Atmadharma magazine - Ank 092
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૮
સળંગ અંક ૦૯૨
Version History
Version
Number Date Changes
001 Nov 2005 First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
૯૨
: સંપાદક :
વકીલ રામજી માણેકચંદ દોશી
ખેડૂતની જિજ્ઞાસા
જીવ અજ્ઞાનને લીધે અનાદિકાળથી અવતારમાં બળદની જેમ દુઃખી થઈ રહ્યો
છે; છતાં તેનાથી છૂટવાની જિજ્ઞાસા પણ મૂઢ જીવને થતી નથી. નાના ગામડામાં એક
ખેડૂત પૂછતો હતો કે ‘મહારાજ! આત્મા અવતારમાં રઝડે છે, તે રઝડવાનો અંત આવે
ને મુક્તિ થાય, એવું કંઈક બતાવો!’ આવો જિજ્ઞાસાનો પ્રશ્ન પણ કોઈકને જ ઊઠે છે.
આવા મોંઘા ટાણાં ફરી ફરીને મળતાં નથી, માટે જિજ્ઞાસુ થઈ, અંતરમાં મેળવણી
કરીને સાચું આત્મસ્વરૂપ શું છે તે સમજવું જોઈએ; કેમકે જે શુદ્ધ આત્માને ઓળખે છે
તે જ શુદ્ધાત્માની પ્રાપ્તિ કરે છે.
–પ્રવચનમાંથી

PDF/HTML Page 3 of 21
single page version

background image
• મગલ જન્મત્સવ •
પરમ પૂજ્ય કલ્યાણકારી ગુરુદેવશ્રીના મંગલજન્મનો ૬૨મો ઉત્સવ વૈશાખ સુદ બીજ ને મંગળવારે
ધામધૂમપૂર્વક સોનગઢમાં ઊજવાયો. સવારમાં વાજિંત્રોના ઝમકારથી ને ૬૨ દીપકોના ઝગમગાટથી એ
મંગલસન્દેશ સર્વત્ર પહોંચી ગયો....ને તરત ભક્તજનોનાં ટોળાં ઊલટભેર પૂ. શ્રીના દર્શને આવવા લાગ્યા.
પ્રથમ, મંગલજન્મની વધાઈ ગાતાં ગાતાં ભક્તમંડળે સ્વાધ્યાયમંદિરને ત્રણ પ્રદક્ષિણા કરી.....પછી પૂ. ગુરુદેવના
દર્શન કરીને બે સ્તુતિ કરવામાં આવી.....ને સદ્ગુરુદેવના જયકાર ગજાવતું ભક્તમંડળ જિનેન્દ્રદેવની પૂજા કરવા
ગયું. અને ઘણા ઉલ્લાસપૂર્વક પૂજન થયું.
પછી ૭–૩૦ વાગે ભક્તમંડળ સરઘસરૂપે પૂ. શ્રીનું પ્રવચન સાંભળવા માટે આવ્યું. અર્પૂવ ભાવ ભરેલું
પૂ. શ્રીનું પ્રવચન થયા બાદ જન્મજયંતિનું એક ખાસ કાવ્ય ગવાયું, અને ‘૬૨’ સિક્કાઓના મેળવાળું એક ફંડ
થયું, જેમાં લગભગ ૬૨ રકમો (૩૮૦૦ રૂા.) નોંધાયા હતા.
બપોરે, પૂ. ગુરુદેવશ્રીના જન્મોત્સવ નિમિત્તે અજમેરથી ડૉ. સૌભાગ્યમલજી દોશી તરફથી આવેલા
અભિનંદનપત્રો વહેંચાયા હતા, તેમ જ બહારગામથી આવેલા અભિનંદનના તાર–સન્દેશાઓ વંચાયા હતા.
આજની ભક્તિ હંમેશાં કરતા જુદી ઢબથી ઉત્સાહભરી થઈ હતી. અને સાંજે ૬૨ રજત દીપકોથી શ્રી
જિનેન્દ્રદેવની આરતી ઉતારવામાં આવી હતી. રાત્રે સ્વાધ્યાયમંદિર ઉપરાંત મંડળના મુખ્ય ઘરે ‘૬૨’ દીપકોની
દીપમાળા થઈ હતી.
• અક્ષય ત્રજ •
વૈશાખ સુદ ત્રીજે ‘અક્ષય ત્રીજ’ ઊજવાઈ હતી. આ દિવસે દાનતીર્થની પ્રવૃત્તિ થઈ હતી. શ્રી ઋષભદેવ
પ્રભુને લગભગ એક વર્ષ સુધી વીતરાગી આનંદમય ઉપવાસ બાદ, આજના દિવસે શ્રી શ્રેયાંસકુમારે તેઓશ્રીને
ઈક્ષુરસ (શેરડીના રસ) નું આહારદાન કર્યું હતું. એ પ્રસંગના વર્ણનની સાથે સાથે પૂ. ગુરુદેવશ્રીએ મુનિદશાનું
અને મુનિના સમ્યક્ તપનું યર્થાથ સ્વરૂપ અપૂર્વરીતે પ્રવચનમાં સમજાવ્યું હતું. આજનું પ્રવચન શેઠ અમૃતલાલ
નરસીભાઈને ત્યાં ‘કિશોરકુંજ’માં થયું હતું.
વૈશાખ વદ છઠ્ઠના રોજ શ્રી સમવસરણ–પ્રતિષ્ઠાનો ૧૦મો વાર્ષિકોત્સવ હતો તથા વૈશાખ વદ આઠમના
રોજ શ્રી સ્વાધ્યાય મંદિરના ઉદ્ઘાટનો તથા તેમાં શ્રી સમયસારજીની પવિત્ર સ્થાપનાનો ૧૪મો વાર્ષિકોત્સવ
હતો. આ બંને ઉત્સવો ઉલ્લાસપૂર્વક ઊજવાયા હતા.
આજીવન બ્રહ્મચર્યનો એક આદર્શ પ્રસંગ
આત્મધર્મના જિજ્ઞાસુ પાઠકોને એક શુભ સમાચાર આપતાં આનંદ થાય છે કે:
વૈશાખ સુદ બીજ ને મંગળવારે પૂ. ગુરુદેવશ્રીની જન્મજયંતિ મહોત્સવના મંગલ પ્રસંગે
વઢવાણ શહેરના ભાઈશ્રી વૃવલાલ ગીરધરલાલ શાહે પૂ. ગુરુદેવશ્રી પાસે આજીવન
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા અંગીકાર કરી છે. તેમની ઉંમર માત્ર ૨૩ વર્ષની છે, તેઓ કુમાર
બ્રહ્મચારી છે. વળી તેઓ સુશિક્ષિત, વૈરાગ્યવંત અને ઘણા ઠરેલ છે. આવી યુવાનવયે
આવા ઠરેલ અને તત્વપ્રેમી જીવો બહુ થોડા જોવામાં આવે છે. બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા આપતી
વખતે પૂ. ગુરુદેવશ્રીએ પણ તેમના ઠરેલપણા વગેરેની ખાસ પ્રશંસા કરી હતી. પોતાના
એક ના એક સુપુત્રને આવું વૈરાગ્યજીવન ગાળવાની રજા આપવા માટે તેમના માતુશ્રીને
પણ ધન્યવાદ ઘટે છે. નાની ઉંમરે આવું મહાન કાર્ય કરવા માટે ભાઈશ્રી વજુભાઈને ઘણા
ધન્યવાદ છે. બ્રહ્મચારીમંડળ તરફથી પણ તેમને અભિનંદન આપવામાં આવે છે.
અહો! ધર્મપિતા પૂ. ગુરુદેવશ્રીની પાવન શીતળ છાયા અનેક બાળકોના જીવનમાં
મહાન ઉપકાર કરી રહી છે.

PDF/HTML Page 4 of 21
single page version

background image
: જેઠ: ૨૪૭૭ આત્મધર્મ : ૧૬૩ :
‘શ્રુતદેવતા જયવંત હો!’
[વીર સં. ૨૪૭૫ ના જેઠ સુદ પાંચમે શ્રુતપંચમીના મંગળદિવસે લાઠી શહેરમાં પૂ. ગુરુદેવશ્રીનું માંગળિક–પ્રવચન]
માંગળિક
આજે અહીંના જિનમંદિરમાં ભગવાન શ્રી સીમંધર પ્રભુની પ્રતિષ્ઠાનો દિવસ છે તેથી માંગળિક છે. અને
શ્રુતપૂજાનો પવિત્ર દિવસ (શ્રુત પંચમી) હોવાથી પણ આજે માંગળિક છે. બે હજાર વર્ષ પહેલાંં શ્રુતજ્ઞાનની
પ્રતિષ્ઠાનો મહા મહોત્સવ આજના દિવસે થયો હતો. અને આજે અહીં શ્રી જિનેન્દ્ર ભગવાનની પ્રતિષ્ઠા થાય
છે,–એટલે આજે બમણો માંગળિક મહોત્સવ છે.
શ્રુતપંચમીનો ઈતિહાસ
આ સૌરાષ્ટ્ર દેશમાં આજથી લગભગ બે હજાર વર્ષ પહેલાંં, ગિરનાર પર્વતની ચંદ્રગુફામાં શ્રી ધરસેન
મુનિ નામના મહાન દિગંબર સંત આચાર્ય ધ્યાન કરતા હતા. તેમને અંગ–પૂર્વના એકદેશનું જ્ઞાન હતું. તેઓ
ભારે વિદ્વાન અને શ્રુતવત્સલ હતા.
તેમને એવો ભય થયો કે ‘હવે મારી પાછળ અંગશ્રુત વિચ્છેદ થઈ જશે!’ તેથી, પોતાની પાસેનું
અંગશ્રુતજ્ઞાન કોઈ સમર્થ મુનિઓને ભણાવવાનો વિકલ્પ ઊઠ્યો. તે માટે, દક્ષિણ દેશમાં ધર્મોત્સવ પ્રસંગે ભેગા
થયેલા આચાર્યો ઉપર સમાચાર મોકલ્યા. અને ધરસેનાચાર્યદેવના આશયને સમજીને તે આચાર્યોએ પુષ્પદંત
અને ભૂતબલિ નામના બે મહાસમર્થ અને વિનયવંત મુનિઓને તેમની પાસે મોકલ્યા.
શ્રી વીરપ્રભુના શ્રીમુખથી વહેતી પવિત્ર જ્ઞાનગંગાના
પ્રવાહને અચ્છિન્નપણે વહેતો રાખનારી શ્રુતપંચમી ઉજવો....

જ્યારે તે બે મુનિઓ આવી રહ્યા હતા ત્યારે અહીં ધરસેનાચાર્યદેવે એવું મંગળસ્વપ્ન જોયું કે બે ઉત્તમ
સફેદ બળદો ત્રણ પ્રદક્ષિણા દઈને નમ્રતાપૂર્વક પોતાના ચરણે નમી રહ્યા છે. એ સ્વપ્ન જોતાં ઉત્સાહથી ‘શ્રુતદેવતા
જયવંત હો’ એવું આશીર્વાદ વચન આચાર્યદેવના મુખમાંથી નીકળ્‌યું. એ જ દિવસે શ્રી પુષ્પદંત અન ભૂતબલિ
મુનિરાજ આવી પહોંચ્યા. શ્રી આચાર્યદેવે હીનાધિક અક્ષરોવાળી વિદ્યા સાધવા આપીને તેમની પરીક્ષા કરી. પછી
સર્વજ્ઞપરંપરાથી ચાલ્યા આવતા શ્રુતજ્ઞાનનો અંશ (ષટ્ખંડાગમ) તેમને ભણાવ્યો. ત્યાર પછી તે પુષ્પદંત અને
ભૂતબલિ આચાર્યભગવંતોએ ષટ્ખંડાગમની રચના કરી. અને જેઠ સુદ ૫ ના રોજ અંકલેશ્વરમાં મહા મહોત્સવ
કરીને ચતુર્વિધ સંઘસહિત એ પવિત્ર શ્રુતજ્ઞાનની પૂજા કરી; ત્યારથી આજનો દિવસ ‘શ્રુતપંચમી’ તરીકે પ્રસિદ્ધ
છે અને તે દર વર્ષે ઊજવાય છે.
એ રીતે આજે શ્રુતની પ્રતિષ્ઠાનો મહા માંગળિક દિવસ છે. અને અહીં પણ શ્રી સીમંધરભગવાનની
પ્રતિષ્ઠાનો મહોત્સવ છે, એ રીતે માંગળિકમાં માંગળિકનો મેળ થઈ ગયો છે.
ક.લ્ય.ણ
જેટલો કાળ પરને માટે ગાળે છે તેટલો કાળ
જો સ્વને માટે ગાળે તો કલ્યાણ થયા વિના રહે નહિ.
ભાઈ રે! અનંત કાળે મહા દુર્લભ મનુષ્યપણું મળ્‌યું,
તેમાં કલ્યાણ ન કર્યું તો ક્યારે કરીશ?
–સમયસાર–પ્રવચન ભાગ ૧ પૃ. ૯૦
આત્મા ડોલી ઊઠે છે
આ સમયસારમાં મહામંત્રો છે. જેમ મોરલીના
નાદથી સર્પ ડોલી ઊઠે, તેમ ‘સમયસાર’ એટલે શુદ્ધ
આત્માનો મહિમા કહેનાર શાસ્ત્ર; તેના શ્રવણ વડે ‘હું
શુદ્ધ છું’ એમ જિજ્ઞાસુનો આત્મા ડોલી ઊઠે છે.
–સમયસાર–પ્રવચન ભાગ ૧ પૃ. ૨૭

PDF/HTML Page 5 of 21
single page version

background image
: ૧૬૪: આત્મધર્મ ૨૪૭૭: જેઠ:
ર્ સ્રુ ક્ષ્ િજ્ઞ
આ પ્રવચનસારના જ્ઞેયઅધિકારની ૧૦૦મી ગાથામાં ઉત્પાદ–વ્યય–ધ્રુવનું અવિનાભાવી દ્રઢ કર્યું;
હવે ઉત્પાદાદિકનું દ્રવ્યથી અર્થાંતરપણું નષ્ટ કરે છે અર્થાત્ તે ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્ય દ્રવ્યથી જુદા પદાર્થો
નથી પણ તે બધુંય એક દ્રવ્ય જ છે–એમ સિદ્ધ કરે છે–
ગાથા – ૧૦૧
ઉત્પાદ તેમ જ ધ્રૌવ્ય ને સંહાર વર્તે પર્યયે,
ને પર્યયો દ્રવ્યે નિયમથી, સર્વ તેથી દ્રવ્ય છે. ૧૦૧
ઉત્પાદ, સ્થિતિ અને ભંગ પર્યાયોમાં વર્તે છે; પર્યાયો નિયમથી દ્રવ્યમાં હોય છે, તેથી (તે) બધું ય દ્રવ્ય છે.
– ટીકા –
‘ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય ખરેખર પર્યાયોને આલંબે છે અને તે પર્યાયો દ્રવ્યને આલંબે છે; તેથી આ બધું
ય એક જ દ્રવ્ય છે, દ્રવ્યાંતર નથી.’
હવે તેનો વિસ્તારથી ખુલાસો કરે છે:–
‘પ્રથમ તો દ્રવ્ય પર્યાયો વડે આલંબાય છે કારણ કે સમુદાયી સમુદાયસ્વરૂપ હોય છે;’
દ્રવ્યનો જ નાશ, દ્રવ્યનો જ ઉત્પાદ કે દ્રવ્યની જ ધ્રુવતા–એમ નથી, તે એકેકમાં આખું દ્રવ્ય આવી જતું
નથી; પણ ઉત્પાદ કોઈ પર્યાયનો છે, વ્યય પણ પર્યાયનો છે ને ધુ્રવપણું પણ પર્યાયનું છે, એટલે ઉત્પાદ–વ્યય ને
ધ્રુવ એ ત્રણે, ત્રણ પર્યાયોને અવલંબીને છે. ને તે પર્યાયોનો સમુદાય દ્રવ્યને અવલંબે છે. (અહીં ‘પર્યાય’ એટલે
દ્રવ્યનો એક અંશ–એમ સમજવું.) પર્યાય તે અંશ છે, ને દ્રવ્ય તે અંશી છે; દ્રવ્ય સમુદાયી છે તે પર્યાયોના
સમુદાયથી બનેલું છે. ‘જેમ સમુદાયી વૃક્ષ સ્કંધ, મૂળ અને શાખાઓના સમુદાયસ્વરૂપ હોવાથી સ્કંધ, મૂળ અને
શાખાઓથી આલંબિત જ ભાસે છે, તેમ સમુદાયી દ્રવ્ય પર્યાયોના સમુદાયસ્વરૂપ હોવાથી પર્યાયો વડે આલંબિત
જ ભાસે છે.’ થડ, મૂળ અને ડાળીઓ એ ત્રણે ય વૃક્ષના અંશો છે, ને તે ત્રણે થઈને આખું ઝાડ છે. તેમ પર્યાયો
તે વસ્તુના અંશો છે, તે પર્યાયો વસ્તુના આશ્રયે જ છે. વસ્તુના અંશો વસ્તુથી જુદા નથી.
પહેલાંં ૧૦૦ મી ગાથામાં તો દ્રવ્યમાં ઉત્પાદ–વ્યય–ધ્રુવ ત્રણે એક સાથે–પરસ્પર અવિનાભાવી છે એમ
સિદ્ધ કર્યું. અહીં હવે એ સિદ્ધ કરે છે કે તે ઉત્પાદ, વ્યય ને ધુ્રવ કોનાં છે?–દ્રવ્યનાં કે પર્યાયનાં? ઉત્પાદ, વ્યય ને
ધ્રુવ તે પર્યાયોનાં છે, દ્રવ્યનાં નથી. ને તે ઉત્પાદ, વ્યય, ધ્રુવવાળા ત્રણે પર્યાયો (અંશો) દ્રવ્યના જ આશ્રયે છે.
દ્રવ્યના આશ્રયે પર્યાયો છે ને તે પર્યાયના અવલંબને ઉત્પાદ, વ્યય, ધ્રુવ છે.
‘પર્યાયો ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્ય વડે આલંબાય છે અર્થાત્ ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્ય પર્યાયોને આશ્રિત છે કારણે કે
ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્ય અંશોના ધર્મો છે.’ વસ્તુમાં ઉત્પાદ, વ્યય ને ધ્રુવ છે તે પરને લીધે નથી, પરમાં નથી ને પરનાં
પણ નથી, પણ તે પોતાની પર્યાયનાં જ છે. ઉત્પાદ પર્યાયનો છે, વ્યય પણ પર્યાયનો છે ને ધ્રુવતા પણ પર્યાયની
છે. એ ત્રણે અંશના સમુદાયસ્વરૂપ વસ્તુ છે. આત્મામાં સમ્યગ્દર્શન થયું તે વખતનાં ઉત્પાદ–વ્યય–ધ્રુવ આ પ્રમાણે:
તે વખતે સમ્યકત્વપર્યાય અપેક્ષાએ ઉત્પાદ છે, કાંઈ આખો આત્મા ઊપજ્યો નથી; મિથ્યાત્ત્વપર્યાય અપેક્ષાએ વ્યય
છે, કાંઈ આખો આત્મા વ્યય પામ્યો નથી; અને સળંગ પ્રવાહમાં વર્તતા ધ્રુવઅંશ અપેક્ષાએ ધ્રુવતા છે, કાંઈ આખો
આત્મા ધ્રુવ નથી. એ રીતે ઉત્પાદ–વ્યય ને ધ્રુવ દ્રવ્યનાં નથી પણ દ્રવ્યના એકેક અંશનાં છે; અને તે અંશો દ્રવ્યના
છે. બીજાની પર્યાયને લીધે કે બીજાની પર્યાયમાં તે અંશો નથી. વિકાર તે આત્માનો કાયમી સ્વભાવ નથી માટે તે
અંશનો ઉત્પાદ પરમાં થતો હશે!–તો કહે છે કે ના; તે વિકારનો ઉત્પાદ પણ આત્માની પર્યાયના આશ્રયે છે, ને તે
પર્યાય આત્મદ્રવ્યના આશ્રયે રહેલી છે. કર્મના ઉદયના આશ્રયે તે વિકારી પર્યાય રહેલી નથી. વિકારીપર્યાય તે પણ
સ્વજ્ઞેયનો અંશ છે. વિકારઅંશ જો પરનો કહો અથવા પરને લીધે થયેલો કહો તો સ્વજ્ઞેય આખું સિદ્ધ થતું નથી.
એક અંશને કાઢી નાખતાં આત્મા જ સિદ્ધ નહિ થાય. અને તે વિકારના ઉત્પાદને અંશનો (પર્યાયનો) ન માનતાં
જો દ્રવ્યનો જ માનવામાં આવે તો આખું દ્રવ્ય જ વિકારમય થઈ જશે, એટલે વિકારરહિત સ્વભાવ છે તે સ્વજ્ઞેય
તરીકે રહેશે નહિ અને વિકાર ટળીને અવિકારીપણું પણ થઈ શકશે નહિ.

PDF/HTML Page 6 of 21
single page version

background image
: જેઠ: ૨૪૭૭ આત્મધર્મ : ૧૬૫:
ઉત્પાદ, વ્યય, ધ્રુવ કોનાં હોય? –કે પર્યાયનાં.
પર્યાયો શેમાં હોય? –કે દ્રવ્યમાં.
એ રીતે બધાને એક દ્રવ્યમાં જ સમાવી દીધા છે.
ઘડો, પિંડ ને માટીપણું એ ત્રણે અંશોના સમુદાયસ્વરૂપ માટી છે. તે ત્રણ અંશો વગર માટી સિદ્ધ નહિ
થાય. તેમાં ઉત્પાદ તે ઘડાના આશ્રયે છે, વ્યય તે પિંડના આશ્રયે છે ને ધ્રુવતા તે માટીપણાના આશ્રયે છે. વળી
તે ઘડો, પિંડ ને માટીપણું એ ત્રણે અંશો માટીના આશ્રયે છે. એ રીતે એક માટીમાં બધું સમાઈ જાય છે.
જીવમાં રાગાદિ ઉદયભાવ થયો, તે ઉદયભાવ કોનો?–દ્રવ્યનો, પર્યાયનો કે પરનો? તો કહે છે કે, તે
ઉદયભાવ પરનો નથી, તે ઉદયભાવ દ્રવ્યનો નથી, પણ તે ઉદયભાવ તે વખતની આત્માની પર્યાયનો છે.
ઉદયભાવ તે સ્વજ્ઞેયની પર્યાય છે.
(૧) ઉત્પાદ, વ્યય, ધ્રુવ ત્રણે એક સાથે છે, એ વાત ૧૦૦ મી ગાથામાં સાબિત કરી.
(૨) હવે અહીં, ઉત્પાદ, વ્યય, ધ્રુવ તે અંશના (પર્યાયના) છે અને
(૩) તે પર્યાયો (અંશો) દ્રવ્યના છે,–એમ કહીને તે બધાને એક દ્રવ્યમાં જ સમાવી દ્યે છે.
કોઈ ભાવનો ઉત્પાદ થતાં આખું દ્રવ્ય જ નવું ઉત્પન્ન થતું નથી પણ પર્યાય નવી ઊપજે છે; તે પર્યાય દ્રવ્યના
આશ્રયે છે.
કોઈ ભાવનો વ્યય થતાં આખું દ્રવ્ય જ નાશ પામી જતું નથી પણ પર્યાય નાશ પામે છે, ને તે પર્યાય દ્રવ્યના
આશ્રયે છે.
પરિણામોના પ્રવાહમાં ધ્રુવતાપણે દ્રવ્ય જ ધ્રુવ નથી પણ અંશ અપેક્ષાએ ધ્રુવતા છે; ધ્રુવપણું તે પણ દ્રવ્યનો એક
અંશ છે, આખું દ્રવ્ય નથી. પણ તે ધ્રુવઅંશ દ્રવ્યના આશ્રયે છે.
–એ રીતે ઉત્પાદ–વ્યય ને ધ્રુવ અંશના છે, ને તે અંશોનો સમૂહ તે દ્રવ્ય છે. એ રીતે ‘દ્રવ્ય’ માં બધું
સમાઈ જાય છે.
ઉત્પાદ, વ્યય કે ધ્રુવ દ્રવ્યના જ આશ્રયે નથી એટલે કે દ્રવ્યનાં જ ઉત્પાદ, વ્યય કે ધ્રુવ નથી, પણ
પર્યાયનાં છે, અને તે પર્યાયો દ્રવ્યના છે. ઉત્પાદ, વ્યય કે ધ્રુવ તેમાંથી કોઈ એકમાં જ આખું દ્રવ્ય સમાઈ જતું
નથી પણ તે તો એકેક પર્યાયના છે. ઉત્પાદ તે આખા દ્રવ્યને બતાવતો નથી પણ ઉત્પાદ તે ઊપજતી પર્યાયને
બતાવે છે, વ્યય પણ આખા દ્રવ્યને બતાવતો નથી પણ તે પૂર્વપર્યાયને બતાવે છે, તથા ધ્રુવ પણ આખા દ્રવ્યને
બતાવતું નથી પણ તે પર્યાયને (–અંશને) જ બતાવે છે. એ રીતે તે દરેક એકેક પર્યાયને બતાવે છે, ને તે ત્રણે
પર્યાયોનો સમૂહ દ્રવ્યને બતાવે છે,–દ્રવ્ય તે પર્યાયોના સમૂહસ્વરૂપ છે.
કોઈ પણ દ્રવ્યનો કોઈ પણ એક સમય લ્યો તો તેમાં ઉત્પાદ–વ્યય ને ધ્રુવ ત્રણે એક સાથે પર્યાયોના
આશ્રયે છે. એકલા ઉત્પાદમાં, વ્યયમાં કે ધ્રુવમાં આખું દ્રવ્ય આવી જતું નથી માટે, તેઓ દ્રવ્યના આશ્રયે નહિ
પણ પર્યાયોના આશ્રયે છે એમ કહ્યું. ઉત્પાદધર્મ કોઈ પર્યાયના આશ્રયે છે, વ્યયધર્મ પણ કોઈ પર્યાયના આશ્રયે
છે ને ધ્રૌવ્યપણારૂપ ધર્મ પણ કોઈ પર્યાય (અંશ) ના આશ્રયે છે, માટે તેમને પર્યાયોના ધર્મ કહ્યા, અને પર્યાયો
દ્રવ્યના આશ્રયે છે. એ રીતે અભેદપણે દ્રવ્ય્માં બધું સમાઈ જાય છે.
એ વાત વૃક્ષનો દાખલો આપીને સમજાવશે.
માગસર સુદ ૨ – ૩ સોમવાર
(પ્રવચનસર ગ. ૧૦૧ ચલ)
ઉત્પાદ, વ્યય ને ધ્રુવ અંશોના આશ્રયે છે ને તે અંશો દ્રવ્યને આલંબે છે. ઉત્પાદ પણ અંશનો છે, વ્યય પણ
અંશનો છે ને ધ્રુવપણું પણ અંશનું છે; તે એકેક અંશમાં આખી વસ્તુ સમાઈ જતી નથી પણ અંશોના પિંડરૂપ વસ્તુ
છે. વસ્તુ અંશી છે ને ઉત્પાદાદિથી આલંબિત પર્યાયો તેના અંશો છે.–બીજ, અંકુર અને વૃક્ષત્વની માફક.
‘જેમ અંશી એવા વૃક્ષના બીજ–અંકુર–વૃક્ષત્વસ્વરૂપ ત્રણ અંશો ભંગ–ઉત્પાદ–ધ્રૌવ્યસ્વરૂપ નિજધર્મો વડે
આલંબિત એકી સાથે જ ભાસે છે, તેમ અંશી એવા દ્રવ્યના, નષ્ટ થતો ભાવ, ઊપજતો ભાવ અને અવસ્થિત
રહેતો ભાવ એ સ્વરૂપ ત્રણ અંશો ભંગ–ઉત્પાદ–ધ્રૌવ્યસ્વરૂપ નિજધર્મો વડે આલંબિત એકી સાથે જ ભાસે છે.’
વસ્તુમાં ઉત્પાદ પણ અંશનો છે, વ્યય પણ અંશનો છે ને ધ્રુવતા પણ અંશની છે. તે એકેક અંશમાં આખી

PDF/HTML Page 7 of 21
single page version

background image
: ૧૬૬: આત્મધર્મ ૨૪૭૭: જેઠ:
વસ્તુ સમાઈ જતી નથી, એટલે કે દ્રવ્યની જ ઉત્પત્તિ, દ્રવ્યનો જ નાશ કે દ્રવ્યની જ ધ્રુવતા નથી. જેમ એક
ઝાડમાં બીજ, અંકુર ને વૃક્ષપણું–એવા ત્રણ અંશો છે, તેમાં બીજ–અંશનો વ્યય, અંકુર–અંશનો ઉત્પાદ ને વૃક્ષત્વ–
અંશની ધ્રુવતા છે, તે ત્રણે અંશો થઈને ઝાડનું અસ્તિત્વ છે. તેમ આત્મવસ્તુમાં–સમ્યકત્વઅંશનો ઉત્પાદ,
મિથ્યાત્વઅંશનો વ્યય ને શ્રદ્ધાપણાની ધ્રુવતા છે. એ રીતે ઉત્પાદ–વ્યય ને ધ્રુવ અંશોનાં છે, અંશીના નહિ. દ્રવ્યની
અપેક્ષાએ જ ઉત્પાદ નથી પણ દ્રવ્યમાં ઊપજતાભાવની અપેક્ષાએ ઉત્પાદ છે, દ્રવ્યની અપેક્ષાએ જ વિનાશ નથી
પણ પૂર્વના નષ્ટ થતા ભાવની અપેક્ષાએ વ્યય છે, ને આખા દ્રવ્યની જ અપેક્ષાએ ધ્રુવતા નથી પણ દ્રવ્યના
સળંગ ટકતા ભાવની અપેક્ષાએ (દ્રવ્યત્વ અપેક્ષાએ) ધ્રુવતા છે. એ રીતે ઉત્પાદ–વ્યય ને ધ્રુવ પ્રત્યેક, અંશને
આશ્રિત છે. જે ક્ષણે વસ્તુ નવીન ભાવે ઊપજે છે તે જ ક્ષણે પૂર્વભાવથી વ્યય પામે છે ને તે જ ક્ષણે દ્રવ્યપણે ધ્રુવ
રહે છે;–એ રીતે ઉત્પાદ–વ્યય–ધ્રુવ ત્રણે એક સાથે જ અંશોના અવલંબને છે. પણ અંશીનાં જ ઉત્પાદ, વ્યય કે ધ્રુવ
નથી.
[અહીં ધ્રુવને પણ અંશ અપેક્ષાએ પર્યાય કીધી છે, પણ તેમાં દ્રવ્યનો સામાન્ય ભાગ છે. પરંતુ તે એકલા
ધ્રુવમાં જ આખી વસ્તુ સમાતી નથી માટે તેને પણ અંશ કહ્યો, ને અંશ હોવાથી પર્યાય કહ્યો. એ અપેક્ષાએ
ધ્રુવતા પણ પર્યાયને આશ્રિત કહેવામાં આવી છે.
]
જો અંશી–વસ્તુનાં જ ઉત્પાદ, વ્યય કે ધ્રુવ માનવામાં આવે તો તેમાં દોષ આવે છે, ને અંધાધૂંધી થઈ જાય
છે. કઈ રીતે દોષ આવે છે તે સમજાવે છે.
૧. દ્રવ્યનો જ વ્ય માનવામાં આવે તો –
જો વ્યય પૂર્વના અંશનો ન માનતાં દ્રવ્યનો જ માનવામાં આવે તો (૧) દ્રવ્ય એક ક્ષણમાં નાશ પામી
જનારું થઈ જાય, એટલે એક ક્ષણમાં જ બધા ય દ્રવ્યોનો સર્વથા નાશ થઈ જાય, અથવા તો (૨) સત્ હોય
તેનો જ નાશ થઈ જાય.
જો મિથ્યાત્વપર્યાયનો નાશ ન માનતાં આત્મદ્રવ્યનો જ નાશ માનવામાં આવે તો આત્મા એક ક્ષણમાં જ
નાશ પામી જાય, પહેલી ક્ષણના સત્નો બીજી ક્ષણે નાશ થઈ જાય. અંશનો નાશ છે તેને બદલે અંશીનો જ નાશ
માનતાં એક ક્ષણમાં જ બધાં દ્રવ્યોનો અભાવ જ થઈ જાય, એટલે દ્રવ્યોની શૂન્યતા થઈ જાય; અથવા સત્
પદાર્થોનો જ નાશ થઈ જાય.
દ્રવ્યનો જ વ્યય માનવાથી (૧) પહેલાંં તો દ્રવ્યોનો સર્વથા અભાવ ઠરે એ દોષ કહ્યો, અથવા તો (૨)
‘ભાવ’નો અભાવ થઈ જાય–એ બીજો દોષ કહ્યો. પહેલામાં તો ‘એકલો અભાવ’ કહ્યો ને બીજામાં ‘ભાવનો
અભાવ’ થવાનું કહ્યું. માટે દ્રવ્યનો જ વ્યય નથી પણ દ્રવ્યના અંશનો જ વ્યય છે. ને તે અંશ અંશીનો છે.
ઉત્પાદ–વ્યય–ધ્રુવ તે અંશોના આશ્રયે છે, ને તે અંશો અંશી પદાર્થના આશ્રયે છે. પણ કોઈ દ્રવ્યનો કોઈ અંશ
બીજા દ્રવ્યને આશ્રિત નથી, તેમ જ વિકારી કે નિર્વિકારી કોઈ પણ ભાવનો ઉત્પાદ–વ્યય પણ બીજાના આશ્રયે
નથી, પણ તે તે પર્યાયના જ આશ્રયે છે. રાગનો ઉત્પાદ કર્મના આશ્રયે નથી પણ તે સમયની પર્યાયના આશ્રયે
છે. આ જીવના મિથ્યાત્વનો વ્યય દેવ–ગુરુના આશ્રયે નથી પણ પૂર્વપર્યાયના આશ્રયે જ છે. એ રીતે પર્યાયો
પોતે જ ઉત્પાદ–વ્યય–ધ્રુવનો આશ્રય છે.
૨. દ્રવ્યનો જ ઉત્પાદ માનવામાં આવે તો –
ઉત્પાદ જો અંશનો ન માનતાં દ્રવ્યનો જ માનવામાં આવે તો ક્ષણિક પર્યાય તે જ દ્રવ્ય થઈ જાય એટલે
ક્ષણે ક્ષણે નવાં નવાં દ્રવ્યો જ ઉત્પન્ન થવા માંડે. દ્રવ્યની અનંત પર્યાયોમાંથી એકેક પર્યાય પોતે દ્રવ્ય થઈ જાય
એટલે એક દ્રવ્યને જ અનંત દ્રવ્યપણું આવે. અથવા વસ્તુ વગર અસત્નો જ ઉત્પાદ થવા માંડે. માટીમાં ઘટ
અવસ્થા ઊપજે છે પણ માટી પોતે ઊપજતી નથી, તેમ વસ્તુમાં તેના નવા પરિણામ ઊપજે છે પણ વસ્તુ પોતે
ઊપજતી નથી. એક અંશના ઉત્પાદને જો દ્રવ્ય જ માનવામાં આવે તો એક પર્યાય પોતે જ આખું દ્રવ્ય થઈ જશે
એટલે દ્રવ્યની અનંતી પર્યાયો તે અનંત દ્રવ્ય થઈ જશે. એ રીતે એક દ્રવ્યને જ અનંત દ્રવ્યપણું થઈ જશે.–એ
દોષ આવે છે. હા, એક દ્રવ્યમાં અનંત ગુણો હોય, તેમ જ એક દ્રવ્યની અનંત પર્યાયો થાય, પણ એક દ્રવ્યનાં
અનંત દ્રવ્યો ન થાય. દ્રવ્યની પર્યાય નવી ઊપજે છે પણ દ્રવ્ય પોતે નવું ઊપજતું નથી. જો દ્રવ્ય પોતે નવું ઊપજે
તો અસત્ની જ ઉત્પત્તિ થાય.–એ રીતે દ્રવ્યનો જ ઉત્પાદ માનવામાં બે દોષ આવે છે. પ્રથમ તો, એક જ દ્રવ્ય
અનંત દ્રવ્યપણે થઈ જાય; અને બીજું, અસત્ની જ ઉત્પત્તિ થાય. માટે

PDF/HTML Page 8 of 21
single page version

background image
: જેઠ: ૨૪૭૭ આત્મધર્મ : ૧૬૭:
ઉત્પાદ દ્રવ્યનો જ નથી પણ ઊપજતા ભાવનો ઉત્પાદ છે, ને તે ઊપજતા ભાવરૂપ અંશ દ્રવ્યનો છે.
૩. દ્રવ્યનું જ ધ્રૌવ્ય માનવામાં આવે તો –
જો આખા દ્રવ્યને જ ધ્રુવ માનો તો, ક્રમે થતા ઉત્પાદ–વ્યય ભાવો વગર દ્રવ્યનો જ અભાવ થશે, અથવા
દ્રવ્યને ક્ષણિકપણું થઈ જશે. વસ્તુ એકલી ધ્રુવરૂપ નથી પણ ઉત્પાદ–વ્યય–ધ્રુવરૂપ છે, તેને બદલે એકલા ધ્રુવ
અંશને જ વસ્તુ માની લીધી ને અંશીને ન માન્યો તો દ્રવ્ય ક્ષણિક થઈ જશે. માટે વસ્તુ જ ધ્રુવ નથી પણ વસ્તુનો
એક અંશ ધ્રુવ છે.
એક જ સમયમાં ઉત્પાદ–વ્યય થાય છે, પણ તે ઉત્પાદ–વ્યય એક જ સમયની પર્યાયના નથી; એક
સમયમાં, ઉત્પાદ વર્તમાન પર્યાયનો છે ને વ્યય પૂર્વ પર્યાયનો છે. એક જ સમયમાં જેનો વ્યય છે તેનો ઉત્પાદ
નથી, ને જેનો ઉત્પાદ છે તેનો વ્યય નથી. ઉત્પાદથી આલંબિત જુદી પર્યાય છે ને વ્યયથી આલંબિત જુદી પર્યાય
છે; પણ તે ઉત્પાદ અને વ્યય બંનેનો કાળ એક જ છે. જે વખતે જે પર્યાયનો વ્યય છે તે વખતે તે પર્યાયનો
ઉત્પાદ નથી અને જે વખતે જે પર્યાયનો ઉત્પાદ છે તે જ વખતે તે પર્યાયનો વ્યય નથી. એકનો વ્યય ને બીજાનો
ઉત્પાદ, બીજાનો વ્યય ને ત્રીજાનો ઉત્પાદ,–એ પ્રમાણે હોવાથી તે ક્રમે થતા ભાવો છે. જ્યારે બીજનો વ્યય થાય
ત્યારે અંકુરનો ઉત્પાદ થાય છે, માટે બીજ અને અંકુર તે ક્રમે થતા ભાવો છે; તેના વગર વૃક્ષની ધ્રુવતા રહે નહિ.
ઉત્પાદ–વ્યય વગર ક્રમે થતા ભાવો બની શકે નહિ ને ક્રમે થતા ભાવો વગર દ્રવ્યનું અસ્તિત્વ રહી શકે નહિ. જેણે
દ્રવ્યને જ એકલું ધ્રુવ માની લીધું તેને દ્રવ્યમાં પૂર્વ પર્યાયનો વ્યય ને પછીની પર્યાયનો ઉત્પાદ–એવા ક્રમે થતા
ભાવો રહેતા નથી. પૂર્વનો વ્યય અને પછીનો ઉત્પાદ–એવા ક્રમે થતા ભાવો વગર એનું ધ્રુવ તત્ત્વ ક્યાં ટકશે?
એટલે તેને ધ્રુવદ્રવ્યનો જ અભાવ થઈ જશે; અથવા તો તેના મતમાં દ્રવ્ય ક્ષણિક જ થઈ જશે.–એ રીતે દ્રવ્યનું જ
ધ્રુવ માનવામાં પણ દોષ આવે છે. ધ્રુવતા દ્રવ્યની જ નથી પણ દ્રવ્યના ટકતા અંશની ધ્રુવતા છે.
ઉત્પાદ, વ્યય ને ધ્રુવ એ ત્રણે એક સાથે છે, પણ તે અંશોનાં છે, દ્રવ્યનાં નથી.
ઉત્પાદ–વ્યય ને ધ્રુવ એ ત્રણેને એક સાથે ન માનતાં એકલા ઉત્પાદને, વ્યયને કે ધ્રુવને જ માને તો શા
દોષ આવે છે તે વાત ૧૦૦ મી ગાથામાં બતાવી હતી.
અહીં, દ્રવ્યનો જ ઉત્પાદ, દ્રવ્યનો જ વ્યય કે દ્રવ્યની જ ધ્રુવતા માને તો શા દોષ આવે છે તે આ ૧૦૧ મી
ગાથામાં બતાવ્યું.
આ (૧૦૧ મી) ગાથામાં આચાર્યદેવને સિદ્ધ એ કરવું છે કે ઉત્પાદ–વ્યય ને ધ્રુવ એ દ્રવ્યથી જુદા કોઈ
પદાર્થો નથી પણ દ્રવ્ય માં જ તે બધા સમાઈ જાય છે.
(૧) જો દ્રવ્યનો જ ઉત્પાદ માની લ્યો તો વ્યય અને ધ્રુવનો સમાવેશ દ્રવ્યમાં થાય નહિ અને દોષ આવી પડે.
(૨) જો દ્રવ્યનો જ વ્યય માની લ્યો તો ઉત્પાદ અને ધ્રુવનો સમાવેશ દ્રવ્યમાં થાય નહિ અને દોષ આવી પડે.
(૩) જો દ્રવ્યને જ ધ્રૌવ્ય માની લ્યો તો ઉત્પાદ અને વ્યયનો સમાવેશ દ્રવ્યમાં થાય નહિ અને દોષ આવી પડે.
માટે, ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્ય વડે પર્યાયો આલંબિત હો અને પર્યાયો વડે દ્રવ્ય આલંબિત હો કે જેથી આ બધું
એક જ દ્રવ્ય હોય. આચાર્યદેવે ન્યાય અને યુક્તિપૂર્વક વસ્તુસ્વરૂપ સિદ્ધ કર્યું છે. દ્રવ્ય પોતે જ ઊપજતું નથી, દ્રવ્ય
પોતે જ નાશ પામતું નથી અને દ્રવ્ય પોતે જ ધ્રુવ રહેતું નથી, પણ તેના અંશનો ઉત્પાદ છે, અંશનો વ્યય છે ને
અંશની ધ્રુવતા છે. એટલે તે ઉત્પાદ–વ્યય ને ધ્રુવ અંશોનાં (–પર્યાયોનાં) છે, ને તે પર્યાયો દ્રવ્યના છે. આથી બધું
ય એક જ દ્રવ્ય છે.

PDF/HTML Page 9 of 21
single page version

background image
: ૧૬૮: આત્મધર્મ ૨૪૭૭: જેઠ:
આત્માર્થીનું પહેલું કર્તવ્ય–૬
નવ તત્વન સ્વરૂપ:
–તેમાં–
જીવ અજીવના પરિણમનની સ્વતંત્રતા
વીર સં. ૨૪૭૬ ભાદરવા સુદ ૩ ગુરુવાર

આ ધર્મની વાત ચાલે છે. સૌથી પહેલો ધર્મ સમ્યગ્દર્શન છે. તે સમ્યગ્દર્શન કેમ થાય તેની વાત આ
તેરમી ગાથામાં છે. જેને આત્માનો ધર્મ કરવો છે તેણે પ્રથમ નવતત્ત્વોનું પૃથક્ પૃથક્ જ્ઞાન કરવું જાઈએ. તે નવ
તત્ત્વો પર્યાયપૂરતા છે, ત્રિકાળ સ્વભાવની દ્રષ્ટિમાં તે નવ પ્રકારના ભેદ નથી. તેથી સ્વભાવના અનુભવના
આનંદ વખતે તો નવતત્ત્વનું લક્ષ છૂટી જાય છે. પરંતુ પ્રથમ જે પૃથક્ પૃથક્ નવતત્ત્વોને ન સમજે તેને એક
અભેદ આત્માની શ્રદ્ધા અને અનુભવ થઈ શકે નહીં.
નવતત્ત્વને વ્યવહારથી જેમ છે તેમ જાણીને, તે નવમાંથી એક અભેદ ચૈતન્યતત્ત્વની અંર્તદ્રષ્ટિ અને
પ્રતીત શુદ્ધનયથી કરવી તે નિશ્ચય સમ્યગ્દર્શન છે, અને એ જ સાચા ધર્મની શરૂઆત છે. આ વાત સમજ્યા
વિના અજ્ઞાની જીવ બાહ્ય ક્રિયાકાંડના લક્ષે રાગની મંદતાથી પુણ્ય બાંધે, ને ચાર ગતિમાં રખડે, પણ આત્માનું
કલ્યાણ શું છે તે વાત સૂઝે નહીં, ને તેને ધર્મ થાય નહીં.
આત્મા ત્રિકાળી ચૈતન્યવસ્તુ છે તે જીવ છે અને શરીરાદિ અચેતન વસ્તુ છે તે અજીવ છે. જીવતત્ત્વ તો
ત્રિકાળ ચૈતન્યમય છે, તેની અવસ્થાંમાં અજીવના લક્ષે વિકાર થાય તે ખરેખર જીવતત્ત્વ નથી. છતાં તેની
અવસ્થામાં પુણ્ય–પાપના વિકાર થવાની લાયકાત જીવની પોતાની છે. દયા, પૂજા વગેરે ભાવ તે શુભરાગ છે,
પુણ્ય છે, તે વિકારરૂપે થવાની લાયકાત જીવની પોતાની અવસ્થામાં છે. અને તેના નિમિત્તરૂપ અજીવ
પરમાણુઓમાં પણ પુણ્યકર્મરૂપે થવાની લાયકાત સ્વતંત્ર છે. પુણ્યના અસંખ્ય પ્રકારો છે, તેમાં જીવ પોતાની
જેવી યોગ્યતા હોય તેવા પરિણામે પરિણમે છે. પુણ્યના અસંખ્યાત પ્રકારોમાંથી દયાના ભાવ વખતે દયાનો ભાવ
જ હોય, બીજો ભાવ તે વખતે ન હોય, બ્રદ્મચર્યના ભાવ વખતે બ્રદ્મચર્યનો જ ભાવ હોય, પણ તે વખતે દાનનો
ભાવ ન હોય,–એમ કેમ?–કારણ કે તે તે વખતે તે પરિણામની તેવી જ લાયકાત છે; તેથી તે વખતે તે જ
પ્રકારનો ભાવ હોય, બીજો ભાવ ન હોય પોતાની એક પર્યાયને કારણે પણ બીજી પર્યાયનો ભાવ થતો નથી, તો
પછી નિમિત્તથી આત્માના ભાવ થાય–એ વાત તો ક્યાં રહી? પુણ્યની જેમ હિંસા, કુટિલતા વગેરે પાપ પરિણામ
થાય તેમાં પણ તે તે ક્ષણની તે જીવની અવસ્થામાં તેવી જ લાયકાત છે. એટલે જીવ વિકારી થવા યોગ્ય છે ને
પુદ્ગલકર્મ તેમાં નિમિત્ત છે તેથી તેને વિકાર કરનાર કહેવાય છે. જીવ અને અજીવ બંને પદાર્થની અવસ્થા
પોતપોતાની સ્વતંત્ર યોગ્યતાથી જ થાય છે, કોઈ એકબીજાના કર્તા નથી; પણ પુણ્ય–પાપ વગેરે જીવની વિકારી
પર્યાય છે તેથી તેમાં નિમિત્તનું પણ જ્ઞાન કરાવે છે. એકલા જીવતત્ત્વમાં પોતાની જ અપેક્ષાથી સાત ભેદ પડે નહિ.
એક તત્ત્વમાં સાત અવસ્થાના પ્રકાર પડતાં તેમાં નિમિત્તની અપેક્ષા આવે છે. આત્માની અવસ્થામાં પુણ્ય–પાપ
થવામાં જીવની યોગ્યતા છે ને તેમાં અજીવ નિમિત્ત છે, તે નિમિત્તને પણ પુણ્ય–પાપ કહેવાય છે.
પાંચમું આસ્રવતત્ત્વ છે, તે આસ્રવતત્ત્વના પણ અસંખ્ય પ્રકાર છે. તે આસ્રવરૂપ થવાની જીવની
યોગ્યતા છે.

PDF/HTML Page 10 of 21
single page version

background image
: જેઠ: ૨૪૭૭ આત્મધર્મ : ૧૬૯:
અહીં યોગ્યતા કહીને આચાર્યદેવે એકેક સમયના પરિણામની સ્વતંત્રતા બતાવી છે. એકેક સમયનો સ્વતંત્ર ભાવ
કેવો છે તે નક્કી ન કરે તેનામાં ત્રિકાળ સ્વયંસિદ્ધ સ્વતંત્ર વસ્તુની શ્રદ્ધા કરીને સમ્યગ્દર્શન પ્રગટ કરવાની ત્રેવડ
હોઈ શકે નહિ.
જીવની અવસ્થામાં જે આસ્રવભાવ થાય છે તે જીવ–આસ્રવ છે; ને તેમાં નિમિત્તરૂપ અજીવ કર્મ છે તે
અજીવ–આસ્રવ છે. જો વિકારી આસ્રવને જ જીવતત્ત્વ માની લ્યે તો તે જીવ વિકારમાં જ અટકી જાય, અને તેને
ધર્મ નહિ થાય. તેમ જ, અવસ્થામાં તે વિકાર પોતાના અપરાધથી થાય છે એમ જો નહિ જાણે તો તે
વિકારને ટાળવાનો પ્રસંગ કેમ બનશે? જીવની અવસ્થામાં જેવા પરિણામની યોગ્યતા હોય તેવો તેવો આસ્રવાદિ
ભાવ થાય છે–એમ આચાર્યદેવે કહ્યું એટલે શરીરાદિ બહારની ક્રિયાથી આસ્રવ થાય એ વાત ઊડાડી દીધી. જીવ–
અજીવના પર્યાયની આટલી સ્વતંત્રતા કબૂલ કરે ત્યારે નવતત્ત્વને વ્યવહારે કબૂલ્યા કહેવાય.
જીવના જે વિકારી ભાવના નિમિત્તથી જડ કર્મોનું આવવું થાય તે ભાવને આસ્રવ કહે છે, તે જીવ–આસ્રવ
છે. એક સમય પૂરતો આસ્રવ જીવની લાયકાતથી થાય છે–એમ નક્કી કર્યું તેમાં, તે વખતે કર્તૃત્વ–ભોકતૃત્વ વગેરે
ગુણની તેવી જ લાયકાત છે એમ પણ આવી જાય છે, જ્ઞાનની તેવું જ જાણવાની લાયકાત છે, ચારિત્રમાં તેવા જ
પરિણમનની લાયકાત છે. એટલે પર સામે જોવાનું નથી રહેતું પણ પોતાની લાયકાત સામે જોવાનું રહ્યું. અને જો
એકેક સમયની સ્વતંત્રતા નક્કી કરે તો પરના આશ્રયની મિથ્યાબુદ્ધિ છૂટી જાય, તેમ જ એક સમયની પર્યાયની
યોગ્યતા જેટલું મારું આખું સ્વરૂપ નથી–એમ નક્કી કરીને એક સમયની પર્યાયનો આશ્રય છોડીને ત્રિકાળી
સ્વભાવ તરફ વળ્‌યા વગર રહે નહિ. ‘પર્યાયનો આશ્રય છોડવો’ એમ, સમજાવવા માટે કહેવાય પણ ખરેખર તો
અખંડ દ્રવ્ય તરફ વળતાં પર્યાયનો આશ્રય રહેતો જ નથી. હું પર્યાયનો આશ્રય છોડું એવા લક્ષે પર્યાયનો આશ્રય
છૂટતો નથી.
નવતત્ત્વની શ્રદ્ધા વિના સીધી આત્માની શ્રદ્ધા થતી નથી ને નવતત્ત્વની શ્રદ્ધા કરે તેટલાથી
કાંઈ સમ્યગ્દર્શન થઈ જતું નથી.
જીવની પર્યાય અને અજીવની પર્યાય એ બંને ભિન્ન ભિન્ન છે. જીવના વિકારને કારણે જડ કર્મમાં
આસ્રવદશા થાય છે–એમ નથી, પણ તે અજીવમાં તેવી યોગ્યતા છે. અને અજીવકર્મને લીધે આત્માને વિકાર
થાય છે–એમ પણ નથી, ત્યાં જીવની પોતાની વર્તમાન યોગ્યતા છે. સમયે સમયે કર્મનાં જે રજકણો આવે તે
વિકારના પ્રમાણમાં જ આવે એવો નિમિત્ત–નૈમિત્તિક મેળ હોવા છતાં વિકારને કારણે તે રજકણો નથી આવતાં.
બંનેનો તેવો જ સ્વભાવ છે. જેમ કાંટાના એક પલ્લામાં શેર મૂકો અને સામે બરાબર એક શેર વસ્તુ આવે ત્યારે
કાંટો સરખો થાય, તેવો જ તેનો સ્વભાવ છે, તેમાં તેને જ્ઞાનની જરૂર નથી. તેમ જડ કર્મોને કાંઈ ખબર નથી કે
આ જીવે આટલો વિકાર કર્યો માટે તેની પાસે જઉં, પણ તેની પોતાની યોગ્યતાથી જ તે કર્મરૂપે પરિણમી જાય છે.
વિકારના પ્રમાણમાં જ કર્મો આવે તેવો તેનો સ્વભાવ છે. આ પ્રમાણે જાણીને, આસ્રવરહિત શુદ્ધઆત્માની શ્રદ્ધા
કરવી તે પ્રયોજન છે. આ જાણીને પણ શુદ્ધ આત્માની શ્રદ્ધા કર્યા વગર કદી ધર્મ થાય નહિ.
છઠ્ઠું સંવરતત્ત્વ છે. સંવર એટલે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ નિર્મળદશા. તે સંવર કોઈ દેવ–ગુરુ–
શાસ્ત્રથી કે બહારની ક્રિયાથી થતો નથી પણ જીવની પોતાની યોગ્યતાથી થાય છે. તે સંવર જીવદ્રવ્યના આશ્રયે
થાય છે. પણ અહીં સંવરતત્ત્વ કઈ રીતે પ્રગટે તે વાત નથી બતાવવી, અહીં તો માત્ર સંવરતત્ત્વ છે એટલું જ
સિદ્ધ કરવું છે. સંવર કેમ પ્રગટે તે વાત પછી બતાવશે. જડ કર્મ ખસે તો સમ્યગ્દર્શનાદિ થાય–એમ પરતંત્રતા
નથી, સમ્યગ્દર્શનાદિ થવાની લાયકાત જીવની પોતાની છે. અંર્તસ્વભાવમાં એકતા થતાં જે સંવર–નિર્જરાના
શુદ્ધ અંશો ઉઘડે તે તો અભેદઆત્મામાં ભળી જાય છે, પણ જ્યારે નવતત્ત્વના ભેદથી વિચાર કરે ત્યારે જીવની
પર્યાયની યોગ્યતા છે–એમ કહે છે, તેમાં દ્રવ્ય પર્યાયનો ભેદ પાડીને કથન છે. નવતત્ત્વના ભેદ પાડીને સંવર
પર્યાયને લક્ષમાં લેવા જતાં કર્મના નિમિત્તની અપેક્ષા આવે છે, એકલા અભેદ સ્વભાવની દ્રષ્ટિમાં તો તે ભેદ
પડતા નથી, સંવરની નિર્મળ પર્યાય પ્રગટી તે અભેદમાં જ ભળી જાય છે.
જીવમાં સંવર ટાણે કર્મમાં ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષયની જ યોગ્યતા તેના કારણે હોય છે, તે અજીવ–સંવર
છે. જીવમાં વિકાર વખતે કર્મમાં ઉદયની લાયકાત હોય, ને જીવમાં સંવર વખતે કર્મમાં ઉપશમ વગેરેની

PDF/HTML Page 11 of 21
single page version

background image
: ૧૭૦: આત્મધર્મ ૨૪૭૭: જેઠ:
જ લાયકાત હોય,–આવો જ નિમિત્તનૈમિત્તિક સંબંધ છે. એકલા જીવતત્ત્વને જ લક્ષમાં લ્યો તો સાત તત્ત્વના ભેદ
પડે નહિ, તેમ જ એકલા અજીવતત્ત્વને જ લક્ષમાં લ્યો તો પણ સાતતત્ત્વના ભેદ ન પડે. જીવને અને અજીવને
એકબીજાની અપેક્ષાએ અવસ્થામાં સાત તત્ત્વો થાય છે,–તે બંનેની અવસ્થામાં સાત તત્ત્વરૂપ પરિણમન થાય છે.
જીવમાં સાત તેમ જ અજીવમાં પણ સાત ભેદ પડે છે. તે સાત તત્ત્વોનું લક્ષ છોડીને એકલા ચૈતન્યતત્ત્વને
અભેદપણે લક્ષમાં લેતાં તેમાં સાત પ્રકાર પડતા નથી ને સાત પ્રકારના વિકલ્પ ઊઠતાં નથી, પણ નિર્મળ પર્યાય
થઈને અભેદમાં ભળી જાય છે.
જગતમાં જીવ અને અજીવ વસ્તુઓ ભિન્ન ભિન્ન છે એમ માને, તેમનું સ્વતંત્ર પરિણમન માને, અને તેમાં
એકબીજાની અપેક્ષા માને–ત્યારે નવતત્ત્વોને વ્યવહારે માની શકે. પણ આ જગતમાં એકલો બ્રહ્મસ્વરૂપ આત્મા
જ છે અથવા એકલા જડ પદાર્થો જ છે એમ માને, અથવા જડ ચેતન બંનેની અવસ્થા સ્વતંત્ર ન માને, તો તેને
નવતત્ત્વોની યર્થાથ માન્યતા હોઈ શકે નહિ. નવતત્ત્વોને માનવા તેમાં તો વ્યવહારવીર્ય છે–શુભ વિકલ્પનું અલ્પ
વીર્ય છે અને પછી અનંત વીર્ય ચૈતન્યદ્રવ્ય તરફ વળે ત્યારે એક શુદ્ધ આત્માની પ્રતીતિ થાય છે. નવતત્ત્વની
પ્રતીત કરતાં, અભેદ ચૈતન્યતત્ત્વની પ્રતીતિ કરવામાં જુદી જ જાતનો બેહદ પુરુષાર્થ છે. પરંતુ, જેનામાં એક
પાઈ દેવાની પણ ત્રેવડ નથી તે અબજો રૂપિયા ક્યાંથી ભરી શકશે? તેમ જે કુદેવાદિને માને છે તેનામાં
નવતત્ત્વની શ્રદ્ધાની પણ તાકાત નથી, જયાં નવતત્ત્વની શ્રદ્ધાની પણ તાકાત નથી ત્યાં તે જીવ અભેદ
આત્માની શ્રદ્ધા અને અનુભવ ક્યાંથી કરી શકશે? અને તે વિના તેને ધર્મ કે શાંતિ થશે નહીં.
અહીં આચાર્યદેવ શુદ્ધ આત્મતત્ત્વનો અનુભવ કરાવવાના લક્ષે પ્રથમ તો નવ તત્ત્વોને ઓળખાવે છે.
તેમાંથી છઠ્ઠા સંવરતત્વની વ્યાખ્યા ચાલે છે. જીવ અને અજીવને એવો નિમિત્ત–નૈમિત્તિક સંબંધ છે કે જીવની
અવસ્થામાં જ્યારે નિર્મળ સમ્યગ્દર્શનાદિ ભાવ પ્રગટતાં અશુદ્ધતા અટકી જાય ત્યારે અજીવ પરમાણુઓમાં પણ
કર્મરૂપ પરિણમન થતું નથી; આને સંવર કહેવાય છે. જીવમાં સંવરરૂપ થવાની યોગ્યતા છે ને અજીવ પરમાણુઓ
તેમાં નિમિત્ત હોવાથી તેને સંવર કરનાર કહેવાય છે.
જીવના નિર્મળભાવનું નિમિત્ત પામીને કર્મના પરમાણુઓ આવતા અટકી ગયા તેને સંવર કહેવામાં આવે
છે. ત્યાં પ્રશ્ન:–ક્યા પરમાણુઓ આવતા અટકી ગયા? ઉત્તર:–કાંઈ અમુક પરમાણુઓ આવવાના હતા ને તે
અટકી ગયા–એમ નથી. તે પરમાણુઓ આવવાના જ ન હતા તેથી ન આવ્યા. પરમાણુઓમાં કર્મરૂપ પરિણમન
થવાનું હતું પણ જીવમાં શુદ્ધ ભાવ પ્રગટવાને લીધે તે પરિણમન અટકી ગયું–એમ નથી. તે પરમાણુઓમાં પણ તે
વખતે કર્મરૂપ થવાની યોગ્યતા જ ન હતી. શાસ્ત્રોમાં તો અનેક પ્રકારની શૈલીથી કથન આવે પણ વસ્તુસ્વરૂપ શું
છે તે લક્ષમાં રાખીને તેનો આશય સમજવો જોઈએ. પહેલાંં વિકાર વખતે કર્મપરમાણુઓ આવતા હતા અને હવે
સંવરભાવ પ્રગટ્યો તે વખતે કર્મપરમાણુઓ નથી આવતા તે બતાવવા તેને સંવર કહ્યો છે.
સંવર થતાં, જે કર્મો આવવાના હતા તે અટકી ગયા–એમ નથી. પણ તે વખતે તેની તેવી જ (–ન
આવવાની) લાયકાત હતી. જીવ–અજીવ બંનેનો એવો સહજ મેળ છે. અહીં આત્મામાં ધર્મની લાયકાત અને
સંવરભાવ પ્રગટ્યો ત્યાં તેને કર્મો આવવાના હોય જ નહિ, પુદ્ગલમાં તે વખતે તેવું પરિણમન હોયજ નહિ,
એટલે આવવા યોગ્ય ન હતા તે પરમાણુઓને સંવરમાં નિમિત્ત કહ્યું, અર્થાત્ પુદ્ગલમાં કર્મરૂપ પરિણમનના
અભાવને સંવરમાં નિમિત્ત કહ્યું.
અહો, દરેક દ્રવ્ય અને પર્યાયની સ્વતંત્રતા જાણ્યા વિના સ્વતત્ત્વની રુચિ કરીને સ્વભાવ તરફ ઢળે ક્યારે?
નવતત્ત્વના જ્ઞાનમાં દરેક દ્રવ્ય–પર્યાયની સ્વતંત્રતાનું જ્ઞાન તથા દેવ–ગુરુ–શાસ્ત્રનું જ્ઞાન પણ આવી જાય છે.
સાતમું નિર્જરાતત્ત્વ છે. આત્માનું ભાન થતાં અશુદ્ધતાનો નાશ થતો જાય ને શુદ્ધતા વધતી જાય તેનું
નામ નિર્જરા છે; તે જીવની અવસ્થાની યોગ્યતા છે, કોઈ બહારની ક્રિયાથી તે યોગ્યતા થઈ નથી. જીવમાં
નિર્જરાભાવ પ્રગટે તે ટાણે કર્મો ખરી જાય છે તે અજીવ નિર્જરા છે તેમાં અજીવની યોગ્યતા છે. જીવ અને અજીવ
બંનેમાં પોતપોતાની નિર્જરાની યોગ્યતા છે. આત્મસ્વભાવની દ્રષ્ટિ અને એકાગ્રતા વડે ચૈતન્યની શુદ્ધતા થતાં
અશુદ્ધતા ટળી તે જીવની પોતાની લાયકાત છે અને તે વખતે નિમિત્ત તરીકે કર્મો તેના કારણે સ્વયં ટળ્‌યાં છે.
આત્માએ કર્મોને હણ્યાં–એમ કહેવું તે માત્ર નિમિત્તનું કથન છે,

PDF/HTML Page 12 of 21
single page version

background image
: જેઠ: ૨૪૭૭ આત્મધર્મ : ૧૭૧:
ખરેખર વસ્તુસ્થિતિ તેમ નથી. ‘नमो अरिहंताणं’ ના અર્થમાં પણ અજ્ઞાનીઓને વાંધા ઊઠે તેવું છે. અરિહંત
એટલે કર્મરૂપી વેરીને હણનાર, એટલે ભગવાનના આત્માએ જડ કર્મોને હણ્યા–એમ અજ્ઞાની તો ખરેખર માની
લેશે, પણ જ્ઞાની કહે છે કે–ના, ખરેખર એમ નથી, જડકર્મો આત્માના વેરી છે ને ભગવાને કર્મોને હણ્યા એ કથન
તો નિમિત્તથી છે. કાંઈ જડકર્મો આત્માના વેરી નથી, તેમ જ આત્મા કાંઈ જડકર્મોનો સ્વામી નથી કે તે
તેને ટાળે? જીવ અજ્ઞાનભાવથી પોતે પોતાનો વેરી હતો ત્યારે નિમિત્તકર્મોને ઉપચારથી દુશ્મન કહ્યા, અને જીવે
શુદ્ધતા પ્રગટ કરીને અશુદ્ધતા ટાળી ત્યાં નિમિત્તરૂપ કર્મો પણ સ્વયં ટળી ગયા, તેથી આત્માએ કર્મો ટાળ્‌યાં એમ
ઉપચારથી કહેવાય છે. આમ જીવ અજીવ બંનેનું જુદાપણું રાખીને શાસ્ત્રોના અર્થ સમજવા જોઈએ.
અરિહંત ભગવાન ભાષાવર્ગણાને ગ્રહણ કરે ને પછી સામા જીવની યોગ્યતા પ્રમાણે તે ભાષા છોડે–એમ
ભગવાનને અજીવના કર્તા માને છે તે આજ્ઞાની છે, તેણે જીવને અજીવનો સ્વામી માન્યો છે, વસ્તુની
સ્વતંત્રતાની તેને ખબર નથી, તેમ જ કેવળીના સ્વરૂપની પણ તેને ખબર નથી; કેવળીને વાણીના કર્તા માનીને
તે કેવળીપ્રભુનો અવર્ણવાદ કરે છે. વીતરાગદેવ શું વસ્તુસ્વરૂપ કહે છે તે સમજ્યા વિના ઘણાનો મનુષ્યદેહ
નકામો ચાલ્યો જાય છે. સાત તત્ત્વોમાં જીવ અને અજીવના સ્વતંત્ર નિમિત્તનૈમિત્તિકપણાની શ્રદ્ધા કરવી તે તો
વ્યવહારશ્રદ્ધામાં આવી જાય છે, પરમાર્થશ્રદ્ધા તો તેથી જુદી છે. જેટલા પ્રમાણમાં જીવ શુદ્ધતા કરે ને
અશુદ્ધતા ટળે તેટલા જ પ્રમાણમાં કર્મો નિર્જરી જાય, છતાં બંનેનું પરિણમન સ્વતંત્ર છે. નિમિત્તનૈમિત્તિક
સંબંધને લઈને પર્યાયમાં તેવો મેળ થઈ જાય છે.
આઠમું બંધતત્ત્વ છે. વિકારભાવમાં જીવ અટકે તેનું નામ બંધન છે. બંધાવાયોગ્ય જીવની અવસ્થા છે ને
તેમાં નિમિત્તરૂપ જડકર્મ છે તેને બંધન કરનાર કહેવાય છે. પણ કર્મે જીવને બંધન કરાવ્યું એમ નથી. લાયકાત
તો જીવની અવસ્થાની છે. આત્મામાં બંધનની લાયકાત થઈ માટે કર્મને બંધાવું પડ્યું–એમ પણ નથી, ને કર્મને
લીધે જીવ બંધાયો–એમ પણ નથી. જેણે સ્વભાવના એકપણાની શ્રદ્ધા કરી તેને પર્યાયની યોગ્યતાનું યથાર્થજ્ઞાન
થાય છે. માત્ર નવતત્ત્વને જાણે પણ અંતરમાં સ્વભાવની એકતા તરફ ન વળે તો યથાર્થજ્ઞાન થાય નહિ ને
સમ્યગ્દર્શનનો લાભ થાય નહિ.
જેમ માતા–પિતાને હસતાં દેખીને કોઈ બાળક પણ ભેગો હસવા લાગે, પણ શા માટે હસે છે તેની તેને
ખબર નથી; તેમ જ્ઞાની આત્માના સત્ સ્વભાવની અપૂર્વ વાત કરે છે, ત્યાં તે સમજીને, તેની હા પાડીને જે
ઉત્સાહ બતાવે છે તે તો આત્માનો અપૂર્વ લાભ પામે છે. અને કેટલાક જીવો તે વાત સમજ્યા વગર ઉત્સાહ
બતાવે છે–જ્ઞાની કાંઈક આત્માની સારી વાત કહે છે એમ ધારીને હા પાડીને માની લ્યે છે પણ તેનો શું ભાવ છે
તે પોતે અંતરમાં સમજતો નથી તો તેને આત્માની સમજણનો યથાર્થ લાભ થાય નહિ, માત્ર પુણ્ય બંધાઈને છૂટી
જાય. અંતરમાં જાતે તત્ત્વનો નિર્ણય કરે તેની જ ખરી કિંમત છે. જાતે તત્ત્વનો નિર્ણય કર્યા વગર હા પાડશે
તે ટકશે નહિ.
પ્રશ્ન:– પર્યાયદ્રષ્ટિથી નવતત્ત્વ જાણવા તે વ્યવહાર છે, તેનાથી અભેદ આત્માની શ્રદ્ધાનો તો કાંઈ લાભ
થતો નથી, તેથી તેમાં હોંશ કેમ આવે?
ઉત્તર:– વ્યવહારની હોંશ કરવાનું કોણ કહે છે?–પણ જેને અભેદ આત્માના અનુભવની હોંશ છે તેને
વચ્ચે નવતત્ત્વની વ્યવહારશ્રદ્ધા આવી જાય છે. અભેદસ્વભાવના લક્ષ તરફ વળતાં પ્રથમ આંગણા તરીકે, ખોટા
તત્ત્વોની માન્યતા છોડીને સાચા નવતત્ત્વનો નિર્ણય કરવામાં હોંશ આવ્યા વગર રહે નહિ, પણ તેમાં નવતત્ત્વના
વિકલ્પની પ્રધાનતા નથી પણ અભેદ સ્વભાવનું લક્ષ કરવાની પ્રધાનતા છે. નવતત્ત્વનો નિર્ણય પણ કુતત્ત્વોથી
છોડાવવા પૂરતો કાર્યકારી છે. જો પહેલેથી જ અભેદ ચૈતન્યને લક્ષમાં લેવાનો આશય હોય તો વચ્ચે આવેલી
નવતત્ત્વની શ્રદ્ધાને વ્યવહારશ્રદ્ધા કહેવાય. પણ જેને પહેલેથી જ વ્યવહારના આશ્રયની બુદ્ધિ છે તે જીવ તો
વ્યવહારમૂઢ છે, તેને નવતત્ત્વની વ્યવહારશ્રદ્ધા પણ સાચી નથી.
માત્ર નવતત્ત્વના નિર્ણયથી સમ્યગ્દર્શન થતું નથી, પણ અભેદસ્વરૂપના અનુભવમાં નથી પહોંચી શક્યો
ત્યાં વચ્ચે અભેદના લક્ષે નવતત્ત્વનો નિર્ણય આવ્યા વગર રહેતો નથી. જેમ બારદાન વગર માલ હોતો નથી ને
બારદાન પોતે પણ માલ નથી તેમ નવતત્ત્વને જાણ્યા વગર સમ્યક્શ્રદ્ધા થતી નથી ને નવતત્ત્વના વિચાર તે પોતે
પણ સમ્યક્શ્રદ્ધા નથી. વિકલ્પથી જુદો પડીને અભેદ

PDF/HTML Page 13 of 21
single page version

background image
: ૧૭૨ : આત્મધર્મ ૨૪૭૭: જેઠ:
આત્માનો અનુભવ કરવો તે જ સમ્યક્શ્રદ્ધાનું લક્ષણ છે.–આવો સમ્યગ્દર્શનનો નિશ્ચય–વ્યવહાર છે. (ચૈતન્યમૂર્તિ
ભગવાન આત્માનો અનુભવ કરીને સમ્યગ્દર્શન પ્રગટ કરવું એ જ આત્માર્થી જીવનું પહેલું કર્તવ્ય છે. એ સિવાય
જગતના બીજા કોઈ બાહ્ય કર્તવ્યને આત્માર્થી જીવ પોતાનું કર્તવ્ય માનતા જ નથી.)
અહો! જીવનો સ્વભાવ જ્ઞાયક શુદ્ધચૈતન્ય છે, તેમાં તો બંધન કે અપૂર્ણતા નથી. એ જ્ઞાયકસ્વભાવની
દ્રષ્ટિથી તો જીવમાં બંધ–મોક્ષ વગેરે સાત તત્ત્વો નથી. પણ વર્તમાન અવસ્થામાં વિકારથી ભાવબંધની લાયકાત
છે. કર્મોએ જીવને રખડાવ્યો નથી. કર્મ તો નિમિત્તમાત્ર છે. જીવ પોતાના વિકારથી રખડયો ત્યારે કર્મોને નિમિત્ત
તરીકે રખડાવનાર કહ્યાં. મોટા મોટા નામધારી ત્યાગીઓ ને વિદ્વાનો પણ આ વાતમાં ગોથાં ખાય છે. જેમ
પાણીના સંયોગનું જ્ઞાન કરાવવા માટે પિત્તળના કલશને પણ ‘પાણીનો કલશ’ કહેવાય છે તેમ જીવ જ્યારે
પોતાના ઊંધા ભાવથી રખડે છે ત્યારે નિમિત્ત તરીકે જડ કર્મો હોય છે તે બતાવવા માટે ‘કર્મે જીવને રખડાવ્યો’
એમ વ્યવહારનું કથન છે, એને બદલે અજ્ઞાનીઓ તે કથનને જ વળગી પડ્યા. કર્મો જીવને રખડાવે એવી
માન્યતાને અહીં તો વ્યવહારશ્રદ્ધામાં પણ લીધી નથી. જીવ અજીવને જુદા જુદા જાણે, જીવની અવસ્થામાં
બંધતત્ત્વની યોગ્યતા છે ને પુદ્ગલમાં કર્મરૂપ થવાની તેની સ્વતંત્ર યોગ્યતા છે–એમ બંનેને ભિન્ન ભિન્ન જાણે તેને
અહીં વ્યવહારશ્રદ્ધા કહેવામાં આવે છે, ને તે સમ્યગ્દર્શનનો વ્યવહાર છે.
હજી લોકોને સમ્યગ્દર્શનના વ્યવહારનું પણ ઠેકાણું નથી ત્યાં તો ચારિત્રના વ્યવહારમાં ઉતરી પડે
છે. અનાદિની બાહ્યદ્રષ્ટિ છે તેથી ઝટ બાહ્યત્યાગમાં ઉતરી પડે છે. બહારથી કાંઈક ત્યાગ દેખાય એટલે અમે
કાંઈક કર્યું–એમ માનીને સંતોષ લ્યે, પણ અંદર તો મોટું મિથ્યાત્ત્વ પોષાય છે તેનું ક્યાં ભાન છે? અનંત
સંસારપરિભ્રમણનું કારણ મિથ્યાત્વ છે તેને તો ટાળવાની દરકાર પણ કરતો નથી. બાહ્યત્યાગ કરીને અનંતવાર
જીવ નવમી ગ્રૈવેયકે ગયો ને ચાર ગતિમાં રખડયો. નવમી ગ્રૈવેયકે જનારની વ્યવહારશ્રદ્ધા તો ચોખ્ખી હોય છે;
અત્યારના ઘણા લોકોમાં તો તેવી નવતત્ત્વની વ્યવહારશ્રદ્ધાનું પણ ઠેકાણું નથી. તો પછી, ધર્મનો માર્ગ તો
અંતરની પરમાર્થશ્રદ્ધામાં છે તેની તો વાત જ શું? અત્યારે આ વાત બીજે ક્યાંય ચાલતી જોવામાં આવતી નથી.
જીવ અને અજીવની સમય સમયની સ્વતંત્રતા કબૂલ કરીને સાત તત્ત્વોને જાણે તેને તો
વ્યવહારસમ્યગ્દર્શન થયું; અને વિકલ્પ રહિત થઈને અંતરમાં અભેદ ચૈતન્યતત્વનો અનુભવ અને પ્રતીત કરે
ત્યારે પરમાર્થસમ્યગ્દર્શન થાય છે, તે જ ધર્મ છે, તે જ આત્માર્થી જીવનું પહેલું કર્તવ્ય છે.
[અહીં સુધી, નવતત્ત્વમાંથી જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા અને બંધ એ આઠ
તત્ત્વોનું વિવેચન થયું છે, નવમા મોક્ષતત્ત્વનું વિવેચન બાકી છે, તે હવેના વ્યાખ્યાનમાં આવશે.]
શુદ્ધિપત્રક : આત્મધર્મ અંક ૯૧
પૃષ્ઠ–કોલમ–લાઈન અશુદ્ધ શુદ્ધ
૧૪૪–૧–૧૧ પુનતિ શરણમાં પુનિત શરણમાં
૧૫૫–૧–૨૬ બે ગોલ વગર બે બોલ વગર
૧૫૫–૨–૨૧ જ્ઞેયોનો સ્વભાવને જ્ઞેયોના સ્વભાવને
૧૫૭–શ્લોક सम्यग्यानविलोचनैः सम्यग्ज्ञानविलोचनैः
૧૫૮–૧–૨૩ રસ્તો સ્વભાવ જ છે. રસ્તો સામ્યભાવ જ છે.
૧૫૮–૨–૪ જ્ઞાતાપણાનો પ્રતીત જ્ઞાતાપણાની પ્રતીત

PDF/HTML Page 14 of 21
single page version

background image
: જેઠ: ૨૪૭૭ આત્મધર્મ : ૧૭૩ :
શુદ્ધાત્માનું ધ્યાન તે જ ધર્મ;
અને તે માટેની પાત્રતાનું વર્ણન
[વીર સં. ૨૪૭૫ના વૈશાખ વદ ૧૩ના રોજ લાઠીમાં
શ્રી પ્રવચનસાર ગા. ૧૯૪ ઉપર પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન]
[૧] કલ્યણન ઉપય
જે જીવને પોતાનું કલ્યાણ કરવું છે તેણે કલ્યાણ કઈ રીતે થાય તે જાણવું જોઈએ. આત્મા સિવાય બીજી
વસ્તુના આશ્રયે કલ્યાણ થાય નહીં. પર ચીજોથી આત્માને ભિન્ન જાણે તો પરની એકાગ્રતા છોડીને આત્મામાં
એકાગ્રતા કરે, તે કલ્યાણ નો ઉપાય છે.
[૨] આત્મામાં એકાગ્રતા કોને થાય?
આત્મા સિવાય બીજી ચીજો છે તેને જો ન માને તો તે પરની રુચિ છોડીને શુદ્ધ આત્માની રુચિ કરવાનો
અવકાશ રહેતો નથી. આત્મા સિવાય શરીર, મન, વાણી વગેરે પદાર્થો જગતમાં બિલકુલ નથી–એમ કોઈ કહે તો
તે વાત મિથ્યા છે. પર વસ્તુઓ જેમ છે તેમ તેને જ્ઞાનમાં જાણવી જોઈએ. જ્ઞાનનો સ્વભાવ સ્વ–પરપ્રકાશક છે
તેથી તે પરને પણ જાણે છે. અહીં, એક તરફ શુદ્ધ આત્મા અને બીજી તરફ બધા પરદ્રવ્યો–એમ બે વિભાગ
પાડીને શ્રી આચાર્યદેવ કહે છે કે આ આત્માને શુદ્ધઆત્મા જ ઉપલબ્ધ કરવા યોગ્ય છે. શુદ્ધ આત્મા સિવાય પર
વસ્તુઓ આત્માને અશુદ્ધતાનું કારણ છે. પર વસ્તુના લક્ષે અટકતાં આત્માને અશુદ્ધતાની ઉત્પત્તિ થાય છે તેથી
અહીં ૧૯૩ મી ગાથામાં આચાર્યદેવે પરવસ્તુને અશુદ્ધતાનું કારણ કહી દીધું છે. ‘શુદ્ધ આત્મા ધ્રુવ હોવાથી તે જ
પ્રાપ્ત કરવા યોગ્ય છે, એ સિવાય પરવસ્તુઓ આત્માને અશુદ્ધતાનું કારણ છે’–એમ જેણે નક્કી ન કર્યું હોય તેને
ધ્રુવ શુદ્ધ આત્માની શ્રદ્ધા ને એકાગ્રતા થતી નથી. તેમ જ ‘પરવસ્તુઓ આત્મામાં અશુદ્ધતાને નીપજાવતી નથી
પણ આત્મા પરના લક્ષે રોકાય તો પર વસ્તુને અશુદ્ધતાનું કારણ ઉપચારથી કહેવામાં આવે છે’–એમ ન જાણે તો
પણ શુદ્ધ આત્માની શ્રદ્ધા થતી નથી, અને શુદ્ધ આત્માની શ્રદ્ધા વગર તેમાં એકાગ્રતા રૂપ ધ્યાન પણ હોય નહીં.
[૩] મોહગ્રન્થિ છેદવાનો ઉપાય
પરથી ભિન્ન પોતાના શુદ્ધ આત્માને ધર્મી જીવ કેવો જાણે છે તેનું વર્ણન ૧૯૨ તથા ૧૯૩ મી ગાથામાં
કર્યું; હવે તેની સાથે ૧૯૪ મી ગાથાની સંધિ કરે છે: ‘હું પરનો નથી, પર મારાં નથી, હું એક જ્ઞાન છું.... હું
આત્માને એ રીતે જ્ઞાનાત્મક, દર્શનભૂત, અતીન્દ્રિય મહા પદાર્થ, ધ્રુવ, અચલ, નિરાવલંબ અને શુદ્ધ માનું
છું....શરીરો, ધન સુખ–દુઃખ શત્રુ–મિત્રજનો–એ કાંઈ જીવને ધ્રુવ નથી, ધ્રુવ તો ઉપયોગાત્મક આત્મા છે. તેથી તે
શુદ્ધ આત્મા જ ઉપલબ્ધ કરવા યોગ્ય છે.’–એ રીતે પૂર્વે કહ્યું, તે પ્રમાણે જાણીને જે પોતાના શુદ્ધાત્માને ધ્યાવે છે
તેને મોહગ્રંથિ ક્ષય થઈ જાય છે–એમ ૧૯૪ મી ગાથામાં કહે છે–
जो एवं जाणित्ता झादि परं अप्पगं विसुद्धप्पा।
सागारोऽणागारो खवेदि सो मोहदुग्गंट्ठिं।।
१९४।।
–આ જાણી, શુદ્ધાત્મા બની, ધ્યાવે પરમ નિજ આત્મને, સાકાર અણ–આકાર હો, તે મોહગ્રંથિ ક્ષય કરે. ૧૯૪
જે આમ જાણીને વિશુદ્ધાત્મા થયો થકો પરમ આત્માને ધ્યાવે છે, તે–સાકાર હો કે અનાકાર હો–
મોહદુર્ગ્રંથિને ક્ષય કરે છે.
જ્ઞાયકસ્વભાવી આત્મા ધ્રુવ છે, એ સિવાય આત્માને કોઈ પરવસ્તુઓનો સંયોગ ધ્રુવ નથી. આત્માથી
સમસ્ત પરવસ્તુઓ જુદી છે ને મલિનતાથી પણ પર ચીજ જુદી છે; અજ્ઞાની જીવ પરથી મને લાભ–નુકસાન
થાય એવો

PDF/HTML Page 15 of 21
single page version

background image
: ૧૭૪ : આત્મધર્મ ૨૪૭૭: જેઠ:
મિથ્યાભાવ કરે છે તે મિથ્યાભાવથી પણ પર વસ્તુઓ જુદી જ છે; તેથી આત્માને કોઈ પરવસ્તુ ઉપાદેય નથી
પણ પોતાનો ધ્રુવ આત્મા જ ઉપાદેય છે.–એમ જે જાણે તેને જ આત્માનું ધ્યાન થાય છે. આ જાણ્યા વગર
આત્માનું ધ્યાન થતું નથી. પરથી ભિન્ન પોતાનો આત્મા જ ઉપાદેય છે એમ નક્કી કરીને જે જીવ પરમ શુદ્ધ
આત્માને ધ્યાનમાં ધ્યાવે છે તેને મોહનો નાશ થાય છે ને સમ્યકત્વ પ્રગટ થાય છે.
જે જીવ વિકારને પોતાનું સ્વરૂપ માને તેને વિકાર રહિત પરમ શુદ્ધ આત્માનું ધ્યાન હોતું નથી. પહેલાંં,
પરથી મને લાભ–નુકસાન થાય અને પુણ્ય–પાપ મારું કર્તવ્ય છે–એમ જે શ્રદ્ધાએ માન્યું હતું તે શ્રદ્ધામાં શુદ્ધ
આત્માની ઉપલબ્ધિ ન હતી; હવે, ઉપયોગાત્મક ધ્રુવ આત્મા જ હું છું–એમ ઓળખાણ વડે તે મિથ્યાશ્રદ્ધા છોડીને
શુદ્ધ આત્માની જેણે અંતરમાં પ્રાપ્તિ કરી છે તેને જ આત્મધ્યાન હોય છે ને તેને જ મોહનો ક્ષય થાય છે.
[૪] પરમાં એકાગ્રતાથી આત્મા પીડાય છે
આત્માનો સ્વભાવ જ્ઞાતાદ્રષ્ટા છે. તે પરલક્ષે અટકતાં તેની અખંડતા પીલાય છે એટલે કે પરલક્ષે
અટકતાં જ્ઞાનસ્વભાવની એકતામાં ભંગ પડીને વિકારની ઉત્પત્તિ થાય છે. જેમ તલ જો છૂટા રહે તો અખંડ રહે
છે, ને ઘાણીમાં જતાં તે અખંડ રહેતા નથી પણ પીલાય છે, તેમ જ્ઞાતાશક્તિનો પિંડ આત્મા, જો પોતાના
ધ્રુવસ્વભાવના આશ્રયે એકલો રહે તો તેના જ્ઞાન–દર્શન–આનંદ વગેરે અખંડ રહે છે, ને પરલક્ષે રોકાતાં તેની
અખંડતા ભેદાય છે એટલે કે ત્યાં વિકારની ઉત્પત્તિ થઈને જ્ઞાતાસ્વભાવ તેમાં પીડાય છે.
અહીં શ્રી આચાર્યદેવે શુદ્ધાત્માને જાણીને તેના ધ્યાનની વાત લીધી છે. ધ્યાનના ચાર પ્રકાર છે; તેમાં
આર્ત્તધ્યાન અને રૌદ્રધ્યાન અધર્મરૂપ છે, ને ધર્મધ્યાન તથા શુક્લધ્યાન ધર્મરૂપ છે. પરમાં કે વિકારમાં પોતાપણું
માનીને ત્યાં ઉપયોગની એકાગ્રતા કરતાં આત્માના ચૈતન્યપ્રાણ પીડાય છે, તેથી તે આર્ત્તધ્યાન અને રૌદ્રધ્યાન છે.
મારો આત્મા શુદ્ધ, ઉપયોગસ્વરૂપ છે તે જ મારે ધ્રુવ છે–એમ શુદ્ધાત્માને લક્ષમાં લઈને ત્યાં એકાગ્ર થવું તે
ધર્મધ્યાન અને શુક્લધ્યાન છે, તેમાં ચૈતન્યપ્રાણ અખંડ રહે છે.
[૫] શુદ્ધાત્માનું ધ્યાન તે ધર્મ, પરનું ધ્યાન તે અધર્મ
આત્માનો ધર્મ તેમ જ અધર્મ–એ બંને ધ્યાનસ્વરૂપ છે. ધર્મમાં આત્મસ્વભાવમાં એકાગ્રતારૂપ સ્વભાવનું
ધ્યાન છે, ને અધર્મમાં પરમાં એકાગ્રતારૂપ પરનું ધ્યાન છે. પર લક્ષે ભલે દયાદિના શુભપરિણામમાં એકાગ્ર થાય
તો પણ પરમાર્થે તે અધર્મધ્યાન જ છે. ધર્મધ્યાનમાં તો આત્માના શુદ્ધ ધ્રુવસ્વભાવનો જ આશ્રય છે. આત્માના
ધ્રુવસ્વભાવના જ આશ્રયે કલ્યાણ છે, પરના આશ્રયે કલ્યાણ નથી–એમ નક્કી કરીને જે જીવ પોતાના શુદ્ધ
આત્માને ધ્યાનમાં ધ્યાવે છે તે જીવને મોહનો ક્ષય થાય છે. પરના લક્ષે એકાગ્રતાથી તો આત્માને ભૂંડા ધ્યાનની
જ ઉત્પત્તિ થાય છે ને તેનું ફળ સંસાર છે. ધર્મધ્યાનના બે પ્રકારોમાં ધર્મધ્યાન તે મંદ છે ને શુક્લધ્યાન તે ઉગ્ર છે;
તે બંને ભલા–ધ્યાન છે ને તેમનામાં જ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર આવી જાય છે. તથા અધર્મધ્યાનના બે
પ્રકારોમાં આર્ત્તધ્યાન તે મંદ છે તે રૌદ્રધ્યાન તે તીવ્ર છે; એ બંને ભૂંડા ધ્યાન છે ને સંસારનું કારણ છે. આત્માના
શુદ્ધસ્વભાવને ચૂકીને, ક્ષણિક વિભાવને કે સંયોગને પોતાનું સ્વરૂપ માનીને તેના આશ્રયે જે અટકે તેને મોહનો
ક્ષય થતો નથી પણ મોહની ઉત્પત્તિ જ થાય છે. પહેલાંં પર તરફના વલણવાળા શુભાશુભભાવ થતા હોવા છતાં
ધર્મી જીવને તેના આશ્રયની બુદ્ધિ નથી; તેના નિર્ણયના ધ્યેયમાં તો શુદ્ધ ધ્રુવ આત્માનો જ આશ્રય છે એટલે તેને
વારંવાર શુદ્ધઆત્મામાં એકાગ્રતાનું રટણ રહ્યા કરે છે. વિકાર ભાવો થવા હોવા છતાં તેનાથી ભિન્ન શુદ્ધઆત્માનો
જેણે નિર્ણય કર્યો તેને તે શુદ્ધાત્મામાં એકાગ્રતાથી મોહનો ક્ષય થાય છે. માટે પહેલાંં દેહાદિથી અત્યંત ભિન્ન અને
ક્ષણિક વિકારથી પણ ભિન્ન, ત્રિકાળ ઉપયોગસ્વરૂપી ધ્રુવ શુદ્ધઆત્માનો આત્મામાં નિર્ણય કરવો જોઈએ.
પર્યાયમાં વિકાર હોવા છતાં જ્ઞાને તેનાથી ભિન્ન ચૈતન્યતત્ત્વને જાણ્યું છે ને શ્રદ્ધાએ અખંડ શુદ્ધચૈતન્યતત્ત્વને
ધ્યેયમાં લીધું છે,–આવી જેની દશા છે તે જીવને શુદ્ધ આત્મામાં પ્રવૃત્તિદ્વારા શુદ્ધાત્મપણું હોય છે તેમ જ તેને
શુદ્ધાત્માનું ધ્યાન હોય છે. જેને સંયોગ અને વિકારથી પાર શુદ્ધ ચૈતન્યતત્વની પ્રતીતિ નથી તે જીવ બાહ્ય
સંયોગમાંથી કલ્યાણ લેવા માગે છે ને બાહ્યસંયોગના કે વિકારના આશ્રયે તે મોહને ટાળવા માગે છે;
કોઈ વાણીમાંથી,

PDF/HTML Page 16 of 21
single page version

background image
: જેઠ: ૨૪૭૭ આત્મધર્મ : ૧૭૫:
શાસ્ત્રમાંથી, ભગવાનની મૂર્તિમાંથી, તીર્થમાંથી કે છેવટે શુભરાગમાંથી તે ધર્મ લેવા માગે છે, પણ એ તો બધું
પરદ્રવ્યોનું આલંબન છે, અને પરદ્રવ્યોનું આલંબન તો આત્માને અશુદ્ધતાનું જ કારણ છે, ભગવાનની વાણીનું કે
સાક્ષાત્ ભગવાનનું પોતાનું આલંબન પણ આ આત્માને અશુદ્ધતાનું કારણ છે, છતાં જે જીવ તેનાથી આત્માને
લાભ થવાનું માને છે તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે, અધર્મી છે.
[] રુસ્ત્ર િ, લ્ રુ
જો કે જિજ્ઞાસુને પહેલાંં સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર ઉપર લક્ષ જાય છે તેમની ભક્તિ–બહુમાન વગેરેનો
શુભરાગ થાય છે, પરંતુ તેનું અવલંબન કાંઈ કલ્યાણનું ખરું કારણ નથી, તે પરના અવલંબને તો રાગ જ થાય
છે. કલ્યાણનું ખરું કારણ તો પોતાના ધ્રુવસ્વભાવનું અવલંબન કરવું તે જ છે. જેને આવી સમજણ નથી ને
એકલા પરના જ આલંબનમાં રોકાઈને ધર્મ માને છે તેને કદી ધર્મ થતો નથી. સાચા દેવ–ગુરુ–શાસ્ત્રના
આલંબને પણ ધર્મ થતો નથી તો પછી કુદેવ–કુગુરુ–કુશાસ્ત્રને માને તેની તો વાત શું કરવી? કુદેવ–કુગુરુ–
કુશાસ્ત્રને માનીને તેના આલંબનમાં જે રોકાણા છે તેને તો સદાય મિથ્યાત્વનું જ ધ્યાન હોય છે, તે ક્ષણેક્ષણે
મિથ્યાત્વને સેવીને તેની પુષ્ટિ કરે છે. જે આત્મા સર્વજ્ઞ નથી ને રાગી છે એવાને જે દેવ તરીકે માને તે જીવે
પોતાના આત્માને પણ રાગરહિત જાણ્યો નથી અને તેને રાગરહિત આત્મસ્વભાવમાં એકાગ્રતા થતી નથી, પણ
તે રાગમાં જ એકાગ્ર રહે છે. જેણે રાગીને દેવ માન્યો તેણે તે રાગી કરતાં પણ પોતાની દશા હલકી સ્વીકારી,
એટલે તેને તેના માનેલા દેવ કરતાંય હેઠલી દશા (–તીવ્ર રાગ) થાય છે. પરના અને વિકારના કર્તૃત્વથી રહિત,
પૂર્ણ જ્ઞાનમય વીતરાગી દશા જેની થઈ નથી તેવા આત્માને દેવ તરીકે જે માને તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે, કેમ કે
જેણે સર્વજ્ઞદેવને જાણ્યા નથી તેણે આત્માનો રાગરહિત જ્ઞાનસ્વભાવ કેવો હોય તે પણ જાણ્યો જ નથી.
સર્વજ્ઞદેવનું સ્વરૂપ શું છે? તે સર્વજ્ઞતાને સાધનારા સંતોની દશા કેવી છે? અને તે સર્વજ્ઞદેવ તથા સંત ગુરુઓની
અનેકાંતવાણીમાં શું વસ્તુસ્વરૂપ કહ્યુંં છે? તેને પહેલાંં ઓળખ્યા વગર તો ધર્મ થાય નહિ. તેમ જ તે સાચા દેવ–
ગુરુ–શાસ્ત્રના પરલક્ષમાં જ રોકાય ત્યાં સુધી પણ ધર્મ થાય નહિ, પરલક્ષે પુણ્યની ઉત્પત્તિ થાય છે. જ્યારે તે
પરલક્ષ છોડીને, તેમણે કહેલા પોતાના શુદ્ધાત્મા તરફ વળીને તે શુદ્ધાત્માનું જ આલંબન કરે ત્યારે ધર્મ થાય છે.
પહેલાંં સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર પ્રત્યે લક્ષ, બહુમાન વગેરે હોય છે પણ એટલું કરવામાં કોઈ ધર્મ માની લ્યે તો તેમ
નથી. પ્રથમ જેને ધર્મના સાચા અને ખોટા નિમિત્તનો (દેવ–ગુરુ–શાસ્ત્રનો) જ વિવેક નથી તે જીવ તો નિમિત્તનું
લક્ષ છોડીને સ્વભાવનું લક્ષ કરી શકશે નહિ, ને તેને ધર્મ થશે નહિ.
[૭] સત્ – અસત્ નિમિતનો વિેક અને ધ્રુવઉપાદાનું અવલંબન
જેના ભાવમાં સત્–અસત્નો વિવેક જાગ્યો હોય તેને નિમિત્તમાં પણ સત્–અસત્નો વિવેક હોય જ.
આત્માના ધર્મમાં ક્યા નિમિત્ત યોગ્ય છે ને ક્યા નિમિત્ત અયોગ્ય છે એનો જેને વિવેક નથી તેને તો
શુદ્ધઆત્માનો વિવેક હોતો જ નથી. મારા સ્વભાવધર્મમાં કયું નિમિત્ત ઠીક છે ને કયું નિમિત્ત અઠીક છે–એમ
નક્કી કરીને કુદેવાદિ અસત્ નિમિત્તોનું સેવન તો છોડે, એ ઉપરાંત, સુદેવગુરુ આદિ સત્ નિમિત્તો કે કુદેવ–કુગુરુ
આદિ અસત્ નિમિત્તો એ બધાય મારા આત્માથી પર દ્રવ્ય છે ને એ બધા પર દ્રવ્યનું લક્ષ મને અશુદ્ધતાનું કારણ
છે–આમ નક્કી કરીને, સમસ્ત પરદ્રવ્યોનું આલંબન છોડતાં તથા આત્મસ્વભાવનું આલંબન કરતાં શુદ્ધ
આત્માની શ્રદ્ધા તથા શુદ્ધ આત્માનું ધ્યાન થાય છે, ને મોહ નાશ પામે છે. આ રીતે મોહના નાશનો ઉપાય ધ્રુવ
આત્માના આધારે જ થાય છે. જો કે સાધકને વચ્ચે શુભરાગ આવ્યા વિના રહેતો નથી પણ તે રાગના કારણે
શુદ્ધતા કે મોહક્ષય થતો નથી. સાચા દેવ–ગુરુ–શાસ્ત્રના લક્ષે શુભરાગ થાય તેનાથી પણ આત્માના ચૈતન્યપ્રાણ
પીડાય છે, તેથી તે રાગ પણ સમ્યગ્દર્શનનું કારણ નથી.
પરંતુ, ‘નિમિત્તના લક્ષે રાગ થાય છે, ધર્મ થતો નથી’ આ ઉપરથી કોઈ જીવ એમ ઊંધુંં લ્યે કે આપણે
સદ્ગુરુ વગેરે નિમિત્તનું શું પ્રયોજન છે? જ્ઞાનીના નિમિત્ત વગર મારી મેળે હું આત્માને સમજી ગયો.–તો એમ
કહેનાર સ્વચ્છંદી જ છે, કેમ કે પોતે સત્ સમજવા તૈયાર થાય ત્યારે સામે પણ સદ્ગુરુ વગેરે સત્ નિમિત્ત હોય
જ. સત્ નિમિત્ત સિવાય બીજું નિમિત્ત ન હોય. નિમિત્તનું નિમિત્ત તરીકે જ્ઞાન કરવું જોઈએ; તેને બદલે કોઈ

PDF/HTML Page 17 of 21
single page version

background image
: ૧૭૬: આત્મધર્મ ૨૪૭૭: જેઠ:
નિમિત્તને તદ્ન ઉથાપે તો તે યથાર્થ સમજ્યો નથી. તેમ જ નિમિત્તનું જ આલંબન માનીને અટકે તો તે પણ
સ્વભાવને સમજતો નથી.
‘પાવે નહિ ગુરુગમ વિના એહી અનાદિ સ્થિત.’ –સ્વભાવ સમજનાર જીવને સદ્ગુરુ નિમિત્ત હોય છે–એ
બતાવવા માટે તે વાત સાચી છે. અને ભેગું બીજું પડખું એ પણ છે કે ‘પાવે નહિ ચેતન વિના એહી અનાદિ
સ્થિત’ એટલે જો નિમિત્તનું લક્ષ છોડીને ચૈતન્યસ્વભાવ તરફ ન વળે તો પણ આત્માની સાચી શ્રદ્ધાજ્ઞાન થાય
નહિ. માટે સ્વભાવસન્મુખ વળવું એ જ સર્વનો સાર છે. સ્વભાવસન્મુખ વળવાની પાત્રતાવાળા જિજ્ઞાસુ જીવને
સત્–અસત્ નિમિત્તનો વિવેક વગેરે તો સહેજે હોય જ છે.
જેમ પતરાંનો ડબો અને શણનો કોથળો બંને બારદાન છે, પણ ઊંચી જાતનું કેસર ભરવા માટે શણનો
કોથળો ન હોય પણ પતરાંનો ડબો જ હોય. છતાં કેસર તે ડબાના આધારે રહ્યું નથી. તેમ સુદેવ–ગુરુ તેમ જ
કુદેવ–કુગુરુ એ બંને આત્માને પરદ્રવ્ય હોવા છતાં, તેમાં સુદેવાદિ તો પતરાંના નકોર ડબા જેવા છે ને કુદેવાદિ તો
શણના કોથળા જેવા છે. આત્માના સમ્યગ્દર્શનરૂપી માલ ભરવા માટે તે કુદેવાદિ નિમિત્ત તરીકે હોય નહિ, સુદેવ–
ગુરુ–શાસ્ત્ર જ નિમિત્ત તરીકે હોય; છતાં આત્માનો ધર્મ તે દેવ–ગુરુ–શાસ્ત્રના આધારે નથી. એ તો બારદાન
જેવાં છે, તે બારદાન પોતે સમ્યક્શ્રદ્ધા નથી. પણ શ્રદ્ધા તે બારદાન વગર હોતી નથી. જેમ કેસર ડબા વગર રહેતું
નથી પણ ડબો પોતે કેસર નથી, કેસર ખૂટે તો તેને બદલે ડબો કામમાં ન આવે, તેમ પ્રથમ સાચા દેવ–ગુરુ–
શાસ્ત્રની શ્રદ્ધા વગર સમ્યગ્દર્શન હોતું નથી પણ તે દેવ–ગુરુ–શાસ્ત્ર તરફનું વલણ પોતે સમ્યગ્દર્શન નથી. અને
સમ્યગ્દર્શનમાં દેવ–ગુરુ–શાસ્ત્રનો શુભરાગ કામ આવે નહિ; કેમ કે સુદેવાદિ પણ આ આત્માથી પર દ્રવ્ય છે. માટે
કુદેવાદિ તેમ જ સુદેવાદિ એ બધાને આત્માથી ભિન્ન પરદ્રવ્ય જાણીને, ધ્રુવ ચૈતન્યતત્ત્વનું આલંબન કરતાં
સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર પ્રગટે છે. સાચા દેવ–ગુરુ–શાસ્ત્રની ઓળખાણ તો પહેલાંં હોય જ, પણ અહીં તે
બારદાનની વાત ગૌણ છે; અહીં તો તેનું પણ લક્ષ છોડાવીને પોતાના અભેદ ચૈતન્યમાત્ર સ્વભાવની શ્રદ્ધા
કરવાની વાત છે, કેમ કે તે જ અનંતકાળમાં કર્યું નથી. અનંત વાર ભગવાનનો દિવ્યધ્વનિ સાંભળ્‌યો પણ
પોતાના આત્મા તરફ ન વળ્‌યો, તેથી કલ્યાણ થયું નથી. માટે પરાશ્રય છોડાવીને સ્વાશ્રય કરાવવા શ્રી
આચાર્યદેવ કહે છે કે હે જીવ! આ એક ધ્રુવ ચૈતન્યસ્વભાવ સિવાય સમસ્ત પરદ્રવ્યોનું આલંબન આત્માને
અશુદ્ધતાનું કારણ છે એમ તું જાણ, અને તે સમસ્ત પરદ્રવ્યનું આલંબન છોડીને તારા શુદ્ધ આત્મસ્વભાવનું જ
આલંબન કર. પહેલાંં શ્રદ્ધામાં તેનું આલંબન કરતાં સમ્યગ્દર્શન થાય છે ને પછી સ્થિરતા રૂપે તેનું આલંબન
કરતાં સમયક્ચારિત્ર થાય છે. એ સિવાય તીર્થંકરભગવાનના દિવ્યધ્વનિનું આલંબન પણ તારા આત્માને
મલિનતાનું કારણ છે. ધ્રુવ આત્મા સિવાય કોઈ પણ પરદ્રવ્ય સામે જોતાં વિકાર થાય છે.–આમ જાણીને જે જીવ
પોતાના શ્રદ્ધા–જ્ઞાનને ચૈતન્યસ્વભાવમાં એકાગ્ર કરે છે તેનો મોહ ક્ષય થઈ જાય છે. શ્રદ્ધાને ચૈતન્ય ઉપર મૂકવી
તે જ મોહક્ષયનો માર્ગ છે.
એ પ્રમાણે જેણે વર્તમાન માં ધ્રુવ પરિપૂર્ણ ચૈતન્યસ્વરૂપની શ્રદ્ધા કરી તે વિશુદ્ધ આત્મા થયો. હજી
કેવળજ્ઞાન થયું નથી પણ સમ્યગ્દર્શન થયું છે, ત્યાં જ તેને વિશુદ્ધ આત્મા કહ્યો છે. તે વિશુદ્ધ આત્માને પોતાના
અનંતશક્તિવાળા ચિન્માત્ર પરમ આત્માનું એકાગ્ર સંચેતનલક્ષણ ધ્યાન હોય છે. આવું ચૈતન્ય પરમાત્માનું
ધ્યાન તે જ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રનો ઉપાય છે.
[૮] આત્માની શુદ્ધતા કોને થાય?
આત્માનો ત્રિકાળ ધ્રુવ ચૈતન્યસ્વભાવ છે, ને તે સ્વભાવને જણાવનાર સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર જગતમાં
ત્રિકાળ જયવંત વર્તે છે; પણ તે મારાથી પર છે, તેથી તેના લક્ષે પણ મારું કલ્યાણ થતું નથી. પ્રથમ તો જ્યાં
સુધી સાચા દેવ–ગુરુ–શાસ્ત્રને ઓળખીને ન માને ત્યાં સુધી સ્વભાવ તરફ વળવાનું બનતું નથી અને સાચા દેવ–
ગુરુ–શાસ્ત્રને માનવા છતાં જો સ્વભાવ તરફ ન વળે તો પણ કલ્યાણ થતું નથી.
આત્મા સિવાય જે કોઈ પરદ્રવ્ય છે તેના લક્ષે–તેના આલંબને પર્યાયમાં વિકાર થાય છે ને ધ્રુવ ચૈતન્યના
આલંબને જ શુદ્ધતા થાય છે–આમ સ્પષ્ટપણે સ્વ–પરનો વિભાગ જે ન જણાવે તે તો પરલક્ષ છોડીને સ્વભાવનું
ધ્યાન કરવાનું બતાવી શકતા નથી, માટે તે તો બધા ખોટા દેવ, ખોટા ગુરુ ને ખોટાં શાસ્ત્ર છે.

PDF/HTML Page 18 of 21
single page version

background image
: જેઠ: ૨૪૭૭ આત્મધર્મ : ૧૭૭ :
જગતમાં આત્મા સિવાય પરદ્રવ્ય છે ને આત્માને લક્ષે વિકાર પણ છે–એને જે ન માને તેને પરલક્ષથી છૂટીને
સ્વલક્ષ કરવાનું રહેતું નથી. પરવસ્તુ છે ને તેના લક્ષે વિકાર પણ પોતાની પર્યાયમાં થાય છે–એમ માને તો
પરલક્ષથી છૂટીને સ્વલક્ષ તરફ વળવાનું બને. જગતમાં પરદ્રવ્ય છે એમ મનાવે, પર ઉપર જીવનું લક્ષ જાય છે ને
જીવની પર્યાયમાં વિકાર થાય છે–એમ મનાવે, તે વિકારરહિત ધ્રુવ ચૈતન્યસ્વભાવ ત્રિકાળ છે તેને પણ મનાવે
અને પરલક્ષ છોડીને તે ધ્રુવસ્વભાવનું ધ્યાન કરવાનું જે બતાવે તે જ સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર છે. પરંતુ, તે ખોટા
દેવ–ગુરુ–શાસ્ત્ર કે આ સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર તે બંને આ આત્માને પરદ્રવ્ય છે, તેના લક્ષે આત્મા અશુદ્ધ થાય છે,
ને તે બંનેથી ભિન્ન પોતાનો ચૈતન્યસ્વભાવ ધ્રુવ છે તેના લક્ષે જ શુદ્ધતા થાય છે–એમ નક્કી કરીને જે ધ્રુવ
ચૈતન્ય આત્માની શ્રદ્ધા–જ્ઞાન કરે છે તે આત્મા વિશુદ્ધ થાય છે. ધ્રુવ ચૈતન્યસ્વભાવ તો ત્રિકાળ શુદ્ધ છે જ, ને
તેના આલંબને શ્રદ્ધા–જ્ઞાન કરતાં પર્યાયમાં પણ તે આત્મા વિશુદ્ધ થયો છે. સ્વજ્ઞેયને ચૂકીને પરજ્ઞેયમાં અટકતાં
વિકારની ઉત્પત્તિ થાય છે ને ચૈતન્યની શુદ્ધતા હણાય છે. મારા નિર્વિકારી ધ્રુવ ચૈતન્યતત્ત્વને જ સ્વજ્ઞેય કરીને
તેના આલંબને એકાગ્ર થાઉં તો આત્માને શુદ્ધતાનો લાભ થાય, એમ સમજીને જે પરમ શુદ્ધ આત્માને ધ્યાવે છે
તેને મોહનો ક્ષય થાય છે.
[૯] શુદ્ધઆત્માનું ધ્યાન એ જ ધર્મ
પરથી લાભ–નુકસાન માનવું કે શરીરને આત્મા માનવો કે વિકારથી ધર્મ માનવો તે બહિરાત્મપણું છે;
પરમ શુદ્ધ આત્માની શ્રદ્ધાથી જીવ તે બહિરાત્મપણું (એટલે કે અધર્મીપણું) ટાળીને અંતરાત્મા (એટલે કે ધર્મી)
થાય છે. અને એ રીતે અંતરાત્મા થઈને ત્યાર પછી પૂર્ણ પરમાત્મદશા પ્રગટ કરવા માટે પણ તે પરમ શુદ્ધ
આત્માને જ ધ્યાવે છે. આ શુદ્ધ આત્માનું ધ્યાન તે જ સમ્યક્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે, તે જ મોક્ષમાર્ગ છે, તે જ
ધર્મ છે, તે જ શુદ્ધ ઉપયોગ છે; ધર્મના જેટલા પ્રકાર કહો તે બધાય તેમાં આવી જાય છે.
[૧૦] ચૈતન્યનું ધ્યાન કોણ કરી શકે?
મારું ચૈતન્યતત્ત્વ પરલક્ષથી થતા વિકાર જેટલું નથી પણ કાયમી ધ્રુવ છે–એવી જે શ્રદ્ધા કરે તે આત્માનું
ધ્યાન કરી શકે છે; કેમ કે તેણે પરને તુચ્છ (અશરણ) જાણ્યા એટલે તેમાં એકાગ્રતા કરવાનું ન રહ્યું; પોતાના
શુદ્ધ ચૈતન્યતત્ત્વને જ ધ્રુવ મહિમાવાળું શરણરૂપ જાણ્યું એટલે તેમાં જ એકાગ્ર થવાનું રહ્યું. શુદ્ધ ચિદાનંદ
આત્માની પ્રતીત, જ્ઞાન ને રમણતા એ ત્રણે ય આત્માના ધ્યાનસ્વરૂપ જ છે. જગતમાં સ્વ અને પર ભિન્ન ભિન્ન
તત્ત્વો છે, તેમાં સ્વભાવમાં વળવા જવું છે, પરમાં વળવાથી લાભ નથી–એમ જેણે નક્કી કર્યું હોય તે જ ચૈતન્યનું
ધ્યાન કરી શકે.
[૧] ‘જિનેશ્વરના લઘુનંદન’ની શ્રદ્ધા કેવી હોય?
હું શુદ્ધ ચૈતન્ય કારણપરમાત્મા છું, તેમાંથી જ મારી પૂર્ણ નિર્મળ કાર્યપરમાત્મદશા પ્રગટ થવાની છે.
આવો હું શુદ્ધ ચિદાનંદ જ્ઞાનમૂર્તિ છું, આ જ મારી નિર્મળદશારૂપી કાર્યનું કારણ છે. એ સિવાય કોઈ શુભભાવ કે
નિમિત્તાદિ પર પદાર્થો મારી નિર્મળદશાનું કારણ નથી. ક્ષણિક શુભ–અશુભભાવો થતા હોવા છતાં આવા
સ્વભાવનો નિર્ણય કરવો જોઈએ; સ્વભાવના નિર્ણયનું જોર વિકારને તોડી નાંખે છે. નીચલી સાધકદશામાં
ભક્તિ–પ્રભાવનાદિના ભાવ હોય, વ્રતાદિ ભાવ હોય, પણ સાધક જીવ તે શુભરાગને ધર્મનું કારણ માનતા નથી.
સાધકની શ્રદ્ધામાં ધ્રુવ ચૈતન્યસ્વભાવનું જ આલંબન છે, તે ક્યારેય ખસતું નથી; શ્રદ્ધામાં ધ્રુવ ચૈતન્યસ્વભાવ
આવ્યો છે તે ક્યારેય ભૂલાતો નથી. મુનિને છઠ્ઠે ગુણસ્થાને મહાવ્રત વગેરેના શુભભાવ આવેે પણ તે ધર્મ નથી,
ધ્રુવ ચૈતન્યસ્વભાવમાં એકાગ્રતા તે જ ધર્મ છે. મુનિઓને સહજ વસ્ત્રરહિત નિર્ગ્રંથ નિર્દોષદશા હોય છે ને
અંતરમાં નિજ પરમ શુદ્ધ આત્માને જ શ્રદ્ધા–જ્ઞાનમાં લઈને ધ્યાવે છે. ચોથા ગુણસ્થાનવાળા ધર્મીને પણ
કોઈ સમયે શ્રદ્ધામાંથી પરમ શુદ્ધ આત્માનું ધ્યાન ટળતું નથી, શ્રદ્ધાવડે તે સદાય–પર્યાયે પર્યાયે પરમ શુદ્ધ
આત્માને ધ્યાવે છે. તેથી તે ‘વિશુદ્ધ આત્મા’ થયો છે. આવું વિશુદ્ધ આત્માપણું ચોથા ગુણસ્થાનથી શરૂ થાય છે;
તેને ‘જિનેશ્વરનો લઘુનંદન’ કહેવાય છે.
[] ન્ત્ત્ િ ર્
અહો, આત્માના શુદ્ધસ્વભાવની અત્યંત મહિમાવાળી વાત જીવોએ યથાર્થપણે કદી સાંભળી નથી.

PDF/HTML Page 19 of 21
single page version

background image
: ૧૭૮: આત્મધર્મ ૨૪૭૭: જેઠ:
અત્યારે ચૈતન્યતત્ત્વના મહિમાની સાચી વાત સાંભળવા મળવી પણ ઘણી દુર્લભ થઈ પડી છે. જે જીવ ઘણો
જિજ્ઞાસુ ને ઘણો લાયક થઈને આત્મસ્વભાવની આ વાત સાંભળે તેનું કલ્યાણ થઈ જાય તેમ છે.
[૧૩] જ્યાં લાભબુદ્ધિ ત્યાં એકતાબુદ્ધિ; જ્યાં એકતાબુદ્ધિ ત્યાં એકાગ્રતા
આત્માની અવસ્થામાં પરલક્ષે જે વિકાર થાય છે તે વિકારથી પર વસ્તુઓ જુદી છે માટે પર વસ્તુઓ
આત્માને વિકાર કરાવતી નથી. જીવ પોતે સ્વલક્ષ છોડીને પરલક્ષ વડે તેને વિકારનું નિમિત્ત બનાવે તો તે
વિકારનું નિમિત્ત થાય છે. અને જીવ પોતે સ્વલક્ષમાં રહીને વિકાર ન કરે તો તે પરવસ્તુઓ જીવના જ્ઞાનનું જ્ઞેય
થાય છે. આ રીતે પહેલાંં તો પરથી આત્માનું તદ્ન ભેદજ્ઞાન કરવું જોઈએ. અને આત્માની અવસ્થામાં ક્ષણિક
વિકાર થાય છે તે પરલક્ષે જ થાય છે તેથી જ્યાં પરથી અત્યંત જુદાપણું નક્કી કર્યું ત્યાં વિકારથી જુદાપણાનો
નિર્ણય પણ તેમાં આવી જ ગયો. ધ્રુવ ચૈતન્યસ્વભાવની સન્મુખ થતાં જ પરથી અને વિકારથી ભેદજ્ઞાન
થઈ ગયું. ભલે અવસ્થામાં વ્યવહાર હોય–રાગ હોય–નિમિત્ત હોય, પણ તે કોઈથી મારો ધર્મ થતો નથી, મારો
ધર્મ તો ધ્રુવ ચૈતન્યના આશ્રયે જ થાય છે–આમ ધર્મીને નિર્ણય છે. શુદ્ધ આત્માની શ્રદ્ધા–જ્ઞાન કરતાં પરમાં ને
વિકારમાં એકતાબુદ્ધિ ટળી જાય છે. પરમાં એકતાબુદ્ધિ હતી ત્યારે સ્વભાવમાં એકતારૂપ પરિણમન (–
સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર) થતું ન હતું, ને જ્યાં સ્વભાવમાં એકતારૂપ પરિણમન થયું ત્યાં પરમાં એકતાબુદ્ધિરૂપ
પરિણમન ટળી ગયું. જીવ જેનાથી પોતાને લાભ માને તેનું લક્ષ અને તેમાં એકતાબુદ્ધિ છોડે નહિ. અજ્ઞાની જીવ
શુભરાગથી ને નિમિત્તથી લાભ માનતો હોવાથી તે તેમાં જ લક્ષ અને એકતાબુદ્ધિ છોડતો નથી તેથી મિથ્યાદ્રષ્ટિ
રહે છે. ધર્મી જીવ રાગ અને નિમિત્તને જાણે છે પણ તેનાથી પોતાને લાભ માનતા નથી, તેથી તેમાં એકતાબુદ્ધિ
કરતા નથી; પણ ધ્રુવ ચૈતન્યસ્વભાવના આધારે જ લાભ માને છે તેથી તેમાં જ એકતાબુદ્ધિ છે. અને જયાં
એકતાબુદ્ધિ થઈ છે ત્યાં જ–ધ્રુવ ચૈતન્યસ્વભાવમાં જ–વારંવાર લક્ષને એકાગ્ર કર્યા વિના રહેતા નથી. અને તે
કોઈ પરથી કે વિભાવથી લાભ માનતા નથી તેથી પરથી અને વિકારથી એકાગ્રતા ખસ્યા વિના રહેતી નથી.–
આવા ધર્મી જીવોને પરમ નિજસ્વભાવનું ધ્યાન હોય છે. ને તે ધ્યાનના બળે તેનો મોહ ક્ષય થઈ જાય છે. તે
ધર્મી સાકાર હો કે અનાકાર હો–તે બંનેને, ચૈતન્યના ધ્યાનથી મોહનો ક્ષય થઈ જાય છે.
[૧૪] ક્ષયોપશમ હોવા છતાં ક્ષાયક જેવી દ્રઢતા
શ્રી આચાર્યદેવે ધ્રુવસ્વભાવના આશ્રયે મોહના ક્ષયની જ વાત કરી છે. અભેદ શુદ્ધસ્વભાવ તરફ ઢળતાં
મિથ્યાત્વની દ્રઢ ગાંઠ ક્ષય પામે છે. આ પંચમકાળના જીવને ક્ષાયકસમ્યકત્વ હોતું નથી તેની આચાર્યદેવને ખબર
છે છતાં આચાર્યદેવ પોતાની દ્રઢ પ્રતીતિના બળે અપ્રતિહતભાવે મોહના ક્ષયની જ વાત કરે છે. ક્ષયોપશમ–
સમ્યકત્વથી પણ જે મિથ્યાત્વનો અભાવ થયો તે મિથ્યાત્વ ફરીને કદી થવાનું નથી, ક્ષાયકસમ્યકત્વ પામતાં સુધી
વચ્ચે શ્રદ્ધામાં ભંગ પડવાનો નથી, માટે ક્ષયોપશમ–સમ્યકત્વ હોવા છતાં અમે મોહનો ક્ષય જ દેખીએ છીએ. –
એમ શ્રી આચાર્યદેવના ભાવમાં જોર છે. મોહના ક્ષયનો આ જ ઉપાય છે.
દિવ્યધ્વનિમાં ભગવાને કહેલી પ્રભુતા
અત્યારે મહાવિદેહક્ષેત્રમાં શ્રી સીમંધર પરમાત્મા તીર્થંકરપણે બિરાજી રહ્યા છે અને ત્યાં ધર્મપ્રવાહ
ધોખબંધ ચાલી રહ્યો છે. અહીંથી ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ સીમંધરભગવાન પાસે ગયા હતા ને ત્યાં આઠ
દિવસ રહીને ભગવાનના સાક્ષાત્ દિવ્યધ્વનિને સાંભળ્‌યો હતો. લગભગ સંવત્ ૪૯માં એ બનાવ બન્યો હતો. તે
દિવ્યધ્વનિ ઝીલીને પાછા ભરતમાં પધાર્યા પછી તેમણે શ્રી સમયસાર વગેરેની રચના કરી. તેમાં તેઓ કહે
છે: ‘ભગવાન દિવ્યધ્વનિમાં કહેતા હતા કે–હે જીવો! અમે સિદ્ધ છીએ, તેમ સિદ્ધ છો. અમે પરમાત્મા છીએ, તમે
પણ પરમાત્મા છો. દરેક આત્મા પોતાના સ્વભાવથી પરિપૂર્ણ પરમેશ્વર છે. તમે તમારી પ્રભુતાને ઓળખો.
જેટલા જીવો પ્રભુ થયા છે તે બધાય પોતાના પ્રભુત્વને ઓળખીને તેના જ આધારે પ્રભુ થયા છે. પ્રભુતા ક્યાંય
બહારથી આવતી નથી પણ સ્વભાવમાં શક્તિ છે તેમાંથી જ તે પ્રગટે છે. માટે પહેલાંં સ્વભાવશક્તિને ઓળખો.’
(લાઠી: પંચકલ્યાણક–પ્રવચનમાંથી)

PDF/HTML Page 20 of 21
single page version

background image
એક વૈરાગ્ય – સમાચાર

મુમુક્ષુઓને વૈરાગ્યભાવના જાગૃત કરે એવો એક પ્રસંગ ચૈત્રવદ ચૈદસે બન્યો...એ દિવસે બાબરાના
જિજ્ઞાસુ ભાઈ શ્રી દામોદરદાસ છગનલાલ વકીલનો ૫૬ વર્ષની વયે સોનગઢમાં દેહોત્સર્ગ થયો. તેઓ પૂ.
ગુરુદેવશ્રીના ભક્ત અને તત્ત્વરસિક હતા. પૂ. ગુરુદેવશ્રી પાસેથી મળેલા તત્ત્વજ્ઞાનને તેમણે પોતાના જીવનમાં
ઘૂંટયું હતું અને તે ઘૂંટણના ફળમાં તેમને અંતસમય સુધી જે શાંતિ રહી તે દેખાઈ આવતી હતી. છેલ્લી પળ સુધી
જાગૃત રહીને આત્મભાવનાપૂર્વક તેમણે દેહ છોડ્યો હતો.
તેમની માંદગી દરમિયાન પૂ. ગુરુદેવશ્રી કોઈ કોઈ વખત તેમની પાસે જતા. છેલ્લે જે દિવસે તેમનો
સ્વર્ગવાસ થયો તે દિવસે સવારે પૂ. ગુરુદેવશ્રી તેમની પાસે ગયેલા ત્યારે કહેલું કે: ‘જુઓ ભાઈ! ‘હું જ્ઞાયક
છું...’ એવું લક્ષ રાખવું...આ દેહની સ્થિતિ તો હવે પૂરી થવાની તૈયારી છે....‘શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન સ્વયંજ્યોતિ
સુખધામ...’ એ મંત્રનું અંતરમાં ચિંતન કરવું.’ તે મુજબ તેઓ ઘણો વખત તે પ્રકારના વિચારમાં રહેતા, અને
છેલ્લે ‘સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું.......’ એમ બોલતાં બોલતાં તેમનો સ્વર્ગવાસ થઈ ગયો.
પોતાની પાછળ મુમુક્ષુઓને વૈરાગ્યનું એક સુંદર ઉદાહરણ તેઓ આપતા ગયા છે. તેમના સ્વર્ગવાસ બાદ
પૂ. ગુરુદેવશ્રીએ કહેલું કે દામોદર ભાઈ વૈરાગ્યવંત, મંદકષાયી, પાત્ર અને રૂડા જીવ હતા. જીવનમાં જેવી
ભાવનાથી તેમણે તત્ત્વ ઘૂંટયું હતું તેવી જ ભાવના સાથે લઈને ગયા છે.... આવા મૃત્યુ પાછળ શોક કરવાનો ન
હોય. આ પ્રસંગ ઉપરથી આત્માર્થી જીવોએ વૈરાગ્યનું ઉદાહરણ લેવું જોઈએ.
• જિનવાણી માતા જાગૃત કરે છે •
દરેક આત્મા સ્વમાં અનંતુ કરી શકે છે, પરમાં કાંઈ કરી શકતો નથી. હું પરનું કરું એમ માને ભલે, પણ
કરી શકતો નથી. જેવું સ્વતંત્રપણું છે તે કહેવાય છે; તું ના પાડીશ નહી. તારી પ્રભુતાના ગાણાં ગવાય છે. જેમ
બાળકને સુવાડવા માતા હાલરડાં ગાય કે ‘મારો દીકરો ડાહ્યો, પાટલે બેસી નાહ્યો’ વિગેરે વખાણ સાંભળી
બાળક સૂઈ જાય, તેમ અહીં આચાર્યદેવ આત્માને જાગૃત કરવા માટે ‘ડાહ્યો, એટલે કે તું સિદ્ધ પરમાત્મા જેવો છે,
સદાય ચૈતન્યજ્યોતિ છે’ એમ કહે છે. લૌકિકમાતા બાળકને ઊંઘાડવા માટે ગાણાં ગાય છે, અહીં જિનવાણી
માતા આત્માને જાગૃત કરવા માટે ગાણાં ગાય છે. બાળકને ઊંઘાડવા માટે ઘોડિયામાં નાંખે છે અને બાળક
ગાણાં સાંભળી સૂઈ જાય છે તેમ અજ્ઞાનીબાળકને જ્ઞાની સંબોધે છે કે તું ચોરાશીનાં ખોળીયાંને તારા માની
અજ્ઞાનરૂપે સૂતો છે, તને જાગૃત કરવાનાં ગાણાં ગવાય છે, તારે જાગવું પડશે. માતાનાં ગાણાં તો સુવાડવાનાં છે
ને આ ગાણાં તો જગાડવાનાં છે.–એમ સંસાર અને મોક્ષની રીતમાં ઉલટપાલટ ફેર છે. બાળકના વખાણ કરતાં
તે ઊંઘી જાય છે તેમાં ઊંડે ઊંડે તેને મોટાઈની મીઠાસ ભરી છે, તેથી મોટાઈનો આદર લાવી સંતોષાઈ જાય છે.
તેમ અહીં ‘તું સિદ્ધ છે’ એમ જીવને તેની સાચી મોટપ બતાવીને શ્રીઆચાર્યદેવ જાગૃત કરે છે. હે જીવ! તું
મિથ્યાબુદ્ધિનાં ખોળીએ અનાદિનો સૂતો છે, હવે તને તારા પ્રભુત્વનો મહિમા ગાઈને શ્રીઆચાર્યદેવ જાગૃત કરે
છે; તું તારા પ્રભુત્વની ના પાડ તે નહિ ચાલે. આ કોની માંડી છે? ત્રિલોકનાથ સિદ્ધ ભગવાન જે પદ પામ્યા
તેવો તું છે–એમ તારી પ્રભુતાનાં ગાણાં ગવાય છે, શાસ્ત્રો પણ તારા ગાણાં ગાય છે. જાગ રે જાગ, ક્ષણ લાખેણી
જાય છે! તને તું ન સમજ એ કેમ ચાલે?
.....આત્માનું સ્વરૂપ સહેલું કરીને કહેવાય છે, પણ લોકોએ મહા અઘરૂં માની રાખ્યું છે. ‘મને ન સમજાય,
હું ન સમજી શકું’ એમ માનવું તે પોતાને ગાળ દેવા જેવું છે. સાચી સમજણ માટે આત્માને અપાત્ર કહેવો તે
કલંક દેવા સમાન છે. ભાઈ! જે અનંત સિદ્ધ પરમાત્મા કરી શક્યા તેટલું જ કહેવાય છે, અને તરામાં પણ તેટલી
તાકાત છે, તારી તાકાતથી વધુ કહેવાતું નથી.
જુઓ, સમયસાર–પ્રવચનો ભાગ ૧ પૃ. ૭૮