Atmadharma magazine - Ank 086
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૮
સળંગ અંક ૦૮૬
Version History
Version
Number Date Changes
001 Sept 2005 First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
।। ધર્મનું મૂળ સમ્યક્દર્શન।।
માગશર સંપાદક વર્ષ આઠમું
૨૪૭૭ રામજી માણેકચંદ દોશી અંક બીજો
વકીલ
શ્રેણિક રાજા તીર્થંકર થશે
–એ કોના પ્રતાપે?
શ્રેણિક રાજાને કોઈ વ્રત કે ચારિત્ર ન હતું,
છતાં ‘હું પરનો કર્તા નથી, જ્ઞાતા જ છું’ એવી
સમ્યક્શ્રદ્ધાના જોરે તેઓ એકાવતારી થયા,
ભવિષ્યમાં તીર્થંકર ભગવાન થશે. તેમને અંતરમાં
નિશ્ચયસ્વનું યથાર્થ ભાન હતું, પરનું સ્વામિત્વ ન
હતું. તેથી જ એકાવતારીપણું થયું.–એ માત્ર
સમ્યગ્દર્શનનો જ મહિમા છે. તેના વિના
અનંતવાર ધર્મના નામે વ્રતાદિ ક્રિયાઓ કરી,
શરીરે કાંટા વીંટી બાળી નાંખે તો પણ ક્રોધ ન કરે
એવી ક્ષમા રાખી છતાં ધર્મ ન થયો, માત્ર
શુભભાવ થયો. આટલું કર્યાં છતાં આત્મા મન–
વાણી–દેહથી પર છે, પુણ્ય–પાપના વિકલ્પથી
રહિત છે–એવી શ્રદ્ધા બેઠી નહિ; તેથી જીવ
સંસારમાં રખડયો.
–સમયસાર–પ્રવચનો ભાગ ૧ પૃ. ૯૩–૯૪
છૂટક નકલ શાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસિક પત્ર વાર્ષિક લવાજમ
ચાર આના
૮૬
ત્રણ રૂપિયા
જૈન સ્વાધ્યાયમંદિર–સોનગઢ–સૌરાષ્ટ્ર

PDF/HTML Page 3 of 21
single page version

background image
આફ્રીકામાં મુમુક્ષુ
મંડળની સ્થાપના
પૂ. ગુરુદેવશ્રીના આત્મકલ્યાણકારી ઉપદેશનો પ્રભાવ માત્ર ભારતમાં જ નહિ પણ આફ્રીકામાં પણ
પહોંચ્યો છે; તેથી આફ્રીકાના નાઈરોબી ગામમાં કેટલાક મુમુક્ષુઓએ મળીને મુમુક્ષુમંડળની સ્થાપના કરી છે,
અને ત્યાં નિયમિત પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનોની સ્વાધ્યાય થાય છે. મુમુક્ષુમંડળની સ્થાપના થયાના સમાચાર
જણાવતાં પ્રમુખ, મંત્રી વગેરેએ ઉલ્લાસભર્યો પત્ર લખેલ છે. તેમાં તેઓ લખે છે કે :
“યાત્રાઓ કરી હતી, વ્યાખ્યાનો સાંભળ્‌યા હતા, ક્રિયાઓમાં વધુ દ્રઢતા હતી; પરંતુ ખરેખરું સત્ય
સમજવા માટે સુર્વણપુરી તરફ આવવાનું ભાગ્યમાં ન હતું એટલે સદ્ગુરુનો સમાગમ અને અમૃતવાણી
સાંભળવાનું–સમજવાનું પ્રાપ્ત ન થયું......અને હવે સમજપૂર્વક આત્માને અનુલક્ષીને પુરુષાર્થ કરવાનો મોકો
મલ્યો છે. જૂની રૂઢી (ઘરેડ) પડેલ તે શંકાઓનું સમાધાન થયું અને સત્ય તરફ ઢળવાની રુચિ થઈ, વધુ રુચિ
થતી જાય છે.
× × × રુચિવંત પુરુષો ગમે ત્યાં અને ગમે તેવા સંયોગો હોય તોપણ છૂપા રહેતા નથી...
[] મુમુક્ષુમંડળની સ્થાપના જેઠ વદ ૪ ને રવિવારે થઈ.
[] સરસ્વતી ભંડારની સ્થાપના અષાડ વદ ૮ ને રવિવારે થઈ, તેમાં વાંચન તથા વેચાણ માટે સેંકડો
રૂા. નાં પુસ્તકો સોનગઢથી મંગાવ્યાં છે.
[] શરૂઆતમાં દર રવિવારે ૨ થી ૬ સુધી વાંચન, સ્વાધ્યાય, ચર્ચા તથા ભક્તિનો કાર્યક્રમ રાખેલ.
ત્યારબાદ દર શનિવારે પણ રાતના ૭ાા થી ૧૦ સુધી વાંચન તથા ચર્ચાનો કાર્યક્રમ રાખેલ.
[] પર્યુષણ પર્વ બહુ જ આનંદથી ઊજવેલ અને તે વખતે દરરોજ સવારના ૮ થી રાતના ૯ વાગ્યા
સુધીનો કાર્યક્રમ રાખેલ. તેમાં વાંચન, સ્વાધ્યાય, ભક્તિ, આરતિ અને પ્રતિક્રમણ થતું હતું. દરેક ભાઈઓએ
ઉત્સાહપૂર્વક લાભ લીધેલ હતો. અને પાંચ ભાઈઓએ આઠ આઠ દિવસના ઉપવાસ કર્યા હતા.
[] આસો વદ ૧૦ ને રવિવારથી દરરોજ ૬ાા થી ૮ા સુધીનો કાર્યક્રમ રાખેલ છે, અને દરરોજ વાંચન,
ભક્તિ તથા આરતિ થાય છે. રવિવારે ૨ થી ૮ સુધીનો કાર્યક્રમ રાખેલ છે. તે ઉપરાંત સરકારી તહેવારોએ
દુકાનો બંધ હોય તે દિવસે રવિવાર મુજબ કાર્યક્રમ રાખેલ છે.”
ઉપરનો કાર્યક્રમ વાંચીને ત્યાંના મુમુક્ષુમંડળનો ઉત્સાહ જણાઈ આવે છે. આ ઉત્સાહ માટે ત્યાંના
મુમુક્ષુમંડળને ધન્યવાદ!
સ્વ૦ ધરમશીભાઈને આફ્રીકામાં સત્ધર્મ પ્રચાર માટે ઘણો ઉત્સાહ હતો, અને તેમણે આફ્રીકામાં
‘આત્મધર્મ’ના સેંકડો ગ્રાહકો બનાવ્યા હતા. તેમના સ્વર્ગવાસ પાછળ તેમના સુપુત્રી પાનીબેન તરફથી
સોનગઢની સંસ્થાના જુદા જુદા ખાતામાં એકંદર હજારેક રૂા. આપ્યા હતા. તે માટે તેમનો આભાર!
!
અમદાવાદમાં સુપ્રભાવતી બેન–કે જેઓ અમદાવાદ મુમુક્ષુમંડળના એક સભ્ય છે
તેમણે સાડાબાર વર્ષની તપસ્યા કરી હતી,–સાડાબાર વર્ષ સુધી એકાંતરા ઉપવાસ કર્યા હતા.
સાડાબાર વર્ષ સુધી એવા પ્રકારની તપસ્યા કરવા છતાં, સત્સમાગમના પ્રતાપે તેઓ સમજે
છે કે આ એક પ્રકારનો માત્ર શુભભાવ છે, આત્માની મુક્તિ તો સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર
વડે જ થાય છે અને એ જ ધર્મ છે, અને તે માટેની તેમની ભાવના છે.
કારતક સુદ ૩ ના રોજ તેમની તપસ્યાનું પારણું હતું; તે પ્રસંગ ત્યાંના
મુમુક્ષુમંડળ દ્વારા ઉત્સાહથી ઉજવવાનો કાર્યક્રમ દિવાળીથી શરૂ થયો હતો. આ પ્રસંગે કા.
સુદ ૨ ના રોજ તે બેનના ઘરે પ્રભુશ્રીની પ્રતિમાને ગાજતે–વાજતે પધરાવીને
બિરાજમાન કર્યા હતા, અને બે દિવસ સુધી તેમની પૂજા, ભક્તિ તેમ જ સ્વાધ્યાય,
પ્રભાવના વગેરેથી આ પ્રસંગ ઊજવ્યો હતો. આથી અમદાવાદમાં સારી ધર્મપ્રભાવના
થઈ હતી.

PDF/HTML Page 4 of 21
single page version

background image
: માગશર: ૨૪૭૭ : ૨૩ :
[૨]
શ્રી પ્રવચનસારજી ગાથા ૨૭૧ ઉપર લાઠીમાં વીર સં. ૨૪૭૬ ના જેઠ સુદ ૩
તથા ૪ના રોજ પૂ ગુરુદેવશ્રીનું પ્રવચન
સંસાર શું છે અને તે ક્યાં રહેતો હશે? તેનું વર્ણન શ્રી આચાર્યદેવે આ ગાથામાં કર્યું છે. સંસાર આત્માની
ક્ષણિક વિકારી દશા છે. નવતત્ત્વમાંથી પુણ્ય–પાપ–આસ્રવ અને બંધ એ ચાર તત્ત્વો સંસારતત્ત્વમાં આવી જાય છે.
અજીવતત્ત્વમાં સંસાર નથી, તેમ જ શુદ્ધ જીવતત્ત્વમાં પણ સંસાર નથી. સંસાર કહેતાં વિકારનું સૂચન થાય છે;
સ્વરૂપમાંથી સંસર્યો અર્થાત્ સ્વરૂપમાંથી ખસ્યો તે સંસાર છે. આત્માનો સંસાર પરમાં–અજીવમાં નથી, તેમ જ
ધુ્રવ જ્ઞાનસ્વભાવમાં પણ સંસાર નથી. તથા આત્મસ્વભાવનું ભાન થતાં જે સંવર–નિર્જરા–મોક્ષતત્ત્વ પ્રગટ થાય
તેમાં પણ સંસાર નથી, કેમ કે તે તો નિર્મળ ધર્મદશા છે. સંસાર એટલે અધર્મદશા, વિકારદશા. તે જડમાં નથી
તેમ જ આત્માના સ્વભાવમાં પણ નથી. જો સ્વભાવમાં સંસાર હોય તો તે ટળી શકે નહિ, અને જો જડમાં સંસાર
હોય તો આત્મા તેને ટાળી શકે નહિ તેમ જ તેનું ફળ આત્મામાં ન હોય. આત્માની એક સમયપુરતી પર્યાયમાં જે
વિકારને અધર્મદશા છે તે જ સંસાર છે. તેને ઓળખે તો ટાળે. સંસાર ક્યાં છે ને તેનું યથાર્થ સ્વરૂપ શું છે તે
ઓળખ્યા વગર સંસાર ટાળવાનો સાચો ઉપાય કરી શકે નહિ. ‘પાડાને ગૂમડું ને પખાલને ડામ’ એટલે ગૂમડું
ક્યાં છે તે જાણ્યા વગર પખાલને ડામ દે તો કાંઈ ગૂમડું રુઝાય નહીં. તેમ સંસાર આત્મામાં, અને માને જડમાં;
આત્માનો સંસાર જડમાં માને તો તે ટાળવાનો ઉપાય પણ જડમાં કરે, તેને કદી સંસાર ટળે ક્યાંથી?
સંસારતત્ત્વનો મુખ્ય માલિક કોણ? તે અહીં કહે છે. દ્રવ્યલિંગી મુનિ કે જે તત્ત્વની અયથાર્થ શ્રદ્ધા કરે છે
તે સંસારતત્ત્વનો સ્વામી છે. સામાન્યપણે તો બધાય મિથ્યાદ્રષ્ટિ જીવો સંસારતત્ત્વ જ છે, પણ અહીં સંસારના
મુખ્ય નાયક તરીકે દ્રવ્યલિંગી જૈન–સાધુ સિદ્ધ કરવો છે. જૈન સંપ્રદાયમાં રહીને, દ્રવ્યલિંગી સાધુ થઈને એમ માને
કે ‘આત્મા પર જીવોને બચાવી શકે–આત્મા પર જીવોને મારી શકે, આત્મા જડની ક્રિયા કરી શકે, વ્ય્વહારના
આશ્રયે આત્માનું કલ્યાણ થાય, નિમિત્તથી આત્માને લાભ–નુકશાન થાય કે પરની દયા વગેરેના શુભરાગથી
ધર્મ થાય’ તો એવું માનનારો તે જીવતત્ત્વની ઊંધી શ્રદ્ધા કરનારો, મોહમળથી મલિન, સંસારમાં રખડનારો,
સંસારતત્ત્વ છે.
આત્મા પરની અવસ્થા કરે એમ માનનાર ભલે પંચમહાવ્રતનું પાલન કરનાર દ્રવ્યલિંગી જૈન–સાધુ હોય
તોપણ મિથ્યાદ્રષ્ટિ સંસારતત્ત્વ જ છે. કોઈને બહારથી એમ લાગે કે આટલું બધું કર્યું માટે તે સંસારતત્ત્વથી બહાર
નીકળી ગયો હશે! તો એમ બિલકુલ નથી, અનાદિથી જે દશા છે એની એ જ દશા છે. નિગોદનો જીવ જેમ
સંસારી છે, તેમ તે ઊંધી શ્રદ્ધાની પુષ્ટિ કરનાર દ્રવ્યલિંગી પણ સંસારી જ છે, સંસારતત્ત્વની અપેક્ષાએ તે બંને
સરખા છે. જગતના બીજા જીવો ઈશ્વરને જગત્કર્તા માનનાર વગેરે–તો મિથ્યાદ્રષ્ટિ છે, તે તો સંસારતત્ત્વ છે જ.
અને જૈનવાડામાં રહેલો દ્રવ્યલિંગી પણ, પુણ્ય–પાપ બંનેને બંધન ન માનતાં પુણ્યથી ધર્મ માને, કાં પરનું આત્મા
કરે એમ માને, તો તે પણ સ્વયં અવિવેકથી તત્ત્વની ઊંધી શ્રદ્ધા કરનાર સંસારતત્ત્વ જ છે.
દયાદિભાવ તે પુણ્યતત્ત્વ છે, હિંસાદિભાવ તે પાપતત્ત્વ છે અને શરીરાદિ અજીવતત્ત્વ છે, તેમાં ક્યાંય
આત્માનો ધર્મ નથી. આત્મા પર પદાર્થો ત્રિકાળ જુદો હોવા છતાં, જુઓ ‘આત્મા પરનું કરે અને પર પદાર્થો
અનુકૂળ હોય તો આત્માને ઠીક પડે’ –એમ ઊંધી શ્રદ્ધાથી, તત્ત્વને ‘આમ જ છે’ એમ ઊંધુંં નક્કી કરતા થકા
નિત્ય અજ્ઞાની છે તેઓ દ્રવ્યલિંગી સાધુ હોય તો પણ તે સંસારતત્ત્વ છે. દ્રવ્યલિંગી પણ બાહ્યમાં તદ્ન નગ્ન
દિગંબર હોય ને પંચમહાવ્રત ચોકખાં પાળતા હોય તેને જ કહેવાય, બીજાનો તો દ્રવ્યલિંગી પણ ન કહેવાય.
આચાર્યદેવ કહે છે કે તે જીવે ‘આ આમ જ છે’ એમ ઊંધી શ્રદ્ધાથી તત્ત્વને નક્કી કરી રાખ્યું છે, એટલે કોઈ
સવળું કહેનાર મળે તો પણ તે સમજવાનો તેને અવકાશ રાખ્યો નથી. આત્માની યથાર્થ શ્રદ્ધા–જ્ઞાન કરીને તેમાં
એકત્વ કરવું જોઈએ, તેને બદલે તે

PDF/HTML Page 5 of 21
single page version

background image
: ૨૪ : આત્મધર્મ : ૮૬
ઊંધી શ્રદ્ધાવાળો જીવ અજ્ઞાનને લીધે આત્મામાં નિરંતર મોહને એકત્ર કરે છે; તે ઊંધી શ્રદ્ધાવાળા જીવો ભલે
દ્રવ્યલિંગી થયા હોય પણ તેમણે આત્મામાં સાચી મુનિદશા પ્રગટ કરી નથી તેથી તે શ્રમણ નથી પણ
શ્રમણાભાસ છે; તેમની પરિણતિ આત્મામાં સ્થિર થતી નથી પણ અનંત કર્મફળના ભોગવટાથી ભયંકર એવા
અનંતકાળ સુધી અનંત ભાવાંતરરૂપ પરાવર્તન વડે તેઓ અનવસ્થિત વૃત્તિવાળા રહે છે, તેથી તે ઊંધી
શ્રદ્ધાવાળા શ્રમણાભાસ દ્રવ્યલિંગીઓને સંસારતત્ત્વ જ જાણવું.
અહીં દ્રવ્યલિંગીને સંસારતત્ત્વ કહ્યું તેથી એમ ન સમજવું કે મિથ્યાદ્રષ્ટિ ગૃહસ્થો તે સંસારતત્ત્વથી બહાર
રહી જાય છે. અહીં ઉત્કૃષ્ટ વાત લીધી છે તેથી દ્રવ્યલિંગી સાધુને સંસારતત્ત્વ કહ્યો છે, ત્યાં તેની નીચેના
અજ્ઞાનીઓ અર્થાત્ મિથ્યાદ્રષ્ટિ ગૃહસ્થ વગેરે તો તેના પેટામાં આવી જ જાય છે. પંચમહાવ્રત પાળનાર
મિથ્યાદ્રષ્ટિ સાધુને પણ જ્યાં સંસારતત્ત્વ જ કહ્યો ત્યાં મિથ્યાદ્રષ્ટિ ગૃહસ્થની શી વાત?–એ તો સંસારતત્ત્વ છે જ.
હું જ્ઞાતા–દ્રષ્ટા આત્મા છું, રાગનો એક અંશ પણ મારા જ્ઞાયકસ્વભાવમાં નથી–આવું ભાન જેણે અંતરમાં
પ્રગટ કર્યું નથી અને બાહ્યમાં નગ્ન દિગંબર દ્રવ્યલિંગી થયો છે, ને પુણ્યાદિમાં ધર્મ માને છે તો તે પણ
અનંતસંસારમાં રખડે છે. દ્રવ્યલિંગ કાંઈ કોઈને મોક્ષ પમાડી દેતું નથી. દ્રવ્યલિંગી તેને કહેવાય કે જેને વસ્ત્રાદિ–
રહિત નગ્ન દિગંબર શરીર હોય, મંદ કષાય હોય, પંચમહાવ્રત હોય, પણ આત્માનો અનુભવ થયો ન હોય. જે
જીવ પુણ્ય–પાપમાં ધર્મ માનતો હોય, શરીરની ક્રિયાથી આત્માને લાભ–નુકસાન મનાવતો હોય તે જીવ
દ્રવ્યલિંગી હોય તોપણ નિત્ય અજ્ઞાની વર્તતો થકો અનંતસંસારમાં રખડનાર સંસારતત્ત્વ જ છે. ‘દ્રવ્યલિંગી હોય
તોપણ’ એમ કહેતાં બીજા ઊંધી શ્રદ્ધાવાળા તો તેમાં આવી જ ગયા.
જુઓ, આ ઊંધી શ્રદ્ધવાળા જીવો કેવા હોય ને સાચી શ્રદ્ધાવાળા જીવો કેવા હોય તેનો વિવેક કરીને,
પોતાના ભાવમાંથી ઊંધી શ્રદ્ધાનું પોષણ છોડવા માટેની વાત છે. જે સર્વજ્ઞદેવને વ્યવહારે પણ માનતો નથી અને
સર્વજ્ઞદેવે કહેલા નવતત્ત્વની વ્યવહારે પણ જેને ખબર નથી તેની વાત તો દૂર રહી, યથાર્થ જૈન સંપ્રદાયમાં
આવીને પણ જેને આત્માના સ્વભાવનું ભાન નથી અને ઊંધી તત્ત્વશ્રદ્ધાને જે સેવે છે તે પણ અનંતસંસારમાં
રખડનાર છે.
જે બધા થઈને એક આત્મા માને, અથવા આત્માને એકાંત કૂટસ્થ કે એકાંત ક્ષણિક માને–એવાની વાત
તો અહીં લીધી નથી, પણ વ્યવહારે જૈનસંપ્રદાયમાં આવ્યો છે તેની વાત છે. જીવ–અજીવાદિ નવતત્ત્વો છે એમ
સ્વીકારતો હોય, જૈનવાડામાં રહીને દ્રવ્યલિંગી ત્યાગી થઈને વ્રત પાળતો હોય, પણ પુણ્યથી ધર્મ થાય–એમ
તત્ત્વને ઊંધુંં માનતો હોય તો તે પણ નિત્ય અજ્ઞાની વર્તતો થકો અનંતસંસારમાં રખડે છે; વ્રત ઉપવાસાદિ કરતો
હોવા છતાં તે આત્માના યથાર્થ જ્ઞાનથી રહિત મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે. અંતરમાં જેને આત્માનો અનુભવ થયો નથી
ને બાહ્યમાં શ્રમણપણાનું દ્રવ્યલિંગ ધારણ કરી લીધું છે પણ અંદર તો ઊંધી શ્રદ્ધાને પોષે છે તેઓ પરમાર્થ
શ્રામણ્યને પામેલા નથી, તેમણે સાધુદશાનો ભાવ પ્રગટ કર્યો નથી એટલે તે શ્રમણ નથી પણ દ્રવ્યલિંગમાં એટલે
કે બાહ્ય સાધુના લેબાસમાં વર્તતા શ્રમણાભાસ છે. દિગંબર દ્રવ્યલિંગી મુનિ સિવાય બીજો તો સાધુનો બાહ્ય
લેબાસ પણ નથી. દ્રવ્યલિંગના લેબાસમાં રહીને ‘હું શ્રમણ છું’ એમ માને છે ને તત્ત્વની સાચી ઓળખાણ કરતા
નથી તેઓ ચારણ ભાટના વેષ જેવા શ્રમણાભાસી છે. જેમ કોઈ ચારણ ભાટ બાહ્યથી રાજાનો ભેખ ધારણ કરે,
અને રાજા જેવો લાગે, પણ તે ખરેખર રાજા નથી; તેમ ઊંધી શ્રદ્ધાવાળો જીવ બાહ્યથી દ્રવ્ય્લિંગી થઈને
પંચમહાવ્રત પાળતો હોય તે બાહ્યમાં શ્રમણ જેવો લાગે પણ તે ખરો શ્રમણ નથી; તેવાને અહીં સંસારતત્ત્વ કહ્યું
છે.
ધર્મી જીવને તત્ત્વની યથાર્થ શ્રદ્ધા હોય છે. હું શુદ્ધ જ્ઞાતા છું–એમ તે સ્વીકારે છે. જેને પોતાના શુદ્ધ
આત્માનો અનુભવ પ્રગટ્યો છે એવા ધર્મી ગૃહસ્થ પણ મોક્ષના સાધક છે. અને અજ્ઞાની દ્રવ્યલિંગી થયો હોય
તોપણ તે સંસારનો જ સાધક છે. આચાર્યદેવે સંસારતત્ત્વમાં સાધારણ ગૃહસ્થની વાત મુખ્ય ન લેતાં
દ્રવ્યલિંગીની વાત મુખ્ય લીધી, કેમ કે અન્ય અજ્ઞાની જીવોને સંસારમાં રખડવામાં તે નિમિત્ત છે, ઊંધા ઉપદેશથી
તે જગતના જીવોને ઊંધે રસ્તે દોરવામાં નિમિત્ત થાય છે. ઘરબાર છોડીને જંગલમાં જઈને એકાંત ગુફામાં
પદ્માસન લગાવીને બેઠો હોય અને ‘આ કાયાને સ્થિર રાખવાની

PDF/HTML Page 6 of 21
single page version

background image
: માગશર: ૨૪૭૭ : ૨૫ :
ક્રિયા હું કરું છું ને તેનાથી મને લાભ થાય છે’–એમ માનતો હોય તો તે ક્ષણે ક્ષણે મિથ્યાશ્રદ્ધાને સેવીને સંસાર
વધારી રહ્યો છે.
કર્મના ઉદયને કારણે જીવને ઊંધી શ્રદ્ધા થાય છે–એમ નથી, પણ જીવ પોતે સ્વયં અવિવેકથી પદાર્થોની
અયથાર્થ શ્રદ્ધા કરે છે. પદાર્થોના સ્વરૂપની ઊંધી શ્રદ્ધા કરીને બાહ્ય ક્રિયાકાંડથી ધર્મ માને–મનાવે તે જીવ
વર્તમાનમાં તો મિથ્યાત્વભાવને પોષે છે, ને તે ઊંધા ભાવના સેવનથી ભવિષ્યમાં પણ અનંત કર્મફળના
ઉપભોગરાશિથી ભયંકર એવા અનંતકાળ સુધી વિકારમાં ભાવાંતરરૂપ પરાવર્તન તેને થયા જ કરે છે, એટલે
તેની પરિણતિ સદાય અસ્થિર રહ્યા કરે છે પણ આત્મામાં કદી સ્થિર થતી નથી, તેથી તે જ સંસારતત્ત્વ છે.
સંસારતત્ત્વનું સંસરણ બતાવવા માટે ભાવાંતરરૂપ પરાવર્તનની વાત લીધી છે. મિથ્યાશ્રદ્ધાવાળો જીવ
કોઈ ભાવરૂપે સ્થિર રહેતો નથી પણ વિકારી ભાવોમાં ક્ષણે ક્ષણે તેનો પલટો થયા જ કરે છે; માટે તે જ
સંસારતત્ત્વ છે, એમ જાણવું.
તત્ત્વથી વિરુદ્ધ શ્રદ્ધાનો ભાવ કરીને આત્મા વિકારભાવમાં પલટાયા કરે તેનું નામ સંસારતત્ત્વ છે.
વિકાર–પર્યાય આત્મામાં થાય છે, વિકારનો કર્તા આત્મા છે–એમ અહીં બતાવ્યું. અહીં અજ્ઞાનીની વાત છે,
અજ્ઞાની વિકારનો કર્તા થાય છે. અને, આત્મા પુણ્ય–પાપનો જ્ઞાતા–દ્રષ્ટા છે, તે વિકારનો કર્તા નથી–એમ
સમયસારના કર્તા કર્મ અધિકારમાં કહ્યું છે, ત્યાં ધર્મીની વાત છે. શુદ્ધાત્મસ્વભાવની દ્રષ્ટિવાળો ધર્મી જીવ
વિકારનો કર્તા થતો નથી. અહીં સસારતત્ત્વનું વર્ણન છે એટલે અધર્મી જીવ પોતે વિકારભાવે પરિણમે છે–એમ
બતાવ્યું છે. અધર્મીનો અધર્મભાવ એટલે કે સંસાર તેની અવસ્થામાં થાય છે, જડમાં થતો નથી.
જો બહારની ચીજોમાં આત્માનો સંસાર હોય તો તે મૂકીને મરતાં આત્માની મુક્તિ થઈ જવી જોઈએ!
માટે બહારની ચીજોમાં આત્માનો સંસાર નથી. ‘હું પરની વ્યવસ્થા સરખી રાખું છું, હું છઉં તો પરનાં કામ થાય
છે, હું સારો ઉપદેશ દઉં છું તેથી તેની અસરથી મારે ઘણા શિષ્યો થાય છે એટલે મારા ઉપદેશની અસર પર ઉપર
પડે છે,–આવું માનનારા બધા મિથ્યાદ્રષ્ટિ સંસારમાં રખડનારા છે. ઊંધી માન્યતાવાળા દ્રવ્યલિંગી સાધુ પોતે
સંસારતત્ત્વ છે તેમ જ તે સાધુને ગુરુ તરીકે માનીને ઊંધી માન્યતાને પોષનાર શ્રાવકત્વ ગૃહસ્થો પણ
સંસારતત્ત્વ છે; ઊંધા ભાવે તે જીવો ભવિષ્યમાં અનંતસંસારમાં રખડશે. અને સવળી શ્રદ્ધાવાળા જીવોના
અલ્પકાળે સંસારના આરા આવી જવાના છે.
સંસાર આત્માની દશામાં છે, તે એક સમય પુરતો વિકાર છે; તે છોડવા માટે વિકાર વગરના
વસ્તુસ્વભાવની–ચૈતન્યમૂર્તિ આત્માની–દ્રષ્ટિ કરવી જોઈએ, તેને બદલે બાહ્ય ચીજો છોડવાથી સંસાર છૂટે એમ
માનનાર મિથ્યાદ્રષ્ટિ છે, તે કદી બાહ્યદ્રષ્ટિ છોડીને અંતરસ્વભાવમાં વળે નહિ, ને તેનો સંસાર ટળે
નહિ. ‘તત્ત્વનો નિર્ણય કરવાનું શું કામ છે? છેવટે તો રાગદ્વેષ ઘટાડવા છે ને! માટે રાગ–દ્વેષ ઘટાડવા માંડો,
અને રાગ–દ્વેષને ઘટાડવા માટે બાહ્ય વસ્તુઓનો ત્યાગ કરો’–આમ માનનારા તથા કહેનારા, ભલે ત્યાગી હોય
તોપણ મિથ્યાદ્રષ્ટિ છે ને તે સંસારમાં રખડનાર છે. બાહ્ય સંયોગ છોડયે રાગ–દ્વેષ છૂટતા નથી, બાહ્ય સંયોગ તો
અભવ્ય જીવે પણ અનંતવાર છોડયા. તત્ત્વનિર્ણય કરીને આત્મસ્વભાવ તરફ ન વળે તો કદી રાગ–દ્વેષ ટળે જ
નહિ; માટે તત્ત્વનિર્ણય કરીને આત્માના સ્વભાવ તરફ વળવું તે જ સંસારને ટાળવાનો ઉપાય છે.
સંસાર ક્યાં છે? તે ઓળખાવીને તે કેમ છૂટે તે બતાવ્યું છે. ભાઈ, તારી ઊંધી માન્યતાથી જ
સંસાર છે, તે તારા સ્વભાવની સવળી શ્રદ્ધાએ છૂટશે. બાહ્યમાં સંસાર નથી ને બાહ્યની ચીજો છૂટવાથી તે
છૂટતો નથી. છ મહિનાના ઉપવાસ કરીને ઊભો ને ઊભો સૂકાઈ જાય ને અંદર મંદરાગમાં ધર્મ માને તથા
રોટલા મેં છોડયા–એમ માને તો તે જીવ સંસારતત્ત્વને સેવનારો છે. અજ્ઞાનીની દ્રષ્ટિ બાહ્ય સંયોગ ઉપર
છે તેથી તે બાહ્ય ક્રિયા દેખીને તેમાં ધર્મ મનાવે છે, પણ અંતરદ્રષ્ટિથી જોનાર જ્ઞાની કહે છે તે જીવ ઊંધી
માન્યતાથી અધર્મને જ સેવે છે.
હું ચૈતન્યબિંબ જ્ઞાયકમૂર્તિ છું, આહાર મારા સ્વરૂપમાં છે જ નહિ તેથી તેને ગ્રહનાર કે છોડનાર હું નથી,
–એમ જ્ઞાનાનંદ સ્વભાવનું ભાન કરીને તેમાં લીન રહેતાં રાગની ઉત્પત્તિ જ ન થાય ને આહારનો

PDF/HTML Page 7 of 21
single page version

background image
: ૨૬ : આત્મધર્મ : ૮૬
સંયોગ તેના કારણે ન થાય તેનું નામ ઉપવાસ છે. તેને બદલે બાહ્ય ક્રિયામાં ઉપવાસ ને ધર્મ મનાવે છે તે
મિથ્યાદ્રષ્ટિ, સંસારતત્ત્વ છે. તે ભલે દ્રવ્યલિંગી શ્રમણ હોય તોપણ અનંત ભાવાંતરરૂપે પરાવર્તન પામતા થકા
અસ્થિર પરિણતિવાળા રહેશે, તેથી તે સંસારતત્ત્વ છે; વર્તમાનમાં તો તેની પરિણતિ અસ્થિર છે ને ભવિષ્યમાં
પણ તે અસ્થિર પરિણતિવાળા જ રહેશે. પરિણતિ સ્વરૂપમાં ઠરે તો તે મોક્ષનું કારણ છે. પણ જ્યાં સ્વરૂપનો
યથાર્થ નિર્ણય નથી ત્યાં પરિણતિ સ્વરૂપમાં ઠરે ક્યાંથી? એટલે વિકારમાં જ પરિણતિ બદલ્યા કરે છે, તે જ
સંસાર છે. વિકારી ભાવ એક સરખો રહેતો નથી, પણ ક્ષણે ક્ષણે ફર્યા કરે છે. ક્યારેક એવો શુભભાવ કરે કે
નવમી ગ્રૈવેયકનો દેવ થાય, વળી ક્યારેક અશુભભાવ કરીને નરકે જાય. ઘડીકમાં પુણ્ય ને ઘડીકમાં પાપ, ક્યારેક
મોટો રાજા થશે ને વળી ઘડીકમાં નિગોદ થશે–આમ ઊંધી શ્રદ્ધાવાળો જીવ અનંત ભાવાંતરના પરાવર્તનમાં રખડે
છે, તેથી તે સંસારતત્ત્વ છે.
અજ્ઞાનીઓ, વ્રતાદિનો શુભરાગ બંધનું કારણ હોવા છતાં તેને મુક્તિનું કારણ માને છે. જે ભાવથી બંધન
થાય તે ભાવ મુક્તિનું સાધન હોય નહીં. પાંચમા–છઠ્ઠા ગુણસ્થાને પણ સાત–આઠ કર્મો બંધાય છે, બંધનભાવ
વગર (અર્થાત્ બંધના કારણરૂપ ભાવ વગર) કર્મો બંધાય નહિ, તો ત્યાં પાંચમે–છ
ઠ્ઠે ગુણસ્થાને ક્યો બંધનભાવ
છે?–ત્યાં જે વ્રતાદિનો શુભભાવ છે તે બંધનનો ભાવ છે, તેનાથી કર્મો બંધાય છે. છતાં તે બંધનભાવને મુક્તિનું
કારણ માને છે તેઓ મિથ્યાદ્રષ્ટિ છે એટલે કે નિગોદના ભાવને સેવનારા સંસારતત્ત્વ છે.
છઠ્ઠા ગુણસ્થાને પણ સાત કે આઠ કર્મો બંધાય છે–એમ ભગવાને કહ્યું છે, તો તે કયા ભાવથી બંધાય છે?
અશુભભાવ તો ત્યાં હોય નહિ, ને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રનો જે શુદ્ધભાવ પ્રગટ્યો છે તે બંધનું કારણ થાય
નહિ, એટલે વ્રતાદિનો જે શુભભાવ છે તેનાથી જ કર્મો બંધાય છે, તેથી તે બંધનું કારણ છે; અને રાગરહિત
જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરીને તેમાં લીનતા કરવી તે કર્મને તોડવાનું–મુક્તિનું કારણ છે. આમ હોવા છતાં જે
રાગને ધર્મનું કે મુક્તિનું કારણમાને છે તે અનવસ્થિત પરિણતિવાળા રહેવાને લીધે સંસાર તત્ત્વ જ છે. કોઈની
કૃપાથી જીવને મોક્ષ મળતો નથી ને કોઈની અકૃપાથી તે સંસારમાં રખડતો નથી; મિથ્યાશ્રદ્ધાથી જીવની અસ્થિર
પરિણતિને સંસાર કહ્યો છે.
આત્માનું વાસ્તવિક જ્ઞાનમય સ્વરૂપ છે તેનો જેણે નિર્ણય પ્રગટ કર્યો નથી તે જીવ ભલે ત્યાગી હો કે
ભોગી હો, તે બધા સંસારમાં રખડનારા સંસારતત્ત્વ છે–એમ જાણવું. એ રીતે સંસારતત્ત્વનું સ્વરૂપ બતાવ્યું, હવે
તે સંસારતત્ત્વથી વિરુદ્ધ એવા મોક્ષતત્ત્વનું વર્ણન ૨૭૨મી ગાથામાં કરશે.
।।૨૭૧।।
હોંશથી હા પાડો.....
હે ભવ્ય! તારામાં શક્તિ છે એમ જોઈને આચાર્યભગવાન કહે
છે કે આત્મા આવો છે તેને તું જાણ. જ્ઞાની જેનામાં ત્રેવડ ભાળે તેને
આત્મા જાણવાનું કહે છે, કાંઈ પત્થરને અજડને કે પાડાને કહેતા નથી કે
તું આત્માને જાણ! માટે, ‘અમે સમજીએ નહિ’ એવો નકાર લાવશો
નહિ. હું હમણાં તૈયાર નથી, મારે માટે સારો અવસર કે સારો સંયોગ
નથી એમ ઓથ લેશો નહિ. બરાબર ન્યાય, યુક્તિ, પ્રમાણથી શુદ્ધ
આત્માનું સ્વરૂપ કહેવામાં આવશે, તેની હોંશ લાવી હા જ પાડજો. જેમ
બૂંગિયો ઢોલ વાગે ત્યારે રજપૂત છૂપે નહિં, બૂંગિયો ઢોલ સાંભળીને
સાડાત્રણ ક્રોડ રોમેરોમમાં રજપૂતનું શૌર્ય ઊછળી જાય છે. તેમ તત્ત્વનો
મહિમા સાંભળતાં પાત્ર ચૈતન્યનું વીર્ય ઊછળી જાય છે. સિદ્ધ ભગવંતો
પૂર્ણ નિર્મળદશાને પામ્યા તેની નાત–જાતનો વારસદાર હું છું, મેં મારી
સ્વતંત્રતાનો બૂંગિયો સાંભળ્‌યો–એ પ્રમાણે, સ્વતંત્રતાની વાત સાંભળી
હે જીવ! તેનો મહિમા લાવ! શ્રી કુંદકુંદ ભગવાન સમયસારના બૂંગિયા
વગાડી ગાણાં ગાય છે, તે સાંભળી તું ન ઊછળે એ કેમ બને?
–શ્રી સમયસાર પ્રવચનો ભા. ૧ પૃ. ૬૨–૬૩

PDF/HTML Page 8 of 21
single page version

background image
: માગશર: ૨૪૭૭ : ૨૭ :
આત્માર્થીનું પહેલું કર્ત્તવ્ય–૩
નિશ્ચયસમ્યગ્દર્શનનો માર્ગ
[વીર સં. ૨૪૭૬, શ્રાવણ વદ ૧૪ સોમવાર]
આત્મા દેહથી જુદો પદાર્થ છે. જેને આત્માનું કલ્યાણ કરવું હોય–સુખી થવું હોય–ધર્મ કરવો હોય
અથવા તો સમ્યગ્દર્શન પ્રગટ કરવું હોય તેણે શું કરવું તે વાત ચાલે છે.
પહેલાંં તો જીવાદિ નવતત્ત્વોને જુદાં જુદાં જેમ છે તેમ જાણવા જોઈએ. તે નવતત્ત્વના વિચારરૂપ
શુભભાવ અખંડ ચૈતન્યવસ્તુમાં જવામાં નિમિત્ત થાય છે. જેમ બારણા દ્વારા ઘરની અંદર અવાય પણ બારણું
સાથે ઉપાડીને અંદર ન અવાય; તેમ અંતરના ચૈતન્ય–ઘરમાં આવવા માટે નવતત્ત્વની શ્રદ્ધા કરવી તે બારણું છે
–નિમિત્ત છે, પણ તે નવતત્ત્વના વિચારના શુભરાગથી કાંઈ અભેદ સ્વભાવમાં પહોંચાતું નથી. તેમ જ પહેલાંં
નવતત્ત્વના જ્ઞાનરૂપ આંગણે આવ્યા વગર પણ અભેદમાં જવાતું નથી.
અહો, અનંતકાળે આવો મનુષ્યદેહ મળ્‌યો; તેમાં વિચાર કરવો જોઈએ કે મારું કલ્યાણ કેમ થાય?
અનંતકાળમાં કલ્યાણ ન થયું ને નિગોદાદિ અનંત ભવોમાં રખડયો; હવે આ અનંતકાળે મોંઘો મનુષ્યભવ
પામીને આત્માનું કલ્યાણ કેમ થાય? તેની આ વાત છે.
જેમ રાજાને મળવા જતાં પહેલાંં વચ્ચે દ્વારપાળ આવે છે, તેમ આ ચૈતન્યમહારાજાની પ્રતીત અને
અનુભવ કરવા જતાં વચ્ચે નવતત્ત્વની શ્રદ્ધારૂપ દ્વારપાળ આવે છે, તે નવતત્ત્વનું વર્ણન ચાલે છે, તેમાં જીવ,
અજીવ, પુણ્ય ને પાપ એ ચાર તત્ત્વોનું વર્ણન થઈ ગયું છે.
સમ્યગ્દર્શન કેમ પમાય તેની આ રીત કહેવાય છે. આ સમ્યગ્દર્શનનો ઉપાય છે. આત્મા દેહ વગેરે પર
વસ્તુઓથી ભિન્ન ચૈતન્યવસ્તુ છે, તેને તેવો માનવો તે સમ્યક્શ્રદ્ધાનો માર્ગ છે. જેમ કોઈ માણસ પાસે કરોડ રૂ.
ની મૂડી હોય તેને કરોડ રૂ. ની મૂડીવાળો માને તો તેને સાચો માન્યો કહેવાય, પણ કરોડ રૂા. ની મૂડીવાળાને
હજાર રૂ. ની મૂડીવાળો જ માને તો તે માન્યતા સાચી ન કહેવાય. કરોડ રૂ. ની મૂડીનું જ્ઞાન કર્યા પછી, કરોડ રૂ.
ની મૂડી પોતાને કેમ થાય તે વાત તો જુદી છે. તેમ આત્મા અનંત ગુણનો સ્વામી, સિદ્ધ ભગવાન જેવો છે; તેને
તેવા પૂરા સ્વરૂપે પહેલાંં વિકલ્પથી માનવો તે વ્યવહારે જીવતત્ત્વની સાચી માન્યતા છે, તે પુણ્ય પરિણામ છે.
ચૈતન્યતત્ત્વની નિર્વિકલ્પ શ્રદ્ધા કરવા પહેલાંં તેવો વિકલ્પ આવે છે. વિકલ્પથી પણ સ્વીકાર તો પૂરાનો જ છે.
આત્માને સિદ્ધસમાન પૂરો ન માને ને ક્ષણિક વિકારવાળો જ માને તેને તો જીવતત્ત્વની વ્યવહારશ્રદ્ધા પણ નથી.
વિકલ્પથી મનદ્વારા પણ પરિપૂર્ણ જીવતત્ત્વને જે ન જાણે તેને પરમાર્થશ્રદ્ધા થતી નથી. નવતત્ત્વની વ્યવહારશ્રદ્ધા
તે પુણ્ય છે, તે ધર્મ નથી. તો પછી બહારની ક્રિયામાં તો ધર્મ હોય જ શેનો?
જેમ માખી બળખો ખાવા જતાં તેની ચીકાસમાં ચોંટી જાય છે, તેમ અજ્ઞાની જીવ અનાદિથી ચૈતન્યને
ચૂકીને ઈંદ્રિયવિષયોની રુચિ કરીને તેમાં જ ચોંટી જાય છે. પણ કઈક નિવૃત્તિ લઈને, અરે! હું કોણ છું? આ
સંસારભ્રમણ કેમ ટળે?–એ પ્રકારે જીવાદિ તત્ત્વોનો વિચાર કરતો નથી. હજી નવતત્ત્વના વિચારમાં પણ રાગના
પ્રકાર પડે છે; કેમ કે નવે તત્ત્વનો વિકલ્પ એક સાથે હોતો નથી પણ ક્રમે ક્રમે હોય છે, તેથી તેમાં રાગમિશ્રિત
વિચાર છે. પહેલાં રાગમિશ્રિત વિચારથી નવતત્ત્વનો નિર્ણય કરવો તે વ્યવહારશ્રદ્ધા છે; તે હજી ખરેખર ધર્મ
નથી, પણ ધર્મનું આંગણું છે. અને નવતત્ત્વના વિકલ્પરહિત થઈને એક અભેદ આત્માને શ્રદ્ધામાં લેવો તે
નિશ્ચયશ્રદ્ધા છે, તે જ પ્રથમ ધર્મ છે.
જેમ ચોપડાનું નામું તપાસે તો મૂડીની ખબર પડે, તેમ સત્સમાગમે શાસ્ત્રનો અભ્યાસ, શ્રવણ–મનન કરે
તો જીવ શું–અજીવ શું–એની ખબર પડે.
કોઈ કહે કે–‘અમારે જીવતાં તો ઘરબાર, વેપારધંધો વગેરે ઘણાં કામ હોય એટલે જીવતાં બધાથી જુદા
આત્માની શ્રદ્ધા ન થાય, પણ મરવા ટાણે કંઈક કરશું!’ તો એમ કહેનારને તત્ત્વની રુચિ નથી, આત્મા
સમજવાની

PDF/HTML Page 9 of 21
single page version

background image
: ૨૮ : આત્મધર્મ : ૮૬
દરકાર નથી. અરે, ભાઈ! અત્યારે જ શરીર, પૈસા વગેરે બધા પદાર્થોથી આત્મા જુદો જ છે, પરનું કાંઈ કરી
શકતો નથી, છતાં હું કરું–એમ માને છે તે અજ્ઞાન છે. હજી પરથી ભિન્ન આત્માની વાત અત્યારે સમજતો નથી ને
સમજવાની. રુચિ પણ કરતો નથી, તો મરવા ટાણે ક્યાંથી લાવીશ?
હું જીવ છું, ને શરીરાદિ પદાર્થો મારાથી ભિન્ન અજીવ છે. તે શરીરાદિનાં કામ આત્મા કરતો નથી.–આટલી
વાત પણ જેને બેસતી નથી તેને જીવ–અજીવ તત્ત્વના જુદાપણાનું પણ ભાન નથી.
પ્રશ્ન:–પણ વ્યવહારથી તો આત્મા પૈસા વગેરે મેળવી શકે ને?
ઉત્તર:–એમ નથી; પૈસા જડ છે, તે જડની આવવા–જવાની અવસ્થા તેને કારણે થાય છે, આત્મા
વ્યવહારથી પણ તેને મેળવી શકતો નથી. આત્મા તેને મેળવી શકે એમ માનવું તે તો વ્યવહારશ્રદ્ધા પણ
નથી. ‘આણે પૈસા મેળવ્યા, આણે આમ કર્યું ને આ મેળવ્યું’ એમ બોલાય છે તે તો માત્ર વ્યવહારની
ભાષા છે.
ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમાત્મા દિવ્યધ્વનિમાં ફરમાવે છે કે હે જીવ! તું ધીરો થા, ધીરો થા. તારે આત્માનું
કલ્યાણ કરવું હોય–ધર્મ કરવો હોય–તો અમે કહીએ છીએ તે પ્રમાણે જીવ–અજીવને જુદા સમજ. અભેદ
ચૈતન્યસ્વભાવની નિર્વિકલ્પ શ્રદ્ધા કરવા માટે, પ્રથમ રાગમિશ્રિત વિચારથી જીવ–અજીવને જુદા જાણવા તે
વ્યવહારશ્રદ્ધા છે.
જીવ અને અજીવ એ બે તત્ત્વો મૂળદ્રવ્ય છે, તે ત્રિકાળી છે; અને બાકીનાં સાતે તત્ત્વો તે ક્ષણિક
અવસ્થારૂપ છે. અવસ્થામાં જે ક્ષણિક પુણ્ય–પાપ થાય છે તે જીવના ત્રિકાળી સ્વભાવમાંથી આવ્યા નથી તેમ જ
જડની ક્રિયાથી પણ થયા નથી. જીવદ્રવ્યમાંથી પુણ્ય આવ્યાં–એમ માને તો જીવ અને પુણ્યતત્ત્વ જુદાં રહેતાં નથી.
ને જડની ક્રિયાથી પુણ્ય માને તોપણ અજીવ અને પુણ્યતત્ત્વ જુદાં રહેતાં નથી. પુણ્ય તો ક્ષણિક અવસ્થાથી થાય
છે.–આમ નવતત્ત્વને જાણ્યા વિના વ્યવહારશ્રદ્ધા પણ થાય નહીં.
ત્રિકાળી જીવદ્રવ્યના લક્ષે પુણ્ય–પાપ ઉત્પન્ન થતાં નથી, ને પર ચીજો છે તેને લીધે પણ પુણ્ય–પાપ થતાં
નથી; પણ જીવની એક સમયપૂરતી અવસ્થામાં અરૂપી વિકારી શુભાશુભ પરિણામ થાય છે તે પુણ્ય–પાપ છે.
હવે પાંચમું અસ્રવતત્ત્વ છે: પહેલાંં પુણ્ય–પાપ તત્ત્વને જુદાં ઓળખાવ્યાં, ને પછી આસ્રવતત્ત્વનું વર્ણન
કરતાં પુણ્ય–પાપ બંનેને આસ્રવમાં નાંખી દીધા. એટલે, પુણ્ય ઠીક ને પાપ અઠીક–એમ જે પુણ્ય–પાપમાં તફાવત
માને છે તેને આસ્રવતત્ત્વની શ્રદ્ધા નથી. પુણ્ય અને પાપ બંને વિકાર છે, આસ્ત્રવ છે. તે પુણ્ય–પાપ રહિત
સિદ્ધસમાન સદા પદ મેરા–એમ વિચારે તે તો વ્યવહારે નવતત્ત્વનો સ્વીકાર છે. જેમ કોઈ પાસેથી નાણાં લીધા
હોય, પણ તે હજી ચૂકવ્યા ન હોય, ત્યાર પહેલાંં તે નાણાં પૂરેપૂરા ચૂકવવાનું સ્વીકારે તે વ્યવહારમાં–બોલણીમાં
શાહુકાર થયો, ને જ્યારે નાણાં ચૂકવી આપે ત્યારે ખરો શાહુકાર થયો કહેવાય. તેમ ચૈતન્યદ્રવ્યની
અખંડનિધિ સિદ્ધસમાન છે, અનંત ગુણનો ભંડાર છે, તેમાં એકાગ્ર થઈને તેનો અનુભવ કરવારૂપ નાણું ચૂકવતાં
પહેલાંં તેની વ્યવહારે શ્રદ્ધા કરવી તે વ્યવહારમાં શાહુકારી છે એટલે કે વ્યવહારશ્રદ્ધા છે. ને પછી એક અખંડ
ચૈતન્યદ્રવ્યની પ્રતીત કરીને તેનો અનુભવ કરવો તે પરમાર્થે શાહુકારી છે–પરમાર્થશ્રદ્ધા છે. એવા પરિપૂર્ણ
આત્મસ્વભાવની શ્રદ્ધા કરવામાં કાંધા ન હોય–ક્રમ ન હોય; પૂર્ણની શ્રદ્ધા પછી ચારિત્રમાં ક્રમ પડે છે.
જેણે પુણ્ય અને પાપ બંને તત્ત્વોને વિકાર તરીકે સરખાં ન જાણ્યા, પણ પુણ્ય સારું ને પાપ ખરાબ–
એવા ભેદ માન્યા તેણે આસ્રવતત્ત્વને જાણ્યું નથી. જેમ તળાવમાં નદીનાં પાણી બહારથી આવે છે અથવા
કાણાંવાળી હોડીમાં પાણી બહારથી ભરાય છે, તેમ આત્મામાં આસ્રવભાવો કાંઈ બહારની ક્રિયામાંથી નથી
આવતા, પણ પર્યાય દ્રષ્ટિથી જીવની અવસ્થામાં આસ્રવભાવ થાય છે. આસ્રવ ત્રિકાળ જીવદ્રવ્યથી થતો નથી
તેમ જ અજીવદ્રવ્યથી પણ થતો નથી. અહો, ઘણા લોકોને જ્યાં નવતત્ત્વની પણ બરાબર ખબર નથી ત્યાં
અંતરસ્વભાવની દ્રષ્ટિ ક્યાંથી થાય? તે જીવો તો આત્માના ભાન વગર જેવા જન્મ્યા તેવા જ કાગડા–
કૂતરાંની જેમ અવતાર પૂરો કરી, મરીને ચાલ્યા જાય છે, તેમણે જીવનમાં કાંઈ અપૂર્વ કર્યું નથી. બહારમાં
કુદેવાદિની ઊંધી માન્યતા છોડીને, આ સર્વજ્ઞદેવે કહેલા નવતત્ત્વને બરાબર જાણે તે તો હજી ધર્મની
વ્યવહારરીતમાં આવ્યો છે, હજી પરમાર્થધર્મ તો તેનાથી જુદી ચીજ છે.

PDF/HTML Page 10 of 21
single page version

background image
: માગશર: ૨૪૭૭ : ૨૯ :
છટ્ઠંું સંવરતત્ત્વ છે: સંવર તે આત્માની નિર્મળ પર્યાય છે. શરીર સંકોચીને બેસી જવું તે કાંઈ સંવર
નથી. ચૈતન્યમાં એકાગ્રતાથી સમ્યગ્દર્શન થાય તે પહેલોં સંવર છે. કોઈ એમ માને કે પુણ્ય તે ક્ષયોપશમભાવ
છે ને તેનાથી સંવર થાય છે. –તો તે માન્યતા જૂઠી છે. કર્મના ઉદયમાં જોડાતાં શુભવૃત્તિનું ઉત્થાન થાય તે
પુણ્ય છે. તે પુણ્ય ક્ષયોપશમભાવ નથી પણ ઉદયભાવ છે. પુણ્ય તે આસ્રવ છે, વૃત્તિનું ઉત્થાન છે, તેને જો
ઉદયભાવ ન કહેવો તો કોને કહેવો? શું એકલા પાપને જ ઉદયભાવ કહેવો? પુણ્ય તેમ જ પાપ એ બંને
ઉદયભાવ છે, તે ધર્મનું કારણ નથી. સંવર તો પુણ્ય–પાપ રહિત નિર્મળ ભાવ છે, તે ધર્મ છે. ચૈતન્યસ્વરૂપ
આત્મામાં એકાગ્રતાથી જ સંવર થાય છે. આવો સંવર ભાવ આત્મામાં પ્રગટ્યા પહેલાંં તેની પ્રતીત કરવી તે
વ્યવહારશ્રદ્ધા છે. જેને આવો સંવરભાવ પ્રગટ્યો હોય તે જ સાચા ગુરુ હોય, જેને એવો સંવરભાવ પ્રગટ્યો
ન હોય તે કુગુરુ છે. એટલે સંવરતત્ત્વની ઓળખાણમાં સાચા ગુરુની પ્રતીત પણ ભેગી આવી જાય છે.
જેનામાં સંવરતત્ત્વ પ્રગટ્યું ન હોય એવા અજ્ઞાનીઓને જે ગુરુ તરીકે આદરે તે જીવને સંવરતત્ત્વની શ્રદ્ધા
નથી.
અહો! એક સમયનો સંવર તે મુક્તિ આપે. એવા સંવરને બદલે જેઓ જડની ક્રિયામાં ને પુણ્યમાં સંવર
મનાવે તે બધા કુદેવ–કુગુરુ છે. કુગુરુઓ તે સાચા ધર્મને લૂંટનારા બહારવટીઆ છે, તેને ગુરુ તરીકે જે માને તે
જીવ ધર્મના બહારવટીઆને પોષે છે; તેને ધર્મ હોઈ શકે નહીં. જેઓ પરથી કે પુણ્યથી સંવર ન મનાવે પણ
આત્માની શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રથી સંવર મનાવે, અને એવો સંવર જેના આત્મામાં પ્રગટ્યો હોય તે જ ગુરુ છે,
એવા ગુરુને જ ગુરુ તરીકે માને ત્યારે તો ગુરુની શ્રદ્ધા થઈ કહેવાય છે. આ તો બધું વ્યવહારશ્રદ્ધામાં આવી જાય
છે.
અહો! અંતરમાં વિચાર કરીને આ જાતનો ખ્યાલ તો જ્ઞાનમાં કરો. એ આત્માની અંતરની ક્રિયા છે એ
સિવાય બહારની ક્રિયા આત્મા કરી શકતો નથી. પહેલાંં અંતરમાં પરમાર્થસ્વભાવની સન્મુખ થઈને તેની શ્રદ્ધા
કરવી તે પહેલો સંવર છે, ને પછી ચારિત્રદશા પ્રગટતાં વિશેષ સંવર થાય છે.
આત્મા પરનું કરી શકે, પુણ્યથી સંવર–ધર્મ થાય–એમ જે માને તેને તો વ્યવહારશ્રદ્ધા પણ સાચી નથી;
એવા જીવોને જે ગુરુ તરીકે માનીને આદરે તે જીવ તે કુગુરુ કરતાં પણ વધારે પાપી છે. મિથ્યાત્વનું સેવન એ
સૌથી મોટું પાપ છે. શુદ્ધ ચૈતન્યની શ્રદ્ધા કરીને તેમાં સ્થિર થવું તે સંવર છે. જેમણે એવો સંવર પ્રગટ કર્યો હોય
અને એવું જ સંવરનું સ્વરૂપ બતાવતા હોય તે જ સાચા ગુરુ છે. સંવરભાવ પ્રગટ્યા પહેલાંં સંવરનું જ્ઞાન કરવું
જોઈએ. આમ સમજે ત્યારે નવતત્ત્વની શ્રદ્ધા થઈ કહેવાય. આ સિવાય જે પુણ્યથી ધર્મ મનાવનારા કુદેવ–કુગુરુ–
કુશાસ્ત્રને માને તેને નવતત્ત્વની શ્રદ્ધા પણ નથી; એટલે તેને તો વ્યવહારધર્મ પણ પ્રગટ્યો નથી, તેને આત્માનો
પરમાર્થધર્મ હોતો નથી.
અહો, આ સૂર્ય જેવી ચોકખી વાત છે. અંતરમાં બરાબર ખ્યાલ કરે તો આત્મામાં ઉજાસ થઈ જાય.
પૂર્વના ઊંધા પ્રકારો સાથે આ વાતને મેળ ખાય તેમ નથી. પૂર્વની પક્કડ છોડીને, મધ્યસ્થ થઈને પાત્રતાથી
વિચારે તો અંતરમાં આ વાત બેસે તેવી છે. આ વાત સમજ્યા વગર આત્માનું કલ્યાણ કે ધર્મ થતો નથી.
સર્વજ્ઞ ભગવાને કહેલાં નવતત્ત્વોને રાગમિશ્રિત વિચારથી માનવાની પણ જેનામાં ત્રેવડ નથી અને
કુગુરુઓનાં કહેલાં તત્ત્વોને માને છે તેને અભેદ આત્મા તરફ વળીને પરમાર્થશ્રદ્ધા થઈ શકતી નથી.
નવતત્ત્વના વિચાર કરતાં ભેદ પડે છે ને રાગ થાય છે, તેથી તે વ્યવહારશ્રદ્ધા છે. નવતત્ત્વોના વિચાર એક
સમયમાં આવતાં નથી કેમ કે તે તો અનેક છે, તેમાં એક તત્ત્વના વિકલ્પ વખતે બીજા તત્ત્વોનો વિકલ્પ
હોતો નથી; એટલે નવતત્ત્વના લક્ષે ભેદ અને ક્રમ પડે છે પણ નિર્વિકલ્પદશા થતી નથી. ભૂતાર્થ આત્મામાં
એકપણું છે, તે એક સમયમાં અખંડપણે પ્રતીતમાં આવે છે ને તેના લક્ષે જ નિર્વિકલ્પદશા થાય છે. પણ
એવી નિર્વિકલ્પદશા માટે આત્મા તરફ વળતાં પહેલાંં નવતત્ત્વના વિકલ્પ આવ્યા વગર રહેતા નથી.
નવતત્ત્વોના ક્રમ–વિચારમાં પણ જે આવ્યો નથી તેને તે ક્રમનો વિચાર છોડીને અક્રમરૂપ આત્મસ્વભાવની
એકતાની શ્રદ્ધા થાય નહીં.
પ્રથમ નવતત્ત્વની શ્રદ્ધા કરીને, તે નવના ભેદનો વિચાર છોડી અભેદ ચૈતન્યદ્રવ્યની પ્રતીત કરતાં
સમ્યગ્દર્શનરૂપી

PDF/HTML Page 11 of 21
single page version

background image
: ૩૦ : આત્મધર્મ : ૮૬
ખબર નથી. અને જેની એક તત્ત્વમાં ભૂલ હોય તેની નવે તત્ત્વોમાં ભૂલ હોય. સિદ્ધ પરમાત્મા જેવા પોતાના
આત્મસ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન કરીને તેમાં રાગરહિત ઠરવું તે સંવરધર્મ છે.–એવા સંવર વગેરે નવતત્ત્વની
વિકલ્પસહિત શ્રદ્ધા તે વ્યવહારશ્રદ્ધા છે, ને નવતત્ત્વના વિકલ્પરહિત થઈને એક અભેદ આત્માની પ્રતીત અને
અનુભવ કરવો તે ખરેખર સમ્યગ્દર્શન છે, તે જ પ્રથમ ધર્મ છે.
આત્માર્થીનું પહેલું કર્તવ્ય–૪
નવતત્ત્વનું જ્ઞાન તે
સમ્યગ્દર્શનનો વ્યવહાર છે
[વીર સં. ૨૪૭૬, શ્રાવણ વદ ૦)) મંગળવાર]
જેણે આત્માની શાંતિ અને હિતરૂપ કર્તવ્ય કરવું હોય તેણે શું કરવું? તે વાત ચાલે છે. જીવ, અજીવ વગેરે
નવતત્ત્વોને જેમ છે તેમ પ્રથમ માનવા જોઈએ; નવતત્ત્વને માન્યા વગર નવના વિકલ્પનો અભાવ થઈને
એકરૂપ વસ્તુસ્વભાવની દ્રષ્ટિ થાય નહીં, ને વસ્તુસ્વભાવની દ્રષ્ટિ થયા વગર શાંતિ કે હિત થાય નહીં.
નવતત્ત્વો છે તે પર્યાયદ્રષ્ટિથી છે, નવતત્ત્વોમાં અનેકતા છે, તે અનેકતાના આશ્રયે એક સ્વભાવની
પ્રતીત થતી નથી; તેમ જ પર્યાયદ્રષ્ટિમાં અનેકતા છે તેને જાણ્યા વગર પણ એકરૂપ સ્વભાવની વસ્તુદ્રષ્ટિ થાય
નહીં. નવતત્ત્વના વિકલ્પથી એક અભેદ આત્મસ્વભાવનાં શ્રદ્ધા–જ્ઞાન થતાં નથી, પણ એક અભેદ આત્મસ્વભાવ
તરફ વળીને તેનાં શ્રદ્ધા જ્ઞાન કરતાં તેમાં નવતત્ત્વોનું રાગરહિત જ્ઞાન આવી જાય છે. પહેલાંં રાગની મંદતા
થઈને, જ્ઞાનના ક્ષયોપશમમાં નવ તત્ત્વો જેમ છે તેમ જાણવા જોઈએ, તેને જાણ્યા વિના ભેદનો નિષેધ કરીને
અભેદનો અનુભવ પ્રગટે નહીં.
ક્ષણિક અવસ્થારૂપ છે. પુણ્ય અને પાપ તે ક્ષણિક અવસ્થામાં થાય છે, તે વિકારી અંશ છે. પુણ્ય–પાપ–આસ્રવ
તેમ જ બંધ એ ચારે તત્ત્વો અવસ્થાનો સ્વતંત્ર વિકાર છે; તે ત્રિકાળી જીવના આશ્રયે નથી તેમ જ અજીવને
લીધે પણ નથી. જો ત્રિકાળી જીવના આશ્રયે વિકાર થાય તો તો જીવતત્ત્વ અને પુણ્યાદિ તત્ત્વો જુદાં રહે નહિ, ને
જો અજીવને લીધે વિકાર થાય તો અજીવતત્ત્વ અને પુણ્યાદિ તત્ત્વો જુદાં રહે નહિ–એ રીતે નવતત્ત્વો
ભિન્નભિન્ન નક્કી થાય નહીં. માટે નવતત્ત્વોને જેમ છે તેમ ભિન્નભિન્ન ઓળખવા જોઈએ.
ભગવાન આત્મા અનંત ચૈતન્યશક્તિનો પિંડ, ધુ્રવ છે, શરીરાદિ અજીવથી જુદો છે–એમ રાગસહિત
વિચારથી નક્કી કરે તેને જીવતત્ત્વનો વ્યવહારનિર્ણય કહેવાય છે. આ જગતમાં એક જીવતત્ત્વ જ નથી પરંતુ જીવ
સિવાય બીજાં અજીવતત્ત્વો પણ છે. જીવમાં તે અજીવનો અભાવ છે, પણ અજીવપણે તો તે અજીવતત્ત્વો ભૂતાર્થ
છે. તથા ચૈતન્યતત્ત્વનું લક્ષ ચૂકીને અજીવના લક્ષે ક્ષણિક અવસ્થામાં પુણ્ય–પાપ–આસ્રવ ને બંધતત્ત્વનું હોવાપણું
સ્વતંત્ર છે. જો અજીવ–કર્મને લીધે વિકાર થાય છે એમ માને તો તેણે અજીવને અને આસ્રવાદિ તત્ત્વોને એક
માન્યાં, એટલે નવતત્ત્વો સ્વતંત્ર ન રહ્યા. માટે કર્મને લીધે વિકાર થાય એમ જે માને છે તેને નવતત્ત્વની
વ્યવહારશ્રદ્ધા પણ નથી.
નવતત્ત્વોમાં પુણ્ય, પાપ ને આસ્રવ એ ત્રણ કારણ છે ને બંધ તેનું કાર્ય છે. કુદેવ અને કુગુરુ તે બંધ–

PDF/HTML Page 12 of 21
single page version

background image
: માગશર: ૨૪૭૭ : ૩૧ :
તત્ત્વમાં આવી જાય છે. જેઓ પુણ્યથી ધર્મ મનાવે, આત્મા જડનું કરી શકે એમ મનાવે તે કુગુરુ છે, તેવા
કુગુરુઓને પુણ્ય–પાપ–આસ્રવ ને બંધતત્ત્વ તરીકે સ્વીકારીને તેનો આદર છોડે તેણે જ નવતત્ત્વોને માન્યાં
કહેવાય. કુગુરુઓ તે પુણ્ય–પાપ–આસ્રવ ને બંધતત્ત્વના કર્તા છે તેથી તેમને તે પુણ્ય–પાપ–આસ્રવ ને બંધતત્ત્વમાં
જાણવા જોઈએ. વિકારમાં ધર્મ મનાવનારા કુગુરુઓને જે સાચા માને કે તેનો આદર કરે તેણે આસ્રવ વગેરે
તત્ત્વોને સંવર–નિર્જરાતત્ત્વમાં માની લીધા છે, તેણે નવતત્ત્વોને જાણ્યા નથી.
સમ્યગ્દર્શન તો એક ચૈતન્યતત્ત્વના અવલંબને જ થાય છે. શુદ્ધ ચૈતન્યદ્રવ્યની પ્રતીત કરીને તેના આશ્રયે
એકાગ્રતાથી જ સંવર–નિર્જરા થાય છે; પુણ્ય તે ઉદયભાવ છે, તે ઉદયભાવથી સંવર–નિર્જરા થતાં નથી. છતાં
પુણ્યને ક્ષયોપશમભાવ માને અને તેને સંવર–નિર્જરાનું કારણ માને તો તે ઊંધી માન્યતાનું મહાપાપ અનંત
સંસારનું કારણ છે.
પ્રશ્ન:–એક જરાક ભૂલ કરી તેમાં આટલી મોટી સજા?
ઉત્તર:–ચૈતન્યભગવાનને વિકારથી લાભ માનવો તે જરાક ભૂલ નથી પણ મોટો ભયંકર ગુન્હો છે. મિથ્યા
માન્યતા વડે અનંતગુણના પિંડ, ચૈતન્યને રેંસી નાંખીને વિકારથી લાભ માને છે તે મોટો ગુન્હેગાર છે, મહાપાપી
છે. જેમ દરરોજના કરોડો રૂ. ની પેદાશવાળા રાજાનો એકનો એક કુંવર હોય ને સવારમાં રાજગાદીએ બેસવાની
તૈયારી થઈ હોય, તે ટાણે કોઈ તેનું માથું કાપી નાંખે તો તે કેવો ગુન્હો છે? તેમ આ ચૈતન્યરાજા અનંતગુણનો
ધણી છે, તેમાંથી નિર્મળદશા પ્રગટે તેવો તેનો સ્વભાવ છે; તે ચૈતન્યરાજાની નિર્મળાનંદ પ્રજા–પર્યાય પ્રગટવાના
કાળે, તેને વિકારથી લાભ માનીને નિર્મળ પ્રજા–નિર્મળ પરિણતિને ઊંધી માન્યતાથી રેંસી નાંખે છે, તે ચૈતન્યનો
મોટો ગુન્હો છે; તે ચૈતન્યતત્ત્વના વિરોધના ફળમાં નરક–નિગોદ દશા થાય છે.
નવતત્ત્વમાં સાતમું નિર્જરાતત્ત્વ છે. અંતરમાં આત્મતત્ત્વના અવલંબને નિર્મળતા વધે, અશુદ્ધતા ટળે, ને
કર્મ ખરી જાય તેનું નામ નિર્જરા છે. એ સિવાય દેહની ક્રિયામાં કે પુણ્યમાં ખરેખર નિર્જરા નથી. સંવર–નિર્જરા
તે ધર્મ છે, મોક્ષનું કારણ છે, તે આત્માના આશ્રયે જ પ્રગટે છે. આવા નિર્જરાતત્ત્વને ન જાણે ને પુણ્યથી નિર્જરા
માને અથવા જડની ક્રિયાથી કે રોટલા ન ખાવાથી નિર્જરા માને તેને તો વ્યવહારે–પર્યાયદ્રષ્ટિથી પણ નવતત્ત્વની
ખબર નથી. નિર્જરા તો શુદ્ધતા છે ને પુણ્ય તો અશુદ્ધતા છે; અશુદ્ધતાવડે શુદ્ધતા થાય નહીં. છતાં જે અશુદ્ધતાવડે
અશુદ્ધતા ટળવાનું (–પુણ્યથી નિર્જરા થવાનું–) માને છે તેણે નિર્જરા વગેરે તત્ત્વોને જાણ્યાં નથી. નવતત્ત્વનાં
વિલ્પરહિત ચૈતન્યદ્રવ્યના ભાનસહિત એકાગ્રતા વધતાં શુદ્ધતા વધે ને અશુદ્ધતા ટળે તથા કર્મો ખરી જાય તે
નિર્જરા છે. જેને આવું નિર્જરાતત્ત્વ પ્રગટ્યું હોય તેને ગુરુ કહેવાય છે. સંવર અને નિર્જરા એ બંને આત્માની
નિર્મળપર્યાયો છે, તે ધર્મ છે.
સંવર–નિર્જરા તે મોક્ષનું સાધન છે. એવા સંવર–નિર્જરાના ફળમાં જેમણે પૂર્ણ પરમાત્મદશા પ્રગટ કરી છે
તે દેવ છે. અને તે સંવર–નિર્જરારૂપ સાધકદશા જેમને વર્તે છે તે ગુરુ છે. તથા તે સંવર–નિર્જરારૂપ નિર્મળભાવ
પોતે ધર્મ છે. આ પ્રમાણે નવતત્ત્વની અને દેવ–ગુરુ–ધર્મની ઓળખાણ કરવી તે વ્યવહારશ્રદ્ધા છે. ‘તપથી
નિર્જરા થાય’ એમ શાસ્ત્રમાં આવે છે, ત્યાં લોકો આહાર છોડ્યો તે તપ અને તેનાથી નિર્જરા થઈ–એમ
બાહ્યદ્રષ્ટિથી માની લ્યે છે, તેઓને તપ શું અને નિર્જરા શું તેનું ભાન નથી. તપથી નિર્જરા થાય–એ વાત સાચી,
પણ તે તપનું સ્વરૂપ શું?–બાહ્ય તપથી નિર્જરાધર્મ થતો નથી, પણ અંતરમાં ચૈતન્યસ્વરૂપનું ભાન કરીને તેમાં
એકાગ્ર થતાં સહેજે ઈચ્છાનો નિરોધ થઈ જાય છે તે તપ છે, ને તેનાથી નિર્જરા થાય છે. સમ્યક્પણે ચૈતન્યનું
પ્રતપન તે તપ છે. જેને ચૈતન્યનું ભાન નથી તેને ખરો તપ હોતો નથી. જેઓ પુણ્યથી કે શરીરની ક્રિયાથી
સંવર–નિર્જરા માને છે તેને તો, નવમી ગ્રૈવેયક જનાર અભવ્ય જીવને જેવી નવતત્ત્વની વ્યવહારશ્રદ્ધા અનંતવાર
થાય છે તેવી વ્યવહારશ્રદ્ધાનું પણ ઠેકાણું નથી. જે પુણ્યને ક્ષયોપશમભાવ માને અને તેને ધર્મનું કારણ માને તેણે
પુણ્યતત્ત્વને કે ધર્મતત્ત્વને જાણ્યું નથી, ને તેને ધર્મ થતો નથી.
આત્મામાં શુદ્ધિ વધ્યા વગર, એની મેળે પાકીને કર્મો ખરી જાય તે સવિપાક નિર્જરા છે, તે નિર્જરા તો
બધા જીવોને થાય છે, તેમાં ધર્મ નથી. તેમ જ

PDF/HTML Page 13 of 21
single page version

background image
: ૩૨ : આત્મધર્મ : ૮૬
આત્માના ભાન વગર બ્રહ્મચર્ય, દયા વગેરે શુભભાવથી કંઈક અકામ નિર્જરા થાય તે પણ ધર્મમાં ગણાતી નથી.
પણ આત્મામાં નવતત્ત્વનું ભાન કરીને એક સ્વભાવના આશ્રયે શુદ્ધતા વધે અને અશુદ્ધતા તથા કર્મો ટળે તે
નિર્જરા મોક્ષનું કારણ છે.
આઠમું બંધતત્ત્વ છે. વિકારભાવમાં જીવનું બંધાય જવું અટકી જવું તે બંધતત્ત્વ છે. કોઈ પરના કારણે
જીવને બંધન થતું નથી, પણ પોતાની પર્યાય વિકારભાવમાં રોકાઈ ગઈ તે જ બંધન છે. પુણ્ય–પાપના ભાવોથી
આત્મા મુકાતો નથી પણ બંધાય છે, તેથી તે પુણ્ય–પાપ બંધતત્ત્વનું કારણ છે. તેને બદલે પુણ્યને ધર્મનું સાધન
માને અથવા તેને સારું માને તો તે બંધ વગેરે તત્ત્વનું સ્વરૂપ સમજ્યો નથી. દયા, પૂજાદિ શુભભાવ કે હિંસા,
ચોરી વગેરે અશુભભાવ તે વિકાર છે, તેના વડે આત્મા મુકાતો નથી પણ બંધાય છે. પુણ્ય અને પાપ એ બંને
ભાવો મલિન ભાગ છે, બંધનભાવ છે. અત્યારે પુણ્ય કરીએ તો ભવિષ્યમાં સારી સામ્રગી મળે, ને સારી સામગ્રી
હોય તો ધર્મ કરવાની સગવડતા થાય,–એમ જેણે માન્યું તેણે પુણ્યને ખરેખર બંધતત્ત્વમાં નથી જાણ્યું. ખરેખર
તો પુણ્યભાવને લીધે બાહ્ય સામગ્રી મળતી નથી, કેમ કે પુણ્ય જુદી ચીજ છે ને અજીવ સામગ્રી જુદી સ્વતંત્ર
ચીજ છે. પુણ્યને અને બાહ્યસામગ્રીને માત્ર નિમિત્ત–નૈમિત્તિક મેળ છે. એ નિમિત્ત–નૈમિત્તિક મેળની જે ના પાડે
તેને પણ પુણ્યતત્ત્વની વ્યવહારુ સાચી શ્રદ્ધા નથી. બહારની અનુકૂળ સામગ્રી વડે જીવને ધર્મ કરવો ઠીક પડે–એ
માન્યતામાં પણ જીવ અને અજીવની એકતાની બુદ્ધિ છે. પહેલાંં ભિન્ન ભિન્ન નવતત્ત્વોને જાણ્યા વગર અભેદ
આત્માની પ્રતીતિ થાય નહિ અને તે પ્રતીતિ વગર ધર્મ થાય નહીં.
ત્રિકાળ જીવતત્ત્વના કારણે બંધ નથી તેમ જ અજીવતત્ત્વને કારણે પણ બંધ નથી. બંધતત્ત્વ તે ત્રિકાળી
જીવતત્ત્વથી ભિન્ન છે તેમ જ અજીવથી પણ ભિન્ન છે. બંધ તે પર લક્ષે થતી ક્ષણિક વિકારી લાગણી છે, તે સ્વતંત્ર
છે. બંધતત્ત્વ ત્રિકાળી નથી પણ ક્ષણિક છે. આત્મસ્વભાવને ચૂકીને જે મિથ્યાત્વભાવ થાય તેને, તેમ જ
આત્માના ભાન પછી પણ જે રાગાદિ ભાવો થાય તેને બંધતત્ત્વ જાણે, અને કુતત્ત્વોના કહેનારા કુદેવ–કુગુરુઓને
પણ બંધતત્ત્વમાં જાણે, ત્યારે બંધતત્ત્વને જાણ્યું કહેવાય. શ્રી અરિહંત ભગવાને કહેલા અને યથાર્થ વસ્તુરૂપ આ
નવતત્ત્વોને પણ જે ન જાણે ને કુતત્ત્વોને માને તેણે ખરેખર અરિહંત ભગવાનને ઓળખ્યા નથી, ને તે
અરિહંતનો ભક્ત નથી.
હે ભાઈ! જો તું એમ કહેતો હો કે હું અરિહંતદેવનો ભક્ત છું, હું અરિહંતપ્રભુનો દાસ છું,–તો શ્રી
અરિહંતદેવે કહેલા નવતત્ત્વોને તો બરાબર જાણ, અને તેનાથી વિરુદ્ધ કહેનારા કુદેવ–કુગુરુનું સેવન છોડ.
ભગવાને જે પ્રમાણે કહ્યા તે પ્રમાણે નવતત્ત્વોને વ્યવહારે પણ તું ન જાણ તો તેં અરિહંત ભગવાનને માન્યા નથી,
અને તું અરિહંત ભગવાનનો ભક્ત વ્યવહારે પણ નથી. વ્યવહારે પણ અરિહંત પ્રભુનો ભક્ત તે કહેવાય કે જે
તેમણે કહેલાં નવતત્ત્વોને જાણે ને તેનાથી વિરુદ્ધ કહેનારા બીજાને માને જ નહીં. નવતત્ત્વોને જાણવા તેમાં પણ
અનેકતાનું–ભેદનું લક્ષ છે, તે ભેદના લક્ષે રોકાય ત્યાં સુધી વ્યવહારશ્રદ્ધા છે પણ પરમાર્થશ્રદ્ધા નથી; જ્યારે તે
અનેકતાના ભેદનું લક્ષ છોડીને અભેદ સ્વભાવની એકતાના આશ્રયે અનુભવ કરે ત્યારે પરમાર્થ સમ્યગ્દર્શન
થાય છે અને ત્યારે જ જીવ અરિહંતદેવનો ખરો ભક્ત અર્થાત્ જિનેશ્વરનો લઘુનંદન કહેવાય છે.
જીવ પોતે બંધનભાવમાં અટકે તેમાં તેને અજીવનું નિમિત્તપણું છે. એકલા ચૈતન્યમાં, અજીવના નિમિત્ત
વગર પણ જો બંધન થાય તો તો તે સ્વભાવ થઈ જાય. એકલા ચૈતન્યમાં સ્વભાવથી બંધન ન હોય પણ
ચૈતન્ય–ની ઉપેક્ષા કરીને અજીવના લક્ષમાં અટકે ત્યારે બંધનભાવ થાય છે. અવસ્થામાં ક્ષણિક બંધનતત્ત્વ છે–
એમ તેને જાણવું જોઈએ.
અહો, ઘણા જીવો બહારની ધમાલમાં જ વખત ગૂમાવે છે પણ અંતરમાં તત્ત્વ સમજવાની દરકાર કરતા
નથી, અને તે સમજવા માટે નિવૃત્તિ લઈને સત્સમાગમ કરતા નથી. એને મનુષ્યભવ પામવાનો શું લાભ? અરે,
ભગવાન્! અનંતકાળે સત્ સાંભળવાનાં અને સમજવાનાં ટાણાં આવ્યાં, માટે આત્માની દરકાર કરીને સમજ રે
સમજ! ‘હમણાં નહિ ને પછી કરીશું’–એમ કરવામાં રોકાઈશ તો સત્ સમજવાના ટાણાં ચાલ્યા જશે, ને ફરી
અનંતકાળે પણ આવો અવસર મળવો

PDF/HTML Page 14 of 21
single page version

background image
: માગશર: ૨૪૭૭ : ૩૩ :
મોંઘો છે. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ન જવાય, તેમ આ સત્ સમજવાનું અને ચૈતન્યલક્ષ્મી
પ્રાપ્ત કરવાનું ટાણું આવ્યું છે–અપૂર્વ કલ્યાણ પ્રગટ કરવાનું ટાણું આવ્યું છે–તે ટાણે ‘પછી કરશું’–એમ ન હોય.
જો આ ટાણે દરકાર કરીને સત્ નહિ સમજ તો ફરીને આવું ટાણું ક્યારે મળશે? માટે પ્રથમ નવતત્ત્વને જાણવા
જોઈએ.
વર્ણન થઈ ગયું છે, હવે નવમું મોક્ષતત્ત્વ છે. અનંતજ્ઞાન અને આનંદમય આત્માની પૂર્ણ શુદ્ધ દશા થાય તે
મોક્ષતત્ત્વ છે. આવા મોક્ષતત્ત્વને જે ઓળખે તે સર્વજ્ઞદેવને ઓળખે, એટલે તે કુદેવાદિને માને નહીં. જે
કુદેવાદિને માને છે તેણે મોક્ષતત્ત્વને જાણ્યું નથી. મોક્ષ તે આત્માની પૂર્ણ નિર્મળ રાગરહિત દશા છે, તે
મોક્ષતત્ત્વને જાણતાં અરિહંત અને સિદ્ધ ભગવાનની પણ પ્રતીત થાય છે. હજી તો, અરિહંત ભગવાન
અજીવ વાણીને ગ્રહણ કરે ને પછી સામા જીવની યોગ્યતા અનુસાર તે વાણી છોડે–એમ જે કેવળી
ભગવાનને અજીવનું ગ્રહણ–ત્યાગ માને તેણે અરિહંતનું સ્વરૂપ જાણ્યું નથી. જેણે અરિહંતનું સ્વરૂપ નથી
જાણ્યું તેણે મોક્ષતત્ત્વને પણ જાણ્યું નથી. મોક્ષતત્ત્વને જાણ્યા વગર નવતત્ત્વ જણાય નહીં અને નવતત્ત્વને
જાણ્યા વગર ધર્મ થાય નહીં.
દરેક આત્માનો સ્વભાવ શક્તિપણે અનંત કેવળજ્ઞાન–દર્શન–સુખ અને વીર્યથી પરિપૂર્ણ છે; તેનું ભાન
કરીને તેમાં એકાગ્રતાથી જેમને અનંત જ્ઞાન–દર્શન–સુખ ને વીર્યરૂપ અનંત ચતુષ્ટય પ્રગટ્યા તે દેવ છે, ને તેમને
મોક્ષતત્ત્વ પ્રગટ્યું છે. એવી મુક્તદશા પ્રગટ્યા પછી જીવને ફરીથી કદી અવતાર હોતો નથી. અજ્ઞાની જીવો
આત્માના રાગરહિત સ્વભાવને જાણતા નથી અને મંદકષાયરૂપ શુભરાગને જ તેઓ ધર્મ માની લે છે, તે
શુભરાગના ફળમાં સ્વર્ગનો ભવ થાય, ત્યાં રહેવાની સ્થિતિ ઘણી લાંબી હોવાથી અજ્ઞાનીઓ તેને જ મોક્ષ માની
લે છે. તેમ જ, તે સ્વર્ગમાંથી પાછો બીજે અવતાર થાય છે તેથી અજ્ઞાનીઓ મોક્ષ થયા પછી પણ અવતાર થવાનું
માને છે. જીવની મુક્તિ થઈ ગયા પછી ફરીથી પણ અવતાર થવાનું માને તેઓ મોક્ષતત્ત્વને જાણતાં નથી, પણ
બંધતત્ત્વને જ મોક્ષ તરીકે માને છે. અવતારનું કારણ તો બંધન છે; તે બંધનનો એકવાર સર્વથા નાશ થઈ ગયા
પછી ફરીથી અવતાર થાય નહિ. આત્માની પૂર્ણ ચિદાનંદ દશા થઈ ગઈ તેનું નામ મોક્ષદશા છે, તે મોક્ષદશા થયા
પછી ફરીને અવતાર અર્થાત્ સંસારપરિભ્રમણ હોય નહીં. તે મુક્ત થયેલા પરમાત્મા કોઈને જગતનાં કામ કરવા
માટે મોકલતા નથી, તેમ જ જગતના જીવોને દુઃખી દેખીને કે ભક્તોનો ઉદ્ધાર કરવા માટે પોતે પણ સંસારમાં
અવતાર ધારણ કરતા નથી, કેમ કે તેમને રાગાદિ ભાવોનો અભાવ છે. જગતમાં જીવોને દુઃખી દેખીને ભગવાન
અવતાર ધારણ કરે એમ જેઓ માને છે તેઓ ભગવાન–મુક્તઆત્મા–ને રાગી અને પરના કર્તા ઠરાવે છે,
તેઓએ મુક્તઆત્મા ને ઓળખ્યા નથી. પુનર્ભવરહિત મોક્ષતત્ત્વને પામેલા શ્રી સિદ્ધ અને અરિહંત પરમાત્મા તે
દેવ છે. તેમને જે ન ઓળખે તેને તો સાચાં પુણ્ય પણ હોતાં નથી.
અક્ષર–અવિનાશી ચૈતન્યસ્વભાવની પૂર્ણાનંદ દશા તે મોક્ષતત્ત્વ છે. તે દશા પામ્યા પછી જીવને કોઈની
સેવા કરવાનું ન હોય. પૂર્ણ જ્ઞાન–આનંદદશાને પામેલા અરિહંત પરમાત્મા શરીરસહિત હોવા છતાં વીતરાગ છે;
તેમને પૂર્ણ જ્ઞાન–આનંદ હોય છે, તેમને શરીરમાં રોગ ન હોય, દવા ન હોય, ક્ષુધા ન લાગે, ખોરાક ન હોય, તેમ
જ તેઓ કોઈને વંદન કરે નહિ. વળી તેમનું શરીર સ્ફટિક જેવું સ્વચ્છ–પરમ ઔદારિક થઈ જાય ને આકાશમાં
૫૦૦૦ ધનુષ ઊંચે વિચરે. આવા અરિહંત પરમાત્માને જે ન માને તેણે તો મોક્ષતત્ત્વને વ્યવહારે પણ જાણ્યું
નથી. શ્રી કેવળીભગવાનને અનંત જ્ઞાન અને અનંત આનંદ પ્રગટ્યો ત્યાં ચાર ઘાતિકર્મો તો ક્ષય પામ્યાં છે ને
ચાર અઘાતિકર્મો બાકી રહ્યાં છે પણ તે બળેલી સીંદરી સમાન છે. જેમ બળેલી સીંદરી બાંધવામાં કામ ન આવે
તેમ ચાર અઘાતિકર્મો બાકી છે તેથી કાંઈ અરિહંત ભગવાનને ક્ષુધા કે રોગાદિ થતા નથી. આવા અરિહંત
ભગવાન જીવન્મુક્ત છે. અને શરીરરહિત પરમાત્મા થઈ જાય તે સિદ્ધ છે. તેમની જેને ઓળખાણ થાય તેને
વ્યવહારે નવતત્ત્વની શ્રદ્ધા થઈ કહેવાય. નવતત્ત્વમાં મોક્ષતત્ત્વની શ્રદ્ધા કરતાં તેમાં અરિહંત અને સિદ્ધની શ્રદ્ધા
આવી જાય છે.

PDF/HTML Page 15 of 21
single page version

background image
: ૩૪ : આત્મધર્મ : ૮૬
એ પ્રમાણે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ–એવા નવતત્ત્વો અભૂતાર્થનયથી
(અર્થાત્ વ્યવહારનયથી) વિદ્યમાન છે એટલે કે પર્યાય–દ્રષ્ટિથી જોતાં તે નવતત્ત્વો વિદ્યમાન છે. તે નવતત્ત્વોને
જાણ્યા વગર ચૈતન્યતત્ત્વની પ્રતીતિનાં પગથીયે જઈ શકાય નહીં. પણ જો નવતત્ત્વના વિકલ્પમાં જ રોકાયા કરે
તોપણ અભેદ ચૈતન્યનો અનુભવ થાય નહીં. અભેદ ચૈતન્યસ્વભાવના અનુભવ વખતે નવતત્ત્વના વિકલ્પો
હોતા નથી, માટે ત્રિકાળી ચૈતન્યસ્વભાવની દ્રષ્ટિથી જોતાં તે નવતત્ત્વો અભૂતાર્થ છે–અવિદ્યમાન છે; ત્રિકાળી
તત્ત્વમાં નવતત્ત્વના વિકલ્પો રહ્યા જ કરે–એવું તેનું સ્વરૂપ નથી. ભૂતાર્થ સ્વભાવની દ્રષ્ટિથી તો એક ચૈતન્યમૂર્તિ
આત્મા જ પ્રકાશમાન છે. એવા ચૈતન્યમાં એકતા પ્રગટ થાય તે સમ્યગ્દર્શન છે. પ્રથમ અભેદના લક્ષ તરફ
વળતાં નવતત્ત્વના વિકલ્પો આવે છે ખરા, પણ તે નવતત્ત્વના વિકલ્પ તરફ જ વલણ રહ્યા કરે તો સમ્યગ્દર્શન
થતું નથી. નવતત્ત્વના ભેદનું આલંબન છોડીને અભેદ ચૈતન્ય તરફ વળીને એકતા પ્રગટ કરવી તે નિયમથી
સમ્યગ્દર્શન છે.
નવતત્ત્વો ભિન્ન ભિન્ન છે, તેમાં અનેકતા છે, તે અનેકતાનું લક્ષ રાગનું કારણ છે; માટે ‘નવતત્ત્વની શ્રદ્ધા
તે સમ્યગ્દર્શન છે’ એવો નિયમ ન કહ્યો. તે નવતત્ત્વોમાં એકપણું પ્રગટ કરનાર શુદ્ધનય છે, તે શુદ્ધનયથી એકરૂપ
આત્માનો અનુભવ કરવો તે જ નિયમથી સમ્યગ્દર્શન છે. ‘ભૂતાર્થનયથી નવતત્ત્વોમાં એકપણું પ્રગટ કરવું’ તેનો
અર્થ એવો છે કે નવતત્ત્વના ભેદનું લક્ષ છોડીને, ભૂતાર્થનયથી એકરૂપ આત્માને લક્ષમાં લેવો. ભૂતાર્થનયમાં
નવતત્ત્વો દેખાતા નથી પણ એકરૂપ જ્ઞાયક આત્મા જ દેખાય છે. કાંઈ નવતત્ત્વની સામે જોઈને તેમાં એકપણું
થતું નથી. નવતત્ત્વની સામે જોવાથી તો રાગની ઉત્પતિ થાય છે. નવતત્ત્વોના ભેદનું લક્ષ છોડીને અભેદ
ચૈતન્યને શુદ્ધનયથી જાણતાં, નવતત્ત્વોમાં એકપણું પ્રગટ કર્યું કહેવાય છે.
ભેદરૂપ નવતત્ત્વોને જેમ છે તેમ જાણ્યા ત્યાં સુધી તો આંગણું આવ્યું; તે આંગણે આવ્યા પછી હવે ત્યાંથી
આગળ વધીને ચૈતન્યઘરમાં જવાની ને શુદ્ધસ્વભાવની પ્રતીત તથા અનુભવ કરવાની વાત છે. એટલે કે
અનાદિનું મિથ્યાત્વ ટળીને અપૂર્વ સમ્યગ્દર્શન કઈ રીતે પ્રગટે તેની આ વાત છે. અહીંથી જ ધર્મની પ્રથમ
શરૂઆત થાય છે.
નવતત્ત્વો તો અભૂતાર્થનયથી જ વિદ્યમાન છે; ભૂતાર્થનયથી અભેદ સ્વભાવમાં એકપણું પ્રગટ કરતાં તે
નવે તત્ત્વો અભૂતાર્થ છે. જ્ઞાયક ચૈતન્ય છું–એમ અંતરમાં વિદ્યમાન સ્વભાવના આશ્રયની દ્રષ્ટિથી એક આત્માનો
અનુભવ થાય છે. શુદ્ધનયથી આવો અનુભવ થતાં અનાદિનું મિથ્યાત્વ ટળીને અપૂર્વ સમ્યગ્દર્શન પ્રગટે છે ને
ધર્મની શરૂઆત થાય છે.
નવતત્ત્વોને અભૂતાર્થ કહ્યાં તેમાં જીવતત્ત્વ પણ આવી ગયું, એટલે જીવતત્ત્વને પણ અભૂતાર્થ કહ્યું, એ
કઈ રીતે? શુદ્ધ જીવતત્ત્વ છે તે તો ભૂતાર્થ છે, પરંતુ ‘હું જીવ છું’ એવો જીવસંબંધી વિકલ્પ ઊઠે તે અભૂતાર્થ છે,
તે વિકલ્પ વડે જીવસ્વભાવનો અનુભવ થઈ શકતો નથી. માટે ‘હું જીવ છું’ એવા રાગમિશ્રિત વિકલ્પને
જીવતત્ત્વ તરીકે ગણીને તેને અહીં અભૂતાર્થ કહ્યું છે–એમ સમજવું.
વિચાર હોતા નથી; તે નવતત્ત્વના લક્ષે રાગની ઉત્પત્તિ થાય છે. અને અંતરમાં ચૈતન્યની એકતાનો અનુભવ એક
સમયે થાય છે. પ્રથમ અભેદ ચૈતન્યસ્વભાવમાં અંતરમુખ થઈને શ્રદ્ધાથી ચૈતન્યમાં એકપણું પ્રગટ કરવું તે અપૂર્વ
સમ્યગ્દર્શન છે. વ્યવહારનય છે તે તો નવતત્ત્વના ભેદથી આત્માનું અનેકપણું પ્રગટ કરે છે, તે અનેકપણું પ્રગટ
કરનાર નયથી ચૈતન્યનું એકપણું પ્રાપ્ત થાય નહીં. અને ચૈતન્યના એકપણાની પ્રાપ્તિ વગર રાગરહિત આનંદનો
અનુભવ થાય નહિ–સમ્યગ્દર્શન પ્રગટે નહિ. નવતત્ત્વના વિકલ્પરહિત ચૈતન્યનું એકપણું પ્રગટ કરનારો ભૂતાર્થનય
છે; તેના આશ્રયે જ સમ્યગ્દર્શન થાય છે. નવતત્ત્વોની શ્રદ્ધા તે ચૈતન્યનું એકપણું પ્રગટ કરતી નથી ને તેના આશ્રયે
સમ્યગ્દર્શન થતું નથી. નવતત્ત્વની શ્રદ્ધાને સમ્યગ્દર્શનના વ્યવહાર તરીકે સ્થાપવામાં આવે છે પણ તેના વડે
અભેદસ્વભાવમાં એકતા થતી નથી. અભેદસ્વભાવના આશ્રયે જ આત્માનું એકપણું પ્રાપ્ત થાય છે.
અભેદસ્વભાવના આશ્રયે આત્મામાં એકપણું પ્રાપ્ત કરવું તે પરમાર્થસમ્યગ્દર્શન છે ને તે પ્રથમ ધર્મ છે.
• • • • • • • • • •

PDF/HTML Page 16 of 21
single page version

background image
: માગશર: ૨૪૭૭ : ૩૫ :
મુક્તિ
અને સંસાર
[] આત્મા અનાદિકાળથી છે, અત્યાર સુધીનો અનંત કાળ તેણે ક્યાં કાઢ્યો? તેની કદી મુક્તિ
થઈ નથી, પણ અજ્ઞાનપણે સંસારમાં જ રખડયો છે. અનંતકાળથી એક સેકંડ પણ આત્મતત્ત્વને લક્ષમાં લીધું
નથી. રાગાદિથી ને પરથી ભિન્ન જેવો એકત્વ ચૈતન્યસ્વભાવ છે તેવો જો સત્સમાગમે જાણે તો તેનો અનુભવ
થયા વિના રહે નહિ. અને એવો અનુભવ પ્રગટ કર્યા વિના ત્રણકાળમાં મુક્તિ નથી. ચૈતન્યસ્વરૂપ આત્માનો
અનુભવ કેમ થાય તેની આ વાત છે.
[] આ એકત્વ અધિકારના ૩૨મા શ્લોકમાં આચાર્યદેવ કહે છે કે નિશ્ચયથી એકત્વરૂપ જે અદ્વૈત્
આત્મસ્વભાવ છે તે જ પરમ અમૃત છે, –મોક્ષ છે; અને વ્યવહારથી કર્મો દ્વારા કરવામાં આવેલું જે દ્વૈત છે તે
સંસાર છે. આત્મા અનાદિઅનંત છે, તે કોઈ સંયોગોથી ઉત્પન્ન થયો નથી, ને તેનો કદી નાશ થતો નથી;
જ્ઞાનસ્વભાવથી તે સદા એકરૂપ છે, અને તેની અવસ્થામાં જે રાગદ્વેષ થાય છે તે તેનું મૂળ સ્વરૂપ નથી પણ દ્વૈત
છે,–આમ જાણીને એકત્વસ્વભાવનો આશ્રય કરવો તે પરમ અમૃત છે, તેનાથી સંસાર ટળી જાય છે, ને મોક્ષદશા
પ્રગટે છે.
[] જેમ સરાણ ઉપર કોઈ માણસ લોઢું ઘસે ત્યાં લસરકા મારીને તે જોતો જાય છે કે લોઢામાં કેટલો
ચળકાટ થયો, ને કેટલો કાટ ટળ્‌યો? તેમ આત્મામાં રાગ–દ્વેષ પુણ્ય–પાપ તે કાટ જેવા છે, તે આત્માનો સ્વભાવ
નથી, આત્મા તો ચૈતન્ય ચમકતીજ્યોત છે. આમ રાગ–દ્વેષ રહિત ચૈતન્યસ્વભાવ શું છે તેને જાણીને અનુભવ
કરે તો પર્યાયે પર્યાયે રાગ–દ્વેષ વિકાર ટળતો જાય છે ને ચૈતન્યપ્રકાશ પ્રગટે છે. પોતાની પર્યાયમાંથી કેટલો
વિકાર ટળ્‌યો ને કેટલી નિર્મળતા પ્રગટી તેને સાધક જીવ જાણે છે.
[] આત્માનો સ્વભાવ શું અને વિકાર શું તેનો અનુભવથી વિવેક કરવો જોઈએ. એ વિવેક પ્રગટ્યા
વગર રાગ–દ્વેષથી ખસીને ચૈતન્યમાં લીનતા થાય નહિ. માખી જેવું પ્રાણી પણ સાકર અને ફટકડીના સ્વાદનો
વિવેક કરે છે, અને ફટકડી ઉપર બેસતી નથી પણ સાકર ઉપર જઈને બેસે છે, અને સાકરના સ્વાદમાં તે લીન
થાય છે. તેમ, વિકારનો સ્વાદ આકુળ છે ને આત્માનો સ્વભાવ અનાકુળ છે, તેનો જેને વિવેક થયો છે તે
વિકારના સ્વાદને છોડીને આત્મસ્વભાવના સ્વાદમાં લીન થાય છે. શરીરાદિ સંયોગનો તો આત્મામાં અભાવ છે
ને પુણ્ય–પાપ વગેરે મલિન ભાવો છે, તેને જ જે આત્મા માને છે તેને તે મલિનતારહિત ચૈતન્યના સ્વાદનો
અનુભવ થતો નથી. હું જ્ઞાનમૂર્તિ પવિત્ર સહજાનંદ છું–એવા સ્વભાવનું શ્રવણ–મનન અને રુચિ કરે તો તેનો
અનુભવ અને લીનતા થયા વિના રહે નહીં. સમ્યક્શ્રદ્ધાના જોરે શરીર–મન–વાણી તેમ જ રાગ–દ્વેષરહિત શુદ્ધ,
અનાદિઅનંત એકરૂપ ચૈતન્યસ્વભાવ છું–એવી પ્રતીતિ થતાં તેને આનંદનો અનુભવ પ્રગટે છે.
[] કોઈ કહે કે અમારે પહેલાંં શું કરવું? તો તેનો ઉત્તર એમ છે કે, પહેલાંં સત્સમાગમે આત્માની
યથાર્થ ઓળખાણ કરવી; પોતાનો સ્વભાવ શું અને પરભાવ શું? તેનો વિવેક કરવો જોઈએ.
[] અહીં આચાર્યદેવ કહે છે કે આત્માના એકત્ત્વસ્વભાવનું ભાન અને અનુભવ થાય તે પરમ અમૃત
છે. રાગ તે હું, જડની ક્રિયા હું કરું અને વ્યવહારના આશ્રયથી કલ્યાણ થાય–એવી માન્યતા તે ઝેર જેવી છે,–
સંસારનું કારણ છે. અને વિકારરહિત એકત્વ ચૈતન્યસ્વભાવની પ્રતીત કરીને તેનો આશ્રય કરવો તે પરમ અમૃત
છે, મોક્ષનું કારણ છે.
[] હું શરીરાદિ જડની ક્રિયાથી ભિન્ન છું, મારો ધર્મ જડની ક્રિયામાં નથી, એવું પણ જેને ભાન નથી તેને
વિકારરહિત જ્ઞાનસ્વભાવની પ્રતીતિ હોય જ નહિ. જડ–ચેતનની જુદાઈનું પણ જેને ભાન નથી અને શરીરની ક્રિયા
હું કરું એમ માને છે તેમ જ તે ક્રિયાથી તથા પુણ્યથી ધર્મ માને છે તે જીવ મંદકષાયથી પુણ્યભાવ કરે તો પણ જડની
ક્રિયાનો અને વિકારનો સ્વામી થઈને મિથ્યાત્ત્વને પોષે છે. અને, હું શરીરાદિ જડથી ત્રિકાળ જુદો છું, તેની ક્રિયાનો
હું કર્તા નથી તેમ જ પુણ્ય–પાપના ભાવ થવા છતાં તે મારું ખરું સ્વરૂપ નથી, તેનાથી મારો ધર્મ થતો નથી, હું
જ્ઞાનસ્વભાવી છું–આવી યથાર્થ પ્રતીત તે ધર્મની શરૂઆત છે. આ સિવાય દયા વગેરે ભાવમાં

PDF/HTML Page 17 of 21
single page version

background image
: ૩૬ : આત્મધર્મ : ૮૬
ક્રોધાદિની મંદતા થાય તે પણ ચૈતન્યથી વિકૃત ભાવ છે–દ્વૈતભાવ છે, તેનાથી પણ આત્મા સમજાતો નથી.
વિકારરહિત એકલા જ્ઞાનમૂર્તિ આત્માના સ્વભાવની પ્રતીત છોડીને જેટલા પુણ્ય–પાપરૂપ દ્વૈતભાવ કરે તેનાથી
સંસાર–પરિભ્રમણ થાય છે. ચૈતન્યના પવિત્ર સ્વભાવનો આદર છોડીને વ્યવહારને એટલે પુણ્યને કે સંયોગને
પોતાના માનવા તેનાથી સંસારભ્રમણ થાય છે. આ એકત્ત્વ અધિકારમાં આચાર્યદેવ કહે છે કે આત્માના
એકત્વસ્વભાવનું અવલંબન તે મુક્તિનું કારણ છે અને એક ચીજને બીજી ચીજના અવલંબનનો ભાવ તે સંસાર છે.
[] ચૈતન્યસ્વભાવની રુચિ કોઈ સંયોગની અપેક્ષા રાખતી નથી. કોઈ અનુકૂળ સંયોગો ચૈતન્યની
રુચિ પ્રગટ કરવામાં મદદ કરતા નથી તેમ જ કોઈ પ્રતિકૂળ સંજોગો ચૈતન્યની રુચિમાં વિઘ્ન કરતા નથી.
અંતરના સ્વભાવની સન્મુખ થઈને ચૈતન્યસ્વભાવની રુચિ અને લીનતા કરે તો, અનંત પ્રતિકૂળતા આવી પડે
છતાં તેની રુચિ ને લીનતા ખસતી નથી બહારની અનુકૂળતા તે કાંઈ સુખ નથી, અને બહારની પ્રતિકૂળતા તે
કાંઈ દુઃખ નથી. શરીરમાં રોગ થાય તે દુઃખનું કારણ નથી, કેમ કે રોગના પ્રમાણમાં દુઃખ થતું નથી પણ મમતા
કરે તેટલું દુઃખ થાય છે. કોઈને ઘણો રોગ હોય પણ મમતા થોડી હોય તો તેને થોડું દુઃખ થાય છે, ને કોઈને થોડો
રોગ હોય પણ મમતા ઘણી હોય તો તેને વિશેષ દુઃખ થાય છે, એ રીતે મમતાના પ્રમાણમાં દુઃખ છે, સંયોગના
પ્રમાણમાં દુઃખ નથી. અજ્ઞાનીને તો સંયોગમાં એકત્વબુદ્ધિ છે એટલે તે સંયોગને દુઃખનું કારણ માનીને તેને દૂર
કરવા મથે છે. પરંતુ રાગ–દ્વેષમાં આત્માનું જે એકત્વ થાય છે તે દુઃખ છે, તે રાગ–દ્વેષમાં થતા એકત્વને તે
છોડતો નથી. ચૈતન્યના એકત્વસ્વભાવના ભાનવડે રાગદ્વૈષમાં એકત્વ છોડું તો સુખ પ્રગટે–એમ તે જાણતો નથી.
[] આત્મા પોતાના સ્વભાવના એકત્વને છોડીને જેટલો પરનો આશ્રય લ્યે તેટલો પરાશ્રયભાવ–
દ્વૈતભાવ ઊભો થાય છે અને તેનું ફળ સંસાર છે. જગતના જીવોએ શરીરની ક્રિયામાં, અને બહુ તો પુણ્યમાં ધર્મ
મનાવી દીધો છે. પરંતુ પુણ્ય તો વિકાર છે, આત્માના સ્વભાવથી અન્ય છે. આત્માના સ્વભાવ સંબંધમાં
અનાદિથી જીવને ભ્રાંતિ છે, સાચી સમજણવડે તે ભ્રાંતિ ટાળે તો ધર્મ થાય. શરીરમાં જરાક રોગ થાય તો
તે ટાળવા માટે ચિંતા કરે છે, પરંતુ આત્મામાં અનાદિકાળથી મિથ્યાભ્રાંતિરૂપ રોગ છે તે કેમ મટે? તેનો ઉપાય
કદી વિચાર્યો નથી. શરીરથી ભિન્ન આત્મા શું ચીજ છે તે લક્ષમાં લીધું નથી એટલે શરીર તે જ હું–એવી દેહદ્રષ્ટિથી
શરીરનો રોગ ભાસે છે અને તે ટાળવા માટે ચિંતા કરે છે, પરંતુ આત્મામાં મિથ્યાભ્રાંતિના રોગને લીધે અનંત
કાળથી ભાવમરણે મરી રહ્યો છે, તે રોગ ભાસતો નથી અને તેને ટાળવાનો ઉપાય કરતો નથી.
આત્મસિદ્ધિમાં શ્રીમદ્ કહે છે કે–
આત્મભ્રાંતિ સમ રોગ નહિ
સદ્ગુરુ વૈદ સુજાણ,
ગુરુઆજ્ઞા સમ પથ્ય નહિ
ઔષધ વિચાર ધ્યાન.
જેમ ઈસ્પિતાલમાં દવાના ઘણા બાટલા ભર્યા હોય, પણ ક્યારે કયા રોગ ઉપર કઈ જાતની દવા લાગુ
પડશે તે વૈદને પૂછવું પડે. કયા રોગ ઉપરની કઈ દવા છે તે જાણ્યા વગર એમ ને એમ દવાનો શીશો લઈને પીવા
માંડે તો રોગ મટે નહિ. તેમ શાસ્ત્રોમાં તો જન્મ–મરણનો રોગ ટાળવાની દવા છે, પણ ક્યારે કઈ દવા લાગુ પડે
તે જ્ઞાનીરૂપી વૈદ વગર ખબર પડે નહિ, માટે એકવાર સત્સમાગમ જોઈએ. શાસ્ત્રમાં ક્યાં કઈ અપેક્ષાએ કથન
છે તે ગુરુગમ વગર સમજાય નહિ. ગુરુગમ વગર પોતાની મેળે અર્થ કરવા જાય તો અર્થનો અનર્થ કરી નાંખે.
જ્ઞાન તો પોતાની પાત્રતાથી જ થાય છે, પણ નિમિત્ત તરીકે ગુરુગમ હોય છે. ભાવરોગને ટાળવાનું
ઔષધ શું? ‘ઔષધ વિચાર ને ધ્યાન.’ સત્સમાગમે આત્મસ્વભાવનું શ્રવણ કરીને પછી અંતરમાં તેનો વિચાર
અને એકાગ્રતાનો અભ્યાસ કરવો તે અનાદિનો રોગ ટાળવાની દવા છે. પરંતુ શ્રવણ કરીને જો મંથન અને
એકાગ્રતા ન કરે તો ભાવરોગ મટે નહિ.
[૧૦] વ્યવહાર એટલે પુણ્યની શુભલાગણી, તેનાથી પરમાર્થ પમાતો નથી. વ્યવહારની શુભલાગણી
સ્વભાવના આશ્રયે થતી નથી પણ પરના લક્ષે થાય છે. સ્વભાવના આશ્રયથી લાભ છે, તે સ્વભાવની રુચિ
પ્રગટ ન કરે, અને સંયોગથી કે વ્યવહારથી લાભ થાય–એવી બુદ્ધિ રાખે તેને ભગવાન મિથ્યાત્વી કહે છે. સધન
કે નિર્ધન વગેરે બધા જીવોને માટે ધર્મ તો ચૈતન્યસ્વભાવના શરણે

PDF/HTML Page 18 of 21
single page version

background image
: માગશર: ૨૪૭૭ : ૩૭ :
જ થાય છે. પ્રભુ! તને તરી પ્રભુતા બેસતી નથી તેથી તું પરાશ્રયે ધર્મ માની રહ્યો છે. પોતાના ચૈતન્યતત્ત્વની
પ્રભુતાને ચૂકીને પરના આશ્રયે લાભ માનીને જીવો સંસારમાં રખડી રહ્યા છે. પરાશ્રયે શુભ–અશુભ દ્વૈૈૈૈૈૈૈૈતની
ઉત્પત્તિમાં લાભ માન્યો છે તેથી સંસાર છે. ચૈતન્યસ્વરૂપ આત્માની પ્રતીત કરીને તેમાં ઠરે તો દ્વૈત ટળે એટલે
સંસાર ટળે ને મુક્તદશા પ્રગટે.
પહેલાંં સત્સમાગમે સાચી સમજણ વડે શરીર અને પુણ્ય–પાપમાં એકત્વબુદ્ધિ ટાળીને, ચૈતન્યસ્વભાવી
આત્મામાં એકત્વબુદ્ધિ પ્રગટ કરવી જોઈએ. એ માટે પોતાની પ્રાત્રતાથી શ્રવણ–મનન જોઈએ. અપૂર્વ
આત્મધર્મની શરૂઆત પરથી જુદાપણાના ભાનથી ને સ્વમાં એકત્વની શ્રદ્ધા–જ્ઞાનથી થાય છે. પહેલાંં
એવી શ્રદ્ધા–જ્ઞાન પ્રગટયા પછી તેમાં લીનતારૂપ ચારિત્ર પ્રગટે છે, તે મુનિદશા છે; પછી વીતરાગતા થતાં
કેવળજ્ઞાન અને મુક્તિ થાય છે.
[૧૧] ધર્મ તે પરમ આનંદનું કારણ છે, અને તેની શરૂઆત પણ આત્માના આનંદથી થાય છે. ધર્મ તે
દુઃખદાયક નથી પણ શાંતિરૂપ છે. ચૈતન્યતત્ત્વના મહિમાના ભાન વગર પાપ અને પુણ્ય કરીને અનંતકાળથી જીવ ચાર
ગતિમાં રખડે છે, પણ સ્વભાવના બેહદ મહિમાને એક સમય પણ જાણ્યો નથી. તે વિના વ્રત, પચ્ચખાણ કે મુનિદશા
હોય નહિ. શ્રી આચર્યદેવ કહે છે કે નિશ્ચયથી જેનો એક ચૈતન્યસ્વભાવ છે એવા આત્માને જાણવો તે અમૃતપદ છે;
પર તરફનો આશ્રયભાવ તે સંસાર છે ને સ્વભાવ તરફનો આશ્રયભાવ તે મુક્તિનું કારણ છે.
[લીંબડી શહેરમાં વીર સં. ૨૪૭૬ ના પોષ સુદ ૪ ના રોજ
પદ્મ. એકત્વ અધિકાર ગા. ૩૨ ઉપર પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન]
• • • • • • •
જીવે પુણ્યની વાત સાંભળી છે,
–ધર્મની વાત કદી સાંભળી નથી.
પુણ્ય–પાપ કેમ થાય તે વાત અનંતવાર જીવે સાંભળી, પણ દેહાદિથી ને પુણ્ય–પાપથી જુદો, પરાવલંબન
વગરનો હું છું–એવા ભિન્ન આત્માના શુદ્ધસ્વરૂપની વાત પૂર્વે કદી શ્રવણ કરી નથી...... ‘પુણ્ય કરો! પુણ્ય કરો!
પુણ્યથી ધીમે ધીમે ધર્મ થશે’ એ વાત ત્રણકાળમાં જૂઠી છે. પુણ્ય વિકાર છે, તેનાથી બંધન છે, તેનાથી ધર્મ નથી.
ધર્મ તો પુણ્ય–પાપરહિત આત્મામાં છે. તેની પ્રથમ શ્રદ્ધા કરવા માટે પણ પુણ્યની મદદ નથી. પુણ્ય–પાપરહિત
સ્વભાવ તે ધર્મ છે.–આવું સાંભળતાં, અરે! પુણ્યની પણ ના! એમ ક.ેટલાકને થઈ જાય છે; પુણ્ય વિના આત્માથી
જ ધર્મ થાય છે તે વાતની તેને ખબર નથી, સાંભળી નથી, રુચિ નથી. ‘હું પરથી ભિન્ન શુદ્ધ જ્ઞાયક છું, એક
પરમાણુમાત્ર મારું નથી’ એમ માનનાર જ્ઞાની જેટલી તૃષ્ણા ઢાળશે તેટલી અજ્ઞાની ટાળી શકશે નહિ. અજ્ઞાનીએ
બહારથી બધું માની લીધું છે; કાયકલેશથી આત્મધર્મ થતો નથી. ધર્મ તો આત્માનું સહજ સ્વરૂપ છે, તેમાં સ્થિરતા તે
ધર્મની ક્રિયા છે. ભગવાન આત્માની શ્રદ્ધા, તેનું જ્ઞાન અને તેમાં સ્થિરતા, એ જ જ્ઞાનની અંર્તક્રિયા છે.
લોકોએ બહારમાં ધર્મ માન્યો છે અને ઉપદેશક પણ તેવા મળી રહે છે. ‘પુણ્ય બાંધી દેવલોકમાં જશું, ત્યાં
સુખ ભોગવશું અને ભગવાન પાસે જઈ ધર્મ સાંભળશું’–વગેરે વિકલ્પો કરે છે; પણ પોતે ભગવાન છે, પરથી
ભિન્ન, નિરાવલંબી છે, તે સ્વતંત્ર સ્વભાવને માનતો નથી, તે ભગવાન પાસે જશે જ શેનો?–અને કદાચ જાય
તો ય શું સાંભળશે? (અત્યારે સત્યસ્વભાવની વાત સાંભળતાં તેનો જે વિરોધ કરે છે તે ભગવાન પાસે જઈને
પણ વિરોધ કરશે.)
નિરપેક્ષ આત્મતત્ત્વના જ્ઞાન વગર જીવો મોહમાં જોડાયા છે, ને સંસારનો ભાર ઉપાડે છે. ભલે ‘ત્યાગી’
નામ ધરાવે, સાધુ હો કે ગૃહસ્થ હો પણ જેની દ્રષ્ટિ દેહ ઉપર છે, તે દેહક્રિયા પોતાની માની, પુણ્ય–પાપનો ભાર
ઉપાડી, અનંત સંસારમાં રખડે છે. માણસ માને કે ન માને પણ સત્ય તો કહેવું જ પડે; સત્યને ગોપવી શકાય નહીં.
–સમયસાર–પ્રવચનો ભાગ ૧ પૃ. ૧૨૫–૬.

PDF/HTML Page 19 of 21
single page version

background image
: ૩૮ : આત્મધર્મ : ૮૬
[૩]
શ્રી પ્રવચનસારજી ગાથા ૨૭૨ ઉપર વીર સં. ૨૪૭૬ ના જેઠ સુદ ૫ [શ્રતુપંચમી] ના રોજ ઈાઠીના
જિનમંદિરજીની પ્રતિષ્ઠાના વાર્ષિક મહોત્સવ પ્રસંગે, લાઠીમાં પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન.
પ્રગટ કરે છે. મોક્ષતત્ત્વ તે આત્માની નિર્વિકારી શુદ્ધ દશા છે. સંસાર તે આત્માની ભૂલવાળી વિકારદશા છે ને
મોક્ષ તે આત્માની પવિત્રદશા છે, આત્મા તો તે બંને અવસ્થાઓમાં ધ્રુવરૂપ નિત્ય રહેનાર છે. સંસાર અને મોક્ષ
એ બંને, આત્માની ક્ષણિક અવસ્થાઓ છે. સંસારનો નાશ થતાં આત્માનો નાશ થઈ જતો નથી, ને મોક્ષદશા
પ્રગટ થતાં આત્મા નવો પ્રગટતો નથી. સંસારદશાનો વ્યય અને મોક્ષદશાનો ઉત્પાદ થાય છે, આત્મા તો
દ્રવ્યદ્રષ્ટિથી એકરૂપ ધ્રુવ છે. જે આત્મા સંસારદશામાં હતો તે જ આત્મા મોક્ષદશામાં રહે છે.
સંસારતત્ત્વનું વર્ણન કરતાં ૨૭૧મી ગાથામાં તત્ત્વની ઊંધી શ્રદ્ધાવાળા દ્રવ્યલિંગી શ્રમણને મુખ્ય
સંસારતત્ત્વ કહ્યું હતું. અહીં મોક્ષતત્ત્વના વર્ણનમાં, ભાવલિંગી શુદ્ધોપયોગી શ્રમણ તે મોક્ષતત્ત્વ છે–એમ કહે છે–
અયથાચરણહીન, સૂત્ર અર્થસુનિશ્ચયી ઉપશાંત જે,
તે પૂર્ણ સાધુ અફળ આ સંસારમાં ચિર નહિ રહે. ૨૭૨
આ પ્રવચનસારની છેલ્લી પાંચ ગાથાઓને અમૃતચંદ્રાચાર્ય દેવે પાંચ રત્નોની ઉપમા આપી છે, તે પાંચ
રત્નોમાં આ બીજું રત્ન છે. દ્રવ્યલિંગી સંસારતત્ત્વ અનંત સંસારમાં રખડશે એમ કહ્યું હતું અને
ભાવલિંગી શ્રમણ અલ્પકાળે મોક્ષ પામશે તેથી તે મોક્ષતત્ત્વ છે–એમ અહીં કહે છે.
મોક્ષના સાધક શ્રમણ કેવા હોય છે? ત્રણ લોકની કલગીસમાન વિવેકરૂપી દીવીના પ્રકાશવાળા હોય છે.
સંસારતત્ત્વવાળો જીવ સ્વયં અવિવેકી હતો, અહીં મોક્ષતત્ત્વમાં પ્રથમ જ વિવેક એટલે કે ભેદજ્ઞાનની વાત કરી છે.
કેવળજ્ઞાન ને સૂર્ય છે ને સમ્યક્ મતિ–શ્રુતજ્ઞાન તે દીવી છે. શ્રમણને હજી કેવળજ્ઞાન પ્રગટ્યું નથી પણ યથાર્થ
મતિ–શ્રુતજ્ઞાન પ્રગટ્યા છે, તે ત્રણલોકના ચૂડામણી સમાન દીવી છે. સમ્યગ્જ્ઞાનનો વિવેક પ્રગટ્યા વગર
મુનિદશા હોય નહિ, તેથી પ્રથમ વિવેકની વાત લીધી. લોકો પણ કહે છે કે–
ધર્મ વાડીએ ન નીપજે, ધર્મ હાટે ન વેચાય,
ધર્મ વિવેકે નીપજે, જો કરીએ તો થાય.
ધર્મ ક્યાંય બહારથી મળતો નથી પણ અંતરના વિવેકથી થાય છે. વિવેક એટલે શું? સ્વ–પર પદાર્થોનો
સ્વભાવ જેમ છે તેમ જ્ઞાનમાં જાણવો તે વિવેક છે. પ્રથમ તો શ્રમણને આવા વિવેકને લીધે યથાસ્થિત
પદાર્થનિશ્ચય હોય છે એટલે કે પદાર્થ જેવા છે તેવી તેની શ્રદ્ધા હોય છે. ઘડો માટીથી થાય એમ માનવું તે
યથાસ્થિત પદાર્થ–શ્રદ્ધા છે, અને કુંભાર ઘડાને કરે–એમ માનવું યથાસ્થિત પદાર્થશ્રદ્ધા નથી પણ વિપરીત શ્રદ્ધા છે
જ્યારે પદાર્થની અવસ્થાનો જે સ્વકાળ હોય ત્યારે તે અવસ્થા સ્વતંત્રપણે તેનાથી થાય છે, બીજી ચીજથી તેમાં
કાંઈ થતું નથી–આમ સમજવું તે પદાર્થની યથાર્થ શ્રદ્ધા છે. એવી યથાર્થ શ્રદ્ધા પ્રગટ કરવાથી જ પદાર્થો સંબંધી
ઉત્સુકતા ટળે છે. જો પદાર્થનો યથાર્થ નિર્ણય ન કરે તો ‘પદાર્થ આમ હશે કે તેમ?’ એવી શંકાના ઝૂલે ઝૂલ્યા કરે
એટલે તેને આકુળતા મટે નહિ ને તે કદી સ્વરૂપમાં ઠરી શકે નહિ. મોક્ષના સાધક મુનિવરોએ વિવેકરૂપી દીવીના
પ્રકાશથી પદાર્થોના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય કર્યો છે અને એ નિશ્ચયવડે ઉત્સુકતાને ટાળી છે.
શુભરાગ બંધનું કારણ છે, તે મોક્ષનું સાધન નથી, પુણ્ય તે પુણ્યતત્ત્વ છે તેનાથી ધર્મ થતો નથી,–આ પ્રમાણે
નવે તત્ત્વોની બરાબર શ્રદ્ધા વડે, ‘આ કેમ હશે? શું પુણ્યથી ધર્મ થતો હશે!’ એવા પ્રકારની સર્વશંકા ટળી જાય છે.
નિઃશંકપણે નવતત્ત્વનો નિર્ણય ન કરે ત્યાં સુધી ઉપયોગ આત્મસ્વરૂપમાં એકાગ્ર થાય નહિ. પહેલાંં નવતત્ત્વોનો
નિર્ણય કરીને આત્મા શું છે તે નક્કી કરે, પછી આત્મામાં ઉપયોગ જોડે તો ત્યાં એકાગ્રતા થાય. પદાર્થનો નિશ્ચય કરીને
જેનો ઉપયોગ પોતાના સ્વરૂપમાં જામી ગયો છે એવા સાક્ષાત્ શ્રમણને મોક્ષતત્ત્વ કહે છે.
મોક્ષતત્ત્વ એટલે શું? તેની આ વાત ચાલે છે. સ્વરૂપમંથર એટલે કે આત્મસ્વરૂપમાં જે જામી ગયા છે
એવા ભાવલિંગી મુનિને વર્તમાનમાં કેવળજ્ઞાન નથી પણ ભેદજ્ઞાનરૂપી દીવી પ્રગટી છે, તે દીવીના પ્રકાશ વડે
પદાર્થના સ્વરૂપનો નિર્ણય કરીને આત્મામાં ઠર્યા છે, પ્રશાંત આત્મા થયા છે, તેને ભવિષ્યમાં અલ્પકાળે મુક્તિ
થવાની છે, તેથી તેને જ અહીં મોક્ષતત્ત્વ કહી દીધું છે. હજી સાક્ષાત્

PDF/HTML Page 20 of 21
single page version

background image
: માગશર: ૨૪૭૭ : ૩૯ :
મોક્ષદશા પ્રગટી નથી ત્યાર પહેલાંં જ, મોક્ષના કારણને સેવી રહ્યા હોવાથી શુદ્ધોપયોગી મુનિને મોક્ષતત્ત્વ કહ્યું છે.
હું જ્ઞાન–આનંદસ્વરૂપ આતમ છું, મારો આનંદ ક્યાંય બીજે નથી, આવો જેણે યથાર્થ નિર્ણય કર્યો છે તથા
પદાર્થોના નિર્ણય સંબંધી વ્યોમોહ ટાળીને ઉત્સુકતા દૂર કરી છે અને જે સ્વરૂપમાં લીન પ્રશાંતમૂર્તિ છે–તે જ
ખરેખર શ્રમણ છે; શ્રમણની આવી અંર્તદશા થઈ હોય છે, ને તે અલ્પકાળે મોક્ષ પામે છે. જેમ માખી સાકરનો
સ્વાદ લેવામાં એવી લીન થાય છે કે ત્યાંથી ખસવા માંગતી નથી, સાકરની જેમ આત્મા અતીંદ્રિય આનંદરસનો
ડુંગર છે; તેના સ્વાદનો અનુભવ કરવામાં મુનિનો આત્મા એવો લીન થયો–એવો જામી ગયો કે ત્યાંથી બહાર
નીકળવાનો તે આળસુ છે, સ્વભાવના અપૂર્વ આનંદમાંથી જરા ય બહાર નીકળવાનું ગમતું નથી. તે શ્રમણ
સ્વરૂપના આનંદમાં તૃપ્ત–તૃપ્ત હોવાથી, જાણે કે સ્વરૂપની બહાર નીકળવાના આળસુ–સુસ્ત હોય એમ સ્વરૂપ–
પ્રશાંતિમાં મગ્ન થઈને રહ્યા છે. જેમ કોઈ ગરીબને ઘણા કાળે માંડ સાકરનો ગાંગડો મળ્‌યો હોય ને મમતાથી
તેને ચૂસ્યા કરે, તેમ અહીં મુનિરાજને પૂર્વે અનંતકાળમાં નહિ મળેલો, આત્માના આનંદ–અમૃતરસનો એવો
અપૂર્વ અનુભવ પ્રગટ્યો છે કે તેમાં જ તે લીન થયા છે, તેમાંથી બહાર નીકળવું ગોઠતું નથી, સ્વભાવના
અનુભવમાંથી બહાર નીકળવાની તેમને આળસ થાય છે. જુઓ તો ખરા, આચાર્યદેવની શૈલી! જગતના જીવો
તો ધર્મ કરવાના આળસુ હોય, પણ આ અલ્પકાળે મોક્ષ જનારા મુનિઓ તો ધર્મની બહાર નીકળવાના આળસુ
છે, એમ આચાર્યદેવ કહે છે. જેમ ઘોર ઊંઘમાં પડેલો અવાજથી જાગે નહિ તેમ અહીં આત્માની જાગૃતિથી
સ્વરૂપની પ્રશાંતિમાં લીન થયેલા મુનિ ગમે તેવી પ્રતિકૂળતા આવે તો ય સ્વરૂપની બહાર નીકળતા નથી.
તે મુનિનો આત્મા સ્વરૂપમાં એકમાં જ અભિમુખપણે ચરતો હોવાથી અયથાચાર રહિત વર્તે છે. મુનિનો
આત્મા એક આત્મસ્વરૂપમાં જ સન્મુખપણે વર્તે છે, અન્ય પદાર્થોની સન્મુખ વર્તતો નથી. અહીં તો મોક્ષતત્ત્વની
વાત લેવી છે. સ્વરૂપની બહાર લક્ષ જઈને શુભવૃત્તિ ઊઠે તો તે મોક્ષને રોકનાર છે, તેથી તે અયથાચાર પ્રવૃત્તિ
છે. શુદ્ધોપયોગ પ્રગટ કરીને જે આત્મસ્વરૂપમાં એકમાં જ લીનપણે વર્તે છે તે અયથાચાર રહિત છે; અને તે
નિત્યજ્ઞાની છે.–આવા સંપૂર્ણ શ્રામણ્યવાળા સાક્ષાત્ શ્રમણને મોક્ષતત્ત્વ જાણવું; કેમ કે તે શુદ્ધોપયોગી શ્રમણ
ફરીને પ્રાણધારણરૂપ દીનતાને પામતા નથી, અને બીજા વિકારભાવરૂપ પરિણમવાના અભાવને લીધે શુદ્ધ
સ્વભાવમાં અવસ્થિત પરિણતિવાળા રહે છે.
જે સ્વરૂપની પ્રતીતિ કરીને તેમાં જામી ગયા,–એવા જામી ગયા કે બહાર નીકળવાના આળસુ થઈ ગયા
છે, વિકલ્પો રહિત પ્રશાંત–ઉપશાંતરૂપ થઈ ગયા છે ને નિજસ્વરૂપમાં જ અભિમુખપણે વિચરતા હોવાથી
અયથાચારરહિત વર્તે છે,–સ્વરૂપથી બહાર નીકળીને કોઈ વિકલ્પ જ ઊઠતો નથી, તથા જે નિત્ય જ્ઞાની છે,–
આવી જેની દશા થઈ છે તે ખરેખર સંપૂર્ણ શ્રામણ્યવાળા સાક્ષાત્ શ્રમણને મોક્ષતત્ત્વ જાણવું. શુભરાગનો વિકલ્પ
ઊઠે તે પણ યથાચાર નથી. ઉપવાસ કરવાનું માને અને બીજા દિવસની સવારની ખીચઠીના કલાક ગણતો હોય
તે યથાચાર ન કહેવાય, તે તો શુભભાવ પણ નથી, અશુભભાવ છે.
મુનિ તો આત્માના આનંદમાં રસબોળ થઈને સ્વરૂપમંથર થઈ ગયા છે, આહાર લીધો કે ન લીધો તેનો
વિકલ્પ પણ ઊઠતો નથી. જેમ ઊના ઘીથી ભરેલા તપેલામાં ઊની ઊની પુરણપુરી ઝબોળે, અને તે રસબોળ
થઈને તેમાંથી ઘી ટપકતું હોય, તેમ મુનિ શુદ્ધોપયોગવડે ચૈતન્યસમુદ્રમાં એવા લીન થયા કે અંદર આત્માનો
આનંદ નીતરે છે, આત્માના આનંદમાં રસબોળ થઈ ગયા છે. જુઓ, આ મોક્ષની તૈયારીવાળા મુનિની દશા!
અહો, આત્મામાં અપૂર્વ આનંદ ઝરે એવી વાત છે. જેમ ઉનાળાના તાપમાં ચારે કોરે ઠંડા ફૂવારા ગોઠવીને
વચ્ચે બેઠો હોય ને શાંતિ માને, તેમ અહીં મુનિને આત્માના ધ્યાનમાં એકાગ્ર થતાં અનંત ગુણોમાંથી અમૃતના
ફૂવારા છૂટે છે,–આનંદના ઝરણાં વહે છે, તેમાં વિચરતો આત્માં તૃપ્ત–તૃપ્ત થઈ ગયો છે. સંસારના તાપથી છૂટીને
શાંતિ લેવાનો આ ઉપાય છે.
એક વાર એક રાજાને મોઢામાં અમી ઝરતું ન હતું, તેથી મોઢું લૂખું રહ્યા કરે; અમી ઝરવા માટે ઘણા
ઉપાય કર્યા પણ અમી ન ઝર્યું. છેવટે એક જાણકાર ગામડીયાએ લીલી આંબલીના હારડા ટાંગીને તેની વચ્ચે
રાજાને બેસાડયો, આબંલીને જોતાંવેંત જ રાજાને અમી છૂટયું. તેમ