Atmadharma magazine - Ank 062
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 37
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૬
સળંગ અંક ૦૬૨
Version History
Version
Number Date Changes
001 Jan 2006 First electronic version.

PDF/HTML Page 2 of 37
single page version

background image
। ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે ।
વર્ષ છઠ્ઠું સંપાદક માગશર
રામજી માણેકચંદ દોશી
અંક બીજો વકીલ ૨૪૭૫
માનવ જીવનું મહા કર્તવ્ય
દેહને અર્થે અનંત જીવન વ્યતીત
થયાં. હવે આત્માર્થીને ખાતર
અ જીવન અપણ કર!
સમુદ્રનાં પાણી પણ જેની તૃષા ન છીપી તેની તૃષા
એક ટીપું પાણીથી તૂટવાના નથી; તેમ આ જીવે સ્વર્ગાદિ
ભોગ અનંતવાર ભોગવ્યા છતાં તૃપ્તિ થઈ નહિ, તો સડેલા
ઢીંગલા સમાન આ માનવદેહના ભોગથી તેને કદાપિ તૃપ્તિ
થવાની નથી. માટે ભોગ ખાતર જિંદગી ગાળવા કરતા
મનુષ્ય જીવનમાં બ્રહ્મચર્ય પાળવું અને તત્ત્વનો અભ્યાસ
કરવો તે જ માનવ જીવનનુ ઉત્કૃષ્ટ કર્તવ્ય છે.
ઘણા ભૂખ્યા ગીધ પક્ષીનો રોટલાનો કટકો મળ્‌યો,
પણ માંસના કટકાની લાલચે તે પણ ખોયો; તેમ આ
સંસારમાં અનંત જન્મ મરણના પ્રવાહમાં તણાતાં જીવને
અલ્પ માનવજીવનનો કટકો મળ્‌યો, તે જીવનને
વિષયભોગવની લાલસામાં વેડફી નાખવા કરતાં વૈરાગ્ય
લાવી બ્રહ્મચર્ય પાળવું અને તત્ત્વનો અભ્યાસ કરવો તે
જીવનનું મહા કર્તવ્ય છે.
વાર્ષિક લવાજમ છુટક અંક
ત્રણ રૂપિયા ચાર આના
અનેકાન્ત મુદ્રણાલય : મોટાઆંકડીયા : કાઠિયાવાડ

PDF/HTML Page 3 of 37
single page version

background image
: ૨૨: બ્રહ્મચર્ય અંક : આત્મધર્મ: ૬૨
બ્રહ્મચર્યની દીક્ષા
આત્મધર્મના વાંચકોને શુભ સમાચાર જણાવતાં હર્ષ થાય છે કે, કારતક સુદ ૧૩ ને રવિવારના દિવસે
પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી પાસે નીચે જણાવેલ છ કુમારી બહેનોએ જીવનભર બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞા કરી છે.
(૧) મુક્તાબહેન (દોશી જગજીવન બાઉચંદના સુપુત્રી, સાવરકુંડલા.
(૨) કંચનબહેન (શાહ છોટાલાલ ડામરભાઈના સુપુત્રી વઢવાણ કેમ્પ.
(૩) શારદાબહેન (શાહ જગજીવન ચતુરભાઈના સુપુત્રી, વઢવાણ શહેર.
(૪) કંચનબહેન (સ્વ
મગનલાલ ત્રિભુવનદાસ ના સુપુત્રી, વઢવાણ શહેર.
(૫) દયાબહેન (મેતા શીવલાલ ખીમચંદના સુપુત્રી, રાજકોટ.
(૬) કાન્તાબહેન (સ્વ
માણેકચંદ ત્રિભુવનદાસ કામદારના સુપુત્રી, અમરેલી.
ઉપરના છએ બહેનો બાલ–બ્રહ્મચારિણી છે. દરેક બહેનની ઉમર લગભગ ૨૨ વર્ષની આસપાસ છે,
આવી ઉંમરમાં આવું સુંદર કાર્ય કરવા માટે છએ બહેનો ઘણા અભિનંદનને પાત્ર છે; અને તેમને આજ્ઞા આપવા
બદલ તેમના વડીલો પણ ધન્યવાદને પાત્ર છે. આ બ્રહ્મચર્ય પ્રસંગ ઘણા ઉત્સાહપૂર્વક થયો હતો.
આ દિવસે સવારમાં, બ્રહ્મચર્ય લેનારા છએ બહેનો તરફથી શ્રી જિનમંદિરમાં પૂજન થયું હતું; ત્યારબાદ
સર્વે મુમુક્ષુઓ શ્રી જૈન અતિથિ સેવા સમિતિએથી એક નાનકડા સરઘસના રૂપમાં શ્રી જૈન સ્વાધ્યાય મંદિરે
આવ્યા હતા, પૂજ્ય ગુરુદેવશ્રીના વ્યાખ્યાન બાદ છએ બહેનો બ્રહ્મચર્ય લેવા માટે ઊભા થયા હતા. આ પ્રસંગે
તેમના વડીલોની હાજરી હતી અને તેઓએ બ્રહ્મચર્ય લેવા માટે તે બહેનોને રજા આપી હતી; બહેનોના મુખ
ઉપર ઉત્સાહ અને વૈરાગ્ય જણાતો હતો.
પરમ પૂ ગુરુદેવશ્રીએ સૌથી પહેલાંં માંગળિક સંભળાવ્યા બાદ કહ્યું હતું કે, “છએ બોલ–બ્રહ્મચારી
બહેનો વીસ–બાવીસ વરસની નાની ઉંમરમાં જાવજ્જીવન બ્રહ્મચર્ય લે છે તે બહુ સારું કામ કરે છે. તેઓ
સત્સમાગમે રહીને તત્ત્વના અભ્યાસપૂર્વક બ્રહ્મચર્ય લે છે. બ્રહ્મચર્યનો રંગ લગાડવો તે તત્ત્વ સમજવા માટે
પાત્રતા છે... શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે કે–
પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન;
પાત્ર થવા સેવો સદા, બ્રહ્મચર્ય મતિમાન.
પાત્ર થઈને આત્માનું લક્ષ કરવા માટે બ્રહ્મચર્યનો રંગ હોય તો તે આગળ વધવામાં નિમિત્ત થાય. પુરુષો
બાલ બ્રહ્મચારી રહે, તે તો સ્વતંત્ર છે તેથી રહી શકે. પણ આ બહેનો નાની ઉંમરમાં બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરે છે તે
ઘણી હિંમત છે, ઘણું જીવોએ આ વાત અનુમોદવા જેવી છે.
જે નવ વાડ વિશુદ્ધથી, ધરે શિયળ સુખદાઈ;
ભવ તેનો લવ પછી રહે, તત્ત્વવચન એ ભાઈ.
‘વિશુદ્ધથી’ એટલે યથાર્થ તત્ત્વદ્રષ્ટિપૂર્વક જેને બ્રહ્મચર્ય હોય તેને વિશેષ ભવ હોય નહિ; સત્સમાગમે
રહીને તત્ત્વદ્રષ્ટિપૂર્વક બ્રહ્મચર્ય હોય તેને એકાદ ભવ બાકી રહે. વ્યભિચાર તે સંયોગ છે; સંયોગીદ્રષ્ટિ છોડીને
અસંયોગી આત્માનું લક્ષ કરવા માટે અબ્રહ્મચર્ય છોડીને બ્રહ્મચર્યનો પ્રેમ જરૂરનો છે.
બ્રહ્મચર્ય લેનાર રહેનો એમ ને એમ ઊડસૂડ–વેગથી બ્રહચર્ય લઈ લેતા નથી; દરેક બહેનો અહીં ચાર–
પાંચ વર્ષ થયા અપૂર્વ તત્ત્વનું શ્રવણ ને અભ્યાસ કરે છે. તત્ત્વનું નિરંતર શ્રવણ કરીને ઘેર વિચારે છે ને સમજે
છે. એ રીતે વિચારીને આ કાર્ય કરે છે. લોકોએ આ કાર્યનું અનુકરણ કરવા જેવું છે......”
...ત્યારબાદ, પૂર્વે કોઈ કુદેવ–કુગુરુ વગેરેના સેવનથી તથા સાચા દેવગુરુના અવિનય–આસાતના
આદિથી, હિંસાથી પાપોથી, વિષયવૃત્તિથી વગેરે પ્રકારે જે દોષો લાગ્યા હોય તેનું અનંત સિદ્ધોની સાક્ષીએ,
સંતોની સાક્ષીએ પ્રાયશ્ચિત્ ‘મિચ્છામિ દુક્કડં” કરાવ્યું હતું......
...ત્યારબાદ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા આપતાં કહ્યું હતું કે, આત્માને આગળ વધવા માટે ને અબ્રહ્મના પાપને
છોડવા માટે સિદ્ધ ભગવાનની સાખે, ચાર તીર્થની સાખે, દેવ–ગુરુની સાખે ને પોતાના આત્માની સાખે
જાવજ્જીવનપર્યંત–આખી જિંદગી બ્રહ્મચર્ય પાળવું...

PDF/HTML Page 4 of 37
single page version

background image
: માગશર: ૨૪૭૫ બ્રહ્મચર્ય અંક : ૨૩:
–એ રીતે બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા વિધિ પૂરો થયો હતો. અને તરત જ બ્રહ્મચારી બહેનોએ જ્ઞાન પૂજન–શાસ્ત્ર–
પૂજન કર્યું હતું.
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તરફથી, બ્રહ્મચર્ય લેનાર દરેક બહેનોને એક ચાંદીનો ગ્લાસ તથા સાડી
તરીકે રૂા. ૫/–આપવામાં આવ્યા હતા.
સોનગઢમાં ભાઈઓ માટે તો સનાતન જૈન બ્રહ્મચર્ય આશ્રમ છ વર્ષથી છે જ, અને આ શુભ પ્રસંગે
બહેનો માટે પણ એક બ્રહ્મચર્ય–આશ્રમની સ્થાપના થઈ છે; તે માટે શેઠ શ્રી નાનાલાલ કાળીદાસ તરફથી રૂા.
૨૫૦૧/–તથા તેમના ધરમપત્ની જડાવબેન તરફથી રૂા. ૨૫૦૧/–મળી રૂા. ૫૦૦૨/–આપવામાં આવ્યા છે અને
બીજા મુમુક્ષુ ભાઈ–બહેનો તરફથી પણ રકમો આવી છે. એકંદર લગભગ રૂા. ૧૧૫૦૦/–થયા છે. આ રીતે
બ્રહ્મચારી બહેનોને માટે બ્રહ્મચર્ય આશ્રમની આ કાયમી સગવડ થઈ તે પણ પ્રભાવનાની વૃદ્ધિનું જ કારણ છે.
આ મંગળ પ્રસંગે શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ અને સર્વે મુમુક્ષુ સમજ તરફથી બ્રહ્મચારી બહેનોને
અભિનંદન આપતું એક ભાષણ વિદ્વાન ભાઈશ્રી હિંમતલાલ જે. શાહે કર્યું હતું; તેમાં તેઓએ મુખ્યત:
સત્સમાગમનો તથા તત્ત્વજ્ઞાનપૂર્વકના બ્રહ્મચર્યનો મહિમા બતાવ્યો હતો અને બ્રહ્મચારી આત્માઓનું ધ્યેય સફળ
થાય એવી ભાવના કરી હતી. આ શુભ પ્રસંગે છએ બહેનોના ઘેર ગોચરી માટે પધારીને પૂ૦ ગુરુદેવશ્રીએ
તેમના આંગણાંને પાવન કર્યાં હતા. તે વખતનું વાતાવરણ ઘણું ઉત્સાહમય હતું.
• • • • •
યથાર્થ તત્ત્વની રુચિપૂર્વક જીવનભર બ્રહ્મચર્ય પાળવું તેને પૂ ગુરુદેવશ્રી ‘બ્રહ્મચર્યની દીક્ષા’ કહે છે. તત્ત્વની
રુચિપૂર્વક એકીસાથે છ બાલકુમારી બહેનોએ આજીવન બ્રહ્મચર્ય અંગીકાર કર્યાનો આ પ્રસંગ ભારતના ઈતિહાસમાં
બહુ વિરલ છે, ખરેખર તો, પરમ ઉપકારી પરમ પૂ
ગુરુદેવશ્રી સોનગઢમાં નિરંતર જે અસંગ ચૈતન્ય તત્ત્વનો ઉપદેશ
આપી રહ્યા છે તેનું જ આ એક નાનકડું ફળ છે. પરમ અસંગી શુદ્ધ આત્મતત્ત્વનો જે ઉપદેશ આપી રહ્યા છે તેમાં કોઈ
એવો પ્રભાવ છે કે તે ઉપદેશનું શ્રવણ અને મંથન કરનારના જીવનમાં વૈરાગ્ય ભાવ સહેજે પોષતો જાય છે.
બ્રહ્મચર્ય લેનાર બહેનોના જીવનમાં, પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રીના શ્રીમુખથી નિરંતર વહેતી શુદ્ધઉપદેશ–
ધારા ઉપરાંત, પરમ પવિત્ર પૂ૦ બહેનશ્રી ચંપાબહેન તથા પરમ પવિત્ર પૂ૦ બહેન શાંતાબહેનનો પણ મહાન્
ઉપકાર છે; તેઓશ્રીએ દિન–રાત તે બહેનોના જીવનને જ્ઞાન–વૈરાગ્યથી સીચ્યું છે, માતાની માફક તેઓશ્રીએ તે
બહેનોના જીવનનું ઘડપર કર્યું છે. માતા જેવી તેઓશ્રીની હુંફમાં રહીને જ બહેનોએ સત્ના ચરણે જીવન સમર્પણ
કરવાની આ શક્તિ મેળવી છે.
એ રીતે, જગતના સામાન્ય જીવોને લગભગ અશક્ય જેવી લાગે તેવી વાત સંતોના ચરણમાં અત્યંત
સુગમ બની જાય છે, તેનો આ પ્રત્યક્ષ દાખલો છે. આ બ્રહ્મચર્ય કોઈ સામાન્ય લૌકિક હેતુથી લેવાયું નથી પણ
જીવનભર સંતોના ચરણે–સત્સમાગમમાં રહીને આત્મહિત સાધવાના લક્ષે લેવાયું છે; એ તેની વિશેષતા છે.
શુદ્ધના લક્ષ તરફ વળનારને વચ્ચે શુભરાગરૂપ વ્યવહાર તો આવી પડે છે; ને તેથી, ભાઈઓ–બહેનોના
બ્રહ્મચર્યાદિના અનેક શુભ પ્રસંગો પૂ૦ ગુરુદેવશ્રીના ચરણે થાય છે. અને ‘સોનગઢમાં વ્યવહાર નથી–વ્યવહાર
નથી, અથવા પુણ્ય નથી–પુણ્ય નથી’ એવી બાંગ પોકારનારાઓના પોકાર ઉપર આવા પ્રસંગો ઠંડું પાણી રેડી દે
છે! સોનગઢમાં લોકોત્તર વ્યવહાર અને પુણ્ય તો છે, પરંતુ ‘તેનાથી ધર્મ થાય’ એવી મિથ્યા માન્યતા નથી.
અન્ય જીવોને જે દોષો ટળવા અશક્ય જેવા લાગે છે તે દોષો સત્સંગમાં રહેલા જીવને સહજમાત્રમાં નષ્ટ
થઈ જાય છે. તેથી શ્રીમદ્રાજચંદ્ર કહે છે કે ‘અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ જાણી, નિર્વાણનો મુખ્ય
હેતું એવો સત્સંગ જ સર્વ–અર્પણપણે ઉપાસવો યોગ્ય છે, કે જેથી સર્વ સાધન સુલભ થાય છે, એવો અમારો
આત્મસાક્ષાત્કાર છે. ’ વળી સત્સંગમાં રહેલા જીવની વિશેષ જાગૃતિ માટે તેઓશ્રી લખે છે કે ‘તે સત્સંગ પ્રાપ્ત
થયે જો આ જીવને કલ્યાણ પ્રાપ્ત ન થાય તો અવશ્ય આ જીવનો જ વાંક છે........... મિથ્યાગ્રહ, સ્વચ્છંદપણું,
પ્રમાદ અને ઈન્દ્રિય–વિષયથી ઉપેક્ષા કરી હોય (એટલે કે તેને ટાળવાની બેદરકારી કરી હોય) તો જ સત્સંગ
ફળવાન થાય નહિ. અથવા સત્સંગમાં એકનિષ્ઠા, અપૂર્વ ભક્તિ આણી ન હોય તો ફળવાન થાય નહિ. જો એક
એવી અપૂર્વ ભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અલ્પકાળમાં મિથ્યાગ્રહાદિ નાશ પામે, અને અનુક્રમે
સર્વ દોષોથી જીવ મુક્ત થાય’.
વળી સત્સંગનો વિશેષ મહિમા કરતાં તેઓશ્રી લખે છે કે–“સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે.
કોઈ મહત્ પુણ્યયોગે તે ઓળખાણ થયે ‘નિશ્ચય કરી આ જ સત્સંગ, સત્પુરુષ છે’ એવો સાક્ષી ભાવ ઉત્પન્ન
(અનુસંધાન પાન ૫૫)

PDF/HTML Page 5 of 37
single page version

background image
: ૨૪: બ્રહ્મચર્ય અંક : આત્મધર્મ: ૬૨
છ કુમારિકા બહેનોએ ગ્રહણ કરેલ
આ જી વ ન બ્ર હ્મ ચ ર્ય
(સંપાદકીય)
પરમ પૂજ્ય સદ્ગુરુદેવના સત્સંગનો લાભ લેવાના હેતુથી સોનગઢમાં આવીને રહેલા છ કુમારિકા
બહેનોએ કારતક સુદ ૧૩ ના રોજ પૂ. સદ્ગુરુદેવશ્રી સમીપે આજીવન બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞા લીધી છે; તે
માટે તે બહેનોને જેટલો ધન્યવાદ આપવામાં આવે તેટલો ઓછો છે. (બહેનોનાં નામ વગેરે સમાચાર આ
અંકમાં અન્યત્ર છે.) સોનગઢમાં રહીને તે બહેનો લાંબા વખતથી તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરે છે અને નિરંતર
પૂજ્યપાદ સદ્ગુરુદેવશ્રીના વ્યાખ્યાનોનો તેમ જ ભગવતી બહેનો શ્રી ચંપાબહેન અને શાંતાબહેનના સમાગમનો
લાભ લઈ રહ્યાં છે. લાંબા વખતના તત્ત્વજ્ઞાનના અભ્યાસપૂર્વક એક સાથે છ કુમારિકા બહેનોના જીવનભર
બ્રહ્મચારી રહેવાનો આવો બનાવ જૈન જગતમાં લાંબા કાળથી બન્યાનું જોવામાં આવતું નથી, તેથી તે જેટલો
પ્રશંસનીય છે તેટલો જ વિરલ છે. તે બહેનોનો હેતું તત્ત્વજ્ઞાનના અભ્યાસમાં આગળ વૃદ્ધિ કરવાનો છે, તે
ભાવના તેમના બ્રહ્મચર્યને વિશેષ દેદીપ્યમાન બનાવે છે.
(૨) હાલ સમાજમાં અને જૈન ફીરકાઓમાં કુમારિકા બહેનોએ બ્રહ્મચર્ય ગ્રહણ કર્યાના બનાવો ક્યારેક
ક્યારેક જોવામાં આવે છે પણ તેની પાછળ લૌકિક સેવાનો હેતું હોય છે. અગર તો ક્ષણિક વૈરાગ્ય કે સાંપ્રદાયિક
હેતું વગેરે હોય છે, પણ જેની પાછળ પરમ સૂક્ષ્મ તત્ત્વજ્ઞાનના લાંબા વખતનું અભ્યાસનું બળ હોય અને જેની
સાથે તે જ પ્રકારના તત્ત્વજ્ઞાનને વિશેષ વિસ્તૃત કરવાની ભાવના હોય–એવો બનાવ હાલમાં જોવામાં આવતો
નથી. જ્યારે આ પુણ્યભૂમિમાં તીર્થંકર ભગવંતો વિચરતા હતા અને તેમના દિવ્યધ્વનિવડે આ દેશમાં ધીકતી
ધર્મપેઢી ચાલતી હતી, તેમ જ જ્યારે આત્મજ્ઞાની સંત–મુનિવરોના ટોળાં જ્યાં જોઈએ ત્યાં દેખવામાં આવતા
અને તેમની પાસેથી પરમ સૂક્ષ્મ તત્ત્વજ્ઞાનનો લાભ જગતના જીવોને મળતો ત્યારે તો આવા પ્રકારના
બ્રહ્મચર્યાદિના અનેક બનાવો બનતા, પરંતુ અત્યારે તો લોકોની વૃત્તિ ઘણી જ બાહ્ય થઈ ગઈ છે, ધર્મના નામે
પણ બાહ્ય વૃત્તિઓ પોષાઈ રહી છે, જૈનધર્મના નામે પ્રાય: અજૈનત્વનો ઉપદેશ જોર શોરથી ચાલી રહ્યો છે અને
એ રીતે વર્તમાનમાં જે મોક્ષમાર્ગ બહુ સુષુપ્ત અને બહુ લુપ્ત અવસ્થામાં પડ્યો છે તેને સર્વથા લુપ્ત કરી દેવાના
પ્રયત્નો જૈનધર્મના નામે ચાલી રહ્યા છે.
(૩) પરંતુ એવા આ કાળે પણ ભવ્ય જીવોના મહાભાગ્ય બાકી છે અને પવિત્ર જૈન શાસનનું પરમ
સૂક્ષ્મ તત્ત્વજ્ઞાન આ પંચમકાળના છેડા સુધી રહેવાનું છે તેથી, પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીનું મહાન્
પ્રભાવના યોગ સહિત આ કાળે પ્રાગટ્ય થયું છે અને નિરંતર તેમના પરમ તત્ત્વજ્ઞાનના ઉપદેશનો લાભ હજારો
ગામે મુમુક્ષુઓ લઈ રહ્યા છે. જ્યારે ચારે તરફ ગૃહિત મિથ્યાત્વના પોષણની પેઢીઓ ચાલી રહી છે ત્યારે આ
પરમ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવા માટેની ધીકતી પેઢી શરૂ થઈ છે અને ખૂબ પ્રફુલ્લિત થઈ છે ને થતી જાય છે; તેનાં
અનેક સુશોભિત, મીઠાં–મધુર અને સુખમય ફળો આવ્યા છે; અને તેમાનું એક સુશોભિત–મીઠું–મધુરું અને
સુખમય ફળ આ છ બહેનોના બ્રહ્મચર્ય લેવાનો બનાવ છે.
(૪) કુમર ભાઈઓ બ્રહ્મચર્ય ધારણ કરે તેના કરતાં કુમારિકા બહેનોએ બ્રહ્મચર્ય ધારણ કરવું તે વિશેષ
કઠિન કાર્ય છે, ને તેમાં વિશેષ પુરુષાર્થની જરૂર છે. છતાં તેવી હિંમત સત્સમાગમે તત્ત્વજ્ઞાનના અભ્યાસ પૂર્વક છ
બહેનોએ પ્રગટ કરી છે અને તે પણ તત્ત્વજ્ઞાનના અભ્યાસમાં આગળ વધવા માટે છે. આ કાર્ય એવું સુંદર છે કે
તે પ્રત્યે સહૃદય માણસોને પ્રશંસાભાવ આવ્યા વગર રહે નહિ.
(૫) બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લેનારી બહેન સારી રીતે સમજે છે કે બ્રહ્મચર્ય પાલનની પ્રતિજ્ઞા તે શુભભાવ
છે, તે ધર્મ નથી પણ તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરનારા અને ધર્મમા પ્રવેશ કરનારા મુમુક્ષુ જીવોને અશુભ ભાવ
ટળીને આવા પ્રકારના શુભભાવ આવ્યા વગર રહેતા નથી. તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ એ શુભ ભાવનું કાર્યક્ષેત્ર કેટલું
છે તે તેઓ જાણે છે. વળી તેઓ સમજે છે કે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની એકતા જ મોક્ષમાર્ગ છે, સમ્યગ્દર્શન
વગર મોક્ષમાર્ગ હોતો નથી; તેથી તે માટેના પુરુષાર્થની જ તેમની ભાવના છે, તેમની એ ભાવના સફળ

PDF/HTML Page 6 of 37
single page version

background image
: માગશર: ૨૪૭૫ બ્રહ્મચર્ય અંક : ૨૫:
થાઓ અને તેઓ આત્માની સંપૂર્ણ શુદ્ધતાને અલ્પકાળમાં પામો–એવી મારી પ્રાર્થના છે.
(૬) હવે, આ પ્રસંગે, તે બહેનોને ઉદેશીને થોડા શબ્દો કહેવાની જરૂર છે–જુઓ, બહેનો! તમે લાંબા
કાળથી સત્પુરુષોના સમાગમમાં રહો છો; નિરંતર તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરો છો અને તે તત્ત્વજ્ઞાનમાં આગળ
વધવા માગો છો, તમારી તે ભાવના સુંદર છે; તે કાર્યમાં તમે ખંતપૂર્વક હોંશ અને ઉત્સાહથી આગળ વધજો,
પરમ સત્યધર્મ પ્રત્યેના તમારા પુરુષાર્થને દિન–પ્રતિદિન આગળ વધારજો. સતી ચંદના, સીતા, અંજના, દ્રૌપદી
વગેરે ધર્માત્માઓના જીવનના અનેક પ્રસંગો અને તે તે પ્રસંગોમાં તેમની ધર્મદ્રઢતાને સર્વ પ્રસંગે હૃદયમાં
રાખજો. તમે ગમે તેવા સંજોગોમાં મુકાઓ તો પણ ત્યારે તમારા તત્ત્વજ્ઞાન અને બ્રહ્મચર્યને તમે દીપાવજો, અને
ધર્મની શોભા તથા પ્રભાવના વધે તેવા પવિત્ર કાર્ય કરજો. તમે પણ એવા જ મનોરથો સેવો છો, તમારા તે
મનોરથો સફળ થાઓ એવા મારા તમને આશીર્વાદ છે.
શ્રી જિનશાસનમાં આવા અનેક કુમાર ભાઈઓ ને કુમારિકા બેનો થાઓ, સત્ધર્મના પંથે ચડો, તત્ત્વજ્ઞાન અને
વૈરાગ્યમાં આગળ વધી ધર્મની પ્રભાવના વધારો અને પોતાનું આત્માનું કલ્યાણ કરો, –એવી ભાવના સાથે વિરમું છું.
આત્મધર્મ
(છઠ્ઠા વર્ષમાં પ્રવેશ)
ગતાંકથી આ ‘આત્મધર્મ’ માસિકના પાંચ વર્ષ પૂરા થઈને છઠ્ઠા વર્ષની શરૂઆત થઈ છે. આ માસિકમાં
આપવામાં આવતા પરમ પૂ. સદ્ગુરુદેવશ્રી કાનજી સ્વામીના વ્યાખ્યાનો દ્વારા પાંચ વર્ષમાં તત્ત્વજ્ઞાનને લગતા
અનેક જટિલ પ્રશ્નોનો નિકાલ થયો છે. તત્ત્વજ્ઞાનના અનેક વિષયો વિકવિધશૈલીથી પ્રસિદ્ધ થયા છે અને ઘણા
મુમુક્ષુઓ તેનો લાભ લઈ રહ્યા છે. જૈનધર્મના નામે તો માસિક વગેરે ઘણા પત્રો નીકળે છે. પરંતુ તેમાંના
લખાણો મુખ્યપણે તો રાજદ્વારી બાબતોથી ભરેલા હોય છે, કવચિત્ બીજા લેખો હોય છે તો તેમાં કોઈ એવો
લેખ નથી હોતો કે જે લેખ મુમુક્ષુ જીવોને નિઃસંદેહપણે આત્મહિતનો માર્ગ દર્શાવી શકે. તે બધા પત્રોથી આ
માસિકની રીત તદ્ન જુદી જ છે. આ પત્રમાં એક માત્ર તત્ત્વજ્ઞાનના જ વિષયો અને તે પણ ચાલુ ઘરગથ્થું
ભાષામાં આપવામાં આવે છે; અને તેથી સત્ધર્મની પ્રભાવના સારી રીતે ચાલી છે.
[] જૈન શાસનનું તત્ત્વજ્ઞાન ઘણું વિશાળ છે, તેના અનેક વિષયો આત્મધર્મમા આવી ગયા છે, તેમાંથી
કેટલાકની યાદી નીચે મુજબ છે.
(૧) દ્રવ્ય–ગુણ–પર્યાયનું સ્વરૂપ.
(૨) નિશ્ચય–વ્યવહારનું સ્વરૂપ.
(૩) વિશ્વનું સંપૂર્ણ વ્યવસ્થિતપણું છે અર્થાત્ દરેક દ્રવ્યના ક્રમબદ્ધ પર્યાય છે, તેનું સ્વરૂપ.
(૪) વિશ્વના દરેક પદાર્થની સંપૂર્ણ સ્વતંત્રતા.
(૫) ઉપાદાન નિમિત્તનું સ્વરૂપ.
(૬) સમ્યગ્દર્શન તે જ ધર્મનું મૂળ છે, તે સમ્યગ્દર્શનનું સ્વરૂપ.
(૭) મિથ્યાત્વ તે જ સંસારનું મૂળ છે, તે મિથ્યાત્વનું સ્વરૂપ.
(૮) જીવ પોતે જ સ્વભાવને ભૂલીને અનાદિથી અવિ–દ્યાને સેવતો આવે છે, તેથી જ સંસારમાં રખડે
છે, છતાં તે કર્મ વગેરે બીજા પદાર્થો ઉપર દોષ નાંખે છે.
(૯) પુણ્યનું સ્વરૂપ; પુણ્ય તે ધર્મ નથી તેમ જ તે ધર્મનું કારણ પણ નથી.
(૧૦) વ્યવહાર કરતાં કરતાં કદી નિશ્ચયધર્મ પ્રગટે નહિ.
(૧૧) આત્મા પરનું કાંઈ કદી કરી શકતો નથી.
(૧૨) જડકર્મ પરદ્રવ્ય છે તે આત્માને લાભ કે નુકશાન કરી શકે નહિ. જડ કે ચેતન કોઈ પણ પર
વસ્તુને આત્માને લાભ નુકશાન કરી શકે નહિ.
(૧૩) શરીર સાથેની એકત્વબુદ્ધિના કારણે જ પુણ્યથી લાભ થાય એવી જૂઠી માન્યતાના કારણે જ જીવ
પોતાથી દુઃખી થઈ રહ્યો છે, જડકર્મો તેને દુઃખ દેતાં નથી.
(૧૪) ધન, સ્ત્રી, પુત્ર, તેમજ બહારની કહેવાતી સવગડો વગેરેથી જીવ સુખી થતો નથી તેમજ તેના અભાવમાં
અથવા તો બહારની કહેવાતી અગવડોથી જીવ દુઃખી થતો નથી, પણ પોતાના અજ્ઞાનભાવથી જ તે દુઃખી થઈ રહ્યો છે.
(૧૫) ધર્મ ક્યાં થાય? અને કેવી રીતે થાય? અધર્મ ક્યાં થાય અને કેવી રીતે થાય?

PDF/HTML Page 7 of 37
single page version

background image
: ૨૬ : બ્રહ્મચર્ય અંક : આત્મધર્મ: ૬૨
(૧૬) ક્રિયા કેટલા પ્રકારની છે? અને તેમાંથી કઈ ક્રિયા ધર્મની છે?
(૧૭) જીવ બોલી શકે નહિ, શરીરને હલાવી ચલાવી શકે નહિ, શરીર વગેરે કોઈ પર વસ્તુની ક્રિયાને
આત્મા નિશ્ચયથી કે વ્યવહારથી કોઈ રીતે કરી શકતો નથી.
(૧૮) પુણ્યનું કાર્યક્ષેત્ર કેટલું?
(૧૯) જડ કર્મના અહિંસાનું યથાર્થ સ્વરૂપ.
(૨૦) હિંસા અને અહિંસાનું યથાર્થ સ્વરૂપ.
(૨૧) ઉત્તમ ક્ષમા, ત્યાગ, તપ, બ્રહ્મચર્ય વગેરે ધર્મનું સ્વરૂપ.
(૨૨) ધર્મ તો આત્મનો જ શુદ્ધ પર્યાય છે અને તે આત્માને ઓળખીને તેમાં લીન થવાથી જ થાય છે,
બીજી કોઈ રીતે થતો નથી.
(૨૩) અનેકાન્તવાદનું અને એકાંતવાદનું યથાર્થ સ્વરૂપ શું? અનેકાંતનું પ્રયોજન શું?
(૨૪) તીર્થંકર ભગવંતોએ શું કર્યું અને શું કહ્યું?
(૨૫) જગતમં ધર્મના નામે ચાલતા મતોને તત્ત્વજ્ઞાનની કસોટી ઉપર ચડાવ્યા સિવાય તેમનો સમન્વય
કરવાની ચાલી રહેલી મનોવૃત્તિ તે માત્ર ગૃહીતમિથ્યાત્વનું પોષણ જ છે, તે કોઈને લાભદાયક નથી.
એ વગેરે અનેક પ્રકારના વિધવિધ વિષયો ખાસ શૈલિથી સરળ રીતે પ્રસિદ્ધિ પામ્યા છે. અને તે દરેક લેખોનો
સાર એ હોય છે કે પોતાના આત્મ સ્વભાવની સાચી ઓળખાણ કરવી. ‘આત્મધર્મ’ માસિક તેના નામ પ્રમાણે પાને
પાને આત્માનો ધર્મ બતાવે છે. સંસાર–પોષક લખાણ તેમાં હોતું નથી, સંસારની ઝંઝટોથી તે સદા અલિપ્ત રહે છે.
(૩) આ કળિકાળમાં ધર્મના નામે, વેષને નામે, દેશની સેવાના નામે, ત્યાગના નામે–વગેરે અનેક પ્રકારે
જુઠ્ઠી માન્યતાઓ પોષાય છે એ જાણીતું છે. આત્માર્થી જીવો તે પાખંડોથી બચે, ધર્મના નામે પાલતા પાખંડો બંધ
થાય અને જગતના પદાર્થોનું તથા આત્માના ધર્મનું સાચું સ્વરૂપ શું છે તે લોકો જાણે–અને તેઓ ધર્મનું સ્વરૂપ
પામે–એ જ આ માસિકનો હેતું છે; તેથી યથાર્થ વસ્તુ સ્વરૂપ બતાવનાર લેખો જ તેમાં આપવામાં આવે છે; તેમાં
કોઈ પણ વ્યક્તિની નિંદા કે અંગત ટીકા બિલકુલ કરવામાં આવતી નથી. માત્ર સત્ય સ્વરૂપ શું છે અને અસત્ય
શું છે તેનું વિવેચન કારણો સહિત યુક્તિ અને આગમના આધારે આપવામાં આવે છે.
(૪) ‘આત્મધર્મ’ એ કોઈ લૌકિક છાપું નથી, તેમ જ ધર્મના નામે ચાલી રહેલા અન્ય છાપાઓ કરતાં
પણ તે જુદી જાતનું છે. તેમાં જે કાંઈ પીરસવામાં આવે છે તે સત્ તત્ત્વના નમૂનારૂપ હોય છે. આ પત્રમાં જે
કાંઈ છપાય છે તે, જો કે પૂ. ગુરુદેવશ્રીના મુખથી નિરંતર જે વ્યાખ્યાનો થાય છે તેનો અંશમાત્ર જ છે, તોપણ
તેટલામાં ઘણું તત્ત્વ ભરેલું હોય છે. માટે અન્ય છાપાઓની જેમ આ પત્રને જેમ તેમ ન વાંચતાં તેના દરેક
વાક્યના ભાવ સમજીને વાંચવાની ખાસ ભલામણ છે.
(૫) પોતાને સુધારક માનતા કેટલાક ભાઈઓ પોતે દેશસેવા કરી રહ્યા છે–એમ માને છે અને તે
દેશસેવાને જ ધર્મ માનીને ધર્મના નામ તરફ સૂગ ધરાવે છે, તેઓ પણ આ પત્રને થોડો કાળજીપૂર્વક અને
તુલનાશક્તિથી વાંચીને અભયાસ કરે તો તેમની ધર્મ પ્રત્યેની સૂગ ટળી જઈને પરમસત્ય સ્વરૂપની રુચિ થયા
વગર રહે નહિ. માટે તેવા ભાઈઓને આ પત્રનો અભ્યાસ કરવાની નમ્ર ભાવે સૂચના છે.
(૬) કોઈ પણ જીવ ગમે તેને ગમે તેવો અભિપ્રાય ધરાવવા સ્વતંત્ર છે; તેથી કેટલાક નાસ્તિક જેવા
લોકો સત્ ધર્મને હંબગ (Humbug) માને છે, તેમને પણ ખાસ સૂચના છે કે–તમે વસ્તુસ્વરૂપનો અભ્યાસ
કરો. વસ્તુ સ્વરૂપના યથાર્થ જ્ઞાનવિના કોઈ જીવ કદી પણ સુખી થાય નહિ. જૈનધર્મ એ કોઈ વાડો કે કલ્પિત
મત નથી પણ વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ તે બતાવે છે, એટલે જૈનધર્મ તે વસ્તુસ્વભાવ જ છે. વસ્તુ સ્વરૂપન
અભ્યાસ વગર તમે સુખી થવા માગો છો, પણ તે બનવું અશક્ય છે.
(૭) વર્તમાન કેળવણી કેટલાક જુવાનોના મગજમાં એવા પ્રકારની ધૂન પેદા કરે છે કે ‘અમે ઘણા ડાહ્યા
છીએ’ અને જેઓએ તેમના જેવી કેળવણી લીધી ન હોય તે મૂર્ખ છે, એમ તેઓ માને છે. વળી તેઓ માને છે કે
ધર્મનો અભ્યાસ તો નવરા લોકો માટે છે અને આપણું કાર્ય તો જગતમાં આગળ વધીને ધનની પ્રાપ્તિ શી રીતે
થાય અને આપણા દેશની ધનસંપતિ શી રીતે વધે–તેના ઉપાયો કરવાનું છે એમ માનીને તે સંબંધી વાતો અને
ચર્ચાઓ કર્યા કરે છે; એટલે ધર્મ તો જાણે કે નકામી વસ્તુ હોય, અને તેના વગર જ સુખી થઈ શકાતું હોય એમ

PDF/HTML Page 8 of 37
single page version

background image
: માગશર: ૨૪૭૫ બ્રહ્મચર્ય અંક : ૨૭:
તેમને લાગે છે. તેમની એ માન્યતા અને વિચારો કેટલા જુઠ્ઠા છે તે આ પત્ર બતાવે છે. ધર્મનો અભ્યાસ માત્ર
વૃદ્ધ કે નવરાનું કાર્ય નથી પણ ધર્મ તો દરેક જીવનું કર્તવ્ય છે; જે કોઈ જીવ સુખી થવા માંગતા હોય તે દરેકનું
પછી ભલે તે વૃદ્ધ હો કે બાળક હો, પુરુષ હો કે સ્ત્રી હો, કરોડપતિ હો કે નિર્ધન હો, ભણેલ હો કે અભણ હો તે
દરેકનું, એ જ કર્તવ્ય છે. –એમ આ પત્ર સચોટ રીતે સાબિત કરે છે. અને સાથે સાથે એ પણ સમજાવે છે કે ધર્મ
એ આત્માની ચીજ છે, તેથી તેની શરૂઆત પણ આત્મમાથી જ થાય છે, કોઈ બાહ્ય ક્રિયાઓ વડે તેની શરૂઆત
થતી નથી. માટે સર્વે યુવકો પણ આ માસિક વાંચે અને પોતાની તુલનાશક્તિ વડે સત્ય–અસત્યનો તેઓ નિર્ણય
કરે તો તેમને લાભ થશે... અને જીવનમાં બકી રહી જતું સૌથી મોટું કર્તવ્ય તેમને સમજાશે.
(૮) જો કે ધર્મના નામે આજે જગતમાં ધતિંગો ઘણા ચાલે છે અને આ આર્યદેશ બાહ્યવેષ દેખીને
જેટલો ઠગાય છે તેટલો બીજે ક્યાંય ઠગાતો નથી–એ વાત સત્ય છે, છતાં પણ તેથી એમ મની લેવું કે
‘જગતમાંથી સત્ય ધર્મનો સર્વથા લોપ થઈ ગયો છે અને સર્વ સ્થળે ધતિંગ જ ચાલે છે’ –એ પણ મહાન ભૂલ
છે. આ કાળે પણ સત્ય ધર્મનો સર્વથા લોપ નથી થયો. માટે ધીરજથી સત્ય–અસત્યની પરીક્ષા કરતાં શીખવું
જોઈએ. માટે સર્વ લોકો આ પત્રનો અભ્યાસ નિમિત્તપણે એક સાથે એક વર્ષ સુધી રાખે અને સત્ય–અસત્યની
પરીક્ષા કરે–એવી તેમના પ્રત્યે નમ્ર ભાવે વિનંતી છે.
(૯) અત્યાર સુધી ઘણા જિજ્ઞાસુ જીવો આ પત્રનો લાભ લે છે અને તેનાથી સત્ધર્મનો સારો પ્રચાર
થયો છે, છતાં પણ આ પત્રનો જેટલો વિશાળ પ્રચાર અને ફેલાવો થવો જોઈએ તેટલો હજુ થયો નથી; તે માટે
આ પત્રના ગ્રાહકો વધવાની જરૂર છે. આત્મધર્મના હરેક ગ્રાહકો તથા વાંચકોએ તેમજ ધર્મ પ્રેમી ભાઈ–બહેનોએ
તે માટે પ્રયાસ કરવાની જરૂર છે. દરેક ગ્રાહકોને વાંચકોની ફરજ છે કે તેમણે આ પત્રના ફેલાવા માટે બને તેટલો
પ્રયત્ન કરવો. અને પોતાના સંબંધીઓને તે પત્ર વાંચવાની ભલામણ કરીને તેમને સત્યધર્મ પ્રત્યે પ્રેરવા.
(૧૦) ‘આત્મધર્મ નહિ વાંચનારાઓ સંબંધી કહ્યા બાદ હવે, જેઓ આત્મધર્મનું વાંચન કરે છે તેવા
જિજ્ઞાસું વાંચકોને એક અગત્યની ભલામણ કરવાની છે કે–જૈનદર્શન એવું ગંભીર છે કે જ્ઞાની પુરુષના સીધા
સંસર્ગ વગર કોઈ જીવ તેના રહસ્યને પામી શકે નહિ એથી શાસ્ત્રોમાં દેશના લબ્ધિનું વર્ણન આવે છે. શ્રીમદ્
રાજચંદ્રજીના શબ્દોમાં કહીએ તો ‘પાવે નહિ ગુરુગમ વિના, એહી અનાદિ સ્થિત’ –અનાદિથી એવી જ વસ્તુ
સ્થિતિ છે કે ગુરુગમ વગર એટલે કે દેશન લબ્ધિ વગર કોઈ જીવ ધર્મ પામી શકે નહિ. અને એ દેશનાલબ્ધિ
માત્ર શાસ્ત્ર વગેરેના વાંચનથી કોઈ જીવ પામી શકે નહિ; પણ જ્ઞાની પુરુષના ઉપદેશનું સીધું શ્રવણ કરે તો જ
દેશનાલબ્ધિ પામે; માટે ધર્મના અભિલાષી જીવોએ એકવાર તો અવશ્ય સત્સમાગમ કરીને સદ્ગુરુગમે
દેશનાલબ્ધિ પ્રાપ્ત કરવી જોઈએ. પોતાની મેળે શાસ્ત્રનું વાંચન કરવાથી વર્ષો સુધી જે કાર્ય નહિ થાય તે કાર્ય
સત્પુરુષના પ્રત્યક્ષ સમાગમે અલ્પકાળમાં થઈ જશે... માટે, માત્ર આત્મધર્મ વાંચીને જ સંતોષ ન માનતાં વિશેષ
સ્પષ્ટ સમજવા માટે પૂજ્ય ગુરુદેવશ્રીની અમૃતવાણીનું સીધેસીધું પાન કરવા આગ્રહ ભરી ભલામણ છે જ્ઞાની
પુરુષના શ્રીમુખથી આધ્યાત્મિક ઉપદેશનું સાક્ષાત્ શ્રવણ કરવું તે જ આત્માર્થીઓને કલ્યાણનું મુખ્ય કારણ છે.
એક વખત તો સત્ની રુચિપૂર્વક ચૈતન્યમૂર્તિ જ્ઞાની પુરુષ પાસેથી અવશ્ય શ્રવણ કરવું જોઈએ, તેમ કરવાથી જ
આત્મામાં સત્નું પરિણમન થાય છે.
રામજી માણેકચંદ દોશી
બ્રહ્મચર્ય વિશેષાંક
સોનગઢમાં પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી પાસે છ
બાલકુમારિકા બેનોએ આજીવન–બ્રહ્મચર્યપ્રતિજ્ઞા અંગીકાર
કરી. તે શુભ પ્રસંગની યાદગીરી તરીકે શ્રી જૈન સ્વાધ્યાય
મંદિર ટ્રસ્ટ તરફથી ‘આત્મધર્મ’ ના આ અંકના પાનાં વધારીને
ખાસ ‘બ્રહ્મચર્ય વિશેષાંક’ તરીકે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.
ઉપરના કારણે આ અંક મોડો પ્રસિદ્ધ થવા પામ્યો છે.

PDF/HTML Page 9 of 37
single page version

background image
: ૨૮: બ્રહ્મચર્ય અંક : આત્મધર્મ: ૬૨
સાચું બ્રહ્મચર્ય જીવન કોણ જીવી શકે?

બ્રહ્મચારી એટલે શું?
બ્રહ્મચારી એટલે આત્માનો રંગી અને વિષયોનો ત્યાગી.
વિષયોનો ત્યાગી કોણ થઈ શકે?
જે વિષયોમાં સુખ ન માનતો હોય તે.
વિષયોમાં સુખ કોણ ન માને?
જેને વિષયોથી રહિત આત્માના સુખનું ભાન અને રુચિ થઈ હોય તે.
જેમ એક સ્પર્શેન્દ્રિયના વિષયમાં સુખ નથી તેમ પાંચ ઈન્દ્રિયો સંબંધી કોઈ પણ વિષયોમાં આત્માનું સુખ નથી; એમ
જાણીને સવ વિષયોમાંથી સુખબુદ્ધિ ટળે અને સર્વ વિષયોરહિત અસંગી આત્મસ્વભાવની રુચિ થાય તે જ જીવ વાસ્તવિક
બ્રહ્મચર્ય જીવન જીવે છે. એટલે ખરેખર જેટલો જેટલો આત્મિક સુખનો અનુભવ છે તેટલે તેટલે અંશે બ્રહ્મચર્યજીવન છે.
બીજી રીતે કહીએ તો બ્રહ્મસ્વરૂપ આત્મામાં જેટલે અંશે ચર્ચા (–પરિણમન) હોય તેટલું બ્રહ્મચર્યજીવન છે. અને જેટલી
બ્રહ્મામાં ચર્યા હોય છે તેટલો પરવિષયોનો ત્યાગ હોય છે ને બાહ્યમાં પણ તે તે પ્રકારના વિષયોનો સંગ હોતો નથી.
શ્રી આત્મઅવલોકનમાં શીલની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે– ‘પોતાના ચેતનસ્વભાવને શીલ કહે છે. તે
પોતાના સ્વભાવની અન્ય પરભાવરૂપ નારી પ્રત્યે વિરક્તતા (અર્થાત્ તેનો ત્યાગ) અને પોતાના સ્વભાવમાં
સ્થિરતા તે જ શીલપાલન છે.’
–પણ જે જીવ પરવિષયોથી કે પરભાવોથી સુખ માનતો હોય તે જીવને બ્રહ્મચર્ય જીવન હોય નહિ; કેમકે
તેને વિષયોના સંગની રુચિ પડી છે. પછી ભલે તે જીવ શુભરાગ વડે કદાચ સ્ત્રીસંગ કે પુરુષસંગ ન કરતો હોય,
પણ અમુક શબ્દથી કે મૂર્તિ વગેરે અમુક રૂપથી ઈત્યાદિ કોઈ પણ વિષયથી મને સુખ થાય કે તેના નિમિત્તથી મને
જ્ઞાન થાય એવી જેની દ્રષ્ટિ છે તેને પરવિષયોની રુચિ જ છે અને તેથી તેને વાસ્તવિક બ્રહ્મચર્ય હોતું જ નથી.
આથી, તત્ત્વજ્ઞાનને અને બ્રહ્મચર્યને મેળ સિદ્ધ થયો; કેમકે જે જીવને તત્ત્વજ્ઞાન હોય–આત્માની રુચિ હોય
તે જીવ કદી કોઈ પણ પરવિષયમાં સુખ માને નહિ, એટલે રુચિમાં–શ્રદ્ધામાં–દ્રષ્ટિમાં તો તેણે પોતાના આત્મ
સ્વભાવનો સંગ કરીને સર્વ પર વિષયો નો સંગ છોડી દીધો છે, તેથી તે જીવ રુચિ–શ્રદ્ધાથી તો બ્રહ્મચર્ય જીવન
જ જીવે છે. અને પછી સ્વભાવની રુચિના જોરે તે સ્વભાવમાં લીનતા કરતાં જેમ જેમ રાગાદિ પરપરિણતિ
ટળતી જાય છે તેમ તેમ તેના નિમિત્તભૂત બાહ્ય વિષયો પણ સ્વયમેવ છૂટતા જાય છે, ને એ ક્રમથી આત્મિક
બ્રહ્મચર્ય જીવનમાં આગળ વધતાં તે જીવ પોતે પૂર્ણ બ્રહ્મસ્વરૂપ પરમાત્મા થઈ જાય છે.
શરીરના સ્પર્શમાં જેને સુખની માન્યતા ટળી ગઈ હોય તે જ તેનાથી વિરક્ત થઈને બ્રહ્મચર્ય જીવન જીવી
શકે. હવે જેને શરીરના સ્પર્શ–વિષયમાંથી સુખબુદ્ધિ ટળી ગઈ હોય તે જીવને શબ્દ, રૂપ, રસ, ગંધ કે વર્ણ વગેરે
વિષયોમાંથી પણ સુખબુદ્ધિ અવશ્ય ટળી ગઈ હોય. એક પણ ઈન્દ્રિયમાંથી જેને ખરેખર સુખબુદ્ધિ ટળે તેને પાંચે
ઈન્દ્રિયમાંથી સુખબુદ્ધિ ટળે. હવે પાંચે ઈન્દ્રિય–વિષયોમાંથી સુખબુદ્ધિ તેને જ ટળે કે જેણે સત્પુરુષના ઉપદેશના
શ્રવણપૂર્વક, પાંચ ઈન્દ્રિયોના વિષયોથી પાર અતીન્દ્રિય આત્માનું સુખ લક્ષગત કર્યું હોય અને અંતરમાં તેની
રુચિ થઈ હોય; એવો જીવ જ યથાર્થપણે ઈન્દ્રિય વિષયોથી વિરક્ત થઈને બ્રહ્મચર્ય જીવન જીવી શકે.
આત્માના લક્ષ વગર સ્પર્શેન્દ્રિયના વિષયને છોડીને કોઈ જીવ શારીરિક બ્રહ્મચર્ય તો પાળે પણ
કડવાશમાં દુઃખ અને લાડવા ખાવામાં આનંદ–સુખ માને તો તેણે ‘રસ’ સાથે વિષય કર્યો છે એટલે તેનું ખરેખર
બ્રહ્મચારીજીવન નથી પણ વિષયી જીવન છે.
તેવી રીતે, દુર્ગધમાં દુઃખ અને સુગંધમાં સુખ માને તો તેણે ‘ગંધ’ સાથે વિષય કર્યો છે.
તેમ, સ્ત્રી આદિની આકૃતિને કારણે વિકાર થવાનું માને અને ભગવાનની મુર્તિ વગેરેના કારણે
વીતરાગતા થવાનું માને, અગર તે રૂપને લીધે જ્ઞાન થયું એમ માને તો તેણે ‘રૂપ (વર્ણ)’ સાથે વિષય કર્યો છે.
વળી, નિંદા વગેરેના શબ્દો દ્વેષ કરાવે અને પ્રશંસાના શબ્દો રાગ કરાવે અથવા દેવ–ગુરુની વાણીથી મને
જ્ઞાન થાય–એ જેણે માન્યું છે તેણે ‘શબ્દ’ સાથે વિષય કર્યો છે.

PDF/HTML Page 10 of 37
single page version

background image
: માગશર: ૨૪૭૫ બ્રહ્મચર્ય અંક : ૨૯:
અને બ્રહ્મચર્યના નામે જેને માન પોષવાની કે બીજી કોઈ વસ્તુની રુચિ હોય તો તે જીવે ‘માન’ સાથે
વિષય કર્યો છે.
ઉપર પ્રમાણે જે જીવની પરિણતિ પોતાના સ્વઘરને છોડીને પર ઘરમાં ભમે છે–આત્મવિષય છોડીને
પરવિષયોમાં એકતા કરે તે જીવ ખરેખર બ્રહ્મચારી નથી પણ અબ્રહ્મચારી છે. સમ્યગ્દર્શન સ્વદ્રવ્યને વિષય
કરનાર છે. જે સ્વદ્રવ્યને વિષય કરે તેને જ પરદ્રવ્ય સાથેનો વિષય ટળે; જે સ્વદ્રવ્યને વિષય ન કરે ને પરદ્રવ્ય
સાથે જ વિષય કરે તેને કદી વિષય ટળે નહિ અને બ્રહ્મચર્યજીવન થાય નહિ.
કોઈ જીવ શુભરાગના વેગવડે બાહ્ય ત્યાગી–દ્રવ્યલિંગી તો થઈ જાય પણ એમ માનતો હોય કે ‘મને
નિમિત્તથી લાભ–નુકશાન થાય, અથવા તો જે પુણ્યની વૃત્તિ થાય છે તે મને ધર્મનું કારણ છે’ –તો તે જીવે પર
વિષયોનો અને પર ભાવનો સંગ જરા પણ છોડ્યો નથી, ને તેને આત્મિકબ્રહ્મચર્ય જરા પણ પ્રગટ્યું નથી.
પુણ્યભાવ તો પર વિષયોના લક્ષે જ થાય છે, તે પુણ્યને જેણે ધર્મ માન્યો તેને ખરેખર પરવિષયોમાં સુખ છે–
એમ જ માન્યું છે, તેથી તેને અંતરમાં પરવિષયોનો સંગ છોડવાની રુચિ નથી પણ પરવિષયોનો સંગ કરવાની
રુચિ છે પરવિષયોનો સંગ કરવાની રુચિ તે અબ્રહ્મચર્ય જ છે.
પરવિષયોથી મને કાંઈ પણ થાય એમ જે માને તે જીવ તે પદાર્થોની અનુકૂળતામાં સુખ માન્યા વગર રહે
નહિ. જે જીવ દેવ–ગુરુ–શાસ્ત્રથી આ આત્માને લાભ થાય એમ માને તે જીવને દેવ–ગુરુ–શાસ્ત્રના વિષયને
છોડવાની રુચિ નથી પણ દેવ–ગુરુ–શાસ્ત્રના વિષય કરવાની રુચિ છે. જેમ સ્ત્રી વગેરેમાં સુખબુદ્ધિ તે વિષય છે
તેમ દેવ–ગુરુ–શાસ્ત્ર પણ પરવિષય છે તેમાં સુખબુદ્ધિ તે પણ વિષય જ છે. –એમ અશુભ છે ને બીજો શુભ છે
એટલું જ. પરંતુ છે તો બંને વિષય, એક અબ્રહ્મના જ તે બે પ્રકાર છે.
મારા અસંગ ચૈતન્યતત્ત્વને કોઈ પર દ્રવ્યનો સંગ જરા પણ નથી, પર દ્રવ્યના સંગથી મારામાં સુખ નથી
પણ પર દ્રવ્યના સંગ વગર જ મારા સ્વભાવથી મારું સુખ છે–એમ જે જીવે પોતાના અતીન્દ્રિય આત્મસ્વભાવની
રુચિ અને લક્ષ કર્યું છે તથા સર્વ ઈન્દ્રિય વિષયોની રુચિ છોડી છે તે ભવ્ય જીવ ખરું આત્મજીવન બ્રહ્મજીવન જીવે
છે. –એવા સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા ભગવાન સમાન છે–એમ જ્ઞાનીઓ કહે છે.
આ શરીર તો કાષ્ટની પૂતળી સમાન જડ છે ને ચૈતન્યમુર્તિ આત્મા તેનાથી જુદો છે એમ જાણે–એટલે કે
શરીર અને આત્માનું ભેદજ્ઞાન કરે તેને ભગવાન સમાન કહેવાય છે, બીજાના સુંદર શરીર દેખવાને કારણે તેને
લેશ પણ વિકાર થતો નથી. એટલે તેમાં આત્માના લક્ષે બ્રહ્મચર્ય પાળવાનું જ આવ્યું. બાકી શરીરના લક્ષે
શુભભાવરૂપ બ્રહ્મચર્ય રાખે ને વિષય ઈચ્છા ન કરે તે પુણ્ય–બંધનું કારણ છે, પણ માત્ર એવું શુભભાવરૂપ
બ્રહ્મચર્ય પાળનારને ‘ભગવાન સમાન’ કહ્યો નથી.
આ રીતે ખરેખર આત્મસ્વભાવની રુચિની સાથે જ બ્રહ્મચર્ય વગેરે સર્વ ગુણોના બીજડાં પડેલા છે, ને
જેમ જેમ તે રુચિનો વિકાસ થતો જાય છે તેમ તેમ આત્મિક બ્રહ્મચર્ય, અહિંસા વગેરે ગુણો પણ વિકસતા જાય
છે. માટે સાચું બ્રહ્મચર્ય જીવન જીવવાના અભિલાષી જીવોનું પહેલું કર્તવ્ય એ છે કે, સર્વે પર વિષયોથી ખાલી ને
અતીન્દ્રિય સુખથી ભરપૂર એવા પોતાના આત્મસ્વભાવની રુચિ કરવી, તેનું લક્ષ કરવું અને તેનો અનુભવ
કરીને તેમાં તન્મય થવાનો પ્રયત્ન કરવો.
એ પ્રકારે બ્રહ્મચર્યજીવન જીવનાર અવશ્ય ‘પરમ બ્રહ્મ’ થઈ જાય છે.
જોઈએ છે
એક એવા ધર્મપ્રેમી, ઉત્સાહી જૈન યુવકની તાત્કલિક જરૂર છે કે જે
પૂ. સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીના પ્રવચનો ઝડપથી (અગર તો ગુજરાતી શોર્ટહેન્ડ દ્વારા)
લખી શકે. પગાર લાયકાત મુજબ: (ઉમેદવારને ગુજરાતી શોર્ટહેન્ડ શીખવાની ઈચ્છા હશે
તો તે માટેના ખર્ચની વ્યવસ્થા કરી આપવામાં આવશે.) તુરત લખો અગર મળો–
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ (કાઠિયાવાડ)

PDF/HTML Page 11 of 37
single page version

background image
: ૩૦ : બ્રહ્મચર્ય અંક : આત્મધર્મ: ૬૨
વીર સં: ૨૪૭૫ના કારતક સુદ ૧૩ ને રવિવારના દિવસે સોનગઢમાં છ કુમારી બેનોએ એક સાથે બ્રહ્મચર્ય લીધું તે શુભ પ્રસંગે
બેનો માટે ઉપર્યુક્ત બ્રહ્મતર્ય–આશ્રમની સ્થાપના થઈ છે, ને તેમાં મુમુક્ષુઓએ નીચે પ્રમાણે રકમો ભેટ આપી છે.
“સનાતન જૈન કુમારી બ્રહ્મચર્ય આશ્રમ”
૨૫૦૧–ઝવેરી નાનાલાલ કાળીદાસ જસાણી રાજકોટ ૫૧–કંચનબેન (ચુડગર મગનલાલ ત્રિભુવનદાસ) વઢવાણ
૨૫૦૧–જડાવબેન નાનાલાલ જસાણી ,, ૫૧–છોટાલાલ મોહનલાલ ,,
૫૦૧–કુસુમબેન માણેકલાલ ચુનીલાલ (J.P.) ૫૧–ગુલાબબેન જામનગર
૫૦૧–શારદાબેન (જગજીવન ચતુરભાઈ) વઢવાણ ૫૧–રતીલાલ લક્ષ્મીચંદ ,,
૫૦૧–મુક્તાબેન (જગજીવન બાઉચંદ) સાવરકુંડલા ૫૧–કાશીબેન કરાંચીવાળા
૨૫૧–શેઠ નેમિદાસ ખુશાલદાસ પોરબંદર ૫૧–ગંગાબેન–ખુશાલદાસ મોતીચંદભાઈ સોનગઢ
૨૫૧–,, નેમિદાસ ખુશાલદાસના ધર્મપત્ની કંચનબેન ,, ૫૧–દોશી જગજીવન બાઉચંદના માતુશ્રી સાવરકુંડલા
૨૫૧–શેઠ ખીમચંદ જેઠાલાલ રાજકોટ ૫૧–ધોળકીયા નંદલાલ મગનલાલ સુરત
૨૫૧–કંચનબેન (શાહ છોટાલાલ ડામરશી) ધાંગ્રધ્રા ૫૧–શેઠ સાકળચંદ મોતીચંદ ધાંગધ્રા
૨૦૧–કાંતાબેનના બેનો તરફથી અમરેલી ૫૧–ઝબકબેન દામનગરવાળા
૧૫૧–શેઠ પ્રેમચંદ મહાસુખરામ અમદાવાદ ૫૧–રતીલાલ ખીમચંદ હા. ઘેલીબેન વઢવાણ
૧૫૧–ઝોબાલીયા છોટાલાલ નારણદાસ રાણપુર ૫૧–ગોરધન ફૂલચંદ ઈજનેર જુનાગઢ
૧૦૧–મણીબેન (શેઠ ભગવાનલાલ રણછોડના માતૃશ્રી) ૫૧–ધામી ભાણજી આણંદજી મહુવા
૧૦૧–નર્મદાબેન (શેઠ ભગવાનલાલ રણછોડના બેન) ૫૧–કસુંબાબેન વાઘજી ગુલાબચંદ મોરબી
૧૦૧–કાશીબેન દલીચંદ મોદી ૫૧–મોદી હરગોવિંદ દેવચંદ સોનગઢ
૧૦૧–સંઘવી નાનાલાલ જગજીવન મોરબી ૫૧–વિજ્યાબેન હરગોવિંદ મોદી સોનગઢ
૧૦૧–ઝબકબેન (રસિકલાલ ત્રંબકલાલના માતૃશ્રી) રાજકોટ ૫૧–શેઠ લાલજી વાલજીભાઈ ઝવેરી લાઠી
૧૦૧–વસુમતીબેન ચીમનલાલ મણીયાર ૫૧–શેઠ તલકચંદ અમરચંદ લાઠી
૧૦૧–જયાકુંવરબેન લીલાધર પારેખ રાજકોટ ૫૧–શેઠ જીવણલાલ મૂળજીભાઈ વઢવાણ
૧૦૧–રામજીભાઈ માણેકચંદ દોશી ,, ૫૧–છોટાલાલ સુંદરજી પોરબંદર
૧૦૧–શેઠ ગીરધરલાલ મનસુખલાલ ૫૧–શેઠ લાલજીભાઈના ધર્મપત્ની લાઠી
૧૦૧–ઝીણીબેન પોરબંદર ૫૧–શેઠ નારણદાસ કરસનજીના પુત્રીઓ રાણપુર
૧૦૧–શેઠ મોહનલાલ વાઘજીભાઈ ૩૧–હીરાબેન મૂળચંદ
૧૦૧–ડાહીબેન હઃમોહનલાલ વાઘજીભાઈ ૨૫–નાગરદાસ બેચરદાસ કુંડલા
૧૦૧–શેઠ છોટાલાલ રાયચંદ ચૂડા ૨૫–કાંતાબેન દવે ,,
૧૦૧–કાંતાબેન (માણેકચંદ ત્રીભોવનદાસ) અમરેલી ૨૫–ઉજમબેન જામનગર
૧૦૧–શેઠ રમણલાલ ભોગીલાલ અમદાવાદ ૨૫–પટેલ શીવાભાઈ નારણભાઈ ,,
૧૦૧–,, ફૂલચંદ ચતુરભાઈના ધર્મપત્ની દીવાળીબેન વઢવાણ ૨૫–જયાબેન ગુલાબચંદ કુંડલા
૧૦૧–શેઠ તલકશી માણેકચંદના ધર્મપત્ની મણીબેન ,, ૨૫–ડો. વી. પી. શાહ કુંડલા
૧૦૧–,, નારણદાસ કરશનજીના ધર્મપત્ની સમતાબેન રાણપુર ૨૫–શા. પાનાચંદ ભાઈલાલના માતૃશ્રી બરવાળા
૧૦૧–શેઠ ભગવાનલાલ છગનલાલ ભાવનગર ૨૫–સવિતાબેન દામોદર કુંડલા
૫૧–વિજુબેન ચંદુલાલ મહેતા ,, ૧૦–જગજીવન ગોકળદાસ ચટાઈની કું. પોરબંદર
૫૧–પંડિત શ્રી લાલનજી ,, ૧૦–ભાઈ નારણદાસ મોહનલાલ વઢવાણ
૫૧–મોતીબેન રાયચંદ ચૂડા ૧૧૪૫૭ એકંદર રૂા. અગીયાર હજાર ચારસો સવાસત્તા
(વન–ફંડ ચાલું છે)

PDF/HTML Page 12 of 37
single page version

background image
: માગશર: ૨૪૭૫ બ્રહ્મચર્ય અંક : ૩૧:
શ્રી પદ્મનંદિ આચાર્યદેવ રચિત એકત્વ ભાવના
(અનુષ્ટુપ)
स्वानुभूत्यैव यद्रम्यं रम्यं यच्चात्मवेदिनाम।
जल्पे तत्परमज्योतिखाङ्मानसगोचरम् ।।१।।
અર્થ:– જે સ્વાનુભૂતિથી જ જણાય છે અને વાણી તથા મનથી અગોચર છે તથા આત્માના અનુભવી પુરુષોને
જે રમ્ય છે એવી પરમજ્યોતિનું હું વર્ણન કરું છું.
ભાવાર્થ:– પરમજ્યોતિ એટલે આત્મારૂપી તેજ; તે આત્મારૂપી તેજ અમૂર્તિક ચૈતન્યસ્વરૂપી છે, તેથી મૂર્ત–
ઈન્દ્રિયોવડે કે મનના વિકલ્પોવડે તે જણાતું નથી, સ્વાનુભવથી જ તે જણાય છે અને સ્વાનુભવી પુરુષોને તે રમ્ય છે–
સ્વાનુભવી પુરુષો તેમાં જ રમે છે.
एकत्वैक पदप्राप्तमात्मतत्त्वमवैति यः।
आराध्यते स एवान्यैस्तस्याराध्यतो न विद्रते ।।२।।
અર્થ:– જે કોઈ જીવ, એકત્વસ્વરૂપને પ્રાપ્ત એવા આત્મતત્ત્વને જાણે છે. તેની અન્ય જીવો આરાધના કરે છે,
પરંતુ તે જીવને આધાધ્ય કોઈ નથી.
ભાવાર્થ:– આત્માના અનુભવી ધર્માત્માઓ પોતાના એકત્વસ્વરૂપને જ આરાધે છે, તેનાથી ભિન્ન અન્ય કોઈની
આરાધના તેઓ કરતાં નથી, તેથી તેને આરાધ્ય કોઈ નથી; પણ જગતના અન્ય જીવો તેની આરાધના (ભક્તિ વંદન,
પૂજન) કરે છે.
एकत्वज्ञो बहुभ्योऽपि कर्मभ्यो न विभेति सः।
योगी सुनौगतोऽम्मोधिजलेभ्य इव धीरधी ।।३।।
અર્થ:– જેમ ઉત્તમ નૌકામાં બેઠેલો ધૈર્યવાન અને બુદ્ધિમાન પુરુષ સમુદ્રના પાણીથી ભય પામતો નથી, તેમ–
આત્માના એકત્વસ્વરૂપને જાણનારા યોગીઓ ઘણા કર્મોથી પણ જરા ય ભય પામતા નથી.
ભાવાર્થ:– જેમાં કર્મોનો અને વિકારનો પણ અભાવ છે એવા આત્માના એકત્વસ્વરૂપને જાણનારા યોગીઓને
કર્મોનો ભય ક્યાંથી હોય? જેમ નૌકામાં પાણીનો પ્રવેશ થતો નથી, તેથી નૌકામાં બેઠેલો ધીર અને બુદ્ધિમાન પુરુષ
સમુદ્રના પાણીથી ભયભીત થતો નથી; તેમ આત્મામાં કર્મોનો પ્રવેશ નથી, તેથી આત્માના શુદ્ધ એકત્વસ્વરૂપને
અનુભવનારા જ્ઞાનીઓને કર્મોનો જરા ય ભય હોત નથી.
चैतन्यैकत्व संवितिदुर्लभा सैव मोक्षदा।
लब्धा कथं कथंचिच्चेश्चितनीया मुहुर्मुहुः ।।४।।
અર્થ:– ચૈતન્યના એકત્વની અનુભૂતિ દુર્લભ છે અને તે એકત્વની અનુભૂતિ જ મોક્ષની દાતાર છે; તેથી કોઈ
પણ પ્રકારે ચૈતન્યના એકત્વની અનુભૂતિ પામીને તેનું વારંવાર ચિંતવન કરવું જોઈએ.
ભાવાર્થ:– પરભાવોથી ભિન્ન અને સ્વભાવથી પરીપૂર્ણ એવા આત્માના એકત્વસ્વરૂપનો અનુભવ કરીને વારંવાર
તેનો જ અભ્યાસ કરવો તે મોક્ષનો ઉપાય છે એમ સમજીને મુમુક્ષુઓ કોઈ પણ રીતે તેની જ પ્રાપ્તિનો પુરુષાર્થ કરો.
સમયસારમાં ભગવાન શ્રીકુંદકુંદાચાર્યદેવે પણ કહ્યું છે કે–
‘सुदपरिचिदाणुभुदा सव्वस्सवि कामभोगबंध कहा।
एयत्तस्सुवलंमो णवरि ण सुलहो विभत्तरस ।।५।।
અર્થાત્, સર્વે જીવોએ કામ–ભોગ અને બંધનની કથા તો સાંભળી છે, પરિચય કર્યો છે અને તેનો અનુભવ પણ
કર્યો છે, તેથી તે તો તેમને સુલભ છે, પરંતુ પરથી જુદા આત્માના એકત્વસ્વરૂપની ઉપલબ્ધિ જ કેવળ સુલમ નથી. તેથી
ભવ્ય જીવોએ આત્માના એકત્વ–વિભક્તસ્વરૂપની પ્રાપ્તિ માટે સર્વ પ્રકારે ઉદ્યમ કરવો યોગ્ય છે.
मोक्ष एव सुखं साक्षात्तच्च साध्यं मुमुक्षुमिः।
संसारेऽत्र तुं तन्नरित यदस्ति खलु तन्न तत् ।।५।।
અર્થ:– મોક્ષ એ જ સાક્ષાત્ સુખ છે અને મુમુક્ષુ જીવોને તે જ સાધ્ય છે. અહીં સંસારમાં તે સુખ નથી સંસારમાં
જે છે તે સાચું સુખ નથી–પણ દુઃખ છે.
ભાવાર્થ:– સાક્ષાત્ સુખ મોક્ષદશામાં છે તેથી મુમુક્ષુઓને મોક્ષ જ સાધ્ય છે. શુદ્ધ એકત્વસ્વરૂપ આત્માનો
અનુભવ તે જ મોક્ષનું સાધન છે એમ ઉપરની ગાથામાં જણાવ્યું છે. તે અનુસાર મોક્ષાર્થિઓ આત્મસ્વરૂપના
અનુભવનો પ્રયત્ન કરે.
किंचित्संसार संबंधि बंधुरं नेति निश्चयात्।
गुरुपदेशतोऽम्माकं निःश्रेयसपदं प्रियम ।।६।।

PDF/HTML Page 13 of 37
single page version

background image
: ૩૨: બ્રહ્મચર્ય અંક : આત્મધર્મ: ૬૨
અર્થ:– શ્રી આચાર્યદેવ કહે છે કે, ખરેખર આ સંસાર સંબંધી કાંઈ પણ અમને પ્રિય નથી. અમને તો શ્રી ગુરુના
ઉપદેશથી એક મોક્ષપદ જ પ્રિય છે.
ભાવાર્થ:– શ્રી ગુરુના ઉપદેશથી સાક્ષાત્ સુખસ્વરૂપ મોક્ષનું સ્વરૂપ જાણ્યું છે તે મોક્ષ જ અમને પ્રિય છે, એનાથી
અન્ય કોઈ ભાવો કે કોઈ પદાર્થો આ જગતમાં અમને પ્રિય નથી.
मोहोदयविक्रान्तमपि स्वर्गसुखं चलम्।
का कथाऽपर सौख्यानामलं भवसुखेन मे ।।७।।
અર્થ:– આ સંસારમાં સ્વર્ગસુખ પણ મોહના ઉદયરૂપી ઝેરથી ભરેલું અને નાશવાન છે, તો પછી સ્વર્ગ સિવાયના
બીજા સુખોની તો શું વાત કરવી? એવા સંસારસુખોથી અમને બસ થાવ:– હવે અમારે એવા સંસારસુખ જોઈતા નથી.
लक्ष्यी कृत्य सदात्मानं शुद्धबोधमयं मुनिः।
आस्ते यः सुमतिश्चात्र सोप्युत्र चरन्नपि ।।८।।
અર્થ:– જે મુનિવર આ ભવમાં શુદ્ધ જ્ઞાનસ્વરૂપ આત્માને સદા લક્ષ્ય કરીને રહે છે, ત શ્રેષ્ઠ બુદ્ધિમાન મુનિવર
અન્ય ભવમાં પણ એ જ રીતે આત્માને લક્ષ્ય કરીને રહે છે.
ભાવાર્થ:– સદાય શુદ્ધાત્મસ્વરૂપમાં લક્ષ રાખવાથી આરાધકભાવ અપ્રતિહતપણે ચાલુ રહે છે. માટે સદા
શુદ્ધાત્મસ્વરૂપમાં લક્ષ રાખવું જોઈએ.
वीतरागपथे स्वस्थः प्रस्थितो मुनिपुंगवः।
तस्य मुक्तिसुखप्राप्ते कः प्रत्यूहो जगत्त्रये ।।९।।
અર્થ:– પોતાના એકત્વ આત્મસ્વરૂપમાં સ્થિર થઈને જે મુનિશ્વરોએ વીતરાગમાર્ગમાં પ્રસ્થાન કર્યું છે તેમને
મુક્તિસુખની પ્રાપ્તિમાં વિઘ્ન કરનાર ત્રણ જગતમાં કોણ છે?
ભાવાર્થ:– જે મુનિવરો આત્માના એકત્વસ્વરૂપમાં સ્થિર થઈને વીતરાગભાવ પ્રગટ કરે છે તેઓ તુરત
મુક્તિસુખ પામે છે, તેમાં વિઘ્ન કરનાર ત્રણ જગતમાં કોઈ નથી.
इत्येकाग्रमना नित्यं भावयन् भावनापदम्।
मोक्षलक्ष्मीकटालक्षालिमालापद्मश्च जायते ।।१०।।
અર્થ:– આ પ્રમાણે આ ભાવનાપદોને અર્થાત્ ભાવનાપદોમાં દર્શાવેલા એકત્વસ્વરૂપને એકાગ્રચિત્તથી જે સદાય
ભાવે છે તે મુનિ, મોક્ષલક્ષ્મીના કટાક્ષરૂપ જે ભમરાઓનો સમૂહ તેને માટે ‘પદ્મ’ સમાન થાય છે.
ભાવાર્થ:– જેમ સુગંધી ફૂલ ઉપર ભમરાઓ આકર્ષાઈને આવે છે તેમ, જે જીવ સદાય એકત્વભાવના ભાવે છે તે
જીવને મુક્તિની પ્રાપ્તિ થાય છે. માટે મુમુક્ષુજીવોએ પોતાના એકત્વ સ્વભાવને સમજીને તેની સદાય ભાવના કરવી યોગ્ય છે.
एतद्वर्मफलं धर्मः स चदेस्ति ममामलः।
आपद्यपि कुतश्चिंता मृत्योरपि कुतो भयम् ।।११।।
અર્થ:– આ મનુષ્યભવનું ફળ ધર્મ છે; જો મારો તે ધર્મ નિર્મળપણે વિદ્યમાન છે તો આપતિની પણ શું ચિંતા છે?
ને મૃત્યુનો પણ શું ભય છે?
ભાવાર્થ:– જેણે એકત્વભાવનાવડે પોતના નિર્મળ એકત્વ સ્વરૂપની પ્રાપ્તિ કરી છે તે કૃતકૃત્ય છે, તેને કોઈ
આપત્તિનો કે મૃત્યુનો પણ ભય નથી. ગમે તેવી આપતિ આવે કે મૃત્યુ આવે તોપણ તેઓ પોતાના એકત્વ સ્વભાવની
ભાવનાથી ચ્યુત થતા નથી.
આ એકત્વભાવના–અધિકાર સમજીને આત્માર્થી જીવો પોતાના એકત્વ સ્વરૂપને પ્રાપ્ત કરો.
રાજકોટમાં શ્રી જિનમંદિરનું ખાતમુહૂર્ત
સૌરાષ્ટ્ર દેશમાં સત્ દેવ–ગુરુ–ધર્મની પ્રભાવના દિન–પ્રતિદિન ખૂબ વધતી જાય છે; અને યથાર્થ
તત્ત્વજ્ઞાનમાં હજારો જીવો રસ લઈ રહ્યા છે. લાંબા કાળમાં નજરે નથી પડતી એવી જૈનશાસનની
મહાન પ્રભાવના અત્યારે ઉદય પામી છે. અને સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર શ્રીજિનમંદિર થવા લાગ્યા છે.
સૌરાષ્ટ્રના પાટનગર–રાજકોટ શહેરમાં આસો વદી ૧૧ના મંગળ–દિવસે શ્રીજિનમંદિરનું ખાત–
મુહૂર્ત લગભગ ૫૦૦ ભાઈ–બહેનોના આનંદ અને ઉલ્લાસ વચ્ચે શેઠ શ્રી નાનાલાલભાઈ કાળીદાસ
જસાણીના શુભહસ્તે થયું હતું. શ્રી જિનમંદિરની સાથે સાથે શ્રી સ્વાધ્યાયમંદિરનું પણ ખાતમુહૂર્ત હતું.
ખાતમુહૂર્તનો વિધિ બ્ર૦ ભાઈશ્રી ગુલાબચંદભાઈએ જૈનશાસ્ત્રો અનુસાર કરાવ્યો હતો. ખાતમુહૂર્ત
વિધિ પ્રસંગે ભાઈશ્રી મોહનલાલ કાનજી ધીયાના ઘર ચૈત્યાલયમાંથી શ્રી જિનપ્રતિમાં લાવીને તેનું
પૂજન કરવામાં આવ્યું હતું. આ મંગળ કાર્યની શરૂઆત કરવા માટે રાજકોટના સર્વે મુમુક્ષુઓને વધાઈ!

PDF/HTML Page 14 of 37
single page version

background image
: માગશર: ૨૪૭૫ બ્રહ્મચર્ય અંક : ૩૩:
દર્શન પ્રાભૃત ઉપર પૂ. સદ્ગુરુદેવશ્રીના વ્યાખ્યાનોનો ટૂંકસાર આત્મધર્મ અંક ૫૪ થી ચાલુ
અષ્ટપ્રાભૃત – પ્રવચનો
સં. ૨૪૭૩: જેઠ સુદ ૩ લેખાંક: ૧૦
(૨૧૬) સાચી સમજણ અને વ્રતાદિનો ક્રમ
જેણે રાગ–દ્વેષરહિત પોતાના શુદ્ધસ્વભાવની પ્રતીતિ કરી તેને સમ્યગ્દર્શન થયું. તે જીવ બધા રાગ–દ્વેષનો
ત્યાગ ન કરી શકે અને સ્ત્રી આદિનો ત્યાગ તેને ન હોય તોપણ તેનું સમ્યગ્દ્રષ્ટિપણું ચાલ્યું જતું નથી.
કોઈ જીવ એમ માને કે– ‘અત્યારે આપણે આત્મા સમજવાનું શું કામ છે? પહેલાંં રાગ ઘટાડીને ત્યાગ
કરવા માંડો. આત્મા ન ઓળખાય ત્યાં સુધી વ્રત વગેરે કરવાં, એમ કરવાથી ક્યારેક આત્મા ઓળખાશે, ’ –
એમ માનનાર મિથ્યદ્રષ્ટિ છે. તે મોક્ષમાર્ગના ક્રમનું ઉલ્લંઘન કરે છે. આત્માને ઓળખ્યા વગર કોનો ત્યાગ
કરશે? અને આત્માને ઓળખ્યા વગર શેના વ્રત? પ્રથમ રાગરહિત સ્વભાવને સમજ્યા વગર યથાર્થપણે રાગ
ટળી જ શકે નહિ. અને વ્રતાદિ હોય જ નહિ હજી જેનામાં આત્મભાન કરીને ચોથું ગુણસ્થાન પ્રગટ કરવાની તો
તાકાત નથી. તે જીવમાં વ્રતાદિ કે જે પાંચમાં ગુણસ્થાને હોય છે તે પ્રગટ કરવાની તાકાત ક્યાંથી આવશે?
આપણાથી વ્રત–તપ થાય, પણ સાચી સમજણ ન થઈ શકે–એમ જે માને છે તેને આત્મસ્વભાવની અરુચિ છે
અને શુભરાગની રુચિ છે–તે મિથ્યાદ્રષ્ટિ જ છે. આત્મજ્ઞાન વિના શુભભાવ કરે તોપણ ધર્મ નથી અને શુભરાગ
કરવો તે આત્મજ્ઞાનનો ઉપાય નથી. જ્યાં સુધી વિકારરહિત સ્વભાવનું ભાન ન થાય ત્યાં સુધી સમજણનો જ
પ્રયત્ન કર્યા કરવો, પરંતુ શુભરાગ તે ધર્મનો ઉપાય છે–એમ ન માનવું.
(૨૧૭) અત્મસ્વભવન સમજણ અત્યર થઈ શક છ
‘હમણાં આત્માની સમજણ ન થઈ શકે’ એમ જે માને છે તે આત્માની જ ના પાડે છે અને તેને વિકારની
જ રુચિ છે. અત્યારે તારો આત્મા છે કે નહિ? અને જો આત્મા છે તો તેના જ્ઞાનાદિ ગુણો છે કે નથી? તથા તે
જ્ઞાનાદિ ગુણોની પર્યાય ક્ષણે ક્ષણે કાર્ય કરે છે કે નહિ? ક્ષણે ક્ષણે પોતાની પર્યાયમાં કાર્ય તો થઈ જ રહ્યું છે પણ
અજ્ઞાની કહે છે કે– ‘મારું જ્ઞાન પરને જાણી શકે પણ મને ન જાણે, મારાથી અત્યારે વિકાર થઈ શકે પણ
અવિકારી સમજણ ન થઈ શકે. ’ આ રીતે તીવ્ર અજ્ઞાનીની દ્રષ્ટિ જ ઊંધી છે તેથી તે આત્માનો અનાદર કરીને
સાચી સમજણ કરવામાં આડ મારે છે. મારો પુરુષાર્થ કાર્ય ન કરી શકે એમ માનનાર જીવ સત્ સમજવાને લાયક
નથી. માટે એમ નિર્ણય કરવો જોઈએ કે–આત્મા વસ્તુ સમજી શકાય એવા સ્વભાવવાળી છે, મારા સત્ પ્રયત્નથી
હું આત્ભસ્વભાવ–સમજવાને લાયક છું. એમ પોતાની લાયકાત સ્વીકારીને જે સત્સ્વભા૧ક્ષ્વ સમજવાનો
પુરુષાર્થ કરે તેને જરૂર સમજાય. દરેક જીવોએ પહેલાંં એ જ પુરુષાર્થ કરવાનો છે.
(૨૧૮) સમ્યગ્દ્રષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિનું માપ કઈ રીતે છે?
સાચી સમજણનું માપ બાહ્ય ત્યાગ ઉપરથી નથી, અને રાગની મંદતા ઉપરથી પણ નથી. જે બાહ્ય ત્યાગ
ઉપરથી કે રાગની મંદતા ઉપરથી સાચી સમજણનું માપ માને છે તે જીવ બહિરદ્રષ્ટિ છે.
જેને સાચી સમજણ થાય તે જીવને તરત જ બધા રાગાદિ ટળી જવા જોઈએ અને તેને ત્યાગી થઈ જવું
જોઈએ–એમ કોઈ માને તો તે પણ મિથ્યાદ્રષ્ટિ છે. શ્રીમદ્રાજચંદ્રજીને આત્મભાન હતું છતાં વેપાર–ધંધો હતો,
સ્ત્રી, પુત્ર–પુત્રી થતાં હતાં; તેથી કંઈ તેમનું આત્મભાન ખસી ગયું ન હતું. ગૃહસ્થપણામાં હોવા છતાં તેઓ
એકાવતારી થયા છે. તે વખતે વખતે બીજા બહિરદ્રષ્ટિ અજ્ઞાનીઓ કહેતા હતા કે– ‘અમે તો ત્યાગી થયા છીએ
અને તેણે તો કાંઈ ત્યાગ કર્યો નથી. શું અમે ત્યાગી થયા છતાં અજ્ઞાની, અને એ અમારા કરતાં આગળ વધી
ગયા? જો એ આત્મા સમજ્યા હોય તો કાંઈ ત્યાગ કેમ કર્યો નથી? ’ અરે ભાઈ! તેં શું કર્યું છે? ત્યાગના
અભિમાન કરી કરીને માત્ર મિથ્યાત્વ પોષ્યુ છે. હજી સમ્યગ્દર્શનનું ઠેકાણું નથી અને પોતાને મુનિ માની બેસે, તે
જીવ સત્ સમજવાની દરકાર શેનો કરે?

PDF/HTML Page 15 of 37
single page version

background image
: ૩૪: બ્રહ્મચર્ય અંક : આત્મધર્મ: ૬૨
જ્ઞાનીઓને રાગ થાય તેને તેઓ જાણે છે અને તે રાગની બીજી બાજુને પણ તેઓએ જાણી છે–એટલે કે
રાગરહિત આત્મસ્વભાવને પણ તેઓએ જાણ્યો–અનુભવ્યો છે; તેથી રાગ વખતે તેઓ તેમાં એકત્વપણે વર્તતા
નથી, પણ તે વખતે ય શુદ્ધાત્મ સ્વભાવમાં જ એકત્વપણે વર્તે છે. તેને બહારમાં ધંધા–વેપાર હોય તોપણ તે
સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા છે. અને જેણે રાગરહિત સ્વભાવને જાણ્યો નથી તેથી રાગમાં જ એકત્વપણે જે વર્તે છે એવા
જીવને બહારમાં સ્ત્રી વગેરેનો સંયોગ ન હોય અને રાગની ઘણી મંદતા હોય તોપણ તે મિથ્યાદ્રષ્ટિ છે તે
ગૃહસ્થાવાસમાં હોય તોપણ અલ્પ ભવે મુક્ત થશે.
જેને રાગરહિત આત્મસ્વભાવનું ભાન નથી તે જીવ રાગમાં લીન થયા વગર રહેશે જ નહિ. અને રાગમાં
લીનતા હોવાથી રાગના વિષયોમાં પણ લીનતા હોય જ. જ્ઞાનીને રાગથી ભિન્ન સ્વભાવની અનુભૂતિ પ્રગટી હોવાથી
રાગ હોવા છતાં તેમાં લીનતા હોતી નથી એટલે તેને રાગના વિષયોમાં પણ લીનતા હોતી નથી. જ્ઞાનીને આસક્તિરૂપ
રાગ હોય છે પરંતુ રુચિરૂપ રાગ હોતો નથી–પરમાં આનંદ માનતા નથી, રાગમાં આત્માની એકતા માનતા નથી,
રાગને દુઃખરૂપ માને છે. અજ્ઞાનીને પરમાં સુખબુદ્ધિપૂર્વકનો રાગ થાય છે અને તે રાગને કર્તવ્ય માને છે.
(૨૧૯) જ્ઞાનીની ભાવના કેવી હોય?
કોઈના ઘરમાં સર્પ હોય, જ્યારે તે સર્પને સર્પ તરીકે જાણીને પકડ્યો હોય તેને દૂર મૂકવા જતાં થોડીક
વાર લાગે અને તેથી સર્પને થોડો વખત હાથમાં પકડી રાખ્યો હોય, છતાં તે છોડવા માટે જ છે. સર્પને ઘરમાં
સંઘરી મૂકવાનો ભાવ નથી. વળી બીજું દ્રષ્ટાંત એ છે કે–કોઈને ઝાડા થયા અને બહાર જતાં વાર લાગે છે, તેથી
અલ્પકાળ વિષ્ટા પેટમાં રહે છે, ત્યાં તેને તે વિષ્ટા પેટમાં રાખવાનો ભાવ નથી પણ જલ્દી છોડવાનો ભાવ છે.
આ બે દ્રષ્ટાંતો છે, તેના ઉપરથી સિદ્ધાંત એ સમજવાનો છે કે–અજ્ઞાનીઓએ બધા ય રાગને પોતાના ચૈતન્ય
સ્વભાવથી જુદો જાણી લીધો છે અને તે દૂર કરવાનો પ્રયત્ન પણ કરે છે, છતાં પુરુષાર્થની મંદતાથી જે રાગ રહી
જાય છે તેને ઝેરી સર્પ અને વિષ્ટાતુલ્ય જાણીને છોડવા માગે છે. અલ્પકાળ જે રાગાદિ થાય છે તેને રાખવાની
ભાવના નથી પણ ટાળવાની જ ભાવના છે. ભેદવિજ્ઞાન થતાં, પુણ્ય–પાપભાવ મારાં છે અને હું તેનો કર્તા છું
એવીય માન્યતારૂપ બંધકોષ તો છૂટી ગયા છે, હવે વિકારીભાવોરૂપ વિષ્ટા લાંબો વખત ટકી શકશે નહિ.
શ્રીમદ્રાજચંદ્રજીએ લખ્યું છે કે ‘જ્ઞાની પુરુષોને સમયે સમયે અનંતા સંયમપરિણામ વર્ધમાન થાય છે, એમ
સર્વજ્ઞે કહ્યું છે તે સત્ય છે. તે સંયમ, વિચારની તીક્ષ્ણ પરિણતિથી તથા બ્રહ્મરસ (ચૈતન્યસ્વભાવ) પ્રત્યે
સ્થિરપણાથી ઉત્પન્ન થાય છે.’
(૨૦) જ્ઞાની અને અજ્ઞાનીના અભિપ્રાયનું જોર ક્યાં છે?
જ્ઞાનીઓને સમ્યગ્દર્શનનો પુરુષાર્થ પ્રગટ્યો હોવા છતાં, જ્યાં સુધી સમ્યક્ચારિત્રનો પુરુષાર્થ ઓછો છે
ત્યાં સુધી તેમને પણ રાગાદિ હોય છે; પરંતુ સમ્યગ્દ્રષ્ટિ જીવો શ્રદ્ધામાં તો પૂરા સ્વભાવને જ સ્વીકારે છે. જે મારો
સ્વભાવભાવ છે તેનાથી બંધન થતું નથી અને જેનાથી બંધન થાય તે મારો સ્વભાવ નથી–એ પ્રમાણે જ્ઞાનીને
નિરંતર સ્વભાવ અને રાગાદિ વિભાવ વચ્ચે ભેદજ્ઞાન વર્તે છે, અને તેમના અભિપ્રાયનું જોર તો સ્વભાવ તરફ
જ ઢળેલું હોવાથી તે સ્વભાવના આશ્રયે ક્ષણે ક્ષણે વિકારભાવ તૂટતો જ જાય છે, તેથી જ્ઞાનીને વિકારની મર્યાદા
છે. અજ્ઞાનીને રાગ અને સ્વભાવ વચ્ચે ભેદજ્ઞાન નથી તેથી તે રાગને જ આત્મા માનીને એકત્વપણે રાગનો
અનુભવ કરે છે, અને રાગમાં આત્મબુદ્ધિ હોવાથી તેના અભિપ્રાયનું જોર રાગમાં જ રહ્યા કરે છે તેથી તેનાં
ઊંધા અભિપ્રાયમાં અમર્યાદિત વિકાર છે.
(૨૧) પરનું અને વિકારનું સાચું જ્ઞાન સમ્યગ્દ્રટિને જ હોય છે.
જ્ઞાનીઓછ રાગથી અંશે જુદા પડીને શુદ્ધસ્વભાવને અનુભવે છે. સમ્યગ્દ્રષ્ટિ જીવો શ્રદ્ધા અપેક્ષાએ તો
રાગથી સર્વથા ભિન્ન થઈ ગયા છે અને ચારિત્ર અપેક્ષાએ રાગથી અંશે ભિન્ન થઈને સ્વભાવને અનુભવે છે.
અંશે જે સાક્ષાત્ અનુભવ થયો છે તે અંશ ઉપરથી આખો નિર્મળ ચારિત્રભાવ કેવો હોય તેનું પણ જ્ઞાનીને
અનુમાનવડે ભાન થયું છે, એટલે તે નિર્મળચારિત્રભાવથી વિરુદ્ધભાવોને પોતાનું સ્વરૂપ માનતા નથી. જ્યાં
સુધી જીવ પરનું અને વિકારનું લક્ષ છોડીને પોતાના નિરપેક્ષ પરિપૂર્ણ સ્વભાવમાં અભેદ દ્રષ્ટિ ન કરે અને
સ્વભાવમાં એકત્વબુદ્ધિ ન કરે ત્યાં સુધી તેને વિકારનું કે પરનું યથાર્થ જ્ઞાન થાય નહિ; કેમકે સ્વભાવમાં
એકત્વબુદ્ધિ પ્રગટી નહિ હોવાથી,

PDF/HTML Page 16 of 37
single page version

background image
: માગશર: ૨૪૭૫ બ્રહ્મચર્ય અંક : ૩૫:
જે જે પરને કે વિકારને જાણશે તેમાં એકત્વબુદ્ધિ કર્યા વગર રહેશે નહિ. અને સમ્યગ્દ્રષ્ટિને પોતાના સ્વભાવમાં
એકત્વબુદ્ધિ પ્રગટી છે, તેથી તે ગમે તેને જાણે ત્યારે પણ સ્વભાવનું એકત્વપણું રાખીને જાણે છે, તેથી તેમને
સ્વ–પરનું યથાર્થજ્ઞાન હોય છે.
(૨) રાગ – દ્વેષનો કર્તા કોણ?
પોતાના શુદ્ધાત્મસ્વભાવનો મહિમા અને તેની પ્રતીત વડે જીવને સમ્યગ્દર્શન પ્રગટ થતાં મિથ્યાશ્રદ્ધા ટળી
જાય છે, અને મિથ્યાશ્રદ્ધા ટળી જતાં તેના નિમિત્તરૂપ દર્શનમોહકર્મ પણ સ્વયં ટળી જાય છે. સમ્યગ્દર્શન થયા
પછી પણ જ્યાં સુધી ચારિત્રના દોષથી રાગાદિ વિકાર થાય છે ત્યાં સુધી તેના નિમિત્તરૂપ ચારિત્રમોહ–કર્મનો
પણ સદ્ભાવ હોય છે. દ્રવ્યસ્વભાવની પ્રતીતિમાં સમ્યગ્દ્રષ્ટિ જીવો રાગાદિ વિકારને પોતાનો માનતા નથી અને
આત્માને તેનો કર્તા માનતા નથી, જો ત્રિકાળીસ્વભાવ વિકારનો કર્તા હોય તો વિકાર કદી ટળી શકે જ નહિ.
સ્વભાવની શ્રદ્ધા અપેક્ષાએ જ્ઞાનીઓ રાગ–દ્વેષના અકર્તા છે. પરંતુ પોતાની પર્યાયને પણ તેઓ જાણે છે.
પર્યાયમાં જે રાગ–દ્વેષ થાય છે તે પોતાના સ્વભાવમાં ન હોવા છતાં પોતાની જ પર્યાયના દોષથી થાય છે, કાંઈ
પરદ્રવ્યો, બળજબરીથી કરાવતાં નથી; અવસ્થા દ્રષ્ટિએ સમ્યગ્દ્રષ્ટિ પોતે જ પોતાની અવસ્થાના રાગાદિનો કર્તા
છે. તેથી તેઓ જાણે છે કે મારા સ્વભાવના ઉગ્ર પુરુષાર્થવડે આ નબળાઈ ટાળીને જ્યારે સ્વરૂપસ્થિરતા કરીશ
ત્યારે સમ્યક્ચારિત્રદશા પ્રગટશે અને કેવળજ્ઞાન લેવાની ઝપટ લાગશે.
(૨૩) શું કરવું?
પ્રશ્ન:– આમાં શું કરવાનું કહ્યું?
ઉત્તર:– એ જ કરવાનું કહ્યું કે–તારા પૂર્ણ સ્વભાવની શ્રદ્ધા અને સ્થિરતાની પૂર્ણતા કરીને પ્રભુ થઈ જા.
પૂર્ણ ધ્યેય તો એ જ છે તેથી એ જ કર્તવ્ય પહેલાંં જણાવ્યું. પછી કહે છે કે–જો તારાથી પૂર્ણતા પ્રગટ કરવાનો
પુરુષાર્થ ન થઈ શકે તોપણ પૂર્ણ સ્વભાવની શ્રદ્ધા તો અવશ્ય કરજે. એ સાચી શ્રદ્ધાથી તારું કલ્યાણ અવશ્ય થશે.
પૂર્ણસ્વભાવની શ્રદ્ધા તે પૂર્ણતા પ્રગટાવવાનો ઉપાય છે. માટે દરેક જીવોને દરેક માટે સૌથી પહેલાંં
આત્મસ્વભાવની ઓળખાણ કરવાનું જ કહ્યું.
(૨૪) આત્મસ્વભાવની ઓળખાણ કેમ થાય?
પ્રશ્ન:– આત્મસ્વભાવની ઓળખાણનો ઉપાય શું?
ઉત્તર:– આત્મસ્વભાવની રુચિપૂર્વક તેનો અભ્યાસ કરવો, જગતના સર્વે પદાર્થોનો મહિમા છોડીને આત્મ–
સ્વભાવનો સર્વોત્કૃષ્ટ મહિમા કરીને સત્સમજવા પ્રયત્ન કરે તો આત્માની ઓળખાણ થાય. શ્રીમદ્ રાજચંદ્રજીએ
કહ્યું છે કે– ‘જગત્ ઈષ્ટ નહિ આત્મથી, મધ્યપાત્ર મહા ભાગ્ય. ’ જેને આત્મા કરતાં જગતમાં કાંઈ ઈષ્ટ નથી–એ
મહાભાગ્યવંત જીવ તત્ત્વ સમજવા માટે પાત્ર છે. બહારનો ત્યાગ કે રાગની મંદતા તે સમજણનો ઉપાય નથી.
સમ્યક્શ્રદ્ધા તે જ મિથ્યાત્વ ટાળવાનો ઉપાય છે, સમ્યગ્જ્ઞાન તે જ અજ્ઞાન ટાળવાનો ઉપાય છે, સમ્યક્ચારિત્ર તે જ
મિથ્યાચારિત્રને ટાળવાનો ઉપાય છે. રાગની મંદતા કરવી તે ચારિત્રગુણની વિકારી પર્યાય છે, ચારિત્રની પર્યાયવડે
શ્રદ્ધાગુણની નિર્મળદશા–સમ્યગ્દર્શન થાય નહિ. માટે રાગની મંદતા તે સમ્યગ્દર્શન કે સમ્યગ્જ્ઞાનનો ઉપાય નથી.
સાચા દેવ–ગુરુ–શાસ્ત્રની શ્રદ્ધા કરે તે પણ સમ્યગ્દર્શન પ્રગટાવવાનું ખરું કારણ નથી, કેમકે તે પણ પરાશ્રય છે.
સ્વાશ્રય ચૈતન્યસ્વભાવને અનુસરીને અને રાગથી ભિન્ન પડીને શ્રદ્ધા કરવી તે જ સમ્યગ્દર્શન છે.
(૨૫) સમ્યગ્દ્રષ્ટિનું અંતરપરિણમન કેવું હોય?
કોઈ અજ્ઞાની એમ કહે કે–અમે રાગને પોતાનું સ્વરૂપ માનતા નથી તેથી અમને સાંચી શ્રદ્ધા તો થઈ ગઈ
છે, હવે જે રાગાદિ થાય છે તે માત્ર ચારિત્રની નબળાઈ છે. તો જ્ઞાનીઓ કહે છે કે હે ભાઈ, સમ્યગ્દ્રષ્ટિ
ધર્માત્માઓને કૃતકૃત્ય સ્વભાવની અંતર અનુભૂતિ થાય છે, અને તેમને તો જે રાગાદિ થાય તેઓ ખેદ વર્તે છે.
“સાચી શ્રદ્ધા થઈ ગઈ છે” એવી ઓથ લઈને જે જીવ રાગની હોંશ કરે છે તે જીવે રાગથી ભિન્ન સ્વભાવ
અનુભવ્યો જ નથી. જ્ઞાની ધર્માત્માને કદી પરમાં સુખબુદ્ધિ હોતી નથી, રાગની હોંશ હોતી નથી. ઈન્દ્રાણી સાથેના
ભોગમાં પણ ધર્માત્મા રંચમાત્ર સુખ ન માને, પણ તે રાગને પણ દુઃખદાયક જાણે છે. આત્માના પરમાનંદ
સ્વભાવનો અનાકુળ અનુભવ કેવો છે તે જાણ્યું હોવાથી જ્ઞાની સમસ્ત પરથી ઉદાસ વર્તે છે. શુભ–અશુભરાગ
હોવા છતાં તે પ્રત્યે અત્યંત ઉદાસ છે–સ્વપ્ને પણ તેની હોંશ નથી–આદર નથી. સમ્યગ્દ્રષ્ટિની અંતરદશાનું વર્ણન
કરતાં શ્રીબનારસીદાસજી પંડિત કહે છે કે–
જ્ઞાન કલા જિસકેઘટ જાગી તે જગમાંહી સહજ વૈરાગી,
જ્ઞાની મગન વિષયસુખમાંહી, યહ વિપરીત સંભવે નહિ

PDF/HTML Page 17 of 37
single page version

background image
: ૩૬: બ્રહ્મચર્ય અંક : આત્મધર્મ: ૬૨
જેમના આત્મામાં સમ્યગ્જ્ઞાનકળા જાગૃત થઈ છે તે જીવો જગતમાં સહજપણે વૈરાગી જ હોય છે. જ્ઞાની
જીવ વિષયસુખમાં મગ્ન હોય એવું વિપરીત સંભવતું નથી. જ્ઞાનીનો વૈરાગ્ય બહારથી ઓળખાય નહિ. ખાવું–પીવું
છોડી દે, બહુ ઓછું બોલે, ધીમે ધીમે ચાલે એ ઉપરથી કાંઈ વૈરાગ્યનું માપ નથી. લડાઈ અને વિષયભોગમાં
હોવા છતાં તે વખતે પણ જ્ઞાનીને તે પ્રત્યે ઉદાસીનતા છે, એ વખતે પણ તેઓ વૈરાગી છે. સ્વભાવના ભાન
વગર અજ્ઞાનીજીવ ત્યાગી થાય છતાં તે અધર્મી છે, તેને સાચો વૈરાગ્ય નથી. રાગ સાથેની એકત્વબુદ્ધિ ટળ્‌યા
વગર વૈરાગ્ય હોય જ નહિ. રાગ સાથેની એકત્વબુદ્ધિ તે જ અનંતી વિષયાસક્તિ છે. રાગ સાથે એકત્વબુદ્ધિ
અથવા પરમા સુખબુદ્ધિ અને વૈરાગ્ય એ બે વાત પરસ્પર વિરોધી છે, તે બંને સાથે હોઈ જ શકે નહિ. જેને
રાગમાં એકત્વપણું ટળ્‌યું તથા પરમાં સુખબુદ્ધિ ટળી તેને પોતાના શુદ્ધ સ્વભાવમાં એકત્વપણું હોય. અને જેને
સ્વભાવમાં એકત્વપણું હોય તેની પરિણતિ રાગમાં રુચિપૂર્વક કદી જોડાય નહિ. ‘હું રાગ કરું છું અથવા તો રાગ
થાય તેથી વાંધો નથી’ એવી જેની દ્રષ્ટિ છે તેનું જોર રાગ તરફ જાય છે, તેને રાગરહિત સ્વભાવની શ્રદ્ધા નથી.
જ્ઞાનીનું જોર રાગ તરફ નથી જતું પણ સ્વભાવ તરફ ઢળે છે. મારો સ્વભાવ રાગરહિત જ છે–એવી સ્વભાવની
પ્રતીતના જોરે જ્ઞાનીને ક્ષણે ક્ષણે રાગ ટળતો જ જાય છે; જ્ઞાતાસ્વભાવની પ્રતીતના જોરે રાગના જ્ઞાતા રહીને
તેઓ રાગને ટાળે છે.
(૨૬) અજ્ઞાનીના બે દોષ
સમ્યગ્દ્રષ્ટિને મિથ્યાત્વનું મહાપાપ તો ટળી ગયું છે, ચારિત્રનો દોષ છે તેનું પાપ તો મિથ્યાત્વના
અનંતમાં ભાગે છે. અજ્ઞાનીને બે પાપ છે–એક તો પરપદાર્થોમાં રુચિપૂર્વક રાગ કરે છે તે ચારિત્રનું પાપ છે, અને
રાગની રુચિ હોવા છતાં કહે છે કે મને સાચી શ્રદ્ધા છે, એટલે તે મિથ્યાત્વનું પાપ પણ દ્રઢ કરે છે. કોઈ જીવ
ત્યાગ ન કરી શકે અને ચારિત્ર અંગીકાર ન કરી શકે પણ જો સાચી શ્રદ્ધા રાખે તો તેને જૈનમાર્ગમાં દંડ નથી;
પરંતુ કોઈ જીવ ત્યાગી કે સાધુ નામ ધરાવે પણ સાચી શ્રદ્ધાથી જો ભ્રષ્ટ હોય તો તે જીવ દંડને પાત્ર છે અર્થાત્ તે
જીવ વિરાધક થઈને અનંત સંસારમાં રખડે છે; તેથી શ્રીકુંદકુંદભગવાને આ દર્શન–પાહુંડમાં ૨૨મી ગાથામાં ખાસ
કહ્યું છે કે હે જીવ! જો જિનમાર્ગમાં કહ્યા પ્રમાણે બધું કરવા તું સમર્થ હોય તો તેમ કરજે, પણ જો બધું કરવા
સમર્થ ન હો તો સાચી શ્રદ્ધા તો અવશ્ય કરજે.
–૨૨– સં. ૨૪૭૨: જેઠ સુદ–૪
જે જીવ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર–તપ અને વિનયમાં સારી રીતે સ્થિત છે અને ગુણના ધરનારા
શ્રીગણધર આચાર્યાદિકના ગુણોનું અનુસરણ કરનાર છે તે જીવ વંદન કરવા યોગ્ય છે, એમ સાધક જીવો માને
છે. અન્ય કે જેઓ સમ્યગ્દર્શનાદિથી ભ્રષ્ટ છે અને ગુણવાન પ્રત્યે દ્વેષભાવ રાખીને વિનયરૂપ નથી પ્રવર્તતા તેઓ
વંદવા યોગ્ય નથી.
–૨૩–
સહજોત્પન્ન યથાજારૂપ નિર્ગ્રંથમુદ્રા જોઈને જે તેને માનતો નથી, તેનો વિનય–સત્કાર–પ્રીતિ કરતો નથી
પણ દ્વેષભાવ કરે છે તે જીવ–ભલે તે બાહ્ય સંયમ પાળનાર હોય અથવા દીક્ષા ગ્રહણ કરી હોય તોપણ–પ્રગટપણે
મિથ્યાદ્રષ્ટિ છે. જો કોઈ જીવ યથાજાતરૂપ મુદ્રાને જોઈને પણ દ્વેષભાવને લીધે તેનો (નિર્ગ્રંથ સંતનો) વિનય ન
કરે તો એમ જાણવું કે તે જીવને તે રૂપની (નિર્ગ્રંથમાર્ગની) જ શ્રદ્ધા–રુચિ નથી; એ રીતે જિનમાર્ગની શ્રદ્ધા–
રુચિ વિના તો મિથ્યાદ્રષ્ટિ જ હોય.
સહજ આનંદકંદ આત્માનુભવદશામાં ઝૂલતો નિર્ગ્રંથ મુનિમાર્ગ કેવો સુંદર હતો! જે જીવ એ પરમ સહજ
આત્મદશાનો માર્ગ ન પાળી શક્યા તેઓ ભ્રષ્ટ થયા, તેઓએ અમુનિદશાને મુનિદશા માનીને (તથા મનાવીને)
આત્મદશામાં ઝૂલી રહેલા ભગવાન સમાન મુનિઓનો અનાદર કર્યો તેથી તેઓ મિથ્યાદ્રષ્ટિ છે.... એવા જીવોને
વંદન કરવું યોગ્ય નથી.
–૨૪–
દેવોથી વંદાવાયોગ્ય અને શીલસહિત એવા, જિનેન્શ્વરદેવના યથાજાતરૂપને (–નિર્ગ્રંથ મુનિને) દેખીને
પણ જ તેનો વિનયાદિક નથી કરતો અને ગૌરવ–અભિમાન કરે છે તે સમ્યગ્દર્શનથી રહિત છે. અણિમા વગેરે
ઋદ્ધિના ધારક દેવો પણ જે રૂપને પગે પડે છે તેને દેખીને દ્વેષ–ભાવને લીધે જે વંદન કરતો નથી તેને સમ્યક્ત્વ
કેવું?
–૨૫–
(૨૮) શરીરાદિ વંદવા યોગ્ય નથી પણ ગુણો વંદવા યોગ્ય છે.
મિથ્યાદ્રષ્ટિ જીવ વંદન કરવા યોગ્ય નથી. વસ્ત્રરહિત હોય છતાં જો ભાવસંયમ ન હોય તો તે પણ વંદનિક

PDF/HTML Page 18 of 37
single page version

background image
: માગશર: ૨૪૭૫ બ્રહ્મચર્ય અંક : ૩૭:
નથી. શરીર, કૂળ, જાતિ વગેરેને વંદન કરવામાં આવતાં નથી પણ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર ગુણને જ વંદન
કરવામાં આવે છે. તો પછી સમ્યગ્દર્શનાદિ ગુણરહિતને કોણ વંદન કરે? સમ્યગ્દર્શનાદિ ગુણ પ્રગટ્યા વગર
મુનિદશા હોતી નથી તેમ જ શ્રાવકદશા પણ હોતી નથી.
–૨૬–૨૭
આચાર્યદેવ કહે છે કે જેઓ તપસહિત ભાવમુનિપણું ધારણ કરે છે તેઓને, તેમના શીલને, ગુણને તેમજ
બ્રહ્મચર્યને હું વંદન કરું છું; કેમકે તેઓને તેમના ગુણોવડે અર્થાત્ સમ્યગ્દર્શનપૂર્વકના શુદ્ધભાવવડે સિદ્ધદશા પ્રત્યે ગમન
હોય છે. શરીરાદિક વંદવા યોગ્ય નથી પણ ગુણ વંદવા યોગ્ય છે એમ જણાવીને અહીં સમ્યગ્દર્શન–પૂર્વકના શુદ્ધભાવરૂપ
ગુણોથી સમિત મુનિઓને નમસ્કાર કર્યા છે. બ્રહ્મચર્યનો અર્થ ‘આત્મસ્વરૂપ વિષે લીનતા’ એમ સમજવો.
જે તીર્થંકર પરમદેવ છે તે સમ્યગ્દર્શનપૂર્વક તપના માહાત્મ્યવડે કેવળજ્ઞાન પામે છે અને ત્યારે તીર્થંકર
પદવી પણ પામે છે. તપનો અર્થ શુભાશુભભાવોનો નિરોધ અને સમ્યગ્જ્ઞાનનું પ્રતાપન થાય છે. –૨૮–૨૯
(૨૯) સમ્યગ્દશન ત સર છ અન પજ્ય છ
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર અને તપ એ ચારેના સમ્યક્પ્રકારે એકત્વથી જે સંયમગુણ થાય છે તેનાવડે
મોક્ષ થાય છે એમ જિનશાસનમાં કહ્યું છે.
આ જીવને સમ્યગ્જ્ઞાન સાર છે કેમ કે જ્ઞાનથી સર્વ હેય–ઉપાદેય જાણી શકાય છે, વળી આ જીવને
સમ્યગ્દર્શન ખરેખર સાર છે કેમ કે સમ્યગ્દર્શન વગર જ્ઞાન પણ મિથ્યાજ્ઞાન કહેવાય છે; સમ્યગ્દર્શનથી ચારિત્ર
થાય છે. સમ્યગ્દર્શન વગર ચારિત્ર તે મિથ્યાચારિત્ર છે. સમ્યગ્દર્શનપૂર્વકના ચારિત્રથી મોક્ષ થાય છે.
નિર્વાણ–મોક્ષ ચારિત્રથી થાય છે, ચારિત્ર જો સમ્યગ્જ્ઞાનપૂર્વક હોય તો સત્યાર્થ હોય છે અને જ્ઞાન જો
સમ્યગ્દર્શનપૂર્વક હોય તો સત્યાર્થ હોય છે; આ રીતે, વિચાર કરતાં સમ્યગ્દર્શનને સારપણું આવ્યું માટે સૌથી પહેલાંં
તો સમ્યગ્દર્શન જ સાર છે, પછી જ્ઞાન, ચારિત્રસાર છે. સમ્યગ્દર્શન વગર જ્ઞાનનું પણ સારપણું નથી–એમ જાણવું.
સમ્યગ્દર્શન, જ્ઞાન તથા તે પૂર્વકના ચારિત્ર અને તપ–એ ચારનો સમાયોગ થતાં જીવ સિદ્ધ થયા છે–થાય
છે અને થશે.
વિશુદ્ધ સમ્યગ્દર્શનથી જીવ કલ્યાણની પરંપરા પામે છે; તેથી સુર–અસુરથી ભરેલા આ જગત વિષે તે
સમ્યગ્દર્શન–રત્ન પૂજ્ય છે.
પચીસ પ્રકારના દોષોથી રહિત નિરતિચાર વિશુદ્ધ સમ્યગ્દર્શથી જીવ કલ્યાણની પરંપરા અર્થાત્ તીર્થંકર
પદવી પામે છે; તેથી આ સમ્યગ્દર્શનરૂપી રત્ન દેવ–દાનવ–મનુષ્યોવડે સર્વલોકમાં પૂજનિક છે. તીર્થંકર નામકર્મના
કારણરૂપ સોળ ભાવનાઓમાં પણ પહેલાંં દર્શન વિશુદ્ધિ છે તે જ મુખ્ય છે, તે દર્શનાવિશુદ્ધિ જ વિનયાદિક પંદર
ભાવનાઓનું કારણ છે; માટે સમ્યગ્દર્શનનું જ પ્રધાનપણું છે.
–૩૨–૩૩–
ઉત્તમ ગોત્રસહિત મનુષ્યપણું પામીને અને ત્યાં સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને જીવ અવિનાશી સુખરૂપ
કેવળજ્ઞાન પામે છે અને તે સુખસહિત મોક્ષ પામે છે. મનુષ્યપણામાં સમ્યગ્દર્શન પ્રગટ કરીને જીવ મોક્ષ પામે છે
તે બધું સમ્યગ્દર્શનનું જ માહાત્મ્ય છે.
–૩૪–
(૨૩૦) સ્થાવર પ્રતિમા, જંગમ પ્રતિમા અને સમ્યગ્દર્શનો મહિમા
સમ્યગ્દર્શનના પ્રભાવથી કેવળજ્ઞાન થયા પછી શ્રી જિનેન્દ્રભગવાન આ લોકમાં આર્યખંડમાં જ્યાંસુધી
વિહાર કરે છે કે બિરાજે છે ત્યાં સુધી તેમની તે પ્રતિમા અર્થાત્ શરીરસહિત પ્રતિબિંબ તેને નિશ્ચય ‘સ્થાવર
પ્રતિમા’ કહેવાય છે કેમકે પોતાના સ્વરૂપમાં અચળ છે અને ધાતુ પાષણ વગેરેની પ્રતિમાં રચીને તેમાં શ્રી
જિનેન્દ્ર ભગવાનની સ્થાપના કરવી તે વ્યવહાર છે. એ વ્યવહાર પણ જેમ છે તેમ જાણવો જોઈએ. જ્યારે
જિનેન્દ્રભગવાન નિર્વાણ પામે ત્યારે જીવ લોકના શિખરે જઈ સ્થિત થાય છે, તેમાં ગમનવિષે એક સમય લાગે
છે, તે કાળમાં શરીર રહિત ગમન કરે છે તેથી (તે ગમન કરનાર અશરીરી જીવને) ‘જંગમ પ્રતિમાં’ કહેવાય છે.
આ રીતે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, તેમાં સમ્યગ્દર્શન પ્રધાન છે. આ દર્શન–
અધિકારમાં સમ્યગ્દર્શનની પ્રધાનતાનું વ્યાખ્યાન કરીને તેનું ઘણુંઘણું માહાત્મ્ય બતાવ્યું. અહીં અષ્ટપાહુડમાં
પહેલું દર્શનપ્રાભૃત પૂરું થયું.

PDF/HTML Page 19 of 37
single page version

background image
: ૩૮: બ્રહ્મચર્ય અંક : આત્મધર્મ: ૬૨
[વીર સંવત ૨૪૭૫ ના કારતક સુદ ૧ નું સુપ્રભાત માંગલિક પ્રવચન]
સુપ્રભાત માંગલિક આત્માની પ્રભુતા

આજે ભગવાન મહાવીરના નિર્વાણનું ૨૪૭૫ મું વર્ષ બેસે છે. આજના સુપ્રભાતના માંગળિકરૂપે આ
સમયસારનો ૨૭૫ મો કળશ વંચાય છે. આ શ્લોક માંગળિકસ્વરૂપ છે–
માલિની
जयति सहजतेजः पुंजमज्जत्त्रिलोकी रखलदखिलविकल्पोऽप्येक एव स्वरूपः।
स्वरसविसरपूर्णाच्छिन्न तत्त्वोपलभः प्रसभनियमितार्चि श्चिश्चमत्कार एषः।।
२७५।।
અર્થ:– સહજ (પોતાના સ્વભાવરૂપ) તેજઃપુંજમાં ત્રણ લોકના પદાર્થો મગ્ન થતા હોવાથી જેમાં અનેક
ભેદો થતા દેખાય છે તોપણ જેનું એક જ સ્વરૂપ છે (અર્થાત્ કેવળજ્ઞાનમાં સર્વ પદાર્થો ઝળકતા હોવાથી જે
અનેક જ્ઞેયાકારરૂપ દેખાય છે તોપણ ચૈતન્યરૂપ જ્ઞાનાકારની દ્રષ્ટિમાં જે એક સ્વરૂપ જ છે), જેમાં નિજ રસના
ફેલાવાથી પૂર્ણ અછિન્ન તત્ત્વ–ઉપલબ્ધિ છે (અર્થાત્ પ્રતિપક્ષી કર્મનો અભાવ થયો હોવાથી જેમાં સ્વરૂપ–
અનુભવનનો અભાવ થતો નથી) અને અત્યંત નિયમિત જેની જ્યોત છે (અર્થાત્ અનંત વીર્યથી જે નિષ્કંપ રહે
છે) એવો આ (પ્રત્યક્ષ અનુભવગોચર) ચૈતન્ય ચમત્કાર જયવંત વર્તે છે (કોઈથી બાધિત ન કરી શકાય એમ
સર્વોત્કૃષ્ટપણે વર્તે છે).
(૨) અહીં ચૈતન્ય ચમત્કાર જયવંત વર્તે છે એમ કહેવામાં જે ચૈતન્યચમત્કારનું સર્વોત્કૃષ્ટપણે વર્તવું
બતાવ્યું, તે જ મંગળ છે. આત્મા ચિત્ચમત્કાર છે તે પોતે જ મંગળસ્વરૂપ છે. આજે વીર સં. ૨૪૭૫ બેસે છે,
વિક્રમ સં. ૨૦૦૫ બેસે છે, આ માંગળિકરૂપ કળશ ૨૭૫ મો છે ને પાનું ૫૧૫ છે–એ રીતે બધામાં છેલ્લો અંક
‘પાંચ’ આવે છે. ‘પંચ ત્યાં પરમેશ્વર’ એમ લોકો બોલે છે તેમ અહીં બધા પાંચડાનો મેળ થયો છે ને તેમાં વર્ણત
પણ પરમેશ્વરનું એટલે કે આત્માની પ્રભુતાનું છે.
(૩) આત્મામાં પ્રભુત્વ શક્તિ છે. તે પ્રભુત્વ શક્તિના અખંડ પ્રતાપથી આત્મા દીપી રહ્યો છે–શોભી
રહ્યો છે. ‘જેનો પ્રતાપ અખંડિત છે અર્થાત્ કોઈથી ખંડિત કરી શકાતો નથી એવા સ્વતંત્ર્યથી શોભાયમાનપણું
જેનું લક્ષણ છે એવી પ્રભુત્વ શક્તિ’ આત્મામાં ત્રિકાળ ઊછળે છે. (સમયસાર પૃ. ૫૦૩–૪) આત્મામાં
જ્ઞાનશક્તિ, દર્શનશક્તિ, સુખશક્તિ, જીવનશક્તિ વગેરે અનંત શક્તિઓ છે, તેમાં એક પ્રભુત્વ નામની શક્તિ
પણ છે. આત્માના દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં પ્રભુતા રહેલી છે. આત્મદ્રવ્યમાં અનંતશક્તિઓ રહેલી છે, તેનામાં
પામરતાનથી પણ પ્રભુતા છે ને પર્યાયોમાં પણ પ્રભુત્વ છે; એમ દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેની સ્વતંત્રતાથી આત્મા
શોભી રહ્યો છે. આત્માના દ્રવ્યની–ગુણની કે પર્યાયની પ્રભુતાના પ્રતાપને ખંડિત કરવા કોઈ સમર્થ નથી.
પોતાની અખંડ પ્રભુતાથી જ આત્મા શોભે છે, કોઈ નિમિત્ત વગેરે પર વસ્તુથી આત્મા શોભતો નથી. આ
દિપાવલીના તહેવારમાં લોકો ઘર વગેરેને શોભા કરે છે, પણ અહીં તો આત્માની આત્માની શોભાની વાત થાય
છે. ઘર વગેરેની શોભામાં આત્માની શોભા નથી પણ પોતાની પ્રભુત્વ શક્તિથી જ આત્માની અખંડિત શોભા
છે, આત્માનો પ્રતાપ અખંડ છે.
(૪) આ કળશમાં પહેલો જ શબ્દ ‘जयति’ છે. जयति એટલે જયવંત વર્તે છે. ચૈતન્યચમત્કાર
આત્માનો જય થવાનું કહ્યું તે જ મહા માંગળિક છે. ચૈતન્યની સ્વતંત્રતા અખંડ પ્રતાપથી શોભે છે, કોઈ નિમિત્તો
કે પ્રતિકૂળ સંયોગ ચૈતન્યની શોભાને નુકશાન કરી શકતા નથી અને કોઈ અનુકૂળસંયોગો ચૈતન્યની શોભાને
સહાય કરતા નથી. આત્મા પોતે પોતાના અખંડિત પ્રતાપથી શોભે છે, એવી પ્રભુતા આત્મામાં ત્રિકાળ છે. તે
પ્રભુતા દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં છે. દ્રવ્યમાં પ્રભુતા છે, ગુણમાં પ્રભુતા છે ને પર્યાયમાં પણ પ્રભુતા છે. એ ત્રણે
પોતાની સ્વતંત્રતાથી શોભી રહ્યા છે.
(૫) અત્યારે, પર્યાયમાં જે પૂરી પ્રભુતા પ્રગટી તેનું માંગળિક તરીકે વર્ણન છે. ત્રિકાળી દ્રવ્ય–ગુણની
પ્રભુતાના વિશ્વાસે પર્યાયમાં જે પ્રભુતા પ્રગટી તે જયવંત વર્તે છે, તે જ મંગળ છે. પર્યાયમાં એકેક સમયનો

PDF/HTML Page 20 of 37
single page version

background image
: માગશર: ૨૪૭૫ બ્રહ્મચર્ય અંક : ૩૯:
વિકાર થાય છે, તે એકેક સમયનો વિકાર કરતાં કરતાં અત્યાર સુધી પર્યાયમાં ગમે તેટલો કાળ ગયો ને ગમે
તેટલી મલિનતા થઈ, છતાં પણ દ્રવ્યની પ્રભુતાને તોડવાને તે કોઈ સમર્થ નથી; દ્રવ્યની પ્રભુતા તો એવી ને
એવી શોભી રહી છે, તેમાં અંશ માત્ર ખંડ પડ્યો નથી. તેવી જ રીતે ગુણમાં પણ પ્રભુત્વ છે, તે પણ એવું ને એવું
અખંડિત છે. અને એકેક સમયનો પર્યાય પણ પરની અપેક્ષા વગર સ્વતંત્રતાથી શોભી રહ્યો છે, તેથી પર્યાયમાં
પણ પ્રભુત્વ છે. પ્રભુત્વ શક્તિ દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં વ્યાપે છે, તેથી આત્મા પોતે પ્રભુ છે.
(૬) ‘હે પ્રભુ, હે પ્રભુ! શું કહું’ –એમ પરને પ્રભુ કહેવા તે વિનયથી નિમિત્તનું કથન છે. ખરેખર
પોતાની પ્રભુત્વશક્તિનો ધણી આત્મા પોતે છે. આત્મા પોતે પ્રભુ છે, પોતાની પ્રભુતાના અખંડ પ્રતાપથી પોતે
શોભે છે. આત્માની પ્રભુતાનો પ્રતાપ એવો અખંડિત છે કે અનંત અનુકૂળ કે પ્રતિકૂળ પરિષહો આવે તોય તેનો
પ્રતાપ ખંડિત નથી થતો, ને ક્ષણિક પુણ્ય–પાપથી પણ તેની પ્રભુતા ખંડિત થતી નથી. આત્માની પ્રભુત્વશક્તિ
તો દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં વ્યાપક છે ને ત્રિકાળ છે, વિકાર કાંઈ દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં વ્યાપતો નથી તેમ
જ તે ત્રિકાળ નથી, માટે તે ક્ષણિક વિકારવડે પણ આત્માની પ્રભુતા ખંડિત થતી નથી. આ દ્રવ્યદ્રષ્ટિનો વિષય
છે. ત્રણે કાળે પોતાના સ્વતંત્ર પ્રભુત્વ ગુણથી આત્મા શોભી રહ્યો છે, –એવી આત્માની પ્રભુતા જેને બેઠી તેને
પર્યાયમાં કેવળજ્ઞાનરૂપી પ્રભુતા પ્રગટ્યા વગર રહે નહિ. તે કેવળજ્ઞાન જ એવું મંગળ સુપ્રભાત છે કે જે પ્રગટ્યા
પછી કદી પણ અસ્ત ન થાય.
(૭) મારી પ્રભુતા મારામાં છે, મારા પ્રભુત્વથી જ મારી શોભા છે, મારી પ્રભુતાનો પ્રતાપ અખંડિત છે.
મારા દ્રવ્ય–ગુણ–પર્યાયની સ્વતંત્રતાની શોભાને લૂંટનાર ત્રણ લોકમાં કોઈ દ્રવ્ય–ગુણ–પર્યાય નથી. આત્મામાં
અનાદિ અનંત પ્રભુત્વ છે, તે પોતાની અખંડ સ્વતંત્રતાના પ્રતાપે શોભે છે. આત્માના એકેક ગુણમાં પણ પ્રભુત્વ
છે. જ્ઞાનમાં જાણવાનું પ્રભુત્વ છે, દર્શનમાં દર્શનનું પ્રભુત્વ છે, આનંદમાં આહ્લાદનું પ્રભુત્વ છે, એમ દરેક
ગુણમાં પોત પોતાનું સ્વતંત્ર પ્રભુત્વ છે. આત્માના જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર વગેરે ગુણો પોતાના અખંડ પ્રતાપથી
શોભે છે. દ્રવ્ય અને ગુણની જેમ તેની એકેક સમયની અવસ્થાઓ પણ પોતાના અખંડ પ્રતાપથી શોભે છે,
પર્યાયમાં પણ પ્રભુત્વ છે. જ્ઞાનની એકેક સમયની અવસ્થામાં રાગદ્વેષ રહિત પૂરું જાણે એવી પ્રભુતા છે એક
સમયના જ્ઞાનપર્યાયમાં એવો અખંડ પ્રતાપ છે કે તેમાં રાગદ્વેષનો અભાવ છે. પરલક્ષે જે એક સમય પૂરતા
રાગદ્વેષ થાય છે તેને અહીં આત્માના સ્વરૂપમાં ગણવામાં આવ્યા નથી, તે એક સમયના રાગ–દ્વેષને અહીં ગૌણ
કર્યા છે. આત્માની પ્રભુતા ત્રિકાળ અખંડિત છે, કદી તે અધૂરી કે પરની ઓશિયાળી થઈ નથી. ખરેખર
વિકારમાં પ્રભુત્વ નથી કેમ કે તે આખા દ્રવ્ય–ગુણમાં કે સર્વ પર્યાયોમાં વ્યાપતો નથી. આત્માની પ્રભુતા તો સર્વ
દ્રવ્ય–ગુણ–પર્યાયમાં વ્યાપક છે.
(૮) આજે સુમંગળ પ્રભાત છે. જેને પોતાની પ્રભુતાનું ભાન નથી એવા અજ્ઞાની જીવો પરસંયોગથી
પોતાની મોટપ માને છે, ને તે સંયોગ મેળવવાની આજે ભાવના કરે છે. ‘અમને ધન્નાશાળીભદ્ર શેઠની ઋદ્ધિ
હજો, બાહુબલિજીનું શરીરબળ હજો, અભયકુમારની બુદ્ધિ હજો’ –એમ અજ્ઞાની જીવ બહારના પદાર્થોની ભાવના
કરે છે, પણ પોતે પોતાના સ્વભાવની પ્રભુતાથી ભરેલો છે, તેની ભાવના કરતો નથી. જેણે પોતાના સુખ માટે
પરવસ્તુની જરૂર માની તેણે પોતાના આત્માની પ્રભુતા માની નથી, પણ પામરતા માની છે. તેથી તેને પર્યાયમાં
કદી કેવળ જ્ઞાનરૂપી પ્રભુતા થશે નહિ. અહીં તો કહે છે કે તારી પર્યાયમાં પણ પ્રભુતા છે, તારી પર્યાયને હીણી
કરવા કોઈ સંયોગ, કોઈ ક્ષેત્ર કે કોઈ કાળ સમર્થ નથી. એક સમયની દુઃખ પર્યાય ત્રિકાળીતત્ત્વની પ્રભુતાના
પ્રતાપને ખંડિત કરવા સમર્થ નથી; તે પર્યાયની અહીં વાત નથી.
(૯) શ્રદ્ધાની એકેક સમયની પર્યાયમાં એવી ત્રેવડ છે કે આખા પરિપૂર્ણ દ્રવ્યને પ્રતીતમાં લઈ લે છે.
શ્રદ્ધા–જ્ઞાન વગેરે ગુણની એકેક પર્યાયે આખા દ્રવ્યને ટકાવી રાખ્યું છે. જો જ્ઞાન વગેરે કોઈ પણ ગુણની એક જ
પર્યાય કાઢી નાંખો તો ગુણનું અનાદિ અનંત અખંડપણું રહેતું નથી અને ગુણ અખંડ ન રહેતાં દ્રવ્ય પણ અખંડ
રહેતું નથી. માટે એકેક પર્યાયમાં પણ એવું પ્રભુત્વ છે કે તે આખા દ્રવ્યને અખંડિત રાખે છે. દ્રવ્ય અનંત ગુણોનો
પિંડ છે, ને ગુણ અનાદિ અનંત પર્યાયનો પિંડ છે. તેમાં એકેક ગુણ ને તેની એકેક સમયની એકેક પર્યાય પોતાના
અખંડ પ્રતાપથી શોભી રહ્યા છે.