Atmadharma magazine - Ank 083
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950). Entry point of HTML version.


Combined PDF/HTML Page 1 of 1

PDF/HTML Page 1 of 19
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૭
સળંગ અંક ૮૩
Version History
Version
NumberDateChanges
001July 2003First electronic version.

PDF/HTML Page 2 of 19
single page version

background image
ભાદ્રપદસંપાદકવર્ષ સાતમું
રામજી માણેકચંદ દોશી
૨૪૭૬વકીલઅંક અગિયારમો
“ ચાલ, ભમરા, ગુલાબની સુગંધ લેવા!”
વિષ્ટા ઉપર રહેનાર ભમરાને જોઈને ગુલાબના ફૂલોમાં વસનાર ભમરાએ તેને કહ્યું કે ‘હે
ભમરા, તું મારી જાતનો છે, ગુલાબની સુગંધ લેવા મારી પાસે આવ.’ વિષ્ટાનો ભમરો વિષ્ટાની બે
ગોળીઓ પોતાના નાકમાં લઈને ગુલાબના ફૂલ ઉપર બેઠો. ગુલાબના ભમરાએ તેને પૂછયું–‘કેમ,
કેવી સુગંધ આવે છે?’ તેણે જવાબ આપ્યો–‘મને તો કાંઈ સુગંધ આવતી નથી, ત્યાં હતી તેવી જ
ગંધ છે.’ તેનો જવાબ સાંભળી ગુલાબના ભમરાએ વિચાર્યું કે આમ કેમ? તેના નાકમાં જોયું તો
વિષ્ટાની બે ગોળી જોઈ. ‘અરે, વિષ્ટાની બે ગોળી નાકમાં રાખીને આવ્યો છે તેથી ફૂલની સુગંધ
કયાંથી આવે?’ એમ કહીને તે ગોળી કઢાવી નાખી. કે તરત જ તે વિષ્ટાના ભમરાએ કહ્યું–‘અહો!
આવી સુગંધ તો કદી લીધી નથી.’ તેમ સંસારમાં અનાદિથી રખડતા અજ્ઞાની જીવને જ્ઞાની કહે છે કે
ચાલ તને તારું સિદ્ધપદ દર્શાવું. ત્યારે તે અજ્ઞાની જીવ રુચિમાં પુણ્ય–પાપની બે પકડરૂપ ગોળીઓ
લઈને ક્યારેક જ્ઞાની પાસે–તીર્થંકર ભગવાન પાસે ધર્મ સાંભળવા જાય તોપણ તેને પૂર્વની
મિથ્યાવાસનાથી જે ઊંધુંં માનેલું છે તેવું જ દેખાય. પણ જો એકવાર બાહ્યદ્રષ્ટિનો આગ્રહ છોડી, (–
પુણ્ય–પાપની રુચિ છોડીને,) સરળતાં રાખી જ્ઞાનીનો ઉપદેશ સાંભળે તો શુદ્ધ નિર્મળદશા પામી
જાય; તેને પુણ્ય–પાપની રુચિરૂપી દુર્ગંધનો અનુભવ છૂટીને સિદ્ધપદની સુગંધનો અપૂર્વ અનુભવ
થાય. ત્યારે તેને એમ થાય કે અહો, આવો આત્મસ્વભાવ તો મેં અત્યારસુધી કદી જાણ્યો ન હતો,
કદી આવો અનુભવ થયો ન હતો.
સમયસારમાં શ્રી આચાર્ય ભગવાન કહે છે કે હે ભવ્ય! અમે તને તારો શુદ્ધ આત્મસ્વભાવ
દેખાડીએ છીએ, તેને તું જાણ!
(જુઓ–સમયસાર પ્રવચન ભાગ, ૧ પૃ. ૧૨૯–૧૩૦)
છુટક નકલ૮૩વાર્ષિક લવાજમ
ચાર આનાશાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસિકત્રણ રૂપિયા
શ્રી જૈન સ્વાધ્યાય–મંદિર સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 3 of 19
single page version

background image
વૈરાગ્ય–સમાચાર
સીતાપુરવાળા ભાઈશ્રી લક્ષ્મીચંદ ખીમચંદ શાહ, જેમણે મુંબઈ મુમુક્ષુમંડળના ફંડમાં પોતાની દસેક
હજારની મૂડીમાંથી પાંચહજાર રૂા. અર્પણ કર્યા હતા, તેઓ મુંબઈમાં સોમવાર તા. ૨૧–૮–પ૦ ના રોજ સ્વર્ગવાસી
થયા છે. આ સંબંધમાં મુંબઈથી આવેલ પત્રમાં લખ્યું છે કે–“સીતાપુરવાળા લક્ષ્મીચંદભાઈ ગઈ કાલે બપોરે ત્રણ
વાગે ગુજરી ગયા, તેમણે શનીવારે સવારે આઠ વાગે ઓપરેશન રૂમમાં કેન્સરનું ઓપરેશન કરવા લઈ જતા
પહેલાં પરમ ઉપકારી પૂજ્ય ગુરુદેવને નમસ્કાર પત્ર લખ્યો છે તે આ સાથે મોકલ્યો છે, તો ગુરુદેવના ચરણમાં
ધરજો. (આ પત્ર આ સાથે છેલ્લે છાપ્યો છે) ”
“લક્ષ્મીચંદભાઈ ગુરુદેવના પરિચયમાં લાંબો વખત નહિ રહેવા છતાં શાસ્ત્રઅધ્યયન અને સત્–રુચિ
વિશેષ હોવાના કારણે તેમને સત્નો પ્રેમ છેવટ સુધી રહ્યો હતો. જો કે ઓપરેશન બાદ વેદના અસહ્ય હતી પણ
આપણા મુમુક્ષુભાઈઓને જોતાં જ તે વેદનાને ભૂલી જતા હતા. ઉત્સાહી આત્મા થોડા પરિચયમાં પણ આ રીતે
પરિણામને સુધારી શકે છે, તેના ઉપરથી મુમુક્ષુઓએ દાખલો લેવા જેવો છે. આ બધો પ્રતાપ એક ગુરુદેવનો જ
છે. આ પંચમકાળમાં હળાહળ ઝેરની પ્રરૂપણા થઈ રહી છે તેમાં ભવ્યજીવોને ગુરુદેવનો ઉપદેશ અમૃતતુલ્ય છે.”
“ઓપરેશન પહેલાં લક્ષ્મીચંદભાઈએ પોતાની અંતઃકરણની ભાવનાથી ભગવાનશ્રી સીમંધર સ્વામી તથા
પૂ. ગુરુદેવનો ફોટો તથા સમયસાર–ત્રણેની ઇસ્પિતાલમાં ભક્તિ કરી હતી. લક્ષ્મીચંદભાઈની અહીંના
મુમુક્ષુમંડળમાં ખોટ પડી છે.”
સ્વ. ભાઈશ્રી લક્ષ્મીચંદભાઈની ઉમર માત્ર વર્ષ ૪૦ લગભગ હતી. સત્ધર્મ પ્રત્યેનો તેમનો ઉત્સાહ અને
તેમની ઉદારતા વગેરે મુમુક્ષુઓને અનુકરણીય છે. અને આવી અનિત્યતાના પ્રસંગ ઉપરથી આત્માર્થી જીવોએ
શરીરાદિની ક્ષણભંગુરતા સમજીને સદ્વૈરાગ્ય પ્રગટાવી નિત્ય શરણભૂત આત્માના આશ્રય તરફ વળવાની
ભાવના કરવી જોઈએ.
પૂજ્ય ગુરુદેવને નમસ્કારપત્ર
“જેમણે આ પામરપર અપાર ઉપકાર કર્યો છે, જેમની પ્રેરણાથી આ પામર જીવને અદ્ભુત
આત્મલાભ થયો છે તેવા, અનન્ય શરણ આપનાર સદ્ગુરુદેવ પૂજ્ય શ્રી કાનજી સ્વામીને અનંતવાર
નમસ્કાર હો. તેમના ઉપકારનો બદલો આપવા હું અસમર્થ છું. મ્હારા આત્માને વિષે અહર્નિશ શાન્તિ વર્તે
એ જ પ્રાર્થના.
લી. દર્શનાભિલાષી
લક્ષ્મીચંદ ખીમચંદ શાહના
અત્યંત વિનયપૂર્વક ચરણકમળમાં નમસ્કાર.”
(ઉપર મુજબ પત્ર તેમણે પોતાના જ હાથે લખ્યો હતો.) મુમુક્ષુ જીવોને વૈરાગ્યની વૃદ્ધિ અર્થે આ વૈરાગ્ય
સમાચાર અહીં આપવામાં આવ્યા છે.
સુધારો
આત્મધર્મમાં આપવામાં આવતો સુધારો ખાસ અગત્યનો હોય તે જ આપવામાં આવે છે; માટે
આત્મધર્મના કોઈ પણ અંકમાં આવતા સુધારા પ્રમાણે સુધારી લેવા દરેક વાંચકોને વિનંતિ છે.
આત્મધર્મ અંક ૮૨ માં ૨૧૬ મા પાને (૬૧) માં પારાની પાંચમી લીટીમાં ‘આત્માને તો બીજો જ જાણે
છે.’ એમ છપાયું છે તેને બદલે ‘આસ્રવોને તો બીજો જ જાણે છે.’ એમ સુધારીને વાંચવું.
ગ્રાહકોને સૂચના
આત્મધર્મ માસિકની કોઈ પણ પ્રકારની ફરિયાદ અને વી. પી. મનિઓર્ડર સંબંધી વ્યવહાર નીચેના
સરનામે કરવો–
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 4 of 19
single page version

background image
ભાદ્રપદઃ ૨૪૭૬ઃ ૨૨પઃ
શ્રદ્ધા–જ્ઞાન ન હોય એવા અજ્ઞાનીને વક્તા તરીકે પણ ગણવામાં આવતો નથી તો તેની વાણી દેશનાલબ્ધિનું
કારણ શી રીતે થાય? વળી ઉપરમાં ચોકખું કહ્યું છે કે જે પોતે અશ્રદ્ધાળું હોય તે અન્યને શ્રદ્ધાળું કરી શકે નહિ
એટલે કે તેના ઉપદેશથી બીજા જીવને દેશનાલબ્ધિ થઈ શકે નહિ. વળી, કોઈ એમ માને કે અજ્ઞાનીને
વ્યવહારશ્રદ્ધાન હોય છે તેથી તેની વાણીથી દેશનાલબ્ધિ થઈ શકે, તો એ વાત પણ યથાર્થ નથી, કેમકે આગળ
જતાં ‘શ્રદ્ધાન જ સર્વ ધર્મનું મૂળ છે’–એમ લખ્યું છે, તેથી નક્કી થાય છે કે અહીં પરમાર્થ સમ્યક્શ્રદ્ધાને જ
શ્રદ્ધાન ગણવામાં આવ્યું છે, અને એ શ્રદ્ધા જ સર્વ ધર્મનું મૂળ છે. અજ્ઞાનીને જે વ્યવહારશ્રદ્ધાન હોય છે તેને સર્વ
ધર્મનું મૂળ કહી શકાય નહિ. તેમ જ ત્યારપછી સમ્યગ્જ્ઞાન હોવાની પણ વાત કરી છે.
એ રીતે, જેને ખરેખર સમ્યક્શ્રદ્ધા ને સમ્યગ્જ્ઞાન હોય તે જ જૈનધર્મના વક્તા થઈ શકે અને તેની વાણી
જ અન્ય જીવોને દેશનાલબ્ધિનું કારણ થઈ શકે. અજ્ઞાની જીવને વક્તા સ્વીકારવામાં આવ્યો નથી એટલે તેની
વાણી દેશનાલબ્ધિનું કારણ થઈ શકતી નથી–એમ સમજી લેવું.
(૭) પરથી ભિન્ન આત્માના એકત્વની દુર્લભતા વર્ણવતાં શ્રી સમયસાર ગા. ૪ ની ટીકામાં આચાર્યદેવ
કહે છે કે–“જીવને પોતામાં અનાત્માજ્ઞપણું હોવાથી અને બીજા આત્માને જાણનારાઓની સંગતિ–સેવા–ઉપાસના
નહિ કરી હોવાથી (ભિન્ન આત્માનું એકપણું) નથી પૂર્વે કદી સાંભળવામાં આવ્યું, નથી કદી પરિચયમાં આવ્યું
અને નથી કદી અનુભવમાં આવ્યું. તેથી ભિન્ન આત્માનું એકપણું સુલભ નથી.”
અહીં ‘આત્માને જાણનારાઓની સંગતિ–સેવા–ઉપાસના પૂર્વે કદી કરી નથી’ એમ કહીને શ્રી આચાર્ય–
દેવે દેશનાલબ્ધિ સિદ્ધ કરી છે, અને તે દેશનાલબ્ધિ જ્ઞાની પાસેથી જ હોય–એમ પણ બતાવ્યું છે. જ્ઞાનીની સેવા–
ઉપાસના કરવાની વાત લીધી તેમાં દેશનાલબ્ધિ આવી જાય છે. અજ્ઞાનીના ઉપદેશથી પણ જો દેશનાલબ્ધિ થઈ
જતી હોય તો ‘આત્મજ્ઞાનીની સેવા’ ની વાત આચાર્ય દેવ શા માટે કરે? અહીં અનાદિ અજ્ઞાનીને જ્ઞાની
બનવાની વાત લીધી છે, તેથી દેશનાલબ્ધિ જ્ઞાની પાસેથી જ હોય–એ વાત મૂકી છે.
જીવને દેશનાલબ્ધિ થવામાં નિમિત્ત તરીકે જ્ઞાનીનો ઉપદેશ જ હોય–આમ સમજવાથી કાંઈ નિમિત્તાધીન
દ્રષ્ટિ થઈ જતી નથી, પણ નિમિત્ત–નૈમિત્તિક સંબંધનું યથાર્થ જ્ઞાન થાય છે.
(૮) વળી સમયસારની આઠમી ગાથાની ટીકામાં કહે છે કે–“જ્યારે વ્યવહાર–પરમાર્થ માર્ગ પર
સમ્યગ્જ્ઞાનરૂપી મહારથને ચલાવનાર સારથી સમાન અન્ય કોઈ આચાર્ય અથવા તો આત્મા શબ્દ કહેનાર પોતે
જ..... ‘આત્મા’ શબ્દનો અર્થ સમજાવે છે ત્યારે તુરત જ...સમજી જાય છે.”
અહીં, સમ્યગ્દર્શન પામનાર જીવને કોનો ઉપદેશ નિમિત્તરૂપે હોય છે તે દર્શાવતાં શ્રી આચાર્યદેવે
સમ્યગ્જ્ઞાનરૂપી મહારથને ચલાવનાર’ એવું વિશેષણ વાપર્યું છે, તે એમ સૂચવે છે કે સમ્યગ્જ્ઞાની
આચાર્યાદિકનો જ ઉપદેશ દેશનાલબ્ધિના કારણરૂપ થાય છે. જે સમ્યગ્જ્ઞાનરૂપી મહારથને ચલાવનાર ન હોય
એના અજ્ઞાની જીવોનો ઉપદેશ કદી દેશનાલબ્ધિનાં કારણરૂપ થતો નથી. દેશના લબ્ધિપ્રકરણમાં જ્યાં જ્યાં
આચાર્ય વગેરે શબ્દ વાપર્યા હોય ત્યાં ત્યાં બધે ઠેકાણે ‘સમ્યગ્જ્ઞાનીરૂપી મહારથને ચલાવનાર એવું વિશેષણ, ન
કહ્યું હોય તોપણ સમજી લેવું.
(૯) દેશનાલબ્ધિના સંબંધમાં કોઈ જીવ એમ માને છે કે “મિથ્યાદ્રષ્ટિની વાણી સમ્યગ્દર્શનની ઉત્પત્તિમાં
દેશનાલબ્ધિનું કારણ થઈ શકે છે. વાણી યથાર્થ હોવી જોઈએ–પછી તે વાણી સમ્યગ્દ્રષ્ટિના મુખથી સુણી હોય કે
મિથ્યાદ્રષ્ટિના મુખથી સુણી હોય, કે શાસ્ત્રમાંથી વાંચી હોય. સર્વે વાણી સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવામાં દેશનાલબ્ધિનું
કારણ થઈ શકે છે” × × × વળી તે કહે છે કે “અભવ્ય દ્વારા યથાર્થ પ્રતિપાદન કરનારી વાણી પણ સમ્યગ્દર્શન
પ્રાપ્ત કરવામાં દેશનાલબ્ધિનું કારણ થઈ શકે છે. આત્મા એવો પરાધીન નથી કે બીજા સમ્યગ્દ્રષ્ટિ આત્માની
સહાય વિના (–દેશના વિના) પોતાનું કલ્યાણ ન કરી ન શકે.”–આ માન્યતા અસત્ય છે. આ લેખમાં આપેલા
લબ્ધિસાર, ષટ્ખંડાગમ, સમયસાર વગેરેના કથનો સાથે વિચારતાં આ માન્યતાનું અયથાર્થપણું જણાયા વગર
રહેશે નહિ.
વળી, ‘દેશનાલબ્ધિમાં જ્ઞાનીની જ વાણી નિમિત્ત હોય, બીજી વાણી નિમિત્ત ન હોય–એમ માનવાથી
આત્મા પરાધીન થઈ જાય છે’–એમ કોઈ માને તો તે માન્યતા પણ જૂાઠી છે; ‘આત્મા એવો પરાધીન નથી કે

PDF/HTML Page 5 of 19
single page version

background image
ઃ૨૨૬ઃ આત્મધર્મઃ ૮૩
બીજા સમ્યગ્દ્રષ્ટિ આત્માની સહાય વિના (–દેશના વિના) તે પોતાનું કલ્યાણ ન કરી શકે’–આવી તેની
દલીલ છે તે ન્યાયની કસોટીએ ચડાવતાં તદ્ન ભૂલવાળી માલૂમ પડે છે. કેમકે ‘દેશનાલબ્ધિમાં જ્ઞાનીની
વાણી જ નિમિત્ત હોય’–એ સિદ્ધાંતમાંથી કાંઈ એવો આશય નથી નીકળતો કે જીવ પરાધીન છે. પરંતું
દેશનાલબ્ધિનું એ સ્વરૂપ તો નિમિત્તનું યથાર્થ જ્ઞાન કરાવે છે. માટે દેશનાલબ્ધિના સ્વરૂપમાં, જીવને
સમ્યગ્દ્રષ્ટિ ગુરુની સહાયતા લેવી પડે છે કે જીવ પરાધીન થઈ જાય છે–એ વાત સાચી નથી. જીવના
ઉપાદાનમાં જ્યારે સમ્યગ્દર્શનની લાયકાત હોય છે ત્યારે તેને સમ્યગ્દ્રષ્ટિ ગુરુનો ઉપદેશ સ્વયમેવ નિમિત્તરૂપે
હોય છે. દેશનાલબ્ધિનું નિમિત્ત થવાની લાયકાત જ્ઞાનીના ઉપદેશમાં જ હોય છે, અજ્ઞાનીની વાણીમાં કે બીજા
જડમાં તે પ્રકારની લાયકાત નથી. માટે દેશનાલબ્ધિમાં સમ્યગ્દ્રષ્ટિ સદ્ગુરુનો ઉપદેશ જ નિમિત્તપણે હોય છે,–
નહિ કે અજ્ઞાનીને વાણી કે શાસ્ત્રનું વાંચન. આ પ્રમાણે દેશનાલબ્ધિમાં નિમિત્ત તરીકેની યોગ્યતા કયા
પદાર્થમાં છે તે બતાવવામાં આવ્યું છે. તેમાં જીવની પરાધીનતા નથી, પણ તેમાં તો જ્ઞાનીની યથાર્થતા છે.
પોતાના કલ્યાણ માટે બીજા જ્ઞાનીની સહાય લેવી પડે કે પરાધીનતા કરવી પડે–એવો એનો અર્થ નથી. પણ
સમ્યગ્દર્શન માટે સમ્યગ્દ્રષ્ટિ જ દેશના નિમિત્ત હોય– એમ નિમિત્તનું યથાર્થ જ્ઞાન છે. અજ્ઞાની વગેરેની
વાણીને પણ જે દેશનાલબ્ધિના નિમિત્ત તરીકે સ્વીકારે છે તેને નિમિત્તનું યથાર્થ જ્ઞાન નથી, અને ખરેખર
પોતાના ઉપાદાનમાં પણ તેને દેશના લબ્ધિનો યથાર્થભાવ પ્રગટયો નથી.
(૧૦) મિથ્યાદ્રષ્ટિ જીવ શાસ્ત્રનો તો અભ્યાસ કરે છે પણ પોતે યથાર્થ નિર્ણય કરી અનુભવ કરતો
નથી એટલે તે અજ્ઞાની જ રહે છે. એ પ્રમાણે સમ્યગ્જ્ઞાન અર્થે થતી તેની પ્રવૃત્તિમાં અયથાર્થતા બતાવવા માટે
મોક્ષમાર્ગ પ્રકાશક પૃ. ૨૪૦ માં કહ્યું છે કે–“કોઈ જીવ એ શાસ્ત્રનો પણ અભ્યાસ કરે છે પરંતુ જ્યાં જેમ
લખ્યું છે તેમ પોતે નિર્ણય કરી પોતાને પોતારૂપ, પરને પરરૂપ તથા આસ્રવાદિકને આસ્રવાદિરૂપ શ્રદ્ધાન
કરતો નથી. કદાપિ મુખથી તો યથાવત્ નિરૂપણ એવું પણ કરે કે જેના ઉપદેશથી અન્ય જીવ સમ્યગ્દ્રષ્ટિ થઈ
જાય.”
ઉપરના કથનનો આશય શું છે તે નહિ સમજનાર કોઈ એમ કહે છે કે ‘દ્રવ્યલિંગી અજ્ઞાનીને ભલે
સમ્યગ્જ્ઞાન ન હોય તોપણ તેના ઉપદેશથી દેશનાલબ્ધિ થઈ શકે.’ પરંતુ તેઓ એ મુદે ભૂલી જાય છે કે ત્યાં
ચાલતા વિષયમાં દેશનાલબ્ધિનું સ્વરૂપ નથી બતાવવું, પણ મિથ્યાદ્રષ્ટિ જીવ શાસ્ત્રનો અભ્યાસ કરવા છતાં
અજ્ઞાની કેમ રહે છે તે બતાવવું છે. અજ્ઞાની–દ્રવ્યલિંગીને શાસ્ત્રનો અભ્યાસ જ નથી હોતો–એમ કોઈ માને
તો તેને સમજાવ્યું કે અજ્ઞાની શાસ્ત્રનો અભ્યાસ તો કરે છે પણ પોતે અનુભવ કરતો નથી. માટે તે કથનનો
આશય એમ બિલકુલ ન સમજવો કે અજ્ઞાનીના ઉપદેશથી પણ દેશનાલબ્ધિ થાય! પણ શ્રી લબ્ધિસાર અને
શ્રી ષટ્ખંડાગમની ઉપર્યુક્ત ટીકા સાથે મોક્ષમાર્ગ પ્રકાશક પૃ. ૨૪૦ ના તે કથનને વાંચીને તેનો એવો આશય
સમજવો કે જે જીવને પૂર્વે કોઈ જ્ઞાની પાસેથી દેશનાલબ્ધિ થઈ ગઈ હોય ને તેના સંસ્કારનું બળ હોય તે જીવ
વર્તમાન કોઈ દ્રવ્યલિંગી–અજ્ઞાનીનો ઉપદેશ સાંભળી, પોતે વિચાર કરી, પૂર્વે પ્રાપ્ત કરેલી દેશનાલબ્ધિના
બળે, દ્રવ્યલિંગી મિથ્યાદ્રષ્ટિ ઉપદેશકને ન હોય એવું યથાર્થ ભાવભાસન પોતે પ્રગટ કરે છે. ત્યાં તેને
દેશનાલબ્ધિના કારણરૂપ વર્તમાન મિથ્યાદ્રષ્ટિનો ઉપદેશ નથી પરંતુ પૂર્વે સમ્યગ્દ્રષ્ટિનો ઉપદેશ જ
દેશનાલબ્ધિના કારણરૂપ છે.
વળી ત્યાં (મોક્ષમાર્ગ પ્રકાશક પૃ. ૨૪૦ માં) આ પ્રમાણે દ્રષ્ટાંત આપ્યું છે કે–“જેમ કોઈ છોકરો
સ્ત્રીનો સ્વાંગ કરી એવું ગાયન કરે કે જે સાંભળીને અન્ય પુરુષ–સ્ત્રી કામરૂપ થઈ જાય, પણ આ તો જેવું
શીખ્યો તેવું કહે છે પરંતુ તેનો ભાવ કાંઈ તેને ભાસતો નથી તેથી પોતે કામાસક્ત થતો નથી; તેમ આ
(શાસ્ત્રાભ્યાસ કરનાર અજ્ઞાની) જેવું લખ્યું છે તેવો ઉપદેશ દે છે પરંતુ પોતે અનુભવ કરતો નથી× × ×
તેથી સમ્યગ્જ્ઞાન થતું નથી.”
હવે ત્યાં દ્રષ્ટાંતમાં અન્ય પુરુષ–સ્ત્રી કામરૂપ થઈ જવાનું લખ્યું છે તે ઉપરથી ‘અજ્ઞાનીના ઉપદેશથી
બીજા જીવો દેશનાલબ્ધિ પામી જાય છે’ એવો સિદ્ધાંત તો નથી નીકળતો, પરંતુ તે ઉપરથી તો એમ સિદ્ધ થાય છે
કે જે પુરુષ અને સ્ત્રીને કામના પૂર્વ સંસ્કાર હતા તે જ કામરૂપ થાય છે, પણ જે બાળકને કામના સંસ્કાર નથી તે
કામરૂપ થતો નથી. તેમ અજ્ઞાનીનો ઉપદેશ સાંભળતા પણ જેને પૂર્વની જ્ઞાનીના ઉપદેશથી

PDF/HTML Page 6 of 19
single page version

background image
ભાદ્રપદઃ ૨૪૭૬ઃ ૨૨૭ઃ
થયેલી દેશનાલબ્ધિના સંસ્કાર છે તે જ સમ્યગ્જ્ઞાન પામે છે. માટે તે બાળકના દ્રષ્ટાંત ઉપરથી એમ ન સમજવું કે
મિથ્યાદ્રષ્ટિના ઉપદેશથી કોઈ જીવને (પૂર્વે જ્ઞાનીની દેશના વગર પણ) સમ્યગ્દર્શન થઈ જાય.
(૧૧) મોક્ષમાર્ગ પ્રકાશકના ઉપર્યુક્ત કથન જેવું જ કથન લાટી સંહિતાના પાંચમા સર્ગની ૧૮–૧૯ મી
ગાથામાં છે. ત્યાં કહે છે કે–
‘કોઈ મુનિ મિથ્યાદ્રષ્ટિ પણ હોય છે; તે જો કે અગિયાર અંગના પાઠી હોય છે અને મહાવ્રતાદિ ક્રિયાઓનું
બાહ્યરૂપથી પૂર્ણપણે પાલન કરે છે, તથાપિ તેને પોતાના શુદ્ધ આત્માનો અનુભવ નથી હોતો. તેથી તે પોતાના
પરિણામો દ્વારા સમ્યગ્જ્ઞાનથી રહિત જ હોય છે.
।। ૧૮।। અહીં કદાચિત્ કોઈ એવી શંકા કરે કે– ‘એવા
મિથ્યાદ્રષ્ટિ મુનિને જે અગિયાર અંગનું જ્ઞાન હોય છે તે કેવળ પાઠ માત્ર હોય છે, તેના અર્થોનું જ્ઞાન તેને નથી
હોતું.’–પરંતુ આવી શંકા કરવી પણ ઠીક નથી, કારણ કે શાસ્ત્રોમાં એવું કથન આવે છે કે એવા મિથ્યાદ્રષ્ટિ
મુનિઓના ઉપદેશથી અન્ય કેટલાય ભવ્યજીવોને સમ્યગ્દર્શનપૂર્વક સમ્યગ્જ્ઞાન પ્રગટ થઈ જાય છે ×××”
–એ ખાસ ધ્યાન રાખવું કે દ્રવ્યલિંગી મિથ્યાદ્રષ્ટિ મુનિને પરલક્ષી જ્ઞાનનો ઉઘાડ હોય છે તે મિથ્યાજ્ઞાન જ
છે–એમ અહીં સિદ્ધ કરવું છે. મોક્ષમાર્ગ પ્રકાશકની જેમ અહીં પણ દેશનાલબ્ધિનું સ્વરૂપ વિચારવાનું પ્રયોજન
નથી, પણ મિથ્યાદ્રષ્ટિ દ્રવ્યલિંગીને પણ અગિયાર અંગના જ્ઞાનનો પરલક્ષી ઉઘાડ હોય છે છતાં તેનું તે જ્ઞાન
મિથ્યા જ છે–એટલું અહીં સિદ્ધ કરવું છે. માટે આ કથનનો અર્થ સમજતાં પણ એ વાત સમજી લેવી કે જે જીવને
પૂર્વે જ્ઞાની પાસેથી મળેલી દેશનાલબ્ધિના સંસ્કારનું બળ હોય તે જ સમ્યગ્જ્ઞાન પામે છે.
(૧૨) આ સંબંધી આત્મધર્મ અંક ૭૪ પૃ. ૩૦ બ તથા ૩૧ માં આવી ગયું છે તે અહીં આપવામાં આવે છે–
“જૈનદર્શન એવું ગંભીર છે કે જ્ઞાની પુરુષના સીધા સંસર્ગ વગર કોઈ જીવ તેના રહસ્યને પામી શકે નહીં.
એથી શાસ્ત્રોમાં દેશનાલબ્ધિનું વર્ણન આવે છે. શ્રીમદ્ રાજચંદ્રજીના શબ્દોમાં કહીએ તો ‘પાવે નહિ ગુરુગમ વિના
એહી અનાદિ સ્થિત’–અનાદિથી એવી જ વસ્તુસ્થિતિ છે કે ગુરુગમ વગર એટલે કે દેશનાલબ્ધિ વગર કોઈ જીવ
ધર્મ પામી શકે નહિ. અને એ દેશનાલબ્ધિ માત્ર શાસ્ત્રના વાંચનથી કે અજ્ઞાનીના ઉપદેશથી કોઈ જીવ પામી શકે
નહિ. પણ જ્ઞાનીના ઉપદેશનું સીધું શ્રવણ કરે તો જ દેશનાલબ્ધિ પામી શકે. માટે ધર્મના અભિલાષી જીવોએ એકવાર
તો અવશ્ય સત્સમાગમ કરીને સદ્ગુરુગમે દેશનાલબ્ધિ પ્રાપ્ત કરવી જોઈએ. જ્ઞાની પુરુષના શ્રીમુખથી આધ્યાત્મિક
ઉપદેશનું સાક્ષાત્ શ્રવણ કરવું તે જ આત્માર્થીઓને કલ્યાણનું મુખ્ય કારણ છે. એક વખત તો સત્ની રુચિપૂર્વક
ચૈતન્યમૂર્તિ જ્ઞાનીપુરુષ પાસેથી અવશ્ય શ્રવણ કરવું જોઈએ. એમ કરવાથી જ આત્મામાં સત્નું પરિણમન થાય છે.
જે જીવ સમ્યગ્દ્રષ્ટિ થાય છે તે જીવ પાંચ લબ્ધિપૂર્વક જ થાય છે; તેમાં ત્રીજી દેશનાલબ્ધિ છે. દેશનાલબ્ધિ
જ્ઞાનીના ઉપદેશથી થાય છે, અજ્ઞાનીના ઉપદેશથી કદાપિ થતી નથી. છતાં કેટલાક જીવો એમ કહે છે કે અજ્ઞાનીના
ઉપદેશથી પણ દેશનાલબ્ધિ થઈ જાય. તેમ કહેનારાઓએ ધર્મના સાચા નિમિત્તને પણ જાણ્યું નથી.
જેણે આત્મજ્ઞાની ગુરુ પાસેથી પ્રથમ વસ્તુનું યથાર્થ સ્વરૂપ સાંભળ્‌યું હોય અને તે વખતે તે સમ્યગ્દર્શન ન
પામ્યો હોય પણ તે દેશનાના સંસ્કાર રહી ગયા હોય, એવો કોઈ જીવ, દ્રવ્યલિંગીનો ઉપદેશ સાંભળીને સમ્યગ્દ્રષ્ટિ
થઈ જાય છે; ત્યાં ખરેખર તે જીવને વર્તમાન દ્રવ્યલિંગી પાસેથી દેશનાલબ્ધિ મળી નથી પણ પૂર્વે જ્ઞાની પાસેથી મળી
છે. જે જીવોને પૂર્વે આત્મજ્ઞાની પાસેથી દેશનાલબ્ધિ પ્રાપ્ત થઈ ન હોય અને તેના સંસ્કાર ન હોય તેવા જીવો કદી
પણ દ્રવ્યલિંગીના ઉપદેશથી સમ્યગ્દ્રષ્ટિ થઈ શકે જ નહિ. આમ વસ્તુસ્થિતિ હોવા છતાં અજ્ઞાનીના ઉપદેશથી પણ
જેઓ દેશનાલબ્ધિ અને સમ્યગ્દર્શન થવાનું માને છે તેઓ ધર્મના સત્ય નિમિત્તનો નિષેધ કરનારા છે; ધર્મમાં
સત્પુરુષનો ઉપદેશ જ નિમિત્તરૂપ હોય–એવો જે વ્યવહાર તેનું પણ જ્ઞાન તેમને ઊંધુંં છે. માટે મુમુક્ષુઓએ, ધર્મમાં
નિમિત્તરૂપ જ્ઞાની પુરુષોનો જ ઉપદેશ હોય એમ બરાબર સ્વીકારીને સત્સમાગમે સ્વભાવ સમજવાનો પ્રયત્ન
કરવો.” *
બ્રહ્મચર્ય – પ્રતિજ્ઞા
સવાઈ માધવપુર (રાજસ્થાન) ના રહીશ ભાઈ શ્રી ઘાસીલાલજી તથા તેમના ધર્મપત્ની વસંતીબેન–એ
બંનેએ સજોડે, બીજા અષાઢ વદ ૧૪ ના રોજ પૂ. સદ્ગુરુદેવશ્રી પાસે આજીવન બ્રહ્મચર્ય–પ્રતિજ્ઞા અંગીકાર કરી
છે. આ માટે તેમને ધન્યવાદ!

PDF/HTML Page 7 of 19
single page version

background image
ઃ ૨૨૮ઃ આત્મધર્મઃ ૮૩
–સિદ્ધિનો ઉપાય–
આત્માનો જાણવાનો સ્વભાવ શુદ્ધ નિર્મળ છે. ક્રોધાદિ વિકાર તેનો સ્વભાવ નથી. જેમ સ્ફટિકમાં
લાલકાળી ઝાંઈ દેખાય છે તે તેની અવસ્થામાં વિકાર છે, અને સ્ફટિકનો મૂળસ્વભાવ શુદ્ધ ઊજળો છે. તેમ
આત્મામાં દયા કે ક્રોધ વગેરે ભાવો થાય તે વિકાર છે, આત્મા મૂળ સ્વભાવથી શુદ્ધ જ્ઞાનમય છે.
આત્મા અનાદિઅનંત સ્વયંસિદ્ધ તત્ત્વ છે, તે કોઈ સંયોગથી બનેલો નથી તેમ જ નાશ પામીને કોઈમાં
ભળી જતો નથી. દરેક આત્મામાં પૂરેપૂરું જ્ઞાનસામર્થ્ય ભર્યું છે. જેમ લીંડીપીપરમાં ચોસઠ પોરી તીખાશ ભરી છે;
એમને એમ સીધી ખાય તો તેનો સ્વાદ ન આવે પણ ઘસતાં તે તીખાસ પ્રગટે છે. અંદર જે શક્તિ ભરી હતી તે
જ પ્રગટી છે; જો સ્વભાવમાં ન હોય તો સંયોગમાંથી આવે નહિ. અને નિમિત્ત આવ્યું માટે તે તીખાશ પ્રગટી –
એમ પણ નથી. પદાર્થમાં શક્તિરૂપ સ્વભાવ ત્રિકાળ છે, તે પ્રગટ થવાના કાળે યોગ્ય નિમિત્તનો યોગ સહજ બની
જાય છે. સંયોગમાંથી સ્વભાવ પ્રગટતો નથી; પણ જેને વસ્તુનો સ્વભાવ નથી દેખાતો અને જેની સંયોગ ઉપર
દ્રષ્ટિ છે, તે સંયોગી નિમિત્તથી સ્વભાવ પ્રગટવાનું માને છે. લીંડીપીપરના દ્રષ્ટાંતે આત્મામાં પણ સમજવું કે,
આત્મામાં પૂર્ણજ્ઞાન શક્તિરૂપે છે, તેનો વિશ્વાસ કરીને એકાગ્ર થતાં અવસ્થામાં પૂર્ણજ્ઞાન પ્રગટ થાય છે. તે જ્ઞાન
બહારના સંયોગોમાંથી આવ્યું નથી, પણ સ્વભાવશક્તિમાં હતું, તેમાંથી જ પ્રગટયું છે. પોતાના સ્વભાવને ન
કબૂલતાં, સંયોગને જુએ છે તે જીવને કદી નિર્મળદશા પ્રગટતી નથી.
દ્રવ્યસ્વભાવે આત્મા અનાદિઅનંત નિત્ય એકરૂપ શુદ્ધ હોવા છતાં અનિત્ય અવસ્થામાં વિકાર છે. અહીં
આચાર્ય ભગવાન કહે છે કે આત્માના એકરૂપ સ્વભાવને આશ્રિત બુદ્ધિ તે સિદ્ધિનો ઉપાય છે; એ સિવાય બંધ
અને મોક્ષ, રાગ અને દ્વેષ, કર્મ અને આત્મા તથા શુભ અને અશુભ–એ પ્રમાણે દ્વૈતઆશ્રિત જે બુદ્ધિ છે તે
અસિદ્ધિ છે અર્થાત્ તે બુદ્ધિ નિજાનંદ શુદ્ધ અદ્વૈતસ્વરૂપને રોકનારી છે. બંધ ટાળું ને મોક્ષ કરું–એમ અવસ્થાના
ભંગ–ભેદ આશ્રિત વિકલ્પમાં જ અટકે ને અભેદ એક સ્વભાવસન્મુખ ન થાય તો જીવને ધર્મદશા પ્રગટે નહિ.
શરીર–મન–વાણી હું, અને પુણ્ય–પાપ વિકાર જેટલો જ હું–એમ માનીને અનાદિથી જીવ પોતાના
સહજસ્વભાવને ભૂલ્યો છે. જો એ ભૂલ ન હોય તો વર્તમાનમાં પ્રગટ આનંદ હોવો જોઈએ; કેમ કે વસ્તુ પોતે
આનંદસ્વરૂપ છે, તેને પોતાના સ્વભાવથી દુઃખ ન હોય. પણ તેનું ભાન ભૂલ્યો છે તેથી તે આનંદ પ્રગટ નથી
અને પરમાં આનંદ શોધે છે. અવસ્થામાં ભૂલ અને વિકાર અનાદિથી હોવા છતાં સ્વભાવ તેમાં ભળી ગયો નથી.
જેમ શેરડીમાં રસ અને કૂચા મૂળથી ભેગા હોવા છતાં, સ્વભાવથી જુદા હોવાથી જુદા પડી જાય છે, તલમાં તેલ
અને ખોળ મૂળથી ભેગા હોવા છતાં, સ્વભાવે જુદા હોવાથી જુદા પડી જાય છે, તેમ આત્મામાં સર્વજ્ઞસ્વભાવ તેમ
જ વિકાર–બંને અનાદિથી છે, પણ પરમાર્થે બંને જુદા છે. આત્માનો સ્વભાવ વિકારરૂપ થઈ ગયો નથી. તે
સ્વભાવના ભાનથી અને એકાગ્રતાથી વિકાર ટળીને સર્વજ્ઞતા પ્રગટ થાય છે.
જેમ સ્ફટિકમાં રાતા–કાળા ફૂલના સંયોગે રાતી–કાળી ઝાંઈ પડે છે, તે તેના સ્વભાવમાં નથી, તેમ
જ્ઞાનસ્વરૂપી આત્માની અવસ્થામાં શુભ કે અશુભ વિકાર થાય છે તે નવા થયેલા છે, આત્માના સ્વભાવમાં
નથી. હિંસા, ચોરી વગેરે પાપભાવ છે અને દયા–દાન વગેરે પુણ્ય ભાવ છે, તે બંને દોષ છે, આત્માનો ખરો
સ્વભાવ નથી. તેમ જ પ્રારબ્ધકર્મે પણ તે દોષ કરાવ્યો નથી; પોતાનો સત્–ચિત્–આનંદ સ્વભાવ છે તેનું
યથાર્થ હોવાપણું ભૂલીને બીજા પ્રકારે માન્યું તેથી જ અવસ્થામાં દોષ પોતે કર્યો છે. વસ્તુસ્વભાવ જેમ છે તેમ
ન્યાયથી સમજવો જોઈએ. ન્યાય શબ્દમાં ‘
नी’ ધાતુ છે, नी એટલે દોરી જવું, જ્ઞાનને આત્મસ્વભાવ તરફ
લઈ જવું તે જ ન્યાય છે.
ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા જ્ઞાનનો બિંબ છે. જેમ સ્વચ્છ સ્ફટિકમાં ઝાંઈ તે તેનું મૂળ સ્વરૂપ નથી,
તેમ જ્ઞાયકબિંબ આત્મામાં વિકાર તે તેનું મૂળ સ્વરૂપ નથી. પોતે જ્ઞાન–આનંદ સ્વભાવી પરિપૂર્ણ પદાર્થ હોવા
છતાં બીજી રીતે પોતાનું અસ્તિત્વ માની લીધું છે. રાગાદિ

PDF/HTML Page 8 of 19
single page version

background image
ભાદ્રપદઃ ૨૪૭૬ઃ ૨૨૯ઃ
ક્ષણિક વિકારપણે જ પોતાનું અસ્તિત્વ કબૂલે છે અને મારે શરીર, પૈસા વગેરે પર વગર ચાલે નહિ–એમ માને
છે, તે માન્યતામાં પરની ઓશિયાળ અને ભિખારાપણું છે. ‘આત્મા છે’ એમ સ્થૂળપણે તો આત્માનું અસ્તિત્વ
આસ્તિક લોકો માને છે, પરંતુ જે રીતે પોતાનું અસ્તિત્વ છે તે રીતે યથાર્થપણે કદી જાણ્યું નથી, પણ વિપરીતપણે
માન્યું છે.
દરેક આત્મા જ્ઞાનસ્વભાવી છે, પદાર્થોને જાણવાનો તેનો સ્વભાવ છે; તેમાં વિકાર કરે તો આત્મા ઇચ્છા
કરે, પરંતુ શરીર વગેરે પદાર્થોમાં તે કાંઈ ફેરફાર કરી શકતો નથી. આત્મા કર્તા અને જડમાં તેનું કાર્ય–એમ કદી
બનતું નથી. કર્તાનું ઇષ્ટ તે કર્મ છે, એટલે શું? અજ્ઞાની વિકારની રુચિથી વિકારનો કર્તા થાય છે, જ્ઞાની
સ્વભાવની રુચિથી નિર્મળ ભાવનો કર્તા થાય છે, પણ જડની અવસ્થાનો કર્તા કોઇ આત્મા થઇ શકતો નથી.
જડની અવસ્થાનો કર્તા જડ છે. લોકો ધર્મ કરવા માંગે છે, પણ ધર્મનો કર્તા આત્મા કોણ છે? અને ધર્મી આત્માનું
કર્મ શું છે? તેના ભાન વિના ધર્મ થતો નથી.
જડ કર્મો પરવસ્તુ છે, કોઈ પરવસ્તુ આત્માને આવરણ કરતી નથી. હું રાગી છું, હું દ્વેષી છું, હું મનુષ્ય
છું–એવી માન્યતાથી જીવ પોતાના જ્ઞાતાદ્રષ્ટા આત્મસ્વભાવને ભૂલ્યો તે મિથ્યાભ્રાંતિ છે, તે અજ્ઞાનીનું કર્મ છે
અને તે જ ભાવઆવરણ છે. તે મિથ્યાભ્રાંતિ કેમ છેદાય? તેની આ વાત છે. આચાર્યભગવાન કહે છે કે એકત્વ
ચૈતન્યસ્વભાવનો આશ્રય તે મુક્તિનું કારણ છે, અને દ્વૈતના આશ્રયમાં અટકવું તે બંધન છે.
બંધ અને મોક્ષ એવા બે ભેદ અખંડ એકરૂપ વસ્તુના સ્વભાવમાં નથી; ક્ષણિક અવસ્થામાં બંધ અને મોક્ષ
છે. અવસ્થામાં એક સમય પૂરતો વિકાર તે બંધન છે, અને નિર્વિકારી દશા તે મોક્ષ છે. બંધ અને મોક્ષની
અવસ્થા જેટલું ત્રિકાળી દ્રવ્ય નથી. તેથી બંધ અને મોક્ષ એવા દ્વૈતની દ્રષ્ટિથી, સમ્યગ્દર્શનના વિષયભૂત અખંડ
આત્મા પ્રતીતમાં આવતો નથી. મોક્ષદશાનો ઉત્પાદ અને બંધદશાનો વ્યય–એમ દ્વૈતનો આશ્રય કરતાં રાગની
ઉત્પત્તિ થાય છે. અને ધુ્રવરૂપ અનાદિઅનંત એકરૂપ સ્વભાવનો આશ્રય કરતાં નિર્મળદશા પ્રગટે છે, તે મુક્તિનું
કારણ છે.
ત્રિકાળી સ્વભાવમાં બંધ–મોક્ષનું દ્વૈત નથી–એમ જણાવીને અભેદ સ્વભાવનો આશ્રય કરાવવો છે. પરંતુ
તેનો અર્થ એવો નથી કે આત્માની અવસ્થામાં પણ બંધન નથી. આત્માની અવસ્થામાં બંધન છે અને તે પોતાના
જ અપરાધથી છે, તે બંધનને જો નહિ માને તો તેને ટાળશે કોણ? જેમ મોઢા ઉપર ડાઘ છે, તેને બદલે અરીસામાં
ડાઘ હોવાનું માનીને અરીસો ઘસવા માંડે તો ડાઘ ટળે નહિ. ડાઘ પોતાના મોઢા ઉપર છે એમ જાણે, અને ડાઘ
વગરનું પોતાનું આખું રૂપ છે તેને જાણે તો ડાઘને ઘસીને ટાળી શકે. તેમ આત્માની અવસ્થામાં બંધન છે તેને ન
માને અને પરને કારણે બંધન માને તો તેને બંધન ટાળવા માટે પર સામે જ જોયા કરવાનું રહ્યું, સ્વસન્મુખ
થવાનું તો રહ્યું નહિ, એટલે તેને બંધન ટળે નહિ. પોતાની અવસ્થામાં ક્ષણિક વિકાર છે અને આખું સ્વરૂપ
નિર્મળ છે–એમ જાણે તો નિર્મળસ્વરૂપના જોરે વિકારને ટાળે. જે બુદ્ધિ આત્માના આખા નિર્મળ સ્વરૂપને અને
અવસ્થાના વિકારને–બંનેને ન જાણે તે બુદ્ધિ મિથ્યા છે.
ચૈતન્યસ્વભાવ શુદ્ધ હોવા છતાં તેની વર્તમાન અવસ્થામાં પુણ્ય–પાપ વિકાર છે. તે વિકાર કોઈ
પરવસ્તુના કારણે થતો નથી, તેમ જ તે આત્માનો કાયમી સ્વભાવ પણ નથી. પુણ્ય–પાપની ક્ષણિક વિકારી
લાગણી વિનાનો જે કાયમી જ્ઞાનસ્વભાવ છે તેની ઓળખાણ કરવી તે ધર્મ છે. બંધ અને મોક્ષ એ બંને દશાઓ
ક્ષણિક છે, મોક્ષ પણ આત્માનું ત્રિકાળી સ્વરૂપ નથી. બંધ ટાળું ને મોક્ષ કરું–એમ ક્ષણિક બંધ–મોક્ષ અવસ્થાના
દ્વૈતનો જ આશ્રય કર્યા કરે પણ ત્રિકાળી દ્રવ્યનો આશ્રય ન કરે, તો મિથ્યાત્વ અને રાગ–દ્વેષની ઉત્પત્તિ થાય છે.
અને જો ચૈતન્યમાં ક્ષણિક બંધ–મોક્ષની અવસ્થાઓ થાય છે તેને માને જ નહિ તો ચૈતન્યની જ નાસ્તિ માનવા
જેવું છે; કેમ કે ચૈતન્યદ્રવ્યની અસ્તિની કબૂલાત તો વર્તમાન ક્ષણિક પર્યાય દ્વારા થાય છે, તે પર્યાયને જ ન કબૂલે
તો ત્રિકાળીદ્રવ્યને શેના વડે કબૂલશે?–માટે જેમ છે તેમ વસ્તુસ્વરૂપ જાણવું જોઈએ.
જુઓ, પહેલાં જ્ઞાનની દશા ઓછી હોય ને પછી વિશેષ જ્ઞાન થાય છે. ઓછા જ્ઞાનની દશા ટળીને વધુ
જ્ઞાનની દશા થઈ, તે જ્ઞાન કયાંથી આવ્યું? કોઈ નિમિત્તમાંથી કે રાગમાંથી તે જ્ઞાન આવ્યું નથી, ઓછા જ્ઞાનની
દશા ગઈ તેમાંથી પણ તે વિશેષજ્ઞાન આવ્યું નથી, પણ અનંત જ્ઞાનસામર્થ્યથી ધુ્રવરૂપ સ્વભાવ છે તે સ્વભાવ–
(શેષ પૃષ્ઠ ૨૩૨ ઉપર)

PDF/HTML Page 9 of 19
single page version

background image
પૂ. ગુરુદેવશ્રી એ કરેલા ‘દસલક્ષણ–ધર્મ પ્રવચનો’ ગુજરાતી તેમ જ હિંદી બંનેમાં પ્રસિદ્ધ થયા છે.
ગુજરાતી પુસ્તકની કિંમત ૦–૧૦–૦ છે અને હિંદી પુસ્તકની કિંમત ૦–૧૨–૦ છે. હિંદી પુસ્તકમાં પાકું પૂઠું છે
અને ટાઈટલ ઉપર દસ–ધર્મોસૂચક સુંદર ચિત્ર છે. દરેક આત્માર્થી જીવો આ દસલક્ષણીપર્વ દરમિયાન
‘દસલક્ષણધર્મ’ ઉપરના પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનોની અવશ્ય સ્વાધ્યાય કરો અને તે–દ્વારા ઉત્તમક્ષમાદિ
દસધર્મોનું યથાર્થ સ્વરૂપ સમજીને પોતાના આત્મામાં તેની આરાધના પ્રગટ કરો.

PDF/HTML Page 10 of 19
single page version

background image
* મહા પવિત્ર દશ લક્ષણી પર્વ *
ભાદરવા સુદ પાંચમથી ચૌદસ સુધીના દસ દિવસોને ‘દસ લક્ષણી પર્વ’ કહેવાય છે. સનાતન
જૈનશાસનમાં એને જ પર્યુષણ પર્વ કહે છે. શાસ્ત્રોમાં તો દસલક્ષણી પર્વ વર્ષમાં ત્રણ વાર આવવાનું વર્ણન છે,
પરંતુ વર્તમાનમાં ભાદરવા માસમાં જ તેની પ્રસિદ્ધિ છે. વીતરાગી જિનશાસનમાં આ ધાર્મિકપર્વનો અપાર
મહિમા છે.
જૈનશાસનનું આ પવિત્ર પર્વ અનાદિકાળથી છે. આ પર્વ સંબંધી ઇતિહાસ આ પ્રમાણે છેઃ દરેક કાળમાં
અવસર્પિણી કાળનો પાંચમો આરો પૂર્ણ થતાં છઠ્ઠા આરાનો પ્રારંભ થાય છે અને લોકો અનાર્યવૃત્તિવાળા, હિંસક અને
માંસાહારી થઈ જાય છે. ત્યાર પછી ઉત્સર્પિણીકાળના પ્રારંભમાં × અષાડ વદી ૧ થી શરૂ કરીને ૪૯ દિવસો સુધી
અમુક પ્રકારનો વરસાદ, પવન આવે છે અને ફળ–ફૂલાદિ પાકે છે. તે દેખીને લોકોના મનમાં આર્યબુદ્ધિ પેદા થાય છે
અને ત્યારથી તેઓ માંસાહાર વગેરે હિંસક વૃત્તિઓને છોડીને તે ફળ–ફૂલથી જીવનનિર્વાહ ચલાવે છે. એ પ્રમાણે
ભાદરવા સુદ પાંચમના દિવસે ચિરકાળથી ચાલી આવતી અનાર્યતા અને હિંસકવૃત્તિ પલટીને લોકોમાં આર્યતા,
સરળતા, ક્ષમાભાવ પ્રગટ થાય છે; તેથી તે દિવસથી શરૂ કરીને દસ દિવસ સુધી દસ લક્ષણી પર્વ માનવામાં આવે છે.
ભાદરવા સુદ પ થી ૧૪ સુધીના દસ દિવસોને અનુક્રમે ૧–ઉત્તમક્ષમા ૨–માર્દવ અર્થાત્ નિરભિમાનતા ૩–
આર્જવ અર્થાત્ સરળતા ૪–શૌચ અર્થાત્ નિર્લોભતા પ–સત્ય ૬–સંયમ ૭–તપ ૮–ત્યાગ ૯–અકિંચન્ય અને
બ્રહ્મચર્ય ધર્મના દિવસો માનવામાં આવે છે. અને એ દસ દિવસો દરમિયાન આ દસ ધર્મોના સ્વરૂપનું વર્ણન,
તેના માહાત્મ્યનું ચિંતવન, તેની પ્રાપ્તિનો અભ્યાસ તથા ભાવના કરવામાં આવે છે.
ચારિત્ર દશામાં ઝુલતા મુનિવરોને ઉત્તમ ક્ષમાદિ દસ પ્રકાર હોય છે. ભાદરવા સુદ પ થી ૧૪ સુધીના દસ
દિવસોમાં આ દસ ધર્મની ક્રમે ક્રમે ભાવના ભાવવામાં આવે છે, તેથી તે દિવસોને ‘દસ લક્ષણી પર્વ’ કહેવાય છે;
પરંતુ એ ધ્યાન રાખવું જોઈએ કે આ ભાદરવા સુદ પ વગેરે દિવસ તે તો કાળદ્રવ્યની પર્યાય છે, તેનામાં કાંઈ
ઉત્તમક્ષમાદિ ધર્મ રહેતા નથી, પરંતુ આત્મામાં સમ્યગ્દર્શનપૂર્વક વીતરાગભાવ પ્રગટ કરવો તે જ ઉત્તમક્ષમાદિ ધર્મનું
પર્વ છે, અને તે ધર્મ આત્મા ગમે ત્યારે પ્રગટ કરી શકે છે. તિથિના આધારે ધર્મ નથી પણ આત્માના આધારે ધર્મ છે.
પર્વ એટલે મંગલકાળ, પવિત્ર અવસર, ખરેખર પોતાના આત્મસ્વભાવની પ્રતીતિપૂર્વક નિર્મળ
વીતરાગીદશા પ્રગટ કરવી તે જ આત્માનો મંગળકાળ છે ને તે જ પવિત્ર અવસર છે. જ્યાં એવું ભાવપર્વ હોય
ત્યાં બાહ્ય દ્રવ્ય–ક્ષેત્ર–કાળને ઉપચારથી પર્વ કહેવાય છે. ખરેખર તો આત્માના શુદ્ધભાવમાં જ પર્વ છે, રાગાદિમાં
કે બાહ્ય પદાર્થોમાં પર્વ નથી–આવું ભેદજ્ઞાન રાખીને જ દરેક કથનનો ભાવાર્થ સમજવો જોઈએ. પર્વનું પ્રયોજન
આત્માના વીતરાગભાવની વૃદ્ધિ કરવાનું છે.
પરંતુ, વર્તમાનમાં ઘણા લોકો તો ઉત્તમક્ષમાદિ ધર્મનું સત્ય સ્વરૂપ શું છે તે જ નથી જાણતા; અને તે
જાણવાની દરકાર કર્યા વગર માત્ર રૂઢિ અનુસાર દસ દિવસો ઊજવીને પોતાને કૃતકૃત્ય માની લે છે. એટલે
આત્માના ઉત્તમક્ષમાદિ ધર્મનું સ્વરૂપ નહિ જાણવાથી તે ધર્મની સાચી ઉપાસના તેઓ કરી શકતા નથી, અને
આત્મકલ્યાણથી તો તેઓ વંચિત જ રહે છે. આત્માનું સ્વરૂપ સમજીને જે પોતામાં ઉત્તમક્ષમાદિ ધર્મની આરાધના
પ્રગટ કરે તેણે જ યથાર્થ રીતે દસ લક્ષણી પર્વ ઊજવ્યું કહેવાય.
વીર સં. ૨૪૭૩ ના દસ લક્ષણી પર્વના દિવસોમાં, શ્રી પદ્મનંદી આચાર્યદેવરચિત પદ્મનંદી–પચીસીમાંથી
ઉત્તમક્ષમા વગેરે દસ ધર્મ ઉપર પૂ. ગુરુદેવશ્રીએ ખાસ પ્રવચનો કર્યા હતા. તે પ્રવચનો ‘દસ લક્ષણધર્મ’ નામના
પુસ્તકરૂપે પ્રસિદ્ધ થયા છે. દસ ધર્મોનું યથાર્થ સ્વરૂપ અપૂર્વ રીતે તેમાં સમજાવ્યું છે.
दंसण मूलो धम्मो અર્થાત્
ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે–એવું ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવનું મહાસૂત્ર છે; તે સૂત્ર અનુસાર આ ઉત્તમ ક્ષમાદિ
દસ ધર્મોનું મૂળ પણ સમ્યગ્દર્શન જ છે–એ વાત આ પ્રવચનોમાં યથાર્થ રીતે સમજાવવામાં આવી છે. તથા આ
ઉત્તમક્ષમાદિ દસ ધર્મો, જો કે મુખ્યતઃ મુનિઓના ધર્મો છે તોપણ ગૃહસ્થ–શ્રાવકોને પણ સમ્યગ્દર્શનપૂર્વક એ
ઉત્તમક્ષમાદિ ધર્મોની આરાધના કઈ રીતે હોઈ શકે છે તે પણ આ પ્રવચનોમાં બતાવ્યું છે.
આત્માર્થી જીવો!
આ દસ લક્ષણી પર્વ દરમિયાન ‘દસલક્ષણીધર્મ’ ઉપરના પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનોની અવશ્ય સ્વાધ્યાય
કરો, અને તે–દ્વારા ઉત્તમ ક્ષમાદિ દસ ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજીને પોતાના આત્મામાં તેની આરાધના પ્રગટ કરો.
× જૈનશાસનના નિયમ પ્રમાણે નૂતન યુગનો પ્રારંભ અને નૂતન વર્ષની શરૂઆત આષાઢ વદ એકમથી
જ થાય છે.

PDF/HTML Page 11 of 19
single page version

background image
ઃ ૨૩૨ઃ આત્મધર્મઃ ૮૩
(અનુસંઘાન પૃષ્ઠ ૨૨૯ થી ચાલુ)
માંથી જ જ્ઞાનદશા આવે છે. માટે તે અખંડ સ્વભાવના આશ્રયે જ સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર થાય છે.
ચૈતન્યતત્ત્વ ને પરથી તો કલ્યાણ નથી, અશુભભાવથી કે શુભભાવથી પણ કલ્યાણ નથી, તથા અધૂરી દશા
ટાળીને પૂરી દશા પ્રગટ કરું–એમ જો અવસ્થાનો જ આશ્રય કરીને અટકે તો પણ સ્વભાવમાં વળતાં તે અટકાવે
છે એટલે વિકારની ઉત્પત્તિ થાય છે. અને ‘હું જ્ઞાન’ ‘હું દર્શન’–એવા ગુણભેદના દ્વૈતના વિચારથી પણ
આત્માનું કલ્યાણ થતું નથી.
હે જીવ! ચૈતન્યસ્વભાવ સમજવાની તારામાં તાકાત છે–એમ જાણીને જ્ઞાનીઓ આ ઉપદેશ કરે છે. લોકો
પણ જેનામાં સમજવાની તાકાત હોય તેને જ કહે છે કે પાણી લાવ. કાંઇ પાડાને કે બે મહિનાના બાળકને કોઇ
પાણી લાવવાનું કહેતા નથી, કેમકે તેનામાં તેવી તાકાત નથી. તેમ આ ચૈતન્યસ્વભાવ સમજવાનો ઉપદેશ જડને
કે એકેન્દ્રિયાદિને દેતા નથી પણ જેનામાં ચૈતન્યસ્વભાવને સમજવાની તાકાત છે તેને જ ઉપદેશ અપાય છે.
તારામાં સમજવાની તાકાત છે એમ જાણીને જ્ઞાની કહે છે કે તું આત્માને સમજ. આમ હોવા છતાં જે કહે છે કે
‘આ વાત અમને સમજાય તેવી નથી,’ તો તે પોતાની ચૈતન્યશક્તિનો તેમ જ જ્ઞાનીઓનો અનાદર કરનાર છે.
અંતરમાં ચૈતન્યતત્ત્વ શું છે તેને સમજ્યા વગર જીવ પુણ્યપાપ કરીને અનંતવાર સ્વર્ગમાં ને નરકમાં ગયો છે,
મોટો રાજા તેમ જ ભિખારી પણ અનંતવાર થયો છે, તે કાંઈ નવું નથી. પુણ્ય–પાપરહિત આત્મસ્વભાવ શું છે
તેની સમજણ અપૂર્વ છે, પૂર્વે એક સેકંડ માત્ર પણ આત્માની સમજણ કરી નથી. જેમ ડુંગર ઉપર વીજળી પડે
અને તેના સેંકડો ટુકડા થઈ જાય પછી તે રેણથી ભેગા થાય નહિ, તેમ જો એક સેકંડ પણ આત્મસ્વભાવની સાચી
સમજણ કરે તો તેની મુક્તિ થયા વિના રહે નહિ અને ફરીથી તેને અવતાર થાય નહિ.
લોકોને અંદરમાં ચૈતન્યની સમજણનો મહિમા આવતો નથી ને બહારની ક્રિયાથી કે પુણ્યભાવથી જ
ચૈતન્યનો મહિમા માને છે. જેમ પચાસ મણની ભેંસ કૂદાકૂદ કરે છતાં ખીલો ખસતો નથી, ત્યાં લોકો ખીલાનું
જોર ન જોતાં ભેંસનું જોર ભાળે છે; તેમ લોકો બહારના સંયોગથી, બહારના વેષથી ને બહારના ત્યાગથી તેમ જ
શુભરાગથી ચૈતન્યના ધર્મનું માપ કાઢે છે, પણ ધર્મીને અંતરમાં ધુ્રવ ચૈતન્યસ્વભાવની દ્રષ્ટિ પ્રગટી છે તે અપૂર્વ
ધર્મને તેઓ ઓળખતા નથી. ધર્મ કોઈ બહારની ક્રિયામાં કે પુણ્યમાં નથી પણ અંતરસ્વભાવની સમજણ કરીને
તેની શ્રદ્ધા–જ્ઞાન કરવા તેમાં ધર્મ છે.
ક્રોધ થાય ત્યાં જાણે કે આ ક્રોધરૂપે જ મારી હયાતી છે–એમ ક્ષણિક ક્રોધને જ અજ્ઞાની ભાળે છે, પણ
ક્રોધ પાછળ તે જ વખતે આખો વીતરાગસ્વભાવ છે તેને તે જાણતો નથી. જડ લાકડામાં ક્રોધ થતો નથી કેમ કે
તેનામાં ક્ષમાગુણ નથી. જીવમાં ક્રોધ થાય છે તે અંદર ત્રિકાળી ક્ષમાગુણની હયાતી બતાવે છે. તે ક્ષમાગુણની
વિકૃતિ થાય ત્યારે ક્રોધ થાય છે. જડમાં ક્ષમાગુણ નથી તેથી તેની વિકૃતિરૂપ ક્રોધ નથી.
રતિ અને અરતિ એટલે રાગ અને દ્વેષ, તે દ્વૈત છે, તે આત્માનો સ્વભાવ નથી. આત્માનો સ્વભાવ એક
પ્રકારનો છે, તેમાં રાગ અને દ્વેષનું દ્વેત નથી. રાગદ્વેષના દ્વૈતના આશ્રયે આત્મસ્વભાવની રુચિ થતી નથી. રાગ–
દ્વેષ રહિત ચૈતન્ય સ્વભાવની રુચિ થયા પછી, અલ્પ રતિ–અરતિ થાય છતાં તે હું નથી,–એમ જ્ઞાની જાણે છે;
અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગને લીધે તો રાગદ્વેષ થતા નથી, પણ પોતાની અસાવધાનીથી થાય છે. તે રાગ–દ્વેષના
ભાવો મારા સ્વભાવથી દ્વૈત છે–અન્ય છે, તે મારો સ્વભાવ નથી. મારા એકત્વ ચૈતન્યસ્વભાવના જ આશ્રયે ધર્મ
અને મુક્તિ થાય છે.
વળી કર્મ અને આત્મા–એમ દ્વૈત છે. આ જગતમાં આત્માથી અન્ય એવા જડ કર્મો છે. આત્મા પોતે
વિકાર કરે ત્યારે જડ કર્મનો ઉદય નિમિત્તરૂપે હોય છે. પણ તે જડ કર્મો આત્માના ધર્મને રોકતા નથી. ‘કર્મમાં
માંડયો હશે તો ધર્મ થશે’–એમ નથી. બાહ્ય સંયોગ બનવો તે પ્રારબ્ધકર્મને અનુસાર બને છે. પણ ધર્મ તો
આત્માના પુરુષાર્થ અનુસાર થાય છે. પ્રારબ્ધકર્મ અને આત્મા બંને જુદી ચીજ છે; એકનો બીજામાં અભાવ છે.
જો આત્મા અને કર્મ બંનેનો એકબીજામાં અભાવ ન હોય તો બંનેનું ભિન્ન અસ્તિત્વ રહેતું નથી. આત્મા અને કર્મ
બંને ચીજ છે ખરી, પણ ‘આ કર્મ છે ને હું આત્મા છું’ એમ બેના જ વિચાર કર્યા કરે, ને કર્મનું લક્ષ છોડીને
આત્માના એકત્વસ્વભાવમાં વળે નહીં, તો રાગ–દ્વેષની ઉત્પત્તિ થાય છે ને સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર પ્રગટતાં
નથી. એ રીતે, બંધ અને મોક્ષ, રાગ અને દ્વેષ, તથા કર્મ અને આત્મા–એવા દ્વૈતની બુદ્ધિ છોડીને અખંડ
આત્માની શ્રદ્ધા, જ્ઞાન તથા તેમાં લીનતા કરતાં બંધ છૂટીને મુક્તિ થાય છે.
–લીંબડી શહેરમાં, વીર સં. ૨૪૭૬ ના પોષ સુદ પ ના રોજ, શ્રી પદ્મ. એકત્વ અધિકાર ગા. ૩૩ ઉપર પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન.

PDF/HTML Page 12 of 19
single page version

background image
ભાદ્રપદઃ ૨૪૭૬ઃ ૨૩૩ઃ
અનાદિનું અજ્ઞાન ટળીને ભેદજ્ઞાન કઈ રીતે થાય?
(રાજકોટ શહેરમાં પંચકલ્યાણક પ્રતિષ્ઠામહોત્સવ દરમિયાન વીર સં. ૨૪૭૬ ના ફાગણ સુદ ૮ ના
રોજ પ્રભુશ્રીના ગર્ભકલ્યાણકના પ્રસંગે, શ્રી સમયસાર ગા. ૭૧ ઉપર પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન)
(૧) ગર્ભ કલ્યાણક
શ્રી તીર્થંકર ભગવાનનો આત્મા પૂર્વે ત્રીજા ભવે આત્માના ભાનસહિત શુભવિકલ્પ ઊઠતાં તીર્થંકર
નામકર્મ બાંધે છે. તે તીર્થંકર નામકર્મની પ્રકૃત્તિ તીર્થંકર થનારા ખાસ આત્માને જ બંધાય છે, બીજા જીવો
શુભરાગ વડે કે સોળભાવના વડે તે બાંધવા માગે તો બંધાતી નથી. શ્રી તીર્થંકર ભગવાનનો આત્મા
માતાના ગર્ભમાં આવવાનો હોય ત્યાર પહેલાં છ મહિના અગાઉથી દેવો માતાની સેવા કરવા આવે છે,
અને કહે છે કે અહો, રત્નકૂખધારિણી માતા! આપને ધન્ય છે, છ મહિના પછી આપની કૂખે જગતના
ઉદ્ધારક ત્રિલોકનાથ તીર્થંકરદેવ આવવાના છે. આપ ભગવાનના જ માતા નથી પણ જગતના માતા છો.–
ઇત્યાદિ પ્રકારે ભક્તિ કરે છે તથા માતા–પિતાને ઘેર હંમેશાં રત્નવર્ષા કરે છે. છ મહિના બાદ માતાજીને ૧૬
સ્વપ્નાં આવે છે ને ભગવાનનો જીવ તેમની કૂખે આવે છે.–આવા ગર્ભકલ્યાણકનો દેખાવ અહીં
પંચકલ્યાણકમાં આજે થયો. ભગવાનનો આત્મા સમ્યગ્દર્શન તેમ જ મતિ–શ્રુત અને અવધિજ્ઞાન સહિત જ
માતાના ગર્ભમાં આવે છે.
(૨) શું કરવાથી ભગવાન મુક્તિ પામ્યા?
ભગવાનનો આત્મા શું કાર્ય કરવાથી મુક્તિ પામ્યો? અને અજ્ઞાની આત્મા શું કાર્ય કરવાથી
સંસારમાં રખડે છે? તે વાત આ સમયસારના કર્તાકર્મ અધિકારમાં ચાલે છે. આ ૭૧મી ગાથામાં શ્રી
આચાર્યદેવ કહે છે કે ધર્મી જીવ, આત્મા અને આસ્રવોનો ભેદ જાણતો થકો વિકારનો કર્તા થતો નથી પણ
પોતાના સ્વભાવની દ્રષ્ટિથી સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ નિર્મળ પરિણામને જ કરે છે. અને અધર્મી જીવ
આસ્રવોને અને આત્માને એકપણે માનીને વિકારનો જ કર્તા થાય છે. પરદ્રવ્યનો કર્તા તો જ્ઞાની કે અજ્ઞાની
કોઈ થઈ શકતો નથી. શ્રી તીર્થંકર ભગવાનના આત્માએ પર જીવોનું કાંઈ કર્યું નથી, પણ પોતાના આત્માને
વિકારથી ભિન્ન જાણીને, આત્મસ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રભાવને જ કર્યા છે. અને એ જ
મુક્તિનો ઉપાય છે
આત્મા શું કર્મ કરે તો તેને અધર્મ થાય છે? અને શું કર્મ કરે તો તેને ધર્મ થાય? તેની આ વાત છે. આ
વાત યથાર્થ સમજે તો પોતાના આત્મામાં અધર્મ ટાળીને ધર્મ પ્રગટ કર્યા વગર રહે નહિ.
(૩) અજ્ઞાનીને કર્તાકર્મપણાની મિથ્યાબુદ્ધિ
આત્મા જ્ઞાનાદિ સ્વભાવની મૂર્તિ છે; તેની અવસ્થામાં સ્વયં અપરાધીં થઈને અજ્ઞાની જીવ વિકાર કરે
છે, અને તે ‘વિકાર મારું કાર્ય ને હું તેનો કર્તા’ એમ તે માને છે. વિકારને અને આત્મસ્વભાવને તે જુદા
જાણતો નથી તેથી વિકારને અને આત્માને એક માનીને તે વિકારનો કર્તા થાય છે. પોતાની અવસ્થા સિવાય
પરમાં આત્મા કાંઇ કરી શકતો નથી, કેમ કે એક તત્ત્વનો બીજા તત્ત્વમાં અભાવ છે, આત્માના સ્વભાવમાં
વિકાર નથી એટલે સ્વભાવથી આત્મા વિકારનો કર્તા નથી. તેમ જ આત્માની અવસ્થામાં વિકાર કોઈ
બીજાએ કરાવ્યો નથી પણ સ્વયં અપરાધથી કર્યો છે. વિકારભાવ તે જ મારું કર્મ ને હું તેનો કર્તા–એવી
વિકારબુદ્બિ વાળો જીવ અજ્ઞાની છે. આત્માના શુદ્ધ ચિદાનંદ જ્ઞાતા સ્વભાવમાં વિકાર નથી પણ તે સ્વભાવને
ચૂકેલી દ્રષ્ટિમાં અજ્ઞાની જીવ વિકારનો કર્તા થાય છે. શરીરાદિ પર મારું કાર્ય અને હું તેનો કર્તા–એવી પરમાં
કર્તાકર્મપણાની બુદ્ધિ તે તો અજ્ઞાન છે જ, અને ક્ષણિક રાગાદિ ભાવોનો હું કર્તા ને તે મારું કાર્ય–એવી
વિકારમાં કર્તાકર્મપણાની અજ્ઞાન છે. અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી વિકારના કતાકર્મની પ્રવૃત્તિ અજ્ઞાનીને
અનાદિથી ચાલી આવે છે. અનાદિથી વિકારના કર્તાકર્મની જે પ્રવૃત્તિ છે તેનો અભાવ કેવી રીતે થાય? એમ
અહીં શિષ્યનો પ્રશ્ન છે. શ્રી આચાર્યદેવ તેને ઉત્તર આપે છે કે આ જીવ જ્યારે પોતાના શુદ્ધ સ્વભાવને
વિકારથી ભિન્ન જાણે છે ત્યારે તે વિકારનો કર્તા થતો નથી, એટલે વિકાર અને આત્માના ભેદજ્ઞાનથી જ
અનાદિની વિકારના કર્તાકર્મની પ્રવૃત્તિ નાશ પામે છે.

PDF/HTML Page 13 of 19
single page version

background image
ઃ ૨૩૪ઃ આત્મધર્મઃ ૮૩
નિમિત્ત વગેરે પર વસ્તુઓથી હું સદાય ભિન્ન છું–એમ પરથી ભિન્નતાનો નિર્ણય કરવાની પણ જેનામાં
તાકાત નથી તેનામાં વિકારથી ભિન્નતાનો નિર્ણય કરવાની તાકાત હોતી નથી. કર્મ આત્માને વિકાર કરાવે એમ માને
તેને તો કર્મથી વિકારની ભિન્નતાનો નિર્ણય પણ નથી. કર્મ મને વિકાર કરાવે અથવા પર મને વિકાર કરાવે–એમ જે
માને તેને વિકારથી આત્માની ભિન્નતાનો નિર્ણય કરવાનો અવકાશ નથી, કેમકે આત્માની અવસ્થામાં મિથ્યાત્વ ને
અજ્ઞાન પર કરાવે એમ તેણે માન્યું, એટલે ‘હું વિકારથી જુદો, જ્ઞાનસ્વરૂપ છું’ એમ સ્વભાવની સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન
કરવામાં તેણે પોતાની સ્વાધીનતા માની નહિ, તેથી તેને સાચી શ્રદ્ધા–જ્ઞાન પ્રગટ કરવાનો અવકાશ રહ્યો નહીં. કર્મ
વગેરે પર મને વિકાર કરાવે એવા સ્થૂળ અજ્ઞાનની તો અહીં વાત નથી. પર મને વિકાર કરાવતા નથી પણ હું મારા
અપરાધથી કરું છું, તે વિકાર મારું કર્મ છે ને હું તેનો કર્તા છું–એમ વિકારના કર્તાકર્મપણામાં જે જીવની બુદ્ધિ અટકી છે
તે જીવ પણ અજ્ઞાની છે. તે અજ્ઞાન કેમ ટળે તેની અહીં વાત છે.
કર્મ મને વિકાર કરાવે એવી જેની માન્યતા છે તેને તો જડ–ચેતન બે દ્રવ્યોની ભિન્નતાનું ભાન નથી. કર્મો
આત્માને વિકાર કરાવતા નથી એટલું માન્યા પછી જે જીવ શુદ્ધ જ્ઞાનસ્વભાવની રુચિ છોડીને પુણ્યની રુચિ કરે
છે–પુણ્યનો હું કર્તા ને તેનાથી મને અત્યારે કે ભવિષ્યમાં લાભ થાય એમ માને છે–તે પણ મિથ્યાદ્રષ્ટિ છે. પુણ્યથી
ધર્મ થાય અથવા પુણ્યથી લાભ થાય–એમ જે માને તે જીવ પુણ્યને પોતાનું કર્તવ્ય માન્યા વગર રહે નહિ, એવા
મિથ્યાદ્રષ્ટિ જીવની અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી વિકારના કર્તાકર્મની પ્રવૃત્તિ, આત્મા અને વિકારના ભેદજ્ઞાનથી જ
ટળે છે.
(૪) આત્મા અને ક્રોધાદિનું ભેદજ્ઞાન
આ જગતમાં વસ્તુ છે તે સ્વભાવમાત્ર જ છે, અને ‘સ્વ’ નું ભવન તે સ્વ–ભાવ છે; માટે નિશ્ચયથી
જ્ઞાનનું થવું–પરિણમવું તે આત્મા છે અને ક્રોધાદિનું થવું–પરિણમવું તે ક્રોધાદિ છે. એ પ્રમાણે આત્મા અને ક્રોધાદિ
ભાવોની ભિન્નતાનો અનુભવ થતાં અનાદિનું અજ્ઞાન ટળી જાય છે. અને અજ્ઞાન ટળી જતાં ‘હું વિકારનો કર્તા
ને તે મારું કર્મ’ એવી અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તાકર્મની પ્રવૃત્તિ પણ નાશ પામે છે; એટલે આત્મા વિકારનો
કર્તા થતો નથી અને તેને બંધન થતું નથી.
અહીં વસ્તુના સ્વભાવની વાત છે કે વસ્તુ છે તે સ્વભાવમાત્ર જ છે. આત્મા વસ્તુ છે તે
જ્ઞાનસ્વભાવમાત્ર જ છે. અવસ્થામાં વિકાર થાય છે તે ખરેખર આત્મા નથી. દયાદિ વ્યવહારભાવો તે ખરેખર
વસ્તુનો સ્વભાવ નથી એટલે કે તે આત્મા નથી. આત્મા તો જ્ઞાનસ્વભાવમાત્ર જ છે, ક્રોધાદિ કે દયાદિ ભાવો
થાય છે તે જ્ઞાનસ્વભાવથી ભિન્ન છે તેથી તે આત્મા નથી, પણ આત્માથી ભિન્ન છે. ક્રોધાદિ વિકારી ભાવો જડની
દશામાં થતા નથી પણ આત્માની દશામાં થાય છે,
स्वस्य भवनं स्वभावः અર્થાત્ વિકારભાવો સ્વવસ્તુના
પરિણમનમાં થાય છે તેથી તેને વ્યવહારે સ્વ–ભાવ કહેવાય છે, પણ તે વિકારભાવ વસ્તુનો મૂળ સ્વભાવ નથી
પણ પરનિમિત્તે થતો વિકાર છે તેથી તેને પરભાવ કહેવાય છે. પરંતુ પરવસ્તુએ તે વિકારભાવ કરાવ્યો છે–એવો
પરભાવનો અર્થ નથી. આત્માની અવસ્થાની લાયકાતથી વિકાર થયો છે.
(પ) યોગ્યતા અને સ્વભાવ
પાણી અગ્નિથી ઊનું થતું નથી પણ પોતાના સ્પર્શગુણની ઉષ્ણ થવાની યોગ્યતાથી જ તે ઊનું થયું છે.
પાણીની ઉષ્ણ પર્યાયમાં અગ્નિની પર્યાયનો અભાવ છે. તેમ વિકારપર્યાયમાં પરવસ્તુનો અભાવ છે, તેથી
પરવસ્તુ વિકાર કરાવતી નથી પણ અવસ્થામાં વિકાર થવાની પોતાની યોગ્યતાથી જ વિકાર થાય છે. છતાં તે
વિકારની યોગ્યતા એક સમયપૂરતી છે, ત્રિકાળી સ્વભાવમાં તેનો અભાવ છે. જેમ ઉષ્ણતારૂપે થવાનો પાણીનો
સ્વભાવ નથી, શીતળપણે થાય તે જ તેનો સ્વભાવ છે, તેમ ચૈતન્યમૂર્તિ આત્માનું જ્ઞાનસ્વભાવે પરિણમવું તે જ
સ્વભાવભવન છે, વિકાર થાય તે તેનો સ્વભાવ નથી. આત્માનો સ્વભાવ તો જ્ઞાન જ છે, તેથી જ્ઞાનપણે
પરિણમવું તે જ નિશ્ચયથી આત્માનો સ્વભાવ છે. એટલે વિકારને અને આત્માને સ્વભાવથી ભિન્નતા જાણીને,
વિકાર થાય તેની રુચિપણે ન થવું પણ સ્વભાવની રુચિમાં જ્ઞાતાદ્રષ્ટાપણાની અવસ્થારૂપે થવું તે આત્માનો
સ્વભાવ છે; વિકારની રુચિ કરે તેને આત્મસ્વભાવનો અનાદર છે. વિકારપણે પરિણમન થાય તેને અહીં આત્મા
ગણ્યો નથી, નિર્મળજ્ઞાનભાવે પરિણમન થઈને આત્મામાં અભેદ થાય તે જ આત્મા છે.
(૬) ધર્મની શરૂઆત
નિમિત્તની, વ્યવહારની કે પર્યાયની રુચિ તે મિથ્યાત્વ છે, મિથ્યાત્વ તે આસ્રવ છે, તે આત્માના
જ્ઞાનસ્વભાવથી

PDF/HTML Page 14 of 19
single page version

background image
ભાદ્રપદઃ ૨૪૭૬ઃ ૨૩પઃ
ભિન્ન છે. આત્મા જ્ઞાનસ્વભાવી શુદ્ધ છે–એવી રુચિનું અંતરમાં પરિણમન થવું તે જ આત્મા છે. પુણ્ય–પાપપણે
પરિણમન થવું તે ખરેખર અનાત્મા છે. વર્તમાન જ્ઞાનદશા સ્વભાવ તરફ વળીને અભેદ થઈ ત્યાં તે દ્રવ્ય–
પર્યાયની અભેદતાને આત્મા કહ્યો, તેનું નામ જ સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર છે. જ્ઞાતાની
અવસ્થા જ્ઞાતામાં એકમેક થઈ તે ધર્મ છે, ને જ્ઞાતાની અવસ્થા વિકારમાં એકત્વ થાય તે અધર્મ છે. જે જેનાથી
લાભ માને તે તેનાથી પોતાને જુદો માને નહિ. જેણે વિકારથી આત્માને લાભ માન્યો તેણે વિકારથી આત્માને
જુદો ન માન્યો પણ એક માન્યો, વિકાર તે જ હું–એમ માન્યું, એટલે તેને વિકારથી ભિન્નતા કરવાની તાકાત
નથી. પહેલાં શ્રદ્ધામાં આત્માને વિકારરહિત માન્યા વગર અને જ્ઞાનમાં આત્માને વિકારથી ભિન્ન જાણ્યા વગર
વિકારથી જુદો પડશે શી રીતે? અને એ વિના મુક્તિ કયાંથી થશે? માટે પહેલાં વિકારથી ભિન્ન જ્ઞાનસ્વભાવને
ઓળખીને તેની શ્રદ્ધા કરવી તે જ મુક્તિનો પ્રથમ ઉપાય છે, એ સિવાય બીજી કોઈ રીતે મુક્તિના ઉપાયની
એટલે કે ધર્મની શરૂઆત થતી નથી.
(૭) ક્રોધ કયારે ટળે?
આત્માને પરથી, નિમિત્તથી, પુણ્ય–પાપથી કે પર્યાયબુદ્ધિથી લાભ થાય એમ માનવું તે ક્રોધાદિભાવ છે.
દ્રવ્યલિંગી મુનિ થઈને અહિંસા વગેરે મહાવ્રત પાળતો હોય પણ તે પુણ્યના વિકલ્પથી આત્માને લાભ માનતો
હોય તો તે આત્માના સ્વભાવ ઉપરનો ક્રોધ છે. વિકારની રુચિ અને આત્માના સ્વભાવની અરુચિ તે જ અનંત
ક્રોધ છે. આત્માના જ્ઞાનસ્વભાવને અને વિકારને જુદા ઓળખીને આત્માની રુચિ કરે ને વિકારની રુચિ છોડે તો
તે ક્રોધ ટળે.
(૮) જ્ઞાન અને ક્રોધનું ભેદજ્ઞાન
અહીં આચાર્યદેવ આત્મા અને વિકારનું જુદાપણું સમજાવે છે. જ્યાં જ્ઞાનસ્વભાવની રુચિપણે પરિણમન
થયું ત્યાં ક્રોધાદિની રુચિપણે પરિણમન હોતું નથી એટલે જ્ઞાનનું થવું તે ક્રોધાદિનું પણ થવું નથી. તથા ક્રોધાદિ
વિકારની રુચિપણે પરિણમન થયું ત્યારે તે ક્રોધાદિથી ભિન્ન જ્ઞાન અજ્ઞાનીને ભાસતું નથી, માટે ક્રોધાદિનું થવું તે
જ્ઞાનનું પણ થવું નથી. એ રીતે જ્ઞાન અને ક્રોધ ભિન્ન ભિન્ન છે. જ્ઞાન તે આત્મા છે, ક્રોધાદિ તે આત્મા નથી.
જો જ્ઞાનસ્વભાવ અને ક્રોધાદિ વિકારીભાવો જુદાજુદા ન હોય તો આત્માનું જ્ઞાન વધતાં ક્રોધાદિ પણ
વધવા જોઈએ, તથા ક્રોધાદિ વધતાં જ્ઞાન પણ વધવું જોઈએ. પરંતુ એમ તો બનતું નથી, સ્વસન્મુખ જ્ઞાન વધતાં
ક્રોધાદિ ભાવો ઘટતા જાય છે, ને ક્રોધાદિભાવો વધતાં જ્ઞાન ઘટે છે–માટે જ્ઞાન અને ક્રોધ અત્યંત જુદા છે. જ્ઞાન છે
તે ક્રોધ નથી, ક્રોધ છે તે જ્ઞાન નથી.
(૯) ધર્માત્માનું કર્તાકર્મપણું, અને ભેદજ્ઞાનનો પ્રતાપ
હું ત્રિકાળી જ્ઞાતા છું ને વિકાર એક સમયપૂરતો છે તે હું નથી, એમ જેને વિકારબુદ્ધિ ટળીને સ્વભાવબુદ્ધિ
થઈ છે તે ધર્મી જીવ જ્ઞાનપણે ઉપજે છે, ત્યાં જ્ઞાનપણે ઉપજતાં તેને ‘હું સ્વભાવમાં વધું છું’ એમ માલૂમ પડે છે,
પણ ‘હું ક્રોધાદિરૂપે થાઉં છું’ એમ તેને માલૂમ પડતું નથી; બીજી રીતે લઈએ તો અભેદસ્વભાવસન્મુખની દ્રષ્ટિથી
પરિણમતાં, ‘રાગાદિ વ્યવહાર તે મારું કાર્ય ને હું તેનો કર્તા’ એમ જ્ઞાનીને પ્રતિભાસતું નથી. અજ્ઞાનીને ‘રાગાદિ
વ્યવહારનો હું કર્તા ને તે મારું કર્મ’ એમ અજ્ઞાનથી પ્રતિભાસે છે. સાધક ધર્માત્માને, વિકાર હોવા છતાં,
‘સ્વભાવસન્મુખ જે શ્રદ્ધા–જ્ઞાન થયા તેનો હું કર્તા ને તે મારું કર્મ’ એમ અભેદ કર્તાકર્મ પ્રતિભાસે છે. પણ
ક્રોધાદિ મારું કર્મ ને હું તેનો કર્તા–એમ તેને જ્ઞાન સાથે ક્રોધાદિ એકપણે થતા ભાસતા નથી. આવું જે જ્ઞાન અને
વિકારનું અપૂર્વ ભેદજ્ઞાન તે જ પ્રથમ ધર્મ છે. શ્રી તીર્થંકર ભગવાન માતાના ગર્ભમાં આવ્યા ત્યારથી તેમને એવું
ભેદજ્ઞાન હતું; એ ભેદજ્ઞાનના પ્રતાપે જ તેઓ કેવળજ્ઞાન અને મુક્તિ પામ્યા છે. *
શ્રી કુંદકુંદ શ્રાવિકા–શાળાનું ખાત મુહૂર્ત
શ્રાવણ સુદ ૨ ને મંગળવારના રોજ સોનગઢમાં ‘શ્રી કુંદકુંદ શ્રાવિકા–શાળા’ નું ખાતમુહૂર્ત પૂ. બેનશ્રી
બેનના શુભહસ્તે થયું હતું. પરમ પૂ. ગુરુદેવશ્રીના પુનિત પ્રતાપે દિન–પ્રતિદિન વધતી જતી સદ્ધર્મપ્રભાવનાને
લીધે, ધાર્મિકોત્સવપ્રસંગે ‘સ્વાધ્યાયમંદિર’ ટૂંકું પડતાં જેમ ‘ભગવાન શ્રીકુંદકુંદ પ્રવચન મંડપ’ બંધાયો; તેમ
ધાર્મિકોત્સવાદિ પ્રસંગે તત્ત્વચર્ચા, પ્રતિક્રમણાદિ ધાર્મિક ક્રિયાઓ માટે બેનોને મકાનની ઘણી ખેંચ હતી, તેથી તે
કાયમી અગવડતા દૂર કરવા બેનો માટે સ્વાધ્યાયમંદિર જેવી ‘શ્રી કુંદકુંદ શ્રાવિકાશાળા’ બંધાય છે. ‘કહાન
કિરણ’ નામના મકાનની બાજુના ટેકરા ઉપર આ મકાન બંધાય છે.

PDF/HTML Page 15 of 19
single page version

background image
ઃ ૨૩૬ઃ આત્મધર્મઃ ૮૩
પરમાત્મ–પ્રકાશ–પ્રવચનો
(ગતાંકથી ચાલુ)
(૧૭૭) પોતાનું દ્રવ્ય સાધ્ય ને પર્યાય સાધન
આ ચૈતન્યચમત્કાર ચિંતામણિ ભગવાન એવો છે કે એક જ ક્ષણમાં પોતાના ચૈતન્યસામર્થ્ય વડે ત્રણકાળ
ત્રણલોકના પદાર્થોનો પત્તો મેળવી લ્યે, છતાં તેમાં વિકાર થાય નહીં. સંતોને પણ ધ્યાન કરવાયોગ્ય એવો આ
આત્મા છે, તે આ દેહમાં અસદ્ભૂત વ્યવહારનયથી રહે છે. પરમાર્થે તો પોતે પોતાના સ્વભાવમાં જ સ્થિત છે. માટે
હે શિષ્ય! તું એવા તારા સ્વભાવનું ધ્યાન કર. તારું દ્રવ્ય જ તારે સાધ્ય છે અને તારી નિર્મળદશા જ તેનું સાધન
છે. તારી નિર્મળ અવસ્થારૂપ સાધનદ્વારા તારા દ્રવ્યને જ સાધ્ય બનાવ. તારા ત્રિકાળી તત્ત્વની પ્રતીત વગર તું
નિર્મળદશા કયાંથી લાવીશ? પરમાંથી કે વિકારમાંથી તારી નિર્મળદશા આવવાની નથી. અવસ્થાદ્વારા ત્રિકાળી
સ્વભાવને સાધ્ય કરતાં નિર્મળદશા થઈ જાય છે. આત્માને પોતાનો પરમાત્મસ્વભાવ જ આદરણીય છે, ને તેના જ
આશ્રયથી નિર્મળતા થાય છે. એ પરમાત્મસ્વભાવ સિવાય કોઈ ઉપાદેય નથી.।। ૨૬।।
(૧૭૮) સમ્યગ્જ્ઞાન વડે શુદ્ધાત્માને જાણવાની પ્રેરણા
હવે શ્રીગુરુ એવા આત્મતત્ત્વને જાણવાની પ્રેરણા કરતાં શિષ્યને કહે છે કે–હે યોગી! જે શુદ્ધાત્માને
સમ્યગ્જ્ઞાનરૂપી નેત્રવડે દેખવાથી પૂર્વે ઉપાર્જન કરેલાં કર્મો નાશ થઈ જાય છે તેને તું કેમ નથી જાણતો?–અર્થાત્
હવે તેને જ જાણ. અહીં પ્રભાકરભટ્ટને ‘योगिन्’ એવું સંબોધન કર્યું છે.
(ગાથા–૨૭)
जे दिट्ठे तुट्टंति लहु कम्मई पुव्व कियाइं
सो परु जाणहि जोइया देहि वसंतु ण काइं।। २७।।
ભાવાર્થઃ– જે શુદ્ધાત્મસ્વરૂપ પરમાત્માને સદા આનંદરૂપ વીતરાગ નિર્વિકલ્પ સમાધિરૂપી નિર્મળ નેત્રવડે
દેખવાથી તુરત જ પૂર્વે અજ્ઞાનદશામાં બંધાયેલાં કર્મોના ચૂરેચૂરા થઈ જાય છે એવા સદાનંદી પરમાત્મા દેહમાં
વસતા હોવા છતાં પણ હે યોગી! તું તેને કેમ નથી જાણતો? અજ્ઞાનદશામાં બંધાયેલાં કર્મો તે પરમાત્માના
જ્ઞાનથી જ નાશ પામે છે.
(૧૭૯) પર્યાયદ્રષ્ટિથી સંસાર છે ને દ્રવ્યદ્રષ્ટિથી મુક્તિ છે
આ આત્મા સદા આનંદરૂપ છે; રાગાદિ વિકારની આકુળતા આત્મસ્વભાવમાં નથી.–આવા
આત્મસ્વભાવને અંતરમાં વળીને તું જો. અંતરસ્વભાવના અવલોકનથી પૂર્વે ઉપાર્જેલાં કર્મોનો શીઘ્ર નાશ થઈ જાય
છે. આત્માનો સ્વભાવ ત્રિકાળ એકરૂપ જ્ઞાયકબિંબ છે. તે ત્રિકાળીસ્વરૂપમાં બંધ–મોક્ષ નથી; બંધ અને મુક્તિ તે
ભ્રાંતિ છે. જો કે પર્યાયમાં બંધ અને મુક્તિ છે ખરાં, તેનો સર્વથા અભાવ નથી; પરંતુ બંધ અને મોક્ષ બંને ક્ષણિક
અવસ્થાઓ છે, તે અવસ્થા જેટલું આખું ત્રિકાળી દ્રવ્ય નથી. ત્રિકાળી દ્રવ્યને એક પર્યાય જેટલું માની લેવું તે
પર્યાયદ્રષ્ટિ છે, અને એ પર્યાયદ્રષ્ટિ તે મિથ્યાત્વ છે. માટે અહીં દ્રવ્યદ્રષ્ટિ કરાવવા બંધ–મોક્ષને ભ્રાંતિ કહ્યાં છે–એમ
સમજવું. અને એ રીતે પર્યાયદ્રષ્ટિ છોડાવીને ત્રિકાળ એકરૂપ શુદ્ધ આત્માની દ્રષ્ટિ કરાવી છે. એ દ્રવ્યદ્રષ્ટિથી જ જીવ
મોક્ષદશા પામે છે. પર્યાયમાં બંધ અને મોક્ષ એવાં બે પડખાં છે તે ત્રિકાળી સ્વભાવ નથી, અને તે પર્યાયના ભેદ
સામે જોતાં ત્રિકાળી સ્વભાવનો અનુભવ થતો નથી. યોગસારની ૮૭ મી ગાથામાં કહે છે કે–
‘બંધ–મોક્ષની ભ્રાંતિથી વધે જીવના કર્મ,
લાગે સહજ સ્વરૂપમાં તો પામે શિવશર્મ.’
બંધ અને મોક્ષ એવી પર્યાયદ્રષ્ટિ તે ભ્રાંતિ છે, ને તે ભ્રાંતિથી જીવના કર્મ વધે છે. ત્રિકાળી સહજસ્વરૂપમાં
બંધ–મુક્તિ નથી. એવા સહજસ્વરૂપના ધ્યાનથી જ કલ્યાણરૂપ મુક્તિ થાય છે.
(૧૮૦) મહિમાસ્વરૂપ ચૈતન્યને જાણ!
આત્માના ત્રિકાળી સ્વભાવનો સ્વકાળ સદાય એક જ પ્રકારનો છે, તે સ્વકાળમાં બે પ્રકાર જ નથી.
પર્યાયના સ્વકાળમાં બંધ–મોક્ષ છે. ત્રિકાળીસ્વભાવ સત્તારૂપ છે, તેનું જેને માહાત્મ્ય આવે તે જીવ સ્વભાવ તરફ
વળે, અને સ્વભાવ તરફ વળતાં તેના કર્મોના શીઘ્ર સેંકડો ટુકડા થઈ જાય. નિજસ્વરૂપને દેખવાથી જ કર્મોનો
નાશ થઈ જાય છે. નિજસ્વરૂપને દેખવું–તેમાં જ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર આવી જાય છે. હે યોગી! આવું
મહિમાવંત તારું

PDF/HTML Page 16 of 19
single page version

background image
ભાદ્રપદઃ ૨૪૭૬ઃ ૨૩૭ઃ
નિજસ્વરૂપ તારી પાસે જ હોવા છતાં તું કેમ તેને જાણતો નથી? તારું સ્વરૂપ પરમ મહિમાવંત છે તેને છોડીને
બીજાનું માહાત્મ્ય તું કેમ કરે છે? આત્મા ચૈતન્યસ્વરૂપ છે તેનો મહિમા કર, તેને જ જાણ! (વીર સં. ૨૪૭૩
ભાદરવા વદ ૨)
(૧૮૧) સ્વભાવ સિવાય બીજા તરફ જ્ઞાનને વાળવું તે પ્રપંચ છે
હે ભાઈ, પરદ્રવ્યોને તો તું તારા જ્ઞાનવડે જાણે છે, તો મહિમાવંત એવા તારા સ્વભાવને જ તું કેમ નથી
જાણતો? જ્ઞાન કરનાર તું પોતે છો, છતાં તારા જ્ઞાનને સ્વમાં ન વાળતાં પરને જ જાણવામાં રોકે છે, તે પ્રપંચ
છે–દુઃખ છે. શાસ્ત્રના જ્ઞાનમાં રોકાણો પણ આત્મસ્વભાવને જ જાણ્યો તો તે પણ પ્રપંચ છે. માટે એવો પ્રપંચ
છોડીને તું તારા જ સ્વભાવને જાણ. ।। ૨૭।।
(૧૮૨) શુદ્ધાત્મસ્વભાવ કેવો છે?
શુદ્ધાત્માની ભાવના માટે શાસ્ત્રકાર ફરી ફરીને તેનું સ્વરૂપ વર્ણવે છે–
(ગાથા–૨૮)
जित्थु ण इंदियसुहदुहइं जित्थु ण मण–वावारु।
सो अप्पा मुणि जीव तुहुं अण्णु परिं अवहारु।।२८।।
ભાવાર્થઃ– શુદ્ધાત્મસ્વભાવમાં આકુળતારહિત અતીન્દ્રિય સુખથી વિપરીત એવાં, આકુળતા ઉત્પન્ન
કરનારાં ઇન્દ્રિયજન્ય સુખ–દુઃખ નથી, તથા સંકલ્પ–વિકલ્પરૂપ મનનો વ્યાપાર નથી.–આવા લક્ષણવાળા પદાર્થને
હે જીવ! તું આત્મારામ માન, એ સિવાય અન્ય સર્વે વિભાવોને છોડ.
ઈંદ્રિયજન્ય સુખ–દુઃખ આત્માના સ્વભાવમાં નથી. જડમાં તો સુખ–દુઃખ નથી, અને જડ સંબંધી જે
સુખ–દુઃખની ક્ષણિક કલ્પના છે તે ચૈતન્યનું સ્વરૂપ નથી. મનના વ્યાપારથી જે સંકલ્પ–વિકલ્પ થાય તે પણ
આત્મસ્વભાવમાં નથી. આત્મા ચૈતન્યચમત્કાર ચિંતામણિ છે.
(૧૮૩) તુચ્છ અને અધિક પર્યાયો
આત્માનો જે પર્યાય ચૈતન્યસ્વભાવનો આશ્રય છોડીને બહારના આશ્રયમાં રોકાય તે તુચ્છ છે, તે
આત્માનું સ્વરૂપ નથી. અને જે પર્યાય સ્વ તરફ વળીને ચૈતન્યસ્વભાવમાં જ લીન થાય–ચૈતન્યનો જ આશ્રય
કરે તે પર્યાય ત્રિકાળી ચૈતન્ય સાથે અભેદ થાય છે ને રાગાદિકથી અધિક થાય છે. હે શિષ્ય! રાગાદિકથી રહિત
એવા ચૈતન્યચમત્કાર ચિંતામણિને તું આત્મારામ જાણ અને અન્ય સર્વે વિભાવોને છોડ. આ શુદ્ધ આત્મા જ ચાર
ગતિના ભવભ્રમણથી થાકેલા જીવોને આરામનું સ્થાન છે.
(૧૮૪) આત્માને જાણવો તે જ ધર્મ
જેનું સ્વરૂપ ત્રિકાળ જ્ઞાન–આનંદસ્વરૂપ છે એવા શુદ્ધાત્મસ્વરૂપને વીતરાગી નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત
થઈને જાણો. અહીં શુદ્ધ આત્મસ્વભાવને જાણવો તે જ ધર્મ છે. વિકારનો આશ્રય કરવો તે અધર્મ છે અને
વિકારરહિત ચૈતન્યસ્વભાવને જાણીને તેનો આશ્રય કરવો તે ધર્મ છે.
(૧૮પ) વીતરાગી નિર્વિકલ્પ સમાધિ કયારે થાય?
નિર્વિકલ્પ સમાધિ વીતરાગતારૂપ જ હોય છે, તેથી નિર્વિકલ્પ સમાધિને ‘વીતરાગ’ વિશેષણ કહેવામાં
આવ્યું છે. પ્રથમ તો જેને રાગરહિત આત્મસ્વભાવનું સમ્યગ્જ્ઞાન હોય અને એ સમ્યગ્જ્ઞાનપૂર્વકની એકાગ્રતા હોય
તેને જ નિર્વિકલ્પ વીતરાગી સમાધિ હોઈ શકે. જે જીવ રાગરહિત આત્મસ્વરૂપને જાણે નહિ અને રાગને જ
આત્મા માનતો હોય તે જીવને રાગમાં જ એકાગ્રતા હોય પણ વીતરાગી આત્મામાં એકાગ્રતા ન થાય, એટલે તે
જીવને વીતરાગી સમાધિ હોય નહીં. પરદ્રવ્યના સંબંધરહિત તેમજ વિકારરહિત જ્ઞાનમૂર્તિ વીતરાગી આત્મતત્ત્વને
જાણ્યા વગર વીતરાગી સમાધિ થઈ જ શકે નહિ. ચૈતન્યતત્ત્વને જાણ્યા વગર એકાગ્રતા કયે ઠેકાણે કરશે? જે
ચૈતન્ય સ્વભાવમાં રાગનું કે પરનું અવલંબન જ નથી એવા સ્વભાવમાં એકાગ્રતા તે જ વીતરાગી નિર્વિકલ્પ
સમાધિ છે. સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ ત્રણે વીતરાગી નિર્વિકલ્પ સમાધિરૂપ છે. જ્યાંસુધી
પરના આશ્રય વિનાનો નિરપેક્ષ પરિપૂર્ણ સ્વભાવ દ્રષ્ટિમાં ન આવે ત્યાં સુધી તે સ્વભાવમાં નિર્વિકલ્પ રાગરહિત
સ્થિરતા થઈ શકે નહીં, અને જીવ કોઈને કોઈ પ્રકારે પરાવલંબનમાં જ અટકયા કરે. તથા રાગમાં જ એકપણું
માનીને ત્યાં જ એકાગ્ર રહ્યા કરે. કેમ કે તેના અભિપ્રાયમાં જ રાગ અને આત્માની એકતા વર્તે છે. હજી
અભિપ્રાયમાં પણ જે જીવ રાગ અને આત્માની ભિન્નતા ન સ્વીકારે તે જીવ રાગથી ખસીને આત્મામાં એકાગ્ર શી
રીતે થાય? પહેલાં તો અભિપ્રાયમાં એમ ભેદ પાડે કે મારા ચૈતન્યસ્વરૂપમાં મન કે રાગદ્વેષ નથી, પછી એવા
સમ્યક્અભિપ્રાયના જોરે જ ચૈતન્યસ્વરૂપમાં એકાગ્રતા

PDF/HTML Page 17 of 19
single page version

background image
ઃ ૨૩૮ઃ આત્મધર્મઃ ૮૩
થઈને મનનો અને રાગદ્વેષનો અભાવ થાય છે. જ્યાં સુધી એવું ભેદજ્ઞાન ન કરે ત્યાં સુધી ચૈતન્યમાં એકાગ્રતા કે
રાગાદિનો અભાવ થાય નહીં.
(૧૮૬) જ્ઞાનીઓને હાલતાં ચાલતાં સર્વપ્રસંગે સમાધિ જ છે
આત્મસ્વરૂપના ભાન વગર કોઈ જીવ મૌન રાખે કે વનમાં રહે તોપણ તેને રાગનો જ આશ્રય પડયો છે,
પણ સમાધિ નથી. અને જેમણે રાગથી તથા પરથી ભિન્ન ચૈતન્યસ્વભાવને જાણ્યો છે–અનુભવ્યો છે એવા
જ્ઞાનીને, ગૃહસ્થપણામાં હોય તોપણ, સમાધિ જ છે. નાટક–સમયસાર પૃ. ૧૮૭ માં સમ્યગ્દર્શનની પ્રશંસા કરતાં
પં. બનારસીદાસજી કહે છે કે–
जिन्हके हियके सत्य सूरज उदोत भयो, फैली मति किरन मिथ्यात तम नष्ट हैं।
जिन्हकी सुद्रिष्टि में न परचै विषमतासों, समतासों प्रीति ममतासो लष्ट पुष्ट है।।
जिन्हके कटाक्षमें सहज मोखपंथ सधै, मनको निरोध जाके तनको न कष्ट है।
तिन्हके करमकी कलोल यह है समाधि, डोले यह जोगासन बोले यह मष्ट है।।२९।।
ભાવાર્થઃ– જેમના હૃદયમાં સમ્યગ્જ્ઞાનરૂપી સૂર્યનો ઉદ્યોત થયો છે અને સુબુદ્ધિરૂપ કિરણોનો ફેલાવ થઈને
મિથ્યાત્વરૂપ અંધકારનો નાશ થયો છે, જેમની સમ્યક્દ્રષ્ટિમાં રાગાદિ વિભાવ સાથે પરિચય નથી, સમતાભાવ
પ્રત્યે જેને પ્રેમ છે ને મમતાભાવ પ્રત્યે દ્રોહ છે, જેમના જ્ઞાનકટાક્ષવડે સહજપણે મોક્ષમાર્ગ સધાય છે અને
કાયકલેશાદિ તપ વગર જેઓ મનનો નિરોધ કરે છે એવા સમ્યગ્જ્ઞાની જીવોને કર્મના કલ્લોલરૂપ વિષયભોગ તે
સમાધિ છે, તેઓ ચાલે–ફરે કે ડોલે તે યોગાસન છે, અને તેઓ બોલે તે મૌન છે.
સમ્યગ્દ્રષ્ટિ જીવ અવ્રતદશામાં હોય તોપણ તેને ગુણશ્રેણી કર્મનિર્જરા જ થાય છે; સમ્યગ્દર્શનવડે રાગરહિત
શુદ્ધ ચૈતન્યસ્વભાવની પ્રતીતિ કરી છે તે પ્રતીતિના જોરે, વિષયભોગ વખતે કે હાલતાં–ચાલતાં–બોલતાં તેમને કર્મ
ઝરી જ જાય છે. સમાધિ, યોગાસન કે મૌન વગેરેનું જે ફળ છે તે ફળ તો જ્ઞાનીને સમ્યગ્દર્શનને લીધે, હાલતાં–
ચાલતાં–બોલતાં પણ સહજમાં હોય છે. સમ્યગ્દર્શનનો આવો અટપટો મહિમા છે. જે કાર્ય નિર્વિકલ્પ સમાધિનું છે તે
જ કાર્ય હાલતાં, ચાલતાં, ખાતાં, પીતાં, બોલતાં–એ બધા વખતે જ્ઞાનીને ચૈતન્યદ્રષ્ટિના જોરે થયા જ કરે છે.
ચૈતન્યસ્વભાવનો પક્ષ છે અર્થાત્ સ્વરૂપની દ્રષ્ટિ છે ને વિકારનો પક્ષ–આશ્રય છોડયો છે તેમને નિર્વિકલ્પ સમાધિ
છે–નિર્જરા જ છે. અને જેને ચૈતન્યની દ્રષ્ટિ નથી પણ રાગનો પક્ષ છે–રાગનો આશ્રય માન્યો છે તેને કદી વીતરાગી
સમાધિ હોતી નથી પણ રાગની જ ઉત્પત્તિ હોય છે. ચૈતન્યના આશ્રયે જે સમાધિ હોય છે તે જ વીતરાગી હોય છે–
એમ સમજવું.
।। ૨૮।।
(૧૮૭) આત્મા કયાં રહેલો છે?
પૂર્વે કહ્યું હતું કે સિદ્ધ જેવો આત્મા આ દેહમાં વસે છે; અહીં હવે નયવિવક્ષા લાગુ પાડીને તે કથનનું
સ્પષ્ટીકરણ કરે છે કે–આત્મા શરીરમાં વસે એ અસદ્ભુત વ્યવહારનય છે, નિશ્ચયથી તો આત્મા દેહમાં વસેલો
નથી પણ પોતાના સ્વરૂપમાં જ રહેલો છે.
[गाथा–२९]
देहादेहहिं जो वसइ भेयाभेय णएण।
सो अप्पा मुणि जीव तुहुं किं अण्णे बहुएण।।२९।।
ભાવાર્થઃ– અનુપચરિત અસદ્ભૂત વ્યવહારનયથી આત્મા દેહમાં રહેલો છે, અને શુદ્ધ નિશ્ચયનયથી
પોતાના આત્મસ્વરૂપમાં જ રહેલો છે, અર્થાત્ વ્યવહારનયથી તો દેહ સાથે એકક્ષેત્રાવગાહી છે અને નિશ્ચયનયથી
સદા દેહથી અત્યંત ભિન્ન પોતાના સ્વરૂપમાં જ સ્થિત છે, તેને જ હે જીવ! તું પરમાત્મા જાણ અને તેનું જ ધ્યાન
કર. તારા સ્વરૂપથી જુદા એવા દેહાદિક તથા રાગાદિકથી તારે શું પ્રયોજન છે?
(૧૮૮) હે જીવ! શુદ્ધાત્મા સિવાય અન્યના ચિંતવનથી શું પ્રયોજન છે?
અભેદ અપેક્ષાથી એટલે કે આત્મા અને શરીર એક જગ્યાએ રહેલાં છે એવી અપેક્ષાએ આત્મા શરીરમાં
રહેલો છે. અને ભેદવિવક્ષાથી એટલે કે આત્મા અને શરીરનું સ્વરૂપ ત્રણેકાળે જુદું છે એવી અપેક્ષાએ આત્મા
પોતાના સ્વરૂપમાં જ રહેલો છે, શરીરમાં રહ્યો નથી. એવા સ્વસ્વરૂપમાં રહેલા આત્માને જ પરમાત્મા જાણીને
તેનું ધ્યાન કરો. પોતાથી જુદા આ દેહ તથા રાગાદિનું શું પ્રયોજન છે? જે પોતાનું સ્વરૂપ નથી, ને પોતાથી જુદાં
છે એવા પદાર્થોની ચિંતા કરવાથી શું લાભ છે? માટે હે જીવ! તારા આત્માને જ પરમાત્મા જાણીને તેનું જ
ચિંતવન કર. તારે તારો શુદ્ધાત્મસ્વભાવ જ ઉપાદેય છે.–આ જ તાત્પર્ય છે.
।। ૨૯।।

PDF/HTML Page 18 of 19
single page version

background image
‘ભગવાન શ્રી કુંદકુંદ કહાન જૈનશાસ્ત્રમાળા’ ના પ૧ પુષ્પો
(વીર સં. ૨૪૭૧ માં સ્થાપાયેલ ‘ભગવાન શ્રી કુંદકુંદ કહાન જૈન–
શાસ્ત્રમાળા’ ના પ૧ પુસ્તકો અત્યાર સુધીમાં પ્રસિદ્ધ થયાં છે. તે નીચે મુજબ છે.)
સમયસાર પ્રવચનો ભાગ ૧૩–૦–૦૨૭સામાયિક૦–૪–૦
સમયસાર પ્રવચનો ભાગ ૨૩–૦–૦૨૮મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો ૦–૧૨–૦
પૂજાસંગ્રહ (ત્રીજી આવૃત્તિ)૦–૧૦–૦૨૯યોગસાર (દોહા)૦–૨–૦
છહઢાળા (બીજી આવૃત્તિ)૦–૧૪–૦ ૩૦नंदीश्वर द्वीप पूजन [हिंदी]૦–૧૨–૦
સમવસરણ સ્તુતિ (ત્રીજી આવૃત્તિ)૦–પ–૦૩૧પંચાધ્યાયી ગુજરાતી ભાગ ૧૩–૮–૦
અમૃતઝરણાં (મુક્તિનો માર્ગ) (બીજી આવૃત્તિ)૦–૬–૦૩૨પંચાધ્યાયી ગુજરાતી ભા. ૨ ૪–૦–૦
જિનેન્દ્ર સ્તવનાવલિ (ચોથી આવૃત્તિ)૦–૮–૦૩૩પ્રવચનસાર (ગુજરાતી) ૨–૮–૦
નિયમસાર પ્રવચનો૧–૮–૦૩૪પ્રવચનસાર હરિગીત૦–પ–૦
આત્મસિદ્ધિ૦–૨–૦૩પમૂળમાં ભૂલ (ઉપાદાન–નિમિત્ત સંવાદ)૧–૦–૦
૧૦જૈનસિદ્ધાંત પ્રવેશિકા (ચોથી આવૃત્તિ)૦–૮–૦૩૬દશલક્ષણધર્મ–પ્રવચનો૦–૧૨–૦
૧૧સમયસાર પ્રવચનો ભાગ ૨૧–૮–૦૩૭યોગસાર તથા ઉપાદાનનિમિત્ત દોહા૦–૩–૦
૧૨આત્મસિદ્ધિ (અર્થસહિત)૦–૪–૦૩૮જૈનસિદ્ધાંત પ્રવેશિકા (અધ્યાય ૧)૦–૨–૦
૧૩मुक्तिका मार्ग [हिंदी]૦–૧૦–૦૩૯ભેદવિજ્ઞાનસાર૧–૪–૦
૧૪ધર્મની ક્રિયા (બીજી આવૃત્તિ)૧–૮–૦૪૦મોક્ષમાર્ગ પ્રકાશક (ત્રીજી આવૃત્તિ)૪–૦–૦
૧પસત્તાસ્વરૂપ અને અનુભવપ્રકાશ (બી. આ.)૧–૦–૦૪૧સમ્યગ્દર્શન૧–૪–૦
૧૬સમ્યગ્જ્ઞાન દીપિકા (સચિત્ર)૧–૦–૦૪૨दशलक्षण धर्म [हिंदी]૦–૧૨–૦
૧૭મોક્ષશાસ્ત્ર ગુજરાતી ટીકા (બીજી આવૃત્તિ)૩–૮–૦૪૩જૈન બાળપોથી (ત્રીજી આવૃત્તિ)૦–૪–૦
૧૮સમયસાર–પ્રવચનો ભાગ ૪૩–૦–૦૪૪मोक्षमार्ग प्रकाशककी किरणें [हिंदी]૧–૬–૦
૧૯मूल में भूल [हिंदी]૦–૧૨–૦૪પપ્રવચનસાર ગુટકો૦–૪–૦
૨૦દ્રવ્યસંગ્રહ (બીજી આવૃત્તિ)૦–૭–૦૪૬આલોચના (બીજી આવૃત્તિ)૦–૨–૦
૨૧બાલ–રામાયણ (પદ્મપુરાણ) (અપ્રાપ્ય)૦–૬–૦૪૭ચિદ્દવિલાસ (ગુજરાતી)છપાય છે
૨૨સમયસાર હરિગીત (પાંચમી આવૃત્તિ)૦–૪–૦૪૮અसमयसार–प्रवचन भाग १ [हिंदी]૬–૦–૦
૨૩જિનેન્દ્ર સ્તવનમંજરી (બીજી આવૃત્તિ)૨–૦–૦૪૮બसमयसार प्रवचन भाग २ [हिंदी]છપાય છે
૨૪સર્વસામાન્ય પ્રતિક્રમણ (ત્રીજી આવૃત્તિ)૦–૮–૦૪૯સમયસાર ગુટકો (ત્રીજી આવૃત્તિ)૦–૧૨–૦
૨પઅવસ્તુવિજ્ઞાનસાર ભેટપ૦जैन बालपोथी [हिंदी] છપાય છે
૨પબवस्तुविज्ञानसार [हिंदी]ભેટપ૧પંચકલ્યાણક પ્રવચનોછપાય છે
૨૬આત્મસિદ્ધિ–પ્રવચનો (ત્રીજી આવૃત્તિ)૩–૮–૦પ૨આત્મધર્મ ફાઈલ૩–૧૨–૦
–ટપાલ ખર્ચ જુદું–
પુસ્તકો મંગાવવાનું સરનામું
શ્રી જૈન સ્વાધ્યાયમંદિર
સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 19 of 19
single page version

background image
ATMADHARMA Regd No. B. 4787
______________________________________________________________________________
બે હજાર પાનાંનું ઉચ્ચ આધ્યાત્મિક સાહિત્ય
માત્ર રૂા. ૮ માં
પરમ પૂજ્ય શ્રી કાનજી સ્વામીએ સમયસાર ઉપર જે પ્રવચનો
કર્યા છે તે અનુક્રમે છપાઈને પ્રસિદ્ધ થાય છે. તેમાં ચાર ભાગ પ્રસિદ્ધ
થઈ ગયા છે. અનાદિકાળથી સંસાર–પરિભ્રમણમાં જીવ શા કારણે
રખડી રહ્યો છે અને તેનું એ સંસાર–પરિભ્રમણ કઈ રીતે મટે? તે આ
પ્રવચનોમાં ખાસ વિશિષ્ટ શૈલીથી, ઘણી સહેલી રીતે સમજાવવામાં
આવ્યું છે. આ સમયસાર–પ્રવચનોના ભાગ ૧–૩–૪ દરેકની કિંમત
૩–૦–૦ છે અને ભાગ બીજાની કિંમત ૧–૮–૦ છે. એ રીતે ચાર
ભાગની એકંદર કિંમત રૂા. ૧૦–૮–૦ થાય છે. પરંતુ દીવાળી સુધીમાં
ચારે ભાગનો સેટ એક સાથે ખરીદ કરનારને નીચે પ્રમાણે ખાસ
લાભ આપવાનું નક્કી કર્યું છેઃ–
(૧) સાડા દસ રૂપિયાની કિંમત આપીને ચારે ભાગ એક સાથે
ખરીદનાર જિજ્ઞાસુને એક વર્ષ સુધી આત્મધર્મના ગ્રાહક ગણવામાં
આવશે; તેમણે આત્મધર્મનું લવાજમ ભરવું પડશે નહિ. અથવા તો–
(૨) ચારે ભાગનો સેટ એક સાથે ખરીદ કરનારને રૂા. સાડા
દશને બદલે ફક્ત આઠ રૂા. માં આપવામાં આવશે.
(૩) ચાર ભાગમાંથી કોઈ ભાગ છૂટક ખરીદનારને સાડાબાર
ટકા વળતર કાપી આપવામાં આવશે.
(આ ઉપરાંત ટપાલ ખર્ચ જુદું સમજવું)
દરેકે દરેક જિજ્ઞાસુઓએ પૂ. ગુરુદેવશ્રીના સમયસાર–
પ્રવચનોનું ઓછામાં ઓછું એક પુસ્તક તો અવશ્ય વાંચી જવા ખાસ
ભલામણ છે.
ઃ પ્રાપ્તિસ્થાનઃ
શ્રી જૈનસ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ,
સોનગઢ (સૌરાષ્ટ્ર)
મુદ્રકઃ ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલયઃ મોટા આંકડિયા (જિઃ અમરેલી) તા. ૧પ–૯–પ૦
પ્રકાશકઃ શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડીયા (જિઃ અમરેલી)