Atmadharma magazine - Ank 081a
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૭
સળંગ અંક ૦૮૧a
Version History
Version
Number Date Changes
001 Jan 2006 First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
ધર્મનું મૂળ સમ્યક્દર્શન
દ્વિતીય અષાઢ સંપાદક વર્ષ સાતમું
રામજી માણેકચંદ દોશી
૨૪૭૬ વકીલ ખાસ અંક
વીતરાગવિજ્ઞાન
મંગલમય મંગલકરણ વીતરાગ વિજ્ઞાન,
નમું તેહ જેથી થયા અરહંતાદિ મહાન.
વીતરાગવિજ્ઞાન એટલે સમ્યગ્જ્ઞાન,
તે પોતે જ મંગળમય છે અને મંગળનું
કારણ છે. સાચું જ્ઞાન–વીતરાગી જ્ઞાન–
તત્ત્વજ્ઞાન–આત્મજ્ઞાન–તે મંગલસ્વરૂપ છે
અને માંગળિકનો ઉપાય પણ તે જ છે.
આત્માની સ્વરૂપ–સંપદા પામવારૂપ
મંગળનું તે કારણ છે; તેથી તેને અહીં
નમસ્કાર કર્યા છે. એ વીતરાગીવિજ્ઞાન વડે
જ અરિહંતાદિ મહાન થયા છે. વીતરાગી
વિજ્ઞાનને પામીને જ પંચ પરમેષ્ઠીઓ
આત્મતત્ત્વને પામ્યા છે.
“મુક્તિનો માર્ગ” પૃ : ૨
છુટક નકલ વાર્ષિક લવાજમ
ચાર આના ત્રણરૂપિયા
અ ને કા ન્ત મુ દ્ર ણા લ ય : મો ટા આં ક ડિ યા : કા ઠિ યા વા ડ

PDF/HTML Page 3 of 21
single page version

background image
: ૧૮૨ : આત્મધર્મ : દ્વિતીય અષાઢ : ૨૪૭૬
શ્રી શંત્રુજય સિદ્ધક્ષેત્રની યાત્રા
સૌરાષ્ટ્રમાં ઠેરઠેર વિહાર અને ધર્મપ્રભાવના કરીને પાછા ફરતાં પૂ. ગુરુદેવશ્રી શ્રી શંત્રુજય સિદ્ધક્ષેત્રની
યાત્રાએ પધાર્યા હતા. અને પ્રથમ અષાડ સુદ ૪ ના દિવસે મુમુક્ષુસંઘ સહિત એ પવિત્ર સિદ્ધક્ષેત્રની યાત્રા કરી
હતી. સંઘમાં ગામેગામના અનેક મુમુક્ષુઓ પધાર્યા હતા અને સંઘસહિત મહાન ઉલ્લાસથી યાત્રા થઈ હતી.
શ્રી શત્રુંજય પર્વત ઉપર યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન એ ત્રણ પાંડવો તથા બીજા આઠ કરોડ
સંતમુનિવરો મુક્તિ પામ્યા છે. પાંચ પાંડવોને વૈરાગ્ય થતાં શ્રી નેમિનાથ ભગવાન પાસે દીક્ષા લઈને મુનિ થાય
છે, અને શત્રુંજય પર્વત ઉપર આવીને ધ્યાનસ્થ છે. તે વખતે દુર્યોધનનો ભાણેજ વૈરબુદ્ધિથી આવીને તેઓને
ધગધગતા લોઢાના દાગીના પહેરાવે છે, તેથી તેમનું શરીર બળી જાય છે. તે વખતે યુધિષ્ઠિર, ભીમ અને
અર્જુન–એ ત્રણ મુનિવરો તો અંતકૃત કેવળી થઈને મુક્તિ પામે છે અને દેવો તેમના જ્ઞાન તથા નિર્વાણ
કલ્યાણકને ઊજવે છે. નકુલ તથા સહદેવ–આ બે મુનિરાજ સર્વાર્થસિદ્ધિ વૈમાનમાં ઉપજે છે. આ રીતે શંત્રુજય
સિદ્ધક્ષેત્ર તે પાંડવોનું મુક્તિધામ છે. એ પર્વત ઉપર પાંડવોએ શાંતિથી ઉપસર્ગ સહન કર્યો હતો. આજે એ
સિદ્ધક્ષેત્ર ઉપર શ્રી શાંતિનાથ ભગવાનનું જિનમંદિર છે, તેમ જ પાલીતાણા શહેરમાં પણ શ્રી શાંતિનાથ
ભગવાનનું જિનમંદિર છે.
અષાડ સુદ ૪ ના દિવસે ભકિતપૂર્વક એ ગિરિરાજની યાત્રા થઈ હતી. ઉપરના મંદિરમાં લગભગ દોઢ
કલાક સુધિ આધ્યાત્મિક ભાવભરેલી ભકિત તેમજ પૂજનાદિ ખૂબ ઉત્સાહથી કરવામાં આવ્યન હતા. અને અષઢ
સુદ ૫ ના દિવસે શહેરના જિનમંદિરે ભક્તિ રાખવામાં આવી હતી.
અનંતાનુબંધી
કષાય

(૧) આત્માના પવિત્ર સ્વરૂપનો અણગમો અને વિકારની રુચિ તે અનંતાનુબંધી ક્રોધકષાય છે.
(૨) પુણ્યવડે અને પરવસ્તુવડે આત્માની મોટાઈ માનવી–એવી જે પરમાં અહંબુદ્ધિ તે અનંતાનુબંધી
માનકષાય છે.
(૩) આત્માના સહજ સ્વભાવનો સરળ માર્ગ છે તેને ન માનતાં, આડાઈ–વક્રતા કરીને ‘પુણ્ય કે
શરીરની ક્રિયા કરતાં કરતાં ધર્મ થશે’ એમ માનવું તે અનંતાનુબંધી માયાકષાય છે. અથવા, સ્વભાવ સમજી
શકાય તેવો સરળ હોવા છતાં ‘સ્વભાવ સમજવો કઠણ છે’ એમ માનીને સ્વભાવ સમજવામાં આડ મારવી તે
અનંતાનુબંધી માયાકષાય છે.
(૪) અને પુણ્યભાવને તથા પરવસ્તુને પોતાનાં માનીને તેને ગ્રહણ કરવાની બુદ્ધિ તે અનંતાનુબંધી
લોભકષાય છે. મિથ્યાત્વ પૂર્વકના આવા કષાયભાવ તે બંધનનું મુખ્ય કારણ છે. પરથી અને વિકારથી જુદા
શુદ્ધાત્માની સાચી ઓળખાણ થતાં આવા અનંતાનુબંધી ક્રોધાદિ કષાય જાય છે.
–નિયમસાર પ્રવચનો.
બ્રહ્મચર્ય – પ્રતિજ્ઞા
પ્રથમ અષાડ સુદ ૬ ના રોજ પૂ. ગુરુદેવશ્રી સોનગઢ પધાર્યા તે દિવસે બપોરે રાણપુરના ભાઈશ્રી
પોપટલાલ વલમજી ખત્રી તથા તેમના ધર્મપત્ની મણીબેન–એ બંનેએ સજોડે આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા પૂ.
ગુરુદેવશ્રી પાસે અંગીકાર કરી છે. આ માટે તેમને ધન્યવાદ!

PDF/HTML Page 4 of 21
single page version

background image
: દ્વિતીય અષાઢ : ૨૪૭૬ આત્મધર્મ : ૧૮૩ :
પાંડવ – ભક્તિ
પૂ. ગુરુદેવશ્રી સંઘસહિત શ્રી શંત્રુજય સિદ્ધગિરિની યાત્રાએ પધાર્યા
તે પ્રસંગે પર્વત ઉપરના જિનમંદિરમાં થયેલી ભક્તિ * * *
કેવા હશે મુનિરાજ અહો એને વંદન લાલ...
કેવા હશે પાંડવ મુનિરાજ અહો એને વંદન લાલ...
કેવા હશે કોટિ મુનિરાજ અહો એને વંદન લાલ...
રાજપાટ ત્યાગી વસે અઘોર જંગલમાં... (૨)
જેણે છોડ્યો સ્નેહીઓનો સાથ... અહો એને વંદન લાલ...
–જેણે છોડ્યો જાદવકુળનો સાથ... અહો એને વંદન લાલ...
રાજપાટ ત્યાગી વસે અઘોર જંગલમાં... (૨)
જેણે છોડ્યો વાસુદેવ–બળદેવનો સાથ... અહો એને વંદન લાલ...
જેણે કર્યો વન જંગલમાં (–પર્વતમાં) વાસ... અહો એને વંદન લાલ...
ત્રિલોકીનાથ એવા નેમિનાથ દેવના... (૨)
ચરણમાં કર્યો જેણે નિવાસ... અહો એને વંદન લાલ...
શત્રુ કે મિત્ર નહિ કોઈ એના ધ્યાનમાં... (૨)
વસે એ સ્વરૂપ–આવાસ... અહો એને વંદન લાલ...
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રના એ ઘારક... (૨)
કરે કર્મોને બાળીને ખાખ... અહો એને વંદન લાલ...
પ્રમત્ત–અપ્રમત્ત ભાવમાં એ ઝૂલતા... (૨)
આત્મઆનંદમાં રમનાર... અહો એને વંદન લાલ...
જ્ઞાનમાં વિચરતા ને દેશ–પરદેશ ફરતા... (૨)
પ્રકાશે અણમુલો મુક્તિ માર્ગ... અહો એને વંદન લાલ...
રાગ કે દ્વેષ નહિ કોઈ એના ધ્યાનમાં... (૨)
માત્ર કરે આત્મા કેરું ધ્યાન... અહો એને વંદન લાલ...
માત્ર કરે આત્માનું કલ્યાણ... અહો એને વંદન લાલ...
ધન્ય આ દેશને જ્યાં ટોળે ટોળાં મુનિરાજના... (૨)
દર્શન કરતાં જાય ભવ આતાપ... અહો એને વંદન લાલ...
રાજપાટ ત્યાગી વસ્યા ઉન્નત પર્વતમાં... (૨)
જેણે છોડ્યો જાદવકુળનો સાથ... અહો એને વંદન લાલ...
પરિષહોમાં જેણે ઉપેક્ષા કરીને... (૨)
જલદી કર્યો સિદ્ધિમાં નિવાસ... અહો એને વંદન લાલ...
ગુરુરાજે દેખાડયા મુનિઓનાં ધામ આ... (૨)
તીર્થ–યાત્રા કરાવી છે આજ... અહો એને વંદન લાલ...

PDF/HTML Page 5 of 21
single page version

background image
: ૧૮૪ : આત્મધર્મ : દ્વિતીય અષાઢ : ૨૪૭૬
હે ભવ્ય! તું આત્માની પ્રીતિ કર.
પૂ. ગુરુદેવશ્રી સંઘસહિત શ્રી શત્રુંજયસિદ્ધક્ષેત્રની યાત્રાએ પધાર્યા તે પ્રસંગે
પાલીતાણામાં શ્રી સમયસાર ગાથા ૨૦૬ ઉપર પૂ. ગુરુદેવશ્રીનું ખાસ પ્રવચન
શ્રી આચાર્યદેવ જ્ઞાનસ્વરૂપ આત્માના અનુભવનો ઉપદેશ કરે છે–
‘આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને આનાથી બનતું તૃપ્ત, તુજને સુખ અહો ઉત્તમ થશે.’
૨૦૬.
હે ભવ્ય! તું આમાં (–જ્ઞાનમાં) નિત્ય રત અર્થાત્ પ્રીતિવાળો થા, આમાં નિત્ય સંતુષ્ટ થા અને આનાથી
તૃપ્ત થા; (આમ કરવાથી) તેને ઉત્તમ સુખ થશે.
શ્રી આચાર્યદેવ કહે છે કે તું આમાં પ્રીતિવંત બન.–શેમાં? જ્ઞાનસ્વરૂપ આત્માને ઓળખીને તેની પ્રીતિ
કર. આત્માને ભૂલીને શરીર અને પુણ્યાદિની પ્રીતિ કરીને તું અનાદિથી સંસારમાં રખડયો છે. માટે હે ભવ્ય! તું
તેની પ્રીતિ છોડીને આ આત્માની પ્રીતિ કર. જડ કર્મ તો તારાથી ભિન્ન સંયોગી ચીજ છે, શરીરાદિ પણ
આત્માથી ત્રિકાળ તદ્ન ભિન્ન છે, અને અવસ્થામાં પુણ્ય–પાપની લાગણી થાય તે ક્ષણિક વિકાર છે, તે તારા
જ્ઞાનસ્વરૂપથી ભિન્ન છે, તે કોઈની પ્રીતિથી આત્માની શાંતિ થતી નથી. માટે હે આત્મા! જે જ્ઞાનસ્વરૂપ છે તે જ
આત્મા છે–એમ ઓળખીને તું આત્મામાં જ પ્રીતિ કર.
આ જગતમાં અનંત આત્માઓ છે, તે દરેક ભિન્ન–ભિન્ન સ્વતંત્ર છે. તેનો કોઈ કર્તા નથી. દરેક આત્મા
નિત્ય છે, તે કોઈ સંયોગીથી ઉત્પન્ન થયેલો નથી, ને તેનો કદી સર્વથા નાશ થતો નથી. દેહ તો સંયોગી વસ્તુ છે
ને તેનો નાશ થઈ જાય છે. આત્મા દેહથી ભિન્ન અસંયોગી અવિનાશી છે, તે ભૂતકાળમાં હતો, વર્તમાનમાં છે ને
ભવિષ્યમાં પણ સદાય રહેશે. એટલે કે તે ત્રિકાળ છે. જે પદાર્થ હોય તેનો કદી સર્વથા નાશ થાય નહિ, અને જે
પદાર્થ ન હોય તેની નવી ઉત્પત્તિ થાય નહિ. આત્મવસ્તુ ત્રિકાળ છે–છે ને છે. તેને કોઈએ રચ્યો નથી. જો
પદાર્થનો કોઈ રચનાર કહો તો તે પદાર્થ નિત્ય રહેતો નથી, પણ કૃત્રિમ થઈ જાય છે. કૃત્રિમ પદાર્થ નિત્ય હોઈ
શકે નહિ. દેહથી ભિન્ન આત્મા સ્વયંસિદ્ધ પદાર્થ છે તેને જાણ્યા વિના અનંતકાળથી જીવનું સંસારપરિભ્રમણ થયું
છે. તેને કોઈ બીજાએ રખડાવ્યો નથી પણ
‘अपने को आप भूल के हैरान हो गया’ પોતે જ પોતાને ભૂલીને
હેરાન થયો છે, પોતાનો જ અપરાધ છે. તેથી આચાર્ય ભગવાન ઉપદેશ આપે છે કે હે ભાઈ! હવે તું આત્મામાં
પ્રીતિ કર. અહીં આત્માની પ્રીતિ કરવાનું કહ્યું તેમાં એમ આવી ગયું કે અત્યાર સુધી આત્મા સિવાય ક્યાંક બીજે
તારી પ્રીતિ છે. એટલે આ જગતમાં એક આત્મા જ સત્ છે ને બીજું બધું અસત્ છે–એમ નથી, આત્મા સિવાય
બીજા જડ પદાર્થો પણ છે અને આત્માને ભૂલીને તેમાં તેં પ્રીતિ કરી છે. વળી તે પ્રીતિ કોઈ બીજાએ તને કરાવી
નથી, કર્મે કરાવી નથી, પણ તેં જ આત્માને ભૂલીનુ પરની પ્રીતિ કરી છે, તે ફેરવીને આત્માની પ્રીતિ કરવામાં તું
સ્વતંત્ર છે, તેમાં તને કર્મ રોકતું નથી. માટે આચાર્યદેવ કહે છે કે હે જીવ! હવે તું આ જ્ઞાનસ્વરૂપ આત્માને
ઓળખીને તેની પ્રીતિ કર.
પોતે કોણ છે? તેની જીવે કદી ઓળખાણ કરી નથી અને તેની પ્રીતિ કરી નથી. અને દેહ તે જ હું અથવા
તો પુણ્ય–પાપ તે જ હું–એમ માનીને તેની પ્રીતિમાં અટક્યો છે, તેથી જ સંસાર છે. આત્મા તો જ્ઞાનદર્શનનો પિંડ
અરૂપી પદાર્થ છે. શરીર વગેરે પર પદાર્થનો તેનામાં ત્રણેકાળ અત્યંત અભાવ છે. કોઈ પણ પદાર્થ હોય તે
સ્વપણે હોય ને પરપણે ન હોય, તો જ તેની હયાતી ટકી શકે; નહિતર તે ટકી ન શકે. વસ્તુ જેમ પોતાપણે છે
તેમ જો પરપણે પણ હોય તો બે વસ્તુ એક થઈ જાય એટલે વસ્તુનું સ્વતંત્ર હોવાપણું જ ન રહે. અને જેમ
પરપણે નથી તેમ સ્વપણે પણ જો વસ્તુ ન હોય તો વસ્તુનો અભાવ જ ઠરે. આત્મા વસ્તુ છે તે સ્વપણે એટલે કે
પોતાના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવરૂપ સ્વચતુષ્ટયથી છે, ને પરપણે એટલે કે પરના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવરૂપ
પરચતુષ્ટયથી નથી; એ જ પ્રમાણે જે પરવસ્તુ છે તે તેના પોતાપણે છે ને આત્માપણે નથી. આ રીતે એકનો
બીજામાં તદ્ન અભાવ છે. આવો ભગવાનનો

PDF/HTML Page 6 of 21
single page version

background image
: દ્વિતીય અષાઢ: ૨૪૭૬ આત્મધર્મ : ૧૮૫:
સ્યાદ્વાદ છે. સર્વજ્ઞ ભગવાને કહેલું અંતરનું રહસ્ય જણાવીને આચાર્યદેવ કહે છે કે હે ભાઈ, તું આત્મામાં
પ્રીતિ કર.
‘આત્મા’ ના નામે વાત તો ઘણા કરે છે, પણ આત્મા કહેવો કોને? તેનું સ્વરૂપ શું છે? એની સમજણમાં
અનાદિના વાંધા ઊઠયા છે. આત્મા પરનું કરે ને પુણ્યથી આત્માને લાભ થાય–એમ અજ્ઞાનીઓ માને છે. પણ
પરનું કરે કે પુણ્યથી લાભ થાય–એવું આત્માનું સ્વરૂપ નથી. આત્મા પરનું કરે તેવો નથી, તેમ જ પરથી તે
લાભ–નુકસાન પામતો નથી. પરથી આત્માને લાભ કે નુકસાન થાય–દેવ–ગુરુ–શાસ્ત્રથી લાભ થાય ને કર્મોથી
નુકસાન થાય–એમ જે માને તે પરને પોતાનાં માન્યા વગર તેમ માની ન શકે. પરની ને પોતાની એકપણાની
માન્યતાથી પરથી લાભ–નુકસાન માને છે તે માન્યતા મહા મિથ્યાત્વ છે. આત્મા આત્માપણે છે ને પરપણે નથી,
પર પરપણે છે ને આત્માપણે નથી, –એટલે આત્મા પોતા સિવાય કોઈ પરપદાર્થની વર્તમાનદશા કરી ન શકે, ને
કોઈ પરપદાર્થ આત્માની દશામાં જરાપણ લાભ કે નુકસાન કરી ન શકે. –આમ જો બરાબર નક્કી કરે તો સ્વ–
પરની એકતાબુદ્ધિનો ભ્રમ ટળે. જે પરપણે આત્માનું અસ્તિત્વ જ નથી તેનું આત્મા કાંઈ કરી શકે નહિ, છતાં
આત્મા પરનું કાંઈ કરે એ વાત અજ્ઞાનીઓએ ભ્રમથી માનેલી છે.
નજીકમાં રહેલા શરીરની દશા પણ પોતાની ઈચ્છા મુજબ રાખી શકતો નથી, તો પછી પરમાં તો આત્મા
શું કરે? શરીરમાં રોગ થાય ત્યાં તે રોગને ટાળવાની ઈચ્છા આત્મા કરે છે, પણ તે ઈચ્છાવડે આત્મા રોગને
મટાડી શકતો નથી. હું રાગ કરીને પરની દશાને પલટાવી દઉં–એમ અજ્ઞાનીઓ માને ભલે, પરંતુ રાગવડે
શરીરની દશા પણ ફેરવી શકાતી નથી. જો આત્માની ઈચ્છાને આધીન શરીરની દશા થતી હોય તો નિરોગમાંથી
રોગ કેમ થવા દ્યે? યુવાનમાંથી વૃદ્ધદશા શા માટે થવા દ્યે? ઈચ્છા ન હોવા છતાં તે દશાઓ થાય છે, કેમ કે તે તો
જડની વર્તમાનદશા છે. જડ પદાર્થ ત્રિકાળ છે, તે ત્રિકાળી પદાર્થની વર્તમાન અવસ્થા, બીજા ચૈતન્યના જ્ઞાનના
કે રાગના આધારે થતી નથી.
ભાઈ રે, તું શું કરી શકે છે અને શું માની રહ્યો છે તેનો તો વિચાર કર! પોતે કોણ છે ને પોતે શું કાર્ય
કરી શકે છે? તથા વર્તમાન પોતે શું કાર્ય કરી રહ્યો છે? તેનો જીવે કદી અંતરમાં વિવેક કર્યો નથી. જ્ઞાનસ્વરૂપી
આત્મા પોતાથી બહાર કાંઈ કાર્ય કરી શકે નહિ. જે કાંઈ કરે તે પોતામાં જ કરે. અજ્ઞાનભાવે પોતાની અવસ્થામાં
વિકારી ભાવો કરે અને જ્ઞાનભાવે પોતાની અવસ્થામાં નિર્મળજ્ઞાનભાવને કરે, પણ જડમાં તો તે કાંઈ કરી શકે
નહિ. જો એક સેંકડ પણ પરથી પૃથક્પણાનું યથાર્થ ભાન કરે તો વિકાર અને પરના અભાવ સ્વભાવવાળા
આત્માનું સ્વસંવેદન થઈને અંતરમાં સિદ્ધ ભગવાન જેવા આનંદનો અંશ પ્રગટે.
જે વસ્તુ હોય તે ખરેખર પોતાના સ્વભાવથી વિકારવાળી ન હોય. આત્મા જ્ઞાનસ્વભાવી છે, તેની
અવસ્થામાં જે અલ્પજ્ઞતા અને રાગ–દ્વેષ–ક્રોધાદિ વિકાર છે તે તેનો સ્વભાવ નથી. વિકાર વિનાનો જ્ઞાનસ્વભાવ
છે, પણ તેનો આનંદ પ્રગટ આવતો નથી, તેનું કારણ એ છે કે પોતે જે સ્વરૂપે છે તે સ્વરૂપે પોતાને જાણ્યો નથી
અને ક્યાંક બીજે પોતાની હયાતી માની રહ્યો છે. વસ્તુ હોય તે પોતાની વર્તમાન હાલત વગરની હોય નહિ. પર
ચીજની વર્તમાનદશા સ્વતંત્રપણે થતી હોવા છતાં, પર ચીજનું વર્તવું મારા કારણે થાય છે–એમ અજ્ઞાની માને છે,
તેથી પરમાં એકાગ્રતાથી તે અજ્ઞાનભાવને ઉત્પન્ન કરે છે, એ જ સંસારનું મૂળ છે. પરથી જુદા પોતાના મૂળ
સ્વભાવની ખબર વગર ‘હું પરનું કરું’ એમ પરમાં પોતાપણું અને ‘પર મારું કરે’ એમ પોતામાં પરનું હોવાપણું
માનીને, એક બીજાથી લાભ–નુકસાન માની રહ્યો છે, પણ તેમ થવું કદી સંભવતું નથી; ફક્ત સ્વ–પરની
એકત્વબુદ્ધિથી જીવના ભાવમાં મિથ્યાત્વ થાય છે, તે મોટો અધર્મ છે.
આત્માનું કાર્યક્ષેત્ર કેટલું? ક્યાંય બહારમાં તો આત્માનું કાર્યક્ષેત્ર છે જ નહિ. રાગી જીવ પોતાની
અવસ્થામાં ઈચ્છા કરે, તે ઈચ્છાનું કાર્યક્ષેત્ર કેટલું? તે ઈચ્છા આત્માના સ્વભાવમાં તો મદદ કરતી નથી, તેમ જ
શરીરની ક્રિયામાં ફેરફાર કરવો તે પણ ઈચ્છાનું કાર્ય નથી. શરીરમાં રોગ ન આવવા દેવો તે ઈચ્છાનું કાર્ય નથી.
વહાલો પુત્ર મરતો હોય તેને બચાવવાની ઈચ્છા કરે, પણ પુત્રને મરતાં બચાવવો તે ઈચ્છાનું કાર્ય નથી.
ઈચ્છાનું કાર્ય ફક્ત આકુળતા છે. માટે હે ભાઈ! તારા જ્ઞાનસ્વભાવને તે ઈચ્છાથી ને શરીરથી ભિન્ન જાણીને તું
આત્મામાં રત થા.

PDF/HTML Page 7 of 21
single page version

background image
: ૧૮૬ : આત્મધર્મ : દ્વિતીય અષાઢ: ૨૪૭૬
આત્માના સચ્ચિદાનંદ સ્વાભાવને ભૂલીને, પરથી લાભ થાય–એવી પરાધીન દ્રષ્ટિ કરી છે તેથી આત્મા
પરની પ્રીતિ કરે છે પણ આત્માની પ્રીતિ કરતો નથી. ઈચ્છાથી શરીરનો રોગ મટતો નથી, ઈચ્છાથી વહાલી
સ્ત્રીને મરતી બચાવી શકતો નથી, ઈચ્છાથી લક્ષ્મી મેળવી શકતો નથી, માટે ઈચ્છા પરપદાર્થમાં કાંઈ કરી શકતી
નથી. ઈચ્છાનું કાર્યક્ષેત્ર પરમાં બિલકુલ નથી. છતાં હું પરનું કરી દઉં એવી માન્યતાને લીધે તે સ્વની પ્રીતિ તરફ
વળતો નથી.
સ્વ અને પરનો એકબીજામાં અત્યંત અભાવ છે, બંને પદાર્થ ત્રિકાળ જુદા છે. છતાં હું પરનું કામ કરું, ને
પર મારું કામ કરે એટલે જાણે કે પરમાં પોતાનું અસ્તિત્વ હોય ને પોતામાં પરનું અસ્તિત્વ હોય, એમ અજ્ઞાની
માને છે; તેથી ભિન્ન ચૈતન્ય જ્ઞાતાને ભૂલીને પરની અને પોતાની એકત્વબુદ્ધિને લીધે જીવ દુઃખી છે. જીવ પરની
રુચિમાં અટક્યો છે ને સ્વની રુચિ કરતો નથી તેથી જ સંસાર છે.
આત્મા પરથી તો ત્રિકાળ જુદો છે, ને તેની અવસ્થામાં જે દયા, પૂજાદિ શુભ કે હિંસાદિ અશુભ લાગણી
થાય તે પણ વિકાર છે, વૃત્તિનું ઉત્થાન છે, આત્માના સ્વભાવમાં તેનો અભાવ છે. નિર્વિકારી જ્ઞાનસ્વરૂપને
ભૂલીને, તે ક્ષણિક વિકાર જેટલો પોતાને માનીને અજ્ઞાની તેની રુચિ કરે છે; અનંતકાળમાં એક સેંકડ પણ
નિર્વિકાર જ્ઞાનસ્વરૂપ આત્માને ઓળખીને તેની રુચિ કરી નથી. જેમ ડુંગર ઉપર વીજળી પડે અને તેના ટુકડે
ટુકડા થઈ જાય પછી તે ફરી સંધાય નહિ, તેમ જો એકવાર પણ આત્માનું ભાન પ્રગટ કરીને અજ્ઞાનને ટાળે તો
તે જીવની મુક્તિ થાય ને તેને ફરીથી અવતાર રહે નહિ.
હું આત્મા દેહાદિની ક્રિયાથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ છું. ને વર્તમાન મારી અવસ્થામાં થતી શુભ કે અશુભ
લાગણી તે બંને વિકાર છે. દયા–દાન–સત્શ્રવણ વગેરે શુભ–લાગણી પહેલાંં ન હતી ને નવી થઈ, પહેલાંં વેપાર–
ધંધા વગેરેની અશુભ લાગણી હતી, તે પલટીને શુભ લાગણી થઈ, વળી તે શુભ લાગણી પલટીને અશુભ થઈ
જશે. એ પ્રમાણે તે શુભ અને અશુભ લાગણીઓ કૃત્રિમ નવી નવી થયા કરે છે, તે કોઈ લાગણીઓ આત્મા
સાથે કાયમ રહેતી નથી, માટે તે આત્માના કાયમી સ્વરૂપની ચીજ નથી, પણ આત્માના સ્વરૂપથી ભિન્ન છે.
શુભ–અશુભ વિકારરહિત શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા કેવો છે તેની અનંતકાળમાં એક સેકંડ પણ રુચિ કરી નથી.
પરથી તો આત્મા જુદો છે, ને પર તરફના લક્ષે રાગ–દ્વેષની લાગણી થાય તેનાથી પણ આત્માનો
સ્વભાવ જુદો છે, તે જુદા આત્માને જાણવાની પ્રીતિ અંતરમાં કદી કરી નથી, અને બહારનું કરવાના
અભિમાનથી અનાદિથી રખડે છે. અહીં આચાર્યદેવ કહે છે કે જ્ઞાનસ્વભાવી આત્માને ઓળખીને તેની પ્રીતિ
કરવી તે જ ઉત્તમ સુખનો ઉપાય છે. ‘હું આને બચાવું’ એવા રાગભાવથી વહાલા કુટુંબી જનોને બચાવી શકાતાં
નથી, અને ‘હું આને મારી નાખું’ એવો દ્વેષભાવ કરે, તેનાથી શત્રુઓને મારી શકાતા નથી. તે રાગ–દ્વેષ
આત્માનો સ્વભાવ નથી તેમ જ તેને લીધે પરમાં કાંઈ થતું નથી. આત્માના જ્ઞાનસહિત પરમાં જેમ થાય તેમ
જાણે–એવો આત્માનો જ્ઞાનસ્વભાવ છે, પણ તેમાં કાંઈ ફેરફાર કરે એવી તાકાત આત્મામાં નથી. કોઈ મરે કે
બચે, વસ્તુ આવે કે જાય–તે બધું તે તે વસ્તુઓમાં તેનો ચાલુ વર્તમાન કાળ છે. વસ્તુનું વર્તમાન તે ત્રિકાળી
વસ્તુના કારણે જ થાય છે; છતાં મારે કારણે તેનું વર્તમાન થાય એમ અજ્ઞાની માને છે તે ભ્રાંતિ છે. કોઈ પણ
વસ્તુ વર્તમાન વગર હોય નહિ, વર્તમાન કહો કે કાર્ય કહો કે અવસ્થા કહો. દરેક વસ્તુનું વર્તમાન કાર્ય
સ્વતંત્રપણે થયા જ કરે છે. હું જ્ઞાતા છું ને તે મારું જ્ઞેય છે, જ્ઞાતાનું કાર્ય પરમાં નથી. –આ વાત એક સમય પણ
યથાર્થપણે માની નથી.
જગતની બધી ચીજો તેની શક્તિથી જ સ્વયં બદલી રહી છે. જેમ કોઈ ઈશ્વર તેનો કર્તા નથી, તેમ કોઈ
બીજો પ્રાણી પણ તેનો કર્તા નથી, તે દ્રવ્ય સ્વતંત્ર છે ને તેની ત્રણે કાળની વર્તમાન અવસ્થાઓ પણ સ્વતંત્ર છે.
પર હોય તો આત્મામાં કાંઈક થાય, ને આત્મા હોય તો શરીરાદિ પરમાં કાંઈક થાય એ માન્યતા મિથ્યા છે.
આત્મા એવો નમાલો નથી. કે તેને પરની જરૂર પડે. તેમ જડ પદાર્થો પણ પરાધીન નથી કે પોતાની અવસ્થા
બદલવા માટે તેને બીજાની જરૂર પડે. આવું સ્વતંત્રપણું સમજ્યા સિવાય બીજો કોઈ શાંતિનો ઉપાય નથી.
જેને પોતાનું આત્મકલ્યાણ કરવું હોય તેને શ્રી આચાર્યદેવ કહે છે કે હે જીવ! તું આત્મામાં સદા પ્રીતિવંત
બન. આત્મા શરીરાદિથી ભિન્ન અને

PDF/HTML Page 8 of 21
single page version

background image
: દ્વિતીય અષાઢ: ૨૪૭૬ આત્મધર્મ : ૧૮૭:
વિકાર વગરનો છે એમ જાણીને તેની પ્રીતિ કર. દેહથી ભિન્ન આત્માને જાણ્યા વગર દેહની પ્રીતિ ટળે નહિ ને
આત્માની પ્રીતિ થાય નહિ. દેહ અને આત્માને ભિન્ન જાણીને તારી રુચિની દિશા પલટી નાંખ, દેહની રુચિ
છોડીને જ્ઞાનસ્વભાવી આત્માની રુચિકર. તારી રુચિની દિશા પલટાતાં તારી દશા ફરી જશે. જ્ઞાનસ્વભાવે તું
પરિપૂર્ણ છે, તારે પરની મદદની જરૂર નથી, ને પરને તારી મદદની જરૂર નથી.
उत्पाद्व्ययध्रुवयुत्त्कं सत्–દરેક વસ્તુ ઉત્પાદ–વ્યય–ધ્રુવસહિત છે એટલે વસ્તુ ત્રિકાળ ટકીને તેમાં જૂની
અવસ્થાનો વ્યય, ને નવી અવસ્થાનો ઉત્પાદ થાય છે. વસ્તુ પોતાના સ્વભાવથી જ ઉત્પાદ–વ્યયરૂપે બદલ્યા કરે
છે. વસ્તુનું બદલવું તેના પોતાથી હોય કે પરથી હોય? વસ્તુનું બદલવું જો પરથી કહો તો તે વસ્તુ સ્વતંત્ર
સાબિત થતી નથી. આ વાત સમજ્યા વગર જીવ પરથી લાભ–નુકસાન માને છે, તે જે કાંઈ ભાવ કરે તે બધો
અધર્મ–ભાવ છે. જ્યાં સુધી પરથી ભિન્ન ચૈતન્યની પ્રીતિ કરે નહિ ત્યાં સુધી ધર્મભાવ પ્રગટે નહિ.
પ્રાક્ અભાવ, પ્રધ્વંસ અભાવ, અન્યોન્ય અભાવ અને અત્યંત અભાવ–એ ચાર પ્રકારના અભાવ છે,
તેમાં ઘણું રહસ્ય છે. એક પરમાણુની અવસ્થાનો બીજા પરમાણુની અવસ્થામાં અન્યોન્ય અભાવ છે, તો તે એક
બીજાને શું કરે? આત્મા તો પુસ્તકને ઊંચું ન કરે, પરંતુ હાથ પણ પુસ્તકને ઊંચું કરતો નથી. હાથ અને
પુસ્તકનો એક બીજામાં અન્યોન્ય અભાવ છે, તો તે એકબીજાને શું કરે? એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અત્યંત
અભાવ છે. એક આત્મા જગતના બીજા બધા આત્માઓ અને જડ વસ્તુઓના અભાવથી જ ટકેલો છે. તેમ જ
જગતનો એકેક રજકણ પણ બીજા અનંતા પદાર્થોના અભાવથી જ ટકેલો છે. પોતાના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવરૂપ
સ્વચતુષ્ટયથી દરેક પદાર્થસત્ છે, ને પરના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવનો તેનામાં અભાવ છે. જો પરનો તેનામાં
અભાવ ન હોય તો વસ્તુ પોતાના સ્વરૂપે ટકી શકે નહિ. દરેક પદાર્થ પરના અભાવથી ને પોતાના સ્વભાવથી
ટકી રહ્યો છે, ને દરેક સમયે તેની અવસ્થા–તેનું વર્તમાન કાર્ય –તે પદાર્થને પોતાને આધીન થયા કરે છે.
આ ગાથા નિર્જરા અધિકારની છે. નિર્જરાના બે પ્રકાર છે; આત્માની શુદ્ધતાની વૃદ્ધિ થાય ને અશુદ્ધતા
ટળે–એ ભાવનિર્જરા છે, અને અશુદ્ધતા ટળતાં તેના નિમિત્તરૂપ કર્મો ખરી જાય છે તે દ્રવ્યનિર્જરા છે. આત્માની
અશુદ્ધતા ટળતાં જડકર્મો સ્વયં ટળી જાય છે, આત્મા તેને ટાળતો નથી. આત્માએ કર્મ ટાળ્‌યાં એમ કહેવું તે ફકત
નિમિત્તનું કથન છે. નિર્જરા એટલે આત્માની શુદ્ધિ; તે ક્યારે પ્રગટે? તેની વાત આ ગાથામાં કરી છે કે
જ્ઞાનસ્વભાવ છે તે જ આત્મા છે એમ જાણીને તેની પ્રીતિ કર, તેમાં લીન થા, એમ કરવાથી તને ઉત્તમ સુખ
થશે. ઉત્તમ સુખ કહો કે આત્માની શુદ્ધતા કહો.
દાન વગેરેની શુભવૃત્તિ થઈ તે પહેલાંં ન હતી ને નવી થઈ, તેથી તે કૃત્રિમ છે. આત્માનો જ્ઞાતાસ્વભાવ
કાયમી છે, તે સ્વભાવની રુચિ વગર અનાદિથી પરની રુચિ ને પરમાંથી સુખ લેવાની બુદ્ધિ અજ્ઞાની છોડતો
નથી. ‘પાપથી તો દુઃખ થાય પરંતુ પુણ્યથી સુખ અને ધર્મ થાય’ –આમ અજ્ઞાની માને છે, પણ તે માન્યતા
મિથ્યા છે. પાપની જેમ પુણ્ય પણ વિકાર છે–આસ્રવ છે–દુઃખરૂપ છે, તેનાથી ધર્મ થતો નથી. આત્માનો સ્વભાવ
સહજ આનંદરૂપ છે, પણ તેને ભૂલીને બહારના લક્ષે આકુળતા ઊભી કરી છે. સ્વભાવનું ભાન કરતાં જે આનંદ
પ્રગટે છે તે પોતાના સ્વભાવમાંથી જ પ્રગટે છે, ક્યાંય બહારના સંયોગમાંથી આવતો નથી. કાચા ચણામાં
સ્વભાવથી મીઠાશ ભરેલી છે તે જ તેને સેકતાં પ્રગટે છે. રેતી, અગ્નિ કે કડાયા વગેરેમાંથી તે મીઠાશ આવી
નથી, પણ ચણામાંથી જ આવી છે. ચણાના સ્વભાવમાં રેતી વગેરે સંયોગનો અભાવ છે. પરમાણુની અવસ્થાનો
એક બીજામાં અન્યોન્ય અભાવ છે, ને ચૈતન્યની અવસ્થાનો જડમાં અત્યંત અભાવ છે. ચણાનો મીઠો સ્વભાવ
ધ્રુવ છે તેના આધારે તૂરાશનો વ્યય થઈને મીઠાશની ઉત્પત્તિ થઈ છે, તે પ્રાપ્તની પ્રાપ્તિ છે. વસ્તુમાં જે સ્વભાવ
ન હોય તેમાંથી આવે નહિ. સ્વભાવમાં હોય તો અવસ્થામાં પ્રગટે, સંયોગમાંથી અવસ્થા પ્રગટી નથી. ચણાની
મીઠાસ તેના સ્વભાવમાંથી પ્રગટી છે, સંયોગમાંથી પ્રગટી નથી. જો લાકડું, અગ્નિ વગેરે સંયોગમાંથી તે મીઠાશ
આવતી હોય તો કાંકરાને સેકતાં તેમાં પણ મીઠાશ આવવી જોઈએ! પણ કાંકરામાં તે સ્વભાવ નથી, તેથી તેમાં
મીઠાશ આવતી નથી, લોકો બાહ્ય સંયોગને જુએ છે ને તે સંયોગથી કાર્ય થવાનું માને છે, પરંતુ પદાર્થના
સ્વભાવથી કાર્ય થાય છે, તે સ્વભાવને

PDF/HTML Page 9 of 21
single page version

background image
: ૧૮૮ : આત્મધર્મ : દ્વિતીય અષાઢ: ૨૪૭૬
જોતા નથી. સંયોગદ્રષ્ટિથી જ સંસાર ઊભો છે. સ્વભાવમાં સંયોગનો અભાવ છે, એટલે કે તેમાં તે નથી. છતાં,
જેમાં જે નથી તેમાં તેનાથી કાંઈ થાય–એમ અજ્ઞાનીઓએ મિથ્યાભ્રાંતિથી માન્યું છે.
ચૈતન્યસ્વરૂપ આત્મા પોતે આનંદસ્વભાવી છે, પુણ્ય–પાપના ભાવમાંથી કે લાડવા, સ્ત્રી, લક્ષ્મી
વગેરેમાંથી તેનો આનંદ આવતો નથી, કેમ કે તેમાં ક્યાંય આત્માનો આનંદ ભર્યો નથી. જ્યાં આનંદ ભર્યો છે તે
વસ્તુને જાણે નહિ અને બહારથી આનંદ લેવાનું માને તેને કદી આનંદ પ્રગટે નહિ. ચૈતન્યનો આનંદ ચૈતન્યમાં
છે, તેને જાણ્યા વગર અને તેની પ્રીતિ કર્યા વગર બીજા ગમે તેટલા ક્રિયાકાંડ કરે તો પણ ધર્મ થાય નહિ, ને
આનંદ પ્રગટે નહિ. ચૈતન્ય આનંદમૂર્તિનું ભાન કરીને તેમાં ઠરતાં ભ્રમભાવ અને આકુળતારૂપ કચાસ ટળે ને
જ્ઞાતાસ્વભાવનો સહજ આનંદ પ્રગટે, પછી ફરીને તે જીવ સંસારમાં અવતરે નહિ.
અજ્ઞાનપણામાં જે રુચિ પરને પોતાપણે સ્વીકારતી તથા વિકારના અંશને જ આખું સ્વરૂપ સ્વીકારતી,
તેણે ગુલાંટ મારીને હવે સ્વ તરફ વળીને ત્રિકાળી પૂર્ણાનંદ દ્રવ્યનો સ્વીકાર કર્યો. જે રુચિએ ત્રિકાળી પૂર્ણાનંદ
દ્રવ્ય તરફ વળીને તેનો સ્વીકાર કર્યો, તો તે રુચિની સાથે આનંદનો અંશ વ્યક્ત ન હોય એમ બને નહિ.
સમ્યગ્જ્ઞાન, સમ્યક્ચારિત્રનો અંશ, આનંદનો અંશ, પુરુષાર્થ–એ બધા રુચિ ભેગાં જ છે. માટે આચાર્યદેવ કહે છે
કે અરે આત્મા! એક વાર તો પરની પ્રીતિ છોડીને તું આ ભગવાન આત્મા સામે જો, અને તેની પ્રીતિમાં લીન
થા, તો તને અપૂર્વ આનંદનો અનુભવ થશે.
‘એક વાર સામું જુઓ ને મારા સાહિબા’ –અરે ચૈતન્ય સાહેબા! એક વાર તો તારા સ્વભાવ સામે
જોઈને તેની પ્રીતિ કર. અત્યાર સુધી પરનો મહિમા કર્યો, હવે એકવાર તો, ભગવાન! તારો પોતાનો
મહિમા કર.
જ્યાં સુધી વીતરાગ ન થાય ત્યાં સુધી પુણ્ય–પાપની વૃત્તિ હોય, પણ તે સ્વમાં કે પરમાં કાર્યગત થતી
નથી. રાગવડે શરીરાદિમાં કે દ્વેષવડે દુશ્મનાદિમાં ફેરફાર કરી શકાતો નથી; તેમ જ તે પુણ્ય–પાપની વૃત્તિ
આત્માના સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર વગેરે ગુણોમાં પણ કાંઈ મદદ કરે એમ ત્રણકાળમાં બનતું નથી. જો આમ
સમજે તો પર સામે જોવાનું ટળી જાય ને પુણ્ય–પાપની રુચિ ઊડી જાય, એટલે સ્વભાવસન્મુખ થઈને તેની
પ્રીતિ થાય. અનંતકાળથી તેં પર સામે જ જોયું છે, માટે હે ભવ્ય! હવે પોતાનો જ્ઞાતાસ્વભાવ છે તેની સામે તો
જો. જેમાં તારો આનંદસ્વભાવ ભર્યો છે તેની સામે જોતાં તે પ્રગટશે, પણ જ્યાં તારો આનંદ નથી તેની સામે
જોતાં આનંદ પ્રગટશે નહિ. જેમાં સ્વભાવ હોય તેમાંથી પ્રગટે, પણ ન હોય તેમાંથી પ્રગટે નહિ.
એક વાર શિયાળાની ટાઢ વખતે જંગલમાં માણસોએ ઘાસ ભેગું કરીને તેમાં દીવાસળી સળગાવીને
તાપણી કરી. ઝાડ ઉપરથી એક વાંદરાએ તે જોયું. અને તેણે પણ માણસોની જેમ ઘાસનો ઢગલો ભેગો કર્યો,
અને દીવાસળીને બદલે ઊડતા આગિયાને પકડીને ઘાસમાં મૂક્યો. પણ અગ્નિ થયો નહિ. કેમ કે આગિયામાં
અગ્નિનો સ્વભાવ નથી. દીવાસળીમાં સળગવાનો સ્વભાવ છે. વસ્તુના સ્વભાવને જાણ્યા વિના વાંદરાએ ફકત
બાહ્ય સંયોગનું અનુકરણ કર્યું. તેમ જ્ઞાનીઓને શુભરાગરહિત ચૈતન્યસ્વભાવનું ભાન હોય છે ને તેમને શુભરાગ
પણ હોય છે, ત્યાં અજ્ઞાનીઓ રાગરહિત સ્વભાવને જાણ્યા વગર ફકત શુભરાગનું અનુકરણ કરે છે અને તેનાથી
ધર્મ માને છે. જ્ઞાનીને તો અંતરમાં સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાનવડે ધર્મ થાય છે તેને ન ઓળખતાં, જ્ઞાનીને શુભરાગ
થાય છે માટે તે રાગવડે જ્ઞાનીને ધર્મ થતો હશે–એમ માનીને, અજ્ઞાની તે રાગથી ધર્મ માને છે. પણ વસ્તુનો
સ્વભાવ શું છે તેને તે જાણતો નથી. જ્ઞાનીને શુભ–અશુભભાવો થતા હોવા છતાં અંતરમાં ભાન છે કે આ બંને
ભાવો વિકાર છે, તેનાંથી મારું કલ્યાણ નથી, મારું સ્વરૂપ તેનાથી જુદા પ્રકારનું છે. અજ્ઞાની તો પુણ્યભાવથી
કલ્યાણ માની લે છે, પુણ્ય–પાપ વગરનો ત્રિકાળ પવિત્ર સ્વભાવ છે તેની તે રુચિ કરતો નથી, ને વિકારની રુચિ
કરે છે, તે ઊંધી રુચિ તેને અનંત સંસારના પરિભ્રમણનું કારણ છે. –કેમ? કારણ કે આત્મામાં જ્ઞાન, દર્શન વગેરે
અનંત ગુણો છે તેની રુચિ અને આદર ન કરતાં, એક ચારિત્ર ગુણના ક્ષણિક વિકારની અને સંયોગની રુચિ
તથા આદર કરીને આત્માના અનંત પવિત્ર ગુણોનો અનાદર કર્યો, તેથી તે અનંત સંસાર પરિભ્રમણનું કારણ છે.
અને જો ચૈતન્યસ્વભાવની રુચિ કરે, તેમાં લીન થાય તો અનંતકાળ સુધી અનંત સુખ પ્રગટે. ચૈતન્યની રુચિ
કર્યા વગર કદી શાંતિ ન થાય.

PDF/HTML Page 10 of 21
single page version

background image
: દ્વિતીય અષાઢ: ૨૪૭૬ આત્મધર્મ : ૧૮૯:
આત્મા શું કામ કરી શકે છે અને શું કામ નથી કરી શકતો? તથા આત્મા શું કામ કરે તો તેને ધર્મ થાય
અને શું કામ કરે તો તેને અધર્મ થાય? –તેની આ વાત છે. પહેલાંં તો આત્મા પોતા સિવાય કોઈ પર પદાર્થમાં
કાંઈ કામ કરી શકતો જ નથી, એટલે દેહાદિ પર પદાર્થની કોઈ ક્રિયાથી આત્માને ધર્મ કે અધર્મ થતો નથી. કર્તાનું
ઈષ્ટ તે કર્મ. કર્તાનું કર્મ (–કાર્ય) પોતામાં જ હોય, પરમાં ન હોય. ધર્મી–કર્તાનું કર્મ શું? પરની અવસ્થાને તો
કોઈ જીવ કરી શકતો નથી; ને ધર્મી જીવ ક્ષણિક પુણ્ય–પાપના વિકારી ભાવોને પણ ખરેખર પોતાના કર્મ તરીકે
સ્વીકારતો નથી; આત્માના નિર્મળ શ્રદ્ધા–જ્ઞાનરૂપ કાર્ય તે જ તેનું કર્મ છે, એ સિવાય બીજા કાર્યને ધર્મી કરતો
નથી. અજ્ઞાની જીવ વિકારને પોતાનું સ્વરૂપ માનીને તેનો કર્તા થાય છે, અને જડનું કાર્ય હું કરી શકું એમ તે
માને છે, તે ઊંધી માન્યતાનો તે અધર્મી જીવ કર્તા થાય છે પણ જડના કાર્યને તો તે કરી શકતો નથી.
જેમ કસ્તુરીઆ હરણને પોતાની ડૂંટીમાં સુગંધી ભરી છે પણ તેનો વિશ્વાસ છોડીને બહારમાં ભટકે છે,
તેમ આત્માની શાંતિ પોતામાં જ ભરી છે પણ તેને ન માનતાં બાહ્યમાં અને શુભાશુભ વિકારમાં સુખ માનીને
અજ્ઞાની પરાશ્રયમાં ભટકે છે; ને સ્વભાવની શ્રદ્ધા કરતો નથી.
પ્રશ્ન:– આત્માના સ્વભાવમાં સુખ–શાંતિ ભરેલ છે તે વાત સાચી, પણ તેની શ્રદ્ધા જ્ઞાનનું નિમિત્ત મળવું
જોઈએ ને?
ઉત્તર:– શ્રદ્ધા–જ્ઞાન કરનારો પોતે જ્યારે સ્વસન્મુખ થઈને પોતાની પાત્રતાથી શ્રદ્ધા–જ્ઞાન પ્રગટ કરે છે
ત્યારે સત્દેવ–ગુરુ વગેરે પર ચીજ તે પરને કારણે નિમિત્ત તરીકે હોય છે. નિમિત્ત ન હોય તેમ બનતું નથી. પણ
આત્માને તાબે થઈને નિમિત્તને આવવું પડે એમ માનો તો પદાર્થની સ્વતંત્રતા રહેતી નથી. તેમ જ નિમિત્તો
આત્માને કાંઈ કરી દ્યે–એમ પણ નથી. જો પોતે જાતે જાગીને શ્રદ્ધા–જ્ઞાન કરે તો થાય છે, પોતે ન જાગે તો બીજું
કોઈ તેને શ્રદ્ધા–જ્ઞાન કરાવી દેવા સમર્થ નથી. નિમિત્ત છે ખરું, પણ નિમિત્ત ઉપાદાનમાં કાંઈ કરતું નથી. એક
ચીજનું સ્વતંત્રપણે પોતામાં કાર્ય થાય ત્યારે બીજી ચીજની તેના કારણે હયાતી હોય તેને નિમિત્ત કહે છે, પણ
ઉપાદાન નિમિત્ત એકબીજામાં કાંઈ કરે એ માન્યતા સત્યનું ખૂન કરનારી છે.
પ્રશ્ન:– જો નિમિત્ત કાંઈ ન કરી શકતું હોય તો સત્સમાગમ અને શ્રવણ વગેરે શા માટે?
ઉત્તર:– આત્માનો જે સ્વભાવ છે તેની દ્રષ્ટિ અને જ્ઞાન કરવાની લાયકાત પોતે જ્યારે પ્રગટ કરે ત્યારે
સત્સમાગમ અને શ્રવણ–મનનનો વિકલ્પ તેને હોય, પણ તે સત્સમાગમને લઈને કે વિકલ્પને લઈને તેને શ્રદ્ધા–
જ્ઞાનરૂપી કાર્ય થાય છે એમ નથી. તે જીવ પોતે સ્વતંત્રપણે સ્વસન્મુખ થઈને સમયક્ શ્રદ્ધા–જ્ઞાન પ્રગટ કરે છે
ત્યારે તેને સત્સમાગમ વગેરે નિમિત્ત કહેવાય છે. પરંતુ જો સત્સમાગમ વગેરે નિમિત્તને લીધે જ શ્રદ્ધા–જ્ઞાન
થવાનું માની લ્યે તો તે નિમિત્તનું લક્ષ છોડીને કદી સ્વભાવ તરફ વળે નહિ ને તેને સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન પ્રગટે
નહિ. એક ચીજ પોતે પોતામાં કાર્ય કરે ત્યારે બીજી ચીજ નિમિત્ત તરીકે ભલે હો, પણ બંનેનું કાર્ય સ્વતંત્ર છે,
એકના કારણે બીજામાં કાર્ય થતું નથી.
જીવ પોતે સમજે ત્યારે જ્ઞાનીની વાણી નિમિત્તરૂપે હોય, પણ વાણીથી તે સમજતો નથી. જો વાણીથી
તે સમજતો હોય તો એક વાણી સાંભળનારા બધાને સરખું સમજાઈ જવું જોઈએ, પણ એમ તો દેખાતું નથી.
બધા પોતપોતાના જ્ઞાનના ક્ષયોપશમની યોગ્યતા પ્રમાણે સમજે છે. જો વસ્તુસ્વભાવની સ્વતંત્રતાની આ
વાત એકવાર પણ જીવ સમજે તો સ્વાશ્રયભાવે પરમાત્મદશા પ્રગટ કરે અને પછી તેને ફરીથી અવતાર ન
હોય. જેમ માખણમાંથી ઘી થાય, પણ ઘીમાંથી ફરીને માખણ ન થાય. તેમ અવતારવાળા જીવની મુક્તિ થાય
પણ મુક્ત થયા પછી ફરીને અવતાર ન થાય. જીવ અત્યાર સુધી મુક્તિ પામ્યો નથી, તો અત્યાર સુધીના
અનંતકાળમાં તેણે શું કર્યું? અનંતકાળથી અજ્ઞાનભાવે પુણ્ય તેમ જ પાપ કરીને તે સ્વર્ગાદિ ચાર ગતિમાં
રખડયો છે. સંસારમાં રખડતાં જીવે એકલા પાપ જ નથી કર્યા, પરંતુ પુણ્ય પણ અનંતવાર કરીને સ્વર્ગમાં
અનંતવાર ગયો છે. અનંતકાળમાં પુણ્ય પણ કર્યાં છે, પરંતુ પુણ્ય–પાપરહિત આત્મસ્વભાવનું આરાધન એક
ક્ષણ પણ કર્યું નથી. સ્વભાવને ચૂકીને વિકારનું આરાધન કરે છે તે જ તેનો અપરાધ છે, તે અપરાધ કોઈ
કર્મે કરાવ્યો નથી; અને કર્મ જીવને સંસારમાં રખડાવતાં નથી પણ પોતે પોતાના

PDF/HTML Page 11 of 21
single page version

background image
: ૧૯૦ : આત્મધર્મ : દ્વિતીય અષાઢ: ૨૪૭૬
અપરાધથી જ રખડે છે. કર્મ રખડાવે–એમ કહેવું તે માત્ર આરોપનું કથન છે, વાસ્તવિક એમ નથી.
જીવને રાગ–દ્વેષાદિ વિકારીભાવો કર્મ કરાવે છે એમ ઘણા અજ્ઞાનીઓ માને છે, પણ તે મિથ્યા છે. રાગ
તો આત્માના ચારિત્રગુણની વિકારી અવસ્થા છે, તે અવસ્થા પોતે જ કરે છે, કોઈ પર કરાવતું નથી. આત્મામાં
અનંત ગુણો છે તેમાં એક ચારિત્રગુણ છે, તેની અવસ્થા દરેક સમયે પોતાથી થાય છે, તે દશા કાં તો નિર્મળ હોય
ને કાં તો વિકારી હોય. જ્યારે નિર્મળદશા ન હોય ત્યારે વિકારીદશા હોય છે. તે વિકાર જો કર્મને લીધે થતો હોય
તો તેને ટાળવાનું જીવના હાથમાં રહેતું નથી અને એમ થતાં જીવને સંબોધીને જે ઉપદેશ આપવામાં આવે છે તે
પણ નિરર્થક જાય છે. તેમ જ વિકાર જો કર્મે કરાવ્યો હોય તો તે વખતે જીવના ચારિત્રગુણે શું કામ કર્યું?
उत्पाद्व्ययध्रुवयुक्तं सत्–પદાર્થમાં દરેક સમયે તેનો ઉત્પાદ સ્વતંત્રપણે થાય છે. એક સમયમાં બે ઉત્પાદ ન હોય.
ચારિત્રગુણમાં વિકારના ઉત્પાદ વખતે નિર્વિકારનો ઉત્પાદ ન હોય, ને નિર્વિકાર વખતે વિકારનો ઉત્પાદ ન હોય.
ચૈતન્યમાં વિકારનો ઉત્પાદ જીવ પોતે પરનું લક્ષ કરે ત્યારે થાય છે, કોઈ બીજો તેનો કર્તા નથી. આત્મા પોતે
કર્તા, ને તેનો વિકારી કે અવિકારી ભાવ તે તેનું કર્મ છે. જડકર્મ તેનાથી ભિન્ન છે. આત્મા તે જડ કર્મને કરતો
નથી ને જડકર્મ આત્માને વિકાર કરાવતું નથી.
ચૈતન્યમાં ભૂલ પોતે કરે તો થાય છે, છતાં પરને માથે ઓઢાડવાની અનાદિની ટેવ પડી ગઈ છે. કાં તો
કોઈએ ગાળ દીધી માટે ક્રોધ થયો–એમ માને છે, પણ ભાઈ રે! તેં શા માટે ક્રોધ કર્યો? તારે શાંતિ રાખવી હતી
ને! તેમ શાસ્ત્રનો અભ્યાસ કર્યા પછી એમ માને છે કે કર્મનો ઉદય ક્રોધ કરાવે છે. પણ એમ નથી. ભાઈ, કર્મનો
તો તારામાં અત્યંત અભાવ છે. અરે ભગવાન! તે કર્મ તારામાં શું કરે? ચાર પ્રકારના અભાવનું વર્ણન આવે છે
તેમાં મહા સિદ્ધાંત છે. આત્માની અવસ્થા અને જડ કર્મની અવસ્થાનો એકબીજામાં અત્યંત અભાવ છે. દેવ–
ગુરુ–શાસ્ત્ર આત્માને ગુણ કરાવે ને જડ કર્મનો ઉદય આત્માને દોષ કરાવે, –એ પ્રમાણે ગુણ અને દોષ બંને પર
કરાવે એમ અજ્ઞાની પરાધીનતા માને છે, એટલે પોતે તો સ્વાધીન તત્ત્વ જ ન હોય, નમાલો હોય–એમ માને છે.
પોતાના ગુણ–દોષનો કર્તા પોતે તો સ્વતંત્રપણે ન રહ્યો એટલે દોષ ટાળીને ગુણ પ્રગટ કરવામાં આત્માની
સ્વતંત્રતા ન રહી. –આવી અજ્ઞાનીની માન્યતા તે ઘોર મિથ્યાત્વ છે. આત્મા પોતે પોતાના અપરાધથી દોષ કરે
ને પોતે જ સવળા પુરુષાર્થથી તેને ટાળે, બંનેમાં આત્માની સ્વાધીનતા છે, પર ચીજ તો તેમાં નિમિત્તમાત્ર છે, તે
આત્માને કાંઈ ગુણ–દોષ કરાવતી નથી. આત્માના ગુણ–દોષમાં પર ચીજનો અભાવ છે.
બાપુ! તારી સ્વતંત્રતાનો મહિમા તેં કદી જાણ્યો નથી અને પરાધીનતા જ માની છે; તેથી જડને પણ
સ્વતંત્ર ન માનતાં પરાધીન માને છે. જડને લઈને તારી અવસ્થા થતી નથી, ને તારે લઈને જડની અવસ્થા થતી
નથી. જો પરને લઈને વિકાર થતો હોય તો તે ટાળવા માટે પર સામે જ જોયા કરવાનું રહ્યું, એટલે વિકાર વખતે
શુદ્ધસ્વભાવ સામે જોઈને તેની રુચિ કરવાનો અવકાશ રહેતો નથી. માટે એ પરાધીનપણાની મિથ્યા માન્યતા
છોડીને તું સ્વાધીન આત્માની રુચિ કર.
અહીં તો આચાર્યદેવ એમ કહે છે કે તું આત્માની પ્રીતિ કર. અત્યારસુધી આત્માને ભૂલીને વિકારની
પ્રીતિ પણ તેં જ કરી છે, તે ઊંધી પ્રીતિ કર્મે કરાવી નથી. અને હવે તે પ્રીતિ ટાળીને આત્માના શુદ્ધસ્વભાવની
પ્રીતિ પણ તું જ કરી શકે છે; માટે કહ્યું કે તું આવા જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કરીને તેની જ પ્રીતિ કર.
વિકારને પણ જે સ્વતંત્ર ન માને અને પર કરાવે એમ માને તો તેને વિકાર ટાળવામાં પણ આત્માની
સ્વતંત્રતા રહેતી નથી. વિકાર પર કરાવે, ને પર ટાળે એમ માન્યું એટલે આત્માના હાથની કાંઈ વાત જ ન રહી.
આત્મા અને જડ બંને ભિન્ન છે, તે કોઈ કોઈનું કાંઈ ન કરે. કર્મ અજીવ છે તેને લઈને આત્મામાં વિકાર
થતો નથી. એક તત્ત્વને લઈને જો બીજા તત્ત્વમાં કાંઈ થાય તો તે બે તત્ત્વો જ પૃથક્ રહેતાં નથી, એટલે
અનેકાન્તનો જ લોપ થઈ જાય છે. બે તત્ત્વો પૃથક્ કહેવા અને એક બીજામાં કાંઈ કરે એમ કહેવું–એ વાત વિરુદ્ધ
છે. આત્મા પોતે સ્વભાવને ભૂલીને કે અસ્થિરતાથી રાગ–દ્વેષ કરે છે તે આત્માના ચારિત્રગુણની ઊલટી દશા છે,
તે દશા ગુણે પોતે કરી છે. જો ગુણની દશા પોતે ન કરે ને બીજો કરાવે તો તે ગુણની દશા રહેતી નથી. અને જો
અવસ્થાને સ્વતંત્ર ન માને તો

PDF/HTML Page 12 of 21
single page version

background image
: દ્વિતીય અષાઢ : ૨૪૭૬ આત્મધર્મ : ૧૯૧ :
સ્વભાવ તરફ ઢળવાનું રહેતું નથી તેમ જ ‘તું આમ કર’ એવો ઉપદેશ કરવાનું પણ રહેતું નથી.
‘હે જીવ! તું આત્માની પ્રીતિ કર’ –આવો ઉપદેશ કરવાનું ક્યારે હોય? –કે જો જીવ પોતાની અવસ્થા
બદલવામાં સ્વતંત્ર હોય તો જ એવો ઉપદેશ હોય. જો જડકર્મ જીવને રોકતું હોય તો તો તે જડને ઉપદેશ દેવો
જોઈએ કે હે જડકર્મ! તું ખસી જજે! પરંતુ શું જડને ઉપદેશ હોય? ચૈતન્યને સંબોધીને ઉપદેશ છે કે હે ભવ્ય, તું
વિકારની રુચિ છોડીને આત્માની રુચિ કર. હવે જો ચૈતન્યમાં તે રુચિ કરવાની સ્વતંત્રતા ન હોય તો તે ઉપદેશ
નિરર્થક કરે છે. ચૈતન્યની સ્વતંત્રતા છે તેથી જ તેને ઉપદેશ છે. અહો, આવા પોતાના સ્વાધીન ચૈતન્ય તત્ત્વનો
જીવે કદી પ્રીતિથી વિચાર પણ નથી કર્યો. જો ચૈતન્યની પ્રીતિ લાવીને આ વાત વિચારે તો અંતરમાં આ વાત
બેઠા વગર રહે નહિ, અને આ વાત બેસે તેને અલ્પકાળમાં મુક્તિ થયા વિના રહે નહિ.
અહીં આચાર્યભગવાન ચૈતન્યની પ્રીતિ કરવાનો ઉપદેશ કહે છે કે હે ભવ્ય! તું જ્ઞાનસ્વભાવી આત્માનો
નિર્ણય કરીને તેની સદા પ્રીતિ કર. જો કોઈક પર તેને પ્રીતિ કરાવતું હોય તો તે પર પલટે ત્યારે પ્રીતિ પલટે,
પણ તેમ નથી. પોતે જ પરની પ્રીતિ કરી છે અને તે પોતે પલટી શકે છે, તેથી તેને ઉપદેશ આપ્યો છે. પોતે ઊંધી
પ્રીતિ કરી ત્યારે કર્મનો ઉદય નિમિત્તરૂપ હતો અને પોતે જ્યારે ઊંંધી પ્રીતિ ટાળીને સવળી પ્રીતિ પ્રગટ કરી ત્યારે
ઊંધી પ્રીતિના નિમિત્તરૂપ કર્મ પણ સ્વયં ટળી ગયું.
અહીં ‘સદા’ આત્માની પ્રીતિ કર એમ કહ્યું છે. જે રુચિ અર્થાત્ પ્રીતિ અને જ્ઞાન આત્મસ્વભાવ તરફ
વળ્‌યા તે રુચિ અને જ્ઞાન નિત્ય ટકી રહે છે. નિત્યસ્વભાવની દ્રષ્ટિ અને એકાગ્રતા કરીને તેની પ્રીતિ, જ્ઞાન અને
આનંદ પ્રગટ્યાં તે આત્મા સાથે અભેદપણે નિત્ય રહે છે. તારા સ્વભાવની પ્રીતિ કરવાનું તારા હાથમાં છે માટે
તું આત્માની પ્રીતિ કર.
અજ્ઞાનીઓનો
નિષ્ફળ મિથ્યા અભિપ્રાય
સૌ જીવ અધ્યવસાન કારણ કર્મથી બધાય જ્યાં ને મોક્ષમાર્ગે સ્થિત જીવો મુકાય, તું શું કરે ભલા?ા૨૬૭ા
હે ભાઈ! જો ખરેખર અધ્યવસાનના નિમિત્તે જીવો કર્મથી બંધાય છે અને મોક્ષમાર્ગમાં સ્થિત મુકાય છે,
તો તું શું કરે છે? (તારો તો બાંધવા–છોડવાનો અભિપ્રાય વિફળ ગયો.)
હે ભાઈ! બાપુ! તારી શક્તિ તારામાં છે. તું એમ માને છે કે હું પરને બંધાવું ને હું પરને મુકાવું, એવી
તારી મિથ્યાબુદ્ધિ જ તને બંધન કર્તા છે. પર જીવ એના ખોટા અભિપ્રાયથી બંધન કરે છે, એમાં તારા અભિપ્રાયે
શું કામ કર્યું? કેટલાક એમ કહે છે કે મેં ફલાણા જીવને એવો હેરાન કર્યો કે મેં એનો બધો માલ લઈ લીધો, ધન
તો એની પાસે છે નહિ અને માલ બધો લઈ લીધો, એટલે હવે તે હેરાન થઈ થઈને મરી જશે. અરે ભાઈ! તારો
એને હેરાન કરવાનો ભાવ છે છતાં તે જીવ આત્માને ઓળખી પુરુષાર્થ કરી આત્મામાં ઠરીને શાંતિ કરશે તો
મુક્તિ લેશે. હવે તારા ભાવે એમાં કર્યું શું? તારે તો બીજા જીવને દુઃખી કરી બંધન કરાવવાનો ભાવ હતો, છતાં
તારા ભાવે શું કામ કર્યું? કાંઈ કામ કર્યું નહિ. માટે બીજાને બંધન કરાવું એવો જે તારો અભિપ્રાય તે ફોગટ છે–
મિથ્યા છે.
વળી સામો જીવ મોક્ષ કરે તે પણ તેના કારણે કરે છે. તે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની એકતા કરીને
મુક્તિ એની મેળે પામે છે, તેમાં તેં શું કર્યું? ઘણા એમ કહે છે કે–આપણે સામા જીવને સમજાવવાની એવી રીત
લઈએ કે તે સામો સમજી જ જાય. અરે ભાઈ! તું ગમે તેમ કરે તોપણ સામો જીવ સમજે તે તેના પોતાથી જ
સમજે છે, લેશમાત્ર તારાથી સમજતો નથી. જો બીજાથી બીજા સમજતા હોય તો અનંતા તીર્થંકરો અનંતકાળમાં
થઈ ગયા તેમણે ઘણું સમજાવ્યું છતાં પણ તું કેમ સમજ્યો નહિ? તીર્થંકરદેવથી તો ઊંચો સમજાવનાર જગતમાં
કોઈ હોય જ નહિ. માટે,

PDF/HTML Page 13 of 21
single page version

background image
: ૧૯૨ : આત્મધર્મ : દ્વિતીય અષાઢ: ૨૪૭૬
આપણી સમજાવવાની રીત સારી હોય તો બીજા સમજે તે અભિપ્રાય તદ્ન જુઠ્ઠો ઠર્યો, મિથ્યા ઠર્યો, નિષ્ફળ
નીવડયો.
હે ભાઈ! તું એમ માને છે કે આપણે બીજાનો ઉદ્ધાર કરી દઈએ, પણ કોણ કોનો ઉદ્ધાર કરી શકે છે?
સમજાવનાર પોતે પોતાના સત્યભાવનું ઘોલન કરે છે. દુનિયાને માનવું–ન માનવું, કલ્યાણ કરવું–ન કરવું તે
તેના પોતાના કારણે છે, તેના પોતાને આધારે છે.
‘હું બંધાવું છું,’ મુકાવું છું’ એવું જે અધ્યવસાન છે તેની પોતાની અર્થક્રિયા જીવોને બાંધવા મૂકવા–
(મુક્ત કરવા, છોડવા) તે છે. પરંતુ જીવ તો, આ અધ્યવસાયનો સદ્ભાવ હોવા છતાં પણ, પોતાના સરાગ–
વીતરાગ પરિણામના અભાવથી નથી બધાતો, નથી મુકાતો; અને પોતાના સરાગ–વીતરાગ પરિણામના
સદ્રભાવથી, તે અધ્યવસાયનો અભાવ હોવા છતાં પણ, બંધાય છે, મુકાય છે.
તારો ભાવ એમ છે કે આને મુકાવું એટલે કે સંસારથી મુક્ત કરું, છતાં તે સામો જીવ ‘હું આત્મા
જ્ઞાનાનંદ છું, પરથી જુદો છું’ તેવું ભાન ન કરે, શ્રદ્ધા ન કરે તો તે મુક્ત થઈ શકતો નથી.
તારો ભાવ એમ હોય કે આ સામા જીવને બંધન કરાવી દઉં, છતાં સામો જીવ અજ્ઞાન અને રાગ–દ્વેષના
ભાવ ન કરે પણ શ્રદ્ધા–જ્ઞાન ને તેમાં લીનતા કરી મુક્તિને પ્રાપ્ત કરે; તેથી તે બંધાતો નથી. તો હવે તારા ભાવે
કર્યું શું? તારા ભાવ હતા કે હું આને બંધાવી દઉં. તો તારા ભાવે કર્યું શું? માટે નક્કી થયું કે દરેક જીવને બંધ–
મુક્તિ પોતાના જ ભાવને આધારે છે.
અજ્ઞાનીને ‘પર જીવને બંધાવું અને પર જીવને મુકાવું’ એવા ભાવ થાય છે; જ્ઞાનીને પરને બંધાવા–
મુકાવાના ભાવ થતા નથી, પરંતુ જ્ઞાનીને પર જીવ સમજે તો ઠીક એમ પ્રશસ્ત ભાવ આવે છે, પણ હું જ ધર્મ
પમાડી દઉં છું–એવો મિથ્યા અભિપ્રાય હોતો નથી. તીર્થંકરદેવને આગલા ભવમાં એવો ભાવ આવે છે કે બધા
જીવો ધર્મ પામો, બધા જીવો સમજો. એવો ઉત્કૃષ્ટ પ્રશસ્તભાવ આવતાં તીર્થંકર નામકર્મ બંધાય છે. ‘સર્વ જીવ
કરું શાસનરસી, એસી ભાવદયા મનઉલસી’ એ જાતનો પ્રશસ્ત ભાવ તીર્થંકર નામકર્મ બંધાતી વખતે હોય છે.
તેમાં ખરી રીતે તો એમ છે કે મારો નિર્વિકલ્પ સ્વભાવ પૂરો થઈ જાવ. અંતરમાં તો પોતા તરફના ભાવ છે ને
બહારમાં–નિમિત્તમાં પર જીવોને ધર્મ પમાડવાના ભાવ છે.
જગતના જીવો અને જ્ઞાનીના શબ્દે શબ્દના આશયમાં ફેર પડે છે. અજ્ઞાની કહે છે કે હું પરને તારી દઉં
છું, અને તીર્થંકર થનાર જ્ઞાની કહે છે કે સર્વ જીવ કરું શાસનરસી એ રીતે બંને કહે છે પણ આશયમાં ઉગમણો–
આથમણો આંતરો છે. જ્ઞાનીને અંતરમાં પૂરા થવાની ભાવના છે ને અજ્ઞાનીને એકલી બાહ્યદ્રષ્ટિ છે.
જ્ઞાની બોલે કે પ્રભો! આપે મને સમજાવ્યો. તેમ ગુરુ પ્રત્યે શુભરાગનો વિકલ્પ આવે છે તેથી બહુમાનથી
બોલે છે તે વ્યવહાર છે, પણ અંદર સમજે છે કે હું સમજું તો જ સમજાય છે. પોતે સમજે ત્યારે દેવ–ગુરુ–શાસ્ત્ર
નિમિત્ત કહેવાય છે; એથી નિમિત્ત ઉપર આરોપ કરીને ‘પ્રભો! આપે મને સમજાવ્યો’ તેમ કહેવાય છે.
વિનયવંત શિષ્ય નિમિત્ત ઉપર આરોપ કરીને ‘પ્રભો! આપે મને સમજાવ્યો’ એમ ગુરુનું બહુમાન કરે છે, એવી
વિનયની રીત છે. આચાર્યદેવ કહે છે કે ભાઈ! પોતાના સરાગ–વીતરાગ પરિણામના સદ્રભાવના આધારે બંધન
ને મુક્તિ થાય છે, માટે પરનું તું કાંઈ પણ કરી શકતો નથી.
ભગવાન્ આચાર્યદેવ કહે છે કે એક આત્મા બીજા આત્માને બંધન કરાવવાનો ભાવ અને મુક્તિ
કરાવવાનો ભાવ કરી શકે છે, પરંતુ બીજાને બંધન તથા મુક્તિ પોતે કરી શકતો નથી. માત્ર ભાવ કરી શકે છે.
પોતાના સરાગ અને વીતરાગ પરિણામના આધારે જીવોને બંધ–મુક્તિ થાય છે.
ભગવાનને ‘તીન્નાણં તારયાણં’ કહેવાય છે, તે ભક્તિથી નિમિત્ત ઉપર આરોપ આપીને કહેવાય છે.
સાધકને એવો વિચાર આવ્યા વગર રહેતો નથી. પરંતુ કોઈ કોઈને તારી શકતું નથી. તરનારો જ્યારે તરે છે
ત્યારે ભગવાને તાર્યા તેમ નિમિત્તમાં આરોપ આવે છે. તારનારો જ્યારે તરે છે ત્યારે દેવ–ગુરુ–શાસ્ત્રનું
નિમિત્તપણું હોય છે, પરંતુ દેવ–ગુરુ–શાસ્ત્ર તારી દેતા નથી; ત્રિલોકનાથ તીર્થંકરદેવ જો તારી દેતા હોત તો બધા
જીવોને મોક્ષમાં કેમ ન લઈ ગયા? માટે ભગવાન તારી દેતા નથી, પણ તરનારો જ્યારે તરે છે ત્યારે ભગવાનને
નિમિત્ત કહેવાય છે.

PDF/HTML Page 14 of 21
single page version

background image
: દ્વિતીય અષાઢ: ૨૪૭૬ આત્મધર્મ : ૧૯૩:
આત્મા પોતે પોતાથી બંધાય છે ને મુકાય છે. આત્માનું બંધાવું–મુકાવું પોતાને કારણે છે. એક આત્મામાં
બીજાનું કાંઈ પણ કરી શકવાની ત્રેવડ નથી, બીજાનું કાંઈ પણ કરવાને આત્મા સમર્થ નથી. આત્મભગવાન દેહથી
જુદું તત્ત્વ છે, તે પરના કારણે બંધાય છે ને મુકાય છે–એમ જે માને છે તે આત્માને ઓશિયાળો બનાવે છે. આત્મા
પોતે સ્વતંત્ર તત્ત્વ છે, એને બંધાવું–મુકાવું તે પોતાના હાથમાં છે. પોતાના પુરુષાર્થવડે પોતાની મુક્તિ થાય ત્યારે
ભગવાનને નિમિત્ત કહેવાય છે. ભગવાનના સમવસરણમાં ઈંદ્રો આવે છે અને ઈંદ્રો પોતે જ સમવસરણ રચે છે.
ભગવાનનો દિવ્યધ્વનિ એકાક્ષરી હોય છે, હોઠ બંધ હોય છે અને દિવ્યધ્વનિ છૂટે છે; ભગવાનની સભામાં કોઈક
એવા જીવો પણ બેઠેલા હોય છે કે ત્યાંથી ધ્વનિ સાંભળીને બહાર જઈને ઊંધા પડે છે; ભગવાનની સભામાં ઈંદ્રો
અને ચક્રવર્તી વગેરે હોય છે અને આવા ઊંધા પડનાર જીવો પણ હોય છે. ભગવાન જો તારી દેતા હોય તો બધા
સમજી જવા જોઈએ; પણ બધા સમજી જતા નથી, જેની લાયકાત હોય તે સમજે છે. પરંતુ સમજે ત્યારે તેને વિનય
આવ્યા વગર રહેતો નથી, વિનયથી નિમિત્ત ઉપર આરોપ કરીને કહે છે કે હે જિનેન્દ્રદેવ! આપે મને તાર્યો, હે
નાથ! તરણતારણ આપ છો, આપે મને તાર્યો, આપે મને ઉગાર્યો, આપના દિવ્યધ્વનિ વડે હું સમજ્યો, આપના
દર્શનથી હું સંસારસાગર તર્યો. એમ, પોતે પોતાના પુરુષાર્થવડે સમજે ત્યારે સામા નિમિત્ત ઉપર ભક્તિભાવ
આવ્યા વગર રહેતો નથી, વિનયભાવ આવ્યા વગર રહેતો નથી, એવું સાધકનું સ્વરૂપ છે.
આચાર્યદેવ કહે છે કે ભગવાન કોઈને તારી દેતા નથી, પોતાના પુરુષાર્થ વગર પોતાનો મોક્ષ નથી. માટે
તારો બીજાને બાંધવા–મુકાવાનો અભિપ્રાય છે તે તદ્ન ખોટો છે. ભગવાન પણ બીજાને તારી શકતા નથી,
ભગવાન વીતરાગ છે, વીતરાગને ઈચ્છા હોતી નથી, તે તો ચૈતન્ય પરમબ્રહ્મ થઈ ગયા છે–પૂર્ણાનંદ પૂર્ણસ્વરૂપ
થઈ ગયા છે; ભગવાનને એક પણ રાગનો વિકલ્પ નથી છતાં તેમની સભામાં ઢોર, મનુષ્ય ને વિદ્યાધરો ધર્મ
પામી જાય છે, તેથી સિદ્ધ થાય છે કે કોઈ કોઈને મુક્ત કરી શકતું નથી ને કોઈ કોઈને તારી પણ શકતું નથી.
ભગવાનની સભામાં ઢોર પણ આત્મધર્મ પામી જાય છે અને અહીં કેટલાક મનુષ્ય થઈને પણ ધર્મનો અનાદર
કરે છે. બહાર જઈને કહે છે કે આવી તે વાત હોતી હશે? રોટલાની વાત નહિ, પૈસાની વાત નહિ ને ત્રણે ટાણાં
એક આત્માની જ માંડી છે! એમ કરીને ધર્મની આસ્રાતના કરે છે, અને વિરાધક થાય છે. તે પણ પોતાના
કારણથી, બીજાના કારણથી નહિ.
ભગવાન પણ કોઈનું કાંઈ કરી શકતા નથી. બધા જીવ અને જડ પરમાં કાંઈ પણ કરવાને અકિંચિત્કર છે
એટલે કે કોઈ કોઈનું કાંઈ કરી શકતું જ નથી.
કોઈ દિગંબર મુનિરાજ ધ્યાનમાં હોય, ને અડતાલીશ મિનિટમાં મોક્ષ લેવાના હોય; ત્યાં પૂર્વનો કોઈ વેરી
દેવ આવીને લવણ સમુદ્રના ખારા પાણીમાં મુનિરાજને બોળી મૂકે. પણ મુનિરાજ તો, પાણીમાં જ્યાં શરીર પડ્યું
ત્યાં તે વખતે જ સ્વરૂપમાં લીન થયા, ને લીન થયા કે તરત જ કેવળજ્ઞાન પ્રગટ થયું ને તરત જ મોક્ષ થયો.
સામો વેરી દેવ જાણે કે આને નરકમાં લઈ જાઉં. ઉપસર્ગ દેનારા દેવને એમ વિચાર આવે કે આને આવા ઊંડા
પાણીમાં ગૂંગળાવી નાંખું, મૂંઝવી નાંખું. પરંતુ મુનિરાજ તો ચિદાનંદ જ્ઞાતાનું ચોસલું જુદું પાડીને, રાગનો અંશ
હતો તેને તોડીને, વીતરાગતા કરી કેવળજ્ઞાન પામી મુક્તિને પામ્યા; અને ઉપસર્ગ દેનારા દેવે રૌદ્ર ધ્યાનના ભૂંડા
પરિણામ કર્યાં તેથી અશુભ કર્મ બાંધી દુર્ગતિમાં જાય. કોઈને એમ થાય કે દેવમાં બહુ સુખ હશે, પરંતુ દેવમાં પણ
રાગ–દ્વેષ ને ઈર્ષાના બધા ભાવો પડ્યા છે. સુખ તો આત્માના સ્વભાવમાં છે, દેવમાં સુખ છે નહિ.
દેવના પરિણામ તો મુનિરાજને કર્મથી બંધાવાના હતા કે મુનિને ઉપસર્ગ આપું ને મુનિ રાગ–દ્વેષના
પરિણામ કરી કર્મથી બંધાય. પરંતુ મુનિ તો સ્વભાવની સમતા રાખીને પુરુષાર્થ કરીને કેવળજ્ઞાન પામ્યા. માટે
સિદ્ધાંત થયો કે કોઈના પરિણામ વગર કોઈ કોઈને બંધાવી–મુકાવી શકતું નથી.
કોઈને એમ થાય કે હું બીજાની મુક્તિ કરાવી દઉં. પણ બીજાની મુક્તિ કરાવવી કાંઈ સામાના હાથની
વાત નથી. સામાનો ભાવ એના પોતાના કારણે ફરે ને સ્વભાવ તરફ ઢળે તો મુક્તિ થાય. બીજાના ભાવનું
અધિકારીપણું પોતામાં આવતું નથી. માટે બીજાની મુક્તિ કરાવવાની ત્રેવડ પોતામાં નથી. હું બીજાની મુક્તિ
કરાવી દઉં એવો અભિપ્રાય સ્વ–પરમાં એકત્વ–બુદ્ધિ થયા વિના સંભવે નહિ.
શ્રી સમયસાર–બંધ અધિકાર ગા. ૨૬૭ ઉપરના પ્રવચનોમાંથી

PDF/HTML Page 15 of 21
single page version

background image
: ૧૯૪: આત્મધર્મ : દ્વિતીય અષાઢ: ૨૪૭૬
• ધર્મીનું કાર્ય શું
અને અધર્મીનું કાર્ય શું? •
[રાજકોટ શહેરમાં પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન, ફાગણ સુદ ૯ ના રોજ
જન્મ–કલ્યાણક પ્રસંગે પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન: શ્રી સમયસાર ગા. ૭૧]
આ કર્તાકર્મ અધિકાર છે. આત્મા કર્તા છે, તે શું કામ કરે તો તેને ધર્મ થાય અને શું કામ કરે તો તેને
અધર્મ થાય? તે વાત ચાલે છે. કર્તા એટલે થનારો, પરિણમનારો; અને કર્મ એટલે કર્તાનું કાર્ય, પરિણામ. કોઈ
આત્મામાં પરનું કાર્ય કરવાની શક્તિ નથી. આત્મા પરનું કાંઈ કરી શકતો નથી, કેમ કે જડ કે ચેતન બધાં તત્ત્વો
અનાદિઅનંત સ્વયંસિદ્ધ પોતપોતાની અવસ્થામાં પલટી રહ્યાં છે. જગતમાં દરેકે દરેક રજકણની ક્રિયા સ્વતંત્ર
એની મેળે થઈ રહી છે. એક આત્મા શરીરને ચલાવી શકે નહિ તેમ જ સ્થિર પણ રાખી શકે નહિ, ભાષા બોલી
શકે નહિ, કર્મ બાંધી શકે નહિ, પર જીવને મારી કે બચાવી શકે નહિ, સુખી–દુઃખી કરી શકે નહીં, તેને મદદ કે
નુકસાન કરી શકે નહિ. જીવ પોતાની અવસ્થામાં માત્ર શુભ–અશુભ કે શુદ્ધ ભાવ કરી શકે. જીવ એકબીજાને
સુખી–દુઃખી કરે, શરીરાદિની ક્રિયા હું કરું એમ અજ્ઞાનીએ અનાદિનું માન્યું છે, પરંતુ તેમ થઈ શકતું નથી. પરને
સુખી–દુઃખી કરવાની તાકાત કોઈમાં છે જ નહીં. આ જગતમાં દરેક આત્મા તેમ જ દરેક રજકણ સ્વતંત્ર ભિન્ન
ભિન્ન છે. કોઈ તત્ત્વો એકબીજા ઉપર પ્રભાવ પાડી શકે નહિ.
એક આત્મા છે તે પોતાના સ્વરૂપના સદ્રભાવપણે અને બીજા અનંત આત્મા તેમ જ જડ પદાર્થોના
અભાવપણે ટકેલો છે. એ પ્રમાણે દરેક તત્ત્વ બીજા અનંત પદાર્થોના અભાવથી ટકી રહ્યું છે. એક દ્રવ્યના
સ્વરૂપની બાહ્ય જ બીજા દ્રવ્યો લોટે છે, કોઈ દ્રવ્યમાં કોઈ દ્રવ્ય પ્રવેશી જતું નથી, એટલે એક પદાર્થમાં બીજા
અનંત તત્ત્વો કાંઈ પણ કરે–એમ ત્રણકાળમાં બનતું નથી. વસ્તુના દ્રવ્ય–ગુણ તો ત્રિકાળ એકરૂપ છે, એટલે તેમાં
કાંઈ કરવાનું નથી. અહીં દ્રવ્ય–ગુણની વાત નથી પણ પર્યાયની વાત છે; પર્યાયો નવી નવી થાય છે, તે પર્યાયો
દ્રવ્યના આધારે જ થાય છે. નવી નવી પર્યાયો નિમિત્તને લીધે થાય છે–એવો અજ્ઞાનીનો ભ્રમ છે. એક દ્રવ્યની
વર્તમાન હાલત બીજા દ્રવ્યની વર્તમાન હાલતમાં કાંઈ કરે તે વાત અજ્ઞાનીએ માનેલી છે, વસ્તુસ્વરૂપ તેમ નથી.
જુઓ, ભગવાનના પ્રતિષ્ઠામહોત્સવ વખતે આ ગાથા આવી છે, તે આત્મામાં મંગળદશાના મહોત્સવ
પ્રગટ કરે તેવી છે. જે સમજે તેના આત્મામાં મંગળદશારૂપી મહોત્સવ પ્રગટે. આજે ભગવાનના જન્મકલ્યાણકનો
પ્રસંગ છે. આ સીમંધર ભગવાનની મૂર્તિ ઠેઠ જયપુરથી અહીં આવી, તે મૂર્તિને જયપુરથી અહીં લાવવાની ક્રિયા
કોઈ આત્માએ કરી નથી, પણ તે પખાર્થના સ્વકાળે તેનું ક્ષેત્રાંતર થયું છે. મૂર્તિના દરેક રજકણ તેની સ્વતંત્ર
યોગ્યતાના સામર્થ્યથી ક્ષેત્રાંતર થયા છે, આત્મા તેની ક્રિયાને કરતો નથી. આત્મા તો પોતાના જ્ઞાતા વીતરાગી
સ્વભાવને ચૂકીને ‘આ જડની ક્રિયા હું કરું ને રાગ હું કરું’ –એમ માનીને પોતાના મિથ્યાત્વભાવને ઉત્પન્ન કરે
છે. આ અજ્ઞાનીનું કાર્ય છે. અને ધર્મી–જ્ઞાની જીવ હોય તો તે પરની ક્રિયા હું કરું એમ માનતા નથી તેમ જ
ક્ષણિક રાગ થાય તેનું કર્તાપણું પણ સ્વભાવદ્રષ્ટિમાં સ્વીકારતા નથી, સ્વભાવદ્રષ્ટિથી નિર્મળ પર્યાય પ્રગટે છે
તેના જ તે કર્તા છે. આ જ્ઞાનીનું કાર્ય છે.
આત્મા જડનું કે પરનું કાંઈ કાર્ય કરી શકે તે માન્યતા સ્થૂળ અજ્ઞાન છે. એ માન્યતા છૂટી ગયા પછી,
અહીં તો તે ઉપરાંતની વાત છે. વિકાર મારું કાર્ય ને હું તેનો કર્તા–એમ જે વિકાર સાથે આત્માનું કર્તાકર્મપણું
સ્વીકારે તે પણ અજ્ઞાની છે. આત્મા જ્ઞાયકમૂર્તિ નિર્વિકાર છે, તે વિકારનો કર્તા નથી–એમ સમજાવવા માટે અહીં
તે વિકારને આચાર્યદેવે પુદ્ગલના પરિણામ કહી દીધા છે.
આત્મામાં જે રાગ–દ્વેષાદિ વિકારીભાવો થાય છે તે કાંઈ અજીવ નથી તેમ જ તે અજીવમાં થતા નથી પણ
આત્માની જ અવસ્થામાં થાય છે, છતાં અહીં તેને આત્માથી બીજી વસ્તુ કીધી છે; કેમ કે તે વિકારભાવો જડના
લક્ષે થાય છે, ધર્મીની દ્રષ્ટિ આત્માના સ્વભાવ ઉપર છે અને તે સ્વભાવમાંથી વિકારભાવ આવતા નથી,

PDF/HTML Page 16 of 21
single page version

background image
: દ્વિતીય અષાઢ: ૨૪૭૬ આત્મધર્મ : ૧૯૫:
માટે તેને જડ પુદ્ગલપરિણામ કહીને આત્માથી અન્ય વસ્તુ કહેવામાં આવી છે. પણ તે પરિણામ કાંઈ પુદગ્લમાં
થતાં નથી તેમ જ કર્મ પણ કરાવતું નથી. આત્માની પર્યાયમાં તે થાય છે પણ અહીં તે પર્યાયબુદ્ધિ છોડાવવા માટે
તેને આત્માથી અન્ય કહ્યાં છે.
જેમ ફૂલઝરણીમાંથી તો તણખા ઝરે, કાંઈ કોયલાના કટકા ન ઝરે, તેમ ચૈતન્યપિંડ આત્મામાંથી તો જ્ઞાન–
દર્શનના અરાગી ભાવ જ પ્રગટે–એવો એનો સ્વભાવ છે; પણ અજ્ઞાનીને તેની રુચિ નથી તેથી બાહ્યની રુચિ વડે
તે પોતાની અવસ્થામાં વિકારભાવ પ્રગટ કરે છે અને તેનો તે કર્તા થાય છે. ધર્મી જીવ સ્વભાવની રુચિમાં
વિકારનો કર્તા થતો નથી. સમ્યગ્દર્શનનો વિષય તો પુણ્ય–પાપથી અન્ય વસ્તુ છે; જે પુણ્ય–પાપની લાગણી થાય તે
સમ્યગ્દર્શનના વિષયભૂત ચૈતન્યનો સ્વભાવ નથી માટે પરમાર્થે તે વિકારી લાગણીઓ આત્માથી અન્ય છે.
આવા આત્માના સ્વભાવનું ભાન થતાં, વિકાર સાથે પણ કર્તાકર્મપણું છૂટીને આત્મા નિર્મળ વીતરાગી
અવસ્થાનો કર્તા થાય તેનું નામ ધર્મક્રિયા છે. આ સિવાય ભગવાનના પંચકલ્યાણક કરાવીને તેનાથી આત્માનું કલ્યાણ
માની લ્યે તેને આત્માનું ભાન નથી. બહારની ક્રિયાઓ તો જડથી થાય છે, અને શુભરાગ થાય તે વિકાર છે, તે
વિકારનો હું કર્તા ને તે મારું કાર્ય એમ માને તે પણ અધર્મી છે. પર તરફનો–ભગવાન તરફનો શુભરાગ તે પણ
વિકાર છે; જે જીવને તે રાગની રુચિ અને ઉત્સાહ છે પણ શુદ્ધાત્માની રુચિનો અભાવ છે, તો તેને આચાર્યભગવાન
સમજાવે છે કે પુણ્ય–પાપ તે આત્માના સ્વભાવથી અન્ય વસ્તુ છે, કેમ કે જો અન્ય ન હોય તો તે ટળી ને કદી
રાગરહિત સિદ્ધદશા થાય નહિ. સિદ્ધદશામાં પુણ્ય–પાપના ભાવ હોતા નથી, માટે તે આત્માનું ખરું કર્તવ્ય નથી.
ત્રિલોકનાથ તીર્થંકર ભગવાન પાસે અનંતવાર ગયો અને તેમના આવા ઉપદેશનું શ્રવણ કર્યું, પરંતુ
ભડના દીકરાએ પોતાની ઊંધી માન્યતા મૂકી નહીં, અંદરમાંથી પુણ્યની રુચિ અને તેની કર્તૃત્વબુદ્ધિ ગઈ નહીં ને
આત્માના સ્વભાવની રુચિ થઈ નહીં. તેથી પોતાની ઊંધી દ્રષ્ટિએ વિકારની ઉત્પત્તિ થઈ, ને સંસારમાં રખડયો.
‘દ્રષ્ટિ તેવી સૃષ્ટિ.’ સૃષ્ટિ એટલે ઉત્પત્તિ; જેવી દ્રષ્ટિ હોય તેવી પર્યાયની ઉત્પત્તિ થાય. જો શુદ્ધ ચૈતન્યસ્વભાવ
ઉપર દ્રષ્ટિ હોય તો પર્યાયમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ શુદ્ધતાની ઉત્પત્તિ થાય, અને જો વિકાર ઉપર દ્રષ્ટિ
હોય તો પર્યાયમાં મિથ્યાત્વાદિ વિકારની ઉત્પત્તિ થાય.
વિકારરહિત અખંડ ચૈતન્યસ્વભાવનું જેને ભાન નથી અને વિકારનો હું કર્તા–વિકાર તે જ હું–એવી
વિકારની બુદ્ધિ છે તેને તે વિકારબુદ્ધિ છોડાવવા અને સ્વભાવદ્રષ્ટિ કરાવવા કહે છે કે હે ભાઈ! તું ક્ષણિક વિકારના
કર્તા–કર્મની બુદ્ધિ છોડ. તારો સ્વભાવ ક્ષણિક વિકાર જેટલો નથી. પહેલાંં પોતાના યથાર્થ વસ્તુસ્વભાવને ખ્યાલમાં
લેવો જોઈએ, તેની રુચિ અને વિશ્વાસ કરવો જોઈએ. યથાર્થ વસ્તુના ભાન વિના જ્ઞાનને કયે ઠેકાણે થંભાવશે?
અને કોનું શરણું લઈને ધર્મ કરશે?
નીચલી દશામાં ધર્મીને પણ પુણ્ય–પાપના ભાવોની ઉત્પતિ થાય, પરંતુ તેને તેની મુખ્યતા ભાસતી નથી.
સ્વભાવની મુખ્યતાની દ્રષ્ટિમાં વિકારનો અભાવ જ ભાસે છે. સ્વભાવના વલણની મુખ્યતા ખસે તો સાધકદશા
રહેતી નથી. જો એક સમય પણ સ્વભાવના વલણની મુખ્યતા ખસીને વિકારની મુખ્યતા થાય તો તે જીવ મિથ્યાદ્રષ્ટિ
છે. શુભરાગની ઉત્પત્તિ વખતે જો પુણ્યની જ મુખ્યતા ભાસે અને સ્વભાવની મુખ્યતા ન ભાસે તો તેને સ્વભાવથી
અન્ય વસ્તુની એટલે કે જડ કર્મની ઉત્પત્તિ થાય છે. ધર્મી જીવને તે રાગની અલ્પતાને ગૌણ કરીને શુદ્ધ ત્રિકાળી
સ્વભાવની મુખ્યતા છે, તે સમ્યગ્દર્શન છે, અને સ્વભાવની મુખ્યતામાં તેને ક્ષણે ક્ષણે નિર્મળદશાની ઉત્પત્તિ થયા કરે
છે, તે ધર્મીનું ધર્મકર્તવ્ય છે. છ ખંડનું રાજ્ય અને છન્નું હજાર સ્ત્રીઓના વૃંદમાં પડેલા સમ્યગ્દ્રષ્ટિ ચક્રવર્તીને
અંતરમાં એક ક્ષણ પણ સ્વભાવની મુખ્યતા ખસતી નથી ને વિકારની મુખ્યતા થતી નથી. વર્તમાન કોઈ પર્યાયમાંથી
‘હું શુદ્ધ સ્વભાવ છું’ એવું વલણ એક ક્ષણ પણ ખસતું નથી, એટલે સમયે સમયે તેમને નિર્મળ પર્યાયની ઉત્પત્તિરૂપ
ધર્મ થાય છે. આ પ્રમાણે આત્મા અને આસ્રવોનો તફાવત દેખવાથી જ એટલે કે ભેદવિજ્ઞાનથી જ ધર્મ થાય છે.
હું ક્ષણિક રાગ જેટલો નથી પણ રાગરહિત જ્ઞાતાસ્વરૂપ છું–એવા વલણમાં સ્વસન્મુખ દ્રષ્ટિ થતાં
વિકારની મુખ્યતા ન ભાસે તે સમ્યગ્દર્શન છે. પહેલાંં પાત્ર

PDF/HTML Page 17 of 21
single page version

background image
: ૧૯૬: આત્મધર્મ : દ્વિતીય અષાઢ: ૨૪૭૬
થઈને અંતરના હકાર પૂર્વક આ વાતનું વારંવાર શ્રવણ કરવું જોઈએ. હે જીવ! સત્સમાગમે સત્યનું શ્રવણ કરીને
એક વાર યથાર્થ રુચિથી હા પાડ. સત્યસ્વભાવની ‘હા’ પાડતાં પાડતાં, તેની ‘લત’ લાગતાં હા માંથી હાલત
થઈ જશે. જેવો પોતાનો સ્વભાવ છે તેની રુચિ કરીને હા પાડતાં તેવી હાલત પ્રગટ થઈ જશે. સત્યસ્વભાવની
હા પાડ તો સિદ્ધદશા થશે, અને સત્યસ્વભાવની ના પાડીને તેનો અનાદર કરતાં નરક–નિગોદ દશા થશે. સત્ય
વસ્તુસ્વભાવને લક્ષમાં લઈને તેની રુચિથી હા પાડવામાં પણ અપૂર્વ પાત્રતા છે.
ક્રોધાદિ અશુભભાવ કે દયાદિ શુભભાવ તે બંને આસ્રવ છે, જીવના સ્વભાવથી ભિન્ન છે. હું શરીરાદિ
પરનો કર્તા–એ બુદ્ધિ તો બહુ સ્થૂળ અજ્ઞાન છે. પરંતુ હું ક્રોધાદિ વિકારનો કર્તા અને તે ક્રોધાદિ મારું કર્મ–એવી
કર્તાકર્મપણાની બુદ્ધિ પણ અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે, અજ્ઞાનીને એવી કર્તાકર્મની પ્રવૃત્તિ અનાદિથી ચાલી આવે
છે, તે જ અધર્મ અને સંસારનું મૂળ છે. તે કર્તાકર્મની પ્રવૃત્તિ ક્યારે ટળે તે વાત અહીં આચાર્યદેવે સમજાવી છે.
ક્રોધાદિક ભાવોને અને આત્માને નિશ્ચયથી એક વસ્તુપણું નથી, બંનેનો સ્વભાવ ભિન્ન ભિન્ન છે. એ પ્રમાણે જીવ
જ્યારે આસ્રવો અને આત્માનું ભેદજ્ઞાન કરે છે ત્યારે અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તાકર્મની પ્રવૃત્તિ નિવૃતિ થાય છે.
ક્રોધાદિ ભાવો આત્માથી ભિન્ન વસ્તુ છે; એમ અહીં ક્રોધાદિ ભાવોને પણ ‘વસ્તુ’ કેમ કીધી? કેમ કે તે
ક્રોધાદિ અવસ્થામાં વીતરાગી અવસ્થાની નાસ્તિ છે, તે એક અવસ્થામાં બીજી અનંત અવસ્થાની નાસ્તિ છે, ને
તે અવસ્થાની પોતાપણે અસ્તિ છે, એવો તેનો અસ્તિનાસ્તિ સ્વભાવ છે, તેથી તે પણ વસ્તુ છે. તે ત્રિકાળી
દ્રવ્યરૂપ વસ્તુ નથી પણ ક્ષણિક પર્યાયરૂપ વસ્તુ છે. વિકાર વિકારપણે છે ને સ્વભાવપણે નથી, પૂર્વની કે પછીની
અવસ્થાપણે નથી, જડકર્મપણે નથી; એટલે પોતાના સ્વરૂપે તે વિકારની અસ્તિ અને બીજા અનંત પદાર્થોપણે
નાસ્તિ–એવા અનંત ધર્મ તેનામાં સિદ્ધ થયા. એક દ્રવ્યના અનંત ગુણો, અને તે એકેક ગુણોની અનંત પર્યાયો, તે
એકેક પર્યાયમાં અનંત અવિભાગ પ્રતિચ્છેદો, અને એકેક અવિભાગપ્રતિચ્છેદ અંશમાં બીજા અનંત અવિભાગ–
અંશની નાસ્તિ છે એટલે એકેક અવિભાગ પ્રતિચ્છેદ અંશમાં અનંત અસ્તિ–નાસ્તિ ધર્મ છે.
અહીં આત્માનો અને ક્રોધાદિક આસ્રવોનો ભિન્ન ભિન્ન સ્વભાવ બતાવીને આસ્રવોને આત્માથી ભિન્ન
વસ્તુ સિદ્ધ કરી છે. એટલે આ પ્રમાણે જાણીને આત્માના સ્વભાવ તરફ વળતાં આસ્રવોનો નિષેધ થઈ જાય છે.
આત્માના સ્વભાવ તરફ વળતાં વિકારનો નાશ કરવો પડતો નથી પણ થઈ જાય છે. સ્વભાવદ્રષ્ટિમાં આત્મા
વિકારનો કર્તા નથી, તેમ તેનો છોડનાર પણ નથી. આત્મા પરનું તો ગ્રહણ કે ત્યાગ કરતો નથી પણ ખરેખર
વિકારનું પણ ગ્રહણ કે ત્યાગ આત્માના સ્વભાવમાં નથી. દરેક આત્મામાં ‘ત્યાગોપાદાનશૂન્યત્વ’ નામની શક્તિ
ત્રિકાળ છે, એટલે આત્મા સ્વભાવથી વિકારનું ગ્રહણ કે ત્યાગ કરતો નથી. હું વિકારનો કરનાર છું–એવી જેની
બુદ્ધિ છે તે તો મિથ્યાદ્રષ્ટિ છે જ. પણ હું વિકારને છોડું–એવી જેની બુદ્ધિ છે તે પણ પર્યાયમૂઢ મિથ્યાદ્રષ્ટિ છે. કેમ
કે ‘હું વિકારને છોડું’ એવા લક્ષે વિકાર છૂટતો નથી પણ વિકારની ઉત્પત્તિ થાય છે, છતાં તેને વિકાર ટાળવાનો
ઉપાય માને છે તે જીવ પર્યાયબુદ્ધિ છે. વિકારને હું ટાળું–એવા લક્ષે પણ થાય છે તો વિકારની ઉત્પત્તિ, અને તે
જીવ માને છે એમ કે હું વિકારને ટાળું છું–એટલે તેણે વિકારના લક્ષે લાભ માન્યો, તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે. પણ
વિકારથી ભિન્ન મારો ચૈતન્યસ્વભાવ છે–એમ જ્ઞાનવડે ભેદ પાડીને આત્મસ્વભાવ તરફ વળતાં વિકારની ઉત્પત્તિ
જ થતી નથી. સ્વભાવ તરફ વળતાં આત્મા અને વિકારની ભિન્નતારૂપ પરિણમન સહેજે થતું જાય છે.
ધર્મી જીવ રાગને જાણે છે પણ ‘રાગ તે હું’ એમ તે રાગનો કર્તા થતો નથી. રાગની સન્મુખ થઈને
રાગને જાણતો નથી, પણ સ્વભાવની સન્મુખ રહીને રાગને જાણી લે છે. સ્વભાવ તરફ વળતાં સ્વને તેમ જ
વિકારને–પરને જાણે એવી સ્વ–પરપ્રકાશક જ્ઞાતાશક્તિ પ્રગટ થાય છે, તેથી તેમાં પરનું જ્ઞાન થઈ જાય છે, પણ
પરસન્મુખ વળીને પરને જાણવા જતો નથી.
જુઓ, આમાં ઘણા ન્યાયો આવી જાય છે. સ્વસન્મુખ થતાં જે સ્વપરપ્રકાશક જ્ઞાન ખીલ્યું તે જ્ઞાન સ્વને
જાણતાં, પરનિમિત્ત કેવા હતાં–સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર કેવાં હોય–તેને પણ યથાર્થપણે જાણી લે છે.
શ્રી પદ્મનંદી આચાર્ય કહે છે કે–
तत्प्रति प्रीतिचितेन येन वार्ताऽपि हि श्रुताः।
निश्चित स भवेद्भव्यो भावि निर्वाण भाजनम्।।

PDF/HTML Page 18 of 21
single page version

background image
: દ્વિતીય અષાઢ: ૨૪૭૬ આત્મધર્મ : ૧૯૭:
જે જીવે પ્રસન્ન ચિત્તથી આત્મસ્વભાવની વાત પણ સાંભળી છે તે જીવ ભવિષ્યમાં થનારી મુક્તિનું
અવશ્ય ભાજન થાય છે. અહીં श्रुताः એટલે કે સાંભળી છે–એમ કહેવામાં સૂક્ષ્મ ન્યાય છે. સાંભળવાનું કહેતાં,
સંભળાવનાર નિમિત્ત કેવા હોય તેનું જ્ઞાન પણ આવી જાય છે. પોતે જાગીને ભાન કરે ત્યાં સામે કયું નિમિત્ત
હતું, કેવા દેવ–ગુરુ–શાસ્ત્ર નિમિત્તરૂપે હોઈ શકે તેનું પણ યથાર્થ ભાન થયા વગર રહેતું નથી. એવો
સ્વપરપ્રકાશક જ્ઞાનસ્વભાવ છે.
જુઓ ભાઈ, આ વાત સૂક્ષ્મ છે; પણ આ વાત સમજવાની દરેક જીવમાં તાકાત ભરી છે. એકેક આત્મા
સિદ્ધ ભગવાન જેવો છે. તેનો વિશ્વાસ લાવીને હોંશપૂર્વક શ્રવણ અને મંથન કરવું જોઈએ. ‘મને નહિ સમજાય’
એવી નમાલી માન્યતા છોડી દેવી જોઈએ. ભગવાન આચાર્યદેવે સમયસારની પહેલી ગાથામાં જ આત્મામાં
સિદ્ધપણું સ્થાપ્યું છે કે હું સિદ્ધ છું અને તું સાંભળનાર પણ સિદ્ધ છે. અમે તારા જ્ઞાનમાં તારા આત્માનું સિદ્ધપણું
સ્થાપીએ છીએ. માટે તું પણ તારા જ્ઞાનમાં એ વાત બેસાડીને પહેલે ધડાકે સિદ્ધપણાની હા પાડ. પૂર્ણતાના લક્ષે
શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે. પહેલેથી આત્માને સિદ્ધ જેવો સ્થાપીને જ વાત ઉપાડી છે. આવા
વાસ્તવિક વસ્તુસ્વભાવના ભાન વિના ધર્મની શરૂઆત થાય નહીં.
સુવર્ણપુરી – સમાચાર
(૧) પૂ. ગુરુદેવશ્રીનું સોનગઢમાં આગમન :– રાજકોટ શહેરમાં પંચકલ્યાણક મહોત્સવ પૂર્ણ કરીને, તેમજ
સૌરાષ્ટ્રમાં મહાન ધર્મપ્રભાવના કરીને, અને શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્રની યાત્રા કરીને પ્રથમ અષાડ સુદ ૬ ના રોજ
પૂ. ગુરુદેવશ્રી સોનગઢ પધાર્યા છે. પૂ. ગુરુદેવશ્રી પધાર્યા તે પ્રસંગે સર્વે મુમુક્ષુસંઘે અંતરના ઉમળકાથી ભાવભર્યું
સ્વાગત કર્યું હતું. પૂ. ગુરુદેવશ્રી સુખશાંતિમાં સોનગઢ બિરાજે છે.
(૨) સમયસાર–પ્રવચનસારજીની શરૂઆત :– અષાડ સુદ ૮ ના રોજ પ્રવચનમાં સવારે શ્રી પ્રવચનસારજી તથા
બપોરે શ્રી સમયસારજીની પહેલેથી મંગળ શરૂઆત થઈ છે. સમયસાર અને પ્રવચનસાર જેવા બે પવિત્ર
પરમાગમોના વાંચનની એક જ દિવસે શરૂઆત થવાનો આ પહેલો જ પ્રસંગ હોવાથી મુમુક્ષુઓને તે પ્રસંગે ઘણો
ઉત્સાહ હતો.
(૩) પુસ્તક વેચાણ વિભાગ :– બહારગામથી પુસ્તકો મંગાવનાર જિજ્ઞાસુઓ હવે સોનગઢથી પુસ્તકો મંગાવી
શકશે. સોનગઢમાં પુસ્તક વેચાણ વિભાગ પહેલાંંની માફક જ શરૂ થઈ ગયેલ છે.
(૪) પ્રેસ સમાચાર :– હાલમાં શ્રી સમયસાર–પ્રવચનો (બંધ અધિકાર) તેમ જ શ્રી નિયમસાર–પ્રવચનો
(શુદ્ધભાવ અધિકાર) પ્રેસમાં છપાય છે. એ સિવાય એક નવી સ્તવનમાળા પણ છપાય છે. નિયમસાર ગુજરાતી
તેમજ સમયસાર ગુજરાતી (બીજી આવૃત્તિ) છાપવાનું થોડા વખતમાં શરૂ થશે. ચિદ્દવિલાસ ગુજરાતીનું
છાપકામ લગભગ પૂરું થવા આવ્યું છે, તે તૈયાર થયે આત્મધર્મના ગ્રાહકોને ભેટ મોકલી દેવામાં આવશે.
(૫) પ્રવચનની રેકર્ડ :– રાજકોટમાં ચૈત્ર વદ ૫ ના રોજ શ્રીમદ્ રાજચંદ્રજીના સમાધિ દિને પૂ. ગુરુદેવશ્રીનું ખાસ
પ્રવચન થયું હતું; તે પ્રવચનના શરૂઆતના ભાગની એક ગ્રામોફોન–રેકર્ડ ઉતરેલી છે. રેકર્ડની કિંમત રૂા. ૨–૨–૦
છે. રેકર્ડ સોનગઢથી મળી શકશે.
(૬) પ્રૌઢવયના ગૃહસ્થો માટે શ્રી જૈનદર્શન શિક્ષણવર્ગ :– ગયા વર્ષની માફક આ વર્ષે પણ શ્રાવણ સુદ ૫ તા.
૧૮–૮–૫૦ શુક્રવારથી શરૂ કરીને શ્રાવણ વદ ૧૦ તા. ૬–૯–૫૦ બુધવાર સુધી, સોનગઢમાં શ્રી જૈન
સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ તરફથી સાચા તત્ત્વજ્ઞાનના અભ્યાસની શરૂઆત કરનારા ભાઈઓ માટે એક જૈનદર્શન
શિક્ષણવર્ગ ખોલવાનું નક્કી કર્યું છે. આ વર્ગ ખાસ પ્રૌઢ ઉમરના જૈન ભાઈઓને માટે ખોલવામાં આવ્યો છે. જે
મુમુક્ષુ ભાઈઓને વર્ગમાં આવવા ઈચ્છા હોય તેઓએ પોતાનું નામ “શ્રી જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ સોનગઢ” એ
સરનામે મોકલી દેવું.

PDF/HTML Page 19 of 21
single page version

background image
: ૧૯૮: આત્મધર્મ : દ્વિતીય અષાઢ: ૨૪૭૬
• અજ્ઞાની જીવ બાહ્યસંયોગમાં સુખ શોધે છે •
આ એકત્વ અધિકારની ૨૯મી ગાથા છે; તેમાં શ્રી પદ્મનંદી આચાર્યદેવ કહે છે કે અનુકૂળ–પ્રતિકૂળ
સંયોગોનો સંબંધ થવા છતાં ધર્મી મહાત્માઓને રાગ–દ્વેષ ત્યાજય છે. અને અજ્ઞાની જીવ તો અનુકૂળ–પ્રતિકૂળ
પ્રસંગના સંબંધ વગર પણ રાગ–દ્વેષ કરે છે. ધર્મી જીવની દ્રષ્ટિ પોતાના એકત્વ ચૈતન્યસ્વભાવમાં ઠરી છે, તેથી
કોઈ પણ સંયોગને ઈષ્ટ કે અનિષ્ટ માનીને તેમને રાગ–દ્વેષ થતા નથી. અને અજ્ઞાની જીવને એકત્વસ્વભાવ
ઉપર દ્રષ્ટિ નથી પણ સંયોગ ઉપર જ દ્રષ્ટિ છે તેથી બાહ્યમાં અનુકૂળ–પ્રતિકૂળ સંયોગ ન હોય તોપણ પરમાં ઈષ્ટ–
અનિષ્ટપણાની કલ્પના કરીને તે રાગ–દ્વેષ કરે છે. જ્ઞાનીને સ્વભાવબુદ્ધિ છે ને અજ્ઞાની ને સંયોગબુદ્ધિ છે તે વાત
આચાર્યદેવે સમજાવી છે. સ્વભાવબુદ્ધિમાં જ્ઞાનીને રાગ–દ્વેષની ઉત્પત્તિ થતી નથી, ને સંયોગબુદ્ધિમાં અજ્ઞાનીને
રાગ–દ્વેષ ટળતા નથી.
આત્માના પોતાના સ્વભાવમાં સુખ છે, તેને ભૂલીને અજ્ઞાની જીવ સંયોગમાં ગોતે છે. જેમ કસ્તૂરીમૃગને
પોતાની ડૂંટીમાં જ સુગંધ ભરી છે પણ તેને પોતાનો વિશ્વાસ નથી તેથી બહારમાંથી સુગંધ શોધવા માટે ભટકે છે,
તેમ સિદ્ધભગવાન જે સુખને પામ્યા તે સુખ આત્માના સ્વભાવમાં જ છે, પણ અજ્ઞાનીને પોતાના આત્માના
મહિમાનો વિશ્વાસ બેસતો નથી, તેથી બાહ્ય સંયોગમાંથી સુખ લેવા માંગે છે. પરંતુ બહારના કોઈ સંયોગોમાં
આત્માનું સુખ નથી. ધર્મી જીવની દ્રષ્ટિ સંયોગમાંથી સુખ શોધવાની નથી, પોતાના સહજ જ્ઞાન–સ્વભાવમાં જ
સુખ છે એનું તેને ભાન છે, તેમજ સિદ્ધ ભગવાન જેવા અંશે સુખનો અનુભવ તેને થયો છે. આત્મા શરીર–મન–
વાણી વગેરે પરસંયોગ રહિત પોતે સુખ–આનંદ ને જ્ઞાનસ્વરૂપ છે, રાગ તે આત્માનું કાયમી સ્વરૂપ નથી. આમ
અંતરમાં આત્માનું ભાન થતાં રાગરહિત શાંતિ પ્રગટે છે, તે જ ધર્મ છે. ધર્મ અને સુખ કાંઈ જુદા નથી. ધર્મ
અત્યારે કરે અને તેનું સુખ ભવિષ્યમાં મળે–એમ નથી, પણ જે ક્ષણે ધર્મ કરે તે ક્ષણે જ આત્મામાં સુખ પ્રગટે છે.
લોકો સુખને ઈચ્છે છે પણ સુખના કારણને તેઓ આદરતા નથી; અને દુઃખને જરા પણ ઈચ્છતા નથી
પણ તેના કારણમાં સદા લાગ્યા રહે છે. લોકો સુખી થવા માંગે છે, પરંતુ સુખી થવાનો ઉપાય તો આત્માની
સાચી સમજણ કરવી તે છે, તેને તેઓ સમજતા નથી અને લક્ષ્મી વગેરેમાં સુખ માનીને તે માટે ચોવીસે કલાક
ઝાંવા નાંખે છે, અને બહુ તો પુણ્યને સુખનું કારણ માનીને ત્યાં અટકી જાય છે. સચ્ચિદાનંદમૂર્તિ આત્માનું ભાન
અનંતકાળમાં એક સેકંડ પણ કર્યું નથી. પોતાના સ્વભાવમાં સુખ છે પણ તેનો વિશ્વાસ નથી અને પરમાં સુખ છે
એમ માન્યું છે તેથી જગત સુખ માટે પૈસા–આબરૂ–સ્ત્રી વગેરે બહારમાં ઝાંવા નાંખે છે. આત્માના સ્વભાવમાં
સુખ છે પણ તેને ન જાણતાં અજ્ઞાનીની દ્રષ્ટિ સંયોગ ઉપર છે; એટલે કે મારામાં સુખ નથી અને સંયોગમાં મારું
સુખ છે–એવી ઊંધી માન્યતા છે, તે ઊંધી માન્યતા જ તેને મહા દુઃખનું કારણ છે. ધર્મી જીવ સમજે છે કે સંયોગ
તે હું નથી, તેમાં મારું સુખ નથી. મારા અસંયોગી–એકત્વ ચૈતન્યસ્વભાવમાં જ સુખ છે.
આત્મા અનાદિઅનંત વસ્તુ છે; તેને કદી કોઈએ નવો બનાવ્યો નથી તેમ જ તેનો કદી નાશ થઈ જતો
નથી. આત્મા સદાય જ્ઞાનસ્વરૂપી છે. જેમ મીઠું ખારું છે, સાકર મીઠી છે, ખડી ધોળી છે, કોલસો કાળો છે, તેમ
આત્મા જ્ઞાનસ્વરૂપ વસ્તુ છે. આત્મવસ્તુનો શું સ્વભાવ છે તે કદી જાણ્યો નથી. આત્માનો પરથી ભિન્ન કેવો
સ્વભાવ છે તેની સાચી સમજણ તે સુખનું કારણ છે અને મિથ્યા સમજણ તે દુઃખનું કારણ છે. લોકો દુઃખ ટાળીને
સુખી થવા માંગે છે પરંતુ ઊંધી સમજણ ટાળીને સાચી સમજણ કરતા નથી. એ ઉપાય કર્યા વિના દુઃખ ટળીને
સુખ ક્યાંથી થાય? જેનો જે રસ્તો હોય તે રસ્તો લેવો જોઈએ. ભાવનગર જવું હોય અને ભાવનગર પૂર્વ
દિશામાં હોય, તેને બદલે પશ્ચિમ તરફ ચાલવા માંડે તો ભાવનગર આવે નહિ. ભાવનગરના રસ્તે જ ભાવનગર
આવે. તેમ જીવોને સુખ જોઈએ છીએ. તે સુખ તો આત્મામાં છે, આત્માની સમજણના રસ્તે સુખ થાય. પણ
આત્માને છોડીને બહારના રસ્તે કદી સુખ થાય નહીં.
દરેક આત્મા સુખ લેવા ઈચ્છે છે. અજ્ઞાનભાવે પરને દુઃખી કરીને પણ પોતે સુખ લેવા માંગે છે. બધી

PDF/HTML Page 20 of 21
single page version

background image
: દ્વિતીય અષાઢ: ૨૪૭૬ આત્મધર્મ : ૧૯૯:
ચીજો જતી કરીને છેવટે આ શરીરને પણ જતું કરીને સુખ લેવા માંગે છે. શરીર જતાં તો એકલો આત્મા રહે છે.
એટલે એકલા આત્મામાં જો સુખ ન હોય તો શરીર દૂર કરીને પણ સુખ લેવા માંગે નહીં. એટલે શરીરમાં કે
કોઈ સંયોગમાં સુખ નથી પણ આત્મામાં જ સુખ છે, –પણ અજ્ઞાનીને પોતાના સ્વભાવમાં સુખ છે તેનો વિશ્વાસ
બેસતો નથી, એટલે બહારમાં તેના ઉપાય શોધે છે. જો પોતામાં જ સુખનું અસ્તિત્વ ન હોય તો બહારમાં તેનો
આરોપ કરીને શોધે નહિ. જેણે પરમાં અજ્ઞાનભાવે સુખનો આરોપ કર્યો છે તેના પોતામાં અનારોપ–વાસ્તવિક
સુખ ભર્યું છે. પણ ભાન નથી કે સુખ ક્યાં છે? કદી ઊંડો વિચાર પણ કર્યો નથી. અપમાન થતાં ગળે ફાંસો
ખાઈને પ્રાણ છોડે છે. જુઓ, ત્યાં અપમાનના દુઃખ પાસે પ્રાણ છૂટી જાય તે હળવું લાગે છે. પહેલાંં શરીરનો એક
રૂંવાટો ખેંચાય ત્યાં પણ દુઃખ માનતો, તેને બદલે હવે અપમાનમાં દુઃખની કલ્પના થઈ ગઈ છે તેથી શરીર જતું
કરીને પણ તે દુઃખથી છૂટવા માંગે છે. એ પ્રમાણે સંયોગથી છૂટીને સુખી થવા માંગે છે પણ ક્યાં જઈને લક્ષને
થંભાવવું તેનું તેને ભાન નથી. સંયોગથી છૂટીને સુખ લેવા માંગે છે તેનો અર્થ એ થયો કે સંયોગ વગર એકલા
આત્મામાં રહીને સુખી થવાય છે. સંયોગ વગર એકલા આત્મામાં સુખની સત્તા છે. એટલે જો ચૈતન્યસ્વભાવને
ઓળખીને તેના લક્ષે એકાગ્રતા પૂર્વક શરીરાદિ સંયોગનું મમત્વ છોડે તો આત્મામાં યથાર્થ સુખ થાય.
ચૈતન્યસ્વભાવના લક્ષ વગર, માત્ર બાહ્ય સંયોગોથી છૂટીને સુખી થવા માંગે તો તે સુખનો ઉપાય નથી. કેમ કે
સંયોગને લીધે આત્માને દુઃખ નથી તેથી સંયોગ છૂટે તો દુઃખ છૂટે–એમ નથી. સંયોગથી પાર ચૈતન્યસ્વભાવનું
ભાન કરીને જેટલી એકાગ્રતા પ્રગટ કરે તેટલું સુખ પ્રગટે છે. આ જ સુખનો ઉપાય છે.
–વીર સં. ૨૪૭૬ ના પોષ સુદ ૧ ના રોજ ચૂડા શહેરમાં પદ્મ. એકત્વ અધિકાર
ગાથા ૨૯ ઉપર પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી.
ગયા માસનો ‘આત્મધર્મ’ નો અંક અધિક માસનો હોવાથી વધારાનો હતો, છતાં તેને ભૂલથી ૮૧મો નંબર
અપાઈ ગયો છે; તેથી આ દ્વિતીય અષાડ માસના અંકને ૮૧મા અંકને બદલે “ખાસ અંક” તરીકે પ્રસિદ્ધ કર્યો છે.
– : સુખ : –
દરેક જીવને સુખ પ્રિય છે, એ વિષે તો કોઈને પૂછવા જવું પડે તેમ નથી. દરેક કાર્યમાં સુખને માટે જ
ઝાંવા નાંખે છે. સ્વર્ગના દેવ કે નરકના નારકી, તિર્યંચ કે મનુષ્ય, ત્યાગી સાધુ કે ગૃહસ્થ વગેરે બધા સુખને માટે
જ ઝંખના કરે છે; એ સુખ કેમ થાય? શું એ સુખ બહાર પૈસા વગેરેમાંથી આવતું હશે? તો કહે છે કે–ના; તે
સુખ રાગ–દ્વેષરૂપ ભાવકર્મનો નાશ કરતાં પ્રગટે છે. ભાવકર્મનો નાશ કરતાં આઠે પ્રકારના દ્રવ્યકર્મનો નાશ થાય
છે, અને સર્વકર્મનો નાશ થતાં સ્વતંત્ર સુખ પ્રગટે છે.
સુખ બહારથી આવતું નથી, પણ અંદરથી જ પ્રગટે છે. બહારમાં ક્યાં સુખ છે? શું શરીરના લોચામાં
સુખ છે, પૈસામાં છે, સ્ત્રીમાં છે, ક્યાં છે? બહારમાં તો ધૂળ–જડ દેખાય છે, શું જડમાં આત્માનું સુખ હોય? ન જ
હોય. પણ તે પરવસ્તુઓમાં સુખની ખોટી કલ્પના અજ્ઞાની જીવે કરી છે; પરમાં સુખ છે નહીં, કદી પરમાં સુખ
જોયું પણ નથી, છતાં મૂઢતાએ કલ્પ્યું છે. અયથાર્થને યથાર્થ માને તેથી કાંઈ પરિભ્રમણનું દુઃખ ટળે નહિ.
સુખસ્વભાવની ખબર નથી તેથી સ્વભાવથી વિરુદ્ધ ભાવ કરી રહ્યો છે, અને તેનાં કારણે આઠ પ્રકારનાં કર્મો
બંધાય છે તેથી આકુળતાનો ભોગવટો કરે છે, પણ જો સ્વભાવનું ભાન કરે અને સ્વભાવથી વિરુદ્ધ જે રાગ–
દ્વેષના ભાવ તેનો નાશ કરે તો સર્વ કર્મો ટળી જાય અને દુઃખ ટળીને સુખ થાય. જે પરમાંથી સુખ લેવા માગે છે
તે મૂઢ છે.
જેનો જે સ્વભાવ હોય તેને જેમ છે તેમ, તે રીતે સમજે તો તે પ્રગટે. જેમ કોઈને ભાવનગર જવું હોય તો
ભાવનગરનો રસ્તો જાણવો પડે, પણ ‘રસ્તો જાણવાનું શું કામ છે, એમ ને એમ ચાલવા માંડો’ –એમ
ભાવનગર પહોંચાય નહિ. –આ તો દ્રષ્ટાંત છે. તેમ સુખનો ઉપાય જાણે તો સુખ પ્રગટે, પણ સાચો ઉપાય જાણ્યા
વિના ખોટા જોરથી સુખ પ્રગટે નહીં.
“મુક્તિનો માર્ગ” માંથી–પૃ. ૩–૪