PDF/HTML Page 1 of 21
single page version
PDF/HTML Page 2 of 21
single page version
કર્તવ્ય
PDF/HTML Page 3 of 21
single page version
તે તો બધા આત્માથી ભિન્ન અચેતન છે, તેમાં આત્માનો ધર્મ રહેલો નથી. વળી હિંસાચોરી વગેરે પાપભાવ, કે
દયા–પૂજા વગેરે પુણ્યભાવથી પણ ધર્મ થતો નથી, કેમકે તે વિકારીભાવ છે. ધર્મ કરનારો આત્મા છે અને
આત્માની શુદ્ધ દશા તે જ ધર્મ છે. તે ધર્મનો કરનાર આત્મા પોતે જ છે. ધર્મ કરનાર આત્માથી જ ધર્મ થાય છે,
પણ પૈસાથી, શરીરથી, પ્રતિમાથી કે દેવ–ગુરુ–શાસ્ત્રથી ધર્મ થતો નથી, તેમજ તે તરફના શુભરાગથી પણ ધર્મ
થતો નથી. ધર્મ તે આત્માનો નિર્મળ વીતરાગી શુદ્ધપર્યાય છે. તે પર્યાય, પર્યાયી એવા આત્મામાંથી પ્રગટે છે.
આત્મા ત્રિકાળ જ્ઞાનાદિ નિર્મળ ગુણોની ખાણ છે; શ્રવણ–મનન દ્વારા તેની ઓળખાણ કરતાં આત્મામાંથી જે
નિર્મળ અંશ પ્રગટે તે અંશીનો અંશ–ધર્મ છે. આત્મા ચૈતન્યમૂર્તિ ભગવાન અનાદિ–અનંત એકરૂપ છે તે અંશી છે
અને તેના આશ્રયે જે નિર્મળ અંશ પ્રગટે છે તે અંશ છે. તે એક અંશમાં આખો આત્મા આવી જતો નથી.
તો પુણ્ય થાય છે અને તીવ્ર કષાય હોય તો પાપ થાય છે. બહારની ક્રિયા તો આત્મા કરતો જ નથી, તે તો જડના
તે બંનેથી જુદો છે; તેની ઓળખાણથી જે રાગરહિત શુદ્ધ અંશ પ્રગટે તે ધર્મ છે.
છઠ્ઠા ગુણસ્થાને આવતાં શુભવિકલ્પ ઊઠે છે. આવી દશામાં, ‘જગતના જીવો ધર્મ પામે’ એવો શુભ વિકલ્પ
તેમને ઊઠ્યો, ત્યાં બહારમાં જગતના ભાગ્યે આ સમયસાર–પ્રવચનસારાદિ શાસ્ત્રોની રચના થઈ ગઈ છે. તેમાં
આત્માનું સ્વરૂપ શું છે તે કહે છે.
આત્મસ્વભાવનું અનુકરણ કરે તો અશુદ્ધતા થતી નથી. અશુદ્ધતાનું કારણ પરદ્રવ્યને અનુસાર થતી પરિણતિ જ
વ્યવહારુ ધર્મ ક્રિયાના પરિણામ છે તે બધાય પરદ્રવ્યાનુસારી અશુદ્ધભાવ છે, તેના વડે ધર્મ થતો નથી. માટે
અંતરદ્રષ્ટિ વડે આત્મસ્વભાવનું નિરીક્ષણ કરવું તેને ભગવાન સમ્યગ્દર્શનરૂપી ધર્મ કહે છે; તે સમ્યગ્દર્શન
વીતરાગચારિત્રનું મૂળ કારણ છે અને વીતરાગચારિત્ર તે મોક્ષનું કારણ છે.
PDF/HTML Page 4 of 21
single page version
આવા ભાનપૂર્વક ધર્મી જીવ પરદ્રવ્યો પ્રત્યે મધ્યસ્થ થઈને શુદ્ધોપયોગનો અભ્યાસ કરે છે.
આ પ્રવચનસારની ૧૬૦ મી ગાથામાં કરે છે––
कत्ता ण ण करयिदा अणुमंता णेव कत्तीणं।।
કર્તા ન, કારયિતા ન, અનુમંતા હું કર્તાનો નહિ. ૧૬૦.
આ તો જન્મ–મરણની બેડી તોડવાની વાત છે. આ સમજ્યા વિના કોઈ રીતે જન્મ–મરણનો અંત આવે તેમ
નથી. બાકી આ સમજ્યા વગર ભગવાનની મણિરત્નોની પ્રતિમા બનાવે અને હીરાના થાળમાં કલ્પવૃક્ષનાં
ફૂલથી પૂજા કરે, તો પણ તે શુભરાગ છે; આત્માનો સ્વભાવ તે રાગરહિત છે, તેને સમજે નહિ તો સંસારના
જન્મ–મરણ ટળે નહિ. શુભરાગ તે ધર્મનો પંથ નથી. આત્માની ઓળખાણ કરીને તેનો આશ્રય કરવો તે એક જ
ધર્મનો પંથ છે. અનંત જ્ઞાનીઓનો એક જ પંથ છે. કહ્યું છે કે ‘એક હોય ત્રણકાળમાં પરમારથનો પથ’ ત્રણેકાળે
જ્ઞાનસ્વરૂપથી શરીરાદિ જ્ઞેય પદાર્થો જુદાં છે એટલે હું શરીર નથી, મન નથી, તેમજ વાણી પણ હું નથી. તેથી તે
શરીર–મન–વાણીથી મારો ધર્મ થતો નથી.––તો હવે શેનાથી ધર્મ કરશો? –આત્મા શરીર–મન–વાણીથી પાર,
જ્ઞાન–દર્શનનો પિંડ છે, તેમાંથી ધર્મની સ્ફુરણા થાય છે. આત્મા જ્ઞાનમૂર્તિ છે ને શરીર–મન–વાણી પરજ્ઞેયો છે;
આત્મા તેમનો જાણનાર છે પણ તેમનું કાંઈ આત્મા કરી શકતો નથી. શરીરથી, મનથી કે વાણીથી આત્માનો ધર્મ
થાય નહીં. આ શરીર અને ભાષા તો પરવસ્તુ છે ને અંદર છાતીના ભાગમાં એક સૂક્ષ્મ મન છે, તે જડપુદ્ગલોનું
બનેલું છે, તે મન પણ પરવસ્તુ છે. આત્માનું તે મન તરફ જેટલું જોડાણ થાય તેટલો વિકાર થાય છે, તે વિકાર
જ્ઞાન–દર્શન સ્વભાવ મનાતીત અને વિકલ્પાતીત છે, તેને ઓળખીને તેમાં એકાગ્ર થતાં જેટલે અંશે મનથી
વેગળો થઈ જાય તેટલો ધર્મ છે. આ ભાવ વિના ત્રણકાળમાં ધર્મ થતો નથી. આજ સમજે, કાલ સમજે કે બે–
પાંચ ભવે સમજે, પણ આ સમજ્યા વગર કદી ભવથી નીવેડા આવે તેમ નથી.
છે. ધર્મી જાણે છે કે વાણી પણ હું નથી, ને તે વાણીથી મારો ધર્મ થતો નથી. આત્મા વાણીને કરતો નથી અને
વાણીથી આત્મા સમજાતો નથી. શરીર, મન, વાણી હું નથી, એનો અર્થ એ થયો કે શરીર, મન, વાણીની ક્રિયા
આત્માને લીધે થતી નથી. વ્યવહારથી પણ આત્મા તેમનું કાઈ કરે–એમ નથી. ‘આત્માએ શરીરાદિનું કર્યું’ એમ
ભાષામાં આવે, પણ વસ્તુસ્વરૂપ તેનાથી જુદુ છે. દૂર રહેલાં દેવ–ગુરુ–શાસ્ત્ર, અને નજીક રહેલાં શરીર–મન–
PDF/HTML Page 5 of 21
single page version
ઘટાડીને હું તેનો સદુપયોગ કરું એવું કોઈ કાર્ય બતાવો. શ્રી અરિહંત ભગવાનના પંચકલ્યાણિક કરવાની મારી ભાવના
છે. ત્યારે શ્રીગુરુ કહે છે કે–ધન્ય છે, તું તારા કુળમાં સૂર્ય સમાન છે; એમ કહીને જિનબિંબ પ્રતિષ્ઠા અને પંચકલ્યાણિક
મહોત્સવની આજ્ઞા આપે છે. તે મહોત્સવ અનંત ભવોનો નાશ કરનાર છે. અહીં બાહ્ય ક્રિયાની કે એકલા શુભરાગની
વાત નથી, પણ પોતાના જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવના ભાનપૂર્વક તેમાં લીન થઈને તૃષ્ણા ઘટાડતાં અનંત અવતારનો નાશ
થઈ જાય છે. પરમાર્થે તો, આત્મસ્વભાવની જે અનંતજ્ઞાનમય સંપત્તિ છે તેને પ્રગટ કરીને રાગનો વ્યય કરવો તે
મહોત્સવ છે. મહોત્સવ કરનાર પોતાનો રાગ ઘટાડવા માટે પોતાની સંપત્તિનો વ્યય કરે. ખરેખર લક્ષ્મીનો વ્યય
આત્મા કરી શકતો નથી પણ રાગ ઘટાડવાના ઉપદેશ માટે લક્ષ્મીના વ્યયની વાત વ્યવહારે કરી છે.
લક્ષ્મી ખરચીને હો–હા કરી નાંખે અથવા માન લેવા માટે લક્ષ્મી ખરચે તેની આ વાત નથી. પણ અંતરમાં
રાગરહિત સ્વભાવનું જેને બહુમાન છે અને જડ લક્ષ્મી તે મારી ચીજ નથી––એમ જાણીને જેને તેનું અભિમાન
ટળી ગયું છે તે જીવ લક્ષ્મી ઉપરનો રાગ ઘટાડવા તૈયાર થયો છે, તેની વાત છે. અંતરમાં રાગરહિત
જ્ઞાયકસ્વભાવનું ભાન હોય તો કલ્યાણ છે. જડની ક્રિયાનો સ્વામી ન થાય તેમજ શુભરાગને ધર્મ ન માને–એ
પ્રમાણે જ્યાં જ્યાં જે જે યોગ્ય હોય ત્યાં ત્યાં તે તે સમજે, અને રાગરહિત સ્વભાવની દ્રષ્ટિ રાખીને રાગ
ઘટાડવાના સ્થાને રાગ ઘટાડે. અંતરમાં આત્માના ભાન વગર રાગ ઘટાડે તો પરમાર્થમાર્ગમાં તેની કાંઈ ગણતરી
નથી. રાગ ઘટાડવાનો નિષેધ નથી પરંતુ અંતરમાં ભાન હોવું જોઈએ કે પૈસા કે મંદિર વગેરે જડની ક્રિયા તો
આત્મા કરી શકતો નથી, અને જે શુભરાગ થાય તેનાથી પણ મને લાભ નથી. સ્વભાવના ભાનસહિત જેટલો
રાગ ટળ્યો તેટલો લાભ છે. પહેલાંં આત્માની સાચી સમજણનો મૂળ પાયો રાખીને પછી બધી વાત છે. સાચી
સમજણ વગર કોઈ જીવ રાગને મંદ પાડે તો કાંઈ જ્ઞાની ના કહેતા નથી, પરંતુ તેને આત્માનું અપૂર્વ કલ્યાણ થાય
નહિ ને અનંતા જન્મ–મરણ મટે નહિ.
પણ જુઠ્ઠી છે. નિશ્ચયથી કે વ્યવહારથી કોઈ પ્રકારે આત્મા પરનું કરી તો શકતો જ નથી. ‘નિશ્ચયથી ન કરે અને
વ્યવહારથી કરે’ એમ બે પ્રકારનું કથન છે, પરંતુ વસ્તુનું સ્વરૂપ કાંઈ એવા બે પ્રકારનું નથી. નિશ્ચયની વાતને
ઊભી રાખીને–(લક્ષમાં રાખીને) વ્યવહારના અર્થ સમજવા જોઈએ. આત્મા શરીરાદિની કોઈ ક્રિયા કરી શકતો
નથી –એવું જ વસ્તુસ્વરૂપ છે, તે નિશ્ચય છે, અને ‘આત્મા શરીરાદિનું કરે છે’ એમ શાસ્ત્રમાં વ્યવહારથી કથન
હોય તે માત્ર નિમિત્તનાં કથન છે, પણ વસ્તુસ્વરૂપ નથી; શરીરાદિની ક્રિયા થતી હોય તે વખતે કેવું નિમિત્ત હતું
તેનું જ્ઞાન કરાવવા માટે તે વ્યવહારનું કથન છે.
પ્રત્યેના વિનયની ભાષા છે. આત્માના અંતરનું પાણી ઉછળ્યા બગર (–પુરુષાર્થ વગર) મુક્તિ થાય નહિ.
આત્માના અંતરનું પાણી બહારની ક્રિયા ઉપરથી ઓળખાય નહિ. જેમ હીરાનાં પાણીનું માપ ઝવેરી કરી શકે
PDF/HTML Page 6 of 21
single page version
અમુક પ્રકારે આહાર કરે છે ને અમુક પ્રકારનો ત્યાગ છે–એમ બહારની ક્રિયા ઉપરથી ધર્મી જીવના ધર્મનું માપ થતું
નથી, પણ અંતરમાં આત્મસ્વભાવની શ્રદ્ધા અને એકાગ્રતા કરીને કેટલો રાગ તોડયો તે ઉપરથી ધર્મીનું માપ થાય છે.
અજ્ઞાનીઓ કહે છે કે ‘આત્મામાં અનતશક્તિ છે અને આત્મા સ્વતંત્ર છે–એમ જો તમે માનો છો તો છ મહિનાના
ઉપવાસ કરી નાંખો ને?’ પણ જ્ઞાની કહે છે કે ભાઈ! આત્માની શક્તિનું માપ બહારની ક્રિયાથી નથી. કોણ આહાર
લ્યે? ને કોણ તેને છોડે? ચૈતન્યમૂર્તિ અરૂપી આત્મા છે તે જડ આહારને લેવા–મૂકવાની ક્રિયા કરી શકતો નથી.
તે ભાવનું કારણ પણ ધર્મી જીવ પોતાને માનતા નથી. સ્વભાવદ્રષ્ટિથી આત્મા વિકારનું કારણ છે જ નહીં. અને
નિમિત્તથી પણ આત્મા શરીર–મન–વાણીનું કારણ નથી.
આત્માની બહાર ન હોય; એટલે બહારની શરીર–મન–વાણીની ક્રિયા તો આત્મા વ્યવહારે પણ કરતો નથી. બહુ તો
આત્મા પોતાના પર્યાયમાં તે તરફનો રાગ કરે, તેને જાણવો તે વ્યવહાર છે. ત્રિકાળી સ્વભાવમાં રાગ નથી ને પર્યાયમાં
આ ક્ષણિક રાગ થાય છે–એમ તે રાગને જાણવો તે અસદ્ભુતવ્યવહાર છે. અને ત્રિકાળી રાગરહિત સ્વભાવને જાણવો
તે નિશ્ચય છે. નિશ્ચયને જાણ્યા વિના વ્યવહારનું પણ સાચું જ્ઞાન થાય નહીં. ત્રિકાળી સ્વભાવ રાગરહિત છે તેને જાણે
નહિ અને ક્ષણિક રાગને જ પોતાનું સ્વરૂપ માની લ્યે તેને તો વ્યવહારનું પણ સાચું જ્ઞાન નથી.
ઈચ્છા ન હોવા છતાં વાણી છૂટે છે અને ઘણા જીવોને ઈચ્છા હોવા છતાં તે ઈચ્છા અનુસાર વાણી નીકળતી નથી,
કેમ કે વાણી આત્માના કારણે થતી નથી પણ જડના કારણે થાય છે. આ પ્રમાણે જડથી હું ભિન્ન છું–એમ
ભેદજ્ઞાન કરવું તે ધર્મ છે.
ત્યાં અજ્ઞાની જીવ કહે છે કે “એ તો નિશ્ચયની વાત છે, નિશ્ચયથી આત્મા શરીરાદિનું ન કરી શકે પણ વ્યવહારથી
કરે” નિશ્ચય શું અને વ્યવહાર શું? તેનું અજ્ઞાનીને ભાન નથી તેથી તે એમ માને છે કે વ્યવહારથી આત્મા બોલે, ને
વ્યવહારથી આત્મા શરીરને ચલાવે. ‘નિશ્ચયથી ન કરે ને વ્યવહારથી કરે’ એમ અજ્ઞાની માને છે એટલે તેને કદી બે
નયોનો વિરોધ ટળતો નથી; ને બે નયોનો વિરોધ ટાળીને તેને સ્વભાવમાં ઢળવાનું રહેતું નથી, એટલે કે તેને અધર્મ
ટળીને ધર્મ થતો નથી. નિશ્ચય અને વ્યવહારનો પરસ્પર વિરોધ છે, તે વિરોધ કઈ રીતે ટળે? નિશ્ચય જે કહે છે તે
વસ્તુસ્વરૂપ છે અને વ્યવહાર કહે છે તે પ્રમાણે વસ્તુસ્વરૂપ નથી પણ ઉપચારથી કહ્યું છે–એમ સમજે તો બે નયોનો
તો તેને બે નયોનો વિરોધ મટતો નથી એટલે કે મિથ્યાત્વ ટળતું નથી. નિશ્ચય કહે છે કે આત્મા શરીરાદિનું કાંઈ જ
કરતો નથી;–એ તો યથાર્થ વસ્તુ સ્વરૂપ જ છે; અને વ્યવહાર કહે છે કે આત્મા શરીરાદિની ક્રિયા કરે છે;–એ યથાર્થ
વસ્તુસ્વરૂપ નથી પણ ઉપચારનું કથન છે, એનો અર્થ એમ છે કે ખરેખર આત્મા શરીરાદિનું કરે નહિ.
ભગવાન! તારો અપાર મહિમા છે, તારા મહિમાને ભૂલીને બહારના પદાર્થોનો મહિમા કરી કરીને તું
PDF/HTML Page 7 of 21
single page version
કહી શક્યા નહિ તે પણ શ્રીભગવાન જો;
અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. ૨૦
કરે પણ પરમાં કાંઈ ન કરે–એનું જ નામ અનેકાંત છે; અને એ પ્રમાણે સમજતાં પર પદાર્થોનો અહંકાર ટળીને
પોતાના જ્ઞાનસ્વભાવ તરફ વળવું તે ધર્મ છે.
અધિકાર પણ આવી જાય છે. ધર્મી જીવ શરીરાદિ બધા પરજ્ઞેયોને પોતાથી ભિન્ન પરદ્રવ્ય સમજીને તે પ્રત્યે
અત્યંત મધ્યસ્થ થઈને સ્વભાવ તરફ વળે છે, તેનું આ વર્ણન છે. હું જ્ઞાયક આત્મા શરીર–મન–વાણીનો કર્તા
નથી, તેનો કરાવનાર નથી અને તેના કર્તાનો અનુમોદ નાર પણ હું નથી, હું તો તેનો જણનાર જ છું અને એ
બધા જ્ઞેયો છે. –આમ જ્ઞેય–જ્ઞાયકનું ભેદવિજ્ઞાન કરીને જ્ઞાનસ્વભાવની પ્રતીતિ કરવી તે અપૂર્વ સમ્યગ્દર્શન, અને
PDF/HTML Page 8 of 21
single page version
આવે છે. પૂર્વે અનંત તીર્થંકરો થઈ ગયા છે. તે તીર્થંકરદેવ મતિ–શ્રુત–અવધિ એવા ત્રણ જ્ઞાન સહિત જ જન્મે છે;
અને કેટલાક ક્ષાયિકસમ્યગ્દર્શન સહિત જન્મે છે. માતાના પેટમાં આવ્યા ત્યારે પણ અંતરમાં જ્ઞાનમૂર્તિ આત્માનું
ભાન છે. શરીર–મન–વાણીનો એક રજકણ પણ મારો નથી, અને જે ક્ષણિક શુભાશુભ વિકાર થાય છે તે કોઈ
પરના કારણે થતા નથી, પણ મારા પુરુષાર્થની હીનતાથી થાય છે. તે શુભાશુભ વિકાર મારા સ્વભાવમાંથી
આવતા નથી, ને તે મારું સ્વરૂપ નથી. હું અખંડ આનંદનો સાગર છું. –આવા ભાન સહિત ભગવાનનો આત્મા
સ્વર્ગ કે નરકમાંથી આવે છે. શ્રી ઋષભદેવ ભગવાન પૂર્વ ભવે સર્વાર્થસિદ્ધિના દેવ હતા, ત્યાંથી ત્રણ જ્ઞાન સહિત
મરુદેવી માતાની કૂંખે આવ્યા હતા.
દ્વેષરૂપ રાતપ–એ ત્રણેથી છૂટો, ચૈતન્યબિંબ સહજાનંદ શાંતરસની મૂર્તિ છે. જેમ ટોપરાના મીઠા અને સફેદ
ગોટામાં જે રાતપ છે તે ખરેખર કાચલી તરફનો ભાગ છે, તેમ આત્મા આનંદ અને ચૈતન્યનો ગોળો છે તેમાં જે
વિકારી લાગણીઓ થાય છે તે પરના આશ્રયે થાય છે, તે ખરેખર ચૈતન્યની જાત નથી. –આવું ભેદજ્ઞાન
ભગવાનને મુનિ થયા પહેલાંં હતું. અનંતા તીર્થંકરો આવા ભેદજ્ઞાન સહિત જ માતાની કૂંખે આવે છે. હું
તીર્થંકરપણે અવતર્યો છું–એવો વિકલ્પ, તેમ જ મને ત્રણ જ્ઞાન છે એવો જે ભેદભાવ, તે રહિત અંતરમાં અભેદ
નિર્વિકલ્પ આનંદનો કંદ ચૈતન્યસ્વભાવ છે, તેનું ભગવાનને ભાન હતું. અને એના પ્રતાપે જ તે તીર્થંકર થયા છે.
આ પ્રમાણે અંતરની ઓળખાણ કરવી જોઈએ.
પોતાનું માનતો ન હતો; માતાના પેટમાં હતા ત્યારે પણ ‘આ માતાના પેટમાં હું રહ્યો છું, આ મારી માતા છે,
આ મારા પિતા છે, આ ઈન્દ્રો મારી સેવા કરે છે’ આવો વિકલ્પ પણ રુચિથી ન હતો. આવા ભાનસહિત શ્રી
ઋષભદેવ ભગવાનનો જન્મ થયો. ‘સિદ્ધ સમાન સદા પદ મેરો’ –હું સિદ્ધ છું, ત્રિકાળ અખંડ આનંદસ્વરૂપ છું–
આવા આત્મભાન સહિત ગર્ભમાં આવ્યા, એવા ભાનસહિત જનમ્યા અને એવા ભાનસહિત ઊછર્યા.
તેઓ અનિત્ય–અશરણ વગેરે બાર ભાવનાઓનું ચિંતવન કરવા લાગ્યા.
વિકારી પરિણામો થાય છે તે પણ અનિત્ય છે, પહેલી ક્ષણે થઈને બીજી ક્ષણે તે નાશ પામી જાય છે, મારો
ચિદાનંદ આત્મા ધ્રુવ છે તે કાયમ એવો ને એવો ટકી રહે છે ... ધ્રુવરૂપ આત્મા એ જ મને શરણ છે, એ સિવાય
બીજું કોઈ શરણ નથી. આત્માને પોતા સિવાય અન્ય કોઈ તીર્થંકરો–ગણધરો–મુનિઓ–ઈન્દ્રો કે ચક્રવર્તીઓ
શરણભૂત નથી, એક પોતાનો ધ્રુવસ્વભાવ છે તે
PDF/HTML Page 9 of 21
single page version
સંસારમાં રખડતાં આ જીવે, પૂર્વભવની સ્ત્રીને માતા તરીકે અને પૂર્વભવની માતાને સ્ત્રી તરીકે અનંતવાર સેવી
છે. પુણ્ય કરીને સ્વર્ગમાં અને પાપ કરીને નરકનિગોદમાં જીવ રખડે છે. આવા સંસારને ધિક્કાર છે! સંસાર કોઈ
બીજી ચીજ નથી પણ આત્માનો જ વિકાર છે.. આત્મા સદાય પવિત્ર મૂર્તિ છે, ને વિકાર તથા શરીર તે
અશુચિમય છે... ત્રિકાળ એકરૂપ મારો સ્વભાવ છે એટલે મારે મારા સ્વભાવથી એકત્વ છે... હું એક
જ્ઞાયકસ્વભાવ છું, શરીર અને રાગાદિ મારું સ્વરૂપ નથી, તેનાથી મારે અન્યત્વ છે... પુણ્ય–પાપ આસ્રવ છે તે
મારું સ્વરૂપ નથી,... સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન કરીને તેમાં લીન થતાં સંવર–નિર્જરા પ્રગટ થાય છે... આ સંસારમાં
જીવને રત્નત્રયરૂપ બોધિની પ્રાપ્તિ જ અત્યંત દુર્લભ છે. પૂર્વે અનંતકાળમાં આત્માને બધું મળી ચૂકયું છે,
આત્માને અનંતકાળમાં નહિ મળેલ એક રત્નત્રય જ છે. –ઈત્યાદિ પ્રકારે બાર વૈરાગ્ય ભાવનાઓનું ચિંતવન
ભગવાન કરતા હતા. પછી લોકાંતિક દેવો આવીને પ્રભુની સ્તુતિ કરીને વૈરાગ્યને અનુમોદન આપે છે, અને દેવો
દીક્ષા કલ્યાણિક ઉજવવા આવે છે. અને ભગવાન દીક્ષા લઈને ચારિત્રદશા અંગીકાર કરે છે. એ બધું દ્રશ્ય હમણાં
અહીં થઈ ગયું છે.
છઠ્ઠા–સાતમાં ગુણસ્થાનની વીતરાગીદશા પ્રગટે છે, તે ચારિત્રદશા છે. એવી ચારિત્રદશા જેને પ્રગટી હોય તેને જ
મુનિ કહેવાય છે. એવી ચારિત્રદશા વગર સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનરૂપ ધર્મ હોય, પણ મુનિદશા હોય નહીં.
તીર્થંકર ભગવાનને પણ ચારિત્રદશા વગર કેવળજ્ઞાન થતું નથી. તેથી ભગવાનને વૈરાગ્ય થતાં તેઓ દીક્ષા
અંગીકાર કરે છે. ‘હું દીક્ષા લઈને મુનિ થાઉં’ એવો વિકલ્પ તે તો રાગ છે, તે આત્માનું સ્વરૂપ નથી, તેમ જ
બાહ્યમાં કેશલોચની કે વસ્ત્રો ઉતારવાની ક્રિયા જડની છે, આત્મા તેનો કર્તા નથી. આત્માને મુનિ થવાની વૃત્તિ
ઊઠી તે રાગ છે, તે રાગને લીધે ચારિત્રદશા થતી નથી પણ સ્વભાવની લીનતાથી ચારિત્રદશા થાય છે. તેમ જ
તે રાગને લીધે વસ્ત્ર ઉતરવાની ક્રિયા થતી નથી, પણ તે જડના સ્વભાવથી થાય છે.
લાયકાત હતી. આત્મા તેનો કર્તા નથી. અને જે પંચમહાવ્રતનો શુભવિકલ્પ ઉઠયો તેને ચારિત્રદશાનું નિમિત્ત
કહેવાય પણ ખરેખર તો તે રાગ છે, તે વીતરાગીચારિત્રનું કારણ નથી. અને આત્મા તે વિકલ્પનો કર્તા પરમાર્થે
નથી. આત્માના અંતરસ્વભાવમાં ઠરતાં વિકલ્પ છૂટી જાય છે. ભગવાને વસ્ત્ર છોડયા એમ કથન આવે, પણ
ખરેખર તો સ્વરૂપમાં ઠરતાં રાગ છૂટી ગયો ને રાગ છૂટી જતાં તેના નિમિત્તરૂપ વસ્ત્રો સ્વયમેવ છૂટી ગયા છે.
પહેલાંં તો મુનિ થઈને વિકલ્પ ઊઠે પણ તેનો આશ્રય માને નહિ અને બાહ્યમાં પરિગ્રહનો સંગ હોય નહિ, પછી
અંદર ચૈતન્ય ગોળામાં લીન થતાં મુનિઓને પ્રથમ સાતમી ભૂમિકા પ્રગટે છે. જેને મુક્તિ થાય તેને આ દશા
આવ્યા વગર કદી મુક્તિ થાય નહિ. ગૃહસ્થપણામાં સમ્યગ્દર્શન અને એકાવતારીપણું થાય પણ આ દશા વગર
કોઈ સમ્યગ્દ્રષ્ટિને પણ ગૃહસ્થપણામાં મુક્તિ થઈ જાય નહીં.
પરાવર્તનનો કાળ જ તેવો હોય છે; આત્માનો
PDF/HTML Page 10 of 21
single page version
કર્મના પરમાણુઓનો નાશ થઈ જાય છે તે પુદ્ગલનો સ્વકાળ છે, અને બાહ્યમાં વસ્ત્રાદિ છૂટયા તે વસ્ત્રાદિના
પરમાણુઓનો સ્વકાળ સ્વતંત્ર હોવા છતાં, જ્યારે આત્મામાં ઠરવાનો સ્વકાળ હોય ત્યારે પરમાણુમાં ત્રણકષાય
કર્મ ન ટળે એમ બને નહિ અને વસ્ત્રાદિનો વિયોગ ન થાય એમ બને નહિ. આવો જ નિર્મળ મુનિદશાનો ને
વસ્તુનો સ્વભાવ છે. અનાદિઅનંત સંતોની આવી જ દશા છે કે અંતરમાં એકદમ વીતરાગતા હોય ને બાહ્યમાં
વસ્ત્રનો એક તાણો પણ ન હોય. શરીર ઉપર એક વસ્ત્રનો તાણો પણ રાખવાનું લક્ષ થાય અને છઠ્ઠા–સાતમા
ગુણસ્થાનની મુનિદશા ટકી રહે–એમ ત્રણકાળ ત્રણલોકમાં હોય શકે નહિ. આ કોઈએ કલ્પેલો માર્ગ નથી, પણ
આત્માના ભાનપૂર્વક લંગોટી રહિત દશા હોય એવો સનાતન અનાદિ વસ્તુભાવના પર્યાયનો ધર્મ છે. તે પર્યાયને
અન્યથા માને તેણે મુનિદશાને કે વસ્તુસ્વભાવને જાણ્યો નથી. જોકે વસ્ત્રના ગ્રહણ–ત્યાગનો કર્તા આત્મા નથી,
છતાં જ્યારે આત્મામાં ત્રણકષાયના નાશરૂપ વીતરાગી ચારિત્રદશા પ્રગટે ત્યારે રાગ અને વસ્ત્રોનો સહજપણે
અભાવ થયા વિના પણ રહેતો નથી, આવો જ નિમિત્તનૈમિત્તિક સંબંધ છે.
ભગવાનની દીક્ષાની સ્થાપના છે, પણ આવા પ્રસંગે પોતે અંતરમાં એવી ભાવના કરે કે મને એવી પરમ
વીતરાગી નિર્ગ્રંથદશા ક્યારે આવે! હું મુનિ થઈને આત્મધ્યાનમાં લીન થાઉં! હું ક્યારે એ વીતરાગી સંતોની
પંક્તિમાં બેસું! –આવી ભાવના કોણ કરે? જેને આત્માના ચિદાનંદ રાગરહિત સ્વભાવનું ભાન હોય અને યથાર્થ
મુનિદશા કેવી હોય તેની ઓળખાણ હોય તે જ આવી યથાર્થભાવના કરી શકે. આ મુનિદીક્ષાની સ્થાપનાનો
નિક્ષેપ છે, પણ તે નિક્ષેપ કોણ કરે? સ્થાપના તે તો નિમિત્ત છે, પર છે, વ્યવહાર છે. ઉપાદાન વગર નિમિત્ત
હોય નહિ, સ્વના ભાન વિના પરનું ભાન હોય નહિ અને નિશ્ચય વગર સાચો વ્યવહાર હોય નહિ. માટે જેને
સ્વ–ઉપાદાનના નિશ્ચયસ્વભાવની ઓળખાણ હોય તે જ પર નિમિત્તમાં સ્થાપનાનિક્ષેપરૂપ વ્યવહારને યથાર્થ
જાણે. મુનિપદ તો રાગરહિત ચારિત્રદશા છે. પહેલાંં જેને રાગરહિત આત્મસ્વભાવની ઓળખાણ થઈ હોય તે જ
રાગરહિત થવાનો પુરુષાર્થ કરી શકે. પણ જે રાગને જ પોતાનું સ્વરૂપ માનતો હોય તે જીવ રાગરહિત થવાનો
પુરુષાર્થ કોના જોરે કરશે? તેની રાગરહિત થવાની ભાવના પણ યથાર્થ ન હોય. ધર્મીને પોતાના જ્ઞાનમૂર્તિ
રાગરહિત સ્વભાવની દ્રષ્ટિ છે ને અવસ્થામાં નબળાઈથી રાગ છે, તે રાગને સ્વભાવની એકાગ્રતાના બળે
ટાળીને મુનિ થવાની ભાવના છે. સહજ સ્વરૂપની એકાગ્રતા વિના ‘રાગ છોડું’ એવી હઠથી રાગ છૂટતો નથી.
હઠથી બાહ્મ ત્યાગ કરી નાંખે તે ખરો ત્યાગ કહેવાય નહિ. ‘રાગ ટાળું’ એવી બુદ્ધિથી રાગ ટળતો નથી પણ રાગ
ઉત્પન્ન થાય છે, છતાં તેને રાગ ટાળવાનો ઉપાય માને તો તે જીવ પર્યાયમૂઢ મિથ્યાદ્રષ્ટિ છે. ખરેખર રાગને
ટાળવો પડતો નથી, પણ બીજા સમયે અંદરમાં ધ્રુવ સત્સ્વભાવનો આશ્રય કરતાં રાગની ઉત્પત્તિ જ થતી નથી,
તેનું નામ રાગનો ત્યાગ છે. આ રીતે ભગવાન આત્માને રાગનો ત્યાગ નામમાત્ર છે. કેમકે રાગ સ્વભાવમાં
નથી. આત્મા પોતાના સ્વભાવમાં એકાગ્ર થયો ત્યાં રાગને છોડવો પડતો નથી પણ સહેજે છૂટી જાય છે. અહા,
આત્મા રાગને પણ છોડતો નથી તો પછી વસ્ત્રાદિ પરને આત્મા છોડે–એ કેમ બને? આમ હોવા છતાં,
મુનિદશામાં વસ્ત્રનો સંયોગ રહે–એમ પણ ત્રણકાળમાં બનતું નથી. ત્રણકાળ ત્રણલોકમાં વસ્તુની પર્યાયનો એવો
જ નિયમ છે કે છઠ્ઠી–સાતમી ભૂમિકામાં ઝૂલતા સંતને વસ્ત્ર રાખવાનો વિકલ્પ પણ હોય નહિ. અહો, એ તો
પરમ ઉદાસીનદશા છે, જેમ કાચબાને ભય થતાં પગ અને મોઢાને પેટમાં સંકોચી લ્યે છે તેમ મુનિની દશા
ઈન્દ્રિયો તરફથી સંકોચાઈને પોતાના સ્વભાવમાં વળી ગઈ છે, મુનિ પોતાના સ્વભાવમાં ગુપ્ત થઈ ગયા છે.
મડદાંની જેમ
PDF/HTML Page 11 of 21
single page version
તેને ઢાંકવાની વૃત્તિ ઊઠવાનો પણ અવકાશ રહ્યો નથી. અહો, આત્માને એ દશા પ્રગટે તે ધન્ય પળ છે! ધન્ય
કાળ છે! ધન્ય ભાવ છે! એ ધન્ય અવસરની ભાવના કરતાં શ્રીમદ્ રાચચંદ્રજી કહે છે કે––
અદતધોવન આદિ પરમ પ્રસિદ્ધ જો;
કેશ, રોમ, નખ કે અંગે શ્રૃંગાર નહીં,
દ્રવ્ય–ભાવ સંયમમય નિર્ગ્રંથ સિદ્ધ જો;
ધ્યાન માટે બાહ્યમાં સહજપણે મુખ્યપણે મૌનદશા વર્તે છે. મુનિવરોને સ્વભાવની લીનતામાં આવી ઉત્કૃષ્ટ
વૈરાગ્યદશા હોય છે.
ગયો છે, સ્વભાવની રુચિ થઈ તે અસ્તિ અને સ્વભાવની રુચિ થતાં જ પુણ્ય પાપ બંનેની રુચિ ટળી ગઈ તે
પુણ્ય–પાપમાં મધ્યસ્થતા થઈ ગઈ તે વૈરાગ્ય છે; તેને પાપનો તિરસ્કાર નથી ને પુણ્યનો આદર નથી; પણ પુણ્ય
અને પાપ બંનેથી તે વિરક્ત છે.
એ જિનતણો ઉપદેશ તેથી ન રાચ તું કર્મો વિષે. ૧પ૦.
અશુભકર્મ પ્રત્યે વિરક્ત છે, તેથી તે મુક્તિ પામે છે. પુણ્ય અને પાપ બંને મારું સ્વરૂપ નથી એવા ભાનથી તે બંને
પ્રત્યે મધ્યસ્થ થઈને પોતાના સ્વભાવના આશ્રયે થતા નિર્મળ પર્યાયને ભગવાન વૈરાગ્ય કહે છે.
નથી. જ્યારે હું પુરુષાર્થ વડે મુનિદશા પ્રગટ કરીને આત્મધ્યાનમાં ઠરીશ ત્યારે જ કેવળજ્ઞાન થશે. ભગવાને
જ્યારે દીક્ષા લીધી ત્યારે તેમની સાથે દેખાદેખીથી બીજા ચાર હજાર મોટા રાજાઓ પણ પોતાની મેળે દીક્ષિત થઈ
ગયા હતા. પણ તે તો માત્ર બાહ્ય નકલ હતી; અંદરમાં અકકલ વગરની નકલ હતી. ઋષભદેવ ભગવાન તો
આત્માના આનંદના અનુભવની લીનતામાં રહેતાં તેમને છ મહિના સુધી આહારની વૃત્તિ ન થઈ; પણ તેમની
કે ‘ભૂખે મરતાં ભાગી ગયા.’ અંતરની શાંતિના શેરડા વગર સમતા ક્યાંથી રહે? ‘મેં આટલા દિવસ આહાર ન
કર્યો’ એમ જ્યાં આહાર ન કરવાના દિવસો ગણાતા હોય તેને આત્માની સાચી સમતા ક્યાંથી રહે? તેનું લક્ષ
તો આહાર ઉપર પડ્યું છે. આહાર અને શરીરાદિ બાહ્ય પદાર્થોનું લક્ષ છોડીને અંતરમાં પરમ આનંદના
અનુભવમાં એકાગ્ર થતાં સાચી સમતા રહે છે. શ્રીઋષભદેવ ભગવાન આત્મામાં સ્થિર થતાં આહારનો વિકલ્પ
તૂટી ગયો અને છ મહિના પછી આહારની વૃત્તિ ઊઠી પણ છ મહિના સુધી આહારનો યોગ ન બન્યો. ત્યાં
ભગવાન તો આત્માના આનંદમાં મસ્ત છે, બહારમાં આહારનો સંયોગ તો તેટલો કાળ થવાનો જ ન હતો, તેથી
ન થયો. બાહ્યદ્રષ્ટિથી જોનારા અજ્ઞાની લોકો બાર મહિના સુધી આહાર ન થયો તેને ભગવાનનો તપ ગણે છે
અને એની નકલમાં વર્ષીતપ કરે છે. પણ આહાર ન આવ્યો તે તો જડની ક્રિયા છે, તેમાં
PDF/HTML Page 12 of 21
single page version
દર્શન–જ્ઞાન–ચારિત્ર ને તપ કહે છે.
થતાં જ રાગની મીઠાસ તો ઊડી જાય છે એટલે વિષયોમાં સુખબુદ્ધિ રહેતી નથી. અવિરતિ સમ્યગ્દ્રષ્ટિને રાગ
આસકિતનો રાગ હોય છે. પછી આત્મામાં વિશેષપણે ઠરતાં આસકિતનો રાગ પણ રહેતો નથી, ને બાહ્યમાં પણ
સ્ત્રી આદિ કાંઈ પરિગ્રહ હોતો નથી. આવી દશાને ચારિત્ર કહેવાય છે. જે જીવ વિષયોમાં સુખ માનતો હોય, તથા
પુણ્યમાં અને તેના ફળમાં જેને મીઠાસ હોય તે તો મિથ્યાદ્રષ્ટિ છે. આત્મામાં આનંદ નથી એમ જે માનતો હોય તે
જ વિષયોમાં ને વિકારમાં સુખ માને છે. ધર્મી જીવને તો સુખસ્વરૂપી આત્માનું ભાન છે, પછી તેમાં ઠરતાં રાગ
છૂટી જતાં ‘બાહ્ય સ્ત્રી આદિને છોડી’ એમ કહેવામાં આવે છે. ખરેખર ‘હું રાણીઓને છોડું’ એમ જ્ઞાનીનો
અભિપ્રાય હોતો નથી. રાગ હતો ત્યારે રાણીનું નિમિત્તપણું હતું, પણ સ્વરૂપની ચારિત્રદશા વડે પોતાના
ઉપાદાનમાંથી રાગ ટળી ગયો એટલે રાણીનું નિમિત્તપણું પણ છૂટી ગયું, તેથી ‘રાણીઓને છોડી’ એમ કહેવાય
છે. આ સમજ્યા વગર અને આવી દશા પ્રગટ કર્યા વગર કોઈ જીવ પરમાત્મા થઈ શકે નહીં.
તોપણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો,
પ્રભુ આજ્ઞાએ થાશું તેજ સ્વરૂપ જો...
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?
ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો;
સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને,
મોક્ષ થઈ જતો નથી. ૨૮ મૂળગુણ તે સંતોનો સનાતન માર્ગ છે. આમાં એ ધન્ય અવસર એટલે આત્માની
વીતરાગી દશાનો સ્વકાળ ક્યારે આવશે! તેની ઊગ્ર ભાવના કરી છે, દરેક જીવોએ આત્માનું ભાન કરીને એ
ભાવના કરવા જેવી છે. એવી ભાવનાથી આત્માની રાગરહિત દશા થઈને કેવળજ્ઞાન થાય, તે જ કલ્યાણ છે.
(૧) ભેદવિજ્ઞાનસાર–રૂબરૂ લઈ જવા ગોઠવણ કરે તેને આપીએ છીએ.
(૩) સમ્યગ્દર્શન– બધા ગ્રાહકોને જાન્યુઆરીની ૧લી તારીખથી ટપાલથી આંકડિયાથી મોકલાશે.
આત્મધર્મ–સોનગઢ
PDF/HTML Page 13 of 21
single page version
આત્મા જે સ્વરૂપે છે તેનું સાચું જ્ઞાન જીવે એક સેકંડમાત્ર પણ અનંતકાળમાં કર્યું નથી, અનાદિથી પુણ્ય–
અને નાટકીઓ જેમ ભેખને પોતાનું સ્વરૂપ માને તેમ તે વિકારને જ પોતાનું સ્વરૂપ માને છે. પુણ્ય–પાપરહિત
નિર્મળાનંદ આત્મસ્વભાવ ભગવાને કહ્યો છે તેને જાણે તો મુક્તિ થયા વિના રહે નહિ. આત્મામાં પૂરું જાણવાની
તાકાત છે. ભગવાન બધાના જાણનારા છે, પણ કોઈનું કાંઈ કરનારા નથી, આત્મા પોતાને ભૂલીને અનંતકાળથી
અવતારમાં રખડે છે, તે અવતાર કેમ ટળે તેની આ વાત છે. જીવે પૂર્વે આત્મસ્વભાવની વાત સાંભળી છે પણ
અંતરમાં તેની રુચિ કરી નથી. ભાઈ, આત્માની સમજણ તેં અનંતકાળમાં નથી કરી, તે અપૂર્વ છે, મન–વાણી–
દેહ રહિત જ્ઞાનમૂર્તિ સ્વભાવ છે, તેની સત્સમાગમે ઓળખાણ કર. મનુષ્યપણું પામીને એ કરવા જેવું છે; આ
શરીર તો રાખ થઈ જશે, ને આત્મા બીજે ચાલ્યો જશે તે આત્માનું સ્વરૂપ શું છે તેને જાણ.
સાંબેલા જેવો છે, જેના હાથમાં કાન આવ્યો તે કહે કે હાથી સૂંપડા જેવો છે, જેના હાથમાં પૂછડું આવ્યું તે કહે કે
હાથી સાવરણી જેવો છે. એમ તે આંધળાઓ હાથીના એકેક અંગને જ આત્મા માને છે, કેમકે આખો હાથી
તેમણે જોયો નથી. તેમ આત્માના પરિપૂર્ણ સ્વભાવને નહિ જાણનારા અજ્ઞાનીઓ એક પડખાંને જ આત્મા
માની લે છે. આત્મામાં જ્ઞાન, દર્શન, સુખ, સ્વચ્છતા, પ્રભુતા વગેરે અનંત ધર્મો છે; તેવા આત્માને જે
ઓળખતા નથી તેઓ આત્માને એકાંત નિત્ય કે સર્વથા ક્ષણિક માને છે; કોઈ રાગાદિને આત્મા માને છે, પણ
શરીર અને રાગાદિથી ભિન્ન પરિપૂર્ણ આત્મા કેવો છે તેને અનંતકાળમાં એક સેકંડ પણ જાણ્યો નથી. જો
આત્માના પરિપૂર્ણ સ્વભાવને એક સેકંડ પણ જાણે તો સમ્યગ્જ્ઞાન થઈને મુક્તિ થયા વિના રહે નહિ. માટે આ
મનુષ્યપણામાં એ જ કરવા જેવું છે.
જગતમાં અનંત આત્મા છે તે દરેક જુદા છે, પણ જાત એક છે. દરેક આત્મામાં સિદ્ધ ભગવાન જેવી પરિપૂર્ણ
તાકાત પડી છે. એને ભૂલીને અજ્ઞાની જીવ પરમાં ને પુણ્ય–પાપમાં સુખ માને છે. જેમ આંધળો સૂંઢને જ હાથી
માને છે તેમ અજ્ઞાની ક્ષણિક પુણ્યની લાગણીમાં જ સુખ માને છે એટલે કે તે વિકારને જ આત્મા માને છે, તેને
આત્માના આનંદનો સ્વાદ આવતો નથી, પણ વિકારનો સ્વાદ આવે છે. સમ્યગ્દર્શન થતાં આત્માના આનંદનો
સ્વાદ આવે છે. જેમ આંખ ઉઘડતાં આખો હાથી જણાય છે, તેમ જ્યાં સત્સમાગમે ભાન કર્યું કે આ પુણ્ય–પાપ
તો મારા સ્વભાવની ઊલટી દશા છે, તેમાં દુઃખ છે, તે મારું સ્વરૂપ નથી; પુણ્ય–પાપરહિત મારા સ્વભાવમાં સુખ
છે–એમ ઓળખીને સમ્યગ્જ્ઞાન પ્રગટ કરતાં આત્મા જણાય છે. ભાઈ! આવો મનુષ્યભવ પામીને સાચા જ્ઞાનરૂપી
દોરો તારા આત્મામાં પરોવી લે તો તારો આત્મા સંસારમાં ખોવાય નહિ. જેમ સોયમાં દોરો પરોવે તો તે ઉકરડે
ખોવાય નહિ, તેમ આત્માના સમ્યગ્જ્ઞાનરૂપી દોરો પરોવી લ્યે તે જીવ આ જગતના અવતારમાં રખડે નહિ.
PDF/HTML Page 14 of 21
single page version
થાય છે તે પોતાનો દોષ છે, તે ક્ષણિક દોષને જાણે નહિ અને આત્માને એકાંત શુદ્ધ માને તે પણ એકાંતવાદી
અજ્ઞાની છે. ક્ષણિક અવસ્થામાં વિકાર છે, અને ત્રિકાળસ્વરૂપ તે વિકારરહિત નિર્મળ છે એમ બંને પડખાં જાણીને
સમ્યગ્જ્ઞાન પ્રગટ કરવું જોઈએ. આત્મામાં જ્ઞાનસ્વભાવ ભર્યો છે. પચાસ વર્ષ પહેલાંંની વાત જાણવા માટે જ્ઞાનને
સામર્થ્ય છે. અને તે જ્ઞાન આગળ લંબાય તો આ ભવ, પૂર્વભવ અને અનંતકાળનું જ્ઞાન કરે એવી આત્માની
તાકાત છે. ચોપડામાં તો પાના ફેરવવા પડે, પણ જ્ઞાનમાં પાનાં ફેરવવા પડતાં નથી. જ્ઞાનનો સ્વભાવ એક
સમયમાં ત્રણકાળ ત્રણલોકને જાણવાની તાકાતવાળો છે. વળી જ્ઞાનમાં ઘણું જાણતાં ભાર લાગતો નથી.
ત્રિકાળસ્વભાવમાંથી જ્ઞાનનો પ્રવાહ આવે છે. અજ્ઞાનીઓ ને અનંતકાળથી ચૈતન્યના સામર્થ્યનો મહિમા આવ્યો
નથી, ચૈતન્ય સામર્થ્યનો મહિમા જાણે તેને સમ્યગ્જ્ઞાન થયા વિના રહે નહિ, અને એક સેકંડ પણ એવું સમ્યગ્જ્ઞાન
પ્રગટ કરે તેને જન્મમરણનો નાશ થયા વિના રહે નહિ. ધર્મ અંતરની અપૂર્વ ચીજ છે, એ બહારથી ઓળખાય તેવી
ચીજ નથી. આવા આત્માનું ભાન થયા પછી ધર્મીજીવ સ્ત્રી–પુત્રના સંયોગ વચ્ચે હોય, પણ જેમ મડદા ઉપર
શણગાર કર્યો હોય તેથી કાંઈ મડદું રાજી થતું નથી, તેમ ધર્મી જીવને બહારના સંયોગની અને રાગની અંતરમાં
ઓળખાણ વગર ત્યાગી થાય ને શુભભાવ કરીને તેનો અહંકાર કરે તે અધર્મી છે, તે સંસારમાં રખડે છે.
અંતરમાં વિકારરહિત કાયમી જ્ઞાનસ્વભાવ છે તે સ્વભાવમાં તારું સુખ છે. આત્મા અતિશય ચૈતન્યનો ભંડાર
છે, કાલનો પાપી પણ આજે ધર્મ પામી જાય છે; શાસ્ત્રોમાં એવા ઘણા દાખલા છે કે રાજાઓ જંગલમાં શિકાર
કરવા ગયા ત્યાં મુનિનો ભેટો થતાં આત્મભાન પામીને ધર્મી થઈ ગયા છે. અનંતકાળમાં દરેક જીવે મહાન પાપો
કર્યાં છે, પણ સાચું સમજવા માંગે તો એક ક્ષણમાં સત્ય સમજીને ધર્મ પામી શકે છે. ધર્મી જીવોએ અંદરમાં
ચૈતન્યની ક્રિયા કરી છે, અજ્ઞાની તેની બહારની ક્રિયાની અને પુણ્યની નકલ કરીને ધર્મ માને છે. પણ અંતરમાં
જાય છે. તેથી આચાર્યદેવ કહે છે કે અતિશય ચૈતન્ય તેજથી ભરેલો આત્મા જયવંત વર્તો. હે આત્માઓ! એની
તમે ઓળખાણ કરો, તે તમારી રક્ષા કરશે. ચૈતન્યશક્તિમાં કેવળજ્ઞાન ભર્યું છે, તેનો વિશ્વાસ કરો. આ
મનુષ્યપણું પામીને એ જ કરવા જેવું છે.
જૈન સિદ્ધાંત પ્રવેશિકા
PDF/HTML Page 15 of 21
single page version
અનાદિકાળનો છે, અનાદિકાળમાં એણે બધું કર્યું છે પણ આત્માનું સ્વરૂપ શું તેનું જ્ઞાન એક સેકંડ પણ કર્યું
નથી. આત્માના ભાન વગર પુણ્ય કરીને અનંતવાર સ્વર્ગનો દેવ થયો, ને પાપ કરીને નારકી થયો. મનુષ્ય
દેવ થયો છે. આત્માનું સ્વરૂપ સિદ્ધ જેવું છે, તેની સાચી સમજણ અનંતકાળમાં એક સેકંડ પણ કરી નથી, તે
સમજણ જ અપૂર્વ છે. જેમ લાખો મણ ઘાસને બાળવા માટે લાખ મણ અગ્નિની જરૂર ન પડે પણ એક તણખો
જ બસ છે, તેમ અનંતકાળના અજ્ઞાનને ટાળવા માટે એક સેકંડનું સમ્યગ્જ્ઞાન બસ છે. એવું સેકંડનું સમ્યગ્જ્ઞાન
પ્રગટ કરે ત્યાં અનંતકાળનું અજ્ઞાન ટળી જાય છે. એક સેકંડ પણ શરીરથી ભિન્ન આત્માનું સમ્યગ્જ્ઞાન થાય
તો મુક્તિ થયા વિના રહે નહિ. આત્માના ભાન વિના જેટલું કરવામાં આવે તે બધું એકડા વગરના મીંડા
સમાન છે. આત્મસ્વભાવનું ભાન નથી અને તપ–વ્રતાદિ વડે ધર્મીપણું માને છે તે મૂર્ખ છે, ને ચાર ગતિના
પરિભ્રમણમાં રખડે છે.
રાજા જ માની લે તો તે મૂર્ખ છે. તેમ આત્મા બ્રહ્મસ્વરૂપ જ્ઞાનમૂર્તિ છે, જુદા જુદા શરીર અને રાગાદિ ભાવો તે
જુદા જુદા વેષ છે, તે તેનું મૂળસ્વરૂપ નથી, મૂળસ્વરૂપ તો જ્ઞાનમૂર્તિ છે; તેને બદલે જે ક્ષણિક રાગાદિ જેટલો ને
શરીરવાળો જ પોતાને માને છે તે અજ્ઞાની છે. આત્મામાં જે શરીર, કુટુંબ, લક્ષ્મી, પુણ્ય–પાપ થાય તે બધા
ક્ષણિક ભેખ છે, તે ભેષરહિત મૂળસ્વરૂપ કાયમી જ્ઞાનસ્વરૂપ છે. ભાઈ, તારા મૂળસ્વરૂપની તને અનાદિકાળથી
ખબર નથી અને ક્ષણિક ભેખને તું પોતાનું સ્વરૂપ માને છે. પોતાના મૂળસ્વરૂપની ખબર નથી તેથી બહારની
વસ્તુઓમાં મમકાર કરે છે, તે અધર્મ છે. આત્માના ભાન વગર દયા, દાન વગેરે ભાવ કરે તેમાં પાપ નથી પણ
પુણ્ય છે, ને તેનાથી સ્વર્ગ મળે છે. તે દાન–દયાદિ શુભભાવને ધર્મ માને તો અજ્ઞાન છે અને તે દયા–દાનના શુભ
પરિણામને પાપ માને તો તે પણ અજ્ઞાન છે. આત્માનો સ્વભાવ પુણ્ય–પાપરહિત જ્ઞાનસ્વરૂપ છે–તેનું ભાન કરે
જીવ થયો ને ભિખારી પણ અનંતવાર થયો છે, પણ તે તો પુણ્ય–પાપનું ફળ છે, પુણ્ય–પાપ તે દોષ છે, તે
દોષરહિત આત્માનું સ્વરૂપ શું છે તે જેણે જાણ્યું નથી અને પોતાને ધર્મી માને છે તે જીવ મૂર્ખ છે–જડ છે. જેમ
સોનાની લગડી ઉપર જુદા જુદા ચિત્રવાળા લૂગડાં વીંટયા હોય પણ અંદરનું સોનું તો સરખું જ છે. તેમ સ્ત્રી–
પુરુષ, બાળક–વૃદ્ધ, માણસ, હાથી, દેવ વગેરે દેખાય છે તે તો શરીરના પ્રકારો છે, અંદરની શક્તિથી તો બધાનો
આત્મા પરિપૂર્ણ ભગવાન જેવો છે. દરેક આત્મા જ્ઞાનમૂર્તિ છે. એનું ભાન કરે તો ધર્મ થાય છે. અત્યારે પૂર્વ
દિશામાં મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધર પરમાત્મા અરિહંતપદે બિરાજે છે, તેમને કેવળજ્ઞાન વર્તે છે, વાણી દ્વારા
PDF/HTML Page 16 of 21
single page version
તાકાત ભરી છે, તેની પ્રતીત કરીને એકાગ્ર થાય તો પરમાત્મદશાનો આનંદ પ્રગટે છે. પુણ્ય તો ક્ષણિક વિકાર છે,
તે રહિત વસ્તુસ્વભાવ છે, તેને જાણે નહિ અને પુણ્યને ધર્મ માને, તેથી કાંઈ તેને ધર્મ થાય નહિ. જેમ કોઈ માણસ
અગ્નિને ઠંડો માનીને તેને અડે તો કાંઈ અગ્નિ તેને દઝાડયા વગર રહે નહિ, અગ્નિનો ઊનો સ્વભાવ છે તે મટી જાય
જાણે નહિ અને પુણ્ય–પાપના ક્ષણિકભાવને પોતાનું સ્વરૂપ માને છે તે અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ છે. આત્મા નવો થતો
નથી, પણ પુણ્ય–પાપના ભાવ તો નવા નવા થાય છે, પાપ બદલીને પુણ્યભાવ નવા થાય છે, ને વળી પુણ્યભાવ
ટળીને પાપભાવ થાય છે, આત્મા તો ત્રિકાળ રહેનાર છે, માટે આત્માથી તે પુણ્ય–પાપ જુદા છે, અને શરીરાદિ
સંયોગો જડ છે તે પણ આત્માથી જુદા છે. અહાહા! હું જ્ઞાતાસ્વરૂપ ચૈતન્યમૂર્તિ છું આવું ભાન આઠ વર્ષની
રાજકુંવરીઓ પણ કરે છે. અહો! શરીરાદિ અને પુણ્ય–પાપથી હું જુદો છું, ચૈતન્યસ્વભાવથી પરિપૂર્ણ છું––એમ
પહેલાંં સાચી સમજણ કરીને રુચિ કરે, પછી વીતરાગતા ને કેવળજ્ઞાન થતાં એક બે ભવની વાર લાગે, પણ
અંતરમાં આત્માની શ્રદ્ધા–જ્ઞાનનો ધર્મ કાયમ રહે છે. પોતાના સ્વભાવથી પરિપૂર્ણતા છે તેને ભૂલીને અજ્ઞાની
બહારના સંયોગમાં પરિપૂર્ણતાની ભાવના કરે છે. ધર્મીની દ્રષ્ટિમાં પર ઉપર રુચિ નથી, અંતરસ્વભાવની જ રુચિ
કહેતી હોય, પણ જ્યાં સગપણ થયું ત્યાં ફડાક રુચિ પલટી જાય છે કે આ ઘર મારું નહિ પણ જ્યાં સગપણ કર્યું છે
તે ઘર અને તે વર મારાં છે. તેમ જીવ અનાદિથી પુણ્ય–પાપ અને પરવસ્તુને જ પોતાનું ઘર માની રહ્યો છે, પણ
સત્સમાગમે જ્યાં અંતરમાં સ્વભાવનું ભાન થયું ત્યાં પર પ્રત્યેની રુચિ એક ક્ષણમાં પલટી જાય છે, અનંતકાળની
ઊંધી રુચિ પલટતાં વાર લાગતી નથી.
આત્માની ઓળખાણ કરવી જોઈએ; એ જ આ ચાર ગતિના પરિભ્રમણથી છૂટવાનો રસ્તો છે.
PDF/HTML Page 17 of 21
single page version
જેને આત્માનો ધર્મ પ્રગટ કરવો છે તેને તે ક્યાં શોધવો? ધર્મ એટલે આત્માની શાંતિ, તે ક્યાંથી પ્રગટ
તે બધાથી આત્મા જુદો છે. જેમ આંગળી છે તે લાકડારૂપે નથી તેમ આત્મા પોતાના સ્વરૂપે છે ને પરથી જુદો
છે, પરવસ્તુની આત્મામાં નાસ્તિ છે, તેથી તેમાંથી તો આત્માની શાંતિ આવે નહિ. હવે પરના લક્ષે પોતામાં જે
શુભાશુભવૃત્તિ થાય તેમાં પણ શાંતિ નથી. આત્માનો પોતાનો સ્વભાવ દર્શન–જ્ઞાન–ચારિત્રમય છે, તે
સ્વભાવમાં શાંતિ છે. તે સ્વભાવને ઓળખીને તેમાં ઠરે તો શાંતિ પ્રગટે છે. એ સિવાય બહારથી શાંતિ પ્રગટતી
નથી. પૈસા ખરચ્યે કે ભગવાનની ભક્તિ કર્યે શાંતિ મળતી નથી. પરની સહાયથી જે શાંતિ માને છે તે પોતાને
ભૂલીને બહારમાં શાંતિ શોધે છે. જેમ ચકમકમાં અગ્નિ થવાની તાકાત છે, ઇંડામાં મોર થવાની તાકાત છે, તેમ
આત્મામાં પરિપૂર્ણ શાંતિ પ્રગટ કરીને પરમાત્મા થવાની તાકાત છે. એને બદલે બહારથી કોઈ શાંતિ શોધે તો તે
અજ્ઞાની છે. જેમ કોઈ પુરુષ હાથની મૂઠીમાં રાખેલું સોનું ભૂલીને બહારમાં શોધતો હોય, તેમ અજ્ઞાની જીવ
પોતામાં પરમાત્મા થવાની અને જ્ઞાન–દર્શનની પૂરી તાકાત છે તેને ભૂલીને બહારમાં શોધે છે.. પણ આત્માના
જ્ઞાન–દર્શન–આનંદ ક્યાંય બહારથી આવતા નથી. આત્મામાં પુણ્ય–પાપ વિકારને પોતાનાં માનવા તે જ સંસાર
છે, ને એ વિકારરહિત જ્ઞાન–દર્શન–આનંદસ્વભાવ છે, તેનો વિશ્વાસ કરવો તે મુક્તિનો ઉપાય છે.
હોય તો આત્માનો અભાવ થઈ જાય. માટે એવો સ્યાદ્વાદ છે કે આત્મા પોતાના સ્વભાવથી છે ને પરના
સ્વભાવથી આત્મા નથી. આવો આત્મસ્વભાવ સમજ્યા વગર ધર્મ થાય નહિ. લક્ષ્મી ખરચે તેથી કાંઈ ધર્મ તો
થતો નથી, પણ લક્ષ્મી ખરચવાથી પુણ્ય પણ નથી, તેમજ લક્ષ્મીથી પાપ પણ નથી. લક્ષ્મી પ્રત્યેની મમતા
ઘટાડીને શુભભાવ કરે તો પુણ્ય છે, લક્ષ્મી ખરચવામાં જો માનભાવ હોય તો પાપ છે. લક્ષ્મી ખરચવાથી જો ધર્મ
થતો હોય તો તો લક્ષ્મી વગરના ગરીબને ધર્મ જ ન થઈ શકે. આત્મામાં તો લક્ષ્મીનો અભાવ છે, તો લક્ષ્મીથી
આત્મામાં કાંઈ પણ થાય નહિ.
બેસતો નથી તેથી બહાર ભમે છે. ચૈતન્યતત્ત્વ ત્રિકાળી છે, તેની અવસ્થા ક્ષણે ક્ષણે પલટે છે, પહેલાંં ઓછું જ્ઞાન
હોય ને પછી વધારે જ્ઞાન ખીલે છે, તો તે વધારે જ્ઞાન ક્યાંથી આવ્યું? અંદરમાં જો પરિપૂર્ણ જ્ઞાનશક્તિ ન ભરી
હોય તો વધારે જ્ઞાન પ્રગટ થાય નહિ. અંદર જે પૂર્ણ જ્ઞાનશક્તિ ભરી છે તેમાંથી જ્ઞાન પ્રગટ થાય છે. બહારમાંથી
આવતું નથી.
પાપભાવ છે તેના ફળમાં પૈસા નથી મળ્યા. તેના ફળમાં તો નરક મળશે. ડોકટર પણું, વકીલાત વગેરેમાં જ્ઞાનનો
જે વિકાસ દેખાય છે તે વર્તમાન ડહાપણનું ફળ નથી પણ પૂર્વના મંદ કષાયથી જ્ઞાનનો ઉઘાડ દેખાય છે.
વર્તમાનમાં દેડકા કાપવાનો કે પૈસા રળવાનો ભાવ છે તે તો પાપ છે તેનાથી વર્તમાન કળા ખીલતી નથી. પૂર્વના
પ્રારબ્ધમાં મળેલા પૈસામાં આત્મશાંતિ નથી, જે વર્તમાનમાં બાહ્યલક્ષે કળા ખીલી તેમાં આત્મશાંતિ નથી.
વર્તમાન પરલક્ષે જે શુભ કે અશુભ લાગણી થાય તેમાં ય આત્મશાંતિ નથી. પણ અંદરમાં જ્ઞાન અને
શાંતિસ્વભાવથી ભરેલ ત્રિકાલ તત્ત્વ છે તેમાંથી શાંતિ આવે છે.
PDF/HTML Page 18 of 21
single page version
શનિવારે ઉમરાળા પધાર્યા હતા. ત્યાં પૂ.
ગુરુદેવશ્રીએ ચાર દિવસ સ્થિરતા કરીને
તેમની અપૂર્વ અધ્યાત્મ વાણીનો લાભ
આપ્યો હતો. (કારતક વદ ૦)) રવિવાર,
વ્યા ખ્યાન બાદ ભાઈ મોહનલાલ નાનચંદ
ઉમર વર્ષ ૬૧; તથા તેમના ધર્મપત્ની
મણિબેન, ઉંમર વર્ષ પ૩, –બંનેએ સજોડે પૂ.
ગુરુદેવશ્રી સન્મુખ બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કર્યું
છે, મહિમાવાળો છે. જીવે પોતાના સ્વભાવની
પ્રભુતા કદી હોંશથી સાંભળી નથી અને
સ્વીકારી નથી. જો જ્ઞાનીઓ પાસેથી
સાંભળીને એકવાર પણ પોતાની પ્રભુતાનો
મહિમા ઓળખે તો પોતે પ્રભુ થયા વગર રહે
જ નહિ.
છે, અગ્નિ નથી; પાણીનો સ્વભાવ તો ઠંડો હોય. એમ પદાર્થના સ્વભાવને જ્ઞાનથી જ નક્કી કરી શકાય છે,
ઈન્દ્રિયોથી નક્કી થતો નથી; તેમ આત્માનો સ્વભાવ અતીંદ્રિયજ્ઞાનથી જણાય તેવો છે. કોઈ ઈન્દ્રિયથી, રાગથી,
છે. જેમ કોઈ મૂઢબુદ્ધિ પુરુષ હાથમાં રાખેલ સોનાને ભૂલીને બહાર વનમાં શોધે, તેમ અંતરના સ્વભાવને ભૂલીને
જગત બહારમાં જ્ઞાન–દર્શન–ચારિત્રને શોધે છે. તે મૂઢબુદ્ધિ છે. સત્સમાગમે શ્રવણ કરીને અંતરમાં શોધે તો મળે
તેમ છે. માત્ર શ્રદ્ધાનો અભિપ્રાય ફેરવવાનો છે. જો મૂઠીમાં રાખેલું સોનું બહાર વનમાં શોધ્યે મળે તો અંતરનું
ચૈતન્યતત્ત્વ બહારના અવલંબને પ્રગટે! એક સેકંડ પણ જો સ્વાવલંબી ચૈતન્યતત્ત્વને માને તો સદ્બોધચંદ્રની
કણિકા પ્રગટી, તેમાંથી કેવળજ્ઞાન થયા વિના રહે નહિ. પહેલાંં પુણ્ય–પાપ રહિત શુદ્ધ તત્ત્વનું ભાન અને વિશ્વાસ
થાય, પણ એવું ભાન થતાં તરત જ બધા પુણ્ય–પાપ ટળી ન જાય. શુદ્ધ સ્વભાવનું ભાન થવા છતાં ક્રોધ હોય,
માન હોય, માયા હોય, લોભ હોય. પણ અંદરનો વિવેક ખસે નહિ. જેમ કોઈને ભાષા કેમ બોલવી જોઈએ તેનું
ભાન હોય છતાં બોબડાપણું ચાલુ રહે. પણ બોબડાપણું હોવા છતાં તેને ભાષા કેમ બોલવી તેનું જ્ઞાન છે તે
PDF/HTML Page 19 of 21
single page version
આત્મા ચિદાનંદ જ્ઞાનસ્વરૂપી તત્ત્વ છે, તે દેહથી છૂટું તત્ત્વ છે; પરંતુ અનંતકાળથી એક સેકંડમાત્ર પણ
ને શરીર જણાય છે. પણ શરીરમાં જાણવાનો સ્વભાવ નથી. છેલ્લામાં છેલ્લો રજકણ તે પરમાણુ છે, તેના બે
ભાગ થાય નહિ, જ્ઞાનથી પણ જેના બે ભાગ થઈ શકે નહિ તેવો પરમાણુ છે, તે અજીવ છે, જડ છે, તેને કાંઈ
ખબર પડતી નથી, એવા રજકણોનું બનેલું આ શરીર છે, તેને કાંઈ ખબર પડતી નથી, તે કાંઈ જાણતું નથી, પણ
આત્મા બધાને જાણે છે. જાણનાર આત્મા શરીરથી જુદો છે; જીવોએ અનંતકાળમાં કદી એક સેંકડમાત્ર તેને
જાણ્યો નથી.
તેવા ભાવો ઉત્પન્ન કરતો આવે છે ને તે ભાવોને જ પોતાનું સ્વરૂપ માને છે, તેથી તે સંસારમાં રખડે છે.
ને છે. જેને કલ્યાણ કરવું હોય તેણે સત્સમાગમ શોધીને આવા આત્માને સમજવો જોઈએ. એ સિવાય બીજા કોઈ
ક્રિયાકાંડ કે કર્મકાન્ડ તે કલ્યાણનો ઉપાય નથી. ધર્મની શરૂઆત આત્માનો ભરોસો કરવાથી થાય છે. આત્માના
ભરોસા વગર કદી ધર્મની શરૂઆત થતી નથી.
તેનાથી ધર્મ થતો નથી. જેમ લીંડીપીપરની તીખાશ અંદર હતી તે જ પ્રગટી છે, ઉપરથી તે તીખાશ ન દેખાય,
પણ તેને જાણીને ઘસે તો તે પ્રગટે છે. તે તીખાશ પત્થરમાંથી આવી નથી પણ લીંડીપીપરમાં જ હતી તેમાંથી તે
પ્રગટી છે. તેમ–આત્મામાં વર્તમાનદશામાં અલ્પજ્ઞાન દેખાય છે પણ અંદર પરિપૂર્ણ જ્ઞાનસામર્થ્ય ભર્યું છે, તેનામાં
કેવળજ્ઞાન પ્રગટીને સર્વજ્ઞ થવાની તાકાત છે, તેનો વિશ્વાસ કરીને તેમાં એકાગ્ર થાય તો કેવળજ્ઞાન પ્રગટ થાય
છે: પ્રગટમાં અલ્પજ્ઞાન હોવા છતાં અંતરમાં સર્વજ્ઞપદ પ્રગટવાની તાકાત ભરી છે, એને ઓળખીને તેમાં ઠરે તો
રાગ–દ્વેષ ટળી જાય, ને એટલો આનંદ રહી જાય, પૂરું જ્ઞાન રહી જાય–એનું નામ મુક્તિ છે. પહેલાંં એવા
આત્માની ઓળખાણ કરવી જોઈએ.
જેમ ઢેલના નાના ઇંડામાં મોટો મોર થવાની તાકાત પડી છે, તેમ આત્મામાં ઓછું જ્ઞાન હોવા છતાં તેનામાં
સર્વજ્ઞ થવાની તાકાત પડી છે. સર્વજ્ઞદેવ કહે છે– ‘હે જીવ! તું પણ તારી સર્વજ્ઞશક્તિથી પૂરો છે. તારી મુક્તિ
મારી પાસે નથી, મેં તને રખડાવ્યો નથી, ને હું તને મુક્ત કરતો નથી.’ આવા પોતાના અંતરસ્વભાવનો વિશ્વાસ
કરવો તે જ ધર્મની શરૂઆત કરવાની રીત છે. અનંતકાળે આત્માની પ્રભુતાને એક સેકંડમાત્ર રુચિથી સાંભળી
નથી. ધર્મની શરૂઆત કેમ થાય તે જ લોકો જાણતા નથી પ્રભો, તેં તારા ચૈતન્યની પ્રભુતાને એક સેકંડ પણ
જાણી નથી. હાલરડામાં પણ માતા કહે કે ‘મારો દીકરો ડાહ્યો.’ એમ જો તને ડાહ્યો કહે તો જ ઊંઘ આવે છે,
ગાંડો કહે તો ઊંઘ પણ આવતી નથી. હાલરડામાં પણ તને ડાહ્યો એટલે કે જ્ઞાનવાળો છે–એમ શીખવે છે. તેમ
ભગવાનની વાણીમાં તારાં હાલરડાં ગવાય છે કે ભાઈ, તું પૂરો કેવળજ્ઞાનસ્વરૂપી ડાહ્યો છે, ને તેની શ્રદ્ધારૂપી
પાટલે બેસીને નાહ્યો એટલે કે નિર્મળ થયો. ભાઈ, એકવાર શરીરનું લક્ષ મૂકી દે, પુણ્ય–પાપ જેટલો પણ તું નથી,
તારામાં પૂર્ણ પ્રભુતા છે, તેનો વિશ્વાસ કર. એનો વિશ્વાસ કર્યા વગર પુણ્ય
PDF/HTML Page 20 of 21
single page version
માંસ, દારુ, તથા પરસ્ત્રીસેવન વગેરે આકરાં પાપ કરે છે તે નરકમાં જાય છે. ત્યાં મહા દુઃખ છે.
મટતો નથી, માટે એવો નિયમ થયો કે આત્માની ઈચ્છા પરચીજમાં કામ કરતી નથી. અને તે ઈચ્છા નવી નવી
થાય છે, માટે તે આત્માનું કાયમી સ્વરૂપ નથી. દેહની સ્થિતિ પૂરી થતાં તેને રાખવા કોઈ સમર્થ નથી. માટે દેહથી
ભિન્ન અને ઈચ્છારહિત આત્માનું સ્વરૂપ છે; તે કાયમ ટકીને ક્ષણે ક્ષણે તેની અવસ્થા બદલ્યા કરે છે, એવો તેનો
સ્વભાવ છે. એવા સ્વભાવની ઓળખાણથી જ ધર્મની શરૂઆત થાય છે. એ સિવાય શરીરની ક્રિયાથી કે પુણ્યથી
ધર્મની શરૂઆત થતી નથી.
ત્રિકાળી સ્વભાવનું વેદન થાય એવો તારો સ્વભાવ છે. આત્મામાં અનિત્યસ્વભાવ કાયમ છે, વિકારી પર્યાય
સદાય રહેતી નથી માટે તે ખરેખર આત્માનો અનિત્યસ્વભાવ નથી, પણ ક્ષણે ક્ષણે છે જાણવાની પર્યાય થયા કરે
છે તે જ આત્માનો અનિત્યસ્વભાવ છે; નવી નવી જ્ઞાન પર્યાયો સદાય થયા જ કરે છે, –એવો આત્માનો
અનિત્ય સ્વભાવ છે.
અંદરની જે ઊંડપ અને ગંભીરતા છે તેને ઓળખતા નથી. કાઠે ઊભા ઊભા જુએ ને ક્ષણિક રાગ–દ્વેષ જેટલો
આત્મા માને તો આત્માની ઊંડપનું માપ આવે નહિ. પણ અંદર પરમાત્મશક્તિ છે, તેને ઓળખીને તેનો વિશ્વાસ
કરે તો આત્માનો મહિમા સમજાય. ઓછું જ્ઞાન છે ને રાગ–દ્વેષ છે તે તો કાંઠો છે, અંદરમાં તો પરમાત્મશક્તિ
ભરી છે. શરીર હું નહિ, પુણ્ય–પાપ–ક્રોધાદિ હું નહિ, અલ્પજ્ઞ હું નહિ. મારા સ્વભાવમાં પરિપૂર્ણ જ્ઞાનશક્તિ ભરી
છે, એવો પોતાની પ્રભુતાનો વિશ્વાસ તે જ પરમાત્મા થવાની કળા છે. એ સમજવા માટે અંદરમાં ધગશ થવી
જોઈએ કે અરેરે! મારું શું થશે? હું ક્યાં જઈશ? આ તો બધું અહીં પડ્યું રહેશે, પણ હું અહીંથી ક્યાં જઈશ?
મારે તો આત્મા સમજવો છે. –એમ અંતરમાં ધગશ કરીને સત્સમાગમ કરે તો આવો આત્મા સમજાય, ને જન્મ–
મરણ ટળે. આ આત્મા તો બાળ–ગોપાળ બધાને સમજાય તેવો છે. ખેડૂતના આત્માને પણ સમજાય તેવી વાત
છે. બધા આત્મા ભગવાન છે, પણ પોતે કોણ છે તેની ખબર નથી એટલે બીજે અભિમાન કરીને સુખ માને છે.
પોતાનો પૂર્ણસ્વભાવ છે તેના લક્ષે જ ધર્મની શરૂઆત થાય છે.
પ્રભુતાને ભૂલીને નિરાંતે ઊંઘે છે, પણ પોતાની પ્રભુતાને સમજવાની દરકાર કરતો નથી. પોતાના આત્માની
પ્રભુતાની ઓળખાણ કરવી તેને ધર્મ કહેવાય છે.