌઢ ગૃહસ્થો માટે) ૫૭ ૧૫૬
આભાર ૫૫–૯૮, ૫૬ ૧૪૪ જોઈએ છે ૫૭ ૧૬૫
wanted A Thesis on jainism ૫૭ ૧૬૮
ઉત્તમ ક્ષમાધર્મ (દશ લક્ષણ ધર્મનું વ્યાખ્યાન) ૫૪ ૯૧ જ્ઞા
ઉત્તમ માર્દવધર્મ ,, ૫૫ ૧૨૩ જ્ઞાન અને સુખરૂપે આત્મ પોતે જ થાય છે, તેને
ઉત્તમ આર્જવધર્મ ,, ૫૫ ૧૨૬ ઇંદ્રિયોની અપેક્ષા નથી ૫૨ ૫૫
ઉત્તમ સત્યધર્મ ,, ૫૭ ૧૫૪ જ્ઞાન દુઃખનું કારણ નથી પણ મોહ દુઃખનું કારણ છે ૫૬ ૧૫૧
ઉત્તમ શૌચધર્મ ,, ૫૭ ૧૫૭ જ્ઞાનીઓ ભેદજ્ઞાન કરાવે છે ૪૯ ૧૨
ઉત્તમ સંયમધર્મ ,, ૫૭ ૧૫૮
ઉત્તમ તપધર્મ ,, ૫૮ ૧૭૯ તત્ત્વનો કૌતૂહલી થા! ૫૦ ૧૭
ઉત્તમ ત્યાગધર્મ ,, ૫૮ ૧૮૦ તીર્થંકરોના પંથે–(પ્રવ. ગા. ૮૨) ૫૯ ૧૮૭
ઉત્તમ આકિંચન્યધર્મ ,, ૫૯ ૨૦૭ દિ
ઉત્તમ બ્રહ્મચર્ય ધર્મ ,, ૬૦ ૨૧૪ દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર: મુંબઈ ૫૭ ૧૬૬
ઉપયોગમાં ક્રમ શા કારણે છે? ૫૫ ૧૨૮ દુનિયાનો ભાણ (સ્તવન) ૫૬ ૧૪૫
દેવપરી (સ્તવન) ૫૬ ૧૪૫
એ ભૂલ કેમ ટળે? ૪૯ ૧૨
ધર્મ ૬૦ ૨૧૮
કર્તવ્ય ૫૦ ૧૮ ધર્માત્માની સ્વરૂપ–જાગૃતિ ૪૯ ૧૬
કાર્તિક માસના મંગળ દિવસો ૪૯ ૧૬ ધર્માત્માનો સમભાવ ૫૫ ૧૧૩
કુંદકુંદ આચાર્ય ૫૦ ૩૧ ધાર્મિક દિવસો ૫૮ ૧૮૪
કેટલાક ખુલાસા ૫૧ ૪૪ નિ
ખા નિશ્ચય શ્રદ્ધા–જ્ઞાન કેમ પ્રગટે? ૫૧ ૩૮
ખાસ વિનંતિ ૪૯–૩, ૫૦ ૨૦ ન્યાય આપો! ૫૪ ૯૫

PDF/HTML Page 15 of 17
single page version

background image
વિષય અંક પાનું વિષય અંક પાનું
લી
પરદ્રવ્ય જીવને રાગ–દ્વેષ કરાવતું નથી ૫૨ ૫૨ લીલા લહેર (સ્તવન) ૫૬ ૧૪૪
પરદ્રવ્યને હું કરું–એ જ અજ્ઞાન છે ૫૨ ૫૧
પરદ્રવ્યમાં કાંઈ પણ કરવાની ઈચ્છાનું વ્યર્થપણું વજ્રબાહુકુમારનો વૈરાગ્ય ૫૬ ૧૪૬
અને તે છોડવાની પ્રેરણા ૫૬ ૧૫૦ વર્તમાનમાં મોક્ષની પ્રતીતિ ૫૦ ૨૦
પરમાત્મ–પ્રકાશ–પ્રવચનો ૫૧ ૩૫, ૫૨ ૫૩, ૫૬ ૧૩૯ ‘વસ્તુવિજ્ઞાનસાર’ ૫૧ ૩૩
પુરુષાર્થ અને કાળ ૫૨ ૫૦ વસ્તુવિજ્ઞાનસારની પ્રસ્તાવના ૫૧ ૩૪
પૂ. ગુરુદેવશ્રીના પ૯ મા જન્મોત્સવ પ્રસંગે થયેલા વસ્તુસ્વભાવની સાચી શ્રદ્ધાનું ફળ ૫૫ ૯૯
ફંડની યાદી ૫૬ ૧૩૭ વિદ્યાર્થીના ઉત્તરો ૬૦ ૨૧૦
પૂ. ગુરુદેવશ્રીનો જન્મ–મહોત્સવ ૫૬ ૧૨૯ વીતરાગની આજ્ઞા ૫૭ ૧૫૩
પોતે ભવ્ય છે. તેનો નિઃસંદેહ નિર્ણય થઈ શકે છે ૫૬ ૧૫૨ વીર પ્રભુનો નિર્વાણ કલ્યાણક (સ્તવન) ૪૯
પંચમકાળના અજ્ઞાની જીવોને ધર્મનો ઉપદેશ ૫૩ ૭૨ વૈશાખ અને જેઠ માસના માંગળિક દિવસો ૫૫ ૧૦૧
પંચાધ્યાય–ગુજરાતી ૫૮ ૧૮૪
પાંચ હજાર તત્ત્વજિજ્ઞાસુઓને અપૂર્વ ભેટ ૫૧ ૩૩ શરીર ને ચેતનાનું જુદાપણું ૫૬ ૧૪૯
પ્રવચનસાર–ગુજરાતી ૫૭ ૧૬૩ શરીરથી જુદા ચૈતન્યને ઓળખીને તેનું જ
પ્રવચનસાર ૬૦ ૨૧૧ શરણ કર ૪૯ ૧૦, ૫૬ ૧૪૯
પ્રવચનસાર ૬૦ ૨૨૪ શાસન પ્રભાવક પૂજ્ય શ્રીકાનજી સ્વામી ૫૫ ૯૮
શાસનસ્થંભ કુંદકુંદ–આચાર્યદેવ (સ્તવન) ૫૦ ૧૭
શાંતિનો ઉપાય ૫૦ ૨૨
બહુ તારા ઉપકાર ગુરુજી........ (સ્તવન) ૫૬ ૧૪૫ શ્રા
બાલ–વિભાગ ૫૦ ૩૧, ૫૧ ૪૬, ૫૨ ૬૪, ૫૩ ૮૦, ૫૪ ૯૫ શ્રાવણ અને ભાદરવા માસના મંગળ–દિવસો ૫૮ ૧૮૪
પપ ૧૨૦ ૫૬ ૧૪૬, ૫૭ ૧૬૪, ૫૮ ૧૭૦, ૫૯ ૧૮૬ ૬૦ ૨૧૮ શ્રી આપ્તનું સ્વરૂપ ૫૯ ૨૦૨
બાલ–સ્વાધ્યાય ૫૦ ૩૨, ૫૧ ૪૬ શ્રી ગુરુનું સ્વરૂપ ૫૯ ૧૮૫
બાળકની ભાવના (કાવ્ય) ૫૦ ૩૨ શ્રી ગુરુ શું કરે? ૬૦ ૨૦૯
બોમ્બમારો ને તેનાથી બચવાનો ઉપાય ૪૯ ૭ શ્રી મંડપ ૬૦ ૨૨૩
શ્રીમદ્નો જન્મદિવસ ૫૦ ૧૯
ભગવાનનું પારણું ૫૫ ૧૨૦ ‘શ્રીમદ્ રાજચંદ્ર’ ૫૦ ૩૧
ભગવાનશ્રી કુંદકુંદ–કહાનજૈન શાસ્ત્રમાળાનાં પુષ્પો ૪૯ ૧૪ ‘શ્રી મંડપ’ની દીવાલેથી... પુરુષાર્થપ્રેરક વચનામૃતો ૫૩ ૭૭
ભરવાડ અને પંડિત ૫૫ ૧૨૦
ભલામણ ૫૧ ૪૩, ૫૨ ૫૩, ૫૭ ૧૫૬ સત્શ્રુતની પ્રભાવના ૪૯ ૧૩
ભાષણનો સાર (રા. મા. દોશી.) ૫૬ ૧૩૧ સમ્યક્ચારિત્ર ૪૯
ભાષણનો સાર (નેમિચંદજી પાટની) ૫૬ ૧૩૨ સાચી વિદ્યા (सा विद्या या विमुक्तये) ૪૯
ભાષણનો સાર (હિં. જે. શાહ) ૫૬ ૧૩૪ સામાન્ય અસ્તિત્વ ગુણની સમજણ ૫૧ ૪૭
ભાષણનો સાર (ખી. જે. શેઠ) ૫૬ ૧૩૫ સામાન્ય વસ્તુત્વ ગુણની સમજણ ૫૪ ૯૬
ભાષણનો સાર (પ્રે. મ. શેઠ) ૫૬ ૧૩૬ સામાન્ય દ્રવ્યત્ત્વગુણની સમજણ ૫૫ ૧૨૧
ભેદવિજ્ઞાન ૫૩ ૬૬ સામાન્ય પ્રમેયત્વગુણની સમજણ ૫૬ ૧૪૬
ભેદવિજ્ઞાનીની દશા ૫૨ ૪૯ સામાન્ય અગુરુલઘુત્વગુણની સમજણ ૫૭ ૧૬૪
ભેદવિજ્ઞાનીનો અભિપ્રાય ૫૪ ૮૧ સામાન્ય પ્રદેશત્વગુણની સમજણ ૫૮ ૧૭૦
સાભાર સ્વીકાર ૬૦ ૨૧૩
મહોત્સવ (ફાગણ માસના) ૫૩ ૬૫ સિદ્ધ થવાનો ઉપાય ૫૪ ૮૮
માત્ર ઉપયોગ બદલવાનો છે ૪૯ ૭, ૫૬ ૧૪૯ સીમંધર પ્રભુજીનાં ભાવભર્યાં સન્માન (સ્તવન) ૫૩ ૬૫
મિથ્યાત્વ ૫૫ ૧૨૮ સુકોશલ રાજકુમારનો વૈરાગ્ય ૫૭ ૧૬૪
મોક્ષાર્થીઓએ ક્યા સિદ્ધાંતનું સેવન કરવું? ૫૫ ૧૦૦ સુધારો અંક ૪૮, ૫૨, ૫૩, ૫૮, ૫૯ ૬૦ ૪૯, ૨, ૫૨ ૭૮
મોહનો ક્ષય કરવાનો ઉપાય (પ્રવ. ગા. ૮૦ ૮૨) ૫૮ ૧૭૧ ૫૪ ૯૪, ૫૯ ૧૮૬ ૬૦ ૨૧૭
મૃત્યુનો ભય કોને ટળે? ૪૯ ૧૧ સુપ્રભાત માંગળિક ૫૦ ૨૩

PDF/HTML Page 16 of 17
single page version

background image
વિષય અંક પાનું વિષય અંક પાનું
સુરાષ્ટ્રનું એકમ–ઐક્ય ૫૫ ૯૭ હું સિદ્ધ બનું! (કાવ્ય) ૫૧ ૪૬
સિંહનો વૈરાગ્ય ૫૪ ૯૫ હે જીવો! આટલું તો અવશ્ય કરો! ૫૪ ૮૨
સ્વતંત્રતા અને સુખ ૫૦ ૧૮ હે ભવ્ય! આટલું તો જરૂર કરજે! ૫૦ ૨૧
સ્વર્ગમાં જન્મોત્સવ (સંવાદ) ૫૬ ૧૪૨ હે ભવ્ય! છ મહિના અભ્યાસ કર! ૫૮ ૧૬૯
• આત્મધર્મ પંચમવર્ષ સમાપ્તિ •
શ્રી મંડપ
સોનગઢમાં બહેનોને સ્વાધ્યાય વગેરે માટેની કાયમી અગવડતા દૂર કરવા, બહેનો માટે એક સ્વતંત્ર
મંડપ બંધાવવા માટે ફંડની નીચે મુજબ શરૂઆત થઈ છે. મુમુક્ષુઓની જાણ માટે તેની વિગત અહીં પ્રસિદ્ધ
કરવામાં આવી છે.
૫૦૦૧/– શેઠશ્રી નેમિદાસ ખુશાલદાસ ૧૦૧/– દીવાળીબેન (શેઠ ફુલચંદ
(સં. ૨૪૭૨ માં આવેલ તે) પોરબંદર ચતુરના ધર્મપત્ની) વઢવાણ કેમ્પ
૫૦૦૧/– અ. સો. લેરીબેન (શાહ ગોકળદાસ ૧૦૧/– સમરતબેન (જીવણલાલ
શીવલાલના ધર્મપત્ની) ચુડા મુળજીભાઈના ધર્મપત્ની) વઢવાણ કેમ્પ
૫૦૦૧/– શેઠ શ્રી કાળીદાસ રાઘવજીના કુટુંબના ૧૦૧/– કામદાર હકમચંદ અમૃતલાલ
બૈરાઓ તરફથી રાજકોટ (હા. નાનીબેન) બોટાદ
૧૦૦૧/– શ્રી. પુતળીબાઈ (શેઠશ્રી ખીમચંદ ૧૦૧/– ગીરજાબેન (મોદી નાગરદાસ
જેઠાલાલના માતુશ્રી રાજકોટ દેવચંદના ધર્મપત્ની) સોનગઢ
૧૦૦૧/– ડાહીબેન (શેઠ મોહનલાલ વાઘજીના ૧૦૧/– શેઠ છોટાલાલ નારણદાસના
ધર્મપત્ની) કરાંચી પુત્રોનાં ધર્મપત્નીઓ તરફથી નાગનેશ
૫૦૧/– ઝબકબેન(રસિકલાલ ત્રંબકલાલનામાતુશ્રી)રાજકોટ ૧૦૧/– મણીબેન (દોશી બાઉચંદ જાદવજીના
૨૫૧/– મણીબેન રણછોડદાસ
રાજકોટ ધર્મ પત્ની) કુંડલા
૨૫૧/– ઝીણીબેન પોરબંદર ૧૦૧/– મણીબેન દલપતભાઈ ધ્રાંગધ્રા
૨૫૧/– ગંગાબેન સોનગઢ ૧૦૧/– શેઠ મગનલાલ તલકશી વઢવાણ કેમ્પ
૧૫૧/– કાશીબેન દલીચંદ રાજકોટ ૧૦૧/– ઝવેરીબેન (શેઠ ગુલાબચંદ માણેક–
૧૨૫/– દીવાળીબેન દફતરી (મનસુખલાલ ચંદના ધર્મપત્ની) નાગનેશ
ગુલાબચંદના ધર્મપત્ની) વઢવાણ કેમ્પ ૫૧/– શેઠ દલીચંદ હકુભાઈ મોરબી
૧૦૧/– જયાકુંવબબેન લીલાધર પારેખ રાજકોટ ૫૧/– શેઠ દેવજી ગોવિંદજી ઇંદોર
૧૦૧/– ચંદનબેન રાજકોટ ૫૧/– સમરતબેન (મુળજી ભગવાનજી
૧૦૧/– ચંપાબેન (પ્રેમચંદ મગનલાલના ધર્મપત્ની) રાણપુર ખારાના ધર્મપત્ની) અમરેલી
૧૦૧/– ઝબુબેન ધ્રોળ ૫૧/– વિજ્યાબેન નાનાલાલ રાજકોટ
૧૦૧/– મોતીબેન (શેઠ જગજીવન ચતુરના ૨૫/– સવિતાબેન (જયંતિલાલ પાના–
ધર્મપત્ની) વઢવાણ કેમ્પ ચંદના માતુશ્રી) વ્યારા
૧૦૧/– કસુંબાબેન (શેઠ પ્રાણલાલ ૨૫/– રેવાલાલ નચ્છરાજના ધર્મપત્ની ગોંડળ
ભાઈચંદના ધર્મપત્ની) જેતપુર ૨૫/– લક્ષ્મીચંદ વચ્છરાજના ધર્મપત્ની ગોંડળ
૧૦૧/– શેઠ અમૃતલાલ પોપટભાઈ રાજકોટ ૨૫/– મણીબેન (હંસરાજ ભગવાનજીના
૧૦૧/– ચંદનબેન લક્ષ્મીચંદ ભાવનગર ધર્મપત્ની] મોરબી
૧૦૧/– પારેખ ફુલચંદ ડાયાભાઈના ધર્મપત્ની રાજકોટ ૨૦૧/– શેઠ વાઘજી ગુલાબચંદની ધર્મપત્ની મોરબી
૧૦૧/– સમતાબેન (શેઠ નારણદાસ કર– ૨૫/– કુંવરબેન ચુનીલાલ જામનગર
શનજીના ધર્મપત્ની) રાણપુર
૧૦૧/– ઊજમબેન (શેઠ ચુનીલાલ ૨૧૦૮૫/– (એકવીશ હજાર પંચ્યાશી.)
હઠીસંગના ધર્મપત્ની) જામનગર (ફંડ ચાલુ છે.)

PDF/HTML Page 17 of 17
single page version

background image
ATMADHARMA With The permission of the Baroda Govt. Regd No. B, 4787
order No. 30-24 date 31-10-44
શ્ર સ્ત્ર ષ્
પ્રવચનસર
ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય દેવપ્રણીત શ્રી પ્રવચનસારની મૂળ ગાથાઓ, સંસ્કૃત છાયા
તથા અમૃતચંદ્રાચાર્ય–દેવરચિત સંસ્કૃત ટીકા અને તેનો અક્ષરશ: ગુજરાતી અનુવાદ આ
શાસ્ત્રમાં છે. તે ઉપરાંત મૂળ ગાથાઓનો ગુજરાતી પદ્યાનુવાદ (હરિગીત) પણ સાથે જ છે.
આ આખું પ્રવચનસાર–શાસ્ત્ર દ્વિરંગી છાપવામાં આવ્યું છે. તેમાં એકંદર લગભગ
૫૦૦ પૃષ્ઠ છે. આની પડતર કિંમત લગભગ રૂપિયા ૫–૦–૦ થાય છે, પરંતુ તેની કિંમત માત્ર
રૂપિયા ૨–૮–૦ રાખવામાં આવી છે. અત્યાર સુધીમાં હજાર ઉપરાંત નકલો ખપી ગઈ છે.
આ અનુવાદનું મહાકાર્ય વિદ્વાન્ ભાઈશ્રી હિંમતલાલ જેઠાલાલ શાહ (B. Sc.)
પાંચ વર્ષના સતત્ પરિશ્રમે કર્યું છે.
આ શાસ્ત્રમાં આવતા વિષયોનું તેમજ તેના કર્તા આચાર્ય ભગવંતોના ઊંડા ઊંડા
હૃદયનું દિગ્દર્શન ટૂંકમાં પણ ઘણી જ અસરકારક ગંભીર શૈલીથી ઉપોદ્ઘાતમાં અનુવાદકે
કરાવ્યું છે. ઉપોદ્ઘાતના અંતમાં તેઓ જણાવે છે કે
“આ અનુવાદ મેં પ્રવચનસાર પ્રત્યેની ભક્તિથી અને ગુરુદેવની પ્રેરણાથી પ્રેરાઈને,
નિજકલ્યાણ અર્થે, ભવભયથી ડરતાં ડરતાં કર્યો છે. ***
“આ અનુવાદ ભવ્ય જીવોને જિનકથિત વસ્તુવિજ્ઞાનનો નિર્ણય કરાવી, અતીંદ્રિય
જ્ઞાન અને સુખની શ્રદ્ધા કરાવી, પ્રત્યેક દ્રવ્યનું સંપૂર્ણ સ્વાતંત્ર્ય સમજાવી, દ્રવ્ય સામાન્યમાં
લીન થવારૂપ શાશ્વત સુખનો પંથ દર્શાવો, એ મારી અંતરની ભાવના છે. ‘પરમાનંદરૂપી
સુધારસના પિપાસુ ભવ્ય જીવોના હિતને માટે, શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે આ મહાશાસ્ત્રની
વ્યાખ્યા લખી છે. જે જીવો એમાં કહેલ પરમ કલ્યાણકર ભાવોને હૃદયગત કરશે તેઓ
અવશ્ય પરમાનંદરૂપી સુધારસના ભાજન થશે. જ્યાં સુધી એ ભાવો હૃદયગત ન થાય ત્યાં
સુધી નિશદિન એ જ ભાવના, એ જ વિચાર, એ જ મંથન, એ જ પુરુષાર્થ કર્તવ્ય છે. એ જ
પરમાનંદપ્રાપ્તિનો ઉપાય છે. શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે તત્ત્વદીપિકાની પૂર્ણાહુતિ કરતાં
ભાવેલી ભાવના ભાવીને આ ઉપોદ્ઘાત પૂર્ણ કરું છું: “આનંદામૃતના પૂરથી ભરચક વહેતી
કૈવલ્યસરિતામાં જે નિમગ્ન છે; જગતને જોવાને સમર્થ એવી મહાજ્ઞાનલક્ષ્મી જેમાં મુખ્ય છે,
ઉત્તમ રત્નના કિરણ જેવું જે સ્પષ્ટ છે અને જે ઈષ્ટ છે–એવા પ્રકાશમાન સ્વ–તત્ત્વને જીવો
સ્યાત્કાર લક્ષણથી લક્ષિત જિનેંદ્રશાસનના વશે પામો.”
જૈનશાસનમાં ભગવાન કુંદકુંદદેવના પવિત્ર પરમાગમોનું અદ્વિતીય બહુમાન છે.
શ્રી સમયસારજીના હરિગીત–ગુટકાની જેમ શ્રી પ્રવચનસારજીનો પણ હરીગીત–
ગુટકો છપાયો છે. પ્રવચનસાર–હરિગીતની કિંમત ૦–૫–૦ છે.
પ્રાપ્તિસ્થાન
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ : સૌરાષ્ટ્ર