Atmadharma magazine - Ank 094
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 25
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૮
સળંગ અંક ૦૯૪
Version History
Version
Number Date Changes
001 Nov 2005 First electronic version.

PDF/HTML Page 2 of 25
single page version

background image
“આત્મધર્મ” વર્ષ ૮ મું અંક ૧૦ વીર સં. ૨૪૭૭ શ્રાવણ [વાર્ષિક લવાજમ રૂા. ૩–૦–૦]
૯૪
: સંપાદક:
વકીલ રામજી માણેકચંદ દોશી
“અવસર બારબાર નહિ આવે....”
કાળે સમ્યક્ સમજણ બહુ દુર્લભ છે. પ્રભુ! તને અપૂર્વ સમજણના મોંઘા
ટાણાં મળ્‌યા, તેમાં ચૂક્યો તો ફરી અનંતકાળે મનુષ્યભવ અને આવો જોગ મળવો
મુશ્કેલ છે. અનંત વાર ધર્મના નામે કદાગ્રહમાં, બાહ્ય સાધનોમાં અટક્યો. હવે પરમ
સત્ય શું તેની દરકાર નહિ કરે તો ફરી અનંતકાળે પત્તો નહીં ખાય, માટે સત્ય શું છે
તેને જાતે, અંર્ત–અનુભવથી નક્કી કર, એમ આચાર્યમહારાજ કહે છે. અહીં અનુભવની
મુખ્યતા છે, તેનાથી શુદ્ધસ્વરૂપનો નિર્ણય કરો. બહારના તર્કવિતર્કનું કામ નથી.
(સમયસાર પ્રવચન : ૧ : પૃ. ૧૫૪)

PDF/HTML Page 3 of 25
single page version

background image
સુવર્ણપુરી સમાચાર
[અષાઢ વદ ૮]
* પરમ પૂજ્ય ગુરુદેવશ્રી સુખશાંતિમાં બિરાજે છે.
* ધાર્મિક દિવસો અને દસલક્ષણધર્મ: મુમુક્ષુઓની સગવડતા ખાતર,
સોનગઢમાં દર વર્ષે જે રીતે ધાર્મિક દિવસો મનાય છે તે રીતે આ વર્ષે પણ
તા. ૨૯–૮–૫૧ શ્રાવણ વદ ૧૨ ને બુધવારથી તા. ૫–૯–૫૧ ભાદરવા સુદ
૪ ને બુધવાર સુધી ધાર્મિક દિવસો ગણવામાં આવશે, તેમ જ ત્યારપછી
સનતાન જૈનધર્મના પર્યુષણ–દસલક્ષણધર્મ : પણ ભાદરવા સુદ ૪થી શરૂ
કરીને ઊજવાશે.
[વચમાં એક તિથિ ઘટતી હોવાથી આ વખતે
દસલક્ષણધર્મની શરૂઆત એક દિવસ અગાઉથી થાય છે.]
* શ્રી જૈન અતિથિ સેવા સમિતિની વાર્ષિક બેઠક ભાદરવા સુદ ૨ ને
સોમવાર તા. ૩–૯–૫૧ ના રોજ સાંજે પાંચ વાગે થશે.
* હાલ સવારના પ્રવચનમાં પ્રવચનસારનું પરિશિષ્ટ બીજી વખત વંચાય છે;
થોડાક દિવસોમાં તે પૂરું થશે. ત્યારબાદ વચ્ચેના થોડા દિવસો કાંઈક અન્ય
વાંચન થશે. અને પછી નિયમસાર–ગુજરાતી પ્રસિદ્ધ થઈ જતાં તુરત તેના
ઉપર પ્રવચનો શરૂ થશે.
* બપોરના પ્રવચનમાં સમયસાર (નવમી વખત) વંચાય છે, તેમાં હાલ
બંધ–અધિકાર ચાલે છે. આ ઉપરાંત રાત્રિચર્ચા, ભક્તિ વગેરે કાર્યક્રમ હંમેશ
મુજબ ચાલે છે.
* પવિત્ર પરમાગમ શ્રી નિયમસારજીના ગુજરાતી અનુવાદનું છાપકામ
લગભગ પૂરું થયું છે; ભાદરવા સુદ પાંચમ દરમિયાન આ શાસ્ત્ર પ્રસિદ્ધ
થઈ જશે. તેની કિંમત ઘટાડવા માટે મુમુક્ષુઓ તરફથી લગભગ ૨૭૦૦
રૂપિયાની મદદ મળી છે.
* અષ્ટાહ્નિકાપર્વ અષાડ સુદ ૭થી ૧પ સુધી ઊજવાયું હતું, તેમ જ અષાડ વદ
એકમે “શ્રી વીરશાસન જયંતિ મહોત્સવ” ઊજવાયો હતો. આ પ્રસંગ
નિમિત્તે “પ્રવચનયાત્રા” નીકળી હતી.
* “પ્રૌઢ શિક્ષણવર્ગ” શ્રાવણ સુદ બીજથી શરૂ થવાનો છે, તેમાં દાખલ થવાની
ઈચ્છા હોય તેમણે ટાઈમસર આવી જવું.
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
ષાડ સુદ બીજના રોજ સુદામડાના ભાઈ શ્રી અમૃતલાલ હંસરાજ તથા
તેમના ધર્મપત્નીએ બંનેએ સજોડે પૂ. ગુરુદેવશ્રી પાસે આજીવન બ્રહ્મચર્યપ્રતિજ્ઞા
અંગીકાર કરી છે; તે માટે તેમને ધન્યવાદ!
ધર્મક્રિયા
ત્મા કોણ છે, આત્માનો સ્વભાવ શું છે, તેની ખબર ન હોય ને
બાહ્યક્રિયાથી ધર્મ માની લ્યે તે અજ્ઞાની છે; આત્માના ધર્મની ક્રિયા કઈ છે તેનું
તેને ભાન નથી એટલે જડની ક્રિયામાં તથા વિકારી ક્રિયામાં તે ધર્મ માને છે. વ્રત
કે જાત્રા, દયા કે ભક્તિ, દાન કે તપ–એ બધામાં શુભરાગભાવ છે તે કાંઈ ધર્મની
ક્રિયા નથી, ધર્મની ક્રિયા તો આત્માના અંર્તસ્વભાવની શ્રદ્ધા, જ્ઞાન અને
સ્થિરતામાં છે. એવી ધર્મક્રિયા તે જ મોક્ષનું કારણ છે. –પ્રવચનમાંથી.

PDF/HTML Page 4 of 25
single page version

background image
: શ્રાવણ: ૨૪૭૭ : ૨૦૩ :
શુદ્ધ ઉપયોગ તે ધર્મ
[વીર સં. ૨૪૭પ ના ફાગણ સુદ ચોથના રોજ શ્રી પ્રવચનસાર ગા. ૧પ૯ ઉપર પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન]
(૧૮) શુદ્ધોપયોગ તે ધર્મ
આત્માનું સ્વરૂપ સ્વતંત્ર અને શુદ્ધ હોવા છતાં અનાદિથી પરદ્રવ્યના સંબંધે પોતે શુભ–અશુભભાવ કરે
છે, તેથી તેને કર્મનું બંધન થાય છે. તે શુભ–અશુભભાવ આત્માને ધર્મનું કારણ નથી. આત્મા પોતાના
જાણનાર–દેખનાર સ્વભાવનો આશ્રય કરે તો શુદ્ધોપયોગ થાય છે, તે ધર્મ છે.
(૧૯) સ્વયંસિદ્ધ વસ્તુ
આ આત્મા દેહથી ભિન્ન સ્વયંસિદ્ધ વસ્તુ છે; કોઈ ઈશ્વરે તેને બનાવ્યો નથી. ઈશ્વર તો શુદ્ધ આત્મા છે
તે કોઈનું કાંઈ કરતા નથી. વળી કર્તા કોઈ વસ્તુને તદ્ન નવી બનાવી શકે નહિ. સ્વયંસિદ્ધ નિત્ય વસ્તુનો કર્તા
કોઈ હોઈ શકે નહિ. જો વસ્તુનો કર્તા કહો તો તે વસ્તુ અનિત્ય ઠરે છે, કેમ કે કરાયેલી ચીજ અનિત્ય હોય છે,
ત્રિકાળી વસ્તુને કરી શકાતી નથી. કાર્ય ત્રિકાળી વસ્તુ નથી, પણ વસ્તુની અવસ્થા છે. દરેક સમયે પદાર્થની નવી
નવી અવસ્થા થાય છે, તેનો કર્તા તે પદાર્થ પોતે છે. આત્મા અનાદિઅનંત પદાર્થ છે ને પોતાની શુદ્ધ કે અશુદ્ધ
અવસ્થાને પોતે જ કર્તા છે.
(૨૦) સ્વદ્રવ્યાનુસાર પરિણતિ તે ધર્મ,
પરદ્રવ્યાનુસાર પરિણતિ તે વિકાર
આત્મા અનાદિ–અનંત જ્ઞાનનો નિધિ છે, તેવા આત્માને પુણ્યપાપ જેટલો માનવો તે અજ્ઞાન છે. જે
પુણ્યપાપભાવ થાય છે તે અશુદ્ધ ભાવ છે, તે આત્માનું ખરું સ્વરૂપ નથી. આત્મા તો ચૈતન્યશક્તિથી અખંડિત
પ્રતાપવાળો છે, તે આત્માનો આશ્રય કરે તો શુદ્ધભાવ થાય છે.
અહીં આચાર્યદેવ કહે છે કે આત્મામાં અશુદ્ધોપયોગ થાય છે તે ખરેખર પરદ્રવ્યને અનુસાર પરિણતિને
આધીન થવાથી જ થાય છે, કર્મ વગેરે નિમિત્તને કારણે અશુદ્ધોપયોગ કહેવો તે ઉપચાર માત્ર છે. જડ કર્મનો
કોઈ વાર તીવ્ર ઉદય હોય છે ને કોઈ વાર મંદ ઉદય હોય છે, તે વખતે આત્મા પોતાના સ્વભાવને ન અનુસરતાં
જો કર્મના ઉદયને અનુસરીને પરિણમે તો તેને વિકાર થાય છે. અને જો પોતાના સ્વભાવને અનુસરીને પરિણમે
તો વિકાર થતો નથી. પોતાની અવસ્થામાં સ્વભાવને ભૂલીને કે સ્વભાવમાં અસ્થિર થઈને પરસન્મુખ પરિણમે
તે અશુદ્ધોપયોગ છે. અજ્ઞાનીને તો સ્વભાવને ભૂલીને અશુદ્ધ ઉપયોગ થાય છે. ને જ્ઞાનીને સ્વભાવની શ્રદ્ધા–
જ્ઞાન ટકાવી રાખીને અસ્થિરતાથી અશુદ્ધ ઉપયોગ થાય છે. જ્યાં અંદરમાં ચૈતન્યદ્રવ્યનું અવલંબન ખસ્યું ત્યાં
પરદ્રવ્યનું અવલંબન આવ્યા વગર રહેતું નથી. પુણ્ય–પાપના ભાવ પરદ્રવ્યના અવલંબને થાય છે અને ધર્મ
આત્મસ્વભાવના આશ્રયે થાય છે.
દેવ–ગુરુ–શાસ્ત્ર વગેરે પરદ્રવ્ય છે, તેના આશ્રયે આત્મામાં ધર્મ થતો નથી પણ રાગની ઉત્પત્તિ થાય છે.
અને પરદ્રવ્યના આશ્રયે જે રાગ થાય તે રાગના અવલંબને પણ ધર્મની ઉત્પત્તિ થતી નથી. તથા આત્માની
વર્તમાન અવસ્થાનું અવલંબન કરીને અટકે તોપણ વિકારની જ ઉત્પત્તિ થાય છે. જો આત્માના અખંડ જ્ઞાન–
સ્વભાવને ઓળખીને તેનું અવલંબન કરે તો તેના આશ્રયે જ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ નિર્મળ દશા પ્રગટે
છે, તે મુક્તિનું કારણ છે. આત્માના અંર્તસ્વભાવના અવલંબન સિવાય બીજા કોઈનું પણ અવલંબન લ્યે તો તે
પરદ્રવ્યાનુસાર પરિણતિ છે. અને તેનાથી શુભ–અશુભ ભાવની ઉત્પત્તિ થાય છે તે બંધનનું કારણ છે. અહો,
સ્વદ્રવ્યાનુસાર પરિણતિ તે ધર્મ ને પરદ્રવ્યાનુસાર પરિણતિ તે વિકાર, આમ સમજે તો સ્વ–પરનું ભેદજ્ઞાન થયા
વિના રહે નહિ અને તે જીવ પરદ્રવ્યાનુસાર પરિણતિને છોડીને સ્વદ્રવ્ય તરફ વળ્‌યા વગર રહે નહિ.
દેહ–મન–વાણીની ક્રિયા તો આત્મા વ્યવહારથી પણ કરી શકતો નથી, કેમ કે તે તો આત્માથી ભિન્ન પદાર્થ
છે. પરના અવલંબને જે પુણ્ય–પાપ થાય છે તેનો કર્તા આત્મા વ્યવહારથી છે, પરમાર્થસ્વભાવની દ્રષ્ટિથી તો

PDF/HTML Page 5 of 25
single page version

background image
: ૨૦૪ : : આત્મધર્મ : ૯૪
આત્મા તે પુણ્ય–પાપનો કર્તા પણ નથી. કર્મો આત્માને વિકાર કરાવતાં નથી, પણ આત્માની
પરદ્રવ્યઅનુસાર પરિણતિ તે એક જ અશુદ્ધ ઉપયોગનું કારણ છે, અન્ય કોઈ કારણ નથી. આત્માનો સ્વભાવ
અશુદ્ધોપયોગનું કારણ નથી. તેમ જ કર્મનો ઉદય વગેરે અન્ય કારણો પણ અશુદ્ધઉપયોગનું કારણ નથી. કર્મો તો
આત્માના જ્ઞાનનું જ્ઞેય છે. પરદ્રવ્યસન્મુખ પરિણતિ તે એક જ શુદ્ધોપયોગનું કારણ છે; એક જ અશુદ્ધતાનું કારણ
છે અને સ્વદ્રવ્યઅનુસાર પરિણતિ તે એક જ કારણ છે, બીજું કોઈ કારણ નથી–એમ અસ્તિ–નાસ્તિથી અનેકાંત
છે. પરદ્રવ્યો આત્માને વિકાર કરાવે એમ માનવું તે એકાંત છે.
(૨૧) આત્માનું કાર્ય
આત્મસ્વભાવને યથાર્થ સમજ્યા વગર અનંતકાળમાં જીવે વ્રતાદિ કર્યાં છે, પણ તેથી આત્મામાં ધર્મનો
કાંઈ લાભ થયો નથી, ઊલટો તે વ્રતના રાગમાં ધર્મ માનીને જીવ અનંત સંસારમાં રખડયો છે. પરદ્રવ્યને લેવાનું
કે છોડવાનું કાર્ય આત્મા કરી શકતો જ નથી, તે તો જ્ઞાનનું જ્ઞેય છે. અને રાગ–દ્વેષ થાય તેનો કરનાર–છોડનાર
પણ આત્મા વ્યવહારથી છે, ખરેખર ધર્મી તેના જ્ઞાતા જ છે. રાગને છોડું–એવી દ્રષ્ટિથી રાગ છૂટતો નથી, પણ
સ્વભાવના આશ્રયે રહેતાં રાગ–દ્વેષ થતા જ નથી, એટલે રાગ–દ્વેષ છોડયા એમ વ્યવહારથી કહેવામાં આવે છે.
(૨૨) સાચી મધ્યસ્થતા
રાગ–દ્વેષરૂપ અશુદ્ધઉપયોગ પરદ્રવ્યના આશ્રયે જ થાય છે. મારા સ્વદ્રવ્યના આશ્રયે અશુદ્ધતા થાય નહિ,
તેથી અશુદ્ધ ઉપયોગના નાશ માટે આ હું સર્વે પરદ્રવ્યોમાં મધ્યસ્થ થાઉં છું, એટલે કે સર્વે પરદ્રવ્યોનું લક્ષ છોડીને
આત્મસ્વભાવનો આશ્રય કરું છું. સર્વે પરદ્રવ્યો મારાથી ભિન્ન છે માટે તેમના પ્રત્યે હું અત્યંત મધ્યસ્થ થાઉં છું.
ખરેખર પરદ્રવ્ય સામે જોઈને તેના પ્રત્યે મધ્યસ્થ થવાતું નથી, પણ સ્વદ્રવ્યમાં લીન રહેતાં સમસ્ત પરદ્રવ્યો પ્રત્યે
મધ્યસ્થતા થઈ જાય છે. સ્વદ્રવ્યમાં લીન રહેવું તે અસ્તિ છે ને પરદ્રવ્ય પ્રત્યે મધ્યસ્થતા થવી તે નાસ્તિ છે.
(૨૩) નિશ્ચયરત્નત્રયનું ખરું કારણ
હું સમસ્ત પરદ્રવ્યો પ્રત્યે અત્યંત મધ્યસ્થ થાઉં છું–એમ કહ્યું; ત્યાં સમસ્ત પરદ્રવ્યમાં શું બાકી રહી ગયું?
અહો! દેવ–ગુરુ–શાસ્ત્રની શ્રદ્ધા, નવતત્ત્વનું જ્ઞાન અને પંચમહાવ્રતરૂપ વ્યવહારરત્નત્રયનો આશ્રય પણ અહીં
કાઢી નાંખ્યો. વ્યવહારરત્નત્રય પણ પરદ્રવ્યના અવલંબને છે, માટે તે પ્રત્યે પણ હું મધ્યસ્થ છું, એટલે તે
વ્યવહારરત્નત્રયનું અવલંબન છોડીને અભેદઆત્માનો જ આશ્રય કરું છું. શાસ્ત્રમાં વ્યવહારરત્નત્રયને
નિશ્ચયરત્નત્રયનું કારણ કહ્યું હોય તે વાત ઉપચારની છે; અહીં વ્યવહારરત્નત્રયને હેય કહીને તેનો આશ્રય
છોડાવ્યો છે; કેમ કે ખરેખર વ્યવહારરત્નત્રય તે નિશ્ચયરત્નત્રયનું કારણ નથી પણ સ્વદ્રવ્યાનુસાર પરિણતિ તે
જ નિશ્ચય રત્નત્રયનું (શુદ્ધોપયોગનું) કારણ છે. વ્યવહારરત્નત્રય તે શુભોપયોગરૂપ છે ને નિશ્ચયરત્નત્રય તે
શુદ્ધોપયોગ રૂપ છે.
(૨૪) જ્ઞાની કેવો અભ્યાસ કરે?
શ્રી આચાર્યદેવ કહે છે કે શુદ્ધઉપયોગને સિદ્ધ કરવા માટે હું સર્વ પરદ્રવ્યોમાં મધ્યસ્થ થઈને જ્ઞાન–સ્વરૂપ
મારા આત્માને જ ધ્યાવું છું. જુઓ, આ જ જ્ઞાનીનું કાર્ય છે ને આ જ જ્ઞાનીનો અભ્યાસ છે. જ્ઞાની
પંચમહાવ્રતાદિ શુભરાગમાં રહેવાનો અભ્યાસ નથી કરતા પણ શુદ્ધોપયોગમાં રહેવાનો અભ્યાસ કરે છે. અજ્ઞાની
જીવ પરદ્રવ્યમાં રાગ–દ્વેષ કરીને અશુદ્ધતારૂપે જ થાય છે, એ સિવાય પરદ્રવ્યનું તો તે પણ કાંઈ કરી શકતો નથી.
અજ્ઞાનીને સ્વ–પરના જુદાપણાનું ભાન પણ નથી એટલે તેને તો સદા ય પરદ્રવ્યાનુસાર પરિણતિથી
અશુદ્ધોપયોગ જ થાય છે. જ્ઞાની સ્વ–પરની ભિન્નતાનું ભાન કરીને, સ્વદ્રવ્યાનુસાર પરિણતિથી શુદ્ધોપયોગમાં જ
રહેવાની ભાવના કરે છે.
(૨૫) ચારિત્રદશા પ્રગટ્યા પહેલાંંનું કર્તવ્ય
હે ભાઈ! ચારિત્ર દશા પહેલાંં વસ્તુની સાચી શ્રદ્ધા અને સાચું જ્ઞાન તો કરો. સાચા શ્રદ્ધા–જ્ઞાન વગરના
વ્રત–તપ અને ચારિત્ર તે બધા રણમાં પોક સમાન છે, તેનાથી આત્માનું ભવભ્રમણ મટે તેમ નથી. મારા દ્રવ્ય–
સ્વભાવમાં હું શાંતિનો સાગર છું, મારી સિદ્ધદશા મારામાં પડી છે–આવા મારા દ્રવ્યને હું ધ્યાવું છું,

PDF/HTML Page 6 of 25
single page version

background image
: શ્રાવણ : ૨૪૭૭ : ૨૦૫ :
–આવી દશા તે મોક્ષનું કારણ છે, આવી દશા પ્રગટ્યા પહેલાંં યથાર્થ શ્રદ્ધા–જ્ઞાન પ્રગટ કરવા તે પણ
સમ્યગ્દર્શન–જ્ઞાનરૂપ ધર્મ છે. પરદ્રવ્યાનુસાર જે પુણ્ય–પાપના ભાવ થાય તેમાં આત્માનો ધર્મ નથી. સ્વદ્રવ્યને
અનુસાર જ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પ્રગટે છે, તે જ ધર્મ છે. આત્માનો ધર્મ આત્માની સન્મુખતાથી પોતાની
નિર્મળ અવસ્થામાં જ થાય છે, એ સિવાય કોઈ પરની સન્મુખતાથી કે ક્યાંય પર્વત ઉપર, ગુફામાં, મૂર્તિમાં કે
દેહાદિની ક્રિયામાં આત્માનો ધર્મ નથી. આમ જાણનાર ધર્માત્મા સ્વસન્મુખ શુદ્ધોપયોગની જ ભાવના કરે છે કે
હું–આત્મા, મારા સિવાય સર્વે પરદ્રવ્યોમાં રાગ–દ્વેષરહિત–મધ્યસ્થ થઈને,–અશુદ્ધોપયોગ રહિત થઈને, માર
શુદ્ધાત્મસ્વરૂપને જ નિશ્ચલપણે ધ્યાવું છું.–આવી દશા પ્રગટે તે સાક્ષાત્ ધર્મ છે ને તે જ મુક્તિનું કારણ છે. હજી
આ દશાનું ભાન પણ નથી અને પુણ્યથી–રાગથી ને જડની ક્રિયાથી ધર્મ માને છે તે તો ધર્મથી ઘણા દૂર,
મિથ્યાદ્રષ્ટિ છે.
(૨૬) ભયંકર ભાવરોગ અને તેનાથી બચવાનો ઉપાય
પોતાના આત્મસ્વરૂપની ભ્રાંતિ એ જ સૌથી મહાપાપ છે, ને એ જ જન્મ–મરણનો ભયંકર ભાવરોગ છે.
તે મિથ્યા ભ્રાંતિ કેમ છેદાય? તેની વાત ચાલે છે. શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે–
આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ, ગુરુઆજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર, ધ્યાન.
ગુરુઆજ્ઞા એટલે શ્રીગુરુએ જેવો આત્મસ્વભાવ કહ્યો તેવો સમજવો તથા તેનો વિચાર ને ધ્યાન કરવું તે
જ ભાવરોગ ટાળવાનો ઉપાય છે. પહેલાંં શુભ–અશુભરહિત ચૈતન્યસ્વરૂપ આત્મસ્વભાવનું ભાન કરવું તે જ
આત્મભ્રાંતિથી છૂટવાનો ઉપાય છે.
(૨૭) આત્માની પ્રભુતા
હું અનાદિઅનંત પવિત્ર ગુણોનો સાગર છું, જેટલા ગુણો સિદ્ધભગવાનના આત્મામાં છે તેટલા જ ગુણો
મારામાં છે. સિદ્ધભગવાન જેવી જ મારી પ્રભુતા મારામાં ભરી છે,–આમ પોતાની પ્રભુતાનો વિશ્વાસ કરે તો
તેમાં ઠરવાનો અભ્યાસ કરે. પણ જીવને અનાદિથી પોતાની પ્રભુતાનો વિશ્વાસ આવતો નથી. કસ્તૂરિયા મૃગની
જેમ અજ્ઞાની જીવ પોતાની પરમાત્મશક્તિને ભૂલીને બાહ્યમાં ભમે છે, તેથી સ્વદ્રવ્યનો આશ્રય ચૂકીને
પરદ્રવ્યાનુસાર પરિણમે છે, તે અશુદ્ધોપયોગ છે. સાચું ભાન થયા પછી જે પરલક્ષે શુભાશુભ પરિણતિ થાય તે
પણ અશુદ્ધોપયોગમાં આવે છે. અને સ્વભાવની પ્રભુતાને ઓળખીને તેમાં લીન રહેતાં શુભાશુભ પરિણતિ ન
થાય તે શુદ્ધોપયોગ છે. અશુદ્ધ ઉપયોગ ટળીને શુદ્ધોપયોગ કેમ પ્રગટે તેની આ વાત ચાલે છે.
(૨૮) ધર્મી જીવની શુદ્ધોપયોગભાવના
જ્ઞાની–મુનિ કહે છે કે–સ્વદ્રવ્ય તરફ વળતાં શુદ્ધોપયોગ થાય છે ને પરદ્રવ્ય તરફ વળતાં અશુદ્ધોપયોગ છે;
માટે સ્વ. પરદ્રવ્યોને ભિન્ન જાણીને હું સમસ્ત પરદ્રવ્યો પ્રત્યે મધ્યસ્થ થાઉં છું; એ રીતે મધ્યસ્થ થઈને હું
પરદ્રવ્યાનુસાર પરિણતિથી થતા અશુદ્ધોપયોગથી મુક્ત થાઉં છું અને કેવળ સ્વદ્રવ્યાનુસાર પરિણતિને ગ્રહવાથી
શુદ્ધોપયોરૂપ પરિણમું છું, અહીં જ્ઞાનપ્રધાન કથન હોવાથી અશુદ્ધોપયોગને છોડવાની વાત કરી છે, ખરેખર
‘અશુદ્ધોપયોગને છોડું’ એવા લક્ષે તે છૂટતો નથી, પણ સ્વદ્રવ્યને લક્ષમાં લઈને તેના ધ્યાનમાં ઠર્યો ત્યાં
અશુદ્ધોપયોગ થયો જ નહિ, એટલે અશુદ્ધોપયોગને છોડ્યો–એમ કહેવાય છે. સમ્યગ્દ્રષ્ટિને ચોથા ગુણસ્થાને પણ
આવા શુદ્ધોપયોગની જ ભાવના છે, વચ્ચે પ્રતિમા કે મહાવ્રતાદિનો શુભરાગ આવે તેની ભાવના નથી ને તેમાં તે
ધર્મ માનતા નથી. શુભ–અશુભ ઉપયોગ તો પરદ્રવ્યના સંયોગનું એટલે કે સંસારનું કારણ છે, ને શુદ્ધઉપયોગ તે
મુક્તિનું કારણ છે. શુદ્ધઉપયોગ કહેતાં તેમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર ત્રણે આવી જાય છે.
× × ×
(૨૯) વસુબિંદુ પ્રતિષ્ઠાપાઠ
ભગવાન શ્રી કુંદકુંદસ્વામીના પટ્ટશિષ્ય શ્રી જયસેનાચાર્યદેવે પ્રતિષ્ઠાપાઠ બનાવ્યો છે; શ્રી કુંદકુંદપ્રભુએ
તેમને પ્રતિષ્ઠાપાઠ બનાવવાની આજ્ઞા કરી હતી; એ રીતે લગભગ બે હજાર વર્ષ પહેલાંં શ્રી ચંદ્રપ્રભ સ્વામી
ભગવાનની પ્રતિષ્ઠાને માટે ગુરુ કુંદકુંદસ્વામીની આજ્ઞાથી બે દિવસમાં જયસેનાચાર્યે આ પ્રતિષ્ઠાપાઠ બનાવ્યો
હતો; તેથી શ્રી કુંદકુંદાચાર્યદેવે તેમનું નામ ‘વસુંબિંદુ’ રાખ્યું,

PDF/HTML Page 7 of 25
single page version

background image
: ૨૦૬ : : આત્મધર્મ : ૯૪
વસુ એટલે આઠ કર્મ અને બિંદુ એટલે તેનો નાશ કરનાર, એ રીતે આઠ કર્મોનો નાશ કરનાર એવો
વસુબિંદુનો અર્થ છે. બે હજાર વર્ષ પહેલાંં ચંદ્રપ્રભ ભગવાનની પ્રતિષ્ઠા માટે જે આ વસુબિંદુ પ્રતિષ્ઠાપાઠ બન્યો
તેનો ઉપયોગ આજે આ સૌરાષ્ટ્રમાં અહીં ચંદ્રપ્રભ ભગવાનની પ્રતિષ્ઠા માટે થાય છે. એ રીતે કુદરતી મેળ થઈ
ગયો છે.
(૩૦) શાસ્ત્રમાં આવતા વ્યવહારકથન અને તેનો પરમાર્થ આશય
એ પ્રતિષ્ઠાપાઠમાં જિનબિંબની પ્રતિષ્ઠા કરાવનાર શ્રાવકનું વર્ણન આવે છે. તે શ્રાવક શ્રી આચાર્યદેવ
પાસે જઈને આજ્ઞા માગે છે કે–હે પ્રભો! હું આ લક્ષ્મીને કુલટા સમાન અને અનિત્ય જાણું છું. હે સ્વામી! આ
અનિત્ય લક્ષ્મી ઉપરનો રાગ ઘટાડીને તેનો સદુપયોગ કઈ રીતે કરું? શ્રી જિનમંદિર બંધાવીને શ્રી અરિહંત
ભગવાનની પંચકલ્યાણક પ્રતિષ્ઠાનો મહોત્સવ કરવાની મારી ભાવના છે. એ રીતે લક્ષ્મીનો સદુપયોગ કરીને
મારું જીવન સફળ કરું, તે માટે હે નાથ! આજ્ઞા આપો. પછી શ્રી આચાર્યદેવ તેને આજ્ઞા આપતા કહે છે કે ધન્ય
છે, તું તારા કુળમાં સૂર્ય સમાન છે.
જુઓ, ખરેખર આત્મા પરદ્રવ્યનું કાંઈ ગ્રહણ કે ત્યાગ કરી શકતો નથી. લક્ષ્મી વગેરે જડ છે, આત્મા
તેની ક્રિયા કરી શકતો નથી. છતાં પ્રતિષ્ઠાપાઠમાં લક્ષ્મીનો સદુપયોગ કરવાની વાત આવી, તે વ્યવહારથી કથન
છે, આત્મા લક્ષ્મીની ક્રિયા કરી શકે છે–એમ ત્યાં નથી બતાવવું, પરંતુ ત્યાં રાગ ઘટાડવાનું તાત્પર્ય છે. કથન તો
નિમિત્તથી આવે પણ વસ્તુસ્વરૂપ લક્ષમાં રાખીને તેના ભાવ સમજવા જોઈએ. રાગરહિત આત્મસ્વભાવને
જાણીને તેમાં ઠરવું તે સર્વ શાસ્ત્રોનું પ્રયોજન છે. શાસ્ત્રોમાં સૂત્રનું તાત્પર્ય દરેક સૂત્ર દીઠ જુદું હોય છે, કોઈવાર
વ્યવહારનું, નિમિત્તનું કે સંયોગનું જ્ઞાન કરાવવા અનેક પ્રકારનું કથન આવે, પણ શાસ્ત્રનું તાત્પર્ય તો
વીતરાગભાવ પોષવાનું જ છે. પરદ્રવ્યની ક્રિયા આત્મા કરી શકે છે એમ બતાવવાનું શાસ્ત્રનું પ્રયોજન નથી.
છતાં જે ઊંધા અર્થ સમજે અને રાગભાવને પોષવાનો આશય કાઢે તે જીવ શાસ્ત્રના આશયને સમજ્યો નથી.
× × ×
(૩૧) આચાર્યદેવની ભાવના
અહીં શ્રી પ્રવચનસારની ૧૫૯ મી ગાથા ચાલે છે, તેમાં શ્રી આચાર્યદેવ કહે છે કે શુદ્ધોપયોગ પ્રગટ કરીને
હું સદાય આત્મામાં નિશ્ચલપણે ઉપયુક્ત રહું છું. જો કે આ ટીકા લખાય છે ત્યારે તેમને શુભ વિકલ્પ વર્તે છે, પણ
અંર્તસ્વભાવના આદરમાં તે વિકલ્પનો નિષેધ વર્તે છે; તે વિકલ્પના આશ્રયમાં અટકવાની ભાવના નથી પણ
શુદ્ધઆત્માના આશ્રયની જ ભાવના છે. તેથી કહે છે કે શુદ્ધ ઉપયોગ પ્રગટ કરીને હું સદા આત્મામાં જ
નિશ્ચલપણે ઉપયુક્ત રહું છું.–આ મારો શુદ્ધોપયોગનો અભ્યાસ છે.
(૩૨) આત્માની સમજણ
સૌથી પહેલાંં સત્સમાગમે આત્માની સાચી સમજણ કરવી તે શુદ્ધોપયોગનું કારણ છે. અનંતકાળમાં જીવે
બધું કર્યું છે પણ આત્માની સાચી સમજણ કદી કરી નથી. આત્માની સાચી સમજણ અપૂર્વ છે, જો એક સમય
પણ આત્માને ઓળખે તો મુક્તિનો રસ્તો થયા વગર રહે નહિ.
.શ્રેણિક રાજા.
જેને સમ્યગ્દર્શનનું ભાન નથી તેની મુક્તિ નથી. સમ્યગ્દર્શન હોય પણ ચારિત્રદશા ન હોય
છતાં શ્રેણિકરાજા જેવા એકાવતારી ગૃહસ્થદશામાં અનંત થઈ ગયા. તે સમ્યગ્દર્શનનો મહિમા છે.
શ્રેણિકરાજાને એક પણ વ્રત ન હતું, છતાં આત્માના ભાનમાં રહી, ક્ષાયિકસમ્યગ્દર્શન પ્રગટ
કરી, તીર્થંકર નામકર્મ–‘જગત્ગુરુનું બિરુદ’ બાંધ્યું છે. અત્યારે પ્રથમ નરકમાં, ચોરાશી હજાર વર્ષનું
આયુષ્ય બાંધીને ગયા છે. ત્યાં તે કાળ પૂરો કરી, આ ભરતક્ષેત્રમાં જન્મ લઈ પહેલા તીર્થંકર થશે,
અને જગતના તારક થશે, ઈન્દ્રો તેમના ચરણ સેવશે. સમ્યગ્દર્શન વિના આવાં પુણ્ય પણ બંધાય નહિ.
–સમયસાર પ્રવચનો ભાગ ૧ પૃ. ૧૫૪

PDF/HTML Page 8 of 25
single page version

background image
: શ્રાવણ : ૨૪૭૭ : ૨૦૭ :
આત્માર્થીનું પહેલું કર્તવ્ય: ૮
જ્ઞાયકસ્વભાવી શુદ્ધ જીવનો અનુભવ
ત્ત્ જ્ઞ પ્ર ,
અન ત જ સમ્યગ્દશન છ
[વીર સં. ૨૪૭૬ ભાદરવા સુદ પ શનિવાર]
જી
વો ધર્મ કરવા માંગે છે; પણ આત્માનો ધર્મ કેમ થાય એ વાત અનંતકાળથી યથાર્થપણે સમજવામાં
આવી નથી. જો એક સેકંડ પણ આત્માની સમજણ કરે તો આ પરિભ્રમણ હોય નહિ. પરિભ્રમણના પ્રબળ
કારણરૂપ આત્મભ્રાંતિ છે, તે આત્મભ્રાંતિ છેદવાનો ઉપાય શું છે તે જીવે કદી જાણ્યું નથી. આત્મભ્રાંતિને
મિથ્યાત્વ કહેવાય છે, તે મિથ્યાત્વ કેમ ટળે એટલે કે સમ્યકત્વ કેમ થાય તે વાત કદી જાણી નથી. નવ તત્ત્વોને
સમ્યક્ અંર્તભાનથી જાણતાં આત્મભ્રાંતિ ટળીને સમ્યગ્દર્શન થાય છે અને જીવને ધર્મની શરૂઆત થાય છે–એમ
અહીં શ્રી આચાર્યદેવ બતાવે છે.
આત્માની દરકાર કરીને ધર્મની આ વિધિ અનંત કાળથી જાણી નથી તેથી અઘરી લાગે, તો પણ ધ્યાન
રાખીને સમજવું જોઈએ; કેમ કે આ સિવાય બીજી રીત તો ધર્મની છે નહિ. રુચિથી સમજવા માંગે તો ઓ રીત
સહેલી છે. આત્મામાં ત્રિકાળસ્વભાવ અને વર્તમાન અવસ્થા એમ બે પડખાં છે, ત્રિકાળસ્વભાવ એકરૂપ છે ને
અવસ્થામાં અનેક પ્રકાર છે. તેમાં ત્રિકાળી એકરૂપ સ્વભાવની દ્રષ્ટિ છોડીને બાહ્ય સ્થૂળદ્રષ્ટિથી જોતાં
નવતત્ત્વોના વિકલ્પ વિદ્યમાન છે, ‘હું જીવ છું, શરીરાદિ અજીવ છે, દયાદિ પુણ્ય છે, હિંસાદિ પાપ છે, પુણ્ય–પાપ
બંને આસ્રવ છે, તે આસ્રવને રોકવા તે સંવર છે, કર્મ ખરે તે નિર્જરા છે, પુણ્ય–પાપ તે ભાવબંધન છે અને પૂર્ણ
શુદ્ધતા થતાં કર્મોનો તદ્ન નાશ તે મોક્ષ છે’–એમ નવતત્ત્વનો રાગમિશ્રિત વિચારથી નિર્ણય કરતાં તે નવતત્ત્વો
ભૂતાર્થ છે. પણ એકરૂપ જ્ઞાયક આત્માનો અનુભવ કરવા માટે તો આ વિકલ્પરૂપ નવે તત્ત્વો છોડવા જેવા છે.
એકલા નવ તત્ત્વોની રાગમિશ્રિત શ્રદ્ધા તે પણ હજી મિથ્યાત્વ છે.
પ્રશ્ન:–આ નવ તત્ત્વોમાં જ્ઞેય, હેય ને ઉપાદેય કયા કયા તત્ત્વ છે?
ઉત્તર:–જાણવા જેવું તો બધું ય છે એટલે નવે તત્ત્વો જ્ઞેય છે. અહીં નવે તત્ત્વો વિકલ્પરૂપ લીધા છે તેથી તે
નવે તત્ત્વો હેય છે, નવ તત્ત્વના વિકલ્પરહિત એક શુદ્ધ આત્મા જ ઉપાદેય છે. પર્યાય અપેક્ષાએ કથન હોય ત્યાં
પુણ્ય–પાપ–આસ્રવ–બંધને હેય અને સંવર–નિર્જરા–મોક્ષને કથંચિત્ ઉપાદેય કહેવાય છે, પણ દ્રવ્યદ્રષ્ટિમાં તો નવે
તત્ત્વો હેય છે,–દ્રવ્યદ્રષ્ટિમાં નવતત્ત્વના ભેદ નથી, એકલો શુદ્ધ આત્મા જ છે. શુદ્ધ આત્મા જ ભૂતાર્થ છે, તેના જ
આશ્રયે સમ્યગ્દર્શનાદિ થાય છે, નવતત્ત્વો અભૂતાર્થ છે, તેના આશ્રયે સમ્યગ્દર્શનાદિ થતા નથી પણ રાગ જ
થાય છે, માટે અહીં નવતત્વને હેય કહેવામાં આવ્યા છે. નવતત્ત્વનો રાગમિશ્રિત અનુભવ છે તે આત્મધર્મ નથી;
અંતર્મુખ સ્વભાવમાં વળતાં પરિપૂર્ણ એક આત્મા જ પ્રતીતમાં આવે ને આત્મભંગ ન થાય તે જ સમ્યગ્દર્શન–
ધર્મ છે.
માન્યું કહેવાય; શરીરનું કામ શરીરથી થાય, આત્મા તેને ન કરે એમ માને તો રાગમિશ્રિત વિકલ્પથી અજીવને
માન્યું કહેવાય; પુણ્ય ક્ષણિક વિકાર છે, તે ધર્મ નથી, જીવનો ધર્મ જીવના આશ્રયે થાય, અજીવની

PDF/HTML Page 9 of 25
single page version

background image
: ૨૦૮ : : આત્મધર્મ : ૯૪
ક્રિયાથી જીવનો ધર્મ ન થાય,–એવા પ્રકારે જીવ અજીવની ભિન્નતા જાણીને નવે તત્ત્વોને બરાબર જાણવા
તે તો હજી દર્શનશુદ્ધિ થયા પહેલાંંની ભૂમિકા છે. પણ આ નવતત્ત્વના વિકલ્પમિશ્રિત વિચારો અભૂતાર્થ છે.
સાધકને તે વિકલ્પ આવે પણ તેને તેની મુખ્યતા નથી, મુખ્યતા તો શુદ્ધચૈતન્યની જ છે, તેના જ આધારે
સાધકદશા છે. અનંત ગુણનો પિંડ જે આત્મા છે તેની દ્રષ્ટિમાં નવતત્ત્વના વિકલ્પોનો અભાવ છે, એટલે
ધર્માત્માની દ્રષ્ટિમાં એકરૂપ ચૈતન્યતત્ત્વની જ અસ્તિ છે, આવી દ્રષ્ટિ તે જ દર્શનવિશુદ્ધિ છે ને તે જ પ્રથમ ધર્મ છે.
પહેલાંં તો બાહ્ય સ્થૂળદ્રષ્ટિથી જોતાં નવતત્ત્વો ભૂતાર્થ કહ્યા અને અંતરના સ્વભાવની સમીપ જઈને શુદ્ધ
જીવનો અનુભવ કરતાં તે નવતત્ત્વોને અભૂતાર્થ કહ્યા; એવો અનુભવ કરવો તે દર્શનવિશુદ્ધિ છે. હવે એ વાત
બીજી શૈલીથી કહે છે.
“એવી રીતે અંર્તદ્રષ્ટિથી જોઈએ તો:–જ્ઞાયકભાવ જીવ છે અને જીવના વિકારનો હેતુ અજીવ છે. વળી
પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ–એ જેમનાં લક્ષણ છે એવા તો કેવળ જીવના વિકારો છે
અને પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ–એ વિકારહેતુઓ કેવળ અજીવ છે. આવા આ
નવતત્ત્વો, જીવદ્રવ્યના સ્વભાવને છોડીને, પોતે અને પર જેમનાં કારણ છે એવા એક દ્રવ્યના પર્યાયોપણે
અનુભવ કરવામાં આવતાં ભૂતાર્થ છે અને સર્વકાળે અસ્ખલિત એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈને
અનુભવ કરવામાં આવતાં તેઓ અભૂતાર્થ છે–અસત્યાર્થ છે. તેથી આ નવે તત્ત્વોમાં ભૂતાર્થનયથી એક જીવ જ
પ્રકાશમાન છે.” પહેલાંં અજ્ઞાનીના નવતત્ત્વની વાત હતી તેમાં જીવ અને પુદ્ગલના સંયોગથી જોવાનું કથન
હતું; અહીં જ્ઞાનીના નવતત્ત્વના વિકલ્પની વાત છે, તેમાં જીવ અને અજીવ એ બંને સ્વતંત્ર દ્રવ્યો છે તથા જીવ
અને અજીવ બંનેમાં જુદાં જુદાં સાત તત્ત્વો છે–તે વાત લીધી છે. અંર્તસ્વભાવની દ્રષ્ટિથી જોઈએ તો એક
જ્ઞાયકભાવ જ ભૂતાર્થ છે ને નવતત્ત્વો અભૂતાર્થ છે. આ સમજ્યા વગર વ્રત–પૂજાદિ ભાવ તે બધા રણમાં પોક
જેવાં છે, તેનાથી જીવને કિંચિત્ ધર્મ થતો નથી.
અભેદરૂપ જ્ઞાયક આત્મા તે અંર્તતત્ત્વ છે; તેને અંતરમાં ન જોતાં વર્તમાન પૂરતી ક્ષણિક હાલતનો જ
વિચાર કરવો તેને બાહ્યદ્રષ્ટિ કહેવામાં આવે છે. જેમ આખા હીરાના અંર્ત સત્ત્વને જોવું તે અંર્તદ્રષ્ટિ છે ને તેના
ક્ષણિક ડાઘને જ જોયા કરવો તે બાહ્યદ્રષ્ટિ છે. તેમ આત્મામાં ત્રિકાળી જ્ઞાયક અંર્તસ્વભાવને જોવો તે અંર્તદ્રષ્ટિ
છે ને ક્ષણિક વિકારી પ્રગટ પર્યાયને જ લક્ષમાં લઈને તેના વિચારમાં રોકાવું તે બાહ્યદ્રષ્ટિ છે. તે બાહ્યદ્રષ્ટિમાં
ભેદરૂપ નવતત્ત્વો ભૂતાર્થ છે, પણ અંર્તસ્વભાવની દ્રષ્ટિમાં તે નવતત્ત્વો અભૂતાર્થ છે ને એક જ્ઞાયક ભગવાન જ
ભૂતાર્થ છે. જીવ અને અજીવના સંબંધથી વિચારતાં નવતત્ત્વના વિકલ્પ ઊઠે છે, તે પર્યાયમાં છે ખરા, પણ
અભેદ ચૈતન્યસ્વભાવમાં ઢળીને અનુભવ કરતાં તે બધા અભૂતાર્થ છે, એકલા ચૈતન્યને લક્ષમાં લઈને અનુભવ
કરતાં નવતત્ત્વના વિકલ્પો ઊઠતા નથી.–આવો અનુભવ કરવો તે જ સમ્યગ્દર્શન ધર્મ છે. પણ તે પહેલાંં
વિકલ્પદશામાં, જે નવતત્વનું વર્ણન કર્યું તેને બરાબર જાણવા જોઈએ.
હજી તો જે જીવ નિવૃત્તિ લઈને સત્સમાગમે યથાર્થ વાતનું શ્રવણ પણ ન કરે તે જીવ તત્ત્વની ધારણા
કરીને અંતરમાં નિર્ણય ક્યાંથી કરે? અને તત્ત્વના નિર્ણય વિના નિઃસંદેહ થઈને અંતરમાં અનુભવ કઈ રીતે
કરે? એવા અનુભવ વગર ધર્મ થાય નહિ ને સંસાર ભ્રમણ ટળે નહિ.
સમ્યગ્દર્શનના વિષયમાં તો ચૈતન્યની એકતા જ છે, તેમાં નવતત્ત્વના ભંગ–ભેદ નથી. પહેલાંં
બાહ્યદ્રષ્ટિથી નવતત્ત્વો બતાવીને અંતરમાં લઈ ગયા. હવે અંર્તદ્રષ્ટિથી વાત ઉપાડે છે. અંર્તદ્રષ્ટિથી જોતાં
આત્મા તો શુદ્ધ જ્ઞાયક ચૈતન્ય છે, અને તેની અવસ્થામાં જે ક્ષણિક જીવ–અજીવાદિ તત્ત્વના વિકલ્પ છે તે વિકાર
છે; જ્ઞાયક ચૈતન્યસ્વભાવ પોતે તે વિકારનો હેતુ નથી પણ તે વિકારનો હેતુ અજીવ છે. પર્યાયમાં જ્ઞાયકપણું
છૂટીને જે વિકાર થાય છે તે જીવના વિકાર છે ને તેનું નિમિત્ત અજીવ છે. જીવમાં પોતાની અવસ્થાની યોગ્યતાથી
પુણ્ય–પાપ વગેરે સાત તત્ત્વો થાય છે ને તેમાં નિમિત્તરૂપ અજીવ છે તે અજીવની અવસ્થામાં પણ પુણ્ય–પાપ
વગેરે સાત પ્રકારો પડે છે; તે બંને (–જીવ અને અજીવની અવસ્થાઓ) ભિન્ન છે. એકલા જ્ઞાયકમાં સાત તત્ત્વો
નથી તેથી તે સ્વભાવના લક્ષે સાત તત્ત્વના વિકલ્પ થતા

PDF/HTML Page 10 of 25
single page version

background image
: શ્રાવણ : ૨૪૭૭ : ૨૦૯ :
નથી, પણ સ્વભાવનું લક્ષ છોડીને પર્યાયના લક્ષે ભેદના વિકલ્પો થાય છે, તેનું નિમિત્ત અજીવ છે, જીવદ્રવ્ય કાંઈ
તેનું નિમિત્ત નથી.
જુઓ, આમાં આત્માની ઓળખાણ કરવાનું કહેવાય છે તે જ ધર્મની રીત છે. જૈનધર્મના ખરા પર્યુષણ
આજથી શરૂ થાય છે. આજથી દસલક્ષણધર્મના દિવસો શરૂ થાય છે, તેમાં આજે પહેલો ઉત્તમક્ષમાધર્મનો દિવસ
છે. અનાદિના સનાતન જૈનમાર્ગને વિષે આજે ધર્મના મંગળ દિવસો શરૂ થાય છે. પણ ખરેખર પોતાના
આત્મામાં ધર્મની શરૂઆત ક્યારે થાય? કે જેવો આત્મસ્વભાવ સર્વજ્ઞભગવાને કહ્યો છે તેવો પોતાનો
આત્મસ્વભાવ ઓળખે તો પોતામાં ધર્મની શરૂઆત થાય. આ પ્રથમ સમ્યગ્દર્શનધર્મની વાત ચાલે છે, આત્માના
સ્વભાવને ઓળખવાની વાત ચાલે છે.
આત્માની સમજણ કરવામાં અંતરની ધર્મક્રિયા આવે છે. જડની ક્રિયા મારાથી થાય ને શરીરની ક્રિયાથી
ધર્મ થાય–એમ માનવું તે તો અધર્મની ક્રિયા છે, તેને તો નવતત્ત્વની પણ ખબર નથી. આત્મામાં સમ્યગ્દર્શનાદિ
નિર્મળ ભાવ પ્રગટે તે જ આત્માની ક્રિયા છે, તે જ ધર્મ છે. એવી ધર્મક્રિયાની આ વાત ચાલે છે. આત્મા તો
જ્ઞાયક ચૈતન્યજ્યોત છે, આનંદકંદ નિર્વિકારીમૂર્તિ છે, એવો જે જ્ઞાયકભાવ તે જ જીવ છે; તેનામાં નવતત્ત્વના
ભેદ નથી. પણ તેની અવસ્થામાં બીજી અજીવચીજના લક્ષે સાત ભંગ પડે છે તેનું નિમિત્ત અજીવ છે. આત્મા
જ્ઞાયક ચૈતન્ય છે તે તો શુદ્ધ જીવ છે, જ્યારે તે જ્ઞાયક ચૈતન્યસ્વભાવનો અનુભવ ન રહે ત્યારે તેની અવસ્થામાં
અજીવના નિમિત્તે સાત ભંગ પડે છે. ને નિમિત્ત–રૂપ અજીવમાં પણ સાત ભંગ પડે છે. અહીં જીવ અને અજીવને
જુદા રાખીને તે બંનેમાં સાત સાત ભંગ બતાવે છે. એક તરફ શુદ્ધ જીવ જુદો રાખ્યો, સામે અજીવ સિદ્ધ કર્યું;
જીવને સ્વભાવથી જ્ઞાયક સિદ્ધ કર્યો ને અજીવને વિકારના હેતુ તરીકે જણાવ્યું. એકલા જીવસ્વભાવના લક્ષે
વીતરાગભાવની ઉત્પત્તિ થાય છે ને સાત તત્ત્વના લક્ષે તો રાગરૂપ વિકલ્પની ઉત્પત્તિ થાય છે.
પણ અહીં જીવનો વિકાર કહ્યો કેમ કે અહીં સાતે તત્ત્વો વિકલ્પરૂપ લીધા છે. પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા,
બંધ અને મોક્ષ એવા સાતે તત્ત્વોના વિકલ્પ શુદ્ધ જીવના લક્ષે ઉત્પન્ન થતા નથી પણ નિમિત્ત કર્મના લક્ષે ઉત્પન્ન
થાય છે તેથી તે સાતે તત્ત્વોને અહીં વિકાર કહ્યા છે. તે સાત તત્ત્વના લક્ષે એકરૂપ ચૈતન્યઆત્મા દ્રષ્ટિમાં કે
અનુભવમાં આવતો નથી. અને એકાકાર જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિમાં ને અનુભવમાં સાત તત્ત્વના ભંગભેદના
વિકલ્પો ઉત્પન્ન થતા નથી.
જો કે સંવર, નિર્જરા ને મોક્ષ તો આત્માની નિર્મળ પર્યાયો છે પણ અહીં તે તત્ત્વસંબંધી વિકલ્પને જ
સંવર, નિર્જરા, મોક્ષતત્ત્વ ગણીને તેને વિકાર કહ્યો છે. આત્મામાં નિર્મળ પર્યાય પ્રગટી હોય તે પર્યાયના લક્ષે
પણ રાગની ઉત્પત્તિ થાય છે ને તે રાગમાં અજીવ નિમિત્ત છે. સંવર, નિર્જરા ને મોક્ષ તે આત્માની નિર્મળ પર્યાય
છે પણ તે ત્રણ પર્યાયનો ભેદ પાડીને તેનો આશ્રય કરવા જતાં વિકારની જ ઉત્પત્તિ થાય છે, તેના આશ્રયમાં
ચૈતન્યની શાંતિ ઉત્પન્ન થતી નથી, માટે તે તત્ત્વોને પણ વિકાર કહ્યાં છે.
જેને શુદ્ધદ્રવ્યના આશ્રયે સંવરદશા ઉત્પન્ન થઈ છે તેની દ્રષ્ટિ તે સંવરપર્યાય ઉપર નથી હોતી, પણ
અંતરના અભેદસ્વભાવ ઉપર તેની દ્રષ્ટિ હોય છે. તે અભેદ–સ્વભાવની દ્રષ્ટિથી જ સંવર–નિર્જરા પ્રગટે છે, તે
અભેદના આશ્રયે જ સંવર–નિર્જરા ટકે છે ને તે અભેદના આશ્રયે જ સંવર–નિર્જરા વધે છે. અભેદ સ્વભાવના
આશ્રયે જ મોક્ષમાર્ગ છે. સંવર–નિર્જરારૂપ પર્યાયના લક્ષે તે સંવર–નિર્જરા પ્રગટતા નથી, ટકતા નથી ને વધતા
નથી, પણ તે પર્યાયના લક્ષે તો રાગની ઉત્પત્તિ થાય છે; માટે એકરૂપ ચૈતન્યસ્વભાવની દ્રષ્ટિ અને અનુભવ
સિવાય સાત તત્ત્વના વિચારો કરવા તે વિકાર છે. પુણ્ય–પાપ વગેરે સાત તત્ત્વો એકલા જીવની અવસ્થામાં થાય
છે ને તેના હેતુભૂત સાત તત્ત્વો એકલા અજીવની અવસ્થામાં થાય છે.–એ પ્રમાણે જીવ–અજીવનું સ્વતંત્ર
પરિણમન છે.
આવા જીવાદિ તત્ત્વોનો ખ્યાલ જ્ઞાનમાં ન આવે તેને નિર્મળ ચૈતન્યસ્વભાવની દ્રષ્ટિ થતી નથી. સાત
તત્ત્વોમાં આત્માની પર્યાય ને અજીવની પર્યાય ભિન્ન ભિન્ન છે. અખંડસ્વભાવના અનુભવથી સમ્યગ્દર્શન
પ્રગટ્યા પછી

PDF/HTML Page 11 of 25
single page version

background image
: ૨૧૦ : : આત્મધર્મ : ૯૪
પણ ધર્મીને નવતત્ત્વના વિચાર આવે છે, પણ તે વિકલ્પ એકત્વબુદ્ધિપૂર્વક આવતા નથી એટલે પરમાર્થે તો તે
જ્ઞાનનું જ્ઞેય થઈ જાય છે.
શ્રેણિકરાજા અત્યારે નરકમાં છે ને આવતી ચોવીસીમાં પહેલા તીર્થંકર થવાના છે; તેમને અનેક રાણીઓ
અને રાજપાટનો સંયોગ હોવા છતાં અંતરમાં આવા જ્ઞાયક ચૈતન્યતત્ત્વનું ભાન હતું, અસ્થિરતાથી રાગ–દ્વેષ
થવા છતાં તે ક્ષણે પણ ચૈતન્યજ્ઞાયકમાં જ એકતાની દ્રષ્ટિ હતી તેથી ક્ષણે ક્ષણે ધર્મ થતો હતો. ભરત ચક્રવર્તીને
છ ખંડના રાજમાં આવું ભાન હતું. તીર્થંકર ભગવાન માતાના પેટમાં હોય કે નાના બાળક હોય ત્યારે પણ તેમને
એવું જ ચૈતન્યભાન હોય છે, સૌધર્મ–સ્વર્ગનાં ઈન્દ્ર–ઈન્દ્રાણી–શકેન્દ્ર ને શચી ઈન્દ્રાણી–તેમને પણ આવું ભાન હોય
છે, તેઓ એકાવતારી છે. તીર્થંકર ભગવાનની સભામાં સિંહ, વાઘ, સર્પ વગેરે તિર્યંચો આવું ભાન પામે છે,
નરકમાં ય કોઈ કોઈ જીવો એવું ભાન પામે છે, આઠ વર્ષનું બાળક પણ આવું ભાન પામે છે.–એ બધા ભેદ તો
બાહ્ય શરીરના છે, અંદર આત્મા તો બધાનો સરખો ચિદાનંદીભગવાન છે. તેનું ભાન કરીને જે જાગે તેને એવું
ભાન થાય છે.
આવો ચૈતન્યમૂર્તિ આત્મસ્વભાવ સમજ્યા વગર શાસ્ત્રોનું ભણતર તે પણ માત્ર ગધેડા ઉપર ચંદનનો
ભાર ભરવા જેવું છે. જેમ ગધેડા ઉપર સુગંધી ચંદન ભર્યું હોય તો તેને તેની સુગંધની ખબર નથી, તેને તો તે
ફક્ત બોજારૂપ છે, તેમ જેને આત્માનું લક્ષ નથી તે ગમે તેટલા શાસ્ત્રો ભણે પણ તેને શાસ્ત્રનું તે બધું ભણતર
માત્ર મનના બોજારૂપ છે, અંતરમાં ચૈતન્ય–આનંદની સુગંધ તેને આવતી નથી,–આત્માની શાંતિનો અનુભવ
તેને થતો નથી. તિર્યંચ વગેરે જીવોને શાસ્ત્રનું ભણતર ન હોવા છતાં તીર્થંકર ભગવાન વગેરેની વાણી સાંભળીને
અંતરમાં યથાર્થ ભાવોનું ભાસન થતાં આત્માના આનંદનો અનુભવ પ્રગટ કરે છે.
ઓળખીને, નવના ભેદના વિકલ્પરહિત એકલા જ્ઞાયકભાવનો અનુભવ કરવો તે ધર્મ છે.
અહીં, જીવની પર્યાયમાં સાત તત્ત્વના જે ભેદ પડે તેમાં અજીવ નિમિત્ત છે–એમ વાત લીધી છે, પણ
અજીવમાં સાત ભેદ પડે તેમાં જીવ નિમિત્ત છે–એ વાત લીધી નથી, કેમ કે અહીં જીવને સાત તત્ત્વના ભેદનું લક્ષ
છોડાવીને સ્વભવની એકતા કરાવવી છે, અજીવમાં કાંઈ સાત ભેદ છોડાવીને એકતા કરાવવાનું પ્રયોજન નથી.
જીવના દ્રવ્ય, પર્યાય બંનેની ઓળખાણ કરીને, પર્યાયભેદનું લક્ષ છોડી અભેદ સ્વભાવમાં વળવું તે પ્રયોજન છે.
અહીં પોતે ભેદનું લક્ષ છોડી સ્વભાવમાં એકાગ્ર થતાં અજીવનિમિત્તનું લક્ષ છૂટી જાય છે.
જેમ પાણીના એક પ્રવાહમાં વચ્ચે સાત નાળાવાળો પુલ આવતાં પાણીમાં સાત ભંગ પડી જાય છે, તેમાં
તે પુલ નિમિત્ત છે. તેમ ચૈતન્યમૂર્તિ આત્માનો જ્ઞાયકપ્રવાહ અનાદિઅનંત એકરૂપ છે, તેની ક્ષણિક અવસ્થામાં
અજીવના નિમિત્તે સાત પ્રકારો પડે છે, તે સાત પ્રકારોને લક્ષમાં લેતાં એકરૂપ ચૈતન્ય જ્ઞાયક આત્મા અનુભવમાં
આવતો નથી. બહારનો બુદ્ધિનો ઉઘાડ ઘણો હોય તે આમાં કામ આવે તેમ નથી પણ ચૈતન્યની રુચિથી જ્ઞાનને
અંતરમાં વાળવાનો અભ્યાસ કરવો તે જ અંતરના અનુભવનો ઉપાય છે.
અહો! હું આખો જ્ઞાયક છું, જ્ઞાનશક્તિથી પૂરો ભરેલો છું; બુદ્ધિનો ઉઘાડ તો જ્ઞાનની અલ્પ અવસ્થા છે,
અરે! કેવળજ્ઞાન પણ જ્ઞાનની એક અવસ્થા છે, એવી તો અનંત અવસ્થાઓનો પિંડ મારો એક જ્ઞાનગુણ છે ને
એવા અનંતગુણોના પિંડરૂપ આખી ચૈતન્યવસ્તુ તે હું છું. આવા પોતાના અભેદ આત્માને લક્ષમાં લેવો તે ધર્મની
શરૂઆત છે.
વસ્તુનું સ્વરૂપ શું છે તે સમજ્યા વિના લોકો બાહ્યથી ઉપવાસ વગેરેમાં ધર્મ માની બેઠા છે. પણ બહારમાં
આહાર ન આવ્યો તે તો જડની ક્રિયા છે, તે વખતે શુભભાવ હોય તો તે પુણ્ય છે, ને ધર્મ તો તે બંનેથી પાર
આત્માની અંર્તદ્રષ્ટિથી થાય છે. શુભરાગ કર્યો તેનાથી ધર્મ થતો નથી, તેમ જ આહાર ન કર્યો તેથી શુભરાગ
થયો–એમ પણ નથી, ને જીવના શુભભાવને લીધે આહારની ક્રિયા અટકી ગઈ–એમ પણ નથી. જીવનો ધર્મ જુદી
ચીજ છે, શુભરાગ જુદી ચીજ છે ને બહારની ક્રિયા જુદી ચીજ છે,–એમ બધાં તત્ત્વોને જાણવાં જોઈએ. જેને નવ
તત્ત્વની વ્યવહારશ્રદ્ધા પણ

PDF/HTML Page 12 of 25
single page version

background image
: શ્રાવણ : ૨૪૭૭ : ૨૧૧ :
નથી તેને અખંડ સ્વભાવની દ્રષ્ટિ થશે નહિ. ‘હું જ્ઞાયક છું’–એવો વિચાર (વિકલ્પ) તે પણ પરમાર્થ શ્રદ્ધા નથી;
અહીં ‘હું જ્ઞાયક છું’ એવા વિકલ્પને પણ નવતત્ત્વમાંથી જીવતત્ત્વમાં લઈ લીધો છે એટલે તે પણ વ્યવહારશ્રદ્ધામાં
જાય છે. શુદ્ધ જીવતત્ત્વની શ્રદ્ધામાં ‘હું જ્ઞાયક છું’ એવો વિકલ્પ નથી. ‘હું જ્ઞાયક છું’ એવા વિચારમાં પણ ભેદનો
વિકલ્પ છે, તે પરમાર્થે જીવ નથી. પર્યાયના લક્ષે એક જીવદ્રવ્યની પર્યાયોપણે અનુભવ કરવામાં આવતાં જીવ–
અજીવ–પુણ્ય–પાપ વગેરે નવતત્ત્વો ભૂતાર્થ છે, પણ આટલે સુધીના વિચારમાં જ્યાં સુધી અટક્યો છે ત્યાં સુધી
ધર્મ નથી. નવતત્ત્વના ભેદના વિચાર છોડીને એકલા શુદ્ધ જીવનો જ ભૂતાર્થપણે અનુભવ કરતાં ધર્મ થાય છે.
પહેલાંં જીવ–પુદ્ગલ બંનેના બંધ પર્યાયની વાત લીધી હતી, અહીં એકલા જીવદ્રવ્યની અવસ્થાપણે જોતાં
નવ તત્ત્વો ભૂતાર્થ છે એમ કહીને હવે અંતરમાં વાળે છે કે સર્વકાળે અસ્ખલિત એક જીવદ્રવ્યના સ્વભાવની
સમીપ જઈને અનુભવ કરવામાં આવતાં તે નવતત્ત્વો અભૂતાર્થ છે ને જ્ઞાયક એક આત્મા જ ભૂતાર્થ છે,–આ જ
સમ્યગ્દર્શનનો ઉપાય છે.
જ્ઞાયકદ્રવ્ય જ ત્રિકાળી અસ્ખલિત છે; નિર્મળ અવસ્થા વખતે કે વિકારી અવસ્થા વખતે પણ આત્માનો
જ્ઞાયકસ્વભાવ સદા એકરૂપ છે. ને સાત તત્ત્વો તો સ્ખલિત છે, ક્ષણિક છે. નવેતત્ત્વના વિકલ્પ ક્ષણિક છે, તે
નવતત્ત્વના વિકલ્પો છોડીને એક અખંડિત જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ કરવી તે મોક્ષનો માર્ગ છે. આત્માના અખંડ
સ્વભાવની સમીપ જઈને (–એટલે કે સ્વભાવ સન્મુખ એકાગ્ર થઈને) અનુભવ કરતી વખતે નવતત્ત્વો લક્ષમાં
આવતાં નથી માટે તે નવતત્ત્વો અભૂતાર્થ છે. અસ્થિરતા વખતે ધર્મીને નવતત્ત્વના વિકલ્પ આવે તો તેના ઉપર
તેની દ્રષ્ટિ નથી, તેને તે વિકલ્પની મુખ્યતા નથી પણ એક ચૈતન્યની જ મુખ્યતા છે માટે નવે તત્ત્વો અભૂતાર્થ છે;
અને તેથી તે નવે તત્ત્વો છોડીને ભૂતાર્થરૂપ ભગવાન આત્મા જ એકલો ઉપાદેય છે.
કોઈને એમ શંકા થાય કે ‘અરે, નવે તત્ત્વને છોડવા જેવા કહ્યા તો શું જીવ તત્ત્વને પણ છોડી દેવું?’ તેનું
સમાધાન–અરે ભાઈ! ધીરા થઈને સમજો. અત્યારે કઈ વાત ચાલે છે તેનો આશય પકડો. અહીં વિકલ્પ
છોડાવીને નિર્વિકલ્પ અનુભવ કરાવવા માટે નવતત્ત્વોને હેય કહ્યા છે, કેમ કે નવતત્ત્વના લક્ષે વિકલ્પ થયા વિના
રહેતો નથી તે આત્માનો નિર્વિકલ્પ અનુભવ થતો નથી. જીવના વિકલ્પને પણ છોડાવીને શુદ્ધ જીવનો નિર્વિકલ્પ
અનુભવ કરાવવા માટે નવ તત્ત્વમાં જીવતત્ત્વને પણ હેય કહ્યું છે. હજી વાત સાંભળવી પણ કઠણ પડે તે સમજીને
અંતરમાં અનુભવ તો ક્યારે કરે? નાટક સમયસારમાં કહે છે કે–
बात सुनि चौकि उठे बातही सौं भौंकि उठे,
बात सौं नरम होइ बातही सौं अकरी।
निंदा करै साधु की प्रशंसा करै हिंसक की,
स्राता मानैं प्रभुता असाता मानैं फकरी।।
मोख न सुहाइ दोष देखै तहाँ पैठि जाइ,
कालसौं डराइ जैसैं नाहर सौं बकरी।
ऐसी दुरबुद्धि भूली झूठ के झरोखे झूली,
फूली फिरै ममता जंजीरनिसौं जकरी।।
३९।।
– સર્વવિશુદ્ધદ્વાર.
આમાં દુર્બુદ્ધિ જીવની પરિણતિનું વર્ણન કર્યું છે; તેમાં કહે છે કે અજ્ઞાની જીવ હિત–અહિતને વિચારતો
નથી અને સત્ય વાત સાંભળતાં જ ચોંકી ઊઠે છે, વાત કાને પડતાં જ કૂતરાની જેમ ભોંકવા લાગે છે; પોતાની
મનગમતી વાત સાંભળતાં નરમ થઈ જાય છે અને અણગમતી વાત થાય તો ચિડાઈ પડે છે. વળી તે જીવ
મોક્ષમાર્ગી સાધુઓની નિંદા કરે છે, ને હિંસક અધર્મીઓની પ્રશંસા કરે છે, સાતના ઉદયમાં પોતાને મહાન માને
છે ને અસાતાના ઉદયમાં તુચ્છ ગણે છે; તેને મોક્ષ તો નથી રુચતો ને ક્યાંય દુર્ગુણ દેખવામાં આવે તો તેને ઝટ
અંગીકાર કરી લ્યે છે; વળી તેને શરીરમાં અહંબુદ્ધિ હોવાને લીધે તે મોતથી તો એવો ડરે છે કે જેવી વાઘથી બકરી
ડરે. એ પ્રમાણે તેની મૂર્ખતા અજ્ઞાનથી અસત્યના માર્ગમાં ઝૂલી રહી છે અને વળી મમતાની સાંકળથી જકડાઈને
વૃદ્ધિ પામી રહી છે.
અહીં કહે છે કે ભાઈ રે, સાંભળ તો ખરો, આ શું વાત છે? ધર્મની સત્ય વાત કાને પડવી દુર્લભ છે.
ધીરો થઈને અંતરમાં સમજે તો આ વાતના મહિમાની ખબર પડે. શુદ્ધપર્યાયનું લક્ષ કરીને તેનો આદર કરવા

PDF/HTML Page 13 of 25
single page version

background image
: ૨૧૨ : : આત્મધર્મ : ૯૪
જતાં પણ વિકલ્પ ઊઠે છે ને રાગ થાય છે, ત્રિકાળી ચૈતન્યતત્ત્વના આદરમાં તે પર્યાય પ્રગટી જાય છે. પર્યાયના
આશ્રયમાં અટકતાં નિર્મળપર્યાય થતી નથી પણ શુદ્ધ દ્રવ્યના આશ્રયમાં અટકતાં તે પર્યાય પોતે નિર્મળ થઈ
જાય છે. નિર્મળ પર્યાય વસ્તુના આધારે આવે છે, એટલે નિર્મળ પર્યાય પ્રગટ કરનારની દ્રષ્ટિ વસ્તુ ઉપર હોય
છે, પર્યાય ઉપર તેની દ્રષ્ટિ હોતી નથી. તે વસ્તુદ્રષ્ટિમાં નવે તત્ત્વો અભૂતાર્થ છે. નવે તત્ત્વોને અભૂતાર્થ કહીને
અહીં પર્યાયદ્રષ્ટિને જ હેય કહી છે, ને અખંડ ચૈતન્યતત્ત્વ સર્વ કાળે અસ્ખલિત છે તેની દ્રષ્ટિ કરાવી છે. સંવર,
નિર્જરા કે મોક્ષ વગેરે કોઈ તત્ત્વ સર્વકાળે અસ્ખલિત નથી તેથી તે સમ્યગ્દર્શનનો વિષય નથી. સર્વકાળે
અસ્ખલિત તો એક ચૈતન્યદ્રવ્ય જ છે, તે જ સમ્યગ્દર્શનનું ધ્યેય છે. એટલે ભૂતાર્થનયથી જોતાં નવે તત્ત્વોમાં એક
જીવ જ પ્રકાશમાન છે, તેના અનુભવથી જ સમ્યગ્દર્શનાદિ થાય છે. આવા ભૂતાર્થરૂપ શુદ્ધઆત્માને પ્રતીતમાં
લેવો તે આ ગાથાનો સરવાળો છે; ને એ જ દરેક આત્માર્થી જીવનું કર્તવ્ય છે.
[‘આત્માર્થી જીવનું પહેલું કર્તવ્ય’ બતાવનારી આ લેખમાળા આવતા અંકે પૂરી થશે.]
ધર્મનું ફળ
શરીરના રોગ મટાડવાનું કાર્ય ધર્મનું નથી. પૂર્વનાં પુણ્ય હોય ત્યારે શરીર
નીરોગી થાય છે; ધર્મના ફળથી શરીરનો રોગ મટે એમ માનાર ધર્મના સ્વરૂપને
સમજ્યો જ નથી; પુણ્ય શુભપરિણામથી થાય અને ધર્મ આત્માનો શુદ્ધસ્વભાવ
પ્રગટ કરવાથી થાય, તેની તેને ખબર નથી. સનત્કુમાર ચક્રવર્તીએ દીક્ષા લીધા બાદ
તે મહાન ધર્માત્મા મુનિે ઘણાં વર્ષો સુધી શરીરમાં તીવ્ર રોગ રહ્યો, છતાં શરીર
ઉપર ધમન અસર કઈ પણ ન થઈ. ધમથ શરર નરગ રહ તમ નહ, પણ
ધર્મનાં ફળમાં તો આત્મામાં અપૂર્વ આનંદનો અનુભવ પ્રગટે, ને પુણ્ય અને શરીર
વગેરેનો સંબંધ જ ન થાય. મોક્ષમાર્ગમાં પુણ્યનો પણ નિષેધ છે; તેને બદલે અત્યારે
તો ધર્મના નામે લોકો ફાવે તેમ હાંકયે રાખે છે, અને કહે છે કે પુણ્ય કરો, તેનાથી
મનુષ્ય – દેવનાં શરીર મળશે અને પછી પરંપરાએ મોક્ષ થશે. આત્માની સમજણ
કરવાની તો ક્યાંય વાત જ ન આવી. આત્માને ભૂલીને આવી વાતો – એટલે કે જીવ
રાગદ્વેષનો કર્તા, તેના ફળનો ભોક્તા એવી કામ ભોગ બંધની કથા – તો જીવે
અનંતવાર સાંભળી છે. તેથી શ્રી આચાર્યભગવાન કહે છે કે હું તને આત્માના
એકત્વ વિભક્ત સ્વભાવની વાત સંભળાવું છું; જડના સંયોગની રુચિ છોડ, પુણ્યથી
ધર્મ નથી.પુણ્ય મારાં, શુભાવ કરતાં કરતાં ધીમે ધીમે ધર્મ થશે – એવી ઝેરી
માન્યતાનું અર્થાત્ રાગ – દ્વેષ – અજ્ઞાનભાવનું, વીતરાગનાં નિર્દોષ વચનો, વિરેચન
કરાવી દે છે.આત્માના સમ્યગ્દર્શન – જ્ઞાન – ચારિત્રથી વિરુદ્ધભાવને કોઈ ધર્મ કહે
તો તે વિકથા છે.
(જાુઓ – સમયસાર – પ્રવચનો ભાગ ૧ પૃ. ૧૬ – ૧૭)

PDF/HTML Page 14 of 25
single page version

background image
: શ્રાવણ : ૨૪૭૭ : ૨૧૩ :
‘આત્મા કોણ છે ને કઈ રીતે પમાય?’
શ્રી પ્રવચનસારના પરિશિષ્ટમાં ૪૭ નયોદ્વારા
આત્મદ્રવ્યનું વર્ણન કર્યું છે તેના ઉપર પૂજ્ય
ગુરુદેવશ્રીનાં વિશિષ્ટ અપૂર્વ પ્રવચનોનો સાર.
[પ્રવચનમાં આ પરિશિષ્ટ એક વખત વંચાઈ ગયા બાદ તુરત જ બીજી વખત તેનું વાંચન થયું હતું. બીજી
વખતના પ્રવચનોનો સાર પણ પહેલી વખતના પ્રવચનોની સાથે ઉમેરી દેવામાં આવ્યો છે.]
[વર સ. ૨૪૭ જઠ વદ ૩ થ શરૂ]
પ્રવચનસારમાં ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવે રચેલી ૨૭૫ ગાથાઓ પૂરી થઈ છે, હવે શ્રી
અમૃતચંદ્રાચાર્યદેવે રચેલું ‘પરિશિષ્ટ’ વંચાય છે. જેમ મંદિર ઉપર કળશ ચડાવે તેમ આ પરિશિષ્ટમાં ‘આત્મા કેવો
છે ને તેની પ્રાપ્તિ કઈ રીતે થાય છે’ તેનું વર્ણન કરીને આચાર્યદેવે પ્રવચનસાર ઉપર કળશ ચડાવ્યો છે. સભામાં
આ પરિશિષ્ટ પહેલી જ વાર વંચાય છે.
• શિષ્યની જિજ્ઞાસા ને આચાર્યદેવની કરુણા •
“આ આત્મા કોણ છે, કેવો છે અને કઈ રીતે પ્રાપ્ત કરાય છે’ એવો પ્રશ્ન કરવામાં આવે તો તેનો
ઉત્તર પૂર્વે કહેવાઈ ગયો છે અને અહીં ફરીને પણ કહેવામાં આવે છે.”
જેને આત્માની બહુ ઝંખના થઈ હોય તે શિષ્ય વારંવાર આત્માની વાત પૂછયા કરે છે. જેમ જેને પુત્રનો
પ્રેમ છે તે વારંવાર તેની સંભાળ કરે છે, તેમ જેને આત્માનો પ્રેમ જાગ્યો છે–આત્માનું કલ્યાણ કરવાની ધગશ
જાગી છે તે જીવ આત્માનું સ્વરૂપ સમજવા માટે વારંવાર પ્રશ્ન પૂછે છે. જેને જેની જરૂરિયાત જણાય તેમાં તેનું
જ્ઞાન–શ્રદ્ધા ને પુરુષાર્થ વળ્‌યા વગર રહે નહિ. શિષ્યને આત્માનું રટણ લાગ્યું છે એટલે વારંવાર તે પ્રશ્ન પૂછે છે કે
પ્રભો! આ મારો આત્મા કેવો છે? ને તેની પ્રાપ્તિ કેવી રીતે થાય? આવું પૂછનાર શિષ્યને આચાર્યદેવ ફરીથી
પણ આત્માનું સ્વરૂપ સમજાવે છે. ‘આ આત્મા કોણ છે’ એવું પૂછનાર શિષ્યને આત્માની દરકાર થઈ છે એટલે
તેની રુચિ અને જ્ઞાનનો પ્રયત્ન આત્મસ્વભાવ તરફ વળ્‌યા વગર રહેશે નહીં.
અહીં આચાર્યપ્રભુ કહે છે કે ‘જો પ્રશ્ન કરવામાં આવે તો’ અમે તેનો ઉત્તર કહીએ છીએ. જેને સમજવા
માટે ઝંખનાથી પ્રશ્ન ઊઠ્યો છે તેવા શિષ્યને માટે અમારો ઉપદેશ છે, કાપડના ફેરિયાની જેમ કે શાકભાજી
વેચનારની જેમ કોઈના ઘરે જઈને પરાણે સમજાવતા નથી; જેને તૃષા લાગી નથી તેને પાણી પાતા નથી, જેને
ભૂખ લાગી નથી તેને ખવરાવતા નથી, તેમ જેને આત્માની દરકાર થઈ નથી તેવા જીવોને અમે સંભળાવતા
નથી, પણ જેને આત્માની ધગશ છે તેને જ અમારો ઉપદેશ આપવામાં આવે છે.

PDF/HTML Page 15 of 25
single page version

background image
: ૨૧૪ : : આત્મધર્મ : ૯૪
શ્રીગુરુ પાસે જઈને ‘આત્મા કોણ છે’ એમ પૂછનાર જીવને પ્રથમ તો આત્માના અસ્તિત્વની શ્રદ્ધા છે,
સાચા દેવ–ગુરુ કેવા હોય તેની શ્રદ્ધા છે, ને તેવા ગુરુ પાસે જઈને આત્મા સમજવા માટે ધા નાંખી છે, એવા
સુપાત્ર શિષ્યને આચાર્યદેવ આ પરિશિષ્ટવડે સમજાવે છે, તે શિષ્ય આત્મસ્વરૂપને પામ્યા વગર રહે જ નહીં.
શિષ્યને એક આત્મા સમજવાની જ ઝંખના છે એટલે બીજા કોઈ આડાઅવળા પ્રશ્ન ન પૂછતાં આત્માનો
જ પ્રશ્ન પૂછયો છે કે પ્રભો! આ આત્મા કેવો છે ને તેની પ્રાપ્તિ કેમ થાય? પુણ્ય–પાપની, સ્વર્ગ–નરકની કે
કર્મની વાત ન પૂછી પણ આત્માની જ વાત પૂછી; બીજું બધું જાણપણું તો અનંતવાર કર્યું છે પણ પોતાનો
આત્મા કેવો છે તે જ પૂર્વે કદી જાણ્યું નથી, તેથી શિષ્ય તે જ સમજવા માંગે છે. પુણ્ય કેમ થાય અને સ્વર્ગ કેમ
મળે–એમ શિષ્ય નથી પૂછતો પણ આત્મા કેવો છે ને તેની પ્રાપ્તિ કેમ થાય?–એમ પૂછે છે, તે પ્રશ્નમાં જ તેની
આત્મા સમજવાની પાત્રતા આવી જાય છે.
વળી પ્રશ્ન પૂછવામાં પણ ‘આ આત્મા કેવો છે’–એમ કહીને પોતાના આત્માને જુદો પાડીને પૂછે છે.
‘આ આત્મા’ એમ કહેવામાં પોતે પોતાના આત્મા તરફ વળવા માંગે છે, બીજા આત્માની સામે જોતો નથી.
પોતે અંતર્મુખ થઈને પોતાના આત્માને જાણતાં બીજાના આત્મા કેવા છે તે પણ જણાઈ જાય છે, કેમ કે જેવો
પોતાના આત્માનો સ્વભાવ છે તેવો જ દરેક આત્માનો સ્વભાવ છે.
‘હે પ્રભો! આ મારો આત્મા કેવો છે? તે હું જાણવા માંગું છું,–આમ પૂછનાર શિષ્યને આત્માની ધગશ
એવી છે કે તે મોક્ષની લાયકાતવાળો જ છે, તે અલ્પકાળે આત્માને સમજીને મોક્ષ પામવાનો છે; આવો પ્રશ્ન
જેને અંતરમાંથી ઊગ્યો તે આત્મસ્વભાવ સમજીને મોક્ષ પામ્યા વગર રહે જ નહિ. પોતે પૂર્વે જે કાંઈ સાંભળ્‌યું
અને જાણ્યું છે તે બધા જાણપણા ઉપર મીંડા વાળીને, પક્ષપાત છોડી દઈને, શ્રીગુરુ પાસે જઈને વિનયપૂર્વક પૂછે
છે કે હે ભગવાન! આ મારો આત્મા કેવો છે અને પોતાને પોતાની પ્રાપ્તિ કેવી રીતે થાય?–આમ પૂછનારને
પરની–પૈસા વગેરેની કે પુણ્યની પ્રાપ્તિની ભાવના નથી પણ આત્મસ્વભાવને જાણીને તેની જ પ્રાપ્તિની ભાવના
છે, તેથી જિજ્ઞાસુ થઈને એકલા આત્માનો જ પ્રશ્ન પૂછયો છે.
જો કે પૂર્વે ‘આત્મા કોણ છે અને તે કેમ પ્રાપ્ત થાય’ તે વાત કહેવાઈ તો ગઈ છે, પરંતુ અહીં શિષ્યની
જિજ્ઞાસાને પૂરી કરવા માટે શ્રી આચાર્યદેવ આ પરિશિષ્ટમાં ફરીને પણ તે વાત સમજાવે છે.
અનાદિકાળથી સંસારમાં રખડતા જીવે બહારમાં પરનું તો કાંઈ કર્યું જ નથી, પરને લેવું કે મૂકવું તે
આત્માના હાથની વાત છે જ નહિ. અનાદિથી અજ્ઞાન ભાવે જીવે વિકારી ભાવો જ કર્યા છે ને તેને જ પોતાનું
સ્વરૂપ માનીને રખડયો છે. તેને બદલે હવે આત્માનું હિત કરવાનો–આત્માના આનંદની પ્રાપ્તિ કરવાનો જેને
ભાવ થયો છે એવો શિષ્ય આત્મા સમજવા માટે પ્રશ્ન પૂછે છે. અનાદિથી પૂર્વે જે કર્યું તેના કરતાં કાંઈક નવું
કરવું છે એવા શિષ્યને અંતરની જિજ્ઞાસાથી પ્રશ્ન ઊઠ્યો છે કે પ્રભો! આ આત્મા કોણ છે ને તેની પ્રાપ્તિ કેમ
થાય છે? એવા શિષ્યને સમજાવવા માટે આ પરિશિષ્ટ દ્વારા તે વાત ફરીને પણ કહેવામાં આવે છે.
જુઓ! અહીં જે શિષ્ય જિજ્ઞાસાથી પૂછે છે કે ‘પ્રભો! આત્મા કોણ છે અને કેવી રીતે તે પ્રાપ્ત થાય?’
એવા શિષ્યને તે ફરીથી સમજાવે છે. જેને આત્માનું સ્વરૂપ જાણીને તે પ્રાપ્ત કરવાની પિપાસા જાગી છે, ‘હું કોણ
છું’ એવો જિજ્ઞાસાનો પ્રશ્ન જાગ્યો છે તેમ જ ‘આત્મા કઈ રીતે પમાય–કઈ રીતે તેનો અનુભવ થાય’ એવો પ્રશ્ન
જેને ઊગ્યો છે એવા શિષ્યને આચાર્યદેવ ફરીથી પણ આત્માનું સ્વરૂપ જણાવે છે. પહેલાંં જ્ઞાન અધિકાર,
જ્ઞેયઅધિકાર અને ચરણાનુયોગમાં જે વર્ણન કર્યું તેમાં આત્મા કોણ છે અને તેની પ્રાપ્તિ કેમ થાય એ બંને વાત
આવી તો જાય છે, પણ અહીં ફરીથી બીજી ઢબથી આચાર્યદેવ તે વાત સમજાવે છે.
શિષ્યના પ્રશ્નમાં બે વાત મૂકી છે : એક તો–આત્મા કેવો છે? અને બીજું– તે કઈ રીતે પ્રાપ્ત થાય?
આત્મા કેવો છે તેનું જ્ઞાન કરું અને તેની પ્રાપ્તિની ક્રિયા કરું– એમ શિષ્યના પ્રશ્નમાં સમ્યગ્જ્ઞાન અને ચારિત્ર
બંનેની વાત આવી જાય છે. શિષ્ય પાત્ર થઈને પૂછે છે કે હે નાથ! મારો આત્મા કોણ છે તે જાણ્યા વિના

PDF/HTML Page 16 of 25
single page version

background image
: શ્રાવણ : ૨૪૭૭ : ૨૧૫ :
હું અનાદિથી સંસારમાં રખડયો છું, તેથી ‘આત્માનું સ્વરૂપ શું છે? અને તેની પ્રાપ્તિ કઈ રીતે થાય છે? તે મને
સમજાવો, –કે જે સમજીને હું આત્માની પ્રાપ્તિ કરીને પરમાત્મા થઈ જાઉં ને મારે ફરીને અવતાર ન રહે.’
જુઓ! શિષ્ય કોઈ બીજા આડાઅવળા પ્રશ્ન નથી પૂછતો પણ ‘આ મારો આત્મા કેવો છે’ એમ જ પૂછે
છે. જેમ બજારમાં જાય ત્યાં જે વસ્તુ લેવી હોય તેના ભાવ પૂછે. કિંમતી હીરો લેવો હોય તે કાંઈ શાકવાળાની
દુકાને ભાવ પૂછવા ન જાય. તેમ જે શિષ્યને આત્માની દરકાર થઈ છે તે પૂછે છે કે હે પ્રભો! આત્મા કેવો છે
અને તેની પ્રાપ્તિ કેમ થાય? તે સમજાવો.
–એમ પૂછનાર જિજ્ઞાસુ શિષ્યને આચાર્યદેવ ફરીથી વિશેષપણે આ પરિશિષ્ટ દ્વારા સમજાવે છે; પહેલાંં તે
કથન આવી તો ગયું છે પણ જિજ્ઞાસુને માટે હજી ફરીને કહેવામાં આવે છે. અમે નિરર્થક બકવાદ નથી કરતા,
તેમ જ કોઈના ઘરે જઈને પરાણે ઉપદેશ નથી દેતા, પણ વિનયથી સમજવા માટે જે જિજ્ઞાસુ પૂછે છે તેને
કહેવામાં આવે છે;–એ વાત, ‘પ્રશ્ન કરવામાં આવે તો’ એમ કહીને આચાર્યદેવે જણાવી દીધી છે. પ્રશ્નની ભાષા
તો જડ છે, પણ તેની પાછળનો વાચ્યભાવ એવો છે કે શિષ્યને અંદર તે જાતની–આત્મા સમજવાની–ભાવના
જાગી છે. આવા પાત્ર શિષ્યને સમજાવવા માટે અમે ફરીથી આત્માનું વર્ણન કરીએ છીએ. અહા! જુઓ,
આચાર્યપ્રભુની કરુણા અને શિષ્યની પાત્રતા!
આત્મા કેવો છે તે જાણીને મારે મારું કલ્યાણ કરવું છે એવી જેને ભાવના થઈ હોય તેને જ આવો પ્રશ્ન
ઊઠે છે અને તેને જ આચાર્યદેવ સમજાવે છે. જે જીવ સમજીને ઠરી ગયો હોય તેને તો આવા પ્રશ્નનો વિકલ્પ
નથી ઊઠતો, તેમ જ જેને સમજવાની દરકાર જ નથી તેને પણ આવો જિજ્ઞાસાનો પ્રશ્ન ઊઠતો નથી ને તેને માટે
આ કહેવાતું નથી. પણ જેને અંતરમાં જિજ્ઞાસા જાગી છે અને વિનયથી પૂછે છે એવા શિષ્યને માટે આચાર્યદેવ
ફરીને ‘આત્મા કેવો છે’ તે કહે છે.–
• અનંતનયાત્મક શ્રુતપ્રમાણથી
પ્રમેય થતો આત્મા •
‘પ્રથમ તો, આત્મા ખરેખર ચૈતન્યસામાન્ય વડે વ્યાપ્ત અનંત ધર્મોનું અધિષ્ઠાતા (સ્વામી) એક દ્રવ્ય
છે, કારણ કે અનંત ધર્મોમાં વ્યાપનાર જે અનંત નયો તેમાં વ્યાપનારું જે એક શ્રુતજ્ઞાનસ્વરૂપ પ્રમાણ તે પ્રમાણ–
પૂર્વક સ્વાનુભવ વડે (તે આત્મદ્રવ્ય) પ્રમેય થાય છે–જણાય છે.’
આ ભગવાન આત્મા એક દ્રવ્ય છે ને તેમાં અનંત ધર્મો છે. એકેક આત્મા અનંત ધર્મોનો અધિષ્ઠાતા
એટલે કે સ્વામી છે. અનંત ધર્મો ચૈતન્યસામાન્ય વડે વ્યાપ્ત છે, તે અનંત ધર્મોને રહેવાનું સ્થાન આત્મા છે. ધર્મો
અનંત હોવા છતાં તેને ધરનાર એક જ દ્રવ્ય છે. જગતમાં બધા થઈને એક જ આત્મા છે–એમ નથી, જગતમાં
ભિન્ન ભિન્ન અનંત આત્માઓ છે, ને તે દરેક આત્મા અનંત ધર્મવાળો છે. દરેક આત્મા અનંત ધર્મોના
આધારરૂપ એક દ્રવ્ય છે, કેમ કે અનંત ધર્મોને જાણનાર જે અનંત નયો છે તેમાં વ્યાપનારા એક
શ્રુતજ્ઞાનપ્રમાણપૂર્વક સ્વાનુભવથી આત્મા જણાય છે.
એક આત્મપદાર્થમાં અનંત ધર્મો છે, ને તેને જાણનારા શ્રુતપ્રમાણમાં અનંત નયો છે. એકેક ધર્મને
જાણનાર એકેક નય, એ રીતે અનંત ધર્મને જાણનારા અનંત નયો છે; જેમ અનંત ધર્મો એક આત્મદ્રવ્યમાં
સમાઈ જાય છે તેમ અનંત નયો એક શ્રુતજ્ઞાનમાં સમાઈ જાય છે. જેમ પોતાના અનંત ધર્મોમાં એક દ્રવ્ય વ્યાપ્યું
છે તેમ તે ધર્મોને જાણનારા અનંતા નયોમાં એક શ્રુતજ્ઞાનપ્રમાણ વ્યાપ્યું છે. કોઈ કહે કે છદ્મસ્થને પોતાના
આત્માની ખબર ન પડે,–તો તે વાત ખોટી છે. અહીં તો કહ્યું કે અનંતનયોવાળા શ્રુતજ્ઞાનથી અનંતધર્મોવાળો
આખો આત્મા જણાઈ જાય છે, સ્વસન્મુખ વળતા શ્રુતજ્ઞાનથી આખો આત્મા સ્વાનુભવમાં આવી જાય છે.
આત્મા કેવો છે? અને તે કઈ રીતે જણાય? એ બંને વાત આમાં આવી જાય છે.
આત્મા કેવો છે?– કે આત્મા ખરેખર ચૈતન્ય સામાન્યથી વ્યાપ્ત અનંતધર્મોવાળું એક દ્રવ્ય છે.
તે આત્મા કઈ રીતે જણાય છે?–તો કહ્યું કે આત્માના અનંતધર્મોને જાણનારા જે અનંત નયો, તેમાં
વ્યાપ્ત શ્રુતજ્ઞાનપ્રમાણવડે સ્વાનુભવથી આત્મદ્રવ્ય જણાય છે.
અહીં અનંત ધર્માત્મક પોતાનો આત્મા તે પ્રમેય છે ને અનંત નયાત્મકશ્રુતજ્ઞાન તે પ્રમાણ છે; એવા
પ્રમાણવડે સ્વાનુભવથી પોતાનો આત્મા પ્રમેય થાય

PDF/HTML Page 17 of 25
single page version

background image
: ૨૧૬ : : આત્મધર્મ : ૯૪
છે–જણાય છે. પર નિમિત્તથી કે રાગના વિકલ્પથી આવો આત્મા પ્રમેય થતો નથી પણ સાધકને સ્વસન્મુખ
વળતા શ્રુતજ્ઞાનથી જ આવો આત્મા પ્રમેય થાય છે. અનંત ધર્મવાળા આત્માને જેમ છે તેમ ન કબૂલે તો તેનું
નિર્વિકલ્પ સ્વસંવેદન થાય નહિ. આવા આત્માને સ્વાનુભવથી જેમ છે તેમ જાણવો તે ધર્મ છે.
અહીં આત્માને અનંત ધર્મોવાળો કહ્યો છે, તો ધર્મ એટલે શું? ધર્મ એટલે વસ્તુનો સ્વભાવ. દરેક
વસ્તુમાં પોતપોતાના અનંત સ્વભાવો રહેલા છે તેને અહીં ધર્મ કહે છે. જડ પુદ્ગલમાં પણ તેના અનંત ધર્મો
રહેલા છે, પણ અહીં તો શિષ્યે ‘આત્મા કેવો છે’ એમ પૂછયું છે એટલે આત્માના ધર્મની વાત છે. આત્મામાં
જ્ઞાન, દર્શન, અસ્તિ, નાસ્તિ, નિત્ય, અનિત્ય, પુરુષાર્થ, નિયત વગેરે અનંત સ્વભાવો રહેલા છે તે બધાય તેના
ધર્મો છે, પોતાના તે ધર્મોથી ધર્મી એવો આત્મા ઓળખાય છે. અહીં ધર્મ એટલે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ જે
મોક્ષમાર્ગ છે તેનું વર્ણન નથી પણ વસ્તુ અનંતધર્મ– સ્વરૂપ છે તેનું આ વર્ણન છે. આવા અનંતધર્મોવાળા
આત્માને જાણીને તેની રુચિ અને તેમાં એકાગ્રતા કરતાં જે સમ્યક્દર્શન–જ્ઞાન–ચારિત્ર પ્રગટે છે તે મોક્ષમાર્ગરૂપ
ધર્મ છે.
વસ્તુમાં તો અનંત ધર્મો સ્વયંસિદ્ધ છે, તે જ જ્ઞાનમાં જણાય છે. વસ્તુના અનંત ધર્મોને કાંઈ નવા કરવા
પડતા નથી, વસ્તુ તો સ્વભાવથી જ તેવી છે, પણ જ્યારે તે વસ્તુનું જ્ઞાન થયું ત્યારે સમ્યગ્જ્ઞાન થયું, તે
સમ્યગ્જ્ઞાન નવું પ્રગટે છે. વળી વસ્તુમાં અનંત ધર્મો કાંઈ એક પછી એક નથી પણ બધા ધર્મો એક સાથે જ છે,
ને તે અનંત ધર્મો એક સાથે જ્ઞાનમાં આવી જાય છે, અનંત ધર્મોને જાણવા માટે અનંત કાળ નથી લાગતો. જ્યાં
શ્રુતજ્ઞાનને સ્વસન્મુખ વાળીને અંદર સ્વભાવમાં એકાગ્ર કર્યું ત્યાં અનંત ધર્મોનો ચૈતન્ય– પિંડલો સ્વસંવેદનમાં
આવી જાય છે. એકેક ધર્મને જુદો પાડીને અનંત ધર્મો છદ્મસ્થને ભલે ન જણાય પણ જ્યાં અંર્તસ્વભાવમાં
વળ્‌યો ત્યાં અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા શ્રુતજ્ઞાનના સ્વસંવેદનમાં આવી જાય છે. અનંતધર્મોવાળા
આત્માનો અનુભવ કરવા માટે અનંતધર્મના ભેદ પાડીને જુદા જુદા વિકલ્પ કરવા પડતા નથી કેમ કે અનંત
ધર્મોને ધારણ કરનાર ધર્મી એક છે. જેમ આત્મા અનંત ધર્મોનો સ્વામી એક છે તેમ તેને જાણનાર શ્રુતજ્ઞાન પણ
અનંત નયોનું સ્વામી એક છે. એટલે એક ધર્મને જુદો પાડીને ભેદના વિકલ્પ વડે આખો આત્મા પ્રમેય થતો
નથી, ને આખા આત્માને પ્રમેય કર્યા વિના જ્ઞાન પ્રમાણ થતું નથી. જ્ઞાનમાં અનંતનયો છે, ને પદાર્થમાં અનંત
પ્રકારના ધર્મો છે; જ્ઞાન અનંત નયોવાળું હોવા છતાં પ્રમાણપણે તે એક છે, તેમ જ પદાર્થ અનંત ધર્મોવાળો હોવા
છતાં વસ્તુપણે તે એક છે, આવા પ્રમાણ અને પ્રમેયની એકતા થતાં એટલે કે શ્રુતજ્ઞાન પ્રમાણ સ્વસન્મુખ થઈને
અભેદ આત્મામાં વળતાં આત્માનો સ્વાનુભવ થાય છે,–આત્મા જણાય છે.
આત્મા પોતે ખરેખર અનંત ધર્મોનો સ્વામી છે. અનંત ગુણો–ધર્મો, પર્યાયો કે અપેક્ષિત ધર્મો તે બધાનો
પિંડ આત્મા છે, તે બધા ધર્મોને આત્મા ખરેખર ધારણ કરે છે. આત્માના કોઈ ધર્મમાં પરની અપેક્ષા ભલે
આવતી હોય પરંતુ તેનો કોઈ પણ ગુણ–પર્યાય કે ધર્મ પરને લીધે નથી. નિત્ય–અનિત્યપણું કે ગતિસ્થિતિ વગેરે
ધર્મો તેના પોતાના છે, તે ધર્મોને પણ આત્મા જ ધારી રાખે છે, કાંઈ કાળ વગેરે નિમિત્તોને લીધે તે ધર્મો નથી.
અશુદ્ધતામાં કર્મ નિમિત્ત છે માટે તે અશુદ્ધતા કર્મને લઈને થાય છે–એમ નથી, અશુદ્ધતા પણ પોતાની જ
પર્યાયનો ધર્મ છે. આત્માનો એકેય ધર્મ પરના આધારે નથી. શુદ્ધતા કે અશુદ્ધતા તે રૂપે થનાર પોતે જ છે. કર્મને
લીધે અશુદ્ધતા થાય એમ નથી, અશુદ્ધતા થવાની લાયકાતરૂપ ધર્મ પણ પોતાનો છે, કાળને લીધે આત્મા
પરિણમે–એમ નથી, પરિણમવાનો ધર્મ પોતાનો છે, ધર્માસ્તિકાયને લીધે આત્મા ગતિ કરે–એમ નથી, ગતિ
કરવારૂપ ધર્મ પોતાનો છે, તેમ જ અધર્માસ્તિકાયને લીધે આત્મા સ્થિતિ પામે–એમ નથી, સ્થિર રહેવારૂપ ધર્મ
પણ તેનો પોતાનો જ છે; એ પ્રમાણે પોતાના બધા ધર્મોનો ધણી આત્મા પોતે જ છે. કાળ વગેરે બીજા નિમિત્તો
જગતમાં ભલે હો, પણ આત્માના ધર્મો કાંઈ નિમિત્તના આધારે નથી, ધર્મો તો આત્મદ્રવ્યના જ આધારે છે.
સિદ્ધ ભગવાનને સમયે સમયે પરિણમન થાય છે, તેમનો તે પરિણમનધર્મ કાંઈ કાળદ્રવ્યને આધીન નથી, પણ
પરિણમન થવાનો તે આત્માનો પોતાનો અનાદિઅનંત ધર્મ છે. એ પ્રમાણે

PDF/HTML Page 18 of 25
single page version

background image
: શ્રાવણ : ૨૪૭૭ : ૨૧૭ :
દરેક આત્મા પોતે પોતાના અનંત ધર્મોનો સ્વામી છે.
આત્મદ્રવ્યમાં અનંત ધર્મો છે, ને તે અનંત ધર્મોને જાણનારા અનંત નયો છે; તે અનંત નયોમાં
વ્યાપનારા એક શ્રુતજ્ઞાન પ્રમાણપૂર્વક સ્વાનુભવથી આત્મા જણાય છે. આખું શ્રુતજ્ઞાન તે પ્રમાણ છે અને તેનું
એક પડખું તે નય છે; પ્રમાણ આખી વસ્તુને જાણે છે ને નય એકેક ધર્મને જાણે છે. અહીં તો, જે નય જે ધર્મને
જાણે છે તે નય તે ધર્મમાં વ્યાપી જાય છે– એમ કહીને આચાર્યદેવ નયને અને નયના વિષયને અભેદ બતાવે છે.
જે ધર્મની સન્મુખ થઈને તેને જે નય જાણે છે તે ધર્મની સાથે તે નય અભેદ થઈ જાય છે એટલે પોતામાં નય
અને નયનો વિષય એક થઈ જાય છે.
આ પ્રવચનસારના ત્રણ અધિકારમાં વસ્તુસ્વરૂપનું ઘણું વર્ણન કર્યા પછી હવે તો આ છેલ્લું પરિશિષ્ટ છે,
તેમાં આચાર્યદેવે ઘણી સ્પષ્ટ વાત કરી છે. શાસ્ત્રમાં ભલે નિમિત્તથી એમ કથન કર્યું હોય કે કર્મને લીધે વિકાર
થાય, ધર્માસ્તિકાયને લીધે જીવ–પુદ્ગલ ગતિ કરે, કાળને લીધે વસ્તુ પરિણમે,–એમ નિમિત્તથી ગમે તેટલા કથન
કર્યાં હોય, પરંતુ એમ સમજવું કે તે તે પ્રકારનો ધર્મ વસ્તુનો પોતાનો જ છે, નિમિત્તને લીધે તેનો ધર્મ નથી.
કોઈ વસ્તુનો કોઈ ધર્મ બીજી વસ્તુને લીધે હોતો નથી, દરેક વસ્તુ પોતે જ પોતાના અનંત ધર્મોવાળી છે. એકેક
આત્મા પોતે પોતાના અનંત ધર્મોનો સ્વામી છે.
અહો! આચાર્યદેવે ટૂંકા કથનમાં ઘણું રહસ્ય ભરી દીધું છે. આચાર્યદેવ કહે છે કે અહીં થોડાક ધર્મોનું
વર્ણન કર્યું છે, તે થોડું લખ્યું ઘણું કરીને જાણજો. ‘થોડું લખ્યું ઘણું કરીને જાણજો’–એમ ક્યારે કહેવાય? કાંઈ પણ
લખ્યું જ ન હોય તો તેમ કહેવાય નહિ, થોડીક મુદની બાબત લખી હોય તો પછી ‘થોડું લખ્યું ઘણું કરીને
જાણજો’ એમ કહેવાય. તેમ અહીં આત્માના અનંત ધર્મો છે તેમાંથી કેટલાક મુદના ધર્મો આચાર્યદેવે વર્ણવ્યા છે,
તે પ્રયોજનભૂત ધર્મોને જાણીને પછી ‘આવા બીજા અનંત ધર્મો સર્વજ્ઞદેવે જાણ્યા તે પ્રમાણે છે’ એમ પ્રતીત કરે
તો તે બરાબર છે; પરંતુ આત્મા શું ને તેના ધર્મો શું તે કાંઈ જાણે નહિ, પ્રયોજનભૂત વસ્તુનો નિર્ણય કરે નહિ
અને ભગવાને કહ્યું તે સાચું–એમ માત્ર ઓઘિકપણે માની લ્યે તો તેથી પોતાને કાંઈ લાભ થાય નહિ.
અહીં ‘ખરેખર’ શબ્દ વાપરીને આચાર્યદેવ કહે છે કે વસ્તુમાં અનંત ધર્મો કાંઈ કલ્પનાથી કહેતા નથી
પણ ખરેખર વસ્તુમાં જ તે અનંત ધર્મો છે. વસ્તુમાં વાચ્યરૂપ જે ધર્મો છે તેનું જ આ કથન છે અને તે જ
જ્ઞાનમાં જણાય છે. જો વસ્તુમાં આવું વાચ્ય ન હોય તો તેનું કથન પણ ન હોય અને તેને જાણનારું જ્ઞાન પણ ન
હોય. માટે વસ્તુમાં અનંત ધર્મો, તે ધર્મોને જાણનારું જ્ઞાન અને તેનું કથન–એ ત્રણે સત્ છે, ખરેખર છે.
વસ્તુ જેવી હોય તેવી પૂરેપૂરી જે જ્ઞાનમાં જણાય તે જ્ઞાનને પ્રમાણ કહે છે. પ્રમાણ એટલે વસ્તુનું માપ
કરનારું જ્ઞાન. ‘પ્ર’ એટલે વિશેષપણે અને ‘માણ’ એટલે માપ. જેમ માણું દાણા વગેરે ચીજોનું માપ કરનારું છે–
ત્યાં પણ તે માપને જાણનારું તો જ્ઞાન જ છે, તેમ આત્માના અનંત ધર્મોને જાણનારું–આત્માનું માપ કરનારું
જ્ઞાન તે પ્રમાણે છે. અનંત ધર્મોને કહેનારી વાણી નિમિત્ત છે પણ તે વાણીને આત્માના ધર્મોની ખબર નથી,
વાણી અને ધર્મ તે બંનેને જાણનારું તો જ્ઞાન છે, તે જ્ઞાન જ પ્રમાણ છે.
જુઓ ભાઈ! અનંત ધર્મોવાળો પોતાનો આત્મા છે તેની આ વાત છે. આ વાત સમજવા જેવી છે. જેમ
રૂપિયાનો ઢગલો પડ્યો હોય તે ગણવાની કેવી હોંશ આવે છે! તો અહીં તારા આત્મામાં એક સમયમાં અનંતા
ધર્મોનો ઢગલો પડ્યો છે, અંર્તમુખ થઈને તેનું માપ કરવાની તને હોંશ આવે છે? જો તેનું માપ કરવું હોય તો
તે તારા શ્રુતજ્ઞાનપ્રમાણથી જ થાય છે, કોઈ પર નિમિત્તથી કે રાગથી તેનું માપ થતું નથી, પણ જ્ઞાનને અંતરમાં
વાળે તો તે જ્ઞાનથી જ આત્માનું માપ થાય છે. અનંતધર્મોની મૂડી દરેક આત્મામાં સદાય પડી છે પણ અંતર્મુખ
થઈને તેને જાણવાની અજ્ઞાનીએ કદી દરકાર કરી નથી. આત્માના અનંત ધર્મોમાં જરાય ઓછું માનશે તો તે
નહિ પાલવે, તેમ જ તે મૂડીને માપવામાં કોઈ પરની મદદ કામ નહિ આવે. જેમ ઘરની ઘણી મૂડીને પટારામાં
મૂકવી હોય તો ત્યાં બહારના મજૂર પાસે તે નથી મુકાવતો પણ ઘરના માણસ પાસે જ તે મુકાવે છે, તેમ
આત્માના સ્વભાવઘરની જે બેહદ મૂડી

PDF/HTML Page 19 of 25
single page version

background image
: ૨૧૮ : : આત્મધર્મ : ૯૪
છે તેનું માપ કોઈ બહારના સાધનથી થતું નથી પણ પોતે પોતાના શ્રુતજ્ઞાનપ્રમાણને અંતરમાં વાળે તો જ તેનું
યથાર્થ માપ અને સ્વાનુભવ થાય છે. પોતાના અનંત ધર્મોને જાણનારું જ્ઞાન પોતાની પાસે જ છે, તે જ્ઞાનને
અંર્તસ્વભાવમાં વાળે તો જ આત્મા જણાય, તેમાં બીજા કોઈનું જ્ઞાન પોતાને કામ ન આવે. ‘ગુરુનું જ્ઞાન તો
અમારા આત્માને જાણે છે ને? ’ –એમ કોઈ કહે તો તેનો ખુલાસો: ગુરુનું જ્ઞાન બીજાના આત્માને પણ જાણે છે
એ ખરું, પરંતુ તે ગુરુનું જ્ઞાન તો ગુરુ પાસે રહ્યું, તેમાં બીજાને શો લાભ? ગુરુનું જ્ઞાન તેમના પોતાના
આત્માને જ સ્વદ્રવ્યપણે જાણે છે, તેમના જ્ઞાનમાં આ આત્મા તો પરદ્રવ્યપણે જણાય છે, તેઓ કાંઈ આ
આત્માના ધર્મોને સ્વામી તરીકે જાણતા નથી, તેમના પોતાના આત્માના ધર્મોને જ સ્વામી તરીકે તેઓ જાણે છે.
તેમની જેમ આ આત્મા પણ જો પોતે પોતાના જ્ઞાનને અંતરમાં વાળે તો તે જ્ઞાન પોતાના અનંત ધર્મોને સ્વામી
તરીકે જાણે છે એટલે કે પોતે પોતાના આત્માને સ્વદ્રવ્ય તરીકે જાણે છે, ને તે જ્ઞાન જ પોતાને પરમાનંદનું કારણ
થાય છે. આ સિવાય, પોતાના આત્માને સ્વદ્રવ્યપણે જાણવા માટે કોઈ પરનું જ્ઞાન કામ આવતું નથી. પ્રમેય પણ
પોતે જ છે ને પ્રમાણજ્ઞાન પણ પોતાનું જ છે.
ધર્મો અનંત છે પણ વસ્તુ એક જ છે;
નયો અનંત છે પણ પ્રમાણ એક જ છે.
અનંત નયો છે તે બધા એક શ્રુતજ્ઞાનપ્રમાણમાં સમાઈ જાય છે, શ્રુતજ્ઞાનપ્રમાણથી નય જુદો રહી જતો
નથી; અનંત ધર્મો છે તે બધા એક વસ્તુમાં સમાઈ જાય છે, વસ્તુનો એક ધર્મ જુદો રહી જતો નથી. પ્રમાણપૂર્વક
સ્વાનુભવવડે જ આત્મદ્રવ્ય પોતાને પ્રમેય થાય છે. અનંત ધર્મો અને અનંત નયો છે–એમ બતાવ્યું ખરું, પણ
અનુભવમાં તે ધર્મોનો કે નયોનો ભેદ રહેતો નથી, અભેદ થઈ જાય છે; એક અભેદ શ્રુતપ્રમાણ સ્વાનુભવથી
આખી વસ્તુને જાણે છે. શ્રુતજ્ઞાનમાં અનંતનય તરીકે ભેદ છે પણ પ્રમાણ તરીકે તે અભેદ છે; તેમ વસ્તુમાં
અનંત ધર્મ તરીકે ભેદ છે ને વસ્તુ તરીકે એક અભેદ છે. જેમ વસ્તુમાં અભેદ ને ભેદ એવા બે પ્રકાર પડે છે તેમ
તેને જાણનારા જ્ઞાનમાં પણ અભેદ ને ભેદ (એટલે પ્રમાણ અને નય) એવા બે પ્રકાર છદ્મસ્થને પડે છે.
આત્મા કેવો છે એમ શિષ્યે પૂછયું હતું તેનું આ વર્ણન ચાલે છે. જેને અંદરથી ખટક મારતો આત્માનો
પ્રશ્ન ઊઠ્યો તેવા શિષ્યને આત્મા સમજાઈને મુક્તિ થયા વિના રહે નહિ. જેને આત્મા સમજવાની ધગશ જાગી
તે જીવ અનંતધર્મવાળા આત્માને સમજશે અને અનંત ધર્મોમાં જેટલા અવ્યક્ત–શક્તિરૂપ છે તે બધાય તેને પૂર્ણ
વ્યક્ત થઈ જશે. અનંતધર્મવાળા આત્માની રુચિ–પ્રતીતિ કરી તેને કેવળજ્ઞાનાદિ બધાય ધર્મ ખીલી ગયા વિના
રહે જ નહિ. કેવળજ્ઞાન પૂરું પ્રત્યક્ષપ્રમાણ છે, શ્રુતજ્ઞાન પૂરું પ્રત્યક્ષ નથી, તોપણ કેવળજ્ઞાનમાં જેવો આત્મા
જણાયો તેવો જ આત્મા શ્રુતજ્ઞાનપ્રમાણથી પરોક્ષ જણાય છે. શ્રુતજ્ઞાન પરોક્ષ હોવા છતાં તે સંદેહવાળું નથી પણ
નિઃસંદેહ છે. શ્રુતજ્ઞાન તે પરોક્ષપ્રમાણ છે તે જ્ઞાનને અંતરમાં વાળીને જેણે અનંતધર્મવાળા આત્માને સ્વીકાર્યો
તેને તેમાં એકાગ્રતા થઈને કેવળજ્ઞાનરૂપ પ્રત્યક્ષપ્રમાણ ખીલી જશે અને અનંત ધર્મવાળી વસ્તુ પણ તેના
જ્ઞાનમાં પ્રત્યક્ષ થઈ જશે, એટલે સ્વજ્ઞેય અને જ્ઞાન બંને પૂરાં થઈ જશે.
કેવળજ્ઞાન પૂર્ણ પ્રત્યક્ષ છે ને શ્રુતજ્ઞાન પરોક્ષ છે; તે પરોક્ષ હોવા છતાં સ્વસંવેદનમાં અંશે પ્રત્યક્ષ છે,
શ્રુતજ્ઞાન અંતર્મુખ થતાં રાગરહિત ચૈતન્યસ્વસંવેદનનો જે અંશ છે તે તો પ્રત્યક્ષ છે. આત્માના અનંતધર્મોને
શ્રુતજ્ઞાન પરોક્ષ જાણે છે, પરોક્ષ હોવા છતાં તે જ્ઞાન પણ પ્રમાણ છે–નિઃસંદેહરૂપ છે. તે પરોક્ષપ્રમાણથી જેણે
પોતાના આત્માને અનુભવ્યો તેને પૂરું પ્રત્યક્ષ કેવળજ્ઞાનપ્રમાણ થયા વિના રહેશે નહિ.
શ્રુતજ્ઞાન પ્રમાણ હોવા છતાં તે પૂરું જ્ઞાન નથી, પૂરું જ્ઞાન તો કેવળજ્ઞાન છે, શ્રુતજ્ઞાન અધૂરું છે. પૂરું
જ્ઞાન થઈ ગયા પછી તેમાં નય ન હોય. શ્રુતજ્ઞાન અધૂરું હોવા છતાં તે પણ યથાર્થ પ્રમાણ છે, કેવળીએ જેવો
જાણ્યો તેવા યથાર્થ આત્માને તે પણ પરોક્ષપણે બરાબર જાણે છે. સાધકને એવા શ્રુતજ્ઞાનપ્રમાણથી સ્વાનુભવ
વડે આત્મા જણાય છે.
અહીં શ્રુતજ્ઞાનમાં અનંતનયો અને વસ્તુમાં અનંત ધર્મો સ્થાપ્યા છે; આ વાત બેઠા વગર પ્રમેય પદાર્થ
યથાર્થ જણાતો નથી તેમ જ શ્રુતજ્ઞાન પ્રમાણ થતું નથી, એટલે કે પ્રમાણ અને પ્રમેયની એકતા થતી નથી ને ત્યાં
આત્માની પ્રાપ્તિ થતી નથી. જે વસ્તુને પ્રાપ્ત

PDF/HTML Page 20 of 25
single page version

background image
: શ્રાવણ : ૨૪૭૭ : ૨૧૯ :
કરવી હોય તેને પહેલાંં બરાબર ઓળખવી તો જોઈએ ને! ભગવાન આત્માની પ્રાપ્તિ કરીને પરમાત્મા થવા
માટે પહેલાંં તેનું યથાર્થ જ્ઞાન કરવું જોઈએ. આત્માનું જ્ઞાન કઈ રીતે થાય છે તેનું આ વર્ણન ચાલે છે. જે
શ્રુતજ્ઞાન અનંત નયોવાળું છે એવા શ્રુતજ્ઞાનપૂર્વક સ્વાનુભવથી આત્મા જણાય છે.
શ્રુતજ્ઞાન અનંત નયોવાળું ક્યારે થાય?–કે અનંત ધર્મોવાળા એક આત્માને જાણે ત્યારે. જો એમ ન જાણે
અને આત્માને સર્વથા નિત્ય, સર્વથા અનિત્ય, સર્વથા શુદ્ધ કે સર્વથા અશુદ્ધ ઈત્યાદિ રૂપે એક જ ધર્મવાળો માની
લ્યે તો તેણે માનેલો આત્મા પૂરો (અનંત ધર્માત્મક) ન થાય અને તેનું શ્રુતજ્ઞાન પણ અનંત નયોવાળું ન થાય
એટલે કે પ્રમાણજ્ઞાન ન થાય પણ મિથ્યાજ્ઞાન જ રહે. માટે અહીં એમ કહ્યું કે અનંત નયવાળા શ્રુતજ્ઞાનપ્રમાણથી
સ્વાનુભવવડે આત્મા જણાય છે. એવા શ્રુતજ્ઞાનને કે આત્માના અનંતધર્મોને જે ન સ્વીકારે તેને આત્માનો
સ્વાનુભવ કદી સાચો હોતો નથી.
આ જગતમાં અનંત આત્માઓ ભિન્ન–ભિન્ન છે, એકેક આત્મામાં અનંત ધર્મો છે, તે એકેક ધર્મને
જાણનાર એકેક નય છે; એવા અનંત નયોવાળું એક શ્રુતજ્ઞાન પ્રમાણ છે, ને તે ધર્મોને કહેનારી વાણી પણ છે; એ
રીતે પદાર્થના ધર્મો, તેને જાણનારું જ્ઞાન અને તેને કહેનારી વાણી–એ બધાને જો ન કબૂલે તો શ્રુતજ્ઞાન પ્રમાણ
થઈને આત્માનો અનુભવ થાય નહીં. આખા આત્માના સ્વાનુભવ વગર તેના એકેક અંશનું–એકેક ધર્મનું–પણ
સાચું જ્ઞાન થાય નહિ, અને તેને સમ્યક્નય પણ હોય નહિ; એટલે તેનું જ્ઞાન ખોટું, તેની વાણી ખોટી, અને તેણે
માનેલો ધર્મ પણ ખોટો છે. અહીં તો સાધક જીવની વાત છે. સાધક જીવ અનંત ધર્મવાળા આત્માને શ્રુતજ્ઞાન
પ્રમાણથી અનુભવે છે ને તેને જ સમ્યક્ નય હોય છે. તે નય–પ્રમાણથી આત્માને કેવો જાણે છે તેનું અહીં વર્ણન
કરે છે. આ નયો સાધકને હોય છે, અજ્ઞાનીને કે કેવળીને નય હોતા નથી. કેવળીને તો કેવળજ્ઞાનમાં આત્મા પૂરો
પ્રત્યક્ષ જણાઈ ગયો છે ને પૂર્ણતા થઈ ગઈ છે એટલે તેમને હવે નયથી કાંઈ સાધવાનું રહ્યું નથી, ને અજ્ઞાનીને
તો વસ્તુનું ભાન જ નથી એટલે તેને પણ નય હોતા નથી. નય તે શ્રુતજ્ઞાનપ્રમાણનો અંશ છે, તે સાધકને જ
હોય છે.
આત્માના જ્ઞાનની પાંચ પ્રકારની અવસ્થા છે: મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યયજ્ઞાન અને
કેવળજ્ઞાન. તેમાંથી મુખ્યપણે શ્રુતજ્ઞાન જ આત્માનું સાધક થઈ શકે છે. કેમ કે કેવળજ્ઞાન તો છદ્મસ્થ જીવને હોતું
નથી; અવધિ અને મનઃપર્યયજ્ઞાનનો વિષય પર પદાર્થ છે એટલે તે પણ સાધક થતા નથી, મતિજ્ઞાન સામાન્ય
રૂપે જાણે છે એટલે તેમાં નય પડતા નથી, શ્રુતજ્ઞાન પ્રમાણ જ અનંત ધર્મવાળા આત્માને જાણે છે, ને તે
પ્રમાણથી જ આત્માનો સ્વાનુભવ થાય છે. તે શ્રુતજ્ઞાનમાં નય હોય છે.
અનંત ધર્મોવાળો આત્મા છે તે પ્રમેય છે ને અનંત નયોવાળું શ્રુતજ્ઞાન છે તે પ્રમાણ છે. તેમાંથી હવે ૪૭
નયોદ્વારા આત્માના ૪૭ ધર્મોનું વર્ણન કરશે. વસ્તુમાં અનંત ધર્મો છે તે બધાય વાણીથી ભિન્ન ભિન્ન વર્ણવી
શકાય નહિ, વાણીમાં તો અમુક જ આવે. અહીં ૪૭ નયથી ૪૭ ધર્મો કહીને આત્મદ્રવ્યનું વર્ણન કર્યું છે પણ તેમાં
બીજા અનંતા ધર્મો પણ સાથે આવી જ જાય છે. નયના સમૂહવડે આત્મા કેવો જણાય છે તેનું આ વર્ણન છે.
બધા નયોનો સમૂહ તે પ્રમાણ; અને બધા ધર્મોનો સમૂહ તે પ્રમેય વસ્તુ. એવા પ્રમાણપૂર્વક પ્રમેય તરફ ઢળતાં
સ્વાનુભવથી આત્મા જણાય છે.
હે પ્રભો! આ આત્મા કેવો છે? એમ શિષ્યે પૂછયું હતું તેના ઉત્તરમાં આચાર્યદેવે પહેલાંં તો ટૂંકામાં કહ્યું કે
આત્મા અનંતધર્મોવાળું એક દ્રવ્ય છે અને તે અનંત નયોવાળા શ્રુતજ્ઞાનપ્રમાણથી સ્વાનુભવવડે જણાય છે.
હવે આચાર્યદેવ ૪૭ નયોથી આત્માનું વર્ણન કરે છે. અહીં એકેક નયથી એકેક ધર્મનું વર્ણન છે પણ તેમાં
પૂરું પ્રમાણ અને પૂરું પ્રમેય સાથે જ આવી જાય છે.
× × ×
આત્માના કોઈ પણ ધર્મને કબૂલનાર આત્મદ્રવ્ય સામે જોઈને જ તે ધર્મને સ્વીકારે છે,–નહિ કે પર સામે;
કેમ કે આત્માના અનંત ધર્મોમાંથી કોઈ પણ ધર્મ પરના આધારે નથી પણ અનંત ધર્મના પિંડરૂપ આત્મદ્રવ્યના
આધારે જ દરેક ધર્મ રહેલ છે. એટલે આખો ધર્મી દ્રષ્ટિમાં આવ્યા વગર તેના એકેક ધર્મની કબૂલાત યથાર્થ હોય
નહિ. નયથી એકેક ધર્મને મુખ્ય