PDF/HTML Page 1 of 17
single page version
PDF/HTML Page 2 of 17
single page version
મિથ્યાજ્ઞાન છે. જેને પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી તે
કેમ કે તેણે પુણ્ય–પાપમાં જ પોતાના આત્માની એકતા
માની છે, પણ જ્ઞાનસ્વભાવ સાથે એકતા માની નથી;
તેથી તે જીવ વિકારથી છૂટતો નથી પણ વિકારમાં
એકત્વપણું માનીને બંધાતો જ જાય છે, તેનો સંસાર
નાશ થતો નથી. જેણે પોતાના જ્ઞાનને આત્મામાં વાળ્યું
નથી અને પુણ્ય–પાપથી જુદું જાણ્યું નથી તે જીવ પુણ્યથી
પણ બંધાતો જ જાય છે, પણ છૂટો પડતો નથી. અને જે
જીવે પોતાના જ્ઞાનને પુણ્ય–પાપથી જુદું જાણીને
બંધાતો નથી પણ સ્વભાવના આશ્રયે બંધનથી છૂટતો
જ જાય છે. ત્રિકાળી જ્ઞાનસ્વભાવ જેવો છે તેવો જાણીને
તેની રુચિ–પ્રતીતિ કરી તે જીવ સમ્યગ્દ્રષ્ટિ થયો.
PDF/HTML Page 3 of 17
single page version
જ્ઞાન પોતાના સ્વભાવથી થાય છે, શબ્દો સાંભળવાના કારણે થતું નથી. ઘડિયાળમાં આઠ ટકોરા પડ્યા
પરિણમન એક જ સમયે વર્તી રહ્યું છે, પણ બંને સ્વતંત્ર છે.
છે. આમ બધું મેળવાળું હોવા છતાં દરેકે દરેક દ્રવ્ય સ્વતંત્રપણે પોતાના સ્વકાળમાં જ, પરની અપેક્ષા વગર
પરિણમી રહ્યું છે.
કારણે બીજા જીવને તેનું જ્ઞાન થયું નથી.
જેવું જાણ્યુ તેવી જ ભાષા આવે, અને સામો જીવ પણ તેવુ જ સમજી જાય. આવો મેળ હોવા છતાં જ્ઞાને જાણ્યું
માટે ભાષા થઈ નથી અને ભાષાને કારણે સામા જીવને તેનું જ્ઞાન થયું નથી. જ્ઞાનની અવસ્થા સ્વાવલંબી
ચૈતન્યના આશ્રયે જ કાર્ય કરે છે–એમ સમજીને, પોતાના જ્ઞાનસ્વભાવ તરફ વળીને ત્રિકાળી સ્વભાવની શ્રદ્ધા
પ્રગટ કરવી તે સમ્યક્ શ્રદ્ધા છે. પણ ઘડિયાળ વગેરે જ્ઞેયોને કારણે કે શબ્દોને કારણે જ્ઞાન થયું–એમ માને તે જીવે
આત્મામાં જ્ઞાન ને શાંતિ માન્યા નથી એટલે તે જીવ પોતાના સ્વભાવ તરફ વળતો નથી ને તેનું મિથ્યાત્વ ટળતું
નથી. પ્રશંસાના શબ્દો જગતમાં પરિણમે તેનાથી આત્માને સુખ કે જ્ઞાન નથી, છતાં તેનાથી જ્ઞાન કે સુખ માને
તો તે જીવનું જ્ઞાન પરમાં લીન થયેલું છે, તે જ્ઞાન અચેતન છે–અધર્મ છે. શબ્દોથી અને તે તરફના ક્ષણિક
વર્તમાન અવસ્થા પૂર્ણ સ્વભાવ તરફ વળે છે. દ્રવ્ય–ગુણ તો ત્રિકાળ પૂરા છે જ, ને તેના તરફ વળતી અવસ્થા
પણ પરિપૂર્ણને જ સ્વીકારે છે, તેથી તે અવસ્થા પણ પૂર્ણના આશ્રયે પૂરી જ થાય છે.
આશરો છોડીને ચેતનસ્વભાવનો આશરો લે છે. ચેતનસ્વભાવી આત્મદ્રવ્યના લક્ષે સમયે સમયે સ્વભાવની
શુદ્ધતા વધતી જાય છે. એનું નામ સર્વવિશુદ્ધજ્ઞાન છે.
પગ કે દાંત નથી કે જેનાથી તે પર વસ્તુને પકડે કે છોડે. આત્માએ પોતાના સ્વભાવને ભૂલીને
‘વિકાર તે હું’ એમ વિકારની પક્કડ પોતાની અવસ્થામાં કરી છે, જેણે પોતાના પરિપૂર્ણ
જ્ઞાનાનંદ સ્વરૂપની પક્કડ–શ્રદ્ધા–કરીને તે વિકારની પક્કડ છોડી તેણે છોડવાયોગ્ય બધું છોડ્યું છે.
સ્વભાવનું ગ્રહણ ને વિકારનો ત્યાગ એવા ગ્રહણ–ત્યાગ તે જ ધર્મ છે. એ સિવાય પર વસ્તુને
આત્માએ પકડી નથી, પર વસ્તુ આત્મામાં કદી પ્રવેશતી નથી, તો આત્મા તેને છોડે ક્યાંથી? હું
પરને છોડું–એમ જે માને તે જીવ પરનો અહંકાર કરનારો મિથ્યાદ્રષ્ટિ છે.
PDF/HTML Page 4 of 17
single page version
છે, મિથ્યાત્વ છે, તે જ પુણ્ય–પાપની ઉત્પત્તિનું મૂળ છે. અને જ્ઞાનસ્વરૂપ હું છું, પુણ્ય–પાપ હું નથી–એવી પ્રતીતિ
તે પુણ્ય–પાપનો નાશ કરીને કેવળજ્ઞાન પ્રગટ કરવાનું મૂળ છે. બસ, સ્વમાં એકતાનો અભિપ્રાય તે ધર્મ છે ને
પરમાં એકતાનો અભિપ્રાય તે અધર્મ છે; જેને સ્વમાં એકતાનો અભિપ્રાય છે તેને સ્વના આશ્રયે ધર્મની જ
ઉત્પત્તિ છે, ને જેને પરમાં એકતાનો અભિપ્રાય છે તેને પરના આશ્રયે અધર્મની જ ઉત્પત્તિ થાય છે. જેને પુણ્ય–
પાપનો જ ઉત્પાદ ભાસે છે તેને તે વખતે તેનો વ્યય ભાસતો નથી. પુણ્યપાપ વખતે તે પુણ્ય–પાપનો વ્યય
કરનારો સ્વભાવ છે, તે તેને ભાસતો નથી. પુણ્ય–પાપથી જુદો, પુણ્ય પાપનો વ્યય કરનારો સ્વભાવ જેને
ભાસતો નથી તે પુણ્ય–પાપનો વ્યય કરી શકતો નથી, એટલે તેને શુદ્ધતા થતી નથી. જેને પુણ્ય–પાપ રહિત
સ્વભાવનું ભાન છે તે જીવ પુણ્ય–પાપ વખતે ય સ્વભાવની એકતારૂપે જ ઊપજે છે, તેથી તે વખતે ય તેને
જ્ઞાનની શુદ્ધતાની ઉત્પત્તિ જ વધે છે. પુણ્ય–પાપ ની ઉત્પત્તિ વધતી નથી. આ ‘સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર’ છે
તેથી, સ્વભાવની શ્રદ્ધાથી પર્યાયમાં સમયે સમયે જ્ઞાનની વિશુદ્ધતા થતી જાય છે તેનું આ વર્ણન છે.
છે તેને તો, પુણ્ય–પાપ વખતે ય આત્મ સ્વભાવમાં એકતા રૂપે જ જ્ઞાન કાર્ય કરે છે તેથી, જ્ઞાનની શુદ્ધિ વધતી
જાય છે, અને જેનું જ્ઞાન આત્મસ્વભાવનો આશ્રય છોડીને પુણ્ય પાપમાં જ વળ્યું છે તેને મિથ્યા–જ્ઞાન છે, તેને
જ્ઞાન હણાતું જાય છે ને પુણ્ય–પાપ રૂપ વિકાર ભાવો વધતા જાય છે.
ક્ષણિક પુણ્ય–પાપની જ હયાતીને કબૂલવી તે મિથ્યાત્વ છે, તે પાપનું મૂળ છે. જ્ઞાનીને ત્રિકાળી સ્વભાવમાં
વળેલા પરિણામથી સમયે સમયે નિર્મળ સ્વભાવ જ ભાસે છે, ને વિકારની ઉત્પત્તિ નથી ભાસતી પણ વ્યય
ભાસે છે. અજ્ઞાનીને વિકારની ઉત્પત્તિ જ ભાસે છે, પણ શુદ્ધ આત્માની હયાતી ભાસતી નથી, એટલે તેને
શુદ્ધતાની ઉત્પત્તિ થતી નથી. જ્ઞાનીને શુદ્ધાત્માની હયાતી ભાસે છે ને તેમાં પુણ્ય–પાપની હયાતી ભાસતી નથી
તેથી તેને ખરેખર શુદ્ધાત્માની જ ઉત્પત્તિ થાય છે ને પુણ્ય–પાપની ઉત્પત્તિ થતી નથી.
તરફ પરિણમન થાય છે. મિથ્યાત્વ તે જ પુણ્ય–પાપનું મૂળ છે –એમ કહીને મિથ્યાત્વનો નાશ કરવાનું કહ્યું.
મિથ્યાત્વ ટાળતાં પુણ્ય–પાપ પણ ટળી જ જાય છે. મિથ્યાત્વને પુણ્ય–પાપનું મૂળ કહ્યું તેમાં એ પણ આવી ગયું કે
સમ્યકત્વ તે વીતરાગી ચારિત્રનું મૂળ છે. સ્વભાવની શ્રદ્ધા કરીને જ્ઞાન તેમાં ઠર્યું તે જ ચારિત્ર છે. જ્ઞાન પોતાના
આત્મસ્વભાવમાં કરે તેમાં જ દર્શન જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગ આવી જાય છે. સ્વભાવમાં ઢળેલું જ્ઞાન પોતે
મોક્ષમાર્ગ છે. આત્મસ્વભાવના આશ્રયે જે જ્ઞાન પરિણમ્યું તેમાં મોક્ષમાર્ગ આવી ગયો, સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રરૂપે પરિણમેલા આત્માને પ્રાપ્ત કરવો તે સ્વસમયની પ્રાપ્તિ છે. સ્વભાવમાં વળેલી નિર્મળદશાને અહીં
સ્વસમયની પ્રાપ્તિ કીધી છે, તે મોક્ષમાર્ગ છે, તે જ ધર્મ છે. મોક્ષમાર્ગરૂપે આત્મા પોતે જ પરિણમી જાય છે.
આત્માના સ્વભાવની ઓળખાણ કરીને, આત્મામાં જ પ્રવૃત્તિરૂપ સ્વસમયને પ્રાપ્ત કરીને શુદ્ધ જ્ઞાનને દેખવું. તે
શુદ્ધજ્ઞાન ત્યાગ ગ્રહણથી રહિત છે, તેણે સંપૂર્ણ
PDF/HTML Page 5 of 17
single page version
પરવસ્તુઓથી સ્પષ્ટપણે ભિન્ન અનુભવવું.
પરનું કાંઈ પણ ગ્રહણ–ત્યાગ જ્ઞાનમાં નથી. તત્ત્વાર્થ રાજવાર્તિકમાં કહ્યું છે કે આત્માને કાંઈ હાથ પગ નથી કે તે
પર વસ્તુઓને પકડે છોડે. પરમાર્થ તો આત્મા વિકારનો ય ગ્રહનાર કે ત્યાગનાર નથી. ‘હું વિકારી છું’ એવી
ઊંધી શ્રદ્ધાનો ત્યાગ થયો તે જ વિકારનો ત્યાગ છે અને વિકાર રહિત શુદ્ધસ્વભાવ છે’ એવી શ્રદ્ધા કરી તે જ
સ્વરૂપનું ગ્રહણ છે. અજ્ઞાનદશામાં જીવ પરનું ગ્રહણ–ત્યાગ કરવાનું માને છે પણ પરનું ગ્રહણ કે ત્યાગ કરી તો
અને પછી તે કહે કે ‘હવે હું આ પાણીને છોડી દઉં છું. ’ ત્યાં તે મનુષ્યે ખરેખર પાણીને પકડયું પણ નથી ને
છોડ્યું પણ નથી. પાણી તો તેના પ્રવાહમાં વહ્યું જ જાય છે. તે માણસે પાણીનું ગ્રહણ–ત્યાગ કરવાની માત્ર
માન્યતા કરી હતી, પણ પાણીને તો ગ્રહણ કે ત્યાગ કર્યું નથી. માણસ તો પાણીના ગ્રહણ ત્યાગ રહિત છે. આ
દ્રષ્ટાંતે જ્ઞાનને પણ ગ્રહણ–ત્યાગ રહિત સમજવું, આ જગતના પદાર્થો સૌ પોત પોતાના સ્વભાવ ક્રમમાં પરિણમે
છે. ત્યાં જ્ઞાન તો તેનાથી જુદું રહીને તેને જાણે છે, પણ તેનું ગ્રહણ કે ત્યાગ કરતું નથી. પરમાર્થથી તો જ્ઞાનમાં
વિકારનું પણ ગ્રહણ ત્યાગ નથી. ‘વિકારને છોડ, વિકારના નિમિત્તોને છોડ, કુસંગને છોડ!’ –એવો ઉપદેશ
ચરણાનુયોગમાં આવે, તે કથન નિમિત્તનાં છે. ઉપદેશમાં તો એવાં વચનો આવે પણ વસ્તુસ્વભાવ જ પર–
વસ્તુના ગ્રહણ અને ત્યાગ વગરનો છે, જ્ઞાનમાં પરવસ્તુનું ગ્રહણ–ત્યાગ નથી, એવો સ્વભાવ છે.
સ્વભાવ જ પરમાં કાંઈ કરવાનો નથી. જ્ઞાન તો આત્મામાં જાણવાની ને ઠરવાની ક્રિયા કરે, એ સિવાય પરમાં
કાંઈ ગ્રહણ–ત્યાગ કરી શકે નહિ. જેમ દુકાનમાં અરીસો ટાંગ્યો હોય તેમાં અનેક પ્રકારના મોટર, ગાડી, માણસો
વગેરેના પ્રતિબિંબ પડે અને પાછા ચાલ્યા જાય; ત્યાં અરીસાએ તે વસ્તુઓને ગ્રહી કે છોડી નથી, તેમ જ્ઞાનમાં
બધું જણાય છે પણ જ્ઞાન કોઈને ગ્રહતું કે છોડતું નથી. એવા ગ્રહણ–ત્યાગરહિત, સાક્ષાત સમયસાર ભૂત
શુદ્ધજ્ઞાનને અનુભવવું. એવો અહીં ઉપદેશ છે.
કાંઈ ન કરી શકે. જો આમ યથાર્થપણે સમજે તો પર તરફથી પાછો ફરીને પોતાના
જ્ઞાનસ્વભાવ તરફ વળે, ને રાગનો પણ કર્તા થાય નહિ. હે ભાઈ, તને પ્રત્યક્ષ દેખાય છે કે
તારો રાગ પરમાં કાંઈ જ કરી શકતો નથી. જેમ પરને માટે તારો રાગ વ્યર્થ છે, તેમ તે રાગ
આત્માને પોતાને પણ કાંઈ લાભ કરતો નથી. જો સ્ત્રી પુત્ર–શરીર વગેરે પદાર્થો તારાં હોય તો
તેના ઉપર તારો અધિકાર કેમ ન ચાલે? અને તારી ઈચ્છા પ્રમાણે જ તે પદાર્થો કેમ ન
પરિણમે? માટે તું તારા જ્ઞાનમાં એમ નિર્ણય કર કે મારું જ્ઞાનસ્વરૂપ બધાય પદાર્થોથી જુદું છે,
પર પદાર્થો તરફના વલણથી રાગની ઉત્પત્તિ થાય તેનાથી પણ જુદું છે, ને પર તરફ વળીને
રાગમાં જે જ્ઞાન અટકી જાય તેનાથી પણ મારું જ્ઞાનસ્વરૂપ જુદું છે;–એમ જાણીને તારા
શ્રદ્ધા કર, તેનો જ અનુભવ કર. નિરંતર તે જ એક કરવા જેવું છે.
PDF/HTML Page 6 of 17
single page version
નથી; મુનિદશામાં ઘણી વીતરાગતા તો પ્રગટી છે પણ હજી પૂરી વીતરાગતા થઈ નથી તેથી આ પ્રકારનો રાગ હોય
છે, તે રાગને વ્યવહાર–પંચાચાર કહેવાય છે, તે રાગ બંધનું કારણ છે. તે વ્યવહારપંચાચારને પરંપરા મોક્ષના
સાધક કહ્યા છે. પરંપરા સાધક એટલે કે તે રાગ તો બાધક જ છે, પણ જે નિશ્ચય પંચાચાર છે તેના જોરે રાગનો
પરંપરા અભાવ કરીને મોક્ષદશા પ્રગટ કરશે, –એથી ઉપચારથી તે રાગને પરંપરા મોક્ષનું કારણ અથવા તો
મોક્ષનો સાધક કહેવાય છે. આ બાબતનો ખુલાસો અ ૨ ગા. ૧૪ની ટીકા (પા. ૧૪૨) માં સરસ આપ્યો છે; ત્યાં
શિષ્ય પૂછે છે કે નિશ્ચય મોક્ષમાર્ગ તો નિર્વિકલ્પ છે, તે વખતે સવિકલ્પ મોક્ષમાર્ગ હોતો નથી, તો તે સવિકલ્પ
મોક્ષમાર્ગ અર્થાત્ વ્યવહાર મોક્ષમાર્ગ સાધક કઈ રીતે છે? શ્રીગુરુ તેનો ખુલાસો કરતાં કહે છે કે–ભૂતનૈગમનયે
ઉપચાર કરીને તે વ્યવહારને પરંપરા સાધક કહેવાય છે. એટલે કે નિશ્ચયમોક્ષમાર્ગરૂપ નિર્વિકલ્પદશા પ્રગટ્યા
પહેલાંં વ્યવહારમોક્ષમાર્ગ રૂપ વિકલ્પદશા હતી એમ પૂર્વના રાગની હયાતીનું જ્ઞાન કરવા માટે તેને ઉપચારથી
સાધક કહેવામાં આવે છે, પરમાર્થે તો રાગ તે બાધક જ છે, વ્યવહારમોક્ષમાર્ગ બાધક છે. પોતાના શુદ્ધાત્માની
શ્રદ્ધા, તેનું જ્ઞાન, તેમાં સ્થિરતા, તેની એકાગ્રતાવડે ઈચ્છાનો નિરોધ અને પોતાની આત્મશક્તિનું પ્રગટ કરવું–
એવા નિશ્ચયપંચાચાર તે સાક્ષાત્ મોક્ષનું કારણ છે. આવા પંચાચાર મુનિઓને હોય છે.
ઉપદેશ આપે છે; છ દ્રવ્યમાં નિજ શુદ્ધદ્રવ્ય જ ઉપાદેય છે, કોઈ પણ પરદ્રવ્ય ઉપાદેય નથી; સાત તત્ત્વમાં શુદ્ધ
જીવતત્ત્વ જ ઉપાદેય છે. સાતતત્ત્વને જાણીને તેમાં શુદ્ધ જીવતત્ત્વને જ અંગીકાર કરવાનો ઉપદેશ છે. સાત
તત્ત્વના ભેદ–વિકલ્પ આદરણીય નથી, પણ અભેદ શુદ્ધ જીવતત્ત્વ જ આદરણીય છે. સંવર–નિર્જરા–મોક્ષ પણ
પર્યાય છે, તેની દ્રષ્ટિ પણ અંગીકાર કરવા જેવી નથી. અને નવ પદાર્થોમાં શુદ્ધ જીવપદાર્થ જ આદરણીય છે. અને
બીજું બધું ત્યાગવા યોગ્ય છે એવો ઉપદેશ ઉપાધ્યાય આપે છે. પર તરફ લક્ષ નહિ, તે તરફનો વિકલ્પ પણ
છોડવા જેવો છે, પર્યાયનું લક્ષ પણ છોડવા જેવું છે–એમ વિકાર તથા પર્યાય ભેદને ગુણભેદનું લક્ષ છોડીને
અભેદસ્વભાવ તરફ ઢળતાં પરિણતિ પોતે જ શુદ્ધસ્વભાવમાં લીન થાય છે, પછી પર્યાયનું ઉપાદેયપણું ક્યાં
રહ્યું? શુદ્ધાત્મસ્વભાવની શ્રદ્ધા તેનું જ્ઞાન ને તેમાં સ્થિરતા રૂપ ચારિત્ર તે રૂપ અભેદરત્નત્રય જ નિશ્ચય
મોક્ષમાર્ગ છે–આવો ઉપદેશ શિષ્યોને આપે છે તે ઉપાધ્યાય છે, તેમને નમસ્કાર કરું છું.
કરવાનો ઉપદેશ છે, અને દ્રવ્ય સ્વભાવની એકાગ્રતાથી જે નિર્મળદશા પ્રગટી તેનું જ્ઞાન કરાવે છે પણ તે
પર્યાયની દ્રષ્ટિ કરવાનો ઉપદેશ નથી. પોતાની નિર્મળ અવસ્થાની પણ ઉપેક્ષા કરવાનો ઉપદેશ છે તોપછી
નિમિત્તની કે રાગની અપેક્ષા કરવાનું તો કેમ હોય? –એનું તો લક્ષ છોડવા જેવું છે.
PDF/HTML Page 7 of 17
single page version
તેમને મારા નમસ્કાર હો.
भट्टपहायरि विण्णविउ विमलु करेविणु भाउ।।
યથાર્થ વિનય વગર તે જ્ઞાન પરિણમે નહિ.
पर मइं किं पि ण पत्तु सुहु दुकखु जि पत्तु महंत्तु।।
માટે ઝંખનાથી પ્રશ્ન પૂછયો છે. શ્રીજયધવલામાં કહ્યું છે કે જે શિષ્ય પ્રશ્ન નથી પૂછતો તેને શ્રીગુરુ ઉપદેશ કરતા
નથી. તેનો અર્થ એવો છે કે જે શિષ્યને અંતરથી સમજવાની ધગશ નથી જાગી અને જે મહા ભક્તિ–વિનયથી
શ્રીગુરુના ઉપદેશને સાંભળતો નથી તેને શુદ્ધાત્મતત્ત્વનો ઉપદેશ નહિ સમજાય.
શુદ્ધાત્મસ્વરૂપને સમજવાની જ ઝંખના હોય છે, પણ કોઈ વ્યવહારની વાતમાં તેને હોંશ હોતી નથી. તે કહે છે કે
હે નાથ, શુદ્ધાત્માના ભાન વગર સંસારમાં રખડતાં ચારે ગતિમાં હું દુઃખ જ પામ્યો છું સ્વર્ગમાં પણ દુઃખ જ
પામ્યો છું, પણ શુદ્ધ આત્મસ્વરૂપની ઓળખાણ વગર હું ક્યાંય જરાય સુખ પામ્યો નથી. માટે મને તે
શુદ્ધાત્મસ્વરૂપનો ઉપદેશ કૃપા કરીને આપો.
અંતરમાં તેનો મહિમા લાવીને રુચિથી શ્રવણ–મનન કરવું. બધા આત્મામાં આ સમજવાની તાકાત છે.
PDF/HTML Page 8 of 17
single page version
જ્ઞાનાનંદ સ્વરૂપ આત્માની સાચી ઓળખાણ અને તેમાં સ્થિરતા કરીને જે આત્માએ અજ્ઞાન–રાગ–દ્વેષનો નાશ
કર્યો અને મુક્તદશા (જીવનમુક્ત દશા) પ્રગટ કરી એટલે કે કેવળજ્ઞાન પ્રગટ કર્યું; તેને ત્યાર પછી જે વાણી છૂટી
તેમાં જે તત્ત્વનું અર્થાત્ જીવાદિ પદાર્થોના વાસ્તવિક સ્વરૂપનું નિરૂપણ આવ્યું, તેને ‘પ્રવચન’ કહે છે. તે
પ્રવચનમાં શું ઉપાદેય કહ્યું છે તે વાત ચાલે છે. તે પ્રવચનમાં નવ તત્ત્વનું સ્વરૂપ કહ્યું છે; તેમાંથી, “ધુ્રવપણાને
લીધે શુદ્ધ આત્મા જ ઉપલબ્ધ કરવા યોગ્ય છે” એમ આચાર્ય ભગવાન ઉપદેશે છે. ભગવાનના શ્રીમુખે
દિવ્યધ્વનિમાં આત્માનું યથાર્થ સ્વરૂપ આવ્યું તેનું અહીં કથન છે. આત્મા સ્વભાવથી તો શુદ્ધ, ધુ્રવ, અવિચળ
અને નિત્ય છે. રાગ, દ્વેષના વિકારી પરિણામ તેનો મૂળ સ્વભાવ નથી, માટે રાગદ્વેષાદિ વિકારથી રહિત એવા
કથનથી એમ સિદ્ધ થાય છે કે આજ પૂર્વે આત્માનો અનુભવ નહોતો, અને વર્તમાન અનુભવ પ્રગટ કરીને
અનંતકાળ રહેશે એ રીતે આત્મા, પૂર્વે અજ્ઞાન–ભાવમાં હતો અને આગામી ભવિષ્યકાળમાં સ્વાનુભવ પ્રગટ
કરીને ટકી રહેશે. તેથી આત્મા અનાદિ અનંત છે તે નવો ઊપજ્યો નથી અને તેનો કદી નાશ થવાનો નથી. ત્રણે
કાળે હયાતી ધરાવનાર એવો આત્મા સ્વભાવથી તો પરના સંબંધ વિનાનો તથા રાગ–દ્વેષના વિકાર વિનાનો,
ત્રિકાળી શુદ્ધ, ધુ્રવ વસ્તુ છે, પરંતુ અવસ્થામાં તેણે પોતાના સ્વભાવથી વિજાતીય સ્વભાવવાળા અજીવ દ્રવ્યો
ઉપર અનાદિથી લક્ષ કર્યું છે. માટે તેને અજીવ એવાં શરીર, વાણી અને મન વગેરે પરદ્રવ્યો ઉપરથી લક્ષ ઉઠાવીને
ધુ્રવ એવી ચૈતન્યવસ્તુ ઉપર ત્રિકાળી ધુ્રવ આત્મા ઉપર લક્ષ કરવાનું કહ્યું. તેથી નક્કી થયું કે ચેતના લક્ષણવાળું
જીવદ્રવ્ય છે અને ચેતના લક્ષણ વિનાનું શરીર, વાણી આદિ સ્વરૂપ પુદ્ગલ દ્રવ્ય છે. એ રીતે એક જીવ દ્રવ્ય અને
છે. તેમની અહીં મુખ્ય વાત નથી.
અનુકૂળ–પ્રતિકૂળપણાની માન્યતા કરીને) હું તેમનો ભોક્તા, એમ અનેક પ્રકારથી અજીવમાં પોતાનું હોવાપણું
અજ્ઞાનને લઈને માનતો આવ્યો છે. એ રીતે ભૂલમાં નિમિત્ત એવું–આત્માથી વિરુદ્ધ સ્વભાવવાળું–અજીવ દ્રવ્ય પણ
જગતમાં છે, તેના લક્ષે જીવ પોતાનું અસલી હોવાપણું ચૂકીને પરમાં પોતાના હોવાપણાની માન્યતારૂપ ભૂલ કરે છે.
પ્રમાણ દરેક આત્મા જુદા જુદા છે. બધા આત્મા જીવપણાની અપેક્ષાએ એક જાતિ છે, પણ બધા આત્મા થઈને
એક આત્મા નથી; બધાય વ્યક્તિગત જુદા જુદા છે. ચૈતન્ય સ્વભાવવાળા આત્માથી વિરુદ્ધ જડ પદાર્થો
(પુદ્ગલો) પણ અનંત છે. જાણનાર દેખનાર સ્વભાવથી વિપરીત સ્વભાવવાળા જડ પદાર્થો ન હોય તો,
‘જાણનાર–દેખનાર સ્વભાવવાળો તે આત્મા’ એવા ગુણોથી આત્માને જુદો પાડવાનું રહેતું
PDF/HTML Page 9 of 17
single page version
ખાસ ગુણોથી જુદો પાડી શકાય છે. તેથી જેમનામાં એવા ગુણો નથી એવા જડ પદાર્થો પણ જગતમાં છે.
એવા વિકારના બે પડખાં પડે છે. તેને ‘પુણ્ય’ અને ‘પાપ’ કહે છે, બેય પડખાંને અભેદ કરીને એક પ્રકારથી
કહેવો હોય તો તેને ‘આસ્રવ’ કહેવાય છે. જીવ તે વિકારમાં અટકે છે, વિકાર ટકે છે તેથી તેને ‘બંધ’ કહેવાય છે,
તે ભૂલ અને રાગ–દ્વેષરૂપ વિકાર અટકવો એટલે આત્માનું યથાર્થ ભાન કરી સ્વરૂપમાં ટકવું તે ‘સંવર’ છે.
વિકારનું એક દેશ ઘટવું એટલે કે સ્વભાવ–શુદ્ધિનું એક–દેશ વધવું તે ‘નિર્જરા’ છે. વિકારનો અત્યંત ક્ષય થવો
થાય છે. જેને ભૂલ અને વિકાર ટાળવા છે તેણે આત્માની સાચી સમજણ કરીને મુક્તદશા પ્રગટ કરવી જોઈએ.
જેને મુક્તદશા એટલે કે આત્માનો સંપૂર્ણ શુદ્ધ અનુભવ કરવો છે, તેણે પ્રથમ જીવ–અજીવાદિ નવ તત્ત્વો બરાબર
સમજીને આત્માનો યથાર્થ નિર્ણય કરવો જોઈએ. એ રીતે જીવ, અજીવ ઉપરાંત પુણ્ય, પાપ, આસ્રવ, બંધ, સંવર,
નિર્જરા અને મોક્ષ એમ કુલ નવ તત્ત્વો સિદ્ધ થાય છે. એ રીતે નવ પદાર્થો સિદ્ધ ન થાય તો આત્માને વિકાર
ટાળીને સુખી થવાનો –મુક્ત દશા પ્રગટ કરવાનો–ધ્વનિ ઉત્પન્ન થતો નથી.
ધર્મનું સ્વરૂપ એવું છે કે જે વર્તમાનમાં જ સુખ અને શાંતિ આપે; અધર્મ પણ વર્તમાનમાં જ દુઃખ અને અશાંતિ
આપે છે ધર્મ કરે અત્યારે અને તેનું ફળ ભવિષ્યમાં આવે એવું ધર્મનું સ્વરૂપ નથી; અધર્મ કરે વર્તમાન–અને તેનું
ફળ ભવિષ્યમાં નરકમાં જાય ત્યારે આવે એમ નથી. ધર્મ–અધર્મનું ફળ વર્તમાન જ અનાકુળતા–શાંતિ કે
આકુળતા–અશાંતિરૂપ છે.
જગતમાં વિદ્યમાન છે. એટલે કે ચૈતન્ય ગુણથી વિપરીત ગુણવાળા અચેતન પદાર્થો જગતમાં છે. જેમ ‘આત્મા
જાણનાર છે’ –એમ જણાવાયોગ્ય છે, તેમ નહિ જાણનારાં એવાં શરીર, વાણી, કર્મ વગેરે અજીવતત્ત્વો છે, તે પણ
જણાવાયોગ્ય છે. એ રીતે જીવ અને અજીવ એમ બે તત્ત્વને જે ન સ્વીકારે તેને શરીરાદિ અજીવ પદાર્થોથી ભિન્ન
એવા આ આત્માનું ભેદજ્ઞાન કરવાનું રહેતું નથી, –આત્માને પરથી જુદો પાડવાની વાત રહેતી નથી.
નહિ જાણતાં, જડમાં પોતાનું હોવાપણું માનીને શરીરાદિ પર પદાર્થના લક્ષમાં અટકે છે. આત્માનો ત્રિકાળી
દ્રવ્યસ્વભાવ, આત્માના ગુણો અને આત્માના પર્યાયોનું વાસ્તવિક સ્વરૂપ નહિ જાણતો હોવાથી, અજ્ઞાની આત્મા
જડ વસ્તુ, જડના ગુણો અને જડની દશાઓ–એમ જડના ત્રણ પ્રકારો છે–તેમાં પોતાનું હોવાપણું માને છે. “હું
અવસ્થા મારાથી પર છે, હું તેમનાથી જુદો છું; હું તો કાયમ રહેનાર પદાર્થ છું. જ્ઞાન, દર્શન, સુખાદિ અનંત
ગુણોનો પિંડ છું, મેં મારી વર્તમાન દશામાં ‘જડમાં સુખ છે ઈન્દ્રિયોમાં સુખ છે’ એમ અજ્ઞાનને લીધે માન્યું હતું,
તે અજ્ઞાનદશા પલટી શકે છે, કે હું તે શરીરાદિ જડ પદાર્થ નથી, તથા રાગ–દ્વેષાદિ વિકારી ભાવ મારું સ્વરૂપ
નથી; તેમાં મારું સુખ નથી, મારું સુખ મારામાં છેં’ –એમ જો આત્મવસ્તુ, તેના ગુણો અને તેની
PDF/HTML Page 10 of 17
single page version
આત્માનો ધર્મ સમજી શકે નહિ. માટે ધર્મ સમજવાના જિજ્ઞાસુઓએ જીવ અજીવાદિ નવ પદાર્થનું સ્વરૂપ પ્રથમ
યથાર્થ સમજવું જ જોઈએ; તેમાં પ્રથમના જીવ અને અજીવ એવા બે પદાર્થ સિદ્ધ કરાય છે.
અને સ્પર્શાદિ સ્વભાવવાળા તે જડ છે. જડમાં અહીં પુદ્ગલની જ વાત કહેવી છે. ધર્માસ્તિ, અધર્માસ્તિ–આદિ
બીજાં ચાર દ્રવ્યો છે, તેની વાત નથી.
થતા જુદા જુદા ભાવો ઠીક–અઠીકના ભાવોનું નિમિત્ત રહેતું નથી. ઠીક–અઠીકરૂપી વિકારી ભાવોમાં, જડનાં
દ્રવ્ય–ગુણો ત્રિકાળી હોવાથી નિમિત્ત ન થાય. વિકાર વર્તમાન હોવાથી જડનું વર્તમાન એટલે કે જડની વર્તમાન
પલટતી દશા ઠીક–અઠીકનું નિમિત્ત થાય. માટે આત્માની પેઠે જડ પણ બદલે છે એમ સ્વીકારવું જોઈએ. જડનું
પરિણમન સ્વીકારવામાં ન આવે તો જ્ઞાનનું જ્ઞેય તેમજ ભૂલનું નિમિત્ત પણ સિદ્ધ ન થાય; એમ થતાં ભૂલ પણ
સિદ્ધ ન થાય, અને જો ભૂલ જ સિદ્ધ ન થાય, તો પછી ટાળે કોને?
વર્તમાન રોગીપણાને લીધે તે ઠીક નથી, એવી કલ્પના થાય નહિ. માટે સામા જડ પદાર્થો પણ બદલે છે. એ રીતે
જીવ અને અજીવ એમ બે જાતના દ્રવ્યો વસ્તુપણે અનાદિ–અનંત છે. અને તેમનામાં ક્ષણે ક્ષણે હાલતો બદલાય
છે, તેથી તે બંન્નેનું નિત્યપણું અને પરિણામીપણું બન્ને સિદ્ધ થાય છે.
સ્વાદ લે છે. અજ્ઞાની જીવ પણ લાડવા, પેંડા વગેરે ખાતો નથી, માત્ર આકુળતાને ભોગવે ભોગવે છે. જેને
આત્માના આનંદને ભોગવવો હોય, –આત્માના આનંદનો અનુભવ કરવો હોય, તેને માટે પ્રથમ આત્માની સાચી
સમજણ કરવાની આ વાત છે.
પ્રકારની વિકારી લાગણીઓમાં અનેક પ્રકારના જુદાં જુદાં જડ પદાર્થની અવસ્થારૂપ નિમિત્તો તો જોવામાં આવે
છે, માટે, કાળી–ધોળી, કડવી–મીઠી વગેરે જુદી જુદી અવસ્થારૂપે બદલવાનો જડનો સ્વભાવ છે, એમ
અજીવતત્ત્વને જાણવું.
અને અજીવ એમ બે પદાર્થો સિદ્ધ થયા.
શકે નહિ. વળી ત્રિકાળી સ્વભાવ શુદ્ધ હોવા છતાં, વર્તમાન અવસ્થામાં પરને પોતાનું માનીને મલિનતા કરે છે,
અને દ્વેષ કરે છે તે પણ સિદ્ધ થાય છે. વર્તમાન અવસ્થામાં અશુદ્ધતા દુઃખ અને તેના નિમિત્તો છે તેને જો ન
જાણે તો પણ દુઃખ ટાળીને સુખ પ્રગટ કરવાનો પ્રયત્ન કરે નહિ.
તેમનો તે અભિપ્રાય જુઠ્ઠો છે,
PDF/HTML Page 11 of 17
single page version
હયાતી જ ન હોય તો સર્વથા અસત્ પદાર્થની દોરડીમાં કલ્પના કેમ થાય? ન જ થાય. દોરડીને જ સર્પ માનવો
તે ભ્રમ છે, કેમકે દોરડીમાં સર્પનો અભાવ છે. પરંતુ સર્પમાં સર્પનો અભાવ નથી, જગતમાં તો સર્પની હયાતી છે.
એ પ્રમાણે આત્મામાં શરીરાદિ અજીવ પદાર્થોનો અભાવ છે, પરંતુ જગતમાં તેમનો અભાવ નથી. અજીવ
માનવું તે ભ્રમ છે. જેમ જગતમાં ભિન્ન ભિન્ન અનેક આત્મા છે તેમ ભિન્ન ભિન્ન અજીવ પદાર્થો પણ છે.
જીવ, અજીવ અને જીવની ભૂલ એ ત્રણ સિદ્ધ થાય છે.
ચિહ્ન લક્ષણ–એંધાણ શું? એનું જ્યાં સુધી જ્ઞાન ન કરે ત્યાંસુધી તેને ધર્મની શરૂઆત થાય નહિ. જ્ઞાન, દર્શન તે
આત્માનું એંધાણ છે. જાણવું દેખવું તે આત્માને જણાવનારું લક્ષણ છે.
જડનું લક્ષણ શું છે? તે જાણ્યા વિના આત્માને જડથી જુદો જાણી શકાય નહિ, અને જો આત્માને જડથી જુદો ન
જાણે તો તેને સમ્યગ્દર્શન એટલે કે ધર્મનું પ્રથમ પગથિયું પણ થાય નહિ.
અને દુઃખ રહે નહિ. વિકાર અને દુઃખ તો વર્તમાન દશામાં છે. તો તેનું નિમિત્ત જડ પદાર્થ છે. સ્પર્શ, રસ વગેરે
તેનું લક્ષણ છે. સ્પર્શાદિ વડે જડને અને જ્ઞાનાદિ વડે આત્માને–એ રીતે બંન્નેને જુદા પાડીને ન જાણે તો ધર્મ થાય
નહિ. માટે ધર્મ કરવાના જિજ્ઞાસુ જીવે પ્રથમ જ આત્મા અને જડ પદાર્થને યથાર્થ રીતે જુદાં જુદાં સમજવાં.
પણ તેમ છે નહિ.
અજીવ દ્રવ્ય બદલાતું ન હોય તો આત્માને કાયમ ભૂલ થતી જ આવે; માટે અજીવ નિમિત્ત પણ એક અવસ્થારૂપે
ન રહેતાં કાયમ ટકીને બદલે છે. જીવ તેવું લક્ષ છોડીને સ્વભાવમાં વળે ત્યારે તેને અજીવનું નિમિત્ત રહેતું નથી,
એટલે કે સામું નિમિત્ત પણ કાયમ ટકીને બીજી દશારૂપે બદલી જાય છે. અને જીવ પણ કાયમ ટકીને બદલી જાય
છે. એ રીતે સામું અજીવ દ્રવ્ય પણ કાયમ ટકતો પદાર્થ સિદ્ધ થાય છે.
નિમિત્ત કર્મ–અજીવ પદાર્થ છે તે પણ પલટે છે. જો અજીવ પદાર્થ કાયમી ન હોય તો તેનું પલટન પણ હોય નહિ;
PDF/HTML Page 12 of 17
single page version
પદાર્થ પણ કાયમી છે, અને તેની જુદી જુદી અવસ્થા દરેક સમયે થયા કરે છે.
આત્મા છે. તે પ્રમાણે જડ દ્રવ્ય, તેના સ્પર્શાદિ ગુણો અને તેની પલટતી અવસ્થા એ ત્રણેનો પિંડ તે અજીવ–જડ
છે એ રીતે જીવ અને અજીવ બે તત્ત્વો સિદ્ધ થયાં.
પ્રમાણે જીવ દ્રવ્યમાં મલિન અને નિર્મળ દશાસ્વરૂપ બે પ્રકાર ન માનવામાં આવે તો તેને અજ્ઞાન–રાગદ્વેષ એટલે
કે દુઃખ ટાળવું અને જ્ઞાન–વીતરાગતા એટલે કે સુખ પ્રાપ્ત કરવું એવું કાંઈ રહેતું નથી. માટે જીવમાં મલિન–
દુઃખરૂપ અવસ્થા છે, અને તે દુઃખરૂપ અવસ્થા ટાળીને નિર્મળ–સુખરૂપ અવસ્થા તેને પ્રગટ કરવાની છે. જીવ,
તેની પુણ્ય–પાપ–આશ્રવ બંધરૂપ વિકારી અવસ્થા, વિકારનું નિમિત્ત અજીવ, વિકાર રહિત સાધક અવસ્થા–
નિર્મળ દશા–સંવર, નિર્જરા અને પૂર્ણ નિર્મળ દશા–મોક્ષ, એ નવતત્ત્વનું વાસ્તવિક સ્વરૂપ જેમ છે તેમ સમજીને,
નવ ભેદના વિકલ્પ રહિત પોતાના શુદ્ધ આત્માને યથાર્થ ઓળખવો તે સુખ પ્રગટ કરવાનો સાચો ઉપાય છે.
અને એ રીતે આત્માને ઓળખીને આત્મામાં વારંવાર સ્થિરતાનો અભ્યાસ કરીને સંપૂર્ણ રાગ–દ્વેષને ટાળવા તે
પૂર્ણ સુખ પ્રાપ્ત કરવાનો ઉપાય છે.
કરું અને નિર્મળ અવસ્થા પ્રગટ કરું એટલે કે શરીર વગેરે અજીવ પદાર્થોનું લક્ષ છોડીને ત્રિકાળી આત્મસ્વભાવ
તરફ વળું એવા ભાવની હયાતી રહેતી નથી.
ભાવ ટાળી હું ધર્મ કરું, એવો ભાવ તેને ન થાય; પરંતુ જીવને હિંસાદિ પાપભાવ છોડવાનો ભાવ થાય છે માટે
પાપ તત્ત્વની હયાતી સિદ્ધ થાય છે.
કબૂલાત કરે તો ‘મારે પાપ કરવું નથી’ એવો ધ્વનિ નીકળે, પરંતુ જો વર્તમાન ક્ષણિક અવસ્થામાં પાપ તત્ત્વને
સ્વીકારવામાં ન આવે તો ‘મારે પાપ કરવું નથી’ એવો ધ્વનિ પણ હોય નહિ. માટે પાપતત્ત્વ છે.
જ રહે છે. પછી તેને કદી જરા પણ મલિનતા થતી નથી. મલિન ચાર ભાવો કહ્યાં, તેને જો ન માનવામાં આવે
તો વિકારથી રહિત થઈને સ્વભાવને–પરિપૂર્ણ નિર્મળ દશાને પ્રગટ કરવાનું રહેતું નથી, કારણ કે એક સમયની
અવસ્થામાં મલિનતા માને તો સ્વભાવને ઓળખીને મલિનતાને ટાળવાનો ઉપાય કરે, પરંતુ મલિનતાને જ ન
માને તો શેનો ઉપાય કરે?
PDF/HTML Page 13 of 17
single page version
ક્ષણિક વિકાર નથી’ એવી કબૂલાત ન આવે, અને તે કબૂલાત વિના ‘ત્રિકાળી સ્વભાવ તરફ મારે ઢળવું’ એમ
તેને રહેતું નથી. માટે જીવની ક્ષણિક દશામાં પાપભાવ થાય છે, એ સિદ્ધ થાય છે.
તે આત્માનું સ્વરૂપ નથી માટે જીવ પાપની જેમ પુણ્યનો પણ અભાવ કરીને એકલા આત્મસ્વભાવમાં રહેવા
શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન કરી શકે નહિ.
તેના આયુષ્યના કારણે બચે છે. આ જીવ તેને બચાવી શકતો નથી. માટે પૈસાથી અને બીજા જીવના બચવાથી
આને પુણ્ય થતું નથી. પરંતુ પૈસા પ્રત્યેનો રાગ ઘટાડવાથી અને પોતાના અનુકંપાના ભાવથી તેને પુણ્ય થાય છે.
કેટલાક લોકો દયા દાનના ભાવને પાપ કહે છે. તે વાત સાચી નથી. જીવનો જે લોભ ઘટાડવાનો ભાવ અને
પ્રાણી પ્રત્યે અનુકંપાનો ભાવ થાય છે તે પુણ્ય ભાવ છે. તે ભાવ પાપ નથી તેમ ધર્મ પણ નથી; ધર્મ તો પુણ્ય
અને પાપથી રહિત તદ્ન જુદી જ ચીજ છે. તે તો આત્માનો અજ્ઞાન, રાગ–દ્વેષ રહિત સ્વભાવ છે. જેઓ પુણ્યને
પાપ છે તેમ તેની અવસ્થામાં થતા દયા–દાન–તૃષ્ણા ઘટાડવાના ભાવ તે પુણ્ય છે. દયા–દાનમાં પાપ માનનારા
દલીલ કરે છે કે “આપણે બીજા જીવને બચાવીએ પછી તે જીવ જેટલાં પાપ કરશે તેનું પાપ આપણને લાગશે;
ગરીબને પૈસા આપશું અને જો તે ખોટે રસ્તે વાપરશે તો તેનું પાપ આપણને લાગશે.” તેની તે વાત તદ્ન ખોટી
છે. પાપ–પુણ્ય પરથી લાગે છે કે પોતાના પરિણામથી થાય છે? પુણ્ય તો પોતાની તૃષ્ણા ઘટાડવાથી થાય છે;
બીજો જીવ શું કરશે પછીથી વધારે પાપ કરશે કે કેમ? તેની સાથે આને કાંઈ સંબંધ નથી.
પાપ કહે તો તેણે નવતત્ત્વને જાણ્યા નથી. વળી પુણ્ય–પાપ બેય ભાવો મલિન છે, તે આત્માનો સ્વભાવ નથી, તે
ધર્મ કે ધર્મનું સાધન નથી એમ સ્વીકાર ન કરે તો હું આ પુણ્ય–પાપરૂપ મલિનભાવોને ટાળી સ્વભાવનાં શ્રદ્ધા–
જ્ઞાન કરી શુદ્ધતા પ્રગટ કરું તેમ પણ રહેતું નથી.
પુણ્યને ધર્મ અથવા ધર્મનું કારણ માને તો તે વાત પણ સાચી નથી; તેણે પુણ્ય, પાપ અને ધર્મના સ્વરૂપને જુદાં
જાણ્યાં નથી.
વર્તમાન પર્યાયમાં મલિન છે; તેની પર્યાયમાં પુણ્ય–પાપરૂપ મલિનતા થાય છે. તેને ન માને તો ‘તે મલિનતા
રહિત જ્ઞાતા–દ્રષ્ટા મારો સ્વભાવ છે, તેનો આશ્રય લઈને હું ધર્મ કરું,’ એમ તેને રહેતું નથી. પુણ્ય અને પાપ
બેયને મલિન કહ્યા છે. બેયને મલિનતારૂપે ન સ્વીકારે તો ‘તે બંને ક્ષણિક ભાવોનો અભાવ કરીને ત્રિકાળી શુદ્ધ
સ્વભાવ તરફ વળવાનું રહેતું નથી. પુણ્ય અને પાપને–બંનેને જુદાં ન જાણે તો નવ તત્ત્વો રહેતાં નથી,
PDF/HTML Page 14 of 17
single page version
છે, તે આસ્રવ તત્ત્વ છે. પુણ્ય–પાપ બંને મૂળ ચૈતન્ય સ્વભાવમાં નથી, જીવે અવસ્થામાં નવાં કૃત્રિમ ઊભાં કર્યાં
છે. માટે બેયનું એક રૂપ આપીને તેને આસ્રવ તત્ત્વ કહ્યું છે. એ રીતે પુણ્ય–પાપ આત્માનો સ્વભાવ નહિ
હોવાથી, અને ક્ષણિક પરલક્ષે નવાં થતાં હોવાથી–નવાં આવતાં હોવાથી એટલે કે કૃત્રિમ ઊભા થતાં હોવાથી
બેયને એક નામ આપીને આસ્રવ કહ્યાં છે. એ પ્રમાણે આશ્રવ તત્ત્વ સિદ્ધ થયું.
અટકીને વિકારને લંબાવવો તે બંધ છે. એ રીતે આત્માના પર્યાયમાં પુણ્ય, પાપ, આશ્રવ અને બંધ, એ મલિન
ભાવોનો સ્વીકાર ન થાય તો તેનાથી છૂટવારૂપ ધર્મ કરવાનો અવકાશ રહેતો નથી. ભગવાન ત્રિલોકનાથ
સર્વજ્ઞદેવે જે પ્રમાણે જીવાદિ નવતત્ત્વનું સ્વરૂપ કહ્યું છે તેમ ન સમજે તો તેને અજ્ઞાન ટાળીને ધર્મ કરવાનો
અવસર રહેતો નથી.
મારી વર્તમાન અવસ્થામાં અટકું છું, તે અટકવામાં બીજું મારાથી વિજાતીય તત્ત્વ નિમિત્ત છે, કારણ કે એકલો
આત્મસ્વભાવ અટકવાનું કારણ હોય નહિ, પરંતુ આત્મસ્વભાવથી વિપરીત સ્વભાવવાળા પરદ્રવ્યને લક્ષે જીવ
અટકે છે. માટે એક બીજું નિમિત્ત છે તે અજીવ તત્ત્વ છે. જીવ પોતે પોતાની ભૂલથી પરલક્ષે વિકારરૂપ પરિણમે
છે. તે વિકાર પુણ્ય અને પાપ એમ બે પ્રકારનો છે. પુણ્ય–પાપ બેય વિકાર હોવાથી મલિનતાની અપેક્ષાએ બંન્ને
થઈને આસ્રવ છે. તે મલિનદશામાં અટકવું તે બંધ દશા છે એ રીતે ચાર મલિન તત્ત્વો જીવની ક્ષણિક હાલતમાં
ઊઠી શકે નહિ, અને ‘પુણ્ય–પાપ આદિથી છૂટીને સ્વભાવમાં જવું, બંધમાં નહિ અટકતાં સ્વભાવમાં જવું’ એમ
રહેતું નથી, માટે જીવની અવસ્થામાં ચાર મલિન તત્ત્વો સિદ્ધ થાય છે.
અને બંધ નથી, હું તો નિર્મળ જ્ઞાન સ્વભાવી ધુ્રવ તત્ત્વ છું, એવી શ્રદ્ધા થતાં અવસ્થામાં વિકારને અટકાવ્યા તે
સંવર છે. વિકારનું અંશે અટકવું અને સ્વભાવના આશ્રયે અંશે નિર્મળ થવું તે સંવર છે.
પ્રગટ થતી સંપૂર્ણ નિર્મળ પર્યાય–એ બધાનું યથાર્થ શ્રદ્ધાજ્ઞાન ત્રિકાળી ચૈતન્ય સ્વભાવના આશ્રયે થાય છે; તે
સંવર છે. તેને કબૂલે નહિ તો તે જીવને સમ્યગ્દર્શનરૂપી ધર્મ થતો નથી. હું ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય છું, ક્ષણિક
અવસ્થામાં વિકાર હોવા છતાં તે વિકાર મારા ત્રિકાળી સ્વભાવમાં નથી. પુણ્યાદિ ચાર મલિનતત્ત્વો છે તે દુઃખ
દશા પ્રગટે છે તે સંવર છે. શુદ્ધ ચૈતન્ય સ્વભાવ તરફ વળવાની દશા, શુદ્ધતાનો અંશ અને વિકારને ટાળવાનો
ઉપાય એવો સંવર ન માને તો તેને “ધર્મ કરવો છે,” એમ રહેતું નથી. ધર્મદશા શરૂ થયા પછી અંશે વિકાર અને
અંશે શુદ્ધતા બેય અધૂરી દશામાં સાથે હોય છે. જેને ધર્મ કરવો છે તેને આ નવ તત્ત્વની યથાર્થ પ્રતીતિ વિના
બને નહિ એટલે કે થઈ શકે નહિ.
PDF/HTML Page 15 of 17
single page version
ભેદનો રાગ પણ વિકાર છે. શું વિકારના લક્ષે નિર્મળતા આવે? ન જ આવે.
ધુ્રવસ્વભાવની રુચિ કરવી તે સમ્યગ્દર્શન ધર્મ છે; પછી જે કંઈ અશુદ્ધતા રહી તેનો અંશે અંશે નાશ કરવો અને
શુદ્ધતાની અંશે અંશે વૃદ્ધિ કરવી, તેને નિર્જરા કહે છે.
સંયોગો શુદ્ધિનું સાધન નથી, પરંતુ પોતાનો ત્રિકાળી શુદ્ધ સ્વભાવ જ શુદ્ધિ એટલે કે ધર્મનું નિશ્ચય સાધન છે.
સ્વભાવના આશ્રયે શુદ્ધતા વધતાં વધતાં સંપૂર્ણ વિકાર ટળી ગયો અને પૂર્ણ નિર્મળ દશા પ્રગટી ગઈ, તે મોક્ષ છે.
અને ભૂલનું અટકી જવું–એ રીતે ભૂલ એટલે કે દુઃખ ન હોય તો કરવાનું શું રહ્યું? ભૂલને ટાળીને નિર્મળતાને ન
માને તો મોક્ષના કારણરૂપ (૭) વિકારનું અટકવું–નિર્વિકારનું પ્રગટ થવું, (૮) વિકારનું અંશે ટળવું અને
શુદ્ધિમાં વિશેષ ટકવું તથા (૯) વિકારને સર્વથા ટાળીને, સંપૂર્ણ શુદ્ધતા–મોક્ષ પ્રગટ કરવો, એ કાંઈ રહેતું નથી.
જ પોતાપણે સ્વીકાર કરતો, તે હવે ત્રિકાળી સ્વભાવનું ભાન થતાં પલટયો કે ‘આ પુણ્ય–પાપ જેટલો હું ક્ષણિક
નથી; તે ક્ષણિક વિકારી શુભાશુભભાવ રહિત હું ત્રિકાળી શુદ્ધ જીવ પદાર્થ છું.’ આવા સ્વભાવનો જે ભાવે
સ્વીકાર કર્યો તે ભાવને સમ્યગ્દર્શન કહે છે. આ સમ્યગ્દર્શન એટલે કે આત્માના સાચા ભાન વિના ધર્મમાં એક
પગલું પણ આગળ ચાલે નહિ; આવી આત્માની સાચી શ્રદ્ધા વિના પુણ્ય–પાપ આદિ વિકારને ટાળવાને તથા
શુદ્ધતા પ્રગટ કરવાને કાંઈ પણ પગલું ભરી શકાય નહિ.
નિર્મળતા થઈ, પરિપૂર્ણ અવિકારી દશા થઈ, પરિપૂર્ણ પરમાનંદ દશા પ્રગટ થઈ તેને મોક્ષ દશા કહે છે.
શકાય નહિ. પુણ્ય–પાપ આદિ મલિનતા જો બિલકુલ ન જ હોય તો ધર્મ કોને કરવો? અને જો પુણ્ય પાપ આદિ
વિકારભાવો જીવનો કાયમી સ્વભાવ હોય તો તેને ટાળવા કેમ? પરંતુ જીવને પુણ્ય પાપ આદિ વિકાર ભાવને
ટાળી નિર્મળ દશા પ્રગટ કરવાની છે. જીવનો નિર્મળ પર્યાય નવો પ્રગટ કરવાનો છે; જીવને કાંઈ નવો કરવો
નથી. જીવ તો ત્રિકાળી ધુ્રવ શુદ્ધ સ્વભાવી પદાર્થ છે, પરંતુ વર્તમાન દશામાં તેવી શુદ્ધતા પ્રગટ કરવાની છે. જેને
ધુ્રવ સ્વભાવનો અનુભવ કરવો હોય તેણે પ્રથમ આ નવ તત્ત્વને બરાબર જેમ છે તેમ સમજવા જોઈએ.
PDF/HTML Page 16 of 17
single page version
પરમાણુના બનેલા છે–અચેતન છે, શું તે અચેતન પરમાણુમાં સુખ છે? –તેમાં ક્યાંય સુખ નથી, ને તે સુખનાં
કારણ પણ નથી. છતાં ઊંધી રુચિને લીધે ત્યાં નિઃશંકપણે સુખ કલ્પી રાખ્યું છે. જ્યાં સુખ નથી ત્યાં માન્યું છે
માટે તે માન્યતા મિથ્યા છે. જો ઊંધી રુચિ ફેરવીને આત્માની રુચિ કરે તો આત્માના સ્વભાવમાં સુખ છે તેનો
પ્રત્યક્ષ અનુભવ થાય. જો લાડવામાં સુખ હોય તો તેનો અર્થ એમ થયો કે જ્યારે લાડવા ખાય ત્યારે આત્મામાં
સુખ આવે, અને પછી જ્યારે તેની વિષ્ટા થઈને બહાર નીકળી જાય ત્યારે આત્મામાંથી સુખ નીકળી જાય!
લાડવામાં સુખ નથી, લાડવામાં સુખ ભાસે છે તે તો માત્ર અજ્ઞાનીની મિથ્યા કલ્પના છે. તે કલ્પના તો પોતામાં
પોતે ઊભી કરી છે. સુખની કલ્પના ક્યાં થાય છે તે પણ કદી વિચાર્યું નથી. આત્મા સિવાય બીજા કોઈ પણ
પદાર્થોમાં સુખ કદી જોયું નથી અને છે જ નહિ, છતાં ત્યાં સુખની કલ્પના ઊભી કરીને નિઃશંકપણે સુખ માની
લીધું છે, અસત્ કલ્પના ઊભી કરી છે. પરમાં સુખ ન હોવા છતાં અને જોયું ન હોવા છતાં ફક્ત રુચિના
વિશ્વાસથી માની લીધું છે. માટે ‘જુએ તો જ માને છે’ –એમ નથી પણ જ્યાં રુચે છે ત્યાં નિઃશંક થઈ જાય છે.
ઊંધી રુચિનું જોર છે તેથી, ‘પરમાં સુખ નથી’ એમ લાખો જ્ઞાનીઓ કહે તો ય તે પોતાની માન્યતા ફેરવતો
નથી. તો, પોતાના આત્મસ્વભાવમાં તો સુખ પરિપૂર્ણ છે, તેને જાણીને માનવું તે તો સત્ પદાર્થની રુચિ છે; જો
સ્વભાવની પ્રતીતિ અને રુચિ કરે તો સ્વભાવનું સુખ તો જણાય અને અનુભવમાં આવે તેવું છે. પરમાં સુખ
માન્યું તે તો અસત્ પ્રતીતિ હતી, તેથી દુઃખ હતું. પરમાં સુખ છે જ નહિ તો તેની પ્રતીતિ કરવાથી સુખ ક્યાંથી
પ્રગટે? પોતાના સ્વભાવમાં સુખ છે તેને માનવું તે સત્ પ્રતીતિ છે, અને એવી પ્રતીતિ કરે તો સ્વભાવમાંથી
સુખ પ્રગટે છે. જ્ઞાનમાં જે જણાય તેને જ માને એવો જીવની શ્રદ્ધાનો સ્વભાવ નથી પણ પોતાને જે રુચે છે તેને
તે માને છે, ને ત્યાં તે નિઃશંક થાય છે. જો સ્વભાવની રુચિ કરે તો સ્વભાવનું સુખ તો જ્ઞાનમાં અનુભવાય તેવું
છે. આત્માનું સુખ પરમાં છે–એવી ઊંધી શ્રદ્ધા તે જ મહાપાપ છે. આત્માનો શ્રદ્ધા ગુણ એવો છે કે જ્યાં રુચિ
થાય ત્યાં તે નિઃશંક થઈ જાય છે. પોતાના સ્વભાવમાં નિઃશંક થાય તો ધર્મ થાય છે. અને પરમાં સુખ માનીને
ત્યાં નિઃશંક થાય તો અધર્મ થાય છે. પરને જાણતાં આત્માનું જ્ઞાન પરમાં રોકાઈને ત્યાં સુખ માની લીધું છે. પણ
તે માન્યતામાં, તે જ્ઞાનમાં, કે પર વસ્તુમાં સુખ પોતે કદી જોયું નથી; અને તે કોઈમાં સુખ નથી એમ અનંત
તીર્થંકરોએ કહ્યું છતાં પોતે તે માન્યતા મૂકતો નથી. જુઓ, અનંત તીર્થંકરો કહે તો ય પોતાને જે વાત રુચિ તે
છોડે નહિ એવી દ્રઢતાવાળો છે. તેમ સ્વભાવની રુચિથી સ્વભાવમાં સુખની જેને શ્રદ્ધા થઈ તે જીવ એવો દ્રઢ હોય
છે કે ઈન્દ્રો તેને શ્રદ્ધાથી ડગાવવા આવે તોય ન ડગે, આખું જગત ન માને અને પ્રતિકૂળ થઈ જાય તો ય તેને
સ્વભાવની શ્રદ્ધા ન ફરે; આખો આત્મા કેવળજ્ઞાનમાં જેવો પ્રત્યક્ષ જણાય તેવો તે જીવને ભલે પ્રત્યક્ષ ન જણાય.
પરંતુ કેવળીએ જેવો જોયો તેવા જ પરિપૂર્ણ આત્મસ્વભાવની દ્રઢ પ્રતીતિ તેને હોય છે. જેવો આત્મા કેવળીની
શ્રદ્ધામાં છે તેવો જ આત્મા તે સાધક ધર્માત્માની શ્રદ્ધામાં છે; તે શ્રદ્ધામાં તે નિઃશંક છે. કોઈની દરકાર કરતો
નથી. આવી પ્રતીતિ કરવી તે જ ધર્મનો ઉપાય છે અફીણ ખાવામાં કે અગ્નિમાં બળવામાં વગેરેમાં સુખ કલ્પે છે.
શું અફીણમાં કે અગ્નિમાં સુખ છે? ત્યાં સુખ નથી, માત્ર અજ્ઞાનથી કલ્પ્યું છે. અજ્ઞાનથી પરમાં સુખ કલ્પવામાં
પણ પરનો આશ્રય કરતો નથી. અદ્ધરથી કલ્પના ઊભી કરીને ન હોય ત્યાં પણ માની લે છે. તો પોતાના
સ્વભાવમાં સુખ છે, તેને કોઈ પરનો આશ્રય નથી, અને તે સ્વભાવની શ્રદ્ધા પણ પરના આશ્રય વગરની છે.
PDF/HTML Page 17 of 17
single page version
ખરચવાના કારણે તો પુણ્ય–પાપ કે ધર્મ કાંઈ થાય નહિ, કેમકે તે તો જડ છે,
માનીને, તેમ જ પુણ્યથી ધર્મ માનીને મિથ્યાત્વની પુષ્ટિ કરીને તે મહાપાપી
જીવ નિગોદમાં જશે. જુઓ; અજ્ઞાનીઓ પૈસા ખરચવાથી મોક્ષ મનાવી રહ્યા
છે! જ્ઞાનીઓ કહે છે કે, પૈસાની ક્રિયાનો હું કર્તા એમ માનનારો જીવ
મિથ્યાત્વને લીધે નિગોદ જશે. જ્ઞાની અને અજ્ઞાનીની માન્યતામાં આવો
વિરોધ છે. આ માન્યતા સાથે ધર્મ–અધર્મનો સંબંધ છે.
યથાર્થ સ્વરૂપ સમજાવ્યું છે; જેણે આત્માના જ્ઞાનને સ્વભાવથી છોડાવીને
નામ નિગોદ દશા છે; તેની જ્ઞાનશક્તિ અત્યંત હણાઈ ગઈ હોવાથી બાહ્ય
નિમિત્તરૂપે પણ માત્ર એક સ્પર્શેન્દ્રિય સિવાય બીજી કોઈ ઈન્દ્રિયો હોતી નથી.
મિથ્યા માન્યતામાં એમ આવી જાય છે કે મારો જાણવાનો સ્વભાવ ઢંકાઈ
જાઓ અને મારામાં વિકારનો તેમ જ પરનું કરવાના ભાવનો વિકાસ થાઓ.
એ મિથ્યા માન્યતાને લીધે તે જીવનું જ્ઞાન છેલ્લામાં છેલ્લી હદે ઢંકાઈ જશે ને
જેણે પોતાના જ્ઞાતા સાક્ષીસ્વરૂપને સ્વીકારીને, વિકારની અને પરના
કર્તૃત્વની મિથ્યાબુદ્ધિને ઉડાડી દીધી છે તે જીવ સમયે સમયે પોતાના
જ્ઞાતાપણાને વધારતો વધારતો અને રાગાદિ ભાવોને દૂર કરતો થકો
અલ્પકાળે કેવળજ્ઞાન પામે છે ને સાક્ષાત્પણે સંપૂર્ણ જ્ઞાતા થઈ જાય છે. –
પોતાના જ્ઞાનસ્વભાવની આરાધનાનું આ ફળ છે.