Atmadharma magazine - Ank 061
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૬
સળંગ અંક ૦૬૧
Version History
Version
Number Date Changes
001 Jan 2006 First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
વર્ષ છઠ્ઠું
અંક પહેલો
કરતક
૨૪૭૫
વાર્ષિક લવાજમ
ત્રણ રૂપિયા
છૂટક અંક
ચાર આના
સંપાદક: – રામજી માણેકચંદ દોશી વકીલ
મુબારક હો.મુબારક હો
ગજલ
ઘડી ધન આજ કી સબકો મુબારિક હો મુબારિક હો,
હુએ જિનરાજ કે દર્શન મુબારિક હો મુબારિક હો.
કહીં અરચ કહીં ચરચ, કહીં જનરજ ગણ ગયન,
મહાતમ જૈનશાસનકા મુબારિક હો મુબારિક હો.
ચઁવર છત્રાદિ સિંહાસન, પ્રભાકર શ્રેષ્ઠ ભામંડલ,
અનુપમ શાંતિમૂદ્રા યે, મુબારિક હો મુબારિક હો.
સફલ હો કામના ‘સેવક’ યહી અરદાસ હૈ સ્વામિન્,
શ્રી ગુરુદેવ વ જિનશાસન, મુબારિક હો મુબારિક હો.
– નુતન સ્તવનાવલી.
અનેકાન્ત મુદ્રણાલય : મોટા આંકડિયા : કાઠિયાવાડ

PDF/HTML Page 3 of 21
single page version

background image
: ૨ : આત્મધર્મ : કારતક : ૨૪૭૫ :
[અનુસંધાન ટાઈટલ પાન ૪થી ચાલુ]
ગઈ છે, અમે તને જે કહીએ છીએ તેની હા પાડ, તો તું મોક્ષદશા માટેનાં ભાણે બેઠો છે. ભાણે બેઠા પછી મોક્ષ
દશાનાં ભોજન આવતાં વાર નહિ લાગે. અરે, આવ તો ખરો! હા તો પાડ. આત્માના સ્વભાવ સુખનો સ્વીકાર
તો કર. અહો! આત્માના સ્વભાવ સુખની કોણ ના પાડે? અભવ્ય જીવ હોય તે ના પાડે. આસન્નભવ્ય જીવો તો
ઉલ્લાસથી તે સંમત કરે છે.
શ્રી કુંદકુંદ ભગવાને નિકટમુક્તિગામી ભવ્ય અને અભવ્ય એવા બે જ ભાગલા પાડયા છે, વર્તમાનમાં હા
પાડે છે તે નિકટમુક્તિગામી ભવ્ય છે, ને વર્તમાનમાં ના પાડે છે તે અભવ્ય છે. અત્યારે ના પાડે છે પણ
ભવિષ્યમાં હા પાડશે એવા જીવોને અભવ્યથી જુદા સ્વીકાર્યા નથી. અમે સાક્ષાત્ કહી રહ્યા છીએ તે વખતે
અમારી સન્મુખ જ તું તેની ના પાડે છે, તો અમારી સન્મુખ તો તું અભવ્ય જ છો, ભવિષ્યમાં હા પાડીશ તેનો
સ્વીકાર અમે અત્યારે કરતા નથી.
ટીકાકાર શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે ત્રણ ભાગ પાડયા છે. કેવળી ભગવાનને એકાંત સુખ છે–એમ સાંભળીને
જેઓ હમણાં જ હા પાડીને તેનો સ્વીકાર કરે છે તેઓ આસન્ન ભવ્યો છે, જેઓ આગળ ઉપર તેનો સ્વીકાર કરશે
તેઓ દૂરભવ્યો છે, અને જેઓ કદી તેનો સ્વીકાર કરતા નથી તેઓ અભવ્યો છે.
[મગસર વદ ૦) ]
આત્માની સ્વાભાવિક જ્ઞાનદશામાં સુખ છે. જ્ઞાન બહારના વિષયોમાં ભટકે તે દુઃખ છે. ઈન્દ્રિયના કોઈ
પણ વિષયોમાં સુખ છે જ નહિ. પુણ્યના ફળમાં સુખ માનવાની અજ્ઞાનીની રીત છે, પણ તેમાં દુઃખ જ છે. જ્ઞાનમાં
પરને જાણવાની કે પરને ભોગવવાની લાગણી થાય તે દુઃખ છે, પણ વિષયોમાં જ એકતાબુદ્ધિથી અજ્ઞાનીને તે
દુઃખ ભાસતું નથી. જ્ઞાન જ્ઞાનપણે સ્થિર ન રહેતાં ચંચળ થઈને વિષયો તરફ ઝૂકે તે દુઃખ છે. જેમ સદાય પાણીમાં
રહેનારું માછલું કાંઠે રેતીમાં આવી પડે તો તેને દુઃખ લાગે છે, તો પછી જીવતા માછલાને સળગતા અગ્નિમાં પડતાં
કેટલું દુઃખ લાગે? તેમ આ આત્માનો સ્વભાવ અનાકુળ પરમ અમૃતમય શાંત જ્ઞાનસ્વરૂપમાં રહેવાનો છે, તેમાંથી
ખસીને શુભ ભાવમાં આવવું તે પણ દુઃખ દાયક છે અને અશુભભાવમાં તો અંગારા જેવું દુઃખ છે. અજ્ઞાની જીવને
વિષયો રહિત ચૈતન્યસ્વભાવનું સુખ ભાસતું નથી. તેથી વિષયો તરફની શુભ–અશુભ લાગણીઓમાં તેને દુઃખ
ભાસતું નથી. ધર્મી જીવને શુભ–અશુભ બંનેમાં દુઃખ ભાસે છે. શુભ થાય તે પણ જ્ઞાનસ્વરૂપની બહાર નીકળીને
થાય છે, તેમાં પણ આકુળતા જ છે. કેવળી ભગવાનની જેમ સંપૂર્ણ જ્ઞાનમય પરિણમવું તે જ સુખ છે. શુભ–
અશુભરાગ થતો હોવા છતાં જેને આવી શ્રદ્ધા છે તે જીવ આસન્નભવ્ય છે.
માછલાંની રુચિ પાણીમાં પોષાણી છે, તેને પાણીનો જ પરિચય છે તેથી પાણીની બહાર નીકળતાં તેને
દુઃખ લાગે છે. તેમ જ્ઞાની–ધર્માત્મા જીવોની રુચિ નિરાકુળ જ્ઞાનસ્વરૂપમાં જ પોષાણી છે. જ્ઞાનસ્વરૂપ સિવાય
બીજા કોઈ પણ ભાવના પરિચયમાં તેમને દુઃખ લાગે છે. જ્ઞાન સ્વરુપમાંથી બહાર આવીને શુભરાગ થાય તેમાં
આકુળતા છે, તેમાં સુખ નથી. શુભરાગ થાય છે તેટલું જ્ઞાનનું પરિણમન અટકે છે–સ્વભાવનો ઘાત થાય છે, તે
દુઃખનું કારણ છે. અશુભભાવ થાય તેમાં ઘણું દુઃખ છે. પણ જ્ઞાની ધર્માત્મા જીવોને પોતાના ચૈતન્ય સ્વરૂપનું
અને વિકારનું ભેદજ્ઞાન છે, ચૈતન્યભાવપણે જ પરિણમવાની તેમની ભાવના છે તેથી પરમાર્થથી તો તેઓ
રાગપણે પરિણમતા નથી પણ જ્ઞાનપણે જ પરિણમે છે. જેટલું જ્ઞાનરૂપ પરિણમન છે તેટલુ સાચું સુખ છે, ને
જ્ઞાનપરિણમનમાં જેટલી કચાશ છે તેટલો પારમાર્થિક સુખનો અભાવ છે. જેમ માછલાંને બહાર કાઢો તો કૂદીને
પાછું પાણીમાં પડે, તેમ ધર્માત્મા જીવ શુભ અશુભનો નિષેધ કરીને જ્ઞાનસ્વરૂપમાં જ પરિણમે છે. બાહ્ય વિષયો
તરફથી પાછા ફરીને સ્વરૂપમાં જ ઝંપલાવે છે. ફરી ફરીને સ્વરૂપમાં જ એકાગ્રતાનો અભ્યાસ કરે છે. અજ્ઞાની
જીવ તો વિષયોમાં સુખ માનીને તેમાં જ ઝંપલાવે છે. ઘડીઘડીમાં જ્ઞાનને એક પછી એક વિષયોમાં ભમાવે છે, ને
તેથી આકુળતા જ ભોગવે છે. જ્ઞાનસ્વરૂપમાં પરિણમનારા કેવળી ભગવંતો એકાંત સુખી છે અને જ્ઞાનને ભૂલીને
બહારના પદાર્થોમાં સુખ માનીને પરિણમનારા અજ્ઞાની જીવો એકાંત દુઃખી છે.
કેવળજ્ઞાની પ્રભુ શુભ–અશુભથી ખસીને અને સમસ્ત બાહ્ય વિષયોથી ખસીને પોતાના શાંત શીતળ
સ્વરૂપમાં જ ડૂબી ગયા છે, જરા પણ સ્વરૂપથી બહાર નીકળતા નથી. તેઓ સંપૂર્ણ સુખી છે. એવું જ પારમાર્થિક
સુખ મારે ઉપાદેય છે–એમ સાધક જ્ઞાની જાણે છે.
અપૂર્ણ

PDF/HTML Page 4 of 21
single page version

background image
[પરમાત્મ – પ્રકાશ ગાથા ૩–૪–૫ શાસ્ત્ર ઉપર પૂ. શ્રી સદ્ગુરુદેવનાં વ્યાખ્યાનોનો સાર]
અંક ૫૬ થી ચાલુ] વીર સં. ૨૪૭૩ દ્વિ૦ શ્રાવણ વદ ૧૧ બુધવાર [લેખાંક ૪
() સ્ સ્રૂ : ગ્રંથકાર કહે છે કે હું સિદ્ધભગવાનને નમસ્કાર કરું છું. પરમાર્થે કોઈ જીવો પરને
નમસ્કાર કરતા નથી પણ પોતાના જ આત્માને નમસ્કાર કરે છે. અહીં કઈ રીતે સિદ્ધને નમસ્કાર કરે છે? સિદ્ધ
જેવો પોતાનો વીતરાગી સ્વભાવ છે તેની ઓળખાણ કરીને વીતરાગી સ્વસંવદેન કરે છે, તે જ સિદ્ધને
ભાવનમસ્કાર છે. બહારમાં નમસ્કાર કરવાનું કહેવું તે વ્યવહાર છે. સ્વભાવના ભાનપૂર્વક નમસ્કારનો વિકલ્પ
ઊઠયો તે દ્રવ્ય નમસ્કાર છે.
(૨૭) નમસ્કર કણ કર? : – પ્રશ્ન:–જો પોતે પોતાને જ નમસ્કાર કરે છે તો સદ્ધિ ભગવાન પણ પોતાના
સ્વરૂપને જ અનુભવે છે તેથી શું સિદ્ધ પણ પોતે પોતાને નમસ્કાર કરે છે?
ઉત્તર:–નમસ્કાર કરવું તે છદ્મસ્થને જ હોય છે. સિદ્ધ ભગવાનને સંપૂર્ણતા પ્રગટી ગઈ છે તેથી હવે તેમને
સ્વરૂપ તરફ વળવાનું બાકી રહ્યું નથી. જે જીવ સ્વભાવના વલણ તરફ વળે છે તે જ સિદ્ધની સ્તુતિ કરે છે.
સ્વરૂપમાં જે અંશે ઢળ્‌યા છે અને વિશેષ ઢળે છે તેને નમસ્કાર કહેવાય છે. સ્વરૂપમાં પૂર્ણ ઢળી ગયા પછી વિશેષ
ઢળવાનું હોતું નથી માટે કેવળી કે સિદ્ધ ભગવાન નમસ્કાર કરતા નથી.
પ્રશ્ન:–બારમા ગુણસ્થાને ક્ષાયિકભાવ પ્રગટયો છતાં ત્યાં સ્તુતિ કહી છે? ત્યાં રાગ તો નથી.
ઉત્તર:–ત્યાં પણ હજી સ્વરૂપમાં સંપૂર્ણપણે પરિણમ્યા નથી તેથી હજી સ્વરૂપમાં ઢળે છે, માટે તેમને પણ
સ્તુતિ કહેવામાં આવી છે. સાક્ષાત્ તીર્થંકરને વંદન કરવું તે તો રાગ છે તે દ્રવ્યસ્તુતિ છે; તેમાં અશુભથી બચીને
શુભરાગ થાય છે, તે રાગથી ધર્મ થતો નથી. બારમા ગુણસ્થાને રાગ નથી છતાં હજી સ્વરૂપમાં પૂર્ણપણે ઢળ્‌યા
નથી, તેથી જ કેવળજ્ઞાન થયું નથી. તે જીવ પણ હજી સ્વરૂપમાં વિશેષ વિશેષ ઢળે છે માટે ત્યાં ભાવ નમસ્કારનો
સદ્ભાવ છે.
વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદનરૂપ ભાવ તે સાચી સ્તુતિ છે, તેમાં ઈન્દ્રિય કે મનનું અવલંબન નથી,
રાગની અપેક્ષા નથી, એકલું સ્વસંવેદન એટલે કે પોતાના આત્માનું જ વેદન કરે છે તે જ સ્તુતિ છે. સ્વરૂપમાં
લીનતા વધતી જાય અને સિદ્ધ ભગવાન જેવો આનંદ ક્રમે ક્રમે વધતો જાય તે સાચી ભાવસ્તુતિ છે. પરંતુ સિદ્ધ
તો પૂર્ણપણે સ્વરૂપમાં જામી ગયા છે તેથી હવે તેમને સ્તુતિ નથી. અધૂરી લીનતા હોય અને વિશેષ લીનતા કરે
ત્યારે નમસ્કાર કહેવાય છે. તે બારમાં ગુણસ્થાન સુધી છે. ત્યારપછી પૂર્ણતા પ્રગટી ગઈ છે તેથી સ્તુતિ હોતી
નથી.
વંદ્યવંદક ભાવનો વિકલ્પ તો છઠ્ઠા ગુણસ્થાન સુધી જ હોય છે, પણ સ્વરૂપમાં ઢળવારૂપ ભાવસ્તુતિ
બારમા ગુણસ્થાનના છેડા સુધી હોય છે, રાગરહિત પરમાત્મસ્વરૂપનું ભાન થયા પછી તે સ્વરૂપમાં ઢળીને જેટલી
જેટલી સ્થિરતા થતી જાય તેટલી ભાવસ્તુતિ છે.
બારમે ગુણસ્થાને ભાવસ્તુતિ કહી, પણ ત્યાં વિકલ્પ નથી, માત્ર હજી સ્વરૂપમાં પરિણમવાનું બાકી છે
અને વિશેષપણે પરિણમે છે તેથી ત્યાં ભાવસ્તુતિ છે. સમ્યગ્દ્રષ્ટિજીવ સાક્ષાત્ વીતરાગ તીર્થંકર દેવને નમસ્કાર
કરે તેમાં પણ જે રાગ છે તે પરમાર્થસ્તુતિ નથી. અહીં સંતમુનિ દશામાં ઝૂલી રહેલા મુનિ પોતે સાચા નમસ્કાર
કરવાની રીત કહે છે કે–હું મારા સ્વરૂપની એકાગ્રતારૂપ વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાનરૂપ પરમાર્થ
સિદ્ધભક્તિવડે સિદ્ધોને નમસ્કાર કરું છું.
() સ્ ત્ર્ : વર્તમાનમાં મહાવિદેહક્ષેત્રમાં શ્રી સીમંધરસ્વામી વગેરે અરહંતપદે બિરાજે છે
તેમને અહીં સિદ્ધભગવાન તરીકે વંદન કર્યા છે. તેઓ વર્તમાનમાં કેવળજ્ઞાનાદિ ગુણો સહિત છે. ઘાતિકર્મોનો તો
ક્ષય કર્યો છે અને અઘાતિનો પણ સમયે સમયે ક્ષય કરીને વર્તમાનમાં સિદ્ધદશા પ્રાપ્ત કરી રહ્યા છે, તેથી તેમને,
વર્તમાનમાં સિદ્ધપદ તરીકે નમસ્કાર કર્યા છે. તેઓ સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રરૂપી અભેદરત્નત્રય મય છે. તેમને
નમસ્કાર કર્યા, તેનું તાત્પર્ય એ છે કે એવી અભેદરત્નત્રયરૂપ નિર્વિકલ્પ સમાધિ જ મારે ઉપાદેય છે, એ સિવાય
કોઈ પણ રાગ–વિકલ્પને હું ઉપાદેય માનતો નથી.

PDF/HTML Page 5 of 21
single page version

background image
: ૪ : આત્મધર્મ : કારતક : ૨૦૦૫ :
() િદ્ધ ક્ર : કુદેવાદિને માને તે તો તીવ્ર મિથ્યાત્વ છે; અને સાચા દેવ–ગુરુ–શાસ્ત્રને
માનવાથી સમ્યગ્દર્શન માને તો તે પણ મિથ્યાદ્રષ્ટિ છે. દેવ–ગુરુ–શાસ્ત્ર પરદ્રવ્ય છે અને પરદ્રવ્યના અવલંબને
સમ્યગ્દર્શન માનવું તે મિથ્યાત્વ છે. સાચા દેવ ગુરુશાસ્ત્રને માનવા તે રાગ છે અને તે રાગમાં ધર્મ માનવો તે
મિથ્યાત્વ છે. પરાશ્રયરહિત જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની શ્રદ્ધા–જ્ઞાન–સ્થિરતા તે જ સાચાં સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્ર છે. ત્રિકાળી રાગરહિતસ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન ચારિત્રરૂપ અભેદરત્નત્રયમય નિર્વિકલ્પસમાધિમાં
સ્થિરપણે શ્રીસીમંધરાદિ ભગવંતો બિરાજે છે. અને એ નિર્વિકલ્પ સમાધિરૂપી અગ્નિમાં અઘાતિકર્મોરૂપી લાકડાંનો
હોમ કરી રહ્યા છે.
સ્વભાવની ઓળખાણ કરીને સમ્યગ્દર્શન પ્રગટ કર્યું અને સ્થિરતા કરતાં કેવળજ્ઞાનદશા પ્રગટી; છતાં હજી
અઘાતિકર્મોનો સંબંધ છે અને જીવના પ્રતિજીવી ગુણની પર્યાયમાં અશુદ્ધતા છે. તે અશુદ્ધતા ક્ષણે ક્ષણે ઘટતી જાય
છે અને અઘાતિકર્મો સ્વયં ટળતાં જાય છે તેથી ‘અઘાતિકર્મોનો હોમ કરે છે’ ઉપચારથી એમ કહ્યું છે. સિદ્ધદશામાં
પ્રતિજીવી ગુણો પ્રગટતાં નથી પણ તે ગુણોની નિર્મળ પર્યાય પ્રગટે છે. નિર્મળપર્યાય પ્રગટ થતાં ‘ગુણ પ્રગટયો’
એમ અભેદ વિવક્ષાથી કહેવામાં આવે છે.
() જ્ઞ વ્ િ? : અહીં સિદ્ધભગવાનને નમસ્કાર કરવાનું સ્વરૂપ જણાવ્યું તે
જાણવાનું તાત્પર્ય શું–અર્થાત્ ભાવાર્થ શું? શુદ્ધાત્મ દ્રવ્યની પ્રાપ્તિ કરવાનો ઉપાય નિર્વિકલ્પ સમાધિ છે, તે જ
ઉપાદેય છે, એ જ સાર છે. વચ્ચે વિકલ્પરૂપ વ્યવહાર આવતો જ નથી–એમ ન સમજવું. સ્વભાવના ભાનપછી
પણ વિકલ્પ ને શુભરાગ આવે ખરા, પણ તે સિદ્ધદશાનો ઉપાય નથી; ઉપાય તો એક વીતરાગી નિર્વિકલ્પ
સ્વસંવેદન જ છે. જ્ઞાનીને પણ શુભરાગ અને નિમિત્તો હોય છે. સાધક દશામાં તે આવ્યા વગર રહે નહિ, છતાં
જ્ઞાની તેનાથી લાભ માને નહિ. અજ્ઞાનીને તેનું ભાન નથી; કાં તો કહેશે કે સાચું જ્ઞાન થયા પછી તે વ્યવહાર
હોવો જ ન જોઈએ, અને હોય તો મિથ્યાત્વ છે. અથવા તો કહેશે કે તે વ્યવહારથી ધર્મ થાય છે. એ બંને
મિથ્યાદ્રષ્ટિ છે. જ્ઞાનીને વ્યવહાર આવે છે પણ તેનાથી ધર્મ તેઓ માનતા નથી. નિશ્ચય પ્રગટયા પછી તેની સાથે
કઈ ભૂમિકાએ કેવો વ્યવહાર હોય તે જ્ઞાની જ જાણે, અજ્ઞાનીને તેની ખબર પડે નહિ.
() ર્ ત્ પ્ર? : પરમાર્થે બધા જ આત્મા પૂર્ણ પરમાત્મસ્વરૂપે છે, પણ પર્યાયમાં
પરમાત્મદશા પ્રગટ નથી. પૂર્ણ પરમાત્મદશા પ્રગટ કરવાનો ઉપાય શું? પૂર્ણ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ અને સ્થિરતા કરતાં
જે વીતરાગી સમાધિ પ્રગટે છે તે જ પૂર્ણ પરમાત્મદશા પામવાનો ઉપાય છે. પૂર્ણ શુદ્ધદશા પ્રગટે તેને જ
અભેદપણે શુદ્ધાત્મ દ્રવ્યની પ્રાપ્તિ કહેવાય છે.
હવે જે સિદ્ધદશા પ્રગટ કરીને સિદ્ધપણામાં બિરાજે છે તેમને નમસ્કાર કરે છે. તેઓ કેવી રીતે સિદ્ધ થયા
છે? કે મુનિદશા પ્રગટ કરીને સમ્યગ્જ્ઞાનના જ બળથી કર્મોનો ક્ષય કરીને સિદ્ધ થયા છે? કોઈ જીવ દયા
પાળવાથી કે વ્રત–તપથી સિદ્ધ થયા નથી. પણ સિદ્ધ થનાર બધા જીવો શુદ્ધાત્મ સ્વરૂપને પામીને સમ્યગ્જ્ઞાનના
જોરે જ કર્મોનો ક્ષય કરીને સિદ્ધ થયા છે. સાધકદશામાં સમ્યગ્જ્ઞાન વડે સ્વરૂપની એકાગ્રતા કરવી તે જ પરમાર્થે
વ્રત–તપ છે. અજ્ઞાનીઓએ માનેલા વ્રત–તપ જ્ઞાનીઓને કદી પણ આવતા જ નથી. કેમકે અજ્ઞાનીઓ તો
શુભરાગરૂપ વ્રત–તપને ધર્મ માને છે, પણ જ્ઞાનીઓ તો રાગના કર્તા થતા જ નથી. માટે જ્ઞાનદશા પહેલાં કે
જ્ઞાનદશા પછી પણ, અજ્ઞાનીઓએ માનેલી વ્રત–તપાદિ ક્રિયાથી ધર્મ નથી.
() િદ્ધ પ્ર સ્ : પૂર્વની બે ગાથાઓદ્વારા ભવિષ્યમાં થનારા સિદ્ધોને
અને વર્તમાનમાં જેઓ સિદ્ધ થાય છે તેમને નમસ્કાર કરીને, હવે જેઓ સિદ્ધ થઈ ગયા છે અને નિર્વાણદશામાં
બિરાજી રહ્યા છે એવા સિદ્ધ ભગવંતોને આ ચોથી ગાથા દ્વારા નમસ્કાર કરે છે–
ગાથા ૪
ते पुणु वंदउं सिद्धगण जे णिब्वाणि वसंति।
णाणिं तिहुयणि गरुया षि भवसायरि ण पडंति।।
४।।
અર્થ:–વળી હું મોક્ષદશામાં બિરાજી રહેલા સિદ્ધ–ભગવંતોને નમસ્કાર કરું છું; તે સિદ્ધ ભગવંતો પોતાના
જ્ઞાનવડે ત્રણ જગતમાં ગુરુ (શ્રેષ્ઠ–મોટા) હોવા છતાં ભવસાગરમાં પડતા નથી.

PDF/HTML Page 6 of 21
single page version

background image
શ્રી પરમાત્મ – પ્રકાશ પર પ્રવચનો આત્મધર્મ : પ :
ભારે વસ્તુ હોય તે પાણીમાં ડૂબી જાય છે, પરંતુ સિદ્ધભગવાન જ્ઞાન અપેક્ષાએ સૌથી મોટા હોવા છતાં
સંસારરૂપી સમુદ્રમાં ડૂબતાં નથી અર્થાત્ સિદ્ધદશા થયા પછી કદી અવતાર હોતો નથી.
ગ્રંથકાર પોતે સંતમુનિ છે અને સિદ્ધોને નમસ્કાર કરતાં પોતાને ઉલ્લાસ આવ્યો છે તેથી કહે છે કે–જે
મુનિઓ હસ્તકમલવત્ આત્માને જાણીને, વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાનથી સિદ્ધ થયા તેમને હું નમસ્કાર
કરું છું. એવા કોણ કોણ સિદ્ધ થયા છે? કે શ્રીઋષભાદિ તીર્થંકર દેવો, સુકુમાર મુનિ, ભરત ચક્રવર્તી, સગર
ચક્રવર્તી પાંડવો, રામચંદ્ર વગેરે અનંત જીવો નિર્વિકલ્પ સ્વસંવેદનના જોરે સિદ્ધ થયા છે. અહીં નિર્વિકલ્પપણું તે
રાગની નાસ્તિ બતાવે છે અને સ્વસંવેદન તે સ્વરૂપની એકાગ્રતારૂપ અનુભવની અસ્તિ બતાવે છે. પૂર્વે
સ્વસંવેદનના જોરે નિજ શુદ્ધાત્મ સ્વરૂપને પામીને જેઓ પરમસમાધાનરૂપ મોક્ષપદમાં બિરાજે છે તેમને નમસ્કાર
હો! જેટલે અંશે આત્માનું સમાધાન તેટલી શાંતિ છે, સંપૂર્ણ આત્મસમાધાન તે મોક્ષ છે.
।।।।
ગાથા પ
ते पुणु वंदउं सिद्धगण जे अप्पाणि वसंत।
लोयालाउ विस्रयलु इहु अच्छहिं विमलु णियंत।।
५।।
અર્થ:–ફરીથી હું તે સિદ્ધોના સમૂહને સમસ્કાર કરું છું કે જેઓ નિશ્ચયનયથી પોતાના આત્મસ્વરૂપમાં
બિરાજે છે અને વ્યવહારનયથી સમસ્ત લોકાલોકને સંશય રહિત પ્રત્યક્ષ દેખતા થકા બિરાજે છે.
() જા િશ્ચવ્ : કેવલી પ્રભુ લોકાલોકને જાણે એમ કહેવું તે વ્યવહાર છે; અને આત્મા
વડે પોતાના આત્માને જ જાણે છે–તે પરમાર્થ છે, જો પરમાર્થ પરને જાણે છે એમ હોય તો તો નારકીને જાણતા
નારકીનું વેદન પણ જ્ઞાનમાં આવી જાય! માટે પરને જાણવું તે વ્યવહાર છે.
() જ્ઞ ? : સિદ્ધભગવાનને તો પૂરુ પ્રમાણજ્ઞાન છે, તેમના જ્ઞાનમાં નય નથી, પણ
તેમને જાણતાં સાધક જીવના જ્ઞાનમાં નય પડે છે તેની વાત છે. ‘સિદ્ધ લોકાલોકને જાણે છે,’ એમ જ્યારે સાધક
જાણે ત્યારે તે સાધકના જ્ઞાનમાં વ્યવહારનય છે અને ‘સિદ્ધ પોતે પોતાના આત્માને જાણે છે’ એમ જાણે ત્યારે
તે નિશ્ચયનય છે.
() ત્ હ્ય ? : સિદ્ધભગવાનને રહેવાનું ક્ષેત્ર શું? પરમાર્થે પોતે પોતાના આત્મામાં જ
બિરાજે છે. સિદ્ધશિલા ઉપર વસે છે તે વ્યવહાર છે. અહીં સંસારી આત્મા પણ શરીરના ક્ષેત્રે રહ્યો છે તે વ્યવહાર
છે. પરમાર્થે પોતે પોતામાં જ રહ્યો છે.
મધુર વાણી છૂટે છે
મધુર વાણી છૂટે છે, આતમરામ જાગે છે.......
અનંત ગુણના પિંડ અમે, અનંત ગુણના પિંડ તમે.
મારામાં યે અનંતગુણ, તારામાં પણ અનંતગુણ...મધુર વાણી.
જીવમાં પણ અનંતગુણ, અજીવમાં પણ અનંતગુણ.
જીવ બધાયને જાણે છે, છતાં બધાયથી જુદો છે...મધુર વાણી.
ભગવાનમાં પણ અનંતગુણ, મારામાં પણ અનંતગુણ.
હાથીમાં છે અનંતગુણ, કીડીમાં યે અનંતગુણ....મધુર વાણી.
મધુર વાણી સાંભળે છે, આતમરામ ડોલે છે.
ઝટ ઝટ સાચું સમજે છે, ઝટ ઝટ મુક્તિ પામે છે....મધુર વાણી.

PDF/HTML Page 7 of 21
single page version

background image
[ગતાંકથી ચાલુ]
શ્રી સનાતન જૈન શિક્ષણવર્ગ, સોનગઢ : શ્રેણી બીજીની પરીક્ષાના ઉત્તર
સિદ્ધ ભગવાનના આત્માનો વિચાર કરતાં તેમની આત્મકથા સંબંધી જે પ્રેરણા થઈ તે નીચે મુજબ છે:
તે જીવ અનાદિથી નિગોદદશામાં જ અનંત અનંત દુઃખો સહતો થકો તેમાં જ જન્મ–મરણ કરતો હતો.
અહો! તેનાં અપાર દુઃખોનો પૂરો ખ્યાલ તો કેવળજ્ઞાની સિવાય કોને આવી શકે? ત્યાં નિગોદદશામાં એક
શરીરમાં અનંત જીવો રહે છે તથા તેમને એક સ્પર્શેન્દ્રિય જ હોય છે. તેમને જ્ઞાનનો ઉઘાડ પણ અતિ અલ્પ છે.
પ્રચૂર મોહાવેશથી. તેઓ ઘેરાયેલા હોય છે. તેઓ એક શ્વાસોચ્છ્વાસમાં અઢાર વખત જન્મ–મરણ કરે છે. આવાં
અપાર દુઃખને સહતો એવો તે જીવ એક વાર કંઈક મંદ કષાયરૂપના પરિણામથી મરણ કરીને એક સુપ્રસિદ્ધ
શેઠના ઘેર પુત્ર થઈને ઊપજ્યો.
આ શેઠ ઘણા જ ધનિક તો હતા પરંતુ તેમના હૃદયમાં ધર્મભાવના પણ પ્રબળ હતી. તેઓ વીતરાગ
ધર્મના અનન્ય ભક્ત હતા. બહોળા વ્યાપારના કામકાજમાં પડયા હોવા છતાં શેઠના હૃદયમાં આત્મહિતની
કામના હતી. તેઓ કાયમ નિયમપૂર્વક દેવદર્શન, શાસ્ત્ર–સ્વાધ્યાય તથા મુનિરાજના ચરણકમળ પાસે ભક્તિપૂર્વક
દેશના શ્રવણ કરવાનું ચૂકતા નહિ. શેઠે નગરમાં અનેક જિનમંદિરો બંધાવ્યા હતાં તેમ જ તેમના ઘરમાં પણ એક
સુંદર ભવ્ય જિનમંદિર હતું. શેઠ ખરેખર એક રૂડા આત્માર્થી જીવ હતા. શેઠની માફક શેઠાણી તથા તેમનું આખુંયે
કુટુંબ સંસ્કાર અને ધર્મભાવનાથી રંગાયેલું હતું.
આવા શેઠને ત્યાં તે જીવે પુત્ર તરીકે જન્મ લીધો. પુત્રના જન્મનો શેઠે મોટો ઉત્સવ કર્યો. જિનમંદિરમાં
મોટી પૂજા રચાવી તથા અનેક પ્રકારનાં દાનની જાહેરાત કરી. આખાયે શહેરમાં ગરીબ માણસોને મિઠાઈ અને
કપડાંલત્તા વહેંચવામાં આવ્યાં. શેઠે પુત્રનું નામ વીરેન્દ્રકુમાર રાખ્યું.
વીરેન્દ્રકુમાર બાળપણ ઘણા જ લાડકોડથી વીતવા લાગ્યું. શેઠ જ્યારે પોતાના જિનમંદિરમાં પૂજા સ્વાધ્યાય,
ધ્યાન કરતા હોય ત્યારે બાળક વીરેન્દ્ર પિતાજી પાસે આવીને બેસી જાય અને જિનપ્રતિમા સામે તથા પિતાજીની
ચેષ્ટા પ્રત્યે ટગરટગર જોયા કરે. વીરેન્દ્રની સૌમ્ય સુંદર મુખાકૃતિ અને શાંત પ્રકૃતિ જોઈને લોકો આશ્ચર્ય પામતા.
આમ વીરેન્દ્ર પાંચ વર્ષનો થતાં શેઠે પોતાને ઘેર શિક્ષકો રાખીને તેના માટે લૌકિક તથા ધાર્મિક શિક્ષણની ગોઠવણ
કરી. લૌકિક તેમ જ ધાર્મિક બન્ને પ્રકારના અભ્યાસમાં વીરેન્દ્ર શીઘ્રતાથી આગળ વધવા લાગ્યો.
એકવાર એક વીતરાગી મુનિરાજ આહારદાન લેવાને જંગલમાંથી શહેરમાં આવ્યા. મુનિરાજ નજદીક
પધારતાં શેઠે અતિ ભક્તિપૂર્વક મુનિરાજને પડગાહના કરી. મુનિરાજને આહારદાન આપવાનો યોગ મહદ્ભાગ્યે
શેઠને પ્રાપ્ત થયો. આહારદાનની વિધિ પૂરી થયા પછી સૌ મુનિરાજના ચરણને સ્પર્શ કરીને પોતાને કૃતાર્થ
માનવા લાગ્યા. વીરેન્દ્રે પણ મુનિરાજના ચરણકમળમાં ઉલ્લાસપૂર્વક સાષ્ટાંગ પ્રણામ કર્યા. મુનિરાજે જરા સ્મિત
કરીને તેના માથા પર હસ્ત મૂકીને શેઠ પ્રત્યે જોઈને કહ્યું–“આ જીવ આ જ ભવમાં ભગવતી જિનદીક્ષા ધારણ
કરીને પરમાનંદમય શાશ્વત સિદ્ધદશાને પ્રાપ્ત કરશે.” આમ કહીને મુનિરાજ તો જંગલ તરફ ચાલ્યા ગયા, પરંતુ
વિરેન્દ્ર વિષે આ વાત સાંભળીને શેઠ તથા તેના કુટુંબીજનોના હૃદયમાં હર્ષાનંદનો પ્રવાહ વહેવા લાગ્યો,
ઉલ્લાસમાં આવીને શેઠે મોટો ઉત્સવ કર્યો. તે દિવસથી જ સૌ વીરેન્દ્ર પ્રત્યે અપૂર્વ ભક્તિ–પ્રેમ રાખવા લાગ્યા.
આ તરફ વીરેન્દ્રનો અભ્યાસક્રમ પણ ઘણી જ ત્વરાથી આગળ વધવા લાગ્યો. તેની બુદ્ધિનો ચમકાર જોઈ
તેના શિક્ષકો પણ આશ્ચર્યમગ્ન થઈ જતા. લગભગ તેર વર્ષની ઉંમર થતાં તો વિરેન્દ્રે લૌકિક અભ્યાસમાં ગણિત,
સાહિત્ય, વિજ્ઞાન, કવિતા આદિનો ઘણો અભ્યાસ કરી લીધો. તથા ધાર્મિક અભ્યાસમાં પણ ચારેય અનુયોગોનો
ઠીક ઠીક અભ્યાસ કર્યો. નવતત્ત્વ, છ દ્રવ્યો, ન્યાય, ત્રિલોકની રચના, કર્મનો સ્વભાવ, શ્રાવક અને મુનિનાં
વ્યવહાર આચરણ તથા વૃષભાદિ ત્રેસઠ શલાકા પુરુષોનું ચરિત્ર વગેરેનો અભ્યાસ થતાં વીરેન્દ્રને આખાય
જગતની વ્યવસ્થા અને સંસાર–મોક્ષનું સ્વરૂપ નજર સમક્ષ જણાવા લાગ્યું. સ્વાધ્યાય તથા વીતરાગી મુનિઓના
સમાગમથી તેણે આત્માના સ્વરૂપનું ખરું સ્વરૂપ જાણ્યું. તેને અંતરમાં નિશ્ચય થયો કે અહો! આ અનંત
સંસારસાગરમાં જીવને અનંત દુઃખોનું એક મૂળ કારણ સ્વસ્વરૂપની ભ્રમણા, મિથ્યા માન્યતા જ છે. આ અનંત

PDF/HTML Page 8 of 21
single page version

background image
શ્રી સિદ્ધ ભગવાનની આત્મકથા આત્મધર્મ : ૭ :
દુઃખોથી મુક્ત કરીને મોક્ષમાર્ગમાં સ્થાપનાર કલ્યાણમૂર્તિ એક સમ્યગ્દર્શન જ છે, તે જ ધર્મનું મૂળ છે. આ
સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વિના જીવ જે કંઈ કરે તે સંસારમાં પરિભ્રમણનું જ કારણ બને. આવા કલ્યાણમૂર્તિ
સમ્યગ્દર્શન માટે વીરેન્દ્રની હવે જિજ્ઞાસા અને ઝંખના વધતા ચાલ્યાં. સંસારનાં સુખ–વૈભવથી તેની વૃત્તિઓ
ઉદાસીન થવા લાગી. હવે તે મુનિઓના સત્સમાગમમાં બહુ વખત રહેવા લાગ્યો. વીતરાગી મુનિઓનો પણ
તેના પ્રત્યે પરમ અનુગ્રહ વર્તતો હતો.
આ રીતે સમ્યગ્દર્શનની પ્રાપ્તિની ઝંખના માટે તલસતા વીરેન્દ્રની ઉંમર લગભગ સોળ વર્ષની થવા
આવી. સામાન્યપણે્યુવાન પુત્રને જોઈને માત–પિતાને પુત્રના લગ્ન કરવાનો વિચાર આવે; પરંતુ વીરેન્દ્રની
સંસાર પ્રત્યે પરમ ઉદાસીનતા જોઈને તેના માત–પિતા તેની સમક્ષ તેના લગ્નની વાત જ ઉચ્ચારી શકયા નહિ.
એકવાર વીરેન્દ્ર રાત્રિના છેલ્લા ભાગમાં આત્માના સ્વરૂપનું ચિંતવન કરતા હતા. પોતાના અખંડ જ્ઞાયક
સ્વભાવમાં વૃત્તિ લીન થતાં અંતરના જ્ઞાનભાનુનો ઉદય થયો, મિથ્યાત્વ પરિણમતિનો નાશ થયો...શરીર, કર્મ,
સંયોગ અને વિકારી તથા અપૂર્ણ પર્યાય રહિત ત્રિકાળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ નિજ આત્માનો અનુભવ થયો.
અનાદિથી જે પરિણતિ પરપદાર્થ અને વિકારનો આશ્રય કરતી થકી અનંત કલેશને પામતી હતી તે પરિણતિ હવે
સ્વસ્વભાવનો આશ્રય લઈને કલેશ રહિત થઈ, અંશે સિદ્ધભગવાન સમાન પરમ નિરાકુળ સુખને પ્રાપ્ત થઈ. જે
સ્વરૂપનિધિ અનાદિથી ખોવાઈ ગઈ હતી, અને જે પ્રાપ્ત કરવાને આજ વર્ષોથી વીરેન્દ્રની ઝંખના અને પુરુષાર્થ
હતો તે સ્વરૂપનિધિ પ્રાપ્ત થતાં વીરેન્દ્ર પરમાનંદને પામ્યો.
પ્રભાત થતાં જ વીરેન્દ્ર સ્નાનાદિથી પરવારીને જિનમંદિરમાં પૂજન કરવાને ગયા. ત્યારબાદ નગરની
બહાર બિરાજીત વીતરાગી મુનીશ્વર શ્રી જિનેન્દ્રાચાર્ય પાસે વીરેન્દ્ર આવ્યા અને પોતાને થયેલા સ્વાનુભવનું
વર્ણન કર્યું તથા બે હાથ જોડીને વિનતિ કરી–“પ્રભો! હવે મારી પરિણતિ સંસારથી અત્યંત ઉદાસીન થઈ છે. મને
ભગવતી જિનદીક્ષા આપીને આપના ચરણકમળનો આશ્રય આપો.” આમ કહીને વીરેન્દ્રે ચારિત્રદશા ધારણ
કરવાની પોતાની અંતરભાવના આચાર્યદેવ સમક્ષ પ્રગટ કરી. વીરેન્દ્રની આ ઉચ્ચ ભાવનાની આચાર્યદેવે
અનુમોદના કરી અને જિનદીક્ષા ધારણ કરવા માટે કુટુંબીજનોની અનુમતિ માગવાનું કહ્યું. વીરેન્દ્ર પરમ ભક્તિથી
નમસ્કાર કરી પોતાના ઘેર આવ્યા.
ઘેર આવીને વીરેન્દ્રે માત–પિતા તથા કુટુંબીજનો પાસે પોતાની જિનદીક્ષા લેવાની અભિલાષા વ્યક્ત કરી.
આ સાંભળીને તેના માત–પિતા તથા કુટુંબીજનો અવાક્ થઈ ગયા. માત–પિતાની આંખોમાંથી ચોધાર આંસુ
વહેવા લાગ્યા. વીરેન્દ્રે તેમને ધીરજ આપીને સંસારનું સ્વરૂપ સમજાવ્યું. તથા જીવને એક ધર્મ જ શરણ છે,
મોહભાવ પરમદુઃખદાયક છે ઈત્યાદિ પ્રકારે સમજાવીને તેમનો મોહ દૂર કર્યો. માત–પિતાને તથા કુટુંબીજનોએ
વીરેન્દ્રને હાર્દિક અનુમોદનાપૂર્વક જિનદીક્ષા લેવાને અનુમતિ આપી. મોટા વરઘોડારૂપે સૌ વાજતે ગાજતે શ્રી
જિનેન્દ્રાચાર્યદેવ સમક્ષ આવ્યા. વીરેન્દ્રે ગુરુદેવને પ્રણામ કરીને વિધિપૂર્વક સમસ્ત પરિગ્રહનો ત્યાગ કર્યો અને
નિર્ગ્રંથ દશા ધારણ કરી.
જિનદીક્ષા ગ્રહણ કરીને મુનિરાજ વીરેન્દ્ર પોતાના આત્મસ્વભાવમાં અતિ લીન રહેતા થકા પ્રચંડ
પુરુષાર્થ વડે મોહશત્રુનો ચોતરફથી નાશ કરવા લાગ્યા. આમ એકવાર મધ્ય રાત્રિના સમયે સ્વસ્વરૂપમાં લીન
થઈને વિદ્યમાન અલ્પ પણ મોહભાવનો નાશ કરવાને ઉદ્યમી થયા. તુરત જ ક્ષપકશ્રેણી પર આરૂઢ થઈને
મોહશત્રુનો સંપૂર્ણ નાશ કર્યો અને લોકાલોકપ્રકાશક પરમજ્યોતિ એવા કેવળજ્ઞાનને પ્રગટ કર્યું. મુનીશ્વર
વીરેન્દ્રને કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં જ ચારે પ્રકારના દેવો તેમનો કેવળ જ્ઞાનનો મહોત્સવ કરવાને આવ્યા.
કેવળજ્ઞાનરૂપી દિવ્યનેત્રના ધારક શ્રીવીરેન્દ્રદેવે “ દિવ્યધ્વનિ દ્વારા મોક્ષમાર્ગનો ઉપદેશ કરીને અનેક જીવોના
સંસારતાપને શાંત કર્યો. આમ તેમણે ઘણા વર્ષો સુધી આખા જગતમાં વસ્તુસ્વભાવનો ઉપદેશ કરીને અનેક
જીવોને મોક્ષમાર્ગની પ્રાપ્તિ કરાવી.
હવે આયુષ્ય પૂરું થવા આવતાં શ્રી વીરેન્દ્રદેવનો દેહ સમ્મેદશિખર પર સ્થિર થઈ ગયો. તુરત
યોગનિરોધ કરીને ચૌદમા ગુણસ્થાનમાં પ્રવેશ કર્યો અને અલ્પ કાળમાં જ દેહથી મુક્ત થઈને તેમનો આત્મા
એક સમયમાં લોકાગ્રે સ્થિત થયો અને શાશ્વત પરમાનંદમય તથા કેવળજ્ઞાન આદિ ગુણ સહિત એવી સર્વોત્કૃષ્ટ
સિદ્ધદશાને પામ્યો.

PDF/HTML Page 9 of 21
single page version

background image


વસ્તુનો સ્વભાવ ઉત્પાદ્–વ્યયરૂપ હોવાથી તેમાં દરેક સમયે નવું નવું કાર્ય થયા જ કરે છે. પહેલા
સમયના પર્યાયમાં ન હોય એવું કાર્ય બીજા સમયના પર્યાયમાં પ્રગટે છે. કોઈને પહેલા સમયે મિથ્યાત્વદશા હોય
ને બીજા સમયે સમ્યકત્વદશા પ્રગટે છે. ત્યાં જેની દ્રષ્ટિ વસ્તુના સ્વભાવ ઉપર નથી પણ સંયોગ ઉપર છે એવો
અજ્ઞાની જીવ એમ માને છે કે–“અમુક નિમિત્ત આવ્યું માટે આ કાર્ય થયું. સદ્ગુરુ વગેરે નિમિત્તો મળ્‌યા માટે
સમ્યક્ત્વ થયું, જો પોતાની મેળે જ કાર્ય થતું હોય તો પહેલાં કેમ ન થયું?” આ અજ્ઞાનીનો મોટો ભ્રમ છે. અને
એ ભ્રમ જ ઉપાદાન–નિમિત્ત સંબંધી ભૂલનું મૂળ કારણ છે. એ ભ્રમને લીધે જ (અર્થાત્ સ્વભાવદ્રષ્ટિથી ચ્યૂત
થઈને સંયોગદ્રષ્ટિને લીધે જ) જીવ અનાદિકાળથી સંસારસમુદ્રમાં ગોથાં ખાઈ રહ્યો છે. વસ્તુનું યથાર્થસ્વરૂપ
તેના દરેકે દરેક પર્યાયની સંપૂર્ણ સ્વાધીનતા અને પરપદાર્થોથી તદ્ન ઉદાસીનતા બતાવીને આ ગ્રંથ અજ્ઞાનીના
તે મહાન ભ્રમનું ખંડન કરે છે.
ચેતન કે જડ બધી વસ્તુઓ દરેક સમયે પોતાના પરિણમનસ્વભાવથી જ નવા નવા પરિણામે ઊપજે છે.
પૂર્વ સમયે અમુક દશા નથી હોતી, ને પછીના સમયે થાય છે, ત્યાં તે સમયના પર્યાયની તેવી જ લાયકાત
હોવાથી થાય છે. બે જીવોમાંથી એકને સમ્યક્ત્વદશા છે ને બીજાને મિથ્યાત્વદશા છે, તેનું કારણ કોણ? બંને
જીવના દ્રવ્ય–ગુણ તો સરખાં છે, બંનેને પૂર્વના પર્યાયનો તો વર્તમાન અભાવ છે અને અનાદિથી પરિણમતા
પરિણમતા બંને વર્તમાનકાળ સુધી આવ્યા છે; છતાં એકને સમ્યક્ત્વરૂપ પરિણમન અને બીજાને મિથ્યાત્વરૂપ
પરિણમન, તેનું કારણ શું? કારણ એ જ કે–બંને દ્રવ્યના પરિણમનની તે સમયની યોગ્યતા જ તેવી છે. એ ખાસ
ધ્યાન રાખવું કે કાર્ય થવાની યોગ્યતા ત્રિકાળ રૂપ નથી, પણ વર્તમાનરૂપ છે. એટલે દ્રવ્યની જે સમયે જે કાર્યરૂપ
પરિણમવાની લાયકાત હોય તે જ સમયે તે દ્રવ્ય તે કાર્યરૂપે પરિણમે છે; પણ તેનાથી આગળ કે પાછળ તે કાર્ય
થતું નથી. એક જીવને પૂર્વે મિથ્યાત્વદશા હતી તે સમયે તેની તેવા જ પરિણમનની લાયકાત હતી, તેથી જ તે
મિથ્યાત્વદશા હતી,–નહિ કે કુદેવાદિના કારણથી! અને બીજા સમયે તે જીવને સમ્યક્ત્વદશા થઈ, ત્યારે તે જીવ
પોતાના તે સમયના પરિણમનની લાયકાતથી જ તે રૂપે પરણમ્યો છે,–નહિ કે સદ્ગુરુ વગેરેના કારણથી!
આ જ પ્રમાણે દરેક પરમાણુ પણ તેની સ્વતંત્ર લાયકાતથી જ પરિણમી રહ્યો છે. એક સમયે બે
પરમાણુઓ લાલરંગરૂપ પરિણમ્યા હોય અને બીજા સમયે તેમાંથી એક પરમાણુ કાળારંગરૂપે અને બીજો
ધોળારંગરૂપે પરિણમે. બંનેને દ્રવ્ય–ગુણ તો સમાન છે, પૂર્વપર્યાય પણ બંનેને સમાન હતો અને અનાદિથી
પરિણમતા–પરિણમતા બંને વર્તમાનકાળ સુધી જ આવ્યા છે, છતાં પરિણામમાં ફેર પડે છે. કેમ કે તે તે
પરમાણુના પરિણમનની તે સમયની લાયકાત સ્વતંત્ર છે.
આવી જ વસ્તુની સ્વાધીનતા છે અને આવા જ્ઞાનમાં જ સ્વભાવનો પુરુષાર્થ છે. જેમ ત્રિકાળી દ્રવ્ય સત્
છે, તેનો કોઈ કર્તા નથી ને તેને કોઈની અપેક્ષા નથી તેમ તેના અનાદિ અનંત સમયમાં દરેક સમયના એકેક
પર્યાયો પણ સત્ છે, બીજાની અપેક્ષા વગરના છે. દરેક સમયનો પર્યાય પોતાની સ્વતંત્ર લાયકાત ધરાવે છે.–
આનું જ નામ ઉપાદાન. દ્રવ્ય–ગુણની સ્થિતિ સદા એક સરખી હોય, પરંતુ પર્યાયો સદા એક સરખા હોય નહિ.
ત્રિકાળી દ્રવ્યને અને તેના પર્યાયના એકેક સમયના સ્વતંત્ર કાર્યને જાણવું તે ઉપાદાનનું જ્ઞાન છે અને તે
વખતે સંયોગરૂપ અન્ય દ્રવ્યોનું જ્ઞાન કરવું તે નિમિત્તનું જ્ઞાન છે. એ બંનેને સ્વતંત્ર જાણે તો જ બે પદાર્થોમાં
એકતાબુદ્ધિ ટળીને સમ્યગ્જ્ઞાન થાય છે. પરંતુ ‘આ નિમિત્ત–પદાર્થને લીધે ઉપાદાનનું કાર્ય થયું કે નિમિત્ત આવ્યું
માટે કાર્ય થયું, નિમિત્તે કાંઈ અસર કરી, મદદ કરી, પ્રેરણા કરી’ એવા પ્રકારનો કાંઈ પણ સંબંધ માનવો તે
ઉપાદાન–નિમિત્તનું યથાર્થ જ્ઞાન નથી પણ મિથ્યાજ્ઞાન છે.
સ્વભાવથી દરેક પદાર્થની સ્વાધીનતા અને એક પછી એક દશારૂપે થવાની તેની સ્વતંત્ર લાયકાત, તેને
જે જીવો સૂક્ષ્મ તત્ત્વદ્રષ્ટિના અભાવને લીધે નથી જાણતા તેઓ એક પદાર્થને બીજા પદાર્થ સાથે સંબંધ હોવાની
એટલે કે વસ્તુની પરાધીનતાની મિથ્યાકલ્પના કર્યા વગર રહી શકતા નથી. અને એવી જે વસ્તુના સ્વરૂપથી
વિપરીત કલ્પના છે તે જ મોટો અધર્મ છે. “મૂળમાં ભૂલ” નામનું પુસ્તક યથાર્થ વસ્તુસ્વરૂપ બતાવીને
ભવ્યજીવોને તે અધર્મથી છોડાવે છે.

PDF/HTML Page 10 of 21
single page version

background image
વશખ વદ : ૬
માલિની
जयति समयसारः सर्वतत्त्वैकसारः सकलविलयदूरः प्रास्तनिर्व्वारसारः
दुरिततरुकुठारः शुद्धबोधावतारः सुखजलनिधिपुरः क्लेशवाराशिपारः।।
(નિયમસાર ટીકા)
સર્વ તત્ત્વોમાં સારભૂત એક સમયસાર (અર્થાત્ શુદ્ધાત્મા) જયવંત વર્તે છે. કેવો છે સમયસાર? સંપૂર્ણ
વિલય અર્થાત વિકારોથી દૂર છે, જેનો નાશ કરવો કઠણ છે એવા કામદેવને નષ્ટ કરી દીધો છે, પુણ્ય પાપ અને
અજ્ઞાનરૂપી જે દુવિત વૃક્ષ તેને કાપવા માટે કુહાડા સમાન છે, શુદ્ધજ્ઞનાનો અવતાર છે, સુખથી ભરેલો સમુદ્ર છે
અને કલેશના સમુદ્રથી પાર છે.
આજે સમવસરણમાં શ્રી સીમંધર ભગવાન અને શ્રી કુંદકુંદાચાર્ય ભગવાનની સ્થાપનાનો માંગલિક
દિવસ છે, ને આ શ્લોક પણ મંગળ આવ્યો છે. શ્રી આચાર્ય દેવ કહે છે કે બધાય તત્ત્વોમાં ઉત્કૃષ્ટ રૂપ આ
સમયસાર જયવંત વર્તે છે. શુદ્ધ આત્મામાં નવતત્ત્વના વિકલ્પનો અવકાશ નથી. આવા શુદ્ધ આત્મસ્વભાવનો
જ્ય હો, ને ભેદના વિકલ્પનો ક્ષય હો. આ જ મહાન માંગળિક છે. જેને શુદ્ધાત્માની રુચિ ને મહિમા આવ્યો હોય
તે જ એમ કહે છે કે શુદ્ધ આત્મા સમયસાર જયવંત વર્તે છે. પહેલાં તો આવા સ્વભાવની રુચિ અને ઓળખાણ
કરવી જોઈએ. આત્મસ્વભાવની ઓળખાણ થતાં તરત જ પર્યાયમાંથી બધા પુણ્ય–પાપ ટળી જાય નહિ, પણ
સ્વભાવ તો સદાય બધા વિકારોથી દૂર જ છે–એની શ્રદ્ધા જ્ઞાન થાય છે, અને વિકારનો આદર ટળી જાય છે.
નવતત્ત્વના વિચાર તે રાગ છે, તે રહિત એકલું જાણનાર જ મારું સ્વરૂપ છે, એ જ બધા તત્ત્વનો સાર છે. સર્વ
તત્ત્વમાં સારરૂપ ભગવાન આત્મા જયવંત વર્તે છે–શુદ્ધાત્મા જ જયવંત વર્તે છે એટલે અમારા પર્યાયમાં
શુદ્ધાત્માનો જ ઉત્પાદ થાવ અને અશુદ્ધતાનો વ્યય થઈ જાવ. જે શુદ્ધાત્માને જ જયવંતપણે જુવે છે તેને પર્યાયમાં
શુદ્ધતાનો જ ઉત્પાદ થાય છે.
પોતે એક પરમ ઉત્કૃષ્ટ સમયસાર તત્ત્વ છે. અનંત પરદ્રવ્યોમાં પોતે કાંઈ કરી શકે એમ જે માને તેને
વીતરાગ ભગવાને જૈન કહ્યો નથી. જૈન એટલે જીતનાર; શુદ્ધચૈતન્ય સ્વભાવ તે હું, પુણ્ય તે હું નહિ, વિકાર તે
મારું કર્તવ્ય નથી–આવા ભેદજ્ઞાનના જોરે જે વિકારને જીતે (નષ્ટ કરે) તે જૈન છે. એવા ભેદજ્ઞાન વગર જીવનો
અનંતકાળ ગયો અને અનંત અવતાર થયા, મહાપાપ કરીને અનંતવાર નરકે ગયો, અને જૈનનો બ્રાહ્યસાધુ થઈને
મોટા પુણ્ય કરીને નવમી ગ્રેવેયકમાંય અનંતવાર ગયો, પણ એકકેય ભવ ન ઘટયો કેમકે ઉપાદેયરૂપ પોતાનો
નિશ્ચયસ્વભાવ શું છે તે કદી જાણ્યું નહિ. વ્યવહાર તો બંધનમાર્ગ છે, બંધનમાર્ગથી ત્રણકાળમાં અબંધતત્ત્વ ખૂલે
નહિ. બંધભાવોથી જે દૂર છે એવા ઉત્કૃષ્ટ ચૈતન્ય સ્વભાવની શ્રદ્ધા કરે તો બંધ ટળે ને મુક્તિ પ્રગટે.
અનંતકાળથી શુદ્ધાત્માનો મહિમા જાણ્યો નહિ ને પુણ્યનો–રાગનો–વ્યવહારનો આશ્રય માન્યો, તેથી તે
પુણ્યાદિનો જય હતો અર્થાત્ તે પુણ્યને અને રાગને સદા ટકાવી રાખવાની ભાવના હતી, તે અજ્ઞાન હતું. હવે
જ્યાં શુદ્ધ આત્માની દ્રષ્ટિ થઈ ત્યાં સાધક જીવ કહે છે કે અહો, આ શુદ્ધાત્મા જ સદા જયવંત વર્તે છે. કદી
રાગાદિનો જય થયો જ નથી. પૂર્વે અનંતકાળમાં રાગાદિ વખતે પણ એકરૂપ શુદ્ધાત્મા જ જયવંત વર્તતો હતો.
એકરૂપ શુદ્ધ આત્માનો જ જય થાવ ને પુણ્ય–પાપનો વિલય થાવ. ત્રિકાલી સ્વભાવમાં તો રાગાદિનો અભાવ છે
જ, તે સ્વભાવની ભાવનાથી વર્તમાન પર્યાયમાં શુદ્ધઆત્મા પ્રગટો ને રાગાદિનો નાશ થાવ.
આ સમયસાર જયવંત વર્તે છે અને પુણ્ય–પાપરૂપ વિકારી ભાવો તો નાશ થવા યોગ્ય છે. તે નાશ થવા
યોગ્ય વિકારી ભાવોથી સમયસાર દૂર જ છે. આત્મા ચૈતન્ય સ્વભાવ માત્ર છે. વિકાર તેના સ્વરૂપમાં છે જ નહિ.
જ્યાં આત્મા વિકારનો ય કર્તા નથી તો પરનું કાંઈ કરે એ વાત તો કયાં રહી?
શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ સમયસારની ટીકાના ૬૨ માં શ્લોકમાં કહે છે કે ‘आत्मा ज्ञानं स्वयं ज्ञानं
ज्ञानादन्यक्तरोतिकिम्’ આત્મા જ્ઞાનસ્વરૂપ છે, પોતે જ્ઞાન જ છે. તે જ્ઞાન સિવાય બીજું શું કરી શકે? અરે
પ્રાણીઓ! તમારો આત્મા જ્ઞાન સિવાય બીજું કાંઈ કરી શકતો નથી, એમ તમે સમજો. આત્મા જાણનાર સ્વરૂપી
જ છે છતાં અજ્ઞાનીઓ માને છે કે અમે જડની ક્રિયા કરીએ અને શુભરાગ અમારું કર્તવ્ય છે.–એવા જીવોને માટે
બીજી લીટીમાં આચાર્યદેવ કહે છે કે ‘
परभावस्य कर्तात्मा

PDF/HTML Page 11 of 21
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : કારતક : ૨૦૦૫ :
मोहोऽयं व्यवहारिणाम्’–આત્મા પરભાવનો કર્તા છે એમ માનવું તે વ્યવહારી જીવોનો મોહ છે–અજ્ઞાન છે. મૂઢ
મિથ્યાદ્રષ્ટિ જીવ રાગની ક્રિયાનો કર્તા થાય છે, પણ રાગરહિત પોતાનો સહજજ્ઞાન સ્વભાવ છે તેને માનતો
નથી. શુદ્ધસ્વભાવમાં અભેદ થઈને પરિણમવું જોઈએ તેને બદલે અજ્ઞાનને લીધે રાગાદિમાં એકપણું માનીને
પરિણમે છે તે જ અધર્મ છે.
આત્મા જ્ઞાનસ્વરૂપ છે, પોતે જ્ઞાન જ છે; જ્ઞાનસ્વરૂપથી જ આત્મા ત્રણેકાળે જયવંત છે, તેનામાં રાગ કે જડની
ક્રિયા ત્રણકાળ ત્રણલોકમાં નથી; છતાં આવા ભગવાન આત્માને જ્ઞાન સિવાય પરભાવનો કર્તા માનવો અને રાગાદિ
પરભાવોને પોતાનું સ્વરૂપ માનવું તે મૂઢ અજ્ઞાની જીવોનો વ્યવહાર છે, આ વ્યવહાર તે જ અધર્મ છે, પોતાના
સ્વભાવમાં તો વિકાર નથી છતાં અજ્ઞાની જીવ મોહથી ગાંડો થઈને વિકારને પોતાનું કામ માને તેનું શું થાય?
અહીં શુદ્ધભાવ–અધિકારમાં શુદ્ધ આત્મસ્વભાવ સમજાવે છે. સ્વભાવમાં વિકારનો અભાવ છે પરંતુ
શુદ્ધસ્વભાવની દ્રષ્ટિ પ્રગટ કર્યા વગર કોઈ અજ્ઞાની જીવો એમ માને કે ‘આત્મા તો પર્યાયથી પણ શુદ્ધ જ છે,
પર્યાયમાં પણ રાગાદિ નથી.’ તો તેની માન્યતા ખોટી છે. પર્યાયમાં વિકાર થાય છે તેને જો જાણે જ નહીં તો તો
ગૃહીતમિથ્યાત્ત્વ છે. પોતાના પર્યાયમાં વિકાર થાય છે તેને જાણીને શુદ્ધસ્વભાવની દ્રષ્ટિથી તે ટાળવા માટેની આ
વાત છે. જો અવસ્થામાં વિકાર થતો જ ન હોય તો આત્મામાં વર્તમાન પૂર્ણ શુદ્ધદશા પ્રગટ હોવી જોઈએ. અને જો
પૂર્ણ શુદ્ધદશા પ્રગટ હોય તો પછી સમજવાની કે સાંભળવાની શું જરૂર હોય? અવસ્થામાં વિકાર થાય છે ખરો,
પણ ત્રિકાળ વસ્તુસ્વરૂપમાં તે વિકાર નથી, ઉપર ને ઉપર રહે છે. વિકારથી જુદા સ્વભાવનું જ્ઞાન કરવાથી ધર્મ
થાય છે, પણ આત્માને વિકાર વાળો જ જાણે તો ધર્મ થતો નથી. પુણ્ય પાપ તે વિકારી ક્રિયા છે, તેમાં એકાગ્રતા
છોડીને શુદ્ધ આત્મસ્વભાવમાં એકાગ્રતા કરવી તે જ્ઞાનની અવિકારી ક્રિયા છે, તે ક્રિયા જ મોક્ષનું કારણ છે.
ભગવાન આત્મા મિથ્યાત્વ અને રાગદ્વેષરૂપ વિલયથી દૂર છે, ત્રિકાળ સ્વભાવને વિકાર સાથે એકતા નથી
પણ જુદાઈ છે. આત્માના સ્વરૂપમાં કામની વાસના નથી, સંકલ્પ વિકલ્પ નથી. બધા ય આત્માઓનું આવુંજ
સ્વરૂપ છે. પર્યાયમાં જે સંકલ્પ–વિકલ્પ થાય છે તે તો ઉઠાઉગીરની જેમ પરાશ્રયે નવા ઊભા કરે છે. પોતાના
સ્વભાવમાં તો તે કામદેવની વાસનાનો ને સંકલ્પ–વિકલ્પનો અભાવ છે. સ્વભાવ જયવંત છે ને વિકારનો અસ્ત
છે. અભિપ્રાયમાં જ્યાં સ્વભાવનો આદર થયો ત્યાં કામની વાસનાનો નાશ જ થાય છે. ઈંદ્રિયવિષયોમાં સુખની
કલ્પના અસ્ત પામી જાય છે. શુદ્ધ આત્મામાં તેનો ત્રિકાળ અસ્ત છે જ, ને તે શુદ્ધાત્માના આદરથી પર્યાયમાંથી
પણ તે અસ્ત થઈ જાય છે. જેને ત્રિકાળી ચૈતન્ય સ્વભાવની ભાવના નથી તેને પર્યાયમાંથી કદી વિકારનો નાશ
થતો નથી. પણ વિકાર જ થયા કરે છે. બધા તત્ત્વોમાં ઉત્કૃષ્ટ એવા પોતાના પરમ પારિણામિક સ્વભાવની ભાવના
કરતાં પર્યાયમાંથી વિકારી વાસનાનો એવો અસ્ત થઈ જાય છે કે ફરીને કદી ઉદય પામે નહિ.
વળી તે સમયસાર કેવો છે?
અજ્ઞાન અને પુણ્ય–પાપરૂપ જે દુરિતવૃક્ષ છે તેનો નાશ કરવા માટે કુહાડા સમાન છે. જ્યાં સમયસાર
સ્વભાવનો આદર થયો ત્યાં અજ્ઞાન અને પુણ્ય–પાપ નાશ થઈ જાય છે. શુદ્ધ સ્વભાવના આદરમાંથી
કેવળજ્ઞાનરૂપી ઝાડ પ્રગટે છે ને પુણ્ય–પાપરૂપી દુરિતવૃક્ષ નષ્ટ થાય છે.
વળી તે આત્મસ્વભાવ શુદ્ધજ્ઞાનનો અવતાર છે, સુખ સમુદ્રથી ભરેલો છે ને કલેશ સમુદ્રથી પાર છે. એવો
આત્મા જ સર્વ તત્ત્વોમાં સાર છે તેથી તે જ ઉપાદેય છે, આવો સર્વ તત્ત્વોમાં ઉત્કૃષ્ટ ભગવાન આત્મા જયવંત
વર્તે છે.
[શ્રી નિયમસારના શુદ્ધભાવઅધિકાર ઉપરના વ્યાખ્યાનોમાંથી]
કતવ્ય
अयि! कथमपि मृत्वा तत्त्वकौतूहली सन् अनुभव मवमूर्तेः पार्श्ववर्ती मुहूर्तम्।
पृथगथ विलसंतं स्वं समालोक्य येन त्यजसि झगिति मूर्त्या साकमेकत्वमोहम्।।२३।।
હે ભાઈ! તું કોઈ પણ રીતે મહા કષ્ટે અથવા મરીને પણ તત્ત્વોનો કૌતૂહલી થઈ આ શરીરાદિ મૂર્તદ્રવ્યનો
મેક મુહૂર્ત (બે ઘડી) પાડોશી થઈ આત્માનો અનુભવ કર કે જેથી પોતાના આત્માને વિલાસરૂપ, સર્વ
પરદ્રવ્યોથી જુદો દેખી આ શરીરાદિ મૂર્તિક પુદ્ગલદ્રવ્ય સાથે એકપણાના મોહને તું તુરત જ છોડશે.
ભાવાર્થ: જો આ આત્મા બે ઘડી પુદ્ગલદ્રવ્યથી ભિન્ન પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે (તેમાં લીન
થાય), પરિષહ આવ્યે પણ ડગે નહિ, તો ઘાતિકર્મનો નાશ કરી, કેવળજ્ઞાન ઉત્પન્ન કરી, મોક્ષને પ્રાપ્ત થાય.

PDF/HTML Page 12 of 21
single page version

background image
[શ્રી સ્વામીકાર્તિ કેયાનુપ્રેક્ષા પૃ. ૧૮ થી ૧૨૦ નો અનુવાદ]
હવે, સાત પ્રકૃતિઓના ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષયથી ઉપજેલું સમ્યક્ત્વ જેના દ્વારા જાણી શકાય એવા
તત્ત્વાર્થ–શ્રદ્ધાનનું સ્વરૂપ કહે છે અર્થાત્ સમ્યગ્દ્રષ્ટિને કેવું તત્ત્વાર્થ–શ્રદ્ધાન હોય છે તે કહે છે–
जो तच्चमणेयंतं णियमा सद्दहदि सत्त मंगेहिं।
लोयाण पणहवसदो ववहारपवत्तणट्ठं च।।
३११।।
जो श्रायरेण मणणदि जीवाजीवादि णवविहं श्रत्थं।
सुदणणेण णयेहिं य सो सद्दिट्ठी हवेसुद्धो।।
३१२।।
यः तत्त्वं अनेकान्तं नियमात् श्रद्दधाति सप्तभ।
लोकानां प्रश्नवशतः व्यवहारप्रवर्त्तनार्थं च ।।
३११।।
यः आदरेण मन्यते जीवाजीवादि नवविधं अर्थं।
श्रुतज्ञानेन नयैः च सः सद्रष्टिः भवेत् शुद्धः।।
३१२।।
અર્થ:– લોકોના પ્રશ્નના વિશે વિધિ–નિષેધથી વચનના સાત જ ભંગ થાય છે તેથી વ્યવહારના પ્રવર્તન
અર્થે પણ સાત ભંગરૂપ વચનની પ્રવૃત્તિ હોય છે. જે પુરુષ સાત ભંગો વડે અનેકાન્ત તત્ત્વનું નિયમથી શ્રદ્ધાન
કરે છે તેમજ જીવ–અજીવાદિ નવપ્રકારના પદાર્થોને પણ શ્રુતજ્ઞાન પ્રમાણ વડે તથા તેના (પ્રમાણના) ભેદરૂપ
નયોવડે પોતાના આદર–યત્ન–ઉદ્યમથી માને છે–શ્રદ્ધાન કરે છે તે જીવ શુદ્ધ સમ્યગ્દ્રષ્ટિ છે.
ભાવાર્થ
વસ્તુનું સ્વરૂપ અનેકાન્ત છે. જેમાં અનેક અંત એટલે કે ધર્મ હોય તે અનેકાન્ત કહેવાય છે. તે ધર્મોમાં
અસ્તિત્વ, નાસ્તિત્વ, એકત્વ, અનેકત્વ, નિત્યત્વ, અનિત્યત્વ, ભેદત્વ, અભેદત્વ, અપેક્ષાત્વ, દૈવસાધ્યત્વ,
પૌરુષસાધ્યત્વ, હેતુસાધ્યત્વ, આગમસાધ્યત્વ, અંતરગત્વ, બહિરંગત્વ, દ્રવ્યત્વ, પર્યાયત્વ ઈત્યાદિ ધર્મો તો
સામાન્ય છે; અને જીવત્વ, અજીવત્વ, સ્પર્શત્વ–રસત્વ–ગંધત્વ,–વર્ણત્વ, શબ્દત્વ, શુદ્ધત્વ, અશુદ્ધત્વ, મૂર્તત્વ,
અમૂર્તત્વ, સંસારીત્વ, સિદ્ધત્વ, અવગાહહેતુત્વ, ગતિહેતુત્વ, સ્થિતિહેતુત્વ, વર્તના હેતુત્વ ઈત્યાદિ વિશેષધર્મો છે.
વસ્તુ સમજવાને માટે પ્રશ્નવશથી તે ધર્મોના સંબંધમાં વિધિ–નિષેધરૂપ વચનના સાત ભંગ થાય છે. તે સાત
ભંગોમાં ‘સ્યાત્’ એવું પદ લગાડવું. ‘કથંચિત્’–‘કોઈ પ્રકારે’ એવા અર્થમાં ‘સ્યાત્’ શબ્દ છે; તેના વડે વસ્તુને
અનેકાન્ત સ્વરૂપે સાધવી.
સપ્તભંગી અને અનેકાન્ત
(૧) વસ્તુ સ્યાત્ અસ્તિત્વરૂપ છે એમ કોઈ પ્રકારે–પોતાના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવ પણે અસ્તિત્વરૂપ
કહેવાય છે–૧. વસ્તુ સ્યાત્ નાસ્તિત્વરૂપ છે–એમ પરવસ્તુના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવપણે નાસ્તિત્વરૂપ કહેવાય છે–૨.
વળી વસ્તુ સ્યાત્ અસ્તિત્વ–નાસ્તિત્વરૂપ છે–એમ વસ્તુમાં અસ્તિ–નાસ્તિ બંને ધર્મો રહેલા છે તે વચનવડે ક્રમથી
કહી શકાય છે–૩. વળી વસ્તુ સ્યાત્ અવક્તવ્ય છે; જો કે વસ્તુમાં અસ્તિ, નાસ્તિ બન્ને ધર્મો એક જ વખતે રહેલા છે
તોપણ વચન વડે બંને ધર્મો એક સાથે કહી શકાતા નથી તેથી કોઈ પ્રકારે વસ્તુ અવક્તવ્ય છે–૪. અસ્તિત્વપણે
વસ્તુ–સ્વરૂપ કહી શકાય છે, પણ અસ્તિ–નાસ્તિ બંને ધર્મો વસ્તુમાં એક સાથે રહેલા છે તેથી વસ્તુ કહી શકાતી
નથી, આ રીતે વસ્તુ વક્તવ્ય પણ છે અને અવક્તવ્ય પણ છે તેથી અસ્તિત્વ–અવક્તવ્ય છે–પ. એ જ પ્રમાણે વસ્તુને
સ્યાત્ નાસ્તિત્વ– અવક્તવ્ય કહેવી–૬. વળી બંને ધર્મો ક્રમે કહી શકાય પણ એક સાથે કહી શકાય નહિ તેથી વસ્તુને
સ્યાત્ અસ્તિત્વ–નાસ્તિત્વ–અવક્તવ્ય કહેવી– ૭. એ રીતે સાત જ ભંગ કોઈ પ્રકારથી સંભવે છે.
(૨) એ પ્રમાણે એકત્વ, અનેકત્વ વગેરે સામાન્ય ધર્મો પર તે સાત ભંગ વિધિ–નિષેધથી લગાડવા.
જ્યાં જે અપેક્ષા સંભવે તે લગાડવી. વળી તે જ પ્રમાણે જીવત્વ, અજીવત્વ આદિ વિશેષ ધર્મોમાં તે ભંગો
લગાડવા. જેમ કે–જીવ નામની વસ્તુ છે તે સ્યાત્ જીવત્વ છે, સ્યાત્ અજીવત્વ છે ઈત્યાદિ પ્રકારે સાત ભંગ
લગાડવા. ત્યાં આ પ્રમાણે અપેક્ષા સમજવી કે–જીવનો પોતાનો જીવત્વધર્મ જીવમાં છે તેથી જીવત્વ છે, પરનો–
અજીવનો અજીવત્વધર્મ જીવમાં નથી તોપણ જીવના બીજા (જ્ઞાન સિવાયના) ધર્મોને મુખ્ય કરીને કહીએ ત્યારે
તે ધર્મોની અપેક્ષાએ અજીવત્વ છે; ઈત્યાદિ સાત ભંગ લગાડવા. તથા અનંત જીવો છે તેની અપેક્ષાએ એટલે કે
પોતાનું જીવત્વ પોતામાં છે અને પરનું જીવત્વ પોતામાં નથી તેથી પર જીવોની

PDF/HTML Page 13 of 21
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : કારતક : ૨૪૭૫ :
અપેક્ષાએ અજીવત્વ છે, એ પ્રમાણે પણ અજીવત્વધર્મ સાધી શકાય છે–કહી શકાય છે. આ પ્રમાણે અનાદિનિધન
અનંત જીવ, અજીવ વસ્તુઓ છે તે દરેકમાં પોતપોતાનાં દ્રવ્યત્વ, પર્યાયત્વ વગેરે અનંત ધર્મો છે તે ધર્મો સહિત
સાત ભંગથી વસ્તુને સાધવી–સિદ્ધ કરવી.
(૩) વસ્તુના સ્થૂળ પર્યાયો છે તે પણ ચિરકાલસ્થાયી અનેક ધર્મરૂપ હોય છે. જેમ કે–જીવમાં સંસારી
પર્યાય અને સિદ્ધ પર્યાય; વળી સંસારીમાં ત્રસ, સ્થાવર; તેમાં મનુષ્ય, તિર્યંચ ઈત્યાદિ. પુદ્ગલમાં અણુ, સ્કંધ તથા
ઘટ પટ વગેરે. તે પર્યાયોને પણ કથંચિત્ વસ્તુપણું સંભવે છે. તે પણ ઉપર પ્રમાણે જ સાત ભંગથી સાધવું; તેમ
જ જીવ અને પુદ્ગલના સંયોગથી થયેલા આસ્રવ, બંધ, સંવર, નિર્જરા, પુણ્ય, પાપ, મોક્ષ વગેરે ભાવોમાં પણ,
ઘણા ધર્મપણાની અપેક્ષાએ તથા પરસ્પર વિધિ–નિષેધ–વડે, અનેકધર્મરૂપ કથંચિત્ વસ્તુપણું સંભવે છે; તે
સપ્તભંગ વડે સાધવું. જેવી રીતે એક જ પુરુષમાં પિતાપણું, પુત્રપણું, મામાપણું, ભાણેજપણું, કાકાપણું,
ભત્રીજાપણું વગેરે ધર્મો સંભવે છે તે ધર્મો પોતપોતાની અપેક્ષાથી વિધિનિષેધ વડે સાત ભંગથી સાધવા.
(૪) એ નિયમપૂર્વક જાણવું કે દરેક વસ્તુ અનેક ધર્મસ્વરૂપ છે, તે સર્વને અનેકાન્તસ્વરૂપ જાણીને જે
શ્રદ્ધા કરે અને તે પ્રમાણે જ લોકને વિષે વ્યવહાર પ્રવર્તાવે તે સમ્યગ્દ્રષ્ટિ છે. જીવ, અજીવ, આસ્રવ, બંધ, પુણ્ય,
પાપ, સંવર, નિર્જરા અને મોક્ષ એ નવ પદાર્થો છે તેમને તે જ પ્રમાણે સપ્તભંગ વડે સાધવા. તેનું સાધન
શ્રુતજ્ઞાન–પ્રમાણે છે.
નય
શ્રુતજ્ઞાનના બે ભેદ છે–દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક; વળી તેના (દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકના) નૈગમ,
સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂતનય એ સાત ભેદ છે; (તેમાંના પહેલા ત્રણ ભેદ
દ્રવ્યાર્થિકના છે અને પછીના ચાર ભેદ પર્યાયાર્થિકના છે.) અને તેના પણ ઉત્તરોત્તર ભેદ, જેટલા વચનના પ્રકાર
છે તેટલા છે. તેને પ્રમાણ–સપ્તભંગી અને નય સપ્તભંગીના વિધાનવડે સાધવામાં આવે છે. તેનું કથન પહેલા
લોકભાવના–અધિકારમાં કર્યું છે અને તેનું વિશેષ કથન તત્ત્વાર્થ સૂત્રની ટીકાથી જાણવું. આ પ્રમાણે પ્રમાણ અને
નયદ્વારા જીવાદિ પદાર્થોને જાણીને શ્રદ્ધાન કરે તે શુદ્ધ સમ્યગ્દ્રષ્ટિ હોય છે.
વળી અહીં એટલું વિશેષ જાણવું કે, નય છે તે વસ્તુના એક એક ધર્મનો ગ્રાહક છે, તે દરેક નય
પોતપોતાના વિષયરૂપ ધર્મને ગ્રહણ કરવામાં સમાન છે, તોપણ પુરુષ પોતાના પ્રયોજનવશ તેમને મુખ્ય ગૌણ
કરીને કહે છે. જેમ કે જીવ નામની વસ્તુ છે, તેમાં અનેક ધર્મો છે તોપણ ચેતનપણું પ્રાણધારણપણું વગેરે ધર્મો
અજીવથી અસાધારણ દેખીને, જીવને અજીવથી જુદો દર્શાવવાના પ્રયોજનવશ, તે ધર્મોને મુખ્ય કરીને વસ્તુનું
નામ ‘જીવ’ રાખ્યું. એ જ પ્રમાણે વસ્તુના સર્વ ધર્મોમાં પ્રયોજનવશ મુખ્ય ગૌણ કરવાનું જાણવું.
શુદ્ધ પર્યાય પ્રગટ કરવા માટે નિશ્ચયની સદા મુખ્યતા ને વ્યવહારની સદા ગૌણતા
અહીં આ જ આશયથી અધ્યાત્મ કથનીમાં મુખ્યને તો નિશ્ચય કહ્યો છે અને ગૌણને વ્યવહાર કહ્યો છે.
તેમાં અભેદધર્મને તો મુખ્ય કરીને તેને નિશ્ચયનો વિષય કહ્યો અને ભેદ નયને ગૌણ કરીને તેને વ્યવહાર કહ્યો.
દ્રવ્ય તો અભેદ છે તેથી નિશ્ચયનો આશ્રય દ્રવ્ય છે અને પર્યાય ભેદરૂપ છે તેથી વ્યવહારનો આશ્રય પર્યાય છે.
તેમાં (અર્થાત્ નિશ્ચયને મુખ્ય અને વ્યવહારને ગૌણ કરવામાં) પ્રયોજન આ પ્રમાણે છે કે, ભેદરૂપ વસ્તુને સર્વ
લોક જાણે છે તેથી જે જાણે તે જ તેને પ્રસિદ્ધ છે (અર્થાત્ લોકોને ભેદરૂપ વસ્તુ જ પ્રસિદ્ધ છે), તેથી કરીને લોક
પર્યાયબુદ્ધિ છે. જીવના નર, નારકાદિ પર્યાયો છે તથા રાગ–દ્વેષ, ક્રોધ–માન–માયા–લોભ આદિ પર્યાયો છે તેમ જ
જ્ઞાનના ભેદરૂપ મતિજ્ઞાનાદિક પર્યાયો છે. તે પર્યાયોને જ લોકો જીવ સમજે છે; તેથી (તે પર્યાયબુદ્ધિ
છોડાવવાના પ્રયોજનથી) તે પર્યાયમાં અભેદરૂપ અનાદિઅનંત એક ભાવ જે ચેતના ધર્મ છે તેને ગ્રહણ કરી
નિશ્ચયનયનો વિષય કહીને જીવદ્રવ્યનું જ્ઞાન કરાવ્યું, અને પર્યાયાશ્રિત જે ભેદનય તેને ગૌણ કર્યો. તથા
અભેદદ્રષ્ટિમાં તે ભેદ દેખાતા નથી તેથી અભેદનયની દ્રઢ શ્રદ્ધા કરાવવા માટે કહ્યું કે–જે પર્યાયનય છે તે વ્યવહાર
છે, અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. ભેદબુદ્ધિના એકાંતનું નિરાકરણ કરવા માટે આ કથન જાણવું.
જે ભેદ છે તેને અસત્યાર્થ કહ્યા છે તેથી ભેદ તે વસ્તુનું સ્વરૂપ જ નથી–એમ નથી. ‘ભેદ નથી’ એમ જો
સર્વથા માને તો તે અનેકાન્તમાં સમજ્યા નથી, સર્વથા એકાંત શ્રદ્ધાથી તે મિથ્યાદ્રષ્ટિ છે. અધ્યાત્મશાસ્ત્રો વિષે
જ્યાં નિશ્ચય–

PDF/HTML Page 14 of 21
single page version

background image
અનેકાન્ત અને તેનું પ્રયોજન આત્મધર્મ : ૧૩ :
વ્યવહાર–નય કહ્યા છે. ત્યાં પણ તે બંનેના પરસ્પર વિધિનિષેધ વડે સપ્તભંગીથી વસ્તુ સાધવી. એક નયને સર્વથા
સત્યાર્થ માને અને એકને સર્વથા અસત્યાર્થ માને તો મિથ્યાશ્રદ્ધા હોય છે. માટે ત્યાં પણ ‘કથંચિત્’ જાણવું.
ઉપચર નય
એક વસ્તુનું બીજી વસ્તુમાં આરોપણ કરીને પ્રયોજન સાધવામાં આવે ત્યાં ઉપચાર નય કહેવાય છે. તે
પણ વ્યવહારમાં જ ગર્ભિત છે એમ કહ્યું છે. જ્યાં પ્રયોજન કે નિમિત્ત હોય ત્યાં તે ઉપચાર પ્રવર્તે છે. ઘીનો ઘડો
એમ કહીએ ત્યારે, માટીના ઘડાના આશ્રયે ઘી ભરેલું છે તેમાં વ્યવહારી જનોને આધાર–આધેયભાવ ભાસે છે
તેને પ્રધાન કરીને (ઘીનો ઘડો) કહેવામાં આવે છે. જો ‘ઘીનો ઘડો છે’ એમ જ કહીએ તો લોક સમજે અને
‘ઘીનો ઘડો’ મંગાવે ત્યારે તે લઈ આવે; માટે ઉપચાર વિષે પ્રયોજન સંભવે છે. તેવી રીતે જ્યાં અભેદનયને
મુખ્ય કરવામાં આવે ત્યાં અભેદદ્રષ્ટિમાં ભેદ દેખાતા નથી, છતાં તે વખતે તેમાં (અભેદનયની મુખ્યતામાં) જ
ભેદ કહે છે, તે અસત્યાર્થ છે; પરંતુ ત્યાં પણ ઉપચારની સિદ્ધિ (ગૌણપણે) હોય છે.
નિશ્ચયની મુખ્યતા અને વ્યવહારની ગૌણતાને સમ્યગ્દ્રષ્ટિ જ જાણે છે, મિથ્યાદ્રષ્ટિ તે જાણતા નથી
આ મુખ્ય ગૌણના રહસ્યને સમ્યગ્દ્રષ્ટિ જાણે છે (અર્થાત્ નિશ્ચયની મુખ્યતા અને વ્યવહારની ગૌણતાનું
સ્વરૂપ સમ્યગ્દ્રષ્ટિ જ જાણે છે) ; મિથ્યાદ્રષ્ટિ અનેકાન્ત વસ્તુને જાણતો નથી અને સર્વથા એક ધર્મ ઉપર દ્રષ્ટિ
પડે ત્યારે તે એક ધર્મને જ સર્વથા વસ્તુ માનીને વસ્તુના અન્ય ધર્મોને તો સર્વથા ગૌણ કરીને અસત્યાર્થ માને
અથવા તો અન્ય ધર્મોનો સર્વથા અભાવ જ માને છે. એમ માનવાથી મિથ્યાત્વ દ્રઢ થાય છે.
સમ્યક્ત્વનું કાર્ય છે, તેથી તેને (–તત્ત્વાર્થ શ્રદ્ધાનને) પણ સમ્યક્ત્વ જ કહેવાય છે, એમ જાણવું.
સમયક્ત્વ પ્રાપ્તિ માટે મુમુક્ષુઓએ શું કરવું?
જિનમતની કથની અનેક પ્રકારે છે તે અનેકાન્તરૂપ સમજવી. અને તેનું ફળ અજ્ઞાનનો નાશ થઈને
ઉપાદેયની બુદ્ધિ અને વીતરાગતાની પ્રાપ્તિ છે. આ અનેકાન્તરૂપ કથનીના મર્મની પ્રાપ્તિ મહાભાગ્યથી થાય છે.
આ પંચમકાળમાં અત્યારે આ કથનીનું રહસ્ય સમજાવનાર ગુરુનું નિમિત્ત સુલભ નથી. (પણ જ્યાં તે મળી શકે
ત્યાં) તેમની પાસેથી મુમુક્ષુઓએ આ સ્વરૂપ સમજવું. અને જ્યાં ન મળી શકે ત્યાં શાસ્ત્ર સમજવાનો નિરંતર
ઉદ્યમ રાખીને આ સમજવું યોગ્ય છે. કેમ કે મુખ્યપણે આના આશ્રયે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. જો કે
શ્રીજિનેન્દ્રદેવની પ્રતિમાનું દર્શન તથા પ્રભાવના અંગનું દર્શન ઈત્યાદિ સમ્યક્ત્વની પ્રાપ્તિનાં કારણ છે (પણ તે
ગૌણ છે) અને શાસ્ત્રનું શ્રવણ કરવું, વાંચવું, ભાવના કરવી, ધારણા કરવી, હેતુ યુક્તિવડે સ્વમત–પરમતનાં
ભેદને જાણીને નય વિવક્ષા સમજવી અને વસ્તુના અનેકાન્ત સ્વરૂપનો નિશ્ચય કરવો તે સમ્યગ્દર્શનનું મુખ્ય
કારણ છે. તેથી ભવ્ય જીવોએ નિરંતર તેનો ઉપાય રાખવો યોગ્ય છે.
હ ભવ્ય! મઝઈશ નહીં
યથાર્થતત્ત્વ આત્મા આનંદસ્વરૂપે છે, તે દ્રષ્ટિમાં ન લેવો તે મોહભાવ છે. તે મોહભાવ ક્ષણિક છે, તેનું ફળ
સંસાર છે. આચાર્યદેવ કહે છે કે તને યથાર્થતત્ત્વ સમજાતું નથી તેથી તું મૂંઝાય છે, પણ મૂંઝવણ છે તે મિથ્યાત્વ
છે: તે મિથ્યાભાવરૂપ મોહ આત્માનું સ્વરૂપ નથી. તે થાય છે ચૈતન્યની અવસ્થામાં, પણ તેમાં પરનું નિમિત્ત છે,
તે આત્માનો સ્વભાવ નથી માટે તે જડ છે.
બીજા બધામાં–વકીલાતમાં, ડોકટરપણામાં યુક્તિ ચલાવે, તેમાં સમજે, પણ જ્યાં તત્ત્વની વાત ચાલતી
હોય ત્યાં એમ કહે કે આ તે શું કહે છે? અમને તો આમાં સમજાતું નથી, અને અમે જે સમજીએ છીએ તેનાં
મીંડાં વાળે છે, તો કરવું શું?–એવી જે મૂંઝવણ તે મોહ છે. ભાઈ! ન સમજાય તેવી મૂંઝવણ તારા સ્વરૂપમાં છે જ
નહિ. યથાર્થ તત્ત્વની ઓળખાણે તત્ત્વની અપ્રાપ્તિરૂપ મોહ–મૂંઝવણ ટળી શકે છે. મૂંઝાઈશ નહિ ભાઈ! ભગવાન
આત્મા મૂંઝવણનો મારનાર છે, મૂંઝવણનો રક્ષક નથી. સમજાતું નથી, ઘડ બેસતી નથી તે બધી મોહની મૂંઝવણ
છે, માટે આત્મતત્ત્વની જિજ્ઞાસા કરી યથાર્થ તત્ત્વને ઓળખ. પછી એ બધા મોહનાં મડદાં મરેલાં જ પડયાં છે.
મોહ તારા સ્વરૂપમાં નથી માટે મુંઝાઈશ નહિ. નિરાકુળપણે પુરુષાર્થ કર તો સમજાય તેવું છે અને સત્ય
સમજણથી તે મોહ ટળી શકે એવો છે.

PDF/HTML Page 15 of 21
single page version

background image
[શ્ર પ્રવચનસર ગથ ૬૨ ઉપર પરમ પજ્ય સદગરુદવશ્રન વ્યખ્યન સર : ૨૪૭૨, મગશર વદ ૧૩.]
સુખના સાધનભૂત પરિપૂર્ણ જ્ઞાન જ છે એમ બતાવીને હવે, કેવળીઓને જ પારમાર્થિક સુખ હોય છે
એમ શ્રદ્ધા કરાવે છે:–
णो सद्दहंति सोक्खं सुहेसु परमं ति विगदघादीणं।
सुणिदूण ते अभव्वा भव्वा वा तं पडिच्छंति।।
६२।।
સુણી ‘ઘાતિકર્મવિહીનનું સુખ સૌ સુખે ઉત્કૃષ્ટ છે,’
શ્રદ્ધે ન તેહ અભવ્ય છે, ને ભવ્ય તે સંમત કરે. ૬૨
અર્થ:– ‘જેમનાં ઘાતિકર્મો નાશ પામ્યા છે તેમનું સુખ સર્વ સુખોમાં પરમ અર્થાત્ ઉત્કૃષ્ટ છે’ એવું વચન
સાંભળીને જેઓ તેને શ્રદ્ધતા નથી તેઓ અભવ્ય છે; અને ભવ્યો તેનો સ્વીકાર (આદર, શ્રદ્ધા) કરે છે.
કેવળી ભગવંતોને સંપૂર્ણ જ્ઞાન હોય છે તેથી તેમને જ પારમાર્થિક સુખ હોય છે. અજ્ઞાનીને તો સુખ હોતું
જ નથી, ને જ્ઞાની ધર્માત્મા મુનિને પણ પૂરું પારમાર્થિક સુખ હોતું નથી, કેમ કે સુખના સાધનરૂપ પૂરું જ્ઞાન
તેમને નથી. શ્રી કુંદકુંદાચાર્યદેવ કહે છે કે–ભગવાન કેવળજ્ઞાનીઓને જ પૂરેપૂરું સુખ છે એમ, અમે અલ્પકાળમાં
ભગવાન થનારા, કહીએ છીએ તે સાંભળીને પ્રસન્ન થઈને જો સ્વીકાર કર તો તું નિકટ ભવ્ય છો, અને તું જો
અમારી સામે સામો નકાર કર તો તું અભવ્ય છો, તને મોક્ષ સુખની રુચિ નથી. અમે અલ્પકાળમાં સિદ્ધ થનારા
છીએ, અને અમારી સામે જ અમારો વિરોધ કરનારા અભવ્યો છે. આમાં પોતાને શ્રદ્ધાની વિશેષ વિશેષ
શુદ્ધતાનું જોર છે. અમે આત્માના સ્વભાવને પૂરેપૂરો વર્ણવીએ છીએ અને તે વખતે તું સ્વભાવનો નકાર કરે છે
તો તું અપાત્ર છો–અભવ્ય છો. કદાચિત્ અમે તીર્થંકર–કેવળી થઈએ તો આવો નકાર કરનારો જીવ અમારા
સમોસરણમાં હોય નહિ–એમ આચાર્ય ભગવાન કહે છે.
કેવળજ્ઞાની જીવોને સંપૂર્ણ સુખ હોય છે, ને તે સુખ બધા ય સુખોમાં ઉત્કૃષ્ટ છે. લૌકિક સુખ તે તો સાચું
સુખ છે જ નહિ. પણ ગણધર–મુનિવરોને જે સાચું સુખ હોય છે તે અલ્પ છે, તેના કરતાં કેવળજ્ઞાનીનું સુખ
પરમ–ઉત્કૃષ્ટ છે.–આવી વાત સાંભળીને તેનો જે સ્વીકાર કરે છે તે તો નિકટ ભવ્ય છે, અને તે સાંભળીને તેનો
જે નકાર કરે છે તે અભવ્ય છે. ભલે કદાચ તે જીવ ત્રિકાળ અભવ્ય ન હોય પણ વર્તમાન તો તે અભવ્ય છે જ.
અહીં કહ્યું છે કે–‘સાંભળીને’ નકાર કરે છે તે અભવ્ય છે–એટલે જ્યાં સુધી તારા સાંભળવામાં અમે નહોતું
આવ્યું કે ‘ઈન્દ્રિય વિષયોમાં સુખ નથી પણ અતીન્દ્રિય કેવળજ્ઞાનીઓ જ સંપૂર્ણ સુખી છે,’ ત્યાં સુધી તો તેં
કેવળી ભગવાનના સુખની શ્રદ્ધા ન કરી, પરંતુ હવે એ વાત સાંભળવા છતાં જો તું શ્રદ્ધા ન કરે તો તું અભવ્ય
છે. અને આ સાંભળતાં જ ‘કેવળજ્ઞાન જ પારમાર્થિક સુખ છે, ઈન્દ્રિય સુખ તે ‘સુખ નથી’ એમ તેની હોંશથી
શ્રદ્ધા કરે છે તે જીવો નિકટભવ્ય છે.
(મગશર વદ ૧૪)
આત્માનો જ્ઞાનસ્વભાવ છે. જ્ઞાન પૂરેપૂરું પરિણમે તે જ પૂરું સુખ છે. જેમને પૂરો જ્ઞાનસ્વભાવ પ્રગટી
ગયો છે તેમને જરાપણ સ્વભાવ પ્રતિઘાત નહિ હોવાથી આકુળતાનો અભાવ છે અને તેથી તેમને જરાપણ દુઃખ
હોતું નથી. માટે કેવળજ્ઞાની ભગવાન સ્વભાવથી જ સુખી છે, તેથી તેમને આહારાદિ હોતાં નથી.
જેને આત્માના જ્ઞાનસ્વભાવની ખબર નથી તે અજ્ઞાની જીવ વિકારભાવમાં અને ઈન્દ્રિયવિષયોમાં સુખ
માની રહ્યો છે, પણ તેમાં તો જ્ઞાનસ્વભાવ હણાતો હોવાથી દુઃખ જ છે. અજ્ઞાની જીવ જ્ઞાનરૂપે પરિણમતો નથી પણ
મોહરૂપે પરિણમે છે, તે મોહજાળમાં ગૂંચવાયો છે, પોતે પોતાના જ્ઞાન સ્વભાવને ભૂલીને અજ્ઞાનરૂપે થયો છે તેથી
તેના પર્યાયમાં સ્વભાવનો ઘાત છે અને આકુળતા છે માટે તે જીવ દુઃખી જ છે–તેને પારમાર્થિક સુખ જરા પણ નથી.
જેટલું જ્ઞાનસ્વભાવનું પરિણમન તેટલું જ સાચું સુખ છે. જ્ઞાન સિવાય પુણ્યભાવમાં, ઈન્દ્રપદમાં, પૈસામાં,
સ્ત્રીમાં, રાજપદમાં કયાંય સુખ નથી, માત્ર સુખાભાસ છે, સુખની કલ્પના માત્ર છે. જ્યાં પુણ્યમાં કે તેના
ફળમાંય સુખ નથી ત્યાં પાપમાં તો સુખ હોય જ કયાંથી? પુણ્યમાં સુખ નથી પણ સુખનો આભાસ અજ્ઞાનીને
થાય છે, આમ હોવા છતાં પુણ્યમાં અને તેના ફળરૂપ ઈન્દ્રિયવિષયોમાં સુખ કહેવાની અપારમાર્થિક રૂઢિ છે–ખોટી
રૂઢિ છે. રાજા–મહારાજાઓને કે ઈન્દ્રને બાહ્ય પુણ્યફળને લીધે સુખી કહેવાની જે રૂઢિ છે તે ખોટી રૂઢિ છે, એટલે કે
તેઓને સુખી કહેવાય છે પણ તેઓને પારમાર્થિક સુખ નથી. તેઓને પૂરું

PDF/HTML Page 16 of 21
single page version

background image
નિકટભવ્ય અને અભવ્ય આત્મધર્મ : ૧૫ :
જ્ઞાન નહિ હોવાથી તેઓ પણ દુઃખી છે, છતાં સુખી કહેવાની ખોટી રૂઢિ છે.
ઇંદ્રિય વિષયોમાં સુખ કહેવાની જે આ ખોટી રૂઢિ છે તેની ગુલાંટ મારીને જોઈએ તો, મહામુનિ ધર્માત્મા
આત્મસ્વરૂપની લીનતામાં સ્થિત હોય અને બહારમાં પરિષહ આવે–સિંહ આવીને શરીરને ખાઈ જતો હોય–
તેનાથી મુનિઓ બહુ દુઃખી છે એમ કહેવું તે અપારમાર્થિક રૂઢિ છે, કેમ કે ખરેખર મુનિને દુઃખ નથી પણ તેઓ
તો અંતર સ્વભાવની લીનતાથી અનાકુળ આનંદરૂપ સુખને જ ભોગવે છે. આથી એમ બતાવ્યું કે ઈન્દ્રિય
વિષયોની અનુકૂળતામાં સુખ નથી, પણ જ્ઞાન સ્વભાવે પરિણમવું તે સુખ છે.
‘ભગવાનને અનેક પ્રકારના પરિષહો પડયા ને બહુ દુઃખ સહન કરવું પડયું અથવા મુનિ–સંતો બહુ દુઃખ
સેવે છે’ એમ કહેવું તે બધું કથન અપરમાર્થ છે. વાસ્તવિક નથી. બહારના પ્રતિકૂળ સંયોગ દેખીને જીવને દુઃખી
કહેવો ને અનુકૂળ સંયોગ દેખીને સુખી કહેવો–એ તદ્ન ખોટું છે. અહીં આચાર્યદેવ એમ સમજાવે છે કે જેમ કેવળી
ભગવાન પોતે જ સંપૂર્ણ જ્ઞાનમય થઈ ગયા છે તેથી તેઓ સંપૂર્ણ સુખી છે, તેમ બધાય જીવોને પોતાનો
જ્ઞાનસ્વભાવ જ સુખનું કારણ છે, વિષયોનું –સંયોગોનું સુખ કોઈ જીવને નથી. પ્રતિકૂળ સંયોગોનું મુનિને દુઃખ
નથી, મુનિઓ તો પોતાના સ્વભાવના સહજ આનંદરસમાં તરબોળ છે, તેઓ સંયોગ તરફની આકુળતાને
અનુભવતા નથી પણ ચૈતન્યમૂર્તિ સ્વરૂપમાં પરિણમીને જે અનાકૂળ આનંદના ઝરણાં ટપકે છે તેને સંત–મુનિ
અનુભવે છે. ધર્મ તે દુઃખદાયક નથી પણ સુખદાયક છે, વર્તમાનમાં તે સુખરૂપ છે અને તેના ફળમાં પૂર્ણાનંદદશા
પ્રગટે છે. આ સાંભળીને, સાચું સુખ આત્માના જ્ઞાનસ્વભાવમાં છે. ઈન્દ્રિયાધીન જ્ઞાનમાં કે બહારના વિષયોમાં
આત્માનું સુખ નથી–એમ જે જીવ તુરત સમજી જાય છે તેને ઈંદ્રિયોના વિષયોમાં સુખબુદ્ધિ ટળી જાય છે અને
જ્ઞાનસ્વભાવની રુચિ થાય છે, તે જીવ નિકટ ભવ્ય છે–એમ શ્રી આચાર્યદેવ કહે છે.
ઘાણીમાં પીલાઈને મુનિના છોતાં ઊડી ગયાં ને ઘણું દુઃખ પડયું–એમ રૂઢિથી બોલાય છે પણ તેમ
વસ્તુસ્વરૂપ નથી. આત્મા તો ચૈતન્યમય અરૂપી છે. ઘાણીમાં કોણ પીલાય? શરીરનાં છોતાં ઊડયાં તેમાં
આત્માને શું? જેમ નાળિયેરમાંથી ગોટલો છૂટો પડી ગયો હોય તેમ ધર્માત્મા મુનિ તો દેહથી છૂટા ચૈતન્ય
ગોળાનો સહજાનંદ અનુભવી રહ્યા છે, ઘાણીના સંયોગનું જરા પણ દુઃખ તેમને નથી.
આત્માનો સંપૂર્ણ દ્રષ્ટા જ્ઞાતા સ્વભાવ છે. દ્રષ્ટા–જ્ઞાતા સ્વભાવને જરા પણ પરનો કર્તા માને કે વિકારપણે
માને તો દ્રષ્ટા–જ્ઞાતા સ્વભાવનો અભાવ થાય છે ને આકુળતાની ઉત્પત્તિ થાય છે, તે જ દુઃખ છે. હું તો દ્રષ્ટા–
જ્ઞાતા જ છું, રાગનો અંશ પણ મારો નથી, હું કોઈ પરનો કર્તા નથી–એમ પોતાના સ્વભાવનું ભાન કરીને,
રાગ–દ્વેષરહિત થઈને જ્ઞાનમાં જ્ઞાન સ્થિર થયું ત્યાં જ્ઞાનસ્વભાવ પ્રગટયો. જેટલે અંશે રાગથી જુદું પડીને
જ્ઞાનસ્વભાવમાં જ્ઞાન પરિણમે છે તેટલે અંશે સ્વભાવનો ઘાત થતો નથી, તેથી અનાકુળતાની ઉત્પત્તિ છે ને તે
જ સુખ છે. કેવળી ભગવાનને પૂરેપૂરું જ્ઞાનમય પરિણમન છે અને સ્વભાવનો પ્રતિઘાત જરાપણ નથી તેથી
તેઓ કેવળજ્ઞાનવડે પૂરેપૂરા સુખી છે.
ભગવાનને સમવસરણના કારણે સુખ નથી, સુંદર શરીરના કારણે સુખ નથી, ઈન્દ્રો પૂજે છે તેનું સુખ
નથી, પરંતુ સ્વભાવ–પ્રતિઘાતનો અભાવ છે એટલે કે જ્ઞાન પૂરેપૂરું પરિણમે છે તેથી જ તેઓને પારમાર્થિક સુખ
છે. તે સુખનું લક્ષણ અનાકુળતા છે. સારો સંયોગ કાંઈ સુખનું લક્ષણ નથી, ને પ્રતિકૂળ સંયોગ કાંઈ દુઃખનું
લક્ષણ નથી; પરંતુ અનાકુળતા તે સુખનું લક્ષણ છે ને આકુળતા તે દુઃખનું લક્ષણ છે જ્ઞાનસ્વભાવ સુખમય છે.
જ્ઞાનસ્વભાવે પરિણમન તે સુખ છે, અને જ્ઞાન પરિણમનમાં જેટલી અધૂરાશ હોય તેટલું સુખ અધૂરું છે. ઘણા
પૈસા હોય તો સુખી–એમ નથી, પૈસા તરફની આકુળતા તે દુઃખ જ છે.
કેવળી ભગવાન સંપૂર્ણ જ્ઞાનરૂપે જ થયા છે. તેથી તેમને જ્ઞાનસ્વભાવનો ઘાત નથી અને આકુળતા જરા
પણ નથી, તેથી તેઓ પૂરેપૂરા સુખી છે, તેમને દુઃખ જરાય નથી–એમ સહર્ષ શ્રદ્ધવા યોગ્ય છે. પણ ભગવાનને
રોગ થયો ને દવા કરાવી અને ખોરાક ખાધો એમ કદી પણ માનવા યોગ્ય નથી. ભગવાનને કેવળજ્ઞાનનું પૂરેપૂરું
સુખ છે, તેઓ પોતે પરમ આનંદ સ્વરૂપે થઈ ગયા છે, તેમને રોગ નથી, દવા નથી, અશન નથી–આમ બરાબર
માનવા યોગ્ય છે.
હવે શ્રી કુંદકુંદાચાર્યદેવ સત્નો જોરદાર ઢંઢેરો જાહેર કરે છે: ભગવાનને સ્વભાવથી જ પારમાર્થિક સુખનો
અનુભવ છે–આવું જેઓ શ્રદ્ધાન્ કરતા નથી તેઓ મોક્ષસુખરૂપી આત્માના સુધાપાનથી દૂરવર્તી અભવ્યો છે.
કેવળી ભગવાન તો આત્માના મોક્ષરૂપી અનાકુળ પૂર્ણ સુખનું
[અનુસંધાન ટાઈટલ પાન ૪]

PDF/HTML Page 17 of 21
single page version

background image
મુંબઈમાં શ્રી દિગમ્બર જૈન મુમુક્ષુ મંડળ
તરફથી અતિ ઉત્સાહપૂર્વક ઉજવાએલ
(શ્રાવણ વદ ૧૨ થી ભાદરવા વદ ૧ સુધીની સંક્ષિપ્ત નોંધ)
સ્થળ: – સી. પી. ટેંક રોડ ઉપર આવેલ હીરાબાગ હોલ.
શ્રાવણ વદ ૧૨ સવારે :– શ્રી ભૂલેશ્વર દિગંબર જૈન મંદિરમાંથી ભગવાનશ્રી મહાવીર પ્રભુનાં પ્રતિમાજીનો
વરઘોડો વાજતે ગાજતે નીકળ્‌યો હતો મુમુક્ષુ ભાઈઓ તથા બેનોનો ઉત્સાહ અત્યંત ભક્તિભાવપૂર્વકનો હતો.
બેનોએ તો એક કલાક અગાઉથી શ્રી ભૂલેશ્વર મંદિરમાં આવીને પ્રભુજી પધારવા વિષેનાં સ્તવનો ગાઈને મંદિર
ગજાવી મૂકયું હતું. વરઘોડામાં સૌથી મોખરે નેશનલ હિંદુ બેન્ડ સુંદર સરોદ વગાડતું ચાલતું હતું. જાણે કે તે
પ્રભુજી પધારતા હોવાની જાહેરાત કરતું હતું. તેની પાછળ બાળકો વાવટા ફરકાવતા ચાલતા હતા. તે જાણે એમ
કહેતા હતા કે જેઓ પરમાત્માને ઓળખે છે તેમનો વિજયધ્વજ આ જગતમાં ફરકે છે. ત્યારપછી મુમુક્ષુ ભાઈઓ
સ્તવનો ગાતા ચાલતા હતા. સાથે દિગંબર પ્રતિષ્ઠિત ભાઈઓ હતા. જેમાં શ્રી ભૂલેશ્વર જિનમંદિરના ટ્રસ્ટીઓ
તરફથી પધારેલ શેઠશ્રી સુંદરલાલજી તથા શેઠ પન્નાલાલજી તેમ જ શેઠ લક્ષ્મીચંદજી, ઈન્દોરવાળા શેઠ
મહેન્દ્રકુમારજી, શેઠ અમુલખજી, શેઠ માનમલજી અને શ્રી ગુલાલવાડી જિનમંદિરના ટ્રસ્ટી શેઠશ્રી ચંદુલાલ
કસ્તુરચંદ વગેરેની હાજરી ખાસ ધ્યાન ખેંચતી હતી. ત્યારપછી પ્રભુજીની પાલખી હતી. તેની પાછળ બહેનો
માંગળિક ગીતો હર્ષપૂર્વક ગાતાં હતાં. વરઘોડો એક કલાકે હીરાબાગ હોલ પહોંચ્યો હતો. હોલ પ્રસંગને
અનુસરીને સુશોભિત રીતે શણગારવામાં આવ્યો હતો. પ્લેટફોર્મ ઉપર વેદી બનાવવામાં આવી હતી. તેમાં
સિંહાસન ઉપર શ્રી જિનેશ્વર ભગવાનનાં પ્રતિમાજીને બિરાજમાન કરીને અભિષેક કરવામાં આવ્યો હતો.
ત્યારપછી પૂજા કરવામાં આવી હતી. તે વખતે લગભગ પાંચસો ઉપરાંત ભાઈબહેનોની હાજરી હતી.
બપોરે શ્રી સમયસારજીની ૧૪મી ગાથાનું પ્રવચન વાંચન
થયું હતું. શ્રાવણ વદ ૧૨ થી ભાદરવા સુદ ૪ સુધી નીચે મુજબ કાર્યક્રમ હતો.
સવારે ૭
।। થી ૮ શ્રી જિનેશ્વર ભગવાનની પૂજા.
।। થી ૯।। શ્રી સમયસારજીની ગાથા ૧૪ ઉપરનાં પ્રવચનોમાંથી વાંચન.
બપોરે ૨।। થી ૩।। શ્રી સત્તાસ્વરૂપના પહેલા ભાગમાંથી
વાંચન ૩।। થી ૪ શ્રી જિનેશ્વર ભગવાનની ભક્તિ.
રાત્રે ૭ થી ૭।। શ્રી દેવ–ગુરુ–શાસ્ત્રજીની આરતી (ત્રણ)
।। થી ૮।। શ્રી પ્રતિક્રમણ.
।। થી ૯।। ભક્તિ–ભાવના.
શ્રાવણ વદ ૧૨ રાત્રે. જુદી જુદી ભાવનામાં એક બાળા દેવપરી થઈ હતી ને તેણે ઉલ્લાસપૂર્વક ભક્તિ
કરી હતી. બીજી બાળાએ લાખ લાખ દીવડાથી પ્રભુશ્રીની આરતી ઉતારી હતી.
ભાદરવા સુદ ૨. ભાઈઓએ પ્રતિક્રમણનો સંવાદ કર્યો હતો.
,, સુદ પ. ભાઈઓએ ગૃહીતમિથ્યાત્વનો સંવાદ તથા બાળાઓએ અસ્તિત્વગુણ તથા તપ ઉપર સંવાદ
કરેલ હતા. ભાદરવા સુદ પ. દશલક્ષણી પર્વનો પહેલો દિવસ. પાંચસોથી છસો ભાઈઓ તથા બેનોની હાજરી
હતી. સવારના વાંચન પછી શ્રી સમયસારજી શાસ્ત્રની જ્ઞાનપૂજા કરવામાં આવી હતી. આરતીના ઘીની ઉછામણી
ઘણા ઉત્સાહપૂર્વક થઈ હતી પાંચે આરતીનું કુલ ઘી ૩૯૭ મણ થયું હતું.
દરરોજના કાર્યક્રમ ઉપરાંત બપોરે ૧।। થી ૨।। બે દિવસ શ્રી સમયસારજી (હરિગીત), એક દિવસ શ્રી
પ્રવચનસારજી (હરિગીત) તથા એક દિવસ શ્રી આત્મસિદ્ધિની સ્વાધ્યાય કરવામાં આવી હતી.
ભાદરવા સુદ પથી સુદ ૧૪. સવારના વાંચનમાં શ્રી પદ્મનન્દિ પંચવિંશતિકામાંથી ઉત્તમ ક્ષમા, માર્દવ,
આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય તથા બ્રહ્મચર્ય–એ દશ લક્ષણી ધર્મમાંથી દરરોજ એક એક ધર્મ
ઉપર પરમ પૂજ્ય ગુરુદેવે કરેલ પ્રવચન કે જે ‘આત્મધર્મ’ માં પ્રસિદ્ધ થયેલ, તેનું વાંચન રાખવામાં આવ્યું હતું.
ધુપદશમી. હીરાબાગ હોલમાં દર્શનાર્થેપાંચસો ઉપર દિગંબર ભાઈઓ તથા બહેનોની અવરજવર ચાલુ
હતી. અનંતચતુર્દશી સવારે શ્રી પદ્મનંદિ પંચવિંશતિકામાંથી ઉત્તમ બ્રહ્મચર્ય ઉપર વાંચન થયું હતું.
બપોરે. શ્રી તત્ત્વાર્થસૂત્રના પહેલા અધ્યાયના પરિશિષ્ટ ત્રીજામાંથી ‘જિજ્ઞાસુઓએ ધર્મ કેવી કરવો?’ તેનું વાંચન.
રાત્રે. સર્વસામાન્ય પ્રતિક્રમણ પૂરું. ત્યારપછી ભાવના.
ક્ષમાવણી દિન સવારે પૂજામાં ઘણા ભાઈબહેનો આવેલ

PDF/HTML Page 18 of 21
single page version

background image
ધાર્મિક દિવસો તથા દશલક્ષણપર્વ આત્મધર્મ : ૧૭ :
હતા. આજે ઉત્સવનો છેલ્લો દિવસ હોવાથી સૌને ઘણો ઉત્સાહ હતો. પૂજા પછી પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રવચનસારના
ગુજરાતી અનુવાદનો મહિમા જે શ્રીમુખેથી કરેલો તેના ઉપર થોડું વિવેચન કરી જ્ઞાનપૂજા કરવામાં આવી હતી.
ત્યારપછી વાજતેગાજતે વરઘોડો કાઢી શ્રીપ્રભુજીનાં પ્રતિમાને ભૂલેશ્વર મંદિરમાં પધરાવ્યાં હતાં. ત્યાં
અત્યંત ઉત્સાહપૂર્વક ભક્તિ કરી હતી, ને શ્રી જિનેન્દ્ર ભગવાનનો કળશાભિષેક કરી પૂજા કરી હતી.
સાંજે છ વાગ્યે આપણા મંડળના ભાઈઓ તથા બહેનો શ્રી ભૂલેશ્વર મંદિરમાં ગયા હતા ને ત્યાંના
ભાઈઓ તરફથી ઉજવાતા ઉત્સવમાં ભાગ લીધો હતો. ક્ષમાપના વિધિ કરીને ઉત્સવની પૂર્ણાહુતિ થઈ હતી.
પૂજા ઉત્સવના વીસે દિવસ જુદાજુદા ભાઈબહેનો તરફથી પૂજા ભણાવવામાં આવી હતી.
પૂજા, ભક્તિ આદિમાં આપણો ઉલ્લાસ જોઈને ઘણા દિગંબર ભાઈઓ કે જેમનો એવો અભિપ્રાય બંધાયો હતો
કે આ લોકો પૂજા–ભક્તિમાં માનતા નથી તેમને આ પ્રસંગ ઉપરથી મધ્યસ્થપણે વિચાર કરવાનું નિમિત્ત બન્યું છે.
પ્રભાવના. શ્રી ખીમચંદ જેઠાલાલ શેઠ તથા તેમના ધર્મપ્રેમી ભાઈઓ તરફથી એક દિવસે “અપૂર્વ
અવસર પરનાં પ્રવચનો”ની પ્રભાવના કરવામાં આવી હતી.
દિગંબર ભાઈઓને ‘વસ્તુવિજ્ઞાનસાર’ (હિંદી) પુસ્તક વહેંચવામાં આવેલ હતું.
ઈનામ. ગાયન–સંવાદ–રાસમાં ભાગ લેનાર બાળકો તથા બાળાઓએ ઘણું સુંદર કાર્ય કર્યું હતું. તે બદલ
તેમને પ્રમુખશ્રીના હાથે પુસ્તકો તથા રોકડા રૂ. ઈનામમાં આપવામાં આવ્યા હતા. આ માટે રૂ. ૫૧/– શેઠ
ખીમચંદ જેઠાલાલ તરફથી, ‘મુક્તિનો માર્ગ’ મોદી નાગરદાસ દેવચંદ તરફથી, તથા ‘દ્રવ્યસંગ્રહ’ ભાઈ અનુપચંદ
છગનલાલ તરફથી મળેલ હતાં.
પુસ્તક વેચાણ. ઉત્સવ દરમ્યાન સોનગઢથી પુસ્તકો મંગાવી વેચાણ કરવામાં આવ્યું હતું, ને તેના ઉપર
સેકંડે ૧૨।। ટકા લેખે ડીસ્કાઉન્ટ આપવામાં આવેલ હતું. આ કમિશન પૂજ્ય ગુરુદેવશ્રીની જન્મજયંતી પ્રસંગે
એકઠી થયેલ રકમમાંથી મજરે આપવામાં આવશે એમ સોનગઢથી લખાઈ આવ્યું હતું.
જિનમંદિર માટે ફાળો : આત્મધર્મ અંક ૫૭ માં જાહેર કર્યા મુજબ રૂપિયા ૭૩૪૪૯/– નો ફાળો થયો હતો.
ત્યારપછી તથા ઉત્સવ દરમ્યાન થએલ રકમ સહિત આજ સુધીમાં કુલ રકમ રૂપિયા એકલાખ લગભગની થઈ છે.
ઝવેરી શેઠ શ્રી મહેન્દ્રકુમારજી તરફથી રૂપિયા ૧૦૦૧/–, તથા ગુલાલવાડીના દિગંબર જિનમંદિરના ટ્રસ્ટી શેઠશ્રી
ચંદુલાલ કસ્તુરચંદ તરફથી રૂપિયા ૧૦૦૧/– નોંધાવામાં આવેલ છે. ફાળાની વિગત આ સાથે છે. ફાળો હજુ ચાલુ છે.
ઘાસ માટે ફાળો. સૌરાષ્ટ્રમાં આ વર્ષે દુષ્કાળ જેવી પરિસ્થિતિ વર્તતી હોવાથી ઢોરોના ઘાસ માટે ફાળો
કરવા સોનગઢથી ભાઈઓ આવેલા. તેમને હીરાબાગમાં બોલાવીને ફાળા માટે અપીલ કરતાં ભાઈઓ તથા
બહેનોમાં રૂપિયા ૭૦૦/– ઉપરનો ફાળો થયો હતો.
સામાન્ય. (૧) દિગંબર ભાઈઓ તથા બહેનો ખાસ કરીને રાત્રે આવતા અને શાસ્ત્રવાંચન તથા
ભક્તિમાં રસપૂર્વક ભાગ લેતા હતા. (૨) ઉત્સવના દિવસોના ચાલુ કાર્યક્રમ દરમ્યાન પણ ભૂલેશ્વર મંદિર તથા
કાલબાદેવી મંદિરમાં બની શકે તેટલા મુમુક્ષુ ભાઈઓ તથા બહેનો રોજંદા દર્શને જતા હતા. (૩) એક દિવસે
ચોપાટી ઉપર આવેલા શેઠ માણેકલાલ પાનાચંદના મંદિરમાં આપણા ભાઈઓ તથા બહેનોએ ભક્તિ કરી હતી.
અને ત્યાંથી શેઠશ્રી પુનમચંદ ઘાશીમલના મંદિરમાં પણ દર્શનાર્થે ગયા હતા.
(૧) આભાર દર્શન. શ્રીજિન–પ્રતિમાજી તથા અન્ય સામગ્રી આપવા બદલ શ્રી ભૂલેશ્વર દિગંબર જૈન
મંદિરના ટ્રસ્ટીઓનો.
(૨) હીરાબાગ હોલ ૨૦ દિવસ સુધી વાપરવા આપવા બદલ શેઠશ્રી માણેકલાલ પાનાચંદનો તથા
(૩) કાલબાદેવી રોડ ઉપર નવા બંધાતા શ્રી દિગંબર જૈન મંદિરમાં દરરોજ થતા વાંચનની સગવડ
આપવા બદલ શેઠ શ્રી પૂનમચંદ ઘાસીમલ તથા તેમના સુપુત્રોનો આભાર માનવામાં આવ્યો હતો.
જિન મંદિર માટેના ફાળામાં જે જે ભાઈઓ તથા બેનોએ રકમો ભરાવેલ છે તે માટે તે સર્વેનો આભાર
માનવામાં આવ્યો હતો.
સેક્રેટરી ભાઈશ્રી હરગોવિંદભાઈએ આ કાર્યમાં ઘણા ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો, તેમના આભારની
પણ નોંધ લેવામાં આવે છે.
ઉપરોક્ત બધાં કાર્યો કરતાં પણ અતિ મહત્ત્વનું કાર્ય તો સત્શાસ્ત્રોનાં વાંચનનું હતું. કે જે ઘણા

PDF/HTML Page 19 of 21
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : કારતક : ૨૪૭૫ :
આનંદ અને ઉત્સાહથી ભાઈશ્રી હિંમતલાલ છોટાલાલ શાહે તથા ભાઈશ્રી અમૃતલાલ નરશીભાઈ શેઠે નિઃસ્પૃહ
ભાવે કર્યું હતું. તેમની સરસ છતાં સાદી ભાષામાં સમજાવટ કરવાની સુંદર શૈલિ તેમ જ પ્રશ્નોનાં સમાધાન
કરવાની ધીરજવાળી આવડતથી સર્વ શ્રોતાઓને અત્યંત આનંદ અને જ્ઞાન સાથે રસ પડયો હતો. તે ભારે
પ્રશંસાપાત્ર હોવાથી સર્વની વતી સેક્રેટરી ભાઈશ્રી હરગોવિંદભાઈએ તેમનો ઘણો આભાર માન્યો હતો.
આ બન્ને ભાઈઓ સવારે તથા રાત્રે કાયમ વાંચન પણ કરે છે તેથી તેનો લાભ લેવા સૌને વિનંતિ છે.
શ્રી દિ. જૈન મુમુક્ષુ મંડળ. મુંબઈ.
શ્રી દિગંબર જિનમંદિર તથા સ્વાધ્યાય મંદિર : મુંબઈ
(મુંબઈમાં શ્રી દિગંબર જિનમંદિર તથા સ્વાધ્યાય મંદિર બનાવા માટેનો ખરડો.)
૭૩૪૪૯/–આત્મધર્મ અંક નંબર ૫૭માં આપેલ રકમનો ૫૧/– બહેન અનુબેન નાનાલાલભાઈની દીકરી
સરવાળો ૫૧/– ,, લાભુબેન તારાચંદ કુંડલા
૫૦૧/– શેઠ જગજીવન જસરાજ ૫૧/– ,, મણીબેન તલકશી વઢવાણ
૭૦૧/– એક સદ્ગૃહસ્થ હા. મણીભાઈ મહેતા ૬૬૫/– બહેનો હથુ પરચુરણ રકમો રૂ. ૫૧/– નીચેની
૩૦૦૧/– શેઠ કાલીદાસ રાઘવજી રાજકોટ ૨૫૧/– શા. છગનલાલ ભાયચંદ
૭૫૧/– શેઠ કાલીદાસ હકમચંદ કામદાર બોટાદ ૧૦૦/– મોદી બેચરલાલ દેવકરણ કુંડલા
૫૦૧/– ગાંધી વસંતલાલ વાડીલાલની કુાં. ૧૦૧/– શેઠ મોતીલાલ કાનજી શાહ વાંકાનેર
૧૦૦૧/– ઝવેરી મહેંદ્રકુમાર મીઠાલાલ શેઠી ૨૫૧/– શેઠ ભાયચંદ જુઠાભાઈ દેશાઈ જેતપુર
૫૦૧/– શેઠ ગીરધરલાલ મગનલાલ જોરાવરનગર ૧૫૧/– એક ગૃહસ્થ હા. ડી. ટી. શાહ
૫૦૧/– શેઠ કંચનલાલ પ્રભુદાસ
સુરત ૫૧/– શેઠ ગોપાલજી કરસનદાસ કુંડલા
૫૦૧/– એક મુમુક્ષુબહેન હા. ઉજમબેન (રૂક્ષમણીબેન) ૨૫૧/– ,, જેઠાલાલ શીવલાલ મહેતા
૫૦૧/– શેઠ ખીમચંદ જેઠાલાલની માતુશ્રી
૧૦૧/– ,, ચીમનલાલ વેલચંદ પાલણપુર
પુતળીબાઈ રાજકોટ
૫૦૧/– એક મુમુક્ષુબહેન ૨૫૧/– ,, ફુલચંદ લહેરચંદ વીંછીઆ
૫૦૧/– બહેન મણીબેન કોઠારી ૨૫૧/– ,, ચુનીલાલ હરીચંદ ,,
૧૦૦૧/– શેઠ કસ્તુરચંદ જુઠાભાઈ હા. ચંદુલાલ ૫૧/– ,, જેચંદ હરીલાલ ,,
કસ્તુરચંદ કલોલવાલા ૫૧/– ,, હીમતલાલ કસ્તુરચંદ ,,
નીચેની રકમો બહેનો મારફત ૫૧/– ,, કસ્તુરચંદ મણીલાલ સાયલા
૧૦૧/– માતુશ્રી પુતળીરેન તે ભાઈ ૨૫૧/– બહેન હીરામતી પ્રાણજીવન શેઠ
ખીમચંદ જેઠાલાલની માતુશ્રી ૫૧/– ,, રાધાબેન જામનગરવાળા
૧૦૧/– બહેન કમળાબેન વજુભાઈ કાગદી ૭૫/– ,, જસવંતી નંદલાલ ઘાટકોપર બોટાદ
૧૦૧/– ,, જયાબેન અમૃતલાલ વાંકાનેર ૫૧/– ભાઈ ખીમચંદ સુખલાલના માતુશ્રી ,,
૫૧/– ,, સુરજબેન મણીલાલ શેઠ ૧૦૧/– બહેન શીવકુંવર નાનચંદ ખારા અમરેલી
૫૧/– ,, સવિતાબેન શીવલાલ શેઠ ૧૦૧/– ,, કાશીબેન કરાંચીવાળા
૫૧/– ,, સુશીલાબેન ચીમનલાલ ચુનીલાલ ૧૨૬/– ,, શારદાબેન મોહનલાલ એમ. મહેતા
૫૧/– ,, લાભુબેન હીમતલાલ સોનગઢ ૧૫૧/– શેઠ ગીરધરલાલ નાગરદાસ વઢવાણ શહેર
૫૧/– ,, વિજ્યાલક્ષ્મી હરગોવન મોદી ,, ૧૦૧/– શેઠ શાન્તીલાલ ચુનીલાલ ખાટડીયા
૫૧/– ,, જયાબેન માણેકચંદ રણછોડ ૧૦૧/– ,, જીવણલાલ કરશનજી વીંછીયા
૫૧/– ,, ઘેલીબેન લાલચંદ ડુંગરશી ૫૧/– ,, કિશોરદાસ અમૃતલાલ વાંકાનેર

PDF/HTML Page 20 of 21
single page version

background image
શ્રી દિગંબર જિનમંદિર તથા સ્વાધ્યાય મંદિર આત્મધર્મ : ૧૯ :
૫૧/– શેઠ ધીરજલાલ ભાયલાલ ૧૦૧/– ,, વાઘજી ગુલાબચંદ મોરબી
૫૧/– ,, ખુશાલચંદ સવજીભાઈ ઇંડીયાબેંકવાળા ૧૦૧/– ,, મોહનલાલ ત્રીકમજી અમરેલી
૫૧/– ,, ગીરધરલાલ અમૃતલાલ વીંછીઆ ૧૦૧/– બહેન જેકુવરબેન લીલાધર ડાહ્યાભાઈ પારેખ
૨૫૧/– ગાંધી હીમતલાલ ચત્રભુજ બોટાદ રાજકોટ
૧૦૧/– ખારા મણીલાલ જેચંદભાઈ તથા ૧૦૧/– શેઠ જીવણલાલ મુળજીભાઈ વ. કેમ્પ
ખારા મોહનલાલ જેચંદભાઈ અમરેલી ૧૦૧/– એક મુમુક્ષુ બ્હેન તરફથી
૧૦૧/– પ્રીતમલાલ તારાચંદ ગોંડલ હા ચુનીભાઈ
૧૫૧/– શેઠ ચીમનલાલ હીમતલાલ વઢવાણ કેમ્પ ૫૧/– શેઠ દલીચંદ હકુભાઈ મોરબી
૧૦૧/– ,, મનસુખલાલ છગનલાલ લાઠી ૫૧/– ,, શેઠ છગનલાલ કહળચંદ બાબરા
૫૧/– ,, કાન્તીલાલ શીવલાલ બોટાદ ૫૧/– ,, મગનલાલ સુંદરજી રાજકોટ
૫૧/– ,, કેશવલાલ છગનલાલ વીંછીઆ ૫૧/– ,, રતીલાલ લખમીચંદ ભાવનગર
૫૧/– પટેલ મનસુખલાલ છબીલદાસ ૫૧/– ,, મગનલાલ લેરાભાઈ વઢવાણ કેમ્પ
૧૦૧/– શેઠ બાપુલાલ લખમીચંદ કલોલવાળા ૫૧/– ,, પ્રાણલાલ રામજી દેશાઈ અમરેલી
૨૦૧/– ,, તારાચંદ કુંવરજી કુંડલા ૨૫૧/– ,, વાડીલાલ જગજીવનદાસ કલોલ
૧૦૧/– ,, ભૌરીલાલ બાકલીવાલ દીબુ્રગઢ આસામ ૨૫૧/– દોશી જેચંદ તલકશી
૨૦૬/– પરચુરણ: ગૃહસ્થો તરફથી
હા. રતીલાલ વ. શહેર
(રૂા. ૫૧– નીચેની રકમોમાં) ૧૦૧/– શેઠ ધીરજલાલ હરજીવન સુરત
શ્રી સોનગઢમાં નોંધાએલી રકમ નીચે ૫૧/– ,, જયશંકર માણેકચંદ જેતપુર
૧૦૦૧/– શેઠ મોહનલાલ વાઘજીભાઈ કરાંચી ૧૫૧/– ,, દલીચંદ નાગરદાસ ગોસલીયા વ. શહેર
૧૦૦૧/– ,, ન્યાલચંદ ધનજીભાઈ ગફલભાઈવઢવાણ કેંપ ૧૦૧/– બહેન કમલાબેન દલીચંદ ગોસલીયા ,,
૫૦૧/– બહેન લહેરીબેન શેઠ ગોકળદાસ ૧૦૧/– ,, ઝબકબેન શેઠ અમૃતલાલના
શીવલાલના ધર્મપત્ની ચુડા માતુશ્રી મુંબઈ
૨૫૧/– બહેન દુધીબેન શેઠ જેઠાલાલ ૧૦૧/– પારેખ ફુલચંદ ડાહ્યાભાઈ
સંઘજીભાઈના ધર્મપત્ની બોટાદ હા. છબલબેન રાજકોટ
૨૫૧/– બહેન સમતાબેન શેઠ માણેકલાલ ૫૧/– શેઠ જયંતીલાલ પાનાચંદ વ્યારા
સંઘજીભાઈના ધર્મપત્ની બોટાદ ૫૧/– ,, રામજીભાઈ પાનાચંદ ભાવનગર
૩૦૧/– શેઠ વછરાજ ગુલાબચંદ ગોંડલ ૫૧/– ,, મોહનલાલ મગનલાલ તુરખીયા રાજકોટ
૨૫૧/– ,, નારણદાસ કરશનજી રાણપુર નીચેના મુમુક્ષુઓએ પોતે અગાઉ ભરેલ
૨૦૧/– ,, ફુલચંદ ચતુરભાઈ તથા શેઠ રકમમાં નીચે મુજબ ઉમેરો કર્યો છે–
જગજીવનદાસ ચતુરભાઈ વ.કેમ્પ ૧૦૦૧/– શેઠ ખીમચંદ જેઠાલા રાજકોટ
૨૦૧/– ચંપકલાલ મોહનલાલ બરવાળા ૫૦૧/– ,, છોટાલાલ નારાયણદાસ
૨૦૧/– કુંવરજી આણંદજી પાલેજ હા. હીમતલાલ સોનગઢ
૩૫૧/– ,, રતીલાલ વૃજલાલ મોદી વ. કેમ્પ ૧૦૧/– ,, અમૃતલાલ નરસીદાસ વાંકાનેર
૧૫૧/– ,, મનસુખલાલ ગુલાબચંદ ,, ૧૫૧/– ,, હરગોવિંદાસ દેવચંદ મોદી
૧૫૧/– બહેન ઉજમબ્હેન શેઠ જામનગર ૫૧/– ,, માણેકચંદ રણછોડ મોદી સોનગઢ
૧૫૧/– ,, ગીરજાલક્ષ્મી નાગરદાસ મોદી સોનગઢ ૧૫૧/– ,, નાગરદાસ દેવચંદ મોદી ,,
૧૦૧/– શેઠ પ્રેમચંદ મગનલાલ રાણપુર ૬૫/– પરચુરણ રૂ. ૫૧– નીચેની
૧૦૧/– ,, જગજીવનદાસ બાવચંદ કુંડલા ૯૯૩૪૧– એકંદર રૂપિયા નવાણુહજાર ત્રણસો
એકતાલીશ