Atmadharma magazine - Ank 082
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
Shree Kundkund-Kahan Parmarthik Trust
302, ‘Krishna-Kunj’, Plot No.30, Navyug CHS Ltd., V. L. Mehta Marg, Vile Parle(w), Mumbai–400056
Phone No. : (022) 2613 0820. Website : www.vitragvani.com Email : info@vitragvani.com



Atmadharma is a magazine that has been published from
Songadh, since 1943. We have re-typed and uploaded the
old Atmadharma Magazines to our website
www.vitragvani.com


We have taken utmost care while re-typing, from the
original Atmadharma Magazines. There may be some
typographical errors, for which we request all readers to
kindly inform us about the same, to enable us to correct
and improve. Please send your comments to
info@vitragvani.com



Shree Kundkund-Kahan Parmarthik Trust
(Shree Shantilal Ratilal Shah-Parivar)

PDF/HTML Page 2 of 21
single page version

background image
ધ ર્મ નું મૂ ળ સ મ્ય ગ્ દ ર્શ ન
શ્રાવણ : સંપાદક : વર્ષ: સાતમું
૨૦૬ રામજી માણેકચંદ દોશી અંક દસમો
વકીલ
જ્ઞાનીનો વિરોધ અજ્ઞાની ન કરે તો કોણ કરે?
હે જીવ! ત્રણેકાળના જ્ઞાનીઓનું એ જ કહેવું છે કે તું ત્રિકાળજ્ઞાયક સ્વતંત્ર
છે, પરમાત્મા જેવો છે, તે સમજીને તેવો થા. અનંતકાળમાં પોતાને ન સમજ્યો
તેથી જ જગતમાં રખડવું થયું છે. આત્માને નહિ સમજનારાઓ જ્ઞાની સામે પોકાર
કર્યા કરે છે પણ જ્ઞાની તો જગત સમક્ષ સત્ય જાહેર કરી, પોતાનું એકલાનું
કલ્યાણ કરી ચાલ્યા ગયા. જ્ઞાનીનો વિરોધ અજ્ઞાની ન કરે તો કોણ કરે? અજ્ઞાની
કહે છે કે ‘અમારી માનેલી બધી વાત ઉથાપો છો તે દ્વેષ ન કહેવાય?’ જ્ઞાની કહે
છે કે ભાઈ! સત્યનું સ્થાપન કરવામાં અસત્યનો નિષેધ સહેજે થાય છે. તેમાં દ્વેષ
નથી પણ સાચી કરુણા છે. તું ન સમજે તોપણ પ્રભુ છે. સત્યનો વિરોધ કરનારા
પણ બધા સ્વભાવે પ્રભુ છે. તે પોતે જ્યારે સવળા થઈને સમજશે ત્યારે બધી
અવળાઈને ક્ષણમાં ટાળવાને સામર્થ્યવાળા છે. જ્ઞાની કોઈ વ્યક્તિનો નિષેધ નથી
કરતા પણ ખોટી માન્યતાનો નિષેધ કરે છે, તેમાં જગતના બધા પ્રાણીઓ ઉપર
કરુણા છે. તેઓ જાણે છે કે જેની દ્રષ્ટિ મિથ્યાગ્રહમાં છે તે જાતે સમજે તો જ સુધરે.
માટે તે આ કહે છે કે ‘તેરી શુદ્ધતા તો બડી, લેકિન તેરી અશુદ્ધતા ભી બડી.’
સાક્ષાત્ તીર્થંકર ભગવાન પણ તને ન સમજાવી શકે. તારી પાત્રતા વિના તને
કોઈ સુધારી શકે નહિ.
– સમયસાર–પ્રવચન ભાગ ૧ પૃ. ૧૫૩
છૂટક નકલ વાર્ષિક લવાજમ
ચાર આના ત્રણ રૂપિયા
અનેકાન્ત મુદ્રણાલય ∴ મોટા આંકડિયા ∴ કાઠિયાવાડ

PDF/HTML Page 3 of 21
single page version

background image
: ૨૦૨ : આત્મધર્મ–૮૨ : શ્રાવણ : ૨૦૦૬ :
श्री सद्गुरु – उपदेश
[राग तिलक छं्द]
समझ उर धर कहत गुरुवर, आत्मचिन्तन की घड़ी है;
भवउदधि तन अथिर नौका, बीच मंझधारा पड़ी है।
आत्म से है पृथक् तन धन, सोच रे! मन कर रहा क्या?
लखि अवस्था कर्म जड़की, बोल उनसे डर रहा क्या? समझ
. १.
ज्ञान–दर्शन–चेतना सम, और जगमें कौन है रे?
दे सके दुःख जो तुझे, वो शक्ति ऐसी कौन है रे?
‘कर्म सुख–दुःख दे रहे हैं, मान्यता ऐसी करी है;
दूर कर द्रष्टि पराधिन, चेत, शुद्ध श्रद्धान कर ले! समझ
. २.
जिस समय हो आत्मद्रष्टि, मोह थरथर कांपता है;
भाव की एकाग्रता लखि, छोड़ खुद ही भागता है;
ले समझ से काम या, फिर चतुर्गति ही में विचरले!
मोक्ष अरु संसार क्या है, फैसला खुद ही समझले;
दूरकर दुविधा हृदय से, फिर कहां धोखाघड़ी है! समझ
. ३.
सत्पुरुष श्री कानजी स्वामी, सदा यह कह रहे हैं;
समझना खुद ही पड़ेगा, भाव तेरे बह रहे हैं।
शुभक्रिया को धर्म माना, भव इसी से धर रहा है;
है न पर से भाव तेरा, भाव खुद ही कर रहा है।
है निमित्त पर द्रष्टि तेरी, टेव कुछ ऐसी पड़ी है। समझ
. ४.
भाव की एकाग्रता रुचि, लीनता पुरुषार्थ करले;
मुक्ति–बंधनरूप क्या है, यह समझ उर बीच धरले।
भिन्न हूँ पर से सदा, इस मान्यता में लीन होजा;
द्रव्य–गुण–पर्याय–धु्रवता, आत्मसुख चिर नींद सोजा,
आत्म–अनुपम–अचल–गुणधर, शुद्ध रत्नत्रय जड़ी है। समझ
. ५.
[આ કાવ્ય, ‘વસ્તુવિજ્ઞાનસાર’ અને ‘મૂલમાં ભૂલ’ વગેરે
પુસ્તકો વાંચીને, કુરાવલી (મૈનપુરી યૂ. પી.)ના “નિર્ભય”
ગુણધરલાલ જૈને સોનગઢ આવ્યા પહેલાંં બનાવ્યું હતું અને પ્રથમ
ઈટાવામાં ગાયું હતું.
]

PDF/HTML Page 4 of 21
single page version

background image
: શ્રાવણ : ૨૦૦૬ : આત્મધર્મ–૮૨ : ૨૦૩ :
અહોભાગ્ય હોય તેને આ સાંભળવા મળે

આચાર્યદેવ શ્રી સમયસારમાં કહે છે કે અનાદિકાળથી જે શુદ્ધ આત્માનું સ્વરૂપ નથી જાણ્યું તે શુદ્ધ
આત્માનું સ્વરૂપ હું દર્શાવું છું; હું દર્શાવું તે તમે પ્રમાણ કરજો.–આમ કહીને કહેનારના તથા સાંભળનારના ભાવનું
ઐક્ય કરે છે. હું અવિરુદ્ધ નિર્ણયથી કહીશ, તમે જો તેમ જ સમજશો તો ભૂલ નહિ થાય. અન્યથા કુતર્ક કે વાદથી
પાર આવે તેવું નથી. તમે જાતે સ્વાનુભવ–પ્રત્યક્ષથી, પરીક્ષા કરી પ્રમાણ કરજો (નિર્ણય કરજો). અંર્તતત્ત્વમાં
બહારની પરીક્ષા કાર્યકારી નથી. શ્રી આચાર્યદેવે પોતે તો શુદ્ધતત્ત્વનો અનુભવ કરીને કહ્યું છે, પણ શ્રવણ કરનાર
ઉપર આટલી જવાબદારી મૂકી છે કે તમે જાતે જ અનુભવ કરીને નિર્ણય કરજો. આત્મા, મન અને ઈન્દ્રિયોથી
અગોચર છે; તેથી પોતાના અંતર–જ્ઞાનસ્વભાવથી જે તેને જાણવાનો પ્રયત્ન કરશે તેને તે મારી જેમ
સ્વાનુભવપ્રત્યક્ષ થશે જ.
જેનાં અહોભાગ્ય હોય તેને આ તત્ત્વ સાંભળવાનું પ્રાપ્ત થાય. અને અપૂર્વ પાત્રતાથી આત્મપુરુષાર્થ કરે
તો પરમાર્થની પ્રાપ્તિ થાય. સ્વસમજણ કર્યા વગર અનંતવાર સાક્ષાત્ તીર્થંકર પાસે જઈ આવ્યો, ત્યાં તીર્થંકરના
દેહને જોયો, પણ તીર્થંકરદેવે જેવો કહ્યો તેવા પોતાના આત્માનું લક્ષ કર્યું નહિ. તીર્થંકરદેવ જેવું ઉત્કૃષ્ટ નિમિત્ત
જગતમાં બીજું કોઈ નથી; ત્યાં પણ અંતરમાં સ્વભાવની ના પાડનારા અને ઊંધાઈ સેવનારા હતા, અને
અનંતકાળ તેવા જીવો રહેવાના પણ છે. અવળાઈમાં પણ સૌ સ્વતંત્ર છે, તેથી કોણ કોને તારે?
દુનિયા તો જેમ છે તેમ રહેશે. પોતે સમજીને પોતાનું હિત કરે પછી દુનિયાની ઉપાધિ શા માટે રાખવી?
લોકો શું માને છે તેના ઉપર દ્રષ્ટિ રાખવી ન જોઈએ, પણ સર્વજ્ઞ શું કહે છે તેની અંતર પરીક્ષા કરવી જોઈએ.
પરમાર્થ ન સમજે અને માત્ર બાહ્ય પ્રવૃત્તિમાં રોકાય તો તેનાથી જન્મ–મરણ કદી પણ ટળે નહિ. કદાચ મંદકષાય
કરે તો પુણ્ય બાંધી સ્વર્ગમાં જાય, પરંતુ આત્મા પરથી ભિન્ન છે–તેની યથાર્થ શ્રદ્ધા વગર મોક્ષનો સહજ પુરુષાર્થ
નહિ થાય. જીવે નરકને લાયકના પાપભાવ કરતાં પુણ્યભાવ તો અનંતવાર કર્યાં છે (–નરક કરતાં સ્વર્ગમાં
અનંતવાર ગયો છે), પણ અહીં તો જેનાથી મોક્ષ મળે એવો ધર્મ કેમ થાય તેની વાત છે. પુણ્યથી ધીમે ધીમે ધર્મ
થશે, પરના અવલંબનથી આત્મગુણ પ્રગટશે વગેરે પ્રકારની ઊંધી માન્યતાઓ અનાદિની છે. નિમિત્તાધીન
દ્રષ્ટિથી જીવને સંસારમાં ભવભ્રમણ છે. પુણ્ય, પાપ અને રાગનો અંશ–માત્ર મારા સ્વભાવમાં નથી, હું એક
જ્ઞાયકમાત્ર છું,–એમ સમજ્યા વિના ચોરાશીના અવતારનો એકે આંટો ટળશે નહિ; ભવ ઘટે નહિ તો આ મનુષ્ય
અવતાર પામ્યાનું ફળ શું?
લૌકિક નીતિ પાળે તેનો નિષેધ ન હોય, પણ એવી વ્યવહાર પાત્રતા તો બાહ્ય આચરણમાં ગણાય છે;
અને આ તો હવે અંતરમુખદ્રષ્ટિ કરીને સત્સમાગમથી આત્માનો અપૂર્વ અનુભવ કરવાની આવશ્યકતા છે, તેની
વાત છે. તેના વિના બીજું બધું અનંતકાળમાં જીવે કર્યું છે પણ તે બધાં સાધનો બંધનરૂપ થયાં. મોક્ષનું ખરું
સાધન શું છે તેને ઓળખ્યું નહિ.
(જુઓ, સમયસાર–પ્રવચન ભાગ ૧ પૃ. ૧૫૧–૨)
ધાર્મિક દિવસો
મુમુક્ષુઓની સગવડતા ખાતર, સોનગઢમાં દરવર્ષે જે રીતે ધાર્મિક દિવસો મનાય છે તે રીતે
આ વર્ષે પણ તા. ૯–૯–૫૦ શ્રાવણ વદ ૧૨ ને શનિવારથી તા. ૧૬–૯–૫૦ ભાદરવા સુદ પ ને
શનિવાર સુધી ધાર્મિક દિવસો ગણવામાં આવશે.
શ્રી જૈન અતિથિ સેવા સમિતિની વાર્ષિક મીટિંગ ભાદરવા સુદ ૨ તા. ૧૩–૯–૫૦ બુધવારના
રોજ સાંજે પાંચ વાગે થશે.

PDF/HTML Page 5 of 21
single page version

background image
: ૨૦૪ : આત્મધર્મ–૮૨ : શ્રાવણ : ૨૦૦૬ :
સુવર્ણપુરીમાં મંગલ – પ્રવચન
[સૌરાષ્ટ્રમાં વિહાર કરીને સોનગઢ પધાર્યા બાદ, વીર સં. ૨૪૭૬ ના અષાઢ સુદ ૭ ના દિવસે
પૂ. ગુરુદેવશ્રીએ કરેલું પ્રથમ મંગલ – પ્રવચન.]

અહીં માંગળિક તરીકે આ સમયસારની ૨૦૬મી ગાથા વંચાય છે–
આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો ઉત્તમ થશે.
આ મંગળની ગાથા છે, તેમાં આત્માના ઉત્તમ સુખની વાત આવી છે. આચાર્યદેવ કહે છે કે હે ભવ્ય! તું
આમાં નિત્ય રત અર્થાત્ પ્રીતિવાળો થા, આમાં નિત્ય સંતુષ્ટ થા અને આનાથી તૃપ્ત થા; આમ કરવાથી તને
ઉત્તમ સુખ થશે.
હે ભવ્ય! આત્મા જ્ઞાનસ્વભાવ છે. જ્ઞાન તે જ ખરેખર આત્મા છે, વિકાર તે ખરેખર આત્મા નથી. છતાં
અનાદિથી વિકારને અને પરને પોતાનું સ્વરૂપ માનીને ચોરાશીના અવતારમાં રખડે છે; પોતાના જ્ઞાન અને
આનંદ સ્વભાવને અનાદિથી ચૂક્યો છે. જો તેનું ભાન કરે તો આનંદ પ્રગટ્યા વગર રહે નહિ.
શ્રી આચાર્યદેવ કહે છે કે હે ભવ્ય! એટલો જ સત્ય આત્મા છે જેટલું આ જ્ઞાન છે, એમ નિર્ણય કરીને તું
આત્મામાં સદા પ્રીતિવંત થા. આત્મા શું છે તેનો અત્યાર સુધી નિર્ણય પણ કર્યો નથી. અનાદિથી વિકારને
આત્મા માનીને તેની રુચિ કરી છે. પણ વિકાર વિનાનું ત્રિકાળી દ્રવ્ય આત્મા છે તે જ્ઞાનમાત્ર છે, તેની કદી રુચિ
કરી નથી.
પર્યાયમાં ક્ષણિક વિકાર વખતે જો આત્મા દ્રવ્ય સ્વભાવથી શુદ્ધ ન હોય તો શુદ્ધતા પ્રગટશે ક્યાંથી?
સર્વથા અશુદ્ધતા જ હોય તો અશુદ્ધતામાંથી શુદ્ધતા કદી પ્રગટી શકે નહિ, શુદ્ધતામાંથી શુદ્ધતા પ્રગટે. માટે ક્ષણિક
વિકાર વખતે પણ આત્મદ્રવ્ય સ્વભાવથી શુદ્ધ છે. તેમ જ, જો વર્તમાન પર્યાયમાં ક્ષણિક અશુદ્ધતા ન હોય તો આ
સંસાર ન હોય. માટે ક્ષણિક પર્યાયમાં વર્તમાન અશુદ્ધતા પણ છે. તેમાં ક્ષણિક અશુદ્ધતાની પ્રીતિ જીવે કરી છે
પણ શુદ્ધદ્રવ્યની પ્રીતિ કદી કરી નથી. શુદ્ધદ્રવ્યના જ આશ્રયે શુદ્ધતા અને સુખ પ્રગટે છે. જડ શરીર કે વિકારના
આશ્રયે સુખ મળે એમ કદી બનતું નથી.
હું જ્ઞાતા–દ્રષ્ટા જાણનાર છું, જેટલું જ્ઞાન છે તેટલો જ હું છું, વિકાર તે હું નથી. હું તો જ્ઞાન છું ને પર તથા
વિકાર મારું જ્ઞેય છે, તેનાથી હું ભિન્ન છું. એમ હે જીવ! જ્ઞાનમાત્ર આત્મામાં પ્રીતિ કર, તેનો આશ્રય કર.
સ્વભાવના આશ્રય વિના અનંત સંસારમાં તને ક્યાંય શાંતિ ન મળી.
સર્વજ્ઞ ભગવાને નવતત્ત્વ કહ્યા છે, તેમાં જીવતત્ત્વ કોને કહેવું? જેટલું જ્ઞાન છે તેટલો જ આત્મા છે. રાગ
તે જીવતત્ત્વ નથી, પણ જ્ઞાન તે જ જીવતત્ત્વ છે. જડ શરીરની ક્રિયા તે અજીવતત્ત્વમાં આવે છે. હિંસાદિ ભાવ તે
પાપતત્ત્વ છે, દયા, વ્રતાદિ ભાવ તે પુણ્યતત્ત્વ છે, તે પુણ્ય ને પાપ બંને આસ્રવતત્ત્વ છે, તે વિકારમાં આત્મા
અટકે તે બંધ–તત્ત્વ છે. વિકારરહિત શુદ્ધ આત્માનું જ્ઞાન અને એકાગ્રતા કરવી તે સંવર અને નિર્જરા તત્ત્વ છે,
અને પૂર્ણ શુદ્ધતા પ્રગટે તે મોક્ષતત્ત્વ છે. તેમાં પુણ્ય–પાપ વિકાર તે હું એમ અજ્ઞાની માને છે એટલે કે પુણ્ય–પાપ
આસ્રવ ને બંધતત્ત્વને જ તે જીવતત્ત્વ માને છે, તે ઊંધી રુચિ છે; તેને કહે છે કે પુણ્ય–પાપ તે જીવતત્ત્વ નથી પણ
જેટલું જ્ઞાન છે તેટલું જ જીવતત્ત્વ છે,–આમ સમજીને તું જ્ઞાનમાત્ર આત્માની રુચિ કર.
‘હે ભવ્ય! એટલો જ સત્ય (પરમાર્થ સ્વરૂપ) આત્મા છે જેટલું આ જ્ઞાન છે–એમ નિશ્ચય કરીને
જ્ઞાનમાત્રમાં જ સદાય રતિ (પ્રીતિ, રુચિ) પામ. ’ અહીં કહ્યું કે જ્ઞાન–સ્વભાવ છે તે જ આત્મા છે. કોઈ વખતે
પણ નિમિત્તનો કે રાગનો આશ્રય કરે તે આત્મા છે–એમ નથી કહ્યું. જેમ કેવળી ભગવાનનો આત્મા જ્ઞાનમય
છે, તેને રાગાદિ કે નિમિત્તનો આશ્રય નથી; તેમ કેવળજ્ઞાન સાથે મેળવીને કહે છે કે જેટલું જ્ઞાન છે તેટલો જ
સત્ય આત્મા છે. પુણ્ય–પાપના વિકલ્પ, તે કાંઈ સત્ય આત્મા નથી. દેવ–ગુરુ–શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ, તે
તરફનું જ્ઞાન કે પંચમહાવ્રતના વિકલ્પ–એવો જે વ્યવહાર રત્નત્રયનો ભાવ તે ખરેખર આત્મા

PDF/HTML Page 6 of 21
single page version

background image
: શ્રાવણ : ૨૦૦૬ : આત્મધર્મ–૮૨ : ૨૦૫ :
નથી, તેમ જ તે ખરેખર આત્માની પર્યાય પણ નથી, કેમકે તેની સાથે આત્માની અભેદતા નથી. જ્ઞાનની
અવસ્થા થાય તે જ આત્માની પર્યાય છે અને તે જ્ઞાન આત્મા સાથે અભેદ થતું હોવાથી જ્ઞાન તે જ આત્મા છે.
રાગ તે અનાત્મા છે.
જડ પદાર્થો અને પુણ્ય–પાપ જગતમાં છે જ નહિ–એમ આચાર્યદેવ નથી કહેતા, કેમકે જડ અને પુણ્ય–પાપ
છે ત્યારે તો આત્મા તેનાથી જુદો છે–એમ સમજાવે છે. સમ્યગ્દર્શન પહેલાંં કષાયની મંદતાથી વિશુદ્ધિ–લબ્ધિ
વગેરે ભલે હો, પણ તે આત્મા નથી તેમ જ તે સમ્યગ્દર્શનનું ખરું કારણ નથી, તે તો રાગ છે. જ્ઞાન તે જ આત્મા
છે એમ નિશ્ચય કરવાની વાત પહેલાંં કરી છે; જો એ નિશ્ચય ન કરે તો સમ્યગ્દર્શન થતું નથી. વીતરાગ થયા
પહેલાંં ધર્મીને રાગ હોય, પણ તેને ભાન છે કે આ રાગ છે તે સત્ય આત્મા નથી ને આત્મામાં તેની અભેદતા
થતી નથી, તેથી તે ખરેખર આત્માની પર્યાય નથી. જે પર્યાય પ્રગટીને આત્મા સાથે અભેદ થાય તે જ ખરેખર
આત્માની પર્યાય છે.
રાગાદિભાવો સસલાનાં શીંગડાંની જેમ જગતમાં બિલકુલ અભાવરૂપ નથી, આત્માની અવસ્થામાં એક
સમય પૂરતા તે સત્ છે પણ આત્માના ત્રિકાળી સ્વભાવની અપેક્ષાએ તે અસત્ છે. રાગાદિ રહિત ત્રિકાળ શુદ્ધ
જ્ઞાનસ્વભાવ સમજાવવા માટે, ‘રાગાદિ તે આત્માની પર્યાય નથી’ એમ કહેવામાં આવ્યું છે.
અહીં આચાર્યદેવે કહ્યું કે કેવળી ભગવાનની જેમ તારો આત્મા જ્ઞાન જ છે, એવા આત્માની શ્રદ્ધા કર તો
તેને ઉત્તમ સુખ થશે. ‘તને ઉત્તમ સુખ થશે’ એમ અસ્તિથી જ અહીં વાત લીધી છે. અત્યાર સુધી ઈન્દ્રિયોના
વિષયમાં સુખ માન્યું તે ખરેખર સુખ નથી. આત્માની રુચિ કરીને તેમાં લીન થતાં અતીન્દ્રિય સુખ પ્રગટે તે જ
ખરું સુખ છે. અત્યાર સુધી તને તે સુખ કદી થયું નથી. તો હવે જ્ઞાનસ્વભાવી આત્માને ઓળખીને તેની પ્રીતિ
કરવાથી તને ઉત્તમ સુખ થશે. જ્ઞાનમાત્ર આત્માનો નિશ્ચય કરીને તેની જ સદાય રુચિ કર. સદાય તેની જ રુચિ
કરવાનું કહ્યું છે, વચ્ચે ક્યાંય એક સમય પણ વ્યવહારની રુચિ કરવાનું નથી કહ્યું. વચ્ચે રાગ અને વ્યવહાર હોય
ભલે, પણ તેની રુચિ ન કરીશ. ‘સદાય’માંથી ક્યો સમય બાકી રહી ગયો? જો કોઈ સમય પણ આત્માની રુચિ
છોડીને વ્યવહારની રુચિ કરે તો તે આત્માને ધર્મદશા ટકે નહિ. વ્યવહારની રુચિ તો અનાદિથી અભવ્ય જીવ
પણ કરે છે, તેનાથી કલ્યાણ નથી.
પહેલાંં આત્માની રુચિની વાત લીધી છે. શરૂઆતમાં બધો રાગ–વ્યવહાર ટળી જતો નથી, રાગ–વ્યવહાર
હોય છે પણ રુચિ બદલી નાંખ. પરની અને વ્યવહારની પ્રીતિ અનાદિથી છે તે બદલીને જ્ઞાનમૂર્તિ આત્માની
પ્રીતિ કર. રાગનો વિકલ્પ ઊઠે તે જ્ઞાન નથી પણ જ્ઞાનથી ભિન્ન છે. જેટલું જ્ઞાન છે તેટલો જ આત્મા છે. જ્ઞાન
કોઈમાં કાંઈ ફેરફાર કરતું નથી, પણ બધાને જાણે છે. જેટલું જ્ઞાન તેટલો જ આત્મા એમ કહીને જ્ઞાનને અને
આત્માને અભેદ કર્યા, ને રાગને આત્માથી જુદો પાડયો. આવા આત્માની જ સદાય પ્રીતિ કર.
જીવ પોતાની રુચિ સ્વતંત્રપણે પલટી શકે છે તેથી તે પલટવાનું કહ્યું. મોહ કર્મ ખસે તો તને આત્માની
રુચિ થાય–એમ કર્મની વાત ન લીધી. તું પોતે નિશ્ચય કરીને આત્માની સદાય રુચિ પામ, એમ કહેવામાં
પર્યાયની સ્વતંત્રતા પણ આવી ગઈ.
રુચિ પામવાનું કહ્યું તેમાં એમ પણ આવ્યું કે અત્યાર સુધી આત્માની રુચિ પામ્યો નથી અને હવે નવી
રુચિ પામ. વસ્તુમાં જો પરિણમન ન હોય તો એ વાત બની શકે નહિ, તેથી પરિણમન પણ સિદ્ધ થયું. અત્યાર
સુધી ઊંધી રુચિ છે ને સત્ રુચિ પામ્યો નથી, તે પલટીને હવે આત્માનો નિર્ણય કરીને સદાય તેની રુચિ પામ.–
આમ કરવાથી હે ભવ્ય! તને ઉત્તમ સુખ થશે.
અહીં, ‘તું આત્માની રુચિ કર, તેથી તને ઉત્તમ સુખ થશે’ એમ આદેશ કર્યો છે, તો સામે તે વાતને
ઝીલીને રુચિ પ્રગટ કરનાર બીજો જીવ છે. સામે પાત્ર જીવને લઈને જ આચાર્યદેવ કથન કરે છે કે હે ભવ્ય! જો
તું આત્મા સમજીને કલ્યાણ પ્રગટ કરવા ખાતર અમારી સન્મુખ આવ્યો હો તો એમ નિર્ણય કર કે જેટલું જ્ઞાન
છે તેટલો જ આત્મા છે;
પુણ્ય–પાપ તે સત્ય આત્મા નથી, પણ અસત્ય આત્મા છે એટલે કે આત્માના
પરમાર્થસ્વભાવની દ્રષ્ટિથી જોતાં પુણ્ય–પાપ તેનામાં છે જ નહિ તેથી તે આત્મા નથી. જ્ઞાનસ્વભાવ તે જ આત્મા
છે. જ્ઞાનસ્વભાવ જાણવા સિવાય બીજું શું કરે? જ્ઞાન કર્તા થઈને કોઈ

PDF/HTML Page 7 of 21
single page version

background image
: ૨૦૬ : આત્મધર્મ–૮૨ : શ્રાવણ : ૨૦૦૬ :
પરનું કાંઈ કાર્ય કરે નહિ તેમ જ જ્ઞાન પોતામાંથી વિકારની ઉત્પત્તિ કરે નહિ. આવો જ્ઞાનમાત્ર આત્મા છે.
અનાદિથી જ્ઞાન સિવાય બીજા ઉપર લક્ષ કરીને ત્યાં પોતાપણું માન્યું હતું, અહીં આત્માને ‘જ્ઞાનમાત્ર’ કહીને
જ્ઞાન સિવાય બીજા ઉપરનું લક્ષ છોડાવે છે ‘જ્ઞાનમાત્ર’ કહેતાં તેમાં વિકારનો ને પરનો અભાવ સિદ્ધ થાય છે,
પણ જ્ઞાન સિવાયના જે શ્રદ્ધા–ચારિત્ર–આનંદ વગેરે અનંતગુણો છે તે તો જ્ઞાનમાત્રમાં જ અભેદપણે આવી
જાય છે.
જ્યારે જ્ઞાનમાત્ર આત્મા તરફ વળીને તેનો નિર્ણય કર્યો ત્યારે ક્ષયોપશમ લબ્ધિ વગેરેને વ્યવહારે
સમ્યગ્દર્શનનું કારણ કહેવાય છે. વ્યવહારના આધારે નિશ્ચય ટકે છે–એમ નથી. એક સમય પણ જો વ્યવહારની
રુચિ કરે તો આત્મા નહિ સમજાય. માટે વ્યવહારની પ્રીતિ છોડીને સદાય જ્ઞાનસ્વરૂપી આત્માની પ્રીતિ કર.
જેમ કેવળજ્ઞાની ભગવાનનો આત્મા જ્ઞાનમાત્ર છે તેમ હું પણ જ્ઞાનમાત્ર છું–આમ નિર્ણય કરીને પોતાના
જ્ઞાનસ્વભાવને જ સ્વજ્ઞેય કરતાં આત્માની સમ્યક્શ્રદ્ધા અને સમ્યગ્જ્ઞાન પ્રગટ્યાં, ત્યારે તે જ્ઞાનમાં નિમિત્ત
વગેરે વ્યવહારે જ્ઞેય થયા; સ્વસન્મુખ વળતાં જ્ઞાનસામર્થ્ય પ્રગટ્યું ત્યારે, ‘આ નિમિત્ત હતું’ એમ નિમિત્તને
વ્યવહારે જ્ઞેય બનાવ્યું. જ્ઞાન જ પ્રગટ ન કરે તો જ્ઞાન વગર જ્ઞેય કોનું? નિમિત્ત છે તે કર્તા તો નથી પણ
અજ્ઞાનીને તો નિમિત્ત ખરેખર જ્ઞેય પણ નથી. કેમકે જ્ઞાન વગર જ્ઞેય કોનું? જેમ લોકાલોક તો સદાય છે, પણ
જ્યારે કેવળજ્ઞાન પ્રગટ કર્યું ત્યારે લોકાલોક તેના જ્ઞેય થયા. કેવળજ્ઞાન થયા પહેલાંં લોકાલોક તેનું જ્ઞેય ન હતું
પણ સ્વાશ્રયે કેવળજ્ઞાન થયું ત્યારે તે તેનું જ્ઞેય થયું. તેમ નીચલી દશામાં પણ ખરેખર તો રાગાદિ અને નિમિત્તો
તે જ્ઞાનનું જ્ઞેય જ છે, પણ ખરેખર તેને જ્ઞાનનું જ્ઞેય ક્યારે કહેવાય? કે હું તે રાગ અને નિમિત્તોથી ભિન્ન છું–એમ
સ્વસન્મુખ થઈને જો આત્માનું જ્ઞાન પ્રગટ કરે તો તે જ્ઞાન રાગ અને નિમિત્તને પરજ્ઞેય તરીકે યથાર્થ જાણે, અને
ત્યારે તેને જ્ઞેય કહેવાય. રાગાદિ કે નિમિત્ત તે જ્ઞાનના કર્તા તો નથી પણ અજ્ઞાનીને તો તે ખરેખર જ્ઞાનનું જ્ઞેય
પણ નથી, કેમકે તેનામાં સ્વાશ્રિત જ્ઞાન જ ખીલ્યું નથી, તેનું જ્ઞાન રાગમાં જ એકાકાર થઈ જતું હોવાથી, રાગને
જ્ઞેય કરવાની તાકાત જ તેના જ્ઞાનમાં ખીલી નથી. રાગથી જુદો પડ્યા વગર રાગને જ્ઞેય કરવાની જ્ઞાનની
તાકાત ખીલે નહિ. રાગ અને નિમિત્તથી ભિન્ન આત્મસ્વભાવને જાણ્યા વગર રાગને રાગ તરીકે અને નિમિત્તને
નિમિત્ત તરીકે જાણશે કોણ? જાણનારું જ્ઞાન તો રાગ અને નિમિત્તની રુચિમાં અટકી પડ્યું છે. આત્માની રુચિ
તરફ વળ્‌યા વગર, અને રાગ તથા નિમિત્તની રુચિ ટળ્‌યા વગર નિમિત્તનું અને વ્યવહારનું સાચું જ્ઞાન થાય
નહિ. જ્યારે સ્વાશ્રયે જ્ઞાનસ્વભાવની પ્રતીત કરીને જ્ઞાનસ્વભાવને જ સ્વજ્ઞેય કર્યો ત્યારે સ્વ–પર પ્રકાશક
જ્ઞાનસામર્થ્ય ખીલતાં નિમિત્ત વગેરે પણ તેના વ્યવહારે જ્ઞેય થયાં.
હે ભાઈ! પહેલાંં હું સત્ય જ્ઞાનસ્વભાવ છું–એમ પ્રીતિ કરીને હા તો પાડ. તારા જ્ઞાનસ્વભાવને પુણ્ય–પાપ
વિકલ્પ પણ ખરેખર તો જ્ઞેયપણે જ છે. પણ અજ્ઞાનથી પર્યાયબુદ્ધિમાં તેની સાથે કર્તાકર્મપણું માન્યું હતું ત્યારે તે
યથાર્થપણે જ્ઞેય થતા ન હતા. હવે સ્વસન્મુખ રુચિથી સ્વભાવને જાણતાં તારા જ્ઞાનમાં તે જ્ઞેય થયું. આવો
જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરતાં શુદ્ધતા પ્રગટે છે ને અશુદ્ધતા તથા કર્મ સહેજે ટળતા જાય છે, તેનું નામ નિર્જરા છે.
જ્ઞાનમાત્ર આત્માની રુચિ થતાં મિથ્યારુચિનો તેમ જ મિથ્યાત્વ કર્મનો વ્યય થઈ જાય છે; તેનો વ્યય કરું–એમ
નથી, પણ અહીં સ્વભાવ તરફની રુચિનો ઉત્પાદ થતાં તે પર તરફની રુચિનો ઉત્પાદ જ થતો નથી.
પરના આશ્રયવાળો કોઈ પણ ભાવ તે આત્મા નથી; પરના આશ્રય વિનાનો જ્ઞાનસ્વભાવ તે જ આત્મા
છે. તેનો નિર્ણય અને રુચિ કરતાં સમ્યગ્દર્શનનો ઉત્પાદ ને મિથ્યાત્વનો વ્યય થાય છે, તથા તે વખતે મિથ્યાત્વ
તેમ જ અનંતાનુબંધી કષાય વગેરે કર્મોની પ્રકૃતિઓને પલટી જવાનો કાળ તેના કારણે હોય જ છે. આત્મા તે
જડ કર્મની દશાનો કર્તા નથી, છતાં નિમિત્તનૈમિત્તિક સંબંધ એવો છે કે આત્મા સમ્યગ્દર્શન પ્રગટ કરે ત્યારે
મિથ્યાત્વકર્મનો અભાવ ન થાય એમ બને નહિ.
પહેલાંં વ્યવહારની રુચિ હતી અને વ્યવહારને જ્ઞાનનું કારણ માનતો ત્યારે તો તે વ્યવહાર જ્ઞાનનું જ્ઞેય
પણ થતો ન હતો, હવે જ્ઞાનની રુચિથી પોતામાં જ્ઞાનની તાકાત ખીલી ત્યારે વ્યવહાર તે જ્ઞાનનું જ્ઞેય થયો.
રાગને અને વ્યવહારને જ્ઞાનનું કાર્ય માનતો અને તેનાથી જ્ઞાન થશે એમ માનતો, ત્યારે તો રાગ અને જ્ઞાન
વચ્ચે ભેદ જ

PDF/HTML Page 8 of 21
single page version

background image
: શ્રાવણ : ૨૦૦૬ : આત્મધર્મ–૮૨ : ૨૦૭ :
પાડયો ન હતો, હવે જ્ઞાન તે આત્મા ને રાગ તે આત્મા નહિ –એમ ભેદ પાડીને આત્મા તરફ વળતાં સમ્યગ્જ્ઞાન
થયું ત્યારે રાગને રાગ તરીકે જાણ્યો, અને રાગ તેના જ્ઞાનનું જ્ઞેય થયો.
જેમ કોઈ આંખ પાસે રેતી ઉપડાવવા માંગે, તો આંખનો સ્વભાવ રેતીને ઉપાડવાનો નથી, ને રેતીનો
સ્વભાવ આંખથી ઉપડવાનો નથી. તેમ અજ્ઞાની જીવ જ્ઞાન પાસે વિકારનું કાર્ય કરાવે છે–જ્ઞાનને વિકારનું કર્તા
માને છે. પરંતુ આંખની જેમ જ્ઞાનનો સ્વભાવ રાગાદિનો કર્તા થવાનો નથી, ને રાગાદિનો સ્વભાવ જ્ઞાનનું કાર્ય
થવાનો નથી. રાગને જાણવાનો જ્ઞાનનો સ્વભાવ છે, ને જ્ઞાનમાં જ્ઞેય થવાનો રાગનો સ્વભાવ છે. જો જ્ઞાન અને
રાગ એક હોય તો કદી રાગની રુચિ ટળીને જ્ઞાનની રુચિ થાય નહિ; પણ તે બંને જુદા છે તેથી રાગની રુચિ
ટાળીને જ્ઞાનની રુચિ કરવાનું કહ્યું. જુઓ, આ માંગળિકમાં સરસ વાત આવી છે. અનંતકાળમાં કદી આત્માની
પ્રીતિ કરી નથી, આત્માની પ્રીતિ પ્રગટ કરીને તેમાં સંતુષ્ટ થવું તે અપૂર્વ મંગળ છે.
જેને વર્તમાન વિકાર તરફની પ્રીતિ છે તેને તેમાંથી સ્વ તરફ વાળવા કહે છે કે આ આત્મામાં તું પ્રીતિવંત
થા; અનાદિની તારી રુચિની દિશાને ફેરવી નાંખ કે હું જ્ઞાન છું. રુચિ પલટાવવામાં કોઈ બીજું કારણ નથી.
જ્ઞાનમાત્રની રુચિ છૂટીને કોઈ સમય પણ વ્યવહારની રુચિ રહે તો તેને ધર્મ રહેતો નથી. કોઈને એમ લાગે કે
આમાં વ્યવહાર ઊડી જાય છે,–તો તે બરાબર નથી. આમાં જ નિશ્ચય અને વ્યવહારનું યથાર્થ જ્ઞાન આવે છે.
વ્યવહાર છે તેની ક્યાં ના પાડે છે? પણ તે વ્યવહારના આશ્રયની બુદ્ધિ છોડાવે છે. અજ્ઞાની તો વ્યવહારને
નિશ્ચયનું કારણ માને છે એટલે તેને વ્યવહાર વ્યવહાર તરીકે ન રહ્યો પણ વ્યવહારે જ નિશ્ચયનું કાર્ય કર્યું એટલે
વ્યવહાર પોતે નિશ્ચય થઈ ગયો. તેમ જ નિશ્ચયનું કામ વ્યવહારે કર્યું એટલે તેને નિશ્ચય પણ ન રહ્યો. એ રીતે
અજ્ઞાનીને નિશ્ચય અને વ્યવહાર બંને ઊડી જાય છે. જ્ઞાની તો નિશ્ચયનો આશ્રય રાખીને વ્યવહારને જેમ છે તેમ
જાણે છે, વ્યવહારને નિશ્ચયનું કારણ માનતા નથી, તેથી તેમને જ નિશ્ચય અને વ્યવહાર બંનેનું યથાર્થ જ્ઞાન છે.
જ્ઞાનમાત્ર આત્મસ્વભાવની પ્રીતિ કરતાં સમ્યગ્દર્શન પ્રગટ્યું તે નિશ્ચયના આશ્રયે પ્રગટ્યું છે. નિશ્ચયના
આશ્રયે સમ્યગ્દર્શન પ્રગટ કર્યું ત્યારે પૂર્વની પાંચ લબ્ધિને સમ્યગ્દર્શનનું કારણ વ્યવહારે કહેવાયું. સમ્યગ્દર્શન
થતાં પાંચ લબ્ધિનો અભાવ થાય છે, તેથી તેને સમ્યગ્દર્શનનું કારણ કહેવું તે આરોપથી છે. આત્મા જ્ઞાનમાત્ર છે
એમ કહેતાં રાગાદિભાવો ભિન્ન જ્ઞેય તરીકે રહે છે, પણ તે રાગાદિ કારણ અને આત્માનું સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્ર કાર્ય–એમ નથી.
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે મોક્ષનું કારણ છે, પણ તે પ્રગટે ક્યારે? જ્યારે દ્રવ્યનો આશ્રય કર્યો ત્યારે તે
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પ્રગટ્યા છે, માટે તેનો આધાર તો દ્રવ્ય છે. તે દ્રવ્યની પ્રીતિ કરવી તેં સમ્યગ્દર્શન છે.
આત્મા કર્તા અને જ્ઞાનસ્વભાવની રુચિ કરવી તે તેની પહેલી ધર્મક્રિયા છે. સ્વભાવની રુચિ કરી ત્યાં,
રાગ હોવા છતાં તે સ્વભાવથી બીજી ચીજ છે એમ જ્ઞાન જાણે છે, તે વ્યવહાર છે. જ્ઞાનના આશ્રયે કલ્યાણ થાય
ને પુણ્યના આશ્રયે પણ કલ્યાણ થાય–એવું અનેકાંતનું સ્વરૂપ નથી, પણ જ્ઞાનના જ આશ્રયે કલ્યાણ થાય ને
પુણ્યના આશ્રયે કલ્યાણ ન થાય–એવો અનેકાંત છે. જ્ઞાનસ્વભાવી આત્માની રુચિ કરવી તે જ કલ્યાણનો પંથ
છે. સ્વતંત્ર રુચિ પલટાવવાની વેદના પોતે ન કરે તો કોઈ કરાવવા સમર્થ નથી.
પહેલાંં જ્ઞાનમાત્ર આત્માની રુચિ કરવાની વાત કરી, હવે રુચિ પછી બીજી વાત કરે છે. કોઈ કહે કે રુચિ
પછી શું કરવું? તો કહે છે કે–જે સ્વભાવની રુચિ કરી તેમાં જ તું સંતુષ્ટ થા. સંતોષ તે ચારિત્ર છે, એટલે રુચિ
પછી ચારિત્ર પણ તેમાં જ છે. “એટલું જ સત્ય કલ્યાણ છે કે જેટલું આ જ્ઞાન છે–એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રથી
જ સદાય સંતોષ પામ.” અન્યની ઈચ્છા તોડ–એમ નાસ્તિથી ન કહેતાં, જ્ઞાનમાત્રમાં જ સંતુષ્ટ થા–એમ અસ્તિથી
વાત લીધી છે. જ્ઞાનમાત્રમાં સંતુષ્ટ થતાં ઈચ્છા વિલય પામી જાય છે. પહેલાંં પરની રુચિ કરીને, પરમાં સંતોષ
માનતો તે અકલ્યાણ હતું, હવે તે છોડીને આત્મસ્વભાવની રુચિ કરીને તેમાં સંતુષ્ટ થયો તે કલ્યાણ છે. રુચિની
દિશાનો ફેર હતો તેથી દશા સુધરતી ન હતી, રુચિની દિશા પલટતાં ફડાક દશા પણ પલટી ગઈ.
આત્મા સિવાય બીજી ચીજો, વ્યવહાર વગેરે છે, અને તેમાં સંતોષ માનીને જીવ રોકાઈ ગયો છે, ત્યારે

PDF/HTML Page 9 of 21
single page version

background image
: ૨૦૮ : આત્મધર્મ–૮૨ : શ્રાવણ : ૨૦૦૬ :
તો તેને કહે છે કે ભાઈ! તેમાં સંતોષ માનવો છોડીને તું આત્મામાં જ સંતુષ્ટ થા. જ્ઞાનસ્વભાવ છે તે જ કલ્યાણ
છે–એમ નિશ્ચય કર્યા વગર કદી આત્મામાં સંતોષ થશે જ નહિ. જે દેહની ક્રિયા અને વિકારની રુચિમાં ધર્મ
માનીને, તેમાં સંતોષાઈ ગયો છે ને તેથી આગળ ખસતો નથી તેને આચાર્યદેવ કહે છે કે જ્ઞાનમાત્રથી–એટલે
એકલા આત્માથી જ સદાય તું સંતુષ્ટ થા, તેમાં જ કલ્યાણ છે. જેટલું જ્ઞાન છે તેટલું જ સત્ય કલ્યાણ છે–એમ
જેણે નક્કી કર્યું તે તેમાં જ સંતુષ્ટ થાય છે, પુણ્ય–પાપ વિકલ્પ આવે પણ તેનાથી તે સંતુષ્ટ થતો નથી.
‘તું આત્માની રુચિ કરીને તેમાં સંતુષ્ટ થા’–એમ કહ્યું, તો પૂર્વે તેવું કરનારા થઈ ગયા છે, વર્તમાનમાં છે,
ને ભવિષ્યમાં થશે. તેમાં જે પૂર્ણ સર્વજ્ઞ થયા તે દેવ છે, તે પૂર્ણતાને સાધી રહેલા ગુરુ છે, ને તેનું કથન કરનારી
વાણી તે શાસ્ત્ર છે. આવું કહેનારા દેવ–ગુરુ–શાસ્ત્ર તે જ ધર્મમાં નિમિત્તરૂપ હોય. એ સિવાય બીજું વિપરીત કહે
તો તે દેવ–ગુરુ–શાસ્ત્ર સત્ય નથી. તારી પર્યાય સ્વતંત્ર નથી, તું આત્માની રુચિ નહિ કરી શકે, તને કર્મો નડશે–
આમ માનનારા તથા કહેનારા બધા મિથ્યાદ્રષ્ટિ છે. સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર અને તે તરફનો રાગ–એવા નિમિત્ત
અને વ્યવહાર છે ખરા, પણ ખરેખર તેને નિમિત્ત અને વ્યવહાર ક્યારે કહેવાય? જ્યારે આત્મા તેની રુચિ
છોડીને સ્વભાવની રુચિ કરીને તેમાં સંતુષ્ટ થાય ત્યારે તેને નિમિત્ત અને વ્યવહારનું ખરું જ્ઞાન થાય છે, અને
ત્યારે જ તેને માટે નિમિત્ત અને વ્યવહાર એવો આરોપ આવે છે. જો નિમિત્ત અને વ્યવહારની રુચિ છોડીને
આત્માની રુચિ તરફ ન વળે તો તેને માટે નિમિત્ત તે ખરેખર નિમિત્ત નથી ને વ્યવહાર તે ખરેખર વ્યવહાર
નથી. આત્માની રુચિ કરીને તેમાં સંતુષ્ટ થતાં પર તરફનો અમુક વિકલ્પ તો તૂટયો અને વિકલ્પથી જુદો પડીને
પોતે જાગ્યો, ત્યારે તે નિમિત્તને, ને રાગને વ્યવહાર તરીકે જાણે છે. પોતે જાણ્યા વગર રાગને વ્યવહાર તરીકે
કોણ જાણે? રાગ તો પોતે આંધળો છે, તે કાંઈ વ્યવહારને કે નિશ્ચયને જાણતો નથી.
‘તું આત્માની પ્રીતિ કર, તેમાં સંતુષ્ટ થા ને તેમાં જ તૃપ્ત થા, તેથી તને ઉત્તમ સુખ થશે.’–એમ અહીં
કહ્યું, એટલે એવું કહેનારા સાચા નિમિત્તનો પણ આમાં સ્વીકાર આવી જાય છે, તથા સાંભળનાર પાત્ર શ્રોતા છે
એ વાત પણ આવી જાય છે, તેને સંબોધીને વાત કરી છે. અહીં તો ‘તું ઉત્તમ સુખને પામીશ જ’ આવું
કહેનારાને જ નિમિત્ત તરીકે લીધા છે. હે ભવ્ય! ‘તને ઉત્તમ સુખ થશે’ એવું કહેનારા અમે નિમિત્ત છીએ, તો
તને પણ નિમિત્તને નિમિત્ત કહેવાનો અવસર જરૂર આવશે અર્થાત્ તારા ઉપાદાનમાં ઉત્તમ સુખ થશે. તું પોતે
આત્માની રુચિથી ઉત્તમ સુખને પામીશ અને ત્યારે તને આવું કહેનારાને નિમિત્ત કહેવાનો વખત આવશે. આમ
ઉપાદાન નિમિત્તની સંધિ વર્તે છે. તને કહ્યું કે તું આમ કર તેથી ઉત્તમ સુખને પામીશ. અને તું ઉત્તમ સુખને
પામીશ ત્યારે આવું કહેનારા અમને નિમિત્ત કહીશ. તું ઉત્તમ સુખ પામીશ એ જ વાત લીધી, ‘નહિ પામી શક’
એ વાત લીધી નથી.
જુઓ, આ આત્માના કલ્યાણની વાત છે. કલ્યાણ કહો કે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર કહો કે મોક્ષનો પંથ
કહો; આ જ્ઞાનમાત્ર આત્માની રુચિ કરવી ને તેમાં ઠરવું તે જ કલ્યાણના પંથ છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે
ત્રણે કલ્યાણ છે.
‘અહો! હું જ્ઞાનમાત્ર છું’–આવી પ્રીતિ કરીને તેમાં જે સંતુષ્ટ થયો–તૃપ્ત થયો તેને પુણ્ય–પાપ થાય તો
તેમાં તે પ્રીતિ કરતો નથી, તેમાં સંતુષ્ટ થતો નથી. પાપ ભાવમાં તો સુખ નથી માનતો ને પુણ્યમાં પણ તે સુખ
માનતો નથી. તું આત્મામાં સંતુષ્ટ થા, તેથી તું ઉત્તમ સુખને પામીશ’ એમ અસ્તિની વાત લીધી. કર્મપ્રકૃતિ ટળશે
ત્યારે તને સુખ થશે–એવી વાત ન લીધી. કેમકે તેની સામે જોવાનું શું કામ છે? કર્મ સામે કે અમારા સામે
(–નિમિત્ત સામે) જોવાથી તારે શું પ્રયોજન છે? તેની દ્રષ્ટિ છોડીને, તું તારા આત્મા સામે જોઈને તેમાં જ પ્રીતિ
પામ, તેમાં જ સંતુષ્ટ થા. એમ કરવાથી તારા અંતરમાં જ તને અપૂર્વ ઉત્તમ સુખનો અનુભવ થશે. તેમાં તારે
કોઈને પૂછવું નહિ પડે.
સાંભળનારને સાંભળતી વખતે શ્રવણ તરફનો અને નિમિત્ત તરફનો વિકલ્પ છે, પણ ત્યાં તેને રુચિ
કરાવીને ઊભો રાખવા માંગતા નથી, તે નિમિત્ત અને વિકલ્પ તરફની રુચિ છોડાવીને અંતરસ્વભાવની રુચિમાં
વળવાનું કહે છે. ભાઈ, તું જ્ઞાનમાત્ર છો, તારા આત્માને જ્ઞાનમાત્રપણે લક્ષમાં લે. જ્ઞાનમાત્ર સ્વભાવમાંથી
વિકાર પ્રસવતો નથી, ને વિકારમાંથી જ્ઞાનમાત્ર સ્વભાવ પ્રસવતો નથી, માટે તું શ્રવણ તરફના વિકલ્પથી સંતોષ
ન પામ, પણ સદાય જ્ઞાનસ્વભાવની જ પ્રીતિ કરજે, ને તેમાં જ સંતુષ્ટ ને તૃપ્ત થજે. એ જ કલ્યાણનો પંથ છે, એ
જ નિર્જરા અને ઉત્તમસુખનો ઉપાય છે.

PDF/HTML Page 10 of 21
single page version

background image
: શ્રાવણ : ૨૦૦૬ : આત્મધર્મ–૮૨ : ૨૦૯ :



શ્રીમદ્ રાજચંદ્રજીને માત્ર સાત વર્ષની વયે પૂર્વના ભવોનું જ્ઞાન થયું હતું. તેમને જ્ઞાનનો ઉઘાડ ઘણો હતો.
સોળ વર્ષની નાની વયમાં ફક્ત ત્રણ દિવસમાં તેમણે આ મોક્ષમાળાના ૧૦૮ પાઠની રચના કરી છે. તેમાં આ
ચોથા પાઠમાં માનવદેહની દુર્લભતા બતાવે છે અને તે માનવદેહની ઉત્તમતા કઈ રીતે છે તે સમજાવે છે.
‘તમે સાંભળ્‌યું તો હશે કે વિદ્વાનો માનવદેહને બીજા સઘળા દેહ કરતાં ઉત્તમ કહે છે; પણ ઉત્તમ કહેવાનું
કારણ તમારા જાણવામાં નહિ હોય, માટે લ્યો હું કહું.’
આ મનુષ્યદેહ અનંતકાળે મળે છે; તેમાં પૈસા વગેરે મળે તે કાંઈ અપૂર્વ નથી, અને એનાથી કાંઈ
આત્માની મહત્તા નથી. આત્મા અંતરમાં જ્ઞાન–આનંદથી ભરેલો પદાર્થ છે તેની સમજણ કરવી તે અપૂર્વ છે.
અને એને લીધે જ માનવદેહની ઉત્તમતા છે.
વિદ્વાનો માનવદેહને બીજા બધા દેહ કરતાં ઉત્તમ કહે છે, પણ તે શા માટે ઉત્તમ છે? તે અહીં સમજાવે છે.
અમૂલ્ય તત્ત્વવિચારમાં પોતે કહે છે કે–
બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્‌યો
તોયે અરે! ભવચક્રનો આંટો નહિ એકે ટળ્‌યો....
આ માનવદેહ તો જડ છે; પણ માનવપણામાં જીવ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ પવિત્ર ભાવ પ્રગટ કરી
શકે છે, તેથી દેહને પણ ઉપચારથી ‘શુભ દેહ’ કહેવાય છે. અનંત કાળે આ માનવદેહ મળ્‌યો છે, તેમાં જો
આત્માની સમજણ પ્રગટ કરે તો તેને ઉત્તમ કહેવાય છે. એ સિવાય લક્ષ્મીના ઢગલા કે મોટા અધિકાર મળે
તેનાથી કાંઈ માનવદેહની ઉત્તમતા જ્ઞાનીઓએ કહી નથી. તેથી કહ્યું છે કે–
લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું તે તો કહો? શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહો?
વધવાપણું સંસારનું નર દેહને હારી જવો, એનો વિચાર નહિ અહોહો! એક પળ તમને હવો.
બહારમાં લક્ષ્મી વગેરે સંયોગ વધ્યા તેથી આત્મામાં શું વધ્યું? તે તો વિચારો. કાંઈ બાહ્ય સંયોગથી
આત્માની મોટપ નથી. માનવદેહ પામીને જો શરીરથી જુદા આત્માની ઓળખાણ ન કરે તો આ મનુષ્યદેહની
કિંમત કોડીની પણ નથી. આત્માના ભાન વગર બાહ્ય સંયોગથી મીઠાસ કરીને સંસાર વધારીને મનુષ્યભવ હારી
જાય છે.
આત્માની જે અંતરની ચીજ હોય તે કદી આત્માથી જુદી ન પડે. શરીર, પૈસા, સ્ત્રી, પુત્ર વગેરે વસ્તુઓ
આત્માની નથી, તેથી તે વસ્તુઓ પરભવમાં આત્માની સાથે જતી નથી. લાખો રૂપિયા મળે તેથી કાંઈ જીવની
મહત્તા નથી. રૂપીયા મળવા તેમાં કાંઈ વર્તમાન ડહાપણ નથી. જીવોને બહારના સંયોગ તો પૂર્વના પ્રારબ્ધ
અનુસાર થયા કરે છે; કાંઈ ભગવાન કોઈને સુખી–દુઃખી કરતા નથી, તેમ જ સંયોગનું પણ સુખ કે દુઃખ નથી,
જીવ પોતે પોતાની ભૂલથી પરાશ્રયે દુઃખી થાય છે, અને જો આત્માની ઓળખાણ કરીને સ્વાશ્રયભાવ પ્રગટ કરે
તો તેને પોતાથી પોતાનું કલ્યાણ થાય છે. હે જીવ! અનંત કાળે મહા મોંઘો આ મનુષ્યદેહ અને સત્સમાગમ
મળ્‌યો છે, હવે તું તારા આત્માની સમજણ કર, સમજણ કર. આત્માની સમજણ વગર અનંતઅનંતકાળ નિગોદ
અને કીડી વગેરેના ભવમાં કાઢ્યો, ત્યાં તો સત્ના શ્રવણનો પણ અવકાશ નથી. હવે આ દુર્લભ મનુષ્યપણું
પામીને આત્માની સમજણના રસ્તા લે ભાઈ! અંતરમાં આત્માનો મહિમા આવવો જોઈએ. પૈસા, સ્ત્રી વગેરેનો
જે મહિમા છે તે ટળીને અંતરમાં ચૈતન્યસ્વરૂપના મહિમાનો ભાસ થવો જોઈએ. જેમ પોતાની ડૂંટીમાં રહેલી
સુગંધી કસ્તૂરીનો વિશ્વાસ હરણિયાંને આવતો નથી એટલે બહારમાં તે સુગંધ માનીને રખડે છે. તેમ આ જીવમાં
પોતામાં જ પોતાની પ્રભુતા ભરી છે, ત્રણ લોકનો નાથ પરમાત્મા થવાની તાકાત તેનામાં ભરી છે, પણ પામરને
પોતાની પ્રભુતાનો વિશ્વાસ બેસતો નથી, એટલે પોતાની પ્રભુતાનો મહિમા ચૂકીને બહારના પદાર્થોને મહત્તા
આપે છે, તેથી બહારના આશ્રયે સંસારમાં રખડે છે. આત્માની સમજણ કરવાનો અવકાશ મુખ્યપણે આ
મનુષ્યદેહમાં છે. જ્યાંસુધી આત્મતત્ત્વના મહિમાને જાણ્યો નથી ત્યાંસુધી વ્રત–તપ–દાન કે જાત્રા વગેરે

PDF/HTML Page 11 of 21
single page version

background image
: ૨૧૦ : આત્મધર્મ–૮૨ : શ્રાવણ : ૨૦૦૬ :
કરવાથી શું થયું? આત્માની ઓળખાણ વગરના મનુષ્ય દેહની કે વ્રતાદિની પરમાર્થ માર્ગમાં કાંઈ ગણતરી નથી.
આત્મની ઓળખાણને લીધે જ મનુષ્યદેહની ઉત્તમતા કહેવામાં આવી છે.
‘આ સંસાર બહુ દુઃખથી ભરેલો છે. એમાંથી જ્ઞાનીઓ તરીને પાર પામવા પ્રયોજન કરે છે. મોક્ષને સાધી
તેઓ અનંત સુખમાં બિરાજમાન થાય છે. એ મોક્ષ બીજા કોઈ દેહથી મળનાર નથી. દેવ, તિર્યંચ કે નરક એ
એકેક ગતિથી મોક્ષ નથી, માત્ર માનવદેહથી મોક્ષ છે.’
આ સંસાર બહુ દુઃખથી ભરેલો છે. અજ્ઞાનભાવને લીધે જીવ ચાર ગતિમાં રખડે છે. દેવ, મનુષ્ય, તિર્યંચ
અને નરક એ ચાર ગતિ છે. તેમાં મનુષ્યદેહ અનંતકાળે મળે છે. અને મનુષ્ય દેહમાં પણ સત્સમાગમ મળવો તો
મહા મોંઘો છે. મનુષ્ય ભવ પામીને પણ જીવે પોતાના આત્માની દરકાર કરી નહિ અને બહારમાં દેહ–કુટુંબ વગેરે
પરની વાતમાં રોકાણો, અને માનવજીવન વ્યર્થ ગૂમાવ્યું. ‘ઘરના છોકરા ઘંટી ચાટે ને પાડોશીને આટો’ એની
જેમ પોતાના આત્માને સમજવાની દરકાર કરી નહિ અને પાડોશી એટલે પર વસ્તુ તેણે જાણવામાં તથા તેનું
અભિમાન કરવામાં રોકાણો. પોતાના આત્માની તો સમજણ કરતો નથી અને પરનું ભલું હું કરી દઉં–એમ માને
છે. અરે ભાઈ! પર વસ્તુમાં આત્માનો અધિકાર ચાલતો જ નથી. શરીરમાં રોગ થાય તેને ટાળવાની ઈચ્છા
હોવા છતાં તે ટળતો નથી, રોગ લાવવાની ઈચ્છા ન હોવા છતાં રોગ થાય છે. માટે આત્માની ઈચ્છા પરમાં કામ
આવતી નથી. પરથી આત્મા જુદો છે, એટલે આત્મા કોઈ બીજાનું ભલું કે બૂરું કરી શકતો નથી. છતાં પરને
પોતાનું માની તેની મમતા કરે છે તેથી જીવ દુઃખી છે.
જુઓ, શ્રીમદ્ રાજચંદ્ર સોળ વર્ષની યુવાન વયમાં તો આખા સંસારને દુઃખમય વર્ણવે છે. આ સંસાર બહુ
દુઃખથી ભરેલો છે, કોઈ મોટા રાજા હોય કે શેઠીયા હોય, તેથી તેને સુખી કહ્યા નથી. શરીરથી ભિન્ન ચૈતન્યમૂર્તિ
આત્માનું જેને ભાન નથી અને પરની મમતા કરે છે તે બધા જીવો આ સંસારમાં બહુ દુઃખી છે; રાજ્ય, લક્ષ્મી,
સ્ત્રી, પુત્ર, આબરૂ વગેરે હોવા છતાં પરની મમતાને લીધે તે જીવ દુઃખી જ છે. રોગ કે નિર્ધનતાનું દુઃખ જીવને
નથી, પણ અંતરમાં પોતાનો આત્મા સુખથી ભરેલો છે તેનો મહિમા કરતો નથી, ને પરનો મહિમા કરીને તેની
મમતા કરે છે તેથી જ દુઃખ છે. જીવનો મમત્વભાવ જ સંસાર છે અને તેનું જ દુઃખ છે,
પર વસ્તુમાં સંસાર કે
દુઃખ નથી. જીવ પર ભવમાં જાય ત્યારે શરીરાદિ પરવસ્તુઓ તો અહીં જ પડી રહે છે, તે જીવની સાથે જતી
નથી. જીવ પોતાના મમતા ભાવને સાથે લઈ જાય છે, તે મમતા ભાવ જ સંસાર છે.
આ દુઃખમય સંસારથી તરીને પાર થવાનું પ્રયોજન જ્ઞાની સાધે છે અને મોક્ષદશા પ્રગટ કરે છે. આત્માનું
પરિપૂર્ણ સુખ મોક્ષદશામાં પ્રગટે છે. આત્માના સ્વભાવમાં સુખ ભર્યું છે, તેને ઓળખીને તેમાં એકાગ્ર થતાં
મોક્ષદશામાં તે સુખ પરિપૂર્ણ પ્રગટ થાય છે. જેમ ચણામાં સ્વાદ ભર્યો છે તેથી તેને શેકતાં તે સ્વાદ પ્રગટે છે, ને
પછી તેને વાવો તો તે ઊગતો નથી. તેમ ચૈતન્યપિંડ આત્મામાં સુખસ્વભાવ ભર્યો છે, તેની શ્રદ્ધા અને
એકાગ્રતાના જોરે મોક્ષદશામાં તે સુખ પ્રગટે છે, અને પછી તે આત્માને અવતાર હોતો નથી. આવી મોક્ષદશા
પ્રગટવાનો અવસર આ મનુષ્યપણામાં જ છે. પહેલાંં તો મનુષ્યદેહમાં આત્માની રુચિથી સત્સમાગમે
આત્મસ્વભાવની ઓળખાણ કરે કે હું શુદ્ધ છું, પવિત્ર છું, જ્ઞાન–આનંદથી ભરપૂર છું, વિકારી ભાવો થાય છે તે
દુઃખ છે, તે મારું સ્વરૂપ નથી. કોઈ સંયોગથી મને સુખ–દુઃખ નથી–એ પ્રમાણે ભાન કરીને પછી આત્મામાં ઠરતાં
રાગદ્વેષનો અભાવ થઈને મોક્ષદશાનું સુખ પ્રગટે છે. મોક્ષ થવાની તાકાત આ આત્મામાં જ ભરી છે. શક્તિપણે
આ આત્મા જ પરમાત્મા છે.
‘अप्पा सो परमप्पा’ આત્મા જ સ્વભાવથી પરમાત્મા છે. તેનું ભાન કરીને પોતે જ
પ્રગટરૂપ પરમાત્મા થઈ જાય છે. તે આ મનુષ્યભવમાં જ થઈ શકે છે. અને એટલા માટે જ જ્ઞાનીઓએ
માનવદેહને ઉત્તમ કહ્યો છે.
દરેક આત્મા, પરમાત્મા જેવો સચ્ચિદાનંદની મૂર્તિ છે. બહારના દેહમાં ફેરફાર છે તથા વર્તમાન હાલતમાં
ફેરફાર છે, પણ સ્વભાવે તો બધા આત્મા પ્રભુ છે. અપૂર્ણતા કોઈ આત્માનું ખરું સ્વરૂપ નથી. જેમ સોનાના
૧૦૦ લાટા ઉપર જુદી જુદી જાતના વસ્ત્ર વીંટયા હોય પણ અંદર સોનું તો બધામાં સરખું જ છે. તેમ દરેક
આત્મા ભિન્ન ભિન્ન ચૈતન્યધાતુનો પિંડ છે. બાહ્યમાં નાનું–મોટું શરીર અને વર્તમાન ક્ષણિક અવસ્થામાં
અધૂરાશ છે તેને લક્ષમાં ન લેતાં ત્રિકાળી સ્વભાવની

PDF/HTML Page 12 of 21
single page version

background image
: શ્રાવણ : ૨૦૦૬ : આત્મધર્મ–૮૨ : ૨૧૧ :
દ્રષ્ટિથી જુઓ તો દરેક આત્માનો સ્વભાવ પરિપૂર્ણ છે. જેટલી તાકાત સિદ્ધ પરમાત્મામાં છે તેટલી જ તાકાત
એકેક આત્મામાં છે. પણ અજ્ઞાની જીવ તેને ભૂલીને શરીર અને વિકારભાવ જેટલો જ પોતાને માને છે, તેથી
સંસારમાં રખડે છે. જ્ઞાનીઓ તો પોતાના પરિપૂર્ણ આત્મસ્વભાવની ઓળખાણ કરીને તેના આશ્રયે મોક્ષ
પામવાનું સાધન કરે છે, ને સંસારનો પાર પામી જાય છે.
આત્માની ઓળખાણ કરીને મોક્ષ પામવાનું સાધન આ મનુષ્યદેહમાં જ છે. એ સિવાય બીજી ગતિમાં
આત્માનું ભાન થઈ શકે છે પણ મોક્ષદશાનું પૂરું સાધન થઈ શકતું નથી. પુણ્ય કરે તો સ્વર્ગમાં જાય, ને પાપ કરે
તો નરકમાં જાય તથા માયા કપટના ભાવ કરે તો તિર્યંચમાં જાય, ત્યાં કોઈ કોઈ જીવો આત્માનું ભાન પ્રગટ કરે
છે પણ મોક્ષદશા પ્રાપ્ત થાય એવો પૂર્ણ પુરુષાર્થ ત્યાં થઈ શકતો નથી. શરીરના કારણે મોક્ષદશા નથી અટકતી, પણ
ત્યાં જીવની પોતાની લાયકાત જ તેવા પ્રકારની હોય છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે મોક્ષનો ઉપાય છે, તેનો
પરિપૂર્ણ પ્રયત્ન આ મનુષ્યભવમાં જ થાય છે, એટલે મોક્ષદશાની પ્રાપ્તિ આ મનુષ્યભવમાં જ થાય છે. આવો
મનુષ્યદેહ પામીને પણ અજ્ઞાની જીવ તેને વિષય–ભોગમાં વ્યર્થ ગાળે છે. પં. શ્રી બનારસીદાસજી કહે છે કે–
જ્યોં મતિહીન વિવેક વિના નર, સાજિ મતંગજ ઇંધન ઢોવૈ;
કંચન ભાજન ધૂલ ભરે શઠ, મૂઢ સુધારસસોં પગ ધોવૈ.
બાહિત કાગ ઉડાવન કારણ, ડાર મહામણિ મૂરખ રોવૈ;
ત્યોં યહ દુર્લભ દેહ ‘બનારસી’ પાય અજાન અકારથ ખોવૈ.
(–બનારસી વિલાસ પૃ. ૧૯)
જેમ કોઈ મતિહીન અને વિવેક વગરનો માણસ હાથીને અંબાડી વગેરેથી શણગારીને તેની પાસે લાકડા
ઉપડાવે, તથા મૂર્ખ માણસ સોનાના ભાજનમાં ધૂળ ભરે અને મૂઢ જીવ સુધારસને પીવાને બદલે તેનાથી પગ
ધૂએ, તેમ અજ્ઞાની જીવ આ દુર્લભ મનુષ્યદેહ પામીને વ્યર્થ ગુમાવે છે.
કોઈ માણસ ઉપર રાજા પ્રસન્ન થયો અને તેને એક સોનાની અંબાડીથી શણગારેલો હાથી ઈનામમાં
આપ્યો. પણ મૂર્ખ જીવે તે હાથીનો ઉપયોગ લાકડાના ભારા ઉપડાવમાં કર્યો. હાથી ઉપર પોતે બેસતો નથી પણ
ભારા ઉપડાવે છે. તેમ મૂઢ અજ્ઞાની જીવો આ દુર્લભ મનુષ્યદેહ પામીને આત્માર્થ સાધવાને બદલે તેને વ્યર્થ ખોવે
છે. ઉત્તમ માનવ ભવ પામીને મૂઢ જીવો પોતાનું આત્મહિત સાધતા નથી અને હું પરનું કલ્યાણ કરી દઉં–એમ
વ્યર્થ અભિમાન કરીને મનુષ્યભવ હારી જાય છે.
મનુષ્યપણું પામીને ઘણું ધન ભેગું થાય તેનાથી કાંઈ આત્માની મહત્તા વધી જતી નથી અને નિર્ધનપણું
હોય તેથી કાંઈ આત્માની મહત્તા ઘટી જતી નથી. જેમ નિર્ધન કે સધનને જન્મ અને મરણનો એક જ માર્ગ છે,
તેમ ધર્મનો અને મોક્ષનો માર્ગ પણ બધા જીવોને માટે એક જ પ્રકારનો છે. સધનને ધર્મ થાય અને નિર્ધનને ન
થાય–એમ નથી. કેમકે સધનપણાથી કે નિર્ધનપણાથી ધર્મ થતો નથી, પણ આત્માનું ભાન કરે તો ધર્મ થાય છે.
નિર્ધન હોય કે સધન, પણ જે આત્માનું ભાન કરે તેને જ ધર્મ થાય છે. માત્ર માનવદેહથી મોક્ષ થાય છે તેથી તે
માનવદેહને ઉત્તમ કહેવાય છે.
‘ત્યારે તમે પૂછશો કે સઘળાં માનવીનો મોક્ષ કેમ થતો નથી? એનો ઉત્તર પણ હું કહી દઉં છું. જેઓ
માનવપણું સમજે છે તેઓ સંસાર શોકને તરી જાય છે. માનવપણું વિદ્વાનો એને કહે છે કે, જેનામાં વિવેક બુદ્ધિ
ઉદય પામી હોય; તે વડે સત્યાસત્યનો નિર્ણય સમજીને પરમ તત્ત્વ, ઉત્તમ આચાર અને સત્ધર્મનું સેવન કરીને
તેઓ અનુપમ મોક્ષને પામે છે.’
મોક્ષનું સાધન આ માનવભવમાં જ થાય છે, પરંતુ બધાય માનવોનો મોક્ષ થઈ જતો નથી.
મનુષ્યપણામાં જેઓ વિવેક બુદ્ધિ (એટલે કે સ્વ–પરનું યથાર્થ જ્ઞાન) પ્રગટ કરીને આત્માને સમજે છે તેઓનો જ
મોક્ષ થાય છે. સત્ય અને અસત્યનો નિર્ણય કરીને જેઓ પરમ તત્ત્વને–એટલે કે આત્માના શુદ્ધ સ્વભાવને સમજે
છે, તથા રાગદ્વેષરહિત આત્માના નિર્દોષ સ્વભાવમાં એકાગ્રતારૂપ જે ઉત્તમ આચાર તેનું પાલન કરે છે તેઓ જ
મોક્ષ પામે છે.
‘મનુષ્યશરીરના દેખાવ ઉપરથી વિદ્વાનો તેને મનુષ્ય કહેતા નથી, પરંતુ તેના વિવેકને લઈને કહે છે.’
આત્માનો નિર્દોષ સ્વભાવ શું અને વિકાર શું? તેનો જે વિવેક કરે છે તે જ ખરેખર મનુષ્ય છે. પણ હાથ–પગ
વગેરેની આકૃતિ ઉપરથી ખરેખર જ્ઞાની મનુષ્યપણું કહેતા નથી. જેને સ્વ–પરનો વિવેક નથી તેના માનવપણાને

PDF/HTML Page 13 of 21
single page version

background image
: ૨૧૨ : આત્મધર્મ–૮૨ : શ્રાવણ : ૨૦૦૬ :
જ્ઞાની ઉત્તમ કહેતા નથી. જેણે સ્વ–પરનો વિવેક પ્રગટ કર્યો છે તે જ ખરેખર મનુષ્ય છે, અને એને જ જ્ઞાનીઓ ઉત્તમ
કહે છે. હું કોણ ને મારું સ્વરૂપ શું? તથા મારાથી ભિન્ન પદાર્થો શું? તેનો જેને વિવેક નથી તેને ધર્મ થતો નથી.
અંતરમાં સ્વ–પરનો વિવેક પ્રગટ કર્યા વગર, માત્ર બે હાથ, બે પગ, મોઢું વગેરે આકૃતિ ઉપરથી જ
મનુષ્યપણું ન સમજવું; કેમકે જો એમ ગણો તો તો વાંદરાને પણ તે બધું છે તેથી તેને પણ માણસ કહેવો પડે. ‘બે
હાથ, બે પગ, બે આંખ, બે કાન, એક મુખ, બે હોઠ અને નાક એ જેને હોય તેને મનુષ્ય કહેવું–એમ આપણે
સમજવું નહિ. જો એમ સમજીએ તો પછી વાંદરાને પણ મનુષ્ય ગણવો જોઈએ, એણે પણ એ પ્રમાણે સઘળું પ્રાપ્ત
કર્યું છે. વિશેષમાં એક પૂછડું પણ છે, ત્યારે શું એને મહા મનુષ્ય કહેવો? નહિ. માનવપણું સમજે તે જ માનવ
કહેવાય.’ દેહથી ભિન્ન આત્માનું યથાર્થ સ્વરૂપ સમજીને અંતરમાં વિવેક પ્રગટ કરે તે જ માનવ છે. અમૂલ્ય
તત્ત્વવિચારમાં પણ ‘વિવેક’ સંબંધી શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે કે–
‘હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરૂ?
કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરિહરૂં?
એના વિચાર વિવેકપૂર્વક શાંતભાવે જો કર્યા,
તો સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંત તત્ત્વો અનુભવ્યાં.’
હું આ દેહ નથી પણ હું આત્મા છું, હું નવો થયો નથી પણ અનાદિનો છું, હું જ્ઞાનસ્વરૂપ છું, રાગાદિભાવો
મારું ખરું સ્વરૂપ નથી, દેહાદિ પરવસ્તુ સાથે મારે કાંઈ સંબંધ નથી.–એ પ્રમાણે અંતરમાં આત્માનો વિચાર અને
વિવેક પ્રગટ કરે તે જીવે આત્મિક જ્ઞાનનાં સર્વ તત્ત્વો અનુભવ્યાં છે.
‘જ્ઞાનીઓ કહે છે કે એ માનવભવ બહુ દુર્લભ છે; અતિ પુણ્યના પ્રભાવથી એ દેહ સાંપડે છે.’ –‘બહુ
પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવાનો મળ્‌યો’–‘માટે એથી ઉતાવળે આત્મસાર્થક કરી લેવું. ગજસુકુમાર જેવાં
નાનાં બાળકો પણ માનવપણાને સમજવાથી મોક્ષ પામ્યા. મનુષ્યમાં જે શક્તિ વધારે છે તે શક્તિ વડે કરીને
મદોન્મત્ત હાથી જેવા પ્રાણીને પણ વશ કરી લે છે; એ જ શક્તિવડે જો તેઓ પોતાના મનરૂપી હાથીને વશ કરી
લે તો કેટલું કલ્યાણ થાય!’
જગતમાં એકેન્દ્રિય તથા કીડી વગેરેની સંખ્યા ઘણી છે, તથા નારકી અને દેવોની સંખ્યા પણ ઘણી છે, પણ
મનુષ્યો ઘણા થોડા છે. મનુષ્યદેહ મળવો મહા મોંઘો છે. માટે એવો દુર્લભ મનુષ્યદેહ પામીને ઉતાવળે આત્મ–
કલ્યાણ કરી લેવું. શરીરથી જુદા જ્ઞાનમૂર્તિ આત્માનું ભાન કરી લેવું તેમાં જ માનવજીવનની સાર્થકતા છે. શ્રીમદ્દે
પોતે નાની ઉંમરમાં આ રચના કરી છે અને તેમાં વૈરાગ્યના દાખલા પણ નાની ઉંમરના રાજકુમારોના આપ્યા છે.
ગજસુકુમાર વગેરે રાજકુમારો નાની ઉંમરમાં આત્મભાન કરીને અને સંસારથી વૈરાગ્ય પામીને મોક્ષ પામ્યા છે.
‘કોઈ પણ અન્ય દેહમાં પૂર્ણ સદ્દવિવેકનો ઉદય થતો નથી, અને મોક્ષના રાજમાર્ગમાં પ્રવેશ થઈ શકતો
નથી. એથી આપણને મળેલો એ બહુ દુર્લભ માનવદેહ સફળ કરી લેવો અવશ્યનો છે.’ અન્ય ત્રણ ગતિમાં
સમ્યગ્જ્ઞાન થઈ શકે છે પરંતુ પૂર્ણ સદ્દવિવેક એટલે કે કેવળજ્ઞાન તો મનુષ્યપણામાં જ થાય છે. સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્ર તે મોક્ષનો રાજમાર્ગ છે. સમ્યગ્દર્શન અને જ્ઞાન પણ મોક્ષનાં કારણ છે અને તે ચારે ગતિમાં થાય
છે, પરંતુ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન પૂર્વક સમ્યક્ચારિત્ર તે મોક્ષનો રાજમાર્ગ છે એટલે કે સાક્ષાત્ મોક્ષમાર્ગ
છે, અને તે આ મનુષ્યભવમાં જ થાય છે. એવો દુર્લભ મનુષ્ય અવતાર પ્રાપ્ત થયો છે માટે જેમ બને તેમ ત્વરાથી
આત્માની ઓળખાણ કરીને વીતરાગ–માર્ગમાં સાવધાન થવું.
‘કેટલાક મૂર્ખો દુરાચારમાં, અજ્ઞાનમાં, વિષયમાં અને અનેક પ્રકારના મદમાં, મળેલો માનવદેહ વૃથા
ગુમાવે છે, અમૂલ્ય કૌસ્તુભ હારી બેસે છે. એ નામના માનવ ગણાય, બાકી તો વાનરરૂપ જ છે.’ આ અમૂલ્ય
ચિંતામણી જેવો મનુષ્યદેહ પામીને આત્માર્થ સાધવાને બદલે કેટલાક મૂર્ખ જીવો વિષય–કષાયમાં ગુમાવી દે છે,
તથા કેટલાક જીવો આત્માને સમજ્યા વિના ક્રિયાકાંડમાં રોકાઈને અજ્ઞાનમાં ને અજ્ઞાનમાં મનુષ્યભવ હારી જાય
છે. જો આત્માનું ભાન ન કરે તો, વાનરના જીવનમાં ને માનવના જીવનમાં અહીં કાંઈ ફેર ગણ્યો નથી. માટે
જેમ બને તેમ જલ્દી સત્સમાગમે આત્માની ઓળખાણ કરવી, અને આ મનુષ્યભવમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રરૂપ ધર્મનું સેવન કરવું–એ જરૂરનું છે. આ જ આત્મહિતનો ઉપાય છે.
સણોસરા ગામમાં વીર સં. ૨૪૭૫ ના ફાગણ વદ ૭ ના રોજ પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન.
(શ્રીમદ્ રાજચંદ્ર : મોક્ષમાળા પાઠ ૪ થો માનવદેહ.)

PDF/HTML Page 14 of 21
single page version

background image
: શ્રાવણ : ૨૦૦૬ : આત્મધર્મ–૮૨ : ૨૧૩ :
વીર સં. ૨૦૦૬ ના ફાગણ સુદ ૧૨ ના મંગલદિને રાજકોટ શહેરમાં ભગવાન શ્રી સીમંધરપ્રભુ
વગેરે જિનબિંબોની પંચકલ્યાણક પ્રતિષ્ઠા થઈ. તેમ જ ચાંદીમાં કોતરેલા શ્રી પ્રવચનસારજી
શાસ્ત્રની પ્રતિષ્ઠા થઈ, તે દિવસે પૂ. ગુરુદેવશ્રીનું સમયસાર ગા. ૭૨ ઉપર મંગલ–પ્રવચન.
(પંચકલ્યાણક વિધાનમાં નિર્વાણકલ્યાણક પણ એ જ દિવસે ઉજવાયો હતો.)
(૪૯) ભગવાન શું કરવાથી મોક્ષ પામ્યા?
આજે ભગવાનની પ્રતિષ્ઠાનો માંગળિક દિવસ છે. પંચકલ્યાણકમાં આજે ભગવાનનો મોક્ષકલ્યાણક થયો.
શ્રી સમ્મેદશિખર સિદ્ધક્ષેત્ર ઉપર ચંદ્રપ્રભ ભગવાન મોક્ષ પામ્યા અને દેવોએ તેમનો નિર્વાણકલ્યાણક ઉજવ્યો, એ
દ્રશ્ય થયું હતું. ભગવાન શું કરવાથી મોક્ષ પામ્યા? તે વાત અત્યારે કહેવાય છે. ભગવાને પર જીવોનું કાંઈ કર્યું
નથી, પણ પોતાના આત્મામાં પ્રથમ ભેદજ્ઞાન પ્રગટ કર્યું અને તેના પ્રતાપે કેવળજ્ઞાન પ્રગટ કરીને ભગવાન મોક્ષ
પામ્યા છે.
(૫૦) ભેદજ્ઞાન તે જ મોક્ષનો ઉપાય છે
ભેદજ્ઞાન તે જ મોક્ષનો ઉપાય છે–એમ અહીં ૭૨ મી ગાથામાં શ્રી કુંદકુંદાચાર્યદેવ કહે છે–
આત્મા નિત્ય જ્ઞાનાનંદ પવિત્ર વસ્તુ છે, તેની અવસ્થામાં પલટો થતાં જે શુભ–અશુભ લાગણી થાય તે
સેવાળની જેમ અશુચિરૂપ છે. જેમ પાણીમાં સેવાળ થાય છે તે પાણીનો સ્વભાવ નથી પણ મેલ છે, તેમ
આત્માની અવસ્થામાં જે પુણ્ય–પાપના ભાવો થાય છે તે આત્માનો સ્વભાવ નથી પણ મલિનભાવો છે–અશુચિ
છે. આત્માના જ્ઞાનસ્વભાવને અનુભવતાં તે પવિત્રસ્વરૂપે અનુભવાય છે અને પાપ તેમ જ પુણ્ય એ બંને ભાવો
આત્મામાં મેલપણે અનુભવાય છે. શરીર અશુચિમય છે તે તો આત્માથી સદાય ભિન્ન, જડ છે. આત્માની
અવસ્થામાં થતી પુણ્ય–પાપની લાગણી તે પણ અપવિત્ર છે, મેલ છે, અશુચિ છે; અને ભગવાન આત્મા તો
જ્ઞાનાનંદ–મૂર્તિ પવિત્ર છે, નિર્મળ છે, શુચિ છે. આ પ્રમાણે આત્મા અને વિકારને જુદા જુદા જાણીને, વિકારી
ભાવોથી પાછો ફરીને આત્મા પોતાના સ્વભાવ તરફ વળે છે. એ રીતે વિકારથી નિવૃત્ત થતાં આત્માને કર્મનું
બંધન થતું નથી. આ રીતે આત્મા અને વિકારનું ભેદજ્ઞાન તે જ મુક્તિનો ઉપાય છે.
(૫૧) શ્રી આચાર્યદેવ આત્માની પ્રભુતા બતાવે છે.
પ્રભો! તારો સ્વભાવ સર્વજ્ઞ છે. સર્વજ્ઞભગવાન કરતાં તારી શક્તિ કાંઈ ઓછી નથી, જેટલી શક્તિ
સર્વજ્ઞ–ભગવાનમાં છે તેટલી શક્તિ તારા સ્વભાવમાં પણ ભરી છે. તે શક્તિનું ભાન કરીને તેમાં ઠર, તો
તારામાં પણ સર્વજ્ઞદશા પ્રગટે. વિકાર તે જ હું–એવી તુચ્છબુદ્ધિ તે ભવભ્રમણનું કારણ છે. ને વિકારથી ભિન્ન
આત્મસ્વભાવનું ભાન કરવું–તે ભેદજ્ઞાન મુક્તિનો ઉપાય છે. ભગવાન્! તારો આત્મા સદાય જ્ઞાનમૂર્તિ નિર્મળ
છે, ક્ષણિક શુભ–અશુભ લાગણી જેટલો તું નથી. તારી પ્રભુતા તારામાં ભરી છે. સર્વજ્ઞની વાણીમાં પણ તારા
સ્વભાવના ગાણાં પૂરા આવતા નથી, એવો તારા સ્વભાવનો મહિમા છે. મૂળ સૂત્રમાં આસ્રવોને અશુચિપણે
વર્ણવ્યો છે, તેમાંથી ગૂલાંટ મારીને આચાર્યદેવે ટીકામાં આત્માના પવિત્ર સ્વભાવની વાત કાઢી છે. આસ્રવો
અશુચિ છે, તો તેની સામે ભગવાન આત્મા શુચિ છે,–એમ અસ્તિનાસ્તિથી વર્ણન કર્યું છે. પુણ્ય અને પાપ એ
બંને ભાવો આસ્રવ છે; તે આસ્રવો તો મલિન સ્વભાવવાળા છે ને ભગવાન આત્મા તો સદાય પવિત્ર
સ્વભાવવાળો છે.–એમ અહીં આચાર્યદેવ આત્માની પ્રભુતા બતાવી વિકારથી ભેદજ્ઞાન કરાવે છે.
(૫૨) મુક્તિનો ઉપાય ભેદજ્ઞાન
વિકાર છે તે આત્માની પર્યાયમાં થાય છે ખરો, આત્માની પર્યાયમાં વિકાર છે જ નહિ–એમ નથી; પરંતુ
તે ક્ષણિક વિકારભાવને જ આત્માનું સ્વરૂપ માની લેવું તે અજ્ઞાન છે. જેમ સેવાળ અને પાણીને એક માનીને
કોઈ સેવાળવાળું પાણી પીએ તો તે મૂર્ખ ગણાય.

PDF/HTML Page 15 of 21
single page version

background image
: ૨૧૪ : આત્મધર્મ–૮૨ : શ્રાવણ : ૨૦૦૬ :
લોકો સેવાળ અને પાણીને જુદા જાણીને, સેવાળ કાઢીને પાણી પીએ છે; તેમ ભગવાન આત્મા ચૈતન્યમૂર્તિ સદા
અતિ નિર્મળ છે ને પુણ્ય–પાપ વિકાર તે સેવાળ જેવા અત્યંત મલિન છે; એ બંનેને એકપણે અનુભવે છે તે
અજ્ઞાની છે. આત્મા અને વિકાર બંનેનો સ્વભાવ જુદો જુદો જાણીને, વિકારરહિત પવિત્ર આત્મસ્વભાવનો
અનુભવ કરવો તે ભેદજ્ઞાન છે, ને તે જ મોક્ષનો ઉપાય છે. અહીં શુદ્ધ આત્મદ્રવ્ય બતાવવું છે તેથી ચૈતન્યમાત્ર
સ્વભાવને જ આત્મા કહ્યો છે, ને વિકારી ભાવોને અશુચિમય કહીને આત્માથી ભિન્ન જણાવ્યા છે. ભગવાન
આવા સ્વભાવનું ભાન કરીને, વિકારથી ખસીને સ્વરૂપમાં ઠર્યા ત્યારે મુક્તિ પામ્યા; આવા મુક્તિના ઉપાયને
સમજવો તે ધર્મ છે. એ સિવાય બીજો મોક્ષનો ઉપાય નથી.
(૫૩) વ્યવહારના આશ્રયે શું થાય?
લોકો અજ્ઞાનભાવે વ્યવહારના આશ્રયને મોક્ષનું સાધન માને છે. પરંતુ વ્યવહારનો આશ્રય તે તો
બંધનનું કારણ છે, તેના આશ્રયે મોક્ષનું સાધન પ્રગટતું નથી. આત્માના પરમાર્થસ્વભાવના આશ્રયે જ મોક્ષનું
સાધન પ્રગટે છે. વિકારી ભાવો તે આત્માના પવિત્ર સ્વભાવથી વિરોધી ભાવ છે, તેમ વ્યવહાર તે પરમાર્થનો
વિરોધી છે. તે વ્યવહારના અવલંબને આસ્રવો ટળતા નથી પણ આસ્રવો ઉત્પન્ન થાય છે; અને આત્માના
સ્વભાવના આશ્રયે જ આસ્રવો અટકી જાય છે.
(૫૪) આત્મા અને આસ્રવોની ભિન્નતા
આત્મા ચૈતન્યસત્તાવાળો હોવાથી સ્વ–પરને જાણે છે, અને વિકારભાવો તો પોતાને કે પરને જાણતા નથી
તેથી તેઓ જડ સ્વભાવવાળા છે. જે વિકારથી જુદો પડીને આત્માના સ્વભાવ તરફ વળ્‌યો તે જીવ પોતાને તેમ જ
વિકારને જાણે છે. અને જે વિકારમાં જ એકપણું માનીને અટક્યો છે તે જીવ પોતાને કે પરને જાણતો નથી. અહીં
આત્મા અને વિકારીભાવો જુદા કઈ રીતે છે? તે સમજાવતાં શ્રી આચાર્યદેવ કહે છે કે આત્મા તો જ્ઞાનસ્વભાવી
હોવાથી સ્વ–પરને જાણે છે ને વિકારી આસ્રવો તો પોતાને કે પરને જાણતાં નથી, પણ બીજો તેને જાણે છે, તેથી તે
વિકારી આસ્રવો તો જડસ્વભાવવાળાં છે. એ રીતે આત્મા અને આસ્રવો ભિન્ન ભિન્ન છે. ચૈતન્યની જાગૃતિને
રોકીને જે ભાવ થાય તેને અહીં જડ કહ્યા છે. જડ એટલે કાંઈ તે પરમાણુમાં થતા નથી, પણ આત્માનો સ્વભાવ
નથી માટે તેને જડ કહ્યા છે. જે ભાવ ચૈતન્યમાં એકતા ન કરે ને ચૈતન્યની રમણતાને રોકે તેને ચૈતન્ય કેમ
કહેવો? પંચમહાવ્રત જે ભાવે થાય તે શુભભાવ પણ આત્માના સ્વભાવમાં નથી તેથી તે જડમાં જાય છે; તે
શુભરાગના ફળમાં જડનો સંયોગ થાય છે. તે રાગ ચૈતન્યની સાથે એકતા ધરાવતો નથી તેમ જ તે ચૈતન્યની
એકતા પ્રગટવાનું કારણ નથી. સાચા દેવ–ગુરુ–શાસ્ત્રની ભક્તિના ભાવ થાય તે પણ અશુચિભાવ છે; આત્માના
સ્વભાવથી વિપરીત ભાવ છે તેથી તે જડ–સ્વભાવ છે. આ રીતે આત્મા અને આસ્રવોને અત્યંત ભિન્નતા છે.
(૫૫) શુભરાગ, અને ધર્મીનું કર્તવ્ય
પ્રશ્ન :– પુણ્યભાવ તે અશુચિ અને જડસ્વભાવ છે એમ કહ્યું, તો ભક્તિ વગેરેનો શુભરાગ કરવો કે
નહિ?
ઉત્તર :– જ્યાંસુધી વીતરાગતા ન થાય ત્યાંસુધી રાગ તેના કાળે થયા વિના રહેશે નહિ; પણ રાગ તે મારો
સ્વભાવભાવ નથી, મારો ચૈતન્યસ્વભાવ રાગરહિત છે–એમ અંતરમાં રાગ અને ચૈતન્યસ્વભાવનું ભેદજ્ઞાન કરવું
જોઈએ. રાગ તો વીતરાગને ન થાય, પણ જે રાગી છે તેને તો રાગના કાળે ભક્તિ વગેરે ભાવ થયા વિના રહે
નહિ. કાં તો તીવ્ર વિષયકષાયમાં પડેલા જીવને શુભરાગ ન થાય અને કાં તો વીતરાગ થઈ ગયા હોય તેને
શુભરાગ ન થાય, પણ નીચલીદશામાં રહેલા પાત્ર જીવને તો ભક્તિ–સ્વાધ્યાય વગેરે શુભભાવો થયા વિના રહે
નહિ. પણ તે રાગ વખતે ધર્મીને અંતરમાં ભાન હોય છે કે આ રાગભાવ છે તે મારા સ્વભાવથી વિરુદ્ધભાવ છે,
મારો સ્વભાવ રાગનો કર્તા નથી. હું તો પવિત્ર ચૈતન્યસ્વરૂપ છું. એ રીતે શુભરાગ થવા છતાં ધર્મી તેને પોતાનું
કર્તવ્ય માનતો નથી, સ્વભાવના આશ્રયે જે વીતરાગભાવ પ્રગટ્યો તેને જ પોતાનું કર્તવ્ય માને છે.
(૫૬) ભેદજ્ઞાન ચક્ષુ
શ્રી આચાર્યદેવ કહે છે કે આત્માને પવિત્ર ચૈતન્યસ્વરૂપે દેખવો અને પુણ્ય–પાપ વગેરે આસ્રવભાવોને
અશુચિરૂપ અને જડ સ્વભાવવાળા દેખવા. અહીં પુણ્ય–પાપને જડસ્વભાવ તરીકે જોવાનું કહ્યું તે કઈ રીતે
જાણાય? આ બહારની આંખથી તે દેખાય નહિ, પણ ચૈતન્ય–સ્વભાવની રુચિ થતાં સ્વભાવના જ્ઞાનચક્ષુ વડે
પુણ્ય–પાપ તે જડસ્વભાવ તરીકે જણાય છે.

PDF/HTML Page 16 of 21
single page version

background image
: શ્રાવણ : ૨૦૦૬ : આત્મધર્મ–૮૨ : ૨૧૫ :
જેણે ભેદજ્ઞાનચક્ષુવડે આત્માને પુણ્ય–પાપરહિત ચૈતન્યસ્વરૂપે જાણ્યો તેણે પુણ્ય–પાપને પોતાના સ્વભાવ તરીકે
ન માન્યા એટલે કે તેણે પુણ્ય–પાપને જડસ્વભાવે જાણ્યા. એ સિવાય કાંઈ લાકડાં વગેરે જડ પદાર્થોની જેમ
પુણ્ય–પાપ કોઈ સ્વતંત્ર પદાર્થ નથી. હું પરથી ભિન્ન છું ને ક્ષણિક વિકાર જેટલો પણ હું નથી પણ કાયમ શુદ્ધ
ચૈતન્યસ્વભાવ છું–એમ ઓળખાણ કરે તેણે આત્મા અને આસ્રવોને જુદા જાણ્યા. એ પ્રમાણે ભેદજ્ઞાનચક્ષુવડે
આત્મા અને આસ્રવોને જુદા જાણીને આત્મામાં એકાગ્ર થતાં આસ્ત્રવ ટળીને મુક્તદશા પ્રગટે છે. આ મોક્ષનો
ઉપાય છે.
(૫૭) આસ્રવો વ્યવહારજ્ઞેય ક્યારે થાય?
આસ્ત્રવભાવો અશુચિરૂપ છે ને આત્મા પવિત્ર છે. આસ્ત્રવનો એક અંશ પણ સ્વભાવને રોકે છે તેથી તે
આત્માના સ્વભાવથી વિપરીત છે. આત્માનો સ્વભાવ સ્વ–પરને જાણનાર છે તેથી તે ચેતનસ્વભાવ છે અને
આસ્રવો પોતે કાંઈ જાણતા નથી તેથી તે જડસ્વભાવ છે. આસ્રવો તો બીજાવડે જ્ઞેય થવા યોગ્ય છે. અહીં
‘આસ્રવો બીજાવડે જ્ઞેય થવા યોગ્ય છે’ એમ કહીને આસ્રવોને આત્માના વ્યવહારજ્ઞેય તરીકે સિદ્ધ કર્યાં છે. તે
આસ્રવો ખરેખર વ્યવહારજ્ઞેય ક્યારે થાય? જ્યારે આત્મા આસ્રવોથી ભિન્ન પોતાના સ્વભાવને જાણીને,
આસ્રવોથી પાછો ફરીને સ્વભાવ તરફ વળ્‌યો ત્યારે તેની સ્વ–પર પ્રકાશક જ્ઞાનશક્તિ ખીલી, તે જ્ઞાનશક્તિ
ખીલતાં આસ્રવોને પોતાથી ભિન્ન જાણ્યા એટલે કે આસ્રવો પણ પરજ્ઞેય થઈ ગયા, તેથી તે વ્યવહારજ્ઞેય થયું.
આસ્રવ તે હું–એવી પર્યાયબુદ્ધિથી સ્વ–પર જ્ઞાનશક્તિ ખીલતી નથી એટલે આસ્રવો વ્યવહારજ્ઞેય થતા નથી.
આસ્રવોથી જુદો પડ્યા વગર આસ્રવોને વ્યવહારજ્ઞેય કરશે કોણ? જેણે પરમાર્થજ્ઞેય તરીકે આત્માને લક્ષમાં
લીધો છે તે આસ્રવોને વ્યવહારજ્ઞેય તરીકે જાણે છે. આસ્રવરહિત સ્વભાવ તરફ વલણ થતાં સ્વ–પર પ્રકાશક
જ્ઞાન ખીલે છે. જે જીવને વસ્તુસ્વભાવની યથાર્થ શ્રદ્ધા નથી તે જીવ આસ્રવોને પર તરીકે જાણી શકતો નથી.
ચૈતન્ય સ્વભાવમાં વિકારનો અભાવ છે–એમ સ્વભાવની પ્રતીતિ કરે તે જીવ રાગને પર તરીકે જાણી શકે છે.
(૫૮) સાધક ભાવને કોનો આધાર છે?
વિકારને લીધે ચૈતન્ય સ્વભાવ ટકતો નથી પણ વિકારના અભાવરૂપ સ્વભાવ છે; વિકારનો નાશ થતાં
સ્વભાવનો નાશ થઈ જતો નથી; એ રીતે આત્મા વિકારથી ભિન્ન છે. આત્માના સ્વભાવના આશ્રયે જ
સાધકભાવ પ્રગટે છે–ટકે છે ને વધે છે; વિકારના આશ્રયે સાધકભાવ પ્રગટતો નથી–ટકતો નથી ને વધતો નથી.
અણુવ્રતના કે પંચમહાવ્રતના શુભ વિકલ્પને લીધે પાંચમું કે છઠ્ઠું ગુણસ્થાન ટકે છે એમ નથી, પણ સ્વભાવના
આશ્રયથી જ રાગનો અભાવ થઈને તે દશા પ્રગટે છે ને સ્વભાવના આશ્રયે જ તે દશા ટકે છે. જેમ આંધળો
દેખતાને દોરી શકે નહિ તેમ શુભરાગરૂપ વ્યવહાર પોતે આંધળો છે તે નિશ્ચયનું કારણ થઈ શકે નહિ, ને તેના
આધારે નિશ્ચય ટકે નહિ. વ્યવહાર–વિકલ્પ હો ભલે, તેના હોવાનો નિષેધ નથી પણ તેના આધારે પરમાર્થ ધર્મ
પ્રગટ થશે–એ માન્યતા જૂઠી છે. ભાઈ! એ ક્ષણિક પરાશ્રયી ભાવોની દ્રષ્ટિ છોડીને તારા ચૈતન્યની નિત્યતા
તરફનું વલણ તો કર. સ્વભાવસન્મુખ વલણમાં તને વ્યવહારનું પણ જ્ઞાન થઈ જશે. હું વિકારની સામે જોઈને
તેનો જાણનાર નહિ પણ સ્વભાવની સન્મુખ રહીને તેનો જાણનાર છું–એમ જ્ઞાનીને સ્વભાવસન્મુખતાની
મુખ્યતા છે, એક સમય પણ જ્ઞાનીની દ્રષ્ટિમાં વ્યવહારની મુખ્યતા થતી નથી. સ્વભાવની મુખ્યતાના જોરે જ
સાધકદશા છે. જો સ્વભાવની મુખ્યતા ખસીને વિકારની મુખ્યતા થાય તો સાધકદશા ટકે નહિ. શ્રદ્ધાનો વિષય જે
નિશ્ચય એકરૂપ સ્વભાવ છે તેની મુખ્યતાથી સાધકદશાની શરૂઆત થાય છે ને તે સ્વભાવની મુખ્યતાથી જ
સાધકદશા વધીને પૂર્ણ મુક્તદશા પ્રગટે છે. ભગવાન આવા ઉપાયથી જ મોક્ષ પામ્યા.
(૫૯) ચૈતન્યપ્રભુની પ્રતિષ્ઠા
જુઓ, આજે આ રાજકોટના જિનમંદિરમાં શ્રી સીમંધર ભગવાન વગેરેની સ્થાપના થાય છે એટલે
અરિહંત ભગવાનની પ્રતિષ્ઠાનો મંગળદિવસ છે; તે પ્રતિષ્ઠામહોત્સવમાં આ આત્મામાં સ્વભાવની પ્રતિષ્ઠા
કરવાની વાત છે. વિકાર તે હું–એમ માનીને અનાદિકાળથી આત્મામાં વિકારની પ્રતિષ્ઠા કરી હતી. વિકારથી
ભિન્ન ચૈતન્યસ્વભાવને જાણીને, વિકારભાવોની આત્મામાં પ્રતિષ્ઠા ન કરતાં, ‘સિદ્ધ સમાન સદા પદ મેરો’ એમ
આત્મામાં ચૈતન્યસ્વભાવની પ્રતિષ્ઠા કરવી તે ધર્મ છે. શ્રી અરિહંત ભગવાને પણ ‘વિકાર તે હું નહિ, અખંડ

PDF/HTML Page 17 of 21
single page version

background image
: ૨૧૬ : આત્મધર્મ–૮૨ : શ્રાવણ : ૨૦૦૬ :
ચૈતન્ય સ્વભાવ તે હું’ એવા ભાન દ્વારા પોતાના આત્મામાં ચૈતન્યસ્વભાવની પ્રતિષ્ઠા કરી અને પછી તેમાં
લીનતાથી રાગ–દ્વેષ ટાળીને કેવળજ્ઞાન પ્રગટ કર્યું; તેમની આ સ્થાપના થાય છે. એ અરિહંત ભગવાનની જેમ
પોતાના આત્મામાં જે જીવ ચૈતન્ય ભગવાનની પ્રતિષ્ઠા કરે તે જીવ અલ્પકાળે ભગવાન થયા વિના રહે નહિ.
પોતાના આત્મામાં ચૈતન્ય પ્રભુની સ્થાપના કરવી તે પરમાર્થસ્થાપના છે. બહારમાં ભગવાનની સ્થાપના તો
ઉપચારથી છે. પંચકલ્યાણકની જે બાહ્ય ક્રિયાઓ થઈ તે તો તેના થવાના કાળે થઈ છે. જુઓ, આ ચૈતન્યપ્રભુની
લીલા છે કે તે સ્વને જાણતાં પરને પણ જાણી લે છે; પણ પરમાં કાંઈ કરે એવી ચૈતન્ય પ્રભુની લીલા નથી.
(૬૦) પ્રવચનસારની સ્થાપના
આજે આ જિનમંદિરમાં શ્રી પ્રવચનસારજી પરમાગમની પણ સ્થાપના થઈ છે, તે પ્રવચનસારની ૮૦–
૮૧–૮૨ મી ગાથામાં ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ કહે છે કે જે જીવ અરિહંત ભગવાનના આત્માને દ્રવ્ય–ગુણ–
પર્યાયપણે જાણે છે તે જીવ પોતાના આત્માને જાણે છે, અને તેનો મોહ અવશ્ય ક્ષય પામે છે; એ રીતે મોહનો
ક્ષય કરીને અને સમ્યક્ આત્મતત્ત્વને પામીને જે રાગ–દ્વેષનો ક્ષય કરે તે શુદ્ધાત્માને પામે છે. બધાય અરિહંત
ભગવંત એ જ વિધિથી કર્મોનો ક્ષય કરીને નિર્વાણ પામ્યા છે, તથા બધાય અરિહંત ભગવંતોએ ઉપદેશ પણ એ
જ રીતે કર્યો છે. ભગવાને કહેલા સર્વ પ્રવચનોનો સાર શુદ્ધ આત્મા જ છે. અરિહંત ભગવાન જેવા પોતાના શુદ્ધ
આત્માને જેણે શ્રદ્ધા–જ્ઞાનમાં લીધો તેણે ખરેખર પોતાના આત્મામાં પ્રવચનના સારની સ્થાપના કરી છે.
(૬૧) આસ્રવભાવોથી ચૈતન્યની અત્યંત ભિન્નતા
આત્માનો ચૈતન્યસ્વભાવ એવો છે કે પોતાને જાણતાં પરને પણ તે જાણી લ્યે છે. આસ્રવો આત્માના
સ્વભાવથી વિપરીત છે, તે આસ્રવો પોતાને કે પરને જાણી શકતા નથી, પણ તે તો પરથી જણાવા યોગ્ય છે
એટલે કે આસ્રવોને તો બીજો જ જાણે છે. આસ્રવો આત્માથી ભિન્ન છે એટલે આસ્રવોની અપેક્ષાએ આત્મા
બીજો જ છે. “આત્મા આસ્ત્રવોથી બીજો જ છે” આમ ક્યારે કહેવાયું? આસ્રવોથી જુદો પડીને પોતાના સ્વભાવ
તરફ જે આત્મા વળ્‌યો તે આત્મા આસ્રવથી બીજો જ છે. સ્વસન્મુખ દ્રષ્ટિથી જે જાગ્યો તે ચૈતન્યની વૃદ્ધિને જુએ
છે ને આસ્ત્રવોને ગૌણ કરે છે. નિમિત્તરૂપ જડ કર્મો તો પર છે, તે આત્માથી અત્યંત ભિન્ન છે, ને આસ્રવભાવને
પણ અહીં તો ચૈતન્યથી અત્યંત ભિન્ન બતાવીને શ્રી આચાર્યદેવ કહે છે કે તારી શ્રદ્ધાને વસ્તુ–સ્વભાવની
સન્મુખ બનાવ, વ્યવહારના આશ્રયની શ્રદ્ધા છોડ. વ્યવહાર પોતે નિશ્ચયવડે જણાવા યોગ્ય છે, વ્યવહાર (–
શુભરાગ) પોતે નિશ્ચય કે વ્યવહારને જાણતો નથી. ચૈતન્યના આશ્રયને ચૂકીને ધર્મના નામે બાહ્ય વિધિ–
નિષેધમાં જગતના ઘણા જીવોનો વખત ચાલ્યો જાય છે. બાહ્ય પદાર્થોથી તો આત્મા જુદો છે એટલે આત્મા તે
પદાર્થોને ગ્રહતો જ નથી. પરંતુ અહીં તો કહે છે કે ભગવાન આત્મા આસ્રવના વિકારી ભાવોને પણ પોતાના
સ્વભાવમાં ગ્રહતો નથી, આત્મા વિકારથી પણ ભિન્ન છે. અંતરમાં જે પુણ્ય–પાપ થાય છે તે ચૈતન્યના
સ્વભાવથી અન્ય છે, જુદા છે; જો કે આકાશ–ક્ષેત્રની અપેક્ષાએ જુદા નથી પણ સ્વભાવની અપેક્ષાએ જુદા છે.
વિકારીભાવો ચૈતન્યનો સ્વભાવ નથી, માટે તે આત્માથી ભિન્ન છે. આવા આત્મસ્વભાવને ઓળખીને તેમાં
એકાગ્રતા પ્રગટ કરવી તે મોક્ષનો ઉપાય છે.
આત્મધર્મના પાછલા અંકો
“આત્મધર્મ”ના પાછલા અંકો સિલકમાં છે. જેમને ફાઈલ માટે કોઈ અંકોની જરૂર હોય તેઓ તુરત
મંગાવી લેશો. છૂટક અંકની કિંમત ૦–૪–૦ છે.
(નં. ૧, ૬, ૪૯, ૫૦, ૫૧, ૫૪, ૫૭, ૫૮, અને ૫૯ એ સિવાયના બીજા બધા અંકો સિલકમાં છે.) આ
ઉપરાંત જે ભાઈઓને આત્મધર્મનો નમૂનો જોવા ઈચ્છા હોય તેમને પોસ્ટકાર્ડ લખવાથી નમૂનાનો અંક વિના
મૂલ્ય મોકલાશે. આત્મધર્મના ગ્રાહકો પણ કોઈ જિજ્ઞાસુના સરનામા મોકલશે, તો તેમને પણ આત્મધર્મનો અંક
નમૂના તરીકે મોકલાશે, આ સંબંધી પત્ર “શ્રી જૈન સ્વાધ્યાય મંદિર, સોનગઢ” એ સરનામે લખવો.
[પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનની રેકર્ડ બાબત ગયા અંકમાં જે સમાચાર છાપ્યા છે તે રેકર્ડ સોનગઢથી રૂબરૂ
જ મળી શકશે, ટપાલ કે રેલ્વે દ્વારા મોકલી શકાશે નહિ, માટે જિજ્ઞાસુઓએ તે સોનગઢથી મંગાવી લેવાની
વ્યવસ્થા કરવી.
]

PDF/HTML Page 18 of 21
single page version

background image
: શ્રાવણ : ૨૦૦૬ : આત્મધર્મ–૮૨ : ૨૧૭ :
વીર સં. ૨૪૭૩ ભાદરવા વદ ૧, શ્રી જિનેન્દ્ર મહાઅભિષેક અને ઉત્તમ ક્ષમાવણીનો દિવસ
[૧૭૨] આત્મા ચૈતન્યચમત્કાર ચિંતામણિ છે
આત્માનો સ્વભાવ સિદ્ધ જેવો જ છે. સિદ્ધ ભગવાનને સમય–સમયની આનંદ–જ્ઞાનરૂપ અવસ્થા
ચૈતન્યચમત્કાર ચિંતામણિમાંથી જ પ્રગટે છે; આ આત્મા પણ તેવો જ ચૈતન્યચમત્કાર ચિંતામણિ છે, તેમાંથી જ
નિર્મળ અવસ્થા પ્રગટે છે. પોતે જ્ઞાનાદિ શક્તિનો પિંડ છે તેની સન્મુખ વળતાં શુદ્ધદશા પ્રગટે છે. ચિંતામણિ
ચૈતન્યચમત્કાર શુદ્ધ જ્ઞાનાદિનો જ આધાર છે, તેની પાસેથી જ્ઞાન સિવાય બીજું કાંઈ મંગાય નહિ. રાગની
મહત્તા નથી પણ ચૈતન્યની જ મહત્તા છે. ચૈતન્ય–ચિંતામણિને ચિંતવતાં કેવળજ્ઞાન પ્રગટે છે, એવો તેનો
ચમત્કાર છે.
[૧૭૩] ચૈતન્ય પદાર્થને પર પદાર્થો વગર જ ચાલે છે
આત્મા પોતે ચૈતન્ય પદાર્થ છે, તેને બધાય પર પદાર્થો વગર જ ચાલે છે. આ આત્મા બીજા અનંત
આત્માઓથી જુદો છે તેમ જ જડથી પણ જુદો જ છે. અનાદિકાળથી તેને પર વગર જ ચાલ્યું છે. પણ મારે
પરની જરૂર પડે એમ અનાદિકાળથી મિથ્યા માન્યતા કરી રહ્યો છે, તેથી માત્ર વિકારી ભાવ વગર પર્યાયમાં
અનાદિકાળથી ચલાવ્યું નથી. ચૈતન્યચમત્કાર સ્વભાવ તો ક્ષણિક વિકાર વગર જ નભેલો છે. પણ તે સ્વભાવનું
ભાન નથી તેથી પર્યાયમાં વિકારથી ચલાવે છે. અજ્ઞાન–દશામાં પણ શરીરાદિ વગર જ આત્માને ચાલે છે. જીવને
સંયોગરૂપે અનંત શરીર આવ્યા અને પાછા છૂટી ગયા, પણ જીવ તો તે ને તે જ છે, એટલે જીવને શરીર વગર
જ ચાલે છે. જેના વગર એક ક્ષણ પણ નહિ ચાલે એમ માન્યું હતું તે જ પદાર્થ વગર જીવે અનંતકાળ કાઢ્યો છે,
છતાં જીવનો નાશ થઈ ગયો નથી. જીવને પૈસા, સ્ત્રી વગેરે પદાર્થો વગર જ ચાલી રહ્યું છે. અને શરીરનું અંગ
કપાઈ જાય તોપણ આત્માને ચાલે જ છે. શરીરનું અંગ કપાતાં કાંઈ આત્માનું જ્ઞાન કપાઈ જતું નથી તેમજ
ચૈતન્યનો નાશ થઈ જતો નથી.
[૧૭૪] ત્રિકાળી ચૈતન્યસ્વરૂપ વિકારના આધારે ટકેલું નથી અને વિકારથી તેમાં નુકસાન
થતું નથી
પર્યાયમાં અનાદિથી વિકાર હોવા છતાં ચૈતન્યતત્ત્વ તે વિકારના આધારે ટકેલું નથી. તેમ જ તે વિકારથી
ચૈતન્યતત્ત્વનો નાશ પણ થઈ ગયો નથી. ચૈતન્યચમત્કાર સ્વરૂપમાં રાગાદિ પણ નથી, તેથી રાગાદિ વગર જ
આત્માને ચાલે છે. કોઈએ પણ પર દ્રવ્યનું કર્યું હોય એવું કદી બન્યું જ નથી. કર્મ વગેરે પર દ્રવ્ય આત્મને
નુકસાન કરે–એવી સ્થૂળ વાત તો દૂર રહો,–એ તો મિથ્યાત્વ છે જ. અને અવસ્થાના ક્ષણિક વિકારથી ત્રિકાળી
ચૈતન્ય દ્રવ્યમાં નુકસાન થઈ ગયું એમ જે માને તે પણ મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે. તેને ચૈતન્યચિંતામણિ
આત્મસ્વભાવનું ભાન નથી. ક્ષણિક અવસ્થામાં વિકારથી નુકસાન થાય છે પણ અહીં તો ત્રિકાળી
ચૈતન્યસ્વભાવની વાત છે. ચૈતન્યસ્વભાવને પુણ્ય–પાપથી લાભ તો નથી, અને ત્રિકાળી ચૈતન્યદ્રવ્યને પુણ્ય–
પાપથી નુકસાન પણ થતું નથી. પુણ્ય–પાપથી તે સમયના પર્યાયને નુકસાન થાય છે પણ ત્રિકાળી દ્રવ્યને
નુકસાન થતું નથી. પર્યાયના ક્ષણિક વિકારથી ત્રિકાળી ચૈતન્યસ્વભાવને નુકસાન થયું એમ માનવું તે પર્યાયદ્રષ્ટિ
છે, પર્યાયદ્રષ્ટિથી જ મિથ્યાત્વ છે. માટે તું પુણ્ય–પાપની દ્રષ્ટિ છોડીને ત્રિકાળી ચૈતન્યસ્વભાવને જ દ્રષ્ટિમાં
સ્વીકાર. હે પ્રભાકરભટ્ટ! તું સિદ્ધમાં ને તારા આત્મામાં કાંઈ ભેદ ન પાડ. સિદ્ધ જેવો સ્વભાવ અને તેવી જ
અવસ્થાનું સામર્થ્ય તારામાં ત્રિકાળ છે. તારું પદ સદા સિદ્ધસમાન છે.–એમ આત્માને ઓળખ. પર્યાયદ્રષ્ટિ છોડીને
અત્યારે જ તારા આત્માને સિદ્ધસમાન પૂરો ધ્યાવ.
આત્મા ચૈતન્યચમત્કાર ચિંતામણિ છે, તેમાંથી જ્ઞાનની જ અવસ્થા ઉત્પન્ન થાય છે, વિકાર કદી તેમાંથી
થતો નથી. ક્ષણિક પર્યાયમાં પરાશ્રયે જે વિકાર થાય છે તે ચૈતન્યસ્વભાવમાં નથી. વિકારથી પાર એવા
ચૈતન્યચમત્કારનું ધ્યાન તે જ મુક્તિનો ઉપાય છે.

PDF/HTML Page 19 of 21
single page version

background image
: ૨૧૮ : આત્મધર્મ–૮૨ : શ્રાવણ : ૨૦૦૬ :
[૧૭૫] પોતાનો આત્મા જ નમન, સ્તુતિ ને ધ્યાન કરવા યોગ્ય છે
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ મોક્ષપ્રાભૃતમાં કહે છે કે–
णमिएहिं जं णमिज्जइ झाइज्जइ झाइएहिं अणवरयं।
थुव्वंतेहिं थुणिज्जइ देहत्थं किं पि तं मुणह।।
१०३।।
નમસ્કાર કરવા યોગ્ય એવા મુનિરાજ વગેરે સંત પુરુષો દ્વારા પણ જે નમસ્કાર કરવા યોગ્ય છે, અને
સ્તુતિ કરવા યોગ્ય એવા સત્પુરુષો દ્વારા પણ જેની સ્તુતિ કરવામાં આવી છે, તથા ધ્યાન કરવા યોગ્ય
આચાર્યાદિક વડે પણ જે ધ્યાન કરવા યોગ્ય છે–એવો આ ભગવાન આત્મા દેહમાં વસે છે, તેને તું પરમાત્મા
જાણ અને તેને જ નમન કર, તેની જ સ્તુતિ કર તથા તેનું જ ધ્યાન કર.
આમાં નિશ્ચય વ્યવહાર બંને આવી જાય છે. ત્રિકાળ મુક્તસ્વરૂપ આત્મા તે નિશ્ચય છે, અને તેના
આશ્રયે જે નિશ્ચયમોક્ષમાર્ગરૂપ શુદ્ધદશા પ્રગટી તે વ્યવહાર છે.
આ ચૈતન્યચમત્કાર ભગવાન આત્મા છે, તેને ગણધરો પણ નમસ્કાર કરે છે. શ્રી ગણધરદેવ જગતના
જીવોથી વંદ્ય છે, અને એ ગણધરદેવ પણ પોતાના ચૈતન્યચમત્કાર આત્માને જ નમે છે,–ત્રિકાળી
આત્મસ્વભાવમાં જ પરિણમે છે. પોતાના અંર્તસ્વરૂપમાં પરિણમવું તે જ સાચા નમસ્કાર છે. આ જ મુક્તિનો
ક્રમ છે. ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ તે અક્રમ છે અને તેનો આશ્રય કરતાં જે નિર્મળદશા પ્રગટી તે ક્રમ છે.
આ ચૈતન્યસ્વરૂપ આત્મા પોતાના સ્વભાવે સત્ છે, તેની અપેક્ષાએ લોકાલોક અસત્ છે. લોકાલોકમાં
તો લોકાલોક છે, પણ આત્મામાં તેનો અભાવ છે. ચૈતન્યના હોવાપણાને લીધે કાંઈ જગતના છ દ્રવ્યોનું
હોવાપણું નથી. એમ પરથી ભિન્ન પોતાના ચૈતન્યસ્વરૂપની દ્રષ્ટિ કરીને તેમાં જ પરિણમવું યોગ્ય છે.
સ્તુતિ કરવા યોગ્ય જે ગણધરાદિક સંત પુરુષો છે તે સંતોએ પણ એક ચૈતન્યની જ સ્તુતિ કરી છે.
પરમાર્થે પોતાનો ત્રિકાળ મુક્તસ્વભાવ જ ભજવા યોગ્ય છે. બાહ્ય વૃત્તિને ટાળીને ભગવાન આત્મામાં જ ઢળવું
તે જ સાચી સ્તુતિ છે. ધ્યાન કરવા યોગ્ય આચાર્ય, ઉપાધ્યાય ને સાધુઓ પણ આ ચૈતન્યસ્વરૂપનું જ ધ્યાન કરે
છે. સ્વસંપત્તિના સંપૂર્ણ સામર્થ્યવાળો અને પરના અભાવ સ્વરૂપ ચૈતન્યચમત્કાર ચિંતામણિ જ ધ્યાન કરવા
યોગ્ય છે.
[૧૭૬] ક્ષમાવણી
ઉપર કહ્યા પ્રમાણે પોતાના શુદ્ધ ચૈતન્યતત્ત્વની ઓળખાણ અને ધ્યાન કરવાં તે જ ઉત્તમ ક્ષમા છે.
ચૈતન્યને વિકારી માનીને અનાદિથી તેના ઉપર ક્રોધ કર્યો હતો અને તેનો અપરાધ કર્યો હતો. હવે
ચૈતન્યભગવાન પાસે એમ ક્ષમા માંગો કે હે ચૈતન્ય પ્રભુ! તું ત્રિકાળ પવિત્ર જ્ઞાયકમૂર્તિ છે, તારા સ્વરૂપમાં કદી
વિકાર નથી; સંસાર ટાળું ને મોક્ષદશા પ્રગટ કરું–એવા બે ભેદ પણ તારામાં નથી. ચૈતન્યચિંતામણિ એવા તને
વિકલ્પનો આશ્રય માન્યો હતો તે મારા મહાન દોષની ક્ષમા કરજે. અનાદિથી ચૈતન્યતત્ત્વને વિકારરૂપે માનીને
ચૈતન્યપ્રભુનો અનાદર કર્યો તે અનંત ક્રોધ છે. હવે શુદ્ધ ચૈતન્યતત્ત્વના પરમ આદર વડે તે માન્યતા ટાળવી તે જ
પોતાના અપરાધની ક્ષમા છે. જેણે દોષ ર્ક્યો તે જ પોતે પોતાને ક્ષમા કરે છે.
[અપૂર્ણ]
તમે વાંચ્યું?
જેમાં જૈનધર્મના ઊંડા ઊંડા આધ્યાત્મિક રહસ્યને સચોટપણે વિસ્તારપૂર્વક સમજાવવામાં આવ્યા છે, પૂ.
ગુરુદેવશ્રી જેને “જૈન–ગીતા” નું ઉપનામ આપે છે, જેના સ્વાધ્યાયથી અનેક અનેક જિજ્ઞાસુઓ ઉલ્લાસ સહિત
અત્યંત આશ્ચર્યનિમગ્ન થઈ ગયા છે, અને હરેક જિજ્ઞાસુ પાઠકોને જે વિનામૂલ્ય ભેટ તરીકે મોકલવામાં આવે છે–
તે “વસ્તુવિજ્ઞાનસાર” તમે વાંચ્યું કે નહિ? આજ સુધી હજારો–હજારો જિજ્ઞાસુઓએ તેનો લાભ લીધો છે. હજી
સુધી તમે ન વાંચ્યું હોય તો તુરત મંગાવીને જિજ્ઞાસાભાવે તેનો અવશ્ય સ્વાધ્યાય કરો. શ્રીસર્વજ્ઞદેવની ખરી
શ્રદ્ધા ક્યારે થઈ કહેવાય? તે તેમાં વિશિષ્ટ રીતે સમજાવ્યું છે, તે સમજ્યા વિના સર્વજ્ઞદેવની ખરી શ્રદ્ધા થતી
નથી. આ પુસ્તક હિંદી તેમ જ ગુજરાતી બંને ભાષામાં છપાયું છે.
પુસ્તક મંગાવાનું સરનામું : – શ્રી જૈન સ્વાધ્યાયમંદિર સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 20 of 21
single page version

background image
શ્ર સ્ત્ર ષ્
[વીર સં. ૨૪૭૧ માં સ્થાપાયેલ ‘ભગવાન શ્રી કુંદકુંદ કહાન
સ્ત્ર સ્ ત્ પ્રિદ્ધ . .]
૧ સમયસાર પ્રવચનો ભાગ ૧ ૩–૦–૦ ૨૭ સામાયિક ૦–૪–૦
૨ સમયસાર પ્રવચનો ભાગ ૩ ૩–૦–૦ ૨૮ મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો ૦–૧૨–૦
૩ પૂજા સંગ્રહ (ત્રીજી આવૃત્તિ) ૦–૧૦–૦ ૨૯ યોગસાર (દોહા) ૦–૨–૦
૪ છહઢાળા (બીજી આવૃત્તિ) ૦–૧૪–૦ ૩૦ नंदीश्वर द्वीप पूजन (हिन्दी) ૦–૧૨–૦
૫ સમવસરણ સ્તુતિ (ત્રીજી આવૃત્તિ) ૦–૫–૦ ૩૧ પંચાધ્યાયી ગુજરાતી ભાગ–૧ ૩–૮–૦
૬ અમૃતઝરણાં(–મુક્તિનો માર્ગ)(બીજી આવૃત્તિ) ૦–૬–૦ ૩૨ પંચાધ્યાયી ગુજરાતી ભાગ–૨ ૪–૦–૦
૭ જિનેન્દ્ર સ્તવનાવલિ (ચોથી આવૃત્તિ) ૦–૮–૦ ૩૩ પ્રવચનસાર–ગુજરાતી ૨–૮–૦
૮ નિયમસાર પ્રવચનો ૧–૮–૦ ૩૪ પ્રવચનસાર હરિગીત ૦–૫–૦
૯ આત્મસિદ્ધિ ૦–૨–૦ ૩૫ મૂળમાં ભૂલ (ઉપાદાન–નિમિત્ત સંવાદ) ૧–૦–૦
૧૦ જૈનસિદ્ધાંત પ્રવેશિકા (ચોથી આવૃત્તિ) ૦–૮–૦ ૩૬ દસલક્ષણધર્મ–પ્રવચનો ૦–૧૨–૦
૧૧ સમયસાર પ્રવચનો ભાગ ૨ ૧–૮–૦ ૩૭ યોગસાર તથા ઉપાદાનનિમિત્ત દોહા ૦–૩–૦
૧૨ આત્મસિદ્ધિ (અર્થ સહિત) ૦–૪–૦ ૩૮ જૈનસિદ્ધાંત પ્રવેશિકા (અધ્યાય ૧) ૦–૨–૦
૧૩ मुक्तिका मार्ग (हिंदी) ૦–૧૦–૦ ૩૯ ભેદવિજ્ઞાનસાર ૧–૪–૦
૧૪ ધર્મની ક્રિયા (બીજી આવૃત્તિ) ૧–૮–૦ ૪૦ મોક્ષમાર્ગપ્રકાશક (ત્રીજી આવૃત્તિ) ૪–૦–૦
૧૫ સત્તાસ્વરૂપ અને અનુભવપ્રકાશ (બી. આ.) ૧–૦–૦ ૪૧ સમ્યગ્દર્શન ૧–૪–૦
૧૬ સમ્યગ્જ્ઞાન દીપિકા (સચિત્ર) ૧–૦–૦ ૪૨ दसलक्षण धर्म–प्रवचन (हिंदी) ૦–૧૨–૦
૧૭ મોક્ષશાસ્ત્ર ગુજરાતી ટીકા (બીજી આવૃત્તિ) ૩–૮–૦ ૪૩ જૈન બાળપોથી (ત્રીજી આવૃત્તિ) ૦–૪–૦
૧૮ સમયસાર પ્રવચનો ભાગ ૪ ૩–૦–૦ ૪૪ मोक्षमार्गप्रकाशक की किरणें (हिंदी) છપાય છે.
૧૯ मूल में भूल (हिंदी) ૦–૧૨–૦ ૪૫ પ્રવચનસાર ગુટકો ૦–૪–૦
૨૦ દ્રવ્યસંગ્રહ (બીજી આવૃત્તિ) ૦–૭–૦ ૪૬ આલોચના (બીજી આવૃત્તિ) ૦–૨–૦
૨૧ બાલ–રામાયણ (પદ્મપુરાણ) (અપ્રાપ્ય) ૦–૬–૦ ૪૭ ચિદ્દવિલાસ (ગુજરાતી) છપાય છે.
૨૨ સમયસાર હરિગીત (પાંચમી આવૃત્તિ) ૦–૪–૦ ૪૮ A समयसार–प्रवचन भाग १ (हिंदी) ૬–૦–૦
૨૩ જિનેન્દ્ર સ્તવનમંજરી (બીજી આવૃત્તિ) ૨–૦–૦ ૪૮ B समयसार–प्रवचन भाग २ (,,) છપાય છે.
૨૪ સર્વ સામાન્ય પ્રતિક્રમણ (ત્રીજી આવૃત્તિ) ૦–૮–૦ ૪૯ સમયસાર ગુટકો (ત્રીજી આવૃત્તિ) ૦–૧૨–૦
૨૫ A વસ્તુવિજ્ઞાનસાર ભેટ ૫૦ जैन बालपोथी (हिंदी) છપાય છે
૨૫ B वस्तुविज्ञानसार (हिंदी) ભેટ ૫૧ પંચકલ્યાણક પ્રવચનો છપાય છે
૨૬ આત્મસિદ્ધિ–પ્રવચનો (ત્રીજી આવૃત્તિ) ૩–૮–૦ આત્મધર્મ ફાઈલ ૩–૧૨–૦
– ટપાલ ખર્ચ જુદું–
પુસ્તકો મંગાવાનું સરનામું
શ્રી જૈન સ્વાધ્યાયમંદિર
સોનગઢ (સૌરાષ્ટ્ર)