Atmadharma magazine - Ank 085
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૮
સળંગ અંક ૦૮૫
Version History
Version
Number Date Changes
001 Sept 2005 First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
ધર્મનું મૂળ સમ્યક્દર્શન
કારતક : સંપાદક : વર્ષ: આઠમું
૨૪૭ રામજી માણેકચંદ દોશી અંક: પહેલો
વકીલ
ક્ષણ લાખેણી જાય છે
હે જીવ! મિથ્યાબુદ્ધિનાં ખોળીએ તું અનાદિનો
સૂતો છે, હવે શ્રી આચાર્યદેવ તને તારા પ્રભુત્વનો
મહિમા ગાઈને જાગૃત કરે છે, તું તારા પ્રભુત્વની ના
પાડ એ નહિ ચાલે. આ કોની માંડી છે? ત્રિલોકનાથ
સિદ્ધ ભગવાન જે પદ પામ્યા તેવો તું છે, એમ તારા
ગાણાં ગવાય છે. શાસ્ત્ર પણ તારા ગાણાં ગાય છે;
જાગ રે જાગ! ક્ષણ લાખેણી જાય છે.
[જુઓ, સમયસાર પ્રવચનો ભાગ ૧ પૃ. ૭૮]
છૂટક નકલ વાર્ષિક લવાજમ
ચાર આના ત્રણ રૂપિયા
જૈન સ્વાધ્યાય મંદિર – સોનગઢ – સૌરાષ્ટ્ર

PDF/HTML Page 3 of 21
single page version

background image
શ્રી પરમાત્મ – પ્રકાશ – પ્રવચનો
લેખાંક ૧૯ મો] • [અંક ૮૩ થી ચાલુ
વીર સં. ૨૪૭૩ ભાદરવા વદ ૩
() જ્ઞ પ્ર : હવે શ્રીગુરુ કહે છે કે હે શિષ્ય! તું જીવ અને અજીવને લક્ષણભેદ વડે
જુદા ઓળખ, તેમને એક ન જાણ–
जीवाजीव म एक्कु करि लक्खण भेएं भेउ।
जो परु सो परु भणमि मुणि अप्पा अप्पु अभेउ।।
३०।।
ભાવાર્થ:– હે પ્રભાકરભટ્ટ! તું જીવ અને અજીવને એક ન કર, –બંનેને એક ન માન. કેમ કે તેમનામાં
લક્ષણભેદે ભેદ છે. જે પરના સંબંધથી ઉત્પન્ન થયેલા એવા રાગાદિ વિભાવો છે તેને જીવસ્વભાવથી જુદા
સમજ, અને આત્માને આત્માના સ્વભાવથી અભેદ જાણ એમ હું (યોગીન્દ્રદેવ) કહું છું.
() ક્ત શ્ર િ : અહીં આચાર્યદેવ કહે છે કે હું આવો જીવસ્વભાવ વર્ણવું છું અને તું
તેવો જીવસ્વભાવ જાણ. હું કહું છું અને તું સમજ–એવી વક્તા–શ્રોતાના ભાવની સંધિપૂર્વક જ કથન છે.
() ત્ જા ? : જીવનું લક્ષણ શુદ્ધ ચૈતન્ય છે; શરીર–મન–વાણી કે શાસ્ત્ર ભણવા
તરફનો જે રાગ તેનાથી આત્મા જણાય તેવો નથી, સમ્યગ્જ્ઞાન વડે જ જણાય તેવો છે, –જાણનાર
ચૈતન્યસ્વભાવ દ્વારા જ આત્મા જણાય તેવો છે. શરીરાદિ તો અજીવ છે, ને આત્માની ક્ષણિક દશામાં જે રાગાદિ
ભાવો થાય તે પણ, જીવનો સ્વભાવ નહિ હોવાથી અજીવ છે. શુદ્ધ ચૈતન્યભાવનો પિંડ તે જ જીવ છે; તે કોઈ
નિમિત્તથી, ઈન્દ્રિયોથી, કે વ્યવહારથી જણાતો નથી; સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર વગેરે પરની શ્રદ્ધાથી, પરના લક્ષે
થતા જ્ઞાનથી કે વ્રતાદિમાં થતી રાગની મંદતાથી આત્મા જણાતો નથી. કેમ કે એ બધું તો જીવ પૂર્વે કરી ચૂક્યો
છે, તે બધા પરાશ્રય ભાવ છે. શ્રી આચાર્યદેવ કહે છે કે ‘વ્યવહાર દ્વારા પરમાર્થ સમજાય છે અથવા તો વ્યવહાર
તે પરમાર્થનું સાધન છે’ એમ અમે જ્યાં કહ્યું હોય ત્યાં પણ તે વ્યવહારનું અવલંબન છોડાવીને પરમાર્થનું જ
અવલંબન કરાવવાનો હેતુ છે, વ્યવહારનું અવલંબન કરાવવાનું પ્રયોજન નથી.
વ્યવહાર દ્વારા પરમાર્થ સમજાય છે માટે તું વ્યવહારમાં ન અટકતાં પરમાર્થને જ સમજી લેજે, એમ પરમાર્થ
તરફ જોર દેવા માટે તે કથન ઉપચારથી કર્યું હતું. જે જીવ વ્યવહારનો આશ્રય છોડીને પરમાર્થ સમજી જાય તે
જીવને માટે ઉપચારથી કહેવાય કે ‘વ્યવહાર દ્વારા પરમાર્થ સમજ્યો. ’ પણ જે જીવ વ્યવહારમાં જ અટકી રહે છે તે
જીવને પરમાર્થ કદી સમજાતો નથી, અને પરમાર્થ સમજ્યા વગર તેનો વ્યવહાર તે યથાર્થ વ્યવહાર હોતો નથી.
શુદ્ધ ચૈતન્યમય આત્મા છે, તેમાં રાગાદિ નથી તેમજ રૂપ–રસ–ગંધ–શબ્દ વગેરે નથી. શ્રી સમયસારજી
ગાથા ૪૯ માં કહે છે કે જીવ ચૈતન્યસ્વરૂપ છે, તે શબ્દ–રસ–રૂપ–ગંધ રહિત છે, અને જડનો આકાર તેનામાં
નથી. શરીરના આકારથી આત્માનો ચૈતન્યઆકાર જુદો છે. આવો ચૈતન્યસ્વરૂપ આત્મા ઈન્દ્રિયો વડે જણાતો
નથી, રાગ વડે જણાતો નથી. ઈન્દ્રિયો કે રાગાદિ બંને જીવનું સ્વરૂપ નથી, માટે તેઓ જીવ નથી, ––અજીવ છે.
ચિદ્રૂપ નિજવસ્તુ ભગવાન આત્મા છે તેને જાણો અને એથી વિરુદ્ધ ભાવોને છોડો.
(૧૯૨) સ્વભાવ સમજવા માટે ઘણી બુદ્ધિ (જ્ઞાના ઉઘાડ) ની જરૂર નથી પણ યથાર્થ રુચિની જરૂર છે.
પ્રશ્ન:– આ વાત તો ઘણી સૂક્ષ્મ અને ઊંચી છે. એટલે ઘણી બુદ્ધિ હોય તો જ આ સમજાય ને? ઓછી
બુદ્ધિવાળાને ક્યાંથી સમજાય?
ઉત્તર:– યથાર્થ તત્ત્વ સમજવા જેટલી બુદ્ધિ તો બધામાં છે, પણ તત્ત્વની યથાર્થ રુચિ હોવી જોઈએ.
જુઓ, એક મોટો બૅરિસ્ટર વકીલ હોય અને બીજો અભણ ભરવાડ હોય, બુદ્ધિની હીનાધિકતા હોવા છતાં બંનેને
પોતાની સ્ત્રી ઉપરના પ્રેમમાં ફેર પડતો નથી. વકીલ પોતાની સ્ત્રી ઉપર જેવો પ્રેમ કરે તેવો જ પ્રેમ ભરવાડ પણ
પોતાની સ્ત્રી ઉપર કરી શકે છે. વકીલને ઘણી બુદ્ધિ હોય માટે તે વધારે પ્રેમ કરી શકે અને ભરવાડને ઓછી બુદ્ધિ
છે માટે તે વધારે પ્રેમ ન કરી શકે–એમ નથી. કેમકે બુદ્ધિનો વધારો કે ઘટાડો તેની સાથે રુચિનો સંબંધ નથી.
ઓછી બુદ્ધિવાળો જીવ હો કે વધારે બુદ્ધિવાળો જીવ હો, બંને પોતાને રુચેલા પદાર્થમાં ‘આ ઠીક છે, આમાં મને
સુખ છે’ એવો
(અનુસંધાન માટે જુઓ, ટાઈટલ પૃષ્ટ ૩જું)

PDF/HTML Page 4 of 21
single page version

background image
કારતક: ૨૪૭૭ : ૩ :
શ્રી તીર્થંકર ભગવાનો આદેશ
• • • • •
સંસારની ચોરાસી લાખ યોનિમાં રખડતા ભિખારીઓને જોઈને કેવળજ્ઞાની ભગવાને ધર્મસભામાંથી
આજ્ઞા કરી કે, ‘બધા આત્મા પ્રભુ છે, સિદ્ધસ્વરૂપ છે’ –એમ હે મુનિઓ! તમે જગતને સંભળાવો. ‘તમે પૂર્ણ છો,
પ્રભુ છો, તેથી પરની કાંઈ ઈચ્છા કરવી પડે તેવું તમારું સ્વરૂપ નથી.’ પર પદાર્થની ઈચ્છા કરવી પડે તે
માગણપણું છે. ઝાઝું માગે તે મોટો માગણ, થોડું માગે તે નાનો માગણ, –એમ બધા પરવસ્તુના નાના–મોટા
માગણ છે. (પોતાના આત્માને વિકાર જેટલો તુચ્છ અને પરનો ઓશિયાળો માનવો તે ભિખારીપણું છે.).....
એવા જે ચોરાશીના રખડતા ભિખારી તેને માટે શાશ્વત ઉદ્ધારનો ઉપાય બતાવવા તીર્થંકર પ્રભુએ સંતોને કહ્યું કે
‘જગતને કહો કે તમે પ્રભુ છો, તમારી પૂર્ણ સ્વાધીન તાકાતનો મહિમા સંભાળો. અમે તમને તમારી
શુદ્ધપરિણતિ સાથે લગ્ન (લીનતા) કરાવીએ.’
આ સમયસારમાં ભગવાન કુંદકુંદાચાર્ય આ ચોરાશીના ભિખારીઓને બોલાવી, તેઓના હૃદયમાં તેઓનું
સિદ્ધપણું સ્થાપે છે કે– ‘તમે દરેક આત્મા પ્રભુ છો, અનંત પુરુષાર્થ, અનંત જ્ઞાન–આનંદસ્વરૂપ છો.’ આવી
આત્માની પ્રભુતાની ને પૂર્ણ સ્વતંત્રતાની વાત સાંભળતાં, જેઓ આત્માર્થી છે, પુરુષાર્થી છે તેને તો પહેલે ધડ કે
પૂર્ણની શ્રદ્ધા આવે છે, તથા તે પૂર્ણની અપૂર્વ રુચિ લાવી વિશેષ સમજવાની હોંશ બતાવે છે અને તેનો વિશ્વાસ
કરે છે; તેઓ તો સ્વાધીન સ્વ–ઘરમાં પેસે છે...
જે જીવ જ્ઞાની પાસેથી સાંભળીને ‘હા’ પાડી, આત્મામાં નિર્ણય કરી કહેશે કે ‘હું પૂર્ણ સિદ્ધસમાન
પરમાત્મા છું, પ્રભુ છું’ તો તે, પૂર્ણ સિદ્ધપદ શક્તિરૂપે છે તેની નિર્મળ પરિણતિ પ્રગટ કરી મુક્તદશા સાથે
પરિણમશે, અખંડ આનંદ લેશે. પણ જે ભિખારીને રખડવાની અનાદિની રુચિ છે તેને જ્ઞાની સંભળાવે કે
‘આત્મા પુણ્ય–પાપ વિનાનો પ્રભુ છે, તેને શુભવિકલ્પની મદદની જરૂર નથી’, તો તે સાંભળી ‘હાય હાય! એ
કેમ બને?’ એમ તે રાડ નાંખે છે...
...પણ એકવાર તો શ્રદ્ધાથી કહે કે ‘પુણ્યાદિ કાંઈ જોઈતું નથી, કારણકે સિદ્ધ પરમાત્મામાં એ કોઈ
ઉપાધિનો અંશ નથી, અને મારું સ્વરૂપ પણ તેવું જ છે.’
પરને માટે લાગણી ઊઠે તે પણ વિકારી ભાવ છે, મારો સ્વભાવ નથી–એમ અંતરથી એકવાર હા પાડવી
જોઈએ. પણ સાંભળતાં જ જે નકાર કરે છે–રાડ નાંખે છે તેને સંસારમાં પુણ્યાદિ પરાશ્રયની મીઠાશ વડે ભટકવું
ગોઠે છે, મુક્ત થવાની વાત ગોઠતી નથી; તેથી તે કહે છે કે ‘આટલા આટલા કાળનું અમારું કરેલું તે બધા ઉપર
મીંડા વળે છે, માટે અમારા પુણ્યનું કર્તવ્ય રાખીને જો વાત હોય તો કહો’ પણ ભાઈ! જે રીતે માર્ગ હોય તેનાથી
વિરુદ્ધ કેમ કહેવાય? આત્મા તો પરથી નિરાળો ચિદાનંદસ્વરૂપ છે. પુણ્ય–પાપની વૃત્તિ–દયા–હિંસાની વૃત્તિ તે
તારું સ્વરૂપ નથી. –પ્રથમ આવો વિશ્વાસ કર... આત્માના સિદ્ધપણાની આ વાત સાંભળતાં જે રાડ નાંખે છે–
નકાર કરે છે તેને પોતાનું ભગવાનપણું માનવું બેસતું નથી. ચોરાશીમાં રખડતાં ભીખારાને જ્ઞાનીએ અનંત
દુઃખથી છૂટી અનંત સુખનો ઉપાય બતાવ્યો, ત્યાં પહેલે ઘડાકે નકાર આવે છે, કારણકે તે ભિખારાને પોતાની
મહત્તા, પૂર્ણતાનો વિશ્વાસ નથી. અંતરમાં સિદ્ધપણું રુચતું નથી–પુરુષાર્થ દેખાતો નથી તેથી તે ભવિષ્યમાં અનંત
સંસારનો ભિખારી રહેવા માંગે છે.
જેટલું વીર્ય પુણ્ય–પાપરૂપ બંધનભાવમાં રોકાય છે તે આત્માનો સ્વભાવ નથી. જેમ હિંસા, જૂઠ, અવ્રત
આદિ અશુભભાવથી પાપબંધન છે તેમ દયા, સત્ય, વ્રત આદિ શુભભાવથી પુણ્યબંધન છે, ધર્મ નથી. એકલા
આત્માના શુદ્ધભાવથી જ ધર્મ થાય છે. ––આમ પહેલી વાત સાંભળતાં જ ઊંધો જીવ કકળાટ–ઉકળાટ કરે છે
અને કહે છે કે આમાં સ્વર્ગ કે પુણ્ય પણ ન રહ્યું, અમારે શરૂઆતમાં તો જોઈએ જ ને? પછી છોડવાનું ભલે
કહો. પણ જ્ઞાની કહે છે કે શ્રદ્ધામાં પ્રથમથી જ છોડ. હું સિદ્ધ જેવો જ છું, મારે કાંઈ જોઈતું નથી–એમ એકવાર તો
હા પાડ. તું મોક્ષસ્વરૂપ છો એની એકવાર હા પાડ. તારા આત્મામાં સિદ્ધપણાને સ્થાપીને

PDF/HTML Page 5 of 21
single page version

background image
: ૪ : આત્મધર્મ: ૮૫
મોક્ષનું પસ્તાનું મૂક. આચાર્યપ્રભુ મોક્ષના માંડવા નાંખી તારામાં મોક્ષપદ સ્થાપે છે... ...જેવા સિદ્ધ પરમાત્મા
તેવો જ તું છો. વર્તમાન ક્ષણિક અપૂર્ણતાને ન જોતાં, તારા અવિનાશી પૂર્ણ સ્વભાવને જો. ‘હું સિદ્ધ છું’ એવો
વિશ્વાસ અંતરથી લાવે અને તેનો મહિમા કર્યા કરે તે સિદ્ધ પરમાત્મા થયા વિના ન રહે. પણ જેણે પહેલેથી
‘પ્રભુપણું નહિ’ એમ રાડ નાંખી છે અને ‘પુણ્ય વિના એકલો આત્મા નહિ’ એમ બેઠું છે તે તો ‘કેવળી પાસે
રહી ગયો કોરો’ –ક્રિયાકાંડ કરી થાક્યો, પુણ્યના ભાવમાં અટવાણો. પુણ્ય તો ક્ષણિક સંયોગ આપીને છૂટી જશે,
તેમાં આત્માને શું? ‘હું પરથી જુદો છું, પુણ્યાદિની સહાય વિના એકલો પૂર્ણ પ્રભુ છું’ એ વિશ્વાસે જેણે અંતરમાં
કામ લીધું નહિ તે પુણ્યાદિમાં મીઠાશ માની બાહ્યમાં સંતોષ માની રોકાણો છે. તેને ભગવાન ચોરાશીના
ભિખારા કહે છે.
જેને જેની રુચિ તેને તેની ભાવનામાં હદ ન હોય. પૂર્ણ, પૂર્ણ, પૂર્ણ! તું અખંડાનંદ એકલો પરમાત્મા પ્રભુ
જ છો. ભગવાન આચાર્ય કહે છે કે ‘સાંભળો! ત્રિલોકનાથ તીર્થંકરદેવનો આ હુકમ છે કે હે જીવો! પૂર્ણની રુચિ
કરો, બેહદ સ્વભાવને સ્વતંત્રપણે જાહેર કરો. પરમ કલ્યાણ પોતાથી જ પોતાના પૂર્ણ પદને માનવા જાણવાથી
અને તેમાં એકાગ્ર થવાથી જ થાય છે. ’
અહો, અજબ વાત કહી છે! આ વાત જેને બેસે તેને કજ્યિાં કંકાસ ટળી જાય છે. બધા આત્માને સિદ્ધ
સમાન પ્રભુ અને સ્વતંત્ર જાણ્યા તેમાં વિરોધ ક્યાં? જેણે સિદ્ધ પરમાત્મા સાથે પોતાનો મેળ કર્યો એટલે
સિદ્ધસમાન પોતે છે એમ જાણ્યું, તે કોની સાથે વિરોધ કરે? સિદ્ધમાં જે નથી તે મારું સ્વરૂપ નથી અને સિદ્ધમાં
જેવું છે તેવું મારું સ્વરૂપ છે. જેણે આવો પરમાત્મભાવ દીઠો તેને, તેનાથી વિરુદ્ધ એવા જે શુભા–શુભ પરિણામ
દેખવામાં આવે તેને કાઢી નાંખવાથી એકલું પૂર્ણસ્વરૂપ રહેશે, એટલે કે તે સિદ્ધ થશે. જેણે જેણે પોતાના પૂર્ણ
પરમાત્મપદને ઓળખી પોતામાં તેનું સ્થાપન કર્યું છે તે પુણ્ય–પાપાદિ બીજાનું સ્થાપન નહિ કરે... સિદ્ધ અમારા
ઈષ્ટ છે, તેમને અમે અમારા આત્મામાં સ્થાપીએ છીએ. અખંડ જ્ઞાયકરૂપ નિર્મળ નિર્વિકલ્પ સિદ્ધપણું મારું સ્વરૂપ
છે, છે તે સદાય રહે છે; એ સિવાય જે કાંઈ શુભ–અશુભરાગની વૃત્તિ ઊઠે તે પર છે. –એમ જાણીને, ‘હું સિદ્ધ
આત્મા અશરીરી છું’ એમ જેણે આત્મામાં સિદ્ધપણાનું સ્થાપન કર્યું તેણે પોતામાં મહા માંગળિક મોક્ષની
શરૂઆત કરી છે.. આત્મા શુદ્ધ જ્ઞાતા જ છે; તેમાં પૂર્ણ પ્રભુત્વ સ્થાપન કર્યા વિના બીજો કોઈ ઉપાય ત્રણકાળ
ત્રણલોકમાં મુક્તિ માટે નથી... અહો! કેટલી વિશાળ દ્રષ્ટિ! પ્રભુપણું અને પ્રભુ થવાનો ઉપાય પોતામાં જ છે.
અનુપમ મોક્ષમાર્ગ
પુણ્ય–પાપ વિકારભાવથી રહિત મોક્ષગતિને કોઈની ઉપમા મળતી નથી. માટે તે પંચમગતિથી વિરોધી
ભાવ એવા પુણ્ય–પાપ અને દેહાદિની જે ક્રિયા તેનાથી મુક્તિ ન મળે, કારણકે પુણ્ય–પાપના ભાવવડે ચાર
ગતિનું બંધન થાય છે; જે ભાવવડે બંધન મળે તે જ ભાવે મુક્તિ ન મળે, અને તે વડે મુક્તિના માર્ગની શરૂઆત
પણ ન થાય. તથા જે ભાવે મુક્તિ થાય, ધર્મની શરૂઆત થાય, તે ભાવવડે કિંચિત્ બંધન ન પડે. માટે મોક્ષની
જેમ મોક્ષના માર્ગને પણ કોઈ પુણ્યાદિની ઉપમા નથી; કારણકે પુણ્ય–પાપની મદદ વિનાનો અંતરનો તે માર્ગ છે,
બાહ્ય ક્રિયાકાંડનો તે માર્ગ નથી. માટે આત્મસ્વભાવમાં ધર્મ સાધવા માટે શરૂઆતમાં જ, પુણ્ય–પાપની ઉપાધિ
રહિત પરાશ્રય વિનાનો સ્વતંત્ર સિદ્ધ પરમાત્મા જેવો સ્વભાવ જ એક ઉપાદેય છે તેમ માનવું પડશે; તે
સ્વભાવની શ્રદ્ધા, તેની સમજણ અને તે સ્વરૂપમાં સ્થિરતા કરવારૂપ અંતરંગ ક્રિયા–એ જ સ્વતંત્ર ઉપાય છે–એ
જ મોક્ષનો માર્ગ છે... મોક્ષમાર્ગને બાહ્યની શુભપ્રવૃત્તિ સાથે કાંઈ સમાનતા નથી; માટે મોક્ષને તેમ જ મોક્ષના
માર્ગને કોઈ ઉપમા આપી શકાતી નથી. કારણ કે મોક્ષ અને મોક્ષમાર્ગ–એ બંને સ્વરૂપ આત્માના પરિણામ
આત્મામાં જ છે; મોક્ષ અને મોક્ષનો ઉપાય બંને પરાશ્રયરહિત સ્વતંત્ર છે.
[જુઓ, સમયસાર પ્રવચનો ભા–૧, પૃ. ૪૮–૪૯]

PDF/HTML Page 6 of 21
single page version

background image
કારતક: ૨૪૭૭ : ૫ :
જિજ્ઞાસુ શિષ્યને શ્રીગુરુ ભવભ્રમણના અંતનો
ઉપય સમજાવ છ.
[વીર સં. ૨૪૭૬ ના જેઠ વદ ૪–પ ના રોજ શ્રી સમયસાર ગાથા ૪૯ ઉપર કુંડલામાં પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી]
() ્ર િજ્ઞ િષ્ : ચૈતન્યના પંથ અનંતકાળથી અજાણ્યા છે,
જગતના જીવોએ તે જાણ્યા નથી. ચૈતન્યને જાણવા માટે પાત્ર શિષ્ય પ્રશ્ન પૂછે છે કે હે ભગવાન્! આ આત્મા શું
ચીજ છે? આત્માનું ખરું સ્વરૂપ કેવું છે? દેહાદિથી ને રાગથી પાર આત્મા શું ચીજ છે કે જેને જાણ્યે અમને શાંતિ
થાય? હે નાથ! આત્માનું અસલ સ્વરૂપ સમજ્યા વગર હું અનાદિકાળથી ભવભ્રમણમાં રખડયો છું, હવે
આત્માનું અસલ સ્વરૂપ બતાવો કે જે સમજતાં આત્માનો અનુભવ થાય, અંતરની શાંતિ અને આનંદ મળે, ને
આ ભવભ્રમણનો અંત આવે.–આમ શિષ્યે જિજ્ઞાસાથી પ્રશ્ન પૂછયો, તેને શ્રી આચાર્યદેવ ઉત્તર આપે છે.
() ્ર ? ર્ જા . : ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા
પુદ્ગલના દ્રવ્ય–ગુણથી ભિન્ન છે તથા પુદ્ગલના પર્યાયોથી પણ ભિન્ન છે; એટલે તે જડ ઈન્દ્રિયો વડે જાણતો
નથી પણ જ્ઞાનસ્વભાવથી જ જાણે છે. એ જ્ઞાનલક્ષણ વડે આત્માને ઓળખવો. સત્સમાગમે આત્માની
ઓળખાણ કરતાં સિદ્ધ ભગવાન જેવો અંશે અનુભવ થાય તેને સમ્યગ્દર્શન કહે છે, તે ધર્મની પહેલી ભૂમિકા છે;
તથા તે જ ભવભ્રમણના અંતનું મૂળ છે. તે સમ્યગ્દર્શન કેમ પ્રગટે તેની આ વાત ચાલે છે.
સમ્યગ્દર્શન એટલે સત્યનો સ્વીકાર; આત્માને તેના પૂર્ણ સ્વરૂપે સ્વીકારે તો સમ્યગ્દર્શન થાય, પણ
અપૂર્ણ કે પરના આશ્રયવાળો જ માને તો કદી અજ્ઞાન ટળે નહિ. આત્મામાં ત્રિકાળ ચેતનાગુણ છે, અજીવ
પદાર્થોમાં કદી ચેતના નથી. જીવ અને અજીવ ત્રણેકાળે જુદા છે, કદી એક થતા નથી. આત્માનું જ્ઞાન ઈન્દ્રિયોના
આધારે થતું નથી પણ અખંડ જ્ઞાનસ્વભાવના જ આધારે થાય છે, પણ હું–આત્મા જડ જીભવડે રસને ચાખું છું
એમ અજ્ઞાનીને ભ્રમ પડી ગયો છે. રસ અજીવ છે ને જીભ પણ અજીવ છે, તે રસની અવસ્થાને આત્મા જીભવડે
જાણતા નથી કેમ કે આત્મા જડ ઈન્દ્રિયોનો ઘણી નથી ને આત્માનું જ્ઞાન ઈન્દ્રિયોને આધીન નથી. અહીં
આત્માનો જ્ઞાનસ્વભાવ બતાવવો છે. જ્ઞાનસ્વભાવી આત્મા પોતાના જ્ઞાનનો આધાર છોડીને ઈન્દ્રિયો તરફના
વલણથી પરને જ જાણે–એવો તેનો સ્વભાવ નથી. પણ સ્વભાવસન્મુખ રહીને, પરસન્મુખ થયા વગર, જ્ઞાનમાં
પર જણાઈ જાય એવો તેનો સ્વભાવ છે. આવા જ્ઞાનસ્વભાવનો વિશ્વાસ કરે તો અંતરમાં શાંતિ પ્રગટે ને
ભવભ્રમણનો અંત આવે.
() િજા પ્ર : સિદ્ધ ભગવાન જેવો પૂર્ણ આનંદ આત્મામાં શક્તિરૂપે
ભર્યો છે, તેનો પ્રગટ અનુભવ કઈ રીતે થાય તેની આ વાત છે. સમ્યગ્દર્શન એટલે ધર્મની પહેલી કળા, તે
સમ્યગ્દર્શન પ્રગટતાં અમૃતસ્વરૂપ આત્માનું ભાન થઈ જાય છે ને હું જડ ઈન્દ્રિયોથી કામ લઉં–એવી દ્રષ્ટિ તે
ધર્મીને મટી જાય છે. હું જીભનો સ્વામી છું, જીભવડે મને રસનું જ્ઞાન થાય છે–એમ જે માને તેને ભગવાન
મિથ્યાદ્રષ્ટિ–મૂઢ કહે છે. જડ ઈન્દ્રિયોથી આત્મા જાણે–એમ જેણે માન્યું તેણે જડ સાથે આત્માને એકમેક માન્યો,
પણ જડથી જુદા જ્ઞાનસ્વભાવી આત્માને માન્યો નહિ, તેનું નામ મિથ્યાત્વ છે. ઈન્દ્રિયો તો જડ, રૂપી છે. અરૂપી
ચૈતન્ય આત્મા તેનાથી ભિન્ન છે.
જેણે આત્માનું અપૂર્વ સમ્યગ્દર્શન અને નિજાનંદનો અનુભવ પ્રગટ કરવો હોય તેણે આમ સમજવું કે–હું
ચૈતન્યમૂર્તિ આત્મા જીભના અવલંબને રસને જાણતો નથી, આંખના અવલંબને રૂપને જાણતો નથી, નાકના
અવલંબને ગંધને જાણતો નથી, કાનના અવલંબને શબ્દને જાણતો નથી તથા સ્પર્શેન્દ્રિયના અવલંબને સ્પર્શને
જાણતો નથી, એ પ્રમાણે કોઈ ઈન્દ્રિયોના અવલંબને રસ વગેરેને જાણતો નથી, તેમજ રાગના અવલંબને પણ હું
જાણતો નથી, મારો જ્ઞાનસ્વભાવ પાંચ ઈન્દ્રિયો તેમજ રાગથી ભિન્ન છે, તે જ્ઞાનસ્વભાવની સન્મુખ થઈને
જાણતાં ઈન્દ્રિયોનાં અવલંબન વગર રસ વગેરે જ્ઞાનમાં જણાઈ જાય છે.

PDF/HTML Page 7 of 21
single page version

background image
: ૬: આત્મધર્મ: ૮૫
જ્ઞાનમાં સ્વભાવસન્મુખતા વધતાં પરસન્મુખતા ટળતી જાય છે, જેમ જેમ જ્ઞાન વધે છે તેમ તેમ પરસન્મુખતા
ટળે છે, માટે આત્મા પરના અવલંબને જાણતો નથી. આમ જાણીને આત્માના જ્ઞાનસ્વભાવની સન્મુખ થતાં
નિજાનંદનો અનુભવ પ્રગટે છે, અને ભવભ્રમણનો અંત આવે છે. અરૂપી આત્મા રૂપી ઈન્દ્રિયોવડે જાણે–એમ
માનનાર આત્માના સ્વતંત્ર જ્ઞાનસ્વભાવનું ખૂન કરનાર મિથ્યાદ્રષ્ટિ છે, તે અનંત ભવભ્રમણમાં રખડે છે.
જડ ઈન્દ્રિયોથી આત્મા જુદો છે. શબ્દોવડે આત્મા જાણતો નથી ને આત્મા શબ્દોને કરતો નથી. જીભનો
લવો વાળવાની ક્રિયા આત્માની નથી પણ જડની છે; તે ક્રિયા થવાની હોય તો તેના કારણે થાય છે. છતાં
અજ્ઞાની માને છે કે હું તે અવસ્થાને કરું છું, મારું જ્ઞાન છે તેથી તે અવસ્થા થાય છે. –આ ઊંધી માન્યતાથી
જ્ઞાનસ્વભાવી આત્મા તેના લક્ષમાં આવતો નથી.
() સ્રૂ : સ્વભાવસન્મુખ ચૈતન્યની અવસ્થા સ્વને જાણતાં પરને જાણી લે છે, પણ તે
પરને લઈને તેનું જ્ઞાન થતું નથી. રસના જ્ઞાન સમયે સામે રસ નિમિત્તરૂપે હોય તથા અધૂરા જ્ઞાનમાં ઈન્દ્રિયો
નિમિત્ત તરીકે હોય, પરંતુ જો સ્વભાવની સન્મુખતા છોડીને એકલી ઈન્દ્રિયોના અવલંબને જ જાણે તેમજ રસના
અવલંબને હું જાણું છું–એમ માને તો તેનું જ્ઞાન મિથ્યા છે, અને તે ઊંધી માન્યતામાં ત્રિકાળી સત્યના અનાદરનું
અનંતગુણું પાપ છે.
પાપ તે આત્માની અરૂપી અવસ્થામાં છે. શરીર દ્વારા પર જીવને મારવાની ક્રિયા થતી હોય તેને જ
અજ્ઞાની પાપ તરીકે જુએ છે, પરંતુ પર જીવ મર્યો તેમાં કે દેહની ક્રિયામાં પાપ રહેતું નથી, પાપ તો આત્માની
વિકારી દશા છે, તે આત્માથી બહાર ન હોય. બાહ્યમાં જીવને મારવાની ક્રિયા ન દેખાતી હોય પણ અંદરમાં ઊંધી
શ્રદ્ધાના સેવનનું મહાન પાપ સેવાતું હોય તે પાપને અજ્ઞાની જાણતો નથી. સર્વજ્ઞ ભગવાન કહે છે કે તું તારા
જ્ઞાનથી જ જાણે છે, પરથી જાણતો નથી. છતાં સર્વજ્ઞ ભગવાનનો અનાદર કરીને તેમજ પોતાના સત્ય
જ્ઞાનસ્વભાવનો અનાદર કરીને ‘પરથી હું જાણવાનું કામ કરું છું’ એમ જીવ માને છે તે જ મહાન પાપ છે.
નીચલી દશામાં રાગ થાય તે જુદી વાત છે ને તે રાગને ધર્મ માનવો તે જુદી ચીજ છે. ધર્મી ગૃહસ્થને
રાગ તો હોય પણ તે રાગથી ધર્મ માનતા નથી, રાગરહિત જ્ઞાનસ્વભાવનું તેને ભાન છે તે જ ધર્મ છે. રાગ થાય
તે અલ્પ દોષ છે ને રાગને ધર્મ માનવો તે મહાન દોષ છે. આત્માને કેવા સ્વરૂપે સમજે તો તે મહાન દોષ ટળે?
તેની વાત ચાલે છે.
() િન્ન ન્સ્ : જીવે પોતાના અસલી સ્વરૂપને કદી જાણ્યું નથી, ને સંયોગી ભાવોને જ
પોતાનું સ્વરૂપ માની લીધું છે. ત્રિલોકનાથ સર્વજ્ઞદેવે કેવળજ્ઞાનથી જોયેલી જડ–ચેતન પદાર્થોની પૃથક–પૃથક ઋદ્ધિ
શું છે? –જડ–ચેતનનો ભિન્ન ભિન્ન સ્વભાવ શું છે તે જાણવાની કદી દરકાર કરતો નથી. સંસારની રુચિવાળો
જીવ બાપ–દાદાની મૂડી જોવા માટે ચોપડા તપાસે છે, પણ અહીં આત્માની રુચિ પ્રગટ કરીને સર્વજ્ઞ–સંતોએ જે
રીતે જડ ચેતનની જુદી જુદી શક્તિ વર્ણવી છે તેને જાણવાની દરકાર કરતો નથી. ભગવાન સર્વજ્ઞદેવ અને
જ્ઞાનીઓ કહે છે કે ભાઈ! તારો આત્મા જ્ઞાનસ્વભાવી છે, રાગ પણ તારા સ્વભાવમાં નથી ને જડ ઈન્દ્રિયોથી
તારા જ્ઞાનની ઉત્પત્તિ થતી નથી. જડ ઈન્દ્રિયોથી આત્મા ભિન્ન છે, માટે ઈન્દ્રિયો વડે આત્મા રસને ચાખતો
નથી, તેથી આત્મા અરસ છે. આવા સ્વરૂપે આત્માને જે માનતો નથી અને ઈન્દ્રિયો દ્વારા જ્ઞાન થવાનું માને છે
તેને ચૈતન્ય તરફ વળવાની શ્રદ્ધા થતી નથી, એટલે તેને આત્માની શાંતિ પ્રગટતી નથી. પહેલાંં તો,
ચૈતન્યસ્વભાવ જેવો છે તેવો શ્રદ્ધામાં લેવાની વાત છે.
જેમ સોનું કાયમ રહીને તેનામાં તેની અવસ્થા થાય છે, હથોડી વગેરેમાંથી સોનાની અવસ્થા આવતી
નથી પણ સોનામાંથી જ આવે છે; તેમ જીવ અને અજીવ દરેક પદાર્થ કાયમ રહીને તેનામાં તેની અવસ્થાઓ
થયા કરે છે. જીવ અને અજીવ બંને દ્રવ્યો ભિન્ન છે ને તેની અવસ્થાઓ પણ ભિન્ન ભિન્ન થાય છે. જીવમાં
જાણવાનો સ્વભાવ ત્રિકાળ છે, તેમાંથી જાણવાની અવસ્થા થાય છે. જાણવાની અવસ્થા ઈન્દ્રિય વગેરે પર
પદાર્થમાંથી કે રાગમાંથી આવતી નથી, પણ જ્ઞાનસ્વભાવમાંથી જ આવે છે. આત્મા ઈન્દ્રિયોવડે કે રાગવડે
જાણતો નથી પણ પોતાની જ્ઞાનઅવસ્થાથી જાણે છે.

PDF/HTML Page 8 of 21
single page version

background image
કારતક: ૨૪૭૭ : ૭:
() જી જા ત્ જા જ્ઞ જા . : આંખ વડે
આત્મા પુસ્તકને દેખતો નથી પણ પોતાના જ્ઞાનવડે જ જાણે છે. આંખ તો જડ પુદ્ગલની રચના છે, તે અચેતન
છે, તે અચેતન આંખવડે આત્મા જ્ઞાન કરતો નથી; તેમ જ તે અચેતન આંખની ઊંચી–નીચી થવાની ક્રિયા
ચૈતન્યના આધારે થતી નથી. આંખની ક્રિયા ભિન્ન છે ને જ્ઞાનની ક્રિયા ભિન્ન છે. જ્ઞાન આંખના આધારે
જાણવાની ક્રિયા કરતું નથી, પણ પોતાના જ્ઞાનના આધારે જ જાણે છે. પોતાની વર્તમાન જ્ઞાનદશા સ્વતંત્રપણે શું
કામ કરી રહી છે તેનું જેને ભાન નથી તેને ત્રિકાળી ચૈતન્યનો અનુભવ થઈને સમ્યગ્દર્શન થાય નહીં. પોતાના
જ્ઞાનને સ્વતંત્ર ન માનતાં, હું પરના અવલંબને જાણું છું–એમ જે માને છે તેણે ઈન્દ્રિયોથી આત્માને જુદો જાણ્યો
નથી. તેવા મૂઢ જીવને અહીં સમજાવે છે કે આત્મા રસ–રૂપ વગરનો છે, તે જડ ઈન્દ્રિયોવડે જાણતો નથી.
આત્મા ઈન્દ્રિયો વડે જાણતો નથી એટલે આત્મા અરસ છે–એમ સમજતાં, ઈન્દ્રિયોની સન્મુખતાથી પાછું
ફરીને જ્ઞાન પોતાના આત્મસ્વભાવની સન્મુખ થાય તેણે ખરેખર આત્માને અરસ જાણ્યો કહેવાય. ઈન્દ્રિયોથી
આત્મા જાણતો નથી એમ સમજતાં જ્ઞાન પોતાના અતીન્દ્રિય આત્મસ્વભાવ તરફ વળે છે.
() જા ર્ . : નાકના અવલંબને આત્મા ગંધને સૂંઘતો નથી, પણ
પોતાના ચૈતન્યના અવલંબનથી જ ગંધનું જ્ઞાન કરે છે. તેને બદલે નાક વડે ગંધને જાણવાનું માનવું તે બે
પદાર્થોમાં એકપણાની મિથ્યાબુદ્ધિ છે. અજ્ઞાની પણ નાક વડે જાણતો નથી પરંતુ હું નાક વડે ગંધને જાણું છું–એમ
તે ભ્રમથી માને છે, એટલે તે પોતાના જ્ઞાનને ઈન્દ્રિયો તરફથી ખસેડીને સ્વભાવ તરફ વાળતો નથી–એ જ
અધર્મ છે. હું ઈન્દ્રિયોથી જાણતો નથી એમ સમજીને પોતાના જ્ઞાનને સ્વતરફ વાળીને આત્મામાં અભેદ કરવું તે
ધર્મ છે.
() સ્ જી િ : વળી નાકની જેમ સ્પર્શેન્દ્રિય વડે આત્મા પદાર્થોના સ્પર્શને જાણતો
નથી, આત્માના સ્વભાવમાં સ્પર્શ નથી, સ્પર્શથી આત્મા જુદો છે. સ્પર્શેન્દ્રિય વડે મને ટાઢા–ઉના સ્પર્શનું જ્ઞાન
થાય છે એમ જેણે માન્યું તેણે પોતાના જ્ઞાનને ત્રિકાળી શક્તિમાંથી આવતું ન માન્યું, પણ ઈન્દ્રિયમાંથી આવતું
માન્યું. ત્રિકાળી સામાન્ય જ્ઞાનમાંથી જ વિશેષ કાર્ય પ્રગટ થાય છે તેમ ન માન્યું તેણે ચૈતન્યના જીવતરને હણ્યું
છે, તે ચૈતન્યનો હિંસક છે, એનું નામ જીવહિંસા છે ને તે જ મહાપાપ છે. આત્માના અસલ સ્વભાવને સમજ્યા
વગર પુણ્ય અને પાપ કરીને અનંતવાર ચારે ગતિના ભવ આત્માએ કર્યાં છે, પણ પુણ્ય–પાપ બંનેથી રહિત
જ્ઞાનસ્વભાવી ત્રિકાળ સ્વરૂપ શુદ્ધ છે તેનું ભાન કદી કર્યું નથી. જો તેનું ભાન કરે તો અલ્પકાળે ભવભ્રમણના
નાશ થયા વગર રહે નહીં.
(૯) બહારની સામગ્રીથી કે બહારના ત્યાગથી પુણ્ય – પાપ થતાં નથી પણ અંદરના પરિણામથી જ
. : લોકોને ધર્મ કેમ થાય એની તો ખબર નથી, અને પુણ્ય–પાપ શી રીતે થાય છે તેની પણ ખબર
નથી; બહારના સંયોગથી ને બહારમાં લેવા–દેવાની ક્રિયાથી પુણ્ય–પાપ માને છે, પણ બહારના સંયોગથી પુણ્ય–
પાપ નથી, પુણ્ય–પાપ તો આત્માના અંતરંગ શુભ–અશુભ પરિણામથી છે. જુઓ, અનાદિકાળથી એકેન્દ્રિયમાં
રહેલા જીવને કોઈ વાર એવો શુભભાવ થાય છે કે ત્યાંથી નીકળીને સીધો રાજાને ત્યાં અવતરે છે. તેની પાસે
કયાં પૈસા કે આહાર હતો? તે જીવને અંદરમાં કાંઈક શુભ પરિણામ થયા હતા તેથી તે મનુષ્ય થયો.
અનંતકાળથી આત્માને જાણ્યા વિના એકેન્દ્રિયમાં પણ એવાં પુણ્ય કર્યાં કે એક મિનિટમાં અબજોની
પેદાશવાળો રાજા થાય. ત્યાં બાહ્ય સામગ્રી નથી પણ અંદરના પરિણામમાં સ્વતંત્રપણે પોતે શુભભાવ કરે છે
સંસારમાં જીવનો અનંતકાળ નિગોદમાં જાય છે, નિગોદમાંથી નીકળીને અનંતકાળે મનુષ્યપણું પામે છે. એવું
દુર્લભ મનુષ્યપણું પામીને જીવ જો સત્ય તત્ત્વનું આરાધન ન કરે તો પાછો એકેન્દ્રિયમાં જાય છે. સત્સસ્વભાવની
આરાધનાનું ફળ સિદ્ધપણું છે, ને વિરાધનાનું ફળ નિગોદદશા છે. ત્યાં નિગોદમાં એકેન્દ્રિયને પણ શુભભાવ થાય
છે. ત્યાં પુણ્યભાવનું સાધન શું? બાહ્યસાધન કાંઈ નથી પણ અંતરમાં વીર્યબળને તીવ્ર સંકલેશ ભાવમાં ન
જોડતાં કંઈક મંદરાગ કર્યો તેથી પુણ્ય થયા. માટે બહારની સામગ્રીથી આત્માને પુણ્ય–પાપ થતાં નથી.
વળી જો બહારના ત્યાગથી પુણ્ય થતાં હોય તો તે

PDF/HTML Page 9 of 21
single page version

background image
: ૮: આત્મધર્મ: ૮૫
એકેન્દ્રિય જીવની પાસે તો એક રાતી પાઈ કે વસ્ત્રનો કટકો પણ નથી એટલે બહારનો ત્યાગ ઘણો હોવાથી
પુણ્ય થઈ જવા જોઈએ. તથા જો બહારમાં હિંસા–અહિંસા હોય તો, તે એકેન્દ્રિય જીવ કોઈ જીવને મારતો નથી
તેથી તેને મોટો અહિંસક ગણવો જોઈએ. પરંતુ એમ નથી. તે એકેન્દ્રિય જીવને તીવ્ર સંકલેશ પરિણામ છે તે
જ પાપ છે ને તે જ હિંસા છે. પોતાના પરિણામ સ્વતંત્ર થાય છે તેનું પણ જીવ ભાન કરતો નથી. તો એને
ધર્મ ક્યાંથી થાય?
() ર્ ? : યથાર્થ તત્ત્વના ભાન વિના જીવ પુણ્ય–પાપ કરીને મોટો રાજા થયો ને
ભિખારી પણ થયો; સ્વર્ગમાં ગયો ને નરકમાં પણ ગયો, તે કાંઈ અપૂર્વ ચીજનથી, ...ચીજ તો, અંતરમાં
ચૈતન્ય શું છે તેનું ભાન કરવું તે છે, ને તેમાં જ શાંતિ છે. ભગવાન! તારામાં શક્તિપણે બેહદ આનંદ ને
જ્ઞાન છે તેમાંથી પ્રગટે છે, તેને ન માનતાં બહારથી પ્રગટે એમ માન્યું તે આત્માનો અનાદર છે. યથાર્થ
સ્વરૂપ શું છે તે જેના જાણવામાં આવે તેની રુચિની દિશા ફરી જાય; તથા રુચિની દિશા ફરતાં દશા ફરી
જાય, તેની શ્રદ્ધા ફરી જાય, તેનું જ્ઞાન ફરી જાય, તેની પ્રરૂપણા ફરી જાય, તેનું વલણ ફરી જાય, અને
સંસારદશા ફરીને અલ્પકાળમાં મોક્ષદશા થઈ જાય.
() જી ર્સ્રૂ ? િ ર્ િક્ર ીં. : અહીં આચાર્યદેવ
જીવનું પરમાર્થસ્વરૂપ સમજાવે છે કે જીવ ચેતનાસ્વરૂપ છે. પુદ્ગલના દ્રવ્યથી, તેના ગુણોથી ને તેના પર્યાયોથી
આત્મા જુદો છે, જડ ઈન્દ્રિયોથી આત્મા જુદો છે, રાગ–દ્વેષ તે પણ આત્મા નથી અને ક્ષાયોપશમિક અધૂરું
જ્ઞાન તે પણ આત્માનું પરમાર્થસ્વરૂપ નથી. આત્મા એકલો ચેતનમય છે. આત્મા કાન વડે શબ્દને સાંભળતો
નથી પણ જ્ઞાન વડે જાણે છે. પરસન્મુખ થઈને પરને જાણતો નથી પણ સ્વસન્મુખ રહીને જાણતાં જ્ઞાન પરને
પણ જાણી લે છે, એવો સ્વભાવ છે. જેમ સોનામાંથી કુંડળ વગેરે દશા થાય છે તેમ ત્રિકાળી ચૈતન્યમાંથી
તેની વિશેષ જ્ઞાનદશા થાય છે, તે જ્ઞાન વડે આત્મા શબ્દને જાણે છે. આત્મા પોતે અશબ્દ છે, તે કાનનું
અવલંબન લીધા વગર જ શબ્દને જાણે છે. અહીં ‘અશબ્દ’ કહેતાં માત્ર શબ્દથી જ જુદાપણાની વાત નથી
પણ શબ્દ, શબ્દ તરફના વલણથી થતો રાગ તેમ જ શબ્દ વગેરે પરસન્મુખ થતું જ્ઞાન–એ બધાને પણ શબ્દની
સાથે લઈને, તેનાથી આત્માને ભિન્ન બતાવ્યો છે. ઉપયોગનું વલણ સ્વતરફ કામ ન કરે ને પર તરફ જ
વલણ રાખે તથા પરથી કામ લેવાનું માને, –તે ભાવને આત્મા માનવો તે ઊંધી સમજણ છે, તે અનાદિની
મોટી ભૂલ છે, તે ભૂલ રાખીને જીવ ગમે તેટલું કરે તો પણ તેને ધર્મ થાય નહિ ને ભવભ્રમણ મટે નહિ,
આત્માની શાંતિ પ્રગટે નહીં. જેમ રાખના ઢગલા ઉપર લીંપણ થાય નહિ તેમ ઊંધી શ્રદ્ધારૂપી રાખના ઢગલા
ઉપર ધર્મનું લીંપણ થાય નહિ, એટલે કે આત્માના પરમાર્થસ્વભાવની સાચી ઓળખાણ વગર ધર્મની ક્રિયા
હોય નહિ.
() મ્ગ્ર્ જ્ઞ ? : આખો આત્મા કોને કહેવો કે જેને માનવાથી
સમ્યગ્દર્શન થાય? તે વાત ચાલે છે. આત્માને અધૂરો માને તો તે શ્રદ્ધા સાચી થાય નહિ. પણ પરિપૂર્ણ
આત્મા જેવો છે તેવો તેને જાણીને શ્રદ્ધામાં સ્વીકારે તો તે શ્રદ્ધા સાચી થાય એટલે કે સમ્યગ્દર્શન થાય. આ
સિવાય પુણ્યરાગમાં કે દેહની ક્રિયામાં એવી તાકાત નથી કે તેનાથી સમ્યગ્દર્શન થાય. પુણ્યરાગ વડે આત્મા
જણાતો નથી તેમ જ તે પુણ્યરાગને આત્મા માને તો પણ આત્મા જાણાતો નથી. રાગરહિત અને જ્ઞાનથી
પરિપૂર્ણ આત્માનો સ્વભાવ છે, તેને જેવો છે તેવો જાણે તો સાચું જ્ઞાન થાય. જેમ ૧૦૦ ની સંખ્યાને ૧૦૦
તરીકે માને તો તે બરાબર ગણાય, પણ શૂન્યને સો તરીકે માને તો તે બરાબર નથી, ૧ ને ૧૦૦ તરીકે માને
તો તે પણ બરાબર નથી અને ૯૯ ને ૧૦૦ તરીકે માને તો તે પણ બરાબર નથી. તેમ પરમાર્થસ્વરૂપ
ભગવાન આત્મા પરથી ભિન્ન પરિપૂર્ણ જ્ઞાનસ્વરૂપ છે, તેને તેવો જ જાણે તો સાચું જ્ઞાન કહેવાય. શરીર–
મન–વાણીથી આત્મા ભિન્ન છે, એટલે તેનાથી આત્મા ખાલી છે, આત્મામાં શરીર–મન–વાણીની શૂન્યતા છે,
તેથી તેનાથી આત્માને ખાલી માનવો જોઈએ, તેમજ અવસ્થામાં ક્ષણિક રાગાદિ ભાવો થાય છે તે
ત્રિકાળીસ્વભાવમાં નથી એટલે સ્વભાવમાં તે શૂન્ય છે, માટે તેને આત્મા માનવો ન જોઈએ. છતાં તે
વિકારને જો આત્મા માને તો તે શૂન્યને ૧૦૦ માનવા જેવું

PDF/HTML Page 10 of 21
single page version

background image
કારતક: ૨૪૭૭ : ૯:
મિથ્યાજ્ઞાન થયું. વળી અધૂરા જ્ઞાન જેટલો જ આત્મા માને તો તે પણ અજ્ઞાન છે. શરીરથી જુદો, રાગાદિથી
જુદો ને અધૂરા જ્ઞાન જેટલો પણ નહિ–એવો પૂર્ણ જ્ઞાનસ્વભાવી આત્મા કેવો છે? તેને જાણે તો સમ્યગ્જ્ઞાન
થાય–ધર્મ થાય, ને ભવભ્રમણ મટે. એ સિવાય ધર્મ થાય નહીં ને ભવભ્રમણ મટે નહીં. શરીર વગેરેનું હું કરું છું
અથવા ઈન્દ્રિયોથી મને જ્ઞાન થાય છે–એમ જે માને તેણે પરને આત્મા માન્યો છે, તે અજ્ઞાની છે. ક્ષણિક વિકારને
આખો આત્મા માનવો તે પણ ભ્રમ છે. અને એકલા પર તરફ વળતા જ્ઞાનને આત્મા માનવો તે પણ અજ્ઞાન છે.
પર તરફ વળતા જ્ઞાનથી આત્મા જણાતો નથી, પર તરફ વળતા જ્ઞાનની પ્રતીતિ કરે તો આખો આત્મા
પ્રતીતિમાં આવતો નથી, એટલે તે પણ મિથ્યાત્વ છે. શબ્દ–રૂપ વગેરે આત્મામાં નથી ને પુણ્ય–પાપ વિકાર છે તે
પણ આત્મસ્વભાવમાં નથી માટે તે કોઈ વડે આત્માનો ધર્મ થાય નહિ આત્માના સ્વભાવમાં જે ન હોય તેનાથી
આત્માનો ધર્મ થાય નહિ.
જ્ઞાનનો જે વર્તમાન અલ્પ ઉઘાડ છે તેટલો જ આત્મા નથી. ક્ષયોપશમ જ્ઞાન એટલે જ્ઞાનનો ઉઘાડ. તે
જ્ઞાનનો અંશ છે, તે અંશ પૂરતો આખો આત્મા નથી. પરસન્મુખ થઈને રસ વગેરેને જાણનારું જે જ્ઞાન છે તે
અલ્પજ્ઞતા જેટલો આત્મા નથી. જો અલ્પજ્ઞતા જેટલો જ આત્મા હોય તો અલ્પજ્ઞતા ટાળીને સર્વજ્ઞતા પ્રગટી શકે
નહિ. જે વર્તમાન અલ્પજ્ઞ અંશ છે તેનો પણ ત્રિકાળી સ્વભાવની દ્રષ્ટિએ આત્મામાં અભાવ છે. શરીરાદિ પરનો
અને વિકારનો તો આત્મામાં અભાવ છે, પણ જેમ ૯૯ ને ૧૦૦ માને તો તે મૂર્ખતા છે તેમ જ્ઞાનના અલ્પ
વિકાસને જ આખો આત્મા માને તો તેને ય આત્માનો ખરો સ્વભાવ નહિ સમજાય.
આત્મા ત્રિકાળ આનંદ અને જ્ઞાતાસ્વભાવ છે, તેનું ભાન કરીને તેમાં એકાગ્ર થતાં જ્ઞાન સમસ્ત ભૂત–
ભવિષ્ય–વર્તમાનને જાણે છે; આવો અખંડ જ્ઞાયકસ્વભા હોવા છતાં, વર્તમાન પરસન્મુખ થઈને એક અંશને જ
જાણે તેટલા અલ્પ જ્ઞાનને જે આખો આત્મા માની લ્યે તેણે આત્માનો સ્વભાવ જાણ્યો નથી.
આત્મા જ્ઞાનસ્વભાવી છે, તેની પર્યાયમાં પહેલાંં જ્ઞાન ઓછું હોય ને પછી વધતું દેખાય છે, તો તે જ્ઞાન
ક્યાંથી આવે છે? કોઈ સંયોગમાંથી જ્ઞાન આવતું નથી, શબ્દ જડ છે તે શબ્દના શ્રવણને લીધે જ્ઞાન વધતું નથી,
ઈન્દ્રિયોમાંથી કે રાગમાંથી પણ જ્ઞાન આવતું નથી, તેમ જ પૂર્વપર્યાયમાંથી પણ જ્ઞાન આવતું નથી, જે કાયમી
જ્ઞાનસ્વભાવ છે તેમાંથી જ જ્ઞાનની દશા આવે છે. તે જ્ઞાનની દશા જો જ્ઞાનસ્વભાવ તરફ વળીને આખા
ચૈતન્યસ્વભાવને પ્રતીતમાં લ્યે તો યથાર્થ આત્મા પ્રતીતમાં આવે. એવા આત્મસ્વભાવને પ્રતીતમાં લઈને
સ્વભાવમાં એકત્વરૂપ જે આત્મા થયો તેણે આત્માને ‘અરસ’ જાણ્યો છે. રસસન્મુખ કે પર્યાયસન્મુખ બુદ્ધિ
રાખીને ‘આત્મા અરસ છે’ એમ યથાર્થ જાણી–માની શકાય નહિ. રસ વગેરે તરફના જ્ઞાન જેટલો હું–એમ ન
માનતાં, જેણે પોતાના જ્ઞાનને અખંડ આત્મા તરફ વાળીને અભેદ કર્યું તેણે આત્માના અસલી સ્વભાવને જાણ્યો
છે. અનંતકાળે નહિ સમજેલ આ અપૂર્વ આત્માની વાત સ્વભાવસન્મુખ થતાં સમજવી સુલભ છે. આવા
આત્માની સમજણથી જ અંતરમાં શાંતિ ને આનંદ પ્રગટે છે, અને ભવભ્રમણનો અંત આવે છે.
“મોક્ષની મંડળીમાં ભળી જા!”
હે જીવ, હવે તો ભાવની ગૂલાંટ માર! સર્વજ્ઞ ભગવાને
કહેલું સત્ય સાંભળવા માંગતો હો તો, જેવા પરમાત્મા પૂર્ણ–
પવિત્ર છે તેવો તું પણ છે–તેની હા પાડ, ના પાડીશ નહિ. પ્રથમ
‘હા’ માંથી હા આવશે એટલે કે પૂર્ણનો આદર કરનાર પૂર્ણ થઈ
જશે. ‘હું વિકારરહિત છું ને તું પણ વિકાર–ઉપાધિ વિનાનો
જ્ઞાનાનંદ ભગવાન છો’ –એમ તારા આત્મામાં સિદ્ધપણું
સ્થાપીને–નિર્ણય કરાવીને, આત્મસ્વભાવ કેવો છે તે
સંભળાવતાં આચાર્યદેવ મોક્ષની મંડળી ઉપાડે છે.
[તું પણ
આત્માની રુચિથી હકાર લાવીને મોક્ષની મંડળીમાં ભળી જા!]
શ્રી સમયસાર–પ્રવચનો. ભા. ૧ પૃ. ૪૯

PDF/HTML Page 11 of 21
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : ૮૫
આત્માર્થીનું પહેલું કર્તવ્ય – ૧
અનંત ભવભ્રમણના મૂળને છેદી નાખનારું
શ્રી વીર સં. ૨૪૭૬ શ્રી સમય કલશ ૬–૭ તથા
શ્રાવણ વદ ૧૨ શનિવાર ગાથા ૧૩ ઉપર પ્રવચન

પ્રથમ ધર્મની શરૂઆત એટલે કે સમ્યગ્દર્શન કેમ થાય? તેની આ વાત છે. આત્મામાં શરીરાદિ પરવસ્તુઓ
તો નથી; ને અવસ્થામાં એક સમયપૂરતો વિકાર–સંસાર છે તે પણ આત્માના સ્વભાવમાં નથી. આખી
ચૈતન્યવસ્તુને એક સમયના વિકારવાળી માનવી તે અધર્મ છે. આત્માનો સ્વભાવ તો એક સમયમાં બધું જાણે તેવા
સામર્થ્યવાળો છે. આત્મા અનંત ગુણોથી પરિપૂર્ણ છે તેમાં વર્તમાન જ્ઞાનની અવસ્થાને અંતરમાં વાળીને કાયમી
સ્વભાવ સાથે એકરૂપ કરવી ને પૂર્ણ ચૈતન્યદ્રવ્યને શ્રદ્ધામાં સ્વીકારવું, તેનું નામ ધર્મની શરૂઆત છે.
આવા પરિપૂર્ણ આત્માને જે માને તેણે કેવી માન્યતા છોડવી પડે? –બધી ઊંધી માન્યતા છોડવી પડે.
નિમિત્તથી, પરથી કે વિકારથી જેઓ ધર્મ માને–મનાવે એવા કુદેવ–કુગુરુ–કુશાસ્ત્રની માન્યતા તો પહેલે ઘડાકે જ
છોડી દેવી જોઈએ. અને વર્તમાન જ્ઞાનની અધૂરી દશાના આશ્રયે કલ્યાણ થાય–એ માન્યતા પણ છોડી દેવી
જોઈએ. આત્મામાં નિમિત્ત વગેરે પરવસ્તુનો અભાવ છે, ક્ષણિક વિકારનો નિષેધ છે ને અધૂરી પર્યાય જેટલો
પણ આત્મા નથી, અનંત ગુણોથી પરિપૂર્ણ આત્મા છે, તેની શ્રદ્ધા કરવી તે જ પરમાર્થ સમ્યગ્દર્શન છે. આઠ
વર્ષની રાજકુંવરીઓને પણ અંતરમાં આવું યથાર્થ ભાન થાય છે. માટે, ‘અમે તો ગામડામાં જન્મેલા, ઓછી
બુદ્ધિવાળા અને અમારો ઘણો વખત તો વેપાર ધંધામાં ચાલ્યો ગયો, તો હવે અમને આવો આત્મા કેમ
સમજાય? ’ –એમ ન માની બેસવું. બધા સમજી શકે તેવો આત્મા છે. દરેક આત્મામાં પૂરું જ્ઞાનસામર્થ્ય ભર્યું છે.
પણ અંતરમાં નજર વાળવી જોઈએ. અંતરમાં નજર કરતાં ન્યાલ કરી દ્યે એવી વસ્તુ છે, નજર કરતાં ન્યાલ થઈ
જવાય એવો ભગવાન આત્મા ચૈતન્યનો ભંડાર છે.
કોઈ એમ માને કે અલ્પ ઉઘાડવાળી ક્ષયોપશમદશા તે ક્ષાયકભાવનું કારણ થાય, તો તે પણ પર્યાય–બુદ્ધિ–
વ્યવહારની મુખ્યતાવાળા–વ્યવહારમૂઢ છે. અખંડ પરિપૂર્ણ આત્માના આશ્રય વગર ક્ષાયક ભાવ પ્રગટે નહીં. જે
જિજ્ઞાસુને આવો પૂરો આત્મા માનવો હોય તેણે, નિમિત્તથી ને વિકારથી ધર્મ મનાવનારા કુદેવ–કુગુરુ વગેરેની
લવથવ છોડવી, તેનો આદર છોડવો, તેની પ્રશંસા છોડવી. તેમજ પોતાની પર્યાયમાં સાચા દેવ ગુરુની પ્રશંસા
વગેરેનો જે શુભભાવ થાય તે શુભરાગની પ્રશંસા પણ છોડવી, તે રાગને ધર્મનું કારણ ન માનવું; અને જ્ઞાનના
વર્તમાન ઉઘાડની પ્રશંસા કે અહંકાર પણ છોડવો. જો વર્તમાન અલ્પ ઉઘાડને જ આખું સ્વરૂપ માને તો તેની
પ્રશંસા તેમ જ અહંકાર થયા વિના રહે નહિ. પણ જે જીવ પરિપૂર્ણ અખંડ ચૈતન્યતત્ત્વને માને તે જીવ અલ્પ
ઉઘાડને પોતાનું પૂરું સ્વરૂપ ન માને એટલે તેને તેનો અહંકાર કે પ્રશંસા ન થાય; તેથી તે વર્તમાન પર્યાયને અભેદ
પરિપૂર્ણ સ્વભાવની સન્મુખ કરીને તેની પ્રતીતિ કરે; તે જ નિશ્ચયસમ્યગ્દર્શન છે, એ જ પ્રથમ અપૂર્વ ધર્મ છે.
વર્તમાન જ્ઞાનના વિકાસ જેટલો જ પોતાને માનીને ન અટકતાં, વર્તમાન જ્ઞાનને અંતરસ્વભાવમાં
વાળતાં અપૂર્ણતા કે પર્યાયની મુખ્યતા દેખાતી નથી એટલે આત્મા પરિપૂર્ણ જ પ્રતીતમાં આવે છે. આ રીતે
શુદ્ધનયવડે પરિપૂર્ણ આત્માને પ્રતીતમાં લેવો તે ખરેખર સમ્યગ્દર્શન છે.
અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે, ‘આત્મા જ્ઞાનમાત્ર છે, આત્મા જ્ઞાતાદ્રષ્ટા છે’ –એમ માની લીધું તે સમ્યગ્દર્શન
છે કે નહીં? તો કહે છે કે–એમ ઓઘીક માન્યતા ન ચાલે. સર્વજ્ઞદેવે જેવો આત્મા કહ્યો છે તેવો ઓળખીને,
અંતરમાં રુચિ વળીને દ્રવ્યસ્વભાવમાં પર્યાયની અભેદતા થાય ત્યારે આત્માને જ્ઞાતાદ્રષ્ટા માન્યો કહેવાય;–એ
સિવાય ‘આત્માને જ્ઞાતાદ્રષ્ટા માની લીધો’ એમ કહે તેથી ખરેખર સમ્યગ્દર્શન થઈ જતું નથી. અંતરમાં પર્યાય
વળીને તેનું વેદન–અનુભવન થવું જોઈએ.

PDF/HTML Page 12 of 21
single page version

background image
કારતક: ૨૪૭૭ : ૧૧:
અહો, જીવન બધું વિષયકષાયમાં વીતાવ્યું, શરીરના ચૂંથણામાં જીવન ગાળ્‌યું, ને આત્માની દરકાર કર્યા
વગર જીવનને ધૂળધાણી કરી નાંખ્યું–છતાં જો વર્તમાનમાં તે રુચિ ફેરવી નાંખે ને આત્માની રુચિ કરે તો આ
સમજાયા વગર રહે નહિ. આઠ–આઠ વર્ષની સમ્યગ્દ્રષ્ટિ કુંવરીઓ પણ પોતાના પૂર્ણ આત્માને આમ માને છે કે,
અહો! અમે તો ચૈતન્ય છીએ, અમારા આત્માને સિદ્ધ ભગવાનથી જરાય ઓછો માનવો અમને પાલવતો નથી,
અમે અમારા આત્માને પરિપૂર્ણ જ સ્વીકારીએ છીએ. અંતરસ્વભાવના અવલોકન તરફ વળતાં આઠ વર્ષની
બાલિકાને પણ આવું આત્મભાન થાય છે, માટે અમને આ ન સમજાય–એમ ન માનવું. બધા આત્મા
ચૈતન્યસ્વરૂપ છે, ને પૂરેપુરું સમજી શકે એવી તાકાત દરેક આત્મામાં ભરી છે.
આત્માનો જેવો સ્વભાવ છે તેવો અનુભવ કર્યા વગર, માત્ર આત્મા જ્ઞાતાદ્રષ્ટા છે–એમ માની લેવાથી
સમ્યગ્દર્શન નથી; કેમ કે આત્મા જ્ઞાનમાત્ર છે એવું તો નાસ્તિક સિવાય બીજા બધા મતવાળા માને છે. માટે
શ્રી સર્વજ્ઞભગવાનની વાણીમાં જેવો આત્મા કહ્યો છે તેવો નિર્ણય કરવો જોઈએ. શ્રી સર્વજ્ઞભગવાન એક
સમયમાં ત્રણકાળ ત્રણલોકને પ્રત્યક્ષ જ્ઞાનથી જાણે છે; એવા સર્વજ્ઞ ભગવાને કેવડો આત્મા કહ્યો છે? જેવા
પોતે પૂર્ણ છે તેવડો જ આત્મા કહ્યો છે, તેનાથી અધૂરો કહ્યો નથી. સર્વજ્ઞદેવના જ્ઞાનમાં રાગરહિતપણે બધી
ચીજો પ્રત્યક્ષ ભિન્ન ભિન્ન એક સાથે જણાય છે; એવા સર્વજ્ઞ ભગવાન આત્માનું સ્વરૂપ અધૂરું કે વિકારી
બતાવે નહિ, પણ એકેક આત્મા પરિપૂર્ણ છે–એમ સર્વજ્ઞભગવાન બતાવે છે. આ રીતે, આત્માનું પરિપૂર્ણ
સ્વરૂપ બતાવનાર શ્રી સર્વજ્ઞદેવ કેવા હોય, તેના સાધક સંતોની દશા કેવી હોય, ને તેમની વાણી કેવી હોય–
એમ સાચા દેવ–ગુરુ–શાસ્ત્રની ઓળખાણ પહેલાંં કરવી જોઈએ. સર્વજ્ઞ ભગવાન કહે છે કે હે ભાઈ, જો તારે
ધર્મ કરવો હોય તો તારે તારા આત્માને અપૂર્ણ કે વિકારી માનવો પાલવશે નહિ. જો તું અપૂર્ણતાવાળો ને
વિકારવાળો જ આત્માને માની લઈશ તો તારા આત્મામાંથી અપૂર્ણતા ને વિકાર ટળશે શી રીતે? આત્માને
અપૂર્ણ માનવાથી અપૂર્ણતા ટળે નહિ, પણ પૂર્ણ આત્માની શ્રદ્ધા કરવાથી અપૂર્ણતા ક્રમેક્રમે ટળી જાય છે. દરેક
આત્મા પ્રભુ છે, પૂર્ણ સામર્થ્યવાળા છે; અપૂર્ણતા અવસ્થામાં ભલે હો, પણ સદા અપૂર્ણતા જ રહ્યા કરે ને
પૂર્ણતા પ્રગટી જ શકે નહિ એવો તેનો સ્વભાવ નથી. પર્યાયથી પણ પરિપૂર્ણ થવાનું દરેક આત્માનું સ્વરૂપ છે.
એકેક આત્મા નિર્લેપ નિર્દોષ પરિપૂર્ણ પરમાત્મા છે–એવો ભગવાનની વાણીનો પોકાર છે. એવા પોતાના પૂર્ણ
આત્માને ઓળખીને તેના અનુભવથી જ સમ્યગ્દર્શન થાય છે અને ત્યારે જ ધર્મની શરૂઆત થાય છે. એ
સિવાય ધર્મની શરૂઆત થતી નથી.
શ્રી અરિહંત ભગવાન કહે છે કે–અહો! પૂર્ણ ચૈતન્યઘન સ્વભાવ ઉપર દ્રષ્ટિ આપીને અંર્તમુખ એકાગ્ર
થતાં મેં કેવળજ્ઞાન પ્રગટ કર્યું છે; દરેક જીવને અંતરમાં ચૈતન્ય દરિયો છલોછલ છલકાઈ રહ્યો છે, તેની અંતરદ્રષ્ટિ
કરવી તે સમ્યગ્દર્શન છે. આખો પરિપૂર્ણ ચૈતન્ય આત્મા છે તેનું ભાન કર્યા સિવાય વ્યવહારથી અર્થાત્ દેવ–ગુરુ–
શાસ્ત્રની શ્રદ્ધાથી સાચું સમ્યક્ત્વ થતું નથી.
આ પોતાનું કરવા માટે વાત છે. પરનું તો કોઈ કરી શકતો નથી, અજ્ઞાની માત્ર અભિમાન કરીને રખડે
છે. આત્માનું કલ્યાણ કેમ થાય તેની આ વાત છે. ભાઈ, તું તારું તો કર, તારું તો સુધાર. તારા હિત માટે
તારા અંર્તમુખ સ્વભાવમાં જો... તારા પૂર્ણ સ્વરૂપને દ્રષ્ટિમાં લે ભાઈ! આ દેહ તો ક્ષણમાં છૂટી જશે.
અવસ્થામાં અલ્પતા હોવા છતાં, આખા ચૈતન્યતત્ત્વનો સ્વીકાર કરનાર અને અલ્પતાનો નિષેધ કરનાર જીવ
સમ્યગ્દ્રષ્ટિ છે. અહો, આત્મતત્ત્વની આ વાત તો જગતને પહેલી સમજવા જેવી છે; બીજું તો ભલે આવડે કે ન
આવડે પણ આ વાત તો સમજવા જેવી છે. આ સમજ્યા વિના કલ્યાણ થવાનું નથી. આ સમજશે તો ભવથી
નીવેડા આવશે.
સર્વજ્ઞ ભગવાનની વાણીમાં વસ્તુસ્વરૂપની પરિપૂર્ણતા જાહેર કરી છે. દરેક આત્મા પોતાના સ્વભાવથી
પૂરો પરમેશ્વર છે, તેને કોઈ બીજાની મદદની અપેક્ષા નથી, તેમ જ દરેક જડ પરમાણુ પણ તેના સ્વભાવથી
પરિપૂર્ણ–જડેશ્વર ભગવાન–છે. જડ અને ચેતન દરેક પદાર્થ સ્વતંત્ર અને પરિપૂર્ણ છે, કોઈ તત્ત્વ કોઈ બીજા
તત્ત્વનો આશ્રય માંગતું નથી. –આમ સમજીને પોતાના પરિપૂર્ણ આત્માની શ્રદ્ધા કરવી તે સમ્યક્ત્વ છે.

PDF/HTML Page 13 of 21
single page version

background image
: ૧૨ : આત્મધર્મ: ૮૫
હવે બારમી ગાથા ઉપરના ચોથા કલશમાં શ્રી આચાર્યદેવ કહે છે કે–
अतः शुद्धनयायत्तं प्रत्यग्ज्योतिश्चकास्तितत्।
नवतत्त्वगतत्त्वेपि यदेकत्वं न मुंचति।।
७।।
અર્થ:– ત્યારબાદ શુદ્ધનયને આધીન જે ભિન્ન આત્મજ્યોતિ છે તે પ્રગટ થાય છે કે જે નવતત્ત્વમાં પ્રાપ્ત
થવા છતાં પોતાના એકપણાને છોડતી નથી.
જે ભિન્ન આત્મજ્યોતિ હતી તે જ પ્રગટી છે. પર્યાયની દ્રષ્ટિથી જોતાં નવતત્ત્વો દેખાય છે, પણ એકરૂપ
ચૈતન્યજ્યોતિ સ્વભાવની દ્રષ્ટિથી જોતાં તેમાં નવતત્ત્વના ભંગ નથી, ને નવતત્ત્વના લક્ષે થતા રાગથી પણ તે
જુદો છે. આવા શુદ્ધ આત્માને જોનારા જ્ઞાનને શુદ્ધનય કહે છે. ભગવાન! તું અંતરથી શ્રદ્ધા–જ્ઞાન કરીને વસ્તુને
ઓળખ તો ખરો! નવતત્ત્વની રાગમિશ્રિત શ્રદ્ધા તે પુણ્યબંધનું કારણ છે, ધર્મનું કારણ નથી. નવતત્ત્વની શ્રદ્ધાને
વ્યવહારસમ્યક્ત્વ કહ્યું છે, તે વ્યવહાર સમ્યક્ત્વ શુભરાગ છે, તેને ખરેખર સમ્યક્ત્વ માનવું તે મિથ્યાત્વ છે.
અહો, આચાર્યદેવ કહે છે કે એક અખંડ ચૈતન્યસ્વભાવની દ્રષ્ટિ છોડીને માત્ર નવતત્ત્વના ભેદનો અનુભવ કરવો
તે પણ મિથ્યાત્વ છે; તો પછી કુદેવાદિની શ્રદ્ધા કરે તેની વાત તો ક્યાં રહી? તેની તો વાત અહીં લીધી નથી.
અભેદસ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શન પ્રગટ થયા પછી ધર્મીને નવતત્ત્વ વગેરેના વિકલ્પ ઊઠવા છતાં
તેની દ્રષ્ટિ ભિન્ન એકાકાર આત્મજ્યોતિ ઉપર છે. નવતત્ત્વનું જ્ઞાન કરવા છતાં આત્મજ્યોતિ પોતાના એકપણાને
છોડતી નથી એટલે કે ધર્મીની દ્રષ્ટિ એકરૂપ આત્મજ્યોતિ ઉપરથી ખસતી નથી.
જે જીવ માત્ર નવતત્ત્વનો રાગસહિત વિચાર કરે છે, ને ભિન્ન એકરૂપ આત્માને અનુભવતો નથી તે તો
મિથ્યાત્વી છે. નવતત્ત્વના ભેદમાં રહેતાં એકરૂપ આત્મા સમજાતો નથી–અનુભવાતો નથી, પણ એકરૂપ
આત્માનો અનુભવ કરતાં તેમાં નવતત્ત્વનું રાગરહિત જ્ઞાન સમાઈ જાય છે.
ઊંડે ઊંડે, આ વાત મને નહિ સમજાય એવી બુદ્ધિ રાખીને સાંભળે તો તેને સમજણને યથાર્થ પ્રયત્ન
ક્યાંથી ઊગે? હજી આ વાત હું અત્યારે સાંભળું છું પણ પૂર્ણ આત્માની આવડી મોટી વાત કાલે મને યાદ રહેશે
કે નહિ? –એની પણ જેને શંકા થાય, તો તે– ‘અહો, આ મારા આત્માની અપૂર્વ વાત છે, અંર્તમુહૂર્તમાં હું
એકાગ્ર થઈને આનો અનુભવ પ્રગટ કરીશ–’ એવી હોંશ અને નિઃશંકતા ક્યાંથી લાવશે? અને તે નિઃશંકતા
વગર તેનો પ્રયત્ન અંર્તમુખ વલણમાં કેમ વળશે? હજી શું કહ્યું તે અંતરમાં પકડીને યાદ રહેવાની પણ જેને
શંકા છે તેને અંતરમાં વળીને તેવો અનુભવ ક્યાંથી થાય? હું પરિપૂર્ણ, કેવળી ભગવાન જેવો છું, એક સમયમાં
અનંત લોકાલોકને જાણવાનું સામર્થ્ય મારામાં જ છે, એમાં અંદર એકાગ્ર થાઉં એટલી જ વાર છે, ––એમ
પોતાની તાકાતનો વિશ્વાસ કરવો જોઈએ.
નવતત્ત્વના ભેદની શ્રદ્ધા છોડીને, અખંડ ચૈતન્યસ્વભાવના આશ્રયે રાગરહિત શ્રદ્ધા કરવી તે
પરમાર્થસમ્યક્ત્વ છે. અખંડ ચૈતન્યસ્વભાવના આશ્રયે નવ તત્ત્વનું રાગરહિત જ્ઞાન થઈ જાય છે.
હવે, એ પ્રમાણે ભૂતાર્થથી એક આત્માને જાણવો તે સમ્યગ્દર્શન છે–એમ કહે છે:– –
ભૂતાર્થથી જાણેલ જીવ, અજીવ વળી પુણ્ય, પાપ ને આસ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ તે સમ્યક્ત્વ છે.
અહીં નવતત્ત્વોને ભૂતાર્થનયથી જાણવા તેને સમ્યક્ત્વ કહ્યું, તેમાં ભૂતાર્થ કહેતાં નવતત્ત્વના ભેદનું લક્ષ
છોડીને અંતર ચૈતન્યસ્વભાવ તરફ વળવાનું આવ્યું. ભૂતાર્થ એકરૂપ સ્વભાવ તરફ વળીને નવતત્ત્વોનું
રાગરહિત જ્ઞાન કરી લીધું–એટલે કે નવતત્ત્વોમાંથી એકરૂપ અભેદ આત્માને તારવીને તેની શ્રદ્ધા કરી, તે
ખરેખર સમ્યક્ત્વ છે.
એકલા નવતત્ત્વના લક્ષે અટકીને નવતત્ત્વની શ્રદ્ધા કરવી તેને પણ મિથ્યાત્વ કહ્યું છે. હજી નવતત્ત્વ શું છે
તેની પણ જેને ખબ૨ નથી તેને તો વ્યવહારસમ્યક્ત્વ પણ નથી. વ્યવહારસમ્યક્ત્વ વગર તો સીધું
નિશ્ચયસમ્યક્ત્વ કોઈને થઈ જતું નથી અને વ્યવહારસમ્યક્ત્વથી પણ નિશ્ચયસમ્યક્ત્વ થઈ જતું નથી. પહેલાંં
જીવ–અજીવાદિ નવતત્ત્વો શું છે તે સમજવું જોઈએ. હું જીવ છું, શરીરાદિ અજીવ છે તેનાથી હું ભિન્ન છું.
નવતત્ત્વમાં પહેલું જીવતત્ત્વ છે. જીવ કોને કહેવો? શરીરાદિ જીવ નથી, રાગ પણ ખરેખર જીવ નથી અને અલ્પ
જ્ઞાનદશા તે પણ જીવતત્ત્વનું ખરું સ્વરૂપ નથી. જીવ તો પરિપૂર્ણ ચૈતન્યમય અનંતગુણનો એકરૂપ પિંડ

PDF/HTML Page 14 of 21
single page version

background image
કારતક: ૨૪૭૭ : ૧૩:
છે. હું પરિપૂર્ણ પરમાત્મા જેવો છું, રાગાદિરહિત ચૈતન્યસ્વરૂપ છું, નિમિત્તનો મારામાં અભાવ છે ને રાગાદિનો
નિષેધ છે;–એ પ્રમાણે પહેલાંં રાગસહિત વિચારથી જીવને માને છે, તેને પણ હજી મિથ્યાત્વ છે. તો પછી, પહેલાંં
જે વ્યવહારથી–રાગમિશ્રિત વિચારથી એટલું પણ જાણતો નથી તે તો એક ચૈતન્યતત્ત્વનો અનુભવ કઈ રીતે
કરશે? વસ્તુસ્વરૂપને સમજવા તથા સમજાવવા જતાં નવતત્ત્વના ભેદનો વિકલ્પ આવ્યા વગર રહેતો નથી. ભેદ
પાડ્યા વગર સમજાવવું કઈ રીતે? પરંતુ તે ભેદના આશ્રયે સમ્યગ્દર્શન થતું નથી.
હું જીવ છું, શરીરાદિ પદાર્થો મારાથી ભિન્ન અજીવતત્ત્વ છે. એ અજીવ વસ્તુ તેના દ્રવ્ય–ગુણ પર્યાયવાળી
છે, એટલે તેની પર્યાય તેના પોતાથી જ થાય છે, મારાથી થતી નથી. શરીરની ક્રિયા જીવને લીધે થતી નથી–આમ
જીવ અને અજીવ તત્ત્વો જુદાં છે. એ પ્રમાણે તે તત્ત્વોને જુદા જુદા માને ત્યારે તો જીવ–અજીવ વગેરે તત્ત્વોને
વ્યવહારે માન્યાં કહેવાય. નવતત્ત્વોને નવપણે જુદાં જુદાં માનવા તેને વ્યવહારશ્રદ્ધા કહેવાય છે, પણ જીવ–
અજીવ બધાને એકમેક માનવા અર્થાત્ જીવ અજીવનું કરે–એમ માનવું તે તો વ્યવહારશ્રદ્ધા નથી. આત્મા
શરીરની ક્રિયા કરી શકે છે એમ જે માને તેને તો જીવ–અજીવતત્ત્વની વ્યવહારશ્રદ્ધા પણ નથી. નવતત્ત્વોને
નવતત્ત્વ તરીકે જુદા માનવા તે રાગસહિત શ્રદ્ધાને વ્યવહારસમ્યક્ત્વ કહેવાય છે; ને નવતત્ત્વના વિકલ્પથી પાર
થઈને અભેદ ચૈતન્યતત્ત્વની અંતરદ્રષ્ટિ કરે તે પરમાર્થશ્રદ્ધા છે. આ અપૂર્વ વાત છે.
પ્રશ્ન:– પણ સાહેબ, આત્માની સમજણમાં બુદ્ધિ પરોવાતી નથી?
ઉત્તર:– જુઓ ભાઈ, બુદ્ધિ બીજામાં તો પરોવાય છે ને? તો બીજે ઠેકાણે બુદ્ધિ પરોવાય ને આત્મામાં
બુદ્ધિ ન પરોવાય–એનું કાંઈ કારણ? સંસારના ભણતર ને વેપાર–ધંધા વગેરેમાં તો બુદ્ધિ પરોવે છે ને અંતરના
ચૈતન્યને સમજવામાં બુદ્ધિને પરોવતો નથી, તો તેને તેમાં પોતાનું હિત ભાસ્યું નથી. ચૈતન્યતત્ત્વની સમજણમાં
જ મારું હિત છે એમ જો ખરેખર ભાસે તો તેમાં પોતાની બુદ્ધિ લાગ્યા વગર રહે જ નહીં. અહો, આમાં મારું
કલ્યાણ છે, આમાં મારા પ્રયોજનની સિદ્ધિ છે–એમ તેને ચૈતન્યતત્ત્વનો મહિમા ભાસ્યો નથી. જો ચૈતન્યની રુચિ
થાય તો તેમાં બુદ્ધિ લાગ્યા વગર રહે નહિ અને ન સમજાય એમ બને નહિ.
• સિદ્ધપણાના લક્ષે સાધકપણાની શરૂઆત •
આ આત્મસ્વભાવની અપૂર્વ શરૂઆત સમજ્યા વિના જીવ અનંતવાર નવમી ગ્રૈવેયકે
પુણ્યના ફળથી ગયો. ‘હું સ્વાધીનસ્વરૂપ છું, પરના આશ્રય વિનાનો છું’ એ ભૂલીને જૈનના
મહાવ્રતાદિ પણ કર્યાં, વસ્ત્રના તાણા વગર નગ્ન દિગંબર દશા ધારી ઉગ્ર શુભભાવ સહિત પાંચ
મહાવ્રત અનંતવાર પાળ્‌યાં, ઉત્કૃષ્ટ તપ કર્યાં, કોઈ અગ્નિથી બાળી નાંખે છતાં જરા પણ ક્રોધ ન
કરે–એવી ક્ષમા શુભભાવથી રાખી, તો પણ સર્વજ્ઞભગવાન કહે છે કે એવું અનંતવાર કર્યું પણ ધર્મ
ન થયો. માત્ર તેવા ઊંચા પુણ્ય કરી અનંતવાર સ્વર્ગમાં ગયો, પણ હું પરથી નિરાળો છું, પુણ્ય–
પાપની વૃત્તિ ઊઠે તેનાથી પરમાર્થે જુદો જ છું, મનની–રાગની સહાયતાથી હું શુદ્ધદશા પ્રગટ કરી
શકું નહિ, –એમ સ્વરૂપની પૂર્ણ સ્વાધીનતાની વાત બેઠી નહિ.
–તેથી અહીં સમયસાર શાસ્ત્રની શરૂઆતમાં આચાર્યદેવ સર્વ સિદ્ધોને ભાવ તથા દ્રવ્યસ્તુતિ
કરીને પોતાના તથા પરના આત્માને સિદ્ધસમાન સ્થાપીને તેનું વિવેચન કરે છે... કોઈને આ મોટી
વાત લાગે, પણ પૂર્ણસ્વરૂપ કબૂલ્યા વિના પૂર્ણની શરૂઆત કેમ થાય? લોકોને જ્ઞાની કહે–તું પ્રભુ
છે’ તે સાંભળતાં ભડકી ઊઠે છે, અને કહે છે કે–અરે! આત્માને પ્રભુ કેમ કહ્યો? જ્ઞાની કહે છે કે
બધા આત્મા પ્રભુ છે. બાહ્ય વિષય–કષાયમાં જેની દ્રષ્ટિ છે તેઓ આત્માને પ્રભુ માનવાની ના કહે
છે. પણ અહીં કહે છે કે– ‘હું સિદ્ધ છું’ –એમ વિશ્વાસ કરીને હા પાડો. પૂર્ણતાના લક્ષ વિના
વાસ્તવિક શરૂઆત નથી. ‘હું પામર છું, ઊણો છું’ એમ માની જે કાંઈ કરે તેને પરમાર્થે કાંઈ
શરૂઆત નથી. ‘હું પ્રભુ નથી’ એમ કહેવાથી ‘ના’ માંથી હા નહિ આવે અર્થાત્ સાધકપણાની
શરૂઆત નહિ થાય. અણશીયાને કોઈ દૂધ–સાકર પાય તો પણ તે નાગ ન થાય. તેમ પ્રથમથી
આત્માને હીણો માની પૂર્ણતાનો પુરુષાર્થ કરવા માગે તો ન થાય. કણો અણશીયા જેવડો હોય છતાં
ફૂંફાડા મારતો નાગ છે, તે કડક વીર્યવાળો હોય છે. નાનો નાગ પણ ફણીધર સાપ છે, તેમ આત્મા
વર્તમાન અવસ્થામાં નબળાઈવાળો દેખાય છતાં સ્વભાવે તો સિદ્ધ જેવો પૂર્ણ છે, તે પૂર્ણતાના લક્ષે
ઉપડેલો સાધક પૂર્ણ થયા વિના રહે નહીં. માટે શ્રી આચાર્યદેવ પ્રથમથી જ પૂર્ણ સિદ્ધ સાધ્યપણાથી
વાત શરૂ કરે છે. કેટલી હોંશ છે!! –શ્રી સમયસાર–પ્રવચનો ભાગ–૧ પૃ. ૨૮–૨૯.

PDF/HTML Page 15 of 21
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : ૮૫
આત્માર્થીનું પહેલું કર્તવ્ય – ૨
ચૈતન્યભગવાનાં દર્શન કરવા માટેનું આંગણું
કેવું હોય?

નિશ્ચય એટલે કે સાચું સમ્યક્ત્વ કોને કહેવું? –તે સમ્યક્ત્વ અનંતકાળથી સંસારમાં રખડનારા અનંત
જીવોએ કદી એક સેકંડમાત્ર પણ પ્રાપ્ત કર્યું નથી. તે સમ્યગ્દર્શન કેમ થાય તેનો ઉપાય અહીં કહેવાય છે.
આત્માનો જેવો સ્વભાવ છે તેની સમજણ કરીને તેનું અંતરમાં ઘોલન કરવું તે જ સમ્યગ્દર્શનનો ઉપાય છે, ને
તે પ્રથમ ધર્મ છે.
શરીરાદિ પર ચીજ હું અને વિકાર તે જ હું–એમ માનીને જીવ પોતાના ધ્રુવ ચૈતન્યસ્વભાવને ચૂકી જાય
છે, તેને ભગવાન મિથ્યાત્વ એટલે કે અધર્મ કહે છે. તે ઊંધી માન્યતા ટાળીને ધ્રુવ ચૈતન્યસ્વરૂપ આત્માની
પ્રતીતિ કરવી તે સમ્યગ્દર્શન છે. તે સમ્યગ્દર્શન તો કાર્ય છે, તેનો ઉપાય શું? કે સ્વભાવ તરફની રુચિ કરીને
તેનો અંતરવિચાર કરવો તે સમ્યગ્દર્શનનો ઉપાય છે. શુદ્ધ આત્મસ્વભાવની રુચિ અને લક્ષ છે તે જ
સમ્યગ્દર્શનનો નિશ્ચય ઉપાય છે.
શ્રી સર્વજ્ઞદેવ કહે છે કે અમે જ્ઞાનસ્વરૂપ આત્મા છીએ, અંર્તમુખ સ્વભાવનો વિશ્વાસ કરીને એકાગ્ર થતાં
અમારી પૂર્ણ શુદ્ધ રાગરહિત કેવળજ્ઞાનદશા પ્રગટી છે. તું પણ અમારા જેવો આત્મા છે, ને તારામાં પણ અમારા
જેટલું જ પરિપૂર્ણ સામર્થ્ય છે. અમારી અવસ્થામાંથી રાગાદિ ટળી ગયા છે કેમ કે તે અમારું સ્વરૂપ ન હતું, તો
તારી અવસ્થામાં જે મિથ્યાત્વ રાગાદિ છે તે તારું સ્વરૂપ નથી, પણ વિકારરહિત ધ્રુવ ચૈતન્યસ્વરૂપ તું છો;–એ
પ્રમાણે તારા પરમાર્થસ્વભાવનું અનુમાન કરીને તેની રુચિ કર, તે જ સમ્યગ્દર્શનનો ઉપાય છે. શરીર, મન,
વાણી વગેરે તો જડ છે–અજીવ છે, તે આત્માથી જુદા છે–એમ દેખાય છે; અને ક્રોધાદિ વિકારી ભાવો પણ નવા
નવા કરે તો થાય છે, ન કરે તો થતા નથી–એમ અનુભવમાં આવે છે. પૂર્વે કામ–ક્રોધાદિની તીવ્ર વિકારી વાસના
થઈ, તેનો વર્તમાન જ્ઞાનમાં વિચાર કરતાં તેનું જ્ઞાન થાય છે પણ તે વિકારીવાસના વર્તમાન પ્રગટ થતી નથી,
માટે તે વિકારીવાસના આત્માનું ખરું સ્વરૂપ નથી પણ જ્ઞાન જ આત્માનું સ્વરૂપ છે–એમ અનુમાન વડે
આત્માના સ્વભાવને લક્ષમાં લઈને નક્કી કરવો તે સમ્યગ્દર્શનનું કારણ છે.
કોઈને તીવ્ર ક્રોધના આવેશમાં ખૂન કરવાની લાગણી થઈ આવી અને બે–પાંચ ખૂન કરી નાખ્યા, પણ
પછી જ્યારે તે લાગણી ઠરી ગઈ ત્યારે તેનો એકરાર કરે છે; તે વખતે, પૂર્વે ખૂન કરવામાં જે ક્રોધનો વેગ હતો તે
વર્તમાનમાં આવતો નથી; કેમ કે તે ચૈતન્યનો સ્વભાવ નથી. આ તીવ્ર વિકારની મોટી વાત કરી, તે જ પ્રમાણે
બીજા પણ પાપ કે પુણ્યના જે વિચાર આવે તે બીજી ક્ષણે ટળી જાય છે માટે તે મારું સ્વરૂપ નથી; વિકારનું જ્ઞાન
કરનારો હું પોતે વિકાર વગરનો જ્ઞાનસ્વરૂપ છું–એમ પહેલાંં અનુમાન કરવું જોઈએ. તે અનુમાન પણ યથાર્થ છે,
તેમાં ફેર પડે નહિ. એવું સ્વભાવનું અનુમાન કર્યું તે સમ્યગ્દર્શનનો ઉપાય છે.
અહો, અનંતકાળમાં ચૈતન્યનું શરણ કોણ છે તે જીવે કદી વિચાર્યું નથી. બહારમાં કોઈ પદાર્થ આત્માને
શરણરૂપ નથી. શરીર પણ શરણરૂપ નથી. ચૈતન્યતત્ત્વનું અંર્તશરણ ચૂકીને બહારમાં શરણ માન્યું, તે મરતાં
અશરણપણે મરે છે. ધ્રુવ ચૈતન્યસ્વરૂપને જાણ્યા વિના કોનાં શરણે શાંતિ રાખે? અરે ભાઈ! શું આવું જ સ્વરૂપ
હશે? શું કોઈ શરણરૂપ ચીજ નહિ હોય! અંતરમાં ચૈતન્યતત્ત્વ શરણભૂત છે તેનું લક્ષ કર.
જેણે અપૂર્વ ધર્મ કરવો છે તે જીવ, કુદેવાદિની માન્યતા છોડીને પહેલાંં તો આત્મસ્વભાવ જેવો છે તેવો
જ્ઞાનમાં વિકલ્પસહિત નિર્ણય કરે છે, પછી અંતરસ્વભાવમાં વળીને નિર્વિકલ્પ અનુભવ પ્રગટતાં વિશેષ દ્રઢ
નિર્ણય થઈને સમ્યક્પ્રતીતિ પ્રગટે છે. આમાં અંતરમાં આત્માના વિચારની જે ક્રિયા છે તેનું માહાત્મ્ય અજ્ઞાનીને
આવતું નથી. પહેલાંં નવતત્ત્વના રાગમિશ્રિત વિચાર વગર સીધું એક આત્માના અનુભવમાં આવી

PDF/HTML Page 16 of 21
single page version

background image
કારતક : ૨૪૭૭ : ૧૫ :
શકાતું નથી, તેમ જ એક અભેદ આત્માના અનુભવમાં તે નવતત્ત્વના વિકલ્પો મદદરૂપ નથી. વર્તમાન જ્ઞાનની
દશા અખંડચૈતન્ય તરફ વળીને આત્મસ્વભાવની નિર્વિકલ્પ શ્રદ્ધા થવી તે નિશ્ચયસમ્યગ્દર્શન છે; એવું સમ્યગ્દર્શન
પ્રગટ થયા પહેલાંં નવતત્ત્વનું જ્ઞાન કેવું હોવું જોઈએ તેની વાત કરે છે.
હું જીવ છું; શરીર વગેરે અજીવ છે; દયા, દાન, વ્રત વગેરે ભાવો પુણ્ય છે; પુણ્ય તે જીવ નથી, જીવ તે પુણ્ય
નથી; અજીવથી જીવ જુદો છે. –એ પ્રમાણે નવ તત્ત્વો અભૂતાર્થનયથી છે તેને જેમ છે તેમ જાણવા જોઈએ–આ પણ
શુભભાવ છે, કાંઈ ધર્મ નથી. ધર્મ તો અંતરમાં ભેદનું લક્ષ છોડીને એકરૂપ પરમાર્થસ્વભાવના અનુભવથી થાય છે;
પણ ત્યાર પહેલાંં ઉપર પ્રમાણે નવ તત્ત્વના વિચારરૂપ શુભભાવની પ્રવૃત્તિ આવ્યા વિના રહેતી નથી.
અહો, જીવે કદી પોતાનાં આત્માની દરકાર કરી નથી. જેમ બળદ અને ગધેડા જિંદગી આખી ભાર ખેંચી
ખેંચીને જીવન પૂરું કરે છે, તેમ ઘણા જીવો આ મનુષ્ય ભવ પામીને પણ વેપાર–ધંધામાં ને રસોઈ વગેરેમાં
મજુરી કરી કરીને જીવન ગાળે છે. પરનું કાંઈ કરી તો શકતો જ નથી, મફતનો પરનાં અભિમાન કરે છે. પણ
આત્મા કોણ છે, શું તેનું સ્વરૂપ છે? તે કદી અંતરમાં વિચારતો નથી. હું તો જીવતત્ત્વ ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ છું, ને
શરીરાદિ અજીવતત્ત્વ છે. બંને તત્ત્વો ભિન્ન ભિન્ન છે. બહારમાં પૈસા વગેરે વસ્તુઓ લેવા–દેવાની કે રસોઈ
કરવાની ક્રિયા જડની છે, તે હું કરી શકતો નથી. હું તો જાણનાર તત્ત્વ છું. જીવ અને અજીવ સદાય જુદાં છે. –એ
પ્રકારે નવતત્ત્વના યથાર્થ વિચાર કરવા તે પણ હજી વ્યવહારસમ્યક્ત્વ છે; અને નવતત્ત્વના ભેદના વિકલ્પરહિત,
એક ચૈતન્યસ્વરૂપ આત્માની શ્રદ્ધા કરીને અનુભવ કરવો તે પરમાર્થે સમ્યગ્દર્શન છે. શ્રેણીક રાજાને આવું
સમ્યક્ત્વ હતું, તેના ફળમાં સંસારનો નાશ કરીને એક ભવે મુક્તિ પામશે. આવતી ચોવીશીમાં તેઓ પહેલાં
તીર્થંકર થશે. તેમને વ્રતાદિ ન હતા, પણ અહીં કહેવાય છે તેવું આત્માનું ભાન હતું–સમ્યગ્દર્શન હતું, તેથી તે
એકાવતારી થયા.
તીર્થ એટલે તરવાનો ઉપાય; સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે તારવાનો ઉપાય છે. ને તેની પ્રવૃત્તિમાં
નવતત્ત્વની શ્રદ્ધા તે નિમિત્તરૂપ છે. તે વ્યવહારશ્રદ્ધા કાંઈ મૂળસ્વરૂપ નથી, –તે પોતે તીર્થં કે મોક્ષમાર્ગ નથી; પણ
તે વ્યવહારશ્રદ્ધા પરમાર્થમાં જતાં વચ્ચે આવ્યા વિના રહેતી નથી. કોઈ ઈશ્વર આ જગતના કર્તા છે અથવા બધું
થઈને એક બ્રહ્મસ્વરૂપ જ છે–વગેરે કહેનારા કુતત્ત્વોની શ્રદ્ધાથી છૂટીને, શ્રી સર્વજ્ઞદેવે કહેલા નવ તત્ત્વોની શ્રદ્ધા
કરવી તે વ્યવહારશ્રદ્ધા છે, તેમાં રાગપરિણામ છે અને તે રાગરહિત થઈને અભેદ આત્માની પ્રતીતિ કરવી તે
પરમાર્થ સમ્યગ્દર્શન છે, ને તે ધર્મ છે.
પ્રશ્ન:– એવી પ્રતીતિ મરવા ટાણે કરીએ તો?
ઉત્તર:– ભાઈ, અત્યારે જ આત્માના ભાન વગર તું ક્ષણે ક્ષણે ભાવમરણમાં મરી જ રહ્યો છે; માટે તે
ભાવમરણથી બચવા આત્માના સ્વભાવની ઓળખાણ કર. શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે કે–
“ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે
કાં અહો! રાચી રહો?
હું પરનું કરું, ને વિકારથી લાભ થાય–એમ માનીને, તે ઊંધી માન્યતાથી તારો આત્મા ક્ષણે ક્ષણે ભયંકર
ભાવમરણમાં મરી રહ્યો છે. તે મરણથી બચીને જો તારે આત્માનું જીવન પ્રાપ્ત કરવું હોય તો ચૈતન્યસ્વરૂપ
આત્માની પ્રતીતિ કર. એ ચૈતન્યથી પ્રતીતિ વગર ચૈતન્યજીવન જીવાતું નથી ને ભાવમરણથી બચાતું નથી.
વ્યવહારસમ્યક્ત્વમાં તો ભેદથી નવતત્ત્વની શ્રદ્ધા છે, ને અભેદ પરમાર્થસમ્યક્ત્વમાં તો એકરૂપ અભેદ
આત્માની જ પ્રસિદ્ધિ છે; ‘આત્મખ્યાતિ’ તે નિશ્ચયસમ્યક્ત્વનું લક્ષણ છે.
હે ભાઈ, તારે ભગવાન પાસે આવવું છે કે નહિ? તારે ચૈતન્યભગવાનના સાક્ષાત્ દર્શન કરવાં છે? તો
તારે પ્રથમ વ્યવહારશ્રદ્ધા ચોકખી કરવી પડશે. ચૈતન્યભગવાનનાં દર્શન કરવામાં પહેલાંં દ્વારપાળ તરીકે
વ્યવહારશ્રદ્ધા આવે છે. પરંતુ જો તે દ્વારપાળની પાસે જ રોકાઈ જઈશ તો તને ચૈતન્યભગવાનનાં દર્શન નહિ
થાય. પ્રથમ નવતત્ત્વને બરાબર જાણીને, એક અભેદ આત્માના સ્વભાવ તરફ અંતરવલણ કરીને પ્રતીતિ કરતાં
ચૈતન્યપ્રભુનાં દર્શન થાય છે, તે સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન વડે એ ચૈતન્યભગવાનનાં દર્શન કરતાં તારા ભવનો
અંત આવી જશે. એ ચૈતન્યભગવાનનાં દર્શન વગર ભવનો અંત આવશે નહીં.

PDF/HTML Page 17 of 21
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : ૮૫
નવતત્ત્વના જ્ઞાનમાં પણ જે ગોટા વાળે છે તે તો હજી ચૈતન્યભગવાનના આંગણે પણ નથી આવ્યો; તેને
ચૈતન્યભગવાનનાં દર્શન થાય નહિ. પહેલાંં રાગમિશ્રિત વિચારથી જીવ, અજીવને ભિન્ન ભિન્ન માનવા તે
ચૈતન્ય ભગવાનનું આંગણું છે, અને અભેદસ્વરૂપના રાગરહિત અનુભવ સહિત પ્રતીતિ કરવી તે
ચૈતન્યભગવાનનાં સાક્ષાત્ દર્શન છે, –તે નિશ્ચયસમ્યગ્દર્શન છે.
નવતત્ત્વમાં ત્રીજું પુણ્યતત્ત્વ છે; તે પુણ્યતત્ત્વ જીવને શરણભૂત નથી. જીવતત્ત્વ નિત્ય ધ્રુવરૂપ છે ને
પુણ્યતત્ત્વ ક્ષણિક વિકાર છે; પુણ્યના આધારે જીવતત્ત્વ નથી. જીવતત્ત્વ અને પુણ્યતત્ત્વ જુદા જુદા છે. ત્રિકાળી
જીવતત્ત્વ તે પુણ્યનું કારણ નથી. જો ત્રિકાળી તત્ત્વ પુણ્યનું કારણ હોય તો પુણ્ય કદી ટળે નહિ. પુણ્યતત્ત્વ પોતે
જીવ નથી ને જીવતત્ત્વ તે પુણ્ય નથી. એમ બંને તત્ત્વનું ભિન્ન ભિન્ન સ્વરૂપ જાણવું જોઈએ.
શ્રદ્ધા હોય છે; છતાં પરમાર્થ સમ્યગ્દર્શન તો એક અભેદતત્ત્વની શ્રદ્ધાથી જ છે.
પુણ્યભાવ તે ત્રિકાળી આત્મા નથી. પુણ્યભાવથી આત્મા પ્રગટે એમ માનો તો જીવ અને પુણ્યતત્ત્વ જુદાં
રહેતાં નથી. અને ત્રિકાળી જીવતત્ત્વને પુણ્યનું કારણ માનો તો પણ જીવ અને પુણ્યતત્ત્વ જુદાં રહેતાં નથી. દયા,
પૂજા, ભક્તિ દાન, બ્રહ્મચર્ય વગેરે શુભપરિણામ છે તે પુણ્યતત્ત્વ છે. તે જો આત્મા હોય તો, આત્માથી તેની
ભિન્નતા નક્કી થઈ શકે નહિ, અને નવતત્ત્વ પણ નહિ રહે. જીવમાં જીવ છે ને પુણ્યમાં પુણ્ય છે, જીવમાં પુણ્ય
નથી, પુણ્યમાં જીવ નથી, –એમ દરેક તત્ત્વને પોતાનું ભિન્ન ભિન્ન લક્ષણ છે. એવા નવતત્ત્વોને નક્કી કરવા તે તો
વ્યવહારસમ્યક્ત્વ છે.
પુણ્યતત્ત્વ તે આત્મા નથી, તેમ પુણ્યતત્ત્વ તે પાપ પણ નથી. દયા, દાન, પૂજા ભક્તિ વગેરેના ભાવો તે
પુણ્યતત્ત્વ છે, તે કાંઈ પાપ નથી. છતાં તે દયા, પૂજાદિના ભાવને પાપ મનાવે તો તેને પણ નવતત્ત્વની વ્યવહારશ્રદ્ધા
નથી. અંર્તસ્વભાવને નક્કી કરવા જતાં વચ્ચે નવતત્ત્વની શ્રદ્ધાનો વિકલ્પ આવ્યા વિના રહેતો નથી.
શ્રદ્ધા નથી. ધર્મનો સંબંધ ધન સાથે નથી પણ ચૈતન્ય સાથે છે. ધન તો અજીવતત્ત્વ છે, શું તે અજીવથી જીવને
ધર્મ થાય? ધનથી ધર્મ તો થતો નથી, અને ધનથી પુણ્ય પણ થતું નથી. ધન તે જડતત્ત્વ છે ને પુણ્ય તો જીવનો
મંદકષાયભાવ છે; તે બંને ભિન્ન છે. આમ હોવા છતાં જે પૈસાથી ધર્મ માને કે પૈસાથી પુણ્ય અથવા પાપ માને
તો તેને વ્યવહારશ્રદ્ધા પણ સાચી નથી. શ્રી આચાર્યદેવ તો આત્માની પરમાર્થશ્રદ્ધા કરાવવા માંગે છે. હજી
નવતત્ત્વને જેમ છે તેમ વિકલ્પથી માને પણ નવભેદરહિત એક પરમાર્થ આત્માને શ્રદ્ધાનો વિષય ન બનાવે તો
તે પણ મિથ્યાત્વી છે.
જિનમંદિરમાં ભગવાન પાસે હાથ જોડાય, શરીર નમે કે ભાષા બોલાય તે જડની ક્રિયા છે, તે જડની
ક્રિયાને લીધે પુણ્ય નથી ને પુણ્યથી ધર્મ નથી. શુભભાવથી પુણ્ય છે ને અંતરમાં પરમાર્થસ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન–
ચારિત્રથી ધર્મ છે. જૈન કહેવરાવે ને સાધુ વગેરે નામ ધરાવે પણ હજી નવતત્ત્વના ભાવની તો ખબર ન હોય,
તેને ખરેખર જૈન કહેવાય નહીં.
પુણ્ય અને પાપ તે વર્તમાન અટકતી ક્ષણિક વિકારી દશા છે, ને જીવ તો ત્રિકાળી તત્ત્વ છે. જડથી
પુણ્યપાપ નથી તેમ જ ત્રિકાળી જીવતત્ત્વ પણ પુણ્ય–પાપનું કારણ નથી. જો ત્રિકાળી જીવતત્ત્વમાં પુણ્ય–પાપ
હોય તો તે કદી ટળી શકે નહિ. એ રીતે જીવતત્ત્વમાં પુણ્ય નથી તેમ જ અજીવતત્ત્વમાં પણ પુણ્ય નથી. પુણ્ય તે
સ્વતંત્ર ક્ષણિક વિકારી દશા છે. –આ બધો શુદ્ધનયનો વિષય નથી પણ અભૂતાર્થનયનો વિષય છે. આવી
નવતત્ત્વની શ્રદ્ધા તે વ્યવહારસમ્યક્ત્વ છે. હજી તો ધર્મના આંગણે આવતાં વ્યવહારશ્રદ્ધામાં પણ આટલી
કબૂલાત આવી જાય છે. પછી એક શુદ્ધ આત્માની સન્મુખ થઈને અનુભવ કરતાં સમ્યક્પ્રતીતરૂપ ધર્મ પ્રગટે છે.
ચોથું પાપતત્ત્વ છે; જગત તો પર જીવ મરે તેથી, કે શરીરાદિ જડની ક્રિયાથી પાપ માને છે, પણ ખરેખર
તે પાપ નથી, પણ જીવનો કલુષિતભાવ તે જ પાપ છે. અજીવમાં પાપ પથી, પાપ તો જીવની ક્ષણિક વિકારી
અવસ્થા છે. જીવની અવસ્થાને છોડીને ક્યાંય બહારમાં પાપતત્ત્વ રહેતું નથી. પુણ્ય, પાપ વગેરે તત્ત્વો ક્ષણિક
અવસ્થામાં છે, એટલે આ નવતત્ત્વો વર્તમાન અવસ્થાદ્રષ્ટિથી જોતાં વિદ્યમાન છે, તેને જાણવા જોઈએ. કુદેવાદિને
માનતો હોય ને કુવ્યવહારમાં ભટકતો હોય તેનાથી

PDF/HTML Page 18 of 21
single page version

background image
શ્રી પ્રવચનસારજી ગાથા ૨૭૧ ઉપર લાઠીમાં વીર સં.
૨૪૭૬ ના જેઠ સુદ ૩ તથા ૪ ના રોજ પૂ. ગુરુદેવશ્રીનું
પ્રવચન
કારતક: ૨૪૭૭ : ૧૭:
છૂટવા માટે અને સાચા વ્યવહારમાં આવવા માટે આ નવતત્ત્વની શ્રદ્ધા કામની છે. પણ નવ તત્ત્વો તો ભેદ
દ્રષ્ટિથી છે તેથી તેના લક્ષે પરમાર્થ સમ્યક્ત્વ થતું નથી. અભેદ દ્રષ્ટિમાં તો એકલો ભૂતાર્થ આત્મા જ છે, તેની
પ્રતીતિ તે પરમાર્થ સમ્યક્ત્વ છે. જેને એવું સમ્યગ્દર્શન પ્રગટ કરવા ચૈતન્યના અંતરમાં વળવું છે તેણે પહેલાંં
આવી નવતત્ત્વની વ્યવહારશ્રદ્ધારૂપ આંગણે આવવું પડશે.
જેણે પુણ્યથી પૈસા મળે એમ ખરેખર માન્યું તેણે પુણ્યને અને અજીવને એક માન્યાં તથા પૈસાથી ધર્મ
થાય એમ માન્યું તેણે પૈસા એટલે કે અજીવને, અને ધર્મ એટલે કે સંવરતત્ત્વને, એક માન્યાં. વળી પુણ્યથી ધર્મ
માને તો તેણે પણ પુણ્ય અને સંવરતત્ત્વને એક માન્યાં.––તે બધી મિથ્યા માન્યતા છે. જેને નવતત્ત્વની શ્રદ્ધા પણ
બરાબર નથી તેનું તો આંગણું પણ ચોકખું નથી, ને તેને ચૈતન્યના ઘરમાં પ્રવેશ થતો નથી–એટલે કે સમ્યગ્દર્શન
થતું નથી. માટે નવતત્ત્વોને જેમ છે તેમ માનવા જોઈએ.
ત્ત્()

સંસારતત્ત્વ શું છે તે વાત આચાર્યદેવ આ ગાથામાં કરે છે–
સમયસ્થ હો પણ સેવી ભ્રમ અયથા ગ્રહે જે અર્થને, અત્યંત ફળ સમૃદ્ધ ભાવી કાળમાં જીવ તે ભમે. ૨૭૧.
જિનમતનો દ્રવ્યલિંગી સાધુ થઈને પણ જે જીવ તત્ત્વની ઊંધી શ્રદ્ધા સેવે તે જીવ અનંતસંસારમાં રખડે છે.
તેને અહીં સંસારતત્ત્વ કહ્યું છે. આત્મા પરનું કરે ને પર આત્માનું કરે એમ જે માનતો હોય, શરીરની ક્રિયાથી
આત્માને ધર્મ થશે–એમ માનતો હોય તથા અહિંસા વગેરે પંચમહાવ્રતના શુભરાગથી ધર્મ થશે એમ માનતો હોય,
તે જીવ ભલે ત્યાગી દ્રવ્યલિંગી સાધુ હોય તોપણ અજ્ઞાનથી સંસારમાં જ રખડે છે, તેથી તે સંસારતત્ત્વ જ છે.
ઊંધી શ્રદ્ધાવાળો આત્મા તે જ સંસારતત્ત્વ છે. સંસાર શું છે તે ઓળખાવે છે. જડને સંસાર ન હોય, તેમજ
આત્માનો સંસાર જડમાં ન હોય. સંસાર તે આત્માની ઊંધી દશા છે. વસ્તુસ્વરૂપને જે ઊધું શ્રદ્ધે છે એવો
મિથ્યાદ્રષ્ટિ દ્રવ્યલિંગી સાધુ તે સંસારતત્ત્વ છે. અહીં ઉત્કૃષ્ટ વાતમાં આચાર્યદેવે ત્યાગી દ્રવ્યલિંગીની વાત લીધી
છે. ઊંધી શ્રદ્ધાવાળા ગૃહસ્થો પણ સંસારમાં રખડે છે તેથી તે પણ સંસારતત્ત્વ છે. પણ અહીં તેની વાત મુખ્યપણે
ન લેતાં દ્રવ્યલિંગીની વાત કરી છે, તેના પેટામાં મિથ્યાદ્રષ્ટિ ગૃહસ્થ વગેરે આવી જાય છે.
દરેક તત્ત્વ સ્વતંત્ર છે, તેમ યથાર્થ વસ્તુસ્વરૂપ ન જાણતાં, અવિવેકથી ‘એક તત્ત્વ બીજા તત્ત્વનું કરે’ એમ
તત્ત્વને અયથાર્થપણે જે માને છે તે માન્યતાવાળો જીવ જ સંસારતત્ત્વ છે. કોઈ કહે કે નવતત્ત્વના નામમાં તો
સંસારતત્ત્વનું નામ આવતું નથી, તો શું તે દસમું તત્ત્વ હશે? તેનું સમાધાન–નવતત્ત્વ સિવાય દસમું તત્ત્વ
જગતમાં હોય નહિ. નવતત્ત્વમાં પુણ્ય, પાપ, આસ્રવ અને બંધ એ ચાર સંસારતત્ત્વ છે. અજીવતત્ત્વને સંસાર ન
હોય, તેમ જ શુદ્ધજીવતત્ત્વના સ્વભાવમાં પણ સંસાર ન હોય, અને સંવર–નિર્જરા કે મોક્ષતત્ત્વ તે સંસાર નથી.
બાકીના ચાર તત્ત્વોનો સમાવેશ સંસારતત્ત્વમાં થાય છે. તે સંસારતત્ત્વ ક્યાં હોય? શરીર, પૈસા, મકાન, દુકાન કે
કર્મ–એ તો જડ છે, તે જડમાં સંસાર ન હોય. આત્માની અજ્ઞાનદશા તે સંસાર છે, તે આત્માનો અરૂપી વિકારી
ભાવ છે, તે આત્માની બહાર ક્યાંય ન હોય. અજ્ઞાનીને આત્માના સ્વભાવની તો ખબર નથી અને સંસાર શું છે
તેનું પણ તેને ભાન નથી; સંયોગને જ તે સંસાર માને છે. સંયોગમાં ઊભો માટે સંસાર છે ને સંયોગ છૂટયો માટે
સંસાર છૂટયો–એમ અજ્ઞાની જુએ છે, તે ભ્રાંતિ છે અને તે ભ્રાંતિ જ સંસારતત્ત્વનું મૂળ છે.
સંસારતત્ત્વ એટલે કે ચારગતિમાં પરિભ્રમણના મૂળિયાનું સેવન કરનાર કોણ છે? તેની વાત છે. એવા
સંસારતત્ત્વને જાણીને તે ભાવનું સેવન છોડવા માટે આ વર્ણન છે. આત્માનો અને શરીરાદિનો જેવો સ્વતંત્ર
સ્વભાવ છે તેવો ન માનતાં, એકબીજાનું કાંઈ કરે એમ વિપરીત માને, તેમ જ પરની દયાનો ભાવ તે પુણ્ય હોવા
છતાં તેને ધર્મ માને, તો તે તત્ત્વનું વિપરીત ગ્રહણ છે. એ

PDF/HTML Page 19 of 21
single page version

background image
: ૧૮: આત્મધર્મ: ૮૫
પ્રમાણે પોતાના અવિવેકથી તત્ત્વનો ઊંધો નિર્ણય કરનાર મિથ્યાદ્રષ્ટિ જીવ દ્રવ્યલિંગી સાધુ થયો હોય તોપણ તેને
ચાર ગતિમાં પરિભ્રમણના મૂળિયાં ઊભા રાખનારો સંસારતત્ત્વ ગણવામાં આવ્યો છે. સંસારની પેઢી ક્યાં ચાલે
છે? કે દ્રવ્યલિંગી મિથ્યાદ્રષ્ટિ પાસે તે સંસારતત્ત્વ છે; સંસારતત્ત્વની પેઢીનો નાયક દ્રવ્યલિંગી મિથ્યાદ્રષ્ટિ સાધુ છે.
પ્રવચનસારની આ છેલ્લી પાંચ ગાથાઓને શ્રી અમૃતચંદ્રસૂરીએ પાંચ રત્નોની ઉપમા આપી છે, તે
શાસ્ત્રની કલગી સમાન છે, અને તેમાં વીતરાગશાસનનું રહસ્ય ભર્યું છે. કળશ દ્વારા પાંચ ગાથાઓનો મહિમા
કરતાં આચાર્યદેવ જણાવે છે કે– ‘આ શાસ્ત્રને કલગીના અલંકાર જેવાં આ પાંચ સૂત્રોરૂપ નિર્મળ પાંચ રત્નો–કે
જેઓ સંક્ષેપથી અર્હંત ભગવાનના સમગ્ર અદ્વિતીય શાસનને સર્વત: પ્રકાશે છે તેઓ–વિલક્ષણ (ભિન્ન ભિન્ન)
પંથવાળી સંસાર–મોક્ષની સ્થિતિને જગત સમક્ષ પ્રગટ કરતાં થકાં જયવંત વર્તો. ’
તે પાંચમાંથી આ પહેલી ગાથામાં સંસારતત્ત્વનું સ્વરૂપ બતાવતાં આચાર્ય ભગવાન કહે છે કે દ્રવ્યલિંગી
જૈનસાધુ થઈને પણ જેઓ તત્ત્વનો ઊંધો નિશ્ચય કરે છે તેને સંસારતત્ત્વ જ જાણવું. આત્માના ભાન સિવાય
ફક્ત મુનિને આહાર દેવાના શુભભાવથી પરિતસંસાર થઈ જાય–એમ જે માનતા હોય તે ભલે ત્યાગી હોય તો
પણ સંસારતત્ત્વ જ છે; બાહ્યમાં ત્યાગી થઈ ગયો માટે મોક્ષમાર્ગી થઈ ગયો–એમ નથી. બહારની ક્રિયાઓ હું કરું
છું ને શુભ–પુણ્યથી ધર્મ થાય–એમ જે પદાર્થનો અયથાર્થ નિશ્ચય કરે છે તે મિથ્યાત્વમોહને લીધે અનંતકાળ સુધી
સંસારમાં રખડશે, તેથી તે સંસારતત્ત્વ છે.
આત્માનો ધર્મ અને અધર્મ ક્યાંય બહાર નથી રહેતા, પણ તે બંને આત્માની દશામાં જ છે. તેમાં અધર્મ
એટલે કે સંસારતત્ત્વની આ ગાથામાં ઓળખાણ કરાવે છે. આત્માની અવસ્થામાં જે દયાદિ વિકારભાવ થાય તેને
ધર્મ માને અથવા જડ પૈસાથી પુણ્ય થાય–એમ માને તો તે મિથ્યા માન્યતા છે અને તે સંસાર છે. પૈસાથી પુણ્ય
થતું નથી પણ જીવના મંદરાગથી પુણ્ય થાય છે, ને જો પૈસા ખર્ચવામાં માન–આબરૂ પોષવાનો અશુભભાવ હોય
તો પાપ થાય છે; તેમ જ મંદરાગ કરે તેનાથી ધર્મ થતો નથી પણ પુણ્ય થાય છે, છતાં તેનાથી ધર્મ માને તો તે
ઊંધી માન્યતાવાળા જીવો મહા મોહથી મલિન છે, તેમની ઊંધી શ્રદ્ધામાં જ સંસાર પડ્યો છે, તેથી તે જ
સંસારતત્ત્વ છે. અહીં અભેદ વિવક્ષાથી ઊંધી માન્યતાવાળા જીવને જ સંસારતત્ત્વ કહ્યો છે. તે જીવને કર્મનો ઉદય
ઊંધી શ્રદ્ધા કરાવતો નથી પણ તે પોતે–સ્વયં અવિવેકથી તત્ત્વની ઊંધી શ્રદ્ધા કરે છે, તેથી તે સંસારમાં રખડે છે.
જો બાહ્ય પદાર્થોમાં જીવનો સંસાર હોય તો મરતાં તે બાહ્ય સંયોગ છૂટી જતાં જીવનો સંસાર પણ છૂટી
જાય ને તેની મુક્તિ થઈ જાય! પણ તેમ નથી. તત્ત્વ સંબંધમાં જીવે અનાદિથી ઊંધી માન્યતા કરી છે, તે ઊંધી
માન્યતાથી સતતપણે મોહમળથી મલિન વર્તે છે, ને ક્ષણે ક્ષણે વિકારી ભાવોમાં જ બદલ્યા કરે છે, તેથી તે જ
સંસારતત્ત્વ છે. ઊંધી માન્યતા તે જ સંસાર છે; તે ઊંધી માન્યતા અનાદિથી એક સમય પણ તૂટ પાડતો નથી,
તેથી સતત્ મોહને ભેગો કરીને સંસારમાં ભમે છે. જો એક સમય પણ તે ઊંધી માન્યતામાં તૂટ પાડીને સાચી
સમજણ પ્રગટ કરે તો અલ્પકાળમાં મુક્તિ થયા વિના રહે નહીં.
પરને લઈને પુણ્ય–પાપ માનવા તે યથાર્થ પદાર્થથી વિરુદ્ધ શ્રદ્ધા છે. કસાઈ ગાયો લઈને જતો હોય અને
કોઈ કરુણાભાવથી પાંચસો રૂા. આપીને પાંચ ગાયોને છોડાવે, તો ત્યાં ગાયો છોડાવવાનો જે ભાવ કર્યો તેને
કોઈ પાપ કહે તો તે મિથ્યાદ્રષ્ટિ છે; તે કરુણાભાવનું તેને પુણ્ય છે; પાછળથી તે પાંચસો રૂા. માં કસાઈ બીજી
વધારે ગાયો લાવશે માટે તેની હિંસાનું પાપ પેલા રૂા. આપનારને લાગે–એમ કોઈ માને, તો તે વાત તદ્ન
જૂઠી છે. ગાયો છોડાવનારને તો તે વખતના તેના કરુણાભાવનું પુણ્ય થયું, પાછળથી કસાઈ શું કરે તેનું પાપ
તેને નથી.
વળી કોઈ એમ કહે કે રૂા. ખરચ્યા માટે પુણ્ય થયું, તો તે પણ મિથ્યાદ્રષ્ટિ છે. જે પુણ્ય થયું તે રૂા. ને લીધે
થયું નથી પણ તેના શુભભાવથી થયું છે.
અને ત્રીજો કોઈ, પૈસાથી પુણ્ય થયું એમ ન માને, શુભભાવથી પુણ્ય થયું–એમ તો માને, પણ તે પુણ્યથી
ધર્મ મનાવે તો તે પણ મિથ્યાદ્રષ્ટિ છે. એ ત્રણે પ્રકારની માન્યતાવાળા જીવોની શ્રદ્ધા પદાર્થથી વિપરીત છે.
પહેલો પ્રકાર, કરુણાભાવ હોવા છતાં ત્યાં પાપ મનાવે છે તેને આત્માના શુભ–અશુભ પરિણામનું ભાન

PDF/HTML Page 20 of 21
single page version

background image
નથી. પુણ્ય–પાપ આત્માના પરિણામથી થાય છે તેનું પણ તેને ભાન નથી.
બીજો પ્રકાર, જડની ક્રિયાથી આત્માને પુણ્ય–પાપ મનાવે છે તેને પણ જડથી ભિન્ન આત્માના
પરિણામનું ભાન નથી.
ત્રીજો પ્રકાર, શુભભાવથી ધર્મ મનાવે છે તેને વિકારથી ભિન્ન આત્માના સ્વભાવનું ભાન નથી.
–એ બધાય મિથ્યાદ્રષ્ટિ છે, તેમનો સમાવેશ સંસારતત્ત્વમાં થાય છે જે જીવ પરથી પુણ્ય–પાપ માનતો
નથી પણ પોતાના શુભ–અશુભ પરિણામથી પુણ્ય–પાપ માને છે તથા તે પુણ્યપરિણામને ધર્મ માનતો નથી,
પુણ્યરહિત આત્મસ્વભાવને જાણે છે તે જીવ તત્ત્વની યથાર્થ શ્રદ્ધાવાળો સમ્યગ્દ્રષ્ટિ છે, તે મોક્ષનો સાધક છે.
પૈસા વગેરે પર પદાર્થથી આત્માને પુણ્ય–પાપ થાય એ વાત સ્થૂળ અજ્ઞાન છે. એકેન્દ્રિય જીવને બાહ્યમાં
કાંઈ સામગ્રી ન હોવા છતાં તે પોતાના સ્વતંત્ર વીર્યની સ્ફુરણાથી શુભભાવ કરે છે. કોઈ એકેન્દ્રિય જીવને એવા
પુણ્ય થાય છે કે ત્યાંથી નીકળીને સીધો અબજોની પેદાશવાળા રાજકુમાર તરીકે ઉપજે છે. તેની પાસે ક્યાં પૈસા
વગેરે છે? અંદર પરિણામમાં કાંઈક કષાયની મંદતાથી શુભભાવ થતાં તેના ફળમાં રાજા થાય છે. માટે
બાહ્યસાધનથી પુણ્ય થાય છે–એમ નથી. નહિતર તો એકેન્દ્રિય જીવ કદી ત્યાંથી નીકળી શકે જ નહિ. આવું
વસ્તુસ્વરૂપ હોવા છતાં પર ચીજથી પુણ્ય કે ધર્મ મનાવતો હોય એવો દ્રવ્યલિંગી સાધુ તે સંસારતત્ત્વ છે. એક
પરમાણુનો બીજા પરમાણુમાં અભાવ છે એટલે એક પરમાણુ બીજા પરમાણુના આધારે નથી. એક તત્ત્વનો બીજા
તત્ત્વમાં અભાવ હોવા છતાં એકબીજાને અડે કે એકબીજાનું કાંઈ કરે–એમ માનવું તે ભ્રમ છે; તે ઊંધી
માન્યતાવાળા જીવો ભલે દ્રવ્યલિંગી થયા હોય તો પણ અનંતકાળ સુધી અનંત ભાવાંતરરૂપ સંસારપરિભ્રમણ
કરશે તેથી તેને જ અહીં સંસારતત્ત્વ કહ્યું છે.
[–ચાલુ]
(અનુસંધાન ટાઈટલ પૃષ્ઠ ૨ થી ચાલુ)
અભિપ્રાય કરે છે, તે અભિપ્રાયમાં કાંઈ ફેર પડતો નથી. આથી સૂક્ષ્મ ચૈતન્યતત્ત્વને સમજવા માટે બુદ્ધિ
વધારવાની જરૂર નથી પણ રુચિને સ્વભાવ તરફ ફેરવવાની જરૂર છે. ચૈતન્યસ્વભાવની રુચિ કરવા માટે ઓછી
બુદ્ધિવાળા કે વધારે બુદ્ધિવાળાને ફેર પડતો નથી. વધારે બુદ્ધિવાળો ચૈતન્યની જેવી રુચિ કરે છે તેવી જ રુચિ
ઓછી બુદ્ધિવાળો પણ કરી શકે છે. ઓછી બુદ્ધિવાળો જીવ પણ પરમાં તો ક્યાંક રુચિ કરીને રોકાણો જ છે, તો
જેણે પરમાં રુચિ કરી છે તે જીવ સ્વસન્મુખ રુચિ કરીને આત્માનો નિર્ણય જરૂર કરી શકે છે. જીવ પરમાં સુખ ન
હોવા છતાં તેમાં સુખની કલ્પના અને રુચિ કરે છે તો પોતાનો શાશ્વત ચૈતન્યસ્વભાવ ખરેખર સુખરૂપ છે તેની
રુચિ કેમ ન કરી શકે? જેમ કુંભારને ઓછી બુદ્ધિ હોય છતાં તે કુંભારણ ઉપર વકીલ કરતાં પણ વધારે રુચિથી
રાગ કરી શકે છે, તેમાં તેને બુદ્ધિની ઓછપ નડતી નથી, તેમ ઘણા શાસ્ત્ર ભણેલા જીવ કરતાં ઓછું ભણેલો જીવ
પણ જો સ્વરૂપની તીવ્ર રુચિ કરે તો કરી શકે છે. માટે સ્વભાવનો મહિમા કરીને રુચિ કરવાની છે, તે જ
સ્વભાવ, સમજવાનો ઉપાય છે.
(૧૯૩) રગ ત જીવ નથ પણ અજીવ છ. : – અહીં આર્ચાયદેવ જીવ અજીવનો ભેદ ઓળખાવીને જીવનો
સ્વભાવ બતાવે છે. શુદ્ધ આત્મા ત્રિકાળ એકરૂપ છે તે જીવપદાર્થ છે. એ શુદ્ધ આત્માથી ભિન્ન જે અજીવ પદાર્થો
છે તે બે પ્રકારના છે–એક તો જીવ સંબંધી અને બીજું–અજીવ સંબંધી. જીવની અવસ્થામાં જે રાગાદિ થાય છે તે
જીવ નથી પણ જીવ સંબંધી અજીવ છે. વ્યવહારરત્નત્રયનો રાગ થાય તે પણ જીવ સંબંધી અજીવ છે, જીવ નથી.
ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યો અજીવસંબંધી અજીવ છે. અહીં તો રાગને પણ અજીવ કહીને ત્રિકાળ એકરૂપ શુદ્ધ
જીવસ્વભાવ ઓળખાવવો છે. અનાદિથી રાગાદિને જ જીવપણે માની રહ્યો છે તેથી જ મિથ્યાત્વ રહ્યું છે. તેથી
અહીં રાગની દ્રષ્ટિ છોડાવીને સ્વભાવદ્રષ્ટિ કરાવે છે. રાગને અજીવ કહીને તેની દ્રષ્ટિ છોડાવી છે, ને શુદ્ધ
જીવતત્ત્વની પ્રતીત કરાવી છે.
(૧૯૪) જીવન સ્વભવન જ જીવ સમજા, બજા બધન અજીવ સમજા. અન અ સમજીન
ન્સ્ ધ્. : ચૈતન્ય પદાર્થની શક્તિ પરને લીધે ખીલે એવી માન્યતામાં ચૈતન્યના
સ્વતંત્ર અસ્તિત્વનો જ નકાર આવે છે. દેહાદિ પર પદાર્થો તો આત્માથી જુદા છે, તેના અવલંબને આત્માને
જ્ઞાન થતું નથી. અને જીવની અવસ્થામાં જે રાગાદિ ભાવો–દયા–પૂજા વગેરે ભાવો થાય છે તે પણ જીવને
જ્ઞાનમાં મદદ કરતાં નથી, માટે તે પણ અજીવ છે. રાગાદિભાવો અજીવદ્રવ્યમાં થતાં નથી પણ જીવની દશામાં
થાય છે માટે તેને ‘જીવ