PDF/HTML Page 1 of 43
single page version
PDF/HTML Page 2 of 43
single page version
પરમાત્મા? આપ પૂરી પરિણતિ પામ્યા છો, અને આપને સાથે રાખીને અમે પણ
PDF/HTML Page 4 of 43
single page version
અભિલાષા રહ્યા કરતી હતી તે ભગવાન આજે ભેટયા...
પૂ. ગુરુદેવશ્રીના પ્રતાપે સીમંધરનાથ આજે ભેટયા...
ભક્તોના જીવનાધાર ભગવાન આજે ભેટયા...
પ્રસંગ, તીર્થંધામ સોનગઢમાં, આજથી દસ વર્ષ પહેલાંં વીર સં. ૨૪૬૭ના ફાગણ સુદ
બીજે, સૌરાષ્ટ્રના ધર્મ ધૂરંધર પૂ. ગુરુદેવશ્રીની છત્રછાયામાં થયો...સોનગઢના
જિનમંદિરમાં
અત્રુટધારા...એ બધું ય આજેય ભક્તજનોનાં હયે તરવરી રહ્યું છે.
આ મંગળ–મહોત્સવ પ્રસંગે ભગવાન શ્રી સીમંધર જિન–સ્વાગત અંક પ્રસિદ્ધ કરીને તે
પોતાને કૃતાર્થ માને છે.
મંગલવૃદ્ધિ થઈ છે...અહો! પ્રભુ! આપના શું શું સન્માન કરીએ? કઈ રીતે આપનું સ્વાગત
કરીએ? હે નાથ! આપના મહાન સ્વાગતના આ પવિત્ર મહોત્સવમાં સાથ પૂરાવવા આ
‘સ્વાગત–અંક’ આપના ચરણે ધરીને આપનું સ્વાગત કરીએ છીએ... આપનું બહુ બહુ
સન્માન કરીએ છીએ..આપને ભક્તિ–પુષ્પોથી વધાવીએ છીએ.
PDF/HTML Page 5 of 43
single page version
સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને અંતર રમણતારૂપ ચારિત્રદશા તે આત્માનો નિજ વૈભવ છે.
સમૃદ્ધિના સર્વ સામર્થ્યથી હું આ સ્વથી એકત્વ અને પરથી જુદા આત્માને દર્શાવીશ. જેમ ગૃહસ્થને ત્યાં
લગ્ન હોય ત્યારે જેટલી સમૃદ્ધિ હોય તેટલી બહાર કાઢે, તેમ અહીં સમયસારમાં મોક્ષના માંડવે શ્રી
કુંદકુંદાચાર્ય ભગવાન પોતાના સર્વ આત્મવૈભવવડે શુદ્ધાત્માનું વર્ણન કરે છે. ‘અહીં પચમકાળ છે, અમે
છદ્મસ્થ છીએ, છતાં અમે આત્મ–રિદ્ધિ પામ્યા છીએ, ને પૂર્ણ જ્ઞાની જે કહી ગયા તે જ જગત પાસે
સ્વાનુભવ વડે મૂકીએ છીએ. જેટલો અમારો અંતર જ્ઞાન વૈભવ પ્રગટ્યો છે તે સર્વથી, આત્માનુભવ રૂપ
શ્રદ્ધાના પૂરા બળથી આ એકત્વ વિભક્ત આત્માને દર્શાવીશું.’
કહ્યું છે. અહીં આચાર્યદેવ સઘળી જવાબદારી પોતાના ઉપર રાખીને જાહેર કરે છે, તેથી જે કહેશે તે ક્યાંયથી
ઝડપી લીધું છે–એમ નથી, પણ નિજ વૈભવથી સ્વાનુભવવડે આત્માનો અપૂર્વ ધર્મ કહે છે અને કહે છે કે જેમ હું
મારા નિજઆત્મવૈભવથી કહું છું તેમ તમે પણ તમારા સ્વાનુભવથી પ્રમાણ કરજો.
PDF/HTML Page 6 of 43
single page version
પ્રભુની પંચ કલ્યાણક પ્રતિષ્ઠા થઈ ત્યારે ઊજવાયો.
સ્મરણ કરતાં આજે પણ ભક્તજનોનાં હૃદય ભક્તિરસમાં ભીંજાઈ જાય છે.
પણ ભગવાનની વીતરાગીમૂદ્રાનાં પણ દર્શન ન મળે!’ એમ ભાવ થતાં સોનગઢમાં વીતરાગી પ્રતિમા સ્થાપવાનું દીલ
થયું...પછી તો ભગવાનને સ્થાપવા માટેની ભક્તોની એ ભાવના ફેલાતી ફેલાતી પૂ. ગુરુદેવશ્રી પાસે પહોંચી અને પૂ.
ગુરુદેવશ્રીને પણ વીતરાગી જિનપ્રતિમા સ્થાપવાના ભાવ થયા...ને એકવાર પદ્મનંદી પચીસીના વાંચન વખતે
પ્રવચનમાં જિનપ્રતિમા સંબંધી એવી વાત આવી કે ‘જે ભવ્ય જીવ નાનામાં નાનું જિનમંદિર અને જવ જેવડા
જિનપ્રતિમા બનાવે છે તેને પણ એવા પુણ્યની પ્રાપ્તિ થાય છે કે સાક્ષાત્ સરસ્વતી પણ તેના પુણ્યનું વર્ણન કરી શકતી
નથી; તો બીજાની તો શું વાત?’ પૂ. ગુરુદેવના શ્રી મુખેથી એ વાત સાંભળતાં રાજકોટના શેઠ શ્રી નાનાલાલભાઈ
તથા તેમના બંધુઓને સોનગઢમાં વીતરાગી જિનમંદિર કરાવવાની ભાવના થઈ... અને તેમના તરફથી જિનમંદિર
બધાયું. એ રીતે ભક્તોના અંતરની ઊંડી ભાવનાનાં
બીજડાં ફાલ્યાં ને ખરેખર સોનગઢમાં સીમંધર ભગવાન
ભેટ્યા...
ઉલ્લાસ પૂર્વક શ્રી સીમંધરાદિ ભગવંતોનો ગ્રામ
પ્રવેશોત્સવ થયો હતો. ભગવાન પધાર્યા... ને પહેલી
વખત તેમની ભવ્ય મૂદ્રા નીરખતાં જ પૂ. ગુરુદેવ
ભક્તિથી સ્તબ્ધ થઈ ગયા... આંખોમાંથી આંસુ વહી
ગયા. હજી ભગવાનની પ્રતિષ્ઠા થઈ ન હતી પણ પૂ.
ગુરુદેવને એટલી બધી લગની લાગી હતી કે વારે વારે
ભગવાન પાસે જઈને બેસતા ને દિવસનો
PDF/HTML Page 7 of 43
single page version
હતી. ભગવાનની મૂદ્રા એટલી બધી ભવ્ય હતી કે ગુરુદેવને તો તે જોતાં તૃપ્તિ જ થતી ન હતી... વારંવાર હરતાં
ને ફરતાં પ્રભુ પાસે જઈને બેસતાં અને ભગવાનની
શાંત મૂદ્રા નીહાળી નીહાળીને કહેતાં કે–– ‘અહો...
હોય સીમંધર જિન... દીઠાં લોયણ આજ...’
જોયા? ચાલો... તમને ભગવાન બતાવું.’ –એમ
કહીને ઓરડીમાં તેડી જઈને બતાવતાં કે જુઓ,
આ ભગવાન! આપણે અહીં પ્રતિષ્ઠા થવાની છે તે
આ ભગવાન છે...
મહોત્સવ ઊજવાયો... જીવનમાં પહેલી જ વાર
પંચકલ્યાણક પ્રતિષ્ઠાનો પ્રસંગ હોવાથી, ને પહેલ
વહેલા જ ભગવાન ભેટતા હોવાથી ભક્તજનોને
અપૂર્વ ઉલ્લાસ હતો... જાણે પ્રભુના પંચકલ્યાણક
સાક્ષાત્ જ થતા હોય એવું લાગતું હતું. ત્યારે ભક્તો હોંસથી ગાતા હતા કે–
પધાર્યા છે એમ આંગણે રે...’
પ્રવચનોમાં વારંવાર ભગવાનને યાદ કરતાં પૂ. ગુરુદેવ
આંસુભીની આંખે કહેતાં... ‘હે ભગવાન્! આપના વિરહમાં
આપની સ્થાપના કરીને વિરહને ભૂલાવશું..!’ દસ વર્ષ
પહેલાંંના એ પ્રવચનો આજે પણ મુમુક્ષુ ભક્ત જનોનાં હૈયાંને
હચમચાવી મૂકે છે ને તેમના રૂંવાટે રૂંવાટે ભક્તિ જગાડે છે.
આજે પણ તૃપ્તિ થતી નથી અને અતિ પ્રમોદિત થતાં કહે છે
કે ‘અહો! શું કહીએ! એ વખતે તો પહેલી જ વખત
સીમંધરનાથ ભગવાન! એટલે પછી શું બાકી રહે!’ પ્રભુ ભક્તોના અંતરપટમાં કોતરાઈ ગયેલા એ ધન્ય
પ્રસંગના સંસ્મરણોનો અંશ માત્ર આજે દસ વર્ષે અહીં શબ્દારૂઢ થયો છે.
એવી ગંભીરપણે પ્રદક્ષિણા કરતો હતો–જાણે કે તે પણ
PDF/HTML Page 8 of 43
single page version
માની રહ્યો હોય! આમ તેની મલપતિ ચાલ ઉપરથી ભક્તોને લાગતું હતું.
આશ્ચર્યમાં પડી જતાં... ને પછી જ્યારે ખબર પડતી કે અહો! આ તો ભગવાનના જન્મની વધાઈ! કે તરત જ
પાછું વાતાવરણ ઉલ્લાસથી ઊભરાઈ જતું. અહો! એ પ્રસંગો નજરે નિહાળનારા તો કહે છે કે તે દિવસે અમને
એમ જ લાગતું હતું કે આ સોનગઢ જાણે કે મહાવિદેહ બની ગયું હતું અને અહીં જ સીમંધર ભગવાનના પંચ
કલ્યાણક થતા હતા.
હતો તે વખતે આકાશ એવું વિચિત્ર રંગબેરંગી થતું હતું–જાણે કે... પ્રભુના જન્માભિષેકને દેખીને પ્રભુના
ચરણોમાં કોઈ રંગબેરંગી સાથિયા પૂરી રહ્યું હોય!
‘હે ભગવાન! આપ તો સ્વયંબુદ્ધ છો... આપ તો આપના સ્વ હસ્તે જ કેશલોચ કરો, પણ આ તો આપની
સ્થાપના હોવાથી માત્ર અમારો ઉપચાર છે.’
ખૂલાસો કરતાં કહ્યું કે ‘ભગવાન તો હવે મુનિ થયા.. ને તેઓ તો વન જંગલમાં વિચરી ગયા... હવે તે
આપણી સાથે પીછા નહિ આવે..’ ત્યારે બધાં ભક્તો ઉદાસચિત્તે પાછા ફર્યા... ભગવાન વગર બધાને સૂનું
સૂનું લાગતું હતું.
પ્રસંગનું ભાવ ભર્યું દ્રશ્ય ભક્તોના સ્મૃતિપટમાં આજે ય તરવરી રહ્યું છે.
લઈને પ્રભુજીને આહાર કરાવ્યો ત્યારે તો જાણે સાક્ષાત્ ભગવાનને આહારદાન કરતા હોઈએ તેવો આહલાદ
અંદરમાં જાગતો હતો. ‘અહો! તે વખતના ભાવોની શું વાત કરીએ?’
લાગ્યા. અને વાજિત્રો લઈને સમવસરણની પ્રદક્ષિણા કરવા લાગ્યા.
PDF/HTML Page 9 of 43
single page version
મહાવીર પ્રભુજી હતા.)
(શેઠશ્રી નાનાલાલભાઈ) ના પગમાં પડીને આંસુભીની આંખે કહેતા કે ‘ભાઈ! આ બધું તમારા પ્રતાપે અમને
જોવા મળ્યું છે...’ ત્યારે નાનાલાલભાઈ કહેતા... ‘ગુરુદેવનો એ બધો ઉપકાર છે.’
હતું... અને, અહો! પ્રતિષ્ઠિત થયેલા શ્રી સીમંધર ભગવાને જ્યારે જિનમંદિરમાં પ્રવેશ કર્યો ત્યારે તો
ગુરુદેવ બારણામાં જ તેમનું સ્વાગત કરતાં પ્રભુજી પાસે નમી પડ્યા... જિનમંદિરના દ્વારમાં પ્રભુ પધારતાં
જ તેમનાથી સાષ્ટાંગનમન થઈ ગયું.. તે વખતે ઘણા ભક્તોના નયનમાંથી ભક્તિરસ વરસતો હતો... જેમ
ચક્રવર્તી પોતે જ્યારે કોઈના ચરણ તે ઢળી પડે ને એ દ્રશ્ય તેના સેવકોને નિઃસ્તબ્ધ બનાવી દે... તેમ
ભગવાન શ્રી સીમંધરનાથની સન્મુખ જ્યારે ગુરુદેવ બહુ ભક્તિપૂર્વક નમી પડ્યા ત્યારે સૌ ભક્તજનોએ
દ્રશ્ય નિઃસ્તબ્ધ પણે નીહાળતા રહી ગયા... અને કોઈ જુદું જ વાતાવરણ છવાઈ ગયું... ખરેખર! આવા
આવા કોઈક પ્રસંગે ભગવાન પાસે બાળક જેવા બની જનારા એ મહાત્માઓનાં હૃદયના ભાવો કળવા
ઘણીવાર મુશ્કેલ બની જાય છે. એ ખાસ પ્રસંગનું વર્ણન કરતાં આત્માર્થી ભાઈ શ્રી હિંમતલાલભાઈ પૂ.
ગુરુદેવશ્રીના જીવન ચરિત્રમાં લખે છે કે–
ભક્તિરસના મૂર્ત સ્વરૂપ જેવો શાંત શાંત નિશ્ચષ્ટ ભાસવા
લાગ્યો. ગુરુદેવથી સાષ્ટાંગ પ્રણમન થઈ ગયું અને
ભક્તિરસમાં અત્યંત એકાગ્રતાને લીધે દેહ એમ ને એમ બે
ત્રણ મિનિટ સુધી નિશ્ચેષ્ટપણે પડી રહ્યો. આ ભક્તિનું
અદ્ભુત દ્રશ્ય, પાસે ઊભેલા મુમુક્ષુઓથી જીરવી શકાતું
નહોતું; તેમનાં નેત્રોમાં અશ્રુ ઊભરાયાં અને ચિત્તમાં ભક્તિ
ઊભરાઈ. ગુરુદેવે પોતાના પરમ પવિત્ર હાથે પ્રતિષ્ઠા પણ
ભક્તિ ભાવમાં જાણે દેહનું ભાન ભૂલી ગયા હોય એવા
અપૂર્વ ભાવે કરી હતી.’
જ કરવાનું મન થયા કરે છે... એની મુખમૂદ્રા પણ જાણે કે મહાવિદેહના સીમંધર ભગવાનની મૂદ્રાને મળતી
આવતી હોય! –એવું જ લાગે છે. તેમાંય જ્યારે ચારે બાજુ પ્રકાશ હોય ત્યારે તો શાંતસુધારસ
PDF/HTML Page 10 of 43
single page version
યાત્રાળુજનો પોતાને કૃતકૃત્ય માને છે. ખરેખર––
ધરાઈને દર્શન કરવા માટે આ વર્ષે તો ક્યાંય વિહાર કરવો જ નથી.’
જિનમંદિરના ઉપરના ભાગમાં ગીરીનગરના વાસી શ્રી નેમનાથ પ્રભુજી બિરાજે છે. વીર સં. ૨૪૬૬ ના ફાગણ
સુદ બીજે નેમનાથપ્રભુની કલ્યાણક ભૂમિ ગીરનારની ટોચ ઉપર નેમનાથપ્રભુની ભક્તિ ને શુદ્ધાત્માની ધૂન થઈ
હતી.. ને ૨૪૬૭ ના બરાબર ફાગણ સુદ બીજે અહીં જિનમંદિરમાં નેમનાથ પ્રભુજી પધાર્યા... જાણે કે ભક્તિએ
ભગવાનને આકર્ષી લીધા!
છે ભક્તજનોના કે પરમ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રતાપે ભગવાન ભેટ્યા... અને તેઓશ્રીના જ મહાન ઉપકારથી
ભક્તજનો ભગવાનને ઓળખતા થયા... આજે ય ભક્તજનો ગૌરવપૂર્વક ગદ્ગદ્ ભાવે વારંવાર કહે છે કે...
જીવનમાં આપનો પરમ ઉપકાર છે...
બુદ્ધિધન વગેરે તરફથી રૂા. ૭પ૦ શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટને આપવામાં આવ્યા છે..
અને એ રીતે ‘આત્મધર્મ’ ની પ્રભાવનામાં સાથ આપ્યો છે. આ ઉપરાંત ‘શ્રી કુંદકુંદ
શ્રાવિકાશાળા’ ના ફંડમાં પણ રૂા. ૨પ૧ તેમના તરફથી આપવામાં આવ્યા છે. તેમની આ
મદદ માટે તેમનો આભાર માનવામાં આવે છે.
શાહે ઘણી મહેનત લીધી છે, તે માટે તેમના આભારની પણ નોંધ લઈએ છીએ.
તો પુણ્ય અને પાપ બંને હેય છે’ એ પ્રમાણે સુધારીને વાંચવું.
PDF/HTML Page 11 of 43
single page version
વીતરાગી પ્રતિમા પણ તીર્થંકર તૂલ્ય છે. જુઓ, પંડિત બનારસીદાસજી કહે છે કે– ‘
ભગવાન તરીકે કોણ માને? ...તો કહે છે કે:–
તરીકે સ્થાપે છે, ને એ રીતે ભાનપૂર્વક જિનપ્રતિમાને જિનવર તૂલ્ય માનીને દર્શન–પૂજનાદિ કરે છે. અહો!
ભગવાન આવા પૂર્ણ સર્વજ્ઞપદને પામ્યા ને મારો સ્વભાવ પણ આવો જ છે–આવી ભાવનાથી પણ ઘણી નિર્જરા
થાય છે. ભગવાન જેવો પોતાનો સ્વભાવ છે એવા લક્ષ પૂર્વક જે જિનપ્રતિમાને જિન–તૂલ્ય માને છે તેને વિશેષ
ભવ હોતા નથી.
PDF/HTML Page 12 of 43
single page version
સંયોગરૂપે તો ભગવાન ઘણી વાર મળી ગયા. પણ અંતરમાં ભગવાન જેવા પોતાના આત્માનું લક્ષ કરે તો
ખરેખર જિનવર સ્વામી મળ્યા કહેવાય. શ્રી કુંદકુંદાચાર્ય ભગવાન પ્રવચનસારમાં કહે છે કે–જે જીવ અરિહંત
જાય છે. આત્માને વાસ્તવિક તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થવું અનંતકાળે દુર્લભ છે, અને એ તત્ત્વજ્ઞાન પામવાનો યોગ
મળવો પણ ઘણો દુર્લભ છે. સાચા દેવ–ગુરુ શું કહે છે તે સમજવાનો અવસર અનંતકાળે આવે છે. આવા
પ્રસંગને બરાબર ઉત્સાહથી વધાવી લેવો જોઈએ. બહારનો પ્રસંગ તો તેના કારણે ભજે છે, પણ અંદર સાચી
સમજણનો ઉત્સાહ જોઈએ. આત્માની સમજણની દરકાર વગર એકલી બહારની હો–હા કરે તેમાં કલ્યાણ નથી.
આત્માના ભાન પછી પણ વીતરાગી દેવ–ગુરુ પ્રત્યે બહુમાન અને ભક્તિનો ભાવ તો આવે પણ જ્ઞાની તેને ધર્મ
ન માને, તે શુભરાગમાં જ સર્વસ્વ માનીને તેમાં અટકી ન જાય. અજ્ઞાનીઓ તો તે રાગમાં જ સર્વસ્વ માનીને,
તેને જ ધર્મ માનીને ત્યાં અટકી પડે છે. અષ્ટાહ્નિકા મહોત્સવ વખતે ઘણા સમ્યગ્દ્રષ્ટિ દેવો પણ નંદિશ્વર દ્વીપે જાય
છે, અને ત્યાં શાશ્વત બિરાજમાન રત્નમણિના જિનબિંબના દર્શન–પૂજન કરીને ભક્તિથી નાચી ઊઠે છે.
પાસે ત્રણ જ્ઞાનધારી એકાવતારી સમ્યગ્દ્રષ્ટિ ઈન્દ્ર–ઈન્દ્રાણીઓ પણ નાની બાળિકાની જેમ ભક્તિભાવથી નાચી
ઊઠે છે. અંદર ચૈતન્યબિંબ આત્માનું ભાન છે, એવી નિશ્ચયની ભૂમિકા હોવા છતાં નીચલી દશામાં તેવો રાગ
વચ્ચે આવે છે, ને તે રાગના નિમિત્તભૂત વીતરાગી જિનબિંબ છે. એવા રાગને તથા તેના નિમિત્તને ન જ માને
તો તે અજ્ઞાની છે, અને તે રાગથી કે નિમિત્તથી જ ધર્મ માને તો તે પણ અજ્ઞાની છે. વસ્તુસ્થિતિ જેમ છે તેમ
જાણવી જોઈએ.
दानश्वेति गृहस्थाणां षट्कर्माणि दिनेदिने।।७।।
સહિતની આ આ વાત છે. મુનિઓ તો જ્ઞાન ધ્યાનમાં લીન રહે છે, તેથી તેમની વાત જુદી, પણ ગૃહસ્થો તો
અનેક પ્રકારના હિંસાદિ પાપમાં પડેલા છે તે પાપ ભાવથી બચવા દેવ પૂજા વગેરેનો ઉપદેશ છે. તે ઉપદેશમાં
ગૃહસ્થોને આવા પ્રકારનો રાગ હોય છે તેનું જ્ઞાન કરાવ્યું છે. ધર્મ તો અંતરના ધ્રુવ ચૈતન્ય સ્વભાવના આશ્રયે
જે વીતરાગીભાવ થાય તેમાં જ છે. અનાદિ વીતરાગ શાસનનું આ વર્ણન છે. અહીં જેમની સ્થાપના થાય છે તે
સમજનારા તો રખડી જ રહ્યા છે એટલે તેની શું વાત કરવી? ભગવાનના પંચકલ્યાણકમાં ભગવાને કહેલો
આત્મસ્વભાવ સમજે તો કલ્યાણ થાય. માટે આત્માનો સ્વભાવ શું છે તેની સમજણ કરવી તેની જ મુખ્યતા છે,
ને તે જ ધર્મનું મૂળ છે.
વિકારથી આત્મગુણ પ્રગટે–એવી ઊંધી માન્યતાથી, મોહરૂપી ભૂતે અજ્ઞાની જીવોને વશ કર્યા છે.
PDF/HTML Page 13 of 43
single page version
આ દેહદેવળમાં ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા રહેલો છે, તે પોતે શાંતિ અને સુખ સ્વભાવવાળો છે.
નથી પણ વિકાર છે. જેને આત્માનું ભાન નથી ને લક્ષ્મી વગેરેમાં સુખ માન્યું છે તે જીવને લક્ષ્મીની રુચિ
હોવાથી તે લક્ષ્મીવાળાનાં વખાણ કરે છે; અને જેને રાગરહિત આત્માનું ભાન છે ને વીતરાગતા ગોઠી છે તે જીવ
વીતરાગ પરમાત્માને ઓળખીને તેમનાં ગુણગાન કરે છે. જેમ ઘરે લક્ષ્મીવાળા બે–પાંચ મોટા મહેમાન કે રાજા
આવે ત્યાં અજ્ઞાની લક્ષ્મીની રુચિવાળો તેમનાં ગુણગાન કરતાં કહે છે કે ‘આજે મારે સોનાનો સૂરજ ઊગ્યો..’ –
પણ ત્યાં તો માત્ર મમતાનું પોષણ છે. અહીં વીતરાગતાની ભાવનાવાળા ભગવાનના ભક્ત કહે છે કે ધન્ય
ઓળખીને તેમનાં ગાણાં ગાય તે સાચી ભક્તિ છે. જેમ નાના છ મહિનાના બાળકને પૈસા શું કહેવાય તેની
ખબર નથી, તેણે તો ફક્ત માતાનું દૂધ ભાળ્યું છે એટલે તેને લક્ષ્મીવાળા ઉપર પ્રેમ શેનો આવે? તેમ જેણે
આત્માના વીતરાગ સ્વભાવને ઓળખ્યો નથી, વીતરાગ ભગવાનને ઓળખ્યા નથી તેને વીતરાગ ભગવાન
ઉપર ખરો પ્રેમ આવતો નથી. જેને વીતરાગતાનું ભાન છે તે તો વીતરાગ ભગવાનને જોતાં ભક્તિથી ઉલ્લસી
જાય છે.
જશે. અંદર આત્મા દેહથી ભિન્ન છે તે કાયમ ટકનાર છે. એવા આત્મામાં જ સુખ છે, તેને ભૂલીને અજ્ઞાની જીવ
વીતરાગદેવનું બહુમાન કેમ કરી શકે? દેહ અને ઈન્દ્રિયો વિનાનું સાચું સુખ જેમને પ્રગટી ગયું છે એવા વીતરાગી
પરમાત્માનું સ્વરૂપ જાણ્યા વિના તેમના ગુણગાન થઈ શકે નહિ. જેને વિષયોમાં સુખની બુદ્ધિ છે તે કદાચ ભગવાન
પાસે જશે તો ત્યાં પણ પુણ્ય અને સ્વર્ગાદિનાં વખાણ કરશે. ‘હે પરમાત્મા! આપ પૂર્ણ થઈ ગયા છો, આપને જ્ઞાન
અને સુખ પૂર્ણ પ્રગટી ગયાં છે... હું પણ શક્તિએ આપના જેવો પરિપૂર્ણ હોવા છતાં હજી અવસ્થાએ અધૂરો છું... મારું
સુખ મારા સ્વભાવમાં ભર્યું છે તે પ્રગટ કરવા, આપની પૂર્ણતાનું અનુમોદન કરતાં... તેનાં ગાણાં ગાતાં... સંસારનો
પ્રેમ તોડીને વીતરાગતા વધારીશ.’ ––જેને આવું જ્ઞાન હોય તે જ વીતરાગપ્રભુની સાચી સ્તુતિ કરે છે.
જુઓ, અહીં શ્રી સીમંધર પરમાત્માની પ્રતિષ્ઠા થવાની છે. તે સીમંધર પરમાત્મા અત્યારે મહાવિદેહ
નથી. એ રીતે રાગ–દ્વેષ–રહિત જ્ઞાનસ્વભાવની મર્યાદાને ભગવાને ધારણ કરી છે અર્થાત્ ભગવાનના આત્માને
ઉત્કૃષ્ટ જ્ઞાનદશા પ્રગટી છે. ભગવાન જેવો પોતાના આત્માનો સ્વભાવ ઓળખવો તેને ભગવાનની સ્તુતિ
કહેવાય છે. ભગવાનની સ્તુતિ કહો કે ભગવાનના ગુણગાન કહો. ‘હે નાથ! આપના જેવી પૂર્ણદશા મારામાં
પ્રગટી નથી, પરંતુ હે પ્રભો! જેટલું સામર્થ્ય આપનામાં છે તેટલું જ પરિપૂર્ણ સામર્થ્ય મારામાં ભર્યું છે, તારા જેવા
મારા સ્વભાવમાં એકાગ્ર થતાં મારો રાગ ટળે ને સુખ મળે... એ રીતે હું પણ પૂર્ણ પરમાત્મા થઈશ.’ આનું નામ
ભગવાનની ભક્તિ! જેને આવું ભાન નથી તે
PDF/HTML Page 14 of 43
single page version
અહીં પદ્મનંદી પચીસીના આ અધિકારમાં આચાર્યદેવે શ્રી શાંતિનાથ ભગવાનની સ્તુતિ કરી છે. તેમાં
यस्योपर्युपरीन्दुमण्डलनिभं छत्रत्रयं राजते।।
अश्रांतोद्रतकेवलोज्वलरुचा निर्भर्सितार्कप्रभं।
सोऽस्मान् पातु निरंजनो जिनपतिः श्री शांतिनाथः सदा।।
સર્વ પાપથી રહિત છે એવા શ્રી શાંતિનાથ ભગવાન સદા અમારી રક્ષા કરો.
તેમ જ બીજા લાખો–કરોડો જીવોને કલ્યાણમાં નિમિત્ત થાય એવા તીર્થંકર થનારા જીવો તો બહુ થોડા હોય છે.
ભરતક્ષેત્રમાં છેલ્લી ચોવીસીમાં શ્રી શાંતિનાથભગવાન સોળમા તીર્થંકર થયા. અત્યારે તો તેઓ મોક્ષદશામાં સિદ્ધપણે
બિરાજે છે. પણ જ્યારે તેઓ આ ભરતક્ષેત્રમાં તીર્થંકર પણે વિચરતા હતા ત્યારનો ઉપચાર કરીને શ્રી આચાર્યદેવ
તેમની સ્તુતિ કરે છે.
ત્રણલોકના નાથ છો... ત્રણલોકમાં સારમાં સાર હોય તો તે અનંતજ્ઞાનને પામેલો આપનો આત્મા જ છે. એ
સિવાય દેહ–મન–વાણી કે ઈન્દ્રિયવિષયો તે કોઈ આ જગતમાં ઉત્તમ નથી.
પિતાની સ્તુતિ
મહાવીર ભગવાનના
પંચકલ્યાણક થશે; તેમાં
ઘણું આવશે. જ્યારે
ગર્ભકલ્યાણક થશે ત્યારે
ઈન્દ્રો આવીને ભગવાનના
માતા–પિતાની સ્તુતિ
કરતાં કહેશે કે અહો! ધન્ય
માતા! ને ધન્ય પિતા! હે
માતા! તમે જગતના
માતા છો. તમારી
ઉજ્જવળ કૂંખે છ મહિના
PDF/HTML Page 15 of 43
single page version
આત્મા સ્વર્ગાદિમાં હોય, ને ત્યાંનું આયુષ્ય છ મહીના બાકી રહેતાં જ્યાં તીર્થંકરના ભવનું આયુષ્ય બંધાય ત્યાં
તો ઈન્દ્રોના આસન ચળે અને ઇંદ અવધિ જ્ઞાનથી જુએ કે આ શું!! અહો! ત્રિલોકનાથ તીર્થંકરભગવાન છ
મહિના પછી આ માતાની કૂખે પધારવાના... એમ જાણીને ઈન્દ્રો પણ તીર્થંકરપ્રભુના માતા પિતાની પ્રશંસા કરે
જે છીપમાં પડે તે છીપું પણ જુદી જાતની હોય ને તેમાંથી કિંમતી રત્ન પાકે. તેમ ત્રિલોકનાથ તીર્થંકરનો આત્મા
જેને ત્યાં અવતરે તે માતાપિતા પણ અલ્પકાળે મોક્ષગામી હોય છે. સાધારણ ઘરે ભગવાન અવતરે નહિ.
ભગવાન બાળકપણે જન્મે ત્યારે ઈન્દ્રો તેમની સામે ભક્તિ કરે.. તો પછી કેવળજ્ઞાન થાય ત્યારે
તત્ત્વજ્ઞાનનો સીધો વિરોધ ન કરી શકે. મુનિવરો પણ સર્વજ્ઞવીતરાગ ભગવાનનું સ્તોત્ર બનાવીને અંતરમાં
પોતાની વીતરાગતાને ઘૂંટે છે. ઈન્દ્રો તો સ્તુતિ કરે જ છે ને મુનિવરો પણ ભગવાનની સ્તોત્ર બનાવીને અંતરમાં
પોતાની વીતરાગતાને ઘૂંટે છે. ઈન્દ્રો તો સ્તુતિ કરે જ છે ને મુનિવરો પણ ભગવાનની સ્તુતિ કરે છે. અહો!
ઓળખીને, ‘મારે પણ આવું સર્વજ્ઞપણું અને વીતરાગતા જ આદરણીય છે, બીજા કોઈ રાગાદિ ભાવો આદરણીય
નથી’ –એવી શ્રદ્ધા અને જ્ઞાન કરતાં કર્મનાં તો ખોખાં ઊડી જાય છે. રાગરહિત સ્વભાવનું ભાન થવા છતાં
અસ્થિરતાનો અલ્પ રાગ રહે તે રાગથી ઊંચા પુણ્ય બંધાઈ જાય છે, પણ ધર્મીને તે રાગની ભાવના નથી. ઘણું
અનાજ પાકે ત્યાં સાથે ઘાસ પણ થાય, પણ ખેડુતની દ્રષ્ટિ અનાજ ઉપર હોય છે તેમ સાધક ભૂમિકામાં રાગને
લીધે પુણ્ય થઈ જાય પણ ધર્માત્માની દ્રષ્ટિ રાગરહિત સ્વભાવ ઉપર હોય છે.
એવી ઓળખાણ કરવી તે ભગવાનની સાચી સ્તુતિ છે.
તે કદી અસ્ત પામે નહિ. હે પ્રભો! આપના આવા ત્રિકાળીજ્ઞાનના મહિમા પાસે ચાર જ્ઞાનનો પણ મહિમા
અમને લાગતો નથી, તો રાગાદિનો આદર તો હોય જ ક્યાંથી? કેવળજ્ઞાનમાં એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક
જણાય છે. આ આત્માને સારમાં સાર વસ્તુ હોય તો તે કેવળજ્ઞાન છે. હે નાથ! મને સમ્યક્મતિ–શ્રુતજ્ઞાન છે
પણ મારી મીટ કેવળજ્ઞાન ઉપર છે. અંદર પૂર્ણ સ્વભાવ શક્તિ પડી છે તેનું ભાન છે, ને તે શક્તિમાં લીન થઈને
પૂર્ણ કેવળજ્ઞાન પ્રગટ કરવાની ભાવના છે... આ અલ્પજ્ઞાન વર્તે છે તેનો મહિમા નથી. –આમ સ્તુતિ કરતાં
આચાર્યદેવ કહે છે કે ‘શ્રી શાંતિનાથ ભગવાન અમારી રક્ષા કરો’ ભક્તિમાં તો નિમિત્તથી બોલાય, પણ તેનો
મારી જે વર્તમાનસાધક અવસ્થા છે તેમાંથી હું પાછો ન પડું ને સ્વભાવદ્રષ્ટિના જોરે અપ્રતિહતપણે આગળ જ
વધીને પૂરો થાઉં–એવી ભાવનાથી સ્તુતિકાર નિમિત્તથી કહે છે કે હે શાંતિનાથ ભગવાન! આપ અમારી રક્ષા
કરો.
ભગવાન પાસે જે જીવ શરીરનું રક્ષણ કરવાની ભાવના કરે છે તેને તો અશુભભાવ છે; કોઈ કહે કે શરીર
PDF/HTML Page 16 of 43
single page version
નથી. શરીરમાં રોગ–નિરોગ અવસ્થા થવી તે તેને આધીન છે, ને અંદર આકુળતા કે શાંતિ કરવી તે આત્માને
આધીન છે.
ઉત્તર:– હા, આત્મા અનંતબળનો ધણી છે એ વાત સાચી, પણ તે બળ પોતામાં કે પરમાં? આત્માની
એવી માન્યતા તે મહા મૂર્ખતા છે, જડ–ચેતનના જુદાપણાનું પણ તેને ભાન નથી. પોતામાં અનંતજ્ઞાન, સુખ
વગેરે પ્રગટ કરવાની અનંત શક્તિ આત્મામાં છે, પણ શરીરાદિમાં ફેરફાર કરવાની આત્મામાં જરાપણ શક્તિ
નથી. ભગવાન પાસે પોતાના અનંત કેવળજ્ઞાનની ભાવના કરવાને બદલે શરીરની ને પુણ્યની ભાવના કરે તો
તેને સાચી ભાવના કરતાં જ નથી આવડયું. જેમ ચક્રવર્તી રાજા પ્રસન્ન થઈને કહે કે ‘માંગ... માંગ, તું જે માગ
ચૈતન્યચક્રવર્તી ભગવાનમાં કેવળજ્ઞાન આપવાની તાકાત છે. તેને બદલે ભગવાન પાસે જઈને કોઈ એવી
ભાવના કરે કે હે ભગવાન! શરીર સારૂં રાખજો ને પુણ્ય આપજો...’ તો તે મૂર્ખ છે, જેને જડની અને રાગની
ભાવના છે તે ભગવાનનો ભક્ત નથી... વીતરાગનો દાસ નથી, તે આત્માનો દાસ નથી પણ જડનો દાસ છે.
જેને પોતાની પૂર્ણતાની ભાવના છે તે સર્વજ્ઞપરમાત્માની પૂર્ણતાને ઓળખીને તેમની સ્તુતિ કરે છે. અહીં
ભગવાનના કેવળજ્ઞાનની સ્તુતિ કરી. હવે બીજા શ્લોકમાં દેવદુંદુભીનું વર્ણન કરીને ભગવાનના કેવળજ્ઞાનની
સ્તુતિ કરે છે––
–एतद्धोषतीव यस्य विबुधैरास्फालितो दुन्दुभिः
सोऽस्मानू पातु निरंजनो जिनपतिः श्री शांतिनाथः सदा।।२।।
ત્રિલોકપતિ પરમદેવ શ્રી શાંતિનાથ ભગવાન જ છે, અને સમસ્તતત્ત્વોનું વર્ણન કરનારા તેમના જ વચનો
સજ્જનોને માન્ય છે; એ સિવાય બીજું તો કોઈ સમસ્ત પદાર્થોને જાણનાર, ઉત્કૃષ્ટ કે ત્રિલોકપતિ નથી તેમ જ
તેનાં વચન સંમત નથી.’ એવા નિરંજન શ્રી શાંતિનાથ ભગવાન અમારી રક્ષા કરો.
હે પ્રભુ! સત્પુરુષોને એક તારુ જ શરણ છે... પ્રભુ! તું જ સર્વજ્ઞ વીતરાગ છો.. જુઓ, ભગવાનના
ધર્મસભામાં દેવદુંદુભી–નગારાં વાગે છે. બાપુ! આ પ્રત્યક્ષ વગેરે પ્રમાણથી સિદ્ધ છે. જગતના નાના ગજમાં આ વાત
ઝટ ન બેસે, તેનો કલ્પનાનો ગજ તો ખોટો પડે.. પણ આ ગજ ખોટો પડે તેમ નથી. હે ભગવાન! તારા દુંદુભીના
નાદમાં અમને તો એવું જ સંભળાય છે કે– ‘અરે! મનુષ્યો ને દેવો! –જગતના જીવો! તમારે શરણભૂત હોય તો આ
શાંતિનાથ ભગવાન બિરાજે છે તે જ છે, ત્યાં આવો.. અને તેમનાં જ વચન સાંભળો... કેમ કે ત્રણ લોકનું જ્ઞાન હોય
તો તેમને જ છે. સ્તુતિકાર કહે છે કે હે નાથ! આ નગારાનો નાદ આપની સર્વજ્ઞતાનો જ પોકાર કરી રહ્યો છે. હે
વચનો જ સંમત કરો... ત્રણ લોકના નાથ ને પરમ દેવાધિદેવ હોય તો આ સીમંધર ભગવાન છે... શાંતિનાથ
ભગવાન છે. તમારે જો સર્વજ્ઞવીતરાગ પદ જોઈતું હોય તો અહીં આવો..
PDF/HTML Page 17 of 43
single page version
તે પ્રભુતા પ્રગટવાનું કારણ છે.
આત્મા જ્ઞાનસ્વભાવ છે... ત્રણ કાળ ત્રણ લોકને જાણે તેવું એક એક આત્મામાં સામર્થ્ય છે... તેનું ભાન
તેમને સ્ત્રી નથી, વસ્ત્ર નથી, શસ્ત્ર નથી. તેમની ધર્મસભામાં દિવ્યનગારું વાગે છે તે કહે છે કે: ‘...જેને આત્મા
જો’ તો હોય.. જેને અશાંતિ ટાળીને શાંતિના કુંડમાં ન્હાવું હોય... આત્માના અનંત સાગરમાં રસબોળ થવું
હોય... સુખમાં તરબોળ થવું હોય... તે જીવો અહીં ભગવાનની ધર્મસભામાં આવો ને તેમની વાણી સમજો.. જેને
ચૈતન્યભગવાનને ભેટવું હોય તે આ ભગવાન પાસે આવો. આવો રે આવો! ધર્મસભામાં, આત્માને ઓળખીને
અનંત કાળની ભૂખ ભાંગવી હોય ને સ્વરૂપસંયમ મેળવવો હોય.. દુઃખ ટાળવું. હોય ને શાંતિ જોઈતી હોય તો.’
–આમ ભગવાનનું દુંદુભીનગારું પોકાર કર છે... અને ભગવાનના સમવસરણમાં અનેક સંતો–મુનિઓ,
જંઘાચરણાદિ ઋદ્ધિધારક મુનિઓનાં ટોળેટોળાં, દેવો ને વિદ્યાધરો આકાશ માર્ગે આવી આવીને દર્શન કરે છે.
જંગલમાં ત્રાડ પાડતા સિંહ વગેરે તીર્યંચો પણ ભગવાન પાસે આવીને શાંત થઈ બેસી જાય છે. પહેલાંં
સર્વજ્ઞભગવાન કેવા હોય તે ઓળખવું જોઈએ. જેના હાથમાં કાંઈ શસ્ત્ર હોય તો તેને કોઈ પ્રત્યે વેરબુદ્ધિ છે એટલે
તે વીતરાગ નથી, બાજુમાં સ્ત્રી રાખી હોયને બ્રહ્મચારી પણ થયો નથી. તો તે ભગવાન ક્યાંથી હોય? જે હાથમાં
માળા ગણતો હોય તે કોઈની સ્તુતિ કરે છે એટલે તે પણ પૂરો નથી, અધૂરો છે. જે પોતે રાગી ને અપૂર્ણ હોય તે
બીજાને પૂર્ણતાનું કારણ કેમ થાય?–એટલે તે દેવ ન હોય. વળી જે વસ્ત્ર રાખે તેને શરીર ઉપરનો રાગ ટળ્યો
નથી એટલે તે પણ દેવ ન હોય.
સીમંધરનાથ પાસે! ભગવાનના કેવળજ્ઞાનની પ્રતીત કરનારને ખરેખર પોતાના પૂર્ણ જ્ઞાનસ્વભાવની પ્રતીત
થાય છે.
અહીં સ્તુતિમાં આચાર્યદેવે એ વાત સિદ્ધ કરી છે કે આત્મામાં કેવળજ્ઞાન સામર્થ્ય છે અને ત્રણકાળ
ભગવાનને દેહ ઉપર વસ્ત્રાદિ ત્રણકાળ ત્રણલોકમાં હોતાં નથી. અહો, આવી પૂર્ણ પરમાત્મદશાના સાધક એવા
સંતમુનિઓને પણ વસ્ત્ર ન હોય, વસ્ત્રસહિત તો મુનિદશા પણ ન હોય, તો પછી પૂર્ણદશા પામેલા ત્રણલોકના
નાથ એવા પરમાત્માને તો વસ્ત્રાદિ શેનાં હોય? આ કોઈ વાડાની વાત નથી પણ વસ્તુના સ્વરૂપની વાત છે.
ઘરમાં હજારો સ્ત્રીઓના સંગમાં રહેતો હોય અને કોઈ કહે કે મને સ્ત્રી વગેરેનો જરાય રાગ નથી,–તો એ કેમ
બને? રાગ ટળ્યો હોય તો રાગના નિમિત્તો પણ ટળી જ જાય. જેમ બદામમાં અંદરનું રાતું ફોતરું નીકળી જાય
તો ઉપલી છાલ પણ નીકળી જ ગઈ હોય. તેમ નિર્મળ આનંદઘન આત્મસ્વભાવમાં લીન થઈને જેણે અંદરથી
રાગરૂપી રાતપને કાઢી નાંખી તેને બાહ્યમાં વસ્ત્ર–સ્ત્રી–આદિ રાગનાં નિમિત્તો પણ છૂટી જ જાય છે. અરિહંતદેવ
અને નિર્ગ્રથ ગુરુનું સ્વરૂપ શું છે તે જાણ્યા વિના ઘણા બોલે છે કે ‘અરિહંતદેવ અને નિર્ગ્રંથ ગુરુનું શરણ
ભવોભવ હોજો.’ પણ અરે ભઈ! અરિહંતદેવ અને નિર્ગ્રંથ ગુરુ કેવા હોય તેના ભાન વગર તું શરણ કોનું
લઈશ? ઓળખાણ તો કર, ઓળખાણ વગર તને સાચું શરણ નહિ મળે. રાગરહિત ભગવાનને જાણ્યા વગર
તારો પોતાનો આત્મા રાગરહિત કેવો છે તે પણ ઓળખાય નહિ અને તેની ઓળખાણ વગર આત્માને સાચું
શરણ થાય નહિ. અરિહંતદેવ તો વ્યવહારશરણ છે, પરમાર્થશરણ તો પોતાનો આત્મા જ છે, હજી જેને
અરિહંતનુંય ભાન નથી તે પોતાના આત્માનું શરણ તો ક્યાંથી લેશે? જેને બાહ્યમાં રાગા–
PDF/HTML Page 18 of 43
single page version
જે દેવ તરીકે માને છે તેને અરિહંતપ્રભુનો આદર નથી. જે પોતે રાગમાં વર્તી રહ્યા છે તે તો પોતે જ અશરણ છે,
તો તે બીજાને શરણભૂત ક્યાંથી થાય? માટે સ્તુતિકારે કહ્યું કે હે નાથ! દેવાધિદેવ સર્વજ્ઞ તો આપ જ છો, સંતોને
આપનું જ શરણ છે. અહો! અત્યારે મહાવિદેહમાં તો ગણધરો ને ઈન્દ્રો, સંતો અને ચક્રવર્તીઓ સીમંધર પ્રભુનો
અહીં તો ભગવાનનો વિરહ છે...છતાં જે જીવ ભાવ કરે તેને ભાવ તો પોતામાં છે ને! પોતાના ભાવનો લાભ
પોતાને છે.
કોઈ શ્રોતાજન કહે છે કે હે નાથ! અમારે તો આજે અહીં જ સુવર્ણપુરી બની ગઈ...અહીં જ અમારે
(–ધર્મવૃદ્ધિ) થશે...જેનાં ભાગ્ય હશે તે જોશે...જે થાય છે તે અત્યારે જોઈ રહ્યા છે. અહો! આવા પંચકલ્યાણકના
વાત કરીએ? સાધારણ પ્રાણીને આ વાત ન બેસે, પણ પ્રતીત કરીને માનજો...જ્ઞાનીના ગજ જુદા હોય છે,
અજ્ઞાનીના ગજે માપ ન આવે. વળી અત્યારે દેશ–કાળ ટૂંકા અને વિષયકષાયમાં ડૂબેલાં જીવોની વૃત્તિ પણ ટૂંકી,
તેને ભગવાનની કલ્પના પણ શું આવે? જેમ
બાપે પ૦ હાથનો તાકો લાવીને ઘેર રાખ્યો હોય,
નાનો છોકરો પોતાના નાના હાથથી માપીને કહે
કે ‘આ તો ૧૦૦ હાથનો છે, માટે બાપા ભૂલ્યા
હશે!’ પણ બાપ તેને કહે છે કે ભાઈ! તારા
હાથનું માપ અમારા લેવડ–દેવડના વ્યવહારમાં
અજ્ઞાનીની કલ્પનામાં ન આવે, પણ તેથી
જ્ઞાનીની વાત ખોટી નથી. વસ્તુનું સ્વરૂપ સમજે
તો બધી વાત અંતરમાં બેસી જાય...બાપુ!
અણસમજણે ક્યાંય આરા આવે તેમ નથી. અરે!
અનંતકાળે આ મોંઘો મનુષ્યભવ મળ્યો, વળી
આવા દેવ–ગુરુ ભેટ્યા, સત્ સમજીને કલ્યાણ
કરવાનાં ટાણાં આવ્યાં છે; દેવને દુર્લભ એવા
આવે! આજે શુક્રવાર... ને સામા શુક્રવારે
ભગવાનની પ્રતિષ્ઠા જુઓ, આ શુક્રવારે દાળિયા
થવાના છે...આત્માનું દાળદર ટાળવું હોય તેને
ટળી જશે. જુઓ તો ખરા, કુદરત શું કરે છે!
લોકોમાં બોલે છે કે કાંઈ ‘શકરવાર’ થાય તેમ છે
એટલે કે કાંઈ આપણા દાળિયા થાય તેવું છે? તો
કહે છે કે–હા, અહીં શુક્રવારે દાળિયા થવાના છે...
દાળદર ટળવાનાં છે...ત્રિલોકનાથ ભગવાન
શુક્રવારનું આવ્યું છે. ભગવાન પોતે સાક્ષાત્ ન આવે પણ તે ત્રિલોકનાથ
PDF/HTML Page 19 of 43
single page version
કે જે ભગવાનની યથાર્થ ઓળખાણ કરે તેને ભવ ન રહે...જન્મ–મરણ ત્રણકાળમાં ન રહે...ભગવાનને ઓળખીને
તેનાં ગાણાં ગાય તેને ત્રણલોકમાં ભવમાં રખડવાની શંકા ન રહે. વળી ભગવાનની પ્રતિષ્ઠાના દિવસે બીજ છે.
જેમ ચંદ્રની બીજ ઊગી તે વધીને પુનમ થાય જ...તેમ આ ભગવાનને ઓળખીને તેમની પોતાના આત્મામાં જે
ચંદ્ર ઊગ્યો તે વધીને પૂર્ણિમા–કેવળજ્ઞાન થયા વિના રહે નહીં. વળી ઉપરના ભાગમાં શ્રી નેમનાથપ્રભુની પ્રતિષ્ઠા
થશે, તેમાં પણ કુદરતનો કેવો મેળ છે? જુઓ, ગયા વર્ષે, નેમનાથ પ્રભુની કલ્યાણક ભૂમિ ગીરનાર પર્વત ઉપર
સમશ્રેણીની ટૂંકે બરાબર ફાગણ સુદ બીજે હતા...ને અહીં આ વર્ષે બરાબર ફાગણ સુદ બીજે જ સવારે શ્રી
નેમનાથ ભગવાનની પ્રતિષ્ઠા થશે... સમશ્રેણીની ટૂંકે ભગવાનની ભક્તિ અને આત્માની ધૂન કરીને જ્યારે નીચે
આવ્યા ત્યારે લોકો હોંશથી એમ કહેતા હતા કે ‘અમે તો જાણે મોક્ષમાં જઈ આવ્યા...તેવું લાગે છે.’ ત્યાં જે દિવસ
હતો તે જ દિવસે અહીં ભગવાનની પ્રતિષ્ઠા થશે...માંગળિકમાં બધો મેળ કુદરતે થઈ જાય છે.
શ્રી જિનેન્દ્ર ભગવાનની પ્રતિષ્ઠાનો આવો યોગ મહાભાગ્ય હોય તેને મળે છે. શાસ્ત્રમાં પ્રતિષ્ઠા
પાસે આવેલી આ લક્ષ્મી કૂલટા સ્ત્રી સમાન અનિત્ય છે, એ લક્ષ્મી ક્યારે વહી જશે તેનો ભરોસો નથી.
તેથી હું શ્રી વીતરાગ ભગવાનની પ્રતિષ્ઠા કરાવીને તેનો સદઉપયોગ કરવા માંગુ છું; માટે મને આજ્ઞા
આપો.–એમ આજ્ઞા લઈને તે જીવ ભગવાનની પ્રતિષ્ઠા કરાવે છે. શ્રી ગુરુ તેને કહે છે કે તારું જીવન ધન્ય
છે! ભગવાનની પ્રતિષ્ઠા થતાં ભક્તો કહે છે કે અહો! આ વીતરાગદેવ પધાર્યા...આજે અમને ભગવાન
ભેટ્યા...જેને અંતરમાં પૂર્ણાનંદ પરમાત્મ સ્વભાવનું લક્ષ થયું હોય, ને બહારમાં નિમિત્ત તરીકે સાક્ષાત્
પરમાત્માને ન ભાળે ત્યારે તે પ્રતિમામાં પ્રભુની પ્રતિષ્ઠા કરે છે. હે નાથ! તારા વિયોગમાં તારી પ્રતિષ્ઠા
કરીને તને અમારા અંતરમાં પધરાવીએ છીએ.
લીધો દુઃસમ કાળ...
જિન પૂરવધર
વિરહથી રે. દુલહો
સાધન ચાલો રે...
ચંદ્રાનનજિન...
નાથ! આ
ભરતક્ષેત્રે તારા
વિરહ પડ્યા છે.
અહો! મહાવિદેહમાં
જેના ચરણની સો
સો ઈન્દ્રો સેવા
PDF/HTML Page 20 of 43
single page version
વિયોગ પડ્યો...હે પ્રભો! તારા આ જાતના વિરહથી અમારો કાળ જાય છે...હે સીમંધર નાથ...તારો સાક્ષાત્
પતિનો–વિરહ છે તે અહીં પ્રતિષ્ઠા કરીને ટાળશું હે નાથ! જ્યાં આપ સાક્ષાત્ બિરાજો ત્યાં અમારા અવતાર
નહિ...અમે આપનાથી દૂર પડ્યા તો પણ હે સ્વામી! અમે અમારા આત્મામાં આપની પ્રતિષ્ઠા કરીને અમારું પૂરું
ત્રણલોકમાં ફરે તેમ નથી,–જેને માટે ઈન્દ્રા, ગણધરો ને તીર્થંકરો સાક્ષી છે. અહીં જેવો આત્મસ્વભાવ કહીએ
છીએ તેવો એકવાર પણ સમજે તો એવું અપૂર્વ જ્ઞાન પ્રગટે કે બસ! ભવનો અંત આવી જાય. અહો! આવી
પરમ સત્ય વાત, આત્મ કલ્યાણની અપૂર્વ વાત! પામર જીવો તેનો વિરોધ કરી રહ્યા છે, ધર્મના નામે હળાહળ
થઈ રહ્યું છે.. જ્યાં જુઓ ત્યાં ઘણો ફેરફાર છે...ધર્મનો યથાર્થ માર્ગ ભૂલીને કોઈ કાંઈ માને ને કોઈ કાંઈ માને..
જેને જેમ ફાવે તેમ મનાવી રહ્યા છે... હે નાથ! તીર્થંકરના વિરહે ભરતક્ષેત્રમાં જુદા જુદા અભિપ્રાય થઈ ગયા...
પરંતુ હે પ્રભુ! આપના પ્રતાપે અમારા નીવેડા આવી ગયા...પાર આવી ગયો...આપના પ્રતાપે બધા નીવેડા અને
હે નાથ...આપની દિવ્ય વાણીનો ધોધ છૂટતો હતો અને ત્યાં તો અનેક સંતો કેવળજ્ઞાન પામતા... તેને બદલે
અહીંના પ્રાણીમાં તો અલ્પ પુણ્ય ને અલ્પ પુરુષાર્થ? છતાં ય–ભલે ને તે અલ્પ હોય પરંતુ કેવળજ્ઞાનને
ઓળખીને તેની શ્રદ્ધા છે ને! એટલે તે પુરુષાર્થ અલ્પ હોવા છતાં કેવળજ્ઞાન સાથે સંધિવાળો છે, એટલે વચ્ચે
ભંગ પડ્યા વિના પૂર્ણ કેવળજ્ઞાનનો ભેટો થયે છૂટકો! તે ત્રણકાળ ત્રણલોકમાં ન ફરે... હે નાથ! પૂર્ણતાનો સંદેહ
નથી.. પણ અધૂરે આંતરા પડ્યા પડ્યા છે.. તે આંતરો અત્યારે તો આપની ‘પ્રતિષ્ઠા’ કરીને ટાળીએ છીએ..
હે સીમંધરનાથ! મહાવિદેહમાં જ્યાં તારી ધ્વનિનો ધોધ છૂટે ત્યાં ગણધરો ઝીલે ને ઇંન્દ્રો સેવે, તેનાથી
મરેલા સિંહના ચામડાનું બનાવેલું નગારું પડ્યું હોય તે નગારા પાસે બકરાનાં ચામડાનું નગારું ન રહી શકે...
સિંહના ચામડાનું બનાવેલું નગારું હોય તેના ઉપર જ્યાં ડાંડી પડે ત્યાં તેના અવાજથી બકરાના ચામડાનું
બનાવેલું નગારું ફાટી પડે... તેમ હે નાથ! હે જિનેન્દ્ર! તારા પ્રતાપ સામે કોઈ ન ટકી શકે... જ્યાં તારી ધ્વનિના
દિવ્યનાદ છૂટે ત્યાં અજ્ઞાનીઓના અજ્ઞાન તૂટી પડે.. પાખંડીઓનાં પાખંડ છૂટી જાય... કુતર્કીઓના કુતર્ક નાશ
પામે. પ્રભુ! આવો હો તો જગતમાં એક તું જ છો... તારા શરણ વિના કોઈ ઉપાયે પૂરું થાય તેવું નથી. તારા
સમવસરણમાં દિવ્ય દુંદુભી એમ પોકાર કરી રહ્યો છે કે હે જીવો! તમારા બધા પ્રમાદકાર્યો છોડીને અહીં આવો
અને મોક્ષના સાથીદાર એવા આ ભગવાનનું સેવન કરો... તેમનો દિવ્યધ્વનિ સાંભળીને આત્માની સમજણ
તેમ તીર્થંકર ભગવાનની દિવ્યવાણી આવી, તેમાંથી શ્રી કુંદકુંદાચાર્યદેવ સમયસારની રચના
કરીને, અજ્ઞાન અંધકારમાં સૂતેલા જીવો–કે જેને પરમાં કર્તાપણારૂપ મમતાથી મોહરૂપી સર્પનું
ઝેર ચડયું છે–તેઓને અમૃત સંજીવનીરૂપ ન્યાય વચન વડે મંત્રેલી કલમો (–ગાથાઓ)