PDF/HTML Page 1 of 17
single page version
PDF/HTML Page 2 of 17
single page version
ચોંટે છે; તો જેને પોતાનું કલ્યાણ કરવું છે એવા જીવે,
પોતાનો ત્રિકાળી સ્વભાવ શું અને વિકાર શું એનો બરાબર
વિવેક કરવો જોઈએ. ત્રિકાળના લક્ષે શાંતિ થાય છે ને
ક્ષણિક પર્યાયના લક્ષે આકુળતા થાય છે, એમ તે બંનેનો ભેદ
જાણીને, જો પર્યાયથી ખસીને ત્રિકાળી સ્વભાવ તરફ
શ્રુતજ્ઞાન વળે તો સ્વભાવના આનંદનો સ્વાદ આવે, અને
તે જ્ઞાન છોડે નહિ. જે ધર્માત્માને આવું સમ્યગ્જ્ઞાન પ્રગટ થયું
છે તે જ્યારે કર્મને જાણતા હોય ત્યારે પણ તેમને સ્વભાવમાં
જ્ઞાનની એકતા વધતી જાય છે. અને પર તરફનું જ્ઞાનનું
વલણ ઘટતું જાય છે.
PDF/HTML Page 3 of 17
single page version
ગણે કાષ્ઠની પૂતળી તે ભગવાન સમાન. ૧
અસ્થિરતાથી રાગ થાય તે ચારિત્રની નબળાઈ છે. ‘નિરખીને’ એટલે કે પર વસ્તુને દેખીને ‘આ સારું છે’ એવી
બુદ્ધિથી જે રાગ થાય તે મિથ્યાત્વીનો રાગ છે, જ્ઞાનીને રાગ થાય પણ તે સ્ત્રીને દેખવાના કારણે થતો નથી, સ્ત્રી
મારી છે કે સ્ત્રી સુંદર છે–એવી માન્યતાથી જ્ઞાનીને રાગ થતો નથી. ચોથે–પાંચમે ગુણસ્થાને જ્ઞાનીને સ્ત્રી
જાણે છે, પણ તેના કારણે રાગ માનતા નથી. સુંદર સ્ત્રી દેખીને જે રાગ માને છે તેને તો અનંત સંસારના
કારણરૂપ રાગ છે. વળી જ્ઞાનીને લેશ પણ વિષય નિદાન નથી, આસક્તિનો રાગ હોય પણ તે વિષયમાં સુખ
માનતા નથી. વિષયને સુખનું કારણ માનીને જ્ઞાનીને કદી રાગ થતો નથી. એને અહીં ‘ભગવાન સમાન’ કહ્યો
છે. પણ મિથ્યાદ્રષ્ટિ અનંતવાર બ્રહ્મચર્ય પાળીને નવમી ગ્રૈવેયકે ગયો, તેને અહીં ભગવાનસમાન કહ્યો નથી.
સ્વભાવના લક્ષ વગર બ્રહ્મચર્ય પાળે તો મંદરાગથી પુણ્ય બંધાય, પણ તેમાં આત્મલાભ નથી.
સમાન કહ્યા છે; સ્ત્રીઓ મારી–એમ માને તેને તો તેના કારણે રાગ માન્યો, ને તેમાં એકત્વબુદ્ધિ છે, તે
મિથ્યાદ્રષ્ટિ છે. અંતરદ્રષ્ટિમાં ફેર છે, બહારના આચરણથી ફેર જણાય નહિ.
વસ્તુઓને દેખીને વિકાર થતો નથી; નવયૌવન સ્ત્રીઓને દેખવાના કારણે જો રાગ થવાનું માને તો, તેના
અભિપ્રાયમાં રાગ કરવાનું જ આવ્યું. કેમકે જગતમાં નવયૌવન સ્ત્રીઓ તો અનાદિ અનંત છે, તેને કારણે જો
રાગ માને તો તેને અનાદિ અનંત કાળ રાગ કરવાનું આવ્યું. તેનો અભિપ્રાય મિથ્યા છે. જ્ઞાની જાણે છે કે સ્ત્રીને
કારણે મને રાગ નથી, સ્ત્રીને દેખવાના કારણે મને રાગ નથી. તેથી કહ્યું કે–
ગણે કાષ્ઠની પૂતળી તે ભગવાન સમાન. ૨
રાગ થાય તે મને સુખરૂપ નથી–એમ જ્ઞાની જાણે છે તે ભગવાન સમાન છે. હજી સાક્ષાત્ ભગવાન્ થયા નથી.
અસ્થિરતાનો રાગ છે પણ રાગરહિત પૂર્ણ સ્વભાવનું ભાન છે તેથી તે ભગવાન સમાન છે. રાગ છે તે ક્ષણિક
દોષ છે પણ ત્રિકાળી સ્વભાવની દ્રષ્ટિના જોરે તે રાગ અલ્પકાળે ટળી જવાનો છે. રાગમાં જે સુખ માને છે તેણે
PDF/HTML Page 4 of 17
single page version
ભગવાન થઈ ગયા હોય તો કાષ્ઠની પૂતળી સમાન ગણવાનો શુભ વિકલ્પ પણ ન હોય. આત્માના સ્વભાવનું
ભાન હોવાથી અસ્થિરતાના રાગવાળો હોવા છતાં તેને ભગવાનસમાન કહ્યો છે. જેની દ્રષ્ટિ પર ઉપર છે, જે
એને અહીં ભગવાન્ સમાન કહ્યો નથી.
એ ત્યાગી ત્યાગ્યું બધું કેવળ શોકસ્વરૂપ. ૨
તેણે જગતના પદાર્થોના કારણે રાગ થાય એવી માન્યતા છોડી દીધી છે, અને તે કેવળ ઉદાસીન રૂપ જ્ઞાતા દ્રષ્ટા
છે. ખરેખર રમણી સંસારનું કારણ નથી પણ રમણી સાથેના વિષયમાં સુખ છે એવી માન્યતા જ સંસારનું મૂળ
પણ પોતાનું સ્વરૂપ જાણતા નથી. પર વસ્તુ મને હિતકાર નથી એવા ભાનપૂર્વક જેણે ઘણો રાગ છોડ્યો છે અને
બાકી રહેલો અલ્પ રાગ છોડવાની ભાવના છે તેણે બધું ત્યાગ્યું એમ કહ્યું છે.
નૃપતિ જીતતાં જીતિએ દળ–પૂર ને અધિકાર. ૩
તેણે આખો સંસાર જીતી લીધો. એકલા અબ્રહ્મને જ જીતવાની વાત નથી, પણ એક તરફ ચૈતન્ય તે સ્વવિષય,
અને સામે આખો સંસાર તે પરવિષય છે, જગતનો કોઈ પરવિષય મને સુખરૂપ નથી–એવા ભાનપૂર્વક જેણે એક
આત્મસ્વભાવના ભાનપૂર્વક જેને વિષયોમાંથી સુખબુદ્ધિ ઊડી ગઈ છે તેનો સમસ્ત સંસાર નાશ થઈ જાય છે.
લેશ મદીરાપાનથી છાકે જયમ અજ્ઞાન. ૪
ભાન છે, તે મોક્ષના અંકુર છે. અજ્ઞાનીને પરમાં સુખબુદ્ધિ હોવાથી તેને વિષયનો અંકુર વધારવાની ભાવના છે,
જ્ઞાનીને સ્વભાવના ભાનમાં ક્ષણે ક્ષણે રાગ ઘટતો જાય છે કેમ કે રાગની ભાવના નથી ને વિષયમાં સુખબુદ્ધિ નથી.
એકાગ્રતા નહિ થાય. જેમ મદિરાપાનથી અજ્ઞાન થાય છે, ને માતાને પણ સ્ત્રી કહેવા માંડે છે, તેમ અજ્ઞાની પરમાં
સુખ માનીને વિષયોનો રાગ કરે છે, એટલે તેનો રાગ તે વિષયનો અંકુર છે, તેમાંથી સંસારનું ઝાડ થશે. જ્ઞાનીને
રાગ થાય તે અસ્થિરતાનો છે, તે સંસારનું કારણ નથી. તેને સમ્યગ્જ્ઞાનનો અંકુર ફાલીને કેવળજ્ઞાન થાય છે.
ભવ તેનો લવ પછી રહે તત્ત્વવચન એ ભાઈ. ૫
PDF/HTML Page 5 of 17
single page version
છે. ચિદાનંદ ચિદ્રૂપ એક અખંડ સ્વભાવ પરમસત્ય છે, એવા પોતાના સ્વરૂપમાં સંશય, વિમોહ ને વિભ્રમરહિત જે
સ્વસંવેદનજ્ઞાનરૂપ ગ્રાહકબુદ્ધિ તે સમ્યગ્જ્ઞાન છે. તે સમ્યગ્જ્ઞાનરૂપ પરિણમનને જ્ઞાનાચાર કહેવાય છે.
શરીર, મન, વાણીનો તો આત્મામાં અભાવ છે, રાગાદિ વિકારથી પણ સમ્યગ્જ્ઞાન થતું નથી, શાસ્ત્રના
જાણપણાથી જે જ્ઞાન ઊઘડ્યું તેનાથી પણ સમ્યગ્જ્ઞાન થતું નથી અને આત્માની જે મતિ–શ્રુતજ્ઞાનરૂપ અધૂરી
પરમસત્ય છે અને તેના આશ્રયે જ સમ્યગ્જ્ઞાન પ્રગટે છે.
તેના આશ્રયે દ્રઢ પ્રતીતિ, પરમશ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શન છે; અને તે સ્વભાવમાં સંશયરહિત સ્વસંવેદનરૂપ
જ્ઞાનભાવ તે સમ્યગ્જ્ઞાન છે. ‘અહો હું આવો મોટો, અથવા હું પરના આશ્રય વગરનો છું કે કાંઈક અવલંબન
હશે’ એવો સંશય સમ્યગ્જ્ઞાનમાં ન હોય.
પહેલું નથી પહેલું તો તેને કહેવાય કે જે પૂર્વે કદી કર્યું ન હોય; અનાદિથી નથી કર્યું એવું સમ્યગ્જ્ઞાન જ પહેલું કર્તવ્ય છે.
વિમોહ: આ ચાંદી જેવું લાગે છે, હોય તે ખરું! (આને અનધ્યવસાય પણ કહેવાય છે.)
વિભ્રમ: ચાંદીના કટકામાં ‘આ છીપ જ છે’ એવી કલ્પના; (આને વિપર્યય પણ કહેવાય છે.)
વસ્તુ ત્રિકાળ શુદ્ધ હશે કે તેમાં કંઈક અશુદ્ધતા હશે–એવી શંકા તે સંશય છે, –મિથ્યાજ્ઞાન છે.
આત્મા શું છે, ને રાગ શું છે તેનો નિર્ણય કરવાની માથાકૂટ આપણે શા માટે કરવી! ’ આવું જ્ઞાન તે વિમોહ છે.
જીવોને ઉપરના દોષો હોતા નથી.
PDF/HTML Page 6 of 17
single page version
જ્ઞાન પામું કે શ્રવણ કરીને જ્ઞાન પામું–એવી ગ્રાહક બુદ્ધિ તે મિથ્યાજ્ઞાન છે. પોતાના ત્રિકાળી સ્વભાવમાંથી
અપૂર્વ સમ્યક્શ્રતનું ગ્રહણ થાય છે. શાસ્ત્રના જાણપણાની ઉઘાડ બુદ્ધિથી સમ્યગ્જ્ઞાન થતું નથી. જ્યારે સમ્યગ્જ્ઞાન
પ્રગટે છે ત્યારે તે સીધું આત્મસ્વભાવના સંવેદનથી જ પ્રગટે છે; જે એવું સ્વસંવેદન કરે તેને શ્રવણ વગેરે
નિમિત્તરૂપ કહેવાય છે. શાસ્ત્રાદિ તરફનો જે બોધ તેની પણ ગ્રાહક બુદ્ધિ છોડીને ત્રિકાળ પરમ શુદ્ધ સ્વભાવના
સંવેદનરૂપ ગ્રાહકબુદ્ધિ તે સમ્યગ્જ્ઞાન છે. જ્ઞાનીને–ગણધરદેવને પણ વિકલ્પ ઊઠે ત્યારે શાસ્ત્રસ્વાધ્યાય,
દિવ્યધ્વનિનું શ્રવણ હોય ખરા પણ તેની ગ્રહણબુદ્ધિ નથી, તેનાથી સમ્યગ્જ્ઞાન થવાનું માનતા નથી.
આનંદમય, ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ છે તેનો આશ્રય કરતો નથી ને પર્યાયની અશુદ્ધતાને સંભારે છે–પણ જ્ઞાની કહે
છે કે તારી વર્તમાન પર્યાયને તો અમે સ્વભાવમાં વાળવાનું કહીએ છીએ, માટે અશુદ્ધ અવસ્થાને ભૂલી જા
(ગૌણ કર) અને ત્રિકાળ જે પરમ સત્ય ભૂતાર્થ સ્વભાવ છે તેનો આશ્રય કર, તેમાં તારી વર્તમાન પર્યાયને
વાળ, તેથી પર્યાયની અશુદ્ધતા ટળી જશે.
સમર્થ નથી, કેમ કે મૂળમાંથી જ પાણી ઊછળ્યું છે; તેમ ચૈતન્યસ્વભાવમાં પરિણતિ વળી ત્યાં જ્ઞાનની ભરતી
અંદરના મૂળમાંથી ઊછળી, તે ભરતીને કોઈ રોકી શકે નહિ; તે વખતે શાસ્ત્રાદિનું જ્ઞાન ન હોય તોપણ અંદરથી
જ્ઞાનમૂર્તિનું વેદન કરીને જે સમ્યગ્જ્ઞાન ઊછળ્યું તે અટકે નહિ.
સ્વભાવના વેદન વગર બહારથી કોઈ રીતે સમ્યગ્જ્ઞાનની ભરતી ઊછળે નહિ. બહુ શાસ્ત્રો વાંચીને, ઘણા
શુભવિકલ્પો કરીને કે ઘણું શ્રવણ કરીને આત્મસ્વભાવના સમ્યગ્જ્ઞાનની ભરતી થઈ શકે નહિ; અંદરથી જ્ઞાન
સ્વભાવના સંવેદન વગર કોઈ પણ રીતે સમ્યગ્જ્ઞાન થાય નહિ. શાસ્ત્રસન્મુખબુદ્ધિ તે પણ સમ્યગ્જ્ઞાનનો આચાર
નથી પણ પરમશુદ્ધ ચૈતન્ય સ્વભાવની સન્મુખ થઈને સ્વસંવેદનનું ગ્રહણ તે જ સમ્યગ્જ્ઞાનનો આચાર છે.
ખવાઈ ગયું અને ખબર પડતાં ઊલટી થઈ, ત્યાં તે ઊલટીના સ્વાદને ચાખવા ઈચ્છતો નથી; તેમ સમ્યગ્જ્ઞાન
પછી જે વિકલ્પ કે રાગરૂપ વ્યવહાર આવે તે નિષેધ માટે છે પણ સંવેદન માટે નથી. જે કાંઈ વ્યવહારનય આવે
તેનો આશ્રય છોડવા જેવો જ છે. માટે પરમભૂતાર્થ ચિદ્રૂપ સ્વભાવનું સ્વસંવેદન તે જ ગ્રહણ કરવા યોગ્ય છે,
એવા સ્વસંવેદનનું જેમણે ગ્રહણ કર્યું છે તે સમ્યગ્જ્ઞાની છે. આવી સમ્યગ્જ્ઞાનની ઓળખાણપૂર્વક અહીં આચાર્ય–
ઉપાધ્યાય–સાધુને નમસ્કાર કરવામાં આવ્યો છે.
શુભ–અશુભભાવ થાય તેનો વિકારી રસ છે; અને આત્મા ત્રિકાળજ્ઞાયકમૂર્તિ
PDF/HTML Page 7 of 17
single page version
પોતે જ છે, તો જાણનાર પોતે પોતાના સ્વભાવને કેમ ન જાણી શકે? સ્વભાવની રુચિ ને મહિમાથી અવશ્ય ઝટ
જાણી શકે છે.
લૂગડાં છોડયાં તે ચારિત્રદશા હશે? કે આલીદુવાલિ મનાવે છે તેવું ચારિત્ર હશે? ચારિત્રદશા લૂગડામાં, લૂગડાના
ત્યાગમાં, શરીરમાં કે દયાદિની વૃત્તિમાં નથી. પરમ સ્વભાવના નિજાનંદરસનો અનુભવ તે ચારિત્રદશા છે. એ
ચારિત્રદશાને દુઃખરૂપ માને તે અજ્ઞાની છે. સ્વભાવના વેદનમાંથી આનંદના ઝરણાંનો અનુભવ થાય તેનું નામ
ચારિત્રદશા છે; એવા ચારિત્ર આચારના પાળ–નાર સંતો તે આચાર્ય–ઉપાધ્યાય–મુનિ છે, તેમને અહીં નમસ્કાર
છે. અહીં દર્શન–જ્ઞાન–ચારિત્ર તપ અને વીર્ય એવા પાંચ ભેદથી સમજાવ્યું છે પણ ખરેખર પાંચ જુદા નથી,
શુદ્ધસ્વરૂપના સંવેદનમાં જ નિશ્ચય પંચાચાર સમાઈ જાય છે.
સ્વભાવામાં જ સહજ આનંદરૂપ તપશ્ચરણસ્વરૂપ (ચૈતન્યના પ્રતપનરૂપ) પરિણમન તે તપ છે, ત્યાં ઈચ્છાનો
નિરોધ છે. આનું નામ સમ્યક્ તપ છે. પણ બે દિવસ આહાર છોડ્યો ને ઘી–દૂધ ન લીધા તેથી તપ માની લીધો
તે મિથ્યાદ્રષ્ટિ છે.
છઠ્ઠની તપસ્યા તમે કરો છો!’ ત્યારે તે સાંભળીને તપની તીવ્ર અભિમાની તે વ્યક્તિએ કહ્યું કે– ‘ભાઈ,
ગૌતમસ્વામી તો છઠ્ઠના પારણા વખતે ઘી–ગોળ (વિગય) વાપરતા અને હું તો તે નથી વાપરતો.’ તેનો આશય
એવો હતો કે ગૌતમ–ભગવાન કરતાં પણ મારો તપ ઊંચો છે. જ્ઞાની કહે છે કે–અરે પામર! ઘી–ગોળ (વિગય)
છોડયાં તેમાં જ તારો તપ આવી ગયો? ગણધરદેવની તું મહાન વિરાધના કરી રહ્યો છે. અહો, ક્યાં ભગવાન
ગૌતમગણધર, અને ક્યાં તું! હજી સમ્યક્શ્રદ્ધાનું પણ તને ઠેકાણું નથી! બહારના પદાર્થો છૂટવાથી તપ થઈ જતો
નથી પણ સહજ આનંદસ્વરૂપમાં પરિણમન કરતાં ઈચ્છા તૂટી જાય છે તે જ તપ છે.
પાંચ આચાર મુનિઓને હોય છે. સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્માને દર્શન તથા જ્ઞાન આચાર હોય છે પણ પાંચે આચાર
હોતા નથી.
વ્યવહાર આચાર હોય છે. વ્યવહાર આચાર તે રાગરૂપ છે, પણ નિશ્ચય પંચાચાર પ્રગટ્યા વગર તો શુભરાગને
વ્યવહારઆચાર પણ કહેવાય નહિ.
વગર જે એકલા શુભરાગરૂપ વ્યવહાર પંચાચાર હોય તેનાથી નિશ્ચયપંચાચાર પ્રગટતા નથી. અહીં ટીકામાં
પંચાચાર મુનિને કેવા હોય છે તેનું સ્વરૂપ હવે કહે છે.
PDF/HTML Page 8 of 17
single page version
રેલાવી રહ્યા છે, અને પોતાનું ઊંડું આધ્યાત્મિક જ્ઞાન ભવ્ય જીવોને આપી રહ્યા છે; તેથી આજે સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર
તત્ત્વચર્ચા ચાલે છે અને અનેક પાત્ર જીવો સાચું તત્ત્વ જ્ઞાન સમજતા થયા છે. જેમ જેમ લોકો સત્ય તત્ત્વજ્ઞાન
સમજતા જાય છે તેમ તેમ શ્રીવીતરાગ શાસનના દેવ–ગુરુ–શાસ્ત્ર પ્રત્યે તેમને બહુમાન અને ભક્તિ જાગતા જાય
છે. અને શ્રી વીતરાગી દેવ–ગુરુ–શાસ્ત્રની પ્રભાવના દિન દિન વધતી જાય છે. એના પરિણામે સૌરાષ્ટ્રમાં અનેક
સ્થળે શ્રીવીતરાગી જિનબિંબની સ્થાપના થઈ છે ને થતી જાય છે; તેમ જ શ્રી ગુરુભક્તિ અને શાસ્ત્ર પ્રચાર પણ
વધતા જાય છે. એ રીતે સૌરાષ્ટ્ર દેશમાંથી શ્રીજિનેન્દ્ર શાસનના જયનાદ ગાજી રહ્યા છે.
વૈશાખ વદ ૧૧ થી પ્રતિષ્ઠાવિધિ શરૂ થઈ હતી. સવારમાં ભગવાન શ્રી મહાવીર પ્રભુની શ્રીમંડપમાં પધરામણી
થઈ અને શ્રી સમવસરણ મંડલવિધાનની શરૂઆત થઈ, તથા સવા લાખ જાપની શરૂઆત થઈ. વદ ૧૨ તથા ૧૩
ના રોજ સમવસરણ મંડલનું પૂજન ચાલુ રહ્યું. વદ ૧૩ ના રોજ બપોરે લાઠીના ભાઈશ્રી છગનભાઈ અને
ભવાનભાઈએ પોત પોતાના ધર્મપત્ની સહિત પૂ. ગુરુદેવશ્રી પાસે આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા અંગીકાર કરી. રાત્રે
ભક્તિ ભાવના થઈ હતી.
પવિત્ર ગુણોનું સ્મરણ–પૂજન ને બહુમાન કરે છે. રાત્રે બાળકોએ ‘ચાલો, દાદાને દરબાર” એ વિષયનો
વૈરાગ્યગર્ભિત સંવાદ ભજવ્યો હતો. ભરત મહારાજાના નાની નાની ઉંમરના પુત્રો રમવા ગયા છે. ત્યાં તત્ત્વચર્ચા
કરી રહ્યા છે; એવામાં સેનાપતિ જયકુમારની દીક્ષાના સમાચાર સાંભળીને તે બધા બાળકો ત્યાં જ વૈરાગ્ય પામે છે
અને દીક્ષા લઈને મુનિ થવા માટે ત્યાંથી સીધા ભગવાન શ્રી આદિનાથ પ્રભુશ્રી સમવસરણમાં એટલે કે દાદાના
દરબારમાં ચાલ્યા જાય છે–એવું વૈરાગ્ય દ્રશ્ય સંવાદમાં બતાવવામાં આવ્યું હતું, એ ઉપરાંત ડાંડિયારાસ સાથે ભક્તિ
થઈ હતી.
હતો. રાત્રે ગર્ભકલ્યાણિકની પૂર્વ ક્રિયાનું દ્રશ્ય થયું હતું; તેમાં શ્રીશાંતિનાથ પ્રભુ માતાના ગર્ભમાં આવ્યા પહેલાંં
છ મહિના સુધી રત્નવર્ષા અને દેવો દ્વારા માતાની સેવા વગેરે દ્રશ્ય હતું, જેઠ સુદ બીજને દિવસે સવારે ગર્ભ
કલ્યાણિકનું દ્રશ્ય હતું. તેમાં માતાજીને ૧૬ સ્વપ્નો આવે છે, દિગ્કુમારી દેવીઓ માતાજીની સેવા કરે છે, માતાને
તત્ત્વચર્ચાના પ્રશ્નો પૂછે છે ને માતાજી તેના વિદ્વત્તા ભરેલા જવાબો આપે છે તથા દેવો માતા–પિતાને વસ્ત્રોની
ભેટ કરે છે–એ વગેરે દ્રશ્યો થયા હતા. પ્રતિષ્ઠાવિધિ કરાવનાર પંડિતજી પ્રસંગોચિત વિવેચન કરીને દરેક
પ્રસંગની સમજણ આપતા હતા.
શ્રીતલકચંદભાઈએ એક પ્રસંગોચિત કાવ્યદ્વારા પોતાની ભક્તિભાવના વ્યક્ત કરી હતી. રાત્રે બાળકોનો સંવાદ
“ચાલો દાદાને દરબાર” એ ફરીથી થયો હતો.
PDF/HTML Page 9 of 17
single page version
છે, દેવીઓ ભગવાનના જન્મની વધાઈ આપે છે ને ચારે બાજુ મંગળનાદ ગાજી ઊઠે છે. પ્રભુજન્મનાં ઉત્સાહમાં
દેવાંગનાઓ નૃત્ય કરે છે. ઈન્દ્ર–ઈન્દ્રાણી જન્મોત્સવ કરવા આવે છે અને બાળ ભગવાન શાંતિકુમારને મેરૂ પર્વત
ઉપર લઈ જાય છે. જન્માભિષેક કરવા માટે ભગવાનને મેરૂ ઉપર જતી વખતનો મહાન ભવ્ય વરઘોડો નીકળ્યો
હતો. પૂ. ગુરુદેવશ્રી, ઈન્દ્રધ્વજ, ચાંદીના રથમાં સમયસારજી તથા ભક્તિથી નાચી રહેલા મુમુક્ષુસંઘની વચ્ચે હાથી
ઉપર બાલ–પ્રભુજી બિરાજતા હતા. ચારે બાજુ ઈન્દ્ર–ઈન્દ્રાણીઓ ભક્તિ કરતા હતા. અમરવિલાસમાં મેરૂ પર્વતની
રચના કરવામાં આવી હતી. ત્યાં પહોંચ્યા બાદ મેરૂ પર્વતને ત્રણ પ્રદક્ષિણા કરી. એ વખતે જયકાર ધ્વનિથી
ક્ષીરસમુદ્રમાંથી કળશ ભરી ભરીને દેવો ઈન્દ્રોને આપે છે ને ઈન્દ્રો અભિષેક કરે છે. એ વખતે અભિષેક કરવા માટે
ઉલ્લસી રહેલા ભક્તોના ટોળાંને મેરૂ પર્વત પણ નાનો પડ્યો હતો! મેરૂ ઉપર બિરાજમાન એ બાળકની દિવ્ય મુદ્રા
જોતાં ભક્તોને અંતરમાં એમ થતું હતું કે; “અહો, આ આત્માએ જન્મ પૂરા કરી લીધા, હવે એને ફરીથી આ
સંસારમાં જન્મ નહિ થાય. એક છેલ્લો જન્મ હતો તે
પૂરો કરીને ભગવાન જન્મ રહિત થઈ ગયા. અપૂર્વ
આત્મદર્શનના પ્રતાપે તેમને જન્મ મરણનો અંત
આવ્યો; એવા ભગવાનના ભવરહિતપણાના આ
મહોત્સવ ઉજવાય છે.” જન્માભિષેક બાદ ઈન્દ્રાણીએ
જન્માભિષેકની મહારથયાત્રા પાછી ફરી. પાછા
આવ્યા બાદ ઈન્દ્ર ‘અબ તો મિલે જગતકે નાથ’ એવી
સ્તુતિ સહિત પ્રભુ સન્મુખ તાંડવનૃત્ય કર્યું.
થશે ને આત્માના આનંદમાં ઝુલતાં ઝુલતાં સંસારથી મુક્ત થશે.’
પદવીઓના સ્વામી હતા. થોડીવાર પછી મહારાજા શાંતિનાથ ભગવાનનો રાજદરબાર ભરાયો. રાજદરબારનો
દેખાવ ઘણો ભવ્ય હતો. રાજદરબારની મધ્યમાં ચક્રરત્ન શોભી રહ્યું હતું. રાજ દરબારમાં દેશો–દેશના રાજા–
મહારાજાઓ આવતા હતા અને ઉત્તમ પ્રકારની વસ્તુઓ લાવીને ભગવાનને ભેટ ધરતા હતા.
PDF/HTML Page 10 of 17
single page version
અંતર્વિચાર કરે છે કે: ‘અહો પ્રભુ! આપશ્રીની પવિત્ર
વૈરાગ્ય ભાવનાને ધન્ય છે. આ સમસ્ત
સંસારભાવથી વિરક્ત થઈને, આત્માના ચિદાનંદ
સ્વભાવમાં સમાઈ જવા માટે આપશ્રી જે ચિંતવન
કરી રહ્યા છો તેને અમારી અત્યંત અનુમોદના છે.
છખંડના રાજભોગને છોડીને આપશ્રી ભગવતી
ખરેખર અમારા ધન્યભાગ્ય છે. પ્રભો! આપ શીઘ્ર
કેવળજ્ઞાન પામો અને ભવ્ય જીવોને માટે મોક્ષનાં દ્વાર
ખુલ્લાં કરો... હે દેવ! આપ તો સ્વયંબુદ્ધ છો. આપને
સંબોધન કરનારા અમે તે કોણ? આપના પવિત્ર
વૈરાગ્યનો જય હો.’
પડતાં જ લૌકાંતિક દેવો આવીને પ્રભુની સ્તુતિ કરે છે અને તેમના વૈરાગ્યની પુષ્ટિ કરતા આવે છે અને
વૈરાગ્ય ભાવનામાં મગ્ન ભક્તજનો જઈ રહ્યા છે. એ વખતે દીક્ષાકલ્યાણિકનું સ્તવન ગવાતું હતું–
થાયે જિન દિગંબર મુદ્રાધારી દેવ,
શાંતિનાથ પ્રભુજી તપોવનમાં સંચર્યારે...
નગ્નમૂદ્રા ધારણ કરી અને પછી પૂ. ગુરુદેવશ્રીએ પ્રભુનો કેશલોચ કર્યો. ભગવાનની દીક્ષા વખતનું દ્રશ્ય બહુ જ
વૈરાગ્યપ્રેરક હતું. તે વખતનું કુદરતી વાતાવરણ પણ એ મહા વૈરાગ્ય પ્રસંગને અત્યંત શોભાવી રહ્યું હતું. –જાણે કે
ભગવાનના વૈરાગ્યનું દ્રશ્ય જોઈને આખું આકાશ વૈરાગ્યથી છવાઈ ગયું હોય!! અને ભગવાન ઉપર ગંધોદક
છાંટી રહ્યું હોય! –એવું એ દ્રશ્ય હતું.
બોલાવી હતી. પૂ. ગુરુદેવશ્રી વૈરાગ્યની મસ્તીએ ચડયા હતા અને અંતરમાં
વહેતો વૈરાગ્યનો પ્રવાહ વાણી દ્વારા વહેતો મૂક્યો હતો..... શ્રોતાજનો એ
વૈરાગ્ય–પ્રવાહમાં તરબોળ થઈ ગયા હતા.
અંગીકાર કરીને એ પ્રસંગને દીપાવ્યો હતો.
PDF/HTML Page 11 of 17
single page version
કરતાં કરતાં ભક્તજનો પાછા ફરતા હતા. તે વખતે પાલખીમાં માત્ર પ્રભુના કેશ હતા, તે કેશને ક્ષીર સમુદ્રમાં
પધરાવી દીધા હતા.
થયો હતો. એ પ્રસંગે ભક્તોનો ઉલ્લાસ ઘણો હતો. ખરેખર શ્રીતીર્થંકર ભગવાન
વિચરે છે ત્યાં ગંધોદક વૃષ્ટિ થાય છે તેમ અહીં જ્યારે પ્રભુશ્રી આહાર માટે પધાર્યા
ત્યારે આકાશમાંથી કુદરતી મંદમંદ ગંધોદક વરસી રહ્યું હતું.
પવિત્ર હસ્તે અંકન્યાસ વિધિ કર્યો. અને અત્યારસુધી અપૂજ્ય પ્રતિમા હવે પૂજ્ય
પ્રસંગને ભક્તજનોએ ઘણા મહાન મંગળ જયનાદથી વધાવ્યો હતો. ત્યારબાદ સર્વે
પ્રતિમાજી ઉપર નેત્રોન્મિલન વિધિ પૂ. ગુરુદેવશ્રીએ કર્યો હતો.
સમોસરણની રચના કરી. આ પ્રસંગે સમોસરણની રચનાનો સુંદર દેખાવ થયો હતો. સમોસરણની મધ્યમાં
પ્રભુશ્રી બિરાજતા હતા. પ્રભુજી આગળ ધર્મચક્ર ચમકી રહ્યું હતું. રાજચક્રવર્તીપણું ત્યાગીને ભગવાન ધર્મચક્રી
થયા. બાર સભા ભરાણી અને ભગવાને દિવ્યધ્વનિ વડે ધર્મનો ઉપદેશ કર્યો. આ પ્રસંગે ભગવાનના
દિવ્યધ્વનિના સાર રૂપે પૂ. ગુરુદેવશ્રીએ અદ્ભુત પ્રવચન કર્યું હતું. રાત્રે સમોસરણસ્થિત ભગવાનની સ્તુતિ થઈ
હતી અને પૂ. ગુરુદેવશ્રીનું રેકોર્ડીંગ થયેલું વ્યાખ્યાન સંભળાવવામાં આવ્યું હતું.
તેથી અહીં સમ્મેદશિખરપર્વતની સુંદર રચના થઈ હતી. એ શાશ્વતી નિર્વાણભૂમિ ઉપર પ્રભુશ્રી યોગનિરોધદશામાં
બિરાજતા હતા અને થોડી વારમાં નિર્વાણ પામ્યા. જીવન્મુક્ત ભગવાન દેહમુક્ત થઈને અનંત સિદ્ધોની વસ્તીમાં
બિરાજમાન થયા. તરત જ દેવો નિર્વાણકલ્યાણિક ઉજવવા આવ્યા અને અગ્નિકુમાર દેવોએ મુકુટ વડે અગ્નિસંસ્કાર
કર્યો–ઈત્યાદિ દ્રશ્યો થયા હતા. અગ્નિસંસ્કાર બાદ શેષભસ્મ લઈને મસ્તકે ચડાવતા ભક્તજનો ભાવના કરતા હતા
કે “હે પ્રભો! આપશ્રી જે પવિત્રદશા પામ્યા તે પવિત્રદશા અમને પણ પ્રાપ્ત થાઓ.”
પ્રસિદ્ધ છે. આ વર્ષે પહેલી જ વાર એ મહા માંગળિક પ્રસંગ અમદાવાદના મુમુક્ષુ મંડળે ઊજવ્યો હતો. તે
દિવસે સવારે શ્રુતપૂજન કરીને પછી શ્રી જિનેન્દ્રદેવની અને શ્રી સત્શાસ્ત્રજીની રથયાત્રા ઘણા
રથયાત્રામાં ત્રણે ફીરકાના મળીને હજારેક માણસોએ ઘણા ઉત્સાહથી લાભ લીધો હતો. અમદાવાદમાં
શ્રુતપંચમીની રથયાત્રા પહેલી જ વાર હોવાથી ત્યાંના મુમુક્ષુમંડળને વિશેષ પ્રમોદ થયો હતો.
PDF/HTML Page 12 of 17
single page version
ત્યારબાદ પ્રતિષ્ઠિત થયેલા શ્રીસીમંધર ભગવાન વગેરે જિનબિંબોની શ્રીજિનમંદિરમાં પધરામણી થઈ.
ભક્તોને એવો ઉલ્લાસ હતો–જાણે કે શ્રીસીમંધર પ્રભુશ્રી મહાવિદેહમાંથી વિહાર કરીને અહીં મંદિરમાં પધારી
અને પૂ. ગુરુદેવશ્રીએ પવિત્ર ભાવે પ્રભુજીનું સ્વાગત કરીને તેઓશ્રીને વેદી ઉપર બિરાજમાન કર્યા. અને ‘બોલો
સીમંધર કી જય, બોલો વીર પ્રભુ કી જય’ વગેરે ધૂનથી મંદિર ગાજી ઊઠયું. પછી સીમંધર ભગવાનની જમણી
તરફ મહાવીર પ્રભુજી અને ડાબી તરફ શ્રી આદિનાથ પ્રભુજીના પ્રતિમાનું સ્થાપન થયું. તેમ જ શાંતિનાથપ્રભુ
અને સિદ્ધપ્રતિમાજીનું પણ સ્થાપન થયું. પછી જિનમંદિર ઉપર કળશ તથા ધ્વજદંડ ચડાવ્યા. આ પ્રસંગે પણ
આકાશમાંથી કોઈ કોઈ ટીપાં પડીને માંગળિકનું સૂચન કરતા હતા. એ રીતે લાઠીના શ્રીજિનમંદિરમાં મહાપવિત્ર
દેવાધિદેવ ભગવંતોની પ્રતિષ્ઠા થઈ. લાઠીનું જિનમંદિર રળિયામણું છે તથા તેમાં પ્રતિષ્ઠિત શ્રીજિનબિંબોની મૂદ્રા
ઘણી ભવ્ય અને ઉપશમ ભાવમાં નિમગ્ન છે.
સ્વાધ્યાય મંદિરમાં માંગળિક તરીકે “
અપૂર્વ હતી.
અનેક પ્રકારની વિવિધતાથી ભરેલો સંવાદ જોઈને સભા પ્રસન્ન થઈ હતી અને બાલિકાઓને સેંકડો રૂપિયાના
ઈનામની જાહેરાત થઈ હતી. બાલિકાઓએ તે ઈનામની રકમ જિનમંદિરમાં ભેટ આપી દીધી હતી.
વસાવીને ત્યાં સર્વ ઉત્સવ ઉજવાયો હતો. ભાઈશ્રી વજુભાઈ અને તેમના સ્વયંસેવકમંડળે આ ઉત્સવમાં
તેમજ સર્વે મુમુક્ષુઓએ મહાન ઉત્સાહપૂર્વક આ અમૂલ્ય અવસરને દીપાવ્યો હતો. ઇંદોરના પ્રતિષ્ઠાચાર્ય સંહિતાસૂરી
પં. શ્રી નાથુલાલજી સાહેબ ઉત્સાહી અને શાંતસ્વભાવી હતા. તેઓએ ઘણા ભક્તિ ભાવથી પ્રતિષ્ઠાવિધિ કરાવ્યો
હતો અને પંચકલ્યાણિકના દરેક પ્રસંગે ટુંક વિવેચન કરીને સમજાવતા હતા. પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનો સાંભળીને
તે ઘણા પ્રસન્ન થયા હતા. કાંઈ પણ ભેટના સ્વીકાર વગર, ખાસ ઇંદોરથી આવીને
PDF/HTML Page 13 of 17
single page version
ઇંદોરથી સર શેઠ હુકમીચંદજી સાહેબને આ પ્રતિષ્ઠા ઉપર આવવાની ઘણી અંતર ભાવના હતી પણ નાદુરસ્ત
તબિયતને કારણે આવી શક્યા ન હતા.
એ રીતે જ્ઞાન અને ભક્તિનો સુંદર સુમેળ જાગ્યો હતો. સામાન્ય ઉત્સવો તો ઘણા થતા હશે પણ તત્ત્વજ્ઞાનની
મુખ્યતા પૂર્વકના આવા પવિત્ર ઉત્સવો બહુ જ વિરલ છે. પરમ પૂજ્ય અધ્યાત્મમૂર્તિ સદ્ગુરુદેવશ્રી
કાનજીસ્વામીના પુનિત પ્રતાપે અને બળવાન પ્રભાવનાયોગે આજે હજારો વર્ષે આ સૌરાષ્ટ્રદેશમાં ફરીથી પવિત્ર
જિનેન્દ્રશાસનની સ્થાપના થઈ રહી છે. પૂ. ગુરુદેવશ્રીના મંગળહસ્તે આવા પવિત્ર શાસનપ્રભાવનાના સેંકડો
મહાન કાર્યો થાઓ અને શ્રીજિનેન્દ્રધર્મચક્ર સર્વદા સર્વત્ર પ્રવર્તો. કલ્યાણમૂર્તિ શ્રી સદ્ગુરુદેવનો પ્રભાવના ઉદય
જગતનું કલ્યાણ કરો.
ભગવાન થયા. દરેક આત્મામાં પણ એવી શક્તિ છે.
જુદા પડી જાય છે. જો તે આત્માના હોય તો જુદા પડે નહિ. રાગ–દ્વેષ પણ આત્માના નથી. જો આત્માના હોય
તો ભગવાનના આત્મામાંથી તે કેમ ટળે? જીવ તો જ્ઞાન અને દર્શનવાળો છે. આવા જીવને જાણવો જોઈએ.
છે તેથી જુદા પડે છે. તેમ આત્માનું જ્ઞાન અને રાગ જુદા છે તેથી સાચી ઓળખાણથી તે જુદા પડી જાય છે. આ
સમાધિ આપતા નથી પણ પોતે ઓળખાણ કરીને ભગવાનનો વિનય કરે છે. પહેલાંં આત્માનું ભાન થતાં
સમ્યગ્દર્શન થાય છે તે સમાધિ છે. એવું સમ્યગ્દર્શન સંસારમાં રહેલા ભરતચક્રવર્તી, શ્રેણીકરાજા, પાંડવો,
રામચંદ્રજી વગેરેને હતું. જીવોએ અનંતકાળમાં એક સેકંડ માત્ર એવું આત્મભાન કર્યું નથી. એ સિવાય પુણ્ય–પાપ
કરીને ચારે ગતિના અનંતભવ કર્યા, પુણ્ય કરીને સ્વર્ગમાં અનંતવાર ગયો, પણ તેનાથી ધર્મ ન થાય.
જો એક સેકંડ–માત્ર એક સેકંડ જ કરે તો ભવ કટ્ટી થઈ જાય.
PDF/HTML Page 14 of 17
single page version
છે તેમાં એ જ કરવા જેવું છે.
રાજાને વ્રત ન હતું, ત્યાગ ન હતો છતાં તીર્થંકરનામકર્મ બાંધ્યું. એ કોનો પ્રતાપ? એમને સમ્યગ્દર્શન હતું, તેના
પ્રતાપે આવતી ચોવીસીમાં જગતપૂજ્ય પહેલા તીર્થંકર થશે.
સમ્યગ્જ્ઞાન છે. એવું સમ્યગ્જ્ઞાન થયા પછી પૂજા–ભક્તિનો શુભાભવ આવે ને રમવાનો કે ભોગનો અશુભભાવ
પણ આવે, પણ જ્ઞાની જાણે છે કે એ શુભ ને અશુભ બંને મારો ધર્મ નથી. શુભરાગ થાય તે પાપ નથી તેમજ
ધર્મ પણ નથી, પણ તે પુણ્ય છે. ધર્મ ચીજ તેનાથી જુદી છે. પુણ્ય કરીને અનંતવાર દેવ થયો પણ ધર્મ ચીજ શું
છે? તે ન સમજ્યો, તેથી અનંત સંસારમાં રખડયો. એક સેકંડ માત્ર જો આત્માને સમજે તો સંસારથી બેડો પાર
થઈ જાય.
આત્મભાન હતું.
એક સેકંડ પણ સમજે તો સમ્યગ્દર્શન થયા વગર રહે નહિ.
સંસારમાં રહ્યા છતાં નિર્લેપ રહે છે. જેમ ધાવમાતા બાળકને ખેલાવે પણ અંતરમાં સમજે છે કે આ બાળક
કમાઈને મને નહિ ખવરાવે. તેમ ધર્મી જીવ ગૃહસ્થદશામાં હોવા છતાં અંતરમાં આત્માનું ભાન છે કે આ શરીર–
પુત્ર વગેરે મારાં નથી, ને વિકાર થાય તે પણ મારો સ્વભાવ નથી, એ કોઈ મને ધર્મમાં મદદ કરનાર નથી.
આત્મભાન લઈને જ આવ્યા હતા, છતાં પછી રાજમાં રહ્યા, છ ખંડ જીત્યા, તેવો રાગ હતો, તેને પોતાની
નબળાઈ જાણતા, પણ તે રાગને પોતાનું સ્વરૂપ માનતા નહિ, ને એક ક્ષણ પણ આત્માનું ભાન ચૂકતા નહિ,
આવા આત્માની ઓળખાણ વગર ધર્મ ને મુક્તિ થાય નહિ. પહાડ ઉપર વીજળી પડે ને તેના બે કટકા થાય,
પછી તે રેણથી સંધાય નહિ, તેમ એકવાર પણ આત્માનું ભાન કરે તે જીવ અનંત સંસારમાં રખડે નહિ, તે હળવે
બિરાજે છે, તે તીર્થંકર છે, તેમના સમોસરણમાં અત્યારે આઠ આઠ વર્ષના બાળકો આત્માને ઓળખે છે. બાપુ!
અનંત કાળમાં આત્માને જાણ્યા વગર તેં બધી ધમાલ કરી. તારું સ્વરૂપ તો શેરડીના રસ જેવું મીઠું છે, ને પુણ્ય–
પાપ તો મેલ છે, છોતાં છે. અહો! ભગવાન આત્માનું સ્વરૂપ શું કહે છે? શરીર નહિ, મન નહિ, વાણી નહિ.
રાગ નહિ દ્વેષ નહિ, જ્ઞાનમૂર્તિ આત્મા છે–એમ સાંભળીને અંતર આત્માના મહિમા તરફ વળતાં આઠ વર્ષની
રાજકુમારી પણ આત્માનું ભાન પામે છે.
જણાય છે. જેમ ઝેર પીવાથી અમૃતના ઓડકાર ન આવે તેમ મનના સંબંધે જે પુણ્ય–પાપના ભાવ થાય તે
વિકાર છે, તે વિકારવડે અવિકારી આત્મા પ્રગટે નહિ. મનથી કામ લ્યે તો કલ્યાણ ન થાય, પણ મનનું
અવલંબન મૂકીને અંદર જ્ઞાનસ્વરૂપ આત્માને ઓળખે તો કલ્યાણ થાય. આત્માનું સમ્યગ્દર્શન તો મનથી પાર
છે. જેમ બાળક પેંડાના સ્વાદ પાસે સોનાનો હાર આપી દે છે, તેમ અજ્ઞાની જીવ પુણ્યની
PDF/HTML Page 15 of 17
single page version
પરિપૂર્ણ જ્ઞાનશક્તિ ભરી છે. જેમ લીંડીપીપરમાં તીખાશ
ભરી છે તે ઘસતાં પ્રગટે છે તેમ આત્મામાં પરિપૂર્ણ
જ્ઞાનશક્તિ ભરી છે તેને ઓળખીને તેમાં એકાગ્ર થાય
તીખાશ પ્રગટે છે, પણ ઉંદરની લીંડી ઘસતાં તીખાશ
પ્રગટે નહિ તેમ આત્માના જ્ઞાનસ્વભાવને ઓળખીને
તેમાં એકાગ્રતાની ક્રિયા કરે તો કેવળજ્ઞાન પ્રગટે, પણ
શરીરની ક્રિયાથી કેવળજ્ઞાન થતું નથી.
ઊછળે ત્યારે ભરતી આવે છે તેમ આત્માના જ્ઞાનની
ભરતી કોઈ બહારની ક્રિયાથી આવતી નથી પણ
થાય તો જ્ઞાન ઊઘડે છે. એક સેંકડ પણ અંદરના આખા
ચૈતન્યની પ્રતીત કરે તો મોક્ષ થયા વિના રહે નહિ.
પ્રકારના તપ તે તપના બાહ્ય આચાર છે, અને પોતાની
શક્તિ પ્રગટ કરીને મુનિના પંચમહાવ્રતો તથા સમિતિ–
ગુપ્તિનું આચરણ તે વીર્યના બાહ્ય આચાર છે. આ
આચારોને વ્યવહારપંચાચાર કહેવાય છે. આ વ્યવહાર
પંચાચાર રાગરૂપ છે. મુનિ જ્યારે નિશ્ચય
અભેદપંચાચારમાં સ્થિર ન રહી શકે અને તેમને વિકલ્પ
ઊઠે ત્યારે તેઓને આ વ્યવહાર પંચાચાર હોય છે. એ
અલ્પ ભવ જ બાકી રહે છે, એ તત્ત્વવચન છે.
નર–નારી અનુક્રમે અનુપમ એવા સિદ્ધપદને પામશે.
આત્માજ્ઞાનની પાત્રતાને સેવે છે.
નીચે જણાવેલા ભાઈ–બહેનોએ આજીવન
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા લીધી છે–
PDF/HTML Page 16 of 17
single page version
PDF/HTML Page 17 of 17
single page version
શ્રાવણ વદ ૧૨ (તા. ૨૧–૮–૪૯) રવિવાર
સુધી, સોનગઢમાં શ્રી જૈનસ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
તરફથી સાચા તત્ત્વજ્ઞાનના અભ્યાસની
શરૂઆત કરનારા ભાઈઓ માટે એક જૈન
શિક્ષણવર્ગ ખોલવાનું નક્કી કર્યું છે. આ વર્ગ
ખોલવામાં આવ્યો છે. જે મુમુક્ષુ ભાઈઓને
વર્ગમાં આવવાની ઈચ્છા હોય તેઓએ પોતાનું
નામ “શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ’
એ સરનામે તુરત મોકલી દેવું.
ત્યાંથી વિહાર કર્યો અને જેઠ સુદ પૂર્ણિમાએ
સોનગઢ પધાર્યા. પૂ. ગુરુદેવશ્રી પધાર્યા ત્યારે
સર્વે મુમુક્ષુ સંઘે અંતરના ઉમળકાથી સ્વાગત
કર્યું હતું. પૂ. ગુરુદેવશ્રી સુખશાંતિમાં સોનગઢ
બિરાજે છે. હાલ સવારે વ્યાખ્યાનમાં શ્રી
પ્રવચનસારનો જ્ઞેયઅધિકાર વંચાય છે અને
બપોરે શ્રી સમયસારજીનો સર્વ વિશુદ્ધજ્ઞાન
અધિકાર વંચાય છે.
ભાવના વ્યક્ત કરતાં કહે છે કે–
શરમ ના કદી લેશ મેં ધરી.