Atmadharma magazine - Ank 007
(Year 1 - Vir Nirvana Samvat 2470, A.D. 1944). Entry point of HTML version.


Combined PDF/HTML Page 1 of 1

PDF/HTML Page 1 of 17
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૧
સળંગ અંક ૦૦૭
Version History
Version
Number Date Changes
001 Nov 2005 First electronic version.

PDF/HTML Page 2 of 17
single page version

background image
જૈનધર્મ એ કોઈ વેશ કે વાડો નથી, પણ વીતરાગનું
શાસન છે. વીતરાગતા એજ જૈન ધર્મ છે.
વીતરાગના માર્ગમાં રાગને સ્થાન નથી પછી તે સાક્ષાત
ભગવાન ઉપરનો હોય તો પણ જે રાગ તે જૈનશાસન નથી.
પૂજ્ય શ્રી સદ્ગુરુદેવના ઉદ્ગાર!

“હે આત્મા હવે બસ!!! નર્કના અનંત દુઃખો જે સાંભળતાં પણ હૃદયમાં કંપારી ઊઠે એવા દુઃખો અનંત–
અનંતકાળ તેં સહન કર્યાં, પણ તારું સાચું ભાન એક ક્ષણ પણ અનંતકાળમાં કર્યું નથી; આ ઉત્તમ મનુષ્ય
જીવનમાં અનંત કાળના અનંતદુઃખો ટાળવાનો વખત આવ્યો છે, અને અત્યારે જો તને (તારા સ્વરૂપને)
જાણવાનો સાચો ઉપાય નહિ કર તો ફરી અનંતકાળ ચોરાશીમાં ભ્રમણ કરવું પડશે... માટે જાગૃત થા!
“ અત્મભન કર લ. ”

આત્માને ઓળખ્યા વગર છૂટકો નથી. વસ્તુના ભાન વગર જઈશ ક્યાં? તારું સુખ–શાંતિ તે તારી
વસ્તુમાંથી આવે છે કે બહારથી? તું ગમે તે ક્ષેત્રે જા પણ તું તો તારામાં જ રહેવાનો! તારું સુખ સ્વર્ગમાંથી નથી
આવવાનું, તું તારાથી કોઈ કાળે કે કોઈ ક્ષેત્રે જુદો પડવાનો નથી. માત્ર તારા ભાનના અભાવે જ તું દુઃખી થઈ
રહ્યો છો. તે દુઃખ દૂર કરવા માટે ત્રણે કાળના જ્ઞાનીઓ એક જ ઉપાય બતાવે છે કે––
“આત્માને ઓળખો”
વાર્ષિક લવાજમ છુટક નકલ
અઢી રૂપિયા ચાર આના
શિષ્ટ સાહિત્ય ભંડાર * મોટા આંકડિયા * કાઠિયાવાડ

PDF/HTML Page 3 of 17
single page version

background image
જ્ઞાનાભ્યાસની જરૂરિયાત ભગવતી આરાધનામાંથી
જ્ઞાન પરિણામથી રહિત પુરુષ પોતાના ચિત્ત (સંકલ્પ–વિકલ્પ) નો નિગ્રહ કરવા––સમર્થ થતો નથી,
અર્થાત્ જ્ઞાન મનને જીતવામાં ઉત્તમ સાધન છે; તેના વિના મન અન્ય ઉપાયથી જીતી શકાતું નથી. જેમ મત્ત
હાથીને અકુંશ વશ કરે છે તેમ ઉન્મત્ત થએલ ચિત્તરૂપ હાથીને વશ કરવાને માટે જ્ઞાન અંકુશ સમાન છે. જ્ઞાનથી
જ મન જીતાય છે તેનાં ચાર દ્રષ્ટાંતો.
જ્ઞાનની તરફ પૂર્ણ ઉપયોગ દેવાથી આ હૃદયરૂપી પિશાચ, પુરુષને સ્વાધીન થાય છે. તે હૃદય પિશાચની
માફક અયોગ્ય કાર્ય કરે છે, પરંતુ જ્ઞાનોપયોગથી પુરુષ તે હૃદયને શુભ અથવા શુદ્ધ પરિણામોમાં પ્રવર્તાવી શકે
છે, માટે હે શિષ્ય! જ્ઞાનારાધના કરી તું શુદ્ધ પરિણામોમાં તત્પર થા.
જેમ યોગ્ય વિધિથી સાધન કરેલો મંત્ર–પ્રયોગ કૃષ્ણ સર્પને વશ કરે છે તેમ આ હૃદયરૂપી કૃષ્ય સર્પ પણ
ઉત્તમ પ્રકારથી પ્રયુક્ત જ્ઞાનપરિણામ દ્વારા વશ કરી શકાય છે.
અરણ્યમાં સ્વચ્છંદપણાથી વિહાર કરતો મત્ત હાથી જેમ મજબૂત સાંકળથી બાંધી શકાય છે તેમ આ
મનરૂપી હાથી જ્ઞાન રૂપી સાંકળથી બાંધી શકાય છે.
વાંદરો એક ક્ષણ પણ સ્થિર અર્થાત્ નિર્વિકાર એકસ્થાનમાં રહેતો નથી તેમ મન પણ વિષયો વિના સ્થિર
રહેતું નથી. હંમેશાંં વિષયોમાં વિચરે છે અર્થાત્ હમેશાં શબ્દ, રસ, સ્પર્શ વગેરે વિષયોમાં નિમિત્ત મળતાં તે રાગ–
દ્વેષવાળું થયા જ કરે છે; સતત્ જ્ઞાનનો અભ્યાસ ન હોવાથી તેની રાગ–દ્વેષમાં પરિણતિ થઈ રહી છે, પરંતુ
જ્ઞાનનો અભ્યાસ કરવાથી મધ્યસ્થ ભાવ ઉત્પન્ન થાય છે.
મનોમર્કટને વશ કરવાનો ઉપાય.જ્ઞાન.
આ મનોમર્કટને જિનાગમના અભ્યાસમાં દિનરાત તત્પર કરવું જોઈએ કે જેથી રાગદ્વેષાદિક વિકારને તે છોડી દે.
મનોમર્કટ વશ કરવાને માટે હમેશાં જ્ઞાનાભ્યાસની આવશ્યકતા છે.
અજ્ઞાની જીવનું આડાપણું અને પુદ્ગલની સરળતા.
પુદ્ગલ પરમાણુઓનો એવો સ્વભાવ છે કે તેઓને જો કોઈ જીવ વિકાર ન કરે તો તેઓ જીવને વળગતા
નથી, પણ જ્યારે કોઈ જીવ આડાઈ કરીને પરમાણુઓને વતાવે (તે તરફલક્ષ કરે) ત્યારે તેઓ આવ્યા વગર
રહેતા નથી; અજ્ઞાની જીવ પોતે રાગદ્વેષ કરે છે છતાં પરમાણુઓનો ખોટો વાંક કાઢે છે કે “ આણે મને રાગદ્વેષ
કરાવ્યાં ” પણ ખરેખર તો તેં રાગદ્વેષ કરીને પુદ્ગલોને બોલાવ્યા છે તું રાગદ્વેષ કરીને પુદ્ગલને બોલાવ અને તે
ન આવે એ કેમ બને?
પુદ્ગલો તો બિચારાં જીવને કાંઈ કરતાં નથી. પણ જીવ પોતે રાગાદિ કરીને રોકાય છે ત્યારે પુદ્ગલ તો
માત્ર હાજર છે...છતાં પોતાના રાગમાં પરનો દોષ કાઢવો તે જીવની આડાઈ જ છે, જ્ઞાનાભ્યાસ વિના તત્ત્વ
સમજાતું નથી.
વિશુદ્ધ પરિણામ યુક્ત જે જીવના હૃદયમાં જ્ઞાનરૂપી દીપક સતત્ પ્રકાશમાન રહે છે તેને જિનેશ્વરના
કહેલા આગમમાં નષ્ટ થવાનો ભય રહેશે નહીં. અર્થાત્ સતત્ જ્ઞાનાભ્યાસ કરવાથી જીવાદિક પદાર્થોનું જૈન
શાસ્ત્રમાં જે નયોના આધારથી અનેક અપેક્ષાઓ લઈ સ્વરૂપ વર્ણન કર્યું છે તેમાં ખૂબ ખુલાસો તેને થશે; પરંતુ
જેને જ્ઞાનાભ્યાસ નથી તેને જિનાગમનું રહસ્ય માલુમ નહીં પડે.
જ્ઞાન ઉત્કૃષ્ટ પ્રકાશ છે.
જ્ઞાનરૂપી જે પ્રકાશ છે તે ઉત્કૃષ્ટ પ્રકાશ છે, તેમાં વિશિષ્ટતા એ છે કે કોઈ દ્વારા તે નષ્ટ કરી શકાતું નથી.
હવા વગેરે પદાર્થ દીપકનો નાશ કરે છે પરંતુ જ્ઞાનદીપકનો નાશ કરવાવાળો જગતમાં કોઈ પણ પદાર્થ નથી.
સૂર્યનો પ્રકાશ ઘણો તીવ્ર છે પરંતુ તે પણ અલ્પ ક્ષેત્રને જ પ્રકાશિત કરે છે, પરંતુ આ જ્ઞાના–પ્રદીપ સમસ્ત
જગતને પ્રકાશિત કરે છે; જ્ઞાન સમાન બીજો પ્રકાશ જગતમાં નથી.
જ્ઞાન વિના ચારિત્ર–તપની ઈચ્છા વ્યર્થ છે.
જ્ઞાનરૂપી પ્રકાશ અર્થાત્ જ્ઞાનદીપક વગર મોક્ષના ઉપાયભૂત એવા ચારિત્ર અને તપની પ્રાપ્તિ કરવાની જે
ઈચ્છા કરે છે તેને અંધકારમાં વૃક્ષ તૃણાદિકોથી વ્યાપ્ત એવા દુર્ગમ પ્રદેશમાં પ્રવેશ કરવાવાળા અંધમનુષ્ય સમાન
સમજવા જોઈએ; જેમ જીવોથી ભરેલા પ્રદેશોમાં હિંસાદિકને મટાડવી શક્ય નથી તેમ જ્ઞાન વિના મોક્ષની પ્રાપ્તિ
કરી શકાય નહીં.

PDF/HTML Page 4 of 17
single page version

background image
શાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસિક
વર્ષ જેઠ
અંક ૨૦૦૦
સ્મરણમાં રાખવા યોગ્ય નિયમો
૧. જે પરિણમે છે (અવસ્થાબદલે છે) તે કર્તા છે. પરિણમનારનું જે પરિણામ (અવસ્થા) છે તે કર્મ છે
અને જે પરિણતિ છે તે ક્રિયા છે; એ ત્રણેય વસ્તુપણે ભિન્ન નથી. એ ત્રણેય એક દ્રવ્યની અભિન્ન અવસ્થાઓ
છે, પ્રદેશભેદ રૂપ જુદી વસ્તુઓ નથી.
૨. (દરેક) વસ્તુ સદા એક જ પરિણમે છે, એકનાં જ સદા પરિણામ થાય છે, અને એકનીજ પરિણતિ––
ક્રિયા થાય છે. અનેકરૂપ થવા છતાં એકજ વસ્તુ છે. ભેદ નથી.
૩. બે દ્રવ્યો એક થઈને પરિણમતાં નથી, બે દ્રવ્યોનું એક પરિણામ થતું નથી અને બે દ્રવ્યોની એક
પરિણતિ–ક્રિયા થતી નથી. કારણ કે અનેક દ્રવ્યો છે તે અનેક જ છે, પલટીને એક થઈ જતાં નથી.
૪. બે વસ્તુઓ છે તે સર્વથા ભિન્નજ છે, પ્રદેશભેદ વાળી જ છે. બન્ને એક થઈને પરિણમતી નથી, એક
પરિણામને ઉપજાવતી નથી અને તેમની એક ક્રિયા હોતી નથી એવો નિયમ છે.
પ. જો બે દ્રવ્યો એક થઈને પરિણમે તો સર્વ દ્રવ્યોનો લોપ થઈ જાય.
૬. એક દ્રવ્યના બે કર્તા ન હોય, વળી એક દ્રવ્યનાં બે કર્મ ન હોય અને એક દ્રવ્યની બે ક્રિયા ન હોય,
કારણ કે એક દ્રવ્ય અનેક દ્રવ્યરૂપ થાય નહિ.
૭. આત્મા તો સદા પોતાના ભાવોને કરે છે, અને પર દ્રવ્ય પરના ભાવોને કરે છે; કારણ કે પોતાના
ભાવો છે તે તો પોતે જ છે. અને પરના ભાવો છે તે પરજ છે (એ નિયમ છે.)
૮. પોતાને અજ્ઞાનરૂપ કે જ્ઞાનરૂપ કરતો આત્મા પોતાના જ ભાવનો કર્તા છે. પુદ્ગલના કે પરના
ભાવોનો કર્તા તો કદી નથી.
૯. આત્મા જ્ઞાન સ્વરૂપ છે. પોતે જ્ઞાનજ છે; તે જ્ઞાન સિવાય બીજું શું કરે? આત્મા પરભાવનો કર્તા છે
એમ માનવું તે વ્યવહારી જીવોનો મોહ (અજ્ઞાન) છે.
૧૦. પરનું હું કાંઈ કરી શકું એ કર્તાપણાનું મૂળ અજ્ઞાન છે.
૧૧. આત્મા સમસ્ત વસ્તુઓના સંબંધથી રહિત શુદ્ધ ચૈતન્ય ધાતુમય છે.
૧૨. તોપણ અજ્ઞાનને લીધે જ સવિકાર અને સોપાધિક કરાયેલાં ચૈતન્ય પરિણામ વાળો હોવાથી તે
પ્રકારના પોતાના ભાવનો કર્તા પ્રતિભાસે છે.
૧૩. ક્રોધ–માન–માયા–લોભ–પુણ્ય–પાપ વગેરે વિકારી ભાવોને સવિકાર ચૈતન્ય પરિણામ કહેવામાં આવે છે.
૧૪. હું પર દ્રવ્ય છું–પરદ્રવ્યનું હું કરી શકું છું એ વિકારી ભાવોને સોપાધિક ચૈતન્ય પરિણામ કહેવામાં આવે છે.
૧પ. તે વિકારી ભાવ અનિત્ય છે, ક્ષણિક છે તેથી પોતાના ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ શુદ્ધ ચૈતન્યને આશ્રયે તે
વિકારી ભાવનો નાશ કરી શકાય છે.
૧૬. આત્મામાં થતા અજ્ઞાનમય પરિણામોને ચિદાભાસ, ચિદ્વિકાર કહેવામાં આવે છે.
૧૭. મિથ્યાત્વ સહિત જ્ઞાન જ અજ્ઞાન કહેવાય છે.
૧૮. મિથ્યાત્વ સહિત રાગાદિક હોય તે જ અજ્ઞાનના પક્ષમાં ગણાય છે.
૧૯. પરના અને પોતાના એકત્વ (અવિશેષ) ની માન્યતાને મિથ્યાત્વ કહેવામાં આવે છે.
૨૦. પરના અને પોતાના અવિશેષ જ્ઞાનને અજ્ઞાન કહેવામાં આવે છે.
૨૧. પરની અને પોતાની અવિશેષ લીનતાને અવિરતી કહેવામાં આવે છે.
૨૨. જ્ઞાનનું ફળ વિરતી––એટલે સ્વરૂપ સ્થિરતા

૧––જે પોતાથી કદી થઈ શકતું નથી તેનું કર્તાપણું માને છે, અને જે પોતાને કરવાનું છે અને પોતાથી થઈ શકે છે તે
૨––જે સુખ પોતામાં ભરેલું છે તેને જાણતો કે ભોગવતો નથી અને પરવસ્તુ કે જેમાં કદી પણ પોતાનું સુખ નથી
તેમાંથી સુખ ભોગવવાની વ્યર્થ મહેનત

PDF/HTML Page 5 of 17
single page version

background image
: ૧૧૨ : આત્મધર્મ ૨૦૦૦ : જેઠ :
સત્યનો આદર ને અજ્ઞાનો ત્યાગ એ જ પ્રથમાં પ્રથમ ધર્મ છે.
પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજી મુનિનું વ્યાખ્યાન મહા સુદ ૧૩ તા. ૬–૨–૪૪
ધર્મ કોનો?
આત્મા જ્ઞાનમૂર્તિ વસ્તુ છે, શરીરથી જુદું તત્ત્વ છે. શરીર અને આત્મા એક જગ્યાએ ભેગા રહ્યા તેથી બે
વસ્તુ એક થઈ ગઈ નથી, બન્નેના ગુણ જુદા જુદા છે. બે જુદી વસ્તુનાં લક્ષણ પણ જુદા જ છે. કોઈના ગુણ
કોઈમાં જાય નહીં. આત્માના જ્ઞાનાદિ ગુણ કે તેની કોઈ અવસ્થા શરીરમાં જાય નહીં અને શરીરના રંગાદિ કોઈ
ગુણ કે તેની અવસ્થા આત્મામાં આવે નહીં. બન્ને વસ્તુ જ અનાદિ–અનંત જુદી છે. માટે જેને આત્માનો ધર્મ
કરવો છે તેને પ્રથમ તો આત્માનો ધર્મ આત્માના ગુણ આત્માના આધારે જ છે, અને કોઈ વિકાર કે શરીરાદિના
આધારે આત્માનો ગુણ કે ધર્મ નથી એમ નક્કી કરવું પડશે.
ધર્મ ક્યાં છે?
આત્મા સ્વતંત્ર વસ્તુ છે. તેનો ધર્મ કહો કે ગુણ કહો તે આત્માને જ આધારે છે–રાગાદિને આધારે
આત્માનો ધર્મ નથી. ધર્મ અંદરથી થાય છે. બે વસ્તુ જુદી છે. તેના ગુણ અને પર્યાય પણ જુદા જ હોય માટે
જ્ઞાની જાણે છે કે મારો ધર્મ પાંચ ઈન્દ્રિયો કે પુણ્ય–પાપની વૃત્તિઓના આધારે નથી. આવી શ્રદ્ધા તેનું નામ ધર્મ
અને તે જ નિર્જરા. અને જેને આવું ભાન નથી તેને કદી આત્માનો ગુણ કે ધર્મ થાય નહીં.
આત્માનો ધર્મ આત્માના આધારે છે.
આત્માનો સ્વભાવ જ્ઞાન–એટલે જાણવું; જાણવાનો સ્વભાવ
[ધર્મ] કોઈને આધારે નથી, તથા
જાણવામાં જે દયાદિ કે હિંસાદિના શુભ–અશુભ વિકાર તે આત્માના આધારે નથી. આવા ભાન સહિત જ્ઞાનીને
ક્ષણે ક્ષણે પુણ્ય–પાપ ટળે છે તે જ નિર્જરા છે.
ધર્મનું સ્વરૂપ.
ધર્મનું સ્વરૂપ અનાદિથી એક સેકન્ડ પણ સમજ્યો નથી. ધર્મ એટલે આત્માનો ગુણ; ગુણ ગુણીને આધારે
રહેલો છે. કોઈ મન, વાણી કે દેહાદિ પરચીજને આધારે આત્માનો કોઈ ગુણ નથી. પોતાના ધર્મસ્વરૂપ સ્વભાવની
જેને પ્રતીતિ નથી તે પરને આધારે ધર્મ માને છે, કેમ જાણે ધર્મ બહારથી પ્રગટતો હોય! તેમ માનનારને પોતાના
ધર્મસ્વભાવનો ભરોસો નથી–વિશ્વાસ નથી.
આત્મા અનાદિ અનંત, સર્વ પરથી ભિન્ન વસ્તુ છે. પરમાણુ પણ જુદી ચીજ છે. એક જુદી વસ્તુનો ધર્મ
કોઈ પર વસ્તુના આધારે હોય નહીં. આત્માના જ્ઞાન, દર્શન વગેરે ગુણો આત્મામાં જ છે, પણ તેની ખબર નથી–
પ્રતીત નથી એટલે પરમાં માની બેઠો છે, તેજ સંસાર છે; અને આત્મા અખંડ જ્ઞાનમૂર્તિ તેના આધારે પુણ્ય–
પાપની પક્કડ અને મમતાનો ત્યાગ એનું નામ ધર્મ.
આત્માનો ધર્મ શરીરાદિ કોઈ પરને આધીન નથી.
શરીર, મન, વાણી તથા ચક્ષુ આદિ પાંચ ઈન્દ્રિયો તે બધા આત્માથી પર છે. તે સારા રહે કે ન રહે તેને
આધારે આત્માનો ધર્મ નથી. શરીર સારું હોય તો ધર્મ થાય કે પાંચ ઈન્દ્રિયો બરાબર હોય તો ધર્મમાં સહાય કરે
એમ જે પરને આધારે આત્માનો ધર્મ માને છે તે મિથ્યાદ્રષ્ટિ છે. રસના ઈન્દ્રિય (જીભ) સારી હોય તો
ભગવાનના ગુણગાન સારાં ગવાય એવી જડની પક્કડ જ્ઞાનીને હોતી નથી. જીભ તો પરમાણુઓનો લોચો છે,
તેના આધારે આત્માનો ધર્મ નથી. કદાચ જીભ અટકી જાય તો પણ ધર્મ અટકી જતો નથી. શરીર યુવાન હો કે
વૃદ્ધ હો તેને આધારે ધર્મી જીવ ધર્મ માનતો નથી. ‘શરીર વૃદ્ધ થયું, શરીરમાં પક્ષઘાત થયો, હવે મારે ધર્મ શી
રીતે થશે? ’ એમ અજ્ઞાની માને છે, તે ખોટું છે. શરીર ગમે તેમ રહે તેમાં તારે શું? તું તો જાણનાર છો! તું
તારામાં રહેને! એક તરફ શરીર તરફના રાગનો કર પક્ષઘાત, અને બીજી તરફ અંતરમાં સિદ્ધસ્વભાવને જાણ
તેનું નામ ધર્મ.
આત્મા પોતે જ ધર્મ સ્વરૂપ છે
જેને આવા સ્વરૂપની ખબર નથી તે પુણ્ય, પાપ, શરીર, ઈન્દ્રિયો આદિ પરના આધારે ધર્મ માને છે. પણ
પર દ્રવ્ય

PDF/HTML Page 6 of 17
single page version

background image
: જેઠ : ૨૦૦૦ આત્મધર્મ : ૧૧૩ :
આત્માને આધારે નથી અને આત્માનો ધર્મ પરને આધીન નથી. ધર્મ સ્વરૂપ ભગવાન તો અંદર જ બેઠો છે. તેને
ઓળખ્યા વિના ધર્મ ક્યાં છે? આત્માને ઓળખ્યા વગર–પરને આધારે ધર્મ માને છે, પણ આત્માનો ધર્મ તો
આત્મામાં છે કે પરમાં?
ધર્મ કેમ થાય?
સર્વજ્ઞ ભગવાને તો કહ્યું કે તારો આવો સંપૂર્ણ સ્વભાવ છે તે તું સમજ! એમ કહેવામાં ભગવાન કાંઈ
તારો ધર્મ આપી દેતા નથી. પણ પુણ્ય, પાપ રહિત જ્ઞાન સ્વભાવને ઓળખી જ્ઞાન ગુણમાં ઠરવું અને પરની
પક્કડ ન કરવી તે જ ધર્મ છે. ધર્મ તેનું નામ કે રાગ–દ્વેષ રહિત સ્વભાવને ઓળખી, તે સ્વરૂપમાં ઠરવું–અને
રાગદ્વેષ થવા ન દેવો. આત્માનો ધર્મ આત્મામાં જ છે.
ધર્મી – (જ્ઞાની) ની માન્યતા.
શરીરાદિ કોઈ પર દ્રવ્યને આધારે ધર્મી (જ્ઞાની) જીવ શોભા માનતો નથી. કારણ કે તે જાણે છે કે
‘અંતરની શોભા અંતરમાં છે; અને સંધ્યાના રંગની જેમ આ બધા પૌદ્ગલિક ખેલ છે તે પૂર્વના પુણ્ય–પાપના
કારણે છે, તે ક્ષણિક છે. તેના આધારે મારો ધર્મ નથી. ’ (ઉપરમાં શરીરાદિ કહ્યું તેમાં પુણ્ય, પાપ, રાગ, દ્વેષ,
ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાયા, શ્રોત્ર, ચક્ષુ, ઘ્રાણ, રસન, સ્પર્શન તથા આહાર, પાણી
આદિ સર્વ લઈ લેવાં.)
જ્ઞાનીને આહારનો પણ પરિગ્રહ નથી એમ હવે કહે છે:– અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઈચ્છે
અશનને, તેથી ન પરિગ્રહી અશનનો તે, અશનનો જ્ઞાયક રહે. ૨૧૨.
શબ્દાર્થ:– અનિચ્છકને અપરિગ્રહી કહ્યો છે અને જ્ઞાની અશનને (ભોજનને) ઈચ્છતો નથી, તેથી તે
અશનનો પરિગ્રહી નથી, જ્ઞાયક જ છે–
ટીકા: ઈચ્છા પરિગ્રહ છે. જેને ઈચ્છા નથી તેને પરિગ્રહ નથી. આહારની ઈચ્છા તે અજ્ઞાનમય ભાવ છે
એટલે કે આહાર સદાય કર્યા કરૂં એવો ભાવ તે અજ્ઞાનમય છે, આત્માના સ્વભાવનું ખૂન કરનાર અધર્મ ભાવ છે.
પ્રશ્ન:– તો પછી આહાર ન કરવાથી ધર્મ થાયને?
ઉત્તર:– આત્મા જ્ઞાનમૂર્તિ સ્વરૂપ છે તેને ઓળખ્યા વગર કદી ધર્મ થાય નહીં.
ધર્મીનું લક્ષણ
ધર્મી તેને કહેવો કે જેને આહારની ભાવના ન હોય; ધર્મી જીવને આહાર હોય ખરો, પણ તેને એવી
ભાવના નથી કે સદાય આહાર કરૂં અને સદાય શરીર રહે. જો એવી ભાવના હોય તો તે અધર્મી છે, કારણ કે
તેમાં શરીર ટકી રહેજો એ તો જડની ભાવના છે. જડની ભાવના જ્ઞાનીને હોય નહીં. આત્મા જ્ઞાનમૂર્તિ અશરીરિ
સિદ્ધ સમાન છે તેની જ ભાવના હોય.
મુનિને આહાર હોય છતાં તેની ભાવના ન હોય. તે જાણે છે કે ઈચ્છા કે આહાર મારું સ્વરૂપ નથી. લાડવા
વગેરેમાં અજ્ઞાની સ્વાદ માને છે, પણ જે પરમાણુઓ અત્યારે લાડવા રૂપે છે તે જ છ કલાકે વિષ્ટારૂપ થવાના છે
તેમાં સ્વાદ ક્યાં છે? અજ્ઞાની તેની મીઠાશમાં (રાગમાં) પોતાના સ્વભાવને ચૂકી જાય છે; પણ જ્ઞાની તો
આહારનો કેવળ જ્ઞાયક જ છે.
ધર્મીને આહાર કેમ?
અહીં કોઈને પ્રશ્ન થાય કે:–આહાર તો ધર્માત્મા મુનિપણ કરે છે અને તે ઈચ્છા વગર આહાર કેમ કરે?
અને ઈચ્છાને તો આપ અધર્મ કહો છો તેનું શું? તેનો ઉત્તર:– ધર્માત્માને અસાતાવેદનીયના ઉદયથી જઠરાગ્નિરૂપ
ક્ષુધા દેખાય છે (તેની અસર જઠરમાં– પરમાણુઓમાં આવે છે. આત્મા તો તેનો જ્ઞાયક છે) અને વીર્યાંતરાયના
ઉદયથી તે વેદના સહી શકાતી નથી. (કેવળીને આહાર વગર ચાલે છે, પણ હજી નીચલી દશા છે. પૂર્ણતા ઉઘડી
નથી અને શરીર નભવાનું છે, ત્યાં આહાર છે.) તેથી ચારિત્ર મોહનીયના ઉદયને કારણે ચારિત્રમાં અસ્થિરતા
પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે છે એટલે આહારની વૃત્તિ આવી જાય છે. પણ તે

PDF/HTML Page 7 of 17
single page version

background image
: ૧૧૪ : આત્મધર્મ ૨૦૦૦ : જેઠ :
ધર્માત્મા અંતરમાં જાણે છે કે આ આહારની ઈચ્છા મારું સ્વરૂપ નથી. હું તો જ્ઞાનમૂર્તિ ચિદાનંદ સ્વરૂપની ભાવના
ભાવું કે આહારની? આ ઈચ્છા તો રોગ છે, એમ જાણી ધર્મી તે મટાડવા જ ચાહે છે.
ભૂખ એટલે શું?
ભૂખ ક્યાં લાગે છે તે કદી તપાસ્યું છે? શું આત્માને ભૂખ લાગતી હશે? ભૂખ તો શરીરમાં છે, શરીરની
એક અવસ્થા છે. આત્માને ક્ષુધા નથી, તેમજ આહાર પણ નથી.
જ્ઞાનીની ભાવના
ધર્મી ઈચ્છાને ઈચ્છતો નથી. ઈચ્છા ઈચ્છે છે તે ધર્મી નથી. ધર્મીને તો આત્માના ગુણની જ ભાવના છે.
છતાં ઈચ્છા આવે ખરી પણ તે ઈચ્છાની ઈચ્છા (એટલે કે આ ઈચ્છા સદાય રહેજો એવી ભાવના) જ્ઞાનીને હોતી
નથી. અને ઈચ્છાની ભાવના વાળો ધર્મી હોતો નથી. ધર્મીને તો ક્ષણે ક્ષણે ઈચ્છાના નાશની જ ભાવના છે, કારણ
કે ઈચ્છા તે આત્માના ગુણની ઊંધાઈ છે. ધર્મ એટલે આત્માનો સ્વતંત્ર સ્વભાવ, તેની જ જ્ઞાની ભાવના ભાવે છે
કે મારું જ્ઞાન સ્વરૂપ સદાય મારામાં જ રહો, જ્ઞાન સ્વભાવ સિવાય બીજી કોઈ ઈચ્છા કે વિકલ્પ મારું સ્વરૂપ નથી;
એમ જ્ઞાનીને ઈચ્છાના નાશની જ ભાવના છે.
સ્વભાવની રુચિ વિના રાગની રુચિ ટળે નહીં.
ઈચ્છા તે રાગ છે. રાગ તે વિકાર છે. તે પરદ્રવ્યજન્ય વિકારભાવનું સ્વામીપણું જ્ઞાનીને નથી. રાગનો ધણી
થાય તે ધર્મનો ધણી નહીં, અને ધર્મી તે રાગનો ધણી નહીં. ધર્મ તે આત્માનો સ્વભાવ છે, આત્માનો સ્વભાવ
જાણવું–તે જાણવાની ક્રિયા રાગરહિતની છે. આત્મા સદાય ચૈતન્ય જ્યોત પરિપૂર્ણ જ્ઞાન સ્વભાવી–તેની ઓળખાણ
વગર સ્વની રુચિ આવે નહીં, અને સ્વની રુચિ થયા વગર પરની રુચિ ટળે નહિ. પરની રુચિને લઈને લોકોને
સ્વભાવની ભાવના નથી. વિકારમાત્ર મારું સ્વરૂપ નથી એવું ભાન હોવા છતાં જ્ઞાનીને ઈચ્છા થઈ જાય તે કર્મ
જન્ય છે, પુરુષાર્થની નબળાઈને લઈને છે, જ્ઞાનીને તેની ભાવના નથી, તે તો માત્ર તેનો જાણનાર જ છે.
અનાદિથી ધર્મ કેમ ન સમજયો?
અજ્ઞાનને લઈને ધર્મ સમજવો કઠણ થઈ પડ્યો છે, સ્વ શું, પર શું, પુણ્ય શું, પાપ શું, અને
પુણ્યપાપરહિત ધર્મ શું? તેના વિવેકના અભાવને લીધે ધર્મનું સ્વરૂપ સમજવું કઠણ થઈ પડ્યું છે.
સમકિતી પોતાનું સ્વરૂપ કેવું માને છે?
જ્ઞાની–સમકિતી જીવને પણ આહાર હોય, તે જાણે છે કે આ શરીર હજી ટકવાનું છે અને પુરુષાર્થની હજી
નબળાઈ છે એટલે આહારની ઈચ્છા આવે છે, પણ તે શરીરના આધારે ધર્મ માનતા નથી. અંતરમાં તો નકાર
વર્તે છે કે આ નહીં રે નહીં! આ મારું કર્તવ્ય નહીં. મારું સ્વરૂપ તો જાણવું દેખવું અને મારામાં ઠરવું, તેમાં આ
કોઈ મારું સ્વરૂપ નથી.
અજ્ઞાની પરથી ધર્મ માને છે.
અજ્ઞાની માને છે કે આહાર સારો કરીએ, અને શરીર સારું રહે તો ધર્મ થાય; કેમ જાણે કે ધર્મ પરને
આધારે હોય?
અને વળી કહે છે કે
‘ शरीरादि खलु धर्म साधनम् ’
(તે તદ્ન ખોટી વાત છે.) આત્માને (માન્યતામાં) મારી નાખ્યો છે. વસ્તુની સ્વતંત્રતાનું ખૂન કરી નાંખ્યું છે.
દરેક વસ્તુ સ્વતંત્ર – જાુદી છે.
એક તત્ત્વને બીજા તત્ત્વની મદદ ત્રણકાળ ત્રણલોકમાં નથી. એક તત્ત્વને બીજા તત્ત્વથી લાભ કે નુકસાન
થાય તો બે તત્ત્વો એક થઈ જાય. તેથી આત્માનું સાધન આત્મામાં જ છે, કોઈ–
કુદેવ, કુગુરુ અને કુધર્મનો ત્યાગ કરો
અહો! દેવ, ગુરુ, ધર્મ તો સર્વોત્કૃષ્ટ પદાર્થ છે, એના આધારે તો ધર્મ છે, તેમાં શિથિલતા રાખે તો
અન્ય ધર્મ કેવી રીતે થાય? ઘણું શું કહેવું! સર્વથા પ્રકારે કુદેવ, કુગુરુ, કુધર્મના ત્યાગી થવું યોગ્ય છે. કારણ
કે કુદેવાદિકનો ત્યાગ ન કરવાથી મિથ્યાત્વ ભાવ ઘણો પુષ્ટ થાય છે, અને આ કાળમાં અહીં તેની પ્રવૃત્તિ
વિશેષ જોવામાં આવે છે. માટે તેના નિષેધરૂપ નિરૂપણ કર્યું છે. માટે સ્વરૂપ જાણી મિથ્યાભાવ છોડી પોતાનું
કલ્યાણ કરો.

PDF/HTML Page 8 of 17
single page version

background image
: જેઠ : ૨૦૦૦ આત્મધર્મ : ૧૧૫ :
પરને આધારે નથી. જુદાં તત્ત્વો એક બીજાને કાંઈ પણ કરી શકે એમ ત્રણ લોકમાં બન્યું નથી, બનતું નથી અને
બનશે નહીં. વસ્તુની આવી સ્વતંત્રતા, આત્મ તત્ત્વની ઓળખાણ, અને રુચિ વગર કદી ધર્મ થાય નહીં. જ્ઞાનીને
પરનું સ્વામીપણું નથી, પોતાનું (જ્ઞાનનું) જ સ્વામીપણું વર્તે છે.
હવે કહે છે કે જ્ઞાનીને પાણીનો પણ પરિગ્રહ નથી, તે જાણે છે કે પાણીથી આત્માને કાંઈ મદદ નથી.
પાણીથી આત્માને શાંતિ થાય એમ માનનારને આત્માના સ્વતંત્ર સ્વાવલંબી સ્વભાવની ખબર નથી.
અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઈચ્છે પાનને; તેથી ન પરિગ્રહ પાનનો, તે પાનનો
જ્ઞાયક રહે. ૨૧૩
તૃષા ક્યાં લાગતી હશે? શું આત્માને લાગતી હશે? તૃષા લાગે શરીરમાં! આત્મા તો માત્ર જાણે કે આ
કંઠ (જડ) સૂકાય છે, હું નહીં.
ધર્માત્મા પણ નબળાઈ હોવાથી પાણી પીએ, પણ જ્ઞાની અંતરમાં જાણે છે કે આ મારું કત્ર્વ્ય નથી. તેથી
તેને પાણીની કે પાણીના રાગની પક્કડ નથી.
આ ધર્મ કેમ થાય તેની વાત કહેવાય છે.
ધર્મની વ્યાખ્યા
ધર્મ એટલે આત્માનો સ્વભાવ. સ્વભાવ= (સ્વ+ભાવ) પોતાથી (આત્માથી) પ્રગટતો ભાવ,
પરાવલંબને પ્રગટે તે ધર્મ કહેવાય નહીં. આત્મા જ્ઞાન સ્વભાવી વસ્તુ છે. જાણવું એજ તેનો સ્વભાવ છે. પુણ્ય–
પાપની વૃત્તિ તે કર્માધીન ક્ષણિક વિકાર ભાવ છે; ત્રિકાળી અવિકારી સ્વરૂપની રુચિમાં જ્ઞાનીમાં તેની રુચિ નથી.
હવે ઉપર પ્રમાણે બીજા પણ અનેક પ્રકારના પરજન્ય ભાવોને જ્ઞાની ઈચ્છતા નથી–એમ કહે છે.
આદિ વિધવિધ ભાવ બહુ જ્ઞાની ન ઈચ્છે સર્વને સર્વત્ર આલંબન રહિત બસ નિયમ જ્ઞાયક ભાવ તે. ૨૧૪.
ક્રોધ, માન વગેરે અનેક પ્રકારના પરભાવો અને પરવસ્તુને ધર્મી (આત્માના સુખનો કામી) ઈચ્છતો
નથી. ધર્મી તે અંતરની ભાવના ભાવે કે પરની!
બધા જ્ઞાનીઓની માન્યતા
પરંતુ અવલંબન ધર્મીને દ્રષ્ટિમાં નથી. મારા આત્માના ગુણને પરની સહાય ત્રણલોક ત્રણકાળમાં કદી
નથી. નિશ્ચય–નિત એક રૂપ જ્ઞાનસ્વભાવી છું તેની રુચિમાં જ્ઞાની ઈચ્છા માત્રનું અવલંબન સ્વીકારતા નથી. તે
જાણે છે કે ઈચ્છા તો વિકાર છે, વિકારને આધારે અવિકારી ધર્મ હોઈ શકે જ નહીં. આવું ચોથા ગુણસ્થાનથી
માંડીને બધાય જ્ઞાનીઓ માને છે.
દેહની ક્રિયા સ્વતંત્ર છે, છતાં નબળાઈના કારણે જે રાગ થાય છે તેની ભાવના જ્ઞાનીને નથી પણ
હજી વીતરાગતા નથી પ્રગટી ત્યાં સુધી પુરુષાર્થની નબળાઈના કારણે અલ્પરાગ હોય ખરો, જો સર્વથા
રાગ ન જ હોય તો વીતરાગતા પ્રગટ હોય.
જ્ઞાનીની દ્રષ્ટિ
આ વાત ગળે ન ઉતરે, પણ જ્ઞાનમાં તો જરૂર ઉતરે તેવી છે. ગળું જડ છે, જ્ઞાન આત્માનો સ્વભાવ છે.
પણ કાંઈક વિચાર કરે તો જ્ઞાનમાં આ વાત ઉતરેને! અનંતકાળમાં કદી એક ક્ષણ પણ આ વાત વિચારી નથી.
રાગ વગેરે પર દ્રવ્યના લક્ષે થાય છે, તેથી તે પર દ્રવ્યનો સ્વભાવ છે, તે બધા ભાવોને જ્ઞાની ઈચ્છતો નથી, કે
જ્ઞાનીને તેની રુચિ નથી. અંતર દ્રષ્ટિમાં સર્વની પકકડ છુટી ગઈ છે, આ ચીજ મારી છે કે આ ચીજ મને મદદ
કરશે એવી સર્વ પરની પકકડ જ્ઞાનીને દ્રષ્ટિમાંથી છુટી છે––પકકડ એક સ્વભાવની જ છે.
જ્ઞાની અને અજ્ઞાનીનું લક્ષણ
જ્ઞાન સર્વને જાણે–પણ પરનું કાંઈ કરી શકે નહીં. મારું કામ કોઈ કરી શકે નહીં. હું કોઈ પરનું
“नम समयसर”
સમસ્ત સંસાર અને સંસાર તરફ વલણના ભાવથી હવે અમે સંકોચાઈએ છીએ; અને
ચિદાનંદ ધ્રુવ સ્વભાવી એવા ‘સમયસાર’માં સમાઈ જવા માગીએ છીએ; બાહ્ય કે અંતર સંયોગ
સ્વપ્ને પણ જોઈતો નથી.
બહારના ભાવ અનંતકાળ કર્યા હવે અમારું પરિણકન અંદર ઢળે છે.
અપ્રતિહત ભાવે અતંર સ્વરૂપમાં ઢળ્‌યા તે ઢળ્‌યા, હવે અમારી શુદ્ધ પરિણતીને રોકવા
જગતમાં કોઈ સમર્થ નથી.

PDF/HTML Page 9 of 17
single page version

background image
: ૧૧૬ : આત્મધર્મ ૨૦૦૦ : જેઠ :
કરી શકું નહીં, એવા પ્રથમ નિયમને–ધર્મને–જાણતો જ્ઞાની તે પરની પકકડ કેમ કરે! અજ્ઞાની પણ પરનું કાંઈ કરી
શકતો નથી, માત્ર માને છે, જ્ઞાનીને તે માન્યતા છુટી ગઈ છે. જ્યાં આત્મા જ્ઞાનમૂર્તિ સ્વતંત્ર સ્વભાવી વસ્તુ તેને
જડની કે વિકારની કોઈપણ અવસ્થા મદદ કરે એવી અજ્ઞાનરૂપ માન્યતા છુટી ગઈ–ત્યાં દ્રષ્ટિમાં સર્વ પરનું
અવલંબન છુટી જ ગયું છે, અર્થાત્ જ્ઞાન થતાં પરથી લાભ કે નુકસાન માનવારૂપ મિથ્યાભાવને (અજ્ઞાનને)
વમી નાખ્યું છે. આ રીતે ધર્મી અત્યંત નિસ્પરિગ્રહી–તેને પરની ભાવના નથી.
ધર્મની શરૂઆત ક્યારે થાય!
કોઈ એમ કહે કે આત્મા બહારથી દેખાય તો માનું! તો તેનો અર્થ એ કે તેને આત્માની જ પ્રથમ તો
ખબર નથી. શુભરાગ પણ આત્માના ગુણને મદદ કરે એ માન્યતા મિથ્યાભાવ છે. આત્માનો ગુણઆત્માને જ
આધીન છે. પર વસ્તુ કોઈ પણ ગુણ પ્રગટાવવામાં મદદગાર નથી. દેવ, ગુરુ, શાસ્ત્ર તે બધાં પર છે–તેનું
અવલંબન દ્રષ્ટિમાંથી નીકળી જતાં સ્વતંત્ર આત્મગુણની ઓળખાણ થઈ અને અજ્ઞાન ટળ્‌યું તે જ પહેલો ધર્મ.
સત્યનો આદર અને અજ્ઞાનનો ત્યાગ એ જ પ્રથમમાં પ્રથમ ધર્મ છે.
આત્માના જ્ઞાન સ્વભાવમાં કોઈ પર ચીજ ગરી ગઈ નથી. રાગ–દ્વેષ પણ ત્રિકાળ સ્વભાવમાં નથી, પણ
તે પરલક્ષે થતા સંયોગી વિકારી ભાવ છે. તે સંયોગથી અસંયોગી આત્માને લાભ થાય એવી મિથ્યા માન્યતા
છુટી જતાં અનંતકાળમાં કદી ન થયેલો એવો અપૂર્વ ધર્મ પ્રગટે છે.
ઊંધી માન્યતા એ જ સંસાર
અહા! વસ્તુ! જેનાથી ધર્મ થાય તે વસ્તુ અંદર જ પડી છે, પણ એની દ્રષ્ટિ નહીં અને પર ઉપર દ્રષ્ટિ ગઈ છે,
જાણે કે પોતે તો વસ્તુ જ નથી! કેમ જાણે પરથી ધર્મ થઈ જતો હોય! એ ઊંધી માન્યતા જ અનંત સંસારનું કારણ છે.
સત્સમાગમ પામીને પોતાથી પોતાને ઓળખે ત્યારે જ તે નિમિત્ત કહેવાય છે, પણ સત્સમાગમ કાંઈ આપી દેતા નથી.
પોતે જ પોતાથી સમજે કે અહા! આવી વસ્તુ! સ્વતંત્ર જ્ઞાન સ્વભાવી છું, તેમાં કોઈ પણ પરનું
અવલંબન માનવું તેજ આત્માના સ્વતંત્ર ગુણની હિંસા છે, એજ અધર્મ છે, એ જ સંસાર છે.
ધમન ઉપય! સ્વભવ સમજ્ય વગર થય નહીં
આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ હોવા છતાં અવસ્થામાં પુણ્ય–પાપના ભાવ, વીતરાગ થયા પહેલાંં થાય ખરા;
પણ આત્માના જ્ઞાનાનંદ સ્વભાવમાં તેની મદદ નથી એવી ભાવના તે જ અહિંસા અને તેજ આત્માના ઉદ્ધારનો–
જન્મમરણના અંતનો ઉપાય છે. આત્માના સ્વરૂપને જાણ્યા વગર સ્થિરતા કરે ક્યાં? આત્માનું ચારિત્ર
આત્મામાં જ છે; પણ આત્માને જાણ્યો નથી અજ્ઞાન ટાળ્‌યું નથી ત્યાં ચારિત્ર હોય ક્યાંથી?
પ્રથમ તો આત્માનો ગુણ શું? અવગુણ ક્યાં થાય છે? વસ્તુ શું, સ્વભાવ શું? એ જાણ્યા વગર ધર્મ થાય નહીં.
ઊંધાઈમાં પણ સ્વતંત્ર છે, અને સમજણ કરવામાં પણ સ્વતંત્ર છે.
અહો! આ સમયસારમાં ભગવાન કુંદકુંદ આચાર્યદેવે સનાતન સત્યને જાહેર કર્યું છે કે–વસ્તુ સ્વતંત્ર છે,
આત્મા ચૈતન્ય જ્યોત સ્વરૂપ તેની ઓળખાણ પોતાથી જ થાય છે, પરની સહાયતા નથી. જેમ ઊંધું માન્યું તે કોઈએ
મનાવ્યું નથી પણ અજ્ઞાન ભાવે પોતે જ માન્યું હતું; અને સમ્યગ્જ્ઞાનના અવલંબન દ્વારા આત્મા સિવાય કોઈ પરનું
જેઠ આષાઢ
સુદ ૨ બુધ ૨૪ મે સુદ ૨ ગુરૂ ૨૨ જુન
,, શનિ ૨૭ ,, ,, રવિ ૨પ ,,
,, ૮ મંગળ ૩૦ ,, ,, ૮ ગુરૂ ૨૯ ,,
,, ૧૧ શુક્ર જુન ,, ૧૧ રવિ જુલાઈ
,, ૧૪ સોમ પ ,, ,, ૧૪ બુધ પ ,,
,, ૧પ મંગળ ૬ ,, ,, ૧પ ગુરૂ ૬ ,,
વદ ગુરૂ ૮ ,, વદ શુક્ર ૭ ,,
,, પ રવિ ૧૧ ,, ,, પ સોમ ૧૦ ,,
,, ૮ બુધ ૧૪ ,, ,, ૮ ગુરૂ ૧૩ ,,
,, ૧૧ શુક્ર ૧૬ ,, ,, ૧૧ રવિ ૧૬ ,,
,, ૧૪ સોમ ૧૯ ,, ,, ૧૪ બુધ ૧૯ ,,
,, ૦)) મંગળ ૨૦ ,, ૦)) ગુરૂ ૨૦ ,,

PDF/HTML Page 10 of 17
single page version

background image
: જેઠ : ૨૦૦૦ આત્મધર્મ : ૧૧૭ :
અવલંબન નથી એવા સાચા ભાનથી તે અજ્ઞાન પોતે જ ટાળી શકે છે, અને એ જ સમ્યક્ત્વનો ઉપાય છે.
સમ્યક્દર્શન વગર વ્રત–તપ પણ હોઈ શકે નહીં.
ધર્મની અપૂર્વતા
આત્માનો સ્વભાવ શું, સ્વ શું, પર શું, નિમિત્ત શું તેનું પહેલામાં પહેલાંં સમ્યગ્દર્શન માટે જ્ઞાન કરવું
પડશે. વસ્તુ સ્વભાવનો યથાર્થ ખ્યાલ આવતાં અજ્ઞાનનું ટળવું તેજ ધર્મ છે. ધર્મ આત્માની ચીજ છે. તે કેમ ન
સમજાય? આ સમજવું તેજ અપૂર્વ અને તેજ વર્તમાન સાચો પુરુષાર્થ છે. મોટો અમલદાર હોય કે મોટો પગાર
હોય તે બધું પૂર્વનાં પુણ્યનું ફળ છે, તેમાં વર્તમાન ડહાપણ ચાલતું નથી–તથા તે અપૂર્વ નથી. અપૂર્વ તો અનંત
કાળથી નહીં કરેલું આત્મવસ્તુનું ભાન કરવું તેજ છે.
મનુષ્યપણામાં આજ કર્તવ્ય છે.
અરેરે! આત્મા શું વસ્તુ છે? ક્યાં મારો ધર્મ થાય અને અધર્મ કેમ થાય છે! તેનું જ્યાં ભાન ન મળે ત્યાં
ઉદ્ધારનાં ટાણાં શાં? આ દુર્લભ મનુષ્ય દેહ તેમાં જો આત્મ વસ્તુ શું તે સમજવાની રુચિ નહીં તો મરણ ટાણે
કોનાં શરણ?
આ ઊપદેશ અજ્ઞાન ટાળવા માટે છે.
આ બધું જે જ્ઞાની થઈ ગયા તેમને નથી કહેવાતું, પણ અજ્ઞાની જેને આત્માના સ્વભાવનું ભાન નથી–
ધર્મની ખબર નથી તેને સ્વરૂપ સમજાવવા કહેવાય છે. ભગવાન થઈ ગયા તેની વાત નથી, પણ જેને ભગવાન
થવું છે તેની વાત છે. સમ્યગ્દર્શન પ્રગટાવવાની પહેલી જ વાત છે.
સમજણન ફળ
યથાર્થ ભાનવડે જ્યાં સ્વાવલંબી સ્વભાવ જાણ્યો ત્યાં પ્રથમ જે પરને આધારે ગુણ માનતો તે અનંત
સંસારનું મૂળ–અજ્ઞાન તેને વમી નાંખ્યું–ઉલટી કરી નાંખી. જે વમી નાંખ્યું તેનો ફરી આદર કેમ હોય! એટલે કે
અજ્ઞાન ફરી આવવાનું નથી. પણ અજ્ઞાનનું વમન કોને થાય? કે જેને આત્મામાં વિકાર માત્ર મદદગાર નથી
એમ સ્વભાવની વાત બેસાડી તેને જ અજ્ઞાન વમી જાય છે. સ્વભાવનું ભાન થયા પછી સર્વત્ર અત્યંત
નિરાવલંબી થયો છે, અવલંબન માત્ર નિર્મળ સ્વભાવનું જ છે. આ રીતે સમસ્ત અન્ય ભાવોના પરિગ્રહથી
શૂન્યપણાને લીધે જેણે સમસ્ત અજ્ઞાનને વમી નાંખ્યું છે એવો સર્વત્ર અત્યંત નિરાવલંબ થઈને નિયત ટંકોત્કીર્ણ
એક જ્ઞાયકભાવ રહે તો સાક્ષાત્ વિજ્ઞાનધન આત્માને અનુભવે છે.
મુક્ત થવાનો ઉપાય
આ રીતે હું પૂર્ણ સ્વરૂપ, સાક્ષાત્ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છું તેની પ્રતીતિ અને એકાગ્રતા તેનું
નામ ધર્મ, અને તે જ અનંત કાળના જન્મ મરણ ટાળવાનો ઉપાય છે; અને એક બે ભવમાં જ કેવળ જ્ઞાન
પ્રગટાવીને સિદ્ધ થવાનો ઉપાય તે આ જ છે. આ સિવાય મુક્તિનો–ધર્મનો બીજો કોઈ ઉપાય નથી.
તમારી નકલ પાંચને વંચાવો
નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ
૧ નિશ્ચય–યથાર્થ ભાવ વ્યવહાર–અયથાર્થ ભાવ ૨ નિશ્ચય–સ્વભાવિકભાવ વ્યવહાર–નિમિત્તાધિકભાવ
૩ નિશ્ચય–સત્યાર્થ વ્યવહાર–અસત્યાર્થ
૪ નિશ્ચય–ત્રિકાળીભાવ વ્યવહાર–ક્ષણિકભાવ
નિશ્ચય–ધ્રુવભાવ વ્યવહાર–ઉત્પન્નધ્વંસીભાવ
૬ નિશ્ચય–ત્રિકાળ ટકે તેવો ભાવ વ્યવહાર–ક્ષણમાત્ર ટકે તેવો ભાવ
૭ નિશ્ચય–સ્વલક્ષીભાવ વ્યવહાર–પરલક્ષીભાવ
૮ નિશ્ચય–ખરેખરૂં સ્વરૂપ. વ્યવહાર–કથન માત્ર સ્વરૂપ
નિશ્ચય–સ્વદ્રવ્યાશ્રિત. વ્યવહાર–સંયોગાશ્રિત
૧૦ નિશ્ચય–બીજાના ભાવને બીજાનો કહેતો નથી–પણ પોતાના ભાવને જ પોતાનો કહે છે. દ્રવ્યના આશ્રયે
હોવાથી જીવના સ્વભાવિક ભાવને અવલંબે છે.
વ્યવહાર– ઔપાધિક ભાવને અવલંબતો હોવાથી બીજાના ભાવને બીજાનો કહે છે.
હવે વિચારો કે ઉપર જે અર્થો આવ્યા તેમાંથી નિશ્ચય આશ્રય કરવા લાયક છે? કે વ્યવહાર આશ્રય
કરવા લાયક છે? જે જે આકુળતા થાય છે તે તે વ્યવહારના આશ્રયે થાય છે; જે જે નિરાકુળતા થાય છે તે તે
નિશ્ચયના આશ્રયે થાય છે, એમ વિચારકને લાગ્યા વગર રહેશે નહીં.

PDF/HTML Page 11 of 17
single page version

background image
: ૧૧૮ : આત્મધર્મ ૨૦૦૦ : જેઠ :
ભગવાન શ્રી ધરસેનાચાર્ય અને આચાર્ય દેવો શ્રી ભુતબલિ
તથા શ્રી પુષ્પદંતની પરમોપકારી કરુણાથી પુસ્તકારૂઢ થયેલ
શ્રી ષટ્ખંડાગમ જયવંત રહો
શ્રુતપંચમી (જેઠ સુદ પ) નો મહા માંગલિક દિવસ તે દિવસે શ્રુત પૂજા કરી શ્રુત જ્ઞાનની રુચિ વધારો
લેખક:– રામજીભાઈ માણેકચંદ દોશી
સોરઠ દેશમાં ગીરનાર પર્વતની ચન્દ્રગુફામાં એક મહામુની ધરસેનાચાર્ય ધ્યાન કરતા હતા. તેઓ અંગો
અને પૂર્વોના એકદેશના જ્ઞાતા હતા. તેઓ વિદ્વાન અને શ્રુત–વત્સલ હતા.
તેમને એવો ભય ઉત્પન્ન થયો કે હવે અંગશ્રુત વિચ્છેદ થઈ જશે, તેથી ધર્મોત્સવ વગેરે માટે મહિમા
નામના શહેરમાં સંમિલિત થયેલા દક્ષિણ દેશના નિવાસી આચાર્યોને એક પત્ર મોકલ્યો. તે પત્રમાં લખેલા
ધરસેનાચાર્યનાં વચનોને સારી રીતે સમજી, તે આચાર્યોએ શાસ્ત્રના અર્થને ગ્રહણ અને ધારણ કરવામાં સમર્થ,
અનેક પ્રકારના ઉજ્વળ અને નિર્મળ વિનયથી વિભૂષિત, શીલરૂપી માળાનાધારક, ગુરુએ મોકલવારૂપ ભોજનથી
તૃપ્ત, દેશ કાળ અને જાતિથી શુદ્ધ, સમસ્ત કળાઓમાં પારંગત, અને આચાર્યોની ત્રણવાર આજ્ઞા લીધેલા એવા
બે સાધુઓને આન્ધ્ર દેશમાં આવેલી વેણાનદીના તટથી મોકલ્યા.
માર્ગમાં એ બે સાધુઓને આવતી વખતે કુન્દનાં પુષ્પ, ચંદ્રમા અને શંખની સમાન સફેદ રંગવાળા,
સમસ્ત લક્ષણોથી પરિપૂર્ણ, ધરસેનાચાર્યને ત્રણવાર પ્રદક્ષિણા દઈ અંગે નમ્રતા ધારણ કરી આચાર્યના ચરણમાં
પડતા એવા બે બળદોને ધરસેન ભટ્ટાર્કે રાતના પાછલા ભાગમાં સ્વપ્નામાં જોયા. એ પ્રકારના સ્વપ્નાને દેખી
સંતુષ્ટ થઈ ધરસેનાચાર્ય ‘શ્રુતદેવતા જ્યવંત હો’ એવું વાક્ય બોલ્યા.
તેજ દિવસે દક્ષિણ દેશથી મોકલેલા એ બન્ને સાધુ ધરસેનાચાર્ય પાસે પહોંચ્યા. તેઓએ ધરસેનાચાર્યને
પાદવંદના આદિ કૃતિકર્મ કર્યું. બે દિવસ વીતાવી ત્રીજે દિવસે એ બન્નેએ ધરસેનાચાર્યને નિવેદન કર્યું કે આ કામ
માટે અમે બન્ને આપના પાદમૂળમાં હાજર થયા છીએ. એ બન્ને સાધુઓએ એ પ્રકારે નિવેદન કરતાં ‘સારું,
કલ્યાણ થાઓ’ એમ કહી ધરસેન ભટ્ટાર્કે એ બન્ને સાધુઓને આશ્વાસન આપ્યું.
ત્યારબાદ ધરસેનાચાર્યે તેમની પરીક્ષા કરવાનો વિચાર કર્યો, કેમકે ઉત્તમ પ્રકારે કરવામાં આવેલી પરીક્ષા
હૃદયમાં સંતોષ ઉત્પન્ન કરે છે. પછી ધરસેનાચાર્યે એ બન્ને સાધુઓને બે વિદ્યાઓ આપી. તેમાંથી એક અધિક
અક્ષરવાળી હતી અને બીજી ઓછા અક્ષરવાળી હતી. એ બે વિદ્યાઓ આપી કહ્યું કે–બે દિવસના ઉપવાસ કરી
તેને સિદ્ધ કરો.
જ્યારે તે બે સાધુઓને વિદ્યા સિદ્ધ થઈ ત્યારે વિદ્યાની અધિષ્ટાત્રી દેવીને દીઠી, તેમાંથી એક દેવીના દાંત
બહાર નીકળ્‌યા હતા અને એક કાણી હતી. ‘વિકૃતાંગ હોવું તે દેવતાઓનો સ્વભાવ નથી’ એમ એ બન્ને
સાધુઓએ વિચાર કરી મંત્ર સંબંધી વ્યાકરણ શાસ્ત્રમાં કુશળ તે બન્ને સાધુઓએ ઓછા અક્ષરવાળી વિદ્યામાં
અધિક અક્ષર મેળવી તથા અધિક અક્ષરવાળી વિદ્યામાંથી અક્ષર કાઢી મંત્રને ભણી ફરીને તે વિદ્યા સિદ્ધ કરવા
પ્રારંભ કર્યો તેથી તે બન્ને વિદ્યાદેવીઓ પોતાના સ્વભાવ અને સુંદર રૂપમાં દેખાણી.
ત્યારબાદ ભગવાન ધરસેનાચાર્ય સમક્ષ, યોગ્ય વિનય સહિત એ બન્નેએ વિદ્યા–સિદ્ધિ સંબંધી સમસ્ત
વૃતાંત નિવેદન કર્યું; તે ઉપરથી સંતુષ્ટ થઈ ધરસેન ભટ્ટાર્કે શુભ તિથિ, શુભ નક્ષત્ર, અને શુભવારે ગ્રંથ (શ્રુત)
ભણાવવાનો પ્રારંભ કર્યો. એ પ્રમાણે ક્રમથી વ્યાખ્યાન કરતાં ધરસેન ભગવાને એ બન્નેને અષાડ સુદ ૧૧ ના
રોજ ગ્રંથ પૂરો શીખવી દીધો.
વિનય પૂર્વક ગ્રંથ શિક્ષા સમાપ્ત થઈ તેથી સંતુષ્ટ થએલા ભૂત જાતિના વ્યંતર દેવોએ તે બન્નેમાંથી
એકની પુષ્પોથી તથા શંખ અને તૂર્યજાતિના વાજાંના નાદથી ઘણી ભારે પૂજા કરી; એ જોઈને ધરસેન ભટ્ટાર્કે તેનું
“ભૂતબલિ” નામ રાખ્યું; તથા બીજાની ભૂતોએ પૂજા કરી તથા તેમના આડા અવળા દાંતોને દેવોએ સરખા કરી
દીધા તેથી બીજાનું નામ ધરસેન ભટ્ટાર્કે “પુષ્પદંત” રાખ્યું. ત્યારપછી તેઓને ત્યાંથી જવાનું કહેતાં “ ગુરુની
આજ્ઞા અલંઘનીય હોય છે ” એમ વિચારી તેઓ અંકલેશ્વર આવી ત્યાં વર્ષાકાળ વીતાવ્યો.

PDF/HTML Page 12 of 17
single page version

background image
: જેઠ : ૨૦૦૦ આત્મધર્મ : ૧૧૯ :
ચોમાસું પૂરુ કરી જિનપાલિતની સાથે પુષ્પદન્ત આચાર્ય વનવાસ–દેશમાં ગયા, અને ભૂતબલિ ભટ્ટાર્ક
દ્રમિલદેશમાં ગયા–ત્યારપછી પુષ્પદંત આચાર્યે જિનપાલિતને દીક્ષા આપી, વીસ પરુપણાગર્ભિત સત્પરુપણાનાં
સૂત્રો બનાવી અને જિનપાલિતને તે ભણાવી તેને ભૂતબલિ આચાર્ય પાસે મોકલ્યા. ભગવાન ભૂતબલીએ
જિનપાલિતની પાસે વીશ પરુપણાવાળા સત્પરુપણાનાં સૂત્રને દીઠું અને જિનપાલિત પાસેથી પુષ્પદંત આચાર્યનું
અલ્પ આયુ છે એમ જાણ્યું, અને તેથી મહાકર્મ પ્રકૃતિ પ્રાભૃતનો વિચ્છેદ થઈ જશે એવી બુદ્ધિ ઉત્પન્ન થવાથી
તેઓએ દ્રવ્ય પ્રમાણ અનુગમથી શરૂ કરી ગ્રંથ રચના પૂરી કરી. એવી રીતે ‘ષટ્ ખંડાગમ’ ના કર્તા ભૂતબલિ
તથા પુષ્પદંત આચાર્યો છે.
એ પ્રમાણે ‘ષટ્ખંડાગમ’ ની રચના પુસ્તકારુઢ કરીને જેઠ સુદ પ ના રોજ ચતુર્વિધ સંઘની સાથે તે
પુસ્તકોને ઉપકરણ માની ભૂતબલિ આચાર્યે શ્રુતજ્ઞાનની પૂજા કરી, અને તેથી શ્રુતપંચમી તિથિની પ્રખ્યાતિ
જૈનોમાં આજ સુધી ચાલી આવે છે, અને તે તિથિએ જૈનો શ્રુતની પૂજા કરે છે. આ તિથિ સંબંધે ઈન્દ્રનન્દિ
શ્રુતાવતારમાં નીચે પ્રમાણે કહ્યું છે:–
ज्येष्ट सितपक्ष पंचभ्यां चातुर्वर्ण्य संघ समवेतः।
तत्पुस्तकोपकरणै र्व्यधात् क्रियापूर्वकं पूजाम्।।
१४३।।
श्रुत पंचमीतितेन प्रख्याति तिथिरियं परामाप।
यद्यापि येन तस्यं श्रुत पूजां कुर्वते जैनाः।।
१४४।।
અર્થ:– જેઠના શુક્લપક્ષની પાંચમે ચાતુર્વર્ણી સંઘ સહિત તે પુસ્તકને ઉપકરણ માની ક્રિયા પૂર્વક પૂજા કરી
તેથી તે તિથિ શ્રુતપંચમી તરીકે સારી રીતે પ્રખ્યાતિ પામી છે; અને આજે પણ જૈનો તે રોજ શ્રુત પૂજા કરે છે.
પછી ભૂતબલિ આચાર્યે તે ષટ્ ખંડાગમ પુસ્તકોને જિનપાલિત દ્વારા પુષ્પદંત આચાર્ય પાસે મોકલ્યા.
તેઓ તેને દેખીને પોતે ચિંતવેલું કાર્ય સફળ થયું જાણી અત્યંત પ્રસન્ન થયા અને પછી તેઓએ ચાતુર્વર્ણ સંઘ
સહિત સિદ્ધાંતની પૂજા કરી.
આ શાસ્ત્રની રચના વિક્રમ સંવતની પહેલી શતાબ્દિ લગભગમાં થઈ છે તેથી એ ઘણું પ્રાચીન શાસ્ત્ર છે.
આ શાસ્ત્રમાં ભરેલા ભાવ ઘણા ગંભીર હોવાથી તેને શ્રી વીરસેન આચાર્યે સ્પષ્ટ કરી શ્રી ધવલા નામની ટીકા
રચી. તે ટીકા ૭૨ હજાર શ્લોક પ્રમાણ છે. તેને રચતાં દર વરસે ૩ હજાર શ્લોકને હિસાબે ૨૪ વર્ષ લાગેલા હોવાં
જોઈએ. તેની સમાપ્તિ સંવત ૮૭૧ (શક ૭૩૮) ના કારતક સુદ ૧૩ ઈ. સ. ૮૧૬ ની તા. ૮ અકટોબર
બુધવારના રોજ પ્રાતઃકાળે થઈ હતી.
આ ટીકા સહિત મૂળ આગમ મુડબિદ્રિમાં તાડપત્ર ઉપર લખેલું સાચવવામાં આવ્યું છે. ભાવિક જીવો ત્યાં
જઈ માત્ર તેનાં દર્શન કરી શકતા. હાલમાં મહાનભાગ્યે તે મૂળ આગમ ટીકા અને તેના હીંદી અનુવાદ સહિત
છપાઈ પ્રસિદ્ધ થાય છે; તેના છ ભાગ બહાર પડી ચુકયા છે.
ઉપરના કારણે જેઠ સુદ પ શ્રુતપંચમીનો દિવસ મુમુક્ષુ જીવોને માટે મહામાંગળિક છે, માટે તે રોજ ભક્તિ
ભાવે શ્રુત પૂજા કરી, શ્રુત જ્ઞાનની રુચિ વધારી ધર્મની વૃદ્ધિ કરવી યોગ્ય છે.
મફતમાં કાંઈ પણ મલતું નથી.
વર્તમાનમાં તને જે જે સંયોગ મળે છે તે બધાની પૂર્વ કાળે તેં કિંમત ભરી છે
(પૂર્વે તેં એવા ભાવ કર્યા છે) અને તેનો જ બદલો તને વર્તમાનમાં યથાયોગ્ય મળી
રહ્યો છે. તારી ઈચ્છા હોય કે ન હોય પણ તેં જેની કિંમત ભરી દીધી છે તેનો બદલો તો
તને મળવાનો જ! મળવાનો. માટે જે જે સંયોગ મળે તે બધાને જાણી લેજે.

PDF/HTML Page 13 of 17
single page version

background image
: ૧૨૦ : આત્મધર્મ ૨૦૦૦ : જેઠ :
કર્મનો ખોટો વાંક કાઢી ઊંધા પુરુષાર્થમાં ન રોકાતાં
પોતાની સ્વતંત્રતાનું ભાન કરી લેવું એજ મુક્તિનો ઉપાય છે.
જડ અન ચતન
સંગ્રાહક હરિલાલ
જગતમાં સર્વજ્ઞ ભગવાને છ દ્રવ્યો જોયાં છે, તે છએ દ્રવ્યો પોતપોતાથી સ્વતંત્ર સંપૂર્ણ સ્વાધીન છે. તે છ
દ્રવ્યોમાં આત્મા ચેતન અર્થાત્ જ્ઞાન ગુણ સહિત છે, બાકીના પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ પાંચે
દ્રવ્યો જડ છે, તેનામાં જ્ઞાનગુણ નથી; આ પાંચમાં પુદ્ગલ સિવાયના ચાર તો અરૂપી અને શુદ્ધ જ છે તેથી તે
ચાર દ્રવ્યો સંબંધી આ જગ્યાએ કાંઈ કહેવાની જરૂર નથી. હવે બાકી રહ્યા જીવ અને પુદ્ગલ. જીવ ચેતન છે,
પુદ્ગલ જડ છે, બન્ને સ્વતંત્ર છે. ‘સ્વતંત્ર દ્રવ્યને બીજા દ્રવ્યનો આશ્રય (મદદ) હોય નહીં.’ એવો ત્રિકાળ
અબાધિત સિદ્ધાંત છે.
ઉપરના સિદ્ધાંતના આધારે, આત્મા જડનું કાંઈ કરી શકે નહીં અને જડ આત્માનું કાંઈ કરી શકે નહીં. જીવ
પોતાની અવસ્થા પોતે સ્વતંત્રપણે કરે છે. અનાદિથી જીવની સંસાર અવસ્થા છે, તે સંસાર અવસ્થા જડ કરાવતું
નથી; કર્મ પણ જડ છે. જડ કર્મ આત્માને સંસારમાં રોકતા નથી. પણ આત્મા પોતે પોતાના ગુણની ઊંધાઈથી
સંસારમાં રોકાયો છે. જેમ આત્માને સંસારમાં રખડાવનાર પર નથી. તેમ મોક્ષ થવામાં પણ પર વસ્તુ આત્માને
મદદગાર નથી.
પ્રશ્ન:– વૃષભનારાચ સંહનન હોય તો જ આત્માને કેવળજ્ઞાન થાય એટલે કે વૃષભનારાચ સંહનન વાળું
શરીર [કે જે જડ છે તે] આત્માને કેવળ થવામાં મદદ કરે છે ને?
ઉત્તર:– ત્રણકાળ ત્રણલોકમાં આત્માને કોઈ પર દ્રવ્ય મદદ કરી શકે નહીં. કેવળજ્ઞાન વખતે વૃષભનારાચ
સંહનન હોય તેથી કાંઈ વૃષભનારાચ સંહનનથી આત્માને કેવળજ્ઞાન થયું છે, અગર કેવળજ્ઞાન થવામાં તેણે મદદ
કરી એવું નથી.
એક દ્રવ્યની અવસ્થા વખતે બીજા દ્રવ્યની હાજરી હોય તેથી કાંઈ તે દ્રવ્યે પહેલા
દ્રવ્યની અવસ્થા કરી નથી, કે અવસ્થા થવામાં મદદ પણ કરી નથી. અવસ્થા થતી વખતે બીજા
દ્રવ્યની તેના કારણે માત્ર હાજરી હતી.
તેમ કેવળજ્ઞાન વખતે વૃષભનારાચ સંહનન વાળા શરીરની હાજરી
છે તે જડના કારણે છે; તેની હાજરી છે, માટે તે મદદગાર છે એમ કહી શકાય નહીં.
વળી જો કેવળજ્ઞાન થવામાં આત્માને વૃષભનારાચ સંહનનની મદદની જરૂર પડતી હોય, તો જડ અને
આત્મા બન્ને પરાધીન બને છે; કેમકે જો વૃષભનારાચ સંહનન શરીરને આધારે કેવળજ્ઞાન પ્રગટતું હોય તો
આત્માને પોતાના કેવળજ્ઞાન માટે જડમાં પુરુષાર્થ કરવો પડે એટલે જડની અવસ્થા આત્મા કરે એવો પ્રસંગ
આવે ત્યાં જડ પરાધીન બને છે, અને આત્માને પોતાના કેવળજ્ઞાન માટે જડની અવસ્થાની રાહ જોવી પડે તો
આત્મા પરાધીન થયો, એટલે કે તેની અવસ્થાનો તે સ્વતંત્ર પણે કર્તા ન રહ્યો; પણ કોઈ દ્રવ્યની અવસ્થા બીજા
દ્રવ્યને આધારે નથી. તેથી આત્માને કેવળજ્ઞાન વખતે વૃષભનારાચ સંહનનની
‘જરૂર’ નથી છતાં કેવળજ્ઞાન
વખતે જડમાં પોતાના સ્વતંત્ર કારણે વૃષભનારાચસંહનન
અવિરત સમ્યગ્દ્રષ્ટિ જ્ઞાની છે.
અવિરત સમ્યગ્દ્રષ્ટિને પણ અજ્ઞાનમય રાગદ્વેષ મોહ હોતા નથી. મિથ્યાત્વ સહિત રાગાદિક
હોય તેજ અજ્ઞાનના પક્ષમાં ગણાય છે. સમ્યક્ત્વ સહિત રાગાદિક અજ્ઞાનના પક્ષમાં નથી.
સમ્યગ્દ્રષ્ટિને નિરંતર જ્ઞાનમય જ પરિણમન હોય છે. તેને ચારિત્રની નબળાઈથી જે
રાગાદિ થાય છે તેનું સ્વામીપણું તેને નથી. રાગાદિકને રોગ સમાન જાણીને તે પ્રવર્તે છે અને
પોતાની શક્તિ અનુસાર તેમને કાપતો જાય છે. માટે જ્ઞાનીને જે રાગાદિક હોય છે તે વિદ્યામાન
છતાં અવિદ્યમાન જેવાં છે; તેઓ આગામી સામાન્ય સંસારનો બંધ કરતા નથી, માત્ર અલ્પ
સ્થિતિ અનુભાગવાળો બંધ કરે છે. આવા અલ્પ બંધને ગૌણ કરી બંધ ગણવામાં આવતો નથી.

PDF/HTML Page 14 of 17
single page version

background image
: જેઠ : ૨૦૦૦ આત્મધર્મ : ૧૨૧ :
વાળા શરીરરૂપ અવસ્થા ‘હોય’ છે, પણ તે આત્માને મદદગાર નથી કે આત્મા તેનો (જડની અવસ્થાનો) કર્તા નથી.
‘હોય’ અને ‘જરૂર પડે’ એમાં મોટો ફેર છે. કેવળજ્ઞાન વખતે વૃષભનારાચસંહનન હોય એમ કહી
શકાય,’ પણ ‘કેવળ જ્ઞાન વખતે વૃષભનારાચસંહનનની જરૂર પડે’ એમ કહી શકાય નહીં. જેમ વીતરાગ દશા
થયા પહેલાંં રાગ હોય ખરો, પણ વીતરાગ દશા થવા માટે તે રાગ મદદગાર નથી. નીચલી દશામાં રાગ હોય
ખરો છતાં તે વીતરાગતામાં મદદગાર નથી, તેમ કેવળજ્ઞાન વખતે વૃષભનારાચસંહનન હોય ખરૂં પણ તે
કેવળજ્ઞાનમાં મદદગાર નથી.
પ્રશ્ન:– આત્માને કેવળજ્ઞાન કે મોક્ષ થવામાં જડ કાંઈ મદદ કરતું ન હોય પણ જડ કર્મ આત્માને સંસારમાં
તો રખડાવે છે ને?
ઉત્તર:– એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં એવો સિદ્ધાંત આગળ કહેવાઈ ગયો છે. સિદ્ધાંતમાં
અપવાદને સ્થાન નથી.
આત્મા પોતાના ઊંધા ભાવના કારણે સંસારમાં રખડે છે. આત્માનો સંસાર પણ આત્મામાં જ છે.
બહારની વસ્તુમાં નથી. ઊંધોભાવ એ જ સંસાર છે, કર્મ સંસારમાં રખડાવતાં નથી. આત્માને સુખ–દુઃખનું કારણ
આત્માના તે વખતના ભાવ છે, કર્મ કે કર્મનું ફળ સુખ દુઃખનું કારણ નથી. નરક કે સ્વર્ગક્ષેત્ર આત્માને દુઃખ
સુખનું કારણ નથી, નરકમાં હોવા છતાં આત્મા પોતાના સ્વભાવનું ભાન કરી શાંતિનો અનુભવ મેળવી શકે છે;
ઈન્દ્રિયનું ઓછાપણું તે જડની અવસ્થા છે, તે આત્માને દુઃખનું કારણ નથી, પણ આત્મા પોતાના ગુણની ઊંધાઈ
કરીને પોતાના જ્ઞાનની ઉઘાડ શક્તિ ગુમાવી બેઠો છે તેનું દુઃખ છે. વળી જો કર્મ આત્માને દબાવતાં હોય તો
આત્માને છોડનાર પણ કર્મ જ ઠરે ને તેમ થતાં મોક્ષનો પુરુષાર્થ ન રહ્યો–પણ કર્મ માર્ગ આપે ત્યારે મોક્ષ થાય
એવું થયું– એટલે આત્માનો મોક્ષ નહીં પણ કર્મનો મોક્ષ એવો પ્રસંગ આવ્યો!
આત્મા ઉપર કર્મની બિલકુલ સત્તા ન હોવા છતાં ભ્રમથી–મિથ્યા કલ્પનાથી કર્મની સત્તા પોતા ઉપર જીવ
માની બેઠો છે. જેમ કોઈ મદિરા પીને ઉન્મત્ત થયેલો મનુષ્ય પુરુષાકારે પત્થરના સ્થંભને સાચો પુરુષ જાણી તેની
સાથે લડયો, તેણે પત્થરના સ્થંભને બાથ ભીડતાં તે પત્થરનો સ્થંભ ઉપર અને પોતે નીચે પોતાની મેળે થયો,
ત્યાં તે કહે કે ‘હું હાર્યો, આણે મને દાબ્યો,’ એ પ્રમાણે તે ઉન્મત્ત મનુષ્ય પત્થરની સત્તા પોતા ઉપર માનીને
દુઃખી થઈ રહ્યો છે, તેમ મિથ્યાત્વરૂપી મદિરાના પાનથી અજ્ઞાની આત્મા જડની કર્મરૂપ અવસ્થાને જાણતાં
પોતાની ઉપર કર્મની સત્તા માની બેઠો છે અને કર્મ મને હેરાન કરે છે, એમ માની રહ્યો છે, ત્યાં ખરેખર તો કર્મે
દાબ્યો નથી, પણ ભ્રમથી માત્ર માન્યું છે. આ રીતે જડ અને ચેતન, કર્મ અને આત્મા બન્ને સ્વતંત્ર છે, કોઈની
સત્તા એક બીજા ઉપર નથી. દરેક આત્મા સ્વતંત્ર છે, કોઈ આત્માને કર્મ હેરાન કરી શકતાં નથી.
સ્વરૂપનું શ્રવણ તે બુદ્ધિનો સદુપયોગ
જેમ કમળરહિત સરોવર સુંદર નથી લાગતું તેમ આપ્ત વચન ન સાંભળવાની બુદ્ધિ પણ
શોભાહિન જ છે એમ સમજવું.
અહીં ‘સાંભળવું’ શબ્દ કાંઈપણ સાંભળવું એવા સામાન્ય અર્થ વાચક નથી, પરંતુ
આપ્તનાં વચન સાંભળવા એ ‘સાંભળવું’ શબ્દનો અર્થ છે.
શ્રદ્ધા રહિત સાંભળવું (શ્રવણ) સુલભ છે; પણ જેવી જિનેશ્વરે કહી છે તેવી જ શ્રદ્ધાગુણ
યુક્ત શ્રવણ જગતમાં દુર્લભ છે.
રત્નત્રયની યોગ્યતા ધારણ કરવાવાળા મનુષ્યજન્મ મળવાં છતાં પણ હિતાહિતની પરીક્ષા
કરવામાં બુદ્ધિ ન વાપરી તો તે નિષ્ફળ છે. રત્નત્રય પરિણામની યોગ્યતા કર્મભૂમિના મનુષ્યોમાં
છે (ભરત ક્ષેત્ર એક કર્મ ભૂમિ છે.)

PDF/HTML Page 15 of 17
single page version

background image
: ૧૨૨ : આત્મધર્મ ૨૦૦૦ : જેઠ :
ત્રા. સ. નું
સામ્રાજ્ય
લેખાંક ૩ જો લે:– રા. મા. દોશી
પહેલો મિત્ર–બીજા ત્રાસો કેમ ટળે.
બીજો મિત્ર:–રોગ શરીરમાં થાય છે, શરીર તે રજકણોનું બનેલું છે. રજકણો અજીવ જડ પુદ્ગલ છે. હું
જીવ છું શરીર પર હોવાથી તે બગડે સુધરે તેથી મારું કાંઈ બગડે સુધરે નહિ. જીવનું શરીર તો જ્ઞાન શરીર છે, તે
સદા અચળ છે, સદા નિરાકુળ છે. તેથી રોગની વેદના મને હોઈ શકે નહિ; જ્ઞાન સ્વરૂપનો જ હું ભોગવટો
કરનારો છું પુદ્ગલથી થયેલી રોગરૂપ અવસ્થા તે વેદના જ નથી તેથી સાચી સમજણ કરનારને વેદનાનો ભયજ
નથી. એ પ્રમાણે સાચી સમજણની દ્રઢતા વડે વેદનાનો ત્રાસ નાશ પામે છે. આ સિવાય બીજો કોઈ ઉપાય નથી.
પહેલો મિત્ર–અરક્ષાનો ત્રાસ કેમ જાય?
બીજો મિત્ર–હું એક સ્વતંત્ર ચૈતન્ય વસ્તુ છું, તેથી મારા પોતાથી જ રક્ષિત છું. પર મારું રક્ષણ કરી શકે
નહિ. હું એવી વસ્તુ નથી કે બીજાઓ વડે રક્ષા કરવામાં આવે તો રહું, નહિ તો નષ્ટ થઈ જાઉં; આ જ્ઞાનને ખૂબ
ઘૂંટવાથી અરક્ષાનો ત્રાસ જાય.
પહેલો મિત્ર–પુણ્ય તો જીવનો “રખોપીયો” (રક્ષણ કરનાર) ખરો ને?
બીજો મિત્ર:–પુણ્ય ક્ષણિક છે કે ત્રિકાળી?
પહેલો મિત્ર:–પુણ્ય તો ક્ષણિક ઉત્પન્નધ્વંસી છે.
બીજો મિત્ર:–તો તે ક્ષણિક ભાવ ત્રિકાળી આત્માનો રક્ષક કેમ થઈ શકે?
પહેલો મિત્ર–કેટલાકો કહે છે કે આ કોઈ સમજી જશે તો પુણ્ય નહિ કરે.
બીજો મિત્ર–‘માણસો સાચું સમજે તો ઊંધા ચાલશે’ એમ માન નારા તેવું કહી શકે. સાચું સમજનાર
પુણ્યમાં નહિ જોડાય ત્યારે શુદ્ધતામાં જોડાઈને બધાં વિકારો ટાળી સર્વ ત્રાસોથી મુક્ત થશે. જેમ વિકાર વધે તેમ
ત્રાસ ટળે એમ તો થાય જ નહિ. અજ્ઞાનીનો પુણ્યનો ભાવ પરથી પોતાને સગવડ થાય એ માન્યતા ઉપર
રચાએલો છે. જ્ઞાની શુદ્ધમાં ન રહી શકે ત્યારે અશુભ ટાળવા શુભ ભાવમાં જોડાય પણ તેથી ધર્મ માનતા નથી,
તેથી તેમને અવાંછક વૃતિ હોવાથી ઉંચા પુણ્યો થાય છે.
પહેલો મિત્ર–બીજાઓ તેવો ઉપદેશ કેમ આપતા નથી?
બીજો મિત્ર–દરેક જીવ પોતાને ઠીક લાગે તેવો ઉપદેશ આપે. જીજ્ઞાસુએ તેની પરીક્ષા કરવી જોઈએ. દરેક
વ્યાપારી પોતાનો માલ ઉંચો છે એમ કહે છે જીવોને પુણ્યનો એટલે કે ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિ
કાળથી જ છે. અને તેનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે પણ તેનું ફળ સંસાર છે.
પહેલો મિત્ર–તેનું ફળ સંસાર શા માટે છે?
બીજો મિત્ર–પુણ્ય ક્ષણિક છે. ઉત્પન્ન ધ્વંશી છે, તે વિકારી છે, તેથી તેનું ફળ સંસાર છે, બીજી રીતે કહીએ
તો તે વધે છે, [પુદ્રૂપ થાય છે] અને વીખરાઈ જાય છે. [ગળરૂપ થાય છે] તેથી પુદ્ગલ ભાવ છે, તેનું ફળ
પણ પુદ્ગલ વસ્તુનો સંયોગ છે. વિકારનું ફળ સાચું સુખ હોઈ શકે નહિ અને વિકારથી ત્રાસ ટળે નહીં.
પહેલો મિત્ર–તમારા કહેવા ઉપરથી એમ જણાય છે કે– જે પોતાના આત્માને જાણે તેને અરક્ષા ભય ન
રહે કેમકે આત્માને કોઈ નુકસાન પહોંચી શકે નહીં, તે પોતે પોતાથી જ રક્ષક છે.
બીજો મિત્ર–હા તેમજ.
પહેલો મિત્ર–ત્યારે એ રીતે તે પરથી ગોપાએલો જ છે તેથી તેને જે ગુપ્તિ ભય રાખવા ખરેખરૂં કાંઈ
કારણ નથી એ ખરૂં?
બીજો મિત્ર–સમ્યક્ દ્રષ્ટિને તેવીજ માન્યતા હોય છે, અને તેજ કારણે મરણ ભય કે આકસ્મિક ભય હોતો
નથી–તે જાણે છે. જીવ મરતો નથી, તેમ અકસ્માત કદી થતો જ નથી. આ દશા અસંયત સમ્યગ્દ્રષ્ટિની હોય છે.
(વિશેષ હવે પછી)
દર મહિને એક નવું ગ્રાહક વધારી આપી આત્મધર્મની પ્રભાવના કરો.

PDF/HTML Page 16 of 17
single page version

background image
: જેઠ : ૨૦૦૦ આત્મધર્મ : ૧૨૩ :
અતરથ સતન હકર વગર ધમ સમજાશ નહીં.
[રાજકોટ તા. ૨૦–૨–૪૪ના રોજ સવારના વ્યાખ્યાન પછીની ચર્ચામાંથી મેળવેલું]
પરમ સત્ય સાંભળવા છતાં સમજાતું નથી તેનું કારણ ‘હું લાયક નથી, મને ન સમજાય.’ એવી
દ્રષ્ટિ જ તેને સમજવામાં નાલાયક રાખે છે. સત્ના એક શબ્દનો પણ અંતરથી પહેલે ધડાકે હકાર આવ્યો તે
ભવિષ્યમાં મુક્તિનું કારણ છે. એકને સત્ સાંભળતાં જ અંતરથી ઊછળીને હકાર આવે છે અને બીજો ‘હું લાયક
નથી–આ મારે માટે નથી.’ એવી માન્યતાની આડ નાંખીને સાંભળે છે
તે આડ જ તેને સમજવા દેતી નથી.
આડી વાતો તો દુનિયા અનાદિની કરી જ રહી છે, આજે નવી નથી. અંતરવસ્તુના ભાન વગર બહારમાં
ત્યાગી થઈને અનંતવાર સૂકાઈ ગયો તો પણ અંતરથી સત્ના હકાર વગર ધર્મ સમજ્યો નહીં.
જ્યારે જ્ઞાનીઓ કહે છે કે ‘સર્વ જીવો સિદ્ધ સમ છે, તું પણ સિદ્ધ સમાન છો, ભૂલ વર્તમાન એક
સમય પૂરતી છે અને તું સમજીશ માટે કહીએ છીએ.’ એમ કહે છે ત્યારે આ જીવ ‘હું લાયક નથી, મને આ
ન સમજાય.’ એવી રીતે જ્ઞાનીઓએ કહેલા સત્નો નકાર કરી સાંભળે છે તેથી જ તેને સમજાતું નથી.
ભૂલ સ્વભાવમાં નથી, માત્ર એક સમય પૂરતી પર્યાયમાં છે, તે ભૂલ બીજે સમયે રહેતી નથી, જો પોતે
બીજે સમયે નવી કરે તો થાય છે. (પહેલાંં સમયની ભૂલ તો બીજે સમયે નાશ પામી જાય છે.)
શરીર તે અનંત પરમાણુઓનું દળ અને આત્મા ચૈતન્ય મૂર્તિશરીર સાથે તેને લાગે વળગે શું? એક
દ્રવ્યની પર્યાય બીજું દ્રવ્ય ઉત્પન્ન કરી શકે નહીં એવું જૈનધર્મનું ત્રિકાળી કથન છે તે નહીં માનતાં
“મારાથી પરની અવસ્થા થઈ અથવા થાય” એમ માને છે તે જ અજ્ઞાન છે. જ્યાં જૈનની કથની પણ ન માને તો
જૈનધર્મ તો ક્યાંથી સમજશે? જો પરનું કાંઈ કરી શકતો હોય તો પરનું ન કરવાનો કે પરનો ત્યાગ કરવાનો પ્રશ્ન
આવે ને?
વિકાર પરમાં નથી પણ પોતાની એક સમયની માન્યતામાં છે. બીજે સમયે વિકાર નવો કરે તો થાય છે.
રાગનો ત્યાગ તે નાસ્તિથી છે, અસ્તિ સ્વરૂપના ભાન વગર રાગની નાસ્તિ કરશે કોણ? આત્મામાં પર કોઈ
ગરી ગયાં જ નથી તો ત્યાગ કોનો? મફતનું ખોટું માની રાખ્યું છે
–તે માન્યતા જ છોડવાની છે.
પ્રશ્ન:– જો સાચું સમજે તો વર્તનમાં કાંઈ અસર ન દેખાય? અથવા લોકો પર તેના જ્ઞાનની છાપ ન પડે?
ઉત્તર:–
એક દ્રવ્યની છાપ બીજા દ્રવ્ય ઉપર ત્રણકાળ ત્રણલોકમાં પડે જ નહીં, દરેક સ્વતંત્ર છે.
જો એકની છાપ બીજા ઉપર પડતી હોય તો ત્રિલોકનાથ તીર્થંકર ભગવાનની છાપ અભવી ઉપર કેમ નથી
પડતી? જ્યારે પોતે પોતાથી જ્ઞાન કરી પોતાની ઓળખાણની છાપ (પોતા ઉપર) પાડે ત્યારે નિમિત્તનો આરોપ
કરી બોલાય. બહારથી જ્ઞાની ઓળખાય નહીં. જ્ઞાની હોય અને બહારમાં હજારો સ્ત્રીઓ હોય, અને અજ્ઞાનીને
બહારમાં કાંઈ ન હોય.
જ્ઞાનીને ઓળખવા માટે તત્ત્વ દ્રષ્ટિ હોય તો જ ઓળખાય. જ્ઞાન થાય તેથી
બહારમાં ફેર દેખાય કે ન દેખાય પણ અંતર દ્રષ્ટિમાં ફેર પડી જ જાય.
સત્ સાંભળતાં જ એક કહે કે અત્યારે જ સત્લાવ! એમ કહેનાર સત્નો હકાર લાવીને સાંભળે છે તે
સમજવાને લાયક છે. અને બીજો કહે–“હમણા આ નહીં, હમણાં મને ન સમજાય” એમ કહેનાર સત્ના નકારથી
સાંભળે છે તેથી તે સમજી શકશે નહીં.
શ્રી સમયસારજીની પહેલી જ ગાથામાં “હું અને તું સિદ્ધ છીએ” એમ સ્થાપ્યું છે. જો તે સાંભળતાં
પહેલ્લે જ ધડાકે હા આવી તો તે લાયક છે–તેની અલ્પકાળમાં મુક્તિ છે; અને જો તેમાં વચ્ચે નકાર આવ્યો તો તે
સમજવાની આડ નાંખી છે.
પ્રશ્ન:– સારો સત્સમાગમ હોય તો તેની અસર થાયને?
ઉત્તર:– બિલકુલ ન થાય. કોઈની અસર પર ઉપર થાય જ નહીં. સત્સમાગમ પણ પર છે પરની છાપ

PDF/HTML Page 17 of 17
single page version

background image
ATMADHARMA Regd. No. B. 4787
ત્રણકાળ ત્રણલોકમાં પોતા ઉપર પડે નહીં.
ખરેખર! આ બોધિ દુર્લભ છે. સાચી સમજણ માટે પહેલે જ ધડાકે સત્નો હકાર આવવો જોઈએ.
મુખ્ય ગતિ બે છે, એક નિગોદ, બીજી સિદ્ધ. સત્ની જો ના પાડી તો કદાચિત્ એકાદ ભવ બીજો કરીને
પણ પછી નિગોદમાં જ જાય. સત્ના વિરોધનું ફળ નિગોદ જ છે. અને એકવાર પણ સત્નો અંતરથી યથાર્થ
હકાર આવ્યો તો તેની મુક્તિ જ છે.
હકારનું ફળ સિદ્ધ–નકારનું ફળ નિગોદ. આ જે કહેવાય છે તે ત્રિકાળ પરમ સત્ય છે, ત્રણકાળ
ત્રણલોકમાં સત્ જોઈતું હોય તો જગતને આ માન્યે જ છુટકો છે.
સત્ ફરે તેમ નથી, સત્ સમજવા માટે તારે ફરવું પડશે. સિદ્ધ થવા માટે સિદ્ધ સ્વરૂપનો હકાર લાવો!
... અનુક્રમ...
જ્ઞાનાભ્યાસની જરૂરિયાત ૧૧૦
અજ્ઞાનીજીવની આડાઈ અને
પુદ્ગલની સરળતા
૧૧૦
સ્મરણમાં રાખવા યોગ્ય નિયમો ૧૧૧
સત્યનો આદર ને અજ્ઞાનનો ત્યાગ
એજ પ્રથમમાં પ્રથમ ધર્મ છે. ૧૧૨
કુદેવ, કુગુરુ અને કુધર્મનો ત્યાગ કરો ૧૧૪
શ્રી સદ્ગુરુ દેવના અંતર ઉદ્ગાર ૧૧પ
જેઠ–આષાઢ તિથિ ૧૧૬
નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ ૧૧૭
શ્રીષટ્ખંડાગમ જ્યવંત રહો ૧૧૮
મફતમાં કંઈ પણ મલતું નથી ૧૧૯
અવિરત સમ્યગ્દ્રષ્ટિ જ્ઞાની છે ૧૨૦
જડ અને ચેતન ૧૨૧
સ્વરૂપનું શ્રવણ તે બુદ્ધિનો સદુપયોગ ૧૨૧
ત્રાસનું સામ્રાજ્ય ૧૨૨
અંતરથી સત્ના હકાર વગર ધર્મ સમજાશે નહીં ૧૨૩
શ્રી સ્વાધ્યાય મંદિરમાં વૈશાખ વદ ૮ ના રોજ
આત્મધર્મ માસિકના પ્રચાર માટે બપોરના વ્યાખ્યાન પછી
મહેમાનોને ઉદેશીને. શ્રી જમુ રવાણીએ કહેલ
બે બોલ
મુમુક્ષુ ભાઈઓ અને બહેનો
આજના ઉજવલ દિવસે આપણે ઉજવલતા
પ્રગટાવવા અહિં આવ્યા છીએ. એ ઉજવળતા પ્રગટવામાં
સદ્ગુરુદેવની વાણી નિમિત્ત રૂપ છે.
પરમ પૂજ્ય સદ્ગુરુદેવે અથાગ પુરુષાર્થ કરી
મેળવેલી અદ્ભુત વસ્તુ તેઓશ્રી આપણને અપૂર્વ વાણી
દ્વારા આપી રહ્યા છે.
એ અપૂર્વવાણી જ્ઞાનાભ્યાસ માટે, સ્વાધ્યાય માટે
અતિ ઉપયોગી છે. એ વાણીનો સૌ જિજ્ઞાસુ ભાઈ બહેનો
લાભ લઈ શકે તે માટે આત્મધર્મ માસિક પ્રગટ કરવામાં
આવે છે.
આ માસિકનું સંપાદન આપણા માનનીય મુરબ્બી
શ્રી રામજીભાઈ કરી રહ્યા છે કે જેઓ આત્મધર્મમાં પરમ
પૂજ્ય સદ્ગુરુદેવની વાણી ઉપરાંત સમયસાર, પ્રવચનસાર,
નિયમસાર, અને બીજાં અનેક અલૌકિક ગ્રંથોનો અભ્યાસ
કરી આપણે સહેલાઈથી સમજી શકીએ એવું લખાણ આપી
રહ્યા છે.
એથી આ માસિકનો બહોળો ફેલાવો થાય અને
મુમુક્ષુ ભાઈ બહેનો પૂરતો લાભ લે તેમ ઈચ્છું છું,
આ માસિકનો પ્રચાર તેના ગ્રાહક વધારી આપીને
તેમજ આપની નકલ બીજાને વાંચવા આપીને કરી શકાય
છે. આપની શક્તિ હોય તો સ્વજન સ્નેહીને તેમના વતી
લવાજમ ભરી આત્મધર્મ મોકલાવી શકો છો તેમ ન થઈ
શકે તો આપણા સાધર્મી બંધુઓને કે ધર્મનું રહસ્ય
સમજવા ઈચ્છતા ભાવિક જનોને આ માસિકના ગ્રાહક
થવા ભલામણ કરી શકો છો. અને તેમ પણ ન થઈ શકે તો
આ માસિકનું સમુહ વાંચન કે આપની નકલ બીજાઓને
વાંચવા આપી આત્મધર્મની પ્રભાવના કરી શકો છો. આશા
છે કે આવી રીતે આપ આ કાર્યમાં પૂરતો સહકાર આપશો.
... સુવર્ણપુરીના સમાચાર...
શ્રી સમયસાર પ્રતિષ્ઠા વાર્ષિક મહોત્સવ દિન
વૈશાખ વદ ૬–૮ ના રોજ લગભગ પ૦૦ મુમુક્ષુ ભાઈ
બહેનો સોનગઢ આવેલા. એ બન્ને દિવસોએ સદ્ગુરુદેવની
અમૃતવાણી સાંભળવાનો અપૂર્વ લાભ મળ્‌યો હતો.
રવિવારે તેમજ સોમવારે સવારના વરઘોડામાં
સ્થાનિક તેમજ બહારથી આવેલા તમામ ભાઈ બહેનોએ
ભાગ લીધો હતો.
બીજે દિવસે વરઘોડામાં જય સમયસાર, જય
સમયસારની સ્તુતિ આબાલ વૃદ્ધ તમામ એકી અવાજે કરી
રહ્યા હતા. ત્યારનું દ્રશ્ય શ્રી સમયસાર પ્રત્યેની ભક્તિનો
આબેહુબ ખ્યાલ આપતું હતું.
એવું જ અનેરું દ્રશ્ય સોમવારે સાંજે સનાતન જૈન
મંદિરમાં ભક્તિ માટે બેઠેલા ત્યારે હતું. પવન અને
વરસાદની સખત ઝડીઓ પડી રહી હતી ત્યારે લગભગ
તમામ ભાઈ બહેનો દેરાસરમાં સમાઈ ગયા હતા. એક તસુ
જેટલી પણ જગ્યા ખાલી ન હતી. અને તેજ વખતે બહેનશ્રી
ભક્તિભીના અવાજે જિન મંદિર અને સ્વાધ્યાય મંદિરમાં
પધારી પ્રભુપદ પ્રગટાવવાની ધૂન લેવરાવી રહ્યા હતા.
આમ બન્ને દિવસો ખૂબ આનંદથી પસાર થયા
હતા.
મુદ્રક:– ચુનીલાલ માણેકચંદ રવાણી
શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, વિજયાવાડી, મોટા આંકડિયા, કાઠિયાવાડ. તા. ૨૦–પ–૪૪
પ્રકાશક:– જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, વિજયાવાડી, મોટા આંકડિયા કાઠિયાવાડ.