Atmadharma magazine - Ank 090
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૮
સળંગ અંક ૦૯૦
Version History
Version
Number Date Changes
001 Nov 2005 First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
૯૦
: સંપાદક :
વકીલ રામજી માણેકચંદ દોશી
દુનિયામાં કોણ મહિમાવંત?
... માહાત્મ્ય કરવા યોગ્ય દુનિયામાં કાંઈ હોય તો તે સર્વજ્ઞપ્રણીત ધર્મ અને
ધર્માત્મા જ છે. તે ધર્માત્મા કદાચ વર્તમાન નિર્ધન સ્થિતિમાં હોય પણ અલ્પ–કાળમાં
જગતને વંદ્ય ત્રણ લોકના નાથ થવાના છે. લૌકિકમાં તો પુણ્યે મોટો તે મોટો
કહેવાય છે; વકીલ, ડૉકટર વગેરે દિવસમાં કેટલા રૂપિયા પેદા કરે છે તે ઉપરથી તેની
કિંમત થાય છે, પણ ખાનદાની કેવી છે, આત્મ જ્ઞાન–શ્રદ્ધા કેવાં છે તે ઉપર લોકો
જોતા નથી, –બહારમાં જુએ છે. પરંતુ ધર્મમાં તો ધર્માત્માને બાહ્ય સામગ્રી કેવી છે
તે જોવાતું નથી પણ સ્વતંત્ર આત્મગુણની સમૃદ્ધિ કેટલી છે તે જોવાય છે.
સમયસાર પ્રવચન ભા. ૧ પૃ. ૧૪૧

PDF/HTML Page 3 of 21
single page version

background image
ભગવાને કહેલાં નવ તત્વો
[કેવળજ્ઞાન કલ્યાણકના પ્રવચનમાંથી]
ભગવાને કેવળજ્ઞાનમાં આખું વિશ્વ પ્રત્યક્ષ જોયું, તેમાં છ પ્રકારના દ્રવ્યો જોયા. એક જીવ અને પાંચ
પ્રકારના અજીવ; જીવ અને અજીવ તત્ત્વ ત્રિકાળી છે ને તેમના પરસ્પર સંબંધથી બીજા સાત તત્ત્વો થાય છે. તે
ક્ષણિક છે. એ રીતે કુલ નવતત્ત્વો છે–જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ.
જીવ પોતાનું હિત કરવા માગે છે. હિત કોનું કરવું છે? –કે પોતાના આત્માનું. જગતમાં જે વસ્તુ સત્
હોય તેનું હિત થાય, એટલે કે જેનું હિત કરવું છે એવો પોતાનો આત્મા છે–એમ પોતાના આત્માનું અસ્તિત્વ
નક્કી કરવું જોઈએ; તથા, જેમણે પોતાનું હિત કરી લીધું છે એવા, તેમજ જેમણે પોતાનું હિત નથી કર્યું એવા,
પોતાના સિવાયના બીજા આત્માઓ આ જગતમાં છે–એમ પણ જાણવું જોઈએ. પોતે હિત કરવા માગે છે તેનો
અર્થ એ પણ થયો કે અત્યાર સુધી અહિત કર્યું છે. પોતાના સ્વભાવના લક્ષે અહિત ન થાય, પણ સ્વભાવથી
વિરુદ્ધ બીજી ચીજના લક્ષે અહિત થયું છે. એટલે જીવ સિવાયની બીજી અજીવ વસ્તુઓ પણ છે. જે ચીજમાં
જાણવાની શક્તિ છે તે જીવ છે, જે ચીજમાં જાણવાની શક્તિ નથી તે અજીવ છે. જીવની પર્યાયમાં વિકાર થાય
તેમાં અજીવકર્મ નિમિત્ત છે. જીવની પર્યાયમાં મલિનતાના ચાર પ્રકાર પડે છે–પુણ્ય, પાપ, આસ્રવ અને બંધ.
તેમાં નિમિત્તરૂપ કર્મમાં પણ એ ચાર પ્રકાર છે. તથા પોતાના સ્વભાવનું ભાન કરીને તે તરફ પરિણમતાં શુદ્ધતા
થાય છે, તે શુદ્ધતાના ત્રણ પ્રકાર છે–સંવર, નિર્જરા ને મોક્ષ. તેમાં કર્મનો અભાવ નિમિત્તરૂપ છે. એ રીતે જીવ,
અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા, અને મોક્ષ એમ કુલ નવ તત્ત્વો ભગવાને કહ્યા છે. એમાંથી
એક પણ તત્ત્વ ઓછું થઈ શકે નહિ, ને એ નવ સિવાય બીજું કોઈ દસમું તત્ત્વ જગતમાં હોય નહિ. જો આ નવ
તત્ત્વોને ન માનો તો કાંઈ પણ વસ્તુસ્થિતિ જ સાબિત નહિ થાય.
‘હે ભાઈ! તું જીવ છે.’ એમ કહેતાં જ ‘તારા સિવાય બીજા અજીવ પદાર્થો છે, તે તું નથી’–એવું તેમાં
આવી જ જાય છે, એટલે ‘જીવ છેં એમ કહેતાં જ અનેકાંતના બળે ‘અજીવ’ પણ સાબિત થઈ જાય છે.
‘અનેકાંત’ તે ભગવાનના શાસનનો અમોઘ મંત્ર છે; તે અનેકાંત વડે બધો વસ્તુસ્વભાવ ઓળખાય છે. ઘણા
લોકો અનેકાંતનું યથાર્થ સ્વરૂપ સમજ્યા વિના અનેકાંતના નામે ગોટા વાળે છે. અનેકાંત તો દરેક તત્ત્વોની
સ્વતંત્રતા બતાવે છે, ને પરથી પૃથકતા બતાવીને સ્વભાવ તરફ લઈ જાય છે.
જીવ અને અજીવ એ બે મૂળ દ્રવ્યો અનાદિ અનંત નિજ નિજ સ્વરૂપે જુદા જુદા છે. તેઓ સર્વથા
નિત્ય નથી પણ નિત્ય–અનિત્ય સ્વરૂપે છે, વસ્તુપણે કાયમ ટકીને પોતાની અવસ્થા બદલે છે એટલે કે
ઉત્પાદ–વ્યય–ધુ્રવરૂપ છે. તેમાં જીવ જ્યારે પરના આશ્રયે ઊપજે છે ત્યારે તેની પર્યાયમાં પુણ્ય–પાપ–
આસ્રવ ને બંધની ઉત્પત્તિ થાય છે, અને જ્યારે સ્વભાવનો આશ્રય કરીને ઊપજે છે ત્યારે સંવર–નિર્જરાને
મોક્ષની ઉત્પત્તિ થાય છે. એ રીતે જગતમાં જીવાદિ નવ તત્ત્વો છે, ભગવાને પૂર્ણ જ્ઞાનમાં તે નવ તત્ત્વો
જોયા, દિવ્યધ્વનિ દ્વારા તે નવ તત્ત્વો કહેવાયા, અને યથાર્થ શ્રોતાઓ તે નવ તત્ત્વનું સ્વરૂપ સમજીને
પોતાના સ્વભાવ તરફ વળ્‌યા; સ્વભાવ તરફ વળતાં તેમની પર્યાયમાંથી પુણ્ય–પાપ–આસ્રવ ને બંધરૂપ
વિકારી તત્ત્વોનો સ્વભાવ થવા લાગ્યો ને સંવર–નિર્જરા તથા મોક્ષરૂપ નિર્મળતત્ત્વોની ઉત્પત્તિ થવા લાગી.
–આનું નામ ધર્મ છે ને આ જ હિતનો ઉપાય છે.
આત્મા આનંદસ્વભાવથી ભરેલો છે પણ અજ્ઞાનીને તેનું ભાન નથી તેથી અવસ્થામાં મલિનતા છે; ને તે
મલિનતામાં પર વસ્તુ નિમિત્ત છે. અવસ્થામાં થતી મલિનતાને અને પર વસ્તુને જો ન માને તો તે અભિપ્રાય
યથાર્થ નથી. આ જગતમાં એકલો અદ્વૈત આત્મા જ છે–એમ જે માને તેને તો પરથી અને વિકારથી ભેદજ્ઞાન
કરીને અંતરસ્વભાવમાં ઢળવાનું પણ રહેતું નથી. જો
(અનુસંધાન ટાઈટલ પાન ૩ ઉપર)

PDF/HTML Page 4 of 21
single page version

background image
: ચૈત્ર : ૨૪૭૭ : ૧૨૩ :
સૌરાષ્ટ્રનું એક જાગૃત તીર્થધામ
સોનગઢ
[] સોનગઢની વિશેષતા
સોનગઢમાં પરમ પૂ. સત્પુરુષ શ્રી કાનજી સ્વામી બિરાજમાન છે. તેઓ હંમેશાં આધ્યાત્મિક ઉપદેશ
આપીને જિજ્ઞાસુ જીવો પર મહાન ઉપકાર કરી રહ્યા છે. તેઓશ્રીના કલ્યાણકારી ઉપદેશનો લાભ લેવા માટે
ભારતમાંથી દૂરદૂરના અનેક જિજ્ઞાસુઓ આવે છે ને તેઓશ્રીની અપૂર્વ વાણીનું શ્રવણ કરીને પોતાને ધન્ય માને
છે.... સોનગઢ સંબંધી માહિતીના અભાવે કોઈ કોઈ જિજ્ઞાસુઓને મુશ્કેલી પડે છે; તેથી અહીં સોનગઢ સંબંધી
કેટલીક માહિતી આપી છે.
પરમ પૂજ્ય શ્રી કાનજી સ્વામીના ઉચ્ચ આધ્યાત્મિક ઉપદેશના શ્રવણનો અપૂર્વ લાભ મળવો એ
સોનગઢની સૌથી મુખ્ય વિશેષતા છે. સોનગઢમાં શ્રી સમયસાર, પ્રવચનસાર વગેરે શાસ્ત્રો ઉપર હંમેશાં સવારે
તથા બપોરે બે વખત પૂ. ગુરુદેવશ્રીનાં નિયમિત પ્રવચનો થાય છે અને એ ઉપરાંત આખો ય દિવસ વિધવિધ
વિષયો પર તત્ત્વચર્ચા ચાલ્યા જ કરે છે. જિજ્ઞાસુઓને શંકા–સમાધાન માટે રાત્રે એક કલાક ખાસ પ્રશ્નોત્તર માટે
રાખવામાં આવે છે. પહેલા સોનગઢમાં જૈનોની ખાસ વસ્તી ન હતી પણ હવે પૂ. ગુરુદેવશ્રીના સદુપદેશનો
નિરંતર લાભ લેવા માટે બહારગામના ઘણા મુમુક્ષુઓ સોનગઢમાં ઘર કરીને રહ્યાં છે.
[] સોનગઢમાં ધર્મસ્થાનો
સોનગઢમાં નીચે મુજબ ધર્મસ્થાનો છે:
(૧) શ્રી જિનમંદિર:
તેમાં ભગવાન શ્રી
સીમંધરસ્વામી મૂળ–
નાયકપણે
બિરાજમાન છે.
તેમની પ્રતિમાજી
અતિ ભવ્ય અને
ભાવવાહિની છે.
મંદિરના ઉપલા
ભાગમાં શ્રીનેમનાથ
ભગવાન બિરાજમાન
છે. હંમેશાં બપોરના
પ્રવચન પછી આ
જિનમંદિરમાં સમૂહ
ભક્તિ થાય છે.
શ્રી જિનમંદિર, ધર્મસભા અને સ્વાધ્યાય મંદિર સોનગઢ

PDF/HTML Page 5 of 21
single page version

background image
: ૧૨૪ : આત્મધર્મ : ૯૦
(૨) શ્રી સમવસરણ મંદિર (ધર્મસભા):
તેમાં ભગવાન શ્રી સીમંધર પ્રભુના સમવસરણનું, તેમ જ શ્રી કુંદકુંદાચાર્યદેવ સીમંધર ભગવાનના દર્શન
કરી રહ્યા છે તેનું, સુંદર દ્રશ્ય છે. સૌરાષ્ટ્રમાં આ સમવસરણ એ એક ખાસ જોવાલાયક ધાર્મિક વસ્તુ છે. દૂરદૂરના
ભક્તજનો આ સમવસરણની રચના દેખીને અતિ પ્રસન્ન થાય છે.
(૩) જૈન સ્વાધ્યાય મંદિર:
તેમાં પરમ પૂજ્ય શ્રી કાનજીસ્વામી બિરાજે છે, અને તેમાં શ્રી સમયસારજીની સ્થાપના પણ છે. પૂ.
ગુરુદેવશ્રીનાં હંમેશના પ્રવચનો અને તત્ત્વચર્ચા આ સ્વાધ્યાય મંદિરમાં થાય છે. સ્વાધ્યાય મંદિરની દીવાલો
ધાર્મિક સૂત્રો અને ચિત્રોથી સુશોભિત છે.
(૪) ભગવાન શ્રી કુંદકુંદ–પ્રવચન મંડપ:
ખાસ ધાર્મિક પ્રસંગોમાં જ્યારે બહારગામના હજારો જિજ્ઞાસુઓ એકત્રિત થાય છે ત્યારે આ
‘પ્રવચનમંડપ’માં પ્રવચનો વંચાય છે. એ ઉપરાંત હજારો પુસ્તકોના સંગ્રહરૂપ ‘સરસ્વતી ભંડાર’ પણ આ
પ્રવચનમંડપમાં છે. સુંદર ધાર્મિક ચિત્રો અને સૂત્રોથી, તેમ જ કલામય ભવ્ય પ્રવેશદ્વારથી આ મંડપ ઘણો
સુશોભિત અને દર્શનીય છે.
(પ) શ્રી કુંદકુંદશ્રાવિકા
શાળા:
બહેનોના
સ્વાધ્યાયાદિ માટે આ
સ્થાન તૈયાર થયું છે.
(૬) શ્રીજૈન અતિથિ
સેવા સમિતિ:
તેમાં, બહારગામથી
આવનારા જિજ્ઞાસુ
મહેમાનોને માટે
ઉતારાની તેમ જ
ભોજનાદિની વ્યવસ્થા
છે.
* પ્રવચન મંડપની
પાંચમી વાર્ષિક
જયન્તી ફાગણ સુદ
એકમને દિવસે હતી.
ભગવાનશ્રી કુંદકુંદ–પ્રવચન મંડપ : સોનગઢ
* * * * *

PDF/HTML Page 6 of 21
single page version

background image
: ચૈત્ર : ૨૪૭૭ : ૧૨૫ :
[] સોનગઢ આવવાનો રેલ્વે માર્ગ:
સોનગઢ એ સૌરાષ્ટ્રનું એક રેલ્વે સ્ટેશન
છે. દિલ્હી બાજુથી આવનારાઓને મહેસાણા,
વીરમગામ અને વઢવાણ જંકશન થઈને,
ભાવનગર તરફ જતાં વચ્ચે રસ્તામાં ધોળા
જંકશન પછી તરત જ સોનગઢ આવે છે. દિલ્હી
બાજુથી આવનારાઓએ વચ્ચે અમદાવાદ
જવાની જરૂર નથી.
(મુંબઈથી ભાવનગર ‘એરોપ્લેન
સરવીસ’ ચાલે છે, તે દ્વારા ભાવનગર થઈને
સોનગઢ વહેલાસર પહોંચી શકાય છે.)
[] સોનગઢની આસપાસના તીર્થધામો:
પાલીતાણા (પાંડવોનું મુક્તિધામ:
શત્રુંજય) તેમ જ (શ્રી નેમનાથ પ્રભુની
કલ્યાણક ભૂમિ: ગીરનાર)–એ બંને તીર્થધામો
સોનગઢથી બહુ નજીક છે, અને તે બંને ઠેકાણે
ટ્રેઈન જાય છે. શ્રી ગીરનારજી તેમ જ
શત્રુંજયતીર્થની યાત્રાએ આવનાર જિજ્ઞાસુઓએ સોનગઢની પણ યાત્રા કરીને, પૂ. ગુરુદેવશ્રીના આધ્યાત્મિક
ઉપદેશનો તેમ જ સોનગઢના તીર્થધામોનાં દર્શનનો લાભ અવશ્ય લેવો જોઈએ. આ ઉપરાંત સોનગઢથી
ભાવનગર થઈને ઘોઘા બંદરની યાત્રા પણ નજીક જ છે. ઘોઘામાં ઘણા પ્રાચીન દિ૦ જિનપ્રતિમાઓ બિરાજમાન
છે. સૌરાષ્ટ્રના અનેક શહેરો (–રાજકોટ, વઢવાણ, સુરેન્દ્રનગર, ચોટીલા, બોટાદ, રાણપુર, લાઠી, ભાવનગર,
વીંછીયા, સાવરકુંડલા) માં શ્રી દિગંબર જિનપ્રતિમા બિરાજમાન છે.
[] સોનગઢ અને મોટા આંકડિયા
સોનગઢ એ બહુ મોટું શહેર નથી પણ નાનું ગામ છે...શાંતિમય નિવૃત્તિધામ છે. ‘સોનગઢ’ નામના
બીજા પણ ગામો છે માટે સોનગઢ સાથે ‘સૌરાષ્ટ્ર’ લખવું જરૂરી છે. જિજ્ઞાસુઓએ એ ખાસ ધ્યાનમાં રાખવું કે
‘મોટા આંકડિયા’ અને ‘સોનગઢ’ એ બંને ગામો તદ્ન જુદાં છે; મોટા આંકડિયામાં તો માત્ર ‘આત્મધર્મ’
માસિક છપાય છે, પૂ. ગુરુદેવશ્રીના સત્સમાગમનો લાભ લેવા માટે તો સોનગઢ જ આવવાનું હોય છે.
[] સોનગઢનાં પ્રકાશનો
‘આત્મધર્મ’ નામના માસિકપત્ર દ્વારા (હિંદી તેમ જ ગુજરાતી બંને ભાષામાં) પૂ. ગુરુદેવશ્રીના
આધ્યાત્મિક પ્રવચનોનો સાર પ્રસિદ્ધ કરવામાં આવે છે હજારો વાંચકો તેનો લાભ લે છે. જિજ્ઞાસુઓએ
‘આત્મધર્મ માસિકના ગ્રાહક થઈ જવું જોઈએ. એ સિવાય શ્રી ‘સદ્ગુરુ પ્રવચન પ્રસાદ’ નામની એક
હસ્તલિખિત દૈનિક પ્રત્રિકા પણ પ્રસિદ્ધ થાય છે, તેમાં પૂ. ગુરુદેવશ્રીના હંમેશના પ્રવચનો પ્રસિદ્ધ થાય છે.
વળી આ સંસ્થા દ્વારા ઉચ્ચ આધ્યાત્મિક સાહિત્યનું પ્રકાશન થાય છે; તેમાં ‘ભગવાન શ્રી કુંદકુંદ–કહાન
જૈન–શાસ્ત્રમાળા’ દ્વારા પપ પ્રકારનાં પુસ્તકો પ્રસિદ્ધ થઈ ગયાં છે; તેમાંથી કેટલાંક પુસ્તકો હિંદીમાં પણ છે. પૂ.
ગુરુદેવશ્રીનાં સમયસાર ઉપરનાં પ્રવચનોનું ઓછામાં ઓછું એક પુસ્તક તો દરેક જિજ્ઞાસુઓએ જરૂર વાંચવું
જોઈએ.
[] સોનગઢમાં ધાર્મિક શિક્ષણ વર્ગ
ઉનાળાની રજાઓ દરમિયાન વિદ્યાર્થીઓને જૈન તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરાવવા માટે દર વર્ષે એક ‘જૈન

PDF/HTML Page 7 of 21
single page version

background image
: ૧૨૬ : આત્મધર્મ : ૯૦
દર્શન શિક્ષણ વર્ગ’ ખોલવામાં આવે છે; તે લગભગ ૨૫ દિવસ ચાલે છે, ને પછી તેની પરીક્ષા લેવામાં આવે છે.
આ વર્ગમાં જુદા જુદા ગામના સેંકડો વિદ્યાર્થીઓ લાભ લે છે. વિદ્યાર્થીઓના ભોજન અને પુસ્તકોની વ્યવસ્થા
સંસ્થા તરફથી કરવામાં આવે છે.
વળી બીજો એક શિક્ષણ વર્ગ પ્રૌઢ વયના ગૃહસ્થોને માટે શ્રાવણ મહિનામાં ખોલવામાં આવે છે; તે લગ–
૨૦ દિવસ ચાલે છે. તેમાં પણ બહાર ગામના અનેક જિજ્ઞાસુઓ લાભ લે છે.
[] સોનગઢમાં ધાર્મિક–ઉત્સવો
સામાન્ય ધાર્મિક તહેવારો ઉપરાંત દર વર્ષે નીચે જણાવેલા દિવસોએ સોનગઢમાં ખાસ ધાર્મિક–ઉત્સવ
ઉજવાય છે–
ફાગણ સુદ ૨ : જિનમંદિરમાં ભગવાન શ્રી સીમંધર પ્રભુજીની પ્રતિષ્ઠાનો વાર્ષિક મહોત્સવ.
વૈશાખ સુદ ૨ : પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજી સ્વામીના જન્મદિનનો મંગલ મહોત્સવ.
વૈશાખ સુદ ૬ : શ્રી સમવસરણ મંદિરમાં ભગવાન શ્રી સીમંધર પ્રભુના ચૌમુખ પ્રતિમાજીની તથા શ્રી
કુંદકુંદાચાર્ય પ્રભુની પ્રતિષ્ઠાનો વાર્ષિક મહોત્સવ.
વૈશાખ વદ ૮ : શ્રી જૈન સ્વાધ્યાય મંદિરનું ઉદ્ઘાટન તથા તેમાં શ્રી સમયસારજી પરમાગમની
સ્થાપનાનો વાર્ષિક મહોત્સવ.
–ઉપરના દરેક ધાર્મિક મહોત્સવમાં ભાગ લેવા માટે બહાર ગામથી મોટી સંખ્યામાં જિજ્ઞાસુઓ આવે છે.
આત્મિક કલ્યાણની ભાવનાવાળા તત્ત્વના જિજ્ઞાસુઓએ સત્સમાગમનો સીધો લાભ લેવા માટે અવશ્ય
સોનગઢના જાગૃત તીર્થધામની મુલાકાત લેવી જોઈએ.
નવતત્ત્વો અને ધર્મ
(૧) જીવ અને અજીવ એ બે મૂળ દ્રવ્યો
અનાદિ અનંત નિજ નિજ સ્વરૂપે જુદા જુદા છે.
(૨) તેઓ સર્વથા નિત્ય નથી પણ નિત્ય–
અનિત્યસ્વરૂપ છે.
(૩) તેઓ વસ્તુપણે કાયમ ટકીને પોતાની
અવસ્થા બદલે છે એટલે કે ઉત્પાદ–વ્યય–ધુ્રવરૂપ છે.
(૪) તેમાં જીવ જ્યારે પરના આશ્રયે ઊપજે
છે ત્યારે તેની પર્યાયમાં પુણ્ય–પાપ–આસ્રવ ને બંધની
ઉત્પત્તિ થાય છે.
(પ) જીવ જ્યારે સ્વભાવનો આશ્રય કરીને
ઊપજે છે ત્યારે સંવર–નિર્જરા ને મોક્ષની ઉત્પત્તિ થાય છે.
જોયા.
(૮) દિવ્યધ્વનિ દ્વારા તે નવતત્ત્વો કહેવાયા.
(૯) યથાર્થ શ્રોતાઓ તે નવતત્ત્વનું સ્વરૂપ
સમજીને પોતાના સ્વભાવ તરફ વળ્‌યા.
(૧૦) સ્વભાવ તરફ વળતાં તેમની
પર્યાયમાંથી પુણ્ય–પાપ આસ્રવ ને બંધરૂપ વિકારી
તત્ત્વોનો અભાવ થવા લાગ્યો ને સંવર–નિર્જરા તથા
મોક્ષરૂપ નિર્મળ તત્ત્વોની ઉત્પત્તિ થવા લાગી. આનું
નામ ધર્મ છે ને આ જ હિતનો ઉપાય છે.
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
ફાગણ સુદ ૨ ના મંગલ દિને ધ્રાંગધ્રાના શાહ
છોટાલાલ ડામરદાસ તથા તેમના ધર્મપત્ની મોતીબેન–
એ બંનેએ, તેમ જ અમરેલીના દેસાઈ પ્રાણલાલ
રામજી તથા તેમના ધર્મપત્ની હેમકુંવરબેન એ બંનેએ,
પૂ. ગુરુદેવશ્રી પાસે આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
અંગીકાર કરી છે. તે બદલ તેમને ધન્યવાદ!
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
ફાગણ વદ ૨ ને રવિવારના રોજ વીંછીયાના
શેઠ મણીલાલ વાલજીભાઈ તથા તેમના ધર્મપત્ની
વ્રજકુંવર બેન એ બંનેએ સજોડે આજીવન બ્રહ્મચર્ય
પ્રતિજ્ઞા પૂ. ગુરુદેવશ્રી પાસે ધારણ કરી છે; તે માટે
તેમને ધન્યવાદ!

PDF/HTML Page 8 of 21
single page version

background image
: ચૈત્ર : ૨૪૭૭ : ૧૨૭ :
મહોત્સવના સમાચાર

ફાગણ સુદ બીજે, તીર્થધામ સોનગઢમાં સીમંધરનાથ પ્રભુજી પધાર્યાને દસ વર્ષ પૂરાં થયા, ને અગિયારમું
વર્ષ શરૂ થયું. ફાગણ સુદ બીજ આવતા પહેલાંં થોડા દિવસ અગાઉ આ પ્રતિષ્ઠામહોત્સવનો અઠ્ઠાઈ–મહોત્સવ
ઊજવવાનું નક્કી થયું... અને ભગવાન પાસે ભક્તિમાં ‘કંકુ છાંટી કંકોતરી મોકલો...પ્રભુ ભક્તો આવે સહુ
ભાવે....’ એ સ્તવન (સ્તવનાવલી પૃ. ૧૨૩) દ્વારા ભક્તજનોને ભાવભરી કંકોત્રી મોકલાણી.
માહ વદ ૭
ફાગણ સુદ બીજ નજીક આવી રહી હતી... તેથી આજે ભક્તિ દ્વારા સીમંધરનાથ ભગવાનને મહાવિદેહથી
વિહાર કરવા માટે પત્ર લખ્યો કે ‘સ્વસ્તિ શ્રી મહાવિદેહ ક્ષેત્રે બિરાજમાન હે સીમંધરનાથ! આપના ભરતક્ષેત્રના
ભક્તોની વિનંતિ સ્વીકારીને આપ વહેલા વહેલા વિહાર કરીને આ ભરતે પધારો..... ’
માહ વદ ૯
આજથી સમૂહપૂજન, વિશેષ ભક્તિ અને સાંજે સાંજી ઈત્યાદિ કાર્યક્રમ સાથે અઠ્ઠાઈ મહોત્સવની શરૂઆત થઈ.
માહ વદ ૧૩
આજ સવારે ‘શ્રી કુંદકુંદ શ્રાવિકાશાળા’નું ઉદ્ઘાટન થયું. સવારે પૂ. ગુરુદેવશ્રીના મંગલ પ્રવચન બાદ,
શ્રાવિકાશાળાનું ઉદ્ઘાટન કરવા માટે પ્રવચનમંડપેથી મુમુક્ષુઓનું સરઘસ નીકળીને શ્રાવિકાશાળાએ આવ્યું હતું...આ
વખતે અજમેરની ભજનમંડળી પણ આવી ગઈ હતી ને સરઘસમાં સાથે જોડાઈ હતી. શ્રાવિકાશાળાના ઉદ્ઘાટન બાદ
પૂ. ગુરુદેવશ્રીએ ત્યાં માંગલિક તરીકે
‘वंदित्तु सव्वसिद्धे ઉપર પ્રવચન કરીને સિદ્ધોની સ્થાપના કરી હતી.
આ પ્રસંગે, મુમુક્ષુ બેનોના રહેવાસની અગવડતા દૂર કરવા ૨૦ નવા રૂમ બંધાવવાનું નક્કી થતાં, તે માટે
એક રૂમના ખર્ચના રૂ. ૧૫૦૦–તરીકે નીચે મુજબ રકમોની જાહેરાત થઈ હતી:
૩૦૦૦ /– શેઠ કાળીદાસ રાઘવજી તરફથી રૂમ ૨ ના
૧૫૦૦ /– શેઠ બેચરલાલ કાળીદાસના ધર્મપત્ની હરકોર બેન તરફથી રૂમ ૧ ના
૩૦૦૦ /– શેઠ નેમિદાસ ખુશાલદાસ તથા તેમના ધર્મપત્ની કંચનબેન તરફથી રૂમ ૨ ના
૩૦૦૦ /– શેઠ ખીમચંદ જેઠાલાલ તથા તેમના માતુશ્રી તરફથી રૂમ ૨ ના
૧૫૦૦ /– શેઠ મોહનલાલ વાઘજીભાઈ તરફથી રૂમ ૧ ના
૧૨૦૦૦ /–
ઉપર પ્રમાણે ૮ રૂમની રકમો નોંધાણી છે.
માહ વદ ૧૪ :
ચાલુ કાર્યક્રમ ઉપરાંત આજે બપોરે ૧ થી ૨ નિર્વિચિકિત્સાગુણસૂચક ઉદયન રાજાનો સંવાદ બાળકોએ
ભજવ્યો હતો. તેમાં પાંચ વર્ષના બાળકે પણ પ્રશંસનીય કામ કર્યું હતું.
બપોરે પ્રવચન બાદ ભજનમંડળ દ્વારા જિનેન્દ્ર ભક્તિ થઈ હતી; તે વખતે ‘ગોદી લે લે....ગોદી લે લે....
ગોદી લે લે....જી’–એ ભક્તિ દ્વારા જન્મકલ્યાણક પ્રસંગનું વર્ણન કર્યું હતું; અને તેમાં જ્યારે ‘ઈન્દ્રાણી બાલ–
તીર્થંકરને ગોદીમાં લ્યે છે’ એ દ્રશ્ય આવ્યું ત્યારે મુમુક્ષુ ભક્તો અતિ આનંદિત થયા હતા. તે ઉપરાંત મંડળીએ
જન્માભિષેક વગેરે દ્રશ્યો પણ ભક્તિ ભરેલા નૃત્ય દ્વારા દેખાડયા હતા.
સાંજે નેમનાથ પ્રભુજી પાસે ‘ઓ....! નેમિજિનેશ્વરજી....’ એ સ્તુતિ દ્વારા રાજીમતિની વૈરાગ્યભરી
વિનતિરૂપ ભક્તિ કરી હતી.
રાત્રે ‘સર્પનૃત્ય’ના દ્રશ્ય દ્વારા જૈનધર્મનો મહિમા બતાવ્યો હતો. એક વ્યક્તિને સર્પ કરડતાં તે બેભાન થઈ જાય
છે, ને કોઈ જિનેન્દ્રભક્ત ત્યાંથી નીકળતાં કરુણાબુદ્ધિથી જિનેન્દ્રભક્તિનો શ્લોક બોલીને તેના ઉપર જળ છાંટે છે ને તેનું
ઝેર ઊતરી જતાં તે જિનેન્દ્રદેવની અતિ પ્રેમપૂર્વક ભક્તિ કરે છે.–આવું દ્રશ્ય સર્પનૃત્યમાં બતાવવામાં આવ્યું હતું.
પછી ‘આરતિનૃત્ય’ થયું હતું. તેમાં બે હાથમાં બે દીપકો અખંડ જલતા રાખીને પ્રભુજી સન્મુખ
ભક્તિનૃત્ય કર્યું હતું....એ દ્રશ્ય જોતાં જિજ્ઞાસુ ભક્તોને

PDF/HTML Page 9 of 21
single page version

background image
: ૧૨૮ : આત્મધર્મ : ૯૦
અંતરમાં એવી ભાવના જાગતી હતી કે ‘અહો નાથ! સીમંધર જિનેન્દ્ર! આત્મસ્વરૂપના આશ્રયે પ્રગટેલા દર્શન
અને જ્ઞાનરૂપ બે ચૈતન્યદીપકોની પવિત્ર જ્યોતિ અખંડપણે જવલિત રહો....તેમાં કદી ભંગ ન પડો.’
છેવટે, ‘લહરાયેગા....લહરાયેગા....ઝંડા શ્રી ભગવાન કા’ એ જૈન ઝંડા ગાયન ગવાયું હતું.
માહ વદ અમાસ રાત્રે ભજનમંડળીએ નેમ–રાજુલનો સંવાદ કર્યો હતો. તેમ જ આરતિનૃત્ય થયું હતું.
ફાગણ સુદ એકમ શ્રી પ્રવચનમંડપની પાંચમી વાર્ષિક જયંતી હતી. સવારે પૂજન બાદ શ્રી સમયસારજીની
રથયાત્રા નીકળી હતી. ભજનમંડળીની ભક્તિથી રથયાત્રા ઘણી શોભતી હતી. પ્રવચન બાદ શ્રુતપૂજન થયું હતું.
બપોરે, પ્રભાવના અંગની મુખ્યતાવાળો, હરિષેણ ચક્રવર્તીનો સંવાદ બાલિકાઓએ ભજવ્યો હતો. તેમાં–
‘हरिषेन को माता को जहां सौत सताया
रथ जैन का तेरा चले पीछैं यों बताया;
उस वक्त के अनसन में सती तुम को जो ध्याया,
चक्रीश हो सुत उसके ने रथ जैन चलाया
.
એ પ્રસંગ ગૂંથવામાં આવ્યો હતો. સંવાદમાં આવેલા, મુનિવરોના દર્શનની ભાવના ભરેલી ભક્તિનાં
દ્રશ્યો તેમ જ મુનિદશાના અમૃતપાનના વર્ણનથી પૂ. ગુરુદેવના અંતરમાં જે ભાવનાઓ ઉલ્લસી હતી તેની ઝલક
બપોરના પ્રવચનમાં જણાતી હતી.
રાત્રે, ‘તીર્થધામ સોનગઢ’ની ફીલ્મ દેખાડવામાં આવી હતી. તે ફીલ્મ દ્વારા ગુરુદેવના મહાન
ધર્મપ્રભાવને જોઈને દૂરદૂરના જિજ્ઞાસુઓ પણ ઘણા પ્રસન્ન થયા હતા.
ફાગણ સુદ ૨ : આજે સીમંધર ભગવાન પધાર્યાનો મંગલ દિન હતો. સવારમાં દેવ–ગુરુ–શાસ્ત્રનાં દર્શન
માટે આવેલું ભક્તમંડળ ભગવાનના જિનમંદિરને પ્રદક્ષિણા દેતું હતું તે દ્રશ્ય ઘણું ભક્તિ ભર્યું હતું....
‘સુંદર સ્વર્ણપુરીમાં સ્વર્ણ રવિ આજે ઊગ્યો રે
ભક્તજનોના હૈયે હર્ષાનંદ અપાર....
શ્રી સીમંધર પ્રભુજી પધાર્યા છે અમ આંગણે રે....’
–ઈત્યાદિ ભક્તિભાવનાપૂર્વક ભગવાનનું સ્વાગત કરીને પછી અતિ ભાવપૂર્વક દર્શન–સ્તવન અને પૂજન
થયું, અને ત્યારબાદ જિનમંદિર ઉપર નૂતનધ્વજરોહણ થયું. આકાશમાં ફરકતો નૂતન ધર્મધ્વજ અતિ શોભતો
થકો મહાન ધર્મપ્રભાવને જણાવી રહ્યો હતો.
પ્રવચન બાદ જિનેન્દ્રદેવની ભવ્ય રથયાત્રા નીકળી હતી. રથયાત્રામાં ભજનમંડળી દ્વારા થતી
‘ગા....રે....ભૈયા....ગા....રે....ભૈયા....ગા....રે....ભૈયા....
ગા....પ્રભુ....ગુણ....ગા....તું....સમય....ન....ગમા....’
ઈત્યાદિ ભક્તિએ સૌને આકર્ષી લીધા હતા.
બપોરે પ્રવચન બાદ ભક્તિ થઈ હતી તેમાં, તીર્થંકર પ્રભુનો જન્મ થયા પછી ઈન્દ્ર–ઈન્દ્રાણી ભક્તિ પૂર્વક
તાંડવ નૃત્ય કરે છે તે દ્રશ્ય ભજન મંડળીએ બતાવ્યું હતું.
રાત્રે રાજકોટની પંચકલ્યાણકની ફીલ્મ બતાવવામાં આવી હતી.
અજમેરની ભજનમંડળીએ પાંચ દિવસ સુધી ભક્તિની ધૂન જમાવી હતી. સમવસરણ દેખીને તેઓ ખૂબ
આનંદિત થયા હતા. ફાગણ સુદ ત્રીજે સાંજે અજમેર તરફ પાછા જતી વખતે તે મંડળીના પ્રધાન મંત્રી ડૉ. સૌભાગ્ય
મલજી દોશી પૂ. ગુરુદેવ શ્રી પાસે વિદાય લેવા આવ્યા ત્યારે અતિ ગળગળા થઈ ગયેલ ને તેમની આંખમાં આંસુ આવી
ગયા હતા. પૂ. ગુરુદેવશ્રીએ તેમને કહ્યું: ‘તમે તો આવીને સારી ભક્તિ કરી, આવી ભક્તિ આ જિંદગીમાં જોઈ ન હતી.’
સુવર્ણપુરીમાં સીમંધરનાથ ભગવાન પધાર્યાના આ મહા–ઉત્સવની શોભારૂપી મંદિર ઉપરના મંગળ કલશ
તરીકે ફા. સુદ ૪ ના રોજ જિનમંદિરમાં વિશિષ્ટ ભાવ ભરેલી ઉલ્લાસમય ભક્તિ થઈ હતી.... ને સંતોના શ્રી
મુખથી ગુરુદેવનો મહાન પ્રભાવ વગેરેના મંગળ જયકાર સાથે એ ઉત્સવ પૂરો થયો હતો.
એ રીતે મહોત્સવના દિવસોમાં જ્ઞાન અને ભક્તિની મોટી ધૂન જામી હતી. પૂ. ગુરુદેવશ્રીના શ્રી મુખથી
વહેતી જ્ઞાનસરિતા અને બીજી જિનેન્દ્ર ભક્તિની સરિતાએ બંને પાવન સરિતાઓનો મુમુક્ષુજનોના
હૃદયસરોવરમાં સંગમ થતો હતો.
સીમંધર ભગવાન પધાર્યાના દસ વર્ષની પૂર્ણતાનો આ પવિત્ર ઉત્સવ યાદગાર બની રહેશે.

PDF/HTML Page 10 of 21
single page version

background image
: ચૈત્ર : ૨૪૭૭ : ૧૨૯ :
“હે શિષ્ય! તું
આવા
આત્માની શ્રદ્ધા કર”
[શ્રી સમયસાર ગા. ૪૯ : ‘ભગવાન આત્મા છ પ્રકારે અવ્યક્ત છે.’
એ વિષય ઉપરનું સુંદર પ્રવચન : કારતક વદ ૧૨]
જિજ્ઞાસુ શિષ્યે એમ પ્રશ્ન પૂછયો છે કે રાગાદિ ભાવો છે તે જીવ નથી તો એક ટંકોત્કીર્ણ પરમાર્થ સ્વરૂપ
જીવ કેવો છે? –તેનું લક્ષણ શું છે? તેના ઉત્તરમાં, શ્રી આચાર્ય ભગવાન આ ગાથામાં જીવના પરમાર્થ સ્વરૂપનું
વર્ણન કરે છે. આત્માના આવા પરમાર્થ સ્વરૂપને જાણીને તેની શ્રદ્ધા કરવાથી જ સમ્યગ્દર્શન થાય છે.
‘છ દ્રવ્ય સ્વરૂપ લોક જે જ્ઞેય છે અને વ્યક્ત છે તેનાથી જીવ અન્ય છે માટે અવ્યક્ત છે.’ આખો લોક
પોતાથી બાહ્ય છે માટે તે વ્યક્ત છે, ને લોક અપેક્ષાએ પોતે અંર્તતત્ત્વ છે તેથી આત્મા અવ્યક્ત છે. તે અવ્યક્ત
સ્વભાવને પ્રતીતમાં લેતાં પરમાર્થ આત્માની પ્રતીતિ થાય છે. બાહ્ય તત્ત્વોને વ્યક્ત કહ્યાં ને જ્ઞાયક એવા અંર્ત–
તત્ત્વને અવ્યક્ત કહ્યું.
જો કે આત્મા પોતે પોતાનું સ્વજ્ઞેય પણ છે, પણ તે સ્વજ્ઞેય ક્યારે થાય?–જ્યારે અંતરમાં જ્ઞાયક સ્વભાવ
તરફ વળે ત્યારે જ પોતે પોતાનું સ્વજ્ઞેય થાય છે. એક સમયની વ્યક્ત પર્યાયમાં ત્રિકાળી તત્ત્વ આખું આવી જતું
નથી, પણ એક સમયની પર્યાયમાં ત્રિકાળી તત્ત્વ જણાય છે ખરું. આખું તત્ત્વ જ્ઞાનમાં જણાઈ જાય છે એ
અપેક્ષાએ વ્યક્ત કહી શકાય, પણ એક સમયની વ્યક્ત પર્યાયમાં તે આખું તત્ત્વ પ્રગટી જતું નથી માટે ભગવાન
આત્મા અવ્યક્ત છે. એક સમયની વ્યક્ત–પર્યાયની પ્રતીત કરવાથી આખો આત્મા પ્રતીતમાં આવતો નથી માટે
આત્મા અવ્યક્ત છે–આવા આત્માની પ્રતીત કરવી તે સમ્યગ્દર્શન છે.
આત્મા વર્તમાન એક સમયમાં જ ત્રિકાળી સામર્થ્યથી પૂરો છે, તે શક્તિરૂપ હોવાથી અવ્યક્ત છે. વ્યક્ત
એવા પર્યાયની દ્રષ્ટિ છોડાવીને પૂર્ણ સ્વભાવ શક્તિની દ્રષ્ટિ કરાવવા કહ્યું કે ભગવાન આત્મા અવ્યક્ત છે. તે
અવ્યક્તની શ્રદ્ધા કરનાર તો વર્તમાન વ્યક્ત પર્યાય છે; કાંઈ અવ્યક્તની શ્રદ્ધા નથી થતી, પણ વ્યક્ત દ્વારા
અવ્યક્તની શ્રદ્ધા થાય છે. તે અવ્યક્ત અને વ્યક્ત બંને વર્તમાનમાં જ છે.
વસ્તુના સ્વભાવને શ્રદ્ધામાં લ્યે તો સમ્યગ્દર્શન થાય; તે શ્રદ્ધા કરનારી વર્તમાન પર્યાય છે અને જેની
શ્રદ્ધા કરવાની છે તે વસ્તુ પણ વર્તમાનમાં જ છે. વર્તમાન પર્યાય દ્વારા શ્રદ્ધા થાય છે તો તે શ્રદ્ધાનું કારણ પણ
વર્તમાનમાં જ હોવું જોઈએ અને જેની શ્રદ્ધા કરવાની છે તે આખી વસ્તુ પણ વર્તમાન જ હોવી જોઈએ. જેમ
શ્રદ્ધા વર્તમાન છે તેમ જો શ્રદ્ધાનો વિષય પણ વર્તમાન જ પૂરો ન હોય તો તે બંનેની એકતા ક્યાંથી થાય?
ત્રિકાળી શક્તિનો પિંડ ધુ્રવ ચૈતન્ય બિંબ વર્તમાન આખો અવ્યક્ત છે–તે શ્રદ્ધાનો વિષય છે, અને તેની શ્રદ્ધા તે
સમ્યગ્દર્શન છે. શ્રદ્ધા તે કાર્ય છે ને ધુ્રવ દ્રવ્ય તેનું પરમાર્થ કારણ છે. તે બંને વર્તમાનમાં જ છે. જો શ્રદ્ધાનું
પરમાર્થ કારણ (–અથવા શ્રદ્ધાનો વિષય) વર્તમાન પરિપૂર્ણ ન હોય તો સમ્યગ્દર્શન રૂપ કાર્ય પણ થઈ શકે
નહિ. શ્રદ્ધા–પર્યાય તે વ્યક્ત છે ને આખું દ્રવ્ય વર્તમાન વર્તતું અવ્યક્ત છે; તે અવ્યક્તના આધારે થતા વ્યક્ત
દ્વારા અવ્યક્ત દ્રવ્યની પ્રતીત થાય છે. શ્રદ્ધા પોતે વર્તમાન, અને જેની શ્રદ્ધા કરવાની છે તે જો વર્તમાન ન હોય,
તો તેની શ્રદ્ધા જ કઈ રીતે થઈ શકે? આખી વસ્તુ વર્તમાન અવ્યક્ત (–શક્તિરૂપ) પડી છે તેની શ્રદ્ધા કરવામાં
કોઈ પર દ્રવ્યની કે રાગની તો અપેક્ષા નથી પણ તે વર્તમાન વર્તતું સ્વદ્રવ્ય પોતે જ શ્રદ્ધાનું પરમાર્થ કારણ છે;
તેના જ આશ્રયે પરમાર્થ શ્રદ્ધા થાય છે. તે કારણ જો વર્તમાનમાં ન હોય તો શ્રદ્ધા રૂપ કાર્ય પણ વર્તમાનમાં
ક્યાંથી થાય? જો દ્રવ્ય આખું ય વર્તમાન જ ન પડ્યું હોય તો શ્રદ્ધા શેમાં લક્ષ કરીને ટકે?–શ્રદ્ધાને કોનો
આધાર? શ્રદ્ધાનો આધાર દ્રવ્ય છે, તે પૂરું દ્રવ્ય વર્તમાનમાં જ છે, તેના તરફ વળીને તેની પ્રતીત કરતાં
સમ્યક્શ્રદ્ધા થાય છે. તથા એ જ પ્રમાણે સમ્યગ્જ્ઞાન, સમ્યક્ ચારિત્ર વગેરે પણ વર્તમાન પૂર્ણ દ્રવ્યના આશ્રયે જ
થાય છે. કાર્ય વર્તમાન રૂપ છે તેમ તેનું જે પરમાર્થ કારણ તે પણ વર્તમાનમાં જ શક્તિ

PDF/HTML Page 11 of 21
single page version

background image
: ૧૩૦ : આત્મધર્મ : ૯૦
પણે પૂરું છે. આથી, પોતાના સમ્યક્ શ્રદ્ધા વગેરે ગુણો પ્રગટ કરવા માટે ક્યાંય બહારમાં–દેવ–ગુરુ–શાસ્ત્ર વગેરે
સામે–નથી જોવું પડતું, પણ પોતાનો સ્વભાવ જ વર્તમાન પૂર્ણ વિદ્યમાન છે તેમાં અંર્ત મુખ થઈને તેનો આશ્રય
કરતાં સમ્યક્ શ્રદ્ધા વગેરે પ્રગટ થાય છે.
આખા લોકનાં બધાં જ્ઞેયોને જ્ઞાયક અંર્ત તત્ત્વથી ભિન્ન જાણીને, અંર્તસ્વભાવ તરફ વળીને આત્માની
પ્રતીતિ કરે તો અવ્યક્ત આત્માની શ્રદ્ધા થઈ કહેવાય.
આ રીતે, અવ્યક્તનો પહેલો બોલ કહ્યો.
* * * * *
હવે અવ્યક્તનો બીજો બોલ કહે છે:
‘કષાયોનો સમૂહ જે ભાવકભાવ વ્યક્ત છે તેનાથી જીવ અન્ય છે માટે અવ્યક્ત છે.’ આત્માની ક્ષણિક
અવસ્થામાં જે કષાયભાવ થાય તેનાથી પણ આત્માનો સ્વભાવ જુદો છે, તો પછી પર વસ્તુથી આત્મા જુદો છે એ
વાત તો તેમાં આવી જ જાય છે. કષાયભાવોથી આત્મા જુદો છે–એમ કહેતાં જ નિમિત્ત વગેરે પર દ્રવ્યોની ઉપેક્ષા
કરીને આત્મા તરફ વળવાનું જ આવ્યું; કેમકે કષાયભાવ હંમેશાં પર દ્રવ્યના અવલંબને જ થાય છે. કષાયભાવો બાહ્ય
પદાર્થોના અવલંબને થતા હોવાથી તેને વ્યક્ત કહ્યા, આત્માના અંતરસ્વભાવના આશ્રયે કષાયભાવની ઉત્પત્તિ થતી
નથી તેથી તે અવ્યક્ત છે. કષાયભાવોથી જીવ અન્ય છે–એમ અહીં કહ્યું તેમાં સ્વદ્રવ્ય તરફ વળવાનું જ આવે છે.
જુઓ! વીતરાગપણું તે શાસ્ત્રનું તાત્પર્ય છે, રાગ થાય તે તાત્પર્ય નથી. હવે, ‘રાગ તાત્પર્ય નથી’ એમ
કહેતાં જ પર દ્રવ્યના આલંબનની ઉપેક્ષા કરવાનું જ આવી જાય છે; કેમ કે પર દ્રવ્યના અવલંબને રાગ જ થાય
છે. વીતરાગતા તો સ્વદ્રવ્યના અવલંબને જ થાય છે. માટે વીતરાગતાને તાત્પર્ય કહ્યું તેમાં પર દ્રવ્યોથી ઉપેક્ષા
કરીને સ્વદ્રવ્યનું અવલંબન કરવાનું જ કહ્યું છે.
કોઈ એમ માને કે ‘દેવ, ગુરુ, કે શાસ્ત્ર વગેરે નિમિત્તોની ઉપેક્ષા ન કરવી જોઈએ’–તો તે જીવ વીતરાગી
તાત્પર્યને સમજ્યો નથી. વીતરાગતા ક્યારે થાય? કે સ્વદ્રવ્યનો આશ્રય કરે ત્યારે. દેવ–ગુરુ–શાસ્ત્ર પણ ખરેખર તો
પર દ્રવ્ય જ છે, ને પર દ્રવ્યના અવલંબને રાગની જ ઉત્પત્તિ થાય છે, તેથી, ‘પર દ્રવ્યનું અવલંબન ન છોડવું–ઉપેક્ષા
ન કરવી’ એમ જેણે માન્યું તેણે રાગને જ તાત્પર્ય માન્યું, પણ વીતરાગતાને તાત્પર્ય ન માન્યું. જે જીવ વીતરાગતાને
તાત્પર્ય સ્વીકારે તે જીવ પર દ્રવ્યનું અવલંબન કરવા જેવું માને નહિ. વીતરાગતાને જ તાત્પર્ય માનનાર જીવને પર
દ્રવ્યના આલંબનની રુચિ છૂટીને સ્વ દ્રવ્યના જ આલંબનની રુચિ હોય. એટલે ‘શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા છે’ એમ
કહેતાં જ તેમાં ‘સ્વ દ્રવ્યની અપેક્ષા ને સમસ્ત પર દ્રવ્યથી ઉપેક્ષા’ કરવાનું આવી જ જાય છે.
વીતરાગતાને તાત્પર્ય કહેતાં, તે વીતરાગતામાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર ત્રણે સમાઈ જાય છે.
સમ્યગ્દર્શન તે પણ વીતરાગતાવાળું છે, ને તે સ્વદ્રવ્યના આદરથી જ થાય છે. કોઈ દેવ–ગુરુ વગેરે પરના
આદરથી કે રાગથી સમ્યગ્દર્શન થતું નથી પણ એકલા સ્વ સ્વભાવના આદરથી જ સમ્યગ્દર્શન થાય છે. એ
પ્રમાણે સમ્યગ્જ્ઞાન પણ વીતરાગભાવ છે ને તે પણ સ્વદ્રવ્યના આદરથી જ થાય છે; તેમ જ સમ્યક્ ચારિત્ર પણ
વીતરાગભાવ છે ને તે પણ એકલા સ્વદ્રવ્યના અવલંબને જ થાય છે. કેવળજ્ઞાન પણ સ્વદ્રવ્યના જ આદર અને
આશ્રયથી થાય છે. આ રીતે સાધકદશાની શરૂઆતથી માંડીને ઠેઠ કેવળજ્ઞાન સુધીના નિર્મળ ભાવો સ્વદ્રવ્યના
આશ્રયથી જ થાય છે. પર્યાયના કે પરદ્રવ્યના આદરથી કોઈ વીતરાગભાવ થતા નથી પણ રાગ જ થાય છે.
એ રીતે, ‘વીતરાગતા’ તે સ્વદ્રવ્યનો જ આદર કરાવે છે કેમ કે સ્વદ્રવ્યના આદરથી જ વીતરાગતા થાય
છે. પર દ્રવ્ય–નિમિત્ત કે પર્યાયના આદરથી વીતરાગતા થતી નથી પણ રાગ થાય છે માટે તે કોઈનો આશ્રય
કરવો તે તાત્પર્ય નથી. વીતરાગતા તે સ્વદ્રવ્યના અવલંબનનો ભાવ છે ને રાગ તે પરદ્રવ્યના અવલંબનનો
ભાવ છે. વીતરાગતાનું કારણ સ્વદ્રવ્ય, તે કારણ અને કાર્ય બંને વર્તમાનમાં જ સમાય છે.
વર્તમાન વર્તતું આખું દ્રવ્ય તે કારણ, ને તે દ્રવ્યના આધારે પ્રગટેલી વીતરાગી પર્યાય તે કાર્ય; આ
સિવાય આત્માને પર કરે કે આત્મા પરનું કરે એમ જેણે માન્યું તેણે વસ્તુને જાણી નથી.
(૧) ઈશ્વરે જીવને બનાવ્યો એમ જેણે માન્યું તેણે આખા તત્ત્વનો કર્તા પરનો માન્યો, એટલે આખા
તત્ત્વને પરાધીન માન્યું.

PDF/HTML Page 12 of 21
single page version

background image
: ચૈત્ર : ૨૪૭૭ : ૧૩૧ :
(૨) ઈશ્વરે જીવને બનાવ્યો–એમ તો ન માને, પણ નિમિત્ત આવે તેવી પર્યાય થાય–એમ જેણે વર્તમાન
પર્યાયનો કર્તા પરને માન્યો તેણે પોતાના વર્તમાનને સ્વતંત્ર ન માન્યું, વર્તમાનને ઊડાડતાં દ્રવ્યને પણ ઊડાડયું.
એટલે તેની શ્રદ્ધા પણ મિથ્યા છે.
(૩) રાગાદિ ભાવ પર નિમિત્તથી થાય–એમ ન માને, પણ પોતાની લાયકાતથી રાગાદિ થાય છે એમ
માને; પરંતુ એ રાગ જેટલો જ આત્મા માને–અર્થાત્ રાગથી લાભ માને તો તેણે ય લાભના કારણરૂપ એવા
આખા દ્રવ્યને ઊડાડયું; કેમ કે લાભનું કાર્ય તો દ્રવ્યના આશ્રયે થાય છે તેને ન માનતાં રાગના આશ્રયે લાભ
માન્યો, તો તેની માન્યતામાં રાગે જ આખા દ્રવ્યનું કાર્ય કર્યું એટલે રાગ સિવાય બીજું દ્રવ્ય ન રહ્યું.
મિથ્યા શ્રદ્ધા થાય છે.
ભાવના માટે કષાય કામ આવતો નથી. અશુભ તેમ જ શુભ–એ બંને ભાવો કષાયનો જ પ્રકાર છે. આત્મા
ત્રિકાળી સામર્થ્યવાળો છે ને કષાયો એક ક્ષણ રહેનારા છે. આત્મદ્રવ્ય કષાયથી અનેરું છે, એટલે દ્રવ્યસ્વભાવની
ભાવનાથી કષાય નાશ પામી જાય છે.
પર વસ્તુથી કે પર વસ્તુના લક્ષે થતા કષાયભાવોથી આત્માનો પરમાર્થ સ્વભાવ અનુભવમાં આવતો
નથી; માટે સ્વદ્રવ્ય અપેક્ષા કરવા જેવું છે ને પરદ્રવ્યો ઉપેક્ષા કરવા જેવા છે. કષાય પર દ્રવ્યના લક્ષે થાય છે માટે
તેનાથી સ્વદ્રવ્ય અનેરું છે. સ્વદ્રવ્ય તે જ સમ્યક્ત્વાદિનું બીજ છે. પરદ્રવ્યના આશ્રયે કષાય થાય છે ને સ્વદ્રવ્યના
આશ્રયે વીતરાગતા થાય છે.
‘જેની ભાવનાથી જે ભાવ થાય તે ભાવ તેનો જ છે.’ સ્વદ્રવ્યની ભાવનાથી જે ભાવ થાય તે ભાવ સ્વ–
દ્રવ્યનો છે, તે વીતરાગી ભાવ છે. અને પરદ્રવ્યની ભાવનાથી જે ભાવ થાય તે ભાવ પરમાર્થે પરદ્રવ્યનો છે,–તે
રાગ ભાવ છે. આ રીતે બે જ વિભાગ પાડીને રાગને પણ પરદ્રવ્યમાં ગણી નાખ્યો. રાગભાવ ખરેખર સ્વદ્રવ્યનો
સ્વભાવ નથી માટે સ્વભાવદ્રષ્ટિથી તો તે પરદ્રવ્યનો જ ભાવ છે.
શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા છે; તે વીતરાગતાપણે પરિણમનારું દ્રવ્ય છે. રાગની ભાવના કરવાથી દ્રવ્ય
વીતરાગતાપણે પરિણમતું નથી, પણ દ્રવ્યની ભાવના કરવાથી જ તે વીતરાગતાપણે પરિણમે છે. વીતરાગ
પર્યાયના આશ્રયે વીતરાગતા થતી નથી પણ દ્રવ્યના આશ્રયે વીતરાગી પર્યાય થાય છે. પર્યાય તો ક્ષણિક છે, ને
દ્રવ્ય ધુ્રવ છે. જે ધુ્રવ ટકતી ચીજ હોય તેની ભાવના ભવાય.
સ્વદ્રવ્યની ભાવના કરે તો તે તરફ વળીને એકાગ્ર થઈ શકાય છે ને વીતરાગભાવ પ્રગટે છે. પર દ્રવ્યની
કે પર્યાયની ભાવના કરે તો તેનાથી સ્વદ્રવ્ય તરફ વળાતું નથી પણ રાગભાવ જ થાય છે. માટે હે ભાઈ! તું
સ્વદ્રવ્યના અવલંબન તરફ વળીને સ્વદ્રવ્યને જ વીતરાગતાનું કારણ બનાવ. સર્વ શાસ્ત્રોનું પ્રયોજન વીતરાગતા
છે તે વીતરાગતા સ્વદ્રવ્યના આશ્રયે જ સધાય છે, માટે સ્વદ્રવ્યનો આશ્રય એ જ સર્વ શાસ્ત્રોનું તાત્પર્ય થયું.
પર્યાય પ્રગટવાનું સામર્થ્ય દ્રવ્યમાં છે, એક પર્યાયમાં બીજી પર્યાયને પ્રગટ કરવાનું સામર્થ્ય નથી. એક
રાગ પર્યાયમાંથી બીજી રાગની પર્યાય પણ નથી આવતી તો પછી તે રાગમાંથી વીતરાગતા તો ક્યાંથી આવે?
પર્યાયના અવલંબને તો રાગની જ ઉત્પત્તિ થશે. ધુ્રવ દ્રવ્ય આખું વર્તમાન છે. તેનો આશ્રય કરતાં તે ધુ્રવ કારણ
થઈને તેમાંથી વીતરાગી પર્યાય થયા કરશે.–આમ એકલા સ્વદ્રવ્ય તરફ વળીને તેનું આલંબન કરવું તે જ આ
બધા બોલનું તાત્પર્ય છે.
‘અવ્યક્ત’ના છ બોલમાં જુદા જુદા પડખેથી વર્ણન કર્યું છે પણ તેમનો સરવાળો તો એક જ છે; છએ
પ્રકારો સ્વદ્રવ્યના અવલંબન તરફ વળવાનું જ બતાવે છે. એક બોલમાં કાંઈક બતાવ્યું ને બીજા બોલમાં તેનાથી
જુદું બીજું બતાવ્યું–એમ નથી; છ બોલના છ જુદા જુદા તાત્પર્ય નથી પણ છએ બોલનું તાત્પર્ય એક જ છે. શૈલી
ફેરવીને પણ બધા બોલમાં એક સ્વદ્રવ્યનું જ અવલંબન બતાવ્યું છે. જે સ્વદ્રવ્યના અવલંબન તરફ વળ્‌યો તે
બધા બોલનું રહસ્ય સમજી ગયો.
આ તો જેને આત્માનું કલ્યાણ કરવું હોય તેને માટે અપૂર્વ વાત છે. આવો આત્મા સમજ્યે જ કલ્યાણ છે.
ઊંધી શ્રદ્ધાને લીધે આત્મા અનાદિથી ચોરાશીના

PDF/HTML Page 13 of 21
single page version

background image
: ૧૩૨ : આત્મધર્મ : ૯૦
કૂવામાં પડ્યો છે, તેમાંથી તેને કેમ બહાર કાઢવો તેની આ વાત છે. પહેલાંં જેવો છે તેવા પરિપૂર્ણ સ્વભાવની
શ્રદ્ધા કરે તો તે શ્રદ્ધાના બળે જેવો છે તેવો પરિપૂર્ણ આખે આખો આત્મા ચોરાશીના કૂવામાંથી બહાર નીકળી
જાય. પોતાના આત્મા ઉપર દયા લાવીને, પોતાના આત્માને ચોરાશીના અવતાર રૂપી કૂવામાંથી બહાર કાઢવા
માટે જગતની દરકાર છોડીને–કડડીયા કરીને–અંદર ઊતરવા જેવું છે.
* * * * *
અહીં ‘અવ્યક્ત’ વિશેષણના છ બોલથી આત્માનો સ્વભાવ સમજાવે છે. તેમાંથી બે બોલ થયા છે; હવે
ત્રીજો બોલ કહે છે.
‘ચિત્સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ નિમગ્ન (અંતર્ભૂત) છે માટે અવ્યક્ત છે.’ બીજા બોલમાં
વિકારી ભાવોને આત્માથી અન્ય કહ્યા હતા અને આ બોલમાં નિર્મળ પર્યાયો આત્મામાં અભેદ થાય છે–એમ કહે
છે. પર્યાય તે સ્વભાવમાં જ એકતાવાળી થાય છે, અવ્યક્ત–તત્ત્વથી તેની પર્યાયો જુદી પડતી નથી. એટલે વ્યક્ત
પર્યાયના ભેદોથી દ્રવ્ય ભેદાઈ જતું નથી માટે આત્મા અવ્યક્ત છે. માટે પર્યાયને જુદી પાડીને પર્યાયને જોવાનું
નથી રહેતું પણ દ્રવ્યમાં જ જોવાનું રહે છે.
વસ્તુ નિત્ય ટકીને પરિણમે છે. જો વસ્તુ પરિણમતી ન હોય તો આ શ્રદ્ધા, જ્ઞાન વગેરે પરિણામો જ
સાબિત ન થાય. ચેતન શક્તિ તે કારણ છે ને નિર્મળ પર્યાય કાર્ય છે, તે કારણ–કાર્ય પરમાર્થે જુદાં નથી કેમ કે
પર્યાયો દ્રવ્યમાં જ અંતર્ભૂત થાય છે. વળી શ્રદ્ધા–જ્ઞાન વગેરે પર્યાયરૂપ કાર્ય વર્તમાન વ્યક્ત છે, તો તેના
કારણરૂપ અવ્યક્ત દ્રવ્ય પણ વર્તમાન જ હોવું જોઈએ.
શ્રદ્ધા પર્યાય પ્રગટી તો તે શ્રદ્ધાનું આખું કારણ વર્તમાનમાં છે.
જ્ઞાનપર્યાય વ્યક્ત થઈ તો તે જ્ઞાનનું કારણ પૂરી જ્ઞાન શક્તિ વર્તમાનમાં છે.
આનંદ પ્રગટ્યો તો તે આનંદના કારણરૂપ પૂર્ણ આનંદ સ્વભાવ છે.
એ પ્રમાણે અનંત શક્તિનો પિંડ પરિપૂર્ણ સ્વભાવ છે, તે અપ્રગટ છે–અવ્યક્ત છે–સામાન્યરૂપ છે; અને
પર્યાયો પ્રગટ છે–વ્યક્ત છે–વિશેષરૂપ છે. સામાન્ય સ્વભાવમાં જ બધી પર્યાયો અંતર્મગ્ન થાય છે માટે તે કારણ
અને કાર્ય જુદાં પડતાં નથી. વ્યક્ત પર્યાય જેટલું તત્ત્વ નથી પણ આખું અવ્યક્ત ચૈતન્યતત્ત્વ છે, તે જ ત્રિકાળ
એકરૂપ પરમાર્થ જીવતત્ત્વ છે. ‘ત્રિકાળ’ કહેતાં ‘વર્તમાન આખો’–એમ પૂર્ણતા બતાવવી છે, પણ કાળનું લંબાણ
નથી બતાવવું. ત્રણે કાળના સામર્થ્યનો પિંડ વર્તમાનમાં છે. વસ્તુ ‘વર્તમાન પૂરી’ છે તેને અહીં અવ્યક્ત કહ્યું છે.
વર્તમાનમાં આખો–અખંડ છું–એવી દ્રષ્ટિ કર. ‘આ રાગ છે, તેના ફળમાં સ્વર્ગ મળશે ને ભગવાન પાસે
જઈશું’ એમ તો ન જો, પણ વર્તમાન સાધક પર્યાય છે ને મોક્ષ પર્યાય ભવિષ્યમાં થશે–એમ પર્યાયના ભેદને પણ
મુખ્યપણે ન જો’ આખું તત્ત્વ વર્તમાન અવ્યક્ત છે તેની સામે જો–તેની પ્રતીત કર.
(૧) જ્ઞેયો વ્યક્ત છે તેનાથી જ્ઞાયકતત્ત્વ ભિન્ન છે માટે અવ્યક્ત છે.
(૨) વિકારી ભાવો વ્યક્ત છે, તેનાથી જ્ઞાયકતત્ત્વ ભિન્ન છે માટે અવ્યક્ત છે.
(૩) પર્યાય વ્યક્ત છે તે દ્રવ્યમાં જ નિમગ્ન હોવાથી આત્મા અવ્યક્ત છે.
–એ પ્રમાણે અવ્યક્તના ત્રણ બોલ થયા.
* * * * *
હવે ચોથો બોલ કહે છે–
‘ક્ષણિક વ્યક્તિ માત્ર નથી માટે અવ્યક્ત છે.’ જુઓ, આચાર્યદેવે દ્રવ્ય અને પર્યાય બંનેને ભેગાં ને ભેગાં
રાખીને વાત કરી છે. ક્ષણિક વ્યક્તિ તે પર્યાય છે, તેને ન માને અને તત્ત્વને સર્વથા કૂટસ્થ જ માને તો તે સ્થૂળ
ભૂલ છે. પર્યાય છે ખરી પણ તે ક્ષણિક પર્યાય જેટલું જ આખું તત્ત્વ નથી. જો ક્ષણિક વ્યક્તિને નહિ માને તો તે
આખા અવ્યક્ત આત્માને નહિ માની શકે. અને જો ક્ષણિક વ્યક્તિ જેટલો જ માનીને આખા અવ્યક્ત સ્વભાવને
નહિ માને તો તેને પણ પૂરું તત્ત્વ પ્રતીતમાં નહિ આવે. પૂરા તત્ત્વને પ્રતીતમાં લીધા વગર સાચી શ્રદ્ધા કે ધર્મ
થાય નહિ.
આ સમજ્યા વિના પરમાર્થે કેવળી ભગવાનને પણ માન્યા ન કહેવાય. જુઓ, કેવળી કોણ હોય? કેવળ
એટલે એકલા સ્વદ્રવ્યના અવલંબને જેને પૂર્ણ પર્યાય વ્યક્ત થઈ ગઈ તે કેવળી છે. તે પૂર્ણ પર્યાય ક્યાંથી
આવી? –કે પૂર્ણ શક્તિમાંથી. એટલે પર્યાયની વ્યક્તિને

PDF/HTML Page 14 of 21
single page version

background image
: ચૈત્ર : ૨૪૭૭ : ૧૩૩ :
કે દ્રવ્યની શક્તિને ન માને તો તે કેવળીને યથાર્થ ન માની શકે.
એકેક સમયની પર્યાય પ્રગટે છે તે વ્યક્ત છે, તે પર્યાયમાં આખું દ્રવ્ય પ્રગટી જતું નથી પણ તે તો
શક્તિરૂપ રહે છે તેથી તે અવ્યક્ત છે. જો ક્ષણિક પર્યાયમાં જ આખું તત્ત્વ પ્રગટી જાય તો તો બીજી ક્ષણની
પર્યાય શેમાંથી આવશે?–બીજી ક્ષણે તો તત્ત્વનો નાશ થઈ જશે! માટે ક્ષણિક પર્યાય જેટલો જ આત્મા નથી, પણ
ભગવાન આત્મા અવ્યક્ત છે. આત્માને–‘અવ્યક્ત’ કહ્યો તેનો અર્થ એમ ન સમજવો કે તે જ્ઞાનમાં જણાતો
નથી. જ્ઞાનમાં તો તે પૂરેપૂરો જણાય છે તેથી તે અપેક્ષાએ તો જ્ઞાનમાં તે વ્યક્ત છે. પણ ક્ષણિક પર્યાયમાં પોતે
આખો આવી જતો નથી માટે તેને અવ્યક્ત વિશેષણથી ઓળખાવવામાં આવે છે.
પર્યાય છે ત્યારે તો ‘પર્યાય જેટલો આત્મા નથી’ એમ કહ્યું, જે પર્યાયને સર્વથા ન જ માને તેને તો ‘આત્મા
પર્યાય છેજેટલો નથી’–એમ પણ કહેવાનું રહેતું નથી. પર્યાય તો ખરી, પણ તે પર્યાયબુદ્ધિથી જોનારને આખી વસ્તુ
દ્રષ્ટિમાં આવતી નથી. તેથી પર્યાયની બુદ્ધિ છોડાવીને વસ્તુની દ્રષ્ટિ કરાવવા કહ્યું કે આત્મા ક્ષણિક પર્યાય માત્ર નથી.
આખી વસ્તુ અવ્યક્ત છે, તે વસ્તુની દ્રષ્ટિ કરો. પર્યાય તો ક્ષણિક બદલતી છે, તેના આશ્રયે તો ક્ષણિક વ્યક્તિની જ
પ્રતીત થશે પણ આખું તત્ત્વ પ્રતીતમાં નહિ આવે કેમ કે તત્ત્વ ક્ષણિક વ્યક્તિ માત્ર નથી; એક પર્યાય ઉપરથી લક્ષ
છૂટી જવા છતાં અંતરમાં દ્રવ્યનું અવલંબન છૂટતું નથી માટે આત્મા ક્ષણિક પર્યાય જેટલો વ્યક્ત નથી પણ અવ્યક્ત
છે. એવા ત્રિકાળી આખા અવ્યક્ત આત્માની પ્રતીત કરવી તે જ સમ્યક્શ્રદ્ધા છે.
–એ પ્રમાણે ‘અવ્યક્ત’નો ચોથો પ્રકાર થયો.
* * * * *
હવે અવ્યક્તનો પાંચમો પ્રકાર સમજાવે છે–
‘વ્યક્તપણું તથા અવ્યક્તપણું ભેળાં મિશ્રિતરૂપે તેને પ્રતિભાસવા છતાં પણ તેકેવળ વ્યક્તપણાને
સ્પર્શતો નથી માટે અવ્યક્ત છે.’ વર્તમાન વ્યક્ત પર્યાય તે કાર્ય છે, ને ધુ્રવ અવ્યક્ત તે કારણ છે, એ કારણ અને
કાર્ય બંને વર્તમાનમાં એક સાથે છે, તેમને કાળભેદ નથી ને તે બંનેના જ્ઞાનનો પણ કાળ ભેદ નથી. દ્રવ્ય–પર્યાય
બંને એક સાથે છે અને જ્ઞાનમાં તે બંને એક સાથે પ્રતિભાસે છે. બંને એક સાથે જણાવા છતાં એકલી પર્યાયને જ
જાણતો નથી માટે આત્મા અવ્યક્ત છે.
વસ્તુમાં વ્યક્તપણું અને અવ્યક્તપણું બંને એક સાથે છે, અને જ્ઞાન–પર્યાયમાં દ્રવ્ય–પર્યાય બંનેને એક
સાથે જાણવાનું સામર્થ્ય છે. એક પર્યાયના સામર્થ્યને જાણતાં દ્રવ્ય–પર્યાય બંનેનું જ્ઞાન પણ ભેગું આવી જતું
હોવા છતાં, એકલી પર્યાયને જ જાણતો નથી, પણ દ્રવ્યના જ્ઞાનસહિત પર્યાયનું જ્ઞાન કરે છે. જુઓ, સમ્યક્ શ્રદ્ધા
જ્ઞાન પર્યાય છે તે આખા દ્રવ્યને કબૂલે છે, એટલે તે પર્યાયને જાણતાં તેના વિષયરૂપ આખા દ્રવ્યનું જ્ઞાન પણ
તેમાં આવી જાય છે–પરંતુ તેથી ‘જ્ઞાન એકલી વ્યક્ત પર્યાયને જ જાણે છે ને અવ્યક્ત દ્રવ્યને નથી જાણતું’ –એમ
નથી. જ્ઞાન તો અવ્યક્ત દ્રવ્ય અને વ્યક્ત પર્યાય–બંનેને જાણે છે. જ્ઞાનમાં દ્રવ્ય–પર્યાય બંને એક સાથે જણાતાં
હોવા છતાં, તે જ્ઞાન અવ્યક્ત દ્રવ્યની તરફ વળીને તે દ્રવ્યના જ્ઞાન સહિત પર્યાયને જાણે છે. એકલી વ્યક્ત
પર્યાયને જાણતાં પરમાર્થ આત્મા જણાતો નથી પણ અવ્યક્ત દ્રવ્યના જ્ઞાન સહિત પર્યાયને જાણનારા જ્ઞાનમાં જ
આત્મા જણાય છે–તેથી તે અવ્યક્ત છે.
જેમ કેવળજ્ઞાનને જાણતાં લોકાલોકનાં જ્ઞેયોનું જ્ઞાન પણ થઈ જાય છે તેમ એક પર્યાયના સામર્થ્યને
જાણતાં તેમાં દ્રવ્ય–પર્યાય બન્નેનું જ્ઞાન આવી જતું હોવા છતાં એકલી પર્યાયને જ આત્મા નથી જાણતો માટે તે
અવ્યક્ત છે. એકલી પર્યાયને જાણતાં ભગવાન આત્માનું સ્વરૂપ જણાતું નથી, પણ દ્રવ્યના જ્ઞાન સહિત પર્યાયને
જાણે તો ભગવાન આત્માનું સ્વરૂપ જણાય છે.
એ રીતે અવ્યક્તના પાંચ બોલ કહ્યા; હવે છેલ્લો બોલ કહે છે.
* * * * *
‘પોતે પોતાથી જ બાહ્ય–અભ્યંતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં પણ વ્યક્તપણા પ્રતિ ઉદાસીનપણે
પ્રદ્યોતમાન (પ્રકાશમાન) છે માટે અવ્યક્ત છે.’
કોઈને એમ થાય કે પરને જાણતાં પર સન્મુખ થઈને જાણતો હશે! તો કહે છે કે ના; પરને ય જાણતો
હોવા છતાં આત્મા પર પ્રત્યે ઉદાસીનપણે રહીને અને સ્વસન્મુખ રહીને પરને જાણે છે. સ્વને જાણતાં પરનું

PDF/HTML Page 15 of 21
single page version

background image
: ૧૩૪ : આત્મધર્મ : ૯૦
પણ જ્ઞાન થઈ જાય છે. સ્વનું ને પરનું પ્રત્યક્ષ જ્ઞાન થાય છે છતાં પોતે સ્વદ્રવ્ય તરફ જ નિયતપણે વર્તે છે ને
વ્યક્ત એવા પરજ્ઞેયો પ્રત્યે ઉદાસીનપણે વર્તે છે, જ્ઞેયોના અભાવપણે પોતે વર્તે છે માટે આત્મા અવ્યક્ત છે.
એક સમયના પ્રત્યક્ષ જ્ઞાનમાં તો આખી વસ્તુ જણાઈ જાય છે; પણ એક સમયની પર્યાયમાં આખું દ્રવ્ય
પ્રગટી જતું નથી, એ અપેક્ષાએ ભગવાન આત્મા અવ્યક્ત છે. અવ્યક્ત હોવા છતાં જ્ઞાનમાં પ્રત્યક્ષ છે, ને
જ્ઞાનમાં પ્રત્યક્ષ હોવા છતાં અવ્યક્ત છે.
છ પ્રકારથી ‘અવ્યક્ત’ કહીને ભગવાન આત્માને જ્ઞાયક બતાવ્યો.
પહેલા બોલમાં, જ્ઞેયોથી જુદો છે માટે અવ્યક્ત કહ્યો.
બીજા બોલમાં, વિકારથી જુદો છે માટે અવ્યક્ત કહ્યો.
ત્રીજા બોલમાં, પર્યાયને દ્રવ્યમાં અભેદ કરીને અવ્યક્ત કહ્યો.
ચોથા બોલમાં, ક્ષણિક પર્યાયને જુદી પાડીને લક્ષમાં લ્યે તો તેનો નિષેધ કરીને અવ્યક્ત કહ્યો.
પાંચમા બોલમાં, એકલી પર્યાયને જ જાણતો નથી માટે અવ્યક્ત કહ્યો. છઠ્ઠા બોલમાં પરની સન્મુખ
રહીને પરને જાણતો નથી પણ પરથી ઉદાસીનપણે પ્રકાશમાન છે તેથી અવ્યક્ત કહ્યો.
–એ રીતે છ બોલ દ્વારા અવ્યક્ત કહીને ભગવાન આત્માનું પરમાર્થ સ્વરૂપ બતાવ્યું; તેવા આત્માને
ઓળખીને શ્રદ્ધા કરવી તે પ્રથમ ધર્મ છે.
શ્રી જૈનદર્શન શિક્ષણવર્ગ
ઉનાળાની રજાઓ દરમિયાન વૈશાખ સુદ પ શુક્રવાર તા. ૧૧–૫–૫૧ થી વૈશાખ વદ ૧ સોમવાર તા. ૪–
૬–૫૧ સુધી જૈનદર્શનના અભ્યાસ માટે એક શિક્ષણવર્ગ ખોલવામાં આવશે. ૧૨ વર્ષની ઉપરના જૈન ભાઈઓને
વર્ગમાં દાખલ કરવામાં આવશે. શિક્ષણવર્ગમાં દાખલ થનારને માટે ભોજન તથા રહેવાની સગવડ શ્રી જૈન
સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તરફથી થશે. આ શિક્ષણવર્ગમાં દાખલ થવા ઈચ્છા હોય તેમણે નીચેના સરનામે સૂચના
મોકલી દેવી અને તા. ૧૦–૫–૫૧ ના રોજ હાજર થઈ જવું.
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ (સૌરાષ્ટ્ર)
(વિદ્યાર્થીઓએ પોતાનું બિછાનું સાથે લાવવું)
ધન્ય હો, તે રાજમાર્ગી મુનીવરોને!
[દીક્ષાકલ્યાણકના પ્રવચનમાંથી]
અહો, ધન્ય એ મુનિદશા! મુનિઓ કહે છે કે અમે તો ચિદાનંદ સ્વભાવમાં ઝૂલનારા છીએ; અમે આ
સંસારના ભોગ ખાતર અવતર્યા નથી. મુનિદશામાં નિર્મમત્વપણે એક માત્ર શરીર હોય છે, કેમ કે શરીર હઠપૂર્વક
છોડ્યું જતું નથી. ખરેખર તો સંસાર ત્યાગ કરતી વખતે જ નિશ્ચય પ્રત્યાખ્યાનની પ્રતિજ્ઞા કરી તેમાં આહારની
વૃત્તિનું પણ પ્રત્યાખ્યાન કર્યું હતું. પંચ મહાવ્રતની શુભ વૃત્તિ પણ ન કરવી ને ચૈતન્યના અનુભવમાં લીન થવું–
એવી જ ભાવના હતી. પણ પાછળથી આહારાદિની વૃત્તિ ઊઠતાં મુનિ વિચારે છે કે–અરે, મારા નિશ્ચય
પ્રત્યાખ્યાનમાં ભંગ પડ્યો. અપ્રમત્તપણે આત્મઅનુભવમાં ઠરવાની પ્રતિજ્ઞા હતી ને વિકલ્પનું પ્રત્યાખ્યાન કર્યું
હતું, –એ રીતે પૂર્ણ દશાની જ ભાવના હતી, પણ અપ્રમત્તપણે આત્મામાં સ્થિર ન રહેવાયું ને આહારની વૃત્તિ
ઊઠી તેટલે અંશે મારા નિશ્ચય પ્રત્યાખ્યાનમાં ભંગ પડ્યો છે. માટે હું તેનું પ્રતિક્રમણ કરીને નિશ્ચય પ્રત્યાખ્યાનની
સંધી જોડી દઉં છું. શ્રી જયધવલાકાર કહે છે કે સંતો તો સ્વરૂપમાં ઠરવાના જ કામી હતા–નિશ્ચય પ્રત્યાખ્યાનની
જ પ્રતિજ્ઞા હતી, છતાં સ્વરૂપમાં પૂર્ણપણે ન ઠરાયું તેથી આ આહારાદિની વૃત્તિ ઊઠી; તેને સંતો દોષ તરીકે સમજે
છે. પંચ મહાવ્રતના શુભ વિકલ્પો પણ પુણ્યાસ્રવ છે. તે કરવાની મુનિની ભાવના નથી. છતાં તે વૃત્તિ ઊઠે છે તો
તેને નિશ્ચય પ્રત્યાખ્યાનમાં દોષરૂપ જાણીને છોડે છે,–તેનું પ્રતિક્રમણ કરીને પાછા સ્વરૂપમાં ઠરે છે. –આવી
સંતમુનિઓની દશા હોય છે. સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા ચૈતન્યસ્વરૂપમાં ન ઠર્યા હોય ત્યારે પણ તેમને સર્વ ભાવોથી
ઉદાસીનતા તો હોય જ છે. પછી ચૈતન્યમાં ઠરવાનાં ટાણાં આવતાં બાહ્ય–અભ્યંતર સર્વ પરિગ્રહ છૂટી જાય છે.
દેહનો સંયોગ રહે છે પણ તેના પ્રત્યેની મૂર્છા છોડી દીધી છે. ચૌદ બ્રહ્માંડના મુનિઓની દશા સદા આવી જ હોય
છે, વસ્ત્ર કે પાત્રના પરિગ્રહની વૃત્તિ તેમને કદી હોતી નથી; છઠ્ઠા–સાતમા ગુણસ્થાનની ભૂમિકાનો આવો
સ્વભાવ છે. આ જ અનંત સંતોએ પોતે પાળેલો અને કહેલો મુક્તિનો રાજમાર્ગ છે. એવા મુક્તિના રાજમાર્ગે
ચાલવા શાંતિનાથ ભગવાન આજે તૈયાર છે....

PDF/HTML Page 16 of 21
single page version

background image
: ચૈત્ર : ૨૪૭૭ : ૧૩૫ :
ઉત્પાદ વ્યય
ધુ્રવ સ્વભાવ
કારતક વદ ૧૩ ગુરુવાર પ્રવચનસાર ગા. ૧૦૦ ઉપર પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન
૯૯ મી ગાથામાં વસ્તુના ઉત્પાદ–વ્યય–ધુ્રવસ્વભાવને અલૌકિક રીતે સિદ્ધ કર્યો. હવે, તે ઉત્પાદ–વ્યય–ધુ્રવ
એક બીજા વગર હોતા નથી, પણ એક સાથે જ ત્રણે હોય છે–એ વાતને ૧૦૦ મી ગાથામાં દ્રઢ કરે છે–
ઉત્પાદ ભંગ વિના નહિ, સંહાર સર્ગ વિના નહિ;
ઉત્પાદ તેમજ ભંગ, ધ્રોવ્ય–પદાર્થ વિણ વર્તે નહિ. ૧૦૦
ઉત્પાદ ભંગ વિનાનો હોતો નથી;
ભંગ ઉત્પાદ વિનાનો હોતો નથી; અને ઉત્પાદ તેમ જ ભંગ એ બંને, ધુ્રવ પદાર્થ વિના હોતા નથી.
વસ્તુના સમય સમયના પરિણામમાં ઉત્પાદ–વ્યય–ધુ્રવની આ વાત છે. આત્મામાં સમ્યક્ત્વનો ઉત્પાદ
મિથ્યાત્વના વ્યય વગર હોતો નથી, મિથ્યાત્વનો નાશ સમ્યક્ત્વના ઉત્પાદ વગર હોતો નથી; અને સમ્યક્ત્વનો
ઉત્પાદ તથા મિથ્યાત્વનો વ્યય–એ બંને, આત્માની ધુ્રવતા વગર હોતા નથી. આત્મવસ્તુમાં સમ્યક્ત્વનો ઉત્પાદ,
મિથ્યાત્વનો વ્યય અને સળંગ પ્રવાહ અપેક્ષાએ આત્માની ધુ્રવતા છે, એ પ્રમાણે દરેક વસ્તુમાં ઉત્પાદ–વ્યય–ધુ્રવ
ત્રણે સાથે જ હોય છે.
આત્મામાં સાચી સમજણનો ઉત્પાદ થાય ને ભ્રમણાનો વ્યય ન થાય–એમ ન બને. સ્વભાવની સાચી
સમજણ અત્યારે થાય ને ભ્રમણા પછી ટળે–એમ બનતું નથી. સ્વભાવની રુચિ થાય ને પરની રુચિ ન ટળે એમ
બને નહિ. મિથ્યાત્વના વ્યય વગર સમ્યક્ત્વનો ઉત્પાદ હોતો નથી. સંસાર દશાના નાશ વગર સિદ્ધ દશાનો
ઉત્પાદ હોતો નથી. સિદ્ધદશાનો ઉત્પાદ તે સંસારદશાના વ્યયસ્વરૂપ છે. સ્વભાવની રુચિનો ઉત્પાદ થતાં પુણ્ય–
પાપની રુચિનો વ્યય થાય છે એટલે જે સમ્યક્ રુચિનો ઉત્પાદ છે તે જ મિથ્યા રુચિનો વ્યય છે. અને બધાય
પરિણામ વખતે દ્રવ્ય અપેક્ષાએ ધુ્રવતા છે. આ પ્રમાણે વસ્તુમાં દરેક સમયે ઉત્પાદ–વ્યય–ધુ્રવ એક સાથે જ હોય
છે, ઉત્પાદ, વ્યય ને ધુ્રવ એક બીજા વગર હોતાં નથી.
દ્રવ્યના જે પરિણામમાં સમ્યક્ત્વનો ઉત્પાદ છે તે જ પરિણામમાં મિથ્યાત્વનો વ્યય છે. સમ્યક્ શ્રદ્ધાપણે
દ્રવ્યનો જે ઉત્પાદ છે તે જ મિથ્યાત્વપણે વિનાશ છે; એ રીતે જે ઉત્પાદ છે તે જ વ્યય છે. જે વખતે જે પરિણામ
ઉત્પાદ રૂપ છે તે વખતે તો તે ઉત્પાદરૂપ જ છે, તે પોતે કાંઈ વ્યયરૂપ નથી, પણ પૂર્વ પરિણામ અપેક્ષાએ તે
વ્યયરૂપ છે. એકને એક અપેક્ષાએ એક પરિણામમાં ઉત્પાદ–વ્યય ન કહેવાય. વર્તમાન પરિણામ અપેક્ષાએ
દ્રવ્યનો જે ઉત્પાદ છે તે જ પૂર્વ પરિણામ અપેક્ષાએ દ્રવ્યનો વ્યય છે, અને દ્રવ્યપણાની અપેક્ષાએ દ્રવ્ય ધુ્રવ છે,–એ
રીતે, દ્રવ્યના ઉત્પાદ–વ્યય ને ધુ્રવ ત્રણે ભિન્ન ભિન્ન નથી પણ અવિનાભાવી છે.
અહીં ઉત્પાદ–વ્યય ને ધુ્રવ ત્રણેનું અવિનાભાવીપણું કહીને દ્રવ્ય અપેક્ષાએ એકતા બતાવે છે, ને ૧૦૨ મી
ગાથામાં ઉત્પાદ–વ્યય–ધુ્રવને સમયભેદ નથી એમ કહીને કાળ અપેક્ષાએ તેમની એકતા બતાવશે. અહીં કહે છે કે
જે ઉત્પાદ છે તે જ વ્યય છે, ને જે ઉત્પાદ–વ્યય છે તે જ સ્થિતિ છે. ગાથા ૧૦૨માં કહેશે કે જે ક્ષણે ઉત્તર
પર્યાયનો ઉત્પાદ છે તે જ ક્ષણે પૂર્વ પર્યાયનો વ્યય છે, ને તે જ ક્ષણે દ્રવ્યપણાની ધુ્રવતા છે.
પરિણામ પરિણામીનાં છે; પરિણામીને જોયા વિના પરિણામને જોવાય નહિ; પરિણામના ઉત્પાદ–વ્યય–
ધુ્રવને જોનારની દ્રષ્ટિ પરિણામી દ્રવ્ય ઉપર જાય છે. અને દ્રવ્ય–દ્રષ્ટિમાં વીતરાગી તાત્પર્ય સિદ્ધ થઈ જાય છે.
દરેક પદાર્થ સત્ છે, તે પદાર્થ પોતે પોતાના ઉત્પાદ વ્યય–ધુ્રવને કરે છે, બીજો કોઈ પદાર્થ તેના ઉત્પાદ–
વ્યય–ધુ્રવને કરતો નથી. કુંભાર ઘડાની ઉત્પત્તિ કરે એ તો વાત જ નથી કેમ કે ઘડો તે માટીનો ઉત્પાદ છે, તેમાં
માટી વર્તે છે, કાંઈ કુંભાર તેમાં નથી વર્તતો, કુંભારના ઉત્પાદ–વ્યય–ધુ્રવ કુંભારમાં છે, ને ઘડો વગેરેના ઉત્પાદ–
વ્યય–ધુ્રવ માટીમાં છે. ઘડાની રચનાપણે કોણ ઊપજ્યું?–માટી કે કુંભાર? ઘડાની રચનાપણે માટી જ ઊપજી છે,
કુંભાર કાંઈ ઘડાની રચનાપણે નથી ઊપજ્યો. ‘કુંભાર ન હોય તો ઘડો ન થાય’ એમ અહીં કુંભાર અને ઘડાનું
અવિનાભાવીપણું નથી લીધું, કેમ કે તે તો બંને સ્વતંત્ર સત્ છે. અહીં તો, માટીમાં ઘડાની ઉત્પત્તિ પિંડના વ્યય
વગર હોય નહિ એમ કહીને સત્માં ઉત્પાદ–વ્યય ધુ્રવનું અવિનાભાવીપણું બતાવે છે. એ પ્રમાણે જગતના બધા
સત્ પદાર્થોમાં પોતાના ઉત્પાદ,

PDF/HTML Page 17 of 21
single page version

background image
: ૧૩૬ : આત્મધર્મ : ૯૦
વ્યય ને ધુ્રવ એક બીજા વગર હોતાં નથી. પરંતુ પરની સાથે તો તેને કાંઈ સંબંધ નથી.
આ તો સમય સમયના ઉત્પાદ–વ્યય–ધુ્રવની સૂક્ષ્મ વાત છે. વસ્તુના ઉત્પાદ–વ્યય–ધુ્રવ સ્વભાવને
સમજતાં, પોતાને પર સામે જોવાનું રહેતું નથી; પોતે પોતાના પરિણામને જોવા જતાં જ્ઞાન અંતરમાં પરિણામી
સ્વભાવ તરફ વળે છે; ને તે પરિણામી–ધુ્રવદ્રવ્યના આશ્રયે વીતરાગી–પરિણામોનો પ્રવાહ થયા કરે છે.
દરેક દ્રવ્ય પોતે જ સત્ છે એટલે તેના સ્વભાવથી જ તે ઉત્પાદ–વ્યય–ધુ્રવવાળું છે,–આમ નક્કી કર્યું ત્યાં, એક
દ્રવ્ય બીજા દ્રવ્યમાં કાંઈ ન કરી શકે–એ વાત પણ આવી જ ગઈ. આત્મા બીજાનું કાંઈ કરી શકતો નથી એમ સમજતાં
જ બીજાની સામે જોવાનું રહેતું નથી પણ પોતાના દ્રવ્ય સામે જોવાનું આવે છે. પરની સામે જોઈને ‘હું પરનું કરી
શકતો નથી’–એમ યથાર્થ ન માની શકાય, પણ પરની સન્મુખતાથી ખસીને પોતાના તરફ વળે ત્યારે જ ‘પરનું હું
નથી કરી શકતો’–એમ ખરેખર માન્યું કહેવાય. ‘પરનું હું નથી કરતો ને મારા પરિણામને પર નથી કરતું, તો મારા
પરિણામને કોણ કરે છે?–ક્યાંથી પરિણામો આવે છે?’–એમ નક્કી કરતાં અંદરમાં જ્યાંથી પરિણામ આવે છે એવા
ધુ્રવ સામે જોવાનું રહ્યું. એટલે, પોતાના પરિણામ પોતાથી જ થાય છે–એમ માનનારની દ્રષ્ટિ ધુ્રવદ્રવ્ય ઉપર પડી છે.
ધુ્રવ સામે જોતાં જ સમ્યક્ પર્યાયનો ઉત્પાદ થાય છે, ને તે ઉત્પાદ મિથ્યાપર્યાયનો વ્યયસ્વરૂપ છે. જો ધુ્રવ સામે ન
જુએ તો મિથ્યાપર્યાયનો ઉત્પાદ થાય છે. વસ્તુસ્વભાવ સમજતાં ધુ્રવસ્વભાવની દ્રષ્ટિથી સમ્યક્–વીતરાગી પર્યાયોનો
ઉત્પાદ થાય તે જ તાત્પર્ય છે.
* * * * *
દરેક પદાર્થ સમયે સમયે ઉત્પાદ–વ્યય–ધુ્રવસ્વરૂપ છે; જો તે ઉત્પાદ–વ્યય–ધુ્રવ ત્રણેને એક સાથે જ ન
માનો તો વસ્તુ જ સિદ્ધ થતી નથી. વસ્તુના પોતાના ઉત્પાદ–વ્યય ને ધુ્રવ એક બીજા વગર ન હોય, પણ પર
વસ્તુના ઉત્પાદ–વ્યય–ધુ્રવની સાથે તેને કાંઈ સંબંધ નથી.–આમ સમજે તો પર સાથેના કર્તાપણાની માન્યતા છૂટી
જાય ને પોતાના સમય સમયના પરિણામની સ્વતંત્રતા માને; અને, સમય સમયના પરિણામ પરિણામી–
દ્રવ્યમાંથી આવે છે એટલે પરિણામી–દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જતાં સમ્યક્ત્વનો ઉત્પાદ તથા મિથ્યાત્વનો વ્યય થઈ જાય
છે. તે ધર્મ છે.–એ રીતે ધર્મની આ વાત ચાલે છે.
ઉત્પાદ વ્યય વગર હોતો નથી,
વ્યય ઉત્પાદ વગર હોતો નથી,
ઉત્પાદ અને વ્યય ધુ્રવ વગર હોતા નથી,
ધુ્રવ ઉત્પાદ અને વ્યય વગર હોતું નથી.
જે ઉત્પાદ છે તે જ વ્યય છે,
જે વ્યય છે તે જ ઉત્પાદ છે,
જે ઉત્પાદ અને વ્યય છે તે જ ધુ્રવ છે.
જે ધુ્રવ છે તે જ ઉત્પાદ અને વ્યય છે.
એ પ્રમાણે વસ્તુમાં ઉત્પાદ–વ્યય ને ધુ્રવ ત્રણે એક સાથે જ હોય છે.–કઈ રીતે? તે બતાવવા માટે અહીં
માટીનું દ્રષ્ટાંત આપે છે.
માટીમાં જે ઘડાનો ઉત્પાદ છે તે જ પૂર્વની પિંડદશાનો વ્યય છે; જે પિંડનો વ્યય છે તે જ ઘડાનો ઉત્પાદ
છે; જે ઘડાનો ઉત્પાદ ને પિંડનો વ્યય છે તે જ માટીની ધુ્રવતા છે; અને જે માટીની ધુ્રવતા છે તે જ ઘડાનો ઉત્પાદ
અને પિંડનો વ્યય છે.–એ રીતે દરેક દ્રવ્યમાં ઉત્પાદ–વ્યય ને ધુ્રવ એક સાથે જ વર્તી રહ્યાં છે.
અહીં આચાર્યદેવ તે વાત વિસ્તારથી સમજાવે છે.
[] જે ઉત્પાદ છે તે જ વ્યય છે : માટીમાં ઘટ અવસ્થાનો જે ઉત્પાદ છે તે જ પિંડ અવસ્થાનો વ્યય છે;
કારણકે ભાવનું ભાવાંતરના અભાવ સ્વભાવે અવભાસન છે. ભાવનું એટલે કે વર્તમાન ઉત્પાદનું ભાવાંતરના
એટલે કે પૂર્વ પર્યાયના, અભાવ સ્વભાવે એટલે કે વ્યયરૂપે અવભાસન થાય છે–જણાય છે; એક ભાવની ઉત્પત્તિ
થઈ તે તેની પહેલાંના ભાવનો નાશ થઈને થાય છે. અહીં એ ધ્યાન રાખવું કે વર્તમાન પર્યાયનો ઉત્પાદ તે વર્તમાન
પર્યાયના જ વ્યયરૂપ નથી, પણ વર્તમાન પર્યાયનો ઉત્પાદ તે પૂર્વ પર્યાયના વ્યયરૂપ છે. મોક્ષભાવનો ઉત્પાદ થયો તે
સંસાર ભાવના અભાવ સ્વરૂપ છે: સમ્યગ્જ્ઞાનરૂપ ભાવ પ્રગટ્યો તે અજ્ઞાનભાવના અભાવ સ્વરૂપે છે; જ્ઞાન
પર્યાયનો ઉત્પાદ થાય અને તેમાં પૂર્વની અજ્ઞાન પર્યાય પણ રહે–એમ કદી બનતું નથી. દરેક પરિણામ ઉત્પાદ–વ્યય–
ધુ્રવ સ્વરૂપ છે.
આ પ્રમાણે એકેક સમયના દરેક પરિણામના ઉત્પાદ–વ્યય–ધુ્રવની સ્વતંત્રતાને સમજે તો, સમય સમયના

PDF/HTML Page 18 of 21
single page version

background image
: ચૈત્ર : ૨૪૭૭ : ૧૩૭ :
પરિણામના ઉત્પાદ–વ્યય–ધુ્રવનો આધાર જે દ્રવ્ય છે તે દ્રવ્ય ઉપર રુચિ જાય છે, તેની આ વાત છે.
કોઈ માણસ એમ કહે કે ‘અમુક માણસ પહેલાંં મારું નહોતો માનતો અને હવે માને છે.’ તો ત્યાં તે
માણસમાં માનવાની પર્યાયનો ભાવ થયો, તેમાં ‘નહિ માનવાના ભાવ’ નો અભાવ થયો, અને માણસપણે તે
ધુ્રવ રહ્યો. એ રીતે વસ્તુમાં ઉત્પાદ–વ્યય–ધુ્રવ ત્રણે એક બીજાની સાથે જ હોય છે.
એક પદાર્થના ઉત્પાદ–વ્યયને લીધે બીજા પદાર્થની પર્યાયના ઉત્પાદ–વ્યય થાય–એમ નથી.
પુદ્ગલમાં મિથ્યાત્વ કર્મનો વ્યય થયો માટે અહીં જીવની પર્યાયમાં મિથ્યાત્વ ટળ્‌યું–એમ નથી. પણ પોતાની
પર્યાયમાં સમ્યક્ત્વનો ઉત્પાદ થયો તે જ મિથ્યાત્વના વ્યય સ્વરૂપ છે; સમ્યક્ત્વનો ઉત્પાદ મિથ્યાત્વના વ્યય
વિના હોતો નથી. એક સાથે બે અવસ્થા રહેતી નથી, પણ બીજી અવસ્થા થતાં પહેલી અવસ્થાનો અભાવ
થઈ જાય છે. સિદ્ધ પર્યાય થાય ને સંસાર પર્યાય પણ રહે એમ ન બને, પણ સિદ્ધ પર્યાય થતાં સંસાર
પર્યાયનો તે જ વખતે વ્યય થઈ જાય છે. વીતરાગ પર્યાય થાય ને રાગપર્યાય પણ રહે–એમ ન બને,
વીતરાગ પર્યાયમાં રાગપર્યાયનો અભાવ છે.
કોઈ કહે કે–‘થોડોક રાગ ને થોડીક વીતરાગતા એમ તો સાધકને બને છે? ’ –તો તેનું સમાધાન: ત્યાં
ઉત્પાદરૂપ પર્યાય એક જ છે, ને તે પર્યાયમાં પૂર્વની પર્યાયનો અભાવ છે. એકલી રાગપર્યાય લ્યો તો તે
રાગપર્યાયમાં પણ તેની પહેલાંના રાગનો તો અભાવ જ છે. જે નવી પર્યાય ઉત્પન્ન થઈ તે પૂર્વ પર્યાયનો વ્યય
થઈને થઈ છે; એટલે કે વર્તમાન પર્યાયનો ઉત્પાદ પૂર્વપર્યાયના વ્યય સ્વરૂપ છે.
સ્વભાવની રુચિ ઉત્પન્ન થતાં વિભાવની રુચિ ટળી જ જાય છે. એ પ્રમાણે બીજા ભાવનો ઉત્પાદ
પહેલા ભાવના વ્યય વગર હોતો નથી. સ્વભાવની સમ્યક્ રુચિના ઉત્પાદ વખતે તેની સાથે વિકારની
રુચિનો પણ ઉત્પાદ ભેગો ન હોઈ શકે. રુચિ તો સમ્યક્ત્વ ગુણની પર્યાય છે ને આસકિતનો રાગ તે તો
ચારિત્ર ગુણની પર્યાય છે,–એમ ગુણ ભેદ છે; ને દરેક ગુણનો ઉત્પાદ સ્વતંત્ર છે; માટે પરિણામના ઉત્પાદમાં
સ્વભાવની રુચિ અને આસકિતનો રાગ–એ બંને તો સાધકને એક સાથે હોઈ શકે; પણ સમ્યકરુચિ અને
મિથ્યારુચિ–એમ એક જ ગુણની બે પર્યાયો એક સાથે ઉત્પાદરૂપ ન હોય. પણ એકનો વ્યય થઈને બીજી
પર્યાયનો ઉત્પાદ થાય છે. સમ્યક્ત્વગુણની પર્યાયમાં સવળી રુચિ અને ઊંધી રુચિ એ બંનેનો ઉત્પાદ એક
સાથે ન હોય, પણ ઊંધી રુચિના વ્યયપૂર્વક સવળી રુચિનો ઉત્પાદ હોય છે. આ રીતે એકનો ઉત્પાદ તે
બીજાનો (–પૂર્વનો) વ્યય છે. માટીમાં ઘડારૂપી અવસ્થાની જે ઉત્પત્તિ છે તે જ પિંડરૂપ અવસ્થાનો વિનાશ
છે. ઘડાની ઉત્પત્તિ અને પિંડનો વિનાશ–એ બંને જુદા જુદા નથી. એટલે પછીની પર્યાયનો જે ઉત્પાદ છે તે
પહેલાંંની પર્યાયના વ્યય સ્વરૂપ જ છે.
આ રીતે, ઉત્પાદ સાથે વ્યયનું અવિનાભાવીપણું બતાવીને પહેલો બોલ કહ્યો.
હવે બીજા બોલમાં, વ્યય સાથે ઉત્પાદનું અવિનાભાવી પણું બતાવે છે.
[] જે વ્યય છે તે જ ઉત્પાદ છે
વ્યય ઉત્પાદ વિના હોતો નથી. પૂર્વની પર્યાયનો વ્યય નવી પર્યાયના ઉત્પાદ વગરનો હોય નહિ. પહેલી
પર્યાયનો વ્યય તે બીજી પર્યાયના ઉત્પાદ સ્વરૂપ છે. માટીના પિંડનો જે વ્યય છે તે જ ઘડાનો ઉત્પાદ છે. કોઈ કહે
કે ‘આત્મામાંથી અજ્ઞાનનો નાશ તો થયો છે પણ હજી સાચું જ્ઞાન પ્રગટ્યું નથી.’–તો તેની એ વાત ખોટી છે;
તેણે વસ્તુના ઉત્પાદ–વ્યય–ધુ્રવસ્વભાવને જાણ્યો નથી.
આ ઉત્પાદ–વ્યય–ધુ્રવસ્વભાવના નિર્ણયમાં તો સમય સમયના ઉપાદાનની સ્વતંત્રતાનું જ્ઞાન છે. અહીં
ઘડો થવાની વાતમાં કુંભારને તો યાદ પણ કર્યો નથી; કેમ કે અહીં વસ્તુસ્વભાવની વાત છે, તેથી ઘડો માટીના
ઉત્પાદ સ્વભાવથી થાય છે એ જ વાત લીધી. આમ ઉપાદાનની સ્વતંત્રતાને જાણે તો જ સંયોગરૂપ નિમિત્તને
જાણી શકે.
જો પોતાને જોવાની આંખ ઊઘડે તો પછી બીજાને જોઈ શકે; તેમ જો ઉપાદાનને ઓળખે તો જ નિમિત્તને
ઓળખે;સ્વપ્રકાશક જ્ઞાન થાય તો જ તે પરને જાણી શકે; સ્વભાવને જાણે તો જ સંયોગને જાણી શકે; દ્રવ્ય તરફ
વળે તો જ પર્યાયને જાણી શકે. નિશ્ચયને જાણે તો જ

PDF/HTML Page 19 of 21
single page version

background image
: ૧૩૮ : આત્મધર્મ : ૯૦
વ્યવહારનું સાચું જ્ઞાન થાય.
–એક સિદ્ધાંતમાં આ બધાય બોલ સમાઈ જાય છે.
પહેલા બોલમાં ઉત્પાદ વ્યય વિના હોતો નથી–એમ કહ્યું.
બીજા બોલમાં વ્યય ઉત્પાદ વિના હોતો નથી–એમ કહ્યું.
‘મિથ્યા શ્રદ્ધાનો નાશ થયો છે પણ હજી નિઃશંકતા થઈ નથી’–એમ ન બને; કેમ કે મિથ્યાશ્રદ્ધાનો નાશ
નિઃશંકતાની ઉત્પત્તિ વગર હોતો નથી. જે ક્ષણે પરની રુચિ ગઈ તે જ ક્ષણે સ્વની રુચિ થઈ. અલ્પજ્ઞતાનો
અભાવ તે સર્વજ્ઞતાના ઉત્પાદરૂપ છે.–એ પ્રમાણે એકનો વ્યય બીજાના ઉત્પાદ સહિત જ હોય છે. નાસ્તિ
અપેક્ષાએ મિથ્યાત્વનો વ્યય, અને અસ્તિ અપેક્ષાએ સમ્યક્ત્વની ઉત્પત્તિ; એકની નાસ્તિ થઈ તે બીજા ભાવની
અસ્તિ બતાવે છે. માટીમાં પિંડ અવસ્થા ટળી અને ત્યાર પછીની ઘડારૂપ અવસ્થા થઈ, તે બંને વચ્ચે ભેદ નથી;
એક ભાવનો અભાવ તે ત્યારપછીના ભાવની ઉત્પત્તિવાળો છે. બીજા ભાવની ઉત્પત્તિ વગરનો વિનાશ હોતો
નથી. એટલે, કર્મનો નાશ થાય તો મિથ્યાત્વભાવ ટળે–એમ કર્મ સામે જોવાનું ન રહ્યું પણ પોતાની પર્યાયમાં
સમ્યક્ત્વના ઉત્પાદ વગર મિથ્યાત્વનો વ્યય નથી,–એટલે પોતાના પરિણામમાં જોવાનું આવ્યું.
ઉત્પાદ વ્યય વિના નહિ ને વ્યય ઉત્પાદ વિના નહિ. પછીના ભાવનો જે ઉત્પાદ છે તે જ પહેલાંંના
ભાવનો વિનાશ છે; ને પહેલાંના ભાવનો જે વિનાશ છે તે જ પછીના ભાવનો ઉત્પાદ છે. –એ પ્રમાણે બે
પ્રકારથી ઉત્પાદ–વ્યયનું અવિનાભાવીપણું બતાવ્યું. હવે ‘ઉત્પાદ–વ્યય સાથે ધુ્રવનું અવિનાભાવીપણું બતાવે છે.
[] જે ઉત્પાદ અને વ્યય છે તે જ ધુ્રવ છે
માટીમાં પિંડનો વ્યય અને ઘડાનો ઉત્પાદ થાય છે તે જ માટીની સ્થિતિ છે, કારણ કે વ્યતિરેકો દ્વારા જ
અન્વય પ્રકાશે છે. વ્યતિરેકો એટલે ઉત્પાદ–વ્યય; અને અન્વય એટલે ધુ્રવ, પિંડના વ્યયથી ને ઘડાના ઉત્પાદથી
માટીનું સદ્રશ હોવાપણું જણાય છે. પિંડ અવસ્થા મટીને ઘડો થયો પણ માટી દેખાતી નથી–એમ ન બને. માટીની
ધુ્રવતા વિના ઘડાની ઉત્પત્તિ અને પિંડનો વ્યય શેમાં થાય? ધુ્રવતા વગર ઉત્પાદ–વ્યય થઈ શકતા નથી.
અહીં તો કહ્યું કે ઉત્પાદ–વ્યય દ્વારા તે પદાર્થની ધુ્રવતા પ્રકાશે છે. ઘડાના ઉત્પાદ વડે માટીની ધુ્રવતા પ્રકાશે છે,
પણ ઘડાના ઉત્પાદ વડે ‘કુંભારે ઘડો કર્યો’–એમ પ્રકાશતું નથી. પુદ્ગલમાં કર્મ અવસ્થાનો વ્યય અને બીજી
અવસ્થાનો ઉત્પાદ થાય તે દ્વારા પુદ્ગલ–પરમાણુનું ધુ્રવપણું જણાય છે, તેના દ્વારા આત્માનો ભાવ જણાતો નથી.
આત્મામાં મિથ્યાત્વનો વ્યય અને સમ્યક્ત્વનો ઉત્પાદ થયો તે દ્વારા આત્માની ધુ્રવતા જણાય છે; પણ કર્મનો નાશ
થયો તે દ્વારા આત્માની ધુ્રવતા જણાતી નથી. દરેક વસ્તુમાં પોતાના ઉત્પાદ–વ્યય–ધુ્રવ એક સાથે જ હોય છે.–આ
સમજે તો પદાર્થનું ભેદજ્ઞાન થઈ જાય છે, અને ક્યાંય પરમાં ઘાલમેલ કરવાનું મિથ્યા–અભિમાન ટળી જાય છે.
વસ્તુમાં ઉત્પાદ–વ્યય ને ધુ્રવ એ ત્રણે એક સાથે છે; પૂર્વ પર્યાયથી વ્યયરૂપ, વર્તમાન પર્યાયપણે ઉત્પાદરૂપ
અને પહેલા–પછીના સળંગ પ્રવાહમાં દ્રવ્યપણાની ધુ્રવતા છે. ઉત્પાદ અને વ્યય બંનેનો સમય ભિન્ન નથી, પણ એકનો
વ્યય તે બીજાનો ઉત્પાદ છે–એમ તેમનામાં વ્યતિરેકપણું છે; ને તે વ્યતિરેકોમાં અન્વયપક્ષે રહેલું દ્રવ્ય ધ્રુવ છે. ‘આ તે
જ છે, એવું ધુ્રવપણું ઉત્પાદ–વ્યય દ્વારા જણાય છે.
ત્રણ પ્રકાર કહ્યા, હવે ચોથા પ્રકારમાં ધુ્રવ સાથે ઉત્પાદ–વ્યયનું અવિનાભાવીપણું બતાવે છે.
[] જે ધુ્રવ (–સ્થિતિ) છે તે જ ઉત્પાદ અને વ્યય છે.
માટીની જે ધુ્રવતા છે તે જ ઘડાનો ઉત્પાદ અને પિંડનો વ્યય છે, કારણ કે ધુ્રવને છોડીને ઉત્પાદ વ્યય થતા
નથી. ધુ્રવ ઉત્પાદ–વ્યય વગરનું હોતું નથી. જ્યાં ધુ્રવતા હોય ત્યાં એક પર્યાયનો ઉત્પાદ ને પૂર્વપર્યાયનો વ્યય
થાય છે. ધુ્રવ વસ્તુ છે પણ કોઈ અવસ્થા નથી–એમ ન બને. ધુ્રવ ટકતી વસ્તુમાં કોઈ નવી અવસ્થાનો ઉત્પાદ
અને જુની અવસ્થાનો વ્યય થાય જ. ઉત્પાદ–વ્યય વગર એકલું ધુ્રવ ન હોય. ધુ્રવને છોડીને–ધુ્રવથી જુદા એકલા
ઉત્પાદ–વ્યય ન થાય. દ્રવ્યની ધ્રુવતા રહીને ઉત્પાદ–વ્યય થાય છે. *
એ પ્રમાણે ઉત્પાદ વ્યય ને ધુ્રવ ત્રણે એક સાથે જ છે. જો એમ ન માનવામાં આવે ને ઉત્પાદ–વ્યય–ધુ્રવ
એ ત્રણેને એક બીજા વગરના–ભિન્ન ભિન્ન જ માનવામાં આવે તો તેમાં દોષો આવે છે. શું દોષ આવે છે તે હવે
બતાવશે.

PDF/HTML Page 20 of 21
single page version

background image
(અનુસંધાન ટાઈટલ પાન ૨ થી ચાલુ)
પરને અને વિકારને જાણે, તો પરથી ભિન્નપણાનું ભાન કરીને અને ક્ષણિક વિકારનો આશ્રય છોડીને,
અભેદ–સ્વભાવના આશ્રયે ભેદજ્ઞાન (–આત્મજ્ઞાન) અને સમ્યક્ચારિત્ર થઈને મુક્તિ થાય છે. ‘આત્માનું
હિત કરવું છે’ એમાં આ બધી વાત આવી જાય છે. આ બધું સ્વીકાર્યા વગર આત્માનું હિત કરવાની વાત
રહેતી નથી.
જગતમાં જે છ દ્રવ્યો અથવા નવ તત્ત્વો સ્વયંસિદ્ધ છે તે જ ભગવાને જ્ઞાનમાં જાણીને કહ્યાં છે,
પણ ભગવાને કાંઈ કોઈ તત્ત્વને નવા બનાવ્યા નથી. તેમ જ ભગવાને કહ્યાં માટે તે તત્ત્વો છે એમ પણ
નથી. અને તે તત્ત્વો છે માટે તેને લઈને ભગવાનને જ્ઞાન થયું એમ પણ નથી. જગતના તત્ત્વો સ્વતંત્ર છે
ને ભગવાનનું જ્ઞાન પણ સ્વતંત્ર છે. ફક્ત જ્ઞેયજ્ઞાયકસ્વભાવ એવો છે કે જેવો જ્ઞેય પદાર્થોનો સ્વભાવ
હોય તેવો જ જ્ઞાનમાં જણાય. એક તત્ત્વ બીજા તત્ત્વનું કાંઈ કરે નહિ. ભગવાન આત્મા ચિદાનંદ શુદ્ધ
સ્વભાવ છે. તે પરનું કાંઈ કરતો નથી
જો ‘જીવ’ ન હોય તો કલ્યાણ કોનું કરવું?
જો ‘અજીવ’ ન હોય તો જીવની પર્યાયમાં ભૂલ કેમ થાય?
જો જીવની પર્યાયમાં પરાશ્રયે થતો ‘વિકાર’ ન હોય તો કલ્યાણ કરવાનું કેમ રહે?
જો સ્વાશ્રયે તે વિકારદશા ટળીને ‘અવિકારીદશા’ ન થતી હોય તો કલ્યાણ ક્યાંથી થાય!
માટે જીવ છે, અજીવ છે, અજીવના આશ્રયે જીવની પર્યાયમાં વિકાર છે, ને પોતાના સ્વભાવના આશ્રયે
તે વિકાર ટળીને નિર્મળદશા થાય છે. એ રીતે જીવ, અજીવ, વિકાર અને સ્વભાવ–એ ચારે પડખાંને બરાબર
જાણીને સ્વભાવનો આશ્રય કરે તો અધર્મ ટળીને ધર્મ થાય છે. –આમાં નવે તત્ત્વો સમાઈ જાય છે.
* * * * *
(અનુસંધાન ટાઈટલ પાન ૪ થી ચાલુ)
(૩) મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો : પં. ટોડરમલ્લજી કૃત મોક્ષમાર્ગ પ્રકાશકના પહેલા છ અધ્યાય
ઉપરનાં પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનોનો કેટલોક સાર આમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. તદ્ન નવા અભ્યાસીને
પણ અનુકૂળ પડે તેવું આ પુસ્તક છે. પૂ. ગુરુદેવશ્રીની ચમકદાર વાણીમાંથી લેવાયેલા વિધવિધ પ્રકારના ૧૬૩
લેખોથી આ પુસ્તક એક સુંદર પાઠય પુસ્તક જેવું બની ગયું છે. તદ્ન નવી શરૂઆતવાળા કે અભ્યાસી, સર્વે
જિજ્ઞાસુઓએ આ પુસ્તકનો અભ્યાસ કરવા જેવો છે. પૃ. ૨૦૦ કિંમત : ૦–૧૨–૦
[હિંદીમાં પણ આ પુસ્તક
છપાયું છે. તેની કિંમત ૧–૬–૦ છે.]
(૪) સમ્યગ્દર્શન: અનંતકાળથી કદી એક સેકંડ પણ પ્રાપ્ત નહિ કરેલ એવું અપૂર્વ સમ્યગ્દર્શન, –કે જેને
એક સેકંડ માત્ર પણ ધારણ કરે તો જીવના અનંત જન્મ મરણનો નાશ થઈ જાય, તેને પ્રગટ કરવાની રીત
બતાવનારાં જુદા જુદા પ્રવચનોનો સંગ્રહ આ પુસ્તકમાં છે. સમ્યગ્દર્શન શું ચીજ છે ને કેટલો અપૂર્વ તેનો મહિમા
છે–એ વાત સમજવા માટે આ પુસ્તક અતિ ઉપયોગી છે. ઊંડા જિજ્ઞાસુઓએ જરૂર સ્વાધ્યાય કરવા યોગ્ય છે. પૃ.
૨૧૭ કિં : ૧–૪–૦ (હિંદીમાં પણ છપાય છે.)
(પ) મુક્તિનો માર્ગ : દરેક જૈનોએ જરૂર વાંચવા યોગ્ય છે; સાચું જૈનત્વ ક્યારે કહેવાય? પોતાને ‘જૈન’
એટલે કે ‘જૈનેન્દ્રનો ભક્ત’ કહેવડાવનારની જવાબદારી કેટલી?–એ વાત પૂ. ગુરુદેવશ્રીની તેજસ્વી વાણી દ્વારા
આ પુસ્તક દર્શાવે છે. આ પુસ્તક ઘણું જ સહેલું છે, કોઈ પણ પ્રાથમિક અભ્યાસી સહેલાઈથી વાંચી–સમજી શકે
તેવું છે. બીજી આવૃત્તિ પૃ. ૭૬ કિંમત ૦–૯–૦
[હિંદીમાં પણ છપાયું છે. કિંમત ૦–૧૦–૦ છે.)
ઉપરના બધા ગુજરાતી પુસ્તકોની એકંદર કિંમત રૂા. ૨૦–૧–૦ થાય છે. આ બધાં (નવ)
પુસ્તકોનો સેટ એક સાથે ખરીદ કરનારને માત્ર રૂા. ૧૬–૦–૦ માં આપવામાં આવશે. આ યોજનાનો લાભ
લેનાર ‘આત્મધર્મ’નો ગ્રાહક હોવો જોઈએ. એક સાથે પાંચ સેટ ખરીદ કરનારને રૂા. ૭૫–૦–૦ માં
આપવામાં આવશે.
આ શાસ્ત્રો દ્વારા પવિત્ર તત્ત્વજ્ઞાનના અભ્યાસ વડે જિજ્ઞાસુઓ પોતાના જીવનની પળોને સફળ
બનાવે. શ્રી જૈન સ્વાધ્યાય મંદિર : સોનગઢ સૌરાષ્ટ્ર