Atmadharma magazine - Ank 008
(Year 1 - Vir Nirvana Samvat 2470, A.D. 1944). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૧
સળંગ અંક ૦૦૮
Version History
Version
Number Date Changes
001 Nov 2005 First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
.આ.ત્મા.માં.ક.ર્મ.ની.સ.ત્તા.
વર્ષ ૧ બિલકુલ નથી. આષાઢ
પોતાના વીતરાગસ્વરૂપના ભાનસહિત જિનબિંબ
દર્શનથી નિદ્ધત્ત અને નીકાચીત કર્મનો પણ ભાંગીને ભૂકકો
થઈ જાય છે.
ગમે તેવા નીકાચીત કર્મનો બાંધનાર તો તું તારા
ઊંધા વીર્યથી છોને? તો જે કર્મ તારા ઊંધા વીર્યે બાંધ્યું તે
કર્મને તારું સવળું વીર્ય શું ન તોડી શકે? તારા પુરુષાર્થ પાસે
કોઈ કર્મનું બિલકુલ જોર નથી; જેમ વીજળીના પડવાથી
પર્વતના ભાંગીને ભૂકકા થઈ જાય છે તેમ આત્માના પુરુષાર્થ
પાસે કર્મનો ભાંગીને ભૂકકો જ થઈ જાય છે.
આત્મા પોતાના પુરુષાર્થથી શું ન કરી શકે? જે કર્મ
બાંધવામાં તારા ઊંધા વીર્યે કામ કર્યું, તે કર્મને તારું સવળું
વીર્ય કેમ ન છોડી શકે?
કોઈપણ જાતનું કર્મ આત્માને પુરુષાર્થ કરવામાં રોકતું
નથી; પણ જ્યારે આત્મા પોતે પુરુષાર્થ કરે નહીં ત્યારે હાજર
રહેલા કર્મને નિમિત્ત કહેવાય; પણ તે કર્મ આત્માને કાંઈ કરતા
નથી. ગમે તે ક્ષેત્રે કે ગમે તે કાળે આત્મા જ્યારે પુરુષાર્થ કરે
ત્યારે થઈ શકે છે.
(શ્ર સ્ત્ર ))
અક ૮ ૨૦
વાર્ષિક લવાજમ છુટક નકલ
રૂપિયા ૨–૮–૦ ચાર આના
શિષ્ટ સાહિત્ય ભંડાર * મોટા આંકડિયા * કાઠિયાવાડ

PDF/HTML Page 3 of 21
single page version

background image
પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રીના પ્રવચન મહાસાગરમાંથી વીણી કાઢેલાં
મહાસાગરનાં મોતી.
૧. જે જીવ પર પદાર્થોમાં મમત્વ કરતો નથી, તે જ સંસાર બંધનથી છૂટી શકે છે.
૨. પુણ્ય–પાપના વિકારી ભાવો અને તેના ફળ સ્વરૂપ સંયોગી નાશવાન પદાર્થોની પ્રાપ્તિ–તેનો જેને
આદર છે તેને આત્માના નિત્ય અવિકારી સ્વભાવનો આદર નથી.
૩. પરવસ્તુનું ક્ષેત્રાંતર ભાવાંતર કે અવસ્થાંતર કોઈને આધીન ત્રણકાળમાં નથી.
૪. પર પદાર્થ તરફ લક્ષ તે રાગ છે.
પ. નિરાકુળ સુખ આત્મામાં છે, સંયોગોમાં સુખ નથી છતાં અજ્ઞાની જીવ તેમાં સુખ માની રહ્યો છે.
પરના આશ્રયની પરાધીનતા તે દુઃખ છે.
૬. પાંચ ઈન્દ્રિયોના વિષયો તરફ ઠીક–અઠીકના ભાવે રાગમાં જે અટકવું થાય છે તે જ પરમાર્થે
ભાવબંધન છે.
૭. જેમ ચક્રવર્તી શકોરૂં લઈ ભીખ માગે, પરની ઓશિયાળ કરે, આશ્રય શોધે તે તેને શોભે નહિ તેમ
આત્માના ઉત્કૃષ્ટ સ્વભાવને ભૂલીને જે જીવ પરની આશા કરે છે, પરની મદદ ઈચ્છે છે તે તેને શોભારૂપ નથી.
૮. આત્મા અરૂપી જાણનાર સ્વરૂપે છે તેને કોઈ પરનું કરનારો માનવો તે દેહદ્રષ્ટિનું અજ્ઞાન છે.
૯. પરનું હું કરી શકું, પર મારું કરી શકે, એવી માન્યતા મિથ્યાત્વ છે.
૧૦. મોક્ષનું કારણ વીતરાગતા, વીતરાગતાનું કારણ અરાગી ચારિત્ર, ચારિત્રનું કારણ સમ્યગ્જ્ઞાન અને
સમ્યગ્જ્ઞાનનું કારણ સમ્યગ્દર્શન છે.
૧૧. જીવ પોતાના સહજ સ્વરૂપની સંભાળ કરે તો એક ક્ષણમાં સર્વ દુઃખનો નાશ થાય.
૧૨. જ્યાં જ્યાં જાણપણું ત્યાં ત્યાં હું, એવો દ્રઢભાવ સમ્યક્ત્વ છે.
૧૩. પરિણામ જ સંસાર અને પરિણામ જ મોક્ષ છે માટે સમયે સમયે પરિણામ તપાસ.
૧૪. વિસ્મય કરનારનો (આત્માનો) વિસ્મય ન આવે ત્યાં સુધી પરનો વિસ્મય ટળે નહિ.
૧પ. આત્મા ત્રિકાળ પરિપૂર્ણ છે એવો ખ્યાલ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી પરમાં એકત્વ બુદ્ધિ ટળતી નથી.
૧૬. અનંત પ્રતિકૂળતા હોવા છતાં અનંત એકાગ્રતા થઈ શકે છે.
૧૭. ચાર અઘાતિ કર્મો સંયોગ આપે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય આત્મામાં ઉણપ આપે છે
અને મોહનીય આત્મામાં વિરુદ્ધતા આપે છે. એ આઠેય કર્મસ્વરૂપ હું નથી, હું તો માત્ર જ્ઞાયક છું.
૧૮. રાગ છોડું એવો ભાવ પણ શુભ છે, પણ ત્રિકાળી શુધ્ધ આત્મસ્વભાવ ઉપર દ્રષ્ટિ દેતાં રાગાદિ છુટી
જાય છે, એ નિર્જરા છે.
૧૯. નિશ્ચયનો વિષય ત્રિકાળી સ્વભાવ છે. વ્યવહારનો વિષય વર્તમાન શુભાશુભ વિકારી ભાવ છે.
જિનવરનો કહેલો વ્યવહાર પણ પરિપૂર્ણ છે ને તે પરિપૂર્ણપણે અભવી કરે છે, પણ તેની દ્રષ્ટિ પરાવલંબી છે,
ત્રિકાળી સ્વાવલંબી સ્વભાવ ઉપર દ્રષ્ટિ નથી. શુભ ભાવ ઉપર દ્રષ્ટિ હોવાથી તે પુણ્ય બાંધે પણ આત્માનો
સ્વભાવ બીલકુલ ઉઘડતો નથી.
(અનુ. પાન ૧૪૨)
જૈન શાસ્ત્રોના અર્થ કરવાની પદ્ધતિ
પ્રશ્ન
જિનમાર્ગમાં બન્ને નયોનું ગ્રહણ કરવું કહ્યું છે, તેનું શું કારણ?
ઉત્તર
જિનમાર્ગમાં કોઈ ઠેકાણે નિશ્ચયનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને તો ‘સત્યાર્થ એમ જ છે’
એમ જાણવું, તથા કોઈ ઠેકાણે વ્યવહારનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને ‘એમ નથી પણ
નિમિત્તાદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે’ એમ જાણવું; અને એ પ્રમાણે જાણવાનું નામ જ બન્ને નયોનું
ગ્રહણ છે. પણ બન્ને નયોના વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી ‘આ પ્રમાણે પણ છે તથા આ પ્રમાણે પણ
છે’ એવા ભ્રમરૂપ પ્રવર્તવાથી તો બન્ને નયો ગ્રહણ કરવા કહ્યા નથી.
(મોક્ષમાર્ગ પ્રકાશક–પાનું ૨પ૬)

PDF/HTML Page 4 of 21
single page version

background image
અંતરાત્મા પ્રત્યે
અહો! શાંતમૂર્તિ અંતરાત્મા! તું તારાથી જ પ્રસન્ન રહે,
કોઈ અન્ય તને પ્રસન્ન રાખશે એવી વ્યર્થ આશા છોડી દે.
તું પોતે તને પૂર્ણ સ્વરૂપમાં નહિ લાવે તો અન્ય કોઈ તને
શું આપી દેવાના છે? જેઓને કોઈ પ્રત્યે રાગ કે દ્વેષભાવ નથી
તેમની પાસેથી માગવું પણ શું? અને જેઓ પોતે જ રાગ અને દ્વેષ
ભાવથી રિબાઈ રહ્યા છે એવાઓ બિચારાં અન્યનું શું હિત કરશે?
માટે––
હે સહજ પૂર્ણ–આનંદી અંતરાત્મા! અપૂર્ણતા છોડ! જગત
પોતાથી પૂર્ણ છે, તું તારાથી પૂર્ણ સ્વરૂપમાં આવી જા. શીતળ,
શાંત, જ્ઞાન સ્વભાવથી તું ભરપૂર છો, તેમાં બાહ્યવૃત્તિથી મોજાંઓ
ઉપાડી ડોળપ લાવવાની ટેવ છોડ!
હે શુભ ભાવનાઓ! તમોએ અશુભની જગ્યા તો પૂરી
દીધી, પણ મારે તો હવે તમારી પણ જરૂર નથી. ‘હું મારા જ્ઞાયક
ભાવમાં સમાઈ જાઉં છું. તમારાથી પણ ભાવે નિવૃત્ત થાઉં છું,–છૂટો
પડું છું.
હે પૂર્વ કર્મોદયો! તમોએ પણ સત્તામાં રહેવાનું બંધ કર્યું
છે–અને–ઉદયમાં આવવાનું ચાલુ રાખ્યું છે તો એ પણ તમારો
ઉપકાર જ છે કે મને તત્કાળ છૂટો થઈ જવામાં સહાયભૂત બનો
છો; કારણ કે મારું સ્વરૂપ તમારાથી જુદું છે એમ મેં જાણી લીધું છે.
હે આત્મા! બાહ્ય જંગલ કે વનમાં પણ શાંતિ નથી, માટે
અંતરરૂપી જંગલમાં તારા સહજ જ્ઞાનાનંદરૂપ વનની અનુભવનીય
સુવાસ લઈ સ્વાધીન થઈ જા. બહારમાં સ્વાધીનતા ક્યાંય નહીં
મળે.
હે જીવ! સંસારમાં રહી ઈષ્ટ–અનિષ્ઠ સંયોગો પ્રત્યે તું
હરખ કે ખેદ ભાવ રાખે છે–તો–શું તારામાં અસંસાર–ભાવનાને
પ્રબળ કરી પરમઆનંદમય નથી બની શકતો!
જો બીજા ભાવે કાંઈ લાભ ન થતો હોય એમ જણાય તો
એક સ્વભાવથી જેટલો લાભ લેવાય તેટલો લે, તેમાં ક્યારેય
ખૂટવાપણું નહિ આવે, એમ દ્રઢ વિશ્વાસ રાખી સમય વીતાવ્યે જા.
આયુષ્ય આત્માનું નથી–કર્મનું છે, કર્મ આત્માના નથી–
પુદ્ગલના છે. તું સ્વદ્રવ્યમાં રહી જા–પર દ્રવ્ય સૌ પોતપોતાનું
સંભાળી લેશે. અચિંત્ય આત્મસ્વરૂપ સહજ સુગમતાએ પામી
ચૂકેલા સિધ્ધ ભગવંતો! તમને કોટી પ્રણામ!!!
• • •
શાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસિક
આત્મધર્મ

PDF/HTML Page 5 of 21
single page version

background image
: ૧૨૮ : આત્મધર્મ : અષાઢ : ૨૦૦૦ :
• શુભ લાગણી તે તો રાગ છે, વિકાર છે તે વડે ધર્મ માનાર •
પરમ પુજ્ય સદ્ગુરુદેવનું રાજકોટમાં છેલ્લું વ્યાખ્યાન
આત્માના સ્વરૂપ નું ખૂન કરે છે.
સંવત ૨૦ ના ફાગણ વદી ૨ તારીખ ૧ – ૩ – ૪. શનિવાર

જેને આત્માની સ્વતંત્રતા જોઈએ છીએ તેને પ્રથમ તો ‘કર્મ અને પરાધીન ભાવથી આત્માની સ્વતંત્રતા
પ્રગટે નહિ.’ એ નિર્ણય કરવો પડશે.
આ દેહ તો જડ છે, તેનાથી જુદો અરૂપી આત્મા દર્શન–જ્ઞાન આનંદ સ્વરૂપ છે, તેમાં વર્તમાન દુઃખ લાગે
છે તેનું કારણ ‘આત્માને પરની જરૂર પડે’ એવો ભાવ થાય છે તે છે. તે ભાવ ક્ષણિક અને વિકારી છે, આત્માની
નિજ જાતનો (સ્વરૂપનો) તે ભાવ નથી. એક તત્ત્વ બીજા તત્ત્વનો આશ્રય માગે તે ભાવ શુધ્ધ નથી. આત્મા
જ્ઞાન સ્વભાવી વસ્તુ પોતાના સુખ માટે પરનો આધાર માગે તે બધો ભાવ દુઃખ રૂપ છે અને પરવસ્તુ તેમાં (તે
ભાવમાં) નિમિત્ત છે. મારા નિરાકૂળ સુખમાં પુણ્ય–પાપના કોઈ પણ ભાવ મદદગાર નથી એવા નિર્ણય વગર
સુખ પ્રગટે નહીં.
આત્મા દુઃખ સ્વરૂપ છે જ નહીં; આનંદ જ તેનો સ્વભાવ છે, પણ ‘મારાથી મને સુખ છે.’ એવી
સ્વરૂપની શ્રધ્ધાથી આત્મા અનાદિનો ભ્રષ્ટ થઈ ગયો છે, તેથી સુખ પ્રગટ નથી. શરીર, મન, વાણી તો પર છે તે
સુખદાયક કે દુઃખદાયક નથી; પરને માટે જે પાપભાવ તે સુખદાયક નથી, અને જે દયા–દાનાદિના શુભભાવ થાય
તે ભાવ પણ આત્માના સહજ સુખને માટે મદદગાર નથી.
છોડવા જેવું શું અને રાખવા જેવું શું તેના વિવેક વગર કદી સુખનો અંશ પણ ઊગે નહીં.
આત્મા શુધ્ધ છે, તેમાં દયા, વ્રતાદિના શુભભાવ પણ ઝેર છે–પરાધીનતા છે, માટે તે રહિત શુધ્ધ
આત્માની શ્રધ્ધા કરો!
આત્મા સ્વતંત્ર વસ્તુ છે. તેમાં શરીરાદિ પરની ક્રિયા તો લાભ કે નુકસાનનું કારણ નથી, તથા જે
શુભભાવ થાય તે પણ મોક્ષના સુખનું કારણ નથી. આત્માના સ્વાધીન સુખનું કારણ પરવસ્તુ ન જ હોય; પાપ
છોડવાનું તો સાધારણ જનતા (નાનું બાળક) પણ કહી રહી છે, તે અપૂર્વ નથી. અનંતકાળે અચિંત્ય મનુષ્ય દેહ
મળ્‌યો તેમાં જો સ્વાધીન તત્ત્વની શ્રધ્ધાના બીજડાં ન રોપ્યાં તો તેણે કાંઈ અપૂર્વ કર્યું નથી. પુણ્ય તો દરેક પ્રાણી
અનંતવાર કરી ચૂક્યો છે. અહીં તો આચાર્ય દેવ અનંતકાળે નહીં સમજાયેલ એવું સ્વરૂપ બતાવે છે. અંદર જે
શુભલાગણી તે રાગ છે–વિકાર છે, તે વડે ધર્મ માનનાર આત્માના સ્વરૂપનું ખૂન કરે છે. એવી જોર પૂર્વક વાત
આવી ત્યારે શિષ્યે પ્રશ્ન કર્યો:–
(અનાદિ મિથ્યાદ્રષ્ટિ મૂઢ જીવ જેને આત્માની ઓળખાણની પ્રતીત નથી એવો શિષ્ય અહીં તર્ક કરે છે.)
આત્મા શુધ્ધ છે, દેહ, મન, વાણીથી નિરાળો છે, પુણ્ય–પાપના ક્ષણિક ભાવોથી પણ ભિન્ન છે. તેની
શ્રધ્ધા કરો! એમ પહેલેથી જ કહેતા આવ્યા છો, તો તમે તો પહેલેથી જ શુધ્ધની માંડી! અમારે (મિથ્યાદ્રષ્ટિ મૂઢ
જીવ જેને આત્માની.
ઓળખાણ નથી એવા અજ્ઞાની જીવોને) તો આત્મા શુધ્ધ થવાનો હશે ત્યારે થશે, પહેલાંં અમને કાંઈક
પુણ્ય–ક્રિયા તો કરવા દ્યો. એમ કરતાં હળવે હળવે શુધ્ધ થઈ જશે, પહેલેથી જ શુધ્ધ શું કરવા બતાવો છો? શુધ્ધ
આત્માની ઉપાસનાનો જ પ્રયાસ કરવાની શું કામ વાત કરો છો? શુભ ક્રિયા કેમ નથી બતાવતા? કારણ કે
આત્માની શુધ્ધતા તો પ્રતિક્રમણાદિથી જ થાય છે. અમે તો આત્મગુણમાં પ્રેરણાકારક (નિમિત્ત) દેવ, ગુરુના

PDF/HTML Page 6 of 21
single page version

background image
: અષાઢ : ૨૦૦૦ : આત્મધર્મ : ૧૨૯ :
દર્શન ભક્તિમાં રોકાઈએ, વિષય છોડીએ, પાપની નિંદા કરીએ, પ્રાયશ્ચિત કરીએ એવા ભાવ કરતાં કરતાં
અમારા આત્માનો ઉદ્ધાર થઈ જશે. પણ તમે એમાંનું કાંઈ ન કહેતાં પહેલેથી જ શુધ્ધ આત્માને સમજવાની વાત
કેમ કરો છે?
ઉત્તર:–જ્યાં ધર્મ સમજવાની વાત આવી ત્યાં પુણ્ય પાપ બન્ને છોડવાનું આવ્યું. પાપ છોડીને
પુણ્યથી ધર્મ
માનીને તો તું અનાદિથી રખડી રહ્યો છો, પણ પ્રભુ! આ મનુષ્ય દેહ ચાલ્યો જવાનો છે, જો શુધ્ધ
આત્માની ઓળખાણ નહીં કરી તો ક્યાં તારા ઠેકાણાં? અહીંથી ઊડીને ક્યાંય ચાલ્યો જઈશ.
તોલ વિનાનાં તરણાં પવનના વંટોળીએ ક્યાં ઊડી જશે તેનો મેળ નથી, પણ કાંકરી (વજનદાર
હોવાથી) ઊડે નહીં; તેમ સાચી શ્રધ્ધાના જોર વિના આત્મા ચોરાશીનાં અવતારમાં ક્યાં રખડશે તેનો મેળ નથી.
આત્મામાં–પુણ્ય–પાપ તે હું અને શરીર, મન, વાણી મારાં એવી માન્યતામાં સમ્યક્શ્રધ્ધાનું વજન નથી એટલે
તેવો આત્મા ચોરાશીમાં પરિભ્રમણ કરી રહ્યો છે. ‘હું પુણ્ય–પાપ રહિત શુધ્ધ નિર્મળ છું’ એવી આત્માની
શ્રધ્ધાના મહત્તાના વજનના ભાર વિના આત્મા ક્યાં ઊડી જશે તેનો પત્તો નથી.
છોકરો એક માંસની પૂતળી લેવા ખાતર (લગ્ન વખતે) એવો ભાર રાખે કે સામા (સસરા પક્ષ) ગમે
તેટલો પ્રયત્ન કરે છતાં મરકવું પણ કરે નહીં. એમ અહીં મુક્તિરૂપ કન્યા લેવા માટે (રાગ દ્વેષ થાય છતાં)
નિર્ણયમાં તો વજન રાખ, ભાર તો રાખ! પરમાં હોંશ અને હરખનો એકવાર નકાર તો કર! આત્માના હરખ
તો લાવ!
આત્મા પવિત્ર ચિદાનંદ શુધ્ધ છે તેને થોડો કાળ તો ભાર લાવ! અને પુણ્ય–પાપથી મરક નહીં. તો તને
થોડે કાળે આત્મ પરિણતિરૂપ કન્યા પ્રાપ્ત થશે.
બાપુ! સ્વતંત્ર સ્વભાવની શ્રધ્ધા તો કર! હું શુધ્ધ સ્વરૂપમાં ઠરી શકતો નથી એટલે આ શુભમાં આવવું
પડે છે. એમ શુભનો નકાર લાવી આત્માના ગુણનો ભાર તો લાવ! એ ભારમાં તને પૂર્ણ શુધ્ધ પરિણતિરૂપ
કન્યા મળી જશે.
પુણ્ય ક્યારે થાય પરવસ્તુ ઉપરથી તૃષ્ણા ઘટાડે ત્યારે પુણ્ય થાય. અહીં “તે પુણ્યના કારણે આત્માને ધર્મ
થાય.” એમ શિષ્ય કહેવા માગે છે; તે કહે છે કે––પહેલેથી જ શુધ્ધ આત્માની ઉપાસનાનો પ્રયાસ કરવો તો
અમને આકરો લાગે છે.
[આવું કહેનારાઓ અનાદિના છે, તેથી આ પ્રશ્ન ઉપાડ્યો છે.] અમે તો હજી પુણ્ય–
પાપમાં પડ્યા છીએ, અને તમે તો પુણ્ય–પાપ રહિતની શ્રધ્ધાની માંડી છે. અમારે તો પાપ ભાવ ઝેર છે, અને
પ્રતિક્રમણાદિ (આત્માના ભાન વગર) કરવા તે અમારે અમૃતકુંભ છે. વ્યવહાર શ્રધ્ધા, નવકાર મંત્ર, દેવ–ગુરુની
ભક્તિ, વ્રત, તપ, એનાથી અમારે આત્માની શુધ્ધતા પ્રગટી જશે એવો શિષ્યનો તર્ક છે.
એ તર્કનું સમાધાન આચાર્ય મહારાજ નિશ્ચયનયની પ્રધાનતાથી ઉત્તર આપીને કરે છે:–
સાંભળ! આત્માના ભાન વગર એકલા દયાદિભાવ તે તો ઝેર છે, પણ સમ્યક્ શ્રધ્ધા પછી જે
પુણ્યના શુભભાવ આવે તેને પણ ઝેર કહ્યા છે. પુણ્ય ભાવ તે આત્માના અમૃતકુંભનો વિરોધ કરીને થતા
હોવાથી આઠે બોલ
[પ્રતિક્રમણ, પ્રતિસરણ, પરિહાર, ધારણા, નિવૃત્તિ, નિંદા ગર્હા અને શુદ્ધિ] તે ઝેર છે.
પ્રતિક્રમણ–હિંસાદિ ભાવથી “મિચ્છામિ દુકકડં” કરવું તે– અર્થાત્ પાપથી પાછા ફરવું તે. ભગવાન તે
શુભભાવને પણ ઝેર કહે છે, કારણકે તે આત્માના અમૃતકુંભનું ખૂન કરીને થાય છે, તે છોડીને આત્મામાં સ્થિર
થા! એમ આચાર્યે ઉપદેશ કર્યો છે. શુભ ભાવને શુભ તો અમે પણ કહીએ છીએ, પણ શુભભાવને ધર્મનું
કારણ માનતા નથી.
તું અનંતકાળથી રખડયો તેનું કારણ પાપને છોડવામાં અને પુણ્યમાં ધર્મ માનીને તેમાં જ રોકાઈ
ગયો તે છે.
સંપૂર્ણ વીતરાગ દશા પ્રગટ્યા પહેલાંં અશુભ છોડવા જ્ઞાનીઓને પણ ભક્તિ આદિ શુભનું અવલંબન
આવે છે, પરંતુ તેનાથી ધર્મ માનતા નથી, અને અજ્ઞાની શુભમાં

PDF/HTML Page 7 of 21
single page version

background image
: ૧૩૦ : આત્મધર્મ : અષાઢ : ૨૦૦૦ :
ધર્મ માની બેસે છે, આટલો જ જ્ઞાની–અજ્ઞાની વચ્ચે આંતરો!
અહીં તો આચાર્ય મહારાજ કહે છે કે:– અનંતકાળે નહીં પ્રગટેલું એવું અપૂર્વ, આત્મ જીવનનું શુધ્ધપણું
જેને મનુષ્ય જીવનમાં પ્રગટ કરવું છે તેને પ્રથમ તો “આત્માના શુધ્ધ સ્વભાવની અપેક્ષાએ આ શુભ ક્રિયા
પણ ઝેર છે” એવી શ્રધ્ધાનું જોર લાવવું પડશે. એ શ્રધ્ધા વગર પુણ્ય–પાપનું હળવાપણું ટળીને મોક્ષનું વજન
આવશે ક્યાંથી?
વિષય કષાયથી તો છૂટવું પણ “વિષય કષાયથી છૂટું” એવી વૃત્તિથી પણ છૂટવું એમ અહીં કહેવું છે.
નિંદા, ગર્હા રહિત સ્વરૂપ છે. જો તારાથી થાય તો શ્રધ્ધા અને ચારિત્ર બન્ને કર, પણ જો તેમ ન થાય તો જેમ છે
તેમ શ્રધ્ધા તો અવશ્ય કર! તેની શ્રધ્ધા માત્રથી તું જન્મમરણ રહિત થઈ જઈશ.
આત્મા શુધ્ધ જ્ઞાન સ્વરૂપ અમૃત કુંભ છે, તેમાંથી જો શરીરાદિનો સંયોગ કાઢી નાંખો તો ચૈતન્ય મૂર્તિ જ છે.
આત્મા પોતે જ અમૃતકુંભ છે, તેનો સ્વભાવ તો નિર્દોષ વીતરાગ છે. જે શુભ–અશુભ ભાવ દેખાય છે તે
ક્ષણિક નવા થાય છે, તે નાશવાન છે અને આત્મા તો અમૃતનો દરિયો ત્રિકાળ પડ્યો છે. અંદર જાણનાર છે તે
જ્ઞાન સ્વભાવ છે, એવા જ્ઞાનાદિ અનંત ગુણો છે, તે બધા ગુણોનો દરિયો ચૈતન્ય પોતે છે. તે સ્વરૂપ તો
અમૃતકુંભ છે. પણ પરથી– પુણ્યથી લાભ થાય એવી માન્યતાએ ઝેર કરી દીધું છે.
ભગવાન તું અમૃતકુંભ છો. તેમાં ન ઠરી શક તો પણ શ્રધ્ધા તો તેની જ કર. તેની શ્રધ્ધા અને પ્રતીત
કરવાથી તારો અમૃતકુંભ સ્વભાવ ઉઘડી જશે–તારો આત્મા પુણ્ય–પાપના વિકારનો નાશ કરીને ક્રમે ક્રમે સ્વભાવ
મૂર્તિ ખીલી જશે. આ રીતે શુધ્ધ સ્વરૂપની સેવનાની પહેલી જરૂર છે. શુભભાવ આત્માની શુદ્ધિનું નિમિત્ત
શુધ્ધની શ્રધ્ધા વગર અંશે પણ નથી–બોલવા માત્ર પણ નથી. સમ્યગ્દ્રષ્ટિને જે દ્રવ્યરૂપ પ્રતિક્રમણાદિ છે તેઓ
સર્વ અપરાધરૂપી વિષના દોષોને ઘટાડવામાં સમર્થ હોવાથી અમૃત કુંભ છે એમ વ્યવહારે કહ્યું છે.
અજ્ઞાનીનાં તો પુણ્ય ભાવ પણ શુધ્ધ આત્માની સિધ્ધિના અભાવરૂપ હોઈ ઝેરમય જ છે, તેની તો વાત
જ શું કરવી?
પ્રભુ! પુણ્યની વાત તો અનંતકાળથી કરતો આવ્યો છે, તેથી તે શીખ્યા વગર પણ આવડે છે; અહીં તો
અમે ધર્મનું સ્વરૂપ બતાવવા માંગીએ છીએ. જ્યારે અમે ધર્મીનો (આત્માનો) ધર્મ બતાવવા માગીએ છીએ
ત્યારે પાપની તો વાત જ નથી. હિંસાદિ પરિણામ તો નીતિવંતને હોય જ નહીં–એ કહેવાની અમારે જરૂર નથી,
તે લૌકિક નીતિ તો અનંત વાર કરી છે. અમારે તો તને ધર્મ બતાવવો છે, તારી જન્મ મરણની ભૂખ ભાંગવી છે,
અનંતકાળથી તેં ધર્મનો ઉપાય લીધો નથી.
આત્માના સ્વતંત્ર સહજ શુધ્ધ શાશ્વત સ્વરૂપની જેને પ્રગટ પ્રાપ્તિ કરવી હોય તેને પાપ તો છોડવાનાં છે
જ, અને સાચી સમજણ વગરના જે શુભભાવ તેની પણ વાત નથી; અહીં તો સાચી સમજણ પછીના જે
પ્રતિક્રમણ આદિ શુભ ભાવ તેઓ આત્માની શુધ્ધતાનું નિમિત્ત કારણ હોવાથી તેને વ્યવહારે અમૃત કુંભ કહ્યા છે.
હું શુધ્ધ પવિત્ર છું એવું ભાન થયા પછી આત્મામાં થતા અશુભ ભાવ તથા પ્રતિક્રમાણાદિ શુભ ભાવ તે
ક્રમે ક્રમે બન્ને ટાળીને શુધ્ધમાં તો આત્મા આવવાનો હોવાથી એટલે કે તેની પાછળ શુધ્ધ દ્રષ્ટિનું જોર હોવાથી તે
પ્રતિક્રમણાદિ શુભ ભાવને વ્યવહારે અમૃત કુંભ કહ્યા છે. મારામાં ઠરી શકતો નથી એટલે શુભભાવ આવે છે
એવા ભાન સહિતના શુભભાવને પણ ભગવાને નિશ્ચયથી ઝેર કહ્યા છે. શુધ્ધ દ્રષ્ટિના જોર સહિત તે જીવ
હોવાથી તે શુભ ભાવ ટળી જઈને શુધ્ધમાં તે આવવાનો
આષાઢ
સુદ ૨ ગુરુ ૨૨ જુન વદ ૨ શુક્ર ૭ જુલાઈ
,, પ રવિ ૨પ ,, ,, પ સોમ ૧૦ ,,
,, ૮ ગુરુ ૨૯ ,, ,, ૮ ગુરુ ૨૩ ,,
,, ૧૧ રવિ ૨ જુલાઈ ,, ૧૧ રવિ ૧૬ ,,
,, ૧૪ બુધ પ ,, ,, ૧૪ બુધ ૧૯ ,,
,, ૧પ ગુરુ ૬ ,, ,, ૦)) ગુરુ ૨૦ ,,

PDF/HTML Page 8 of 21
single page version

background image
: અષાઢ : ૨૦૦૦ : આત્મધર્મ : ૧૩૧ :
છે તે અપેક્ષાએ–તથા શુધ્ધની દ્રષ્ટિએ શુભનું કર્તાપણું નથી અને શુધ્ધ સ્વભાવનું ભાન છે તેથી તે શુભને
વ્યવહારે અમૃતકુંભ કહેલ છે.
શુધ્ધના ભાનમાં જ્ઞાની શુભમાં જોડાય ત્યારે આત્માની ઓળખાણ હોવાથી તે શુભભાવને વ્યવહારે
(ઉપર કહ્યું તે અપેક્ષાએ) અમૃતકુંભ કહેલ છે. અજ્ઞાનીના તો શુભભાવ પણ ઝેર છે કેમકે તેની પાછળ તેને
શુધ્ધનું લક્ષ નથી પણ શુભનું કર્તાપણું છે.
બધાને સ્વતંત્રતા જોઈએ છે, પણ સ્વતંત્રતા કેમ આવે તે જાણતા નથી. ભગવાન! તારા આત્માની
સ્વતંત્રતાનું અપૂર્વ ભાન આ જીવનમાં ન કરી જા તો તારું જીવન ગલુડીયા જેવું થયું. ભાઈ રે! દેહ કે રૂપિયા
કોઈપણ પર વસ્તુ આત્માની સ્વતંત્રતામાં મદદગાર થાય નહીં સ્વતંત્રતા બહારથી આવે નહીં, સ્વતંત્રતા
આત્મામાં જ છે. જો આત્માની સ્વતંત્રતા ન સમજો તો પરાધીનતાની બેડીમાં જકડાયેલા જ છો. આત્માના
સ્વતંત્ર સ્વરૂપના ભાન વિના કદી સ્વતંત્ર થવાની યોગ્યતા જ ન હોઈ શકે.
જેણે જીવનમાં ચૈતન્યની જુદાઈ જાણી નહીં, મરતાં શરણ થાય તેવો ભાવ પામ્યો નહીં, તે મરણ પછી કેવળ
સાથેની સંધિ ક્યાંથી લાવશે? અને જીવનમાં ચૈતન્યની જુદાઈ જેણે જાણી છે, મરતાં શરણ રાખ્યું છે તે મરતાં પણ
સાથે કેવળજ્ઞાન લેવાની સંધિ લઈને જાય છે. તેથી તે જ્યાં જશે ત્યાં પૂર્ણનો પુરુષાર્થ ઉપાડી પૂર્ણ થઈ જવાના!
ભાઈ રે! તેં તારા ગાણા સાંભળ્‌યાં નથી. જે ભાવે પૈસાદિ ધૂળ મળે તે ભાવની જ્યાં મીઠાશ છે ત્યાં તેં
છોડ્યું શું? જેને અંતરથી પુણ્યની મીઠાશ છૂટી નથી તેનો ત્યાગ પણ દ્વેષ ભાવે છે.
આત્મા શુધ્ધ છે, પુણ્ય–પાપના પરિણામ થાય તેવડો નથી એવી દ્રષ્ટિમાં જે શુભભાવ થાય તેને વ્યવહારે
અમૃતકુંભ કહ્યાં છે. અજ્ઞાનીના શુભભાવમાં તો પાપ ટાળવાની તાકાત અંશે પણ નથી, અને શુધ્ધના
ભાનસહિત શુભમાં પાપ ટાળવાની અંશે તાકાત છે. જ્ઞાનીને પણ વીતરાગ થયા પહેલાંં શુભ ભાવ સર્વથા છૂટે
નહીં, પણ શ્રધ્ધામાં પુણ્યભાવ તે મોક્ષમાર્ગ કે તેનું કારણ નથી. એવી શુધ્ધની દ્રષ્ટિ હોવાથી તેના શુભમાં અશુભ
ટાળવાની તાકાત અંશે છે; જેને અપ્રતિક્રમણ પ્રતિક્રમણ રહિત ત્રીજી ભુમિકાનું ભાન નથી તેને તો શુભભાવ
એકલા ઝેર છે–તેથી તો એકલું બંધન છે. અપ્રતિક્રમણ–પ્રતિક્રમણના ભેદ રહિત ત્રીજી ભૂમિકાની શ્રધ્ધા કરીને જો
ઠર્યો તો તે સાક્ષાત્ અમૃત જ છે, પણ જો ઠરી ન શક્યો અને શ્રધ્ધા રાખીને શુભમાં જોડાયો તો પણ તે વ્યવહારે
અમૃત છે.
ધર્મ કોને સમજાવવો?
જે સંસારમાં પડ્યા છે એવા અજ્ઞાનીને કે મુનિને? મુનિને ધર્મ સમજાવવાનું હોય નહીં કેમકે મુનિપણું
ધર્મ સમજ્યા પછી જ આવે. આ સમજ્યા વગર કોઈને મુનિપણું હોય નહીં. મુનિપણું બાહ્ય ત્યાગમાં નથી પણ
અંદરની સમજણમાં છે. સમજણ વગરનો ત્યાગ કોનો? તેણે તો ઊલટો (પુણ્ય–પાપ રહિત જે) આત્મા તેને
છોડ્યો. (જેને અંદરમાં પુણ્યની રુચિ છે તેણે પુણ્યપાપ રહિતના આત્માને છોડ્યો છે.)
આ તો નગ્ન સત્ય છે. સત્ય કોઈની શરમ રાખે તેમ નથી. સત્ય છે તે ત્રણે કાળ સત્ય જ છે, સત્ય ફરે
તેમ નથી. સત્ય સમજવા માટે તારે ફરવું પડશે. જગત માને કે ન માને તેની સાથે સત્યને સંબંધ નથી. સર્વ કાળે
અને સર્વ ક્ષેત્રે સત્ય તો એક જ પ્રકારે છે.
પહેલી જરૂર આત્માની શ્રધ્ધાની છે, તે વિના ધર્મની વાત નથી. પહેલો ઉપદેશ આત્માની શ્રધ્ધાનો જ
હોવો જોઈએ. તે વિના ઉપદેશ પણ યથાર્થ હોઈ શકે નહીં. કોઈ પુણ્ય કરવાનું
શ્રાવણ
સુદ ૨ રવિ ૨૩ જુલાઈ વદ ૨ રવિ ૬ ઓગસ્ટ
,, પ મંગળ ૨પ ,, ,, પ મંગળ ૮ ,,
,, ૮ શુક્ર ૨૮ ,, ,, ૮ શુક્ર ૧૧ ,,
,, ૧૧ સોમ ૩૧ ,, ,, ૧૧ સોમ ૧૪ ,,
,, ૧૪ ગુરુ ૩ ઓગસ્ટ ,, ૧૪ ગુરુ ૧૭ ,,
,, ૧પ શુક્ર ૪ ,, ,, ૦)) શુક્ર ૧૮ ,,

PDF/HTML Page 9 of 21
single page version

background image
: ૧૩૨ : આત્મધર્મ : અષાઢ : ૨૦૦૦ :
બતાવે તથા પુણ્ય કરતાં કરતાં ધર્મ થશે એમ કહે અને કહે કે આ ધર્મની વાત છે તો તેમ હોઈ શકે નહીં, ધર્મના
ઉપદેશમાં “પહેલી જરૂર આત્મ–શ્રધ્ધાની છે.” એ વાત પ્રથમ જ હોય, નહીતર ઉપદેશકે કહી દેવું જોઈએ કે “અહીં
ધર્મની વાત જ નથી, પણ પુણ્યની વાત છે.” ધર્મ વસ્તુ શું છે તેની સમજણ કરવી નથી અને બહારમાં મોટાઈ
મૂકવી નથી, તે બધા પુણ્યથી ધર્મ માને છે અને મનાવે છે–તે માન્યતાનું ફળ સંસાર છે.
પુણ્યથી ધર્મ નથી એવી શ્રધ્ધા કર્યા પછી જે શુભ આવે તેને વ્યવહારે અમૃતકુંભ કહેવાય, પણ ભાન
વગરના શુભભાવ તો વ્યવહારે પણ અમૃતકુંભ નથી. પ્રથમ નિશ્ચય હોય તો જ વ્યવહાર હોઈ શકે! નિશ્ચય વગર
એકલો વ્યયવહાર હોઈ શકે નહીં. આત્માની શ્રધ્ધા વગર ગમે તેટલા શુભભાવ કરે તોપણ તે એકલો પોતાનો
ગુન્હેગાર જ છે, તે બંધનમાં જકડાયેલો જ છે.
‘સારું કરવું છે’ એમ બધા કહે છે. જો સારાપણું આત્મામાં ન હોય તો બહારથી આવશે ક્યાંથી? એટલે
જે સારું કરવું છે તે સારાપણું આત્મામાં જ છે. પણ તેની શ્રધ્ધા નથી તેથી સારું બહારથી માને છે. પોતાની
શ્રધ્ધા વગર દેરાસર, પૂજા, ભક્તિ બધો આત્માનો ગુન્હો છે. જ્ઞાનીને સાચી વસ્તુના વલણના ભાવે જેવા ઊંચી
જાતના શુભભાવ થાય તેવા અજ્ઞાની નહીં કરી શકે! ઈન્દ્ર, ચક્રવર્તી, વાસુદેવ આદિ લૌકિક મોટા પદો પણ સાચા
ભાન વગર હોઈ શકે નહીં.
નિરપરાધપણું અપ્રતિક્રમણ–પ્રતિક્રમણના ભેદ રહિતની ત્રીજી ભૂમિકામાં જ છે, માટે તે ત્રીજી ભુમિકાની
પ્રાપ્તિ અર્થે જ ભાનવાળા જીવને પ્રતિક્રમણાદિ હોય છે; તેમને તે વ્યવહારે ત્રીજી ભૂમિકાનું કારણ કહેવાય છે.
અહીં એમ ન માનો કે આ શાસ્ત્ર પુણ્ય છોડાવીને અશુભમાં જોડાવે છે; પણ પહેલાંં શ્રધ્ધામાં શુભ–
અશુભ બન્ને છોડાવીને પછી ક્રમે ક્રમે વીતરાગ થાય ત્યારે સર્વથા છૂટી જાય છે.
આ શાસ્ત્ર એટલેથી જ (શુભ–અશુભ બન્ને છોડવાનો ઉપદેશ આપીને) અટકતું નથી પણ કાંઈક
અપૂર્વ–અતિ દુષ્કર એવું કરાવે છે.
છેવટ :– નિશ્ચય સહિતનો વ્યવહાર જ મોક્ષ માર્ગમાં આવે છે. નિશ્ચયના ભાન વગરનો વ્યવહાર તો બંધન જ
છે. સમ્યક્ભાન પછી શુધ્ધમાં ઠર! અને શુધ્ધમાં ન ઠરી શકાય ત્યારે શુભભાવમાં જોડાવારૂપ વ્યવહાર આવે છે–
પણ–શુધ્ધના ભાન વગર એકલા શુભને તો વ્યવહાર પણ કહ્યો નથી.
ખશખબર
આત્મધર્મ અંક ૧, ૨, ૩, ૪, પ અને ૬ ની ૭પ૦ નકલ તથા ૭ માં અંકની ૧૦૦૦ નકલ
ખલાસ થતાં તે બધા અંકોની બીજી આવૃત્તિ છપાઈ રહી છે. આઠમા અંકની ૧પ૦૦ નકલ છાપી છે.
જે ગ્રાહકોને આગલા અંકો ખૂટતા હોય તેઓ અંક દીઠ ચાર આનાની ટિકિટો મોકલાવી
મંગાવી લે. .
ત્યાગ એટલે શું?
પરનો ત્યાગ તો આત્માને નથી, પણ રાગદ્વેષનો ત્યાગ તે પણ નામમાત્ર (કહેવા માત્ર) છે, રાગના
ત્યાગનું કર્તાપણું દ્રવ્યદ્રષ્ટિએ આત્માને નથી. પોતાના સ્વભાવમાં સ્થિર રહેતાં રાગદ્વેષ સહેજે ટળી જાય છે, તે
ત્યાગ કહેવાય છે–તે પણ વ્યવહાર છે.
આત્મા પોતાને ગ્રહે છે એમ કહેવું તે પણ વ્યવહાર માત્ર છે–કેમકે એમ કહેવામાં ‘પોતે’ અને ‘પોતાને
પકડે છે’ એવા ગ્રાહ્ય–ગ્રાહક ભેદ પડે છે. દ્રષ્ટિમાં જ્ઞાનીને ગ્રાહ્ય–ગ્રાહકના ભેદ ટળી જ ગયા છે. પર્યાય સમજવા
માટે વ્યવહાર છે; જ્ઞાનની પર્યાય પણ વ્યવહાર છે.
વ્યવહારે બંધ છે એટલે પર્યાયમાં હું નિમિત્તાધીન છું (–પુરુષાર્થમાં નબળાઈ છે) એમ જાણે છે, પણ વસ્તુએ
અબંધ છું–એ દ્રષ્ટિના ભાન પછી પર્યાયમાં પર ઉપર જેટલું લક્ષ જાય છે તે અવસ્થાની નબળાઈ છે. માન્યતામાં
(દ્રષ્ટિમાં) તો બંધ છે જ નહીં. પર્યાયમાં જે રાગ થાય છે તે પરને લઈને નથી, એમ જાણ્યું એટલે “આ પર વસ્તુને
લઈને હું નહીં કે પરને કારણે મારી પર્યાય નહીં” એમ તે નબળી પર્યાયને છોડતો જાય છે––એ જ નિર્જરા છે.
સત્ય ત્રિકાળ એકરૂપ છે–સત્યની ના પાડનાર કોણ? દ્રવ્ય તો ના પાડતું નથી. પણ અંદર ઊંધી
માન્યતારૂપ મહાન શલ્ય તેને ના પડાવે છે. ભગવાન આત્મા સુખ શૈય્યામાં જ સૂતો છે.

PDF/HTML Page 10 of 21
single page version

background image
: અષાઢ : ૨૦૦૦ : આત્મધર્મ : ૧૩૩ :
સમ્યક્દર્શન સહિત અને સમ્યક્દર્શન રહિત
દન, શલ, તપ અન ભવ
રજાુ કરનાર: – રામજીભાઈ માણેકચંદ દોશી

[
] ધર્મની શરૂઆત સમ્યગ્દર્શનથી થાય છે, તેથી જેને સમ્યગ્દર્શન હોય નહિ તેને સાચાં દાન, શીલ,
તપ અને ભાવ હોતાં નથી. આ બાબતમાં શ્રી સત્તાસ્વરૂપ શાસ્ત્રમાં નીચે પ્રમાણે કહ્યું છે:–
“ તેથી જેને સાચા જૈની થવું છે તેણે તો શાસ્ત્રના આશ્રયે તત્ત્વનિર્ણય કરવો યોગ્ય છે. પણ જે
તત્ત્વનિર્ણય તો નથી કરતો અને પૂજા, સ્તોત્ર દર્શન, ત્યાગ, તપ, વૈરાગ્ય, સંયમ સંતોષ આદિ બધાં કાર્યો કરે છે
તેનાં એ બધાંય કાર્યો અસત્ય છે. ” (પાનું–૬)
એટલી વાત લક્ષમાં રાખવાની છે કે–સમ્યગ્દર્શન ન હોય અને કોઈ દાન, શીલ, તપ અને ભાવ કરે–તેમાં
જો મંદ કષાય કરે તો તેથી પુણ્ય થાય ખરૂં–પણ ધર્મ ન થાય. પાપની અપેક્ષાએ પુણ્ય ઓછો વિકાર છે તેથી તે
અપેક્ષાએ તેનો નિષેધ નથી, પણ ધર્મ અપેક્ષાએ તેનો નિષેધ અનંત જ્ઞાનીઓએ કર્યો છે, કેમકે તે વિકાર હોઈ
આત્માના ગુણનો ઘાતક છે. સમ્યગ્દ્રષ્ટિને પણ નીચલી અવસ્થામાં રાગ–દ્વેષ ટાળતાં અશુભ ટળી શુભભાવ રહી
જાય–પણ તેને તે ધર્મ કદી માને નહીં.
[] દાન, શીલ, તપ અને ભાવનું યથાર્થ સ્વરૂપ સમજ્યા વગર કોઈ યથાર્થ દાનાદિ કરી શકે નહીં એ
સ્પષ્ટ છે. તેનું સાચું સ્વરૂપ સમ્યગ્દ્રષ્ટિ જ સમજી શકે; એટલે સાચાં દાન, શીલ, તપ અને ભાવ કરવાના
અભિલાષી જીવોએ પ્રથમ પોતાનું સ્વરૂપ સમજવું જોઈએ.
[] કેટલાક માને છે કે–આપણે બીજાને અનાજ, પૈસા, પાણી કે બીજી સગવડ આપીએ તેનું નામ
‘દાન’ છે–પણ આ માન્યતા દોષવાળી છે. દાનનું સાચું સ્વરૂપ શું છે તે અહીં ટુંકમાં આપવામાં આવે છે; દાન
કરતાં નીચેની ક્રિયાઓ થાય છે:–
() પૈસા, અનાજ, પાણી કે બીજાં પરદ્રવ્યો એક મનુષ્ય પાસેથી બીજા મનુષ્ય વગેરે પાસે જાય.
() તે પર દ્રવ્યો એક ક્ષેત્રેથી બીજે ક્ષેત્રે જાય ત્યારે જીવને થતા ભાવ. તેમાં પહેલી જે જડની ક્રિયા
જણાવી તે જડથી થાય છે, જીવ તે કરી શકતો નથી, તેથી તો જીવને લાભ કે નુકસાન નથી, કેમકે એક દ્રવ્યને
બીજા દ્રવ્યથી લાભ–નુકસાન થતાં જ નથી; અને એક દ્રવ્યનું પરિણમન બીજું દ્રવ્ય કરી શકતું નથી. બીજી ક્રિયા
જીવના ભાવની છે. જો જીવનો ભાવ અશુભ હોય તો પાપ થાય અને જીવ તે વખતે પોતાનો લોભ–કષાય જો
ઓછો કરે તો પુણ્ય થાય.
[] સમ્યગ્દ્રષ્ટિ દાન દેતા શું માને છે તે તપાસીએ.
() જડની ક્રિયા જડથી થાય છે અને મને લાભ નુકસાન નથી એમ તે માને છે.
() જીવનો લોભ ઓછો કરવાની ક્રિયા તે શુભભાવ છે તેથી તે વડે પુણ્ય બંધ થાય, પણ તે
શુભભાવથી ધર્મ થતો નથી; એવી તેની માન્યતા છે.
() શુભભાવનું તેને સ્વામીત્વ નહિ હોવાથી વીતરાગતા અંશે વધે છે તેથી તેને વીતરાગભાવના
અંશવડે સંવર નિર્જરા થાય છે.
[] વીતરાગી વિજ્ઞાનનો ઉપદેશ સાંભળવાનો સુઅવસર ભવ્ય જીવોને આ ક્ષેત્રે પ્રાપ્ત થયો છે; અને
વીતરાગી વિજ્ઞાનનો સદુપદેશ પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામી પાસેથી સાંભળી, મુમુક્ષુ જીવો આત્માનું
સ્વરૂપ સમજી લોભ–કષાય ઓછો કરવા યથાશક્તિ પ્રયાસ કરે છે. પૂ. સદ્ગુરુદેવના આ સાલના (૧૯૯૯–
૨૦૦૦) વિહારથી સદુપદેશનો ધોધમાર પ્રવાહ વહ્યો છે, અને ઘણા મુમુક્ષુ જીવોએ તેનો લાભ લીધો છે.
[] શ્રી “આત્મધર્મ” ના ત્રીજા અંકમાં રૂા. ૩૦૧૪૬–૩–૦ ના ‘દાનની વિગત’ આપવામાં આવી છે તે
ઉપરાંત “સોનગઢ જૈન અતિથિ સેવા સમિતિ” વગેરેને જે દાન વગેરેની રકમ આપવામાં આવી છે તેની વિગત
તેમાં આપવામાં આવી ન હતી, એથી લોભ–કષાય પાતળો પાડવાનાં કાર્ય તરીકે દાન પ્રભાવના, આદિનો પ્રવાહ
જે સતત્ ચાલુ રહ્યો છે તેની વિગત અહીં આપવામાં આવે છે:–

PDF/HTML Page 11 of 21
single page version

background image
: ૧૩૪ : આત્મધર્મ : અષાઢ : ૨૦૦૦ :
સાં. ૨૦ ના માગશર વદ ૯ થી ચૈત્ર વદ ૦) સુધી ટ્રસ્ટને, તથા સાં. ૧૯
ના કારતક શુદ ૧ થી સં. ૨૦ ના ચૈત્ર વદ ૦) સુધી સમિતિને મળેલ
દાન પ્રભાવના વગેરેની વિગત
___________________________________________________________
૧૪૬પ।।। શ્રી જ્ઞાન ખાતે– ૧૦૧/–નૌતમલાલ ઝવેરચંદ તરફથી, તેમના
૧૨પ/–જસાણી મોહનલાલ કાળીદાસ પિતાશ્રી વકીલ ઝવેરચંદ જેસંગભાઈની
૨પ૧/–જડાવબેન, નાનાલાલ કાળીદાસના યાદગીરીમાં–આ ઉપરાંત પુસ્તક
ધર્મપત્ની પ્રકાશન ખાતામાં પણ રૂ. ૧૦૧ તથા
પ૦૧/–અનસુયા બેન કેટલાક પુસ્તકો તેઓએ આપ્યા છે.
૧૦૧/–શ્રી ધવલજીની પૂજામાં–રાજકોટ તથા રાજકોટ પાંજરાપોળ આદિ
–૩૭/–પરચુરણ સંસ્થાઓને સારી રકમ આપી છે.
૨૪૯/–શ્રી જયધવલજીની પૂજાના–વીંછીયા ૬૧/– પરચુરણ
૨૦૧/–શ્રી જયધવલજીની પૂજાના–લાઠી
૧૪૬૫/– ૨૬૩/–
૨૭૦/– શ્રી સાધારણ ખાતે ૧૮૩૨/– શ્રી જૈન અતિથિ સેવા સમિતિ ખાતે–
૨૭૦/– ભંડારમાંથી ૧૮૩૨/– સાં–૧૯૯૯ ના કારતક સુદ ૧ થી
૧૦૨૧/– શ્રી ભગવાનની આરતી ખાતે– સાં–૨૦૦૦ ના ચૈત્ર વદી ૦))
૮૦/– આરતીના પરચુરણ સુધીમાં મેમ્બરોના વાર્ષિક
૨પ૨/–ધનજીભાઈ ગફલભાઈ લવાજમના.
૧પ૦/– કાળીદાસ રાઘવજી ૨૩૩પ૧।।। ।।। શ્રી જૈન અતિથિ સેવા સમિતિ
પ૩૮।। પરચુરણ રસોડા ખર્ચ માટે
૧૦૨૧/– પ૧/–શેઠ પ્રેમચંદભાઈ મહાસુખરામ તરફથી જમણના
૧૨૦/–શ્રી પુસ્તક પ્રકાશન ખાતે. ૬૨/–શા કાળીદાસ રાઘવજી તરફથી
૧૨૦/– પરચુરણ. જમણના
૪૨/– શ્રી સમયસાર–પ્રવચન ખાતે પ૦/– શેઠ જયંતિલાલ રવજીભાઈ તરફથી
૪૨/– અગાઉથી થયેલ ગ્રાહકોના. જમણના
૨૭/– શ્રી ગુજરાતી પ્રવચનસાર ખાતે ૧૯૧/– શેઠ માણેકલાલ પ્રેમચંદભાઈ
૨૭/– અગાઉથી થયેલ ગ્રાહકોના. તરફથી જમણના
૨૦૦૦/– શ્રી સોનગઢ જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ–ને ૧૦૧/– દોશી માણેકચંદ પરસોતમ
મકાન ફંડ ખાતે તથા સમિતિના જે –કાલાવડ–તરફથી
કામમાં વાપરવા જરૂર લાગે ત્યાં. ૯પ।।પારેખ લીલાધર ડાયાભાઈ તરફથી જમણના
૧૦૦૦/– લાખાણી મુળજીભાઈ ચત્રભુજ તરફથી પ૧/– બેન મોતીકુંવર ચુનીલાલ તરફથી
૧૦૦૦/– લાખાણી દામોદરભાઈ ચત્રભુજ તથા બોરસદ
મુળજીભાઈ ચત્રભુજ તરફથી. પ૧/– રામજીભાઈ પાનાચંદ–ભાવનગર
૨૦૦૦/– ૬પ/– વઢવાણના મુમુક્ષુ ભાઈઓ તરફથી જમણના.
શ્રી બ્રહ્મચર્ય આશ્રમ ખાતે. પ૧/– તંબોલી ફુલચંદ પરસોતમ તરફથી રાજકોટ.
રૂા. ૨૬૩ ની રકમ આગળ છપાઈ છે તેની વિગત. ૭પ/– કુંડલાવાળા જગજીવન બાવચંદ
૧૦૧/– દીવાળીબેન. તે શાહ મનસુખલાલ ૧૦૦/– દીપુબેન ઓઘડદાસ મુળીવાળા
ગુલાબચંદના ધર્મપત્ની–વઢવાણ તરફથી–

PDF/HTML Page 12 of 21
single page version

background image
: અષાઢ : ૨૦૦૦ : આત્મધર્મ : ૧૩૫ :
૭પ કુંડલાના મુમુક્ષુ ભાઈઓ તરફથી પ૦ બોરસદના મુમુક્ષુ ભાઈઓ તરફથી
૧પપ વઢવાણ શહેરના મુમુક્ષુ ભાઈઓ ૧૦૧ વકીલ ઝવેરચંદ જેસંગભાઈ,
તરફથી. તરફથી, હા. નૌતમલાલભાઈ રાજકોટ.
પ૧ શા. વનેચંદ જેચંદ તરફથી ૩પપ।। શેઠ પ્રેમચંદ મગનલાલ તથા
રાજકોટ. ચંદુલાલ શીવલાલ તરફથી.
૧૪૦ બોટાદના મુમુક્ષુ ભાઈઓ તરફથી. ૧૦૧ ગાંધી વસંતલાલ વ્રજલાલ
પ૨ ગોંડલના વછરાજ ગુલાબચંદ તરફથી (ભાવનગર) તરફથી જમણના
જમણના
૧૨પ વકીલ વીરજીભાઈ તારાચંદ ૬૮૬૭ શેઠ નાનાલાલ કાળીદાસ તથા
તરફથી જામનગર બેચરલાલ કાળીદાસ તથા મોહન–
૧૨પ વકીલ સાકરચંદ દેવજીભાઈ તરફથી લાલ કાળીદાસ તરફથી
૬૯ શેઠ ધનજીભાઈ ગફલભાઈ તરફથી ૩૦પ૨ શેઠ મુળજી ચત્રભુજ તથા
જમણના. દામોદર ચત્રભુજ તરફથી
૪૧૭।। રાણપુરના મુમુક્ષુ ભાઈઓ તર– ૨૨૮૯ દોશી રામજીભાઈ માણેકચંદ
ફથી જમણના તરફથી.
૪પ૨।। પોરબંદરના નેમીદાસ ખુશાલ– પ૭૮૮।। પરચુરણ આવ્યા––
દાસ તરફથી જમણના ૨૩૩પ૧।।।।
૧૨પ ભાઈ નૌતમલાલ ન્યાલચંદ ૩૦૧૨૯।।।। ત્રીસ હજાર એકસો ઓગણ–
તરફથી જમણના રાજકોટ ત્રીસ રૂપિયા, પોણાનવ આના
પ૭૦।। જસાણી અમૃતલાલ વીરચંદ ૩૦૧૪૬।। ત્રીજા અંકમાં બતાવેલ
તરફથી જમણના. વિગત પ્રમાણે––
૧૪૪।। શા. ધીરજલાલ હરજીવન ઉમરા–
ળાવાળા તરફથી જમણના
૧પપ શા. ફુલચંદ ચતુરભાઈ વઢવાણ ૨પ૦ પારેખ લીલાધર ડાયાભાઈ તરફથી
કેમ્પવાળા તરફથી જમણના રાજકોટ
પ૦૦ તંબોળી છબલબેન તરફથી રાજકોટ ૭૩।। મહેતા ચંદુલાલ વ્રજલાલ
પ૦ મંગળદાસ કેશવલાલ (અમદાવાદ) રાજકોટ તરફથી જમણના
તરફથી જમણના ૧પ૨।।।। ગોંડલના જટાશંકર પાના–
પ૦ મણીબેન દલપતભાઈ તરફથી (તે ચંદ તરફથી જમણના
શેઠ લાલજી મનોરના ધર્મપત્ની) ૬૯।।।–બોટાદવાળા કાળીદાસ હકમચંદ
ધાંગધ્રા. ખીમચંદ સુખલાલ તરફથી જમણના.
૬૦૨૭પ।।।।સાઠ હજાર બસો પંચોતેર પોણાબાર આના.
આ ઉપરાંત પરમ પૂજ્ય સદ્ગુરુદેવ, તેમના વિહારમાં ઉમરાળા [જતાં આવતાં બન્ને વખત] ગઢડા,
બોટાદ, રાણપુર, ચુડા, લીંબડી, વઢવાણશહેર, વઢવાણકેમ્પ, વીંછીઆ તથા લાઠી એ ગામોમાં વધારે દિવસો
રોકાયા હતા. વીતરાગી વિજ્ઞાનની રુચિવાળા જીવો તેમનું વ્યાખ્યાન સાંભળવાની આતુરતા ધરાવે છે, તેથી
સદ્ગુરુદેવશ્રી જ્યાં બિરાજે ત્યાં જેમનાથી બની શકે તેઓ લાભ લેવા જાય છે; તથા દરેક ગામના મુમુક્ષુઓએ
સ્વાગત, પ્રભાવના તથા મહેમાનોની સરભરા વગેરેને અંગે યથાશક્તિ ખર્ચ કર્યું હતું.
પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી રાજકોટથી વિહાર કરી થોરાળા પધાર્યા ત્યારે સૌ. જયાકુંવર લીલાધર પારેખ
તરફથી વલામણું કરવામાં આવ્યું હતું, જેનો લાભ લગભગ ૭પ૦ મુમુક્ષુઓએ લીધો હતો.

PDF/HTML Page 13 of 21
single page version

background image
: ૧૩૬ : આત્મધર્મ : અષાઢ : ૨૦૦૦ :
શીલ
(૮) જીવો પોતાના સત્ સ્વરૂપનો સાચો ઉપદેશ સાંભળે અને તેથી તેમને નુકસાન થાય એમ કોઈ પણ
કાળે કે કોઈ પણ ક્ષેત્રે બને જ નહીં. જો જીવોને સત્ ઉપદેશથી નુકસાન થાય એમ માનીએ તો તેનો અર્થ એટલો
જ થાય કે જીવોને અસત્ ઉપદેશથી લાભ થાય, પણ એ તદ્ન અસત્ય છે. સત્ ઉપદેશથી લોકો સાચા વ્રત વગેરે
કરતાં અટકી જાય એમ માનવું તે પણ તેટલું જ અસત્ય છે. જે લોકો આત્માનું યથાર્થ સ્વરૂપ ન સમજતા હોય
તેમને સાચા વ્રતાદિ હોય એમ કેમ કહી શકાય? તેઓ જે વ્રત વગેરે કરે છે તે સાચા છે એમ કહી ઉત્તેજન
આપવું એ તો એમના અજ્ઞાનને પોષણ આપવા બરાબર છે; તે કાર્ય ધર્મનું કેમ કહી શકાય? વ્રતાદિ કરનાર જો
જ્ઞાનીઓ હોય અને તેઓ જો વ્રતાદિ (કે જે શુભ ભાવ છે તે) મૂકી દેશે તો તેઓ વીતરાગ થઈ જશે. જે
જ્ઞાનીઓને પૂર્ણ વીતરાગતા પ્રગટ થઈ ન હોય તેઓ જ્યારે શુધ્ધોપયોગમાં રહી નહીં શકે ત્યારે તેમને મુખ્યપણે
વ્રતાદિના શુભભાવ આવ્યા વગર રહેશે નહીં.
(૯) સત્નો ઉપદેશ સાંભળનારાઓ યથાશક્તિ વ્રતાદિ ધારણ કરે એ સ્વાભાવિક છે.
(૧૦) પરમ પૂજ્ય સદ્ગુરુદેવના આ વખતના મંગળીક વિહારમાં નીચે મુજબ છ ભાઈઓએ સજોડે
બ્રહ્મચર્ય વ્રત ધારણ કર્યાં છે, એ બિના આનંદદાયક છે.
[] ભાઈ લાભશંકર છગનલાલ.
[] ભાઈ મોહનલાલ કાળીદાસ જસાણી. રાજકોટ
[] ભાઈ પ્રેમચંદ લક્ષ્મીચંદ.
[] શેઠ ડાયાલાલ કરસનજી.
[] શાહ ભાઈચંદ કસળચંદ. વીંછીયા.
[] વાળંદ ઘેલાભાઈ હાવાભાઈ
વીંછીયા જેવા નાના ગામમાં ચાર ભાઈઓ માત્ર દસ દિવસનો ઉપદેશ સાંભળી આજીવન બ્રહ્મચર્યવ્રત
ધારણ કરે તે આ કાળમાં અદ્વિતિય છે. યુવાન ઉંમરમાં સજોડે આજીવન બ્રહ્મચર્યવ્રત ધારણ કરવું તે તેટલું જ
પ્રશંસા પાત્ર છે, તેનો દાખલો ભાઈ લાભશંકર છગનલાલ ઉંમર વર્ષ ૩૩ અને તેમના પત્ની કમળા બેને ઉંમર
વર્ષ ૩૦ એ બ્રહ્મચર્યવ્રત લઈને બેસાડયો છે, તે માટે તેમને અભિનંદન ઘટે છે એમ કહ્યા વગર ચાલતું નથી.
ભાઈ મોહનલાલ કાળીદાસ આ સંસ્થાના એક અગ્રકાર્યકર છે.
(૧૧) પરમ પૂજ્ય સદ્ગુરુદેવનો ઉપદેશ જૈનેતરોને પણ રુચિકર લાગે છે એ વાત ભાઈ ઘેલાભાઈ
હાવાભાઈ જેઓ વાળંદ છે તેમના દ્રષ્ટાંતથી તરી આવે છે. પૂજ્ય મહારાજ સાહેબ નાના ગામમાં કે મોટા શહેરમાં
જ્યાં પધારે ત્યાં સંખ્યાબંધ ભાઈઓ અને બહેનો તેમનું વ્યાખ્યાન સાંભળવા આવે છે. બપોરનો ધોમ તડકો,
શિયાળાની સખ્ત ઠંડી કે ચોમાસાનો વરસાદ એ કોઈ પણ જિજ્ઞાસુઓને બાધક લાગતાં નથી. નાનાં કે મોટાં
ગામોમાં જે મકાને પૂ. સદ્ગુરુદેવ ઊતરતા તે જગ્યા વ્યાખ્યાન સાંભળનારાઓ માટે નાની પડતી.
(૧૨) મહારાજસાહેબના સોનગઢના નિવાસમાં સોનગઢમાં રહેતાં અને બહાર ગામથી બ્રહ્મચર્યવ્રત
લેવા માટે મુમુક્ષુઓ આવે છે.
(૧૩) બ્રહ્મચર્યવ્રત લેનાર ભાઈઓને બ્રહ્મચર્યનું સ્વરૂપ તથા પૂર્વે તેમાં કેવા પ્રકારના દોષો લાગ્યા હતા
અને ભવિષ્યમાં તેઓએ કેવી રીતે વર્તવું તે ગુજરાતી ભાષામાં એવું સ્પષ્ટ પૂજ્ય સદ્ગુરુદેવ સમજાવે છે કે વ્રત
લેનાર શું કાર્ય કરવા માગે છે અને તે કેવી રીતે તેણે પાળવું તે, તે યથાર્થ સમજી શકે.
તપ
(૧૪) શ્રી ભગવતી આરાધનાના શિક્ષાધિકારમાં તપ સંબંધમાં નીચે મુજબ કહ્યું છે:–
बारस विहम्मि य तवे सब्भंतर बाहिरे कुसल दिठ्ठे।
ण वि अत्थि ण वि य होहिदि सझाय समंतव्वो कम्मं।।९।।
અર્થ:– પ્રવીણ પુરુષ જે શ્રી ગણધરદેવ તેમનાથી અવલોકન કરવામાં આવેલાં જે બાહ્ય આભ્યંતર બાર
પ્રકારના તપ છે તેમાં સ્વાધ્યાય સમાન બીજું તપ કદી થયું નથી, થશે નહીં અને થતું નથી.
(૧પ) આ ઉત્તમ પ્રકારના સ્વાધ્યાય તપની પ્રવૃત્તિ પૂજ્ય સદ્ગુરુ દેવ સોનગઢમાં છે ત્યાં નીચે મુજબ રહે છે.

PDF/HTML Page 14 of 21
single page version

background image
: અષાઢ : ૨૦૦૦ : આત્મધર્મ : ૧૩૭ :
સ્વાધ્યાયનો કાર્યક્રમ (નવો ટાઈમ)
સવારે ૬–૩૦ થી ૭–૦ જ્ઞાનચર્ચા
,,
૯–૦ થી ૧૦–૦ પૂ. મહારાજ સાહેબનું વ્યાખ્યાન.
,, ૧૦–૧પ થી ૧૧–૧પ શાસ્ત્રવાંચન.
બપોરે ૨–૩૦ થી ૩–૩૦ શાસ્ત્ર વાંચન
,, ૪–૦ થી પ–૦ પૂ. મહારાજ સાહેબનું વ્યાખ્યાન.
,, પ–૦ થી પ–૪પ દહેરાસરમાં પ્રભુ ભક્તિ.
(સાંજના આહાર પછી બ્રહ્મચારી વિદ્યાર્થીઓ સાથે જ્ઞાનનો વાર્તાલાપ)
રાત્રે ૭–૧પ થી ૮–૧પ પ્રતિક્રમણ
,, ૮–૧પ થી ૯–૧પ તત્ત્વને લગતા પ્રશ્નોત્તર.
કુલ–૭ કલાક. નોટ:– ઋતુને અનુસરીને ટાઈમમાં ફેરફાર કરવામાં આવે છે.
(૧૬) આટલાં વખતમાં સ્વાધ્યાય વગેરે ધર્મકાર્ય થવાથી મુમુક્ષુઓને ઘણો લાભ થાય છે આ કાર્યમાં
ભાગ લેનારાઓને આ કાર્યક્રમ ઘણો રસિક લાગે છે.
‘આવું કાર્ય બીજે સ્થળે થતું હોવાનું અમે જાણ્યું નથી’ એમ બહારથી આવતા નવાભાઈઓ વારંવાર કહે છે.
(૧૭) ભગવાનગણધરદેવ સ્વાધ્યાયને ઉત્તમ તપ ગણે છે સ્વાધ્યાય, શાસ્ત્રવાંચન અને જ્ઞાનચર્ચામાં જે
જીવોને રસ આવે છે તેનો ઉપયોગ તેમાં ચોંટયો રહે છે, જ્યારે રુઢિગત ઉપવાસ કરનારનો ઉપયોગ
(ઉપવાસની પ્રતિજ્ઞા લેતાં જે બે મિનિટ લાગે તે સિવાયના વખતમાં) બાહ્ય કાર્યોમાં રહ્યા કરે છે. ભગવાને
કહેલા ઉપવાસ તો સમ્યગ્જ્ઞાનીને જ હોય છે, અને તેનું કાર્યક્ષેત્ર જ્ઞાનીઓ જ જાણે છે.
(૧૮) “આપણે ચોવીસ કલાક આહાર ન લેવાની પ્રતિજ્ઞા ધર્મસ્થાનકે જઈને લઈએ તો તે ઉપવાસ
કહેવાય, તે ઉપવાસ તપ છે; અને તે તપથી નિર્જરા થાય; તથા ચોવીસ કલાક આહાર ન લેવાની પ્રતિજ્ઞા લઈને
ધર્મસ્થાનકે રહીએ તો ૧૧ મું પૌષધવ્રત થાય.” એમ ઘણાએ માને છે, પણ “શ્રી આત્મધર્મ” ના બીજા તથા
ચોથા અંકમાં “બે મિત્રો વચ્ચે સંવાદ” એ મથાળા નીચે સમ્યક્ તપનું સ્વરૂપ આપવામાં આવ્યું છે, તે બારીકીથી
વાંચવામાં આવે તો તે સાચું તપ નથી એમ પરીક્ષકને લાગ્યા વગર રહે નહીં.
(૧૯) પૂ. સદ્ગુરુ દેવના વ્યાખ્યાનનો ધર્મબુદ્ધિથી લાભ લેનારા મુમુક્ષુઓ તપનું સ્વરૂપ સમજતા જાય
છે, એમ જણાવવાની ભાગ્યે જ જરૂર છે.
(૨૦) આ સંસ્થાની સાથે સંબંધ ધરાવતા મુમુક્ષુઓમાં ચાલતી તપની પ્રવૃત્તિનું ટુંકમાં વર્ણન નીચે
પ્રમાણે છે.
સાં–૧૯૯૧ થી ૧૯૯૯ સુધી દરસાલે પર્યુષણ ઉપર ભાઈ વનમાળી પોપટલાલ (જેઓ ‘તપસ્વીજી’
તરીકે ઓળખાય છે તે) એક માસના (૩૦) ઉપવાસ એકીસાથે કરે છે. તે ઉપરાંત સાં–૧૯૯પ તથા ૧૯૯૭ ની
સાલમાં પીપળી તાબે બજાણાના ભાઈ શીવલાલભાઈએ પણ એક સાથે ૩૦ ઉપવાસ કરેલા હતા. તથા–સાં–
૧૯૯૬ માં ભાઈ કપુરચંદ હરજીવને ૧પ ઉપવાસ એક સાથે કર્યા હતા. આ ઉપરાંત ઘણા મુમુક્ષુઓ પૌષધ,
ઉપવાસ, એક વખત ભોજન, વગેરે પોતપોતાની શક્તિ અનુસાર તપ કરે છે.
બીજા પ્રકારના તપની વિશિષ્ટતા
(૨૧) (૧) ઘણા મુમુક્ષુઓ આચાર (અથાણું) બિલકુલ વાપરતા નથી, કેમકે તે ચોવીસ કલાક ઉપરાંત
રહે તો તેમાં સડો થતાં સૂક્ષ્મ ત્રસ જીવો ઉત્પન્ન થાય છે.
(૨) મીલનો આવતો તૈયાર આટો અને તેમાંથી બનાવેલ ગાંઠીયા, મીઠાઈ વગેરે મુમુક્ષુઓ વાપરતા
નથી, કેમકે તે આટો ઘણે ભાગે જૂનો હોય છે, તેમાં એયળ, ફુદા વગેરે આંખે દેખાય એવા ત્રસ જીવો હોય છે
અને ન દેખાય તેવા સૂક્ષ્મ ત્રસ જીવો હોય છે તે સર્વેનો નાશ થાય છે. અહિંસાવ્રત પાળવા માંગનારાઓમાં આ
વિવેક આવે તે ઈચ્છવા યોગ્ય છે. ધર્મના પ્રસંગે થતાં જૈનોના જમણવારમાં આવા જૂના લોટમાંથી થતાં મીઠાઈ
ફરસાણ વગેરેનો ઉપયોગ જ્યાં જ્યાં થતો હોય ત્યાં ત્યાં તે બંધ થવો જોઈએ.
(૩) દહીં–છાસ સાથે દ્વિદળ ભળતાં તેમાં ત્રસ જીવો ઉત્પન્ન થાય છે તેથી તે પ્રમાણે કરવાનું મુમુક્ષુઓએ
છોડી દીધું છે.
(૪) હરકોઈ પ્રકારનો લોટ ચોમાસામાં ૩ દિવસ, ઉનાળામાં પ દિવસ અને શિયાળામાં

PDF/HTML Page 15 of 21
single page version

background image
: ૧૩૮ : આત્મધર્મ : અષાઢ : ૨૦૦૦ :
પ દિવસ કરતાં વધારે પડતર ન વાપરવો એ વગેરે વિવેક દાખલ થતા જાય છે.
(પ) કંદમૂળ વગેરેનો ત્યાગ તો હોય જ. બહુ બીજવાળી લીલોતરી વગેરેનો ત્યાગ પણ વધતો જાય છે.
(૬) પાપડ વગેરે વસ્તુઓ તૈયાર થયા પછી ચોવીસ કલાકથી વધારે વખત રહે ત્યારે તેમાં સડો થઈ
જાય છે–તેથી તેનો ત્યાગ થતો જાય છે.
(૭) મધમાં અનેક ત્રસ જીવો થતા હોવાથી તેનો ત્યાગ થયો છે.
(૮) હાલ જે પ્રકારે દૂધ મેળવવામાં આવે છે તેમાં પરંપરા સડો થઈ જાય છે તેથી તે પદ્ધત્તિ બદલી
કાચલી અગર રૂપું નાંખી દૂધ મેળવવાની પદ્ધત્તિ દાખલ થતી જાય છે.
ભાવ
(૨૨) પરમ પૂજ્ય સદ્ગુરુ દેવના ઉપદેશનું તમામ વજન ભાવ ઉપર જ છે. અનંત તીર્થંકરોએ કહેલું
તત્ત્વ તેઓ તેમના વ્યાખ્યાનમાં ઘણી જ સરળ અને મધુર ભાષામાં કહે છે. નાનું બાળક પણ સમજી શકે એવી
ઘરગથ્થુ ભાષા તેઓ પ્રકાશે છે. શાસ્ત્રની પરિભાષાનો ઓછામાં ઓછો ઉપયોગ તેઓશ્રી કરે છે, તેને પરિણામે
જૈનધર્મના તત્ત્વજ્ઞાનનો ઘણો પ્રચાર થયો છે. પરમ પૂજ્ય સદ્ગુરુ દેવે અધ્યાત્મ રસનો ધોધમાર વરસાદ
વરસાવ્યો છે, તેથી જૈન ધર્મના તત્ત્વનો બહોળો પ્રચાર થયો છે.
(૨૩) પરમ પૂજ્ય સદ્ગુરુદેવે વિહારમાં શ્રી પદ્મનંદિ સૂત્રનું વ્યાખ્યાન ઉમરાળાથી શરૂ કરેલ. વિહાર
દરમ્યાન જે ગામે પહોંચે ત્યાં બપોરે વ્યાખ્યાન અને રાત્રે શંકા–સમાધાન એ પ્રમાણે કાર્યક્રમ ચાલતો. જે ગામે
એક દિવસ કરતાં વધારે રોકાવાનું થાય ત્યાં સવારે અને બપોરે વ્યાખ્યાન તથા રાત્રે શંકા–સમાધાન એ પ્રમાણે
કાર્યક્રમ રહેતો. વઢવાણ શહેરમાં એ ત્રણ કાર્યક્રમ ઉપરાંત બપોરે એક કલાક શ્રી પ્રવચનસારની શ્રીમાન્
અમૃતચંદ્રાચાર્યની સંસ્કૃત ટીકાના ગુજરાતી અર્થ ભાઈ હિંમતલાલ જેઠાલાલ શાહ (જેઓ હાલ પ્રવચનસારનું
ગુજરાતી અનુવાદન કરી રહ્યા છે તેઓ) કરતા અને પૂ. મહારાજ સાહેબ તેના ભાવો સમજાવતા. વઢવાણ
કેમ્પમાં સવારે પદ્મનંદીસૂત્રનું વ્યાખ્યાન અને બપોરે શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનું વ્યાખ્યાન તથા રાત્રે શંકા–સમાધાન
એ પ્રમાણે કાર્યક્રમ હતો. તે ઉપરાંત બાકીના વખતમાં જુદે જુદે વખતે અનેક ભાઈઓ આવતા અને જ્ઞાનચર્ચા
ચાલતી. મોટા શહેરોમાં તે ઉપરાંત સવારમાં વહેલી જ્ઞાનચર્ચા ચાલતી. એ પ્રમાણે શ્રુતગંગાનો ધોધમાર વરસાદ
વરસાવતા શ્રી સદ્ગુરુ દેવે સાં. ૧૯૯૯ના જેઠ સુદ ૧૦ ના રોજ રાજકોટની ભૂમિને તેમના પૂનિત પગલાં વડે
પવિત્ર કરી, અને ત્યાં સાં. ૨૦૦૦ ના ફાગણ વદ ૨ સુધી બિરાજી ફાગણ વદ ૩ ને રવિવારના રોજ રાજકોટથી
વિહાર શરૂ કર્યો. રાજકોટનો કાર્યક્રમ નીચે પ્રમાણે હતો.
(૨૪) સવારમાં અર્ધો કલાક જ્ઞાનચર્ચા; સવારે એક કલાક શ્રી સમયસાર પર વ્યાખ્યાન, ત્યાર પછી
એક કલાક નિયમસારનું વાંચન. બપોરના એક કલાક પંચાસ્તિકાયનું વાંચન ત્યાર પછી શ્રી પ્રવચનસાર પર
વ્યાખ્યાન, ત્યાર પછી શ્રી અષ્ટપાહુડનું વાંચન તથા રાત્રે શંકા–સમાધાન. આ પ્રમાણે આખો દિવસ તેઓશ્રીએ
તેમના વિશાળ અનુભવ જ્ઞાનનો લાભ આપી તે જ્ઞાનજળવડે અનેક મુમુક્ષુઓને રાજકોટમાં પવિત્ર કર્યા. શ્રી
પ્રવચનસારના પહેલા બે અધ્યાય વ્યાખ્યાનમાં સમજાવ્યા પછી બપોરે પણ શ્રી સમયસારનું વ્યાખ્યાન ચાલતું.
પર્યુષણમાં સવારે શ્રી સમયસાર તથા બપોરે શ્રી પદ્મનંદીસૂત્રમાંથી દાન અધિકારના વ્યાખ્યાન ચાલતા. શ્રી
પંચાસ્તિકાયનું વાંચન પૂરૂં થયા પછી શ્રી સર્વાર્થસિદ્ધિનું વાંચન શરૂ થયેલું, અને શ્રી નિયમસારનું વાંચન પૂરૂં
થયા પછી તે વખતે પણ શ્રી સર્વાર્થસિદ્ધિનું વાંચન થતું.
(૨પ) આ ઉપરાંત સવારમાં મુમુક્ષુભાઈઓ અને બહેનો રાજકોટમાં ભગવાનની પૂજા કરતા, રવિવાર
અને તહેવારના દિવસોએ વ્યાખ્યાન પછી દહેરાસરમાં પ્રભુભક્તિ થતી, અને સાંજે એક કલાક પ્રતિક્રમણ થતું.
(૨૬) વ્યાખ્યાનમાં ઘણા માણસો આવતા હોવાથી પૂ. મહારાજ સાહેબને જોરથી બોલવાનો ઘણો
પરિશ્રમ પડ્યો તેને પરિણામે તથા બીજા કારણોએ રાજકોટમાં કેટલોક વખત તેમની તબિયત નરમ રહેલી તેથી
તેટલા દિવસ વ્યાખ્યાન બંધ રહેલ હતું, તે દિવસોમાં તેમની પાસે વાંચન તો ચાલુ રહેલું.
(૨૭) આ પ્રમાણે રાજકોટ ઉપર પૂર્ણ કૃપા વરસાવી તેઓશ્રીએ મુમુક્ષુઓને અનહદ લાભ

PDF/HTML Page 16 of 21
single page version

background image
: અષાઢ : ૨૦૦૦ : આત્મધર્મ : ૧૩૯ :
આપ્યો, અને તેથી અપૂર્વ ધર્મપ્રભાવના થઈ. એ પ્રમાણે ધર્મનું સ્વરૂપ તેઓશ્રીએ સમજાવતાં ‘ભાવશુદ્ધિ’ નું
ઉત્તમ પ્રકારે સિંચન થયું અને લોકોની ધર્મભાવના જાગ્રત થઈ અને વૃદ્ધિ પામી.
(૨૮) સમ્યગ્દર્શનથી જ ધર્મની શરૂઆત થાય છે, તેથી સમ્યગ્દર્શન ઉપર ખાસ વજન તેઓશ્રીના
વ્યાખ્યાનમાં આવે છે. આ ઉપદેશમાં અનેક ન્યાયો આપી સમ્યકત્વનું માહાત્મ્ય દર્શાવવામાં આવે છે. તેમની
અદ્ભુત પ્રભાવશાળી અને કલ્યાણકારિણી વાણી અનેક જીવોને આકર્ષે એ સ્વાભાવિક છે. ભાઈઓ, બહેનો,
વૃદ્ધો, યુવાનો, કેળવાયેલા, વકીલો, ડોકટરો, અમલદારો તવંગરો, ગરીબો, જૈનો, જૈનેતરો તે સાંભળવા આવતા
અને તેનો લાભ લેતા.
(૨૯) હાલમાં ‘શ્રી આત્મધર્મ માસિક’ બહાર પડે છે, તેમાં તેઓશ્રીના વ્યાખ્યાનો અને ચર્ચા દરમ્યાન
તેઓશ્રીએ જણાવેલા તત્ત્વજ્ઞાનના ઊંડા ન્યાયો તથા બીજા તત્ત્વના વિષયો આવે છે, એ રીતે સમાજનું ધ્યાન
‘ભાવ’ ઉપર હાલ ખાસ ખેંચાયું છે.
(૩૦) ચાર જ્ઞાનના ધણી શ્રી ગણધર દેવ પણ નિર્વિકલ્પ ધ્યાનમાં ન રહી શકે ત્યારે સાક્ષાત્ તીર્થંકર
પ્રભુનો ઉપદેશ વારંવાર સાંભળે છે; ભગવાનનો ઉપદેશ સવારે, બપોરે અને સાંજે એમ ત્રણ વખત છ છ ઘડી
ચાલે છે એટલે કુલ ૧૮ ઘડી (લગભગ ૭ કલાક) તેઓ હંમેશાંં ઉપદેશ સાંભળે છે. માટે સામાન્ય શક્તિના
માણસોએ તત્ત્વજ્ઞાનના શ્રવણ વાંચનમાં બને તેટલો લાંબો વખત રહેવું જ જોઈએ; અને તત્ત્વજ્ઞાનની દ્રઢતા માટે
રુચિ વધારવી જ જોઈએ. તત્ત્વજ્ઞાનના આ કાર્યક્રમથી ઘણા ભાઈઓ અને બહેનોની ધર્મ તરફની રુચિ વધી છે.
(૩૧) તત્ત્વજ્ઞાન પ્રચાર અને પ્રકાશનો
(૧) સમયસાર (૨) પ્રવચનસાર (૩) પંચાસ્તિકાય (૪) પદ્મનંદિ (પ) નિયમસાર (૬)
પંચાધ્યાયી (૭) અષ્ટપાહુડ (૮) સમયસાર ટીકા (૯) સમયસાર નાટક (૧૦) સમયસાર કલશા (૧૧)
અર્થ પ્રકાશિકા (૧૨) રાજ વાર્તિક (૧૩) દ્રવ્ય સંગ્રહ–મોટું (૧૪) દ્રવ્યસંગ્રહ નાનું (૧પ) છહઢાલા (૧૬)
ભગવતી આરાધના (૧૭) ગોમટ્ટસાર (૧૮) શ્રી ધવલ (૧૯) શ્રી જયધવલ (૨૦) મોક્ષમાર્ગ પ્રકાશક
(૨૧) શ્રી જૈનસિદ્ધાંત દર્પણ (૨૨) શ્રી પરમાત્મ પ્રકાશ વગેરે તત્ત્વજ્ઞાનના હિંદી પુસ્તકો મોટી સંખ્યામાં
વેચાયા છે. (૨૩) ગુજરાતી સમયસાર–પ્રત ૨૦૦૦ (૨૪) સમયસારનું હરિગીત બે આવૃત્તિ–પ્રત ૩૦૦૦
(૨પ) સમયસાર ગૂટકા બે આવૃત્તિ ૩૦૦૦ (૨૬) આત્મલક્ષ્મી ૧૦૦૦ (૨૭) આત્મ પ્રભા–૧૦૦૦ (૨૮)
સર્વ સામાન્ય પ્રતિક્રમણ આવશ્યક ૧૦૦૦ (૨૯) અનુભવ પ્રકાશ ૧૦૦૦ (૩૦) આત્મસિદ્ધિ પર પ્રવચનો
૧૦૦૦ વગેરે પ્રકાશનો સોનગઢથી પ્રસિદ્ધિ પામ્યાં છે. (૩૧) આત્મસિદ્ધિ પર પ્રવચનોની એક આવૃત્તિ ખપી
ગઈ છે અને બીજી આવૃત્તિ ૧૦૦૦ છપાઈને બહાર પડી ગઈ છે. (૩૨) સત્તા સ્વરૂપ ગુજરાતીમાં પ્રત ૧૦૦૦
આ સાલના ચૈત્ર સુદ–૧૩ ના રોજ પ્રસિધ્ધ થયું છે, અને તેનો લગભગ ત્રીજો ભાગ ખપી ગયો છે. (૩૩)
કલોલથી પ્રસિધ્ધ થયેલ ‘શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક’ ની પ્રથમ આવૃત્તિ વેચાઈ ગઈ છે, નવી આવૃત્તિ થોડા
વખતમાં બહાર પડશે. (૩૪) શ્રી પ્રવચનસાર ગુજરાતીમાં છપાવવાનું કાર્ય શરૂ થઈ ગયું છે. (૩પ) ‘શ્રી
અપૂર્વ અવસર’ ઉપરના પ્રવચનો છપાય છે. અને તે થોડા વખતમાં પ્રસિધ્ધ થશે. (૩૬) “શ્રીમદ્ રાજચંદ્ર”ની
આવૃત્તિઓ મોટી સંખ્યામાં વેચવામાં આવી છે. (૩૭) “શ્રી સમયસાર પર પ્રવચનો” ચાર વોલ્યુમમાં બહાર
પડશે, તેનો પહેલો ભાગ પ્રત ૨૦૦૦ છપાય છે. (૩૮) સ્તવન મંજરી (૩૯–૪૦) આધ્યાત્મિક પત્રાવલી
ભાગ ૧–૨. (૪૧) સમવસરણ સ્તુતિ (૪૨) પૂજા સંગ્રહ (૪૩) જૈન સિધ્ધાંત પ્રવેશિકા (૪૪) દ્વાદશાનુપ્રેક્ષા
(૪પ) શ્રી જિનેન્દ્ર સ્તવનાવલી એ પ્રમાણેના પુસ્તકો પ્રસિદ્ધિ પામ્યાં છે. (૪૬) શ્રી બેચરલાલ કાળીદાસ
જસાણી તરફથી નાની ડાયરીના આકારની શ્રી આત્મસિદ્ધિ છપાવવામાં આવી છે, અને તે મુમુક્ષુ ભાઈ–
બહેનોને સ્વાધ્યાય માટે ભેટ આપવામાં આવે છે. (૪૭) ‘શ્રી આત્મધર્મ માસિક’ બહાર પડે છે, તેમાં
તત્ત્વજ્ઞાનના વિષયો પ્રસિધ્ધ થાય છે, તે ઘણું લોકપ્રિય થયું છે, અને તેના ગ્રાહકો લગભગ ૧૦૦૦ થઈ ગયા
છે. (૪૮) શ્રી આત્મધર્મ માસિકના ગ્રાહકોને વવાણીઆના દેસાઈ વ્રજલાલ વલમજી અને ચંદુલાલ વલમજીએ
તેમના પિતાશ્રી દેસાઈ વલમજી રામજીના સ્મરણાર્થે પરમ પૂજ્ય સદ્ગુરુ દેવના શ્રી સમયસારજી ગાથા ૧૧
ઉપરના પ્રવચનોનું ‘સંજીવની’ નામનું પુસ્તક ભેટ આપ્યું છે. (૪૯ થી પ૧) શ્રી ધવળ, શ્રી જયધવળ તથા
શ્રી ત્રિલોક પ્રજ્ઞપ્તિ પણ ઘણી ખપી છે.

PDF/HTML Page 17 of 21
single page version

background image
: ૧૪૦ : આત્મધર્મ : અષાઢ : ૨૦૦૦ :
(૩૨) આ રીતે કાઠિયાવાડ, ગુજરાત, મારવાડ અને હિંદુસ્તાનના બીજા ભાગોનો સમાજ સારા
પ્રમાણમાં (કુળ ધર્મના ભેદ રહિત) અધ્યાત્મ રસની આ પ્રવૃત્તિમાં રસ લઈ રહેલ છે. “જૈન ધર્મ એ કોઈ વેશ કે
સંપ્રદાય નથી, પણ વિશ્વનું સ્વરૂપ પ્રતિપાદન કરે છે.” એમ તેઓને જણાયું છે. જૈન ધર્મ આંધળી શ્રધ્ધાથી માની
લેવાનો નથી, પણ પ્રયોજનભૂત બાબતોમાં પરીક્ષા કરી સત્યાસત્યનો નિર્ણય કરી તેને સ્વીકારવો જોઈએ એમ
તેમને ખાતરી થઈ છે. જૈન ધર્મ એક ખરેખરું વિજ્ઞાન (
Science) છે, અને તે ન્યાય (Redson) ઉપર
રચાયેલું છે એમ અભ્યાસીને જણાયા વિના રહેતું નથી.
શ્રાવકના ષટ્ આવશ્યક કર્મ
(૩૩) શ્રી પદ્મનંદિપંચવિંશતિકા શ્રાવકાચારમાં નીચે પ્રમાણે શ્રાવકોનાં છ આવશ્યક કહ્યાં છે.
देव पूजा गुरु पास्तिः स्वाध्यायः संयमस्तपः
दानश्चेति गृहस्थानां षट्कर्माणि दिने दिने।।
७।।
અર્થ: જિનેન્દ્ર દેવની પૂજા, સદ્ગુરુની સેવા, સ્વાધ્યાય, સયંમ, તપ, અને દાન એ છ કર્મ શ્રાવકોએ
પ્રતિદિન કરવા યોગ્ય છે. નોટ:–સમ્યગ્દર્શન જેને ન હોય તે ખરો શ્રાવક નથી, અને તેને આ આવશ્યક ખરા
હોતા નથી. આ છએ આવશ્યક યથાવિધિ યથાશક્તિ મુમુક્ષુ જીવો કરી રહ્યા છે.
પ્રભાવનાનાં કાર્યો
(૩૪) સોનગઢ સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ હસ્તક નીચેના મકાનો ધર્મના પ્રચાર માટે બંધાવવામાં આવ્યાં છે–
–:
(૧) શ્રી જૈન સ્વાધ્યાય મંદિર–જેમાં પૂ. સદ્ગુરુ દેવ બિરાજે છે, અને વ્યાખ્યાન આપે છે.
(૨) શ્રી ખુશાલ અતિથિ ગૃહ–જેમાં બહાર ગામથી આવતા મુમુક્ષુઓને રહેવા તથા જમવા માટે સગવડ
કરવામાં આવે છે.
(૩) ભગવાન શ્રી સીમંધર સ્વામીનું સનાતન જૈન દેરાસર.
(૪) શ્રી સમવસરણ
[ધર્મ સભા]
(પ) મુમુક્ષુ ભાઈઓને સોનગઢમાં રહી લાભ લેવા માટે એક પ્લોટ લેવામાં આવ્યો છે, જેમાં હાલ મકાનો
ચણાય છે; તેમાં ૧૪ કુટુંબોનો તથા ૧૪ નાના કુટુંબોનો એમ કુલ ૨૮ કુટુંબોનો સમાવેશ થાય તેટલી સગવડ થશે.
(૬) શ્રી બ્રહ્મચર્ય આશ્રમ માટે જગ્યા લેવામાં આવી છે જેમાં યોગ્ય સમયે મકાન બંધાવવામાં આવશે.
(૭) શ્રી માનસ્થંભ બનાવવાનું કાર્ય થોડા સમયમાં હાથમાં લેવામાં આવશે.
આ બધાં કાર્યો અને પ્રચાર મુમુક્ષુ ભાઈ બહેનોના દાન પ્રભાવનાદિના ચાલુ રહેતા સતત્ પ્રવાહ વિના બની શકે નહીં.
શ્રી જૈન અતિથિ સેવા સમિતિ
(૩પ) સોનગઢમાં આવતા મુમુક્ષુ ભાઈઓ તરફથી આ સમિતિ સ્થાપન કરવામાં આવી છે, તેના
ધારાઓ ઘડવામાં આવ્યા છે. તે સમિતિનું કાર્યક્ષેત્ર સોનગઢ આવતા સમિતિના સભ્યો તથા મહેમાનો માટે
રસોડાનો પ્રબંધ કરવાનો છે. શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટે શ્રી ખુશાલ અતિથિગૃહનો કેટલોક ભાગ એ
સમિતિને વપરાશ માટે આપ્યો છે. તે સમિતિના સભ્યની વાર્ષિક ફી. રૂા. પ/–છે. સમિતિને રસોડે જમતા ભાઈ–
બહેનો જે કાંઈ રકમ આપે તેનો સ્વીકાર કરવામાં આવે છે. એ રકમ અને સભ્યોની વાર્ષિક ફીની રકમમાંથી આ
ખર્ચ ઉપડી જાય છે. ખાસ તહેવારો અને પર્યુષણના દિવસોનું ખર્ચ જુદા જુદા મુમુક્ષુ ભાઈ–બહેનો જુદે જુદે
વખતે આપે છે, અને તે પ્રસંગે આવતા ભાઈઓ ભેગામળી ગામદીઠ યોગ્ય લાગે તે રકમો પણ આપે છે.
સનાતન બ્રહ્મચર્ય આશ્રમ
(૩૬) સોનગઢમાં સાં–૧૯૯૮ ના ભાદરવા સુદ પ ના રોજ ‘શ્રી સનાતન જૈન બ્રહ્મચર્ય આશ્રમ’
સ્થાપવામાં આવેલ છે. જૈન તત્ત્વજ્ઞાનના અભ્યાસ માટે તેમાં ત્રણ વર્ષનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે; તેમાં
દાખલ થનારા ભાઈઓએ ત્રણ વર્ષ બ્રહ્મચર્ય પાળવાનું હોય છે, આ સંસ્થા ધાર્મિક હોવાથી તેમાં વ્યવહારિક
શિક્ષણનો પ્રબંધ નથી. જૈનધર્મના તત્ત્વજ્ઞાનની આ પ્રકારના શિક્ષણની કાઠિયાવાડમાં આ એક જ સંસ્થા છે.
સાં. ૧૯૯૭–૧૯૯૮ ની સાલમાં ઉનાળામાં ધાર્મિક શિક્ષણનો વર્ગ ખોલવામાં આવ્યો હતો. તેમાં પહેલી
સાલમાં ચાલીશ અને બીજી સાલમાં સીત્તેર વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. સાં. ૧૯૯૯ ની સાલમાં મહારાજ
સાહેબ વિહારમાં હોવાથી તે સાલમાં વર્ગ ખોલી શકાયો નહોતો. ચાલુ સાલમાં આ વર્ગ ખોલ્યો હતો, અને તેમાં
૬૦ વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો.

PDF/HTML Page 18 of 21
single page version

background image
: અષાઢ : ૨૦૦૦ : આત્મધર્મ : ૧૪૧ :
વિશ્વપ્રેમ
લેખક : – રામજીભાઈ માણેકચંદ દોશી
પ્રશ્ન– શ્રી ‘આત્મધર્મ’ ના ત્રીજા અંકમાં ‘આત્માનું હિત મોક્ષ જ છે.’ એ મથાળાવાળો લેખ વાંચ્યો;
તેમાં વિશ્વ પ્રેમનું સ્વરૂપ આવી જતું હોય એમ મને લાગે છે તે ખરૂં છે?
ઉત્તર– હા; તે લેખમાં જે સ્વરૂપ કહ્યું છે તેમાં વિશ્વ પ્રેમનું સ્વરૂપ આવી જાય છે.
પ્રશ્ન– આ વિષયને વધારે સ્પષ્ટપણે કહેવામાં આવે તો સારું માટે જણાવો.
ઉત્તર–
[] ‘વિશ્વ’ એટલે જગતના સર્વ પદાર્થો–છ એ દ્રવ્યો તે નીચે પ્રમાણે છે.
૧–– સિધ્ધ જીવો, સંસારી જીવો જેની સંખ્યા અનંત છે.
૨–– અનંતાનંત પુદ્ગલ દ્રવ્યો, તમામ પ્રકારના
[સ્કંધો સહિત]
૩–– એક ધર્માસ્તિકાય. ૪–– એક અધર્માસ્તિકાય.
પ–– એક આકાશ ૬–– અસંખ્યાત કાલાણુ.
[] પ્રેમ બે પ્રકારના છે. એક રાગરહિત પ્રેમ, બીજો રાગસહિત પ્રેમ. તેમાં જે રાગરહિત પ્રેમ છે તે
વિશ્વપ્રેમ છે–કેમકે તેમાં સર્વ દ્રવ્યો પ્રત્યે સમભાવ છે. રાગ–દ્વેષ નથી; વિશ્વપ્રેમનું બીજું નામ સમાનભાવ અથવા
સમભાવ છે. વસ્તુઓ, ગુણો અને તેની અવસ્થાઓ જેમ છે તેમ જાણવાં અને તે પ્રત્યે રાગ–દ્વેષ ન કરવો તેનું
નામ સાચો વિશ્વપ્રેમ છે.
પ્રશ્ન–– ‘આત્માનું હિત એક મોક્ષ જ છે ’ તે લેખમાં આ સ્વરૂપનો ભાગ ક્યો છે તે જણાવો.
ઉત્તર––તે લેખના નીચેના ફકરામાં તે વિષય આવે છે––
જેના અંતરંગમાં આકુળતા છે તે દુઃખી છે તથા જેને આકુળતા નથી તે સુખી છે. વળી આકુળતા થાય છે
તે રાગાદિ કષાય ભાવ થતાં થાય છે, કારણકે રાગાદિ ભાવોવડે આ જીવ તો સર્વ દ્રવ્યોને અન્ય પ્રકારે
પરિણમાવવા ઈચ્છે છે, અને તે સર્વ દ્રવ્યો અન્ય પ્રકારે પરિણમે છે ત્યારે આને આકુળતા થાય છે.
‘હવે કાં તો પોતાને રાગાદિ ‘ભાવ દૂર થાય અથવા પોતાની ‘ઈચ્છાનુસાર જ સર્વ દ્રવ્યો પરિણમે તો
આકુળતા મટે. હવે સર્વ દ્રવ્યો તો આને આધીન નથી, પણ કોઈ વેળા કોઈ દ્રવ્ય આની ઈચ્છા હોય તેમ જ
પરિણમે તો પણ આની આકુળતા સર્વથા દૂર થતી નથી. સર્વ કાર્ય આની ઈચ્છા અનુસાર જ થાય, અન્યથા ન
થાય ત્યારે જ આ નિરાકુળ રહે, પણ એમ તો થઈ જ શકતું નથી, કારણકે કોઈ દ્રવ્યનું પરિણમન કોઈ દ્રવ્યને
આધીન નથી, પણ પોતાના રાગાદિ ભાવ દૂર થતાં નિરાકુળતા થાય છે; અને તે કાર્ય બની શકે એમ છે, કારણકે
રાગાદિ ભાવો આત્માના સ્વભાવ ભાવ તો છે નહીં પણ ઔપાધિક ભાવ છે.’
પ્રશ્ન:–ત્યારે તો એમ થયું કે કોઈ દ્રવ્યનું પરિણમન કોઈ દ્રવ્યને આધીન નથી એમ નક્કી કરી પર વસ્તુઓ
પ્રત્યે રાગદ્વેષ ન કરવા અને નિરાકુળતા પ્રગટ કરવી તેનું નામ ‘વિશ્વ પ્રેમ’ છે એમ તમે કહેવા માંગો છો?
ઉત્તર:–હા, તેમ જ છે. તેવો ભાવ પ્રગટ થતાં કોઈ પણ જીવને દુઃખ દેવાનો અગવડ આપવાનો, પ્રાણ
હરવાનો, તેની સગવડ લઈ લેવાનો કે એવો કોઈ પણ વિકાર ભાવ રહેતો નથી. તેવો ભાવ સિધ્ધ, તીર્થંકર કે
કેવળી જીવોને હોતો નથી તેથી તેઓ પૂરા અને ખરા વિશ્વપ્રેમી છે.
પ્રશ્ન:–સિધ્ધ ભગવાનોથી લોકોને શું લાભ થાય છે.
ઉત્તર:–સિધ્ધ ભગવાનના ધ્યાન વડે જીવોને સ્વદ્રવ્ય–પરદ્રવ્ય તથા ઉપાધિક–સ્વાભાવિક ભાવનું વિજ્ઞાન
થાય છે; તે ધ્યાન પોતાને સિધ્ધ સમાન થવાનું સાધન થાય છે; તેથી સાધવા યોગ્ય પોતાનું શુધ્ધ સ્વરૂપ તેને
દર્શાવવા માટે સિધ્ધ પ્રતિબિંબ સમાન છે. એ પ્રકારે સિધ્ધ ભગવાન ‘વિશ્વ પ્રેમી’ છે.
પ્રશ્ન:–પોતાના ગામના માણસોને સુખ આપવાનો, સગવડ આપવાનો, પ્રાણ ઉગારવાનો, તેની સગવડ
વધારવાનો એવો કોઈ ભાવ તેમાં આવ્યો નહીં તો તેને ‘પ્રેમ’ કેમ કહી શકાય?
ઉતર:–અમુકને જ સુખ વગેરે આપવાનો ભાવ કરે તો વિશ્વ [બધાં] પ્રત્યે પ્રેમ ન રહ્યો. તેનો સિદ્ધાંત એ
છે કે જીવ જ્યાં સુધી

PDF/HTML Page 19 of 21
single page version

background image
: ૧૪૨ : આત્મધર્મ : અષાઢ : ૨૦૦૦ :
પોતાનું સાચું સ્વરૂપ ન સમજે ત્યાં સુધી તે પર પ્રત્યે રાગદ્વેષ ઓછો કે વધારે કર્યા વિના રહેશે જ નહીં, તેથી
હાલ કોઈ પ્રત્યે રાગ કરશે તો તે ભાવ [વિકારી હોવાથી] પલટો ખાધા વગર રહેશે નહીં. વળી એક કે વધારે
પ્રત્યે રાગ હોય ત્યાં બીજાઓ પ્રત્યે તે જ વખતે દ્વેષ છે કેમકે બધાને સમાન ગણ્યા નહીં. રાગ પછી અજ્ઞાનીને
દ્વેષ થયા વગર રહેશે જ નહીં; માટે જીવ જો પોતાનું સ્વરૂપ સમજે તો જ જગતના સર્વ પદાર્થો પ્રત્યે યથાર્થ ભાવ
રાખી શકે તેને જ ‘વિશ્વપ્રેમ’ કહી શકાય.
એ ધ્યાનમાં રાખવાનું છે કે જીવ પોતાનું સ્વરૂપ સમજ્યા વિના કદીપણ દ્વેષ કે રાગ ટાળી શકશે જ નહીં,
તેમાં હીનાધિકતા કર્યા કરશે.
પ્રશ્ન:–સર્વ જીવો પ્રત્યે સરખા રાગવાળો પ્રેમ બની શકે કે કેમ?
ઉત્તર:–ના, ન બની શકે. બધા જીવો પ્રત્યે સરખા રાગવાળો પ્રેમ ન જ બની શકે–એટલું જ નહીં પણ
બધા મનુષ્યો [જેમાં પોતાનો સમાવેશ થાય છે] પ્રત્યે પણ સરખો પ્રેમ ન રહી શકે. એક માણસ જમતી વખતે
જગતના બધા માણસો જમ્યા કે કેમ, જમે છે કે કેમ, તેને સર્વેને પૂરતું અને સારું જમવાનું મળે તો જ મારે જમવું
એમ કદી કરી શકે નહીં, પરંતુ સર્વનું સ્વરૂપ જેવું છે તેવું જાણી તેમના પ્રત્યે રાગદ્વેષ ન કરે તે જ તેમના પ્રત્યે
ખરો (અકષાયી) પ્રેમ છે.
પ્રેમના બે ભાગ પાડતાં રાગરહિત પ્રેમ અને રાગસહિત પ્રેમ એ બે ભાગ પાડ્યા હતાં, તેમાં રાગરહિત
પ્રેમનું સ્વરૂપ જે કહ્યું તે પૂર્ણ રીતે અમલમાં લાવનાર વીતરાગી જીવો અને સિધ્ધ ભગવાનો છે તેથી શાસ્ત્રમાં
તેમને ‘અકષાયી કરુણાસાગર’ કહ્યા છે.
પ્રશ્ન:–વિશ્વ પ્રેમને અપૂર્ણપણે કોણ અમલમાં મૂકી શકે?
ઉત્તર:– છદ્મસ્થ સમ્યગ્દ્રષ્ટિ જીવો.
પ્રશ્ન:– છદ્મસ્થ વીતરાગી ન હોય તેને તો ‘રાગ’ હોય છે તો પછી તે ‘વિશ્વ પ્રેમ’ કેમ કહી શકાય?
ઉત્તર:– તેઓ પરનું ભલું કે બુરું હું કરી શકું તેમ માનતા નથી, તેથી પોતાના હિત માટે જ્યારે પોતે
શુધ્ધતામાં રહી શકતા નથી ત્યારે કોઈને દુઃખ દેવા વગેરેના ભાવો કરતા નથી, અને લોભાદિ ટાળતાં દાનાદિના
જે શુભ ભાવો તેમને થાય છે તેના તે માલીક થતા નથી તેથી તે અપેક્ષાએ તેમને ‘અપૂર્ણ વિશ્વપ્રેમ’ છે એમ કહી
શકાય છે. સંપૂર્ણ વીતરાગ થતાં તે ‘સંપૂર્ણ વિશ્વપ્રેમી’ થઈ જાય છે.
પ્રશ્ન:– આત્માનું સ્વરૂપ યથાર્થપણે ન જાણતા હોય તેવા જીવોને વિશ્વપ્રેમ હોઈ શકે કે કેમ?
ઉત્તર:– ના, તેમને ન હોઈ શકે. ‘આત્માનું હિત મોક્ષ જ છે. ’ એમ યથાર્થપણે નક્કી કરે તેને ‘વિશ્વપ્રેમ’
થઈ શકે.
(અનુસંધાન પાન ૧૨૬ નું ચાલુ)
૨૦. સ્વરૂપનો ભોગવટો જોઈએ તેને બદલે રાગાદિ શુભ–પર–ભાવનો ભોગવટો અભવી કરે છે તેથી તે
ભોગના નિમિત્તરૂપ પુણ્યને શ્રધ્ધે છે.
૨૧. એક પદાર્થને બીજા પદાર્થની જરૂર પડે ત્યારે તે પદાર્થ પરાધીન થયો કહેવાય. આત્માને પર વસ્તુની
જરૂરિયાત પડે તે જ પરાધીનતા દુઃખ છે.
૨૨. વિકારી કે અવિકારી અવસ્થા તે મારામાં નથી, હું તો ત્રિકાળી શુધ્ધ સ્વરૂપ છું. પરિપૂર્ણ છું. તેના
ઉપર લક્ષ દેતાં મોક્ષ દૂર નથી. તેનાથી ઊલટા ભાવવાળાને બંધન દૂર નથી એટલે કે તે સમયે સમયે બંધાય છે.
૨૩. પુરુષાર્થની જાગૃતિમાં જે પુણ્ય બંધાઈ જાય તેના યોગે અનુકૂળ નિમિત્ત મળ્‌યા વગર રહે જ નહિ.
માટે ભાવના પુરુષાર્થની હોય, નિમિત્તની નહિ.
૨૪. નિમિત્તની ભાવના ભાવનારો વિકારને જ ભાવે છે, સ્વભાવને ભાવનારો વીતરાગતાને જ ભાવે છે.
૨પ. જ્ઞેય–જ્ઞાયક સંબંધને એકરૂપ માનવા તે અભિપ્રાયની ભૂલ છે ને તે જ બંધનું કારણ છે. રાગાદિક છે
તે જ્ઞેય છે, તેથી તે જાણતાં જ્ઞાનની વિશાળતા થાય છે, એમ જ્ઞાની માને છે. જ્યારે અજ્ઞાની માને છે કે રાગાદિક
મારાં છે. કર્મ મારા આત્મજ્ઞાનને અટકાવે છે. દ્રષ્ટિ ફરક છે.
૨૬. સ્વભાવમાં ભવનો ભાવ નથી. સ્વભાવને પોતાનો માને તેને ભવની શંકા હોય નહિ. ભવના
ભાવને જે મારા માને તેને ભવ હોય. વિશેષ હવે પછી
તમારી નકલ પાંચને વાંચવા આપી આત્મધર્મની પ્રભાવના કરો.

PDF/HTML Page 20 of 21
single page version

background image
• • શ્ર િક્ષ ર્ • •
– સોનગઢ –
सा विद्या या विमुकत ये। એવું સૂત્ર પોતાના ધ્યેયમંત્ર તરીકે તો ઘણી શિક્ષણ સંસ્થાઓ રાખે છે, પરંતુ
ખરેખર મુક્તિ અપાવે એવી વિદ્યા આપનારું શિક્ષણ ક્યાંય દીઠું નહોતું.
ગયા મે મહિનાની ૪ થી તારીખે જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તરફથી એક શિક્ષણ વર્ગ માત્ર એક મહિના
માટે શરુ કરવામાં આવેલો. જેમાં ૬૦ વિદ્યાર્થીઓ શિક્ષણ લેવા માટે આવેલા. એ વિદ્યાર્થીઓને અભ્યાસ કરતાં
જોયાં ત્યારે જ લાગ્યું કે ‘સા વિદ્યા યા વિમુક્ત યે’એ સૂત્રને અનુરૂપ એવું જ શિક્ષણ અહિં અપાય છે.
લગભગ ૧૨ વર્ષની ઉમ્મરથી માંડીને પર વર્ષની ઉમ્મર સુધીના વિદ્યાર્થીઓ હતા. વ્યવહારમાં જેને
ખરેખર કુશળ કહી શકાય એવા મોટી ઉમ્મરના વિદ્યાર્થીઓ આ વર્ગમાં ઠોઠ તરીકે પૂરવાર થતાં હતાં. અને
પોતાની જાતને હોશિયાર માનતા પ્રેક્ષકો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પૂછાતાં પ્રશ્નોના જવાબ આપતાં જોઈને
આપમેળે શરમાતાં હતાં.
પરમ પૂજ્ય સદ્ગુરુદેવની હાજરીમાં સવારના ૧૦ા થી ૧૧ા અને બપોરના ૨।। થી ૩।। વાગ્યા સુધી એ
વર્ગ ચાલતો.
અવારનવાર ગુરુદેવ બાળકોને હસતા હસતા પ્રશ્નો પૂછતા અને એ દ્વારા કેટલાય ગહન વિષયોના
ન્યાયો બાળકો સહેલાઈથી સમજી શકે એવી રીતે શીખવતા.
માનનીય મુરબ્બીશ્રી રામજીભાઈ, પંડિતશ્રી અમૃતભાઈ, શ્રી. ચીમનભાઈ તથા બાબુભાઈ વિદ્યાર્થીઓના
શિક્ષણ માટે સતત્ કાળજી રાખી એઓ હોંશેહોંશે આ અપૂર્વ વિજ્ઞાન શીખે તે રીતે તેમને તેઓની મનોવૃત્તિ તથા
ગ્રહણ શક્તિનો વિચાર કરી શીખવતા.
માત્ર એક મહિના જેવી ટુંક મુદતમાં જૈનસિદ્ધાંત પ્રવેશિકાનો બીજો અધ્યાય, આત્મસિદ્ધિ શાસ્ત્રની ૯૧
ગાથા અને દ્રવ્યસંગ્રહનો થોડોક ભાગ તેઓ શીખી શક્યા. એ ઉપરાંત લગભગ તમામ વિદ્યાર્થીઓ સવાર અને
બપોરના વ્યાખ્યાનમાં, સાંજના ભક્તિમાં અને અમુક વિદ્યાર્થીઓ તો રાત્રિની ચર્ચામાં પણ ભાગ લેતાં.
સૌ વિદ્યાર્થીઓ પોતપોતાની શક્તિ મુજબ અભ્યાસ કરી પ્રશ્નોના ઉત્તર આપતાં પરંતુ ભાઈશ્રી
ન્યાલચંદ, ચંદ્રકાંત અને પ્રવિણ જેવા વિદ્યાર્થીઓને પૂછાતા પ્રશ્નોના કડકડાટ જવાબ દેતાં સાંભળીને તેમની
સમજણશક્તિ અને ખંત માટે બહુમાન ઉપજતું અને બીજાઓને તેવી શક્તિ મેળવવાનું દિલ થતું હતું.
એકંદરે વિદ્યાર્થીઓએ એક માસમાં સમૂહ વચ્ચે, સોનગઢની સૂકી આબોહવામાં પરમ પૂજ્ય–સદ્ગુરુદેવની
અમૃત વાણી સાંભળતા અને દેવાધિદેવશ્રી સીમંધર પ્રભુની સમીપમાં રહી આ કાળે દુર્લભ એવો સત્સંગ અને
સદ્દવિદ્યા પ્રાપ્ત કરી.
એક માસના શિક્ષણને અંતે પરીક્ષા પણ લેવાઈ; તેમાં ૮૩ ટકા પરિણામ આવ્યું, અને બાળકોને લગભગ
૮૩ રૂા. ની રકમનું ઈનામ પણ વહેંચાયું. સ્થળ સંકોચને કારણે પરીક્ષાપત્ર તથા વિદ્યાર્થીઓએ આપેલા ઉત્તર
આપી શકાયા નથી. આવતે અંકે આપી શકાશે ત્યારે આ વર્ગની મહત્તાનો સાચો ખ્યાલ આવી શકશે.
વિદાય લેતાં વિદ્યાર્થીઓએ પ્રમુખ સાહેબ પાસે દીવાળીના વેકેશનમાં વર્ગ શરુ કરવાની માગણી કરી
હતી; જેનો પ્રમુખ સાહેબે સહર્ષ સ્વીકાર કર્યો છે.
આશા છે કે આવતા વર્ગમાં આ અદ્ભુત વિદ્યાનું શિક્ષણ લેવા સૌ કોઈ મુક્તિપ્રેમી મહાનુભાવો પધારશે.
જમુ રવાણી
મુદ્રક:– ચુનીલાલ માણેકચંદ રવાણી શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય દાસકુંજ, મોટા આંકડિયા, કાઠિયાવાડ.
તા. ૧પ–૬–૪૪
પ્રકાશક:– જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, દાસકુંજ, મોટા આંકડિયા
કાઠિયાવાડ.