PDF/HTML Page 1 of 17
single page version
PDF/HTML Page 2 of 17
single page version
તે જીવ કુદેવ–કુગુરુ–કુધર્મના સેવનથી તો પાછો ખસી ગયો,
સુદેવગુરુના આશ્રયની રુચિ પણ તેને ટળી ગઈ, પોતાની અધૂરી
દશાનો આશ્રય પણ છૂટી ગયો, ને જ્ઞાનમાં પોતાના પૂરા
સ્વભાવની રુચિ થઈ; એવું જ્ઞાન જ સમ્યક્ત્વ છે, એવું જ્ઞાન કરવું
તે જ ધર્મની ક્રિયા છે. પુણ્યની ક્રિયાથી કે જડની ક્રિયાથી ધર્મ થતો
નથી, કેમ કે તે ક્રિયામાં આત્મા નથી, જ્ઞાનની ક્રિયામાં જ આત્મા
છે. ને જ્ઞાનની ક્રિયાથી જ ધર્મ થાય છે.
PDF/HTML Page 3 of 17
single page version
વગેરે જે જે સંયોગ મળ્યા તે સંયોગને જાણવામાં જ જ્ઞાનને રોકી દીધુ. આત્માનો સ્વભાવ તો બધાયને
જાણવાનો છે તેને બદલે થોડા થોડામાં અટકીને જાણે તે તેનું સ્વરૂપ નથી. ખાવા–પીવામાં, નાવા–ધોવામાં ક્યાંય
સુખ નથી. સૂવામાં ય સુખ નથી.
આત્મા હતો, તે ભવ યાદ ન આવે તોપણ આત્મા તો સદાય હતો.
ગોત્યું છે. ઈયળ થયો તો વિષ્ટાને શોધી, ઢોર થયો તો ઘાસને ગોત્યું, જુવાન માણસ થયો તો સ્ત્રી આદિને શોધી,
પણ તેમાં ક્યાંય સુખી ન થયો. પોતે બધાનો જાણનાર છે તેની શોધ કદી કરી નથી. આત્માનું કાયમનું કામ તો
જાણવું ને આનંદમાં રહેવું તે જ છે. પણ તેને ભૂલીને બહારમાં આથડી રહ્યો છે. સુખ બહારમાં શોધે છે, પણ અંદર
જોતો નથી. સ્વર્ગમાં ગયો તો દેવ–દેવીમાં સુખ માન્યું, પણ ભાઈ! આત્મામાં સુખ છે તેમાં તો જો. અનંતકાળની
રખડપટ્ટીથી થાકે તો આત્માની સંભાળ કરે. આત્માનો કદી નિર્ણય કર્યો નથી. જેમ રસ્તાના બે ફાંટા પડે ત્યાં ક્યો
રસ્તો સાચો! તે નક્કી કરીને પછી ચાલે છે, તેમ આત્માનો સ્વભાવ કેવો છે તે નિર્ણય કરે તો તેનો ઉપાય કરે.
બીજું કાંઈ કરતા નથી. ભગવાનને ઈચ્છા ન હોય. ઈચ્છા તો દુઃખનું મૂળ છે. કહ્યું છે કે–
ભગવાન પરનું કાંઈ કરતા નથી. ભગવાનની ઈચ્છા પ્રમાણે થાય એ વાત ખોટી છે, ભગવાનને ઈચ્છા જ
તો શું ભગવાનને એવી ઈચ્છા હોય? ભગવાન તે કાંઈ કરતા નથી, પણ સૌ સૌના પ્રારબ્ધ પ્રમાણે બહારનો
સંયોગ–વિયોગ થયા કરે છે. ભગવાન તો બધું જાણે છે. આત્માનો સ્વભાવ જાણવાનો જ છે. તેને ભૂલીને
તેમ અજ્ઞાની પુણ્ય–પાપના ભાવ કરીને તેનો હરખ કરે છે તે હરખ સન્નેપાત છે.
કરાવનાર નથી. જેમ ક્રોધ કરવામાં જીવ સ્વતંત્ર છે તેમ ત્રિકાળ જીવ સ્વતંત્ર છે, ઈશ્વરે જીવને બનાવ્યો નથી.
જેમ ખડી ધોળી છે તેમ આત્મા ચૈતન્યમૂર્તિ છે, તે જાણનાર દેખનાર છે, એનો નિર્ણય કરે તો ધર્મ થાય છે.
જ્ઞાનસ્વભાવને ઓળખીને તેમાં એકાગ્ર થાય તો અનંતકાળનું બધું જાણે તેવી જ્ઞાનની અપાર શક્તિ છે. આત્મામાં
PDF/HTML Page 4 of 17
single page version
જ્ઞાનથી આત્માનો ધર્મ કઈ રીતે થાય છે તેની આ વાત છે. ધર્મ ક્યાંય બહારમાં તો થતો નથી, ને
અવસ્થા જો આકાશ વગેરે પર દ્રવ્ય તરફ લક્ષ કરે તો તે અવસ્થામાં ધર્મ થતો નથી. ‘બધા દ્રવ્યો કરતાં આકાશ
દ્રવ્ય અનંતગણું વિશાળ છે’ –એમ શ્રુતજ્ઞાનના વિકલ્પથી–રાગમાં એકતા કરીને–જે જ્ઞાન ખ્યાલમાં લ્યે તે જ્ઞાનને
પણ અચેતન પદાર્થો સાથે અભેદ ગણીને અચેતન કહ્યું છે. અને જે જ્ઞાન અવસ્થા આકાશ વગેરે પર દ્રવ્ય
તરફના વિકલ્પથી છૂટી પડીને આત્માના સ્વભાવ તરફ વળે તે જ્ઞાન રાગરહિત છે, ચેતન સાથે અભેદ છે, અને
તે જ્ઞાન જ ધર્મ છે.
વાળીને ત્રિકાળી આત્મસ્વભાવની રુચિ કરતું જે જ્ઞાન પ્રગટે તે જ્ઞાન ત્રિકાળી ચેતન સાથે એક થયું, તેને અહીં
ચેતન કહ્યું છે. સ્વભાવનો આશ્રય કરીને આત્માને જાણે છે તે તો નિશ્ચય છે અને સ્વભાવના આશ્રયપૂર્વક
આકાશની અનંતતા વગેરેને જાણે તે વ્યવહાર છે, એ રીતે બેહદ ચૈતન્ય સ્વભાવને લક્ષમાં લઈને તેનો આશ્રય
કરે તેને જ અહીં યથાર્થ જ્ઞાન કહ્યું છે, અજ્ઞાનીના પરાશ્રિત જ્ઞાનને અહીં જ અચેતનમાં ગણ્યું છે. રાગ ઘટાડીને
શાસ્ત્રના આશ્રયે અગિયાર અંગને જાણે તો પણ તે જ્ઞાન માત્ર રાગનું ચક્ર બદલીને થયું છે, તે જ્ઞાનમાં
સ્વભાવનો આશ્રય નથી પણ રાગનો આશ્રય છે, તેથી તે અગિયાર અંગનું જ્ઞાન પણ અનાદિની જાતનું જ છે.
આત્મસ્વરૂપની રુચિ કરીને તેમાં સમાધિ–એકાગ્રતા વડે જ જ્ઞાન પ્રગટે તે અપૂર્વ છે, મોક્ષનું –કારણ છે. ભલે
શાસ્ત્ર વગેરે પરનું બહુ જાણપણું ન હોય તોપણ સ્વભાવના આશ્રયે થયેલું જ્ઞાન તે સમ્યગ્જ્ઞાન છે ને તે
કેવળજ્ઞાનનું કારણ છે.
પુદ્ગલ પુદ્ગલ. કરતાં કાળના સમયો અને તેના કરતાં આકાશના પ્રદેશો અનંતગુણા છે તેનો ખ્યાલ પર લક્ષે
કરે, પણ તે બધાયને ખ્યાલમાં લેનાર પોતાનો ચૈતન્યસ્વભાવ કેવો છે તેનો ખ્યાલ ન લ્યે તો એકલા પર લક્ષે
થયેલો જ્ઞાનનો ઉઘાડ કાયમ નહિ ટકે. આત્માનો સ્વભાવ સ્વ–પર પ્રકાશક છે, પોતાના ચૈતન્યસ્વભાવના યથાર્થ
જ્ઞાન વગર પરનું જ્ઞાન યથાર્થ થશે નહિ, અને એવા જ્ઞાનથી આત્માને સુખ કે ધર્મ થાય નહિ.
ગુણ છે અને એવા જ્ઞાન–દર્શન–સુખ–વીર્ય વગેરે અનંત ગુણો આત્મામાં છે. એવા ચૈતન્યસ્વભાવની અનંતતા
લક્ષમાં લેતાં જ્ઞાનની સ્વ તરફની અનંતગણી દશા ખીલી. આકાશની અનંતતા કરતાં ચૈતન્યની અનંતતા
અનંતગણી છે તેથી આકાશને લક્ષમાં લેનાર જ્ઞાન કરતાં, ચૈતન્યને લક્ષમાં લેનાર જ્ઞાનમાં અનંતગણું સામર્થ્ય
છે. અને એવા અનંત ચૈતન્ય સામર્થ્યનું જ્ઞાન કરતાં સમ્યક્ પુરુષાર્થ ખીલ્યો છે. આકાશની અનંતતા લક્ષમાં
લેનારું જ્ઞાન પર પ્રકાશક છે, તેનો મહિમા નથી અને તે ખરેખર મોક્ષમાર્ગમાં સહાયકારી નથી. જે જ્ઞાન,
સ્વભાવને પકડીને એકાગ્ર થાય તે જ્ઞાનનો મહિમા છે. ને તે મોક્ષમાર્ગરૂપ છે. અહીં પર તરફના જ્ઞાનનો
નિષેધ કરતાં ખરેખર તો વ્યવહારનો અને પર્યાય બુદ્ધિનો જ નિષેધ કરીને તેનો આશ્રય છોડાવ્યો છે. આ જ
રીતે ધર્મ થાય છે. આમાં પાપભાવની વાત નથી રાગ ઘટાડીને પુણ્ય કરતાં કરતાં ધર્મ થઈ જશે એમ કોઈ
માને તો તેને ધર્મ હરામ છે–એટલે કે જરાપણ ધર્મ નથી, પણ મિથ્યાત્વના પાપની પુષ્ટિ કરતાં કરતાં તેના
પર્યાયમાં નિગોદ દશા થાય છે.
PDF/HTML Page 5 of 17
single page version
જ્ઞાનનો જ મહિમા છે. જ્ઞાનસ્વભાવની અનંતતાનો મહિમા જાણીને તેમાં જે જ્ઞાન વળ્યું તે જ્ઞાન આત્માના
કલ્યાણનું કારણ છે. છ દ્રવ્યોના સ્વભાવનું યથાર્થ વર્ણન સંપૂર્ણ સર્વજ્ઞદેવના માર્ગ સિવાય બીજે ક્યાંય નથી;
અનુયાયી–સમ્યગ્દ્રષ્ટિ સિવાય બીજું કોઈ નથી.
પદાર્થોનું ગમે તેટલું જાણપણું કરે તે આત્માને જાણવામાં કાર્યકારી થાય નહિ. પોતાના સ્વભાવના સ્વીકાર
વિનાનું જેટલું પરનું જ્ઞાન હોય તે બધું અચેતન છે. ચેતન તો તેને કહેવાય કે જે ત્રિકાળી જ્ઞાનસ્વભાવને
સ્વીકારને તેમાં અભેદ થાય. ચૈતન્યથી ભેદ પાડીને પરમાં અભેદપણું માને તો તે જ્ઞાન ચેતનાનું વિરોધી છે.
જ્ઞાનમાંથી પરનો અને પર્યાયનો પણ આશ્રય છોડીને ત્રિકાળી દ્રવ્યનો આશ્રય કરવાનું જણાવ્યું છે.
આકાશ વગેરે દ્રવ્યોના વિચારમાં જ અટકી રહ્યો છે પણ પોતાના સ્વભાવ તરફ વળતો નથી એવા પાત્ર જીવને
માટે અહીં ઉપદેશ છે કે–હે જીવ? પર દ્રવ્યો તરફ વળીને રાગસહિત જે જ્ઞાન જાણે તે તારું સ્વરૂપ નથી, પણ
ચૈતન્યસ્વભાવમાં વળીને જ્ઞાનની જે અવસ્થા ચૈતન્યસ્વભાવમાં અભેદ થઈને સ્વ–પરને જાણે તે તારું સ્વરૂપ છે.
ચૈતન્યસ્વભાવમાં વળીને તેમાં લીન થયેલો પર્યાય તે જ ચૈતન્યનું સર્વસ્વ છે.
કેમ માનશે? –એ જીવ તો પોતાના જ્ઞાનપર્યાયનો આશ્રય પણ છોડીને પોતાના પરિપૂર્ણ સ્વભાવ તરફ વળીને
તેમાં લીન થશે. અહો, આવા ભગવાન ચૈતન્ય સ્વભાવના સ્વીકારમાં કેટલો પુરુષાર્થ છે! પોતાના મતિ–
શ્રુતજ્ઞાનને સ્વભાવમાં એક કરીને સ્વભાવના આશ્રયે હું જ્ઞાતાદ્રષ્ટા છું એમ જેણે સ્વીકાર્યું તેની જ્ઞાનચેતના
જાગૃત થઈ તે આત્મા પોતે જાગૃત થયો, સાધક થયો અને હવે અલ્પકાળમાં કેવળજ્ઞાન લેવાનો છે.
જેને ભાસે છે તે સમ્યગ્દ્રષ્ટિ છે. સમ્યગ્દર્શનના પ્રભાવે પર્યાયે પર્યાયે સ્વભાવમાં એકતા
જ વધતી જાય છે. માટે આચાર્ય ભગવાન કહે છે કે હે ભાઈ! એકવાર તું એમ તો માન
કે જ્ઞાનસ્વરૂપ જ હું છું, રાગાદિ મારામાં છે જ નહિ. પર્યાયમાં રાગાદિ થાય તે મારા
જ્ઞાનની ભિન્નતાને જાણીને એકવાર તો રાગથી જુદો પડીને આત્માના જ્ઞાનનો અનુભવ
કર! તારા જ્ઞાનસમુદ્રમાં એકવાર તો ડૂબકી માર.
PDF/HTML Page 6 of 17
single page version
ઓળખીને નમસ્કાર કરે છે. પહેલો સમ્યગ્દર્શનાચાર છે. જેવું સમ્યગ્દર્શન મુનિને હોય તેવું જ શ્રાવક ગૃહસ્થનું
સમ્યગ્દર્શન પણ હોય છે.
તથા આઠ દ્રવ્યકર્મનો સંબંધ અસત્ છે, મિથ્યા છે, માટે સમ્યગ્દર્શન પ્રગટ કરનાર જીવ તેના ઉપરની દ્રષ્ટિ છોડે
છે. અસત્ સંબંધનો નિષેધ કરીને સત્સ્વભાવનો જ સંબંધ બતાવે છે.
ધર્મી જીવો પોતાને આત્મા માને છે, અને મનુષ્યપણાના વ્યવહારની જેટલી ક્રિયા છે તેને પોતાનું સ્વરૂપ માનતા
નથી. મનુષ્યપણાના વ્યવહારની ક્રિયાને જે આત્માની માને તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે એમ પ્રવચનસાર શાસ્ત્ર (અ,
૨ ગા. ૩) માં કહ્યું છે.
અને કર્મો સાથેનો સંબંધ તોડયો.
છું’ એમ જ્ઞાની જાણે છે અને તે વિકારનો સંબંધ અસત્ છે તેથી તેની પ્રતીતિ છોડે છે. શરીરાદિ તો જુદા જ છે
અને વિકાર ક્ષણિક છે. એ બંનેનો સંબંધ અસત્ છે. એક શુદ્ધચિદ્રૂપસ્વભાવ છું તે જ સત્ છે–એમ ધર્મી માને છે.
‘વિભાવગુણ’ કહ્યો છે; એના સંબંધથી પણ રહિત છે કેમકે એટલું આત્માનું સ્વરૂપ નથી. રાગાદિ વિકાર થાય તે
તો આત્માનું સ્વરૂપ નથી. પરંતુ તેને જાણનારું જે સાચું મતિ–શ્રુત–અવધિ કે મનઃપર્યાયજ્ઞાન તે પણ આત્માનું
સ્વરૂપ નથી; સમ્યગ્દર્શન એનો સંબંધ સ્વીકારતું નથી. સમ્યગ્દર્શન ‘પરમ સત્ય’ ને સ્વીકારે છે; પરમસત્ય કેવું
છે તે બતાવવા માટે અહીં શાસ્ત્રકાર પહેલાંં અસત્ના સંબંધનો નિષેધ કરે છે.
અશુદ્ધનિશ્ચયનય તેને જાણે છે. પણ સમ્યગ્દર્શન તેને સ્વીકારતું નથી, સમ્યગ્દર્શન તો પૂરેપૂરા સ્વભાવને જ
સ્વીકારે છે, તે સિવાય કોઈના સંબંધને તે સ્વીકારતું નથી.
PDF/HTML Page 7 of 17
single page version
પરસાથેના સંબંધને) સ્વીકારતું નથી પણ આખા સ્વભાવને સ્વીકારે છે. આખો સ્વભાવ શું? ને નાનો ભાગ
શું? દ્રવ્યકર્મ–નોકર્મને સ્વીકારે નહિ, ક્ષણિક રાગાદિને સ્વીકારે નહિ, પણ અધૂરી નિર્મળપર્યાયને પણ સ્વીકારે
નહિ. અને નર, નારકાદિરૂપ આત્માના વિભાવવ્યંજન–પર્યાયને પણ સ્વીકારતું નથી. ત્રિકાળીસ્વભાવની
એવો પણ વિકલ્પ કે ભેદ નથી, તેમાં તો ‘એકલો પરમસત્યસ્વભાવ તે જ હું’ એવી પ્રતીતિરૂપ અનુભવ હોય છે.
પરમસત્યસ્વભાવ તે જ મોટો (પૂરો) ભાગ છે.
સમ્યગ્દર્શન સ્વીકારે છે.
૧૧ મી ગાથામાં તેને ‘ભૂતાર્થ’ કહ્યો છે. શુદ્ધાત્મતત્ત્વ તે જ ભૂતાર્થ છે અને ઉપર કહ્યા તે બધા ભાવો અભૂતાર્થ
છે; અભૂતાર્થ એટલે કે ક્ષણિક છે, તેને જ્ઞાન જાણે પણ સમ્યગ્દર્શન તેને સ્વીકારે નહિ.
કહેતાં નથી પણ ‘જેવો તારો સ્વભાવ છે તેવો તું માન અને અમારો આશ્રય છોડ તો સમ્યગ્દર્શન છે’ એમ
વીતરાગશાસનમાં કહ્યું છે. કુદેવાદિને માનવાની વાત તો ધર્મથી ક્યાંય દૂર રહી પણ સાચા દેવ–ગુરુ–શાસ્ત્રની
પ્રતીતથી પણ રાગ છે, ધર્મ નથી.
હોવાથી અહીં તેને દ્રવ્યમાં અભેદપણે ગણી છે. કેવળજ્ઞાન પર્યાયને જુદો લક્ષમાં લેનાર શુદ્ધ સદ્ભૂત વ્યવહારનય
છે. શુદ્ધનયના વિષયરૂપ શુદ્ધાત્મદ્રવ્યમાં કેવળજ્ઞાનપર્યાય અભેદપણે આવી જાય છે, પણ ભેદ પાડીને તે એક
પર્યાયને જુદો લક્ષમાં લેતાં રાગ આવે છે માટે તે ભેદનો નિષેધ છે.
જ આરાધવા યોગ્ય છે, એ સિવાય અન્ય કોઈ વસ્તુ આરાધવા યોગ્ય નથી. આવી દ્રઢ પ્રતીતિ કરવી તે જ
સમ્યક્ત્વ છે. આવું જે આત્માએ કર્યું તે આત્મા સમ્યક્ થયો અર્થાત્ તે જ આત્મા સાચો થયો.
સ્વીકારતું નથી. ત્રિકાળીસ્વભાવ તે પરમસત્ય છે, સર્વ પ્રસંગમાં તેની દ્રઢતા આગળ કરવી; લખવામાં,
વાંચવામાં શ્રવણમાં, બોલવામાં કે ચિંતવનમાં સર્વત્ર એ જ એક પરમ ઉપાદેય શુદ્ધાત્મતત્ત્વની મુખ્યતા રાખવી.
જ્ઞાન પર્યાય વધ્યો તેટલો પણ હું નહિ પણ જ્યાંથી જ્ઞાન પ્રગટે છે એવો પૂરો સ્વભાવ તે હું છું–એમ
ત્રિકાળીસ્વભાવની ગંભીરતા પર દ્રષ્ટિ કરવી. પર્યાયમાં આટલું જ્ઞાન નીકળ્યું તો હજી સ્વભાવમાં કેટલી
ગંભીરતા હશે! એમ જે પર્યાય પ્રગટી તેના લક્ષે ન અટકતાં સ્વભાવની દ્રષ્ટિ કરવી. અનંતઅનંત કેવળજ્ઞાન
અવસ્થા પ્રગટે એવો
PDF/HTML Page 8 of 17
single page version
સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થ શ્રેષ્ઠ છે.
જીવના આચાર–વિચાર કેવા હોય અથવા તો જૈનના આચાર–વિચાર શું? રાગાદિ કે અધૂરું જ્ઞાન તે હું નહિ પણ
પૂર્ણ શુદ્ધાત્મતત્ત્વ તે હું એવું જે જ્ઞાન તે વિચાર છે અને તેની પ્રતીતિરૂપ પરિણમન તે આચાર છે. આ જ ધર્મી
જીવના (જૈનના) આચાર–વિચાર છે. પણ બહારમાં અમુક ખપે ને અમુક ન ખપે એ કાંઈ ધર્મનો આચાર નથી,
કેમકે ધર્મી જીવો પરદ્રવ્ય સાથે સંબંધ જ માનતા નથી.
પાકવાની શંકા ન પડે. પણ પહેલેથી જ શંકા કરીને ઇંડાને ખખડાવે તો મોર થાય નહિ. તેમ ચૈતન્યસ્વભાવની
શ્રદ્ધા પણ કરે નહિ તો તે ચૈતન્યનું સેવન કરે નહિ અને તેને કેવળજ્ઞાનરૂપી મોર પાકે નહિ. જેમ મોર પ્રગટ્યા
તેનું સેવન કરે તો કેવળજ્ઞાન પરમાત્મદશા પ્રગટે. માટે જ્ઞાનીઓ કહે છે કે ભાઈ, માન રે માન! તારો સ્વભાવ
પરિપૂર્ણ ચિદાનન્દ ચિદ્રૂપ છે, અને રાગાદિનો સંબંધ તારા સ્વભાવમાં નથી;–એ જ સમ્યગ્દર્શન છે.
આત્માથી ખાલી છે; અને આત્મા તે પદાર્થોથી ખાલી છે; તો જ્યાં આ આત્માનું હોવાપણું નથી ત્યાંથી આત્માનું
સુખ આવે નહિ. જ્યાં સુખ હોય તેમાંથી સુખ પ્રગટે, ન હોય તેમાંથી પ્રગટે નહિ. આત્મા પોતાના જ્ઞાન અને
સુખ સ્વભાવથી ભરેલો છે, પુણ્ય–પાપ કે પર વસ્તુઓથી તે શૂન્ય છે, એટલે કે તેમાં જ્ઞાન કે સુખ નથી.
પ્રવેશ કદી હોય નહિ. દરેક વસ્તુ પોતાના સ્વભાવથી પૂરી છે. આત્મા પોતે જાણવું–દેખવું–શ્રદ્ધા–સુખ–ચારિત્ર–
વીર્ય વગેરે અનંત શક્તિઓથી ભરેલો છે, એવા આત્મસ્વભાવની શ્રદ્ધા અને સ્થિરતા કરતાં આત્મા પોતે જ
સુખરૂપે પરિણમે છે, આત્મામાંથી જ સુખનો પ્રવાહ વહે છે. ‘આત્મામાં જ પરિપૂર્ણ સુખ છે, પરમાં ક્યાંય સુખ
નથી તેમ જ પર પદાર્થો સુખનાં સાધન પણ નથી’ –એમ નક્કી કરે તો પર પદાર્થોમાંથી સુખબુદ્ધિ ટળે અને
વગેરે પર પદાર્થોમાં જ સુખ ભાસતું હોય તે જીવ ત્યાંથી ખસીને આત્મસ્વભાવ તરફ વળવાનો પ્રયત્ન કરે નહિ,
ને તેને સાચું સુખ થાય નહિ.
પવિત્ર થઈ ગયો છે તેથી તે દેવ છે.
PDF/HTML Page 9 of 17
single page version
હવે આત્માના સર્વગતપણા સંબંધી અનેકાંત બતાવે છે:–
ततः सर्वगतश्चायं विश्वव्यापी न सर्वथा।।
વિશ્વવ્યાપી નથી.
લોકપ્રમાણ અસંખ્ય પ્રદેશો સદાય એકરૂપ રહે છે, તેમાં વધારો–ઘટાડો થતો નથી તેથી આત્મા લોક પ્રમાણ
અસંખ્ય પ્રદેશી છે તે નિશ્ચય છે, અને શરીરના આકારો તો બદલાયા કરે છે, તેથી આત્માનો એક સરખો આકાર
સર્વ લેકાલોક જણાય છે, તેથી જાણવાની અપેક્ષાએ આત્મા સર્વગત છે. સર્વ પદાર્થોને જાણવા છતાં આત્માનું
જ્ઞાન બહારમાં લંબાતું નથી તેથી આત્મા સર્વગત (અર્થાત્ વિશ્વવ્યાપી) નથી. અને જગતના સર્વ પદાર્થોને તેનું
જ્ઞાન પહોંચી વળે છે–જાણી લે છે તેથી તે સર્વગત પણ છે.
અને સ્વરૂપની જાગૃતિ થાય છે. વસ્તુસ્વરૂપ અનેકાંતમય છે ને તેને જાણનારું જ્ઞાન પણ અનેકાંતમય છે, તે જ
બરાબર જાણ્યા વગર જ્ઞાન સાચું થતું નથી. અને સાચા જ્ઞાન વગર આત્મસ્વરૂપની જાગૃતિ થતી નથી. માટે
જેઓ શુદ્ધાત્મસ્વરૂપની પ્રાપ્તિના ઈચ્છુક છે તેઓએ આત્માના ધર્મોની ઓળખાણ દ્વારા આત્મસ્વરૂપની સાચી
સમજણ કરવી જોઈએ.
चैतनैकस्वभावत्वादेकानेकात्मको भवेत्।।
ચૈતન્યસ્વભાવ એક જ પ્રકારનો છે તેથી આત્મા એક છે. આ રીતે આત્મામાં જ એકપણું અને અનેકપણું સમજવું.
સંબોધન કરાવે છે.
દ્રવ્ય–સ્વરૂપથી એક છે અને જ્ઞાન–સુખ ઈત્યાદિ અનેક ધર્મોની અપેક્ષાએ અનેક છે. એકપણું અને અનેકપણું એમ
PDF/HTML Page 10 of 17
single page version
એક ધર્મી વસ્તુને લક્ષમાં લેવી તે અનેકાંતનું પ્રયોજન છે. એક આખી વસ્તુને લક્ષમાં લીધા પછી તેના અનેક
ધર્મોને ઓળખવાથી વસ્તુસ્વરૂપ વિશેષ સ્પષ્ટપણે જણાય છે–જ્ઞાનની નિર્મળતા વધે છે. જે જીવ એક–અનેક,
નિત્ય–અનિત્ય ઈત્યાદિ ધર્મોના ભંગભેદને જાણવામાં જ રોકાઈ જાય છે, પણ ધર્મભેદના વિકલ્પ છોડીને
જ સમ્યગ્જ્ઞાન થાય છે.
तस्मान्नैकान्ततो वाच्यो नापि वाचामगोचरः।।
એકાંતે વાચાથી અગોચર પણ નથી.
ધર્મોદ્વારા આત્માનું સ્વરૂપ કહી શકાતું નથી તેથી આત્મા અવક્તવ્ય છે.
સમ્યગ્જ્ઞાન થાય છે, એવો તેનો સાર છે.
समूर्तिर्बोधमूर्तित्वादमूर्तिश्च विपर्ययात्।।
જ્ઞાનરૂપી આકાર) સહિત હોવાથી આત્મા મૂર્તિક છે અને તેથી વિપરીત હોવાથી એટલે કે પુદ્ગલનો આકાર
તેનામાં નહિ હોવાથી અમૂર્તિક છે.
અને પરથી નાસ્તિત્વ દરેક પદાર્થનું સ્વરૂપ છે. આત્મા પોતાના ચૈતન્ય વગેરે ગુણોથી અસ્તિરૂપ છે ને પરથી
નાસ્તિરૂપ છે, એટલે આત્મા પોતાના કોઈ ધર્મને પરમાં એકમેક કરતો નથી ને પરના કોઈ ધર્મોને પોતામાં
એકમેક કરતો નથી. સદાય પરથી જુદો ને જુદો જ રહે છે. પરથી નાસ્તિપણું હોવારૂપ ધર્મ પણ પોતામાં જ છે.
કાંઈ અસ્તિધર્મ પોતામાં અને નાસ્તિધર્મ પરમાં–એવું નથી.
ધર્મી મહાત્માને કોઈએ પૂછયું કે, જૈનધર્મનું એવું મૂળભૂત સિદ્ધાંત સૂત્ર શું છે કે જેના આધારે આખા જૈનધર્મના
છે અને પર રૂપથી નાસ્તિરૂપ છે એટલે કે સર્વે પદાર્થો સ્વતંત્ર પરિપૂર્ણ છે.’ આ જૈન–ધર્મનો મૂળભૂત સિદ્ધાંત છે;
એના આધારે વસ્તુસ્વરૂપની બરાબર સિદ્ધિ થઈ શકે છે. પોતે પોતાથી પરિપૂર્ણ છે એમ સ્વીકારતાં જ પર
પદાર્થોથી નિરપેક્ષપણું થઈ જાય છે એટલે પરમાં એકતાબુદ્ધિ ટાળીને પોતાના જ સ્વભાવનો આશ્રય કરે છે, આ
જ ધર્મ છે અને આ જ અનેકાતસ્વરૂપની સમજણનું ફળ છે.
શકે છે તેથી આત્મા મૂર્તિક પણ છે.
PDF/HTML Page 11 of 17
single page version
આત્મામાં પોતાનું ચૈતન્યરૂપ તો છે તેથી આત્માનો નિર્ણય જ્ઞાનવડે બરાબર થઈ શકે છે. જ્ઞાનનો સ્વભાવ
અરૂપીને પણ જાણવાનો છે. આત્મા પોતાના ચૈતન્યસ્વરૂપથી પરિપૂર્ણ સદ્ભાવરૂપ વસ્તુ છે અને અનેકાંતમય
એ વાત સાચી, પણ દરેક જીવને પોતપોતાની ચેતનાનો જ અનુભવ છે. પોતાને જે સંવેદન થાય છે તે પોતાની
ચેતનાનું જ સંવેદન થાય છે, બીજા આત્માની ચેતનાનું વેદન પોતાને થતું નથી; તેથી સ્વસંવેદનમાં આવતી
પોતાની ચેતનાવડે, બીજા આત્માઓથી પોતાના જુદાપણાનો અનુભવ થાય છે.
ગ્રાહ્ય–અગ્રાહ્ય ઈત્યાદિ અનેક ધર્મોને તેમ જ બંધ–મોક્ષને અને તેના ફળને આત્મા સ્વયમેવ ધારણ કરે છે:–
आत्मा स्वीकुरुते तत्तत्कारणौः स्वयमेव तु।।
અનેકાંતસ્વરૂપ છે. સ્યાદ્વાદ કાંઈ વસ્તુમાં નવા ધર્મો ઉપજાવીને કહેતો નથી, પણ વસ્તુ સ્વયમેવ પોતાના
ધર્મોને ધારણ કરનારી છે. સ્યાદ્વાદ તો સમ્યક્ યુક્તિ–દ્વારા માત્ર તે ધર્મોદ્વારા વસ્તુની સિદ્ધિ કરે છે.
મોક્ષનું કારણ છે, અને પર દ્રવ્યની ભાવના તે બંધનું કારણ છે.
આત્મા પોતે સ્વયમેવ ધારણ કરે છે. બંધના કારણો મિથ્યાત્વાદિક છે અને મોક્ષનાં કારણ સમ્યગ્દર્શનાદિક છે, તે તે
કારણોથી આત્મા પોતે જ બંધ–મોક્ષ પર્યાયને ધારણ કરે છે. પણ કોઈ કર્મ વગેરેના કારણે આત્મામાં બંધ પર્યાય થતો
નથી અને કોઈ નિમિત્તને કારણે આત્મામાં મોક્ષપર્યાય થતો નથી. તેમજ બંધપર્યાયનું ફળ દુઃખ છે ને મોક્ષપર્યાયનું
ફળ સુખ છે, તે સુખ કે દુઃખરૂપ ફળને પણ આત્મા જ પોતે ધારણ કરે છે. –આવો આત્માનો પર્યાયધર્મ છે.
बहिरन्तरुपायाभ्यां तेषां मुक्तत्वमेवहि।।
આત્મા પોતાના મૂળ સ્વરૂપે સળંગ એક–
PDF/HTML Page 12 of 17
single page version
દિગંબરત્વ પંચમહાવ્રતાદિ બહિરંગ ઉપાય (એટલે કે નિમિત્ત) છે. પોતાનું મૂળ આત્મસ્વરૂપ જેવું છે તેવું
આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટેના ઉપાયનું વર્ણન ૧૧ થી ૧પ સુધીના શ્લોકમાં કરશે.
तत्त्वेयाथात्म्यसंस्थित्यमात्मनो दर्शनं मतम्।।
तत्स्वार्थव्यवसायात्म कथंचित्प्रमितेः पृथक।।
स्थिरमालंबनं यद्वा माध्यरस्थं सुखदुःखयोः।।
इतीदं भावनादाढर्यं चारित्रमथवापरम।।
સમ્યગ્જ્ઞાન પોતાનું તેમજ અન્ય પદાર્થોનું પ્રકાશક છે. આ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન કથંચિત્ જુદાં છે.
તે શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય છે. જેમ છે તેમ વસ્તુસ્વરૂપ સ્યાદ્વાદ વડે જાણ્યા વગરની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન
કારણ છે; તે વખતે બહિરંગ કારણો કયા કયા હોય છે તે હવેના શ્લોકમાં જણાવે છે.
यद्वाह्यं देशकालादि तपश्च बहिरंगकम्।।
आत्मानं भावयेन्नित्यं रागद्वेष विवर्जितम्।।
PDF/HTML Page 13 of 17
single page version
પ્રસિદ્ધિનો માર્ગ છે.
नीलीरकेऽम्बरे रागो दूराघेयो हि कौंकुमः।।
હોતી નથી. જ્ઞાન અને કષાયની ભિન્નતાનું જેને ભાન નથી અને કષાય તેમ જ જ્ઞાનમાં એકપણે જ જે વર્તી
રહ્યો છે તે જીવનું જ્ઞાન કષાયોથી ભરેલું છે, તેના જ્ઞાનમાં આત્મતત્ત્વની ઓળખાણ થતી નથી. જેમ અગ્નિથી
સળગતી જમીનમાં ઝાડ ઊગતાં નથી તેમ જે જીવનું જ્ઞાન કષાયરૂપી અગ્નિમાં સળગી રહ્યું છે–કષાયોમાં લીન
પવિત્ર આત્મસ્વરૂપની ભાવના સદાય કરવી જોઈએ.
उदासीनत्वमाश्रित्य तत्त्वचिंतापरो भव।।
ધારણ કરીને આત્મતત્ત્વના ચિંતવનમાં તન્મય થા.
ગ્રંથકારે પ્રેરણા કરી છે કે હે જીવ! તું આત્મતત્ત્વમાં તન્મય થા.
निरालम्बो भवान्यस्मादुपेये सावलम्बनः।।
સ્વ–પરના ભેદજ્ઞાન વગર હેય–ઉપાદેયનું જ્ઞાન પણ ન હોય. સમસ્ત પરદ્રવ્યો તો આત્મતત્ત્વથી અત્યંત જુદાં છે
અને આત્મામાં પરદ્રવ્યના અવલંબને જે અશુદ્ધભાવો થાય છે તે પણ હેયતત્ત્વ છે. અભેદ પરિપૂર્ણ એક
શુદ્ધચૈતન્યતત્ત્વ જ ઉપાદેય છે. શુદ્ધચૈતન્યતત્ત્વની ઉપાદેયપણે શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે, તેનું ઉપાદેયપણે જ્ઞાન તે
કારણ છે અને પરદ્રવ્યનું અવલંબન તે સંસારનું કારણ છે. માટે શ્રી આચાર્યદેવ કહે છે કે હે જીવ! તું સ્વદ્રવ્યનું
અવલંબન કર ને પરદ્રવ્યોનું અવલંબન છોડ.
उपेक्षाभावनोत्कर्षपर्यन्ते शिवमाप्नुहि।।
PDF/HTML Page 14 of 17
single page version
છોડીને આખા વસ્તુસ્વરૂપની દ્રષ્ટિ કરે છે તે જીવ, પર પદાર્થોને પણ તેના વર્તમાન પર્યાય જેટલા ન માનતાં
તેના મૂળ વસ્તુસ્વરૂપને જુએ છે. એ રીતે સ્વ અને પરમાં વસ્તુસ્વરૂપને જોનાર જીવને પર્યાયમાં એકત્વબુદ્ધિ
હોતી નથી અને તેથી પર્યાયદ્રષ્ટિના રાગ–દ્વેષ તેને થતા નથી. મૂળ વસ્તુસ્વરૂપની ભાવના કરતાં કરતાં
પર્યાયમાંથી રાગ–દ્વેષ ટળી જાય છે.
નિમિત્તો પરદ્રવ્ય છે, તેની અપેક્ષા રાખીને મોક્ષમાર્ગ થતો નથી પણ તેની ઉપેક્ષા કરવાથી અને સ્વરૂપનો આશ્રય
કરવાથી જ મોક્ષમાર્ગ થાય છે. પોતાના શુદ્ધચૈતન્યસ્વરૂપની ભાવના અને પરની સંપૂર્ણ ઉપેક્ષાભાવ તે મોક્ષનો
ઉપાય છે એમ આ શ્લોકમાં જણાવ્યું છે. અને વસ્તુસ્વરૂપની ભાવના કરવાની પ્રેરણા કરી છે.
इत्युक्तत्वाद्धितान्वेषी कांक्षा न क्वापि योजयेत्।।
ઈચ્છારહિત પોતાનું સ્વરૂપ જાણ્યા પછી પણ જ્યાં સુધી શુદ્ધાત્મસ્વરૂપમાં લીન થતો નથી અને ઈચ્છામાં અટકે છે
ત્યાંસુધી મુક્તિ થતી નથી. નીચલી ભુમિકામાં ઈચ્છા થાય તો તેને મોક્ષનું સાધન ન માનવું જોઈએ, પણ જ્ઞાનથી
કરવી તે જ ઈચ્છાને તોડવાનો ઉપાય છે. તેથી અહીં જ્ઞાન સ્વરૂપની ઓળખાણ પછી મોક્ષની પણ ઈચ્છા તોડીને
સ્વરૂપની ભાવનામાં લીન થવાનો ઉપદેશ કર્યો છે.
आत्माधीने सुखे तात यत्न किं न करिष्यसि।।
માટે જ તું પ્રયત્ન શા માટે નથી કરતો?
છે. મુક્તિની ઈચ્છા કરવાથી મુક્તિ થતી નથી માટે મુક્તિની ઈચ્છા પણ નિષ્ફળ છે, ને ઊલટી તને અશાંતિ કરે છે.
માટે એવી ઈચ્છાને તું છોડ. પરમાનન્દમય સુખ આત્માને આધીન છે, સ્વાધીન છે, તેમાં કોઈ બીજાની મદદની
જરૂર નથી, કલેશ નથી, અશાંતિ નથી. પોતાનો આત્મા સુખસ્વરૂપી છે તેની ઓળખાણ કરીને તેમાં લીન થતાં
પરમઆત્મિક સુખ પ્રગટ અનુભવાય છે. માટે તું એવા આત્માશ્રિત સુખનો યત્ન કર. એ સુલભ છે.
अनाकुल स्वसंवेद्ये स्वरूपे तिष्ठ केवले।।
હું કરું’ એવા વ્યામોહને છેદી નાંખ અને પછી સ્વાનુભવગમ્ય એવા આત્મસ્વરૂપમાં જ લીન થા.
PDF/HTML Page 15 of 17
single page version
स्वस्मिनू ध्यात्वा लभेत्स्वोत्थमानंदममृतं पदम्।।
એકાગ્ર થતાં આત્મામાંથી જ પરમાનન્દસ્વરૂપ મુક્તદશા પ્રગટે છે. તેથી મોક્ષાર્થીઓએ સર્વ પ્રકારે સ્વદ્રવ્યનું
અવલંબન કરવું જોઈએ અને સર્વે પરદ્રવ્યોનું અવલંબન છોડવું જોઈએ.
करोति तस्मै परमार्थसम्पदम् स्वरूप संबोधनपं चविंशतिः।।
અર્થાત્ તે જીવ શુદ્ધઆત્મસ્વરૂપને પામે છે.
શુદ્ધાત્માની પ્રાપ્તિ એ જ સાચી સંપત્તિ છે અને શુદ્ધાત્મ તત્ત્વની ભાવનાદ્વારા તે પ્રાપ્ત થાય છે. માટે સર્વે મુમુક્ષુઓ
અનેકાંતસ્વરૂપી પોતાના આત્મતત્વને જાણીને તેની ભાવના કરો.... પોતાના સ્વરૂપનું સંબોધન કરો.
જેમ–પાણીનો મૂળ સ્વભાવ ઠંડો છે, પણ પોતાથી વિરુદ્ધ એવા અગ્નિનો આશ્રય કરે તો તે ઉષ્ણ દશારૂપે
સંયોગના આશ્રયે પરિણમે તો અવસ્થામાં પુણ્ય–પાપવિકાર થાય છે. જેમ ઉષ્ણતા તે પાણીનું ખરું સ્વરૂપ નથી
તેમ વિકારી ભાવો આત્માનું ખરું સ્વરૂપ નથી. ઉષ્ણતા વખતે જ પાણીનો શીતળ સ્વભાવ છે, તે શીતળ
સ્વભાવ પાણીમાં હાથ નાંખવાથી જણાતો નથી, આંખથી દેખાતો નથી, કાન–નાક કે જીભથી તે જણાતો નથી,
પણ જ્ઞાનદ્વારા જ જણાય છે. તેમ વિકાર વખતે આત્માનો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ છે તે કોઈ બાહ્ય ક્રિયાથી કે
રાગથી જણાતો નથી પણ અંતર, સ્વભાવ તરફ વળતાં જ્ઞાનથી જ જણાય છે. વિકારના લક્ષે વિકાર ટળતો નથી,
પણ વિકારનું લક્ષ છોડી, ત્રિકાળ વીતરાગ સ્વરૂપ નિજ ચૈતન્ય સ્વભાવનો આશ્રય કરતાં વિકાર ટળી જાય છે,
માટે જ્ઞાનઆનંદસ્વરૂપ પોતાના આત્માની શ્રદ્ધા કરવી તે જ પહેલો ધર્મ છે.
ઉકળાટ ટાળવા માટે શાંત ચૈતન્યસ્વરૂપમાં ઢળવું જોઈએ. હું એક ચૈતન્ય છું. ને આ સંયોગો દેખાય છે તે બધા
આનંદનો અનુભવ કરવો તે જ મારું સ્વરૂપ છે. –આમ પોતાના ચૈતન્ય સ્વરૂપની સમજણ કરવી તે ધર્મ છે.
સ્વભાવ સમજીને તેમાં ઠરતાં અજ્ઞાન અને વિભાવ ટળી જાય છે. ત્રણેકાળે ધર્મની રીત એક જ છે.
આત્મસ્વભાવ સિવાય અરિહંત કે સિદ્ધ ભગવાન વગેરે કોઈ પણ પર દ્રવ્યના આશ્રયે ધર્મ સમજાતો નથી પણ
વિકાર અને દુઃખ જ થાય છે. ત્રણે કાળે પોતાના એકરૂપ સ્વભાવના આશ્રયે જ ધર્મ સમજાય છે
PDF/HTML Page 16 of 17
single page version
પણ આત્માનું સ્વરૂપ નથી પણ આત્મા તેનો જાણનાર છે. દયા–દાનાદિના કે હિંસાદિના ભાવો થાય પણ તે જ્ઞાનનું
ઓળખાણ થઈ ત્યાં પરને કરવાનું કે ભોગવવાનું અભિમાન ટળ્યું. જ્ઞાન સાથેના સંબંધની ઓળખાણ થતાં પર સાથેનો
આત્માની ઓળખાણ કરો.
વિકારની રુચિ છૂટી જાય. આત્માના સાચા જ્ઞાનનો પ્રયત્ન કરો; ભાઈ! આ દેહ તો છૂટી જશે, તેનાથી છૂટો આત્મા છે
નડે છે, જોશી કહે પનોતી નડે છે, અજ્ઞાની કહે–કર્મ નડે છે, ને જ્ઞાની કહે છે–હે ભાઈ તને કોઈ પર નડતું નથી પણ તારી
PDF/HTML Page 17 of 17
single page version
નાનાલાલભાઈના મકાન આનંદકુંજમાં વૈશાખ સુદ ૮ સુધી બિરાજ્યા હતા. એ દિવસો દરમિયાન રાજકોટની
વિશાળ જનતાએ પૂ. શ્રીના વ્યાખ્યાનોનો ઘણો લાભ લીધો હતો. હજારો શ્રોતા–જનોની મેદનીમાં વકીલો–
ડોક્ટરો–ઓફિસરો વગેરે શિક્ષિતવર્ગનો મોટો સમુદાય હતો. રાજકોટમાં કેટલાક વ્યાખ્યાનોનું રેકોર્ડીંગ થયું હતું.
જન્મજયંતીનો ઉત્સવ ઉજવાયો હતો. રાજકોટમાં ભવ્ય દિ૦ જિનમંદિર તૈયાર થાય છે. વૈશાખ સુદ ૯ ના દિવસે
રાજકોટથી વિહાર કરીને પૂજ્યશ્રી લાઠી તરફ પધાર્યા છે.
પ્રતિષ્ઠાનો અને ૮ ને દિવસે શ્રી સમયસાર–પ્રતિષ્ઠાનો ઉત્સવ ઉજવાયો હતો. અહીં જેઠ સુદ પ ને બુધવારે
ભગવાનશ્રી સીમંધરપ્રભુ વગેરેની પ્રતિષ્ઠાનું મંગળ મુહૂર્ત છે. તે પ્રસંગની વિધિની ભવ્ય શરૂઆત વૈશાખ વદ
૧૩ થી થઈ ગઈ છે. પ્રતિષ્ઠા મહોત્સવ સંબંધી સમાચાર આગામી અંકે આપવામાં આવશે.
ગુરુદેવશ્રી કાનજીસ્વામીના શુભ હસ્તે થઈ હતી તે) પધાર્યા છે. પ્રભુજી પધાર્યા તે પ્રસંગે ત્યાંના મુમુક્ષુ સંઘે ઘણા
જ ઉલ્લાસપૂર્વક પ્રભુજીના સ્વાગત સન્માનનો ઉત્સવ ઊજવ્યો હતો. પ્રભુશ્રીના ભવ્યસ્વાગતમાં ગામના લોકોએ
ઉત્સાહથી ભાગ લીધો હતો. બોટાદના આંગણે પ્રભુશ્રી પધાર્યા એ ત્યાંના મુમુક્ષુઓના ધનભાગ્ય છે.
શ્રી પૂજા સંગ્રહ (આવૃત્તિ ચોથી)