PDF/HTML Page 1 of 21
single page version
PDF/HTML Page 2 of 21
single page version
જે જીવનની એકેક પળ આત્માર્થ ખાતર જ વીતતી હોય, જેની એકેક પળ
થવાની નજીક લઈ જતી હોય તે જીવન ધન્ય છે....કૃતકૃત્ય છે.
–એવું કૃતકૃત્ય જીવન સંતના શરણ વગર બનતું નથી; જે પરમ સંતોના શરણે
PDF/HTML Page 3 of 21
single page version
થઈ, એક ભવમાં જે તારી સ્ત્રી હતી તે જ બીજા ભવે તારી માતા થઈ, એક ભવે જે તારો બંધુ હતો તે જ બીજા
ભવે તારો દુશ્મન થયો....અહો! ધિક્કાર છે આવા સંસારને....આવો સંસાર હવે અમારે સ્વપ્નમાં પણ જોતો નથી....
આ સંસારભાવને ધિક્કાર છે કે જેમાં, જેને પેટે સવા નવ મહિના રહીને માતા તરીકે સ્વીકારી હોય તેને જ બીજા
ભવમાં સ્ત્રી તરીકે ભોગવવાનું થાય... અરે! આ સંસાર! અનંતકાળ આત્મભાન વગર આવા સંસારમાં
રખડ્યા....હવે અમે આ સંસારમાં ફરીથી અવતરવાના નથી. અમે આત્માના ભાન સહિત તો અવતર્યા જ છીએ ને
હવે આ ભવે મોક્ષ પામવાના છીએ....હવે ફરીથી આ સંસારમાં નવો દેહ ધારણ કરવાના નથી....
ક્યાંથી હોય? ચૈતન્યસ્વરૂપ તરફ વલણના જોરમાં શાંતિનાથ ભગવાન ભવ–તન ને ભોગથી ઉદાસ–ઉદાસ
થઈ ગયા છે; સ્મશાનની ચેહમાં પડેલા મડદાની શોભાની જેમ ઉદાસ છે અર્થાત્ જેમ સ્મશાનની ચેહમાં
પડેલા મડદાને કોઈ હાર વગેરેથી શણગારે તો ત્યાં કાંઈ મડદું પ્રસન્ન થતું નથી, કેમ કે મોહ કરનારો અંદરથી
ચાલ્યો ગયો છે. તેમ ભગવાનનો આત્મા આખા સંસારથી ઉદાસીન થઈ ગયો છે, કેમ કે અંદરના મોહનું
મૃત્યુ થઈ ગયું છે. અમારા ચૈતન્યના આનંદ પાસે અમને આ પુણ્ય–પાપ કે શરીર ભોગ વગેરે સારા લાગતા
નથી, જાગૃત ચૈતન્યની સત્તા પાસે તો એ બધા મડદાં જેવાં લાગે છે.–આવા ભાનસહિત ભગવાન
એવા ત્રણ ગુણ છે. જેમ અગ્નિ પાચકગુણ વડે
અનાજને પકાવે છે તેમ આત્મા પોતાના શ્રદ્ધા ગુણ વડે
શકે છે. જેમ અગ્નિ પોતાના પ્રકાશગુણ વડે સ્વ–પરને
પ્રકાશે છે તેમ આત્મા પોતાના જ્ઞાનગુણવડે સ્વ–પરનો
પ્રકાશક છે–સ્વ–પરને જાણે છે. અને જેમ અગ્નિ
પોતાના દાહક ગુણવડે દાહ્યને બાળે છે તેમ આત્મા
પોતાના ચારિત્રગુણવડે વિકારી ભાવોનો સર્વથા નાશ
કરે છે. આ પ્રમાણે અગ્નિના દ્રષ્ટાંતે આત્માના શ્રદ્ધા–
જ્ઞાન–ચારિત્રસ્વભાવને સમજવો. સમ્યક્ શ્રદ્ધા, જ્ઞાન
અને અંર્તચારિત્રની એકતાથી જ ધર્મ છે.
રાગનું–વિકારનું–સંસારપક્ષનું બહુમાન કરશે. સ્વરૂપના
ભાનવાળો તો નિઃશંકપણે પૂર્ણને (સાધ્યને) નમસ્કાર
પૂર્ણને પહોંચી જાય છે. એક સમયમાં ત્રણકાળ ત્રણલોકને
જાણવાનું સામર્થ્ય શક્તિરૂપે એકએક આત્મામાં છે; એવા
અનંત આત્મા છે, દરેક આત્મા પરથી જુદો, એકલો સર્વજ્ઞ
છે. ત્રિકાળી દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવમય અનંત પદાર્થોને સર્વ
રીતે જાણે એવું દરેક જીવદ્રવ્યનું સામર્થ્ય છે. એકએક
સમયમાં ત્રણેકાળ ત્રણેલોક કેવળજ્ઞાનમાં સહેજે
જણાય....સર્વજ્ઞસ્વભાવની હા પાડનાર, વર્તમાન અધૂરા
જ્ઞાન ઉપરથી આખાનો નિર્ણય નિઃસંદેહ તત્ત્વમાંથી લાવે છે.
PDF/HTML Page 4 of 21
single page version
અનંતા તીર્થંકરો જે રસ્તે વિચર્યા તેનો હું કેડાયત્ થાઉં છું; અમારા પુરુષાર્થમાં વચ્ચે ભંગ પડે નહિ, અમે
છીએ.........નિર્વિકલ્પ સ્વભાવના ગાણાં ગાવા અને તે પ્રગટ કરવા અમે તૈયાર થયા છીએ....હવે અમારે
સ્વરૂપમાં ઠરવાનાં ટાણાં આવ્યા છે. અંતરના આનંદકંદ સ્વભાવની શ્રદ્ધાસહિત તેમાં રમણતા કરવા જાગ્યા તે
ભાવમાં હવે ભંગ પડવાનો નથી....અમારો જાગેલો ભાવ તેને અમે પાછો પડવા દેશું નહિ........અખંડાનંદ
થયેલા શાંતિનાથ ભગવાન આવી ભાવના કરતા હતા.
છે. અહો, એક ચિદાનંદી ભગવાન સિવાય બીજા કોઈ ભાવને મનમંદિરમાં આણું નહિ, એક ચૈતન્યદેવને જ
ધ્યેયરૂપ બનાવીને તેના ધ્યાનની લીનતાથી આનંદકંદ સ્વભાવની રમણતામાં હું ક્યારે પૂર્ણ થાઉં? એકલા
ચૈતન્યસ્વભાવનો જ આશ્રય કરીને કેવળજ્ઞાન પ્રગટ કરવું તે અમારા–તીર્થંકરોના કુળની ટેક છે. તીર્થંકરો
તે જ ભવે કેવળજ્ઞાન લીધે છૂટકો કરે. અનંતા તીર્થંકરો આત્માનું ચરિત્ર પૂરું કરીને તે ભવે કેવળજ્ઞાન અને
મુક્તિ પામ્યા. અનંતા તીર્થંકરો જે પંથે વિચર્યા તે જ પંથના ચાલનાર અમે છીએ. હું ચિદાનંદ નિત્ય છું, ને
શરણ નથી.– આવા પ્રકારની વૈરાગ્યભાવના ભાવીને ભગવાને દીક્ષા લીધી હતી. અહો! તીર્થંકર ભગવાન
જ્યારે દીક્ષા લેતા હશે તે કાળ કેવો હશે? અને તે પ્રસંગ કેવો હશે? જીવને આત્માના સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રની ભાવના પણ અનંતકાળમાં દુર્લભ છે.
સિવાય કોઈ શુભ ભાવ કે નિમિત્તાદિ પર પદાર્થો મારી નિર્મળદશાનું કારણ નથી. ક્ષણિક શુભ–અશુભ
ભાવો થતા હોવા છતાં આવા સ્વભાવનો નિર્ણય કરવો જોઈએ; સ્વભાવના નિર્ણયનું જોર વિકારને
જીવ તે શુભરાગને ધર્મનું કારણ માનતા નથી. સાધકની શ્રદ્ધામાં ધુ્રવ ચૈતન્યસ્વભાવનું જ આલંબન છે,
તે ક્યારેય ખસતું નથી; શ્રદ્ધામાં ધુ્રવ ચૈતન્યસ્વભાવ આવ્યો છે તે ક્યારેય ભૂલાતો નથી. મુનિને છઠ્ઠે
ગુણસ્થાને મહાવ્રત વગેરેના શુભભાવ આવે પણ તે ધર્મ નથી, ધુ્રવ ચૈતન્યસ્વભાવમાં એકાગ્રતા તે જ
ધર્મ છે. મુનિઓને સહજ વસ્ત્રરહિત નિર્ગ્રંથ નિર્દોષ દશા હોય છે ને અંતરમાં નિજ પરમ શુદ્ધ આત્માને
જ શ્રદ્ધા–જ્ઞાનમાં લઈને ધ્યાવે છે. ચોથા ગુણસ્થાનવાળા ધર્મીને પણ કોઈ સમયે શ્રદ્ધામાંથી પરમ શુદ્ધ
આત્માનું ધ્યાન ટળતું નથી, શ્રદ્ધા વડે તે સદાય–પર્યાયે પર્યાયે પરમ શુદ્ધ આત્માને ધ્યાવે છે. તેથી તે
‘વિશુદ્ધ આત્મા’ થયો છે. આવું વિશુદ્ધઆત્માપણું ચોથા ગુણસ્થાનથી શરૂ થાય છે; તેને ‘જિનેશ્વરનો
લધુનંદન’ કહેવાય છે.
PDF/HTML Page 5 of 21
single page version
જેમણે અનેક સુમુમુક્ષુઓ
અને ભ્રષ્ટ થતા અનેક
જીવોને વાત્સલ્યપૂર્વક
ફરી સન્માર્ગમાં દ્રઢપણે
સ્થાપિત કર્યા છે.....એવા
આ ત્રિકાલ મંગળસ્વરૂપ
પવિત્ર આત્મા પૂ.
ગુરુદેવના પુનતિ
શરણમાં રહીને અપૂર્વ
કરતાં મુમુક્ષુજનોનાં હૈયા
આનંદથી અતિ ઉલ્લસિત
થાય છે અને શિર
તેઓશ્રીના ચરણમાં ઝૂકી
જાય છે.
જીવોના હૃદયના આરામ
છો.....ઊંડા ઊંડા અંધારે
ભટકતા અનેક જિજ્ઞાસુ
જીવોને કલ્યાણમાર્ગની
કેડી આપના જ પુનિત
પ્રતાપે સાંપડી છે....અમ–
મુમુક્ષુઓના જીવનમાં
આપનો પરમ ઉપકાર
છે... સર્વ મંગલ પ્રસંગોમાં
છે....આપ અમારા
આત્મઉદ્ધારક છો...તેથી
અમારા અંતરમાંથી
પોકાર ઊઠે છે કે–
(૨) ચાલો! એ ચૈતન્યભાનુના દિવ્ય તેજને ઝીલીને અજ્ઞાન–અંધકારને મિટાવીએ...
(૩) ચાલો! એ ચૈતન્યભાનુના દિવ્ય પ્રતાપને ઝીલીને ભવસમુદ્રને સૂકવી નાખીએ...
(૪) ચાલો! એ ચૈતન્યભાનુના દિવ્ય પ્રકાશમાં મુક્તિમાર્ગે ગમન કરીએ...
(૫) ચાલો! એ ચૈતન્યભાનુથી જૈનશાસનને દીપાવીએ......
PDF/HTML Page 6 of 21
single page version
જ્યાં જોઉં ત્યાં શ્રવણે પડતી પુણ્ય ને પાપ ગાથા.
જિજ્ઞાસુને શરણસ્થળ ક્યાં? તત્ત્વની વાત ક્યાં છે?
પૂછે કોને પથ પથિક જ્યાં આંધળા સૌ જ પાસે.”
જ્યાં જોઉં ત્યાં શ્રવણે પડતી શુદ્ધઆત્માની વાર્તા.
જિજ્ઞાસુને શરણસ્થળ હ્યાં, તત્ત્વની વાત હ્યાં છે, પૂછે
આવી પથ પથિક સૌ જ્ઞાનીઓ છે જ પાસે.”
‘આત્મા જાણ્યો છે’ એવી કલ્પના મુમુક્ષુ જીવે સર્વથા ત્યાગ કરવી ઘટે છે.’
જ્ઞપ્તિમાંહિ દરવ–ગુણ–પર્યાય વિલસે; નિજાલંબી ભાવે
પરિણતિ સ્વરૂપે જઈ ભળે, નિમિત્તો વહેવારો ચિદઘન
વિષે કાંઈ ન મળે.’
પાતી અમૃતરસ અંજલિ ભરી ભરી; અનાદિની મૂર્છા
વિષતણી ત્વરાથી ઊતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ
ભણી દોડે પરિણતિ.’
નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે એવા સર્વ સત્પુરુષો, તેનાં ચરણારવિંદ સદાય હૃદયને
વિષે સ્થાપન રહો!”
PDF/HTML Page 7 of 21
single page version
રહેલો યોગી છે; અમારા ઉપરનો રાગ ક્ષણમાં છોડીને ગમે ત્યારે ચાલી નીકળશે. તેની રુચિનું જોર સ્વભાવમાં છે,
અમારા શેમાં ય તેની રુચિ નથી, અમારે લીધે તેને રાગ થતો નથી, નિમિત્તને લીધે રાગ થાય એમ તે માનતા નથી,
ભાવના ભાવે છે; એટલે સ્વભાવની સબળાઈના જોરે રાગ તોડીને, આ બધું છોડીને તે ચાલ્યા જશે.’
સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જો...
હોય તેને તો પરથી ભિન્ન ચૈતન્યની ભાવના પણ ક્યાંથી હોય? ભગવાનને ભિન્નતાનું ભાન હોવા છતાં રાગને લીધે
પર તરફ વલણ જતું હતું, તે પર તરફનું વલણ ખસેડીને ચૈતન્યમાં લીન થવા માટે ભગવાન ભાવના કરે છે–
ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રન્થ જો...
સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને...
તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવોનું સ્મરણ થતાં તેઓને વૈરાગ્ય જાગૃત થયો, અને તેઓ એવી ભાવના
ચિંતવવા લાગ્યા કે–અહો, આ પહેલાંંના ભવમાં હું સર્વાર્થ સિદ્ધિમાં અહમિંદ્ર દેવ હતો અને તેની પહેલાંંના
ભવમાં હું મુનિ હતો; ત્યારે મારી અનુભવદશા અધૂરી રહી ને રાગ બાકી રહ્યો તેથી આ અવતાર થયો, હવે તે
આત્માના મોક્ષ ખાતર મારો અવતાર છે...હું ભગવાન થવા અવતર્યો છું...આ સંસાર, શરીર ને ભોગોથી
ઉદાસીન થઈ અસંસારી, અશરીરી ને અભોગી એવા અતીન્દ્રિય આત્મસ્વભાવમાં લીન થઈને, વન–જંગલમાં
ચૈતન્યના આનંદની મસ્તીમાં ઝૂલવા મારો અવતાર છે. –એ પ્રમાણે ભગવાન સંસારથી વિરક્ત થઈ આત્માના
આનંદના વળાંકમાં વળ્યા. ‘અહો! ધન્ય એ અવતાર...’
અને અનેક કેવળી ભગવંતો સર્વજ્ઞપણે વિચરી રહ્યા છે. એટલે સર્વજ્ઞને નક્કી કરતાં મહાવિદેહાદિ ક્ષેત્ર પણ નક્કી
થઈ જાય છે. તે સર્વજ્ઞપુરુષના જ્ઞાન બહાર કાંઈ ન હોય, તેને રાગદ્વેષ હોય નહિ, તે દુનિયાના જીવોનું કાંઈ કરે
નહિ; વળી તે સર્વજ્ઞપુરુષ રોટલા ખાય નહિ, સ્ત્રી રાખે નહિ, શસ્ત્ર કે વસ્ત્ર રાખે નહિ, તેને રોગ થાય નહિ, તે
પૃથ્વી ઉપર ચાલે નહિ પણ આકાશમાં વિચરે, તેને ક્રમિક ભાષા ન હોય પણ નિરક્ષરી દિવ્યધ્વનિ હોય, તે કોઈને
પૂર્ણપદ પોતાને પ્રાપ્ત કરવું છે તેનું સ્વરૂપ તો જાણવું જોઈએ ને? અને તે પૂર્ણપદ પ્રગટવાની શક્તિ પોતાના
સ્વભાવમાં છે, એને જાણે તો ધર્મની શરૂઆત થાય.
PDF/HTML Page 8 of 21
single page version
નવતત્ત્વની શ્રદ્ધા ન થાય ત્યાં સુધી એકરૂપ આત્માની શ્રદ્ધા થાય નહિ; અને જો નવ તત્ત્વની પૃથક્ પૃથક્
શ્રદ્ધાના રાગની રુચિમાં અટકે તોપણ એકરૂપ આત્માની શ્રદ્ધા–સમ્યગ્દર્શન–થાય નહિ.
માને; પુણ્યને પુણ્ય તરીકે જાણે, પુણ્યથી ધર્મ ન માને તેમ જ જડની ક્રિયાથી પુણ્ય ન માને; પાપને
પાપરૂપ જાણે, તે પાપ બાહ્યની ક્રિયાથી થાય છે એમ ન માને; આસ્રવને આસ્રવરૂપે જાણે, પુણ્ય અને
પાપ એ બંને આસ્રવ છે, એને સંવરનું કારણ ન માને, તેમ જ પાપ અઠીક ને પુણ્ય ઠીક એવો ભેદ
પરમાર્થે ન માને; વળી સંવર તત્ત્વને સંવરરૂપ જાણે, સંવર તે ધર્મ છે, પુણ્યથી કે શરીરની ક્રિયાથી તે
સંવર થતો નથી પણ આત્મસ્વભાવની શ્રદ્ધા, જ્ઞાન, સ્થિરતાથી જ સંવર થાય છે; નિર્જરા એટલે
શુદ્ધતાની વૃદ્ધિ ને અશુદ્ધતાનો નાશ, તેને નિર્જરા સમજે; તે નિર્જરા બાહ્ય ક્રિયાકાંડથી ન થાય પણ
આત્મામાં એકાગ્રતાથી થાય; બંધતત્ત્વને બંધ તરીકે જાણે; વિકારમાં આત્માની પર્યાય અટકે તે
ભાવબંધન છે; ‘ખરેખર કર્મો આત્માને બાંધે છે ને કર્મો આત્માને રખડાવે છે’–એમ ન માને પણ જીવ
પોતાના વિકારભાવથી બંધાયો છે ને તેથી તે રખડે છે–એમ સમજે. નવમું મોક્ષતત્ત્વ છે; આત્માની તદ્ન
નિર્મળદશા તે મોક્ષ છે, એમ જાણે. –આ પ્રમાણે જાણે ત્યારે તો નવતત્ત્વોને જાણ્યા કહેવાય. આ નવતત્ત્વો
છે તે અભૂતાર્થનયનો વિષય છે, અવસ્થાદ્રષ્ટિમાં નવ ભેદ છે; તેની પ્રતીતિ કરવી તે વ્યવહારશ્રદ્ધા છે;
તેનાથી ધર્મની ઉત્પત્તિ નથી પણ પુણ્યની ઉત્પત્તિ છે. એ નવતત્ત્વની ઓળખાણમાં, સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર
કોણ તથા ખોટા દેવ–ગુરુ–શાસ્ત્ર કોણ તેની ઓળખાણ પણ આવી જાય છે. આ નવતત્ત્વની શ્રદ્ધા તે હજી
પરમાર્થ સમ્યગ્દર્શન નથી. નવતત્વને જાણ્યા પછી પરમાર્થ સમ્યગ્દર્શન ક્યારે થાય તે વાત આચાર્યદેવ
આ ગાથામાં કરે છે.
વાત છે. વ્યવહારશ્રદ્ધામાં નવતત્ત્વની પ્રસિદ્ધિ છે પણ પરમાર્થશ્રદ્ધામાં તો એકલા ભગવાન આત્માની જ
પ્રસિદ્ધિ છે. નવતત્ત્વના વિકલ્પથી પાર થઈને એકરૂપ જ્ઞાયકમૂર્તિનો અનુભવ કરે તેણે ભૂતાર્થનયથી
નવતત્ત્વોને જાણ્યા કહેવાય, અને તે જ નિયમથી સમ્યગ્દર્શન છે. આવું સમ્યગ્દર્શન પ્રગટ કર્યા વગર કોઈ
રીતે જીવના ભવભ્રમણનો અંત આવે નહિ.
સમ્યગ્દર્શન છે. નવ–તત્ત્વોને સમ્યગ્દર્શનનો વિષય કહેવો તે વ્યવહારનું કથન છે, ખરેખર સમ્યગ્દર્શનનો
વિષય ભેદરૂપ નથી પણ અભેદરૂપ જ્ઞાયક આત્મા જ છે. મોક્ષશાસ્ત્રમાં ‘
તત્ત્વાર્થશ્રદ્ધાન કહેવાય છે. અખંડ ચૈતન્ય–વસ્તુનો આશ્રય કરતાં ભૂતાર્થનયથી એકપણું પ્રાપ્ત થાય છે.
જેમાં નિમિત્તની અપેક્ષા નથી ને ભેદનો વિકલ્પ નથી
PDF/HTML Page 9 of 21
single page version
અનુભવમાં ભગવાન આત્માની પ્રસિદ્ધિ થાય છે, તે સમ્યગ્દર્શન છે. આ સિવાય દેવ–ગુરુ વગેરે
નિમિત્તથી તો સમ્યગ્દર્શન થતું નથી, દયા–પૂજાના ભાવરૂપ પુણ્યથી પણ સમ્યગ્દર્શન થતું નથી ને
નવતત્ત્વની વ્યવહારશ્રદ્ધાથી પણ સમ્યગ્દર્શન થતું નથી. નવતત્ત્વને બરાબર માને તે પણ હજી તો પુણ્ય
ચોથા ગુણસ્થાનથી જ થાય છે, ને ત્યાંથી જ અપૂર્વ આત્મધર્મની શરૂઆત થાય છે. આવા
નિશ્ચયસમ્યગ્દર્શન વગર ચોથું ગુણસ્થાન કે ધર્મની શરૂઆત થતી નથી.
શી રીતે?
વિકલ્પ–રહિત થઈને એક અભેદ આત્માની શ્રદ્ધા કરવાની વાત છે. ભૂતાર્થનયના આલંબનથી શુદ્ધ
આત્માને લક્ષમાં લીધા સિવાય વ્યવહારનયના આલંબનમાં ચૈતન્યનું એકપણું પ્રગટ કરવાની તાકાત
નથી.
જ્ઞાનની સ્વસન્મુખ પર્યાય છે, પણ તે અનુભૂતિની સાથે સમ્યગ્દર્શન નિયમથી હોય છે તેથી અહીં
અનુભૂતિને જ સમ્યગ્દર્શન કહી દીધું છે.
આત્માની અનુભૂતિનું લક્ષણ આત્મખ્યાતિ છે–આત્માની પ્રસિદ્ધિ છે. જીવ–અજીવના નિમિત્ત–નૈમિત્તિક
સંબંધને લક્ષમાં લઈને જોતાં નવતત્ત્વો છે ખરા, તેમને વ્યવહારનય સ્થાપે છે, પણ ભૂતાર્થનય
(શુદ્ધનય) તો એક અભેદ આત્માને જ સ્થાપે છે, જીવ–અજીવના નિમિત્ત–નૈમિત્તિક સંબંધને પણ તે
સ્વીકારતો નથી. આત્મા ત્રિકાળ એકરૂપ સિદ્ધ જેવી મૂર્તિ છે, એવા આત્માની શ્રદ્ધા કરવી તે પરમાર્થ
સમ્યગ્દર્શન છે, તેમાં ભગવાન આત્માની પ્રસિદ્ધિ થાય છે.
પણ ખબર નથી તેને તો વ્યવહારશ્રદ્ધા પણ નથી, તેની તો અહીં વાત નથી. પરન્તુ કોઈ જીવ નવતત્ત્વને
જાણવામાં જ રોકાઈ જાય પણ નવનું લક્ષ છોડી એક આત્મા તરફ ન વળે, તો તેને પણ સમ્યગ્દર્શન થતું
નથી. નવતત્ત્વની શ્રદ્ધા વચ્ચે આવે છે તેને વ્યવહારશ્રદ્ધા ક્યારે કહેવાય? કે જો નવના વિકલ્પનો આશ્રય
છોડીને, ભૂતાર્થના આશ્રયે આત્માની ખ્યાતિ કરે–આત્માની પ્રસિદ્ધિ કરે–આત્માની અનુભૂતિ કરે તો
નવતત્ત્વની શ્રદ્ધાને વ્યવહારશ્રદ્ધા કહેવાય. અભેદ આત્માની શ્રદ્ધા કરીને પરમાર્થશ્રદ્ધા પ્રગટ કરે તો
PDF/HTML Page 10 of 21
single page version
નથી. આ ગ્રંથમાં નવતત્ત્વોનું વર્ણન આવશે ખરું પણ તેમાં મુખ્યતા તો એકરૂપ શુદ્ધ આત્મા જ બતાવવાની છે.
એ રીતે આચાર્યદેવના કથનમાં શુદ્ધ આત્માની મુખ્યતા છે, તેથી શ્રોતાઓએ પણ અંતરમાં એકરૂપ શુદ્ધ આત્માને
લક્ષમાં પકડવાની મુખ્યતા રાખીને શ્રવણ કરવું જોઈએ. વચ્ચે વિકલ્પ અને ભેદનું વર્ણન આવે તેની મુખ્યતા
કરીને ન અટકતાં, શુદ્ધ આત્માને જ મુખ્ય કરીને લક્ષમાં લેવો જોઈએ. નવતત્ત્વને જાણવાનું પ્રયોજન તો આત્મા
તરફ વળવું તે જ છે.
આત્મસ્વભાવને માને તો આસ્રવ–બંધને માન્યાં કહેવાય. સંવર–નિર્જરા–મોક્ષતત્ત્વને ક્યારે માન્યા કહેવાય? કે
સ્વભાવ તરફ વળીને અંશે સંવર–નિર્જરા પ્રગટ કરે તો સંવરાદિને માન્યાં કહેવાય. એ રીતે, નવતત્ત્વને જાણીને
જો અભેદ આત્મા તરફ વળે તો જ નવતત્ત્વને ખરેખર જાણ્યાં કહેવાય; જો અભેદ આત્મા તરફ ન વળે ને
નવતત્ત્વોના વિકલ્પમાં જ અટકી જાય તો નવતત્ત્વને ખરેખર જાણ્યાં કહેવાય નહિ.
એકરૂપ આત્માના અનુભવ વખતે નવતત્ત્વના વિકલ્પો હોતા નથી. આવો અનુભવ પ્રગટે ત્યારે ચોથું ગુણસ્થાન
એટલે ધર્મનું પહેલું પગથીયું કહેવાય છે. આ સિવાય બાહ્ય ક્રિયાથી કે પુણ્યથી ધર્મની શરૂઆત થતી નથી.
એટલે જો વિકલ્પ તોડીને આત્મામાં એકાગ્ર થાય તો નવતત્ત્વને જાણ્યા કહેવાય. બંધતત્ત્વને ક્યારે જાણ્યું
કહેવાય?–કે તેનાથી છૂટો પડે ત્યારે. ‘આ બંધ છે, આ બંધ છે’ એમ ગોખ્યા કરે પણ જો બંધનથી છૂટો ન પડે
તો ખરેખર બંધને જાણ્યું ન કહેવાય. તેમ નવતત્ત્વને ક્યારે જાણ્યા કહેવાય? જો નવતત્ત્વની સામે જ જોયા કરે
તો નવતત્ત્વનું યથાર્થ જ્ઞાન ન થાય, ને આત્માનું જ્ઞાન પણ ન થાય. જો આત્મસ્વભાવ તરફ વળે તો જ
નવતત્ત્વોનું યથાર્થ જ્ઞાન થયું કહેવાય; કેમ કે આત્મા તરફ વળે તે જ્ઞાનમાં જ સ્વ–પરને જાણવાનું સામર્થ્ય હોય
છે. અજીવ સામે જોયા કરવાથી અજીવનું સાચું જ્ઞાન ન થાય, પણ જીવ અને અજીવ ભિન્ન છે એમ સમજીને
અભેદ ચૈતન્યમૂર્તિ શુદ્ધ આત્મા તરફ વળતાં સ્વપરપ્રકાશક જ્ઞાન ખીલે છે, તે જ્ઞાન અજીવાદિને પણ જાણે છે.
જ્ઞાન તો આત્માનું છે, જ્ઞાન કાંઈ નવતત્ત્વના વિકલ્પનું નથી, વિકલ્પથી તો જ્ઞાન જુદું છે. જ્ઞાન તો આત્માનું
હોવા છતાં તે જ્ઞાન જો આત્મા તરફ વળીને આત્મા સાથે એકતા ન કરે ને રાગ સાથે એકતા કરે તો તે જ્ઞાન
સ્વ–પરને યથાર્થ જાણી શકતું નથી એટલે કે તે મિથ્યાજ્ઞાન છે, અધર્મ છે. રાગના આશ્રય વિના જ્ઞાયકનો
અનુભવ કરવો તેને આત્મખ્યાતિ કહે છે, ને તે સમ્યગ્દર્શન છે, ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. અહીં દ્રષ્ટિમાં
પરિપૂર્ણ આત્માનો સ્વીકાર થયો છે, છતાં ત્યારપછી હજી વીતરાગતા કરવાનું કામ બાકી રહી જાય છે.
સ્વરૂપ જીવદ્રવ્ય છું, અજીવતત્ત્વ મારાથી ભિન્ન છે ને બીજા સાત તત્ત્વો છે તે ક્ષણિક છે,–એમ નવતત્ત્વના ભેદનો
વિકલ્પ ધર્મીને પણ આવે છે, પણ તે ધર્મીને તે વિકલ્પમાં એકતાબુદ્ધિ નથી એટલે વિકલ્પની મુખ્યતા નથી પણ
અભેદ ચૈતન્યની જ મુખ્યતા છે. અને આત્મામાં એકાગ્ર થઈને વીતરાગ થતાં તેવા વિકલ્પો થતા જ નથી.
PDF/HTML Page 11 of 21
single page version
આ વાત અંતરમાં સમજાશે નહિ. માટે આત્માર્થી જીવોએ અંતરમાં પોતાના આત્મા સાથે આ વાત મેળવવી
જોઈએ.
ભૂતાર્થનયનો વિષય તો એકલો જ્ઞાયક આત્મા જ છે. જે એક શુદ્ધ જ્ઞાયક તરફ વળ્યો તેને નવતત્ત્વનું જ્ઞાન
યથાર્થ થઈ ગયું. એક ચૈતન્યતત્ત્વને ભૂતાર્થથી જાણવાથી સમ્યગ્દર્શન થાય છે,–આ સમ્યગ્દર્શનનો નિયમ કહ્યો.
નવતત્ત્વના વિકલ્પ તે નિયમથી સમ્યગ્દર્શન નથી.
નિમિત્તપણું એવા નિમિત્ત–નૈમિત્તિક સંબંધથી પુણ્ય–પાપ વગેરે સાત તત્ત્વો થાય છે. ત્યાં, વિકારી થવા યોગ્ય
અને વિકાર કરનાર એ બંને પુણ્ય છે તેમ જ એ બંને પાપ છે. તેમાં એક જીવ છે ને બીજું અજીવ છે–એટલે કે
વિકારી થવાને યોગ્ય જીવ છે ને વિકાર કરનાર અજીવ છે. જીવના વિકારમાં અજીવ નિમિત્ત છે તેથી અહીં
અજીવને વિકાર કરનાર કહ્યું છે એમ સમજવું. જીવ પોતે જ વિકારી થવા યોગ્ય છે, કોઈ બીજો તેને વિકાર કરાવે
છે એમ નથી. જીવ સર્વથા કૂટસ્થ કે સર્વથા શુદ્ધ નથી પણ પુણ્ય–પાપરૂપ વિકારી થવાની યોગ્યતા તેની
અવસ્થામાં છે. અને તે યોગ્યતામાં અજીવ નિમિત્ત છે. અજીવને વિકાર કરનાર કહ્યું એનો અર્થ તે નિમિત્ત છે
એમ સમજવું. જીવની લાયકાત છે ને અજીવ નિમિત્ત છે. જીવમાં પોતાની લાયકાતથી જ વિકાર થાય છે ત્યારે
નિમિત્ત તરીકે અજીવને વિકાર કરનાર કહેવાય છે. પણ જીવમાં જો વિકારની યોગ્યતા ન હોય તો અજીવ કાંઈ
તેને વિકાર કરાવતું નથી.
એમ બબ્બે પ્રકાર લેશે. જીવ અને અજીવ એ બે તો સ્વતંત્ર ત્રિકાળી તત્ત્વો છે, ને એ બંનેની અવસ્થામાં
સાતતત્ત્વરૂપ પરિણમન કઈ રીતે છે તે ઓળખાવે છે. આ બધું હજી તો નવતત્વની વ્યવહારશ્રદ્ધામાં આવે છે.
પુણ્ય અને પાપ એ બંને વિકાર છે; વિકારી થવાનો જીવનો ત્રિકાળી સ્વભાવ નથી પણ અવસ્થાની યોગ્યતા છે,
ને તેમાં અજીવ નિમિત્ત છે. જીવમાં પુણ્ય–પાપ થાય છે તે જો અજીવના નિમિત્ત વગર જ થતા હોય તો તે
જીવનો સ્વભાવ જ થઈ જાય, ને કદી ટળે નહિ. તેમ જ જો નિમિત્તને લીધે તે વિકાર થતો હોય તો જીવની
વર્તમાન અવસ્થાની યોગ્યતા સ્વતંત્ર ન રહે ને જીવ તે વિકારને ટાળી ન શકે. માટે અહીં ઉપાદાન–નિમિત્ત બંને
સાથે ઓળખાવે છે.
છે. તેમ ચૈતન્ય ભગવાન આનંદમૂર્તિ એકરૂપ છે, તેમાં પરસંયોગ (કર્મ) ના નિમિત્ત વગર એકલા પોતાથી જ
પુણ્ય–પાપ વગેરે સાત ભેદ ન પડે. તે સાત તત્ત્વની યોગ્યતા તો જીવમાં પોતામાં જ છે, પરંતુ તેમાં અજીવનું
નિમિત્ત પણ છે. અજીવની અપેક્ષા વગર એકલા જીવતત્ત્વમાં સાત પ્રકાર પડે નહિ. જીવે પોતાની યોગ્યતાથી
પુણ્યપરિણામ કર્યા તે જીવપુણ્ય છે ને તેમાં જે કર્મ નિમિત્ત છે તે અજીવપુણ્ય છે. બંનેમાં પોતપોતાની સ્વતંત્ર
લાયકાત છે. અજીવમાં જે પુણ્ય થયા તે જીવને લીધે થયા એમ નથી, અને જીવમાં જે પુણ્યભાવ થયા તે
અજીવને લીધે થયા એમ પણ નથી. વર્તમાન એક સમયમાં બંને સાથે છે, તેમાં જીવની યોગ્યતા ને અજીવ
નિમિત્ત–એવો નિમિત્ત–નૈમિત્તિક સંબંધ છે.
પરિણમન પણ માને એટલે જીવને કૂટસ્થ માની
PDF/HTML Page 12 of 21
single page version
નવતત્ત્વને જે માને તે, જગતમાં એક કૂટસ્થ સર્વવ્યાપી બ્રહ્મ જ છે–એમ ન માની શકે. સમ્યગ્દર્શન પ્રગટ
કરવાની તૈયારીવાળા જીવને પ્રથમ નવતત્ત્વની શ્રદ્ધારૂપ આંગણું આવે છે.
અસંખ્ય પ્રકારો છે, તેમાં ભગવાનના દર્શન વખતે અમુક પ્રકારનો શુભરાગ થાય, શાસ્ત્રશ્રવણ વખતે અમુક
પ્રકાર પડે છે?–તો કહે છે કે ના, તે તે વખતની જીવની વિકારી થવાની યોગ્યતા જ તેવા પ્રકારની છે. આટલું
કબૂલે તેણે તો હજી પર્યાયદ્રષ્ટિથી–વ્યવહારથી–અભૂતાર્થનયથી જીવને તથા પુણ્યાદિ તત્ત્વને કબૂલ્યાં કહેવાય.
પરમાર્થમાં તો એ નવતત્ત્વના વિકલ્પ પણ નથી.
તે થતા નથી ને નિમિત્તને લઈને પણ થતાં નથી. જીવની યોગ્યતાથી થાય છે ને અજીવ નિમિત્ત છે. ‘યોગ્યતા’
કહેતાં તેમાં એ બધા ન્યાય આવી જાય છે.
પુણ્ય કે પાપ થવાની તે વખતની લાયકાત છે. તેમાં અજીવકર્મ તો નિમિત્ત છે. મિથ્યાત્વના પાપમાં
છે, મિથ્યાત્વકર્મને લીધે મિથ્યાત્વ થયું નથી. છતાં મિથ્યાત્વાદિ ભાવમાં અજીવકર્મ નિમિત્ત ન હોય એમ પણ
બનતું નથી; એકલા તત્ત્વમાં પરની અપેક્ષા વગર વિકાર થાય નહીં. જો એકલા તત્ત્વમાં પરલક્ષ વગર વિકાર
થાય તો તો તે સ્વભાવ જ થઈ જાય.
યોગ્યતામાં અનેક પ્રકાર પડે છે તેમ સામે નિમિત્તરૂપ અજીવકર્મમાં પણ અનેક પ્રકારો પડે છે. આમ છતાં કોઈ
દ્રવ્ય કોઈ દ્રવ્યનું વેરી તો છે નહિ. અજીવકર્મો વેરી થઈને જીવને બળજબરીથી વિકાર કરાવે છે–એમ નથી.
અજીવને વિકારનો કરનાર કહ્યો તે તો નિમિત્ત તરીકે છે.
મુનિ થયા; તેમ પોતે પોતાની શક્તિ પ્રમાણે ભાવના કરવી. આવી ભાવનામાં સાથ આપવા જેવો છે–આવી
ભાવનાનું અનુસરણ કરવા જેવું છે. અહો! આવી ભાવના ભાવીને જંગલમાં જઈને ધ્યાન કરીએ ને એવા લીન
થઈએ કે સ્થિર બિંબ દેખીને શરીર સાથે જંગલના રોઝડાં ને હરણાં ભ્રમથી પોતાના શીંગડા ઘસતા હોય.–આવી
શાંતિનાથ ભગવાન વીતરાગી મુનિ થયા, સુખ–દુઃખમાં સમભાવી થયા. સર્વ પ્રકારના ઉપસર્ગમાં સમતાની ભાવના
કરીને–તેની ઉપેક્ષા કરતાં–ચૈતન્યમાં લીનતાથી આવી મુનિદશા થઈ. વન–જંગલમાં એકાકી વિચરતા ભગવાનને
બહારના સંયોગનું કાંઈ દુઃખ ન હતું. તેઓ તો આત્માની લીનતામાં અતીન્દ્રિય આનંદની મોજ કરતા હતા.
PDF/HTML Page 13 of 21
single page version
વગરના ભિન્ન ભિન્ન જ માનવામાં આવે તો તેમાં દોષો આવે છે. તે
દોષો અહીં બતાવે છે–
છે, ને આત્માની ધુ્રવતાના આધારે સમ્યક્ત્વનો ઉત્પાદ થાય છે. આત્માની ધુ્રવતાના આધાર વગર અને
મિથ્યાત્વના વ્યય વગર એકલા સમ્યક્ત્વના ઉત્પાદને જ ગોતે તો તે ઉત્પાદ નહિ મળે. ધુ્રવના આધાર વગર
શેમાં ઉત્પાદ થશે? અને મિથ્યાત્વ પર્યાયનો અભાવ થયા વગર સમ્યક્ત્વ પર્યાયનો ઉત્પાદ ક્યાંથી થશે? નવી
પર્યાય ઉત્પન્ન થવાનું કારણ જૂની પર્યાયનો વ્યય છે, ને નવી પર્યાયનો ઉત્પન્ન થવાનો આધાર ‘ધુ્રવ’ છે. ધુ્રવના
ઉત્પાદ જ ન થાય; અને આત્માની ધુ્રવતા વગર જ જો કોઈ સમ્યક્ત્વનો ઉત્પાદ માને તો તેને અસત્ની ઉત્પત્તિ
થવાનો પ્રસંગ આવે.
ધર્મની ઉત્પત્તિ નહિ થાય. જો ધુ્રવના આધાર વગર જ ઉત્પત્તિ થાય તો અસત્ની ઉત્પત્તિ થાય.
નહિ મળે પણ આત્માની ધુ્રવતાના આધારે અને આકુળતાના અભાવમાં સુખ મળશે. ધુ્રવતા તે સુખના
ઉત્પાદનો આધાર છે, ને આકુળતાનો વ્યય તે સુખની ઉત્પત્તિનું કારણ છે. એ બંનેને ન માને તો સુખની ઉત્પત્તિ
જ ન થાય. પરના આશ્રયના વ્યયથી, ને પોતાની ધુ્રવતાના આશ્રયથી સુખનો ઉત્પાદ થાય છે. એટલે સુખ માટે
ધુ્રવની રુચિ જ કરવાનું આવ્યું. અહીં કેટલાક દાખલા કહેવાયા તે, પ્રમાણે બધાંય દ્રવ્યોમાં સમયે સમયે જે ઉત્પાદ
થાય છે તે ધુ્રવ અને વ્યય વગર થતો નથી, એમ સમજવું. ભાઈ! જો તારે શાંતિ પ્રગટ કરવી હોય તો તું તારા
ધુ્રવતત્ત્વમાં તે શોધ. ધુ્રવતત્ત્વના આધારે જ શાંતિની ઉત્પત્તિ થશે. અશાંતિનો અભાવ તે શાંતિની ઉત્પત્તિનું
કારણ કહ્યું છે; પણ તે અશાંતિનો અભાવ અને શાંતિની ઉત્પત્તિ ક્યારે થાય?–કે જો ધુ્રવતત્ત્વની દ્રષ્ટિ કરે તો. એ
રીતે શાંતિ માટે ધુ્રવસ્વભાવની દ્રષ્ટિ કરવાનું જ આવ્યું.
ધુ્રવવાળું છે એટલું જ સાબિત કર્યું હતું ને આ ૧૦૦ મી ગાથામાં વધારે સ્પષ્ટતા કરીને દ્રવ્યનાં ઉત્પાદ–વ્યય–
ધુ્રવને એક સાથે બતાવે છે. જો ઉત્પાદ–વ્યય–ધુ્રવને એક સાથે જ ન માનો તો વસ્તુ જ સાબિત થતી નથી, ને
દોષ આવે છે, તેનું આ વર્ણન ચાલે છે.
એવી માટી વગર જ ઘડા ઉત્પન્ન થવા માંડે. આત્મામાં સમ્યગ્દર્શનની ઉત્પત્તિ ચેતનની નિત્યતાના આધાર
વિના, અને મિથ્યાત્વના વ્યય વિના થઈ શકે નહીં. પર પદાર્થની રુચિરૂપ પૂર્વની મિથ્યાભ્રાંતિના નાશ
PDF/HTML Page 14 of 21
single page version
સમ્યગ્દર્શન નહિ મળે.
ઉત્પત્તિ સિદ્ધ થાય નહીં. અને જો જગતમાં ઘડારૂપ એક ભાવની ઉત્પત્તિ ન થાય તો જગતમાં સમ્યક્ત્વ,
સિદ્ધદશા વગેરે કોઈ ભાવોની ઉત્પત્તિ જ નહિ થાય. તેમ જ જો માટી વગર જ ઘડો થાય તો આકાશનું ફૂલ પણ
થાય એટલે કે વસ્તુની હયાતી વગર–અદ્ધરથી જ નવા નવા ભાવો ઉત્પન્ન થવા માંડે,–આત્મા વગર જ સમ્યક્ત્વ
ઊપજે–એ રીતે મોટો દોષ આવે છે. આત્માની ધુ્રવતાના અવલંબન વગર જ કદી સમ્યક્ત્વની ઉત્પત્તિ થાય નહીં.
પરથી લાભ થશે એવી જે મિથ્યારુચિ છે તે પરસન્મુખ રુચિના અભાવ વગર અને સ્વદ્રવ્યની ધુ્રવતાના
અવલંબન વગર સમકિતની ઉત્પત્તિ થઈ શકશે નહીં.
મળશે નહીં.
અવલંબનથી ઊપજે છે, મહાવ્રત વગેરેના રાગથી તે ઊપજતી નથી. ધુ્રવતાનું અવલંબન અને રાગનો અભાવ–
એ બંને વિના વીતરાગભાવની ઉત્પત્તિ થઈ શકે નહીં.
આમાં ધુ્રવતા તે ભાવસાધન છે ને વ્યય તે અભાવસાધન છે.
ઉપરના દ્રષ્ટાંતો પ્રમાણે જગતના જડ કે ચેતન બધા ભાવોના ઉત્પાદમાં સમજવું. કોઈ પણ ભાવનો
અવલંબન વગર સમ્યક્ત્વપર્યાયનો ઉત્પાદ થાય નહિ. જગતમાં જો સસલાનાં શીંગડાં થાય, કાચબાના વાળ
થાય કે આકાશનાં ફૂલ થાય તો ધુ્રવના અવલંબન વગર સમ્યક્ત્વ થાય.–તે વાત કદી બને નહિ. ધુ્રવતત્ત્વ વગર
એકલા શૂન્યમાંથી જ કોઈ ભાવની ઉત્પત્તિ થાય નહીં. માટે ઉત્પાદ સાથે ધુ્રવ તેમ જ વ્યયને પણ માનવા
જોઈએ. આવું જ ઉત્પાદ–વ્યય–ધુ્રવરૂપ વસ્તુસ્વરૂપ છે, સર્વજ્ઞદેવના જ્ઞાનમાં આ જ પ્રમાણે જણાયું છે, તેમની
વાણીમાં આ જ રીતે આવ્યું છે, સંતોએ પણ એ જ રીતે જાણીને કહ્યું છે ને શાસ્ત્રોમાં પણ એ જ કહ્યું છે.–આવા
વસ્તુસ્વરૂપને જે નથી જાણતો તે ખરેખર દેવ–ગુરુ–શાસ્ત્રને જાણતો નથી.
રીતે કલ્યાણ થતું નથી.
PDF/HTML Page 15 of 21
single page version
સ્વપદાર્થની રુચિ ઊપજી નથી ને આત્માનું કાયમપણું ભાસ્યું નથી;–તો તેની વાત ખોટી છે. જે ક્ષણે પરમાં
સુખબુદ્ધિનો નાશ થયો તે જ ક્ષણે આત્માની રુચિ ન થાય અને આત્માની ધુ્રવતાનો આધાર ન ભાસે–એમ બને
નહિ. સમ્યકત્વનો ઉત્પાદ ને આત્માની ધુ્રવતા વગર મિથ્યાત્વનો વ્યય હોય નહીં.
જગતમાં કારણના અભાવને લીધે કોઈ ભાવોનો નાશ જ ન થાય; અથવા તો સત્નો જ સર્વથા નાશ થઈ જાય.
સ્વની રુચિના ઉત્પાદ વગર અને ધુ્રવ આત્માના અવલંબન વગર જ જો કોઈ મિથ્યારુચિનો વ્યય કરવા માગે તો
વ્યય થઈ શકે જ નહિ, અથવા તો મિથ્યારુચિના નાશ ભેગો આત્માનો ય નાશ થઈ જાય. માટે ધુ્રવ અને ઉત્પાદ
એ બંને ભાવો વગરનો એકલો વ્યય હોતો નથી. એમ બધા ભાવોમાં સમજવું.
મિથ્યાત્વ થશે.
ધુ્રવતા–એ બંનેને માન્યા વિના પોતાના અસ્તિત્વને જ નહિ માની શકાય, અને રાગ–દ્વેષનો નાશ પણ
સિદ્ધ નહિ થાય. જો ધુ્રવપણું ન માને તો ચેતનની ધુ્રવતાના અવલંબન વગર રાગ–દ્વેષનો નાશ થાય નહિ.
જો ધુ્રવ વગર જ રાગ–દ્વેષનો નાશ થવાનું માને તો રાગ–દ્વેષનો નાશ થતાં આત્માનું અસ્તિત્વ જ ન રહ્યું!
અને જો વીતરાગતાનો ઉત્પાદ ન માને તો રાગ–દ્વેષનો નાશ જ ન થાય, કેમ કે બીજા ભાવની ઉત્પત્તિ
વગર પહેલાંંના ભાવનો નાશ જ ન થાય. રાગનો વ્યય તે વીતરાગતાની ઉત્પત્તિરૂપ છે ને તેમાં
ચૈતન્યપણાની ધુ્રવતા છે. ધુ્રવના લક્ષે, વીતરાગતાની ઉત્પત્તિ થતાં, રાગનો વ્યય થાય છે. એ રીતે ઉત્પાદ–
વ્યય ને ધુ્રવ ત્રણે એક સાથે છે. વીતરાગતાના ઉત્પાદ વગર રાગનો વ્યય થઈ શકે નહિ અને એ પ્રમાણે
જગતમાં મિથ્યાત્વ, અજ્ઞાન, શરીર, ઘડો વગેરે કોઈ ભાવનો વ્યય થાય નહિ–એ દોષ આવે. અને ચેતનની
ધુ્રવતા વગર જ રાગ–દ્વેષનો નાશ થાય તો તે રાગ ભેગો સત્ આત્માનો ય નાશ થઈ ગયો, એટલે ધુ્રવ
વગર વ્યય માનતાં જગતના બધા ભાવોનો નાશ થઈ જશે.–એ મોટો દોષ આવે છે. માટે વસ્તુમાં ઉત્પાદ–
વ્યય–ધુ્રવ ત્રણે એક સાથે જ છે–એવું વસ્તુસ્વરૂપ સમજવું જોઈએ.
આવે છે. અને ધુ્રવતા વગર રાગ દ્વેષનો નાશ થવાનું માને તો તેની શ્રદ્ધામાં આત્માનો નાશ થઈ જાય છે. જો કે
આત્માનો તો નાશ થતો નથી, પણ આત્માની ધુ્રવતાના અવલંબન વગર રાગ–દ્વેષનો નાશ કરવાનું જે માને છે
તેની માન્યતામાં આત્માનો જ અભાવ થઈ જાય છે, એટલે કે તેની માન્યતા મિથ્યા થાય છે.
સ્વભાવના અવલંબન વગર રાગ–દ્વેષનો નાશ કરવાનું માને તે પણ મૂઢ છે. જડ કર્મોનો નાશ તે પુદ્ગલની
ધુ્રવતાને અને તેની નવી પર્યાયના ઉત્પાદને અવલંબે છે. આત્માના વીતરાગભાવથી પુદ્ગલમાં કર્મદશાનો વ્યય
થયો–એમ ખરેખર નથી. હા, આત્મામાં ધુ્રવના આશ્રયે વીતરાગતાની ઉત્પત્તિ થતાં રાગનો વ્યય થાય છે.
વસ્તુનાં ઉત્પાદ–વ્યય–ધુ્રવને તે વસ્તુની સાથે જ સંબંધ છે પણ એક વસ્તુના ઉત્પાદ–વ્યય–ધુ્રવને બીજી વસ્તુ સાથે
કાંઈ સંબંધ નથી.
PDF/HTML Page 16 of 21
single page version
નથી. દરેક વસ્તુમાં સમયે સમયે સ્વતંત્ર પોતાથી જ ઉત્પાદ–વ્યય–ધુ્રવ થાય છે. આવી જ વસ્તુસ્થિતિ છે; કોઈ
ઈશ્વર કે કોઈ નિમિત્ત તેનાં ઉત્પાદ–વ્યય–ધુ્રવમાં કાંઈ કરતા નથી. એક એમ કહે કે, આખી વસ્તુને બીજાએ
બનાવી, અને બીજો એમ કહે કે, વસ્તુની અવસ્થાને બીજાએ બનાવી,–તો તે બંનેની મિથ્યા માન્યતામાં પરમાર્થે
ધુ્રવતા ન રહે તો તો વ્યય થતાં સત્નો જ નાશ થઈ જાય, એટલે જગતના બધા પદાર્થોનો નાશ થઈ જાય.
ચૈતન્યની ધુ્રવતા રહીને અને સમ્યક્ત્વભાવની ઉત્પત્તિ થઈને જ મિથ્યાત્વભાવનો વ્યય થાય છે.
ધુ્રવને એકબીજા વગર માને તો તે પણ વસ્તુને જાણતો નથી. દેવ–ગુરુને કારણે પોતામાં સમ્યક્ત્વનો ઉત્પાદ
થવાનું માને તો તેને સમ્યક્ત્વનો ઉત્પાદ સાબિત થતો નથી. તેમ જ પોતામાં મિથ્યાત્વનો વ્યય ને આત્માની
ધુ્રવતા–એ બે બોલ વગર સમ્યક્ત્વનો ઉત્પાદ સાબિત થતો નથી. એ જ પ્રમાણે મિથ્યાત્વનો વ્યય પણ
સમ્યક્ત્વનો ઉત્પાદ અને ચૈતન્યની ધુ્રવતા વગર સાબિત થતો નથી.
તે ધર્મની ઉત્પત્તિનું કારણ છે. પૂર્વ પર્યાયનો વિનાશ ને ઉત્તર પર્યાયની ઉત્પત્તિ તે બંનેને અરસપરસ એકબીજાનું
કારણ કહ્યું છે. આત્માની ધુ્રવતાના અવલંબને મિથ્યાત્વનો નાશ થયો તે સમ્યક્ત્વની ઉત્પત્તિનું કારણ છે. તેમ
જ, સમ્યક્ત્વનો ઉત્પાદ થયા વગર અને આત્માની ધુ્રવતા રહ્યા વગર જો મિથ્યાત્વનો નાશ થઈ જાય તો તે
મિથ્યાત્વનો નાશ થતાં આત્મા જ કાંઈ ન રહ્યો, એટલે એકલા વ્યયની માન્યતામાં આત્માનો જ નાશ થઈ
ગયો, ને એ જ પ્રમાણે જગતના બધા સત્ પદાર્થોનો તેની માન્યતામાં નાશ થઈ જાય છે એટલે કે ઉત્પાદ અને
માન્યું તેણે તે રાગ ઘટાડતાં આત્માને જ ઘટાડી દીધો. રાગ કેમ ઘટે?–રાગને ઘટાડવાના લક્ષે રાગ ન ઘટે પણ
જો ધુ્રવતાનું અવલંબન લ્યે ને વીતરાગભાવની ઉત્પત્તિ થાય તો રાગનો વ્યય થાય છે.
પદાર્થોનો જ નાશ માને છે.–આવું માનનાર જીવ સર્વજ્ઞને, ગુરુને, શાસ્ત્રને, કે જ્ઞેયોનો સ્વભાવને માનતો નથી,
અને પોતાના જ્ઞાનસ્વભાવી આત્માને પણ તે માનતો નથી. દેવ–ગુરુ–શાસ્ત્ર તે બધાય આવી જ વસ્તુસ્થિતિ કહે
છે. જ્ઞેયનો સ્વભાવ પણ એવો જ છે ને આત્માનો સ્વભાવ તેને જાણવાનો છે.–આવી વસ્તુસ્થિતિ છે તે સમજવા
યોગ્ય છે. એ સમજે તો જ જ્ઞાનમાં શાંતિ અને વીતરાગતા થાય તેમ છે. યથાર્થ વસ્તુસ્થિતિને સમજ્યા વગર
(૨) વ્યય ઉત્પાદ અને ધુ્રવ વિના નહિ.
એ બે વાત સાબિત કરી. ઉત્પાદ અને વ્યય એ બંને ધુ્રવ વગર હોતાં નથી–એ વાત પણ તે બે બોલમાં
PDF/HTML Page 17 of 21
single page version
પરિણામી સાબિત જ નહિ થાય. ઉત્પાદ–વ્યય વગર ધુ્રવને નક્કી કોણ કરશે? ધુ્રવ પોતે ધુ્રવને નક્કી નથી કરતું
પણ નવી પર્યાયનો ઉત્પાદ અને જૂની પર્યાયનો વ્યય તે વડે ધુ્રવ નક્કી થાય છે.
માનનારમાં પોતામાં જ ઉત્પાદ–વ્યય આવી ગયા. એવા ઉત્પાદ–વ્યય વગર કૂટસ્થ માનનારો જ સિદ્ધ નહિ થાય.
જો એક વસ્તુ ધુ્રવ ન રહે તો જગતની કોઈ વસ્તુ ધુ્રવ ન રહે. અથવા રાગ–દ્વેષ વગેરે જે ક્ષણિક વિકલ્પ છે તે
પણ ધુ્રવ જ થઈ જશે, એટલે ક્ષણે ક્ષણે થતા વિકલ્પો તે જ દ્રવ્ય થઈ જશે, એ મોટો દોષ આવે છે.
જ સાબિત નહિ થાય. અથવા ક્ષણિક ઉત્પાદ–વ્યય પોતે જ ધુ્રવ થઈ જશે, એટલે સમય સમયનું દ્રવ્ય ભિન્ન ભિન્ન જ
અનેકાંતમય વસ્તુમાં ધુ્રવપણું નવા ભાવની ઉત્પત્તિ સહિત તેમ જ જૂના ભાવના નાશ સહિત જ છે–એમ માનવું.
વ્યયમાં વર્તમાનભાવનો નાશ છે તેથી તેમાં ‘સંહારને આરંભનાર’ એમ ભાષા વાપરી છે. અને–
ધુ્રવમાં જે છે તેની સ્થિતિની વાત છે તેથી ‘સ્થિતિ પ્રાપ્ત કરવા જનાર’ એમ ભાષા વાપરી છે.–એ રીતે
(૨) ધુ્રવના આધાર વગર અસત્ની ઉત્પત્તિ થશે. માટે એક સમયમાં ઉત્પાદ–વ્યય–ધુ્રવ ત્રણે સાથે હોય
(૨) ધુ્રવપણું રહ્યા વગર જ વ્યય થશે તો સત્નો જ નાશ થઈ જશે. માટે એક સમયમાં ઉત્પાદ–વ્યય–
(૨) એક અંશ છે તે જ આખું દ્રવ્ય થઈ જશે. માટે ઉત્પાદ–વ્યય–ધુ્રવ ત્રણે એક સમયમાં સાથે હોય તો
PDF/HTML Page 18 of 21
single page version
ભાવોની ધુ્રવતા નહિ રહે, બધુંય નાશ થઈ જશે.
ઉત્પાદ–વ્યય ને ધુ્રવ એ ત્રણે એક સાથે નિર્વિઘ્નપણે દ્રવ્યમાં છે એમ સંમત કરવું, નિઃસંદેહ પણે નક્કી કરવું.
એકલો ઉત્પાદ, એકલો વ્યય કે એકલું ધુ્રવપણું તે દ્રવ્યનું લક્ષણ નથી પણ ઉત્પાદ–વ્યય ને ધુ્રવ એ ત્રણે એક સાથે
જ દ્રવ્યનું લક્ષણ છે એમ જાણવું.
एतस्योपासनोपायः साम्यमेकमुदाहृतम्।।
–આમ કોણે કહ્યું? કેવળજ્ઞાનરૂપી દિવ્યનેત્રો વડે સમસ્ત પદાર્થોને જાણનાર તથા સંસારરહિત એવા સર્વજ્ઞ
ભગવાને એક સામ્યભાવને જ શુદ્ધાત્માની ઉપાસનાનો ઉપાય કહ્યો છે. આત્માનું ભાન કરીને તેમાં ઠરતાં જેના
રાગ–દ્વેષ–અજ્ઞાન તદ્ન ટળી ગયા છે એવા સર્વજ્ઞભગવંતોએ જ્ઞાનચક્ષુ વડે ચૌદ બ્રહ્માંડના ભાવોને પ્રત્યક્ષ જોયા,
તેમાં આત્માની શાંતિનો આ એક જ ઉપાય જોયો છે કે સામ્યભાવ તે આત્માની શાંતિ છે. પહેલાંં આત્માની
સમ્યક્શ્રદ્ધા કરવી તે પણ સામ્યભાવ છે. સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ ત્રણે સામ્યભાવ છે,
અને તે જ શુદ્ધ આત્માની ઉપાસનાનો ઉપાય છે.
પણ તે ખરેખર સમતા નથી, પરંતુ વિષમતા છે. જ્ઞાનમૂર્તિ આત્મસ્વભાવનું ભાન થતાં, પુણ્ય સારું ને પાપ
ખરાબ–એવી પુણ્ય–પાપમાં વિષમતાની દ્રષ્ટિ ટળીને સામ્યભાવ પ્રગટે તેનું નામ સમતા છે. સમતાભાવ કહો કે
રસ્તો એક સામ્ય જ છે, એમ જોયું છે.
સ્વરૂપ નથી, હું તે બંનેનો જાણનાર છું–એમ જેણે ભાન કર્યું તેને તે બંનેમાં ચૈતન્યના લક્ષે સમતાની પ્રતીત છે.
સમતાનો અર્થ જ જ્ઞાતાપણું છે. મારો આત્મા જ્ઞાતા છે, કોઈ સંયોગમાં ફેરફાર કરવાની મારી તાકાત નથી અને
રાગ–દ્વેષ તે મારું સ્વરૂપ નથી, વસ્તુમાં જેમ થાય તેનો હું જ્ઞાતા જ છું–આવી જ્ઞાનસ્વભાવની પ્રતીત પ્રગટયા
વગર કોઈને સામ્યભાવ હોય નહીં. શરીરમાં નીરોગતા હો કે રોગ હો, શત્રુ હો કે મિત્ર હો, શુભ હો કે અશુભ હો
તેમ જ જીવન હો કે મરણ આવો–તે બધામાં હું તો જ્ઞાતા જ છું, એક ઈષ્ટ અને બીજું અનિષ્ટ એવું મારા જ્ઞાનમાં
નથી, આવી જેને પ્રતીત થઈ છે તેને તે બધામાં સમતા જ
PDF/HTML Page 19 of 21
single page version
મારો જ્ઞાનસ્વભાવ છે, જગતની બધી ચીજનો હું તો જ્ઞાતા–દ્રષ્ટા છું, જાણનાર–દેખનાર ચૈતન્યસ્વભાવ સિવાય
જગતમાં કોઈ ચીજ મારી નથી–આમ જેને ચૈતન્યની ચિંતા જાગી છે અને ચૈતન્યના લક્ષે જ્ઞાતાપણે રહીને સર્વને
જાણ્યા કરે છે તેને સાચી સમતા છે, તે જ ધર્મ છે, અને તે જ આત્માની મુક્તિનો ઉપાય છે. એ સિવાય કોઈ પર
માન્યું તેને પોતાની ઈચ્છા પ્રમાણે પરમાં થાય ત્યાં મિથ્યાત્વપૂર્વકનો રાગ અને ઈચ્છા પ્રમાણે ન થાય ત્યાં
મિથ્યાત્વપૂર્વકનો દ્વેષ થયા વિના રહેશે નહીં.
સેવાનો શુભભાવ ભલે હો; પરંતુ તેનો સરવાળો જો આત્માની ઉપાસનામાં ન ફળે અને તે દેવ–ગુરુની સેવાના
રાગમાં જ ધર્મ માનીને અટકી જાય તો ભગવાન તેને શાંતિનો રસ્તો કહેતા નથી; ચૈતન્યની ઉપાસના રાગ વડે
થતી નથી. ચૈતન્યસ્વભાવની સેવાનો–ઉપાસનાનો રસ્તો સ્વભાવ જ છે.
સમ્યગ્દ્રષ્ટિનો સામ્યભાવ છે. અને ત્યાર પછી સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા થતાં જ્ઞાતાભાવ અને વીતરાગભાવ
વધી જતાં, રાગ–દ્વેષ પણ ન થાય–તે ચારિત્રદશાનો સામ્યભાવ છે.
તો ઠીક–એવો વિકલ્પ પણ ન ઊઠે. આવો સામ્યભાવ તે આત્માની ઉપાસનાનો ને મોક્ષનો ઉપાય છે, એ સિવાય
બીજો કોઈ ઉપાય નથી. પણ એવી સમતા ક્યારે આવે? પહેલાંં નિત્યાનંદ આત્માને જાણ્યો હોય તો તેમાં
એકાગ્રતાથી જીવન–મરણ વગેરેમાં સમતાભાવ રહે. પરથી ભિન્ન આત્માના જ્ઞાનસ્વભાવને જેણે જાણ્યો તેને જ્ઞાનનો
સમતાભાવ પ્રગટ થયા વગર રહે નહીં. એ સમતાભાવ તે જ આત્માની શાંતિનો એકમાત્ર ઉપાય છે.
૧૨ વર્ષની ઉપરના જૈન ભાઈઓને વર્ગમાં દાખલ કરવામાં આવશે.
શિક્ષણવર્ગમાં દાખલ થનારને માટે ભોજન તથા રહેવાની સગવડ શ્રી જૈન
સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તરફથી થશે. આ શિક્ષણવર્ગમાં દાખલ થવા ઈચ્છા હોય
તેમણે નીચેના સરનામે સૂચના મોકલી દેવી અને તા. ૧૦–૫–૫૧ના રોજ હાજર
થઈ જવું (વિદ્યાર્થીઓએ બિછાનું સાથે લાવવું.)
PDF/HTML Page 20 of 21
single page version
પં. ટોડરમલ્લજી કૃત મોક્ષમાર્ગ પ્રકાશકના પહેલા છ અધ્યાય ઉપરનાં પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનોનો
પુસ્તક જેવું બની ગયું છે. તદ્ન નવી શરૂઆતવાળા કે અભ્યાસી, સર્વે જિજ્ઞાસુઓએ આ પુસ્તકનો અભ્યાસ
કરવા જેવો છે. પૃ. ૨૦૦ કિંમત : ૦–૧૨–૦
અનંતકાળથી કદી એક સેકંડ પણ પ્રાપ્ત નહિ કરેલ એવું અપૂર્વ સમ્યગ્દર્શન,–કે જેને એક સેકંડ માત્ર પણ
પ્રવચનોનો સંગ્રહ આ પુસ્તકમાં છે. સમ્યગ્દર્શન શું ચીજ છે ને કેટલો અપૂર્વ તેનો મહિમા છે–એ વાત સમજવા
માટે આ પુસ્તક અતિ ઉપયોગી છે. ઊંડા જિજ્ઞાસુઓએ જરૂર સ્વાધ્યાય કરવા યોગ્ય છે. પૃ. ૨૧૭ કિંમત ૧–૪–૦
(હિંદીમાં પણ છપાય છે.)
દરેક જૈનોએ જરૂર વાંચવા યોગ્ય છે. સાચું જૈનત્વ ક્યારે કહેવાય? પોતાને ‘જૈન’ એટલે કે ‘જિનેન્દ્રનો
આ પુસ્તક ઘણું જ સહેલું છે, કોઈ પણ પ્રાથમિક અભ્યાસી સહેલાઈથી વાંચી–સમજી શકે તેવું છે. બીજી આવૃત્તિ
પૃ. ૭૬ કિંમત ૦–૯–૦
ધર્મનો ગ્રાહક હોવો જોઈએ. એક સાથે પાંચ સેટ ખરીદ કરનારને રૂા. ૭૫–૦–૦ માં આપવામાં આવશે.
૧૦૪–૧–૮..................... ઓળખાણ અહિતની............. ઓળખાણ સહિતની
૧૦૬–૧–૩૪................... વૈશાખ સુદ ૬ સમે................ વૈશાખ સુદ દસમે
૧૧૦–૨–૯...................... એમ સાધારણ...................... અમે સાધારણ
૧૧૩–૨–૧૨.................... પુણ્ય તો ધોયા છે................. પુણ્ય તો થોથાં છે
૧૧૫–૧–૧૯.................... જેને ગોઠવ્યું છે..................... જેને ગોઠયું છે
૧૧૬–૧–૧૮.................... જે દ્વીપમાં જે શ્રી................... જે દ્વીપમાં શ્રી
૧૨૦–છેલ્લી કડી.............. નિત્ય વહુંતી........................ નિત્યે વહંતી
૧૨૨–૨–૨૩.................... વિકારી તત્ત્વોનો સ્વભાવ...... વિકારી તત્ત્વોનો અભાવ
૧૨૬–૨–૪...................... વૈશાખ સુદ ૬...................... વૈશાખ વદ ૬
૧૩૪–૧–૨૮.................... વૈશાખ વદ ૧ સુધી............... વૈશાખ વદ અમાસ સુધી
૧૩૪–૨–૩૮.................... તૈયાર છે............................. તૈયાર થયા છે.
૧૪૦–૧–૭...................... સત્પુરુષના..... અંતર્મંથન.......સત્પુરુષના વચનોનું અંતર્મંથન
૧૪૦–૨–૧૩.................... ગાથા ૨૩ થી ૨૮................. ગાથા ૨૩ થી ૬૮