Atmadharma magazine - Ank 070
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949). Entry point of HTML version.


Combined PDF/HTML Page 1 of 1

PDF/HTML Page 1 of 17
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૬
સળંગ અંક ૦૭૦
Version History
Version
Number Date Changes
001 Jan 2006 First electronic version.

PDF/HTML Page 2 of 17
single page version

background image
શ્રા વ ણ વર્ષ છઠ્ઠું
૨ ૪ ૭ ૫ અંક દસમો
ચૈતન્યના લક્ષ વગરનું બધુંય ખોટું
અત્યારે લોકોમાં જૈન ધર્મના નામે જે વાત ચાલી રહી છે
તેમાં મૂળથી જ ફેર છે. મૂળ આત્મસ્વભાવની દ્રષ્ટિ વગર શાસ્ત્ર
વગેરેથી હજારો વાતો જાણે પણ તેમાં એકેય વાત સાચી હોય નહિ.
પૂર્વની માનેલી બધી વાતના મીંડા વાળીને સાંભળે તો આ વાત
અંતરમાં બેસે તેમ છે. જેમ કુંભાર એક સાથે માટી લાવીને તેમાંથી
હજારો ઠામ બનાવે, પણ જો તે માટીમાં ચૂનાનો ભાગ હોય તો,
જ્યારે તે ઠામને નિંભાડામાં નાંખે (–અગ્નિમાં પકાવે) ત્યારે એકેય
ઠામ સાજું ન રહે. આખોય નિંભાડો કાઢીને તદ્ન નવેસરથી બીજી
માટી લાવીને કરવું પડે. તેમ ચૈતન્યતત્ત્વના લક્ષ વગર જે કાંઈ કર્યું
તે બધું સત્યથી વિપરીત હોય; સમ્યગ્જ્ઞાનની કસોટી ઉપર ચડાવતાં
તેની એકેય વાત સાચી ન નીકળે. માટે જેને આત્મામાં અપૂર્વ ધર્મ
કરવો હોય તેણે પોતાની માનેલી પૂર્વની બધીયે વાતો અક્ષરે અક્ષર
ખોટી હતી એમ સમજીને જ્ઞાનનું આખુંય વલણ બદલાવી નાંખવું
પડે. પણ જો પોતાની–પૂર્વની વાતને ઊભી રાખે અને પૂર્વની
માનેલી વાતો જ્ઞાથે આ વાતને મેળવવા જાય–તો અનાદિના જે
ગોટા ચાલ્યા આવ્યા છે તે નીકળશે નહિ અને આ નવું અપૂર્વ સત્ય
તેને સમજાશે નહિ.
–ભેદવિજ્ઞાનસાર
છુટક નકલ વાર્ષિક લવાજમ
ચાર આના ત્રણ રૂપિયા
અનેકાન્ત મુદ્રણાલય : મોટાઆંકડીયા : કાઠિયાવાડ

PDF/HTML Page 3 of 17
single page version

background image
: ૧૭૨ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૭૫ :
રાત્રિર્ચાનો સાર: વીર સં. ર૪૭૪ ભાદરવા સુદ ૧૩
છદ્મસ્થ જીવને જ્ઞાનનો ઉપયોગ અસંખ્યાત સમયનો છે અને રાગની પરિણતિ એકેક સમયની છે.
અસંખ્ય સમયનો ઉપયોગ તે એક સમયની પરિણતિને પકડી શકતો નથી.
[] એક સમયની પર્યાયને પકડવા જતાં, તે સમય તો પકડાતો નથી પણ પર્યાયને ધારણ કરનાર
ત્રિકાળી દ્રવ્યની પ્રતીતિ થાય છે અને તે દ્રવ્યના આશ્રયે કેવળજ્ઞાન થતાં તે એકેક સમયની પર્યાયને પણ જાણે છે.
[] છદ્મસ્થ જીવને જ્ઞાન ઉપયોગમાં એક સમયની પરિણતિ જ પકડાતી નથી, તો પછી પર વસ્તુનું
ગ્રહણ ત્યાગ તો ક્યાં રહ્યું?
[] શ્રદ્ધાની પરિણતિ એક સમયમાં આખા દ્રવ્યને કબૂલે છે. પણ તે શ્રદ્ધાની પરિણતિ અસંખ્ય સમયે
જ્ઞાનના ઉપયોગમાં આવે. શ્રદ્ધાએ જેને વિષય કર્યો છે તે દ્રવ્યસ્વભાવના આશ્રયે જ્ઞાનનો ઉપયોગ સૂક્ષ્મ થતાં
થતાં એક સમયને પકડે તેવો થઈ જાય છે––કેવળજ્ઞાન થાય છે. અને ત્યારે પ્રતીતિ (શ્રદ્ધા) ની નિર્મળતાના
અવિભાગ પ્રતિચ્છેદો પણ વધી જાય છે, ને તેને પરમાવગાઢ શ્રદ્ધા કહેવાય છે.
[] ‘આત્મા’ શબ્દમાં એક ‘આ’ અનંત પુદ્ગલનો સ્કંધ છે. ‘આ’ એમ બોલાય ત્યાં તો અસંખ્ય સમય
ચાલ્યા જાય છે, ને તે પુદ્ગલ સ્કંધની અસંખ્ય પર્યાયો પલટી જાય છે. જીવ તે પર્યાયોને તો જાણતો પણ નથી, તો
તે શબ્દને કઈ રીતે પરિણમાવે? તેવીજ રીતે હાથ ચાલે, તો ત્યાં પુદ્ગલના અનંતગુણો એક સાથે પરિણમી રહ્યા
છે, ને એકેક સમયમાં તેનું પરિણમન થાય છે, તે ગુણોને કે તેના એકેક સમયના પરિણમનને જીવ જાણી શકતો
નથી, તો તેને હલાવે કઈ રીતે? એક સમયની અવસ્થાને જાણવા જ્ઞાન લંબાતાં તે જ્ઞાન ત્રિકાળી દ્રવ્યગુણમાં
અભેદ થાય છે ને દ્રવ્યની પ્રતીતિ થાય છે, અને તે દ્રવ્યના આશ્રયે જ્ઞાન સૂક્ષ્મ થતાં કેવળજ્ઞાન થાય છે. એ રીતે
સંપૂર્ણ સ્વપરપ્રકાશક સ્વભાવ ખીલી જતાં જ્ઞાનના સામર્થ્યમાં સ્વ–પર બધું એક સાથે એક સમયમાં જણાઈ જાય
છે, એવો જ્ઞાનનો સ્વભાવ છે. પરને જાણવા માટે તે જ્ઞાનને પરલક્ષ કરવું પડતું નથી.
[] ક્રિયાવતી શક્તિના પરિણમનમાં પણ તારતમ્યતા હોય છે. જેમ ક્ષાયોપશમિક જ્ઞાનનો અમુક
વિકાસ અને અમુક આવરણ હોય છે, તથા આંખ વગેરે સ્થાને રહેલા અમુક પ્રદેશેથી જ તેનો ઉપયોગ થાય છે,–
એ રીતે આત્માના અનેક ગુણોમાં વિચિત્રતા છે; તેમ આત્માની ક્રિયાવતી શક્તિમાં પણ વિચિત્રતા છે. આત્માની
ક્રિયાવતી શક્તિ અનાદિ અનંત છે, તેની પર્યાયમાં અમુક પ્રદેશો હાલે અને અમુક સ્થિર રહે એવી વિચિત્રતા
થાય છે. જેમકે કોઈ વાર હાથ ચાલતો હોય ત્યારે તે હાથના ક્ષેત્રના આત્મપ્રદેશો ચાલતા હોય અને બાકીના
આત્મપ્રદેશો તે જ વખતે સ્થિર હોય–આવો ક્રિયાવતી શક્તિની પર્યાયની તારતમ્યતાનો સ્વભાવ છે.
જીવના અનંતગુણોનું પરિણમન સમયે સમયે થયા કરે છે. એક સમયના પર્યાયમાં ચારિત્રગુણ રાગરૂપે
પરિણમ્યો તે વખતે જ શ્રદ્ધા–જ્ઞાન વગેરે ગુણો પણ પરિણમે છે. પણ છદ્મસ્થ જીવના જ્ઞાનમાં એક સમય પૂરતો
રાગ પકડાતો નથી, છદ્મસ્થનું જ્ઞાન એક સમયને ખ્યાલમાં લઈ શકતું નથી. તેના જ્ઞાનનો ઉપયોગ એવો સ્થૂળ
છે કે તે જાતનો વિકાર અસંખ્ય સમય સુધી લંબાઈને તેનું સ્થૂળરૂપ થાય ત્યારે અસંખ્યસમયના સ્થૂલ
ઉપયોગવડે જ્ઞાન તેને જાણે છે. ત્યાં રાગની પરિણતિ તો એકેક સમયે પરિણમે છે, ને રાગ સાથેના જ્ઞાનનું
પરિણમન તો એકેક સમયે થાય છે પણ તે જ્ઞાનનો ઉપયોગ અસંખ્ય સમયનો છે. તે જ્ઞાનમાં એક સમયની
પરિણતિ ક્યારે જણાય? રાગના લક્ષે તે જણાય નહિ. પણ રાગ અને અપૂર્ણતા રહિત ત્રિકાળ પરિપૂર્ણ પોતાનું
સ્વરૂપ છે–તે સ્વરૂપનો વિશ્વાસ કરીને અને તેમાં અભેદ થઈને જ્યારે શ્રદ્ધાપર્યાય પરિણમે ત્યારે ‘એકેક સમયનું
પરિણમન સ્વતંત્ર છે અને તે એકેક સમયને જાણવાની જ્ઞાનની તાકાત છે’ –એમ વિશ્વાસ પ્રગટે. છતાં જ્ઞાન
જ્યાંસુધી પૂરું અભેદ થઈને ન પરિણમે ત્યાં સુધી તે જ્ઞાન એકેક સમયને જાણી ન શકે. શ્રદ્ધાએ જે પરિપૂર્ણ
સ્વભાવની પ્રતીતિ કરી, તે સ્વભાવમાં જ અભેદ થઈને પરિણમતાં જ્ઞાનનો ઉપયોગ ક્રમેક્રમે સૂક્ષ્મ થવા લાગ્યો
અને સ્વભાવમાં પૂરું લીન થતાં એકેક સમયને પણ જાણે એવું સૂક્ષ્મજ્ઞાન (કેવળજ્ઞાન) થાય છે. પહેલાંં
સ્વભાવમાં

PDF/HTML Page 4 of 17
single page version

background image
: શ્રાવણ : ૨૪૭૫ : આત્મધર્મ : ૧૭૩ :
અભેદ થતાં એક સમયને જાણવાની પ્રતીત થઈ અને પછી સ્વભાવના જ આશ્રયે જ્ઞાનની નિર્મળતા થતાં થતાં
એક સમયને જાણે તેવી તાકાત પ્રગટી. આ રીતે એકેક સમયને જાણવા માટે સ્વભાવનો આશ્રય કરવાનુંજ આવ્યું.
પહેલાંં પર તરફનો રાગવાળો જે ઉપયોગ અસંખ્ય સમય સુધી લંબાતા સ્થૂળ પર્યાયને જ પકડી શકતો
હતો તે ઉપયોય સ્વભાવમાં વળીને તેમાં અભેદ થયો ત્યાં દ્રવ્ય–ગુણ–પર્યાયની અભેદતા થતાં એકેક સમયના
પર્યાયને સર્વ પ્રકારથી જાણી શકે એવું પરિપૂર્ણ જ્ઞાનસામર્થ્ય પ્રગટ્યું.
આમાં બે વાત કરી. (૧) એકેક સમયની પર્યાયની પ્રતીતિ ક્યારે થાય અને (ર) એકેક સમયની
પર્યાયનું જ્ઞાન ક્યારે થાય? (૧) પહેલાંં, જો વર્તમાન પ્રતીતિ ત્રિકાળી દ્રવ્યમાં અભેદ થાય તો એકેક સમયના
પર્યાયની તારતમ્યતાની પ્રતીતિ થાય. એવી પ્રતીતિ થતાં સમ્યગ્જ્ઞાન થયું, છતાં સાધકનું જ્ઞાન એક સમયને
પકડી શકે નહિ. (૨) એક સમયને જ્ઞાન ક્યારે પકડી શકે? શ્રદ્ધાએ જે સ્વભાવની પ્રતીત કરી તે સ્વભાવમાં
જ્યારે જ્ઞાન પૂરેપૂરું લીન થાય ત્યારે તે સ્વભાવના આશ્રયે એક સમયને પકડે તેવું જ્ઞાનસામર્થ્ય પ્રગટે–અર્થાત્
કેવળજ્ઞાન થાય એટલે, એક સમયની પર્યાયને પકડવાનું કહેતાં પર્યાય સામે લક્ષ કરવાનું નથી રહેતું પણ
ત્રિકાળી દ્રવ્ય ગુણમાં જ અભેદ થવાનું આવે છે. પર્યાયના લક્ષે એક સમય પકડાય નહિ માટે એક સમયને
પકડવાનું કહેતાં તો દ્રવ્ય–ગુણ–પર્યાયનું અભેદપણું કરવાનું જ આવે છે.
જેમ એક સમયના લક્ષે એક સમયનું જ્ઞાન થાય નહિ, તેમ એક સમયની પર્યાયના લક્ષે એક સમયની
પ્રતીતિ થાય નહિ, પણ ત્રિકાળી સ્વભાવમાં પ્રતીતિપર્યાય અભેદ થાય ત્યારે એકેક સમયની સ્વતંત્રતાની પ્રતીતિ
થાય છે. ત્રિકાળસ્વભાવની પ્રતીત વગર એક સમયની સાચી પ્રતીત થાય નહિ. એ રીતે એક સમયની પર્યાયની
સ્વતંત્રતા કબૂલવામાં પણ પ્રતીતિને ત્રિકાળીદ્રવ્યમાં જ અભેદ થવાનું આવે છે, અને એક સમયનું જ્ઞાન કરવામાં
પણ ત્રિકાળી દ્રવ્યમાં જ ઉપયોગનું અભેદપણું આવે છે.
× × × × × ×
જીવ દ્રવ્ય છે, તેમાં અનંત ગુણો છે; તે બધા ગુણોનું સમયે સમયે પરિણમન થાય છે એટલે એકેક
સમયમાં અનંત પર્યાયો થાય છે. અને વસ્ત્ર વગેરે જડ પદાર્થમાં પણ અનંત ગુણો છે, તેની પર્યાય સમયે સમયે
બદલાય છે. તે એકેક સમયની પર્યાયોને છદ્મસ્થ જીવ જાણી શકતો નથી. ‘હું આ વસ્ત્ર ગ્રહણ કરું અથવા હું આ
વસ્ત્ર છોડું’ એવો વિકલ્પ જીવને થયો. ત્યાં ચારિત્રગુણ એકેક સમયે પરિણમી રહ્યો છે અને જ્ઞાનગુણ પણ એકેક
સમયે પરિણમી રહ્યો છે, છતાં તે વિકલ્પને એક સમયમાં, જ્ઞાન જાણી શકતું નથી. પણ ચારિત્રની એવી ને એવી
વિકારી પર્યાય અસંખ્ય સમય લંબાણી ત્યારે જ્ઞાનના સ્થૂળ ઉપયોગમાં તેનો ખ્યાલ આવ્યા. ખરેખર વિકલ્પ
અર્થાત્ રાગ તો એક સમયની પર્યાયમાં જ છે, અસંખ્ય સમયની પર્યાયનો રાગ ભેગો થતો નથી. પોતાની એકેક
સમયની પર્યાયને પણ છદ્મસ્થ જીવ પકડી શકતો નથી તો પછી વસ્ત્ર વગેરે પરદ્રવ્યની પર્યાયને ગ્રહે કે છોડે–એ
વાત ક્યાં રહી? વળી જેમ પોતામાં એકેક સમયની રાગપર્યાયને પકડી શકતો નથી તેમ પુદ્ગલમાં પણ સમયે
સમયે થતી પર્યાયને તે જાણી શકતો નથી. “હું વસ્ત્રને પકડું કે છોડું” એવો વિકલ્પ થયો ત્યાં તો વસ્ત્રના
અનંતગુણોની અસંખ્ય પર્યાયો બદલી ગઈ છે, તેને જીવ જાણી પણ શકતો નથી તો પછી તે વસ્ત્રને ગ્રહે કે છોડે
ક્યાંથી? પરને ગ્રહવાની કે છોડવાની માન્યતા તો અજ્ઞાન અને ભ્રમ છે.
જેમ પરની એકેક સમયની પર્યાયને કે પોતામાં થતાં રાગની એકેક સમયની પર્યાયને જીવ પકડી શકતો
નથી તેમ પોતાની એકેક સમયની નિર્મળદશાને પણ છદ્મસ્થ જીવ પકડી–જાણી શકતો નથી. સમ્યક્ શ્રદ્ધાએ
અખંડ દ્રવ્યસ્વભાવની પ્રતીત કરી, ત્યાં શ્રદ્ધાનું કાર્ય તો એક સમયનું જ છે, તેની પર્યાય એકેક સમયે પલટે છે.
તે એક સમયની પોતાની નિર્મળ પર્યાયને પણ છદ્મસ્થનું જ્ઞાન પકડી શકતું નથી એકેક સમયની પર્યાયને જ્ઞાન
ક્યારે જાણી શકે? પરના લક્ષે, વિકારના લક્ષે કે પર્યાયના લક્ષે એક સમયને જાણી શકે નહિ, પણ પોતાના
અખંડ પરિપૂર્ણ સ્વભાવના આશ્રયનું ગ્રહણ કરીને ત્યાં લીન થતાં પરિપૂર્ણ કેવળજ્ઞાન પ્રગટી જાય છે એટલે
જ્ઞાનનો સ્વ પરપ્રકાશસ્વભાવ પૂર્ણપણે ખીલી જાય છે. ત્યાં અભેદપણે પોતાના સ્વભાવનું પ્રકાશન થતાં સર્વે પર
પદાર્થોનું પણ જ્ઞાન એક સમયમાં થઈ જાય છે. જે જ્ઞાન એકલા સ્વભાવનું ગ્રહણ કરીને સ્વભાવમાં અભેદ થયું
તે જ્ઞાનમ સમસ્ત સ્વ–પર પદાર્થોનું એક સમયમાં ગ્રહણ (જ્ઞાન) થાય છે. એ રીતે ખરેખર જ્ઞાનમાં અભેદ
સ્વભાવનું જ ગ્રહણ આવે છે અને ત્યાં રાગનો ત્યાગ થઈ જાય છે. આ સિવાય બીજાના ગ્રહણ–

PDF/HTML Page 5 of 17
single page version

background image
: ૧૭૪ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૭૫ :
ત્યાગ આત્મામાં નથી. અજ્ઞાની જીવ પરને ગ્રહણ–ત્યાગ કરવાનું ભ્રમથી માને છે, પરંતુ તે જીવ પણ પરને તો
ગ્રહી કે છોડી શકતો નથી. કેમ કે તે તો પરની પર્યાયને જાણી પણ શકતો નથી તો તેનું ગ્રહણ–ત્યાગ ક્યાંથી કરી
શકે? અને જ્ઞાનસ્વભાવમાં ઠરતાં એકેક સમયને જાણે તેવું સામર્થ્ય પ્રગટ્યું, પણ ત્યાં તો પરને ગ્રહવા–છોડવાનો
વિકલ્પ જ હોતો નથી એટલે તેને પણ પરનું ગ્રહણ કે ત્યાગ નથી. આ રીતે વિકારથી કે સ્વભાવથી આત્માને પર
વસ્તુનું ગ્રહણ કે ત્યાગ નથી.
છદ્મસ્થના ઉપયોગમાં શ્રદ્ધાગુણની પર્યાય અસંખ્ય સમયે ખ્યાલમાં આવે છે, પરંતુ તે શ્રદ્ધાગુણની પર્યાય
અખંડ સ્વભાવની પ્રતીતિરૂપ કાર્ય તો એકેક સમયમાં જ કરે છે. શ્રદ્ધા કાંઈ અસંખ્ય સમયે કાર્ય કરતી નથી. તે
એક સમયની શ્રદ્ધાપર્યાયને પકડતાં જ્ઞાન ઉપયોગમાં અસંખ્યાત સમય લાગે છે. ત્યાં તે જ્ઞાન સાથેની શ્રદ્ધા
પર્યાય પણ અવિભાગ પ્રતિચ્છેદોની અપેક્ષાએ હીણી છે. અને જ્યારે તે જ્ઞાન ઉપયોગ સ્વદ્રવ્યસ્વભાવમાં લીન
થઈને સૂક્ષ્મ થતાં કેવળજ્ઞાન થાય છે ત્યારે તે જ્ઞાનની સાથે શ્રદ્ધાપર્યાયના અવિભાગ પ્રતિચ્છેદો પણ વધી જાય
છે ને ત્યારે તેને પરમાવગાઢ સમ્યક્ત્ત્વ કહેવાય છે. આ રીતે અભેદસ્વભાવના આશ્રયે જ્યાં જ્ઞાન એક સમયને
પકડે એવું સૂક્ષ્મ થયું ત્યાં શ્રદ્ધા પણ ઉગ્ર થઈને પરમાવગાઢ થઈ. જો કે જ્ઞાન જ્યારે એક સમયને જાણતું ન હતું
ત્યારે પણ પ્રતીત તો એક સમયમાં જ કાર્ય કરતી હતી પણ તે વખતે તેની નિર્મળતાના સામર્થ્યઅંશો ઓછા
હતા, અને કેવળજ્ઞાન થતાં તેનું સામર્થ્ય વધ્યું એટલે તેને પરમાવગાઢ શ્રદ્ધા કહેવાણી.
પર ઉપર લક્ષ કરવા જતાં જ્ઞાન એક સમયને પકડી શકતું નથી અને રાગ તૂટતો નથી. જ્ઞાન જ્યાં
યથાર્થપણે એક સમયને લક્ષમાં લેવા જાય ત્યાં તેનો ઉપયોગ સૂક્ષ્મ થઈને ત્રિકાળી સ્વરૂપમાં અભેદ થાય છે.
પહેલાંં તો જ્ઞાન અભેદસ્વભાવ તરફ વળતાં અભેદદ્રવ્યની પ્રતીત અને સમ્યગ્જ્ઞાન થાય છે, પછી તે અભેદદ્રવ્યમાં
લીન થતાં રાગ ટળી જાય છે ને કેવળજ્ઞાન પ્રગટે છે. તે જ્ઞાન એક સમયને પણ જાણી લે છે. આ રીતે એક
સમયની પર્યાયને જાણવા માટે પણ જ્ઞાનને પોતાના સ્વભાવમાં અભેદ કરવું તે જ ઉપાય આવ્યો. જ્ઞાન પોતાના
સ્વભાવમાં અભેદ થતાં તેમાં એક સમયમાં બધું સહજપણે જણાઈ જાય છે, પરને જાણવા માટે તે તરફ ઉપયોગ
મૂકવો પડતો નથી.
આત્મામાં અનંત ગુણો છે, તેમાં એક ક્રિયાવતી શક્તિ પણ છે. જેમ જ્ઞાનાદિ ગુણના પરિણમનમાં
તારતમ્યતા છે તેમ આ ક્રિયાવતી શક્તિના પરિણમનમાં પણ તારતમ્યતા હોય છે. જેમ જ્ઞાનાદિ ગુણો
દ્રવ્યપ્રમાણ અસંખ્ય પ્રદેશી છે તેમ ક્રિયાવતી–શક્તિ પણ અસંખ્યપ્રદેશી છે. જેમ ક્ષયોપશમ જ્ઞાનદશામાં કાંઈક
વિકાસ અને કાંઈક વિકાસનો અભાવ એમ તારતમ્ય છે તથા તે ક્ષયોપશમજ્ઞાનદશા દ્રવ્યપ્રમાણ હોવા છતાં
અમુક નિયત પ્રદેશેથી અમુક વિષયને જ જાણે–એવી તેમાં તારતમ્યતા છે, તેમ ક્રિયાવતી શક્તિની પર્યાય પણ
દ્રવ્ય–પ્રમાણ હોવા છતાં તેમાં અમુક પ્રદેશે ક્ષેત્રાંતર થાય અને અમુક પ્રદેશે ન થાય–એવી તારતમ્યતા છે. વળી
યોગ ગુણની પર્યાય પણ આત્મા પ્રમાણે હોવા છતાં તેમાં મધ્ય રુચક પ્રદેશ અકંપ–રહે છે ને બીજા કંપે છે એવી
તારતમ્યતા હોય છે, તેમ ક્રિયાવતી શક્તિમાં પણ ક્ષેત્રાંતરની તારતમ્યતા હોય છે.
સ્વાશ્રયી દેડકું ને પરાશ્રયી દ્રવ્યલિંગી
જ્ઞાન તો આત્માનો સ્વભાવ છે, અને તેનો પર્યાય જો પર તરફ વળીને જ જાણે તો ભગવાન તેને
‘અચેતન’ કહે છે; કેમ કે તે જ્ઞાન સ્વભાવની રુચિથી પ્રગટ્યું નથી, પણ પરની રુચિથી રાગની મંદતા થઈને
પ્રગટ્યું છે. એક દેડકાનો આત્મા પણ ચૈતન્યના પર્યાયને સ્વમાં વાળીને એકાગ્ર કરે તો તેના જ્ઞાનને ચેતન કહ્યું
છે, તે ધર્મી છે, તેના આત્મામાં ક્ષણે ક્ષણે ધર્મ થાય છે. અને કોઈ દિગંબર જૈન દ્રવ્યલિંગી સાધુ થઈને ૨૮ મૂળ
ગુણને પંચમહાવ્રત ચોકખાં પાળે, નવ તત્ત્વની વ્યવહાર શ્રદ્ધા કરે ને અગીયાર અંગ સુધી ભણી જાય,
જૈનદર્શનમાં કહેલી બધી વ્યવહારની રીત કરે પણ પોતાના સ્વાવલંબી ચૈતન્ય સ્વભાવમાં લક્ષ ન કરે તો તેનું
બધુંય જ્ઞાન ને ચારિત્ર મિથ્યા છે, ભગવાન તેના જ્ઞાનને અચેતન કહે છે; તે ગમે તેટલું કરે પણ તેને ધર્મ થતો
નથી, ક્ષણે ક્ષણે અધર્મ થાય છે. માટે–બહારમાં નાનામોટા શરીર સાથે કે અંતરમાં જ્ઞાનના ઉઘાડ સાથે ધર્મનો
સંબંધ નથી; પણ પોતાના જ્ઞાનમાં સ્વાશ્રય કરે છે કે પરાશ્રય કરે તેની સાથે ધર્મ કે અધર્મનો સંબંધ છે. જો
સ્વાશ્રય કરે તો દેડકાનો આત્મા ય ધર્મ પામે છે, ને સ્વાશ્રય ન કરે તો દ્રવ્યલિંગી મિથ્યાદ્રષ્ટિ સાધુ ય ધર્મ
પામતો નથી.
–ભેદવિજ્ઞાનસાર

PDF/HTML Page 6 of 17
single page version

background image
: શ્રાવણ : ૨૪૭૫ : આત્મધર્મ : ૧૭૫ :
• એકેક સમયના પરિણમને જ્ઞાન ક્યારે જાણી શકે? •
વીર સં. ૨૪૭૪ ભાદરવા સુદ ૧૪ – અનંતચતુર્દશીના દિવસે
જ્ રુશ્ર શ્ર પ્ર ક્ષ્ ન્
(૧) આત્મા જ્ઞાન સ્વરૂપી વસ્તુ છે, તેની એકેક સમયની અવસ્થા છે. તે એક સમયની અવસ્થામાં
આત્મા પરનું કાંઈ ગ્રહણ કે ત્યાગ કરી શકતો નથી.
આત્માના જ્ઞાનમાં બધાને એક સમયમાં જાણવાની શક્તિ છે; આત્મા તે શક્તિનો એક સમયમાં વિશ્વાસ
કરી શકે અને એક સમયમાં બધું જાણે તેવું જ્ઞાનસામર્થ્ય પ્રગટ કરી શકે. અથવા પોતાના જ્ઞાન સામર્થ્યનો
અવિશ્વાસ કરીને પર્યાયમાં એકેક સમયનો વિકાર કરે, પણ એક સાથે બે સમયનો વિકાર કરી શકે નહિ; પોતાની
અવસ્થામાં એકેક સમયનો જે વિકાર થાય છે તેનેય પકડી શકતો નથી, તો પર વસ્તુને ક્યાંથી પકડી શકે?
એકેક સમયનો નવો નવો વિકાર કરતાં અનાદિથી અત્યાર સુધી વિકાર થયો, તે વિકાર મારું સ્વરૂપ નથી, હું
સદાય જ્ઞાન સ્વરૂપ જ છું–એમ પોતાના સ્વરૂપ તરફ એકાગ્ર થઈને પૂરું જ્ઞાન થતાં પોતાના અનાદિ–સાંત
વિકારનું જ્ઞાન એક સમયમાં કરી શકે; પણ બે સમયનો વિકાર ભેગો થાય નહિ. જેણે પોતાના જ્ઞાનસ્વરૂપનો
નિર્ણય કર્યો તેને તો વિકારનો અંત આવી જાય છે તેથી તેને વિકાર અનાદિ અનંત નથી પણ અનાદિ–સાંત છે.
અભવ્ય વગેરે જીવને અનાદિ અનંત વિકાર છે, તે પણ એકેક સમય બદલી બદલીને જ થાય છે. કોઈ જીવ
પોતાના આત્મામાં બે સમયનો વિકાર ભેગો ન કરી શકે, પણ પોતાના જ્ઞાનસ્વરૂપની એકાગ્રતાવડે પોતાના
અનાદિ–સાંત વિકારનું અને અભવ્ય વગેરે પર જીવના અનાદિ અનંત વિકારનું એક સમયમાં જ્ઞાન કરી શકે છે.
(ર) દ્રવ્ય એકેક સમયમાં પરિણમે છે. તે એકેક સમયના પરિણામને છદ્મસ્થ જ્ઞાન જાણી ન શકે પણ
તેની પ્રતીત એક સમયમાં કરી શકે. બસ, એકેક સમયમાં પરિણમતું દ્રવ્ય જે જ્ઞાનની પ્રતીતમાં આવ્યું તે જ્ઞાન
‘એકેક સમયમાં વિકાર રહિત સ્વભાવ છે’ તેને જાણે છે. સ્વભાવમાં જ્ઞાનની પૂર્ણતા છે. તેની પ્રતીત કરીને તેમાં
જ્ઞાન ઠરે તો તે જ્ઞાનમાં એકેક સમયમાં બધુંય જણાયા વગર રહે નહિ. પરંતુ જ્ઞાનમાં પરનું કિંચિત્ ગ્રહણ કે
ત્યાગ નથી. આવા જ્ઞાનસ્વભાવને ઓળખવો તે ધર્મ છે.
(૩) આત્માનો જ્ઞાનસ્વભાવ છે; તેમાં જ્ઞાન, શ્રદ્ધા, સુખ વગેરે અનંત ગુણો છે. તે જ્ઞાનસ્વભાવ આત્મા
કોઈ પર વસ્તુને ગ્રહતો કે છોડતો નથી.
આત્માનો જ્ઞાનગુણ ત્રિકાળ છે, તેની વર્તમાન દશા જાણવાનું કામ કરે છે. પદાર્થોમાં એકેક સમયની જે
વર્તમાન અવસ્થા છે તેને છદ્મસ્થ જીવ પોતાના જ્ઞાનમાં પકડી શકતો નથી. જ્ઞાનના ઉપયોગનું કાર્ય રાગવાળું હોવાથી
પર વસ્તુની વર્તમાન હાલતને પણ તે ગ્રહી (જાણી) શકતો નથી; લાકડું વગેરે જે કાંઈ જણાય છે તે (અસંખ્ય
સમયનું એવું ને એવું સ્થૂળપરિણમન જણાય છે, તેનું એકેક સમયનું સૂક્ષ્મપરિણમન જણાતું નથી. પર વસ્તુની એક
સમયની અવસ્થાને આત્મા સ્થૂળ ઉપયોગવડે જાણી પણ શકતો નથી, તો પછી તેને ગ્રહે કે છોડે ક્યાંથી?
આત્મા પોતે જ્ઞાન, દર્શન, શ્રદ્ધા, સુખ વગેરે અનંત ગુણોનો પિંડ છે, અને તે દરેક ગુણની એકેક સમયની
અવસ્થા છે; તેમાં જ્ઞાનદર્શનની અવસ્થા
જે દ્રવ્ય છે પર તેહને ન ગ્રહી, ન છોડી શકાય છે,
એવો જ તેનો ગુણ કો પ્રાયોગી ને વૈસ્રસિક છે. ૪૦૬.
જે પરદ્રવ્ય છે તે ગ્રહી શકાતું નથી તથા છોડી શકાતું નથી એવો જ કોઈ
તેનો (–આત્માનો) પ્રાયોગિક તેમ જ વૈસ્રસિક ગુણ છે.
ટીકા :– જ્ઞાન પરદ્રવ્યને કાંઈ પણ (જરા પણ) ગ્રહતું નથી તથા છોડતું
નથી. કારણ કે પ્રોયોગિક (અર્થાત્ પર નિમિત્તથી થયેલા) ગુણના સામર્થ્યથી
જ્ઞાન વડે પરદ્રવ્યનું ગ્રહવું તથા છોડવું અશક્ય છે.
–શ્રી સમયસાર પૃષ્ઠ : ૪૭૫

PDF/HTML Page 7 of 17
single page version

background image
: ૧૭૬ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૭૫ :
ઉપયોગ રૂપ છે, બીજા ગુણોમાં ઉપયોગ નથી, પણ એકેક સમયનું પરિણમન છે. તે જ્ઞાન ઉપયોગ પોતાની એકેક
સમયની અસ્તિત્વતાને પણ પકડી શકતો નથી; અને જે રાગ થાય છે તે એકેક સમયે બદલે છે, તે એકેક
સમયની રાગ અવસ્થાને પણ જ્ઞાનનો ઉપયોગ પકડી શકતો નથી––જાણી શકતો નથી, તો તે જ્ઞાન પરદ્રવ્યની
એકેક સમયની અવસ્થાને પકડે એમ ત્રણકાળમાં બનતું નથી.
અજ્ઞાની માને છે કે ‘મેં આ લાકડું હાથમાં લીધું’ પરંતુ ‘મેં આ લાકડું હાથમાં લીધું’ એટલો વિચાર કર્યો
તેટલી વારમાં તો લાકડામાં અસંખ્ય પર્યાયો પલટી ગઈ છે. લાકડાના પરમાણુઓના અનંત ગુણોને કે તેની
એકેક સમયની અવસ્થાને જુદી પાડીને જ્ઞાનનું વર્તમાન કાર્ય જાણી શકતું નથી. હે અજ્ઞાની! તુ જ્ઞાનનું વર્તમાન
કાર્ય સામા પદાર્થની એકેક સમયની અવસ્થાને જુદી પાડીને જાણતું પણ નથી, તો પછી તારું થાન તે પદાર્થોમાં
કાંઈ કરે કે પકડે–એમ કેમ બને?
(૪) આત્મા રાગવડે તો પર પદાર્થની વર્તમાન અવસ્થાને પકડી શકતો નથી, પરંતુ જ્ઞાનવડે પણ તેને
પકડી શકતો નથી; રાગ સહિત હોવાથી જ્ઞાનનો ઉપયોગ ઘણો સ્થૂળ છે તેથી તે પદાર્થોના સ્થૂળ પરિણમનને જ
પકડી શકે છે. પોતામાં પણ શ્રદ્ધા વગેરે ગુણો એકેક સમયે કાર્ય કરે છે. પરંતુ તે શ્રદ્ધા એકેક સમયની અવસ્થાને
પણ જ્ઞાનનો ઉપયોગ જાણી શકકતો નથી. જ્ઞાન–દર્શન ઉપયોગ એકેક સમયે કાર્ય કરે છે પણ તે પોતે પોતાના
એકેક સમયના પરિણમનને પકડી શકતો નથી; તો પછી આત્મા પરને પકડે એમ તો ત્રણકાળમાં બનતું નથી.
અજ્ઞાની માને છે કે ‘મેં પરદ્રવ્યને પકડયું.’ પરંતુ શું પરદ્રવ્ય તેના હાથમાં આવી ગયું? કે પરદ્રવ્યના કોઈ
ગુણ તેના હાથમાં આવી ગયા? કે પરદ્રવ્યની કોઈ પર્યાય તેના હાથમાં આવી ગઈ? પરદ્રવ્ય સમયે સમયે
બદલીને અવસ્થા ધારણ કરે છે, તેના સ્પર્શાદિ અનંતગુણોની એકેક સમયની અવસ્થાઓ છે; તે તો જ્ઞનના
ખ્યાલમાં આવતું નથી. જ્યારે ઘણા સમય એવું ને એવું સ્થૂળ પરિણમન રહે છે ત્યારે માંડ જ્ઞાનના ખ્યાલમાં તે
આવે છે. જ્ઞાનમાં પરદ્રવ્યની એક અવસ્થાને લક્ષમાં લેવા જાય છે ત્યાં તો તે દ્રવ્યમાં અસંખ્ય પર્યાયો પલટી જાય
છે. તો જ્ઞાન તેને કઈ રીતે પકડે? પદાર્થના સ્થૂળ રૂપનો જે ખ્યાલ આવે છે તે યથાર્થ ક્યારે કહેવાય? અજ્ઞાનીનો
ઉપયોગ તો પરપદાર્થમાં એકત્વપણે કામ કરે છે તેથી તેને તો યથાર્થ જ્ઞાન થતું નથી. જ્ઞાનીને સ્વભાવની શ્રદ્ધા
ને રુચિના જોરે રાગનો અભાવ થઈ, જ્ઞાનનું આત્મસ્વભાવમાં એકત્વ થતાં દ્રવ્ય–ગુણ–પર્યાય અભેદ થઈને કાર્ય
કરે છે, તેથી તેનું જ્ઞાન યથાર્થ જાણે છે.
(પ) આત્મામાં અનંત ગુણો છે, તેમાંથી જ્ઞાન અને દર્શન ગુણ જ ઉપયોગરૂપ છે; બીજા શ્રદ્ધા, ચારિત્ર
વગેરે ગુણોમાં ઉપયોગ હોતો નથી. જ્ઞાન–દર્શનગુણનો સ્વભાવ એવો છે કે તેનો ઉપયોગ અસંખ્ય સમય સુધી
લંબાય છે, ઉપયોગનું પરિણમન તો એકેક સમયનું જ છે પણ તેમાં અસંખ્ય સમય સુધી તેનું કાર્ય લંબાય છે;
શ્રદ્ધા–ચારિત્ર વગેરે ગુણોમાં તેમ થતું નથી, શ્રદ્ધા વગેરેનું કાર્ય એકેક સમયનું જ છે, એક સમય પછી બીજો
સમય તેનું કાર્ય લંબાતું નથી. છદ્મસ્થજીવને જ્ઞાનનો ઉપયોગ અસંખ્ય સમયનો છે, તે ઉપયોગ જો પરલક્ષે જાણે
તો તેના એકેક સમયને પકડી શકે નહિ. પણ તે ઉપયોગ જો પોતાના સ્વભાવમાં એકાગ્ર થાય તો જ્ઞાનની શુદ્ધતા
વધતાં વધતાં એકેક સમયને પણ પકડી શકે અને પોતે એકેક સમયમાં કાર્ય કરે–એવું સામર્થ્ય પ્રગટે અર્થાત્
કેવળજ્ઞાન થાય. પરંતુ પોતાના સ્વભાવનું લક્ષ કરીને એકાગ્ર થયા સિવાય જ્ઞાનનો ઉપયોગ એકેક સમયની
અવસ્થાને જાણી શકે નહિ અને તે ઉપયોગ પોતે એકેક સમયમાં જાણવાનું કાર્ય કરી શકે નહિ. આ રીતે આત્મા
એકેક સમયની પોતાની અવસ્થાને પણ પકડી શકતો નથી અને પર ચીજની એક સમયની વર્તમાનદશાને પણ
જાણી શકતો નથી. પરથી ભિન્ન રહીને પણ જ્ઞાનમાં પરને જાણી શકતો નથી, તો તે રાગ કરીને કે પર સાથે
એકમેક થઈને પરને પકડે–એમ તો બને જ નહિ. અજ્ઞાની જીવ પોતાના ઉપયોગને આત્મામાં વાળીને
આત્મસ્વભાવને શ્રદ્ધામાં ન ગ્રહતાં, પર વસ્તુને ગ્રહણ કરવાની રુચિથી અનંત પર પદાર્થના કર્તૃત્વનું અભિમાન
કરે છે, ને તેથી સંસારમાં રખડે છે. સાધક જ્ઞાનીને જાણવાનું તો સ્થૂળ કાર્ય છે, એકેક સમયને તે જાણી શકતા
નથી, છતાં શ્રદ્ધામાં તો એકેક સમયે પૂરું જાણે એવા આત્મ સ્વભાવને પકડ્યો છે; શ્રદ્ધાગુણના એકેક સમયના
પરિણમનને ઉપયોગ પકડી શકતો નથી. પરંતુ શ્રદ્ધા તો એકેક સમયે પૂરા આત્મસ્વભાવની પ્રતીતિનું કાર્ય કરે જ
છે. તે શ્રદ્ધા વગેરેના

PDF/HTML Page 8 of 17
single page version

background image
: શ્રાવણ : ૨૪૭૫ : આત્મધર્મ : ૧૭૭ :
એકેક સમયના પરિણમનને પકડવા જતાં તે પર્યાયના લક્ષે પકડાય નહિ, પણ જ્યાં એક સમયને લક્ષમાં લેવા
જાય છે ત્યાં ઉપયોગ એકદમ સૂક્ષ્મ થઈને સ્વભાવ તરફ વળે છે ને સ્વભાવના લક્ષે દ્રવ્ય–પર્યાયની એકતા થતાં
જ્ઞાનના ઉપયોગની એવી નિર્મળતા થાય છે કે એકેક સમયમાં સ્વને પરિપૂર્ણ જાણે છે, ને સ્વને જાણતાં પરના
પણ એકેક સમયને તે જ્ઞાન જાણે છે. પરંતુ તે જ્ઞાન કોઈ પર વસ્તુને પકડે કે છોડે એમ બનતું નથી.
(૬) સ્વભાવમાં ઢળીને જ્ઞાન પૂરું પરિણમ્યું ત્યારે તે જ્ઞાન સાથેની શ્રદ્ધાને પરમાવગાઢ શ્રદ્ધા કહેવાણી.
એટલે જ્ઞાન સાથે શ્રદ્ધાની પણ નિર્મળતા વધી છે. જ્યાં સુધી જ્ઞાન વગેરે સ્વભાવમાં પૂરા એકત્વ ન થાય ત્યાં
સુધી શ્રદ્ધા વગેરે પણ અધૂરા છે, તેથી તેને પરમાવગાઢ શ્રદ્ધા કહેવાતી નથી. આ સૂક્ષ્મ વાત છે.
(૭) (૧) હું રાગાદિ કરીને પરને ગ્રહું કે છોડું–એમ અજ્ઞાની માને છે, તે અજ્ઞાની રાગની પકડવાળો છે,
તેણે ઊંધી શ્રદ્ધાથી રાગની પક્કડ કરી છે પરંતુ કોઈ પણ પર વસ્તુનું ગ્રહણ તો તે કરી જ શકતો નથી. (૨)
જ્ઞાનીઓએ દ્રવ્ય–પર્યાયની એકતા પ્રગટ કરીને આખા આત્મદ્રવ્યને શ્રદ્ધા જ્ઞાનમાં તેમનું જ્ઞાન પકડયું છે, પરંતુ
હજી તેમનું જ્ઞાન એક સમયને પકડી શકતું નથી. તે જ્ઞાની જીવ પણ પર વસ્તુને તો ત્રણકાળમાં ગ્રહણ કરી
શકતા નથી, અને (૩) કેવળીભગવાનને આત્મસ્વભાવમાં પૂર્ણ એકતાવડે કેવળજ્ઞાન પ્રગટ્યું છે, ને તેઓ
એકેક સમયમાં બધું જાણે છે, એક સમયને પણ જાણે છે, પરંતુ તેમને ય કોઈ પરનું ગ્રહણ તો ત્રણકાળમાં નથી.
એ રીતે વસ્તુનો સ્વભાવ પરના ગ્રહણ ત્યાગ રહિત છે, અજ્ઞાની વિકાર કરીને કે જ્ઞાની પોતાના જ્ઞાનસ્વભાવમાં
રહીને પણ પરનું ગ્રહણ કે ત્યાગ કરી શકતા નથી.
(૮) જીવ પર વસ્તુના ગ્રહણ–ત્યાગનું અભિમાન છોડીને ચૈતન્ય સ્વભાવની રુચિ કરે ત્યાં પણ તે
રુચિને એકેક સમયની અવસ્થાને તેના જ્ઞાનનો વેપાર પકડી શકે નહિ; પણ ત્રિકાળી સ્વભાવમાં તે જ્ઞાનની
એકતા કરીને તેની સામાન્ય રીતે પ્રતીત થાય. જો તદ્ન એક સમયની રુચિને જ્ઞાન પકડે તો તે જ્ઞાન સર્વથા
રાગરહિત, એક સમયના ઉપયોગવાળું હોય. એકેક સમયને જાણે તેવુંં જ્ઞાન ક્યારે પ્રગટે? જો એકેક સમયની
સામે જ લક્ષ કરે તો તે રાગ થાય અને રાગવાળું જ્ઞાન એકેક સમયને પકડી ન શકે માટે એકેક સમયના ભેદનું
લક્ષ છોડીને સંપૂર્ણદ્રવ્યમાં ઉપયોગની અખંડતા થયા વગર જ્ઞાનમાં એક સમય જણાય તેવું સામર્થ્ય પ્રગટે નહિ.
આથી એમ નક્કી થયું કે એકેક સમયનું જ્ઞાન પ્રગટ કરવા માટે પણ આત્મસ્વભાવમાં જ ઉપયોગની અખંડતા
જોઈએ. આ રીતે પોતાના સ્વભાવ સન્મુખ ઢળવાની જ આમાં વાત છે.
(૯) ‘મેં પુસ્તક લીધું. મેં લાકડું લીધું’ એમ અજ્ઞાની માને છે એટલે કે જ્ઞાને પરદ્રવ્યનું ગ્રહણ કર્યું એમ
તે માને છે પરંતુ, આચાર્યદેવ કહે છે કે હે ભાઈ, જ્ઞાને પરદ્રવ્યને કઈ રીતે લીધું? શું પરદ્રવ્ય, તેનો કોઈ ગુણ કે
તેની કોઈ અવસ્થા જ્ઞાનમાં પ્રવેશી ગઈ? એમ તો બનતું નથી. વળી, વસ્તુમાં તેના ત્રણ કાળની અવસ્થાઓ તો
વર્તમાન પ્રગટ વર્તતી નથી, માત્ર એક જ સમયની પ્રગટ અવસ્થા વર્તે છે, તે એકેક સમયની વર્તમાન વર્તતી
અવસ્થાને તો તારું જ્ઞાન જાણતું પણ નથી. તેમ જ તે તરફનો રાગ પણ એકેક સમયે બદલે છે ને જ્ઞાન પણ
એકેક સમયે બદલે છે, તેને પણ તું જાણી શકતો નથી. તારા વર્તમાન જ્ઞાનને, રાગને કે વર્તમાન પરને જાણ્યા
વગર પરને ગ્રહવાનું માને છે તે મિથ્યાત્વ છે. હજી વસ્તુના એક સમયને પણ તારું જ્ઞાન પકડી શકતું નથી તો તે
ત્રિકાળી વસ્તુને તેં કઈ રીતે પકડી? માત્ર અજ્ઞાનભાવથી જ પરનું ગ્રહણ–ત્યાગ માન્યું છે. પરના ગ્રહણ–
ત્યાગની માન્યતા છોડીને જ્ઞાન પોતાના સ્વભાવમાં એકાગ્ર થાય ત્યારે જ્ઞાનમાં સ્વદ્રવ્યને લીધું એટલે કે
આત્માનું ગ્રહણ કર્યું, તે જ્ઞાનમાં પરદ્રવ્ય પણ જણાય છે. પણ જ્ઞાન પોતાના સ્વભાવમાં વળ્‌યા વગર પર દ્રવ્યને
યથાર્થ જાણે તેવું સામર્થ્ય તેનામાં પ્રગટતું નથી. અને પરદ્રવ્યને જરા પણ ગ્રહે એવું સામર્થ્ય તો ત્રણકાળમાં કોઈ
જીવમાં નથી.
(૧૦) જેમ જ્ઞાન પરદ્રવ્યને જરા પણ ગ્રહતું નથી તેમ પરદ્રવ્યને જરા પણ છોડતું ય નથી. પરદ્રવ્યમાં
જ્ઞાનનું કાંઈ પણ કાર્ય નથી. ખરેખર રાગ પણ જ્ઞાનથી પરદ્રવ્ય છે તેથી જ્ઞાન રાગને છોડતું નથી. જ્ઞાનસ્વભાવે
રાગને કદી ગ્રહણ કર્યો નથી ને રાગને કદી છોડતો પણ નથી, રાગનું પોતામાં ગ્રહણ કર્યું હોય તો છોડેને? જ્ઞાન
પોતાના સ્વભાવમાં એકાગ્ર થતાં તે રાગને છોડતું નથી. અહીં દ્રવ્યદ્રષ્ટિ બતાવીને પર્યાયદ્રષ્ટિ જ કાઢી નાંખી છે.
પરિપૂર્ણ સ્વભાવની શ્રદ્ધા કરીને જ્ઞાન તેમાં એકાગ્ર થયું ત્યાં રાગ એની મેળે છૂટી જાય છે; જ્ઞાન સ્વભાવમાં

PDF/HTML Page 9 of 17
single page version

background image
: ૧૭૮ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૭૫ :
ઠર્યું તે વખતે ખરેખર રાગ હોતો જ નથી તો તે છોડે કોને? આ રીતે સ્વભાવમાં એકાગ્ર થયેલું જ્ઞાન રાગને પણ
છોડતું નથી તો પછી આત્મા શરીરને છોડે, આહારને છોડે, વસ્ત્ર પૈસા વગેરેને છોડે–એ વાત તો ક્યાં રહી?
જ્ઞાનથી કે રાગથી પણ પરનો ત્યાગ કરવાનું વસ્તુસ્વભાવમાં નથી.
જ્ઞાનમૂર્તિ આત્માનો વર્તમાન અસંખ્ય સમયનો રાગવાળો ઉપયોગ છે; શ્રદ્ધા વગેરે ગુણોનું કાર્ય એકેક
સમયનું હોવા છતાં જ્ઞાનનો ઉપયોગ તેને જાણી શકતો નથી. તે ઉપયોગ સ્વભાવમાં વળતાં જ્ઞાનની નિર્મળદશા
સમયે સમયે વધતી જાય છે, અને એકેક પર્યાયને પૂર્ણ પકડે એવો નિર્મળ ઉપયોગ પ્રગટે છે. એક પર્યાયને પૂર્ણ
પકડતાં કેવળજ્ઞાન થઈ જાય છે, પણ પર્યાયના લક્ષે પર્યાયને રી પકડાતી નથી, અભેદ દ્રવ્યસ્વભાવમાં ઢળતાં
એકેક પર્યાયને જાણે–એવું કેવળજ્ઞાન પ્રગટે છે. જ્યાં સ્વભાવમાં એકતા કરીને જ્ઞાન કર્યું ત્યાં જ્ઞાન આત્માને ગ્રહે
એવો ભેદ પણ નથી.
(૧૧) અનાદિકાળથી એક સમય માત્ર પણ જીવે પોતાના અંતરમાં આત્માની રુચિથી વિચાર કર્યો નથી.
પોતાનું જ્ઞાનસ્વરૂપ શું છે તેનું ભાન નથી તેથી પરમાં ગ્રહણ–ત્યાગ કરવાનું માને છે, ને તેથી સંસારમાં રખડે છે.
હે ભાઈ, તારા વર્તમાન જ્ઞાનમાં પરની એક સમયની વર્તમાન અવસ્થાને જાણવાની પણ તાકત નથી, તો પછી
આહારાદિ પરદ્રવ્યને ગ્રહવાની કે છોડવાની વાત ક્યાંથી લાવ્યો? આહારનું ગ્રહણ કે ત્યાગ તારા દ્રવ્યમાં નથી,
ગુણમાં નથી, પર્યાયમાં પણ નથી અને રાગ કરીને પણ તું આહારને તો ગ્રહી કે છોડી શકતો નથી. આહાર તો
અનંત પરમાણુનો સ્થૂળ સ્કંધ છે, ને તારા ખ્યાલમાં તેનું સ્થૂળ પરિણમન આવે છે. આહારનો કોળિયો
થાળીમાંથી મોઢા સુધી આવ્યો, તેટલા વખતમાં તો તેના અનંતા ગુણોની અસંખ્ય પર્યાયો બદલાઈ ગઈ છે, તે
સૂક્ષ્મ પરિણમનને તો તારું જ્ઞાન જાણતું ય નથી, તો તેમાં તું શું કરી શકે?
(૧૨) આત્મામાં જ્ઞાન સિવાયના શ્રદ્ધા–ચારિત્ર વગેરે કોઈ ગુણો જાણવાનું કાર્ય કરી શકતા નથી.
સ્વભાવની રુચિ થઈ હોય તેને જ્ઞાન જ જાણે છે, રુચિ પોતે પોતાને કે પરને જાણતી નથી. આત્માના બધા ગુણો
તો એકેક સમયે પરિણમે છે, પણ તેમાં દર્શન અને જ્ઞાન જ એવા છે કે જેનો ઉપયોગ છદ્મસ્થને અસંખ્ય સમય
સુધી લંબાય છે. શ્રદ્ધા વગેરે પર્યાયોનું કાર્ય એકેક સમયમાં જ થાય છે, તે એક પર્યાય પછી બીજી પર્યાયમાં
લંબાતું નથી. જ્ઞાનનું કાર્ય પરિપૂર્ણ થાય ત્યારે તો તે એકેક સમયમાં જ જાણવાનું કાર્ય કરે છે, પણ અધૂરું જ્ઞાન
હોય તે અસંખ્ય સમયના ઉપયોગવાળું છે, રાગ સહિત હોય ત્યારે પણ શ્રદ્ધા વગેરે તો એકેક સમયે કાર્ય કરે છે;
તેનું કાર્ય લંબાતું નથી. જ્ઞાન, જ્યારે શુદ્ધનયના બોધ અનુસાર આત્માને જાણીને સ્વભાવમાં ઢળે છે ત્યારે તેની
સાથે સમ્યક્શ્રદ્ધા હોય છે, તે સમ્યક્ શ્રદ્ધા પોતે એક સમયે પૂરા આત્માને પ્રતીતમાં લેવાનું કામ કરે છે, પણ
જ્ઞાન તે શ્રદ્ધાને અસંખ્ય સમયે જાણે છે; શ્રદ્ધા એક સમયની હોવા છતાં જ્ઞાન તેને એક સમયમાં પકડી શકતું
નથી. જ્ઞાનનો ઉપયોગ સ્વભાવમાં ઢળતાં રાગ અને જ્ઞાનની એકતાબુદ્ધિ ટળીને દ્રવ્ય–ગુણ સાથે એકત્વ થાય છે
ને મિથ્યાત્વ સહેજે ટળે છે. ખરેખર જ્ઞાન મિથ્યાત્વને છોડે–એમ કહેવું તે પણ ઉપચાર છે. અને આત્મા કોઈ પર
વસ્તુને ભોગે–ફોડે કે દૂર–નજીક કરે એ વાત ત્રણકાળમાં બનતી નથી. અજ્ઞાની જીવ સ્વભાવ તરફના જ્ઞાનને
ચૂકીને, રાગ અને નિમિત્તમાં જ્ઞાનની એકતા માનીને સ્થૂળ બુદ્ધિથી સ્થૂળ પદાર્થોને પકડવાનું કે છોડવાનું માને
છે, પણ અંતરમાં સૂક્ષ્મ આત્મસ્વભાવ તરફ તે પોતાના જ્ઞાનના ઉપયોગને વાળતો નથી તેથી તેને એકેક સમયે
જાણે તેવું જ્ઞાન પ્રગટતું નથી ને તેવા જ્ઞાન સામર્થ્યની પ્રતીત પણ હોતી નથી.
જ્ઞાનીને પોતાના પૂરા જ્ઞાન સામર્થ્યનો વિશ્વાસ છે, અને સ્વભાવ તરફ જ્ઞાન વળ્‌યું છે, છતાં એકેક
સમયની અવસ્થાનો વેપાર જે સમયે વર્તે છે તે સમયે તેનો ખ્યાલ આવતો નથી; પણ અસંખ્ય સમયનું સ્થૂળ
પરિણમન ખ્યાલમાં આવે છે. આ રીતે આરાધક જીવ પણ એકેક સમયના પરિણામને જાણી શકતા નથી, તો
પરને મૂકે કે લ્યે એવો તો સ્વભાવ જ નથી, ને વિભાવથી પણ તેમ બનતું નથી.
કેવળીભગવાન એકેક સમયના પરિણમનને પણ જાણે છે, પણ તેમને તો પર સામે લક્ષ નથી ને પરના
ગ્રહણ–ત્યાગનો વિકલ્પ પણ નથી; તેથી તેમને પણ પરનું કાંઈ ગ્રહણ–ત્યાગ નથી. સાધક જીવ એકેક સમયના
પરિણામને પકડી શકતા નથી, જે સમયે જે પરિણામ થાય તે જ સમયે તેને પકડી શકતા નથી; તો પછી તેમને
પરવસ્તુનું ગ્રહણ–ત્યાગ ક્યાંથી હોય?
(૧૩) જીવને અધૂરી દશામાં રાગ થાય છતાં તે રાગને કારણે પરને ગ્રહવા–

PDF/HTML Page 10 of 17
single page version

background image
: શ્રાવણ : ૨૪૭૫ : આત્મધર્મ : ૧૭૯ :
મૂકવાની ક્રિયા કરી શકતો નથી. અને તે રાગવાળું જ્ઞાન પરની વર્તમાન વર્તતી અવસ્થાને કે પોતાની શ્રદ્ધા
વગેરેની વર્તમાન અવસ્થાને પકડી શકતું નથી. શાંતિ, શ્રદ્ધા, પુરુષાર્થ વગેરે ગુણોની વર્તમાન દશા શુદ્ધ છે કે
નહિ, તે અસંખ્ય સમયે જ્ઞાન જાણે છે. જ્ઞાનનો સ્વભાવ એક સમયે જાણવાનો છે ને શ્રદ્ધાદિ પણ એકેક સમયે
પરિણમે છે, પણ રાગવાળો ઉપયોગ એક સમયમાં જાણતો નથી અને એક સમયને પકડી શકતો નથી. આવો
આત્માનો જ્ઞાન સ્વભાવ કોઈ પર વસ્તુને પકડે કે છોડે એ વાત દ્રવ્યમાં, ગુણમાં કે પર્યાયમાં નથી.
(૧૪) અહો, સાધક જીવનું સ્વભાવમાં ભળેલું જ્ઞાન પણ પોતાની એકેક સમયની પર્યાયને પકડતું નથી,
તો તે જ્ઞાન રાગને કે પરને પકડે–એમ કહેનાર તો આત્માના જ્ઞાનસ્વભાવને જાણતો નથી, તે વીતરાગના
શાસનને, કેવળી ભગવાનને, સંત મુનીઓને કે તેમની વાણીને પણ જાણતો નથી. આ વાત સમ્યગ્દર્શનની છે.
આત્માનો જ્ઞાનસ્વભાવ જેવો છે તેવો જ્ઞાનમાં જાણે તો સમ્યગ્દર્શન થાય. જેમ લૌકિકમાં કહેવાય છે કે ‘ટચલી
આંગળીએ મેરૂપર્વત તોળ્‌યો’ તેમ અહીં જ્ઞાન દ્વારા આખા સત્ને તોળવાની–માપવાની વાત છે; એક સમયની
શ્રદ્ધામાં ત્રિકાળી ચૈતન્યસ્વભાવની પ્રતીતિ કરવાની આ વાત છે. તે માટે આત્માની રુચિ અને અનંત પુરુષાર્થ
જોઈએ. ચૈતન્યસ્વભાવ જેવો છે તેવો જ્ઞાનના માપમાં આવ્યા વગર ધર્મ થાય નહિ.
(૧પ) અજ્ઞાની પરને લેવા–મુકવાનું માને છે તે મિથ્યાત્વ છે. તે જીવ જ્ઞાનસ્વભાવને ચૂકીને રાગ–દ્વેષનો
કર્તા થાય છે પણ પરને તો લઈ કે મૂકી શકતો નથી. રાગ વખતે પરને જાણવાનું પણ સામર્થ્ય જ્ઞાનમાં નથી તો
તે પર વસ્તુને તો લે કે મૂકે ક્યાંથી? પરના ગ્રહણ–ત્યાગરહિત જ્ઞાનસ્વભાવના ભાન પછી, ચારિત્રની
અસ્થિરતાના દોષથી જે રાગાદિ થાય તેનાથી પણ પરનું ગ્રહણ કે ત્યાગ આત્મા કરી શકતો નથી.
આત્મા જ્ઞાન સ્વભાવ છે, તે પ્રાયોગિરુગુણથી કે વૈસ્ત્રસિક ગુણથી પણ પરનું કાંઈ ગ્રહણ–ત્યાગ કરી
શકતો નથી; એટલે આત્મા રાગાદિ વિકારરૂપે પરિણમે કે જ્ઞાનસ્વભાવરૂપે પરિણમે, પણ પરનું તો કાંઈ જ
ગ્રહણ–ત્યાગ તે કરી શકતો નથી.
(૧૬) જેને આત્માના જ્ઞાન સ્વભાવની ખબર નથી એવા અજ્ઞાનીઓ પરનું કાંઈ કરવાથી કે દેહના
બળથી આત્માની મોટાઈ મનાવે છે. એક એવી વાત આવે છે કે “મહાવીર પ્રભુના જન્માભિષેક વખતે ઈન્દ્રને
શંકા પડી કે ‘ભગવાનનું શરીર પાણીની ધારા કેમ સહન કરી શકશે?’ ત્યારે ભગવાને ઈન્દ્રને તે શંકા મટાડવા
માટે પોતાના પગનો અંગૂઠો દાબીને આખો મેરુ પર્વત ડગમગાવ્યો!” ––જુઓ, આ બંને વાત તદ્ન જૂઠી છે.
પહેલાંં તો ઈન્દ્ર સમ્યગ્દ્રષ્ટિ છે, તેને ભગવાનના બળની શંકા પડે નહિ, અને ભગવાન અંગૂઠો દાબીને મેરુ
ચલાવે નહિ. મેરુ પર્વત તો શાશ્વત સ્થિર છે, તે ડગે નહિ. જેને આત્માની દ્રષ્ટિ છૂટીને દેહદ્રષ્ટિ થઈ તેનું એ કથન
છે. તેઓ ચૈતન્યબળનું માહાત્મ્ય ચૂકયા તેથી શરીરબળથી મહત્તા વર્ણવવા ગયા છે; તેમાં પણ ભૂલ છે.
તીર્થંકરદેવ બાળકપણાથી પણ સમ્યગ્દ્રષ્ટિ જ હોય છે.
(૧૭) અહીં પરનું તો ગ્રહણ કે ત્યાગ કરવાની વાત નથી, પણ પરની અવસ્થાને જાણવાનું પણ
સ્વભાવ તરફની એકાગ્રતા વગર બનતું નથી. જે અવસ્થા સ્વભાવમાં ઢળતી નથી તે અવસ્થા એકેક સમયને
જાણી શકતી નથી. સ્વભાવમાં એકાગ્ર થતાં થતાં, જે એક સમયની વર્તમાન અવસ્થા વર્તે છે તેને જ્ઞેય કરવા
જાય તો જ્ઞાનનો ઉપયોગ સૂક્ષ્મ થઈને સ્વભાવમાં ઢળે છે, ને સ્વભાવની એકાગ્રતાથી કેવળજ્ઞાન પ્રગટે છે, તે
કેવળજ્ઞાન ત્રિકાળી દ્રવ્યગુણ સહિત એકેક સમયની અવસ્થાને પણ જાણે છે.
આત્મામાં આનંદ ગુણ ત્રિકાળ છે, પણ તેનું પરિણમન એકેક સમયનું છે. એક સમયમાં ત્રિકાળી આનંદ
આવતો નથી, આનંદનો ભોગવટો સમય સમયનો છે. સાધકને એકેક સમયના આનંદનો ભોગવટો છે પણ તે
એકેક સમયના આનંદને જ્ઞાન પકડી શકતું નથી. સમય–સમયનું વેદન પકડવા જતાં, તે સમય સમયની અવસ્થા
જેમાંથી આવે છે એવા દ્રવ્ય તરફ જ્ઞાન ઢળી જાય છે. અને તે દ્રવ્યના આશ્રયે એવું જ્ઞાન પ્રગટે છે કે એકેક
સમયમાં દ્રવ્ય ગુણ–પર્યાય બધાને જાણે. તે જ્ઞાન ત્રણ કાળના આનંદને એક સમયમાં જાણી લ્યે છે, પણ એક
સમયમાં ત્રણકાળનો આનંદ અનુભવાતો નથી. પોતાના આનંદની બે સમયની અવસ્થાને પણ આત્મા ભેગી
કરી શકતો નથી, તો પછી આત્મા પરને લ્યે કે મૂકે–એ વાત તો ક્યાં રહી?
(૧૮) અજ્ઞાની એમ માને છે કે ‘મેં હાથમાં ડુંગળી લીધી.’ હવે અહીં વિચારો કે મેં એટલે કોણે? હાથ
એટલે શું? ને ડુંગળી એટલે શું?

PDF/HTML Page 11 of 17
single page version

background image
: ૧૮૦ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૭૫ :
પોતે તો જ્ઞાનસ્વરૂપ છે. હાથ તો પરમાણુઓનો પિંડો છે, અને ડુંગળી દેખાય છે તે પણ પરમાણુઓનો પિંડ છે.
તે ડુંગળીમાં અસંખ્યાત ઔદારિક શરીર છે, તે એકેક શરીરમાં અનંત જીવો રહેલા છે, એકેક જીવમાં અનંત ગુણો
છે ને તે એકેક ગુણમાં અનંત પર્યાયો છે. તો શું એમાંથી કોઈ દ્રવ્ય–ગુણ કે પર્યાય આ હાથના પરમાણુમાં આવી
ગયા? કે હાથની જગ્યાએ રહેલા આત્માના પ્રદેશમાં તે આવી ગયા? –કે રાગમાં આવી ગયા? –કે જ્ઞાનમાં
આવી ગયા? એમ તો થતું નથી, તો પછી આત્માએ ડુંગળીને કઈ રીતે લીધી? હાથની ઊંચી–નીચી થવાની ક્રિયા
પણ આત્મા કરતા નથી. અજ્ઞાની જીવ પોતાના ચૈતન્યના અસ્તિત્વને ચૂકી ગયો છે, તે જ્ઞાનના કે રાગના એકેક
સમયના કાર્યને પણ જાણતો નથી, ને પરમાં પણ એકેક સમયમાં તેનું સ્વતંત્ર પરિણમન થાય છે તેને જાણતો
નથી, છતાં પરને પકડવાનું માને છે તે પોતે પોતાના અજ્ઞાન ભાવમાં પકડાઈ જાય છે.
છદ્મસ્થ જ્ઞાની કે અજ્ઞાની કોઈ જીવ એક સમયને પકડી શકતા નથી જાણી શકતા નથી; પણ અજ્ઞાની
જીવ પરવસ્તુનું ગ્રહણ ત્યાગ હું કરું એમ માનીને અજ્ઞાનમાં પકડાય છે, પરના અહંકારથી તેનું જ્ઞાન હીણું હીણું
થતું જાય છે. અને જ્ઞાની તો પોતાના સ્વભાવમાં જ જ્ઞાનની એકતા કરીને તે સ્વભાવના આશ્રયે સમયે સમયે
જ્ઞાનની શુદ્ધતા વધારે છે; ને એ રીતે જ્ઞાનની શુદ્ધતા વધતાં વધતાં એક સમયને પણ જાણી શકે એવું નિર્મળ
જ્ઞાન–કેવળજ્ઞાન–તેમને પ્રગટે છે. આત્માનો આવો જ્ઞાનસ્વભાવ છે. એ સિવાય કોઈ રાગ કે પરનું કરવાનો
આત્માનો સ્વભાવ નથી.
(૧૯) જ્યાં આવો આત્માનો જ્ઞાન–સ્વભાવ રુચિમાં આવ્યો ત્યાં બધા ગુણોની અવસ્થા નિર્મળ થતી
જાય છે એટલે કે સર્વ વિશુદ્ધિ થતી જાય છે, સર્વ અવસ્થાઓ એક કરતાં બીજી વધારે નિર્મળ થતી જાય છે, એ
રીતે સ્વભાવની રુચિના જોરે સર્વ અવસ્થાઓમાં નિર્મળતા વધતાં વધતાં પૂર્ણ દશા થાય છે, તે જ્ઞાન ત્રણકાળ
ત્રણલોકને એક સમયમાં વિકાર રહિત જાણે છે, તેમાં જરાય આકુળતા નથી, અધૂરાશ નથી, જે પૂર્ણતા થઈ તે
કાયમ ટકે છે, ફરીને તેવી પૂર્ણતા કરવી પડતી નથી, પણ સદા પૂરું–પૂરું પરિણમન થયા જ કરે છે. એવા
સ્વભાવરૂપે પરિણમનથી પણ આત્મા પરને તો ગ્રહી કે છોડી શકતો નથી.
(૨૦) એક રજકણની અવસ્થા લેવી કે મૂકવી તે તો જીવ કરી શકતો નથી; પણ એક અવસ્થા જાણવી
હોય તો તે પણ, કેવળજ્ઞાનરૂપે પોતાનો સ્વભાવ થાય તો જ જણાય છે, પરના લક્ષે જણાતી નથી. આ રીતે એક
અવસ્થાનું જ્ઞાન કરવા માટે પણ પોતાના અખંડ સ્વભાવ તરફ ઢળવાનું જ આવે છે. પર સામે જોવાથી રાગ
થાય છે, રાગ વખતે દ્રવ્યને અને જ્ઞાન અવસ્થાને ભેદ પડે છે તેથી જ્ઞાનની પૂરી દશા થતી નથી અને જ્ઞાન
દ્રવ્યગુણને કે એક પર્યાયને પ્રત્યક્ષ જાણી શકતું નથી. પરલક્ષ છોડીને જ્ઞાન પોતાના સ્વભાવમાં ઢળતાં દ્રવ્ય અને
પર્યાયની કતા થાય છે ને રાગ ટળીને પૂરું જ્ઞાન પ્રગટે છે, તે જ્ઞાન એક સમયમાં પોતાના દ્રવ્ય ગુણ–પર્યાય
ત્રણેને પ્રત્યક્ષ જાણે છે ને તેમાં પરના દ્રવ્ય–ગુણપર્યાય પણ જણાઈ જાય છે. આવો જ પોતાનો જ્ઞાનસ્વભાવ છે.
તેની શ્રદ્ધાથી જ ધર્મ થાય છે. શ્રદ્ધાના જોરે ચૈતન્યસ્વભાવમાં એકતા થતાં સહેજે જ્ઞાનની અવસ્થા નિર્મળ થતી
જાય છે ને રાગ ટળતો જાય છે. તેનું વર્ણન આ સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં કર્યું છે.
(૨૧) હે જીવ! શ્રદ્ધાની રુચિમાં આખા ચૈતન્યસ્વભાવને લે. તારા જ્ઞાનની એવી નબળી દશા છે કે તે
જ્ઞાન એક સમયને પકડી શકતું નથી. એક સમયમાં આખું તત્ત્વ આવી જતું નથી, અને તે એક સમયની
અવસ્થાને જ્ઞાન પકડી પણ શકતું નથી.
શ્રાવક શું કરે?
હે શ્રાવક! સંસારના દુઃખોનો ક્ષય કરવા માટે પરમ શુદ્ધ સમ્યક્ત્વને ધારણ કરીને અને
તેને મેરુ પર્વત સમાન નિષ્કંપ રાખીને તેને જ ધ્યાનમાં ધ્યાવ્યા કરો. મોક્ષપાહુડ–૮૬
સમ્યક્ત્વથી જ સિદ્ધિ
અધિક શું કહેવું? ભૂતકાળમાં જે મહાત્મા સિદ્ધ થયા છે અને ભવિષ્યકાળમાં સિદ્ધ થશે
તે બધું આ સમ્યક્ત્વનું જ માહાત્મ્ય છે–એમ જાણો. મોક્ષપાહુડ–૮૮

PDF/HTML Page 12 of 17
single page version

background image
: શ્રાવણ : ૨૪૭૫ : આત્મધર્મ : ૧૮૧ :
માટે અખંડ ચૈતન્ય સ્વભાવની શ્રદ્ધા કરીને તે સ્વભાવમાં તારા જ્ઞાન ઉપયોગને એકાગ્ર કર, તો તે સ્વભાવના
આધારે જ્ઞાનની નિર્મળતા થતાં થતાં એક સમયમાં બધુંય પ્રત્યક્ષ જાણે એવું જ્ઞાન પ્રગટે. અંતરમાં પોતાના
સ્વભાવને જુએ નહિ ને બહારમાં પર સામે જોયા કરે તે જીવ બહિરદ્રષ્ટિ છે, તેને જ્ઞાનની નિર્મળતા થતી નથી.
(૨૨) જો જ્ઞાન પૂરું નિર્મળ ન થાય તો તે પોતાને કે પરને પૂરું જાણે નહિ અને તેમાં રાગ થયા વગર
રહે નહિ. જ્ઞાનાદિ બધા ગુણોની અવસ્થાનું અસ્તિત્વ તો એક જ સમયનું છે, પણ જ્ઞાનનો એવો સ્વભાવ છે કે
તેનું કાર્ય લંબાય છે. જ્ઞાનની અવસ્થા તો એકેક સમયની જ છે પણ તેના ઉપયોગનું કાર્ય અસંખ્ય સમય સુધી
લંબાય એવી તેની લાયકાત છે. જે જ્ઞાનનો ઉપયોગ રાગ સહિત તેને એક સમયમાં આખી વસ્તુ લક્ષમાં આવતી
નથી; રાગ સહિત ઉપયોગ એકેક સમયમાં જાણવાનું કાર્ય કરી શકતો નથી. જ્ઞાનની અવસ્થાનું અસ્તિત્વ એક
સમયનું છે–જ્ઞાન એકેક સમયે પરિણમે છે છતાં તે જ્ઞાનનો ઉપયોગ એકેક સમયમાં જાણવાનું કાર્ય ન કરે તો તે
જ્ઞાન ભેદાવળું છે, સ્વભાવમાં પૂરું અભેદ થઈને તે જ્ઞાન કાર્ય કરતું નથી. પર્યાયરૂપે જ્ઞાનની હયાતિ એક
સમયની છે પણ જ્ઞાનનો ઉપયોગ અસંખ્ય સમયનો છે. તે જ્ઞાન જો સ્વભાવ તરફ વળે તો સાધક થઈને
મલિનતા અને નિર્મળતાનો વિવેક કરી શકે, પણ એકેક સમયની મલિનતાને કે નિર્મળતાને જાણી શકે નહિ; તેમ
જ જ્ઞાનાદિ ગુણોમાં એકેક સમયનું પરિણમન છે–એમ સામાન્યપણે જ્ઞાનના ખ્યાલમાં આવે પણ એકેક સમયને
તે જ્ઞાન પકડી શકે નહિ. તો પછી જ્ઞાન આહારાદિ પરવસ્તુને કે રાગને તો ત્રણ કાળમાં છોડે મૂકે નહિ.
(૨૩) આહાર વગેરે અમુક વિધિથી લેવા અને અમુક વસ્તુનો ત્યાગ કરવો એમ શાસ્ત્રમાં પરને લેવા–
મૂકવાના કથનો આવે, તે બધાં કથનો વ્યવહારનાં છે એટલે કે માત્ર બોલવા પૂરતાં છે. તે શાસ્ત્રોના શબ્દો તો
જડ છે, તેમાં કાંઈ આત્મા રહેલો નથી. તે ભાષાની પાછળ જ્ઞાનનો શું આશય હતો તે આશયને સમજે તો તે
કેવળી ભગવાનને, જ્ઞાનીઓને અને શાસ્ત્રને સમજ્યો કહેવાય; માત્ર ભાષાના શબ્દોને જ પકડે તો તેને જ્ઞાનીના
કથનનો આશય સમજાય નહિ. અનંત ગુણના પિંડ આત્માને પકડે નહિ ને માત્ર ભાષાને પકડે તો તેણે
સ્વભાવને છોડીને પરની જ પક્કડ કરી છે, સ્વભાવના જ્ઞાન વગર પરનું યથાર્થ જ્ઞાન થશે નહિ. ચરણાનુયોગમાં
નિમિત્તની અપેક્ષાએ પરવસ્તુને લેવા–મૂકવાનાં કથનો આવે, પણ ‘આત્મા પરવસ્તુમાં જરા પણ ગ્રહણ–ત્યાગ
કરી શકતો નથી’ એવો વસ્તુસ્વભાવ છે તે લક્ષમાં રાખીને તેનો આશય સમજવો જોઈએ.
(૨૪) આત્માના જ્ઞાનસ્વભાવની રુચિથી સ્વભાવમાં અભેદતા થઈ, તેથી સમ્યગ્જ્ઞાન થયું–સાધકદશા
થઈ–ધર્મી થયો, પણ હજી સ્થિરતાથી જ્ઞાનની સ્વભાવમાં અભેદતા ન થાય ત્યાં સુધી રાગ થાય છે અને જ્ઞાન
એક સમયને જાણતું નથી. બહારમાં પ્રભુ પાસે ચોખા મૂકવા વગેરે ક્રિયા તો કોઈ આત્મા સ્વભાવથી કે વિકારથી
પણ કરવા સમર્થ નથી. હું પરનું કરું–એવી ઊંધી માન્યતાથી કે રાગ–દ્વેષથી પણ પરવસ્તુને તો જીવ કાંઈ જ કરી
શકતો નથી. અજ્ઞાની જીવ રાગાદિને જ પોતાનું સ્વરૂપ માને છે તેથી રાગથી જુદો પડીને શ્રદ્ધારૂપે આત્મામાં
અભેદ થતો નથી, અને જ્ઞાનીએ શ્રદ્ધાથી તો આત્મસ્વભાવમાં અભેદપણું પ્રગટ કર્યું છે પણ હજી સ્થિરતાથી
આત્મામાં અભેદપણું થયું નથી ત્યાં સુધી તેને રાગ થાય છે; પરંતુ અજ્ઞાની કે જ્ઞાની રાગના સામર્થ્યથી પણ
પરમાં કાંઈ ગ્રહણ–ત્યાગ કરવા અસમર્થ છે. આત્મા વડે પરનું ગ્રહણ–ત્યાગ થવું અશક્ય છે. આવા
આત્મસ્વભાવને જાણે તો પરમાંથી પાછું ખસીને જ્ઞાન પોતાના સ્વભાવમાં ઠરે, અને સમયે સમયે અનંતી
વિશુદ્ધતા વધતી જાય, રાગ ટળતો જાય અને નિમિત્તરૂપ કર્મો ખરતાં જાય. –આ જ સંવર–નિર્જરારૂપ ધર્મ છે, ને
આ જ મોક્ષનો માર્ગ છે.
× × × × × ×
(૨પ) જ્ઞાન પરદ્રવ્યને જરા પણ ગ્રહતું કે છોડતું નથી–એમ કહ્યું; હવે કહે છે કે જ્ઞાન આહારક નથી માટે
જ્ઞાનને દેહની શંકા ન કરવી:–
‘વળી પરદ્રવ્ય જ્ઞાનનો (અમૂર્તિક આત્મદ્રવ્યનો) આહાર નથી, કારણ કે તે મૂર્તિક પુદ્ગલદ્રવ્ય છે;
અમૂર્તિકને મૂર્તિક આહાર હોય નહિ. તેથી જ્ઞાન આહારક નથી. માટે જ્ઞાનને દેહની શંકા ન કરવી.’
(સમયસાર પૃ. ૪૭પ)
આત્માનો સ્વભાવ અમૂર્તિક છે, તેનું જ્ઞાનઅમૂર્તિક છે, તે સ્વભાવમાં ભેદ પડીને રાગ થાય તો તે પણ
અમૂર્ત છે; તે મૂર્ત આહારને ગ્રહતો નથી. કર્મ–નોકર્મરૂપ આહાર જ્ઞાનને નથી. વર્તમાન જ્ઞાન ઉપયોગને ત્રિકાળી
સ્વભાવમાં વાળીને

PDF/HTML Page 13 of 17
single page version

background image
: ૧૮૨ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૭૫ :
એકાગ્ર થતાં જે શાંત–ઉપશમરસ પ્રગટે તે જ આત્માનો આહાર છે. આત્માના પ્રયત્નથી કર્મ કે આહારનું ગ્રહણ–
ત્યાગ થતું નથી. ત્રિકાળી દ્રવ્યને જ્ઞાનમાં પકડીને તેમાં એકાગ્ર રહેતાં રાગ છૂટી જાય છે એટલે કે રાગ થતો જ
નથી, એવો જ્ઞાનસ્વભાવ છે. ખરેખર રાગને છોડવો તે પણ આત્મા કરતો નથી; આત્માનો ત્રિકાળી
જ્ઞાનસ્વભાવ છે તે રાગને કરતો પણ નથી કે છોડતો પણ નથી. આ સ્વભાવદ્રષ્ટિની વાત છે. સ્વભાવદ્રષ્ટિથી
આત્મા રાગને કરતો કે છોડતો નથી; એટલે જ્ઞાનસ્વભાવમાં રાગનું પણ ગ્રહણ ત્યાગ નથી, તો પછી
આહારાદિનાં ગ્રહણ–ત્યાગ તો ક્યાંથી હોય?
ખરેખર સ્વભાવદ્રષ્ટિથી રાગાદિ પણ મૂર્ત છે. શાસ્ત્રોમાં પણ તેને અવધિજ્ઞાનના મૂર્ત વિષયમાં ગણ્યા છે;
અમૂર્તિક ચૈતન્યનો સ્વભાવ નથી માટે તે રાગાદિમૂર્ત છે, તે રાગાદિભાવો ચૈતન્યથી વિરુદ્ધ છે. ધર્મીને
જ્ઞાનસ્વભાવની દ્રષ્ટિમાં જ્ઞાનની નિર્મળતા જ વધતી જાય છે, પણ તેને મૂર્ત એવા રાગાદિ ભાવો વધતા નથી
તેથી તેમને રાગનું પણ ગ્રહણ નથી તો પરનો ખોરાક તો જ્ઞાનીને ક્યાંથી હોય? તેથી આચાર્યદેવ કહે છે કે
જ્ઞાનને આહાર નથી માટે જ્ઞાનને દેહની શંકા ન કરવી. જ્ઞાન પોતાના સ્વભાવમાં વળ્‌યું ત્યાં જ્ઞાનને વિકાર નથી,
આહાર નથી, દેહ નથી, ભવ નથી. માટે આત્માને ભવની શંકા ન કરવી.
(૨૬) આ ગાથા ઉપર શ્રીજયસેનાચાર્ય દેવની ટીકામાં શિષ્ય પ્રશ્ન કરે છે કે હે ભગવન્! આત્માને
આહાર નથી એમ આપે કહ્યું; પરંતુ અનાહારક જીવ તો સિદ્ધદશામાં હોય અથવા ચૌદમા ગુણસ્થાને હોય અને
વિગ્રહ ગતિ વખતે હોય, એ સિવાય તો જીવને આહારક કહ્યા છે, તો તેને અહીં અનાહારક કઈ રીતે કહ્યા?
સિદ્ધને કે ચૌદમા ગુણસ્થાને તો કોઈ પ્રકારનો આહાર હોતો નથી, અને વિગ્રહ ગતિમાં નોકર્મનું ગ્રહણ નથી તેથી
તેને અનાહારક કહ્યા છે. એ સિવાય તો બધા જીવોને આહાર હોય છે. કેવળીભગવાનને કવલાહાર તો નથી
હોતો પણ કર્મ વર્ગણાના ગ્રહણરૂપ આહાર તો તેમને ય છે. તો અહીં આત્માને ત્રિકાળ અનાહારક કઈ રીતે
ઠરાવો છો? શિષ્ય એમ પૂછે છે ત્યારે આચાર્ય ભગવાન ઉત્તર આપે છે કે–શાસ્ત્રમાં જીવને આહારક કહ્યો છે તે
તો સંયોગનું જ્ઞાન કરાવવા કહ્યું છે, માત્ર નિમિત્ત–નૈમિત્તિક સંબંધથી જીવને આહારનું ગ્રહણ કહેવામાં આવ્યું છે,
પણ ખરેખર તો જીવ આહાર સાથે તન્મય થતો નથી માટે તે આહારને ગ્રહતો જ નથી. નિશ્ચયસ્વભાવથી સદાય
સર્વે જીવ અનાહારક જ છે. મૂર્ત આહારને કોઈ જીવ ગ્રહતો નથી. શાસ્ત્રોમાં નિમિત્તનાં કથન છે. કોઈ જીવ કર્મને
કે ખોરાકને પકડતો નથી. સ્વભાવ દ્રષ્ટિએ સિદ્ધ કે એકેંદ્રિય કોઈ પણ જીવને આહારનું ગ્રહણ નથી. પણ જીવ
પોતાના ચૈતન્યસ્વભાવને નથી પકડતો માટે તે આહારને ગ્રહે છે–એમ કહેવાય છે. જીવ સ્વભાવરૂપે ન પરિણમે
ને વિકારરૂપે પરિણમે ત્યારે તેના નિમિત્તે કર્મ–નોકર્મનું ગ્રહણ થાય છે તે સંયોગનું અને વિકારના પ્રકારોનું જ્ઞાન
કરાવવા વ્યવહાર–શાસ્ત્રોમાં આહારક વગેરેનું વર્ણન આવે છે. પરંતુ આત્મા જડને ગ્રહે છે કે આત્મા કોઈ પરને
ગ્રહી શકે છે–એ વાત સાચી નથી. અજ્ઞાની જીવ પણ કર્મને કે આહારને પકડતો નથી. દેવ–મનુષ્ય વગેરે કોઈ
જીવો એક પરમાણુ માત્ર આહારને કે કર્મને ગ્રહતા નથી. કેવળીભગવાનને (તેરમા ગુણસ્થાને) પરમાણુઓ
આવીને શરીર સાથે બંધાય છે તેથી નિમિત્તથી તેમને આહારક કહેવાય છે, પણ તેમના આત્મામાં એક રજકણનું
પણ ગ્રહણ થતું નથી. અમૂર્તિક આત્મા જો જડ મૂર્ત દ્રવ્યને ગ્રહણ કરે તો તે પોતે જડ–મૂર્ત થઈ જાય. એમ કદી
બને નહિ.
‘નિશ્ચયથી તો આત્મા આહાર ન કરે પણ વ્યવહારથી આત્મા આહાર કરે’ એમ અજ્ઞાની માને છે; પણ
તે વાત સાચી નથી. સ્વભાવથી કે વિકારથી, નિશ્ચયથી કે વ્યવહારથી, જ્ઞાની કે અજ્ઞાની કોઈ જીવ આહારાદિ
પરવસ્તુને ગ્રહી કે છોડી શકતો જ નથી. વ્યવહારથી પણ આત્મા આહારને તો ગ્રહતો નથી, પણ વ્યવહારથી
આરોપ કરીને તેમ બોલાય છે, આરોપથી બોલાય તેથી કાંઈ વસ્તુસ્વરૂપ તેમ થઈ જતું નથી. માટે જ્ઞાનસ્વરૂપી
આત્માને આહાર નથી.
(૨૭) ભગવાન આચાર્યદેવ કરે છે કે–આમ છે માટે જ્ઞાનને દેહની શંકા ન કરવી. અહીં જ્ઞાનસ્વરૂપમાં
નિઃશંક થવાનું કહ્યું છે. જ્ઞાનસ્વરૂપમાં જે દેહની શંકા કરે તે મિથ્યાદ્રષ્ટિ છે. આત્માનો જ્ઞાનસ્વભાવ છે તે જ્ઞાનનો
જ ઉત્પાદક છે. આત્માના જ્ઞાનસ્વભાવમાંથી શરીર ઊપજતું નથી, જ્ઞાનથી શરીર ટકતું નથી ને જ્ઞાનથી શરીર
બદલતું નથી. જેને આવા જ્ઞાનસ્વભાવની શ્રદ્ધા નથી અને શરીર મારું એમ માને છે તે નિઃશંક મિથ્યાદ્રષ્ટિ છે.
ચૈતન્ય સ્વરૂપી આત્મા એકલા ચૈતન્યથી જ ભરેલો છે, તેમાં રાગ નથી, આહાર

PDF/HTML Page 14 of 17
single page version

background image
: શ્રાવણ : ૨૪૭૫ : આત્મધર્મ : ૧૮૩ :
નથી ને દેહ નથી. આવા શુદ્ધ ચૈતન્યસ્વરૂપી આત્માની નિઃશંક શ્રદ્ધા કરે છે તે સમ્યગ્દ્રષ્ટિ છે.
જ્ઞાનસ્વરૂપી આત્મા અમૂર્તિક છે તેને મૂર્તિક આહાર ત્રણકાળ ત્રણ લોકમાં નથી. આવા પોતાના
ચૈતન્યસ્વરૂપની રુચિ કરીને તેની શ્રદ્ધા તથા જ્ઞાન કરતાં રાગની રુચિ તેમ જ પરની પક્કડ છૂટી જાય છે ને
સ્વભાવના આશ્રયે ક્ષણે ક્ષણે જ્ઞાનની શુદ્ધતા વધતી જાય છે. તેનું વર્ણન આ સર્વે વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં કર્યું છે.
(૨૮) ભાઈ, સ્વભાવને ચૂકીને તારા ઉપયોગનું વલણ પરમાં થાય છે, તો પણ તું પરવસ્તુને તો જરા
પણ ગ્રહી કે છોડી નથી શકતો, માટે તારા ઉપયોગને પર તરફથી પાછો વાળીને ચૈતન્યસ્વભાવમાં ઝૂકાવ, તો
ચૈતન્યમાં એકાગ્રતાથી તારા જ્ઞાનની નિર્મળતા થાય અને એક સમયમાં ત્રણકાળ ત્રણલોક તારા જ્ઞાનમાં જ્ઞેય
તરીકે પ્રાપ્ત થાય–અર્થાત્ જણાય.
(૨૯) જ્યારે નદીમાં પાણીનું ઘણું પૂર આવે અને ઊતરતું ન હોય ત્યારે કોઈ માણસ પોતાની આંગળી
કાપીને તેના લોહી વગેરેથી નદીને વધાવે છે. થોડીવારમાં પૂર ઊતરે તો એમ માને છે કે મેં મારી આંગળીનું
લોહી આપ્યું માટે પૂર ઊતરી ગયું. આ તો તદ્ન સ્થૂળ મિથ્યાત્વ છે. આંગળીના એક રજકરણનું પણ આત્માએ
ગ્રહણ કર્યું નથી અને તેનો ત્યાગ પણ આત્મા કરી શકતો નથી. આંગળીના અનંત રજકણોની ક્રિયા સ્વતંત્ર છે.
અને તેને કારણે પાણીનું પૂર ઊતર્યું નથી. તે જીવ પાણીની એકેક સમયની ક્રિયાને કે આંગળીની એકેક સમયની
ક્રિયાને તો જાણતો નથી, સ્થૂળજ્ઞાનથી માત્ર સ્થૂળ વસ્તુને જોતાં ‘આ મેં કર્યું’ એમ અજ્ઞાનથી માને છે. આત્માને
આહાર કે દેહ જ નથી, તો દેહની ક્રિયા કે દેહવડે પરની ક્રિયાને તો આત્મા કઈ રીતે કરે? જ્ઞાનદ્વારા કે રાગદ્વારા
પરમાં તો જીવ કાંઈ કરી શકતો જ નથી. પરની જે જે ક્રિયા થાય તે જ્ઞાનદ્વારા કે રાગદ્વારા થતી નથી પણ તે
પરના કારણે સ્વયં થાય છે.
(૩૦) અહો, ભગવાન્ આત્મા પોતાના જ્ઞાનસ્વભાવથી ભરેલો છે અને સર્વે પરથી તદ્ન ઉપેક્ષાવાળો છે.
અસ્થિરતાથી પરલક્ષ થાય ને રાગાદિ થાય તેની પણ, સ્વભાવ દ્રષ્ટિના જોરે ઉપેક્ષા કરનારો છે. આવા આત્માને
દેહ સાથે એકમેક માનવો તે ખરેખર મિથ્યાત્વ છે, અને એવા મિથ્યાત્વી જીવની વ્રત, તપ, પડિમા વગેરે બધી
ક્રિયાને શાસ્ત્રો ખરેખર પાપ જ કહે છે; કેમ કે તેના અલ્પ પુણ્ય સાથે મિથ્યાત્વનું અનંત પાપ ભેગું જ બંધાય છે.
(૩૧) પરને ટાળું, પરને લઉં કે પરને ફેરવું–એ વાત આત્માના સ્વભાવમાં નથી, અને ‘રાગને ટાળવો’
એ પણ પર્યાય બુદ્ધિ છે, ખરેખર રાગને ટાળવો તે પણ આત્માના સ્વભાવમાં નથી. રાગને ટાળવાની દ્રષ્ટિ તે
પર્યાયદ્રષ્ટિ છે, પર્યાયદ્રષ્ટિથી રાગ ટળતો નથી. પોતાના જ્ઞાન ઉપયોગને અખંડ ચૈતન્યસ્વભાવમાં વાળીને
એકાગ્રતા થતાં ત્યાં રાગ થતો જ નથી.
સ્વમાં વાળ, બાપા! તારા ચૈતન્ય ઉપયોગને આત્મામાં વાળ. બહારમાં તું કાંઈ પણ ગ્રહી કે છોડી શકતો
નથી, માટે તારા ઉપયોગને બહારમાં ન લંબાવ, તારા અંતરસ્વભાવમાં લંબાવ અને ત્યાં એકાગ્ર થા, તો
કેવળજ્ઞાન થાય ને તારા સંસાર–પરિભ્રમણના અંત આવે.
જેણે આવા જ્ઞાનસ્વભાવને માન્યો અને તેનો આદર કર્યો તેણે અનંત તીર્થંકરો–સંતોનું માન્યું છે ને
તેમનો આદર કર્યો છે, ને તેણે જ પોતાના આત્માને માન્યો છે.
(૩૨) આત્માના શ્રદ્ધા–જ્ઞાન કોને અવલંબે છે? આત્માના શ્રદ્ધા જ્ઞાન કોઈ પરવસ્તુને–દેવ–ગુરુ–શાસ્ત્રને
કે રાગાદિને અવલંબતા નથી, પોતાના આત્મદ્રવ્યને જ અવલંબે છે. આત્મદ્રવ્ય અનંત ગુણોથી અભેદ છે, તેમાં
તારા ઉપયોગને વાળ, તો સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન થાય. અહીં ‘જ્ઞાનને દેહની શંકા ન કરવી’ એટલે કે
જ્ઞાનસ્વભાવમાં નિઃશંક થવું–એમ આચાર્યદેવે આદેશ કર્યો છે. આચાર્યદેવ પોતે ઉપદેશના કે લખવાના વિકલ્પમાં
અટક્યા નથી, અને સામા જીવને પણ ઉપદેશ સાંભળવાના વિકલ્પમાં અટકવાનું નથી કહેતાં, પણ સ્વભાવમાં
વળવાનું કહે છે, –સ્વભાવ તરફ વળીને નિઃશંક થવાનું ફરમાવે છે. ઘણી અદ્ભુત રચના છે! છેલ્લી ગાથાઓમાં
અદ્ભુત વર્ણન છે. જ્ઞાનને દેહની શંકા ન કરવી અને અસ્થિરતાથી દેહ તરફ લક્ષ જતાં આહારાદિનો જરાક રાગ
થઈ આવે તો ત્યાંથી ઉપયોગને પાછો વાળીને સંપૂર્ણપણે સ્વરૂપમાં ઠરવાની ભાવના છે. આહારાદિનું ગ્રહણત્યાગ
આત્મા કરતો નથી–એમ શ્રદ્ધાની વાત પણ સાથે સાથે જણાવી દીધી છે.
(૩૩) (અહીં ટીકામાં ‘જ્ઞાન’ કહેવાથી ‘આત્મા’ સમજવો; કારણ કે, અભેદ વિવક્ષાથી લક્ષણમાં જ
લક્ષ્યનો વ્યવહાર કરાય છે. આ ન્યાયે ટીકાકાર આચાર્યદેવ આત્માને જ્ઞાન જ કહેતા આવ્યા છે.)

PDF/HTML Page 15 of 17
single page version

background image
: ૧૮૪ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૭૫ :
‘જ્ઞાન’ પરદ્રવ્યને જરા પણ ગ્રહતું કે છોડતું નથી એટલે ‘આત્મા’ જ પરદ્રવ્યને જરા પણ ગ્રહતો કે છોડતો
નથી–એમ સમજવું. જ્ઞાનને દેહ નથી એમ કહેતાં આત્માને જ દેહ નથી એમ સમજવું, અભેદ વિવક્ષાથી જ્ઞાનને આત્મા
કહેવો તેને અહીં વ્યવહાર કહ્યો છે. પણ આત્મા જ્ઞાનવડે કે રાગ વડે દેહાદિનું કાંઈ કરી શકે–એવી માન્યતા તે વ્યવહાર
નથી પણ મિથ્યાત્વ છે. અહીં તો જ્ઞાનસ્વભાવને જ આત્મા કહ્યો છે તેથી ‘આત્મામાં રાગ થાય છે’ એ વાત પણ કાઢી
નાંખી છે. બહારની વસ્તુ લેવા–મૂકવાનું આત્મા કરે–એવો કાંઈ વ્યવહાર નથી. બહુ બહુ તો જ્ઞાનને આત્મા કહેવો
તેટલો વ્યવહાર છે, ત્યાં પણ અભેદ આત્માને લક્ષમાં લેવાનું પ્રયોજન છે. પણ જ્ઞાન અને આત્મા એવા ભેદનું એટલે
કે વ્યવહારનું લક્ષ છોડવા જેવું છે, તો પછી રાગને કે શરીરાદિને આત્મા કહેવો તે વાત તો ક્યાં રહી?
પરના ગ્રહણ–ત્યાગની માન્યતા છોડીને આવા જ્ઞાનસ્વભાવને પકડવાનો પુરુષાર્થ કરીને ઉપયોગને તેમાં
એકાગ્ર કરતાં એક સમયમાં પૂરું જાણે તેવી પરમાત્મદશા પ્રગટ થાય છે. –તેનો જ આ વિધિ કહેવાયો છે.
વર સ. ૨૪૭૪ ભદરવ સદ ૧પ
(૩૪) “જ્ઞાનસ્વરૂપ આત્મા અમૂર્તિક છે અને આહાર તો કર્મ–નોકર્મરૂપ પુદ્ગલમય મૂર્તિક છે; તેથી
પરમાર્થે આત્માને પુદ્ગલમય આહાર નથી. વળી આત્માનો એવો જ સ્વભાવ છે કે તે પરદ્રવ્યને તો ગ્રહતો જ
નથી સ્વભાવરૂપ પરિણમો કે વિભાવરૂપ પરિણમો, પોતાનાં જ પરિણામનાં ગ્રહણત્યાગ છે, પરદ્રવ્યમાં
ગ્રહણત્યાગ તો જરા પણ નથી.
આ રીતે આત્માને આહાર નહિ હોવાથી તેને દેહ જ નથી.”
(શ્રી સમયસાર ગા ૪૦પ–૬–૭ નો ભાવાર્થ પૃ. ૪૭પ)
જ્ઞાનસ્વરૂપી આત્મા પોતાના જ્ઞાન વડે પરને ગ્રહી શકતો નથી. પરના ત્રિકાળી દ્રવ્યને, તેના ગુણને કે
તેના એકેક સમયના પર્યાયને છદ્મસ્થ જીવ પોતાના જ્ઞાનમાં જાણી પણ શકતો નથી, તો તે પરને ગ્રહે કે છોડે
ક્યાંથી? અસંખ્ય સમયના સ્થૂળ જ્ઞાનથી સ્થૂળ પદાર્થ જ જણાય છે.
આત્મા કાં તો ત્રિકાળી સ્વભાવના આશ્રયે પરિણમીને પૂર્ણ નિર્વિકાર દશારૂપે થાય. અને કાં તો પર
વસ્તુને ગ્રહવા–છોડવાની મિથ્યા માન્યતા કરીને વિકારરૂપે થાય. એ સિવાય આત્મા બીજું કાંઈ પરનું ગ્રહણ–
ત્યાગ કરતો નથી. જ્ઞાની સ્વભાવના આશ્રયે પરિણમીને નિર્મળ પરિણામને ગ્રહે છે અને અજ્ઞાની પરાશ્રયે
પરિણમીને વિકાર પરિણામને ગ્રહે છે.
(૩પ) જ્ઞાની નિર્મળ પરિણામને ગ્રહે છે–એટલે શું? જ્ઞાની પણ પોતાના જ્ઞાનમાં એકેક સમયના નિર્મળ
પરિણામને તો પકડી શકતા નથી, પરિણામને ગ્રહવા ઉપર તેમનું લક્ષ નથી, પણ પોતાના અભેદ સ્વભાવની
રુચિથી દ્રવ્યમાં પરિણામની અભેદતા કરતાં નિર્મળ પરિણામ જ થતા જાય છે, તેથી જ્ઞાનીને નિર્મળ પરિણામનું
ગ્રહણ કહ્યું છે. પણ એકેક પરિણામ ઉપર જ્ઞાનીનું લક્ષ નથી, ત્રિકાળી દ્રવ્ય ઉપર જ લક્ષ છે. એક સમયને પકડવા
માગે તો પણ ત્રિકાળી દ્રવ્યમાં જ અભેદ થવાનું આવે છે; ત્રિકાળી સ્વભાવમાં અભેદ થયા વગર એક સમયને
જાણી શકે તેવું જ્ઞાન સામર્થ્ય પ્રગટે નહિ. એક પરિણામને પકડવા જતાં ઉપયોગ સ્વભાવમાં અભેદ થઈને
કેવળજ્ઞાન થાય છે એ રીતે પોતાના દ્રવ્યસ્વભાવ તરફ વળતાં નિર્મળ પરિણતિ થતી જાય છે ને રાગનો ત્યાગ
થઈ જાય છે. પૂર્ણ નિર્મળતા થતાં જ્ઞાનમાં એકેક સમયે બધા જ પદાર્થો જ્ઞેય તરીકે જણાય છે. સ્વભાવના લક્ષે
નિર્મળ પરિણામનું ગ્રહણ અને વિકારી પરિણામનો ત્યાગ થઈ જાય છે, પણ પરિણામને ગ્રહવા–છોડવા ઉપર
જ્ઞાનીનું લક્ષ નથી. પરિણામના ગ્રહણ–ત્યાગ ઉપર લક્ષ જતાં તો રાગનું ઉત્થાન થાય છે; પરિણામના લક્ષે એકેક
પરિણામ જણાતાં નથી. એક સમયના સૂક્ષ્મ પરિણામને પકડવા જતાં, ત્રિકાળી સ્વભાવની રુચિના જોરે ઉપયોગ
સૂક્ષ્મ થઈને, પરિણામ જેમાંથી પ્રગટે છે એવા પરિણામી દ્રવ્યમાં અભેદ થાય છે ને કેવળજ્ઞાન થાય છે તે જ્ઞાન
ત્રિકાળી દ્રવ્યને અને એકેક સમયના પર્યાયને જાણે છે.
પરનું કાંઈ કરવાની માન્યતારૂપ મિથ્યાત્વ ભાવને સેવે તો સ્વભાવની રુચિ છૂટી જાય ને મલિન પરિણામની
ઉત્પત્તિ થાય છે; એટલે અજ્ઞાનીને તો મલિન પરિણામનું ગ્રહણ છે. જ્ઞાનીને સ્વભાવની રુચિ થતાં, સ્વદ્રવ્યમાં જ
ઉપયોગની એકતા થાય છે ને સમયે સમયે નિર્મળ પરિણામ ઊપજે છે, તેથી જ્ઞાનીને નિર્મળ પરિણામનું ગ્રહણ થાય
છે ને મલિન પરિણામનો ત્યાગ થઈ જાય છે. આમ સમયે સમયે થાય છે પણ જ્ઞાનીનું જ્ઞાન તે સમય સમયના
નિર્મળ પરિણામને પકડી શકતું નથી, સમય સમયના સૂક્ષ્મ પરિણામને ગ્રહવા જતાં ત્રિકાળી દ્રવ્યમાં ઉપયોગની
એકાગ્રતા થઈ જાય છે.
(૩૬) જ્ઞાનની પર્યાય તો એક જ સમયની છે, તે પર્યાય કાંઈ બે સમય

PDF/HTML Page 16 of 17
single page version

background image
: શ્રાવણ : ૨૪૭૫ : આત્મધર્મ : ૧૮૫ :
રહેતી નથી, પણ તેનો ઉપયોગ અસંખ્ય સમય સુધી લંબાય એવો જ્ઞાનનો સ્વભાવ છે. કેવળી ભગવાનને પૂરું
જ્ઞાન હોવાથી તેમનું જ્ઞાન એકેક સમયમાં જ બધું જાણે છે. પણ છદ્મસ્થને અલ્પજ્ઞાન હોવાથી તેનો ઉપયોગ
અસંખ્ય સમય સુધી લંબાઈને કાર્ય કરે છે, તે અસંખ્ય સમયનો ઉપયોગ સૂક્ષ્મ એક સમયને પકડી શકે નહિ.
જ્ઞાનમાં એક સમય ક્યારે પકડયા? જ્ઞાન જ્યારે દ્રવ્યસ્વભાવમાં લીન થઈને પૂરું પરિણમે ત્યારે તે એક સમયને
જાણે છે.
(૩૭) દરેક જીવને ગ્રહણ ત્યાગ તો પોતાના પરિણામનું જ થાય છે, પરનું ગ્રહણ ત્યાગ કોઈ જીવ કરી
શકતો નથી. અજ્ઞાનીને વસ્તુસ્વભાવની ખબર નથી તેથી તે પરનું ગ્રહણત્યાગ કરવાનું માને છે, પરંતુ તેને ય
પોતાના પરિણામનું જ ગ્રહણત્યાગ છે, પરનું કિંચિત્માત્ર ગ્રહણત્યાગ તેને નથી; તેને અજ્ઞાનભાવને લીધે
પોતાના શુદ્ધ પરિણામનો ત્યાગ અને અશુદ્ધ પરિણામનું ગ્રહણ છે. જ્ઞાનીને પોતાના શુદ્ધસ્વભાવની શ્રદ્ધાના જોરે
સમયે સમયે પોતાના શુદ્ધ પરિણામનું ગ્રહણ ને અશુદ્ધ પરિણામનો ત્યાગ છે.
જ્ઞાનીને પરિણામનું ગ્રહણ ત્યાગ કરવાનો વિકલ્પ નથી, તેને પર્યાય દ્રષ્ટિ જ નથી, ત્રિકાળ દ્રવ્યદ્રષ્ટિથી
તેને પરિણામનું ગ્રહણત્યાગ થઈ જાય છે. એક સમયને જોવા જાય તો તો પર્યાય દ્રષ્ટિ છે, ને પર્યાયદ્રષ્ટિ તે
મિથ્યાત્વ છે. તેથી ‘પર્યાયનું ગ્રહણ’ એમ કહેતાં જ જ્ઞાનીને ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ તરફ ઢળવાનું બને છે.
ધ્રુવસ્વભાવ ઉપર દ્રષ્ટિ રહેતાં ક્ષણે ક્ષણે નિર્મળ પર્યાય ઊપજે છે ને વિકાર ટળે છે; તેથી જ્ઞાનીને તે તે પરિણામનું
ગ્રહણ ને ત્યાગ કહ્યું છે, પણ પર્યાયના ગ્રહણ ત્યાગ ઉપર જ્ઞાનીની દ્રષ્ટિ નથી.
(૩૮) દ્રવ્યમાં, ગુણમાં અને પર્યાયમાં ત્રણેમાં વસ્તુની સત્તા છે, વસ્તુનું વાસ્તુ એટલે વસ્તુનું રહેઠાણ
દ્રવ્ય–ગુણ–પર્યાયમાં છે. પોતાના દ્રવ્ય ગુણ–પર્યાયની બહારમાં વસ્તુની કાંઈ સત્તા નથી તેથી પરમાં વસ્તુ કાંઈ કરી
શકે નહિ. આત્માના દ્રવ્ય–ગુણ–પર્યાયમાં આત્માની પ્રભુતા છે, પરવસ્તુમાં આત્માની પ્રભુતા નથી. આત્મામાં
પોતાની પ્રભુતા–સત્તા, અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્વ, પ્રદેશત્વ, જ્ઞાન, સુખ, વીર્ય વગેરે
અનંત ગુણો છે અને તે ગુણોનું સમયે સમયે સ્વતંત્ર પરિણમન છે. આત્માને પોતાના ગુણોના પરિણામનું
ગ્રહણત્યાગ છે; પરંતુ આત્માનો કોઈ ગુણ કે પર્યાય બહારમાં નથી તેથી બહારની વસ્તુમાં કાંઈ પણ ગ્રહણ કે
ત્યાગ આત્મા કરી શકતો નથી. આત્મા પોતાના સ્વભાવરૂપ પરિણમે કે વિભાવરૂપ પરિણમે સ્વભાવની રુચિરૂપ
પરિણમે કે પરની રુચિરૂપ પરિણમે, પરંતુ પરવસ્તુનું ગ્રહણ કે ત્યાગ તો તેને કોઈ રીતે નથી. સ્વભાવરૂપ પરિણમે
તો નિર્મળ પરિણામને ગ્રહે, અને વિભાવરૂપ પરિણમે તો મલિન પરિણામને ગ્રહે. પણ જ્ઞાનસ્વરૂપી આત્માને
પરનું ગ્રહણત્યાગ નથી. જ્ઞાનસ્વરૂપી આત્માને આહારનું ગ્રહણ નથી, માટે જ્ઞાનને દેહ જ નથી. શરીર તો
આહારથી રચાય છે, કાંઈ આત્માના જ્ઞાનમાંથી શરીરની રચના થતી નથી. ચૈતન્યને આહારનું ગ્રહણ નથી માટે
આહારથી રચાતું શરીર પણ જીવને નથી.
(૩૯) અહીં તો આત્માને ત્રણે કાળે આહાર વગરનો જ કહ્યો. અજ્ઞાની લોકો કેવળજ્ઞાની ભગવાનને
પણ કોળીયાનો આહાર હોવાનું માને છે. પણ કેવળીને વ્યવહારથી પણ આહાર કહેવાતો નથી. કેમકે કેવળી
ભગવાનને જ્ઞાન પૂરું પરિણમી ગયું છે, તેમને વ્યવહાર નય જ રહ્યો નથી તેથી તેમને આહાર હોઈ જ શકે નહિ;
કેવળીને પર્યાય તરફ વલણ જ રહ્યું નથી તેમજ શરીર તરફનું લક્ષ પણ નથી, તેમને આહાર હોઈ શકે નહિ.
વ્યવહારનય જ રહ્યો નથી અને શરીર ઉપર લક્ષ જ નથી તો તેમને આહાર કેમ હોય? બીજા રાગી જીવોને
વ્યવહારે આહાર કહેવાય, પરંતુ કેવળીને તો વ્યવહાર પણ નથી. પરમાર્થથી તો આહાર કોઈ જીવને નથી.
વળી કેવળી ભગવાનને પૂર્ણ આત્મસ્વભાવના આશ્રયે પરિણમતાં એકેક સમયનો સૂક્ષ્મ ઉપયોગ થઈ
ગયો છે, તેને આહાર હોઈ જ શકે નહિ. એકેક સમયનો જ્ઞાનનો ઉપયોગ થઈ ગયો અને પરમાણુના એકેક
સમયના પરિણમનને જાણે છે તેમને આહાર ન હોય. કેવળીને તો પૂરું પ્રમાણજ્ઞાન થઈ ગયું છે, તેમને નય હોતા
નથી. સાધક શ્રુતજ્ઞાનીને જ નિશ્ચય–વ્યવહારનય હોય છે. સાધક જીવને નિશ્ચયની મુખ્યતાથી જ સાધકપણું ટકયું
છે, એક સમય પણ જો વ્યવહારની મુખ્યતા થઈ જાય તો સાધકપણું જ ટકે નહિ. વ્યવહારની મુખ્યતા થાય તો
પર્યાયદ્રષ્ટિ થઈ જાય ને મિથ્યાત્વ થઈ જાય. સાધકને એક સમય પણ સ્વભાવની એકતા વગરનો જતો નથી. જો
એક સમય પણ સ્વભાવ તરફનું મુખ્ય વલણ ખસીને પર્યાય તરફનું મુખ્ય વલણ થઈ જાય તો મિથ્યાત્વ થાય.
સાધકને સ્વભાવની એકતાથી સમયે સમયે નિર્મળ પરિણામનું ગ્રહણ થાય છે.

PDF/HTML Page 17 of 17
single page version

background image
ATMADHARMA With the permission of the Baroda Govt. Regd. No. B. 4787
order No. 30-24 date 31-10-44
આત્મધર્મના ગયા અંકમાં લાઠીના ફંડની જે વિગત છપાણી છે તેમાં એક
રકમ આ પ્રમાણે ઉમેરવાની છે: ૧૦૧/– શેઠ નારણદાસ કરસનજી–રણપુર.
આજીવન બ્રહ્મચર્ય
અષાડ સુદ ૧૦ ને મંગળવારના સોનગઢમાં પૂ. સદ્ગુરુદેવશ્રી પાસે
અમદાવાદના ભાઈશ્રી ધારશી નાગરદાસ તથા તેમના ધર્મ પત્નીએ બંનેએ સજોડે
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞતા અંગીકાર કરી છે.
શ્રી વીરશાશન જયંતી મહોત્સવ
અષાડ વદ એકમના દિવસે શાસન નાયક ભગવાન મહાવીર પ્રભુનો
દિવ્યધ્વનિ છૂટયો, મહાન ગણધર પદની સ્થાપના પણ તે જ દિવસે થઈ, બાર અંગ
રૂપ શ્રુતની રચનાનો દિવસ પણ તે જ છે અને શાસનનું નવું વર્ષ પણ તે જ દિવસથી
શરૂ થાય છે, એવો એ પવિત્ર દિવસ શ્રી વીર શાસન જ્યંતી મહોત્સવ તરીકે ઉજવાય
છે. સોનગઢમાં તે દિવસ ઘણા ઉત્સાહ અને ભક્તિ પૂર્વક ઉજવાયો હતો. આ દિવસે
ભાઈશ્રી ખીમચંદ જેઠાલાલ શેઠે પોતાના “ભરત ભુવન” નું વાસ્તુ કરવાના નિમિત્તે
પૂ. ગુરુદેવશ્રીનું વ્યાખ્યાન પોતાને ત્યાં કરાવ્યું હતું. પૂ. ગુરુદેવશ્રીએ શ્રોતાના
ભાવની તેમજ દિવ્યધ્વનિની અપૂર્વતાની સંધિ બતાવનારું અપૂર્વ પ્રવચન કર્યું હતું.
તે પ્રસંગના ઉલ્લાસમાં ખીમચંદભાઈએ ભક્તિભાવના સહિત પ૦૧/–રૂા.
જ્ઞાનખાતામાં અર્પણ કર્યા હતા. અષાડ સુદ ૮ થી ૧પ સુધી શ્રી નંદીશ્વર દ્વીપના
અષ્ટાહ્નિકા મહોત્સવ પણ પૂજન–ભક્તિ પૂર્વક ઉત્સાહથી ઉજવાયો હતો.
ધાર્મિક દિવસો
મુમુક્ષુઓની સગવડ ખાતર, સોનગઢમાં દર વર્ષે જે રીતે ધાર્મિક દિવસો
મનાય છે તે રીતે આ વર્ષે તા. ૨પ–૮–૪૯ શ્રાવણ વદ ૧૨ રવિવારથી તા.
૨૮–૮–૪૯ ભાદરવા સુદ પ રવિવાર સુધી ધાર્મિક દિવસો ગણવામાં આવશે.
શ્રીજૈન અતિથિ સેવા સમિતિની વાર્ષિક મિટિંગ ભાદરવા સુદ ૨ તા.
૨પ–૮–૪૯ ગુરુવાર ના રોજ સાંજે પાંચ વાગે થશે.
શ્રાવણ અને ભાદરવા માસના મંગળ દિવસો
શ્રાવણ સુદ ૬ રવિવાર: શ્રી નેમપ્રભુના જન્મ તપકલ્યાણક શ્રાવણ સુદ
૧પ સોમવાર: આ દિવસે શ્રી વિષ્ણુકુમારે અકંપનાચાર્યાદિ ૭૦૧ મુનિરાજની
ઉપસર્ગથી રક્ષા કરી હતી. તેથી આ ધર્મ વાત્સલ્યનો દિવસ છે.
શ્રાવણ વદ ૭ મંગળવાર: શ્રીશાંતિપ્રભુનો ગર્ભકલ્યાણક
ભાદરવા સુદ પ રવિવારથી ભાદરવા સુદ ૧૪ સુધી શ્રી દસલક્ષણ ધર્મ
ભાદરવા વદ ૧ ક્ષમાવણી પર્વ
મુદ્રક: ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય: મોટા આંકડિયા સૌરાષ્ટ્ર તા. ૨૯ – ૭ – ૪૯
પ્રકાશક: શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ: સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા: સૌરાષ્ટ્ર