PDF/HTML Page 1 of 21
single page version
Atmadharma is a magazine that has been published from
Songadh, since 1943. We have re-typed and uploaded the
old Atmadharma Magazines to our website
We have taken utmost care while re-typing, from the
original Atmadharma Magazines. There may be some
typographical errors, for which we request all readers to
kindly inform us about the same, to enable us to correct
and improve. Please send your comments to
Shree Kundkund-Kahan Parmarthik Trust
(Shree Shantilal Ratilal Shah-Parivar)
PDF/HTML Page 2 of 21
single page version
માત્રનું ભેદવિજ્ઞાન અનંત જન્મ મરણનો નાશ કરનાર છે. જેમ ડુંગર
સંધાય નહિ, તેમ એકવાર પણ જીવ જો ભેદવિજ્ઞાન પ્રગટ કરે તો તેની
મુક્તિ થાય અને તેને ફરીથી અવતાર રહે નહિ. માટે તે ભેદવિજ્ઞાન
નિરંતર ભાવવા યોગ્ય છે.
દેશનાલબ્ધિ થઈ શકતી નથી. કોઈ આત્માનુભવી પુરુષ પાસેથી
ધર્મદેશનાનું સીધું શ્રવણ કર્યા વગર કોઈ પણ જીવ શાસ્ત્ર વાંચીને
ભેદવિજ્ઞાન પ્રગટ કરી શકે નહિ; માટે જે આત્માર્થીને અતિ મહિમાવંત
ભેદવિજ્ઞાન પ્રગટ કરીને આ સંસાર–દુઃખોથી પરિમુક્ત થવું હોય તેણે
ભેદવિજ્ઞાન તે જ આ જગતમાં સારભૂત છે. ભેદવિજ્ઞાન વગરનું જે કાંઈ
છે તે બધું અસાર છે. માટે આત્માર્થિ જીવોએ પળે પળે એ ભેદવિજ્ઞાનની
ભાવના કરવા યોગ્ય છે.
PDF/HTML Page 3 of 21
single page version
અવિનાશી સુખ મેળવવાની રુચિ થઈ છે. તેથી પ્રેમથી પ્રશ્ન કરે છે. અહીં પતિ–પત્ની તરીકેનો પ્રેમ નથી. પણ
ધર્માત્મા તરીકેનો પ્રેમ છે.
ભરતજી જવાબ આપે છે કે પરમાત્માની ભક્તિથી આવરણનો ક્ષય થાય છે. પરમાત્માની ભક્તિ બે
છે. રાગ–દ્વેષ રહિત પરિપૂર્ણ જ્ઞાનસ્વરૂપ પરમાત્માનું સ્વરૂપ જાણીને તેમની ભક્તિ–બહુમાન કરવું તે ભેદ ભક્તિ
છે. ને પોતાના આત્માને પરિપૂર્ણ નિર્મળ પરમાત્મ સ્વરૂપે જાણીને તેની શ્રદ્ધા–જ્ઞાન કરીને તેમાં લીન થવું તે
આત્માની ભક્તિ છે.
આત્માને ઓળખીને ઠરે તેનું નામ પરમાર્થ ભક્તિ અથવા અભેદ ભક્તિ છે. અભેદ આત્મા તરફ વળવાના
લક્ષપૂર્વક ભેદ ભક્તિ હોય તો તેને વ્યવહાર કહેવાય છે.
અમે તો આત્મા છીએ–એવું ભાન છે.
જ્ઞાનદર્શનનો સાગર છે તેની શ્રદ્ધા–જ્ઞાનમાં ચિત્ત ચોંટતું નથી, તો અભેદ આત્માની ભક્તિ કેમ થાય? તેનો
ઉપાય કહો.
આત્માની ભક્તિમાં ચિત્ત લાગશે. વાતવલયમાં જેવા સિદ્ધ પ્રભુ બિરાજે છે. તેવો જ આ આત્મા અત્યારે શરીર
પ્રમાણે બિરાજે છે ભરત અને તેની રાણીઓને રાગ છે ને ગૃહસ્થપણામાં છે, પણ અંદરમાં રટણ તો આ જ છે.
જાણે છે પણ આત્માની અભેદ ભક્તિને જાણતા નથી. ધર્મ આત્માથી કરવો છે. તો આત્મા કેવો છે તે જાણ્યાં
વગર ધર્મ થાય નહિ.
PDF/HTML Page 4 of 21
single page version
શકે છે. એનું નામ અભેદ ભક્તિ છે.
રાણીઓને આત્માના અનુભવનો ઉપાય સમજાવી રહ્યા છે.
ખબર નથી, શાસ્ત્રને પૂછો. અર્હી કહે છે કે આત્મા રાગરહિત જ્ઞાનમય છે–એમ જાણીને અંતરમાં જુએ તો
આત્માનો અનુભવ થાય, ને પોતાના અનુભવની પોતાને ખબર પડે છે.
કર્મ તથા શરીરની ધૂળથી તે જુદો રહેલો છે–એમ જાણીને જો અનુભવ કરે તો સ્ફટિક પ્રતિમાની જેમ આત્માનો
અનુભવ થાય છે. આત્મા બહારની ક્રિયા તો કરી શકતો નથી પણ રાગ–દ્વેષ થાય તે કરવાનો પણ આત્માનો
સ્વભાવ નથી. પુરુષાકાર જ્ઞાનમૂર્તિ આત્મા છે, તેને ઓળખે તો આત્માની અભેદ ભક્તિ થાય છે.
જાણીને અંતરમાં તેને દેખવાનો પ્રયત્ન કરે તો તે દેખાય છે. સ્ફટિકની પ્રતિમા તો આંખથી દેખાય છે, હાથથી
સ્પર્શાય છે–એ રીતે ઈન્દ્રિયો દ્વારા તે જણાય છે, પણ આત્મા જ્ઞાનાનંદમૂર્તિ છે તે ઈન્દ્રિયો દ્વારા દેખાતો નથી પણ
અતીન્દ્રિય જ્ઞાનદર્શન રૂપી ચક્ષુથી તે જણાય છે. શરીર અને આત્માને એક માને તો શરીરથી ભિન્ન આત્મા
દેખાય નહિ ને ધર્મ થાય નહિ. જોનારો તો આત્મા છે, પણ જો તે ઈન્દ્રિયો દ્વારા જુએ તો બહારના જડ પદાર્થો
દેખાય છે, આત્મા જણાતો નથી. અંતરમાં જ્ઞાન ચક્ષુથી આત્માને જોવાનો પ્રયત્ન કરે તો તે દેખાય છે. અને
એવા આત્માને દેખવો ને અનુભવવો તે અભેદ ભક્તિ છે, તે વડે જ આત્મામાંથી આવરણનો ક્ષય થઈને સિદ્ધ
સુખ પ્રાપ્ત થાય છે. આમ ભરત મહારાજા પોતાની રાણીઓને સમજાવે છે.
સંસારનો મોહ ઘણો ખરાબ છે, પર પદાર્થો ઉપરના મોહને લીધે જ આત્મા પરમાત્માની અભેદ ભક્તિથી ભ્રષ્ટ
થયો છે. તેથી સૌથી પહેલાંં પર વસ્તુની મમતા રૂપ આશાના બંધનને છોડો, પરવસ્તુની તીવ્ર આસક્તિ છોડીને
પછી એકાંતવાસમાં જઈને અંતરમાં ચૈતન્યમૂર્તિ આત્માનું ધ્યાન કરો. એમ કરવાથી અભેદભક્તિ થશે, ને મુક્તિ
થશે. આમ ભરતજીએ પોતાની રાણીને ઉત્તર આપ્યો.
ઉપરના બે ભેટપુસ્તકો મળી જશે.
PDF/HTML Page 5 of 21
single page version
અધિકાર ચાલે છે.
મંદ પાડીને એકાંતમાં જઈને આત્માનું ચિંતવન કરવું જોઈએ. પહેલાંં જગતની તીવ્ર મમતા ઘટાડીને સત્સમાગમે
આત્માનું સ્વરૂપ સાંભળે, પછી એકાંતમાં જઈને અંતરમાં તેના ધ્યાનનો પ્રયત્ન કરવો જોઈએ. અનંતકાળથી
આત્માના જ્ઞાનનો પ્રયત્ન કર્યો નથી, તેથી એક જ દિવસના પ્રયત્નથી તે જણાતો નથી, તેને માટે વારંવાર
અભ્યાસ કરવો જોઈએ. બહારમાં પૈસા વગેરેની પ્રાપ્તિ થવામાં આત્માનો પુરુષાર્થ નથી, પણ આત્માનું સ્વરૂપ
શું છે તે ઓળખવામાં આત્માનો પુરુષાર્થ છે. અભ્યાસ કરતાં કરતાં ક્રમે ક્રમે આત્માનો અનુભવ થાય છે.
આવરણ થાય છે. પહેલાંં ભેદ ભક્તિનો શુભરાગ થાય છે પણ તે શુભ તેમ જ અશુભ બંને રહિત આત્માનું
સ્વરૂપ છે તેની ઓળખાણનો નિરંતર પ્રયત્ન કરવો જોઈએ.
ધ્યાનમાં એકાગ્ર થવું તે અભેદ ભક્તિ છે, ને તે અભેદ ભક્તિ જ મોક્ષસુખનું કારણ છે. અભેદ ભક્તિ જ મોક્ષનું
કારણ છે ને ભેદ ભક્તિ બંધનું કારણ છે,–આ વાત ભવ્ય સજ્જન પુરુષો સ્વીકારે છે, પણ જેનું હોનહાર ખરાબ
છે એવો અભવ્ય જીવ તેને સ્વીકારતો નથી.
ધર્માત્મા પતિ–પત્ની પણ આવી ધર્મચર્ચા વારંવાર કરે છે.
એક જ જાતના છે. આત્મસ્વભાવના ભાનવડે ધર્મધ્યાન સ્ત્રીને પણ થઈ શકે છે. સ્ત્રીને શુક્લધ્યાન થઈ શકતું
નથી. ધર્મધ્યાન કરતાં શુક્લધ્યાન વિશેષ નિર્મળ છે.
આત્માના અવલંબને ધર્મ ધ્યાન થાય છે. આત્મા શરીરથી જુદો છે, ને અંદરમાં પુણ્ય–પાપની લાગણી થાય તે
પણ આત્માના સ્વરૂપથી જુદી છે બધા જીવોને ધર્મ માટે તો આત્માનું જ અવલંબન છે. એવા આત્માનું અવલંબન
કરીને ધ્યાન કરે તો સ્ત્રીને પણ આત્માનો અનુભવ થાય છે. આત્મા આનંદસ્વરૂપ છે તેની ઓળખાણ કરીને તેના
ધ્યાનમાં એકાગ્ર થતાં પરને ભૂલી જવું તેનું નામ ભલું ધ્યાન છે, અને પરના વિચારમાં એકાગ્ર થતાં આનંદમૂર્તિ
આત્માને ભૂલી જવો તે ભૂંડું ધ્યાન છે. હું શરીરથી જુદો છું, પુણ્ય અને પાપની શુભ–અશુભ લાગણી પણ કૃત્રિમ
છે, તે નવી નવી થાય છે, ને તેનો જાણનાર–દેખનાર જ્ઞાનસ્વરૂપ હું ત્રિકાળ છું–એમ આત્માના મહિમામાં એકાગ્ર
થતાં પરવસ્તુના વિચારને ભૂલી જવા તે ભલું ધ્યાન છે. ને આત્માનો મહિમા ભૂલીને પરના વિચારમાં એકાગ્ર
થવું તે ભૂંડું ધ્યાન છે. આત્માને ઓળખીને તેમાં એકાગ્ર થાય તેટલી શાંતિ પ્રગટે છે. સત્સમાગમે આત્માની
ઓળખાણ અને ધ્યાન કરવાનો સતત પ્રયત્ન કરે તો આ કાળે પણ આત્માનું ધ્યાન થાય છે.
PDF/HTML Page 6 of 21
single page version
દેખાય છે તે જડ છે. આત્મા દેહ–મન–વાણીથી અતીત છે. અનાદિકાળથી આત્મા ક્યાં રહ્યો? તેણે અનાદિથી
પોતાના સ્વરૂપને ભૂલીને અજ્ઞાનભાવે જન્મ મરણમાં રખડવામાં જ કાળ વીતાવ્યો છે. અનાદિકાળથી સંસારમાં
રખડતાં જીવ એક સેકંડમાત્ર પણ ધર્મને સમજ્યો નથી. જો સત્સમાગમે પોતાના આત્માને સમજીને ધર્મ પ્રગટ
કરે તો જન્મ–મરણનો નાશ થયા વિના રહે નહિ. જીવે અનંતકાળમાં દયા, દાન, પૂજા, વ્રત, તપ, ત્યાગ વગેરે
બધું કર્યું છે, પણ પોતાનું સ્વરૂપ તે રાગથી જુદું છે તે કદી સમજ્યો નથી. અનંતકાળથી પોતાનું સ્વરૂપ સમજ્યા
વગર એક પછી એક જન્મ–મરણમાં અનંત દુઃખ ભોગવી રહ્યો છે. શ્રીમદ્ રાજચંદ્ર આત્મસિદ્ધિની પહેલી જ
ગાથામાં કહે છે કે–
દયા કર. સત્સમાગમે આત્માને ઓળખીને તારા આત્માને ચોરાશીના અવતારની રખડપટ્ટીથી હવે બચાવ.
ભવરહિત શાંતિ ક્યાંય હશે! આ અજ્ઞાનપણે પુણ્યપાપ કરીને ભવભ્રમણનાં દુઃખ ભોગવવા એવું મારું સ્વરૂપ ન
હોય. આમ જેને ભવભ્રમણનો અંતરમાં ત્રાસ લાગતો હોય તે જીવ અંતરમાં ચૈતન્યના શરણને શોધે. ભવ એક
પ્રકારના નથી પણ સ્વર્ગ, નરક, તિર્યંચ તેમ જ મનુષ્ય એ ચારે ગતિમાં જીવે અનંતવાર અવતાર કર્યો છે. આ
લોકમાં એવું કોઈ સ્થાન નથી કે જ્યાં જીવ જન્મ્યો ને મર્યો ન હોય. જ્યાં આત્માના સહજ–આનંદમાં સિદ્ધ
ભગવંતો બિરાજી રહ્યા છે તે ક્ષેત્રમાં પણ જીવ અનંતવાર એકેન્દ્રિયપણે જન્મ્યો–મર્યો છે. હે ભાઈ! હવે તને
જન્મ–મરણનો થાક લાગ્યો છે? જો થાક લાગ્યો હોય તો તે જન્મ–મરણથી છૂટવા માટે ચૈતન્ય શરણને
ઓળખીને તેના આશ્રયે વિશ્રામ કર. વિસામો કોને ન ગમે? જેને થાક ન લાગ્યો હોય તે વિસામાને ન શોધે.
તેમ નથી. આત્મસ્વરૂપને સમજ્યા વગર પુણ્ય પણ તેં અનંતવાર કર્યાં, તે પુણ્ય પણ તને શરણરૂપ થયાં નથી.
માટે હવે સત્સમાગમે આત્મસ્વરૂપને સમજ. જે આત્મસ્વરૂપ અનંતકાળમાં તું સમજ્યો નથી તે આત્મસ્વરૂપ
સત્સમાગમ વગર સમજાય તેમ નથી, તેેમજ પોતાની મેળે એકલા શાસ્ત્ર અભ્યાસથી, સ્વચ્છંદે સમજાય તેમ
નથી, શુભરાગથી કે બાહ્ય ક્રિયાથી પણ તે સમજાય તેમ નથી. હે ભાઈ! ભવથી તું થાક્યો છે? તને કાંઈ
આત્માની જિજ્ઞાસા જાગી છે? ભવથી ડરીને અને આત્માની રુચિ કરીને પાત્રતાથી જો એક વાર પણ
સત્સમાગમ કરે તો ધર્મ ન સમજાય એમ બને નહિ. એક સેકંડ પણ ધર્મ સમજે તેને ભવભ્રમણનો અવશ્ય નાશ
થઈ જાય છે.
PDF/HTML Page 7 of 21
single page version
સ્વભાવ જ બેહદ સુખથી ભરેલો છે, સુખ અંતરમાં છે, બહારમાં તારું સુખ ક્યાંય નથી. જડ પૈસાના ઢગલાથી
તારા આત્માની મોટપ નથી, અને રાગ વડે પણ તારા આત્માની મોટપ નથી, અંતરમાં જે પરિપૂર્ણ ચૈતન્યમૂર્તિ
સ્વભાવ છે તેનાથી જ તારી મોટપ છે, તેને તું ઓળખ. પોતાને ભૂલીને, પૈસા વગેરેમાં સુખ છે ને મારામાં
નથી–એમ જીવે અનાદિથી માન્યું છે તે તેની નપુંસકતા છે. જેમ નપુંસકને પોતામાં વિષય ભોગવવાની તાકાત
છે, તે પૈસા, શરીર, સ્ત્રી વગેરેમાં સુખ માને છે; પોતાના આત્મામાં સુખ છે તેને તે ભોગવતા નથી અને પરમાં
સુખ માનીને રાજી થાય છે. મારામાં સુખ નહિ, ને પરમાં સુખ–એમ માનીને તે પોતાના આત્માનો અનાદર કરે
છે, તેથી જ ભવભ્રમણમાં ભટકે છે. એવા ભવભ્રમણનો જેને હવે ભય લાગ્યો હોય તેને ભગવાન કહે છે કે હે
જીવ! તારું સુખ બહારમાં નથી, પણ આત્મામાં જ છે; માટે તું આત્માની ઓળખાણ કર.
નથી. તેથી જ તું અત્યાર સુધી સંસારમાં રખડયો. અનંત અનંતકાળથી જે આત્મસ્વરૂપને સમજ્યા વિના તું
દુઃખી થઈ રહ્યો છે તે આત્મસ્વરૂપને સમજવું એ જ ધર્મની અપૂર્વ શરૂઆત છે. અજ્ઞાની જીવો પોતાની સ્વછંદ
કલ્પનાથી બીજી રીતે ધર્મની શરૂઆત માને છે, તે મિથ્યા છે.
જ તે બંને ભગવંતોના નિર્વાણ કલ્યાણકની તિથિ છે. એ રીતે પ્રતિષ્ઠાના મુહૂર્તનો અને નિર્વાણ કલ્યાણકની
થઈ છે, તેમાં શ્રી કુંદકુંદભગવાન શું કહે છે? જુઓ, મંગલાચરણ કરતાં કહે છે કે–
(૨) શેઠ મગનલાલ તલકશી તથા તેમના ધર્મપત્ની શકરીબહેન.
(૩) શાહ કેશવલાલ છગનલાલ તથા તેમના ધર્મપત્ની ભૂરીબહેન.
(૪) એ ઉપરાંત પોષ વદ ૫ ને રવિવારના રોજ ચીમનલાલ હીમચંદ વોરા તથા તેમના ધર્મપત્ની
પ્રતિજ્ઞા પૂ. ગુરુદેવશ્રી પાસે અંગીકાર કરી છે. તે માટે તેમને ધન્યવાદ.
મંગાવેલા પુસ્તકો રાજકોટ પહોંચ્યા પછી, ફાગણસુદ એકમ બાદ રવાના કરવામાં આવશે.
PDF/HTML Page 8 of 21
single page version
वोंच्छामि समयपाहुडमिणमो सुयकेवली भणियं।।
આત્મામાં ‘રાગ તે હું’ એવી મિથ્યા માન્યતાને ઊખેડી નાંખીને, ‘સિદ્ધભગવાન જેવો શુદ્ધ આત્મા હું છું’ એવી
પ્રતીતિ કરીને શુદ્ધ આત્માને સ્થાપવો તેનું નામ સમયસારની પ્રતિષ્ઠા છે. આ ગાથામાં આચાર્ય ભગવાનનો નાદ
છે કે હું સિદ્ધ છું, તમે સિદ્ધ છો. શ્રોતાઓને કહે છે કે–હે જીવો! તમે પણ સિદ્ધ છો, તમારા આત્મામાં સિદ્ધપણું
સમાઈ જાય તેવી તાકાત છે, જે જ્ઞાન સિદ્ધને જાણીને પોતામાં સિદ્ધપણું સ્થાપે છે તે જ્ઞાનમાં સિદ્ધ જેટલી તાકાત
છે. પોતાના આત્મામાં જે સિદ્ધપણાને સ્થાપે તે જીવ રાગનો કે અપૂર્ણતાનો આદર ન કરે, તેમ જ પરનું હું કરું કે
પર મને મદદ કરે એમ પણ માને નહિ. પણ પોતે પોતાના સ્વભાવ તરફ વળીને અનુક્રમે સિદ્ધદશા જ પ્રગટ કરે,
પછી તેને ભવભ્રમણ રહે નહિ.
સ્થાપના કરી, તે અલ્પકાળે સિદ્ધ થયા વિના રહે નહિ. હે ભાઈ! તારે આત્માનું સારું કરવું છે ને? તો સારું
કરવાની પરાકાષ્ટા શું? અર્થાત્ સૌથી ઉત્કૃષ્ટ સારું શું? તે નકકી કર. સારું કરવા છેલ્લી હદ સિદ્ધદશા છે. તે
સિદ્ધદશા ક્યાંથી આવે છે? આત્માના સ્વભાવમાં પૂરી તાકાત ભરી છે તેમાંથી જ તે દશા પ્રગટે છે. આ પ્રમાણે
પૂર્ણતાના લક્ષે જ સાધકપણાની શરૂઆત થાય છે. જેમ કોઈને ૫૦૦૦ પગથિયા ઊંચે ડુંગર ઉપર ચડવું હોય તો
તે તળેટીનું લક્ષ કરીને અટકતો નથી, પણ ઉપરની ટોચના લક્ષે વચલો બધો રસ્તો કપાઈ જાય છે. તેમ જેણે
પોતાના આત્માની પૂર્ણ સિદ્ધદશા પ્રગટ કરવી હોય તેણે તે સિદ્ધદશાને પ્રતીતમાં લેવી જોઈએ. અધૂરીદશા કે
વિકારનું લક્ષ કરીને અટકે તો સિદ્ધદશા થાય નહિ.
ભણકાર જાગે છે તેને સિદ્ધ થવાની શરૂઆત થાય છે. ‘સિદ્ધસમાન સદા પદ મેરા’ એ વાત જેને રુચે તેણે
પોતાના આત્મામાં સમયસાર ભગવાનની સ્થાપના કરી છે. આ, સમયસારની આધ્યાત્મિક પ્રતિષ્ઠા છે. હે
ભાઈ! આચાર્યભગવાન કહે છે કે તું સિદ્ધ છે. તારા સિદ્ધપણાની ના પાડીશ નહિ. હું સિદ્ધ છું. એમ ઉલ્લાસથી
હા પાડીને સિદ્ધદશા તરફ ચાલ્યો આવજે. તારી અવસ્થામાં રાગ થાય છે તેની તો આચાર્યદેવને ખબર છે, છતાં
આચાર્યભગવાન સ્વભાવદ્રષ્ટિની મુખ્યતાથી તારા આત્મામાં પણ સિદ્ધપણું સ્થાપે છે. માટે તું પણ સ્વભાવ
દ્રષ્ટિથી હા જ પાડજે. અત્યારે રાગ સામે જોઈશ નહિ. જેમ કોઈને ગામ–પરગામ જવું હોય એ તિથિ–વારનો મેળ
ન હોય તો પહેલાંં પ્રસ્થાનું મૂકે છે, ને પછી યોગ્ય તિથિવાર આવતાં ગામ જાય છે. તેમ આત્માને સિદ્ધગતિમાં
ગમન કરવું છે. પણ અત્યારે આ પંચમકાળ છે તે સાક્ષાત્ સિદ્ધદશા માટે કવાર (અકાળ) છે. તેથી આચાર્યદેવે
અત્યારે સિદ્ધપણાનું પ્રસ્થાનું કરાવ્યું છે. જેણે એવું પ્રસ્થાનું કર્યું તે પોતાના પુરુષાર્થનો સ્વકાળ આવતાં સાક્ષાત્
સિદ્ધ થઈ જશે. હે ભાઈ! જો તારે આ સંસારમાંથી નીકળીને સિદ્ધમાં જવું હોય તો અત્યારે પ્રસ્થાનું કર કે ‘હું
સિદ્ધ છું.’
લઈને થાય છે, હું હોઉં તો તેની ક્રિયા થાય, નહિતર ન થાય’–આવો જે ભ્રમ છે તે સિદ્ધદશાએ પહોંચવામાં વચ્ચે
મોટી શિલારૂપ વિઘ્નકર્તા છે. એ ભ્રમ ટાળીને, આત્માના સિદ્ધપદના સ્વીકાર વગર ધર્મની શરૂઆત થાય નહિ,
અને ભવભ્રમણનો વિસામો મળે નહિ.
PDF/HTML Page 9 of 21
single page version
છે. આચાર્યદેવ તો બધા આત્માને સિદ્ધપણે જ ભાળે છે, કેમકે પોતાને સિદ્ધપણાની રુચિ છે ને અલ્પકાળે સિદ્ધ
થવું છે. જેને જ્યાં રુચિ હોય તે ત્યાં ભાગ પાડતો નથી, પણ અખંડ માને છે. જેમ બાપની મૂડી એક લાખ
રૂપિયાની હોય અને તેને ચાર પુત્રો હોય, તો ત્યાં તે દરેક પુત્ર કહે છે કે ‘અમારી પાસે એક લાખની મૂડી છે.’
ત્યાં ચાર ભાગલા પાડીને લક્ષમાં લેતો નથી. તેમ જ પાંચમી પુત્રી હોય તો તે પણ કહે કે ‘અમારી પાસે એક
લાખની મૂડી છે.’ અંદરમાં પૂર્ણ સ્વભાવની મૂડી છે તેની રુચિ નથી તેથી મમતાવડે બહારમાં પૂર્ણતા માને છે.
અંદરમાં સ્વભાવની પૂર્ણતાનું લક્ષ નથી તેથી બહારમાં પૂર્ણતા માનીને તેનાથી પોતાની મોટપ માને છે. પણ જો
ક્ષણમાં તે રુચિની ગૂલાંટ મારીને સ્વતરફ વળે તો સ્વભાવની પૂર્ણતાને માને અને સંયોગનો પોતામાં અભાવ
માને. જેમ કુંવારી બાલિકાનું સગપણ કરતાં જ તેનો અભિપ્રાય ફરી જાય છે કે જ્યાં સગપણ થયું તે ઘર ને તે
વર મારાં, આ ઘર કે આ ઘરની મૂડી મારી નથી. તેમ ધર્મી જીવે જયાં અંતર સ્વભાવ સાથે સગપણ બાંધ્યું ત્યાં
તેને અંતરસ્વભાવની રુચિ થતાં બહારની રુચિ ટળી જાય છે. રાગ અને સંયોગ હોવા છતાં તે મારાં નથી, હું
સિદ્ધસમાન છું–આમ ધર્મી જીવની દ્રષ્ટિ પલટી જાય છે. આવી ઓળખાણ અને પ્રતીત કરવી તે જ સિદ્ધિનો પંથ
છે. આ સિવાય બીજા કોઈ ઉપાયથી ભવનો આરો આવે તેમ નથી.
લીધે સમજતાં વાર લાગે છે. માર્ગની તો તદ્ન સરળતા છે, પણ અનંતકાળથી અપરિચિત માર્ગ સત્સમાગમ
વગર કયાંથી સમજાય? હજી સત્ય માર્ગ શું છે તે વાત સાંભળવા પણ ન મળતી હોય તે જીવો ક્યાંથી સમજે?
સત્સમાગમે રુચિ ફેરવે તો એક ક્ષણમાં ફરી જાય છે. પહેલેથી જ આત્મામાં સિદ્ધપણું સ્વીકાર્યા વગર સિદ્ધ થવા
તરફનો પુરુષાર્થ ઊપડે નહિ. ‘હું પામર છું, હું રાગી છું’ એમ ગોખ્યા કરે તો સિદ્ધદશા તરફનો પુરુષાર્થ કોના
જોર ઊપડશે? જેમ કોઈને બે કલાકમાં ચાર ગાઉ દૂર જવું હોય તો તેટલી ઝડપથી પગ ઊપાડે તેમ, આત્માને
પૂરો સિદ્ધ સમાન સ્વભાવ છે તેને દ્રષ્ટિમાં લ્યે તો પૂર્ણ સિદ્ધદશા તરફનો પુરુષાર્થ ઊપાડે. પણ ‘હું વિકારી છું,
રાગથી મને લાભ થાય છે’ એમ પ્રથમથી જ વકારમાં અટકતો અટકતો ચાલે તેને પૂર્ણતા તરફનો પુરુષાર્થ
ઊપડે નહિ, પણ તે તો રાગમાં જ અટકી જાય.
આવા ભેદજ્ઞાનથી જ ધર્મની શરૂઆત થાય છે, અને તે મોક્ષનો માર્ગ છે. તથા ‘હું શરીરાદિનાં કાર્ય કરી શકું,
વિકાર મારું સ્વરૂપ છે’ આવી બુદ્ધિ તે અધર્મ છે ને તે સંસારનો માર્ગ છે. જેમ ઘરમાં મેડી ઉપર ચડવાનો દાદરો
અને ભોંયરામાં નીચે ઊતરવાનો દાદરો જુદો જુદો હોય છે. તેમ આત્મામાં ઊર્ધ્વ ચડવાનો એટલે કે સિદ્ધદશાનો
માર્ગ જુદો છે ને અધોગતિનો એટલે કે સ્વર્ગ–નરકાદિ ચારગતિમાં ભ્રમણનો માર્ગ જુદો છે; અંતરમાં સ્વદ્રવ્ય
તરફની શ્રેણી તે ઊર્ધ્વગતિ એટલે મોક્ષનો ઉપાય છે અને પરાશ્રયબુદ્ધિથી પુણ્ય–પાપના ભાવ તે અધોગતિની
શ્રેણી એટલેે સ્વર્ગ–નરકનો માર્ગ છે. અજ્ઞાનીઓ સ્વર્ગને ઊર્ધ્વ ગતિ માને છે. પણ જ્ઞાની તો કહે છે કે સિદ્ધગતિ
તે જ ઊર્ધ્વગતિ છે, એ સિવાય સ્વર્ગાદિ ચારે ગતિના ભવ તે અધોગતિ છે. ધર્મી જીવ જાણે છે હું જાણનાર–
દેખનાર, સાક્ષી ચૈતન્ય છું, આ શરીર–મન–વાણી મારાં નથી–આમ સ્વદ્રવ્યનું અવલંબન તે ઊર્ધ્વ ગતિની શ્રેણી
છે. આ સમજ્યા વગર સંસાર પરિભ્રમણની હોળી શાંત થાય તેમ નથી. પહેલાંં તો સંસારની રુચિ ટળીને
સ્વભાવ તરફ રુચિ પલટી જવી જોઈએ. રુચિ અનુયાયી વીર્ય છે એટલે કે જ્યાં રુચિ હોય તે તરફ પુરુષાર્થ
વળ્યા કરે છે. સ્વભાવની રુચિ થતાં વારંવાર તેમાં પુરુષાર્થ વળ્યા કરે તે ચારિત્રનું કારણ છે.
PDF/HTML Page 10 of 21
single page version
અંતરમાં નકોર ચૈતન્યસ્વભાવ શું છે તે વાત તું કદી સમજ્યો નથી, અને હોંશપૂર્વક કદી તે વાત સાંભળી પણ
નથી. માત્ર પુણ્યમાં જ સંતોષ માનીને તું સંસારમાં રખડી રહ્યો છે. જેમ થોરના ઝાડમાં ટાંકણેથી કોતરણી થાય
નહિ તેમ પુણ્ય–પાપના ભાવમાં ચૈતન્યના ધર્મની કોતરણી થાય નહિ. ત્રણેકાળે ધર્મનો એક જ માર્ગ છે.
પુણ્ય વગેરેથી કદી મોક્ષ થતો નથી. ભગવાનની પ્રતિષ્ઠાના મહોત્સવ પછીના હરખ જમણમાં આત્માના પકવાન
પીરસાય છે. બદામ–પીસ્તા ને લાડવારૂપ જડનાં જમણ તો બધા જમાડે છે પણ અહીં તો આત્માનાં અમૃત
પીરસાય છે. તેને ચાખે તો મોક્ષદશા થયા વિના રહે નહિ.
મને કાંઈ પક્ષપાત નથી. મારા જ્ઞાનની ઉગ્રતા પાસે વિકાર બળી જાય એવો ચૈતન્યજ્યોત મારો સ્વભાવ છે.–
આમ પોતાના સ્વભાવની ઓળખાણ કરવાની પહેલી વાત છે. દર્શનશુદ્ધિ વગર જ્ઞાન, ચારિત્ર કે વ્રતતપ
ત્રણકાળમાં હોતાં નથી.
સિવાય બીજા કોઈ આડા વ્યવહારની કલ્પના સ્વપ્ને પણ ન હોય તેમ હું ચૈતન્યમૂર્તિ આત્મા જ્ઞાયક છું ને પદાર્થો
જ્ઞેય છે, જ્ઞેય–જ્ઞાયકરૂપ નિર્દોષ સંબંધ સિવાય અન્ય કોઈ સંબંધ મારે પરદ્રવ્ય સાથે સ્વપ્ને પણ નથી. મારે પર
સાથે માત્ર જાણવા પૂરતો જ સંબંધ છે. જેમ અંધારામાં કોઈ માણસ કોઈને પોતાની સ્ત્રી સમજીને વિષયબુદ્ધિથી
પલટી જાય છે કે અરે આ તો મારી જનેતા! જનેતાની ઓળખાણ થઈ કે તરત જ વિકાર વૃત્તિ પલટી અને
માતા–પુત્રના સંબંધ તરીકેની નિર્દોષ વૃત્તિ જાગૃત થઈ. તેમ જીવ અજ્ઞાન ભાવે પરવસ્તુને પોતાની માનીને તેને
ઈષ્ટ–અનિષ્ટ માને છે અને તેના કર્તા–ભોક્તાના ભાવ કરીને વિકારપણે પરિણમે છે. પણ જ્યાં જ્ઞાન પ્રકાશ થતાં
ભાન થયું કે અહો, મારો જ્ઞાયક સ્વભાવ છે, ને પદાર્થોનો જ્ઞેયસ્વભાવ છે. એમ નિર્દોષ જ્ઞેય–જ્ઞાયક સંબંધનું
ભાન થતાં જ ધર્મીને વિકારભાવ ટળીને નિર્દોષ જ્ઞાયકભાવ પ્રગટ થાય છે. અસ્થિરતાના રાગ–દ્વેષ થતા હોય
છતાં ધર્મીને અંતરમાં રુચિ પલટી ગઈ છે કે હું ચૈતન્યસ્વરૂપ બધાનો જાણનાર છું, બીજા પદાર્થો સાથે જ્ઞેય–
જ્ઞાયક સ્વભાવ સંબંધ સિવાય બીજો કાંઈ સંબંધ મારે નથી.
વાત કહી ગયા છે, વર્તમાનમાં મહાવિદેહક્ષેત્રમાં સીમંધરાદિ તીર્થંકર ભગવંતો આ વાત કહી રહ્યા છે, ગણધરો
ઝીલે છે, ઈન્દ્રો આદરે છે, ચક્રવર્તી વગેરે મહાન પુરુષો જેને સેવે છે–એવી આ જ પરમ સત્ય વાત છે. ત્રણકાળ
ત્રણલોકમાં આ વાત ફરે તેમ નથી. જગતને આ વાત માન્યે જ છૂટકો છે.
વગેરે પદાર્થો તો ક્યાંય રહી ગયા. શરીરાદિ મારાં એમ શાસ્ત્રો નિમિત્તથી ભલે કહે, પણ મને તેનો પક્ષપાત
નથી એટલે કે વ્યવહારનો પક્ષ નથી. હું તે બધા પ્રત્યે મધ્યસ્થ છું, હું જ્ઞાયક છું ને તે પદાર્થો મને જ્ઞેય તરીકે જ
નથી, અંતરમાં જ્ઞાયક સ્વભાવનો જ આશ્રય છે. આવી શ્રદ્ધા, જ્ઞાન અને એકાગ્રતા તે જ ધર્માત્માની ક્રિયા છે, ને
તેનાવડે જ ભવભ્રમણનો નાશ થાય છે.
PDF/HTML Page 11 of 21
single page version
તેમનો “ એવો અભેદ નિરક્ષરી ધ્વનિ છૂટયો. સામાન્ય જીવોની ભાષામાં ક્રમ અને ભેદ પડે છે, તેમ
ભગવાનની વાણીમાં નથી હોતું. ભગવાનની વાણી અભેદ, એક સમયમાં પૂરું રહસ્ય કહેનારી હોય છે. આમાં
સૂક્ષ્મ ન્યાય રહેલો છે.
ઉપાધિ ભાવો છે ત્યાં વાણી પણ ભેદવાળી આવે છે. અભેદ ચૈતન્યની સ્થિરતા દ્વારા તે ચૈતન્યમાં ભેદ પાડનારા
ઉપાધિભાવોનો નાશ થતાં, અખંડ કેવળજ્ઞાનદશા વડે આત્મા પ્રત્યક્ષ જણાયો, અને ત્યારે વાણી પણ સહજપણે
અભેદ થઈ ગઈ.
જાણવાનો ક્રમ ટળી ગયો, ત્યાં વાણીમાં પણ કથનનો ક્રમ ટળી ગયો. ત્યાં કાંઈ જ્ઞાનને કારણે તેવી વાણી નથી
નીકળતી, તેમ જ જડ વાણીને કાંઈ ખબર નથી કે ભગવાનને કેવળજ્ઞાન થયું માટે હું અભેદપણે પરિણમું. છતાં
પણ જ્ઞાનને અને વાણીને એવો જ સંબંધ છે કે જ્ઞાન પૂરું થાય ત્યાં વાણી પણ અભેદ થઈ જાય. જીવને
કેવળજ્ઞાન થયું હોય અને વાણી ભેદવાળી હોય–એમ કદી બને નહિ. ભગવાનની દિવ્ય વાણી નિરક્ષરી હોવા છતાં
સાંભળનાર જીવોને તો તે સાક્ષરીપણે શ્રવણમાં આવે છે અને સૌ પોતપોતાની ભાષામાં, પોતાની યોગ્યતા
અનુસાર સમજી જાય છે. ભગવાનનું શરીર સ્તબ્ધ–સ્થિર હોય છે, હોઠ અને મોઢું બંધ હોય છે, ને “ એવો
દિવ્યધ્વનિ સર્વાંગેથી છૂટે છે. તે એકાક્ષરી હોવા છતાં શ્રોતાજનોની પાત્રતા અનુસાર સાક્ષરીપણે સમજાય છે,
એવો તેનો સ્વભાવ છે.
મારો નથી’ એવું અપૂર્વ આત્મભાન તો હતું પણ હજી અસ્થિરતા હતી. પૂર્વે ત્રીજા ભવે દર્શનવિશુદ્ધિપૂર્વક એવો
વિકલ્પ થયો કે અહો, હું પરિપૂર્ણ થાઉં, અને નિમિત્તથી કહીએ તો ‘જગતના જીવો આત્માને સમજીને આ ધર્મ
પામે’–એવો ધર્મવૃદ્ધિનો વિકલ્પ ઊઠ્યો. તેના નિમિત્તે તીર્થંકર નામકર્મના જડ રજકણો બંધાયા. પછી જ્યારે તે
વિકલ્પ તૂટીને અભેદ સ્વભાવ પ્રગટ થયો ત્યારે “ એવી અભેદવાણી ધર્મસભામાં છૂટી. પૂર્વે ભગવાનને
ધર્મવૃદ્ધિના વિકલ્પથી બંધાયેલી તે વાણી જગતના જીવોને ધર્મવૃદ્ધિનું જ કારણ છે. ભગવાનની તે વાણીને કોણ
સમજ્યો કહેવાય? ભગવાન પોતે આત્માના અભેદ સ્વભાવની દ્રષ્ટિ અને સ્થિરતા કરીને ભગવાન થયા છે.
અને ઉપદેશમાં પણ અભેદ આત્મ સ્વભાવની દ્રષ્ટિ અને સ્થિરતા કરવાનું જ ભગવાન બતાવે છે, ભગવાનની
વાણી પરિપૂર્ણ રાગરહિતપણું જ બતાવે છે, રાગનો એક અંશ પણ આદરણીય નથી.–આમ જે સમજે તે જીવ
ભગવાનની વાણીને સમજ્યો છે. જે કોઈ જીવ પાછો પડવાની કે પુરુષાર્થના શિથીલપણાની વાત કાઢે, અથવા
રાગથી ધર્મમાને કે નિમિત્ત વગેરે પરનો આશ્રય માને તે જીવ ભગવાનની વાણીને સમજ્યો નથી. ભગવાનની
વાણીમાં પરિપૂર્ણ સ્વાશ્રયનો જ ઉપદેશ છે. પહેલાંં દ્રષ્ટિથી
PDF/HTML Page 12 of 21
single page version
ભગવાને મોક્ષમાર્ગ કહ્યો છે, અને પરાશ્રયને બંધમાર્ગ કહ્યો છે.–આમ સમજીને જે જીવ પોતાના આત્મામાં
સ્વાશ્રય પ્રગટ કરે છે તે જ ખરેખર ભગવાનના ઉપદેશને સમજ્યો છે. અને તેને જ ભગવાનની વાણી નિમિત્ત
કહેવાય છે. સમજનાર જીવ સમજે છે તો પોતાની પાત્રતાથી જ, કાંઈ ભગવાનની વાણી તેને સમજાવી દેતી
નથી. પણ નિમિત્ત તરીકે ભગવાનની વાણી કેવી છે તેની આ વાત છે. જેવો ભગવાનની વાણીનો આશય છે
લેતી આવે છે, તે જીવોને ધર્મમાં આગળ વધવાનું જ નિમિત્ત છે. પૂર્વે પૂર્ણતાના વિકલ્પથી બંધાયેલી તે વાણી
શ્રોતાઓને પરિપૂર્ણતા તરફ લઈ જવામાં જ નિમિત્ત છે. ભગવાનનું સમ્યગ્દર્શન તે ભવમાં અપ્રતિહત હોય છે
અને અપ્રતિહત સ્વરૂપ સ્થિરતા વડે કેવળજ્ઞાન પ્રગટ કરે છે; ઈન્દ્રો આવીને દિવ્ય સમવસરણની રચના કરે છે,
બાર સભા ભરાય છે, અને પૂર્વે પૂર્ણતાના–ધર્મવૃદ્ધિના–વિકલ્પથી બંધાયેલો દિવ્યધ્વનિ સહજપણે છૂટે છે. તે
વાણી શું કહે છે?
પૂર્ણ સ્વતંત્ર છો, કર્મ વગેરે કોઈ પણ પદાર્થ આત્માને રોકતાં નથી. આત્માને સમજીને ઠરવાનો બધો અવસર
મળી ગયો છે. જે જીવે ખરેખર પોતાના ઉપાદાનમાં સ્વભાવ તરફની દ્રષ્ટિ અને સ્થિરતાની વૃદ્ધિને સ્વીકારી છે,
તેણે જ નિમિત્ત તરીકે અમારી વાણીને સ્વીકારી છે. સ્વભાવની વૃદ્ધિને સ્વીકારી તે તેનું ઉપાદાન છે અને વાણી
તેની નિમિત્ત છે–આવો ઉપાદાન–નિમિત્તનો મેળ છે.–આવું ભગવાનના ઉપદેશનું રહસ્ય છે.
પૂર્ણતા તરફ લઈ જવામાં જ નિમિત્ત છે. આત્માનો પૂર્ણ સ્વભાવ સમજીને તેનો આશ્રય કરવાનું જ ભગવાનની
વાણી બતાવે છે, અને એ રીતે સ્વભાવ તરફ ઢળવામાં જ ભગવાનની વાણીનું નિમિત્તપણું છે. ‘તું હમણાં નહિ
આત્મા પોતાના સ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પામીને ઠરે એવું જ એ દિવ્યવાણીનું નિમિત્તપણું
છે. એ સિવાય બીજું ઊંધુંં સમજે તે જીવ ભગવાનની વાણીને, સંતોના હૃદયને કે બાર અંગના રહસ્યને સમજ્યો
નથી. ખરેખર તેણે ભગવાનની વાણી સાંભળી જ નથી.
જીવથી અનંતગણા છે, ધર્મદ્રવ્ય એક છે, અધર્મદ્રવ્ય એક છે, કાળદ્રવ્ય અસંખ્યાત છે ને આકાશદ્રવ્ય સર્વવ્યાપક
એક છે. તેમાં જીવદ્રવ્ય જ્ઞાનસહિત ચેતન છે. ને બીજા પાંચે દ્રવ્યો જ્ઞાન વગરના જડ છે. એ ચેતન અને જડ
બધા ય દ્રવ્યો પોતાના સ્વભાવથી પરિપૂર્ણ અને સ્વાધીન છે. દરેક દ્રવ્યમાં પોતપોતાના અનંતગુણો છે અને
એકેક સમયમાં તે દરેક દ્રવ્યમાં નવી નવી અવસ્થા થયા કરે છે; કોઈ બીજો તેનો કર્તા નથી. આત્માની અવસ્થા
અવસ્થાની દ્રષ્ટિ છોડીને ત્રિકાળી પરિપૂર્ણ સ્વભાવની દ્રષ્ટિ કરવામાં પોતે સ્વાધીન છે.–આવું રહસ્ય ભગવાનની
વાણીમાં આવ્યું છે.
પંથ સર્વે અરિહંતોએ પોતે અનુભવીને જગતને દર્શાવ્યો છે–
તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે. ૮૦.
જીવ મોહને કરી દૂર, આત્મસ્વરૂપ સમ્યક્ પામીને
જો રાગદ્વેષ પરિહરે તો પામતો શુદ્ધાત્મને.
PDF/HTML Page 13 of 21
single page version
ઉપદેશ પણ એમ જ કરી, નિર્વૃત થયા, નમું તેમને.
ખીલી ગયું છે; જે જીવ એવા અરિહંત ભગવાનનાં દ્રવ્ય–ગુણ–પર્યાયને જાણે તે ખરેખર પોતાના આત્માને જાણે
છે, ને તેનો મોહ અવશ્ય ક્ષય પામે છે. પછી શુદ્ધાત્મસ્વરૂપને પામીને તેના જ આશ્રયે રાગ–દ્વેષનો ક્ષય કરીને
તેમને નમસ્કાર હો! અદ્ભૂત રચના છે. ૮૦ મી ગાથામાં તો ક્ષાયિક સમ્યગ્દર્શનની વાત છે. શ્રી સીમંધર
ભગવાન પાસે ગયા ત્યારે કુંદકુંદાચાર્યદેવે ક્ષાયિક સમ્યગ્દર્શનની વાત મુખ્યપણે સાંભળી હતી. ભગવાનની
વાણીમાં તો બધું એક સાથે જ આવે છે પણ શ્રી કુંદકુંદાચાર્યદેવે ભગવાનની વાણીમાંથી ક્ષાયિક સમ્યગ્દર્શન
નીતારી લીધું હતું. તેમ જ પોતાના આત્મામાં આ પંચમકાળે ક્ષયોપશમ સમ્યક્ત્વ હોવા છતાં. અપ્રતિહત
સમ્યગ્દર્શનનું જોર હતું, તેનો આ ગાથામાં ભણકાર છે.
આચાર્યભગવાને તો અહીં મોહના ક્ષયની એટલે ક્ષાયિક સમ્યગ્દર્શનની વાત કરી છે, તેમાં ઊંડું રહસ્ય છે. જે
સમ્યગ્દર્શનમાં વચ્ચે ભંગ પડ્યા વિના ક્ષાયિક સમ્યગ્દર્શન થવાનું છે તે સમ્યગ્દર્શન પણ ક્ષાયિક–સમ્યગ્દર્શનની
તે ભગવાનના આત્મામાંથી ધ્વનિ ઊઠ્યો છે.
सो जाणदि अप्पाणं मोहो खलु जादि तस्स लयं।।
કરવાની દ્રષ્ટિ થઈ ગઈ એટલે સમ્યગ્દર્શન થઈ ગયું. પછી એ જ પૂર્ણ સ્વભાવમાં લીનતા વડે મોહનો ક્ષય કરીને
આત્મા પોતે પરમાત્મા થાય છે. એ પ્રમાણે કહીને પછી ૮૨મી ગાથામાં આચાર્ય ભગવાન કહે છે કે–
किच्चा तधोवदेसं णिव्वादा ते णमो तेसिं।।
માટે તે એક જ મોક્ષમાર્ગ છે. બધાય અરિહંતો આ જ માર્ગે મોક્ષ પામ્યા છે, અને સમવસરણમાં દિવ્ય ધ્વનિવડે
જગતને આ જ માર્ગે ઉપદેશ્યો છે.–એમ કહીને, સ્વભાવના ઉલ્લાસથી આચાર્યદેવ કહે છે કે
આચાર્યદેવે ક્ષાયકભાવની જ વાત કરી છે. જેણે પોતાના જ્ઞાનમાં સર્વજ્ઞનો નિર્ણય કર્યો તે જીવ રાગનો કે
અપૂર્ણદશાનો આશ્રય ન કરે; કેમકે ભગવાન સર્વજ્ઞદેવને અપૂર્ણતા કે રાગ નથી, તેથી આ આત્માને પણ રાગ કે
છે. આ પ્રમાણે, સર્વજ્ઞને જાણનાર જીવ, પોતાની અવસ્થામાં અધૂરું જ્ઞાન હોવા છતાં તે મારું સ્વરૂપ નથી. પણ
પૂરું જ્ઞાન તે જ મારું સ્વરૂપ છે–એમ પોતાના પૂરા સ્વભાવનો આશ્રય કરીને તેની પ્રતીતિ કરે છે.
PDF/HTML Page 14 of 21
single page version
છે. ભગવાન થવાની પૂરેપૂરી તાકાત તમારામાં ભરી છે. તેની શ્રદ્ધા કરીને તેનું સેવન કરો તો પરમાત્મદશા
પ્રગટ થાય. જેમ મોરના ઈંડામાં જ સુંદર રંગબેરંગી મોર થવાની તાકાત છે, તેથી તેમાંથી મોર થાય છે, તે મોર
થવાની તાકાત ઈંડાની ઉપરના ફોતરામાંથી કે ઢેલની પાંખમાંથી આવી નથી. તેમ દરેક આત્મામાં પરમાત્મા
થવાની તાકાત છે, તેનો વિશ્વાસ કરીને તેમાં એકાગ્ર થતાં તેમાંથી જ પરમાત્મદશા પ્રગટી જાય છે. તે
પરમાત્મદશા કોઈ બહારના કારણોથી કે રાગથી થતી નથી. પૂર્ણસ્વભાવ તરફ ઢળતાં સમ્યક્ મતિશ્રુતજ્ઞાનરૂપી
કળામાંથી કેવળજ્ઞાનરૂપી સંપૂર્ણ કળા ખીલી જાય છે. આત્માની કળા આ જાતની છે. એ સિવાય બહારની
કળામાં ડહાપણ ચલાવે તે આત્માની કળા નથી. અખંડ સ્વભાવ તરફ ઢળનારા મતિ–શ્રુતજ્ઞાન પણ પૂર્ણજ્ઞાન
જેવા જ છે, કેમકે તે પણ અપૂર્ણતાનો નિષેધ કરીને પૂર્ણ સ્વભાવના આશ્રયે જ કાર્ય કરે છે. જે જ્ઞાન
અપૂર્ણતાનો નિષેધ કરીને–એટલે કે વ્યવહારનો જ નિષેધ કરીને–પૂર્ણ સ્વભાવનો આદર અને આશ્રય કરે છે
તે જ્ઞાન પૂર્ણતાને પામે છે.
અને મુક્તિ પામે છે, તેમાં તેને કોઈ બીજાની મદદ છે જ નહિ. જેમ બેટરીમાં પાવર ભર્યો હોય છે તેથી ચાંપ
દાબીને તે પાવર સાથે જોડાણ કરતાં પ્રકાશ પ્રગટ થાય છે, તેમ આત્મામાં પરિપૂર્ણ ચૈતન્ય પાવર ભર્યો છે, તેની
શ્રદ્ધારૂપી ચાંપ દાબીને તેમાં એકાગ્ર થતાં ચૈતન્ય પ્રકાશ ખીલે છે. ભગવાનના શ્રીમુખથી મુનિવરો, અર્જિકાઓ,
શ્રાવક–શ્રાવિકા, દેવ–દેવી તેમ જ તિર્યંચો આદિની બાર સભામાં આવો ઉપદેશ નીકળ્યો. અને અનેક જીવો તે
સમજીને આત્મસ્વભાવના મહિમા તરફ વળતાં અપૂર્વ ધર્મ પામ્યા. અરિહંત ભગવાનને દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણે
શુદ્ધ થઈ ગયા છે, ત્રણકાળ ત્રણ લોકનું જ્ઞાન એક સમયમાં વર્તે છે, ચાર અઘાતિ કર્મનો સંયોગ બાકી છે તેની
પણ ત્રણકાળની અવસ્થાનું જ્ઞાન વર્તે છે, અને રાગ–દ્વેષ–મોહનો સંપૂર્ણ ક્ષય થઈ ગયો છે. અહો! આવા અરિહંત
ભગવાનના દ્રવ્ય–ગુણ–પર્યાયને જે જીવ જાણે તેને કેવળજ્ઞાન થયા વિના રહે નહિ. આત્માના સર્વજ્ઞપદને જે
સમજે તેને અલ્પકાળે પરમાત્મદશા થાય જ.
ભગવાનની વાત લીધી છે, એટલે તેમાં તીર્થંકરોની મુખ્ય વાત છે. તીર્થંકર ભગવંતો અપ્રતિહત પુરુષાર્થવાળા
હોય છે. તેમણે પોતે જે વિધિએ કેવળજ્ઞાન લીધું તે જ વિધિએ અન્ય મોક્ષાર્થીઓને ઉપદેશ કર્યો. તેમને મારા
ભાવે અને દ્રવ્યે ત્રિકાળ નમસ્કાર હો. અહાહા, અહીં કુંદકુંદાચાર્ય ભગવાન પોતે અરિહંતોને નમસ્કાર કરે છે.
કુંદકુંદાચાર્યદેવ પોતે છે–સાતમે ગુણસ્થાને આત્માની ચારિત્રદશામાં વર્તતા હતાં, તેઓ મહાન સંત હતા.
તે ચારિત્ર વિશેષ સ્મરણમાં આવે છે. જુઓ, ચારિત્રદશા અને સાધુપદ કેવું હોય? ગણધરદેવ પણ એ પવિત્ર
પદને નમસ્કાર કરે છે. છઠ્ઠા ગુણસ્થાને વિકલ્પ ઊઠતાં ગણધરદેવ પણ નમસ્કાર મંત્ર બોલે છે, તેમાં કહે છે કે
णमो लोए सव्व सिद्धाणं।
PDF/HTML Page 15 of 21
single page version
णमो लोए सव्व उवज्झायाणं।
णमो लोए सव्व साहूणं।।
બોલે ત્યારે
ભૂમિકાએ હોય છે. ત્યારપછી વંદ્યવંદ્યકભાવનો વિકલ્પ હોતો નથી.
આવા ગણધરદેવ પણ જેને નમસ્કાર કરે એવા સાધુપદનો ને ચારિત્રદશાનો કેટલો મહિમા!! આવી ઉત્કૃષ્ટ
ચારિત્રદશા કુંદકુંદાચાર્ય ભગવાનને વર્તતી હતી. વર્તમાનમાં મહા વિદેહક્ષેત્રના ગણધરદેવ સર્વ સાધુને નમસ્કાર
કરે તેમાં પંચમ કાળના સાધુ પણ ભેગા આવી જાય છે.
જેને ગણધરદેવ નમસ્કાર કરે છે એવા સાધુપદનો ધારક હું આપને નમસ્કાર કરું છું. કુંદકુંદાચાર્યદેવે
પ્રવચનસારનાં મંગળાચરણમાં ગણધરાદિ સર્વ સંતોને પણ નમસ્કાર કર્યાં છે. આ રીતે ગણધરો અને મુનિઓ
અરિહંતભગવાનને નમસ્કાર કરે છે. ગણધરદેવ નમસ્કાર મંત્ર દ્વારા મુનિઓને નમસ્કાર કરે છે. અને
કુંદકુંદાચાર્યદેવ ગણધરાદિ સંતોને નમસ્કાર કરે છે. શુભ વિકલ્પ ઊઠ્યો છે તેથી પરને નમસ્કારનો ભાવ છે,
ખરેખર તો તે રાગનો નિષેધ કરીને અંદર સ્વરૂપમાં ઢળતા જાય છે તે જ ભાવ નમસ્કાર છે.
નહિ. તમારો વર્તમાન સમય તમારા હાથમાં છે. પૂર્વના વિકારનો તો વ્યય થઈ જાય છે, હવે વર્તમાન સમયને–
વર્તમાન અવસ્થાને સ્વભાવ તરફ વાળવા તમે સ્વતંત્ર છો. તમારા કેળવજ્ઞાનની તૈયારી તમારા હાથમાં છે.
તમે તમારા પરિપૂર્ણ સ્વભાવ તરફ વાળો. વર્તમાનની અપૂર્ણતાનો આશ્રય કરશો નહિ, પૂર્વના વિકારી
પર્યાયને યાદ કરશો નહિ, કેમકે તેનો તો વર્તમાનમાં અભાવ છે. સંયોગ સામે જોશો નહિ, કેમકે તેનો
આત્મામાં ત્રિકાળ અભાવ છે.
જેને ત્યાં એકેક સેકંડમાં કરોડો સોનામહોરોની પેદાશ થતી હોય એવા રાજાઓની આઠ–આઠ વર્ષની
રાજકુંવરીઓ પણ ભગવાનનો ઉપદેશ સાંભળતાં, ‘અહો, આવો મારો આત્મા!’ એમ સ્વભાવની રુચિ કરતાં
સમ્યગ્દર્શન પામી ગઈ. દેડકાં પણ સમ્યગ્દર્શન પામી ગયાં. દેડકાને પણ અંદર આત્મા છે ને! આત્મા ક્યાં
દેડકાના શરીરપણે થઈ ગયો છે? દેડકાને વ્યંજન પર્યાય નાનો છે, પણ આત્માના જ્ઞાનને નાના–મોટા વ્યંજન
પર્યાય સાથે સંબંધ નથી. એક જીવ ૫૦૦ ધનુષ્યના વ્યંજન પર્યાયવાળો હોય અને બીજો જીવ ૭ ધનુષ્યના
વ્યંજન પર્યાયવાળો હોય, તે બંને કેવળજ્ઞાન પામે તો ત્યાં બંનેનું કેવળજ્ઞાન સરખું જ છે. ક્ષેત્રની મોટાઈથી
(વ્યંજનપર્યાયથી) આત્માની મહત્તા નથી, પણ ભાવની મોટાઈથી (–અર્થ પર્યાયથી) આત્માની મહત્તા છે.
કોઈને ૫૦૦ ધનુષ્યનો દેહ હોય છતાં ઊંધા ભાવથી મરીને નરકે જાય, અને કોઈને નાનો દેહ હોય છતાં
કેવળજ્ઞાન પામીને સિદ્ધ થાય. માટે હે ભાઈ! તું શરીરની આકૃતિનું કે આત્માના નાના–મોટા વ્યંજનપર્યાયનું
લક્ષ છોડીને, આત્મા પોતાના જ્ઞાનસ્વભાવથી મોટો છે તે સ્વભાવને જો. જંગલમાંથી મોટા મોટા સિંહ–વાઘ ને
રીંછ ત્રાડ પાડતા આવે છે ને ભગવાન પાસે આવતાં શાંત થઈને ઠરી જાય છે અને વાણી સાંભળીને અંતરમાં
વળતાં તે પણ સમ્યગ્દર્શન પામે છે. મોટા ફણીધર ફૂંફાડા મારતા
PDF/HTML Page 16 of 21
single page version
આ શરીર તે હું નથી, હું તો અમૃતમય ચૈતન્ય ભગવાન છું. –આવો ભગવાનનો પ્રતાપ છે એમ નિમિત્તથી
કહેવાય છે, ખરેખર તો તે દરેક જીવોની પોતાની લાયકાતનો જ પ્રતાપ છે.
અભેદ સ્વભાવને પકડી લ્યે તે જીવ ભગવાનની વાણીને સમજ્યો છે. અભેદ સ્વભાવને શ્રદ્ધા–જ્ઞાનમાં લઈને
તેમાં ઠરવું તે જ જૈનશાસન છે, વચ્ચે ભેદ પડે ને રાગ થાય તે જૈનશાસન નથી. સાધકદશામાં રાગનો નિષેધ
કરીને સ્વભાવ તરફ વળવા માટે રાગનું જ્ઞાન હોય છે, પણ જે રાગ થાય છે તે જૈનશાસન નથી, ને તે રાગ
કરવાનો ઉપદેશ નથી, રાગરહિત અખંડ જ્ઞાનસ્વભાવની દ્રષ્ટિ કરીને રાગરહિતપણે ઠર્યો તે જ જિનશાસન છે.
ખરેખર તો રાગનો નિષેધ પણ કરવો નથી પડતો, સ્વભાવ તરફ એકાગ્ર થતાં રાગનો નિષેધ થઈ જાય છે.
‘રાગનો નિષેધ કરું’ એમ વિકલ્પ કરવા જાય ત્યાં તો ઊલટી રાગની ઉત્પત્તિ થાય છે, અને તે રાગની ઉત્પત્તિને
રાગ ટાળવાનો ઉપાય માને ત્યાં મિથ્યાત્વ થાય છે. તેથી અખંડાનંદ સ્વભાવની દ્રષ્ટિ કરીને તેમાં એકાગ્ર થવું તે
એક જ રાગ ટાળવાનો ઉપાય છે. અંદરમાં આત્માની તૈયારી અને પાત્રતા હોય તો નાનું દેડકું પણ આવો
સ્વભાવ સમજી જાય છે. અને જો આત્માની પોતાની પાત્રતા ન હોય તો મોટા મોટા શાસ્ત્ર ભણેલા વિદ્વાનો પણ
સમજતા નથી; કાંઈ ભગવાન કોઈને સમજાવી શકતા નથી. ભગવાને તો દરેક આત્માની સ્વતંત્રતાનો ઢંઢેરો
જાહેર કર્યો છે. જો ભગવાનને લીધે કોઈ સમજતું હોય તો, ભગવાને પોતે કહેલી સ્વતંત્રતા જ રહેતી નથી. જે
જીવો પોતાની અંતરની પાત્રતાથી જાગીને સમજે છે તે જીવો વિનયથી ભગવાનમાં આરોપ કરીને કહે છે કે
અહો, નાથ! આપે પરમ ઉપકાર કરીને, અમને તાર્યા, આપે અમને આત્મા સમજાવ્યો. પણ યથાર્થ
વસ્તુસ્થિતિનું તે વખતે અંતરમાં ભાન છે.
પરિણામને સ્વ તરફ વાળીને સ્વ દ્રવ્યને નકકી કરી લે.’ આવો અરિહંત ભગવાનનો ઉપદેશ સાંભળીને પોતાના
પરિણામને સ્વભાવમાં વાળતાં કોઈ જીવો ગણધર થયા, કોઈ મુનિ થયા, કોઈ અર્જિકા થયા, કોઈ સમ્યગ્દર્શન
સહિત વ્રતધારી શ્રાવક–શ્રાવિકા થયા. અને કોઈ સમ્યગ્દ્રષ્ટિ થયા. તેમ જ કેટલાક જીવો માત્ર શુભરાગ કરીને
પણ બહાર નીકળ્યા. જેને પૂર્વનાં મહાભાગ્ય હોય તેને ભગવાનના સમવસરણમાં ધ્વનિ સાંભળવાનો યોગ મળે,
અને જેને વર્તમાન અપૂર્વ પાત્રતાનો પુરુષાર્થ હોય તેને જ તેની રુચિ થાય અને સમજાય. ભગવાનની વાણી તો
અભેદ છે પણ દરેક જીવ પોતાની પાત્રતા અનુસાર સમજી જાય છે. ભગવાનનો ઉપદેશ સાંભળતાં કોઈ એમ
સમજે કે ‘ભગવાનની વાણીમાં મારા માટે એમ આવ્યું કે ‘તું એકાવતારી છે’, ‘તું ભવિષ્યમાં કેવળજ્ઞાન પામીને
મોક્ષ જઈશ’, ‘તું ત્રીજા ભવે ક્ષાયિક સમ્યગ્દર્શન પામીશ,’ ‘તું આ જ ભવે મોક્ષ જઈશ,’ ‘તું ભવિષ્યમાં તીર્થંકર
થઈશ. ’ –ઈત્યાદિ પ્રકારે સાંભળનારા પોતપોતાની લાયકાત પ્રમાણે સમજી જાય છે, અને ‘ભગવાને આજે આ
પ્રમાણે કહ્યું’ એમ, પોતાની સમજણનો નિમિત્તમાં આરોપ કરીને કહે છે. વાણીમાં તો એક સાથે બધુંય આવે છે,
પણ જે શ્રોતા પોતાની લાયકાતથી જેટલું સમજે છે તેને માટે તેટલું નિમિત્ત કહેવાય છે. જ્યારે શ્રી કૃષ્ણનો પુત્ર
પ્રદ્યુમ્ન ખોવાઈ ગયો ત્યારે તે સંબંધી પૂછવા માટે નારદજી અહીંથી સીંમધરભગવાન પાસે ગયા હતા, તેમને
વાણી સાંભળતાં પ્રદ્યુમ્નચરિત્ર સમજાયું, તે જ વખતે બીજા શ્રોતાઓમાં કોઈને દ્રવ્યાનુયોગ, કોઈને કરણાનુયોગ
અને કોઈને ચરણાનુયોગ સમજાયો. ત્યાં પોતાની પાત્રતાથી સૌ જે જે સમજ્યા તે તે પ્રકારે ભગવાનની વાણીને
નિમિત્ત કહે છે. નારદજી કહે કે આજે ભગવાને પ્રદ્યુમ્નચરિત્ર કહ્યું, દ્રવ્યાનુયોગ સમજનાર
PDF/HTML Page 17 of 21
single page version
ચરણાનુયોગ સમજનાર કહે કે ચરણાનુયોગ કહ્યો. ત્યાં એક સાથેે તે બધાને નિમિત્ત થાય તેવી ખાસ યોગ્યતા
ભગવાનની દિવ્ય વાણીમાં જ છે. જે જીવ કેવળી ભગવાનના ઉપદેશને સમજે તેને કેવળજ્ઞાન થયા વિના રહે નહિ.
આત્મા જ્ઞાનસ્વરૂપી વસ્તુ છે, તેની કદી શરૂઆત થઈ નથી એટલે તે અનાદિ છે અને કદી તેનો નાશ
પરમાણુઓનું બનેલું છે, તેનાથી આત્મા જુદો છે. આ શરીર તો નવું ઉત્પન્ન થયું છે, પણ આત્મા કાંઈ નવો
ઉત્પન્ન થયો નથી. શરીર થયા પહેલાંં પણ આત્મા તો ક્યાંક બીજા ભવમાં હતો. અને શરીરનો તો નાશ થઈ
જાય છે પણ આત્માનો નાશ થતો નથી. શરીરના નાશ પછી પણ આત્મા રહેશે. શરીરથી જુદાં, ચૈતન્યસ્વરૂપ
આત્માનું અજ્ઞાન છે તેથી જીવ નવા નવા ભવ ધારણ કરીને સંસારમાં રખડે છે. તે અજ્ઞાન ટાળવાનો ઉપાય
સત્સમાગમે સાચું જ્ઞાન કરવું તે જ છે. જેમ ઘણાં કાળનું અંધારું હોય તે ટાળવાનો ઉપાય દીવો જ છે. એ
સિવાય પાવડા કે કોદાળાથી તે ટળે નહિ. તેમ આત્માની ઓળખાણ કરીને સમ્યગ્જ્ઞાનરૂપી પ્રકાશ પ્રગટ કરવો તે
જ અનાદિના અજ્ઞાન–અંધકારને ટાળવાનો ઉપાય છે. એ સિવાય જડ શરીરની કોઈ ક્રિયાથી કે પુણ્ય પરિણામથી
અજ્ઞાન અંધકાર ટળતો નથી. અંધારું ટાળવા માટે પ્રકાશ ન કરે અને બીજી ગમે તેટલી મહેનત કરે તો અંધારું
ટળે નહિ. પ્રકાશ પ્રગટ કરવો તે જ અંધારું ટાળવાનો ઉપાય છે. તેમ ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્માના જ્ઞાન
વગર દયા, દાન, વ્રત, પૂજા, ત્યાગ વગેરે ગમે તેટલું કરે તોપણ અજ્ઞાન ટળે નહિ અને જન્મ–મરણનો અંત
આવે નહિ. અનંત અનંતકાળમાં જીવ બધું કરી ચૂક્યો છે પણ આત્માની સાચી સમજણ કદી કરી નથી.
આત્માના અજ્ઞાનને લીધે જ જીવ અનંતકાળથી સંસારમાં રખડે છે. જો એક સેકંડ પણ આત્માની રુચિ કરીને
તેની ઓળખાણ કરે તો તેના જન્મ–મરણનો અંત આવ્યા વિના રહે નહિ. તેથી સૌથી પહેલાંં આત્માની સાચી
સમજણનો જ ઉપદેશ છે.
વિકાર વગરના પરિપૂર્ણ આત્મસ્વભાવનું ભાન કરે તો ભવનો ભય ટળી જાય છે, ‘હું અનંત ભવમાં રખડીશ’
એવી શંકા તેને રહેતી નથી. પણ સિદ્ધ જેવી પોતાના આત્માની જાત છે તેને જે ઓળખે નહિ તેને ભવનો ભય
ટળે નહિ.
લૂગડાંની જાત અને માપ નકકી કરવામાં જે વખત જાય તે પણ લૂગડાં માટે જ છે. તેમ પહેલાંં આત્માની જાતને
ઓળખ્યા વગર પુણ્યમાં ને શરીરની ક્રિયામાં ધર્મ માને તો તેનો કાળ નકામો જાય. આત્માનું સાચું જ્ઞાન કર્યા
વગર વ્રત–ઉપવાસાદિથી ધર્મ થવાનું માની લ્યે તેને ધર્મ તો ન થાય પણ મનુષ્યભવ નકામો ચાલ્યો જાય. દરજી
પણ પહેલાંં લૂગડાંની જાત અને માપ જાણ્યાં પછી કાપડ વેતરે છે તેમ ધર્મ કરનારે પહેલાંં આત્માનું સાચું જ્ઞાન
કરવું જોઈએ. સાચી સમજણ માટેના પ્રયત્નમાં જે વખત જાય તે પણ ધર્મનું કારણ છે. પહેલાંં આત્માની સાચી
સમજણ કર્યા પછી તેમાં ઠરવાની ક્રિયા કરે તો મોક્ષદશા તૈયાર થાય.
PDF/HTML Page 18 of 21
single page version
શરીર આત્માનું નથી. મરણ ટાણે પથારીમાં સૂતો હોય અને અંદર રહેલો આત્મા શ્વાસ લેવાની ઘણી ઈચ્છા
કરે, છતાં શ્વાસ પણ સરખો લઈ શકાતો નથી. કેમકે શ્વાસ લેવાની ક્રિયા આત્માની નથી. લોકો પણ ઘણી વાર
બોલે છે કે શ્વાસ પણ સગો નથી. શ્વાસ પણ જ્યાં આત્માનો નથી તો શરીર અને બાયડી છોકરાં તો આત્માના
કયાથી હોય? પ્રભો! તારો આત્મા શરીર વગરનો ચૈતન્ય મૂર્તિ છે, તેની ઓળખાણ સિવાય તને કોઈ શરણ
નથી. આત્માનું ભાન થતાં અનંતકાળના અજ્ઞાનનો એક ક્ષણમાં નાશ થઈ જાય છે. જેમ સૂર્યનું એક કિરણ
પ્રગટતાં જ આખી રાતના અંધારાનો નાશ થઈ જાય છે તેમ એક સેકંડ પણ આત્માની યથાર્થ સમજણ કરતાં
અનાદિના અજ્ઞાનનો નાશ થઈ જાય છે. અનાદિના અજ્ઞાનને નાશ કરવા માટે અનંતકાળની જરૂર પડતી
નથી, પણ એક ક્ષણમાં જ સાચી સમજણવડે તેનો નાશ થઈ જાય છે. સાચી સમજણ સિવાય બીજા અનંત
ઉપાય કરવામાં આવે તોપણ તે બધા વ્યર્થ છે. સાચી સમજણથી જ મોક્ષમાર્ગની એટલે કે ધર્મની શરૂઆત
થાય છે.
નથી અને તે વિના મુક્તિ થતી નથી.
અંધકારનો નાશ કરે છે અને સંસારમાં ભવભ્રમણનો ઉકળાટ મટાડીને આત્માનું સુખ પ્રગટ કરે છે. માટે
આત્માનું સાચું જ્ઞાન પ્રગટ કરો ને અજ્ઞાન ટાળો–એવો આચાર્યદેવનો ઉપદેશ છે.
કરે તો ‘આત્મા શું અને તેની મુક્તિ કેમ થાય?’ તેનું ભાન થઈ જાય, અને અલ્પકાળે મારી મુક્તિ છે–એમ
આત્મામાં નિઃસંદેહતા થઈ જાય. પુણ્ય અને પાપ તો જીવે અનંતવાર કર્યાં છે અને તેના ફળમાં સ્વર્ગ–નરકમાં
અનંતવાર ગયો છે. જ્યાં ગયો ત્યાં દેહને અને પુણ્ય–પાપને જ પોતાનું સ્વરૂપ માની લીધું છે, પણ દેહથી અને
પુણ્ય–પાપથી જુદો પોતાનો આત્મા કોણ તેની કદી ક્ષણમાત્ર સમજણ કરી નથી. બાપુ! આત્મા કોણ છે? તેની
સમજણ કરો; આ જાણવા જેવી વાત છે, તેને જાણજો.
પણ છે નિત્ય–અનિત્યરૂપ આત્મસ્વભાવ છે. હું દુઃખ ટાળીને સુખી થાઉં, અધર્મ ટાળીને ધર્મ કરું–એવી ભાવના
જીવને થાય છે. જો આત્મા પલટતો જ ન હોય ને તદ્ન કૂટસ્થ જ હોય તો દુઃખ ટાળીને સુખી થઈ શકે નહિ;
અને દુઃખના નાશ ભેગો આત્માનો જ નાશ કરવા માંગતો નથી પણ દુઃખ ટાળીને પોતે સુખરૂપે કાયમ રહેવા
માગે છે. જો આત્મા કાયમ ટકનાર–ધ્રુવ ન હોય ને ક્ષણિક જ હોય તો દુઃખના નાશ ભેગો આત્માનો પણ નાશ
થઈ જાય, અને દુઃખ ટાળીને સુખનો અનુભવ કરનાર કોઈ રહે નહિ. માટે આચાર્યદેવ કહે છે કે આત્મા નિત્ય
તેમજ અનિત્ય છે, એટલે તે વસ્તુ કાયમ ટકીને બદલે છે. આવા આત્મસ્વભાવને જાણે તો અનિત્યનો આશ્રય
છોડીને ધ્રુવ નિત્ય સ્વભાવના આશ્રયે અજ્ઞાન ટળીને સમ્યગ્જ્ઞાન રૂપી ધર્મ થયા વિના રહે નહિ.
માગે છે. એક ક્ષણિક બજરની છીંકણી મળે ત્યાં આનંદ માની બેસે છે. અરે જીવ! તારી વૃત્તિની કેટલી
તુચ્છતા!
PDF/HTML Page 19 of 21
single page version
કરવી, ચોરી કરવી વગેરેમાં આનંદ માને છે, અહો! તારા પાપની કેટલી ગુરુતા છે? એક વાર એક ભરવાડણ
ઘી વેચીને તેના ત્રણ રૂપિયા લઈને જતી હતી. રસ્તામાં કોઈ લૂંટારો મળ્યો અને તે રૂપિયા માગ્યા, ભરવાડણ
બાઈ તે ત્રણ રૂપિયા મોઢામાં નાંખીને પેટમાં ઉતારી ગઈ. ત્યાં લૂંટારાએ તેનું પેટ ચીરીને તે ત્રણ રૂપિયા કાઢી
લીધા. અહો, જુઓ! મનુષ્ય હિંસા કરતાં જરાય અચકાતો નથી. ત્રણ રૂપિયા જેટલી પણ માણસની કિંમત ન
રહી. કેટલાં નીચ પરિણામ! એનું નામ પાપની ગુરુતા છે. એ વખતે સાધારણ માણસને સ્વપ્નેય એમ ન લાગે
કે આ જીવ પરમાત્મા થશે. પણ તે ક્રૂર પરિણામો ક્ષણિક છે, તે પલટીને બીજી ક્ષણે લઘુતા પ્રગટ કરી શકે છે.
રહેતો. આચાર્યદેવ કહે છે કે એવા ક્રૂર જીવને તેનું પરમાત્મ સ્વરૂપ ઓળખવું કઠણ છે. મલિન પરિણામ કૃત્રિમ
છે, તે કૃત્રિમ પરિણામ વખતે અંદર ચૈતન્ય ભગવાન અકૃત્રિમ પડ્યો છે, તે સમજવું જગતને કઠણ પડે છે.
લોકો ક્ષણિક પરિણામને જ ભાળે છે પણ અંદરનાં ધ્રુવ પવિત્ર સ્વભાવને સમજતા નથી. જેમ ખીલે બાંધેલી
ભેંસ ઊછાળા મારતી હોય, ત્યાં લોકો ભેંસનું અને દોરડાનું જોર ભાળે છે. પણ ખરેખર ત્યાં ભેંસનું કે દોરડાનું
જોર નથી પરંતુ ભેંસ કૂદાકૂદ કરવા છતાં વચ્ચે ખીલો ધરબાઈને પડ્યો છે, તે જરાય હલતો નથી, તેનું જોર છે.
લોકો બ્રાહ્યક્રિયાને જોનારા હોવાથી ભેંસના ઊછાળાનું જોર દેખે છે પણ ખીલો ચાલ્યા વગરનો સ્થિર છે તેનું
જોર દેખતા નથી, તેમ ચિદાનંદ ભગવાન આત્માના પર્યાયમાં ક્ષણિક વિકાર થાય છે તેનું જોર નથી, પણ
ક્ષણિક વિકાર થવા છતાં સ્વરૂપ આત્મસ્વભાવ ત્રિકાળ એવો ને એવો રહે છે તેનું જોર છે. ગમે તેવો વિકાર
ભાવ તો ક્ષણિક છે, બીજી જ ક્ષણે તે નાશ પામી જાય છે, અને શાશ્વત આત્મસ્વભાવ છે તે ક્ષણિક વિકાર
ભેગો નાશ થઈ જતો નથી પણ ધ્રુવ એકરૂપ ટકી રહે છે, તેનો જ મહિમા છે, ને તેના જ જોરે પર્યાયમાં
નિર્મળતા પ્રગટેે છે. તે સ્વભાવની સમજણ જગતના જીવોને ગહન છે. લોકો પર્યાય બુદ્ધિથી જોનારા છે. તેઓ
ક્ષણિક પર્યાયના પુણ્યપાપને જ ભાળે છે પણ પુણ્ય–પાપ રહિત નિત્ય એકરૂપ જ્ઞાયક સ્વભાવ છે તેને ભાળતા
નથી.
મિથ્યાત્વાદિ પાપનો નાશ કર્યો તે જીવો પાપમાં હળવા એટલે કે ‘લઘુ’ છે. અંતરમાં આત્માની સમજણ કરીને
તેમાં એકાગ્ર થતાં કેવળજ્ઞાન થાય છે. આવા આત્માની સમજણ પણ જગતના જીવોને દુર્લભ છે, અને સમજણ
વગર ................. ક્યાંથી પ્રગટે? સત્સમાગમે ચૈતન્યની સમજણ કરવી તે જ ધર્મનો ઉપાય છે.
આત્માનો પરિપૂર્ણ જ્ઞાનસ્વભાવ છે, પર્યાયમાં ક્ષણિક વિકાર થવા છતાં તે વખતે ય મૂળ અવિકારી સ્વભાવ
નાશ થઈ ગયો નથી. શરીરથી જુદો, આત્માને અરૂપી નિર્મળ જ્ઞાન સ્વભાવ ઈન્દ્રિયોથી જણાય નહિ, પણ
અંદરમાં સ્વભાવનું જ્ઞાન કરે કે હું તો બધાને જાણું છું ને આ શરીર તો કાંઈ જાણતું નથી, રાગ રાગને જાણતો
નથી, રાગનો પણ હું જાણનાર છું, માટે જાણનાર જ હું છું.–એમ સ્વભાવની દ્રષ્ટિથી સમજે તો જ આત્માનો
સ્વભાવ જણાય.
અગ્નિ ઉપર તેને ઢોળી નાંખો તો તે અગ્નિને ઓલવી નાંખે છે. તેમ આ શાંત મૂર્તિ ચૈતન્યસ્વભાવી આત્મા
અનાદિકાળથી અજ્ઞાન ભાવમાં બળ્યો–જળ્યો છે, ને આકુળતામાં તપી રહ્યો છે, પણ તેનો જ્ઞાનસ્વભાવ શીતળ–
શાંત છે. વિકાર વખતે ય વિકારનો નાશ કરવાનો સ્વભાવ છે. જો એક ક્ષણ પણ તે
PDF/HTML Page 20 of 21
single page version
જ સંવર–નિર્જરારૂપ ધર્મ છે.
મળ બંનેને ધોઈ નાખ્યા છે એટલે કે ભગવાનને તેનો નાશ થઈ ગયો છે.
સ્વરૂપ કેમ સમજાય? જો સત્સમાગમે પરિચય કરીને આત્માને સમજ, તો તને પુણ્ય–પાપની ગુરુતા ટળીને
કેવળજ્ઞાનરૂપી લઘુતા પ્રગટે.
તેણે બોર લેવા માટે માટલામાં હાથ નાખ્યો. અને બોરની મૂઠી ભરીને હાથ બહાર કાઢવા માંડયો, પણ બોરની
મોટી મૂઠી વાળેલ હોવાથી માટલામાંથી હાથ બહાર નીકળ્યો નહિ. એટલે વાંદરો સમજ્યો કે “અરે, મારો હાથ
પોતે મૂઠી વાળી છે તેનું ભાન નથી તેથી ભૂતે પકડ્યો છે એમ માને છે. જો પોતે મૂઠી છોડે તો પોતે છૂટો જ છે.
તેમ આ અજ્ઞાની જીવે ‘શરીર મારું, મકાન મારું, પૈસા મારાં’ એમ મમતાની પકડ કરી છે, ને પોતે મમતાની
પકડમાં પકડાણો છે. પણ પોતે પોતાના સ્વભાવને ભૂલીને મમતાની પકડમાં પકડાયો છે એમ ન સમજતાં,
અજ્ઞાનથી એમ માને છે કે મને બીજાએ પકડ્યો, અને બીજા મને સુખ–દુઃખ કરે. જો સ્વભાવની સાચી
ઓળખાણ કરીને પરની મમતાની પકડ છોડે તો સંસારટળીને મુક્તિ થઈ જાય. પણ બીજાએ મને પકડ્યો એમ
માને તો કદી મુક્તિ થાય નહિ.
અનંત આત્માઓ છે, તે દરેક આત્મા ભિન્ન ભિન્ન છે; આત્માની જાત તરીકે બધા સરખા છે, પણ સંખ્યાથી બધા
તેનામાં અનંતગુણો હોવા છતાં પદાર્થના અનંતભાગ પડતા નથી, તેથી પદાર્થ તરીકે એક છે; અને જ્ઞાન, દર્શન,
આનંદ, વીર્ય, અસ્તિત્વ વગેરે અનેક ગુણો હોવાથી, તેમ જ ભિન્ન ભિન્ન અનેક પર્યાયો હોવાથી, ગુણ–
પર્યાયઅપેક્ષાએ અનેકપણું પણ છે.
ભારથી ‘ગુરુ’ કહેવાય છે, ને સાચું જ્ઞાન કરતાં તે હળવો ‘લઘુ’ થાય છે; તે જ આત્મા વસ્તુ તરીકે એક છે ને
જ્ઞાનાદિ શક્તિઓ તથા દશાઓથી તે અનેક છે. આત્મસ્વભાવનો આવો ગહન મહિમા છે; આવા આત્માને
જાણ્યાં વિના સાચું જ્ઞાન થાય નહિ. સાચું જ્ઞાન ન હોય તેને સમ્યગ્દર્શન પણ હોય નહિ. સમ્યગ્દર્શન વગર વ્રત,
તપ કે ચારિત્ર હોય નહિ; માટે પ્રથમ સત્સમાગમે શ્રવણ–મનન કરીને આત્માનું સાચું ભાન કરવું જોઈએ.
સદ્બોધ–ચંદ્રમા કહેવાય છે, ને પછી ક્રમે ક્રમે આગળ વધતાં રાગ–દ્વેષ ટાળીને પૂર્ણ કેળવજ્ઞાન પ્રગટે છે, ત્યારે તે
આત્માને પરમાત્મા કહેવાય છે. પહેલાંં આત્માની સાચી સમજણ કરવી તે જ પરમાત્મા થવાનો ઉપાય છે. *